SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ શ્રી શત્રુંજય તીર્થનું વર્ણન સર્ગ ૬ છે કરવા, જાણે પરિચયવાળ હોય તેમ મગધ દેશના લોકોને તપમાં પ્રવીણ કરતા, કમલના કેશને સૂર્ય જેમ વિકસ્વર કરે તેમ કાશી દેશના લોકોને પ્રબોધ કરતા, સમુદ્રને ચંદ્રની જેમ દશાણું દેશને આનંદ આપતા, મૂછ પામેલાને સાવધાન કરતા હોય તેમ ચેદી દેશને સચેત(જ્ઞાનવાળે)કરતા, મોટા વત્સ(બળદે)ની જેમ માનવ દેશની પાસે ધર્મધુરાને વહન કરાવતા, દેવતાઓની જેમ ગુર્જર દેશને પાપરહિત આશયવાળ કરતા અને વૈદ્યની જેમ સૌરાષ્ટ્રદેશવાસીને પટુ(સાવધાન) કરતા મહાત્મા ઋષભદેવ શત્રુંજય પર્વતે આવ્યા. કેટલાક પ્યમાન શિખરોથી જાણે વિદેશે આવેલે વૈતાથ પર્વત , કેટલાક અવર્ણના શિખરેથી જાણે મેરુનાં શિખર ત્યાં આવેલા હેય, રત્નની ખાણેથી જાણે હિણાચળ હોય અને ઔષધિસમૂહથી જાણે બીજા સ્થાનમાં આવી રહેલે હિમાદ્ધિ હાય તે એ પર્વત જણાતો હતો, આસક્ત થતાં વાદળાંથી જાણે તેણે વ ધર્યા હોય અને નિઝરણુના જળથી જાણે તેને સ્કંધ ઉપર અધોવસ્ત્ર લટકતા હોય તે તે શેતે હતે. દિવસે નજીક આવેલા સૂર્યથી જાણે તેણે ઊંચે મુગટ ધારણ કર્યો હોય અને રાત્રે નજીક રહેલા ચંદ્રથી જાણે ચદનરસનું તેણે તિલક કર્યું હોય એવું જણાતું હતું. ગગનને રોષ કરનારા શિખરેથી જાણે તેને અનેક મસ્તકે હોય અને તાડનાં વૃક્ષોથી જાણે તે અનેક ભુજાદંડવાળ હોય તેવો જણાતો હતો. ત્યાં નાળીએરીના વનમાં તેના પાકવાથી પીળી થયેલી લેબમાં પિતાનાં બચ્ચાંના બ્રમથી વાંદરાઓનાં ટેળાં દેડાદોડ કરતાં હતાં અને આમ્રફળને ચુંટવામાં આસકત થએલી સૌરાષ્ટ્ર દેશની સ્ત્રીઓના મધુર ગાયનને મૃગલાઓ ઊંચા કાન કરી સાંભળતા હતા. તેની ઉપલી ભૂમિ ઊંચી સળીઓના મિષથી જાણે પળી આવ્યા હોય તેવા કેતકીનાં જીણું વૃક્ષોથી છવાઈ રહી હતી. દરેક સ્થાને શ્રીખંડ વૃક્ષના રસની જેમ પાંડવણી થયેલા સિંદુવારનાં વૃક્ષેથી જાણે સર્વાગે તેણે માંગલિક તિલકાવળી કરી હોય તે તે પર્વત જણાતો હતો. ત્યાં શાખાઓમાં રહેલા વાંદરાઓનાં પુંછડાંથી આંબલીનાં વૃક્ષ પીપળા અને વડનાં વૃક્ષોને દેખાવ આપતા હતા. પિતાની અદૂભુત વિશાલ લતાની સંપત્તિથી જાણે હર્ષ પામ્યા હોય તેવા નિરંતર ફળતા પનસ વૃક્ષોથી તે પર્વત શેતે હતા. અમાવાસ્યાની રાત્રિના અંધકારની જેવા શ્લેષ્માતક વૃક્ષોથી જાણે અંજનાચલની ચૂલિકાઓ ત્યાં આવેલ હોય તેવું જણાતું હતું. પોપટની ચાંચ જેવા રાતાં પુષ્પવાળાં કેસુડાનાં વૃક્ષની કુંકુમનાં તિલકેવાળા મોટા હાથીની જે તે શોભતો હતે. કેઈ ઠેકાણે દ્રાક્ષને દારૂ, કેઈ ઠેકાણે ખજુરને દારૂ અને કઈ ઠેકાણે તાડીના દારૂને પાન કરતી ભિલ લોકોની સ્ત્રીઓ તે પર્વત ઉપર પાનગોષ્ટિ બાંધતી હતી. સૂર્યનાં અખલિત કિરણરૂપી બાણથી પણ અભેદ્ય એવા તાંબુલી લતાના મંડપથી જાણે તેણે કવચ ધારણ કર્યું હોય તેવું જણાતું હતું. ત્યાં લીલા દુર્વાકુરના સ્વાદથી હર્ષ પામેલાં મૃગનાં ટોળાં મોટાં વૃક્ષો નીચે બેસી ગેળતાં હતાં. જાણે જાતિવંત વૈદુર્યમણિ હોય તેવા આમ્રફળના સ્વાદમાં જેની ચાંચ મગ્ન થયેલી છે એવા શુક પક્ષીઓથી તે પર્વત મને હર લાગતો હતો. કેતકી, ચંબેલી, અશક, કદંબ અને બોરસલીનાં વૃક્ષોમાંથી પવને ઉડાડેલા પરાગવડે તેની શિલાઓ રમય થઈ હતી અને પાંથલેકેએ ફેડેલા નાળીએરના જળથી તેની ઉપલી ભૂમિના તળીઆ પંકિત થયાં હતાં. ભદ્રશાલ વિગેરે વનમાંહેનું કેઈ એક વન ત્યાં લાવ્યા હોય તેમ વિશાળતાથી શોભતા અનેક વૃક્ષવાળા વનથી તે પર્વત સુંદર લાગતું હતું. મૂળમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy