SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્રવતી પણ અભિષેક. સને ૪ થે મંચ-રચનાઓથી જાણે ત્યાં ઊચા પ્રકારની શય્યા તૈયાર કરી હોય તેવી જણાતી હતી અને વિમાનની ઘુઘરીઓના અવાજથી જાણે મંગળગાયન કરતી હોય એવી જણાતી હતી. અનુક્રમે નગરીમાં ચાલતા ચકી, ઈંદ્ર જેમ પિતાના વિમાનમાં આવે તેમ ઊંચા તેરણવાળા, ઊંચી કરેલી પતાકાવાળા અને ચારણ-ભાટ જ્યાં માંગલિક ગીત ગાઈ રહ્યા છે એવા પિતાના કાશ આચા. પછી નિરંતર પોતાની સાનિધ્ય કરનારા સેળ હજાર દેવતાઓને બત્રીસ હજાર રાજાઓને, સેનાની, પુરોહિત, ગૃહપતિ અને વહેંકી એ ચાર મહારત્નને, ત્રણસો ને સાઠ રઈઆને, અઢાર શ્રેણિપ્રશ્રેણિને, દુગપાળ, શ્રેષ્ઠી, સાર્થવાહ અને બીજા સર્વને મહારાજાએ પિતપતાને સ્થાનકે જવા રજા આપી. પછી અંતઃપુરના પરિવાર સહિત અને સ્ત્રી-રત્નયુક્ત, પુરુષોના ઉદાર મનની જેવા પિતાના વિશાળ અને ઉજજવળ મંદિરમાં તેણે પ્રવેશ કર્યો. ત્યાં સ્નાનગૃહમાં સ્નાન કરી, દેવાલયમાં દેવાચન કરી રાજાએ ભોજનગૃહમાં જઈ ભેજન કર્યું અને પછી સામ્રાજ્યલક્ષ્મીરૂપી લતાના ફળ જેવા સંગીત, નાટક અને બીજા દિવડે ચકી કીડા કરવા લાગ્યા. એક દિવસ દેવતાઓ આવી સગરરાજાને કહેવા લાગ્યા- હે રાજા ! તમે આ ભારતક્ષેત્રને વશ કર્યું, તેથી ઈંદ્રો જેમ અહંતને જન્માભિષેક કરે છે તેમ અમે તમને ચકવસ્તીપણાને અભિષેક કરશું.” આ સાંભળી ચક્રવત્તી એ લીલાવડે જરા ભ્રકુટી નમાવીને તેમને આજ્ઞા આપી. મહાત્માઓ નેહીજનેના સ્નેહનું ખંડન કરતા નથી. પછી આલિયોગિક દેવતાઓએ નગરીની ઈશાનકૂણમાં અભિષેકને માટે એક રત્નામંડિત મંડપ બનાવ્યું અને સમુદ્ર, તીર્થ, નદી તથા દ્રહમાંથી પવિત્ર જળ તથા પર્વતેમાંથી દિવ્ય ઔષધિઓ લાવ્યા. બધી તૈયારી થઈ ગઈ એટલે અંતઃપુર તથા સ્ત્રી-રત્ન સહિત ચક્રવતી રત્નાચળની ગુફા જેવા તે રત્નમંડપમાં દાખલ થયા. ત્યાં તેમણે સિંહાસન સહિત મણિમય સ્નાનપીઠને અગ્નિહોત્રી જેમ અગ્નિની પ્રદક્ષિણ કરે તેમ પ્રદક્ષિણા કરી અને અંતઃપુર સહિત પૂર્વ તરફની સપાનપંક્તિથી તે પીઠ ઉપર ચડી પૂર્વ સન્મુખના સિંહાસનને અલંકૃત કર્યું. બત્રીસ હજાર રાજાઓ પણ હંસ જેમ કમળખંડ ઉપર આરહણ કરે તેમ ઉત્તર બાજુના સોપાનને રસ્તે ઉપર ચડી સોમાનિક દેવતાઓ જેમ ઇંદ્રની સામે બેસે તેમ સગરરાજાની સન્મુખ દષ્ટિ કરી અંજલિ જેડીને પોતપોતાનાં આસને ઉપર સ્થિત થયા. સેનાપતિ, ગૃહપતિ, પુરોહિત અને વકીરત્ન તથા શ્રેષ્ઠી, સાર્થવાહ અને બીજા ઘણુ જને આકાશમાં જેમ તારામાં રહે તેમ દક્ષિણ બાજુનાં પગથિયાથી ઉપર ચડી નાનપીઠ ઉપર પોતપોતાના આસન ઉપર બેઠા. પછી શુભ દિવસ. વાર, નક્ષત્ર, કરણ, વેગ, ચંદ્ર અને સર્વ ગ્રહના બળવાળા લગ્નમાં દેવતાઓ વિગેરેએ સુવર્ણના, રૂપાના, રત્નના અને જેના મુખ ઉપર કમળો રહેલા છે એવા કળશથી સગરરાજાને ચક્રીપણને અભિષેક કર્યો. પછી ચિત્રકારો જેમ રંગ કરવાની ભીંતને સાફ કરે તેમ કેમળ હાથથી દેવકૃષ્ણ વસ્ત્રથી રાજાના અંગને તેમણે સાફ કર્યું. પછી દર અને મલયાચળના સુગંધી બાવનાચંદનાદિકથી ચંદ્રિકા વડે આકારાની જેમ તેઓએ રાજાના અંગને વિલેપન કર્યું. દિવ્ય અને ઘણું સુગંધી પુષ્પની માળા પિતાના દઢ અનુરાગની પેક તેઓએ રાજાના મસ્તક ઉપર ધારણ કરાવી અને પોતે લાવેલાં દેવદખ્ય વસ્ત્ર અને - રત્નાલંકાર ચક્રીને ધારણ કરાવ્યાં. પછી મહારાજાએ મેઘના ધ્વનિ જેવી વાણીથી પિતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy