SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ २६३ પર્વ ૨ જું. દીક્ષા મહોત્સવ. સ્ત્રીઓ વિચિત્ર ભાષાથી મધુરસ્વરે જેમનું મંગળગાન ગાઈ રહી છે, ચારણભાટની જેમ સુરેંદ્ર, અસુરેંદ્ર અને નરેંદ્ર જેમની સ્તુતિ કરી રહ્યા છે, સુવર્ણના ધૂપિયાને ધરનારા વ્યંતરે જેમની આગળ ધૂપ કરે છે, પદ્મદ્રહવડે હિમવંત પર્વતની જેમ મસ્તક પર રહેલા મોટા શ્વેત છત્રથી જેઓ રોભી રહ્યા છે, બને તરફ સુંદર ચામરને ધારણ કરનારા દેવતાઓ જેમને ચામર વીંજી રહ્યા છે, નમ્ર એવા ઈન્દ્ર છડીદારની જેમ જેમને હાથને ટેકો આપે છે અને હર્ષ તથા શોકથી મૂઢ બની ગયેલા સગરરાજા, અનુકૂળ પવનથી વરસતા ઝીણું ઝીણા વરસાદની જેમ અશ્રુને વરસાવતા જેમની પછવાડે ચાલે છે એવા પ્રભુ સ્થળકમળની જેવા ચરણથી પૃથ્વીને તરફ પવિત્ર કરતા, હજાર પુરુષોએ વહન કરવાને યોગ્ય એવી સુપ્રભા નામની શિબિકા ઉપર આરૂઢ થયા. તે શિબિકા પ્રથમ નરેએ, પછી વિદ્યાધરેએ અને પછી દેવતાઓએ ઉપાડી, તેથી તે આકાશમાં ચાલતા ગ્રહના ભ્રમને આપવા લાગી. તેમણે ઊંચી ઉપાડેલી અને અનુપઘાત ગતિએ ચાલતી તે શિબિકા સમુદ્રમાં ચાલતા યાનપાત્રની જેવી શેભતી હતી. શિબિકા આગળ ચાલી, એટલે તેમાં સિંહાસન પર બેઠેલા પ્રભુને ઈશાનંદ્ર અને સૌધર્મેદ્ર ચામર વિંજવા લાગ્યા. વર જેમ વધૂનું પાણિગ્રહણ કરવાને ઉત્સુક હેય તેમ દીક્ષા ગ્રહણ કરવાને ઉત્સુક થયેલા જગત્પતિ વિનીતાનગરીના મધ્યભાગમાં ચાલવા લાગ્યા. તે વખતે ચાલવાથી ચલિત થયેલા કર્ણભૂષણવાળા, ચંચળ હારવાળા અને ચંચલ વસ્ત્રાંચળવાળા શિબિકાવાહી પુરુષે ચાલતા કલ્પવૃક્ષની જેવા શેવા લાગ્યા. એ વખતે નગરની સ્ત્રીઓ ભક્તિથી પવિત્ર મનવાળી થઈને સ્વામીને જોવા આવી, તેમાં કેઈ પિતાની સહચરીઓને સ્કૂલના પામતાં છોડી દેતી હતી, કોઈના વૃક્ષ:સ્થળ ઉપરથી હાર ત્રુટી જતા હતા, કેઈના ખભા પરથી ઉત્તરીય વસ્ત્રો ખસી જતા હતા, કેઈ પિતાના ગૃહના આંગણાનાં દ્વાર ઉઘાડાં મૂકી ચાલી આવી હતી, કોઈએ પિતાને ઘેર દેશાંતરથી આવેલા અતિથિ-અભ્યાગતને પણ છોડી દીધા હતા, કેઈ પિતાને ઘેર તત્કાળ પુત્ર જન્મ ઉત્સવ થતું હતું છતાં તેને માટે ખેટી થવા રહી નહતી, કેઈ તત્કાળ વિવાહને લગ્નકાળ આવે છતાં તે છેડી દેતી હતી, કેઈ સ્નાન કરવા માટે પ્રાપ્ત થયેલી સ્નાનચિત વસ્તુઓ મૂકીને ચાલી આવી હતી, કેઈએ અધું ભેજન કરી આચમન લીધું હતું, કેઈએ અર્ધ શરીર વિલેપન કરેલું છતાં બાકીનું અધૂરું મૂકી દીધું હતું, કેઈએ કુંડલાદિક અલંકાર અર્ધા પહેર્યા હતાં, કે પ્રભુના નિષ્ક્રમણની વાર્તા અધી સાંભળી કે તત્કાળ ચાલી આવી હતી, કેઈએ એટલાની અંદર પુષ્પની અધી માળા બાંધી હતી, કેઈએ લલાટ ઉપર અર્ધ તિલક જ કર્યું હતું, કેઈ ગૃહનાં કાય માત્ર અર્ધા કરીને ચાલી નીકળી હતી, કેઈ એ નિત્ય નૈમિત્તિક કૃત્ય અધું કર્યું હતું અને કેઈ વાહને આવીને ઊભાં રહેલાં છતાં પણ સંબ્રમથી પગે ચાલીને આવી હતી. યૂથપતિની ફરતા ફરનારા નાના હાથીઓની જેમ નગરના લોકો ક્ષણવાર પ્રભુની આગળ, ક્ષણવાર પછવાડે અને ક્ષણવાર બન્ને પડખે આવી આવીને ઊભા રહેતા હતા. કેઈ લેકે પ્રભુના દર્શનની ઈચ્છાથી પોતાના ઘર ઉપર ચડતા હતા, કેઈ ભીંત ઉપર ચડતા હતા, કેઈ પ્રાસાદની અગાસીઓમાં ચડતા હતા, કે માંચડાના અગ્ર ભાગ ઉપર ચડતા હતા, કેઈ ગઢના કાંગરા ઉપર ચડતા હતા, કેઈ વૃક્ષની ટોચ ઉપર ચતા હતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy