SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૯ મું પુણ્યને ક્ષય થવાથી તમે સૌધર્મદેવકથી આ પૃથ્વી પર આવેલા છે, હવે પાછા સર્વ પુણ્યનો ક્ષય કરીને અહીંથી પણ અધોગતિમાં જાઓ નહીં. આર્ય દેશમાં અને શ્રેષ્ઠ કુળમાં દુર્લભ માનુષ્ય પ્રાપ્ત થયું છતાં એનાથી અમૃતવડે પગ દેવાની જેમ ભેગને કેમ સાધો છો ? સ્વર્ગથી ચ્યવીને પુણ્ય ક્ષીણ થવાથી આપણે જેવી તેવી કુયોનિમાં જઈ આવ્યા છીએ. તે છતાં તે રાજન્ ! હવે બાળકની પેઠે કેમ મોહ પામે છે ?” મુનિએ આવી રીતે બંધ કર્યો, તથાપિ રાજા પ્રતિબંધ પામ્યો નહીં, કેમકે “નિયાણાના ઉદયવાળાને બધિબીજને સમાગમ કયાંથી થાય?” તેને અતિ અબાધ્ય જાણીને મુનિ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. “કાળદં સર્વે ડસેલા માણસની પાસે મત્રિકે કેટલીકવાર બેસી રહે?” પછી તે મુનિ ઘાતકર્મનો ક્ષય કરી, ઉજજવળ કેવળજ્ઞાન પામી, ભોપગ્રહી કર્મોને હણીને પરમ પદને પ્રાપ્ત થયા. બ્રાદત્ત ચક્રવર્તીપણાના વૈભવમાં દેવતાઓથી ઇંદ્રની જેમ રાજાઓથી સેવાતો દિવસને નિગમન કરતો હતો. એક વખત કોઈ યવન રાજાએ લક્ષણોથી સૂર્યના સાત ઘડામાંહેલે એક હોય તે ઉત્તમ અશ્વ તેને ભેટ મોકલ્યા. તે અશ્વને જોઈને “આ અશ્વ સ્વરૂપ પ્રમાણે વેગમાં હશે કે નહીં?” એવી તેની પરીક્ષા કરવાને માટે બ્રહ્મદત્ત તત્કાળ તેની ઉપર સ્વાર થયો. પછી બ્રહ્મદર ઘોડેસ્વાર, હાથીના સ્વાર, રથી અને પાયદળો સહિત તે પરાક્રમી અશ્વપર બેસીને નગરની બહાર નીકળે. મોટા પરાક્રમી શકીએ તે અશ્વને વેગ જેવાના કૌતુકથી બે પડખે સાથળથી તેને દબાવ્યો અને ચાબુકથી તેને પ્રહાર કર્યો, એટલે પુંઠના પવનથી પ્રેરાયેલા વહાણની જેમ ચાબુકના સ્પર્શથી ચમકીને તે અશ્વ અતિ વેગથી દેડ્યો અને ક્ષણવારમાં સૌને અદશ્ય થઈ ગયું. રાજાએ તેની લગામ ઘણી ખેંચી, તથાપિ તે અશ્વ ઊભું ન રહેતાં અસંયત ઇંદ્રિયની જેમ દોડીને એક મહાટવામાં આવ્યો. ક્રૂર શીકારી પ્ર ણીઓથી ભયકંર એવી તે અટવીમાં વૃક્ષ પરથી પડેલા પક્ષીની જેમ તે અશ્વ શ્રમ લાગવાથી પિતાની મેળે ઊભે રહ્યો. તે વખતે રાજા તૃષાત થયેલ હોવાથી આમતેમ જળ શોધવા લાગે. એવામાં કલમાળાથી નાચતું એક સરોવર તેના જેવામાં આવ્યું. અશ્વપરથી પલાણ ઉતારીને પ્રથમ તેને જળપાન કરાવ્યું, અને કાંઠા ઉપરના એક વૃક્ષના મૂળ સાથે તે અશ્વને મુખરજજુવડે બાંધ્યો. પછી વનના હાથીની જેમ સરોવરમાં પેસીને બ્રહ્મદતે સ્નાન કર્યું, અને કમળના આમોદથી સુગંધી તેમજ સ્વચ્છ જળનું તેણે પાન કર્યું, પછી સરોવરમાંથી નીકળીને તેના તીરપર આમતેમ ચાલવા લાગે. તેવામાં અદ્વૈત રૂપ લાવણ્યની સંપત્તિવાળી એક નાગકન્યા તેને જોવામાં આવી. તેના રૂપથી વિસ્મય પામીને ચકી ત્યાં ઊભે રહ્યો, તેવામાં વડના વૃક્ષ ઉપરથી જાણે તેને જંગમ ચરણ (વડવાઈ) હોય તેવો એક ગોનસ જાતને નાગ ઉતર્યો. પેલી નાગકન્યાએ નાગિણીનું રૂપ વિકુવને તે નાગની સાથે સંવાસ કર્યો. તે જોઈને બ્રહ્મદત્ત વિચારવા લાગે કે આ સ્ત્રી આવી સ્વરૂપવાન છતાં આ નીચ સ૫ની સાથે આસક્ત થઈ જાય છે. “ખરેખર સ્ત્રીઓ ૧ વિષયભોગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy