SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ જું. સગર રાજાના સુભટને બ્રાહ્મણરૂપધારી ઇદ્રની શિખામણ ૩૧૯ કરી તેઓ માને નિશ્ચય કરી રહ્યા છે તેવામાં ભગવાં વસ્ત્રવાળે કેઈ બ્રાહ્મણ ત્યાં આવ્યું. તે શ્રેષ્ઠ બ્રાહ્મણ કમળ જે હાથ ઊંચા કરી જીવાડનારી વાણુથી તેઓને મૃત્યુ નહીં પામવાનું કહેતા સતે આ પ્રમાણે બોલ્યા “અહે ! કાર્યમાં મૂઢ બનેલાએ ! તમે અસ્વસ્થ ચિત્તવાળા કેમ થઈ ગયા છે ? જેમ આવતા શીકારીને દેખતાં જ સસલાં પડી જાય તેવા તમે જણાવ્યું છે તમારા સ્વામીના સાઠ હજાર પુત્રો યુગલીઆની જેમ એક સાથે મૃત્યુ પામ્યા છે, પણ તેમાં હવે ખેદ કરવાથી શું ? સાથે જન્મેલા હોય છતાં પણ કોઈ વખત તેઓ જુદા જુદા અને જુદે સ્થાનકે મૃત્યુ પામે છે. અને જુદા જુદા જમ્યા હોય છતાં પણ કઈ વખત એક જ ઠેકાણે સાથે મૃત્યુ પામે છે, એક સાથે ઘણા પણ મરી જાય અને થોડા પણ મરી જાય, કારણ કે સર્વ જીવોને મૃત્યુ તે સાથે જ રહેલું છે. જેમ સેંકડો પ્રયત્ન કરતાં પણ પ્રાણીને સ્વભાવ ફેરવી શકાતું નથી તેમ ગમે તેટલા પ્રયત્નવડે પણ કોઈ કોઈના મૃત્યુ નિષેધ કરી શકતું નથી. નિષેધ કરાતું હોય તે ઈંદ્ર અને ચક્રવતી વિગેરે મેટા પુરુષોએ પિતાના અથવા પિતાના સ્વજનના મૃત્યુને અદ્યાપિ કેમ નિષેધ ન કર્યો ? આકાશમાંથી પડતું વજ મુષ્ટિથી પકડી શકાય, ઉદ્દબ્રાંત થયેલે સમુદ્ર પાળ બાંધીને રોકી શકાય, મહાઉત્કટ પ્રલયકાળને અગ્નિ જળવડે ઓલવી શકાય, પ્રલય ત્પાતથી ઉપડેલે પવન મંદ કરી શકાય, પડતે પર્વત ટેકાથી રાખી શકાય, પરંતુ સેંકડે ઉપાથી પણ મૃત્યુને રોકી શકાય નહીં; માટે “આપણને સેપેલા સ્વામીના પુત્રો મૃત્યુ પામ્યા' એ તમે ખેત કરે નહીં અને હાલ જરા ધીરા થાઓ. શોક સમુદ્રમાં ડૂબતા તમારા સ્વામીને હાથ આપવાની જેમ હું બેધકારી વચનથી પકડી રાખીશ.” એમ સર્વને ધીરજ આપી તે બ્રાહ્મણે રસ્તામાં રહેલા કેઈ અનાથ મૃતકને લઈને વિનીતા નગરીમાં પ્રવેશ કર્યો. પછી તે બ્રાહ્મણે સગર રાજાના.રાજગૃહના આંગણામાં જઈ ઊંચે હાથ કરીને આ પ્રમાણે ઊંચે સ્વરે પોકાર કર્યો-“હે ન્યાયવત્તી ચક્રવતી ! હે અખંડભુજ પરાકમી રાજા ! આ તમારા રાજ્યમાં અબ્રહ્મણ્ય જુલમ થયા છે. સ્વર્ગમાં ઇંદ્રની જેમ આ ભરતક્ષેત્રમાં તમે રક્ષણ કરનાર છતાં હું લૂંટાયે છું” આ અશ્રુતપૂર્વ શબ્દ સાંભળી જાણે પિતાને વિષે તેનું દુખ સંક્રર્યું હોય તેમ સગરચક્રીએ દ્વારપાળને કહ્યું એને કેણે લૂટે છે ? એ કોણ છે ? કયાંથી આવ્યું ? એ સર્વ એને પૂછીને તું મને જણાવ અથવા એને અહીં પ્રવેશ કરાવ.” દ્વારપાલે તત્કાળ આવી તે બ્રાહ્મણને પૂછયું, પણ જાણે ન સાંભળતું હોય તેમ તે તો ફરી ફરીને પોકાર જ કરવા લાગ્યા. ફરીથી પ્રતિહારે કહ્યું“અરે બ્રાહ્મણ ! શું તું દુઃખથી બહેરે થયે છે અથવા સ્વાભાવિક બહેરો છે ? આ અજિતસ્વામીના ભાઈ દીન અને અનાથનું રક્ષણ કરનાર તથા શરણથીને શરણરૂપ છે. તે પોતે સહોદરની જેમ તમને શબ્દ કરતાં સાંભળી આદરપૂર્વક પૂછે છે કે તમને કોણે લૂટયા છે? તમે કોણ છે ? અને કયાંથી આવે છે ? તે અમને કહો, અથવા તો તમે જાતે આવીને રેગી જેમ રેગની હકીકત વૈદ્યને કહે તેમ તમારા દુઃખનું કારણ મહારાજાને રૂબરૂમાં કહો.' આ પ્રમાણે પ્રતિહારે કહ્યું, એટલે હિમની ઝળથી વ્યાપ્ત થયેલા દ્રહ સંબંધી કમળની જેમ જેનાં નેત્ર મીંચાતાં હતાં, હેમંતઋતુ સંબંધી અર્ધરાત્રિના વખતની જેમ જેને મુખચંદ્ર ગ્લાનિ પામતું હતું, રીંછની જેમ જેના સુંદર કેશ વીખરી ગયેલા હતા ૧ વિધિ એટલે દૈવ કે કર્મ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy