SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ સગર ચકીની પ્રભુતુતિ સર્ગ ૬ ઠું. કલ્યાણકપર્વમાં નારકીના છ પણ હર્ષ પામે છે તેમના પવિત્ર ચરિત્રનું વર્ણન કરવાને કોણ સમર્થ છે ? હે પ્રભુ ! તમારે શમ અભુત છે, તમારું રૂપ અદ્ભુત છે અને સર્વ પ્રાણી ઉપરની કૃપા પણ અદ્ભુત છે. એમ સર્વ પ્રકારની અદ્ભુતતાના ભંડાર એવા આપને અમે નમસ્કાર કરીએ છીએ.” એવી રીતે જગન્નાથની સ્તુતિ કરી ગ્ય સ્થાને બેસીને અમૃતના પ્રવાહ જેવી ધર્મદેશના તેણે સાંભળી. દેશનાને અંતે સગરરાજા વારંવાર પ્રભુને નમસ્કાર કરી અંજલી જોડી ગદ્ગદ્ વાણીથી આ પ્રમાણે બેલ્યા “હે વીર્થેશ ! જે કે આપને કેઈ પિતાનો કે પારકે નથી, તે પણ અજ્ઞાનપણથી હું તમને પિતાના ભાઈ તરીકે અનુયાગ કરું છું (ગણું છું). હે નાથ ! દુસ્તર સંસારસાગરથી તમે બધા વિશ્વને તરે છે તેમાં ડૂબી જતા એવા મારી કેમ ઉપેક્ષા કરો છો ? હે જગત્પતિ ! અનેક કલેશથી સંકુળ એવા સંસારરૂપી ખાડામાં પડવાથી તમે મારી રક્ષા કરે, રક્ષા કરે, દીક્ષા આપો અને પ્રસન્ન થાઓ. હે સ્વામિન્ ! સંસારના સુખમાં મૂઢ થયેલા એવા મેં પિતાનું આટલું આયુષ્ય અવિવેકી બાળકની જેમ નિષ્ફળ ગુમાવ્યું છે.” એ પ્રમાણે જણાવી અંજલી જોડીને રહેલા સગરરાજાને ભગવંતે દીક્ષા ગ્રહણ કરવાની અનુજ્ઞા આપી. પછી ભગીરથે ઉઠી નમસ્કાર કરી પ્રાર્થનાને પૂરવામાં કલ્પવૃક્ષ સમાન ભગવંતની આ પ્રમાણે પ્રાર્થના કરી:–“આપ પૂજ્યપાદ મારા પિતાજીને દીક્ષા આપશો, પણ જ્યાં સુધી હું નિષ્ક્રમણત્સવ કરું ત્યાં સુધી તમારે રાહ જોવી. જો કે મુમુક્ષુઓને ઉત્સવાદિકની કાંઈ પણ જરૂર નથી, તે પણ મારા આગ્રહથી મારા પિતાજી પણ એ વિનંતી કબૂલ કરશે. સગરરાજા દીક્ષા લેવાને અત્યુત્સુક હતા, તે પણ પુત્રના આગ્રહથી જગદ્ગુરુને પ્રણામ કરી પાછા પિતાની નગરીમાં ગયા. પછી ઈદ્ર જેમ તીર્થકરને દીક્ષાભિષેક કરે તેમ ભગીરથે સગરરાજાને સિંહાસન ઉપર બેસારીને દીક્ષાભિષેક કર્યો, ગંધકાષાયી વસ્ત્રવડે. અંગ લૂછી શીર્ષચંડનનું વિલેપન કર્યું અને ત્યારપછી સગરરાજાએ માંગલિક બે દિવ્ય વસ્ત્ર ધારણ કર્યા. તેમજ ગુણવડે અલંકૃત હોવા છતાં પણ દેવતાએ આપેલાં દિવ્ય અલંકારથી શરીરને અલંકૃત કર્યું. પછી ઈચ્છા પ્રમાણે યાચકને ધન આપી ઉજજવળ છત્ર અને ચામર સહિત શિબિકામાં તેઓ આરૂઢ થયા. નગરજનોએ દરેક દુકાને, દરેક ઘરે અને દરેક શેરીએ માંચડા, પતાકા અને રણદિક કર્યા. માર્ગે ચાલતાં ઠેકાણે ઠેકાણે દેશના અને નગરના જનાએ પૂર્ણપાત્રાદિકવડે તેમના અનેક મંગળ કર્યા. વારંવાર તે જેવાતા હતા, વારંવાર સ્તુતિ કરાતા હતા, વારંવાર પૂજાતા હતા અને વારંવાર અનુસરાતા હતા. એવી રીતે આકાશના મધ્યમાં ચંદ્ર ચાલે તેમ વિનીતા નગરીના મધ્ય માર્ગ. વડે માણસોના અતિશય ભરાવાથી અટકતા અને ધીમે ધીમે ચાલનારા ભગીરથ, સામંતો, અમા, સર્વ પરિવાર અને અનેક વિદ્યાધર જેમની પાછળ ચાલતા હતા એવા સગરચક્રી અનુક્રમે પ્રભુની પાસે આવ્યા. ત્યાં ભગવંતને પ્રદક્ષિણા દઈ પ્રણામ કરી ભગીરથે આણેલા યતિષને તેણે અંગીકાર કર્યો. પછી સર્વ સંઘની સમક્ષ સ્વામીની વાચનાથી Gશે પ્રકારે સામાયિક ઉચ્ચરતા સને તેમણે ચાર મહાવ્રતરૂપ દીક્ષા ગ્રહણ કરી. જે સામત અને મંત્રીઓ જન્દુકુમાર વિગેરેની સાથે ગયા હતા તેઓએ પણ ભવથી ઉદ્વેગ પામીને સગરરાજાની સાથે દીક્ષા ગ્રહણ કરી. ત્યારપછી ચકીમુનિના મનરૂપી કુમુદમાં ચંદ્રિકા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy