SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧લું. બંને સિન્યનું સામસામે આવવું. ગજેન્દ્રની જેમ લીલાથી પદન્યાસ આપનારા, સિંહની જેમ શત્રુઓને તૃણ સમાન ગણનારા, સર્ષની જેમ દુર્વિષહ દષ્ટિથી ભય આપનારા અને ઈદ્રની જેમ બંદિરૂપ દેવેએ સ્તુતિ કરેલા ભરતરાજા નિસ્તંદ્ર ગજેન્દ્ર ઉપર આરુઢ થયા. ક૯૫વૃક્ષની જેમ ચાચકને દાન આપતા, હજાર નેત્રવાળા ઈંદ્રની જેમ તરફથી પિતાના સૈન્યને આવેલું જોતાં, રાજહંસ કમળનાળને ગ્રહણ કરે તેમ એકેક બાણને ગ્રહણ કરતા, વિલાસી રતિવાર્તા કરે તેમ રણની વાર્તા કરતા અને ગગનમધ્યમાં આવેલા સૂર્યની જેવા મોટા ઉત્સાહ અને પરાક્રમવાળા તે બંને ઋષભપુત્ર પિતા પોતાના સૈન્યની મધ્યમાં આવ્યા. તે સમયે પિતા પોતાના સૈન્યની મધ્યમાં રહેલા ભરત અને બાહુબલિ જંબુદ્વીપની મધ્યે રહેલા મેરૂ પર્વતની શોભાને ધારણ કરતા હતા. તે બંને સૈન્યના અંતરમાં રહેલી મધ્ય પૃથ્વી નિષધ અને નીલવંત પર્વતના મધ્યમાં રહેલી મહાવિદેહ ક્ષેત્રની ભૂમિ જેવી જણાતી હતી. કલ્પાંત સમયમાં જેમ પૂર્વ અને પશ્ચિમ સમુદ્ર સામસામા વૃદ્ધિ પામે, તેમ બંને સિન્ય પંકિતરૂપે થઈને સામસામા ચાલવા લાગ્યા હતા. સેતુબંધ જેમ જળના પ્રવાહને કે, તેમ પંક્તિ બહાર નીકળીને ચાલતા પદાતિઓને રાજાના દ્વારપાળે વારતા હતા. તાલવડે એક સંગીતમાં વર્તનારા નાટકીઆઓની જેમ સુભટે રાજાની આજ્ઞાથી સરખાં પગલાં મૂકીને ચાલતા હતા. તે શૂરવીરે પોતાના સ્થાનને ઉલ્લંઘન કર્યા સિવાય ચાલતા હતા, તેથી બંને તરફની સેના જાણે એક શરીરવાળી હોય તેમ શોભતી હતી. વીર સુભટે પૃથ્વીને રથના લેહમય મુખવાળા ચક્રોથી ફાડતા હતા, લોઢાની કોદાળી જેવી તીણ અશ્વોની ખરીઓથી ખેદતા હતા, લેઢાના અર્ધ ચંદ્રો હોય તેવી ઊંટેની ખરીઓથી ભેદતા હતા, વજા જેવી પાનીવાળા પાયદળથી ખુંદતા હતા. સુરમ્ર બાણ જેવી મહિષ અને સાંઢડાઓની ખરીઓથી ખંડન કરતા હતા અને મદુગળની જેવા હાથીઓના ચરણથી ચૂર્ણ કરતા હતા. અંધકારના જેવા રજસમૂહથી તેઓ આકાશને આચ્છાદન કરતા હતા અને સૂર્યકિરણ જેવા ચળકતા શાસ્ત્રથી ચોતરફ પ્રકાશ કરતા હતા. પિતાના ઘણા ભારથી તેઓ કર્મની પીઠને કલેશ પમાડતા હતા; મહાવરાહની ઉન્નત દાઢને નમાવતા હતા અને શેષનાગની ફેણના આટોપને શિથિલ કરતા હતા. સર્વ દિગ્ગજોને જાણે કુન્જ કરતા હોય તેવા તેઓ જણાતા હતા અને સિંહનાદથી બ્રહ્માંડરુપ પાત્રને ઊંચી રીતે નાહવાળું કરતા હતા, કરાસ્કેટના ઉત્કટ અવાજથી જાણે બ્રહ્માંડને ફડતા હોય તેમ જણાતા હતા. પ્રસિદ્ધ દવાઓના ચિહ્નથી ઓળખીને પરાક્રમી પ્રતિવીરોનાં નામ ગ્રહણ કરી તેનું વર્ણન કરતા હતા અને અભિમાની તેમજ શૌર્યશાળી વીરે પરસ્પર યુદ્ધને માટે બેલાવતા હતા. આવી રીતે બંને સિન્યનાં અગ્રવીર અગ્રવીર સાથે એકઠા થયા. મગર મગરની જેમ હાથીવાળા હાથીવાળાની સામે આવ્યા. તરંગ તરંગની જેમ અશ્વારો અશ્વારની સામે આવ્યા. વાયુ વાયુની જેમ રથી પુરુષે થી પુરુષની સામે આવ્યા અને પર્વતે પર્વતની જેમ પાયદળો પાયદળની સામે આવ્યા. એ પ્રમાણે સર્વ વીર ભાલા, તરવાર, મુદુગર અને દંડ વિગેરે આયો પરસ્પર મેળવી ક્રોધ સહિત એક બીજાની નજીક આવ્યા. તેવામાં કૈલોકયના નાશની શંકાથી સંભ્રમ પામેલા દેવતાઓ આકાશમાં બેઠા થયા અને “અરે ! આ અને ઋષભપુત્રોને પિતાના જ બે હાથની જેમ સામસામે કેમ સંઘર્ષ થાય છે ?” એમ A - 22 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy