SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ સ શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ વિગેરે [૪૮૩ જાતનું શસ્ર, હળ, યંત્ર, લાહુ અને હરિતાળ વિગેરે જીવિતનેા નાશ કરનારી વસ્તુઓને જે વ્યાપાર કરવે તે વિષવાણિજ્ય 'કહેવાય છે. તિલ, શેરડી, સરસત્ર અને એરંડ વિગેરે જળચંદ્રાદિક ય ́ત્રોથી જે પીલવા તથા પત્રમાંથી તેલ-અત્તર કાઢીને તેને જે વ્યાપાર કરવા તે ચત્રપીડા કહેવાય છે. પશુઓનાં નાક વિધવાં, ડામ દઈને આંકવા, મુખ્ખુચ્છેદ ( ખાસી કરવા), પૃષ્ઠ ભાગને ગાળવે અને કાન વિગેરે અંગ વિધવા તે નીૉંછન કમ કહેવાય છે. દ્રવ્યને માટે મેના, પોપટ, માજાર, કુતરા, કુકડા અને મેાર વિગેરે પક્ષીને પાળવાં પોષવાં અને દાસીએનું પાષણ કરવું તે અસતીપેાષણ કહેવાય છે. વ્યસનથી અથવા પુણ્યબુદ્ધિથી એમ એ પ્રકારે દાવાનળનુ' આપવુ. તે ધ્રુવદાન કહેવાય છે. અને સરૈાવર, નદી તથા દૂહો વિગેરેના જળને શૈાષી લેવાના ઉપાય કરવા તે સરઃશાષ કહેવાય છે. આ પ્રમાણે પંદર કર્માદાન સમજવાં અને તેને ત્યાગ કરવે. સંયુક્ત અધિકરણુતા, ઉપલેગ અતિરિક્તતા, અતિ વાચાલતા, કૌકુચી અને કચેષ્ટા–એ પાંચ અનંદવિરમણુ નામના આઠમા વ્રતના અતિચાર છે. મન, વચન અને કાયાથી દુષ્ટ પ્રણિધાન, અનાદર અને સ્મૃતિનું અનુપસ્થાપન –એ પાંચ સામાયિક વ્રતના અતિચાર છે. પ્રેષ્ય પ્રયાગ, આનયન પ્રયોગ, પુદ્ગલના પ્રક્ષેપ, શબ્દાનુપાત અને રૂપાનુપાત-એ પાંચ દેશાવકાશિક વ્રતના અતિચાર છે. સંચારાદિ બરાબર જોયા વિના કે પ્રમાર્યાં વિના મૂકવાં ને લેવાં, અનાદર અને સ્મૃતિનું અનુપસ્થાપન-એ પાંચ પૌષધ વ્રતના અતિચાર છે. સચિત્તની ઉપર મૂકી દેવુ', સચિત્તડે ઢાંકવુ, કાળનું ઉલ્લંધન કરી આમત્રણ કરવા જવુ', મત્સર રાખવા અને વ્યપદેશ કરવે એ પાંચ ચેાથા અતિથિસ વિભાગ નામના શિક્ષાવ્રતના અતિચાર છે.' આ પ્રમાણેના અતિચારેાએ રાહત એવા વ્રતને પાળનારા શ્રાવક પશુ શુદ્ધાત્મા થઈ અનુક્રમે ભવબંધનથી મુક્ત થઈ જાય છે. ” ૩ ો] આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને ઘણાએએ દીક્ષા લીધી અને ઘણાં શ્રાવક થયા. • અહુ તની વાણી કદિ પણ નિષ્ફળ થતી નથી.' માટા મનવાળા અશ્વસેન રાજાએ પશુ પ્રતિાધ પાત્રી તત્કાળ પેાતાના લઘુ પુત્ર હસ્તિસેનને રાજ્ય સાંપીને દીક્ષા લીધી. વામાદેવી અને પ્રભાવતીએ પણ પ્રભુની દેશનાવડે સંસારથી વિરક્ત થઈ મેાક્ષસાધન કરાવનારી દીક્ષા ગ્રહણ કરી. પ્રભુને આય ધ્રુત્ત વિગેરે દશ ગણુધરા થયા, પ્રભુએ તેમને સ્થિતિ, ઉત્પાદ અને વ્યયરૂપ ત્રિપદી કહી સભળાવી, તે ત્રિદીના સાંભળવા માત્રથી તેમણે સઘ દ્વાદશાંગીની રચના કરી. ‘બુદ્ધિમાનને કરેલા ઉપદેશ જળમાં તેલના બિંદુની જેમ પ્રસરી જાય છે. ” પ્રથમ પૌરૂષી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાપ્ત કરી. ત્રીજી પૌરૂષીમાં આય દત્ત ગણધરે દેશના આપી. પછી શકેંદ્ર વિગેરે દેવતાઓ તથા મનુષ્યા પ્રભુને પ્રણામ કરીને પ્રભુની દેશનાને સંભારતા પાતપેતાને સ્થાનકે ગયા. પાર્શ્વનાથના તીમાં કાચમાના વાહનવાળા, કૃષ્ણુવણુ ધરનારા, હસ્તી જેવા મુખવાળા, ૧. આ બારે વ્રતના અતિચારા વિશેષે પ્રતિક્રમણુ સૂત્રના અથ વિગેરેમાંથી જોઈ-સમજી લેવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy