SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૯ ધાર્મિક પર્વો : ૫ અને એકલા પર્વદિવસોમાં જ શા માટે ? આપણી ગેરશિસ્તનાં ચિહ્નો તો પવિત્ર તીર્થસ્થાનોમાં પણ થોકબંધ જોવા મળે છે. આપણી ધર્મશાળાઓ જુઓ; જાણે આપણે એને પવિત્ર સ્થાન નહીં, પણ ઉકરડો સમજીને જ વર્તીએ છીએ. આપણે શાણા અને ધાર્મિક ગણાતા હોવા છતાં આ અવ્યવસ્થા અને ગંદવાડના પાશવી દોષો આપણામાં ક્યાંથી પેસી ગયા હશે? અમને તો લાગે છે કે આપણે વધારે પડતા પરલોકલક્ષી બન્યા એનું જ આ દુષ્પરિણામ છે. ગમે તેમ હોય, પણ આ વાત ચાલુ રહે એમાં ન તો આપણી શોભા છે, કે ન તો એમાં આપણી શક્તિમાં વધારો થાય છે. માટે સમાજમાં આવી શિસ્તની સ્થાપના થાય એ માટે પ્રયત્ન કરવાની ખૂબ જરૂર છે. ધર્મગુરુઓ પણ પોતાના ધર્મોપદેશને આ દિશામાં વાળશે તો સાચી સેવા બજાવી ગણાશે. (તા. ૩-૯-૧૯૫૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy