SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ . છપ્પન દિશાÉમારીઓનું આગમન. ૨૩૯ તેયધારા, વિચિત્રા, પુષ્પમાલા અને અનિંદિતા એ આઠ દિકુમારિકા પ્રત્યેક ચાર ચાર હજાર સામાનિક દેવીઓ, ચાર મહત્તરા દેવીઓ, સાત મહાઅનિકે (સૈન્ય), સાત સેનાપતિઓ, સેળ હજાર આત્મરક્ષક દેવીઓ, બીજા અનેક વ્યંતર દેવતાઓ તથા મોટી ઋદ્ધિવાળી દેવીઓ સહિત વિમાનમાં આરૂઢ થઈને, મનહર ગીત નૃત્ય કરતી ઉત્કંઠાપૂર્વક ઈશાન દિશા તરફ ચાલી. ત્યાં તેઓએ ક્ષણવારમાં વૈક્રિય સમુદુઘાત કરીને અસં. ખ્યાત જનને એક દંડ વિકુળે. વૈદુર્યરત્ન, વજરત્ન, લેહિત, અંક, અંજન, અંજનપુલક, પુલક, તિરસ, સૌગંધિક, અરિષ્ટ, સ્ફટિક, જાતરૂપ અને હંસગર્ભ વિગેરે અનેક પ્રકારનાં ઉત્તમ રત્નના તથા મસારગલ વિગેરે મણિઓના સ્થૂલ પુદુગળને દૂર કરીને તેમાંથી સૂમ પુદુગળ ગ્રહણ કર્યા અને તે વડે પિતાનું ઉત્તરક્રિયારૂપ કર્યું. દેવતાઓને વૈક્રિયલબ્ધિ જન્મથી જ સિદ્ધ છે. પછી ઉત્કૃષ્ટ, ત્વરિત, ચલ, પ્રચંડ, સિંહ, ઉદ્ધત, યતના, છેક અને દિવ્ય એવી દેવગતિઓથી સર્વ =દ્ધિ તથા સર્વ બળ સહિત અધ્યામાં જિતશત્રુ રાજાના સદનમાં તેઓ આવી પહોંચી. પિતાનાં મોટાં વિમાનેથી તિષ્ક દેવતાઓ જેમ મેરુપર્વતને પ્રદક્ષિણા દે તેમ તેઓએ તીર્થકરના સૂતિકાગ્રહને ત્રણ પ્રદક્ષિણા કરી અને પછી વિમાનેને પૃથ્વીથી ચાર આંગળ ઊંચા, પૃથ્વીને સ્પશે નહિ તેવી રીતે ઈશાનકૂણુમાં સ્થાપિત કર્યા. પછી સૂતિકા ગૃહમાં પ્રવેશ કરી, જિનેંદ્ર અને જિનમાતાને ત્રણ પ્રદક્ષિણા કરી, અંજલિ જેડી તેઓ આ પ્રમાણે કહેવા લાગી– સર્વ સ્ત્રીઓમાં શ્રેષ્ઠ, ઉદરમાં રત્ન ધારણ કરનારા અને જગતને વિષે દીપક સમાન પુત્રને પ્રસવનારા હે જગન્માતા ! તમને અમે નમસ્કાર કરીએ છીએ. જગતમાં તમે ધન્ય છે, તમે પવિત્ર છે અને તમે જ ઉત્તમ છે. આ મનુષ્યલોકમાં તમારો જન્મ સફળ છે, કારણ કે તમે પુરુષમાં રત્નરૂપ, દયાના સમુદ્ર, ગેલેકયમાં વંદન કરવાને ગ્ય, ત્રણ લેકના સ્વામી, ધર્મચકવરી, જગતગુરુ, જગબંધુ, વિશ્વને અનુગ્રહ કરનારા અને આ અવસણિીમાં અવતરેલા બીજા તીર્થકરના જનની થયેલા છે. હે માતા ! અમે અધલોકમાં રહેનારી દિશાકુમારીઓ છીએ અને તીર્થકરને જન્મોત્સવ કરવાને અહીં આવેલી છીએ; તમારે અમારાથી ભય રાખ નહીં.” એમ કહી પ્રણામ કરી તેઓ ઇશાન દિશા તરફ ગઈ અને વૈક્રિયસમુદ્દઘાટવડે પોતાની શક્તિરૂપ સંપત્તિથી સંવર્તક નામના વાયુને ક્ષણવારમાં ઉત્પન્ન કર્યો. સર્વ સતનાં પુષ્પના સર્વસ્વ સુગંધને વહન કરનારા, સુખકારી, મૃદુ, શીતળ અને તિથ્ય સંચરતા તે પવને સૂતિકા ગૃહની તરફ એક જન સુધી તૃણાદિક દૂર કરી ભૂમિતળને સાફ કર્યું. પછી તે કુમારિકાઓ ભગવાન અને તેમની માતાની સમીપે મંગલગીત ને ગાયન કરતી હર્ષ સહિત ઊભી રહી. પછી ઊઠવલેકમાં સ્થિતિવાળી, નંદનવનના કૂટ ઉપર રહેનારી અને દિવ્ય અલં. કારને ધારણ કરનારી મેઘકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, સુવત્સા, વત્સમિત્રા, વારિણુ અને બલાહકા એ નામની આઠ દિશાકુમારીઓ પૂર્વવત્ મહત્તર, સામાનિકા, અંગરક્ષક, સૈન્ય અને સેનાપતિઓના પરિવારથી પરિવારિત થઈ ત્યાં આવી. તેઓએ સ્વામિના જન્મથી પવિત્ર થયેલા સૂતિકાગ્રહમાં આવી જિનેંદ્ર અને જિનમાતાને ત્રણ વાર પ્રદક્ષિણા કરી અને પૂર્વની પેઠે પિતાના આત્માને જણાવી વિજયાદેવીને પ્રણામ તથા સ્તુતિ કરી મેઘને વિકૃવિત કર્યો. તે વડે ભગવાનના જન્મભુવનથી એક એજન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy