SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) આ આગમ સાધુ જીવનના આચારનું ટુંકમાં વર્ણન કરે છે. E.2.6.2.3.3 ઉત્તરાધ્યયન સૂત્ર આ આગમનું જૈન ધર્મમાં એ જ સ્થાન છે જે ધમ્મપદનું બૌદ્ધ ધર્મમાં અને ગીતાનું હિન્દુ ધર્મમાં છે. તેમાં ધાર્મિક સિદ્ધાંતો અને આચારને લગતી ઘણી વાર્તાઓ, સંવાદો અને આ સિદ્ધાંતો અને આચાર ઉપરના ઉદાહરણ છે. E.2.6.2.3.4 ઓઘા નિર્યુક્તિ અથવા પિંડ નિર્યુક્તિ સૂત્ર* આ આગમમાં સાધુઓની સફરને લગતા. તેમના નિવાસને લગતા અને આહાર ગ્રહણ કરવાના અને શ્રાવક સાથેની જરૂરતને લગતા નિયમો અને ક્રિયાઓ છે. E.2.6.2.4 ચૂલિકા સુત્રો એવા શાસ્ત્રો જે અંગ પ્રવિષ્ટ આગમના અર્થને વધારે છે કે તેને શણગારે છે તેને ચૂલિકા સુત્રો અથવા તો ચૂલિકા કહેવામાં આવે છે. E.2.6.2.4.1 નંદી સૂત્ર આ આગમમાં તીર્થંકરો, ગણધરો અને પાંચ પ્રકારના જ્ઞાન: મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ જ્ઞાનનું વિસ્તૃત વર્ણન છે. E.2.6.2.4.2 અનુયોગ દ્વાર સૂત્ર આ સૂત્ર ઉપદેશને લગતી વિવિધ રીતોનું વર્ણન કરે છે. E.2.6.2.5 પ્રકીર્ણ સૂત્ર એવા શાસ્ત્રો જે જૈન ધર્મને લગતા કેટલાક સ્વતંત્ર અને છૂટા છવાયા વિષયોની ચર્ચા કરે છે તેને પ્રવીણ સૂત્ર કહે છે. E.2.6.2.5.1 ચતુ:શરણ* આ આગમ ચાર પરોપકારી લોકોની પ્રાર્થનાનો સમાવેશ કરે છે: ૧) અરિહંત - મનુષ્યના આદર્શ સ્વરૂપમાં રહેલા ભગવાન ૨) સિધ્ધ - શુદ્ધ ચેતનામાં રહેલા ભગવાન ૩) સાધુ અને ૪) ધર્મ. – E.2.6.2.5.2 આતુર પ્રત્યાખ્યાન (આઉર પચ્ચખાણ)* Page 126 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy