SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ જું પરમાત્માની દીક્ષા અને મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ. ૨૫ માળાઓ ગુંથતી હતી, અનેક મનુ દિવ્ય શસ્યા, આસન અને પાત્રો છતાં કૌતુકથી ત્યાં કદળીના પત્રમાં શયન, આસન અને ભેજન કરતા હતા, ફળોના ભારવડે નમેલા પ્રલંભ શાખાઓવાળા જાતજાતનાં વૃક્ષો પૃથ્વીના તળને ચુંબન કરતા હતા, આંબાના અંકુરના સ્વાદથી તે વનમાં કેયલને મદ શ્રાંત થતું ન હતું, દાડિમના સ્વાદથી ઉન્મત્ત થયેલા શુક પક્ષીઓના કેલાહળથી તે વન આકુળ થયેલું હતું અને વર્ષાઋતુના વાદળાઓની જેમ વિસ્તાર પામેલાં વૃક્ષોથી એક છાયાવાળું જણાતું. હતું એવા સુંદર ઉદ્યાનમાં અજિતસ્વામીએ પ્રવેશ કર્યો. પછી રથી જેમ રથમાંથી ઉતરે તેમ સંસારસિંધુ ઉતરવાને જગદ્ગુરુ ભગવાન પિતે શિબિકારત્નમાંથી ઉતર્યા. તે પછી દેવતાઓને પણ દુર્લભ એવાં ત્રણ રસ્નેને ગ્રહણ કરવાની ઇચ્છાવાળા પ્રભુએ રત્નાલંકાર વિગેરે સર્વ આભૂષણે ઉતાર્યા અને ઈ કે આપેલું એવું અદ્ભષિત દેવદૂષ્ય પ્રભુએ ઉપધિ સહિત ધર્મ બતાવવાને માટે ગ્રહણ કર્યું, માઘ માસની ઉજવળ નવમીને દિવસે ચંદ્ર રહિણી નક્ષત્રમાં આવ્યું હતું તે સમયે સસછદ વૃક્ષની નીચે પ્રભુએ છઠ્ઠને તપ કરીને સાયંકાળે રાગાદિકની જેમ પિતાના સર્વ કેશને પાંચ મુઠિએ સ્વયમેવ લેચ કર્યો. સૌધર્મે કે તે કેશને પિતાના ઉત્તરીય વસ્ત્રના છેડામાં પ્રસાદથી મળેલા અર્થની જેમ ગ્રહણ કર્યા અને ક્ષણવારમાં પ્રભુના તે કેશ વહાણુમાં મુસાફરી કરનાર જેમ સમુદ્રમાં પૂજનદ્રવ્ય નાંખે તેમ ક્ષીરસમુદ્રમાં લેપન કર્યા. પછી પાછા વેગે આવીને સુર, અસુર અને નરેના કેલાહળને જાણે મૌનમંત્રનું સ્મરણું કરાવતા હોય તેમ મુષ્ઠિ સંજ્ઞાથી ઈદ્દે નિવૃત્ત કર્યો એટલે સિદ્ધોને નમસ્કાર કરી સામાયિકને ઉચ્ચરતા પ્રભુ મોક્ષમાર્ગમાં વાહનતુલ્ય એવા ચારિત્રરૂપી રથ ઉપર આરૂઢ થયા. દીક્ષાનું જાણે સહોદર હાય તથા સાથે જન્મ પામ્યું હોય તેમ ચેાથે મન પર્યાવજ્ઞાન તે જ વખતે પ્રભુને ઉત્પન્ન થયું. તે વખતે ક્ષણવાર નારકીના જીવને પણ સુખ થયું અને ત્રણ જગતમાં વીજળીના ઉદ્યોત જે પ્રકાશ થઈ રહ્યો. પ્રભુની સાથે એક હજાર રાજાઓએ દીક્ષા ગ્રહણ કરી, કારણ કે ભગવાનના ચરણને અનુસરવારૂપી વતવાળા પુરુષોને એજ ઉચિત છે. પછી જગત્પતિને પ્રદક્ષિણા કરી, પ્રણામ કરી, અશ્રુતાદિ ઈંદ્રો આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. “હે નાથ ! પૂર્વે પટુ અભ્યાસના આદરથી તમે વૈરાગ્યને એવી રીતે સંગ્રહો કે આ જન્મમાં જન્મથી માંડીને તે વૈરાગ્ય એકાત્મભાવને પામે છે. હે નાથ ! મોક્ષના ઉપાયમાં પ્રવીણ એવા તમારે સુખના હેતુ ઈષ્ટસાગાદિમાં જે ઉજજવળ વૈરાગ્ય છે તે દુઃખના હેતુ ઈષ્ટવિયેગાદિમાં વૈરાગ્ય નથી. હે પ્રભુ! વિવેકરૂપી શરાણવડે તમે વૈરાગ્યરૂપી શસ્ત્ર એવું સજેલું છે કે જેથી મોક્ષ મેળવવામાં પણ તેનું પરાક્રમ સાક્ષાત્ અકુંઠિત (અવાર્ય) પણે પ્રવરે છે. હે નાથ ! જ્યારે તમે દેવતાની તથા નરેંદ્રની લહમી ભેગવતા હતા ત્યારે પણ તમારે આનંદ તે વિરકતતારૂપ જ હતો. કામથી નિત્ય વિરક્ત એવા તમે જ્યારે યુગને અંગીકાર કરે છે ત્યારે હવે એ કામગથી સર્યું' એ પ્રૌઢ વૈરાગ્ય તમને પ્રાપ્ત થાય છે, સુખમાં, દુઃખમાં, સંસારમાં અને મેક્ષમાં જ્યારે તમે દાસીન્ય ભાવને ભજે છે ત્યારે તમને નિરંતર અવિચ્છિન્ન વૈરાગ્ય જ છે, તમે શેમાં વિરગવાન નથી? બીજા જ તે દુખગર્ભિત અને મેહગતિ વૈરાગ્યવાળા હોય છે, A - 34 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy