SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્માની દેશના. સર્ગ ૩ જે. પરસ્પર સ્પર્ધાથી હોય તેમ આ સંસારમાં પ્રાણીઓને આયુષ, ધન અને યૌવન- એ સર્વ નાશવંત અને જવાની ત્વરાવાળા છે. મરૂદેશમાં જેમ સ્વાદિષ્ટ જળ ન હોય તેમ આ સંસારની ચારે ગતિમાં કદાપિ સુખને લેશ પણ નથી. ક્ષેત્રદેવથી દુઃખ પામતા અને પરમાધામીઓએ કલેશ પમાડેલા નારકીઓને તે કયાંથી જ સુખ હોય ? શીત, વાત, આતપ થી તેમજ વધ, બંધન અને સુધા વિગેરેથી વિવિધ પ્રકારે પીડા પામતા તિયાને પણ શું સુખ છે ? ગર્ભાવાસ, વ્યાધિ, જરા, દારિદ્ર અને મૃત્યુથી થતા દુખવડે આલિંગિત થયેલા મનુષ્યને પણ કયાં સુખ છે ? પરસ્પર મત્સર, અમર્ષ, કલહ તથા અવન વિગેરે દુખોથી દેવતાઓને પણ સુખને લેશ નથી; તથાપિ જળ જેમ નીચી જમીન તરફ જાય છે તેમ પ્રાણીઓ અજ્ઞાનથી. વારંવાર આ સંસારની તરફ જ ચાલે છે, માટે છે ચેતના(જ્ઞાન)વાળા ભવિજને ! દૂધવડે સર્પનું પિષણ કરવાની જેમ તમે પિતાના મનુષ્યજન્મવડે સંસારનું પોષણ કરશે નહીં. હે વિવેકીએ ! આ સંસારનિવાસથી ઉત્પન્ન થતાં અનેક દુખ વિચારીને સર્વ પ્રકારે મોક્ષને માટે યત્ન કરે. નરકના દુઃખ જેવું ગર્ભાવાસનું દુખ સંસારની પેઠે કયારે પણ મેક્ષમાં પ્રાપ્ત થતું નથી. કુંભીના મધ્યમાંથી આકર્ષણ કરતા નારકીના ફની પીડા જેવી પ્રસવવેદના મોક્ષમાં કયારે પણ પ્રાપ્ત થતી નથી. બહાર અને અંદર નાખેલા શલ્ય જેવા અને પીડાના કારણરૂપ એવા આધિ વ્યાધિઓ ત્યાં નથી. યમરાજની અગ્રદૂત, સર્વ પ્રકારના તેજને ચારનારી તથા પરાધીનપણાને ઉત્પન્ન કરનારી જરા પણ સર્વથા ત્યાં નથી અને નારકી, તિયચ, મનુષ્ય તથા દેવતાઓની પેઠે ફરીથી ભરામણના કારણરૂપ એવું મરણ પણ મોક્ષમાં નથી. ત્યાં તે મહાઆનંદ, અદ્વૈત અને અવ્યય સુખ, શાશ્વત સ્થિતિ અને કેવળજ્ઞાનરૂપ સૂર્યવડે અખંડ તિ છે. હંમેશાં જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ ઉજજવળ રત્નનું પાલન કરનાર પુરુષો જ એ મોક્ષને મેળવી શકે છે. તેમાં જીવાદિ તત્ત્વને સંક્ષેપથી અથવા વિસ્તારથી યથાર્થ અવબોધ તે સમ્યગ જ્ઞાન જાણવું. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવલ એવા અન્વય સહિત ભેદથી તે જ્ઞાન પાંચ પ્રકારનું છે. તેમાં અવગ્રહાદિક ભેદોવાળું તથા બીજા બહગ્રાહી, અબહગ્રાહી લેવાનું અને જે ઈદ્રિય અનિંદ્રિયથી ઉત્પન્ન થાય છે તે મતિજ્ઞાન જાણવું. પૂર્વ, અંગ, ઉપાંગ અને પ્રકીર્ણક સૂત્રો-ગ્રંથેથી બહુ પ્રકારે વિસ્તાર પામેલું અને સ્યા શખવડે લાંછિત એવું શ્રતજ્ઞાન અનેક પ્રકારે જાણવું. દેવતા અને નારકી અને જે ભવસંબંધથી ઉત્પન્ન થાય છે તે અવધિજ્ઞાન કહેવાય છે. એ ક્ષયઉપશમ લક્ષણવાળું છે. અને મનુષ્ય, તિર્યંચ આશ્રી તેના મુખ્ય છ ભેદ છે. મન ૫ર્યવ જ્ઞાન અનુમતિ અને વિપુલમતી એવા બે પ્રકારનું છે, તેમાં વિપુલમતીનું વિશુદ્ધ અને અપ્રતિપાતપાવડે જાણી લેવું. સમસ્ત દ્રવ્ય-પર્યાયના વિષયવાળું, વિશ્વાચન સમાન, અનંત, એક અને ઈદ્રિના વિષય વિનાનું જ્ઞાન તે કેવળજ્ઞાન કહેવાય છે. શાસ્ત્રોકત તત્ત્વમાં રુચિ તે શ્રદ્ધા કહેવાય છે. તે શ્રદ્ધા(સમકિત) સ્વભાવથી અને ગુરુના ઉપદેશથી એમ બે પ્રકારે પ્રાપ્ત થાય છે. અનાદિ અનંત સંસારના આવર્તમાં પ્રાણીઓને જ્ઞાનાવરણી, દશનાવરણું, વેદની અને અંતરાય નામના કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કટાકેદી સાગરોપમની છે. શેત્ર અને નામકર્મની સ્થિતિ વીશ કટાકેદી સાગરેપની છે અને મોહનીય કર્મની સ્થિતિ સિતેર કટાકેદી સાગરોપમની છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy