SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ અષ્ટાપદનું વર્ણન સગ ૬ છે પિતાની મેળે જ નિર્ભર શબ્દ કરતે દિવ્ય દુંદુભિ તેમની આગળ વાગતે હતે; જાણે પિતાને યશ હોય તેવા આકાશમાં રહેલા પાદપીઠ સહિત સ્ફટિક રત્નનાં સિંહાસનથી તેઓ ભતા હતા; દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણકમલ ઉપર રાજહંસની જેમ લીલા સહિત ત તેઓ ચરણન્યાસ કરતા હતા; જાણે તેમના ભયથી રસાતલમાં પેસી જવાને ઈચ્છતા હોય તેમ નીચા મુખવાળા થયેલા તી દંડરૂપ કંટકથી તેમને પરિવાર આલિટ થતો નહોતે; જાણે કામદેવને સહાય કરવાના પાપનું પ્રાયશ્ચિત્ત કરવાને ઈચ્છતી હોય તેમ છ ઋતુઓ સમકાળે તેમની ઉપાસના કરતી હતી; તરફ દૂરથી નીચા નમતા માર્ગના વૃક્ષો, જો કે તેઓ સંજ્ઞારહિત છે તે પણ જાણે તેમને નમસ્કાર કરતાં હોય તેવાં જણાતાં હતાં, પંખાના વાયરાની જેમ મૃદુ, શીતળ અને અનુકૂળ પવન તેમની નિરંતર સેવા કરતે હતે; સ્વામીથી પ્રતિકૂળ (વામ) વર્તનારાનું શુભ થાય નહીં એમ જાણતા હાયની તેમ પક્ષીઓ નીચે ઉતરી તેમની પ્રદક્ષિણા કરી જમણી બાજુએ અતિક્રમણ કરતા હતા; ચપળ તરંગથી જેમ સાગર શોભે તેમ જઘન્ય કેટી સંખ્યાવાળા અને ગમનાગમન કરતા સુરઅસુરેથી તેઓ શોભતા હતા; ભક્તિવશ થઈ દિવસે પણ પ્રભાસહિત ચંદ્ર રહ્યા હોય તેવા આકાશમાં રહેલા છત્રથી તેઓ શોભતા હતા અને જાણે ચંદ્રના જુદાં કરેલાં સર્વસ્વ કિરણના કેશ હોય તેવા ગંગાના તરંગ જેવા શ્વેત ચામરે તેમની ઉપર ઢોળાતા હતા. નક્ષત્રગણથી ચંદ્રમાની જેમ તપથી પ્રદીપ્ત થયેલા અને સૌમ્ય એવા લાખો ઉત્તમ શ્રમસેથી તેઓ વીંટાયેલા હતા. જેમ સૂર્ય દરેક સાગરમાં અને દરેક સરોવરમાં કમલને પ્રબોધ (પ્રકુટિલત) કરે, તેમ એ મહાત્મા દરેક ગામ અને દરેક શહેરમાં ભવ્યજનેને પ્રતિબંધ કરતા હતા. આવી રીતે વિચરતા ભગવાન ઋષભદેવજી એકદા અષ્ટાપદ પર્વતે આવ્યા. અત્યંત તપણાને લીધે જાણે શરદુઋતુનાં વાદળાને એક ઠેકાણે કલે ઢગલે હાય, ઠરી ગયેલા ક્ષીરસમુદ્રને લાવી મૂકેલ લાકૂટ હોય અથવા પ્રભુના જન્માભિષેક વખતે ઈદે વૈક્રિય કરેલા ચાર વૃષભના રૂપમાંહેને ઊંચા ઈંગવાળો એક વૃષભ હોય એ તે ગિરિ જણાતો હતો. નંદીશ્વર દ્વીપમાંહેની પુષ્કરિણી (વાવડી) માં રહેલા દધિમુખ પર્વતેમાંથી આવેલ જાણે એક પર્વત હોય, જંબુદ્વીપરૂપી કમલને જાણે એક બિસખંડ (નાળ) હોય અને પૃથ્વીને જાણે શ્વેત રત્નમય ઊંચે મુગટ હોય તે તે પર્વત શોભતે હતા. નિર્મળ તથા પ્રકાશવાળ હોવાથી દેવગણે તેને હમેશાં જળથી સ્નાન કરાવતા હોય અને વથી જાણે લુંછતા હોય તે તે જણાતો હતે. વાયુએ ઉડાડેલા કમલના રેશબાવડે તેના નિર્મળ સ્ફટિકમણિના તટને સ્ત્રીઓ નદીના જળ જે દેખતી હતી. તેના શિખરના અગ્રભાગમાં વિશ્રામ લેવાને બેઠેલી વિદ્યાધરની સ્ત્રીઓને તે વૈતાઢ્ય અને શુદ્રહિમાલયનું સ્મરણ કરાવતો હતો. સ્વગભૂમિનું જાણે અંતરીક્ષ દર્પણ હેય, દિશાઓનું અતુલ્ય હાસ્ય હોય અને ગૃહનક્ષત્રોને નિર્માણ કરવાની મૃત્તિકાનું અક્ષય સ્થળ હોય એવો તે જણાતો હતો. તેનાં શિખરના મધ્ય ભાગમાં ક્રીડાથી ઢાંત થયેલા મૃગે બેઠેલા હતા, તેથી તે અનેક મૃગલાંછન (ચંદ્ર) ના વિશ્વમને બતાવતું હતું. નિઝરણુની પંક્તિઓથી જાણે નિર્મળ અર્ધ વસ્ત્રને છેડી દેતે હોય અને સૂર્યકાંત મણિઓનાં પ્રસરતાં કિરણોથી જાણે ઊંચી પતાકાવાળે હોય તે તે શેતે હતો. તેના ઊંચા શિખરનાં અગ્ર + અહીં સુધીના સર્વ અતિશય દેવકૃત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy