SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ જું વિજયારાણીએ જોયેલાં શ્રેષ્ઠ ચૌદ સ્વ. ૨૩૩ માટે ચિંતવન કરતા, ધમને માટે બેલતા અને ધર્મને માટે વિચારતા હતા. એવી રીતે મન, વચન, કાયામાં તેને ધર્મને માટે જ નિબંધન હતું. તેને સુમિત્રવિજય નામે અસાધારણ પરાક્રમી એક નાને ભાઈ હતું, તે યુવરાજપને ધારણ કરતે હતે. પૃથ્વી ઉપર આવેલી જાણે દેવી હોય તેવી વિજયાદેવી નામે જિતશત્રુ રાજાને રાણી હતી. બે હસ્ત, બે ચરણ, બે નેત્ર અને મુખવડે જાણે વિકાસ પામેલા કમળના ખંડમય બની હોય તેવી તે દેવી શેભતી હતી, પૃથ્વીનું તે આભૂષણ હતી અને તેનું આભુષણ શીલ હતું. તેના શરીર ઉપર બીજાં આભૂષણને ભાર (સમૂહ) હતા, તે ફક્ત પ્રક્રિયાને માટે જ રાખ્યો હતો. સમગ્ર કળાને જાણતી અને અખિલ વિશ્વમાં શોભા પામતી, તેથી જાણે સરસ્વતી કે લક્ષ્મી પૃથ્વી ઉપર નિવાસ કરવાને માટે આવી હોય તેવી તે જણાતી હતી. સર્વ પુરુષમાં ઉત્તમ તે રાજા અને સર્વ સ્ત્રીઓમાં શિરોમણિ તે રાણીએ બન્નેને ગંગા અને સાગરની પેઠે સરખે એગ થયેલ હતું. હવે વિમલવાહન રાજાને જીવ વિજય નામે વિમાનથી ચવીને રત્નની ખાણ જેવી વિજ્યાદેવીની કુક્ષીને વિષે, વૈશાખ માસની શુકલ ત્રદશીને દિવસે ચંદ્રને વેગ હિણી નક્ષત્રને વિષે આવ્યા હતા તે સમયે ત્રણ જ્ઞાનને ધારણ કરનાર પુત્રરત્નપણે ઉત્પન્ન થયે. ગર્ભવાસ પામેલા તેમના પ્રભાવથી નારકીના જીવને પણ ક્ષણવાર સુખ ઉત્પન્ન થયું. તે રાત્રિના અતિ પવિત્ર ચેથા પ્રહરમાં વિજયાદેવીએ ચંદ સ્વમો જોયાં. તેમાં પ્રથમ સ્વપ્ન મદના સુગંધથી ભ્રમરનું મંડળ જેના ઉપર ભ્રમણું કરી રહ્યું હતું એ અને ગર્જનાએ મેઘને ઉલ્લંઘન કરનાર રાવત હસ્તી જે હસ્તી જે. બીજે સ્વને ઊંચા શિંગવડે સુંદર શરદૂઋતુના મેઘ જે વેત અને સુંદર ચરણવાળે જાણે જંગમ કૈલાસ પર્વત હોય તે વૃષભ જે. ત્રીજે સ્વપ્ન ચંદ્રકળા જેવા વક નથી અને કુંકુમ તથા કેસરના વર્ણને ઉલંઘન કરનારી કેશરાથી પ્રકાશમાન થતો યુવાન કેસરીસિંહ જે. ચોથે સ્વને બે હસ્તી બંને તરફ પૂર્ણકુંભને ઊંચા કરી જેના ઉપર અભિષેક કરી રહ્યા છે એવી અને કમળના આસનવાળી લક્ષ્મીદેવીને જોઈપાંચમે સ્વને વિકાસ પામેલાં પુષ્પોની સુગંધવડે દિશાઓના ભાગને સુગંધમય કરનારી પુપની માળા જાણે આકાશનું વેચક આભૂષણ હોય તેમ આકાશમાં રહેલી જોઈ. છઠે સ્વપ્ન સંપૂર્ણ મંડળવા હેવાથી અવસર વિના પૂર્ણિમાને બતાવતો અને ચંદ્રિકાથી આકાશને તરંગિત કરતે ચંદ્ર જે. સાતમે સ્વપ્ન પ્રસરતા કિરણેથી અંધકારસમૂહને નાશ કરતા અને રાત્રિએ પણ દિવસને વિસ્તારને સૂર્ય જે. આઠમે સ્વપ્ન કલ્પવૃક્ષની જાણે શાખા હોય અને રત્નગિરિનું જાણે શંગ હોય તેવી આકાશગામી પતાકાએ અંકિત થયેલે રત્નમય વિજ જોવામાં આવ્યું. નવમે સ્વને વિકાસ પામેલાં શ્વેત કમળાથી જેનું મુખ આચ્છાદિત થયેલું છે, એવો મંગળ ગ્રહ તુલ્ય સુંદર પૂર્ણકુંભ જે. દશમે સ્વપ્ન લહમીદેવીનાં જાણે આસનો હોય તેવાં કમળથી ચેતરફ અંકિત થયેલું અને સ્વચ્છ જળના તરંગોથી મનેહર એવું પઘસરવર . અગિયારમે સ્વપ્ન ઉપરાઉપર આવતા કલેલથી અને ઉછળતા જળ, થી જાણે આકાશમાં રહેલા ચંદ્રને આલિંગન કરવાને ધારતો હોય તેવો સમુદ્ર જે. A - 30 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy