SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) જૈનો તેમના પરિવારજનો, મિત્રો, દુશ્મનો અને બધા પાસે માફી માંગી છે જો તેમને આખા વર્ષ દરમ્યાન જાણતા કે અજાણતા તેમને દુઃખ પહોચાડ્યું હોય કે તેમના માટે વેર કે ખરાબ ભાવ રાખ્યા હોય. જૈન શાસ્ત્રો સમજાવે છે કે બધાને માફ કરવા અને કોઈના પણ પ્રત્યે દ્વેષભાવ ન રાખવો એ આધ્યાત્મિક પ્રગતિ માટેનું પહેલું પગથિયું છે. આથી જ સંવત્સરી પ્રતિક્રમણનો દિવસ જૈનો માટે ખુબ જ અગત્યનો છે. માફી માગવી કઠિન છે કેમ કે તેના માટે વિનય જોઈએ છે - માનનો અભાવ અને ક્રોધ પર કાબુ જોઈએ છે. આથી જ આપણા મહાન આચાર્યોએ કહ્યું છે કે, "ક્ષમા વિરસ્ય ભૂષણમ. ક્ષમાવાણી મિચ્છામિ દુક્કડમ." ક્ષમા વીરોનું આભૂષણ છે. જો મેં કોઈ ભૂલ કરી હોય તો હું માફી માંગુ છુ. ખામેમિ સવ્વ જીવા, સવ્વ જીવા ખરંતુ મેં, મિત્તિ મેં સવ્વ ભૂએસુ, વેર મજઝ ન કેણઈ, હું બધા જીવોને માફ કરું છુ, બધા જીવો મને માફ કરે, મારે દરેક જીવ પ્રત્યે મૈત્રી છે, મારે કોઈ પ્રત્યે વેર નથી. D.5.2 દસ લક્ષણ પર્વ દિગમ્બરો ૧૦ દિવસનું દસ લક્ષણ પર્વ ઉજવે છે. જે શ્વેતાંબર પર્યુષણના છેલ્લા દિવસના પછીના દિવસથી શરુ થાય છે. દરેક દિવસ એક ગુણને સમર્પિત છે. આ મુખ્ય ગુણો આત્માના આંતરિક ગુણધર્મો છે. તે સમ્યક ચારિત્રના વિવિધ સ્વરૂપો છે. આ ગુણોનું આચરણ કોઈ એક સંપ્રદાય કે ધર્મ સુધી સીમિત નથી. તે વૈશ્વિક શ્રદ્ધાનો ભાગ છે. આ ગુણોનું આચરણ ફક્ત જૈનો માટે જ નહિ પરંતુ સંપૂર્ણ માનવજાત માટે લાભદાયી છે. વધારામાં તેઓ રોજ તત્વાર્થસૂત્રનું એક પ્રકરણ પણ વાંચે છે, જે જૈન ધર્મના બધા જ પાસાઓનો સમાવેશ કરે છે. આ ગ્રંથના ૧૦ પ્રકરણો છે અને રોજ એક વાંચવામાં આવે છે. D.5.2.1 યતી-ધર્મ અથવા ધાર્મિક સદ્દગુણો (ઉત્તમ-ધર્મ) ૧. ક્ષમા માફી ર. માર્દવ નમ્રતા 3. આર્જવ સરળતા ૪. શૌચ સંતોષ ૫. સત્ય સત્યતા ૬. સંયમ ઇન્દ્રિયોનો સંયમ ૭. તપ તપસ્યા Page 64 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy