SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ પ્રભુનું તક્ષશીલા નગરીએ આગમન સર્ગ ૩ ને હતા. તેમની પાસે પ્રભુએ દીક્ષા લીધા પછી મેં પણ દીક્ષા ગ્રહણ કરી હતી. તે જન્મના સ્મરણુથી આ સમગ્ર મારા જાણવામાં આવ્યું. તેમજ ગઈ રાત્રે મને, મારા પિતાને અને સુબુદ્ધિ શ્રેષ્ઠીને આવેલા સ્વપ્નનું પ્રત્યક્ષ ફળ પ્રાપ્ત થયું. મેં સ્વપ્નમાં શ્યામ મેરુને દૂધથી પ્રક્ષાલિત કરેલો જે હતું, તેથી આજે આ પ્રભુ કે જેઓ તપથી કૃશ થયેલા હતા તેમને ઈક્ષરસ વડે મેં પારણું કરાવ્યું અને તેથી તેઓ શોભવા લાગ્યા. મારા પિતાએ શત્રુની સાથે જેમને યુદ્ધ કરતા જોયા હતા તે પ્રભુ, તેમણે મારા પારણની સહાયથી પરિષહરૂપ શત્રુઓને પરાભવ કર્યો. સુબુદ્ધિ શ્રેષ્ઠીએ “સૂર્યમંડળથી પડેલાં સહસ્ત્રકિરણને પાછાં મેં આરેપિત કર્યા અને તેથી સૂર્ય અધિક શોભવા લાગ્યો, એવું સ્વપ્ન જોયું હતું તે સૂર્ય સમાન આ ભગવંતનું સહસ્ત્રકિરણરૂપ કેવળ ભ્રષ્ટ થયેલું તેને મેં આજે પારણાથી જોડી દીધું અને તેથી ભગવંત શોભવા લાગ્યા. આ પ્રમાણે સાંભળીને સવે શ્રેયાંસ પ્રત્યે “બહું સારું, બહુ સારું ' એમ કહેતાં હર્ષ પામીને પિતાપિતાને સ્થાને ગયાં. 1 શ્રેયાંસને ઘરે પારણું કરી જગતપતિ સ્વામી ત્યાંથી અન્ય સ્થાને વિહાર કરી ગયા કેમકે છાસ્થ તીર્થકર એક ઠેકાણે રહેતા નથી. ભગવંતના પારણાના સ્થાનનું કઈ માણસ ઉલંઘન ન કરે એમ ધારી શ્રેયાંસે ત્યાં રત્નમય પીઠ કરાવી. જાણે પ્રભુના સાક્ષાત ચરણ હોય તેમ ભકિતના સમૂહથી નમ્ર થઈ તે રત્નપીઠની વિકાળ પૂજા કરવા લાગ્યું. આ શું છે?” એમ લેકે પૂછતા હતા ત્યારે “એ આદિકર્તાનું મંડળ છે” એમ શ્રેયાંસ કહેતે હતે. પછી જ્યાં જ્યાં પ્રભુએ ભિક્ષાનું ગ્રહણ કર્યું ત્યાં ત્યાં લોકે તે પ્રમાણે પીઠિકા કરતા હતા. તેથી અનુક્રમે “આદિત્યપીઠ” એ રીતે પ્રવત્યું. એક વખત કુંજર જેમ નિકુંજમાં પ્રવેશ કરે તેમ પ્રભુ સાયંકાળે બાહુબલી દેશમાં બાહુબલીની તક્ષશીલાપુરી સમીપે આવ્યા અને તે નગરીના બહારના ઉદ્યાનમાં કાયોત્સર્ગ. રહ્યા. ઉદ્યાનપાલકે જઈને બાહુબલિને તે વૃત્તાંત નિવેદન કર્યું. તરતજ બાહુબલિ રાજાએ પુરરક્ષકોને આજ્ઞા કરી કે- “ નગરમાં હાટેની વિચિત્ર શેભા કરી નગરને શણગારે.' એવી આજ્ઞા થતાં જ નગરમાં દરેક સ્થાને લટકતી મોટી લુંબેથી વટેમાર્ગુના મુગટને ચુંબન કરતી કદલીતંભની તરણુમાલિકાઓ શોભવા લાગી. જાણે ભગવંતના દર્શન કરવાને માટે દેવતાઓના વિમાને આવ્યાં હોય તેમ દરેક માગે રત્નપાત્રથી પ્રકાશમાન માંચાઓ શોભવા લાગ્યા. પવને આંદલિત કરેલી ઉદ્દામ પતાકાની પંકિતના મિષથી જાણે તે નગરી સહસ્ત્ર ભુજાવાળી થઈને નૃત્ય કરતી હોય તેવી ભવા લાગી અને ચારે બાજુએ કરેલી નવીન કુંકમળના છંટકાવથી જાણે મંગળ અંગરાગ કર્યો હોય તેવી આખા નગરની પૃથ્વી જણાવા લાગી. ભગવંત દર્શનની ઉત્કંઠારૂપ ચંદ્રના દર્શનથી તે નગર કુમુદના ખંડની પેઠે વિકાશ પામ્યું નિદ્રા રહિત થયું. હું પ્રાતઃકાળે સ્વામીના દર્શનથી મારા આત્માને અને લેકેને પાવન કરીશ એવી ઈચ્છાવાળા બાહુબલીને તે રાત્રિ મહિના જેવી થઈ પડી. અહીં આ રાત્રિ પ્રભાતરૂપ થતાં પ્રતિકાસ્થિતિ સમાપ્ત કરીને પ્રભુ વાયુની પેઠે બીજે સ્થળે વિહાર કરી ગયા. ૧ પ્રભુને આહારને અંતરાય હતો. આહાર વિના શરીર ટકે નહીં અને શરીર વિના કેવળજ્ઞાનને સંભવ નહીં; માટે આહા આપવાથી શ્રેયાંસે ભ્રષ્ટ થયેલા કેવળને જોડી દીધું એમ કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy