SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) ૦ ચોથું પ્રકરણ સ્વર્ગ અને દેવતાઓ વિશે સમજાવે છે. • પાંચમું પ્રકરણ અજીવ તત્વ વિશે સમજાવે છે • છઠ્ઠું, સાતમુ અને આઠમું પ્રકરણ જુદા જુદા પ્રકારના કર્મ અને તેના ફળ વિશે તેમ જ આશ્રવ અને બંધ વિશે સમજાવે છે. • નવમું પ્રકરણ કર્મની નિર્જરા અને સંવર વિશે સમજાવે છે. • દસમું પ્રકરણ આત્માની સંપૂર્ણ મુક્તિ કે મોક્ષ વિશે સમજાવે છે. E.2.10.5 સમણ સુત્તમ સમણ સુત્તમ સમગ્ર જૈન ધર્મના સિદ્ધાંતોનું અને જૈન દર્શનનું સંકલન છે. ભગવાન મહાવીરના નિર્વાણના ૨૫૦૦ વર્ષ બાદ ઈ.સ.૧૯૭૪માં તેનું સંકલન કરવામાં આવ્યું છે. આ સંકલન શ્વેતાંબર જૈન આગમો, દિગંબર શાસ્ત્ર અને કેટલાક જૂના ગ્રંથો પર આધારિત છે. તેમાં ૭૫૬ સૂત્રો કે પદો છે. આ પુસ્તકમાં મુખ્ય ચાર વિભાગો છે અને ૪૪ પેટાવિભાગો છે. જૈન ધર્મના સિદ્ધાંતોનો સામાન્ય પરિચય આપવાના હેતુથી આ ગ્રંથમાં જીવનમાં ક્રમે ક્રમે આધ્યાત્મિક પ્રગતિ કરવાની પદ્ધતિ, નીતિમય આચાર અને પરંપરાગત ભક્તિમય રીતભાતને વ્યાપક સ્થાન આપેલ છે. E.2.11 સારાંશ જૈન સાહિત્ય જે ગણધરો અને શ્રુત કેવળીઓ દ્વારા રચવામાં આવ્યું હતું તેને આગમ સાહિત્ય કહે છે. આ સાહિત્ય જૈન ધર્મના પવિત્ર ગ્રંથો છે. જૈન આગમમાં ૧) ૧૪ પૂર્વો, ૨) ૧૨ અંગ પ્રવિષ્ટ આગમ અને ૩) અંગ બાહ્ય આગમ (શ્વેતાંબર મૂર્તિપૂજક પ્રમાણે ૩૪, શ્વેતાંબર સ્થાનકવાસી પ્રમાણે ૨૧ અને દિગંબરો પ્રમાણે ૧૪) છે. બધા સંપ્રદાયના લોકો માને છે કે ૧૪ પૂર્યો અને દ્રષ્ટિવાદ જે ૧૨ મું અંગ પ્રવિષ્ટ આગમ છે તે લુપ્ત થઈ ચૂક્યું છે. દિગંબરો માને છે કે બધા જ જૈન આગમ લુપ્ત થઈ ચૂક્યા છે જ્યારે શ્વેતાંબર સંપ્રદાયના લોકો માને છે ભગવાન મહાવીરનો ઉપદેશ શીખવતા જૈન આગમો આજે પણ અસ્તિત્વ ધરાવે છે. શ્વેતાંબર મૂર્તિપૂજક ૩૪ અંગ બાહ્ય આગમમાં જ્યારે શ્વેતાંબર સ્થાનકવાસી એમ માને છે ૨૧ અંગ બાહ્ય આગમો અસ્તિત્વ ધરાવે છે. આ શાસ્ત્રો રચવાનો હેતુ શ્રોતાઓને કાયમી સુખ કે મોક્ષનો માર્ગ બતાવવાનો છે. આગમ સૂત્રો ચારિત્ર, સમતા, વૈશ્વિકતા, મૈત્રી અને સાપેક્ષવાદ અને અનેક તવાદના માધ્યમથી વિચાર પ્રક્રિયા વિશે શાશ્વત સત્યો શીખવે છે. તે આપણને દરેક જીવ પ્રત્યે આદર રાખવાનું, આત્મા, કર્મ, બ્રહ્માંડ, સાધુ જીવનના આચારો, શ્રાવકના આચારો, કરુણા, અહિંસા અને અપરિગ્રહ વિશે પણ શીખવે છે. E.2.12 જૈન આગમ સાહિત્યના નામ Page 139 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy