SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ પિતાના આગમ માટે “સૂત્ર' શબ્દને જે પ્રયોગ કર્યો છે, તે પ્રકારની વિશિષ્ટ શૈલીને મુખ્ય માનીને નહિ, પણ એ સૂત્રસાહિત્યનો મૂળ ઉદ્દેશ, આપણે ધ્યાનમાં લઈએ તો જણાશે કે, વૈદિક આચારપ્રણાલી વિષે જે વિવિધ ઉપદેશ કે વિચારણું થયેલ તેને સંક્ષેપમાં સંગ્રહ કરી દે એ હતો. એ જોતાં મહાવીરના ઉપદેશને સંગ્રહ પણ સૂત્ર કહેવાય તો નવાઈ નહીં. આથી બને સાહિત્યની શૈલીમાં -ભેદ છતાં સૂત્રો કહેવાય. જેમ અનેક મણિઓ કે પુપને સૂત્રબદ્ધ કરવાથી તે સચવાઈ રહે છે, તેથી તેવા ગ્રન્થ સૂત્રો કહેવાયા હોય તો યોગ્ય જ છે. -અર્થાત “સૂત્રજ્ઞાત સૂત્ર’ એવો અર્થ સૂત્રને અભિપ્રેત છે. બૌદ્ધ પુરિટ” પણ એ જ અર્થમાં “સૂત્ર છે; નહિ કે તેની શૈલી સૂત્રમૈત્રી છે તેથી. વળી, જેનોની એવી પણ માન્યતા છે કે આગમના એક જ વાક્યના આધારે થતા અર્થધનું તારતમ્ય શ્રેતાની વિવિધ શક્તિને અનુસરીને અસંખ્યાતથી પણ વધારે પ્રકારનું છે. આથી આગમના એક જ વાકયમાં અનેક પ્રકારે અર્થની સૂચના આપવાની શક્તિ હોઈ તેવાં વાકયોના સંગ્રહને “સૂત્ર' નામથી ઓળખવામાં કશું જ અનુચિત નમી. તાત્પર્ય એ છે કે જૈન આગમ “સૂત્ર' એટલા માટે કહેવાય છે કે તેમાં વિવિધ અર્થોને બોધ કરાવવાની – સૂચના કરવાની – શક્તિ છે. આ પ્રમાણે “સૂચનાત્ સૂત્રકૂ' એ અર્થમાં પણ સૂત્ર શબ્દ પ્રયોગ માની શકાય. દ્વાદશાંગીને ગણિપિટક એવી સંજ્ઞા પણ આપવામાં આવી છે. બૌદ્ધ શાસ્ત્રસંગ્રહને “પિટક' એવું નામ તે કાળે અપાયું છે. આ લક્ષમાં લેતાં શાસ્ત્રસંગ્રહ માટે “ગણિપિટક' શબ્દનો પ્રયોગ તે કાળની ચાલુ પ્રથાને આભારી હશે. પિટક એટલે પેટી અર્થાત ગણિના – આચાયના જ્ઞાનને ભંડાર એટલે “ગણિપિટક". શ્રત માટે પ્રાચીન શબ્દ “પ્રવચન' પણ વપરાય છે. દુમિદ નિવવા. ભગવતીમાં ગૌતમે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો છે. કે પ્રવચન પ્રવચન કહેવાય કે પ્રવચની પ્રવચન કહેવાય ? આના ઉત્તરમાં ભગવાને કહ્યું છે કે અરિહંત એ પ્રવચની છે. અને દ્વાદશ અંગે એ “પ્રવચન” છે. (ભગવતી શ૦ ૨૦, ઉદ્દેશ ૮). વિર ભદ્રબાહુવામિએ એ પ્રવચનની ઉત્પત્તિ વિષે સુંદર રૂપક બાંધ્યું છે તવ-નિયમ-નાનજë ગાઢા જેવી અનિચનાળી. તો મુસદ નાખવુ િવિચાળવવોરાઇ * વિશેષાવશ્યકભાષ્ય, ગા. ૧૩૬૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy