SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું. સુવેગે જોયેલ બહલી દેશના લોકેની વિવિધ ચેષ્ટાઓ. ૫૯ બીજે – બીજા સામાન્ય રાજાની પેઠે સેવા કરવા માટે. પહેલે–સર્વ રાજાઓને જીતીને તે હવે આ ખીલા ઉપર ચડે છે તેનું શું કારણ? બીજે—અખંડ ચક્રવર્તી પણાનું અભિમાન એ તેમાં કારણભૂત છે. પહેલ –કની બંધુથી છતાયેલે એ રાજા પિતાનું મોટું કેમ બતાવી શકશે ? બીજે–સર્વ સ્થાનકે જય મેળવનાર માણસ પોતાના ભાવી પરાભવને જાણતા નથી. પહેલેએ ભરતરાજાને મંત્રીવર્ગમાં કઈ ઉંદર જે પણ નથી ? બીજે–તેને કુળક્રમથી થયેલા બુદ્ધિવાળા ઘણું મંત્રીઓ છે. પહેલે–ત્યારે સપના મસ્તકને ખણવાને ઈચ્છતા એ ભરતને તે મંત્રીઓએ કેમ વાર્યો નહીં હોય ? બીજે–તેમણે તેમને વાર્યો નથી પણ ઉલટે પ્રેર્યો છે, કેમકે ભવિતવ્યતા એવી જ જણાય છે. નગરજનેની આવી વાણી સાંભળતે સુવેગ નગરની બહાર નીકળે. નગરદ્વાર પાસે જાણે દેવતાઓએ પ્રગટ કરી હોય તેમ બંને ઋષભપુત્રોની યુદ્ધકથા ઈતિહાસની જેમ તેના સાંભળવામાં આવી. ક્રોધથી સુવેગ જેમ જેમ માર્ગમાં ઉતાવળે ચાલવા લાગે તેમ તેમ જાણે હરીફાઈ કરતી હોય તેમ યુદ્ધની કથા પણ ઉતાવળે પ્રસરવા લાગી. માત્ર વાર્તા સાંભળીને જ રાજાની આજ્ઞાની જેમ દરેક નગરે અને દરેક ગામે વીર સુભટો યુદ્ધને માટે તૈયાર થવા લાગ્યા. યેગીઓ જેમ શરીરને દઢ કરે તેમ કેઈ સંગ્રામના રથે શાળામાંથી બહાર કાઢીને તેમાં નવી ધરીઓ વિગેરે નાંખી તેને દૃઢ કરતા હતા. કેઈ પિતાના અોને અશ્વપાટીકમાં દાખલ કરી તેમને પાંચ પ્રકારની ગતિથી ચલાવી રણને ગ્ય કરી શ્રમને દૂર કરાવવા લાગ્યા હતા. કઈ જાણે પ્રભુની તેજોમય મૂર્તિ હોય તેવા પિતાના ખગ વિગેરે આયુને સરાણીયાને ઘેર લઈ જઈ સજાવીને તીક્ષણ કરાવવા લાગ્યા હતા, કે સારા સંગ જેડી અને નવી તાંત બાંધી યમરાજની ભૃકુટી જેવા પિતાનાં ધનુષને તૈયાર કરતા હતા. કેઈ પ્રમાણમાં સ્વર કર્યા કરવાથી જાણે પ્રાણવાળા વાજિંત્રો હોય તેવા અરણ્યઉટને કવચ વિગેરે વહન કરવાને લાવતા હતા. તાર્કિક પુરુ જેમ સિદ્ધાંતને દઢ કરે તેમ કેઈ પોતાનાં બાણને, કેઈ બાણના ભાથાને, કોઈ મસ્તકે પહેરવાના ટોપને અને કેઈ બખ્તરને (જો કે તેઓ દઢ હતા તે પણ) વિશેષ દઢ કરતા હતા અને કઈ જાણે ગંધના ભુવન હોય તેવા મૂકી રાખેલા મોટા તંબુ અને કનાતને પહોળા કરી જોવા લાગ્યા હતા. જાણે એક બીજાની સ્પર્ધા કરતા હોય તેમ બાહુબલિ રાજાને વિષે ભક્તિવાળા તે દેશના લોકે આ પ્રમાણે યુદ્ધને માટે તૈયાર થતા હતા. રાજભક્તિને ઈચ્છતો કેઈ પુરુષ સંગ્રામમાં જવા માટે તૈયાર થતો હતો તેને કેઈ આપ્ત પુરુષે આવીને વાયે તેથી જાણે અનાપ્ત હોય તેમ તેના ઉપર તે કેપ કરવા લાગ્યો. અનુરાગવડે પિતાના પ્રાણથી પણ રાજાનું પ્રિય કરવાને ઈચ્છતા લોકોને આ આરંભ માગમાં ચાલ્યા જતા સુવેગના જોવામાં આવ્યો. યુદ્ધની વાત સાંભળીને તથા લેકેને વિષે થતી તૈયારી દેખીને, બાહુબલિને વિષે અદ્વૈત ભક્તિવાળા કેટલાક પર્વતના રાજાઓ પણ બાહુબલિની પાસે જવા લાગ્યા. ગેપના શબ્દથી ગાયની જેમ તે પર્વત રાજાઓએ કરેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy