________________
Compodium of Jainism - Part (II)
D.4.3 દિગંબર પરંપરા પ્રમાણે ૬ આવશ્યક અનુષ્ઠાનો
દિગંબર સંપ્રદાય સર્વમાન્ય પરંપરા મુજબ જ ક્રિયાઓને વ્યવહારમાં વિકસાવી છે. પરંતુ તેમણે લોકપ્રિય એવી ક્રિયા વિધિ પર ખુબ જ ભાર મુક્યો છે. આથી તેમની ક્રિયાઓમાં જૈન દેવતાઓ પ્રત્યે ધાર્મિક અભિવ્યક્તિની મૂળભૂત રીતોનો સમાવેશ થાય છે.
દેવ પૂજા ગુરુપાતિ
સ્વાધ્યાય
સંયમ
તપ
દાન
કોષ્ટક D.4.B
તીર્થંકર ભગવાનના ગુણોની સ્તુતિઓ કરવી અને તેમને આદર આપવો ગુરુ જનોની સેવા અને ઉપાસના કરવી
પવિત્ર ધર્મગ્રંથોનો અભ્યાસ કરવો
સંપૂર્ણ શિસ્તતા સાથે અણુવતીનું પાલન કરવું
પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, કાયોત્સર્ગ વગેરે તપ કરવા
જરૂરિયાતમંદ અને સુપાત્ર વ્યક્તિઓને દાન આપવું
D.4.3.1 દેવ પૂજા - પરમાત્માની પૂજા
પૂજા એટલે સર્વોત્તમ આત્માના આધ્યાત્મિક ગુણોની ભક્તિથી પ્રશંસા કરવી અને તેમને આદરથી યાદ કરવા. આ આંતરિક અશુદ્ધિઓને દૂર કરવાની, વિચારોને શુદ્ધ કરવાનો, મારી માનસિક અવસ્થાને કેળવવાનો તથા આધ્યાત્મિક શક્તિઓને જાગૃત કરીને તેનો વિકાસ કરવાનો શ્રેષ્ઠ રસ્તો છે. ભાવ પૂજા સર્વોત્તમ આત્મા એટલે કે પરમાત્માનું ધ્યાન કરવાનો અને તેમની સાથે એકરૂપ થવાના આંતરિક પ્રયત્નો છે. ભાવ પૂજાના સહાયક પરિબળ તરીકે બાહ્ય ક્રિયા કરવી એ દ્રવ્ય પૂજા કે બાહ્ય પૂજા છે.
અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, સંતોષ, વડીલો પ્રત્યેની સેવા અને ભક્તિ, તપ અને જ્ઞાન એ શુદ્ધ અને પવિત્ર પુષ્પો છે. આપણે પરમાત્માની ભક્તિ કરતા આ પુષ્પોને અર્પણ કરીએ છીએ અને સદગુણોને કેળવીએ છીએ. આ પુષ્પોને અર્પણ કરવા એ શુદ્ધ પૂજા છે.
દ્રવ્ય પૂજામાં જે વસ્તુની પૂજા કરીએ છીએ તે કોઈ પ્રતીક કે પરમાત્માની પ્રતિમા છે. જ્યારે ભાવ પૂજામાં તો પરમાત્માની ખુદની જ પૂજા કરવામાં આવે છે. દ્રવ્ય પૂજા અમુક મર્યાદિત સમય સુધી કરવામાં આવે છે જ્યાં સુધી એ પૂર્ણ ન થાય. બીજી બાજુ ભાવ પૂજાને સમય અને ક્ષેત્રની કોઈ સીમાઓ નથી. જ્યારે માણસ તકેદારી પૂર્વક દુનિયાના વ્યવહારમાં અહિંસા, સત્ય, પ્રમાણિકતા વગેરેનું પાલન કરે છે ત્યારે તેને ભાવ પૂજા અથવા તો શુદ્ધ પૂજા કહે છે. આ ભાવ પૂજા મનુષ્યને સારા ચારિત્રના ઘડતર કરવામાં, પ્રમાણિક અને ન્યાયી જીવન જીવવામાં તથા ઉમદા બનાવવા માટે મદદ કરે છે.
Page 56 of 307