SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ પરમાત્મા તથા ચક્રવતીને જન્મ. સર્ગ ૨ જે. ચૈત્યમાં ઈશાનેંદ્ર શાશ્વત જિનપ્રતિમાને અષ્ટાન્ડિકા ઉત્સવ કર્યો અને તેના ચાર લેપલો એ પૂર્વની જેમ તેની ફરતા ચાર દધિમુખ પર્વત ઉપર ત્રાષભાદિ પ્રતિમાને ઉત્સવ ચમરે પૂર્વ અંજનાદ્રિમાં અને બલી' પશ્ચિમ અંજનાચલમાં અષ્ટાબ્લિકા ઉત્સવ કર્યો. અને તેઓના લેકપાલેએ તે તે પર્વતની આસપાસના ચાર ચાર દધિમુખ પર્વત ઉપરની પ્રતિમાને ઉત્સવ કર્યો. પછી સંકેતસ્થાનની જેમ તે દ્વિીપમાંથી સર્વ સુરાસુરે પિતાને કૃતકૃત્ય માનતા પિતાને સ્થાનકે ગયા. તે જ રાત્રીએ પ્રભુના જન્મ પછી થોડી વારે વૈજયંતીએ પણ ગંગા જેમ સુવર્ણ કમલને પ્રસવે તેમ એક પુત્રને સુખેથી પ્રસવ્યો. પત્ની અને વધુ એવા વિજ્યા ને વૈજયંતીના પરિવારે પુત્રોત્પત્તિની વધામણીથી જિતશત્રુ રાજાને વધાવ્યા. તે વાત સાંભળી સંતુષ્ટ થયેલા રાજાએ તેઓને એવું પારિતોષિક આપ્યું કે જેથી તેમના કુળમાં પણ લહમી કામધેનુની જેમ અવિચ્છિન્ન થઈ. ધનના આગમનથી સિંધુનદીની જેમ અને પૂર્ણિમાથી સમુદ્રની જેમ તે વખતે પૃથ્વીપતિ રાજા શરીરે પ્રફુલિત થયો. તે સમયે રાજાને પૃથ્વી ઉચ્છવાસ, આકાશની સાથે પ્રસન્નતા અને પવનની સાથે તૃપ્તિપણે પ્રાપ્ત થયાં. તેમણે તત્કાળ કારાગૃહમાંથી શત્રુઓને પણ બંધનમુક્ત કર્યા, જેથી બંધન ફક્ત હસ્તી વિગેરેને જ રહ્યું. ઈંદ્ર જેમ શાશ્વત અહંતની પૂજા કરે તેમ રાજાએ ચેત્યોમાં જિનબિંબની અદ્રબુત પૂજા કરી. યાચકોને પોતાના કે પારકાની અપેક્ષા નહીં રાખતાં ધનથી પ્રસન્ન કર્યા, કારણ કે ઉદ્યત થયેલા મેઘની વૃષ્ટિ સર્વને સાધારણ હોય છે. ખીલેથી છૂટેલા વાછરડાની જેમ ઉલળતા છાત્રોની સાથે ઉપાધ્યાય (મહેતાજીઓ) સુતમાતૃકાને પાઠ કરાવતા ત્યાં આવ્યા, કેઈ ઠેકાણે બ્રાહ્મણને વેદાદિત મંત્રને મોટે ધ્વનિ થવા લાગ્યો; કેઈ ઠેકાણે લગ્ન વિગેરેના વિચારથી સારવાળી મુહુર્તાસંબંધી ઉક્તિઓ થવા લાગી; કેઈ ઠેકાણે કુલીન કાંતાઓ ટોળે મળી હર્ષકારી ધ્વનિથી ગીત ગાવા લાગી; કેઈ ઠેકાણે વારાંગનાઓના મંગળિક ગીતધ્વનિ થવા લાગ્યો; કોઈ ઠેકાણે બંદીલેકોને કલ્યાણક૫ના તુલ્ય માટે કેળાહળ થવા લાગ્યા, કેઈ ઠેકાણે ચારણોથી સુંદર દ્વિપથક આશિષે સંભળાવા લાગી; કેઈ ઠેકાણે ચેટક કો હર્ષથી ઊંચે સ્વરે બોલવા લાગ્યા અને કેઈ ઠેકાણે યાચકને બોલાવવાથી ઉત્કટ થયેલા છડીદાર લેકેને કેલાહળ થવા લાગ્યો. આવી રીતે વર્ષાઋતુના મેઘથી સંકુલ થયેલા આકાશમાં ગર્જનાની પેઠે રાજગૃહના આંગણામાં એવા શબ્દ વિસ્તાર પામી રહ્યા. કેઈ ઠેકાણે નગરજને કુંકુમાદિકવડે વિલેપન કરવા લાગ્યા, કેઈ હીરવાણી વસ્ત્ર પહેરવા લાગ્યા અને કઈ દિવ્ય માળાઓના આભૂષણેથી અલંકૃત થવા લાગ્યા. વળી કઈ ઠેકાણે કરમિશ્ર તાંબૂલથી પ્રસન્નતા થતી હતી, કોઈ ઠેકાણે ઘરના આંગણામાં કુંકુમથી સિંચન થતું હતું, કોઈ ઠેકાણે કુવલયના જેવા મૌક્તિકથી સાથીઆ રચાતા હતા, કેઈ ઠેકાણે નવીન કદલીતંભથી તોરણે બંધાતાં હતાં અને કેઈ ઠેકાણે તોરણની બંને તરફ સુવર્ણકુંભે આરે પણ થતા હતા. તે અવસરે જાણે સાક્ષાત્ ઋતુની લહમી હોય તેવી પુષ્પગર્ભિત કેશપાશવાળી, પુની માળાથી મસ્તકભાગને વેપ્ટન કરનારી અને કંઠમાં લટક્તી માળાવાળી નગરની ગંધર્વસુંદરીઓ દેવતાની સ્ત્રીઓની જેમ ગીતકાલયુક્ત મને ૧ એક જાતના ભદ્રાસન (સિંહાસન) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy