SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ભરત મહારાજાનું દિગ્વિજય માટે પ્રયાણ. સગ . કરીને મહારાજા સ્નાનસિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેઠા એટલે મદન કરવા લાયક અને ન કરવા લાયક સ્થાનને જાણનારા અને કળાવાળા સંવાહક મર્દન (કરનાર) પુરુષોએ દેવવૃક્ષના પુષ્પમકરંદની જેવા સબંધી સહઅપાક પ્રમુખ તેલથી મહારાજાને અત્યંગન કર્યું. માંસ, . અસ્થિ, ત્વચા અને મને સુખ આપનારી ચાર પ્રકારની સંવાહનાથી અને મૃદુ, મધ્ય તથા દઢ એવા ત્રણ પ્રકારના હસ્તલાઘવથી તેઓએ રાજાને સારી રીતે સંવાહન કર્યું. પછી તેઓએ આદર્શની પેઠે અશ્લાન કાંતિના પાત્રરૂપ તે મહીપતિને સૂક્ષ્મ એવા દિવ્ય ચૂર્ણથી ઉદ્વર્તન કર્યું (પીઠી ચોળી ). તે વખતે ઊંચી નાળવાળા વીને કમળવાળી લાવણ્યવાપિકા જેવી શોભતી કેટલીક સ્ત્રીઓ સુવર્ણના જળકુંભ ધારણ કરીને ઊભી રહી હતી, કેટલીક સ્ત્રીઓ જાણે જળ, ઘનરૂપ થઈ કલશને આધારરૂપ થયેલ હોય એવી રીતે દેખાતા રૂપાના કળશે લઈને ઊભી હતી; કેટલીએક સ્ત્રીઓએ પોતાના સુંદર હાથમાં લીલામ નીલકમલની ભ્રાંતિને આપનારા ઈંદ્રનીલમણિના કુંભે લીધા હતા. અને કેટલીએક સુન્ન બાલાઓએ પિતાના નખરનની કાંતિરૂપી જળથી અધિક શોભા પામતા દિવ્ય રત્નમય કુંભ લીધા હતા. એ સવ અંગનાઓએ દેવતાઓ જેમ જિનેંદ્રને નવરાવે તેમ અનુક્રમે સુગંધી અને પવિત્ર જળધારાથી ધરણપતિને સ્નાન કરાવ્યું, સ્નાન કરીને રાજાએ દિવ્ય વિલેપન કરાવ્યું અને જાણે દિશાઓના આભાસ હોય તેવા ઉજજવળ વસ્ત્રો પહેર્યા. પછી જાણે યશરૂપી વૃક્ષને નવીન અંકુર હોય તેમ લલાટપટ્ટમાં માંગલ્યમય ચંદનનું તિલક તેણે ધારણ કર્યું. આકાશમાગ જેમ મોટા તારાઓના સમૂહને વહન કરે તેમ પિતાના યશપુંજ જેવા ઉજજવળ મુક્તામય અલંકાર ધારણ કર્યા અને કલશવડે જેમ પ્રાસાદ શોભે તેમ પિતાના કિરણેથી સૂર્યને લજ્જિત કરનાર મુગટવડે તે શોભિત થયે. વારાંગનાઓના કરકમલથી વારંવાર ઉલ્લેપ થતાં અને કર્ણને આભૂષણરૂપ થયેલા બે ચામરોથી તે વિરાજવા લાગ્યો, લક્ષમીના સદનરૂપ કમલને ધારણ કરનારા પદ્મદ્રહવડે કરી જેમ ચૂલહિમવંત પર્વત શોભે તેમ સુવર્ણના કળશને ધારણ કરનારા વેત છત્રથી તે શાભવા લાગ્યો અને જાણે હંમેશાં પાસે રહેનારા પ્રતિહારે હોય તેવા સેળ હજારે યક્ષે ભક્ત થઈ તેની આસપાસ વીંટાઈ રહ્યા પછી ઇંદ્ર જેમ ઐરાવણ ઉપર આરૂઢ થાય તેમ ઊંચા કુંભસ્થળરૂપ શિખરથી દિશામુખને આચ્છાદન કરનારા કુંજરત્ન ઉપર તે આરૂઢ થયા. તત્કાળ ઉત્કટ મઠની ધારાઓથી જાણે બીજે મેઘ હોય જેમ તે જાતિવંત હસ્તીએ મેટી ગર્જના કરી; જાણે આકાશને પલ્લવિત કરતા હોય તેમ હાથ ઊંચા કરી બંદિવંદે એકી સાથે જય જય શબ્દ કર્યો, જેમ વાચાળ ગાયક પુરુષ અન્ય ગાયન કરનારીઓને ગવરાવે તેમ ઊંચા શબ્દ કરતો દુંદુભિ દિશાઓને નાદ કરાવવા લાગ્યો અને સર્વ સૈનિકોને બેલાવવાના કામમાં દૂતરૂપ થયેલા બીજા મંગલમય શ્રેષ્ઠ વાજિત્રે પણ વાગવા લાગ્યા, જાણે ધાતુ સહિત પર્વતો હોય તેવા સિંદુરને ધારણ કરનારા હાથીએથી અનેક રૂપે થયેલા રેવંત અશ્વના ભ્રમને કરાવનારા અનેક અશ્વોથી, પિતાના મને રથ હોય તેવા વિશાળ રથી અને જાણે વશ કરેલા સિંહ હાય તેવા પરાક્રમી પાયદળોથી અલંકૃત થયેલા મહારાજા ભરતેશ્વરે જાણે સૈન્યથી ઊડેલી રજવડે દિશાઓને વસવાળી કરતા હોય તેમ પૂર્વ દિશા તરફ પ્રયાણ કર્યું. તે સમયે આકાશમાં ફરતા સૂર્યના બિંબ જેવું, સહસ્ત્ર યક્ષેએ અધિષ્ઠિત કરેલું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy