SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) બાદ જૈન ધર્મ બે સંપ્રદાયોમાં વહેંચાઇ ગયો. દિગંબર (આકાશથી ઢંકાયેલા કે નગ્ન) અને શ્વેતાંબર (સફેદ કપડાંથી ઢંકાયેલા). પરંતુ જૈન દર્શનના તત્વજ્ઞાનની વાત કરીએ તો બંને સંપ્રદાયમાં કંઈ વધારે મોટો ફરક નથી. બંને સંપ્રદાયો અહિંસામાં, કર્મના સિદ્ધાંતમાં, અપરિગ્રહમાં અને અનેકાંતમાં માને છે. તફાવતો ફક્ત તેમની ક્રિયાવિધિમાં જ છે. આથી તેમનામાં થોડાક તફાવતો હોવા છતાં બંને સંપ્રદાયના સભ્યો જૈન વ્યવસ્થા મુજબ શ્રાવકના પાંચ અણુવ્રતો તથા મન,વચન અને કાયાના ચાર કષાયો ઉપર કાબૂ રાખીને તેમની વિવિધતામાં પણ એકતા સાધે છે. E.1.5.1 શ્વેતાંબર અને દિગંબર પરંપરાના તફાવતો દિગંબરો માને છે કે આજના સમયમાં કોઈપણ શાસ્ત્ર તેના મુળભૂત સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતું નથી. તેઓ માને છે કે આજના સમયના બધા જ શાસ્ત્રો શ્રુતકેવળી ભદ્રબાહુના નિર્વાણ બાદ લખાયેલા છે. આથી તે અપૂર્ણ છે. શ્વેતાંબરો હાલના સમયમાં પણ મૂળભૂત શાસ્ત્રનો ઘણો બધો ભાગ જાળવી રાખ્યો છે એવું માને છે. દિગંબર માન્યતા મુજબ કેવળી ભગવંતો પોતાના મુખથી કઈ પણ આહાર (જેને કવલાહાર કહે છે તે) લેતા નથી. તેઓ પોતાનો ખોરાક (કે આહાર વર્ગણા) વાતાવરણમાંથી (જે આકાશ વર્ગણા તરીકે ઓળખાય છે) મેળવે છે. જે તેમનું આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધી તેમને કાર્યરત રાખે છે. તેમના ઘાતી કર્મોનો નાશ થવાથી તેમને અનંત વીર્ય (અનંત ઉર્જા) મળે છે અને તેમનું ઔદારિક શરીર પરમ ઔદારિક શરીર બને છે. જેમાં બેક્ટેરિયલ સડો કે બગાડ શક્ય નથી તેવું બની જાય છે. આથી તેમને ભૂખ માટેનું અશાતાવેદનીય કર્મ હોતું નથી. શ્વેતાંબર આ વિચારને માન્ય રાખતા નમ. શ્વેતાંબર સાધુઓ શ્વેત વસ્ત્ર પહેરે છે. જ્યારે દિગંબર સાધુઓ જે નિગ્રંથ છે, તેઓ નગ્ન અવસ્થામાં રહે છે. જ્યારે બીજા પ્રકારના સાધુઓ કે જેઓ અમુક મર્યાદા સુધી બ્રહ્મચારી છે (એલ્ક અને સુલ્લક), તેઓ સફેદ અથવા કેસરી (કે ભગવા) કપડાં પહેરે છે. દિગંબર માને છે દરેક પ્રકારના પરિગ્રહ કે જેમાં કપડાનો પણ સમાવેશ થાય છે. તેનો ત્યાગ કર્યા સિવાય મોક્ષ શક્ય નથી અને સ્ત્રીઓ કપડાં વગર રહી શકતી નથી આથી તેઓ મોક્ષ મેળવવા માટે સશક્ત નથી. આથી દિગંબરો માને છે કે ૨૪ તીર્થંકરો પુરુષ હતા. જ્યારે શ્વેતાંબર માને છે કે ૧૯માં તીર્થંકર મલ્લિનાથ સ્ત્રી હતા. જ્યારે બાકીના ૨૩ તીર્થંકરો પુરુષ હતા. શ્વેતાંબર માને છે કે મોક્ષ મેળવવા માટે નગ્નતા જરૂરી નથી. આથી સ્ત્રીઓ પણ મોક્ષ મેળવવા માટે સશક્ત છે. Page 102 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy