SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ સહજસુન્દર અને “ગુણરત્નાકર છંદ કાન્તિભાઈ બી. શાહ મારે આ લેખમાં જૈન સાધુકવિ સહજસુન્દરની એક અપ્રકટ કૃતિ ગુણરત્નાકર છંદ વિશે વાત કરવાની છે. જ્યાં સુધી આ કૃતિ અપ્રકટ છે ત્યાં સુધી સહજસુન્દર પણ પ્રકટ જેવા જ છે એમ કહું તો ચાલે. સહજસુન્દર ઉપકેશગચ્છના સિદ્ધસૂરિ–ધનસારની પરંપરામાં રત્નસમુદ્ર ઉપાધ્યાયના શિષ્ય હતા. એમણે રચેલી નાનીમોટી કૃતિઓની સંખ્યા લગભગ ૨૫ જેટલી થવા જાય છે. એ રચનાઓમાં રાસ, છંદ, સંવાદ, સ્તવન, સઝાય આદિ સ્વરૂપવૈવિધ્યનો સમાવેશ થાય છે. આ કૃતિઓમાં મુખ્યમુખ્ય નીચેની કૃતિઓનો સમાવેશ થાય છે ? ૧. રષિદત્તા મહાસતી રાસ (ર.ઈ.૧૫૧૬), ૨. જેબૂસ્વામી અંતરંગ રાવિવાહલો (ર.ઈ. ૧૫૧૬), ૩. આત્મરાજ રાસ (૨.ઈ.૧પ૨૮), ૪. પ્રસન્નચંદ્ર રાજર્ષિ રાસ (ર.ઈ. ૧૫૩૬), ૫. તેતલીમંત્રીનો રાસ (ર.ઈ.૧પ૩૯), ૬. અમરકુમાર રાસ, ૭. ઇરિયાવહી વિચાર રાસ, ૮. સ્થૂલિભદ્ર ભાસ, ૯. પરદેશી રાજાનો રાસ, ૧૦. શુકરાજ/સુડાસાહેલી રાસ,પ્રબંધ, ૧૧. ગુણરત્નાકર છંદ/સ્થૂલિભદ્ર છંદ (ર.ઈ.૧૫૧૬), ૧૨. સરસ્વતીમાતાનો છંદ, ૧૩. રત્નકુમાર રત્નસાર ચોપાઈ/શ્રાવક પ્રબંધ (ર.ઈ. ૧૫૨૬), ૧૪. આંખકાન સંવાદ, ૧૫. યૌવનજરા સંવાદ, ઉપરાંત નવેક જેટલાં સ્તવનો-સઝાયો અને વ્યાકરણ (પ્રથમ પાદડ)નો એક સંસ્કૃત ગ્રંથ એમણે રચ્યો છે. આ રચનાઓમાંથી કેટલીક કૃતિઓનાં મળતાં રચનાવર્ષને આધારે સહજસુંદરનો જીવનકાળ ૧૬મી સદીનો પૂર્વાર્ધ હોવાનું નિશ્ચિત કરી શકાય છે. એમાંયે “ગુણરત્નાકર છંદ'નું રચનાવર્ષ ઈ. ૧૫૧૬નું હોઈ એમ કહી શકાય કે આ કવિને જન્મ પાંચસો વર્ષ લગભગ પૂરાં થયાં છે કાં તો થવામાં છે. પણ આશ્ચર્ય એ વાતનું છે કે પ00 વર્ષે પૂર્વેના આ કવિની ૨૫ જેટલી નાનીમોટી રચનાઓમાંથી માત્ર ૩ નાની રચનાઓ જ આટલાં વર્ષોમાં મુદ્રિત થઈ હતી. તે છે “કાયાપુર પાટણની સઝાય' (પ્રાચીન સઝાયસંગ્રહમાં), “નિંદાનિવારણ/પરિહારની સઝાય' (સઝાયમાલામાં) અને “કોશ્યા ગીત' (ર્જનયુગ. પુ.૧ અંક પમાં). સહજસુન્દરની બાકીની તમામ રચનાઓ હજી સુધી અપ્રકટ જ રહી હતી. તે પછી છેક હમણાં શ્રીમતી નિરંજના વોરા સંપાદિત પરદેશીરાજાનો રાસ” અને “સૂડાસાહેલી રાસ' અનુક્રમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy