SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૮મું પડી ગઈ. થોડી વારે સંજ્ઞા પામીને તે પરિજન સાથે તાર સ્વરે રૂદન કરવા લાગી. એક સત્યભામા વગર સર્વ યાદવ, તેમની પત્ની અને બધે પરિવાર દુઃખી થઈ ગયો. “કૃષ્ણ જેવા સમર્થ પુરૂષને પણ પુત્રનો વૃત્તાંત કેમ ન મળે?” એમ બોલતી રૂકમિણી દુઃખી કૃષ્ણને વધારે દુઃખી કરવા લાગી, એ પ્રમાણે સર્વ યાદવે સહિત કૃષ્ણ ઉદ્વેગમાં રહેતા હતા, તેવામાં એકદા નારદ સભામાં આવ્યા, તેમણે “આ શું છે?' એમ પૂછયું, એટલે કૃષ્ણ બોલ્યા કે “હે નારદ ! રૂકમિણીને તરતને જન્મેલ બાળક મારા હાથમાંથી કોઈ હરી ગયું છે, તેની શુદ્ધિ કાંઈ તમે જાણો છો ?' નારંદ બેલ્યા “અહીં અતિમુક્ત મુનિ મહાજ્ઞાની હતા, તે તે હમણાં જ મોક્ષે ગયા. તેથી હવે ભારતવર્ષમાં અત્યારે કોઈ બીજા જ્ઞાની નથી; તે પણ હે હરિ! હાલમાં પૂર્વ વિદેહક્ષેત્રે સીમંધર નામે તીર્થકર છે, તે સર્વ સંશયને નાશ કરનારા છે, તેથી ત્યાં જઈને હું તેમને પૂછીશ.” પછી કૃષ્ણ અને બીજા યાદવોએ નારદની અનેક પ્રકારે પૂજા કરી અને આગ્રહપૂર્વક ખબર લાવવાની પ્રાર્થના કરી. એટલે નારદ જ્યાં સીમધર પ્રભુ હતા ત્યાં ત્વરાથી ગયા. ત્યાં પ્રભુ સમોસરણમાં બિરાજેલા હતા, તેમને પ્રણામ કરીને નારદે પૂછયું “હે ભગવાન! કૃષ્ણ અને રૂકમિણુને પુત્ર હાલ કયાં છે?” પ્રભુ બોલ્યા ધૂમકેતુ નામે એક તે પુત્રનો પૂર્વ ભવનો વૈરી દેવ છે, તેણે છળ કરી કૃષ્ણની પાસેથી તે પુત્રનું હરણ કરેલું છે. તેણે વૈતાઢય ઉપર જઈ તે બાળકને શિલા ઉપર મૂકયો હતો પણ તે મૃત્યુ પામે નથી, કારણ કે તે ચરમદેડી છે. તેથી કંઈનાથી મારી શકાય તેમ નથી. પ્રાતઃકાળે ત્યાંથી કાળસંવર નામે કઈ બેચર જતો હતો, તેણે તે બાળકને લઈને પોતાની પત્નીને પુત્ર તરીકે સેપે છે, અને હાલ તે તેને ઘેર વૃદ્ધિ પામે છે. નારદે ફરીથી પૂછ્યું, “હે ભગવન ! તે ધૂમકેતુને તેની સાથે પૂર્વ જન્મનું શું બૈર હતું?' નારદના આ પ્રમાણે પૂછવાથી પ્રભુએ તેને પૂર્વ ભવન વૃત્તાંત કહેવા માંડ્યો. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં મગધ દેશને વિષે શાલિગ્રામ નામે એક મહદ્ધિક ગામ છે, તેમાં મનોરમ નામે એક ઉધાન છે. તે ઉધાનનો અધિપતિ સુમન નામે એક યક્ષ હતે. તે ગામમાં સામદેવ નામે એક બ્રાહ્રાણ રહેતું હતું. તે સમદેવની અગ્નિલા નામની પત્નીથી અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે બે પુત્રો થયા. તેઓ વેદાર્થમાં ચતુર હતા. યૌવન વયને પ્રાપ્ત થયેલા તેઓ વિદ્યાથી પ્રખ્યાત થઈને વિવિધ ભાગને ભેગવતા મહેન્મત્ત થઈને રહેતા હતા. એક દિવસે તે મને રથ ઉદ્યાનમાં નંદિવર્ધન નામે આચાર્ય સમવસર્યા. લેકે એ ત્યાં જઈને તેમને વંદના કરી. તે સમયે આ ગર્વિષ્ટ થયેલા અગ્નિભૂતિ અને વાયુબ: તિએ ત્યાં આવી આચાર્યને કહ્યું કે “અરે વેતાંબરી! જે તું કાંઈ શાસ્ત્રાર્થને જાણતા હોય તે બોલ.” તેમનાં આવાં વચન માત્રથી નંદિવર્ધન આચાર્યના સત્ય નામના શિષે તેમને પૂછયું કે “તમે કયાંથી આવ્યા છે?” તેઓ બેલ્યા કે “અમે શાલિગ્રામમાંથી આવ્યા છીએ.” સત્ય મુનિ ફરીવાર બેલ્યા-“તમે કયા ભવમાંથી આ મનુષ્યભવમાં આવ્યા છે ? એમ મારૂં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy