SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ કર્કર બીજા પ્રધાને સગર રાજાને કહેલ કથા. સર્ગ ૬ હું આ પ્રમાણેની કથા કહીને સુબુદ્ધિ પ્રધાન બોલ્ય-“હે પ્રભુ! તે રાજાએ કહ્યું તેમ ઇંદ્રજાળની જે આ સંસાર છે. એમ અમે સિદ્ધ માનીએ છીએ, પરંતુ તે સર્વે તમે જાણે છે કારણ કે તમે સર્વસના કુળમાં ચંદ્ર સમાન છે. ” પછી બૃહસ્પતિના જેવી બુદ્ધિવાળે બીજે મંત્રી શક-શલ્યને દ્વર કરે એવી વાણીથી નૃપતિને કહેવા લાગે – પૂર્વે આ ભરતક્ષેત્રમાં એક નગરમાં વિવેક વગેરે ગુણોની ખાણુરૂપ કેઈક રાજા હતે. એકદા તે સભામાં બેઠો હતો તેવામાં છડીદારે આવીને કહ્યું કેઈ પુરુષ પિતાના આત્માને માયાપ્રગમાં નિપુણ જણાવતે બહાર આવીને ઊભો છે.” શુદ્ધબુદ્ધિવાળા રાજાએ તેને પ્રવેશ કરવાની આજ્ઞા આપી નહી; કારણ કે કપટી માણસને અને સરલ માણસને શાશ્વત શત્રુની જેમ અણબનાવ રહે છે. ના પાડવાથી દિલ થયેલે તે કપટી પાછો ગયો. પછી પાછે કેટલાએક દિવસ નિર્ગમન કરી કામરૂપી દેવતાની જેમ તેણે રૂ૫-પરાવર્તન કર્યું અને આકાશમાર્ગે રાજાની પાસે હાથમાં પગ ને ભાલું લઈ એક શ્રેષ્ઠ સ્ત્રી સહિત આવ્યો. તેને “તું કોણ છે? આ સ્ત્રી કોણ છે ? અને શા માટે આવ્યો છે ?' એમ રાજાએ પૂછયું; એટલે તે પુરુષ કહેવા લાગ્યો- “હે રાજન ! હું વિદ્યાધર છું, આ વિદ્યાધરી મારી પ્રિયા છે. કોઈ વિદ્યાધરની સાથે મારે વર થયું છે. આ સ્ત્રીનું તે સ્ત્રીલંપટ દુરાત્માએ રાહુ જેમ ચંદ્રમાના અમૃતને હરણ કરે તેમ છળકપટથી હરણ કર્યું હતું, પણ આ મારી પ્રાણુથી વહાલી પ્રિયાને હું પાછી લઈ આવ્યો છું, કારણ કે પશુઓ પણ સ્ત્રીને પરાભવ સહન કરી શકતા નથી. હે રાજા ! ક્ષિતિને ધારણ કરવાથી તારા પ્રચંડ ભુજદંડ સાર્થક થેલા છે, અથવા દારિદ્રને નાશ કરવાથી તારી સંપત્તિ પણ સફળ છે, ભય પામેલાને અભયદાન આપવાથી તારું પરાક્રમ કૃતાર્થ છે. વિદ્વાનોના સંય છેદવાથી તારી શાસ્ત્રમાં વિદ્વત્તા અમેઘ છે, વિશ્વના કંટકનો ઉદ્ધાર કરવાથી તારું શાસ્ત્રકૌશય સફળ છે, એ સિવાય બીજા પણ તારા ગુણે અનેક પ્રકારના પરોપકારથી કૃતાર્થ તેમજ તમારુ પરસ્ત્રીમાં સહોદર શું છે તે વિશ્વમાં વિખ્યાત છે. હવે મારી ઉપર ઉપકાર કરવાથી તમારા એ સર્વ ગુણ વિશિષ્ટ ફળવાળા થાઓ. આ પ્રિયા મારી સાથે છે. તેથી જાણે એનાથી બંધાઈ ગયો હોઉં તેમ મારા છળકપટવાળા શત્રુઓની સાથે યુદ્ધ કરી શકતો નથી. હું હરિતનું બળ, અશ્વનું બળ, રથનું બળ કે પાયદળનું બળ માગતો નથી; પણ માત્ર તમારા આત્માથી મને સહાય કરવાને માગું છું. તે એ છે કે થાપણની જેમ આ મારી સ્ત્રીનું તમારે રક્ષણ કરવું; કારણ કે તમે પરસ્ત્રીના સહોદર છે. આ જગતમાં કઈ પરનું રક્ષણ કરવાને સમર્થ હોય છે, પણ પરસ્ત્રીમાં લંપટ હોય છે અને કઈ પરસ્ત્રીમાં લંપટ નથી હતા, પણ પરનું રક્ષણ કરવાને અસમર્થ હોય છે. હે રાજા ! તમે તે પરસ્ત્રીલંપટ પણ નથી અને પરનું રક્ષણ કરવામાં અસમર્થ પણ નથી, તેથી દરથી આવીને પણ મેં તમારી પ્રાર્થના કરી છે. આ મારી પ્રિયારૂપી થાપણ સ્વીકારે, તે પછી જે કે સમય બળવાન છે તે પણ તે શત્રુ મરાઈ ગયે જ સમજે.” આવાં તેનાં વચન સાંભળીને હાયરૂપી ચંદ્રિકાથી જેને પવિત્ર મુખચંદ્ર ઉલાસ પામત છે એ તે ઉદાર ચારિત્રવંત રાજા આ પ્રમાણે –“ ભદ્ર કહ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy