SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ નવ નિધાનની પ્રાપ્તિ. સગ ૪ થે. ત્યાં નવ નિધાનને ઉદ્દેશીને પૃથ્વીપતિએ પૂર્વ તપથી ઉપાર્જન કરેલી લબ્ધિઓ વડે થનારા લાભના માર્ગને બતાવનાર અષ્ટમ તપ કર્યો. અષ્ટમને અંતે નવ નિધિઓ પ્રગટ થયા અને મહારાજા પાસે આવ્યા. તે દરેક નિધિઓ એક એક હજાર યક્ષેએ અધિષ્ઠિત કરેલા હતા, તેનાં નિસર્ગ, પાંડુક, પિંગલ, સર્વરત્નક, મહાપદ્મ, કાલ, મહાકાલ, માણવ અને શંખક એવાં નામ હતાં; આઠ ચક્ર ઉપર તે પ્રતિષ્ઠિત થયેલા હતા અને આઠ જન ઊંચા, નવ યે જન વિસ્તારમાં તથા દશ એજન લંબાઈમાં હતા. વૈદુર્યમણિના બારણાથી તેમનાં સુખ આચ્છાદિત કરેલાં હતાં. સરખા, સુવર્ણના, રત્નથી ભરપૂર અને ચક્ર, ચંદ્ર તથા સૂર્યના લાંછન(ચિન્હ)વાળા હતા. તે નિધિઓના નામ પ્રમાણે નામવાળા, પલ્યાપમના આયુષવાળા નાગકુમારનિકાયના દેવે તેના અધિષ્ઠાયક થઈને રહેલા હતા. ' તેમાંના નૈસર્ગ નામનાં નિધિથી છાવણી, શહેર, ગ્રામ, ખાણ, દૃણમુખ, મંડપ અને પત્તન વિગેરે સ્થાનેનું નિર્માણ થાય છે. પાંડુક નામના નિધિથી માન, ઉન્માન અને પ્રમાણુ એ સર્વનું ગણિત તથા ધાન્ય અને બીજનો સંભવ થાય છે. પિંગળ નામના નિધિથી નર, નારી, હાથી અને ઘોડાઓના સર્વ જાતિનાં અભૂષણોને વિધિ જાણી શકાય છે. સર્વરત્નક નામના નિધિથી ચકરત્ન વિગેરે સાત એકેદ્રિય અને સાત પચેંદ્રિય ને ઉત્પન્ન થાય છે. મહાપદ્ય નામના નિધિથી સર્વ પ્રકારનાં શુદ્ધ અને રંગીન વચ્ચે નિષ્પન્ન થાય છે. કાળ નામના નિધિથી વર્તમાન, ભૂત અને ભવિષ્ય ત્રણ કળનું જ્ઞાન, કૃષિ વિગેરે કર્મ અને બીજા શિલ્પાદિકનું જ્ઞાન થાય છે. મહાકાળ નામના નિધિથી પ્રવાળા, રૂપ, સુવર્ણ, મુક્તાફલ, લેટું તથા હાદિક ધાતુઓની ખાણે ઉત્પન્ન થાય છે. માણવ નામના નિધિથી દ્ધા, આયુધ અને કવચની સંપત્તિઓ તથા સર્વ પ્રકારની યુદ્ધનીતિ અને દંડ , નીતિ પ્રગટ થાય છે. નવમાં શંખ નામના મહાનિધિથી ચાર પ્રકારના કાવ્યની સિદ્ધિ, નાટ્ય નાટકની વિધિ અને સર્વ પ્રકારના વાજીંત્ર નિષ્પન્ન થાય છે. એ પ્રમાણેના ગુણ વાળા નવ નિધિઓ આવીને કહેવા લાગ્યા- હે મહાભાગ ! અમે ગંગાના મુખમાં માગધતીર્થના નિવાસી છીએ. તમારા ભાગ્યથી વશ થઈને તમારી પાસે આવ્યા છીએ તેથી તમારી ઈચ્છા પ્રમાણે અવિશ્રાંતપણે અમારે ઉપભેગ કરે અને આપે. કદાપિ સમુદ્ર ક્ષય પામે પણ અમે ક્ષય પામતા નથી.' એમ કહી સર્વ નિધિઓ વશ થયા એટલે નિર્વિકારી રાજાએ પારણું કર્યું અને ત્યાં તેમને અષ્ટાહિકા ઉત્સવ કર્યો. રાજાની આજ્ઞાથી સુષેણ પણ ગંગાના દક્ષિણ નિકૂટને નાની પલ્લીની પિઠે લીલામાત્રમાં સાધીને આવે. પૂર્વાપર સમુદ્રને લીલાથી આક્રાંત કરી રહેલા જાણે બીજા વૈતાઢ્ય હોય તેમ મહારાજા ત્યાં ઘણે કાળ રહ્યા. એક દિવસ સવ ભરતક્ષેત્ર જેણે સાધ્યું છે એવા ભરતપતિનું ચક્ર અયોધ્યા સન્મુખ ચાલ્યું. મહારાજા પણ સ્નાન કરી વસ્ત્ર પહેરી, બલિકર્મ, પ્રાયશ્ચિત્ત અને કૌતુક મંગળ કરી, ઈદ્રની પેઠે ગજેન્દ્ર ઉપર આરૂઢ થયા. જાણે કલ્પવૃક્ષ હેય તેવા નવ નિધિએથી પુષ્ટ થયેલા ભંડારવાળા, સુમંગળાના ચતુર્દશ સ્વપ્નનાં જુદાં ફળ હોય તેવાં ચતુર્દશ રત્નોથી નિરંતર આવૃત્ત, રાજાઓની કુળલક્ષ્મી જેવી અને જેણે સૂર્ય પણ નજરે જોયે નથી તેવી પિતા ની પરિણીત બત્રીસ હજાર રાજકન્યાએ યુક્ત, જાણે અપ્સરાઓ હોય તેવી અને બત્રીસ હજાર દેશમાંથી પરણેલી બીજી બત્રીશ હજાર સુંદર સ્ત્રીઓથી શોભિત, જાણે પટાવત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy