SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ભવિષ્યમાં થનારા તીર્થંકરાદિક સંબંધી ભરતરાજાની પ્રભુને પૃચ્છા. સગ૬ હો. ભગવંતને મુગટ તેઓએ પણ ધારણ કર્યો. પછી બીજા રાજાઓ થયા, તેઓ મુગટના મહાપ્રમાણને લીધે તેને ધારણ કરી શક્યા નહીં, કારણ કે હાથીને ભાર હાથી જ ધારણ કરી શકે, બીજાથી ધારણ કરી શકાય નહીં, નવમા અને દશમા તીર્થ, કરના અંતરમાં સાધુને વિચ્છેદ થયો તે જ પ્રમાણે ત્યારપછીના સાત પ્રભુના અંતરમાં શાસનને વિચ્છેદ થયો. તે સમયમાં અહતની સ્તુતિ અને યતિ તથા શ્રાવકના ધર્મમય વેદ જે.ભરતચક્રીએ રચ્યા હતા તે ફેરવાયા. ત્યારપછી સુલસ અને યાજ્ઞવક્યાદિક બ્રાહ્મણોએ અનાર્ય વેદ કર્યા. - હવે ચકધારી ભરતરાજા શ્રાવકેને દાન આપતાં, કામક્રીડા સંબંધી વિનેદ કરતાં દિવસે નિર્ગમન કરતા હતા. એકદ | નિગમન કરતા હતા. એકદા ચંદ્ર જેમ ગગનને પવિત્ર કરે તેમ પૃથ્વીને પિતાના ચરણથી પવિત્ર કરતા ભગવાન આદીશ્વર અષ્ટાપદગિરિએ પધાર્યા. દેવતાઓએ તત્કાળ ત્યાં સમવસરણ કર્યું અને જગત્પતિ તેમાં બેસીને ધર્મદેશના આપવા લાગ્યા. આવી રીતે પ્રભુ રહ્યા છે, એ વૃત્તાંત નિગી પુરુષોએ પવનની જેમ ત્વરાથી આવી ભરતરાજાને નિવેદન કર્યો. ભરતે પ્રથમની જેટલું જ તેમને પારિતોષિક આપ્યું. કલ્પવૃક્ષ હમેશાં આપે તે પણ ક્ષીણ થાય નહીં. પછી અષ્ટાપદ પર્વતે સમવસરેલા પ્રભુની પાસે આવી, પ્રદક્ષિણા કરી નમીને ભરતરાજ આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા–“હે જગત્પતિ ! હું અજ્ઞ છું, તથાપિ તમારા પ્રભાવથી તમારી સ્તુતિ કરું છું, કારણ કે ચંદ્રને જોનારા પુરૂષોની મંદ દૃષ્ટિ હોય તે પણ સમર્થ થાય છે. હે સ્વામિન્ ! મેહરૂપી અંધકારમાં નિમગ્ન થયેલા આ જગતને પ્રકાશ આપવામાં દીપક સમાન અને પ્રકાશની પેઠે અનંત તમારું કેવળજ્ઞાન જયવંત વસે છે. હે નાથ ! પ્રમાદરૂપ નિદ્રામાં મગ્ન થયેલા મારા જેવા પુરુના કાર્યને માટે આપ સૂર્યની જેમ વારંવાર ગમનાગમન કરે છે. જેમ કાળ કરી પથ્થર જેવું થયેલું (ઠરી ગયેલું ) વ્રત અગ્નિથી ઓગળે છે, તેમ લાખો જન્મવડે કરી ઉપાર્જન કરેલાં કર્મ તમારા દર્શનથી નાશ પામે છે. હે પ્રભુ ! એકાંત સુષમ કાળે (બીજા આરા) થી સુષમ દુઃખમ કાળ (ત્રીજે આરે) સારે છે કે જે સમયમાં ક૯૫વૃક્ષથી પણ વિશેષ ફળને આપનારા તમે ઉત્પન્ન થયા છે. હે સર્વ ભુવનના પતિ ! જેમ રાજા ગામડાં અને ભુવનથી પિતાની નગરીને ઉત્કૃષ્ટ કરે છે, તેમ તમે આ ભુવનને ભૂષિત કરેલું છે. જે હિત પિતા, માતા, ગુરુ અને સ્વામી એ સર્વે કરી શકતા નથી તે હિત તમે એક છતાં પણ અનેકની જેવા થઈને કરે છે. ચંદ્રથી જેમ રાત્રિ શોભે, હંસથી જેમ સરોવર શોભે અને તિલકથી જેમ મુખ શોભે તેમ તમારાથી આ ભુવન શોભે છે.” આવી રીતે યથાવિધિ ભગવાનની સ્તુતિ કરીને વિનયી ભરતરાજા પિતાને ગ્ય સ્થાને બેઠા. પછી ભગવાને જન સુધી પ્રસરતી અને સર્વ ભાષામાં સમજાય તેવી ભારતીથી વિશ્વના ઉપકારને માટે દેશના આપી. દેશના પૂરી થયા પછી ભરતરાજાએ પ્રભુને નમી રોમાંચિત શરીરવાળા થઈ અંજલિ જેડી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી–હે નાથ ! આ ભરત ખંડમાં જેમ આ૫ વિશ્વના હિતકારી છે તેમ બીજા કેટલા ધર્મચક્રીઓ થશે ? અને કેટલા ચક્રવત્તીઓ થશે ? હે પ્રભુ ! તેમનાં નગર, નેત્ર, માતાપિતાનાં નામ, આયુષ, વર્ણ, શરીરનું માન, પરસ્પર અંતર, દીક્ષા પર્યાય અને ગતિ-એ સર્વ આપ કહો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy