SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮]. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૫ ૮ મું તત્પર અને દેવપૂજામાં આસક્ત તેના જેવામાં આવ્યા. તેથી ધર્મના પ્રભાવથી તે કાંઈ પણ ઉપસર્ગ કરવાને અશક્ત થયે; તેથી તેમનાં છિદ્ર જેતે જેતે તે અગ્યાર વર્ષ સુધી સ્થિતિ કરીને રહ્યો. જ્યારે બારમું વર્ષ આવ્યું ત્યારે લેકેએ વિચાર્યું કે “આપણુ તપથી દ્વૈપાયન થઈ થઈ નાસી ગયો અને આપણે જીવતા રહ્યા, માટે હવે આપણે વેચ્છાએ રમીએ. પછી મધપાન કરતા અને અભક્ષ્ય ખાતા તેઓ વેચ્છાએ ક્રીડા કરવામાં પ્રવર્યા. તે વખતે છિદ્રને જેનારા દ્વૈપાયનને અવકાશ મળ્યો, એટલે તેની કટુષ્ટિથી તત્કાળ કલ્પાંત કાળની જેવા અને યમરાજના દ્વાર જેવા વિવિધ ઉત્પાતે દ્વારકામાં ઉત્પન્ન થયા. આકાશમાં ઉલ્કાપાતના નિર્ધાત થવા લાગ્યા, પૃથ્વી કંપવા લાગી, ગ્રહોમાંથી ધુમકેતુને વિડંબના પમાડે તેવા ધુમ્ર છુટવા લાગ્યા, અંગારાની વૃષ્ટિ થવા લાગી, સૂર્ય મંડળમાં છિદ્ર જોવામાં આવ્યું, સૂર્ય ચંદ્રના અકસ્માત્ ગ્રહણ થવા લાગ્યાં, મહેલમાં રહેલી લેપ્યમય પુતળીઓ અટ્ટહાસ કરવા લાગી, ચિત્રમાં આલેખેલા દેવતાઓ બ્રગુટી ચઢાવીને હસવા લાગ્યા અને નગરીમાં પણ હિંસક જનાવરા વિચરવા લાગ્યા. એ વખતે તે દ્વૈપાયન દેવ પણ અનેક શાકિની, ભૂત અને વેતાલ વિગેરેથી પરવાર્યો સત નગરીમાં ભમવા લાગે. નગરજને સ્વપ્નમાં રક્ત વસ્ત્ર અને રક્ત વિલેપનવાળા, કાદવમાં મગ્ન થયેલા અને દક્ષિણાભિમુખ ખેંચાતા પિતાના આત્માને જેવા લાગ્યા. રામ અને કૃષ્ણનાં હળ અને ચક્ર વિગેરે આયુરને નાશ પામી ગયાં. પછી કૈપાયને સંવર્ત વાયુ વિકુઓં. તે વાયુએ કાષ્ટ અને તૃણ વિગેરે સર્વ તરફથી લાવી લાવીને નગરીમાં નાંખ્યા અને જે લેકે ચારે દિશાઓમાં નાસવા માંડ્યા તેઓને પણ પાછા નગરીમાં લાવી લાવીને નાખ્યા. વળી તે પવને આઠે દિશાઓમાંથી વૃક્ષને ઉમૂલન કરી લાવીને સમગ્ર દ્વારકાનગરીને કાષ્ઠ વડે પૂરી દીધી, અને સાઠ કુલકેટી બહાર રહેનારા અને તેર કુળકેટી દ્વારકામાં રહેનારા એમ સર્વ યાદવને દ્વારકામાં એકઠા કરીને એ દ્વૈપાયન અસુરે અગ્નિ પ્રગટ કર્યો. એ અગ્નિ પ્રલયકાળના અગ્નિની જેમ પિતાના ઘાટા ધુમાડાથી બધા વિશ્વમાં અંધકાર કરતે સતે ધગ ધગ શબ્દ કરતો પ્રજવલિત થયે બાળકથી તે વૃદ્ધ સુધીના બધા લેકે જાણે બેડી વડે કેદ કરેલા હોય તેમ એક પગલું પણ ત્યાંથી ચાલવાને સમર્થ થયા નહીં, સર્વે પિંડાકારપણે એકઠા થઈ રહ્યા. તે વખતે રામ અને કૃષ્ણ વાસુદેવ, દેવકી અને રોહિણીને અગ્નિનમાંથી બહાર કાઢવાને માટે રથમાં બેસાડ્યા. પણ વાદી જેમ સર્પને ખંભિત કરે તેમ દેવતાએ ખંભિત કરેલા અશ્વો અને વૃષભે ત્યાંથી જરા પણ ચાલી શકયા નહીં. પછી રામ કૃષ્ણ ઘોડા અને વૃષભને છેડી દઈને પોતે જ તે રથને ખેંચવા લાગ્યા, એટલે તે રથની ધરી તડ તડ શબ્દ કરતી લાકડાના કકડાની જેમ ભાંગી પડી, તથાપિ તેઓ “હે રામ! હે કૃષ્ણ! અમારું રક્ષણ કરે, રક્ષણ કરો.” એમ દીનપણે પાકાર કરતા માતા-પિતાને બચાવવા માટે અતિ સામર્થ્યથી તે રથને માંડ માંડ નગરના દરવાજા પાસે લાવ્યા, એટલામાં તેનાં બંને કમાડ બંધ થઈ ગયાં. રામે પગની પાનીનાં પ્રહારથી તે બંને કમાડને લીલામાત્રમાં ભાંગી નાખ્યાં, તથાપિ જાણે પૃથ્વીએ ગ્રસ્ત કર્યો હોય તેમ જમીનમાં ખેંચી ગયેલો રથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy