SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું. અવગ્રહનું સ્વરૂપ ૧૯૩ દેશના આપવા માંડી. દેશના સાંભળતા તિર્યંચ, મનુષ્ય અને દેવતાઓ જાણે અત્યંત ભારથી મુક્ત થયા હોય, જાણે ઈષ્ટ પદ પામ્યા હોય, જાણે કલ્યાણ અભિષેક કર્યો હોય, જાણે ધ્યાનમાં રહ્યા હોય, જાણે અહમિદ્રપણું પામ્યા હોય અને જાણે પરબ્રહ્મને પામ્યા હોય તેમ હર્ષથી સ્થિર થઈ ગયા. દેશના સમાપ્ત થયા પછી મહાવ્રતને પાળનારા પિતાના જાતાએને જોઈ, મનમાં તાપ પામી ભરતરાય આ પ્રમાણે વિચારવા લાગ્યા–“અહો ! અગ્નિની જેમ હમેશાં અંતૃપ્ત એવા મેં આ ભાઈ એના રાજ્યને ગ્રહણ કરીને શું કર્યું ? હવે એ ભેગફળવાળી લક્ષમી બીજાને આપી દેવી તે રક્ષામાં ઘી હેમ્યાની જેમ મૂઢ એવા મારે નિષ્ફળ છે. કાગડાઓ પણ બીજા કાગડાને બોલાવી અન્નાદિકનું ભક્ષણ કરે છે અને હું આ બંધુઓ વિના ભેગ ભેગવું છું, તેથી તે કાગડાથી પણ હીન છું. માસક્ષપણકો જેમ કોઈ દિવસ ભિક્ષા ગ્રહણ કરે છે, તેમ હું ફરીથી જે તેમને ભેગસંપત્તિ આપું તે મારા પુણ્યગે તેઓ ગ્રહણ કરે ખરા.” એવી રીતે વિચારી, પ્રભુના ચરણ સમીપે જઈ અંજલિ જેડી તેમણે ભેગને માટે પિતાના ભ્રાતાઓને નિમંત્રણ કર્યું. તે વખતે પ્રભુએ કહ્યું- હે સરલ અંત:કરણવાળા રાજા ! આ તારા ભ્રાતાઓ મહાસત્ત્વવાળા છે અને તેઓએ મહાવ્રત પાળવાની પ્રતિજ્ઞા કરી છે; તેથી સંસારની અસારતા જાણીને પૂર્વે ત્યાગ કરેલા ભેગને વમન કરેલા અન્નની જેમ તેઓ ફરીથી ગ્રહણ નહીં કરે. એવી રીતે ભેગના આમંત્રણ સંબંધી પ્રભુએ નિષેધ કર્યો, એટલે ફરીથી પશ્ચાત્તાપયુક્ત ચક્રીએ વિચાર્યું–“સંગરહિત એવા આ મારા ભાઈઓ કદિ ભેગને ભેગવશે નહીં તે પણ પ્રાણધારણને માટે આહારને તે ભગવશે.” એમ ધારી તેમણે પાંચ મોટાં ગાડાં ભરી આહાર મંગાવી, પિતાને અનુજ ભાઈઓને પૂર્વરી જેમ નિમંત્રણ કર્યું. તે વારે પ્રભુએ કહ્યું–“ભરતપતિ ! એ આધાકમી (મુનિને અર્થે બનાવીને લાવેલ) આહાર યતિઓને ક૫તો નથી.” પ્રભુએ એ પ્રમાણે નિષેધ કર્યાથી તેમણે અકૃત અને અકારિત અન્નને માટે નિમંત્રણ કર્યું, કારણ કે સરલપણુમાં સર્વ શેભે છે. તે વખતે હે રાજેદ્ર ! મુનિઓને રાજપિંડ કપતો નથી ” એમ કહી ધર્મચક્રી પ્રભુએ ચક્રવતીને ફરીથી વાર્યા. પ્રભુએ સર્વ રીતે મને નિષેધ કર્યો એમ વિચારી, ચંદ્ર જેમ રાહુવડે દુભાય તેમ મહારાજા ભરત પશ્ચાત્તાપવડે દુભાવા લાગ્યા. ભરતને એવી રીતે વિલશ્રય થયેલા જોઈ ઇંદ્ર પ્રભુને પૂછ્યું- હે સ્વામિન ! અવગ્રહ કેટલા પ્રકારના છે, પ્રભુએ કહ્યું- સંબંધી, ચકી સંબંધી, રાજા સંબંધી, ગૃહસ્થ સંબંધી અને સાધુ સંબંધી-એવા પાંચ પ્રકારે અવગ્રહ થાય છે. એ અવગ્રહો ઉત્તરોત્તર પૂર્વ પૂર્વને બાધ કરે છે, તેમાં પૂર્વોક્ત અને પરોક્ત વિધિ બળવાન છે.” ઈ કહ્યું- હે દેવ ! જે સાધુઓ મારા અવગ્રહમાં વિહાર કરે છે તેઓને મેં મારા અવગ્રહની આજ્ઞા કરી છે” * મહિનાના ઉપવાસ કરનાર. ૧ મુનિને અર્થે કરેલ નહિં અને કરાવેલ પણ નહિં તે. ૨ રહેવાવિચરવાના સ્થાનને માટે આજ્ઞા લેવી પડે તે A - 25 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy