SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ પ્રભુના તપનું વર્ણન. સર્ગ ૩ જે. થઈને રહેતા હતા. કોઈ વખતે ઊંચી ફાળ મારતા કપિઓનાં ટોળાંએ જેના અસ્થિના સંધી ભાંગેલા છે એવા પ્રભુ મહાસમુદ્રના તટ ઉપર વૃક્ષની પેઠે સ્થિર રહેતા હતા, કેઈ વખતે કીડા કરતા એવા ઉત્તાળ, વેતાળ, પિશાચ અને પ્રેતથી સંકુલ થયેલા અને જેમાં વળીઆવડે ધૂળ ઊડી રહી છે એવા સ્મશાનમાં કાર્યોત્સર્ગ કરીને રહેતા હતા. એ સિવાય બીજા પણ વિશેષ ભયંકર સ્થાનમાં સ્વભાવે ધીર એવા પ્રભુ લીલાથી કાર્યોત્સર્ગ કરતા હતા. આર્યદેશમાં વિહાર કરતા, અક્ષીણ શક્તિવાળા ભગવાન અજિત પ્રભુ કઈ વખત ચતુર્થ તપ કરતા હતા, કેઈ વખતે ષષ્ઠમતપ, કેઈ વખતે અષ્ટમતપ, કેઈ વખતે દશમતપ, કઈ વખતે દ્વાદશતપ, કઈ વખતે ચતુર્દશતપ, કોઈ વખતે પાડશતપ, કોઈ વખતે અષ્ટાદશતપ, કેઈ વખતે માસિકતપ, કઈ વખતે દ્વિમાસિકતપ, કઈ વખતે ત્રિમાસિકતપ, કોઈ વખતે ચતુર્માસિકતપ, કઈ વખતે પંચમાસિક્તપ, કઈ વખતે ષડ્રમાસિકતપ, કેઈ વખતે સપ્તમાસિકતપ અને કઈ વખતે અષ્ટમાસિક્તપ કરતા હતા. લલાટને તાપ કરનારા સૂર્યના આતપવાળા ગ્રીષ્મઋતુમાં પણ દેહમાં નિઃસ્પૃહ એવા પ્રભુ વૃક્ષની છાયાને ઈચ્છતા નહતા. પડતા હિમના સમૂહથી વૃક્ષો જેમાં દગ્ધ થતાં હતાં એવી હેમંતઋતુમાં પણ પ્રભુ ઘણુ પીત્તવાળા પુરુષની જેમ તડકાને ઇચ્છતા નહતા અને વર્ષાઋતુમાં પવનની ઝડીથી ઉત્કટ એવી મેઘાની ધારાવૃષ્ટિએથી એ પ્રભુ જળચારી હાથીની જેમ જરા પણ ઉદ્વેગ પામતા નહોતા. પૃથ્વીની જેમ સર્વને સહન કરનારા અને પૃથ્વીના તિલકરૂપ પ્રભુ બીજા પણ દુસહ પરીષહને સહન કરતા હતા. એ પ્રમાણે વિવિધ પ્રકારના ઉગ્ર તપથી અને વિવિધ પ્રકારના અભિગ્રહથી પરીષહને સહન કરનારા પ્રભુએ બાર વર્ષ ઉલ્લંઘન કર્યા. ત્યારપછી ગેંડાની જેમ પૃથ્વી પર નહીં બેસનારા, ગેંડાના શૃંગની જેમ એકલા વિચરનારા, સુમેરુ પર્વતની જેમ કંપરહિત, સિંહની જેમ નિર્ભય, વાયુની જેમ અપ્રતિબદ્ધ વિહારી, સર્પની જેમ એક (સમાન) દૃષ્ટિવાળા, અગ્નિથી સુવર્ણની જેમ તપથી અધિક કાંતિવાળા, વાડથી સુંદર વૃક્ષની જેમ ત્રણ ગુપ્તિથી વીંટાએલા, પાંચ બાણેથી કામદેવની જેમ પાંચ સમિતિને ધરનારા, આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનનું ચિંતન કરવાથી ચાર પ્રકારના ધ્યેયનું ધ્યાન કરનારા અને ધ્યેયરૂપ એવા પ્રભુ દરેક ગ્રામ, દરેક શહેર અને દરેક અરણ્યમાં ફરતાં ફરતાં સહસ્ત્રાપ્રવન નામના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં છત્રની પેઠે રહેલા સમચ્છદ વૃક્ષની નીચે એ પ્રભુ જાણે એ વૃક્ષનું થડ હોય તેમ અકંપ થઈ કાયોત્સગે રહ્યા. તે વખતે એ ભગવંત અપ્રમત્ત-સંગત નામના સાતમા ગુણસ્થાનથી અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનને ભજવા લાગ્યા. શ્રૌત અર્થથી શબ્દ પ્રત્યે અને શબ્દથી અર્થમાં જતા એ પ્રભુ નાના પ્રકારના કૃતવિચારવાળા શુકલધ્યાનના જતા પહેલા પાયાને પ્રાપ્ત થયા. પછી જેને વિષે સર્વ જીવના તુલ્ય પ્રમાણુ હોય છે એવા અનિવૃત્તિનાદર નામના નવમાં ગુણસ્થાન ઉપર આરૂઢ થયા. ત્યારપછી ભરૂપી કષાયના સૂક્ષમખંડ કરવા થકી સૂક્ષ્મસં૫રાય નામના દશમા ગુણસ્થાનને પ્રાપ્ત થયા. ત્યારપછી ત્રણ જગતના સર્વ જીવોના કર્મોને ક્ષય કરવામાં સમર્થ એવા અનંત વીર્યવાળા પ્રભુ મેહને ક્ષય કરી ક્ષીણુમેહ નામના બારમા ગુણસ્થાનને પ્રાપ્ત થયા. એ બારમા ગુણસ્થાનના છેલ્લા સમયમાં પ્રભુ એકત્વષ્ણુપ્રવિચાર નામે શુકલધ્યાનના બીજા પાયાને પ્રાપ્ત થયા. એ ધ્યાનથી ત્રણ જગતના વિષયમાં રહેલા પોતાના મનને સર્ષના મંત્રથી સર્વ અંગમાં વ્યાપેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy