SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ ચક્રવતીએ બ્રાહ્મણને સમજાવેલ સંસાર સ્વરૂપ સ૬ ઢો. સૌધર્મેદ્રના અર્ધાસન ઉપર બિરાજતા હતા તે પણ કાળ જતાં આયુષ્યની સમાપ્તિને પામી ગયા. તેમના નાના ભાઈ કે જે ભુજપરાક્રમીઓમાં સ્વયંભૂરમણ સમુદ્રની જેમ ધુર્ય કહેવાતા હતા અને ચારિત્ર ગ્રહણ કર્યા પછી પાડા, હાથી અને અષ્ટાપદ વિગેરે જાનવર જેમના શરીર સાથે પિતાનું શરીર ખંજવાળતા હતા તો પણ જે અકૅપિતપણે વજદંડની જેમ એક વર્ષ સુધી પ્રતિમાધારી રહ્યા હતા, એવા બાહુપરાક્રમી બાહુબલિ પણ આયુષ્ય સંપૂણ થતાં જરાવાર પણ વધારે રહી શકયા નહીં. ઉગ્ર તેજથી આદિત્ય જેવા આદિત્યયશા નામે પરાક્રમથી ન્યૂન નહીં એવા તે ભરતચક્રીના પુત્ર થયા હતા, તેને પુત્ર મહાયશા નામે થયે, જેને યશ દિગંતમાં ગવાતો હતો અને જે સર્વ પરાક્રમીમાં શિરોમણિ હતે; તેને અતિબેલ નામે પુત્ર થયે, તે ઇંદ્રની જેમ આ પૃથ્વી પર અખંડ શાસન વાળો રાજા થયે હતે; તેને પુત્ર બળભદ્ર થયે, તે બળથી જગને વશ કરનાર અને તેજથી જાણે સૂર્ય હોય તે હિતે, તેને પુત્ર બળવીર્ય થયે, તે મહાપરાક્રમી, શૌર્ય અને ધર્મધારીમાં મુખ્ય અને રાજાઓને અગ્રેસર થયે હત; કીત્તિ અને વીર્યથી શોભતે તેને પુત્ર કીર્તિવીર્ય નામે પ્રખ્યાત થયે, તે એક દીવાથી જેમ બીજે દીવો થાય તે જ ઉજ્જવળ થયે; તેને પુત્ર હાથીઓમાં ગંધહસ્તિની જેમ અને આયુધ્ધમાં વજદંડની જેમ બીજાઓથી જેનું અનિવાર્ય પરાક્રમ છે એ જલવીય નામે થયે; તેને પુત્ર દંડવીય થયે, તે જાણે બીજે યમરાજ હોય તેમ અખંડ દંડશક્તિવાળે અને ઉર્દૂડ ભુજદંડવાળ હતા. તેઓ સર્વ દક્ષિણ ભરતાદ્ધના સ્વામી, મહાપરાક્રમી અને ઈન્દ્રના આપેલા ભગવંતના મુગટને ધારણ કરનારા હતા, તેમજ પોતાના લકેર પરાક્રમથી દેવ અને અસુરેથી પણ ન જીતી શકાય તેવા હતા, તે પણ કાળના વેગથી આ જ ઘરમાં જન્મ પામ્યા છતાં મૃત્યુને પામેલા છે. ત્યાંથી માંડીને બીજા પણ અસંખ્ય રાજાઓ જેઓ મોટા પરાક્રમી હતા તે પણ મૃત્યુ પામ્યા છે, કારણ કે કાળ છે તે દરતિક્રમ છે. અરે બ્રાહ્મણ! મૃત્યુ છે તે પિનની પેઠે સર્વે નુકશાનકારક છે, અગ્નિની પેઠે સર્વભક્ષી છે. અને જળની પેઠે સર્વભેદી છે. મારા ઘરમાં પણ કઈ પૂર્વજ મરણથી અવશિષ્ટ રહ્યા નથી તે બીજાના ઘરની શી વાત કરવી ? તેથી તેવું મંગળગૃહ કયાંથી મળે ? માટે તારો એક પુત્ર મૃત્યુ પામે તે કાંઈ આશ્ચર્યકારક કે અનુચિત નથી. તે બ્રાહ્મણ ! સર્વને સાધારણ એવા મયમાં ત કેમ શોક કરે છે ? બાળક હોય, વૃદ્ધ હોય. દરિદ્ર હોય કે ચક્રવતી" હોય પણ મૃત્યુ સર્વને સમવતી છે. સંસારને એ સ્વભાવ જ છે કે જેમાં, નદીમાં તરંગની જેમ અને આકાશમાં શરદઋતુનાં વાદળાંની જેમ કોઈ સ્થિર રહેતું નથી. વળી આ સંસારમાં માતા, પિતા, ભાઈ, પુત્ર, બહેન અને પુત્રવધૂ ઇત્યાદિક જે સંબંધ છે તે પરમાર્થિક નથી. જેમ ગામની ધર્મશાળામાં વટેમાર્ગુઓ જુદી જુદી દિશા તરફથી આવીને એકઠા મળે છે તેમ કઈ કાંઈથી આવીને આ સંસારમાં એક ઘરે એકઠા મળે છે. તેમાંથી પાછા પિતપોતાના કર્મના પરિણામથી જુદે જુદે રસ્તે ચાલ્યા જાય છે. તે બાબતમાં કર્યો સુબુદ્ધિ પુરૂષ જરા પણ શોક કરે ? હે દ્વિજોત્તમ ! તેથી તમે મેહનું ચિહ્ન જે શોક તે ન કરે, ધીરજ રાખો અને તે મહાસત્વ ! તમે તમારા આત્મામાં વિવેકને ધારણ કરે.” બ્રાહ્મણે કહ્યું “હે રાજા! હું પ્રાણીઓનું ભવસ્વરૂપ સર્વ જાણું છું, પણ પુત્રના શેકથી આજે ભૂલી જવાય છે, કેમકે જ્યાં સુધી પિતાને ઈષ્ટવિયેગને અનુભવ થયે નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy