SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) • જો આપણે સાધુને ઉપાશ્રયમાં મળીએ તો આપણે તેમની સુખશાતાની પૃચ્છા કરવી જોઈએ અને આપણે કરેલા કોઈપણ અવિનય વર્તન માટે માફી માગવી જોઈએ. * પ્રતિક્રમણની ક્રિયાઓ સાધુની હાજરીમાં કરવી જોઈએ. પારંપરિક પ્રતિક્રમણની ક્રિયામાં ગુરુવંદના સૂત્ર બોલવામાં આવે છે જે એક સાધુની સંપૂર્ણ વંદના છે. અંગ્રેજી પ્રતિક્રમણ માટે આપણે બીજા વિકલ્પનો ઉપયોગ કરીએ છે કેમ કે કોઈ અંગ્રેજી બોલતો વ્યક્તિ જ્યારે ઉપાશ્રયની મુલાકાત લે ત્યારે તે સૌથી વધુ ઉપયોગી છે. વંદના આવશ્યકમાં બોલવામાં આવતા કેટલાક સૂત્રો નીચે મુજબ છે: - ઇચ્છામિ માસમણોં સૂત્ર તીખુત્તો સૂત્ર બંનેનો અર્થ છે સાધુ સાધ્વીને વંદન કરવું, ઉત્કૃષ્ટ વંદના કે આદર્શ દ્વાદશવર્ત વંદના કે જે નમનનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. D.4.2.4 પ્રતિક્રમણ - કરેલા પાપોનું પ્રાયશ્ચિત કે તેની કબૂલાત પ્રતિક્રમણ તે સૌથી અગત્યનું આવશ્યક છે. 'પ્રતિ' એટલે પાછા અને 'ક્રમણ' એટલે કે જવું એટલે કે પાછા જવું. તેનો અર્થ થાય છે કે મનન કરવું, આલોચના કરવી, પશ્ચાતાપ કરવો, પોતાની ભૂલની કબૂલાત કરવી, પોતાના મન વચન અને કાયાથી રોજની ક્રિયાઓમાં થયેલા દોષોની બીજા પાસે માફી માગવી, બીજાને માફી આપવી અને સૌની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો, રોજ આપણા દ્વારા થતી ક્રિયાઓની સમીક્ષા કરવી અને થતા પાપમાંથી પાછા હઠવું. પ્રતિક્રમણ એટલે એક એવું દર્પણ જેમાં આપણે પોતાની જાતને જેવી છે તેવી જોઈએ છે. આથી જ પ્રતિક્રમણ કરેલા પાપ કાર્યો અથવા વિચારોનો પશ્ચાતાપ અને તેની નિષ્ઠા ભરી કબૂલાત સૂચવે છે. અને તે બીજાને માફી ખાપવાનું પણ સુચવે છે. આત્મશિસ્તથી ભરેલી આ પ્રક્રિયા આપણને વર્તમાનમાં પાપ કરતાં રોકે છે અને ભવિષ્યમાં પણ પાપ કરતાં અટકાવે છે. તે આત્માના ગુણોને ઢાંકી દેતા કર્મોને આવતા અટકાવે છે. આપણે તપ ૧૨ પ્રકારના કરી શકીએ છીએ - છ પ્રકારના બાહ્ય તપ અને છ પ્રકારના આંતરિક તપ. આ પ્રકારના બાહ્ય તપ આપણને ભૌતિક દુનિયાના સુખો જેવા કે પાંચ પ્રકારના ઇન્દ્રિયના સુખો તથા મન અને શરીરના સુખોથી અલિપ્ત બનાવીને આપણને આધ્યાત્મિક વિકાસ માટે તૈયાર કરે છે. આંતરિક તપ આપણને આત્માના સાચા સ્વભાવને ઓળખવામાં મદદ કરે છે. આપણે આપણી ભૂલોની સમીક્ષા કર્યા વગર તેના માટે માફી માગ્યા વગર અથવા ભવિષ્યમાં તે ભૂલો ન કરવાની તૈયારી બતાવ્યા વગર આધ્યાત્મિક વિકાસ સાધી શકતા નથી આ પ્રતિક્રમણનો Page 50 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy