SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ જું જિતશત્રુ રાજવીને દીક્ષાભિલાષ. ૨૫૭ દષ્ટિરૂપી બે તળાવડીના મધ્ય ભાગમાં પાળની જેવી દેખાવા લાગી અને જાણે બે ડારૂપે રહેલા બિંબફળ હોય તેવા તેમના હોઠ શોભવા લાગ્યા. સુંદર આવત્તવાળા તેમના કહ્યું છીપલીના જેવા મનોહર લાગતા હતા; ત્રણ રેખાથી પવિત્ર થયેલે કંઠરૂપી કંદળ શંખની જે એપતો હત; જાણે હાથીના કુંભસ્થળ હોય તેવા તેમના સ્કંધ ઉન્નત હતા; દીર્ઘ અને પુષ્ટ ભુજાઓ સર્પરાજની જેવી જણાતી હતી; ઉરસ્થળ સુવર્ણશલની શિલા જેવું શોભતું હતું, નાભિ મનની પેઠે અતિ ગંભીર ભાસતી હતી; કટપ્રદેશ વજીના મધ્ય ભાગ જે કૃશ હતો; સરલ, કમળ અને મોટા હાથીની શુંઢ જેવી આકૃતિવાળા તેમના સાથળ હતા; મૃગલીની જંઘા જેવી તેમની જંધાઓ શોભતી હતી અને તેમના ચરણ સરલ એવા આંગળીએરૂપી દલ (પત્ર)થી સ્થળકમળને અનુસરતા હતા. સ્વભાવથી પણ રમણિક એવા એ બંને કુમારે, સ્ત્રી જનને પ્રિય એવાં ઉદ્યાને જેમ વસંતઋતુથી અધિક રમણીક લાગે તેમ યૌવનથી વિશેષ રમણીક લાગતા હતા. પોતાના રૂપ અને પરાક્રમાદિ ગુણોથી સગરકુમાર દેવતાઓમાં ઈંદ્રની પેઠે સર્વ મનુષ્યોમાં ઉત્કર્ષ પામતે હિતે; અને સર્વ પર્વતોથી માનમાં જેમ મેરુપર્વત અધિકપણું પામેલે છે, તેમ દેવલોકવાસી, રૈવેયકવાસી અને અનુત્તરવિમાનવાસી દેવેથી તેમજ આહારક શરીરીથી પણ અજિતસ્વામી રૂપે કરીને અધિકપણું પામ્યા હતા. અન્યદા જિતશત્રુ રાજાએ અને ઇંદ્ર રાગ રહિત એવા અજિતસ્વામીને વિવાહક્રિયાને માટે કહ્યું. તેમના આગ્રહથી પોતાના ભગફળકર્મને જાણીને તેમણે તે પ્રમાણે કરવાનું સ્વીકાર્યું. લક્ષમીની જાણે બીજી મૂત્તિઓ હોય તેવી સેંકડો સ્વયંવર રાજકન્યાઓ તેમને નરપતિએ મોટી ઋદ્ધિથી પરણાવી. પુત્રના વિવાહથી અતૃપ્ત રહેલા રાજાએ દેવકન્યાના જેવી રાજકન્યાઓ સગરકુમારને પણ પરણાવી. ઇદ્રિયથી નહીં છતાયેલા એવા અજિતપ્રભુ ભેગકર્મને ખપાવવાને માટે રામાઓની સાથે રમતા હતા; કારણ કે જે વ્યાધિ તેવું ઔષધ હેય છે. સગરકુમાર પણ હાથણીઓની સાથે હાથીની જેમ સ્ત્રીઓની સાથે જાતજાતની કીડાઓથી અનેક કિડાસ્થાનમાં રમતો હતે. એકદા પિતાના લઘુ બંધવ સહિત, સંસારને વિષે ઉદ્વેગ પામેલા જિતશત્રુ રાજા અઢાર પૂર્વ લક્ષે સંપૂર્ણ થયેલા પિતાના પુત્રોને આ પ્રમાણે કહેવા લાગ્યા–“હે વત્સ ! આપણું સર્વ પૂર્વજે કેટલાંક વર્ષો સુધી વિધીથી પૃથ્વીનું રક્ષણ કરી પછી તે પૃથ્વી પુત્રોને સ્વાધીન કરી મેલ સાધનમાં હેતુરૂપ વ્રતને ગ્રહણ કરતા હતા, કારણ કે પરમાર્થ એ જ પોતાનું કાર્ય છે, એ સિવાય બીજું સર્વ પરકાર્ય છે. હે કુમારો ! એ પ્રમાણે અમે પણ હવે વ્રત ગ્રહણ કરશું. અમારા કાર્યને એ હેતુ છે અને આપણું વંશને એ ક્રમ છે. અમારી જેમ તમે બંને આ રાજ્યમાં રાજા અને યુવરાજ થાઓ અને અમને દીક્ષા લેવાની આજ્ઞા આપે. અજિતનાથે કહ્યું – “હે તાત ! એ તમને યુક્ત છે. ભેગફળકર્મરૂપ વિદ્ધ ન હોય તે મારે પણ તે આદરવું યુક્ત છે. વિવેકી પુરુષે બીજા કેઈને વ્રત ગ્રહણ કરવામાં A - 33 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy