SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ પરમાત્માનું અનશન. સગ ૬ - આરૂઢ થયેલા ને પરાક્રમી પુંડરીક ગણધરના સર્વ ઘાતિકર્મો જીણું દેરડાની જેમ ચાતરફથી ક્ષય થઈ ગયાં. બીજા સર્વ સાધુઓનાં ઘાતિર્મ પણ તત્કાળ ક્ષય થઈ ગયાં; કારણ કે તપ સવને સાધારણ છે. એક માસની સંખનાને અંતે ચૈત્ર માસની પૂર્ણિમાને દિવસે પ્રથમ પુંડરીક ગણધરને અને પછી બીજા સર્વ સાધુઓને કેવળજ્ઞાન થયું. શુકલધ્યાનને ચેાથે પાયે સ્થિત થયેલા તે અગીઓ બાકી રહેલા અદ્યાતિકમને ક્ષય કરી એક્ષપદને પામ્યા. તે વખતે દેવતાઓએ સ્વર્ગમાંથી આવીને મરુદેવીની જેમ ભકિતથી તેમના મેક્ષગમનને ઉત્સવ કર્યો. ભગવાન ઋષભસ્વામી જેમ પ્રથમ તીર્થંકર થયા તેમ એ પર્વત પણ ત્યારથી પ્રથમ તીર્થરૂપ થયે. એક સાધુ સિદ્ધ થાય તે સ્થાન પણ પવિત્ર તીર્થ કહેવાય છે, તે જ્યાં સંખ્યાબંધ મહર્ષિઓ સિદ્ધ થયા હોય તેની પવિત્રતાની ઉત્કૃષ્ટતા વિશે શું કહેવું ? એ શત્રુંજયગિરિ ઉપર ભરત રાજાએ મેરુપર્વતની ચૂલિકાની સ્પર્ધા કરનારું રત્નશિલામય એક ચૈત્ય કરાવ્યું અને અંત:કરણની મધ્યમાં ચેતનની જેમ તેની મધ્યે પુંડરીકજીની પ્રતિમા સહિત ભગવંત ઋષભસ્વામીની પ્રતિમા સ્થાપન કરી. ભગવાન ઋષભદેવજી જુદા જુદા દેશમાં વિહાર કરીને, ચક્ષુદાનથી અંધની જેમ ભવી પ્રાણીઓ પર ધિબીજ(સમકિત)ના દાનથી અનુગ્રહ કરતા હતા, કેવળજ્ઞાન થયું ત્યારથી માંડીને પ્રભુને પરિવારમાં ચોરાશી હજાર સાધુએ, ત્રણ લાખ સાવીઓ, ત્રણ લાખ ને પસાસ હજાર શ્રાવકે, પાંચ લાખ ને ચાપન હજાર શ્રાવિકાઓ, ચાર હજાર સાત ને પચાસ ચૌદપૂવી, નવ હજાર અવધિજ્ઞાની, વીશ હજાર કેવળજ્ઞાની અને છશે વક્રિયલમ્બિવાળા, બાર હજારને સાડા છ મનઃ૫વજ્ઞાની, તેટલા જ વાદીઓ અને આવીશ હજાર અનુત્તર વિમાનવાસી મહાત્માઓ થયા. વ્યવહારમાં જેમ પ્રજાનું સ્થાપન કર્યું હતું તેમ આદિ તીર્થ કરે ધર્મમાર્ગમાં એ પ્રમાણે ચતુર્વિધ સંઘને સ્થાપન કર્યો. દીક્ષા સમયથી લક્ષ પૂર્વ ગયા તે સમયે પિતાને મોક્ષકાળ નજીક જાણી એ મહાત્મા પ્રભુ અષ્ટાપદ તરફ પધાર્યા. તે પર્વતની નજીક આવેલા પ્રભુ પરિવાર સહિત મોક્ષરૂપી મહેલના પગથીઆ જેવા તે પર્વત ઉપર ચડયા. ત્યાં દશ હજાર મુનિઓની સાથે ભગવંતે ચતુર્દશ તપ (છ ઉપવાસ) કરીને પાદપપગમન અનશન કર્યું.' વિશ્વપતિ પ્રભુને આવી રીતે રહેલા જાણીને પર્વતપાલકએ તે વૃત્તાંત તરત જ ભરત રાજાને નિવેદન કર્યો. પ્રભુએ ચતુવિધ આહારનું પ્રત્યાખ્યાન કર્યાનું સાંભળીને જાણે અંતઃકરણમાં શલ્ય પેઠું હોય તેમ ભરતરાજા શેકથી પીડિત થયા અને વૃક્ષ જેમ જળબિંદુને મૂકે તેમ ઘણા શોકરૂપી અગ્નિથી પીડિત થયેલા તેઓ અશુજળ છેડવા લાગ્યા. પછી દુર દુઃખથી પીડિત થયેલા તેઓ અંતઃપુર પરિવાર સહિત પાદચારીપણે અષ્ટાપદ તરફ ચાલ્યા. રસ્તે કઠેર કાંકરાને પણ તેણે ગણ્યા નહીં; કારણ કે હર્ષની જેમ શોકથી પણ વેદના જણાતી નથી. કાંકરાથી દબાયેલા તેમના ચરણમાંથી રુધિરની ધારા વહેવા લાગી, તેથી જાણે અળતાના ચિહ્નવાળી હોય તેવી તેના ચરણનાં પગલાંની પદ્ધતિ પડતી ગઈ. પર્વત ઉપર ચડવામાં એક ક્ષણવાર પણ ગતિમાં વિન ન થાઓ એમ ધારી તેઓ સામા આવેલા લેકેને પણ ગણતા નહોતા. તેના માથા ઉપર છન્ન હતું, તે પણ તે ઘણા તપ્ત થઈને ચાલતા હતા, કારણ કે મનને તા૫ અમૃતવૃષ્ટિથી પણ શાંત થતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy