SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ રજ] શ્રી વસુદેવ ચરિત્ર [૫ ૮ શું દેહદને પૂરનારે એ કાદવ થઈ ગયે કે જે મુસાફરાના ચરણમાં મોચપ્રક્રિયાને દર્શાવવા લાગ્યા. તેવી રીતે ત્રણ રાત્રી સુધી અવિચિછન્ન ઉગ્ર વૃષ્ટિ થઈ. તેટલે વખત દવદંતી પિતાના ઘરની જેમ ત્યાં સુખે રહી. જ્યારે મેઘ વરસી રહો ત્યારે મહાસતી વૈદભી સાથે છેડીને પાછી એકલી ચાલી નીકળી. નળ રાજાને વિગ થયો તે દિવસથી વૈદભી ચતુર્થ વિગેરે તપમાં લીન થઈ હળવે હળવે માર્ગ નિગમન કરતી હતી. આગળ ચાલતાં યમરાજને જાણે પુત્ર હોય તેવો ભયંદરથી પણ ભયંકર એક રાક્ષસ તેના જેવામાં આવ્યું. તેના કેશ પીળા હતા, તેથી જાણે દાવાનળથી પ્રદીપ્ત પર્વત હોય તે દેખાતો હતો, અગ્નિવાળા જેવી જિહવાથી સર્ષના જેવું દારૂણ અને વિકરાળ તેનું મુખ હતું, કતિક જેવા ભયંકર તેના હાથ હતા, તાલ જેવા લાંબા ને કૃશ તેના ચરણ હતા, જાણે કાજળથીજ ઘડેલે હોય તેમ તે અમાવાસ્યાના અંધકાર જેવો શ્યામવર્ણી હતો અને તેણે વિકરાળ સિંહનું ચર્મ આવ્યું હતું. એ રાક્ષસ હૈદભીને જોઈને બે-“સુધાથી કુશ ઉદરવાળા મને ઘણે દિવસે આજે સારું ભક્ષ્ય પ્રાપ્ત થયું છે, માટે હવે તને સત્વર હું ભક્ષણ કરી જઈશ.” તે સાંભળી નળપત્ની ભય પામી, પણ હૈયે રાખીને બોલી કે, “અરે રાક્ષસ! પ્રથમ મારૂં વચન સાંભળી લે, પછી તને જેમ રૂચે તેમ કર. જે જન્મે તેને મૃત્યુ તો જરૂર પ્રાપ્ત થવાનું છે, પણ જ્યાં સુધી તે કૃતાર્થ થયેલ ન હોય ત્યાંસુધી તેને મૃત્યુને ભય છે, પણ હું તો જન્મથી માંડીને પરમ અહંતભક્ત હોવાથી કૃતાર્થ જ છું, માટે તે ભય મને નથી, પણ તું પરસ્ત્રીને સ્પર્શ કરીને નહીં અને મારે સ્પર્શ કરીને તે તું સુખી પણ થઈશ નહિં. હે મુઢાત્મા! મારા આક્રોશથી તું હતો ન હતો થઈ જઈશ, માટે ક્ષણવાર વિચાર કર.” આવું દવદંતીનું ધૈર્યો જોઈને રાક્ષસ ખુશી થયો. એટલે તેણે કહ્યું “ભદ્રે ! હું તારા ઉપર સંતુષ્ટ થયો છું, માટે કહે તારે શો ઉપકાર કરૂં?' વૈદભી બોલી-“હે દેવનિ નિશાચર ! જે તે સંતુષ્ટ થયો છે તો હું તને પૂછું છું કે મારે પતિને સમાગમ કયારે થશે?' અવધિજ્ઞાનથી જાણીને તે રાક્ષસે કહ્યું “હે યશસ્વિનિ! જ્યારે પ્રવાસના દિવસથી બાર વર્ષ સંપૂર્ણ થશે ત્યારે પિતાને ઘેર રહેલી એવી તને તારો પતિ નળરાજા સ્વેચ્છાએ આવીને મળશે, માટે હમણાં ધીરજ રાખ. હે કલ્યાણી ! તું જે કહે તો તને અર્ધ નિમેષમાં તારા પિતાને ઘેર પહોંચાડી દઉં. શા માટે આ માર્ગે ચાલવાનો પ્રયાસ કરે છે?” દવદંતી બેલી -“હે ભદ્ર! તે નળના આગમનની વાત કરી તેથી હું કૃતાર્થ થઈ છું. હું પરપુરૂષની સાથે જતી નથી, માટે જા, તારું કલ્યાણ થાઓ.” પછી તે રાક્ષસ પોતાનું તિમય સ્વરૂપ બતાવી વિધુતના રાશિની જેમ ક્ષણવારમાં આકાશમાં ઉડી ગયે. ૧. ચીની ક્રિયા-પાદરક્ષક પહેરાવવા તે, અથત કાદવથી જાણે પગમાં પગરખાં પહેર્યા હોય તેવી દેખાવા લાગ્યા. ૨. નિશાચર-રાક્ષસ બે પ્રકારના હોય છે, દેવજાતિ અને મનુષ્યજાતિ. રાવણાદિક મનુષ્યજાતિના રાક્ષસ સમજવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy