SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સુભટની રણઘેલછા. સર્ગ ૫ મે. અ મળવાથી પોતાના બખ્તરને પણ છોડી દેવા લાગ્યા, કેમકે પરાક્રમી પુરૂષોનું રણમાં એ પુરુષવ્રત છે. કોઈ “રામુદ્રમાં મજ્યની જેમ, ઘેર રણમાં સંચાર કરવાથી ખલના ના પામી તારું ચાતુર્ય બતાવજે' એમ પિતાના સારથિને શિક્ષા આપવા લાગ્યા. પાંથલેકે જેમ રસ્તાને માટે પૂર્ણ ભાતું રાખે, તેમ ઘણુ વખત સુધી યુદ્ધ ચાલશે એમ ધારી કેટલાએક સુભટો પિતાના રથને અસ્ત્રોથી પૂરવા લાગ્યા, કોઈ દૂરથી જ પિતાને ઓળખાવા માટે ભાટચારણે જેવા પોતાના ચિહ્નવાળા ધ્વજસ્તોને દઢ કરવા લાગ્યા, કેઈ પોતાના મજબૂત ધુરીવાળા રથને શત્રુસૈન્યરૂપી સમુદ્રમાં માર્ગ કરવાને જળકાંત રત્નસરખા અ જોડવા લાગ્યા. કોઈ પોતાના સારથિને મજબૂત બખ્તર આપવા લાગ્યા; કારણ કે ઘોડા જોડેલા રથો પણ સારથિ વિના નકામા થઈ પડે છે. કેઈ ઉત્કટ લેઢાના કંકણની શ્રેણિને સંપર્ક કરવાથી કઠોર થયેલા હસ્તીઓના દાંતને પોતાની ભુજાની જેમ પૂજવા લાગ્યા, કે જાણે પ્રાપ્ત થનારી જયલક્ષ્મીનો વાસગૃહ હોય તેવી પતાકાના સમૂહવાળી અંબાડીઓ હાથી ઉપર આરે પણ કરવા લાગ્યા, “આ શુકન છે' એમ બોલી કેટલાએક સુભટે કસ્તુરીની જેમ ગંડસ્થળમાંથી તત્કાળ નીકળેલા હાથીના મદથી તિલક કરવા લાગ્યા. કેઈ અન્ય હસ્તિના મદગંધથી ભરપૂર એવા વાયુને પણ નહીં સહન કરનારા, મનની જેવા મહાદુર્ધર હાથીઓની ઉપર ચડવા લાગ્યા. સર્વે મહાવતે જાણે રણોત્સવના શુંગારવસ્ત્ર હેય તેવાં સુવર્ણનાં કડાંઓ હાથીઓને પહેરાવવા લાગ્યા અને તેમની શુંઢથી ઊંચી નાળવાળા નીલકમલની લીલાને ધારણ કરનારા લોઢાના મુદ્દગરે પણ લેવરાવવા લાગ્યા અને કેટલાએક મહાવતે જાણે યમરાજના દાંત હોય તેવી કાળા લોઢાની તીક્ષણ કેશ હસ્તીએના દાંત ઉપર આરોપવા લાગ્યા. એ વખતે રાજાના અધિકારીઓ તરફથી આજ્ઞા થઈ કે—સૈન્યની પાછળ અસ્ત્રોથી ભરેલાં ઊંટ અને શકટે શીધ્ર લઈ જાઓ, અન્યથા હસ્તલાઘવવાળા વીરસુભટને અસ્ત્રો પૂરાં પડશે નહીં; બખ્તરથી લાદેલાં ઊંટે પણ લઈ જાવ, કારણ કે અત્રુટિત રણકર્મમાં પ્રવતેલા વીરપુરુષોના અગાઉથી પહેરેલા બખ્તરે ત્રુટી જશે ! રથીપુરુષની પાછળ બીજા તૈયાર-કરેલા રથ લઈ જાઓ; કારણું કે વજથી પર્વતની કે શસ્ત્રોથી રથ ભાંગી જશે. પ્રથમના અધો થાકી જાય તો યુદ્ધમાં વિધ્ર ન થવા માટે બીજા સેંકડો અ અશ્વારોની પછવાડે જવાને તૈયાર કરે. એક એક મુગટબંધ રાજાની પછવાડે જવાને બીજા હાથીઓ તૈયાર રાખે; કેમકે એક હાથથી તેમને સંગ્રામમાં નિર્વાહ થશે નહીં. દરેક સિનિકની પાછળ જળને વહેનારા મહિષો તૈયાર રાખે; કારણ કે રણના પ્રયાસરૂપ ગ્રીષ્મઋતુથી તપેલા સુભટને તે ચાલતી પરબ જે થઈ પડશે. ઔષધિપતિ(ચંદ્ર)ના ભંડાર જેવી અને હિમગિરિના સાર જેવી તાજી ત્રણસંહણ ઔષધિઓની ગુણ ઉપડાવે. આવી રીતના તેમના કોલાહલથી રણુવાજીંત્રોના શબ્દરૂપ મહાસમુદ્ર વૃદ્ધિ પામ્યું. તે સમયે ચોતરફથી થતાં તુમુલ શબ્દોથી જાણે શબ્દમય હોય અને આયુધોની સ્કૃણાથી જાણે લેહમય હોય તેવું સર્વ વિશ્વ થઈ ગયું. જાણે પૂર્વે નજરે જોયેલ હોય તેમ પ્રાચીન પુરુના ચરિત્રનું સ્મરણ કરાવનારા, વ્યાસની જેમ રનિર્વાહના ફલને કહેનાર અને નારદઋષિની જેમ વરસુભટને ઉત્પન કરવાને માટે સામે આવેલા શત્રુવીરને વારંવાર આદર સહિત વખાણનારા ચારણુભાટે, દરેક હાથીએ, દરેક રથે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy