SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ બીજા ઇદ્રોનું મેરુપર્વતે આગમન. સર્ગ ૨ જે. હોય તેમ સર્વ દેવતાઓ ઈશાનપતિની પાસે આવ્યા. પછી હાથમાં ત્રિશૂળ લઈને જાણે ઘણ રત્નાભૂષણથી ચાલતો રત્નને પર્વત હોય તે દેખાતે, વેત વસ્ત્રવાળો, પુષ્પમાળા ધારણ કરનારે, મોટા વૃષભના વાહનવાળે, સામાનિક વિગેરે કોડગમે દેથી પરવરેલ, ઉત્તરાદ્ધ સ્વર્ગનો સ્વામી પુષ્પક નામના વિમાનમાં બેસી દક્ષિણ તરફના ઈશાનક૫ને રસ્તે પરિવાર સહિત ચાલ્યો. થોડીવારમાં અસંખ્ય દ્વીપસમુદ્રને ઉલ્લંઘી નંદીશ્વર મહાદ્વીપે આવ્યા. ત્યાં ઈશાનકૂણુના રતિકર પર્વત ઉપર પોતાના વિમાનને હેમંતઋતુના દિવસની પિઠે સંક્ષિપ્ત કર્યું. પછી અનુક્રમે કાળક્ષેપ કર્યા વિના વિમાનને સંક્ષિપ્ત કરતા તે મેરુ પર્વતની ઉપર શિષ્યની જેમ પ્રભુની પાસે આવ્યું. બીજા સનતકુમાર, બ્રહ્મ, શુક અને પ્રાણત ઇંદ્રિએ પણ સુષા ઘંટાને વગાડી તૈગમેપીએ બેધિત કરેલા દેવતાઓની સાથે, શકેંદ્રની જેમ ઉત્તરદિશાના માર્ગે નંદીશ્વરદ્વીપે આવી, અગ્નિકૂણના રતિકર પર્વત ઉપરપોતાના વિમાનેને સંક્ષિપ્ત કર્યા અને ત્યાંથી તરત જ મેરુપર્વત ઉપર શકના ઉલ્લંગમાં રહેલા ભગવંતની સમીપે આવી, ચંદ્રની પાસે નક્ષત્રની જેમ ઊભા રહ્યા. માહેદ્ર, લાંતક, સહસ્ત્રાર અને અય્યત ઈંદ્રો પણ મહાઘેષા ઘંટાવડે લઘુપરાક્રમ સેનાપતિએ બધિત કરેલા દેવતાઓની સાથે ઈશાનઇંદ્રની જેમ દક્ષિણમાગે નંદીશ્વર દ્વીપે આવ્યા અને ઈશાન દિશાના રતિકર પર્વત ઉપર પોતાના વિમાન સંક્ષેપી, પાંથલોકો જેમ આનંદ સહિત વનના ફિલિત વૃક્ષ તરફ જાય તેમ મેરુપર્વતના શિખર ઉપર સ્વામીની પાસે આવ્યા. તે જ વખતે દક્ષિણ શ્રેણીના આભૂષણરૂપ ચમરચંચા પુરીમાં સુધર્માસભાની અંદર બેઠેલા ચમરેંદ્રનું આસન કંપ્યું. તેણે અવધિજ્ઞાનવડે તીર્થકરને પવિત્ર જન્મ જાણુ સાત આઠ પગલાં સન્મુખ ચાલી નમસ્કાર કર્યો. તેની આજ્ઞાથી તત્કાળ દ્વમ નામના પાયદલ સેનાપતિએ સુસ્વરવાળી ઘસ્વરા ઘંટા વગાડી. તેને સ્વર શાંત થતાં પૂર્વવત ઉદઘોષણા કરવાથી, સાયંકાળે પક્ષીઓ જેમ વૃક્ષ પાસે આવે તેમ સર્વ દેવો ચમરેંદ્ર પાસે આવ્યા. અમરેંદ્રની આજ્ઞાથી તેના આભિગિક દેવતાએ ક્ષણવારમાં અર્ધલાખ યેાજન પ્રમાણુવાળું એક વિમાન વિકૃત કર્યું. પાંચસે જન ઊંચા ઈંદ્રવ્રજે શેભતું તે વિમાન કૂપસ્તંભ સહીત વહાણની જેવું શોભતું હતું. ચોસઠ હજાર સામાનિક દેવતા, તેત્રીશ ત્રાયશ્ચિંશ દેવતા, ચાર લેકપાળ, પરિવાર સહિત પાંચ મહિષીઓ, ત્રણ પર્ષદા, સાત મટી સેનાએ, સાત સેનાપતિઓ, સામાનિકથી ચારગણા આત્મરક્ષકે અને બીજા અસુરકુમાર દેવ-દેવીની સાથે ચમરેંદ્ર તે વિમાનમાં આરૂઢ થઈને ક્ષણવારમાં નંદીશ્વર દ્વીપે પહોંચ્યા અને પોતાના રતિકર પર્વત ઉપર શકની જેમ વિમાન સંક્ષેપ્યું. પછી પૂર્વસમુદ્રમાં ગંગાના પ્રવાહની જેમ વેગથી તે મેરુપર્વતના શિખર ઉપર પ્રભુના ચરણ સમીપે આવ્યા. ઉત્તર શ્રેણીના આભૂષણરૂપ બલિચંચા નગરીમાં પોતાના આસનના કંપથી બલિ નામના ઈઢે અહંતજન્મને અવધિજ્ઞાને જાયે. તેની આજ્ઞાથી મહાક્રમ નામના પાયદલના સેનાપતિએ તત્કાળ મહીઘરા ઘંટાને ત્રણ વાર વગાડી અને તેનો નાદ શાંત થતાં અસુરેના શ્રવણને અમૃતપ્રવાહ સમાન આઘાષણત કરી. મેઘના શબ્દથી હંસે જેમ માનસરોવરમાં જાય તેમ તે આઘાષણથી સર્વ અસુરે બલીદ્રની પાસે આવ્યા. પૂર્વ સંખ્યા પ્રમાણે પરિવારે યુક્ત અને સાઠ હજાર સામાનિક તથા તેથી ચારગુણ આત્મરક્ષક દેવતાની સાથે પૂર્વવત્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy