Book Title: Yog Vaasishtha Part 01
Author(s): Anil Pravinbhai Shukla
Publisher: Anil Pravinbhai Shukla
Catalog link: https://jainqq.org/explore/008125/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Gujarati Yog Vaasishth Part-1 (Include First 3-Chapter) Vairagva-Mumukshu-Utpatti (In Simple Gujarati Langauage) Based On Valmiki's Yog-Vaasishth (Maha Ramayan---OR---Uttar Ramayan) By Anil Pravinbhai Shukla (Inspiration by Mom Indu) January-2014 www.sivohm.com -Emaillalaji@sivohm.com-OR-anilshukla1@gmail.com યોગવાસિષ્ઠ ભાગ-૧ (પહેલાં ત્રણ પ્રકરણ-વૈરાગ્ય-મુમુક્ષ-ઉત્પત્તિ (સરળ ગુજરાતીમાં) વાલ્મિકીજી રચિત ગ્રંથ યોગવાશિષ્ઠ (મહારામાયણ---અથવા---ઉત્તર રામાયણ) પર આધારિત સંકલન અનિલ પ્રવિણભાઈ શુક્લ (મા ઇન્દુ ની પ્રેરણાથી) જાન્યુઆરી-૨૦૧૪ www.sivohm.com -Emaillalaji@sivohm.com-OR-anilshukla1@gmail.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Dedicated to-In loving Memory Of Grandpa-Labhshanker Grandma-Santok Baa Dad-Dr.Pravinbhai | Mom-Induben (Inda) : From: Anil and Renuka Son-Manan-and-Daughter in law--Anne અનુક્રમણિકા પ્રસ્તાવના page# • યોગવાશિષ્ઠ માં શું છે?. • યોગવાશિષ્ઠ ના છ પ્રકરણો માં શું છે?... ............ યોગવાશિષ્ઠ વૈરાગ્ય- પ્રકરણ.......ની અનુક્રમણિકા. મુમુક્ષુ -પ્રકરણ.........ની અનુક્રમણિકા.. ઉત્પત્તિ -પ્રકરણ.... ની અનુક્રમણિકા..... ............ ........... Total Page-255 Page #3 -------------------------------------------------------------------------- ________________ યોગવાશિષ્ઠ માં શું છે? યોગવાશિષ્ઠ શું છે? જેણે માત્ર “યોગવાશિષ્ઠ" નામ જ સાંભળ્યું હોય તો તે એમ પણ કદાચ વિચારે કેકોઈ “યોગ” વિષે “વશિષ્ઠ મુનિએ” લખેલ ગ્રંથ હશે. પણ “યોગવાશિષ્ઠ" કે જેને “યોગવાશિષ્ઠ-મહારામાયણ”--અથવા--"ઉત્તર રામાયણ” પણ કહે છે, તે આદિ કવિ વાલ્મીકિજી એ લખેલ ગ્રંથ છે. “વાલ્મીકિ રામાયણ” તરીકે અતિ પ્રખ્યાત થયેલ વાલ્મીકિજી એ લખેલ રામાયણ ના ગ્રંથ ને “પૂર્વ-રામાયણ" પણ કહે છે કે જેમાંશ્રીરામ ના જન્મ થી માંડી રાવણ-વધ સુધી રામની લીલાઓ વર્ણવી છે. શ્રીરામજી નું છ કાંડો માં જીવન ચરિત્ર વર્ણવ્યું છે. ત્યાર બાદ વાલ્મીકિજીએ “યોગવાશિષ્ઠ” (ઉત્તર-રામાયણ) નું સર્જન કર્યું કે જેમાં શ્રી રામને આવેલા “તીવ્ર વૈરાગ્ય" ના પ્રસંગે વશિષ્ઠ, શ્રીરામને આપેલા ઉપદેશ નું વર્ણન કર્યું છે કે જેમાં - “સંસાર માં રહી સંસાર ના કાર્યો કરવા છતાં સંસારથી અલિપ્ત (અનાસક્ત) રહી ને જીવન-મુક્તિ (વિદેહ અવસ્થા) નો અનુભવ કેવી રીતે લઇ શકાય? તેનું અદભૂત અને સુંદર વર્ણન કર્યું છે. સામાન્ય બુદ્ધિ ને અઘરા લાગતા ઉચ્ચ આધ્યાત્મિક સિદ્ધાંતો ને સહેલાઈ થી સમજી શકાય તે માટેઅનેક દૃષ્ટાંતો અને ઉપમા ઓ આપીને સરળ શૈલીમાં લોકભોગ્ય બને તે રીતે વાલ્મિકીજીએ યોગવાશિષ્ઠ નું નિર્માણ કર્યું છે. પૂર્વ-રામાયણ (વાલ્મીકિ રામાયણ) માં જેમ છ કાંડો માં મર્યાદા પુરુષોત્તમ રામજી નું જીવન ચરિત્ર છે, તેમ ઉત્તર-રામાયણ (યોગવાશિષ્ઠ-મહારામાયણ) પણ છ પ્રકરણો માં વિભાજીત છે. (૧) વૈરાગ્ય (૨) મુમુક્ષુ (૩) ઉત્પત્તિ (૪) સ્થિતિ (૫) ઉપશમ (૬) નિર્વાણ ---(કુલ-૩૨૦૦૦ શ્લોક) (બધું ના વંચાય તો-યોગવાશિષ્ઠ નું પહેલું વૈરાગ્ય પ્રકરણ તો દરેકે એક વખત કે વારંવાર વાંચવા જેવું છે) ગીતા કે જે મહાભારતમાંથી અલગ કરી ને રજુ થઇ છે, કે જેમાં ઈશ્વર (કૃષ્ણ) જીવ (અર્જુન) ને બોધ આપે છે, જયારે અહીં રામાયણમાં- રામજી ને આવેલા તીવ્ર વૈરાગ્ય ના એક પ્રસંગ ને અલગ કરી ને લીધો છે કેજેમાં જીવ (વશિષ્ઠ) એ ઈશ્વર (રામ) ને બોધ આપે છે!!! શ્રીરામ ના તીવ્ર વૈરાગ્ય નો પ્રસંગ કંઈક આવો છે. શ્રીરામ વિદ્યાભ્યાસ પુરો કરી તીર્થયાત્રા કરવા જાય છે, ત્યાંથી પાછા ફરવા બાદ, તેમને સંસારના પદાર્થો પ્રત્યે તીવ્ર વૈરાગ્ય પેદા થયો અને તે સંસારિક કાર્યો અને ભોજન થી પણ ઉદાસીન થઇ એકાંત સેવન કરવા લાગ્યા, દિન-પ્રતિદિન તેમનું શરીર કૃશ અને નિર્બળ થવા લાગ્યું. પિતા દશરથ ને અત્યંત ચિંતા થાય છે. એવે સમયે વિશ્વામિત્ર મુનિએ દશરથ રાજા ની સભામાં આવી ને પોતાના યજ્ઞ-કાર્ય માં વિઘ્ન કરનારા રાક્ષસોને મારવા માટે શ્રી રામચંદ્રજી ની માગણી કરી. રાજા દશરથે પોતાના પુત્ર શ્રીરામ પ્રત્યેના અત્યંત સ્નેહને કારણે દીનતા પ્રગટ કરી ને શ્રી રામને આપવામાં સંકોચ કર્યો. Page #4 -------------------------------------------------------------------------- ________________ વળી તેમણે રામની દશા પણ વર્ણવી. ત્યારે વિશ્વામિત્રે રામજી ને સભામાં બોલાવી તેમની મનો-વ્યથા નું કારણ પૂછ્યું. ત્યારે શ્રી રામ પોતાના સંસાર પ્રત્યે અરુચિ ધરાવતા મન ની દશાનું વર્ણન કરતાં કહે છે કે આ સંસારમાં કોઈ પણ વસ્તુ અવિનાશી ને આનંદદાયક નથી. બાળપણ,જુવાની,વૃદ્ધત્વ અવસ્થાઓ અને ધન,ભોગ વગેરે પદાર્થો માં પણ કોઈ સ્થાયી રમણીયતા (આનંદ) નથી.છતાં પણ આપણે મોહિત થઇ ને, તેમાં જ જન્મ ગુમાવી દઈ આત્મ ચિંતન માં લક્ષ્ય આપતા નથી. આ સર્વ નું કારણ આપણી વાસના જ છે. અને તે વાસના થી હું મુક્ત થવા ઈચ્છું છું. પછી સભામાં બેઠેલા વશિષ્ઠ,વિશ્વામિત્ર વગેરે જે ઋષિઓ ઉપસ્થિત હતા તેમને પ્રાર્થના કરી કે આપ મને એવો ઉપદેશ આપો કે જે વડે હું આ શોક-સાગર થી પાર ઉતરી શકું. ત્યારે વિશ્વામિત્રે,વશિષ્ઠજી ને કહ્યું કે આપ શ્રી રામ ને એવો ઉપદેશ આપો કે જેથી એમનો અજ્ઞાન-રૂપી અંધકાર દૂર થાય. આથી વશિષ્ઠજી એ રામચંદ્રજી ને આ “યોગવાશિષ્ઠ-મહારામાયણ" શાસ્ત્ર નો ઉપદેશ આપ્યો. કે જેનું વર્ણન વાલ્મીકિ જી એ આ સંક્ષિપ્તમાં “યોગવાશિષ્ઠ” ના નામે ઓળખાતા આ ગ્રંથ માં કર્યું છે. 4 Page #5 -------------------------------------------------------------------------- ________________ 5 યોગવાશિષ્ઠ ના છ પ્રકરણો માં શું છે? ૧) વૈરાગ્ય પ્રકરણ જ્યાં સુધી મુમુક્ષ માં દૃઢ વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી ત્યાં સુધી તે કદાપિ મોક્ષ નો અધિકારી થઇ શકતો નથી. અને આ વૈરાગ્ય દૃઢ કરવા માટે, બાળપણ યૌવન,વૃદ્ધાવસ્થા,ધન,સ્ત્રી-વગેરે પદાર્થો ની નિંદા કરી ને કાળ (સમય) ની ગતિનું વર્ણન એવા એવા રૂપકો અને દૃષ્ટાંતો દ્વારા કરવામાં આવ્યું છે કે-તેને વાંચી નેસંસાર ના મોહ માં ફસાયેલો અને સંસારમાં રચ્યો પચ્યો મનુષ્ય પણ એકવાર તો મોહરહિત થાય. ૨) મુમુક્ષુ પ્રકરણ - વાસના નો ત્યાગ એ જ મોક્ષ છે અને સંસારના પદાર્થો માં વાસના રાખવી તે જ બંધન છે. આ વાસના નો ત્યાગ પુરુષાર્થ થી જ સિદ્ધ થઇ શકે છે, પ્રારબ્ધ પર વિશ્વાસ રાખી,બેસી રહેવાથી તે સિદ્ધ થતો નથી. જો પ્રબળ પુરુષાર્થ કરવામાં આવે તો,આ જન્મ ની આગલા જન્મ-જન્માંતર ની સર્વ મલિન વાસનાઓ નો ત્યાગ થઇ શકે છે, અને આત્મ-જ્ઞાન-પ્રાપ્તિ ની આડે આવતાં સર્વ વિઘ્નો ને જીતી મોક્ષ ની પ્રાપ્તિ થાય છે. ૩) ઉત્પત્તિ પ્રકરણ મન એ સંકલ્પ-વિકલ્પ કરે છે. આ સંસાર, સંકલ્પ ની વૃદ્ધિ થી વૃદ્ધિ પામે છે,ને સંકલ્પ ની ક્ષીણતા થી સંસાર મરી જાય છે. એટલે મન નું સ્કરણ (સંકલ્પ) જ જગત ની ઉત્પત્તિ તથા સ્થિતિ નું કારણ છે. પણ મન પાસે કોઈ સત્તા નથી,તેની સત્તા બ્રહ્મ ની (અધિષ્ઠાનની) સત્તા ને જ કારણે છે. “હું બ્રહ્મ નથી" એવો સંકલ્પ જ્યાં સુધી મનમાં સ્થિર છે, ત્યાં સુધી બંધન છે.પણ જયારે, “આ સર્વ દ્રશ્ય બ્રહ્મ છે,અને હું પણ બ્રહ્મ છું"એવો સંકલ્પ દૃઢ થઇ જાય પછી કોઈ બંધન ક્યાંથી રહે? ૪) સ્થિતિ પ્રકરણ બ્રહ્મ (પરમાત્મા) અને જીવ (આત્મા) વચ્ચે નો, સંકલ્પ ને લીધે ઉદભવતો ભાવનામય ભેદ એ જ ઉત્પત્તિ તેમ જ સ્થિતિ નું પણ કારણ છે. માટે એ સંકલ્પ-મય જગત નો ત્યાગ કરી ને સ્વ-સ્વરૂપ માં વિચરવાનું કહે છે. સર્વ પદાર્થો માં સમ-દૃષ્ટિ થવા થી મન ની પરમ (શાંત) સ્થિતિ ઉદ્ભવે છે. લૌકિક અહંકાર (હું દેહ છું,મારું શરીર એ “હું" છું) નો ત્યાગ કરી પરમ પદ માં સ્થિર (સ્થિત) થવાનું કહે છે. ૫) ઉપશમ પ્રકરણ - જ્યાં સુધી મન ની સત્તા છે, ત્યાં સુધી દુ:ખ છે, મનો નિગ્રહ કરી,થયેલા મનોનાશથી (મન ના નાશથી) દુઃખ નો પણ નાશ થઈ જાય છે. વાસના નો નાશ,મનોનાશ અને તત્વ-સાક્ષાત્કાર થી જ પરમપદ ની પ્રાપ્તિ થાય છે. આ ત્રણે એક બીજાના સહચારી છે.વાસના ના નાશ થી મનનો નાશ થાય છે. અને મન ના નાશ થી વાસનાનો નાશ થાય છે એટલે કે જ્યાં સુધી વાસનાનો ક્ષય ના થાય ત્યાં સુધી મન નો નાશ થતો નથી,અને Page #6 -------------------------------------------------------------------------- ________________ મન નો નાશ ન થાય ત્યાં સુધી વાસનાનો નાશ થતો નથી. અને આ બંને નો નાશ ન થાય ત્યાં સુધી સાક્ષાત્કાર થતો નથી. સંસાર સાથે આસક્તિ જ અનર્થો નું કારણ છે. સંસાર માં રહેવા થી દુઃખ નથી પણ સંસાર ને મન માં લાવી, તેની સાથે મન આસક્ત થાય છે ત્યારે જ દુઃખો પેદા થાય છે, માટે મન થી સંસારની આસક્તિ નો ત્યાગ કરવા થી બંધન છૂટી જાય છે અને આસક્તિ નો ત્યાગ એ જ મોક્ષ છે. ૬) નિર્વાણ પ્રકરણ શાસ્ત્રાભ્યાસ કે ગુરૂ એ બાહ્ય સાધનો છે, તેનાથી કંઈ પરમપદ ની પ્રાપ્તિ થતી નથી.પણ કેવળ આપણી પોતાની અંતર- શુદ્ધિ અને શુદ્ધ બુદ્ધિ થી જ પરમપદ પામી શકાય છે. “મારા થી ભિન્ન કોઈ વસ્તુ નથી,આ સંસાર ચક્ર જે અનાદિ કાળ થી ચાલી રહ્યું છે, તે બ્રહ્મ થી અને મારાથી ભિન્ન નથી.હું શિવ-સ્વરૂપ છું,દ્રષ્ટા છું" આવું જે જ્ઞાન છે તે જ માત્ર પરમપદ છે.બીજું કોઈ પરમપદ નથી. અને આવા જ્ઞાનના ઉદય થયા પછી,સર્વ અહમ નો ત્યાગ થઇ જાય છે. અને શરીર વિદ્યમાન (હોવા) છતાં પણ તેવો જ્ઞાની પુરુષ વિદેહ (કૈવલ્ય) ને પ્રાપ્ત થાય છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૧) વૈરાગ્ય-પ્રકરણ -અનુક્રમણિકા 1. વાલ્મીકિ અને અરિષ્ટનેમિ નો સંવાદ 2. અધિકારી,ગ્રંથ-રચના અને જીવનમુક્ત ની સ્થિતિ 3. દૃશ્ય-બાધ નો ઉપાય,વાસના-ભેદ નું લક્ષણ અને રામની તીર્થયાત્રા 4. રામનું તીર્થયાત્રા થી પાછા ફરવું અને તેમની દિનચર્યા 5. રામના વૈરાગ્ય નું વર્ણન 6. વિશ્વામિત્ર નું આગમન 7. વિશ્વામિત્રની રામને મોકલવાની માગણી 8. દશરથ રાજા ને થયેલો ખેદ 9. વિશ્વામિત્ર ના તપોબળ નું વશિષ્ઠ દ્વારા વર્ણન 10. રામની સ્થિતિ 11. રામનું દશરથ રાજાએ અને મુનિઓએ કરેલું સાંત્વન 12. ભોગની દુ:ખરૂપતા,વિષયોની અસત્યતા અને સંપત્તિની અનર્થરૂપતા 13. લક્ષ્મી ના દોષો નું વર્ણન 14. મૂર્ખના જીવન ની નિંદા 15. અહંકાર ની નિંદા 16. ચિત્તદોષ નું વર્ણન 17. તૃષ્ણા ઉપર ધિક્કાર 18. દેહની નિંદા 19. બાલ્યાવસ્થા ની નિંદા 20. યૌવન નિંદા 21. સ્ત્રી-ના શરીર ની નિંદા 22. વૃદ્ધપણા ની નિંદા 23. કાળ-વર્ણન 24. કાળ નું રાજકુમાર-રૂપે વર્ણન 25. દૈવ અને ક્રિયા-રૂપ કાળ નું વર્ણન 26. સંસાર દુર્દશા 27. પદાર્થો ના દોષો નું વર્ણન 28. સર્વમાં ફેરફાર થનાર સ્વભાવનું વર્ણન 29. વૈરાગ્યવર્ણન અને ઉપદેશની માગણી 30. વિશ્રાંતિના ઉપદેશની માગણી 31. ટૂંકા જીવનમાં સુખરૂપ પદ-નો પ્રશ્ન 32. રામનાં વચનોની પ્રશંસા 33. સિદ્ધ-લોકો નું સભામાં આવવું Page #8 -------------------------------------------------------------------------- ________________ (1) વૈરાગ્ય પ્રકરણ (૧) વાલ્મીકિ અને રાજા અરિષ્ટનેમિ નો સંવાદ પૂર્વે, અરિષ્ટનેમિ નામના એક રાજાને વૈરાગ્ય થવાથી,પુત્રને રાજ્ય સોંપી દઈને ગંધમાદન પર્વતમાં તપ કરવા ચાલ્યો ગયો હતો.એના તપના પુણ્યના કારણે સ્વર્ગ ના રાજા ઇન્દ્રે તે રાજાને સ્વર્ગમાં લઇ આવવા તેના દૂતને મોકલ્યો,ત્યારે રાજા દૂત સાથે સ્વર્ગમાં જવા માટે ‘ના’ પાડી દે છે. કારણકે –દૂત મારફતે તેણે જાણ્યું કે-જેવું પુણ્ય કર્યું હોય,તે અનુસાર સ્વર્ગમાં સુખ ભોગવવા મળે છે,અને પુણ્ય ખતમ થતાં જ સ્વર્ગમાંથી ધકેલી મુકવામાં આવે છે,પાછો મનુષ્ય નો અવતાર લેવો પડે છે. એટલે રાજા,દૂતને કહે છે કે-આવા સ્વર્ગ ને હું ઇચ્છતો નથી,સર્પ જેમ જૂની કાંચળી ને છોડી દે છે,તેમ, હજી હું મહા-ઉગ્ર તપ કરીને,પાપ-કર્મ નો સમૂળ નાશ કરી,અનાસક્ત થઈ,આ અશુદ્ધ શરીર ને છોડી દઈશ. મારે પુણ્યો ભોગવવા નથી,મારે ફરી ફરી જન્મ લેવો નથી. રાજાની,આવી વાત દૂત મારફત સાંભળી,ઇન્દ્રે દૂતને કહ્યું કે તું ત્યાં ફરીથી જા,અને તે વૈરાગ્યવાન રાજાને ‘આત્મ-સ્વ-રૂપ’ નો બોધ કરાવવા, તત્વ-વેતા –વાલ્મીકિ- ના આશ્રમે લઇ જા.અને વાલ્મીકિ ને મારો સંદેશો કહેજે-કે આ વૈરાગ્યવાન અને નમ્રતાવાળો રાજા સ્વર્ગને ઇચ્છતો નથી,તો, હે,મહામુનિ,તમે તેને આત્મજ્ઞાન આપો, એટલે સંસારનાં દુઃખોથી કાયર થયેલો,આ રાજા ‘ક્રમ-પૂર્વક’ મોક્ષ પામશે. ત્યારે ઇન્દ્રનો દૂત.અરિષ્ટનેમિ રાજાને વાલ્મીકિ પાસે લઇ જાય છે,ત્યારે રાજા વાલ્મીકિ ને પૂછે છે-કેહું શી રીતે સંસાર-રૂપ બંધનથી થતાં દુઃખો ની પીડામાંથી છુટો થાઉં ? તે આપ મને કહો. વાલ્મીકિ કહે છે કે-હે,રાજન સાંભળ,હું તને વશિષ્ઠ અને શ્રીરામ ના સંવાદ-રૂપે થયેલી,મોક્ષના ઉપાયોવાળી, શુભ કથા કહું છું,તે તું એકાગ્ર-ચિત્ત થઈ સાંભળ,અને તે સાંભળી ને યત્ન-પૂર્વક, મનમાં ધારણ કરીને, તું જીવન-મુક્ત થઈશ.તું નિઃસંશય થા, મને “પર-બ્રહ્મ” ના સાચા સ્વરૂપ નું જ્ઞાન છે. (૨) અધિકારી,ગ્રંથ-રચના,અને જીવન-મુક્ત ની સ્થિતિ વાલ્મીકિ કહે છે-કે આ શાસ્ત્ર નો (યોગ વાસિષ્ઠ-મહારામાયણ નો) ‘અત્યંત અજ્ઞાની’ કે ‘અત્યંત જ્ઞાની’ અધિકારી નથી. પણ,જે મનુષ્યને ‘હું આ સંસારમાં બંધાયો છું,અને જ્ઞાન મળવાથી હું મુક્ત થઈશ’ એવો નિશ્ચય હોય તે જ –આ શાસ્ત્ર નો અધિકારી છે. જે વિવેકી પુરુષ,પ્રથમ “પૂર્વ રામાયણની” કથાઓનો વિચાર કરી,(પૂર્વ રામાયણ=રામજન્મ થી રાવણ વધ) તેમાં કહેલા,નીતિ અને ધર્મ પ્રમાણે ચાલે છે.અને પછી, મોક્ષના ઉપાયરૂપ-ઉત્તર-રામાયણ (આ યોગ-વાસિષ્ઠ) નો વિચાર કરે છે,તેનો પુનર્જન્મ થતો નથી. 8 પ્રથમ,પૂર્વ-રામાયણમાં રાગ-દ્વેષ-આદિ દોષો પર વિજય કરવામાં પ્રબળતા ધરાવનાર, રામચંદ્ર ની કથાઓ-રૂપ “ઉપાયો” રચ્યા હતા, અને તે ભરદ્વાજમુનિ નામના શિષ્યને આપ્યા હતા, ભરદ્વાજે તે બ્રહ્માની આગળ બોલી દેખાડ્યા હતા,ત્યારે સંતોષ પામેલા બ્રહ્માએ ભરદ્વાજ ને વર માગવાનું કહ્યું. Page #9 -------------------------------------------------------------------------- ________________ ભરદ્વાજે માગ્યું કે જે ઉપાય થી લોકો સંસાર-રૂપી દુઃખમાંથી મુક્ત થાય તે ઉપાય કહો. ત્યારે બ્રહ્મા કહે છે કે આ માટે તું તારા ગુરૂ,વાલ્મીકિ ને જ પ્રાર્થના કર,તે જે મહા-રામાયણ હમણાં રચી રહ્યા છે તે તે પુરુ કરે.એ રામાયણ પુરુ થયા પછી તેને જો સાંભળવામાં આવશે તો લોકો,સઘળા મોહ ને પાર કરી જશે, અને સંસાર-રૂપી દુઃખમાંથી મુક્ત થશે. આમ કહે ને બ્રહ્માજી પણ ભરદ્વાજ સાથે જ વાલ્મીકિ ના આશ્રમે આવ્યા,અને વાલ્મિકીને તેમણે કહ્યું-કેહે,મહામુનિ,તમે શ્રીરામ ના સ્વભાવનું વર્ણન કરવા જે ઉત્તમ ગ્રંથ રચવા માંડ્યો છે,તે કાયર થઇ વચ્ચે છોડ્યા વિના,લોક-હિતાર્થે, એને સત્વરે સમાપ્ત કરવો જોઈએ.આ ભલામણ કરવા જ હું અહીં આવ્યો છું. આમ કહી તે અદશય થઇ ગયા. બ્રહ્મા નું આવવું અને અદશ્ય થવું એ જોઈ,વાલ્મીકિ ને અતિ આશ્ચર્ય થયું, તેમણે ભરદ્વાજ ને પૂછ્યું કે-બ્રહ્માજી એ આ શું કહ્યું? અને તને શું કહ્યું હતું તે મને સત્વરે કહે. ભરદ્વાજે કહ્યું કે તમે જેમ પૂર્વ-રામાયણ પુરું કરીને ઉત્તર-રામાયણ લખવાનું જે ચાલુ કર્યું છે તે પૂર્ણ કરવાથી, અને તેના,વાંચન થી સંસારના લોકો નો મોહ દૂર થઇ સંસાર-સાગર ને તેઓ પાર કરશે.મુક્ત થશે. આપ મને પણ અત્યારે એ કથા કહો કે શ્રીરામ-વગેરે સૌ સંસાર-રૂપી સંકટમાં કેવા વ્યવહારથી વર્યા હતા? તેઓ કેવી રીતે નિર્દુખ-પણું પામ્યા હતા? કે જેથી હું પણ બીજા લોકો ની સાથે તેવી સ્થિતિને પામું. (3) દૃશ્ય-બાધ નો ઉપાય,વાસના-ભેદ નું લક્ષણ અને રામની તીર્થયાત્રા (દયબાધ=દૃશ્યમાત્ર એટલે કે જગતમાત્ર,એ અસ્તિત્વ-રહિત અને મિથ્યા છે) ભરદ્વાજ વાલ્મીકિ ને કહે છે-પ્રથમ રામ-ચરિત્ર નો સંબંધ લઈને,આપ, અનુક્રમે મને જીવન-મુક્ત ની સ્થિતિ કહો.એટલે તેનું અનુસંધાન રાખીને હું સર્વદા સુખી રહી શકીશ. વાલ્મીકિ કહે છે–જેમ,આકાશને કોઈ રંગ નથી,છતાં તેમાં જે વાદળી રંગ દેખાય છે, તે સાચો નથી, પણ ભ્રમ છે, તેમ આ જગત કે જે દ્રશ્યમાન છે, તે પણ એક ભ્રમ છે ને,તે સાચું નથી.( મિથ્યા છે) કોઈ સમયે પણ,તે જગતનું પાછું સ્મરણ ના થાય,એવું (તે જગતનું) વિસ્મરણ થવું, એ “મુક્તિ"નું સર્વોચ્ચ લક્ષણ અને સ્વરૂપ છે-એવો મારો નિશ્ચય છે. “સ્વ-રૂપ” (પોતાનું રૂપ=આત્મા–પરમાત્મા) નો સાક્ષાત્કાર થયા વિના “દય-માત્ર અસ્તિત્વ વિહીન છે” એ બોધ” કોઈના અનુભવ માં આવી શકતો નથી. અને “સ્વ-રૂપ” નો સાક્ષાત્કાર કરવા માટે આ શાસ્ત્ર (યોગવાશિષ્ઠ) છે.માટે તેને સાચી રીતે સમજવાનું છે. શ્રવણ-મનન-વગેરે ક્રમથી,ચિત્તશુદ્ધિ થાય એટલે વાસનાઓ ક્ષીણ થતાં, જેમ ઠંડી ઓછી થતાં,હિમ (બરફ) નો કણ તરત પીગળી જાય છે, તેમ,મન, કે જ્યાં વાસનાઓ નો સમૂહ રહેલો છે તે પીગળી જાય છે. જેમ, અંદર પરોવેલો ઝીણો દોરો,મોતીઓના સમૂહ ને ધરી રાખે છે, તેમ,વાસના-રૂપી દોરો,પંચ-મહાભૂત ના બનેલા આ શરીર ને ધરી રાખે છે. વાસના ના બે પ્રકાર છે-એક શુદ્ધ અને બીજી મલિન. જે–વાસનાથી “જન્મ”(પુનર્જન્મ) થાય છે-તે મલિન અને જેથી જન્મ નો નાશ થાય છે-તે શુદ્ધ વાસના છે. પ્રબળ અહંકાર થી મલિન વાસનાને -વિષયો ના અનુસંધાન ને કારણે-પોષણ મળે છે અને પુનર્જન્મ નું (અને Page #10 -------------------------------------------------------------------------- ________________ બંધનનું) કારણ બને છે, પરંતુ, જેમ શેકાયેલું બી,અંકુરિત થઇ શકતું નથી, તેમ શુદ્ધ વાસના, પુનર્જન્મ ને ટાળે છે,ને આવી શુદ્ધ-વાસના જીવન-મુક્ત પ્રાણીઓના શરીરમાં ચાકડા ના ભ્રમણ પેઠે રહે છે. (જેમ,કુંભારનો ચાકડો, હાથ થી ફેરવવાનું છોડી દીધા પછી પણ વેગ ના સંસ્કારથી થોડી વાર સુધી ફર્યા કરે છે,તેમ જીવન-મુક્ત નો દેહ ફર્યા કરે છે) આમ,જેમની વાસના શુદ્ધ હોય, તેમને પુનર્જન્મ નથી (મુક્તિ છે, અને તેથી, તે,પરમ-તત્વ ને પામેલા,જીવન-મુક્ત અને બુદ્ધિમાન કહેવાય છે. મહા-બુદ્ધિમાન,રામ,જે (આ) પ્રકારે જીવન-મુક્તિનું પદ પામ્યા હતા, તેમનો શુભ અનુક્રમ હું એવી રીતે કહીશ કે તું, સર્વદા,સઘળું, સારી રીતે, સરળતાથી સમજી શકીશ. વિદ્યાભ્યાસ પૂરો કરીને રામ, ઘેર આવ્યા,અને ત્યાં નિર્ભય-પણે આનંદ-પૂર્વક જીવન વિતાવતા હતા. એવામાં કોઈ એક દિવસે તેમના મનમાં અનેક તીર્થો અને પવિત્ર આશ્રમો જોવાની ઉત્કંઠા થઈ. એટલે તેમણે તે પોતાનો વિચાર રાજા દશરથ (પિતાજી) સમક્ષ રજુ કર્યો. રાજા દશરથે,મુનિ વશિષ્ઠ સાથે વિચાર-વિમર્શ કરીને,રામની એ પહેલી,માગણી નો સ્વીકાર કરી તેમને તીર્થયાત્રા એ જવાની રજા (આજ્ઞા) આપી.. એટલે,રામ-લક્ષ્મણ અને શત્રુઘ્ન સાથે યાત્રાએ જવા નીકળ્યા. અને અનેક તીર્થો,આશ્રમો,નદીઓ, સરોવરો,પર્વતો-એમ અખિલ પૃથ્વી નાં દર્શન કરીને – પોતાની તીર્થયાત્રા પુરી કરીને પોતાને ઘેર પાછા ફર્યા. (0 રામનું તીર્થયાત્રા થી પાછા ફરવું અને તેમની દિનચર્યા વાલ્મીકિ બોલ્યા-અયોધ્યા-નિવાસીઓએ રામને પુષ્પાંજલિ કરી ને વધાવ્યા,અને રામે ઘરમાં પ્રવેશ કર્યો. પોતાના એ પ્રથમ પ્રવાસથી પરત થઈને,રામે,પિતાને,વશિષ્ઠને,કુટુંબીજનોને અને સર્વ ને પ્રણામ કર્યા, એ સમયે રામ જાણે આનંદથી સમાતા નહોતા,અને ઘરમાં સર્વેને મધુર અને પ્રિય પોતાના પ્રવાસના અનુભવો ની વાતો કરતા હતા અને ઘરમાં આનંદ થી રહેતા હતા. રામ,નિત્ય પ્રાતઃકાલ માં વહેલા ઉઠી,શાસ્ત્ર-વિધિ પ્રમાણે સંધ્યા-વંદન કરતા,ને પછી પિતાજીના દર્શન કરવા સભામાં પધારતા,ત્યાં વશિષ્ઠ વગેરે મહાત્માઓની સાથે આદર-પૂર્વક અનેક પ્રકારનાં જ્ઞાનોથી ભરેલી વાતચીત કરતા.પછી ભોજનાદિક-વગેરે ક્રિયાઓ કરી,ચોથે પહોરે પિતાની આજ્ઞા લઇ મૃગયા રમવા જતા. વનમાંથી પાછા આવી,સ્નાન-આદિ કરી,રાતે બાંધવો ની સાથે ભોજન કરતા અને સ્નેહીઓ ને પોતાની પાસે રાખી,રાત ગાળતા. રામ,મોટા ભાગે આવી નિત્ય દિનચર્યા રાખી ને પોતાના ભાઈઓની સાથે પિતાના ઘરમાં રહેતા હતા, અને અત્યંત આનંદ-પૂર્વક પોતાનો સમય વિતાવતા હતા. (૫) રામના વૈરાગ્ય નું વર્ણન વાલ્મીકિ બોલ્યા-આ સમયે રામની પોણા-સોળ વર્ષ ની અવસ્થા થઇ હતી. રામે થોડો સમય તો આનંદ માં ગુજાર્યો, પણ પછી,શરદ ઋતુમાં જેમ નિર્મળ તળાવ,દિવસે દિવસે, સુકાઈ જાય છે, તેમ તે સુકાવા લાગ્યા.વિશાળ લોચન (અખો) વાળું,શ્વેત મુખ પણ ફિક્કુ પાડવા લાગ્યું. રામચિંતામાં પરવશ થઇ રહ્યા અને પદ્માસન વાળી,ગાલ પર હાથ મૂકી બેસી રહેવા લાગ્યા, સઘળાં કામો મૂકીને Page #11 -------------------------------------------------------------------------- ________________ જાણે મૂંગા,જેવા બનવા લાગ્યા.સેવકો બહુ પ્રાર્થના કરે ત્યારે કંટાળીને રામ,દિવસનાં આવશ્યક કર્યો કરતા. તેમનું મુખ-કમળ તો કરમાયેલું જ રહેતું હતું. ગણ ના ગણનિધિ-એવા આ રામને જોઈને સર્વ તેમની ચિંતા કરવા લાગ્યા,એક દિવસે દશરથ રાજાએ તેમને પૂછ્યું-કે દીકરા એવી તો તારે શી ચિંતા આવી પડી છે? પણ રામે કંઈ જવાબ આપ્યો નહિ. થોડા દિવસ પછી ફરીથી પણ દશરથે એજ પ્રશ્ન કર્યો ત્યારે રામ માત્ર એટલું જ બોલ્યા કેહે પિતાજી મને કોઈ ચિંતા નથી, કે કોઈ દુ:ખ નથી. દશરથરાજા ને હવે રામની ચિંતા થવા લાગી, તેમણે,પોતાની આ ચિંતા વશિષ્ઠ આગળ રજુ કરી. અને તેમને પૂછ્યું કે-રામ,શા માટે મુંઝાય છે?એમને કઈ ચિંતા લાગી હશે? વશિષ્ઠ મુનિએ વિચાર કરી ને જવાબ આપ્યો કે-હે મહારાજ, તમે ખેદ કરશો નહિ, રામને ચિંતા થવામાં, પરિણામે સુખદાયી થાય એવું કારણ છે. પુરુષો,મોટા ને મહત્વના કારણ વિના,કોઈ નાના કારણથી, ખેદ કે હર્ષ-રૂપી વિકાર ને પામતા નથી. (૬) વિશ્વામિત્ર નું આગમન વાલ્મીકિ બોલ્યા-વશિષ્ઠજી, રાજા દશરથને,આ પ્રમાણે વાત કરતા હતા,અને રાજા દશરથ સંદેહ અને ખેદ થી પોતાની ચિંતાનું કારણ જાણવા મૌન ધરીને બેઠા હતા. રામની આવી ચેષ્ટા થી ઘરનાં સર્વ ને પણ આ રીતે જ ચિંતા ઘેરી વળી હતી. એ જ સમયે,વિશ્વામિત્ર નામના પ્રખ્યાત મહર્ષિ, દશરથ રાજાને મળવા માટે દ્વારે આવીને ઉભા. ધર્મના કાર્યોમાં તત્પર રહેનાર એ બુદ્ધિમાન મહર્ષિના યજ્ઞ નો રાક્ષસ-લોકો,માયાના બળથી તથા શરીરના બળથી,ભંગ કરી નાખતા હતા.તેથી યજ્ઞ ની રક્ષા કરવા માટે રાજાને મળવા ઇચ્છતા હતા, દ્વારપાલો એ જઈને રાજાને ખબર આપી કે –વિશ્વામિત્ર મળવા પધાર્યા છે. ત્યારે રાજાએ અને વશિષ્ઠ તેમનું સામે જઈ સ્વાગત કરી આસન પર બેસાડી પૂજન કર્યું. અને દશરથ રાજાએ વિશ્વામિત્ર ને કહ્યું કેઆપના આવવાથી અમારા પર અનુગ્રહ થયો છે,આપ જે કોઈ અર્થથી પધાર્યા હો તે કાર્ય મેં કર્યા જ છે એમ જ માનજો,કારણકે આપ,સર્વદા માટે માન્ય છો.માટે આપ, આપના કામના સંબંધમાં કંઈ પણ પ્રકારે સંદેહ રાખશો નહિ, આપનું જે કંઈ કામ હશે તે હું ધર્મ ની રીતિ પ્રમાણે સઘળું કરી આપીશ. વિશ્વામિત્ર, રાજાનાં વિનય ભરેલાં વચનો સાંભળી હર્ષ પામ્યા. (૭) વિશ્વામિત્રની રામને મોકલવાની માગણી વાલ્મીકિ બોલ્યા-આ પ્રમાણે દશરથ રાજાનાં વચનો સાંભળી,વિશ્વામિત્ર બોલ્યા કેમહાવંશ માં જન્મેલા આપનું બોલવું યોગ્ય જ છે,પણ હે રાજા,મારા મનમાં રહેલું જે વચન છે,તે કરી આપવાનો નિશ્ચય રાખજો,અને તમારા ધર્મનું પાલન કરજો. હે, પુરુષશ્રેષ્ઠ,હું સિદ્ધિને વાસ્તે યજ્ઞ કરવાનો આરંભ કરું છું,પણ ભયંકર રાક્ષસો,મને વિપ્ન કરે છે,રંજાડે છે, મેં ઘણી વાર યજ્ઞ માંડી જોયો,પણ ફરી-ફરી એ રાક્ષસો યજ્ઞ-ભૂમિને માંસથી અને લોહીથી છાંટી દે છે. એ રાક્ષસોને શાપ આપવાની મારી ઈચ્છા થતી નથી, કારણકે એ કર્મ જ એવું છે જેમાં શાપ અપાય નહિ. મારા ઘણા યજ્ઞો વીંખાઈ ગયા,હવે મારા યજ્ઞનું રક્ષણ કરવા માટે- ઇન્દ્ર ના જેવો વીર્યવાન આપનો રામ નામે જે પુત્ર છે, તે સિવાય બીજો કોઈ પુરુષ સમર્થ નથી.એટલે આપનો પુત્ર રામ મને સોંપો, Page #12 -------------------------------------------------------------------------- ________________ હું મારી દિવ્ય શક્તિથી તેનું રક્ષણ કરીશ,એટલે તે વાતે આપ નિસંદેહ રહેશો. કમળ સરખાં નેત્રવાળા મહાત્મા રામને હું જાણું છું, તેમજ મહાતેજસ્વી વશિષ્ઠ અને બીજા દીર્ધ-દ્રષ્ટાઓ પણ તેમને જાણે છે. જો, તમારા મનમાં ધર્મનું મહત્તાનું અને યશનું રક્ષણ કરવાની ઈચ્છા હોય, તો મેં ધાર્યું છે તે પ્રમાણે તમારે રામને મારા હાથમાં સોંપવા જોઈએ. (૮) દશરથ રાજા ને થયેલો ખેદ વાલ્મીકિ બોલ્યા-વિશ્વામિત્ર નું બોલવું સાંભળીને, દશરથરાજા ઘડીભર તો જડ જેવા થઇ ગયા, અને રાંકપણે કહેવા લાગ્યા કેઅરે,એ કમળલોચન રામને હજુ સોળ વર્ષ પણ થયા નથી,રાક્ષસો સામે યુદ્ધ કરવાની,હું એનામાં યોગ્યતા જ દેખતો નથી. હે પ્રભુ,તેને બદલે હું પોતે મારી અક્ષોહીણી સેના લઈને તમારી સાથે આવું, રામ તો બાળક છે, સાચી રણભૂમિ પણ તેણે જોઈ નથી, તેની પાસે ઉત્તમ શસ્ત્રાસ્ત્રો નથી,ને યુદ્ધમાં કુશળ નથી. વળી હમણાંથી તે પીળો ને દુબળો પડી ગયો છે,નથી અન્ન ખાઈ શકતો કે નથી ઘરની ભૂમિ પર સારી રીતે ચાલી શકતો.એનું મન ઊંડા ખેદ થી ભરાઈ ગયું છે.ને સાવ સુનમુન ની જેમ પડી રહે છે. આમ મારો એ બાળ-કુમાર પીડાથી પરવશ થઇ ગયો હોય તો હું તેને કેમ કરીને,ભયંકર માયાવી રાક્ષસો સામે યુદ્ધ કરવા તમને સોંપું? રામની આવી સ્થિતિમાં એણે ક્રૂર રાક્ષસો સામે યુદ્ધ કરાવવું એ યોજના જ અતિ અસહ્ય છે. અનેક યજ્ઞો કર્યા પછી,મારે ત્યાં ચાર પુત્રો થયા છે, તેમાં રામ તો મારો પ્રાણ છે, તેના વગર હું પળ પણ જીવી શકીશ નહી,તમારી સાથે હું આવવા તૈયાર છું, પણ મારો પુત્ર હું આપને આપીશ નહી. છતાં પણ જો આપ રામને લઇ જશો તો આપે મને જ મારી નાખ્યો છે એમ સમજજો. (૯) વિશ્વામિત્ર ના તપોબળ નું વશિષ્ઠ દ્વારા વર્ણન વાલ્મીકિ બોલ્યા-દશરથ રાજાનાં વચન સાંભળી,વિશ્વામિત્ર રોષ પામ્યા, ને રાજાને કહેવા લાગ્યા કેતમે એકવાર કહ્યું કે-હું તમારું કામ કરીશ,ને હવે તમે તે પ્રતિજ્ઞાને ફોક કરવા ઈચ્છો છો? આમ બોલેલા વચન ખોટું કરવાનું રઘુવીરોના આ કુળને શોભતું નથી.તમે તમારું વચન પાળવા સમર્થ ના હો તો,હું આવ્યો છું તેમ જ પાછો જઈશ,તમે તમારા બંધુ ઓ સાથે સુખી થાઓ. જગતના મિત્ર વિશ્વામિત્ર=વિશ્વના મિત્ર) એવા એ મુનિ ને આમ ક્રોધે ભરાયેલા જાણીને, ધીરજવાળા ને બુદ્ધિમાન વશિષ્ઠ રાજાને કહ્યું કેતમે ઇન્ક્વાકુ ના કુળમાં જાણે સાક્ષાત બીજા ધર્મ જ અવતર્યા છો, તમારે તમારે સ્વ-ધર્મ છોડી દેવો ન જોઈએ.તમે પ્રથમ “કામ કરીશ” એવી પ્રતિજ્ઞા કરી ચુક્યા છો,અને હવે તમે જ જો તે વચન નહિ પાળો, તો બીજો કોણ તે વચન પાળશે? રામે ભલે અસ્ત્ર-વિદ્યાનો અભ્યાસ ના કર્યો હોય, પણ પુરુષ-શ્રેષ્ઠ વિશ્વામિત્ર થી રક્ષાયેલા એ રામનો કોઈ પણ રાક્ષસ પરાભવ કરવા શક્તિમાન નથી. વિશ્વમિત્ર મૂર્તિમાન ધર્મ છે, સૌ પરાક્રમીઓમાં શ્રેષ્ઠ છે, અને સર્વલોકમાં અધિક બુદ્ધિમાન છે. એ વિશ્વામિત્ર જેટલા વિવિધ અસ્ત્રોને જાણે છે, તેટલાં ત્રણે લોકમાં બીજો કોઈ પુરુષ જાણતો નથી. એથી વિશ્વામિત્ર ની તોલે આવે તેવો ત્રણે લોકમાં કોઈ નથી.. માટે તેમની સાથે રામને મોકલવામાં તમારે ગભરાવાની કોઈ જ જરૂર નથી. જો કોઈ મનુષ્ય,આ અપાર શક્તિશાળી મુનિરાજ ની સમીપમાં હોય અને તેનું મૃત્યુ આવી ચૂકેલું હોય તો પણ તે Page #13 -------------------------------------------------------------------------- ________________ અમરતાને પામે છે. માટે હે, રાજા, મૂઢ મનુષ્ય ની પેઠે દીનતા પામશો નહિ. (૧૦) રામની સ્થિતિ વાલ્મીકિ બોલ્યા-વશિષ્ઠ કહેલા વચનો થી દશરથ રાજા મનમાં હર્ષ પામ્યા, ને રામને બોલાવી લાવવા માટે દૂતને આજ્ઞા કરી. થોડીવારમાં તો દૂત રામના અનુચરો સાથે પાછો આવ્યો,ને કહેવા લાગ્યો કેરામ તો તેમના આવાસમાં ઉદાસ થઈને બેઠા છે,એક તરફ તે કહે છે કે હું આવું છું પણ બીજી તરફ તો તરત તે કોઈ વિચારમાં ડૂબી જાય છે.અને મનમાં મૂંઝાઈ ને કોઈની પાસે ઉભા રહેવાને જાણે ઇચ્છતા નથી. દશરથરાજાએ રામના અનુચરોને પૂછ્યું કે-રામ શું કરે છે? અને તે કેવી સ્થિતિમાં છે? ત્યારે રામના અનુચરે ખેદ-પૂર્વક રાજાને કહ્યું કે-રામનું શરીર ખેદને લીધે કરમાઈ ગયું છે. તીર્થયાત્રા થી પાછા આવ્યા પછી થોડા દિવસ પછીથી આજ સુધી તે મનમાં કચવાયા કરે છે. અમે ઘણા યત્નથી પ્રાર્થના કરીએ ત્યારે રામ,કરમાયેલા મોઢે દિવસ-સંબંધી કાર્યો કરે છે,કદી નથી પણ કરતા.અમે અત્યંત વીનવીએ છીએ પણ તો પણ તે પુરું ભોજન જમતા નથી. સંપત્તિ હોય તો પણ શું? વિપત્તિ હોય તો પણ શું? ઘરમાં શો સાર છે? મનોરથ કરવાથી શું વળે? એ તો સઘળું મિથ્યા છે.' એમ બોલી ને તે (રામ) ગમ-સુમ એકલા બેસી રહે છે. જોઈતી વસ્તુઓ ના ગ્રહણમાં વિમુખતા સેવી,અને જાણે સંન્યાસ ધર્મ પાળનારા તપસ્વીઓને અનુસરતા, એવા,તે રામ,પદ્માસન વાળી ને શૂન્ય મનથી,કેવળ ડાબા હાથની હથેળી ગાલ ને ટેકવી રાખે છે. અમે સર્વ સેવકો,તથા ભાઈઓ અને માતાઓ તેમને વારંવાર તેમણે પૂછીએ તો એ “કંઈ જ નથી' એમ કહીને કોઈ સૂચક ચેષ્ટા વિના મૂંગા રહે છે. અનાયાસે મળે એવા પદને નહિ મેળવતાં,મેં બહારની પ્રવૃત્તિઓ કરીને આટલાં વર્ષો ને પાણીમાં નાખ્યાં એમ વારંવાર મધુર ધ્વનિથી મનમાં ગુનગુનાયા કરે છે. કોઈ તેમની પાસે ધન માગવા આવે ત્યારે ધન તો આપદાઓના મુખ્ય સ્થાન-રૂપ છે, તેને તું શા માટે ઈચ્છે છે?’ એમ કહી સઘળું ધન આપી દે છે. “સંપત્તિ એ તો આપત્તિ છે,તેનો મોહ માત્ર કલ્પનાથી ઉભો થાય છે એવા અર્થના લોકો ગાયા કરે છે, વળી બોલ્યા કરે છે કે-“હાય,હું માર્યો ગયો,હાય,હં, અનાથ છું!” એવી રીતે જે લોકો રોયા કરે છે, છતાં તે લોકો ને વૈરાગ્ય કેમ પ્રાપ્ત થતો નથી ? તે આશ્ચર્ય છે. રામના અનુચરો કહે છે કે-હે, રાજા, રામ આવી સ્થિતિમાં અને આવી રીતે વર્તે છે, તે જોઈ અમે પણ અત્યંત ખેદ પામ્યા છીએ અને આ વિષયમાં હવે આપ જ અમારા આધાર છે. એ પોતે.વિવેકી છે એટલે એમને મૂઢ કહી શકાય તેમ નથી અને એમને વિશ્રાંતિ મળતી નથી, એટલે એમને મુક્ત પણ કહી શકાતા નથી. (૧૧) રામનું દશરથ રાજાએ અને મનિઓએ કરેલું સાંત્વન વિશ્વામિત્ર બોલ્યા-હે,અનુચરો,તમે રામને અહીં લઇ આવો, તેમણે જે આ મોહ થયો છે તે કોઈ આપત્તિથી કે કોઈ રોગ થી થયો નથી, પણ તે વિવેક અને વૈરાગ્ય થી થયો છે. એ ‘મોહ' નથી પણ ‘બોધ' છે. અને તેનું ઉત્તમ ફળ આવશે.તે અહીં આવે એટલે અમે તેમનો આ મોહ, યુક્તિ-પૂર્વક દૂર કરી નાખીશું, એટલે રામ, અમારી પેઠે સર્વોત્તમ પદમાં વિશ્રાંતિ પામશે. Page #14 -------------------------------------------------------------------------- ________________ વિશ્વામિત્ર નાં આવા વચનો થી દશરથ રાજાનું મન આનંદ થી ભરાઈ ગયું અને રામને બોલાવવા, ફરીવાર, દૂતો ઉપર દૂતો મોકલ્યા. એટલે છેવટે રામ,પોતાના આસન પરથી ઉઠીને,બે ભાઈઓની સાથે પિતાની સભામાં આવ્યા. સભામાં આવી, તેમણે પિતાજી,ગુરુજનો અને સર્વ ને વંદન કર્યા. દશરથરાજાએ રામનું માથું સુંવ્યું ને ચુંબન કરી કહ્યું કે-હે,પુત્ર,મારા ખોળામાં મારી પાસે બેસો. પણ તેટલી વારમાં તો, રામ,પૃથ્વી પર પાથરેલા વસ્ત્ર પર બેસી ગયા. રાજા બોલ્યા-હે, પુત્ર,તું વિવેકી છે,તારે મૂરખની માફક,શિથિલ બુદ્ધિ થી તારા આત્માને ખેદ ને સ્વાધીન ના કરવો જોઈએ.વૃદ્ધો,વડીલો અને ગુરુઓ નું કહેલું કરવાથી પુણ્ય-પદ સાંપડે છે.મુંઝાયા કરવાથી નહિ. જ્યાં સુધી મોહ ને પ્રસરવાનો અવકાશ આપવામાં આવે નહિ, ત્યાં સુધી જ આપત્તિઓ દૂર રહે છે. વશિષ્ઠ બોલ્યા-હે, રાજકુમાર,તમે શૂરા છો,અને જે,ભારે દુઃખદાયી છે, તથા ઘણી મુશ્કેલી થી જીતી શકાય છે, તેવા વિષયો રૂપી શત્રુઓને પણ તમે જીતી લીધા છે, તો પછી,અજ્ઞાનીઓ ને જ યોગ્ય,એવા,આ, અનેક તરંગોથી ભરેલા અને જડ એવા, મોહ-રૂપી સમુદ્રમાં તમે,કેમ, અવિવેકીઓ ની જેમ ડૂબકાં ખાઓ છો? વિશ્વામિત્ર બોલ્યા-હે રામ,તમારા ‘ચિત્તની ચપળતા' છોડીને કહો કે તમે શા માટે મુંઝાઓ છો? ચિંતા,તમારા મન ને બગાડી નાખશે.તો, તમને તે ચિંતા કયા કારણથી થઇ છે? તમારો કયો મનોરથ સિદ્ધ થાય તો તે ચિંતા દૂર થાય તેમ છે? તે ચિંતાઓ કેટલી છે?કેવી છે? અને ક્યાં રહી છે? જેને કષ્ટ હોય કે દરિદ્ર હોય તેણે ચિંતા થવા સંભવ છે,પણ ચિંતાઓ તમને પ્રાપ્ત થવી સંભવિત નથી. માટે, તમારા મન નો જે અભિપ્રાય હોય તે તમે ઝટ કહો, તો તમને જે જોઈતું હશે તે સઘળું તમને મળશે, અને જેથી,પછી તે ચિંતાઓ ફરી તમારા મનનું ભેદન કરશે નહિ, બુદ્ધિમાન વિશ્વામિત્રે આ પ્રમાણે જયારે ‘યોગ્ય-વસ્તુ નો પ્રકાશ પાડનારાં', તાત્પર્ય-વાળા વચનો કહ્યાં, એટલે,રામે પોતાનું કાર્ય સિદ્ધ થશે એવું અનુમાન' કર્યું, અને પોતાનો ખેદ છોડી દીધો. (૧૨) ભોગની દ:ખરૂપતા.વિષયોની અસત્યતા અને સંપત્તિની અનર્થરૂપતા રામ બોલ્યા-હે,ભગવન,હું તો અજ્ઞાની છું, પણ આપે પૂછ્યું છે, એટલે મારો સઘળો અનુભવ આપને કહું છું. હું મારા પિતાના ઘરમાં જન્મ્યો,મોટો થયો,વિદ્યાભ્યાસ પછી,ઘરમાં રહ્યો તે પછી સદાચારમાં તત્પર થઇ, હું તીર્થયાત્રા કરવા સારું,સકળ પૃથ્વી પર ફર્યો. એટલા કાળ માં સંસાર પરથી આસ્થા ઉઠાડી દે તેવો ‘વિવેક' મારા મનમાં ઉત્પન્ન થયો, એટલે પછી,ભોગમાં રાગ વગરની થયેલી બુદ્ધિથી,હું પોતે વિચાર કરવા લાગ્યો કે --અરેરે,આ સંસાર- સંબંધી જે સુખ છે –તે શું છે? તે તો ખરેખર કંઈ નથી!! --આ સંસારમાં લોકો મરવા માટે જ જન્મે છે અને ફરી જન્મવા માટે જ મરે છે, --આ સ્થાવર-જંગમ-રૂપ,જે ભોગો છે, તે બધા અસ્થિર છે, તે ભોગો, મોટી આપદા-રૂપ અને પાપ-રૂપ છે. કેવળ મન ની કલ્પનાથી તેઓનો સંબંધ સુખ-દુઃખ સાથે કરવામાં આવે છે --આ સઘળું જગત પણ મન ને આધીન (મન જેવી કલ્પના કરે તેવું પ્રતીત થનારું) છે. અને તે -મન ખોટું હોય તેમ જણાય છે,છતાં આપણે શા માટે મોહ પામીએ છીએ? Page #15 -------------------------------------------------------------------------- ________________ --કષ્ટ ની વાત એ છે કે આપણે ઝાંઝવાં ના જળ જેવા વિષયોથી ખેચાઈએ છીએ, આપણને કોઈએ વેચ્યા નથી,પણ વેચાયા જેવા થઈને રહ્યા છીએ. અને,આ કંઈ ઇન્દ્રજાળ જેવું છે,-એમ જાણવા છતાં પણ આપણે મૂઢ બની રહ્યા છીએ. --આ પ્રમાણે પ્રપંચોમાં શો સાર છે? આ મોહ થી જ “આપણે બંધાયા છીએ” એમ માની બેઠા છીએ, અને આ ભોગો જ એવા અભાગિયા છે, કે જેમણે આપણ ને “બંધન છે” એવું મનાવી પણ દીધું છે. --ઘણા સમય પછી,જાણવામાં આવ્યું કે આપણે નિરર્થક જ મોહ-રૂપી ખાડામાં પડ્યા છીએ. --“હું કોણ છું?’-- ‘આ દૃશ્ય પદાર્થો શી વસ્તુ છે?’–‘મારે રાજ્ય અને ભોગો સાથે શો સંબંધ છે? – આ બધું જે ખોટું છે તે ખોટું જ છે,અને ખોટાની સાથે કોઈને કંઈ લાગતું-વળગતું છે જ નહિ. હે ભગવન,આ પ્રમાણે વિચાર કરતાં કરતાં મને સઘળાં પદાર્થોમાં અરુચિ થઇ છે,એટલે, હવે મને આપ કહેશો કે,ઇન્દ્રજાળ જેવું આ જગત શા કારણથી ઉત્પન્ન થાય છે? શા કારણથી તે વધે છે? અને શા કારણથી તે નાશ પામે છે? સંસારનાં આ દુઃખો શી રીતે ટળે?’ એ ચિંતા થી હું તપી રહ્યો છું, ને મારું હૃદય સંસારના દુઃખો-રૂપી પથ્થરોથી પુરાઈ ગયું છે. સ્વજનોને ખેદ ના થાય એટલે હું આંસુ પાડીને રોતો નથી,પણ હું અંદર ને અંદર રોયા કરું છું, તેમને સારું લાગે તે માટે કોઈ કોઈ વાર મુખ મલકાવું છું,બોલું-ચાલુ છું, પણ તે વૃત્તિઓ રસ-રહિત છે, એ વાત મારા હૃદયમાં રહેલો વિવેક જ જાણે છે. જેમ,ધનવાન માણસનું ધન જતું રહે અને દરિદ્રતા આવે ત્યારે તે આગલી દશા સંભાળીને બહુ મુંઝાયા કરે છે,તેમ,હું પણ પરમાનંદમાંથી ખસીને, જયારે, આ સંસારની ખટપટ માં આવી પડ્યો છું, ત્યારે, આગલી (પરમાનંદની) દશા સંભાળીને બહુજ મુંઝાયા કરું છું. આ રાજ્ય-સંપત્તિ-કેવળ ઠગારી જ છે,વળી તે, મન ની વૃત્તિ ને મૂંઝાવી દેનારી, ગુણો ના સમૂહ ને તોડનારી,અને દુઃખ ના સમૂહ ને આપનારી છે, જેથી અનેક ચિંતાઓ-રૂપી ચકરીઓ ઉત્પન્ન કરનાર આ ધન-સંપત્તિ (અને ભોગો) મને આનંદ આપતાં નથી. “ક્ષણભંગુર એવા દેહાદિક (શરીર-વગેરે) માં પડવાને લીધે અનેક પ્રકારનાં દુઃખ અને દુર્દશાઓ વેઠવાં પડે છે” તેનો વિચાર કરતાં મને મનમાં સુખ વળતું નથી. હે ભગવન, જયારે, આ -અજ્ઞાન-રૂપ- રાત્રિમાં,-મોહ-રૂપ- ઝાકળ થી, લોકો ની -વિચાર-રૂપ- આંખની શક્તિ બંધ પડી ગઈ છે,ને, વળી,સેંકડો -વિષય-રૂપ- ચોરો, વિવેક-રૂપી- મુખ્ય રત્ન ને ચોરી કરવામાં લાગી રહ્યા છે, ત્યારે “તત્વ-વેતાઓ” સિવાય બીજા કોણ તેમને મારી હટાવવા સમર્થ છે? (૧૩) લક્ષ્મી ના દોષો નું વર્ણન રામ બોલ્યા-હે મુનિ,આ સંસારમાં લક્ષ્મીને (ધન ને) બધાથી ઉત્કૃષ્ઠ (ઉંચી) “કલ્પવામાં” આવી છે, પરંતુ,વાસ્તવિક રીતે તો તે “મોહ” પેદા કરનારી છે, અને તે લક્ષ્મીથી અનેક અનર્થો પણ પેદા થાય છે. જેમ વર્ષાઋતુમાં નદીમાં-ઉછળતા,મલિન (ગુંદા) અને જડ કરી નાખે તેવા મોટા તરંગો પેદા થાય છે, તેમ,લક્ષ્મીથી પણ ઉછળતા (ઉછાંછળા-પણું),મલિન (ગંદુ) અને જડ કરી નાખે તેવા – Page #16 -------------------------------------------------------------------------- ________________ રાગ-દ્વેષ-વગેરે જેવા મોટા તરંગો (અનર્થો) પેદા થાય છે. જ્યાં સુધી મનુષ્ય લક્ષ્મી ને પામ્યો ના હોય ત્યાં સુધી,તે સ્વજન કે પરજન ને ટાઢો ને કુણો લાગે છે, પણ કોઈ એક ઠેકાણે નહિ રહેનારી -ને-ચારે તરફ દોડાદોડ કરતી લક્ષ્મી,જ્યાં મનુષ્ય પાસે આવે છે ત્યારે તે અહંકારથી કઠિન (જડ) થઇ જાય છે. ઝેરી લતા (વેલા) ની પેઠે જ લક્ષ્મી,સુખ માટે જ નહિ પણ દુઃખ માટે જ વધે છે.ને અંતે વિનાશ લાવે છે. જેમ,મેઘ ધનુષ્યના રંગો ક્ષણિક રહે છે છતાં પણ મનને ગમે છે, તેમ, લક્ષ્મી પણ ક્ષણિક રહે છે, છતાં પણ તેના રંગો મનને ગમે છે. ઉનાળા માં જણાતા ઝાંઝવા ના જળ ની જેમ જીવ ને ઠગનારી છે. ને પાણી ની લહેર ની જેમ કોઈ સ્થળે એક ઠેકાણે સ્થિર થઇ ને રહેતી નથી. આવી લક્ષ્મી સાહસથી મળનારી છે, પણ અનેક અનર્થોને ઉત્પન્ન કરનારી ને ક્ષણભંગુર છે. માટે આવી લક્ષ્મી (ધન) -મારા મનને બહેલાવી શકતી નથી,મને તે બોજા-રૂપ લાગે છે. (૧) મુર્ખના જીવન ની નિંદા જેમ,વહેલી સવારે પાંદડાં ના ખૂણા પર ટકી રહેલું ઝાકળ નું જલબિંદુ થોડા સમય સુધી જ રહે છે, તેમ મનુષ્ય નું આયુષ્ય (જીવન) પણ ક્ષણભંગુર છે. તેમ છતાં “વિષયો-રૂપી” સર્પના ડંશથી જેમનું ચિત્ત જર્જરિત થઇ ગયું છે, ને જેને આત્માનો વિવેક પ્રાપ્ત થયો નથી,વળી જે શરીરને જ આત્મા માને છેએવા લોકો નું જીવન ખાલી પરિશ્રમ અને કષ્ટ ના કારણ રૂપ છે. પણ જેમણે “જાણવા જોગ્ય-વસ્તુ” (સત્ય-બ્રહ્મ-આત્મા) ને જાણી લીધી છે, તે પરમાનંદ ને પ્રાપ્ત થાય છે. હે મુનિ,આવા અસ્થિર અને ક્ષણ-ભંગુર આયુષ્ય(જિંદગી)ને પકડી રાખવાની આશા હું કદી રાખી શકું નહિ, માત્ર તૃષ્ણાતુર (આશાઓ-ઇચ્છાઓ) વાળા મૂઢ (મૂરખ) માણસો જ આવા વ્યર્થ આયુષ્ય ને લાંબુ કરવા ઈચ્છે છે.ને આવી ઈચ્છા કરીને તે દુ:ખ ને જ બોલાવે છે.(આમંત્રણ આપે છે) સામાન્ય માણસો મૂર્ખ ની જેમ જ જીવન જીવે છે તેવું તો પ્રાણીઓ પણ જીવે છે, પરંતુ જેનું “મન” -તત્વજ્ઞાનને લીધે “તુચ્છ-રૂપ” થઇ ગયું છે, તે જ સાચો જીવ છે. આ જગતમાં જન્મેલા જે પુરુષોને ફરીવાર જન્મવાનો ભય મટી જાય (મુક્ત થઇ જાય)તેમનું જ જીવવું સફળ છે, બીજા પુરુષો નું જીવવું –તે તો ભાર ઉપાડતા,ઘરડા ગધેડા ના જીવવા જેવું છે. અવિવેકી,વિષયોમાં રાગ-વાળા,ને આત્મા ને નહિ જાણનાર નેશાસ્ત્રો ભારરૂપ છે, જ્ઞાન ભારરૂપ છે, શરીર ભારરૂપ છે. જેમ,ભાર ઉપાડી વૈતરું કરનાર (ગધેડા) ને - ભાર એ દુઃખદાયી છે, તેમ, દુબુદ્ધિ પુરુષને આયુષ્ય,મન,બુદ્ધિ,અહંકાર-એ સર્વ દુઃખ-દાયક જ છે. આવું કોઈ પણ સારા ગુણો વગરનું,મરણ ના પાત્ર-રૂપ ને જે મુક્ત થયું નથી તેવું જીવન – જગતમાં જેટલું તુચ્છ છે તેવું બીજું કંઈ પણ તુચ્છ નથી.ને,આવું જીવન જીવવાનો કોઈ અર્થ નથી. Page #17 -------------------------------------------------------------------------- ________________ (૧૫) અહંકાર ની નિંદા રામ કહે છે-કે-આ અહંકાર-રૂપી દુષ્ટ શત્રુ થી હું ભય પામું છું. આ અહંકાર કે જે “મોહ” ને લીધે વૃથા (ખોટો-નકામો) ઉત્પન્ન થયો છે,ને નિરર્થક વધતો જ જાય છે. રાગ-દ્વેષ ના દોષરૂપ-વિવિધ આકારવાળો સંસાર ,વિપત્તિઓ, દુષ્ટ ચિંતાઓ,અને નીચ (ખરાબ) ક્રિયાઓઆ અહંકાર થી જ થાય છે. માટે આ અહંકાર જ મારો રોગ છે. હે મુનિ,આ અહંકાર મારો લાંબા કાળ નો વેરી છે, તેના લીધે જ,હું ખાતો નથી,પીતો નથી અને તો પછી, સંસાર ના ભોગો ને તો કેમ ભોગવું? આ અહંકાર,પારધી ની જેમ મન-મોહક જાળ પાથરે છે,જેમાં ફસાઈને મોટાં વિષમ દુઃખો પેદા થાય છે. હે ભગવન,જો મને “હું છું “એવું “હું” નું અભિમાન થાય છે, તો હું આપદાઓથી દુઃખી થાઉં છું, અને જો એ અભિમાન હોતું નથી તો હું સુખી થાઉં છું, એટલા માટે “નિરહંકાર-પણું' જ શ્રેષ્ઠ છે. હે,મુનિ,હું ‘નિરહંકાર’ વૃત્તિમાં છું અને છતાં પણ મૂર્ખતાને લીધે હું તેને વિવેકની દૃઢતા થી રાખતો નથી, અને શોક થી પીડાયા કરું છું, તો આપને જે કંઈ યોગ્ય જણાય તે મને કહો. (૧૬) ચિત્તદોષ નું વર્ણન રામ કહે છે કે સારાં કાર્યોને અને સત્સંગ ને છોડી દેવાથી, ચંચળ ચિત્ત (મન) રાગ-દ્વેષ-વગેરે જેવા રોગો થી જર્જરિત (ક્ષીણ) થઇ જાય છે.અને -તે ચિત્ત (મન) વિષયોની અંદર ભમ્યા કરે છે. જેમ નાનું પીંછું વાયુ ની અંદર ભમ્યા કરે છે તેમ) -તે ચિત્ત અત્યંત રાંક(ગરીબ) અને વ્યગ્ર (દુઃખી) થઈને નિરર્થક (ગામના કુતરાની પેઠે) આમતેમ દૂરદૂર દોટ મુક્યા કરે છે. -તે ચિત્તને ક્યાંય કંઈ પણ ગમતું નથી,ક્યાંક તેને ઘણું ધન મળે તો પણ જેમ વાંસનો કરંડિયો પાણીથી ભરાતો નથી તેમ તે ચિત્ત ઘણા ધનથી પણ ભરાતું નથી. -“શૂન્ય” અને “સર્વદા દુષ્ટ આશા-રૂપી જાળથી વીંટળાયેલું “મન (ટોળામાંથી વિખુટા પડેલા મૃગ ની જેમ) વિશ્રાંતિ પામતું નથી, -તરંગ જેવી ચપળ-વૃત્તિ-વાળું મન,ક્ષણ-માત્ર પણ હૃદયમાં સ્થિત થતું નથી,અને -વિષયોના ચિંતન થી ક્ષોભ પામેલું,એ મન દશે દિશામાં દોડાદોડ કરે છે. હે મુનિ,ભોગ મેળવવાના ઉત્સાહ-રૂપ,એ મન-રૂપી મહાસાગરના ડૂબાડી દે તેવા (મનના) તરંગો ને રોકવા હું સમર્થ નથી.જેમ સમુદ્ર પોતાના ચંચળ-પણાને છોડતો નથી, તેમ મારું મન તેના “અવ્યવસ્થિત-પણાને” કદી છોડતું નથી.ને પોતાની ચંચળ વૃત્તિ ને લીધે જંપીને બેસતું નથી. “મોહ-રૂપી” રથમાં ચડીને બેસી ગયેલું તે મન “સમતા-રૂપ” – સુખ-ને ખેંચી લે છે.વળી “અહંતા-મમતા-રૂપી” અને “તૃષ્ણા-રૂપી” મજબૂત દોરીથી મારું ચિત્ત બંધાઈ ગયું છે, અને નરકમાં પડવા,તથા ઘણા જન્મોના ચક્કરમાં ફેરવવા,સંસાર-સમુદ્રમાં દૂર સુધી ખેંચી જાય છે. હું આ સંસાર-સમુદ્રને તરી જવાની નિત્ય ઉત્કંઠા રાખું છું, છતાં દુષ્ટ ચિત્ત મને રોકી રાખે છે.અને “વિષયો” મળતાં જ તે ચિત્ત –મારા ઘણા દિવસોથી માંડેલા શુભ કાર્ય ને –છોડાવી દે છે. આ ચિત્ત નો (મનનો) નિગ્રહ કરવો અતિ કઠિન છે, કારણ કે-તે ચિત્ત જ “વિષયો” ના “કારણ-રૂપ” છે. -ચિત્ત હોય તો જ જગત છે,અને ચિત્ત ક્ષીણ થાય તો જગત ક્ષીણ થાય છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ માટે પ્રયત્ન-પૂર્વક ચિત્ત ની જ ચિકિત્સા (સારવાર) કરવી જોઈએ. હે ભગવન,આ ચિત્ત (મન) માંથી જ સેંકડો સુખ-દુઃખ ઉગે છે.અને એ ચિત્તને જો “વિવેક થી ક્ષીણ કરવામાં આવે તો સુખ-દુ:ખ પણ ક્ષીણ થઇ જાય છે. આ ચિત્ત-રૂપી (મન-રૂપી) શત્રુને જીતવા માટે જ હું મહાત્માઓએ બતાવેલા “શમ-દમ-આદિ” નો ઉદ્યોગ કર્યા કરું છું, અને જેથી જ હું - “જડ અને મલિન વિલાસ-વાળી-રાજલક્ષ્મી” ને બિરદાવતો નથી. (૧૭) તુણા ઉપર ધિક્કાર રામ બોલ્યા-આ સંસાર માં વિવેક-આદિ ને,તૃષ્ણા (અંધારાની જેમ) ઢાંકી દે છે,ને ત્યારે (જીવ-રૂપ આકાશમાં) રાગ-દ્વેષ (ઘુવડ ની જેમ ઉડતા) જોવામાં આવે છે. મારી અંદર દાહ-આપનારી તૃષ્ણાએ મારા આનંદ ને અને કુણા-પણા ને સુકવી,મને કઠિન બનાવી દીધો છે. મનમાં અનેક ગરબડો મચાવતી તૃષ્ણા,મને ઘુમરીએ ચડાવવા પુરા બળથી ને ઉલ્લાસથી ઉછળી રહે છે. અને મારા દેહ (રૂપી પર્વતમાં નદી ની જેમ) માં એક સ્થળે થી બીજા સ્થળે તે તૃષ્ણા વહ્યા કરે છે. વિવેક-વૈરાગ્ય-વગેરે ગુણો મેળવવા હું જે જે કરવા ઉત્સાહ કરું છું તે ઉત્સાહને તૃષ્ણા કાપી નાખે છે. ને હું ચિંતા-રૂપી ચક્રમાં ભમ્યા કરું છું. જાળમાં ગૂંચવાઈ ગયેલા પક્ષીઓની માફક તૃષ્ણા-રૂપી જાળમાં,હું ગુંચવાયો છું, અને આ તૃષ્ણા નામની જવાળાથી હું એવો તો બળી ગયો છું કેહવે મને અમૃત થી પણ એ બળતરા શાંત થાય તેમ લાગતી નથી. આ તૃષ્ણા કાળી રાત્રિ ની પેઠે,ધીર પુરુષને પણ બીવડાવે છે,ને દેખતાને આંધળો કરી મૂકે છે. આનંદી મનુષ્ય ને ઉદાસ કરી દે છે. તૃષ્ણા,કાળી નાગણની માફક કુટિલ છે, કૂણા સ્પર્શ-વાળી છતાં ઝેર ભરેલી છે, ને જરા સ્પર્શ થતાં કરડી ખાય છે.તે કંગાળ,ઠગાઈ ભરેલ કાર્યો કરે છે ને દુર્ભાગ્યને લાવે છે, પર જાય છે. જેમ ચપળ પક્ષીણી,પડી ગયેલા ઝાડ ને છોડી,બીજા ઉભેલા ઝાડ પર જાય છે, તેમ,ચપળ તૃષ્ણા પડતીમાં આવેલા પુરુષ ને છોડી,ચડતીવાળા પુરુષ પાસે જાય છે. આ તૃષ્ણા (રૂપી ચપળ વાંદરી) ન પહોંચી શકાય તેવા સ્થાનમાં પણ પહોંચી જાય છે, અને ધરાયા છતાં વધુ –ને વધુ માગ્યે જાય છે. વાદરી) ન પહ૧ ને છોડી, ચડતી એક ના એક સ્થળે તે,તૃષ્ણા બહુ વાર સુધી ટકતી નથી,અને દૈવ (ભાગ્ય) ની ગતિ ની પેઠે, એક અવળું કામ કરીને બીજું અવળું કામ કરવા દોડે છે.ને નિરંતર આવા અવળા કામોમાં તત્પર રહે છે. સંસાર સંબંધી, સઘળા દોષોમાં એક તૃષ્ણા જ લાંબુ દુઃખ દેનારી છે. મનુષ્યને અતિ સંકટમાં નાખી,પરમ પ્રકાશને રોકી,મોહ ને ફેલાવી,અતિ જડતા અર્પે છે.અને સંસારમાં વ્યવહાર કરનારા જીવોનાં મન ને એક લાંબી દોરીથી-એકસાથે બાંધી જકડી રાખે છે. જ્યાં સુધી તૃષ્ણા-રૂપી રોગ લાગુ રહે છે, ત્યાં સુધી લોકો નું ચિત્ત ભ્રમિત થાય છે,ને મનમાં મુંઝાયા કરે છે, પણ જો ચિંતાને છોડી દેવામાં આવે તો,આ લોકો નાં સઘળાં દુઃખ ટળી જાય છે, એટલે ચિંતા ને છોડી દેવી તે જ –આ તૃષ્ણા-રૂપી રોગ નો મંત્ર (ઈલાજ) છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ કષ્ટ થી કપાય,એવી આ તૃષ્ણા ને મહા-બુદ્ધિમાન પુરુષો વિવેક (રૂપી તલવાર) થી કાપી નાખે છે. કારણ કે, ચંચળ,અને ભવનોમાં) સઘળે વ્યાપ્ત,અને અતિ-નિકટ હોય છતાં,ન દેખાય તેવી, આ તૃષ્ણા,મનુષ્ય ભલે ને, દૃઢ,જ્ઞાનવાન, શૂરવીર,ધીર –હોય પણ,તેવા નરોત્તમને પણ, એક પલકારામાં તરણાના તોલ નો (નકામો) કરી નાખે છે. (૧૮) દેહની નિંદા રામ કહે છે-કે- અનેક વિકાર-વાળો,લોહી ની નાડીઓ થી વ્યાપ્ત,અને (વિષ્ઠાવાળા) આંતરડાથી ભરેલ, એવો જે દેહ,આ સંસારમાં આવે છે-તે કેવળ દુ:ખ ને માટે જ આવે છે. એ “દેહ” - “જડ” છે,છતાં, “આત્મા” ના અધ્યાસ-રૂપ-ચમત્કાર નું (ચમત્કાર જેવું) પાત્ર હોવાને લીધે – એ (દેહ) તે “આત્મા” જેવો જણાય (લાગે) છે. થોડો વિચાર કરતાં લાગે છે-કે-તે મુક્તિ ના કારણ-રૂપ હોવાને લીધે “ઉત્તમ” છે, ને નર્ક ના કારણરૂપ હોવાને લીધે “અધમ” છે. વળી તે બીજા જડ-પદાર્થો જેવો “જડ”પણ નથી, અને “ચેતન” પણ નથી. ચંચળ,અવિવેકી, અને અશુદ્ધ ચિત્તવાળો –મૂર્ખ –મનુષ્ય જ, એ “દેહ” ને “આત્મા-રૂપ” દેખે છે. પણ,આ દેહ થોડી વારમાં આનંદ પામે છે અને થોડીવારમાં આનંદ વગરનો ખેદ-યુક્ત) થઇ જાય છે. જયારે આત્મા તો સદાય “સત-ચિત-આનંદ” સ્વરૂપ છે. (એટલે દેહ એ આત્મા નથી) આવા દેહ (શરીર) ને પીપળા ના ઝાડ,વન,ઘર,કાચબો, દેડકો,પાંદડું,સમુદ્રમાં તણાતું લાકડું-વગેરે સાથે વિગત થી સરખામણી કરતાં રામ કહે છે કે આ દેહ-રૂપી “ઘર” (અને વન) મને ગમતું નથી. જેમ, કાદવ માં ખેંચી ગયેલા હાથી ને કોઈ થોડા બળ વાળો બહાર કાઢી શકે નહિ, તેમ,આ સંસારના અનંત તાપોમાં ખેંચી ગયેલા મારા શરીર ને હું બહાર કાઢી શકતો નથી. ત્યારે લક્ષ્મી, રાજ્ય ક્રિયા,કર્મ —વગેરે કશું કામમાં આવતું નથી, અને ગણેલા દિવસોમાં કાળ (મૃત્યુ) આ સઘળાં ને કાપી નાખે છે. હે, મુનિ,લોહી-માંસ થી ભરેલી આ કાયામાં વળી શું રમણીયતા છે? પાળી-પોષી ને મોટાં કરેલાં શરીરો,મરણ વખતે જીવ (આત્મા) ની સાથે જતાં નથી, તો એવાં કૃતઘ્ન શરીર પર કયા બુદ્ધિમાન ને આસ્થા હોય? ઘણા લાંબા સમય સુધી,ખાઈ-પી ને છેવટે તો દેહ દુબળો થઇ ને મરણ ને જ પામે છે. અને એનાં-એ-જ આવ્યા કરતાં ને જતાં રહેતા- સુખ-દુઃખો ને વારંવાર અનુભવવા છતાં, આ પામર દેહ ને લાજ પણ આવતી નથી. જે દેહ, લાંબા સમય સુધી ના ઐશ્વર્ય ને ભોગવીને તથા લક્ષ્મી ને સેવી ને પણ – ઉત્કર્ષ પામતો નથી-કે અવિનાશી-પણું પણ પામતો નથી,તો –તેને શા માટે પાળવો જોઈએ? ભોગી ના કે દરિદ્રના –એ બંને ના દેહ તો સરખા જ છેકારણ કે તે ઘડપણના સમયમાં ઘરડા થાય છે અને મરવાના સમયમાં મરી જાય છેઆમ જે (દેહ) ને ગુણ-અવગુણ નું પણ જ્ઞાન નથી-તો- તેવા દેહ ને શું કામ પાળવો જોઈએ? આ દેહ પોતાની ચપળતાથી અનેક ક્રિયાઓ કરે છે, પણ તે નિષ્ફળ થાય છે, Page #20 -------------------------------------------------------------------------- ________________ ને છેવટે તો તે માટીમાં જ મળી જાય છે-આ વાત કેમ કોઈના જાણવામાં આવતી નથી? વાયુ-દીવો-અને મન –વગેરે જાય છે ને આવે છે તે ગતિ જાણવામાં આવે છે –પણશરીર જાય છે ને આવે છે-તેની ગતિ તો કદી જાણવામાં આવતી નથી, તો પછી“મોહ-રૂપી-મદિરા” પી ને ઉન્મત્ત થઈને – આ શરીર અને જગત ની “સ્થિતિ” પર જે વિશ્વાસ રાખે છે તેને વારંવાર ધિક્કાર હો. હે મુનિ,"હું દેહ નથી,હં દેહનો નથી અને દેહ મારો નથી” એવી સમજણથી જેઓનાં ચિત્તવિશ્રાંતિ પામ્યાં છે-તેઓ પુરુષો માં ઉત્તમ છે. આ દશ્ય જગતમાં કશું જ સાચું નથી, જગત મિથ્યા છે) તો તે જગતમાં જ રહેલું આ અભાગિયું (મિથ્યા) શરીર લોકો ને ઠગે છે-એ આશ્ચર્ય છે. જેમ, સમુદ્રમાં (ફેણના) પરપોટા આવી ને થોડી જ વારમાં નાશ પામે છેતેમ, આ કાયા (દેહ) પણ ઉત્પન્ન થઇ ને પલકવારમાં નાશ પામે છે.તોતેવા અવશ્ય નાશ પામનારા દેહમાં મને ક્ષણ-ભાર પણ આસ્થા નથી.. અને પ્રબળ દોષો થી ભરેલા આ દેહ ને તરણા જેવું તુચ્છ સમજી ને હું સુખી રહું છું. (૧૯) બાલ્યાવસ્થા ની નિંદા રામ બોલ્યામનુષ્ય-જન્મ માં આવતી બાલ્યાવસ્થા કેવળ દુઃખને જ દેનારી છે. અશક્તિ,આપદાઓ,ખાવા આદિ ની તૃષ્ણા,મૂંગા-પણું,મૂઢપણું,લાલચુ-પણું,ચપળ-પણું,અને જોઈતી વસ્તુ ના મળે તો દીન-પણું---એ સઘળું બાલ્યાવસ્થા માં થાય છે. બાલ્યાવસ્થામાં જેવી ચિંતાઓ હૃદયને પીડે છે, તેવી ચિંતાઓ મરણના સમયમાં,યૌવન કે વૃદ્ધાવસ્થામાં,રોગ કે આપત્કાલમાં –પણ-હૃદયને પીડતી નથી. જે (બાલ્યાવસ્થામાં) ઘોર અજ્ઞાન હોવાને લીધે-મન અવ્યવસ્થિત રહે છે ને ઘોર સંકલ્પો થવાને લીધેતુચ્છતાભર્યું છે-તેવું બાળક-પણું કોને સુખદાયી થાય? હે મુનિ,જે લોકો “બાલ્યાવસ્થા રમણીય છે” એવી કલ્પના કરે છે, તેમની બુદ્ધિ વ્યર્થ છે. પ્રાણીઓ નું મન સઘળી અવસ્થાઓ કરતાં બાલ્યાવસ્થામાં દશ-ગણું ચંચળ હોય છે. મન તો આમેય ચંચળ જ છે,ને બાલ્યાવસ્થા તો આમ મહા-ચંચળતા થી ભરેલી છે. આવી, મન ની ચંચળતાથી અનર્થો ઉભા થાય તો તે અનર્થો માંથી રક્ષક કોણ થાય? બાળક ને જો નિત્ય નવો પદાર્થ ના મળે તો,તે ઝેર જેવા અસહ્ય ચિત્તવિકારથી મૂછ પામી જાય છે. કુતરાની પેઠે,બાળક બટકું મળે વશ થઇ જાય છે,ને બટકું ના મળે તો ચિડાઈ જાય છે. ગંદામાં પણ રમ્યા કરે છે, કાદવથી ખરડાઈ ને અંદર તો જડ જેવો જ રહે છે. અનેક મનોરથો (ઇચ્છાઓ) થી ભરેલી-અને ખોટી વસ્તુઓમાં સાચાપણાની કલ્પના કરનારી – તુચ્છ મનવાળી –બાલ્યાવસ્થા બહુ જ લાંબા દુ:ખ સારું જ છે. હે મુનિ,અંદર દુઃખો ને (ટાઢ-તડકો વગેરે) જાણવા છતાં,બાળક તે ટાઢ-તડકા-વગેરેનું નિવારણ કરવા અશક્ત છે, તો તે બાળક અને ઝાડ માં શું ફરક છે? Page #21 -------------------------------------------------------------------------- ________________ ભૂખમાં,ભયમાં તથા આહારમાં-નિરંતર તત્પર રહેનારાં બાળકો પક્ષીઓ ની જેવી રીતભાતવાળાં છે, ને પક્ષીઓ જેમ ઉડે છે તેમ તેઓ પોતાના હાથથી ઉડવાની ઈચ્છા કરે છે. બાળકપણામાં, ગુરુની, માતા-પિતાની,લોકો ની અને પોતાનાથી મોટાઓની બીક રહે છે, માટે –બાળકપણું એ ભયો નું જ ઘર છે.માટે, હે મુનિ,”દોષો” ની સઘળી દશાઓથી દૂષિત થયેલા-અંતઃકરણ વાળું,અને અવિવેકી-નિરંકુશ, બાળકપણું –એ આ સંસારમાં કોઈને સુખ આપનારું નથી. (૨૦) યૌવન નિંદા શ્રીરામ બોલ્યાપછી તે બાલ્યાવસ્થા-રૂપ અનર્થને છોડી,ભોગો ભોગવવાના ઉત્સાહથી-“દૂષિત થયેલા મનવાળો-પુરુષ”, છેવટે નરકમાં પડવાને વાસ્તે જ યૌવનની દશા ઉપર ચડે છે. યૌવનમાં અનંત ચેષ્ટાઓવાળા,પોતાના ચપળ મન ની “રાગ-દ્વેષ-આદિ વૃત્તિઓ” નો – અનુભવ કરતો,મૂર્ણ પુરુષ -એક દુઃખ માંથી બીજા દુઃખમાં પડે જ જાય છે. અનેક પ્રકારના સંભ્રમો કરાવનાર-કામદેવ-રૂપી પિશાચ યુવાન ને પરવશ કરીને બળાત્કારે દબાવે છે. --આ યૌવન (વીજળી ના પ્રકાશ ની પેઠે) પળવાર રહેનારું છે,ને અભિમાની વચનો બોલવાથી ભરેલું છે, મને તે ગમતું નથી. --આ યૌવન (મદિરા ના વિલાસ ની પેઠે) મધુર,પ્રિય લાગે તેવું છે,ને પરિણામે દુષ્ટ છે,અને સઘળાં દોષો ના શિરોમણી-રૂપ છે, મને તે ગમતું નથી. -- આ યૌવન (સ્વપ્ન માં થયેલા સ્ત્રીના સમાગમ પેઠે) અસત્ય છે, પણ સત્ય જેવું લાગે છે, અને થોડીવારમાં તે ઠગીને જતું રહેનારું છે, અને તે ગમતું નથી. --આ યૌવન થોડો સમય જ સુખ દઈને પછી દુ:ખમય અને નિરંતર બળતરા કરાવનાર,તથા, ઉપર ઉપર થી રમણીય,પણ અંદરથી સદભાવ વગરનું છે,મને તે ગમતું નથી. આ યૌવન માં આવતો (યૌવન સંબંધી) “મોહ", સારા (શુભ) આચારને ભુલાવનારી,અને બુદ્ધિ ને ભ્રંશ કરનારી “મહાભ્રાંતિ” ને ઉત્પન્ન કરે છે. યુવાનીમાં થતા સ્ત્રી-પુરુષ ના વિયોગ થી,ઉત્પન્ન થયેલા શોક-રૂપ અગ્નિ થી તે બળે છે.અને, ભલે,તેની બુદ્ધિ નિર્મળ હોય,વિશાળ હોય કે પવિત્ર હોય –તો પણ તે મેલી થઇ જાય છે. “પેલી સ્ત્રી,એનાં પુષ્ટ સ્તન,પેલા વિલાસો,અને પેલું સુંદર મુખ” એવી એવી ચિંતાઓ થી, યુવાનીમાં મનુષ્ય નું મન ગંદુ ને વિચલિત થઇ જાય છે. શરીર-રૂપી-નિર્જળ “ભૂમિ”માં, કામના-રૂપી “તાપ” થી, યૌવન-રૂપી- “ઝાંઝવાનાં જળ” દેખાય છે, અને તે તરફ દોડ્યા જતા “મન-રૂપી” –હરણો, વિષય-રૂપી” ખાડામાં પડી જાય છે. (એટલે કે-યુવાન-દેહમાં, મનમાં પેદા થતી “કામનાઓ ને લીધે તે “વિષયો” ભોગવવા માં લાગી જાય છે) અનેક પ્રકારના “વિકારોથી વ્યાપ્ત થયેલું,અને ક્ષણ-માત્ર માં નાશ પામનારું, આ બિચારું યૌવન,”મરવા પડેલા પુત્ર” જેવું છે. તેનો તો શોક કરવો જ ઘટે છે. જે પુરુષ આ ક્ષણ-ભંગુર,યુવાની થી “અજ્ઞાન” ને લીધે રાજી થાય છે તે મહામૂઢ, “નર-પશુ” જ છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ હે મુનિ,જેઓ યૌવન-રૂપી “સંકટ”માંથી સહેજે પાર ઉતરી જાય છે, તેઓ જ આ પૃથ્વીમાં પૂજ્ય છે.તેઓ જ મહાત્માઓ છે,અને તેઓ જ સાચા પુરુષો છે. આ મનુષ્ય-જન્મમાં- વિનયો થી શોભી રહેલું,સદગુણો ની સંપત્તિ વાળું “સુયૌવન” બહુ દુર્લભ છે. (૨૧) સ્ત્રી-ના શરીર ની નિંદા રામ કહે છે કે-લોહી ની નસો અને હાડકાં ની ગૂંથણી થી શોભનારી,માંસની બનેલી પૂતળી-રૂપ, અને યંત્રની પેઠે હાલ્યા કરતાં સ્ત્રીના શરીર-રૂપી “પાંજરા”માં તે એવું શું સોહામણું છે ? ચામડીથી સોહાતા શરીર ની ચામડી કાઢી નાખવામાં આવે તો તે શરીર શું સોહામણું લાગશે? અને છતાં તે સ્ત્રી શરીર પર આપણે શા માટે ફોગટનો મોહ કરીએ છીએ? બહાર વાળ થી અને અંદર લોહી-માંસ થી ભરેલા એ અત્યંત બીભત્સ શરીરનું વિવેકી ને શું પ્રયોજન? સ્ત્રીનું અંગ કેવળ- ઉપરથી જોતાં –“તે સ્ત્રી શરીર રમણીય છે” એમ કલ્પવામાં આવે છે,પણ, મને તો લાગે છે કે-“તે શરીર ઉપરથી પણ રમણીય નથી” કેવળ “મોહ” ને લીધે તે રમણીય લાગે છે. ઘોડાર (ઘોડા ને રાખવાની જાગ્યા) જેમ ઘોડાને બંધન કારક છે તેમ સ્ત્રી, એ પુરુષો ને બંધન આપનારી છે. હે,મુનિ,અનેક રસોવાળી આ વિચિત્ર ભૂમિ,પણ અહીં સ્ત્રીના આશ્રયથી જ ભારે દૃઢ સ્થિતિ પામી છે. સધળા “દોષો-રૂપી” –“રત્નો” ના –“ડાબલા-રૂપ” (રત્નો ને ડાબલા માં પુરી રાખવામાં આવે છે!!) અને “દુઃખો ની સાંકળ-રૂપ” (સાંકળ થી પ્રાણીઓ ને ખીલે બાંધવામાં આવે છે)-એ સ્ત્રીનું મારે કશું પ્રયોજન નથી. સ્ત્રીનાં નેત્ર,સ્તન, નિતંબ અને ભ્રમણ-એ બધાં તુચ્છ –માંસ-રૂપી સાર-વાળાં છે,તેમને હું સ્વીકારીને શું કરું? માંસ,લોહી અને હાડકાંના બનેલી તે પ્રિયાઓને ને સ્થૂળ-બુદ્ધિવાળા પુરુષો,બહુ લાડ લડાવે છે,પણ, ગણ્યા દહાડામાં જ એ પ્રિયાઓનાં અંગે-અંગ વીંખાઈ જઈને સ્મશાનમાં જઈ સુએ છે. સ્ત્રીઓના શરીરની આ જે સ્થિતિ મેં તમને કહી સંભળાવી,તેમ છતાં બુદ્ધિમાન પુરુષ,ભ્રાંતિથી,એને કેમ અનુસર્યા કરે છે? અને “તે સ્ત્રી શરીર માં રસ પડે છે” એવી ભૂલ કરી શા માટે તે તરફ દોડે છે? જેને સ્ત્રી હોય છે તેને ભોગ ની ઈચ્છા રહે છે,પણ સ્ત્રી વગરના ને ભોગ નું સ્થળ ક્યાંથી હોય? માટે સ્ત્રી નો ત્યાગ કરવાથી, જગતનો ત્યાગ થાય છે,અને જગતનો ત્યાગ થવાથી સુખ સાંપડે છે. જગતના ભોગો, તો માત્ર ઉપર ઉપરથી જ રમણીય લાગે છે,પણ તેઓ બહુ દુઃખ-દાયી અને ચંચળ છે. હે,મુનિ,મરણ,રોગ અને ઘડપણ-આદિ ની બીક ને લીધે-હું તેમને વિષે (સ્ત્રી-વિષે) આસક્ત થતો નથી, હું શાંત રહું છું,અને પ્રયત્ન-પૂર્વક પરમ-પદ પામવા માટે મનમાં ઉત્કંઠા રાખું છું. (૨૨) વૃદ્ધપણા ની નિંદા રામ બોલ્યા બાલ્યાવસ્થા ના રમત-આદિ ના અભિલાષ હજી તો પુરા થયા નથી,ત્યાં યૌવન તેને ગળી જાય છે, પછી યૌવન ના પણ ભોગ ભોગવવાના અભિલાષ પુરા થયા ના હોય ત્યાં જરાવસ્થા તેને ગળી જાય છે. જુઓ તો ખરા ! જીવન ની આ અવસ્થાઓ પણ પરસ્પર કેવી ક્રૂરતા રાખે છે? વૃદ્ધાવસ્થા દેહ ના રૂપને બગાડી નાંખી,જરત કરી ને તે દેહનો નાશ કરે છે, વૃદ્ધાવસ્થા થી જેનાં શરીર જીર્ણ થઇ,જેના સઘળાં અંગો શિથિલ ને લાંબા થઇ ગયા હોય છે, તેવા પુરુષને સ્ત્રીઓ ઉંટ જેવો ગણે છે. 22 Page #23 -------------------------------------------------------------------------- ________________ સહજ માં દીનતા આપનારી વૃદ્ધાવસ્થા,જયારે મનુષ્યને પકડે છે, ત્યારે બુદ્ધિ તેને છોડી ભાગી જાય છે. નોકરો,પુત્રો,સ્ત્રીઓ,ભાઈ-ભાંડુઓ,તથા સંબંધીઓ,જેમ ગાંડા-ઘેલાની હાંસી કરે છે, તેમ તે વૃદ્ધ ની પણ (તેને ગાંડો સમજી) હાંસી કરે છે. દીનતા-જેવા બીજા ઘણા દોષોમાં તૃષ્ણા નો ઉમેરો થાય છે.તે વૃદ્ધ ને ખાવાનું પચતું નથી,ને કફ-ઉધરસથી ડામાડોળ થયેલો હોય –પણ સારું સારું ખાવાની તૃષ્ણા વધે છે.પણ રોગોને લીધે કોઈ તેને તેવું ખાવાનું આપતું નથી,એટલે મનમાં ને મનમાં ચિડાયા કરે છે અને ઉદ્વેગો તેને ઘેરી વળે છે. હે મુનિ,ભલે કોઈ,પર્વતની ગુફામાં ભરાઈ ગયો હોય (સન્યાસી) કે ભલે કોઈ,તેની આખી જિંદગીમાં કોઈ શત્રુ થી જીતાયો ના હોય,પણ જરા (વૃદ્ધાવસ્થા) રૂપી રાક્ષસી થી તે થોડીવારમાં જ જીતાઈ જાય છે. અને અશક્તિ,પીડા, દીનતા ને આપદાઓ થી ઘેરાઈ જાય છે. હે ઋષિ, ઘડપણ આવ્યા છતાં પણ –“વધુ જીવવું છે” એવો દુરાગ્રહ વ્યર્થ જ છે.કારણકે-કોઈથી પણ નહિ જીતાયેલી,એ વૃદ્ધાવસ્થા,મનુષ્ય ના સઘળા મનોરથો ને ધૂળ-ધાણી કરી નાખે છે. (૨૩) કાળ-વર્ણન રામ બોલ્યા-આ મુદ્ર સંસારમાં મનુષ્યને,અનેક લાભો અને તુચ્છ સુખની આશા હોય છે, પણ કાળ-રૂપી (સમય-રપી) ઉદર તે આશા-રૂપી તંતુને કાતરી નાંખી તે સુખોનું નામોનિશાન રહેવા દેતો નથી. આ સર્વ-ભક્ષી કાળ,આ જગતમાં જન્મ પામેલી એક એક વસ્તુને ગળી જાય છે. અનંત બ્રહ્માંડો ને પણ ગળી જનારો અને સર્વ જગ્યાએ વ્યાપી રહેલો –આ કાળ,વાસ્તવિક-રૂપે, અદ્રશ્ય-રૂપે હોવા છતાં, “યુગ,કલ્પ,વગેરે” (સમય નું માપ) વગેરે રૂપો થી પ્રગટતો એ (કાળ સમય) જગત અને પુરા બ્રહ્માંડને વશ કરી રહ્યો છે. મનુષ્ય દેખાવમાં સુંદર હોય,સારાં કર્મો કરનાર હોય કે પછી મેરુ-પર્વત સમાન (મહાન) હોય, પણ તેમને તે કાળ ગળી જાય છે. નિર્દય,પથ્થર સમાન કઠિન,વાઘ જેવો ક્રૂર,કરવત જેવો કર્કશ,કંગાળ અને અધમ –એવો દેખાતો આ કાળ, જેને ગળી જતો નથી,એવી કોઈ વસ્તુ આજ સુધી થઇ નથી. જેમ મનુષ્ય પૃથ્વી પર પગ ટેકવી ને ઉભો રહી શકે છે તેમ, આ કાળ પણ બ્રહ્મની સત્તા (કે જેમાં અનંત પ્રાણીઓ ના સંસાર નો લય થાય છે) પર સ્થિર પગે ઉભો રહ્યો છે.અને તે કોઈ રીતે કોઈનાથી બીતો નથી,તે કોઈના પર પ્રેમ કરતો નથી, તે કદી આવતો નથી કે જતો નથી,અને સેંકડો યુગો કે મહાકલ્પો વીતતાં-પણ તે અસ્ત કે ઉદય પામતો નથી. કોઈ પણ જાતની કાળજી રાખ્યા વગર,બેદરકારીથી,તે જગતમાં “ફેરફાર કરવાની રમત” રમી રહ્યો છે. આ કાળ જેનું હરણ કરતો ન હોય,એવી તુચ્છ કે અતુચ્છ કોઈ પણ વસ્તુ નથી. સઘળા જીવો ને “ચૂર્ણ-રૂપ” કરી મૃત્યુ ના મુખમાં નાખવાનો,ક્રીડા-વિલાસ (પ્રલય કે વિસર્ગ) કરીનેતે કાળને જયારે –કશું કામ બાકી રહેતું નથી (કાર્ય પદાર્થો નો અભાવ થાય છે, ત્યારે“બ્રહ્મ-ચૈતન્ય” ના નિજ (પોતાના) સ્વરૂપમાં વિશ્રાંતિ લે છે, એટલે તે (કાળ),તેનાથી (બ્રહ્મથી) જુદો જ પ્રતીત થતો (દેખાતો) નથી. અને આ પ્રમાણે "પ્રલય” (વિસર્ગ) માં વિશ્રાંતિ લઇ, “સૃષ્ટિ” ના સમયમાં (સૃષ્ટિ-સર્જન-કે-સર્ગ ના સમયમાં) Page #24 -------------------------------------------------------------------------- ________________ તે “કાળ” પોતે જ જગતનો કર્તા,ભોક્તા, સંહાર કરનાર-વગેરે –સર્વ-રૂપ વાળો થાય છે. અકળ બુદ્ધિ થી પણ તે કાળ ના રહસ્ય ને કોઈ કળી (જાણી) શકતું નથી. અને સારાં-નરસાં એવાં સર્વ પ્રકારનાં શરીરો (જીવો) ને પ્રગટ કરતો અને તરત જ તેમને લીન (નાશ) કરી નાખતો,આ કાળ,અહીં ક્રીડા કર્યે જ જાય છે. સર્વ લોક માં આ કાળ નું બળ પ્રસિદ્ધ જ છે. (એટલે આવા બળવાન કાળ નું સ્મરણ રાખી મુમુક્ષુએ પોતાના આત્મા નો ઉદ્ધાર શીધ્ર કરવો જોઈએ) (ર) કાળ નું રાજકુમાર-રૂપે વર્ણન રામ બોલ્યા- આ (મહા) કાળ (સમય) તે “પરમાત્મા-રૂપ” રાજાનો રાજકુમાર (પુત્ર) છે. સઘળી આપત્તિઓ તેનાથી દૂર રહી છે, અને તેના પરાક્રમ અપાર છે. લક્ષ્યો (નિશાનો એટલે કે જીવો) ફરતાં રહેતાં હોય, અને પોતે પણ ફરતો રહેતો હોય, તેમ છતાં લક્ષ્યો ને તે (જાણે પોતે મૃગયા-વિહાર માં ચતુર હોય તેમ) આસાની થી વીંધી નાખે છે. જગત-રૂપી વનમાં,ચપળતાથી અનેક પ્રવૃત્તિઓ કરતો,આ સર્વોત્તમ (મહા) “કાળ-રૂપી” રાજકુમાર, અહીં આ જગતમાં ઘણી ચાલાકીથી પ્રાણીઓને (જીવોને) માર્યા કરે છે. (રપ) દેવ અને ક્રિયા-રૂપ કાળ નું વર્ણન રામ બોલ્યા- ઉપર કહેલા (મહા) કાળ થી જુદા બીજા બે પ્રકારના કાળ છે.(દૈવ અને ક્રિયારૂપ) આ જગતમાં જે કાળ “ફળ ને ભોગવાવે” છે,તે- “દૈવ” કહેવાય છે, અને જે કાળ “ફળ ને ઉત્પન્ન કરનારી ક્રિયા કરાવે” છે તે- ક્રિયાકાળ" કહેવાય છે. માત્ર પોતાના “ચલન-રૂપ એવી ક્રિયા” વિના “ક્રિયાકાળ” નું બીજું કોઈ રૂપ કે કામ જાણવામાં આવતું નથી. જેમ ગરમી,હિમ (બરફ) ના સમૂહ ને ગાળી નાખે છે, તેમ આ ક્રિયાકાળ,સઘળાં “કૂણાં પ્રાણીઓને (ફળ ઉત્પન્ન થતી ક્રિયાઓ કરાવી) બહુ જ ગાળી નાખે છે. બીજો જે “દેવ” નામનો કાળ છે-તેનું “કૃતાંત” એવું પણ નામ છે. આ “દૈવ કે કૃતાંત” કાળ,કાપાલિક ની જેમ ઉન્મત્તપણા થી જગતમાં (સૃષ્ટિના-સમયમાં) નાચ્યા કરે છે. અને “પ્રલયમાં” તે પોતાના તાંડવવાળા નાચ ને --ઘણા કાળ સુધી બંધ પાડી વિશ્રાંતિ લે છે. પાછા ફરી બ્રહ્મા-રુદ્ર ને ઉત્પન્ન કરી, જેમાં ઘણા દેખાવો કરવામાં આવે છે”-તેવી –અને “શોક, દુઃખ અને પરાભવ થી” શોભતી આ “સૃષ્ટિ-રૂપ નાચ” ની “લીલા” કરવા માંડે છે. એટલે કે જુદા જુદા બ્રહ્માંડો,જળ,વન અને પ્રાણીઓના સમૂહ ને –તે સમય (કાળ) ને અનુસરતી“સ્થિર અને ચંચળ-બન્ને જાતની નવી નવી રીતભાતો ને” કરાવ્યા કરે છે.ને ફળ ભોગવાવ્યા કરે છે. (૨૬) સંસાર દર્દશા રામ બોલ્યા-હે મહામુનિ,કાળ- આદિનું ચરિત્ર આ (ઉપર) પ્રમાણે છે, તો પછી,"સંસાર” નામના પદાર્થમાં મારા જેવા ને તો શું વિશ્વાસ રહે? Page #25 -------------------------------------------------------------------------- ________________ હે.મુનિ,"વિષયોની રચના” થી અમે “મોહ” પામ્યા છીએ. અને “દૈવ” (ભાગ્ય) આદિના હાથે જાણે વેચાયેલા હોઈએ તેમ રહ્યા છીએ. ને “કાળ” નામનો ધૂતારો,જગતમાં સર્વ લોકો ને નિરંતર આપદામાં (મુશ્કેલીઓમાં) પાડ્યા કરે છે. આ સંસારના સઘળા પદાર્થો, અનિત્ય (એટલે કે-જવા-આવવા વાળા) છે, છતાં,વાસના મનુષ્યને સંસારમાં બાંધ્યા કરે છે. અને કાળ (સમય) પ્રાણીઓના (જીવોના સમૂહને કેવળ કોઈ સ્થળમાં તાણ્યા (ખેંચ્યા) જ કરે છે. સદુપદેશો જોવામાં આવતા નથી,સારી વાતો ને અવકાશ મળતો નથી અને, --પર્વતો પણ વીંખાઈ જાય છે............... ત્યારે મારા જેવાઓને તો શો વિશ્વાસ રહે? --આકાશ પણ લય પામે છે,ભુવનો પણ ખવાઈ જાય છે,અને પૃથ્વી પણ પ્રલય પામે છે. ત્યારે મારા જેવાઓને તો શો વિશ્વાસ રહે --સમુદ્રો પણ સુકાઈ જાય છે,તારાઓ પણ વીંખાઈ જાય છે,ને સિદ્ધ લોકો પણ નાશ પામે છે...... ત્યારે મારા જેવાઓને તો શો વિશ્વાસ રહે --દાનવો પણ ચિરાઈ જાય છે,દેવો પણ માર્યા જાય છે,ને ધ્રુવ એ અધૃવ થઇ જાય છે..... ત્યારે મારા જેવાઓને તો શો વિશ્વાસ રહે? --ઇન્દ્ર પણ તે કાળ ના મોમાં ચવાઈ જાય છે,યમ પણ તે કાળ ના સપાટામાં આવી જાય છે, વાયુ પણ સત્તા વગરનો થઇ જાય છે.............ત્યારે મારા જેવાઓને તો શો વિશ્વાસ રહે? --યંત્ર પણ શૂન્ય થઇ જાય છે,સૂર્ય પણ ખંડિત થઇ જાય છે,અને અગ્નિ પણ અભાવને પ્રાપ્ત થાય છે... ત્યારે મારા જેવાઓને તો શો વિશ્વાસ રહે --બ્રહ્મા પણ સમાપ્તિ પામે છે,અજન્મા હાર પણ હરાઈ જાય છે,અને ભાવ પણ અભાવ ને પામે છે. ત્યારે મારા જેવાઓને તો શો વિશ્વાસ રહે? --કાળ પણ લય પામે છે,નિયતિ ફળનું નિશ્ચિત-પણું) પણ તણાઈ જાય છે,અને અનંત આકાશ પણ ાય પામે છે... ત્યારે મારા જેવાઓને તો કો વિશ્વાસ રહેર જેનું (જે બ્રહ્મનું સ્થૂળ રૂપ જાણવામાં આવતું નથી,અને જેનું સૂક્ષ્મરૂપ,સાંભળી,બોલી કે જોઈ શકાતું નથી. એવો કોઈ “પુરુષ' (પરમાત્મા-બ્રહ્મ) પોતાના “સ્વરૂપ” માં જ “માયા” થી બ્રહ્માંડો દેખાડે છે. અહમ (અભિમાન) ના અંશ ને પ્રાપ્ત થઇ ને (જીવ બનીને ) રહેલા,("હું" નું ભાન =અહમ) સર્વ લોકોની અંદર “આત્મા” તરીકે રહેનારા તે “પુરુષ” (બ્રહ્મ-પરમાત્મા)થી જ સર્વ જીવો બાધ પામેલા છે. અને આ પુરુષ (બા-આત્મા-પરમાત્મા) થી બાધ નહિ પામતો હોય તેવો કોઈ પદાર્થ ત્રણે લોકમાં નથી. જેમ,રથ એ ઘોડા થી ખેંચાય (પ્રેરાય) છે, તેમ તે પુરુષ (બ્રહ્મા-પરમાત્મા) પોતાનાથી પરવશ થયેલા સુર્યને-પણ નિત્ય ગબડાવ્યા કરે છે. સ્વર્ગ માં કલ્પાયેલા દેવતાઓને, પૃથ્વી પર કલ્પાયેલા જીવોને,ને પાતાળમાં કલ્પાયેલા સર્પોને, તે પુરુષ (બ્રહ્મ), "સ્વ-સંકલ્પ" થી જ જર્જરિત કરી નાખે છે. અરે,જગતના ઈશ્વરની સાથેના યુદ્ધમાં પણ જેને પરાક્રમ કર્યું છે તે મહા-કાળ” – ખાલી ખાલી “અયોગ્ય” પ્રકારથી જ જગત ને વશ કરીને ફૂલાયા કરે છે. (ઈશ્વર તો કાળ ના યે કાળ છે!!!) 25 Page #26 -------------------------------------------------------------------------- ________________ 26 જગતમાં અનેક યોનિઓમાં ભટક્યા કરતા,આ જીવો નું આયુષ્ય,એનાં એ જ “કુકર્મો” કરતાં ક્ષીણ થાય છે, “આજ આ ઉત્સવ છે” “આજ આ ઋતુ છે” “આજ યાત્રા નો દિવસ છે” “આ સુખ વધુ આનંદ આપે તેવું છે” એવા અનેક “વિકલ્પો”-ની ખોટીખોટી કલ્પના કરતાં કરતાં –(પણ આત્મા ના ઉદ્ધાર વિષે કંઈ ના કરતાં) “ચપળ અને કૂણી બુદ્ધિવાળા” લોકો આ સંસારમાં અહીં એમ ને એમ વીંખાઈ જાય છે. (૨૭) પદાર્થો ના દોષો નું વર્ણન રામ બોલ્યા-આ જગત નું સ્વરૂપ “પરિણામે” અત્યંત અપ્રિય છે, છતાં તે ઉપરથી મનમોહક છે. પણ,તે (જગત) માં એવો કોઈ પદાર્થ કે કોઈ એવું તત્વ નથી કે જેથી મન ને અત્યંત વિશ્રાંતિ મળે. બાલ્યાવસ્થા રમત-ગમતમાં,યુવાવસ્થા ભોગો ભોગવવામાં પસાર થઈ જાય છે,ને વિષય-વાસનામાં ફસાયેલો મનુષ્ય છેવટે વૃદ્ધાવસ્થા માં જર્જરિત થઇ જાય છે. આમ એકે અવસ્થામાં જીવ પરમાત્મા માટે પુરુષાર્થ કરતો નથી,ને પરિતાપ (દુ:ખ) જ પામ્યા કરે છે. કદી, દુઃખનો સમય (કે મૃત્યુ) પ્રાપ્ત થાય તો તેવે સમયે- પણ ખેદ અને મોહ ને દૂર રાખનારા, સંપત્તિના સમયમાં મનમાં કોઈ પણ જાતનું અભિમાન નહિ ધરનારા,અને તૃષ્ણા,આશા,અને લાલચ (અધિક ધન-સ્ત્રી –વગેરે) નહિ રાખનાર, અત્યંત શુદ્ધ અંતઃકરણ વાળા મહાત્માઓ આ સમયમાં અત્યંત દુર્લભ છે. જેઓ “દેહ અને ઇન્દ્રિયો-રૂપી” સમુદ્રના અત્યંત શક્તિશાળી, "મન-રૂપી” તરંગો ને તરીને પાર કરી જાય છે, તેમને જ હું શૂરવીર માનું છું. કારણકે કોઈ પણ “ક્રિયા” તેના પરિણામે “કલેશ-વગરના-ફળ” વગરની જોવામાં આવતી નથી. અત્યંત મહેનત કરી,શત્રુઓને પરાજિત કરી તે શત્રુની),અને ચારે બાજુથી લક્ષ્મી પ્રાપ્ત થયા પછી, જયારે સંસાર-સંબંધી સુખો ભોગવવા લાગીએ છીએ ત્યાં તો કોણ જાણે ક્યાંથી અચાનક મૃત્યુ ચાલ્યું આવે છે. વિનય-વિવેક થી લક્ષ્મી ને અનાશક્તિથી ભોગવી,ધૈર્યથી આત્મા-પરમાત્મા નો વિચાર કરનારા, પુરુષાર્થી મહાત્માઓ આ સમયમાં અત્યંત દુર્લભ છે. જેઓમાં દોષ નથી એવા કયા વિચારો છે? જેઓમાં દુઃખની બળતરા નથી,એવા કયા માર્ગો છે? જેઓમાં જીવન ની ક્ષણ-ભંગુરતા નથી,એવી કઈ પ્રજા છે? જેઓમાં છળ નથી એવી કઈ ક્રિયાઓ છે? અનેક વિભાગોવાળા (મહાકલ્પ કલ્પ,યુગ-વગેરે) કાળ (સમય) ના સમૂહમાં – લાંબા અને ટૂંકા જીવન નો વિચાર કરવો ખોટો છે. કારણ સો વર્ષ નું જીવન મહાકલ્પ ના સમય આગળ તો ક્ષણ-માત્ર જ છે. જો જોવામાં આવે તો,સર્વ જગ્યાએ – પર્વતો,પથ્થરના જ છે, પૃથ્વી માટીની જ છે,વૃક્ષો લાકડાનાં જ છે,અને પ્રાણીઓ માંસ નાં જ બનેલા છે. પણ આ સર્વેમાં પુરુષોએ –કેવળ નામ-રૂપના –જુદાજુદા સંકેતો આપેલા છે. વાસ્તવિક રીતે તો તે સર્વે પંચ-મહાભૂત ના વિકાર-રૂપે જ છે, તે કોઈ નવા નથી. પૃથ્વી,જળ,તેજ,વાયુ અને આકાશ-એ પંચમહાભૂતો ના અંશોના સમુદાય નેઅવિવેકી પુરુષો,પોતાની “બુદ્ધિથી “ઘટ-પટ” આદિ પદાર્થો માને છે.પણ, જો વિવેકથી પૃથ્થકરણ કરવામાં આવે તો,આ જગત,પંચમહાભૂતો થી જુદું હોય તેમ જણાતું નથી. Page #27 -------------------------------------------------------------------------- ________________ હે,મુનિ,આ સંસાર (જગત) -વિદ્વાન લોકોના મન (ચિત્ત) ને પણ આશ્ચર્ય આપનાર છે,ચમત્કારિક છે, તો પછી,સાધારણ મનુષ્ય ને તો તેનું રહસ્ય સ્વપ્નમાં પણ કદી જાણવામાં આવતું નથી. ખરે,તો સંસાર અને સંસારની કલ્પના,એ મિથ્યા છે. છતાં એ સંસારનું એટલું બધું મહત્વ થઈ ગયું છે કે-તેના લોભ અને મોહ ને લીધે દુઃખી થયેલા, લોકો ના મનમાં,બાલ્યાવસ્થા જઈને ઉત્તરાવસ્થા આવવા છતાં પણ, પરમાત્મા ના નિરૂપણ ની વાત ઉદય પામતી નથી.(પરમાત્મા વિષે કોઈ ને વિચાર આવતો નથી) હમણાં ના માણસો,પોતાના શરીર ના પોષણને માટે જ વિષય,વિનય તથા ધન નો ઉપયોગ કરી, તેનો વ્યર્થ નાશ કરી નાખે છે.વળી,વિષય વાસનાઓ માં આસક્ત થઈને,અનેક પ્રકારની કુટિલતા ભરેલી,કુશળતામાં તત્પર રહે છે.આવામાં -સજ્જન તો સ્વપનમાં પણ મળવો મુશ્કેલ છે. સઘળી ક્રિયાઓ અવશ્ય દુઃખ ઉત્પન્ન કરે તેવી જ છે,તો મારે આ જીવિત-રૂપ (જીવનની) દશા શી રીતે કાઢવી (વ્યતીત કરવી) તે હું જાણતો નથી. (૨૮) સર્વમાં “ફેરફાર થનાર” સ્વભાવનું વર્ણન રામ બોલ્યા-જેમ,સ્વપ્નમાં “સભા” મળેલી હોય (એકઠી થઇ હોય) તે ખોટી અને અસ્થિર છે, તેમ,આ જે કંઈ સ્થાવર-જંગમ જગત જોવામાં આવે છે તે “અસ્થિર” છે.(જગત સ્થિર નથી) હે,મુનિ,આજે જે ખાડો જોવામાં આવે તે,કોઈ દિવસે (વખતે) પહાડ બની જાય છે,અને તે જ પહાડ કોઈ વખતે પૃથ્વીની બરોબર કે કૂવો બની જાય છે. જે શરીર આજે,રેશમી વસ્ત્રો,માળા-મોતી મેં ચંદન થી શણગારાયું હોય તે –જ શરીર, કોઈ વખત દિગંબર (નગ્ન) અવસ્થામાં દૂર ખાડામાં જોવામાં આવે છે. આજે જે વિવિધતાથી ને વસ્તીથી ભરપુર નગર છે તે કોઈ વખતે ઉજ્જડ રણ જેવું થઇ જાય છે.અને આજે જે રણ કે વન છે તે કાલે વસ્તીથી ભરપૂર નગર બની જાય છે. હે,મુનિ,આજે જે પુરુષ,અધિક ધન નો અધિપતિ (માલિક) થઇ ગયો હોય છે તે એક વખત રાખ ના ઢગલા-રૂપ થઇ જાય છે.અને આમ,જગતમાં -જળ ની જગ્યાએ સ્થળ તો સ્થળ ની જગ્યાએ જળ થઇ જાય છે. આખું જગત એ દિવસો જતાં વિપરીત (ઉંધુ-જુદું) થઇ જાય છે. યુવાની,બાળપણ,ઘડપણ-પામતા શરીર અને દ્રવ્યો (વસ્તુઓ) ના સમુહો –અનિત્ય છે અને, તેઓ તરંગો ની પેઠે,નિરંતર એક સ્વભાવ ને છોડી બીજા સ્વભાવ ને પ્રાપ્ત થયા કરે છે. જેમ,પવનમાં(વાયુમાં) નાના દીવા ની જ્યોત ચંચળ (હાલતી) રહે છે, જેમ,વીજળી ના ચમકારા માં,આ ત્રણે લોક ની શોભા (ક્ષણિક) દેખાય છે,અને જેમ,"જુદાં જુદાં બીજ” પાણી ના સંસર્ગથી ફેરફાર પામ્યા કરે છે તેમ.આ સઘળાં જીવો-કર્મો ની ગતિથી,નિરંતર ફેરફાર પામ્યા કરે છે. આપણને જેમ,તે જુના દિવસો,તે ગુજરી ગયેલા વડીલો,તે જુની વધુ કે ઓછી સંપત્તિઓ,અને તે જુની થઇ ગયેલી ક્રિયાઓ-વગેરે માત્ર સ્મરણમાં (યાદમાં) જ રહ્યું છે, તેમ આપણે પણ થોડા સમય પછી (આપણા ચાલ્યા ગયા પછી) લોકો ના સ્મરણમાં જ રહીશું. 27 જે,ધન,બંધુ,મિત્ર,સ્ત્રી,પુત્ર,ઘર,ચાકર,વૈભવ-એ બધું એક વખત વિનાશ પામવાનું છે, એ જે સમજ્યો છે તેને એ ભયના લીધે,એ બધું રસ વગરનું લાગે છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ અને-જે નથી સમજ્યો તેને તે સઘળું રસ-વાળું લાગે છે. આ પ્રમાણે જગતની રચના ક્ષણિક સ્થિતિ-વળી અને ક્ષણિક-નાશવાળી છે, અને ક્ષણે ક્ષણે તે આવ-જા કરે છે. આ સંસારમાં -- જેનો ફેરફાર થતો નથી—એવો કોઈ પણ પદાર્થ જોવામાં આવતો નથી. (૧) વધવું (૨) રૂપાંતર પામવું (૩) ઘટવું (૪) નાશ થવો (૫) પુનર્જન્મ થવોઆ પાંચ વિકારો-રાત-દિવસની પેઠે-પ્રાણી ને અનુક્રમે નિરંતર લાગ્યા કરે છે. સંસારમાં પડેલ મનુષ્ય,ક્ષણે-ક્ષણે ઉદય-અસ્ત ને પામ્યા કરે છે. નથી તેની આપત્તિઓ સ્થિર રહેતી કે નથી તેની સંપત્તિઓ સ્થિર રહેતી. સમર્થ લોકો ને પણ સપાટામાં લઈને મોટે ભાગે વિપત્તિઓ જ દેનાર કાળ (સમય) પોતાની યથેષ્ટ ક્રિયાઓ-પોતાની રીતે - કરતો રહે છે. (૨) વૈરાગ્યવર્ણન અને ઉપદેશની માગણી રામ બોલ્યા-એ પ્રમાણે “દોષ-દર્શન” (રૂપ દાવાગ્નિને લીધે મારા વિવેકી મનમાં, વિષયો પરના વિશ્વાસ (રૂપ બીજ) બળી ગયો છે.અને –આથી જેમ,સરોવરમાં ઝાંઝવાનાં પાણી બનતાં (ક્રૂરતાં) નથી, તેમ,મારા મનમાં ભોગ ની આશાઓ ફરતી જ નથી. હે મુનિ,લોકો ના મનમાં દિવસે દિવસે ભૂંડાઈ વધતી જાય છે, ને ભલા-પણું ઓછું થતું જાય છે. જગતમાં દિવસે-દિવસે “મર્યાદા” તૂટતી જાય છે, અને તે તૂટે છે તે કોઈના જાણવામાં પણ આવતી નથી! હે મુનિશ્વર,જેમાં કોઈ જ જાતની ચિંતા નથી-એવી (મન ની) એકાગ્રતા, એ, ચિંતાઓથી ભરેલા રાજ્ય અને રાજ્ય-વૈભવ થી ઉત્તમ છે. આ ઉદ્યાનો (બગીચાઓ) મને આનંદ આપે તેમ નથી,સ્ત્રીઓ મને સુખ આપી શકે તેમ નથી,અને ધનની પ્રાપ્તિ મને હર્ષ આપી શકે તેમ નથી. હું તો મારા મન ની સાથે (મનમાં) શાંત થવા ધારું છું. હે પિતા,આ લોક (જગત) અનિત્ય તથા દુઃખ-રૂપ છે, તૃષ્ણાઓ પુરી પડે (પુરી થાય) તેવી નથી, અને મન જો તેની ચપળતાથી ઘેરાયેલું હોય, તો ત્યારે હું કેવી રીતે આનંદ પામી શકું? હું જીવન કે મરણ –કોઈને અભિનંદતો નથી,હું તો જેમ રહું છું, તેમ શાંત રહીશ. મારે રાજ્યનું,ભોગોનું,ધનનું કે તે ધન માટે ના ઉદ્યમ (પરિશ્રમ) નું શું પ્રયોજન (કામ) છે? એ સઘળું તો અહંકાર ને લીધે થાય છે, પણ મારો તો અહંકાર જ ગળાઈ (મરી) ગયો છે. હે,મુનીન્દ્ર,સ્વચ્છ બુદ્ધિ થી,બાલ્યાવસ્થામાં જ જો આ ચિત્ત (મન) નો ઉપાય કરવામાં ના આવે તો પછી તેનો અવસર (સમય) પછી પાછળથી આવશે જ ક્યાંથી? જે વિષ (ઝેર) કહેવાય છે તે વિષ નથી,પણ “વિષયો ની વિષમતા” – એ જ વિષ છે, કારણકે વિષ તો એક જન્મમાં જ હાનિ પહોંચાડે છે, જયારે વિષયો તો જન્માંતરો પણ હાનિ પહોચાડે છે. આત્મ-જ્ઞાની ને સુખ-દુ:ખ,જીવન-મરણ,સ્ત્રી, પુત્ર,મિત્ર,બાંધવો-વગેરે કોઈ બાંધી શકતાં નથી. હે બ્રહ્મન,હું જે ઉપદેશથી જ્ઞાની થઈને શોક, ભય તથા પરિશ્રમ થી રહિત થાઉં તેવો ઉપદેશ મને તરત આપો. મને કરવતથી કોઈ વહોરે તો તે કદાચ હું સહન કરી શકું,પણ, Page #29 -------------------------------------------------------------------------- ________________ સંસાર ના વ્યવહારથી ઉત્પન્ન થયેલાં-તૃષ્ણા તથા વિષયો થી –વહોરાવાનું-સહન કરી શકું તેમ નથી. “આ સારું છે” એમ સમજી તેને મેળવવામાં-અને “આ ખરાબ છે એમ સમજી તેને ફેંકી દેવામાંજે વ્યવહાર કરવો પડે છે, તેના થી જે ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, તે મનને (ચિત્તને) અસ્થિર કરે છે. આ કાળ-રૂપી વ્યભિચારી પુરુષ કે જે સંસાર-રૂપી હાર પહેરીને મોહક બનીને ઉભો છે તેનાથી, હું કાયર થઇ ગયો છું, અને સિંહ જેમ જાળ ને તોડી નાખે તેમ,હું તેને સહેલાઈ થી તોડી નાખવા માગું છું, હે મુનિ,મારા મનનું આ “અજ્ઞાન અને દુઃખ -રૂપી અંધારું” જે મારા હૃદયમાં છે. તેને તમે “સુખ-રૂપી વિજ્ઞાનના દીવા” થી દૂર કરો. જેમ ચંદ્ર ના પ્રકાશ થી નાશ ના પામે તેવાં અંધારાં હોતા નથી, તેમ,મહાત્માઓના સંગ થી,નાશ ના પામે તેવા “સંસાર-ના દુષ્ટ તાપો” –આ જગતમાં છે જ નહિ. હે મુનિ,આયુષ્ય નાશવંત છે,વૈભવો ચંચળ છે,અને યૌવનના આનંદો-પાણી ના રેલાની જેમ ચપળતાથી, વહી જાય છે, એવું મનમાં વિચારી ને, હમણાં લાંબી શાંતિ માટે જ હું મનથી અલિપ્ત થયો છું. (૩૦) વિશ્રાંતિના ઉપદેશની માગણી રામ બોલ્યા-ચારે બાજુથી ઉભા થયેલ,સેંકડો અનર્થો ના ખાડામાં પડેલા જગતને જોઈને, મારું મન તેની ચિંતા કરે છે, મન ભમતું હોય તેમ લાગે છે ને મને ભય અને કંપારી થાય છે. ધીરજ વગર ની વ્યાકુળ થયેલી,અને કોઈ ઠેકાણા વગરની, મારી બુદ્ધિ,ભય પામ્યા કરે છે. વિષયોથી ઠગાયેલી,મારી અંતઃકરણની વૃત્તિઓ-વિક્ષેપ-રૂપી દુઃખ માં પડી છે. બુદ્ધિ ને લાગેલી આ ચિંતા શાંત થઇ સુખ ને પામતી નથી. મારી અવ્યવસ્થિત ધીરજ વૃત્તિએ કેટલાક વિષયો ને છોડ્યા છે, તો કેટલાક પકડી રાખ્યા છે કે જેથી, સંસારે પણ મને અર્ધો ત્યજ્યો છે અને અર્થો પકડી રાખ્યો છે. અને આવી અવ્યવસ્થા ને લીધેમારા હાથમાંથી સંસારનાં સુખો ની સાથોસાથ પરમાર્થ નાં સુખો પણ ખોવાઈ ગયાં છે. તત્વ (સત્ય) ના નિશ્ચય વગરની મારી બુદ્ધિ અનેક સંશયો પેદા કરે છે. આ મન અતિ-ચંચળ છે,તે અનેક પ્રકારના ભોગની વાસનાઓથી ભરપૂર છે અને ચપળતાથી જગતમાં ફર્યા કરે છે, તેને રોકવામાં આવે તો પણ તત્વજ્ઞાન ના આશ્રય વગર તે ચપળતા છોડતું નથી. હે,મુનિ, --વાસ્તવિક રીતે જન્મ-મરણના પરિશ્રમ વગરનું, દેહ-આદિ ઉપાધિઓ વગરનું,અને, ભ્રાંતિ વિનાનું—સત્ય-વિશ્રાંતિ-સ્થાન કયું છે કે જે ને પામવાથી કોઈ પ્રકારનો શોક જ ન રહે? --જનકરાજા –વગેરે સજ્જનો,સઘળાં પ્રકારનાં કર્મો કર્યા હતા,અને વ્યવહારમાં પણ અનુકૂળ રહ્યા હતાછતાં તેઓ મહાત્માની પદવી એ કેવી રીતે પહોંચ્યા હતા? --આ દેહને પાપ-પુણ્ય રૂપી કાદવ ઘણી રીતે લાગ્યા છતાં કેવી રીતે પુરુષ તેનાથી ના લેપાય? --નિર્દોષ અને ઉમદા મનવાળા તમે મહાત્મા લોકો –કયો વિચાર રાખી –જીવનમુક્ત થઇ ફરો છો? --વિષયો-રૂપી સર્પો, અંતે તો લોકોને ખાઈ જવાને વાસ્તે જ લલચાવે છે, તેમનાથી શી રીતે બચી શકાય? --મોહ અને કામ-ક્રોધાદિ થી ડહોળી થયેલ બુદ્ધિ –શી રીતે અત્યંત સ્વચ્છતા પામે ? --આ સંસાર-રૂપી પ્રવાહમાં વ્યવહાર કરવા છતાં મનુષ્ય કઈ રીતે કમળ ના પાન ઉપરનાં જળની Page #30 -------------------------------------------------------------------------- ________________ પેઠે અલગ રહી શકે? --જગતને અંતર-દૃષ્ટિ થી તણખલા જેવો જોઈ,મન ની કામ-આદિ વૃત્તિઓનો સ્પર્શ ના કરતાં, એવો મનુષ્ય શી રીતે ઉત્તમપણું પામે? --આ અજ્ઞાન-રૂપી મહાસાગર ને પાર પામેલા-એવા કયા મહાપુરુષ નું સ્મરણ કરવાથી – મનુષ્ય દુ:ખ-મુક્ત રહે. --કરવા યોગ્ય સાધન કયું?પામવા યોગ્ય ફળ કયું? અને આ મેલ વગરના સંસારમાં શી રીતે વર્તવું? હે પ્રભુ,વિધાતાએ આ જગત અવ્યવસ્થા વાળું જ બનાવ્યું છે, તેમાં જે વડે હું તેના આદિમાં અને અંતમાં રહેનારી વસ્તુ ને (સત્ય ને) જાણી શકું તેવું તત્વ મને કહો. હું અંતઃકરણમાં પૂર્ણ સંતોષ પામું,હું પૂર્ણ થાઉં,અને ફરી શોક ના કરું, તેવો (તેને લગતો)--તત્વ ને જાણનારા એવા તમે–અહીં મને ઉપદેશ કરો. હે મહાત્મા,પામર જીવો ને સર્વોત્તમ (શ્રેષ્ઠ) આનંદમાં વિશ્રાંતિ મળતી નથી, કારણકે સંસાર ના સંકલ્પ-વિકલ્પો તેમને અહીં તહીં દોડાવ્યે જાય છે. (૩૧) ટૂંકા જીવનમાં સુખરૂપ પદ-નો પ્રશ્ન રામ બોલ્યા-મનુષ્ય નું આયુષ્ય (જીવન) ક્ષણભંગુર,કોમળ અને ચપળ છે. અને તે ટૂંકા જીવનમાં મનુષ્ય મોહ,આશા,વાસના-વગેરે થી પીડાયા કરે છે.ત્યારે કાળ-રૂપી ક્રૂર બિલાડો, પ્રાણીમાત્ર રૂપી ઉંદરો નો સંહાર કર્યા કરે છે. એક ક્ષણ પણ અટકયા વિના તે દોડ્યા કરે છે અને ક્યાંય થી યે આવી ને પ્રાણી-માત્ર ને ઝડપી લે છે, તો હવે આનો ઉપાય શો?વિચાર શો?અને આશરો શો?મનુષ્યોની ગતિ કઈ છે? --સંસારના અનર્થો નો વિચાર કરીને જેઓ વૈરાગ્ય અને દૃઢતાથી આ લોક અને પરલોક ના ભોગોને છોડીને બેઠા છે તેવા કયા મહાપુરુષ ની પેઠે,અમારે આ સંસારરૂપી વનના માર્ગોમાં વ્યવહાર કરવો? --ભોગો-રૂપી વિભૂતિઓ રાગ-દ્વેષ-રૂપી મોટા રોગોથી ભરેલી છે, ત્યારે સંસાર-રૂપી સમુદ્રમાં ફરનારા પુરુષને તે કઈ રીતે શું કરવાથી - બાધ ના કરે? --હે મુનિ જેમ પારો અગ્નિમાં પડવા છતાં બળતો નથી, તેમ પ્રીતિથી જ્ઞાન-રૂપી અમૃત ને સેવનારો પુરુષ, સંસારમાં પડવા (રહેવા) છતાં પણ સંસારના પરિતાપ ને કેમ પામતો નથી? જેમ પાણીમાં ઉત્પન્ન થયેલાં માછલાંની સ્થિતિ (જીવન) પાણી વિના સંભવિત નથી, તેમ,સંસારમાં જન્મેલા પુરુષની સ્થિતિ પણ,સંસારના વ્યવહાર કર્યા વિના સંભવતી નથી. જેમ અગ્નિ ની જવાળા દાહ વગરની હોતી નથી, તેમ,આ સંસારમાં કોઈ સારી ક્રિયા પણ,રાગ-દ્વેષ કે સુખ-દુઃખ વગરની હોતી જ નથી. ત્રણે લોકમાં મન નું અસ્તિત્વ એ વિષયોના અવલંબન (આધાર) રૂપ જ છે,અને એ સર્વ વિષયો નો,તત્વ (સત્ય) ના બોધની યુક્તિ વિના ક્ષય (નાશ) થતો નથી. એટલા માટે તમે મને એ “તત્વ ના બોધ-ની યુક્તિ” વિષે કહો. વ્યવહાર કરવા છતાં પણ જે યુક્તિથી મને દુઃખ કે શોક પ્રાપ્ત થાય નહિ,અને Page #31 -------------------------------------------------------------------------- ________________ મારા વ્યવહારમાં પણ અડચણ આવે નહિ-એવી ઉત્તમ યુક્તિ મને કહો. જે કામથી (કાર્યથી) મન પરમ પાવન થઇ વિશ્રાંતિ પામે છે,તે કામ શું છે? અને તે કામ પહેલાં કયા મહાપુરુષે,કયા પ્રકારથી કર્યું છે? હે,મહામુનિ, જો (અને જેવું) આપના જાણવામાં હોય,અને જે કરવાથી સાધુ-પુરુષો,દુઃખ-રહિત-પણું પામ્યા હોય,તે મને (મારા) “મોહ”ની નિવૃત્તિ માટે કહો. હે મુનિશ્વર,જો તેવી યુક્તિ કોઈ ના જ હોય,અથવા તેવી યુક્તિ હોવાં છતાં,જો કોઈ મને સ્પષ્ટ રીતે કહેશે નહિ તો,હું પોતે તેવી યુક્તિઓનો વિચાર કરીશ. અને એમ કરવા છતાં પણ જો મને મહા-વિશ્રાંતિ-રૂપ સર્વોત્તમ યુક્તિ મળશે નહિ,તો, પછી હું સઘળા વ્યવહારો છોડી દઈશ,અહંકાર રહિત થઈ જઈશ,અન્ન ખાઈશ નહિ,પાણી પીશ નહિ, વસ્ત્રો પહેરીશ નહિ,ને સ્નાન,દાન કે ભક્ષણ-આદિ કોઈ કામ કરીશ નહિ. હે,મુનિ, ત્યારે હું સંપત્તિના કે આપત્તિના કોઈ કામમાં ઉભો રહીશ નહિ,અને દેહનો ત્યાગ કર્યા સિવાય કશું ઈચ્છીશ નહિ. આશંકા,મત્સર(ઈર્ષા),મમતા-વગેરે છોડી દઈને હું,ચિત્રમાં ચીતરેલા પુરુષની જેમ મૂંગો થઇ બેસી રહીશ. આમ,આવા અનુક્રમથી,શ્વાસ-ઉચ્છવાસ તથા ભાન ને પણ છોડી દઈને હું અંતે આ “દેહ” નામના અનર્થ-રૂપ ઓઠા ને પણ છોડી દઈશ. હું કોઈનો નથી,અને કોઈ મારો નથી,એમ નિશ્ચય કરીને,હું તેલ વગરના દીવાની પેઠે બુઝાઈ જઈશ. અને સઘળું છોડી દઈને અંતે આ ખોળિયાનો પણ ત્યાગ કરી દઈશ. શ્રી વાલ્મીકિ બોલ્યા-નિર્મળ ચંદ્રની પેઠે પ્રિય લાગતા,અને અતિ મહાન વિચારમાં,ઉઘડેલા ચિત્ત-વાળા, શ્રીરામચન્દ્રજી,આવા વચનો બોલ્યા અને પછી-મોર જેમ મહામેઘોની આગળ,ટહુકા કરીને છેવટે બંધ પડેતેમ –બોલવાના થાક લાગવાથી બોલતા બંધ થયા. (૩૨) રામનાં વચનોની પ્રશંસા વાલ્મીકિ બોલ્યા-રાજકુમાર રામચંદ્રજી,એ પ્રમાણે,મનના મોહને ટાળી નાખનારાં વચનો બોલ્યા, ત્યારે ત્યાં સભામાં બેઠેલા સર્વ લોકોનાં નેત્રો વિસ્મયથી પ્રફુલ્લિત થઇ ગયાં. સર્વ નાં રૂવાંટા પણ જાણે સાંભળવા ઉત્કંઠિત થયા હોય તેમ ઉભાં થઈને વસ્ત્ર ની બહાર નીકળવાનું મન કરવા લાગ્યા.વશિષ્ઠ,વિશ્વામિત્ર,દશરથરાજા –વગેરે સર્વ ઘડીભર સ્તબ્ધ રહી ગયા. અને જેવા શ્રીરામ ચુપ થયા કે ત્યાં જ આકાશમાંથી સિદ્ધ લોકોએ,પુષ્પવૃષ્ટિ કરવા માંડી.અને જ્યાં પુષ્પવૃષ્ટિ બંધ થઇ ત્યારે સભાના સર્વ લોકોએ સિદ્ધ-લોકોને આકાશમાંથી બોલતા સાંભળ્યા – “દેવ-લોકો માં આપણે સૃષ્ટિના આરંભથી સિદ્ધોના મંડળમાં ઘૂમ્યા કરીએ છીએ,પણ કાન ને અપૂર્વ તૃપ્તિ આપનાર વચન આજે જ સાંભળ્યું.શ્રીરામે આજે જે વચન કહ્યું છે તે બૃહસ્પતિ થી પણ બોલી શકાય તેમ નથી. અહો,બુદ્ધિને આનંદ આપનારું,શ્રીરામના મુખમાંથી નીકળેલું આ મહાપવિત્ર અને ઉત્તમ વચન જે આપણે સાંભળ્યું,કે જેનાથી આપણે પણ તરત વૈરાગ્યવાન થયા છીએ.” (૩૩) સિદ્ધ-લોકો નં સભામાં આવવું સિદ્ધલોકો બોલ્યા-હવે મહર્ષિઓ (વાલ્મીકિ-વશિષ્ઠ) 31 Page #32 -------------------------------------------------------------------------- ________________ રામચંદ્રજી એ કહેલાં આ વચનોનો જે નિર્ણય કરે તે પણ આપણે સાંભળવો જોઈએ. હે,નારદ,વ્યાસ તથા પુલહ આદિ સર્વ મુનિઓ,તમે સર્વ તે સાંભળવા દશરથ ની સભામાં તરત આવો. વાલ્મીકિ બોલ્યા-સિદ્ધલોકોએ આ પ્રમાણે કહ્યું એટલે-આકાશમાં વિમાનોમાં રહેનારા સઘળાં દિવ્ય મુનિઓનો સમાજ,દશરથ-રાજાની સભામાં જ્યાં શ્રીરામ બેઠા હતા, ત્યાં આવ્યો. મુનિશ્વર નારદ અને સર્વ દિવ્ય મુનિઓ નું સ્વાગત કરવામાં આવ્યું.અને સર્વ સિદ્ધો, વિનયથી મુખ ને નમાવીને બેઠેલા રામની પાસે બેઠા,ને વિધિ-પૂર્વક-રામના વચનો ના સંબંધમાં કહેવા લાગ્યા કે રાજકુમાર શ્રીરામે ઉત્તમ-ગુણો થી શોભનારી,પરમ ઉદાર અને વૈરાગ્ય-રૂપ રસથી ભરેલી ઉત્તમ વાણી કહી છે. તેમનું કહેલું આ વચન “તત્વ” ના બોધવાળું, યોગ્ય,અત્યંત અર્થવાળું,ઉદાર અને પ્રિયકર અને તેમના મહાત્મા-પણા ને જણાવનારું છે. ચિત્તની ચંચળતા ને લીધે થતા દોષો-રહિત (દોષ-વગરનું) છે, સ્પષ્ટ અક્ષરોવાળું,ઉચ્ચારણ ના દોષ વગરનું, સંતોષથી ભરેલું છે.અને જે વચનમાં બોલવાના વિષયો નિશ્ચયપૂર્વક સ્થપાયેલા છે, તે સાંભળી કોને વિસ્મય ના થાય? કરોડો મનુષ્યો ભેગાં થયાં હોય તેમાં કોઈ એક ની જ વાણી સર્વ અંશોમાં ચમત્કાર-વાળી હોય છે.અને ધારેલા વિષયને પરાયા (બીજાના) મનમાં યથાર્થ રીતે ઉતારવામાં સમર્થ હોય છે. શ્રીરામની પેઠે જેના હૃદયમાં અસાધારણ પ્રકાશ કરનારી,બુદ્ધિ-રૂપ દીવાની શિખા (જ્યોત) હોયતે જ “પુરુષ” કહેવાય છે. બાકી,લોહી, માંસ અને હાડકાંથી બનેલા-યંત્ર-રૂપ-ઘણા માણસો ખાવા-પીવા-વગેરે થી જગતના પદાર્થો ને બગાડે છે-તેમનામાં સચેતન –પુરુષ-નથી. જેઓ મોહને લીધે-જન્મ મરણ તથા જરા (ઘડપણ)-સંબંધી દુઃખો-વાળા સંસારમાં વારંવાર પડ્યા કરે છે અને તેનો વિચાર જ કરતા નથી તેમણે તો પશુ જ સમજવા જોઈએ. શ્રીરામ જેવો નિર્મળ-અંતઃકરણ વાળાઓ અને આગળ-પાછળના વિચાર કરવામાં પ્રૌઢતા ધરાવનારો પુરુષ ભાગ્યે જ કોઈ સ્થળે જોવામાં આવે છે. આ અત્યંત તીવ્ર અને માન્ય બુદ્ધિ વાળા શ્રીરામમાં પરિપૂર્ણ રીતે,જગતની રીતભાતના “અવલોકન વાળી”, અને સ્વાભાવિક વિવેક થી થયેલી-આ ચમત્કૃતિ –બાલ્યાવસ્થામાં જ જોવામાં આવે તે આશ્ચર્ય છે. હેદ્વિજેન્દ્રો,આ દુષ્ટ સંસાર અત્યંત દુષ્ટતા-વાળા દૈવ (પ્રારબ્ધ) થી બનેલો છે.તેમાં, વિવેકથી આત્મ-પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે. જેઓ પોતાની બુદ્ધિના સ્વાભાવિક વિચારથી આત્મ-લાભ લેવાનો યત્ન કરે છે તેઓ, યશના ભંડાર-રૂપ અને ભાગ્યશાળી છે.અને તેઓ જ સત્પરુષો માં અગ્રગણ્ય,અને સર્વ પુરુષોમાં ઉત્તમ છે. અમે ધારીએ છીએ કે રામ જેવો વિવેકી અને ઉદાર મનવાળો બીજો કોઈ પુરુષ હમણાં (વર્તમાનમાં) ક્યાંય થયો નથી,આગળ (ભૂતકાળમાં) ક્યાંય જોવામાં આવ્યો નથી,અને હવે પછી (ભવિષ્યમાં) થવાનો પણ નથી. હે મુનિઓ,રામનું ચિત્ત સર્વ લોકોને અનેક પ્રકારના પ્રૌઢ વિચારોથી આનંદ આપનારું છે, જો આપણાથી તેમનો મનોરથ સિદ્ધ ન થાય,તો પછી,સ્પષ્ટ રીતે આપણે જ મૂર્ખ છીએ એમ સમજવું જોઈએ. વૈરાગ્ય-પ્રકરણ (યોગવાશિષ્ઠ)-સમાપ્ત Page #33 -------------------------------------------------------------------------- ________________ મુમુક્ષ પ્રકરણ-અનુક્રમણિકા 1. જનકરાજા ના વચનથી શુકદેવને મળેલ વિશ્રામ 2. રામને ઉપદેશ આપવાનો વશિષ્ઠજી ને આદેશ. 3. પરમાત્મા માં જગત નો આરોપ અને અપવાદ 4. જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ 5. પુરુષાર્થ ની પ્રબળતા અને દૈવ (પ્રારબ્ધ) ની અભિન્નતા 6. દેવ (પ્રારબ્ધ) ની દુર્બળતા અને પુરુષાર્થ ની સબળતા 7. પુરુષાર્થ નાં વખાણ 8. દૈવ (પ્રારબ્ધ) નું મિથ્યાપણું 9. કર્મ નો વિચાર 10. પૃથ્વી પર જ્ઞાન ઉતરવાનો ક્રમ 11. પૃથ્વી પર જ્ઞાન નો વિસ્તાર 12. જ્ઞાન નું માહાસ્ય અને રામની યોગ્યતા 13. વૈરાગ્યાદિ ગુણો અને શમ નું વર્ણન 14. વિચાર ની પ્રશંસા 15. સંતોષ નું વર્ણન. 16. સત્સંગ વર્ણન 17. ગ્રંથ-વિભાગ 18. ગ્રંથ ના ગુણ 19. દૃષ્ટાંતો નો અર્થ અને પરમ-તત્વ નું શોધન 20. બુદ્ધિના પ્રકાર અને મહા-પુરુષ ના લક્ષણ Page #34 -------------------------------------------------------------------------- ________________ (૨) મુમુક્ષુ પ્રકરણ (૧) જનકરાજા ના વચનથી શકદેવને મળેલ વિશ્રામ વિશ્વામિત્ર બોલ્યા-હે,રામ.તમે તમારી સૂક્ષ્મ બુદ્ધિથી સઘળું જાણી જ ચુક્યા છો, એટલે તમારે જાણવાનું બીજું કંઈ બાકી રહ્યું નથી. તમારું- “બુદ્ધિ-રૂપી દર્પણ”-સ્વાભાવિક રીતે જ નિર્મળ છે, માત્ર તેને ઉપરથી સહેજ લુછી નાખવાની જ જરૂર છે.વેદ-વ્યાસ ના પુત્ર શુકદેવની બુદ્ધિની પેઠે,તમારી બુદ્ધિએ પણ, જે જાણવાનું છે તે જાણી ચૂકી છે,છતાં તે બુદ્ધિ ને અંદર –વિશ્રામ-મળવાની અપેક્ષા છે. શ્રીરામ બોલ્યા-શુકદેવજી ની બુદ્ધિ જોય (જે જાણવાનું છે તે સત્ય) તત્વમાં કેમ પહેલાં વિશ્રામ-યુક્ત ના થતાં,કેમ પાછળથી વિશ્રામ-યુક્ત થઇ? વિશ્વામિત્ર બોલ્યા-શુકદેવજી નો વૃતાંત તમારા જેવો જ છે.તે પણ તમારી જેમ જ મનમાં આ “જગતની સ્થિતિ” નો અત્યંત વિચાર કરતા હતા, ને પોતાના વિવેકથી લાંબા કાળ સુધી વિચાર કર્યા બાદ તેમણે સત્ય વસ્તુ મેળવી, અને આમ એમને આપમેળે જ પોતાની બુદ્ધિ થી જ) પરમ વસ્તુ (સત્ય) પ્રાપ્ત થવા છતાં, તેમનું મન વિશ્રામ પામ્યું નહોતું.”પરમ-સત્ય વસ્તુ એ જ છે” એવો તેમને “વિશ્વાસ” આવ્યો નહોતો. જેથી તેમનું મન અત્યંત દુઃખી રહેતું હતું, એક વખત તેમણે પોતાના પિતા વ્યાસજી ને પૂછ્યું-કેહે મુનિ,આ “સંસાર-રૂપી આડંબર” કેવી રીતે ઉત્પન્ન થયો છે?કોણે તેને ઉત્પન્ન કર્યો છે?તે કેટલો મોટો છે? અને તે કેવી રીતે શાંત થાય છે? ત્યારે વ્યાસજીએ તેના સંદર્ભ માં જે કંઈ ઉપદેશ કરવાનો હતો તે કર્યો. પણ “આ તો હું પ્રથમ થી જ જાણતો હતો” એમ સમજી ને શુકદેવજીએ પિતાના વાક્યથી સંતોષ થયો નહિ, વ્યાસજીએ આ જોયું કે પુત્ર ને સંતોષ થયો નથી,એટલે તેમણે કહ્યું કે તારે જે જાણવું છે, તેને હું (તારી દ્રષ્ટિએ) યથાર્થ રીતે જાણતો નથી.પણ જનક કરીને એક રાજા છે, તે જ આ જાણવા –યોગ્ય વસ્તુ ને યથાર્થ રીતે જાણે છે, માટે તું એમની પાસે જા,તેમની પાસેથી તું સઘળું સમજી શકીશ. શુકદેવજી મિથિલા નગરીમાં જનકરાજા ને મળવા આવ્યા, ત્યારે તેમની પરીક્ષા કરવા,જનકરાજા એ સાત દિવસ મહેલ ની બહાર,અને પછી સાત દિવસ દરબારમાં રાહ જોવડાવી,પછી પંદરમા દિવસે, પોતાના અંતઃપુર માં પ્રવેશ કરાવડાવ્યો,જ્યાં,બીજા સાત દિવસ સુધી,યુવાની ના મદવાળી અને કામાતુર સ્ત્રીઓ દ્વારા,અનેક જાતના ભોજન થી અને બીજા અનેક ભોગવવાના પદાર્થો દ્વારા શુકદેવજી ને લલચાવી જોયા,પણ તે કોઈ પણ ભોગો શુકદેવજી ને ચલાયમાન કરી શક્યા નહિ. આનંદ થી ભરપૂર મન વાળા,સ્વસ્થ અને સુખ-દુઃખ માં સમ-બુદ્ધિવાળા, શુકદેવજી કશું બોલ્યા-ચાલ્યા વગર,પોતાનું નિર્મળ-પણું રાખી ને અડગ ચિત્તે ઉભા રહ્યા. ત્યારે જનકરાજા એ શુકદેવજી ને પોતાની પાસે બોલાવ્યા, અને તેમને પ્રણામ અને આગતા-સ્વાગતા કરીને પુછ્યું કે-કહો તમારી શી ઈચ્છા છે? ત્યારે શુકદેવજી એ પિતાને પૂછ્યો હતો તે જ પ્રશ્ન પૂછ્યો-કે Page #35 -------------------------------------------------------------------------- ________________ આ સંસારરૂપી આડંબર કેવી રીતે ઉત્પન્ન થયો છે?તે કેવી રીતે શાંત થાય છે તે મને યથાર્થ-રૂપે કહો. ત્યારે જનકરાજા એ પણ વ્યાસજીએ આ પ્રશ્નનો જે જવાબ આપ્યો હતો તે જ જવાબ કહ્યો. શુકદેવજી કહે છે કે આ વિષય મેં પ્રથમ મારી પોતાની મેળે જ વિવેકથી જાણ્યો હતો, પણ મેં પિતાજીને અને આપને પૂછ્યું તો પણ જવાબ તો તે જ મળ્યો,શાસ્ત્રોમાં પણ એ જ વાક્યર્થ જોવામાં આવે છે, કે“આ દુષ્ટ અને નિઃસાર સંસાર અંતઃકરણ માંથી ઉત્પન્ન થયો છે, અને અંતઃકરણ નો ક્ષય થતાં તે ક્ષય પામે છે” તત્વ-વેતાઓ નો પણ આ પ્રમાણેનો જ નિશ્ચય છે. આ પ્રમાણે જે મેં જાણ્યું છે, તે જ સાચું હોય તો તમે મને કોઈ સંદેહ ના રહે તેવી રીતે કહો,કે જેથી તમારાં વચન પર વિશ્વાસ રાખીને વિશ્રામ પામું (શાંત થાઉં કારણ મારું મન ચારે બાજુ ભમે છે. જનકરાજા એ કહ્યું-હેમુનિ,આથી વધુ કંઈ પણ નિશ્ચય કરવાનું નથી,જે નિશ્ચય કરવાનું છે, તે તમે પોતાની મેળે જ જાણ્યું છે,વળી ગુરૂ-મુખ (વ્યાસજી) થી પણ સાંભળ્યું છે. “અખંડ ચૈતન્ય-રૂપ આત્મા એક જ છે,એ સિવાય બીજું કાંઇ છે જ નહિ. એ આત્મા પોતાના સંકલ્પ ને લીધે બંધાયેલો છે અને સંકલ્પરહિત થતાં તે મુક્ત જ છે.” આ જાણવાનું તમે પ્રથમ થી જ જાણ્યું છે, અને જેથી તમને ભોગ ભોગવ્યા પહેલાં જ, સઘળા “દુરય પદાર્થો”થી (સંસારથી) વૈરાગ્ય થયેલો છે. હે, બાળક હોવા છતાં,વિષયો નો ત્યાગ કરવામાં મહાવીર,તમારી બુદ્ધિ, લાંબા રોગ જેવા વિષયોમાંથી વિરામ પામી છે, તો હવે તમે બીજું શું સાંભળવા ઈચ્છો છે? તમને જેવી પૂર્ણતા પ્રાપ્ત થઈ છે, તેવી પુર્ણતા, સઘળાં જ્ઞાનો ના મોટા ભંડાર-રૂપ અને ભારે તપશ્ચર્યા પછી, તમારા પિતા વ્યાસજી ને પણ પ્રાપ્ત થઇ નથી. વ્યાસજીએ એમની ઉદારતા થી તમને મારી પાસે ઉપદેશ લેવા (ગુરૂ કરવા) ભલે મોકલ્યા હોય, પણ વૈરાગ્ય ની સ્થિતિમાં તો તમે મારા કરતાં પણ અધિક છો. તમે પૂર્ણ ચિત્તવાળા છે, અને મેળવવાની સઘળી વસ્તુ તમે મેળવી લીધી છે, તથા બહારના વિષયોમાં તમે પડ્યા જ નથી, અને મુક્ત જ છે,માટે તમે ભ્રાંતિ (ભ્રમ) છોડી દો. વિશ્વામિત્ર,શ્રીરામને કહે છે કે આ રીતે જનકરાજા ના ઉપદેશ પછી, શુકદેવજી દય-પદાર્થો (સંસાર)થી રહિત.એવી “પરમ વસ્તુ” (સત્ય-બ્રહ્મ) માં જ રહેવા લાગ્યા, અને પછી શોકથી,ભયથી,તથા પરિશ્રમ થી રહિત થયેલા અને તૃષ્ણાથી મુક્ત થયેલા એવા શુકદેવજી કોઈ પણ જાતની ભ્રાંતિ-વિહીન થઈને મેરુ-પર્વત ના શિખર પર સમાધિ કરવા માટે ગયા અને દશ હજાર વર્ષ નિર્વિકલ્પ સમાધિમાં રહીને,જેમ,તેલ ખતમ થતાં,દીવો પોતાના “સ્વ-રૂપ” માં જ શાંત થાય છે, તેમ પોતાના સ્વરૂપ માં શાંત થયા. જેવી રીતે પાણી નો કણ સમુદ્રમાં એકતા પામે છે, તેમ,”દય પદાર્થો (સંસાર) માં પ્રીતિ” અને “તેના કારણ-રૂપ અજ્ઞાન” એ બંને ટળી જવાથી, શુદ્ધ થયેલા તે શુકદેવજી પોતે વાસના-રહિત થઈને પવિત્ર-પદ-રૂપ “નિર્મળ-સ્વ-રૂપ” માં એકતા પામ્યા. (ર) રામને ઉપદેશ આપવાનો વશિષ્ઠજી ને આદેશ, વિશ્વામિત્ર બોલ્યા-હે, રામ,જેમ એ શુકદેવજી ને માત્ર પોતાના “અવિશ્વાસનરૂપી-મળ”ને દૂર કરવાની જ જેટલી જરૂર હતી,તેમ તમારે પણ માત્ર તેટલી જ જરૂર છે. હે,(સભામાં બેઠેલા) મુનિશ્વરો,જે જાણવાનું છે તેને શ્રીરામ,પરિપૂર્ણ રીતે જાણી ચૂક્યા છે, કારણકે, Page #36 -------------------------------------------------------------------------- ________________ આ ઉત્તમ બુદ્ધિ વાળા રામને રોગો ની પેઠે ભોગો ને ભોગવવા ગમતા નથી. અને કોઈ પણ ભોગ ગમે નહિ,એ જ “ય” (જે જાણવાનું છે તે) વસ્તુ જણાયાનું ચિહ્ન છે. જગતમાં “અજ્ઞાન” થી થયેલું બંધન ભોગો ની ભાવનાથી દૃઢ થાય છે અને ભોગો ની ભાવના શાંત થવાથી તે (બંધન) શિથિલ (નબળું) થઇ જાય છે. હે, રામ,વાસનાઓના નિર્બળપણાને પંડિતો મોક્ષ કહે છે.અને વાસનાઓ ના દૃઢપણા ને બંધન. મનુષ્યને પોતાના સ્વ-રૂપ નું ઉપર-છલું જ્ઞાન- તો થોડા પરિશ્રમ થી જ થાય છે, પણ, વૈરાગ્ય તો ઘણા પરિશ્રમ થી જ થાય છે. અને જેણે પોતાના સ્વ-રૂપ ને યથાર્થ-રીતે જાણ્યું છે, તે જ પંડિત કહેવાય છે. અને તે જ જાણવા-યોગ્ય વસ્તુ ને જાણી ચુકેલો કહેવાય છે. વિષય-ભોગો એ મહાત્મા-પુરુષોને બળાત્કારે પણ તેમનામાં (વિષય-ભોગોમાં) રુચિ કરાવી શકતા નથી. આ જગતમાં યશ કે માન મળે-એવી અને એવી બીજી કોઈ પણ ઈચ્છા ના કારણ વગર જ જેને, ભોગો પર અરુચિ થાય છે, તે જ “જીવન-મુક્ત” કહેવાય છે. પરમ તત્વ ને જાણવાની જેટલી પ્રબળતા ઓછી હોય, તેટલો જ વૈરાગ્ય ઓછો પ્રબળ કહેવાય, એટલે,જેને પરમતત્વ જાણવું જ ના હોય તો,જેવી રીતે રણમાં વેલો ઉગતો નથી, તેમ, તે મનુષ્યના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થતો જ નથી. શ્રીરામને રમણીય વિષયો માં (ભોગોમાં) આસક્તિ થતી નથી –એટલે એમને પરમતત્વ-ને જાણી ચુકેલા સમજવા જોઈએ. હે મુનિશ્વરો,શ્રીરામ,પોતે જે વસ્તુ પોતાના મનમાં જાણે છે,તે સદ-વસ્તુ (પરમ-તત્વ) જ છે, એમ જો એ મહાત્મા ના મુખ થી સાંભળશે તો તેમના ચિત્ત ને અવશય શાંતિ મળશે જ. શ્રીરામની “બુદ્ધિ” દ્વૈત નો નાશ કરીને કેવળ અદ્વૈત –ચૈતન્ય-રૂપે જ રહેવાની અપેક્ષા કરે છે. શ્રીરામ ની અશાંતિ નું મૂળ કારણ આમ આવું છે માટે તેમના ચિત્ત ને વિશ્રાંતિ આપવા સારું, હે મુનિ,વશિષ્ઠ,આપ રઘુવંશીઓ ના કુલગુરુ છો,સર્વજ્ઞ છો,તો,તેમને આ વિષયમાં યુક્તિઓ વાળા જ્ઞાન નો ઉપદેશ કરો,શ્રીરામ નિર્દોષ છે,એટલે તેમણે સમજાવવામાં ઘણો પરિશ્રમ પડશે નહિ. ત્યારે વશિષ્ઠ બોલ્યા-આપ મને જે કામની આજ્ઞા કરો છો તે હું નિર્વિઘ્ન પૂર્ણ કરીશ.અને શ્રીરામના “મન ના અજ્ઞાનને પૂર્વે બ્રહ્માએ મને, સંસાર-રૂપી ભ્રાંતિ ટાળવા માટે, જે જ્ઞાન કહ્યું હતું તે જ્ઞાનથી દૂર કરીશ. તે અખંડ-જ્ઞાન નું મને સંપૂર્ણ સ્મરણ છે. વાલ્મીકિ કહે છે કે એ પ્રમાણે મહાત્મા વશિષ્ઠ –મન નું અજ્ઞાન ટાળવા સારું અને મુખ્યત્વે પરમ-પદ ને જણાવનારું શાસ્ત્ર નીચે પ્રમાણે કહ્યું. (3) પરમાત્મા માં જગત નો આરોપ અને અપવાદ. વશિષ્ઠ બોલ્યા-હે, રામ,પૂર્વે સૃષ્ટિ ના આરંભમાં બ્રહ્માએ, સર્વને સંસાર-રૂપી દુ:ખો ને શાંત કરવા, જે જ્ઞાન કહ્યું હતું તે હું કહી સંભળાવું છું. શ્રીરામ કહે છે કે હે ભગવન, મોક્ષ ની સંહિતા (આ વાત) તમે મને પછી કહો,પણ તે પહેલાં, મારા મનમાં જે શંશય ઉત્પન્ન થયો છે તેનું પ્રથમ આપ નિવારણ કરો. Page #37 -------------------------------------------------------------------------- ________________ વેદ-વ્યાસ (વ્યાસજી) શુકદેવજી ના પિતા,ગુરૂ, સર્વજ્ઞ અને મહાબુદ્ધિમાન છે, તો તે કેમ વિદેહમુક્ત ના થયા અને તેમના પુત્ર શુકદેવજી કેમ વિદેહમુક્ત થયા? વશિષ્ઠ બોલ્યા-પરમાત્મા ના ચૈતન્ય-પ્રકાશ ની અંદર,અનંત-કોટિ બ્રહ્માંડો, દેખાઈ દેખાઈ ને લીન થઇ ગયા છે. આ ચૈતન્ય-પ્રકાશમાં જે કરોડો બ્રહ્માંડો,છે તેની કેટલી સંખ્યા છે તે ગણી શકતી નથી,અને કેટલી વાર તે લીન થયા અને તે કેટલી વાર પેદા થયા ? તેની સંખ્યા ગણવાની વાત પણ થઇ શકે તેમ નથી. તેમ વ્યાસજી પણ અસંખ્યવાર પેદા થયા છે) શ્રીરામ કહે છે કે ભૂતકાળનાં અને ભવિષ્યકાળ નાં બ્રહ્માંડો આગળ, વર્તમાનકાળનાં બ્રહ્માંડો ની ગણત્રી,વ્યર્થ શા માટે કરવી? પણ આપે જ આ બ્રહ્માંડો ના અધિષ્ઠાન-રૂપ એક “આત્મ-તત્વ” દેખાડ્યું તે મારી સમજમાં આવ્યું ખરું. વશિષ્ઠ કહે છે કે “પશુ,પક્ષી, મનુષ્ય અને દેવ” વગેરે “પ્રાણી ઓ માં જે પ્રાણી, જયારે (જે સમયમાં) અને જે પ્રદેશમાં,મરી જાય છે, તે જ સમયમાં અને તે પ્રદેશમાં આ બ્રહ્માંડો ને દેખે છે,બીજા સમય (કાળ) કે પ્રદેશમાં નહિ. “આતિવાહિક નામના “ચિત્ત-રૂપી” “લિંગ શરીર”માં પોતાની અંદર રહેલા “સૂક્ષ્મ આકાશ” ને લીધે જ, જીવ,વાસનામય બ્રહ્માંડ ને દેખે છે.અને વાસના ને લીધે જ અનુક્રમથી પ્રાપ્ત થતાં, તે તે શરીરો નો અનુભવ કરે છે, બાકી વાસ્તવિક રીતે આત્મા તો નિર્લેપ ને વિકારરહિત છે. (જન્મ-મરણ નો વિકાર આત્મા ને નથી) કરોડો પ્રાણીઓ મરી ગયાં છે,મરે છે અને મરી જશે.અને, મરવાના સમયે, દય-પદાર્થો (સંસાર) જે વાસનામાં લય પામ્યા હોય છે તે વાસના ને અનુસરી ને પાછા જુદા જુદા કાળે જુદા પ્રદેશમાં પ્રગટ થાય છે. જગતની (સંસાર ની) આ પરંપરા,અને સંસાર એ એક સ્વપ્ન અને સ્વપ્નમાં દેખાતી નગરી જેવી છે. જેમ સ્વપ્ન અને સ્વપ્ન ની નગરી સાચી નથી તેમ આ સંસાર અને તેની પરંપરા પણ સાચી નથી. આ પ્રમાણે મરેલાં તથા જન્મેલાં,પ્રાણીઓ પોતાના મનથી (મનમાં જ) જગતને જોયા કરે છે, અને તેના સાથેના ઘણા નજદીક ના પરિચય ને કારણે,હૃદયાકાશ માં જગત ની છાપ પડી જાય છે. અને બહારનું જગત સાચું હોય તેમ જ તેને લાગવા માંડે છે. એ હૃદયાકાશમાં જ –તે જન્મનો,જન્મ પછીની અનેક ક્રિયાઓનો,અને મરણ વગેરે નો અનુભવ થાય છે. તેજ રીતે મરણ પછી તે જ હ્રદયાકાશમાં પછી (વાસના-મુજબ) પરલોક ની કલ્પના થવા માંડે છે. જેવી રીતે કેળના થડને ઉખેડતાં,એક પછી એક –એમ અનેક પડ જોવામાં આવે છે, તેવી રીતે, એક વાસના-મય દેહની અંદર બીજા વાસનામય દેહો જોવા મળે છે, એટલું પૂરતું ના હોય તેમ, બીજાના વાસનામય દેહો પણ જોવામાં આવે છે. મરેલા જીવો ને પંચમહાભૂત (પૃથ્વી-વગેરે) સાથે કે તેના ગુણો સાથે કંઈ પણ સંબંધ નથી, તો પણ ભ્રાંતિ થી તેમને વિષે “એ” (મરેલા જીવોને જીવતા) જોવામાં આવે છે. આ “અવિદ્યા (માયા) રૂપી” નદી અપાર છે અને અનેક ફાંટાઓમાં તે વહે છે, અને તેમાં અનેક “દેહો-રૂપી” મોજાં છે, મૂઢ (મૂર્ખ) પુરુષો તેને તરી શકતા નથી. હે.રામ,”પરમાત્મા-રૂપ” મોટા સમુદ્રમાં પણ આવાં જ (દેહ-રૂપી) મોજાં (તરંગો) વારંવાર,અને બીજા પણ અનેક અને ઘણા “દેહો-રૂપી” તરંગો ઉડ્યા કરે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ આ તરંગો માં કેટલાંક કુળથી,ક્રમથી, અને મન ના ગુણો થી સમાન હોય છે, કેટલાંક અર્ધોઅર્ધ સમાન હોય છે તો કેટલાંક અત્યંત જુદા પ્રકારનાં જ હોય છે. આમ આવા તરંગોમાં -વ્યાસ-મુનિના દેહો-રૂપી તરંગો,પણ સંયુક્ત (રહેલા) હોય છે. આ વ્યાસમુનિ, એ, જે, ૩૨ વ્યાસ થઇ ગયા તેમાં થી એક છે, એવું મને યાદ છે. આ સઘળા (૩૨) વ્યાસોમાં ૧૨ તો બ્રહ્મવિદ્યા ની ઉત્કૃષ્ટ સ્થિતિએ પહોંચ્યા ન હતા, હજી પણ વ્યાસ,વાલ્મીકિ,ભૃગુ-વગેરે અધિકારી પુરુષો ઘણા થશે,તેમનામાં ઘણા તો પહેલાંના જેવા જ થશે,અને કેટલાક તેમનાથી પણ વિલક્ષણ થશે. વશિષ્ઠ કહે છે કે બ્રહ્મા ના કલ્પ માં,આ અત્યારે હાલ ચાલતો ત્રેતાયુગ ૭૨ મો છે, આવો જ ત્રેતાયુગ આગળ હતો (થઈ ગયેલો) અને હવે પછી પણ ત્રેતાયુગ થશે. આમ ત્રેતાયુગ,લોકો,તમે ને હું-પણ એવા ને એવા થઈશું કે કોઈ સમયે બીજી રીતના પણ થઈશું. અદભૂત કર્મ કરનારા અને બુદ્ધિમાન વિચારો વાળા આ વ્યાસ ના શરીરમાં જે જીવ છે તે, અનુક્રમથી જોતાં,તેમનો આ દશમો અવતાર છે, તેમ કહેવામાં આવે છે. હજી પણ આ વ્યાસને, આવા જ આઠ અવતાર ધરવાના છે.અને તે અવતારોમાં “મહાભારત” નામનો ઇતિહાસ રચશે, ચાર વેદ ના વિભાગ કરીને પોતાના કુળ ને પ્રખ્યાતિ માં લાવશે,અને પછી બ્રહ્મા ની પદવી ભોગવી છેવટે વિદેહ મુક્તિ પામશે. (આ પ્રમાણે નું વ્યાસ નું વર્ણન છે, અને એટલે તે વિદેહમુક્ત થયા નથી,એમ કહેવા નો મતલબ છે) આ હાલના વ્યાસજી, શોક તથા ભય વિનાના છે, શાંત છે, સુખ-રૂપ છે,ને ભેદની કલ્પનાઓથી રહિત છે, મન ને વશમાં રાખવા વાળા તે “જીવન-મુક્ત” છે. (જીવન-મુક્ત અને વિદેહ-મુક્ત નો તફાવત આગળ ના પ્રકરણ માં આવશે) જેવી રીતે ધાન્ય ને એક પાલીમાં ભરવામાં આવે અને પછી તેને જમીન પર ખાલી કરી તે જ, પાલી ફરીથી ભરવામાં આવે તો પહેલાં જે અનુક્રમથી ધાન્ય પાલી માં ગોઠવાયેલું હતું - તે જ અનુક્રમ થી તે ધાન્ય,ફરી પાછુ કદી પણ ગોઠવી શકતું નથી, તેની ગોઠવણી માં ફેરફાર થઇ જાય છે, તેવી રીતે, પ્રાણી ઓનો સમૂહ,પણ,અનેક જન્મો માં અનેક ફેરફાર પામે જ જાય છે. “પરમાત્મા-રૂપી” સમુદ્રમાં,વારંવાર ઉઠતા “સૃષ્ટિ-રૂપી” તરંગો,કોઈ સમયે એવા ને એવા તોકોઈ સમયે,જુદા જુદા આકારોથી પણ ગોઠવાય છે. આવી સૃષ્ટિઓમાં જે “બ્રહ્મ-વેતા” (બ્રહ્મ ને જાણનાર) “જીવનમુક્ત” હોય છે, તે સમ-ચિત્ત વાળો,ભેદ ની કલ્પનાઓથી રહિત,સ્વ-રૂપ માં નિષ્ઠા-વાળો અને (માયાના) આવરણ થી રહિત થઈને “પરમ-શાંતિ-રૂપ” અમૃત થી તૃપ્ત રહે છે. (૪) જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ વશિષ્ઠ બોલ્યા-જેમ સમુદ્ર ની અંદર,સ્થિર પાણી અને તરંગ રૂપે હાલતું પાણી –એ બંને પાણી એક જ છે, તેમ વિદેહ-મુક્ત અને જીવનમુક્ત માં “મુક્તિ-પણું” તો સરખું જ છે. કોઈ પણ મુક્તિ,વિષયો ને આધીન નથી. અને જેઓ (જીવનમુક્ત અને વિદેહમુક્ત) વિષયોનો,”તે વિષયો છે” એમ જાણીને-તેનો) ઉપભોગ કરતા નથી તેમને વિષયો નું જ્ઞાન (બોધ) ક્યાંથી હોય? Page #39 -------------------------------------------------------------------------- ________________ આવા જીવનમુક્ત મુનિ વ્યાસજીને, આપણે આપણા, મુખ આગળ,આપણી જ કલ્પનાથી, એક દેહધારી તરીકે જોઈએ છીએ, પણ એમના (વ્યાસજીના) મનનો નિશ્ચય (તેમના વિચાર) આપણે જાણતા નથી.(જાણી શકતા નથી) (એમના સામાન્ય વર્તન ને જોઈ આપણે તેમને,તે ભલે જીવનમુક્ત હોય, તો પણ આપણે તેવું માનતા નથી) જીવનમુક્ત હોય કે વિદેહમુક્ત હોય,પણ છેવટે તો તે બંને બોધ (જ્ઞાન) રૂપે જ રહે છે, માટે તે બંને માં સત્યમાં કોઈ ભેદ નથી. જેમ, સ્થિર પાણીમાં અને તરંગ-રૂપે હાલતા પાણીમાં –પાણી-પણું એકજ છે, જેમ, સ્થિર વાયુ માં અને હાલતા વાયુ માં વાયુ તો એક જ છે,બંનેમાં ભેદ નથી, તેમ,વિદેહમુક્ત અને જીવનમુક્ત માં જરા પણ ભેદ નથી.(ભલે સામાન્ય નજર ને તે જુદા દેખાય) વશિષ્ઠ કહે છે કે-હે, રામ,અમારી અથવા વ્યાસની જીવનમુક્તિ કે વિદેહમુક્તિ પર ખરો વિચાર કરવાનો નથી, પરંતુ આત્મા ના દૈત-પણા થી રહિત થઇ, આત્મા ની એકતા (અદ્વૈત) પર ખરું ધ્યાન આપવાનું છે. આ સંસારમાં સૌ મનુષ્ય સારી રીતે પુરુષાર્થ (ઉદ્યોગ) કરે છે તો તેમને સર્વ વસ્તુઓ મળે છે. શાસ્ત્રોક્ત કર્મો (ક્રિયાઓ-પુરુષાર્થ) કરવાથી,મન શુદ્ધ થાય છે, અને તે દ્વારા જ્ઞાન ની પ્રાપ્તિ થવાથી, હૃદયમાં ચંદ્ર ના જેવું શીતળ “જીવન-મુક્તિ"નું સુખ ઉદય પામે છે. આ સુખ પુરુષાર્થ થી જ મળે છે,બીજી કોઈ પણ વસ્તુ (દૈવ-પ્રારબ્ધ) થી નહિ, ક્રિયા કરવાથી ફળ આપનારો પુરુષાર્થ (ઉદ્યોગ) પ્રત્યક્ષ જોવામાં આવે છે (દેખાય છે), પણ, દૈવ (પ્રારબ્ધ) પ્રત્યક્ષ જોવામાં આવતું નથી. (દેખાતું નથી). મોહ પામેલા મૂર્ખ માણસોએ “દૈવ” (પ્રારબ્ધ) ને કલ્પી કાઢેલું છે, પરંતુ એ “દેવ” (પ્રારબ્ધ) પોતે કંઈ વસ્તુ છે જ નહિ.(એટલે કે પ્રારબ્ધ જેવું કશું છે જ નહિ) જે મનુષ્ય જે વસ્તુ ની ઈચ્છા કરે,અને ક્રમ પ્રમાણે તે માટે પ્રયત્ન કરે,વળી પ્રયત્ન કરતાં કરતાં જો અર્થે થી પાછો ના ફરી જાય તો-તેને તે વસ્તુ અવશ્ય મળે જ છે. જો કોઈ ઐશ્વર્ય થી ભરેલી ઇન્દ્રની પદવી,પામ્યો છે તો તે તેના પુરુષાર્થ થી જ પામેલો છે. ચૈતન્ય નો કોઈ એક તરંગ કમળ ના આસન પર બેઠેલા બ્રહ્મા ની પદવી પામ્યો છે, કે,કોઈ શંકર ની તો કોઈ વિષ્ણુ ની પદવી પામેલો છે, તો તે પણ તે પોતાના પુરુષાર્થથી જ પામેલો છે. એ પુરુષાર્થ ના બે વિભાગ છે. એક પૂર્વજન્મનો પુરુષાર્થ અને બીજો આ જન્મનો પુરુષાર્થ. તેમાં આ જન્મના પુરુષાર્થ થી પૂર્વ જન્મના પુરુષાર્થ ને ઝટ જીતી લઇ શકાય છે. પ્રયત્ન કરવાવાળા, દૃઢ અભ્યાસ કરવાવાળા,અને ઘણા ઉત્સાહ વાળા,અધિકારી પુરુષો, મેરુ પર્વત ને પણ ગળી જાય છે, તો પૂર્વ જન્મ ના પુરુષાર્થ ને ગળી જાય તેમ શું આશ્ચર્ય? પુરુષ શાસ્ત્રની નીતિ ને અનુસરીને જે પુરુષાર્થ કરે છે, તે પુરુષાર્થ જ અનેક ધાર્યા (ઈચ્છિત) ફળો આપે છે, પણ જે પુરુષાર્થ શાસ્ત્ર ની નીતિ વિરુદ્ધ હોય છે, તેનાથી તો અનર્થ જ નિપજે છે.ને દુર્દશા લાવે છે. (૫) પરષાર્થ ની પ્રબળતા અને દૈવ (પ્રારબ્ધ) ની અભિન્નતા Page #40 -------------------------------------------------------------------------- ________________ 40 વસિષ્ઠ બોલ્યા-જેવી રીતે પ્રકાશ,એ જુદા જુદા રંગો (ધોળા-પીળા-વગેરે) પ્રગટ કરવામાં કારણરૂપ છે, તેવી રીતે,શાસ્ત્ર પ્રમાણે ચાલનારા લોકોની પ્રવૃત્તિ જ સઘળા પુરુષાર્થોની સિદ્ધિ માં કારણરૂપ છે. જો મનુષ્ય, મનથી માત્ર ઈચ્છા જ કરે પણ શાસ્ત્ર પ્રમાણે પુરુષાર્થ (કર્મ) કરી તેને સિદ્ધ ના કરે તો, તે માત્ર ગાંડપણ (ઘેલા-પણું) છે,એનાથી કશું સિદ્ધ થતું નથી, પણ ઉલ્ટા નો મોહ ઉત્પન્ન થાય છે. જે જે રીતે કર્મ (પુરુષાર્થ) કરવામાં આવે છે, તે તે રીતે તેનું ફળ મનુષ્ય ને મળે છે.અને, પૂર્વ-જન્મ નાં જે જે કર્મો (પુરુષાર્થ) ફળ (ભોગ) આપવા તૈયાર થાય છે, તેને “દૈવ” (પ્રારબ્ધ) કહે છે, અને તે “પ્રારબ્ધ-રૂપ” કર્મો નું ખંડન (નાશ) આ જન્મ નાં સત્કર્મો (પુરુષાર્થ) થી કરી શકાય છે. પુરુષાર્થ બે પ્રકાર નો છે. (૧) શાસ્ત્ર ને અનુસરી ને કરવામાં આવતા પુરુષાર્થ નું ઉત્તમ ફળ મળે છે, (૨) શાસ્ત્ર વિરુદ્ધ કરવામાં આવતા પુરુષાર્થ થી અનર્થ ઉત્પન્ન થાય છે. વળી,(૧) પૂર્વ જન્મ નો પુરુષાર્થ અને (૨) આ જન્મ નો પુરુષાર્થ-એ બંને સમાન ના હોય તો પણ, તે ઘેટાં ની પેઠે પરસ્પર યુદ્ધ કર્યા કરે છે, અને થોડા “બળ-વાળો” હોય તે હારી જાય છે. માટે જ,પુરુષ શાસ્ત્ર ના નિયમ પ્રમાણે આ જન્મ માં એવો પુરુષાર્થ કરવો જોઈએ કે જેથી, તે પૂર્વ જન્મ ના પુરુષાર્થ નો ઝટ પરાજય કરે. અને આમ આ જન્મ માં સારી રીતે પુરુષાર્થ કરવા છતાં કોઈ વખતે જો અનર્થ થાય (જણાય) તો, તેનું કારણ પૂર્વ જન્મનો પુરુષાર્થ-બળવાન હશે તેમ માની ને, વધુ ઉત્સાહપૂર્વક ,દાંત પીસીને અધિક બળથી પુરુષાર્થ કરવો –કે જેથી તે પૂર્વ જન્મ નો પુરુષાર્થ હારે. “પૂર્વ-જન્મ નો પુરુષાર્થ (કે જેને પ્રારબ્ધ કહીને) જ મને આ સર્વ કામ માં જોડે છે” એવી બુદ્ધિને પગ તળે કચડી દેવી,કારણકેઆ જન્મના “પ્રત્યક્ષ” પુરુષાર્થ આગળ,એ પૂર્વ જન્મનો “અપ્રત્યક્ષ” પુરુષાર્થ વધારે પ્રબળ થઇ શકતો નથી. એટલે જ્યાં સુધી,પૂર્વ-જન્મ નો અશુભ પુરુષાર્થ પોતાની મેળે શાંત પડી જાય નહિ, ત્યાં સુધી, આ જન્મમાં અત્યંત પુરુષાર્થ કરવામાં મનુષ્ય, પ્રયત્ન થી મંડ્યા રહેવું જોઈએ. જેમ,ગઈકાલે જો અજીર્ણ (અપચો) થયું હોય, તો આજે ઉપવાસ કરવાથી તે મટી જાય છે, તેમ,પૂર્વ-જન્મ નો દોષ,આ જન્મમાં કરેલાં શુભ કર્મો (પુરુષાર્થ) થી નાશ પામે છે, તેમાં સંદેહ નથી. માટે જ ઉત્સાહવાળી બુદ્ધિથી, પ્રયત્ન કરીને,પૂર્વ-જન્મ ના દુષ્ટ પુરુષાર્થ (પ્રારબ્ધ) નો પરાજય કરી, આ સંસારમાંથી પોતાનો ઉદ્ધાર કરવા,શ્રવણ, મનન-વગેરે જેવાં સાધનો મેળવવા પ્રયત્ન કરવો જોઈએ, જેવી રીતે મનુષ્યોએ બનાવેલા પાંજરામાં પુરાયેલો સિંહ, પુરુષાર્થ કરીને તેમાંથી બહાર નીકળી જાય છે, તેમ,જીવે પણ પુરુષાર્થ કરી સંસાર રૂપી પિંજરમાંથી બહાર નીકળી જવું યોગ્ય છે. “પોતાનો દેહ નાશવંત છે”આવો વિચાર નિત્ય કરવો અને પશુ ના જેવા ના થતાં,યોગ્ય કર્મો કરવાં. પણ,જેવી રીતે,શરીર પર પડેલા ઘા માં, પડેલ જીવડો,માંસ અને પરું નું ભક્ષણ કરી ને તેમાં જ આનંદ પામી ને, પોતાનું આયુષ્ય વ્યર્થ ગાળે છે, તેમ મનુષ્ય ઘરમાં રહીને અનેક પ્રકારના ભોગોને ભોગવવામાં જ આનંદ મળે છે, તેવું વિચારીને પોતાનું આયુષ્ય વ્યર્થ રીતે ગાળવું જોઈએ નહિ. આ જગતમાં દૈવ (પ્રારબ્ધ) નામની કોઈ વસ્તુ છે જ નહિ, Page #41 -------------------------------------------------------------------------- ________________ જે મનુષ્ય સારો પુરુષાર્થ કરે તેને સારું ફળ મળે અને જે નઠારો પુરુષાર્થ કરે તેને નઠારું ફળ મળે છે. જે પુરુષ,”પ્રત્યક્ષ-પ્રમાણ-રૂપી” પુરુષાર્થ ને (એટલે કે જે પુરુષાર્થ પ્રત્યક્ષ હાજર છે-તેને) છોડી ને, માત્ર “અનુમાન-રૂપે” રહેલા દૈવ (પ્રારબ્ધ) પર જ આધાર રાખી ને બેસે છે તે મૂઢ (મૂર્ખ) છે. એટલે- “મને મારું ભાગ્ય (પ્રારબ્ધ) પ્રેરણા કરે છે” આમ માનનારા મનુષ્યો મૂર્ખ જ છે. આવા મૂર્ખ મનુષ્યો,શાસ્ત્રમાં કહેલા શ્રવણ,મનન –વગેરે દ્વારા પરમાર્થ-રૂપી આત્મ-તત્વ નો મન માં વિચાર સુધ્ધાં કરતા નથી,પણ માત્ર વિષય-ભોગો જ ભોગવવાની ઈચ્છા રાખે છે, તેમને ધિક્કાર છે. વિષયોમાં થી સુખ મળતું નથી,માટે વિષયો નું સંપાદન કરવાના પ્રયત્ન કરવાને બદલે, આત્મ-તત્વ સંપાદન કરવા માટે કરવો પડતો પુરુષાર્થ (સાધનો,શાસ્ત્રો,સત્સંગ,સદાચાર-વગેરે) જ સફળ નીવડે છે.પુરુષાર્થ નું સત્ય સ્વ-રૂપ પણ તે જ છે. બાળપણ રમતમાં વીતી જાય છે,પણ જુવાની આવે ત્યારથી,મનુષ્યે સત્સંગ કરીને તથા, શાસ્ત્રોમાં આવતા પદો તથા તેના અર્થ થી પોતાની બુદ્ધિ ને શુદ્ધ કરીને,ગુણ અને દોષો નો (શાથી હાનિ થાય છે અને શાથી લાભ થાય છે?) વિચાર કરવો જોઈએ. (૬) દૈવ (પ્રારબ્ધ) ની દુર્બળતા અને પુરુષાર્થ ની સબળતા વસિષ્ઠ કહે છે કે-આવાં કારણો ને લીધે,પૂર્વ જન્મ ના પુરુષાર્થથી દૈવ (પ્રારબ્ધ) ને જુદું ગણવું નહિ. મનુષ્ય “હું સ્વતંત્ર નથી પણ દૈવ ને આધીન છું” એવી “ભાગ્ય” ની વિચારસરણી નો ત્યાગ કરી, સત્સંગ (ગુરૂ-વગેરે) અને ઉત્તમ એવા શાસ્ત્ર-ગ્રંથો વાંચી ને “બળ-પૂર્વક” પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. આ પ્રમાણે નો જે પુરુષાર્થ છે તેને જ દૈવ (પ્રારબ્ધ) કહો. દૈવ બીજી કોઈ વસ્તુ નથી પણ પૂર્વજન્મમાં કરેલાં કર્મો (પુરુષાર્થ) એ જ દૈવ છે. જેમ, પ્રબળ પુરુષ પોતાના બળથી નાનાં બાળકો ને કે તેનાથી ઓછા બળવાળા ને હરાવે છે, તેમ, પુરુષ પોતાના પ્રબળ પુરુષાર્થ થી તે દૈવનો પરાજય કરી શકે છે. જે લોકો દૈવ ને આધીન થઇને, તથા નજીવા લોભ માં લંપટ થઈને,દૈવ ને જીતવા માટે નો પ્રયત્ન કરતા નથી,તેઓ ને દીન અને મૂર્ખ જ સમજવા જોઈએ. આપણે પુરુષાર્થથી કર્મ કરીએ પણ જો તેનું ફળ નાશ પામ્યું હોય તો (એટલે કે તેનું ફળ ના મળે તો) તેમાં પોતાના કાર્ય ને નાશ કરનારા,સામે-વાળા (બીજા) પુરુષ નો પુરુષાર્થ વધારે પ્રબળ છે તેમ સમજવું. સમર્થ મનુષ્યોમાં પણ જે મનુષ્ય વધારે બળવાન હોય,તે બીજાઓનો અધિષ્ઠાતા બનીને, તેમના પર સત્તા ચલાવે છે,એ વાત જાણીતી છે,એટલે “દૈવ” (પ્રારબ્ધ) નામની કોઈ વસ્તુ છે જ નહિ. કોઈ વખતે -પૂર્વ જન્મ માં કરેલો પુરુષાર્થ- નો- આ જન્મમાં કરેલા પુરુષાર્થ- થી નાશ થાય છે,તો, કોઈ વખતે તેનાથી ઉલટું,પૂર્વજન્મ નો પુરુષાર્થ આ જન્મ ના પુરુષાર્થ નો નાશ કરે છે. એટલે તેમાં સર્વદા પુરુષાર્થ (પ્રયત્ન) એ જ બળવાન છે. માટે ઉત્સાહ થી પ્રયત્ન કરનારો મનુષ્ય જ વિજયી થાય છે. આ જન્મ નો પુરુષાર્થ એ “પ્રત્યક્ષ” હોવાથી તેને જેવો બળવાન બનાવવો હોય તેવો તે બની શકે છે. 41 Page #42 -------------------------------------------------------------------------- ________________ 42 આ જગતમાં સર્વ પદાર્થો,દેશ, કાળ,ક્રિયા,અને દ્રવ્ય-ને આધીન રહી ને ઉત્પન્ન થાય છે, એટલે એમાં જે પ્રયત્ન કરે તે વિજયી થાય છે. માટે ઉત્તમ શાસ્ત્રો તથા સંત પુરુષો ના સમાગમ (સત્સંગ) કરીને પુરુષાર્થ સંપાદન કરવો,અને બુદ્ધિ ને નિર્મળ કરીને આ સંસાર-રૂપી સમુદ્રને તરી જવો. જે મનુષ્ય પ્રયત્ન કરીને પોતાનાં પૂર્વજન્મ નાં તુચ્છ કર્મો નો નાશ કરતો નથી,તેવો અજ્ઞાની, પોતાનાં સુખ-દુઃખ ને ટાળવાને પોતે સ્વતંત્ર હોતો નથી,અને તેથી, ઈશ્વર ની પ્રેરણા થી તેને સ્વર્ગમાં કે નર્ક માં જવું પડે છે.(તેનો મોક્ષ નથી). અને તે હંમેશાં પરાધીન અને પશુ-તુલ્ય (પશુ સમાન) જ રહે છે તેમાં સંદેહ નથી. સંસારમાં જે હજારો વ્યવહારો (કર્મો કરવામા આવે છે અને ને જાય છે, તેમાં, હર્ષનો અને શોક નો ત્યાગ કરીને શાસ્ત્ર પ્રમાણે જ પોતાની મર્યાદાઓ નો ભંગ ના કરતાં, તે વ્યવહારોમાં વર્તવું યોગ્ય છે ને તો જ સર્વ ઇષ્ટ વસ્તુઓનો લાભ થાય છે. એટલે,આમ,શાસ્ત્ર-વિધિને અનુસરીને જે રીતે પોતાનો સ્વાર્થ સિદ્ધ થાય તેવાં કાર્યો કરવાં, તેનું નામ “પુરુષાર્થ” છે, અને તે સિદ્ધિ આપે છે, તેવું વિદ્વાનો કહે છે. શાસ્ત્ર ના શ્રવણ કરવાથી બુદ્ધિ સ્વચ્છ થાય છે ને તે સ્વચ્છ બુદ્ધિ વડે, પોતાની મેળે,પોતાના આત્મા નો ઉદ્ધાર કરવો,તેને “સ્વાર્થ-સાધકતા” (સ્વાર્થસાધનાર પણું) કહેવાય છે. અને અજ્ઞાનથી થયેલી વિષમતા દૂર થતાં જે આનંદ થાય છે તેને વિદ્વાનો “પરમાર્થ” કહે છે. (આ સ્વાર્થ માં,સ્વાર્થ સાધતાં, બીજા કોઈને કશું નુકશાન પહોચાડવામાં આવતું નથી!!) હે, રામ "દૈવ” (પ્રારબ્ધ) એ સર્વ કારણોથી, અને કાર્યોથી રહિત છે, ને, માત્ર પોતાની કલ્પના ના બળ થી જ કલ્પી કાઢેલું છે. માટે તે મિથ્યા (ખોટું) છે. માટે તેની દરકાર રાખ્યા વિના તેનો ત્યાગ કરી પુરુષાર્થ નો જ આશ્રય કરો. દૈવ અને પુરુષાર્થ ના સંબંધમાં બહુ વિચાર કરનારા પંડિતોએ એવો નિશ્ચય કર્યો છે-કેપુરુષાર્થ (શાસ્ત્રોક્ત કર્મો-ક્રિયાઓ) કરવાથી,દૈવ (પ્રારબ્ધ) નો પરાજય થાય છે, માટે, શમ-દમ-સંપન્ન-અધિકારી પુરુષોએ,સંત-મહાત્મા પુરુષોની સેવા કરીને,નિત્ય શ્રવણ-મનન-દ્વારા, તત્વ-જ્ઞાન ને મેળવવા માટે ઉદ્યમ (પુરુષાર્થ) કરવો જોઈએ. (૭) પરષાર્થ નાં વખાણ વશિષ્ઠ બોલ્યા-રોગો (વ્યાધિઓ) વિનાના અને થોડી માનસિક પીડાઓ (આધિઓ) વાળા, મનુષ્ય-દેહ ને પ્રાપ્ત થઈને,સમજુ પુરુષે ચિત્ત (મન) નું એવી રીતે સમાધાન કરવું કેતેથી તેને ફરીવાર જન્મ લેવો (મનુષ્ય-દેહ ધારણ કરવો) પડે નહિ. જે મનુષ્ય પુરુષાર્થ થી દેવ ને હઠાવવાનો પ્રયત્ન કરે છે, તેના આ લોકમાં અને પરલોકમાં સર્વ મનોરથો પૂર્ણ થાય છે.પરંતુ જે લોકો દૈવ પર આધાર રાખીને બેસી રહે છે, પુરુષાર્થ છોડી દે છે,તે તો પોતાના શત્રુઓ છે. જયારે પુરુષાર્થ ના વિષય નું સ્કરણ (પ્રેરણા) થાય ,તો,તે પ્રમાણે મનની ગતિ થાય છે.અને મનની ગતિ પ્રમાણે ઇન્દ્રિયો ની પ્રવૃત્તિ થાય છે, અને ઇન્દ્રિયોની પ્રવૃત્તિ પ્રમાણે ફળભોગની પ્રાપ્તિ થાય છે. હે, રામચંદ્ર, દીનતા, દરિદ્રતા-વગેરે દુઃખોથી પીડાયેલા મોટામોટા પુરુષો પણ પોતાના પુરુષાર્થ થી જ, ઇન્દ્ર સમાન થયા છે. તો કેટલાક પુરુષો વૈભવ નો ઉપયોગ કરી પોતાના પુરુષાર્થ થી જ નરકમાં ગયા છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ સંપત્તિ હોય, વિપત્તિ હોય,કે એવી કોઈ હજાર દશાઓ હોય,પ્રાણીઓ પોતાના પુરુષાર્થ થી જ તે તરી જાય છે. શાસ્ત્રથી,ગુરુથી કે પોતાનાથી-એમ ત્રણ પ્રકારે સિદ્ધિઓ મળે છે, અને એ ત્રણે પુરુષાર્થ ની જ સિદ્ધિઓ છે.એમની કોઈ દૈવ (પ્રારબ્ધ થી મળેલી) ની સિદ્ધિઓ નથી. અશુભ (ખરાબ) માર્ગો માં લાગેલા ચિત્તને પ્રયત્નપૂર્વક (પુરુષાર્થથી) શુભ (સારા) માર્ગ માં ઉતારવું તે જ –સઘળાં શાસ્ત્રો નું તાત્પર્ય (સારાંશ) છે. ગુરુઓ પણ શિષ્ય ને એ જ આદેશ કરે છે કે-હે,પુત્રો,જે સર્વોત્કૃષ્ટ (બ્રહ્મ) છે,જે વાસ્તવિક સત્ય છે, અને જે નિત્ય છે,તેને પામવા માટે જ પ્રયત્ન-પૂર્વક આચરણ કરો. વશિષ્ઠ કહે છે કે-હું પણ દૈવ થી નહિ,પણ પુરુષાર્થ થી જ ફળ પામ્યો છું.પુરુષાર્થ થી જ સિદ્ધી મળે છે. દૈવ તો કેવળ દુઃખમાં રડતા અને અલ્પ-બુદ્ધિવાળા લોકો નાં આંસુ લુછવા માટે જ છે. બાકી,બુદ્ધિમાન પુરુષો તો સર્વદા પુરુષાર્થ નું જ આચરણ કરે છે. જે જમે છે તે તૃપ્ત થાય છે,પણ જે જમતો નથી (જમવાનો પુરુષાર્થ કરતો નથી) તે તૃપ્ત થતો નથી, જે પગ ને ચલાવે છે તે ચાલે છે,પણ જે પગ ચલાવતો નથી તે ચાલતો નથી, જે જીભ ચલાવે તે બોલે છે,પણ જે જીભ ચલાવતો નથી,તે બોલતો નથી. આમ મનુષ્યો માં પુરુષાર્થ જ સફળ છે,બુદ્ધિમાન પુરુષો પુરુષાર્થથી જ અનેક સંકટો ને તરી જાય છે. આ જગતમાં હાથ-પગ જોડીને બેસી રહેવાથી કોઈને ય ફળ સાંપડતું નથી, હે,રામ, શુભ પુરુષાર્થ નું ફળ શુભ અને અશુભ પુરુષાર્થ થી અશુભ ફળ આવે છે, તો હવે તમારી જેવી ઈચ્છા હોય તે પ્રમાણે તમે કરો. મહાત્માઓ ના સમાગમથી અને ઉત્તમ શાસ્ત્રો ના શ્રવણથી તીવ્ર થયેલી બુદ્ધિ વડે,”તત્વ-બોધ “ થાય છે,અને પોતાની મેળે જ નિશ્ચય કરી શકાય છે કે-“શરીર ના ચલન-રૂપ સાધન થી” જ સ્વાર્થ (સ્વ-અર્થ—પરમ-અર્થ) સિદ્ધ થાય છે. અજ્ઞાનથી થયેલી વિષમતા દૂર થઇ સમતા મળે,તેથી જે અપાર આનંદ થાય છે,તે જ પરમાર્થ છે. અને, બાલ્યાવસ્થા થી જ જો પ્રયત્ન-પૂર્વક શાસ્ત્રોનો અને સત્સંગ કર્યો હોય તો તેના ગુણોથી, હિતકારી એવો સ્વાર્થ (સ્વ-અર્થ) સિદ્ધ થાય છે. બ્રહ્માંડ માં વિષ્ણુએ દૈત્યો ને જીત્યા,અને લોકોમાં મર્યાદા નું સ્થાપન કર્યું,ને જગત ની રચના કરી, એ સઘળું પુરુષાર્થ થી જ થયું છે,દૈવ (પ્રારબ્ધ) થી નહિ. હે,રઘુનાથ,આ જગતમાં આમ પુરુષાર્થ જ મુખ્ય કારણ છે,તો તમે એવો પુરુષાર્થ કરો,કે જેથી, તમને ઝાડ કે સર્પ ની (વગેરે) યોનિ પ્રાપ્ત ના થતાં પરમ-પદ ને પામો. (૮) દૈવ (પ્રારબ્ધ) નું મિથ્યાપણું વશિષ્ઠ બોલ્યા-દૈવ ને કોઈ આકાર નથી,કર્મ નથી,ગતિ નથી કે તેનું કોઈ પરાક્રમ પણ નથી. તો “આ દૈવ કહેવાય છે” તેવો કયો પદાર્થ હોઈ શકે? એ દૈવ એ ભ્રાંતિ(ભ્રમ) જેવું છે. જયારે મનુષ્ય ને પોતાના કર્મો (પુરુષાર્થ) કરવાથી ફળ પ્રાપ્ત થાય છે, ત્યારે, “આ કર્મ આ રીતે કર્યું હતું અને તેથી આ પ્રમાણે ફળ મળ્યું” એવી જે વાતો કરે છે, તે જ વાતો ”દેવ” ને નામે પ્રસિદ્ધ થાય છે. 43 Page #44 -------------------------------------------------------------------------- ________________ 44 જેમ અંધારામાં દોરી ને સર્પ માની લેવામાં આવે છે, તેમ મૂર્ખ બુદ્ધિ વાળા લોકોએ, ભ્રાંતિ થી આવી વાતો થી “આ દૈવ છે” એવો નિશ્ચય પકડી લીધો છે. જે દુબુદ્ધિવાળો પુરુષ,મૂર્ખ લોકો ના આવા માત્ર “અનુમાનથી સિદ્ધ થતા દૈવ” ને માનતો હોય તોતેણે “દૈવયોગે હું નહિ જ બળું”એમ સમજી ને આગમાં કુદી પડવું જોઈએ ??....!!! જો દૈવ જ કર્તા હોય તો મનુષ્યને ક્રિયા કરવાનું શું પ્રયોજન છે? કારણકે દૈવ જ મલોત્સર્ગ સ્નાન, દાન,આસન, મંત્રોચ્ચાર-વગેરે ક્રિયાઓ કરશે..! જો,દૈવ જ કર્તા હોય તો,પછી પુરુષ,મૂંગો બની જશે,અને તે તો દૈવ ચલાવશે તેમ જ ચાલશે, પછી તેને શાસ્ત્ર નો ઉપદેશ કરવાનું પ્રયોજન શું? જગતમાં એક “શબ” (મરેલું શરીર) સિવાય ક્યાંય ક્રિયારહિતપણું જોવામાં આવતું નથી, અને એજ રીતે,માત્ર ક્રિયા (કર્મ) થી જ ફળ ની પ્રાપ્તિ થતી આ જગતમાં જોવામાં આવે છે. આથી દૈવ વ્યર્થ છે,કોઈ આકાર વગરનું (જોઈ ના શકાય તેવું) છે,અને , તે કોઈ આકારવાળા પુરુષની સાથે રહીને કોઈ ક્રિયા કરે તે પણ અસંભવિત છે. જોશીઓએ કોઈ મનુષ્ય માટે “અમુક મનુષ્યનું આયુષ્ય ઘણું લાંબુ છે” એવું ભવિષ્ય ભાખ્યું હોય, તેવા મનુષ્ય નું માથું કાપી નાખવામાં આવે છતાં તે જીવતો રહે, તો જ દૈવ ને ઉત્તમ ગણવું જોઈએ.!! જોશીઓએ એવો નિર્ણય લીધો હોય કે “આ માણસ પંડિત થશે” ને તે માણસ ભણાવ્યા વગર પણ શાસ્ત્રો ને સમજી જાય તો, દૈવ ને ઉત્તમ ગણવું જોઈએ...!! (પણ આમ બની શકતું નથી) હે, રામ,મુનિપણું પામેલા આ વિશ્વામિત્ર મુનિએ દૈવ ને દૂર હટાવીને પુરુષાર્થ થી જ, ક્ષત્રિયપણામાંથી, બ્રાહ્મણ-પણું મેળવ્યું છે. બીજા મુનિપણું પામેલા મહાત્માઓ આકાશમાં ચાલવાની અને એવી બીજી શક્તિઓ પણ પુરુષાર્થ થી જ પામેલા છે,દૈવ થી નહિ. હે, રામ,કોઈ પણ પુરુષાર્થ, (ભલે તે બ્રહ્મ ને પામવાનો હોય કે ભોગવિલાસ નો હોય) તે કંઈ કોઈ જડીબુટ્ટી કે જાદુ થી થઇ જતા નથી,તે પુરુષાર્થ તો કરવા પડે છે. માટે,તમે દૈવ ની કોઈ અપેક્ષા રાખો જ નહિ અને પુરુષાર્થ નો આશ્રય કરો, એ “દૈવ” તો માત્ર પોતાની કલ્પનાથી જ માની લેવાયું છે,મિથ્યા (ખોટું) છે, અને સર્વ ઉદ્યોગો અને ફળોથી વિરુદ્ધ છે. (૯) કર્મ નો વિચાર શ્રીરામ પૂછે છે કે જગતમાં ઘણી જ પ્રતિષ્ઠા પામેલું આ દેવ શી વસ્તુ કહેવાય છે? તે મને કહો. વશિષ્ઠ કહે છે કે સર્વત્ર પુરુષાર્થ જ સઘળાં કાર્યો નો કરનાર અને કાર્યો ના ફળોનો ભોગવનાર છે. તેમાં દૈવ કંઈ કશું કરતું નથી,કે કંઈ કશું ભોગવતું પણ નથી. તે દૈવ છે જ નહિ, કે જોવામાં આવતું નથી.વિદ્વાનો તેને માન આપતા નથી,ને તેને મિથ્યા માને છે. કેવળ મૂર્ખાઓએ તેને અમુક કલ્પના થી ઉભું કર્યું છે. ફળ આપનારા પુરુષાર્થ વડેથી જે ફળ સિદ્ધ થાય છે, તે ફળ કોઈને સારું લાગે છે તો કોઈને ખરાબ લાગે છે, અને તે વાત જ દેવ શબ્દ થી કહેવાય છે. કર્મનું ફળ મળ્યા પછી,”મારી આવી બુદ્ધિ થઇ હતી ને આવો મારો નિશ્ચય હતો” Page #45 -------------------------------------------------------------------------- ________________ આવું જે લોકો નું કહેવું (કહે) છે તે દૈવ કહેવાય છે. સારું અથવા ખરાબ –ફળ મળ્યા પછી, “પૂર્વે મેં આવું કર્મ કર્યું હતું-તેનું આવું ફળ મળ્યું” આવું ધારણા આપનારું જે વચન કહેવામાં આવે છે તે દૈવ કહેવાય છે. શ્રીરામ કહે છે કે-હે,મુનિરાજ,પૂર્વજન્મ માં સંગ્રહ કરેલાં કર્મો તે દેવ કહેવાય છે, તેવું તમે કહ્યું હતું અને હવે તમે “તે દૈવ તો છે જ નહિ” એમ શા માટે કહો છો? વશિષ્ઠ કહે છે કે-હે,રામ, તમે બધું બહુ સારી રીતે જાણો છો,માટે તમને હું એવી સંપૂર્ણ રીતે કહીશ કેજેથી તે “દેવ” નથી જ-એવો તમારા મનમાં દૃઢ નિશ્ચય થશે.ને બુદ્ધિ સ્થિર થશે. સૌ પ્રથમ તો –મન ની જે ઘણી વાસનાઓ છે તે,સર્વ મનુષ્યનાં “કર્મ-રૂપે” પરિણામ પામે છે. એટલે કે જે મનુષ્યમાં જેવી વાસના ઉઠે કે તરત જ તે પ્રમાણે તે વાસના મુજબ નું જ કર્મ કરે છે. મનમાં જે વાસના હોય,તેનાથી જુદું કર્મ કરે તેમ બની શકતું જ નથી. જેમ કે,જો મનુષ્ય ને ગામમાંથી શહેર જવાની વાસના થાય તો તે શહેર માં જશે,જ. બીજે ક્યાંય નહિ.એટલે જેવી વાસના ઉઠે તે પ્રમાણે જ મનુષ્ય કર્મ કરવાનો પ્રયત્ન કરે છે. પૂર્વે (પૂર્વ-જન્મ માં) ઉત્કૃષ્ટ ફળ ની ઈચ્છાથી જે કર્મ કર્યું હોય, તે,આ જન્મમાં “દેવ” ના નામે ઓળખાય (કહેવાય) છે.કર્મ કરનારાઓ નાં સર્વ કર્મો એ રીતે જ થાય છે. જે કર્મ છે,તે પોતાની વૃદ્ધિ પામેલી “વાસના” જ છે. આ વાસના ઉભી થવાના “કારણ-રૂપ”,પોતાના “મન” થી જુદી નથી.(એટલે કે વાસના,મન-રૂપ છે) અને પાછું તે “મન” એ પરમાત્મા નું રૂપાંતર (વિવર્ત-રૂપ) હોવાથી,"પરમાત્મા-રૂપ” જ છે. આ ઉપરથી,જે દૈવ છે તે કર્મ જ છે, ને જે કર્મ છે તે વાસના જ છે, જે વાસના છે તે મન-રૂપ છે,અને,મન, એ પરમાત્મા-રૂપ છે. માટે “દૈવ’ નથી એવો નિશ્ચય થાય છે. ઉપર પ્રમાણે મન-વગેરે ના રૂપ માં પરિણામ પામેલો “આત્મા” જે જે કર્મને સારું માની ને કરે છે, તે કર્મ ના ફળને “આત્મા-રૂપ” દૈવ થી પ્રાપ્ત કરે છે. હે રામ, મન અનિર્વચનીય છે. અને સત્પુરુષો એ તે મન ને-મન,ચિત્ત,વાસના,કર્મ,દૈવ અને નિશ્ચય-એવાં નામો આપેલાં છે. અને મન એ આત્માનું જ રૂપાંતર હોવાને લીધે, અનેક નામો વાળો તે આત્મા,નિત્ય દૃઢ ભાવે જે પ્રયત્ન કરે છે,તે પ્રમાણે તે સંપૂર્ણ ફળ પામે છે. આ પ્રમાણે સઘળું પુરુષાર્થ થી જ પ્રાપ્ત થતું હોવાથી,તમે કલ્યાણકારી પુરુષાર્થ કરો. 45 શ્રીરામ કહે છે કે-મને પૂર્વ ની વાસનાઓની જાળ જેવી રીતે રાખે છે તે પ્રમાણે હું રહું છું, હું તો વાસનાઓને વશ છું,તે આવો પરવશ હું બીજું શું કરી શકું? વશિષ્ઠ કહે છે કે-હે,રામ, તમારી વાસનાઓ તમને,અનુકૂળ છે,તેથી તમે પોતાના પ્રયત્નથી પુરુષાર્થ કરીને અક્ષય-સુખ ને પામી શકશો.પુરુષાર્થ વગર તે સુખ મળી શકતું નથી. તમારી જન્મ ની વાસના “શુભ અને અશુભ” એમ બે પ્રકારની,કે બે માંથી એક પ્રકારની હોવી જોઈએ. Page #46 -------------------------------------------------------------------------- ________________ 46 આ બંને માંથી હમણાં તમને જો શુભ વાસનાઓ ઉત્તમ માર્ગ પ્રતિ ખેંચી જશે તો, અનુક્રમથી ધીરે ધીરે તમે અવિનાશી પદ ને પામશો.પણ, જો અશુભ વાસનાઓ તમને અનુક્રમે સંકટમાં નાખવા ધારતી હશે, તો તેવે વખતે તમારે પ્રયત્ન કરી ને બળ થી તે અશુભ વાસનાઓ પર વિજય મેળવવો જોઈએ. તમે જડ-દેહ-રૂપ નથી,પણ,કેવળ ચૈતન્ય-રૂપ આત્મા જ છો.તમે આત્મા થી જુદા નથી. જો તમારાથી ચૈતન્ય-રૂપ આત્મા જુદો હોય, તો તે તમને (અને તમે તેને જાણતો નથી એમ કહેવાય અને તેથી તે આત્મા ને સર્વજ્ઞ કહી શકાય નહિ, પણ આવું નથી, તમારો પ્રકાશ કરનાર (તમને પ્રકાશ આપનાર) બીજો કોઈ ચૈતન્ય પદાર્થ નથી,પણ, તમે જ (તમારો આત્મા જ) સર્વ ને પ્રકાશ કરો છે. (તમે જ ચૈતન્ય-રૂપ છો) જો તમને બીજો કોઈ ચેતના આપતો હોય, તો તે બીજાને ચેતના આપનાર ત્રીજો હોય, એ જ રીતે તે ત્રીજા ને ચૈતન્ય આપનાર કોઈ ચોથો હોય.. અને આમ કરતાં આવું માનવાથી “અનવસ્થા” (જેનો કોઈ છેડો ના આવે તેવી સ્થિતિ) નામનો દોષ આવી પડે,અને મૂળ વસ્તુ ને સિદ્ધ કરી શકશે નહિ,પણ તેમાં હાનિ પહોચાડશે. “વાસના-રૂપી” નદી, શુભ અને અશુભ –એમ બંને માર્ગે વહે છે. તે વાસના-નદીને અશુભ માર્ગે જતી અટકાવી અને શુભ માર્ગે ચઢાવવી જોઈએ. હે રામ,તમારું મન,અશુભ માર્ગમાં આસકત થયું છે તેને તમે પુરુષાર્થ અને બળ નો ઉપયોગ કરી ને શુભ માર્ગ માં ઉતારો. હે, રામ,મનુષ્યનું મન બાળક જેવું છે, તેને જો અશુભ માર્ગે જતું અટકાવવામાં આવે તો તે શુભ માર્ગે જાય છે અને શુભ માર્ગે જતું અટકાવવામાં આવે તો તે અશુભ માર્ગે જાય છે. માટે બળ-પૂર્વક તે મન ને અશુભ માર્ગે જતું અટકાવી શુભ માર્ગે વાળવું (જોડવું) જોઈએ. તે મન-રૂપી બાળક ને હાલમાં તો,"સમતા-રૂપી-ધારણા” થી નિર્દોષ કરવું.અને પછી, ઉતાવળ ના કરતાં,ધીરે ધીરે,પુરુષાર્થ કરીને તેને સારા (શુભ) માર્ગે ચલાવવું (દોરી જવું) તમે ભલે,પૂર્વે,(પૂર્વ-જન્મમાં) અભ્યાસથી શુભ કે અશુભ વાસનાઓનો સમૂહ દૃઢ કર્યો હોય, પણ હમણાં તો (હાલ) શુભ વાસનાને ગાઢી કરો. “પૂર્વ જન્મ ની શુભ વાસના હવે ગાઢી થઇ શકે નહિ, કે અશુભ વાસનાથી અનર્થ થશે” આવું વિચારી તમારે મુંઝાવું નહિ, પણ યોગ્ય વ્યવહાર કરીને સુખમાં રહેવું. વાસનાઓના ફળ સંબંધી તમને કોઈ સંદેહ હોય તો પણ શુભ વાસનાઓ જ એકઠી કરો. ઉત્તમ શુભ આચરણ થી શુભ વાસનાઓ વધશે તો તેનાથી હોઈ હાનિ થવાની નથી. આ જગતમાં લોકો જેનો જેનો અભ્યાસ કરે છે તે તે વસ્તુ રૂપ જ થઇ જાય છે, આ વાત,બાળક થી માંડી વિદ્વાનો સુધીમાં સંદેહ વિના પ્રત્યક્ષ જોવામાં આવી છે. માટે,પરમ,પુરુષાર્થ નો આધાર એવી-પાંચ ઇન્દ્રિયો ને જીતી લઇ,ઉત્તમ-શુભ વાસનાઓ નો સંગ્રહ કરો. તમે જ્યાં સુધી તમારા “સ્વ-રૂપ” ને જાણ્યું નથી, ત્યાં સુધી તમારું મન પણ તે વિષયને જાણતું નથી, માટે તમે જ્યાં સુધી “આત્મ-સ્વરૂપ”ને ના જાણો-ત્યાં સુધી શાસ્ત્રો ને મહાત્માઓ ના કહેવા મુજબ, નિર્ણય કરીને શુભ વાસનાઓનો અભ્યાસ કરો. અને જયારે કંદો (રાગ-દ્વેષ વગેરે) શિથીલ થઇ ને આત્મ-વસ્તુ જાણવામાં આવે ત્યારે, Page #47 -------------------------------------------------------------------------- ________________ તમે કશી ચિંતા રાખ્યા વિના તમારી શુભ વાસનાઓ ના સમૂહ ને પણ ત્યજી દેજો. આમ,શુભ વાસનાઓનો અભ્યાસ કરીને,શુભ વાસના-વાળી,મનોહર “બુદ્ધિ” થી,શોક-રહિત એવા ઉત્તમ-પદ” નો સાક્ષાત્કાર કરી,તે ઉત્તમ પદ નો પણ ત્યાગ કરી “સ્વ-રૂપ” માં જ મસ્ત રહો. (૧૦) પૃથ્વી પર જ્ઞાન ઉતરવાનો ક્રમ વશિષ્ઠ કહે છે કે-હે, રામ,જે “બ્રહ્મ-તત્વ” છે-તે-સર્વદા-સર્વ ઠેકાણે-સર્વ ના અનુકૂળ-પણા થી રહેલું છે. પણ,તેને “ભવિષ્ય-કાળ” નો સંબધ આપી ને-લોકો- “ભવિતવ્યતા” કહે છે. અને આ “ભવિતવ્યતા” જ “નિયંતા-રૂપ” (બ્રહ્મ) “કારણ” માં “નિયામક-રૂપે” રહેલી છે.અને“કાર્ય” પદાર્થોમાં “નિયમ્ય-પણે” રહેલી છે. વળી,એવો દૃઢ સિદ્ધાંત છે કે “કારણ” (બ્રહ્મ) એ “કાર્ય” કરતાં પહેલું જ હોવું જોઈએ. આથી કલ્યાણ ના અર્થે (બ્રહ્મ-કે-મોક્ષ પામવાના અર્થે) વિષયો માં ડૂબેલી,ઇન્દ્રિયો પર,પુરુષાર્થ નો આશ્રય કરી ચિત્ત ને એકાગ્ર કરી,મન ની સમતા મેળવો. અને તમને –જે-આ હું “સંહિતા” કહું છું તે તમે સાંભળો.કે જે સર્વ “વેદો ના સાર” થી બનાવેલી છે, અને મોક્ષ ના ઉપાયો થી ભરેલી છે. સઘળાં દુઃખો નો ક્ષય કરનારું અને બુદ્ધિ ને પરમ વિશ્રાંતિ આપનારું,આ શાસ્ત્ર, સર્વ ને (સર્વ જીવો ને) બનાવનારા બ્રહ્માએ કલ્પના આરંભમાં કહ્યું હતું. શ્રીરામ પૂછે છે કે આ શાસ્ત્ર બ્રહ્માએ શા કારણથી કહ્યું હતું? અને તમને શી રીતે પ્રાપ્ત થયું હતું? વશિષ્ઠ કહે છે કે-નિર્વિકાર પરમાત્મામાંથી “બ્રહ્માંડ-રૂપ-વિરાટ-પુરુષ” ઉત્પન્ન થયો. (જેમ પાણી સ્થિર હોય,અસ્થિર હોય-તરંગો હોય, પણ તે સર્વ પાણી જ છે, તેમ માયાના સંસર્ગ થી ક્ષોભ કે અક્ષોભ સ્થિતિમાં પરમાત્મા નિર્વિકાર-અખંડ સ્વરૂપ જ છે) જે વિરાટના હૃદય-કમળમાંથી “બ્રહ્મા” ઉત્પન્ન થયા અને બ્રહ્માએ સર્વ પ્રાણીઓના સમૂહને ઉત્પન્ન કર્યો. જંબુદ્વીપ (એશિયા ખંડ) ના એક ખૂણા-રૂપ આ ભરત-ખંડ માં –બ્રહ્મા એ જે પ્રાણીઓ ના સમૂહ ને પેદા કર્યો,તેમને - આધિ-વ્યાધિ,લાભ-અલાભ થી અસ્થિર મનવાળાં અને થોડા જીવનવાળાં – જોઈ ને- જેમ પિતાને પુત્રનાં આંસુ જોઈ ને કરુણા આવે તેમ-બ્રહ્મા ને પણ કરુણા આવી.અને તેમણે લોકો ના કલ્યાણ માટે અને દુખોના નાશ માટેના ઉપાયનો એકાગ્ર ચિત્તે વિચાર કર્યો. વિચારને અંતે તેમણે તપને,ધર્મ ને દાન ને અને તીર્થો વગેરેને ઉત્પન્ન કર્યા. પણ પછી ફરીથી બ્રહ્માએ વિચાર કર્યો કેઆ તપ-વગેરે સાધનોથી પ્રજાના સર્વ દુઃખો નો સર્વથા નાશ થઇ જશે નહિ,પરમ સુખ તો નિર્વાણ (મોક્ષ) થી જ મળે છે, અને આ નિર્વાણ કેવળ “જ્ઞાન” થી જ મળે છે. એથી તેમણે સંકલ્પ કરીને મને (વશિષ્ઠને) ઉત્પન્ન કર્યો. મેં તે પછી બ્રહ્મા (પિતા) ને મનુષ્યોના દુઃખ ટાળવાનો ઉપાય પૂછ્યોએટલે તેમણે મને જ્ઞાન નો ઉપદેશ કર્યો જેનાથી હું પરિપૂર્ણ સ્વ-ભાવવાળો થયો અને જે જાણવાનું છે, તે સઘળું જાણીને હું “બ્રહ્માત્મક સ્થિતિ” ને પામ્યો. પછી બ્રહ્માએ મને કહ્યું કે-હવે તે લોકો પર અનુગ્રહ કરવા સારું,પૃથ્વી પર આવેલા ભરતખંડ માં જા. ને ત્યાં જેઓ-કર્મકાંડ માં આસક્તિવાળા છે તેમને ક્રમથી કર્મકાંડ નો બોધ આપજે,અને, Page #48 -------------------------------------------------------------------------- ________________ જેઓ વૈરાગ્યવાળા,વિચારવાળા અને ઝીણી વાત ને સમજી શકે તેવાઓને તારે, આનંદ આપનારા આ જ્ઞાન નો ક્રમથી બોધ આપવો. આમ, આજ્ઞા મુજબ હું અહીં ભરતખંડ માં આવ્યો,અને બ્રહ્મા ની આજ્ઞા પ્રમાણે જ્યાં સુધી ભરતખંડ માં અધિકારી લોકો રહેશે,ત્યાં સુધી હું પણ અહીં રહીશ. અને અધિકારી ને જ્ઞાન નો બોધ આપીશ. હે,રામ,આ સંસારમાં મારે કાંઇ પણ કર્તવ્ય નથી,હું મનથી રહિત છું,છતાં પણ, સંસારમાં રહેવું જ જોઈએ એમ સમજી ને શાંત-વૃત્તિ થી સંસારમાં રહ્યો છું. અજ્ઞાની લોકો ની દ્રષ્ટિ થી હું કાર્ય કરું છું,પણ મારી પોતાની દ્રષ્ટિએ હું કંઈ પણ કરતો નથી. (૧૧) પૃથ્વી પર જ્ઞાન નો વિસ્તાર વશિષ્ઠ કહે છે કે-આમ,પૃથ્વી ઉપર જ્ઞાન કેવી રીતે ઉતર્યું? તે અને બ્રહ્મા નું ને મારું કર્તવ્ય-કર્મ (ચેષ્ઠા) મેં તમને કહી સંભળાવી. હે,રામ,આજે મોટા પુણ્ય ના ઉદય ને લીધે,તમારા મનને એ ઉત્તમ જ્ઞાન સાંભળવાની ઉત્કંઠા થઇ છે. શ્રીરામ કહે છે કે-સૃષ્ટિ રચ્યા પછી,બ્રહ્માની બુદ્ધિ,આ જગતમાં જ્ઞાન ઉતારવા કેવી રીતે થઇ હતી? વશિષ્ઠ કહે છે કે-બ્રહ્માએ પોતાની સૃષ્ટિ ને દુઃખી થતી જોઈ ને જેમ મને જ્ઞાન ઉતારવા મને મોકલ્યો છે, તેમ સનતકુમાર અને નારદ –વગેરે જેવા ઘણા મહર્ષિઓને તેમણે પૃથ્વી પર મોકલ્યા છે. પૂર્વે, સતયુગ ઉતર્યા પછી,પૃથ્વીમાં કાળક્રમ ને લીધે,શુદ્ધ કર્મકાંડ સંકોચ પામી ગયો,ત્યારે, મર્યાદા ના સ્થાપન માટે,દેશના જુદા જુદા વિભાગ કરી,ને તેમાં રાજાઓનું સ્થાપન કર્યું.અને બ્રહ્માએ મોકલેલ તે મહર્ષિઓએ,પૃથ્વીમાં ધર્મ,અર્થ,અને કામ ની સિદ્ધિ માટે તેને યોગ્ય શાસ્ત્રો રચ્યાં. પણ,કાળક્રમે,આ ધર્મ નો ક્રમ તૂટી ગયો,રાજાઓમાં વેર થઈને તેઓ,પૃથ્વી નું પાલન કરવામાં અસમર્થ થઇ,અને પ્રજાની જેવા જ કંગાળ થઇ ગયા ત્યારે,રાજાઓની દીનતા ઘટાડવા,અને આત્મ-જ્ઞાન નો પ્રચાર કરવા મેં,અને મહર્ષિઓ એ જ્ઞાન સંબંધી મોટામોટા વિચારો પ્રગટ કરવા માંડ્યા. અને આમ સહુ પ્રથમ રાજાઓમાં અને પછી પ્રજામાં આ વિદ્યા (જ્ઞાન) વિસ્તાર પામી.એટલે, એ ઉત્તમ આત્મ-જ્ઞાન-“રાજ-વિદ્યા કે રાજ-ગુહ્ય જ્ઞાન” કહેવાવા માંડ્યું. હે,રામ,એ રાજ-વિદ્યા જાણી ને રાજાઓ અત્યંત દુઃખ-રહિત થયા. આ પ્રમાણે કાળ-ક્રમ ચાલતાં નિર્મળ કીર્તિ-વાળા ઘણા રાજાઓ થઇ ગયા,પછી,કાળ-ક્રમે, તમે પણ અહીં દશરથ રાજાને ત્યાં હમણાં (હાલમાં) ઉત્પન્ન (પેદા) થયા છે. હે,રામ,પૃથ્વી પરના બીજા સઘળા - સાધુઓને અને વિવેકીઓને – કોઈ દુખના કારણો આવી પડે ત્યારે,જ,“રજોગુણી-વૈરાગ્ય” ઉત્પન્ન થાય છે, પણ તમને તો એવા કોઈ દુઃખના કારણો સિવાય,તમારા પવિત્ર અને સ્વચ્છ મનમાં,પોતાના વિવેક ને લીધે જ,”સાત્વિક-સત્વ-ગુણી-વૈરાગ્ય” ઉત્પન્ન થયો છે તે અપૂર્વ છે.અને મારે માટે પણ આશ્ચર્ય-કારી છે. જેમ બીજ ને ઉગવા માટે કોમળ (પોચી-માટી જેવું) સ્થળ એ યોગ્ય સ્થળ છે, તેમ,તમે જ્ઞાનના સાર પામવાને યોગ્ય છે.ઈશ્વર ની કૃપાથી,તમારી બુદ્ધિ વિવેક ઉપર જ દોડે છે. 48 હે,રામ,મોટી (શ્રેષ્ઠ) બુદ્ધિવાળા પુરુષો,આ સંસાર-રૂપી સમુદ્ર –કે જે તરવામાં અતિ-દુસ્તર છે,તેને, આ જ્ઞાન-રૂપી વહાણમાં બેસી ને નિમેષ-માત્રમાં (આંખનું મટકું મારવા માત્રમાં) તરી ગયા છે. જેવી રીતે,વર્ષા-ઋતુ થી ભીંજાયેલા વનને અગ્નિ ની જવાળાઓ બાળી શકતી નથી, Page #49 -------------------------------------------------------------------------- ________________ 49 તેમ,વેદાંત-શાસ્ત્ર ને જાણનાર અને આત્મ-તત્વ નો સાક્ષાત્કાર કરનાર વિદ્વાન ને, ચિંતા ઓ બાળી શકતી નથી. અને આધિ-વ્યાધિ-રૂપી,અને સંસાર-રૂપી,પવન ગમે તેટલા જોરથી વાતો હોય પણ, તત્વ-વેતા પુરુષ તેની સામે એક અડગ-ખડક ની જેમ ઉભો રહે છે ને તેનાથી ભાગતો નથી. વશિષ્ઠ કહે છે કે-હે,રામ, તેથી બુદ્ધિમાન પુરુષે,માટે"તત્વ” જાણવા માટે શાસ્ત્રોમાં પ્રવિણ, ઉત્તમ ચિત્ત-વાળા અને આત્મ-જ્ઞાનીને પ્રસન્ન કરીને –સ્નેહ-પૂર્વક પૂછવું.તથા, જેમ,રંગના પાણીમાં રંગવા નાખેલું વસ્ત્ર,તે કેસરિયા રંગ ને પકડે છે, તેમ તે બુદ્ધિમાન,ઉપદેશક ના વચનને યત્ન-પૂર્વક પકડવું.અને તે પ્રમાણે –તે રસ્તે જ ચાલવું. જે મનુષ્ય,પ્રથમ “વક્તા” ના વ્યવહાર પરથી,”તે વક્તા તત્વ ને જાણે છે કે નહિ” એનો નિશ્ચય કર્યા પછી,જ,તે તત્વવેતાને પૂછે છે તેને મોટી (ઉત્તમ) બુદ્ધિવાળો જાણવો. વકતાની પરીક્ષા વગર જ તેને પૂછે તે અધમ છે, અને પછી,જો,ઉત્તમ તત્વવેતા મળે અને જે વચન કહે, તે, ઉત્તમ તત્વવેતા ના વચન મુજબ જો કોઈ મનુષ્ય ના ચાલે તો તે પણ અધમ છે. અને તેને તત્વજ્ઞાન-રૂપ મોટો પદાર્થ મળતો નથી. સામે તત્વ-વેતાઓએ પણ –જે મનુષ્ય કહેલી વાત નો અને ના-કહેલી વાતનો પણ નિશ્ચય કરવા માટે સમર્થ અને બુદ્ધિવાળો હોય અને જે આનંદિત હોય તેને જ તત્વ ના પ્રશ્ન નો ઉત્તર આપવો જોઈએ. પણ જે મનુષ્ય અધમ અને પશુ જેવો જ હોય તેને ઉત્તર આપવો નહિ. પૂછનાર મનુષ્ય પ્રમાણ-સિદ્ધ વિષયને સમજવા યોગ્ય છે કે નહિ, તેને સમજ્યા-વિચાર્યા વિના - જજે વક્તા(તત્વ-વેતા) તેને તત્વ વિશેનો ઉત્તર આપે છે-તેને વિદ્વાનો અત્યંત મૂઢ (મૂર્ખ) કહે છે. હે,રઘુનંદન,તમે પૂછનારા ના જે સદગુણો હોય છે, તેનાથી પૂર્ણ અને વખાણવા યોગ્ય (શ્રોતા) છો, અને હું પણ યથાર્થ (વક્તા-તરીકે) કહી જાણું છું. તો આપણા માટે આ “યોગ” એ “યોગ્ય” છે. માટે હું જે વાત કહું છું તે યથાર્થ જ છે તેવો નિશ્ચય રાખી ને તમારે તે વાતને હૃદયમાં ધારણ કરી રાખવી. અને જો તેમ ના કરવું હોય તો તમારે મને (ખાલી-મફતનું પૂછવું જ નહિ. હે, રામ,સાચું એ છે કે આ મન બહુ ચપળ છે અને આ સંસાર-રૂપી “વન” ના વાંદરા-રૂપ છે. માટે તેને પ્રયત્ન થી વશ કરી પરમાત્મ નું વ્યાખ્યાન સાંભળવું, અને, જે માણસો અવિવેકી, જ્ઞાન-રહિત,તથા દુઃસંગ માં રુચિવાળા હોય તેમને અત્યંત દૂર રાખવા,અને, મહાત્માઓને માન આપવું, તેમના સમાગમમાં (સત્સંગમાં) આવવાથી વિવેક ઉત્પન્ન થાય છે. “શમ,વિચાર,સંતોષ અને સત્સંગ” એ ચાર મોક્ષના દ્વારના દ્વારપાળ કહેવાય છે.માટે, આ ચારેયનું,કે આ ચારમાંથી એકનું પણ જો યત્ન પૂર્વક સેવન કરવામાં આપત્તિઓનું આવે, તો, બાકીના ત્રણ એની મેળે વશ થાય છે.અને મોક્ષ રૂપી રાજમહેલ નું બારણું ઉઘાડી નાખે છે. હે,રામ, જ્ઞાનની આ કથા તમારે એકાગ્રતાથી સાંભળવી અને સમજવી જોઈએ.પછી, વૈરાગ્ય અને અભ્યાસ ના યોગથી, તમે કદી નાશ ના થનાર સમતા,સૌજન્ય-વગેરે સંપત્તિઓ મેળવો, જરાક સંસ્કાર-વાળી બુદ્ધિથી પણ આ શાસ્ત્રોનો વિચાર કરવમાં આવે તો, તેથી મનુષ્યની મૂર્ખતા નો નાશ થાય છે.આ સંસાર (રૂપી ઝેરી ઝાડ) આપત્તિઓનું મુખ્ય સ્થાન છે,અને અજ્ઞાનીઓને “મોહ” ઉપજાવે છે, એટલે માટે યત્ન કરી ને તે અજ્ઞાનનો નાશ કરવો જોઈએ. જેમાં આકાશમાં વાદળાં ના હોવાને લીધે, સંપૂર્ણ નિર્મળ ચંદ્ર ને જોઈને મનુષ્યની દૃષ્ટિ પ્રફુલ્લિત થાય છે, Page #50 -------------------------------------------------------------------------- ________________ તેમ, સમજુ પૂછનાર ને જોઈને વક્તા નો યથાર્થ “વસ્તુ વિચાર” પ્રફુલ્લિત થાય છે. જે પુરુષ ની બુદ્ધિ પૂર્વી પરનો વિચાર કરીને,અર્થ નું રહસ્ય સમજવામાં –સુંદર અને ચતુરાઈવાળી છે, અને જેની બુદ્ધિ અતિ-પ્રફુલ્લિત છે,-તે જ - અહીં “પુરુષ” કહેવાય છે. હે રામ,તમે પ્રફુલ્લિત થયેલા,સ્વચ્છ,અજ્ઞાન ને છોડનારા,ઉત્તમ વિચારરૂપ શીતળતા વાળા અને, સમતા-સૌજન્ય-વગેરે ગુણોવાળા હૃદયથી શોભો છો. (૧૨) જ્ઞાન નું માહાસ્ય અને રામની યોગ્યતા વશિષ્ઠ કછે છે કે-હે,રામ,તમે પરિપૂર્ણ મનવાળા છો,અને માન આપવા યોગ્ય છો.તમે પ્રશ્ન કરવાની રીતને જાણો છો,અને કહેલી વાત ને સમજો છો માટે હું તમને,આદરથી કહેવા તત્પર થયો છું. તમે રજોગુણ અને તમોગુણથી રહિત અને શુદ્ધ સત્વગુણને અનુસરનારી, બુદ્ધિ ને હૃદયમાં સ્થાપન કરીને,તે અમૂલ્ય જ્ઞાન સાંભળવાને સજ્જ થાઓ. જયારે “પોતાનું-સ્વ-રૂપમાં જોવામાં આવે છે ત્યારે, જે કોઈ “આરંભમાં છે, અને જે કોઈ “વિચારો” છે, તે શાંત થઇ જાય છે. અને, આવી, (જ્ઞાનથી મળતી) વિશ્રાંતિ,જો ઉત્તમ મનવાળાને મળતી ના હોત તો, આ સંસારમાં કયો સાધુ પુરુષ “સાધનો” (જ્ઞાન મેળવવાના સાધનો) ના અપાર પરિશ્રમને સહન કરે? પરમ જ્ઞાનનો સંબંધ થતાં,મન ની સઘળી વૃત્તિઓ પીગળી જાય છે.અને દુઃસહ (સહન ના કરી શકાય તેવો) અને સંસાર ના ઝેરથી થયેલો રોગ,”આત્મ-બોધ-રૂપી” મંત્ર થી શાંત થાય છે.અને એ “આત્મ-બોધ” મેળવવાનું,”ગુપ્ત રહસ્ય” તે સજ્જનો સાથે નો “શાસ્ત્ર વિચાર” છે. “વિચાર” કરવાથી સઘળાં દુ:ખોનો અવશય ક્ષય થાય છે, એમ સમજવું. જેમ,સર્ષ જૂની કાંચળી છોડી દઈ ને સંતાપ-રહિત થાય છે, તેમ,વિચારવંત પુરુષે સઘળી ચિંતાઓના પિંજર ને છોડી દઈ ને સંતાપ-રહિત થવું,અનેસદ-વિચાર થી યથાર્થ અને ઉત્તમ બ્રહ્મ-વિદ્યા ને પામવું.અને બ્રહ્મ-વિદ્યા ને પામેલો, પુરુષ, તે સર્વ જગતને વિનોદ થી (હસતા-હસતા) ઇન્દ્રજાળ ની પેઠે જોયા કરે છે. પણ જેને બ્રહ્મ-વિદ્યા પ્રાપ્ત થઇ નથી તેને આ જગત દુ:ખ-રૂપ ભાસે છે. અત્યંત વિષમ એવો સંસાર પ્રત્યે નો રાગ (આસક્તિ)- એ-(મનુષ્યને) ઝેરી સર્પ ની પેઠે કરડે છે,તલવાર ની પેઠે કાપી નાખે છે, રસ્સી ની જેમ બાંધી લે છે, અગ્નિ ની પેઠે બાળે છે, રાત્રિ ની પેઠે અંધ કરી નાખે છે અને જેમ,પથરો ઓચિંતો આવી ને પડે તેમ પડી ને માનવી ને પરવશ (અને દુઃખી) કરી નાખે છે. તે “બુદ્ધિ" ને હરી લે છે,સ્થિતિ (સ્થિરતા) નો નાશ કરે છે, "મોહ-રૂપી” ઉંડી ખાઈ માં ધકેલી દે છે, અને તૃષ્ણા થી જર્જરિત કરી નાખે છે. એવું કોઈ પણ દુઃખ નથી કે સંસારી-મનુષ્ય ને પ્રાપ્ત થતું નથી. આ સંસારના “વિષયો” ના સંગ-રૂપી ઝેરના –પરિણામો બહુ જ માઠાં (ખરાબ) છે. જો એનો ઉપાય ના કરવામાં આવે તો-“નરક-સ્થાનો ના ફળ-રૂપે” એ રોગ મહા-પીડાઓ ઉત્પન્ન કરે છે. હજારો “કષ્ટ-દાયી” ચેષ્ટાઓથી દારુણ (દુ:ખી) એવા-આ-“સંસાર-રૂપી-હાલતા-ચાલતા યંત્ર” વિષે ઉપેક્ષા કરવી નહિ પણ તેને વિષે અવશ્ય વિચાર કરવો,અને એવું સમજવું કે “શાસ્ત્ર-વિચાર” જ તેનો ઉપાય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ નવા-નવા વિષયો ને “જોવામાં” અને “ભોગવવામાં ઉત્સાહ વગરના,કલ્પનાઓ થી ઉડતા, વિક્ષેપો થી રહિત થયેલા,પરમાત્મા-રૂપી “દીપક” ને પામેલા,અને અત્યંત “શુદ્ધ-બુદ્ધિવાળા” એવા મહાત્મા લોકો-આ જગતમાં જેમ “બ્રહ્મ-વિષ્ણુ-મહેશ” વગેરે દેવો – રહેલા છે, તેવી રીતે જ જીવન-મુક્ત થઈને રહેલા છે. મહાત્માઓ ની સાથે વિચાર કરીને તથા શરીર-વગેરે જેવા “અનાત્મ-પદાર્થો” નો વિનાશ કરીને જયારે બુદ્ધિ થી “પરમાત્મ-તત્વ: જાણવામાં આવે ત્યારે,મોહ ક્ષીણ થાય છે, અજ્ઞાન-રૂપી ગાઢ વાદળાં દૂર થાય છે, અને “શાસ્ત્ર-વાક્યો” થી જાણેલા “વિશાળ-પરમ-તત્વ” નો પોતાનામાં જ અનુભવ થાય છે. અને આ પ્રમાણે જયારે થાય છે ત્યારે,પુરુષને જગત નું આ જે “ભ્રમણ” છે,તે “રમણ” સમાન થાય છે. (એટલે કે આ સંસારમાં રહેવાનું (ભ્રમણ) એ આનંદમય (રમણ) બની જાય છે) હે, રામ,પોતાનું “ચૈતન્ય-મય સ્વ-રૂપ” જયારે “અનાત્મ-પદાર્થો” ને દૂર કરવા થી સ્વચ્છ થાય અને “અગાઉ ની સઘળી બુદ્ધિ ની વૃત્તિઓ” શાંત થઇ અને બ્રહ્માકાર બને, અને એવી શાંત (શુદ્ધ) બુદ્ધિ થી, જયારે પરમ-તત્વ નો અનુભવ થાય, ત્યારે, તે પુરુષનું, આ સંસારમાં જે “ભ્રમણ” છે તે રમણ” સમાન જ થાય છે, વળી,નિર્મળ થયેલી બુદ્ધિથી પરમતત્વ ની પ્રાપ્તિ થાય પછી,એ જ્ઞાની ને લાગે છે કે“ચેતના વગરનો જે દેહ છે-તે રથ છે,"ઇન્દ્રિયોની ગતિ” તે ઘોડાની ચાલ છે,મન એ દોરી છે, અને સમાધિ-કાળમાં “પરમાત્મા-રૂપ” વ્યવહાર-તથા-વ્યવહાર ના કાળમાં “ઉપાધિ-રૂપ” એવો હું,એ (શરીર-રૂપ) રથમાં બેસીને,આનંદ-રૂપ વિષયોમાં ફરવાની મોજ કરું છું” અને આવો મનુષ્ય જે આ પ્રમાણે વિચાર કરે છે ત્યારે-તે પુરુષનું, આ જગતમાં જે “ભ્રમણ' છે તે એક જાતના “રમણ” સમાન જ થાય છે. (૧૩) વૈરાગ્યાદિ ગુણો અને શમ નું વર્ણન (શમ=મન પર નિયંત્રણ કરવાની શક્તિ અને તેથી મળેલ શાંતિ વશિષ્ઠ કહે છે કે ઉત્તમ બુદ્ધિવાળા આત્મ-જ્ઞાની પુરુષો,આવો (પરમ-તત્વ નો) નિશ્ચય રાખીને, આ સંસારમાં મોટા ચક્રવર્તી રાજા ની પેઠે વિચરે (ફરે) છે. તેઓ શોક કરતા નથી,કશું ઇચ્છતા નથી,શુભ કે અશુભ કશું માગતા નથી,અનેસઘળું કરે છે છતાં કશું કરતા નથી. ત્યાગવાના વિચારો (ત્યાજ્ય પક્ષ) થી કે સ્વીકારવાના વિચારો (ગ્રાહ્ય પક્ષ) થી રહિત થયેલા,અને, પોતાના “આત્મ-સ્વ-રૂપ” માં જ સ્થિર રહેલા એવા લોકોને નિર્લેપ (અનાસક્ત) રીતે રહે છે,નિર્લેપ રીતે કર્મ કરે છે, અને લૌકિક (વ્યવહાર) માર્ગ પર નિર્લેપ રીતે ચાલે છે. તેઓ આવે છે પણ આવતા નથી,જાય છે પણ જતા નથી.કરે છે પણ કરતા નથી અનેબોલે છે પણ બોલતા નથી. જે કોઈ આરંભો અને જે કોઈ વિચારો (ત્યાગવાના કે સ્વીકારવાના) છે તે Page #52 -------------------------------------------------------------------------- ________________ પરમ-પદ ની પ્રાપ્તિ થયા પછી ક્ષીણ થઇ જાય છે, જેણે સઘળી “ઇચ્છાઓ” છોડી દીધી છે-તેવું મધુર વૃત્તિઓ વાળું “મન”, સઘળી રીતે વિશ્રાંતિ પામે છે. સઘળી “વિચાર સંબંધી ક્રિયાઓમાંથી રહિત થયેલું અને સઘળાં “કૌતુકો” થી મુક્ત થયેલું, એ “મન” પછી કોઈ જાતની ઇન્દ્રજાળ ઉભી કરતું નથી અને વાસના તરફ દોડતું નથી. અને સઘળી ચપળતા ને છોડી દઈને બ્રહ્માકાર-પણા થી જ વિરાજે છે બેસી જાય છે) મન ની આવી વૃત્તિઓ (શાંત-પણાની) એ “આત્મ-તત્વ” ના અવલોકન થી જ મળે છે.બીજા કશાથી નહિ. તેથી પુરુષે “આત્મા” ને જાણવો જોઈએ. અને જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તેનું જ (આત્મા નું જ) શ્રવણ-મનન-નિદિધ્યાસન કરવું જોઈએ.બીજાં વ્યર્થ કર્મો કરવાં જ ન જોઈએ. જેણે ખંત-પૂર્વક અભ્યાસથી પોતાના અનુભવની,શાસ્ત્ર ની,અને મહાત્માઓની-“એક-વાક્યતા” થઇ હોય, તે પુરુષ સ્વરૂપાનંદ ભોગવે છે. આ શાસ્ત્ર નું શ્રવણ કંઈક “સંસ્કારી બુદ્ધિવાળા” પુરુષોની “મૂર્ખતા” ને જેવી રીતે દૂર કરે છે, તેવી રીતે બીજા કોઈ શાસ્ત્ર નું શ્રવણ કરી શકતું નથી. સુખ-દાયી,યથોચિત (યથાયોગ્ય) દુષ્ટાંતો થી રમણીય અને “વિરોધ વગરનું આ શાસ્ત્ર,વાક્યર્થ પર ધ્યાન રાખી ને સાંભળવું (કે વાંચવું) જોઈએ. આ સંસારમાં દુઃખો અનંત છે અને સુખો,ઘાસના તણખલા જેવડા (જેટલા) જ છે.માટે, “અંતમાં દુઃખ આપનારાં સુખો માં કદી દૃષ્ટિ બાંધવી (રાખવી) નહિ. સમજુ પુરુષે તો પરમ પુરુષાર્થ ની સિદ્ધિ માટે અનંત અને (અધિક) પરિશ્રમ વિનાના. બ્રહ્મ-પદને પ્રયત્ન-પૂર્વક સાધવું જોઈએ. હે,રામ,દુઃખ થી સુખ નાશ પામે છે ને સુખ થી દુઃખ નાશ પામે છે.અને, આમ મનુષ્ય ને આવા સુખ-દુ:ખ ની દશામાં કદી વિશ્રાંતિ મળતી નથી. આ સુખ-દુઃખ ની દશાઓ-એ વીજળી ના ચમકારા જેવી ક્ષણ ભંગુર છે. માટે, તમારા જેવા મહાત્મા પુરુષો જે વૈરાગ્યવાળા અને ઉત્તમ વિવેક વાળા હોય છે, તેમને પ્રણામ કરવા, અને તેમને જ ભોગના તથા મોક્ષ ના મુખ્ય પાત્ર-રૂપ, અને “યોગ્ય” સમજવા. સારી રીતે સમજનારા વિવેકી પુરુષે-મોહ આપનારી આ સંસાર સંબંધી રચનાઓમાં આસક્તિ રાખવી નહિ.અને વળી) જે મનુષ્ય આ સંસાર ને પામીને બેભાન ની જેમ,ઉપેક્ષાથી માત્ર બેસી જ રહે છે તે-“સળગેલા-ઘર” ની ઉપર ઘાસની પથારી માં જ સૂતો છે. તે બળવાનો જ છે) જેને પામીને વિદ્વાનો,પાછા ફરતા નથી, અને જેને પામીને મનુષ્ય ને કદી પણ શોક કરવો પડતો નથી, તે પદ-નિઃસંશય જ્ઞાન-ભાવ થી જ મળે છે. કદાચ તે પદ ના હોય –એવો તમને સંશય હોય) તો પણ તમને શી હરકત છે? અને જો હશે તો તેનો વિચાર કરવાથી તમે આ સંસાર-સમુદ્ર ની પાર ઉતરી જશો. જો “આત્મ-વિચાર” કરવામાં આવે તો,કૈવલ્યની પ્રાપ્તિમાં કશો (બહ) પરિશ્રમ પડતો નથી. એ પદ ની પ્રાપ્તિ માં –ધન,મિત્રો,બંધાવો, હાથ-પગનું ચલાવવું,પરદેશ જવું, શરીર ને ઉપવાસ વગેરે લેશો –આપીને દુઃખી થવું કે તીર્થક્ષેત્ર માં નિવાસ Page #53 -------------------------------------------------------------------------- ________________ એમાંનું કંઈ પણ સહાયતા આપે તેમ નથી. પણ “મનથી કલ્પેલા દૈત” નો મૂળથી ઉચ્છેદ માત્ર-કરવામાં આવે તો તે પદ ની પ્રાપ્તિ થાય છે. અને મૂળ થી ઉચ્છેદ કરવા માટે-શ્રવણ -મનન-વગેરે પુરુષાર્થ થી જ સાધ્ય છે. વિષયોને છોડી દેનારો પુરુષ માત્ર “વિવેક થી સાધ્ય થનારા”, અને “વિચારથી તથા એકાગ્રતા થી” નિશ્ચય કરી શકાય તેવા ઉત્તમ (પરમ) પદ ને પામે છે. સુખદાયી આસન ઉપર બેઠાંબેંઠા જ તે ઉત્તમ (પરમ) પદનો, જો,પોતાની મેળે(પોતાની જાત થી) માત્ર વિચાર કરવામાં આવે તો પણ તે પદની પ્રાપ્તિ થાય છે. જેમ,ઝાંઝવાના જળ માં પાણી હોતું નથી, તેમ સર્વ પદાર્થો નાશવંત હોવાને લીધે, મનુષ્યલોકમાં કે સ્વર્ગલોકમાં ક્યાંય પણ ખરું સુખ નથી. એથી “શમ અને સંતોષ-રૂપી” સાધન થી મન ને જીતવાનો પ્રયત્ન કરવો કે જેથી, અનંત-પદમાં એક-રસ-રૂપ” થવાથી “આનંદ” ની પ્રાપ્તિ થાય. દેવ,દાનવ કે માણસ-ગમે તે હોય, પણ તેણે ઉભા રહેતાં,ચાલતાં,પડતાં કે ફરતાં-પણ, મન ની શાંતિથી ઉત્પન્ન થનારું,તે પરમ-સુખ અવય મેળવવું જ જોઈએ. જેમ,આકાશમાં સૂર્ય નિર્લેપ રીતે રહે છે, તેમ,વ્યવહારમાં (તત્પર) રહેલ જ્ઞાની પુરુષ, વ્યવહાર ને છોડી દેતો નથી કે વ્યવહાર ને ઇચ્છતો પણ નથી. (નિર્લેપ રીતે રહે છે) આમ,વ્યવહારમાં રહેવા છતાં,નિર્લેપ રહી અને “શમ” થી સંસારમાં કલ્યાણ ની પ્રાપ્તિ થાય છે. (શમ=મન પર નિયંત્રણ કરવાની શક્તિ) શમ જ ઉત્તમ પદવી-રૂપ છે, સુખદાયી છે,શાંતિના કારણરૂપ છે,ભ્રાંતિ નું નિવારણ કરનાર છે. શમ ને લીધે તૃપ્તિ પામેલા,સ્વચ્છ મનવાળા પુરુષ નો શત્રુ પણ મિત્ર થઇ જાય છે. જે કોઈ દુઃખો છે, જે કોઈ તૃષ્ણા છે, અને જે કોઈ અસહ્ય ચિંતાઓ છેતે સર્વ શાંત ચિત્ત (મન) વાળા,પુરુષો માં લય પામી જાય છે. શમથી શોભનારા,અને સર્વ પ્રાણીઓ પર સ્નેહ રાખનારા, સજ્જન માં “પરમ-તત્વ” આપમેળે જ પ્રસન્ન થાય છે. અને શમથી અંતઃકરણ ને જેવું સુખ થાય છે, તેવું સુખ,ઇન્દ્રાસન મળે,અમૃત મળે,કે વિષ્ણુ ની પદવી મળે-તો પણ થતું નથી. (આમ,શમથી મળનારું સુખ વધારે છે) સમજુ મનુષ્ય-“શમ-વાળી અને સમતા-વાળી”-સ્વચ્છ બુદ્ધિથી જેવો શોભે છે, તેવો બીજો કોઈ શોભતો નથી. અને આવા મનુષ્ય નું જીવન જ સફળ છે.અને તે મનુષ્ય જે કાર્યો કરે છે, તેને સર્વ પ્રાણીઓ વખાણે છે. -જે પુરુષ, પ્રિય (મન ને ગમતા) અથવા અપ્રિય (મનને અણગમતા) પદાર્થ ને— સાંભળીને અડકીને જોઈને જમીને કે તેવા (પ્રિય કે અપ્રિય) જળ માં નાહીને હર્ષ (સુખ) કે ગ્લાનિ (દુ:ખ) –પણ પામે નહિ તે “શાંત” કહેવાય છે. -જે પુરુષ,સર્વ પ્રાણીઓ પ્રત્યે સમ-બુદ્ધિ વાળો છે અને પ્રયત્ન(પુરુષાર્થ) થી,ઇન્દ્રિયો ને જીતીને, ભવિષ્યકાળનાં સુખ-વગેરેની ઈચ્છા કરતો નથી-તે “શાંત” કહેવાય છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ -જો (જયારે) નિર્મળ(શુદ્ધ) બુદ્ધિ થી,ઊંડા ઉતરીને તે મનુષ્ય ને જોવામાં આવે,અને, જો, તેના “મનની અંદરના” અને “બહારના” સર્વ કાર્યો સરખાં દેખાય તો –તે “શાંત” કહેવાય છે. -જેનું મન સ્વચ્છ હોય, અને ઉત્સવમાં,યુદ્ધમાં,તથા મરણમાં એકસરખું શાંત હોય છે,-તે શાંત કહેવાય છે. -જે પુરુષ,હર્ષનાં તથા ક્રોધના કારણોવાળા વાતાવરણમાં રહ્યો હોય, છતાં પણ “તે ત્યાં રહેલો નથી”, એમ સમજી ને ના તો રાજી થાય કે ના તો કોપ કરે-પણ, જેમ સુષુપ્તિમાં રહેલો હોય તેના પેઠે સ્વસ્થ રહે-તે શાંત કહેવાય છે. -જે મનુષ્ય ની પ્રસન્નતાભરી દૃષ્ટિ સર્વ લોકો પર, અમૃત ના ઝરાની જેમ સુંદર રીતે પ્રસરતી હોય-તે શાંત કહેવાય છે. -જે પુરુષ મનમાં અત્યંત શીતળ થઇ ગયો હોય,અને વ્યવહાર કરવા છતાં પણ, જે વિષયોમાં ડૂબી જતો ના હોય કે મોહ ના પામતો હોય તે શાંત કહેવાય છે. અત્યંત વિપત્તિઓ આવવા છતાં, અને મોટામોટા કલ્પોના પ્રલય થઇ જાય તેવી દુઃખો ની પરિસ્થિતિ આવી પડે –છતાં પણ જેનું મન નીચ વલણ લેતું નથી-તે શાંત કહેવાય છે. તપસ્વીઓમાં,ઘણું સમજનારાઓમાં (જ્ઞાનીઓમાં),યજ્ઞ કરવાનારોમાં, રાજાઓમાં,બળવાનોમાં,અને ગુણીજનોમાં-તથા, સંકટોમાં અને ભયના સ્થાનોમાં-પણ “શમ-વાળો” પુરુષ જ શોભે છે. જેમ ચંદ્રમાંથી ચાંદની નો ઉદય થાય છે, તેમ,ગુણોથી શોભનારા અને શાંત મનવાળા. મહાત્માઓના ચિત્તમાંથી “પરમાનંદ” નો ઉદય થાય છે. હે,રામ,મહાત્મા પુરુષો કોઈથી કરી શકાય નહિ,એવા અને પૂજ્ય પુરુષોએ સાવધાન-પણા થી રક્ષેલા, “શમ-રૂપ ઉત્તમ અમૃત નો આશ્રય કરી, જે પદ્ધતિથી “પરમ-પદ” પામ્યા છે, તે જ પદ્ધતિ નું તમે પણ તેવી (પરમ-પદ ની) સિદ્ધિ ને માટે,સર્વદા અનુકરણ કરો. (૧૪) વિચાર ની પ્રશંસા વશિષ્ઠ કહે છે કે શાસ્ત્ર ના બોધથી નિર્મળ થયેલી પરમ પવિત્ર “બુદ્ધિ” વડે, અને વિદ્વાન સદગરૂ ની સાથે નિરંતર “આત્મ-વિચાર” કરવો જોઈએ. “બુદ્ધિ” _જો (સત) વિચારથી અત્યંત તીક્ષ્ણ થાય તો જ તે “પરમ-પદ” ને પામી શકે છે. કારણકે “વિચાર” જ સંસાર-રૂપી-મોટા રોગ નું,મુખ્ય ઓસડ (દવા) છે. અનંત પ્રકાર ની પ્રવૃત્તિઓ થી,પ્રફુલ્લિત થયેલા “દુઃખ-રૂપી-વનને” જો “વિચાર-રૂપી-કરવત” થી કાપી નાખવામાં આવે તો તે (દુઃખ-રૂપી વન) પાછું ઉગતું જ નથી. હે.રામ,સર્વસ્વના નાશના સમયમાં, સંકટ ના સમયમાં કે પછી શાંતિ ના સમયમાં “મોહ” ના લીધે કર્તવ્ય (શું કરવું તે?) સુઝતું નથી, ત્યારે “વિચાર” જ - પુરુષો માટે આશ્રય-રૂપ છે. “મોહ” ને ટાળવા સારું,"વિચાર" વિના બીજો કોઈ ઉપાય જ નથી.એવો વિદ્વાનો નો નિશ્ચય છે. સત્પરુષો ની બુદ્ધિ વિચાર કરવાથી જ અશુભ માર્ગ નો ત્યાગ કરીને શુભ માર્ગ માં પ્રવર્તે છે. “પ્રૌઢ” (પરિપક્વ, વિચાર–“યોગ્ય કે અયોગ્ય” નો પ્રકાશ કરવામાં મોટા દીવા રૂપ છે.અને વાંછિત (ઈચ્છેલા) ફળ ને સાધનાર છે, માટે તેનો આશ્રય કરીને સંસાર-સાગર તરવો જોઈએ. જેમ તુંબડા,પાણીમાં ડૂબતાં નથી, તેમ આ સંસારમાં,મહાત્મા પુરુષો ની,વિવેક ને પ્રફુલ્લિત કરનારી, જે "વિચાર-વાળી-બુદ્ધિ” છે, તે વિપત્તિમાં (દુઃખના સમયમાં) ડૂબતી નથી. Page #55 -------------------------------------------------------------------------- ________________ જેમ,બાળકને “પોતાની મૂર્ખતા” ને લીધે,(મનમાં) (ખોટા) ભૂત નો ઉદય (ખોટું ભૂત ઉભું) થાય છે, તેમ,"વિચાર-વગરની-બુદ્ધિવાળા” મૂર્ખ પુરુષના મનમાંથી વજ્ર-જેવા ખોટા સંસારનો ઉદય થાય છે. જેમ,ભૂત-પિશાચો —એ અંધારામાંથી ઉત્પન્ન થાય છે,તેમ જે કોઈ દુષ્ટ આરંભો-આચારો-ચિંતાઓ છે, તે “અવિચાર” થી જ ઉત્પન્ન થાય છે. હે,રઘુનંદન,અવિચારી પુરુષ સર્વ-સારા-કાર્યો કરવામાં અસમર્થ છે,માટે તેમને સઘળી રીતે દૂર રાખજો. “વિચાર” થી જ જીવનમુક્ત થયેલા જીવો,સૂર્ય ની પેઠે પ્રકાશી ને દશે દિશાઓમાં પ્રકાશ કરે છે. અને ઘણાં પ્રાણીઓના સંસાર ના ભય-રૂપી-અંધકાર ને મટાડે છે. જગતના જે કોઈ પદાર્થો છે,તેઓ,સઘળા "અવિચાર”થી જ સારા લાગનારા છે, પણ-તે પદાર્થો-સત્યમાં અસ્તિત્વ વિનાના છે,અને વિચારથી વીંખાઈ (દૂર થઇ) જનારા છે. “બ્રહ્માકાર ની સ્થિતિ” (વિચાર થી થનારી) એ જગતની વિષમતા થી રહિત છે સુખ-રૂપ છે, બાધા રહિત છે,અનંત છે,અને સ્વાભાવિક છે.તે “વિવેક-રૂપી” વૃક્ષ નુ ફળ છે એમ સમજો. “વિચાર-રૂપ” મોટી “ઔષધિ” (દવા) થી સિદ્ધ થયેલ સાધુ પુરુષ નિષ્કામ બને છે અને કોઈ પણ અપ્રાપ્ત (તેની પાસે ના હોય તેવા) સુખ ને ઇચ્છતો નથી. તેવી જ રીતે પ્રાપ્ત સુખ ને છોડી પણ દેતો નથી. એવા “જીવન-મુક્ત” વિવેકી નું “ચિત્ત” પરમ-પદનું અવલંબન (આધાર) કરીને, નુ “આભાસ-રૂપે” (છાયા-રૂપે) રહેલું હોય છે,તેથી તે વિનાશ પામતું નથી. આવા ચિત્ત (પરમ-પદ ના આધારવાળા) ની સઘળી વિક્ષેપ કરનારી “વાસનાઓ” બ્રહ્મ-રૂપ થયેલી હોવાથી,તેમાં રાગ-દ્વેષ –વગેરે ક્રંદ ની વૃત્તિઓ ઉઠતી નથી.તેથી કોઈ વિક્ષેપ આવવાનો સંભવ નથી. આ જગતને “સ્થિર-પણા” થી કેવળ “સાક્ષી” ની પેઠે જોયા કરતો,એવો જીવન-મુક્ત પુરુષ, વિષયોમાં મન પરોવતો નથી,વિષયો ને સાચા સમજી ને તેમને ભોગવતો નથી, તો,સાથે-સાથે વિષયોમાં,ઉત્કંઠા (વિષયો ભોગવવાની ઈચ્છા) કરતો નથી,અને શાંત રહે છે. જો કે તે સુષુપ્તિ-વાળાની પેઠે વિષયોને (વાસનાઓને) દૂર રાખી કે ત્યાગી ને શાંત રહેતો નથી, કે સ્વપ્ન-વાળાઓની પેઠે અંદરની વાસનાઓ માં ડૂબતો પણ નથી.(અનાશક્ત રહે છે) તે બહારના વિષયોમાં મૂંઝાઈને રહેતો નથી,કે ક્રિયા-રહિત થતો નથી,કે ક્રિયાઓમાં ડૂબી જતો નથી. એ ગઈ (ચાલી ગયેલી) વસ્તુઓની ઉપેક્ષા કરે છે,ને પ્રાપ્ત વસ્તુઓ નો સ્વીકાર કરે છે,પણ, પોતાની મર્યાદાઓને છોડતો નથી,અને (અનાસક્ત રહી) ક્રિયાઓ ને ચલાવ્યા કરે છે. ઉદાર “વિચાર-વાળા” મહાત્મા-જીવનમુક્ત-યોગીઓ આ પ્રમાણે પૂર્ણ મનથી (ચિત્તથી) આ જગતમાં વિહાર કરે છે,એ ધીર પુરુષો પોતાની ઈચ્છા પ્રમાણે,લાંબા કાળ સુધી,જગતમાં રહીને અંતે “આભાસ”-જેવા દેહને છોડી દે છે.અને પરિચ્છેદ (અંત) વગરના “વિદેહ-કૈવલ્ય” ને પામે છે. આ રીતે “વિચાર” થી જ પુરુષાર્થ પ્રાપ્ત કરાવનાર કર્મકાંડ-વગેરે- તથા વેદાંત ના સિદ્ધાંત નાં તત્વો નો નિર્ણય કરી શકાય છે. 55 “વિચાર-રૂપી” સુંદર “આંખ” અંધારામાં પણ શક્તિ -રહિત થતી નથી,અને તીવ્ર પ્રકાશમાં અંજાઈ પણ જતી નથી,તેથી દૂરની અને “અંતરાય” વાળી વસ્તુઓ પણ જોઈ શકાય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ આમ,”વિચાર-રૂપી ચમત્કાર” (વિચારથી મળતો પરમ-પદ નો ચમત્કાર) પરમાત્મા-મય છે, માન-પાત્ર છે, અને પરમાનંદના મુખ્ય સાધન-રૂપ છે. તેને ક્ષણ-માત્ર પણ છોડવો જોઈએ નહિ. વિચાર થી શોભી રહેલ “બુદ્ધિ-વાળા” અને વિચારથી “ચાલવાના માર્ગ નો નિર્ણય પામેલા” પુરુષો ને વારંવાર અનેક દુ:ખ-રૂપી ખાડાઓ માં કદી પડવું પડતું નથી. “અવિચાર” (નહિ વિચારવા)થી “આત્મનાશ” પામેલો અજ્ઞાની મનુષ્ય, જો,પોતાને રોગ કે અનર્થ (દુઃખ) આવે તો રડે છે, પણ વિચારશીલ મનુષ્ય ગમે તેવા અનર્થો આવી ચડે પણ રોતો નથી. આથી મહાત્મા મનુષ્ય,નિરંતર “વિચારયુક્ત” થઇ આત્મ-માર્ગ અપનાવવો જોઈએ.અને પોતાના “મન-રૂપી” મૃગ (હરણ) ને વિચાર દ્વારા,પોતાની મેળે જ દુષ્ટ વિષયોમાં જતું અટકાવવું જોઈએ, અને તેને સંસાર ના “મોહ-રૂપી” સમુદ્રમાંથી તારવું જોઈએ. “હું કોણ છું?” અને “મને આ સંસાર-રૂપી દોષ શા કારણથી આવ્યો છે?” તેનું. શ્રુતિ-વગેરે-શાસ્ત્રોમાં કહેવા મુજબ જે અવલોકન કરવું-તેને “વિચાર” કહેવામાં આવે છે. હે રાઘવ,સત્ય વસ્તુના “ગ્રહણ” ની અને મિથ્યા વસ્તુના “ત્યાગ”ની ઈચ્છાવાળા પુરુષો, આ સંસારમાં વિચાર કર્યા વગર,સાચા તત્વ ને જાણી શકતા નથી. વિચાર” થી “તત્વ-જ્ઞાન” (તત્વ-સત્ય નું જ્ઞાન) થાય છે, અને “તત્વ ના જ્ઞાન” થી આત્મામાં વિશ્રાંતિ થાય છે.વિશ્રાંતિ થી મનમાં શાંતિ થાય છે, અને જેથી સઘળાં દુ:ખો નો ક્ષય થાય છે. પૃથ્વીમાં પુરુષ સાચા વિચારથી જ સઘળાં વૈદિક કર્મોને સફળ કરે છે. અને સાતમી ભૂમિકા સુધી ચડવા-રૂપ, ઉત્તમ પ્રખ્યાતિ પામે છે. માટે તમારે એવા-શમ-વાળા “વિચાર” પર જ (મનથી) રુચિ (રસ-ઈચ્છા) રાખવી. (૧૫) સંતોષ નું વર્ણન. વશિષ્ઠ કહે છે કે-હે,શત્રુનાશન રામ, "સંતોષ” પરમ કલ્યાણ-રૂપ છે. અને સંતોષ જ “સુખ” કહેવાય છે.સંતુષ્ટ પુરુષ પરમ વિશ્રામ પામે છે. “સંતોષ-રૂપી ઐશ્વર્ય” થી સુખિયા (સુખવાળા) થયેલા અને લાંબા કાળથી વિશ્રાંતિ પામેલા ચિત્ત વાળા, પુરુષો ને ચક્રવર્તી રાજ્ય પણ તણખલા જેવું લાગે છે. સંતોષ થી શોભતી” અને સંસારની વિષમ વૃત્તિઓ આવી પડતા પણ ઉગ નહિ પામતી, મહાત્માઓ ની “બુદ્ધિ” કદી સુખ નો વિયોગ પામતી નથી.(તે મહાત્માઓ સદાય સુખમાં રહે છે) તેમને આ પુષ્કળ વૈભવોવાળી લક્ષ્મી (ધન-દોલત) એ ઝેરના જેવી અને પ્રતિકૂળ લાગે છે. સંતોષ જેવું સુખ આપે છે, તેવું સુખ અમૃત ની લહરીઓ પણ આપતી નથી. જે પુરુષ અપ્રાપ્ત વસ્તુઓની ઈચ્છા કરતો નથી,અને પ્રાપ્ત વસ્તુઓને અપ્રાપ્ત જેવી જ ગણે છે, તેને હર્ષ-શોક –વગેરે બંદો - ની દશા પ્રાપ્ત થતી નથી, અને જેથી,તે “સંતુષ્ટ “ કહેવાય છે. જ્યાં સુધી મન પોતાની મેળે જ પોતાનામાં જ સંતોષ પામતું નથી, ત્યાં સુધી,એ મન આપદાઓ (વિપત્તિઓ-મુશ્કેલીઓ) ઉત્પન્ન કર્યા કરે છે.પણ સંતોષથી શીતળ થયેલું મન, Page #57 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ જ્ઞાન-સંબંધી “વિચારો” થી અત્યંત પ્રફુલ્લિત (આનંદમય) થાય છે. જેમ મેલા અરીસામાં મુખ નું પ્રતિબિંબ બરોબર પડતું નથી,તેમ,સંતોષ વિનાના અને “આશા” ઓથી પરવશ થયેલા,ચિત્તમાં (મનમાં) જ્ઞાનનું પ્રતિબિંબ પડતું નથી. જેના મનમાં સંતોષ રૂપી સૂર્ય ઉગે,અને જેનું મન “સંતોષ” થી સંતોષ પામે, તે મનુષ્ય ભલે દરિદ્ર (ગરીબ) હોય,તો પણ આધિ-વ્યાધિ થી રહિત ચક્રવર્તી રાજા જેવું સુખ ભોગવે છે. આમ,જે, અત્યંત સૌમ્ય અને સદાચારી પુરુષ,અપ્રાપ્ત વસુઓને ઈચ્છતો નથી અને પ્રાપ્ત થયેલા, સુખ દુઃખ ને ભોગવ્યા કરે છે, તે “સંતુષ્ટ" કહેવાય છે. આથી, પુરુષે પ્રયત્ન થી પોતાની મેળે (પોતે), પોતાનામાં જ અત્યંત પૂર્ણતા મેળવવી, અને સર્વ પદાર્થો ની તૃષ્ણા છોડી દેવી, કે જેનાથી-તેનું “મન” અને “બુદ્ધિ” શાંત થવાને લીધે, પોતાની મેળે જ અખંડ સ્થિરતા ને પામે છે. જેમ રાજાની પાસે ચાકરો (નોકરો પોતાની મેળે જ (સેવા-કે-નોકરી માટે) આવે છે, તેમ,સંતોષ થી પુષ્ટ થયેલા મનવાળા ની પાસે,મોટી-મોટી,વિવિધ સમૃદ્ધિઓ પોતાની મેળે જ આવે છે. હે,રામ,જે ઉત્તમ પુરુષ,આ જગતમાં ગુણવાન લોકો ને પ્રિય એવી “સંતુષ્ટતાથી વિભૂષિત હોય છે, તે પુરુષને દેવતાઓ અને મહા-મુનિઓ પણ “બુદ્ધિ” થી પ્રણામ કરે છે. (૧૬) સત્સંગ વર્ણન વશિષ્ઠ કહે છે કે-હે મહાબુદ્ધિમાન,વિશેષમાં (વધારામાં) મનુષ્યોને આ સંસાર તરી જવામાં, (બ્રહ્મ ને જાણનારા) સાધુ-મહાત્માઓનો સત-સમાગમ (સત્સંગ) પણ બહુ ઉપકારક થાય છે. જે મનુષ્ય મહાત્માઓ ના “સંગ-રૂપી-વૃક્ષ” થી ઉત્પન્ન થયેલા સ્વચ્છ “વિવેક-રૂપી-ફળ”ને, સાચવી રાખે છે, તેઓ મોક્ષ ની સંપત્તિના પાત્ર-રૂપ થાય છે. સાધુ-મહાત્માઓ નો સત્સંગ “બુદ્ધિ” ને અત્યંત વધારનાર છે,અને આધિઓને દૂર કરનાર છે. સત્સંગ થી “વિવેક-રૂપી” ઉત્તમ દીપક પ્રગટે છે અને સર્વોત્તમ વિશ્રાંતિ આપે છે. જેમ દરિદ્ર મનુષ્યને મણિ (રત્ન) દેખાય તો તે પ્રયત્ન કરીને તેને જોયા કરે છે, તેમ, સમજુ મનુષ્ય વિશ્રાંતિ પામેલા મહાત્માઓ ને પરમ પ્રયત્ન થી જોયા કરવા જોઈએ. અને સંશયો (અધ્યાસ) થી રહિત થયેલા બ્રહ્મ-પદને જાણનારા,તેવા મહાત્માઓ ને સર્વ ઉપાયથી, સેવવા (સત્સંગ કરવો) જોઈએ, કારણ કે તેઓ સંસાર-સમુદ્રમાં તરવાના “સાધનો-રૂપ” છે. આ રીતે અત્યાર સુધી બતાવ્યા મુજબ શમ-વિચાર-સંતોષ-અને-સત્સંગ” એ સંસાર-રૂપી સમુદ્ર ને તરવાના ઉપાયો બતાવ્યા. (૧) “શમ” એ પરમ-સુખ છે, (૨) "વિચાર" એ પરમ-જ્ઞાન છે, (૩) "સંતોષ” એ પરમ-લાભ છે, અને (૪) “સત્સંગ” એ પરમ-ગતિ છે. આ ચાર –શમ-વિચાર-સંતોષ-સત્સંગ-એ સંસાર ને ભેદવાના નિર્મળ ઉપાયો છે. જેમણે એનો અભ્યાસ કર્યો હોય છે, તેઓ “મોહ-રૂપી-સંસાર-સમુદ્ર” ને તરી ગયા છે એમ સમજવું. હે, રામ,આ ચારમાંથી જો એક નો પણ અભ્યાસ થાય તો-ચારે નો અભ્યાસ થઇ જાય છે. ચારમાં નો એક પણ ચારે ને ઉત્પન્ન કરનાર થાય છે, માટે મનુષ્ય એ ચાર ને સિદ્ધ કરવા સારું, યત્ન-પૂર્વક એક નો તો અવશ્ય આશ્રય કે અભ્યાસ કરવો જોઈએ. Page #58 -------------------------------------------------------------------------- ________________ જેમ,મોજાં વિનાના સ્વચ્છ સમુદ્રમાં વહાણો સારી રીતે ફરી શકે છે, તેમ, શમ” થી સ્વચ્છ થયેલા મનમાં વિચાર-સત્સંગ અને સંતોષ-સારી રીતે પ્રવર્તી શકે છે. અને મનુષ્ય ને “જ્ઞાન-રૂપી” મહામુલ્ય- સંપત્તિઓ મળે છે. આથી હે, રઘુનંદન,મન ને પુરુષાર્થ થી જીતીને,તેમાં (ઉપરના) એક ગુણ નુ તો સર્વદા-યત્નથી સંપાદન કરવું જોઈએ. કારણકે જ્યાં સુધી “મન-રૂપી-માતંગ” ને જીતીને (ઉપરમાં ના) એક-ગુણ ને પણ, ધારણ કરવામાં આવતો નથી ત્યાં સુધી ઉત્તમ ગતિ મળતી નથી. અને જ્યાં સુધી,એ (ઉપરના) ગુણો નો સંપાદન કરવા તમારા મન નો આગ્રહ થાય નહિ ત્યાં સુધી તમે ભલે દેવ-યક્ષ-પુરુષ કે ઝાડ થશો-તો પણ – “તમને જ્ઞાન મેળવવાનો કોઈ ઉપાય થયો નથી” –એમ જ સમજવું. મનુષ્યોના આ મોહકારી “વનમાં” “શુભ અને અશુભ-બે કાંઠાઓ વાળી –વાસનાઓ-રૂપી નદી” સર્વદા-પ્રબળ વેગે જાય છે, આપણે પ્રયત્ન કરી ને એ નદી ને જે કાંઠામાં (શુભ-કે અશુભ) નાખીએ, તે કાંઠામાં જ તે વહે છે, માટે જેમ તમારી ઈચ્છા હોય તેમ તમે કરો. હે,ઉત્તમ, બદ્ધિવાળા રામ,ઉત્તમ એ છે કે “મન-રૂપી” વનમાં ચાલી જતી,પોતાની “વાસના-રૂપ” નદીને “પુરુષ-પ્રયત્ન” ના વેગથી (શક્તિથી) શુભ કિનારા ને અનુસરતી કરો કે જેનાથી, તમે જરા પણ,તે (વાસના-નદી ના) અશુભ કિનારા ની કોરે (બાજુ) તણાશો નહિ. (૧૭) ગ્રંથ-વિભાગ વશિષ્ઠ કહે છે કે-હે,રાઘવ, જેમ,રાજા જો વિવેકી હોય તો જ “નીતિ-શાસ્ત્ર"ની વાણી સાંભળવાને યોગ્ય છે, તેમ,આ સંસારમાં ઉપર કહેલી રીતે જેના મનમાં વિવેક ઉત્પન્ન થયો હોય તે મહાત્મા પુરુષ જ “જ્ઞાન” ની વાતો સાંભળવાને યોગ્ય છે. મૂર્ણોના સંગ થી રહિત થયેલો,નિર્મળ,અને મોટા મનવાળો,પુરુષ નિર્મળ “વિચારના ઉદય ને યોગ્ય છે. તમે સર્વ ગુણો ની અખંડિત લક્ષ્મી થી સંપન્ન છો, તેથી હું તમને આ જે મન ને મોહને હરનારું,વચન કહીશ તે તમે સાંભળો. આ “મોક્ષ” દેનારી “મોક્ષોપાય” (મોક્ષ નો ઉપાય) નામની “વેદ-તુલ્ય સંહિતા” બત્રીસ હજાર શ્લોક ની છે. જેમ, કોઈ મનુષ્ય, જો જાગતો હોય અને એની આગળ દીવો બળતો હોય, તો તે દીવો તે મનુષ્યની ઈચ્છા હોય કે ના હોય તો પણ તેને પ્રકાશ આપે છે, તેમ,આ ગ્રંથ, તેનો અભ્યાસ કરનાર ને તેની ઈચ્છા હોય કે ના હોય તો પણ મુક્તિ આપે છે. આ “સંહિતા” (યોગ-વશિષ્ઠ) જો કોઈએ પોતાની મેળે જ અભ્યાસ કરીને વાંચીને) સમજી હોય કેકોઈ બીજાના મુખે વર્ણન કરતાં સાંભળી હોય –તો-ગંગાજી,જેમ તરત પાપ-તાપ ની શાંતિ કરી, પરમ સુખ આપે છે, તેમ, સઘળી ભ્રાંતિ દૂર કરીને પરમ-સુખ આપે છે. જેમ રજૂ (દોરડી) ને પોતાની નજરે જોવાથી (તે દોરડી સાપ નથી પણ દોરડી જ છે) તેમાં થયેલી સર્પ ની ભ્રાંતિ ટળી જાય છે, તેમ આ સંહિતા નું અવલોકન કરવાથી સંસારના દુઃખો ટળી જાય છે. આ સંહિતા (યોગ-વાશિષ્ઠ) માં “યુક્તિ-યુક્ત અર્થો” થી ભરેલાં વાક્યો વાળાં અને શ્રેષ્ઠ દ્રષ્ટાંતોવાળી, કથાઓ (આખ્યાયિકો) વાળાં-જુદાંજુદા છ પ્રકરણો છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ તેમાં પહેલું “વૈરાગ્ય-પ્રકરણ” છે. જેમ નિર્જળ પ્રદેશમાં પાણી રેડવાથી,ઝાડ-પાન વધે થાય) છે, તેમ,અભ્યાસ” થી “વૈરાગ્ય” વધે છે.વળી, જેમ, મણિ ને સારી રીતે લુછી નાખવાથી,મણિની શુદ્ધતા ઝળકી ઉઠે છે,(ચમકી ઉઠે છે), તેમ,તેમ એ પ્રકરણ ના દોઢ હજાર શ્લોકો નો “વિચાર” કરવાથી,હૃદયમાં શુદ્ધતા ઝળકી ઉઠે છે. વૈરાગ્ય પ્રકરણ પછી એક હજાર લોકો નું,અને યુક્તિઓ ની રચનાથી સુંદર, “મમ” નામનું બીજું પ્રકરણ છે. જેમાં મુમુક્ષુ મનુષ્યોના સ્વભાવનું વર્ણન કર્યું છે. તે પછી,ઘણાં દૃષ્ટાંતો અને આખ્યાયિકાઓ વાળું, ત્રીજે-“ઉત્પત્તિ” પ્રકરણ છે. કે જેમાં વિજ્ઞાનનું પ્રતિપાદન કર્યું છે.તેમાં સાત હજાર લોકો છે. ઉત્પત્તિ પ્રકરણમાં “હું અને આ” એવા “રૂપ-વાળી-જગત-સંબંધી” દ્રષ્ટા ની,તથા,દ્રશ્યોની,”વિચિત્રતા” (ખરેખર) ઉત્પન્ન થઇ જ નથી,પણ “ભ્રાંતિ” ને લીધે તે ઉત્પન્ન થયેલી દેખાય છે,એ વિષે વર્ણન કર્યું છે. એ પ્રકરણ સાંભળવાથી શ્રોતા (મનુષ્ય) આ સઘળાં જગતને પોતાની અંદર જ કલ્પાયેલું સમજે છે. દ્રષ્ટા (જોનાર) અને દૂય ના પરસ્પર અધ્યાસ (આરોપ) વાળું,અનંત બ્રહ્માંડો ના વિસ્તાર-વાળું, અને પ્રત્યેક બ્રહ્માંડ માં “લોક-આકાશ-પર્વતો-વગેરે-વાળું” જગત, “કોઈ-અમુક રીતે” નિરૂપણ (વર્ણન) કરવાને અશક્ય છે, એટલેકે કોઈ અમુક રીતે તેનું વર્ણન શક્ય નથી) એ ઉત્પત્તિ, પ્રકરણ પછી,ચોથું “સ્થિતિ” પ્રકરણ છે. તેમાં ત્રણ હજાર લોકો છે, અને,"દ્રષ્ટા અને દૃશય ના ક્રમ” ને પામેલું “બ્રહ્મ” જે રીતે “ભોગ્ય તથા ભોક્તા” રૂપે સ્થિતિ પામેલું છે,તેવો અને “જગત-રૂપી” ભ્રમ,જે રીતે વૃદ્ધિ પામ્યો છે, તેની રીતનું ઘણું વર્ણન કર્યું છે. તે પછી પાંચ હજાર શ્લોક નું પાંચમું “ઉપ-શમ” પ્રકરણ છે, તેમાં,”આ જગત,હું,તું અને તે” એવી રીતે ઉઠેલી ભ્રાંતિ (ભમ)જે પ્રકારથી શાંત થાય-તે પ્રકાર કહ્યો છે. જે સાંભળવાથી જીવન-મુક્ત થયેલા પુરુષનો જન્મ-મરણ-રૂપી સંસાર શાંત થઇ જાય છે. છઠ્ઠ પ્રકરણ “નિર્વાણ પ્રકરણ” છે.જેમાં સાડા ચૌદ હજાર શ્લોકો છે. અને તે,” જ્ઞાન-રૂપી” મહાન પુરુષાર્થ ને આપનારું છે. એ પ્રકરણ યથાર્થ સમજાયાથી, “મૂળ-અવિદ્યા” નો પણ નાશ થાય છે.અને તેથી સઘળી “કલ્પનાઓ ની શાંતિવાળું, પરમ કલ્યાણ રૂપ “નિર્વાણ” (બ્રહ્મ-રૂપ) પ્રાપ્ત થાય છે. બ્રહ્મરૂપ થયેલા,એ “જીવન-મુક્ત” પુરુષનાં કરોડો રૂવાંડા માંના “એક-રૂવાંડા"જેવી “અવિદ્યા (માયા) ના “એકાદ-ભાગમાં” આ જગતનું સૌન્દર્ય વાસ કરીને રહે છે. જે, “વ્યાપક-ચૈતન્ય-રૂપ-પરબ્રહ્મ” ના ઉદરમાં એક એક પરમાણુ જેટલા ભાગમાં હજારો બ્રહ્માંડો ની રચનાઓ બનાવીને જુએ છે. તે,”પર-બ્રહ્મ-જીવનમુક્ત” ના “સ્વ-રૂપ-ભૂત” જ છે. આવા જીવનમુક્ત થયેલા “મહા-મતિ” (મહા-બુદ્ધિશાળી) પુરુષના હૃદયની વિશાળતાનું માપ, સેંકડો-કે લાખો,વિષ્ણુઓ,શિવ કે બ્રહ્મા થી કરી શકાતું નથી. કારણકે-સર્વોત્તમ-“બ્રહ્મ-રૂપ” થયેલા જીવન-મુક્ત ના હૃદય ની વિશાળતા અપાર જ છે. (૧૮) ગ્રંથ ના ગણ Page #60 -------------------------------------------------------------------------- ________________ વશિષ્ઠ કહે છે કે-જેમ,સારું બીજ વાવવામાં આવ્યું હોય તો તેમાંથી,સારું ફળ અવશ્ય ઉત્પન્ન થાય છે, તેમ આ સંહિતા ને વાંચવાથી અવશ્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે.સારો વિવેક પ્રાપ્ત થાય છે, અને પોતાની મેળે ધીરે ધીરે વિચાર કરતાં બુદ્ધિમાં સંસ્કાર પ્રાપ્ત થાય છે. જેમ સારાં નેત્રો વાળો પુરુષ હાથમાં દીવો રાખે તો,તે રાત્રિમાં,પદાર્થોના આગળ પાછલા ભાગોને જાણી શકે છે, તેમ બુદ્ધિમાન માણસ આ ગ્રંથનો અભ્યાસ કરે તો તે સર્વ વિષયોના પૂર્વા-પરના સંબંધોને જાણી શકે છે.આ ગ્રંથનો વિચાર કરતાં બુદ્ધિના લોભ તથા મોહ આદિ દોષો ધીરે ધીરે સારી પેઠે ઓછા થતા જાય છે. હે, રામ,તમારે કેવળ બુદ્ધિમાં વિવેકને દૃઢ કરવાનો અભ્યાસ રાખવો,કારણકે, અભ્યાસ વિના કોઈ ક્રિયા,કોઈ પણ ફળ આપતી નથી. આ ગ્રંથ ના અભ્યાસથી મન સ્વચ્છ થઇ ને સ્થિર થાય છે.અને બુદ્ધિ દીવાની પેઠે અત્યંત પ્રકાશી રહે છે. બાણો જેમ કવચ-વાળા મનુષ્યના મર્મ-સ્થળોને કાપી શકતા નથી, તેમ દીનતા અને દારિદ્રય-વગેરે દોષોથી ભરેલા વિચારો -જગતનું મિથ્યા તત્વ સમજનારા માણસોના ચિત્તો ને ભેદી શકતા નથી. આ ગ્રંથના અભ્યાસ થી,પુરુષાર્થ-દૈવ વગેરેના સંશયો ટળી જાય છે,મોહ શાંત થતાં,વિવેક નો ઉદય થાય છે. વિચાર કરનારા માણસને મનમાં સમુદ્રના જેવી ગંભીરતા,મેરુ પર્વતના જેવી સ્થિરતા સાંપડે છે. આમ,જેની સઘળી કલ્પનાઓ શાંત થઇ છે,તે પુરુષનું જીવન-મુક્ત-પણું ધીરે ધીરે પરિપાક પામે છે, વાણીથી તેનું (તેવા પુરુષ નું) વર્ણન કરી શકાતું નથી. આ ગ્રંથના વિચારથી,જડ પદાર્થોની તૃષ્ણા વિનાનાં સૌમ્ય પુરુષો શાંત થાય છે, શુદ્ધ થાય છે, અને ઉચા તથા અચળ બ્રહ્મત્વ માં સ્થિતિ કરે છે. આ ગ્રંથને સંપૂર્ણ રીતે સમજી શકે-વાંચી તેના પ્રત્યેક શ્લોકનું વિવેચન કરવામાં આવે તો, અનુભવ થશે કે આમાં જે કહ્યું છે તે,સઘળું યુક્તિ સિદ્ધ છે. વરદાન કે શાપના વચન ની જેમ કહી દીધું નથી. આ શાસ્ત્ર-રૂપ કાવ્ય,શબ્દાલંકારો થી તરહ અર્થાલંકારો થી શણગારેલું છે, રસમય છે, સુંદર દૃષ્ટાંતો થી સિદ્ધ છે, અને સમજવું સહેલું છે. જેને પદો નું અને પદો ના અર્થોનું થોડું-ઘણું જ્ઞાન હોય છે તે,પુરુષ પોતાની મેળે જ આ ગ્રંથ ને સમજી શકે છે, પણ આમાં જે “તત્વમાં છે તે જાણવા પંડિતના મુખથી સાંભળવો જોઈએ. આમ આ ગ્રંથ ને સાંભળવામાં આવે વિચારવામાં આવે અને સમજવામાં આવે તો મનુષ્ય ને મોક્ષ ની પ્રાપ્તિમાં તપની,ધ્યાનની કે જપ વગેરે કશાની યે અપેક્ષા રહેતી નથી. આ ગ્રંથ ના દઢ અભ્યાસથી ચિત્ત સંસ્કારી થાય છે, પાંડિત્ય પ્રાપ્ત થાય છે, અને “હું અને જગત” એવા પ્રકારનો “દ્રષ્ટા તથા દૃશ્ય” રૂપી ઢંદો નો વિનાશ થઇ,અને શાંતિ પ્રાપ્ત થાય છે. જેમ સર્પના ચિત્રને - ચિત્ર રૂપે જાણવાથી તે સર્પ ભય આપનાર થતો નથી, તેમ,જગત-રૂપી સર્પ ને (ચિત્ર-રૂપે-ખોટો) જાણ્યા પછી,તે (સંસાર) સુખ-દુઃખ ને આપનાર થતો નથી. ફલ કે પાંદડાં ને મસળવા હાથ ચલાવવા પડે છે, પણ સંસાર ને મસળવા માટે કેવળ બુદ્ધિનું જ કામ છે.બીજા કોઈ અવયવનું નહીં. સુખદાયી આસન પર બેસવું,જેવા મળી આવે તેવા ભોગો ભોગવવા અને સદાચારથી વિરુદ્ધ હોય તેવા કાર્યો ન કરવાં, દેશકાળ ને અનુસરીને બનતા સત્સંગ થી,સુખ-પૂર્વક શાસ્ત્રોનો સૂક્ષ્મ વિચાર કરવો, આ પ્રમાણે, સંસારથી શાંતિ આપનારો પરમાત્મા નો સાક્ષાત્કાર થાય છે Page #61 -------------------------------------------------------------------------- ________________ અને જેનાથી (સાક્ષાત્કાર થયા પછી) ફરીવાર “યોનિ-રૂપી” યંત્રમાં દબાવું પડતું નથી. હે,રામ,હવે હું,અત્યંત બુદ્ધિ-વાળાઓ ના પ્રાણ-રૂપ અને જ્ઞાન નો વિસ્તાર કરનારું આ “શાસ્ત્ર” કહું છું તે તમે સાંભળો પ્રથમ તો એ શાસ્ત્ર ને કઈ રીતે સાંભળવું અને કઈ રીતે તથા કઈ પરિભાષા થી તેને વિચારવું તે હું કહું છું.તે સાંભળો. “જોવામાં આવેલા પદાર્થથી” –“અનુભવમાં નહિ આવેલા પદાર્થ” ને જે સમજાવવામાં આવે છે તેને વિદ્વાનો “દૃષ્ટાંત” કહે છે.તે દૃષ્ટાંતો થી બોધ સમજવામાં કેટલીક સુગમતા રહે છે. હે રામ જેમ રાતે દીવા વિના ઘરમાં રાચ-રચીલા ની ખબર પડતી નથી, તેમ, ાંતો વિના અપૂર્વ વિષય નો યથાર્થ બૌધ થતો નથી. હું તમને અહીં જે જે દૃષ્ટાંતો થી તમને સમજાવીશ તે તે દૃષ્ટાંતો ને તમારે ઉત્પન્ન થયેલાં અને જેથી (તે ઉત્પન્ન થયેલા હોવાથી) તેને ખોટાં સમજવા. માત્ર એ દૃષ્ટાંતો થી તમારે જે જ્ઞેય (બ્રહ્મ) સમજવાનું છે તેને જ નિત્ય-સત્ય અને સાચું સમજવું. બ્રહ્મ ના ઉપદેશમાં તમને જે દૃષ્ટાંતો કહેવામાં આવે તેમાંથી એક-અંશ ની સરસાઈ લેવી, પણ સઘળાં અંશો ની સરસાઈ મેળવવાનો આગ્રહ રાખવો નહિ. માટે અહીં બ્રહ્મને સમજવવા માટે જે દૃષ્ટાંત આપવામાં આવે તે દૃષ્ટાંત ને તમારે “જગતની અંદરનું અને સ્વપ્ન-સંબંધી પદાર્થ “ ના જેવું જ સમજવું. અને આ પ્રમાણે પરિભાષા જાણી રાખવાથી “નિરાકાર બ્રહ્મમાં સાકાર દૃષ્ટાંત કેમ લાગુ પડે?" એવી મૂર્ખ લોકોની “તાર્કિક-શંકાઓ” નો અવકાશ જ રહેશે નહિ. જેમ જાગ્રત અવસ્થા ની “કલ્પનાઓ” એ સ્વપ્ન અવસ્થામાં કેટલુંક (કોઈ સમયે) કામ કરે છે, તેમ,ધ્યાન-વરદાન-શા૫-ઔષધ –વગેરે સ્વપ્ન ની કલ્પનાઓ" જાગ્રત અવસ્થા માં કોઈ સમયે કુળ દેતી જોવામાં આવે છે. જગત ની સ્થિતિ જ એવી છે કે તેને જાગૃત અને સ્વપ્ન ના દ્રષ્ટાંતો અપાય છે અને તે યથાર્થ જ છે, માટે તાર્કિક લોકો જે કહે છે કે જાગ્રત અને સ્વપ્ન ને સરખાં કેમ ગણાય?" તેવા પ્રશ્નો ના કરતાં, તેની પરિભાષા (મૂળ મુદ્દો) જ સમજી ને દૃષ્ટાંતો ને છોડી દેવાં જોઈએ. “મોક્ષના ઉપાય રૂપ” ગ્રંથો ના રચયિતાઓ એ જે જે ગ્રંથો રચ્યા છે,તે તે ગ્રંથોમાં, “સાધ્ય" એવા “બ્રહ્મ સ્વરૂપ ને સમજાવવા જે જે દ્રષ્ટાંતો આપ્યાં છે તેમાં પણ તેવી જ (સ્વપ્ન અને જાગ્રત અવસ્થાના દૃષ્ટાંતો ના જેવી જ) વ્યવસ્થા રાખવામાં આવી છે. વેદમાં અને શાસ્ત્રોમાં જગતનું “સ્વપ્ન-સમાન-પણું” સમજાવવામાં આવે છે, પણ આ વાત સમજીને આ જ વાત બીજાના ગળે ઉતારવી તરત જ શક્ય બની શકે તેમ નથી. કારણ કે પોતે સમજવા કરતાં ( ભલે તે કોઈ પણ રીતે સમજી જાય પણ) બીજા ને સમજાવવામાં વાણી નો ક્રમ (અથવા તો લખવાનો ક્રમ) બરોબર ગોઠવવો પડે છે. જગત “સ્વપ્ન ની કલ્પના જેવું” અને “માનસિક પૂજા માં કલ્પેલા પદાર્થો” વગેરે જેવું જ છે. માટે જગતના વિષયમાં આ જ દૃષ્ટાંતો લાગુ પડે છે બીજાં નહિ. જેમ,માટી એ ઘડા-વગેરેનું 'કારણ' છે, તેમ, બ્રહ્મ" એ સત્યમાં કોઈનું (કશાનું) પણ “કારણ” ના હોવા છતાં બોધ ની અનુકૂળતા માટે “બ્રહ્મ ને માટી વગેરેની ઉપમા (દૃષ્ટાંત તરીકે) આપવામાં આવે છે. 61 Page #62 -------------------------------------------------------------------------- ________________ (એટલે જે સમજવાનું છે તે-સમજી ને આ દૃષ્ટાંત ને પકડી રાખવું જોઈએ નહિ) આવી “ઉપમાઓ” માં ઘણા પરિશ્રમો કરવા છતાં પણ,બધા જ “અંશો” ની સમાનતા-વાલી મળી શકતી નથી. માટે બુદ્ધિમાન પુરુષે,બોધ ની અનુકૂળતા સારું,આપેલા આવા દુષ્ટાંતો પ્રત્યે નિર્વિવાદ થઇને, “ઉપમેય” (જેને ઉપમા આપવામાં આવી છે તેમાં એક અંશ થી, “ઉપમાન” (જેની ઉપમા આપવામાં આવી છે તે) ના સાદુય (સરખા-પણા) નો સ્વીકાર કરવો. “આ મણિ એ દીવા જેવો છે” એવી ઉપમા કે દૃષ્ટાંત જયારે આપવામાં આવે છે ત્યારે, ત્યાં પણ દીવાની માત્ર પ્રભા (જ્યોત) નું અને મણિ નું સરખાપણું માનવામાં આવે છે, પણ,એ સરખાપણા માં દીવાના “કોડિયા-તેલ-વાટ-વગેરે નો સરખામણી માં ઉપયોગ થતો નથી. જેમ દીવો એ માત્ર “પ્રભા (જ્યોત)” ના, (કે જે પ્રભા-દીવા નો અંશ છે-તેના) સરખાપણા થી મણિ ના સ્વરૂપ ને સમજાવે છે, તેમ,સઘળી “ઉપમાઓ “એક અંશ"ના સાદરય થી જ “ઉપમેય” (જેને ઉપમા આપવામાં આવી છે તે) ના સ્વરૂપને સમજાવે છે. આવી જ રીતે,બધી જ ઉપમાઓ (અને દુષ્ટાંતો). “એક અંશ” ના સાદય થી (સરખાપણાથી) “ઉપમેય” ના સ્વરૂપ ને સમજાવે છે. આમ,દૃષ્ટાંત ના એકાદ અંશથી સાદૃશ્ય (સરખાપણા) ને લઈને સમજવાનું હોય,અને (આમ). તે જો સમજાતું હોય તો, તે દૃષ્ટાંત નો સ્વીકાર કરીને શાસ્ત્રોના મહાવાક્યોના અર્થ નો નિર્ણય કરવો, પણ, કુ-તાર્કિક-પણું (ખોટી રીતે તર્કો દોડાવીને) રાખીને,એવા ખોટા તર્કો થી અને અપવિત્ર વિકલ્પોથી, શાસ્ત્રોમાં બતાવેલ તથા તેમના અનુભવો નું ખંડન કરીને તેમના પુરુષાર્થ ને ધક્કો પહોંચાડવો નહિ. વેદાંત-શાસ્ત્ર સંસાર નો ત્યાગ કરાવનારું છે, તેથી તેની વાતો "વેરી” (દુમન) ની વાતો જેવી અપ્રિય લાગે છે. બીજાં (અમુક) શાસ્ત્રો પ્રપંચ (સંસાર) માં પ્રવૃત્તિ કરવાનારાં હોઈ તેમની વાતો મીઠી લાગે છે. પરંતુ, હે,રામ, તો અમે નિશ્ચય કર્યો છે કે-વેરી (દુમન) ની વાત પણ, જો, “વિચાર થી (બ્રહ્મ નો) અનુભવ કરાવનારી હોય” તો તેનો સ્વીકાર કરવો-અને સ્ત્રીની (મોહક વ્યક્તિની) વાત પણ, જો “વેદોક્ત પુરુષાર્થ ને ભ્રષ્ટ કરનારી હોય” તો તેને બકવાદ-રૂપ (વ્યર્થ) જ સમજવી. હે,રામ,અમારી બુદ્ધિ (વાત કે સિદ્ધાંત) એવી છે કે-જે- જીવન-મુક્તિ (શુભ) આપનાર છે. અને તેથી તે (અમારી) બુદ્ધિથી “અપરોક્ષ અનુભવ” કરવાનારો પરમ પુરુષાર્થ મળે ,એવી, સઘળાં અધ્યાત્મ-શાસ્ત્રો ની “એક-વાક્યતા” અહીં કહી છે. માટે,વેદ વિરુદ્ધ કેવળ પોતાના તર્કોથી જ પુષ્ટ થયેલાં બીજા શાસ્ત્રો થી જે બની શકે નહિ, તેવો,અપરોક્ષ-અનુભવ (સાક્ષાત્કાર) કરાવનારો પરમ પુરુષાર્થ એ જ, અમારા (આ) મતમાં “પ્રમાણ” (સિદ્ધાંત) છે. (૧૯) દષ્ટાંતો નો અર્થ અને પરમતત્વ નું શોધન વશિષ્ઠ કહે છે કે-જે અંશ નું વિશેષ કરીને પ્રતિપાદન કરવું હોય, તે “અંશ” થી જ ઉપમાનો માં (જેની ઉપમા આપવામાં આવે છે તેનું) સરખાપણું લેવામાં આવે છે.પણ જો, Page #63 -------------------------------------------------------------------------- ________________ “સર્વ અંશો” થી સરખાપણું લેવાનું હોય તો પછી,ઉપમાન (જેની ઉપમા આપવામાં આવે છે તે). અને ઉપમેય (જેને ઉપમા આપવામાં આવે છે તે) માં ભેદ જ શું રહે? દૃષ્ટાંતો થી અદ્વિતીય એવા આત્મા નું નિરૂપણ કરનારાં શાસ્ત્રો નો અર્થ સમજવામાં આવે છે.અને તે દુષ્ટાંતો થી સ્પષ્ટ જણાયેલા “બ્રહ્મ-સ્વરૂપ” થી અજ્ઞાન અને અજ્ઞાન ના કાર્યો ની શાંતિ થાય છે. અને આ જે શાંતિ-રૂપી “નિર્વાણ” થાય છે-તે જ દૃષ્ટાંતો નું ફળ છે. આથી દૃષ્ટાંતોમાં અને સિદ્ધાંતોમાં અનેક વાંધાઓ ઉઠાવવાનું માંડી વાળવું,અને, ગમે તે યુક્તિથી પણ મહાવાક્યો ના (જેમ કે –તત્વમસિ) અર્થ સમજવામાં જ લક્ષ્ય રાખવું. હે રામ,જીવન માં શાંતિ જ પરમ કલ્યાણરૂપ છે.માટે તેને સિદ્ધ કરવામાં યત્ન રાખો. માત્ર,દષ્ટાંતો (અને સિદ્ધાંતો) વિષે વિચારવાનું કોઈ પ્રયોજન નથી, સઘળી રીતે મળતાં ના આવે,પણ કોઈ એક રીત (અંશ) થી પણ મળતાં આવીને,ધારેલું કામ પાર પડે, એવાં દૃષ્ટાંતો થી (ઉપમાનોથી અને ઉપમેયથી, માત્ર “બોધ” ની સગવડતા માટે કરવામાં આવે છે. જ્યાં સુધી,ચિત્તમાં “પુનરાવૃત્તિ થી રહિત” એવી “સાતમી-ભૂમિકા” નામની શાંતિ-રૂપ વિશ્રાંતિ સારી રીતે મળે, ત્યાં સુધી,સમજુ પુરુષે પોતાને મળતા સમયમાં સત્સંગ,સમાગમ,શાસ્ત્ર શ્રવણ-વગેરે સાધનોથી, બુદ્ધિ થી વિચાર કર્યા કરવો,અને આમ, વિશ્રાંતિ પામેલા અને સંસાર-રૂપી સમુદ્રમાંથી પાર ઉતરેલા, ગૃહસ્થ કે સન્યાસી ને આ લોકમાં કે પરલોકમાં કરેલાં કર્મો નું ફળ થતું નથી, તેવી જ રીતે, કર્મો નહિ કરવાથી દોષ પણ લાગતો નથી.તે વિક્ષેપ-રહિત રહે છે, અને તેને પછી, શ્રુતિઓ કે સ્મૃતિઓનો પરિચય રાખવાનું કશું કામ નથી. આ રીતે,જ્ઞાનના વિષયને યથાર્થ રીતે મનમાં ઉતારવા સારું દૃષ્ટાંતો નું,(ઉપમાનો અને ઉપમેય નું) એક અંશ થી સાદય (સરખા-પણું) લેવું,પણ સઘળાં અંશો મેળવવાનું દોઢ-ડહાપણ ડહોળવું નહિ. દોઢ-ડહાપણ માં વ્યાકુળ થયેલા એવા,દોઢ-ડાહ્યાને યોગ્ય કે અયોગ્ય નું ભાન રહેતું નથી, માટે હે, રામ, તમારે દોઢ-ડહાપણ કરવું નહિ,અને જે સમજવાનું છે તેને ગમે તે યુક્તિથી સમજી લેવાનો આગ્રહ જ રાખવો. હૃદયમાં “વ્યાપક-ચૈતન્ય” (બ્રહ્મ) નો અનુભવ આવવા છતાં,જે પુરુષ તેમાં કુતર્કો કર્યા કરે છે તેને દોઢ-ડાહ્યો કહેવાય છે.અને આવો મૂર્ખ મનુષ્ય અભિમાનમાં ઉડીને કલ્પનાના અંશોથી,જ્ઞાન માં ખોટા વાંધા નાખ્યા કરે છે, અને તે મનુષ્ય પોતાના મનના નિર્મળ બોધને મલિન (ગુંદો) કરી નાખે છે. હે, રામ, હવે હું તમને એક મુખ્ય “પ્રમાણ-રૂપ-પ્રત્યક્ષ-તત્વ” કહું છું તે તમે સાંભળો. જેમ સઘળાં જળો સમુદ્રમાં વિશ્રાંતિ પામે છે (સમુદ્ર માં મળી જાય છે) તેમ,સઘળાં પ્રમાણો એ મુખ્ય પ્રમાણ (સત્ય-જ્ઞાન-આત્મા-પરમાત્મા-બ્રહ્મ) માં વિશ્રાંતિ પામે છે. સઘળી ઇન્દ્રિયોને સત્તા તથા સ્કૂરણ આપનાર જે “મુખ્ય અખંડિત-સત્ય- જ્ઞાન” વિદ્વાનોમાં પ્રસિદ્ધ છે, તે જ અનુભવ થી સિદ્ધ એવું “પ્રત્યક્ષ તત્વ” કહેવાય છે. વ્યવહાર ની દશામાં એ જ આપણો “જીવ” (આત્મા) કહેવાય છે. અને “હું” એવી પ્રતીતિ ને લઇ ને તે “પ્રમાતા” (પ્રમાણ થી જાણનાર) કહેવાય છે. વળી,તે જ “પ્રત્યક્ષ તત્વ” જયારે બહારનાં આવરણોનો લઈને “વિષય-રૂપે” પ્રગટ થાય છેત્યારે તે ઘટાદિક (ઘડો-વગેરે) પદાર્થ કહેવાય છે. જેમ,વાયુ થી જળ માં તરંગ ઉત્પન્ન થાય છે, તેમ અનેક પ્રકારના ભ્રમો ને ઉત્પન્ન કરનારા Page #64 -------------------------------------------------------------------------- ________________ “સંકલ્પ-વિકલ્પ” ને લીધે તે જ (પ્રત્યક્ષ-તત્વ) “જગત-રૂપે” (સંસાર-રૂપે) ઝૂરે છે.(ઉત્પન્ન થાય છે) એ બ્રહ્મ-તત્વ (પ્રત્યક્ષ-તત્વ) એ-કોઈનું કે કશાનું-પણ “કારણ” નથી, છતાં સૃષ્ટિ ના આરંભમાં, સૃષ્ટિ-રૂપે ઝૂરીને,સૃષ્ટિના કારણ-રૂપ થયેલ છે.એટલે કે પોતે જ પોતાના કારણ-રૂપ થયેલ છે. એ “બ્રહ્મ” કોઈનું પણ “કારણ” નથી,છતાં પણ જીવનું કારણ છે,એમ માનવામાં આવે છે, પણ, એ જીવ તો-અજ્ઞાનથી (અવિદ્યાથી) બનેલો છે, એટલે વાસ્તવિક રીતે,બ્રહ્મ એ જીવ નું કારણ નથી. જેમ,બ્રહ્મ,એ અવિદ્યા (માયા) ને લીધે “જીવ-રૂપ” થયો છે, તેમ,પ્રકૃતિથી (માયાથી) તે “જગત-રૂપે” (સંસાર-રૂપે) પ્રગટ થયેલો છે. “જ્ઞાન-દશા”માં (જયારે જ્ઞાન થાય છે ત્યારે, તે “બ્રહ્મ” જ સાક્ષાત્કાર-રૂપ થાય છે. ને પોતાથી ઉતપન્ન થયેલા પોતાના શરીર (જગત-સંસાર) નો નાશ કરીને,તુરત જ પોતા (જીવ-આત્મા) ને પરમ-વ્યાપક-પ્રત્યક્ષ-રૂપ (પરમાત્મા-રૂપ) કરે છે. આમ,જીવ જયારે (પરમાત્માના) સાક્ષાત્કાર થી (સંસાર નો નાશ કરી, આત્માકાર” થાય છે, ત્યારે કોઈ શબ્દ થી કહી શકાય નહિ તેવા “પરમ-સ્વ-રૂપ” થી રહે છે. પોતાની બુદ્ધિની ઇન્દ્રિયોની,અને કર્મોની સાથે ક્રિયા-રહિત થયેલું મન જયારે શાંત થાય છે, ત્યારે તે પાછું ઉઠતું નથી (પાછું અશાંત થતું નથી, અને જેને લીધે, તેવા જીવન-મુક્ત ને કરેલાં કર્મોથી કશું ફળ થતું નથી, કે કર્મો નહિ કરવાથી કશો દોષ પ્રાપ્ત થતો નથી. વિષયો નું સ્કૂરણ નહિ રહેવાથી,મન જયારે શાંત થઇ જાય છે, ત્યારે, કર્મેન્દ્રિયો, એ “બંધ પડેલા યંત્ર” ની માફક, કર્મ-વગેરે માં પ્રવર્તતી નથી. આમ,”મન-રૂપી-યંત્ર” ના ચાલવામાં વિષયો નું ફુરણ એ જ “કારણ” છે. એવો વિદ્વાનો નો નિશ્ચય છે. ઇન્દ્રિયોના અને મનના વિષયો થી ખીચોખીચ ભરેલું જગત “બ્રહ્મ” માં જ રહેલું છે. શુદ્ધ અને સર્વ ના અધિષ્ઠાન-રૂપ,બ્રહ્મ, જયારે (માયાને લીધે) જગત-રૂપે દેખાય છે, ત્યારે તે જાણે ઉત્પન્ન થયું હોય અને જાણે, દિશા,કાળ,બાહ્ય-પદાર્થો તથા માનસિક પદાર્થો-વગેરેઅપાર દેહો વાળું થયું હોય તેમ જણાય છે. “દૃશ્ય” રૂપે ભાસતા દેહ-વગેરે ને જોઈને “એ મારું સ્વરૂપ છે” એમ મોહથી,જો સમજી લેવામાં આવે તો,એ જ –“પર-બ્રહ્મ” જીવ-રૂપ થઇ જાય છે..!! એટલે કે જ્યાં જેવી રીતે જે “રૂપ” એ “શ્ય-રૂપ” થયું હોય, ત્યાં તે “પર-બ્રહ્મ” પણ તેવી જ રીતે દેખાય છે. એ સર્વાત્મા (બ્રહ્મ) જ્યાં જેવી રીતે ઉલ્લાસ પામે છે, ત્યાં તરત તેવી જ રીતે રહે છે, અને જાણે દૃશય-રૂપ થઇ ગયેલ હોય તેમ પ્રકાશે છે. તેના સર્વાત્મક –પણા ને લીધે તેનામાં “દ્રષ્ટા અને દૃશય-પણું “ આવ્યું હોય એમ લાગે છે. પણ વાસ્તવિક રીતે તો તે દ્રષ્ટા-પણું અને દૃશય-પણું બંને મિથ્યા (ખોટું) છે, કારણકે, દૃશ્ય-વિના દ્રષ્ટા હોતો નથી,અને દ્રષ્ટા વિના દૃશ્ય હોતું નથી. આમ,આ પ્રમાણે સઘળાં કાર્યો મિથ્યા છે.માટે “બ્રહ્મ” એ કોઈનું કારણ નથી-એ સિદ્ધ થાય છે. સર્વ ને સત્તા તથા ફુરણ આપનાર,એ બ્રહ્મ “પ્રત્યક્ષ” જ છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ અને અનુમાન-વગેરે,સર્વ-“પ્રમાણો” તેના “અંશ-રૂપ” છે. હે,રામ,પૂર્વે પોતે જ કરેલ “યત્ન” માં “દૈવ” ની કલ્પના કરીને, પુરુષો તે (બ્રહ્મ) ની ઉપાસના કરે છે, પણ,વીર-પુરુષો તો,તે “દૈવ ની ઉપાસના કરનારા પુરુષોએ માનેલા” “દૈવ” શબ્દ ના અર્થ ને,દૂર છોડી દે છે, અને “પર-બ્રહ્મ-રૂપ” ઉત્તમ પદને પોતાના “પુરુષાર્થ” થી પોતાનામાં પામે છે. એટલે (આમ) જ્યાં સુધી,તમને પોતાની મેળે જ શુદ્ધ અને અનંત-રૂપ “પર-બ્રહ્મ” નો,“સાક્ષાત્કાર” થાય નહિ, ત્યાં સુધી,તમે આચાર્યો ની પરંપરાના સત્ય અને ઉજ્જવળ મત-પ્રમાણે,વિચાર કર્યા કરો. (૨૦) બુદ્ધિના પ્રકાર અને મહા-પુરુષ ના લક્ષણ વશિષ્ઠ કહે છે કે-પુરુષાર્થ કરીને, મહાત્માઓના સમાગમથી,તથા યુક્તિ-વગેરેથી, પોતાની બુદ્ધિ ને વધારવી,અને તે પછી,મહાપુરુષો ના શમ-વગેરે ગુણોને પોતાનામાં મેળવીને, પોતાનામાં જ મહાપુરુષ-પણું મેળવવું જોઈએ. આ જગતમાં જે પુરુષની પાસે જે ગુણ અધિક હોય, તેની પાસેથી તે ગુણ શીખીને,“વિચાર-શક્તિ” ને વધારવી. હે,રામ,શમ-વગેરે હોવાથી જે ગુણવાન-પણું છે તે જ મહાપુરુષ-પણું છે.અને, યથાર્થ જ્ઞાન વિના એ મહાપુરુષ-પણું સિદ્ધ થઇ શકતું નથી. જ્ઞાનથી શમ-વગેરે ગુણો શોભે છે અને શમ-વગેરે ગુણોથી જ્ઞાન શોભે છે. સદાચાર થી જ્ઞાન ની વૃદ્ધિ થાય છે અને જ્ઞાનથી સદાચાર ની વૃદ્ધિ થાય છે.એટલે, જ્ઞાન અને સદાચાર એ પરસ્પર ને વધારનાર છે.માટે, બુદ્ધિમાન,પુરુષે,શમ અને સૂક્ષ્મ બુદ્ધિ-વગેરે થી દૃઢ થયેલા પુરુષાર્થ ના ક્રમ વડે, જ્ઞાન અને સદાચાર નો અભ્યાસ કરવો. હે,રામ,જ્યાં સુધી,જ્ઞાન અને સદાચાર નો સાથે અભ્યાસ થાય નહિ,ત્યાં સુધી, પુરુષને તેમાંનો એક પણ ગુણ સિદ્ધ થતો નથી. અકર્તા છતાં,લોકો ને કર્તા –લાગતો તૃષ્ણા-રહિત પુરુષ,જયારે, જ્ઞાન નો અને સદાચારનો અભ્યાસ કરતો હોય છે, ત્યારે,તેનું અજ્ઞાન ને ટાળવાનું કામ થવાની સાથે સાથે,તેને પરમ-પદ ની પ્રાપ્તિ નો પણ આનદ થાય છે. હે રઘુનંદન,આમ મેં તમને “સદાચાર”નો ક્રમ કહ્યો, હવે તેવી જ રીતે હું “ઉત્તમ-જ્ઞાન”ના ક્રમ નો ઉપદેશ કરીશ, બુદ્ધિમાન પુરુષે,યશ ને વધારનારું,આયુષ્યમાં સુખ આપનારું,ને પરમ પુરુષાર્થ-રૂપ ફળ આપનારું, આ ઉત્તમ શાસ્ત્ર,યથાર્થ કહેનારા “તત્વ-વેતા” ના મુખથી સાંભળવું, જેમ મેલું પાણી, નિર્મળી (નામની વનસ્પતિ) ના રજ-ના સંબંધથી,આપોઆપ જ નિર્મળ થઇ જાય છે, તેમ તમે પણ નિર્મળ બુદ્ધિ થી આ શાસ્ત્રનું શ્રવણ કરીને, પોતાની મેળે જ પરમ-પદ ને પ્રાપ્ત થશો. 65 Page #66 -------------------------------------------------------------------------- ________________ સાધનો (શમ-વગેરે) ની સંપત્તિ મેળવીને મનન કરનારા પુરુષનું મન, આ જાણવા યોગ્ય વસ્તુને જાણ્યા પછી,પરમ-પદ ને ઈચ્છતું ન હોય તો પણ, પરવશ થઈને તે પરમ-પદ ને પામે છે. કેમ કે, અજ્ઞાન નો તથા તેના કાર્યો નો નાશ કરીને,જાગ્રત થયેલી, એ “અખંડિત-ઉત્તમ-વસ્તુ” જ્ઞાન ને આધીન હોવાથી,મન ને કદી પણ ત્યજતી નથી. મુમુક્ષ-પ્રકરણ-સમાપ્ત Page #67 -------------------------------------------------------------------------- ________________ (3) ઉત્પત્તિ પ્રકરણ-અનુક્રમણિકા (૧) જ્ઞાનથી જ મોક્ષ થાય છે,કર્મ કે યોગ થી નહિ (૨) આકાશજ -નામના-તત્વવેતા બ્રાહ્મણ ની કથા. (૩) મનના સંકલ્પ થી થયેલું જગત મિથ્યા છે. (૪) સાંજ, રાત્રિ અને પ્રભાત નું વર્ણન અને ઉપદેશ નો પ્રારંભ (૫) જગત તથા મન નું મૂળ તત્વ (૬) જ્ઞાન થી આત્મ-સ્વરૂપ ની પ્રાપ્તિ તથા જ્ઞાન નાં સાધનો નો ક્રમ (૭) જગતના મૂળ-રૂપ પરમાત્મા નું નિરુપાધિક તત્વ (૮) ઉત્તમ શાસ્ત્રો ના શ્રવણ થી તત્વ-જ્ઞાન થાય છે. (૯) જીવનમુક્ત ના લક્ષણ અને આત્મા નું સ્વરૂપ (૧૦) બ્રહ્મ ના લક્ષણમાં શંકા અને તેનું સમાધાન (૧૧) જગતની સત્તા અધિષ્ઠાન ની સત્તા થી જુદી નથી. (૧૨) અધ્યારોપ (આરોપણ) અને અપવાદ (૧૩) "બ્રહ્મ" ને "જીવ" ભાવ ની પ્રાપ્તિ (૧૪) બ્રહ્મ ની સત્તા નું વર્ણન (૧૫) મંડપ આખ્યાન-પદ્મરાજા અને તેની સ્ત્રી લીલા નું વર્ણન (૧૬) લીલારાણી ની તપશ્ચર્યા અને સરસ્વતી નું પ્રસન્ન થવું. (૧૭) નવીન અને પ્રાચીન સૃષ્ટિ -એ -મનોવિલાસ માત્ર છે. (૧૮) લીલા અને સરસ્વતી નો સંવાદ-બંને સૃષ્ટિ માં સમાનતા (૧૯) વશિષ્ઠ નામના એક બ્રાહ્મણ નું દૃષ્ટાંત (૨૦) લીલા ના પૂર્વ-જન્મ ની દૃઢતા (૨૧) સરસ્વતી અને લીલા નો સંવાદ (૨૨) વાસનાઓ ને ઓછી કરવાનો ઉપાય અને અભ્યાસ (૨૩) સરસ્વતી અને લીલા નું જ્ઞાન-દેહ થી આકાશમાં ગમન (ર૪) વિચિત્રતા અને વિલાસો થી ભરપુર આકાશ નું વર્ણન (૨૫) સમુદ્રો દ્વીપો અને બ્રહ્માંડના આવરણ-રૂપ ભૂમંડળનું વર્ણન (૨૬) લીલા ને પોતાના ઘરમાં સ્વજનો નું દર્શન થયું. (૨૭) લીલા ને જ્ઞાન થી પોતાના પૂર્વ જન્મો નું સ્મરણ થયું (૨૮) દૃશ્ય નું મિથ્યાપણું અને પર્વત તથા પહાડી ગામનું વર્ણન (૨૯) લીલા ને પૂર્વ-ચરિત્રો નું સ્મરણ અને પુનઃ આકાશગમન (૩૦) લીલા એ ચિદાકાશ માં અનંતકોટિ બ્રહ્માંડો દીઠાં (૩૧) પદ્મરાજાનું અંતઃપુર-શૂર પુરુષનાં લક્ષણો-સજ્જ થયેલું સૈન્ય (૩૨) યુદ્ધ કરવાને ઉભેલી બે સજ્જ સેનાઓનું વર્ણન (૩૩) બે સૈન્ય ના સંગ્રામ નું વર્ણન (૩૪) લોકો ની ઉક્તિઓ થી યુદ્ધ ના ચમત્કારો નું વર્ણન (૩૫) યુદ્ધ નું વર્ણન (૩૬) વંદ્વયુદ્ધ નું વર્ણન તથા સહાયક રાજાઓ અને દેશો નાં નામો (૩૭) કેંદ્વયુદ્ધ માં યોદ્ધાઓનો જય અને પરાજય નું વર્ણન (૩૮) યુદ્ધ થી નિવૃત થતી સેના અને રણભૂમિનું વર્ણન (૩૯) સૂર્યાસ્ત, સંધ્યાકાળ અને રણભૂમિ નું બિભત્સ વર્ણન (૪૦) સૂક્ષ્મ-દેહ નું નિરૂપણ (૪૧) વિદુરથ ના વંશ નું અને સરસ્વતીએ આપેલ આત્મબોધ નું વર્ણન (૪૨) એજ્ઞાન દશામાં સ્વપ્ન ની સત્યતા (૪૩) વિદુરથ ને વરપ્રદાને -સૈન્ય નું આક્રમણ ને નગરનું સળગવું (૪૪) વિદુરથ નું યુદ્ધ માટે નીકળવું અને લીલાના તત્વ નું વર્ણન (૪૫) જીવો પોતાના સંકલ્પ પ્રમાણે ફળ પામે છે (૪૬) સૈન્યનું, રણભૂમિમાં પ્રવેશનું અને યુદ્ધનું વર્ણન (૪૭) સિંધુરાજા સાથે નું યુદ્ધ અને રણભૂમિનું વર્ણન (૪૮) વિદુરથ અને સિંધુરાજ નો સંગ્રામ-જુદા જુદા અસ્ત્રો નું વર્ણન (૪૯) પર્વતાસ્ત્ર,વજાસ્ત્ર,બ્રહ્માસ્ત્ર તથા પિશાચાસ્ત્ર નું વર્ણન (૫૦) વિદુરથ રાજાનું મરણ (૫૧) રાજા વિનાના દેશની ભયાકુળ દશા અને પુનઃસ્વસ્થતા (૫૨) વિદુરથ રાજાનું મરણ, સંસાર નું મિથ્યાપણું,લીલા નું વાસનાપણું (૫૩) લીલા નો માર્ગ-પતિની પ્રાપ્તિ અને અજ્ઞાનથી આકાશગમનમાં પ્રતિબંધ. (૫૪) મરણ નો ક્રમ-કર્મના આચરણ થી ભોગ તથા આયુષ્ય નું પ્રમાણ (૫૫) જીવો ની વિચિત્ર ગતિ (૫૬) વાસનાથી રાજાનું યમપુરીમાં જવું અને ત્યાંથી પાછા આવવું (૫૭) બીજી લીલા નું દર્શન અને સ્વપ્ન-વિચાર (૫૮) પદ્યરાજા નું સજીવન થવું (૫૯) પદ્મરાજાના પુનર્જીવન થી નગરમાં થયેલો ઉત્સવ અને જીવન-મુક્તિ (૬૦) કાળ નું વિષમ-પણું Page #68 -------------------------------------------------------------------------- ________________ (૬૧) સંસાર ની અસત્યતા (૬૨) નિયતિ (પ્રારબ્ધ) ની શક્તિ નું વર્ણન (૬૩) શક્તિ અને શક્તિમાન નો અભેદ (૧૪) ભોકતા ને જીવ-પણું (૬૫) મનથી ઉત્પન્ન થતું દૈત અને બોધ થી મનનો નાશ (૬૬) ઈચ્છા-ત્યાગથી અને બોધથી અજ્ઞાન-યુક્ત મન નો નાશ થાય છે. (૬૭) જીવ નું વ્યષ્ટિ સ્વરૂપે વર્ણન (૬૮) કર્કટી રાક્ષસીનું આખ્યાન (તેણે કરેલું ઉગ્ર તપ) (૬૯) કર્કટી રાક્ષસીને બ્રહ્માનું વરદાન (૭૦) કર્કટીનું સૂચી (સોય)-રૂપ થવું તથા તેનાં કર્મોનું વર્ણન (૭૧) કર્કટી રાક્ષસી નો પશ્ચાતાપ (૭૨) કર્કટીએ પુનઃ તપ કર્યું અને ઇન્દ્ર ને આશ્ચર્ય થયું (૭૩) વાયુ-દેવતાએ કર્કટી રાક્ષસી ની શોધ કરી (૭૪) કર્કટી (સૂચિકા કે સોય) ને થયેલું જ્ઞાન (૭૫) કર્કટી રાક્ષસીને પૂર્વ દેહની પ્રાપ્તિ (૭૬) કર્કટી નું તપમાંથી નિવૃત્ત થવું અને ભીલના દેશમાં જવું. (૭૭) રાત્રિનું તથા ભીલના રાજા અને તેના પ્રધાન નું વર્ણન (૭૮) રાજા તથા મંત્રી ની સાથે રાક્ષસી નો સંવાદ (૭૯) કર્કટીએ રાજા અને મંત્રી ને પૂછેલા ૭ર પ્રશ્નો (૮૦) મંત્રીએ પ્રશ્નો ના ઉત્તર આપ્યા. (૮૧) રાજાએ બાકીના પ્રશ્નો ના ઉત્તર આપ્યા. (૮૨) રાજા અને રાક્ષસી નો સ્નેહ તથા રાક્ષસીનું ભોજન (૮૩) કંદરા દેવી ની સ્થાપના (૮૪) કર્કટી-નામ થવાનું કારણ અને આ દ્રષ્ટાંત ની ઉપયોગિતા (૮૫) બ્રહ્મા અને એક સૂર્ય નો સમાગમ (૮૬) ઇન્દુ નામના બ્રાહ્મણ ની કથા (૮૭) ઇન્દુ બ્રાહ્મણ ના દશ પુત્રો નો બ્રહ્મા-ભાવ (૮૮) ઐન્દવોપાખ્યાન ની સમાપ્તિ (૮૯) ઇન્દ્ર તથા અહલ્યા નું આખ્યાન-મન નો દૃઢ નિશ્ચય (૯૦) દેહનો નાશ થતાં પણ માનસિક ભાવનાનો નાશ થતો નથી. (૯૧) સર્વ કંઈ મનનો વિલાસ-માત્ર છે (૯૨) મન ની અચિંત્ય શક્તિ (૯૩) વિશ્વોત્પત્તિ નો ક્રમ (૯૪) બોર જાતના જીવો નું વર્ણન (૯૫) અજ્ઞાની ને જ્ઞાન થવા માટે -કર્મ અને કર્તાની-એક સમયે ઉત્પત્તિ નું વર્ણન (૯૬) મન ના સ્વરૂપનું વર્ણન (૯૭) આકાશત્રય નું વર્ણન (૯૮) ચિત્તાખ્યાન-વન નું વર્ણન (૯૯) ચિત્તાખ્યાન નો સિદ્ધાંત (૧૦૦) બ્રહ્મ સર્વ શક્તિવાળું છે તથા બંધન અને મોક્ષ અજ્ઞાન થી જ છે. (૧૦૧) બાળક-આખ્યાયિકા (૧૦૨) અહંકાર અને સંકલ્પના નાશ નો ઉપાય (૧૦૩) અવિવેકી મનથી થતા અનર્થો નું વર્ણન (૧૦૪) લવણાખ્યાન-ઇંદ્રજાળથી લવણ-રાજાની થયેલ સ્થિતિ (૧૦૫) લવણરાજા નું મોહ થી સ્વસ્થ થવું (૧૦૬) રાજાનું વૃતાંત-ચંડાળ કન્યા સાથે વિવાહ (૧૦૭) ચંડાળ-દશામાં રાજાએ ભોગવેલાં દુઃખ નું વર્ણન (૧૦૮) દુષ્કાળ થી થયેલી દેશ ની દુર્દશાનું વર્ણન (૧૦૯) પુત્રના દુઃખ થી રાજાનું ચિંતામાં પડવું અને પ્રબોધ (૧૧૦) મન નો વૈભવ અને તેની શાંતિ (૧૧૧) ચિત્ત ને જીતવાનો ઉપાય અને ચૈતન્ય સાથે એકાગ્રતા (૧૧૨) ચિત્ત-ક્ષય ના ઉપાય અને વાસના-ત્યાગ નું વર્ણન (૧૧૩) તત્વ-બોધ નું વર્ણન (૧૧૪) અવિદ્યા-ક્ષય નો ઉપાય (૧૧૫) લવણ-રાજાને પડેલી આપત્તિ નું કારણ (૧૧૬) યોગ-ભૂમિકા કહેવાનો પ્રારંભ (૧૧૭) સાત-પ્રકાર ની અજ્ઞાન-ભૂમિકા નું વર્ણન (૧૧૮) સાત પ્રકાર ની જ્ઞાન-ભૂમિકા નું વર્ણન (૧૧૯) સત્ય વસ્તુ ની દૃઢતા માટે સુવર્ણ અને વીંટી નું દૃષ્ટાંત (૧૨૦) લવણ-રાજાના સંબંધમાં ચાંડાલી નો વિલાપ (૧૨૧) લવણ-રાજાના મન નું સમાધાન (૧૨૨) જ્ઞાન-ભૂમિના ઉદય નો ક્રમ Page #69 -------------------------------------------------------------------------- ________________ (૧) જ્ઞાનથી જ મોક્ષ થાય છે.કર્મ કે યોગ ધી નહિ વશિષ્ઠ કહે છે કે-"બ્રહ્મ-રૂપ" (એવો) -"બ્રહ્મ-વેતા" જ - મહાવાક્યો થી પ્રાપ્ત થયેલા,બોધ-રૂપી પ્રકાશથી પૂર્ણ-સ્વ-રૂપે પ્રકાશે છે. કારણ કે આ જે દૃશ્ય-પદાર્થ-રૂપ જે જગત છે તે સ્વપ્ન ની પેઠે આત્મામાં જ પ્રગટ થયેલું છે, જે કોઈ મનુષ્ય -"શ્રવણાદિક ઉપાયો થી,બ્રહ્મ ને જાણે છે-તે બ્રહ્મ નો સાક્ષાત્કાર પામે છે" આ ન્યાય પ્રમાણે સઘળી સૃષ્ટિ બ્રહ્મ-માત્ર-માં જ છે. માટે આ જગત શું છે?કોનું છે? અને શામાં રહ્યું છે? વગેરે શંકાઓ નો અવકાશ જ રહેતો નથી. હે રામ,આ જગત -જે રીતે મેં જાણ્યું છે,તે જે વસ્તુ-રૂપ છે અને તે જે ક્રમથી ગોઠવાયું છેતે સઘળું સાંભળનાર (શ્રોતા) ના મનમાં ઉત્તરે તે રીતે હું તમને કહું છુ. તે તમે સાંભળો. ચિદાકાશ પોતે જ જીવ-રૂપ થઈને -પોતામાં જ -સ્વપ્ન ની પેઠે ઉત્પન્ન થયેલા જગતને દેખે છે. (એટલે) દ્રષ્ટા અને દૃશ્ય-સાથેના આ "જગત" ને "સ્વપ્ન માં પ્રતીત થયેલા સંસાર" નું જ દ્રષ્ટાંત લાગુ પડે છે. આમ,દૃશ્ય પદાર્થોની સ્થિતિ થી બંધન દેખાય છે,અને દ્રશ્યો નો બાધ થઇ જાય તો બંધન રહેતું જ નથી. માટે હવે દ્રશ્યો નો કઈ રીતે બાધ થઇ શકે તે હું તમને અનુક્રમથી કહું છું. આ જગતમાં જે પદાર્થ ઉત્પન્ન થાય છે,તે જ વૃદ્ધિ પામે છે,તે જ સ્વર્ગ-નર્ક માં જાય છે, કે મોક્ષ નો અનુભવ કરે છે. આથી હું તમને તમારા "સ્વ-રૂપ" નો બોધ થાય એ માટે પ્રથમ તમને આ પ્રકરણ નો સંક્ષેપ થી અર્ધ કહું છું, પછી તમારી ઈચ્છા પ્રમાણે વિસ્તારથી કહીશ. જેમ "સ્વપ્ન" એ "સુષુપ્તિ" માં -લય પામે છે,તેમ જે આ સ્થાવર અને જંગમ -જગત જોવામાં આવે છે તે - પ્રલય કાળમાં લય પામે છે અને એ સમયે સ્થિર,ગંભીર અને તેજ થી ન્યારું (જ) વ્યાપક અને "નામ-રૂપ વગરનું" કોઈ એક "સદ-વસ્તુ" બાકી રહે છે. વિદ્યાનો એ ઉપદેશ ની સગવડ માટે-એ "સદ-વસ્તુ" નાં નામ "આત્મા પરમાત્મા પરબ્રહ્મ,સત્ય" વગેરે નામો "કલ્પેલાં" છે. એ આત્મા કોઈ પણ વિકાર પામતો નથી, છતાં તે કોઈ બીજી જ રીતનો (જાતનો) હોય તેમ, "પ્રકાશ ને પામીને ભવિષ્ય ની "ભાંતિ" ને લીધે જીવન એવું શક નામ ધારણ કરે છે. "પ્રાણ ને ધારણ કરવો" એ જીવ" શબ્દ નો અર્થ છે. તે પ્રાણ ને ધારણ કરવાથી “જીવ ચંચળપણું પામે છે. અને "સંકલ્પ" આદિ નું મનન કરવાથી એ "મન " થઇ જાય છે.અને "રૂપ" ધારણ કરે છે. એ "મન" "લિંગ શરીર" કહેવાય છે. આ રીતે-જેમ સ્થિર આકાર-વાળા સમુદ્રમાંથી અસ્થિર આકાર-વાળો-"તરંગ ઉત્પન્ન થાય છેતેમ,વ્યાપક પરમાત્મા માં થી મન ઉત્પન્ન થાય છે.કે જે "હિરણ્ય-ગર્ભ -૩પ-બ્રહ્મા" કહેવાય છે. અને તે તરત જ પોતાની મેળે જ પોતાની ઈચ્છા પ્રમાણે સંકલ્પો કર્યા કરે છે. તેથી,તે સંકલ્પો (તરંગો) થી આ વિસ્તાર-વાળી "જગત-રૂપ-ઇન્દ્રજાળ" ઉભી થઇ છે. આમ,જેમ સુવર્ણ ના કડાં નો અર્થ સુવર્ણ થી જુદો નથી-તેમ જગત -શબ્દ નો અર્થ પર બ્રહ્મ થી જુદો નથી. આ અનંત પ્રકારો વાળું જગત -એ સંપૂર્ણ રીતે બ્રહ્મ માં જ રહેલું છે,તેમ છતાં, 69 Page #70 -------------------------------------------------------------------------- ________________ જેમ, સુવર્ણ માં "કડા-પણું" નથી,તેમ બ્રહ્મ માં "જગત-રૂપ-પણું" નથી. જેમ ઝાંઝવા (મૃગજળ) નાં પાણી ની નદી,એ સાચી જણાય-એવી ખોટી ચંચળ લહરીઓ ઉત્પન્ન કર્યા કરે છે, તેમ,મન પણ સાચી જણાતી,"જગત-સંબંધી" ખોટ અને ચંચળ એવી ઇન્દ્રજાળ ની શોભા ઉત્પન્ન કર્યા કરે છે. જે અવિદ્યા (અજ્ઞાન-માયા) ને લઈને આ જગતનું ખોટા-પણું છે, તે અવિદ્યા નાં-"બંધ,માયા,મોહ,મહત,તમ, અને સંસ્કૃતિ" એવાં નામ વિદ્વાનો એ " કઠાં" છે. હે,રામ, પ્રથમ હું "બંધ" નું સ્વરૂપ તમને કહું છું. તે તમે સાંભળો, તે પછી તમે મોક્ષ નું સ્વરૂપ જાણી શકશો. "દ્રષ્ટા (આત્મા-પરમાત્મા) પર દશ્ય (જગત) ની" જે સત્તા થાય છે-તે જ "બંધ " (બંધન) કહેવાય છે. આમ દ્રષ્ટા એ દર્ય ના બળ થી જ મિથ્યા) બંધાયેલો છે-પણ જો દર્ય (અંગત) નો બાધ થઇ જાય અથવા તો "દશ્ય (જગત) એ મિથ્યા છે" -તેવું જ્ઞાન થઇ જાય તો દ્રષ્ટા (આત્મા) મુક્તિ પામે છે. જગત-તું અને હું -વગેરે પદાર્થો "દય" કહેવાય છે, અને જ્યાં સુધી એ દૃશ્ય હોય છે ત્યાં સુધી મોક્ષ-હોતો નથી. "આ દ્રશ્ય નથી-આ દુય નથી" (આ દ્રશય એ સાચું નથી) એવા વ્યર્થ બજ્વાદો થી દુય શાંત થતું નથી. કારણકે એથી "આ દ્રશ્ય નથી તો બીજું કંઇક દૃશ્ય છે" એવા સંકલ્પો ઉઠે છે,અને દૃશ્ય-રૂપી રોગ ઉલટો વધે છે. વળી,તીર્થ-નિયમ-વગેરે થી પણ તે દ્રય શાંત થતું નથી, દ્રશ્ય-રૂપી જગતનો બાધ કરવા નો ઉપાય તો "વિચાર" જ છે. જો જગત-રૂપી -દૃશય -એ બ્રહ્મ થી જુદું જ સત્તા વાળું હોય તો કોઈને શાંતિ થાય જ નહિ, કારણકે-અસત પદાર્થ નો ભાવ (સત્તા) હોતો નથી અને સત નો અભાવ હોતો નથી (સત ની જ સત્તા છે) એટલે "વિચાર" વિના બીજા કોઈ પણ ઉપાય થી આત્મા જાણવામાં આવી શકતો જ નથી. દ્રષ્ટા (પરમાત્મા) ની સત્તાથી દૂરય (જગત) પદાર્થની સત્તા જુદી નથી, માટે જ્યાં જ્યાં દ્રષ્ટા હોય, ત્યાં ત્યાં તેના સૂક્ષ્મ ઉદરમાં પણ ભ્રાંતિ થી દૃશ્ય નો ઉદય થાય છે. માટે "આ જગત આત્માથી સ્વતંત્ર સત્તા-વાળું છે, કે જેથી). જેને મેં તપથી,જપથી ને ધ્યાન થી છોડી દીધું છે"એમ સમજવું એ સાચું નથી. હે,રામ,જે દૃશ્ય (જગત) પદાર્થ,જુદી સત્તા-વાળો હોય તો સૂક્ષ્મ ઉદરવાળા આ ચૈતન્ય-રૂપી (પરમાત્મા-રૂપી) દર્પણ માં તેનું પ્રતિબિંબ પડ્યા વગર રહેશે નહિ. જેમ,દર્પણ ગમે તે સ્થળમાં હશે પણ તેમાં સમુદ્ર, પર્વત,નદી,પૃથ્વી અને જળ વગેરેનું પ્રતિબિંબ પડ્યા વગર રહેશે જ નહિ. તેમ,ચૈતન્ય-રૂપી દર્પણ (પરમાત્મા-દ્રષ્ટા) ગમે ત્યાં હશે, તો પણ તેમાં જગત (દય)નું પ્રતિબિંબ પડ્યા વગર રહેશે નહિ અને આમ,તે પ્રતિબિંબ પડશે,એટલે ત્યાં પણ દુ:ખ-જરા -મરણ અને જન્મ ના તેમજ જાગ્રતમાં તથા સ્વપ્નમાં અનેક રીતે બદલાતા,નાના-મોટા પદાર્થો નો ત્યાગ અને સ્વીકાર મટશે જ નહિ. "આ દૃશય ને મેં ટાળી નાખ્યું છે અને હમણાં હું આ (ધ્યાન ની) સ્થિતિમાં આવ્યો છું" એમ જો સમાધિમાં પ્રતીત થાય તો તે સમાધિમાં - સંસાર (દય) ના સ્મરણ નું એ જ અક્ષય બીજ હજુ પણ રહ્યું છે-એમ સમજવું. પરંતુ, જો દૃશ્ય ના રહ્યું હોય-તો -જ-નિર્વિકલ્પ સમાધિ માં "તુરીયાવસ્થા -રૂપ" બ્રહ્મ-પણા નો અનુભવ થાય છે. હે રામ,જેમ સુષુપ્તિના અંતમાં સર્વ જગત પાછું, પ્રતીત થાય છે. તેમ, જો સંસારને ટાળ્યો ના હોય) તો, સમાધિ ના અંતે આ અખંડિત દુઃખ-રૂપ જગત જેવું છે તેવું જ પ્રતીત થયા વિના રહેશે નહિ. Page #71 -------------------------------------------------------------------------- ________________ અને એમ થાય તો સમાધિ ની મહેનત થી શું મળ્યું? (કશું જ નહિ). અને આમ અનર્થ જ જો પાછો આવે તો-પછી જરાવાર રહેનારી સમાધિ માં શું સુખ છે? માટે જો દૃશ્ય (જગત) ની સત્તા રહેશે તો - અનેક યત્ન કરીને સમાધિ કર્યા છતાં તે સમાધિમાં દૃશ્ય (જગત) ની પ્રતીતિ થશે જ. કારણકે જ્યાં ચૈતન્ય (દશ્ય-પરમાત્મા)રહે છે ત્યાં તેને લગતો-જગત-રૂપી-ભ્રમ આવ્યા વિના રહેશે નહિ. અને કદાચ જીવ -સમાધિમાં બળાત્કારથી પોતાનામાં પાષાણ (પથ્થર) -પણા ની ભાવના કરે તો પણ -સમાધિ ના અંતમાં દૃશ્ય (જગત) નો ઉદય થયા વગર રહેશે જ નહિ. આમ,આથી,જો દૃશ્ય એ જો પરબ્રહ્મ થી જુદી સત્તા-વાળું હોય તો-તે કદી પણ શાંત થાય નહિ. તપથી,જપ થી અને ધ્યાન થી તે દુય ની શાંતિ થશે-એ તો મૂર્ખાઓની કલ્પના છે. જેમ કમળકાકડી ના ગર્ભ માં કમળ ના બીજ રૂપ સૂક્ષ્મ તંતુ રહે છે તેમ-દ્રષ્ટા (પરમાત્મા) માં દૃશય (જગત) બીજ રૂપે રહેલ છે. જેમ,તલ-વગેરેમાં તેલ,જેમ,પદાર્થોમાં રસ છે, અને પુષ્પોમાં સુગંધ છેતેમ દ્રષ્ટા માં દૃશય નો અનુભવ સર્વદા હોય છે જ. જેમ,કપૂર -વગેરે પદાર્થો ને ગમે ત્યાં રાખવામાં આવ્યા હોય પણ તેમની સુગંધ નો ઉદય થયા વિના રહેતો નથી, તેમ,ચૈતન્ય-રૂપ આત્મા ને સંધિમાં રાખવામાં આવ્યો હોય તો પણ તેના ઉદરમાં જગત નો ઉદય થયા વિના રહેતો નથી.. મનુષ્ય ના નાના હૃદયમાં પણ-જેમ મોટામોટા સંકલ્પો,સ્વપ્નો અને મનો-રાજ્યો રહેલા છેતેમ, ચૈતન્ય (પરમાત્મા-દ્રષ્ટા) ના સૂક્ષ્મ ઉદરમાં સઘળું દશ્ય" (જગત)રહેલ છે. જેમ (બાળકના ) મનની કલ્પનામાં રહેલ પિશાચ (ભૂત) -તે બાળક ને દુઃખી કર્યા વગર રહે જ નહિ, તેમ,સર્વદા વળગી રહેલ આ "દૃશય-રૂપી-ચૂડેલ" જીવ ને દુઃખી કર્યા વગર રહે જ નહિ. જેમ,બીજ ની અંદર રહેલો અંકુર, દેશ-કાળ (અનુકૂળ સ્થિતિ) મળતા પોતાના દેહને અંકુરિત થઇ પ્રકાશિત કરે છે.અને જેમ,બીજ (સૂક્ષ્મ-ગર્ભ) ની અંદર અંકુર આદિ વિચિત્ર કાર્યો રચવાની,અવિનાશી શક્તિ -સર્વદા રહેલી છેતેમ,ચૈતન્ય-રૂપ-આત્મા (પરમાત્મા) ની અંદર "સ્વ-ભાવ-રૂપ-જગત" (દશ્ય) ની સ્થિતિ સર્વદા રહેલી છે. (ર) આકાશજ નામના-તત્વવેતા બ્રાહ્મણ ની કથા. વશિષ્ઠ કહે હે કે-હે, રાઘવ, હવે તમને શ્રવણ ના અલંકાર-રૂપ એવું "આકાશજ" નામના બ્રાહ્મણનું આખ્યાન કહું છું,તે તમે સાંભળો,કે એથી તમને આ "ઉત્પત્તિ-પ્રકરણ" સારી રીતે સમજાશે, આકાશજ નામે એક ધર્માત્મા બ્રાહ્મણ હતો,તે ધ્યાનમાં નિષ્ઠા રાખતો હતો અને પ્રજાનું હિત કરવામાં તત્પર રહેતો હતો.એ ઘણું લાંબુ જીવ્યો. "મૃત્યુ" તે બ્રાહ્મણ ને મારવા મેરુ-પર્વત પરના તેના નગરમાં ગયો. અને જેવો તે નગરમાં પેસવા ગયો,કે અગ્નિ -કે જેને તે બ્રાહ્મણે કિલ્લા-રૂપે રાખ્યો હતો - તે "મૃત્યુ" ને બાળવા લાગ્યો.આમ છતાં મૃત્યુ- એ અગ્નિની જ્વાળાઓને ચીરીને -નગરની અંદર પ્રવેશ્યો, અને તે બ્રાહ્મણ ને જોઈને, પ્રયત્ન-પૂર્વક તે બ્રાહ્મણ ને હાથથી પકડવા નો પ્રયત્ન કરવા લાગ્યો. Page #72 -------------------------------------------------------------------------- ________________ પણ જેમ,કોઈ મહા-બળવાન પુરુષ પણ "સંકલ્પ થી ઉભા થયેલા પુરુષ" ને પોતાના સેંકડો હાથ થી પણ પકડી શકે નહિ, તેમ,"મૃત્યુ" પણ તે બ્રાહ્મણ ને પકડી શક્યો નહિ. એ બ્રાહ્મણ તેને પોતાની આંખ આગળ બેઠેલો જણાતો હતો, તેમ છતાં તેને પકડી શકતો નહોતો. આથી તે મૃત્યુ પાછો ફરીને યમરાજાની પાસે આવ્યો અને તેમને પૂછ્યું કેહે પ્રભુ,આ આકાશજ બ્રાહ્મણ ને કેમ હું પકડી શકતો? તે મારો કોળિયો કેમ થતો નથી ત્યારે યમરાજ બોલ્યા-કે-હે, મૃત્યુ,તું કોઈને પણ પોતાના બળથી (બળાત્કારે) મારવા સમર્થ નથી. પ્રાણીઓ ને તો તેમનાં કર્મો જ મારે છે.બીજું કોઈ તેમને મારી શકતું નથી. માટે જો તું તે બ્રાહ્મણને મારી નાખવા ધરતો હોય તો પ્રયત્ન કરીને તેનાં કર્મો ને શોધી કાઢ,એટલે, તે કર્મો ની સહાયતાથી તું તેને મારીને ખાઈ શકીશ, વશિષ્ઠ કહે છે કે ત્યાર પછી તે "મૃત્યુ" એ બધે જ તે બ્રાહ્મણ ના કર્મો ની શોધ કરી પણ તેં કોઈ પત્તો મળ્યો નહિ, એટલે તે ફરી પાછો યમરાજ પાસે આવી ને -તે બ્રાહ્મણ ના કર્મો ને ક્યાં ખોળવા? તેના વિષે પૂછવા લાગ્યો. યમરાજ કહે છે કે-હે, મૃત્યુ,એ આકાશજ બ્રાહ્મણ નાં કોઈ કર્મો નથી,કારણકે - એ બ્રાહ્મણ કેવળ "આકાશ" થી ઉત્પન્ન થયો છે. અને જે આકાશથી જ ઉત્પન્ન થયો હોય તે નિર્મળ આકાશ જેવો જ હોય છે. જેમ જેનો જન્મ ન થયો હોય એણે પૂર્વ-કર્મ નો જરા પણ સંબંધ નથી, તેમ,એ આકાશજ બ્રાહ્મણ ને પ્રાચીન કર્મો નો જરા પણ સંબંધ નથી. અવિદ્યા (માયા) વગેરે કારણો નહિ હોવાને લીધે,એ બ્રાહ્મણ "આકાશ-રૂપ" જ (આકાશજ) છે. જેમ,આકાશમાં મોટું ઝાડ હોવું અસંભવિત છે, તેમ તે બ્રાહ્મણ નાં પૂર્વ-કર્મો છે જ નહિ. અને આ રીતે તેનાં પૂર્વ-કર્મો નહિ હોવાને લીધે તેનું મન પરવશ નથી,એટલે, આજ સુધી પોતાને ભોગવવા પડે એવું કોઈ પૂર્વ-કર્મ તેણે કર્યું નથી. આ પ્રમાણે,આકાશના ઘર-રૂપ એ બ્રાહ્મણ (આકાશજ) સ્વચ્છ આકાશ-રૂપી પોતાના "કારણ" માં જ રહેલો છે, માટે તે નિત્ય છે.આથી જગતમાં તે ચિદાકાશ-રૂપ જ છે. છતાં પણ તેના "પ્રાણ ના ચલન-રૂપી" જે કર્મ જોવામાં આવે છે, તે માત્ર આપણા જેવા લોકોના જ જોવામાં આવે છે, પણ તે બ્રાહ્મણ તે કર્મ ને "તે કર્મ ને તે સાચું છે" એમ જાણતો નથી. જેમ જળમાં "દ્રવ્ય-પણું" રહ્યું છે અને આકાશમાં "શૂન્ય-પણું" રહેલું છે, તેમ પરમ-પદ માં તે બ્રાહ્મણ રહેલો છે, તેનાં કોઈ પૂર્વનાં-કે હમણાંનાં કર્મો નથી એટલે તે સંસાર ને વશ થયો નથી. તો તેને કેવી રીતે દબાવી શકાય? જે જીવ ને "હું દેહ-રૂપ છું" એવો નિશ્ચય થઇ જાય તે દેહ-રૂપ થઇ જાય છે તેને જ તરત પકડી શકાય છે, માટે એ બ્રાહ્મણ જો "હું દેહ-રૂપ છું" એવી મરણ-રૂપ કલપના કરશે તો જ તારાથી તેને પકડી શકાશે. પણ તે બ્રાહ્મણ ને હજુ દેહાભિમાન થયું નથી, તેથી તે દેહ-રહિત છે. માટે જેમ,ભલે મજબૂત દોરી હોય પણ તેનાથી આકાશને બાંધી શકાતું નથી, તેમ તારાથી તે બ્રાહ્મણ ને બાંધી શકાશે નહિ. મૃત્યુ બોલ્યો-હે,ભગવન, આ બ્રાહ્મણ,એ શૂન્ય આકાશમાંથી શી રીતે ઉત્પન્ન થયો? એ તમે કહો. વળી પંચ-મહાભૂત-મય દેહનો સંબંધ કેવી રીતે થાય છે અને કેવી રીતે થતો નથી તે મને કહો. યમ કહે છે કે એ બ્રાહ્મણ કેવળ વિજ્ઞાન ના પ્રકાશ-રૂપ છે, માટે એ કદી જમ્યો નથી, અને કદી પણ "નથી હોતો' તેમ પણ નથી....એ તો સદા નિર્વિકાર-સ્વ-રૂપે રહેલો છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ જયારે મહા-પ્રલય થાય છે,ત્યારે બીજું કંઈ પણ અવશેષ રહેતું નથી,પણ માત્ર - શાંત,અજર,અમર,અનંત,કેવળ,સૂક્ષ્મ,ઉપાધિરહિત,સર્વોત્તમ અને અનાત્મ-પદાર્થો થી રહિત - એ પર-બ્રહ્મ જ શેષ રહે છે. જયારે સૃષ્ટિ નો આરંભ થાય છે,ત્યારે એ બ્રહ્મ નો સ્વભાવ "જ્ઞાન-માત્ર" હોવાથી - તેમાં "પર્વત ના જેવું" અને "હું દેહ છું" એમ કહેવાના પાત્ર-રૂપ એવું "વિરાટ-સ્વરૂપ" આપણી "વાસના-રૂપ-હેતુ થી" "કાક-તાલીય-ન્યાય" (કાગનું બેસવું-તાડનું પડવું) વડે સ્ફૂરી નીકળે છે. અને તે જ વખતે, સ્વપ્ન-ના "શરીર" જેવો "મિથ્યા" આકાર -અકસ્માત જ જોવામાં આવે છે. સૃષ્ટિ ના આરંભમાં એ "પર-બ્રહ્મ-રૂપ-આકાશ" માં એ "આકાશજ" બ્રાહ્મણ રહેલો છે.અને એનેદેહ,કર્મો,કર્તા-પણું,કે વાસના-કંઈ પણ નથી,અને શુદ્ધ ચિદાકાશ-રૂપ,જ્ઞાનઘન,પ્રભારૂપ અને વ્યાપક છે. તેને પૂર્વ-જન્મ ની વાસનાઓ ની કાંઈ પણ જાળ નથી. જો એના ચિત્ત ની વૃત્તિ બહિર્મુખ ન હોય તેઓ તે હમણાં જેવો જોવામાં આવે છે,તેવો પણ જોવામાં આવે નહિ. આથી પર-બ્રહ્મ ના જ્ઞાનથી,વિષયનું મિથ્યા-પણું જાણવામાં આવે તો-પછી,વિષયો ને જાણનારી સર્વ લાગણીઓ,પણ ચૈતન્ય-રૂપ થઇ જાય,એટલે પછી,તેમાં,પંચ-મહાભૂતો નો સંભવ જ ક્યાંથી અને કેવો હોય? તો,હે મૃત્યુ,તું એ આકાશજ બ્રાહ્મણ ને દબાવવાનો પ્રયત્ન જ કરીશ નહિ, કારણકે આકાશ કોઈ સમયે અને કોઈથી પણ પકડી શકાતું નથી. વશિષ્ઠ કહે છે કે-યમ ની આવી વાત સાંભળીને, મૃત્યુ વિસ્મય પામ્યો અને પાછો પોતાના સ્થળે ગયો. રામ કહે છે કે-આ,તો આપે સ્વયંભૂ અજન્મા,એકાંતમાં અને વિજ્ઞાન-રૂપ -એવા મારા પ્રપિતામહ, બ્રહ્માની જ કથા (આકાશજ બ્રાહ્મણ નું ઉદાહરણ આપીને) કહી છે એમ હું ધારું છું. વશિષ્ઠ કહે છે-કે-હે,રામ,તમે ધારો છો તે સાચું છે.મેં બ્રહ્માની જ વાત કહી છે. બે મનુઓ ના સંધિ-કાળમાં, મૃત્યુએ જયારે બ્રહ્મા ને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે યમરાજા એ -તેને ઉપર મુજબ સમજ આપી હતી. જે કામ નિત્ય કરવામાં આવતું હોય,તે કામ માં જ રુચિ વધતી જાય છે,એ સ્વાભાવિક છે, આથી સર્વ ને મારતા મૃત્યુ ને બ્રહ્મા ને મારવાનું પણ મન થયું હતું. પણ બ્રહ્મા તો પર-બ્રહ્મ-રૂપ છે.મૃત્યુ તેને શી રીતે દબાવી શકે? બ્રહ્મા નું શરીર કેવળ મનોમાત્ર અને સંકલ્પમાત્ર છે.અને પૃથ્વી આદિ પંચમહાભૂતો થી રહિત છે. બ્રહ્મા એ-પર-બ્રહ્મચિદાકાશ ના -"ચમત્કાર-રૂપ" છે.અને અનુભવ-રૂપી આકારવાળા છે-તેથી તે પરબ્રહ્મ જ છે. અને તેમને (બ્રહ્માને) કારણ-પણું કે કાર્ય-પણું કાંઈ જ નથી. જેમ સંકલ્પ થી ઉત્પન્ન થયેલા પુરુષને પૃથ્વી આદિ પંચભૂતો નો સંબંધ હોતો નથી, અને,તે, જેમ આકાશ માં સ્ફુર્યા કરે છે,તેમ,બ્રહ્મા પણ પર-બ્રહ્મ માં સ્ફુર્યા કરે છે. જેમ,સ્વપ્નમાં તથા સંકલ્પમાં -પંચ મહાભૂતો સાથે સંબંધ થયા વિના -નગર-વગેરે દેખાય છે, તેમ,બ્રહ્મા પણ પંચમહાભૂત થી રહિત હોવા છતાં દેખાય છે. પરમાત્મા માં દૃશ્ય કે દ્રષ્ટા કાંઈ નથી,કેવળ ચૈતન્ય-પણું જ છે,તો પણ,તેમાં બ્રહ્મા પ્રતીત થાય છે. મન નું તે રૂપ સંકલ્પ માત્ર જ છે.તે પંચમહાભૂતો સાથે જોડાયેલું નથી,અને તે મન જ બ્રહ્મા કહેવાય છે. માટે બ્રહ્મા પરમાત્મા ના સંકલ્પ-રૂપ પુરુષ છે.અને તેમાં પૃથ્વી-આદિ પંચમહાભૂત નથી. જેમ,ચિત્ર ચિતરવાનો પ્રારંભ કરતાં પહેલાં ચિતારા ના મનમાં દેહ વિનાનું પુતળું ખડું થાય છે, તેમ,પરમાત્મા ના નિર્મળ મનમાં બ્રહ્મા ભાસે છે. 73 Page #74 -------------------------------------------------------------------------- ________________ જે પરમાત્મા ચિદાકાશ રૂપ છે,કેવળ છે,અને આદિ,મધ્ય અને અંત થી રહિત છે, તે જ પરમાત્મા (બ્રહ્મ) અજ્ઞાન ને લીધે જાણે આકારવાળા પુરુષ (બ્રહ્મા) જેવા જોવામાં આવે છે, વાસ્તવિક રીતે વિચારતાં,તો જેમ વાંઝણી ને પુત્ર હોઈ શકે નહિ,તેમ,પરમાત્મા ને દેહ નથી. (3) મનના સંકલ્પ થી થયેલું જગત મિથ્યા છે. રામ કહે છે કે-પૃથ્વી આદિ પંચભૂતો થી રહિત અને શુદ્ધ જે મન છે તે જ બ્રહ્મા છે - એમ તમે જે કહી ગયા તે વાત અનુભવમાં આવે છે, પરંતુ મારાં-તમારાં તથા બીજા પ્રાણીઓનાં શરીરો ની ઉત્પત્તિ માં જેમ વાસનાઓ કારણભૂત છે તેમ બ્રહ્મા ની ઉત્પત્તિ માં પણ તેમના પૂર્વ-જન્મ ની વાસનાઓ કેમ કારણ-ભૂત ના હોય? તે વિષે મને કહો. વશિષ્ઠ કહે છે કે-જેને ભોગવવાનાં "પૂર્વ-કર્મ વાળો -પૂર્વદેહ" હોય તેને આ દેહની ઉત્પત્તિ થવામાં - પૂવદેહ ની વાસનાઓ કારણરૂપ હોય છે .પણ, નુ બ્રહ્માને તો પૂર્વદેહ જ નહોતો,અને તેને લીધે તેમણે પૂર્વ નું કોઈ જ કર્મ નહોતું. એટલે,પછી,બ્રહ્મા ને પૂર્વ દેહની વાસનાઓ અને વાસનાઓ ને લીધે દેહ કેમ હોઈ શકે? આથી,બ્રહ્મા નું શરીર -"સહાય આપનારાં કારણો" વગર જ પ્રકાશે છે. અથવા-આપણી "કલ્પના-રૂપ કારણ"ને લીધે જ પ્રકાશે છે. બાકી,યથાર્થ જ્ઞાન-વાળા બ્રહ્મા તો પોતાના કારણ-રૂપ ચિદાકાશ થી ભિન્ન રૂપ નથી જ. હે,રામ,અજન્મા અને સ્વયંભૂ-એવા એ બ્રહ્મા નો જે દેહ છે તે,લિંગ-દેહ જ છે,ભૂતમય સ્થૂળ દેહ નથી. રામ કહે છે કે-સર્વ પ્રાણીઓને લિંગદેહ અને સ્થૂળદેહ -એમ બે દેહ છે. ત્યારે બ્રહ્મા ને એક લિંગ દેહ જ છે,તો તેનું કારણ શું? વશિષ્ઠ કહે છે કે-સઘળાં પ્રાણીઓનાં શરીર પંચમહાભૂતો વાળાં છે,તેથી તેમણે બબ્બે દેહ છે પણ, બ્રહ્મા પોતે તો સહ-કારી (સહાય આપનારાં)"કારણ" થી રહિત છે.તેથી તેમણે એક લિંગ-દેહ છે. બ્રહ્મા સઘળાં પ્રાણીઓ ના કારણ-રૂપ છે,પણ બ્રહ્મા નું કોઈ કારણ નથી,તેથી તે એક દેહવાળા છે. આમ,બ્રહ્મા કે જે ચિદાકાશ-રૂપ,માત્ર ચિત્તરૂપ શરીરવાળા છે અને એ આદ્ય-પ્રજાપતિ થી સઘળી પ્રજા ઉત્પન્ન થઇ છે,એટલે તે સઘળી પ્રજાઓ પણ ચિદાકાશ-રૂપ જ છે.અને બ્રહ્મા ના "સંકલ્પ" સિવાય બીજા કોઈ કારણોથી તે સઘળી પ્રજા ઉત્પન્ન થતી નથી. આમ,બ્રહ્મા જેમ "બ્રહ્મ-રૂપ" છે તેમ સઘળી પ્રજા પણ બ્રહ્મ-રૂપ છે.કારણકે જે જેમાંથી ઉત્પન્ન થયું હોય છે,તે તે રૂપ જ હોય છે-એવો સઘળાઓ નો અનુભવ છે. જેમ,વાયુથી ઉત્પન્ન થતી ચલન-રૂપ સૃષ્ટિ -એ વાયુ થી જુદી નથી, તેમ,બ્રહ્મા થી ઉત્પન્ન થયેલી આ સૃષ્ટિ પણ બ્રહ્મથી જદી નથી.તે બ્રહ્મ-રૂપ જ છે. એ બ્રહ્મા પરમાત્મા ના સંકલ્પ-રૂપ છે.તેથી તે જગતની પેઠે કર્માધીન નથી.આથી તે જન્મતા કે મરતા નથી સંકલ્પ થી થયેલા "પુરુષ-રૂપ" અને પૃથ્વી-વગેરે પંચ-મહાભૂતો થી રહિત એ બ્રહ્મ કેવળ "ચિત્ત(મન)માત્ર" છે, અને સઘળાં બ્રહ્માંડો ની ઉત્પત્તિ ના કારણ-રૂપ છે. જે જે પ્રકારે એ બ્રહ્મા નો સંકલ્પ થાય તે તે પ્રકારે જગત પ્રગટ થતું જાય છે. એટલે આ જગત એ પ્રાતિભાસિક (સંકલ્પ થી કલ્પેલી) છે,તો પણ તેનું આ રૂપ મનુષ્ય દૃઢપણે ભૂલી જાય છે. 74 Page #75 -------------------------------------------------------------------------- ________________ જેમ,ખોટો પ્રતિભાસિક (કલ્પેલો) પિશાચ (ભૂત) ઘણી વખત સ્થળ-શરીર ધરેલો દેખાય છે, તેમ,જગત એ પણ પ્રાતિભાસિક હોવા છતાં સ્થૂળ-શરીર-વાળું દેખાય છે. જો કે બ્રહ્મા-પણ માયા-વિશિષ્ટ પરમાત્મા (બ્રહ્મ) ના પ્રથમ સંકલ્પ થી જ ઉત્પન્ન થયા છે. પણ આમ હોવાને લીધે તે "શુદ્ધ-જ્ઞાન-વાળા" છે.અને આપણે જેમ આપણા પ્રાતિમાસિક રૂપ ભૂલી ગયા છીએ, તેમ એ બ્રહ્મા-પોતાના પ્રતિભાસિક રૂપ ભૂલી જતા નથી. "આ સ્થૂળ દેહ ની "ભ્રાંતિ-રૂપ" ચૂડેલ -એ ઝાંઝવા ના જળ ની પેઠે અસત્ય છે" આ "કારણ" ને જ્ઞાનથી સમજતા એ બ્રહ્મા ને -તે ચૂડેલ વળગતી નથી. આમ,બ્રહ્મા -કે જે પંચ-ભૂતો માંથી બનેલા નથી પણ પરમાત્મા ના "મનો માત્ર "છે, તેમ,તેમનાથી ઉત્પન્ન થયેલું જગત પણ "મનો-માત્ર" જ છે. એટલે કે જે "પર-બ્રહ્મ" છે તે "મન-પણા" ને પામી ને "બ્રહ્મા "ને -અને -તે "બ્રહ્મા" જગતને રચે છે. તેથી જગત એ પણ "પર-બ્રહ્મ" થી અભિન્ન છે. આપણે જેમ મનથી સંકલ્પ કરી ને તે સંકલ્પ ના જેવું જ નગર (મનમાં) ઉત્પન્ન કરીએ છીએ, તેમ,પરમાત્મા નું મન પણ વિસ્તારવાળા ખોટા જગતને ઉત્પન્ન કરે છે. જેમ રજુ (દોરડા) માં સર્પ દેખાય પણ તે સાચો સર્પ નથી,તેમ જગતમાં "ભૂત-મય-પણું" નથી. આથી બ્રહ્મા અને તેમના જેવા જ્ઞાની પુરુષો જગતમાં કોઈ પણ રીતે મોહ-રહિત જ રહે છે. વાસ્તવિક રીતે તો જ્ઞાનની દ્રષ્ટિમાં પ્રતિભાસિક "પ્રપંચ પણ નથી તો પછી,સ્થળ પ્રપંચ ક્યાંથી હોય? જેમ ચિત્ત (મન) માં રહેલી આ "દય-રૂપી" ચૂડેલ,ભ્રાંતિ થી (ખોટેખોટી) પણ પ્રત્યક્ષ દેખાઈ ને - તે ચૂડેલ ના જોનારા ને મારી નાખે છે, અને જેમ બીજમાં રહેલો અંકુર-દેશકાળ (સમય) પ્રાપ્ત થતાં પોતાના દેહ ને બહાર પ્રફુલ્લિત કરે છે, તેમ,મન ની અંદર રહેલું જગત,"ભ્રાંતિ-રૂપ" કારણ પ્રાપ્ત થતાં પોતાના દેહને બહાર પ્રફુલ્લિત કરે છે. જો દૃશ્ય (જગત) રૂપી -દુઃખ સાચું હોય તો તે કદી પણ શાંત થાય નહિ અને જો તે જગત સાચું જ હોય તો, અને તે કદી શાન્ત થાય જ નહિ તો દ્રષ્ટા (પરમાત્મા) ને પાછું પોતાનું "કેવળ-એક-પણું" પ્રાપ્ત થાય નહિ. પણ દૃશ્ય (જગત) શાંત થાય છે, અને દ્રષ્ટા (પરમાત્મા) ને પણ શાંતિ-પણું મળે છે તે જ મોક્ષ છે. () સાંજ.રાત્રિ અને પ્રભાત નું વર્ણન અને ઉપદેશ નો પ્રારંભ વાલ્મીકિ બોલ્યા-વશિષ્ઠ આ પ્રમાણે બોલી રહ્યા હતા અને તે સાંભળવા તલ્લીન થયેલા લોકો ત્યાં મૌન ધારણ કરીને બેઠા હતા.સઘળી રાજસભા જાણે ચિત્રમાં આલેખાયેલી હોય તેમ સ્થિર થઈને બેઠી હતી, ત્યારે દિવસ માત્ર બે ઘડી બાકી રહ્યો હતો. તડકો મંદ થઇ ગયો હતો અને સૂર્યના કિરણો અલ્પ થઇ ગયા હતાં. ત્યાં સાંભળેલા વિષય નું જાણે મનન કરવાની ઈચ્છા હોય તેમ સૂર્યનારાયણ પણ જગતમાં ફરવા ની ખટપટ છોડી દઈ ને અસ્તાચળના નિર્જન સ્થળમાં ચાલ્યા ગયા હતા. સઘળાં શ્રોતાઓ ના કંઠ (ડોક) ઉત્કંઠાથી લાંબા થયા હતા તેમ સઘળા પદાર્થો ની છાયા પણ લાંબી થઇ હતી. ત્યારે વશિષ્ઠ મુનિએ પોતાનું મધુર ભાષણ બંધ કરીને કહ્યું કેહે, મહારાજ આજ તો આટલે સુધી જ સાંભળો,બીજું જે કહેવાનું છે તે હું કાલે પ્રાતઃકાળે કહીશ. અને સઘળી સભા ઉઠી ને સર્વ પોતપોતાના સ્થાને ગયા. Page #76 -------------------------------------------------------------------------- ________________ સૂર્યનારાયણ જાણે અનુક્રમે સર્વ ને પ્રસન્ન કરવા-રૂપ નિયમ ને પાળવા ધરતા હોય તેમ દેશાંતર માં પ્રકાશ કરવાને ગયા, ચારે બાજુ તારાઓ ના સમૂહ ને ધારણ કરનારી સંધ્યા પ્રગટ થઇ. પક્ષીઓ પોતાના માળાઓ માં લપાઈ ગયા. તારાઓ રૂપી હાર-વાળો અને ઉત્તમ શોભાવાળો અસ્તાચળ જાણે પોતાના જેવી જ શોભાવાળા આકાશની સાથે મળી ગયો,સંધ્યા દેવી લોકોએ કરેલી પૂજા નો સ્વીકાર કરીને પાછા વળ્યા,અને અંધકારો પ્રગટ થયા. શીતળ પવન વાવા લાગ્યો.અને પોતાના તેજ-રૂપી દૂધના પ્રવાહથી ભરપૂર કરતો અને અમૃતમય ચંદ્ર-રૂપી ક્ષીર-સાગર આકાશમાં ફેલાવા લાગ્યો. અને લોકો ઉપદેશ નું મનન કરતાં સૂઈ ગયા. ધીરે ધીરે રાત્રિ ગઈ ને ઘણા ઝાકળ વાળો પ્રાતઃકાળ આવ્યો. આકાશમાં પુષ્પ-વૃષ્ટિ ની પેઠે પ્રકાશતા,તારાઓ જાણે પવનથી ઉડી ગયા હોય તેમ અદ્રશ્ય થઇ ગયા. અને આકાશમાં પોતાના પ્રકાશથી લોકો ના ચક્ષુ ઉઘાડનારા સૂર્યનારાયણ પ્રગટ થયા. દેવલોકો અને મનુષ્ય લોકો પ્રાતઃકાળ ની ક્રિયાઓ આટોપીને આગલા દિવસની જેમ જ સભામાં આવ્યા. અને સઘળી સભા બેઠી પવન થી મુક્ત થયેલું સરોવર જેમ સ્થિર થઇ જાય તેમ સભા સ્થિર થઇ ગઈ. ત્યારે રામચંદ્રજી પોતાની મધુર વાણીથી બોલ્યા-કેભગવન,મન,આ સઘળી લોક-રૂપી લતાને વિસ્તારનારુ છે, તો તેનું રૂપ કેવું છે? તે મને સ્પષ્ટપણે કહો. ત્યારે વશિષ્ઠ બોલ્યા કે-હે, રામ,મન,આકાશની પેઠે શૂન્ય છે, અને જડ આકાર-વાળું છે. તેનું નામ-માત્ર સિવાયનું બીજું કંઈ પણ રૂપ જોવામાં આવતું નથી. હે, રામ,એ મન નું રૂપ બહાર કે હૃદયમાં ક્યાંય સ્પષ્ટ દેખાય તેવું નથી. તો પણ તે આકાશની પેઠે સર્વ સ્થળોમાં વ્યાપી રહ્યું છે.ક્ષણે ક્ષણે સંકલ્પો કરનારા એ મનમાંથી ઝાંઝવાના જળ જેવું આ જગત ઉત્પન્ન થયું છે. પ્રત્યક્ષ અને પરોક્ષ -પદાર્થો નું ગ્રહણ કરવા જતાં વચમાં તે પદાર્થો નો જે આકાર સ્ફરે છેતે આકાર જ લોકો નું મન કહેવાય છે. બાકી મન નું બીજું કંઈ સ્વરૂપ નથી. જે સંકલ્પ છે તે જ મન છે.જ્યાં જ્યાં સંકલ્પ ઉઠે છે, ત્યાં ત્યાં તેવા જ આકારથી મન જ ગોઠવાય છે. સંકલ્પ અને મન ને આજ સુધી કોઈએ છૂટાં પાડ્યાં નથી. પદાર્થો નો પ્રતિભાસ ખરો હોય કે ખોટો હોય તો પણ તે પ્રતિભાસ મન નું જ સ્વરૂપ છે. અને એ મન જ લિંગ-શરીર-વાળા "બ્રહ્મા" કહેવાય છે તેમ જ સમજો, એ મન-રૂપી બ્રહ્મા પોતાના માં રહેલા સૂક્ષ્મ જગતને (લાંબા કાળ ના પરિચય ને લીધે) સ્થળ માની લે છેએ જ એનું સ્ત્રષ્ટા-પણું (દશ્ય (જગત)પદાર્થ નું રચવા-પણું) છે. એવી રીતે મન ના સર્જેલા -દૃશ્ય (જગત)પદાર્થ નાં પણ-અવિદ્યા,સંસ્કૃતિ,ચિત્ત,મન,બંધ,મળ અને તમને એ નામો કહેવાઈ શકે છે-એમ વિદ્વાનો કહે છે. દય-પદાર્થ વિના બીજું કંઈ પણ મન નું પ્રત્યક્ષ રૂપ નથી. (પરંતુ એ દૃશ્ય પદાર્થ તો ઉત્પન્ન થયો જ નથી-એ વિષે હું પાછળથી કહીશ) જેમ કમળ ના બીજ માં કમળ નો આખો વેલો રહેલો હોય છે, તેમ સૂક્ષ્મ ચૈતન્ય ની અંદર દૃશ્ય જગત રહેલું છે. જેમ સોનાના આભુષણ ની સત્તા એ સોના ની સત્તાથી જુદી નથી, તેમ દૃશ્ય ની સત્તા દ્રષ્ટા થી જુદી નથી. આમ દ્રષ્ટા (પરમાત્મા) માં દૃશય (જગત) પણું "સ્વ-ભાવ-રૂપે" રહેલું છે. અને તે, તમારા મન-રૂપી દર્પણ ના મેલ-રૂપ છે.માટે તેને પણ હું હવે તુરત લુછી નાખું છું. જયારે દૃશ્ય (જગત) ની જુદી સત્તા માનવામાં આવે જ નહિ (એટલે કે દૃશય-મિથ્યા થાય) Page #77 -------------------------------------------------------------------------- ________________ ત્યારે દુય (જગત) ના અભાવને લીધે, દ્રષ્ટા (પરમાત્મા) માં દ્રષ્ટા-પણું રહે નહિ, એટલે કે સત્ય એવા દ્રષ્ટા (પરમાત્મા-આત્મા-સત્ય) ને "કેવળ-પણું" (કેવળ-એક-પણું) પ્રાપ્ત થાય છે . જેમ,વાયુ નું હાલવું-ચાલવું બંધ પડે એટલે પાંદડાં નું હલન-ચલન પણ બંધ થાય છે, તેમ,કૈવલ્ય ના બોધ થી મન કેવળ "આત્મા-રૂપ" થાય છે અને તેનું હલન-ચલન બંધ પડે છે, અને જેથી, રાગ-દ્વેષ -વગેરે વાસનાઓ પણ બંધ પડી જાય છે. જેમ દર્પણ ની આસપાસ ના પદાર્થો નું પ્રતિબિંબ દર્પણ માં નહિ પડવાથી , દર્પણને તેનું "સ્વ-રૂપાત્મક" (પોતાનું) "કેવળ-પણું" રહે છે તેમ"હું ,તું અને જગત" વગેરે દૃશ્ય નો ભ્રમ શાંત થતાં દ્રષ્ટા પણા થી રહિત થયેલા - આત્મા (પરમાત્મા) નું પણ "કેવળ-પણું" પ્રાપ્ત થાય છે. રામ બોલ્યા-જો દુય (જગત) -એ-ના જ હોય તો આત્મા (પરમાત્મા) કેવળ-પણું પામે,પણ દૃશ્ય (જગત) તો પ્રત્યક્ષ રીતે સત્તાવાળું (નજર-સમક્ષ-સત ની જેમ-સાચું હોય તેમ ) જોવામાં આવે છે, અને જે સત હોય તેનો અભાવ હોય નહિ. અનેક પીડાઓ (દુઃખો) આપનાર આ દુય (જગત) નો અભાવ થવાની વાત અમારા અનુભવમાં આવતી નથી માટે હે, બ્રહ્મન, મનથી સંસારની ભ્રાંતિ આપનાર અને દુઃખના સમુહો ને આપનાર આ દ્રશ્ય (જગત) કેવી રીતે શાંત થાય છે? વશિષ્ઠ બોલ્યા-હે,રામ,આ દૃશ્ય-રૂપી પિશાચ ની શાંતિ માટે આ મંત્ર-રૂપ ઉપદેશ કહું છું તે સાંભળો. કે જેનાથી તે (દશ્ય) પિશાચ મરણતોલ થઈને નાશ પામે છે. જે પદાર્થ (વસ્તુ) હોય તો તેનો નાશ થઇ શકે નહિ. માટે જો દૃશ્ય પદાર્થ હોય તો તેનો નાશ સંભવે નહિ. કદાચ તે અંતર્ધાન થઇ જાય અને જો તે હૃદયની અંદર બીજ રૂપે રહે -તો- તે ચિદાકાશમાં "દૃશ્યતા" પાછી (ફરીથી) ઉત્પન્ન થાય અને પર્વત-વગેરે જેવા આકારવાળા પ્રપંચ-રૂપ દોષો ઉત્પન્ન કરે, આમ,દય જો બીજ-રૂપે પણ રહેતું હોય તો-તે દોષ ના લીધે કોઈને પણ મોક્ષ થવાનો સંભવ નથી. પરંતુ આપણે જીવન-મુક્ત મહર્ષિઓ-દેવષિઓ ને (આંખોથી) પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. આ પરથી સિદ્ધ થાય છે કે-૬૨૫-એ બીજ-રૂપે પણ રહેતું નથી. આવી રીતે-દૃશ્ય પદાર્થ ભલે અંદર કે બહાર હોય તો પણ તેની સ્થિતિ કેવળ "નાશ" જ કરે છે. હે રામ, બીજા વાદીઓ (જુદા જુદા વાદ ના વાદીઓ) ને અત્યંત ભયંકર લાગે તેવી,આ એક પ્રતિજ્ઞા હું કરું છું, તે તમે હવે સાંભળો,કે એ પ્રતિજ્ઞા હવે પછી ઉત્તર-ગ્રંથ થી તમારા હૃદય માં ઉતરશે. આ આકાશ-વગેરે પંચ-ભૂતો,હું અને તું-વગેરે રૂપ -જગત-શબ્દ- નો જે અર્થ છે, તે કંઈ પણ નથી. આપણી નજર સમક્ષ જે કંઈ દૃશય જોવામાં આવે છે-તે-સઘળું અજર અમર અને અવ્યય-"પર-બ્રહ્મ" જ છે. આ સઘળું દૃશય (પ્રપંચ) -પૂર્ણ અને શાંત એવા પરબ્રહ્મ માં પૂર્ણ રીતે પ્રસરી રહે છે, અને શાંત-પણે રહે છે. જેમ, આકાશમાં જ ઉદય પામેલું ઘટાકાશ -આકાશ-રૂપ જ છે. તેમ,બ્રહ્મ માં ઉદય પામેલા જીવ " એ બ્રહ્મ-રૂપ જ છે. દશ્ય (જગત) દ્રષ્ટા (પરમાત્મા) કે દર્શન એ કોઈની સત્તા "બ્રહ્મ" થી જુદી નથી. જે બ્રહ્મ છે તે શૂન્ય નથી,જડ નથી,અને બુદ્ધિમાં પ્રતિબિમ્બિત પણ નથી માટે તે વ્યાપક એવા શાંત છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ રામ બોલ્યા-હે પ્રભો,આ તો,વાંઝણી નો પુત્ર પર્વતો નો ભૂકો કરી નાખે, સસલાનું શિંગડું નાદ કરવા લાગે, શિલા હાથ લાંબા કરી નાચવા લાગે,રેતીમાંથી તેલ નીકળે,પથ્થરની પૂતળી ભણવા લાગે,અને ચિત્રમાં આલેખેલાં વાદળ ગર્જના કેવાં લાગે-તેવી વાત છે. (આ બધું જેમ અશક્ય છે-તેમ તે અશક્ય છે) જરા (વૃદ્ધાવસ્થા),મરણ તથા દુઃખો આદિ થી ભરપૂર અને પર્વતો-વગેરે આ જે પ્રત્યક્ષ જગત છે જ નહિએવું આપ મારી આગળ કેવી રીતે કહો છો? હે બ્રહ્મન.આ જગત નથી(જગત મિથ્યા છે, જે રીતે તે ઉત્પન્ન થયું નથી, અને જે રીતે તે છે જ નહિ, તે સઘળી રીતિઓ મને કહો એટલે મને એ વિષયો નો નિશ્ચય થાય. વશિષ્ઠ બોલ્યા-હે, રાઘવ, મારું બોલવું કંઈ અસંબંધ (અયોગ્ય કે ખોટું) નથી,પણ યથાર્થ જ છે. આ જગત ખરી રીતે સૃષ્ટિ ના આરંભ માં થયું નથી,અને વર્તમાનકાળ માં પણ તેનો અભાવ જ છે. જેમ મન ને લીધે,સ્વપ્ન-વગેરેમાં નગર જોવામાં આવે છે, તેમ મન ને લીધે જ આ જગત જોવામાં આવે છે. જો,મિથ્યા-સ્વ-રૂપ-વાળું મન સૃષ્ટિ ના આરંભ માં ઉત્પન્ન થયું જ નથી,તો જગત કેવી રીતે ઉત્પન્ન થાય? આ વાત તમારા અનુભવ માં આવે તે રીતે હું કહું છું તે તમે સાંભળો. ય છે. જેમ એક ની કલ્પના કર, ઉભી થઇ છે. મન મિથ્યા છે, છતાં તે ખરા જેવું જણાય છે. જેમ એક સ્વપ્ન બીજા સ્વપ્ન ને ઉત્પન્ન કરે,તેમ એ મન આ વિનાશી જગતને ઉત્પન્ન કરે છે. એ મન પોતાની મેળે જ-સ્થૂળ દેહની કલ્પના કરે છે. અને લાંબા કાળની ભાવના થી વૃદ્ધિ પામેલા એ "સંકલ્પ" થી જ આ ઇન્દ્રજાળ ઉભી થઇ છે. એકલું મન પોતે ચંચળ શક્તિ-વાળું છે, તેથી તે ચાલે છે, ફરક્યા કરે છે, માગે છે,ભમે છે, કૂદકા માર્યા કરે છે, ચાલ્યા કરે છે.ડૂબે છે, સંહારે છે, સંસારી-પણું ભોગવે છે અને મોક્ષ-રૂપી ઉત્કર્ષ પણ પામે છે. (૫) જગત તથા મન નું મૂળ તત્વ રામ બોલ્યા-હે,ભગવન,આ મન-રૂપી ભ્રાંતિમાં મૂળ કારણ શું છે? અને આ મન કેવી રીતે અને શાથી ઉત્પન્ન થયું છે? પ્રથમ તો મને મન ની ઉત્પતિના કારણ વિશે સંક્ષેપ થી કહો.જે બાકી રહે તે પાછળ થી કહેજો. વશિષ્ઠ બોલ્યા-મહાપ્રલયમાં સઘળું સૂક્ષ્મ-રૂપ થઇ જવાથી અશક્ત થઇ ગયું હતું.અને સઘળાં દ્રશ્યો (મૃષ્ટિ) નો આરંભ થયો નહોતો, ત્યારે વિક્ષેપ-રહિત, અસ્ત-રહિત,પ્રકાશમાન,અજન્મા,ઉપદ્રવ-રહિત,અને સર્વદા સઘળું કરવાની શક્તિવાળા, સર્વ-રૂપ અને મહેશ્વર -એવા એક શાંત "પરમાત્મા" જ અવશેષ (બાકી) રહ્યા હતા. તેમના સ્વ-રૂપ ને ઇન્દ્રિયો પહોંચી શકતી નથી. અને ત્યાંથી પાછી વળે છે.મુક્ત-લોકો તેમનો પ્રત્યક્ષ અનુભવ કરે છે.તેમનાં "આત્મા" -વગેરે નામો એ સ્વાભાવિક નથી પણ "આરોપિત-ધર્મો" થી કલ્પી કાઢેલાં છે. સાંખ્ય-શાસ્ત્રીઓ તેમને "પુરુષ" કહે છે, વેદાંત-શાસ્ત્રીઓ તેમને અત્યંત નિર્મળ "બ્રહ્મ" કહે છે, વિજ્ઞાન-વાદીઓ તેમને ક્ષણિક "વિજ્ઞાન-રૂપ" કહે છે, તો શૂન્ય વાદીઓ તેમને "શૂન્ય" કહે છે. અને આવા તે સૂર્ય ના તેજ ને પણ પ્રકાશ આપનારા છે.વળી તે સર્વના "પ્રત્યગાત્મા-રૂપે" સર્વદા બોલનાર, વિચાર કરનાર,કર્મ ના ફળોને ભોગવનાર,કર્મો ના જોનાર કર્મોના કરનાર છે. એ પરમાત્મા જગતમાં વિદ્યમાન છતાં પણ પામર લોકો ની દૃષ્ટિ થી અવિદ્યમાન છે. દેહમાં રહેલા હોવા છતાં તે દેહથી દૂર છે. જેમ સૂર્યથી પ્રકાશ થાય છે, તેમ એમનાથી આ પ્રપંચ થાય છે. જેમ, સૂર્ય થી કિરણો થાય છે તેમ, વિષ્ણુ -વગેરે દેવતાઓ એમના (પરમાત્મા) થી થાય છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ જેમ, સમુદ્રમાંથી પરપોટા થાય છે તેમ એમનામાંથી અનંત બ્રહ્માંડો થાય છે. જેમ,સઘળાં પાણી સમુદ્રમાં લય પામે છે, તેમ સઘળા દૃશય પદાર્થો એમનામાં લય પામે છે. દીવાની પેઠે -એ પોતે જ પોતાને તથા પદાર્થ ને પ્રકાશિત કરે છે. સકળ બ્રહ્માંડમાં સઘળે અણુએ અણુમાં, તે વ્યાપેલા છે અને ઇન્દ્રિયો, પ્રાણ-વગેરેને એ જ પોતાના ચૈતન્ય થી વ્યાપ્ત કરી દે છે. ઝાંઝવાનાં જળ જેમ ક્ષણમાં ઉગે છે અને આથમે છે, તેમ અત્યંત વિસ્તરાયેલા એ પરમાત્મા માં , બ્રહ્માંડ રૂપી મોજાંઓ ક્ષણ માં ઉઠે છે અને લય પામે છે. એ પરમાત્મા પ્રપંચ-રૂપે નાશવાન છે, પણ વાસ્તવિક રૂપે અવિનાશી છે. તે સર્વ પદાર્થ ની અંદર રહેલા છે, અને પોતાના અત્યંત સૂક્ષ્મપણા ને લીધે "ગુપ્ત" છે, પણ તે સર્વ પદાર્થ ના નાશથી તે નાશ પામતા નથી. શદ્ધ "ચૈતન્ય" માં ઉત્પન્ન થયેલી "પ્રકૃતિ-રૂપ" લતા (વેલ) -એનાજ રૂપાંતર-રૂપ ઈશ્વર-રૂપી વાયુ થી નાચ્યા કરે છે. (આ પ્રકૃતિ-રૂપ લતા ના બ્રહ્માંડ-રૂપી ફળ,ચિત્ત-રૂપી મૂળ અને ઇન્દ્રિયો-રૂપી પાંદડાં છે) પ્રત્યેક દેહ-રૂપી દાબડાઓમાં "ચૈતન્યા-રૂપ મણિ" રૂપે તે જ પ્રકાશે છે. જેમ ચંદ્રમાં કિરણો ઝૂરે છે-તેમ એ પરમાત્મા-રૂપ માં જ જગતના સમુહો ફૂરે છે. એ પરમાત્મા-રૂપી શાંત મેઘ-જયારે -ચૈતન્ય-રૂપી જળ ને વરસાવતો જયારે પ્રકાશે છે ત્યારેતેમાં "જડ-પદાર્થો" એ ધારાઓ ના "જળ-રૂપ" છે, અને "ચેતન-પદાર્થો" એ "વીજળી-રૂપ" છે. સઘળી વસ્તુઓ તેમના (પરમાત્મા) ના પ્રકાશ થી જ પરસ્પર મળીને વિચિત્ર "કાર્યો" ઉત્પન્ન કરે છે. આ જગતમાં સર્વ પદાર્થો મિથ્યા છે, છતાં પણ એમની (પરમાત્માની) સત્તાથી જ તે સત્તાવાન જણાય છે. શાંત રીતે સ્વ-રૂપ માં જ રહેલા એ પરમાત્મા "અસંગ" છે,એ કશું ઇચ્છતા નથી. તો પણ એમની સમીપમાં આ અત્યંત જડ શરીર ચાલ્યા કરે છે. વાસ્તવિક સત્તા-વાળા -એ પરમાત્મા થીજ -નિયમ, દેશ,કાળ,ચલન,સ્પંદન અને ક્રિયા - એ સર્વ ને સત્તા મળેલી છે. એ પરમાત્મા શુદ્ધ જ્ઞાન-સ્વરૂપ અને અધિષ્ઠાન-સ્વરૂપ છે, તેથી,આપણે તેમને આકાશ-રૂપ ધારીએ તો તે આકાશ-રૂપ થાય છે, અને જો બીજા પદાર્થો-રૂપ ધારીએ તો એ બીજા પદાર્થો રૂપ થાય છે. એ પરમાત્મા મોટા મોટા બ્રહ્માંડો ના અનંત સમૂહ ને ઉત્પન્ન કરે છે તો પણ તે કોઈ ક્રિયાઓ કરતા નથી. તે તો અખંડ-જ્ઞાન-મય અને નિર્વિકાર છે.અને ઉત્પત્તિ, સ્થિતિ વગેરે થી રહિત એવાપોતાના સ્વ-રૂપમાં તે એકલા જ રહેલા છે. (૬) જ્ઞાન થી આત્મસ્વરૂપ ની પ્રાપ્તિ તથા જ્ઞાન નાં સાધનો નો ક્રમ વશિષ્ઠ બોલ્યા-સર્વોત્તમ અને ઇન્દ્રિયો ને પણ પ્રકાશ આપનારા એ પરમાત્મા નો લાભ તેમના સ્વ-રૂપ ને જાણવાથી જ થાય છે.ક્રિયાઓ કરવાથી કે અનેક દુઃખ વેઠવા થી તેમની પ્રાપ્તિ થતી નથી. જેમ, ઝાંઝવાં નાં પાણી-રૂપ ભ્રાંતિ ને ટાળવા માં કોઈ ક્રિયાઓ નો ઉપયોગ થતો નથીમાત્ર તેના "અધિષ્ઠાન ને જાણવાનો જ ઉપયોગ છે, તેમ, આ જગત-રૂપી ભ્રાંતિ ને ટાળવામાં પણ કોઈ ક્રિયાઓ નો ઉપયોગ નથી. માત્ર તેના અધિષ્ઠાન-રૂપી પરમાત્મા ને જ જાણવાનો ઉપયોગ છે. સ્વ-રૂપ-આનંદ ના "પ્રકાશ-રૂપ" એ પરમાત્મા દૂર નથી, તેમ પાસે પણ નથી, Page #80 -------------------------------------------------------------------------- ________________ તે અલભ્ય સ્થળમાં નથી કે વિષમ સ્થળમાં પણ નથી. તેમની પ્રાપ્તિ આપણા દેહમાંથી જ થાય છે. પરમાત્મા ને જાણવામાં તપ,દાન, વ્રત-વગેરે કોઈ પણ કામ આવે તેમ નથી. કારણકે સ્વ-રૂપ-માત્ર માં વિશ્રાંતિ વિના તેને જાણવાનું બીજું કોઈ સાધન નથી. એ સ્વ-રૂપ-માત્રમાં વિશ્રાંતિ ઉત્તમ શાસ્ત્રો માં તત્પર રહેવાથી અને પુરુષોના સમાગમ માં રહેવાથી મળે છે. મોહ-જાળ-રૂપ અજ્ઞાન ને દૂર કરવામાં કોઈ જ બીજી ક્રિયા નહિ પણ માત્ર જ્ઞાન જ કામ આવે છે, માટે આ જ્ઞાનનું સંપાદન કરવું જોઈએ. "એ પરમાત્મા-આ છે" એમ સારી રીતે જાણવા માત્ર થી જીવ ને દુ:ખ રહેતું નથી અને જીવન-મુક્તિ મળે છે. રામ બોલ્યા-એ પરમાત્માના સ્વરૂપ ને કેવળ જાણવામાં આવે તો જીવને મરણ-આદિ દોષો કદી પણ બાધ કરતાં નથી,એમ આપ કહી ગયા,પણ એ દેવાધિદેવ તો દૂર છે તેમની પ્રાપ્તિ કેવી રીતે થાય? કોઈ તપ કરવાથી અથવા કોઈ કષ્ટ ભોગવવાથી તેમની પ્રાપ્તિ થતી હોય તો તે મને કહો. વશિષ્ઠ બોલ્યા- હે,રામ,પોતાના પુરુષ-પ્રયત્ન થી પ્રફુલ્લિત થયેલા "વિવેક" વડે જ એ દેવાધિદેવ જાણવામાં આવે છે.તપથી કે તીર્થ સ્થાનથી-કે એવા કોઈ બીજા કર્મો થી તે જાણવામાં આવતા નથી. રાગ-દ્વેષ-મોહ-ક્રોધ-મદ અને મત્સર છોડ્યા વિના જે તપ કે દાન કરવામાં આવે છે, તે એક જાતનો કલેશ જ છે. એનાથી વળે તેમ નથી. કોઈને ઠગી લઈને મેળવવામાં આવેલા ધન નું દાન કરવામાં આવે તોતે ધન જેનું હોય તેને એ દાન નું ફળ મળે છે. ચિત્ત રાગ-દ્વેષ -વગેરે થી બગડેલું હોય અને ત્યારે જે વ્રત-તપ વગેરે કરવામાં આવે તે એક જાતનો ઢોંગ જ છે,એમાંથી લેશમાત્ર પણ ફળ મળતું નથી. માટે ઉત્તમ શાસ્ત્રો નો અને મહાત્માઓનો સંગ એ બે જ મુખ્ય ઔષધ છે, તેમનું સંપાદન કરવું . એ ઔષધો થી સંસાર-રૂપ રોગ નો નાશ થાય છે. સઘળાં દુઃખો નો ક્ષય કરીને પરમપદ ની પ્રાપ્તિ મેળવવામાં એક-પુરુષાર્થ-સિવાય બીજો કોઈ ઉપાય નથી. હવે આત્મજ્ઞાન ની પ્રાપ્તિ માટે કેવો પુરુષાર્થ ઉપયોગી થાય છે તે સાંભળો. લોકથી અને શાસ્ત્ર થી વિરુદ્ધ હોય નહિ એવી શક્ય આજીવિકા થી મનમાં સંતોષ રાખવો, અને ભોગો ભોગવવાની વૃત્તિ નો ત્યાગ કરવો.શક્તિ પ્રમાણે યોગ્ય રીતે આજીવિકા માટે ઉદ્યોગ કરવો. "કેમ થશે?" એવી કંઈ પણ ચિંતા રાખવી નહી અને મહાત્માઓ તથા ઉત્તમ શાસ્ત્રો ના સંગ માં તત્પર રહેવું. આવો પુરુષ મુક્તિ ને પામે છે. જેણે વિચારથી આત્મ-તત્વ ને જાણ્યું છે-તે મહા-બુદ્ધિ-વાળા પુરુષ ને - આ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ-ઇન્દ્ર-વગેરે સર્વ કંગાળ લાગે છે. દેશમાં પણ ખરા સજ્જન જેને "સાધુ" કહેતા હોય તેને જ "સાધુ" સમજી ને એવા સાધુ નો આશ્રય કરવો. "બ્રહ્મ-વિદ્યા" એ સઘળી વિદ્યામાં મુખ્ય છે અને તેનું વર્ણન જે શાસ્ત્ર માં આવતું હોય તે ઉત્તમ શાસ્ત્ર કહેવાય. એવા,શાસ્ત્ર નો વિચાર કરવાથી મુક્તિ મળે છે. જેમ "નિર્મળી" (એક જાત ની વનસ્પતિ) ના રજ ના સંબંધ થી જળ ની મલિનતા મટે છે, અને જેમ,યોગ ના અભ્યાસ થી યોગીઓ ની બુદ્ધિ બહાર ભટકતી અટકે છે, તેમ,શાસ્ત્રના અને સાધુઓના સંગથી વિવેક પ્રાપ્ત થાય છે અને એ વિવેકના બળથી અવિદ્યા નાશ પામે છે. (૭) જગતના મૂળ-રૂપ પરમાત્મા નું નિરપાધિક તત્વ Page #81 -------------------------------------------------------------------------- ________________ રામ બોલ્યા-હે,બ્રહ્મન,તમે કહી ગયા કે "એ દેવના જ્ઞાનથી મુક્તિ થાય છે" તો એ દેવ ક્યાં રહે છે? અને મને તે દેવ ની પ્રાપ્તિ કેવી રીતે થાય? તે મને કહો. વશિષ્ઠ બોલ્યા-મેં જે દેવ વિષે કહ્યું તે દેવ દૂર રહેતા નથી પણ સર્વદા શરીરમાં જ રહે છે. "તે ચૈતન્ય -માત્ર છે." એમ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. સઘળું જગત એ દેવ-મય છે પણ એ દેવ સઘળા જગતમય નથી. એ દેવ સર્વમાં વ્યાપક છે,અને એક જ છે. એમનામાં જગતનો લેશ પણ નથી.બ્રહ્મા,વિષ્ણુ,મહેશ અને સૂર્ય-એ સર્વ પણ ચૈતન્ય માત્ર છે. રામ બોલ્યા-બાળકો પણ કહે છે કે સર્વ ચૈતન્ય માત્ર છે,અને તમે પણ તેમ જ કહો છો, ત્યારે આ વાતમાં ઉપદેશ-પણું શું આવ્યું? વશિષ્ઠ બોલ્યા-હે રામ,તમે જીવ" ને ચૈતન્ય રૂપ સમજી ને "જગત" ને તે -ચૈતન્ય રૂપ સમજ્યા છો. આથી હજી સંસારનો નાશ થાય એવી સાચી વાત કંઈ સમજ્યા જ નથી. આ સંસાર-રૂપ "જીવ" તો પશુ (પ્રાણી) કહેવાય છે -તો શું તે -જીવ ચૈતન્ય-માત્ર "દેવ" હોઈ શકે ખરો? એ "જીવ" તો દેહનું ગ્રહણ કરીને જરા તથા મરણ -આદિ અનેક ભયને ભોગવે છે. એ જીવ નિરાકાર હોવા છતાં અજ્ઞાન ને લીધે દુઃખ ના પાત્ર-રૂપ જ છે.તો તેને ચૈતન્ય માત્ર દેવ કેમ કહેવાય? "જીવ" પોતે ચેતન-શક્તિવાળો હોવાથી અનર્થ-રૂપ મન ને જાગ્રત કરે છે,અને મન-રૂપ થઈને રહે છે, આથી તે દુઃખના પાત્ર-રૂપ જ છે. વિષયો થી રહિત-પણું એટલે કે વિષયો થી દૂર રહેવા-પણું એ એ "જીવ" ની સંપૂર્ણ "સ્થિતિ" છે. અને તેને જાણવાથી મનુષ્ય ને શોક કરવો પડતો નથી પણ તે "કૃતાર્થ પણું" પ્રાપ્ત કરે છે. જયારે સઘળાં "કારણો" ના "કારણ' એવા પરમ-સ્વ-રૂપ નો અનુભવ થાય છે ત્યારે જડતા તથા ચૈતન્ય ના અધ્યાસ રૂપ ગાંઠ છૂટી જાય છે.સઘળા સંશયો છેડાઈ જાય છે, અને સઘળા કર્મો નો ક્ષય થઇ જાય છે, જીવ જે "વિષયો" તરફ ખેંચાય છે-તે વિષયો" નો અભાવ કર્યા વિના તેને રોકી શકાય તેમ નથી. અનેપ્રત્યક્ષ દેખાતા વિષયોનો અભાવ "જ્ઞાન" વિના થઇ શકે એમ નથી જ. તો પછી જ્ઞાન થયા વિના મોક્ષ પણ ક્યાંથી થાય? સમાધિ પણ "દૃશ્ય" (જગત) એવા વિષયો નો બાધ કરવાથી થાય છે તો મોક્ષમાં "દૃશ્ય" વિષયો નો બાધ કરવાની આવશ્યકતા હોય તેમાં તો કહેવું જ શું? રામ બોલ્યા-હૈ,બ્રહ્મન,નિરાકાર છતાં,પશુ જેવા અજ્ઞાની જે જીવ ને જાણવાથી સંસાર ટળતો નથી - તે જીવ ક્યાં રહે છે અને કેવો છે? વળી,સંસાર-રૂપી સમુદ્રમાંથી તારનાર પરમાત્મા -કે જેમહાત્માઓના તથા ઉત્તમ શાસ્ત્રોના સંગ થી જાણવામાં આવે છે તે ક્યાં છે અને કેવા છે તે તમે મને કહો. વશિષ્ઠ બોલ્યા-ચેતન રૂપ-વાળા અને જન્મ-મરણ વગેરે જંગલમાં ભટકતા આ જીવ ને (શરીરને) જે "આત્મા" માને છે,તેઓ પંડિત છતાં મૂર્ખ છે. જીવ (શરીર) ચેતન છતાં પણ સંસાર-રૂપ છે,અને દુઃખ ના સમૂહ-રૂપ જ છે. માટે એ (શરીર) ને જાણવાથી, કોઈ પણ "તત્વ" જાણવામાં આવ્યું હોય તેમ સમજવું જ નહિં. 81 Page #82 -------------------------------------------------------------------------- ________________ પણ,હે, રામ,જો પરમાત્મા ને જાણવામાં આવે તો, સઘળાં દુઃખો નો સમૂહ શાંત થઇ જાય છે. રામ બોલ્યા-મને પરમાત્મા નું ખરું સ્વરૂપ કહો કે જે જાણવાથી મારું મન સર્વ મોહ ને તરી જાય. વશિષ્ઠ બોલ્યા-આપણું જ્ઞાન જગતના એક પ્રદેશમાંથી પલકવારમાં (જગતના) બીજા પ્રદેશમાં પહોંચે છે. તે વખતે -તે (જગતના) બંને પ્રદેશના સંબધ થી રહિત એવું જે નિર્વિષય સ્વ-રૂપ પ્રતીત થાય છે તે - પરમાત્મા નું સ્વ-રૂપ છે. જે "જ્ઞાન-રૂપી" મહાસાગરમાં સંસાર (દશ્ય) નાશ-વગેરે કોઈ "વિકારો" ને પ્રાપ્ત થયા વિના, પણ અત્યંત "અભાવ" પામે છે તે પરમાત્માનું સ્વરૂપ છે. દ્રષ્ટા (પરમાત્મા) અને દુય (જગત) નો ક્રમ -એમ ને એમ રહે છતાં તે ક્રમ) અસ્ત પામી જાય, અને ભરપૂર (ભરેલું) છતાં પણ કલ્પનાઓ ને અવકાશવાળું(ખાલી) લાગે છે -તે પરમાત્મા નું સ્વ-રૂપ છે. જે અશૂન્ય છતાં પણ શૂન્ય જેવું પ્રતીત થાય,જેમાં "વાંઝણી ના પુત્ર" જેવું (મિથ્યા) આ જગત રહ્યું છે, અને, જે પોતાનામાં અનંત બ્રહ્માંડો હોવાં છતાં પણ તેમનાથી રહિત છે- તે પરમાત્મા નું સ્વ-રૂપ છે. જે મહા-જ્ઞાનમય છતાં પણ મોટા પાષાણ (પથ્થર) ની શિલા ની પેઠે રહેલું છે, અને જેમાં જડ અને ચેતન રૂપ સઘળા જગતનો સમાવેશ થાય છે-તે પરમાત્મા નું સ્વ-રૂપ છે. બહારના અને અંદરના સર્વ વિષયો સહિત આ જગત જેની સત્તાથી સત્તા પામ્યું છે-તે પરમાત્મા નું સ્વ-રૂપ છે. જેમ,દેખાવ એ પ્રકાશ થી જુદો પડતો નથી,અને આકાશ થી શૂન્ય-પણું જુદું પડતું નથીતેમ, આ જગત કલ્પિત હોવાને લીધે, જેના સ્વ-રૂપ થી જુદું પડતું નથી તે પરમાત્મા નું સ્વ-રૂપ છે. રામ બોલ્યા-જે પરમાત્મા જોવામાં આવતા નથી.તે જ એક સત્ય છે એમ કેમ જાણી શકાય? નેઆવડું બધું પ્રત્યક્ષ (નજર સામે દેખાતું જગત સઘળું મિથ્યા (ખોટું છે-એ શી રીતે મન માં ઉતરે? (૩-૭) વશિષ્ઠ બોલ્યા-આ જગત-રૂપી "ભ્રમ" જેમ આકાશમાં લીલા-કાળા રંગ (ભ્રમને લીધે) જોવામાં આવે છેતેમ-ઉત્પન્ન થયો છે. જો તેના અત્યંત "અભાવ" નું જ્ઞાન -દૃઢ રીતે થાય તો જ તેનુંઅધિષ્ઠાન (આધાર) "બ્રહ્મ" સ્પષ્ટ જાણવામાં આવે છે-બીજી કોઈ ક્રિયાથી તે જાણવામાં આવતું નથી. દૃશ્ય (જગત) ના અત્યંત "અભાવ" ને દૃઢ કર્યા વિના બ્રહ્મ ને જાણવાનો બીજો કોઈ સારો ઉપાય નથી. જેવી સ્થતિમાં છે તેવી જ સ્થિતિમાં રહેલા આ જગત નો અત્યંત અભાવ સમજાય તો - તેના અધિષ્ઠાન-રૂપ (આધાર-રૂપ) પરમાત્મા બાકી રહે છે, જે આ વસ્તુ "જ્ઞાનથી" સમજે છે તે-પોતે જ "પરમાત્મા-રૂપ" થાય છે. જ્યાં સુધી દર્પણ ની આજુબાજુ કોઈ પદાર્થ હોય ત્યાં સુધી દર્પણ માં તેનું પ્રતિબિંબ પડ્યા વિના રહેતું નથી, તે જ પ્રમાણે,જ્યાં સુધી જગત પોતાની સત્તાવાળું દેખાય છે, ત્યાં સુધી બુદ્ધિમાં તે જગતનું પ્રતિબિંબ પડ્યા વિના રહેતું જ નથી. આથી જગતનો અત્યંત અભાવ કરવાથી,બુદ્ધિમાં તેનું પ્રતિબિંબ પડતું નથી, અને આમ થાય છે ત્યારે જ, બુદ્ધિમાં (જગત-દય ને બદલે) બ્રહ્મ (દ્રષ્ટા) નું (સાચું) પ્રતિબિંબ પડે છે. આમ,આ "જગત" નામનો "દશ્ય" પદાર્થ "મિથ્યા" જ છેએમ નિશ્ચય કર્યા વિના કોઈ પણ મનુષ્ય "પરમ-તત્વ" (પરમાત્મા-દ્રષ્ટા) ને સમજી શકે નહિ, રામ બોલ્યા-હે મુનિ.આટલું બધું મોટું બ્રહ્માંડ-રૂપ જે"દુશ્ય" છે તેમાં પોતાની સત્તા નથી પણ બ્રહ્મ ની જ સત્તા છે -એમ આપે કહ્યું,પણ તે મનમાં શી રીતે ઉતરે? જેમ સરસવ ના પેટમાં મેરુ-પર્વત નો સમાવેશ -એ Page #83 -------------------------------------------------------------------------- ________________ અસંભવિત છે,તેમ અત્યંત સૂક્ષ્મ એવા બ્રહ્મા આવડા મોટા બ્રહ્માંડ નો સમાવેશ થાય એ અસંભવિત લાગે છે. વશિષ્ઠ બોલ્યા-હે,રામ,જો તમે મનમાં અકળાયા વિના,મહાત્માઓના અને ઉત્તમ શાસ્ત્રો ના સંગ માં તત્પર રહીને થોડાક દિવસ સાંભળ્યા કરશો તો જેમ ખરું જ્ઞાન થતા,ઝાંઝવાનું પાણી દેખાતું બંધ પડે છે, તેમ તમારી બુદ્ધિમાંથી -હું ક્ષણ-માત્ર માં દૃશ્ય (જગત) ને ઉડાડી દઈશ.(ભૂંસી નાખીશ) દૃશ્ય-રૂપ આ જગત,દૃષ્ટિમાંથી નાશ પામે છે -ત્યારે દ્રષ્ટા-પણું પણ શાંત પડે છે.અને કેવળ જ્ઞાન બાકી રહે છે. જો દૃશ્ય (જગત) છે તો જ દ્રષ્ટા (પરમાત્મા) છે,અને જો દ્રષ્ટા (પરમાત્મા) છે તો જ દૃશ્ય (જગત) છે. તેજ રીતે જો -એક હોય તો તે બંને છે અને જો બંને હોય તો પણ તે એક જ છે. આમાંથી જો એક નો અભાવ થાય તો બંને ની સિદ્ધિ થતી નથી (બંને અસિદ્ધ થાય છે) આ પ્રમાણે,જયારે -એક-પણું,બે-પણું,દૃશ્ય-પણું,અને દ્રષ્ટા-પણું--એ ચાર નો યે અભાવ થશેત્યારે એક-પરમાર્થ વસ્તુ (સત્ય-બ્રહ્મ) જ બાકી રહે છે. વશિષ્ઠ કહે છે કે-તમારા મન-રૂપી દર્પણ માં અહંપણા -વગેરે દૃશ્ય-જગત-રૂપ જે મેલ છે,તેનો, અત્યંત અભાવ સમજાવીને તે મેલ ને હું લુછી નાખીશ. જે પદાર્થ પોતાની સત્તા વિનાનો હોય તેનો ભાવ હોતો નથી અને જે પદાર્થ પોતાની સત્તાવાળો હોય, તેનો અભાવ હોતો નથી.આથી જગત પોતાની સત્તા વિનાનું હોવાથી તે ભાવ વિનાનું જ છે, તેથી તેને ટાળી દેવામાં તે શી મહેનત પડવાની? જગત મૂળે ઉત્પન્ન થયું જ નથી,છતાં તેની આ જે વિશાળતા દેખાય છે તે નિર્મળ પરમાત્મા માં જ દેખાય છે, અને પરમાત્મા ની સત્તા થી તે સત્તા વાળું છે. જેમ,સુવર્ણ નો હાર વગેરે આભુષણ -સુવર્ણથી જુદાં ઉત્પન્ન થયાં નથી,સુવર્ણ થી જુદાં નથી, અને સુવર્ણ થી જુદાં જોવામાં આવતાં નથી,તેમ આ જગત -પણ, બ્રહ્મ થી જુદું ઉત્પન્ન થયું નથી,બ્રહ્મ થી જુદું નથી અને બ્રહ્મ થી જુદું જોવામાં આવતું નથી. એ જગત ને ટાળવામાં શું મહેનત પડવાની? આ વિષય હું તમને ઘણી ઘણી યુક્તિઓ થી કહીશ -એટલે અબાધિત એવું શુદ્ધ "તત્વ" (બ્રહ્મ-સત્ય) પોતાની મેળે જ તમારા અનુભવ માં આવશે. જેમ,રણ માં નદી જ ના હોય તો જળ કેવી રીતે હોય? તેમ જગત મૂળ માં ઉત્પન્ન થયું જ ના હોય તો -તેનું અસ્તિત્વ પણ ક્યાંથી હોય? જેમ વાંઝણી નો પુત્ર હોતો નથી,ને જેમ આકાશમાં વૃક્ષ હોતું નથી,તેમ ભ્રાંતિ-રૂપ જગત મૂળમાં છે જ નહિ. હે,રામ,જે આ જોવામાં આવે છે તે અખંડિત "બ્રહ્મ" જ છે.અને આ વિષય ને હું આગળ જતાં કેવળ વચનો થી જ નહિ પણ યુક્તિ થી કહીશ.હે,રામ,વિદ્વાન લોકો આ વિષયમાં યુક્તિઓથી જે કહે છે,તેનો અનાદર કરવો યોગ્ય નથી,જે મૂઢ બુદ્ધિવાળો મનુષ્ય,યુક્તિઓથી ભરેલા આ વિષય નો અનાદર કરીને, મહા-દુઃખ-દાયી -(ઉલ્ટી વાતનો) આગ્રહ લઇ બેસે છે,તેને વિદ્વાન લોકો મૂર્ખ જ સમજે છે. (૮) ઉત્તમ શાસ્ત્રો ના શ્રવણ થી તત્વ-જ્ઞાન થાય છે. રામ બોલ્યા-જે કાંઇ આ દેખાય છે તે સઘળું બ્રહ્મ-રૂપ જ છે-એ વાત કઈ યુક્તિથી જાણવામાં આવે? અને તે કેવી રીતે સિદ્ધ થાય? અને તે વાતને ન્યાય થી અનુભવવામાં આવે તો પછી, 83 Page #84 -------------------------------------------------------------------------- ________________ બીજું કશું જાણવાનું બાકી રહે નહિ. વશિષ્ઠ બોલ્યા-ઘણા કાળ થી જામેલી અને અવિચાર થી થયેલી, "જગત" નામની વિશુચિકા (કોલેરા) જ્ઞાન વિના શાંત થતી નથી.હે, રામ,હું તમને સદ-બોધ થવા માટે,આ જે આખ્યાયિકાઓ (કથાઓ) કહેવા ધરું છું તે તમે સાંભળો,તેથી તમે ઉત્તમ બુદ્ધિમાન થઇ ને તરત જ મુક્તિને પામશો. પણ તમે જો અકળાઈ જશો ને સાંભળવાનું મૂકી અધવચ ઉઠી જશો - તો તમે પશુ સમાન થશો અનેતમારું કશું કાર્ય સિદ્ધ થશે નહિ. મનુષ્ય જો થાકી જઈને પાછો ના ફરે -તો તે જે વસ્તુ માગે છે તથા જે વસ્તુ માટે યત્ન કરે છે-તે વસ્તુ અવશ્ય મેળવે છે.હે રામ, જો તમે મહાત્માઓના અને ઉત્તમ શાસ્ત્રો ના સમાગમમાં તત્પર રહેશો, તો, થોડા મહિનાઓમાં નહિ પણ થોડા દિવસોમાં જ તમે પરમ-પદ ને પ્રાપ્ત થશો. રામ બોલ્યા-હે,ઉત્તમ શાસ્ત્ર-વેતા,આત્મ-જ્ઞાનની પ્રાપ્તિ માટે સારું કયું શાસ્ત્ર મુખ્ય છે? તે કહો. વશિષ્ઠ બોલ્યા-હે મહા-બુદ્ધિમાન મુખ્યત્વે કરી આત્મ-જ્ઞાનનું નિરૂપણ કરનારાં શાસ્ત્રોમાં આ સુંદર મહારામાયણ (યોગ-વાશિષ્ઠ) જ સર્વોત્તમ શાસ્ત્ર છે. આ ઉત્તમ, સર્વ ઇતિહાસ ના સાર-રૂપ -ઇતિહાસ સાંભળવાથી જ્ઞાન ની પ્રવૃત્તિ થાય છે. વાણી ની રચના રૂપ આ ગ્રંથ સાંભળવાથી પોતાની મેળે જ અક્ષય જીવન-મુક્તતા ઉદય થાય છે. જેમ, "આ તો સ્વપ્ન છે" એમ જાણવામાં આવે તો, સ્વપ્ન ના સત્ય-પણા ની ભાવના ટળી જાય છે, તેમ આ દૃશ્ય-જગત હોવા છતાં "આ બ્રહ્મ-રૂપ જ છે" એમ જાણવામાં આવે તોજગત ના સત્ય-પણા ની ભાવના ટળી જાય છે. આ ગ્રંથ જ અતિ પવિત્ર છે અને જે આ ગ્રંથ માં છે તે જ બીજા ગ્રંથ માં છે અને જે આ ગ્રંથમાં નથી તે બીજા કોઈ ગ્રંથ માં નથી.વિદ્વાનો આ ગ્રંથ ને સઘળા જ્ઞાન-ગ્રંથો ના કોશ-રૂપ સમજે છે. જે પુરુષ આ ગ્રંથ ને નિત્ય સાંભળે છે, તે પુરુષની બુદ્ધિ બીજા ગ્રંથો થી થયેલા પ્રૌઢ ચમત્કાર વાળા બોધ કરતાં પણ ઉત્કૃષ્ઠ એવા બોધ (જ્ઞાન) ને મેળવે છે.એ વિષે સંદેહ નથી જ. જે પુરુષ ને કોઈ પાપ ના ઉદય ને લીધે આ શાસ્ત્ર પર રુચિ નાં થાય,તે પુરુષ ભલે જ્ઞાન ના વિષય-વાળા કોઈ બીજા ઉત્તમ શાસ્ત્ર નો વિચાર કરે, જેમ ઉત્તમ ઔષધ (દવા) પીવામાં આવતાં પોતાની મેળે જ આરોગ્ય નો અનુભવ થાય છે, તેમ આ ગ્રંથ સાંભળવામાં આવતાં પોતાની મેળે જ જીવનમુક્ત-પણા નો અનુભવ થાય છે. આ શાસ્ત્ર સાંભળવાથી શ્રોતાને પોતાની મેળે જ નિશ્ચય થશે કે અમે જે કહ્યું છે તે યથાર્થ જ છે. અને વરદાન કે શાપ ની વાતની પેઠે-કશું જ ઠોકી બેસાડતા નથી. આ આત્મ-વિચાર-મય ગ્રંથ ની કથાથી જ તમારું સંસાર-સંબંધી દુ:ખ ટળી જશે. કે જે દુ:ખ -ધનથી,દાનથી,તાપથી,વેદ સાંભળવાથી,બીજાં સહસ્ત્ર સાંભળવાથી કે તે ગ્રંથોમાં કહેલા સેંકડો યત્નો કરવાથી પણ ટળતું નથી. (૯) જીવનમુક્ત ના લક્ષણ અને આત્મા નું સ્વરૂપ વશિષ્ઠ કહે છે-હે, રામ,જેમનું ચિત્ત (મન) આત્મા માં લાગી ગયું છે, જેઓ આત્મા ની પ્રાપ્તિ માટે જ જીવન જીવે છે અને આત્મા ના સ્વરૂપ નો ઉપદેશ -પરસ્પર કર્યા કરીને નિત્ય જ્ઞાન ની વાતો Page #85 -------------------------------------------------------------------------- ________________ કરીને તેમાં આનંદ માની ને આત્મ-જ્ઞાનમાં જ નિષ્ઠા રાખી,તેમાં મસ્ત રહે છે, તેવા "એક જ્ઞાન ની સ્થિતિ" કરનારા પુરુષો ને જીવન-મુક્ત-પણું મળે છે કે જે વિદેહ-મુક્તિ જ છે. રામ બોલ્યા- હે ભગવન, વિદેહ-મુક્ત અને જીવન્મુક્ત ના લક્ષણો મને કહો. એટલે હું શાસ્ત્ર પ્રમાણે વિચાર કરીને તે મેળવવા માટે પ્રયત્ન કરું, વશિષ્ઠ બોલ્યા--વ્યવહાર કરવા છતાં અને આ જગત જેવું છે તેવું રહ્યા છતાં પણ જેની દ્રષ્ટિમાં - જગત (દય) આકાશ ની જેમ શૂન્ય થઇ જાય છે તે-જીવન્મુક્ત કહેવાય છે. --જે પોતે વ્યવહાર કરવા છતાં પણ (આત્મ) જ્ઞાન માં જ એક- નિષ્ઠ રહે છે,અને જાગ્રત અવસ્થામાં પણ, સુષુપ્તિ અવસ્થામાં રહેતો હોય તેમ નિર્વિકાર-પણે રહેતો હોય-તે જીવન્મુક્ત કહેવાય છે. --પોતાની જે સ્થિતિ હોય તે સ્થિતિમાં આનંદ થી રહેનારા જે પુરુષના મુખ ની કાંતિ -સુખમાં આનંદી જોવામાં આવતી નથી કે દુ:ખમાં ઉદાસ જોવામાં આવતી નથી તે-જીવન્મુક્ત કહેવાય છે. --જે પુરુષ સુષુપ્તિ-અવસ્થા-વાળા ની જેમ નિર્વિકાર પણ રહે છે, જેને વિષયોના સ્પર્શ-રૂપ જાગ્રત-અવસ્થા જ નથી,અને જેણે જાગ્રત અવસ્થા ની વાસનાથી થતું સ્વપ્ન પણ આવતું નથી-તે જીવન્મુક્ત કહેવાય છે. --જે પોતે રાગ, દ્વેષ,ભય-વગેરે ને અનુકૂળ આવે તેવી ક્રિયાઓ (કર્મો) કરવા છતાં,પણ, આકાશની પેઠે મનમાં નિર્લેપ રહે છે-તે જીવન્મુક્ત કહેવાય છે. --ક્રિયાઓ (કર્મો) કરતાં અથવા ક્રિયાઓ ના કરતાં પણ જેનું મન અહંકારયુક્ત થતું નથી, અને જેની બુદ્ધિ લેખાતી નથી,તે જીવન્મુક્ત કહેવાય છે. --પોતાના "સ્વ-રૂપ"માં એક સ્થિતિથી રહેનારો જે પુરુષ-"આત્મા ના પ્રકાશ-માત્રથી જગત નો લય થાય છે અને આત્મા ના આવરણ માત્રથી જગતની ઉત્પત્તિ થાય છે,એમ અનુભવ-પૂર્વક જાણે છે -તે જીવન્મુક્ત કહેવાય છે. --જેનાથી લોકો ઉદ્વેગ પામતા નથી, અને જે લોકોથી ઉદ્વેગ પામતા નથી, અને જે પોતે, હર્ષ,ક્રોધભય થી રહિત છે -તે જીવન્મુક્ત કહેવાય છે. --જે પુરુષ નો સંસાર "સત્ય-બુદ્ધિ" થવાને લીધે ટળી ગયો છે, અને જેને લીધે તેમ થવાથી) તે ચિત્ત-વાળો હોવાં છતાં,ચિત્ત-વિનાનો અને શરીર-વાળો હોવાં છતાં શરીર-વિનાનો છે.તે જીવન્મુક્ત છે. --જે પોતે સર્વ પદાર્થો થી વ્યવહાર કરવા છતાં પણ શાંત રહે છે, અને જે સર્વ પદાર્થોમાં પણ પૂર્ણ સ્વરૂપે રહે છે-તે જીવન્મુક્ત કહેવાય છે. પણ એ જીવન્મુક્ત પુરુષ નું શરીર જયારે કાળ ને આધીન થાય છે, ત્યારે તે જીવન્મુક્તતા ની પદવી છોડે છે, અને જેમ પવન નિશ્ચળ-પણા ને પામે છે,તેમ તે 'વિદેહ-મુક્ત" તા ની પદવીને પામે છે. વિદેહ-મુક્ત પુરુષ,ઉદય કે અસ્ત પામતો નથી, દૂર કે મંદ પડતો નથી, પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રહેતો નથી, અહં-રૂપ કે અહં-રૂપ થી અલગ રહેતો નથી-પણ સૂર્ય થઈને પ્રકાશે છે. વિષ્ણુ થઈને ત્રિલોક નું રક્ષણ-પાલન કરે છે,રુદ્ર થી સંહાર કરે છે ને બ્રહ્મા થઇ સૃષ્ટિઓ બનાવે છે. તે આકાશ થઈને પવન ને,ઋષિઓને, સુરો ને,તથા અસુરોને ધારણ કરે છે.અને મેરુ-પર્વત થઈને લોક-પાલો ના સ્થાનક-રૂપ થાય છે. પૃથ્વી થઇ તે લોકો ની અખંડ મર્યાદાને સાચવે છે. ખડ,ઝાડ,લતાઓ થઇ ને ફળોના સમૂહ આપે છે. તે અગ્નિ થઇ પ્રજ્વલિત થાય છે,જળ થઇ ને દ્રવીભૂત થાય છે,ચંદ્ર થઈને અમૃત ને ઝરે છે અને હળાહળ વિષ) થઇ ને તે મરણ પામે છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ તે તેજ થઈને દિશાઓને પ્રગટ કરે છે, અને અંધકાર થઈને સર્વને અંધ કરે છે. તે ચેતન થઈને જંગમ થાય છે અને જડ થઈને સ્થાવર થાય છે. સમુદ્ર થઈને તે પૃથ્વી-રૂપી સ્ત્રીને કંકણ ની જેમ વીંટી લે છે અને આવરણરહિત પરમાત્મા થઈને તે પોતાના પ્રકાશથી વ્યાપેલાં બ્રહ્માંડો-રૂપી અનેક પરમાણુઓને ફેલાવવા છતાં, પણ, નિર્વિકાર રૂપે જ રહે છે. ત્રણે કાળ ના સંબંધ-વાળું જે કંઈ આ દૃશ્ય (જગત) પ્રકાશે છે, પ્રકાશી ગયું છે અને પ્રકાશશેતે સઘળું એ "વિદેહ-મુક્ત-રૂપ" જ છે. રામ પૂછે છે-કે-હે,બ્રહ્મન,એવું તે શી રીતે થવાય? મને તો તે એ સ્થિતિ વિષમ અને ઘણા કષ્ટ થી પ્રાપ્ત થાય એવી લાગે છે અને પામ્યા પછી,પણ તે સ્થિતિ રાખવી તો વધુ કઠિન હોય એમ લાગે છે. વશિષ્ઠ કહે છે કે-મેં જે આ વિદેહ-મુક્ત ની સ્થિતિ કહી છે તે મુક્તિ જ કહી છે. અને જે મુક્તિ છે એ જ બ્રહ્મ છે, તે જ નિર્વાણ છે, અને તે સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત થાય તે વિષે હું કહું છું. હું, તું-વગેરે વ્યવહારો વાળું જે કંઈ આ દૃશ્ય જોવામાં આવે છે, તે વિદ્યમાન છતાં પણ "તે ઉત્પન્ન થયું જ નથી" એમ સમજવામાં આવે તો એ નિર્વાણ (મુક્ત-કે-બ્રહ્મ) સ્થિતિ મળે છે. રામ કહે છે-જો વિદેહ-મુક્ત થયેલા પુરુષો તમારા કહેવા પ્રમાણે કૈલોક્ય-રૂપ થતા હોય - તો તેઓ સંસાર-રૂપ જ થાય એમ હું માનું છું. વશિષ્ઠ કહે છે કે જો "કૈલોક્ય" હોય તો તે રૈલોક્ય ના સ્વ-રૂપ ને ધારણ કરે,પણ "રૈલોક્ય" શબ્દથી કહેવાતો કોઈ પદાર્થ જ નથી, તો ત્યાં વિદેહ-મુક્ત રૈલોક્ય-સ્વરૂપ થાય છે-એમ કહેવું બને જ કેમ? માટે આ જગત -શબ્દ થી કહેવાતો કોઈ પદાર્થ પણ છે જ નહિ. મેં ઘણો વિચાર કર્યો, તો પણ સોનાનાં કડા માં મેં નિર્મળ સોના સિવાય કશું -કડા-પણું દીઠું નહિ. જળ ના તરંગ માં હું જળ સિવાય બીજું કંઈ જોતો નથી. વાસ્તવિક રીતે જળ માં તરંગ-પણું છે જ નહિ. જેમ જગતમાં અવકાશ છે તે આકાશ જ છે અને નિર્જળ ભૂમિમાં જળ દેખાય છે તે તેજ જ છે, તેમ આ ત્રૈલોક્ય પણ બ્રહ્મ-રૂપ જ છે. રામ કહે છે કે-હેમુનિ,જે યુક્તિથી જગતનું મિથ્યા-પણું પ્રાપ્ત થાય તે યુક્તિ મને કહો.દ્રષ્ટા અને દૃશ્ય - એકરૂપ થઈને પરસ્પર મળી ગયા છે અને તે બંને નથી-એવી મનની દૃઢ સ્થિતિ થાય ત્યારે - "નિર્વાણ" સ્વ-રૂપ બાકી રહે છે-માટે દ્રષ્ટા અને દૃશય નો બાધ થઇ જાય અને સ્વરૂપે રહેલા એ બ્રહ્મ સમજાય એવી યુક્તિ મને કહો.અને આવો બોધ જો સિદ્ધ થાય તો પછી, કંઈ પણ કરવાનું બાકી રહેતું નથી. વશિષ્ઠ કહે છે કે ઘણા કાળથી ઘર ઘાલી રહેલી આ મિથ્યા જ્ઞાન રૂપી વિશુચિકા (કોલેરા) -એવિચાર-રૂપ મંત્ર થી જ નિર્મુળ થઇ ને શાંત થઇ જાય છે. જોકે આ રોગ ઘણા કાળ થી જામેલો હોવાથી તેને તરત ઉખેડી શકાય તેમ નથી. કારણ કે લીસા પર્વત પર ચડવામાં જેટલો પરિશ્રમ થાય છે તેટલો જ - પરિશ્રમ તે લીસો-પર્વત ઉતરવામાં પણ થાય છે. આથી અભ્યાસ ના યોગ થી,યુક્તિથી અને ન્યાયની જગત-રૂપી ભ્રાંતિ નો નાશ થાય તે રીત હું કહીશ. હે, રામ,હું તમને ઉત્પત્તિ પ્રકરણ કહું છું, તેમાં તમે, આત્મા-એ પોતાનામાંથી ઉત્પન્ન થયેલા જગત થી મુક્ત થઈને કેવી રીતે રહે છે? એ વિષય ને સમજશો. Page #87 -------------------------------------------------------------------------- ________________ આ શૂન્ય-રૂપ,ભ્રાંતિ-રૂપ જગત મૂળે ઉત્પન્ન થયું જ નથી છતાં દેખાય છે-એ વિષે-હું આ પ્રકરણમાં કહું છું. સઘળા પ્રકારો વાળું આ જે સ્થાવર-જંગમ જગત જોવામાં આવે છે તે-સઘળું,જયારે ઇન્દ્ર-વગેરે ને પણ અંતર્ધાન કરી દેનારો મહાપ્રલય આવે છે ત્યારે ક્યાંક પણ જતું રહે છે, નાશ પામે છે,અસત થઇ જાય છે, અદૃશ્ય થી જાય છે, અને એ પ્રમાણે જગતનો પ્રલય થાય છે, ત્યારે માત્ર અનિર્વચનીય એવું સત બાકી રહે છે. જે સત-એ સ્થિર,ગંભીર,તપ અને તેજ થી વિચક્ષણ અને મુખ થી વર્ણન કરી શકાય નહિ તેવું રૂપ વગરનું છે. તે પૂર્ણ કરતાં પણ પૂર્ણ છે, તેને નથી સત કહેવાતું કે નથી અસતુ. તે ઉત્પત્તિ વાળું નથી કે ઉત્પત્તિ રૂપ પણ નથી.તે ચૈતન્ય-માત્ર છે,બુદ્ધિ-તત્વ થી ભિન્ન છે.અંનત છે,આદિ-અંત-અને મધ્ય થી ને કારણ રહિત છે. તે સત- એ-જગત ની વ્યકત-અવસ્થા અને અવ્યક્ત અવસ્થા માં રહેનાર "પરમાત્મા" છે. પોતાને નાક, કાન, જીભ,નેત્ર કે ચામડી ના હોવા છતાં-તે સર્વદેશ અને કાળમાં સાંભળે છે, સ્વાદ લે છે, સુંઘે છે, સ્પર્શ કરે છે અને જોયા કરે છે. એમના પ્રકાશ થી જ સઘળું જગત પ્રકાશે છે. એમનું સ્વરૂપ જ "અજ્ઞાન" ના સમયમાં સૃષ્ટિ-રૂપે વિચિત્ર લાગે છે અને જ્ઞાનમાં આદિ-અંત વિનાની લાગે છે. એ દેવ (પરમાત્મા) આકાશની પેઠે નિર્લેપ રહીને પોતાના સ્વ-રૂપની સત્તાથી પોતાના સંત-રૂપ લાગતા જગતને જોયા કરે છે.સત-રૂપ પરમાત્મા નું બીજું કોઈ "કારણ " હોવાની કલ્પના કરવી - એ સસલાના શિંગડા ની કલ્પના કર્યા જેવું છે. જેમ તરંગોનો સમૂહ એ જળ ના "કાર્ય-રૂપ" છે,તેમ આ જગત પણ તે પરમાત્મા ના કાર્ય-રૂપ છે. નિરંતર પ્રકાશતા અને ચિત્ત-રૂપી સ્થાનકોમાં રહેનારા એ "ચૈતન્ય-માત્ર -દેવ-રૂપી દીવા " ના પ્રકાશથી સઘળું બ્રહ્માંડ પ્રકાશયા કરે છે. એ દેવ (બ્રહ્મ) ના હોય તો સૂર્ય વગેરે પ્રકાશો-અંધકાર સમાન થઇ પડે છે. એ દેવ જયારે "મન"નું રૂપ ધારણ કરે છે, ત્યારે તેમાં આ જગત દેખાય છે અને જયારે તેને "મન-રૂપઃપણા" ને છોડી દે છે.ત્યારે તેમાં આ જગત દેખાતું નથી. જગતની ઉત્પત્તિ અને પ્રલય-પણ કહેવા પૂરતાં જ તે દેવથી જુદાં છે,પણ વાસ્તવિક રીતે તે જુદાં નથી. કારણકે એ દેવ ની સત્તા એવી અખંડિત છે કે તેમાં બીજા કોઈની સત્તા સમાય તેમ નથી. એ દેવ -જ્ઞાની પુરુષોમાં પ્રકાશમાન અને અજ્ઞાની પુરુષોમાં અપ્રકાશિત છે,જયારેમુક્ત-પુરુષોમાં તે પ્રકાશિત પણ નથી અપ્રકાશિત પણ નથી. એ દેવ ચલન-રહિત છે, કલ્યાણ-સ્વરૂપ છે,અને શાંત-સ્વરૂપ છે.અને, એમનામાં જ કલ્પાયેલી અવિધ્યા (અજ્ઞાન-માયા) ના ચલન થી ત્રણ જગતની ઉત્પત્તિ થાય છે. એ એક જ દેવ (બ્રહ્મ) અધિષ્ઠાન રૂપ અને ભરપૂર સત્તાવાળા છે,અનેબ્રહ્માંડો નો નાશ થતાં પણ તે દેવ ની સત્તાનો નાશ થતો નથી. આ દેવ પ્રત્યક્ષ હોવા છતાં ગ્રહણ કરી શકાતા નથી, એ વાણી-રહિત હોવા છતાં બોલે છે, મન-રહિત હોવા છતાં મનન કરે છે, સદા તૃપ્ત છતાં ભોગવે છે અને ક્રિયાઓ (કર્મો) ના સાધન વગરના હોવા છતાં ક્રિયાઓ કરે છે.અંગ-રહિત હોવા છતાં અંગો-વાળા છે, કોઈ માં રહેલા નથી છતાં જગતમાં વ્યાપ્ત છે. એ દેવ ઇન્દ્રિયો ના બળ થી રહિત હોવા છતાં સઘળી ઇન્દ્રિયો ની ક્રિયાઓ તેમનાથી જ થાય છે, મનથી રહિત હોવા છતાં જગત ની આ સઘળી રચનાઓ એમના મન ના સંકલ્પ થી પેદા થઇ છે. એ દેવ ને નહિ જોવાથી -સંસાર-રૂપી સર્પ થી ડર લાગે છે, અને Page #88 -------------------------------------------------------------------------- ________________ તેમના દર્શન થી ડર અને કામનાઓ ભાગી જાય છે. એ દેવ (બ્રહ્મ) નો જો સાક્ષાત્કાર થાય તો-તમે,હું અને સઘળાં લોકો એક-રૂપ જ છીએ અને જો, સાક્ષાત્કાર ના થાય તો સર્વે ભિન્ન-ભિન્ન છીએ. કાળ-સંબંધી છ વિકારો,દૃશ્ય પદાર્થો નો દેખાવ,અને અનેક જાતના માનસિક મનોરથો એ દેવ ને લીધે જ સ્ફૂરે છે.એ દેવ ના પ્રકાશથી જ જગતનો પ્રકાશ થાય છે,ક્રિયા-રૂપ-રસ-ગંધ-શબ્દ-સ્પર્શ અને અંતઃકરણ નું ચૈતન્ય વગેરે સઘળું -જે કંઈ તમારા જાણવામાં આવે છે તે આ દેવ (બ્રહ્મ) જ છે. હૈ.સુજન પ્રમાતા-પ્રમાણ અને પ્રમેય-એમાં અખંડિત-રૂપે જે જ્ઞાન રહેલું છે તે તમારું સ્વરૂપ છે - એમ તમે તમારા એકાગ્ર મનથી સમજો. એ બ્રહ્મ-જન્મ-રહિત છે,જરા-રહિત છે,અનાદિ છે,અવિયળ છે,નિત્ય છે,સુખરૂપ છે,નિર્મળ છે. તેને જય પછી તે તે દૂર થાય તેમ નથી અત્યંત વંદનીય છે.શુદ્ધ છે,સઘળી રચનાઓથી રહિત છે, કારણો ના કારણ-રૂપ છે,અનુભવ-રૂપ છે બીજા કશાથી જણાય તેમ નથી,જ્ઞાનરૂપ અને સર્વરૂપ છે, અને સર્વરૂપ હોવા છતાં પણ તે બ્રહ્મ ગુપ્ત રહેલું છે. (૧) બ્રહ્મ ના લક્ષણમાં શંકા અને તેને સમાધાન રામ કહે છે કે-મહાપ્રલય થતાં જે તત્વ બાકી રહે છે,તે નિરાકાર જ રહેવું જોઈએ,એમાં કશો સંશય નથી, પરંતુ તે તત્વ શૂન્ય શા માટે નહિ?પ્રકાશવાળું શા માટે નહિ? તે જીવ-રૂપ,મન-રૂપ બુદ્ધિ-રૂપ કે બીજા કોઈ રૂપ કેમ નથી? અને તમે તેને જો "સર્વ-રૂપ" કહો છો તો તે કેવી રીતે? આ તમારા વિચિત્ર વચનોથી મારા મનમાં ગુંચવાડો ઉભો થયો છે તે તમે દૂર કરો. વશિષ્ઠ કહે છે-કે-તમે જે આ પ્રશ્ન પૂછો છો- તે મારા અભિપ્રાય ને ઓળંગીને પૂછો છો. આ પ્રશ્ન ઘણો વિષમ છે,પણ જેમ સૂર્ય,રાત્રિ ના અંધકાર ને ભેદી નાખે છે તેમ હું પણ કશા પણ મહા-પ્રયત્ન કર્યા વિના જ તમારા સંશય ને ભેદી નાખીશ. હે રામ,મહા-પ્રલય ના સમયમાં જે વસ્તુ શેષ રહે છે તે અધિષ્ઠાન રૂપી બ્રહ્મ -એ -શૂન્ય નથી. જેમ કોતર્યા વિનાની પુતળી થાંભલા માં રહેલી છે-તેમ આ જગત પણ તે સમયે બ્રહ્મ માં રહેલું હોય છે. હે,રામ,જેમ જળમાં તરંગ નથી અને છે પણ ખરા, તેમ બ્રહ્મ આ જગતમાં નથી અને છે પણ ખરું . જગત ની ઉત્પત્તિ ની સત્તા બ્રહ્મ ની સત્તા થી જુદી નથી અને તે જગતના પ્રલયની સત્તા પણ એ બ્રહ્મની સત્તાથી જુદી નથી.-તો એવા સત્ અને સ્વરૂપ-સ્થિત "બ્રહ્મ" ની અંદર જગતની ઉત્પત્તિ થવામાં -બીજી કોઈ સામગ્રી ની જરૂર નથી. અશૂન્ય પદાર્થ ને લઈને શૂન્ય શબ્દ નો અર્થ કલ્પી શકાય છે,અને શૂન્ય પદાર્થ ને લઈને અશૂન્ય શબ્દનો અર્થ કલ્પી શકાય છે.પણ, 'બ્રહ્મ' થી જુદો કોઈ પદાર્થ જ નથી,માટે-તે "ખૂ" ને શૂન્ય કે અશૂન્ય કેવી રીતે કહી શકાય? 88 જે "પ્રકાશ" છે તે સૂર્ય-અગ્નિ વગેરે નો ધર્મ છે,માટે "બ્રહ્મ" ને "પ્રકાશ" કહી શકાય નહિ. તેમજ -સૂર્ય-વગેરે કોઈ પણ "યથાર્થ બ્રહ્મ" માં નથી,માટે તે "બ્રહ્મ" પ્રકાશવાળું નથી. સામાન્ય રીતે-સૂર્ય-વગેરે આદિ મહાભૂતો નો જે અભાવ છે તે "તમ" (તમસ) કહેવાય છે. પણ "બ્રહ્મ" એ કંઈ તેવા પ્રકાશ ના અભાવ-રૂપ નથી એટલે તે "તમ-રૂપ" નથી. "આકાશ " ની પેઠે સ્વચ્છ એવા બ્રહ્મ નો જે પ્રકાશ કહેવાય છે તે પોતાના "અનુભવ રૂપ" છે, Page #89 -------------------------------------------------------------------------- ________________ તે પ્રકાશ નો તે પોતે જ અનુભવ કરે છે, પણ બીજા કોઈ ને તે પ્રકાશનો અનુભવ થતો નથી. આ પ્રમાણે તે બ્રહ્મ "જ્ઞાતા" (જ્ઞાન ને જાણનાર) થી રહિત છે. આમ જે બ્રહ્મ એ તમ થી અને પ્રકાશ થી રહિત છે, તે અવિનાશી પદ છે, અને આકાશની પેઠે નિર્મળ છે, પણ "ભાંતિ" થી તેનામાં સઘળું જગત કલ્પાયેલું છે. માટે તે બ્રહ્મ ને "જીવ-રૂપ,બુદ્ધિ-રૂપ, કે મન-રૂપ" કહી શકાતું નથી. જેમ,જળ ની અંદર તરંગ છે અને માટી ની અંદર ઘડો છે તેમ જેની અંદર જગત છે તે-બ્રહ્મ -શૂન્ય કેવી રીતે હોઈ શકે? "જેમ,પૃથ્વી ની અંદર રહેલું જળ એ પૃથ્વીરૂપ નથી, તેમ બ્રહ્મ ની અંદર રહેલું જગત બ્રહ્મ-રૂપ ના હોવું જોઈએ" એવી શંકા કરવી જોઈએ નહિ,કારણકેપૃથ્વી-વગેરે "સાકાર પદાર્થો" ની ઉપમા "નિરાકાર બ્રહ્મ" ને લાગુ પડી શકે નહિ. બ્રહ્મ આકાશ ની પેઠે નિર્મળ છે અને તેમાં રહેલું જગત પણ આકાશની પેઠે નિર્મળ જ છે. એટલે કે જેવું બ્રહ્મ છે તેવું જ જગત છે. જેમ મરીની અંદર રહેલી તીખાશ -તેના ખાનાર વિના અન્યને જાણવામાં આવતી નથીતેમ,બ્રહ્મ નું ચિતૃપ-પણું એ પ્રલય-કાળ માં "જીવ" જો હોય જ નહિ તો તે કેવી રીતે જાણી શકે? જેમ, પ્રલય-કાળમાં જીવ નું "જીવ-પણું" નિવૃત્ત થાય છે, તેમ,જગત નું "જગત-પણું" પણ નિવૃત્ત થાય છે. એટલે કે-જીવ અને જગત -એ બંને "બ્રહ્મ-રૂપ" જ થઇ જાય છે. અને ત્યારેસઘળા બહારના દેખાવો અને મન ની અંદરના દેખાવો પણ "બ્રહ્મ-રૂપ" થઇ જાય છે,બીજું કશું રહેતું નથી. "સમાધિ" ના કાળમાં પણ આ પ્રલય ના કાળ ની જેમ સંપૂર્ણ જગત "સુષુપ્ત-રૂપ" થઇ જાય છે.અને "જ્ઞાન-કાળ" માં જગત "તુર્ય-રૂપ" થઇ જાય છે. આમ સમાધિ-કાળમાં જગત સુષુપ્ત થઇ જાય છે તેથી"સમાધિ-કાળ" માં "સર્વ-સંસ્કારો ના ડાબલા-રૂપ" "યોગી" સંસાર-રહિત થઇ ને "બ્રહ્મ-રૂપે રહે છે, એટલે"જ્ઞાન-કાળ" માં "સર્વ-સંસ્કારોના ડાબલા-રૂપ" "જ્ઞાની" (વ્યવહારવાળો છતાં પણ) સંસ્કાર-રહિત "બ્રહ્મ-રૂપે" છે. આમ,આકાર વગરના પર-બ્રહ્મ (સંપૂર્ણ-બ્રહ્મ) માં બ્રહ્મ-રૂપે જગત રહેલું છે, અને સંપૂર્ણ બ્રહ્મ માંથી જે જગત અને જીવ પ્રસરેલ છે તે બ્રહ્મ-રૂપે જ પ્રસરેલ છે,માટે, જગત અને જીવ -એ પૂર્ણ જ છે અને નિરાકાર જ છે. બ્રહ્મ માંથી જગતનું સ્કરણ માનવામાં આવ્યું. એટલે તે જગતના દ્રષ્ટા-રૂપે જીવનું સ્કરણ પણ માનવામાં આવ્યું છે. અહીં દ્રષ્ટા-જગતને જોનાર--એ જીવ છે) જગત એ પૂર્ણ (બ્રહ્મ) માં થી પૂર્ણ-પણે જ પ્રસરેલું છે.અને પૂર્ણપણે જ રહેલું છે. માટે જગત ઉત્પન્ન થયું જ નથી-અને જો ઉત્પન્ન થયું હોય તો પણ તે બ્રહ્મ-રૂપ જ છે. "પ્રલય"માં જીવ ને જગત નું "દ્રષ્ટા-પણું" નહિ રહેવાથી,જગતમાં "દય-પણું" પણ રહેતું નથી. એટલે પછી જગતમાં "જગત-પણું" ક્યાંથી બાકી રહ્યું? બ્રહ્મમાં ચિત્ત-દયપણું-વગેરે છે જ નહિ છતાં તે મિથ્યા પ્રતીત થાય છે. બ્રહ્મ માં કોઈ "ઉપાધિ" (માયા) છે જ નહિ, તો પછી "ઉપાધિ (માયા) માં બ્રહ્મ "જીવ-રૂપે પ્રતિબિમ્બિત" થાય છે તેમ પણ કેમ કહેવાય? Page #90 -------------------------------------------------------------------------- ________________ આ બ્રહ્મ એ પરમાણું ના પણ "કારણ-રૂપ" છે,સુક્ષ્મ કરતાં પણ અતિ સુક્ષ્મ છે,શુદ્ધ છે,અને અત્યંત શાંત છે. તે દેશ-કાળ-વગેરે ના વિભાગથી રહિત છે.તેથી તે અત્યંત વિસ્તરાયેલો છે. તે આદિ અને અંત થી રહિત છે,પ્રકાશ-માત્ર છે અને પ્રકાશ્ય-પદાર્થો થી રહિત છે. આ બ્રહ્મ માં દૃશ્ય થયું જ નથી તો પ્રતિબિમ્બ્રિત થયેલો કહેવાતો અને નિરંતર વાસનામય કહેવાતોદ્રષ્ટા (જીવ) તો ક્યાંથી થયો જ હોય? દૃશ્ય નો ઉદય નહિ થવાથી-બ્રહ્મ માં -જીવ-પણું નથી,બુદ્ધિ-પણું નથી,ચિત્ત-પણું નથી, ઇન્દ્રિય-પણું નથી કે વાસના-પણું પણ નથી. આમ,એ પર-બ્રહ્મ ભલે બીજાઓને તે જગત-રૂપી -મોટા આડંબર થી ભરેલો લાગે,પણ, અમને તો તે શાંત -અને -આકાશ કરતાં પણ અધિક શૂન્ય લાગે છે. શ્રીરામ પૂછે છે કે-એ અપાર ચૈતન્ય-મય પર-બ્રહ્મ નું રૂપ કેવું છે? તમે ફરીવાર એ મને સારી-પેઠે કહો. એટલે મારા જ્ઞાનમાં વૃદ્ધિ થાય. વશિષ્ઠ બોલ્યા-મહાપ્રલય થતાં સઘળાં કારણો ના "કારણ-રૂપ"જે "પર-બ્રહ્મ" બાકી રહે છે - તેનું રૂપ હું તમને કહું છું તે તમે સાંભળો. --સમાધિ માં "વૃત્તિઓ નો ક્ષય" થાય છે,ત્યારે "મન" ના રૂપ નો પણ નાશ કરીને"જેનું કોઈ રીતે નિરૂપણ ના થઇ શકે" તેવું- સદ-રૂપ રહે છે તે -પર-બ્રહ્મ નું રૂપ છે. --સમાધિ માં "દ્રશ્ય-રૂપ" જગત રહેતું નથી,તેથી દ્રષ્ટા (જીવ) નો અભાવ થવાથી, જે એક-રૂપ જેવું "સાક્ષી-રૂપ" પ્રતીત થાય છે તે -પર-બ્રહ્મ નું રૂપ છે. --જે બ્રહ્મ વિષે તે ભવિષ્યમાં જીવ નું સ્વરૂપ લે છે તેમ માનવામાં આવે છે, તે બ્રહ્મ, દૃશ્ય (જગત)માં મળેલું નથી અને તેનું ચિન્માત્ર,નિર્મળ અને શાંત-એવું જે રૂપ છે -તે પર-બ્રહ્મ નું રૂપ છે. --શરીર ને પવન-વગેરે લાગવા છતાં,પણ તેના (પવનના) સ્પર્શ -વગેરે નો અનુભવ ના થતાં, જે રૂપ સમાધિ માં જીવતા યોગીઓ જુએ છે તે પર-બ્રહ્મ નું રૂપ છે. --સ્વપ્ન વિનાની,કોઈ પીડાથી (માંકડ -વગેરે કરડવાથી) નહિ તૂટતી અને અંદર પ્રકાશ વાળીજે "સુષુપ્તિ-અવસ્થા" છે-તે ઘણીવાર સુધી રહે છે ત્યારે તેનું જે "ચૈતન્ય-રૂપ" છે-તે-પર-બ્રહ્મ નું રૂપ છે. --આકાશના અવકાશ જેવું,શિલા ના એક-રસ-પણા જેવું અને પવનના પૂર્ણ-પણા જેવું - ચિદ્રુપ પરમાત્મા નું જે રૂપ છે-તે પર-બ્રહ્મ નું રૂપ છે. --જીવતા હોવા છતાં-દૃશ્ય નો અને મનનો ત્યાગ કરી દેતાં સ્વ-રૂપ ની જે -શાંત અને પર-"સ્થિતિ" રહે છે -તે પરમાત્મા નું સ્વ-રૂપ છે. --આનંદમય કોશ ની અંદર,સૂર્ય ની અંદર,આકાશની અંદર,અને વૃત્તિઓની અંદરજે એક "પ્રકાશ" સ્ફૂરે છે તે -પરમાત્મા નું સ્વ-રૂપ છે. --બુદ્ધિ ની વૃત્તિ ના,પદાર્થોના સ્ફૂરણ ના,તથા અજ્ઞાન ના સાક્ષી-રૂપ અનેઆદિ-અંત-વગરનું જે જ્ઞાન છે-તે પરમાત્મા નું સ્વ-રૂપ છે. --આ જગત કદી ઉત્પન્ન થયું જ નથી,પણ જેનાથી તે ઉત્પન્ન થયા જેવું જણાય છે,અને જેનાથી અભિન્ન હોવા છતાં પણ તે ભિન્ન જેવું જણાય છે-તે પરમાત્મા નું સ્વ-રૂપ છે. --જ્ઞાની પુરુષ,એ વ્યવહારમાં લાગ્યા છતાં પાષાણના જેવી અવિચળ સ્થિતિ માં રહે છે તથા જે અખંડિત છતાં જગત ને અવકાશ આપે છે-તે પરમાત્મા નું સ્વ-રૂપ છે. --પ્રમાતા(ચિદાભાસ) પ્રમાણ (ઇન્દ્રિયો ની વૃત્તિ) અને પ્રમેય (વિષયો) એ ત્રણે જેમાં ઉદય પામે છે, 90 Page #91 -------------------------------------------------------------------------- ________________ અને જેમાં અસ્ત પામે છે તે-પરમ દુર્લભ-એવું-પરમાત્મા નું સ્વ-રૂપ છે. --બુદ્ધિ વગેરે થી રહિત-એવા જે મોટા અરીસામાં પ્રમાતા-પણું,પ્રમાણ-પણું અને પ્રમેય-પણું, પ્રતિબિમ્બિત થયેલું છે તે પરમાત્મા નું સ્વરૂપ છે. --જાગ્રતથી,સ્વપ્નથી તથા સુષુપ્તિથી રહિત-એવું જે મહા-ચૈતન્ય નું સ્વ-રૂપ છે,અને, સ્થાવર-જંગમમાં જે પ્રતીત થાય છે તે પરમાત્મા નું સ્વ-રૂપ છે. (અને તે જ પ્રલય માં અવશેષ રહે છે.) --સ્થાવર નું રૂપ કે જે મનથી,બુદ્ધિથી રહિત છે-તે જો જ્ઞાન-મય હોય તો તેને પરમાત્મા ના રૂપ ની ઉપમા આપી શકાય. બ્રહ્મા- વિષ્ણુ-મહેશ-સૂર્ય-ઇન્દ્ર-વગેરે નો નાશ થતાંસુખ-રૂપ સઘળી ઉપાધિઓ નો નાશ થવાથીભેદ-રહિત,ચૈતન્ય-માત્ર,અને જેમાં જગત નો સંગ રહેતો નથીએવું એક "પરમ-સ્વ-રૂપ" (પરમાત્મા-પર બ્રહ્મ) માત્ર પ્રલય-કાળ માં શેષ રહે છે. (૧૧ જગતની સત્તા અધિષ્ઠાન ની સત્તા થી જદી નથી. શ્રીરામ પૂછે છે કે-હે,બ્રહ્મન,આવા રૂપ થી પ્રકાશનું આ દૃશ્ય-રૂપ જગત,મહાપ્રલય ના સમયમાં બ્રહ્મની અંદર રહેતું નથી તો તે ક્યાં રહે છે? તે તમે મને કહો. વશિષ્ઠ કહે છે કે-વાંઝણી નો દીકરો ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે? તથા આકાશનું વન ક્યાંથી આવે છે ને ક્યાં રહે છે? તે તમે મને કહો. રામ કહે છે-વાંઝણી નો દીકરો ને આકાશ નું વન છે જ નહિ અને થવાનાં પણ નથી.તેઓ પ્રત્યક્ષ નથી, અને પ્રત્યક્ષ નહિ હોવાને કારણે તેમનો પ્રલય થવાનું પણ કહી શકાય તેમ નથી, માટે જગતને તેમની ઉપમા આપો છે-તે કેમ સંભવે? વશિષ્ઠ કહે છે-જેમ વાંઝણી નો દીકરો અને આકાશ નું વન એ કદી પણ નથી,એની પેઠે જગત-આદિદશ્ય પણ કદી નથી.જગત ઉત્પન્ન થયું નથી અને તે નાશને પામનાર નથી. જે વસ્તુ પ્રથમ છે જ નહિ,તેની ઉત્પત્તિ કેવી?અને ઉત્પત્તિ ના હોય તો નાશ ની તો વાત જ ક્યાંથી હોય? રામ પૂછે છે-જેની ઉત્પત્તિ અને સ્થિતિ પ્રત્યક્ષ છે એવા જગત ને વાંઝણી ના પુત્ર વગેરે કે જે અત્યંત અસત પદાર્થ છે તેની ઉપમા આપવી ઘટતી નથી,પણ જો તેમને બીજા કોઈ પદાર્થ કે જેમનાં - ઉત્પત્તિ અને નાશપ્રત્યક્ષ છે -તેમની ઉપમા આપવી શું અયોગ્ય કહેવાય? વશિષ્ઠ કહે છે કે જેને ઉપમા આપવાની હોય છે તેને તેનાથી ભિન્ન પદાર્થ ની ઉપમા આપવી જોઈએ. "આકાશ એ આકાશ જેવું છે" કહીએ તો તે અનન્વયાલંકાર નું ઉદાહરણ થઇ જાય. એટલે અહીં અસત જગતને અસત પદાર્થ ની ઉપમા આપી છે. "આ જગત તો પ્રત્યક્ષ દેખાય છે તો તે અસત કેવી રીતે સંભવે?" એવી શંકા રાખશો નહિ. કારણકે કેટલાએક પદાર્થો અસત છતાં પ્રત્યક્ષ થાય છે. જેમ સુવર્ણ ના કડામાં કડા-પણું પ્રત્યક્ષ દેખાય છે-પણ તે અસત છે. તેમ,બ્રહ્મ માં જગત-પણું પ્રત્યક્ષ દેખાય છે-પણ તે અત્યંત અસતુ છે. જેમ, કાજળમાં કાળા-પણું પ્રત્યક્ષ દેખાય છે, પણ તે કાજળ થી જુદું નથી, Page #92 -------------------------------------------------------------------------- ________________ જેમ હિમ (બરફ) માં શીત-પણું પ્રત્યક્ષ જણાય છે પણ તે હિમ થી જુદું નથી, અને જેમ, ચંદ્રમાં શીતળ-પણું પ્રત્યક્ષ જણાય છે પણ તે ચંદ્ર થી જુદું નથી. તેમ,બ્રહ્મ માં જગત-પણું પ્રત્યક્ષ દેખાય છે પણ તે બ્રહ્મ થી જુદું નથી. આ પ્રમાણે જે પ્રથમ થી થયું જ નથી,તે વર્તમાન કાળમાં પણ હોતું નથી,તો પછી, તેનો નાશ થવાની વાત જ કેવી રીતે બને? જો કે બ્રહ્મ જગતનું કારણ કહેવાય છે, તો પણ, જેમ, તડકો એ છાયા નું કારણ હોય એ અસંભવિત છે તેમ, ચૈતન્ય-રૂપ "બ્રહ્મ" એ જડ-રૂપ પૃથ્વી નું કારણ હોય-એ અસંભવિત છે. માટે જગત મુદ્દલ થયું જ નથી એમ સમજવું. આમ,જગત-રૂપ "કાર્ય" કંઈ ઉત્પન્ન થયું જ નથી, પણ જે બહ્ય છે. તે જ જગત-રૂપ ભાસે છે એમ માનવું તે યોગ્ય જ છે. "અજ્ઞાન" જ જગત-રૂપે પરિણામ પામ્યું છે. એમ કહેવામાં આવે છે.તો,પણ, અજ્ઞાન નું પરિણામ એ સંભવિત (જ્ઞાન)નું વિવર્ત (મૂળ વસ્તુ માં ફેરફાર ન થતાં તેમાં બીજા નું ભાન થવું) જ છે, અને સ્વપ્ન માં જે જગત જોવામાં આવે છે તે-સંભવિત નું વિવર્ત જ છે, એ વાત જગ-પ્રસિદ્ધ છે. એટલે કે સ્વપ્ન માં જે ભ્રમ-રૂપી જગત જોવામાં આવે છે તે-સંભવિત (જ્ઞાન-સત્ય) નો જ દેખાય છે, તેમ સૃષ્ટિ ના આરંભમાં જે જગત જોવામાં આવે છે-તે બ્રહ્મ નો જ દેખાવ છે. આ જે કંઈ જગત જોવામાં આવે છે-તે સર્વદા બ્રહ્મ-રૂપ જ છેજગતનો કોઈ પણ સમયે અને કંઈ પણ-પ્રલય થયો નથી કે ઉદય પણ થયો નથી. જેવી રીતે સ્વપ્ન ને જોનારા પુરુષ નું જે "જ્ઞાન" છે તે જ સ્વપ્ન ના નગર જેવું દેખાય છે, તેવી રીતે,પરમાત્મા જ પોતાના સ્વરૂપ માં જગતની પેઠે પ્રતીત થાય છે. શ્રીરામ પૂછે છે કે-હે,બ્રહ્મન, દય-રૂપી ઝેર જગત) એ સ્વપ્ન ના અનુભવની પેઠે-અસત હોય તોતે અત્યંત દૃઢ રીતે કેમ પ્રતીત થાય છે? સ્વપ્ન નો પદાર્થ તો દૃઢ-રૂપે પ્રતીત થતો નથી. જ્યાં સુધી દરય (જગત) ની સ્થિતિ હશે ત્યાં સુધી દ્રષ્ટા નું વારણ થવાનું નથી,અને જ્યાં સુધી દ્રષ્ટાની(બ્રહ્મની) સ્થિતિ હશે, ત્યાં સુધી દ૨ય નું વારણ થવાનું નથી. તેમજ એમાંનું એક હશે ત્યાં સુધી બંને બંધ રહેશે અને એમાંથી એક નો ક્ષય થશે ત્યારે બંનેનો મોક્ષ થશે. પણ જ્યાં સુધી દય નો અત્યંત બાધ-રૂપ-ક્ષય સમજાયો નથી ત્યાં સુધીદ્રષ્ટા અને દૃશયનો સંબંધ ટળવાનો નથી. એટલે-જ્યાં સુધી એ સંબંધ ટળ્યો નથી ત્યાં સુધી મોક્ષ ની આશા રાખવી વ્યર્થ છે. જો પ્રથમ દૃશ્ય પદાર્થ હોય અને પછીથી તેનો ક્ષય થતો હોય, તો તેના "સંસ્કાર-રૂપ" રહેલા "દૃશય" ની ઉત્પત્તિ નું બંધન પણ શાંત થતું નથી, કારણકે ચૈતન્ય-રૂપી અરીસા ઓ જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં તેમાં દૃશ્યનું "સ્મરણ-રૂપ" પ્રતિબિંબ પડ્યા વગર રહેતું નથી. પણ,જો દૃશ્ય ઉત્પન્ન જ થયું ન હોય અને અસ્તિત્વ વિનાનું જ હોય તો દ્રષ્ટા -એ -દશ્યમાંથી મુક્ત થઇ શકે છે. માટે મારા મનમાં મુક્તિના અસંભવ ની જે શંકા છે તેને તમે યુક્તિઓ થી દૂર કરો.અને જ્યાં સુધી દૃશ્ય ના અત્યંત અસંભવ ને બરાબર સમજુ નહિ, ત્યાં સુધી તમે વિસ્તારથી કહ્યા કરો. વશિષ્ઠ કહે છે કે-હે,રામ,જગત (૬૫) જે દૃઢ રીતે પ્રતીત થાય છે, છતાં તે મિથ્યા જ છે. અને એ વિષે હવે હું લાંબી આખ્યાયિકા ઓથી કહું છું તે તમે સાંભળો. Page #93 -------------------------------------------------------------------------- ________________ જ્યાં સુધી તમારા હૃદયમાં "દુ૫-એ અસંભવ છે" એમ નહિ સમજાય ત્યાં સુધી,હું પૂર્વના મહાત્માઓ ની કથાઓ ના વાક્યોથી તમને સમજાવ્યા કરીશ. અને જયારે તમે "તત્વ" માં વિશ્રાંતિ પામી ને-વ્યવહાર કર્યા કરશો-ત્યારે મન ની વૃત્તિઓ તમને વીંધી શકશે નહિ. એ આત્મા એ એક અને અદ્વિતીય જ છે, તેમાં બીજી કોઈ કલ્પના છે જ નહિ, તે છતાં એ આત્મામાં જે રીતે જગત ઉત્પન્ન થયું છે તે-રીત -હું તમને કહી સંભળાવીશ. (૧૨) અધ્યારોપ (આરોપણ) અને અપવાદ વશિષ્ઠ કહે છે કેએ શાંત અને અત્યંત પવિત્ર "પદ" માંથી આ "જગત" જે પ્રકારે ઉત્પન્ન થયું છે તે તમે સાંભળો. જેમ પ્રત્યેક જીવનું પોતાનું શાંત-સ્વ-રૂપ જ "સ્વપ્ન"ની પેઠે વિવર્ત પામે છે. તેમ,સઘળા જીવો નું એકઠું -શાંત-સ્વ-રૂપ (પર-બ્રહ્મ) જ "સૃષ્ટિ" ની પેઠે વિવર્ત પામે છે. (વિવર્ત =મૂળ વસ્તુ માં ફેરફાર ન થતાં તેમાં બીજા નું ભાન થવું) એ "સર્વ-સ્વ-રૂપ" એવા "પર-બ્રહ્મ" નો "જગત-રૂપે" વિવર્ત થવા નો જે "મ" છે તે તમે સાંભળો. આ સઘળું દય-જગત -એ-સર્વદા અને સ્વાભાવિક રીતેતે "અનંત-પ્રકાશ-રૂપ અને ચૈતન્યમણિ" ની સત્તા-રૂપ જ છે. અને તે જગત એ પોતાના "સ્વ-રૂપ" માં જ કંઈક "દૃશ્ય-પણા" ને પામે છે. "અહંકાર ના અધ્યાસ વગરનું" અને "આકાશ કરતાં પણ સૂક્ષ્મતા વાળું " એ "શુદ્ધ પરમ-તત્વ" (બ્રહ્મ) એ ભવિષ્યમાં થનારાં નામ-રૂપોનાં અનુસંધાનો થી, (૧)-- "પ્રથમ"કંઈક "કલ્પના-વાળું" થાય છે, શાસ્ત્રો એ "કલ્પના" ને "ઇક્ષણ" કહે છે. "ઇક્ષણ-વાળી" (કલ્પના વાળી) એ "પરમ-સત્તા" એ પોતાની "ઇક્ષણ-રૂપ-વૃત્તિ" માં પ્રગટ થયેલ (૨)---"ચૈતન્ય" ને લીધે "વાણીના વ્યવહાર ની કંઈક યોગ્યતા મેળવે છે" (બોલી શકે તેવી કે નાદ??) અને-તેથી તે "ઈશ્વર" એવું યોગ્ય નામ ધારણ કરે છે. પછી ઘણા કાળની (સમય ની "ભાવના" થી "ઇક્ષણ-વૃત્તિ" દૃઢ થાય છે. એટલેએ જ મૂળ "પરમ-સત્તા" (બ્રહ્મ) એ "સૂક્ષ્મ-પ્રપંચ-પણા" પકડે છે -અનેપોતાના "પર-બ્રહ્મ-પણા" ને વિસ્મરણ થી છોડી દે છે (ભૂલી જાય છે, અને આમ, (૩)---ત્યારે તે "પરમ-સત્તા" ભવિષ્યમાં "જીવ અને હિરણ્યગર્ભ" નામ વાળી થાય છે. આ રીતે "પરમ-સત્તા" (કે બ્રહ્મ-સત્તા) જ આ પ્રમાણે ની ભાવનાઓ ને લીધે"સંસાર" (જગત) ની સ્થિતિ" માં તત્પર થાય છે. આ "પરમ-સત્તા" નો સ્વભાવ જ આવો હોવાથીજેમ,રજ્જુમાં સર્પ-ભાવ ઉત્પન્ન થાય છે. તેમ તે "પરમસત્તા" માં "જીવ-હિરણ્યગર્ભ" નો અભાવ ઉત્પન્ન થાય છે. હવે એ "પરમ-સત્તા" માં જેવો "જીવ" ભાવ ઉત્પન્ન થાય છે(૪).---એટલે તરત જ "શન્ય-રૂપ" "આકાશ-પણું"ઉદય પામે છે. એ આકાશ-એ "શબ્દ" વગેરે "તન્માત્રાઓ" ના બીજ-રૂપ છે-અને ભવિષ્યના નામોને પ્રકાશ કરનાર છે (૫).---તે પછી કાળ (સમય) ની સત્તા ની સાથે "અહંકાર" નો ઉદય થાય છે. અને તે ભવિષ્યમાં થવાની "જગત ની સ્થિતિ" ના "બીજ-રૂપ" છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ આ રીતે "પર-બ્રહ્મ" થી જ જરા પણ વિકાર પામ્યા વગર-આ " મિથ્યા-જગત-રૂપી જાળ" ઉદય પામે છે. અને તે પ્રકાશવાથી" (સ્કરણથી જાણે-કે-જુદી-જુદી સત્તા-વાળી હોય એમ દેખાય છે. "અહંકાર" ના ઉદય ને અનુસરી ને ભાસનાર એ "બ્રહ્મ-તત્વ" તે - "સંકલ્પાત્મક-જગત-રૂપી વક્ષ" ના "બીજ-રૂપ" છે. (૬) ---તે પછી "અહંકાર" ના "એક-દેશ-સમાન" અને "ચલન-શક્તિ" વાળો "વાય"ઉદય પામે છે. "અહંકાર વાળી એ જ બ્રહ્મ-સત્તા " એ-"આકાશ ની તન્માત્રા-રૂપ શબ્દ" ની ભાવનાને લીધેઆકાશ કરતાં કંઈ ઘાટી થાય છે અને "શબ્દ-રૂપે" પ્રતીત થાય છે. અને એ "શબ્દ" એ ભવિષ્ય ના પદાર્થો (વેદ) નો "વાચક" થાય છે. કે જે "શબ્દ-સમૂહ" ના વૃક્ષના બીજ-રૂપ છે, અને "વેદ-રૂપે" પ્રકાશ પામે છે.અને તે વેદનાં "પદો-વાક્યો-પ્રમાણો" એ નામથી ઓળખાય છે. આ રીતે "વેદ-રૂપ-પણા" ને પામેલા "બ્રહ્મ-તત્વ" માં થી સઘળું જગત ઉત્પન્ન થાય છે. જે જે શબ્દો નો ઉદય થાય-તે તે શબ્દો ના વાચ્ય (વાંચન-પ્રમાણે) પદાર્થો-રૂપે - એ જ (પદાર્થ-રૂપી) તત્વ પ્રતીત થાય છે. (૭)---એક જાતના વાયુ-રૂપ "પ્રાણ" (પ્રાણ-વાયુ) ને ધારણ કરવાથી - એ "બ્રહ્મ-સતા" (પરમ-સત્તા)."જીવ" કહેવાય છે.અને --ભવિષ્યમાં અનેક-રૂપ-વાળા જુદાજુદા "દેહો" ના લાભ થી"જીવ"ના વ્યષ્ટિ (વિશાળ) પણાથી-જીવના અનેક "સમહો" પેદા થાય છે. અને તેને --ભવિષ્યમાં "ચૌદ-બ્રહ્માંડોમાં રહે છે, એટલે તેમના (તે જીવોના) ચૌદ પ્રકારો છે. આ રીતે "પ્રાણ-વાયુ" સાથે સંબંધ ધરાવનારા એ (ચૌદ-પ્રકારના) "જીવો" -એ"ચૈતન્ય" માંથી નીકળી) "બ્રહ્માંડો-રૂપી" ખાડાઓ માં પડે છે. (૮)---જેમાં પ્રથમ "નામ-કે-ગતિ" એવું કંઈ જ હોતું નથીએવું એક "ચૈતન્ય" તરત જ "પ્રકાશ" પામીને--ક્ષણમાં ભાવનાથી "સ્પર્શ-રૂપ થાય છે.અને આ "સ્પર્શે ના સમૂહ-રૂપી-વૃક્ષ" ના "બીજ-રૂપ" એ "ચૈતન્ય" પવનો (આવહ-પ્રવહ-વગેરે) રૂપ થાય છે. અને આ "પવનો-રૂ૫" બનેલા "ચૈતન્ય" માંથી - સર્વ પ્રાણીઓ (જીવો) ની "ક્રિયા-૩પ-ગતિ" (કર્મો) ચારે તરફ વિસ્તાર પામે છે. (૯)--- એ જ "ચૈતન્ય" માં "પ્રકાશ" ની ભાવનાને લીધે-"પ્રકાશ" (તેજી નો અનુભવ થાય છે. અને તે "તેજ" માં ભવિષ્યના "રૂપ" અને "સમષ્ટિ-ભૂત-રૂપ" નો અનુભવ થાય છે. આ "રૂપ" માંથી જ-"સુર્ય-અનિ" -વગેરે "વ્યષ્ટિ (વિશાળ)-રૂપો" (તેજ) ઉત્પન્ન થાય છે. અને આ જુદાજુદા "વ્યષ્ટિ-રૂપો" ના ભેદ થી સંસાર ફેલાય છે. (૧૦)---એ જ "ચૈતન્ય" પોતે "હું જળ ના રસ ના સમુદાય-રૂપ છું" એવી ભાવના ને લીધે "રસ-રૂપ" થઇ જાય છે. રસ-ના સમુદાય-રૂપ અમુક પદાર્થ નો સ્વાદ લેતાં જે પ્રતીતિ થાય છે-તેનું નામ "રસ-તન્માત્રા" પરસ્પર સ્વાદો ની વૃદ્ધિ થતા સંસાર આગળ વિસ્તરે છે. (૧૧)---એ જ "ચૈતન્ય" પોતે જયારે "હું પૃથ્વી છું" એવો સંકલ્પ કરે છે-ત્યારે એવી ભાવનાને લીધે-તે ભવિષ્ય ના "પુથ્વી" ના વિભાગો ને યોગ્ય થઈ જાય છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ 95 અને સંકલ્પ ને લીધે જ તે પોતાના માં "ગંધ-પણા"ને જુએ છે. "ભવિષ્ય ના ભૂગોળ-પણા" માટે "પ્રાણીઓ ની આકૃતિ"ઓ નું તે બીજ છે. અને સર્વના આધાર એ "પૃથ્વી-રૂપી" ચૈતન્યમાંથી ભવિષ્યમાં "સંસાર" વિસ્તાર પામે છે. આ રીતે ઉપર મુજબ-બતાવેલ જુદાજુદા ભતો (આકાશ-વાય-તેજ-જળ-પથ્વી) ના "અહંભાવ" (અહંકાર) ને પામેલું,"ચૈતન્ય" જ "ભાવના" કરે છે.અને-તેથી "તન્માત્રાઓ" (શબ્દ-સ્પર્શ-વગેરે) પરસ્પર એકઠી થઈનેજેમ પાણી માં પરપોટા થાય છે તેમ તે "ચૈતન્ય" માં જ નિત્ય-અનેક બ્રહ્માંડ (પદાર્થ) રૂપો પોતાની મેળે જ પેદા થાય છે. અને એ પદાર્થો નો જ્યાં સુધી નાશ થઇ જતો નથી. ત્યાં સુધી તે પદાર્થોસ્પષ્ટ રીતે જુદા ના પાડી શકાય તેમ એકઠા મળી ને રહેલા છે. ઉપર કહેલા સર્વ પદાર્થો એ."પર-બ્રહ્મ" માં જ રહેલા છે. જેમ,એક સૂક્ષ્મ-બીજમાં અનેક વડ રહેલા છે અને તે અનેક-રૂપે,શાખાઓ-રૂપે ઉત્પન્ન થાય છેતેમ,બ્રહ્મ-રૂપ બીજમાં પણ અનેક બ્રહ્માંડો રહેલા છે અને તે અનેક રીતે ઉત્પન્ન થાય છે, તથા, સેંકડો શાખાઓથી ઝૂરે છે. પરમાણુજેવા એ "સૂક્ષ્મ-બ્રહ્મ" માં માયા (પ્રપંચ) ને લીધે એ બ્રહ્માંડો પ્રતીત થાય છે અને ક્ષણમાત્રમાં તો તે વધી જાય છે. આ સઘળાં બ્રહ્માંડો- એ "ચૈતન્ય" ના વિવર્ત-રૂપ જ છે અને એમ હોવાથી તે "નિર્વિકાર" છે. આ જે તન્માત્રાઓ (શબ્દ-સ્પર્શ-વગેરે) નો સમૂહ છે -તે "સંકલ્પ-રૂપ-પણા" ને પામેલ "ચૈતન્ય" જ છે. એ ચૈતન્ય એ પોતે નિર્વિકાર છે છતાં પોતાની જ્ઞાન-શક્તિ થી પોતાના માં જગત ને ત્રસરેણુ (ત્રણ અણુ) સમાન દેખે છે. જગત નું બીજ "પાંચ-તન્માત્રાઓ" (શબ્દ-સ્પર્શ-વગેરે) છે. તે તન્માત્રાઓ નું બીજ-પરમાત્મા ની સાથે સાક્ષાત સંબંધ ધરાવનારી "માયા-શક્તિ" છે. અને એ "માયા-શક્તિ" નું બીજ પરમાત્મા (બ્રહ્મ) જ છે. એમ વિદ્વાનો નો સર્વદા અનુભવ છેમાટે જે જગત છે તે અજ અને આદિ-રૂપ બ્રહ્મ જ છે અને આ જગત એ "બ્રહ્મ" ના "વિવર્ત-રૂપ" જ છે. (૧૩) "બ્રહ્મ" ને "જીવ" ભાવ ની પ્રાપ્તિ વશિષ્ઠ કહે છે કે-હે રામ,જેમાં આકાશ-તેજ કે અંધકાર થયા નહોતા એવા - ચિદ્રુપ, વિસ્તીર્ણ અને સ્વ-રૂપે સ્થિર રહેલા નિર્વિકાર "પરબ્રહ્મ" માં - --દૃશ્ય પદાર્થો રૂપે પ્રતીત થવાના સ્વ-ભાવને લીધે-પ્રથમ-"વિષયો ની કલ્પના" ઉઠી. --તે પછી,ચિત્ત-રૂપે પ્રતીત થવાને લીધે "ચિત્ત ની કલ્પના" ઉઠી. --પછી,દ્રશ્યો ની સાથે સંયુક્ત થઈને જીવ-રૂપ પ્રતીતિ થવાના સ્વ-ભાવને લીધે "ચિત્તની કલ્પના" ઉઠી, --પછી દ્રયો ની સાથે એકરૂપ-પણું પ્રતીત થવાની "અહંભાવ ની કલ્પના" ઉઠી. --પછી,અહંભાવ ની વૃદ્ધિ થવાથી "બુદ્ધિ-પણા ની કલ્પના" ઉઠી. --એવી જ રીતે શબ્દ-વગેરે વિષયોનું મનન કરનાર મન (અને બીજા કેટલાક ભાવો) ની કલ્પના ઉઠી, --પછી,શબ્દ-વગેરે તન્માત્રાઓ નું પંચીકરણ થવાથી વૃદ્ધિ પામેલ અને તેથી સ્થૂળ-પણા ને પામેલ, તે મનમાંથી આવી રીતનો -બ્રહ્માંડ -વગેરે રૂપ મોટો ગોટો ઉત્પન્ન થયેલ જોવામાં આવે છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ જેમ સ્વપ્ન માં બાંધ્યા વિનાનું નગર તરત ઉત્પન્ન થાય છે, તેંમ આ ક્રમ પ્રમાણે તરત જ એ ગોટો ઉત્પન્ન થાય છે. આ બ્રહ્માંડ-રૂપી મોટું જાળું,ચિદાકાશ રૂપી મોટા વનમાં ઉત્પન્ન થઇને પાછું નાશ પામે છે. જગત-રૂપી કરજોના કુંજો નું વાવ્યા વિનાના બીજ જેવું જ જે છે-તે-"મન" છે. તેને પૃથ્વીની,જળ ની,ગરમી વગેરેની કશાની અપેક્ષા રહેતી નથી. જેમ સ્વપ્ન નો દ્રષ્ટા એ નગરને ઉત્પન્ન કરે છે, તેમ,"બ્રહ્મ માં કલ્પાયેલું" એ "મન" એ પાછળથી પૃથ્વી વગેરે ને ઉત્પન્ન કરે છે. એ "મન" ગમે ત્યાં રહ્યું હોય તો પણ,જગત-વગેરે ના અંકુર ને ઉત્પન્ન કર્યા જ કરે છે. જગત નું બીજ એ "મન-રૂપી" પાંચ તન્માત્રાઓ છે.અને એ પાંચ તન્માત્રાઓ નું બીજ"પર-બા" છે. માટે જગત-એ-બ્રહ્મમય જ છે. કારણ કે જે બીજ હોય,તે જ અંકુર-આદિ રૂપે થાય છે. આવી રીતે સૃષ્ટિ ના આરંભમાંપર-બ્રહ્મ-રૂપ "આકાશ"માં -બ્રહ્મ ના તે તે પદાર્થો-રૂપે પ્રતીત થવાના સ્વ-ભાવ ને લીધે, અધિષ્ઠાન થી અભિન્ન એવો "શબ્દ" વગેરે પાંચ વિષયો નો સમૂહ-"કલ્પના" થી જ ઉઠયો છે. જો કે વાસ્તવિક રીતે જોવા જતાં તો તે ઉત્પન્ન થયો જ નથી. શબ્દ-વગેરે વિષયોના સમૂહો વૃદ્ધિ પામીને જે કંઈ આ જગત બનાવે છે-તે પણચિદાકાશ માં અધ્યાસ (આરોપ) કરીને જ બનાવવામાં આવે છે, તે "કલ્પિત" છે અને "સત્ય" નથી, માટે જગતની "સ્થિતિ" એ પોતાની સત્તા થી નહિ, પણ "અધિષ્ઠાન (બ્રહ્મ) ની સતા થી જ છે. જે કલ્પિત પદાર્થો થી થયું હોય તે વાસ્તવિક હોતું નથી. જેનું સ્વરૂપ જ "કલ્પના-મય" હોય-તેને "સત્ય-પણા" ની પ્રાપ્તિ કેમ કરી ને સંભવે? આમ,શબ્દ-વગેરે-પાંચ વિષયો- એ "બ્રહ્મ-રૂપ" જ છે, અને તેથી તેમનાં કાર્યો" પણ બ્રહ્મ-રૂપ જ છે. અને જેથી કરીને આખું "બ્રહ્માંડ" પણ "બ્રહ્મરૂપ" જ છે. જેમ, સૃષ્ટિના પ્રારંભ માં શબ્દ-વગેરે પાંચ વિષયો ની ઉત્પત્તિ મિથ્યા પ્રતીત થાય છેતેમ,ઉત્તર-કાળ (ઉત્પત્તિ પછી ના સમયમાં) તે વિષયો થી થતાં કાર્યો ની ઉત્પત્તિ પણ મિથ્યા જ છે. આમ,જગત કદી પણ ઉત્પન્ન થયું નથી અને અધિષ્ઠાન થી જુદું જોવામાં આવતું નથી. જેમ સ્વપ્ન માં "સંકલ્પ" થી ઉત્પન્ન થયેલું નગર -એ "અસત" હોવાં છતાં "સત" લાગે છે, તેમ,પરમ-પ્રકાશમય "બ્રહ્માકાશ" માં "જીવ-પણું" "અસત" છતાં "સત" જેવું પ્રતીત થાય છે. જેમ,"મહાકાશમાં (ઘડા ને લીધે) મર્યાદિત "ઘટાકાશ" નો ઉદ્ભવ થાય છે, તેમ,"બ્રહ્માકાશ" માં (શરીર ને લીધે) મર્યાદિત "જીવ" (આત્મા) નો ઉદ્ભવ થાય છે. એ "જીવ" આ સ્થળ દેહ ને કેવી રીતે પામે છે?-તે વિષે હવે હું કહું છું તે તમે સાંભળો. પરમાત્મા માં "કલ્પાયેલો" -સમષ્ટિ "જીવાકાશ" એ"હું તણખા જેવો અત્યંત નાનો તેજ નો કણ છું" એમ ચિંતવન (વિચાર) કરે છે, અને તેથી Page #97 -------------------------------------------------------------------------- ________________ પોતાને તે "તેજ ના કણ જેવો" જ અનુભવે છે. એ અનુભવ-રૂપ "ભાવના" ની વૃદ્ધિ થાય છે,કણ-રૂપ નો અનુભવ કરતો તે પોતે"અસત" હોવાં છતાં "સત" જેવો "જીવ-રૂપે" પ્રતીત થાય છે. જેમ, સંકલ્પ નો (કલ્પાયેલો) ચંદ્ર સાચો હોતો નથી, તેમ,ભાવનાથી મનાયેલું અણુ-રૂપ (કણ-રૂપ) પણ સાચું નથી. જીવ એ "અણુ-રૂપ" ની ભાવના કરતાં કરતાં પોતે "એક" હોવા છતાં "બે" પણા ને પામે છે. એટલે કે "દ્રષ્ટા અને દૃય"- એ બંને-રૂપ થઇ જાય છે. જેમ,અસંભવિત હોવા છતાં પણ,- સ્વપ્ન ની અંદર-મનુષ્ય પોતે જ પોતાના મરણનો દ્રષ્ટા થાય છે, તેમ,અસંભવિત હોવા છતાં પણ,- જીવ પોતાના જ "દય"-પણા નો "દ્રષ્ટા" થાય છે. અને આમ જીવમાં "દય-પણા ને દ્રષ્ટા-પણા" ની ભાવના દૃઢ થાય છે, ત્યારે તે "લિંગ-શરીર-રૂપ" થઈને પહેલાંના કરતાં વધુ "ધૂળ-પણું" પામે છે. અને "હું લિંગ-સ્વ-રૂપ છું" એવી ભાવનાને લીધે તે જીવ (આત્મા) એ - "લિંગ-દેહ-પણા" ની સાથે "સ્થૂળ દેહ-પણા" નો પણ અનુભવ કરે છે. જેમ,ચિત્ત એ વિષયરૂપ થાય છે તેમ,"જીવ" દેહ-રૂપ થઇ જાય છે. એટલે,જેમ,બહાર નો પર્વત એ અરીસામાં પ્રતિબિમ્બિત થઇ પ્રતીત થાય છે, અને, જેમ,બહારનો હોકારો -દેવળ ના ગુંબજમાં પ્રતીત થાય છે, તેમ,સઘળી "ઉપાધિઓ" થી બહાર રહેનારા છતાં, "ઉપાધિ" ની અંદર કલ્પેલા "આકાશ" માં તે (જીવ) પ્રતીત થાય છે. જેમ,સ્વપ્ન અને સંકલ્પ નું જ્ઞાન એ દેહમાં જ સ્વપ્ન ને અને સંકલ્પ ને જુએ છે, તેમ અણુ-રૂપ માંથી "લિંગ-દેહ" ના અભિમાન ને પામેલો,જીવ, પોતાના સ્વરૂપ માં જ વાસનામય વ્યવહાર નો અનુભવ કરે છે. વ્યવહારિક દ્રષ્ટિએ જોતાં,વાસનામય દેહ એ બુદ્ધિના અને ચિત્ત -વગેરે ના પરિણામરૂપ છે.અને પરમાર્થ દ્રષ્ટિએ જોતાં,એ દેહ એ જ્ઞાન-રૂપ,સત્તા-રૂપ અને આનંદ-રૂપ જ છે. "લિંગ-દેહ"માં રહેલો જીવ -એ-"લિંગ-દેહના આકાશમાં રહેલા વ્યવહાર ને હું જોઉં છું" એવી ભાવનાથી આકાશમાં "જોવા" માટે "ગતિ" કરવા જેવું કરે છે અને જે બે છિદ્રો થી "ભવિષ્યના બાહ્ય-નામ વાળા" --પદાર્થોને "દેખે" (જુએ) છે-તે બે છિદ્રો "આંખ" નામથી ઓળખાય છે. --તે પદાર્થો ને "સ્પર્શ" કરે છે તે "ત્વચા" (ચામડી) નામથી ઓળખાય છે. --જેનાથી તે સાંભળે" છે-(શ્રવણ કરે છે, તે "કાન" નામથી ઓળખાય છે. --જેનાથી એ "સુંઘે છે, તેને પોતાના માં ઘાણ-રૂપે (નાક) દેખે છે, --જેનાથી તે "સ્વાદ" લે છે તેને પાછળ થી તે રસના-રૂપે (જીભ) દેખે છે. --જેનાથી તે "ચલન"કરે છે તેને તે "પ્રાણ-રૂપ" થયેલું દેખે છે.અને --જેનાથી તે ચેષ્ટા કરે છે-તેને "કર્મેન્દ્રિયો" ના સમૂહ-રૂપ દેખે છે. "આ દેખાવ પ્રત્યક્ષ થાય છે અને આ દેખાવ મનમાં થાય છે" વગેરે જેવી ભાવના કરતો, એ લિંગ-દેહ નો અભિમાની "જીવ" -જેમ,મહાકાશ માં ઘટાકાશ રહે છે-તેમ "પર-બ્રહ્મ" માં રહે છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે-પોતાના અણુ-રૂપમાં ખોટી-પણ સાચી લાગતી,વૃદ્ધિ -ની ભાવના કરવાથીએ "બ્રહ્મ" જ એ "જીવ" શબ્દ ને યોગ્ય થઇ જાય છે. અને એ રીતે કલ્પનાઓ થી "આકુળપણા" ને પામેલો,લિંગ-દેહના અભિમાન વાળો,અને જેનો "લિંગ-દેહ" જ "સ્થળ-શરીરરૂપ" થાય છે-એવો "જીવ" પોતાની "કલ્પના" ની અંદર જ-આ "સાકાર બ્રહ્માંડ" ને દેખે છે. એ બ્રહ્માંડ માં કોઈ જીવ પોતાને "જળમાં રહેલો" દેખે છે તો કોઈ જીવ પોતાને રાજા તરીકે દેખે છે, તો કોઈ જીવ ભાવી-બ્રહ્માંડો ની કલ્પના કરી,તેમનો અનુભવ પણ કરે છે. તે પોતાના ચિત્ત (મન) ના સંકલ્પો પ્રમાણે દેશ,કાળ,ક્રિયા અને દ્રવ્યો-રપ પોતાના રહેવાનાં "મિથ્યા-ઘરો" ની કલ્પના કરે છે.અને તેમનાં જુદાંજુદાં નામો ની કલ્પના કરીને પોતાને બાંધે છે. જેમ, મિથ્યા સ્વપ્નમાં મિથ્યા આકાશમાં ઉડવું પ્રતીત થાય છે, તેમ, મિથ્યા જગત-રૂપ ભ્રાંતિમાં - મિથ્યા સંકલ્પ-મય જીવ પ્રતીત થાય છે. આ પ્રમાણે-સમર્થ અને આદિ પ્રજાપતિ બ્રહ્મા-પોતે કેવળ સંકલ્પ-મય હોવાથી"ધૂળ-રૂપે" ઉત્પન્ન થયા નથી, છતાં પણ તે ઉત્પન્ન થયા છે એમ કહેવાય છે. આ જે બ્રહ્માંડ-રૂપી ભ્રમ ઉત્પન્ન થયો છે, તેમાં કંઈ પણ મિશ્રિત થતું નથી, કંઈ પણ ઉત્પન્ન થતું નથી,અને કંઈ પણ ગ્રહણ કરવામાં આવતું નથી.પણ,એ તો કેવળ "અનંત-પરબ્રહ્મ-રૂપ-આકાશ" જ છે. "મહા-કલ્પ"માં બ્રહ્મા-વગેરે-મુક્ત થઇ ગયેલા હોય છે.તેથીઆ "કલ્પ" ના બ્રહ્મા ની ઉત્પત્તિ માં તેમણે કરેલી ક્રિયામાં તેના પૂર્વજન્મ નો સંસ્કાર કે બીજું કંઈ કારણ નથી,આથી જેવા બ્રહ્મા સંકલ્પ-જન્ય છે તેવું જ તેમનાથી થયેલું જગત પણ સંકલ્પ-જન્ય છે. આમ,જેમ બ્રહ્મા શૂન્ય છે, તેમ જગત પણ સદા શૂન્ય જ છે. જેવી રીતે ગમે તે દેશ-કાળ માં પણ દ્રવ-પણું એ જળ થી જુદું પડતું નથી, તેવી રીતે આ સૃષ્ટિ પણ કદી પરમાત્મા થી જુદી પડતી નથી. આ પ્રમાણે-જે બ્રહ્માંડ પ્રતીત થાય છે, તે અત્યંત નિર્મળ "બ્રહ્મ" જ છે.બ્રહ્મ સિવાય બીજું કશું છે જ નહિ. એમ વિચાર કરવાથી આ જગત શાંત થાય છે, એટલે, આધાર,આધેય તથા દૈત થી રહિત,એવું એક "પર-બ્રહ્મ" અવશેષ રહે છે. જગત-રૂપી ભ્રાંતિ થયેલી હોવા છતાં તેમાં બીજું કશું થયેલું હોતું નથી અને સર્વ થી રહિત અને સ્વચ્છ કેવળ ચિદાકાશ જ છે. ચિદાકાશ માં -આધેય,આધાર, દયદ્રષ્ટા,બ્રહ્માંડ કે બ્રહ્મા -એમાંનું કશું નથી. નથી તેમાં કોઈ જાત ની ખટપટ કે નથી તેમાં જગત કે પૃથ્વી. પણ તે માત્ર શાંત-રૂપ -બ્રહ્મ જ છે. આ રીતે સિદ્ધ થાય છે કે જે કંઈ પ્રતીત થાય છે તે સ્વચ્છ બ્રહ્મ જ પોતે પોતાનાથી પોતાનામાં જ પ્રકાશે છે."ચૈતન્ય-પણા" ને લીધે જ પોતાનામાં જગત દેખાય છે.અને મિથ્યા જગત -સાચા જેવું જણાય છે.) જેમ સ્વપ્નમાં દેખાયેલું પોતાનું મરણ,જાગ્રતમાં નષ્ટ થઇ જાય છે, તેમ,અજ્ઞાન-કાળમાં દેખાતું આ મિથ્યા જગત જ્ઞાન-કાળમાં નષ્ટ થઇ જાય છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ આ જગત "અધિષ્ઠાન-રૂપે સત્ય" છે,બાધરહિત છે,અખંડિત છે,આદિ-અંત થી રહિત છે,જ્ઞાન-માત્ર છે, અને આકાશ ની પેઠે સ્વચ્છ છે. તે "પર-બ્રહ્મ" માં "બ્રહ્મા" એ "શૂન્ય-રૂપ" જ છે. પણ જે "પર-બ્રહ્મ" છે તે જ -સર્વદા "શૂન્ય" એવા "બ્રહ્મા-રૂપે" પ્રકાશે છે. એ "બ્રહ્મા" એ "બ્રહ્મ" (પર-બ્રહ્મ)ના મનોમય શરીર-વાળા છે.પણ "પાંચ-મહાભૂત-શરીર" વાળા નથી. પૃથ્વી-વગેરે પદાર્થો, એ "બ્રહ્મા" ના "સંકલ્પ" થી થયેલા છે-માટે તે સત્ય નથી. પણ સસલા ના શિંગડા -જેવા અજાત પદાર્થો જેવા છે. (૧૪) બ્રહ્મ ની સત્તા નું વર્ણન વશિષ્ઠ કહે છે કે-એ રીતે જગત અને અહંકાર -વગેરે કંઈ પણ દૃશ્ય ઉત્પન્ન થયું નથી.અને ઉત્પન્ન થયેલું નહિ હોવાને લીધે-તે મુદ્દલ છે જ નહિ. જે કંઈ છે તે "બ્રહ્મ" જ છે. જેમ,સમુદ્ર નું જળ તરંગ-પણા ને પ્રાપ્ત થાય છે,તેમ "બ્રહ્મ" એ પોતે જ પ્રથમ "જીવ-પણા" ને પ્રાપ્ત થાય છે,પણ, એ રીતે "જીવ-પણું" ધારણ કરવાથી,તેનું "બ્રહ્મ-પણું" મટી જતું નથી. જેમ,સંકલ્પ-રૂપ-ચૈતન્ય ની વૃત્તિ,"સ્વપ્ન ના પર્વત" વગેરે ને પ્રિય માને છે, તેમ,ભ્રાંતિ થી આ "વિરાટ-દેહ" ને પણ પ્રિય માને છે. આ જે મોટો "વિરાટ-દેહ" છે તે પૃથ્વી-આદિ થી રહિત છે,મનોમય જ છે અને ચૈતન્યમાત્ર બ્રહ્મમય જ છે. આ વિરાટ દેહ એ કોઈ પણ જગ્યાએ નિશ્ચિત હોય તેમ નથી અને સ્વપ્ન ના પર્વત જેવો છે. સ્વપ્નમાં દેખાયેલું નગર જો સ્થિર રહે,તો આ વિરાટ-દેહ સ્થિર રહે,એમ છે. ચિત્રકાર ના મનમાં રહેલું ચીતરવાનું સૈન્ય જો સ્થિર રહે તો-આ વિરાટ-દેહ સ્થિર રહે તેમ છે. તે "બ્રહ્મ-રૂપ" વિરાટ-દેહ -તે ઉત્તમ સ્તંભ માં વણ-કોતરાયેલી પૂતળી-રૂપ છે. પહેલા પ્રજાપતિ-એ -"બ્રહ્મા" કહેવાય છે. તે પણ પૂર્વ-કાળ નાં કર્મ આદિ -કોઈ કારણો નહિ હોવાને લીધે-કારણો વિનાના જ છે. પૂર્વ-કાળ ના સઘળા બ્રહ્માઓ (દરેક "કલ્પ" ના બ્રહ્માઓ) મહા-કલ્પો ના અંતમાં મુક્ત જ થઇ જાય છે. માટે આ "કલ્પ" ના બ્રહ્માનાં પૂર્વ-કર્મો ક્યાંથી હોય? જેમ,દર્પણ માં પ્રતિબિમ્બિત પદાર્થ એ મિથ્યા છે,તેમ બ્રહ્મમાં પ્રતીત થયેલા "બ્રહ્મા" પણ મિથ્યા જ છે. તે-દૃશ્ય નથી,દ્રષ્ટા નથી,સ્ત્રષ્ટા(સર્જન કરનાર) નથી કે સૃજ્ય (સર્જન કરેલી વસ્તુ) પણ નથી. જેમાં સઘળાં નામ-રૂપો ની કલ્પના થાય છે એવું "બ્રહ્મ" એક જ છે. જેમ એક દીવામાંથી અનેક દીવાઓ ઉદય પામે છે,તેમ એક બ્રહ્મ માંથી અનેક જીવો ઉદય પામે છે. જે,એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નાઓનો ઉદય થાય છે,તેમ હિરણ્યગર્ભમાંથી "વિરાટ"નો ઉદય થાય છે. અને એ "સંકલ્પ-માત્ર વિરાટ"માંથી વ્યષ્ટિ-દેહ નો ઉદય થાય છે. આથી વિરાટ અને વ્યષ્ટિ-દેહ -પૃથ્વી આદિથી રહિત જ છે. પ્રથમ "સંકલ્પ-રૂપ -એ એક વિરાટ" માંથી,જે "બીજા સંકલ્પો-રૂપ જીવો" ઉદય પામે છે, તેમની ઉત્પત્તિ માં બીજાં કોઈ "સહાયકારી કારણો" હોતાં નથી.તેથી તે "જીવો" એ વિરાટ-રૂપ જ છે. સહાયકારક કારણો ન હોય તો,"કાર્ય" અને "કારણ" એક જ હોય છે. આથી,બ્રહ્મમાંથી,આ જે ભ્રાંતિ-રૂપ સૃષ્ટિ ઉદય પામી છે,તે બ્રહ્મ થી ભિન્ન નથી. "સૃષ્ટિ" વિરાટ થી અભિન્ન છે,અને વિરાટ-એ-બ્રહ્મ થી અભિન્ન છે.માટે "જીવ" એ "બ્રહ્મ" છે. 99 Page #100 -------------------------------------------------------------------------- ________________ 100 શ્રીરામ પૂછે છે કે જીવ એક છે કે અનંત છે? અથવા જીવનો કોઈ પર્વત જેવો સમષ્ટિ પિંડ છે કેતેમાંથી મેઘ ની ધારાઓ ની પેઠે, સમુદ્રમાંની જળકણો ની પેઠે,અથવા તો તપેલા લોઢામાંથી નીકળતા અગ્નિ ના તણખાઓ ની પેઠે-"જીવો" નીકળ્યા કરે છે? હે ભગવન,મને તમે જીવના સમુહો કેમ બને છે તેનો તમે નિર્ણય કહો. જો કે તમારા કહેવાનો અભિપ્રાય ઘણો ખરો તો મારા સમજમાં આવી જ ગયો છે, તો પણ , નિશ્ચય ને માટે,તમે એ વિષય નું સ્પષ્ટ-પણે વિવેચન કરો. વશિષ્ઠ કહે છે કે- જીવ "એક" પણ નથી તો પછી અનંત હોવાનો તો સંભવ જ ક્યાંથી હોઈ શકે? આ તો "સસલાનું શિંગડું ઉડીને ચાલ્યું" એવી તમે વાત કરો છો. હે,રાઘવજીવ-એક- નથી,જીવોના સમુહો પણ નથી, અને જીવનો પર્વત જેવો કોઈ સમષ્ટિ-પિંડ પણ નથી. સઘળાં પ્રતિભાસોવાળા જે કોઈ જીવો દેખાય છે, તેઓ કોઈ છે જ નહિ, એવો આ વિષયમાં તમે પાકો નિશ્ચય રાખો."શુદ્ધ,નિર્મળ,ચૈતન-માત્ર અને વ્યાપક એક "બ્રહ્મ" જ છે, એ બ્રહ્મ સઘળી "શક્તિઓ વાળું હોવાથી તે દ્રશ્યો-રૂપે ભાસે છે. પરબ્રહ્મ-એ-પોતાની સત્તાનું જ-જીવ,બુદ્ધિ ક્રિયા,ચલન,મન, દ્ધિત્વ (બે) એકત્વ (એક) -વગેરે વડે જેઅનુસંધાન કરતું દેખાય છે તે અજ્ઞાન- થી જ થાય છે, અને જો -જ્ઞાન- થાય તો-સઘળી સત્તા બ્રહ્મ-રૂપે જ અવશેષ રહે છે. "આત્મ-બોધ" થી એ અજ્ઞાન- ટળી જાય છે, પણ તે આત્મ-બોધ થવો બહુ દુર્લભ છે. જેમ,દીવો થતાં અંધકારનો ક્યાંય પત્તો મળતો નથી,તેમ,બોધ થતાં અજ્ઞાન પણ દૂર થઇ જાય છે. આ પ્રમાણે જે જીવ છે તે જ -વિભાગરહિત,અખંડિત, સઘળી શક્તિવાળું,અને આદિ અંત-રહિત, એવું "બ્રહ્મ" જ છે.જે કંઈ જીવ અને જડ આદિ ભેદ દેખાય છે તે વાસ્તવિક રીતે બ્રહ્મ જ છે. રામ પૂછે છે કે-હે,બ્રહ્મન જેમ તમે કહો છો તેમ જ હોય તો, સઘળાં જીવો સમષ્ટિ-રૂપે એક જ છે, તો પછી,"એક" જીવ ની ઇચ્છાથી "સઘળાં" જીવો ને કેમ સુખ-દુઃખાદિ થતાં નથી? વશિષ્ઠ કહે છે કે "વ્યષ્ટિ-રૂપ" વિભાગો થયા પહેલાં જ . સઘળી શક્તિ-વાળા-એવા એ "સમષ્ટિ-વિરાટ" ની એવી ઈચ્છા હોય છે કે"સઘળાઓમાં હું એક જ સાચા સંકલ્પ-વાળો રહું, મારા વિના બીજા કોઈના સંકલ્પો સાચા થાય નહિ" અને આથી તે -સમષ્ટિ-વિરાટ-નિરંતર - જેવી ઈચ્છા કરે છે કે- તરત-તે પ્રમાણે જ થાય છે. પણ વ્યષ્ટિ જીવો ની ઈચ્છા પ્રમાણે થતું નથી. એ "સમષ્ટિ-વિરાટે પછીથી ઉદય પામનારા અને પોતાના અંશ-રૂપ "વ્યષ્ટિ-જીવો" ની ક્રિયાના "ક્રમ' ને માટે આવો નિયમ કર્યો કે "તેઓની ક્રિયાઓ-અમુક રીતથી અને અમુક સાધનો થી જ થાય.પણ સંકલ્પ-માત્ર થી થાય નહિ" આમ છતાં, કોઈ સમયે-રીત અને સાધનો વિના-પણ કોઈ મહર્ષિ વગેરે (વ્યષ્ટિ-જીવ) ની ઓ સંકલ્પ-માત્ર થી સિદ્ધ થતી હોય કે થતી દેખાય તો ત્યાંસંકલ્પ સિદ્ધ કરવાની સમષ્ટિ-વિરાટ ની જ ઈચ્છા છે-એમ માનવું. કોઈ પણ "જીવ" ની "ક્રિયા" (કર્મ) તેની શક્તિ" પ્રમાણે જ ફલિત થાય છે. અને તે "સમષ્ટિ-વિરાટે" સ્થાપેલા નિયમો મુજબ જ થાય છે. "વ્યષ્ટિ-જીવો" જો Page #101 -------------------------------------------------------------------------- ________________ 101. ---"ઉપાસના'-ના માર્ગે ચાલે-તો-જેમ,તાંબુ-એ ઔષધો થી પાકી ને અનુક્રમે "સોનું" થાય છે - તેમ,તે "સમષ્ટિ-વિરાટ" (ઔષધ) ને પામીને-પાકીને- અનુક્રમે "બ્રહ્મ-રૂપે" થાય છે. ---"જ્ઞાન" ના માર્ગે ચાલે તો-જેમ તાંબુ પારસમણિનો સંયોગ થતાં તરત જ સોનું થાય છેતેમ તરત જ એટલે કે અનુક્રમ -વિના જ "બ્રહ્મ-રૂપ" થાય છે. આ સૂક્ષ્મ ચિદાકાશ-રૂપ "બ્રહ્મ" માં સમષ્ટિઓ કે વ્યષ્ટિઓ -એ કંઈ પણ નથી,તો પણ, ચમત્કાર ને લીધે, તે જાણે "હોય" (છે) એવું પ્રતીત થાય છે. તેમની એ પ્રતીતિ -અધિષ્ઠાનની સત્તા ને લીધે જ થાય છે. બ્રહ્મ માં પોતાની મેળે જ જે ચમત્કાર ઉઠે છે તે "અહંભાવ" કહેવાય છે, અને, તેનાં ભવિષ્યકાળમાં નામો તથા રૂપો કલ્પી લેવામાં આવે છે. બ્રહ્મ ને પોતાનાથી અભિન્ન (પોતાનાથી જુદું નથી તેવું) અહંકાર નું જે અનુસંધાન થાય છે-તે-જઆ મહાવિસ્તીર્ણ (ફેલાયેલા) સંસાર-રૂપે બ્રહ્મ માં ઝૂરે છે.અને તે બ્રહ્મ-મય હોવાને લીધે અનંત છે. આમ,બ્રહ્મ માં પ્રતીત થયેલા "બ્રહ્મ-રૂપ-દૃશય" ને બ્રહ્મ થી જુદું પાડવું અશક્ય છે.-તો પણ, પોતાની "શક્તિ"ને લીધે જ તે "પરિણામ-અને વિકાર" એવા શબ્દોના વ્યવહારમાં આવીને - તે (બ્રહ્મ) જુદા જેવું જણાય છે. ચૈતન્ય-અને ચૈતન્ય ને અધીન "પ્રકાશ-વાળો-દય-વર્ગ" સ્વાભાવિક રીતે જુદો કરી શકાય નહિએવા સ્વભાવને પામે છે, ત્યારે તેનો જે અનુભવ થાય છે તે-જ-"ભ્રાંતિ" થી "જગત" કહેવાય છે. આકાશ કરતાં પણ સૂક્ષ્મતા-વાળી અને અત્યંત વિસ્તાર-વાળી,એવી જે ચૈતન્ય ની "શક્તિ" છેતે પ્રથમ સ્વાભાવિક રીતે જ "અહંકાર" નું અનુસંધાન કરે છે. જયારે પોતાનામાં પોતાની મેળે જ પોતા-રૂપ જ એવા અહંકાર નું ઝાંઝવાના જળ ની પેઠે સ્કૂરણ થાય છેત્યારે તે ચૈતન્ય-વધી વધી ને બ્રહ્માંડ-રૂપે પરિણામ પામેલા,"સુક્ષ્મ-અહંકાર" ને દેખે છે. "ચમત્કાર કરનારું એ ચૈતન્ય-પોતે જ પોતામાં એક અપૂર્વ ચમત્કાર કરે છેઅને તેને "જગત" એવું નામ આપવામાં આવે છે. હે, રાઘવ,અહંકાર ની કલ્પના એ ચૈતન્ય ને આધીન છે, અને જગત ની કલ્પના એ ચૈતન્ય ને આધીન છે. માટે "અહંકાર અને જગત" -એ "ચૈતન્ય-રૂપ" છે. તો પછી એવા અખંડ ચૈતન્ય માં "બૈત અને અદ્વૈત" ક્યાંથી રહ્યા? વાસના અને કર્મ આદિ ને "જીવ-ભાવ" નાં કારણ-રૂપ માનવામાં આવે છે, તો તેમનો ત્યાગ કરીને તમે"તું" અને "હું" એ ભાવ નો પણ ત્યાગ કરો,એટલેદ્રષ્ટા (પરમાત્મા) અને દૃશ્ય (જગત) ના માધ્યમથી કેવળ "સત્તા" જ અવશેષ (બાકી) રહેશે. પ્રથમ થી જ સિદ્ધ એવી અધિષ્ઠાન ની સત્તા-એ જુદી દેખાતી દૃશ્ય ની સત્તા ને ગળી જાય છે એટલે-કેજેમ,વાદળાં ટળી જતાં એક આકાશની જ સત્તા ઉદય પામે છે-તેમ,અધિષ્ઠાન ની સત્તા ઉદય પામે છે. અને એ સત્તામાં જગતની સત્તા કે અસત્તા -કશું જાણવામાં આવતું નથી. મન ની ચેષ્ટા-રૂપ "સુક્ષ્મ જગત" પણ "શૂન્ય છે અને ઇન્દ્રિય વગેરે ના વિષય-રૂપ આ "સાકાર-ધૂળ-જગત" પણ "શૂન્ય" છે. એ બંને ચૈતન્ય ના ચમત્કાર-રૂપ છે,માટે ચૈતન્યથી ભિન્ન કઈ છે જ નહિ. Page #102 -------------------------------------------------------------------------- ________________ 102 "અવયવ-વાળા-પદાર્થો" માં પણ છે જેના વિલાસ-રૂપ હોય-તે તેથી કદી જુદો પડતો નથી, તો પછી "અવયવ-વગરના-ચૈતન્ય" ના વિલાસોમાં તો ચૈતન્ય થી ભિન્નપણાની વાત જ શી કરવી? "ચૈતન્ય" એ સર્વદા દ્રશ્યો થી રહિત છે."નામ"થી રહિત છે.અનેતેનું જે વિસ્તીર્ણ સ્વ-રૂપવાળું "રૂપ" છે તે જ "ફુરણ-પામેલા-જગત" નું રૂપ છે. મન,બુદ્ધિ, અહંકાર,પ્રાણીઓ,પર્વતો અને દિશાઓ-વગેરે,જે જે રચનાઓ છે તે ચૈતન્ય ની જ રચનાઓ છે. કારણ કે જગતની સ્થિતિ ચૈતન્ય-રૂપ છે. માટે જગત ને ચૈતન્ય ના ધર્મ-રૂપ સમજો,જગત વિના ચૈતન્ય-પણું છે જ નહિ, જો જગત ના હોય--તો-ચૈતન્ય પોતાના ચમત્કાર વિનાનું જ થઇ જાય. માટે જગતમાં અને ચૈતન્ય માં માત્ર કહેવા-માત્ર થી જ ભેદ છે,વાસ્તવિક ભેદ નથી. એટલે પછી જગત ની જુદી સત્તા ક્યાંથી રહી? સ્કૂરણના બીજ-રૂપ-ચૈતન્ય માં તેનો પોતાનો જે ચમત્કાર છે-તે "જીવ અને તન્માત્રા-રૂપ" છે, અને જે "અહંકાર" છે તે ચૈતન્યની "શક્તિ" નો જ વિલાસ છે. એ (અહંકારના) "વિકાસ"માં "ચૈતન્યના જ વિલાસ-રૂપ" "ચલન-ક્રિયા" પ્રાપ્ત થાય છેએટલે તેનું ભવિષ્ય-કાળમાં "જીવ" એવું નામ કહેવાય છે. જો કે છતાંય ચૈતન્ય અને ચૈતન્ય-રૂપે પ્રકાશ કરનાર "અહંકાર" વગેરે-પોતાના વિકારો થી વિભક્ત (જુદા) થઇ "જીવ" વગેરે નામો ધારણ કરે છે, તો પણ વિકારો મિથ્યા-હોવાને કારણે-જુદા છે જ નહિ. એટલે જીવ અને બ્રહ્મ માં કશો ભેદ (જુદાઈ) નથી. ચૈતન્ય "શક્તિ-રૂપ" હોવાને લીધે-તેણે કરેલા જેવો તેનો (ચૈતન્યનો) જે વિલાસ છે-તે જ "જીવ"કહેવાય છે. આમ,જીવ અને જીવો નું મન એ એ બંને ચૈતન્ય ના વિલાસ-રૂપ જ છે. અને જે "મન" છે તે જ "ઇન્દ્રિયો-રૂપ" થયેલું છે. માટે એક જ "બ્રહ્મ" એ અનેક-રૂપે સત્તા પામેલું છે. ચૈતન્ય ના પ્રકાશ ની સત્તા-રૂપ આ જગત સઘળા ભેદોથી રહિત એવું ચૈતન્ય-રૂપ જ છે. કાર્યો અને કારણો વગેરે કંઈ પણ બ્રહ્મ થી ભિન્ન નથી. આ ઉપરથી-હંમેશા એવો નિશ્ચય રાખવો કે"હં (આત્મા-પરમાત્મા) છેદન પામવાને અશક્ય,બળવાને માટે અશક્ય,પલાળવાને અશક્ય, શોષાવાને માટે અશક્ય- એવો-નિત્ય છું,વ્યાપક છું, અવિનાશી છું અને અચળ છું" પોતપોતાના ભ્રમો થી બીજાઓને ભમાવતા-અને વાંધાઓ લેતા "વાદીઓ" (ખંડન-મંડન કરીને) આ વિષયમાં વિવાદ કરે છે-પણ અમને તો ભ્રાંતિ ટળીને આ વિષયમાં પાકો નિશ્ચય થયો છે. અજ્ઞાનીઓ એ દૃઢ કરીને માનેલા આ સાકાર જગતમાં વિકાર-વગેરે જુદા દેખાય છે, પણ, જ્ઞાનીઓએ જગત નો નિષેધ કરીને-નિરાકાર અને સર્વ ના અધિષ્ઠાન-રૂપ બ્રહ્મ નું જ અનુસંધાન કર્યું છે. તે બ્રહ્મમાં,જગતમાં, અને વિકાર-વગેરેને જુદા દેખતા નથી. જયારે-ચૈતન્ય-રૂપ-વૃક્ષમાં; દૃશ્ય ના અનુસંધાન-રૂપ જળ સિંચાય છે-ત્યારેચૈતન્ય-રૂપ-વસંત ની સ્વાભાવિક શોભા-રૂપ "માયા" -એ"આકાશ" માં પ્રફુલ્લિત થનારી,"કાળ-આદિ" નામ વાળી પોતાની મંજરી ને વિસ્તારે છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ 103 એ ચૈતન્ય પોતે છિદ્ર વગરનું છે છતાં,છિદ્ર-વાળા આકાશમાં છૂરે છે, ચલન વગરનું છે છતાં, ચલન-વાળા વાયુ-રૂપે ફૂરે છે, આકાર વગરનું છે,છતાં પૃથ્વી ના વિચિત્ર રસો ને ઉલ્લાસ આપનાર સૂર્ય (અનિ-વગેરે રૂપે સ્કૂરે છે, દ્રવ્યતા વગરનું છે,છતાં,પૃથ્વી ની સૃષ્ટિ નહિ બની હોવાથી જળ રૂપે ઝૂરે છે. કઠિન-પણા વગરનું છે, છતાં ધાતુઓ-શરીરો વગેરે ના ઉપાદાન-રૂપ પૃથ્વી-રૂપે ઝૂરે છે. પોતાના જ્ઞાનથી "દુશ્ય-પદાર્થો" નો અસ્ત થતાં પણ એ ચૈતન્ય "પ્રકાશિત-રૂપે" રહે છે, અને અજ્ઞાન-કાળમાં સ્થાવર-વગેરે જડ-પદાર્થો માં જડતા ને લીધે એ "અપ્રકાશિત-રૂપે" રહે છે. અવિચાર-કાળ માં (અજ્ઞાનથી) "પ્રાણ-વગેરે" ની "કલ્પના" ને લીધે-એ ચૈતન્ય "સંસારી" થાય છે.અને વિચાર-કાળમાં (જ્ઞાનથી) એ પોતાના "સ્વ-ભાવ" માં જ રહે છે. જે ચૈતન્ય ની સત્તા છે તે જ જગતની સત્તા છે, અને જે જગતની સત્તા છે તે જ ચૈતન્ય નું શરીર છે, જેમ આકાશમાં નીલતા પ્રતીત થવા છતાં પણ વાસ્તવિક રીતે તે હોતી નથી, તેમ ચૈતન્યમાં બ્રહ્માંડ પ્રતીત થતું હોવાં છતાં પણ તે વાસ્તવિક રીતે નથી. આ પ્રમાણે જગત એ પોતાની સત્તાથી અસત છે, પણ અધિષ્ઠાન ની સત્તા થી સત છે. કલ્પિત પદાર્થ ની સત્તા અને અસત્તા -એ અધિષ્ઠાન થી જુદી હોય જ નહિ, માટે જગત ની સત્તા અને અસત્તા એ બ્રહ્મ થી જુદી નથી. વિદ્વાનો ના અનુભવ નું ખંડન કરવા માટે-જે લોકો "અવયવ-વાળા જગત ની અને અવયવ વગરના પરમાત્મા ની એકતા કેવી રીતે હોઈ શકે?" એવી કલ્પનાઓ કરે છે.તેમણે ધિક્કાર છે. જે ચૈતન્યમાં અખંડિતતા પણા ને લીધે પર્વતો,સમુદ્રો,પૃથ્વી,નદીઓ,અને દેવતાઓ સહિતઆ સઘળું જગત જ નથી, તો તેમાં સસલા ના શિંગડા જેવા (જગત માટે) અવયવ અને અવયવની કલ્પનાઓ-ને અવકાશ જ ક્યાંથી મળી શકે? જેમ સ્ફટિક-મણિ-એ પોતાની અંદર બીજા કોઈનો સમાવેશ ન થાય એવો ઘાટો હોવા છતાં, પોતાનામાં આખા નગરના પ્રતિબિંબ ને ધારણ કરે છે, તેમ,નિર્મળ બ્રહ્મ અત્યંત અખંડ હોવાં છતાં પણ પોતામાં સઘળા અસત્ બ્રહ્માંડને ધરે છે. જયારે કાર્ય-રૂપે ઉત્પન્ન થયેલા આ પ્રત્યક્ષ આકાશને પણ વાયુ-વગેરેનો સંગ નથી, ત્યારે,સર્વ પદાર્થો ના અધિષ્ઠાન-રૂપ, ચિદાકાશનેજગતની સત્તા-અસત્તા-તુંપણું-હુંપણું વગેરે સાથે સંબંધ કેમ જ હોઈ શકે? જેમ,પાંદડા ની પોતાની અંદરની નસોનો સમૂહ પોતાથી ભિન્ન છે અને અભિન્ન પણ છે, તેમ છતાં તે પાંદડું તેને પોતાની અંદર ધારણ કરી રહે છે, તેમ,જગત પોતાથી ભિન્ન છે અને અભિન્ન પણ છે, છતાં બ્રહ્મ તેને પોતાની અંદર સ્વાભાવિક જ ધારણ કરીને રહેલ છે. જેમ,જગતનું ઉપાદાન-કારણ (બ્રહ્મ) નિર્વિકાર હોવાથી,જગત-રૂપ વિકાર મિથ્યા છે, તેમચિત્તો ની સમષ્ટિ-રૂપ હિરણ્યગર્ભથી ઉત્પન્ન થયેલો હોવાને લીધે જગત-રૂપ વિકાર મિથ્યા છે. જો કોઈ એમ કહે કે "જગત મિથ્યા હોય તો-ચૈતન્ય પણ મિથ્યા હોવું જોઈએ." તો આવી વાત કરવાથી ચૈતન્ય નું મિથ્યા-પણું સિદ્ધ થઇ શકે નહિ. કારણ કે ચૈતન્ય-એ અનુભવ થી સિદ્ધ થઇ શકે છે. અને જે વિષય-અનુભવ થી વિરુદ્ધ હોય - Page #104 -------------------------------------------------------------------------- ________________ 104 તેમાં વચન ની પ્રમાણતા મનાય જ નહિ. હે,રામ,આકાશ જેવા મહા-ચૈતન્યની અંદર આ જ સઘળું દૃશ્ય-રૂપ બ્રહ્માંડ છે-તે મહા-ચૈતન્યમય જ છે, એવો અનુભવ પૂર્વક નિશ્ચય રાખો. (૧૫) મંડપ-આખ્યાન-પરાજા અને તેની સ્ત્રી લીલા નું વર્ણન વશિષ્ઠ કહે છે કે-આ જગત ચૈતન્ય-રૂપ જ છે, કારણકે જેમ નિર્મળ મોતી આકાશમાં પ્રતીત થાય છે, તેમ ચૈતન્યમાં પ્રતીત થાય છે. આ વિષે હું હવે જે દૃષ્ટાંતો કહું છું તે તમે સાંભળો. જેમ,સ્તંભ માં વગર કોતરેલી પૂતળી પ્રતીત થાય છે-તેમ ચૈતન્યમાં ઉત્પન્ન થયા વિનાનું બ્રહ્માંડ પ્રતીત થાય છે. ચૈતન્ય-રૂપ સ્તંભમાં પ્રતીત થતી આ બ્રહ્માંડ-રૂપ પૂતળી કોતરાયેલી જ નથીકારણ કે કોઈ તેનો કોતરનાર જ નથી. જેમ, સમુદ્રની અંદર રહેલું પાણી,એ પોતાના પાણી-રૂપ સ્વભાવથી ભ્રષ્ટ થયા વિના જ તરંગો-રૂપે પ્રતીત થાય છે-તેમ,જગત પણ બ્રહ્મ ના સ્વભાવ થી ભ્રષ્ટ થયા વિના જ દ્રશય-રૂપે પ્રતીત થાય છે. જેમ,નિર્જળ દેશની નદીમાં પાણી હોવાનો સંભવ નથી-તેમ,ચિદાકાશ-રૂપ આ જગતમાં ભિન્ન આકારનો કદી પણ સંભવ નથી.આ જગત ભિન્ન આકાર થી રહિત છે અને સંકલ્પના નગર જેવું છે. જેમ નિર્જળ દેશમાં નદી ભ્રાંતિથી દેખાય છે તેમ, દૃશ્યતા-ભ્રાંતિ-રૂપે પ્રતીત થાય છે. અવિચાર જ જગતને ભિન્ન દેખાડનાર છે, તેને છોડી દેવામાં આવે તો, જગત-શબ્દ-ના અર્થ અને બ્રહ્મ-શબ્દ-ના અર્થ માં કોઈ ભિન્નતા છે જ નહિ. જેમ વાદળાં ની પાસે "સંકલ્પ નું વાદળું" એ સૂક્ષ્મ છે-તેમ ચૈતન્ય ની પાસે જગત સૂક્ષ્મ છે. આ બ્રહ્મ અને જગત ના વિષયમાં શ્રવણ ના ભૂષણ-રૂપ એવું મંડપ નું આખ્યાન હું કહું છું તે તમે સાંભળો, એ સાંભળવાથી આ વિષય નિઃસંદેહ રીતે તમારા મનમાં ઠસી જશે. શ્રીરામ કહે છે કે-હે,બ્રહ્મન,સદબોધ ની વૃદ્ધિને માટે કેટલીએક સંબંધ-વાળી છતાં અનુપયોગી, એવી વાતોનો સંક્ષેપ કરીને તમે તુરત મને મંડપ નું આખ્યાન કહો. વશિષ્ઠ કહે છે કે-પૃથ્વી પર એક વખત વિવેક અને મર્યાદાશીલ "પદ્મ" નામે રાજા હતો,અને તે રાજાને રૂપવતી અને વિલાસપ્રિય "લીલા" નામની રાણી હતી. પૃથ્વીના કામદેવ સરીખા એ પદ્મરાજા ની લાંબા કાળ સુધી સેવા કરવા સારું જાણે બીજી રતિ જન્મી હોય તેવી તે લીલા-રાણી જણાતી હતી. એ લીલા જયારે પરાજા ઉદ્વેગ પામે તો ઉદ્વેગ પામતી ,આનંદ પામે તો આનંદ પામતી, અને રાજા જો આકુળ થતો તો આકુળ થતી.અને આથી તે પદ્મરાજા ના પ્રતિબિંબ સમી હતી. (૧૬) લીલારાણી ની તપશ્ચર્યા અને સરસ્વતી નું પ્રસન્ન થવું. વશિષ્ઠ કહે છે કે-એ પદ્મરાજા ને લીલા વિના બીજી કોઈ રાણી ન હતી.એ પદ્મરાજાએ-ભૂતલ પરની અપ્સરા સમાન પોતાની સ્ત્રી સાથે સ્વભાવિક પ્રેમરસ થી રમણ કર્યું. અનેક વર્ષો અને અનેક જગ્યા એ બંને એ ક્રીડા કરી. એક સમયે લીલારાણી વિચારવા લાગી કે યૌવન ના ઉલ્લાસથી ભરેલા અને ભરીભરી લક્ષ્મીવાળા Page #105 -------------------------------------------------------------------------- ________________ આ મારા પ્રાણાધિક પ્રિયતમ પદ્મરાજ શી રીતે અજર-અમર થાય? કેવી રીતે હું મારા એ ભર્તા સાથે સો સો યુગના ચિરકાળ સુધી યચેચ્છ રમણ કરી શકું? મારે પ્રથમ તો જ્ઞાનવૃદ્ધ,તપોવૃદ્ધ એવા બ્રાહ્મણો ને પૂછવું જોઈએ કે - કેવા કોઈ જપ-તપ-યમ-નિયમથી મારા પતિ નું મરણ ના થાય. આમ વિચારી ને તેણે બ્રાહ્મણો ને બોલાવ્યા અને અમર-પણા નો ઉપાય પૂછ્યો. બ્રાહ્મણો એ કહ્યું કે-તપ-જપ-નિયમ થી સિદ્ધિઓ મળે,પણ અમરપણું કદી મળી શકે નહિ. બ્રાહ્મણો નું આવું વચન સાંભળી ને પતિ-વિયોગ થી બીતી,એ લીલાએ ફરીવાર પોતાની બુદ્ધિ થી જ વિચાર કર્યો કે-જો દૈવ-યોગે પતિના પહેલા જ મારું મરણ થશે,તો ચિત્તમાં સર્વ દુઃખો થી રહિત થઈને પરલોકમાં શાંતિ થી રહી શકીશ પણ જો મારા પતિ મારાથી આગળ જશે તો હું દુઃખી થઈશ. માટે મારે પતિનો જીવ ઘરમાંથી જતો રહે જ નહિ,એમ કરવું જોઈએ. એમ કરવાથી મારા પતિ નો જીવ મારા આ અંતઃપુર ના "મંડપ" માં ફર્યા કરશે અને હું સર્વદા પતિની દૃષ્ટિ તળે સુખ થી રહીશ. આમ વિચારી જપ-તપ નિયમો આચરીને એણે સરસ્વતીદેવી ની ઉપાસના અને પૂજન કરવા માંડ્યું. તે,દેવતાઓ,બ્રાહ્મણો,ગુરુઓ,પંડિતો-વગેરે ની પૂજા કરતી અને આમ ત્રણસો અહોરાત્ર સુધી અવિછિન્ન તપ કર્યું. ત્યારે બાહ્ય ઉપચારો અને માનસિક ઉપચારોથી પૂજા પામેલાં નિર્મળ સરસ્વતીદેવી એ પ્રસન્ન થઈ ને તેને કહ્યું કે હે,પુત્રી,પતિભક્તિને લીધે અત્યંત શોભા પામેલા તારા આ અવિચ્છિન્ન તાપથી હું પ્રસન્ન થઇ છું, માટે તારે જે વરદાન જોઈતું હોય તે માગી લે. ત્યારે લીલા એ કહ્યું કે-હે,શુભા,હું માંગું તે પ્રમાણે મને બે વરદાન આપો. એક તો મારા પતિ મરી જાય ત્યારે પણ તેમનો જીવ મારા પોતાના અંતઃપુર ના "મંડપ" માંથી જતો રહે નહિ અને બીજું હું તમારી જયારે જયારે પ્રાર્થના કરું ત્યારે ત્યારે તમારે દર્શન આપવાં. ત્યારે એ પ્રમાણે લીલાનાં વચનો સાંભળીને-જગદંબા સરસ્વતીદેવીએ "તને એ પ્રમાણે થશે" એમ વર આપ્યો અને અંતર્ધાન થઇ ગયાં. દેવીનો વર મળવાથી લીલા અત્યંત આનંદ પામી. પછી કાળચક્ર જે પક્ષ-માસ-તથા ઋતુઓ-દિવસો અને વર્ષો વાળું છે તે ચાલ્યા કર્યું. ત્યાં,કોઈક સંગ્રામ માં ઘવાયેલા તેના પતિ પદ્મરાજ ની ચેતના -સુકાયેલાં પાંદડાં ના રસની જેમ - જોતજોતામાં જ લિંગ-શરીર માં અસ્ત પામી ગઈ. 105 આમ,અંતઃપુર ના "મંડપ" માં એ રાજા મરણ પામ્યો,એટલે જળ વગરની કમલિની ની જેમ – લીલા પણ બહુ જ કરમાઈ ગઈ પતિના મરણ થઈ વિહ્વળ થયેલી લીલા ઉપર, ચૈતન્ય માં જ પ્રગટ થયેલાં દયાળુ સરસ્વતીદેવીએ દયા કરી અને લીલા ને આશ્વાસન આપીને આગળ પ્રમાણે કહ્યું. (૧૭) નવીન અને પ્રાચીન સષ્ટિ એ મનોવિલાસ માત્ર છે. સરસ્વતીદેવી કહે છે કે-હે પુત્રી,આ શબ-રૂપ થયેલા તારા પતિને તું પુષ્પો માં ઢાંકીને મૂક. પછી તું તારા પતિને પ્રાપ્ત થઈશ.પુષ્પો કરમાશે નહિ અને આમ શરીર પણ બગડશે નહિ. થોડા સમય પછી તારો પતિ જીવતો થશે. Page #106 -------------------------------------------------------------------------- ________________ આકાશની પેઠે નિર્મળતાવાળો એનો જીવ આ તારા અંતઃપુર ના "મંડપ" માંથી તુરત નીકળી જશે નહિ. વસિષ્ઠ કહે છે કે-એ પ્રમાણે સરસ્વતીદેવી નાં વચનો સાંભળીને એ લીલા ને ધીરજ આવી.અને તેણે પોતાના પતિનું શરીર પુષ્પોમાં વિંટાળીને ત્યાંજ ઢાંકી રાખી મુક્યું.અને સ્થિરતા રાખી રહી. તેમ છતાં અર્ધી રાત્રીએ જયારે સર્વ પરિજનો નિંદ્રા ને વશ થયા ત્યારે લીલા અત્યંત દુઃખી થઇ ગઈ અને ત્યારે તેણે પોતાની શુદ્ધ ધ્યાન વાળી બુદ્ધિ થી જ્ઞાન-રૂપ-સરસ્વતીદેવીનું આવાહન કર્યું. ત્યારે સરસ્વતીદેવીએ ત્યાં આવી કહ્યું કે હે,પુત્રી તું શા માટે શોક કરે છે? જેમ ઝાંઝવા ના પાણી મિથ્યા હોવાં છતાં પ્રતીત થાય છે, તેમ, સંસારની ભ્રાંતિઓ પણ મિથ્યા હોવાં છતાં પ્રતીત થાય છે. લીલા પૂછે છે કે-મારો પતિ હમણાં ક્યાં રહ્યો છે?તે શું કરે છે?કેવો છે?તમે મને એની પાસે તેડી જાઓ. હું પતિ વિના એકલી જીવી શકીશ નહિ. ત્યારે સરસ્વતીદેવીએ કહ્યું કે-હે સુંદરમુખી, એક વાસનામય ચિત્તાકાશ (ચિત્ત કે મન નું આકાશ-એટલેકે મનુષ્ય દેહમાં રહેલું આકાશ) છે, બીજું શુદ્ધ "ચિદાકાશ" (પરમાત્મા-કે ચૈતન્ય નું કોઈ હદ વગરનું-આકાશ) છે અને ત્રીજું એ વ્યવહારિક આકાશ (કોઈ શહેર કે ગામકે મકાન ના ઓરડાનું આકાશ) છે. પહેલાં (ચિત્તાકાશ) ની અને ત્રીજા (વ્યવહારિક આકાશ) ની સંધિમાં જે -"ચિદાકાશ" છે તે બંને થી રહિત છે. હમણાં તારો પતિ જેમાં છે તે-સ્થાન-એ-ચિદાકાશ ના જ ગર્ભ-રૂપ છે. આથી તે સ્થાનએ- ચિદાકાશ થી જુદું નથી. છતાં એ "ચિદાકાશ" (ચૈતન્ય) નું એકાગ્ર પણે ચિંતન કરવામાં આવે તો, તે સ્થાન તુરત જ અહીં દેખવામાં અને અનુભવવામાં આવે તેમ છે. તું સઘળા સંકલ્પો ને છોડી દઈને એ -ચિદાકાશ માં વિશ્રામ કરીશ તો એ "સર્વાત્મક પદ" હોવાથી તેમાં તને તારા પતિના સ્થાન ની અવશ્ય પ્રાપ્તિ થશે. હે,સુંદરી,જો કે -જગતનો અત્યંત બાધ થાય ત્યારે જ એ પદ મળે છે,બીજી કોઈ રીત થી નહિ. તેમ છતાં પણ મારા વરદાન ના પ્રભાવ થી તને એ સ્થાન ની તુરત જ પ્રાપ્તિ થશે. વશિષ્ઠ કહે છે કેએટલાં વચન બોલી ને સરસ્વતીદેવી -તુરત જ પોતાના સ્થાનમાં ગયાં- અને તેમના વરદાનના પ્રભાવને લીધે-લીલા ને તો રમત-માત્રમાં "નિર્વિકલ્પ સમાધિ"ની પ્રાપ્તિ થઇ. પલકવારમાં તો લીલાએ તે સમાધિ ને લીધે અંતઃકરણ-રૂપ દૃઢ પિંજરાવાળા સ્થૂળ દેહને છોડી દીધો. (દેહના અભિમાન ને છોડી દીધું-ચિત્તાકાશમાંથી મુક્ત થઇ) અને (ચિદાકાશ માં મળી જઈ) જેમ પંખીણી પોતાના માળાને છોડીને આકાશમાં સ્થિતિ કરે છે-તેમ તેણે "ચિદાકાશ" માં સ્થિતિ કરી. આમ ચિદાકાશ માં સ્થિતિ પામેલી તે લીલાએ તે ઘરના આકાશમાં જ (વ્યવહારિક આકાશમાં) ખીચોખીચ ભરેલી સભામાં પોતાના પતિ પદ્મરાજાને (પદ્મરાજાના બીજા અવતાર-રૂપ વિદુરથ રાજાને) સિંહાસન પર બેઠેલો જોયો.ચારે બાજુ લોકો એની સ્તુતિ કરતા હતા. જેમ,ઝાકળ, આકાશમાં પ્રાપ્ત થાય,તેમ વાસનામય એવી તે લીલા -એ વાસનામય એવી સભામાં આવી, પણ જેમ,સંકલ્પ-માત્ર થી રચાયેલી સ્ત્રીને પુરુષો દેખાઈ શકે નહિ તેમ,સભાસદો એ પોતાની આગળ ફરતી લીલારાણી ને જોઈ નહિ, 106 Page #107 -------------------------------------------------------------------------- ________________ 107 જયારે, લીલા એ જાણે રાજાની સાથે એક નગરમાંથી બીજા નગરમાં આવેલા હોય તેવા આગળના જ પોતાના સઘળા રાજકીય સભાસદો ને ત્યાં સભામાં બેઠેલા જ જોયા. આગળ ની જરા-અવસ્થા (વૃદ્ધાવસ્થા) થી રહિત થઈને સોળ વર્ષ ની અવસ્થા ને પ્રાપ્ત થયેલ, પદ્મરાજાને (નવા અવતાર વિદુરથ-રૂપે) અને સઘળા આગળના સભાસદ અને આગળના ગામના રહેવાસીઓ ને જોઈ ને લીલા વિચારમાં પડી ગઈ કેજુના નગરના રહેવાસીઓ સઘળા મરી ગયા હશે કે શું? એટલામાં તો સરસ્વતીની કૃપાથી લીલા ની સમાધિમાં (નિર્વિકલ્પ સમાધિ) માંથી વ્યુત્થાન થયું, (સમાધિ તૂટી) એટલે લીલાએ ક્ષણ માત્રમાં ત્યાં આસપાસ સર્વ પરિજનો ને નિંદ્રામાં તેમનાં તેમ જ દીઠાં. એટલે લીલાએ તે લોકો ને ઉઠાડી ને કહ્યું કે "હું અહીં બહુ દુ:ખ થી પીડાઉ છું,એટલા માટે મને સભામાં લઇ જાઓ.હું મારા પતિના સિંહાસન પાસે ઉભી રહું, અને ત્યાં અનેક સભાસદો ને જોઉં તો જ હું જીવતી રહું,નહિતર જીવીશ નહિ." એટલે સર્વ રાજકીય પરિવાર અનુક્રમે જાગ્યો અને લીલા ને સભામાં લઇ ગયો. ત્યારે લીલા,એ રાજાની સિંહાસનની સમીપ આવેલા સુવર્ણ ના વિચિત્ર સિંહાસન પર બેસી. ત્યાં લીલાએ આગળ ના સર્વ સભાસદો ને -આગલા ની જેમ જ બેઠેલા જોયા. લીલા બહુ આનંદ પામી અને પતિના જીવન ની આશાએ,ઉદય પામેલા ચંદ્ર ની જેમ શોભવા લાગી. (૧૮) લીલા અને સરસ્વતી નો સંવાદ-બંને સુષ્ટિ માં સમાનતા લીલા સભાસદો ને કહે છે-કે-મારું ચિત્ત અત્યંત દુ:ખદાયી થઇ પડ્યું છે, ને હું, આમ સભામાં આવવા -આદિ-ઉપાયો વડે આશ્વાસિત કરું છું. આમ સભાસદો ને સમજાવી ને તે ત્યાંથી ઉઠી અંતઃપુર ના મંડપમાં પુષ્પોથી ઢાંકી મુકેલા પોતાના પતિના શબ પાસે આવી ને ચિત્તમાં વિચાર કરવા લાગી કે "અહો! આ અમારા નગરનાં માણસો અહીંથી બહારના પ્રદેશ માં પણ રહ્યા છે-અનેઅહીં અંદરના પ્રદેશમાં પણ રહ્યા છે. જેમ, અરીસામાં બહાર તથા અંદર પર્વતનો અનુભવ થાય છે, તેમ,ચૈતન્ય ની અંદરના ને બહારના પ્રદેશો માં પણ એવી ને એવી જ સૃષ્ટિ નો અનુભવ થાય છે તોઆમાંથી કઈ સૃષ્ટિ સાચી અને કઈ સૃષ્ટિ ખોટી? " આમ વિચારી ને દ્વિધામાં રહેલી લીલા એ નિશ્ચય કર્યો કે "લાવ, સરસ્વતીદેવી ને જ પૂછી જોઉં." એમ એણે સરસ્વતી નું પૂજન-ધ્યાન કર્યું એટલે-કુમારિકા નું રૂપ લઈને સરસ્વતી એ દર્શન દીધાં, ત્યારે લીલાએ તેમને પોતાની દ્વિધા વિષે પૂછ્યું. ત્યારે દેવી કહે છે કે-હે, સુંદરી,આ બંને માંથી તને કઈ સૃષ્ટિ સાચી લાગે છે?અને કઈ ખોટી લાગે છે? તે તું મને યથાર્થ રીતે કહે. લીલા કહે છે કે-હે, દેવેશ્વરી,આ હું અને તમે અહીં બેઠાં છીએ તે સાચી સૃષ્ટિ છે તેમ હું જાણું છું. અને મારા પતિ,હમણાં જે સૃષ્ટિમાં છે તેને હું ખોટી સૃષ્ટિ છે એમ માનું છું, કારણ કેતે નવી સૃષ્ટિ શૂન્ય છે અને પૂરતા દેશ કાળ વિનાની છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ દેવી કહે છે કે-એ નવી સૃષ્ટિ પણ "કારણ" વિનાની તો હોય જ નહિ, એટલે જો તેના "કારણ" વિષે વિચાર કરવામાં આવે તો,બીજું કોઈ "કારણ" નહિ મળવાથી,આ જૂની સૃષ્ટિ ને જ "કારણ-રૂપ" માનવી પડે છે. અને હવે જો -તું કહે છે તેમ આ જૂની સૃષ્ટિ સાચી હોય તો-તેમાંથી કદી પણ ખોટી સૃષ્ટિ ઉત્પન્ન થાય નહિ. કારણ કે "કાર્ય" ક્યારેય "કારણ' થી અસમાન ઉત્પન્ન થાય નહિ. લીલા કહે છે કે-હે,મા,ઘણી વખત "કારણ" થી "કાર્ય" અત્યંત વિલક્ષણ થતું પણ જોવામાં આવે છે, જેમ કે માટી,એ પાણી ને ધારણ કરવા અસમર્થ છે પણ માટી (કારણ) થી ઉત્પન્ન થયેલો ઘડો (કાર્ય) એ પાણી ને ધારણ કરવા માટે સમર્થ છે. દેવી કહે છે કે-જે કાર્ય બીજાં "નિમિત્ત-કારણો" ની સહાયતા થી ઉત્પન્ન થયેલા હોય છે,તેમાં - નિમિત્ત-કારણ ને લીધે-કંઈક વિચિત્રતા કે વિલક્ષણતા થતી જોવામાં આવે છે. માટી-રૂપ "ઉપાદાન-કારણ" માંથી ચાકડા આદિ-બીજાં "નિમિત્ત કારણો" ની મદદથી ઘડો ઉત્પન્ન થાય છેઆથી ઘડામાં વિલક્ષણતા દેખાય છે,પણ એક દીવામાંથી બીજા દીવાની પેઠે,જે "કાર્ય" નાં - ઉપાદાન અને નિમિત્ત-કારણ જુદાં ના હોય -પણ એક જ હોય-તે કાર્ય-કારણ-થી વિચિત્રતા વાળું હોતું નથી. આ જૂની સૃષ્ટિ માંથી જે નવી સૃષ્ટિ ઉત્પન્ન થઇ છે-તેનું ઉપાદાન અને નિમિત્ત કારણ એ-જૂની સૃષ્ટિ છે, માટે નવી સૃષ્ટિ એ જૂની સૃષ્ટિ થી વિલક્ષણ હોવી જોઈએ નહિ,,અને એથી- બંને સૃષ્ટિ મિથ્યા છે. જો તારા પતિની એ નવી સૃષ્ટિ નું બીજું કોઈ નિમિત્ત કારણ હોય -તેમ તું વિચારતી હોય તો - પૃથ્વી-આદિ (પાંચ-મહાભૂત) માંથી તેનું કયું નિમિત્ત-કારણ છે? તે તું કહે. જો તે પૃથ્વી હોય તો-પૃથ્વીએ અહીંથી ઉડીને ત્યાં જવું જોઈએ અને પૃથ્વીનો અહીં અભાવ થવો જોઈએ. પણ આમ નથી એટલે-જૂની સૃષ્ટિ ના "અનુભવ ના સંસ્કાર-માત્ર" થી જ ત્યાંની નવી સૃષ્ટિ ઉત્પન્ન થઇ છે. અને આમ -"કારણ-રૂપ" એ "સંસ્કાર-માત્ર" છે કે જેને સહાયતા આપનારાં બીજાં કોઈ નિમિત્ત-કારણો છે જ નહિ. સર્વ વિદ્વાનો નો અનુભવ છે કે-આ રીતના કાર્યમાં ઉપાદાન અને નિમિત્ત-કારણ જુદાં હોતાં જ નથી. લીલા કહે છે કે-હે,દેવી,મને મારા પતિનું જે "સ્મરણ" (અનુભવ નો સંસ્કાર) છે તે જ વૃદ્ધિ પામીનેપતિની નવી સૃષ્ટિ નું કારણ થયેલ છે એટલે કે એ સ્મૃતિથી જ નવી સૃષ્ટિ ઉત્પન્ન થઇ છે-હવે એવો મને નિશ્ચય થયો. દેવી કહે છે કે- જેમ, તારો એ સંસ્કાર -એ "કલ્પના-રૂપ" છે તેમ, તેથી થયેલી એ નવી સૃષ્ટિ પણ કલ્પના-રૂપ જ છે, પછી જો તે નવી સૃષ્ટિ એ કલ્પના-રૂપ હોય તો તે જૂની (હાલની) સૃષ્ટિ પણ કલ્પના-રૂપ જ કહેવાય. લીલા કહે છે કે-મારા પતિની નવી સૃષ્ટિ કલ્પના-રૂપ જ થઇ છે તો એ દૃષ્ટાંત થી - આ સૃષ્ટિને પણ હવે હું કલ્પના-રૂપ જ માનું છું. દેવી કહે છે કે-હે,પુત્રી,તને જે નિશ્ચય થયો છે તે સાચો જ છે,જેમ તારા પતિની નવી સૃષ્ટિ એ ખોટી છતાં પદાર્થો થી શોભતી હતી તેમ આ સૃષ્ટિ પણ ખોટી જ છે,અને પદાર્થો થી શોભે છે, આ વાત હું,અનુભવ-સિદ્ધ કહું છું. 108 લીલા પૂછે છે કે-આ સૃષ્ટિ ના સંસ્કારમાંથી મારા પતિની ભ્રમ-રૂપ અને પદાર્થો વગરની -નવી સૃષ્ટિ શી રીતે થઇ? તે મને કહો,એટલે જગત વિશેની ભ્રાંતિ ટળી જાય. દેવી કહે છે કે-સ્વપ્ન ની પેઠે ભ્રાંતિ-સ્વ-રૂપ આ સૃષ્ટિ જે રીતે પૂર્વ-સંસ્કાર થી થઇ છે તે હું કહું છું તે સાંભળ. ચિદાકાશ માં કોઈ એક "સંસાર-રૂપી-મંડપ" છે અને તે કાચ ના કટકા ના જેવી શ્યામતા વાળા આકાશ થી ઢંકાયેલ Page #109 -------------------------------------------------------------------------- ________________ 109 છે.તેમાં મેરુ-પર્વત-રૂપી થાંભલો છે.સૂર્ય-રૂપી દીપક છે. એમાં ખૂણાઓમાં રહેલી, પાંચ-મહાભૂતો-રૂપી ઉધઈઓએ પર્વતો-રૂપ માટીના ઉકરડા કર્યા છે. અનેક પુત્રો વાળો "બ્રહ્મ" નામનો બુટ્ટો માણસ એ મંડપમાં છે. એ મંડપ જીવો-રૂપી કોશેટાઓથી ભરપુર છે.અને પૃથ્વી આદિ લોકો ની અંદર રહેલાં નગરો-ગામડાંઓ અને વસ્તી થી ભરપૂર છે. એ મંડપ ના પર્વતો ના પથ્થરો થી કોઈ ઊંડાણ વાળા ખૂણામાં ખાડા જેવું પહાડી ગામ છે. અને એ ગામમાં સ્ત્રી,પુત્ર અને પશુઓ ની સંપત્તિ વાળો,રાજાના ભય થી રહિત,અતિથીઓ ને પૂજનારો, અને ધર્મમાં તત્પર રહેનારો એક અગ્નિહોત્રી બ્રાહ્મણ રહેતો હતો. (૧૯) વશિષ્ઠ નામના એક બ્રાહ્મણ નું દષ્ટાંત દેવી કહે છે કે એ બ્રાહ્મણ નું નામ વશિષ્ઠ હતું.તે ધનથી,વેશથી,અવસ્થા થી,કર્મથી,વિદ્યાથી,વૈભવથી,તથા ચેષ્ટા થી વશિષ્ઠ જેવો જ હતો,પણ વશિષ્ઠ ના જેવો તે જીવન-મુક્ત નહોતો. એણે ચંદ્રમા જેવી રૂપમતી "અરુંધતી" નામની સ્ત્રી હતી. તે બ્રાહ્મણી પણ ધનથી,વેશથી,અવસ્થા થી,કર્મથી,વિદ્યાથી,વૈભવથી,તથા ચેષ્ટા થી અરુંધતી જેવી જ હતી. પણ અરુંધતી ના જેવી જીવન-મુક્ત ન હતી. સ્વાભાવિક પ્રેમ-રસ થી ભરેલી પોતાની પત્ની ને તે બ્રાહ્મણ પોતાના સંસારના સર્વ-રૂપ માનતો હતો. એક વખત એ બ્રાહ્મણ પર્વત ના સપાટ અને લીલા ઘાસવાળા શિખર પર બેઠો હતો ત્યારે, ખીણમાં થઇ ને એક રાજા તેના પરિવાર અને સન્ય ના કાફલા સાથે મૃગયા રમવા જતો -તેના જોવામાં આવ્યો.રાજાનો વૈભવ જોઈને તે બ્રાહ્મણ વિચારવા લાગ્યો કે "સઘળાં સૌભાગ્ય થી શોભી રહેલું આ રાજા-પણું તો બહુ સારું લાગે છે.આવો પૃથ્વી-પતિ હું કયારે થાઉં?" અને આ પ્રમાણે નો સંકલ્પ ત્યારથી તે વશિષ્ઠ-બ્રાહ્મણના મનમાં લાગી રહ્યો. કાળ-ક્રમે બ્રાહ્મણ ને જરા-અવસ્થા (વૃદ્ધાવસ્થા) પ્રાપ્ત થઇ અને- મરણ નજીક આવ્યું-ત્યારે તેની સ્ત્રી - ભય થી કરમાવા લાગી અને તેને મારું આરાધન કરવા માંડ્યું.પણ પતિને અમર-પણું મળવું અશકય છેએમ જાણનારી તે સ્ત્રીએ,હે,લીલા, મારી પાસે તારી જેમ જ વરદાન માંગ્યું હતું કે"મારો પતિ મરી જાય ત્યારે તેનો જીવ આ મારા મંડપમાંથી જાય નહિ" મેં એને "તથાસ્તુ" કહ્યું. પછી કાળના યોગ થી તે બ્રાહ્મણ મરી ગયો ત્યારે તે જ ઘરમાં આકાશમાં જીવ-રૂપે રહ્યો. નિરાકાર શરીર-વાળો તે બ્રાહ્મણ પૂર્વના અપાર સંકલ્પ ને કારણે મોટી-શક્તિવાળો અને ગૈલોક્ય ને જીતનારો તારો પતિ પદ્મરાજ થયો હતો. "હૃદય-આકાશ-મય"પોતાના ઘરનાં આકાશમાં જીવ-રૂપે રહેતા એ બ્રાહ્મણ નું શરીર શબ-રૂપ થઇ ગયું એટલેશોક થી અત્યંત પીડા પામેલી તેની સ્ત્રી,પણ પછી થી જયારે શબ-રૂપ થઇ.ત્યારે તે બ્રાહ્મણી,દેહને દૂર છોડી દઈને મનોમય શરીર થી પોતાના પતિને પ્રાપ્ત થઇ. એના મરણનો આજે આઠમો દિવસ છે, અને તેનો જીવ એ પહાડી ગામના ઘરની અંદર રહ્યો છે. (૨૦) લીલા ના પૂર્વ જન્મ ની દૃઢતા દેવી કહે છે કે-હે,લીલા,એ બ્રાહ્મણ રાજાપણું પામીને તારો પતિ થયો હતો અને જે "અરુંધતી" નામની બ્રાહ્મણી હતી તે તું છે.ચકવા અને ચકવી ની પેઠે પરસ્પર સ્નેહથી બંધાયેલા અને પૃથ્વી પર જાણે શિવ-પાર્વતી જન્મેલાં હોય-એવાં તમે અહીં રાજ્ય કરતાં હતાં. Page #110 -------------------------------------------------------------------------- ________________ 110 આ સઘળું તને પૂર્વ-જન્મ નું વૃત્તાંત કહ્યું. બ્રહ્મ-રૂપ આકાશમાં "જીવ-ભાવ" ની ભ્રાંતિ થવાથી,એ સઘળું પ્રતીત થયું હતું, અને એ- "ભ્રાંતિ-રૂપ પૂર્વ-સૃષ્ટિ" માંથી "ભ્રાંતિ-રૂપ-આ-સૃષ્ટિ" પ્રતિબિમ્બિત થઇ છે. આ સૃષ્ટિ એ-પોતાની સત્તાથી અસત્ય છે, અને અધિષ્ઠાન ની સત્તા થી સત્ય છે. તેણે (મૃષ્ટિએ) તમને જન્મની અને મરણની મિથ્યા જ પ્રતીતિ કરાવી છે. અવિદ્યા (અજ્ઞાન-કે-માયા) સિવાય સૃષ્ટિનું બીજું કંઈ રૂપ નથી. લીલા કહે છે કે-હે,દેવી,તમે આવી ખોટી વાત કેમ કરી? મને તો આ વાત ખોટી લાગે છે-કારણકેક્યાં,પોતાના ઘરમાં રહેલો બ્રાહ્મણ નો જીવ અને ક્યાં અહીં રહેલા એવા અમે? એ જોડાં ની અને અમારી એકતા સંભવે જ કેમ? વળી, મેં સમાધિમાં જે નવી સૃષ્ટિ જોઈ તે આ ઘરમાં બેસીને જ જોઈ છે.તો એ વાત પણ કેમ સંભવે? જેમાં મારા સ્વામી રહ્યા છે, તે પરલોક,તે પૃથ્વી,તે પર્વતો,અને દશે દિશાઓ - આ ઘરની અંદર રહેલાં પણ સંભવે જ કેમ? હે દેવી,આ વાત મારા મનમાં ઠસતી નથી, માટે તે તમે મારા મનમાં ઠસી જાય તેવી રીતે મને કહો. (NOTE-યોગ-વશિષ્ઠ એ-અદ્વૈત તત્વજ્ઞાન-પર આધારિત છે.અને અદ્વૈત મા એક -પુરુષ કે બ્રહ્મ-કે પરમાત્મા જ સત્ય છે બાકીનું બધું અસત્ય અને બાકીનું બધું જે "અસત્ય-કે મિથ્યા" (જગત) જે નરી આંખે દેખાય છે-તે બ્રહ્મ જ છે. હવે, આ વસ્તુ માત્ર જ્ઞાન થી સમજી શકાય તેવી નથી. માત્ર અનુભવ થી જ સમજાય છે. તેમ છતાં તેને જ્ઞાન થી સમજાવવાનો વારંવાર -પ્રયાસ -અહીં વશિષ્ઠજી જુદી જુદી રીતે કરે છે.અને એ માટે સ્વપ્ન નું અને આકાશ નું ઉદાહરણ વારંવાર આપે છે. હવે, આ નરી આંખે જે જગત દેખાય છે તેને જઠું કે મિથ્યા કેમ માની શકાય?બસ,આ સમજાવવાની જ અહીં માથાકૂટ કર્યું જાય છે. વશિષ્ઠ જી ની સમજાવવાની રીત તે જમાના ને અનુરૂપ છે.પણ અહીં અત્યારના સમય મુજબ જોઈએ તો - સાંખ્ય-નો જે સિદ્ધાંત છે કે જે "મૈત" પર આધારિત છે-અને હાલના સમયમાં માત્ર જેને સમજવું જ છે (અનુભવ નથી કરવો) તેને માટે - તે સાંખ્ય ને સમજવાથી કદાચ આ અદ્વૈત ને સમજવામાં સરળતા રહે???? સાંખ્યો -પુરુષ અને પ્રકૃતિ (દ્વૈત) એમ જુદા પાડે છે.અને પ્રકૃતિ જે નરી આંખે દેખાય છે તેનું અસ્તિત્વ બતાવે છે.અને પાછા કહે છે કેપુરુષ જ અધિષ્ઠાન ની દૃષ્ટિ એ સત્ય છે એવું જ કંઈ "અદ્વૈત" વાળા -પ્રકૃતિ ને માયા તરીકે ઓળખાવે છે અને કહે છે કે-તે સ્વપ્ન કે અરીસા જેવી છે, હવે ફરીથી જો સાંખ્ય-જ્ઞાન તરફ જઈએ-તો-તે કહે છે કે-૨૪ તત્વો માંથી જગતની "ધૂળ-શરીરની " ઉત્પત્તિ થઈ. હવે જો આમાં પાંચ મહાભૂતો ના હોય તો સ્થૂળ- નહિ પણ સૂક્ષ્મ-એટલેકે "લિંગ-શરીર" કહે છે-આ લિંગ શરીર -નજર થી દેખી - શકાય નહિ. બસ, આટલું સમજીને હવે લીલાવતી ની સ્ટોરી પર પાછા ફરીએ.લીલાવતી એ ઉપર પ્રમાણે જે પ્રશ્ન અને શંકા કરી છે-તેને સમજવા નો પ્રયત્ન કરીએ. --લીલાવતી અને પદ્મરાજા એ તેમનો વર્તમાન નો જન્મ છે.--પદ્મરાજા મરીને "વિદુરથ-રાજા" થયો તે તેનો બીજો અવતાર છે(અને વર્તમાન માં પણ છે-લીલા હજ મરી નથી એટલે તેનો બીજો અવતાર હજુ સુધી થયો નથી) --ભૂતકાળમાં આ બંને ની જોડી -વશિષ્ઠ અને અરુંધતી -(રામાયણ વાળા નહિ) ના અવતાર તરીકે હતી. અહીં આગળ વધતાં પહેલાં ભારતીય તત્વ જ્ઞાન માં વારંવાર આવતા બે શબ્દો "દેશ અને કાળ" ને સમજવા જરૂરી છે."દેશ" એટલે અમુક ચોક્કસ સ્થાન કે જગ્યા અને "કાળ" એટલે અમુક ચોક્કસ સમય. ઉદાહરણ થી આ વાત સમજીએ તો-જો કોઈ વ્યક્તિ તેના પ્રિયતમ ની રાહ જોતો હોયતો તેને માટે એક ક્ષણ પણ મહિનાઓ જેવી લાગે છે અને પોતે ક્યાં છે તેનું સ્થળ) નું ભાન પણ ભૂલી જાય છે, આ રીતે જયારે દેવી કહે છે કે બ્રાહ્મણ ને મહેં-આઠ જ દિવસ થયા છેતો ત્યારે પદ્મરાજા તો ઘણી ઉંમર નો થઈને મર્યો હતો-તો માત્ર આઠ દિવસ જ કેમ ગણાય? આ ના જવાબ માં ઉપર બતાવેલ પ્રિયતમ ના ઉદાહરણ થી. તર્ક થી સામાન્ય સમજ આવી શકે અને સાંખ્ય-મુજબ-તે બ્રાહ્મણ નું -પાંચ મહાભૂત નું સ્થૂળ શરીર -ના હોતાં "લિંગ શરીર" જ છે.એમ સમજી શકાય. તો વળી અદ્વૈત મુજબ અહીં "તે બ્રાહ્મણ મર્યા પછી તે ઘરના "આકાશમાં" હૃદયકાશ રૂપે-રહ્યો " એમ સમજી શકાય અને જેને અહીં માત્ર સમજવા માટે- જ-"જૂની સૃષ્ટિ" તરીકે પણ ઓળખાવી છે. હવે અદ્વૈત તો કહે છે કે-જગત (મૃષ્ટિ) તો છે જ નહિ. એટલે તેને "દેશ અને કાળ" નું બંધન લાગી શકે નહિ.આમ-આઠ દિવસ એ અનંત થઇ જાય !!! હાલની સૃષ્ટિ માંથી પદ્મરાજા -નવી સૃષ્ટિ માં ગયો છે અને તે પણ કંઈ તરત જન્મેલો નથી!!!) અદ્વૈત મુજબ તેણે "નવું હૃદયકાશ" બનાવ્યું છે. (દ્વૈત મુજબ એણે સ્થૂળ શરીર ધારણ કર્યું) Page #111 -------------------------------------------------------------------------- ________________ લીલા જયારે "નિર્વિકલ્પ-સમાધિ" કરે છે ત્યારે તેમાં-સમજવા માટે સાંખ્યના (દ્વૈત ના) તર્ક નો- ઉપયોગ કરીએ તો આ સમાધિમાં દેહ ભૂલાઈ જાય છે-એટલે તે "લિંગ શરીર" (પાંચ મહાભૂત વગરનું) ધારણ કરે છે.અને જો અદ્વૈત ના તર્ક થી સમજીએ તો તે સમાધિ માં -આકાશ -રૂપ -થઇ જાય છે.અને આ આકાશ-રૂપે તે બ્રાહ્મણ ને અને નવા વિદુરથ બનેલા-તેના બંને પતિઓ ને જોઈ શકે છે. સામાન્ય -તર્ક થી આ રીતે સમજવામાં આવે તો -આગળ સમજી શકાય?? ) દેવી કહે છે કે-હે,સુંદરી,હું ખોટી વાત કરતી જ નથી.પણ યથાર્થ જ કહું છું.સાચું બોલવાના જે વેદોક્ત નિયમો છે,તેણે અમે તોડીએ જ નહિ.જે મર્યાદા ને જો બીજો કોઈ તોડવા પ્રયત્ન કરે તો હું તે મર્યાદાને સ્થાપિત કરું છું,પછી તે મર્યાદાને હું જ તોડું તો બીજું કોણ પાળે? એ પહાડી ગામના બ્રાહ્મણ નો જીવ ચિદ્રુપ (ચિત્ત-રૂપ કે મન-રૂપ) છે અને તે પોતાના હૃદયકાશમાં પોતાના ઘરમાં જ આ મોટા દેશને જોઈ શકે છે. હે,સુંદરી,જેમ જાગ્રત ની સ્મૃતિ લુપ્ત થઈને સ્વપ્નમાં બીજા પ્રકારની સ્મૃતિ થાય છે, તેમ તમને આગળની સ્મૃતિ લુપ્ત (મરણ) થઈને -બીજા પ્રકારની સ્મૃતિ થઇ છે. સ્મૃતિ નો લોપ થવો (લુપ્ત થવું) એ જ મરણ છે. જેમ સંકલ્પમાં અને અરીસામાં આખી પુથ્વી રહે છે,તેમ પર્વતો,વનો અને નગરવાળી આ પૃથ્વી -તેબ્રાહ્મણના ઘરની અંદર જ રહી છે.આ તારું ઘર પણ એ બ્રાહ્મણ ના ઘરના આકાશમાં જ રહ્યું છે. હું.તું અને બ્રહ્માંડ એ સઘળાં કેવળ ચિદાકાશ-રૂપ (ચિત્ત-આકાશ કે મન-આકાશ) જ છીએ. એમ સમજ સઘળા પ્રપંચ (માયા) નું "મિથ્યા-પણું" સમજવામાં તથા અધિષ્ઠાન-ચૈતન્ય નું "સત્ય-પણું" સમજવામાંસ્વપ્ન સંબંધી "ભ્રમ","સંકલ્પ" અને પોતાના "અનુભવ"ની પરંપરા એ જ મુખ્ય "સાધન" છે. એ બ્રાહ્મણ નો જીવ પોતાના ઘરમાં રહ્યો છે,અને જેમ ભ્રમર કમળમાં રહે છે. તેમ સમુદ્રો અને પૃથ્વી વગેરે -તેના હ્રદયકાશ માં રહેલી છે. પૃથ્વી ના કોઈ એક નાનકડા ખૂણા ના કોતરમાં -એ નગર અને શરીર -વગેરે રહેલ છે. હે,સુંદરી,એ પૂર્વ ની સૃષ્ટિ અને આ સૃષ્ટિ-તે ઘરની અંદર એકઠી થઇ છે,છતાં પણ ઘર એમનું એમ જ છે. તો એ ઉપરથી આપણે એક ત્રસરેણુ ની અંદર પણ અનેક બ્રહ્માંડો રહેવાની સંભાવના કરીએ તેમાં આશ્ચર્ય શું? આમ ચિદાકાશ ના એક પરમાણુમાં અનેક બ્રહ્માંડો રહેલા છે તેમાંય શંકા શી છે? લીલા બોલી-હે,પરમેશ્વરી,તમે કહો છો કે એ બ્રાહ્મણ આજ થી આઠમે દિવસે મરી ગયો છે,પણ અમારા જન્મ ને તો વરસો વીતી ગયા છે તો એ બ્રાહ્મણ બ્રાહ્મણી માંથી અમારી ઉત્પત્તિ કેવી રીતે સંભવે? દેવી કહે છે કે-હે,સુંદરી,હ્રદયાકાશમાં જેમ દેશ ની લંબાઈ નથી,તેમ કાળ ની પણ લંબાઈ નથી જ. એ વિષે હું ન્યાય ને અનુસરીને કહું છું તે તું સાંભળ. જેમ આ જગતની સૃષ્ટિ પ્રતિભાસ માત્ર જ છે,તેમ ક્ષણ અને કલ્પ પણ પ્રતિમાસ માત્ર છે. તુંપણા અને હુંપણા ના અધ્યાસ ને લીધે-જેમને પોતાનો જન્મ થયાની ભ્રાંતિ છે,તેમને જ - ક્ષણ-કલ્પ વગેરે સઘળું જગત ભાસે છે. અને હવે આ પ્રતિભાસ થવાનો ક્રમ કહું છું તે તું સાંભળ. દેવી કહે છે કે-હૈ, સુંદરી, જીવ" એ "ક્ષણ-માત્ર"માં પોતાના "મિથ્થા મરણ-રૂપી મૂર્છા" નો અનુભવ કરીને "આગળના ભાવ" ને ભૂલી જાય છે અને "બીજા ભાવ"ને દેખે છે. એ "બીજા ભાવ" નો પ્રતિભાસ થાય છે એટલે પોતે દેહાધિક આધારથી રહિત છતાં પણ (એટલે કે પોતાનો દેહ નહિ હોવાને લીધે) પોતાના હૃદયાકાશમાં જ "હું આ દેહાધિક આધારમાં આધેય-રૂપે રહ્યો છું એવો અનુભવ કરે છે. 111 Page #112 -------------------------------------------------------------------------- ________________ 112 અને આમ,"તે હાથ-પગ વાળો દેહ મારો છે" - એમ જુએ છે. અને જેવો "દેહનો અધ્યાસ" થાય-એટલે તરત જ "હું આ પિતાનો પુત્ર છું,મને આટલાં વર્ષો થયા, આ મારા ભાઈઓ છે,આ મારું સુંદર ઘર છે,હું જમ્યો,બાળક હતો ને હવે મોટો થયો" વગેરે જોવામાં આવે છે. "દેહ-રૂપ" થયેલા "ચિત્ત" (મન) ના અને સંસારિક સંબંધો-એ સત્યમાં તો સંબંધો વિનાના જ છે,છતાં પણ, પોતાની સાથે સંબંધો ધરાવનારા ભાસે છે. આ પ્રમાણે "જીવ" ના ચિત્ત (મન) માં સંસાર-રૂપી ખંડ ઉદય પામ્યો છે પણ સ્વાભાવિક રીતે -તો-કંઈ પણ ઉદય પામ્યું નથી. જીવ શુદ્ધ ચિદાકાશ-રૂપ જ છે. સ્વપ્ન માં કે જાગ્રતમાં- "દ્રષ્ટા"માં જે ચૈતન્ય છે તે જ "દૃશ્ય"(જગત) માં છે. કારણકે એક ચૈતન્ય જ સર્વ-રૂપે પ્રતીત થાય છે. તે જ ચૈતન્ય જેમ,સ્વપ્ન માં બીજા પ્રકારે પ્રતીત થયા છે, તેમ પરલોકમાં ત્રીજા પ્રકારે પ્રતીત થાય છે, તો આ લોકમાં ચોથા પ્રકારથી પ્રતીત થાય છે. એટલે કે સઘળી સ્થિતિઓમાં ચૈતન્ય એક જ છે. જેમ જળથી તરંગો જુદા નથી,તેમ,સ્વપ્ન,પરલોક કે આ લોક એ ચૈતન્ય થી જરા પણ જુદા નથી. આથી આ જગત ઉત્પન્ન થયું જ નથી ને નાશ પણ પામવાનું નથી. જગત પોતાના સ્વ-રૂપ થી કંઈ છે જ નહિ,પણ જે પ્રકાશે છે -તે ચૈતન્ય જ પ્રકાશે છે. જેમ જળમાં તરંગ-પણું છે જ નહિ અને જે દેખાય છે તે સસલા ના શિંગડા જેવું જ છે, તેમ, ચૈતન્યમાં દય (જગત) પણું છે જ નહિ, અને જે દેખાય છે તે સસલા ના શિંગડા જેવું જ છે. ચૈતન્ય પોતાના સ્વભાવથી ભ્રષ્ટ થયા વિના જાણે દૃશ્ય-પણા ને પામેલ હોય તેમ પ્રતીત થાય છે. આમ દૃશ્ય (જગત) પદાર્થ છે જ નહિ, તો પછી "આ દ્રષ્ટા અને આ દૃશ્ય" એવા વિભાગો કેમ હોઈ શકે? જીવ ને (મરણ-રૂપે) મોહ થયા પછી,નિમેષમાત્રમાં જ દેશ-કાળ-આરંભ-ક્રમ-જન્મ-માતપિતા-સ્ત્રી-સંતાનોઅવસ્થા-સમજણ-સ્થાન-બંધુઓ-સેવકો-અસ્ત-ઉદય-વગેરે વાસનાઓ ને અનુસરતી - "બ્રહ્માંડ-રૂપી- દૃશ્ય" ની શોભા નજરે પડવા માંડે છે. જીવ પોતે તો ચૈતન્ય-સ્વ-રૂપ છે, તે પોતે તો જન્મેલો નથી,છતાં "હું જન્મેલો છું" એમ ધારી લે છે. તેથી તે દેશ-કાળ-ક્રિયાઓ-દ્રવ્યો-મન-બુદ્ધિ અને ઇન્દ્રિય વગેરે ને જુએ છે. જેમ,પુષ્પ પછી ફળ નો ઉદય થાય છે તેમ પાછળથી "આ મારી માતા છે-આ મારા પિતા છે-બાંધવો છે" વગેરે અનુભવેલો અને કદી નહિ અનુભવેલો-વાસનામય ક્રમ ઉદય પામે છે.અને નિમેષ (પલક)-માત્રમાં કલ્પ જેવડો મોટો કાળ (સમય) વહી ગયાની પ્રતીતિ પણ થાય છે. જેમ કે જેમને પોતાની પ્રિય સ્ત્રીનો વિયોગ થયો હોય છે તેમને એક દિવસ એ-વર્ષ જેવડો થઇ પડે છે. જેમ,અહં (મદ) અને સ્વપ્ન -ના "ભ્રમ ના સમય માં જે શૂન્ય હોય તે ભરપૂર લાગે, દુઃખો પણ ઉત્સવ રૂપ લાગે,અને હાનિ પણ લાભ-રૂપ લાગે છેતેમ જીવો ને જગત-રૂપી ભ્રમ ના સમયમાં "એક ચૈતન્ય" પણ દ્રશ્યો થી ભરપૂર લાગે છે. વ્યવહાર-રૂપ દુઃખો પણ સુખરૂપ લાગે છે અને "સ્વરૂપ ને ભૂલી જવું" પણ અનુકૂળ લાગે છે. પણ,જેમ,ખંભમાં વણ-કોતરેલી મૂર્તિઓ તેનાથી અભિન્ન જ રહેલી છે-તેમ બ્રહ્મ-ચૈતન્ય માં આ સઘળું દૃશ્ય-જગત અભિન્ન જ અને શાંત રીતે રહેલું છે. તેને મોક્ષ શું કે બંધન શું?) (૨૧) સરસ્વતી અને લીલા નો સંવાદ Page #113 -------------------------------------------------------------------------- ________________ દેવી કહે છે કે-જેમ, આંખો ઉઘાડવાથી,નજર સમક્ષ-તુરત જ સઘળાં રૂપો -પુરી રીતે પ્રતીત થાય છે, તેમ,જીવ ને "મરણ-રૂપ-મોહ" થયા પછી-તુરત-જ-"અનેક જગત" પ્રતીત થાય છે. જેમ, સ્વપ્ન માં પોતાના મરણ ની પોતાને પ્રતીતિ થાય છે,તેમ જીવે,સંસારમાં જે કાર્યો કર્યા હોય, દેખેલાં હોય કે અનુભવેલા હોય-તે કાર્યો માં પણ "મેં કર્યા" એવી પ્રતીતિ થાય છે. આ પ્રમાણે-ચિદાકાશમાં અંદર "માયા-રૂપી-આકાશમાં" અનંત ભ્રાન્તિઓ સ્ફૂરે છે. આ જગત નામની નગરી -એ ભીંત -વગર-જ ચિતરાયેલી છે.માટે "કલ્પના-માત્ર" જ છે. "આ જગત છે અને આ સૃષ્ટિ છે " એ રીતે "વાસના" જ સ્ફૂરે છે. અને આ વાસના -એ-નજીક હોય તેમાં દૂર-પણા નો અને ક્ષણમાં કલ્પ-પણા નો વિપરીત ભ્રમ કરે છે. વાસના બે પ્રકાર ની છે-એક-અનુભવેલા વિષયો ની અને બીજી-નહિ અનુભવેલા વિષયોની. જેમ સ્વપ્ન માં ભ્રમ ને લીધે બીજા કોઈના પિતાને જોઈને પોતાના પિતાની વાસના થાય છે-તેમઆ સંસારમાં નહિ અનુભવેલામાં પણ અનુભવેલા-પણા ની વાસના કોઈ સમયે ઉદય પામે છે. તો-કોઈ વાર -કોઈને-કોઈ પણ-વાસના વગર જ જગતનો અનુભવ થાય છે. દાખલા તરીકે -બ્રહ્મા ને પૂર્વ ની વાસના વિના જ જગતનો આરંભથી જ અનુભવ થયો હતો. હે,સુંદરી,જગત નું જે અત્યંત વિસ્મરણ થાય -તે જ "મોક્ષ" કહેવાય છે. અને મોક્ષની એ સ્થિતિમાં કોઈને કંઇ પણ પ્રિય-કે-અપ્રિય રહેતું નથી,કે બીજા કોઈ પદાર્થો પણ રહેતા નથી. અહંકાર અને અવિદ્યા (અજ્ઞાન) નો અત્યંત અભાવ થયા વિના-મોક્ષ ઉદય પામતો નથી. જો કે તે (મોક્ષ કે મુક્તિ -તો) સ્વાભાવિક રીતે જ "વિદ્યમાન" (હાજર) જ છે. જેમ,રજ્જુમાં થયેલ ભ્રમ-રૂપી સર્પ,એ વાસ્તવિક રીતે નહિ હોવા છતાં તેનો અત્યંત અભાવ સમજાય નહિ,ત્યાં સુધી તે ભ્રમ ટળતો નથી, તેમ,બ્રહ્મ માં પ્રતીત થયેલું આ ભ્રમ-રૂપ-જગત -એ -જ્યાં સુધી તે જગતનો અત્યંત અભાવ "સમજાય નહિ" ત્યાં સુધી ટળતું નથી. સમાધિ દશામાં "જગતની ભ્રાંતિ"થી છૂટવાનો અનુભવ,તે સમાધિ દરમ્યાન થોડો સમય થાય છે પણ સમાધિ છૂટ્યા પછી -પાછી -જગતની ભ્રાંતિ ઉદ્ભવે જ છે. એટલે તે અર્ધ-શાંતિ ઉપરથી જગતનો ભ્રમ શાંત પડી ગયો છે તેમ સમજવું નહિ જોઈએ. "આ જે વિસ્તીર્ણ સંસાર છે -તે બ્રહ્મ જ છે,એવો નિશ્ચય છે" અને જગત એ અવિદ્યા (અજ્ઞાન) ને લીધે ભાસે છે,અને એ અવિદ્યા-રૂપી કારણ દૂર થાય-તે પછી-પણજો પુનરાવૃત્તિ ને લીધે જો જગત સ્ફૂરે તો-તેને મિથ્યા જોયેલું હોવાને લીધે બંધન-કારક થતું નથી. લીલા કહે છે કે હે,દેવી,તમે કહી ગયા કે-"અમારા આ રાજા-રાણીના જન્મમાં,અગાઉના બ્રાહ્મણ-બ્રાહ્મણીના જન્મ-સમયમાં અનુભવેલી વાસના કારણ-રૂપ છે" અને જો એમ હોય તો,અત્યારના સમયના જે દૃશ્ય-પદાર્થો છે-તેઓ તે સમયે -તો-નહોતા, માટે તેમનો અનુભવ થયેલો ન જ હોવો જોઈએ, અને તે અનુભવ વિના તેમનો સંસ્કાર પણ ન રહેવો જોઈએ.અને આમ સંસ્કાર જો રહ્યો ના હોય,તો પછી આ સમયના દૃશ્ય-પદાર્થો કેમ ઉભા થાય છે? 113 Page #114 -------------------------------------------------------------------------- ________________ દેવી કહે છે કે-તમને આ દૃશ્ય પદાર્થો ની સ્મૃતિ થાય છે તેમાં -પિતામહ "બ્રહ્માનો સંસ્કાર" કારણ-રૂપ છે. બ્રહ્માને તો પોતાનો દેહ-આદિ- વાસના વિના જ દેખાય છે. કારણકે પહેલાં નો "બ્રહ્મા" મુક્ત થઇ ગયેલ હોય છે,તેથી તેની વાસના હમણાંના બ્રહ્માને હોવી સંભવિત નથી. એટલા માટે વાસનાઓ વિના એકલું "ચૈતન્ય" જ બ્રહ્મા-આદિ-રૂપે વિવર્ત પામે છે-એમ સમજવું. ચૈતન્ય નો એવો સ્વભાવ જ છે. પણ,કાક-તાલીય ન્યાય થી કોઈ પ્રતિભાસ-મય બ્રહ્મા ઉત્પન્ન થાય છે ને તે માને છે કે "આગળના બ્રહ્મા થી હું બીજો બ્રહ્મા થયો છું" જગતની ઉત્પત્તિ આ પ્રમાણે છે,માટે કોઈ પણ પ્રદેશમાં અને કોઈ પણ કાળમાં કંઈ ઉત્પન્ન થયું જ નથી. કેવળ ચિદાકાશ જ છે-બીજું કશું જ નથી. અનુભવ થી થયેલી અને અનુભવ વિના થયેલી-એ બંને પ્રકારની વાસનાઓ - માયા વિશિષ્ટ-બ્રહ્મમાં થી જ ઉત્પન્ન થાય છે. જગતના કારણ-રૂપ જે -વાસના છે તે પણ બ્રહ્મનો જ વિવર્ત છે.એટલે જગત અને વાસના એ કહેવામાત્ર છે. વાસ્તવિક નથી.આમ જગત (દૃશ્ય) ઉત્પન્ન થયું જ નથી,કેવળ શુદ્ધ બ્રહ્મ જ છે જે પોતાના સ્વરૂપમાં રહેલ છે. લીલા કહે છે કે-હે,દેવી,જેમ સવારમાં સૂર્ય-પ્રકાશ જગત ની શોભા દેખાડે છે, તેમ,તમે મને ઉત્તમ વિચાર દેખાડ્યો છે.કે જેને વિષે વધુ વિચાર કરવાથી તે વધુ ને વધુ પ્રકાશશે. પણ હે,દેવી,અભ્યાસ નહિ હોવાને લીધે -મને જ્યાં સુધી આ વિષયમાં દૃઢ વ્યુત્પત્તિ (સમજ) થઇ નથી, ત્યાં સુધી મારા મનમાં એક ઉત્કંઠા છે,તેને તમે શાંત કરો,અને એ બ્રાહ્મણ,બ્રાહ્મણી સાથે જે પહાડી ગામની સૃષ્ટિમાં રહેતો હતો ત્યાં લઇ જાઓ જેથી હું તેમને જોઉં. દેવી કહે છે-તું પ્રથમ,પરમ પવિત્ર સમાધિ (કારણ-બ્રહ્મ-પણા નું ગ્રહણ) કરીને આ દેહને ભૂલી ને નિર્મળ થા, એટલે,પછી, જેમ,પૃથ્વીમાં રહેલા મનુષ્ય નો "સંકલ્પ" આકાશના અંતઃપુર ને પ્રાપ્ત થાય છે, તેમ,તું ચિદાકાશ માં રહેલા "માયાકાશ-રૂપ" તે "સર્ગ" ને અવશ્ય પ્રાપ્ત થઈશ. તું આ દેહના અભિમાન (અહમ) ને છોડી દઈશ,તો જ -આપણે બંને સાથે,એ "સર્ગ" ને જોઈ શકીએ. કારણકે-એ "સર્ગ" ના દ્વારમાં પ્રવેશ કરવા માટે આ "સ્થૂળ-દેહ" મોટી અડચણ-રૂપ છે. લીલા કહે છે કે-હે,દેવી,આ સ્થૂળ-દેહથી -તે-બીજા (માયાકાશ-રૂપ) સર્ગ માં શા માટે જવાય નહિ? દેવી કહે છે કે-જેમ,તમે સોનાને વીંટી-રૂપ સમજો છો,તેમ આ નિરાકાર બ્રહ્માંડો ને તમે અજ્ઞાન થી સાકાર સમજો છો.સોનું જેમ, વીંટીના -રૂપને ધારણ કરે છે,તો પણ તેમાં વીંટી-રૂપ-પણું નથી, તેમ,પરબ્રહ્મ-એ જગત-રૂપ થયેલ છે -તો પણ તેમાં જગત-પણું નથી. જેમ,સમુદ્રમાં ધૂળ ની કલ્પના કરવામાં આવે છે,તેમ,બ્રહ્મ માં "માયા" ની "કલ્પના" કરવામાં આવે છે. આ પ્રપંચ (માયા) મિથ્યા જ છે,અને જે જીવ છે તે-સત્ય-રૂપ-બ્રહ્મ જ છે. આ વિષયમાં,ઉપનિષદો,ગુરુઓ અને અનુભવો એ "પ્રમાણ" (સાબિતી) છે જીવ એ બ્રહ્મને જાણી શકે છે,પણ,જો એ બ્રહ્મ ના હોય તો બ્રહ્મ ને જાણી શકે નહિ. માટે જે બ્રહ્મ છે તે જ સૃષ્ટિ-આદિ-નામો થી વિવર્ત પામેલ છે,વિવર્ત પામવાનો બ્રહ્મ નો સ્વ-ભાવ છે. કોઈ પણ નિમિત્ત-કારણો નહિ હોવાને લીધે-જગતને કાર્ય-પણું-કે-બ્રહ્મ ને કારણ-પણું છે જ નહિ. જ્યાં સુધી દૃઢ અભ્યાસથી તારી ભેદ-બુદ્ધિ ટળી નથી, ત્યાં સુધી તું બ્રહ્મ-રૂપ નથી અને -તે-બ્રહ્મને દેખી શકતી નથી. 114 Page #115 -------------------------------------------------------------------------- ________________ દેવી કહે છે કે-અમે (દેવ-દેવીઓ)દૃઢ અભ્યાસ ને લીધે બ્રહ્મ-રૂપ થયા છીએ. તેથી અમે તે શુદ્ધ બ્રહ્મ ને જોઈ શકીએ છીએ. જેમ,સંકલ્પ ના નગરનું સ્વરૂપ બ્રહ્મમય છે,તેમ,મારું સ્વરૂપ પણ બ્રહ્મમય છે. તેથી હું આ દેહ થી જ એ પરમપદને મારા અંતરમાં જોઉં છું અને આ જ રીતે -ચિત્તની શુદ્ધિ ને લીધે યોગ્ય થયેલ-બ્રહ્મા-આદિ-પણ - પોતાના અંતરમાં પરમપદને જુએ છે. હે,સુંદરી,વાસ્તવિક સત્તાથી બ્રહ્મ-રૂપ આ જગત-આદિ-સઘળું બ્રહ્મ ના "એક-દેશ" માં રહેલું છે. અભ્યાસ નહિ થયેલો હોવાને લીધે,તારો આકાર બ્રહ્મ-રૂપ થયો નથી,પણ અંતઃકરણ માં તે, ચિદાભાસ-રૂપ રહેલ છે,તેથી તું બ્રહ્મને કે પૂર્વ-સૃષ્ટિને જોતી નથી. જો,આ સ્થૂળ દેહથી પોતાના સંકલ્પ ના નગરમાં પણ પહોંચાતું નથી,તો પછી બીજાના સંકલ્પના નગર-રૂપ એવી તમારી પૂર્વ-સૃષ્ટિ માં તો કેમ પહોંચાય? એટલે આ દેહનું વિસ્મરણ કરીને અને "લિંગ-દેહ-રૂપ" થઈને તું તારી પૂર્વ-સૃષ્ટિ ને જોઈ શકીશ. સંકલ્પ ના નગરમાં તો જે સંકલ્પ-રૂપ થાય તે જ પહોંચી શકે છે,બીજા જોઈ જીવતા કે મરણ પામેલાથી, ત્યાં પહોંચી શકાય નહિ જ્યારથી બ્રહ્મ ની સૃષ્ટિ થઇ છે અને જગત-રૂપ ભ્રાંતિ ઉઠી છે ત્યારથીએવો જ દૃઢ નિયમ બંધાયો છે કે-સંકલ્પ-રૂપ થયા વિના સંકલ્પિત સ્થાન માં પહોંચાય જ નહિ. લીલા કહે છે કે- હે,દેવી,તમે તો કહ્યું કે-"એ બ્રાહ્મણ-બ્રાહ્મણી ના જગતમાં આપણે સાથે જઈશું." તો આપણે બંને ત્યાં સાથે કેવી રીતે જઈ શકીશું? હું આ દેહને અહીં રાખીને સત્વ-ગુણ ને અનુસરનારા ચિત્ત વડે એ પરલોકમાં જઈ શકીશ પણતમે તમારા પોતાના દેહથી ત્યાં શી રીતે આવી શકશો? દેવી કહે છે કે-તારા "સંકલ્પ-રૂપ આકાશનું વૃક્ષ" વિદ્યમાન (હાજર)-છતાં-આકાશ-રૂપ છે. એ વૃક્ષ સાકાર નથી,તેથી એ કોઈ ભીંતથી રોકાય તેમ નથી. તેમ તે પોતે (વૃક્ષ) પણ કોઈ ભીંત ને તોડી શકે તેમ નથી.તે જ પ્રમાણે મારું શરીર છે. મારો દેહ સત્વ-ગુણ ની રચના-રૂપ છે,અને બ્રહ્મના પ્રતિભાસ-સ્વરૂપ છે.બ્રહ્મથી જરાક જ જુદો પડે છે. એટલા માટે હું આ દેહને છોડીને નહિ આવું,પણ વાયુ જેમ ગંધમાં પ્રવેશ કરે તેમહું આ દેહથી જ તે પ્રદેશમાં પહોંચીશ. જેમ જળ ની જોડે જળ મળી જાય છે એમ,આ મારો મનોમય દેહ એ બીજા મનોમય દેહોની અને તેમની મનોમય વસ્તુઓની સાથે મળી જાય તેમ છે. તારો દેહ પૃથ્વીના વિકાર-રૂપ સર્જાયેલો છે,અને મારો દેહ ચૈતન્ય-રૂપ સર્જાયેલો છે. એથી તારો દેહ મારા દેહની સાથે એક અથવા સંયુક્ત થઈને ત્યાં જઈ શકે તેમ નથી. કેમકે કલ્પના ના પર્વતને અને સાચા પર્વતને એકરૂપ થવું સંભવે નહિ,અને પરસ્પર ભટકાવું પણ સંભવે નહિ. જો કે,આમ તો આ તારો સ્થૂળ દેહ પણ વાસ્તવિક રીતે મનોમય જ છે,તો પણ, લાંબા કાળની ભાવના થી તું એને પૃથ્વી આદિ -ભૂતોના વિકાર-રૂપ અને સ્થૂળ સમજી બેઠી છે. જેમ સ્વપ્ન માં લાંબા કાળના ધ્યાનમાં,ભ્રમમાં,સંકલ્પમાં,અને ગંધર્વનગરમાં -મનોમય પદાર્થો ને પણ સ્થૂળ સમજી લેવામાં આવે છે,તેમ તારો આ દેહ મનોમય છતાં,સ્થૂળ સમજાયો છે. જયારે સમાધિથી તારી આ વાસનાઓ ક્ષીણ થઇ જશે - ત્યારે તારા સ્થૂળ દેહમાં પાછું મનોમય-પણું પ્રાપ્ત થશે. 115 Page #116 -------------------------------------------------------------------------- ________________ 116 લીલા પૂછે છે કે મનોમય દેહ-પણા ની પ્રતીતિ દૃઢ થઇ જાય ત્યારે આ સ્થૂળ દેહ-મનોમય થઇ જાય છે કે પછી નાશ પામી જાય છે? દેવી કહે છે કે જે પદાર્થ નું અસ્તિત્વ હોય-તેમાં નાશ અને અનાશનો ક્રમ સંભવિત છે,પણ, જે પદાર્થ વાસ્તવિક રીતે છે જ નહિ તેનો નાશ કેવી રીતે સંભવે?, રજુ નું રજુપણું સંજયથી સર્પ-રૂપી ભ્રમ નાશ પામે છે, ત્યારે સર્પ નાશ પામ્યો કે નથી નાશ પામ્યોએમ શું કહી શકાય? એટલે જેમ સાચું જ્ઞાન થવાથી,રાજુમાં સર્પ દેખાતો નથી,તેમ દેહમાં મનોમય-પણું દેખાતું નથી. અમે તો ખરી રીતે દેહ-આદિ ને બ્રહ્મમાં રહેલા,બ્રહ્મથી પૂર્ણ અને બ્રહ્મ-રૂપ જ જોઈએ છીએ. પણ તું તે રીતે જોતી નથી.સુષ્ટિના આરંભમાં જયારે પહેલો "સંકલ્પ" ઉઠવાની કલ્પના" થઇ.ત્યારેચૈતન્ય -એ મનોમય-દેહ-રૂપ જ થયું હતું પણ ત્યારથી માંડીને જેમ જેમ સ્થળતા કલ્પાતી જાય છે. તેમ તેમ તે ચૈતન્ય-ભ્રાંતિથી પોતાને "દૃશ્ય-રૂપ" (જગત-રૂપ) થતું જોવે છે. લીલા પૂછે છે કે-પરમ-તત્વ-રૂપ-એક જ ચૈતન્ય અત્યંત શાંત છે,અને દિશાઓના અથવા કાળ-આદિ ના વિભાગો થી રહિત છે-તેમાં પહેલી "કલ્પના"ને અવસર ક્યાંથી મળ્યો? દેવી કહે છે કે-જેમ સ્વપ્નમાં કે સંકલ્પના નગર-આદિમાં સત્યતા નથી, તે જ રીતે વાસ્તવિક અનુભવ કરીએ તો-બ્રહ્મમાં કલ્પના પણ નથી જ. કારણકે તે બ્રહ્મ નિર્મળ હોવાથી તેમાં કલ્પના નો ભાગ આવે તેમ જ નથી. જેમ આકાશમાં રજ નથી તેમ બ્રહ્મ માં પણ કલ્પના નથી જ. બ્રહ્મ તો વિષયોથી રહિત,શાંત,એક,વ્યાપક અને સ્વત-સિદ્ધ છે. લીલા પૂછે છે કે આટલા લાંબા સમય સુધી, કોણે આપણને આ સઘળા દ્વૈત (બ્રહ્મ-પ્રકૃતિ અને અદ્વૈત(બ્રહ્મ-કે ચૈતન્ય) ની કલ્પનાઓથી ભરમાવ્યા છે? દેવી કહે છે કે તને તારા "વિચારો"એ જ લાંબા કાળ સુધી ભરમાવી છે.અને વ્યાકુળ કરી છે. એ "વિચાર" -સ્વાભાવિક રીતે ઉઠયો છે અને "વિચાર" થી જ તે નાશ પામે છે. તે વિચાર પણ બ્રહ્મની સત્તા થી જુદી સત્તા વાળો નથી, એટલે એ બ્રહ્મ માં અવિચાર-રૂપી અવિદ્યા (અજ્ઞાન) છે જ નહિ.આથી- આમ- તે બ્રહ્મમાં અવિચાર-અવિદ્યા બંધન કે મોક્ષ એવું કંઈ નથી. અને જે જગત છે તે-બાધરહિત અને શુદ્ધ બોધ-રૂપ "બ્રહ્મ" જ છે. આટલા સમય સુધી તેં વિચાર કર્યો નથી, તેથી તે તું સમજી શકી નથી,અને ભમેલી તથા વ્યાકુળ રહી છે. હવે તારા ચિત્તમાં મુક્તિ નું (વાસનાઓ ની અલ્પતાનું) બીજ પડી ચૂક્યું છે એટલે તું આજથી સમજી છે, મુક્તિને યોગ્ય અને વિવેક્વાળી થઇ છે. પ્રમાતા-પ્રમેય અને પ્રમાણ -આ ત્રણે નો અભાવ થાય -અનેમનમાં નિર્વિકલ્પ સમાધિ-રૂપ -એક-બ્રહ્મ નું,અનુસંધાન દૃઢ થાય ત્યારે,"વાસના" કશી જ વસ્તુ નથી. તારા મનમાં "વાસનાઓ નો ક્ષય" ના "બીજ-રૂપ" આ જે "વિચાર" કંઈક પણ અંકુરિત થયો છે, તોહવે અનુક્રમે કરીને રાગ-દ્વેષાદિ-વાસનાઓ ઉદય તારામાં થશે નહિ, સંસાર નો "સંભવ" નિર્મળ થશે, "પરમ-નિર્વિકલ્પ સમાધિ" સ્થિર થઇ જશે.અને વાસના-રૂપ અવિદ્યા (અજ્ઞાન કે માયા) ના છેડા-રૂપ એ "મોક્ષ" ને પ્રાપ્ત થઈશ. Page #117 -------------------------------------------------------------------------- ________________ (૨૨) વાસનાઓ ને ઓછી કરવાનો ઉપાય અને અભ્યાસ દેવી કહે છે કે-જેમ,"એ સ્વપ્ન છે" એમ સમજાયાથી -સ્વપ્નનો દેહ અનુભવ માં આવેલો હોવા છતાં,પણ, શાંત થઇ જાય છે,તેમ,વાસનાઓ ક્ષીણ થવાથી સ્થૂળ દેહ અનુભવમાં આવેલો હોવા છતાં શાંત થઇ જાય છે. જેમ,સ્વપ્ન ના કે "સંકલ્પના દેહ"નો અંત થાય છે ત્યારે.આ "સ્થૂળ દેહ" ઉદય પામે છે. તેમ "જાગ્રત" ના "સ્થળ દેહ"ના "અહંભાવ" નો અંત થાય છે ત્યારે -"મનોમય દેહ" ઉદય પામે છે. જેમ,સ્વપ્ન માં વાસનાના બીજ નો ઉદય બંધ પડે છે-ત્યારે-"સુષુપ્તિ" પ્રાપ્ત થાય છે, તેમ,"જાગ્રત"માં બધી વાસનાના બીજ નો ઉદય બંધ પડે છે-ત્યારે "જીવન-મુક્તિ" પ્રાપ્ત થાય છે. જીવન-મુક્ત લોકો માં જે "વાસના" જોવામાં આવે છે તે-વાસના નથી, પણ,સર્વ-સામાન્ય-સત્તા-રૂપ-શુદ્ધ "બ્રહ્મ" જ એ "વાસના" નામ થી કહેવાય (ઓળખાય) છે. જેમાં સઘળી વાસનાઓ સૂઈ જાય છે-તેવી "નિંદ્રા" -એ "સુષુપ્તિ" કહેવાય છે.અને જેમાં સઘળી વાસનાઓ સૂઈ જાય છે-તેવી "જાગ્રત અવસ્થા" એ "ગાઢ -મૂર્છા" કહેવાય છે. જેમાં સઘળી વાસનાઓ "ક્ષીણ" થઇ જાય છે-તે સ્થિતિ "તર્યાવસ્થા" કહેવાય છે. (પર-બ્રહ્મ ને જાણવામાં આવે તો-એ તુર્યાવસ્થા "જાગ્રત અવસ્થા" માં પણ થાય છે) જેમાં,જીવતા મનુષ્ય ની વાસનાઓ ક્ષીણ થઇ હોય છે તેવી-જીવન ની સ્થિતિ "જીવનમુક્ત" કહેવાય છે. આવી દશાને અમુક પુરુષો જાણતા પણ નથી. જો ચિત્ત (મન) સમાધિથી -પરબ્રહ્મ માં લાગીને પાતળી વાસના-વાળું થાય-તો જેમ,બરફ એ તાપથી પીગળી ને જળ-પણું પામે છે તેમ,તે (મન) સ્થૂળ-રૂપ છોડી દઈને સૂક્ષ્મ-રૂપ થઇ જાય છે. જે મન,આત્મા ના પ્રબોધ થી,આમ સૂક્ષ્મતા ને પામેલું હોય, તે મન,બીજી સૃષ્ટિઓમાં,બીજા જન્મ માં રહેલાં મનો ની સાથે,અને દેવ-આદિ ના શરીરો સાથે મળી જાય છે. પણ તે સિવાય નું બીજું મન-આ રીતે મળી શકતું નથી. દેવી કહે છે કે-જયારે, દૃઢ અભ્યાસથી તારો આ અહંભાવ શાંત થશે,ત્યારે તને, વિસ્તીર્ણ અને "દૃશ્ય-માત્ર ના છેડા-રૂપ" એવું "બોધ-પણું" આપોઆપ પ્રાપ્ત થશે. જયારે,તારું "સૂક્ષ્મ-પણા નું જ્ઞાન" અવિચળ સ્થિતિ ને પ્રાપ્ત થશે-ત્યારે તું, સર્વે લોકો ને -"સંકલ્પ" થી દૂષિત નહિ થયેલા અને પરમ પવિત્રતા વાળા જોઇશ. આથી,હે લીલા,તું વાસનાઓને અલ્પ (ઓછી) કરવાનો યત્ન કર, અને જયારે તારો એ યત્ન -દૃઢથશે-એટલે તું જીવનમુક્ત થઈશ. દેવી કહે છે કે-વ્યવહારિક કાર્યોમાં,માંસમય દેહ એ માંસમય દેહની સાથે જ સંયોગ પામે છે, પણ તે સૂક્ષ્મ દેહની સાથે સંયોગ પામી શકતો નથી, એટલા માટે તરે તારા સ્થળ દેહને મારા દેહની સાથે સંયુક્ત કરીને ત્યાં આવવાની આશા રાખવી નહિ. આ વાત મેં,મારા અનુભવ પ્રમાણે જેમ છે -તેમ જ કહી છે,અને બાળક પણ તે સમજી શકે તેવી છે. વળી,આ વાત -કોઈ વરદાન કે શાપ ની વાત ની જેમ-ઠોકી બેસાડેલી નથી. 117 Page #118 -------------------------------------------------------------------------- ________________ 118 આત્મ-બોધ ના દૃઢ અભ્યાસથી સંસાર સંબંધી વાસનાઓ પાતળી પડી જાય છે-અને આ સ્થૂળ દેહ જ સૂક્ષ્મરૂપ થઇ જાય છે. જો કે મરણ ના સમયમાં જીવ ને સૂક્ષ્મ-દેહ પ્રાપ્ત થાય છે, પણ તે દેહ કોઈ જીવતાના કે મૂઆ ના અનુભવમાં આવતો નથી.લોકો તો કેવળ સ્થૂળ-દેહ ને જ મરતો જુએ છે. વાસ્તવિક રીતે જોતાં તો આ ધૂળ-દેહ પણ મરતો-કે-જીવતો નથી.કારણકેકલ્પિત પદાર્થ ને મરણ કે જીવન હોવાનો સંભવ જ નથી. "સ્વપ્ન" કે "સંકલ્પ" જેવી ભ્રાંતિ-માં મરણ કે જીવન કહેવાય જ કેમ? (બંને મિથ્યા છે) લીલા કહે છે કે-હે, દેવી, તમે મને એવા નિર્મળ જ્ઞાન નો ઉપદેશ દીધો છે કે તે સાંભળવાથી દય-રૂપી વિશુચિકા (કોલેરા) નો રોગ શાંત થઇ જાય.હવે તમે મને કહો કે આ જ્ઞાન નો અભ્યાસ કેવી રીતે કરવો જોઈએ? અને કેવી રીતે એ પુષ્ટ થાય? ને તેનાથી કેવી સ્થિતિ પ્રાપ્ત થાય? દેવી કહે છે કે ગમે તે સમયમાં પણ છે જે મનુષ્ય જે જે કાર્ય કરે છે-તે તે મનુષ્ય નું તે તે કાર્ય. "અભ્યાસ" વગર કદી પણ સિદ્ધ થતું નથી. "જ્ઞાનનું ચિંતન કરવું.જ્ઞાનની વાતો કરવી,નહિ સમજાયેલા જ્ઞાન ના અંશો-એક બીજાને સમજાવવા અને જ્ઞાન માં જ તત્પર રહેવું" એને પંડિતો "અભ્યાસ" કહે છે. ---મનમાં ભલાઈ વાળા અને વૈરાગ્યવાળા જે મહાત્માઓ,સંસારનું બંધન ટાળવા માટે યત્ન કરે છે, તેમને "જ્ઞાન ના અભ્યાસી" સમજવા.તેઓ જગતમાં "વિજયી" છે. ---જેઓ, જ્ઞાતાનો અને શેયનો અત્યંત અભાવ કરવામાં શાસ્ત્રો અને યુક્તિઓ થી યત્ન કરે છેતેમને "જ્ઞાન ના અભ્યાસી" જાણવા. --આ દૃશ્ય જગત એ સૃષ્ટિ ના આરંભ માં મૂળે ઉત્પન્ન થયું જ નથી,અને આ જે દેખાય છે તે-તથા જે અહંભાવ-રૂપે છે તે કદી પણ છે જ નહિએમ જે ચિંતન કર્યા કરવું તે-બોધ (જ્ઞાન) નો "અભ્યાસ" કહેવાય છે. --૬૫ (જગત) નો બાધ થઇ જતાં -રાગ-દ્વેષ વગેરે ઓછા થાય છે અને બ્રહ્મ-વિદ્યા ના બળથી જે આત્મ-સુખ ઉત્પન્ન થાય છે તે જ્ઞાન નો "અભ્યાસ" કહેવાય છે દય (જગત) નો અભાવ સમજવો-તે જ "જ્ઞાન" છે અને તે જ "બ્રહ્મ" કહેવાય છે. અને એવા જ્ઞાન ના "અભ્યાસ" થી નિર્વાણ સ્થિતિ પ્રાપ્ત થાય છે. (૨૩) સરસ્વતી અને લીલા નું જ્ઞાન-દેહ થી આકાશમાં ગમન એ અંતઃપુર મા બીજાં સર્વ સૂઈ રહ્યા હતાં, ત્યારે, સરસ્વતી દેવી અને લીલા-એ બે વીરાંગનાઓ, ફૂલો અને વસ્ત્ર થી ઢંકાયેલા શબ ની જોડે આસનો પર બેઠી હતી અને ઉપર પ્રમાણે પરસ્પર વાતો કરતી હતી,તે પછી તેઓ ત્યાંથી સમાધિ ના સ્થાન મા ગઈ.અને સઘળી ચિંતા ઓ છોડી,નિશ્ચળ થઈને બેઠી. તે બે સ્ત્રીઓ,અત્યંત શાંત,શુદ્ધ અને ચલન-રહિત (સ્થિર) થઈને "નિર્વિકલ્પ સમાધિ કરીને સઘળાં બાહ્ય અનુસંધાનો છોડી દીધા અને ત્યારે "દૃશ્ય" (જગત) રૂપી પિશાચ અત્યંત અસ્ત પામી ગયો. ત્યારે ચિદ્રપ સરસ્વતીદેવી તે જ "જ્ઞાન-દેહ" થી આકાશ માં ફરવા લાગ્યા.અને માનુષી "લીલા" પણ જ્ઞાન અને ધ્યાન ને અનુસરતા "બીજા-દેહ" થી આકાશમાં ફરવા લાગી. આમ પૂર્વ-સંકલ્પ ના સંસ્કાર થી,-એ બંને સ્ત્રીઓ,આકાશમાં એક-વેંત જેટલા ભાગમાં ચડીને ઉભી રહી. Page #119 -------------------------------------------------------------------------- ________________ 119 જો કે બંને સ્ત્રીઓ એ જ મંડપમાં ઉભી હતી-તો પણ "આપણે આકાશમાં ઉડીએ છીએ" એવી કલ્પનાથી, તેઓ કરોડ યોજન ના વિસ્તારવાળા આકાશમાં (અંતરથી) ચડી ગઈ. બંને સખીઓ વાસ્તવિક રીતે તો ચિદાકાશ-મય શરીરો વાળી હતી, તો પણ પૂર્વે "સંકલ્પ" કરેલા "દૃશ્ય" (જગત) ના અનુસંધાન વાળા પોતાના સ્વભાવને લીધે-પરસ્પર ના આકાર ને જોઈને - પરસ્પર અત્યંત સ્નેહ કરવા લાગી. (ર) વિચિત્રતા અને વિલાસો થી ભરપુર આકાશ નું વર્ણન વશિષ્ઠ કહે છે કે-દૂર થી પણ દૂર ઉડીને તેઓ ધીરે ધીરે ઉંચા સ્થાન માં પહોંચી ગઈ અને એક બીજી નો હાથ પકડીને,ચાલતી એ સખીઓ "આકાશ" ને નિહાળવા લાગી. એ આકાશ અપાર નિર્મળ અંતર વાળું,કોમળ અને કોમળ પવન ના સંયોગ થી સુખ આપનારું હતું. આ પ્રકરણમાં પૂરા ચાર પાનાં ભરીને આકાશ નું વર્ણન કર્યું છે.અનંત બ્રહ્માંડો જેમાં સમાયેલા છે, એવા એ આકાશમાં વૈલોક્ય ના પ્રાણીઓ ભમતાં હતાં.તેવા આકાશમાં ફરીને - સરસ્વતી અને લીલા પાછાં પૃથ્વી પર જવાને સજ્જ થયાં. નોંધઅગાઉ આકાશ વિષે વશિષ્ઠ "આકાશજ" બ્રાહ્મણનું ઉદાહરણ આપીને "આકાશ" જ "બ્રહ્મ" (પરમાત્મા) છે, એમ બતાવ્યું હતું."બ્રહ્મ-સૂત્ર"માં પણ અધ્યાય-૧-પાદ-૧-સૂત્ર-૨૨ માં કહે છે કે"આકાશ શબ્દ બ્રહ્મ નો જ વાચક છે. કારણ કે તે આકાશ માં બ્રહ્મ નાં જ લક્ષણો બતાવવામાં આવ્યાં છે." બ્રહ્મ (પરમાત્મા) જો એક હોય તો આ એક ને સમજાવવા જો ઉદાહરણ થી હોય તો આકાશ શિવાય બીજા કોઈ સાથે સરખાવવામાં જોખમ છે -પરમાત્માને કોઈ વસ્તુ સાથે કેમ સરખાવી શકાય ? વસ્તુ હોય તો તેને પરિમાણ લાગી જાય છે ....માત્ર બિંદુ મુકીએ તો પણ તેનું પરિમાણ લાગે ..કારણ કે જો બિંદુ મુકીએ તો અને તેને સેન્ટર તરીકે વિચારવું હોય તો .....તેની આસપાસ પરીઘ નો ઉદભવ કરવો જ પડે ........ અને જે લોકો સમજવા માટે ઉદાહરણ નો આશરો માંગતા હોય તેને માટે કદાચ બિંદુ ની સહાયતા લેવાણી હશે .... પણ નવાઈ ની વાત એ છે કે આ મૂળભૂત વાત પાછળથી ભૂલાઈ ગઈ લાગે છે. અને હવે લોકોને--બિંદુ એટલે શું ?એવો પ્રશ્ન પૂછવામાં આવે તો વિચારમાં પડી જાય છે ....... એટલેજ પરમાત્મા ને સમજવા આકાશ નું ઉદાહરણ વધુ યોગ્ય લાગે છે .... હવે માત્ર એક સ્પષ્ટતા જરૂરી છે કે --ઘણી વખત આપણે આકાશ એટલે કે જે નરી આંખે ક્ષિતિજુ આગળ મળે છે તે ---- એમ જ સમજતા હોઈએ છીએ. પણ આ આકાશ એટલે જે આપણા શરીર ની આસપાસ છે અને તે જ આકાશ સુર્ય ની આસપાસ પણ છે .... ટૂંક માં આ આકાશ માં સર્વ બ્રહ્માંડ - સુર્ય -ચંદ્ર પૃથ્વી તારા સમાયેલા છે.....આ બહુ મહત્વનું છે--સહેજ આંખ બંધ કરીને આ આકાશ ની કલ્પના ઉપર મુજબ કરીએ તો પરમાત્મા સમજવામાં ખુબજ સરળતા થઇ શકે??? પણ આંખ બંધ કરી આવી કલ્પના કરવા આપણે તૈયાર નથી --અને એટલે વળી પાછું જે પરમાત્મા ને સમજવા આપણે આકાશ નું ઉદાહરણ આપીએ છીએ --તે જ આકાશ ને સમજવા પાછું ઉદાહરણ ની જરૂર પડી જાય છે - એટલે પાછા આકાશ ના "દેવ" બનાવવામાં આવ્યા ---વિષ્ણુ ને ---- એક પરમાત્મા નો એક આત્મા ઉદભવ્યો ----એક બિંદુ નું સર્જન થયું ------દ્વિત -અતિ બન્યું ---- અને આ નવા સર્જન થયેલા ઘોડા પાછળ આપણે ગાડી જોડી દઈએ છીએ અને–થોડા સમય પછી ઘોડો ભૂલાઈ જાય છે અને કાં તો ગાડી પાછળ જતો રહે છે ........કે તેનું અસ્તિત્વ ભૂંસી નાખવામાં આવે છે ---- યોગ વશિષ્ઠ માં આગળ "આકાશજ બ્રાહ્મણ" નું ઉદાહરણ આવી ગયેલું ત્યાં આ રીતે જ પરમાત્મા ને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અહીં પણ તે જ તત્વજ્ઞાન ફરીથી લીલા નું ઉદાહરણ આપી સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ 120 જો આ બંને-ઉદાહરણ ને સમજાવવા ત્રીજું ઉદાહરણ લઈએ. એક ટેબલ પર કાચ ની એક મોટી શીશી મુકીએ.અને તે બંને માં નાની નાની -બે શીશીઓ મુકીએ. (૧) હવે ચિત્તાકાશ ને સમજીએ- એટલે તે એક મોટી શીશીમાં જે બે નાની શીશીઓ છે - તે લીલા-અને-પદ્મરાજા છે) તે નાની શીશીઓ ની અંદર નું જે આકાશ છે -છે તે ચિત્તાકાશ (મન-રૂપી આકાશ) છે. (ર) મોટી શીશીની આસપાસ જે આકાશ છે-તે ઉપર મુજબ નું "ચિદાકાશ" છે, કે જેની કોઈ હદ કે સીમા નથી. ૩) અને મોટી શીશી ઓ ની અંદર નું જે આકાશ છે-તે "વ્યવહારિક-આકાશ" કે જે- તે ગામ કે શહેર માં રહેલા ઘર નું આકાશ છે. લીલા અને પદ્મરાજા (બે નાની શીશીઓ) જે શહેરમાં જે ઘર (મંડપ) માં રહેતા હતા તે મોટી બાટલી.ના અંદર ના આકાશ માં - હવે જો પરાજા મરી ગયા તો તેમની શીશી ફટી ગઈ અને શીશી માં નું આકાશ (ચિત્તા કાશ) તે મોટી શીશી ના આકાશ (વ્યવહારિક આકાશ કે ઘરના આકાશ) માં મળી ગયું. હજુ જે બીજી શીશી છે તે લીલા ની છે. અને તે શીશી ના કાચ (ઉપાધિ-માયા) ને લીધે તેનો દેહ છે. જો -નિર્વિકલ્પ સમાધિ દ્વારા તે-લીલા-તે કાચને (માયા-કે ઉપાધિ) ને તોડી શકેતો તેની અંદર રહેલું આકાશ (ચિત્તાકાશ) -મોટી બાટલી ના આકાશ (વ્યવહારિક આકાશ) માંકે જેમાં પદ્યરાજા નું આકાશ (ચિત્તાકાશ મળી ગયું છે) છે.તેની સાથે એક થઇ શકે!!!!! કે ચિદાકાશ (અનંત આકાશ) માં ભ્રમણ કરી શકે. જો આટલું સમજ માં આવે તો જ પહેલાં નું,આ અને આગળનું સહેલાઈ થી સમજી શકાય ??!! (૨૫) સમદ્રો.દ્વીપો અને બ્રહ્માંડના આવરણ-રૂપ ભૂમંડળનું વર્ણન વશિષ્ઠ કહે છે કે-હે,રામ, આકાશમાંથી ઉતરીને, પૃથ્વી ના પહાડી ગામમાં જતી,એ બે સ્ત્રીઓએ કોઈ એક ભૂતળ જોયું કે જે ભૂતળ સરસ્વતીએ લીલાને દેખાડવા ધાર્યું હતું. એ મોટું ભૂતળ બ્રહ્માંડ-રૂપી પુરુષના હૃદય-કમળ-રૂપ હતું, તેમાં દિશાઓ-રૂપી આઠ પાંખડીઓ હતી. તેમાં પર્વતો,નદીઓ,સાત સમુદ્રો,સાત દ્વીપો અને પાતાળોરૂપી છિદ્રો હતા. (ખૂબ અલંકારિક ભાષામાં તેનું વિસ્તૃત વર્ણન કરેલું છે) લોકપાલો,દેવતાઓ,નગરો અને ભૂતળ થી વ્યાપ્ત થયેલું બ્રહમાંડ નું એ ઉદર જોઈને ,પછી, લીલાએ તુરત પૃથ્વીમાં પોતાના પ્રથમ ઘરના આધાર-રૂપ એવું તે ઊંડું પહાડી ગામ દીઠું. (૨૬) લીલા ને પોતાના ઘરમાં સ્વજનો નું દર્શન થયું. વશિષ્ઠ કહે છે કે-હે,રામ,એ પ્રમાણે એ સ્ત્રીઓ "પદ્મરાજા ના વાસ-રૂપ (નિવાસ-રૂપ) બ્રહ્માંડ ના મંડળ" માંથી નીકળીને "વશિષ્ઠ બ્રાહ્મણ ના વાસ-રૂપ (નિવાસ-રૂપ) બ્રહ્માંડ" માં આવી. "બ્રહ્મ-વિદ્યા થી સિદ્ધ થયેલી" અને "લોકો માટે અદશ્ય" (લોકો ને ના દેખી શકાય તેવી) એ લીલાએપોતાનું જ ઘર દીઠું અને તેમાં બ્રાહ્મણ ને રહેવાનો "મંડપ" દીઠો. તેમાં સર્વ સ્ત્રી-પુરુષો ના મુખો આંસુ ના પ્રવાહ થી ભીંજાઈ ગયા હતા. નિર્મળ જ્ઞાન નો લાંબો અભ્યાસ કરવાથી,તે સુંદરી લીલાએ, દેવ ની પેઠે સત્ય સંકલ્પ અને કામના-વાળી થઈને "સંકલ્પ" કર્યો કે "આ મારા બંધુઓ મને અને સરસ્વતી ને સાધારણ સ્ત્રી-રૂપે દેખજો." ત્યાં તો ઘરનાં સર્વ માણસોએ ઘણે ઝગમગ કરી મુક્તી અને જાણે લક્ષ્મી અને ગૌરી હોય તેવી બે સ્ત્રીઓને દીઠી.જેમણે જોઈને લીલા ના પૂર્વ-જન્મ ના મોટા પુત્ર જયેષ્ઠ શર્મા એ તથા ઘરનાં બીજાંઓએ"વન ની દેવીઓ ને પ્રણામ" બોલીને તેમના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી. દેવીઓએ પ્રેમથી તેમને કહ્યું કે-જે દુઃખથી તમે સહ પીડિત છો,તે દુઃખ વિષે અમને વાત કરો. ત્યારે જયેષ્ઠ શર્મા કહે છે કે-હે દેવી,અહીં, પરસ્પર સ્નેહવાળાં,બ્રાહ્મણ જાતિનાં સ્ત્રી-પુરુષ કે-જેઅમારાં મત-પિતા હતાં, તે અમને સર્વ ને છોડીને સ્વર્ગવાસી થયા છે.જેથી અમને આ ત્રૈલોક્ય Page #121 -------------------------------------------------------------------------- ________________ 121 સુનું લાગે છે.તો આપ અમારા શોક નો નાશ કરો. પુત્રે એ પ્રમાણે કહ્યું-એટલે લીલાએ પુત્રના માથા પર પોતાના હાથ થી સ્પર્શ કર્યો, કે જેનાથી, જયેષ્ઠ શર્માના દુઃખ નો નાશ થયો અને ઘરનાં સઘળાં મનુષ્યો તે દેવીઓનાં દર્શન માત્ર થી દુઃખ-રહિત અને શોભાવાળા થયાં. શ્રીરામ પૂછે છે કે-એ લીલાએ પોતાના પુત્ર જયેષ્ઠ શર્માને દેવી-રૂપે દર્શન દીધું પણ શા માટે માતા-રૂપે દર્શન ના દીધું? પ્રથમ મારા આ સંશય ને મટાડો. વશિષ્ઠ કહે છે કે-જે અજ્ઞાની મનુષ્ય "કલ્પિત એવા" પૃથ્વી વગેરે ના સમૂહ-રૂપે બનેલા દેહને - "ધૂળ-ભૂત-મય" સમજે છે, તેની દ્રષ્ટિમાં એ દેહ -ધૂળ જ થઇ જાય છે.પણ, જ્ઞાની મનુષ્યો ને તો તે "ધૂળ-દેહ" કેવળ બ્રહ્મ-રૂપે જ રહે છે. હે,રામ,જેમ બાળક ને તેની સામે ઊભેલો પુરુષ "તે પુરુષ (માનવી) છે" એમ જો ના સમજાય તો-તે બાળકને તે "પુરુષ" એ "ભૂત" લાગે છેતેમ,અજ્ઞાની ને આ પૃથ્વી-આદિ-પદાર્થો,મિથ્યા છતાં, તેનું તત્વ નહિ સમજાયાને લીધે "સત્ય" ભાસે છે. જેમ,સ્વપ્નમાં,પૃથ્વી-આદિ-રૂપે પ્રતીત થયેલા પદાર્થો,"આ સ્વપ્ન છે" એમ જણાયાથી, ક્ષણ માત્રમાં તે પૃથ્વી-આદિ-રૂપ થી રહિત થઇ જાય છે, તેમ,જાગ્રતમાં પણ પ્રતીત થતા પદાર્થોમાં (પૃથ્વી-વગેરેમાં) તેનું "તત્વ" જણાયા થી ક્ષણ માત્રમાં તે "બ્રહ્મ-રૂપ" થઇ જાય છે. "બ્રહ્મ" માં "ભાવના" પ્રમાણે જ તે તે પદાર્થો ના આકારો સ્કૂરે છે.અને તે આકારો,ઘણા કાળ (સમય) ના અભ્યાસ થી,"ધૂળ" પ્રતીત થાય છે. નરી આંખે દેખાય છે) પણ વાસ્તવિક રીતે તેનું કોઈ જુદું રૂપ નથી જ. હવે,લીલા -તો યથાર્થ રીતે સમજાતી હતી કે પૃથ્વી-વગેરે પદાર્થો મુદ્દલ છે જ નહિ, અને જે "બ્રહ્મ" છે -તે જ "કલ્પના ને લીધે મિથ્યા "પ્રપંચ-રૂપ" (માયા-રૂપ) ભાસે છે. અને આથી પુત્ર પ્રત્યે સ્નેહ (આસક્તિ) નહિ રહેવાને લીધે તેણે પોતાના પુત્રને માતા-રૂપે દર્શન આપ્યું નહિ.ઉત્તમ જ્ઞાન વાળા મનુષ્યો ને "રાગ-દ્વેષ" ની દૃષ્ટિ કેમ કરીને હોય? હે, રામ,અખંડ બોધ-રૂપી "બ્રહ્મ" એ "આકાશ" કરતાં પણ "સૂક્ષ્મ" છે.અને અત્યંત શુદ્ધ છે. અને,જેવી રીતની "કલ્પના" ઉઠે છે, તેવી રીતે તે તુરંત ભાસે છે. માટે બ્રહ્માંડમાં જે કોઈ પદાર્થો છે-તે સઘળા,"બ્રહ્મ" થી ભિન્ન જ નથી. (૨૭) લીલા ને જ્ઞાન થી પોતાના પર્વ જન્મો નું સ્મરણ થયું વશિષ્ઠ કહે છે કે પછી,એ બે સ્ત્રીઓ તે પહાડી ગામની અંદર-તે જ ઘરનાં મંડપ માં ના "આકાશમાં" જ્યેષ્ઠશર્મા વગેરે ની નજીક રહેલી છતાં,તેની અને બીજા લોકો ની દૃષ્ટિ થી અદૃશ્ય થઇ ગઈ. જેમ,સ્વપ્ન અને સંકલ્પમાં પૃથ્વી-વગેરે ભૂતો,નાડીઓ અને પ્રાણ-વગેરે ના હોવા છતાં પણ, પરસ્પર વાતચીત થાય છે, તેમ,સંકલ્પ-મય શરીર ધરાવતી એ બંને સ્ત્રીઓ (સરસ્વતી અને લીલા)ને, પંચમહાભૂતો,નાડીઓ અને પ્રાણ-વગેરે (શરીર) ના હોવા છતાં પણ નીચે મુજબ ની વાતચીત થઇ. Page #122 -------------------------------------------------------------------------- ________________ દેવી કહે છે કે-હે,લીલા,જે જાણવાનું હતું તે સઘળું તારા જાણવામાં આવ્યું છે,અને જે જોવાનું છે તે જોવાઈ ચૂક્યું છે,આ "બ્રહ્મ ની સતા" એવા પ્રકાર ની જ છે.હવે તારે બીજું કંઈ પૂછવાનું છે? લીલા કહે છે કે-મારા મરી ગયેલા પતિ -પદ્મરાજા-નો જીવ (વિદુરથ રાજા) અત્યારે જે સ્થળમાં રાજ્ય કરે છે, તે સ્થળમાં હું જયારે ગઈ હતી,ત્યારે તે સ્થળમાં લોકોએ મને કેમ દીઠી નહિ? અને અહીં આગળ મારા પૂર્વ જન્મ ના પુત્ર-જયેષ્ઠશર્માએ -મને કેમ દીઠી? દેવી કહે છે કે-હે,સુંદરી,તે સમયે તને અભ્યાસ નહોતો,તેથી તારો "દ્વૈત" નો નિશ્ચય સંપૂર્ણ-પણે અસ્ત પામ્યો નહોતો.જે પોતે "અદ્વૈત-પણા ને પ્રાપ્ત થયો નથી,તેણે સત્ય-સંકલ્પ આદિ અદ્વૈત ની ક્રિયાઓ પ્રાપ્ત નથી. જે મનુષ્ય તડકામાં ઉભો હોય તેણે ઠંડક નો અનુભવ ક્યાંથી થાય? તે સમયે તને અભ્યાસ નહિ હોવાથી,"હું લીલા છું" એવી ભાવના ટળી નહોતી,તેથી તારામાં "સત્ય-સંકલ્પ-પણું" હતું નહિ પણ હમણાં તું સત્ય-સંકલ્પ થઇ છે,તેથી "મારો પુત્ર મને દેખે" એવો તારો સંકલ્પ સત્ય થયો. પણ હવે તું ફરીથી તું તે પતિ (વિદુરથ રાજા) આગળ જઈશ તો અહીં થયો તેવો જ વ્યવહાર પ્રતીત થશે. લીલા કહે છે કે-આ ઘરના "આકાશ" માં જ મારો પતિ "વશિષ્ઠ બ્રાહ્મણ" હતો, એ મરણ પામીને અહીં (આ આકાશમાં જ) "પદ્મરાજા" થયો હતો. આ આકાશમાં જ બીજી પૃથ્વી પર, (આકાશ એનું એ જ હતું) તે પદ્મરાજા નો સંસાર અને રાજધાની છે, અને તે રાજધાની માં હું પદ્મરાજ ની રાણી "લીલા" હતી. અહીં અંતઃપુર માં (આ આકાશમાં જ) આ મંડપમાં મારો પતિ પદ્મરાજા મરી ગયો,અને મરી જઈને આ ક્ષમાં જ બીજી પૃથ્વી પર (બીજા નગરમાં-આકાશ તો એનું એજ રહે છે) ત્યાં તે વિદુરથ રાજા થયો છે. આ પ્રમાણે "બ્રહ્મ-ચૈતન્ય" નો સઘળો વિવર્ત -"ક્ષણ-માત્રમાં" એ "આકાશ" માં જ થયો છે. હું ધારું છું કે-જેમ,દાબડા માં સરસવ ના સમુહો રહે છે તેમ,આ ઘરના આકાશમાં જ સઘળાં બ્રહ્માંડો રહ્યા છે. તો,એ મારા (નવા) પતિ (વિદુરથ રાજા) નો દેશ અહીં નજીકમાં જ હશે,તો હું એ દેશ ને જોઈ શકું તેમ કરો. દેવી કહે છે કે-હે, પુત્રી,તારા અનેક જન્મો થઇ ગયા છે,તેમાંના ત્રણ (પતિઓ) તો તેં હમણાં જ થઇ ગયેલા જોયા,પહેલો,વશિષ્ઠ બ્રાહ્મણ -ભસ્મ થઇ ગયો છે,પદ્મરાજા શબ થઇ ને પુષ્પ માં પડ્યો છે,અને ત્રીજો વિદુરથ રાજા હમણાં આ સંસાર-મંડળ માં રાજ્ય કરે છે. આવા તો તારા અનેક જન્મ ના અનેક પતિઓ થઇ ગયા,તો તેમાંના કયા પતિ પાસે હું લઇ જાઉં તે તું કહે. હે પુત્રી એ જગતનો સંસાર,એ બ્રહ્માંડ-રૂપી મંડળ,અને તેમાં થતી વ્યવહારો ની પરંપરાઓ -જુદી છે. જો કે,ચૈતન્ય-દૃષ્ટિ થી,એ સઘળાં-સંસાર-મંડળો અહીં પડખામાં જ છે,તો પણ, લૌકિક દ્રષ્ટિએ-તેઓ વચ્ચે કરોડો યોજનનું અંતર છે. છતાં તેમનું વાસ્તવિક સ્વરૂપ તો "ચિદાકાશ-માત્ર" છે. એમ જાણી લે. જેમ,સૂર્ય ની પ્રભામાંથી -અનેક ત્રસરેણુઓ સ્ફૂરે છે.તેમ પરમચૈતન્ય ના પરમાણુ માંથી અનેક બ્રહ્માંડો અવિચ્છિન્ન રીતે સ્ફૂરે છે.આ જે પરમ ચૈતન્ય છે,તે પોતાનામાં જ આ જગત રૂપે સ્ફૂરે છે. કારણકે,પૃથ્વી-વગેરે કોઈ પણ વસ્તુઓ સ્રષ્ટિ ના આરંભ માં મુદ્દલે ઉત્પન્ન થઇ જ નથી. 122 Page #123 -------------------------------------------------------------------------- ________________ 123 જેમ તળાવમાં તરંગો થઈને -બંધ થઈને વળી પાછા ફરીથી તરંગો થાય છે, તેમ ચૈતન્યમાં કોઈ વિચિત્ર આકારવાળા -દિવસ-એવા કાળ(સમય) ના વિભાગો તથા બ્રહ્માંડ-દેશો - નાશ પામીને વળી ફરી પાછા થયા કરે છે. લીલા કહે છે કે-હે,દેવી,તમે કહો છો તેમ જ છે.મને હમણાં એ બધું (એ બધા જન્મો સાંભરે છે. મારો આ જન્મ તમસ કે સાત્વિક નથી,પણ રજસ છે. હું -કલ્પ- ના આરંભ માં બ્રહ્મથી અવતરી છું. ત્યારથી અનેક યોનિઓ માં મારા "આઠસો જન્મ" થઇ ગયા છે. તે બધા નું મને સ્મરણ થયું છે. (ત્યાર પછી લીલા તેના જુદા જુદા જન્મો નું વર્ણન કરે છે અને છેવટે કહે છે કે, "સંસાર-રૂપી લાંબી નદી" ની ચંચળ લહેરો ની જેમ ઉંચીનીચી થતી એવી,અનેક સ્થિતિઓને હું પામી હતી. અને જેમ,વાયુ થી સુકું પાન આમ તેમ ભમ્યા કરે તેમ,હું પણ અનેક પ્રકારનાં હજારો દુઃખોથી ભરેલી યોનિઓમાં ભમી -ભટકી ચૂકી છું. (૨૮) દશ્ય નું મિથ્યાપણું અને પર્વત તથા પહાડી ગામનું વર્ણન રામ કહે છે કે કરોડો યોજન ની જાડાઈ-વાળા અને વજૂ જેવી દૃઢતા-વાળી બ્રહ્માંડ ની ભીંત માંથી , એ બે સ્ત્રીઓ (લીલા અને સરસ્વતી શી રીતે નીકળી શકી હતી? વશિષ્ઠ કહે છે કે બ્રહ્માંડ,તેની ભીંત કે તેની વજૂ જેવી દૃઢતા-એ સર્વ નું અસ્તિત્વ હતું જ ક્યાં? કશું હતું જ નહિા! એ બે દેવીઓ તો અંતઃપુર ના આકાશમાં જ ઉભી હતી. એ જ પહાડી ગામના "આકાશ" માં કે જ્યાં વશિષ્ઠ નામનો બ્રાહ્મણ રહેતો હતો,તે જ મંડપના "આકાશ" નો જ એક ખૂણો "શૂન્ય" હતો,તેને એ બ્રાહ્મણ "પદ્મરાજા" થઈને ચાર સમુદ્રો-રૂપી છેડાવાળું, ભૂતળ દેખતો હતો(કે જે ભૂતળ આકાશ માં જ હતું, એ ભૂતળ માં તેની રાજધાની હતી અને તેમાં રાજમહેલ માં તે અરુંધતી -લીલા થઈને રહેતી હતી, અને,તે જ લીલાએ સરસ્વતી ની પૂજા કરી હતી, તેમણે વશ કર્યા હતા. કે જેનાથી,તે લીલા એ સરસ્વતી ની સાથે,ઘણાં આશ્ચર્યો થી મન નું આકર્ષણ કરનારા બ્રહ્માંડમાં આશ્ચર્યો નું ઉલ્લંઘન કરીને ગઈ હતી,કે જે બ્રહ્માંડ તે જ ઘરના ઉદરમાં એક વેંત જેટલા "આકાશ"માં જ હતું. જેમ શય્યા (પથારી) માં સૂતેલો મનુષ્ય એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્ન માં જઈને બીજી શય્યા માં સૂએ છે, તેમ,લીલા પણ એક બ્રહ્માંડ માંથી નીકળી બીજા બ્રહ્માંડમાં જઈને ત્યાં પોતાના ઘરમાં આવી. એ સઘળું આભાસ-માત્ર હતું, વાસ્તવિક રીતે તો આકાશની પેઠે શુન્ય જ હતું. ત્યાં બ્રહ્માંડ હતું નહિ. સંસાર હતો નહિ.ભીંત નહોતી કે દૂર-પણું પણ નહોતું. એ તો,એનું (લીલાનું) વાસના-માત્ર થી ઉલેખ વાળું ચિત્ત (મન) જ તેવા તેવા મનોહર આકારો થી સ્ફરતું હતું.બાકી,બ્રહ્માંડ ક્યાં છે? અને સંસાર પણ ક્યાં છે? જેમ "આકાશ" ને જ "હાલવા-ચાલવા ના યોગ થી" "વાય-રૂપ" કલ્પી લેવામાં આવે છે, તેમ,આવરણ અને અંત-રહિત "ચિદાકાશ" ને તેમણે પોતાના ચિત્ત થી "બ્રહ્માંડ-રૂપ" કલ્પી લીધું હતું. બાકી,"ચિદાકાશ" તો સર્વ-કાળમાં અને સર્વ દેશમાં શાંત અને ઉત્પત્તિથી રહિત છે. તે પોતે જ ચૈતન્ય-પણા ને લીધે પોતાના સ્વ-રૂપ વિષે,જગત-રૂપે ભાસે છે. જે મનુષ્ય આ તત્વ ને સમજે છે, તેને આ જગત આકાશ થી પણ વધારે સત્ય જેવું લાગે છે, Page #124 -------------------------------------------------------------------------- ________________ 124 અને જે આ તત્વને નથી જાણતો, તેને જગત વજૂ અને પહાડ જેવું લાગે છે. ચૈતન્ય માં "દય-પણું" (જગત) એ મિથ્યા છે એમ કહ્યા પછી, એ પહાડી ગામ નું પુરા ત્રણ પાના ભરીને અલંકારિક રીતે વર્ણન કર્યું છે. (૨૯) લીલા ને પૂર્વ-ચરિત્રો નું સ્મરણ અને પુનઃ આકાશગમન વશિષ્ઠ કહે છે કે તે પહાડી ગામમાં બંને દેવીઓ એ (લીલા અને સરસ્વતીએ) વિચરણ કર્યું. અને એટલા કાળ ના અભ્યાસ રહેવાને લીધે લીલા નો દેહ શુદ્ધ જ્ઞાનમય થઇ ગયો હતો અને તેને લીધે, તે ગામમાં તેને ત્રણે-કાળ નું નિર્મળ સ્મરણ થયું. અને સ્મરણ પ્રાપ્ત થવાથી,એને, પ્રયત્ન વિના જ, પૂર્વના જન્મ-મરણ વગેરે સંસારની સર્વ ગતિઓનું ભાન થયું. લીલા.સરસ્વતી ને કહે છે કે-હે,દેવી તમારી કૃપાથી,આ દેશનું દર્શન થતા,મને પૂર્વ-જન્મ ની સઘળી ક્રિયાઓનું સંપૂર્ણ સ્મરણ થયું છે. પૂર્વ જન્મ માં અહીં હું બ્રાહ્મણી (અરુંધતી) હતી. આમ કહીને તે લીલા પોતાના પૂર્વજન્મો ના સંસ્મરણો સરસ્વતી ને કહી સંભળાવે છે.અને વિસ્મય પામીને જુદાજુદા સ્થળો અને માણસો વગેરે ને બતાવી તેમને વિષે વર્ણન કરવા લાગી. ત્યાર પછી તે બંને દેવીઓએ ફરીથી આકાશમાં ગમન કર્યું અને આકાશમાં ઘણે ઘણે દૂર નીકળી ગઈ. બહુ દૂર જઈને લીલા જયારે પોતાના "અપરિચ્છન્ન સ્વ-રૂપ" ને કંઈક ભૂલી ગઈ અને તે પાછુ વાળીને જુએ છે તો-તેને સૂર્ય-ચંદ્ર-તારાઓ વગેરે કશું જોવામાં આવ્યું નહિ, પણ માત્ર અંધારું જોયું. ત્યારે લીલા,સરસ્વતી ને પૂછે છે કે આ સૂર્ય વગેરે નું તેજ ક્યાં ગયું?આ અંધારું ક્યાંથી આવી ગયું? દેવી કહે છે કે-હે, પુત્રી,તું આ આકાશના દૂરદૂર ના પ્રદેશમાં આવી છે, એટલે અહીં સૂર્ય વગેરેના તેજ દેખાય જ નહિ.જેમ બહુ ઊંડી અંધારી ખાડમાં રહેલું પતંગિયું (અતિ નાની વસ્તુ) જોવામાં આવી શકે નહિ, તેમ,નીચે રહેલો તે સૂર્ય આપણા જોવામાં આવતો નથી. લીલા કહે છે કે અહોહો,આપણે દુરથી યે દૂર એવા પ્રદેશમાં આવ્યાં છીએ,એટલે નીચે રહેલો તે સૂર્ય, પરમાણુ(અતિ નાની વસ્તુ) ની પેઠે દેખાતો નથી, તો હે મા,હવે પછી નો મારગ કેવો છે?કેટલો છે? અને ત્યાં કેવી રીતે પહોંચશે? તે મને કહો. દેવી કહે છે કે આ પ્રદેશ પછી આગળ જતાં,બ્રહ્માંડ નું ઉપલું પડ તારા જોવામાં આવશે,કે જે પડની રજની કણીઓમાંથી સૂર્ય-ચંદ્ર વગેરે ઉત્પન્ન થયા છે. વશિષ્ઠ કહે છે કે-હે,રામ, આવી રીતે પરસ્પર વાતો કરતી તે બે સ્ત્રીઓ બ્રહ્માંડના ઉપલા પડ ને પ્રાપ્ત થઇ. જેમ,પોલાણમાંથી અનાયાસે નીકળી જવાય છે તેમ, તે બ્રહ્માંડ ના પડમાંથી પણ તે સ્ત્રીઓ અનાયાસે બહાર નીકળી ગઈ.હવે આવરણ-રહિત વિજ્ઞાનને પામેલી લીલાએ તે પછી,બ્રહ્માંડ ના પારમાં, અત્યંત પ્રકાશતાં,અને ચારે બાજુ ફરતાં -વ્યાપેલાં,જળ-વગેરે આવરણો પણ દીઠાં. ત્યાં,બ્રહ્માંડ થી દશ ગણું પાણી, દશગણું અગ્નિ,દશગણું વાયુનું અને દશગણું-આકાશ નું આવરણ - તે લીલાએ જોયું.ને એ આકાશ પછી તો "શુદ્ધ ચિદાકાશ" જ હતું, એ સર્વોત્તમ અને પરમ શુદ્ધ "ચિદાકાશ" માં આદિ-મધ્ય-અંત ની કલ્પનાઓ -વાંઝણી ના પુત્ર ની પેઠેઉદય પામતી જ નથી.એ ચિદાકાશ-રૂપ-પદ એ કેવળ (એક),વ્યાપક,શાંત,અનાદિ,અને ભ્રમ થી રહિત છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ હે,રામ,એ નિર્મળ આકાશ એવું અપરિચ્છિન્ન છે કે તેમાં જો કદાચ ઉપરથી એક શિલા ગબડાવવામાં આવે-તો તે મોટા વેગ થી કલ્પ સુધી નીચે પડ્યા જ કરે, અથવા તો જો નીચેથી ગરુડજી મોટા વેગથી કલ્પ સુધી ઉંચે ચડ્યા જ કરે તો તેને પામી ના શકે. વળી,"માપવા"માં "સમર્થ-પણાનું અભિમાન" ધરાવી ને-પવન જો બંને બાજુ સરખા વેગથી ચાલ્યા કરે, તો પણ તે "ચિદાકાશ" ના છેડાને તે અથવા બીજું કોઈ પણ પામી શકે તેમ નથી. (30) લીલા એ ચિદાકાશ માં અનંત-કોટિ બ્રહ્માંડો દીઠાં વશિષ્ઠ કહે છે કે-ત્યાં પૃથ્વી,જળ,તેજ,વાયુ અને આકાશ નાં આવરણો હતાં. અને એ આવરણો એકએક થી દશદશ ગણાં અધિક હતાં. લીલાએ તે સઘળાં નું ક્ષણ-માત્રમાં ઉલ્લંઘન કર્યું,અને તેણે પ્રમાણ વગરનું "પરમ-આકાશ" (ચિદાકાશ) દીઠું. તે "પરમાકાશ" (ચિદાકાશ) માં તેણે "આ બ્રહ્માંડ" જેવાં બીજા પણ "અનંત બ્રહ્માંડો" જોયાં. જેમ,બારીની જાળીમાંથી ચળાઈને ઘરમાં આવતા તડકામાં કરોડો ત્રસરેણુઓ જોવામાં આવે છે, તેમ,અધિષ્ઠાન ચૈતન્ય થી સ્કુરિત થયેલા,તેવા જ આવરણો વાળા કરોડો સર્ગો તે આકાશમાં તેણે જોયા. ચિદાકાશ-રૂપ સમુદ્રમાં "અવિદ્યા (અજ્ઞાન) રૂપ" જળ હતાં અને "ચૈતન્ય" ના "દ્રવી-ભાવ" ને લીધેતે (ચિદાકાશ-સમુદ્રમાં) માં "સર્ગો-રૂપી" અસંખ્ય પરપોટા ઓ ઉઠયા હતા. ત્યાં,તે તે જીવોની વાસના અનુસાર,કેટલાંક બ્રહ્માંડો,કાં તો ઉપર-નીચે -કે-આડાં જતાં હતાં,કે સ્થિર હતાં. જો કે વાસ્તવિક રીતે વિચાર કરતાં-બ્રહ્માંડો માં કોઈ ઊંચું નથી કે કોઈ નીચું નથી,અને ત્યાં કોઈનું જવું -આવવું પણ થતું નથી, સર્વના અધિષ્ઠાન-રૂપ કોઈ અખંડિત વસ્તુ તો બીજી જ છે,અને તેની સત્તાથી જ સઘળાં બ્રહ્માંડો સત્તા પામ્યા છે.અવિદ્યા (અજ્ઞાન) ને લીધે ઉઠતા સંકલ્પો ને લીધે,પરમ-ચૈતન્ય તે તે બ્રહ્માંડો-રૂપે પ્રતીત થાય છે,અને પ્રગટ થઈને વળી પાછાળ તે તે બ્રહ્માંડો-રૂપે શાંત પણ થઇ જાય છે. શ્રીરામ પૂછે છે કે-હે,મહારાજ,જયારે અધિષ્ઠાનમાં કોઈ નીચા,ઉંચા કે આડા વિભાગો નથી,ત્યારે, તેમાં કલ્પનાથી પ્રગટ થયેલાં બ્રહ્માંડોમાં -આવા વિભાગો કેમ સંભવે? વશિષ્ઠ કહે છે કે-જેમ,અંધારામાં,દૂષિત (બગડેલી) આંખ-વાળાને આકાશમાં નાનાં ચકરડાં પ્રતીત થાય છે, તેમ અજ્ઞાનથી દૂષિત થયેલાઓને તે અંત-વગરના "મહા-ચૈતન્ય" માં આવરણ-વાળાં બ્રહ્માંડો પ્રતીત થાય છે. આ બ્રહ્માંડ માં સર્વ પદાર્થો ઈશ્વરેચ્છાથી આમ-તેમ દોડ્યા કરે છે,તે પદાર્થો કંઈ સ્વતંત્ર નથી. આમ છતાં,પણ (સમજવા માટે) આવા બ્રહ્માંડ માં -પૃથ્વીના ભાગને નીચેનો જાણવો, અને તેનાથી બીજાને ઉપરનો ભાગ જાણવો. જેમ,ગોળ ના ઢેફાને -દશે દિશાઓમાં -વળગેલી કીડીઓ ના પગ ઢેફા ને જ અડેલા હોય છે અને પીઠ - આકાશ તરફ જ હોય છે, તેમ બ્રહ્માંડો માં ચાલ્યા જતા,સર્વે લોકો પગ પૃથ્વીના ભાગોને અડેલા જ રહે છે,અને માથે આકાશ જ રહે છે. માટે જ પૃથ્વી (ના ભાગ) ને લઈને,જ ઉંચા-નીચા પ્રદેશો ની કલ્પના છે, પણ,અધિષ્ઠાન (ના ભાગ) ને લઈને આ કલ્પના નથી જ.... 125 પરમ-પ્રકાશમય અને શુદ્ધ બોધમય એ બ્રહ્મ-રૂપ-સમુદ્રમાં "બ્રહ્માંડો" નામના "તરંગો" ઉત્પન્ન થઇ થઈને લીન થયા જ કરે છે.સંકલ્પ ના ક્ષય થી ક્ષય પામનારાં,તે બ્રહ્માંડો માં કેટલાંક તો અંદર ઉજ્જડ જ છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ 126 સમુદ્રના તરંગો ની માફક બ્રહ્મ માં કેટલાંએક બ્રહ્માંડો ચાલ્યા જ કરે છે. કેટલાંએક બ્રહ્માંડો ની અંદર પ્રલય થાય ત્યારે ભારે ધૂઘવાટી થાય છે-કે જે મોહથી ઘેરાયેલા અને એવા બીજા લોકો ની જાણવામાં પણ આવતી નથી. જેમ, વાવેલાં બીજો ના ગર્ભમાં પાછળથી અંકુર પેદા થાય છે, તેમ કેટલાંએક બ્રહ્માંડો માં ખાલી પડેલી પૃથ્વીઓમાં પાછળ થી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. જેમ,તાપમાં હિમ (બરફ)ના કણો પીગળી જાય છે, તેમ,કેટલાંએક બ્રહ્માંડો માં -સૂર્ય,અગ્નિ,પર્વતો-વગેરે જગત નો પ્રલય કરીને પોતે પણ પીગળીને નાશ પામવા તૈયાર થઇ જાય છે. કેટલાંએક બ્રહ્માંડો "કલ્પ" ના આરંભ થી નીચે જ ઉતર્યા કરે છે, પણ હજુ સુધી તેમને કોઈ આધાર મળ્યો નથી. -- કેટલાંક બ્રહ્માંડો વીંખાઈ જઈને તુરત જ ઉત્પન્ન થયા કરે છે. --કેટલાંક બ્રહ્માંડો આકાશમાં આભાસ થી પ્રતીત થતાં ચકરડાં ની જેમ સ્થિર-પણાથી રહ્યા છે. --કેટલાંક બ્રહ્માંડો વાસનાઓને અનુસરીને વાયુ ની પેઠે દોડતાં જ લાગે છે. વેદોમાં અને શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે બ્રહ્માંડો નો પહેલો આરંભ ક્રમ વગરનો અને નિયમ વિનાનો થયો છે. તેથી તેઓમાં બીજા પદાર્થો અને શરીરનો આરંભ પણ ક્રમ વગરનો અને નિયમ વગરનો જ થાય છે. શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણને વાયુ ની પેઠે દોડતા જ તીર-પણાથી રહ્યા છે. --કેટલાંક બ્રહ્માંડોમાં બ્રહ્મા-તો કેટલાંક માં વિષ્ણુ એ આદિ પુરુષ થયેલા છે.તો --કેટલાંક આદિ પુરુષ વિનાના છે કે વિચિત્ર આદિ પુરુષો વાળાં છે. --કેટલાંક બ્રહ્માંડો પશુ-પક્ષીઓ થી ભરેલાં છે તો કેટલાંક સમુદ્રથી,ભરેલા છે. --કેટલાંક કીડા ઓથી, કેટલાંક દેવતાઓથી કેટલાંક મનુષ્યો થી ભરેલાં છે. --કેટલાંક બ્રહ્માંડો અંધકારથી તો કેટલાંક પ્રકાશથી ભરેલાં છે, અને તેમને મળતા આવતા સ્વભાવ વાળા પ્રાણીઓનો વ્યવહાર તેમાં ચાલ્યા કરે છે. --કેટલાંક બ્રહ્માંડો મગતરાં થી ભરપૂર છે તો કેટલાંક અંદર ઉજ્જડ છે.ને સ્પંદન રહિત પ્રાણીઓ વાળા છે. -- કોઈ બ્રહ્માંડો તો વળી એવી સૃષ્ટિઓ થી ભરપૂર છે કે તે યોગીઓ ની કલ્પના માં પણ આવતી નથી,અનેતેમની વચ્ચે જે પરસ્પરના અંતર-રૂપ -મોટું આકાશ છે તે અત્યંત પથરાયેલું છે, અને તેમાં વિષ્ણુ-વગેરે દેવતાઓ જીવતાં સુધી ચાલ્યા કરે તો પણ તેનું માપ લઇ શકે તેમ નથી. જેમ,કાંડા ને કડું વીંટળાઈ રહે છે, તેમ પ્રત્યેક બ્રહ્માંડ ને સઘળાં આવરણો વીંટળાઈને રહ્યાં છે, અને તેઓ પૃથ્વી ને પેઠે સ્વાભાવિક આકર્ષણ ને લીધે એકબીજાથી છૂટાં પડી જતાં નથી. વશિષ્ઠ કહે છે કે-બ્રહ્માંડો ના વર્ણન માં અમારી બુદ્ધિ ની જે શક્તિ હતી તે અમે દેખાડી ચુક્યા છીએ. અને આથી વધુ જે કંઈ છે તે વિષે અમારી બદ્ધિ પહોંચતી નથી. હે મહાબદ્ધિમાન રામ.હવે જગત સંબંધી આથી વધારે વાત કરવાની મારી શક્તિ નથી. (૩૧) પદ્મરાજા નું અંતઃપુર-શર પરષનાં લક્ષણો અને સજ્જ થયેલું સૈન્ય વશિષ્ઠ કહે છે કે-હે,રામ,આગળ કહ્યા પ્રમાણે વાતો કરતી એ બે સ્ત્રીઓ પોતાના જગતમાંથી નીકળી, અને નીકળતાં વેંત જ તેઓએ તુરત અંતઃપુર જોયું કે જ્યાં પદ્મરાજાનું શબ પુષ્પોમાં ઢંકાઈને પડ્યું હતું. અને એ શબ ના પડખામાં સમાધિસ્થ ચિત્ત-વાળું લીલા નું સ્થૂળ શરીર બેઠું હતું. એ સ્થળને જોયાં પછી,પતિ (પદ્મરાજા) ના બીજા સંસાર (વિદુરથ રાજા) માં જવાને ઉત્કંઠિત થયેલી, Page #127 -------------------------------------------------------------------------- ________________ 127 લીલા,"સંકલ્પ-મય દેહથી" ત્યાં જ અને તે જ આકાશમાં ઉડી. પતિ (પદ્મરાજા)ના કંઈક વિસ્તાર પામેલા બીજા "સંકલ્પમય સંસાર"માં (વિદુરથ) પેસવા માટે ઉત્સુક થયેલી,લીલા,બ્રહ્માંડ ના તે જુના અને નવા પડ ને તથા આવરણ ને ભેદીને -સરસ્વતી ની સાથે તેમાં પેઠી. ત્યાં મેરૂપર્વતથી શોભાયમાન અને નવ ખંડ-રૂપી નવ પાંખડીઓ વાળા જંબુદ્વિપમાં જઈ લીલાએ - ભરતખંડના પોતાના સ્વામી પદ્મરાજા ના બીજા અવતાર-રૂપ વિદુરથરાજાનું રાજ્યમંડળ દીઠું. એ સમયમાં પૃથ્વીને શોભાવનારા તે દેશ ઉપર,ખંડ-પતિ રાજાઓની સહાય લઈને "સિંધુરાજ" નામનો રાજા તેની સેના લઈને ચઢી આવ્યો હતો.અને તેની સામે લડવાની વિદુરથ રાજાએ તૈયારી કરી હતી. ત્યારે રૈલોક્ય ના પ્રાણીઓ તે યુદ્ધ જોવા આવ્યા હતા અને આકાશમાં ભારે ભીડ જામી હતી. તે બંને દેવીઓ ને આ સર્વના મિથ્યા-પણા નો નિશ્ચય હતો, તેથી તેઓ નિઃશંક રીતે ત્યાં આવી હતી. શ્રીરામ પૂછે છે કે-હે,બ્રહ્મન,આપ કેવાં યોદ્ધાને શૂર કહો છો? કેવો યોદ્ધો સ્વર્ગ ના શણગાર-રૂપ થાય અને કેવા પ્રકારનો સંગ્રામ અયોગ્ય કહેવાય? વશિષ્ઠ કહે છે કે જે શૂરવીર પુરુષ,શાસ્ત્રોક્ત આચાર પાળનારા પોતાના સ્વામીને સારુ યુદ્ધ કરે તે શૂર યોદ્ધો કહેવાય છે, અને યુદ્ધમાં જય કે મરણ ને પામે,તેને શૂર પુરુષો ના ઉત્તમ લોક મળે છે. આમ,ધર્મ ની રીતિવાળા યુદ્ધમાં લડે છે, તે જ શૂરવીર કહેવાય છે.એવો શાસ્ત્ર નો નિશ્ચય છે. (૩૨) યુદ્ધ કરવાને ઉભેલી બે સજ્જ સેનાઓનું વર્ણન વશિષ્ઠ કહે છે કે એ આકાશમાં સરસ્વતીની સાથે ઉભેલી લીલાએ,ક્રોધ થી વ્યાપ્ત થયેલી,બે સમુદ્ર જેવી લાગતી,મદોન્મત બનેલી -બે રાજાઓ ની (વિદુરથ અને સિંધુરાજ) સેનાઓ વિશાળ અરણ્ય માં દીઠી. એ અરણ્ય બંને સૈન્યો થી વ્યાપેલું,અને ભયંકર લાગતું હતું, અને આ પ્રકરણ માં આમ બંને સૈન્યનું વિસ્તાર-પૂર્વક વર્ણન કરેલું છે. (૩૩) બે સૈન્ય ના સંગ્રામ નું વર્ણન (૩૪) લોકો ની ઉક્તિઓ થી યુદ્ધ ના ચમત્કારો નું વર્ણન (૩૫) યુદ્ધ નું વર્ણન (35) હ્રદ્ધયુદ્ધ નું વર્ણન તથા સહાયક રાજાઓ અને દેશો નાં નામો (૩) વંદ્વયુદ્ધ માં યોદ્ધાઓનો જય અને પરાજય નું વર્ણન (૩૮) યુદ્ધ થી નિયત થતી સેના અને રણભૂમિનું વર્ણન (૩૯) સુર્યાસ્ત સંધ્યાકાળ અને રણભૂમિ નું બિભત્સ વર્ણન શ્રીરામ કહે છે કે-હે,ભગવન,એ યુદ્ધ શી રીતે થયું એ મને ટૂંકમાં કહો,કારણકે યુદ્ધ નાં વર્ણનો થી શ્રોતાઓ ના કાન ને આનંદ થાય છે. વશિષ્ઠ કહે છે કે-લીલા અને સરસ્વતી-એ બંને તે સંગ્રામ ને જોવા માટે ત્યાં "સંકલ્પ-માત્ર" થી ઉત્પન્ન કરેલા સુંદર વિમાનમાં સ્થિર થઈને બેઠી. (તે બંને સેનાઓ નું જે યુદ્ધ શરુ થયું. તે યુદ્ધનું પ્રકરણ-૩૩ થી પ્રકરણ-૩૯ સુધી ૨૦-પાના માં વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે કે જે તે જમાનાને અનુરૂપ "વીરરસ" છેજો કે આ પ્રકરણોમાં તત્વજ્ઞાન ની કોઈ અધિક વાત ના હોતાં તે લખવાનું અહીં ટાળ્યું છે.) (૪૦) સુક્ષ્મ-દેહ નું નિરૂપણ Page #128 -------------------------------------------------------------------------- ________________ 128 વશિષ્ઠ કહે છે કે-રાત્રિના સમયે-રણક્ષેત્ર માં પિશાચ-વગેરે ના સંચાર ને લીધે,તે રણક્ષેત્ર - લાંબા સમય સુધી ભયંકર થઇ રહ્યું હતું. જેમ મનુષ્યો દિવસે પોતાની ક્રિયાઓ કર્યા કરે છે તેમ રાત્રિ ના સમયે પિશાચ-વગેરે અધમ લોકો રાત્રિએ પોતાની ક્રિયાઓ કરતા હતા.ભૂંડો ને પણ જોઈએ તેટલાં ભણ્યો (મૃત-શરીરો) મળી રહ્યાં હતાં,તેથી તેઓ સંતુષ્ટ થઈને જાણે નાચતાં હતાં. નગરનાં સર્વ પ્રાણીઓ જયારે નિંદ્રામાં પડ્યાં હતાં ત્યારે તે નગરનો રાજા વિદુરથ (લીલાનો પતિ કે જે પદ્મરાજા હતો તેનો બીજો જન્મ હતો, તે પોતાના મનમાં કોઈ ખેદ પામ્યો હોય તેવો જણાતો હતો,તેણે પોતાના મંત્રીઓ સાથે બીજા દિવસની સવારના કૃત્ય નો વિચાર કરી લીધો, અને પછી, તે પોતાના શયન-ગૃહમાં જઈ ને સૂતો. ત્યારે લીલા અને સરસ્વતી એ બંને સ્ત્રીઓએ-આકાશને છોડી દીધું અને જેમ,વાયુ ની રેખાઓ કમળની અંદર પેસી જાય,તેમ,તેઓ સૂક્ષ્મ-છિદ્રોમાંથી વિદુરથ રાજાના ઘરમાં પેસી. શ્રીરામ પૂછે છે કે-હે પ્રભુ,એમના ચાર હાથ નું સ્થૂળ શરીર -તાંતણા જેવા ઝીણા છિદ્રમાંથી કેવી રીતે જઈ શક્યું? વશિષ્ઠ કહે છે કે-હે, રામ જેને "હું આધિભૌતિક દેહ છું" એવી ભ્રાંતિ હોય તે ઝીણાં છિદ્રમાંથી જઈ શકે નહિ. વળી,"મને કોઈએ રોકી રાખ્યો છે, અને હું અહીં સમાઈ શકું તેમ નથી" એવી રીતનો લાંબા કાળનો અનુભવ કરતો આવ્યો હોય તે પણ છિદ્રોમાંથી નહિ જઈ શકાય-એમ વિચારે છે. પણ,જે "હું ધૂળ દેહ-રૂપ નથી અને તેથી સર્વ સ્થળમાં જઈ શકું છું" એવો જેણે લાંબા કાળથી અનુભવ કર્યો હોય તે "ચૈતન્ય" ની શક્તિ વાળો હોય છે, અને તે ગમે તેમાંથી પસાર થઈને જઈ શકે તેમ હોય છે. અધિષ્ઠાન ચૈતન્ય ની "શક્તિ", પ્રથમ થી કેવી રીતે પ્રવર્તી હોય, તેવી ને તેવી જ રહે છે છે, જેમકે,ચૈતન્ય ની જળ-રૂપ થયેલી શક્તિ ઉંચી આવતી નથી, તેમ અગ્નિ-રૂપ થયેલી શક્તિ નીચે જતી નથી. જેમ,છાયામાં બેઠેલા ને ગરમી ઓ અનુભવ થતો નથી, તેમ,"સંકલ્પમય" (શરીરવાળા) થયેલા ને સ્થૂળ-દેહ સંબંધી જે "અટકાયત-વગેરે" ના જેવો અનુભવ થતો નથી.અધિષ્ઠાન ચૈતન્ય નો જે આકાર વિવર્ત થયો હોય છે તે આકારને જ ચિત્ત અનુસર્યા કરે છે અને અધિષ્ઠાન ચૈતન્ય પણ તે જ આકારે રહે છે. પણ જો એ આકારમાં ફેરફાર કરીને બીજો આકાર આપવો હોય તો, યોગના ને જ્ઞાનના અભ્યાસ-આદિ નો મોટો પ્રયત્ન કરવાની જરૂર પડે છે. જેમ કે રજુ નો સર્પના આકાર થયેલો વિવર્ત -એ બળાત્કારથી રજુ ના તત્વ નો નિર્ણય કરવામાં આવે ત્યારે જ બદલાય છે.અને નિર્ણય કરવામાં ના આવે તો તે કેવો ને તેવો (સર્પ જેવો) જ રહે છે. જેમ ચિત્ત (મન) એ અધિષ્ઠાન ના વિવર્ત ને અનુસરે છે, તેમ "ક્રિયાઓ" ચિત્તને (મનને અનુસરે છે. એ વાત બાળકો પણ સમજી શકે તેવી છે અને આ વાતનો કોને અનુભવ થયો નથી.? સ્વપ્ન નો અથવા સંકલ્પ નો જે પુરુષ આકારવાળા જેવો દેખાય છે (વાસ્તવમાં તે નિરાકાર છે) તે, પુરુષને શી રીતે રોકી શકાય? અને તેને કોનાથી રોકી શકાય? વાસ્તવિક રીતે સર્વ સ્થળોમાં સર્વનાં શરીરો ચિત્ત-માત્ર જ છે, પણ કોઈ મનુષ્ય ને આ પ્રકારનું જ્ઞાન થાય તો જ,તે અનુભવમાં આવી શકે છે. સૃષ્ટિ ના આરંભ માં "અવિદ્યા" (અજ્ઞાન) થી ઉત્પન્ન થયેલા ચિત્તનો (મનનો) સ્વભાવ જ એવો છે કે Page #129 -------------------------------------------------------------------------- ________________ 129 જે રીતે અસ્ત કે ઉદય પામવા ધારે છે તે તે રૂપે થઇ શકે છે.અને પાછળથી લાંબા કાળનો (સમયનો) "અનુભવ" કે પરિચય થતાં-તે (મન) એક પ્રકારના દૃઢ અધ્યાસને પકડી બેસે છે. ચિત્ત (મન) અને સાક્ષી (આત્મા)-એ અધિષ્ઠાન થી જુદા નથી જ. કારણકે તેમની સત્તા અધિષ્ઠાન (પરમાત્મા) ની સત્તા થી જુદી નથી. "ચિત્તાકાશ,ચિદાકાશ અને આકાશ" એ ત્રણે એક-રૂપ જ છે, કેમ કે અધિષ્ઠાન વગર તેમનું અસ્તિત્વ સંભવતું જ નથી. એ ચિત્ત-રૂપી શરીર વાસનાઓને અનુસરીને જ્યાં જવા ની કે જે આકારે થવાની ઈચ્છા કરે છે, ત્યાં તે જઈ શકે છે અને તેવા આકારે પણ થઇ શકે છે. એ ચિત્ત ત્રસરેણુ ની અંદર રહી શકે છે અને આકાશના ગર્ભમાં વસી શકે છે.એ ચિત્ત જ આકાશ-રૂપ થાય છે. અને પોતાનામાં પોતાનાથી અભિન્ન એવાં કરોડો બ્રહ્માંડોને ધારણ કરે છે. ને બ્રહ્માંડ-રૂપ થઇ ને પૂર્વ-કર્મ ને અનુસરતી પ્રવૃત્તિઓ પણ કરે છે, જેમ.ઝાંઝવાંનું જળ મિથ્યા હોવા છતાં પણ ચિત્ત થી ઉદય પામે છે,એવો ચિત્ત થી મિથ્યા-ભ્રમ ઉદય થાય છે, અને આ પ્રમાણે - આ સઘળું મિથ્યા બ્રહ્માંડ પણ ચિત્ત થી ઉદય પામ્યું છે. શ્રીરામ પૂછે છે કે-ચિત્ત જ જગત-રૂપ છે કે નથી? જો ચિત્ત જગત રૂપ હોય તો - અને પ્રત્યેક પ્રાણીઓનાં ચિત્ત ભિન્નભિન્ન હોય તો જગત પણ ભિન્નભિન્ન હોવાં જોઈએ. વળી જો ચિત્ત જગત થી ભિન્ન હોય તો ચિત્ત નો નાશ થયા પછી પણ જગત રહેવું જોઈએ. વશિષ્ઠ કહે છે કે-હે,રામ,પ્રત્યેક પ્રાણી નું ચિત્ત -એ જગતને ઉત્પન્ન કરવાની શક્તિ-વાળું છે, અને, જેટલાં ચિત્તો છે-તેટલી જ "જગત-રૂપી ભ્રાંતિઓ" છે. જગતના અનંત સમૂહો-કોઈને નિમેષમાત્રમાં ઉદય અને અસ્ત પામે છે-તોકોઈને એક એક કલ્પ -ઉદય કે અસ્ત પામે છે. હે,રામ,એ વિષે હું ક્રમ કહું છું તે તમે સાંભળો. મરણ-રૂપ,મૂર્છા પ્રત્યેક પ્રાણીના અનુભવમાં આવે છે. તેને તમે પ્રત્યેક મહા-પ્રલય-રૂપ રાત્રિ સમજો. અને એ મહા-પ્રલય-રૂપ રાત્રિ પૂરી થયા પછી,સર્વ પ્રાણીઓ જુદીજુદી સૃષ્ટિઓ પેદા કરે છે. અને તેઓ "સંભ્રમ થી પ્રતીત થતા પર્વત ના નૃત્ય ની પેઠે" સ્વાભાવિક રીતે જ પોતાની ત્રણ મિથ્યા અવસ્થાઓને દેખે છે. જેમ,પરમાત્મા ના "સમષ્ટિ-મન-રૂપ-હિરણ્યગર્ભ" એ મહાપ્રલય-રૂપ રાત્રિના અંતમાં આ જગતને સર્જે છે, તેમ પ્રત્યેક પ્રાણી પણ પોતાના મરણના અંતમાં જુદાજુદા જગતને સર્જે છે. શ્રીરામ કહે છે કે-જેમ મરણ પામ્યા પછી પ્રાણીઓએ કરેલો સર્ગ પૂર્વ-જન્મ ની વાસનાથી થતો માનવામાં આવે છે, તેમ હિરણ્યગર્ભે કરેલો લાંબા કાળા સુધીરહેનારો સર્ગ પણ પૂર્વ-જન્મ ની વાસના થી થતો માનવો જોઈએ,અને જો તેમ હોય તો,હિરણ્ય-ગર્ભ સત્ય-સંકલ્પ હોવાને લીધે તેની પૂર્વ-વાસના પણ, સત્ય હોય અને તેણે કરેલા પ્રપંચ ને સાચો માનવો જોઈએ. વશિષ્ઠ કહે છે કે-હે,રામ, મહા-પ્રલય માં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ -આદિ સર્વ વિદેહ-મુક્તપણે પામે છે. એટલે તમારી આ કલ્પના-મુજબ બ્રહ્મા-વગેરે ને પૂર્વજન્મ ની વાસના રહેવાનો સંભવ જ ક્યાં છે? આપણે "વ્યષ્ટિ જીવો" છીએ અને જો આપણે પણ જ્ઞાન થવાથી મુક્તિ પામીએ છીએ તો - પૂર્વ-કલ્પ-ના બ્રહ્મા-વગેરે તો વિદેહ-મુક્ત થયા વિના કેમ જ રહે? Page #130 -------------------------------------------------------------------------- ________________ 130 પૂર્વ કલ્પ-માં જે બીજા જીવો હતા, તેમણે મોક્ષ નહિ મળવાથી, તેમની મિથ્યા વાસના આ સર્ગોમાં "કારણ-રૂપ" થાય છે. જેમ હિરણ્યગર્ભ ની સૃષ્ટિ,"પ્રધાન" માંથી "મહત-તત્વ" અને "મહત-તત્વ" માંથી અહંકાર -વગેરે ક્રમે ઉત્પન્ન થાય છે-તેમ,જીવો ની પ્રત્યેક સૃષ્ટિ પણ તે જ અનુક્રમે થાય છે. મરણ-રૂપ મૂછ ને અંતે,જીવ ની બહાર અસ્પષ્ટ અને જીવ ની અંદર સ્પષ્ટ જેવી જ સ્થિતિ હોય છે, તે "પ્રધાન" કહેવાય છે, અને તેનાં "પ્રકૃતિ-અવ્યક્ત-વ્યોમ-જડાજડ" એ નામો પણ કહેવાય છે. આ "પ્રધાન" (પ્રકૃતિ) જ સૃષ્ટિ ના આદિ-રૂપ છે અને પ્રલય ના અંત-રૂપ છે. આ "પ્રધાન" (પ્રકૃતિ) જયારે "સ્પષ્ટ થવાને તત્પર" થાય છે, ત્યારે તે "મહત-તત્વ" કહેવાય છે, અને જયારે તે "સ્પષ્ટ" (હં-અહમ) થાય છે ત્યારે તે (સ્થળ) "અહંકાર" કહેવાય છે. એ અહંકારમાંથી તન્માત્રાઓ,દિશાઓ,કાળ,ક્રિયાઓ અને પંચમહાભૂત ઉદય પામે છે. "સ્પષ્ટ" થયેલા "અહંકાર" ની જે "સૂક્ષ્મ" અવસ્થા છે તે પાંચ-ઇન્દ્રિયો કહેવાય છે. અને તે જ લિંગ (આતિવાહિક) દેહ કહેવાય છે. (લિંગ-દેહ માં પંચમહાભૂતો હોતાં નથી) તે લિંગ-દેહ સ્વપ્નમાં અને જાગ્રતમાં સ્પષ્ટ જણાય છે. તે લિંગ-દેહ લાંબા કાળ (સમય) ની પ્રતીતિ ને લીધે "કલ્પના-વડે" બાળક ની પેઠે પુષ્ટ થાય છે-અને"સ્થળ-દેહ-પણા"ની પ્રતીતિ આપે છે. તે તે દેશના અને તે તે કાળના જે પદાર્થો વિશેષ કરીને ધૂળ-દેહ પર આધાર રાખે છેતેઓ સ્થળ-દેહ ની રીતે જ પ્રતીત થાય છે. એટલે તે વાસ્તવિક રીતે ઉત્પન્ન થયા નથી પણ વાયુ ના વાવા ની પેઠે ઉદય પામ્યા છે. આ સંસાર-રૂપી ભ્રમ મિથ્યા વૃદ્ધિ પામ્યો છે, અને તે સ્વપ્નની સ્ત્રીના સંગ ની પેઠે,અનુભવવામાં આવ્યો હોવા છતાં પણ મિથ્યા જ છે. જીવ જ્યાં મરણ પામ્યો હોય, ત્યાં જ,તે તુરત જ જાણે "ધૂળ-પણા" થી જ રહેતો હોય, તેમ આ વિસ્તારવાળા પ્રપંચ ને જુએ છે. જીવ (આત્મા) ચિદાકાશ-રૂપ છે, પણ નવાં પ્રતીત થયેલાં દેહ-વગેરે ને લીધે તે જન્મેલા જેવો થાય છે. અને સ્વચ્છ રૂપમાં રહેતો હોવા છતાં પણ,"આ હું છું અને આ જગત છે" એવા ભ્રમ ને અનુભવે છે. તેને એ "જગત-રૂપી ભ્રમ"માં દેવતાઓથી,નગરોથી,પર્વતોથી,સૂર્યથી,અને તારાઓ વગેરેથી સુંદરતા દેખાય છે.તો તે પર્વતો ના કેટલાંક કોતરો જરા-મરણ-વ્યાધિઓ થી ભરેલાં પણ દુ:ખથી જુએ છે. છતાં તે ઇષ્ટ પદાર્થો મેળવવામાં અને અનિષ્ટ પદાર્થો નું નિવારણ કરવાના આગ્રહ થી ઉદ્યોગ કર્યા કરે છે. પર્વતો,સમુદ્રો,નદીઓ,દીવડો,રાત્રીઓ,કલ્પો,ક્ષણો,અને ક્ષયો-પણ એ "જગત-રૂપી-ભ્રમ"માં જ રહ્યા છે. "હું અમુક પિતાથી જમ્યો છું" એવો નિશ્ચય પણ ભ્રમ જ છે.અને તેમાંથી જ "આ મારી મા છે,આ મારું ધન છે" વગેરે વાસનાઓ ઉદય પામે છે."મેં આ પુણ્ય કર્યું કે આ પાપ કર્યું" એવી કલ્પના પણ એ ભ્રમમાં જ છે. "હું પ્રથમ બાળક હતો અને હમણાં જ યુવાન થયો છું"એવી રીતે એ ભ્રમ હૃદયમાં ઝૂરે છે. અને જયારે આ જીવ મરણ પામે છે ત્યારે ક્ષણ-માત્રમાં જ એ તેના મને બનાવેલા સઘળા બ્રહ્માંડને જુએ છે. અને આ રીતે "પ્રાણી-દીઠ ઉદય પામેલા બ્રહ્માંડો" માં જુદા જુદા લોકો" (જેમ કે પૃથ્વી-લોક) અને તેમના દેવતાઓ (બ્રહ્મા-વિષ્ણુ-વગેરે) પણ પેદા થઈને નષ્ટ પામી ગયેલા છે. બ્રહ્માના સ્વરૂપમાં દેખાઈ અને દેખાઈને નષ્ટ થતા આવા તો કરોડો "દેખાવો" (દ્રયો) વીતી ગયા છે, Page #131 -------------------------------------------------------------------------- ________________ 131 ભવિષ્યમાં વીતશે અને હાલમાં વીતી રહ્યા છે.કે જેની ગણત્રી કરવાને કોઈ સમર્થ નથી. આ રીતે ભીંતની પેઠે નજરે દેખાતું આ વિશ્વ એ "સ્થળ સંકલ્પ" વિના બીજું કંઇ જ નથી . જેમ જેમ તેની અંદર વિચાર કરીએ છીએ તેમતેમ એ વિશ્વ ઉડતું જ જાય છે. હે,રામ,તેને વિષે હવે તમે પોતાના અનુભવ થી વિચારી જુઓ. વિચાર કરતાં,જગતને ઉત્પન્ન કરનાર જે ચિત્ત (મન) છે તે સાક્ષી (આત્મા) થી જુદું પડતું નથી.અને જે સાક્ષી છે તે,પર-બ્રહ્મથી જુદો પડતો નથી. જેમ પાણીમાં વમળ એ વાસ્તવિક રીતે સાચું નથી, જે પાણી છે તેનું જ તે વમળ છે. તેમ,જગત પણ વાસ્તવિક રીતે સાચું નથી, પણ જે દ્રષ્ટા (પરમાત્મા) છે તે જ જગત છે. અનાદિ "માયા-રૂપ" આકાશમાં "ચૈતન્ય" નો જે ચળકાટ છે,તે જ ભવિષ્યમાં અનેક નામરૂપાત્મક થનારું, જગત છે,વળી જે "માયા" છે,તે આકાશમાં ના ખાડા ની જેમ,"ચૈતન્ય" માં જ કલ્પાયેલી છે. "જગત" શબ્દ નો અને "જીવ" શબ્દ નો જે અર્થ મારા સમજવામાં છે તે "બ્રહ્મ" જ છે. પણ જે તમારા સમજવામાં છે તે "મુદ્દલે" ય (સાચો અર્થ) નથી. અને આમ છે-એટલે લીલા અને સરસ્વતી સર્વમાં વ્યાપક હતાં.પરમાત્મા ની પેઠે તેઓ સ્વચ્છ હતાં. અને તેમનાં શરીર સંકલ્પમય હતાં, તેથી તેમની ગતિ કોઈ પણ સ્થળે અટકે તેમ નહોતી. ચિદાકાશની અંદર જે જે સ્થળે તેઓ પોતાનો ઉદય કરવાનું ધારે, ત્યાં ત્યાં તે ઉદય કરી શકે એમ હતું. તેથી જ તેઓ વિદુરથરાજાના ઘરમાં સૂક્ષ્મ છિદ્રો વડે પ્રવેશ કરી શક્યાં. ચિદાકાશ સર્વ પ્રદેશોમાં અને સર્વત્ર છે. તેમાં સૂક્ષ્મ દેહ (લિંગદેહ કે આતિવાહિક દેહ)એ જ્ઞાન ના પ્રભાવથી, ધાર્યા પ્રમાણે વિચરી શકે છે.એ દેહ ને કેમ રોકી શકાય? વળી શા કારણથી અને કોણ તેને રોકી શકે? (૪૧) વિદરથ ના વંશ નું અને સરસ્વતીએ આપેલ આત્મબોધ નું વર્ણન વશિષ્ઠ કહે છે કે-હે, રામ,એ બંને દેવીઓએ તે રાજા (વિદુરથ) ના ઘરમાં પ્રવેશ કર્યો. એટલે તે રાજાનું ઘર જાણે બે ચંદ્રના ઉદય થી સંયુક્ત થયું હોય તેમ,શ્વેત પ્રકાશ-વાળું થયું.અને ઘરમાં કલ્પવૃક્ષ ના પુષ્પોની સુગંધી,નિર્મળ અને મંદમંદ પવન વાવા લાગ્યો. ત્યાં એક રાજા સિવાયનાં સર્વ સ્ત્રી-પુરુષોને ગાઢ નિંદ્રા આવી ગઈ. બે દેવીઓનાં શરીર ની કાંતિના પ્રવાહથી આહલાદ પામેલો તે રાજા,જેમ અમૃત ના છંટકાવ થી જાગ્રત થયો હોય તેમ જાગ્રત થયો,અને બે દેવીઓ ને આસન પર બેઠેલી જોઈને મનમાં વિસ્મય પામેલો, તે પળમાં વિચાર કરીને શય્યા માંથી ઉભો થઈને પોતાના વસ્ત્રાલંકારો ને વ્યવસ્થિત કરી, પુષ્પોના કરંડિયા માંથી પુષ્પો નો ખોબો ભર્યો,ને પછી પૃથ્વી પર પદ્માસન થી બેસી,પ્રણામ કરી બોલ્યો-કે "ત્રિવિધ તાપને મટાડવામાં ચંદ્રની કાંતિઓરૂપ અને બહારના તથા અંદરના અંધકારને મટાડવામાં સૂર્યની કાંતિ-રૂપ,હે બંને દેવીઓ તમારો જય હો, જય હો" અને આમ કહી તેણે પુષ્પાંજલિ નાખી. પછી,દેવી સરસ્વતીએ,લીલાને રાજાના જન્મની વાત સંભળાવવા,જોડે સૂતેલા એક મંત્રીને પોતાના સંકલ્પ થી જાગ્રત કર્યો મંત્રીએ જાગ્રત થતા જ બંને દેવીઓને પ્રણામ કર્યા, દેવી સરસ્વતીએ પૂછ્યું કે રાજા,કોણ છે?કોનો પુત્ર છે?ને આ દેશમાં ક્યારે જમ્યો છે? ત્યારે મંત્રીએ કહ્યું કે હે દેવીઓ,હું તમારા આગળ જે કંઈ બોલી શકું છું તે આપનો જ પ્રભાવ છે. હું મારા સ્વામી ના જન્મ નું વૃતાંત કહું છું તે તમે સાંભળો. Page #132 -------------------------------------------------------------------------- ________________ 132 ઇસ્વાકુ રાજાના વંશમાં "કુદરથ" નામનો રાજા હતો, તેનો પુત્ર "ભદ્રરથ", તેનો પુત્ર "વિશ્વરથ", તેનો પુત્ર "બૃહદ્રથ",તેનો "સિંધુરથ", તેનો શૈલરથ",તેનો "કામરથ",તેનો "મહારથ" તેનો " વિષ્ણુરથ" અંતે તેના પુત્ર "નોરથ" ને ઘેર અમારા આ રાજા વિદુરથ નો જન્મ થયો છે. સુમિત્રા નામના માતાજી ના ઉદરથી બીજા કાર્તિકેય સમાન અમારા આ રાજા નો જન્મ થયો છે. વિદુરથ રાજા જયારે દશ વર્ષના થયા ત્યારે એમને રાજ્ય આપીને રાજા વનમાં ગયા, ત્યારથી વિદુરથ રાજા ધર્મની નીતિ પ્રમાણે ભૂમંડળ નું પાલન કરે છે. હે, દેવી,લાંબા કાળ ના તપો અને સેંકડો દુઃખો વેઠવા છતાં પણ આપનાં દર્શન દુર્લભ હોય છે, પણ આજે અમારું પુણ્ય-રૂપી વૃક્ષ સફળ થયું છે અને આપના દર્શનથી અમે પરમ પવિત્ર થયા છીએ. વશિષ્ઠ કહે છે કે-હે,રામ,એ પ્રમાણે બોલીને મંત્રી ચૂપ થયો, ત્યારે પૃથ્વી પર બેઠેલા વિદુરથ ને દેવી સરસ્વતીએ કહ્યું કે-હે, રાજા,તું વિવેકથી,પોતાની મેળે જ તારા પૂર્વ-જન્મ નું સ્મરણ કર. આમ કહીને દેવીએ તે રાજાના માથા પર હાથ ફેરવ્યો કે તરત જ રાજાના જીવને આવરણ કરનાર માયા-રૂપી અંધકાર દૂર થઇ ગયો અને પોતાના પૂર્વ-જન્મો નું સઘળું વૃતાંત જાણવામાં આવતાં, તે વિદુરથ જાણે પોતે સમુદ્રમાં ગળકાં ખાતો હોય તેવો થઇ ગયો,અને કહેવા લાગ્યો કે "અહો,આ સંસારમાં મારા મનની અંદર માયા નો જે વિસ્તાર થયેલો છે, તે અહીં તમારી કૃપાથી મારા જાણવામાં આવ્યો,હે,દેવી,આ તે શું? મારા મરણ થયાને હજુ એક જ દિવસ થયો છે કે અહીં તો મારી અવસ્થા સિત્તેર વર્ષની થઇ છે,મને પૂર્વજન્મ અને સઘળા નું સ્મરણ થયું છે" સરસ્વતી કહે છે કે-હે રાજા ,તને પૂર્વ-જન્મમાં "મરણ" નામની મહામોહરૂપી મૂર્છા પ્રાપ્ત થઇ,એટલે તને તે સર્ગ નું ભાન ટળી ગયું,પછી તે જ ઘડીએ,તે જ ઘરમાં અને તે જ આકાશમાં -તને આ સર્ગની પ્રતીતિ થઇ છે,ચિદાકાશ માં જે પહાડી ગામ છે તે ગામની અંદરના બ્રાહ્મણ ના ઘરની અંદર ના "મંડપ" માં જ તારો પૂર્વ સર્ગ થયો હતો, અને તે પૂર્વસર્ગના ઘરના મંડપની અંદરના આકાશમાં જ તને આ સર્ગનો પ્રકાશ પ્રાપ્ત થયો છે, એ પ્રત્યેક સર્ગમાં "જગત" ભિન્ન ભિન્ન થયા છે. બ્રાહ્મણના ઘરની અંદર મારું ભજન કરનારો તારો જીવ રહ્યો છે. ત્યાં જ તારા જન્મ નું ભૂમંડળ છે. અને તે ભૂમંડળ ની અંદર જ તારું આ સંસારનું મંડળ પણ છે.. એટલા માટે,પદ્મરાજા ના સર્ગ ના મંડપની અંદર જ તારું આ ઘણી સમૃદ્ધિઓ થી ભરપૂર ઘર છે. આકાશની પેઠે નિર્મળતા વાળા તારા "એના એ" ચિત્તમાં આ વર્તમાન કાળના (વિદુરથ ના) વ્યવહાર-રૂપી " વિસ્તીર્ણ ભ્રમ" થયો છે.અને "હું ઇસ્વાકુ કુળમાં જન્મ્યો,સિત્તેર નો થયો,યુદ્ધ કરીને આવી સૂતો છું અને બે દેવીઓ મારા ઘરમાં આવી છે, તેનું હું પૂજન કરું છું,હું કૃતાર્થ થયો છું,મને સુખ પ્રાપ્ત થયું છે" એવા એવા પ્રકારની તને ભારે સંભ્રમ ભરેલી મોટી ભ્રાન્તિઓ પ્રાપ્ત થઇ છે. અનેક આચારો,અનેક વિચારો અને અમારા જેવા દેવી-દેવતાઓનું દર્શન એ સઘળું ભાંતિથી પ્રતીત થયું છે. પૂર્વ-જન્મ માં જે ક્ષણે તું મૃત્યુ પામ્યો,તે જ ક્ષણમાં તને,પોતાની મેળે જ,હૃદયમાં આ પ્રતીતિ ઉદય પામી છે. જેમ, નદી નો પ્રવાહ એક ચકરી-રૂપ આકારને મૂકી ને તુરત જ બીજી ચકરી-રૂપ આકાર ગ્રહણ કરે છે, તેમ, ચિત્ત નો પ્રવાહ પણ એક વલણ ને મુકીને તુરત જ બીજા પ્રકારનું વલણ ગ્રહણ કરે છે. જેમ,કોઈ સમયે નદીના પ્રવાહની એક ચકરી એ બીજી ચકરી સાથે ભળીને પણ ચાલે છે, તેમ જાગ્રત-અવસ્થામાં- એક ચકરી (જીવ) બીજી ચકરી-રૂપ બીજા જીવોથી "મિશ્રિત" થઇ ચાલે છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ કોઈ સમયે સ્વપ્ન અવસ્થામાં -તે એકલી પણ પ્રવર્તે છે. સરસ્વતી કહે છે કે-તું ચૈતન્ય ના પ્રકાશમય છે,અને મરવાની તે જ ક્ષણમાં આ મિથ્યા જાળ પ્રતીત થઇ છે. જેમ,સ્વપ્નની એક ક્ષણની અંદર જ સો વર્ષ ની ભ્રાંતિથાય છે, જેમ,સંકલ્પ ની રચનામાં જીવન અને મરણ ની ભ્રાંતિ થાય છે, જેમ,વેગથી વહાણ ચાલતાં વૃક્ષો અને પર્વતો નું ચાલવું પ્રતીત થાય છે, તેમ, જ, તને આ પ્રૌઢ અને વિસ્તીર્ણ સંસારની ભ્રાંતિ થઇ છે. તું વાસ્તવિક રીતે કદી જન્મ્યો પણ નથી અને કદી મૂઓ પણ નથી,તું તો શુદ્ધ વિજ્ઞાન-રૂપ છે અને સદા શાંત સ્વરૂપમાં જ રહ્યો છે.તું આ સઘળું જુએ છે,છતાં કશું જોતો નથી, સદા સર્વાત્મક-પણા ને લીધે,તું સર્વોત્તમ મણિની પેઠે,અને સૂર્ય -વગેરે ની પેઠે,પોતાનામાં જ પોતા થી પ્રકાશે છે.વાસ્તવિક રીતે તો-તે ભૂમંડળ પણ નથી જ,તું પણ વિદુરથ રાજા નથી ,કે નથી આ નજરે ચડતું જગત-શત્રુઓ(વગેરે)---વળી અમે પણ નથી. પહાડી ગામના રહેવાસી વશિષ્ઠ બ્રાહ્મણ ના મંડપની અંદરના આકાશમાં જ -લીલા ના પતિ પદ્મરાજાના રાજ્ય વાળું જગત અને તારું હાલનું જગત કે જેમાં આપણે હાલ બેઠાં છીએ તે,પણ તે જ આકાશમાં છે. એ સઘળા મંડપો નું જે આકાશ છે તે આકાશ "શુદ્ધ-બ્રહ્મ-સ્વરૂપ" છે. એ મંડપોમાં પૃથ્વી,નગર,વનો,પર્વતો,વાદળો,નદીઓ કે સમુદ્રો-એ કંઈ જ નથી. કેવળ પૂર્ણ-બ્રહ્મની અંદર કલ્પી કાઢેલા મિથ્યા ઘરમાં,મિથ્યા લોકો,મિથ્યા વિહાર કરે છે. ત્યાં કોઈ રાજાઓ નથી,કોઈ પર્વત નથી અને જીવો એકબીજાને જોતાં પણ નથી. વિદુરથ કહે છે કે-હે,દેવી,જો એમ જ હોય તો મારા અનુચર લોકો મારી પેઠે સાચા છે કે નહિ? સરસ્વતી કહે છે કે-હે,રાજા,પરબ્રહ્મ ને જાણીને જેઓ શુદ્ધ બોધ-રૂપ અને શુદ્ધ ચૈતન્ય-રૂપ થયા છે,તેમની દૃષ્ટિમાં તો આ જગત સંબંધી કંઈ પણ સાચું નથી. "શુદ્ધ-બોધ(જ્ઞાન)-સ્વરૂપ -બ્રહ્મ"માં અવિદ્યા (અજ્ઞાન-માયા) એ આ "જગત-રૂપી-ભ્રમ" કરેલો છે. એમ પ્રતીત થાય છે જ.અને જગત-રૂપી ભ્રમ નું મિથ્યા-પણું જણાયા પછી તે ભ્રમ ની સત્તા સંભવે જ કેમ? આ ઝાંઝવાનું પાણી છે એમ જણાય પછી તેમાં "જળ છે" એવી બુદ્ધિ રહેવી સંભવે જ કેમ? જેમ,જીવતા મનુષ્ય ને પોતાના સ્વપ્નમાં -પોતાના મરણનો ભય મિથ્યા છે, તેમ,જાગ્રત માં થતો પોતાના મરણનો ભય પણ મિથ્યા જ છે. હે,રાજા,બોધ (જ્ઞાન) વડે અજ્ઞાન-રૂપી વાદળાં ટળી ગયા પછી,જેનું અંતઃકરણ,શરદ-ઋતુ ના આકાશની જેમ સ્વચ્છ,શુદ્ધ અને પૂર્ણ થયું છે-તેવા જ્ઞાની પુરુષની દૃષ્ટિમાં "આ હું છું અને આ જગત છે" એવા તુચ્છ શબ્દોના અર્થો વાસ્તવિક રીતે રહેતા જ નથી. (૪૨) અજ્ઞાન દશામાં સ્વપ્ન ની સત્યતા વશિષ્ઠ કહે છે કે-બોધ (જ્ઞાન) વગરની મતિ (બુદ્ધિ)વાળો,જે પુરુષ પરમપદ માં અત્યંત રૂઢ થયો નથી. તેને આ જગત મિથ્યા હોવા છતાં સત્ય અને વજ્ર ના જેવી દૃઢતા વાળું લાગે છે. હે,રામ,અહંકાર-આદિ થી સંયુક્ત થયેલું આ જગત એક લાંબુ સ્વપ્ન છે એમ સમજો. આ સ્વપ્નમાં પ્રતીત થતા પોતાથી જુદા પુરુષો જે કારણથી સત્ય લાગે છે તે હું કહું છું,તે સાંભળો. શાંત,વાસ્તવિક,સત્ય,પવિત્ર,દૃશ્ય-રહિત,ચૈતન્ય-માત્ર સ્વરૂપ વાળું પરમ નિર્મળ અને પરમ વિસ્તીર્ણ -એવું "બ્રહ્મ-તત્વ" એ સર્વનું અધિષ્ઠાન છે. 133 Page #134 -------------------------------------------------------------------------- ________________ 134 એ બ્રહ્મ-તત્વ "માયા" ને લીધે સર્વ-વ્યાપક, સર્વ રૂપ અને સર્વ "શક્તિઓ" વાળું થાય છે. તથા જે જે સ્થળમાં જે જે રીતે આવિર્ભાવ પામે છે તે તે સ્થળ માં તે તેવીતેવી રીતે જ રહે છે. એમ હોવાથી,"સ્વપ્નના નગર" નો "દ્રષ્ટા" જેમને,"નગરના રહેવાસીઓ" તરીકે જાણે છેતેઓ ક્ષણમાત્રમાં જ તે નગરના માણસો થઇ જાય છે. ઉપરના "દ્રષ્ટા" નું જે "ચૈતન્ય-સ્વરૂપ" કે જે અતિ-સૂક્ષ્મ છે, તે વાસના અનુસાર "વિવર્ત" પામીને "નગર ના માણસો" ની જેમ જણાય છે. સ્વપ્ન માં તથા જાગ્રતમાં પણ,આત્મામાં મનુષ્ય-વગેરે નો અધ્યાસ (આભાસ) થતાં - તે મનુષ્યમાં આત્મા ને સત્યતાનો અધ્યાસ (આભાસ) થાય છે. રામ પૂછે છે કે-હે મુનિ, સ્વપ્ન નું શરીર એ માયા-માત્ર છે, તેમાં દેખાતા પુરુષોને અધિષ્ઠાન ની સત્તાથી સાચા નહિ, પણ તમામ ખોટા જ માનીએ તો શો દોષ આવે ? તે મને કહો. વશિષ્ઠ કહે છે કે સ્વપ્ન માં પ્રતીત થયેલા (ઉપર પ્રમાણેના) પુરુષો, વાસ્તવિક રીતે સત્ય નથી,પણ, અધિષ્ઠાન ની સત્તાથી સત્ય છે.કારણકે તેઓ "પ્રત્યક્ષ" જોવામાં આવે છે. એટલે આ વિષયમાં "પ્રત્યક્ષ" એ જ મોટું "પ્રમાણ" છે.બીજું પ્રમાણ શોધવાની જરૂર નથી. સૃષ્ટિ ના આરંભમાં સ્વપ્ન-સરખા-અનુભવ-રૂપ જે "હિરણ્યગર્ભ" છે તેના સંકલ્પથી જ આ "જાગ્રત-જગત"નો પ્રપંચ ઉત્પન્ન થયો છે.માટે "જાગ્રત-જગત-નો પ્રપંચ"પણ "સ્વપ્ન ની પેઠે "અધિષ્ઠાન ની સત્તા થી જ સત્તાવાળો છે.એટલે આ "જાગ્રત નો પ્રપંચ" પણ એક જાતનું "સ્વપ્ન" જ છે. માટે આ "જાગ્રતના પ્રપંચ" ની રીતે જોઈએ તો- જેમ મારી દ્રષ્ટિએ તમે અને બીજા બધા સાચા છો, (એમ માનીએ) તો તે,સ્વપ્નમાં સ્વપ્ન ના દ્રષ્ટા ની દ્રષ્ટિએ સ્વપ્ન નાં માણસો પણ સાચા છે. પણ,જો સ્વપ્નમાં દેખાતા માણસો સાચા નથી તો-મારા જોવામાં આવતા માણસો પણ સાચા નથી. "જાગૃત" તથા "સ્વપ્ન" બંને પરસ્પર થી તુલ્ય (તુલના કરી શકાય તેવા) છે -માટેઆ બંને અવસ્થામાં પ્રતીત થતાં માણસોની સત્યતા એકબીજાની દૃષ્ટિ થી જ છે. પણ બંને વાસ્તવિક રીતે તો સત્ય નથી જ. રામ કહે છે કે-હે,ભગવન,આ તમારા કહેવા પરથી મને લાગે છે કે સ્વપ્ન નો દ્રષ્ટા,નિંદ્રા થી રહિત થઇ જાય,તો પણ સ્વપ્નમાં દેખાયેલું નગર અધિષ્ઠાન ની સત્તાથી સત્તાવાળું રહે છે, આમ મારું ધારવું યથાર્થ છે કે કેમ? વશિષ્ઠ કહે છે કે-હા, તમે જેમ કહો છો તેમ જ છે.સ્વપ્ન નું દેખાયેલ નગર અધિષ્ઠાન ની સત્તાથી સત્ય અને આકાશ ની પેઠે સ્વચ્છ આકારવાળું જ રહે છે. આ વાત હમણાં એક બાજુ રહેવા દો અને હવે હું બીજું કહું છું તે તરફ તમે લક્ષ આપો. "સ્વપ્ન ના પ્રપંચ" માં "જાગ્રત-અવસ્થા" ના બાહ્ય "દેશ-કાળ" ના જેવો સંબંધ નહિ હોવાથી,તે મિથ્યા છે, એમ તમે જો માનતા હો તોતમે જેને "જાગ્રત-અવસ્થા નો પ્રપંચ" માનો છો, તેમાં પણ બાહ્ય "દેશ-કાળ" નો સંબંધ નથી. આથી જાગૃત નો પ્રપંચ પણ મિથ્યા જ છે. આ પ્રમાણે જ છે, એટલા માટે આ સઘળો (સ્વપ્ન કે જાગ્રતનો પ્રપંચ જે જોવામાં આવે છે, તે સાચો નથી, પણ સાચાં જેવો "પ્રતીત" થઇ રહ્યો છે. જેમ,સ્વપ્ન ની સ્ત્રી સાથેનું સંગ-સુખ મિથ્યા છતાં આસક્તિથી મોહિત કરે છે, Page #135 -------------------------------------------------------------------------- ________________ 135 તેમ,આ પ્રપંચ મિથ્યા છતાં-પણ આસક્તિથી મોહિત કરે છે. જે અધિષ્ઠાન "ચૈતન્ય" છે તે જ વાસ્તવિક રીતે સાચું છે. જે દેહની અંદર તથા બહાર સર્વ પ્રદેશોમાં ભરપૂર રહેલું છે, તે ચૈતન્ય-"માયા-શક્તિ" ને લીધે, જેવી રીતે પોતાનું "સ્કરણ" કરવા ધારે છે, તેવી જ રીતે પોતાને સ્ફલું જુએ છે. જેમ,ભંડાર માં સર્વ પ્રકારનું ધન હોય છે ને તે ધનને જોનાર માણસ ને તે ધન જોવામાં આવે છે, તેમ,ચિદાકાશ માં સઘળો પ્રપંચ છે,અને તે ચિદાકાશના જોવામાં આવે છે. હે રામ,સરસ્વતીદેવીએ વિદુરથ ને બોધ-રૂપી અમૃતનું સિંચન કરીને વિવેકના સુંદર અંકુર-વાળો કરીને તેને નીચે પ્રમાણે કહ્યું. સરસ્વતી કહે છે કે આ સઘળી વાત મેં લીલા ને રાજી કરવા સારું કહી છે, તમારું કલ્યાણ હો, હવે અમે અહીંથી જઈએ છીએ.જે કંઈ જોવાનું હતું તે લીલાએ જોઈ લીધું છે. વિદુરથ કહે છે કે-હે, દેવી,તમે તો મોટા ફળ દેનારા છે, અને તમારું દર્શન નિષ્ફળ જતું નથી. તેથી,હું જેમ એક સ્વપ્ન માંથી બીજા સ્વપ્ન માં જાઉં છું, તેમ આ દેહને છોડીને મારા પહેલાં ના સંસારમાં આવું તેવી કૃપા કરો હે,વરદા,ભક્ત નો અનાદર કરવો એ મહાત્માઓને શોભે નહિ જ,માટે હું જે પ્રદેશમાં આવું તે જ પ્રદેશમાં મારો આ મંત્રી અને મારી બાળક કુંવરી પણ આવે તેવી મારા પર દયા કરો. સરસ્વતી કહે છે કે-હે, પૂર્વજન્મ ના પદ્મરાજ, ત્યાં આવજે અને નિઃશંક થઈને યોગ્ય પદાર્થો થી, તથા યોગ્ય વિલાસોથી સુંદરતા વાળું રાજ્ય કરજે. (૪૩) વિદરથ ને વરપ્રદાન -સૈન્ય નું આક્રમણ ને નગરને સળગવું સરસ્વતી કહે છે કે હે, રાજન,આ મોટા સંગ્રામમાં તમારે હમણાં મરવું પડશે,અને પછી તને પૂર્વનું રાજ્ય મળશે. એ સઘળું તારા પ્રત્યક્ષ જોવામાં આવશે, તું, તારી દીકરી અને તારો મંત્રી,એ સર્વ પૂર્વના નગરમાં "મનોમય" દેહથી આવશો,અને ત્યારે તું તારા શબ-રૂપ થયેલા (પદ્મ રાજાના) શરીરને પ્રાપ્ત થઈશ. રાજા,સ્થૂળ દેહ અને મનોમય દેહ ની ગતિ પણ જુદી જુદી હોય છે,હવે અમે અહીંથી જઈએ છીએ. વશિષ્ઠ કહે છે કે આ પ્રમાણે બંને ની વાતચીત ચાલતી હતી તે જ વખતે,નગરનો ચોકીદાર કે જેને, નગરના સહુથી ઉંચા સ્થળે શત્રુઓ ની હિલચાલ જોવા માટે ઉભો રાખેલો હતો,તે દોડતો આવ્યો અને કહેવા લાગ્યો કે-હે, રાજા,શત્રુ નું સૈન્ય,અહીં,બાણો,ચક્રો,ગદાઓથી સજ્જ થઈને ધસી આવ્યું છે આ પહાડ જેવા આપણા નગરની ચારે બાજુ અગ્નિ લાગી ચુક્યો છે, અને તે અગ્નિ ઘરોને સળગાવી દઈને તેને પાડી દે છે. વશિષ્ઠ કહે છે કે એ પ્રમાણે એ પુરુષ ગભરાટથી બોલતો હતો,તેટલામાં જ બહાર કઠોર શબ્દવાળો અને દિશાઓ ભરાઈ જાય તેવો મોટો કોલાહલ ઉઠયો,બાણો ની વૃષ્ટિ કરતા ધનુષ્ય ના પ્રબળ ટંકાર સંભળાવા લાગ્યા.મદોન્મત હાથીઓ ગર્જના કરવા લાગ્યા અને ઘર -વગેરે ને બાળી નાખતા અગ્નિઓના ભારે ફડાકા થવા લાગ્યા.જેમની સ્ત્રીઓ,બાળકો બળી જતા હતા તે નગરજનો મોટો હાહાકાર કરવા લાગ્યા . એ સમયે,લીલા,સરસ્વતી,વિદુરથ અને તેના મંત્રીએ ગોખમાંથી જોયું,તો મધ્યરાત્રિ નો સમય હતો, નગરમાં મોટો હાહાકાર વ્યાપી રહ્યો હતો, અને શત્રુ નું સૈન્ય ચારે બાજુ વ્યાપી રહ્યું હતું. આકાશને પુરી દેતી મોતી જવાળાઓથી આખું નગર બળવા લાગ્યું હતું.ઘણા યોદ્ધા ઓ કપાઈ ગયા હતા. Page #136 -------------------------------------------------------------------------- ________________ 136 નગર ની સ્થિતિ કમનીય બની ગઈ હતી, (૪) વિદરથ નું યુદ્ધ માટે નીકળવું અને લીલાના તત્વ નું વર્ણન વશિષ્ઠ કહે છે કે એ સમયે વિદુરથ ની મહારાણી તે ઘરમાં આવી,તેના વસ્ત્રો વીંખાઈ ગયા હતા, હારો તૂટી ગયા હતા અને તે વ્યાકુળ થઇ ગઈ હતી,સખીઓ અને દાસીઓથી તે ઘેરાયેલી હતી. એક સખીએ વિદુરથ રાજાને કહ્યું કેમહારાણી અંતઃપુર માંથી નાસીને અહીં આપને શરણે આવી છે,અનેક આયુધો વાળા બળવાન શત્રુઓ, અંતઃપુર ના રક્ષકો ને મારી નાખીને આપની બીજી રાણીઓને હરી ગયા છે. આખું નગર શત્રુઓ થી ભરાઈ ગયું છે.ઉગ્ર વિપત્તિ આવી છે. તેનું નિવારણ કરવા આપ સિવાય કોઈ સમર્થ નથી. ત્યારે વિદુરથે સરસ્વતી અને લીલા ને કહ્યું કે-ક્ષમા કરજો,હું અહીંથી જાઉં છું, પણ મારી આ સ્ત્રી, આપના ચરણ ને શરણ રહેશે.આમ કહી,કોપાયમાન થયેલો રાજા,તે ઘરમાંથી બહાર નીકળ્યો. ત્યારે સરસ્વતી સાથે રહેલી "જ્ઞાન-વાળી" લીલાએ,અરીસામાં દેખતા પ્રતિબિંબ ની જેમ, પોતાના જ જેવા આકારવાળી "બીજી" લીલાને (વિદુરથ ની મહારાણીને) ત્યાં આવેલી જોઈ. લીલા સરસ્વતીને પૂછે છે કે-હે દેવી આ શું છે?તે મને કહો.જે હું છું તે આ કેમ છે? અને જો એ હું જ હોઉં તો આટલો કાળ જતાં પણ તેની અવસ્થા યુવાન ની યુવાન કેમ રહી છે? આ મંત્રી લોકો,નગરના રહેવાસીઓ,સૈન્યો,વાહનો,યોદ્ધાઓ-જેઓ ત્યાં હતા તેઓ અહીં કેમ છે? અને જો અહીં છે, તો ત્યાં તેમને તેમ કેમ રહે છે? હે, દેવી,જેમ લોકો અરીસાની અંદર અને બહાર પણ એના એ જ હોય છે, તેમ આ લોકો ત્યાં અને અહીંપણ એના એ જ કેમ છે? આ લોકો ચેતના વાળા છે કે નહિ? સરસ્વતી કહે છે કે-જેમ,મન,સ્વપ્નાવસ્થામાં,જાગ્રતમાં અનુભવેલા પદાર્થને પ્રાપ્ત થાય છે, તેમ,ચૈતન્ય,પણ, પોતાની અંદર કરેલા સંકલ્પના આકારને ક્ષણ-માત્રમાં પ્રાપ્ત થાય છે. ચિત્તમાં ((મનમાં) અને ચૈતન્યમાં સંસ્કાર-રૂપે-જેવા આકારનું જગત હોય છે, તેવા આકારનું જ જગતક્ષણ-માત્રમાં બહાર હોય-તેમ પ્રતીત થાય છે.આ સઘળું ચૈતન્ય ના વિવર્ત-રૂપ જ છે. માટે,તેમાં "પદાર્થો ના સ્વભાવ" ને અનુસરીને,"દેશ-કાળ" ની લંબાઈ કે વિચિત્રતાનો અંત આવે તેમ નથી. જે અંદર છે તે જ બાહ્ય-રૂપે પ્રતીત થાય છે.અને એ વિષયમાં "સ્વપ્ન ના પદાર્થો" જ દૃષ્ટાંત-રૂપ છે. જેમ,અંદર ચૈતન્ય નો વિવર્ત જ-સ્વપ્નના તથા સંકલ્પના -નગર-રૂપે બહાર ફૂરે છે, તેમ,બહાર પણ ચૈતન્ય નો વિવર્ત જ બાહ્ય-રૂપે ફૂરે છે.અને દૃઢ અભ્યાસને લીધે સ્ફટ આકારવાળો થયો છે. જે સમયે તારો પતિ,પરાજા તારા નગરમાં જે વાસનાઓને લઈને મરણ પામ્યો, તે વાસનાઓ પ્રમાણે,તે સ્થળે (તે નગરમાં) તેવા વિષયોને પ્રાપ્ત થયો છે. અહીના લોકો એ ત્યાંના (તે નગરના) હોય તેમ પ્રતીત થાય છે, પણ સત્યમાં તેમ નથી.પણ, તેમના જેવા બીજા જ છે. જેમ,સંકલ્પનાં અને સ્વપ્ન નાં સૈન્યો,તે-તે અવસ્થામાં સાચા છે, તેમ,તારા આ પતિ વિદુરથ) અને અને આ લોકો પણ સાચા જ છે. જાગ્રત અવસ્થામાં જાગ્રત ના સર્વે પદાર્થો અને સ્વપ્નાવસ્થામાં સ્વપ્ન ના સર્વે પદાર્થો,વાંધા વિના અનુભવમાં Page #137 -------------------------------------------------------------------------- ________________ આવે છે-તે સાચું,,પણ એમનામાં વાસ્તવિક સત્યતા કેમ અને કેવી હોય તે તું જ કહે. જાગ્રતના અને સ્વપ્નના સઘળા પદાર્થો ખોટા જ છે.પણ,જો, સ્વપ્ન ના પદાર્થો ઉત્તર-કાળમાં (પછીના સમયમાં) જોવામાં આવતા નથી,માટે તે એકલા જ ખોટા છે, એમ તું માનતી હોય તો,જાગ્રત ના પદાર્થો પણ ઉત્તર-કાળમાં (પછી ના સમયમાં) રહેતા નથી જ,એટલે, સ્વપ્ન ના પદાર્થો કરતાં જગૃતના પદાર્થો માં શી અધિકતા (કે ફરક) છે? વળી, સ્વપ્નમાં જાગૃતના પદાર્થો રહેતા નથી અને જાગ્રતમાં સ્વપ્નના પદાર્થો રહેતા નથી. તું જેમ,જન્મ ના સમયમાં મરણ અસત્ય છે,અને મરણના સમયમાં જન્મ અસત્ય છે, તેમ,જાગ્રતના સમયમાં સ્વપ્ન અસત્ય છે અને સ્વપ્ન ના સમયમાં જાગ્રત અસત્ય છે. મહાપ્રલયમાં,યુગોમાં,અને આજ સુધી પણ જેનો કદી અભાવ થયો નથી,એવું તો એક "બ્રહ્મ" જ છે.અને, તે બ્રહ્મ જ જગત-રૂપે ભાસે છે.એટલે કે તેમાં "સૃષ્ટિ" નામની ભ્રાન્તિઓ પ્રતીત થાય છે. માટે વાસ્તવિક રીતે વિચાર કરતાં સૃષ્ટિઓ છે જ નહિ. જેમ,સમુદ્રમાં તરંગો (મોજાં) ઉત્પન્ન થઇ પાછાં તે સમુદ્રમાં જ લય પામે છે,તેમ,બ્રહ્મ માં આ સૃષ્ટિઓ ઉત્પન્ન થઈને બ્રહ્મ માં જ લય પામે છે.તો પછી આ જગત પર શો વિશ્વાસ રાખવો? આ પ્રમાણે સમજવું એ જ ઉત્તમ સ્થિતિ છે,અને એ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જગત-સંબંધી કોઈ ભ્રાંતિ રહેતી નથી.જન્મ-મરણ-મોહ -વગેરે જે પ્રતીત થાય છે તે-અજ્ઞાન થી જ પ્રતીત થાય છે. કારણકે બ્રહ્મ-જ્ઞાન થી એ સર્વે નો બાધ થતા-એ સઘળું નષ્ટ થઇ જાય છે. આ જે દૃશ્ય (જગત) છે-તે સત્ય નથી,અસત્ય નથી કે ઉભય-રૂપ પણ નથી,જે છે તે બ્રહ્મ જ છે. આકાશમાં,પરમાણુમાં કે કોઈ પદાર્થ ના ગર્ભમાં-પણ -જ્યાં સુધી "જીવ" હોય છે ત્યાં સુધી જગતની પ્રતીતિ થાય છે. જેમ,અગ્નિ પોતાની સ્વ-રૂપ-ભૂત "ઉષ્ણતા"ને પોતાનામાં અનુક્રમે ઉદય પામેલી માની લે છે,તેમ,આ શુદ્ધ ચૈતન્ય-રૂપ "આત્મા" પોતાનાથી અભિન્ન એવા જગતને પોતાનામાં અનુક્રમે ઉદય પામેલું માને છે. આ સાકાર જણાતા જગતને નિરાકાર સમજવા માટે તારે હમણાં,એમ,સમજવું કે અવયવ-રહિત "બ્રહ્મ"માં -આવિર્ભાવ-તિરોભાવ,ગ્રહણ-ત્યાગ,સ્થૂળ-સૂક્ષ્મ.ચર-અચર-વગેરે વિભાગો અજ્ઞાનથી જ કલ્પાયેલા છે.પણ, તેઓ આત્માથી અભિન્ન છે,તેઓ અવયવો છે જ નહિ.તે બ્રહ્મનું જ રૂપ છે. આ જગત રજ્જુમાં થયેલા સર્પ ના ભ્રમની પેઠે સત્ય કહી શકાતું નથી,અને અસત્ય પણ કહી શકાતું નથી. માટે તે "અનિર્વચનીય" છે.તે ખોટું છે છતાં અનુભવમાં આવે છે,માટે સત્ય છે અને તેની પરીક્ષા કરી જોતાં તે રહેતું નથી માટે તે-અસત્ય છે. "જીવ" માયાની ઉપાધિ-વાળો ચૈતન્ય-રૂપ હોવાને લીધે,"બ્રહ્મ" જ છે,પણ વાસનાઓના દૃઢ, અનુભવને લીધે તે "જીવ-પણા " ને પામેલ છે.હમણાં એટલું સમજવું જ બસ છે. પરમ ચૈતન્ય આકાશમાં સ્ફૂરિત થયેલા આ જગતને -અધિષ્ઠાનથી સત્ય માનીએ તો-પણ ભલે, અને તેની પોતાની સત્તાથી અસત્ય માનીએ તો પણ ભલે,પરંતુ હાલ તો એટલું સમજવાનું છે કેજીવ-પોતાની ઈચ્છાને અનુસરતા વિષયો ના અનુભવ થી તેને રંગી લે છે. અનુભવાતા "વિષયો"માં કેટલાક વિષયો-પૂર્વના વિષયો જેવા જ અનુભવમાં આવે છે, કેટલાક પૂર્વના વિષયો કરતાં કંઈક વિલક્ષણતા-વાળા અનુભવમાં આવે છે,અને કેટલાક વિષયો તો સાવ નવા જ અનુભવમાં આવે છે. 137 Page #138 -------------------------------------------------------------------------- ________________ 138 આ રાજાને વિદુરથને) સઘળી પૂર્વ ની વાસના ઉત્પન્ન થવાથી, તે જ મંત્રી અને તે જ લોકો છે. વળી, તેઓ તે જ કુળમાં જન્મેલા, તેવી જ રીતભાત વાળા,અને તેવી જ ક્રિયાઓ વાળા પ્રતીત થાય છે. આ સઘળા લોકો-જો અધિષ્ઠાન ની દૃષ્ટિએ જોઈએ તો,એના એ જ છે,અને જો, દેશ-કાળ-ક્રિયાઓ ની દૃષ્ટિએ જોઈએ તો-તેઓના (પૂર્વ જન્મ ના લોકો ના) જેવા છે. "ચૈતન્ય" તો વ્યાપક અને આત્મ-સ્વ-રૂપ છે,એટલે તેની સ્થિતિ આ પ્રકારની થઇ છે. રાજાના ચિત્તાકાશ માં "ચૈતન્યમય-વાસનાનો" ઉદય થયેલો છે.અને તે જ પ્રમાણે આ સઘળું આગળ વધેલું છે, અને તે અધિષ્ઠાન ની સત્તાથી સાચા જેવું લાગે છે, જેમ રાજા (વિદુરથ),મંત્રી અને લોકો તને પૂર્વના જેવા પ્રતીત થાય છે, તેમ આ મહારાણી (નવી લીલા) પણ તારા જેવા સ્વભાવ-વાળી,તારા જેવા આચરણ વાળી,તારા જેવા કુલવાળી,અને તારા જેવા શરીરવાળી પ્રતીત થઇ છે.આ જે નવી લીલા છે-તે રાજાની પ્રતિબિમ્બિત થયેલી વાસના જ છે. "અધિષ્ઠાન-ચૈતન્ય-રૂપી સર્વત્ર-વ્યાપક" - અરીસામાં "વાસના" જે પ્રકારે પ્રતિબિમ્બિત થાય છે, તે આકારે ત્યાંજ સ્પષ્ટતાથી -સ્થૂળ રૂપે નિરંતર ઉદય પામે છે. જીવની અંદર રહેલી જે "વાસના" છે-તે જ બહાર રહેલા ચૈતન્ય-રૂપી અરીસામાં પ્રતિબિમ્બિત થાય છે. અને બાહ્ય-ધૂળ-આકાર રૂપે પ્રતીત થાય છે. આકાશ,આકાશમાં રહેલું બ્રહ્માંડ,બ્રહ્માંડની અંદર રહેલી પૃથ્વી,અને પૃથ્વીમાં રહેલા તું, હું, અને રાજા, એ સઘળું દેખાવ માત્ર જ છે જે છે તે વાસ્તવિક રીતે "બ્રહ્મ" જ છે. માટે હે લીલા,તું પણ એમ જ સમજ અને એ પ્રમાણે સમજીને તું જેવી છે તેવી નિર્મળ-નિર્વિક્ષેપ જ રહે. (૪૫) જીવો પોતાના સંકલ્પ પ્રમાણે ફળ પામે છે સરસ્વતી કહે છે કે આ તારો સ્વામી વિદુરથ યુદ્ધભૂમિ માં દેહનો ત્યાગ કરી, તે જ અંતઃપુર ને પ્રાપ્ત થઇ પદ્મરાજા-રૂપે થશે. વશિષ્ઠ કહે છે કે એ પ્રમાણે સરસ્વતીએ લીલા ને કહ્યું.તે સાંભળીને તે નગરમાં રહેનારી તે નવી (બીજી) લીલા સરસ્વતી ની આગળ આવીને ઉભી અને હાથ જોડીને નીચે મુજબ પ્રાર્થના કરી. (બીજી) લીલા કહે છે કે-હે, દેવી,હું સર્વદા ચૈતન્ય-રૂપ ભગવતીનું પૂજન કરું છું અને તે દેવી મને સ્વપ્નમાં દર્શન આપે છે,જેવા મારાં એપુજ્ય દેવી છે, તેવાં જ તમે છો,તો મુજ રાંક ને કરુણા કરી વરદાન આપો. સરસ્વતી કહે છે કે-હું તારી ભક્તિથી પ્રસન્ન છું, તને જોઈતું હોય તે તું માગી લે. (બીજી) લીલા બોલી-આ મારો પતિ રણમાં દેહ છોડીને જ્યાં રહે ત્યાં હું આ શરીરથી જ તેની સ્ત્રી થાઉં, એવું હું માનું . સરસ્વતીએ કહ્યું કે તું માગે છે તે પ્રમાણે જ થશે. (પહેલી) લીલા કહે છે કે-હે,દેવી,આપના જેવા બ્રહ્મ-રૂપ,સંકલ્પથી જે ધારે તે તરત સિદ્ધ થાય છે, તે છતાં, આપ મને એ પહાડી ગામમાં મારા એના એ સ્થૂળ શરીરથી શા માટે તેડી ગયા હતા? સરસ્વતી કહે છે કે-હે, સુંદરી,હું કોઈનું કંઈ પણ કરી આપતી નથી.જીવ પોતાની મેળે જ પોતાની સઘળી "ધારણા" ઓને તરત સંપાદન કરે છે.હું બોધ-રૂપ સંહિતમાત્ર ની દેવી છું. હું તો પ્રાણીઓનું જે ભવિષ્ય શુભ હોય તેને વરદાન થી પ્રગટ કરું છું. Page #139 -------------------------------------------------------------------------- ________________ 139 પરંતુ તેમાં ફળ ઉત્પન્ન કરવામાં તો પ્રત્યેક જીવ ની જે "ચૈતન્ય શક્તિ "છે તે જ સમર્થ છે. જે જીવની "શક્તિ" જે રીતે ઉદય પામે છે, તે જીવની તે "શક્તિ" તે રીતે સદા ફળ આપે છે. તેં લાંબા કાળ સુધી મારું આરાધન કર્યું હતું,તારો સંકલ્પ તે વખતે " હું મુક્ત થાઉં તો ઠીક" એવી ઇચ્છારૂપ હતો. તેથી મેં તને તેવા પ્રકારથી સમજાવી છે.અને જેથી મુક્તિ મળે એવી યુક્તિથી તને નિર્મળ બનાવી છે. મેં તને લાંબા કાળ સુધી બોધ આપ્યો, કે જેનાથી તે પોતાની "ચૈતન્ય-શક્તિ" થીજ ધારેલા નિર્મળ-પણા ને પ્રાપ્ત થઇ છે. જે જે જીવનો જે "સંકલ્પ" લાંબા કાળ સુધી જે જે રીતે ઉદય પામે છે, તે તે જીવને તે સંકલ્પ જ કાળે (અમુક સમયમાં) કરીને તે રીતનું જ ફળ આપે છે.પોતાના સંકલ્પ વિના બીજું કોઈ કદી પણ ફળ આપતું નથી.એટલા માટે હવે તારી ઈચ્છા હોય તેમ તરત કર. સૃષ્ટિ ની અંદર રહેલા ચૈતન્યની સત્તા-રૂપ "અંતરાત્મા" (જીવ) જે રીતે મનમાં ચિંતવે છે, અને જે રીતે સારો કે નઠારો પ્રયત્ન કરે છે, તે પ્રમાણે જ તેનું ઉત્તર-કાળમાં ફળ થાય છે. માટે વિચાર કર ને જે પવિત્ર પદ છે તેને જાણી લઈને તેની અંદર જ રહે. (૪૬) સૈન્યનું રણભૂમિમાં પ્રવેશનું અને યુદ્ધનું વર્ણન (૪) સિંધરાજા સાથે નું યુદ્ધ અને રણભૂમિ નું વર્ણન (૪૮) વિદરથ અને સિંધરાજ નો સંગ્રામ-જદા જુદા અસ્ત્રો નું વર્ણન (૪૯) પર્વતાસ્ત્ર,વજાન્ન,બ્રહ્માસ્ત્ર તથા પિશાચાસ્ત્ર નું વર્ણન (પ) વિદરથ રાજાનું મરણ, (૫૧) રાજા વિનાના દેશની ભયાકુળ દશા અને પુનઃસ્વસ્થતા પ્રકરણ ૪૬ થી ૫૧ સુધી ઉપર મુજબ યુદ્ધ નું વર્ણન પાન નંબર -૨૩૪ થી ૨૪૮ કરવામાં આવ્યું છે. જેમાં તત્વજ્ઞાન ને લગતી બહુ કોઈ વાત નહોતાં અહીં લખવાનું ટાળ્યું છે. (જિજ્ઞાસુએ તે બુકમાં વાંચવું હોય તો મહેરબાની કરીને અહીં ક્લિક કરવાથી તે પાન પર જઈ શકાશે) (૫૨) વિદુરથ રાજાનું મરણ,સંસાર નું મિથ્યાપણું,લીલા નું વાસનાપણું વશિષ્ઠ કહે છે કે-પોતાની સન્મુખ રહેલા પોતાના પતિને મૂછ માં રહેલો જોઈ ને લીલા એ સરસ્વતીને કહ્યું કે-હે, દેવી,મારો પતિ દેહત્યાગ કરવા તત્પર થયો છે. સરસ્વતી કહે છે કે-હે, લીલા,આ પ્રમાણે આખા દેશને સંભ્રમ કરનાર સંગ્રામ ઉત્પન્ન થયો અને પાછો બંધ થયો,તો પણ વિચિત્ર રીતે આરંભાયેલા આ દેશનો કે આ પૃથ્વીનો કંઈ પણ નાશ થયો નથીકેમકે "આખું જગત" સ્વપ્નાત્મક છે. હે,નિર્દોષ,લીલા,"આખો દેશ" તારા પતિના જીવ ના "શબાકાશ" (શબ ના આકાશમાં, તેં પ્રથમ જોયેલા મંડપમાં,"વશિષ્ઠ" નામના બ્રાહ્મણને ઘેર -અંતઃપુર માં રહેલો છે.એટલે કેશબ-ગૃહ-રૂપી (શબના ઘર-રૂપી) "જગત" "વશિષ્ઠ" બ્રાહ્મણ ના ઘેર રહેલું છે.અને તેની કૂખમાં, આ "આખું જગત" રહેલું છે. પહાડી ગામ-રૂપી "દેહ" ના મધ્યમાં "આકાશ-રૂપી" કોશમાં -તારા,મારા,આ બીજી લીલા અને તારા પતિથી યુક્ત એવી આ સમુદ્ર પર્યત ની પૃથ્વી રહેલી છે. સરસ્વતી કહે છે જેનો કોઈ દિવસ નાશ થતો નથી તેમ ઉત્પત્તિ પણ નથી,તે જ પરમ-પદ છે એમ તું સમજ. Page #140 -------------------------------------------------------------------------- ________________ 140 પોતાની મેળે પ્રકાશનું તે શાંત પદ,તે મંડપ-રૂપી ઘરમાં પોતાના "ચૈતન્ય-મય-સ્વ-ભાવ" થી "આત્મા" ના વિષે (માટે) પ્રકાશ પામે છે. આ રીતે આરંભમાં "ઘન-રૂપ એવા તે મંડપની વચ્ચે પણ "શૂન્ય-આકાશ" રહેલું છે. તેમાં જગતની પ્રતીતિ થતી નથી અને જે પ્રતીતિ થાય છે તે ભ્રમ-રૂપ છે. ભ્રમ નો કોઈ પણ દ્રષ્ટા નથી તો તે ભ્રમ માં "બ્રહ્મતા" કેમ ઘટે? માટે ભ્રમની સત્તા છે જ નહિ. અને જે (જેની સત્તા) છે તે "જન્મ-રહિત-ઉત્તમ-પદ" ની (બ્રહ્મની) છે. વળી ભમ અદૃશ્ય અને અસત્ય છે, તેથી તેને "દ્રષ્ટા અને દૃશ્ય-પણા" નો સંબંધ નથી. આમ દ્રષ્ટા અને દૃશ્ય-પણું ન હોવાથી કેવળ "અદ્વૈત-પણું" જ છે, "નાશ અને ઉત્પત્તિ" રહિત જે સ્થાનક છે તે "પરમ-પદ" કહેવાય છે.અને તે, "સ્વયં-પ્રકાશ,શાંત,આદિ" છે તેમ તું જાણ. મંડપ-રૂપી ઘરમાં સર્વ લોકો-પોતપોતાના વ્યવહારને અનુકૂળ-એવી વ્યવસ્થાથી ચૈતન્ય-રૂપ આત્માના વિષે (માટે) વિહાર કરે છે.પણ તેમાં જગત નો કે તુષ્ટિ નો કંઈ પણ અનુભવ થતો નથી.તેમ છતાં, અજ્ઞાની મનુષ્ય-અહંકાર ના સાક્ષી-ભૂત ચૈતન્ય (આકાશ) ને જ "જગત-રૂપે" માને છે.(કે જે ખોટું છે) સર્વ લોકો કંઠ થી હૃદય સુધીના ભાગમાં (સ્વપ્ન ની જેમ) લાખો જગતનાં આકાશ ને જુએ છે. તે જ પ્રમાણે એક અણુ માં પણ કેળના પડની જેમ) ઘણાં જગત જોવાની સંભાવના કરે છે. હે,શુભા,તે જગતોમાં ના જે જગતમાં આ પદ્મરાજા શબ-રૂપે રહેલ છે, તેમાં તારી આ (બીજી) લીલા પ્રાપ્ત થઇ છે. જે સમયે આ (બીજી) લીલાદેવી મૂછ (મરણ) પામી ગઈ,તે જ સમયે તે પોતાના પતિ પદ્મરાજા ના શબ પાસે જઈને ઉભી છે. લીલા પૂછે છે -હે,દેવી,તે દેહધારી (બીજી) લીલાદેવી ત્યાં કેમ કરીને ગઈ? શોકના ભાવને ધારણ કરીને ત્યાં કેમ કરીને રહી? પદ્મરાજા ના ઘરમાં રહેનારા મનુષ્યો તેનું કેવું રૂપ જુએ છે? તેના માટે શું કહે છે? સરસ્વતી કહે છે કે-હે,લીલા તમે જે પ્રશ્ન કર્યો તેનો ઉત્તર હું તમને ટૂંકમાં કહું છું. તે સાંભળ આગળ કહ્યું તેમ આ આખો સંસાર ધ્વનની પેઠે ભ્રાંતિ-રૂપ છે.અને એ પ્રમાણે (નવી) લીલા,તું,હું , બંને રાજાઓ (પદ્મ અને વિદુરથ) અને આ જગત ની શોભા પણ સ્વપ્ન-રૂપ જ છે. તે જગત "દય" કહેવાય છે, પણ સંપૂર્ણ જ્ઞાન થયા પછી તે "દ્રશ્ય" શબ્દ ના અર્થ નો ત્યાગ કરે છે. આત્મા ની સર્વ-વ્યાપકતા ને લીધે આત્મામાં બધા સત્ય-પણા ને પામેલ છે. અને આ સર્વ-વ્યાપકતા (સર્વાત્મપણા) થી આ રાજા અને આપણે-એક બીજા ની પ્રેરણા થી અહીં આવેલા છીએ અને તે જ પ્રમાણે (નવી) લીલા ત્યાં રહેલી છે. તે લીલા નવયૌવન થી શોભી રહેલી છે. જયારે તારા "સંકલ્પ-રૂપ" પતિ ની વાસના (મનોવૃત્તિ) તારા વિષે થઇ ત્યારે તે વાસના-રૂપ (નવી) લીલા, પણ "ચૈતન્ય-રૂપ-ચમત્કાર" માં તારા આકારે થઈને રહી. પણ તારા પતિ નું મરણ થયું, એટલે તરત જ પછી તારા પતિએ તારા સંકલ્પથી તે લીલા ને પોતાની આગળ દીઠી. જયારે મનુષ્ય નું ચિત્ત (મન) અભ્યાસ ની દૃઢ વાસનાથી આધિભૌતિક વ્યવહાર નો અનુભવ કરે છે, ત્યારે તે અનુભવ થી દશ્ય પદાર્થ -અસત્ય હોવા છતાં સાચો હોય તેવો જણાય છે.અને પછી, જયારે વિવેક અને જ્ઞાન ના અભ્યાસથી આ આધિભૌતિક ભાવ ખોટો છે તેમ જાણવામાં આવે છે, ત્યારે પ્રપંચમાં રહેલા દૃશ્ય-પદાર્થો પણ બધા ખોટા છે,એમ નિર્ણય થાય છે. આ પ્રમાણે-તારા પતિએ -મરણ સમયે -પુનર્જન્મમય ભ્રમમાં વાસના-રૂપ લીલા ને સાચી જાણી અને Page #141 -------------------------------------------------------------------------- ________________ 141. તારી સાથે સમાગમ થયો.આવી રીતે તારી દૃષ્ટિ માં તારો પતિ આવ્યો અને પતિ ની દ્રષ્ટિમાં તું આવી. સરસ્વતી લીલા ને કહે છે કે-ચૈતન્ય-રૂપી આત્મા સર્વ ઠેકાણે રહેલો છે,તેથી તું પણ આત્મા માં રહી છે.અને આત્મા તારામાં રહેલો છે. અને જે સ્થળે જેવી રીતે તેનું ધ્યાન કરવામાં આવે છે તેવી રીતે,તે જોવામાં આવે છે. તેવી જ રીતે સર્વ ઠેકાણે સર્વ શક્તિ રહેલી છે અને જે ઠેકાણે જેવી શક્તિનો અવિર્ભાવ કરવામાં આવે છે, તે ઠેકાણે તેવી શક્તિ દૃઢ અભિનિવેશ-રૂપી વાસના ના કારણથી રહે છે. આ કારણથી બંને દંપતી -જે ક્ષણે મૂર્જી ની સ્થિતિ માં હતા તે જ ક્ષણે તેમને વાસનાનું જ્ઞાન થયું. અને તેમને પોતાની કલ્પના થી એવો અનુભવ થયો કે આપણા બંને ના "આ "માતા-પિતા-દેશ-ધન વગેરે છે. આપણે પૂર્વે અમુક જાતનું કર્મ કર્યું જેથી આપણો વિવાહ થયો -આપણે એક પણા ને પામ્યા. અને આમ થતા "આ જન-સમૂહ સાચો છે" એવી પ્રતીતિ થઇ. હવે સ્વપ્નમાં જોવામાં આવે છે તેમ તે બધું તેમના પ્રત્યક્ષ જોવામાં આવ્યું.પછી લીલા (બીજી) લીલાએ "હું વિધવા ના થાઉં" એવું વરદાન માગ્યું. મેં તેને એ વરદાન આપ્યું. એટલે તે પતિની પહેલાં જ મરણ પામી. તમે બધાં ચૈતન્ય ના અંશ-રૂપ છો.હું ચૈતન્ય ના ધર્મ-વાળી છું-કુલ-દેવી છું, અને મારી મેળે બધું કરું છું. પછી પ્રાણવાયુને ધારણ કરનારો અને મન વડે ચલાયમાન થયેલો લીલાદેવી (બીજી) જીવ -તેના દેહમાંથી મુખ ના અગ્રભાગ પાસેથી બહાર નીકળ્યો. હવે મૂર્છા (મરણ) ને અંતે-તે જ ઘરમાં લીલાદેવી (બીજી) એ પોતાની બુધ્ધિના સંકલ્પ થી "આકાશ"માં પોતાનો દેહ દીઠો.અને તેને પોતાના પૂર્વ દેહનું સ્મરણ થવાથી પદ્મરાજા ના બ્રહ્માંડ-મંડળ ની વચ્ચે જઈને "સ્વપ્ન ના મધ્ય સમય" ની જેમ પોતાના પતિને મળશે. (૫૩) લીલા નો માર્ગ-પતિની પ્રાપ્તિ અને અજ્ઞાનથી આકાશગમનમાં પ્રતિબંધ. વશિષ્ઠ કહે છે કે આમ વરદાન પામેલી તે લીલા પોતાના વાસના-રૂપ દેહથી જ પતિને મળવા - તેના ભુવન બાજુ જવા લાગી.અને આ પ્રમાણે - સ્મરણથી દેહ પ્રાપ્ત થવાથી તે આનંદ માં આવી ગઈ. તેવામાં સરસ્વતીએ પ્રેરણા કરેલી અને પોતાના "સંકલ્પ-રૂપ"અરીસાથી જાણે આગળ ગયેલી હોય તેવી એક કુમારી (સરસ્વતી નો સંકલ્પ) તેની (લીલાની) પાસે આવી પહોંચી. લીલા કહે છે-હે સરસ્વતી ની સખી, તમે ભલે આવ્યાં,હું તમારી દીકરી છું અને આકાશમાર્ગે તમારી વાટ જોઉં છું. તમે મને મારા પતિની પાસે તેડી જાઓ.(આમ તો લીલા ક્યાંય ગયા વિના -સરસ્વતી ની પાસે જ રહેલી છે અને ત્યાં સંકલ્પ થી પતિની પાસે જવાની કલ્પના કરી છે એમ માનવા થી સમજવામાં સહેલું પડે??). કુમારિકા (સરસ્વતી નો સંકલ્પ) માર્ગ બતાવે છે અને અનેક બ્રહ્માંડો પસાર કરીને બ્રહ્મા-વિષ્ણુ ઇન્દ્ર વગેરે દેવો ના પ્રકાશવાળા લોક નું ઉલ્લંઘન કરીને આકાશ-માર્ગ ની નીચે પદ્મરાજાના મંડળ ને પ્રાપ્ત થઇ. ત્યાં નગરમાં આવીને તે મંડપમાં પેઠી અને પુષ્પ થી રક્ષિત થયેલા પોતાના પતિ ના શબ (પદ્મરાજા) ની પાસે આવીને ઉભી.એટલામાં તો માયા જેવી જણાયેલી તે સાથે આવેલી કુમારિકા અલોપ થઇ ગઈ. ત્યાર પછી શબ-રૂપે (અહીં પદ્મરાજા) રહેલા પોતાના પતિ નું મુખ જોઈને-પોતાના તર્ક થી વિચારે છે કેસિંધુરાજ ના હાથે રણ-સંગ્રામ માં મારા પતિ હણાયા છે ને વીર-લોકને પામીને-ક્ષણમાત્ર સુખથી નિંદ્રા કરે છે. દેવીના પ્રસાદ થી હું શરીર સહિત આવી રીતે આ સ્થળે આવી છું, મારા જેવી કોઈ ભાગ્યશાળી નથી. આ પ્રમાણે વિચાર કરીને તેણે ચમર હાથમાં લીધું અને પતિ ને પવન નાખવા લાગી. જ્ઞાની (પહેલી) લીલા સરસ્વતી ને પૂછે છે કેહે દેવી,હવે તે ચાકરો.દાસીઓ અને રાજા કઈ બુદ્ધિ થી કેવી રીતે બોલશે? Page #142 -------------------------------------------------------------------------- ________________ 142 સરસ્વતી કહે છે કે તે રાજા,તે ચાકરો.દાસીઓ-એ પરસ્પર બધા "ચિદાકાશ" ના એકત્વ-પણા થી, ચૈતન્ય ના "પ્રતિભાસ-પણા" થી અને "મહા-નિયતી" ના નિશ્ચય થી પ્રતિબિંબ ની પેઠે-એકબીજાને જુએ છે. અને તેઓ એક બીજાને પહેલાંની જેમ જ પોતાનાં જ જાણશે . પણ આ આખું આશ્ચર્યકારક વૃતાંત-તું.હું અને તે લીલાદેવી (બીજી) વિના બીજું કોઈ જાણશે નહિ. જ્ઞાની લીલા પૂછે છે કે વરદાન પામેલી તે લીલા તેના સ્થળ શરીરથી પતિ પાસે કેમ ના ગઈ? સરસ્વતી કહે છે કે-છાયા જેમ તડકામાં જઈ શકતી નથી તેમ,અપ્રબુદ્ધ બુદ્ધિવાળા મનુષ્યો, પુણ્ય થી મળતા સિદ્ધલોકમાં સદેહે (એ ના એ દેહે) જઈ શકતા નથી. વિદ્વાન લોકોએ સૃષ્ટિના આરંભથી એવો નિયમ કર્યો છે કે-કદી પણ સત્ય એ અસત્ય ને મળી શકે નહિ. જ્યાં સુધી અમુક ઠેકાણે,ભૂત છે એવી બાળકના મનમાં બુદ્ધિ (અપ્રબુદ્ધ બુદ્ધિ) હોય છે ત્યાં સુધી,"ભૂત નથી" એવી બુદ્ધિ ક્યાંથી ઉત્પન્ન થાય? જ્યાં સુધી આત્મામાં અવિવેક નો તાપ રહેલો છે, ત્યાં સુધી વિવેક-રૂપી ચંદ્રમા ની શીતળતાનો ઉદય ક્યાંથી થાય? " હું પૃથ્વીમાં રહેનાર પ્રાણી છું અને આકાશ વિષે મારી ઉત્તમ ગતિ નથી" એવો જે મનુષ્યમાં નિશ્ચય થયો હોય, તે મનુષ્ય તેનાથી અવળો (ઉંધો) નિશ્ચય કેવી રીતે કરી શકે? આથી જ્ઞાનથી,વિવેકથી,પુણ્યથી અને વરદાનથી બનેલ પુણ્ય-રૂપ દેહ વડે જ બીજા લોક માં જવાય છે.અને. જેવી રીતે સુકાયેલાં પાંદડાં અગ્નિમાં પડવાથી તરત જ બળી જાય છે, તેવી રીતે જ્ઞાન-વગેરે થી "હું દેહ છું-આ મારો દેહ છે" એવી બુદ્ધિ નો નાશ થઇ જાય છે. આમ,વરદાન અને શાપ પણ પ્રાણીને પોતાના પૂર્વની વાસના ના કર્મના અનુસારથી પ્રાપ્ત થાય છે. જેવી રીતે તમે મન ને સ્મરણ આપ્યું તેથી તમને બધું જ્ઞાન પ્રાપ્ત થયું, તેવી રીતે વિચાર કરવા થી જ્ઞાન થાય છે. જે દોરી વિષે સર્પ ની બુદ્ધિ છે,તે દોરી સર્પ નું કાર્ય કરવાને સમર્થ નથી.કારણકેજે વસ્તુ પોતાનામાં નથી તે તેનું કાર્ય કેવી રીતે કરી શકે? "અમુક મનુષ્ય મરી ગયો" એવી રીતનો જે (મિથ્યા) અનુભવ થાય છે, તે પૂર્વકાલ ના દૃઢ અભ્યાસ થી થાય છે. જગત ની જાળનો પોતાને અનુભવ થયા પછી,સ્મૃતિ ના ભ્રમો સહજ જાણવામાં આવે છે. અને - પોતાના સંકલ્પ નો પોતાને જેવો અભ્યાસ થાય તેવો બીજા ને તે સંકલ્પ નો અભ્યાસ થતો નથી. જયારે ભ્રાંતિ થી,આકાશમાં બે ચંદ્ર જોવામાં આવે છે, ત્યારે તેમાંનું એક બિંબ સાચું છે અને બીજું, બિંબ આકાશમાં દેખાવા છતાં ખોટું છે, અને તે માત્ર અંતઃકરણ માં જ રહેલું છે. તે પ્રમાણે અજ્ઞાની મનુષ્ય ને ભૂત-સમૂહ ની બહાર જે સંસાર અનુભવમાં આવે છે,તેઅંતઃકરણ માં જ રહેલો છે અને બહાર નથી. (૫૪) મરણ નો ક્રમ-કર્મના આચરણ થી ભોગ તથા આયુષ્ય નું પ્રમાણ દેવી સરસ્વતી કહે છે કે આથી જે મનુષ્યો તત્વ-જ્ઞાની છે, તથા પરમ ધર્મ નો આશ્રય કરનાર છે, તેઓ, બ્રહ્માદિ લોક ને પામે છે,બીજા તેને પામી શકતા નથી. જેમ તડકામાં છાયાની સ્થિતિ થતી નથી, તેમ મિથ્યા બ્રહ્મ-રૂપ (આધિભૌતિક) દેહની સત્ય-રૂપ બ્રહ્માદિ-લોકમાં સ્થિતિ થતી નથી. તે (બીજી લીલાને તત્વજ્ઞાન નહોતું,તથા તેણે યોગનો અભ્યાસ વગેરે નો આશ્રય કર્યો નહોતો, Page #143 -------------------------------------------------------------------------- ________________ 143 તેથી તે માત્ર પોતાના પતિના કલ્પિત નગરમાં ગઈ (બ્રહ્માદિ -લોકમાં નહિ) જ્ઞાની લીલા પૂછે છે કે-હે, દેવી, હવે મારો આ પતિ પ્રાણ-ત્યાગ કરવા તત્પર થયો છે તે વખતે મારું કર્તવ્ય શું છે? દેહધારી મનુષ્યો ના જીવનમાં તથા સુખ ના ભાવ અને દુઃખ ના અભાવ માં પ્રથમ કેવો નિશ્ચય હતો? અને પછી થી જન્મ-મરણ થી જણાતો અનિશ્ચય કેવી રીતે થયો? અગ્નિમાં ઉષ્ણતા કેવી રીતે છે?હિમ માં શીતળતા કેમ છે?કાળ તથા આકાશ-વગેરેમાં કેવી સત્તા રહેલી છે? ઘણી બાબતો-જેવીકે-સાચી ચાંદી નો સંગ્રહ કરવો અને છીપ માં દેખાતી ચાંદીનો ત્યાગ કરવો-કે પછીપૃથ્વી સ્થળ પદાર્થ છે અને મન અને ઇન્દ્રિયો વગેરે સૂક્ષ્મ છે-આવી બાબતો કેવી રીતે જાણવામાં આવે છે? તાડનાં ઝાડ ઊંચાં થાય છે તો પૃથ્વી-પાણી એ સઘળું એ જ હોવા છતાં ઘાસ કેમ નાનું રહે છે? દેવી કહે છે કે-હે પ્રબુદ્ધ,લીલા,મહાપ્રલયમાં જયારે સર્વ પદાર્થો અસ્ત પામે છે, ત્યારે ચારે દિશાઓમાં – આકાશ-એ સત્ય-બ્રહ્મ-રૂપે જ રહે છે. જેમ સ્વપ્નાવસ્થા માં જાગ્રત કે આકાશમાં ઉડવાનો અનુભવ થાય છે, અને જાગ્રત અવસ્થામાં જેમ,દોરીમાં સર્પ નો અનુભવ થાય છેતેમ,"બ્રહ્મ" એ "સુક્ષ્મ ચૈતન્ય થી વ્યાપ્ત" હોવાથી. "હું સુક્ષ્મ-ભત છું" એવો અનુભવ કરે છે.એથી તે "સુક્ષ્મ-ભૂત-રૂપી-આત્મા" પોતાની મેળે "સ્થળ-પણા" ને પામે છે. આ રીતે તે "સ્થળ-પણું" એ અસત્ય હોવા છતાં સત્ય-રૂપે જણાય છે. અને તેને "બ્રહ્માંડ" કહે છે. તે બ્રહ્માંડ માં રહેલા "બ્રહ્મા" (દેવ) એ "હું બ્રહ્મ છું" એમ જાણે છેઅને -તે જે મનોરાજ્ય (મનથી રાજ્ય) કરે છે-તેને "જગત" કહેવામાં આવે છે. તે જગતમાં પ્રથમ ની સૃષ્ટિમાં જે સ્થળે જેવીજેવી સંકલ્પની વૃત્તિઓ થઇ છે, તે આજ સુધી નિશ્ચળ રહેલી છે. જે જે વિચારો ચિત્તમાં (મનમાં) સ્ફરિત થાય છે તે તે બધું "આત્મા નું ચૈતન્ય" છે.માટે, કોઈ પણ "સ્વ-ભાવ" પોતાની મેળે આ જગતમાં અનિયમિત રીતે ઉત્પન્ન થતો નથી. જેમ, સોનાનાં કુંડળ -તેના આકારનો ત્યાગ કરે તો કુંડળ રહેતું નથી,સોનું જ રહે છે.તેમ છતાં તે સોનામાં કુંડળ નો આકાર -તો રહેલો છે. (સોના માંથી પાછું કુંડળ બની શકે છે) તેમ "વિશ્વ-રૂપી-બ્રહ્મ" માં પણ સર્વ વસ્તુઓ પ્રલય વખતે હોય છે તેમ માનવું જોઈએ. એટલે કે-તેમાં (બ્રહ્મમાં) કંઈ પણ હોતું નથી એમ માની શકાય નહિ. સૃષ્ટિના આદિમાં હિમમાં શીતળતા તથા "અગ્નિ"માં ઉષ્ણતા-જેવા "સ્વભાવ" નો આવિર્ભાવ કરેલ છે. અને તેવા "સ્વભાવ" આજ સુધી રહેલા છે.માટે સત પદાર્થમાંથી તેમની સત્તાનો ત્યાગ થતો નથી,અને ચૈતન્ય છે (ચૈતન્ય માંથી આવિર્ભાવ થયેલો હોવાથી, તેથી તેમની "નિયતિઓનો પણ નાશ થતો નથી. સર્ગ થવાના આદિમાં (શરૂઆતમાં) "આકાશ"નો "પાર્થિવ-રૂપે" જે જે સ્થળે (સર્વ-સ્થળે) આવિર્ભાવ થયો છેતે આજ સુધી જેવી ને તેવી સ્થિતિમાં જ રહ્યો છે. અને જે સ્થળે-જે ચૈતન્ય નો આવિર્ભાવ (આકાશ-અગ્નિ વગેરે) થયેલો છે તે સ્થાન "ચૈતન્ય ના જ્ઞાન" વિના ચલાયમાન થતું નથી.(જ્ઞાન થી જ આ વસ્તુ -આકાશ વગેરે નું અસ્તિત્વ જાણી શકાય છે) આ જે પ્રત્યક્ષ "જગત" નો અનુભવ થાય છે તે "જગત" ઉત્પન્ન થયેલું નથી પણ, સ્વપ્નમાં થયેલા સ્ત્રીના સંગ ની પેઠે "ચૈતન્ય-રૂપી-આકાશ" નો આવિર્ભાવ જ છે. આમ, પ્રકાશ પામતું જગત અસત્ય છે,છતાં સત્યની પેઠે જણાય છે.અને તે જ પ્રમાણે, સ્વભાવ,સંપત્તિ,જીવન,મરણ નો અનુભવ ખોટો છે છતાં સાચો જણાય છે. સુષ્ટિના આરંભમાં-સુષ્ટિ ના અવિર્ભાવ ની જે જે સંતતિ થયેલી.તે આજ સુધી તેવી ને તેવી રીતે Page #144 -------------------------------------------------------------------------- ________________ 144 રહેલી છે તેને "નિયતિ" કહે છે. ચૈતન્ય-રૂપી આકાશને જયારે આકાશ થવાની ઈચ્છા થઇ ત્યારે તે આકાશ-રૂપે થયું. અને જયારે તેને જળ,અગ્નિ,આકાશ-વગેરે રૂપે થવાની ઈચ્છા થઇ ત્યારે તે -તે તે પ્રમાણે-તે રૂપે થયું. આ રીતે ચિત્ત ની સત્તાથી સર્વ "સ્થિતિ રહેલી છે.અને ચૈતન્ય ના આ ચમત્કાર રૂપી ચાતુર્ય (ચતુરતા) થી તે સર્વ અસત્ય હોવા છતાં સત્ય જેવા લાગે છે. સરસ્વતી-લીલાને કહે છે કે-હવે હું તારા સર્વ "સંદેહ" ની શાંતિ માટે -મરણ થયા પછી -કર્મ-ફળ ના અનુભવ નો જે "ક્રમ" છે તે કહું છું, તે તું સાંભળ. પ્રથમ સૃષ્ટિ થઇ ત્યારથી કળિયુગમાં સો વર્ષનું, દ્વાપરમાં બસો વર્ષનું,ત્રતામાં ત્રણસો વર્ષનું અને સતયુગમાં ચારસો વર્ષનું આયુષ્ય નિર્માણ કરવામાં આવ્યું છે.(એવો નિયમ બનેલો છે). પણ તે ન્યૂન (ખોટો કે બદલાઈ જવાનું) થવાનું કારણ એ છે કેદેશ-કાળ-ક્રિયા-દ્રવ્ય-પોતાના કર્મની શુદ્ધિ-અશુદ્ધિ-એ મનુષ્યનું આયુષ્ય ઓછું-વતું કરવામાં કારણભૂત છે. જયારે મનુષ્યો પોતાના ધર્મ-કર્મ ઓછાં કરે તો આયુષ્ય ઓછું,વધારે કરે તો આયુષ્ય વધુ અને જો સમાન ધર્મ-કર્મ કરે તો આયુષ્ય સમાન (સમ) રહે છે. જો કોઈ મનુષ્ય પોતાનું બાળપણમાં મૃત્યુ થાય તેવા કર્મો કરે તો તેનું બાળપણ માં મૃત્યુ થાય છે, અને જો યુવાવસ્થા કે વૃદ્ધાવસ્થા માં મૃત્યુ થાય તેવા કારમો કરે તો તે પ્રમાણે જ તેનું મૃત્યુ થાય છે. જે મનુષ્ય શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે પોતાના ધર્મ-કર્મ નું આચરણ કરે તે-શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે નું આયુષ્ય મેળવી શકે છે. આ પ્રમાણે જયારે કર્મ અનુસાર મનુષ્ય ને મૃત્યુ નો સમય આવે છે ત્યારે . મર્મ-સ્થળનું છેદન થાય તેવી વેદના થાય છે. જ્ઞાની લીલા પૂછે છે કે-હે,દેવી, મરણ સમયે કોને સુખ થાય?કોને દુઃખ થાય? અને મરણ પછી શું થાય છે? દેવી કહે છે કે-મરણ સમયે ત્રણ જાતના પુરુષ ની જુદીજુદી રીતે સ્થિતિ હોય છે. પહેલો મૂર્ખ,બીજો ધારણાભ્યાસી (નાભિ-હૃદય-કંઠ અને બ્રહ્મરંધ્ર માં પ્રાણનો રોધ કરી યોગ ધારણા નો અભ્યાસ કરનાર યોગી) અને ત્રીજો યુક્તિમાન (સ્વેચ્છાથી દેહત્યાગ કરીને ઇચ્છિત પ્રદેશમાં જનાર યોગી) આમાંથી ધારણાભ્યાસી દેહ નો ત્યાગ કરતી વખતે ધારણા નો અભ્યાસ કરી સુખ થી દેહત્યાગ કરે છે. યુક્તિમાન મનુષ્ય પણ (ધારણાનો અભ્યાસ કર્યા વિના) તેવી જ રીતે સુખ થી દેહનો ત્યાગ કરે છે. પણ જે ધારણાભ્યાસી નથી કે યુક્તિમાન પણ નથી તેવો મૂર્ખ પરવશ-પણા થી દુ:ખ પામે છે. વાસનાના આવેશ થી પરવશ થયેલો અને વિષયોમાં રમ્યા કરતા ચિત્તવાળો મૂર્ખ મનુષ્ય - કપાઈ ગયેલા કમળ ની જેમ દીનતા પામે છે.તેની બુદ્ધિ ના સંસ્કાર શાસ્ત્ર વિનાના (શાસ્ત્ર-વિરુદ્ધ) હોય છે, તેની બુદ્ધિ દુષ્ટતા ને આધીન થઇ હોય છે. આવા મૂર્ખને મરણ સમયે અગ્નિમાં પડ્યો હોય તેવો દાહ થાય છે.તેનો કંઠ ખોખરો થઇ જાય છે, અને તેનાં નેત્રો અને શરીર નો વર્ણ બદલાઈ જાય છે. તેથી અવિવેકી આત્મા વાળો તે મૂર્ખ દીનતાને વશ થઇ જાય છે. તેનું નેત્ર-મંડળ (અખો) ભ્રષ્ટ થઇ જાય છે,મર્મ-સ્થાન ની વેદનાથી વ્યાપ્ત થઇ જાય છે. તેને પ્રથ્વી આકાશના જેવી અને આકાશ પૃથ્વીના જેવું જણાય છે. તે દિમૂઢ થઇ જાય છે અને પોતાને દરિયામાં તણાઈ જતો કે આકાશમાં ઊંચકાઈ ને પટકાઈ જતો હોય, તેવું તેને જણાય છે. પોતે કૂવામાં પડ્યો હોય કે શિલામાં પુરાઈ ગયો હોય એમ તેને લાગે છે. બોલવાની ઈચ્છા છતાં તેની વાણી જડ થવાથી બોલી શકતો નથી. અને હૃદય જાણે કપાઈ જતું હોય એમ તેને જણાય છે, Page #145 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતી કહે છે કે-મૃત્યુ ના સમયે તેવા મૂર્ખ મનુષ્ય ને - કોઈ સમયે વંટોળિયામાં પરોવાઈને જાણે આકાશમાં ઊંચકાઈ ને નીચે પટકાતો હોય તેમ તેને જણાય છે. કોઈ સમયે હિમમાં પોતે પીગળી જતો હોય તેમ તેને લાગે છે. કોઈ સમયે પોતાના બંધુઓ પાસે સંસારના દુઃખ નું વર્ણન કરે છે. શ્વાસોશ્વાસ ના ધ્વનિથી તેની સર્વ ઇન્દ્રિયો ના છિદ્ર પુરાઈ જાય છે.સૂર્યાસ્તના સમયે-જેમ સર્વ દિશાઓમાં પ્રકાશ ઝાંખો પડી જાય છે,તેમ,મરણ સમયે તેની સર્વ ઇન્દ્રિયો મલિન થઇ જાય છે.(ઇન્દ્રિયો તેમના વિષયો ગ્રહણ કરી શકતી નથી) અને સ્મૃતિઓ (યાદદાસ્ત) પર પણ અંધકાર છવાઈ છે. મોહ થવાથી,તેનું મન "કલ્પના-શક્તિ" થી રહિત થઇ જાય છે,અને પછી તે "મહા-મોહ" માં ડૂબી જાય છે. આમ,મહામોહ થાય છે,એટલે પ્રાણવાયુ ચાલવાને સમર્થ રહેતો નથી,અને તેને ગાઢ મૂર્છા આવે છે. આ રીતે,મોહ,વેદના તથા ભ્રમ-એ ત્રણને એક બીજા થી પોષણ થવાથી તે પથ્થરની જેમ જડ થઇ જાય છે. હે,લીલા,આ પ્રમાણે સૃષ્ટિમાં આરંભથી જ જન્મ-મરણ નો ક્રમ ચાલ્યો આવે છે. જ્ઞાની લીલા પૂછે છે કે-હે,દેવી,દેહધારી મનુષ્ય ને મસ્તક,હાથ,પગ-વગેરે અંગો છે,છતાં તેને વ્યથા,મોહ,મૂર્છા,ભ્રમ,વ્યાધિ અને અચેતના -થવાનું કારણ શું છે? દેવી કહે છે કે-સૃષ્ટિ ઉત્પન્ન થઇ ત્યારથી જ "ક્રિયા-શક્તિ" જેમાં "પ્રધાન" છે,એવા "ઈશ્વરે" સંકલ્પ-વાળા કર્મથી,એવું નિર્માણ કર્યું છે કે-અમુક અમુક જીવ ને બાળક,યુવાન કે વૃદ્ધાવસ્થા માં અમુક કાળ સુધી, અમુક પ્રકારનું દુઃખ થશે. આવું નિર્માણ કરવાના તેના "સંકલ્પ" ના સ્વભાવ ને લીધે,ચિત્તમાં (સંકલ્પ થી) ઉત્પન્ન થયેલા દુઃખને તે (ઈશ્વર) પોતે,"જીવ-ભાવ થી" ઉપાધિ (માયા) માં પ્રવેશ કરીને-તે દુઃખ (જીવ પાસે)ભોગવાવે છે. આ સિવાય જીવને દુઃખી થવાનું બીજું કોઈ કારણ નથી. વ્યથા (દુઃખ) ને લીધે-શરીરની નાડીઓ સંકોચ પામે છે,અને તેથી ખાધેલા અન્નના રસને તે વિષમ-પણાથી ગ્રહણ કરે છે.અને તે વખતે શરીરમાં રહેલ "સમાન-વાયુ" તેની પોતાની "રસને સમાન કરવાની પોતાની સ્થિતિ"નો ત્યાગ કરે છે. પછી નાડી દ્વારા શરીરમાં પ્રવેશ થયેલો વાયુ શરીરમાંથી બહાર નીકળી શકતો નથી,અને બહાર નીકળેલો વાયુ શરીરમાં પ્રવેશ કરી શકતો નથી. અને આ પ્રમાણે નાડીનો વ્યાપાર વિરામ પામે છે.એટલે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો સ્થિર થઇ જાય છે, ને અંતઃકરણમાં "સ્મૃતિ-માત્ર" રહે છે.તથા "ઇન્દ્રિય-જ્ઞાન" નો નાશ થાય છે. આમ જયારે બહારનો પવન (વાયુ) શરીરમાં આવતો નથી અને અંદરનો વાયુ બહાર નીકળતો નથી, ત્યારે શરીરની નાડીઓ સ્થંભી (કામ કરતી બંધ થઇ) જાય છે,અને મનુષ્ય-"મરી ગયો છે" (મૃત્યુ પામ્યો છે) એમ કહેવાય છે. "અમુક કાળમાં (સમયમાં) મારું મરણ થવાનું છે" એવી પૂર્વ-કાળમાં સંકલ્પિત કરેલી "નિયતિ" મરણને "પ્રેરણા" કરે છે.અને "મારે અમુક સ્થળે ઉત્પન્ન થવું છે" એવી સંવિત (ચૈતન્ય જ્ઞાન) ની બીજ-કળા નો કોઈ દિવસ નાશ થતો નથી,તેથી જગતની વ્યવસ્થા નો ભંગ થતો નથી. જેવી રીતે નદીનું જળ સામાન્ય રીતે નિર્મળ હોય છે પણ કોઈક જગ્યાએ ડહોળું પણ હોય છે, તેમ,ચૈતન્ય નિર્મળ હોય છે,અને જીવના ધર્મથી રાગ-દ્વેષ ના લીધે,ડહોળું દેખાય છે. 145 Page #146 -------------------------------------------------------------------------- ________________ 146 જેવી રીતે મોટી, લતામાં (વેલમાં) વચ્ચે વચ્ચે ગાંઠ હોય છે, તેમ તે ચૈતન્ય-પુરુષ નો જન્મ થતો નથી કેમરણ થતું નથી.એ તો સ્વપ્ન માં ભ્રમથી જેમ શાંતિ થાય છે, તેમ માત્ર જોવામાં આવે છે. પણ,ચૈતન્ય પુરુષનો કોઈ દિવસ ક્યાંય નાશ નથી. દેવી કહે છે કે-કદાપિ (કદાચ) જો પુરુષને ચૈતન્ય થી જુદો માનીએ તો-ચૈતન્ય વિના દેહ, પ્રાણ, ઇન્દ્રિયો વગેરેમાંથી કોણ પુરુષ હોઈ શકે? દેહ-વગેરે ને પુરુષ નામ આપતું નથી, માટે ચૈતન્ય એ પુરુષથી જુદો નથી. પણ દેહમાં જ વસેલો છે.(આત્મા-તરીકે) છે.વળી જો એ વિનાનું મરણ છે માનીએ તો-ચે કદાપિ ચેતનનું મરણ થાય છે એમ માનીએ તો-ચેતન નું મરણ થયું એમ જોનાર કોઈ સાક્ષી આજ સુધી થયો નથી.અને સાક્ષી વિનાનું મરણ ઘટી શકે નહિ.લાખો દેહ મરી ગયા છતાં તે ચૈતન્ય તો એમનું એમ અક્ષય રહેલું છે.વળી જો ચૈતન્ય નું મરણ માનીએ તો-ચૈતન્ય તો "એક" જ છે,અને તે કંઈ પ્રત્યેક દેહમાં જુદુજુદું નથી,તેથી જો એક ચૈતન્ય નું મરણ થાય તો સર્વ નું મરણ થવું જોઈએ,પણ તેમ થતું (ઘટતું) નથી . માટે ચૈતન્ય એ અમર છે એમ સિદ્ધ થાય છે. જીવ ને વાસના-માત્ર ની વિચિત્રતા નો જે અનુભવ થાય છે, તેને જ જીવન અને મરણ એવું નામ આપવામાં આવ્યું છે.અને આવી રીતે વિચાર કરતાં કોઈનો જન્મ થતો નથી કે કોઈનું મરણ થતું નથી. માત્ર જીવ જ વાસનાના ખાડામાં આળોટ્યા કરે છે, જે મનુષ્ય "આ જગત ભ્રાંતિ-રૂપ છે અને વસ્તુત (સાચી રીતે ખરું નથી": એમ સારી રીતે નિશ્ચય કરે છે, તથા દ્વતની વાસના ટાળી નાખે છે, તે મુક્ત થાય છે. (૫૫જીવો ની વિચિત્ર ગતિ જ્ઞાની લીલા કહે છે કે-હે, દેવી,જેવી રીતે પ્રાણી નું મરણ થાય છે, તથા જન્મ થાય છે, એ વિષે મને વિશેષ બોધ થવા માટે વિસ્તારપૂર્વક ફરીથી કહો. દેવી કહે છે કે-નાડીનો પ્રવાહ બંધ થવાથી શરીરનો વાયુ શાંત થઇ જાય છે.અને તેથી પ્રાણીનું શરીર શાંત થાય છે.પણ જે શુદ્ધ ચેતન છે તે-નિત્ય છે અને તેને શાંતિ કે (અશાંતિનો) ઉદય નથી. તે સ્થાવર જંગમ,આકાશ,પર્વત,અગ્નિ,પવન-સર્વમાં રહેલું છે. પણ કેવળ વાયુ નો રોધ થવાથી,જયારે, ફુરણા બંધ થાય છે, ત્યારે જડ થયેલો તે મનુષ્ય મરી ગયો તેમ કહેવાય છે. આ પ્રમાણે દેહ શબરૂપ થઇ જાય છે અને પ્રાણવાયુ નો મહા વાયુ માં લય થઇ જાય છે,ત્યારે"વાસના-રહિત થયેલું ચૈતન્ય" તે "આત્મ-તત્વ" માં રહે છે. "પુનર્જન્મ ના બીજની વાસના-વાળા" તે "અણુ ચૈતન્ય" ને "જીવ" કહે છે અનેતે-તે જ ઠેકાણે શબ ના "ગૃહાકાશ" (ઘરના આકાશમાં) જ રહે છે તેને પ્રેત" કહે છે. પુષ્પ ના સુગંધ થી જેમ વાયુ રહેલો હોય છે, તેમ તે "ચેતન" માં "વાસના" રહી હોય છે. આ દૃશય દેહનો ત્યાગ કરીને તે જયારે બીજા અદૃશય દેહને પ્રાપ્ત થાય છે, ત્યારે તેને સ્વપ્ન ની પેઠે પરલોકમાં ભોગવવા યોગ્ય અનેક પ્રકારની "આકૃતિઓ" ધારણ કરે છે. તે પરલોકમાં પણ તેને પૂર્વના જન્મ ની પેઠે સ્મૃતિ થાય છે. પછી મરણ ની મૂછ મટી જાય છે, એટલે તે પોતાનું બીજું શરીર જુએ છે, તે મરનાર પ્રાણી, ત્યારે પોતાના આત્મામાં,"આકાશમાં રહેલી મેઘની ઘટાની પેઠે" આકાશ,ભૂતલ અને આખું બ્રહ્માંડ જુએ છે. પણ જે બીજાની (સામાન્ય માનવી ની) દ્રષ્ટિએ તો માત્ર "ગૃહાકાશ "જ જોવામાં આવે છે. હવે ઉપર જણાવ્યા મુજબ "પ્રેમ" ના છ ભેદ છે, તે સાંભળો. Page #147 -------------------------------------------------------------------------- ________________ 147 (૧) સામાન્ય પાપી (૨) મધ્યમ પાપી (૩) ઉત્તમ (મહા) પાપી (૪) સામાન્ય ધર્મ કરનાર (૫) મધ્યમ ધર્મ કરનાર (૬) ઉત્તમ ધર્મ કરનાર આ છ-માંથી કોઈ ના એક-કોઈના બે- તો કોઈના ત્રણ-એવા ભેદ છે.આ છ ની ગતિ નીચે પ્રમાણે છે. ઉત્તમ (મહા) પાપી ની ગતિ-ઉપરના છ માંથી,ત્રીજો મહાપાપી એક વર્ષ સુધી મૂછ મરણ) નો અનુભવ કરે છે, અને તેનું હૃદય પથ્થર જેવું જડ થઇ જાય છે. ત્યાર પછી કાળે કરીને તે પાપી જાગ્રત થાય છે.અને ઘણા દિવસ સુધી "વાસના" ના "જઠર"માં ઉઠેલા "નરકના અક્ષય દુ:ખ" નો અનુભવ કરે છે. હજારો યોનિ માં જન્મ લઈને એક દુ:ખ ભોગવ્યા પછી બીજું દુ:ખ ભોગવે છે, અને ત્યાર પછી,કોઈ સમયે"સંસાર-રૂપી સ્વપ્ન-સંભ્રમ" માં શાંતિ પામે છે. અથવા તે મહા-પાપી ને મરણ ની વિસ્મૃતિ થાય છે, અને પછી "જડતા નાં હજારો દુ:ખોથી " તે વ્યાકુળ થાય છે.અને હૃદયમાં "વૃક્ષ-પણા ના જન્મ" નો અનુભવ કરે છે. આમ વાસના-અનુસાર નરકમાં, હજારો દુ:ખનો અનુભવ કર્યા પછી તે પાછો પૃથ્વી પર જન્મ ધારણ કરે છે. મધ્યમ પાપી ની ગતિ-બીજો મધ્યમ પાપી પોતાના મરણનો મોહ વીસરી ગયા પછી કેટલાક કાળ સુધી, પથ્થરની જડતા નો અનુભવ કરે છે, પછી કાળે કરીને જાગ્રત થયા પછી તે -પશુ-પક્ષી ની યોનિમાંઅવતાર ધારણ કરીને સંસારમાં આવે છે. સામાન્ય-પાપી ની ગતિ-પહેલો સામાન્ય પાપી મરી ગયા પછી જ પોતાની વાસના અનુસાર પ્રાપ્ત થયેલા, અક્ષત-દેહ નો અનુભવ કરે છે.તે સ્વપ્ન ની પેઠે-જેવો સંકલ્પ હોય તેવો અનુભવ કરે છે.અને તે જ ક્ષણે પ્રથમ ની પેઠે તેને "સ્મૃતિ" ઉત્પન્ન થાય છે. ઉત્તમ ધર્મ કરનાર ની ગતિ-જે મહાપુણ્ય કરનાર છે, તે મરણ નો મોહ મટ્યા પછી "પુણ્ય-રૂપી વાસના"ની જાગૃતિ થી સ્વર્ગમાં" વિદ્યાધર-ગ્નગર" નો અનુભવ કરે છે. આમ પુણ્ય ભોગવ્યા પછી તે "ઈલાવૃત્ત-કે કિં.રુષ " ખંડમાં કર્મ નું ફળ ભોગવે છે, અને પછી, મનુષ્ય-લોકમાં લક્ષ્મીવાન એવા સજ્જન મનુષ્ય ના ઘેર જન્મ ધારણ કરે છે. સામાન્ય તથા મધ્યમ ધર્મકર્તા ની ગતિ-સામાન્ય તથા મધ્યમ ધર્મ કરનાર મનુષ્ય મરણ વીસરી જાયએટલે ઔષધિઓ તથા પલ્લવો થી ભરેલા વનમાં કિન્નર તથા કિંપુરુષ ના શરીર થી જાય છે. ત્યાં પોતાના કર્મનું ફળ ભોગવ્યા પછી,તે વાયુ તથા વરસાદ દ્વારા પૃથ્વીમાં અન્ન-ઔષધિઓ માં પ્રવેશ કરે છે, અને અન્ન દ્વારા તે પુરુષમાં અને પુરુષના વીર્યને માર્ગે તે સ્ત્રીના ગર્ભ માં પ્રવેશ કરે છે. આ પ્રમાણે છ પ્રેતોની મરણ પછી-ક્રમે કરીને ઉપર પ્રમાણેની ગતિ થાય છે. મરણ પછીની સામાન્ય સ્થિતિ- મરણ પામનાર મનુષ્ય ને પ્રથમ "મારું રક્ષણ થયું " એવું જ્ઞાન થાય છે. પછી તેને આપેલા પિંડદાન થી "અમારું શરીર ઉત્પન્ન થયું" એવું તેમને જ્ઞાન થાય છે. ત્યાર પછી ક્રમે કરીને "કાળજાશ ને ધારણ કરનારા યમના અનુચરો આવીને મને લઇ જાય છે અને તેમની સાથે હું યમ-પુરીમાં જાઉં છું" એવું જ્ઞાન થાય છે. ઉત્તમ પુણ્યવાન મનુષ્ય મરણ પામ્યા પછી પોતાના પુણ્ય-કર્મ થી પ્રાપ્ત થયેલ દિવ્ય ઉદ્યાનથી શોભતા "વિમાન" ને પોતાની પાસે જુએ છે. પાપી મનુષ્ય પોતાના પાપ-કર્મ થી પ્રાપ્ત થયેલ હિમ,કાંટા વગેરેથી ભરેલા માર્ગને પોતાની પાસ જુએ છે. મધ્યમ પુણ્ય કરનાર મનુષ્ય એવું અનુભવે છે કે "આ મારી પાસે સુખે થી જવાય તેવી પગદંડી છે, કે જેના Page #148 -------------------------------------------------------------------------- ________________ 148 પર ચાલીને હું યમ-પુરી માં આવ્યો છું, કે જે યમરાજ ની સભામાં ચિત્રગુપ્ત વગેરે મારા કર્મો નો હિસાબ કરે છે" આમ "દૃશ્ય થતા સંસાર" ની જેમ રહેલો, તથા "સમગ્ર પદાર્થ અને તેની ક્રિયાથી શોભતો " આ મરણ પર્યત નો સંસાર નો ભાગ પ્રત્યેક મનુષ્ય ને અનુભવવો પડે છે, પણ ખરી રીતે વિચારતાં "સ્વરૂપ વિનાનો આ પ્રપંચ-દેશ" એ "કાળ અને ક્રિયા" ની દીર્ધતા થી જ "પ્રકાશમાન" થાય છેતેમ છતાં તે "શૂન્ય" જ છે.તેમ જ વિશેષ બોધવાળા "આત્મ-રૂપ" જ છે. "યમરાજે મારાં કર્મ નાં ફળ ભોગવવા માટે આ દિશામાં જવાની મને આજ્ઞા કરી છે, હું સ્વર્ગમાં જાઉં છું, આ બાજુ નરક છે,આ મેં સ્વર્ગ ભોગવ્યું કે આ મેં નરક ભોગવ્યું,મેં અનેક પ્રકારની યોનીઓ ભોગવી, અને હવે હું સંસારમાં ઉત્પન્ન થયો છું." આવા બોધનું,આવા ક્રમથી મનુષ્ય નું શરીર ઉત્પન્ન થયા પછી,શાસ્ત્ર અને પુરાણથી ઉત્પન્ન થયેલા બોધ વડે તે મનુષ્ય ને ખબર પડે છે. આ પ્રમાણે ના ક્રમથી,તે જીવ પુરુષના બીજમાં આવે છે, અને તે બીજ -યોનિમાં પડવાથી માતાના ઉદરમાં ગર્ભ બંધાય છે, તે ગર્ભ આ લોકમાં જન્મ ધારણ ધારણ કરે છે, ત્યારે તે બાળક -પૂર્વજન્મ ના કર્માનુસાર સારી અથવા વિપરીત આકૃતિ-વાળો થાય છે. ત્યાર પછી ચંદ્રમા ની કળા ની પેઠે વૃદ્ધિ અને ક્ષય-વાળી એવી કામાભિમુખ યુવાવસ્થા આવે છે અને પછી તેના મુખ માં હિમ-રૂપી-વજૂ ના જેવી જરાઅવસ્થા (વૃદ્ધાવસ્થા)પડે છે. તે વૃદ્ધાવસ્થા માં તેને અનેક પ્રકારની વ્યાધિઓ થાય છે. તેથી તેને મરણ અને મૂર્છા થાય છે. આમ મરી ગયા પછી આગળ કહ્યું તેમ બંધુઓએ આપેલ પિંડદાન થી તેનો દેહ પાછો બંધાય છે, અને મોક્ષ ના થાય ત્યાં સુધી એક આકાશમાં-બીજા આકાશ ની પેઠે વારંવાર જન્મ-મરણ થયા કરે છે. જ્ઞાની લીલા કહે છે કે સૃષ્ટિના આદિ થી આ ભ્રમ કેવી રીતે પ્રવર્યો છે? તે વિષે મને બોધ ની વૃદ્ધિ માટે કૃપા કરી ને ફરીથી કહો. દેવી કહે છે કે આ જગતમાં પર્વત,ઝાડ,પૃથ્વી તથા આકાશ એ બધું પરમાર્થ દૃષ્ટિએ જોતાં પરબ્રહ્મ-રૂપ જ છે. ચૈતન્ય-રૂપી ઈશ્વર સર્વ-વ્યાપક છે,તે જે ઠેકાણે જેવી રીતે વિવર્ત-પણા થી ઉદય પામે છે, તે ઠેકાણે તેવી રીતે શુદ્ધ આત્મા પણ થાય છે. જેમ સ્વપ્નમાં એક પુરુષ અનેક પદાર્થો ઉત્પન્ન કરે છે, તેમ તે ઈશ્વરે સૃષ્ટિ ની આદિમાં પ્રજાપિતા થઈનેભૂ-ભૂવઃ આદિ લોકોને ઉત્પન્ન કર્યા છે અને તેણે જે સ્થિતિ બાંધી છે તે આજ સુધી તેવી જ રીતેચાલે છે. પ્રથમ પદાર્થ-માત્ર નું બિંબ-રૂપ ફુરણ થયું, અને તે બિંબ નું પ્રતિબિંબ પડ્યું-જે જગત-રૂપે આજ સુધી રહ્યું છે. દેહધારી શરીરના અંગમાં જે છિદ્રો છે તેમાં વાયુ પ્રવેશ કરે છે અને તે ને ગતિમાન કરે છે. તેથી તે શરીર જીવે છે તેમ કહેવાય છે. સૃષ્ટિના આદિ થી જંગમ ના વિષે પણ એ જ સ્થિતિ રહી છે.ઝાડ વગેરેમાં ચૈતન્ય નહિ હોવાથી તે સ્થાવર કહેવાય છે. આવી રીતે ઈશ્વર ચેતન થી ઉત્પન્ન થયેલા અંશ ના વિભાગ કરે છે. અને તે અંશ ચેતન-રૂપ જ છે.તથા તેના સિવાય નું અચેતન-રૂપ છે. પ્રાપ્ત થયેલા ઉપાધિ-રૂપ શરીરમાં,બુદ્ધિને નેત્ર વગેરે ઇન્દ્રિય માં પ્રેરીને જીવ બહારના પદાર્થ નો અનુભવ કરે છે. પણ તે નેત્ર વગેરે ઇન્દ્રિય એ ચૈતન્ય-રૂપ નથી. જે પ્રમાણે બુદ્ધિ આકાશને- શૂન્ય-શક્તિવાળું જાણે છે, પૃથ્વીને સર્વ ને ધારણ કરવાની શક્તિ-રૂપે જાણે છે, તથા જળને તૃપ્તિ કરવાની શક્તિ-રૂપ જાણે છે, Page #149 -------------------------------------------------------------------------- ________________ 149 તે જ પ્રમાણે તે શરીર ને શરીર-રૂપ જાણે છે અને એ જ પ્રમાણે સર્વાત્મા -ઈશ્વર શરીર-વડે શરીરનો, જંગમ-પણા થી જંગમ નો અને સ્થાવર-પણા થી સ્થાવર નો સંકલ્પ કરીને તેમાં રહેલા છે. જેનામાં "જાણવાની શક્તિ" છે તેણે "જંગમ" કહેવામાં આવે છે. જંગમ માં જાણવાની શક્તિ સૃષ્ટિના આરંભ થી આજ સુધી રહી છે. ઝાડ-પથ્થર -વગેરે ને "સ્થાવર"-રૂપે માનેલ છે,અને તેણે જડ-રૂપે માનેલ છે.(જાણવાની શક્તિ નહિ હોવાથી) આ પ્રમાણે સ્થાવર અને જંગમ નો ભેદ કહેલ છે. પણ ખરું જોતાં, સૃષ્ટિ ના આરંભ થી જ ઈશ્વર ની સામાન્ય સત્તાથી જડ-પણું અને ચેતન-પણું એ જુદા નથી. ઝાડ અને પથ્થર વગેરે જોકે સ્થાવર-રૂપે એક જ છે, પણ તેમની જડતા ના ભેદનાં _"નામ અને રૂપ" એ બુદ્ધિએ કલ્પેલાં છે.સ્થાવરને (દા.ત. ઝાડને) પણ અંતઃકરણ માં જાણવાની શક્તિ હોય છે! તેથી "હું જંગમ નથી પણ સ્થાવર છું"એવાં નામથી (તેવા સ્થાન કે જગ્યા ના વિષય વાળા) તે સ્થાવરોઝાડ,પર્વત,ઘાસ-વગેરે જુદા જુદા નામથી (સંકેતથી) રહેલાં છે. તે જ પ્રમાણે કૃમિ,કીડા,પતંગિયા-વગેરે જંગમ-પણા થી એક જ છે, પણ બુદ્ધિ થી જુદાજુદા વ્યવહાર માટે તેમનાં નામ અને રૂપ કલ્પલાં છે. આ કૃમિ-વગેરે (જંગમ) ને પણ અંતઃકરણ માં "જાણવાની શક્તિ" રહેલી છે. કદી કોઈને શંકા થાય કે-સ્થાવર તથા જંગમ-એ બંનેમાં જ્ઞાન હોય તો-પરસ્પર ના વ્યવહાર ની પરસ્પરને ખબર કેમ પડતી નથી? તો તેનો ઉત્તર એ છે કેજેમ,ઉત્તર સમુદ્ર તરફના મનુષ્ય ને દક્ષિણ સમુદ્ર તરફ ના મનુષ્ય ના વ્યવહાર ની -પોતાના જ્ઞાન વિના કંઈ ખબર પડતી નથી,તે જ રીતે સ્થાવર અને જંગમ એ બંને પોતપોતાની જ્ઞાન (ની સંજ્ઞામાં)માં લીન છે અને એકબીજા પોતપોતાના સંકેતમાં પરાયણ છે ચૈતન્ય-રૂપી આકાશે પેરેલું ચૈતન્ય સર્વ ઠેકાણે (આકાશ ની જેમ જ) રહેલું છે અને સૃષ્ટિ ના આરંભથી "સ્કરણ" કરવાનો ધર્મ "વાયુ" નો છે.તે આજ સુધી તે જ પ્રમાણે ચાલે છે. જ્યાં છિદ્ર છે ત્યાં આકાશ રહેલું છે.અને તે આકાશમાં જે વાયુ છે - તે પદાર્થ માત્ર (સ્થાવર-જંગમ) નું હલન ચલન કરે છે. સ્થાવર-જંગમ એ બંનેમાં ચૈતન્ય રહેલું છે. અને તેમાં વાયુ ને લીધે કોઈમાં હલનચલન થાય છે તો કોઈ માં હલન ચલન થતું નથી, આમ,ભાંતિ-રૂપ જગતમાં સુષ્ટિના આદિ થી જે પ્રમાણે પદાર્થ ની સ્થિતિ કરેલી છે.તેજ પ્રમાણે તે વર્યા કરે છે. દેવી કહે છે કે આ પ્રમાણે વિશ્વના પદાર્થનું સ્વ-ભાવ થી થયેલું -સત્યપણું અને અસત્યપણું તને કહ્યું. હવે મરણ પામતા આ વિદુરથ રાજાને જો,તે પુષ્પથી ઢંકાયેલા શબરૂપ પદ્મરાજાના કોશમાં પ્રવેશ કરવાની ઇચ્છાથી જાય છે. જ્ઞાની લીલા પૂછે છે કે-તે કયા માર્ગે શબ-મંડપમાં જાય છે? તેને જોતાં જોતાં આપને પણ તેની પાછળ જઈશું? દેવી કહે છે કે "હું ચૈતન્ય-રૂપ બીજા દૂરના લોકમાં જાઉં છું" એવી રીતે વિદુરથ રાજા પદ્મરાજાના શરીરના અહં-વાસના ના માર્ગનો આશ્રય કરીને જાય છે. માટે આપણે પણ તારી ઈચ્છા ને માન આપીને જઈએ. વશિષ્ઠ કહે છે કે જેમ,સુર્યના ઉદયથી અંધકાર દૂર થાય છે, તેમ સરસ્વતી આ પ્રમાણે કથા કહીને,લીલા ના સંતાપને દૂર કરતાં હતાં અને તેના ઉદાર મનને ઉપદેશ કરતાં હતાં. તેટલામાં વિદુરથ રાજા મરણ ની મૂછ થી જડ થઇ ગયો. Page #150 -------------------------------------------------------------------------- ________________ 150 (૫૬) વાસનાથી રાજાનું યમપુરીમાં જવું અને ત્યાંથી પાછા આવવું વશિષ્ઠ કહે છે કે-એટલી વારમાં તો રાજાનાં નેત્ર ફરી ગયાં,હોઠ સુકાઈ ગયા અને દેહમાં સૂક્ષ્મ-પ્રાણ માત્ર બાકી રહ્યા.જુનાં પાંદડાં ના જેવો તેનો વર્ણ થઇ ગયો,મુખ ની કાંતિ ક્ષીણ અને ફિક્કી થઇ ગઈ. ચૈતન્ય વિનાનો તેનો આકાર -ચિત્રમાં આલેખાયેલો હોય તેવો દેખાવા લાગ્યો. જેમ,ઝાડ પડવાનું થાય છે, ત્યારે પક્ષીઓ એ ઝાડ ને છોડી દે છે, તેમ પ્રાણે રાજાના દેહનો ત્યાગ કર્યો. જેમ નાસિકા માં રહેલી "પ્રાણ-શક્તિ" પવનમાં રહેલી સૂક્ષ્મ ગંધ ને જોઈ અનુભવી) શકે છે, તેમ,દિવ્ય-દષ્ટિવાળી સરસ્વતી અને લીલાએ-આકાશમાં રહેલા રાજા ના જીવ ને જોયો. તે રાજાની "જીવ-લેખા" વાસનાના લીધે આકાશમાં આતિવાહિક-પ્રાણ સાથે મળીને દૂર જતી જોવામાં આવી. બંને દેવીઓ એ તેની પાછળ જવા માંડ્યું. પછી થોડીવારમાં -મરણ ની મૂછ શાંત થયા પછી (દેહના મરણ પછી) તેણે (રાજા ના દેહે) પોતાના વાસના-રૂપ દેહથી "સ્વપ્નની પેઠે" નીચે પ્રમાણે દીઠું. તે રાજાએ યમરાજના ચાકરોને પોતાના શરીર ને લઇ જતા જોયા. તેના બંધુઓએ પિંડદાન કર્યું. તેથી તેનો દેહ બંધાયો.અને તે દેહથી તે યમરાજના અતિ દૂર રહેલા નગરમાં ગયો.કે જે નગર પ્રાણીઓના કર્મનાં ફળને પ્રગટ કરતું હતું. ત્યાં ગયા પછી યમરાજે આજ્ઞા કરી કેઆ રાજા નાં કોઈ અશુભ કર્મ નથી, અને તે સરસ્વતી ના વરદાનથી વૃદ્ધિ પામેલો છે.આ રાજાનો પ્રથમ નો દેહ (પ-રાજાનો) શબ-રૂપે પુષ્પમાં રહેલ છે,તે દેહમાં જઈ આ રાજા (વિદુરથ) પ્રવેશ કરે. યમરાજાએ રાજાને છોડી દીધો એટલે પછી બંને દેવીઓ અને રાજાની "જીવ-લેખા" એ ત્રણે યે આકાશમાર્ગે પ્રયાણ કર્યું.બંને દેવીઓ તે જીવલેખા ને જોઈ શકે છે પણ જીવલેખા તે બંને ને જોઈ શકતી નથી. તેઓ આકાશમાર્ગ નું ઉલ્લંઘન કરીને લોકોત્તરો ને વટાવીને બ્રહ્માંડ ની બહાર ગયા,પછી બીજા બ્રહ્માંડમાં પ્રવેશી ને ભૂમંડળ પર પદ્મરાજાના નગરના મંડપમાં આવ્યા કે જ્યાં પદ્મરાજાનું શબ પડ્યું હતું. રામ પૂછે છે કે-હે,બ્રહ્મન,તે રાજા કેવી રીતે શબના ઘર પાસે આવ્યો?તેણે કેવી રીતે માર્ગ જામ્યો? વશિષ્ઠ કહે છે કે-હે,રામ તે શબને (વિદુરથ ના) પૂર્વના શરીરની વાસનાના લીધે માર્ગ-વગેરે સર્વ -તેના હૃદયમાં ફરેલું હતું. તેથી તે કેમ જઈ ના શકે? જેવી રીતે,વડના બીજમાં કેવી રીતે ઝાડ રહેલું છે, તેવી રીતે જીવ-ઉપાધિ ના સૂક્ષ્મ અંતઃકરણ ના ઉદરમાં વાસના થી ભ્રાંતિ-માત્ર" બધું રહેલું છે. તેને કોણ જોઈ ના શકે? જીવ એ મનની ભાવના વડે વાસનાથી અંતરમાં રહેલી "ઇચ્છિત-વસ્તુઓ"ને જોઈ શકે છે. રામ પૂછે છે કે તમે પ્રથમ કહ્યું કે પિંડદાન થી વાસના-રૂપી દેહ થાય છે, પણ જીવની પાછળ પિંડદાન ના થાય તો-તે જીવને પિંડદાન ની વાસના ન હોવાથી, તેનું શરીર કેવી રીતે થાય? વશિષ્ઠ કહે છે કે-મરણ પામનાર મનુષ્ય ની પાછળ પિંડદાન આપવામાં આવે કે ના આવે,પણ "બંધુઓએ મને પિંડદાન દીધું" એવી મરણ પામનાર મનુષ્યમાં વાસના થવાથી જ તેને પિંડદાનનું ફળ મળે છે. જો પિંડદાન ના દેવામાં આવ્યું હોય-તો પણ તે મનુષ્ય પોતે જયારે જીવતો હોય અને બીજા કોઈને તેણે પિંડદાન આપ્યું હોય કે પછી પિંડદાન નો રિવાજ એ પોતાએ પોતાની નજરથી જોયો હોય તેનાથી"મારી પાછળ પર મૃત્યુ પછી પિંડદાન થશે" એવી તે મનુષ્ય ને દૃઢ વાસના થાય છે Page #151 -------------------------------------------------------------------------- ________________ અને તે વાસના અનુરૂપ પિંડદાન નું ફળ તેને મળે છે. કારણકે-ચિત્તમાં જેવો વિચાર હોય તેવો જ તેને અનુભવ થાય છે. મન ની ભાવનાથી જ પદાર્થ ની સત્યતા જણાય છે.અને તે ભાવના કારણભૂત પદાર્થ માંથી ઉત્પન્ન થાય છે. જેવી રીતે ઝેર પણ અમૃતની ભાવના થી અમૃત-રૂપ થાય છે.તેવી રીતે,અસત્ય પદાર્થમાં સત્યની ભાવના થવાથી તે સત્ય લાગે છે (જેમ કે દોરીમાં સર્પ નથી પણ સર્પ-રૂપ ભાવના થવાથી તે સર્પ લાગે છે) વળી,કોઈ પણ મનુષ્યને કોઈ પણ કારણ વગર ભાવના ઉત્પન્ન થતી નથી. ઈશ્વર સ્વયં-પ્રકાશ છે,અને તે ઈશ્વર (કારણ) વિના-જગતની "ઉત્પત્તિ થી પ્રલય" થતાં સુધી-કોઈ કાર્ય થયું હોય એવું જોવામાં કે સાંભળવામાં આવ્યું નથી. માટે જે શુદ્ધ ચૈતન્ય છે તે જ "વાસના" થી "સ્વપ્ન ની પેઠે"-"કાર્ય-કારણ-રૂપ" અર્થપણા ને પામે છે. રામ પૂછે છે કે-"મેં કોઈ ધર્મ કર્યો નથી" એવી જો મરનાર (પ્રેત) ના મનમાં વાસના હોય -અને જો તેના સંબંધીઓએ તેની પાછળ ઘણો ધર્મ કરીને -તેનું પુણ્ય મરનાર ને અર્પણ કર્યું હોય-તો તે ધર્મ સફળ થાય કે નહીં? તમારા કહેવા પ્રમાણે તો તે ધર્મ નિષ્ફળ થવો જોઈએ -તો સાચું શું છે? વશિષ્ઠ કહે છે કે-દેશ-કાળ-ક્રિયા-દ્રવ્ય-અને સંપત્તિ -એ પાંચ વડે "ભાવના" ઉત્પન્ન થાય છે. માટે કાં તો પ્રેત અને કાં તો- તેની પાછળ ધર્મ કરનારમાં -આ પાંચ થી જેની ભાવના અધિક થાય તેનો જય થાય છે.માટે સારા પ્રયત્ન થી નિરંતર શુભ આચરણ (ધર્મ નો) કરવાનો અભ્યાસ રાખવો. રામ પૂછે છે કે-જો દેશ-કાળ-ક્રિયા-દ્રવ્ય-અને સંપત્તિથી જો વાસના ઉત્પન્ન થતી હોય તો"મહા-કલ્પ"ની સૃષ્ટિના આદિમાં "દેશ-કાળ-વગેરે" ક્યાં હતાં? અને કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી, તો સૃષ્ટિ ના આદિમાં "સહકારી-કારણ" (દેશ-કાળ-વગેરે) ના હોવાથી વાસના કેમ ઉત્પન્ન થાય? વશિષ્ઠ કહે છે કે-હે,રામ,તમે કહો છે તે સાચું છે,સૃષ્ટિના આરંભમાં દેશ-કાળ-વગેરે ના હોવાને લીધેઅને કોઈ સહકારી કારણ ના હોવાથી,વાસના ઉત્પન્ન થઇ જ નથી,તેમ કોઈ સ્ફુરણ પણ થયું નથી. દૃશ્ય પદાર્થ-માત્ર અસંભવ છે.તેથી આ જે કંઈ દેખાય છે-તે ચૈતન્ય-બ્રહ્મ-રૂપ જ રહેલું છે. આ વિષે હજારો યુક્તિઓથી હું તમને પાછળ થી કહીશ.પણ હમણાં વિદુરથ ની કથા સાંભળો. ઉપર પ્રમાણે સરસ્વતી અને લીલા એ ત્યાં આવીને પદ્મરાજાનું મંદિર જોયું.તે મંદિર નો મધ્ય ભાગ અતિ સુશોભિત હતો.અને તેમાં મંદાર તથા કુંદનાં પુષ્પોથી ઢંકાયેલું તે રાજાનું શબ હતું. તેના આગળ પાણીના પૂર્ણ કુંભ ભર્યા હતા,દીવાના પ્રકાશથી નિર્મળ ભીંતો શ્યામ લાગતી હતી. ઘરના એક ભાગમાં માણસો સૂતાં હતા,અને તેમના મુખ નો શ્વાસ ચાલ્યો આવતો હતો. કોઈ પણ પ્રાણીનો શબ્દ (અવાજ) નહિ હોવાથી,તે મંદિર શૂન્ય લાગતું હતું. (૫૭) બીજી લીલા નું દર્શન અને સ્વપ્ન-વિચાર વશિષ્ઠ કહે છે કે-ત્યાર પછી,સરસ્વતી તથા લીલાદેવીએ ત્યાં શબ ની એક બાજુમાં બેઠેલી (બીજી) લીલા ને જોઈ,કે જે વિદુરથ રાજાની આગળ મરણ પામી હતી અને અહીં આગળથી આવીને રહી હતી. તે લીલા નો વેશ,આચાર તથા દેહ -પ્રથમના જેવોજ હતો.માત્ર ફરક એટલોજ હતો કે-પ્રથમ તે વિદુરથ ના ભુવનમાં હતી અને હાલમાં તે પદ્મરાજાના ભુવનમાં હતી.તે લીલા હાથમાં ચામર ધરીને રાજાને (શબને) સારી રીતે વાયુ ઢોળી રહી હતી.મૌન રહેલી તે લીલાનું મુખ-કમળ કંઈક કરમાયેલું લાગતું હતું. બંને દેવીઓ તેને જોઈ શકતાં હતાં પણ તે (બીજી) લીલા આ બંને દેવીઓ ને જોઈ શકતી નહોતી. કારણકે 151 Page #152 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતી અને લીલા એ પ્રબુદ્ધ આત્મા વાળા હતાં પણ તે (બીજી) લીલા તે પ્રમાણે નહોતી. રામ પૂછે છે કે-તે દેશમાં તે પ્રથમ ની લીલા (હાલની સરસ્વતી સાથે ની લીલાદેવી) પોતાનો દેહ ત્યાં રાખીને ધ્યાન (નિર્વિકલ્પ સમાધિ) વડે સરસ્વતી ની સાથે ગઈ હતી,એમ પ્રથમ વર્ણન કરેલું છે,પણ પછી તે લીલાના દેહનું શું થયું ?તેના વિષે કંઈ કહ્યું નથી,તો તેના દેહ નું શું થયું? વશિષ્ઠ કહે છે કે-તે લીલાનું શરીર છે જ ક્યાં?તેની સત્યતા જ ક્યાં છે? રણ પ્રદેશમાં જેમ જળની ભ્રાંતિ થાય છે, તેમ તે શરીર પણ માત્ર ભ્રાંતિ જ હતી.આ આખું જગત આત્મા-રૂપ જ છે,માટે દેહાદિ ની કલ્પના કેમ ઘટે? જે આ જોવામાં આવે છે તે આ સચ્ચિદાનંદ બ્રહ્મનું જ સ્વરૂપ છે. સૂર્ય ના તાપ થી જેમ હિમ ગળી જાય છે તેમ,લીલાનું તે શરીર પરમાત્માના બોધથી ક્રમે કરીને પરબ્રહ્મ માં પરિણામ પામી ગયું. આતિવાહિક દેહ વડે ભૂમિ પર જે જે દૃશ્ય પદાર્થ જોવામાં આવે છે,તેનું આધિભૌતિક "નામ" પડેલું છે. પરંતુ ખરી રીતે જોતાં,પૃથ્વી વગેરે આધિભૌતિક પદાર્થ છે જ નહિ માત્ર આત્મા એ જ સત્ય છે. જેમ,કોઈ મનુષ્યને સ્વપ્નમાં પોતે હરણ છે એવી ભ્રાંતિ થઇ,પણ તે જાગે-ત્યારે તેનું હરણ-પણું મટી જાય છે, અને ત્યારે તે -એ-હરણ ને શોધતો નથી. તેમ,અસત્ય વસ્તુ ભ્રાંતિથી સત્ય લાગે,પણ ભ્રાંતિ મટ્યા પછી તેમ થવા સંભવ નથી. સત્ય જ્ઞાનનો ઉદય થયાથી અસત્ય જ્ઞાન મટી જાય છે. આ બ્રહ્માંડમાં રહેલી સ્થૂળ ભ્રાંતિ -અજ્ઞાની મનુષ્યોના સમુહમાં કારણ વગર (મિથ્યા) પ્રસિદ્ધિ પામી છે. જેમ,બાળક ફૂદડી ફરે છે ત્યારે તેને આખી પૃથ્વી ફરતી હોય તેમ લાગે છે,તેમ,સ્વપ્ન ની પેઠે સૃષ્ટિ નો અનુભવ કરતો દેહાત્મા ઘણીવાર જન્મ-મરણ પામે છે. રામ કહે છે કે-જો યોગીને આધિભૌતિક દેહ-પણું ન હોય તો જીવિત અવસ્થામાં તથા મરણ પછી, તેનો આતિવાહિક-પણા ને પામેલ દેહ કેવો દેખાય છે તે કહો. વશિષ્ઠ કહે છે કે-સ્વપ્નમાં જે પ્રમાણે પૂર્વ નો દેહ શેષ રહ્યા વિના જ એ દેહનો ત્યાગ કરીને બીજા દેહની પ્રાપ્તિ થાય છે-તે પ્રમાણે આતિવાહિક દેહમાં પણ એક દેહમાંથી બીજા દેહની પ્રાપ્તિ થાય છે.તે અનિત્ય છે. તડકામાં રહેલા હિમ ના કણો અને શરદઋતુ ના આકાશમાં રહેલો મેઘ-જેમ દૃશ્ય છતાં અદૃશ્ય છે, તેમ,યોગી નો દેહ દૃશ્ય છતાં અદ્રશ્ય છે. પોતાની વાસનાના ભ્રમથી જ કોઈ મનુષ્ય કોઈ સમયે યોગીના દેહને મરી ગયેલો દેખે છે, પણ ભ્રાંતિનો નાશ થયા પછી,જેવી રીતે દોરીમાંથી સર્પ-બુદ્ધિ મટી જાય છે, તેવી રીતે જ્ઞાનનો ઉદય થવાથી જીવિત દશામાં પણ તે-દેહાદિ ભ્રાંતિ-માત્ર છે તેમ તે જાણે છે. ખરું જોતાં તો દેહ કોણ છે?કોની સત્તા છે?અને કોનો કેમ નાશ થાય છે? પરમાર્થ-રૂપે (પરમ-અર્થ-રૂપે) જે છે-તે જ જ્ઞાન થયા પછી બાકી રહે છે.માત્ર અજ્ઞાન નો નાશ થાય છે. 152 રામ કહે છે કે-હે,પ્રભુ,યોગીનો આધિભૌતિક દેહ જ આતિવાહિક-પણા ને પામે છે કે-શું આ આતિવાહિક દેહ નવો જ ઉત્પન્ન થાય છે?મનમાં આવા પ્રશ્નો થી -આવા સંશય થી જાણે-હું નદીના પ્રવાહમાં તણાઈ જતો હોઉં તેમ લાગે છે અને મારા મનને સ્થિરતા રહેતી નથી. વશિષ્ઠ કહે છે કે-હે,રામ,ઉત્તમ યોગીને આધિભૌતિક દેહ છે જ નહિ,માત્ર આતિવાહિક દેહ જ છે. એ મેં તમને ઘણી વખત કહેલું છે-તો પણ તે તમે સ્મરણ માં કેમ રાખતા નથી? !!!! Page #153 -------------------------------------------------------------------------- ________________ આતિવાહિક ના અભ્યાસથી આધિભૌતિકપણા ની બુદ્ધિ ઉત્પન્ન થાય છે.અને તે આધિભૌતિકતા શાંત થયા પછી પ્રથમની પાછી -આતિવાહકપણાની બુદ્ધિ પ્રવૃત્ત થાય છે. તે સમયે નિર્મળ બોધ (જ્ઞાન) થવાથી,સ્વપ્ન ના મનુષ્ય ની પેઠે-દેહ નું ભારે-પણું,કઠિન-પણું -એવી રીતો નો ખોટો આગ્રહ શાંત થાય છે. તેથી સ્વપ્નમાં "આ મારું સ્વપ્ન નું શરીર છે" એવું જ્ઞાન થવાથી-જેમ સ્વપ્ન નું શરીર હલકું થઇ જાય છે, તેમ તે યોગીનો દેહ (આ દેહ સ્વપ્ન ના જેવો ખોટો છે-એમ જ્ઞાન થવાથી) આકાશમાં જવાને યોગ્ય થાય છે. જેનો "આત્મા" ઘણા વખતના "સંકલ્પ-રૂપ દેહ" વિષે પરિણામ પામેલો (બનેલો) છે,અને જેને તે (દેહ) માં જ "સ્થિતિ" કરવાની ઈચ્છા છે-તે અજ્ઞાની મનુષ્ય નો દેહ શબ થઈને (છેલ્લે) બળી જાય છે. ત્યારે તેને (પણ) પ્રથમ ના "સૂક્ષ્મ દેહ" ની પ્રાપ્તિ થાય છે---તો પછી--- જ્ઞાનવાન અને વાસના વિનાના યોગીને,અત્યંત બોધ થવાથી,જીવિત દશામાં જ-અવશ્ય થનારો તે"સૂક્ષ્મ દેહ" પ્રાપ્ત થાય જ.(એમાં શું નવાઈ?) "હું સંકલ્પાત્મા છું અને સ્થૂળઆત્મા નથી" એવી સ્મૃતિ ઉત્પન્ન થાય છે-ત્યારે બોધ થવાથી યોગીનો દેહ, સ્વેચ્છા-વિહાર (પોતાની ઈચ્છા પ્રમાણે વિહાર) કરવાને યોગ્ય થાય છે. ત્યારે દોરીમાં સર્પ ની ભ્રાંતિ ની પેઠે-આ દેહ વગેરે બધું ભ્રાંતિ રૂપ જણાય છે,-અને એ ભ્રાંતિ (દેહ) નો નાશ થવાથી શું નાશ પામ્યું?ને તે (દેહ) ની ઉત્પત્તિ થવાથી શું ઉત્પન્ન થયું? રામ બોલ્યા-હે,પ્રભુ,શબ ની પાસે રહેલી (નવી) લીલા ત્યાં આવેલી લીલાદેવી ને જોઈ શકતીનથી,પણ જો ત્યાં રહેલાં માણસો તેને જુએ તો તેઓ શું સમજે? વશિષ્ઠ કહે છે કે-જો ત્યાં રહેલા માણસો તે લીલાને જુએ તો એમ સમજે કે-આ દુઃખી રાણી આ ઠેકાણે રહેલી છે અને આ તેની કોઈ સખી બીજે ઠેકાણેથી આવેલી છે. પણ તે કોણ છે? ક્યાંથી આવી છે? એવો તેમના મનમાં સંદેહ થતો નથી,કારણકે વિચાર-રહિત મનુષ્ય, અવિવેકી પશુ ની પેઠે,પ્રથમ જોયેલા પદાર્થ ને અનુસરીને જ વ્યવહાર કરે છે. જેવી રીતે ભૂખરો પથ્થર (પોચો પથ્થર) ઝાડ પર પછાડવાથી -તે ઝાડને કાપ્યા વગર જ ભૂકો થઇ જાય છે, તેમ ગાડરિયા પ્રવાહ વાળા અજ્ઞાની મનુષ્યો પણ કંઈ વિચાર કરતા નથી. સ્વપ્ન માં જોયેલું શરીર અસત્ય હોવાથી,જાગ્રત-અવસ્થા થયા પછી તે સ્વપ્ન નું શરીર ક્યાં જાય છે તેની ખબર પડતી નથી,તેમ જ્ઞાનનો ઉદય થવાથી આધિ-ભૌતિક દેહનો ક્યાં નાશ થાય તેની ખબર પડતી નથી. રામ કહે છે કે-હે ભગવન,તો પછી-સ્વપ્ન નું શરીર જાગ્રત અવસ્થા થયા પછી ક્યાં જાય છે? વશિષ્ઠ કહે છે કે-પવન થી થયેલ સ્ફુરણા -પવન મટ્યા પછી (બંધ થયા પછી) જેમ પવન માં જ લય પામે છે, તેમ સ્વપ્નમાં તેમ જ સંકલ્પમાં જોયેલા પર્વત-વગેરે પદાર્થો -જીવ ના જ્ઞાન માં જ લય પામી જાય છે. જેમ,વાયુ નું સ્ફુરણ-પણું (વાયુ નું વાવું) સ્ફુરણા-રહિત (સ્થિર) વાયુમાં પ્રવેશ કરે છે, તેમ,સ્વપ્ન ના પદાર્થ સંવિત (સત્ય) ના "મળ-રૂપ" અજ્ઞાન માં પ્રવેશ કરે છે. 153 આ પ્રમાણે કોઈ સમયે-કર્મવશ થી સંવિત (સત્ય) જ સ્વપ્નના પદાર્થ-રૂપે પ્રકાશે છે.અને સ્વપ્ન દૂર થયા પછી તે-એકત્વ-પણા ને પામી જાય છે. દ્રવ્ય (પ્રવાહી) અને પાણી -એ બે જુદાં નથી તેમ વાયુ અને સ્ફુરણ (પવન) એ જુદા નથી.અને તે જ પ્રમાણે સંવિત (સત્ય) અને સ્વપ્નના અર્થ એ બે જુદા નથી. Page #154 -------------------------------------------------------------------------- ________________ 154 પણ તેમાં જે જુદા-પણું જણાય છે-તે અજ્ઞાન જ છે અને તેને "સંસ્કૃતિ" કહે છે. આ સંસ્કૃતિ એ મિથ્યા (ખોટા) જ્ઞાનથી ઉત્પન્ન થયેલી છે. "કારણ" વગર "કાર્ય" ની ઉત્પત્તિ થતી નથી અને સ્વપ્નમાં સહકારી(સહકાર આપનાર) "કારણ" નો અભાવ છે, આથી સંવિત (સત્ય) તથા સ્વપ્ન ના પદાર્થ નું "જુદા-પણું" છે એમ કહેવું નિરર્થક છે. જેવી રીતે સ્વપ્ન (અવસ્થા) છે તેવી જ રીતે જાગ્રત (અવસ્થા) છે એમાં કોઈ સંશય નથી.કારણકેસ્વપ્ન માં જેમ અસત નગર દેખાય છે-તેમ સૃષ્ટિ ના આરંભમાં અસત જગત જણાય છે. સ્વપ્ન માં જોયેલો અર્થ સાચો થવાને યોગ્ય નથી,કારણકે-સંવિત (સત્ય-જ્ઞાન) ને નિત્ય "સત-પણું" છે, અને સ્વપ્ન ના અર્થ ને નિત્ય "અસત્ય-પણું" છે. જેમ સ્વપ્ન માં જોયેલો પર્વત ક્ષણ-માત્રમાં આકાશ-રૂપે થઇ જાય છે, અને ક્રમે કરીને બોધ થયા પછી. તે બધું ખોટું જણાય છે.તેમ "અમુક માણસ નું મરણ થયું" એવું પાસે ઉભેલાઓ જે જુએ છે, તે પોતાના "અજ્ઞાનથી કર્ભેલા દેહ" થી જ જોવામાં આવે છે. આથી,આ સંસારમાં જે "બૈત-દષ્ટિ" છે-તે મોહથી છે-તેથી એ સંસાર મિથ્યા છે. ખોટું જણાય છે. તેમાથી જ જોવામાં આવેBસંસાર મિથ્યા છે. ઇન્દ્રજાળ જેમ માયાથી ભ્રાંતિ-રૂપે જણાય છે, તથા,સ્વપ્નમાં જેમ અસત પદાર્થ નો અનુભવ થાય છેતેમ આ પ્રપંચ (માયા) પણ ભ્રાંતિ-રૂપ જ છે. મરણ ની મૂર્છા થયા પછી,"ભ્રમ-દૃષ્ટિ-વાળા-પુરુષને" (પોતાનામાં) દૃઢ થયેલા "સંસ્કાર નો ઉદય" થવાથી"સ્વપ્ન ના અનુભવ ની જેમ" જે જે "પ્રત્યક્ષ" સર્ગ નો અનુભવ થાય છેતે તે ઝાંઝવાના પાણી જેમ મિથ્યા છે, અને આ રીતે જ આવું "આતિવાહિક-દેહ" માં "મનોમય" કહેવાય છે. (૫૮) પદ્ગારાજા નું સજીવન થવું વશિષ્ઠ કહે છે કે-હે રામ,જેમ વન-વાયુ ના વેગ ને રોકે છેતેમ સરસ્વતીએ વિદુરથ ના જીવ ને સંકલ્પ વડે રોકી દીધો. લીલાદેવી સરસ્વતી ને કહે છે કે-આ રાજા (પદ્મરાજા) શબ-રૂપે રહ્યા અને હું સમાધિમાં રહી, તેને કેટલો સમય થયો? અને મારા દેહનું શું થયું હતું? તે મને કહો. સરસ્વતી કહે છે કે આ પ્રસંગ ને એક મહિનો થઇ ગયો.તારા દેહનું શું થયું તે હું કહું છું તે સાંભળ. તું સમાધિમાં રહ્યા પછી,પંદરમે દિવસે તારું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું.અને ક્રમે કરીને સુકાયેલા પાંદડાની જેમ નિર્જીવ થઈને જમીન પર પડી ગયું.આમ તારું શબ જડ અને હિમ જેવું શીતલ થઇ ગયું. કારભારીઓએ આવીને તારા શરીરને ફરીફરી જોઈને નિશ્ચય કર્યો કે તું મરી ગઈ છે. અને તને ઘરની બહાર કાઢી, ચંદનનાં લાકડા ની ચિતા ખડકી તેમાં ધી સહિત તારા દેહનો અગ્નિદાહ કર્યો. ત્યાર પછી "રાણી નું મરણ થયું" એવી રીતે ઉંચા સ્વરે પોક મૂકી તારા પરિવારે આકુળતાથી તારી ઉત્તર-ક્રિયા કરી.હવે પછી તું શરીર સાથે આવી એટલે તે જોઈને "રાણી પરલોકમાંથી પછી આવી" એમ જાણી લોકોને ઘણું આશ્ચર્ય લાગશે. હે, પુત્રી,સત્ય-સંકલ્પ થી તારું શરીર આતિવાહિક થયું છે, અને માણસો તને જોઈ ના શકે તો પણ લોકો તને આશ્ચર્ય થી જોશે.(મરણ પામેલી લીલા-નવી લીલા તરીકે પાછી આવી છે તે જોઈને ) સરસ્વતી કહે છે -કે-હે,લીલા,દેહમાં તારી જ વાસના હતી-તેવો જ તારો આકાર છે, માટે તારું રૂપ Page #155 -------------------------------------------------------------------------- ________________ પૂર્વના રૂપ જેવું જ પ્રગટ્યું છે. જેમ,બાળકને ભૂતની વાસના થાય છે તો તે ભૂતને દેખે છે-તેમ,દરેક માણસ પોતાની વાસના-અનુસાર જુએ છે. હે,સુંદરી,તે પૂર્વ નો દેહ ભૂલાઈ ગયો હતો પણ તે વાસનાઓથી સંપૂર્ણ વિહીન થયો નહોતો.એટલે, એ વાસનાને લીધે તારું આ આતિવાહિક શરીર ઉત્પન્ન થયું છે. શરદ-ઋતુમાં આકાશમાં રહેલ વાદળ જેમ જોવામાં આવતાં નથી,તેમ જ્ઞાની ને આતિવાહિક શરીર 'થયા પછી આધિભૌતિક શરીર જોવામાં આવતું નથી.આતિવાહિકપણા ને પામેલ દેહ,જળવિનાના મેઘ જેવો, તથા સુગંધી વિનાના પુષ્પ જેવો થઇ જાય છે.આતિવાહિક "જ્ઞાન" થયા પછી દેહનું સ્મરણ રહેતું નથી. આજે એક્ઝીસમેં દિવસે આપણે પાછાં આવ્યા છીએ-એટલે સંકલ્પ થી આપને દૃશ્ય-રૂપ થઈએ. વશિષ્ઠ કહે છે કે-દેવી સરસ્વતીએ ચિંતન કરી સંકલ્પ કર્યો કે"અમને બંને ને લીલા (નવી) ભલે જુએ" એટલે બંને દૃશ્ય થયાં અને તે મંદિરમાં પ્રકાશ થયો.રાજા પાસે બેઠેલી લીલા (નવી) તે તેજ ના પ્રકાશ થી આકુળ થઇ જોવા લાગી અને લીલાદેવી અને સરસ્વતી દેવીને જોઈ ગભરાઈને ઉભી થઇ,બંને ના પગમાં પડી જઈ ને કહેવા લાગી કે-તમારો જય હો,તમે મારું કલ્યાણ કરવા અર્થે જ આવેલાં છો અને તમારા માર્ગ ને શોધનારી હું અહીં પ્રથમ થી જ આવી છું. પછી ત્રણે યુવતીઓ એ આસન ગ્રહણ કર્યા. 155 સરસ્વતી લીલા (નવી) ને પૂછે છે કે-હે,પુત્રી,આ દેશમાં તું કેવી રીતે આવી?માર્ગમાં કોઈ આશ્ચર્ય થયું હોય તો - તે ક્યાં થયું? અને તેં શું જોયું?એ બધું આરંભથી મને કહે. લીલા (નવી લીલા - મૂળે-વિદુરથ ની લીલા) કહે છે કે-હે,દેવી,વિદુરથરાજાના ગૃહ-પ્રદેશમાં મને મૂર્છા આવી ગઈ હતી,અને મૂર્છા મટી ત્યારે હું જોવા લાગી તો મેં મારો દેહ ભૂતાકાશ,ઉડતો જોયો.-તે ભૂતાકાશ માં હું વાયુ-રૂપી રથમાં બેઠી હતી,અને તે રથમાં "ગંધ-લેખા"ની પેઠે આ મંદિરમાં આવી છું.અને મારા પતિ વિદુરથ ને હું અહી પુષ્પ માં સૂતેલો જોઉં છું,હે દેવેશ્વરી,રણ-સંગ્રામ ના શ્રમથી તે અહીં સુખથી સૂતા છે એમ ધરીને હું તેમણે ઊંઘમાંથી જગાડતી નથી.પછી હાલ મેં આપ બે દેવીઓ ને અહીં જોયાં. સરસ્વતી કહે છે-હે,બંને લીલાઓ,ચાલો,હવે આપણે પુષ્પ ની શૈયા માં સૂતેલા આ રાજાને જગાડીએ. વશિષ્ઠ કહે છે કે-સરસ્વતીએ આ પ્રમાણે કહ્યું અને પછી પદ્મિની જેમ સુગંધ નો ત્યાગ કરે,તેમ તેણે, પ્રથમથી રોકી રાખેલા,વિદુરથ રાજાના તે જીવ ને છોડી મુક્યો. એટલે તે જીવ " વાયુના અદૃશ્ય આકારથી" તે રાજા (પદ્મ) ની નજીક ગયો, અને પવન જેમ પોલા વાંસમાં પ્રવેશ કરે,તે જીવે રાજા (પદ્મ)ના દેહમાં પ્રવેશ કર્યો.રાજાનું મુખ કમળ પ્રફુલ્લિત થયું. અને રાજાના સર્વે અંગો ક્રમે કરીને પ્રકાશ પામવા લાગ્યા.અને ધીરેથી રાજાએ આંખો ખોલી. અને ધીરેથી આળસ મરડી રાજા ઉભો થયો.અને મેઘ જેવી ગંભીર વાણીથી બોલ્યો-કે-"અહીં કોણ છે?" તે સમયે પાસે રહેલી બંને લીલા એ કહ્યું કે-"આજ્ઞા કરો."રાજાએ ત્યાં સમાન આચારવાળી,સમાન આકારવાળી, સમાન રૂપવાળી,સમાન સ્થિતિવાળી,વચનવાળી,ઉદ્યોગવાળી,ઉદયવાળી અને સમાન આનંદવાળીબે લીલાદેવીઓ ને જોઈને કહ્યું કે-તું કોણ છે?આ કોણ છે અને તે ક્યાંથી આવી છે? એટલે પ્રથમની લીલાએ કહ્યું કે-હે,દેવ, હું જે કહું છું તે તમે સાંભળો.તમને અનુસરનારી સહધર્મિણી એવી હું તમારી પૂર્વ ની સ્ત્રી છું અને આ બીજી લીલા છે.તે શુભ મહિલા મેં રમતથી તમારા ઉપયોગ માટે "પ્રતિબિંબ-રૂપે" ઉત્પન્ન કરી છે.હે,દેવ રક્ષણ કરો.આ સુવર્ણ ના સિંહાસન પર બેઠેલાં છે-તે દેવી સરસ્વતી છે.તેમને આપણા પુણ્ય ના યોગથી દર્શન દીધાં છે. લીલાદેવી -પદ્મરાજને કહે છે કે-હે રાજન,સરસ્વતી દેવી અમને બીજા બ્રહ્માંડમાંથી અહીં લઇ આવ્યાં છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ 156 લીલાદેવીનાં આવાં વચન સાંભળી,પદ્મરાજા સરસ્વતી દેવીના પગમાં પડ્યા અને તેમને પ્રાર્થના કરી કેહે, દેવી,હે વરદા,હું તમને દંડવત પ્રણામ કરું છું,મને બુદ્ધિ આપો,દીર્ઘ આયુષ્ય અને ધન આપો. રાજાનાં આવાં વચન સાંભળીને,સરસ્વતી દેવીએ રાજાના મસ્તક પર હાથ મૂકી ને કહ્યું કે "હે,પુત્ર,તું આ લોકમાં સુખ આપનાર દીર્ધાયુષ્ય થી ઇચ્છિત ધન પામ, તેમ જ બંને લોકમાં સુખ આપનાર, પરમાર્થ બુદ્ધિ થી તું યુક્ત થા.તારી સર્વ આપત્તિઓ અને પાપ-બુદ્ધિ નો નાશ થાઓ,અને તને અનંત સુખની પ્રાપ્તિ થાઓ.તારા દેશને વિષે મનુષ્યનો સર્વ સમૂહ નિરંતર આનંદ પામો અને લક્ષ્મી નો વિકાસ પામો. (૫૯) પદ્ગારાજાના પુનર્જીવન થી નગરમાં થયેલો ઉત્સવ અને જીવન-મૂક્તિ વશિષ્ઠ કહે છે કે આ પ્રમાણે સરસ્વતી વરદાન આપી ને અંતર્ધાન થઇ ગયાં અને પ્રાતઃકાળ માં કમળપ્રફુલ્લિત થયા,એટલે સર્વ માણસો જાગ્રત થયાં.પદ્મરાજા એ ઘણા આનંદથી લીલાદેવી ને આલિંગન કર્યું. રાજાને પુનર્જીવિત જોઈને તેમનું મંદિર આનંદથી પરવશ થયેલાં માનવીઓથી શોભવા માંડ્યું. વાજિંત્રો અને ગાયન ના શબ્દો સંભાળવા લાગ્યા તથા મંગલકારી પુર્ણાહવાચન શબ્દો ગાજી રહ્યા. રાજાના દર્શન કરવાની ઇચ્છા-વાળા મનુષ્યો થી રાજમહેલ નું આંગણું ઉભરાઈ ગયું. તે મંદિરમાં હાથીઓ પોતાની સૂંઢ ઉંચી કરીને ઉત્કંઠ અવાજ કરતા હતા,અને આંગણમાં ઉંચા તાલથી નૃત્ય કરતી સ્ત્રીઓના સમુહો ના શબ્દો શોભતા હતા. રાજાના કારભારી,યોદ્ધાઓ અને નગરના મુખ્ય માણસોએ ત્યાં પુષ્પ વગેરે પાથર્યા હતા તે જાણે રેશમી ચાદર પાથર્યા હોય તેવા દેખાતા હતા. રાજમંદિર ની આવી શોભા થઇ રહી હતી, ત્યારે તે સમયે દેશ-દેશાંતર માંથી આવેલા માણસો, "આ પ્રથમ ની લીલા દેવી એ બીજી લીલાદેવી અને રાજાને પરલોકમાં થી લઈ આવી છે" એવી વાત કરવા લાગ્યા.વળી, "પોતાનું મૃત્યુ થયું અને પોતે પાછો સજીવન થયો" એ વિષે નો પદ્મરાજાએ સૂક્ષ્મમાં વૃતાંત સાંભળ્યો.પછી તેણે ચારે દિશાના સમુદ્રનું પાણી મંગાવી તે જળથી સ્નાન કર્યું. કારભારીઓએ અને બ્રાહ્મણોએ તે રાજાનો અભિષેક કર્યો. રાજા અને બંને લીલાદેવી-હવે જીવનમુક્ત થયા હતાં,અને તેમની બુદ્ધિ ઉદાર થઇ હતી. આવી રીતે સરસ્વતી ના પ્રસાદ થી તથા પોતાના પુરુષાર્થ થી,તે પદ્મરાજા ત્રણે લોકમાં કલ્યાણ પામ્યા. સરસ્વતી દેવીના ઉપદેશથી આત્મ-તત્વ ને જાણનાર તે રાજાએ બે લીલાદેવી સાથે એંશી હજાર વર્ષ સુધી રાજ્ય કરીને અંતે સ્થિર બોધ પામેલું તે યુગલ જીવનમુક્તપણા ને પામી ગયું. (૬૦) કાળ નું વિષમ-પણું વશિષ્ઠ કહે છે કે-હે, રામ,આ પ્રમાણે "દ્રશ્ય (જગત) દોષ" ની નિવૃત્તિ માટે મેં તમને પવિત્ર લીલાદેવીનું આખ્યાન કહી સંભળાવ્યું.માટે તમે "આ જગત સત્ય છે" તેવી "બુદ્ધિ" નો ત્યાગ કરો. આ જગતની "દૃશ્ય-સત્તા" શાંત છે માટે તેનું શમન ઘટતું નથી,કારણકેસાચી વસ્તુ ને સ્વચ્છ કરવામાં કલેશ નથી અને ખોટી વસ્તુને નિવૃત્ત કરવામાં કલેશ ઓછો નથી !! માટે "દય-પદાર્થ અખંડ-એક-રસ-પણા ને પ્રાપ્ત થયેલ છે" એમ "આકાશ-રૂપી જ્ઞાન" વડે જાણીને, "તત્વ ને જાણનાર પુરુષ" એ "આકાશ" ની પેઠે જ નિર્લેપ રહે છે. સૃષ્ટિના આરંભમાં ચૈતન્ય-રૂપી-સ્વયંભુ એ -પૃથ્વી આદિ-પાંચ-મહાભૂત વિના આ દૃશય-પદાર્થો Page #157 -------------------------------------------------------------------------- ________________ 157 પોતાના વિષે જ ઉત્પન્ન કર્યા છે, માટે જ્યાં સુધી મનુષ્ય મનોવૃત્તિ નો રોધ કર્યો નથી ત્યાં સુધી, તેમની વૃત્તિ જેવા જેવા યત્ન કરે છે-તેવા તેવા પદાર્થો ઉત્પન્ન થયા કરે છે. કારણકે-શુદ્ધ સંવિત (જ્ઞાન-સત્ય) માં "સંવેદન-રૂપી-નદીઓ રહેલી છે, તેમાં જગતની સ્કુરણા થાય છે, માટે "સંવેદનો" નો રોધ (નાશ) કરવાથી "દય-ભ્રમ" ઓ નાશ થઇ જાય છે. "શુદ્ધ-ચૈતન્ય-રૂપી-આકાશ" માં "પરમાણુ-કણ" પ્રત્યે ચિદાકાશ નો જે "આભાસ" થાય છે તેને જ જગત કહે છે. માટે એ ખોટી ભ્રાંતિ (જગત) ની શી સત્તા છે?શી વાસના છે?શી આસ્થા છે?શી નિયતી છે? અને તે (જગત) માં શું "અવશય-થવા-પણું" છે? માટે જે આ જગત જોવામાં આવે છે, તે માયા-રૂપ છે, અને માયા અસત્ય છે, તેથી આ દ૨ય જગત અસત્ય છે. રામ કહે છે કે-હે પ્રભુ,આપે કૃપા-દૃષ્ટિ કરી મને જ્ઞાન આપ્યું તેથી શાંતિ મળે છે. આવી રીતે જગતના તત્વ નો વિચાર કરતાં અને આ લીલા ના આખ્યાન નું શ્રવણ કરવાથી, શાસ્ત્ર નું જ્ઞાન થવાથી,અને ઉપાધિ ની શાંતિ થવાથી મને પણ શાંતિ મળી છે. પણ સાથે સાથે નિર્વાણ-સ્વ-રૂપ ની પ્રાપ્તિ ન થવાથી મને ખેદ થાય છે. તમારા વચન-રૂપી અમૃત નું કાન-રૂપી પાત્ર થી પાન કરતાં મને તૃપ્તિ થતી નથી. હવે,મારો એક સંશય દૂર કરો. તમારા કહેવા પ્રમાણે લીલાદેવી ના પતિને ત્રણ સર્ગ નો અનુભવ થયો, તેમાં તેને વશિષ્ઠ -બ્રાહ્મણ ના જન્મ માં એક "અહોરાત્ર" (દિવસ અને રાત) થયો, પદ્મરાજાના જન્મ માં "એક માસ" થયો,અને વિદુરથરાજાના જન્મમાં "ઘણાં વર્ષો" થયાં. આવી રીતે તેને કોઈ ઠેકાણે ઘણા તો કોઈ ઠેકાણે થોડા કાળ (સમય) નો અનુભવ થયો તેનું શું કારણ? વશિષ્ઠ કહે છે કે-પ્રત્યેક મનુષ્ય ને જે જે સ્થળે બુદ્ધિથી જેવી જેવી "પ્રતીતિ " થાય છે, તે તે સ્થળે તેને તેવો તેવો અનુભવ થાય છે.જેમ કે-કોઈ મનુષ્ય ને ઝેરમાં અમૃત ની પ્રતીતિ થાય છે, તો તેને તે ઝેરમાં પણઅમૃતનો અનુભવ થાય છે. તેવી જ રીતે તેને જો શત્રમાં મિત્રની પ્રતીતિ (બુદ્ધિ) થાય છે તો તે શત્રુ પણ મિત્રરૂપ થઇ જાય છે. નિરંતર ના અભ્યાસ થી જે પદાર્થમાં જેવી ભાવના થાય છે, તે પદાર્થમાં તેને તેવો અનુભવ થાય છે. "ચૈતન્ય" નો ફુરણ નો સ્વ-ભાવ છે, તેથી સ્વ-ભાવથી તે જે જે કલ્પના કરે છે, તે તે પ્રમાણે તેને જ્ઞાન થાય છે. પલકારા કેટલા સમયમાં પણ જો એક "કલ્પ" નું સંવેદન (ફુરણ)થાય- તો તે પલકારો "કલ્પ"રૂપ થઇ પડે છે.અને જો એક "કલ્પ"માં પલકારા નું સંવેદન થાય તો તે "કલ્પ" પણ પલકારા જેટલો થાય છે. આવો "ચૈતન્ય" નો સ્વ-ભાવ છે. જેમ કે કોઈ દુઃખી મનુષ્યને એક રાત્રિ કલ્પ-સમાન થઇ પડે છે, તો તે જ રાત્રિ -એ સુખી મનુષ્યને ક્ષણ-રૂપ લાગે છે-અને-સ્વપ્નમાં જેમ એક ક્ષણ કલ્પ-રૂપ થાય છે અને એક કલ્પ એ ક્ષણ-રૂપ થાય છે. હરિશ્ચંદ્ર રાજાને એક રાત્રિમાં બાર વર્ષનો અનુભવ થયો હતો અને લવણ રાજાને એક રાત્રિમાં સો વર્ષનો અનુભવ થયો હતો. મનુ નું સંપૂર્ણ જીવન તે બ્રહ્મા નું એક મુહુર્ત થાય છે,બ્રહ્મા નું સંપૂર્ણ જીવન વિષ્ણુ નો એક દિવસ છે. પણ જે મનુષ્ય નું ચિત્ત ધ્યાન માં જ હોય છે, તેને દિવસ પણ નથી કે રાત્રિ પણ નથી, તેને પદાર્થ પણ નથી કે જગત પણ નથી.કારણ કે તેનું ચિત્ત નિર્વિકલ્પ સમાધિ માં જ હોય છે. પ્રત્યેક મનુષ્યને મનમાં જેવી ભાવના થાય છે, તેવો તેને અનુભવ થાય છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ 158 મધુર (ગળ્યા પદાર્થમાં કટુતા (કડવાશ) ની ભાવના કરવા થી તે પદાર્થ કડવો લાગે છે અને કડવા પદાર્થમાં મધુર-પણા ની ભાવના કરવાથી તે કડવો હોવા છતાં મધુર લાગે છે. વશિષ્ઠ કહે છે કે-હે, મહાબાહુ,એવી રીતે,"સંવેદન-રૂપે" જગત થાય (બને) છે. શાસ્ત્ર,પાઠ તથા જપ વગેરે જેનો અભ્યાસ થયો ના હોય, તો તેના સંવેદન અને અભ્યાસ થી - તે શાસ્ત્ર વગેરે સ્વાધીન થઇ જાય છે. વહાણમાં બેસીને જનારને કે ફૂદડી ફરનારને આખી પૃથ્વી ફરતી હોય તેમ જણાય છે, પણ કાંઠે ઉભેલા ને કે જે,કૂદડી ના ફરતા હોય તેને પૃથ્વી ફરતી હોય તેમ જણાતું નથી. સ્વપ્ન ની પેઠે શૂન્ય-સ્થાન (જ્યાં કોઈ પણ ના હોય તેવા સ્થાન) માં ઘણા માણસોનું સંવેદન થવાથી, તેમ જ જણાય છે. પીળા પદાર્થમાં લીલા કે ધોળા નું સંવેદન થવાથી તેવો જ અનુભવ થાય છે. અવિચારી મનુષ્ય ને ભીંતમાં પણ આકાશની ભ્રાંતિ થાય છે, અને સ્વપ્ન ની સ્ત્રી પણ સંવેદન થી જાગ્રત અવસ્થા ની પેઠે પ્રીતિ આપનાર થઇ પડે છે. આવી રીતે જે મનુષ્ય ને મનથી જેવો આભાસ થાય છે તેવો જ તેને અનુભવ થાય છે. પણ વસ્તુતઃ (સત્યમાં) તો બધું ખોટું જ છે-તથા શૂન્ય છે. બાળકને મિથ્યા જ્ઞાનથી કલ્પિત પિશાચ ની આકૃતિ જોવામાં આવે છે, તેવી રીતે મનની સ્કરણા થી જગત દેખાય છે, પણ વસ્તુતઃ તો તે છે જ નહિ.આ જે આકાર જોવામાં આવે છે તે બધું માયા-માત્ર છે. તેનો કોઈ આકાર નથી.તે બીજી વસ્તુ નો રોલ કરી શકે તેમ નથી અને પોતાને રોધ કરનાર બીજી વસ્તુ પણ તેનામાં નથી, જે આ જગત -સ્ફટ જોવામાં આવે છે તે માત્ર સ્વપ્ન-દર્શન ની જેમ રહેલું છે. એક થાંભલામાં પ્રતિમા ની કલ્પના થવાથી,જેમ તે થાંભલો પ્રતિમાનરૂપે જણાય છે, તેમ જાગતા મનુષ્ય ને એ અપૂર્વ સ્વપ્ન થયું હોય તેવું આ જગત છે-તેમ તત્વ-વેતા જાણે છે. જેવી રીતે ચિત્રકાર કોરા થાંભલામાં પોતાના મનથી જેવા આકારની કલ્પના કરે છે, તેવા આકાર તેને તેમાં દેખાય છે, તેવી રીતે,"સંવેદન-રૂપી-ચિત્રકાર" "ચિદાકાશ-રૂપી-સ્તંભમાં"જેવી સૃષ્ટિ ની ઈચ્છા કરે છે, તેવી સૃષ્ટિ તેના જોવામાં આવે છે. જેવી રીતે સ્વપ્નમાં કોઈ માણસ ને બીજા માણસ સાથે યુદ્ધ થાય પણ તેની જ પાસે સૂતેલો બીજો માણસ તે યુદ્ધને જોઈ શકતો નથી, તેવી રીતે,અજ્ઞાની મનુષ્યને સ્વપ્ન ના યુદ્ધની પેઠે અનેક પ્રકારના વ્યવહાર-સહિત જગત જણાય છે, પણ જ્ઞાની મનુષ્ય ને તે જોવામાં આવતું નથી. જેવી રીતે,સોનામાં રહેલું દ્રવ્ય-પણું અગ્નિના સંયોગ થી જોવામાં આવે છે, તેવી રીતે પરમાત્મા ની સત્તાથી જગત જણાય છે, પરંતુ ખરી રીતે, જેવી રીતે હાથ-પગ વગેરે અવયવો એ અવયવો થી જુદા નથી, તેમ ઈશ્વરની સત્તા થી જગત જુદું નથી, પણ જીવ-સમૂહ ના "નિમિત્ત" થી તે પરબ્રહ્મ માં જ રહેલું છે. "માયારૂપી-આકાશ" રહેલું આ જગત જો કે માયિક દૃષ્ટિ થી સાચું છે, તો પણ શુદ્ધ દૃષ્ટિ થી ખોટું છે. કારણકે સૃષ્ટિ ની આદિમાં (મહા-પ્રલય થયા પછી તથા સૃષ્ટિ થયા પહેલા) આ જગત એ "ચૈતન્ય-સ્વ-ભાવ" થી જ અવશેષ (બાકી) રહે છે. ત્યાર પછી "કાર્ય-વિભાગ" થવાથી,કારણ-પણુ ઉત્પન્ન થાય છે, પણ તે અસત છે. ખરું જોતાં,મહાપ્રલય થયા પછી-કાર્ય-કારણ ની કલ્પના છે જ નહિ,અને તે સમયે બ્રહ્માની પણ વિદેહ-મુક્તિ થવાથી,તે પણ જગતનું કારણ ઘટી શકે નહિ.કદી કોઈ એમ કહે કે-મુક્તિ થયા પછી,સ્મૃતિ થી બીજા બ્રહ્મા થાય છે, તો તે સ્મૃતિ પણ જ્ઞાન થી જ ઉત્પન્ન થાય છે, માટે આ જગત જ્ઞાન-માત્ર છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ 159 રામ કહે છે કે-વિદુરથરાજાના ગામનાં માણસોએ તથા સર્વ કારભારીઓએ તેના કુળનો ક્રમ એક જ જાણ્યો-તેનું શું કારણ તે કહો. વશિષ્ઠ કહે છે કે જેમ થોડા વાયુ ની (લેખા) એ મહાન (મોટા) વાયુ ને અનુસરે છે, તેમ,સામાન્યજ્ઞાન એ મુખ્ય જ્ઞાન (સંવિત-કે સત્ય જ્ઞાન) ને અનુસરે છે.આમ તે મુખ્ય જ્ઞાનને "પરસ્પર નું એક-રૂપ" અદ્રષ્ટ (જોઈ ના શકાય તેવું) હોવાથી તેમ-તે રાજા,પ્રજા ને કારભારીઓને એક બીજાનો અનુભવ થયો. ત્યાં વિદુરથ ના નગરમાં રહેવાવાળા લોકોને જાણે એવું જ્ઞાન થયું કે આ રાજા અમારા કુળમાં અમુક-રૂપે ઉત્પન્ન થયો છે. ચિંતામણી(રત્ન) માં થી કિરણો પ્રગટ થયાં અને તે કિરણો ને જોતાં મનુષ્યો માં - તેમના મનોરથ અનુસાર વિચિત્ર પદાર્થો થવા-તે સર્વ ચિંતામણી નો સ્વભાવ જ છે. તેમાં કારણ-વિચારની અપેક્ષા નથી. રત્નમાંથી જેમ કિરણો બહાર નીકળે છે-તેમ વિદુરથ રાજા ના સંવિત (જ્ઞાન) રૂપી રત્ન માંથી, "હું આવી રીતના કુલાચારમાં રાજા થાઉ" એવો મનોરથ થયો. જેમ,કોઈ સ્થળે સર્વત્ર અરીસાઓ હોય તો તેમાં એકબીજામાં પ્રતિબિંબ પડે છે, તેમ, ચૈતન્ય-રૂપી અરીસો સર્વ ઠેકાણે સામાન્ય છે અને સૃષ્ટિમાં જેટલાં જેટલાં જંતુઓ (પ્રાણીઓ) છે, તેમનું એકબીજાનું એક-બીજામાં પ્રતિબિંબ પડે છે. કદાપિ કહો કે-ચૈતન્ય-રૂપી અરીસામાં નિત્ય પ્રતિબિંબ હોવાથી મોક્ષમાં વિપ્ન આવશેતો તેના ઉત્તરમાં એટલું જ કહેવાનું કે-અરીસામાં ચલ પદાર્થ નું પ્રતિબિંબ ચલ જણાય છે અને સ્થિર પદાર્થ નું પ્રતિબિંબ સ્થિર જણાય છેતે જ પ્રમાણે માણસ ની સંસારમાં ની "તીવ્ર વેગ-વાળી ભાવના" (ચલ) - જયારે ચૈતન્ય-રૂપી દર્પણ માં "સ્થિર: થાય છે, ત્યારે મોક્ષ થાય છે. જેવી રીતે સમુદ્રમાં મળનારી મોટી નદી,બીજી નાની નદીને પણ પોતાના વેગ સાથે સમુદ્રમાં ભેળવી દે છે, તેવી રીતે વિદ્વાન માણસ પોતાના ઈશ્વર-સંબંધી મુખ્ય જ્ઞાનના વેગથી,સંસારિક જ્ઞાન ને જીતે છે.અને ઈશ્વરમાં મેળવી દે છે. તે જ રીતે બીજા અજ્ઞાની માણસો માં પણ જ્ઞાન ઉત્પન્ન કરે છે. પણ જો બે સામાન્ય (સરખા) જ્ઞાનવાન હોય તો તેમાંથી ચિત્ત-સ્વભાવ ને લીધએક નો જય થાય છે અને બીજો ડૂબે છે. આવી રીતે હજારો સર્ગ માં ઉત્પન્ન થતા,નાશ પામતા તથા વર્તમાન માં રહેલા પ્રત્યેક માણસ માં વિચિત્રતા રહેલી છે પણ ખરેખરું જોતાં, કોઈ કોઈનાથી વ્યાપ્ત નથી.તેમકોઈ કોઈના આધારે રહેલું પણ નથી. માત્ર આવરણ વિનાનું શાંત ચિદાકાશ જ રહેલું છે. આ જે પ્રત્યક્ષ જોવામાં આવે છે-તે-સ્વપ્ન ની પેઠે છે.અને જાગ્રત અવસ્થામાં વિવેક-દૃષ્ટિ વિનાનું સ્વપ્ન છે. જેવી રીતે ઝાડ,પાંદડાં, ફળ,પુષ્પ વગેરે તેના રૂપ થી જણાય છે, તેવી રીતે અંનત શક્તિમાન અને સર્વ કાર્ય કરવામાં સમર્થ એવા પરમાત્મા અનેક રૂપથી જણાય છે. દેશ, કાળ,ક્રિયા તથા દ્રવ્ય-રૂપે જણાતું આ જગત એ જુદા જુદા તરંગોવાળા જળની જેમ - શુદ્ધ ચૈતન્ય-રૂપ જ છે.અને તેમાં ઉદય અને અસ્ત રૂપ વિકાર નથી. તે (ચૈતન્ય) અજ્ઞાન-રૂપી અંધકાર માં પ્રકાશ કરે છે,અનાદિ શુદ્ધ છે,અને આદિ-મધ્ય-અંત રહિત છે. આકાશના કોશ માં જેમ શૂન્યતા જણાય છે, તેમ સંકલ્પ-વિકલ્પ-રૂપી મન વડે શુદ્ધ બોધ-રૂપી પરમાત્મા નો Page #160 -------------------------------------------------------------------------- ________________ 160 પ્રકાશ અહંતા-મમતા-રૂપી જગતના સ્વરૂપ-રૂપે ભાસે છે. (૬૧) સંસાર ની અસત્યતા રામ કહે છે કે-હે બ્રહ્મન,હું,તું અને જગતની જે ભ્રાંતિ છે,તે કારણ વિના પરમાત્મા થી કેવી રીતે ઉત્પન્ન થઇ? તે તમે મને બરાબર સમજાય તેવી રીતે ફરીથી કહો. વશિષ્ઠ કહે છે કે આ સર્વ (દશ્ય-કે-જગત) એ વસ્તુતઃ (સત્યમાં) પરમાત્મા જ છે,એટલે"કારણ વિનાનું જગત એ ભ્રાંતિ છે" એમ જે કહ્યું તે યોગ્ય જ છે. સર્વ શબ્દ અને (તે શબ્દના) અર્થ નો બોધ (જ્ઞાન) જોવામાં આવે છે તે બ્રહ્મ જ છે. અને તેથી તે (બોધ કે જ્ઞાન) જુદો નથી,પણ બ્રહ્મ ની "સત્તા" એ સર્વ શબ્દ અને અર્થ ના રૂપ થી જુદી છે. જેવી રીતે સુવર્ણથી અલંકાર જુદા નથી અને જળથી તરંગો જુદા નથી, તેવી રીતે બ્રહ્મ થી જગત જુદું નથી. જગત એ બ્રહ્મ-રૂપ છે અને બ્રહ્મ એ જગત-રૂપ છે.પણ, સુવર્ણમાં જેમ આભૂષણ (કુંડળ વગેરે) એ કલ્પિત છે,વસ્તુતઃ (સત્યમાં) છે નહિ, તેમ પર-બ્રહ્મ માં જગતની કલ્પના માત્ર છે, જગત ઈશ્વર-રૂપ છે પણ ઈશ્વરમાં જગત નથી. જેવી રીતે એક અવયવી (જીવ) ને હાથ-પગ વગેરે જુદાજુદા અવયવો થી અનેકપણું છે, તેવી રીતે,ચૈતન્ય-રૂપી પરમાત્મા ને અનેક-પણું છે. પરબ્રહ્મ ના વિષે સર્વ પ્રાણીના હૃદયમાં જે અજ્ઞાન રહ્યું છે તે જ જગત તથા અહંતા-રૂપે જણાય છે. ચિત્રકાર જેમ શિલા માં જુદા જુદા આકારની કલ્પના કરે છે પણ તે શિલા-રૂપ જ છે, તેવી રીતે મન-રૂપી ચિતારાએ ચૈતન્ય-ધન વિષે જગતની કલ્પના કરેલી છે, પણ તે ચૈતન્ય-ધન જ છે. જેવી રીતે દર્પણમાં પ્રતિબિંબ પડેલાં પોતાનાં જ નેત્ર (આંખો) એ પોતાના મુખ ને જોઈ શકે છે, તેવી રીતે ચૈતન્ય નું અવિદ્યા (અજ્ઞાન કે માયા)માં પ્રતિબિંબ પડવાથી,જગત જોવામાં આવે છે. તે સમયે તે બિંબ-પ્રતિબિંબ ની ક્રિયા ના સમયે) જેમ,ચિત્તમાં (મનમાં) "સંકલ્પ" ની ઉત્પત્તિ થાય છે, તેમ, -- તે,સર્વ પ્રકારની "શક્તિ-રૂપ-માયા"ના રૂપ ને ધારણ કરનાર "શબ્દ-તન્માત્રા" (ૐ??) એ "આકાશ"નો અનુભવ કરે છે.તેથી "આકાશની (આકાશ-ભૂત-બ્રહ્મની) ઉત્પત્તિ" થાય છે. --તે "આકાશ-ભૂત-બ્રહ્મ" તેની અંદર "સ્પર્શ-તન્માત્રા" નો સંસ્કાર ઉત્પન્ન થવાથી, જેવી રીતે સ્થિર પવન કોઈ કાલે સ્પંદન-પણા નો અનુભવ કરે છે તેવી રીતે "વાયુ-પણા" નો અનુભવ કરે છે. અને તેથી "વાયુ ની (વાયુ-રૂપ-બ્રહ્મ) ઉત્પત્તિ" થાય છે. --તે "વાયુ-રૂપ-બ્રહ્મ" કે જેની અંદર "રૂપ-તન્માત્રા" રહેલી છે, તે પોતાની સત્તા-રૂપ) "તેજ-પણા" નો અનુભવ કરે છે.તેથી "તેજ (તેજો-ભૂત-બ્રહ્મ) ની ઉત્પત્તિ" થાય છે. --તે, તેજો-ભૂત-બ્રહ્મ,જેવી રીતે જળ એ દ્રવ-પણા નો અનુભવ કરે છે-તેવી રીતે-જળ કેજળ ની અંદર રહેલી "રસ-તન્માત્રા" નો અનુભવ કરે છે, તેથી "જળ (જળ-રૂપી-બ્રહ્મ) ની ઉત્પત્તિ થાય છે. --તે, જળ-રૂપી બ્રહ્મ,જેવી રીતે પૃથ્વી સ્થિરતા નો અનુભવ કરે છે તેવી રીતે-પૃથ્વી કે જેમાં "ગંધ-તન્માત્રા" હેલી છે તેનો અનુભવ કરે છે ને જેથી "પુથ્વી (પૃથ્વી-રૂપી-બ્રહ્મ) ની ઉત્પત્તિ થાય છે. આવી રીતે એક નિમેષ ના (આંખના પલકારા ના) લાખમાં ભાગમાં પણ હજારો સૃષ્ટિ નો અનુભવ થાય છે. તે,બ્રહ્મ નું સ્વરૂપ શુદ્ધ છે, તે નિત્ય અને સ્વયં-પ્રકાશ છે. ને તેમાં જે ઉત્પત્તિ-સ્થિતિ અને લય રહેલા છે તે અનામય છે.વળી, તે ઉદય અને અસ્ત થી રહિત છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ 161 તે બ્રહ્મનું સ્વરૂપ જો જાણ્યું હોય તો તે -સૃષ્ટિ સહિત છે, તો પણ પરમાર્થ (પરમ અર્થ) થી-તેવિષમપણા થી રહિત છે. અને જો તે બ્રહ્મ ના સ્વરૂપ ને ના જાયું હોય તો તે,સૃષ્ટિ રહિત છે તો પણ સૃષ્ટિ-રૂપ જ છે એટલે કેજ્ઞાનવાન મનુષ્ય જગતને આકાશ-રૂપ જાણે છે અને અજ્ઞાની જગત (કે જે ખોટું છે) ને સાચું જાણે છે. બ્રહ્મ એ સર્વ-શક્તિમાન છે, તેથી તે જેવાજેવા આકારની ઈચ્છા કરે છે તેવાતેવા આકાર તે માયાથી ધારણ કરે છે. જે આ જગત જોવામાં આવે છે તે "ચૈતન્ય (બ્રહ્મ) નો વિલાસ છે. તે નો નિત્ય અનુભવ થાય છે એટલે તે સત્ય અને બ્રહ્મ-રૂપ છે.અને તે બ્રહ્મ પણ સૃષ્ટિમાં ભિન્નભિન્ન નામપણા ને પામેલ છે, તેથી તે જગત રૂપ છે.કારણકે તે પાંચ જ્ઞાનેન્દ્રિય અને છઠ્ઠા મન-ના "વિષય-રૂપ" છે. જેવી રીતે વાયુ વિષે સરણ (હલવું કે વહેવું) રહેલું છે-તેવી રીતે પરબ્રહ્મ વિષે સૃષ્ટિ રહેલી છે. જેવી રીતે પ્રકાશ ને તેજ થી જુદો ગણીએ તો તે અસત્ય છે અને જુદો ના ગણીએ તો સત્ય છે, તેવી રીતે જગતને બ્રહ્મ થી જુદું ગણીએ તો અસત્ય છે અને તેમ ના ગણીએ તો સત્ય છે. જેવી રીતે લાકડામાં કોતર્યા વિનાની પૂતળી રહેલી છે,ને શાહી માં અક્ષરો રહેલા છેતેવી રીતે પરબ્રહ્મ વિષે સૃષ્ટિ રહેલી છે. જેવી રીતે મરુદેશ (રણ) માં ઝાંઝવાનાં જળ સાચાં જણાય છે, તેવી રીતે આત્માના વિષે આ જગત સત્ય જણાય છે. જેવી રીતે,ઝાડ એ બીજ થી યુક્ત છે, તેવી રીતે આ જગત પરબ્રહ્મ-રૂપી ચૈતન્ય થી યુક્ત છે. જેવી રીતે દૂધમાં મધુરતા,મરીમાં તીખાશ,પાણીમાં દ્રવ-પણું,અને પવનમાં સ્પંદ-પણું છે, તેવી રીતે જગત બ્રહ્મ ના વિષે રહેલું છે વળી તે (જગત) પરબ્રહ્મ-રૂપ જ છે. આ જગત-એ- બ્રહ્મ-રૂપી રત્ન નો પ્રકાશ છે, અને તે પ્રકાશ તે બ્રહ્મથી જુદો નથી.વળી તેમ થવાનું કોઈ કારણ પણ નથી, એટલે કે તે પ્રકાશ ની સત્તા તે (બ્રહ્મ) ની સત્તા થી જુદી નથી. આ પ્રમાણે જગત તે આત્મા-રૂપ જ છે પણ તે ઉત્પન્ન થયું નથી પણ તે વાસના ચિત્ત અને જીવના "સંવેદનની ફુરણા" થી ઉત્પન્ન થયું હોય તેમ લાગે છે.અને તેનો, જ્ઞાન-યોગ ના દૃઢ અભ્યાસ-રૂપી પુરુષાર્થ થી નાશ થાય છે. આમ કોઈ દિવસ કોઈનો પણ અસ્ત કે ઉદય નથી,પણ સર્વ શાંત અને અજ અને ચિદ-ધન-રૂપ જ છે. જ્યાં સુધી ચિત્ત નો (મનનો) લય થયો નથી, ત્યાં સુધી એક પરમાણુમાં પણ હજારો જગત જણાય છે. છતાં ખરું જોતાં તે પરમાણુમાં જગત રહેવું સંભવિત નથી માટે તે જગત મિથ્યા છે. જેવી રીતે જળમાં જુદાજુદા તરંગ થાય છે તે કોઈ જગ્યાએ ગુપ્ત તથા પ્રગટ પણ છે, તેવી રીતે,જીવને વિષે જાગ્રત,સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થા ગુપ્ત તથા પ્રગટ પણે રહેલી છે. માટે આ સંસારમાં અનેક પ્રકારનાં સુખ ભોગવવામાં થી જયારે ચિત્ત-વૃત્તિ વિરામ પામે છે - ત્યારે-પરમ-પદને પમાય છે-એવો શાસ્ત્ર નો નિશ્ચય છે. જેમ જેમ સંસારમાંથી વૈરાગ્ય ઉપજતો જાય છે, તેમતેમ બંધન કપાતાં જાય છે, અને જયારે અહંભાવ નો નાશ થાય છે...ત્યારે જન્મ-મરણ મટી જાય છે. ચિતિ (ચિત્ત-સ્થિતિ બે પ્રકારની છે."ઈશ્વર-ચિતિ" એ "પર" એ અને "જીવ-ચિતિ " એ "અપર" છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ 162 પર-ચિતિ (ઈશ્વર-ચિતિ) તે નામ-રૂપથી રહિત છે અને અપર-ચિતિ (જીવ-ચિતિ) ચરાચર-જગત-રૂપ છે. અને આવું જે મનુષ્ય ગુરૂ, શાસ્ત્ર કે પોતાના અનુભવથી જાણે છે,એ સંસારથી તરીને મોક્ષ પામે છે. "પર-ચિતિ" (બ્રહ્મ) તે સ્વયં પ્રકાશ છે,અને ભેદ (સજાતીય-વિજાતીય-સ્વગત) થી વર્જિત છે. જેમ જળમાં લહરી ભાસે છે તેમ તે "પર-ચિતિ" (બ્રહ્મ) માં જગત ભાસે છે.અને એ જગતને જો તે પર-ચિતિ (બ્રહ્મ) થી ભિન્ન માણીએ તો તે અસત છે અને અભિન્ન માણીએ તો તે સત છે. બ્રહ્મ-દેવ (બ્રહ્મા) ની અસમ-ભાવના એ પોતાના "સંકલ્પ" ના ભેદ થી આ જુદુજુદું જગત ઉત્પન્ન કરે છે. તે બ્રહ્મા (બ્રહ્મ-દેવ) પોતાના અંતર્મુખ-પણા થી- વિષ્ણુ ના નિમેષ (પલકારા) ના એક કરોડમા ભાગમાં, પણ ઘણા યુગો નો અનુભવ કરે છે. (૬૨) નિયતિ (પ્રારબ્ધ) ની શક્તિ નું વર્ણન વશિષ્ઠ કહે છે કે-પરમાણુના લાખમા ભાગમાં પણ હજારો જગત સાચાં હોય તેમ જણાય છે. તથા, એક નિમેષ (પલકારા) ના લાખ માં ભાગમાં -હજારો કલ્પ સત્ય હોય એમ જણાય છે. તે પરમાણમાં ના જગતમાં રહેલા પરમાણુ માં પણ ભ્રાંતિથી હજારો જગત રચાય છે. જેમ જળ ની દ્રવતા પોતાના વિષે ઘૂમરી ધારણ કરે છે તેમ સર્ગ (જગત)ની શોભા પણ મિથ્યા છે. રામ કહે છે કે-હે,ત્રષિ મનુષ્યને સારી રીતે વિચાર કરવાથી જ્ઞાન થયા પછી નિર્વિકલ્પ આત્મ-પદ ની પ્રાપ્તિ થાય છે, તે જ્ઞાની નો દેહ રહે છે તેનું કારણ શું? અને કદાપિ પ્રારબ્ધ થી દેહ રહેતો હોય તો જ્ઞાન થયા પછી પ્રારબ્ધ કેમ રહે છે? તે કહો. વશિષ્ઠ કહે છે કે-પરબ્રહ્મની "સ્ફરસ-રૂપી જે ચિત્ત-શક્તિ" છે-કે જેને "નિયતિ" કહેવામાં છે, તે સર્વ પ્રત્યે અવશ્ય રહેલી છે, અને તેની સત્તા પ્રત્યેક "કલ્પ"માં છે. તે નિયતિ ને લીધે સૃષ્ટિના આદિ થી "અમુક પદાર્થમાં અમુક ગુણ અમુક કાળ સુધી આ પ્રમાણે રહેશે" વગેરે જે નિર્માણ થયું છે તે તેમને તેમ રહે છે. નિયતિ ને કોઈ મહાસત્તા,મહાચિતિ,મહાશક્તિ,મહાદૃષ્ટિ,મહાક્રિયા,મહોદભવ કે મહાસ્પદ-પણ કહે છે. વાયુમાં જેવી રીતે તૃણ (તરણું) ભમ્યા કરે છે, તેવી રીતે,નિયતિ ને લીધે -કલ્પ-પર્યત - દૈત્ય,દેવતાઓ,મનુષ્યો-પ્રાણીઓ વગેરેની સ્થિતિ રહેલી છે. જેમાં વ્યભિચાર નથી તે-બ્રહ્મમાં-કદાચ વ્યભિચાર નું અનુમાન થાય અને જેમાં ચિત્ર નથી એ આકાશમાં કદાચ ચિત્રનું અનુમાન થાય પણનિયતિ ની બીજી કોઈ સ્થિતિ નું અનુમાન થઇ શકે નહિ. બ્રહ્મા (બ્રહ્મ-દેવ) વગેરે તત્વજ્ઞાનીઓ અજ્ઞાની મનુષ્ય ને સમજાવવા માટે - "બ્રહ્મ-નિયતિ અને સર્ગ" એ "એક જ" છે એમ કહે છે. આકાશમાં જેવી રીતે ઝાડ ની કલ્પના થાય તેવી રીતે અનાદિ થી મધ્ય-પર્યત-બ્રહ્મ કે જે અચળ હોવા છતાં ચળ જણાય છે, તેનાથી વ્યાપીને "અજ્ઞાન ની દૃષ્ટિ" થી "સૃષ્ટિ" રહેલી છે. જેમ સ્ફટિક માં વન-સમૂહ નું પ્રતિબિંબ પડે છે, અને જેમ સૂતેલો મનુષ્ય સ્વપ્નમાં સંકલ્પ ના આશ્રય-રૂપ આકાશને જુએ છે, તેમ "માયા-સબળ બ્રહ્મ" માં રહેનાર "બ્રહ્મા" (બ્રહ્મ-દેવ) એ "નિયતિ-રૂપ સૃષ્ટિ" દીઠી. Page #163 -------------------------------------------------------------------------- ________________ જેમ હાથ-પગ વગેરે અંગ દેહધારીના અંગ થી દેખાય છે,તેમ બ્રહ્માએ નિયતિ-વગેરે સૃષ્ટિ -એ પોતાનું જ અંગ છે તેમ જોયું. આ પ્રમાણે રહેલી નિયતિ ને જ "દૈવ" કહે છે. તે "દેવ" સર્વ ઠેકાણે સર્વ કાળમાં તથા સર્વ પદાર્થમાં "જગતની વ્યવસ્થા-રૂપે "રહેલું છે. અમુક પદાર્થો-"આવી રીતે સ્ફુરણા કરવી" તો અમુકે "આવી રીતે રહેવું" અને અમુકે "અમુક પદાર્થ અમુક વખત સુધી ભોગવવો"- આ બધું દૈવાધીન છે. સર્વ-ભૂત,જગત,કાળ અને ક્રિયા-વગેરે સર્વ "પુરુષ-રૂપ" જ છે.એ નિયતિ થી પૌરુષી સત્તા છે,અને પૌરુષ થી નિયતિ ની સત્તા છે.આ પ્રમાણે જ્યાં સુધી જગત છે ત્યાં સુધી એકબીજાની સત્તા છે. પણ પછી પૌરુષ અને નિયતિ એક જ છે.બંને એકબીજામાં રહેલાં છે. હે,રામ હવે તમારે દૈવ અને પૌરુષ નો નિર્ણય મને પૂછવાનો રહ્યો.આ પ્રમાણે શિષ્ય-ભાવથી તમે મને જે પ્રશ્ન કરો છે અને હું જે ઉપદેશ કરું છું તે પ્રમાણે તમે વર્તે છો તે નિયતિને લીધે જ બને છે. "આજ મને દૈવ ભોજન આપશે તો જ હું જમીશ" આ પ્રમાણે દૈવ-પરાયણ થઈને, કંઈ પણ કર્યા વિના મૂંગું રહેવું તે પણ નિયતિનો નિશ્ચય છે. જો કોઈ મનુષ્ય કંઈ પણ કાર્ય ના કરે તો તેને બુદ્ધિ,કર્મ,વિકાર તથા આકૃતિ વગેરે કંઈ પણ થાય નહિ. આ પ્રમાણે પ્રલય થતા સુધી સર્વ પદાર્થ ની વ્યવસ્થા છે. "અમુક આ પ્રકારે અવશ્ય થાય" એવી સ્થિતિ "નિયતિ" કહેવાય છે.અને એવી નિયતિ નું બ્રહ્મા-રુદ્ર (દેવો) વગેરે પણ ઉલ્લંઘન કરી શકતા નથી. તેમ છતાં પણ બુદ્ધિમાન પુરુષે આ નિયતિ ના આધારથી પુરુષાર્થ નો ત્યાગ કદી કરવો જોઈએ નહિ. કારણ કે પુરુષાર્થ વગર નિયતિ કંઈ પણ ફળ આપતી નથી. પુરુષાર્થ કર્યા વિનાની નિયતિ નિષ્ફળ છે અને પુરુષાર્થ રૂપી નિયતિ સફળ છે. 163 કદાપિ-એમ કહો કે-જે મનુષ્ય કોઈ પણ પુરુષાર્થ કર્યા વિઅના અજગરનું વ્રત ધારણ કરીને રહે છે - તેને પણ આહાર મળે છે અને તૃપ્તિ થાય છે-માટે પુરુષાર્થ વિના પણ નિયતિ ફળ આપે છે તો તેના જવાબ માં એ કહેવાનું કે-ઉપર પ્રમાણે અજગર-વૃત્તિ (વ્રત) ધારણ કરનાર ને પણ આહાર મળ્યા પછી -ખાવું,ચાવવું વગેરે પુરુષાર્થ વગર તૃપ્તિ થતી નથી. તેમ,તેવા મનુષ્ય નો જે દેહ રહે છે-તે પણ તેનો પ્રાણવાયુ-હાલેચાલે-તેના માટે હલન-ચલન -વગેરે પુરુષાર્થ કરે છે-તેનાથી જ (તેનો દેહ) રહે છે અન્યથા નહિ. જેઓ યોગી છે અને તે ઉપર પ્રમાણે અજગરનું વ્રત ધારણ કરીને સમાધિથી જો-કદાપિ પોતાના પ્રાણવાયુને રોકે તો તે "રોકવાની પ્રક્રિયા" પણ એક પુરુષાર્થ જ થયો કહેવાય.અને તેથી તેમને મુક્તિ-રૂપી ફળ મળે છે. માટે આ પ્રમાણે પુરુષાર્થ વિના ફળ-સિદ્ધિ નથી એ નિશ્ચય છે. શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે પુરુષાર્થમાં પરાયણ રહેવું તેને "સાધન-રૂપ કલ્યાણ" કહે છે.પછી કર્મ માં અત્યંત વિરામ પામવાથી જે કલ્યાણ-રૂપી ફળ થાય તેને મોક્ષ કહે છે.અને તે સાધન થી જ સાધ્ય છે. જ્ઞાની ને નિયતિ પણ દુઃખ-રૂપ નથી,દુઃખ-રહિત નિયતિ ને "બ્રહ્મ-સત્તા" કહે છે -અને તે બ્રહ્મ-રૂપી સત્તા ની કાંતિમાં યત્ન થી સ્થિતિ થાય તો પરમ-ગતિ-રૂપ પરમ શુદ્ધ-પદ ની પ્રાપ્તિ થાય છે. આ રીતે-બ્રહ્મ ની સત્તા નિયતિ ના મહા-વિલાસ થી સર્વ ઠેકાણે જોવામાં આવે છે. (૬૩) શક્તિ અને શક્તિમાન નો અભેદ વશિષ્ઠ કહે છે કે-તે,બ્રહ્મ-તત્વ સર્વ-કાળમાં અને સર્વ દેશમાં -સર્વ કાર્ય કરવાને સમર્થ છે, Page #164 -------------------------------------------------------------------------- ________________ તે સર્વ આકાર-રૂપ છે.ને સર્વજ્ઞ હોવાથી સર્વ ને નિયમ માં રાખવા સમર્થ છે. તે સર્વ ઠેકાણે રહે છે,તેમ જ સર્વ-રૂપ છે,તે આત્મા છે,અને તેનામાં સર્વ પ્રકારની "શક્તિ" રહેલી છે. તેથી કોઈ સમયે તે અંતઃકરણ-રૂપી ઉપાધિમાં પ્રવેશ કરીને "ચિત્ત-શક્તિ" પ્રગટ કરે છે. તે કોઈ સમયે શાંતિ રાખે છે,કોઈ સમયે "જડ-શક્તિ" ધારણ કરે છે,કોઈ સમયે "રાગ-લોભ ની પ્રવૃત્તિ" થી ઉલ્લાસ પ્રગટ કરે છે અને કોઈ સમયે કંઈ પણ પ્રગટ કરતુ નથી. તે,જે ઠેકાણે,જે સમયે જેવા પદાર્થ ની ભાવના કરે છે તે ઠેકાણે,તે સમયે તે તેવા પદાર્થ ને જોઈ શકે છે. તેને સર્વ પ્રકારની શક્તિ હોવાથી,તે જેમ કલ્પના કરે છે તેમ થાય છે. આ પ્રમાણે સ્વભાવથી જ શક્તિનાં જુદાંજુદાં રૂપ છે અને તે શક્તિ તે જ આત્મા છે. શક્તિ અને શક્તિમાન (બ્રહ્મ) નો વિકલ્પ-એ વ્યવહાર માટે બુદ્ધિમાનો એ કલ્પ્યો છે.પણ, વસ્તુતઃ આત્મા ને વિષે કોઈ ભેદ નથી.શકિત અને શક્તિમાન બંને એક જ છે. પણ,જેમ સમુદ્ર અને તેનાં મોજાં,સુવર્ણ અને તેનાં ઘરેણાંમાં દ્વૈત-પણું કલ્પિત છે,છતાં વસ્તુતઃ દ્વૈત-પણું નથી,તેમ,આત્મા ને વિષે કોઈ જ ભેદ નથી,માત્ર ભ્રાંતિથી જ ભેદ દેખાય છે. જેમ, દોરીમાં સર્પની ભ્રાંતિ થાય છે,તે દોરીની અંદર પણ સર્પ નથી અને તેની ઉપર પણ સર્પ નથી, તેમ,જે આ જણાય છે-તે બહાર પણ નથી કે અંદર પણ નથી. એ (બ્રહ્મ) એ સર્વાત્મા હોવાથી સર્વ-સાધારણ-રૂપ થી જુએ છે.જે આ બધું જોવામાં આવે છે-તે અવિકાર બ્રહ્મ-રૂપ જ છે.મિથ્યા જ્ઞાન-વાળાઓએશક્તિ અને શક્તિમાન નો ભેદ કલ્પ્યો છે.પણ પરમ અર્થ થી તે ભેદ નથી. જે આ છે,તે બધું,સત્ હોય કે અસત્ હોય,પણ ચૈતન્ય પોતે જે સંકલ્પ કરે છે તથા જે અભિનિવેશ કરે છેતે-તે જોઈ શકે છે.અને જે છે તે સત-ચિત્ત અને બ્રહ્મ-રૂપ જ જણાય છે. (૬૪) ભોકતા ને જીવ-પણું વશિષ્ઠ કહે છે કે-પરમાત્મા સર્વ-વ્યાપી છે,મહેશ્વર છે,અને સ્વચ્છ છે.અનુભવ અને આનંદ-રૂપ તેનું સ્વરૂપ છે. તથા તે અનાદિ છે.તે શુદ્ધ ચૈતન્ય-રૂપી પરમાનંદ માંથી જીવ ઉત્પન્ન થાય છે,તેને ઉપાધિ (માયા) ના પ્રધાન-પણા થી ચિત્ત કહે છે.અને તે ચિત્ત થી જગત ઉત્પન્ન થયેલું છે. રામ પૂછે છે કે-જેનું અનુભવ-રૂપ પ્રમાણ છે અને જેનો અખંડ-અદ્વિતીય પ્રકાશ છે,તે પરબ્રહ્મથી અલ્પ જીવ ની જુદી સત્તા કેમ છે? તે મને કહો. વશિષ્ઠ કહે છે કે-પરબ્રહ્મ ને વિષે દ્વૈત ની ખોટી પ્રતીતિ જણાય છે.પણ વસ્તુતઃ તે દ્વૈત-રહિત,સ્વચ્છ,આનંદ અને અવ્યય છે. વિદ્વાન માણસ ને પણ તે જાણવામાં આવતું નથી.. ઉપાધિ ના સ્વભાવથી -મોક્ષ પર્યત (સુધી) ઉત્પન્ન થતું જે સ્પંદન છે તેને "જીવ" કહે છે. હે,રામ,જેમ,સમુદ્રનું તથા દિવાની જ્યોતનું જેમ કંઈક પણ સ્ફુરણ થયા જ કરે છે,તેમ બ્રહ્મનું જે કંઈ સ્ફુરણ છે તે "જીવ" છે તેમ સમજો. શાંત-પણું મટી ગયા પછી સ્વચ્છ ચિદાકાશ નું જે સંવેદન-રૂપી સ્વાભાવિક સ્ફુરણ છે તે જીવનું સ્વરૂપ છે. જેવી રીતે વાયુમાં ચલન-પણું,છે,અગ્નિમાં ઉષ્ણતા છે,અને હિમકણ માં શીતળતા છે, તેવી રીતે જીવમાં જીવ-પણું મોક્ષ થતાં સુધી સ્વભાવથી જ રહે છે. "ચૈતન્ય-રૂપી-આત્મ-તત્વ" નું "સ્વ-ભાવ" ને લીધે,સંવેદન થી જે સ્ફુરણ થાય છે તેને "જીવ" કહે છે. 164 Page #165 -------------------------------------------------------------------------- ________________ 165 જેવી રીતે અગ્નિ ના "કણ"માં (અણુમાં) લાકડું પડવાથી તેનો પ્રકાશ થાય છે, તેવી રીતે, જીવ-એ- "વાસના ના દઢપણા" થી "અહંકાર-પણા" ને પામે છે. જેમ,આકાશમાં દૃષ્ટિ પહોંચે ત્યાં સુધી જોવામાં આવે છે, પણ જયારે દૃષ્ટિ ના પહોંચે ત્યારે આકાશમાં તે આકાશ કાળું ના હોવા છતાં આકાશ કાળું લાગે છે, તેમ, જીવને જોકે અહંકાર ઘટતો નથી,તો પણ આત્મા વિષે તેનું અજ્ઞાન હોવાથી "અહંભાવના" થાય છે.અને "સંકલ્પ-કાળ" ની કળાથી,વૃદ્ધિ પામેલી,પોતાની "વાસનાઓને લીધે જીવ "અહંકાર" ને ધારણ કરે છે. વાયુ ના સ્પંદનની જેમ --"સ્કૂરી" ને તે "અહંકાર" -સંકલ્પ વશ થઈને "દિશા અને કાળ "ના પરિચ્છેદવાનો તથા દેહાદિ આકૃતિવાળો થાય છે. સંકલ્પપણા ને પામેલો તે "અહંકાર"-એ-ચિત્ત,જીવ,મન,માયા અને પ્રકૃતિ-એવા નામ થી રહે છે. સંકલ્પ વાળું ચિત્ત -એ-"પંચભૂત-તન્માત્રા" ની "કલ્પના" કરે છે, તેથી તે પંચમહાભૂત-પણા ને પામે છે. પંચ-તન્માત્રા ના આકારવાળું તે ચિત્ત (મન) જગતમાં "તેજ" ના કણ (અણું) રૂપે થાય છે. જેમ, વાવેલું બીજ પોતાના સ્કૂરણથી અંકુર ભાવ ને પામે છેતેમ ચિત્ત તન્માત્રા ની કલ્પના થી"તેજ-કણ" રૂપે થાય છે. જેમ,દ્રવ્ય-રૂપી જળ બરફ-રૂપ થાય છે તેમ,એ તેજ નો કણ -એ બ્રહ્માંડની કલ્પનાથી બ્રહ્માંડ રૂપ થાય છે. તેમાં કોઈ દેહની કલ્પના થી પુણ્ય કરનાર દેવતા નો દેહ પામે છે, કોઈ અહંકાર-રૂપી ભ્રાંતિ-પણા ને પામે છે, કોઈ સ્થાવરપણા ના સંકલ્પને લીધે સ્થાવર થાય છે,કોઈ જંગમ થાય છે, તો પક્ષી વગેરે થાય છે આવી રીતે જગતમાં સંકલ્પ ને લીધે વિચિત્ર સૃષ્ટિ પેદા થાય છે. પ્રલય થયા પછી,સૃષ્ટિના આદિમાં સંકલ્પ થી જે દેહ થાય છે, તેને "બ્રહ્મા" (બ્રહ્મ-દેવ) કહે છે.અને તે બ્રહ્મા પોતાના સંકલ્પ થી જગતને ઉત્પન્ન કરે છે. "ચૈતન્ય" ના સ્વ-ભાવથી બ્રહ્મ એ જ જગતનું મુખ્ય "કારણ" છે.અને ત્યાર પછી, જન્મ-મરણ થવામાં કર્મ જ "કારણ-રૂપે" રહે છે. જેવી રીતે જળમાં સ્વભાવથી જ ફીણ થાય છે, તેવી રીતે ચૈતન્ય ના સ્વ-ભાવથી ચિત્ત ઉત્પન્ન થાય છે. જેમ,દોરીમાં ફીણ બંધાઈ જાય છે અને જળ ચાલ્યું જાય છે-તેમ,દેહ ને "બંધન-રૂપી-કર્મ"થી જ ચિત્ત નું બંધન થાય છે.પણ ચિદાત્મા નું બંધન થતું નથી. સંકલ્પ-રૂપી "જીવ" જે પ્રમાણે કર્મ કરે છે તે તે પ્રમાણે તેને બંધન વગેરે થાય છે. જેવી રીતે બીજ માં અંકુર રહેલો છે, તેથી તેમાંથી અંકુર થયા પછી તે અનેક પ્રકારના પાન, ફળ, ફુલ ને પામે છે, તેવી રીતે જીવન ધારણ કરીને જીવ એ ઉત્પન્ન થયા પછી કર્મ ને લીધે વિચિત્રતા ને પામે છે. આમ,વ્યષ્ટિ જીવો વાસના-રૂપે રહેલી દેહ ની આકૃતિ ને પામે છે. ચિત્ત (મન) ના સ્પંદન ને લીધે, કર્મ થાય છે, તેથી જન્મ થાય છે.અને ત્યાર પછી,તે જીવો ઉંચા-નીચા "લોક" ને પ્રાપ્ત થાય છે.આમ, ચૈતન્ય ની સ્કૂરણા થી જ કરમ થાય છે,કર્મ એ જ "દૈવ" છે.અને દૈવ એ જ ચિત્ત છે.ચિત્ત થી આ સંસારમાં શુભ-અશુભ કર્મ થાય છે, અને જેનાથી અનેક પ્રકારનાં જગત અને અનેક પ્રકારનાં ભુવન ઉત્પન્ન થયા કરે છે. (૬૫) મનથી ઉત્પન્ન થતું દૈત અને બોધ થી મનનો નાશ વશિષ્ઠ કહે છે કે-હે,રામ,આદિ-કારણ બ્રહ્મા (બ્રહ્મ-દેવ) માંથી પ્રથમ "મન" (મનુ??) ઉત્પન્ન થયું. Page #166 -------------------------------------------------------------------------- ________________ તે મન એ "મનનાત્મક છે અને સર્વ ભોગો ભોગવનારું છે અને બ્રહ્મમાં રહીને "સ્થિતિ" પામેલું છે. "અમુક પદાર્થ આવો છે તથા અમુક પદાર્થ આવો નથી" વગેરે "સંકલ્પ-વિકલ્પ" મનને લીધે થાય છે. જેવી રીતે કોઈ સ્થળે ગંધ નો અનુભવ થયા પછી,પછી ગંધ ના હોય તેવા સ્થળે પણ પૂર્વ ની વાસનાને લીધે ગંધ નો અનુભવ થાય છે,તેવી રીતે આ સૃષ્ટિ વાસનાને લીધે સત-અસત ના આભાસ-રૂપ જણાય છે. મન ને લીધે ભેદ જણાય છે પરંતુ વસ્તુતઃ ભેદ નથી. તથા બ્રહ્મા,જીવ,મન,માયા,કર્તા અને કર્મ વગેરે જે દેખાય છે-તે જગતની દૃષ્ટિ થી છે,પણ બ્રહ્મરૂપે તે એક જ છે. જેમ સમુદ્રમાં અનેક પ્રકારના તરંગો ઉકળે છે અને તેનો વિસ્તાર થાય છે તેમ, ચિત્ત-રૂપી સમુદ્રમાં સંવેદન ને લીધે,આત્મા પોતે “જગત-રૂપ" જણાય છે. પણ તે અસત્ય છે,અસ્થિર છે -ત્તમ છતાં અધિષ્ઠાન ની સત્તાથી સત્ય જણાય છે. સ્વપ્ન ને વિષે જેમ અસત-સત પદાર્થ જોવામાં આવે છે,તેમ આ જગત ચિત્ત ને લીધે સત-અસત્ જણાય છે. પણ વસ્તુતઃ તે છે જ નહિ.જગત એ સત્ નથી,અસત્ નથી અને ઉત્પન્ન સુધ્ધાં થયું નથી.પણ, ચિત્તના ભ્રમથી જ જગત જણાય છે.મનના બળથી આ જગત સ્થિતિ પામેલું દીર્ઘ-કાળનું સ્વપ્ન છે. જીવ આત્મા વિશેના પોતાના અજ્ઞાનને લીધે સર્વ દુખના "કારણ રૂપ-ચિત્ત” નો વિચાર કરતો નથી. આત્મા નું સ્વરૂપ અનિર્વાચનીય છે,તે ચૈતન્ય સ્વરૂપ છે. તેની સ્ફુરણા થી ચિત્ત ની ઉત્પત્તિ થઇ,તે ચિત્તથી જીવ-પણાની કલ્પના થઇ,તેથી અહં-ભાવ થયો, કે જેનાથી ચિત્ત ની સ્ફુરણા થઇ અને તેથી ઇન્દ્રિયો ઉત્પન્ન થઇ.ને દેહનો મોહ (અહંતા-મમતા) થયો. અને તે-દેહના મોહથી જ સ્વર્ગ-નરક મોક્ષ અને બંધન થયા છે. આવી રીતે બીજ અને અંકુરના પેઠે-દેહ અને કર્મ નો આરંભ રહ્યો છે. ચૈતન્ય તથા જીવમાં જેમ ભેદ નથી,તેમ દેહ અને કર્મ માં કોઈ ભેદ નથી.કર્મ એ જ દેહ છે.કર્મ એ જ ચિત્ત છે, ચિત્ત એ જ અહંભાવ છે અને અમાવ એ જ જાવ છે. જીવ એ જ ઈશ્વર છે,ઈશ્વર એ જ ચૈતન્ય છે અને ચૈતન્ય એ જ આત્મા છે. આ પ્રમાણે એ "બ્રહ્મ-પદ" માં જ સર્વ નો સમાવેશ થયો છે અને સર્વ બ્રહ્મ-રૂપ જ છે. (૬૬) ઈચ્છા-ત્યાગથી અને બોધથી અજ્ઞાનયુક્ત મન નો નાશ થાય છે વશિષ્ઠ કહે છે કે-હે,રામ આ જગતમાં જે અનેકપણું દેખાય છે,તે વસ્તુતઃ બ્રહ્મ-સ્વરૂપ છે. જેમ એક દીવામાંથી અસંખ્ય દીવા થાય છે,તેમ ચિત્ત ને લીધે,એક બ્રહ્મ સ્વરૂપ માંથી આ જગતમાં અનેક-પણું દેખાય છે. જેને વિષે ( જેનાથી) આ અસત્-રૂપ જગત રહેલું છે -એ આત્મા નો વિચાર કરવામાં આવે તોદ્વૈત-પણા નો નાશ થઇ જાય છે. ચિત્ત-માત્ર પુરુષ છે,ને એ ચિત્તની શાંતિ થાય તો આખું જગત શાંત થાય છે. કેમ કે -જેમ,પગમાં જોડા પહેરનાર ને આખી પૃથ્વી ચામડાથી મઢેલી લાગે છે,તેમ જગતમાં ભ્રમ વિના કઈ પણ નથી જન્મ,મરણ બાલ્યાવસ્થા યુવાવસ્થા વૃદ્ધાવસ્થા સ્વર્ગ,નર-જે જે થાય છેતે માત્ર ભ્રમ ને લીધે ચિત્ત ને થાય છે. 166 જેમ મંદિરા (દારૂ) પીનાર મનુષ્ય ને આકાશમાં જુદાંજુદાં ચક્કર દેખાય છે પણ ખરું જોતાં ત્યાં આકાશ વિના બીજું કઈ પણ નથી તેમ ચિત્તને લીધે સંસારમાં અનેક પણું જોવામાં આવે છે પણ વસ્તુતઃ બ્રહ્મ વિના કઈ જ Page #167 -------------------------------------------------------------------------- ________________ 167 નથી.જેમ,આંખ ના દોષને લીધે આકાશમાં એક ચન્દ્ર હોવા છતાં બે ચંદ્ર દેખાય છે, તેમ,ભ્રાંતિ થી પરવશ થયેલો જીવ એ ચૈતન્ય-પરમાત્મા વિષે દ્વૈત-પણું જુએ છે. આમ ભ્રાંતિ થી જે દ્વૈત-પણું દેખાય છે તે માત્ર ચિત્તને લીધે જ છે.ચિત્ત જયારે દ્વૈત-પણા નો વિચાર કરે છે ત્યારે તે દ્વૈત જુએ છે અને જયારે તે અત નો વિચાર કરે છે ત્યારે અદ્વૈત ને જુએ છે. જે આ જોવામાં આવે છે તે ચિત્ત સિવાય બીજું કંઈ નથી,અને તે ચિત્ત ની શાંતિ થવાથી ચિત્તની ચંચળતા શાંત થાય છે.અને જયારે પુરુષ ચૈતન્ય-ધન સાથે એકતા પામીને નિશ્ચળ થઈને રહે છે, ત્યારે તે - સમાધિમાં લીન હોય કે વ્યવહાર કરતો હોય-તો પણ તે શાંત અને "જીવન-મુક્ત" કહેવાય છે. જેમ,નશો કરવાથી જે મનુષ્ય ને થોડો નશો ચડ્યો હોય તેનું ચિત્ત ક્ષોભ પામે છે, પણ જેણે ઘણો (વધારે) નશો ચડ્યો હોય તે તે શાંત રહે છે અને કોઈ ક્રિયા કરતો નથી, તેમ,"સૂક્ષ્મ-ચૈતન્ય" (આત્મા??) એ વિચિત્ર પદાર્થો નો અનુભવ કરે છે પણ "ઘન-ચૈતન્ય" (પરમાત્મા??) ક્રિયા-રહિત રહે છે. બ્રહ્મ ના પરમ-પદ માં રૂઢ થયેલા ચૈતન્ય-ઘન ના પ્રવાહને -કોઈ નૈરાગ્ય,કે કોઈ શૂન્ય કહે છે. ચિત્ત ની ચેતનતા ની સ્કૂરણા થી જગતમાં અનેક પ્રકારના ભ્રમ જણાય છે, અને તેથીજ"મારો જન્મ થયો-હું જીવું છું-મારું મરણ થયું" વગેરે વિકાર એ -અસત હોવા છતાં - પોતાના વિષે સાચા જણાય છે. જેવી રીતે સ્પંદન થી વાયુ જુદો નથી તેવી રીતે ચિત્ત થી ચેતન જુદું નથી. ચિત્તનો ભ્રમ અવિદ્યા (માયા-અજ્ઞાન) એ લીધે છે,અને સંસાર-રૂપી વ્યાધિ એ માત્ર ચિત્ત ની સ્કૂરણા થી થયો છે. અને તેનો જ્ઞાન-રૂપી ઔષધ થી નાશ થાય છે, તેમાં કોઈ શ્રમ છે જ નહિ. જયારે મનુષ્ય નું મન સર્વ પદાર્થો નો ત્યાગ કરીને વાસનાથી મુક્ત થાય છે, ત્યારે તે એક ક્ષણ માં જ મુક્ત થાય છે.એમાં કોઈ પણ સંશય નથી. જેવી રીતે દોરડીમાં સર્પ-રૂપે થયેલી ભ્રાંતિ તપાસ કરવાથી મટી જાય છે, તેવી રીતે આત્મ-જ્ઞાન થવાથી સંસારની ભાંતિ નો નાશ થાય છે. મનુષ્ય-માત્ર ને પૃથ્વી પર અનેક પ્રકારની અભિલાષા થાય છે, પણ જયારે તે સર્વ અભિલાષા નો ત્યાગ કરીને સ્થિર થઈને રહે છે, ત્યારે તેનો મોક્ષ થાય છે. મહાત્મા પુરુષ પોતાના પ્રાણ નો પણ તૃણ ની જેમ ત્યાગ કરે છે, ત્યારે અભિલાષા નો ત્યાગ કરવામાં કૃપણતા (નાનમ) કેવી? માટે તમે પણ અભિલાષાનો ત્યાગ કરી સંગ-માત્ર ને દૂર કરીને રહો. કર્મે કરીને જે પદાર્થ મળે તેનું ગ્રહણ કરવું,તથા જે નાશ પામે તેનો શોક ના કરવો. જે પુરુષ આવી રીતે રહે છે-તે જ્ઞાની ને હાથમાં રહેલું બીલીનું ફળ કે પાસે રહેલો પર્વત જેમ પ્રત્યક્ષ જણાય છે,તેમ જન્મ-મરણ વગેરે વિકાર થી રહિત એવું-બ્રહ્મ-પણું પણ પ્રત્યક્ષ જણાય છે. જેવી રીતે મોટો સમુદ્ર અનેક પ્રકારના તરંગ ના ભેદ થી જણાય છે, તેવી રીતે,અજ્ઞાની મનુષ્ય ની દ્રષ્ટિએ, અપ્રમેય આત્મા એ જ જગત-રૂપે જણાય છે, પણ તે આત્મા નું સત્ય-જ્ઞાન થવાથી મોક્ષ-રૂપી સિદ્ધિ થાય છે, અને તેનું જ્ઞાન ના થવાથી તે મન ને બંધનકારક થાય છે. (૬૭) જીવ નું વ્યષ્ટિ સ્વરૂપે વર્ણન રામ પૂછે છે કે આ જીવ શું પરમાત્મા નો અંશ છે? જીવ એ પરમાત્મા નું કાર્ય છે?કે એ પોતે પરમાત્મા છે? Page #168 -------------------------------------------------------------------------- ________________ 168 પરમાત્મા થી એ જીવ કેવી રીતે ઉત્પન્ન થયો? અને તે કોણ છે? તે તમે મને ફરીથી કહો. વશિષ્ઠ કહે છે કે-હે,રામ,બ્રહ્મ માં સમસ્ત "શક્તિ" રહેલી છે.અને તે સર્વ કરવાને સમર્થ છે. જે "શક્તિ" થી તે જેવી "સ્ફરણા" કરે છે, તેને તે પ્રાપ્ત થયેલ જુએ છે. "સર્વાત્મા-ઈશ્વર" ની અનાદિકાળથી"ચૈતન્ય-રૂપ-સ્ફરણા" થાય છે-તેને "જીવ" કહે છે. આત્મા ને તેનું સ્વાભાવિક દ્વૈત-પણું –એ જ સંસારની પ્રવૃત્તિ નું મુખ્ય કારણ છે.ત્યાર પછી, પૂર્વ સંકલ્પિત વાસનાને લીધે જન્મ-મરણનાં કારણે ઉત્પન્ન થાય છે. રામ પૂછે છે કે-હે મુનિશ્રેષ્ઠ જયારે એ પ્રમાણે છે તો-દ્વૈત એટલે શું?કર્મ એટલે શું? અને કારણ એટલે શું? વશિષ્ઠ કહે છે કે-આકાશમાંના વાયુ ની પેઠે સ્કુરણા થવી તથા ના થવી એ બંને "ચૈતન્ય નો સ્વભાવ છે. જયારે તેની ફુરણા થાય છે ત્યારે ઉલ્લાસ થાય છે અને જયારે નથી થતી ત્યારે તે શાંત રહે છે. શુદ્ધ ચૈતન્ય માં સ્વાભાવિક "અવિદ્યા" ની ફુરણા થાય છે.ત્યારે તેને "સ્પંદન" કહે છે. અને એથી આ જગત દેખાય છે.પછી જયારે દુય (જગત) ની દ્રયતા શાંતિ થાય છે ત્યારે તેને "અ-સ્પંદન" (ફુરણા ના થવી) કહે છે. શુદ્ધ ચૈતન્ય ના સ્પંદન થી "સૃષ્ટિ" ની ફુરણા થાય છે અને અ-સ્પંદનથી "શાશ્વત બ્રહ્મ" ની સ્કુરણા થાય છે. ચૈતન્ય ના "સ્પંદન" ના જીવ (પ્રાણ ના હલન ચલન ને જીવ કહે છે)-કારણ (પોતાની અંદર રહેલાં કાર્ય પેદા થવાં-તેથી કારણ) અને કર્મ (શરીર નું હલન ચલન થવાથી કર્મ થાય છે) એવાં જુદાંજુદાં નામ છે. અને તે સંસાર નું બીજ છે. આ પ્રમાણે,દ્વિત્વ (બે અથવા દ્વૈત) થયેલા ચૈતન્ય ના આભાસથી,કર્મ અનુસાર,મરણ સમયના સંકલ્પને લીધે,જે પ્રકારની વાસના થાય તેવો સૃષ્ટિમાં દેહ ઉત્પન્ન થાય છે.અને વિવિધ પ્રકારના ભોગવવાના પદાર્થ ઉત્પન્ન થાય છે. હજારો જન્મ તથા મરણનાં કારણને પામેલો જીવ ઘણા જન્મ પછી મોક્ષ ને પામે છે. ત્યારે જ્ઞાની એક જ જન્મ માં મોક્ષ પામે છે. ચૈતન્ય ના સ્વભાવને જેવી ઉપાધિ નો સંબંધ તેવાં તેનાં કારણો બંધાય છે, તેથી કોઈ સમયે સ્વર્ગ-નરક-મોક્ષ કે બંધન પ્રાપ્ત થાય છે. જેમ સુવર્ણ ના કુંડળ વગેરે પહેરેલાં હોય તેમ તે કાષ્ટસમાન આ જડ-દેહમાં જન્મ-મરણ વગેરે વિકાર રહેલા છે. આમ ઉપરના જન્મ-મરણ ના વિકાર કુંડળની પેઠે ખોટા જ છે, તથા થતા જ નથી. તો પણ ભ્રમને લીધે જન્મ થયો-સ્થિતિ થઇ-મરણ થયું-વગેરે વિકારનો અનુભવ થાય છે. આશાથી પરવશ થયેલું ચિત્ત પોતાને પરમાર્થ (પરમ-અર્થ) નું જ્ઞાન ના હોવાથી - "હું-મારું" વગેરે અસત્ય-રૂપ ને જુએ છે. જીવને ભ્રાંતિ ને લીધે જ જગતનું સ્કરણ થાય છે, અને તે બધું,"મનો-માત્ર" છે.ને "ભ્રાંતિ"ના ઉલ્લાસથી જ જણાય છે. હે, રામ, સમુદ્રના સૌમ્ય-જળમાં કેવી રીતે પાણી ના સ્પંદ (મોજાં) પેદા થાય છે તેવી રીતે,બ્રહ્મ-રૂપી સમુદ્રમાં ચૈતન્ય-રૂપી જળમાં "ચિત્ત-રૂપી મોજાં" અને "સૃષ્ટિ-રૂપી પરપોટા" ઉત્પન્ન થાય છે. સંવિત (સત્ય કે જ્ઞાન) નો એ "આભાસ" (સૃષ્ટિ) એ-"વિષય-રૂપે" રહેલ છે. ચિદાભાસ-રૂપે-તે-બ્રહ્મ એ જીવ કહેવાય છે, તથા સંકલ્પથી તે બ્રહ્મ -એ મન કહેવાય છે. વળી (પછી) તેના બુધ્ધિ-ચિત્ત-અહંકાર-તથા માયા-એવાં નામ પડે છે. અને તેથી જગત સત્ય જણાય છે) સ્વપ્ન માં જેમ ભ્રમ થાય છે, તેમ તે ચિત્ત ને સંસ્કૃતિ (ભ્રાંતિ) નો અનુભવ થાય છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ 169 આત્મા શુદ્ધ -નિત્ય તથા શાંત છે.ને તે ચિત્ત-રૂપી સ્વપ્ન ના વિભ્રમ ને જોતો હોય એમ જણાય છે. (૧) જાગ્રત-અવસ્થા એ જ સંસ્કૃતિ છે,(૨) અહંકાર એ સ્વપ્ન છે, (૩) ચિત્ત સુષુપ્તિ છે અને (૪) ચૈતન્ય એ ચોથું (સૂર્ય) સ્થાનક છે, આમ જીવ (પ્રત્યગાત્મા) જયારે અત્યંત શુદ્ધ ચૈતન્ય માત્ર ને પામે-એટલે તે "તુર્યાતીત પદ" કહેવાય. એ પદમાં રહેનારો ફરીથી શોકવાન થતો નથી. જેવી રીતે પૃથ્વી પર રહેલાં ઝાડ ઊંચાં વધે છે, તેની ઉન્નતિ નું કારણ આકાશ છે (ઉન્નતિ-કર્તા નહિ) કારણકે-આકાશ એ ઝાડ ને ઊંચું થતાં રોકતું નથી, તેવી રીતે આત્મા એ માયાથી થયેલા સર્ગ ને રોકતો નથી. તેથી તેને "કર્તા" નો આરોપ થાય છે. પણ વસ્તુતઃ (સત્યમાં) આકાશ જેમ વૃક્ષ નું ઉન્નતિ -કર્તા નથી, તેમ આત્મા એ જગત-કર્તા નથી. જેમ શુદ્ધ અરીસામાં પાસે રહેલા પદાર્થ નું પ્રતિબિંબ પડે છે, તેવી રીતે આત્મા ના સંવેદન થી, જગત પ્રતિબિંબ-રૂપે જણાય છે. જેમ,વૃક્ષ ના બીજમાં થી અંકુર,પાન અને ફળ થાય છે તેમ,ચૈતન્ય-રૂપી બીજમાંથી, ચિત્ત-જીવ અને મન ની કલ્પના થી જગત ઉત્પન્ન થાય છે. વાસનાથી વાસિત-ચિત્ત એ ચૈતન્ય ને લીધે ચિત્ત અને સર્ગ રૂપે ઉત્પન્ન થાય છે. બીજમાં બીજ અને વૃક્ષ બંને રહેલ છે, તેનું જ્ઞાન તેને હોય કે નહોય પણ તેમાંથી વૃક્ષ ઉત્પન્ન થાય છે. પણ,જેવો આ વૃક્ષ અને બીજ નો ભેદ છે-તેવો (ચિત્ત-રૂપે થયેલ) જગત ને બ્રહ્મ માં ભેદ નથી. કારણકે બીજ અને વૃક્ષ ના જ્ઞાન-માત્ર થી તેના અખંડિત-રૂપ નું ભાન થતું નથી, પણ બ્રહ્મ ના જ્ઞાન (બોધ) માત્રથી જ-જેમ દીવો કરવાથી,પદાર્થના રૂપ વગેરેનું સંપૂર્ણ જ્ઞાન થાય છે, તેમ (બ્રહ્મના જ્ઞાનથી) અખંડ સ્વરૂપનું જ્ઞાન થાય છે. જેમ પૃથ્વીમાં જેમ જેમ ખોદવામાં આવે તેમ તેમ તે ખોદેલા ભાગમાં આકાશ થતું (ભરાતું) જાય છે - તેમ અવિદ્યા(અજ્ઞાન) જેવો જેવો વિચાર કરે છે, તેવો તેવો અધિષ્ઠાન ની સત્તા થી અનુભવ થાય છે. જેમ,શુદ્ધ સ્ફટિક માં પડેલા પ્રતિબિંબ ના કારણે જેમ અજ્ઞાનને કારણે,વન-વગેરે જોવામાં આવે છે, તે પ્રમાણે શુદ્ધ બ્રહ્મ-માં -એ અનેક પ્રકારના જગત ના જેવું જોવામાં આવે છે. રામ કહે છે કે અહો,એ આશ્ચર્ય છે કે જગત અસત છતાં સત જણાય છે. હે પ્રભુ,બ્રહ્મ માંથી આત્મા (જીવ) કઈ રીતે પેદા થાય છે તે-ફરીથી કહો. વશિષ્ઠ કહે છે કે-ભૂત એ કોઈ અંગ-રહિત (અંગ-કે શરીર વગરનું) હોવા છતાં બાળકના મનમાં જે રીતે (કલ્પિત) અંગ-વાળા ભૂત નો ઉદય થાય છે, તેમ - બ્રહ્મ માં જીવ-પણું એ અસંભવ છે,તથા પૂર્વે તેનો (જીવ-પણાનો) અનુભવ નથી તો પણ પૂર્વે અનુભવ થયો હોય-તેવી રીતે બ્રહ્મમાં જીવ-પણા નો ઉદય થાય છે. બ્રહ્મ માં જ "બ્રહ્મ-રૂપ-શક્તિ" રહેલી છે, તે પ્રમાણ અને પ્રમેય-રૂપ છે.શુદ્ધ છે, સત્ય છે છતાં અસત્ય-રૂપે જણાય છે. તથા અભિન્ન હોવા છતાં તે ભિન્ન દેખાય છે. જેવી રીતે બ્રહ્મના વિચાર (એક માંથી અનેક થવાની ઈચ્છા) થી જીવ પેદા થાય છે, તેવી રીતે મનના ધર્મથી તે જીવ મન-રૂપે થાય છે.ત્યાર પછી શબ્દ-સ્પ-રૂપ-રસ અને ગંધ-રૂપે ઉત્પન્ન થાય છે.અને તે જીવ અતિ-સૂક્ષ્મ-રૂપે આકાશમાં ઝૂરે છે. તે જીવ એ "સંવેદન-રૂપ" છે,કાળને (સમયને લીધે પંચીકરણ દ્વારા ઉત્પન્ન થયેલ છે, અને Page #170 -------------------------------------------------------------------------- ________________ 170 સૂર્યની પેઠે પ્રકાશિત તથા "અપરિછિન્ન ચિદ-દૃષ્ટિ" થી (ઝાકળના કણ જેવા) બ્રહ્માંડ-રૂપ ને તેમજ મનુષ્યાદિ દેહને પોતાનામાં અનુભવે છે. ત્યારે તેને "શબ્દ તથા તેના અર્થ ના વિભાગ" ની સ્કૂર્તિ ના હોવાથી "હું કોણ છું?" તેની પણ તેને ખબર પડતી નથી હોતી પણ, પછી "પુરુષાર્થના વિચાર" સહિત પૂર્વના હજારો જન્મ નું સ્મરણ થવાથી તેને "ગર્ભ"માં "શબ્દ અને તેના અર્થ" ના વિભાગ ની ખબર પડે છે. પિંડમાં સ્કુટ (ફુરેલા) "અહંભાવ"નું સ્પંદન થવાથી તેને મુખના એક ભાગમાં -હવે પછી ઉત્પન્ન થનારી, જીહવા (જીભ) ઇન્દ્રિય દ્વારા "રસ" નો અનુભવ થાય છે. તેજનું ફુરણ થવાથી,હવે પછી ઉત્પન્ન થનારી,આંખ દ્વારા પ્રકાશનો અનુભવ થાય છે.અને, તે જ પ્રમાણે-ગંધ ની સ્કૂરણા દ્વારા નાક દ્વારા ગંધ નો અનુભવ થાય છે. આવી રીતે તે જીવાત્મા "કાક-તાલીય ન્યાય" (કાગનું બેસવું ને ઝાડનું પડવું) થી, "પૂર્વની વાસનાથી કલ્પિત ઇન્દ્રિયો " (જીભ-આંખ-નાક-વગેરે) ને તે પોતાનામાં જુએ છે.કે જે ઇન્દ્રિયો પછી પ્રત્યક્ષ ઉત્પન્ન થાય છે કે જે બહારના અર્થ (અવાજ-પ્રકાશ-વગેરે)ને પ્રગટ કરનાર દેહમાં આવેલાં છિદ્રો તરીકે દેખાય છે. આમ હે, રામ,સમષ્ટિ અને વ્યષ્ટિ-રૂપ જીવનો પ્રતિભાસ રૂપે "આતિવાહિક દેહ" ઉત્પન્ન થાય છે. બ્રહ્મની (પર) સત્તા નું કોઈનાથી એ વર્ણન થઇ શકે તેમ નથી.તે સત્તા અચળ હોવા છતાં ચળ જણાય છે. અને એ જ સત્તા આતિવાહિક ભાવને પ્રાપ્ત થઇ હોય તેમ જણાય છે.કે જે આતિવાહિક દેહ-સત્તા અજ્ઞાન થી જ જોવામાં આવે છે.અને જ્ઞાનથી નાશ પામે છે. આતિવાહિક દેહ એ આત્માથી ભિન્ન છે-એવું સંવેદન થવા થી-તે ભિન્ન છે. તે (આતિવાહિક-દેહ) બ્રહ્મ -રૂપ છે તેવું સંવેદન થવાથી તે બ્રહ્મ રૂપ છે, તેમજ ભિન્નતા અને એકતાનું સંવેદન થવું તે પણ બ્રહ્મ થી ભિન્ન નથી. રામ પૂછે છે કે તમારા કહેવા પ્રમાણે,પરબ્રહ્મ ના એક-પણા થી,બ્રહ્મ ના વિષે અજ્ઞાન નો સંભવ નથી, અને અજ્ઞાન વિના જીવ-વગેરેની ભેદ-કલ્પના ઘટતી (થતી) નથી, માટે બ્રહ્મથી જુદો (અતિરિક્ત) મોક્ષ શું છે? તથા મોક્ષ વિષે વિચાર કરવાનું કારણ શું? વશિષ્ઠ કહે છે કે-હે,રામ,તમારો પ્રશ્ન સિધ્ધાંત ને સમયે શોભે એવો છે. જેમ,સમય વિના ધારણ કરેલી પુષ્પ ની માળા સારી હોય તો પણ શોભતી નથી, તેમ મનુષ્ય ને પરિપાક દશા ન આવી હોય ત્યાં સુધી મોક્ષ શું છે તે માટે વિચાર કરવાનું શું કારણ? એવાં વચન પણ અનર્થ-રૂપ છે. પદાર્થ માત્ર ને રોકનાર (બંધન કરનાર) તથા મુક્ત કરનાર "કાળ" (સમય) છે. માટે કાળે કરીને સર્વ ફળ મળે છે.ઉપર પ્રમાણે તે જીવાત્મા કાળે કરીને હિરણ્ય-ગર્ભ-બ્રહ્મા ને પામે છે. તે બ્રહ્મા,પ્રણવ (ૐ) ના ઉચ્ચારથી અર્થશાન થવાથી સર્વ પદાર્થો ને જોઈ શકે છે.ને મનો- રાજ્ય કરે છે. તેથી "તન્મય-પણું" પામે છે. જે આ જગત જોવામાં આવે છે તે અસત તથા આકાશ-રૂપ છે. પર્વત-વગેરે જે ઊંચા-મોટા આકારો છે તે પણ આકાશ-રૂપ છે તો પછી નાનો પદાર્થ આકાશ-રૂપ હોય - તેમાં શું આશ્ચર્ય? માટે જે કંઈ દેખાય છે તેની ઉત્પત્તિ નથી કે નાશ પણ નથી. Page #171 -------------------------------------------------------------------------- ________________ 171. જેવી રીતે-બ્રહ્મા-વગેરે જીવની સત્તા-એ સત-અસત-રૂપ છે, તે પ્રમાણે પૃથ્વીમાં નાં સઘળાં પ્રાણીની તથા, સ્વર્ગમાં ના દેવતાઓ ની સત્તા પણ સત-અસત-રૂપ છે. બ્રહ્મા થી કીડા સુધીની ઉત્પત્તિ એ "સંવેદન ના ભ્રમ" થી થયેલી છે અને તેથી તે મિથ્યા છે.-કારણકેસારી રીતે જ્ઞાન થવાથી તે (ભ્રમ) નો ક્ષય થાય છે. જે પ્રમાણે બ્રહ્મા ઉત્પન્ન થાય છે તે જ રીતે કીડો પણ ઉત્પન્ન થાય છે.પણ કીડામાં ભૌતિક મલિન પણું અધિક હોવાથી તે તુચ્છ કર્મો કરે છે પણ બ્રહ્મા માં તેમ ના હોવાથી તે તુચ્છ કર્મો કરતા નથી.એટલો માત્ર ભેદ છે. જીવમાં ઉપાધિ અનુસાર “જીવ-પણું” રહેલું છે.અને તે “જીવ-પણા-અનુસાર” “પૌરુષ” રહેલું છે. આ “પૌરુષ-અનુસાર” કર્મો રહેલાં છે. અત્યંત સારાં (પુ) કર્મો ના પરિણામ-રૂપે “બ્રહ્મા” નું પદ મળે છે.અને નઠારાં (ખરાબ કે પાપ) કર્મો ના પરિણામે કીડા-પણું પ્રાપ્ત થાય છે.પણ પછી, જ્ઞાન નો ઉદય થયા પછી બ્રહ્મા-પદ કે કીડા-પણું (પાપ-પુણ્ય) એ બંને નો ક્ષય થાય છે.(બંને નથી) જેમ આકાશમાં પુષ્પ નથી અને સસલાને શિંગડું નથી હોતું (બંને અસંભવ છે) તેમ “દ્વિત-વાદ” મિથ્યા છે. જે પ્રમાણે કોશેટો બનાવનાર કીડો પોતાના ઘર બનાવવા સમયે પોતે તેમાં જ બંધાઈ (પુરાઈ) રહે છે, તે પ્રમાણે,મન ની ભાવનાથી ઉત્પન્ન થયેલા આ જગતમાં મનુષ્યો મિથ્યા બંધન નો અનુભવ કરે છે. બ્રહ્માએ પોતાના “મન” થી કરીને જેવું જોયું,તેવી ઉત્પત્તિ કરી છે, અને તે બ્રહ્મા એ જેવી ઉત્પત્તિ કરી તેવી મનુષ્યો જુએ છે.એ જ સ્વાભાવિક નિશ્ચય છે. મન થી બનેલું આ જગત મિથ્યા છે, તેની વૃદ્ધિ મિથ્યા છે, તેનો અનુભવ અને લય પણ મિથ્યા છે. “બ્રહ્મ” શુદ્ધ છે અને સર્વ ઠેકાણે રહેનાર છે,અનંત છે અને અદ્વિતીય છે.પણ ભ્રાંતિ (ભ્રમ) થી રહેનાર મનુષ્યો તે (બ્રહ્મ) ને અશુદ્ધ,અસત,અનેક અને અનેક ઠેકાણે રહેનાર-માને છે. અજ્ઞાની મનુષ્યોએ દોરડીમાં થયેલ સર્પ ની ભ્રાંતિથી જ માત્ર ભેદ કલ્પેલો છે. આમ,પ્રથમ આત્મામાં જગતની “સ્ફરણા” થાય છે કે જેનો વિસ્તાર થવાથી “મન” થાય છે, અને તે મન વડે “અહંભાવ” થાય છે. આ રીતે,નિર્વિકલ્પ–પણ-પ્રત્યક્ષ-રૂપે દેખાતું આ જગત,પ્રથમ “મન”-રૂપે થયું કે જેમાં અહંકાર ની ભાવનાથી અહંકાર” ઉત્પન્ન થયો અને ત્યાર પછી મન અને અહંકાર એ બંને થી “સ્મૃતિ” ઉત્પન્ન થઇ. મન-અહંકાર અને સ્મૃતિ” થી અનુભવ પ્રમાણે “તન્માત્રા” ઉત્પન્ન થઇ,કે જેનાથી જીવ” ઉત્પન્ન થયા. આ રીતે “ઉપાદાન-કારણ-બ્રહ્મ” માંથી “જગત નો આ આકાર કલ્પેલો” છે.. આ જગત સાચું હોય કે ખોટું હોય-પણ ચિત્ત-એ જેવી કલ્પના કરે છે તેવું તે જોઈ શકે છે, અને તે જોયેલું બધું સત્ય હોય એમ જાણીને તેમાં વ્યવહાર કરે છે. (કરવા લાગી જાય છે) (૬૮) કર્કટી રાક્ષસીનું આખ્યાન તેણે કરેલું ઉગ્ર તપ) વશિષ્ઠ કહે છે કે-હે,રામ,આ સમયે હું તમને રાક્ષસી ની કહેલો એક પુરાતન ઇતિહાસ કહું છું. તે ઇતિહાસ ઘણા પ્રશ્નો થી યુક્ત છે. હિમાલય પર્વતની ઉત્તર દિશામાં કર્કટી નામની એક મહા ભયંકર રાક્ષસી હતી.તે જાણે શયામ પથ્થરમાંથી બનાવેલ પૂતળી જેવી હતી. "વિશુચિકા" એ તેનું બીજું નામ હતું. તેની કાયા મોટી હતી અને તેને યોગ્ય આહાર તેને મળતો નહોતો. મોટા ઉદર (પેટ) વાળી,તેનો જઠરાગ્નિ અતૃપ્ત હતો.અને તે ક્યારે ય તૃપ્તિ પામતી નહોતી. Page #172 -------------------------------------------------------------------------- ________________ તે એક દિવસ વિચારવા લાગી કે-સમુદ્ર જેમ શ્વાસ ખાધા વિના શ્વાસેશ્વાસે જળ ના સમુહનું ભક્ષણ કરે છે, તેમ હું જંબુદ્વિપમાં રહેલા સર્વ મનુષ્ય ને ગળી જાઉં,તો મને તૃપ્તિ થશે.અતૃપ્તિની આવી દુઃખની વેળાએ જે યુક્તિથી જીવન ચાલે તે કરવામાં બાધ નથી,પણ સર્વ મનુષ્યો તો મંત્ર,ઔષધ,તપ,દાન અને દેવપૂજાથી રક્ષિત થયેલા છે.એટલે હું તે સહુનો એકદમ નાશ કેવી રીતે કરી શકું? મને લાગે છે કે હું ચિત્તમાં ખેદ કર્યા વિના પરમ તપ કરું કારણકે મહા ઉગ્ર તપ કરવાથી દુર્લભ પદાર્થ સુલભ થાય છે. આમ,સર્વ પ્રાણીઓનો નાશ કરવાની ઇચ્છાથી,તે હિમાલયના શિખર પર ચડી,ત્યાં તેને સ્નાન કર્યું,અને તપ કરવાનો પ્રારંભ કર્યો.એક પગે ઉભા રહી,ટાઢ અને તડકો સહન કરી,તે રાક્ષસીને તપ કરતાં હજાર વર્ષો લાગી ગયા.તેનાં અંગો અને ચામડી.શિથિલ થઇ ગયા. કર્કટીના આવા ઉગ્ર-તપને જોઈ ને બ્રહ્મા તેને વરદાન આપવા આવ્યા. (૬૯) કર્કટી રાક્ષસીને બ્રહ્માનું વરદાન વશિષ્ઠ કહે છે કે-હે,રામ,બ્રહ્મા નાં દર્શન કરી ને રાક્ષસીએ મનથી વિચાર કર્યો કે-એવું કયું વરદાન છે કે જેનાથી મારી ક્ષુધા ની સંપૂર્ણ પણે શાંતિ થાય?મને લાગે છે કે-હું રોગ-રૂપી અને લોઢાની સોય(સૂચિકા) થાઉં,તેવું વરદાન માગું કે તેની (સોય) જેમ થઈને હું પ્રાણી માત્રના હ્રદયમાં સુગંધ ની પેઠે પ્રવેશ કરીશ, અને આ રીતે તે સર્વ નો નાશ કરીને આખા જગતને હું ગળી જઈશ.તો મારી ક્ષુધાની શાંતિ થશે. બ્રહ્માએ જયારે કહ્યું કે –હે,પુત્રી તું ઈચ્છામાં આવે તેવું વરદાન માગી લે. ત્યારે કર્કટી એ કહ્યું કે-હે,ભગવન,હું અનાયાસી (રોગ-રૂપી-જીવ સહિત-પણ લોઢા ની નહિ) અનેઆયસી (લોઢાની-જીવ સહિત) સૂચિકા (શુચિ કે સોય) બનું તેવું વરદાન મને આપો. બ્રહ્માએ તેને “તથાસ્તુ” (તે પ્રમાણે થાઓ) તેવું વરદાન આપી કહ્યું કે હે,રાક્ષસી,તું “વિ” ઉપસર્ગ સહિત “સૂચિ”(સોય) થઈશ એટલે કે તું “વિવૃત્તિા” (બીજો અર્થ-કોલેરા) થઈશ. સૂક્ષ્મ માયાથી તું સર્વ લોકો ની હિંસા કરીશ,દુષ્ટ(ખરાબ) ભોજન કરનાર,બીજાનું અનિષ્ટ કરનાર,મૂર્ખ, શાસ્ત્ર ના માર્ગ થી વિરુદ્ધ રીતે ચાલનાર,અને દુષ્ટ દેશમાં નિવાસ કરનાર દુષ્ટ લોકો ના હૃદયમાં, પ્રાણ દ્વારા –અપાનથી હૃદયમાં પ્રવેશજે,અને તેમને પીડા કરી તેમનો નાશ કરજે. તું વાતલેખા-રૂપી વિશુચિકા થશે અને (ઉપર બતાવેલ) મનુષ્યો નો નાશ કરશે. 172 તે પછી શાસ્ત્ર અને સદાચાર માં નિષ્ઠા-વાળા ગુણવાન મનુષ્ય ની રક્ષા કરવા (વિશુચિકા રોગ મટવા)માટે, મંત્ર અને રીત -મનુષ્યોને ને સિદ્ધ ગણોને આપતાં બ્રહ્મા કહે છે કે-વિશુચિકા નો મંત્ર આ પ્રમાણે છે. ॐ ह्रां ह्रां रीं रां विष्णुशक्तये नमः. ॐ नमो भगवती विष्णशक्तिमेनाम. ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय दुरे कुरु स्वाहा. हिमवन्त गच्छजीव सः सः सः चन्द्र मंडलगतोसि स्वाहा. મંત્ર જાણનાર મનુષ્યે આ મંત્ર લખીને ડાબા હાથમાં રાખવો અને જમણા હાથે વિશુચિકા થયેલ રોગીને માર્જન કરવું.પછી,”કર્કટી-નામની વિશુચિકા રાક્ષસી મંત્રથી પીડા પામીને હિમાલય પર્વતમાં ચાલી ગઈ છે” એવી ભાવના કરવી.પછી,રોગી ચંદ્ર-મંડળ ના સર્વ વ્યાધિથી મુક્ત થયો છે,એમ મનથી ધ્યાન ધરવું. આ રીતે પવિત્રપણા થી આચમન કરી-ચિત્તમાં વ્યગ્રતા રાખ્યા વિના મનુષ્ય વિશુચકા રોગ નો નાશ કરી શકે છે. બ્રહ્મા ના આ મંત્રને આકાશમાં રહેલા સિદ્ધ-ગણોએ ગ્રહણ કર્યો અને બ્રહ્મા પોતાના લોકમાં પાછા ગયા. Page #173 -------------------------------------------------------------------------- ________________ 173 (૭૦) કર્કટીનું સુચી (સોય)-રૂપ થવું તથા તેનાં કર્મોનું વર્ણન વશિષ્ઠ કહે છે કે ત્યાર પછી તે રાક્ષસી ધીમે ધીમે પાતળી (આછી) થવા માંડી. તે પ્રથમ વાદળાં ના આકારની થઇ,પછી વૃક્ષની શાખા જેવડી થઇ.પછી પુરુષના જેવડી,પછી, હાથ જેવડી,પછી આંગળી જેવડી,પછી અડદની શિંગ જેવડી અને છેવટે સોય જેવડી થઇ ગઈ. અને ત્યાર પછી કમળ ના કેસરા જેવી ઝીણી અને સુંદર સોય બની ગઈ. એ રાક્ષસી સૂક્ષ્મ-સૂચી-રૂપે “આયસી” (લોઢા ની સોય જેવી) અને જીવ-સૂચી-રૂપે “અનાયસી” (રોગ-રૂપી) થઇ.તે સૂચિકા (રાક્ષસી) એ અષ્ટક (મહાભૂત,કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો,પ્રાણ,અંતઃકરણ,અવિદ્યા,કામ,કર્મ) વડે ચાલતી હતી,વળી,આકાશમાં પણ વાસ અને ગમન કરતી હતી. તે સૂચી (સોય) રૂપે દેખાય છે પણ તેનામાં લોઢાનું નામ નથી.તેથી, સંસાર-રૂપી ભ્રાંતિમાં રહેલી આ સુચી (સોય-રૂપી-રાક્ષસી) પણ એક ભ્રાંતિ (માયા કે વાસના?) જ છે. બ્રહ્મા ના વરદાનથી તે રાક્ષસી નું "સૂક્ષ્મ-રૂપ” થયું હતું,અને આ નવા-રૂપ ની શાંતિ માટે તેણે મૌન-વ્રત ધારણ કર્યું. તેનું સૂક્ષ્મ શરીર પ્રત્યક્ષ દેખાતું નહોતું,એટલેકે આકાશ-પણા ને પામેલું હતું, તે રૂપ દૂરદૂરથી, દીવાના જેવો પ્રકાશ પામતું હતું.ઇચ્છિત દેહ પામ્યાથી પ્રસન્ન થયેલી તે રાક્ષસી મોઢાથી જાણે આકાશનું વમન કરતી હોય તેમ જણાતી હતી. વિસ્તાર પામેલા દીવા ના કિરણ” જેવી તે કોમળ હતી, એટલે અર્ધ-મીંચી આંખથી જ દેખાય તેવી હતી. પુષ્પ ના કેસરા માંથી જાણે તંતુ ઉડ્યો હોય-અથવા-બહાર ફરવાના કૌતુકથી જાણે સુષુણા-નાડી –એ બ્રહ્મરંધ્ર માંથી નીકળી સૂર્યમંડળમાં ઉંચી જતી હોય તેમ તે જણાતી હતી. નિયત ઇન્દ્રિયોની શક્તિવાળી તે રાક્ષસી “લિંગ-દેહ” થી બહાર જણાતી હતી,અને કોઈના જાણવામાં આવતી ન હતી.તે અત્યંત અલક્ષ્ય હોવાથી શૂન્ય-વાદ ને ઉત્પન્ન કરનારી હતી,આકાશના જેવો તેનો વર્ણ હતો અને તે કંઈ બોલતી નહોતી. અદૃશ્ય તથા જીવવાળા (બે પ્રકારના) સોય (સૂચી) ના સ્વરૂપમાં તે રહેલી હતી. જેમ,હોલવાયેલા દીવાની આંચ જેમ જોવામાં આવતી નથી, તેમ છતાં તેણે સ્પર્શ કરવાથી તાપ લાગે છે, તેમ,તે અદૃશ્ય હતી તોપણ અતિ તીક્ષ્ણ હતી.તે “ચિદાભાસ” ને દબાણ કરવાના ધર્મ વાળી છે.અને તેનું “તત્વ” એ “વાસના” માત્ર છે. આ પ્રમાણે તે રાક્ષસીએ આખા જગતને ગળી જવા “સોય” ના રૂપ નો અંગીકાર કર્યો !! પણ તેનું રૂપ સૂક્ષ્મ હોવાથી તે જગતને ગળવા સમર્થ થઇ શકી નહિ. અહો, તેની મૂર્ખતા તો જુઓ, તેણે મનથી જગતને ગળી જવાની ઈચ્છા કરી હતી પણ “સૂક્ષ્મ-રૂપ” નો વિચાર કર્યો નહોતો!! આમ કેવળ “સંકલ્પ” ને જ જોતી અને અનર્થ માં બુદ્ધિવાળી તે રાક્ષસી નું તપ નિરર્થક થયું. જે મનુષ્યની બુદ્ધિ અનર્થમાં હોય તેણે પૂર્વાપરનો (ભવિષ્યનો) વિચાર ઉત્પન્ન થતો નથી, પ્રિય પદાર્થમાં તલ્લીન થયેલું ચિત્ત, તે પદાર્થ ને પામવાના દૃઢ પ્રયત્ન ને કારણે (ખોટી ભાવનાને લીધે) તે વિપરીત “ભાવ” ને પામે છે અને તેને “પછી નો” (પછી શું થશે? તેવો) વિચાર સૂઝતો નથી. કર્કટી રાક્ષસીએ “જગતને ગળી જવા રૂપી” પોતાનો મનોરથ સિદ્ધ કરવા સારું,પોતાના “મોટા શરીર” નો ત્યાગ કર્યો,અને “સૂચી શરીર"(સોય જેવા નાના) શરીરનો અંગીકાર કર્યો!! તેણે સ્વાર્થની સિદ્ધિ માટે મરણ નું મહાદુઃખ પણ મહાસુખ-રૂપ માન્યું!! સંતોષ માન્યો !! એક વસ્તુ પર અતિ-પ્રીતિ કરનાર મનુષ્ય ને બીજી વસ્તુ માં ભાન રહેતું નથી, અને તે એક વસ્તુ ની અતિ ઈચ્છા રાખનાર મનુષ્ય ને તેમાં ભલે તેનો નાશ થતો હોય તો પણ તે તેને તે સુખ-રૂપ માને છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ 174 આવી રીતે પ્રાણી-માત્રને ગળી જવાની ઈચ્છાવાળી તે “જીવ-વિશુચિકા” આકાશ-રૂપ નિરાકાર અને આકાશ ની પેઠે સૂક્ષ્મ-લિંગ-શરીર વાળી થઇ હતી.તેજ ના સૂક્ષ્મ પ્રવાહ ની જેવી તેની કાંતિ હતી, તે “પ્રાણ-તંતુ-રૂપ” હતી અને “કુંડલીની શક્તિ" જેવો તેનો આકાર હતો. સૂર્ય ના કિરણ જેવી (પ્રકાશ-મય) તે સુંદર હતી, એટલા માટે,એ રાક્ષસી ની “ક્રૂર-મનોવૃત્તિ” જ જીવ-વિશુચિકા” રૂપે રહેલી છે.પુષ્પ ના ગંધ ની પેઠે-તે “જીવ-સૂચી” પ્રાણીના હૃદયમાં પ્રવેશ કરે છે, અને પ્રાણી ની “હિંસા” (મરણ) થવાના “કારણ-રૂપે” (રોગો) પ્રગટ રહે છે. તે પારકા પ્રાણ હરણ કરીને પોતાનો પરમ-અર્થ પુરો કરવામાં પારાયણ (મગ્ન) રહે છે, આમ તે રાક્ષસી આયસી (લોઢા જેવી) અને અનાયસી (રોગ-રૂપી જીવ-રૂપે) સૂચી(સોય)રૂપ થઇ. હવે તે ઝાકળના જેવી પાતળી (અનાયસી) અને ચાંદીના જેવી કોમળ (આયસી)-તે રાક્ષસીએ “બે પ્રકારના-સૂક્ષ્મ-સ્વ-રૂપ” થી મનુષ્ય ના શરીરમાં પ્રવેશ કરીને શરીર ને વીંધતાં દશે દિશામાં ફરવા માંડ્યું. અને આમ જયારે તેણે દશે દિશામાં ફરવા માંડ્યું રોગથી પરવશ થયેલા,સ્થળ અને દુબળા મનુષ્યોના શરીરમાં પ્રવેશ કરીને તે રાક્ષસી “વાત-સૂચી" (વાયુ-રૂપ-સૂચી) થઇ.અને તેણે “વિશુચિકા” (કોલેરા-જેવો?) નો રોગ ઉત્પન્ન કરવા માંડ્યો. તે કોઈ સમયે સ્વસ્થ અને સુબુદ્ધિવાળા મનુષ્યોના શરીરમાં “જીવ-સૂચી-પણા” થી પ્રવેશ કરીને, તેમનામાં તે “અંત-વિશુચિકા” (દુષ્ટ-બુદ્ધિ) ઉત્પન્ન કરીને તેમનો અંત લાવતી હતી. આમ, દુષ્ટ-બુદ્ધિ વાળા મનુષ્યોના શરીરમાં રહીને તે રાક્ષસી કદી તૃપ્ત થતી તોકદી પુણ્યવાન મનુષ્યો તેને “મંત્ર,ઔષધિ,તપ” વગેરે ના ક્રમ થી તેને કાઢી પણ મૂકતાં હતાં. આ પ્રમાણે “બે-દેહ થી” (આયસી અને અનાયસી) આકાશમાં અને પૃથ્વી પર ફરતાં ફરતાં તેનાં ઘણાં વર્ષો ચાલ્યાં ગયાં.તે રાક્ષસી --કોઈ સમયે પૃથ્વીમાં ધૂળમાં સંતાઈ રહેતી,તો --કોઈ સમયે,હાથની આંગળીઓમાં સંતાઈ રહેતી. --કોઈ સમયે આકાશની પ્રજામાં સંતાઈ રહેતી તો --કોઈ સમયે વસ્ત્રના તંતુમાં સંતાઈ રહેતી. --કોઈ સમયે સ્નાયુ-રૂપી નદીમાં,કોઈ સમયે વ્યભિચાર થી દૂષિત થયેલી ઇન્દ્રિયમાં, --કોઈ સમયે મનુષ્યના હાથ-પગ ની સુકાઈ ગયેલી રેખાઓમાં,--કોઈ સમયે કાંતિહીન મનુષ્યોના ઉચ્છવાસ ઉપડાવી તેમાં,--કોઈ સમયે બણબણતી માંખ વાળા,દુષ્ટ (ગંધ) વાયુવાળા (બીલી-આંબા-વગેરે વૃક્ષો વિનાના સ્થળમાં) તો-- કોઈ સમયે એવા દેશમાં સંતાઈ રહે કે-કે જે દેશમાં સ્થળ પશુ અને મનુષ્યોનાં હાડકાં પડ્યાં હોય.(કે જેમાં નિરંતર આત્મનિષ્ઠ અને પરપીડ ને હરનારાનો અભાવ હોય જેમાં અપવિત્ર મનુષ્યો ભંડાં વસ્ત્રો પહેરીને ધૂમતાં હોય!!) તે સૂચી (સોય)-રપ (કર્કટી) રાક્ષસી--કોઈ વખતે તે મધમાખી,કાગડા કે કોયલ ને રહેવાના ઝાડના પોલાણમાં તથા પૂંઠામાં સંતાઈને રહે છે, --કોઈ સમયે માયા-રૂપી વાદળાં ની લેખમાં સંતાઈને રહે છે--કોઈ સમયે-ફાટી ગયેલ આંગળીઓ ના વ્રણ (ઘા) ના ખાડામાં સંતાઈને રહે છે,--કોઈ સમયે તે ઝાકળના બિંદુમાં સંતાઈ રહે છે, -કોઈ સમયે રાફડા માં લપાઈને રહે છે—કોઈ સમયે ઝાંઝવાના જળ થી ઝગમગતા મરુદેશ માં રહે છે, --કોઈ સમયે વાઘ-અજગર જેમાં રહે છે તેવા કઠોર અરણ્ય માં રહે છે, --કોઈ વખત ગંધાતા પાણીના ખાબોચિયામાં રહે છે,--કોઈ વખત નદીના શીતળ સ્થાનકમાં રહે છે, --કોઈ વખત વિચિત્ર વસ્ત્ર થી શોભતાં નગરમાં જઈને રહે છે, --કોઈ સમયે જવા-આવવાના અતિ પરિશ્રમ થી થાકી જાય છે, --કોઈ સમયે તે નગર તથા ગામડામાં રહેલાં સુત્ર(કપડાં)તથા પાત્રમાં ભરાઈ રહે છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ જેમ,મદોન્મત બળદ –એ અરણ્યમાં પોતાના શિંગડાથી ટીંબા ખોદી નાખે છે,તેમ તે રાક્ષસી – અનેક પ્રકારના તાપથી તપતાં મનુષ્યોના દેહ-રૂપી અરણ્યમાં તે બળદ ની જેમ રહે છે, તંતુ (દોરો) પરોવેલી તે સૂચિકા (સોય) —જયારે-સીવીસીવી ને થાકી જાય છે,ત્યારે આરામને માટેતે હાથમાંથી પડી જઈને લૂગડાં માં સંતાઈને રહે છે. તે સૂચિકા (સોય) ક્રૂર તથા કઠિન છતાં-મનુષ્યના હાથમાં વાગતી નથી,તેથી લોકો તેનો ત્યાગ કરતાં નથી, કારણકે –જો કોઈ મનુષ્ય તીક્ષ્ણ હોય પણ પોતાની તીક્ષ્ણતા બહાર બતાવે નહિ (દામ્ભિકતા) તો લોકો તેનો ત્યાગ કરે નહિ. આ પ્રમાણે તે “આયસી સૂચિકા” (લોઢા જેવી છતાં જીવ સહિત) એ “જીવ-સૂચી” સહિત, ચારે બાજુ ફરવા માંડ્યું.જેવી રીતે પવન ની સત્તાથી ફોતરાં ચારે બાજુ ઉડે છે,તેવી રીતે,તે સૂચીએ પોતાની અંતઃકરણ ની સત્તાથી ચારે બાજુ ફરવા માંડ્યું. તે રાક્ષસીએ તપ કરવા સમયે બીજાઓનો વધ કરીને પોતાનું પેટ ભરવામાં આનંદ માન્યો હતો, માટે તેનું સોય નું રૂપ થવાથી કેટલાક લોકોએ,જાણે,તેનો (તે રાક્ષસીનો) વધ કરવાની ઇચ્છાથી,તેના મુખ માં દોરો પરોવી (સોયમાં દોરો પરોવીએ છીએ તેમ) તેને અટકાવી હોય તેવું પણ નિશ્ચળ થાય છે. જેમ,અતિ ક્રૂર અંતઃકરણવાળો મનુષ્ય પણ અતિ-દરિદ્ર મનુષ્ય નું દયાથી પોષણ કરે છે,તે નિઃ સંશય વાત છે, તેમ,તે સૂચી (સોય-રૂપ રાક્ષસી) ક્રૂર છે,તો પણ,દરિદ્ર-રૂપે રહેલાં જુનાં ફાટેલાં લૂગડાંને સાંધીને તેનું પોષણ કરે છે.આ પ્રમાણે તે રાક્ષસી બીજાનું પોષણ કરે છે,પણ પોતાના પેટ નું પોષણ કરી શકતી નથી, કારણ કે-તપ કરવાથી તેનું હૃદય –તંતુ પણ પેસી ના શકે તેવું-છિદ્ર રહિત થયું છે આમ,પોતાના ઉદરનું પોષણ ના થવાથી,પોતાને પ્રાપ્ત થયેલા સૂચી-રૂપ ને માટે તે રાક્ષસી ને ખેદ થવા લાગ્યો.તો પણ,પોતાના રાક્ષસી સ્વભાવ થી,જયારે તે (કોઈને) વીંધવાના કામમાં જોડાય તો તે નદીના પ્રવાહ ની જેમ ઉતાવળ થી તેનું વેધન કરે છે. (તેને વેધી નાખે છે) જેમ,ચોર જેવા દુષ્ટ લોકો બીજાને દુઃખ આપતી વખતે પોતાનું મોઢું સંતાડે છે,તેમ,તે સોય,વસ્ત્રમાં વેધન કરતી વખતે પોતાનું મુખ વસ્ત્ર થી જ ઢાંકતી-ઢાંકતી આગળ ચાલી જાય છે. જેમ,મૂર્ખ મનુષ્ય એ ગુણવાન કે દોષવાન મનુષ્ય સાથે એક સરખી રીતે વર્તે છે,તેમ, તે સોય સુતરાઉ કે રેશમી લૂગડાં માં એક-સરખી રીતે જ વેધન કરે છે. મોટા દોરાને ધારણ કરનારી, પણ,અંગુઠા અને આંગળી ની વચ્ચે રહી રહી ને પીડા પામેલી તે સોય, તે મોટો દોરો પોતાના હૃદયમાં ના સમાવવાથી,જાણે આંતરડું ઓકી કાઢતી હોય તેમ જણાય છે. દોરો પરોવેલી તે સોય,તીક્ષ્ણ છે પણ તેનું હૃદય શૂન્ય છે,આથી તેને રસના સ્વાદની ગમ (ખબર) નથી. જેને પરિણામે તે રસવાળા અને રસ વિનાના પદાર્થોમાં રાક્ષસ સ્વભાવે(સ્વભાવના કારણે)જ પ્રવેશ કરે છે. એ સૂચી (રાક્ષસી) “દુર્ભાગી રાજ-પુત્રી” જેવી છે. એ કઠોર બોલતી નથી,છતાં એ દોરાથી મુખમાં નથાયેલી છે.તે તીક્ષ્ણ છે છતાં પોતે જ પોતાનાથી સંતાપ કરે છે.તે વીંધ(રંધ્ર)-વાળી છે,છતાં તે હૃદય-રૂપી છે એટલે રંઘ વિનાની પણ છે. ક્રૂર બુદ્ધિવાળી તે રાક્ષસી વિના અપરાધે લોકો ને મારવા ઈચ્છે છે,એટલે તે પાપને લીધે,તે,પોતાની બુદ્ધિથી જ સૂત્ર (દોરા) માં પરોવાઈને પોતાના પાપ-રૂપી પાશ માં લટકી રહી છે. કોઈ સમયે તે સોય લુહાર ની પાસે આવે અને લુહાર તેને તપાવવા અગ્નિમાં નાખેતો તે વખતે ધમણની ફૂંક થી તે ઉંચે ચડીને પલાયન થઇ જાય છે. 175 Page #176 -------------------------------------------------------------------------- ________________ 176 તે રાક્ષસી પ્રાણ અને અપાન વાયુ દ્વારા હૃદય-કમળ ની અંદર જ ધસે છે, અને તેનામાં દુઃખ ઉત્પન્ન કરવાની ઘોર શક્તિ રહેલી છે,આથી તે જાણે “જીવ-શક્તિ” ઉત્પન્ન થઇ હોય તેમ જણાય છે. સમાન-વાયુ ના વિપરીત-પણા (ઉંધા-પણા) થી-છતાં તે સમાન ની પેઠે જ ગમન (ફરે) કરે છે, અને, ઉદાન-વાયુના વિપરીત-પણાથી તે ઉદાન-વાયુ ની સાથે ગમન કરે છે. વ્યાન-વાયુની સાથે રહીને તે વ્યાધિ ઉત્પન્ન કરે છે.અને સર્વ અંગ ના રસમાં ફરે છે. કોઈ સમયે તે “શૂળ-રોગ-રૂપી-વાયુ” સાથે હૃદયમાં અને કંઠમાં પ્રવેશીને શૂળ-રૂપી ઉન્માદ લાવે છે. કોઈ સમયે તે મનુષ્યના પગમાં પેસી જાય છે અને રુધિર-પાન કરી આશ્ચર્ય-સહિત આનંદ માને છે. કોઈ સમયે તે પુષ્પ ની માળા પરોવવાના કામમાં આવે છે, ત્યારે પુષ્પ-ગુચ્છ નું ભોજન કરે છે.અને અલ્પ ભોજન થી તે સંતોષ પામે છે. કોઈ સમયે તે ગારામાં નીચું માથું કરીને સૂઈ રહે છે. જેમ,નીચ મનુષ્યને ઉત્સવ કરતાં કલહ (કકળાટ) વધારે સુખરૂપ લાગે છે, તેમ તે રાક્ષસીએ પારકા ના પ્રાણ ના જાય ત્યાં સુધી તેની ક્રૂરતા બતાવવામાં આનંદ માન્યો છે. જેમ,લોભીને અર્ધી કોડી નો (પૈસાનો) લાભ થાય તો પણ તે ઘણો માને છે, તેમ,થોડા લોહી પીવામાં પણ તે સોય આનંદ માણવા લાગે છે. આવી રીતે “જીવ-સૂચી” (રોગ-રૂપ-સૂચી) અને “લોહ-સૂચી” (લોખંડ ની સોય-રૂપ) એવા સૂચી-સ્વ-રૂપ થી તેણે પ્રાણીમાત્ર ના મરણ ની ઈચ્છા રાખી છે. જેમ,ઘરમાં રાખેલી સોય વાપરવામાં ના આવે તો તેના પર કાટ ચડી જાય છે પણ તેને માટી સાથે ઘસવામાં આવે તો-તે પછી ઉજ્જવળ થાય છે, તેમ તે સૂચી ને બીજાને મારવાનું કામ ના મળે ત્યારે તેના મનમાં દુઃખ થાય છે, પણ બીજાને દુઃખ દેવામાં તેને આનંદ મળે છે. તે ઘણી સૂક્ષ્મ છે, અદૃશ્ય છે,ખંડન કરનારી છે, તીક્ષ્ણ વીંધનારી છે,કૂર છે ને જાણે દૈવી ચેષ્ટા જેવી છે. તે રાક્ષસી કોઈ સમયે પોતાની શક્તિથી કાદવમાં પેસી જાય છે, કોઈ સમયે આકાશમાં ઉડે છે, કોઈ સમયે પવન ની સાથે દિશાઓમાં વિહાર કરે છે, અને કોઈ સમયે ધૂળમાં,ભૂતળમાં,વગડામાં,કે ઘરના અંતઃપુર માં સુએ છે.કોઈ સમયે હાથમાં, કાનમાં,ઉનના સ્વચ્છ સમુહમાં,લાકડાના છિદ્રમાં, માટીના ઢગલામાં –તેમ જ માનવીના હૃદયમાં સંતાઈ રહે છે. જેવી રીતે યોગી મંત્રની શક્તિથી પોતાની ઈચ્છા પ્રમાણે વિહાર કરે છે, તેવી રીતે તે રાક્ષસીએ પણ પોતાની ઈચ્છા મુજબ ફરવા માંડ્યું. (૭૧) કર્કટી રાક્ષસી નો પશ્ચાતાપ વશિષ્ઠ કહે છે કે-હે,રામ,તે કર્કટી રાક્ષસીને ઘણા કાળ સુધી માણસના લોહી-માંસ નો સ્વાદ લેતાં પણ તૃપ્તિ થઇ નહિ, કારણકે સૂચી (સોય) રૂપ તેના નાના દેહમાં એક રૂધિરના બિંદુથી વધુ શું સમાઈ શકે? આમ, રાક્ષસી ની તૃષ્ણા, સોય-રૂપ થવાથી પણ,શાંત થતી નથી.માટે- તે રાક્ષસી વિચારવા લાગી કે “હાય,મને આ સૂચી-રૂપ પ્રાપ્ત થવાથી હું કેવી સૂક્ષ્મ થઇ ગઈ છું! ભક્ષણ કરવાની મારી શક્તિ હરાઈ ગઈ છે,અરે, મારા પેટમાં એક કોળિયો પણ સમાઈ શકતો નથી, મારા પ્રથમના મોટા મોટા અંગો ક્યાં ગયા? હું કાદવની વચમાં ડૂબી જાઉ ,પૃથ્વી પર પડી જાઉં છું અને માણસના પગના પ્રહારથી હણાઈ ગઈ છું, મલિન થઇ ગઈ છું.અરે રે હું ધણી વિનાની મને કોઈ ધીરજ આપનાર નથી,મારું કોઈ સ્થળ નથી, દુ:ખથી પણ વધારે દુઃખમાં અને સંકટથી પણ વધારે સંકટમાં હું ડૂબી ગઈ છું. મારે કોઈ સખી નથી,દાસી નથી,માતા નથી,પિતા નથી,ભાઈ નથી,પુત્ર નથી,દેહ નથી કે આશ્રય નથી. Page #177 -------------------------------------------------------------------------- ________________ 177 ઠરીને બેસવાનું મારે કોઈ સ્થળ નથી, તેથી હું વનનાં પાંદડાં ની જેમ ચારે બાજુ ભમ્યા કરું છું. હું અતિ આપત્તિ માં આવી પડી છું,હવે હું મોત માગું છું, પણ તે ય મને માણ્યે-મળતું નથી. જેમ હાથમાં આવેલ ચિંતામણિ ને કોઈ કાચ નો ટૂકડો સમજીને ફેંકી દે,તેમ,મેં મૂઢ-બુદ્ધિ થી મારા પ્રથમના દેહનો ત્યાગ કર્યો! મારા દુઃખ ની પરંપરા નો કોઈ પાર નથી,બીજાને પીડનારી પણ બીજાના સંચારથી ચાલનારી હું પરવશતા ને કારણે પરમ કૃપણતા પામેલી છું.મને ઉદર (પેટ) નહિ હોવાથી, મારાથી સ્વાદ કે કોળિયો લઇ શકાતો નથી.હું હીન-ભાગ્ય-વાળી છું. જેમ ભૂતની શાંતિ કરતાં તે શાંતિથી-વાળી પછી ભૂતની જ ઉત્પત્તિ થાય છે, તેમ તપ કરવાથી મારા જ નાશ નો ઉદય થયો છે.હાય મેં મંદ-બુદ્ધિથી,મારા પ્રથમના મોટા શરીર નો કેમ ત્યાગ કર્યો? પણ એ તો જયારે નાશ થવાનો હોય ત્યારે જ અવળું મતિ સુઝે ને?!! કીડી કરતાં પણ મારું શરીર સૂક્ષ્મ છે, માટે માર્ગ ના ધૂળના ઢગલામાં હું ડૂબી જઈશ તો મારો ઉદ્ધાર કોણ કરશે?હું અજ્ઞાનરૂપી સમુદ્રમાં પડી છું,મારો અભ્યદય થાય જ ક્યાંથી? મારે ક્યાં સુધી આ ખાડામાં પડી રહેવું પડશે?તે હું જાણતી નથી!! મારો મોટો દેહ ક્યારે થશે? (૭૨) કર્કટીએ પુનઃ તપ કર્યું અને ઇન્દ્ર ને આશ્ચર્ય થયું વશિષ્ઠ કહે છે કે-હે,રામ,સૂચી (સોય) રૂપે થયેલી તે રાક્ષસીએ તે પછી પોતાનો પ્રથમનો દેહ પાછો મેળવવા “હું ફરી તપ કરું” એવો વિચાર કર્યો અને વાણીને નિયમમાં રાખીને સ્થિર-પણા થી તપ કરવાનો દૃઢ નિશ્ચય કર્યો. મનુષ્યો ને મારવાના જે વિચારો તેના મનમાં હતા તે વિચારોનો ત્યાગ કરી ને તેને તપ કરવા સારું હિમાલય પર્વત તરફ પ્રયાણ કર્યું. પ્રથમ તે રાક્ષસીએ પોતાના આત્મામાં મન થી કલ્પિત સૂચી-પણું જોયું, ત્યાર પછી પ્રાણવાયુ-રૂપ તે જીવ-સૂચી-એ પ્રાણ સાથે પ્રવેશ કર્યો અને તે પ્રાણવાયુ-રૂપ શરીર થી તે તપ કરવા ચાલી. એક પગ પર ઉભા રહી તેણે હજાર વર્ષ તપ કર્યું, ત્યારે તેની સંસારની ફુરણા-માત્ર નિવૃત્ત થઇ, તેથી પરમાત્મા નો વિચાર કરતાં તેનું મન નિર્મળ થયું,અને તેના જ્ઞાનનો ઉદય થયો. જ્ઞાનનો ઉદય થવાથી તેને “કાર્ય-કારણ” ની ખબર પડવા માંડી અને તેને પરમ પવિત્ર-પણું પ્રાપ્ત થયું. તપ કરવાથી તેના પાપનો નાશ થયો અને તેથી તેને તત્વજ્ઞાન પ્રાપ્ત થયું.તે પોતે જ આત્મ-બુદ્ધિથી. બ્રહ્મ-જ્ઞાની થઇ.અને પોતાના સુખ ને સૂચવનારી થઇ. સાત લોક ને સંતાપ કરે તેવું દારુણ તપ તેણે સાતહાજર વર્ષ સુધી કર્યું. તેના ઉગ્ર તપ ના તાપને લીધે. પર્વત પણ બળવા માંડ્યો અને તેથી આખું જગત તપતું હોય એમ જણાવા લાગ્યું. આ જોઈને ઇન્દ્ર ને આશ્ચર્ય થયું અને તેણે નારદ-મુનિ ને પૂછ્યું-કોના તાપને લીધે આ જગતનો પરાભવ થાય છે?ત્યારે નારદ-મુનિએ રાક્ષસીના તપની વાત કરી. અને કહ્યું કેઆ રાક્ષસી ના તપ થી સમુદ્ર અને મેઘ સુકાઈ જાય છે અને સૂર્ય પણ દિશાઓ સાથે મલિન થઇ જાય છે. (૭૩) વાય-દેવતાએ કર્કટી રાક્ષસી ની શોધ કરી વશિષ્ઠ કહે છે કે-કર્કટી ની વાત સાંભળી ઇન્દ્ર કુતુહલ પામ્યો અને તેણે નારદજીને પૂછ્યુંકે-તે રાક્ષસીએ તપ કરીને પિશાચની વૃત્તિ વાળું સૂચી-પણું મેળવીને કેવાં વૈભવ ભોગવ્યા તે કહો. ત્યારે નારદજીએ રાક્ષસી ના સૂચી (સોય) ના શરીર થી ભોગવેલા વૈભવ નું વર્ણન કરી ને કહ્યું કેહેઇન્દ્રાપિશાચ-પણા ને પામેલ તે રાક્ષસી (જીવ-સૂચી) ને પ્રથમ કાળા લોઢાની સોયનો આશ્રય હતો, Page #178 -------------------------------------------------------------------------- ________________ 178 ત્યાર પછી તેનો ત્યાગ કરીને આકાશના વાયુ-રૂપી-રથ દ્વારા,પ્રાણવાયુ ના માર્ગ થી તે મનુષ્યોના દેહમાં પેસીને કાળો કેર મચાવ્યો હતો, પણ એક દિવસ તેને સૂચના (સોય ના) નાના દેહ તરફ અણગમો થયો, અને પોતાનો પ્રથમનો દેહ પાછો મેળવવા તેને સાત હજાર તપ કર્યું છે. માટે તે રાક્ષસી ને વરદાન મળે તેવો પ્રયત્ન કરો નહિતર તેનું તપ સર્વ લોકોને બાળી નાખવા –સમર્થ છે. વશિષ્ઠ કહે છે કે એ પ્રમાણે નારદજી ના વચન સાંભળીને ઇન્દ્ર વાયુદેવ ને તે રાક્ષસીને જોવા (શોધવા) સારું દશે દિશામાં જવાની પ્રેરણા કરી. ત્યારે તે રાક્ષસી ની શોધમાં એ વાયુ-દેવતાએ (પવને) પોતાના અનંત દિગંતો ને પૂરનારા દેહને પથારી દીધો,સાત દ્વીપ,સાત સમુદ્ર અને પૃથ્વી પર ની પીઠ પર એ ચોમેર ઘૂમી વળ્યો,અને આમ લાંબો પંથ કાપ્યો હોવાથી તેને જાણે થાક લાગ્યો હતો ત્યારે તેણે, આકાશને આલિંગી રહ્યું હોય એવું જણાતું હિમાલય નું ઊંચું શિખર જોયું.અહીં ઉતારી તેણે વિશ્રાંતિ લીધી. (૭૪) કર્કટી (સચિકા કે સોય ને થયેલું જ્ઞાન વશિષ્ઠ કહે છે કે હિમાલય પર્વતના શિખરની જાણે મધ્ય-શિખા હોય તે રીતે રહેલી તે રાક્ષસીને પવને દીઠી. તે રાક્ષસી એક પગે ઉભી હતી,મસ્તક ની ગરમી થી સૂકાતી હતી,અને અનશન વ્રત થી તેના પેટની ચામડી, પિંડ ની પેઠે સુકાઈ ગઈ હતી. માત્ર એકવાર તે મુખ ઉઘાડી પવન તથા તડકો ગ્રહણ કરે છે, પણ હૃદયમાં અવકાશ ના હોવાથી,તે તડકો ને વાયુ બહાર ને બહાર જ રહે છે. આ પ્રમાણે તપ કરતી તે રાક્ષસીને જોઈ પવન ને (વાયુ-દેવને) અત્યંત આશ્ચર્ય થયું અને તેને પ્રણામ કર્યા. રાક્ષસીના તેજ-પુંજ થી તે પરાભવ પામ્યો અને “તું શાના માટે તપ કરે છે?” એમ પૂછવાની પણ તેની હિંમત રહી નહિ."અહો,ભગવતી સૂચિકા નું કેવું આશ્ચર્યકારક તપ છે!!” એવો વિચાર કરતાં કરતાં,પવને, ત્યાંથી પાછું આકાશમાર્ગે પ્રયાણ કર્યું. આકાશમાર્ગ નું ઉલ્લંઘન કરી,વાત-સ્કંધ નું અતિક્રમણ કરી ને સિદ્ધ ના સમૂહને પોતાની પાછળ રાખીને, તે વાયુ-દેવ,સૂર્ય-માર્ગ માં થઈને,નક્ષત્ર લોક ની ઉપર થઈને ઇન્દ્ર-લોકમાં ગયા.અને ઇન્દ્ર આગળ પોતે જે જોયું હતું તેનું વર્ણન કર્યું. વાયુ-દેવ (પવન) કહે છે કે-જંબુદ્વીપમાં હિમાલય નામનો મોટો પર્વત છે,મહાદેવજી જેના જમાઈ છે, તે પર્વતના ઉત્તર ભાગમાં પરમ-રૂપ ધારણ કરનાર તાપસી-સૂચી દારુણ તપશ્ચર્યા કરે છે. તેના તપનું શું વર્ણન કરું?અરે,વાયુ વગેરે નું પણ ભક્ષણ ના કરવા માટે તે રાક્ષસીએ પોતાનું પેટ, લોઢા જેવું કરીને વાસી દીધું છે. મુખના છિદ્ર દ્વારા પણ શીતળ વાયુ ખાવામાં ન આવે તેટલાં માટે એ રાક્ષસીએ પોતાનું મોં ખુલ્લું કરીને માટીથી ભરી દીધું છે.તે રાક્ષસીના તીવ્ર તાપથી હિમાલય પર્વત પણ પોતાનું હિમ-પણું છોડીને અગ્નિમય સ્વરૂપ ધારણ કર્યું છે, અને તેથી દેવો પણ ત્યાં વાસ કરી શકતા નથી.. માટે હે, ઇન્દ્ર, બ્રહ્મા તેને વરદાન આપે તે માટે તેમ કહેવા) આપણે બ્રહ્મા ની પાસે જઈએ, કેમ કે તેના તપની ઉપેક્ષા થશે તો મહા અનર્થ થશે. વાયુદેવ ના કહેવાથી ઇન્દ્ર બીજા દેવતાઓ સાથે બ્રહ્મા પાસે ગયો અને બધાએ બ્રહ્માને પ્રાર્થના કરી. ત્યારે બ્રહ્માએ કહ્યું કે-હું તે રાક્ષસીને વરદાન આપવા હિમાલય પર્વત પર જાઉં છું. બ્રહ્મા ના એ વચન સાંભળી ઇન્દ્ર અને બીજા દેવતાઓ તેમના સ્થાન પર પાછા ગયા. (૭૫) કર્કટી રાક્ષસીને પર્વ દેહની પ્રાપ્તિ Page #179 -------------------------------------------------------------------------- ________________ 179 વશિષ્ઠ કહે છે કે બ્રહ્મા તે કર્કટી રાક્ષસી પાસે આવ્યા અને આકાશમાંથી બોલ્યા કે-હે, પુત્રી તું વરદાન માગ. પણ તે સૂચી (કર્કટી) રાક્ષસી ને કર્મેન્દ્રિયો નહિ હોવાથી માત્ર “જીવ-માત્રે” તે રહેલી હતી. વળી, તેને પરમ જ્ઞાન પણ પ્રાપ્તથયું હતું, તેથી બ્રહ્માને કંઈ પણ ઉત્તર આપ્યા વિના તે વિચારવા લાગી કે “(પરમ જ્ઞાન પ્રાપ્ત થયેલું હોવાથી હું પૂર્ણ છું તથા સંદેહ રહિત છું,માટે વરદાન ને શું કરું? હવે શાંત-પણાથી હું સુખી રહેલી છું,મેં જાણવાની વસ્તુ-માત્રને જાણી લીધી છે.ને મારા વિવેક નો વિકાસ થયો છે, એટલે હવે બીજું શું પ્રયોજન રહ્યું? જે પ્રમાણે હમણાંની મારી પરિસ્થિતિ છે તે જ પ્રમાણે રહે તો સારું જ છે.પરમાર્થ રૂપ સત્ય નો ત્યાગ કરીને બીજા મિથ્યા અર્થ સંપાદન કરવામાં શું ફળ છે?” કર્મેન્દ્રિયો થી રહિત અને મૌન રહેલી તે તાપસી અને પ્રસન્ન બુદ્ધિવાળી રાક્ષસીને બ્રહ્માએ ફરીથી કહ્યું કેહે પુત્રી તું વરદાન માગતું ભૂતળમાં કેટલાક કાળ સુધી ભોગ ભોગવ્યા પછી,પરમ-પદ ને પામીશ એવો પરમ-નિયંતા નો નિશ્ચય છે, તે નિયતિને મટાડવા અમે પણ સમર્થ નથી. આવા મહા-તપને લીધે તારા મનનો મનોરથ પૂર્ણ થાઓ.તારા શરીરની પાછી અભિવૃદ્ધિ થાઓ.અને તું હિમાલય ના વનમાં રાક્ષસી નું તારું મૂળ સ્વરૂપ ને પ્રાપ્ત થા. હે, પુત્રી,બીજ ની અંદર રહેલા વૃક્ષ-પણાને જેમ બહારના મોટા વૃક્ષોનો વિયોગ થાય છે, તેમ હાલ, સૂક્ષ્મ રહેલી એવી તેને તારા પૂર્વ શરીરનો વિયોગ થયો છે, તે શરીરનો તને પાછો સંયોગ થશે. જાણવાની વસ્તુનું તને જ્ઞાન થયું છે, અને તારું અંતઃકરણ શુદ્ધ છે, તેથી તું હવે લોકો ને પીડા કરીશ નહિ, ને નિરંતર “ધ્યાન અને ધારણા” માં તારી પ્રીતિ રહેશે.અને સર્વત્ર “આત્મ-સ્વ-રૂપ” ની દૃષ્ટિ રહેશે. તું વ્યવહારની દ્રષ્ટિથી “ધ્યાન અને ધારણા”ના આધારભૂત રહીશ અને વાયુના સ્વભાવથી તું તારા શરીર ને ચેષ્ટાયુક્ત ક્રિયાશીલ) કરીશ. હે, પુત્રી,તે સમયમાં તે પોતાના જાતિ-સ્વભાવ (રાક્ષસી) ને ઉચિત અશાસ્ત્રીય હિંસાની વિરોધીની થઈશ અને સુધાની શાંતિ કરવા સારૂ ન્યાયથી (ન્યાય કરવા માટે લોકોની હિંસા કરીશ.લોકોમાં તું ન્યાય-વૃત્તિ થી અન્યાય નો બાધ કરીશ.અને જીવન- મુક્તપણા નું વિવેકથી પાલન કરીશ. આ પ્રમાણે આકાશમાંથી વરદાન આપીને બ્રહ્મા ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાર પછી રાક્ષસીએ વિચાર કર્યો કે “બ્રહ્મા ના કહેવા પ્રમાણે થવામાં મારે કોઈ વિરોધ નથી તો પછી, શા માટે તેમના વરદાન મુજબ ના થવું” એટલે તે રાક્ષસી પૂર્વના શરીરના આકાર જેવી થવા માંડી.તેનું સૂચી (સોય) જેવડું સ્વરૂપ હતું તેમાંથી તે પ્રથમ પ્રાદેશ (અંગુઠો અને તર્જની વચ્ચેનું અંતર) જેવડી થઇ,પછી હાથ જેવડી થઇ,પછી વૃક્ષ ની શાખા જેવડી થઇ,અને પછી તો તે “અભૂ-માળા” (આકાશનાં વાદળો) જેવી ખૂબ મોટી થઇ ગઈ. પૂર્વે બીજ-રૂપે અદ્રશ્ય રહેલાં તેનાં અવિકળ શક્તિ-વાળાં ગાત્રો પાછાં દેહમાંથી ઉત્પન્ન થયાં. તેમ જ તેની ઇન્દ્રિયો અને તેના સ્થાનકો પણ ઉત્પન્ન થયાં. (૭૬) કર્કટી નું તપમાંથી નિવૃત્ત થવું અને ભીલના દેશમાં જવું. વર્ષાઋતુની મેઘલેખા જેમ સૂક્ષ્મમાંથી સ્થૂળ થાય છે તેમ તે સૂચી રાક્ષસી (કર્કટી) સૂક્ષ્મમાંથી ધૂળ થઇ. ત્યાર પછી “આત્મ-ભૂત-બ્રહ્માકાશ'નું ધ્યાન ધરવાથી તેને આનંદ થયો અને બોધ (જ્ઞાન) થવાથી, જેમ સાપ કાંચળીનો ત્યાગ કરે તેમ તેણે રાક્ષસ ભાવનો ત્યાગ કર્યો.પણ જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી, દેહનો “ભાવ” શાંત થતો નથી,એટલે જયારે તે સમાધિમાંથી જાગી ત્યારે તેણે સુધા ઉત્પન્ન થઇ. ભૂખ લાગવાથી તેણે વિચાર કર્યો કે-હવે મારે શેનો આહાર કરવો?કોઈ પણ પ્રાણીને અન્યાયથી મારીને, Page #180 -------------------------------------------------------------------------- ________________ 180 મારે તેનો આહાર કરવો જોઈએ નહિ.તેવા આહાર કરતાં તો મરવું વધારે સારૂ છે.ન્યાય થી મેળવેલો આહાર કર્યા વિના કદાપિ મારા દેહ નો ત્યાગ થાય તો તેમાં કોઈ અન્યાય નથી. ભોજન કરીને જીવવામાં મારે કંઈ ઇષ્ટ નથી અને મરણ થવામાં કંઈ અનિષ્ટ નથી. હું તો માત્ર “મનો-માત્ર” છું, દેહ-વગેરે તો ભ્રમથી ભૂષણ-રૂપ છે.અને તે ભ્રમ પણ જ્ઞાનથી નાશ પામે છે. માટે મારે,જીવન-મરણ જેવું કશું છે જ નહિ. વશિષ્ઠ કહે છે કે એ પ્રમાણે વિચાર કરીને તે કર્કટી રાક્ષસી મૌન રહી પોતે રાક્ષસી હોવા છતાં તેણે રાક્ષસી. સ્વભાવનો ત્યાગ કર્યો-એટલે વાયુદેવે પ્રસન્ન થઈને કહ્યું કે-હે કર્કટી,તું જા. અને અજ્ઞાની-લોકો ને જ્ઞાનનો ઉપદેશ કર,કારણકે અજ્ઞાની ને બોધ આપવો તે જ મહાત્મા નો સ્વભાવ છે.તારો ઉપદેશ સાંભળવા છતાં જેનામાં જ્ઞાનનો ઉદય ના થાય તેનો તારે નાશ કરવો, એથી તારી સુધા શાંતિ થશે.અને તે અન્યાય પણ ગણાશે નહિ.કારણકે બોધ આપવા છતાં જેને બોધ થાય નહિ તેઓ આમેય પોતાની મેળે જ નષ્ટ થતા હોય છે. એ પ્રમાણે વાયુદેવ ના વચન સાંભળીને તેમનો આભાર માનીને તે રાક્ષસી પર્વત પરથી નીચે ઉતરી, અને રાતે ઘોર અંધારા-વાળા માર્ગે હિમાલયની સમીપ રહેલા (ભીલ ના) દેશ તરફ પ્રયાણ કર્યું. (૭) રાત્રિ નં તથા ભીલના રાજા અને તેના પ્રધાન નું વર્ણન વશિષ્ઠ કહે છે કે-હે,રામ, રાત્રિના સમયે તે રાક્ષસી ભીલોના પ્રદેશમાં આવી. તે વખતે આકાશ ચન્દ્ર-રહિત હતું,કાળા તમાલ (ના વૃક્ષથી) બનેલા વનથી તે રાત્રિ અતિ-પુષ્ટ અને ઘાટી લાગતી હતી,લતાની ઘટાઓને લીધે નક્ષત્રો નો પ્રકાશ દેખાતો નહોતો અને અંધારામાં લોકોની ગતિ મંદ થઇ ગઈ હતી.ચૌટા પરના દીવા વાયુથી વાંકા થયેલા હતા, તેથી અંધકારની વૃદ્ધિ જણાતી હતી. નગરનાં માણસો સૂઈ રહેલા હતા અને વનમાં પવન ફૂંકાતો હતો.માળામાં પક્ષી સૂઈ રહ્યા હતા,ગુફામાં સિંહ સૂઈ રહ્યા હતા,કાળિયાર મૃગોએ વિશ્રાંતિ લીધી હતી.આકાશમાં ઝાકળના કણ ચમકતા હતા. બળી ગયેલા લાકડાંના પોલાણ જેવી તે રાત્રિ અત્યંત ઘાટી અને કાળી હતી. ભીલ ના તે દેશમાં તે ભયંકર રાત્રિમાં જયારે સર્વ સૂઈ રહ્યાં હતાં, તે સમયે ધીરજ-વાળો તે દેશનો “વિક્રમ” નામનો રાજા તથા તેનો કારભારી એ બંને જણા –રાત્રિચર્યાથી ચોર લોકો નો વધ કરવા માટે શહેરમાંથી બહાર નીકળ્યા-તેમને તે કર્કટી રાક્ષસીએ જોયા.એ બંને ને જોઈ રાક્ષસીએ વિચાર કર્યો કેઅહો,મને ભસ્ય મળ્યું.આ રાતના સમયે પ્રાણીઓ ની હિંસા કરીને ભોજન કરનારા મૂઢ આત્માઓ લાગે છે, પણ કદાપિ આ બંને માણસો ગણવાન અને મોટા મન વાળા હોય તો મારાથી તેમનો નાશ થઇ શકે નહિ, તેથી તેમની પરીક્ષા કરવી યોગ્ય છે.અને જો તે લોકો ગુણવાન હશે તો હું તેમનું ભોજન કરીશ નહિ. અને જો ગુણવાન નહિ હોય તો તેઓ મારા ભોજન ને લાયક છે. (૭૮) રાજા તથા મંત્રી ની સાથે રાક્ષસી નો સંવાદ વશિષ્ઠ કહે છે કે તે રાક્ષસીએ મેઘની ગર્જના જેવો ગંભીર નાદ કર્યો અને તે રાજાને પૂછ્યું કેતમે કોણ છો?તમે પૂજ્ય બુદ્ધિવાળા (આત્મ-જ્ઞાની) છો કે દુર્બુદ્ધિ વાળા છે? તમે મારો કોળિયો થવા આવો છો,માટે તમે દુષ્ટ મરણ ને યોગ્ય જ લાગો છો. રાજા કહે છે કે અરે,ભૂત તું કોણ છે?તારો દેહ દેખાડ,ભમરીના જેવા તારા શબ્દો થી કોણ બીએ છે? કાર્ય-સાધક મનુષ્ય પોતાના કાર્યમાં સિંહ ની જેમ દોટ મૂકે છે,માટે બહુ બોલ્યા વિના તારું પરાક્રમ દેખાડ, અમને ક્રોધના શબ્દ સંભળાવી બીવડાવવાનો કોઈ અર્થ નથી,તારે શું જોઈએ છે? તે હું તને આપીશ. Page #181 -------------------------------------------------------------------------- ________________ બાકી તો મને લાગે છે કે શું તને જ ભય છે? તું આકાર અને શબ્દ થી અમારા સન્મુખ થઈને ઉભો રહે. રાક્ષસીએ વિચાર્યું કે-રાજાએ વચન તો મનોહર કહ્યાં છે.પછી તે રાજાની અધીરતા ટાળવા અને તેમની આગળ પ્રત્યક્ષ થવા તેણે ફરી નાદ અને હાસ્ય કરી રાજાની સામે ઉપસ્થિત થઇ. અત્યંત ભયંકર દેખાતી તે રાક્ષસીને જોઈને રાજા અને કારભારી ક્ષોભ પામ્યા વિના ઉભા રહ્યા,કારણકે, સત્ય અને અસત્ય ના વિવેક થી શોભતા માણસને કોઈ પણ પદાર્થ થી ભય કે મોહ થતો નથી. મંત્રી કહે છે કે-હે,રાક્ષસી,ઇચ્છિત વસ્તુ સિદ્ધ કરવા માટે તારે આટલો મોટો ક્રોધ કરવાનું કારણ શું છે? હલકો મનુષ્ય થોડા કામમાં પણ ઘણો ક્રોધ કરે છે માટે તું ક્રોધ નો ત્યાગ કર,ક્રોધ તને શોભતો નથી, બુદ્ધિમાન મનુષ્ય પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં યુક્તિથી જ વર્તે છે. હે,અબળા,જેવી રીતે પવન ખડ અને પાંદડાં ને ઉડાડી મૂકે છે તેવી રીતે તારા જેવાં હજારો મગતરાંને અમે ધીરજ-રૂપી વાયુ થી ઉડાડી મુક્યા છે.તું કહે કે તારી શું ઈચ્છા છે? યાચના કરવા આવેલો કોઈ પણ મનુષ્ય પોતાની કોઈ પણ ઈચ્છા પુરી કર્યા વિના અમારી પાસેથી પાછો ગયો નથી. મંત્રીએ આ પ્રમાણે કહ્યું એટલે રાક્ષસીએ વિચાર કર્યો કે-અહો,આ પુરુષમાં સિંહ-સમાન એવા આ બંને નું ધૈર્યઅને બુદ્ધિ-બળ કેવાં શુદ્ધ છે! આ બંને દુષ્ટ મનુષ્ય હોય તેમ હું માનતી નથી.આ બંને એ ઘણું કરીને મારા મનનો અભિપ્રાય જાણ્યો છે,અને મેં પણ તેમનો અભિપ્રાય જાણ્યો.મને લાગે છે કે-આ બંને અવિનાશી,આત્મજ્ઞાની અને બુદ્ધિશાળી છે,તેથી તેઓ અભય-રૂપ છે.અને મારે તેમનો નાશ કરવો જોઈએ નહિ.પણ લાવ,ત્યારે મારા મનમાં જે કંઈ સંદેહ થયો છે તે એમને હું પુછું. મેં તેણે પૂછ્યું કે-તમે બંને કોણ છો? તે કહો,નિર્મળ મનુષ્ય ના દર્શન કરવાથી તેની સાથે મિત્રતા થાય છે. મંત્રીએ કહ્યું કે-આ કિરાત-દેશના રાજા(વિક્રમ) છે અને હું તેમનો મંત્રી છું.અમે રાત્રિચર્યા થી તારા જેવા દુષ્ટોનો નાશ કરવા તત્પર થયા છીએ.દુષ્ટોને સજા કરવી એ જ રાજાનો ધર્મ છે. રાક્ષસીએ કહ્યું કે-સારો રાજા હોય તેને સારો કારભારી હોય અને જેને સારો કારભારી હોય તે સારો રાજા છે. સારા કારભારીએ પોતાના રાજાને વિવેકમાં જોડવો,અને જે વિવેકથી તે શ્રેષ્ઠ-પણા ને પામે છે. બધા ગુણોમાં અધ્યાત્મ-જ્ઞાન એ જ ઉત્તમ ગુણ છે,અને જેનામાં આવો ગુણ હોય તે જ ઉત્તમ છે. જો તમને આત્મ-વિદ્યાનું જ્ઞાન હોય તો તમારું કલ્યાણ છે,પણ જો તેમ ના હોય તો તમે પ્રજાનું અનર્થ કરનાર છો એમ જાણી ને હું તમારું ભક્ષણ કરીશ.પણ તે પહેલાં હું તમને કેટલાક પ્રશ્નો પુછું છું,તેનો તમે મને બુદ્ધિથી વિચાર કરીને ઉત્તર આપશો તો તમે મારા પ્રીતિ-પાત્ર થશો. હે,રાજા,તમે કે તમારો મંત્રી,મારા પ્રશ્નો નો ઉત્તર આપો,મને તે સાંભળવાની અત્યંત ઈચ્છા છે. (૭૯) કર્કટીએ રાજા અને મંત્રી ને પૂછેલા ૭૨ પ્રશ્નો વશિષ્ઠ કહે છે કે-રાક્ષસીએ જયારે આ પ્રમાણે કહ્યું ત્યારે રાજાએ કહ્યું કે –પૂછો. એટલે તે રાક્ષસીએ પ્રશ્ન પૂછવાનો પ્રારંભ કર્યો. (૧) સમુદ્રમાં જેવી રીતે લાખો બદબુદ થાય છે અને લય પામે છે,તેવી રીતે જેની અંદર લાખો બ્રહ્માંડો નો લય થાય છે તેવો અનેક સંખ્યાવાળો કયો એક અણુ છે? (૨) કઈ એક વસ્તુમાં આકાશ અને અનાકાશ–બંને વસ્તુ છે? (૩) કિંચિત છે તે નકિંચિત કેમ થાય?કંઈ પણ નથી અને કંઈક છે તેવી કઈ વસ્તુ છે? (૪) “ત્યું” પદમાં “અહં” પદ કેમ આવે? (૫) “અહં” પદ માં “સ્વં” પદ કેમ આવે? 181 (૬) ચાલવા છતાં કોણ ચાલતો નથી (૭) સ્થિર ઉભો રહેતો નથી છતાં કોણ સ્થિર ઉભો રહે છે? (૮) ચૈતન્ય તથા જડ-એ બંને વિરુદ્ધ કર્મ કયા એક પદાર્થમાં છે? ચૈતન્ય છતાં પથ્થર જેવો કયો પદાર્થ છે? Page #182 -------------------------------------------------------------------------- ________________ (૯) ચૈતન્ય-રૂપી આકાશમાં વિચિત્રતા કરનાર કોણ છે? (૧૦) અગ્નિ-પણા નો ત્યાગ ના કરે અને દાહ પણ ના કરે એવો કયો અગ્નિ છે? (૧૧) અગ્નિ ન હોય તેમાંથી અગ્નિ કેમ પેદા થાય? (૧૨) સૂર્ય-ચન્દ્ર-તારા વિના અવિનાશી પ્રકાશ કોનો છે? (૧૩) એવી કઈ વસ્તુ છે જે આંખથી ના દેખાય,પણ સર્વ પ્રકાશને ઉત્પન્ન કરે છે? (૧૪) એવો કયો ઉત્તમ પ્રકાશ છે કે-જે લતા,કળીઓ.પુષ્પો અને આંખ ના હોય તેવાઓને પ્રકાશ કરે છે? (૧૫) આકાશ વગેરે પાંચ-મહાભૂત ને ઉત્પન્ન કરનાર કોણ છે? (૧૬) સત્તાને સત્તા આપનાર કોણ છે? (૧૭) એવો કયો ભંડાર છે કે જેમાં જગત-રૂપી રત્ન છે? (૧૮) એવો કયો મણિ છે જેમાં જગત-રૂપી કોશ રહેલો છે? (૧૯) એવો કયો અણુ છે જે જે અંધકારનો પ્રકાશ કરે છે? (૨૦) છે અને નથી તેવો અણુ કયો છે? (૨૧) દૂર છતાં દૂર નથી તેવો અણુ કયો છે? (૨૨) એવું શું છે જે અણુ છતાં પર્વત-રૂપ છે? (૨૩) એક નિમેષ (પલકારો) નો કાળ એક કલ્પ નો કેમ ગણાય? (૨૪) એક કલ્પ નિમેષ કેમ ગણાય? (૨૫) પ્રત્યક્ષ છતાં અસત્-રૂપ એવું શું છે? (૨૬) ચેતન છતાં અચેતન છે એવું શું છે? (૨૭) વાયુ છતાં વાયુ-રૂપ નથી એવું શું છે? (૨૮) એવું શું છે જે શબ્દ છતાં શબ્દ-રૂપ નથી? (૨૯) એવું શું છે જે સર્વ-રૂપ છતાં કંઈ નથી? (૩૦) જેને અહંતા છતાં અહંતા નથી એવું શું છે? (૩૧) ઘણા જન્મ સુધી પ્રયત્ન કરવાથી મળે એવી વસ્તુ કઈ છે? (૩૨) પ્રાપ્ત થાય તે છતાં કંઈ પણ પ્રાપ્ત થયું નથી એવું શું છે?જે સંપૂર્ણ પ્રાપ્ત થતું નથી તે શું છે? (૩૩) સ્વસ્થ પણે જીવવા છતાં કોણે પોતાના આત્માનો નાશ કર્યો છે? (૩૪) એવો કયો અણુ છે કે જે પોતાનાથી મેરુ પર્વત ને ઉત્પન્ન કરે છે?કોણ ત્રિભુવન ને તૃણ-રૂપ કરે છે? (૩૫) કયા અણુએ સેંકડો યોજનો પૂર્ણ કર્યા છે? (૩૬) અણુ છતાં કોણ સેંકડો યોજન માં સમાતો નથી? (૩૭) દૃષ્ટિ-માત્રથી કોણ જગત-રૂપી બાળક ને નચાવે છે? (૩૮) એવો કયો અણુ છે જેના ઉદરમાં પર્વતોના સમુહો રહેલા છે? (૩૯) એવો કયો અણુ છે જે પોતાના અણુપણા નો ત્યાગ કર્યા વિના પણ મેરુ-પર્વત કરતાં પણ સ્થૂળ છે? (૪૦) એવો કયો અણુ છે જે મોવાળા(ઘાસ) ના અગ્ર ના સો મા ભાગનો હોય તો પણ પર્વતથી ઉંચો છે? (૪૧) એવો કયો અણુ છે જે પ્રકાશ અને અંધકાર એ બંને ને પ્રગટ કરનાર દીવા-રૂપે હોય? (૪૨) એવો કયો અણુ છે કે જેની અંદર સર્વ અનુભવ-રૂપી અણુ રહેલા છે? (૪૩) એવો કયો અણુ છે જે પોતે સ્વાદ-રહિત હોવા છતાં બીજાને સ્વાદિષ્ટ લાગે છે? (૪૪) એવો કયો અણુ છે જે સર્વ નો ત્યાગ કરવા છતાં સર્વ નો આશ્રય કરે છે? (૪૫) એવો કયો અણુ છે જે પોતાને ઢાંકવા સમર્થ ના હોવા છતાં સમસ્ત જગતને ઢાંકે છે? (૪૬) એવો કયો અણુ છે કે-જેની સત્તા વડે જગતનો લય અને ઉત્પત્તિ થાય છે? (૪૭) એવો કયો અણુ છે કે-જે અવયવ-રહિત છે,તો પણ હજારો હાથ વાળો અને નેત્રવાળો છે? 182 Page #183 -------------------------------------------------------------------------- ________________ 183 (૪૮) એવો કયો નિમેષ (પલકારો) છે કે જેમાં કરોડો કલ્પો રહેલા છે? (૪૯) એવો કયો અણુ છે જેમાં જેમ બીજમાં વૃક્ષ રહે તે રીતે અનંત જગત રહેલા છે? (૫૦) એવું શું છે કે જેમાં બીજ વગેરે ઉત્પન્ન થયા નથી તો પણ ફટ દેખાય છે? (૫૧) એવો કયો નિમેષ છે કે જેની અંદર-બીજ ની અંદર રહેલા વૃક્ષની પેઠે કલ્પ અને પ્રલય રહેલા છે? (૫૨) એવો કોણ છે જે કાર્યનું પ્રયોજન તથા કર્તા-પણા નો આશ્રય કર્યા વિના કાર્ય કરે છે? (૫૩) એવો કયો દ્રષ્ટા છે કે જે પોતાને નેત્ર નથી તે છતાં ભોગ્ય પદાર્થ ની સિદ્ધિ માટે પોતાના આત્માને દૃશ્ય-પણા ને પામે છે, તથા બહારની દૃષ્ટિ થી દૃશ્ય પદાર્થ જોવા છતાં પોતાના આત્માને જુએ છે? (૫૪) જેમાં સઘળું દય(જગત) ચલિત છે એવા આત્માને -દયના અભાવ માટે જોનાર કોણ નજર આગળ દેખાતા દૃશય (જગત) ને દેખતો નથી? (૫૫) આંખ દૃશ્ય-પદાર્થ નો પ્રકાશ કરે છે, તેની પેઠે આત્મા,દર્શન અને દૃશ્ય-એ ત્રણે ને અપરોક્ષ-પણા થી કોણ પ્રકાશિત કરે છે? (૫૬) જેમ,સુવર્ણ થી કુંડળ વગેરે પ્રકટ થાય છે-તેમ,કોની વિક્ષેપ-શક્તિથી દ્રષ્ટા, દર્શન અને દુશ્ય એ ત્રણ પ્રગટ થાય છે. (૫૭) જેમ જળથી તરંગ જુદા નથી તેમ કયા પદાર્થો થી કોઈ પણ પદાર્થ જુદો નથી? (૫૮) જેવી રીતે જળમાં મોજાં જુદાં જણાય છે તેવી રીતે કોની ઇચ્છાથી જગતમાં જુદા-પણું દેખાય છે? (૫૯) એવો કયો પદાર્થ છે કે જે દેશ-કાળ-વસ્તુના પરિચ્છેદથી રહિત સત તથા અસત-રૂપે હોય? (૧૦) જેમ જળથી દ્રવ-પણું જુદું નથી તેમ,કયા પદાર્થ થી દૈત-પણું જુદું નથી? (૬૧) જેમ,બીજ વૃક્ષને ધારણ કરે છે તેમ,કોણ (૧) દ્રષ્ટા-દર્શન અને દૃશ્ય (૨) સત-અસત-રૂપ જગતને (૩) અને તિરોહિત અવસ્થામાં પોતાને રાખીને –નિરંતર રહે છે? (૬૨) ભૂત-ભવિષ્ય અને વર્તમાનમાં ભ્રમ-રૂપી જગત કોનાથી રહેલું છે? (૬૩) બીજામાં વૃક્ષ રહે તેમ કોની અંદર જગત રહેલું છે? (૬૪) જેમ,બીજ, ઝાડપણાથી અને ઝાડ,બીજપણા થી ઉદય પામે છે તેમ,પોતાના રૂપ નો ત્યાગ કર્યા વિના કોણ ઉદય વિના પણ ઉદય થાય છે? (૬૫) એવું શું છે કે જેની અપેક્ષા થી કમળ-તંતુ પણ મેરુ (પર્વત) ના જેવો દૃઢ હોય? (૬૬) એવો કયો દૃઢ તંતુ છે કે જેની અંદર કરોડો મેરુ જેવા પર્વતો રહેલા છે? (૬૭) આ અનેક ચેતનો થી ભરેલું જગત કોનાથી વ્યાપી રહ્યું છે? (૬૮) તમે કોના આધારથી જગતમાં વ્યવહાર કરો છો? (૧૯) કોના આધાર થી તમે જેનો વધ કરવો જોઈએ તેનો વધ કરો છો? (૭૦) કોના આધાર થી તમે જગતનું પાલન કરો છો? (૭૧) એવું શું છે કે જેના દર્શન થી તમારો અભાવ છે? (૭૨) એવું શું છે જેના દર્શનથી તમે સદા તદ્રુપ જ થાઓ છો? કર્કટી કહે છે કે આટલા પ્રશ્નો ની શાંતિ થવા માટે તમે તેનો ઉત્તર આપો.અને આત્માકારવૃત્તિના આવરણરૂપે રહેલા આ મારા શંશય ને તમે દૂર કરો.જે મનુષ્ય ની પાસેથી (તેના જવાબથી) “મૂળ-સહિત-સંશય” નથી મટતો,તે મનુષ્ય પંડિત ની ગણતરીમાં આવતો નથી. જો તમે મારા આ સંશય ને મટાડશો નહિ, તો તમે મારા જઠર-રૂપી અગ્નિના કાષ્ટ-રૂપ થઇ પડશો. અને તમારા બંને નો નાશ કર્યા પછી હું તમારા આખા દેશને ગળી જઈશ. જો તમે પ્રશ્નોના ઉત્તર આપશો તો તમે સારા રાજા થશો,એમ હું માનીશ,અને ઉત્તર નહિ આપો તો મૂર્ખ-પણાથી ક્ષય (મરણ) પામશો. આમ કહી તે રાક્ષસી ચુપ થઇ,બહારથી તે ભયંકર આકૃતિવાળી હતી તો પણ તે અંતઃકરણ થી શુદ્ધ, Page #184 -------------------------------------------------------------------------- ________________ 184 શરદ-ઋતુ ના નિર્મળ વાદળાં જેવી શાંત હતી. (૮૦) મંત્રીએ પ્રશ્નો ના ઉત્તર આપ્યા, વશિષ્ઠ કહે છે કે-હે,રામ,એ પ્રમાણે એ મહાઅરણ્યમાં એ મહારાત્રીમાં એ મહારાક્ષસીએ મહાપ્રશ્નો પૂછ્યા, ત્યારે મહારાજા ના મહામંત્રીએ નીચે પ્રમાણે ઉત્તર દીધો..... મંત્રી કહે છે કે-હે, રાક્ષસી,જેમ કેસરી સિંહ એ મદોન્મત હાથીનું ભેદન કરે છે તે રીતે,હું તારા પ્રશ્નોનું ભેદન કરું છું, તે તું સાંભળ.તે યુક્તિથી બધા જ જે પ્રશ્નો કરેલા છે, તે બધા કેવળ પરમાત્મા ને અનુલક્ષીને જ છે.તો પણ બધા પ્રશ્નો નો ઉત્તર તે પરમાત્મા માં ઘટાવીને હું આપું છું, તે તું સાંભળ. (નોંધ-અહીં ક્રમમાં ઉત્તર આપેલા નથી,પણ ઉત્તરનો ક્રમ તે ઉત્તર ના અંતે કૌંસ માં આપેલો છે) --પ્રથમના પ્રશ્ન થી જ ઘણાખરા પ્રશ્ન માં “અણુ” શબ્દ આવેલો છે, તેનો અભિપ્રાય એવો છે કેજેનું કોઈથી વર્ણન થઇ શકતું નથી, જે અગમ્ય છે, તથા પાંચ ઇન્દ્રિય અને મન થી "જણાય છે તેને ચૈતન્ય-રૂપી અણુ આકાશથી પણ સૂક્ષ્મ છે.બીજમાં જે રીતે ઝાડની સત્તા રહેલી છે, તથા એક બીજમાં જેમ હજારો ઝાડ રહેલાં છે, તેમ તે પરમ ચૈતન્ય-રૂપી અણુમાં હજારો સત અને અસત બ્રહ્માંડ રહેલાં છે (૪૯) --સર્વ વસ્તુની સત્તા અનુભવની સત્તા ને આધીન છે, માટે તે મુખ્ય સત્તાને (તે સત્તા) બીજાને આધીન છે, એવું “બીજાને આધીન-પણું માનવાથી અનવસ્થા થાય, માટે સ્વત-સિદ્ધ સત્તાના અનુભવથી જ સર્વ ભાવને સત્તા મળે છે (૧૬) --પરમાત્મા આકારથી શૂન્ય છે, માટે તે આકાશ-રૂપ છે,પણ આકાશ જડ છે અને પરમાત્મા ચૈતન્ય-રૂપ છે, માટે અનાકાશ પણ પરમાત્મા જ છે (૨) --આત્મભાવ થાય ત્યારે કિંચિત પણ નકિંચિત થાય,એટલે બ્રહ્મ કે જે સર્વાત્મા છે, તથા પોતાની મેળે જ જગતનો સાક્ષાત્કાર કરે છે, તે બ્રહ્મ જયારે જગતને પોતાનામાં લય કરે છે, ત્યારે પ્રથમ કિંચિત-રૂપે રહેલું જગત નકિંચિત થાય છે.પરમાત્મા અતીન્દ્રિય (ઇન્દ્રિયો થી ના જણાય તેવા) છે,માટે,તે કોઈ નથી, અને તે જ પરમાત્મા અનંત અણુ-રૂપ છે માટે કંઈક છે. (૩) --પહેલા પ્રશ્નમાં એક અણુને અનેક સંખ્યા-પણું કહ્યું છે, પણ તે ચૈતન્ય-રૂપી અણુને અનેકતા દેખાવ-માત્ર છે. વસ્તુતા (હકીકતમાં, તે અનેકતા નથી (૧) સુવર્ણમાંથી કેવી રીતે કુંડળ વગેરે જુદાંજુદાંઘરેણાં થાય છે, તેવી રીતે ચૈતન્ય-રૂપી અણુમાંથી દ્રષ્ટા-દર્શન-દૃશ્ય-રૂપી વિચિત્ર જગતનો વિસ્તાર થયો છે, (૫૬) --ઓગણીસમા પ્રશ્ન માં તથા બીજા પ્રશ્નમાં પણ વારંવાર”અણુ” શબ્દ છે, તેનો સારાંશ એવો છે કે-ચૈતન્ય-રૂપી અણુ પરમ-આકાશ-રૂપી છે તથા તે સૂક્ષ્મ છે, માટે તે જાણવામાં આવે તેમ નથી અને તે સર્વાત્મક છે, તો પણ, મન તથા ઇન્દ્રિયો તેને (જલ્દી) પહોંચી શકતા નથી. (૧૯) --વીસમા પ્રશ્નમાં “છે અને નથી તેવો કયો અણુ છે?” એમ કહ્યું છે તેમાં “નથી” એમ બોલવું તે અયોગ્ય છે, કારણકે ચૈતન્ય-રૂપી અણુ સર્વાત્મક છે, માટે તેને શૂન્ય-પણું ઘટતું (થતું) નથી.અને “છે અને નથી” એવી રીતે બોલનાર તથા માનનાર જે પુરુષ છે તે “આત્મ-રૂપ” જ છે. વળી,કોઈ પણ યુક્તિ થી સત પદાર્થ ને અસત-પણું ઘટતું નથી. કદાપિ કોઈને શંકા થાય કે“જયારે તે (ચૈતન્ય) છે ત્યારે દૃશ્ય(જગત) કેમ નથી?” તો કહેવાનું કે કપૂર જેમ ગુપ્ત રાખ્યું હોય તો પણ પોતાની સુગંધીથી સર્વ ઠેકાણે જણાય છે, તેમ,ચૈતન્ય-રૂપી અણુ સર્વાત્મક છે,તેથી સર્વ ઠેકાણે ગુપ્ત રહી,સર્વ સત્તાથી પોતે પ્રગટ થાય છે.(૨૦) Page #185 -------------------------------------------------------------------------- ________________ 185 --ચૈતન્ય-રૂપી અણુ મન-ઇન્દ્રિયોની વૃત્તિ વડે અનેક પ્રકારે જણાય છે, તેથી તે સર્વ-રૂપ છે,અને મન-ઇન્દ્રિયો વડે તેનું "રૂપ" જણાતું નથી, માટે તે કંઈ નથી. અને તે જ ચૈતન્ય-રૂપી અણુ એક તથા અનેક છે.(૨૯) નોંધ-પહેલા પ્રશ્નમાં “અનેક સંખ્યા વાળું એક કયું છે?” તેનો ઉત્તર અહીં પણ આવી જાય છે (૧) --ચૈતન્ય-રૂપી અણુ ની અંદર જગત રહેલું છે (૬૩) -- ચૈતન્ય-રૂપી અણુ જગત-રૂપી રત્ન ને ધારણ કરે છે. (૧૭) --આ ત્રણ જગતનો સમૂહ ચૈતન્ય-રૂપી મોટા સમુદ્ર માં રહેલો છે,તે ચૈતન્ય-રૂપ જ છે અને તેનાથી જુદો નથી, પણ જેમ જળમાં દ્રવ-પણાથી ઘુમરી પડે છે અને તે જુદી દેખાય છે, તેમ,ચિત્તના વિકલ્પ-પણાથી જુદાપણું જણાય છે.(૫૭-૫૮) -- ચૈતન્ય-રૂપી અણુ મન-ઇન્દ્રિયો થી અતીત છે, માટે તે શૂન્ય છે, અને તે પોતાના સંવેદન થી જણાય છે, માટે તે આકાશ-રૂપી હોવા છતાં અશૂન્ય છે.(૨૯) --અદ્વૈતપણાથી “વં પદમાં “અહં” પદનો તથા “અહં” પદમાં “વં” પદનો સમાવેશ થાય છે, અને આ પ્રમાણે થવું તે પણ વ્યવહારિક દૃષ્ટિ થી જ છે, પણ પરમાર્થ દૃષ્ટિ થી આત્માથી સર્વ ની એકતા છે, તેથી તેમાં “વં-પણું” કે “અહં-પણું” નથી (૪-૫). -- ચૈતન્ય-રૂપી અણું હજારો યોજન ચાલે છે.આકાશની પેઠે હજારો યોજનમાં વ્યાપી રહેલ છે, તો પણ તે અણુ “ગમન નો કર્તા” નથી, કલ્પનાથી તે યોજન-સમૂહ એ અણુ ની અંદર જ રહેલો છે.(૧) --ચૈતન્ય-રૂપી પુરુષ સર્વ ઠેકાણે જાય છે (સ્થિર નથી) તો પણ જતો નથી (સ્થિર ઉભો રહે છે) “દેશ અને કાળમાં” ચૈતન્ય-પુરુષ પોતાની સત્તાથી આકાશ-રૂપી કોશ માં રહેલો છે, તેથી તે પ્રાપ્ત થાય તો પણ પ્રાપ્ત થતો નથી.ગમ્ય-વસ્તુ (જવાને યોગ્ય વસ્તુ) જેના શરીરમાં રહેલ છે, તે પોતે બીજે ક્યાં જાય? જેવી રીતે માતાએ પોતાના પુત્રને તેડયો હોય તો તે પુત્રને શોધવા બીજે ક્યાં જાય? તેવી રીતે પરમાત્મા ની સૃષ્ટિ રહે ત્યાં સુધી,અક્ષય રહે તેવો “ગમ્ય-મહા-દેશ” કે જે પરમાત્મા ની અંદર રહેલો છે, તે પરમાત્મા ક્યાં અને કયા પ્રકારે જાય? જેમ,ઘડાને એક દેશમાંથી બીજા દેશમાં લઇ જવામાં આવે તો ઘડો જાય છે પણ આકાશ જતું નથી, પણ ઘડાની અપેક્ષાથી ઘટાકાશ ગયું,એવી પ્રતીતિ થાય છે.પણ,(વળી) જો તે ઘડાનું મુખ બંધ કરવાથી ઘટાકાશ નું પણ જવું આવવું થતું નથી, તેમ,આત્મા સર્વ ઠેકાણે જાય છે તથા જતો પણ નથી, (૭) --આત્માના તદ્રુપપણા નો અધ્યાસ થવાથી,જયારે જડરૂપ દેહ –એ ચૈતન્ય-પણાનો અને જડપણાનો પોતાના અંતઃકરણ માં અનુભવ કરે છે, ત્યારે તે અનુભવ કરનારમાં “ચેતન-પણું અને જડ-પણું” એ બંને વિરુદ્ધ ધર્મ રહેલા છે,પણ પારમાર્થિક આત્માનું જ સ્વરૂપ છે,તે ચૈતન્ય-ધન જ છે.(૮) --આદિ તથા અંત થી રહિત એવા પરમ આકાશમાં ચૈતન્ય-ધન-રૂપી પરમાત્માએ ત્રણ જગત રૂપી વિચિત્ર ચિત્ર રચેલ છે (૯), --આત્મા ની સત્તાથી જ અગ્નિમાં સત્તા રહેલી છે અને તે આત્માની સત્તા જ સર્વ ઠેકાણે રહેલી છે, અગ્નિની પેઠે સર્વ ઠેકાણે તેનો પ્રકાશ છે, તો પણ તે દાહ કરે તેમ નથી (૧૦) --ચૈતન્ય-રૂપી આત્મા નો આકાર ઝળહળતા અગ્નિ જેવો છે,વળી તે આકાશથી પણ નિર્મળ છે,અને એ ચૈતન્ય નો એ પ્રકાશ જ અગ્નિ ની ઉત્પત્તિ કરનાર છે (૧૧). --આત્મા નો પ્રકાશ જ ચંદ્ર-સૂર્ય અને અગ્નિને પણ પ્રકાશ કરનાર છે,અને “મહા-કલ્પ” ના જળથી પણ નાશ પામે તેવો નથી (૧૨) --અનુભવ-રૂપી આત્મા હૃદય-રૂપી મંદિર ના દીપક-રૂપ છે.સર્વ સત્તા આપનાર છે, અને અનંત છે. તે પરમ-પ્રકાશક કહેવાયો છે,પણ (છતાં) આંખ થી દેખાય તેવો નથી.તે આત્મા સ્વયં-પ્રકાશ છે, Page #186 -------------------------------------------------------------------------- ________________ 186 અને મનુષ્ય-માત્ર ને “અહંતા” નો પ્રકાશ પણ આત્માથી જ થાય છે. જેમ કોઈ પણ મનુષ્ય અંધારામાં ઉભો હોય, તેને “તું ક્યાં છે?” એમ પૂછવાથી –તે સ્થળે પ્રકાશ નથી, તો પણ તેના “અંતરમાં પ્રકાશ” હોવા થી “હું અહીં છું” એમ ઉત્તર આપે છે, તેમ,પોતાના દેહ-ઇન્દ્રિય ના વિષયમાં “દય ની ચમત્કૃતિ” પણ સર્વ ના અનુભવ થી જ સિદ્ધ છે.(૧૩) --અનુભવ-રૂપી આત્મા નો જે પ્રકાશ છે,તે લતા,કળી,ફુલ તથા આંખ વિનાના પદાર્થો ને પોષણ કરનાર છે, તથા તેનો સાક્ષી પણ છે. (૧૪). --વ્યવહાર દ્રષ્ટિથી વિચાર કરતાં કાળ,આકાશ,ક્રિયા, સત્તા,જગત-એ બધું “ચિત્ત-અણુ” ના સંવેદન થી રહેલું છે, તથા તેના સ્વામી,ભોક્તા,કર્તા પણ તે જ છે, પણ પરમાર્થ-દ્રષ્ટિથી વિચાર કરવામાં આવે તોતે કર્તા પણ નથી,તેમ જ ભોક્તા પણ નથી. (૧૫) --અશુપણા નો ત્યાગ ન કરનાર-તે “ચિત્ત-અણુ” અને જગત-રૂપી રત્ન નો સંપુટ ઉભો કરે છે.(૧૭) --એ કેવળ પરમાત્મા માં “પ્રમાણ-પ્રમાતા-પ્રમેય-રૂપી” જગત નથી, પણ તે જ પરમાત્મા જયારે જગત-રૂપે સર્વત્ર સ્કૂરે છે, ત્યારે એ જગત-રૂપી સંપુટમાં પરમાત્મા જ પરમ મણિ છે. (૧૮) --“ચિત્ત-અણુ” ને દુ:ખે કરીને પણ બોધ થતો નથી, માટે તે તમ-રૂપ છે,છતાં, તે ચૈતન્ય-રૂપ છે, તેથી પ્રકાશ-કર્તા પણ છે. (૧૯) . -“ચિત્ત-અણ” સંવેદન-રૂપ છે માટે તે “છે" અને ઇન્દ્રિયો તેને પહોંચી શકતી નથી માટે તે “નથી” (૨૦). --“ચિત્ત-અણુ” ની ઇન્દ્રિયો થી પ્રાપ્તિ થતી નથી, માટે તે દૂર છે, પણ ચૈતન્ય-રૂપ છે તેથી સમીપ છે.(૨૧) --“ચિત્ત-અણુ” પોતે અણુ-રૂપ છે, અને તે સર્વના સંવેદન-રૂપ છે,માટે અણુ હોવા છતાં પર્વત-રૂપ છે. જે આ જગત જોવામાં આવે છે, તે માત્ર સંવેદન-રૂપ છે પણ સત્ય નથી (પર્વત વગેરે સત્ય નથી) તેથી સંવેદન ને લીધે જ અણુમાં મેરુ પર્વત) પણું (ઘટે) છે. --જે કાળમાં એક નિમેષ(પલકારો)નો અનુભવ થાય છે, તેને નિમેષ માનવો,તથા “કલ્પ"નો અનુભવ થાય તેને “કલ્પ” માનવો.જેમ,અનેક યોજન માં પથરાયેલું મહાનગર પણ જેમ મનુષ્યના મનમાં રહે છે, તેમ,”કલ્પ" ક્રિયા નો વિલાસ પણ નિમેષ-રૂપ જણાય છે. જે પ્રમાણે મોટું શહેર એક નાના દર્પણ માં જોવામાં આવે છે, તે પ્રમાણે એક નિમેષમાં પણ “કલ્પ” નો અનુભવ થવા સંભવ છે.આમ જયારે એક અણુમાં પણ ભ્રમથી નિમેષ,કલ્પ,પર્વત અને કરોડો યોજન રહેલ છે, ત્યારે, તેમાં એક-પણું કે ત-પણું કેવી રીતે ઘટે? સ્વપ્નમાં જેવી રીતે એક ક્ષણમાં સત્ય નો તથા અસત્ય નો અનુભવ થાય છે, તેવી રીતે-“મેં પહેલા આમ કરેલું છે"એવી બુદ્ધિ નો ઉદય થાય છે.વળી, મનુષ્ય ને દુ:ખનો કાળ થોડો હોય તો પણ લાંબો લાગે છે અને સુખનો લાંબો કાળ ટૂંકો લાગે છે. આમ, મનુષ્યના મનમાં સાચો અથવા ખોટો-જેવો નિશ્ચય થાય છે, તેવો ચૈતન્યમાં પ્રકાશ પામે છે. પણ ખરું જોતાં,નિમેષ નથી,કલ્પ નથી,દૂર નથી ને અદૂર પણ નથી માત્ર અન્ય વસ્તુની પેઠે, ચિત્ત-અણુ” ની પ્રતિભા રહેલી છે.સર્વ ચૈતન્ય-રૂપ છે માટે તેમાં કોઈ ભેદ નથી. (૨૩-૨૪) ચૈતન્ય-રૂપી અણુ ઇન્દ્રિયો ના સાર રૂપ છે એટલે પ્રત્યક્ષ છે પણ સાથે સાથે, ઇન્દ્રિયો તેને પહોંચી શકતી નથી માટે તે (ચૈતન્ય) અપ્રત્યક્ષ છે. વળી, પ્રત્યક્ષ અનુમાન,ઉપમાન તથા શબ્દ-એ ચાર “પ્રમાણ” થી ચિત્ત-અણુમાં દૃશય-પણા નો ઉદય થાય છે. માટે તે પ્રત્યક્ષ છે. જેમ જ્યાં સુધી સુવર્ણમાં કુંડળ નું સંવેદન છે ત્યાં સુધી તેમાં સુવર્ણ-પણું નથી, તેમ, દશ્ય-પણું છે, ત્યાં સુધી વાસ્તવિક રીતે ચૈતન્ય નું એક-રસ-પણું નથી. જેમ કુંડળમાં કુંડળ-પણા ની બુદ્ધિ મટી જાય છે ત્યારે તે સુવર્ણ જ છે, તેમ,જયારે દૃશ્ય-પણા ની બુદ્ધિ મટી જય છે ત્યાર પછી કેવળ નિર્મળ અને શુદ્ધ -પરબ્રહ્મ દેખાય છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ વળી,ચૈતન્ય-રૂપી અણુસર્વ-રૂપ છે માટે,તે સદ્રુપ (સત્-રૂપ) છે, અને જોઈ ના શકાય તેવો હોવાથી અસત્ –રૂપ પણ છે.(૨૫) ચિત્ત-અણુ માં “ચેતન-ધર્મ” હોવાથી,તે ચેતન-રૂપ છે,પણ”ચૈતન્ય-પણા ના અભાવથી”અચેતન-રૂપ છે. જે (જગત) નો આત્મા-એ ચિત્ત નો ચમત્કાર માત્ર છે,જે ચિત્ત ની પ્રતિભા-રૂપ છે,અને જે પવન થી હાલતા, વૃક્ષ જેવું (અત્યંત અસત્) છે –તે આ “જગત” માં ચિત્ત અને ચૈતન્ય (દ્વૈત) રૂપની કલ્પના જ ક્યાંથી હોય? જે પ્રમાણે ઘાટો તડકો –એ-મૃગજળ ની નદીરૂપે દેખાય છે,તે પ્રમાણે એક અદ્વૈત-ચેતન-ચૈતન્ય ના પ્રતિભાસ થી “જગત” જણાય છે. સુર્યના કિરણથી આકાશમાં રહેલા સૂક્ષ્મ પદાર્થો જોવામાં આવે છે,તેમાં “અસ્તિતા” અને “નાસ્તિતા” એ બંને રહેલ છે.તેવી જ રીતે કલ્પના-આદિથી “અસ્તિતા” અને “નાસ્તિતા” છે. જેમ માયાને લીધે,સુર્યના કિરણ વાળા આકાશમાં સુવર્ણ જોવામાં આવે છે, તેમ,માયાને લીધે આ જગત જોવામાં આવે છે.તો તેમાં ચિત્ત અને ચૈતન્ય (દ્વૈત) ની કલ્પના કેમ ઘટે? દીર્ઘ-કાળના ભ્રમથી આ જગત જોવામાં આવે છે. આ પ્રમાણે જ્ઞાન થવાથી તથા નિર્મળ અભ્યાસ થવાથી,જ્ઞાનવાન મનુષ્યો નાં આ સંસારમાં જન્મ-મરણ થતાં નથી.(મુક્ત થાય છે) ભીંત,આકાશ તથા “આકાશ-મય આકાશ” માં દેખાવા-માત્ર ભેદ છે. પણ વસ્તુતઃ ભેદ નથી.માટે ઘાસથી (જગત ની નાનામાં નાની વસ્તુથી) માંડી બ્રહ્મલોક સુધી, જે એક વસ્તુ સત્ય છે-“તે જ એક વસ્તુ સત્ય છે.” (૨૬) જુદા-પણા ના સંસ્કાર વાળી બુદ્ધિના ચમત્કાર થી,બુદ્ધિને જુદાપણું દેખાય છે,પણ વસ્તુતઃ જુદાપણું નથી, આત્મ-પ્રકાશ સર્વાત્મક છે,અને વૃક્ષમાં જેમ બીજ છે તેમ તે (આત્મ-પ્રકાશ) છે. બીજ અને તેની અંદર રહેલું વૃક્ષ-પણું જેમ જુદું છે અને નથી,તથા,જેમ,બીજમાં વૃક્ષ રહેલું છે તેમ, બ્રહ્મ માં “આકાશની પેઠે” નિરંતર જગત રહેલું છે.એટલે બીજ માં રહેલું વૃક્ષ-પણું આકાશ-રૂપ છે. અને તેવી જ રીતે બ્રહ્મમાં જે જગત રહેલું છે-તે સાક્ષીપણા થી ચૈતન્ય-રૂપ છે. આ પ્રમાણે (આકાશની પેઠે) સર્વ ઠેકાણે બ્રહ્મ ની સત્તા રહેલી છે,કે જે શાંત,અજ,અને એક છે,તથા તે આદિ-મધ્ય-અંત રહિત છે.તે બ્રહ્મ ની “એકતા” (એક છે તે) ના ગુણે કરીને પણ શૂન્ય છે,અને, માયા-સંબંધ થી રહિત છે, ચૈતન્ય-રૂપ છે,સર્વત્ર વ્યાપક છે. (૧ થી ૬૨-સાર-રૂપે) (૮૧) રાજાએ બાકીના પ્રશ્નો ના ઉત્તર આપ્યા. રાક્ષસી કહે છે કે-હે,મંત્રી તમારું બોલવું (જવાબ) પવિત્ર અને પરમાર્થ-રૂપ છે, હવે બાકીના પ્રશ્નો નો જવાબ આ કમલલોચન રાજા આપશે. રાજા કહે છે કે-હે,રાક્ષસી,જયારે જગતની પ્રતીતિ નો અભાવ થાય છે,ત્યારે જ આત્મ-પ્રીતિ થાય છે.અને જયારે સર્વ સંકલ્પ નો ત્યાગ થાય છે,ત્યારે જ ચિત્ત વડે આત્માનો સાક્ષાત્કાર થાય છે. આત્મ-સત્તામાં સંવેદન નો વિકાસ થાય છે,એટલે જગતમાં સૃષ્ટિ જોવામાં આવે છે.અને આત્મ-સત્તામાં સંવેદન નો સંકોચ થાય છે ત્યારે એટલે જગતમાં પ્રલય જોવામાં આવે છે. માટે વેદાંતનાં વાક્યોની નિષ્ઠા વાણી થી પણ અગોચર છે. આ ચર-અચર જગત આત્મા(પરમાત્મા) ની ચિત્ત-લય લીલા છે, તે જગત છે અને તે જગત નથી-એવી રીતે બે પક્ષ-રૂપ છે,તેમજ બે પક્ષની વચ્ચે રહેલું છે. 187 Page #188 -------------------------------------------------------------------------- ________________ 188 સારાંશ છે કે તે અનિર્વચનીય છે,પરમાત્મા વિશ્વ-રૂપે ભિન્નભિન્ન રૂપે છે તો પણ તેમનું અખંડિતપણું ખંડિત નથી.બ્રહ્મ કે જે “સત્તા-માત્ર” છે તેના વિષે જ તમારા બધા પ્રશ્નો છે,છતાં બાકી રહેલા પ્રશ્નો ના ઉત્તર આપું છું. --“બ્રહ્મ-રૂપી-અણુ” છે તે આત્માને વિષે “વાયુ-પણા ના સંવેદનથી” ભ્રાંતિથી વાયુરૂપ જણાય છે, પણ ખરું જોતાં તે વાયુ-રૂપ નથી,કારણકે તે કેવળ શુદ્ધ ચિદમાત્ર છે. (૨૭) --“બ્રહ્મ-રૂપી-અણુ” માં શબ્દ નું સંવેદન થવાથી તે શબ્દ-રૂપ છે, પણ તે શબ્દ-પણું ભ્રાંતિ માત્ર છે, માટે તે શબ્દ-રૂપ નથી.તેથી તે બ્રહ્મ શબ્દ અને અશબ્દ –એ બંનેનો અર્થ એ દૃષ્ટિ થી દૂર છે (૨૮) --બ્રહ્મ-રૂપી અણુ સર્વ-રૂપ છે, પણ તે અદશ્ય હોવાથી કંઈ પણ નથી. (૨૯) --પરમાત્મા ની સત્તાથી અહંકાર ને લીધે જીવ ને અહંતા (હું-મારું) થાય છે.તથા અહંકાર નો નાશ થવાથી અહંતા મટી જાય છે, સર્વ-શક્તિમાન પરમાત્મા ની પ્રતિભા તેમાં કારણ-રૂપ છે. (૩૦) --આત્મા-એ ઘણા જન્મ સુધી પ્રયત્ન કરવાથી પ્રાપ્ત થાય છે.(૩૧) --આત્મા ની પ્રપ્તિ થવાથી બીજું કંઈ નહિ પણ પોતે જ આત્મા છે બીજું કઈ પ્રાપ્ત-રૂપે છે જ નહિ, તેથી. આત્મા ની પ્રાપ્તિ સિવાય બીજું કંઈ મેળવવાનું રહેતું નથી.જ્યાં આત્મા મળ્યો કે સર્વ મળી ગયું. મૂળ ને કાપી નાખનાર બોધ-રૂપી તલવાર નો જ્યાં સુધી ઉદય થયો નથી ત્યાં સુધી જન્મ-રૂપી વસંત-ઋતુમાં જન્મ-મરણ-રૂપી વેલ ની વૃદ્ધિ થતી જ જાય છે.(૩૨), જેમ,સૂર્ય ના તડકામાં થી બનતા મૃગજળ માં “તે પાણી છે” એવું માનવાવાળો (એવી બુદ્ધિવાળો) મનુષ્ય, એ સાચા પાણી નો ત્યાગ કરે,તેમ,અણુ-રૂપી આત્માએ પોતે સાકાર-પણા થી દૃશય-પણાને પામીને થયેલા સ્વસ્થ-પણા માં જ પોતાના આત્મા નો નાશ કરી નાખ્યો છે. (૩૩) ચૈતન્ય-રૂપી અણુની અંદર મેરુ પર્વત છે, તેમ ત્રિભુવન એ તૃણ (તણખલા) રૂપ છે. જેવી રીતે વિષયી પુરુષને સ્વપ્નમાં સ્ત્રી નું આલિંગન થાય, તે તેને પ્રત્યક્ષ જણાય છે, તેવી રીતે, ચૈતન્ય-રૂપી અણુ ની અંદર જે વસ્તુ રહેલી છે, તે બહાર જણાય છે. દષ્ટિ ના આદિથી જ ચૈતન્ય- “શક્તિ” નો સર્વ ઠેકાણે ઉદય થયો છે.અને તે શક્તિ સંકલ્પમાં જોવામાં આવે છે,જેવી રીતે બાળક નું મન જે પદાર્થમાં લાગે છે, તેવું તેને જોવામાં આવે છે, તેવી રીતે આ જગતમાં “સંવિત” (સત્ય-કે-જ્ઞાન) ના આશ્રયથી જેવું “સંવેદન” ફૂરે એટલે “જગત” જોવામાં આવે છે.(૩૪) --આમ અતિ-સૂક્ષ્મ ચૈતન્ય-રૂપી પરમાણુ થી આખું વિશ્વ પુરાઈ રહ્યું છે. (૩૫). --ચિત્ત-અણુ સો યોજનમાં છે તો પણ તે સંપૂર્ણ માતુ નથી,કારણકે તે સર્વ ઠેકાણે રહેનાર છે, તે,અનાદિ છે,અરૂપ છે,તથા આકૃતિ-રહિત છે. (૩૬) --જેમ કોઈ ધુતારો ભમર નચાવી-આંખ મારીને મૂર્ખ સ્ત્રીને વશમાં લઈને રમાડે છે, તેમ, શુદ્ધ પરમાત્મા પણ અભિનય કરીને પર્વત અને તૃણ-સાથેના જગતને નચાવે છે. (૩૭) --કપડાં ની અંદર મેરુપર્વત નું ચિત્ર બનાવેલ હોય તો તે જેમ,તે કપડાની અંદર અને બહાર જણાય છે, તેમ,ચૈતન્ય-રૂપી અણુ કે જે અનંત-રૂપે રહેલ છે, તેની અંદર ચિત્ર-રૂપે રહેલા પર્વતના સમુહો બહાર જણાય છે (૩૮) --ચિત્ત-અણુ એ દિશા-કાળ વગેરે સર્વ પદાર્થમાં વ્યાપક હોવાથી,પર્વતથી પણ મોટું છે. તે વાળ ના અગ્રભાગ ના પણ સો-મા ભાગ-રૂપ છે તેથી તે સૂક્ષ્મ થી પણ સૂક્ષ્મ છે.પણ, જેમ સરસવના કણ ની સાથે મેરુ-પર્વતની સરખામણી થતી નથી, તેમ સૂક્ષ્મ અણુની સાથે શુદ્ધ ચૈતન્ય ની સરખામણી ઘટી (થઇ) શકે નહિ, કારણકે પરમાત્મા માં માયાને લીધે અણુ-પણું કલ્પેલું છે,શ્રુતિમાં કનક-કુંડળ ની Page #189 -------------------------------------------------------------------------- ________________ 189 જેમ, અણુ-અને શુદ્ધ ચૈતન્ય ની સરખામણી કરી છે, પણ ખરું જોતાં તેમ નથી.(૩૯-૪૦) આ અનુભવ-સ્વરૂપ “આત્મ-પ્રદીપ” (આત્મા-રૂપી દીવા) થી સૂર્ય-વગેરે પ્રકાશ પામે છે.એટલે. તે પ્રકાશ ની સ્થિતિ એ “આત્મા” (પરમાત્મા) થી જુદી નથી. કદાપિ તેની સ્થિતિ જુદી માનીએ તો-જડ-પણાને લીધે સૂર્ય વગેરે પ્રકાશ પામતા સર્વ પદાર્થમાંથી કોઈને પણ “પ્રકાશ-પણું” ઘટતું નથી. તેથી તેમને “અપ્રકાશ-રૂપતા” જ પ્રાપ્ત થાય છે. આ દોષ “ચિત્ત-અણુ” માં સંભવતો નથી, કારણકે તે “પ્રમાણ” થી સ્વયં-પ્રકાશ સિદ્ધ થાય છે. (સિદ્ધ થયેલો છે) ચિત્ત-અણુ” અને સૂર્ય-વગેરેમાં એટલોજ ભેદ છે કે તેમનો વર્ણ અનુક્રમે “ઉજ્જવળતા” અને “શ્યામતા” સાથે સંબંધ રાખે છે.સુર્યના વર્ણ ને “યામતા” સાથે સંબંધ કહેવાનું કારણ એ છે કે-પ્રકાશ વિના તે અંધકાર-રૂપ છે,કે જે અંધકાર પણ જડ છે.અંધકાર અને પ્રકાશ ની એકતા માં ચૈતન્ય-રૂપ “કારણ” ની એકતા એ “હેતુ” છે. આ જગ-પ્રસિદ્ધ સૂર્ય નો પ્રકાશ દિવસે હોય છે ને રાત્રિએ હોતો નથી,વળી તે બહારની વસ્તુઓનો પ્રકાશ કરે છે, પણ શરીરના અંદર રહેલ પદાર્થ નો પ્રકાશ કરતો નથી.ત્યારે“ચૈતન્ય-રૂપી-સૂર્ય” તો રાતે કે દિવસે,બહાર કે અંદર સર્વ ઠેકાણે અસ્ત-ઉદય થી રહિત પ્રકાશી રહેલ છે. આ "ચિત્ત-પ્રકાશ" થી જ પ્રકાશેલી,અને અનેક પદાર્થથી ભરેલી “બ્રહ્માંડ-રૂપી-ઝૂંપડીમાં જીવાત્મા પોતાને જોવા-રૂપ પદાર્થ ને જોઈ શકે છે.આ "ચિત્ત-પ્રકાશ" સ્વતંત્રપણાથી તથા અવિદ્યામાં મળીને સર્વનો પ્રકાશ કરે છે.જેવી રીતે સૂર્ય રાત્રિ અને દિવસ-રૂપે પોતાના આત્માને પ્રકાશે છે, તેવી રીતે "ચિત્ત-પ્રકાશ" સત તથા અસત (જીવ અને દેહ-રૂપે)પોતાના સ્વરૂપે પ્રકાશે છે. (૪૧) જેમ,વૃક્ષના પુષ્પ-ફળ- વગેરે અવયવ માંથી ભ્રમરે ગ્રહણ કરેલા સઘળા રસ તે ભ્રમરમાં રહેલા છે, તેમ, "ચિત્ત-અણુ" ના ઉદરમાં અખિલ અનુભવના અણુ રહેલા છે. જેમ,વસંત-ઋતુના પ્રભાવથી,સર્વ વનનાં વૃક્ષોમાં અંકુર-આદિ-અવયવો સ્વભાવથી પેદા થાય છે, તેમ,અખિલ "અનુભવ ના અવયવો" આ "ચિત્ત-અણુ" થી જ ઉત્પન્ન થાય છે. (૪૨) અત્યંત સૂક્ષ્મ-પણાને લીધે ઇન્દ્રિયો થી આસ્વાદ ન કરી શકાય એવો ચિત્ત-અણુ –એ અખિલ સ્વાદિષ્ટ પદાર્થ ના ‘સ્વાદ ને સત્તા” આપે છે.જેમ,અરીસા વિના પ્રતિબિંબ ની સત્તા નથી, તેમ સમરસ ચિત્ત-અણુ ના સંબંધ વિના ઝાડ કે ઝાડના ફળ વગેરે પદાર્થમાં રહેલા "સ્વાદમાં સત્તા" નથી. (૪૩). વિવર્ત-કારણતાને લીધે પોતાનો આશ્રય કરનાર, અને સર્વ જગતનો સ્વરૂપ થી ત્યાગ કરનાર એ ચિત્ત અણુએ પોતાના “અફૂરણા” પણાથી સર્વ નો ત્યાગ કર્યો છે, અને "ફૂરણા" થી સર્વ નો આશ્રય કર્યો છે (૪૪) પોતાને ઢાંકવા ને અસમર્થ એવા ચિત્ત-પરમાણુએ –પોતાની અણુતા ને ચંદરવા ની પેઠે વિસ્તારીને આખા જગતને ઢાંકી દીધું છે.જેમ જે વનમાં ખાલી ધરો અને ઘાસ જ હોય તેવા વનમાં હાથી પોતાને ઢાંકી શકાતો નથી, તેમ આકાશ ની ઉપમા વાળો,આત્મા એક ક્ષણ પણ પોતાને ઢાંકવાને સમર્થ નથી. આમ છતાં મનુષ્યને તે જણાતો નથી, અને જો જણાય તો તે મનુષ્યને જન્મ-મરણમાં થી મુક્ત કરે છે.(૪૫) જેમ,વૃક્ષમાં વિશેષ આકારથી (સામાન્ય રીતે) ના દેખાતા અંકુરો –વસંત-ઋતુમાં પાછા દેખાય છે, તેમ,પ્રલય-કાળમાં વિશેષ આકારથી નાશ પામેલું જગત-એ ચૈતન્યનો આશ્રય કરી, ફરી પાછું વિશેષ આકાર ને પામે છે. જો કે ચૈતન્ય નો આશ્રય તો જગત ને સૃષ્ટિ કાળ અને પ્રલયકાળ માં પણ છે.છતાં પણ, જેમ વસંત-ઋતુ માં વનમાં જેમ વિચિત્ર રીતે ઝાડ-પાન-વેલા-વગેરે ફૂટી નીકળે છે, તેમ,જગત નો આકાર સૃષ્ટિકાળ માં દેખાય છે.(પ્રલય કાળમાં નહિ-પ્રલય કાળ નો “વિશેષ આકાર” છે!!) Page #190 -------------------------------------------------------------------------- ________________ 190 તેથી – જેમ, વસંત-ઋતુમાં ઝાડ-પાન-ફળ -વેલા-વગેરેમાં જે વિશેષ આકાર દેખાય છે તે વસંત-ઋતુ નો જ રસ છે,તેમ,જગતની વિચિત્રતા એ “બ્રહ્મ-રસ”નું જ પરિણામ છે, અને બ્રહ્મ અને જગત જુદાં નથી (૪૬) આત્મા ને જો કે વસ્તુતઃ એક પણ અવયવ નથી,છતાં પણ જગતમાં જેટલા અવયવવાળા પદાર્થો દેખાય છે, તે સર્વમાં વ્યાપકપણા ને લીધે,”તે આત્મા હજારો અવયવવાળો છે” એમ કહેવામાં આવે છે.(૪૭) જેમ,સ્વપ્નમાં એક જ પુરુષને પોતાના શરીરમાં બાળપણ થી વૃદ્ધ-પણા નો આભાસ થાય છે, તેમ,તે અણુ-ચૈતન્ય ને એક નિમેષ (પલકારા માં હજારો કલ્પો ઝૂરે છે. (૪૮) આ જગત ચૈતન્ય-રૂપી પરમાણુમાં રહ્યું છે, અને તેથી જ જગતના પ્રતિભાસ પ્રવર્તે છે, જેમ,પૂતળી વગેરે આકાર સ્તંભમાં રહેલા છે, તો તે તેમાંથી જ ઉત્પન્ન થાય છે,નિર્મળ આકાશમાંથી નહિ, તેમ, જે પદાર્થ જેમાં હોય તે પદાર્થ તેમાંથી જ ઉત્પન્ન થાય. બીજમાં જેમ વૃક્ષ રહેલું છે, તેમ ભૂત-ભવિષ્ય-વર્તમાનમાં થતાં પ્રાણીમાત્ર ચૈતન્યમાં રહેલાં છે.(૪૯-૫૦) જેમ અન્ન નો કણ ફોતરાં થી વીંટળાયેલો છે, તેમ નિમેષ અને કલ્પ-એ ચૈતન્ય થી વીંટળાયેલા છે. એ પ્રમાણે,"અંશ ની કલ્પનાવાળો- આ આત્મા-રૂપી-અણુ” નિમેષ અને કલ્પ થી વીંટાયો છે. (૫૧) આત્મા સર્વ જગતનો કર્તા અને ભોક્તા છે, તો પણ સ્વરૂપથી ઉદાસીનપણે રહેલો છે. શુદ્ધ ચિત્ત-પરમાણુથી જ જગતની ઉત્પત્તિ થાય છે, માટે તેનામાં કર્તા અને ભોક્તા-પણાનો આરોપ થયેલ છે, પણ ખરું જોતાં જગત ની ઉત્પત્તિ અને લય નથી માત્ર વ્યવહારથી જ તેની પ્રતીતિ થાય છે. “જગત” શબ્દ થી આપને જેણે ઓળખીએ છીએ તે સંસાર પણ અનાદિ અને બ્રહ્મ-સ્વ-રૂપ જ છે.(૫૨) જે પ્રમાણે, “ચિત્ત-અણુ-ચૈતન્ય” રૂપી “દય-પદાર્થ” ની સિદ્ધિ માટેતે આત્મા-પોતાના અંતરમાં રહેલી “ચિત્ત-ચમત્કૃતિને “બાહ્ય-પણા” થી ધારણ કરે છે, અને તે પ્રમાણે-તે “ચિત્ત” એ સત્તાની અંદર અને બહાર રહેલું છેઆમ, જે કહેવામાં આવે છે તેને માત્ર ત્રિલોકના પ્રાણીને ઉપદેશ કરવા માટે જ કહેવામાં આવે છે, પણ તે વસ્તુતા (હકીકત) થી “સત્ય” નથી. “આત્મા” તે અંતઃકરણ ની “ઉપાધિ” ને લીધે,દ્રષ્ટા-પણા ને પામે છે.અને પછીઘટ (ઘડો) વગેરે જેવા વિષય ની ઉપાધિ થી,વિષય-પણાને પ્રાપ્ત થાય છે.અને, તે (ઘટ-વગેરે) વિષયો,વગેરે આંખ થી દેખાવા (દય) ને લીધે, તે “આત્મા” પોતાનામાં આવા દૃશ્ય-પદાર્થોના જેવા - સ્વરૂપ ને જોવા લાગે છે. આમ,ખરું જોતાં તો દ્રષ્ટા-પણું તેમ જ દૃશ્ય-પણું –એ બંને નથી. દૃશ્ય પદાર્થ (જગત) એ વસ્તુતઃ અસત અને અવાસ્તવ છે.અને દ્રષ્ટા (આત્મા) તેં દૃશ્યને પામતો નથી. કારણ કે દ્રષ્ટા (આત્મા) માં દૃશય-પણું (જગત) નથી. જે વસ્તુ પોતાનામાં નથી તે વસ્તુપણાને કેવી રીતે પામી શકે? જેમ પુત્ર વિના પિતાપણું સંભવી શકે નહિ,કે "એક" વિના દૈત(બે) પણું સંભવી શકે નહિ, તેમ,દશ્ય (જગત) વિના દ્રષ્ટા(ઈશ્વર)ની સતા સંભવી શકતી નથી. જેમ,કુંડળ વગેરે ઘરેણાં ઉત્પન્ન કરવાની જેમ સોનામાં “શક્તિ” રહેલી છે, પણ કુંડળમાં સોનું ઉત્પન્ન કરવાની શક્તિ”નથી,તેમ,દ્રષ્ટા (પરમાત્મા) એ દૃશય પદાર્થ (જગત)ને ઉત્પન્ન કરે છે,પણ દૃશ્ય પદાર્થ એ જડ હોવાથી તે દ્રષ્ટાને ઉત્પન્ન કરી શકતો નથી. જેમ, સોનું એ તેના ઘરેણાં બનીને તે ઘરેણાં માં ઘરેણાંના મોહ ને ઉત્પન્ન કરે છે, તેમ, ચૈતન્ય એ દૃશય (જગત) નું નિર્માણ કરી ને તે દ્રયમાં મોહ ના હેતુ-રૂપ અજ્ઞાનને ઉત્પન્ન કરે છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ 191 જેમ, સોનામાં જ્યાં સુધી કુંડળ વગેરે ની બુદ્ધિ હોય ત્યાં સુધી તેમાં સુવર્ણ નથી,અને સોનાની બુદ્ધિ થયા પછી, ઘરેણાં રહેતાં નથી,તેમ, દૃશ્ય-પણાની બુદ્ધિ હોય ત્યાં સુધી દ્રષ્ટા (પરમાત્મા) નથી,પણ દ્રષ્ટાની બુદ્ધિ થયા પછી,દય (જગત) પણું રહેતું નથી. જેમ, એક જ પદાર્થમાં એક જ સમયે બે જાતની સત્તા રહેતી નથી,એટલે કે-દૂર રહેલા પદાર્થમાં – “તે પુરુષ છે કે પશુ છે?” એવો સંશય હોય-ત્યારે જ્યાં સુધી,પશુ બુદ્ધિ હોય તો તેમાં પુરુષ-બુદ્ધિ થતી નથી, અને પુરુષ-બુદ્ધિ હોય તો પશુ બુદ્ધિ થતી નથી, તેમ, એક ચૈતન્ય માં દ્રષ્ટા અને દુય એ બંને ની સત્તા એક જ સમયે રહેતી નથી. દય-પદાર્થ ને જોનાર દ્રષ્ટા, પોતાના આત્મા ને જોતો નથી અને દૃશ્યતાના સમયમાં દ્રષ્ટા ની સત્તા અસતુ જેવી રહેલી છે (૫૩) જેને કુંડળ વગેરે ઘરેણાંનું જ્ઞાન નથી,તે મનુષ્યની દ્રષ્ટિએ સર્વ ઠેકાણે સુવર્ણ જ છે, પણ કુંડળ-પણું નથી, તે જ પ્રમાણે,જે મનુષ્યને જ્ઞાન થવાથી, દૃશ્ય-પદાર્થ નો લય થયો છે, તેને દ્રષ્ટા ની જ સત્તા દેખાય છે. એટલે કે પોતાની નજર આગળ દેખતા દય(જગત) ને તે દેખતો નથી, જ્યાં સુધી દરય હોય છે, ત્યાં સુધી દ્રષ્ટા હોય છે, અને દરય પદાર્થ દ્રષ્ટા થી જ દેખાય છે. જેવી રીતે બે ની અપેક્ષા થી એક-પણું છે, પણ બે ના અભાવથી એક-પણું પણ રહેતું નથી, તેવી રીતે, દય વિના દ્રષ્ટા ની અપેક્ષા નથી.સંપૂર્ણ જ્ઞાન થવાથી શુદ્ધ અને સ્વચ્છ ચૈતન્ય માત્ર બાકી રહે છે, અને તે ચૈતન્ય નું વાણી પણ વર્ણન કરી શકતી નથી.(૫૪) દીવા થી જેમ સર્વ પદાર્થ જોવામાં આવે છે, તેમ,આત્મા,દર્શન અને દૃશ્ય એ ત્રણ પદાર્થચૈતન્ય-રૂપી-પરમાણુથી ઉત્પન્ન થાય છે. તે જ પરમાણુ એમને પ્રગટ કરે છે, પણ, બોધ (જ્ઞાન) થવાથી, પ્રમાણ,પ્રમેય અને પ્રમાતા –એ ત્રિપુટી નો પણ લય થાય છે.(૫૫) સોનામાંથી જેમ કુંડળ વગેરે ઉત્પન્ન થાય છે, તેમ દ્રષ્ટા, દર્શન અને-એ ચૈતન્ય ની શક્તિથી ઉત્પન્ન થાય છે, પણ તે અસત-રૂપ છે.(૫૬) જેમ,જળ અને પૃથ્વી થી કોઈ પણ ભૌતિક પદાર્થ જુદો નથી,તેમ કોઈ પણ પદાર્થ ચૈતન્ય-રૂપી અણુથી જુદા નથી ચૈતન્ય-રૂપી-અણુનો અનુભવ સર્વ ઠેકાણે છે, તથા તે સર્વ અનુભવ-રૂપ જ છે. આમ,એકત્વ ના અનુભવ થી “એકતા” એ સિદ્ધ થાય છે.(૫૭) જેમ,જળથી જેમ તરંગ એ જુદા નથી તેમ,ચૈતન્ય ની ઈચ્છા થી જગત એ જુદું નથી, કારણકે, ઈચ્છા ને અનુસરનારી, ફળ-સંપત્તિ” છે, એટલે ઈચ્છા સાથે કર્ભેલા પદાર્થ ની એકતા રહેલી છે.(૫૮). એ પરમાત્મા જ દેશ-કાળ અને વસ્તુ ના પરિચ્છેદ (વિભાગ) થી રહિત છે, અને તે સર્વ ના આત્મા તથા, સર્વ ના અનુભવ-રૂપ છે,તે પરમાત્મા ચૈતન્ય-રૂપ છે માટે તે સત-રૂપ છે,પણ, આંખ-વગેરે ઇન્દ્રિયોથી તેનો બોધ થતો નથી-તેથી તે અસત-રૂપ પણ કહેવાય છે. એ સર્વ-રૂપ પરમાત્માને દ્વૈત-પણું નથી કે એક-પણું પણ નથી. જેમ બીજા પદાર્થ હોય તો જ એક ની એકતા સંભવે અને જેમ છાંયા વિના તડકો નથી, તેમ,એક વિના દ્વૈત નથી અને દૈત વિના એક નથી.જો બીજું ના હોય તો એક ની એકતા કેવી રીતે સંભવે? માટે એકતા અ-સિદ્ધ હોવાથી સ્વૈત અને એકતા એ બંને નથી.(૫૯) આ પ્રમાણે એક અને દ્વૈત-પણાની અસિદ્ધ થવાની સ્થિતિમાં જે પદાર્થ રહે છે,તે, જેમ જળથી દ્રવ-પણુંજુદું નથી તેમ કોઈ પણ પદાર્થ જુદો નથી.(૬૦), જેમ,બીજ પોતાની અંદર વૃક્ષને ધારણ કરીને રહે છે, તેમ,પરમાત્મા પોતાની અંદર આ જગતને ધારણ કરીને રહ્યા છે.āત-પણું જે જોવામાં આવે છે તે અજ્ઞાનથી છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ 192 જે આકાશથી શૂન્ય-પણું જુદું નથી, તેમ ઈશ્વરથી ઢંત-પણું –એ જુદું નથી. દ્વૈત-પણું અને અદ્વૈત-પણું એ પ્રવૃત્તિ ની સિદ્ધિ માટે કરેલું છે, તેથી જ દુઃખ છે, નિવૃત્તિ માટે તેમ નથી (૬૧) પ્રમાણ,પ્રમેય અને પ્રમાતા તથા દ્રષ્ટા, દૃશ્ય અને દર્શન-પણે રહેલું જગત,”ચિત્ત-અણુમાં જ રહેલું છે. જેવી રીતે પવનમાંથી સ્પંદ થઇ ને તે સ્પંદ પાછો,પવનમાં જ લય પામે છે, તેવી રીતે, જગત-રૂપી અણુ પરમાત્મા થી ઉત્પન્ન થઈને પરમાત્મા માં જ લય પામે છે. પરમાત્મા ની આ માયા અતિ મોહમયી છે. માયા થી એક પરમાત્મામાં રૈલોક્ય ની પરંપરાનો ભ્રમ થાય છે, પણ ખરું જોતાં,ચિદમાત્ર-પરમાણુ-પણાથી જ જગતની સ્થિતિ રહેલી છે.(૧૨) જેમ,બીજમાં વૃક્ષ રહે છે તેમ,પરમાત્માની અંદર જગત-જાળ ની સ્થિતિ છે.અને ચિત્ત-અણુના ઉદરમાં રહેલું આ વિકાસ પામતું રહેલું જગત યોગીની દ્રષ્ટિથી દેખાય છે.(૬૩). દ્વત અને અદ્વૈત-રૂપે રહેલું જગત ચૈતન્ય-રૂપી પરમાણુ માં રહેલું છે,એમ જે જુએ છે તે જ સાચું જુએ છે. ખરું જોતાં,તો દ્વૈત પણ નથી અને અદ્વૈત પણ નથી,સ્થળ નથી કે સૂક્ષ્મ નથી,ઉત્પન્ન નથી થયું અને નથી થયું તેમ પણ નથી.અસ્તિ-પણું નથી કે નાસ્તિ-પણું નથી,સૌમ્ય નથી કે ક્ષોભવાળું પણ નથી. ચૈતન્ય રૂપી અણુમાં રહેલું જગત આકાશ નથી,વાયુ નથી,તે જગત નથી કે અજગત પણ નથી. માત્ર ચૈતન્યથી જ શુભ સત્તા સર્વ ઠેકાણે છે અને તે સત્તા સર્વાન્ક હોવાથી, જે સ્થળે જેવો તેને ઉદય થયો છે, તે ઠેકાણે તેવી તેની સત્તા છે.પરમાત્મા-રૂપી અણુ-એ સમગ્રના આત્માથી ઉદય નથી પામેલ-તો પણ ઉદય પામેલ છે.જેમ બીજને ઉત્પન્ન કરનાર વૃક્ષ એ પોતાના વૃક્ષના સ્વભાવનો ત્યાગ કર્યા વિના, બીજ સહિત પૃથ્વીમાં ઉદય પામે છે, તેવી રીતે પરમાત્મા જગત-રૂપે ઉત્પન્ન થાય છે, તથા જન્મ-મરણ ની કલ્પના પામે છે.વૃક્ષ બીજ-પણે ઉત્પન્ન થાય છે તેમ વૃક્ષ-પણાથી પણ ઉત્પન્ન થાય છે એ પ્રમાણે બંને રીતે તેમાં વિકાર છે-જયારે ચિત્ત-અણુ-એ નિરંતર નિર્વિકાર છે.(૧૪) પરમ-પરમાણુ ને લીધે,કમળ-તંતુ પણ મેરુ જેવો દૃઢ છે, કારણકે પરમાણુ થી કમળ-તંતુ સ્થળ છે.(૧૫) આ પ્રમાણે અંતરાત્મા-રૂપી પરમાણુ –કે જેને લીધે કમળ-તંતુ પણ મેરુ-રૂપ છે, તેની અંદર, કરોડો મેરુ-વગેરે પર્વતો રહેલા છે. (૧૬) એક ચૈતન્ય-રૂપી પરમાણુ થી જ આ જગત વ્યાપી રહેલ છે,અને તેનાથી જ વિસ્તાર પામેલું છે, તેણે જ દેવતા-મનુષ્ય વગેરેના ભેદ થી જગત પેદા કરેલું છે.અને તેણે જ દેવતા-મનુષ્ય-વગેરેના ભોગ ભોગવવાના વિષયના ભેદ કરેલ છે. પરબ્રહ્મમાં પ્રત્યક્ષ દેખાતો આ પ્રપંચ (માયા) પણ પરબ્રહ્મ-રૂપ જ છે.(૧૭) ઉપર પ્રમાણે આખું વિશ્વ એ પરબ્રહ્મ-રૂપ છે, આપણે પણ વિશ્વમાં હોવાથી તેની સત્તાથી વ્યવહાર કરીએ છીએ.વધ કરવા યોગ્ય નો વધ કરીએ છીએ અને જગતનું પાલન પણ કરીએ છીએ. (૬૮-૭૦), જગતને સત્તા આપવાથી પોતાની સુંદરતાનો ત્યાગ ના કરનારું,અને ઉત્પત્તિ-સ્થિતિ અને લય-રહિત એવું તત્વ જયારે જાણવામાં આવે છે, ત્યારે આ તુચ્છ જગત બ્રહ્મથી અભિન્ન હોય તેમ ભાસે છે. એટલે કે-જગતના દર્શનથી જો કે આપણો અભાવ જણાયછે, તો પણ બ્રહ્મ-દર્શનથી આપણો સદ-ભાવ જ છે.(૭૧-૭૨) (૮૨) રાજા અને રાક્ષસી નો સ્નેહ તથા રાક્ષસીનું ભોજન Page #193 -------------------------------------------------------------------------- ________________ વશિષ્ઠ કહે છે કે-હે,રામ,એ કર્કટી-રાક્ષસીએ રાજાનાં વચન સાંભળ્યાં,તેને બ્રહ્મ-જ્ઞાન થયું, અને પોતાની રાક્ષસી જાતિની ચપળતાનો ત્યાગ કર્યો. જેમ,ચંદ્રના પ્રકાશથી રાત્રિમાં વિકાસ પામતાં કમળને શીતળતા મળે,તેમ તાપ-રહિત વિશ્રાંતિ મળવાથી, તે રાક્ષસીના અંતઃકરણમાં શીતળતા થઇ.અને તેને આનંદ થયો. રાક્ષસી રાજાને કહે છે કે-જ્ઞાન-રૂપી સૂર્યથી પ્રકાશ પામતી,તમારી બંને ની બુદ્ધિ પવિત્ર અને શુદ્ધ જણાય છે. તમારા હૃદયમાં થી નીકળેલી વિવેક-કણિકાઓ નું શ્રવણ કરીને,હું તમારા જેવા વિવેકી મનુષ્યોને,જગતને પૂજવા લાયક માનું છું.તમારા સત્સંગથી હું વિકાસ પામી છું અને મને આનંદ થયો છે. જેમ,હાથમાં દીવા-વાળા મનુષ્ય ને અંધકાર પરાભવ આપી શકતો નથી,તેમ,સત્પુરુષો ના સમાગમથી દુઃખ ની બાધા રહેતી નથી.પૃથ્વી ઉપરના સૂર્ય-રૂપી એવા તમે બંને જણા મને અહીં જંગલમાં પ્રાપ્ત થયા છો,તમે પૂજા કરવા યોગ્ય છે,આથી તમારી જે ઈચ્છા હોય તે તમે મને કહો. રાજા કહે છે કે-હે,રાક્ષસી,આ દેશમાં સર્વ મનુષ્યોને હૃદયના શૂળ-રોગ ની ઘણી પીડા થાય છે અને સર્વ પ્રજા વિશુચિકા થી તપી રહી છે. ઔષધ થી તેની શાંતિ થતી નથી.એટલા માટે હું રાત્રિચર્યા માટે નીકળ્યો છું,અને તમારા જેવા પાસેથી (તે રોગના) મંત્રનો ઉપદેશ લેવાની ઈચ્છા છે. હે,શુભા.તમારે હવેથી કોઈ પ્રાણીની હિંસા નહિ કરવી,એવા મારા વચનો નો સ્વીકાર કરો. રાક્ષસી કહે છે કે-હું તમારા વચનો નો સ્વીકાર કરું છું અને હવેથી કોઈ પણ પ્રાણીની હિંસા કરીશ નહિ. રાજાને રાક્ષસીના વચન પ્રત્યે સંશય થયો,એટલે રાજા પૂછે છે કે-મને આપેલા વચન પ્રમાણે કોઈની હિંસા ના કરવાથી,હે,રાક્ષસી, તું હવેથી તારા શરીરની આજીવિકા કેમ કરીશ? હું ત્યારે રાક્ષસી કહે છે કે-હે,રાજન,હિમાલય પર્વત પર છ માસ સુધી સમાધિ કર્યા પછી હું સમાધિમાંથી જાગી ત્યારે મને ભોજન ની ઈચ્છા થઇ,અને તેથી હું અહીં આવી હતી.પણ હવે હું પછી તે જ પર્વતના શિખર પર જઈ,ધ્યાન ના નિશ્ચળ-પણાથી,ઈચ્છા હશે ત્યાં સુધી સુખથી રહીશ,અને મરણના સમય સુધી હું શરીરને ધારણા થી ધારણ કરી રાખીશ,અને કાળે કરીને મારા શરીરનો યચેચ્છ ત્યાગ કરીશ.આવી મારી ઈચ્છા છે. હે,રાજન,હવે જ્યાં સુધી મારુ શરીર રહેશે ત્યાં સુધી હું કોઈ પ્રાણીની હિંસા કરીશ નહિ. તે પર્વતના સોનેરી શિખર પરની ગુફામાં મારો નિવાસ છે,ત્યાં હું સૂચી (સોય) સ્વરૂપે રહું છું.અને મારું નામ કર્કટી છે.માણસ-માત્રનો સંહાર કરવની ઇચ્છાથી મેં બ્રહ્માની ઉપાસના કરીને – “હું સૂચી-રૂપ આત્મા વાળી વિશુચિકા થાઉં” એવું વરદાન પામીને હુંવિશુચિકા-પણું પામી હતી. અને મેં ઘણાં જીવોની હિંસા કરી,પણ ત્યાર પછી મને અસંતોષ થવાથી ફરીવાર બ્રહ્માની ઉપાસના કરી, ત્યારે બ્રહ્માએ મને કહ્યું કે-“તારે ગુણવાન મનુષ્યોની હિંસા કરવી નહિ" વળી તેમણે મને મર્યાદાના માટે, મહા-મંત્રનો ઉપદેશ કર્યો.એ મંત્ર હું તમને આપું છું,તે તમે ગ્રહણ કરો.એથી લોકોની બાધા વિરામ પામશે. અને શૂળ વગેરે રોગોથી શાંતિ થશે. 193 મેં પ્રથમ,હિંસામાં ઘણી પ્રવૃત્તિ કરી હતી,અને લોકોના હૃદયના લોહીને શોષી લીધું હતું,આથી લોકોની નાડી રુધિર વિનાની થઇ રહેલી છે.પણ હું હવે તમારા પર પ્રસન્ન થઇ છું,તમે મારી સાથે નદી-કાંઠે ચાલો, અને આચમન કરીને પવિત્ર-પણે બ્રહ્માનો મંત્ર ધારણ કરો,હું તમને મંત્રોપદેશ કરીશ. ત્યાર પછી,તે કર્કટીએ રાજાને તથા તેના મંત્રીને મંત્રોપદેશ કર્યો,અને ત્યાંથી જવાનો વિચાર કર્યો. ત્યારે રાજા કહે છે કે-હે,કર્કટી,તમારી પાસેથી અમે મંત્રોપદેશ લીધો એટલે તમે અમારા ગુરૂ છો. આથી,તમને ભોજન કરાવવાનું અમે નિમંત્રણ આપીએ છીએ.તમે સુંદર નાનું સ્વરૂપ અંગીકાર કરીને અમારા મહેલે ચાલો,અને ત્યાં તમે સુખે થી રહેજો. Page #194 -------------------------------------------------------------------------- ________________ 194 રાક્ષસી કહે છે કે-જેનું મુગ્ધ સ્ત્રી-રૂપ હોય તેને તો તમે ભોજન કરાવવા સમર્થ છો,પણ હું રાક્ષસી જાતિની છું, તો તમે મને કેવાં અન્નથી તૃપ્ત કરશો?રાક્ષસો ને માંસ-રુધિર વાળા અન્નથી તૃપ્તિ થાય છે.પણ સામાન્ય મનુષ્યના આહારથી તૃપ્તિ થતી નથી.અને મારો આ રાક્ષસી સ્વભાવ જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી નિવૃત્ત થશે નહિ. રાજા કહે છે કે-હે, કર્કટી,સુવર્ણ ની માળથી યુક્ત એવી મનોહર સ્ત્રી નું રૂપ ધારણ કરીને તમે કેટલાક દિવસ સુધી મારે ઘેર આવો મારા રાજ્યમાંથી દુષ્ટ આચરણ-વાળા (ચોરો-વગેરે) હજારો લોકો ને હું લાવી તમને ભોજન માટે આપીશ.અને ત્યારે તમે રાક્ષસી સ્વરૂપ લઈને તે દુષ્ટ-પુરુષોને હિમાલયના શિખર પર લઇ જઈને એકાંતમાં તેમનું ભોજન કરજો.અને તૃપ્ત થી ને નિંદ્રા લઇ પછી સમાધિ કરજો. સમાધિમાંથી ઉઠયા બાદ તમે ફરી અહીં આવો ત્યારે ફરીથી હું તમને એવા દુષ્ટ માણસો આપીશ. એવા દુષ્ટ મનુષ્યો ની હિંસા કરવી તે હિંસા ગણાતી નથી,વળી સ્વ-ધર્મથી કરવામાં આવતી હિંસા પણ દયાની બરોબર છે. રાક્ષસી કહે છે કે-હે,રાજન, તમે યોગ્ય કહ્યું, અને સ્નેહથી કહેનારનું વચન કોણ માન્ય કરતું નથી? હું તમે જેમ કહો છો તેમ જ કરીશ. વશિષ્ઠ કહે છે કે એ પ્રમાણે કહી તે રાક્ષસીએ મનોહર સ્ત્રીનો દેહ ધારણ કર્યો.તે દેહને સુવર્ણ ના ઘરેણાંથી શણગારીને તેણે રાજાને કહ્યું કે-“ચાલો આપણે જઈએ” ત્યારે રાજા અને મંત્રી આગળ ચાલ્યા અને રાક્ષસીએ તેમની પાછળ જવા માંડ્યું. રાજાએ મહેલમાં આવ્યા પછી, તેને અંતઃપુરમાં સુંદર ખંડ આપી પરસ્પર આદર-પૂર્વક વાતો-ચીતો કરીને રાત્રિ પસાર કરી. ત્યાર પછી છ દિવસમાં તે રાજાએ પોતાના દેશમાંથી તથા બીજા દેશમાંથી –ત્રણ હજાર વધ કરવાને યોગ્ય, દુષ્ટ ચોરોને ભેગા કરીને તે રાક્ષસીને આપ્યા. સાયંકાળે તે રાક્ષસીએ પોતાનો રાક્ષસી દેહ ધારણ કર્યો અને તે સર્વ વધ કરવા યોગ્ય મનુષ્યોને પોતાના હાથમાં સમાવી,રાજાની આજ્ઞા લઈને હિમાલય પર્વતના શિખર પર ગઈ અને ત્યાં જઈ તેણે સુખેથી ભોજન કર્યું.તૃપ્તિ મેળવી અને ત્રણ દિવસ નિંદ્રા કરી ને સમાધિમાં પરાયણ થઇ. સમાધિમાંથી જાગી તે રાજાના સ્નેહને લીધે તેના રાજ્યમાં પાછી ગઈ, ત્યાં કેટલાક સમય સુધી વિશ્વાસ-પૂર્વક કથા-વાર્તા કરતી અને પાછું વધ કરવા યોગ્ય લોકો નું ભોજન લઈને પર્વત પર ગઈ. એ પ્રમાણે વારંવાર તે રાક્ષસીએ કરવા માંડ્યું. કેટલાક કાળ પછી તે ભીલ દેશના રાજાની વિદેહ-મુક્તિ થઇ અને તે દેશમાં જે બીજો રાજા થયો, તેણે પણ તે રાક્ષસી સાથે તેવા જ પ્રકાર નો સ્નેહ-સંબંધ રાખ્યો. (૮૩) કંદરા દેવી ની સ્થાપના વશિષ્ઠ કહે છે કે-હે, રામ ત્યાર પછી તે દેશમાં જે જે રાજા થયા તે બધા રાજાની સાથે તે કર્કટી ની ઉત્તમ મિત્રતા થવા માંડી.તેથી યોગથી સિદ્ધ થયેલી તે કર્કટીએ તે દેશમાં મોટા મોટા ઉત્પાતો,રોગોનું અને પિશાચ વગેરેના ભયનું નિવારણ કરવા માંડ્યું. ઘણાં વર્ષે જયારે તે સમાધિમાંથી વિરામ પામતી ત્યારે તે પછી ભીલના પ્રદેશમાં પાછી આવતી અને તેણે માટે ભેગા કરેલા દુષ્ટ લોકોને પોતાના આહાર માટે લઇ જતી. આજ સુધી તે ભીલના દેશમાં વધ કરવા યોગ્ય-દુષ્ટોને તે રાક્ષસીના આહાર માટે લઇ જવામાં આવે છે. એ પ્રમાણે તે રાક્ષસી એક વખત ઘણા કાળ સુધી આવી નહિ ત્યારે ભીલ-દેશના મનુષ્યોએ,સર્વ દોષની શાંતિ માટે,ઉંચા મહેલમાં તે દેવીની મૂર્તિની સ્થાપના કરી.અને તેનું નામ –કંદરા દેવી કે મંગલાદેવી પાડ્યું. ત્યાર પછી તે દેશમાં જે જે રાજાઓ થયા, તે બધા રાજાઓ કંદરાદેવી ની પ્રતિષ્ઠા-પૂજા કરવા લાગ્યા. Page #195 -------------------------------------------------------------------------- ________________ 195 જો કોઈ અધમ રાજા કંદરાદેવીની પ્રતિષ્ઠા મહોતો કરતો, તો તેના દેશમાં કેટલાક ઉત્પાત થતા અને પ્રજાનો નાશ થતો. તે દેવીની પૂજા કરવાથી ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.અને પૂજન નહિ કરવાથી અનર્થ ની ઉત્પત્તિ થાય છે.આમ વધ કરવા યોગ્ય દુષ્ટ લોકોના બલિદાનથી તેની પૂજા થાય છે. સમસ્ત ફળ આપનારી,તે દેવીની પ્રતિમા આજ સુધી ચિત્રમાં ચીતરેલી હોય તો પણ ફળ-પ્રદ થાય છે. વધ કરવા યોગ્ય દુષ્ટ લોકો નો આહાર કરનારી, તથા મનુષ્યોના બાળકો, ધન-ધાન્ય વગેરેની-રક્ષા કરી મંગળ સંપત્તિ કરનારી,પરમ બોધ વાળી તે દેવી ભીલના દેશમાં સર્વોત્કૃષ્ટ-પણે રહેલી છે. (૮) કર્કટી-નામ થવાનું કારણ અને આ દ્રષ્ટાંત ની ઉપયોગિતા વશિષ્ઠ કહે છે કે-હે રામ એ પ્રમાણે પર્વત પર રહેનારી કર્કટી નું આખ્યાન–યથાક્રમે મેં કહી સંભળાવ્યું. રામ પૂછે છે કે-હે, પ્રભુ,કાળા વર્ણ ની તે રાક્ષસીના કર્કટી નામનું કારણ શું? તે તમે મને કહો. વશિષ્ઠ કહે છે કે-હે, રામ,શુક્લ (સફેદ),કૃષ્ણ (કાળો) હરિત (ઝાંખો) અને ઉજ્જવળ-એ પ્રમાણે રાક્ષસોનાં અનેક કુળો પૃથ્વીમાં રહ્યા છે.તેમાંના કૃષ્ણ(કાળા) રાક્ષસ કુળમાં કર્કટ (કરચલા)જેવો કર્કટ નામનો રાક્ષસ હતો,તેની તે દીકરી હતી,માટે તેનું નામ કર્કટી હતું. કૃષ્ણ(કાળા) કુળમાં તે જન્મી હતી એટલે તેનો રંગ કાળો હતો. એ પ્રમાણે જગતના તત્વ નું નિરૂપણ કરતાં અધ્યાત્મ-યોગના પ્રસંગમાં મેં તમને કર્કટી નું આખ્યાન કહ્યું.(જે ઘણા પ્રશ્નો થી યુક્ત છા!) પરમ કારણ-ભૂત,આદિ, મધ્ય અને અંત રહિત,એ “પરમ-પદ” માંથી જગત ઉત્પન્ન થયું નથી, તો પણ, ઉત્પન્ન થયું હોય તેમ જણાય છે.જળમાં થતા તરંગો જેમ જળથી જુદા નથી તેમ છતાં જુદા જણાય છે, તેમ,પરમાત્મા માં આ જગત ની સ્થિતિ રહેલી છે. જેમ,લાકડાના થાંભલામાં પૂતળી ના હોય, પણ તેમાં પૂતળીનું ભાન થવાથી તે પૂતળી-રૂપે જણાય છે, તેમ,જગત ઉત્પન્ન થયું નથી,તો પણ ઉત્પન્ન થયું છે એવું ભાન થવાથી,આ જગત જોવામાં આવે છે. તેમાં વસ્તુતઃ કંઈ પણ ભેદ નથી, પણ વિચાર ના કરવાથી તેમાં ભેદ જોવામાં આવે છે, અને વિચાર કરવાથી, ભેદ-બુદ્ધિ નો નાશ થાય છે. હે, રઘુવીર,કારણ વિના જેમ આભ્રાંતિ આવી છે તેનો ત્યાગ કરો. જયારે મારા વચનનું વારંવાર શ્રવણ કરવાથી,બ હ્રાંતિ-રૂપ ગ્રંથી ભેદાઈ જશે, ત્યારે જ્ઞાન,શબ્દ અને અર્થભેદથી વસ્તુ નું પોતાની મેળે જ્ઞાન થશે. બ્રહ્મ માંથી જ સર્વની ઉત્પત્તિ છે,બ્રહ્મ માં જ સર્વનો લય છે, અને બ્રહ્મ તથા જગતમાં કોઈ ભેદ નથી, એ વિષે મારાં વચનો થી બોધ થાય પછી તમને સંપૂર્ણ જ્ઞાન થશે. રામ પૂછે છે કે-હે બ્રહ્મન,તમે કહો છો,કે -બ્રહ્મથી ઉતપન્ન થયેલું જગત બ્રહ્મ થી અભિન્ન છે, પણહૃતિમાં લખ્યું છે કે તે પરમાત્મા થી આકાશ વગેરેની ઉત્પત્તિ થયેલી છે,વાળી તે શ્રુતિમાં “તસ્માત” એ “પંચમી” (માં) લખી છે,તે ભેદ જણાવે છે, તેનું કારણ મને કહો. વશિષ્ઠ કહે છે કે-શાસ્ત્રમાં જે જે શબ્દો કહેલા છે તે બધા અજ્ઞાનીને ઉપદેશ દેવા માટે તથા વ્યવહાર માટે જ લખાયા છે.માટે તે ભેદ-બોધક છે તેમ સમજવું નહિ. બાળક ના કાર્ય માટે (ડર માટે) જેમ ભતની કલ્પના કરવામાં આવે છે.તેમ એ ભેદ ની કલ્પના કરેલી છે. માટે તે વ્યવહારથી જો કે ભેદ દેખાય છે, તો પણ ખરું જોતાં તે ભેદ નથી. જયારે સ્વપ્ન અને ગંધર્વ-નગર (આકાશમાં વાદળથી બનતું નગર) માં દૈત કે એક નથી,છતાં તેમાં પણ Page #196 -------------------------------------------------------------------------- ________________ 196 “ભેદ ની કલ્પનાનો વ્યવહારમાં છે, ત્યારે,સત્ય અને સંકલ્પ (એ દૈત) ના ઉપદેશના વ્યવહારમાં – સંકલ્પ નો નાશ કેમ થાય? (એટલે કે સત્ય-માં પણ ભેદની કલ્પનાનો વ્યવહાર છે) કાર્ય-કારણ,સેવક-સ્વામી,વિષય-અવિદ્યા,સુખ-દુઃખ-વગેરે સર્વમાં ભેદની જે કલ્પના કરવામાં આવી છે - તે-અજ્ઞાનીઓ ને બોધ માટે જ છે અને તે મિથ્યા છે.અને તેમાં વસ્તુતઃ ભેદ નથી જ. જ્યાં સુધી જ્ઞાન થયું નથી ત્યાં સુધી સ્વૈત-પણું જણાય છે, પણ જ્ઞાન થયા પછી તે દ્વૈત-પણું મટી જાય છે. તથા સર્વ શાંત-પણું જણાય છે. કાળે કરીને બોધ થયા પછી,આદિ-અંત રહિત, અવિભાગ અને અખંડિત એક જ વસ્તુ રહે છે.એમ તમારા જાણવામાં આવશે.અજ્ઞાનને લીધે અને અજ્ઞાનીઓના ઉપદેશ માટે જ ભેદ ની “કલ્પના” કરેલી છે. વાચ્ય (વાંચવાની વસ્તુ) અને વાચક (વાંચનાર) નો સંબંધ સ્વૈત વિના સિદ્ધ થતો નથી. પણ તેમાં ય દ્વત-પણું તો છે જ નહિ,એટલે છેવટે “મૌન-પણું” પ્રાપ્ત થાય છે. માટે,તે શાસ્ત્ર વચન (ભેદ ના વચન) પ્રત્યે અનાદર કરીને, મહાવાક્ય ના અર્થમાં નિષ્ઠા રાખીને જે હું તમને કહું છું તે તમે સાંભળો. મન ને લીધે ભ્રાંતિ-માત્ર થી આ જગત ઉત્પન્ન થયું છે, અને તે મન જ આ જગતની માયા નો વિસ્તાર કરે છે. એ હું તમને દૃષ્ટાંત સહિત કહીશ કે જે સાંભળવાથી આ પ્રત્યક્ષ જણાતું જગત એ ભ્રાંતિ-માત્ર છે - એમ,તમને નિશ્ચય થશે, ત્યારે તમે વાસનાને દૂર ત્યજી દેશો. અને સર્વનો ત્યાગ કરીને તમે શાંત-પણાથી આત્મ-પદમાં નિવાસ કરશો. મારા કહેવાના વાક્યના અર્થમાં તમે સાવધાન રહેજો. તમે મન-રૂપી રોગની ચિકિત્સા કરવામાં વિવેક-રૂપી ઔષધના લેપ થી પ્રયત્ન કરજો. અને તે રીતે પ્રયત્ન કરવાથી,"જગતનું રૂપ માત્ર મન થી જ છે,અને શરીર વગેરે કઈ છે જ નહિ," તેવો તમને નિશ્ચય થશે. રાગ-દ્વેષ-વગેરેથી કલુષિત થયેલું ચિત્ત જ સંસાર છે, અને ચિત્તમાંથી રાગ-દ્વેષ જયારે વિરામ પામે છે, ત્યારે સંસારનો નાશ થાય છે.આમ,ચિત્ત એ જ સાધ્ય (સાધનથી સિદ્ધ કરવા યોગ્ય) છે,અને ચિત્ત એ જ પાલન કરવા યોગ્ય છે.તે જ વિચાર કરવા યોગ્ય છે, અને તે જ વ્યવહાર કરવા યોગ્ય છે.તે જ સંસાર કરવા યોગ્ય છે અને તે જ ધારણ કરવા યોગ્ય છે.ચિત્ત વિના કોઈ પદાર્થ નથી.પણ ચિત્ત જગત-રૂપી આકાશને ધારણ કરીને રહ્યું છે.અને તે અહંકારના પ્રવાહની પેઠે કાળે કરીને પ્રકાશ પામે છે. ચિત્તમાં પણ ચૈતન્ય અને જડ એ બે ભાગ રહેલા છે.તેમાં જે ચૈતન્ય ભાગ છે, તે સર્વ અર્થ ના બીજ-રૂપ છે. અને જે જડ ભાગ છે, તેથી ભ્રાંતિ-રૂપ જગત જણાય છે. સૃષ્ટિના આદિમાં પૃથ્વી વગેરે કંઈ છે જ નહિ, પણ જેમ સ્વપ્નમાં પદાર્થ નથી છતાં પણ જોવામાં આવે છે, તે રીતે પૃથ્વી વગેરે સર્વ બ્રહ્મા ની દ્રષ્ટિએ જોવામાં આવ્યું,તેથી સૃષ્ટિ ઉત્પન્ન થઇ. દ્વૈત અને એક-પણા ના ભ્રમને આપનારી દ્રશ્યતાને આત્મા જે રીતે પામે છે,તે,હવે પછી હું આખ્યાન દ્વારા કહું છું. જેમ જળમાં તેલ નું ટીંપુનાખવાથી તે જળમાં ફેલાઈ જાય છે, તેમ જે કથામાં હૃદયને મનોહર લાગે તેવી યુક્તિ અને ઉપમા હોય તે કથા સાંભળનારના હૃદયમાં ફેલાઈ જાય છે.તથા શંકા મટી જાય છે. જેવી રીતે ચંદ્રના કિરણથી મંદિરમાં પ્રકાશ થાય છે, તેવી રીતે, પૃથ્વીમાં જે જે કથાઓ છે,જે જે મનોરંજક ગ્રંથો છે,જે જે મનોહર શબ્દો છે,તે સર્વ નો લોક-પ્રસિદ્ધ પ્રમાણ થી તથા દૃષ્ટાંત થી પ્રકાશ થાય છે. (૮૫) બ્રહ્મા અને એક સુર્ય નો સમાગમ Page #197 -------------------------------------------------------------------------- ________________ 197 વશિષ્ઠ કહે છે કે-હે રાઘવ,આ પ્રત્યક્ષ જણાતું જગત એ કેવી રીતે મનોમાત્ર છે? એ પ્રશ્ન મેં બ્રહ્માને પૂક્યો હતો,અને તેનો તેમણે મને જે ઉત્તર આપ્યો હતો તે તમારા પૂછવાથી તમને કહું છું. સાથે બ્રહ્માએ જે કથાનક મને કહેલાં છે, તે કથાનક પણ તમને કહું છું તો તે તમે સાંભળો. બ્રહ્માને મેં પૂછેલું કે- આ સૃષ્ટિના સમૂહ કેવી રીતે ઉત્પન્ન થયા તે મને કહો. ત્યારે લોક-પિતામહ બ્રહ્માએ એક “ઐન્દવાખ્યાન” સાથે આ મહાન અર્થભર્યું વચન કહ્યું. બ્રહ્માએ કહ્યું-જળમાં જળાશય ના વિસ્તારથી જે પ્રમાણે અનેક પ્રકારના તરંગ અને ઘુમરીઓ જોવામાં આવે છે, તે પ્રમાણે આ સર્વ જગત મનથી જ ઉત્પન્ન થયું છે, અને મનથી જ તેનો વિસ્તાર છે. હે,વશિષ્ઠ,પહેલા કલ્પ માં દિવસ ના આદિમાં જાગૃત થયા પછી મને સૃષ્ટિ કરવાની ઈચ્છા થઇ. ત્યારે શું થયું તે હું કહું છું તે તું સાંભળ. કોઈ સમયે જયારે દિવસનો ક્ષય થયો, ત્યારે સર્વ સૃષ્ટિનો સંહાર કરીને મેં એકાગ્ર ભાવથી રાત્રિમાં નિંદ્રા કરી, રાત વીત્યા પછી હું જાગ્યો,વિધિ-પૂર્વક સંધ્યા કરી,અને પછી સૃષ્ટિ ઉત્પન્ન કરવા સારૂ વિસ્તારવાળા આકાશમાં મારી દ્રષ્ટિ જોડી. ત્યાં અંત વિનાનું અને તપ-તથા તેજ થી રહિત એવું શુન્ય આકાશ જોવામાં આવ્યું. તે વખતે “સષ્ટિ ઉત્પન્ન કરું" એવો “સંકલ્પ” કરી સર્ગ ઉત્પન્ન કરવાની સામગ્રી માટે સુક્ષ્મ ચિત્ત થી જોવા માંડ્યું ત્યારે આકાશમાં મોટાં આરંભ વાળાં તથા પ્રતિબંધ થી રહિત એવાં દશ જુદાજુદા બ્રહ્માંડ મારા જોવામાં આવ્યા.તે દરેકમાં જાણે મારું પ્રતિબિંબ હોય તેમ હંસ પર બેઠેલા દશ બ્રહ્મા મારા જોવામાં આવ્યા, દરેક બ્રહ્માંડમાં ભિન્નભિન્ન પ્રાણીમાત્ર ના સમૂહ રહેલા હતા અને તેમાં જળ આપનાર મેઘની પંક્તિઓ જણાતી હતી.તેમાં મહાનદી નો પ્રવાહ ચાલ્યો જતો હતો.અને સમુદ્રનો ઘૂઘવાટ સંભાળતો હતો. આકાશમાં સૂર્ય પ્રકાશી રહ્યો હતો અને વાયુ સ્કૂરી રહ્યો હતો, સ્વર્ગમાં દેવતાઓ અને પૃથ્વી પર માનવો ક્રીડા કરતા હતા અને પાતાળમાં દાનવો અને ફણીધર સર્પો રહેતા હતા.ટાઢ,તડકો અને વર્ષાઋતુ થવાથી ત્યાં ફળથી યુક્ત એવી ઋતુઓ શોભાવતી હતી. નરક અને સ્વર્ગના ફળ આપનાર અશુભ તથા શુભ આચાર સર્વ સ્થળે વૃદ્ધિ પામ્યા હતા. ભોગ, મોક્ષ,વગેરે ફળની ઈચ્છાવાળા પ્રાણી-માત્ર કાળ પ્રમાણે ઇષ્ટ વસ્તુ મેળવવા સારૂ-ક્રમે કરીને પ્રયત્ન કરતા હતા.સાત લોક,સાત દ્વીપ, સાત સમુદ્ર,તથા સાત પર્વત-એ કલ્પ ના અંત સુધી સ્તૂરી રહ્યા હતા. અંધકાર કોઈ ઠેકાણે હ્રાસ પામીને રહ્યો હતો, કોઈ ઠેકાણે સ્થિર-પણાથી ઉભો હતો તો કોઈ ઠેકાણે તેજની સાથે મળી ગયો હતો.આકાશ-રૂપી કમળમાં મેઘ-રૂપી ભ્રમર તથા પ્રકાશ પામતા તારા-રૂપી કેશરાઓ રહ્યા હતા. આ પ્રમાણે મેં (બ્રહ્માએ પોતાના શુદ્ધ ચિત્ત થી,દશ બ્રહ્માંડ જોયાં.અને તેથી વિસ્મય પામીને વિચાર કર્યો કેબહારનાં નેત્રો થી આ બ્રહ્માંડ જોવામાં આવતા નથી, પણ શુદ્ધ-ચિત્તથી અંતઃકરણમાં દેખાય છે તેનું શું કારણ? એ પ્રમાણે ઘણી વાર સુધી વિચાર કરીને મેં બ્રહ્માંડમાંના એક સૂર્ય ને પાસે બોલાવી તેને પૂછ્યું કેહે મહાકાંતિમાન,તમે કોણ છો? અને આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું? તેની આપને જો ખબર હોય તો કહો. મારાં વચન સાંભળી,સૂર્યે મને નમસ્કાર કરીને કહ્યું કેહે પ્રભુ,તમે જ આ દૃશય-પ્રપંચ નું કારણ છો,છતાં તમે આ કેમ નથી જાણતા અને મને પ્રશ્ન પૂછો છો? હે સર્વ સ્થળે રહેનાર બ્રહ્મા,જો તમને મારું વચન સાંભળવાનું કુતૂહલ હોય તોહું આ જગતની અચિંતિત ઉત્પત્તિ વિષે તમને કહું છું તે તમે સાંભળો. હે મહાત્માન,આ જે “સત તથા અસત કળા” વડે વિસ્તાર પામ્યું છે,અને જે “સત –અસત ના બોલ ને મોહ આપનારી અવિરત રચનાઓ” વડે (આ જગત) વિકસે છે, Page #198 -------------------------------------------------------------------------- ________________ તે-માત્ર “મનો-વિલાસ” છે એમ જ સમજો. (૮૬) ઇન્દ નામના બ્રાહ્મણ ની કથા સૂર્યદેવતા કહે છે કે-હે,મહાદેવ,"કલ્પ" ના અંતે તમારો દિવસ અસ્ત થયો,ત્યારે જંબુદ્વિપના એક ખૂણામાં, કૈલાશ-પર્વત ની તળેટીમાં “સુવર્ણ-જટા” નામના એક દેશમાં મરીચિ-વગેરે તમારા પુત્રોએ પ્રજાના નિવાસ માટે સુખકારી અને સુશોભિત એવા “મંડળ” ની “કલ્પના” કરી. તે દેશમાં અતિ ધર્માત્મા,બ્રહ્મને જાણનાર,શાંત અંતઃકરણવાળો,કશ્યપ-કુળમાં ઉત્પન્ન થયેલો, “ઇન્દુ” નામનો બ્રાહ્મણ તેની સ્ત્રી સાથે રહેતો હતો.તેમને કોઈ સંતાન નહોતું. એટલે બંને એ કૈલાસપર્વત પર જઈને તપ કરવા માંડ્યું.દિવસના છેલ્લા ભાગમાં (સાંજે) એક ચાંગળું પાણી પીને ઝાડની જેમ સતત ઉભા રહી ને તેમણે ઘોર તપ કર્યું.તે બંને એ તે પ્રમાણે –ત્રેતાયુગ અને દ્વાપરયુગ – ગયા ત્યાં સુધી વૃક્ષની જેવી વૃત્તિ નો આશ્રય કરીને હાલ્યા-ચાલ્યા વગર ઉભા રહીને તપ કર્યું. ત્યારે ચંદ્ર-કલાને ધારણ કરનાર મહાદેવ તેમની પર પ્રસન્ન થયા.તે બંને પતિ-પત્નીએ મહેશ્વરને પ્રણામ કર્યા.મહાદેવે કહ્યુંકે-હે,વિપ્ર,હું તમારા પર પ્રસન્ન થયો છું,માટે તમારી ઈચ્છામાં આવે તે વરદાન માગો. ઇન્દુ-બ્રાહ્મણ કહે છે કે-હે,ભગવાન,મને કલ્યાણ,ગુણ અને આચરણથી શોભતા,મહાબુદ્ધિમાન “દશ” પુત્ર થાય તેવું વરદાન આપો.એટલે હે,દેવ-દેવેશ,પુત્રના લાભ થી મને શોક રહે નહિ. મહેશ્વરે ત્યારે “તથાસ્તુ” કહી વરદાન આપી અને ત્યાંથી અંતર્ધાન થયા. પછી,બ્રાહ્મણ-બ્રાહ્મણી બને સંતુષ્ટ થઇ પોતાને ઘેર ગયાં.યોગ્ય સમયે બ્રાહ્મણીએ દશ પુત્રો નો જન્મ આપ્યો. પછી જેમ,વર્ષા-ઋતુમાં નવા મેઘની વૃદ્ધિ થાય તેમ,જાત-કર્મ વગેરે બ્રહ્મ-સંસ્કાર પામેલા તે મહા-બળવાન બ્રાહ્મણ-પુત્રો વૃદ્ધિ પામવા લાગ્યા.સાત વર્ષ ની અવસ્થા થઇ તેટલામાં તો તેમણે શાસ્ત્રો નો અભ્યાસ કરી લીધો.અને પોતાના તેજ થી,જેમ આકાશમાં નિર્મળ ગ્રહ શોભે તેમ શોભવા લાગ્યા. કેટલાક કાળ પછી બ્રાહ્મણ દંપતીનું શરીર પડી ગયું ને તેમને વિદેહ-મુક્તિ થઇ.માત-પિતાના વિરહથી ખેદ પામેલા તે દશ ભાઈઓ ઘરનો ત્યાગ કરીને કૈલાસ પર્વતના શિખર પર ગયા.અને ઉદ્વેગ થી વિચાર કરવા લાગ્યા-“આ જગતમાં પરમ કલ્યાણ શું છે? પરમ ઉચિત શું છે? જેથી દુઃખ નથાય તેવું શું છે? જિંદગી નું મહત્વ શું? ઐશ્વર્ય શું? મહાન વૈભવ શું? પ્રજા કરતાં રાજાની સંપત્તિ વધુ કેમ? દેશના રાજા કરતાં પણ ચક્રવર્તી રાજા ઉત્તમ મનાય છે,પણ ઇન્દ્રની પાસે તે ચક્રવર્તી રાજાનો કોઈ હિસાબ નથી.ઇન્દ્રનું ઇન્દ્ર-પણું પણ બ્રહ્મા ના એક મુહુર્તમાં લય થાય છે,તો પછીકલ્પ સુધી જેનો નાશ થતો નથી તેવું સુખ-રૂપ શું છે? આ પ્રમાણે સર્વ ભાઈઓ વિચાર કરે છે ત્યારે “મહામતિ” નામના મોટાભાઈએ કહ્યું-કે હે,ભાઈઓ,સર્વ ઐશ્વર્ય કે જેનો કલ્પ સુધી પણ નાશ નથી,તેવું,”બ્રહ્મ-દેવ-પણું” એ જ મને પ્રિય છે,બીજું કંઈ નહિ.મોટાભાઈનું વચન સાંભળીને,નાના ભાઈઓએ તે વચન નો “સરસ-સરસ” એમ કહી સત્કાર કર્યો, અને પૂછ્યું કે-આ બ્રહ્મ-દેવ-પણું કેવી રીતે મળે? 198 મોટાભાઈએ કહ્યું-તમે બધા હું કહું છું તેમ કરો.જ્યાં સુધી બ્રહ્મ-દેવ-પણું મળે નહિ ત્યાં સુધી, “હું કમળના આસન પર બેસનાર બ્રહ્મા છું,અને તેજ થી જગત ઉત્પન્ન કરું છું અને તેનો સંહાર કરું છું.” એ પ્રમાણે ધ્યાન કરવું જોઈએ. એટલે તે પ્રમાણે દસે ભાઈઓએ બ્રહ્મ-દેવ-પણું મેળવવાની ઇચ્છાથી,ધ્યાન ધર્યું.અને અંતર-વૃત્તિ થી ચિંતન કરવા લાગ્યા Page #199 -------------------------------------------------------------------------- ________________ દશે ભાઈઓ મનમાં ચિંતન કરે છે કે “પ્રફુલ્લિત થયેલું કમળ અમારું આસન છે, અમે જગતને સર્જનાર બ્રહ્મા છીએ, કર્તા,ભોક્તા અને મહેશ્વર પણ અમે છીએ.અમારી યજ્ઞ-મૂર્તિ છે.પુરાણ વગેરે ઉપાંગ સહિત યજ્ઞ કરનાર મહર્ષિઓ તથા સરસ્વતી અને ગાયત્રીથી યુક્ત મૂર્તિમાન વેદ અમારી પાસે છે અને અમે તેને ઉત્પન્ન કરેલા છે.સ્વર્ગ-લોક અમારી પાસે છે. પ્રજાને શોભાવનાર આ મહાબાહુ ઇન્દ્ર પણ અમારા દેહમાં છે. પૃથ્વી પર પર્વત,સમુદ્ર,મનુષ્યો -વગેરે રહેલા છે,પાતાળમાં દાનવો-વગેરે રહેલા છે,બાર સૂર્ય-દેવતા પોતાની કાંતિ-રૂપ પાશથી દિશાના સમુહો ને ધારણ કરે છે.લોક્પાલો શુદ્ધ-વૃત્તિ થી પોતાના લોક નું રક્ષણ કરે છે.સર્ગ ને અમે ઉત્પન્ન કરીએ છીએ અને સંહારીએ પણ છીએ.અને પારમાર્થિક સ્વરૂપમાં રહીને અમે શાંતિ પામીએ છીએ.પૂર્ણ આત્મા વાળા અમે આત્મા થી રહેલા છીએ." 199 આ પ્રમાણે ધ્યાન-વૃત્તિ થી તે ઇન્દુ બ્રાહ્મણ ના દસે પુત્રો જાણે શિલામાં કોતરેલા હોય તેમ સ્થિર પણે ઉભા રહ્યા.અને તેમની “બ્રહ્માકાર વૃત્તિ થી,તેથી,તેઓ કમળના આસન ની કલ્પના ને લીધે,તુચ્છ વૃત્તિ નો ત્યાગ કરી,બ્રહ્મા-પણા ના ભાવથી શોભવા લાગ્યા. (૮૭) ઇન્દ્ર બ્રાહ્મણ ના દશ પુત્રો નો બ્રહ્મા-ભાવ સૂર્ય,બ્રહ્માને કહે છે કે-હે,પિતામહ,એ પ્રમાણે ઇન્દુ-બ્રાહ્મણ ના તે દશ પુત્રો તમારી પેઠે સૃષ્ટિ ની ઉત્પત્તિ,સ્થિતિ અને લય માં પોતાનું મન રાખીને રહ્યા.તાપ અને પવનથી સુકાઈને તેમનો દેહ પડી ગયો નહિ ત્યાં સુધીઆવી તેઓ આદરથી તેમ ને તેમ ઉભા રહ્યા. દેહ પડી ગયો ત્યાં સુધી પણ તેમની વૃત્તિ –બહારના પદાર્થમાં ના આવી અને બ્રહ્મા ના ભાવમાં સ્થિર રહીને,ચાર-યુગના અંતે કલ્પ નો ક્ષય થયો ત્યાં સુધી તેઓ ઉભા રહ્યા.પ્રલય સમયે જયારે કલ્પ નો ક્ષય થવા લાગ્યો,બાર સૂર્ય વધારે તપવા લાગ્યા, મેઘ વરસવા લાગ્યા,તીવ્ર વાયુ વાવા લાગ્યો,અને પ્રાણીમાત્ર નો ક્ષય થયો,ત્યારે રાત્રિ (બ્રહ્મા ની રાત્રિ) સમયે,સર્વનો સંહાર કરીને તમે યોગ-નિંદ્રામાં શયન કર્યું. રાત્રિના અંતે તમને આજે સૃષ્ટિ રચવાની ઈચ્છા થઇ છે, પણ તે બ્રાહ્મણો,તે બ્રહ્મ-ભાવની ઉચ્ચ ભાવનામાં દશ બ્રહ્માંડ માં તેમના તેમ રહ્યા છે. હે,બ્રહ્મ-દેવ,તેમાં તે દશ બ્રાહ્મણ-પુત્રો એ દશ બ્રહ્માંડ ના દશ બ્રહ્મા છે, તથા મન-રૂપી આકાશમાં રહેલા આ દશ સંસાર છે. હે,પ્રભુ તે દશ બ્રહ્માંડના એક બ્રહ્માંડ નો હું સૂર્ય છું,અને કર્મ માં જોડાયેલો છું. “આ દશ બ્રહ્માંડ ની ઉત્પત્તિ કેમ થઇ? તેનો મેં તમને ઉત્તર દીધો, હવે તમારી ઈચ્છામાં આવે તેમ કરો. આ દશ બ્રહ્માંડ એ મનો-માત્ર છે,માટે તમારી નવી સૃષ્ટિ ઉત્પન્ન કરવામાં કોઈ વિરોધ નથી. વિવિધ કલ્પનાઓ વડે આકાશથી વ્યાપેલું આ જે ઉત્તમ જગત ઉત્પન્ન થયું છે, તે માત્ર-બહાર તથા અંદરની ઇન્દ્રિયો પેઠે બંધન-રૂપ છે,અને પોતાના ચિત્તમાં ભ્રમ-રૂપ છે. (૮૮) ઐન્દવોપાખ્યાન ની સમાપ્તિ બ્રહ્મા,વશિષ્ઠ ને કહે છે કે-હે બ્રહ્મ-જ્ઞાનીમાં શ્રેષ્ઠ વશિષ્ઠ.આ જે દશ બ્રહ્માંડ માં જે દશ બ્રહ્મા જોવામાં આવે છે, તે ઇન્દુ-બ્રાહ્મણ ના દશ પુત્રો છે,એ પ્રમાણે કહીને તે સૂર્ય-દેવતા ચુપ રહ્યા.ત્યાર પછી ઘણીવાર વિચાર કરીને મેં સૂર્ય-દેવતાને કહ્યું કે-જયારે આ દશ બ્રહ્માંડ રહેલાં છે ત્યારે બીજું હું શું ઉત્પન્ન કરું?તે તમે કહો. આ દશ બ્રહ્માંડ છે,તે છતાં હું નવી સૃષ્ટિ પેદા કરું તેમાં ફળ શું? ત્યારે સૂર્ય એ વિચાર કરીને કહ્યું કે Page #200 -------------------------------------------------------------------------- ________________ 200 સૂર્ય-દેવતા (બ્રહ્માને) કહે છે કે-હે, પ્રભુ,તમે ચેષ્ટા રહિત છો,તથા ઈચ્છા રહિત છો, તમારે સૃષ્ટિથી શું પ્રયોજન છે? આ સૃષ્ટિ તો માત્ર તમારો વિનોદ છે. જેમ,સૂર્યથી જળમાં સૂર્ય-રૂપી પ્રતિબિંબ પડે છે, તેવી રીતે નિષ્કામ એવા તમારાથી સૃષ્ટિની ઉત્પત્તિ પ્રતિબિંબ-રૂપે થાય છે. હે ભગવન, તમને શરીરની પ્રાપ્તિમાં કે શરીરના ત્યાગમાં –રાગ કે દ્વેષ નથી. પણ તમે તો વિનોદને માટે આ જગત ઉત્પન્ન કરો છો. જેવી રીતે સુર્ય રાત્રિ સમયે દિવસનો સંહારકરીને, પ્રાતઃકાળે જેમ ફરીથી દિવસનો ઉદય કરે છેતેવી રીતે, તમે જગતનો સંહાર કરીને ફરીથી આ જગતને ઉત્પન્ન કરો છે. તમે જે સૃષ્ટિ ઉત્પન્ન કરો છે, તે આસક્તિ રાખ્યા વિના માત્ર વિનોદને માટે જ કરો છો. તમે એ કર્તવ્ય છે એમ સમજીને કરો છો અને તેમાંથી સ્વાર્થ સાધવાની તમારી ઈચ્છા નથી. સુષ્ટિ કરવાનું એ તમારું નિત્ય-કર્મ છે. માટે તમે જો સૃષ્ટિ ઉત્પન્ન નહિ કરો,તો નિત્ય-કર્મ નો ત્યાગ થવાથી તમને બીજું શું ફળ પ્રાપ્ત થશે? નિર્મળ અરીસો જેમ પ્રતિબિંબની ક્રિયા કરે છે, તેવી રીતે પુરુષ પોતાનું કર્તવ્ય-કર્મ તેમાં આશક્ત થયા વિના કરવું જોઈએ,બુદ્ધિમાન મનુષ્યને કર્મ કરવામાં જેમ કામના હોતી નથી, તેમ,કર્મનો ત્યાગ કરવામાં પણ કામના હોતી નથી. માટે “પરમાર્થ (પરમ અર્થ) થી તો સુષુપ્તિ જેવી” અને “પ્રતીતિ થી તો સ્વપ્ન જેવી” " નિષ્કામ બુદ્ધિ" થી,યથા-પ્રાપ્ત કર્મ – કરવું જોઈએ. હે પ્રભુ,જો બ્રાહ્મણ ના દશ પુત્રોએ કરેલી,સૃષ્ટિ થી જ તમે સંતોષ પામશો, તો હવે પછી પણ તેઓ,પોતાની,સૃષ્ટિ થી જ તમને સંતોષ પમાડશે. વળી,જે આ સૃષ્ટિ થયેલી છે, તેને તમે ચિત્ત-રૂપી નેત્રથી જોઈ શકો છો, પણ સાક્ષાત ચક્ષુ-ઇન્દ્રિય થી જોઈ શકતા નથી.માટે ચક્ષુ(આંખ) થી દેખાય તેવી સૃષ્ટિ તમે કરો. જે મનુષ્ય પોતાના મનથી સૃષ્ટિ ઉત્પન્ન કરી હોય તે જ મનુષ્ય તે સૃષ્ટિને પોતાનાં નેત્રથી જોઈ શકે છે, પણ બીજો તે જોઈ શકતો નથી માટે બ્રાહ્મણ ની કરેલી સૃષ્ટિ ને તમે તમારાં નેત્ર થી જોઈ શકશો નહિ. વળી તે બ્રાહ્મણની કરેલી સૃષ્ટિનો કદી નાશ થઇ શકે તેમ નથી કારણકે, તેણે તે પોતાના ચિત્તના દૃઢ-પણા થી (મન થી ) તે સૃષ્ટિ કરેલી છે.(હકીકત ની નહિ). હે,બ્રહ્મન, કર્મેન્દ્રિયો વડે કરેલા પદાર્થ નો નાશ થઇ શકે છે, પણ મન-કલ્પિતનો (મન થી કલ્પલાનો) કદી નાશ કેવી રીતે થઇ શકે? જે મનુષ્યના મનમાં કોઈ જાતનો દૃઢ નિશ્ચય બંધાય છે, તે નિશ્ચય પોતાને ફેરવવો હોય તો ફેરવી શકે છે. પણ બીજા મનુષ્ય થી તેના મનના નિશ્ચય નું નિવારણ થતું નથી. દેહનો નાશ થાય તો પણ ઘણા કાળના અભ્યાસ થી મનમાં જે નિશ્ચય થયો હોય તેનો નાશ થતો નથી. જે મનુષ્યના મનમાં જેવો દૃઢ નિશ્ચય બંધાય છે,તે નિશ્ચય-રૂપ જ તે પુરુષ છે. માટે તેનો નિશ્ચય ફેરવવા સારૂ એક માત્ર જ્ઞાન જ ઉપાય છે. જેમ પથ્થર માંથી ફણગો ફૂટવા માટે તેના પર પાણી રેડવું વ્યર્થ છે, તે પ્રમાણે તે સિવાયના (જ્ઞાન સિવાયના) બીજા ઉપાયો પણ વ્યર્થ જ છે. (૮૯) ઇન્દ્ર તથા અહલ્યા નું આખ્યાન-મન નો દઢ નિશ્ચય Page #201 -------------------------------------------------------------------------- ________________ 201 સૂર્ય-દેવતા કહે છે કે-મન જ જગતનો કર્તા છે અને મન જ પરમ-પુરુષ છે. આ લોકમાં મનથી જે કાર્ય કર્યું હોય, તે જ કર્યું ગણાય છે, પણ શરીરનું કરેલું કાર્ય એ કર્યું ગણાતું નથી. ઇન્દુ-બ્રાહ્મણ ના દશ પુત્રો –સામાન્ય બ્રાહ્મણો હતા,પણ “મન ની ભાવનાથી” બ્રહ્માની પદવી ને પામ્યા!! આ મનની શક્તિ અજબ છે, મનથી ભાવના પામેલા દેહ, એ દેહ-પણા ને પામે છે,પણ દેહ-પણાની ભાવના સાથે,તે જોડાયેલ ના હોવાથી જન્મ-મરણ વગેરે દેહના ધર્મ તેમને બાધ કરતા નથી. બાહ્ય દૃષ્ટિ-વાળાને સુખ-દુઃખ વગેરે થાય છે, પણ અંતર્મુખ વૃત્તિવાળા યોગીને સુખ-દુઃખ (પ્રિય-અપ્રિય) નથી. માટે મન એ જ આ જગત-રૂપી વિવિધ “વિભ્રમ” નું કારણ છે.ઇન્દ્ર અને અહલ્યા નું વૃતાંત તેનું દૃષ્ટાંત છે. બ્રહ્મા કહે છે કે અહલ્યા અને ઇન્દ્ર નું વૃતાંત કહો,જેનું શ્રવણ કરવાથી પવિત્ર જ્ઞાન થાય. સૂર્ય-દેવતા કહે છે કે-હે, દેવ,પૂર્વકાળમાં મગધ દેશમાં –ઈન્દ્રધુમ્ન-નામનો રાજા હતો, તેને –અહલ્યા-નામની અતિ-સ્વરૂપવાન રાણી હતી. તે રાજાના ગામમાં –ઇન્દ્ર-નામનો એક બુદ્ધિશાળી પણ વ્યભિચારી બ્રાહ્મણ રહેતો હતો. એક વખતે રાજ-રાણી અહલ્યાએ કથામાં એવી વાત સાંભળી કેગૌતમ-ઋષિને અહલ્યા નામની સ્ત્રી હતી અને તેને ઇન્દ્ર સાથે પ્રેમ હતો.આ વાત સાંભળીને, રાજરાણી અહલ્યાને પણ (ગામના) ઇન્દ્ર-બ્રાહ્મણ પર અનુરાગ (પ્રેમ) થયો અને તેણે વિચાર કર્યો કે“હું પણ અહલ્યા છું તો ઇન્દ્ર મારા તરફ આસક્ત થઈને કેમ ના આવે ?" આવા વિચારથી અને ઇન્દ્ર પરના પ્રેમથી તે તરફડવા લાગી,અને રાજાની સમગ્ર સંપત્તિમાં પણ તેને ખેદ થવા લાગ્યો. આવા પરવશ-પણા થી તેણે લજ્જા નો પણ ત્યાગ કર્યો અને ઇન્દ્ર-ઇન્દ્ર એમ કહી પ્રલાપ કરવા લાગી. આ પ્રમાણે તેનું દુઃખ જોઈ સ્નેહથી તેની સખીએ તેને કહ્યું કે-હું ઇન્દ્ર ને તારી પાસે લઇ આવીશ. સખીનાં આવાં વચન સાંભળીને રાણીનાં નેત્રો પ્રફુલ્લિત થયા અને તે સખીના પગમાં પડી. ત્યાર પછી રાત્રિ ના સમયે તે સખી ગામમાં રહેતા ઇન્દ્ર બ્રાહ્મણ ના ઘેર ગઈ અને તેને યુક્તિથી સમજાવી રાજરાણી અહલ્યાના પાસે લઇ આવી. તે પછી તો અહલ્યાએ પોતાના ગુપ્ત મહેલમાં ઇન્દ્ર સાથે રતિસુખ ભોગવવા માંડ્યું, અને ઇન્દ્ર-બ્રાહ્મણે પણ તે રાજરાણી ને પોતાને વશ કરી લીધી. પોતાનો પતિ (રાજા) સર્વ ગુણથી યુક્ત હોવા છતાં તે રાજરાણી તે રાજા નો તે અનાદર કરવા માંડી અને ઇન્દ્રમાં અતિ આસક્ત થઇ ને તેને આખું જગત “ઇન્દ્ર-મય” દેખાવા માંડ્યું. ઇન્દ્ર પણ રાજરાણી માં અતિ -આસક્ત થયો અને ધીરે ધીરે તો બંને એકબીજાથી એક ક્ષણ પણ અલગ ના રહી શકે તેવી દશા પેદા થઇ ગઈ. રાજા ને જયારે આ વાતની ખબર પડી ત્યારે તે બંને ને દંડ દઈને શિક્ષા કરી. પ્રથમ તો બંને ને ઠંડી ના દિવસોમાં બરફ જેવા જળાશય માં નાખ્યા.પણ તેમ છતાં, ત્યાં એ બંને ખેદ (દુઃખ) પામ્યા નહિ પણ આનંદ માં હતા, ત્યારે રાજાએ તેમને બહાર કાઢી પૂછ્યું કે-ઓ દુષ્ટ-બુદ્ધિવાળાં તમે હજુ ખેદ પામો છો કે નહિ? ત્યારે તેમણે રાજાને જવાબ દીધો કે અમારો બંને નો પરસ્પરનો ભાવ દૃઢ-રીતે બંધાયો છે, એટલે એક બીજાના ચહેરા જોતાં અને એકબીજાનું સ્મરણ કરતાં,અમને દેહની ખબર રહેતી નથી,વળી. Page #202 -------------------------------------------------------------------------- ________________ 202 તમે અમને બંનેને સાથે શિક્ષા કરી એટલે કોઈ પણ શંકા વગર અમને સાથે રહેવા મળ્યું,તેથી વધુ હર્ષ થયો.હે રાજા,સ્નેહ ના લીધે અંગ ચિરાઈ જાય તો પણ અમને અંગ નો મોહ થાય તેમ નથી. તે પછી તેમને અગ્નિ ની ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા, તો ત્યાં પણ દુઃખ થવાને બદલે એકબીજાના સ્મરણ થી હર્ષ પામીને આનંદ પામવા લાગ્યા.રાજાએ પૂછ્યું તો તેમણે પ્રથમ ની જેમ જ ઉત્તર આપ્યો. ત્યાર બાદ તેમને હાથીના પગે બાંધવામાં આવ્યા,ચાબખા મારવામાં આવ્યા –તો પણ તેઓ જરા પણ ખેદ પામ્યા નહિ,દરેક વખતે તેમને પુછવામાં આવતાં તેઓ –એનો એ જ ઉત્તર આપતા હતા. ઇન્દ્ર-બ્રાહ્મણ રાજાને કહે છે કે-હે, રાજા.આ આખું જગત મારે પ્રિયા (અહલ્યા) રૂપ છે, માટે તમે મને જે શિક્ષા કરો છો તેનું મને જરા પણ દુઃખ થતું નથી. વળી આ તમારી સ્ત્રી (અહલ્યા)ને પણ આ આખું જગત મારા-મય છે.તેથી તેને પણ તમારી શિક્ષાનું દુઃખ નથી.તમે હજુ બીજી શિક્ષા કરશો તો પણ અમને દુઃખ થશે નહિ. હે, રાજા, હું તો મન-માત્ર છું.અને મન એ જ પુરુષ છે.આ જે પ્રપંચ જોવામાં આવે છે, તે પણ મન નો જ વિસ્તાર છે.એકદમ કરેલા આવા દંડો થી “વીર-મન” નું ભેદન થઇ શકતું નથી. કોઈ મનુષ્ય પાસે એવી શક્તિ નથી કે દ્રઢ નિશ્ચય-વાળા મનનું ભેદન થાય. - P, ભલે દેહ વૃદ્ધિ પામે કે વીંખાઈ જાય,પણ પ્રિય પદાર્થમાં અભિનિવેશ (કે-આસક્તિ)વાળું મન પ્રથમ ની જેમ જ રહે છે.અને તે મન ની પરિસ્થિતિ માં ફેરફાર થતો નથી. તીવ્ર વેગવાળા મન વડે જેની ભાવના થયેલી હોય તેનો બાધ કરવાને,શરીરમાં રહેલા ભાવ તથા અભાવ, પણ સમર્થ થતા નથી.જે પદાર્થ માં મન બંધાયું હોય તે પદાર્થ ને જ સ્થિર-પણાથી જુએ છે. તે શરીર ની ચેષ્ટા ને જોતું નથી. હે, રાજા,”વરદાન અને શાપ”-વગેરે જે જે ક્રિયા છે તે પણ “અતિતીવ્રતા થી ઇષ્ટ પદાર્થ માં પ્રવેશ કરેલા” મન ને ચલાયમાન કરવામાં સમર્થ નથી.જેવી રીતે મૃગલાં-પર્વતને ચલાયમાન કરી શકે નહિ, તેવી રીતે,મન ને ઇષ્ટ હોય એવી વસ્તુમાંથી ચલાયમાન કરવાને કોઈ પણ મનુષ્ય સમર્થ નથી. મંદિરમાં જેમ દેવી ભગવતી ની સ્થાપના કરવામાં આવે છે તેમ મારા મન-રૂપી કોશમાં આ રાણી ની સ્થાપના થયેલી છે અને જેવી રીતે જે પર્વત ની આસપાસ ચારે બાજુ મેઘ-માળા (વાદળો) વીંટાયેલી હોય તે પર્વત ને ગ્રીષ્મ-ઋતુ ના તાપ નું દુઃખ થતું નથી, તેવી રીતે મારા જીવ ની રક્ષા કરનારી,આ પ્રિયા સાથે રહીને મને કંઈ પણ દુઃખ થતું નથી. હે, રાજા, હું જ્યાં જ્યાં રહું છું,કે પડું છું, ત્યાં ત્યાં ઇષ્ટ-સમાગમ વિના બીજો કંઈ પણ અનુભવ મને થતો નથી. અહલ્યા નામની આ પ્રિયાની સાથે આ ઇન્દ્રનું (મારું) મન બંધાયું છેતે બીજે કોઈ પણ સ્થળે જઈ શકે તેમ નથી. હે ભુપતિ મેરુ-પર્વત જેમ કોઈ દિવસ ચલાયમાન થઇ શકે નહિ, તેમ એક કાર્યમાં પ્રવેશ થયેલું, ધીરજ વાળા પુરુષનું મન એ વરદાન કે શાપના બળથી પણ ચલાયમાન થઇ શકતું નથી. જેવી રીતે વનમાં ઉગેલા વૃક્ષ કે વેલા ના રસમાં જળ એ જ મુખ્ય કારણ છે, તેવી રીતે,આ દેહમાં વૃથા ઉત્પન્ન થયેલા હાથ-પગ વગેરે એ મન નું કારણ જ મુખ્ય કારણ છે. આ જગતમાં આદ્ય શરીર તે મન જ છે, અને મન વડે જ આ જગતમાં બીજા શરીરના સમુહો કલ્પેલા છે. મન વિના શરીરના કોઈ પણ અવયવ ની કાર્ય ની સિદ્ધિ થતી નથી. જે પ્રમાણે અન્ફરમાંથી વૃક્ષ-વગેરે ઉત્પન્ન થાય છે, તે જ પ્રમાણે, દેહ-રૂપી વૃક્ષ નું મન એ મુખ્ય અંકુર છે. અને તે મન થી જ દેહના અવયવો ઉત્પન્ન થાય છે.અને અંકુર(મન) ના નાશ થવાથી તે દેહના અવયવો, ઉત્પન્ન થતા નથી. વળી,તે જ પ્રમાણે દેહનો નાશ થવાથી મન-રૂપી અંકુર અક્ષય હોવાથી તેમાંથી પાછા વિવિધ Page #203 -------------------------------------------------------------------------- ________________ દેહના સમૂહ ઉત્પન્ન થાય છે.પણ મન નો જ ક્ષય થાય તો દેહ થી કંઈ પણ કાર્ય થઇ શકતું નથી. આથી હે,રાજા,હું જે જે દિશામાં નજર નાખું છું ત્યાં ત્યાં હું આ સુંદર નયન-વાળી સ્ત્રી ને જ જોઉં છું.અને મારું મન આ પ્રિયા માં હોવાથી,હું નિત્ય આનંદમાં જ રહું છું,તમારા નગરનાં મનુષ્યો,કારભારીઓ અને તમે – મને જે જે દુઃખ આપો છો,તે તે દુઃખ હું થોડી વાર માટે પણ દેખતો નથી. (૯૦) દેહનો નાશ થતાં પણ માનસિક ભાવનાનો નાશ થતો નથી. સૂર્ય-દેવતા કહે છે કે-આ પ્રમાણે -જયારે-તે ઇન્દ્ર-બ્રાહ્મણે તે રાજાને કહ્યું ત્યારે તે રાજાએ,પોતાની પાસે ઉભેલા ભરત નામના મુનિ ને નીચે પ્રમાણે કહ્યું. રાજા કહે છે કે-હે,ભરતમુનિ,મારી સ્ત્રી નું હરણ કરનાર આ દુષ્ટ આત્મા-વાળા આ બ્રાહ્મણ ના મુખ માં જરા પણ લજ્જા નથી.તેને તમે જુઓ,અને આ બ્રાહ્મણે કરેલા પાપ (વ્યભિચાર) ને યોગ્ય એવો તેને શાપ આપો. કારણકે જેનો વધ કરવો ના જોઈએ (બ્રાહ્મણ-વગેરે) તેનો વધ કરવાથી જે પાપ થાય છે તે જ પાપ જેનો વધ કરવો જોઈએ (વ્યભિચારી-વગેરે) તેનો વધ ના કરવાથી પણ થાય છે. રાજાની વાત સાંભળીને મુનિ-શ્રેષ્ઠ ભરત-મુનિએ,વિચાર કરીને તે દુરાત્મા ને શાપ આપ્યો કેઆ સ્ત્રી એ પતિનો દ્રોહ કરનારી છે,અને આ ઇન્દ્ર એ વ્યભિચારી છે,માટે હે,દુર્બુદ્ધિ-વાળાં –તમારા બંને નો નાશ થાઓ. ત્યારે તે બંને એ રાજા ને મુનિ ને કહ્યું કે-તમે અને આ ભરત-મુનિ બંને દુર્મતિ છો કારણ કે —અમને જે શાપ દીધો તેથી તમારા તપનો ક્ષય થયો છે,કારણકે તમારા શાપથી અમને કંઈ પણ થશે નહિ,કદાપિ અમારા દેહનો નાશ થશે,તો પણ અમારા મન-રૂપી દેહનો નાશ થશે નહિ. મન સૂક્ષ્મ છે,ચૈતન્ય-રૂપ છે તથા અલક્ષ્ય છે.માટે તેનો નાશ કરવા કોઈ સમર્થ નથી. સૂર્ય દેવતા –બ્રહ્મા ને કહે છે કે-પછી તે બંને નાં શરીર ક્ષય પામ્યાં,અને ત્યાર પછી,વિષયમાં દૃઢ આસક્તિ હોવાથી બંને નો મૃગ-યોનિ માં જન્મ થયો.મૃગ શરીરનો ત્યાગ કર્યા પછી,પક્ષી યોનિમાં જન્મ થયો,અને ત્યાર પછી એક બીજામાં સ્નેહ સંબંધ થી બંને નો મહા-પુણ્યવાન બ્રાહ્મણ ની યોનિમાં જન્મ થયો. આ પ્રમાણે ભરત-મુનિનો શાપ તેમના શરીર નો નાશ કરવા માટે સમર્થ થયો પણ તેમના મનનો નિગ્રહ કરવાને માટે સમર્થ થઇ શક્યો નહિ. (૯૧) સર્વ કંઈ મનનો વિલાસ-માત્ર છે સૂર્ય-દેવતા,બ્રહ્મા ને કહે છે કે-હે,બ્રહ્મન.ઉપર પ્રમાણે ભરત-મુનિ નો શાપ – જેમ,ઇન્દ્ર અને અહલ્યા ના મનનો નિગ્રહ કે નાશ કરવા શક્તિમાન થયો નહિ, તેમ,તે “ઇન્દુ-બ્રાહ્મણ” ના પુત્રો ની મનોમય-સૃષ્ટિ નો તમારાથી નાશ થાય તેમ નથી. વળી,તમારા જેવા મહાત્માઓએ,તે નાશ કરવો પણ જોઈએ નહિ. હે,નાથ,આ વિવિધ પ્રકારના જગતમાં,મહાત્માને,“મેં કરેલો આ સર્ગ વૃથા છે” એમ દીનતા (શોક) પણ થતો નથી. 203 જે મન છે તે જ,જગતનો કર્તા છે,મન એ જ પુરુષ છે,અને જે રીતે મણિના પ્રતિબિંબ નો કોઈ દિવસ નાશ થતો નથી,તેવી રીતે મનથી જેનો નિશ્ચય થયેલો હોય તેનો, દ્રવ્ય,ઔષધિ કે દંડ થી પણ નાશ થતો નથી. માટે આ પ્રકાશ પામતા સર્ગ ભલે રહ્યા,અને તમે પણ બીજી સૃષ્ટિ ઉત્પન્ન કરો. બુદ્ધિ-રૂપી આકાશ અનંત છે,ચિત્તાકાશ,ચિદાકાશ અને મહાકાશ –એ ત્રણ અનંત આકાશ છે,તેમાં ચિદાકાશ એ સર્વ નો પ્રકાશ કરનાર છે.માટે હે,જગતના પતિ બ્રહ્મા,તમે એક,બે,ત્રણ કે બહુ,જેટલા તમારી ઈચ્છામાં આવે તેટલાં સર્ગ કરો. Page #204 -------------------------------------------------------------------------- ________________ અને તમે સ્વેચ્છા-પણે આત્મામાં જ રહો. ઇન્દુ-બ્રાહ્મણ ના પુત્રોએ તમારું શું બગાડ્યું છે કે તમે તેમના નાશ નો વિચાર કરો છે? બ્રહ્મા,વશિષ્ઠને કહે છે કે-હે,મહામુનિ,વશિષ્ઠ,આ પ્રમાણે જયારે સૂર્ય-દેવતાએ મને કહ્યું ત્યારે મેં ઘણો વખત વિચાર કરીને,તેને જવાબ દીધો કે-“હે,સૂર્ય-દેવતા તમે સાચું કહ્યું,આકાશ વિસ્તાર-વાળું છે, વળી મન (ચિત્તાકાશ) અને ચિદાકાશ પણ વિસ્તાર-વાળું છે,માટે ઇષ્ટ સર્ગ-રૂપી નિત્ય-કર્મ હું કરું છું. હું પ્રાણી માત્રના અનેક સમુહની "કલ્પના" કરું છું,તેથી મારે સર્ગની ઉત્પત્તિ કરવી છે, માટે હે,પ્રભુ તમે જ પ્રથમ “સ્વાયંભુવ મનુ” થાઓ અને મારી પ્રેરણાથી સર્ગ કરો.” મેં આ પ્રમાણે સૂર્ય-દેવતા ને કહ્યું એટલે-એમને મારા વચનનો સ્વીકાર કર્યો, અને ત્યાં તે સૂર્ય-દેવતાએ પોતાના દેહના બે વિભાગ કર્યા !!! અને એક સ્વરૂપ થી તે સૂર્ય-રૂપે પોતાના બ્રહ્માંડ માં જઈ પ્રકાશ કરવા લાગ્યા-ને બીજા શરીર થી પોતે “સ્વાયંભુવ મનુ” થઈને બ્રહ્મની ઇષ્ટ સૃષ્ટિ કરવા લાગ્યા. બ્રહ્મા, વશિષ્ઠને કહે છે કે-આ પ્રમાણે મનુ નું સ્વરૂપ તથા સર્વ કરવાનું સામર્થ્ય મેં તમારી આગળ કહી સંભળાવ્યું,મનુષ્યના મનમાં જેવા જેવા પ્રતિભાસ આવે છે,તેવા તેવા બહાર પ્રત્યક્ષ જોવામાં આવે છે. ઇન્દુ-બ્રાહ્મણ ના પુત્રો સામાન્ય બ્રાહ્મણ હતા,તો પણ મન ની પ્રતિભા થી તેઓ બ્રહ્માની પદવી પામ્યા, માટે મનમાં કેટલી શક્તિ રહેલી છે તે તમે જુઓ. આવી જ રીતે અમે “ચૈતન્યના ભાવ” થી ચિત્ત-પણાને પામીને “હિરણ્ય-ગર્ભ-પણા” ને પામેલા છીએ. (બ્રહ્મા=હિરણ્યગર્ભ) આ ચિત્ત –છે તે “પ્રતિભાસ-રૂપ" છે,અને મન પણ તે જ છે. તથા દેવ વગેરે ની જે પ્રતીતિ થાય છે તે પણ ચિત્તથી (મનથી) ભિન્ન નથી. જેવી રીતે સ્વભાવ થી જ મરીમાં તીખાશ છે અને લીંબડામાં કડવાશ છે, તેવી રીતે,ચિત્ત પણ સ્વભાવથી જ પોતાની મેળે જ ચમત્કાર ઉત્પન્ન કરે છે. તે ચિત્તમાં જયારે “ચૈતન્ય-ભાવ” હોય ત્યારે તેનું “આતિવાહિક” એવું નામ પડે છે. તે ચિત્તમાં જયારે “ગાઢ ભ્રમ” થાય છે ત્યારે તેનું “દેહ” (શરીર) એવું નામ પડે છે. તે ચિત્તમાં જયારે સૂક્ષ્મ વાસના થાય છે ત્યારે તેનું “જીવ” એવું નામ પડે છે. આવી રીતે એક ચિત્તના જ જુદાજુદા કારણ ને લીધે જુદાંજુદાં નામ છે. અને જે ચિત્તમાં આ ત્રણે દેહના ચમત્કાર શાંત થયા પછી,”પર-બ્રહ્મ નું સ્વરૂપ” જ બાકી રહે છે. અને તે હું પણ નથી કે બીજું કંઈ પણ નથી. ઇન્દુ બ્રાહ્મણ ના પુત્રોનું સત્ય (સંવિત) તે અસત પદાર્થ થી સત્તા પામેલું છે. જેવી રીતે ઇન્દુ-બ્રાહ્મણ ના પુત્રો મન થી બ્રહ્મા છે તેવી રીતે હું (બ્રહ્મા) પણ છું. તેનો કરેલો સર્ગ જેવી રીતે ચિત્તની કલ્પના-માત્ર છે.તેવી રીતે મારો સર્ગ પણ કલ્પના-માત્ર છે. હું “બ્રહ્મા છું” એમ માનવું તે પણ એક “ચિત્તનો વિલાસ” જ છે. પણ,ખરું જોતાં,પરમાત્મા (બ્રહ્મ) પોતે જ,શૂન્ય આકાશમાંથી દેહ વગેરેના ભાવથી ભિન્ન-પણે જણાય છે, શુદ્ધ ચૈતન્ય (બ્રહ્મ) પરમ-અર્થ રૂપ છે. ભાવનાથી જીવ ફરીવાર મન-રૂપ થાય છે અને વૃથા દેહ-પણા ને પામે છે. અને આ જે જોવામાં આવે છે તે ઇન્દુ-બ્રાહ્મણ ના પુત્રના સર્ગ જેવું છે,તેમ જ પોતાની શક્તિથી થયેલું, દીર્ઘ-કાળનું સ્વપ્ન છે.આકાશમાં જેમ ભ્રમ થી બે ચંદ્ર જોવામાં આવે છે,તેમ જ તે ઇન્દુ-બ્રાહ્મણ ના પુત્રો થી થયેલા સર્ગ ની પેઠે ચિત્ત ને લીધે જ આ આખું જગત જોવામાં(દેખવામાં) આવે છે. “અહંકાર” નું રૂપ સત્ કે અસત્ નથી,તેની કોઈ સત્તા કે અસત્તા પણ નથી. 204 Page #205 -------------------------------------------------------------------------- ________________ 205 જેમ,(અહંકાર ની પ્રાપ્તિ થી તે સત-રૂપ છે અને વિરોધ (અપ્રાપ્તિ)થી તે અસત-રૂપ છે, તેમ, મનનાં પણ,જડ(સંકલ્પ-રૂપ) અને અજડ (બૃહત) એમ બે રૂપો છે. મન-બ્રહ્મરૂપ હોય ત્યારે તે “અજડ” છે અને તે દય-રૂપ બને તો તે “જડ” છે. જેવી રીતે જ્યાં સુધી સુવર્ણ નું ભાન હોય ત્યાં સુધી,તે કુંડળ નથી અને કુંડળ નું ભાન થયા પછી તે સુવર્ણ નથી,તેવી રીતે જ્યાં સુધી મન દૃશ્ય પદાર્થ (જગત) નો અનુભવ કરે ત્યાં સુધી તે “જડ” છે, અને તે જ મન જયારે સત-પદાર્થ નો અનુભવ કરે ત્યારે તે બ્રહ્મ-રૂપ (અજા) છે. બ્રહ્મ સર્વ સ્થળે વ્યાપક છે એટલે તે સર્વ-ચૈતન્ય-રૂપ (મન ના લીધે) જડ-રૂપ જણાય છે, પણ, ખરું જોતાં, તો મનુષ્ય થી આરંભીને,પર્વત સુધી જે કોઈ જડ પદાર્થ છે, તે જડ કે ચેતન-રૂપ પણ નથી. પૃથ્વીમાં જે જે પદાર્થમાં ચૈતન્ય હોય છે, તેનો ચૈતન્ય-રૂપે અનુભવ થાય છે, અને જે જે પદાર્થ જડ હોય છે તેનો જડ-રૂપે અનુભવ થાય છે. લાકડાં વગેરે માં ચૈતન્ય નથી, એટલે તેની ચૈતન્ય-રૂપે પ્રાપ્તિ થતી નથી,કારણકે “સરખા-સંબંધથી જ પદાર્થ ની પ્રાપ્તિ થાય છે. પણ,જો ચૈતન્ય સર્વ-વ્યાપક છે-એટલે સર્વ ચેતન છે-એમ માનવામાં આવે તો સર્વ ચૈતન્ય-સ્વરૂપ જ છે. (લાકડા વગેરે પણ ચૈતન્ય-સ્વરૂપ છે-એટલે કે તે પણ ચેતન છે) જેવી રીતે રણ ની અંદર ઝાડ-વગેરે નથી, તેવી રીતે,પર-બ્રહ્મ ના અનિર્દેય પદમાં જડ-ચેતન કે શબ્દ-અર્થ –વગેરે નથી. ચિત્ત-માંના “ચૈતન્ય ની કલ્પના” (ભમ) ને મન કહે છે.અને તેમાં ચિદ(અજડ)-ભાગ અને જડ-ભાગ, એ બંને રહેલા છે. તેમાં જે જ્ઞાન છે તે ચિદ-ભાગ છે અને ચૈત્ય-પણું તે અજડ ભાગ છે. એવી રીતે (આમ) જીવ જગતની ભ્રાન્તિને જોઈને ચપળ-પણા (અજડ-પણા) ને પામે છે. ચિત્તમાં રહેલું,શુદ્ધ સ્વરૂપ (ચૈતન્ય) જ દૈત-પણાને પામેલું છે, ચૈતન્ય પોતે,"અન્ય-પણા” (પોતે જુદો છે-તેમ) થી પોતાનું રૂપ (દ્રશ્ય કે જગત)જુએ છે, અને ચૈતન્ય માં વિભાગ નથી છતાં પણ પોતાનામાં વિભાગ કરીને ભ્રમ થી આતુર થઈને જાણે દૃશ્ય (જગત) બનીને ભૂમિ પર ભમે છે.ખરું જોતાં,ભ્રાંતિ તથા ભ્રાંતિ ને ભોગવનાર તે “પુરુષ” (ચૈતન્ય) નથી,પણ પરિપૂર્ણ-સમુદ્ર ની ઉપમા વાળું-તે “ચૈતન્ય” જ ભ્રાંતિ-રૂપે જણાય છે.અને તે ચૈતન્ય નું “જડ-રૂપ” છે. અને તે પણ ચૈતન્ય-રૂપ” જ છે કારણકે તે જડ-પણા માં –પણ આત્મા ના વ્યાપક-પણા થી ચૈતન્ય-પણું છે. પદાર્થ માં “જ્ઞાન-ભાગ” છે તે-ચૈતન્ય છે અને તેમાં અહંતા થી,"જડ-પણા” નો ઉદય થાય છે. પણ જળથી જેમ તરંગ જુદા નથી, તેમ,પરમ-તત્વ (ચૈતન્ય) માં અહંતા વગેરે કંઈ છે જ નહિ. આદિ અને અંતમાં “અહંતા” જોવામાં આવતી નથી, પણ બંનેના વચમાં તે જોવામાં આવે છે.માટે, ઝાંઝવા ના જળ ની જેમ તે-છે અને નથી. જેવી રીતે શીતળતા એ ઘન રૂપ થવાથી,બરફ-રૂપે જણાય છે, તેવી રીતે વાસના વડે ઘન-રૂપ થયેલું,ચૈતન્ય નું સ્વરૂપ જ “અહંતા-રૂપે” જણાય છે, જેવી રીતે સ્વપ્નમાં પોતાનું મરણ ના થયું હોય તો પણ મરણ થયાનું ભાન થાય છે, તેવી રીતે,ચૈતન્ય પોતે જડ ના હોવા છતાં જડ-પણાનો અનુભવ કરે છે. જેવી રીતે ત્રાંબાનું શોધન કરવાથી, તેમાંથી સુવર્ણ પ્રાપ્ત થાય છે –તેવી રીતે ચિત્ત-રૂપી ત્રાંબાનું શોધન કરવાથી,”પરમ-અર્થ-રૂપી”સુવર્ણ-પણું પ્રાપ્ત થાય છે.અને ત્યારે અકૃત્રિમ આનંદ (પરમાનંદ) પ્રાપ્ત થાય છે.તો એવો પરમાનંદ થયા પછી,દેહ-રૂપી પથ્થરના કટકા નું શું કામ? “જે છે અને જેની શોધ થાય છે” તેમાં બોધ (જ્ઞાન) જ ફળવાન છે (ફળ આપવાવાળું છે) Page #206 -------------------------------------------------------------------------- ________________ જેમ,આકાશમાં ઝાડ હોવું એ સત્ય નથી,એટલે આકાશમાં ઝાડ શોધવાનો આગ્રહ એ વ્યર્થ છે, તેમ,દેહ અને અવિદ્યા (માયા) એ સત્ય નથી તો પછી તેને શોધવાનો આગ્રહ પણ વ્યર્થ જ છે. માટે જે મનુષ્ય પોતાના અજ્ઞાનને લીધે,જે પદાર્થ છે જ નહિ,તેનો ઉપદેશ કરે તેને “નર-પશુ” જ સમજવા. અહલ્યા ને ઇન્દ્ર-દેવતા પર તેમની વાત સાંભળીને આસક્તિ થઇ,ત્યારે પોતાના મનથી જ પોતાના નગરમાં રહેલા ઇન્દ્ર-બ્રાહ્મણ પર તે ઇન્દ્ર-દેવતા છે-તેવો નિશ્ચય થયો. આ જ પ્રમાણે જે મનુષ્ય પોતાના મનથી જેવી ભાવના કરે છે,તેવો તેને દૃઢ નિશ્ચય થાય છે.અને ચિત્ત જેનો જેનો જે પ્રકારે સંકલ્પ કરે છે,તે તે દેહ-આદિ પદાર્થો તેને તે તે પ્રકારે જણાય છે. પરંતુ,ખરું જોતાં દેહ પણ નથી,તથા પ્રત્યક્ષ જાણતો અહંકાર પણ નથી. જે છે તે “વિજ્ઞાન-સ્વ-રૂપ” જ છે એમ સમજીને તમે “ઈચ્છા” નો ત્યાગ કરો. જેવી રીતે,બાળક ને અમુક જગ્યાએ ભૂત છે,એવી કલ્પનાથી ભય થાય છે અને યુક્તિથી ભૂતનું ભાન મટ્યા પછી,તે ભય દૂર થાય છે,તેવી રીતે-આત્મા પોતાની કલ્પનાના સ્વભાવથી આ દેહ છે અને દેહને ભોગવવા યોગ્ય-આ પ્રપંચ (માયા-કે જગત) છે-તેવો અનુભવ કરે છે,અને તેથીજ અનેક પ્રકારના સુખ-દુઃખ તેને થાય છે,પણ દેહ-પણા નો નાશ થયા પછી-સર્વ નો નાશ થાય છે. (૯૨) મન ની અચિંત્ય શક્તિ વશિષ્ઠ,શ્રી રામ ને કહે છે કે-કમળમાંથી પ્રગટેલા ભગવાન બ્રહ્મા-દેવે મને જયારે-આ પ્રમાણે કહ્યું-ત્યારે, મારી શંકાનું નિવારણ કરવા તેમને મેં પૂછ્યું કે-હે,ભગવન, “શાપ અને મંત્ર ની શક્તિ અમોઘ છે” એમ તમે કહ્યું છે,અને વળી પાછા તે શક્તિ નિષ્ફળ છે –એમ કેમ કહો છો? શાપ અને મંત્ર ના પરાક્રમથી મન-બુદ્ધિ અને ઇન્દ્રિયો પણ મૂઢ થઇ જાય છે,એમ સર્વ પ્રાણીમાં જોવામાં આવે છે,પણ ભરત-મુનિનો શાપ દેહનો પરાભવ કરવા છતાં,મન નો પરાભવ કરી શક્યો નહિ,એમ તમે કહ્યું. પણ,જેમ પવન અને પવન નું સ્ફુરણ અને તલ અને તેલ –એ જુદાં નથી,તેમ મન અને દેહ એ બે જુદાં નથી. મન છે તે જ દેહ-રૂપે જોવામાં આવે છે,તો એક નો (દેહનો) નાશ થતા,બે નો નાશ થવો જ જોઈએ, માટે હે,પ્રભુ,શાપ વગેરેના દોષથી મન નો કેવી રીતે પરાભવ નથી થતો અને કેવી રીતે પરાભવ થાય છે તે તમે મને કહો. બ્રહ્મા કહે છે કે- આ જગતમાં એવી કોઈ વસ્તુ નથી,કે જે શુભ કર્મ ને અનુસરનારા શુદ્ધ પ્રયત્ન થી ના મળે. આ જગતમાં બ્રહ્મ-લોક થી માંડીને ઘાસના તણખલા સુધી સર્વે ને બે શરીર હોય છે. તેમાંનું એક શરીર મન-રૂપી શરીર છે,અને તે તરત કામ કરનાર અને ચંચળ હોય છે. બીજું,માંસ-નિર્મિત શરીર હોય છે,અને તે કંઈ પણ કરી શકે તેમ નથી. માંસ-રૂપી શરીરનો પરાભવ-શસ્ત્ર ના પ્રહાર-શાપ-વગેરે થી થઇ શકે છે.આ શરીર,અશકત.દીન અને ક્ષણ-વારમાં નાશ પામે તેવું છે.કમળ ના પણ પરના પાણીના પેઠે ચંચળ,અને દૈવ વગેરે થી પરવશ છે. જયારે,ત્રણે ભુવનમાં દેહધારી મનુષ્યને બીજું જે મન-રૂપી શરીર છે-તે-સ્વાધીન છે છતાં અસ્વાધીન છે, જો કોઈ મનુષ્ય પોતાના મનથી ધીરજ રાખી પુરુષાર્થ કરે તો,તો તે આનંદિત મનુષ્ય નો દુઃખ થી પરાભવ થતો નથી.અને જે જે પ્રમાણે યત્ન કરે,તે તે પ્રમાણે ફળ-સિદ્ધિ થાય છે. મન સર્વદા પવિત્ર અનુસંધાન નું સ્મરણ કરે તો-જેમ,પર્વત પર છોડેલાં બાણ નિષ્ફળ જાય છે, તેમ,શાપ વગેરે સર્વ ક્રિયાઓ તેના પર નિષ્ફળ થાય છે. સર્વ દેહ-આદિનો ભાવ જતો રહે,તો પણ મન વડે કરેલો પુરુષાર્થ નિર્વિઘ્ન ફળ આપે છે. કારણ કે પુરુષાર્થ એ મન નો જ ભેદ છે. 206 Page #207 -------------------------------------------------------------------------- ________________ 207 ઇન્દ્ર નામના બ્રાહ્મણે પોતાના પુરુષાર્થના બળથી, પોતાના મન ને પ્રિયા(અહલ્યા)-રૂપ કર્યું હતું તેથી તેને રાજાએ આપેલું દુઃખ જરા પણ દીઠું અનુભવ્યું) નહિ. માંડવ્ય-ઋષિ ને (ખોટો ચોરીનો આરોપ કરીને) શૂળીમાં પરોવ્યા હતા, તો પણ પોતાના મન ને રાગ-રહિત કરીને સર્વ કલેશ ને જીતી ગયા હતા. ઇન્દુ નામના બ્રાહ્મણના દશ પુત્રોએ,પુરુષાર્થ થી ધ્યાન વડે બ્રહ્મા નું પદ સંપાદન કર્યું છે તે પદ મારાથી બ્રહ્માથી) પણ ખંડન થાય નહિ. જેવી રીતે,શિલા (પથ્થર) પર કમળ નું પુષ્પ પછાડવાથી શિલા ખંડિત થતી નથી, તેવી રીતે, જે મનુષ્ય નું ચિત્ત ધ્યાનમાં એકાગ્ર થયેલું હોય છે, તેને આધિ,વ્યાધિ.શાપ,રાક્ષસ કે પિશાચ વગેરે પણ પરાભવ કરી શકતાં નથી. જે મનુષ્ય ધીરજથી મન વડે પુરુષાર્થ કરી શકતો નથી,તથા જે જ્ઞાનમાં અસમર્થ છે-તેનો શાપથી તથા કામ-ક્રોધ થી પરાભવ થાય છે. સાવધાન મનવાળા મનુષ્ય નો આ સંસારમાં જાગ્રત અવસ્થામાં કે સ્વપ્નાવસ્થા માં પણ દોષથી જરા પણ પરાભવ થતો નથી. એટલા માટે દરેક મનુષ્ય પોતાના મન વડે પોતાના મન ને પવિત્ર માર્ગ માં જોડવું. જેમ,બાળકને ભૂત પહેલાં તો થોડું સરખું જ દેખાય છે અને પછી તેં મહાન ભયકારી લાગે છે, તે જ પ્રમાણે,મન ને “થોડો-જણાયેલો-પદાર્થ” વખત જતા પુષ્ટ થઈને મોટો થઇ જાય છે.અને પછી તે સત્ય જ હોય તેવો અનુભવ થાય છે. જેમ,કુંભાર માટીમાંથી ઘડો બનાવ્યો તો તે ઘડો પૂર્વ ની માટીની સ્થિતિ નો ત્યાગ કરે છે, તેમ,મનુષ્ય કોઈ વાતનો પોતાના દૃઢ મનથી નિશ્ચય કરે,પછી તેની પ્રથમની સ્થિતિ નો ત્યાગ થાય છે. હે મુનિ જેમ,પ્રથમ સ્પંદ-રૂપે રહેલું પાણી મોટા મોજાંરૂપે થાય છે, તેમ,પ્રથમ “પ્રતિભાસ-રૂપે-રહેલું-મન” તેના “અર્થ-પણા” ને પામે છે.એટલે કે દિવસે-પણ જો "તે દિવસ –એ રાત્રિ છે"એવું પોતાના મન થી અનુસંધાન કરવાથી,દિવસે પણ રાત્રિ નો અનુભવ થાય છે. મનુષ્ય પોતાના મનથી જેવું જુએ છે, તેવું તેને ફળીભૂત થાય છે.તેમ જ હર્ષ અને ખેદ સહિત તેવું ફળ ભોગવે છે.પ્રતિભા ને અનુસરનારુ ચિત્ત,જો,ચંદ્ર ના પ્રતિબિંબમાં અગ્નિ છે-એવો વિચાર કરે તો, તેને તેમાં હજારો અગ્નિ ની શિખાઓ દેખાય અને તેના દાહથી તેને તાપ થાય છે. ખારા પ્રવાહી માં પણ તે ચિત્તને, મધુર રસ ની ભાવના થવાથી તે ખારું પ્રવાહી મીઠું(મધુર) લાગે છે. આ પ્રમાણે, મનુષ્ય પોતાના મનથી જેવી ઇન્દ્રજાલ ની કલ્પના કરે છે, તેવી તેને તત્ક્ષણ જોવામાં આવે છે. પણ આ જગત –એ સત નથી કે અસત પણ નથી,એમ સમજીને વિવિધ પ્રકારની ભેદ-દૃષ્ટિ ને ત્યાગો. (૯૩) વિશ્વોત્પત્તિ નો ક્રમ વશિષ્ઠ કહે છે કે-હે,રામ,આ પ્રમાણે બ્રહ્માએ મને જે પૂર્વે કહેલું હતું.તે મેં તમને કહ્યું. --“પર-બ્રહ્મ” નું સ્વરૂપ “અનિર્વચનીય” (વર્ણન ના કરી શકાય તેવું) છે. અને (પણ) તેનાથી અનિર્વચનીય પદાર્થ ની જ ઉત્પત્તિ થાય છે. --તે (પર-બ્રહ્મ) પોતે જ ઘન-પણા ને પામીને “મન”રૂપે થાય છે. --તે “મન-તન્માત્રા” એ “કલ્પના-પૂર્વક” (સ્વપ્ન ના શરીર ને પેઠે) વાસનામય "પુરુષ-આકાર" થાય છે. --અને તેમાંથી જે “તૈજસ-પરષ” થાય છે તેને “બ્રહ્મા” કહે છે. તેથી હે રામ.જે “બ્રહ્મા” છે તે જ “મન” છે તેમ તમે સમજો. આ પ્રમાણે મન-તત્વ ના આકારવાળા-“બ્રહ્મા” કે જે સર્વ કાર્ય કરવાને સમર્થ છે તે-“સંકલ્પ-મય છે. તેથી તે જેવો સંકલ્પ કરે છે, તેવું જ તે જુએ છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ 208 તેમણે બ્રહ્માએ) "અનાત્મા" માં “આત્મા ના અભિમાન-વાળી-અવિદ્યા” (માયા) ની કલ્પના કરી.અને, પર્વત,ઘાસ અને સમુદ્ર-મય આખું જગત ક્રમે કરીને રચ્યું. આ પ્રમાણે ઉપરના ક્રમ વડે બ્રહ્મ-તત્વમાંથી આવેલી (રચાયેલી) આ સૃષ્ટિ, જાણે બીજા કોઈ સ્થળે થી આવેલી હોય તેમ જણાય છે. પણ, જેમ તરંગ ની ઉત્પત્તિ સમુદ્રમાંથી થાય છે, તેમ કૈલોક્યની અંદર રહેનાર સર્વ પદાર્થની ઉત્પત્તિ “બ્રહ્મ” માંથી છે, અને તે બ્રહ્મ ના વિવર્ત-પણા (બિમ્બ-પ્રતિબિમ્બ-પણા) થી જગત ઉત્પન્ન થયું છે. પણ તે પરમ અર્થ (પરમાર્થ) થી ઉત્પન્ન થયું નથી.પણતેની (બ્રહ્મની) અંદર “બ્રહ્માનું મનોમય ચૈતન્ય" "અહંકાર ની ઉપાધિ"માં પ્રવેશ કરવાથી જગત ને પામે છે. જયારે જગતનો વિસ્તાર થાય છે, ત્યારે તે “શક્તિ” એ સમષ્ટિ-મનોભાવથી પ્રથમ ઉલ્લાસ પામે છે, અને ચારે બાજુ ભમતા (ફરતા) હજારો જીવો થાય છે. આમ,તે “જીવ પ્રથમ “આકાશમાં ઉત્પન્ન થાય છે, પછી તે “માયાકાશ” માં “ભૂત-તન્માત્રા” થી વીંટાય છે. પછી,આકાશમાંના પવન ની અંદર ચૌદ જાતના લોક ની અંદર કર્મ ની વાસના વાળા જે જીવ રહ્યા છે, તે “પ્રાણ-શક્તિ” દ્વારા તે સ્થાવર અને જંગમ શરીરમાં પ્રવેશ કરે છે અને બીજ-પણાને (શુક્ર કે વીર્ય) પામે છે. ત્યાર પછી તે જીવ યોનિ દ્વારા જગતમાં ઉત્પન્ન થાય છે.અને “કાક-તાલિય-યોગ” (અકસ્માત)થી, ઉત્પન્ન થયેલા વાસનાના પ્રવાહને યોગ્ય એવા કર્મ-ફળને ભોગવે છે. ત્યાર પછી,સારા-નઠારા કે પાપ-પુણ્ય-રૂપી કર્મની દોરડી થી બંધાયેલ તે લિંગ-શરીર,ભમતાં-ભમતાં, કોઈ વાર ઉચા તો કોઈ વાર નીચા લોકમાં પડે છે. પ્રાણીમાત્ર નો તે સમૂહ કામ-મય છે.તેમાંના કેટલાક જીવ,જેમ,વાયુથી વનનાં સુકાયેલાં પાંદડાં ભમ્યા કરે છે,તેમ,હજારો જન્મ સુધી જગતમાં આવે છે અને કર્મ-રૂપી વાયુ થી ભમ્યા કરે છે. અજ્ઞાનથી મોહ પામેલા કેટલાક જીવને ઘણા કલ્પ સુધી,પૃથ્વીમાં જન્મ-મરણ થયા કરે છે. જેવી રીતે વાયુથી ઉત્પન્ન થયેલાં સમુદ્રનાં જળનાં બિંદુઓ,સમુદ્રમાં જ લય પામે છે, તેમ,પરમ આત્મ-જ્ઞાન ને પામેલા કેટલાક જીવો,થોડાક કાળમાં પરમ મોક્ષ ને પામી જાય છે. આ પ્રમાણે આવિર્ભાવ-અને તિરોભાવ થી યુક્ત એવી સર્વ જીવ ની ઉત્પત્તિ “બ્રહ્મ” માંથી થયેલી છે. અને આ ઉત્પત્તિ એ વાસના-રૂપી વિષ-જવર (ઝેરી તાવ) ને ધારણ કરનારી છે. અને અનેક અનર્થ તથા સંકટો ના કાર્ય ને કરનારી છે.અને તે અનેક જગ્યાઓએ કર્મ-ફળ ના ભોગ માટે સંચાર કરે છે. પણ, તેમાં ઉતમ વિચિત્રતા એ છે કે તેની ચારે બાજુ ભ્રમ રહેલો છે. *ગ્યાઓએ કઇ સારણ કરનારી છે. માથી થયેલી છે હે, રામચંદ્ર,આ જગત તો મોહથી,જંગલમાં ઉત્પન્ન થયેલી એક જૂની વેલ છે,અનેક વિક્ષેપ-વાળું મન તેનું શરીર છે–આ પ્રમાણે વિચાર કરીને તેં વેલને જો –“જ્ઞાન-રૂપી-કુહાડા” થી કાપી નાખવામાં આવે તોતે પાછી ઉગતી નથી. (૯૪) બાર જાતના જીવો નું વર્ણન વશિષ્ઠ કહે છે કે-હે, રાઘવ,ઉત્તમ,અધમ અને મધ્યમ પદાર્થ ની ઉત્પત્તિ નો વિભાગ હવે હું કહું છું. પૂર્વ-કલ્પમાં છેલ્લા જન્મ સુધી, જ્ઞાન થવાથી,શામ-દમ વગેરે સાધન-સંપત્તિ હોય,છતાં કોઈ પ્રતિબંધ ના કારણે જ્ઞાન થયું ના હોય, તેનો આ કલ્પમાં જન્મ થયા પછી તેને (આ કલ્પ- ના) પહેલા જન્મમાં શમ-દમ વગેરે સાધનથી તેને જ્ઞાનની યોગ્યતા થાય છે-તેને-“ઇદમ-પ્રથમતા” કહે છે. આ જીવ-જાતિને તે એક જ જન્મ માં મોક્ષ થાય છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ 209 શુભ-લોકના આશ્રયવાળી તથા શુભ કાર્ય ને અનુસરનારી તે ઇદમ-પ્રથમતા-જાતિ ને વિચિત્ર સંસારની વાસનાઓ ને લીધે ભોગો ભોગવે અને તે વાસનાનો ક્ષય થયા પછી દશ-પંદર જન્મ થયા પછી, જયારે તેને મોક્ષ થાય છે-તે જાતિને “ગુણ-પીવરી” કહે છે. પૂર્વ-કલ્પમાં કરેલાં પાપ-પુણ્ય ને લીધે સુખ-દુ:ખ –આ કલ્પ માં ભોગવ્યા બાદ જેનો સો જન્મ પછી મોક્ષ થાય છે તેને “સસત્વા કહે છે. પૂર્વ-કલ્પમાં કરેલા ઘણાં દુષ્કર્મોને લીધે, કોઈમાં અત્યંત મલિન-પણું હોય છે, અને પૂર્વ-કલ્પમાં કરેલા ધર્મ-અધર્મ ને લીધે આ કલ્પમાં સુખ-દુઃખ ભોગવ્યા બાદ - હજારો જન્મ પછી જેનો મોક્ષ થાય છે-તેને “અધમ-સસત્વા કહે છે. આવી –અધમ-સસત્વા જાતિને અધ્યાત્મ-જ્ઞાન ના વિમુખ હોવાને લીધે,ઘણા જન્મ થયા પછી,પણ, જો મોક્ષમાં "સંદેહ" હોય છે ત્યારે, તેને “અત્યંત-તામસી” કહે છે. પૂર્વ-કલ્પની વાસનાને અનુસરીને ચરિત્ર કરનારને –બે ત્રણ જન્મ થયા પછી,મનુષ્ય-જન્મ આવે છેત્યારે તે સ્વર્ગ કે નર્કની પ્રાપ્તિ થાય તેવા અને મોક્ષમાં સંદેહ થાય તેવા કર્મો કરે તેને “રાજસી” કહે છે. રાજસ દુઃખ નો અનુભવ થાય પછી,વૈરાગ્ય થવાને લીધે,જેને જ્ઞાન થાય છે,તથા મરણ માત્રથી જ મોક્ષને યોગ્ય થાય છે, તેવા સાત્વિક (વૈરાગ્ય ને લીધે) કર્મોને લીધે તેને “રાજસ-સાત્વિકી” કહે છે. પણ જો આવા રાજસ-સાત્વિકી કર્મો કરે (અને વૈરાગ્ય ના થાય) તો તેને-યક્ષ-ગંધર્વ નો જન્મ મળે છે, અને ક્રમે કરીને વૈરાગ્ય થઈને જ્ઞાન-પ્રાપ્તિ થવાથી મોક્ષ નો અધિકારી થાય તેને “રાજસ-રાજસી” કહે છે. આવા રાજસ-રાજસીને પોતે કરેલાં તામસ કર્મો ના ફળ ભોગવવા પડે છે,અને સેંકડો જન્મ થયા પછી મોક્ષ નો અધિકારી થાય છે તેને બરાજસ-તામસી” કહે છે. એ રાજસ-તામસી-એવા કર્મો નો પ્રારંભ કરે કે જેનાથી તેને હજારો જન્મ સુધી મોક્ષમાં સંદેહ રહે, ત્યારે તેને “રાજસાત્યંતતામસી” કહે છે. એક કલ્પ-માં હજારો જન્મ ભોગવ્યા પછી, કલ્પાંતર માં જેનો મોક્ષ થાય-તેને “તામસી” કહે છે. આ તામસી એવા કર્મો નો આરંભ કરે કે જેથી તેનો એક જ જન્મ માં મોક્ષ થાય તેને”તામસ-સત્વા” કહે છે. (કોઈ ટીકાઓમાં "તમો-રાજસી” “અત્યન્તા-તામસી”અને –આ બે વધારાના ઉમેરેલા છે, કે જેનો “રાજસ-તામસી અને “અત્યંત-તામસી” માં સમાવેશ થઇ જાય છે) આ પ્રમાણે સર્વ જાતિ (બાર) એ બ્રહ્મમાં થી જ ઉત્પન્ન થઇ છે.કંઈક ચલાયમાન થયેલા સમુદ્રમાંથી મોજાં ઉત્પન્ન થાય તેમ આ સર્વ જીવ-રાશિ (જાતિઓ) બ્રહ્મમાંથી ઉત્પન્ન થઇ છે. પરમાત્મા અજન્મા છે અને સાર ભૂત-સમૂહ ની કલ્પના તે પરમાત્મા ની જ કરેલી છે. ઘટાકાશ (ઘડા ની અંદર રહેલું આકાશ) તથા સ્થાલીરંડ્રાકાશ (ઘડાની અંદરના છિદ્રમાં રહેલું આકાશ) એ જેમ આકાશનો ભાગ છે, તેવી રીતે સર્વ લોક ની કલ્પના બ્રહ્મના પદ થી જ છે. જેમ,જળમાંથી શીતળ કણ,ઘૂમરી,મોજાં ઉત્પન્ન થાય છે, તેવી રીતે,બ્રહ્મમાંથી સર્વ દૃશ્ય-સૃષ્ટિ ઉત્પન્ન થયેલી છે. જેમ,સૂર્યના તેજમાંથી મૃગજળ ઉત્પન્ન થાય છે, અને જેમ તેજમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે.અને તેમ છતાં. તે તેનાથી જુદાં નથી,તેમ,બ્રહ્મ થી ઉત્પન્ન થયેલ સર્વ પ્રાણીમાત્રનો સમુહ બ્રહ્મથી ભિન્ન નથી. આ પ્રમાણે,જ,વિવિધ પ્રકારની પ્રાણીમાત્રની જાતિ –એ પાછી જે (બ્રહ્મ) માંથી ઉત્પન્ન થઇ હતી, તેમાં જ લય પામે છે. કોઈ જાતિ હજારો જન્મ ભોગવ્યા પછી તો કોઈ જાતિ થોડાક જન્મ ભોગવ્યા પછી બ્રહ્મ માં જ લય પામે છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે,અગ્નિમાંથી ઉત્પન્ન થયેલા તણખા ની પેઠે,વિવિધ પ્રકારના જગતમાં પરમાત્માની ઈચ્છા થી. પરમાત્મા ના વ્યવહાર-વાળી,ઉપર લખેલી-પ્રાણીમાત્ર ની જાતિ આવે છે,જાય છે, પડે છે અને ઉંચે ચડે છે. (૯૫) અજ્ઞાની ને જ્ઞાન થવા માટે કર્મ અને કર્તાની-એક સમયે ઉત્પત્તિ નું વર્ણન વશિષ્ઠ કહે છે કે-હે,રામ,કર્મ અને કર્તા -એ બંનેનું રૂપ અભિન્ન છે.(બંને એક જ છે) જેમ,વૃક્ષમાંથી પુષ્પ અને સુગંધ એ બંને એક જ સમયે ઉત્પન્ન થાય છે, તેમ,સૃષ્ટિના આદિમાં કર્મ અને કર્તા -એ બંને પોતાના સ્વભાવથી એક સમયે પરમાત્માના પદ માંથી પ્રગટ થયેલ છે.આકાશમાંથી જેવી રીતે નીલિમા(કાળાશ) સ્ફુરે છે,તેવી રીતે, સર્વ સંકલ્પથી મુક્ત તથા નિર્મળ એવા પર-બ્રહ્મ માંથી જીવ સ્ફુરે છે. હે.રામ.અજ્ઞાનીઓને સમજાવવા માટે "બ્રહ્મમાંથી જીવ ઉત્પન્ન થાય છે” એમ કહેવામાં આવે છે.પણ, જ્ઞાનવાન માટે “બ્રહ્મમાંથી આ થયું છે અને નથી થયું”એમ કહેવાનું શોભતું નથી. જ્યાં સુધી બીજી કોઈ કોઈ કલ્પના પ્રથામાં આવી નથી.ત્યાં સુધી આ લોકમાં આપવામાં આવતો ઉપદેશ (ઉપદેશ્ય) અને ઉપદેશ લેનારની) યોગ્યતા શોભતી નથી.એટલા માટે જ્યાં સુધી વ્યવહાર છે. ત્યાં સુધી ભેદ દૃષ્ટિ થી “દ્વૈત-કલ્પના” નો અંગીકાર કરીને “આ બ્રહ્મ અને આ જીવ” એમ કહેવામાં આવે છે. પણ તે વાણીનો એક ક્રમ છે.પર-બ્રહ્મ તો અસંગ અને અદ્વિતીય જ છે.ભલે તેમાંથી જગત ઉત્પન્ન થાય છે. તેમ કહેવામાં આવે –છતાં તે –તે (બ્રહ્મ)- ૩૫ જ છે. જેમ વસંત-ઋતુમાં નવા અંકુર ઉત્પન્ન થાય છે,તેમ પરમાત્મા થી જીવ સમૂહ ઉત્પન્ન થાય છે,અને, જેમ,ગ્રીષ્મ-ઋતુમાં વસંત ના રસો પાછા વિલય પામે છે,તેમ પરમાત્મા માં જ જીવો લય પામે છે. હે,રામ, પુષ્પ અને સુગંધ –એ જેમ અભિન્ન છે,તેમ પુરુષ અને કર્મ એ અભિન્ન છે. એ બંને પરમાત્મામાંથી જ ઉત્પન્ન થાય છે અને તેમાં જ લય પામે છે. દેવતાઓ,મનુષ્યો,દૈત્યો –વગેરે વસ્તુતઃ ઉત્પન્ન થયા નથી, તો પણ વાસના-મય-ઉપાધિ-ભાવ થી ઉત્પન્ન થાય છે અને તત્કાળ સ્ફુરણા પામે છે. આવી રીતે ઉત્પન્ન થવામાં તથા વિહાર (ભોગો) કરવામાં –“આત્મા નું વિસ્મરણ” જ મુખ્ય કારણ છે. તે વિના જન્માંતરનું ફળ આપનાર બીજું કોઈ કારણ નથી. રામ કહે છે કે-પ્રમાણિક દૃષ્ટિ-વાળા તથા રાગ-રહિત એવા મનુ-વગેરેએ “ધર્મ તથા અધર્મ-રૂપી અર્થ"માં “અવિરુદ્ધ-પણાથી” સ્મૃતિ-પુરાણ-વગેરેમાં જે જે નિર્ણય કરેલા છે-તેને “શાસ્ત્ર” કહેવામાં આવે છે. જેઓ અત્યંત શુદ્ધ છે,સત્વ-ગુણ થી યુક્ત છે,ધીરજવાન તથા સમ-દૃષ્ટિ-વાળા છે,અને,અનિર્વચનીય બ્રહ્મ નો સાક્ષાત્કાર કરવાની કળાથી યુક્ત છે-તે સાધુ-પુરુષ (સત્પુરુષ) કહેવાય છે. સત્પુરુષના આચાર અને શાસ્ત્ર (કે જે મનુષ્ય ના બે નેત્ર કહેવાય છે) તેને અનુસરીને જે મનુષ્ય વર્તે છે, તેને તત્વજ્ઞાન ના હોય તો પણ સર્વ કાર્ય ની સિદ્ધિ થાય છે.અને જે તેમને અનુસરીને ચાલતો (વર્તતો) નથી તેનો સર્વ કોઈ ત્યાગ કરે છે અને તે દુઃખમાં ડૂબી જાય છે. હે,પ્રભુ,આ લોકમાં તથા વેદમાં એવી શ્રુતિ છે કે-કર્મ અને કર્તા (કર્મ નો કરનાર) એ બંને ક્રમે કરીને સાથે રહેનાર છે,એટલે કે કર્મો કરીને કર્તા થાય છે,અને કર્તા કર્મને ઉત્પન્ન કરે છે, જેમ,અંકુરમાંથી પાછું બીજ થાય છે,તેમ જીવમાંથી પાછાં કર્મ ઉત્પન્ન થાય છે. જે વાસનાને લીધે પ્રાણીઓ (જીવો) જન્મે છે,તે વાસનાને અનુસરીને તેને ફળનો અનુભવ થાય છે. 210 Page #211 -------------------------------------------------------------------------- ________________ 211 આ પ્રકારની સ્થિતિ છે, છતાં તમે કર્મ-રૂપી બીજ વિના કેવળ બ્રહ્મ-પથી જ જીવ-માત્ર ની ઉત્પત્તિ કહી છે, તેનું શું કારણ? તમારા મત પ્રમાણે જો તેમ જ થતું હોય તો પછી,ઉપર પ્રમાણે જગતમાં થતી જીવ અને અવિનાભાવિતા (પરસ્પરમાંથી એક બીજાની ઉત્પત્તિ થાય છે) નો તમે તિરસ્કાર કર્યો કહેવાય. વળી,માયા-સબળ-બ્રહ્મમાં આકાશ વગેરે સ્થૂળ દેહ-રૂપી ફળ છે તથા બ્રહ્મા-વગેરેમાં જે ભોગની સામગ્રી-રૂપી જે સ્વર્ગ-રૂપી ફળ પ્રસિદ્ધ છે, તે પણ ધોવાઈ જાય (ખોટું પડે) જો કર્મ નિષ્ફળ હોય તો,કર્મ કરવામાં નર્ક વગેરે નો જે ભય છે તેના અભાવ થી અને મસ્ય-ન્યાય (મોટી માછલી નાની માછલીને ગળી જાય છે) થી લોક નો નાશ થાય છે એમ કહેવાય. માટે,હે, પ્રભુ,કર્મ ફળ-રૂપ થાય છે કે નહિ? તે યથાર્થ રીતે કહો અને મારા મન નો આ શંશય મટાડો. વશિષ્ઠ કહે છે કે-હે રામ,આ તમે ઘણો સારો પ્રશ્ન પૂછ્યો.તમને જ્ઞાન નો ઉદય થાય એવો હું ઉત્તર આપું છું. ક્રિયા (કર્મ) માં કુશળ-પણા ના અનુસંધાન થી મનુષ્ય ના “મન”નો જ વિકાસ છે-તે જ કર્મ નું “બીજ" છે. અને તે બીજ ને જ “ફળ” થાય છે” સૃષ્ટિના આદિમાં જયારે પરમાત્મા ના પદથી “મન” ઉત્પન્ન થયું, ત્યારે જ જીવ નું “કર્મ” ઉત્પન્ન થયું અને જીવ ની પૂર્વની વાસના અનુસાર તે “દેહ-ભાવે” થયો. જેમ પુષ્પ અને તેની સુગંધ માં કોઈ ભેદ નથી-તેમ કર્મ અને મન માં કોઈ ભેદ નથી. આ જગતમાં ક્રિયા ની ફુરણા થવી તેને “કર્મ” કહે છે. પ્રથમ મન-રૂપી દેહ છે, તેમાં કર્મ ના ધર્મ છે, માટે મન એ જ કર્મ છે. એવો કોઈ પર્વત-આકાશ-સમુદ્ર કે એવું બીજું કોઈ સ્થાન નથી કે જેમાં કર્મ-ફળ નથી. આ જન્મમાં કે પૂર્વ-જન્મમાં કરેલ કર્મ ફળ-રૂપે થાય છે, કારણકે કર્મ નો ઉદ્યમ કદી નિષ્ફળ જતો નથી. જેવી રીતે કાજળમાંથી કાળાશ નો ક્ષય થવાથી, કાજળનો ક્ષય થાય છે. તેવી રીતે.સ્પંદાત્મક (સ્પંદન થવાથી થત) કર્મના ક્ષય થવાથી “મન નો નાશ થાય છે. અને મન નો નાશ એ જ “અકર્મતા” છે.આ પ્રમાણે “અકર્મ-પણું" એ મુક્તને પ્રાપ્ત થાય છે.અમુક્તને નહિ. જેમ,અગ્નિ અને ઉષ્ણતા એ સાથે જ રહે છે,તેમ,મન અને કર્મ સાથે જ રહે છે. એ બંને માંથી એક નો નાશ થાય તો બંને નો નાશ થાય છે. હે, રામ,મન સદા સ્કૂરણ-વિલાસ ને પામીને વિહિત તથા નિષિદ્ધ કર્મ કરીને પાપ-પુણ્ય કે ધર્મ-અધર્મના પરિણામ ને પામે છે. ત્યાર પછી,પાછું,મન થી થયેલ કર્મ, એ શુભ-અશુભ ફળ ના ભોગ ને અનુકૂળ એવા સ્કૂરણ ને પામીને ચિત્ત-રૂપે (મન-રૂપે) જ પરિણામ પામે છે. આમ “ચિત્ત(મન) અને કર્મ” એ બે “ધર્મ અને કર્મ” એવા નામથી આ લોકમાં કહેવાય છે. (૯૬) મન ના સ્વરૂપ નું વર્ણન વશિષ્ઠ કહે છે કે-હે રામ,મન એ “ભાવના-માત્ર' છે.ભાવના એ સ્કૂરણ-ધર્મ-વાળી છે. “સ્ફરણ” એ “ક્રિયા-રૂપ” છે,અને ક્રિયાના રણ થી સર્વ ને ફળ મળે છે. રામ કહે છે કે-મન કે જે-જડ છતાં અજડ આકૃતિ વાળું છે,એનું સંકલ્પ-સ્વરૂપ વિસ્તારથી કહો. વશિષ્ઠ કહે છે કે-અનંત અને સર્વ-શક્તિમાન “માયા-સબળ-આત્મ-તત્વ (બ્રહ્મ)” નું “સંકલ્પ-શક્તિ” વડે, રચેલું જ રૂપ છે –તેને જ “મન” કહે છે. મનુષ્ય ના મનમાં સંકલ્પ-વિકલ્પ થી (અમુક વસ્તુ આમ હશે કે તેમ હશે-તે સંકલ્પ-વિકલ્પ) જે બે પક્ષ આવે છે –તે જ “મન” નું રૂપ છે. આત્મા ચૈતન્ય-પણાથી સર્વદા પ્રકાશ આપે છે, તો પણ તેને “હું જાણતો નથી-હું કર્તા નથી છતાં હું કરું છું” Page #212 -------------------------------------------------------------------------- ________________ 212 એવો જેને લીધે નિશ્ચય થાય છે-તે મન નું રૂપ છે. જેમ,ગુણ વિના ગુણ નો સંભવ નથી,તેમ,સંકલ્પ-વિકલ્પ-રૂપ કર્મ શક્તિ વિના મન નો સંભવ નથી. જેમ,અગ્નિ અને ઉષ્ણતા ની સત્તા ભિન્ન નથી,તેમ કર્મ તથા મન અને જીવ તથા મનની સત્તા ભિન્ન નથી. આ આખું ય જગત એ મન-વડે (મનથી) વ્યાપ્ત છે. અને એ જગત,દ્વૈત-રૂપ છે,માયા-મય છે,નિષ્કારણ છે,સ્થિતિ વિનાનું છે,અને વાસના થી થતી કલ્પના થી વ્યાપેલ છે.જે મનુષ્ય વાસનાનું જેવી રીતે આરોપણ કરે છે, તે વાસના તેવી રીતે તેને ફળ આપે છે. આ “વાસના-રૂપી-વૃક્ષ” ને “કર્મ-રૂપી-બીજ" છે.મનના સ્કરણ-રૂપી “શરીર" છે. અનેક પ્રકાર ની ક્રિયા એ "શાખા" છે,ને તેમાં વિચિત્ર-એવું “ફળ” રહેલું છે. મન જેવું અનુસંધાન કરે છે, તેવી રીતે કર્મેન્દ્રિયો પ્રવૃત્તિ (કર્મ કે ક્રિયા) કરે છે, માટે કર્મ એ જ મન છે. મન,બુદ્ધિ, અહંકાર,ચિત્ત,કર્મ, કલ્પના, સંસ્કૃતિ,વાસના વિદ્યા,પ્રયત્ન,સ્મૃતિ,ઇન્દ્રિય,પ્રકૃતિ,માયા અને ક્રિયાઆવા શબ્દો ની વિચિત્ર ઉક્તિ-એ “બ્રહ્મ” માં “સંસાર ના ભ્રમ” ના “હેતુ રૂપ” છે. કાક-તાલીય-યોગ થી (અકસ્માત થી) ચૈતન્ય ને જયારે “બાહ્ય-કલ્પના-પણું” પ્રાપ્ત થાય છે, ત્યારે “પર્યાય” (સરખા-પણા) થી તેનાં “મન-બુદ્ધિ-વગેરે” (ભ્રમ-રૂપી) નામ પડે છે. રામ પૂછે છે કે-હે,બ્રહ્મન,પર-સંવિત (પર-બ્રહ્મ) ની –આવી,વિચિત્ર અર્થ ની કલ્પના વાળી – મન-બુદ્ધિ વગેરે-રૂપી પર્યાય-વૃત્તિ” (સરખામણી કરવાની વૃત્તિ) રૂઢિમાં (માન્યતાઓમાં) કેમ આવી? ચારે સ્થિર વશિષ્ઠ કહે છે કે-પરસંવિત (પરબ્રહ્મ) જયારે અવિદ્યા(માયા) ના કારણે,કલંક-પણા ને પામી, સંકલ્પ-વિકલ્પ-રૂપે અનેક પ્રકારે થાય છે-ત્યારે તેને “મન” કહે છે. સંકલ્પ-વિકલ્પ થયા પછી કે થયા પહેલાં એક વસ્તુ નો નિશ્ચય કરી તે પરસંવિત, જયારે સ્થિરપણે રહે છે, ત્યારે, તેને “બુદ્ધિ” કહે છે. દેહ વગેરે મિથ્યા પદાર્થમાં અભિમાન કરી,જયારે પોતાનીજ સત્તાની કલ્પના કરે છે, ત્યારે તેને “અહંકાર” કહે છે.અને તેથી સંસારમાં બંધન થાય છે. જયારે તે સંવિત,એક વિષય નો ત્યાગ કરી બીજા વિષયનું સ્મરણ કરે છે, તથા, પૂર્વાપર (પહેલાના) વિચાર નો ત્યાગ કરે છે-ત્યારે તેને “ચિત્ત” કહે છે. પદાર્થમાં અને તેથી સંસળીજા વિષયવાર કહે છે સ્કુરણ થવું એ સંવિત નો ધર્મ છે,એટલે તે અસત સ્કુરણા ને લીધે જયારે કર્તા ના શરીર ને થતા શરીર ના અવયવો ને દેશાંતર નો સંયોગ (સ્થળાંતર)કરાવે ત્યારે તે સંવિત ને “કુર્મ” કહે છે. એક ઘન-રૂપ પરમાત્મ-સ્વરૂપ ના નિશ્ચય નો અકસ્માત ત્યાગ કરી,જયારે તે સંવિત,ઈચ્છા પ્રમાણે, અન્ય વસ્તુની કલ્પના કરે છે ત્યારે તેને “કલ્પના” કહે છે. અમુક પદાર્થ પહેલાં જોયેલ છે કે નથી જોયેલ-એવી રીતે સ્મરણથી નિશ્ચય કરી,જયારે તે કોઈ ચેષ્ટા કરે છે ત્યારે તેને “સંસૂતિ' કહે છે. પ્રથમ અનુભવ કરેલ પદાર્થ ની શક્તિ જયારે આકાશની પેઠે,શૂન્ય પદાર્થમાં કોઈ પણ ચેષ્ટા વિના સૂક્ષ્મ-સ્વરૂપે રહે છે ત્યારે તેને “વાસના” કહે છે. આત્મ-તત્વ (બ્રહ્મ) છે તે જ નિર્મળ છે અને પ્રપંચ (માયા) ની પ્રતિભા ત્રણ કાળમાં નથી, તેને “વિદ્યા” (આત્મવિદ્યા) કહે છે. તે આત્મ-દર્શન માટે જે ફુરણા કરે છે –તેને “પ્રયત્ન” કહે છે. તે વિવિધ પ્રકારના પદાર્થ નું સ્મરણ કરાવે છે. તેથી તેને “સ્મૃતિ” કહે છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ 213 તે શ્રવણ કરી,સ્પર્શ કરી દર્શન કરી,ભોજન નું ગ્રહણ કરી,સુગંધ નું ગ્રહણ કરી અને વિચાર કરી, જીવ ભાવે રહેલ સ્વામી કર્મેન્દ્રિયોને આનંદ પમાડે છે તેને “ઇન્દ્રિય” કહે છે. પરમાત્મા અદૃશ્ય છતાં સર્વ દૃશ્ય સમૂહ (જગત) ના ઉપાદાનકારણ હોવાથી તેને “પ્રકૃતિ" કહે છે. તે સત પદાર્થ માં અસત-પણું અને અસત પદાર્થ માં સંત-પણું કરે છે, એવી રીતે સત્તા અને અસત્તા ના વિકલ્પ ને લીધે –તેને “માયા” કહે છે. દર્શન,શ્રવણ,સ્પર્શ,રસના,તથા ધ્રાણ-વગેરે થી જે કર્મ કરવામાં આવે તેને “ક્રિયા' કહે છે. ઉપર પ્રમાણે ચૈતન્ય ને અનુસરનાર ચૈતન્ય નું કેવું રૂપ ક્રૂરે છે, તેવા તેનાં પર્યાયથી નામ પડે છે. ચિત્ત-પણાને પ્રાપ્ત થઇ,સંસાર (જગત)માં જવાથી–પોતાના જ હજારો સંકલ્પો થી જ તે સંવિત ના મન-બુદ્ધિ-વગેરે નામો રૂઢિમાં (માન્યતામાં) આવેલા છે. તે ચિત્ત વિષય-વાસના કે દ્વત-વાસના ના કલંક થી જાણે પોતાના (વાસનાના) પૂર્ણ-સ્વરૂપ ને પામવા આકુલ હોય –તેમ દેહ-વગેરેની જડતામાં પડે છેમાટે તે એક ચિત્ત ની “મન-બુદ્ધિ” વગેરે વિભાગની કલ્પના પણ કરવામાં આવે છે. એ જ ચિત્ત આ લોકમાં “જીવ” કહેવાય છે.અને “મન-બુદ્ધિ કે ચિત્ત” પણ કહેવાય છે. અને આ રીતે પરમાત્મા ના પદમાંથી ભ્રષ્ટ થયેલા એ અજ્ઞાનરૂપી કલંક વાળા “ચિત્ત” ના જુદા જુદા નામો અનેક સંકલ્પ થી પડ્યાં છે એમ પંડિતો કહે છે. રામ પૂછે છે કે-મન એ જ છે કે ચેતન છે? મારા મનમાં એનો નિશ્ચય થતો નથી. વશિષ્ઠ કહે છે કે-હે, રામ,મન જડ પણ નથી કે ચૈતન્યરૂપ (ચેતન) પણ નથી. પ્રથમ,ચૈતન્ય-રૂપે રહેલી “અજડ-દૃષ્ટિ” (ચૈતન્યતા) સંસાર ની ઉપાધિ ને લીધે,જયારે મલિન(મેલી) થાય છે, ત્યારે તેને “મન” કહે છે. તે “મન” એ સત-અસત થી વિલક્ષણ (જુદું) છે.અને પ્રત્યેક પ્રાણીમાં જુદુજુદું છે. અને તે મન જગતના “કારણ-રૂપ” છે.અને “ચિત્ત” પણ તેને જ કહે છે. નિશ્ચય-પણાથી પરમાત્મામાં નું શાશ્વત-એક-રૂપ છે, પણ તે (પરમાત્મા) ના વિના ચિત્ત ની “સ્થિતિ” નથી. અને તે ચિત્ત થી જ જગત થયેલ છે. જડ અને અજડ દ્રષ્ટિમાં હિંચકા ની પેઠે (હાલકડોલક થતું) સંકલ્પ-વિકલ્પ-વાળું જે “ચૈતન્ય” નું રૂપ છે-તેને “મન” કહે છે. હે.રામ સાક્ષી-પણાને લીધે, અંદરથી કલંક-રહિત અને બહારથી મલિન-એવું “ચૈતન્ય” નું જે ઉપાધિ-વાળું ચલન છે તેં પણ “મન” કહેવામાં આવે છે. તે જડ પણ નથી કે ચેતન પણ નથી, એ જ મનમાં “અહંકાર,મન,બુદ્ધિજીવ” વગેરે નામ “કલ્પલાં” છે. જેવી રીતે નટ (નાટ્ય-કલાકાર) જુદાજુદા વેશ લે છે, તેવી રીતે મન પણ જુદાજુદા કર્મ કરે છે. જેવી રીતે કોઈ મનુષ્ય રસોઈ કરતો હોય તો તે રાંધનાર,પાઠ કરતો હોય તો પાઠ-કરનાર,કથા કહેતો હોય તો વકતા અને કથા સાંભળતો હોય તો શ્રોતા-એમ જુદા જુદા કાર્ય કરે ત્યારે તેના જુદા જુદા નામ પડે છે, તેવી રીતે જ,મન જયારે જુદા જુદા કાર્ય કરે ત્યારે તેનાં જુદાંજુદા નામ (ચિત્ત-વગેરે) પડે છે. હે રામ,મેં તમારી પાસે મન ની જે જે સંજ્ઞા કહી (મન ને જે રીતે ઓળખાવ્યું) તે જ સંજ્ઞા અન્ય મત વાળાઓ પોતાની કપોળકલ્પિત (કલ્પનાઓથી) યુક્તિઓથી જુદી રીતે પણ કહે છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ 214 જેવો જેનો સ્વભાવ-તે પ્રમાણે બુદ્ધિ રાખીને-તેમાંની ઈચ્છામાં આવે તે રીતે-મન,બુદ્ધિ અને ઇન્દ્રિયો વગેરેના વિચિત્ર નામથી ભેદો કહેલા છે. --જીવ થી ભિન્ન જે પ્રકૃતિ છે, તેને કેટલાક મન કહે છે. --કેટલાક અહંકૃતિ કહે છે તો કેટલાક બુદ્ધિ કહે છે. હે, રઘુનંદન,અહંકાર,મન,બુદ્ધિ વગેરે સૃષ્ટિની “કલ્પના” છે, તથા તે એક-રૂપ જ છે, તેમ છતાં, ન્યાય-મત-વાળા,સાંખ્ય-મત-વાળા, ચાર્વાક-મત-વાળા,જૈમિની મત-વાળા-વગેરે જુદા જુદા મત-વાળાઓએ, તેમની પોતાની બુદ્ધિ પ્રમાણે જુદીજુદી કલ્પનાઓ કરી છે. એક નગરમાં જવાના જુદાજુદા માર્ગો હોય છે પણ તે સર્વે માર્ગો થી તે નગરમાં જઈ શકાય તેમ, સર્વ કલ્પના થી એક પારમાર્થિક પદે પહોંચવું એ જ સર્વનો ઉદ્દેશ છે. અને તે પરમ-પદમાં સર્વ ની એકતા છે.પણ પરમ-અર્થ ના અજ્ઞાનથી અને વિપરીત બોધને લીધે, તે મત-વાદીઓ માત્ર વિવાદ કરે છે,અને વટેમાર્ગ જેમ નગરમાં જવાના જુદાજુદા માર્ગમાં થી જે માર્ગ પોતાને ગમતો હોય તેના જ વખાણ કરે છે, તેમ જુદા જુદા મતવાદીઓ પોતપોતાના મત ના વખાણ કરે છે. પણ,તે સર્વ નો મત મિથ્યા છે, કારણકે-કર્મમાર્ગ માં પ્રીતિ હોવાથી પોતાના કલ્પના ના અર્થથી, તેઓએ વિચિત્ર યુક્તિઓ કરેલી છે.અને ખરું જોતાં તે માત્ર મનનો વિલાસ જ છે. જેમ મનુષ્ય જેવું કામ (ક્રિયા)કરતો હોય તેવું તેનું નામ પડે છે, તેમ આ મનની જુદીજુદી ક્રિયાના ભેદથી,તે વિચિત્રતાને (વિચિત્ર નામોને) પામે છે. વિવિધ કાર્યો કરવાને પરિણામે એ મન-જીવ,વાસના અને કર્મ-વગેરે નામરૂપી અને ભેદ વાળું થાય છે. જે સર્વ અનુભવ થાય છે તે માત્ર ચિત્ત નો છે.અને ચિત્ત વિનાનો માણસ-જો- જુએ છે તો પણ જોતો નથી. સાંભળવાનો સ્પર્શ કરવાનો,જોવાનો,ભોજન કરવાનો અને સુંઘવાનો જે હર્ષ કે શોક થાયતે મન-વાળા મનુષ્ય ને જ થાય છે. જેમ પ્રકાશ છે એ જ રૂપ નું કારણ છે, તેમ મન એ જ પદાર્થો નું કારણ છે. જે મનુષ્ય નું મન (વાસનાથી) બંધાયું છે તેને બંધન થાય છે અને જેનું મન (વાસના-રહિત) છે તેની મુક્તિ થાય છે. જડ બુદ્ધિવાળો મનુષ્ય મન ને પણ જડ માને છે, અને ચૈતન્ય-વાન મનુષ્ય મન ને ચૈતન્ય-સ્વરૂપ માને છે. પણ વસ્તુતઃ મન જડ નથી કે ચેતન પણ નથી. વિચિત્ર સુખ-દુઃખ ની ચેષ્ટા વાળું ઉદભવેલું આ જગત મનમાંથી જ ઉઠેલું છે. “એક-રૂપ-મન” માં આખા સંસારનો લય થઇ જાય છે. અજ્ઞાન વડે ચિત્ત જયારે મલિન થાય છે, ત્યારે ભ્રાંતિથી આ સંસારના કારણ-રૂપ મન વડે આ જગત ઉત્પન્ન થાય છે.માટે,હે રામ,મનને અજબ-પથ્થર જેવું માનીએ તો તે સંસારનું કારણ ના હોઈ શકે.અને-એટલા માટે, જેવી રીતે આ જગતમાં રૂપનું કારણ એ પ્રકાશ છે,તેમ મન એ જડ પણ નથી કે ચેતન પણ નથી. છતાં તે જ પદાર્થ નું કારણ છે, અને તેના વિના આ જગત નથી કારણકે ચિત્ત નો લય થવાથી આ જગતનો લય થઇ જાય છે. કાળ (સમય) એક જ છે પણ ઋતુ-ઋતુ ને લીધે જેમ તેનાં જુદાંજુદા નામ (વસંતઋતુ-વગેરે)પડે છે, તેમ, મન ના કર્મને લીધે જુદાંજુદા નામ પડે છે. કદાચ કોઈ વિચારે કે-મન વિના (મન વગર) -માત્ર અહંકાર-વગેરેની ક્રિયા શરીર ને ક્ષોભ કરતી હોય, પણ તેમ થતું નથી, કારણકે જેને મન ના હોય તેને પણ ક્ષોભ થવો જોઈએ. માટે મન વિના બીજી કોઈ "શક્તિ" નથી તે સિદ્ધ થાય છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ 215 ભિન્નભિન્ન મતવાદીઓએ પોતાના શાસ્ત્રમાં ભેદ કહેલા છે તર્ક થી જ કહેલા છે.અને તેવા તર્કોને તત્વજ્ઞાનીઓ માનતા નથી,તથા તેનું શાસન પણ કરતા નથી. હે,રામ,અનેક પ્રકારના તર્ક-વિતર્ક થવા એ મનની સ્વાભાવિક શક્તિ છે અને તે શક્તિને લીધે જ ભિન્નભિન્ન મતવાદીઓએ ભિન્નભિન્ન તર્કો કરેલા છે. અને તેમાં શ્રદ્ધા ના જડ-પણાથી તે તર્કોમાં વિચિત્રતા રહેલી છે. જેમ,ચેતન-રૂપ કરોળિયા માંથી જડ-તંતુ ની ઉત્પત્તિ થાય છે, તેમ,નિત્ય-પ્રબુદ્ધ-પરમ-પુરુષ (બ્રહ્મ)માંથી, પ્રકૃતિ ની ઉત્પત્તિ થઇ છે.અવિદ્યા (અજ્ઞાન-કે માયા-કે પ્રકૃતિ) ના પરવશ-પણા થી, ચિત્તની ભાવનાઓ સ્થિરતા ને પામી છે, તેથી જુદાજુદા વાદીઓ ના મતમાં મનના જે નામ-ભેદ અને રૂપ-ભેદ છે, તે મન ની શક્તિ વડે જ કલ્પિત થાય છે.અને મલિન ચિત્ત ની “જીવ,મન,બુદ્ધિ,અહંકાર કે અહંકૃતિ” એવી સંજ્ઞા (નામ) પડેલી છે.અને તે જ આ જગતમાં ચેતન જીવચિત્ત-વગેરેથી કહેવાય છે. પણ આ સર્વ માં “એકતા” (સર્વ એક જ છે-એમ) હોવાને લીધે,એમાં વિવાદનું કારણ નથી. (૯૩) આકાશત્રય નું વર્ણન રામ કહે છે કે-હે,બ્રહ્મન,આ જગત-રૂપી આડંબર મનથી જ ઉત્પન્ન થયેલો છે,માટે જગત એ મન નું કર્મ છે, એમ તમારા કહેવાનો અર્થ મને હવે સમજવામાં આવે છે. વશિષ્ઠ કહે છે કે-મરૂદેશ (રણ-પ્રદેશ) નો પ્રચંડ તાપ તે પ્રકાશ (સૂર્ય-પ્રકાશ) ના આવરણ-રૂપ, (સૂર્ય-પ્રકાશ થી જ બનતા) મૃગ-જળ (ઝાંઝવાના પાણી) નો જેમ અંગીકાર (સ્વીકાર) કરે છે, તેમ, દૃઢ ભાવથી આસક્ત થયેલું,”મન” એ આત્માના આવરણ-રૂપ અજ્ઞાન વડે આ જગતનો અંગીકાર કરે છે. અને આ બ્રહ્મ-રૂપ જગતમાં તે મન પણ એક આકૃતિ-પણ ને પામે છે. અને કોઈ સમયે તે-મનુષ્ય-રૂપ, દેવરૂપ,દૈત્યરૂપ, યક્ષ,ગંધર્વ-વગેરે રૂપે થાય છે. તો કોઈ સમયે, આકાશ ને નગર-રૂપે પણ થાય છે. આ પ્રમાણે મન જ વિસ્તાર-વાળી આકૃતિથી સર્વ સ્થળે વૃદ્ધિ પામે છે. માટે શરીર પણ એક ઘાસના તણખલા કે વેલા-વગેરેથી વિશેષ નથી.એટલે તે શરીર નો વિચાર કરવાથી કંઈ ફળ નથી, માત્ર મન જ વિચાર કરવા યોગ્ય છે. મન વડે આકુલ થયેલું આ જગત વિસ્તાર પામેલું છે, અને જો મન ના રહે તો બાકી (અવશેષ) પરમાત્મા જ રહે છે. આત્મા (પરમાત્મા) સર્વ-પદથી અતીત છે,સર્વ સ્થળે ગમન કરનાર છે, સર્વના આશ્રય-રૂપ છે,અને તેના પ્રસાદથી (આપવાથી) મન,આ સંસારમાં દોડે છે, તથા નાચે છે. મન નું જે “કર્મ” છે તે જ શરીરના કારણભૂત છે.અને જન્મ-મરણ તે મન ના જ થાય છે. આત્માને તેવા ગુણ નથી વિચાર કરવાથી મન લય પામે છે.અને મનના લય-માત્ર થી મોક્ષ થાય છે. મન નો ક્ષય થયા પછી પ્રાણીની મુક્તિ જ છે.અને મુક્તિ પછી ફરીવાર જન્મ નથી. રામ પૂછે છે કે-હે,ભગવન,તમે પહેલાં ત્રણ પ્રકારની જાતિ (સત્વ-રજસ-તમસ) એમ કહી,અને મન તેમાં પ્રથમ કારણ છે તેમ કહ્યું, તો પછી,શુદ્ધ ચૈતન્ય-તત્વમાંથી જગત-રૂપી વિચિત્રતા ઉત્પન્ન કરનાર, મન કેવી રીતે ઉત્પન્ન થયું?તથા કેવી રીતે વૃદ્ધિ પામ્યું? વશિષ્ઠ કહે છે કે-હે, રામ, (૧) ચિત્તાકાશ (૨) ચિદાકાશ અને (3) ભુતાકાશએવા સર્વ સામાન્ય ત્રણ જાતનાં આકાશ છે. તથા સર્વત્ર તેમની વ્યવસ્થા છે.શુદ્ધ ચૈતન્યની શક્તિથી તેમને સત્તા મળેલી છે. (૧) "સઘળા પ્રાણી-માત્ર ની અંદર ની વસ્તુ અને બહારની વસ્તુઓ, Page #216 -------------------------------------------------------------------------- ________________ 216 તથા "બહારની વસ્તુની સત્તામાં જે સાક્ષી અને વ્યાપક છે" તેને “ચિત્તાકાશ” કહે છે. (૨) જે, પ્રાણીમાત્રના "સર્વ વ્યવહારના હેતુ-પણાથી જે હેતુ-રૂપ છે", જે "સર્વ કાર્ય-કારણના નિયંતા-પણાથી શ્રેષ્ઠ છે", અને "જેણે પોતાની કલ્પનાથી જગતનો વિસ્તાર કર્યો છે" તેને “ચિદાકાશ” કહે છે. (૩) દશે દિશાના મંડળના ભોગ (ભોગ ઈ વસ્તુઓ વડે,જેનું શરીર અવિચ્છિન્ન છે, તથા મેઘ-વગેરેના જે આશ્રય-ભૂત છે-તેને “ભૂતાકાશ” કહે છે. ભૂતાકાશ અને ચિત્તાકાશ-એ ચિદાકાશ ના બળ થી (શક્તિથી) ઉત્પન્ન થયેલા છે, અને “ચૈતન્ય” એ જ સર્વ નું “કારણ” છે. “હું જડ છું કે હું જડ નથી” એવો મલિન ચિત્ત ને જે નિશ્ચય થાય છે તે જ "મન" છે તેમ જાણો. અને તે મન થી જ આકાશ-વગેરે ઉત્પન્ન થયેલા છે. આવી રીતે ત્રણ આકાશની કલ્પના કરવી-એ પણ જ્યાં સુધી “આત્મા” નું જ્ઞાન થયું નથી ત્યાં સુધી. અજ્ઞાનીઓને બોધ કરવા માટે જ છે.આ કલ્પના જ્ઞાની ને બોધ કરવા માટે માટે કરવામાં આવતી નથી. જ્ઞાનીને તો એક નિશ્ચય છે કે એક “પર-બ્રહ્મ” જ છે (બીજુ કંઈ નહિ) અને તે સર્વ-રૂપ છે,પૂર્ણ છે, પૂરક છે, નિત્ય છે.તથા સર્વ “કલ્પના” થી વર્જિત છે. દ્વૈત તથા અદ્વૈત ના ભેદ-વાળા વાક્યોના ગર્ભિત સંદર્ભ થી,અજ્ઞાની ને ઉપદેશ આપવામાં આવે છે. પણ જ્ઞાનીને આવી જાતના ઉપદેશ ની આવશ્યકતા નથી. હે, રામ, જ્યાં સુધી તમને જ્ઞાન થયું નથી ત્યાં સુધી, જ્ઞાન થવા માટે -(જ્ઞાન ને સમજવા માટે) ત્રણ આકાશ-ની “લ્પના” થી.હું તમને ઉપદેશ કરું છું. દાવાનળ જેવા પ્રચંડ તાપથી જેમ રણ-પ્રદેશમાં મૃગ-જળ ઉત્પન્ન થાય છે, તેમ,ચિદાકાશ માંથી ચિત્તાકાશને ભૂતાકાશ ઉત્પન્ન થાય છે. ચિત્ત-પણાને પામેલું મન મલિન (મેલ)-પણાને પામે છે, તેથી તે આકુલ-પણાથી,ત્રણ જગત-રૂપ ઇન્દ્રજાળ ને ઉત્પન્ન કરે છે. જેમ મૂર્ખ મનુષ્ય ને છીપમાં ચાંદી (રૂપા) ની ભ્રાંતિ થાય છે, પણ વિદ્વાન ને તેવી ભ્રાંતિ થતી નથી, તેમ,અજ્ઞાની મનુષ્ય ને મલિન-પણાને લીધે આ જગત ચિત્તના કાર્ય-રૂપી જોવામાં આવે છે.-પણજ્ઞાનીની દ્રષ્ટિએ તે જોવામાં આવતું નથી. એટલે કે એમ કહી શકાય કે-મૂર્ખ-પણાથી બંધન થાય છે અને જ્ઞાનથી મોક્ષ થાય છે. (૯૮) ચિત્તાખ્યાન-વન નું વર્ણન વશિષ્ઠ કહે છે કે-હે, રામ,એ ચિત્ત,ભલે ને ગમે તેમ ઉત્પન્ન થયું હોય, તો પણ તેને મોક્ષ ને માટે નિરંતર આત્મા માં જોડવું.પરમાત્મા માં જોડેલું ચિત્ત વાસના રહિત થાય છે અને ત્યાર પછી,તે ચિત્ત કલ્પનાથી શૂન્ય થવાથી,આત્મા-પણાને પામે છે. સ્થાવર અને જંગમ રૂપી આ જગત એ ચિત્તને આધીન છે. અને બંધન તથા મોક્ષ પણ ચિત્તને જ આધીન છે. આ સમયે હવે હું બ્રહ્માએ મને કહેલ ચિત્તાખ્યાન કહું છું. હે, રામ,શૂન્ય,શાંત અને ભયંકર એવું એક વન હતું, તેમાં સો યોજન પણ એક “કણ-માત્ર” જણાતા હતા. તે વનમાં હજાર હાથ-વાળો અને હજાર નેત્ર-વાળો એક પુરુષ (મન) હતો.તેની બુદ્ધિ આકુળ થયેલી હતી, ને તે,ભયંકર અને વિશાળ આકૃતિનો હતો. પોતાના હજાર હાથમાં તે પરિઘ (એક જાતનું હથિયાર) લઈને પોતાના જ શરીર ના પાછળના ભાગમાં Page #217 -------------------------------------------------------------------------- ________________ 217 પ્રહાર કરતો હતો અને પોતાની મેળે જ અહીં તહીં દોડાદોડ (પલાયન) થતો હતો.(મન દોડાદોડ કરે છે) કેટલાક યોજન સુધી દોડીને તે શ્રમને લીધે તેનું શરીર પરવશ થઇ ગયું.અને તેના હાથ,પગ વીંખાઈ ગયા. અને તે પરવશ-પણાથી અંધારી રાત્રિના સમાન ભયંકર અને આકાશ સમાન ગંભીર એવા અંધારા કૂવામાં પડ્યો.ત્યાર પછી કેટલેક કાળે તે અંધારા કૂવામાંથી બહાર નીકળ્યો અને ફરીથી પોતાના પર પ્રહાર કરીને ચારે બાજુ દોડવા માંડ્યું. આવી જ રીતે તેણે કાંટાના વનમાં પ્રવેશ કર્યો,ત્યાંથી કેળાં ના વનમાં ગયો,ને ફરી કૂવામાં પડીને તેમાંથી બહાર નીકળી ને ફરી પહેલાંની પેઠે જ પોતાના પર પ્રહાર કરીને દોડતો રહ્યો. તે મનુષ્ય નો આવો આચાર ઘણી વાર જોયાં પછી મેં (વશિષ્ઠ) તેને પરાણે રોકીને પૂછ્યું કેતું કોણ છે?આ તું શું કરે છે? શા માટે આવા પોતાની જાત પર પ્રહાર કરે છે? ને આમ કરીને તું શું ઈચ્છે છે? ત્યારે તેણે જવાબ આપ્યો કે-હું કોઈ પણ નથી,અને કંઈ પણ કરતો નથી,તમે મારા કાર્યમાં અંતરાય નાખ્યો છે, માટે તમે મારા શત્રુ છો.તમારા સુખ-દુઃખ માં તમે મને જોયો છે અને મારો નાશ થયો છે. આમ કહી તેણે રુદન કરવા માંડ્યું. થોડી વારે રુદન બંધ કરીને પોતાના અંગ (શરીર) તરફ નજર કરીને, અટ્ટહાસ્ય કર્યું ને ક્ષણમાત્રમાં પોતાના એક પછી એક સર્વ અંગો નો ત્યાગ કરીને તે ક્યાંક બીજે જવા તત્પર થયો, થોડીવાર પછી એ જ પ્રકારનો બીજો મનુષ્ય મારી જોવામાં આવ્યો કે જે પોતાના અંગ પર પ્રહાર કરતો હતો અને દોડાદોડી કરતો હતો.કાંટાના અને કેળના વનમાં જતો હતો ને કૂવામાં પડી પાછો કુવામાંથી બહાર નીકળતો હતો. તેને પણ મેં ઉભો રાખી પૂછ્યું તો તે વખતે પણ પહેલાના મનુષ્ય ના જેવું જ થયું. વળી મેં તે જ પ્રકારનો ત્રીજો મનુષ્ય જોયો જે પણ આગળ કહ્યું તેમ જ કરતો હતો. મેં તેને પણ ઉભો રાખી પૂછ્યું તો તે અવિવેકી.મૂઢ બુદ્ધિવાળા મનુષ્ય મને કહ્યું કેહે પાપી,હે ભૂંડા બ્રાહ્મણ તું કંઈ જાણતો નથી. અને આમ કહી ને તે પોતાના જ વ્યાપાર માં પ્રયાણ થયેલો મનુષ્ય ત્યાંથી ચાલ્યો ગયો. એ પ્રમાણે તે અરણ્યમાં ફરતાં મેં એવા જ પ્રકારના બીજા પણ ઘણા મનુષ્યો ને જોયાં. તેમાંના કેટલાક મારો પ્રશ્ન સાંભળીને સ્વપ્ન ના સંભ્રમ ની પેઠે શાંતિ પામી ગયા, કેટલાક મારા વચનની ઉપેક્ષા કરીને નિંદા કરવા લાગ્યા, કેટલાકે કેળના વનમાં તો કેટલાકે કાંટા ના વનમાં પ્રવેશ કરીને,કેટલાકે કૂવામાં પડીને -પણ પછી-ઘણા સમય સુધી બહાર નીકળ્યા નહિ. આમ પોતાના કામ્ય-કર્મ માં પરાયણ હતા ને ક્યાંયે શાંતિ ની સ્થિતિ ને પામેલા ના હતા. હે,રામ,આ પ્રમાણે તે “મહાટવી” (મોટું જંગલ) વિસ્તાર પામેલી છે, એ આજ સુધી છે,ને તેમાં એવા જ પુરુષો છે. તે જંગલ તમે જોયું છે, પણ તમારી બુદ્ધિ અપ્રૌઢ હોવાથી, તેનું તમને સ્મરણ નથી. તે જંગલ અતિ ભયંકર છે, કાંટા ને લીધે સંકટ વાળું છે અને ગાઢ અંધકાર ને લીધે ગહન છે. આ લોકમાં શાંતિ માટે - નિવૃત્તિ નું સાધન હોવા છતાં,મનુષ્યમાં આત્મજ્ઞાન ના હોવાથી, તે ઘોર જંગલ-ને જાણે કે તે સુગંધી-ફૂલોવાળો બગીચો હોય તેમ તેનું સેવન કરે છે. (૯) ચિત્તાખ્યાન નો સિદ્ધાંત રામ પૂછે છે કે-હે,બ્રહ્મન, તમે કહેલ મહાટવી (મોટું જંગલ) ક્યાં છે? મેં તે ક્યારે અને કેવી રીતે જોયેલી છે? ત્યાં પુરુષો હતા તે કોણ હતા? તથા તેઓ શું કરવાનો ઉદ્યમ કરતાં હતા? વશિષ્ઠ કહે છે કે-હે,રઘુનાથ,મેં તમને કહેલી મહાટવી તેમાં જ તે પુરુષો દૂર નથી. Page #218 -------------------------------------------------------------------------- ________________ ગંભીર,અપાર પોલાણવાળી શૂન્ય તથા વિકારથી યુક્ત જે આ “સંસાર" છે તે જ મહાઢવી છે. (સંસાર=મહાટવી) મન ના વિવેક થી વિચાર નહિ કરવાથી તે “સંસાર” (મહાટવી) પ્રાપ્ત થાય છે,અને જયારે તે “એક અદ્વિતીય વસ્તુથી પૂર્ણ છે” એમ નિશ્ચય થાય ત્યારે તે “શૂન્ય” થાય છે. (છે જ નહિ) તે મહાટવી (સંસાર) માં મોટા આકારના પુરુષો ભ્રમણ કર્તા હતા તેમ મેં જે કહ્યું તે-સંસારમાં ના “મનુષ્યોના મન” રૂપી સમજવા. (મોટા આકારના પુરુષો=મન) હે,રામ,”વિવેક” છે તે મન-રૂપી પુરુષનો “દ્રષ્ટા” છે.અને વિવેક વડે જ મેં તમને (મન ને) જોયેલા છે. જેમ,સૂર્ય પોતાના પ્રકાશથી કમળ ને જાગ્રત કરે છે, તેમ,વિવેક થી હું (મોટા આકાર ના) પુરુષો ને (મન ને) બોધ કરુ છું. મારા બોધને સ્વીકારીને મારા પ્રસાદથી કેટલાંક શાંતિ પામીને પરમ પદવી પામી ગયા, પણ મોહને લીધે મારું જે અભિનંદન ના કરતાં તિરસ્કાર કરે છે,તેઓ અંધારા કુવામાં પડે છે. હે રામ,આગળ જે અંધારા કવા કહ્યા છે તેને “નરક” સમજવા અને જેમણે “કેળના વન"માં પ્રવેશ કર્યો તે મન “સ્વર્ગ"ના રસ-વાળા છે તેમ સમજવા જેમણે અંધારા કૂવામાં પ્રવેશ કર્યો અને ત્યાંથી બહાર નીકળ્યા નથી, એ મન મહા-પાપી હોવાથી નરકમાંથી નીકળ્યા નથી તેમ સમજવું. જેમણે કેળના વનમાં પ્રવેશ કર્યા પછી ત્યાંથી બહાર નીકળ્યા નથી, એ મન પુણ્યવાન હોવાથી સ્વર્ગમાં રહ્યા છે ને સ્વર્ગ નું સુખ હજી પણ ભોગવી રહ્યા છે-તેમ સમજવું. (સ્વર્ગ માંથી પણ પુણ્ય ખતમ થતાં પાછા ત્યાંથી ફેંકી દેવામાં આવે છે!!) આ કાંટાવાળું વન એ સખ (સ્ત્રી-બાળકો વગેરે) દુઃખ અને કંટક-પી વાસનાથી યુક્ત “મનુષ્ય પણ” છે. જે કાંટા (કરજ)-વાળા વનમાંથી બહાર ના નીકળ્યા તે મનુષ્યનાં મન સમજવાં અને એ વખતે જેને બોધ (જ્ઞાન) થયું તે બંધન માંથી મુક્ત થયા એમ સમજવું. બહુ-રૂપ વાળા કેટલાંક મન એક યોનિમાંથી બીજી યોનિમાં પ્રવેશ કરી સ્વર્ગ-નર્ક માં આવ-જા કરે છે. એટલે જેને આ કામ વાળા વનમાં પ્રવેશ કર્યો. તે મન મનુષ્ય જાતિમાં ઉત્પન્ન થઈને સંસારના રસમાં આસક્ત થયા છે તેમ સમજવું. સંસારમાં કેટલાંક મન પુણ્ય કરવાર્થી, તપ અને ધારણાથી શરીર ને ધારણ કરીને રહેલાં હોય છે. વશિષ્ઠ ની જેમ) “તમે મને જોયો છે,મારો નાશ થયો છે અને તમે મારા શત્રુ છે" એમ કહી જે પુરુષે મારો તિરસ્કાર કર્યો, તેણે પોતાના અજ્ઞાનથી મન-બુદ્ધિ વડે મારો તિરસ્કાર કર્યો, વળી,તેને આત્મ-જ્ઞાન નહિ હોવાથી,પોતાનો જ તિરસ્કાર કર્યો છે-એમ સમજવું. મન ને બોધ (જ્ઞાન) થવાથી,તે મન ના નાશ થવા સમયે તે મન પ્રલાપ (આક્રંદ) કરે છે –તેમ સમજવું. તે રુદન એ સંસાર ના સુખ નો ત્યાગ કરવાના સમય નું મન નું રુદન છે. અર્ધ વિવેક પ્રાપ્ત થયો હોય અને નિર્મળ પદની પ્રાપ્તિ થઇ ના હોય, ત્યાં સુધી સંસારનો ત્યાગ કરવાના સમયે, મન ને (સ્નેહ કે આસક્તિ-લોભ વગેરે ને લીધે) અતિશય દુઃખ (પરિતાપ) થાય છે. પણ જેમણે હાસ્ય કર્યું. એમ જે કહ્યું “તેમને મારા જ્ઞાન વડે વિવેક ની પ્રાપ્તિ થઇ, તેથી તેમના મનમાં સંતોષ થઈને આનંદ થયો છે તેમ સમજવું. વિવેક ની પ્રાપ્તિ થયા પછી જાણે “સંસાર ની સ્થિતિ" નો ત્યાગ કર્યો છે, 218 Page #219 -------------------------------------------------------------------------- ________________ 219 એવા મન ને પોતાના શરીર નો ત્યાગ કરતી વખતે આનંદ ની અભિવૃદ્ધિ થાય છે. અને તેવો વિવેકી) મનુષ્ય પોતાના અંગો તરફ દૃષ્ટિ કરીને હાસ્ય કરે છે -એમ કહ્યુંતે એ બતાવે છે કે તે એવો વિચાર કરે છે કે “અહો,આ મારા અંગો જ મને છેતરવાનું સાધન છે, અને મિથ્યા વિકલ્પથી રચાયેલા અંગો વડે હું ઘણી વાર છેતરાયો.” એટલે કે વિવેક પ્રાપ્ત થયા પછી,પરમ-પદમાં વિશ્રાંતિ પામેલું,મન - પહેલાંની “દીનતા ના આધાર-રૂપ-પદાર્થ” (એટલે કે શરીર) ને દુરથી હાસ્ય કરતાં કરતાં જુએ છે. “મેં તેને (તે ભટકતા પુરુષ -મન ને) માર્ગ માં રોકીને પ્રયત્ન થી પ્રશ્ન કર્યો” એમ જે કહ્યુંતે એ બતાવે છે કે “વિવેક (વશિષ્ઠ) એ પ્રયત્ન થી મન ને રોકે છે” અને “મારી સામે તેનાં અંગો તૂટીને અંતર્ધાન થઇ ગયા” તે એ બતાવે છે કેવિવેક ને લીધે મન નો નાશ થતી વખતે અર્થ ની અનેક પ્રકારની આશાઓ નો નાશ થાય છે, “તે પુરુષને હજાર નેત્ર અને હજાર હાથ હતા” એમ જે કહેલું છે તે ઉપરથીતે મન ને અનંત આકૃતિ-પણું છે-એમ સમજવાનું છે. “પુરુષ પોતાની મેળે જ પોતાના પર પ્રહાર કરતો હતો” એમ જે કહેલું છે તે ઉપરથીમન અનેક પ્રકાર ની ક-કલ્પનાઓ કરીને પોતાના શરીર ને પ્રહાર કરે છે તેમ સમજવાનું છે. “તે પુરુષ પોતાના પર પ્રહાર કરીને ચારે બાજુ દોડતો હતો” એમ જે કહેલું છે તેના ઉપરથીમનુષ્ય નું મન પોતાની વાસના-રૂપ પ્રહારથી તે વાસના અનુસાર દોડ્યા કરે છે એમ સમજવાનું છે. મન પોતાની મેળે જ પોતાને પ્રહાર કરે છે અને ચારે તરફ દોડાદોડ કરે છે !! જુઓ.અજ્ઞાન (અવિદ્યા-માયા) નું આ કેવું કૌતક છે પોતાની વાસનાથી તાપ પામેલાં મન સ્વેચ્છાથી પલાયન વૃત્તિ થી દોડાદોડી કરી મૂકે છે. આ જગતમાં જે દુઃખ નો વિસ્તાર થયો છે તે મન ને લીધે જ છે.અને મન પોતે ખેદ પામી, પોતાને જ મારીને, ઘવાઈને - ચારે બાજુ દોડ્યા કરે છે. જેવી રીતે કોશેટો પોતાની લાળ-રૂપી જાળ થી પોતાને જ બંધન કરે છે, તેવી રીતે મન,પોતાની સંકલ્પિત વાસના-રૂપી જાળ થી પોતાને બંધનમાં નાખે છે. જેમ,બાળક રમત કરવા સમયે,પાછળ થી પોતાને જ દુઃખ થાય તેવી રમત અજ્ઞાનથી રમે છે, તેમ,મન,પોતે ભવિષ્યના દુઃખ નો વિચાર કર્યા વગર,પાછળ થી અનર્થ થાય તેવી ક્રીડા પણ કરે છે. એટલે લાંબો સમય સુધી આત્મ-વિચાર કરીને યોગાભ્યાસ થી મન ને વશ કરી લેવું. કે જેથી શોક કરવાનો વખત આવે નહિ. મન ના પ્રમાદ (આળસ) થી દુઃખના પહાડ વધે છે.પણ, જેમ સૂર્યોદય થી હિમ (બરફ) નો નાશ થાય છે, તેમ,મન ને વશ રાખવાથી દુઃખનો નાશ થાય છે. જે મનુષ્ય નું મન,વાસનાઓ વડે સંસારના રાગ (આસક્તિ) માં રમ્યા કરે છે, તે જ મનુષ્ય નું મન પાછળથી,તત્વ-જ્ઞાન ને લીધે પરમ પવિત્ર થાય છે. (થઇ શકે છે, અને જન્મ-મરણ થી રહિત,એવા પરમપદને પ્રાપ્ત થાય છે. ત્યારે તેને મહા-આપત્તિમાં પણ શોક થતો નથી. (૧૦૦) બ્રહ્મ સર્વ શક્તિવાળે છે તથા બંધન અને મોક્ષ અજ્ઞાન થી જ છે. વશિષ્ઠ કહે છે કે-હે રામ, આ ચિત્ત (મન) એ બ્રહ્મ ના પરમ-પદમાંથી પ્રાપ્ત થયેલું છે. પણ,જેમ,સાગરમાંથી ઉત્પન્ન થયેલ તરંગ એ સાગર-મય છે અને સાગર-મય નથી, Page #220 -------------------------------------------------------------------------- ________________ 220 તેમ,તે ચિત્ત એ બ્રહ્મ-મય છે અને બ્રહ્મ-મય નથી એટલે જ્ઞાની ને બ્રહ્મ થી જુદી કોઈ વસ્તુ નથી. જળ નું “સામાન્ય-પણું” ના જોનાર મનુષ્ય ને જેમ જળ અને તરંગો માં જુદા-પણું જોવામાં આવે છે, તેમ,અપ્રબુદ્ધ મનુષ્યને તેનું મન જ સંસાર ના ભ્રમના કારણ-રૂપ બને છે. પણ બ્રહ્મ એ સર્વ-શક્તિમાન,પર, નિત્ય પૂર્ણ અને અવ્યય જ છે. તેમ જ એવી કોઈ વસ્તુ નથી કે જે,બ્રહ્મમાં હોય નહિ. સર્વ-શક્તિમાન પરમાત્મા જે સ્થળે જેવી ઈચ્છા થાય તે સ્થળે તેવી "શક્તિ" થી પ્રકાશ કરે છે. હે, રામ,શરીર ની અંદર બ્રહ્મ ની “ચૈતન્ય-શક્તિ” જોવામાં આવે છે.વાયુમાં “સ્પંદ-શક્તિ” રહેલી છે. પથ્થર માં “જડ-શક્તિ” રહેલી છે,જળમાં “દ્રવ્ય-શક્તિ” રહેલી છે. આકાશમાં “શૂન્ય-શક્તિ” રહેલી છે, અને સંસાર ની સ્થિતિમાં “અસ્તિત્વ-શક્તિ” (હોવા-પણા ની શક્તિ રહેલી છે. વિનાશ માં “નાશ-શક્તિ” શોક-વાળામાં “શોક-શક્તિ”,આનંદ પામેલાંમાં “આનંદ-શક્તિ”, શરવીરમાં “પરાક્રમ-શક્તિ”,સર્ગ માં “સર્ગ-શક્તિ” અને “કલ્પ” ના અંતમાં “સર્વ-શક્તિ” રહેલી છે. આ પ્રમાણે,બ્રહ્મ ની "સર્વ-શક્તિ" દશે દિશામાં જણાય (દેખાય) છે. જેમ વૃક્ષ ના બીજમાં ફળ,પુષ્પ,લતા,શાખા,મૂળ-વગેરે રહેલું છે, તેમ બ્રહ્મ માં સર્વ-જગત રહેલું છે. બ્રહ્મ માં પ્રતિભાસ ના વશ-પણાથી ચૈતન્ય અને જડ ની વચ્ચે રહેલું જીવ નામનું ચિત્ત દેખાય છે. જ્યાં સુધી આ તત્વ જાણવામાં આવ્યું નથી ત્યાં સુધી આ જગત ની "કલ્પના" છે. આત્મા (પરમાત્મા) તો સર્વ સ્થળે રહેનાર છે.તથા તેનું નિત્ય-પ્રકાશ-રૂપ એ શરીર છે. જેમ,આકાશમાં પીંછાની ભ્રાંતિ થાય છે, તથા જળમાં જેવી તરંગ જોવાની બુદ્ધિ છે, તેમ, “આત્મા ની મનન કરવાની શક્તિ” ને “મન” કહે છે. આત્મા માં જીવ તથા મન –એ પ્રતિભાસ ની “કળા-માત્ર” છે. મનનાત્મક મન ના રૂપ નો જે ઉદય થયો છે, તે પણ બ્રહ્મની “શક્તિ” જ છે. તેથી તે પણ બ્રહ્મ જ છે. આ જે દૃય (જગત) વિભાગ જોવામાં આવે છે, તે પણ પ્રતિભાસિક છે,પણ વસ્તુતઃ વિભાગ નથી. એટલે મન-રૂપ “બ્રહ્મ ની શક્તિ” જ જીવનું કારણ છે.જીવની ચેષ્ટા વગેરે મન ના ધર્મ બ્રહ્મ માં જ છે. જેવી રીતે પૃથ્વીમાં સર્વ શક્તિ (બીજ-ફળ-પુષ્પ-વગેરે) રહેલી છે તેમ છતાં તે પૃથ્વી,બીજ, સંસ્કાર અને દેશ ના ભેદ ની વ્યવસ્થા વડે બીજ-ફળ-પુષ્પ -વગેરે ને ધારણ કરે છે, તેવી રીતે બ્રહ્મા માં “સર્વ-શક્તિ” રહેલી છે છતાં, તે "વ્યવસ્થા" માટે સર્વ જુદી જુદી શક્તિ ધારણ કરે છે. આ જુદા જુદા ભેદ એ મન થી જ બ્રહ્મ માં કલ્પાયેલા છે.માટે તે સર્વ બ્રહ્મ-રૂપ જાણો. વસ્તુતઃ એક બ્રહ્મ ની જ સત્તા રહેલી છે, જે ઉત્પન્ન થાય છે, સ્થિતિ પામે છે અને નાશ પામે છેતે સઘળું વિવર્ત-પણા થી (સૂર્ય ના તાપથી જેમ મૃગજળ ઉત્પન્ન થાય છે તેમ) બ્રહ્મમાં જણાય છે. પરમાત્મા નામ-રૂપ થી રહિત છે, છતાં પણ વિચિત્ર રૂપ (કલ્પના) થી પ્રત્યક્ષ જણાય છે. "કારણ,કર્મ,કર્તા,જન્મ, મરણ અને સ્થિતિ" એ સર્વ બ્રહ્મ ને આધીન છે. બાકી બીજી બધી કલ્પનાઓ જેવી કે-લોભ, મોહ,તૃષ્ણા,આસક્તિ-એ કંઈ પણ નથી. આત્મા (પરમાત્મા) માં વળી આ લોભ-મોહ-તૃષ્ણા-આસક્તિ-વગેરે કેવી રીતે હોઈ જ શકે? સોનામાંથી જેમ આભૂષણો થાય છે તેમ આ સર્વ જગત આત્મામાંથી જ મન ની કલ્પના થી થયેલ છે. અજ્ઞાન થી વીંટાયેલા ચિત્ત ને જીવ કહે છે. પોતાનો ભાઈ (બંધુ) હોય પણ તેને જ્યાં સુધી (ભાઈ) બંધુ તરીકે જાણ્યો નથી ત્યાં સુધી તે અબંધુ છે. (એટલે કે ચિત્ત ને જ્યાં સુધી આત્મ-જ્ઞાન થયું નથી ત્યાં સુધી તે જીવ કહેવાય છે) Page #221 -------------------------------------------------------------------------- ________________ જેવી રીતે આકાશે શૂન્યતા પ્રગટ કરેલી છે, તેવી રીતે ચૈતન્ય-રૂપી આત્મા એ અજ્ઞાન વડે પોતાના સંકલ્પ થી,“જીવ-પણું” પ્રગટ કરેલ છે. એટલે જે આત્મા છે તે જ અનાત્મા ની પેઠે જગતમાં જીવ-રૂપે જણાય છે. આમ “મોહ” ના “નિમિત્ત-૩૫" બંધન અને મોક્ષ એ બંને શબ્દ નું પણ અત્યંત અસંભવ પણ છે. (એટલે કે બંધન કે મોક્ષ એ બંને શબ્દો સંભવ નથી-કે ખોટા છે-એમ કહી શકાય) કારણકે આત્મા ને “સત્ય-પણું” હોવાથી તેને બંધન કે મોક્ષ હોઈ જ કેમ શકે? બંધન કે જે કદી સંભવ જ નથી તેને સંભવ માની “હું બંધાયો છે" એમ માનવું તે એક ખોટી કલ્પના છે. તેવી રીતે મોક્ષ પણ એક કલ્પના જ છે.વાસ્તવિક રીતે બંધન કે મોક્ષ છે જ નહિ. રામ પૂછે છે કે-હે,પ્રભુ,પહેલા કહેવામાં આવ્યું કે-મનમાં જે પ્રમાણે નિશ્ચય થાય તે પ્રમાણે થાય છે, બીજું કશું થતું નથી,તો જે મનુષ્યે મનથી બંધન ની કલ્પના કરી,અને તેને- "કલ્પના થી “બંધન" થયુંતો. તે બંધન નથી તેમ કેમ કહેવાય? વશિષ્ઠ કહે છે કે-જેવી રીતે સ્વપ્નમાં થયેલી કલ્પના મિથ્યા છે,તેવી રીતે મૂર્ખ મનુષ્યને થયેલી, બંધન ની કે મોક્ષ ની કલ્પના પણ મિથ્યા છે.તે બંને અજ્ઞાન થી જ થયેલી છે. વાસ્તવિક રીતે બંધન કે મોક્ષ એ કંઈ પણ નથી.જ્યાં સુધી અજ્ઞાન હોય ત્યાં સુધી, દોરીમાં સર્પ ની કલ્પના થાય છે.પણ જ્ઞાન થયા પછી તેવી કલ્પના થતી નથી, તત્વ-જ્ઞાન થયા પછી તેવી (બંધન ની) કલ્પના ની શાંતિ થાય છે. હે,રામ, અજ્ઞાની મનુષ્ય ને બંધન-મોક્ષ નો મોહ થાય છે પણ જ્ઞાનીને આવો મોહ થતો નથી. પ્રથમ મનઉત્પન્ન થયું,પછી બંધન-મોક્ષ ની દૃષ્ટિ થઇ અને પછી જગત-રૂપ પ્રપંચ ની રચના થઇ. આ બધું-જગત એ “બાળક ની આખ્યાયિકા" (બાળક ની વાત) પેઠે દૃઢ મૂળવાળી અને સ્થિતિ ની પ્રતિષ્ઠા ને પામેલ છે. હકીકત માં બંધન કે મોક્ષ એ છે જ નહિ (૧૦૧) બાળ-આખ્યાયિકા રામ કહે છે કે-આ "બાળક ની આખ્યાયિકા"નું વર્ણન કે જે મન ના વર્ણનનું કારણ કહેવાય છે, તે મને ક્રમ પૂર્વક કહો. વશિષ્ઠ કહે છે કે-હે રામ,એક સમયે કોઈ એક મુગ્ધ બુદ્ધિવાળા બાળકે પોતાની ધાવ (ધાત્રી) ને કહ્યું કેવિનોદ થાય તેવી કહાણી મને કહો. બાળક ના આવાં વચન સાંભળીને તે બાળક ના વિનોદ માટે તેની ધાત્રીએ આ કથા કહી. ધાત્રી કહે છે કે-“અત્યંત અસત્” નામના નગરમાં ત્રણ સુંદર રાજપુત્રો રહેતા હતા. તેઓ ધાર્મિક અને શૂરવીર હતા વિસ્તાર વાળા તે “શૂન્ય-નગર"માં તેઓ જાણે આકાશમાં વાદળાં હોય તેમ રહેતા હતા.તે ત્રણમાંથી બે નો જન્મ થયો નહોતો! તથા એક ગર્ભ માં જ રહેલો નહોતો!! હવે કોઈ એક કાળે તે રાજપુત્રો ના ભાઈઓ નું મરણ થયું,તેથી તેઓ શોક ને પામ્યા તેથી તેઓએ નગરના મનુષ્યો પાસેથી સલાહ લઈને બીજા કોઈ ઉત્તમ નગરમાં જવાનું નક્કી કર્યું. અને તેઓ તે પોતાના "શૂન્ય-નગર" માંથી બહાર નીકળ્યા. તેઓ પુષ્પ સમાન કોમળ હતા, અને સૂર્ય ની ગરમી થી તાપી ગયેલી રેતી થી તેમના પગ દાઝી જતા હતા, અને તાપ થી તેમનાં અંગોમાં દુઃખ થતું હતું લાંબો પંથ કાપ્યા પછી તેમને ત્રણ વૃક્ષો જોયાં કે જે, 221 Page #222 -------------------------------------------------------------------------- ________________ 222 પાન અને ફળથી શોભતાં હતાં અને માર્ગ માં પશુ પક્ષીઓ ના વિશ્રામ ના આધાર જેવા હતા. તે ત્રણ વૃક્ષમાંથી,બે વૃક્ષ કદી ઉગ્યા નહોતા અને ત્રીજાનું સારી રીતે ઉગવાનું બીજ પણ થયું નહોતું !! તે ત્રણે રાજપુત્રો એ ત્યાં વિશ્રામ કરી ફળ ખાધાં, ત્યારે તેમને ઈન્દ્રલોકમાં રહેનારને જેવો આનંદ થાય તેવો આનંદ થયો.ઘણીવાર વિશ્રાંતિ લઇ તેમને આગળ પ્રયાણ કર્યું. કર્યું અને જળ નિર્માણ થવાની ત્રણ સુંદર ભવિનાનું હતું.' થોડે દૂર ગયા પછી ત્રણ નદીઓ તેમના જોવામાં આવી કે જેમાં અનેક પ્રકારનાં મોજાં ઉછળતા હતાં. તે ત્રણ નદીઓમાં બે સુકાઈ ગઈ હતી અને ત્રીજીમાં પાણી હતું નહિ! તેમને તે નદીમાં સ્નાન કર્યું અને જળનું પાન કર્યું.અને હર્ષ થી આગળ ચાલવા માંડ્યું. સૂર્યાસ્ત સમયે,હજુ ભવિષ્યમાં જે નગરનું નિર્માણ થવાનું છે !! તેવા પર્વત જેવા ઉંચા નગર પાસે આવ્યા.તે નગરમાં તેમણે ત્રણ સુંદર ભવનો જોયાં. તે ત્રણ ભવનો માંથી બે ભવન નું નિર્માણ જ થયું નહોતું!! અને એક ભવન ભીંત વિનાનું હતું !! તેમાં ત્રણે રાજપુત્રોએ પ્રવેશ કર્યો. અને તેમાં વિહાર કરવા લાગ્યા. તેવામાં તપાવેલા સોના જેવી ત્રણ થાળી-પાત્રો તેમને પ્રાપ્ત થયા. તે ત્રણ પત્રોમાંથી બે ભાંગેલા હતાં અને એક નો ભૂકો હતો. તેમાંથી ભૂકા જેવી થાળીનું તેઓએ ગ્રહણ કર્યું, તેમાં તેમને ૧૦૦ ચોખા રાંધ્યા,અને ત્રણ બ્રાહ્મણો ને જમવાનું આમંત્રણ આપ્યું.તે ત્રણ બ્રાહ્મણમાંથી બે ને દેહ જ નહોતા અને એક ને મુખ નહોતું ! તેમાંથી મુખ વિનાના બ્રાહ્મણે તે ૧૦૦ ચોખાનું ભોજન કર્યું અને બાકી રહેલા નું રાજપુત્રો એ ભોજન કર્યું !! ધાત્રી કહે છે કે આ પ્રમાણે હે પુત્ર,ભવિષ્યમાં નિર્માણ થનાર તે શહેર માં ત્રણે રાજપુત્રો પરમ તૃપ્તિ પામ્યા. તથા મૃગયા રમતા રમતા તે આજ સુધી સુખેથી રહ્યા છે.આ મનોહર કથા નું તું મનન કરજે, તેથી ભવિષ્યમાં તું પંડિત થઈશ. વશિષ્ઠ કહે છે કે-હે,રામ, ધાત્રીની આ કહાણી (વાર્તા) સાંભળીને બાળક ને આનંદ થયો. મેં પહેલા તમને ચિત્તાખ્યાન પછી આ બાળક ની કહાણી કહી, તે પ્રમાણે જ “કલ્પલા” ઉગ્ર-૬ઢ-સંકલ્પ થી જ આ સંસારની સ્થિતિ ની રચના થઇ છે. વળી "સંકલ્પ-વિકલ્પ" થી "બંધન અને મોક્ષ" ની કલ્પનાથી પ્રતિભાસ-રૂપ આ જગત જોવામાં આવે છે. સંકલ્પ વિના બીજી કોઈ વસ્તુ નથી, જે કંઈ આ સર્વ જોવામાં આવે છે તે, સંકલ્પ થી જ છે. ભવિષ્યમાં થનારા નગરમાં જેમ રાજપુત્રો છે તે પ્રમાણે જ સંકલ્પ થી જ આ સર્વ-જગતની રચના અને સ્થિતિ છે. સૂર્ય ના તથા જન-સમૂહ ના વ્યાપારથી જેમ દિવસ વૃદ્ધિ પામે છે, તેમ પ્રથમ સંકલ્પથી ઉત્પન્ન થયેલ,આ જગત,પરમાત્મા ના વ્યાપારથી વૃદ્ધિ પામે છે. આ સમગ્ર જગત એ સંકલ્પ ના સમૂહ ની કલ્પના-માત્ર છે. મનો-વિલાસ અને રાગ-વગેરે વૃત્તિઓ પણ સંકલ્પ-માત્ર છે.માટે હે, રામ, સંકલ્પ-માત્ર નો ત્યાગ કરીને તથા નિશ્ચય-પણાથી નિર્વિકલ્પ-પદ નો આશ્રય કરી તમે શાંતિ ને પામો. (૧૦૨) અહંકાર અને સંકલ્પના નાશ નો ઉપાય વશિષ્ઠ કહે છે કે-હે રામ મૂઢ મનુષ્ય પોતાના સંકલ્પના વશ-પણાથી મોહ પામે છે,પણ પંડિત મોહ પામતો નથી.બાળક હોય તે જ અક્ષય વસ્તુમાં ક્ષય ના સંકલ્પ-પણાથી મોહ ને પામે છે. રામ કહે છે કે-હે,બ્રહ્મન,તમે કહેલ “સંકલ્પિત-ક્ષય” કયો છે અને તે કોણે કરેલ છે? કોને લીધે આ આત્મા Page #223 -------------------------------------------------------------------------- ________________ 223 અસત ના નિમિત્ત ને ગ્રહણ કરીને મહા-મોહ-રૂપ “સંસાર ના ભ્રમ” નું ગ્રહણ કરે છે? વશિષ્ઠ કહે છે કે બાળક જેવી રીતે મિથ્યા ભૂતની કલ્પના કરે છે, તેવી રીતે અસત-ભૂત-સમુહે, “અહંકાર” નામના ક્ષય ની કલ્પના કરી છે. પણ જો સર્વ વસ્તુ એ એક પરમ તત્વ માં રહેલી હોય તો પછી, આ અહંકાર કેવી રીતે અને ક્યાંથી ઉત્પન્ન થયો? વાસ્તવિક રીતે અભેદ-રૂપ પરમાત્મામાં અહંકાર છે જ નહિ, તેમ છતાં, જેમ તીવ્ર તડકામાં મૃગજળ દેખાય છે તેમ તે “અહંકાર” –પરમાત્મામાં દેખાય છે. જેમ જળના આશ્રય થી જળ જોવામાં આવે તેમ આત્મા ના આશ્રય થી મન-રૂપી-ચિંતામણીમાંથી સંસારનો આરંભ જણાય છે. માટે હે, રામ,આશ્રય-રહિત અજ્ઞાનનો ત્યાગ કરી, સત્ય-આનંદ-રૂપ જ્ઞાન નો આશ્રય કરો. વિચાર કરવો એ “બુદ્ધિ" નો ધર્મ છે.માટે મોહ અને અસત્યનો ત્યાગ કરી સત્ય વસ્તુનો વિચાર કરો. બંધન નથી છતાં “બંધન છે” એમ કહી શા માટે વૃથા ખેદ ને પામો છે? આત્મા-તત્વ અનંત છે એટલે કોનું-કેવી રીતે બંધન થાય? મહાત્માઓને એક અને અનેક –એવી કલ્પનાઓ છે જ નહિ, પણ આ સર્વ એક બ્રહ્મ-તત્વ છે, માટે તેમને (જ્ઞાનીઓને) બંધન કે મોક્ષ એ ક્યાંથી હોઈ શકે? ભેદ કે અભેદ ના વિકાર-રૂપી દુઃખ એ આત્માને નથી.દેહનો નાશ થાય તેમાં આત્માને શી હાનિ પ્રાપ્ત થાય? જેમ, ધમણ બળી જાય તો પણ તે ધમણમાં રહેલા વાયુ નો નાશ થતો નથી,તથા પુષ્પ નો નાશ થાય પણ આકાશ નો આશ્રય કરીને રહેનાર સુગંધનો નાશ થતો નથી. તેમ,દેહ પડી જાય કે દેહનો ઉદય થાય-તેમાં આત્મા ને કોઈ હાનિ થતી નથી. કારણ તેનું રૂપ વિલક્ષણ છે. હે રામ,મન છે તે જ સકળ જગતનું શરીર છે.અને મન તે જ “આદિ-શક્તિ” છે. ચિદાત્મા (પરમાત્મા) તો મન થી પણ આદિ છેતેથી તેનો નાશ થતો નથીતેમજ તે ક્યાંય જતો પણ નથી, માટે તમે શા માટે વૃથા ખેદ ને પામો છો? જેમ,વાદળાં વિખરાઈ જાય ત્યારે વાયુ આકાશના અનંત-પદમાં પ્રયાણ કરે છે, અને કમળ સુકાઈ જાય ત્યારે ભ્રમર પણ આકાશમાં ઉડી જાય છે. તેમ, દેહનો ક્ષય થાય છે ત્યારે આત્મા પણ આકાશ નો આશ્રય કરે છે !! જયારે (જો),આ સંસારમાં વિહાર કરતા મન નો જ્ઞાન-રૂપી અગ્નિ વિના નાશ થતો નથી. ત્યારે (તો) ખુદ જ્ઞાન-રૂપ આત્માં ના નાશની વાત તો કેવી રીતે સંભવી શકે? જેવી રીતે “કુંડ-બોર-ન્યાય” કે “ઘટાકાશ” નો “ન્યાય” છે, તેવી રીતે દેહ અને આત્માની વિનાશ અને અવિનાશમાં સ્થિતિ છે. એટલે કે-જેમ,હાથમાં રાખેલું ફંડું ફૂટી જાય છે ત્યારે કુંડા માં ના બોર હાથ માં રહે છે, તેમ,દેહ નષ્ટ થાય છે ત્યારે આત્મા(વાસના વાળો જીવ) વાસના-રૂપી આકાશમાં રહે છે. વળી,જેમ ઘડો ફૂટી જાય છે, ત્યારે ઘટાકાશ એ મહાકાશ માં મળી જાય છે, તેમ, દેહનો ક્ષય થાય છે ત્યારે દેહી (આત્મા) નિરામય રહે છે. હે,મહાબાહુ,મૂઢ મનુષ્યો,મરણમાં શા માટે ભય રાખે છે? શરીર નો નાશ થાય થતો -તો-સર્વ જુએ છે પણ આત્મા નો નાશ થયો હોય તેવું કોઈએ જોયું નથી. માટે, જેમ,આકાશમાં ઉડનાર પંખી,પાંખ આવ્યા પછી ઇંડા નો ત્યાગ કરે છે, તેમ,તમે અહંકાર-રૂપી મિથ્યા વાસનાનો ત્યાગ કરો. Page #224 -------------------------------------------------------------------------- ________________ 224 મન ની (માનસી) શક્તિથી જ (સ્વપ્ન ની પેઠે) ભ્રાંતિ થી ખોટી-ખોટી કલ્પનાઓ થાય છે. આ અવિદ્યા (અજ્ઞાન) એ મુશ્કેલી થી નાશ થાય તેવી છે.તે દુઃખ ને માટે જ વૃદ્ધિ પામી છે ને તે અવિદ્યા -જલ્દી જાણી ના શકાય તેવી છે.અને તે જ અવિદ્યા અસત જગતનો વિસ્તાર કરે છે. દીર્ઘ કાળ ના સ્વપ્ન ની પેઠે,અવિદ્યાએ આ અસત જગત ને સત-રૂપ કલ્પેલું છે. જેમ,અનિર્મળ આંખોને ભાવના-માત્ર થી આકાશમાં બે ચંદ્ર દેખાય છે, તેમ,મન ને પણ ભાવના-માત્રથી,આત્મા (પરમાત્મા)માં જગતનું કર્તા-પણું દેખાય છે. હે,રામ,સુર્ય જેમ પોતાના તાપથી બરફ ને ઓગળી નાખે છે, તેમ વિચારથી તમે અવિદ્યા નો લય કરો. જ્યાં સુધી “તત્વ” જાણવામાં આવ્યું ના હોય ત્યાં સુધી તે અવિદ્યા અનર્થ નો વિસ્તાર કરે છે. જે વિવેકી,પોતાના મન ના નાશ નો ઉપાય શોધે છે. તેને તે સંકલ્પ.માત્ર થી તે મન પોતે જ પોતાના નાશનો) ઉપાય બતાવે છે..! એટલે કે તે પછી,વિવેક ના સંસ્કાર-વાળું મન પોતાના “સંકલ્પ-વિકલ્પ”ના અંશ નો ત્યાગ કરીને “આત્મ-જ્ઞાન” ઉત્પન્ન કરે છે. મન ના નાશથી,સર્વ પુરુષાર્થ (મન ને નાશ કરવા નો પુરુષાર્થ) નો લાભ થતા,દુઃખ નો નાશ થાય છે. માટે મન કે જે બહિર (બહારના) વ્યાપારનો પ્રયત્ન કરે છે, તેને (મનના તે પ્રયત્ન ને) ત્યાગી ને –મન નો નાશ કરવાનો પ્રયત્ન કરો. કોઈથી પણ જલ્દીથી નાશ ના થઇ શકે તેવા આ સંસાર-રૂપી મહા-વન, સુખ-દુઃખ નાં ઘાટાં વૃક્ષો થી ઘેરાયેલું છે, અને તેમાં વિષમ-મૃત્યુ-રૂપી મોટા સર્પ રહેલા છે. વિવેક વગરનું “મન” જ આ સર્વ મહાન આપત્તિ ના કારણરૂપ છે. (૧૦૩) અવિવેકી મનથી થતા અનર્થો નું વર્ણન વશિષ્ઠ કહે છે કે-હે, રામ,જેમ,સમુદ્રમાં તરંગો ઉત્પન્ન થાય છે, તેમ,પરમાત્મામાંથી ચિત્ત ઉત્પન્ન થયું છે. અને તે વૃદ્ધિ પામીને જગતનો વિસ્તાર કરે છે, તે ચિત્ત નાની (હ્રસ્વ) વસ્તુઓને મોટી (દીર્ધ) કરે છે, પોતાના-પણા ને અન્ય-પણું અને અને પોતે અન્ય-પણા ને પામે છે. જે વસ્તુ પ્રાદેશ (તર્જની અને અંગુઠા ને પહોળા કરવાથી જે પ્રમાણ થાય તે) માત્ર હોય, તેને પોતાની ભાવનાથી તે મોટા પર્વતના જેવી પ્રકાશમાન કરે છે. આવી રીતે પરમાત્મામાં થી ઉત્પન્ન થયેલું મન,તે પરમાત્માની સત્તાથી “શક્તિ” મેળવી અને નિમિષમાત્રમાં (પલકારામાં) સંસાર કરે છે અને તેનો લય પણ કરે છે. સ્થાવર તથા જંગમ જે જોવામાં આવે છે તે સર્વ ચિત્તમાંથી જ થયેલું છે. દેશ,કાળ,ક્રિયા અને દ્રવ્ય-શક્તિ થી આકુળ થયેલું મન,નટ (નાટ્ય-કલાકાર) ની પેઠે, ચપળ-પણાથી એક વસ્તુના આકારમાંથી બીજા આકારને પામે છે. તે મન,સત વસ્તુને અસત કરે છે,સત ને અસત -રૂપ કરે છે અને સુખ-દુઃખને ગ્રહણ કરે છે. ચંચળ મન જે સમયે જે પ્રમાણે જે કામ કરવાનો આરંભ કરે છે, તે સમયે હાથ-પગ વગેરે અવયવો પણ તે જ પ્રમાણે કામ કરવાનો આરંભ કરે છે. જેમ,જળ થી સિંચન થયેલી લતા (વેલો) સમય જતાં ફળ આપે છે, તેમ મન જેવી ક્રિયા કરે છે તેવું તેને ફળ મળે છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ 225 હે રામ, જેમ બાળક ભીના કાદવમાંથી વિચિત્ર રમકડાં રચે છે તેમ,મન પોતાના વિકલ્પ થી જગત રચે છે. વળી.જેમ,તે,બાળક જે રમકડા રચે છે તે મિથ્યા છે, તેમ મનથી કલ્પિત જગત પણ મિથ્યા છે. જેવી રીતે ઋતુ નો ફેરફાર કરનાર કાળ (સમય) કોઈ સમયે વૃક્ષ નું અન્યથા(બીજું) રૂપ કરે છે, તેવી રીતે,ચિત્ત -પણ-પદાર્થ માં અન્યથા-પણું (જુદા-પણું) કરે છે. ચિત્તના મનોરથમાં (સંકલ્પમાં) ઘણા યોજનનો સમૂહ પણ ગાયના પગલા જેટલો અલ્પ જણાય છે. તે મન કોઈ સમયે કલ્પ ને ક્ષણ જેવો તો કોઈ સમયે ક્ષણને કલ્પ જેટલો કરે છે. તેથી દેશ (સ્થળ) અને કાળ (સમય) પણ મન ને આધીન છે. તીવ્ર-પણું,મંદ-પણું,બહુ-પણું અને અલ્પ-પણુ-વગેરે ભેદના લીધેમનની સર્વ શક્તિનો ત્યાગ કરવા કોઈ સમર્થ નથી. જેમ વૃક્ષમાંથી પાન ઉત્પન્ન થાય છે, તેમ,મોહ,ભ્રમ, અનર્થ, દેશ અને કાળ-એ સર્વ ચિત્તમાંથી જ ઉત્પન્ન થાય છે. જેવી રીતે જળ એ જ સમુદ્ર છે અને ઉષ્ણતા એ જ અગ્નિ છે, તેવી રીતે,ચિત્ત એ જ વિવિધ આડંબર-વાળો સંસાર છે. કર્તા-કર્મ-કરણ, ભોક્તા-ભોગ્ય-ભોગ, દ્રષ્ટા-દ્રય-દર્શન-એ નવ પ્રકારનો સંસાર ચિત્ત-રૂપ જ છે. જેમ,સુવર્ણ ની પરીક્ષા કરનાર મનુષ્ય આભૂષણોના આકાર ને જોયા વિના તે સુવર્ણ જ છે,એમ જાણે છે, તેમ,વિવેકી મનુષ્ય જગતમાં રહેલ ભુવન તથા વન ની વિચિત્રતા ને ત્યાગ કરીને, તે સર્વ (જગત અને તેમાંની વસ્તુ) ચિત્ત-રૂપ જ છે તેમ જાણે છે. (૧૦૪) લવણાખ્યાન-ઇંદ્રજાળથી લવણ-રાજાની થયેલ સ્થિતિ વશિષ્ઠ કહે છે કે-હે,રામ,જગત-રૂપી ઇન્દ્રજાળની શોભા કેવી રીતે મન ને આધીન છે, તે માટે નું એક વૃતાંત (વાત કે ઉદાહરણ) તમને કહુ છું તે તમે સાંભળો. આ પૃથ્વી પર અનેક પ્રકારનાં વનો થી યુક્ત એવો “ઉત્તર-પાંડવ” નામનો એક દેશ હતો આ અત્યંત શોભિતા દેશમાં પરમ ધર્મવાળો અને હરિશ્ચંદ્રરાજા ના કુળમાં પેદા થયેલ “લવણ” નામનો રાજા હતો.તેને પોતાના ખડગ ના બળે શત્રુઓ નો નાશ કર્યો હતો,અને પ્રજાનું પાલન કરવામાં ઉદાર હતો. તેની ઉદારતા અસાધારણ હતી.કપટ ને તે જાણતો જ નહોતો,અને અવિનય-પણું તો તેને જોયું જ નહોતું. એક વખતે તે પોતાની સભા ભરીને સિંહાસન પર બિરાજ્યો હતો, તે વખતે, જેમ મેઘ વરસાદ વરસાવવા મોટા મોટા ડોળ (ગર્જના-વગેરે) થી પૃથ્વી પર પ્રવેશ કરે છે, તેમ,એક ઇન્દ્રજાળ કરનાર (જાદુગર જેવો) મોટા વેશ,અલંકાર વગેરે ને ધારણ કરીને સભામાં આવ્યો. અને રાજાને પ્રણામ કરીને રાજાની પાસે આવીને તેને કહ્યું કે-હે, રાજન,જેમ,આકાશમાંનો ચંદ્ર પૃથ્વીને જુએ, તેવી રીતે હું તમને એક મિથ્યા રમત બતાવું તે તમે તમારા આસન પર બેઠા બેઠા જુઓ. આ પ્રમાણે કહીને તે ઈન્દ્રજાળ કરનાર મનુષ્ય -મ ઉત્પન્ન કરનાર મોર-પીંછ ની મુઠ ફેરવી. ત્યારે થોડીવારમાં તો,જેમ,તારાથી શોભતા આકાશમાં મેઘ ચડી આવે તેમ,તે સભામાં અશ્વ નું પાલન કરનાર,એક માણસ આવ્યો. અને તેની સાથે જ એક સૌમ્ય અને અતિ-વેગ-વાળો ઘોડો તેને અનુસરીને આવ્યો. તે ઘોડાની લગામ હાથમાં પકડીને તેના પાલન કરનાર મનુષ્ય કહ્યું કેહે મહીપતિ,આ ઘોડો ઉઐશ્રવા ઘોડાની જેમ,રત્નરૂપ છે.અને વેગ થી ચાલવામાં મૂર્તિમંત પવન-રૂપ છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ અમારા રાજાએ આ ઘોડો આપને ભેટ રૂપે મોકલ્યો છે,આપ તેનો સ્વીકાર કરો. પછી,જેમ મેઘની ગર્જના શાંત થયા પછી ચાતક પ્રાર્થના કરે છે તેમ,પેલા ઇન્દ્રજાળ કરનાર માણસે રાજાને કહ્યું કે-હે,પ્રભુ,તમે આ સુંદર ઘોડા પર બેસીને પૃથ્વી પર વિહાર કરો. રાજાએ જ્યાં થોડીવાર ઘોડા સામે દૃષ્ટિ કરી-તો તે ઘોડાને જોતાં,જોતજોતામાં તો તે રાજા જાણે ચિત્રમાં આલેખાયેલો હોય તેવો સ્થિર (જડ) થઇ ગયો. કલાકો સુધી તે રાજા પોતાના આત્મામાં ધ્યાનથી મસ્ત થયો હોય તેમ તે સિંહાસન પર બેસી રહ્યો. અને રાજા કોઈ વિચાર કરે છે તેમ સમજીને,સભાના કોઈ પણ માણસે તે રાજાને જાગ્રત કર્યા નહિ. વિસ્મયમાં પડેલા સર્વ સભાસદોની ચેષ્ટાઓ પણ બધ પડી ગઈ.અને સભાનો કોલાહલ શાંત થઇ ગયો. સંદેહમાં પડેલા રાજા ના મંત્રીઓ ચિંતામાં પડી ગયા. (૧૦૫) લવણરાજા નું મોહ થી સ્વસ્થ થવું વશિષ્ઠ કહે છે કે- હે,રામ,થોડાક કલાક પછી રાજા જયારે જાગૃત થયા ત્યારે તેમનો દેહ કંપવા લાગ્યો અને તે આસન પરથી તે પડી જશે તેવું તેની પાસે રહેલા મંત્રીઓને લાગ્યું એટલે પોતાના હાથ થી તે રાજાને પકડીને સંભાળ્યો. થોડીવારે રાજાએ કંઈક અસ્પષ્ટ અવાજમાં પૂછ્યું કે-આ કોનો પ્રદેશ છે?તથા આ કોની સભા છે? ત્યારે મંત્રીઓ એ કહ્યું કે-હે,દેવ આ શું?તમારી આવી સ્થિતિ જોઈ અમે અત્યંત આકુળ થયા છીએ. મનુષ્યનું મન,તો અભેદ છે, તે છતાં,ભ્રમથી તે કોઈ પણ નિમિત્ત વિના પણ ભેદને પામે છે. જેવી રીતે,રાગ (આસક્તિ) ને લીધે,શરૂમાં રમણીય લાગતા અને અંતમાં રસ વગરના એવા ભોગોમાં – મન મોહ પામે છે,તેવી રીતે તમારું મન કયા પદાર્થમાં મોહ પામ્યું છે? તમારું મન તો-તમારા ઉદાર આચરણને લીધે અને અત્યંત વિવેકના લીધે નિર્મળ છે, તો પછી તે મન,આ સમયે કેમ ભ્રમમાં ડૂબી ગયું છે? જે મનુષ્યનું મન,તુચ્છ પદાર્થમાં લાગેલું હોય,અને વિષયસુખ મળવાથી આનંદ પામતું હોય કે,અને વિષયસુખ ના મળવાથી ખેદ પામતું હોય,તેવા મનુષ્યો નું મન જ લોવૃત્તિમાં મોહ પામે છે. દેહના અભિમાન વડે,અવિવેક દશામાં સંસારના જે વિષયમાં મનની વૃત્તિ ઉઠેલી હોય,તેજ વિષયમાં મનોવૃત્તિ હોય કરે છે,પરંતુ,હે,રાજન,તમારું મન કદી તુચ્છ પદાર્થમાં લાગ્યું નથી,વળી તે, ધીરજવાન અને જ્ઞાનવાન છે.આમ છતાં આજે તે જ મન મોહિત થયેલું જણાય છે તે જોઈ આશ્ચર્ય થાય છે. જે મનુષ્ય ને વિવેક નો અભ્યાસ નથી,અને જે દેશ-કાળ ને વશ થયો છે, તેનું મન મંત્ર અને ઔષધ ને વશ થાય છે.પણ ઉદાર આચરણવાળનું મન મંત્ર ઔષધ ને વશ થતું નથી. પરંતુ જેમ,વંટોળ, એ મેરુ પર્વતને ધૂણાવી મૂકે તેમ,તમે તમારા ઉદાર અને વિવેક-સંપન્ન મન ને મોહ વડેકેમ ધૂણાવી રહ્યા છો? આ પ્રમાણે મંત્રીઓએ રાજાને અનુકૂળ વચનો થી આશ્વાસન કર્યું,ત્યારે રાજાની કાંતિ પછી આવી,દેહનો કંપ બંધ થયો અને મુખ સૌમ્ય થયું ત્યારે તે રાજાએ,તેની પાસે બેઠેલા તે ઇન્દ્રજાળ કરનાર મનુષ્ય ને જોયો,તેને ખેદ થયો, અને રાજાને પહેલાં ની સ્મૃતિ પ્રાપ્ત થઇ. રાજાએ હાસ્ય કરીને તે ઇન્દ્રજાળ કરનાર માણસ ને કહ્યું કે 226 Page #227 -------------------------------------------------------------------------- ________________ 227 અરે, અવિચારી,આ માયા-રૂપી જાળથી તેં શું કર્યું કે, મારું મન અપ્રસન્ન-પણાને પામ્યું? મારું મન સમર્થ હોવા છતાં મોહમાં કેમ ડૂબી ગયું તે આશ્ચર્ય છે! લોક-પ્રસિદ્ધ સર્વ વ્યવહાર ના સિદ્ધાતોના રહસ્ય જાણવા છતાં મન ને મોહ આપનાર આ આપત્તિ મેં કેવી રીતે અનુભવી? જો કે, મન મોટા જ્ઞાનના અભ્યાસ વાળું હોય-તો- પણ તે આ તુચ્છ દેહમાં રહેનાર છે, તેથી મોટા મોટા વિદ્વાનોને પણ ઘણીવાર મોહ થઇ જાય છે. અરે,સભાસદો,ઇન્દ્રજાળ કરનાર આ મનુષ્ય મને થોડા કલાકોમાં જે બતાવ્યું તેનું વૃતાંત હું તમને કહું છું, તે તમે સાંભળો. પૂર્વે,ઇન્ટે કરેલી માયાની સૃષ્ટિ નો નાશ થવાથી,બ્રહ્માએ જેવી રીતે મુહૂર્ત-માત્ર,માં માયાનું કૌતુક જોયું હતું.તેવી રીતે,આ સમયે,મેં પણ ઘણા પ્રકારનું કૌતુક જોયું. આમ કહી રાજાએ પોતાનું વૃતાંત કહેવાનો પ્રારંભ કર્યો. (ઇન્દ્ર ની કથા-એવી છે કે-પૂર્વે જયારે ઇન્દ્ર સહાય વગરનો હતો ત્યારે બલિરાજા એ ઇન્દ્રનો પરાભવ કરવાનો નિશ્ચય કર્યો. ત્યારે ઇન્ડે માયાની સહાયતાથી નવું સૈન્ય ઉત્પન્ન (ઇન્દ્રજાળ) કરીને બલિરાજાને માયાના બંધનથી મોહ પમાડ્યા ત્યારે માયાના બંધન માંથી છુટવા-બલિરાજાએ બ્રહ્મા ને પ્રાર્થના કરી.તેથી બ્રહ્મા ઇન્ડે કરેલી માયાની સૃષ્ટિ નો નાશ કરવામાં પ્રવર્યા, પણ તેમનાથી પણ તેનો નાશ થયો નહિ, અને બ્રહ્માએ તે “માયા નું કૌતુક જોયું.એવી પુરાણો માં કથા છે) (૧૦૬) રાજાનું વતાંત-ચંડાળ કન્યા સાથે વિવાહ રાજા કહે છે કે-હે, સભાજનો,અનેક પ્રકારના વન અને નદીથી યુક્ત આ દેશનો હું રાજા છું અને અહીં આ સભામાં સિંહાસન પર બેઠો છું તેટલી વારમાં ઇન્દ્રજાળ કરનાર આ માણસ અહીં આવ્યો અને તેણે મારી પાસે ચપળતાથી મોરપીંછ ની મુઠ ફેરવી, કે જેને જોયા પછી થોડી જ વારમાં આવેલા ઘોડાની પાસે જઈને, મારા ભમેલા મનથી કોઈની સહાયતા વગર તે ઘોડા પર બેઠો.અને અહીંથી પ્રયાણ કર્યું. વનમાં મૃગયા કરતાં કરતાં તે ઘોડો –પોતાના ચપળ વેગથી -મને ઘણે દૂર લઇ ગયો. તેવામાં મારી નજરે એક વન જોવામાં આવ્યું કે જે વિષમ,ભયંકર અને વૃક્ષ કે જળ વિનાનું હતું. તે સમયે ઘોડો પણ થાકી ગયો હતો.તે વિષમ વનમાં માણસો નો મેળાપ જોવામાં જ નહોતો આવતો. તે વનમાં આવવાથી મારા મનમાં ખેદ થયો.સૂર્યાસ્ત સુધી ત્યાં હું ફર્યો, અને અતિ કષ્ટ થી તે વન ને ઓળંગી હું આગળ ચાલ્યો અને એક બીજા વનની પાસે આવ્યો. તે વનમાં વૃક્ષો પર પંખીઓના અવાજ સંભળાતા હતા,અને કોઈ કોઈ જગ્યાએ ઘાસ ઉગેલું હતું. આગળ ના વન કરતાં આ વન કંઈક સુખ-રૂપ લાગે તેવું હતું. તે વનમાં ફરતા ફરતા હું એક લીંબુ ના ઝાડ પાસે આવ્યો અને ત્યાં વિશ્રાંતિ લેવાનો વિચાર કર્યો.થોડીક વારમાં તો અચાનક ઘોડો ત્યાંથી ચાલ્યો ગયો. અને લાંબો પંથ કાપવાને લીધે અને થાક ને લીધે,તે વૃક્ષ ના નીચેના મનોહર પોલાણમાં હું લીન થઇ બેઠો. જેમ,જેની સ્મૃતિ ભ્રષ્ટ થઇ હોય અને જે અંધારા કુવામાં ડૂબેલો હોય, તેણે એક રાત્રિ કલ્પ સમાન થાય છે, અને જેમ,માર્કડેય ઋષિને કલ્પ ના જળમાં ફરવાથી એક રાત્રિ કલ્પ સમાન થઇ પડી હતી, તેમ, હું પણ મોહમાં મગ્ન થયો હતો અને રાત્રિ મને કલ્પ સમાન થઇ પડી. Page #228 -------------------------------------------------------------------------- ________________ તે આખો દિવસ મેં સ્નાન દેવાર્ચન અને ભોજન વગર વિતાવ્યો હતો, ને મારા શરીરમાં કંપ થતો હતો. એવી રીતે તે રાત્રિ વીતી ગઈ અને સૂર્ય ના આગમનથી રાતી થયેલી પૂર્વ દિશા મારા જોવામાં આવી. ત્યાંથી ઉભો થઈને મેં વનમાં વિહાર કરવા માંડ્યો. તે વનમાં કોઈ પ્રાણી નજરે ચડતું નહોતું,માત્ર પંખીઓના અવાજો સંભાળતા હતા મધ્યાહ્ન થયો હતો અને પેટમાં ભયંકર ભૂખ પણ લાગી હતી. તે વખતે ત્યાં મારી નજર એક કન્યા પર પડી કે જેના હાથમાં રાંધેલા ભાતનું પાત્ર હતું. તે ચપળ નેત્રવાળી,શ્યામ અને શ્યામ વસ્ત્ર-વાળી તે કન્યાની નજીક હું ગયો અને તેને કહ્યું કે હું મોટી આપત્તિમાં છું અને ભૂખ્યો છું એટલે તારી પાસેનો ભાત મને આપ અમ મારા કહેવા તેણે મને કંઈ આપ્યું નહિ,અને ત્યાંથી તેણે ચાલવા માંડ્યું. એટલે હું તેની પાછળ જવા લાગ્યો. ત્યારે તેણે કહ્યું કેહે,હાર,મુગુટ પહેરનાર રાજન,હું પુરુષ અશ્વ અને હાથી નું ભક્ષણ કરનાર દૂર રાક્ષસી જેવી ચંડાળ-કન્યા માટે મારું અા તમારે જમવા યોગ્ય નથી. આમ કહી તે ફરીથી આગળ ચાલવા લાગી, અને હું પણ તેની પાછળ જવા માંડ્યો. ત્યારે તે ફરીથી બોલી કે-તમે જો મારા પતિ થાઓ તિ આ ભોજન તમને હું આપું. કારણકે પામર મનુષ્ય સામાન્ય સ્નેહ વિના અર્થ થી ઉપકાર કરતો નથી. જેવી રીતે સ્મશાનમાં ભૂત ફરે છે,તેવી રીતે,ચંડાળ-જાતિનો મારો પિતા,આ વનમાં ભૂખ્યો ને ભૂખ્યો, પોતાના બળદથી ખેતી કરે છે,તેને માટે હું આ અન્ન લઇ જાઉં છું. પણ તમે જો મારા પતિ થાઓ તો આ અન્ન હું તમને આપું, કારણકે પોતાના પતિનું પોતાના પ્રાણથી પણ અધિક પુજન કરવું જોઈએ. ત્યારે જેમ કોઈ આપત્તિમાં સપડાયેલો મનુષ્ય ધર્મ કે કુળનો વિચાર કરતો નથી,તેમ, મેં પણ તેને ઝટ દઈને જવાબ દીધો કે-હું તારો પતિ થઈશ. મારું આવું વચન સાંભળીને તે કન્યાએ તે ની પાસેના ભાતમાંથી અર્ધો ભાત મને આપ્યો. તે ભાતનું ભોજન કરીને મોયુક્ત ચિત્તથી મેં તે સ્થળે વિશ્રાંતિ લીધી, પણ થોડીવારમાં તે કન્યાએ મને ઉઠાડી મારો હાથ પકડીને દુષ્ટ આકૃતિ વાળા,પુષ્ટ શરીરવાળા અને ભય આપનાર એવા એના પિતા પાસે લઇ ગઈ. અને મારામાં આસકત થયેલી તે કન્યાએ પોતાના પિતાને પોતાનો અભિપ્રાય જણાવ્યો અને કહ્યું કેહૈ,તાત,તમને રુચે તો આ માણસ મારો પતિ થાય એટલે તેના પિતાએ કહ્યું કે-સારું પછી સૂર્યાસ્ત સમયે,તે ચંડાળ અને તેની કન્યાની સાથે,લાંબા વનમાંથી પસાર થઈને અમે તેને ઘેર આવ્યા. તે ચંડાળ ના ઘરમાં વાંદરા કુકડા તથા કાગડા વગેરે કાપીકાપીને વિભાગવાર રાખેલા હતા. લોહીથી છંટાઈ ગયેલ પૃથ્વી પર માખીઓ બણબણતી હતી અને ત્યાં સુકવવા નાંખી રાખેલા પ્રાણીઓના આંતરડાં પર પક્ષીઓ ઝાપટ મારતા હતા. લબડાવી રાખેલ ચામડામાંથી લોહી પકતું હતું. 228 આવા ભયંકર ઘરમાં અમે પ્રવેશ કર્યો અને અત્યંત આદરથી પાથરી આપેલા આસન પર હું બેઠો. મારી સાસુ એક આંખે કાણી હતી,તેને હું જમાઈ છું-એવી ખબર પડતાં તેણે મારો સારો સત્કાર કર્યો. અને પછી ચંડાળ ને યોગ્ય ભોજન નો મેં આહાર કર્યો ત્યાર પછી કેટલે દિવસે ચંડાળ ના ઉત્સવ ને ઉચિત એવો દારુ અને માંસ નો સમારંભ કરી તેમને Page #229 -------------------------------------------------------------------------- ________________ 229 ઉચિત એવા વસ્ત્રો અને વૈભવ સહિત તે ચંડાળે (ભય આપનારી) પોતાની કન્યાનો મારી સાથે વિવાહ કર્યો. (૧૦) ચંડાળ-દશામાં રાજાએ ભોગવેલાં દ:ખ નું વર્ણન રાજા કહે છે કે-હે,સભાજનો,હું તમને વધુ શું કહું? પણ જે દિવસે ચંડાળ-કન્યા સાથે મારો વિવાહ થયો, તે ઉત્સવ-સહિત વિવાહને લીધે મારું ચિત્ત પણ તેમાં વશ થયું અને હું પણ એક મોટો ચંડાળ બન્યો. ત્યાર પછીના વર્ષમાં તે ચંડાળ-કન્યાએ એક દુ:ખ-દાયી કન્યાનો જન્મ આપ્યો.અને તે કન્યા, જેમ મૂર્ખ મનુષ્યની ચિંતા દિવસે-દિવસે વધે,તેમ તે દિવસે દિવસે વધવા લાગી. ત્રણ વર્ષ ગયા પછી,એક અસુંદર એવા –અનર્થ -નામના પુત્રનો જન્મ થયો અને ત્યાર પછી, એક પુત્રી અને પુત્ર નો જન્મ થયો.આમ તે વનમાં ચંડાળ-રૂપે હું મોટો કુટુંબી થયો. જેમ,બ્રહ્મ-હત્યા કરનાર,મનુષ્ય,નર્કમાં “ચિંતા” નામની સ્ત્રી સાથે ઘણી યાતના ભોગવે છે, તેમ,તે ચંડાળ-કન્યા સાથે ઘણાં વર્ષ સુધી અનેક પ્રકારનાં દુઃખ મેં ભોગવ્યાં. હે, સભાસદો, હું, રાજા,અને મારા પિતાનો એક નો એક પુત્ર હતો,તો પણ,સાઠ (૧૦) વર્ષ ચંડાળ-દશામાં મેં કાઢ્યાં.આવી રીતે કાળાંતરે દુષ્ટ વાસના-રૂપી બંધન ની મને પ્રાપ્ત થઇ હતી. તે ચંડાળ-દશામાં કોઈ સમયે હું બૂમો પાડતો હતો,ને દુ:ખના સમયમાં રુદન કરતો હતો, ક્ષુદ્ર અન્ન ખાતો હતો,અને એ ચંડાળ-વાસમાં રહેતો હતો. (૧૦૮) દષ્કાળ થી થયેલી દેશ ની દુર્દશાનું વર્ણન રાજા કહે છે કે એવી રીતે કેટલોક સમય ગયા પછી,વૃદ્ધાવસ્થા થી મારું આયુષ્ય જર્જરિત થઇ ગયું. માથાના વાળ ધોળા થઇ ગયા.જેમ,સુકાઈ ગયેલા પાંદડાં પર પવન પડે,તેમ,મારે માથે કર્મ-રૂપી દિવસો પાડવા લાગ્યા અને સુખ,દુઃખ,કલહ અને વધ-વગેરે અયોગ્ય કાર્યો આવતાં ને જતાં હતાં. અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પો ની કલ્પના-રૂપી ઘૂમરીઓ વાળું,ને તરંગો ના ભારવાળું મારું ચિત્ત ભમવા લાગ્યું હતું.ભ્રમિત થયેલો આત્મા પણ ચક્ર ની પેઠે ભમવા લાગ્યો હતો.કાળ-રૂપી સમુદ્રમાં હું તણાવા લાગ્યો હતો. એક માત્ર જનાવરો નો આહાર કરીને હું બે હાથવાળા ગધેડા જેવો હતો.ને મારા વર્ષો એ રીતે ત્યાં ચાલ્યા ગયાં.જેમ,શબને કોઈ સ્મરણ રહેતું નથી, તેમ “હું રાજા છું” તેનું પણ મને સ્મરણ રહ્યું નહિ.અને મારું ચંડાળ-પણું સ્થિર થયુ હતું.તેવામાં બાકી હતું તે,તે વિંધ્યાચલ ના પ્રદેશમાં દુકાળ આવ્યો. તે દુકાળમાં અન્ન ને જળ ના સાંસા થઇ ગયા.મેઘ વરસતો નહોતો.ને વધુમાં દાવાનળ બળતો હતો. ભૂખ અને તરસથી માણસો મારવા લાગ્યા હતા અને દેશ જાણે વગડો થઇ ગયો હતો. લોકો પથ્થરમાં અનાજના ભ્રમ થી તે પથ્થરનું ભક્ષણ કરતા હતા.પ્રાણીઓ પરસ્પરનાં અંગો કાપતા હતા ને પૃથ્વી લોહીથી છંટાઈ ગઈ હતી,પરસ્પરની હિંસા કરવામાં તત્પર થયેલા લોકો પણ મલ્લયુદ્ધ કરતા હતા. સ્ત્રી અને પુરુષો પાસે તેમનાં બાળકો ભોજન માટે રાડો પાડતાં હતાં. (૧૦૯) પુત્રના દ:ખ થી રાજાને ચિંતામાં પડવું અને પ્રબોધ રાજા કહે છે કે આવી રીતે દૈવની પ્રતિકુળતાથી,નિરંતર તાપ આપનાર અને પ્રલય સમાન દુકાળની પ્રવૃત્તિ થઇ હતી, ત્યારે કેટલાક મનુષ્યો તે દેશનો ત્યાગ કરીને બીજા દેશમાં ચાલ્યા ગયા. અને જે લોકો ના ગયા તેમનો તે સ્થળે જ નાશ થયો.તે સમયે હું મારા ચંડાળ સસરા નો તથા દેશનો ત્યાગ કરીને સ્ત્રી-પુત્ર વગેરે કુટુંબ ને લઈને બીજા દેશમાં જવા નીકળ્યો. Page #230 -------------------------------------------------------------------------- ________________ 230 માર્ગમાં અગ્નિ,પવન અને વાઘ કે નાગ જેવા જનાવરોથી બચીને જાણે હું રૌરવ-નર્ક માંથી બહાર નીકળ્યો હોઉં,તેમ તે દુકાળ-વાળા દેશમાંથી હું બહાર નીકળ્યો અને એક વૃક્ષ નીચે,મેં ભયંકર અનર્થ રૂપ એવાં છોકરાં ને મારી કાંધ પરથી હેઠાં ઉતર્યા ત્યારે મને ઘણો થાક લાગ્યો હતો.અમે ત્યાં વિશ્રામ લીધો. તેવે વખતે ભૂખ થી અતિ વ્યાકુળ થયેલો નાનો પુત્ર આંખમાંથી આંસુ લાવીને રાડો પાડીને કહેવા લાગ્યો કે-મને ખાવા સારું માંસ અને પીવા માટે રુધિર આપો. અને કહ્યું કે પ્રાણ પાચતાર પુત્રના સ્નેહના મૂઢ-પણા ને લીધે અને દુ:ખના અતિભાર થી મેં પુત્રને કહ્યું કે-મારું માંસ પકવીને ખા. તે પુત્રની આપત્તિ જોઈને અને સર્વનું દુ:ખ મટાડવા માટે-સ્નેહ અને કરુણામાં હું મોહ પામ્યો હતો અને તે પુત્ર માટે મેં મરવાનો અંતઃકરણમાં નિશ્ચય કર્યો.તે સમયે વનમાંથી લાકડાં ભેગા કરીને મેં ચિતા રચી, અને તે ચિતામાં હું મારો દેહ નાખે –તેટલામાં તો આ સિંહાસન પર હું ચલાયમાન થયો અને તમારા જયજયકાર થી હું જાગ્રત થયો.આવી રીતે ઇન્દ્રજાળ કરનાર આ મનુષ્યઅજ્ઞાન થી જેવી દશા જીવની થાય છે, તેવી ઘણી દશા-વાળો મને મોહ પમાડ્યો. વશિષ્ઠ કહે છે કે આવી રીતે લવણ રાજા પોતાની સભામાં પોતાની વાત કહે છે-એટલી વારમાં તો, પેલો ઇન્દ્રજાળ કરનાર મનુષ્ય ત્યાંથી અદય થઇ ગયો.ત્યારે સભાસદો એ રાજા ને કહ્યું કે હે, દેવ,આ ઇન્દ્રજાળ કરનાર એ કોઈ મનુષ્ય નહોતો,કારણકે તેને ધન ની ઈચ્છા નહોતી. પણ આ સર્વ એ સંસાર-સ્થિતિ નો બોધ કરનારી કોઈ દૈવી-માયા છે તેમ સમજો. આ માયામાં –સંસાર એ મન ના વિલાસ-રૂપ છે, એમ નિશ્ચય થાય છે. સર્વ-શક્તિમાન વિષ્ણુ નું વિલાસ-રૂપી -જે-મન છે, તે જ જગત છે. તે સર્વ-શક્તિમાન ની હજારો પ્રકાર ની વિચિત્ર શક્તિ છે, તેથી વિવેક-વાળું મન પણ તે માયા વડે મોહ પામે છે. મન ને મોહ પમાડનારી આ સર્વ માયા ઇન્દ્રજાળ કરનાર મનુષ્ય ની ઈચ્છા થી થયેલી નથી, કારણકે ઇન્દ્રજાળ કરનાર સર્વ મનુષ્યો પોતે ધન મેળવાની ઇચ્છાથી જ ચેષ્ટા કરે છે. પણ આ મનુષ્ય તો અંતર્ધાન થઇ ગયો –માટે તે કોણ હશે ? તેના સંદેહમાં અને સર્વ ડૂબી ગયા છીએ. વશિષ્ઠ કહે છે કે-હે,રામ,આ વૃતાંત જયારે લવણ-રાજાની સભામાં બન્યો ત્યારે હું હાજર હતો. તેથી મેં તમને જે આ વાત કરી છે તે મેં મારી નજરે જોયેલી છે. આમ,અનેક પ્રકારની કલ્પના થી જેનું અંગ વૃદ્ધિ પામ્યું છે, એવું મન જ જગતમાં વિસ્તાર પામીને સર્વોત્કર્ષ-પણે રહ્યું છે, માટે એ મન શાંતિ પામીને પરમાત્મા-રૂપ થશે ત્યારે જ તમે પરમ પદવી ને પ્રાપ્ત થશો. (૧૧૦) મન નો વૈભવ અને તેની શાંતિ વશિષ્ઠ કહે છે કે-પરમ કારણરૂપ “સ્વ-સ્વરૂપ” ના અજ્ઞાન ને લીધે,તે "ચૈતન્ય" એ ચિંતવન કરવાને યોગ્ય એવા કોઈ પદાર્થ નું ચિંતન કરે છે.અને એમ કરવાથી તે “કલ્પના”-એવું- નામ ધારણ કરે છે. જેથી તે ચૈતન્ય અનેક પ્રકારના રૂપ ના વિચિત્ર પણા ને પામીને કલુષિત-પણા ને પામે છે. અને તે ચૈતન્ય-એ અજ્ઞાનથી પેદા થયેલ મિથ્યા-રૂપ પદાર્થો અને સંકલ્પ-વિકલ્પ-રૂપી મનને પામી ને મુંઝાય છે કે જે મનોવૃત્તિ એ અસત છે. જે પ્રમાણે બાળક ભૂતનો વિસ્તાર કરે છે તે પ્રમાણે,તે મન હજારો દોષથી દુ:ખ નો વિસ્તાર કરે છે. જો,કલંક-વાળી મનોવૃત્તિ દુઃખ નો વિસ્તાર કરે છે તો-વાસનાનો ક્ષય થયા પછી,નિષ્કલંક થયેલી મનોવૃત્તિ તે મહા-દુઃખોનો નાશ કરે છે, તે દુરના પદાર્થને પાસે લાવે છે ને પાસેના પદાર્થને દૂર લઇ જાય છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ જેમ બાળક રમકડાં મળ્યાથી તે રમકડાંમાં નાચે છે,તેમ મન એ પ્રાણીમાત્રમાં નાચે છે. જેમ,અંધારામાં માર્ગમાં ચાલતા વટેમાર્ગુને –દુરથી ઝાડનું ઠુંઠું પિશાચ-રૂપ લાગે છે, તેમ,અજ્ઞાનીને પોતાના મનથી અભયમાં પણ ભય લાગે છે. જેમ દારુ પીને મદોન્મત થયેલા ને પૃથ્વી ભમતી લાગે છે,તેમ,કલંક થી મલિન થયેલું મન, મિત્રમાં પણ શત્રુ ની શંકા કરે છે.મનુષ્ય નું મન જયારે આકુળ હોય ત્યારે,જો અમૃત નું પણ ઝેર ના ભાવથી ભોજન કરવામાં આવ્યું હોય તો તે ભોજન એ ઝેર ના જેવું જ કામ કરે છે. વાસના એ જ પ્રાણીમાત્ર ના મનને મોહના કારણ-રૂપ છે,માટે વાસનાને મૂળમાંથી કાપી નાખવી જોઈએ. જે મનુષ્યે વિચાર કરીને વાસનાનો ત્યાગ કર્યો હોય,તે મનુષ્યમાં આત્મા સૂર્ય ની જેમ પ્રકાશે છે. એટલા માટે દેહ નહિ પણ મન એ જ મનુષ્ય છે તેમ સમજો.મન વડે જે કર્યું તે જ કર્યું અને મન વડે જેનો ત્યાગ કર્યો તેનો જ ત્યાગ થાય છે.આ સમગ્ર જગત તથા ભૂમંડળ એ મનોમાત્ર છે. મન એ જ આકાશ,પૃથ્વી,ને વાયુ છે.અગ્નિ માં તેજ અને સૂર્યમાં જે પ્રકાશ છે તે પણ મનથી જ કલ્પિત છે. જે મનુષ્ય નું મન મોહ પામે તે જ મનુષ્ય મૂઢ કહેવાય છે,કારણકે- શરીરનું મરણ થયા પછી “શબ એ મૂઢ છે” એમ કોઈ કહેતું નથી. મન જયારે જુએ છે ત્યારે તે નેત્ર (આંખ) થાય છે,મન જયારે સાંભળે છે ત્યારે તે કાન થાય છે, સ્પર્શ કરે છે ત્યારે ત્વચા (ચામડી) થાય છે,સુંઘે છે ત્યારે નાક અને રસ ગ્રહણ કરે ત્યારે જીભ થાય છે. આ પ્રમાણે નટ (નાટ્ય-કલાકાર) જેમ બહુ વેશ ધારણ કરે છે,તેમ મન એ દેહમાં બહુ વૃત્તિઓ થી બહુ જાતના વેશ ધારણ કરે છે. મનુષ્યને ચિત્ત-વૃત્તિમાં જેવો પ્રતિભાસ થાય છે,તેવો જ પ્રત્યક્ષ અનુભવ થાય છે.અને તેવા પ્રતિભાસ ને લીધે જ સ્વપ્ન થી આકુળ ચિત્ત-વાળા હરિશ્ચંદ્ર રાજાને એક રાત્રિ બાર વર્ષ ની થઇ પડી હતી. જેવી રીતે,સવારે રાજ્ય મળવાનું છે –એવા બંદીવાન ને સવારે રાજ્ય મળશે એવી મનમાં આશા હોવાથી, તે બંધન પણ સુખ-રૂપ લાગે છે,તેવી રીતે,સારી મનોવૃત્તિ વડે રૌરવ નર્ક પણ સુખ-રૂપ થઇ પડે છે. જેમ,મોતીના હારમાં થી દોરો બળી જાય છે તો બધાં મોતી વિખરાઈ જાય છે, તેમ,મન ને જીતવાથી સર્વ ઇન્દ્રિયો જીતાય છે. તે ચિત્ત-શક્તિ-રૂપ બ્રહ્મ તો પોતાની સત્તાથી વાણી-વગેરે સર્વ ક્રિયાથી શૂન્ય છે,તેમ છતાં, તે બ્રહ્મને,પણ “મન” એ - દેહ સમાન જડ બનાવી,તેની અંદર, સંકલ્પ-વગેરેની ભ્રાંતિ થી અને બહાર-પર્વત, નદી,સમુદ્ર,આકાશ-વગેરે ની કલ્પના કરાવી-વ્યર્થ ભમાવે છે. મન વિવેક-વાળું હોય તો પણ,તે મન,પોતાની ઇષ્ટ વસ્તુને (જો કે તે સારી ના હોય તો પણ) અમૃત સમાન મધુર બનાવે છે.અને સારી વસ્તુને વિષ-તુલ્ય બનાવે છે. આવી રીતે સંપૂર્ણ તત્વ-જ્ઞાન ના થવાથી જેને પૂર્ણતા પ્રાપ્ત થઇ નથી,તેવા (અજ્ઞાની) મનુષ્ય નું મન, ઉપર પ્રમાણે –કલ્પના થી પોતાને યોગ્ય આકાર તથા રૂપને ઉત્પન્ન કરે છે. પણ તત્વ-વેતા (જ્ઞાની) નું મન એ પ્રમાણે કરતુ નથી. 231 ચૈતન્ય-શક્તિ થી સ્ફુરણા પામેલું મન-સ્પંદ થી વાયુ-પણા ને પામે છે,પ્રકાશમાં પ્રકાશ-પણાને પામે છે, દ્રવ-પદાર્થમાં દ્રવ-પણા ને પામે છે, પૃથ્વીમાં કઠિન-પણાને પામે છે,અને શૂન્ય-દૃષ્ટિ માં શૂન્યતા ને પામે છે. આ પ્રમાણે ચિત્ત-શક્તિ થી ઈચ્છા પ્રમાણે મન ની સ્થિતિ થાય છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ 232 માટે આ મન ની શક્તિ જુઓ !! મનુષ્ય નું મન જયારે બીજી વસ્તુમાં લાગેલું હોય ત્યારે તે પોતાના મુખ થી જે જમતો હોય તેના સ્વાદની તેને ખબર પડતી નથી. મન વડે જે પદાર્થ જોયો હોય તે જ જોયો કહેવાય,અને મનથી ના જોયેલો પદાર્થ જોયેલો કહેવાય નહિ. કારણકે અંધારામાં જોયેલા પદાર્થ ની પેઠે,મન થી ના જોયેલા પદાર્થના રૂપ ની ખબર પડતી નથી. ઇન્દ્રિયો થી મન એ દેહવાન છે (જીવે છે કે સજીવ છે) અને મનથી ઇન્દ્રિયો દેહવાન છે.(જીવે છે) એવી રીતે મન તથા ઇન્દ્રિયો નું પરસ્પર સરખા-પણું કહ્યું છે. તેમ છતાં પણ –તત્વતઃ (સત્યમાં) મનમાંથી ઇન્દ્રિયો ઉત્પન્ન થયેલી છે, ઇન્દ્રીયોમાંથી મન ઉત્પન્ન થતું નથી. તેથી મન એ ઊંચું (સર્વોત્કૃષ્ઠ)છે. ચિત્ત અને શરીર એ જોકે અત્યંત ભિન્ન છે, તો પણ જે મહાત્મા તેમની એકતા (એટલે કે બંને જડ છે) એ એમ માને છે તે પંડિતો નમસ્કાર કરવા યોગ્ય છે. જો કોઈ અતિસુંદર સ્ત્રી કોઈ મન વિનાના મનુષ્યને આલિંગન કરે –તો પણ તે મન વિનાના મનુષ્યને તે ભીંત ની પેઠે કોઈ વિકાર કરી શકતી નથી. “વીતરાગ” નમન એક મુનિ ધ્યાનસ્થ હતા ત્યારે વનનો રાક્ષસ તેમનો હાથ ચાવી ગયો તો પણ તેમને ખબર પડી નહોતી.(ધ્યાન અવસ્થામાં મન ની હાજરી રહેતી નથી!!) મુનિ ની અભ્યાસ વડે દૃઢ કરેલી મનોભાવના દુઃખ ને સુખરૂપ કે સુખ ને દુઃખ-રૂપ કરવાને સમર્થ હતી. મનુષ્ય નું મન જયારે બીજી જગ્યાએ લાગેલ હોય છે...ત્યારે તેની સામે પ્રયત્ન થી કહેવાતી કથા,પણ પરશુથી (કુહાડી જેવું એક અસ્ત્ર) કાપેલી લતા (વેલા) ની પેઠે કરમાઈ જાય છે. (એટલે કે તેની પાસે કઈ કથા કહેવામાં આવી ? તેની તેને ખબર પડતી નથી) જેમ,લવણ-રાજાને મન ના પ્રતિભાસથી જ ચંડાળ-પણું પ્રાપ્ત થયું હતું, તેમ,આ બ્રહ્માંડ એ મન ના મનન-માત્ર છે.મનમાં જેવું જેવું સંવેદન થાય છે તેવા તેવા અનુભવ થાય છે. માટે,હે, રામ તમને જેમ ઈચ્છામાં આવે તેમ કરો. લવણ-રાજાની પેઠે,મનના પ્રતિભાસથી-દેવતામાં દૈત્ય-પણું અને હાથમાં પર્વત-પણું દેખાય છે. જન્મ-મરણ પણ મન ના સંકલ્પ થી જ થાય છે, અને મનના ઘણા અભ્યાસથી, શૂન્ય આકાર જીવ-પણા ને પામે છે.એટલે કે-મનન થી જેને - મોહ-વાળી વાસના પ્રાપ્ત થયેલી છે, તેવું મન,સુખ-દુઃખ-ભય-અભય-રૂપ જન્મ ના સ્થાન ને પામે છે. જેમ,તલમાં તેલ રહેલું છે તેમ,મનમાં સુખ-દુ:ખ રહેલા છે. જેમ,તલને દબાવવાથી તેમાં તેલ સ્પષ્ટ દેખાય છે, તેમ મન ને મન ના સંગ થી સુખ-દુઃખ સ્પષ્ટ જણાય છે. હે,રામ, સંકલ્પ જ –દેશ-કાળ ના નામથી વ્યવહાર કરે છે અને તે સંકલ્પ જ દેશ-કાળ નું કારણ છે. શાંત થવું,ઉલાસ થવો,જવું,આવવું,આનંદ થવો કે નાચવું-એ બધું મન-રૂપી શરીર નો સંકલ્પ સિદ્ધ થવાથી જ થાય છે. સંકલ્પથી કલ્પેલા અનેક પ્રકારના તરંગો થી,મન –એ –દેહમાં વિહાર કરે છે. જે મનુષ્ય,પોતાના મનને વિષયોના અનુસંધાન માં જવા દેતો નથી તેનું મન સ્થિર થાય છે અને સ્થિર રહે છે. એટલે કે- જેનું મન ચલાયમાન થતું નથી-તેને જ ખરેખર પુરુષ સમજાવોબાકીના કાદવ ના કીડા છે તેમ સમજવું. હે રામ,જે મનુષ્ય નું મન ચપળ ના થતાં એક સ્થળે સ્થિર થઈને રહે છે, તે મનુષ્ય ધ્યાનથી ઉત્તમ પદવી પામે છે.મન ને નિયમ માં રાખવાથી સંસાર ના વિભ્રમ શાંત થાય છે. (૧૧૧) ચિત્ત ને જીતવાનો ઉપાય અને ચૈતન્ય સાથે એકાગ્રતા વશિષ્ઠ કહે છે કે-હે,રામ,આ ચિત્ત-રૂપી મોટા વ્યાધિ (રોગ) ની ચિકિત્સા અને ઔષધ હું તમને કહું છું તે તમે Page #233 -------------------------------------------------------------------------- ________________ 233 સાંભળો.બાહ્ય-વસ્તુ નો ત્યાગ કરીને પોતાના પુરુષાર્થ થી,પ્રયત્ન કરીને -તે-ચિત્ત-રૂપી-ભૂત જીતાય છે. જે મનુષ્ય-મનપસંદ વસ્તુ નો ત્યાગ કરીને,ચિત્તના રોગો (રાગ-દ્વેષ-વગેરે) થી શૂન્ય થઈને રહે છે, તે મનુષ્ય મન ને જીતી શકે છે. જેવી રીતે શીતળ (ઠંડું) લોઢું એ તપાવેલા (ઉના) લોઢાને કાપી નાખે છે, તેવી રીતે,શાસ્ત્ર અને સત્સંગ થી ધીરજવાન અને શાંત ચિત્ત થી ચિંતાથી તપી ગયેલા ચિત્તને કાપી નાખવું.જેમ,બાળક ને પ્રેમ-ભય વગેરે ઉપાયો થી સારે માર્ગે દોરવામાં આવે છે તેમ, ચિત્ત-રૂપી-બાળક ને પણ પ્રેમ-ભય વગેરે ઉપાયો થી) સારે માર્ગે દોરી શકાય છે. આમ,સંસારમાં આસકત થયેલા મન ને પોતાના પુરુષાર્થ થી પરમાત્મા સાથે જોડી દેવું જોઈએ. જેવી રીતે મલ્લ (કુસ્તીબાજ) એ યુદ્ધમાં બાળક ને કોઈ શ્રમ વગર જીતે છે, તેવી રીતે વિષયાસક્ત મન ને “બ્રહ્મ-રૂપ-ભાવના” નો પુરુષાર્થ) કરવાથી – શ્રમ વગર જીતી શકાય છે. અને તેને જીત્યા પછી પ્રયત્ન વિના જ બ્રહ્મ-પ્રાપ્તિ થાય છે. પોતાને સ્વાધીન અને સુસાધ્ય –એવા ચિત્તને જે મનુષ્ય જીતવાને સમર્થ થયા નથી તેવા ને ધિક્કાર છે. પ્રિય વસ્તુ ના ત્યાગ-રૂપી પુરુષાર્થ થી જ મનની શાંતિ સાધ્ય છે,અને મન ની શાંતિ વિના શુભ ગતિ નથી. “આત્મ-સંવેદન” થી મન ને સહેલાઈ થી મારી શકાય છે, અને એમ જો મન ને મારવામાં આવે તોઆ જીવન-મુક્ત દેહમાં મોહ-વગેરે શત્રુ થી રહિત,અચળ અને આદિ-અંત થી રહિત એવાબ્રહ્માનંદ ની પ્રાપ્તિ થાય છે.મોક્ષ ના સાધન-રૂપ “મન ની શાંતિ” થયા વિનાશાસ્ત્ર-મંત્ર-ગુરૂ-વગેરે અન્ય સાધનો “તૃણ-રૂપ” છે (તણખલા જેવા છે એટલે કે તેનો કોઈ ફાયદો નથી) જયારે “અસંકલ્પ-રૂપી-શસ” થી મૂળ સહિત,ચિત્તનું છેદન થાય છે, ત્યારે જ,શાંત બ્રહ્મ ની પ્રાપ્તિ થાય છે. સંસાર-રૂપી અનર્થ નું શાસન એ પોતાના “મન ના સંવેદન” થી જ (કલ્પનાથી જ) મળે છે, અને તેને દૂર કરવામાં શાંતિ-વગેરે સાધનો સિદ્ધ છે તો પછી જીવનમુક્ત થવામાં પુરુષ ને શો કલેશ છે? માટે,દૈવ (નસીબ) નો અનાદર કરો,એ દૈવ તો મૂઢોએ કલ્પી કાઢેલી કલ્પના છે. તમે પુરુષાર્થ કરીને સંકલ્પ થી કલ્પિત ચિત્તને –અચિત્ત-પણાને પમાડો.અને પર-બ્રહ્મ-રૂપી કોઈ પણ મહા-પદવી ને પામીને તથા તે ચિત્ત ને ચૈતન્યમાં લય કરીને, તમે ચિત્તથી પર થઈને રહો. પ્રથમ ચૈતન્ય ની ભાવના કરો, અને તેની સ્થિરતા માટે-પરમ-સાવધાન-વાળી બુદ્ધિ થી યુક્ત થાઓ. અને આમ ચિત્ત નો લય થવાથી, તમે અવ્યગ્રતા થી આત્માને ધારણ કરો. હે,રામ, જેમ દિમૂઢ-દશામાં અવળી થયેલી બુદ્ધિને પણ મનુષ્ય પરમ પ્રયત્ન થી જીતી શકે છેતેમ,મન પણ પુરુષાર્થ થી જીતી શકાય છે.વૈર્ય થી મનો-જય (મન પર જય) થાય છે. અને એ મનો-જય આગળ કૈલોક્ય નો વિજય પણ તૃણ-રૂપ છે. રાજ-સુખ માટે કોઈ રાજ્ય મેળવવા માટે યુદ્ધ કરવામાં શસ્ત્રો-વગેરે થી ઉત્પાત થાય છે, અને સ્વર્ગ-સુખ માં પણ “પુણ્ય પુરુ થયે પાછા પડવું પડશે” એવી પીડા (દુઃખ) રહે છે, પણ, મનોજય કરીને બ્રહ્મ-સુખ સંપાદન કરવામાં કંઈ પણ કલેશ નથી. જે અધમ મનુષ્યો,પોતાના મન-માત્ર ને જીતી શકતા નથી,તે વ્યવહાર દશામાં કેમ,વ્યવહાર કરી શકશે? “મારું મરણ થયું” કે “મારો જન્મ થયો” એવી કુદૃષ્ટિ –એ ચપળ ચિત્તમાં થયેલી અસત-વૃત્તિ ને લીધે થાય છે, પણ ખરી રીતે જોતાં તો-કોઈ નું મરણ કે જન્મ નથી,પણ મરણ પામેલું પોતાનું જ મન બીજા લોકો ને જુએ છે. તે મન અહીંથી પરલોકમાં જાય છે, અને ત્યાં અન્ય-પણા થી ફુરણ પામે છે, તથા મોક્ષ-પણાને પામે છે Page #234 -------------------------------------------------------------------------- ________________ 234 માટે મરણ નો શા માટે ભય રાખવો? મનુષ્ય નું મન આ લોકમાં –આ લોક રૂપે અને પરલોકમાં –પર લોક રૂપે રહે છે. એવી રીતે મોક્ષ થતા સુધી ચિત્ત વિના બીજી કોઈ વસ્તુ નથી, અને આત્મા ને મેળવવા માટે (મોક્ષ ને માટે) તે ચિત્ત ની શાંતિ કર્યા વિના –બીજો કોઈ ઉપાય નથી,એમ તત્વવેતા મુનિઓએ નિશ્ચય કર્યો છે. મન ની શાંતિ થયા પછી,હૃદયમાં શુદ્ધ બોધ (જ્ઞાન) થયા પછી, મન ના લય માત્ર થી વિશ્રાંતિ ઉત્પન્ન થાય છે,એટલા માટે હૃદયાકાશમાં ચૈતન્ય-રૂપી ચક્ર ની ધારથી મન નું મારણ કરો.તો તમને આધિઓ (મનોહર વિષયો) બાધ કરશે નહિ,પણ ઉપરથી, મનોહર લાગતા વિષયોને જ્ઞાન-પૂર્વક તેમના દોષો જોઈને તેમનું અમનોહર-પણું જાણશો, ત્યારે તે વિષયોના અંગો કપાઈ જશે. “આ હું” તથા “આ મારું” એવી બુદ્ધિ થવી તે જ મન છે,ને એવું મન અસંલ્પ-રૂપી દાતરડા થી જ છેદાય છે. વળી,અહંતા-મમતા ના અભાવ થી મન શુદ્ધ થાય છે, અને સ્વાધીન, કોમળ અને સ્વચ્છ મન ના “અસંકલ્પ”માં ભય માત્ર નથી. જેમ પિતા પોતાના બાળક ને કલ્યાણ ના માર્ગ માં જોડે છે-તેમ મન ને પણ કલ્યાણ ના માર્ગ માં જોડવું. જે મનુષ્ય,કોઈથી જલ્દી નષ્ટ ના થઇ શકે તેવા દુઃખ-રૂપ સંસારને વધારનાર ચિત્ત ને મારે છેતે આ જગતમાં જય (મોક્ષ) ને પામે છે અને બીજાઓને પણ તે મોક્ષ અપાવે છે. આમ, મન ના સંકલ્પ થી જ ભયંકર ભય ઉપજાવનાર વિપત્તિ ઉત્પન્ન થાય છે. મન-રૂપી બીજમાંથી,સુખ-દુઃખ,તથા શુભ-અશુભ-વગેરે ઉત્પન્ન થાય છે. માટે પરમ-પદવી-રૂપ (બ્રહ્મ-રૂપ) સિંહાસન નો આશ્રય કરીનેઅસંકલ્પ થી સાધ્ય તથા સકળ સિદ્ધિ ને આપનાર,એવા (અસંકલ્પ-રૂપી) સામ્રાજ્યમાં સુખ થી રહો. જેમ,ચિતામાં લાકડાનો નાશ થયા પછી ભસ્મ થયેલો અંગારો –તાપ ની શાંતિ કરે છેતેમ,ક્રમે કરીને નષ્ટ થયેલું મન ઉત્તમ આનંદ ને આપે છે. જે,પરમ-પવિત્ર છે, અને જે સર્વથા અહંકારથી રહિત છે-એવી “મન ની અભાવતા” (વિમનસ્તા) કરીને, જન્મ-આદિ વિકારો થી રહિત (અવશેષ-રૂપ) પરમ પવિત્ર પદ તમને પ્રાપ્ત થાઓ. (૧૧૨) ચિત્ત-ક્ષય ના ઉપાય અને વાસના-ત્યાગ નું વર્ણન વશિષ્ઠ કહે છે કે- હે રામ, તીવ્ર વેગ-વાળું મન જે જે પદાર્થમાં જેવીકેવી ઈચ્છા કરે છે-તે તે પદાર્થમાં તેવી તેવી ઇચ્છિત વસ્તુ ને તે જોઈ શકે છે.જેમ,જળમાં પરપોટાઓ કોઈ નિમિત્ત વિના પણ સ્વભાવ થી જ ઉત્પન્ન થઈને પાછા નાશ પામે છે તેમ, મન નું તીવ્ર-વેગ-પણું ઉત્પન્ન થઈને પાછું નાશ પામે છે. અને આ તીવ્ર-વેગ વળી ચપળતા એ “મન નું રૂપ” છે. રામ પૂછે છે કે-હે,બ્રહ્મન, મન અતિ ચપળ છે, તો તેની ચપળતા અને વેગ નું,કેમ કરીને નિવારણ થઇ શકે? વશિષ્ઠ કહે છે કે-ચંચળતા વિનાનું મન ક્યાંય જોવામાં આવતું નથી.જેમ,ઉષ્ણતા એ અગ્નિ નો ધર્મ છે, તેમ,ચંચળતા એ મન નો ધર્મ છે. જગતના “કારણ-રૂપ” એવી “માયાથી યુક્ત તે “ચૈતન્ય”માં જે "ચંચળ-સ્પંદ-શક્તિમાં રહેલી છેતે જગતના “આડંબર-રૂપ-માનસી-શક્તિ” (માયા) છે. એમ તમે સમજો. જેમ,સ્પદ તથા અસ્પદ વિના વાયુ ની સત્તા નથી,તેમ,ચંચળતા-રૂપી સ્કંદ વિના ચિત્ત ની સત્તા નથી. જે મન ચંચળતા વિનાનું છે તે મન મરેલું કહેવાય છે, અને તેને જ શાસ્ત્ર ના સિદ્ધાંત-રૂપ મોક્ષ કહે છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ 235 મન નો લય થવાથી દુ:ખ ની શાંતિ થાય છે, અને મન નું મનન કરવાથી દુઃખ ની પ્રાપ્તિ થાય છે. ચિત્ત-રૂપી રાક્ષસ જયારે ઉત્પન્ન થાય છે, ત્યારે તે દુ:ખ પેદા કરે છે માટે તેને પ્રયત્નથી પાડી નાખો. હે રામ,જે મન ની ચંચળતા છે તેને જ વાસના-રૂપી અવિદ્યા કહે છે. માટે તેનો વિચાર કરીને નાશ કરો. બાહ્ય વિષય ના અનુસંધાન નો ત્યાગ કરવાથી,જયારે અંતરમાં થી અવિદ્યા-રૂપી વાસનાનો (કે જે વાસના મન ની સત્તા હેઠળ છે) લય થાય છે ત્યારે,પરમ-કલ્યાણ ની પ્રાપ્તિ થાય છે. હે,રામ,સત-અસત્ કે ચૈતન-જડ,એના અનુસંધાન માં જે મધ્ય ભાગ છે તે મન છે. ની વૃદ્ધિ ને લી જડ,વસ્તુના અનુસંધાન થી,હણાયેલું (ઘવાયેલું) મન, (પોતાનામાં) જડપણા ની વૃદ્ધિ ને લીધે, અને તે જડપણા ના દૃઢ અભ્યાસને લીધે-જડપણા ને પામે છે.(એટલે અહીં મન=જડ ગણાય છે) જયારે તે જ મન વિવેકના અનુસંધાનથી પોતાનામાં રહેલા ચૈતન્યના અંશ ને લીધે, અને ચૈતન્ય ના દૃઢ અભ્યાસને લીધે ચૈતન્ય-પણાને પામે છે. (એટલે અહીં મન=ચેતન ગણાય છે) એટલે અહી નામાં રહેલા પુરુષાર્થ ના પ્રયત્ન થી,મન જે વસ્તુમાં પડે છે તે વસ્તુ (જડ કે ચૈતન્ય) ને પામે છે.અને તે જ મન,અભ્યાસ થી તે વસ્તુ-રૂપ (જડ-કે ચૈતન્ય) જ થાય છે. માટે,ફરીથી,પુરુષાર્થ નો આશ્રય કરીને મન વડે જ મન ને દબાવીને, શોક-રહિત પદ નો આશ્રય કરીને, તમે કોઈ પણ જાતની “શંકા” નો ત્યાગ કરીને સ્થિર થઈને રહો. હે.રામ,મન ની ભાવના વડે જ મન ને મગ્ન કરો.એથી જ બળ-પૂર્વક તરી જવાય છે.અને આ એક જ ઉપાય છે-બીજો કોઈ ઉપાય નથી. મન નો દૃઢ નિગ્રહ કરવામાં મન જ સમર્થ છે.કારણકે જે પોતે રાજા નથી તે બીજા રાજાને શિક્ષા કેમ કરી શકે? સંસાર-રૂપી સમુદ્રના વેગમાં,તણાઈ જતાં,તૃષ્ણા-રૂપી મનુષ્યો ના ઝુંડ ને તરવા માટે મન એ જ વહાણ-રૂપ છે.જે મનુષ્ય મન વડે જ મન-રૂપી પાશ (દોરડાનું બંધન) ને કાપી નાખીને પોતાના આત્માને મુક્ત કરતો નથી, તેનો બીજા કોઈ ઉપાય થી મોક્ષ થતો નથી. સંસારિક વિષય થી યુક્ત,મન-રૂપી જે જે વાસનાનો ઉદય થાય છે, તેનો વિદ્વાનો ત્યાગ કરે છે, અને જેથી અવિદ્યા (અજ્ઞાન-કે માયા) નો ક્ષય થાય છે. માટે પ્રથમ,મન ની વાસના નો ક્ષય કરો,પછી ભેદ (સંકલ્પ-વિકલ્પ-વગેરે)ની વાસનાનો અને ત્યાર પછી,ભાવ-અભાવ ની વાસના નો ત્યાગ કરી,નિર્વિકલ્પ-સુખ ને સંપાદન કરો. ભાવના-માત્ર નું અભાવ-પણું (ભાવ (આસક્તિ-વગેરે) નું ના થવા-પણું) એ જ વાસના નો ક્ષય છે. અને તેને જ મન નો કે અવિદ્યા નો નાશ કહે છે. સંસારિક પદાર્થ નું જ્ઞાન રાખવું અને તેની ઈચ્છા કરવી,તેના કરતાં, સંસારિક પદાર્થ નું જ્ઞાન ના રાખવું અને તેની ઈચ્છા ના કરવી-એ વધારે સારું છે. કારણકે-ઈચ્છા કરવા થી દુઃખ ઉત્પન્ન થાય છે અને ઈચ્છા નહિ કરવા થી સુખ ઉત્પન્ન થાય છે. એટલા માટે પ્રયત્ન વડે પ્રત્યેક પુરુષે,”ભાવ” નું અભાવન કરવું (વાસનાનો ત્યાગ કરવો). અને સંસાર સંબંધી જ્ઞાન (વેદ્ય) નું અવેધન કરવું (અવિદ્યા નો ત્યાગ કરવો) હે, રામ,તમારા મન માં જે જે ઇચ્છિત રાગ (આસક્તિ) રહેલો છે, તે તે સર્વ અનર્થો ના કારણભૂત છે, એમ જાણી ને તમે તેના “અંકુર” નો પણ ત્યાગ કરો. એટલે આત્મા ના અનુભવથી તૃપ્ત થયેલા તમે હર્ષ-શોક ને પ્રાપ્ત થશો નહિ. Page #236 -------------------------------------------------------------------------- ________________ (૧૧૩) તત્વ-બોધ નું વર્ણન વશિષ્ઠ કહે છે કે-હે,રાઘવ,બે ચંદ્ર નું ભ્રાંતિની પેઠે મિથ્યા ઉદય પામેલી,વાસના નો ત્યાગ કરવો ઘટે છે. એ અવિદ્યા-રૂપી વાસના ખોટી (મિથ્યા) છે છતાં અજ્ઞાની મનુષ્યમાં તે સાચી હોય તેમ રહેલી છે, એટલે સારા જ્ઞાની મનુષ્યમાં તેનો (વાસનાનો) સંભવ કેવી રીતે હોઈ શકે? માટે હે, રામચંદ્રજી,તમે અજ્ઞાની ના થાઓ,પણ સારા જ્ઞાની થાઓ અને સારી રીતે વિચાર કરો. જેમ,મોજાં ની પરંપરાથી વિસ્તાર-વાળા જળમાં,વસ્તુતઃ જળ સિવાય બીજી કોઈ વસ્તુ છે જ નહિ, તેમ,પરમ-તત્વ સિવાય બીજી કોઈ વસ્તુ કે અવસ્તુ-કંઈ જ છે નહિ. ભાવ તથા અભાવ "સંકલ્પ-વિકલ્પ" થયા વિના થતા નથી,અને તે અસત્-મય છે.માટે શુદ્ધ આત્મામાં તેનો આરોપ કરો નહિ.તમે કર્તા નથી (પરમાત્મા કર્તા છે) તેમ છતાં ક્રિયામાં કેમ મમતા રાખો છો? એક (પરમાત્મા) જ સત્ય વસ્તુ છે માટે કોણ કઈ વસ્તુ ને કેવી રીતે કરે છે? આવી જ રીતે તમે "અકર્તા" ના "અભિમાની" થાઓ નહિ, કારણકે અભિમાની થવાથી કોઈ વસ્તુ સિદ્ધ થવાની નથી.માટે તમે સ્વસ્થ થઈને રહો. હે,રઘુવર,તમારામાં અભિમાન નો અભાવ છે અને તમને કાર્યમાં આસક્તિ નથી તેથી તમે અકર્તા છો. વળી,તમારામાં અકર્તા ના અભિમાનનો અભાવ તથા કાર્યમાં આસક્તિ ના હોવાથી, તમે કર્તા પણ છો.!!! અને આ પ્રમાણે તમને જો કે "કર્તા-પણું" પ્રાપ્ત થયું,તો પણ સાધારણ લૌકિક-કર્તા ને જે પ્રમાણે ભ્રમ થાય છે તેમ,તમને ભ્રમ થવા સંભવ નથી. માટે,જ,સાચી વસ્તુ ને ગ્રહણ કરવું અને મિથ્યા વસ્તુનો ત્યાગ કરવો. હવે –“કર્મનાં જે જે ફળ છે,તે તે સત્ય છે” એમ માની ને મનુષ્ય ને તે "ફળ ગ્રહણ કરવાની આસક્તિ" થાય છે, અને (ફળ ગ્રહણ કરવા) માટે જ મનુષ્યને "કર્મમાં આસક્તિ" થાય છે, પણ ખરું,જોતાં,આ અખિલ ઇન્દ્રજાળ માયા-મય અને મિથ્યા છે તો પછી, તેમાં આસક્તિ,ત્યાગ અને ગ્રહણ-કરવાની દૃષ્ટિ કેમ સત્ય હોઈ શકે? જે,અવિદ્યા છે તે સંસારનું બીજ છે અને તે મિથ્યા છે,છતાં તે વૃદ્ધિ પામેલી છે.અને આ વાસના રૂપી અવિદ્યા, બ્રહ્માંડ સુધી પહોંચેલી અને પાર વિનાની છે.તથા ચિત્તને અત્યંત મોહ પમાડનારી છે. આ અવિદ્યા-રૂપી વાસના એ વાંસ ની જેમ અંદર થી પોલી અને સાર-રહિત છે.અને તેનો મૂળથી કાપ્યા વિના નાશ થતો નથી.કોઈ તેને હાથ થી પકડવા જાય તો પણ તેને પકડી શકતી નથી. જેમ પાણીના ઝરણાં કોમળ હોય છે છતાં તે કાંઠાના ઝાડને ઉખાડી નાખે છે, તેમ,અવિદ્યા પણ કોમળ દેખાય છે છતાં તીક્ષ્ણ ધારવાળી છે. જેમ,મૃગજળ ની નદી જળથી યુક્ત । દેખાય છે,પણ તે જળ પીવાના કે સ્નાન કરવાના ઉપયોગમાં આવતું નથી,તેમ,અવિદ્યા કાર્ય કરવામાં સમર્થ જણાય છે છતાં,સત્ય-પુરુષાર્થમાં તે ઉપયોગી નથી. તે અવિદ્યા અંદરથી શૂન્ય હોવા છતાં સાર-વાળી જણાય છે.તે કોઈ-કોઈ ઠેકાણે રહેલી નથી તો પણ સર્વ સ્થળે દેખાય છે,પોતે જડ છે છતાં ચૈતન્ય-રૂપે રહીને મન ને ચંચળ કરે છે. તે પોતે પણ ચંચળ હોવા છતાં તે સ્થિર છે તેવી શંકાને પેદા કરે છે. તે તેનો અગ્નિ જેવો શુદ્ધ વર્ણ દેખાય છે પણ તે કાળી મેંશ જેવી મલિન છે. તે,પરમાત્મા ના પ્રસાદથી (કૃપાથી) તે નૃત્ય કરે છે,પણ પરમાત્મા નો સાક્ષાત્કાર થવાથી તેનો નાશ થાય છે. 236 તે અવિદ્યા,વાંકી છે,વિષ-મયી છે,પાતળી છે,કોમળ છે,કર્કશ છે,ચંચળ છે,લંપટ છે,તૃષ્ણા-રૂપ છે,અને કાળી સાપણ જેવી છે.તેના પર સ્નેહ (આસક્તિ કે રાગ) ના રાખવાથી તેનો ક્ષય થાય છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ તે વીજળી ના જેવી,વાંકી તથા તેના પર મુગ્ધ થયેલા ને ત્રાસ આપનારી છે,અને જેમ વીજળી ને પકડી શકાય નહિ તેમ તે પકડી શકતી નથી, ક્ષણવારમાં ઉત્પન્ન થઈને તે લય પામી જાય છે,અને શોધવાથી પણ તે હાથમાં આવતી નથી. તેની પ્રાર્થના ના કરી હોવા છતાં પાસે આવેલી તે અવિદ્યા રમણીય લાગતી હોવા છતાં અનર્થ-રૂપ છે. ભ્રમ કરનારી તે અવિદ્યાનું અત્યંત વિસ્મરણ થવાથી તે અતિ સુખ-રૂપ લાગે છે (અને લલચાવે છે) પણ પાછો તેનો તર્ક થી વિચાર કરવાથી,ખરાબ સ્વપ્ન ની જેમ ભય પણ કરાવે છે. તે અવિદ્યા,એ મુહૂર્ત (ક્ષણ) માત્રમાં પોતાના પ્રતિભાસ-માત્ર થી ત્રણ જગતને ઉત્પન્ન કરીને ધારણ કરે છે અને તેનો લય પણ કરે છે. જેમ,સ્ત્રીના (કાન્તાના) સુખમાં આનંદ માનનાર મનુષ્યો ને તેનો (સ્ત્રીનો) વિયોગ થાય ત્યારે તેને એક રાત્રિ પણ એક વર્ષ ની થઇ પડે છે,તેમ,દુઃખના વખતમાં થોડો કાળ લાંબો થઇ પડે છે, એમ જ,આ,અવિધાને લીધે જેને ભ્રમ થાય છે, તેવા મનુષ્યો ને સુખ નો લાંબો કાળ પણ ક્ષણવારમાં ચાલ્યો જાય છે. પ્રકાશ થવાના “કાર્ય” માં જેમ "દીવા નું કર્તા-પણું" છે (દીવો કાર્ય કરે એટલે પ્રકાશ થાય છે-એટલે તે કર્તા છે) પણ વાસ્તવિક રીતે તે કર્તા-પણું નથી. તેમ,તે અવિદ્યા મનોરાજ્ય ની જેમ આકારવાળી છતાં અસત્ય અને કોઈ પણ કામમાં ઉપયોગી નથી. તે લાખો શાખા-વાળી હોવા છતાં પરમાર્થમાં ઉપયોગી નથી.અનેક પ્રકારના આડંબરવાળી તે (અવિદ્યા) મુગ્ધ (અજ્ઞાની) મનુષ્યો ને મોહ પમાડે છે.પણ જ્ઞાનીને મોહ પમાડી શકતી નથી. અવિદ્યા એ પાણીના બનેલા પરપોટા જેવી છે,એટલે કે થોડોક સમયમાં જ નાશ પામે છે.પણ તેનો પ્રવાહ નિત્ય છે.તે જડ છતાં ચંચળ આકારવાળી છે અને ઝાકળ ની પેઠે હાથમાં આવતી નથી. આ અવિદ્યા એ દાહ (દાઝવું કે-દુઃખ કે ખેદ) ને પેદા કરે છે,જો કે પોતે અંદર રસ (પરમાત્મા)ને રાખે છે, અને જગતમાં ઘૂમી વળે છે.અને નિઃસાર એવા સંસારના સંસ્કાર થી દૃઢ થયેલી છે. તે વૃદ્ધિ પામતી હોય તેમ મનુષ્યો જુએ છે,પણ તે વૃદ્ધિ પામતી નથી પણ ફેલાયેલી છે. જેમ ઝેર નો લાડુ પ્રથમ મધુર લાગે છે પણ પરિણામે દુઃખ-દાયી છે, તેમ,અવિદ્યા પણ ઉપરથી મધુર જણાય છે પણ અંતે અનર્થ કરનારી છે. જેમ વાહનમાં બેઠેલા મનુષ્ય ને ઝાડનું ઠુંઠું પણ હાલતું દેખાય છે, તેમ મોહ થી અવિદ્યા ઉત્પન્ન થાય છે.ને સ્વપ્ન ની પેઠે ભ્રમ ને ઉત્પન્ન કરે છે. જ્યાં સુધી આત્માના આવરણ-રૂપ અવિદ્યા અંતઃકરણ માં રહેલી છે ત્યાં સુધી,સ્વપ્ન ની પેઠે દીર્ઘ સંસારની કલ્પના થયા કરે છે.અને તેને લીધે વિચિત્ર વિભ્રમ થયા કરે છે. જેમ પારધી ની જાળ,પક્ષીને મોહ પમાડી બંધન કરે છે, તેમ અવિદ્યા અનેક પ્રકારના પદાર્થથી મનને મોહ પમાડી અને બંધન કરે છે. 237 હે,રામ,એવું કંઈ પણ નથી કે જે –ઉદ્ધત થયેલી અવિદ્યાથી બની શકે નહિ. પણ, તે અવિધા સત્તા વગરની હોવા છતાં તેની કેટલી શક્તિ છે તે તમે જુઓ. માટે જ,તમે વિવેક-બુદ્ધિ થી વિષય-બુદ્ધિ નો વિરોધ કરો,એટલે પ્રવાહ રોકવાથી નદી જેમ સુકાઈ જાય છે, તેમ,વિષય-રૂપી બુદ્ધિ નો રોધ કરવાથી,મન-રૂપી નદી જેવી અવિદ્યાનું શોષણ થઇ જાય છે. રામ પૂછે છે-કે-અવિદ્યા વસ્તુત છે જ નહિ,તુચ્છ અને મિથ્યા-ભાવના કરનારી છે,અહો,છતાં જગતને તેણે Page #238 -------------------------------------------------------------------------- ________________ 238 આંધળુ કર્યું છે.તો હે પ્રભુ,અનંત દુષ્ટ ભ્રમોનો વિલાસ કરનારી,ઉદય અને ક્ષય થી યુક્ત,જન્મ-મરણનાં દુઃખ આપનારી,મન-રૂપી ઘરમાં બંધાયેલી,એ અવિદ્યારૂપી વાસનાનો-કયા ઉપાય થી નાશ થાય? (૧૧૪) અવિદ્યા-ક્ષય નો ઉપાય વશિષ્ઠ કહે છે કે-હે, રામ,સૂર્યનાં કિરણો થી જેમ હિમ-કણ (બરફ ના કણ) નો નાશ થાય છે, તેમ,આત્માના અવલોકન થી અવિદ્યા નો નાશ થાય છે. અને જ્યાં સુધી અવિદ્યાનો નાશ કરનારી અને મોહ નો ક્ષય કરનારી આત્મ-વિદ્યા ઉત્પન્ન થઇ નથી ત્યાં સુધી, તે અવિદ્યા દેહભિમાની જીવને મહાન દુઃખ-રૂપી કાંટાઓ થી ભરેલી સંસાર-ખીણમાં ઝોલાં ખવડાવે છે. જેમ જયારે છાયાને જયારે તડકા નો અનુભવ કરવાની ઈચ્છા થાય છે.ત્યારે છાયાનો જ નાશ થાય છે. તેમ,અવિદ્યાને જયારે પરમાત્મા નાં દર્શન ની ઈચ્છા થાય છે ત્યારે તે અવિદ્યાનો જ નાશ થાય છે. એટલે કે આત્મા નો બોધ થાય ત્યારે અવિદ્યાનો લય થાય છે. હે રામ,ઈચ્છા છે –તે જ અવિદ્યા (અજ્ઞાન-કે બંધન) છે,અને ઈચ્છા નો નાશ એ જ મોક્ષ છે. આવી રીતે “અ-સંકલ્પ-માત્ર” થી (ઈચ્છા વગરના થવાથી) સિદ્ધ થવાય છે. મન-રૂપી આકાશમાં વાસના-રૂપી રાત નો નાશ થવાથી જયારે ચૈતન્ય-રૂપી સૂર્ય નો ઉદય થાય છે, ત્યારે તે (ચૈતન્ય કે આત્માના) "વિવેક"ના ઉદય થી,અવિદ્યા લય પામી જાય છે. રામ પૂછે છે કે-હે,બ્રહ્મન,જે કંઈ અદૃશ્ય છે તે અવિદ્યા છે અને આત્મ-વિદ્યા થી નાશ પામે છે તો – તે આત્મા નું સ્વરૂપ કેવું છે? વશિષ્ઠ કહે છે કે જેને (જેનામાં) વિષય ની વ્યાપ્તિ નથી,જે સામાન્ય રીતે સર્વ સ્થળે રહેનાર છે, અને જેનું કોઈથી વર્ણન થઇ શકતું નથી,તે "આત્મા કે પરમેશ્વર" કહેવાય છે. બ્રહ્મા થી આરંભ કરીને તૃણ(તણખલા) સુધી,જે જે પદાર્થ છે તે નિરંતર આત્મા-રૂપ જ છે. આ જગત બ્રહ્મ-રૂપ છે,નિત્ય છે, ચૈતન્ય-ધન છે,અને અક્ષત છે, તેમાં બીજી કોઈ કલ્પના થઇ શકે નહિ. આ જગતમાં કોઈનો યે જન્મ નથી કે મરણ નથી,કે ભાવ-વિકાર ની કોઈ સત્તા નથી, માત્ર–તે પરમાત્મા ના આભાસ-રૂપ,અવિદ્યાના આવરણ-રહિત ચૈતન્ય-માત્ર ની જ સતા છે. આ પ્રમાણે,નિત્ય-શુદ્ધ,ચૈતન્ય-માત્ર,નિરુપદ્રવ,શાંત,સમાન અને નિર્વિકાર પરમાત્મામાં, આવરણ-રહિત અવિદ્યા-એ સંકલ્પ કરીને દોડે છે, અને તેની વિક્ષેપ-શક્તિથી જે ઉત્પન્ન થાય છે, તેણે “મન” કહે છે. જેમ,જળમાંથી લહરી ઉત્પન્ન થાય છે તેમ તે મનમાંથી અનેક પ્રકારના વિભાગની કલ્પના કરવામાં આવે છે, ત્યારે તે વિભાગો (વસ્તુઓ) ઉત્પન્ન થાય છે. પરમાત્મા તો એક છે, શાંત છે અને તેમનામાં જન્મ-મરણ (સંસ્કૃતિ છે જ નહિ. એ સંસ્કૃતિ તો સંકલ્પ-માત્ર થી સિદ્ધિ પામી છે, અને એથી જ આ સંસાર "સંકલ્પ" થી સિદ્ધ (બનેલો) છે. અને (કોઈ એવા બીજા) "સંકલ્પ" થી જ તે સંસાર નો નાશ થાય છે. ભોગ અને આશા ના રૂપ ને પામેલી તે અવિદ્યા, પુરુષે પોતાના ઉદ્યમથી સિદ્ધ કરેલા, અસંકલ્પ-માત્ર થી (કોઈ પણ કલ્પના- ના કરવા-પણાથી) લય પામે છે. “હું બ્રહ્મ નથી”એવો દૃઢ સંકલ્પ કરવાથી બંધન થાય છે અને “સર્વ-બ્રહ્મ-રૂપ છે” તેવા દૃઢ સંકલ્પ થી મુક્તિ મળે છે.માટે સંકલ્પ ને જીતીને -જેમ ઈચ્છા માં આવે તેમ કરો. Page #239 -------------------------------------------------------------------------- ________________ 239 સંસાર-રૂપી,બંધનમાં નાખનારી અવિદ્યા,એ “સંકલ્પ-વિકલ્પ” ની જાળ માત્ર છે, તે અસત્ય છે છતાં અજ્ઞાની મનુષ્ય તે સત્ય હોય તેવી કલ્પના કરે છે અને તેને દૃઢપણે વળગી રહે છે. બાકી –હકીકતમાં તો તે ચપળ અવિદ્યા એ કશું જ સુખ આપનારી નથી. “હું નિર્બળ છું, હું દુઃખી છું,હું હાથ-પગથી યુક્ત શરીર છું”એવી રીતની ભાવનાના વ્યવહારથી "બંધન" થાય છે. જયારે,"હું બળવાન છું,હું દુઃખી નથી,મારે દેહ નથી કે મારે બંધન નથી” એવી રીતની ભાવનાના વ્યવહારથી "મુક્ત" થવાય છે, "હું દેહથી પર છું” એવો જેને નિશ્ચય થાય છે, તેની અવિદ્યા ક્ષીણ થાય છે એમ કહેવાય છે. જેમ,આકાશ ની શ્યામતા (કાળાશ) તે વાસ્તવિક રીતે હોતી નથી –તેમ છતાં,અજ્ઞાની મનુષ્યો તે આકાશમાં રયામતા ની કલ્પના કરે છે, પણ જ્ઞાની મનુષ્યો તેવી (અવિદ્યાની) કલ્પના કરતા નથી. રામ કહે છે કે-હે,બ્રહ્મન,જે આ આકાશ ની ૨યામતા જોવામાં આવે છે તે શાથી થયેલી છે? તે કહો. વશિષ્ઠ કહે છે કે-આકાશ શૂન્ય છે, અને તેના શૂન્ય ના ગુણ ની પેઠે,તેમાં રહેલી શ્યામતા વાસ્તવિક રીતે નથી.(શૂન્ય માં કંઈ રહી શકે નહિ હોઈ શકે નહિ-કે તેનો કોઈ રંગ પણ હોઈ શકે નહિ) જયારે મનુષ્ય ની દૃષ્ટિ પહોંચતી નથી, ત્યારે નેત્રમાંથી અંધકાર જ ઉત્પન્ન થાય છે. અને તે અંધકાર એ આકાશમાં ૨યામતા-રૂપે દેખાય છે. આકાશના વર્ણ (યામતા)ની પેઠે,ઉત્પન્ન થયેલા–જગત-રૂપી ભ્રમ નું સ્મરણ ના કરવું તે જ વધારે સારું છે. જેવી રીતે, “મારો નાશ થયો છે” એવા સંકલ્પથી થયેલા દુ:ખ થી મનુષ્ય નો નાશ થાય છે, જયારે,“હું જાગ્રત છું” એવા સંકલ્પ થી સુખ ની પ્રાપ્તિ થાય છે, તેવી રીતે મૂઢ-પણા ના સંકલ્પ થી મન મૂઢ-પણાને પામે છે,ને જ્ઞાન ના સંકલ્પ થી જ્ઞાન-પણાને પામે છે. એ જ પ્રમાણે અવિદ્યાનું સ્મરણ કરવાથી તેનો ઉદય થાય છે પણ તે નાશવંત હોવાથી,તેનું વિસ્મરણ કરવામાં આવે તો તેનો નાશ થાય છે. તે અવિદ્યા સર્વ “ભાવ” ને ઉત્પન્ન કરનારી છે, અને સર્વ પ્રાણી ને મોહ કરનારી છે પણ,આત્મ-સ્વરૂપ ની પ્રાપ્તિ થવાથી તેનો નાશ થાય છે. જેવી રીતે રાજાની આજ્ઞા નો તેના સર્વ કારભારીઓ અંગીકાર (સ્વીકાર) કરે છે, તેમ મન જેવી ઈચ્છા કરે છે તે પ્રમાણે બીજી સર્વ ઇન્દ્રિયો પ્રવર્તે છે. એટલા માટે જે મનુષ્ય અંતઃકરણ માં બ્રહ્મ-ભાવના રાખી પોતાના મનથી–વિષયો માં કોઈ પણ અનુસંધાન કરતાં નથી, તે શાંતિ ને પામે છે. આ જગત પ્રથમ (ભૂતકાળમાં) નહોતું,ને વર્તમાન કાળમાં પણ નથી, અને જે પ્રતીત થાય છે તે – નિર્વિકાર બ્રહ્મ જ છે.માટે મનન કરવા યોગ્ય–બ્રહ્મ સિવાય-બીજા કોઈ પદાર્થ જ નથી. માટે પરમ પુરુષાર્થનો આશ્રય કરીને તમે પરમ બુદ્ધિથી, ચિત્તમાંથી ભોગ (આસક્તિ) તથા આશા ની ભાવના ને જડ-મૂળ થી ઉખેડી નાખો. હજારો આશાના પાશ થી,ઉદય પામનાર તથા જરા-મરણ ના કારણ-રૂપ એવો જે “મોહ” થાય છેતે માત્ર વાસનાથી જ ઉત્પન્ન થાય છે. “હું અને મારું મારું ઘર,મારું ધન,મારી સ્ત્રી,મારા બાળકો” એ પ્રમાણે ઇન્દ્રજાળ ની રચનાથી "વાસના" જ નાચ્યા કરે છે. એ વાસના એ જ શૂન્ય શરીરમાં અહંકારથી કલ્પનાઓ કરી છે, Page #240 -------------------------------------------------------------------------- ________________ 240 પણ તત્વતઃ “હું, મારું” વગેરે કોઈ પણ "કલ્પના" એ "સત્ય" નથી, જેમ,અજ્ઞાન થી દોરીમાં સર્પ ની બુદ્ધિ નો ઉદય થાય છે,ને જ્ઞાન થી તેનો નાશ થાય છે, તેમ,અજ્ઞાન થી સંસાર નો ઉદય અને જ્ઞાન થી સંસાર નો નાશ થાય છે. જ્ઞાની ની દ્રષ્ટિએ તો-આકાશ-વગેરે સર્વ બ્રહ્મ-રૂપ જ છે.માટે તમે જ્ઞાની થાઓ.વાસનાનો ત્યાગ કરો. દેહમાં આત્મ-ભાવ ની ભ્રાંતિ રાખીને તમે અજ્ઞાની ની પેઠે શા માટે રોદણાં રડો છે? દેહ તો જડ અને મૂંગો છે, તેની સાથે તમારે શો સંબંધ છે? એ દેહમાં પરવશ-પણું રાખીને શા માટે દુઃખ ને વહોરો છે? લાકડું અને તેમાંથી નીકળતો) ગુંદર- એ બે જોકે એકબીજાની સાથે છે, તો પણ એક બીજા ને સંબધ નથી, તેમ દેહ અને દેહધારી –એ બંને જો કે એક દેખાય છે છતાં નથી. જેમ, ધમણ ને બાળી નાખવાથી તેમાં રહેલા પવન નો નાશ થતો નથી, તેમ,દેહનો નાશ થવાથી આત્મા નો નાશ થતો નથી. હે, રામ, હું સુખી છું કે દુઃખી છું-એમ માનવું તે માત્ર એક ભ્રાંતિ જ છે.માટે તેનો ત્યાગ કરો.અને એક સત્ય વસ્તુ નો આશ્રય લો. અહો,એ આશ્ચર્ય છે કે બ્રહ્મ-રૂપી સત્ય વસ્તુને મનુષ્યો ભૂલી ગયા છે, અને અવિદ્યા-રૂપી અસત્ય વસ્તુને સ્મરણમાં (યાદ) રાખે છે. માટે હે,રામ,એ અવિદ્યા ને તમે અવકાશ આપો નહિ, કારણકે અવિદ્યા એ ચિત્તને હરાવે છે, અને આ સંસાર બહુ કષ્ટ થી પાર કરી શકાય-તેવો થઇ પડે છે. મન ના મનન થી વૃદ્ધિ પામેલી,દુઃખ દેનારી,અને મહામોહનરૂપી ફળ આપનારી અવિદ્યા વડે, રૌરવ નર્ક ની પણ કલ્પના થાય છે અને પછી દાહ-શોષ વગેરે નરક ના અનુભવો પણ થાય છે. જળ થી ભરેલા તળાવમાં તે ઝાંઝવાના જળ નો અનુભવ કરાવે છે, તે,આકાશમાં નગરનું નિર્માણ કરાવે છે, તથા સ્વપ્ન-આદિ અવસ્થામાં સુખ-દુઃખ ના અનુભવ કરાવે છે. સંસારની વાસના જો મનુષ્યના મનમાં પુરાઈ ના રહેતી હોય તો –જાગ્રત તથા સ્વપ્ન અવસ્થામાં – દુઃખ પેદા થઇ મનુષ્ય ને -તે-શા માટે આપત્તિ માં નાખે? મિથ્યા જ્ઞાન ની ઉત્પત્તિ થવાથી,સ્વપ્ન-રૂપ આ સંસારની ભૂમિ માં અનર્થ રૂપ નરક ની યાતના જોવામાં આવે છે. અવિદ્યામાં પરવશ થવાથી રાજાને પણ ચંડાળ જેવી અયોગ્ય અવસ્થા પ્રાપ્ત થાય છે. હે, રામ,સંસારના બંધનરૂપ તેવી એ વાસનાનો ત્યાગ કરો.અને સ્ફટિક જેવા સ્વચ્છ થઈને રહો. જેમ,સ્ફટિક વિચિત્ર પ્રતિબિંબ નું ગ્રહણ કરે છે તો પણ તે તેમાં આસકત નથી, તેમ તમે પણ સર્વ કાર્યમાં રહેવા છતાં,રાગથી વિરક્ત (અનાસક્ત) રહો. જો, તમે બ્રહ્મસ્વરૂપ ને જાણનાર તત્વ-વેતા ના સમાજમાં જશો, ને, ત્યાં વારંવાર વિચાર કરીને બ્રહ્મ-ભાવ નો દૃઢ નિશ્ચય કરશો, વળી,તેથી પ્રકાશ પામનારી તથા,નિરંતર સારાં આચરણ વાળી,ઉત્તમ બુદ્ધિ થી તમે વ્યવહાર કરશો, તો જન્મ-મરણ ના વિભ્રમનો વિનાશ થશે,ને તમે અનુપમ પદ ને પામશો. (૧૧૫) લવણ-રાજાને પડેલી આપત્તિ નું કારણ રામ કહે છે કે અહો,એ આશ્ચર્ય છે કે-કમળમાંથી ઉત્પન્ન થયેલા તંતુ વડે,પર્વત નું બંધન થાય છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ 241 અવિદ્યા નો અત્યંત અભાવ છે છતાં, સર્વ જગત તેનાથી વશ થઇ ગયું છે! અવિદ્યા વડે,અસતું છતાં સત ની પેઠે રહેલું,આ સંસારનું દુ:ખ એ તૃણ-સમાન છે,છતાં વજૂ જેવું જણાય છે. હે, પ્રભુ,સંસાર ના કારણભૂત એવી-તે- માયાનું સ્વરૂપ કેવું છે? તે કૃપા કરીને મને બોધ થાય એ માટે તમે કહો, વળી,લવણ-રાજાને ચંડાળ-અવસ્થાનું દુઃખ ભોગવવું પડ્યું તેનું કારણ મને કહો. દેહ અને દેહધારી એ બંને પરસ્પર સાથે જ રહેલા છે,તે બેમાંથી શુભ અને અશુભ કર્મ-ફળનો ભોક્તા કોણ છે? વળી,તે, દુ:ખદાયી,ચંચળ અને ભારે આપત્તિ આપનાર,ઇન્દ્રજાળ કરનાર મનુષ્ય કોણ હતો? વશિષ્ઠ કહે છે કે-જે દેહને લાકડું કે ભીંત ની ઉપમા આપવામાં આવે છે-તે વાસ્તવિક રીતે છે જ નહિ, પણ સ્વપ્નની પેઠે ચિત્તે તેને કલ્પેલો છે. જીવ-પણાને પામેલ તે ચંચળ ચિત્તને આ સંસાર નો "આડંબર" જાણવો. અનેક આકારથી (ચિત્ત-રૂપી) જીવ ને ધારણ કરનાર દેહધારી,કર્મ-ફળ ને ભોગવનારો છે. અને તે દેહધારીનું,"અહંકાર-મન-કે જીવ" એવું નામ પડે છે. જેણે, અનેક પ્રકારની,સંજ્ઞા થી કલ્પના કલ્પેલી છે, તે અજ્ઞાની મન વિચિત્ર વૃત્તિ ને અનુસરી ને વિચિત્ર આકૃતિ-પણા ને પામે છે. જ્યાં સુધી મન અજ્ઞાની છે ત્યાં સુધી,તે મન નિદ્રા-વાળું ગણાય છે, તેથી તે સ્વપ્નમાં સંભ્રમ જુએ છે પણ જાગૃત થયા પછી તે સંભ્રમ ને જોતું નથી. અજ્ઞાન-રૂપી નિંદ્રાથી ક્ષોભ પામેલા જીવને જ્યાં સુધી બોધ થયો નથી, ત્યાં સુધી તે (જીવ) દુઃખ થી પણ ભેદન ના થાય તેવા સંસારના આરંભ ને (નિંદ્રામાં સ્વપ્ન ની જેમ) જુએ છે, પણ, જ્ઞાન થી જાગૃત થયેલા મન નો સર્વ અંધકાર લય પામે છે. "ચિત્ત,અવિદ્યા,મન,જીવ,વાસના તથા કર્માત્મા" એવા નામથી કહેવાતો,"દેહધારી" એ "દુઃખ નો ભોક્તા" છે. દેહ તો જડ છે,તે દુઃખ ભોગવવાને યોગ્ય નથી,પણ દેહધારી જ અવિચારથી,દુઃખ ભોગવે છે. ગાઢ અજ્ઞાન થી અવિચાર થાય છે, અને અજ્ઞાન જ દુઃખ નું કારણ છે. જીવ,એક “અવિવેક-રૂપી” દોષ થી શુભ-અશુભ એવા વિષય-પણાને પામેલો છે. અવિવેક-રૂપી રોગ થી બંધાયેલું તથા વિવિધ પ્રકારની વૃત્તિ-વાળું મન - અનેક પ્રકારના "આકારના વિહાર" વડે, ચક્રની પેઠે ભમ્યા કરે છે. આ શરીરમાં રહેલું મન,ઉદય પામે છે, રાડો પાડે છે,હિંસા કરે છે, નાચે છે,નિંદા કરે છે, અને અહીં-તહીં દોડ્યા કરે છે-પણ તેને શરીર કંઈ કરી (રોકી) શકતું નથી,કે કંઈ કરતુ પણ નથી. જેવી રીતે ઘરનો માલિક, એ ઘરમાં વિવિધ પ્રકારનાં કામો કરે છે, પણ તે જડ ઘર કશું કરતું નથી, તેવી રીતે દેહમાં રહેલો (ચિત્ત-રૂપી) જીવ જ સંસારમાં ચેષ્ટાઓ કરે છે, જડ દેહ કંઈ કરતો નથી. સર્વ પ્રકારનાં સુખ દુઃખ અને સર્વ પ્રકારની કલ્પનાઓમાં મન છે- તે મન જ કર્તા છે.અને મન જ ભોક્તા છે. આ પ્રમાણે માનવ-માત્ર એ મનથી થયેલો છે,એમ તમે સમજો. વશિષ્ઠ કહે છે કે-લવણ રાજાને મન ના ભ્રમ થી ચંડાળ-પણું કેવી રીતે પ્રાપ્ત થયું હતું, તે વિષે હું તેમનું તમને એક ઉત્તમ વૃતાંત કહું છું તે તમે સાંભળો. લવણ-રાજા એ હરિશ્ચન્દ્ર ના કુળમાં જન્મ્યા હતા. એક દિવસ તેમણે એકાંત માં એવો વિચાર કર્યો કેમારા દાદાએ મોટો રાજસૂય યજ્ઞ કર્યો હતો અને હું પણ તેમના કુળમાં જન્મેલો છું,માટે, હું પણ “માનસિક-યજ્ઞ” કરું.આમ વિચારી તેણે માનસિક રાજસૂય યજ્ઞ કર્યો Page #242 -------------------------------------------------------------------------- ________________ 242 એટલે તે પછી તે યજ્ઞ નું સંપૂર્ણ ફળ (યજ્ઞ કરવાનું દુઃખ-એટલે અહીં કહેલ ચંડાળ-દશા) તેને મળ્યું. (નોંધ-આગળ આવે છે કે-રાજસૂય યજ્ઞ કરનારને ૧૨ વર્ષ સુધી મોટું દુઃખ ભોગવવું પડે છે. અને માનસિક રાજસૂય યજ્ઞ કરનારને તે શારીરિક યજ્ઞ કરનારથી પાંચ ગણું દુઃખ ભોગવવું પડે છે, એટલે લવણ-રાજાને ૬૦ વર્ષ સુધી ચંડાળ-દશાનું દુઃખ ભોગવું પડ્યું-એમ કહેવા નો ઉદ્દેશ છે) હે,રામ,આમ, મન છે તે જ સુખ-દુઃખ ને ભોગવનાર છે તેમ તમે સમજો. અને તે મન ને સત્ય અને પવિત્ર ઉપાયમાં જોડો. આ મન જો આત્મા નું અવલંબન કરીને રહે છે તો તે,સપૂર્ણ થાય છે.પણ, જો તે નાશાત્મક-દેહમાં પ્રતિષ્ઠા પામીને રહે છે તો તેનો નાશ થાય છે. માટે જો મનમાં “હું દેહ છું” એવો નિશ્ચય હોય તો તેનો ત્યાગ કરો. રામ,આ પ્રમાણે, સાર-અસાર-વિવેક વાળા ચિત્ત ને જયારે સત્ય-જ્ઞાન થાય છે, એટલે તે બ્રહ્મ-બુદ્ધિ વાળા મનુષ્યના સર્વ દુઃખ નો મૂળ સહિત નાશ થઇ જાય છે. (૧૧) યોગ-ભમિકા કહેવાનો પ્રારંભ રામ કહે છે કે-હે,બ્રહ્મન,લવણ-રાજાને ઇન્દ્રજાળ કરનાર ની માયામાં ચંડાળ-દશાનું દુઃખ ભોગવવું પડ્યું,તે રાજસૂય યજ્ઞના નિમિત્ત નું ફળ છે,એમ તમે જે કહ્યું તેનું શું પ્રમાણ છે? વશિષ્ઠ કહે છે કે-જયારે ઇન્દ્રજાળ કરનાર તે મનુષ્ય સભામાં આવ્યો ત્યારે હું ત્યાં હાજર હતો. અને મેં તે પ્રત્યક્ષ જોયું છે. લવણ-રાજાએ જયારે પોતાની ચંડાળ-દશાનું વર્ણન કરી રહ્યા ત્યારે, તે ઇન્દ્રજાળ કરનાર મનુષ્ય અચાનક ત્યાંથી ચાલ્યો ગયો ત્યારે રાજાએ મને પૂછ્યું કેમારે આ ચંડાળ-દશાનો અનુભવ કરવો પડ્યો તેનું શું કારણ છે? ત્યારે સમાધિ દશામાં યોગ-બળ થી સઘળું નજરે જોઈને મેં તેને ઉત્તર આપ્યો કે રાજસૂય યજ્ઞ કરનાર ને બાર વર્ષ સુધી આપત્તિ ભોગવવી પડે છે. અને તેમાં અનેક પ્રકારની વ્યથા રહેલી છે. એટલા માટે જ,આકાશમાં થી ઇન્દ્ર-દેવતાએ, એક દેવ-દૂતને તમને દુઃખ આપવા સારું,ગારુડિક (જાદુગર) ના વેશમાં મોકલ્યો હતો. અને તે દેવદુત તમને મહા-આપત્તિ નો અનુભવ કરાવ્યા પછી આકાશ-માર્ગે પાછો ચાલ્યો ગયો. હે, રામ,આ પ્રમાણે મેં તમને મેં મારી નજરે જોયેલું છે તે કહ્યું છે એટલે તેમાં કોઈ જ સંદેહ નથી. મન છે તે જ વિલક્ષણ ક્રિયાઓને કરનાર અને ભોગવનાર છે. તડકામાં જેમ હિમ-કણ નો લય થાય છે, તેમ “મન-રૂપી-રત્ન” ને હઠયોગ થી ઘર્ષણ કરી, રાજયોગ થી તેનું શોધન(સ્વચ્છ) કરી,વિવેક વડે નિર્વિકલ્પ સમાધિમાં લય કરી,તમે પરમ કલ્યાણ પામશો. ચિત્ત છે એ જ સકળ ભૂતનો (મનુષ્યોનો) આડંબર કરનાર અવિદ્યા છે-એમ તમે સમજો. તે અવિદ્યા એ વિચિત્ર ઇન્દ્રજાળની જેમ તેનામાં રહેલી વાસના ના પરવશ-પણાથી,જગતને ઉત્પન્ન કરે છે. જેવી રીતે વૃક્ષ અને તરુ-એ બે શબ્દના અર્થમાં કોઈ ભેદ નથી, તેવી રીતે,અવિદ્યા,ચિત્ત,જીવ,મન અને બુદ્ધિ-એ શબ્દમાં કોઈ ભેદ નથી. આ પ્રમાણે જાણી ને તમે ચિત્તને કલ્પના-રહિત કરો. ચિત્તના નિર્મળ-પણાથી,વિકલ્પથી ઉત્પન્ન થયેલા,દોષ-રૂપી અંધકારનો નાશ થશે. Page #243 -------------------------------------------------------------------------- ________________ 243 અને એ અંધકારનો નાશ થયા પછી, એવું કંઈ પણ નથી કે જે ના દેખાય, એવું કંઈ પણ નથી જે પોતાનું ના થાય, એવું કંઈ પણ નથી કે જેનો ત્યાગ ના થાય,અને એવું કંઈ પણ નથી જેનું મારણ ના થાય. કારણકે સર્વ પોતાનું છે અને સર્વ પારકું પણ છે. સર્વ-વસ્તુ, સર્વદા સર્વ-રૂપ થાય-એ જ પરમ-અર્થ (પરમાર્થ) છે. જેમ માટીના કાચા ઘડાને પાણીમાં રાખવાથી તે પાણીમાં એક-રસ-રૂપ થઇ જાય છે, તેમ,સર્વ દૃય પદાર્થ,તથા તેનો બોધ-એ સર્વ બ્રહ્મ-રસ-પણા ને પામી જાય છે. રામ કહે છે કે-હે, પ્રભુ,મન નો ક્ષય થવાથી સર્વ દુઃખ નો અંત થાય છે-એમ આપે કહ્યું, તો તે ચપળ વૃત્તિ વાળા મન ની અસત્તા કેમ થાય તે મને કહો. વશિષ્ઠ કહે છે કે-મન ને શાંત કરવા માટે તમને હું યુક્તિ કહું છું તે તમે સાંભળો. કે જેનાથી પરમાત્મામાં મનોવૃત્તિ નો લય થઇ જશે. પહેલાં મેં તમને પહેલાં કહ્યું છે કે-સર્વ પ્રાણી ની “સાત્વિક રાજસિક-તામસી” એવી જાતિ છે. તે કહેલામાં પ્રથમ તો મન ની કલ્પના વડે “હું ચતુર્મુખ બ્રહ્મસ્વરૂપ છું” એવી કલ્પના “બ્રહ્મા” ને થઇ. એ બ્રહ્મા સત્ય સંકલ્પ હોવાથી, જે જે સંકલ્પ કરે છે, તે તે જુએ છે. (તે સંકલ્પો માં જન્મ-મરણ-સુખ-દુઃખ-તથા મોહ ની કલ્પના થયેલી છે) અને “બ્રહ્મા ના એક દિવસ” સુધી, એ સર્વ રચના રહે છે. ત્યાર પછી,એ બ્રહ્મા-સહિત ભવનનો આડંબર “વિષ્ણુ” માં લય થઇ જાય છે. અને જયારે ફરીથી સૃષ્ટિ નો સમય થાય છે.ત્યારે વિષ્ણુ ના નાભિ-કમળ માંથી ઉત્પન્ન થયેલા “બ્રહ્મા”પોતાના સંકલ્પ થી પહેલાના જેવી જ રચના કરે છે. ત્યાર પછી પણ-તેનો લય અને ઉત્પત્તિ એવી જ રીતે થાય છે. અને એવી રીતે વારંવાર ઉત્પત્તિ અને લય થયા કરે છે. આ રીતે આ બ્રહ્માંડમાં અને બીજા બ્રહ્માંડમાં –અનંત બ્રહ્મ-કોટિ રહેલી છે. એમ ને એમ એની રચના થઇ ગયેલી છે અને એવી રચના થતી રહેશે.તેની ગણતરી પણ થઇ શકતી નથી. ઉપર-પ્રમાણે કરેલી કલ્પનામાં (કલ્પના પ્રમાણે)ઈશ્વર પાસેથી આવેલો જીવ, કેવી રીતે જીવે છે અને કેવી રીતે મુક્ત થાય છે તે તમે સાંભળો. પ્રથમ ઉત્પન્ન થયેલી “બ્રહ્મા ની મન-શક્તિ” --તેની પાસે રહેલા “આકાશની શક્તિ” નો આધાર લે છે.અને --તે આકાશમાં રહેલી “પવન-શક્તિ” ને અનુસરે છે.જેથી, તે કંઈક “ચલન-રૂપ-ઘાટા-સંકલ્પ-પણા” ને પામે છે. -ત્યાર પછી-શબ્દ-સ્પર્શ-રૂપ-રસ-અને ગંધ-એ “તન્માત્રા” સહિત, પૃથ્વી-જળ-તેજ-વાયુ-અને આકાશ એ પંચમહાભૂતને પામે છે. --ત્યાર પછી,એ મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત-વગેરે મનની "જીવ-ઉપાધિ" થી સ્થળ "પ્રકૃતિ-રૂપ" થાય છે. અને આકાશ,પવન,તેજ અને જળના “રૂપ ના સંકલ્પથી” ક્રમ-પૂર્વક “હિમ-રૂપે” (ઘન-રૂપે) થાય છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ 244 --ત્યાર પછી,ઔષધિઓમાં પ્રવેશ કરીને પ્રાણીના “ગર્ભ-પણાને પામે છે. --ત્યાર પછી જન્મ થાય છે અને તે પુરુષ થાય છે. પોતાનો જન્મ થાય ત્યારથી જ –એટલે કે બાલ્યાવસ્થા થી જ પુરુષે–વિદ્યા-ગ્રહણ કરવી, તે વિદ્યા (જ્ઞાન) થી વિવેક-વૈરાગ્ય વગેરે સાધન-સંપત્તિ-પુરુષ ને ક્રમ-પૂર્વક પ્રાપ્ત થાય છે. અને તેથી સ્વચ્છ દૃષ્ટિ પ્રાપ્ત થતાં,”આ સંસાર-અનર્થ નો ત્યાગ કરવા યોગ્ય છે" તથા "મોક્ષ નો ઉપાય ગ્રહણ કરવા યોગ્ય છે” એવો વિચાર તે પુરુષને ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે-વિવેક-વાળા ,નિર્મળ સત્વ-ગુણ રૂપ,અધિકારી,પુરુષમાં –ક્રમ-પૂર્વક, ચિત્ત ને પ્રકાશ કરનારી-એવી “સાત-યોગ ભૂમિકામાં ઉત્પન્ન થાય છે. (૧૧૭) સાત-પ્રકાર ની અજ્ઞાન-ભૂમિકા નું વર્ણન રામ કહે છે કે-હે બ્રહ્મન,સિદ્ધિ આપનારી તે સાત-યોગ-ભૂમિકા વિષે મને સંક્ષિપ્ત માં કહો. વશિષ્ઠ કહે છે કે-હે, રામ,જ્ઞાન-ભૂમિકા અને અજ્ઞાન-ભૂમિકા પણ સાત છે. અને તેના પરસ્પર વિરોધી એવા ભેદો અસંખ્ય છે. "સ્વાભાવિક-પ્રવૃત્તિ-રૂપ-પ્રયત્ન કરવો” અને “દ્રઢતાથી વિષય-ભોગમાં એક-રસ થવું” એ બંને-“અજ્ઞાન-ભૂમિકા”ના અસાધારણ “કારણ” કહેલાં છે.અનેશાસ્ત્રમાં કહેલ “સાધન-ચતુટ્ય” સહિત,શ્રવણાદિ-પ્રયત્ન” તથા “મોક્ષ ના વિષયમાં એક-રસ થવું” એ “જ્ઞાન-ભૂમિકા નું અસાધારણ “કારણ” કહેલ છે. આ બંને અભિવૃદ્ધિ પામીને અનુક્રમે- “સંસારસુખ કે બ્રહ્મસુખ” ના ફળ ને ઉપજાવે છે. પ્રથમ,હું તમને સાત અજ્ઞાન-ભૂમિકા ના પ્રકાર કહું છું તે તમે સાંભળો. પછી તમને સાત જ્ઞાન-ભૂમિકા ના પ્રકાર સંભળાવીશ. “સ્વરૂપાવ-સ્થિતિ” અને “મુક્તિ” એ ટૂંકમાં “જ્ઞાન નું લક્ષણ” કહેવાય છે.અને એથી-વિરુદ્ધ“સ્વ-રૂપ” માં “ભ્રષ્ટતા અને અહંકાર-પણું” એ ટૂંકમાં “અંજ્ઞાન નું લક્ષણ” છે. શુદ્ધ “સ્વ-ભાવ” નું જ્ઞાન થવાથી,જે માણસ પોતાના “સ્વ-રૂપમાં થી ચલાયમાન” થતો નથી.તેને, “રાગ-દ્વેષ” નો ઉદય ના થવાથી,"અજ્ઞાન-પણું” થવાનો સંભવ નથી. સ્વ-રૂપ થી ભ્રષ્ટ થવાને લીધે-અનાત્મ-પદાર્થમાં આત્મા નું જે તાદામ્ય થાય છે તેના જેવો બીજો કોઈ “મોહ” થયો નથી અને થશે નહિ. પ્રથમ થયેલા-વિષય નો સંકલ્પ સમાપ્ત થયા પછી, જ્યાં સુધી બીજા વિષય નો સંકલ્પ થયો નથી ત્યાં સુધી વચગાળાની જે સ્થિતિ રહે છે તેને “સ્વરૂપાવ-સ્થિતિ” કહે છે. (કારણકે તે સ્થિતિમાં “મનન કે પ્રયત્ન” રહેતાં નથી.) જેમાં સર્વ સંકલ્પ શાંત થાય છે, જે પહાડના મધ્ય ભાગ જેવી ઘન છે,અને જે જડતા તથા નિંદ્રાથી રહિત છે, તેવી સ્થિતિને પણ “સ્વરૂપાવ-સ્થિતિ” કહે છે. અહંતા ના અંશ નો નાશ થયા પછી,ભેદ શાંત થયા પછી,અને નિસ્પંદ-પણને પામ્યા પછી, જે અ-જડ ચૈતન્ય સ્કૂરે છે-તેને પણ “સ્વરૂપાવસ્થિતિ” કહે છે. અને આવી “સ્વરૂપાવ-સ્થિતિ માં “અજ્ઞાન” નો "આરોપ" કર્યો છે-કે જે અજ્ઞાનની સાત ભૂમિકા છે. બીજ જાગત-જાત-મહાજાગત-જાગતસ્વપ્ન-સ્વપ્ન-સ્વપ્નજાગૃત-અને સુષુપ્તક-એવી સાત ભૂમિકા Page #245 -------------------------------------------------------------------------- ________________ 245 એ અજ્ઞાન ની છે. એ સાત ના પરસ્પર ભેળસેળ થવાથી બીજા ઘણા પ્રકાર થાય છે. આ સાત-ભેદ ના લક્ષણો તમે સાંભળો. ૧) કોઈથી વર્ણન ના થાય-એવું,તથા ભવિષ્યમાં ચિત્ત-જીવ વગેરે નામના “શબ્દ તથા અર્થ ને ભોગવનારૂ” “બીજ રૂપે રહેલું તથા જાગ્રત” જે નિર્મળ ચૈતન્ય નું પહેલું સ્કરણ છે-તેને “બીજ-જાગ્રત” કહે છે. ૨) બીજ-જાગ્રત થયા પછી “આ હું અને આ મારું” એવી મનમાં જે પ્રતીતિ થાય છે-તેને “જાગ્રત” કહે છે. ૩) જન્મ થયા પછી પૂર્વ-જન્મ ના સંસ્કાર થી જાગ્રત થયેલા દઢ મહાવિશ્વાસ ને “મહા-જાગ્રત” કહે છે. ૪) અભ્યાસથી દૃઢ થયેલું કે દૃઢ ના થયેલું-જાગ્રત અવસ્થાનું જે મનો-રાજ્ય છે-તેને “જાગ્રત-સ્વપ્ન” કહે છે. ૫) છીપમાં રૂપાની ભ્રાંતિ ની જેમ,જાગ્રત અવસ્થામાં અભ્યાસથી અનેક પ્રકારનાં સ્વપ્ન થાય છે. “મેં સ્વપ્ન માં આ પ્રમાણે જોયું પણ તે ખરું નથી” તે પ્રમાણે નિંદ્રા મટ્યા પછી,નિંદ્રામાં કરેલા અનુભવનો અને તેના અર્થનો વિચાર કરવો-તેને “સ્વપ્ન” કહે છે. ૬) આ સ્વપ્ન-એ મહા-જાગ્રત અવસ્થામાં સ્થળ-શરીરના કંઠ થી હૃદય સુધીના નાડીના ભાગમાં થાય છે. દેહમાં જયારે જાગ્રત દશાની પેઠે,સ્વપ્નમાં જયારે દૃઢ નિશ્ચય થાય છે...ત્યારે તેને “સ્વપ્ન-જાગ્રત” કહે છે. ૭) ઉપરની છ અવસ્થા નો ત્યાગ થયા પછી ભાવી દુ:ખના બોજથી,યુક્ત જીવ ની જે જડ સ્થિતિ છેતેને “સુષુપ્તિ” કહે છે. હે,રામ,આ પ્રમાણે મેં અજ્ઞાન ની સાત ભૂમિકા કહી.એમાંની દરેક ભૂમિકા ને અનેક શાખાઓ પણ છે. જો,જાગ્રત-સ્વપ્ન ની દશા ઘણા વખત સુધી રૂઢ થાય તો તે દશા જાગૃત-અવસ્થામાં મળી જાય છે. જાગ્રત-પણાને પામેલી,જાગ્રત સ્વપ્ન-દશામાં અનેક પ્રકારના ભેદ વડે, મહા-જાગ્રત દશાના જેવી સ્થિતિ વિકાસ પામે છે. જેવી રીતે-વહાણ જળ ની અંદર રહેલી ઘુમરીમાં ભમ્યા કરે છે, તેવી રીતે-ઉપરની મહા-જાગ્રત દશામાં મનુષ્ય-એક જાતના મોહમાંથી બીજી જાતના મોહમાં ભમ્યા કરે છે. આ અજ્ઞાન-ભૂમિકાઓ-તેના અનેક પ્રકારના વિકારો ને લીધે,તથા જગતની અંદર થતા ભેદને લીધેત્યાગ કરવા યોગ્ય જ છે. માટે વિચાર કરીને ને નિર્મળ આત્મા નું જ્ઞાન પામીને તેને તરી જાઓ. (૧૧૮) સાત પ્રકાર ની જ્ઞાન-ભૂમિકા નું વર્ણન વશિષ્ઠ કહે છે કે-હે, અનઘ, હવે હું તમને સાત પ્રકારની જ્ઞાન-ભૂમિકાઓને કહું છું.તે તમે સાંભળો. કેટલાક મત-વાદીઓ,યોગ-ભૂમિકા ના અનેક પ્રકારોને કહે છે. પણ હવે જે હું તમને કહેવાનો છુંતે જ શુભ ફળ આપનારી સાત-ભૂમિકા મને માન્ય છે. અવબોધ ને જ્ઞાન કહે છે અને તે જ્ઞાન સાત-પ્રકારનું છે.જયારે “રેય” ને “મુક્તિ” કહે છે કે જેઆ સાત-ભૂમિકા થી પર છે.(સત્યાવબોધ અને મુક્તિ એક જ છે) શુભેચ્છા વિચારણા.તનમાનસા,સત્વાપત્તિ,અસંસક્તિ,પદાર્થભાવની અને તુર્યગા-એ સાત જ્ઞાન-ભમિકાઓ છે. આ સાત-ભૂમિકા ને અંતે મુક્તિ રહેલી છે. ૧) “હું મૂઢ કેમ બેઠો છું?શાસ્ત્ર અને સજ્જન નો સમાગમ કરી હું વિચાર કરું" આ પ્રમાણે વૈરાગ્ય-પૂર્વક ઈચ્છા થવી તેને પંડિતો “શુભેચ્છા” કહે છે. ૨) શાસ્ત્ર અને સજ્જન ના સમાગમ વડે વૈરાગ્ય તથા અભ્યાસ-પૂર્વક સદાચારમાં જે પ્રવૃત્તિ કરવીતેને “વિચારણા” કહે છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ 246 ૩) શુભેચ્છા અને વિચારણા થી સૂક્ષ્મ-પણું થાય અને તેથી ઇન્દ્રિયો અને તેના અર્થ પ્રત્યે અનાસક્તિ થાય તેને “તનુમાનસા” કહે છે. ૪) ઉપરની ત્રણ ભૂમિકા ના અભ્યાસથી –ચિત્તમાં બહારના વિષયો પ્રત્યે વૈરાગ્ય થાય-અને તેથીશુદ્ધ તથા સત્ય આત્મામાં જે સ્થિતિ થાય તેને “સત્વાપત્તિ” કહે છે. ૫) ઉપરની ચાર દશાના અભ્યાસથી,અસંસંગ-રૂપી ફળ થાય છે.(સમાધિને લીધે-ચિત્તને અંદરના તથા બહારના આકારનું જ્ઞાન ના રહે તેવી જાતનું ફળ થવું-તેને અસંસંગ કહે છે.) અને તેથી ચિત્તમાં, પરમાનંદ તથા બ્રહ્માત્મ-ભાવ ના સાક્ષાત્કાર-રૂપી ચમત્કાર થાય છે, તેને “અસંસક્તિ” કહે છે. ૬) ઉપરની પાંચ ભૂમિકા ના અભ્યાસથી,આત્માનંદને લીધ,બહારના તથા અંદરના પદાર્થની જેઅ-ભાવના થાય છે, તેને “પદાર્થભાવની” કહે છે. ૭) આ છ ભૂમિકાના અભ્યાસથી,ભેદ-માત્ર—ના- જણાવાના લીધે,"એક સ્વ-ભાવ”માં જ જે નિષ્ઠા રહેલી છેતેને “તુર્યગા” કહે છે.અને આ પ્રમાણે ની તુર્યાવસ્થા “જીવનમુક્ત” મનુષ્યમાં રહેલી હોય છે. આ સાત ભૂમિકાથી પર “વિદેહ-મુક્તિ” નો વિષય છે અને તેને “તુર્યાતીત-પદ” કહે છે. હે, રામ,જે મોટા ભાગ્ય-વાળા મનુષ્યો સાતમી ભૂમિકામાં પહોંચેલા છે,તે આત્મા-રામ મહાત્માઓ મહત-પદ” ને પામેલા છે.અને આમ જે જીવન-મુક્ત થયેલા છે –તેઓ સુખ-દુ:ખમાં આસક્ત થતા નથી. કોઈ સમયે આવી પડેલાં વ્યવહારનાં કાર્યો કરે છે તો કોઈ વખતે કરતા નથી અને તેમને જગતની કોઈ પણ ક્રિયા સુખ-રૂપ થતી નથી. આ પ્રમાણેનું સાત ભૂમિકા નું જ્ઞાન વિદ્વાન મનુષ્યને જ થાય છે, મલિન ચિત્ત-વાળા કે પશુને નહિ. પણ પશુ કે મલેચ્છ ને પણ જો ઉપર કહેલી જ્ઞાન-દશા પ્રાપ્ત થાય તો તે દેહ-રહિત કે દેહ-સહિતહોય તો પણ –મુક્ત થાય છે. તેમાં કોઈ સંશય નથી.કારણકે-એવે વખતે ભ્રમ ની શાંતિ થાય છે. ઘણા એવા લોકો છે કે જે બધી (સાત) ભૂમિકાઓ નહિ તો અમુક ભૂમિકાઓ સુધી પહોંચેલા હોય છે. ઇન્દ્રિયોના વિષય અને શરીર-જન્ય તાપ ની નિવૃત્તિ માટે,વિવેકી મનુષ્ય,બ્રહ્માકાર-વૃત્તિ વડે – આ લોકમાં ઉપરની સાત ભૂમિકામાં ફર્યા કરે છે. જે ધીરજવાન મનુષ્ય આ આત્મ-લાભ-રૂપ સર્વ થી શ્રેષ્ઠ દશામાં રહે છે, તે ચક્રવર્તી-રાજા જેવો ગણાય છે. આવો મહાત્મા વંદન કરવા યોગ્ય છે. જોકે તે ભૂમિકામાં ચક્રવર્તી-પણું તથા બ્રહ્મ-શરીર પણ તૃણવત ગણાય છે, કારણકે તેને તેનાથી ઉત્તમ એવું,વિદેહ-કૈવલ્ય-સુખ આ જગતમાં જ મળે છે. (૧૧૯) સત્ય વસ્તુ ની દઢતા માટે સુવર્ણ અને વીંટી નું દૃષ્ટાંત વશિષ્ઠ કહે છે કે-હે રામ જેવી રીતે સુવર્ણ, એ ત્રણે કાળમાં સુવર્ણ જ છે, તેમ છતાં,વીંટી નું ભાન થવાથી, તે સુવર્ણ પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી જઈને “હું સુવર્ણ નથી” એમ માનીને ખેદ કરે છેતેવી રીતે,"આત્મા" એ "અહંતા" ને લીધે,પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી જઈને ખેદ કરે છે. રામ કહે છે કે-હે મુનિ સુવર્ણને વીંટીના જ્ઞાન નો અને આત્મા ને અહંતા નો કેવી રીતે ઉદય થયો તે કહો. વશિષ્ઠ કહે છે કે-સપુરુષે સાચી વસ્તુના ઉદય તથા નાશ વિષે પ્રશ્ન કરવો જોઈએ,ખોટી વસ્તુના ઉદય અને નાશ માટે નહિ.અહંતા તથા વીંટી-પણું,એ બંને વસ્તુ,જ ખોટી છે. કારણકે કોઈ મનુષ્ય ને સુવર્ણ ની ખરીદી કરવી હોય, ત્યારે તે દલાલ ને કહે છે-મારે સુવર્ણ લેવું છે. ત્યારે તે દલાલ “તમે સુવર્ણ ને માટે આ વીંટી રાખો” એમ કહીને સુવર્ણ ના બદલે વીંટી આપે છે ત્યારે Page #247 -------------------------------------------------------------------------- ________________ 247 વીંટી એ સુવર્ણ જ છે,એમાં કોઈ સંશય નથી. રામ કહે છે કે-હે પ્રભુ,તમારા કહેવા પ્રમાણે સુવર્ણ જ જો સર્વ વ્યવહારના કાર્યમાં આવતું હોય તોસુવર્ણથી ભિન્ન વીંટીનું સ્વરૂપ કેવું છે? તે કહો,કે જેના અર્થ ના નિશ્ચય થી હું બ્રહ્મ નું સ્વરૂપ જાણી શકીશ. વશિષ્ઠ કહે છે કે-હે, રામ જે વસ્તુ ખોટી છે તેનું રૂપ નથી. માટે જો રૂપ વગરની વસ્તુ નું જો નિરૂપણ કરવાનું હોય તો તમે જ મને વાંઝણીના દીકરાનો આકાર તથા ગુણ વિષે કહો. વીંટી-પણું એ માત્ર ખોટી ભ્રાંતિ છે, તે અસત-રૂપ વાળી “માયા” છે, અને અવિચાર થી દેખાય છે.પણ સારી રીતે વિચાર કરવાથી તે જોવામાં આવતી નથી માયા નું એ પ્રસિદ્ધ સ્વરૂપ છે. મૃગજળની જેમ અહંતામાં અવિચાર થી માયા નું રૂપ દેખાય છે. સારી રીતે વિચાર કરવા થી તે દેખાતું નથી. અવિચાર થી જ છીપમાં રૂપા-પણું એ અસત હોવા છતાં સત હોય –તેવું જણાય છે. જે વસ્તુ મૂળમાં જ નથી-તેનું એ વસ્તુ નથી એવો નિશ્ચયનો વિચાર કરવાથી, પ્રકાશ ને પમાય છે. પણ અવિચારથી ભ્રાંતિ ની બુદ્ધિ નું સ્કુરણ થાય છે, અને તે ભાંતિ જલ્દી મટતી (જતી) નથી. જેવી રીતે ભૂત ની ભ્રાંતિ નો ગભરાટ બાળકને માટે મરણ-રૂપ થઇ પડે છે, તેવી રીતે અસત-વસ્તુ પણ કોઈ પણ સમયે સત્કાર્ય કરવા અસમર્થ થાય છે. જેમ,રેતીમાં તેલ નથી,તેમ,સુવર્ણમાં સુવર્ણ સિવાય બીજું કંઈ એટલે કે--વીંટી-પણું નથી. સાચી વસ્તુ થી જ વ્યવહાર થાય અને મિથ્યા વસ્તુ થી ના થાય,એવો કોઈ નિયમ નથી, કારણકે કોઈ વખતે, મિથ્યા વસ્તુ પણ સાચું કામ કરે છે. જેમ,ઝેરમાં અમૃત ની ભાવના દૃઢ થવાથી,ઝેર પણ અમૃતનું કામ કરે છે, તેમ,સાચી અથવા ખોટી વસ્તુનો,હૃદયમાં દૃઢ નિશ્ચય થયો હોય તે વસ્તુ તેવા જ અર્થવાળી ક્રિયા કરે છે. જે આ દેખાય છે તે-પરમ "અવિદ્યા" છે અને તે જ "માયા" છે,તે જ "સંસ્કૃતિ" છે.અને તેથી જ અસત પદાર્થમાં "અહંતા"-પણાની ભાવના થાય છે. જેમ,સુવર્ણમાં વીંટી-પણું વગેરે ની ભાવ નથી, તેમ, આત્મામાં અહંતા-પણા નો ભાવ નથી, આમ,સ્વચ્છ અને શાંત પરમાત્મામાં અહંતાનો અભાવ છે. સત્ય વિચાર કરતાં પરમાત્મા વિના બીજું, કોઈ સનાતન-પણું નથી, કોઈ બ્રહ્માંડ-પણું નથી, કોઈ પ્રજાપતિ-પણું, સ્વર્ગ-પણું,મન-પણું, દેહ-પણું,મહાભૂત-પણું,કારણ-પણું,ભાવ-પણું,અભાવ-પણું, ત્વમ-પણું,અહં-પણું, સત્તા કે અસત્તા-પણું,રાગ કે પ્રીતિ-પણું-એ કશું પણ નથી. સર્વ જગત નું પરમ-અર્થ-રૂપ એ "અધિષ્ઠાન ની સત્તા" થી,સ્વયં-પ્રકાશ છે,નામ-રહિત, કારણ-રહિત, ઉત્પત્તિ અને નાશ ના વિકાર રહિત,મધ્ય તથા અંત રહિત,સર્વ-રૂપ નહિ છતાં સર્વ-રૂપ છે. મન અને વચન થી ગ્રહણ ના થાય તેવું છે, શૂન્ય થી પણ શૂન્ય છે, અને સુખ થી પણ સુખતર છે. રામ કહે છે કે-હવે આ બ્રહ્મ નું સ્વરૂપ મારા જાણવામાં આવ્યું.તો પણ આ સર્ગ (દરય જગત) જોવામાં આવે છે-તેનું શું કારણ? તે મને ફરીથી કહો. વશિષ્ઠ કહે છે કે-પરમ-તત્વ એ શાંત પરમ-પદ માં આ જ પ્રમાણે રહેલું છે.અને તેમાં સર્ગ-અસર્ગનું કોઈ નામ પણ નથી,જેમ મહાસાગરમાં જળ છે –તેમ,પરમેશ્વરમાં સર્ગ રહેલો છે. જો કે તે મહાસાગરના જળમાં “દ્રવ-પણું” હોવાથી તેમાં “સ્પંદન-ધર્મ” છે, પણ, પરમાત્મા નું પદ એ “સ્પંદ-રહિત” છે. સુર્ય-વગેરે પોતાનામાં પ્રકાશ પામે છે પણ પરમ-પદ ને પ્રકાશ કરતા નથી. Page #248 -------------------------------------------------------------------------- ________________ 248 પ્રકાશ થવો તે સુર્ય-વગેરે નું “તત્વ” (ક્રિયા) છે. પણ, પરમ-પદ તો પ્રકાશ ની “ક્રિયા” થી રહિત છે. જેવી રીતે સમુદ્રમાં ઉંચા-પણું તથા નીચા-પણું નથી, પણ જળ-માત્ર જ ક્રૂરે છે, તેવી રીતે પરમાત્મા માં તત્વ-પરાયણ આ જગત,અનેક પ્રકારે સ્કૂરે છે. એટલે જ્યાં સુધી જ્ઞાન પરિપક્વ ના થયું હોય ત્યાં સુધી જ સર્ગ (અંગત) જોવામાં આવે છે, પણ, સંપૂર્ણ જ્ઞાન થયા પછી,તે સર્ગ એ શાશ્વત બ્રહ્મ-સ્વ-રૂપે જ જણાય છે. આથી,આમ,આ સર્ગ છે તે –બ્રહ્મ ની સંજ્ઞા છે-એવો વિદ્વાનો નો નિશ્ચય છે, ચિત્ત થી જ સર્ગ જોવામાં આવે છે, અને ચિત્તથી જ,સર્ગ નો ક્ષય જોવામાં આવે છે. જેમ,વીંટી વગેરેનો ભ્રમ સુવર્ણમાં શાંત થાય છે, તેમ સર્ગ નો ભ્રમ પરમાત્મા ના શાંત પદ માં નાશ પામે છે. ચિત્તની શાંતિ થવાથી સર્ગ જો સત્ય હોય તો પણ અસત્ય જણાય છે, અને ચિત્તનો ઉદય થવાથી અસત્ વસ્તુમાં પણ સત ની ભાવના થાય છે. અહંતા થી યુક્ત ચિત્ત ના સંવેદન વડે,સર્ગ ના સંભ્રમ ને લીધે ભ્રમણા થાય છે, તો, અસંવેદન થી પરમ શાંત-પદ જણાય છે, પણ તે જડ-પણું નથી તેમ તમે સમજો. જેવી રીતે કારીગર (કુંભાર) ની દ્રષ્ટિએ--પુરુષની ચતુરતા અને તેની ચતુરતા ના કર્મની ક્રિયા-વાળી, માટીની સેનાએ બંને માટી-રૂપ જ છે, તેવી રીતે જ્ઞાન ની દૃષ્ટિએ અનેક પ્રકારે દેખાતો આ સર્ગ એ શિવ-રૂપ (પરમાત્મા-રૂપ) જ છે. આ પ્રમાણે ઉત્પત્તિ અને નાશ થી રહિત તથા મધ્યમાં દોષથી રહિત-આ જગત-એ પર-બ્રહ્મ-રૂપ જ છે. અને પૂર્ણ-સ્વ-રૂપમાં પૂર્ણ-પણે રહેલું છે. એટલે કે-દેખાતો આ સર્ગ બ્રહ્મ-રૂપ અને બ્રહ્મ માં જ રહેલો છે. જેમ આકાશ એ આકાશમાં વિશ્રાંતિ પામે છે, તેમ,શાંત અને શિવ-રૂપ-પરમ-પદ (પરમાત્મા) માં , આ જગત વિશ્રાંતિ પામ્યું છે. જેમ,નવ યોજન ના વિસ્તાર-વાળા નગરનું અરીસામાં પ્રતિબિંબ પડે,તો-તેમાં દૂર કે અદૂર પણું કંઈ નથી, તેમ,પરમાત્મા માં દૂર કે સમીપ-પણાનો કોઈ ક્રમ નથી. અભેદ-રૂપે જોવાથી,આ વિશ્વ (જગત-કે સર્ગ) એ સત-રૂપ અને ભેદ-રૂપે જોવાથી તે અસત-રૂપ જણાય છે. આમ,આ સર્ગ (જગત) એ અરીસામાં પ્રતિબિમ્બિત નગર જેવો, મૃગજળ જેવો,અને બે ચંદ્ર ના ભ્રમ જેવો છે, તો તેમાં સત્યતા ક્યાંથી હોઈ શકે? (૧૨૦) લવણ-રાજાના સંબંધમાં ચાંડાલી નો વિલાપ વશિષ્ઠ કહે છે કે જેનું સ્વરૂપ મેં તમને સુવર્ણ ની વીંટી ની પેઠે મિથ્યા કહ્યું છે તે અવિદ્યાનું નાશાત્મક મહત્વ કેવું પ્રબળ છે તે તમે સાંભળો. પહેલાં, વર્ણન કરેલ લવણ-રાજાને ઇન્દ્રજાળ કરનાર મનુષ્ય ચંડાળ-પણાનો ભ્રમ દેખાડ્યો અને એ બધું જાણે નજરે જોયા પછી બીજે દિવસે તે રાજાએ પોતે જોયેલી પૃથ્વીમાં જવાનો વિચાર કર્યોરાજા વિચારે છે કે જે અરણ્યમાં મેં દુઃખનો અનુભવ કર્યો, તે અરણ્ય “ચિત્ત-રૂપી-અરીસામાં“ આલેખાયેલું હોય તેમ મને સ્મરણ માં છે. માટે તે અરણ્યમાં જવાથી તે અરણ્ય સાચે જ મને કદાચ દેખાઈ શકે, આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને તેને પોતાના કારભારી સહિત, દક્ષિણ દિશાના માર્ગે પ્રયાણ કર્યું. ત્યારે એક પ્રદેશમાં તેને પરલોકની પૃથ્વી જેવું એક અરણ્ય જોયું.અને પોતાના પ્રથમના અનુભવનો વૃતાંત કરીને ત્યાંના લોકો ને પ્રશ્ન પૂછવા લાગ્યો અને લોકો પાસેથી પોતાની જ હકીકત જાણીને તે વિસ્મય પામી ગયો.તેણે ત્યાં રહેલ પારધી અને ચંડાળ ને ઓળખ્યા અને આકુળ બુદ્ધિ થી-કુતુહલ પણે Page #249 -------------------------------------------------------------------------- ________________ 249 ફરવા માંડ્યું.પછી તે એક મહાટવી,માં આવ્યો, ત્યારે તેણે ધુમાડા-વાળા એક ભાગમાં-પોતે જ્યાં ચંડાળ બન્યો હતો તે ગામ જોયું. ત્યાંના લોકો,બાળકો અને સ્ત્રીઓને પણ તેણે જોયાં. ત્યાં એકદમ તેણે પોતાની ચંડાળ દશાની જે સાસુ (આંખે કાણી) હતી તેં જોઈ, તેની આંખમાંથી આંસુની ધારા ચાલી જતી હતી.અંગ દુર્બળ થઇ ગઈ હતી,અને બીજી વૃદ્ધ સ્ત્રીઓ જોડે પુત્રીના શબ જોડે તે બેઠી હતી. અને પોતાની પુત્રીને જાણે - દુઃખભર્યા આર્તસ્વરથી વિલાપ કરીને કહેતી હતી કે “તારા શરીર ની પાસે પુત્રો બેઠેલા છે, ત્રણ દિવસથી ભોજન ના મળવાથી તેમનું અંગ જર્જરિત થયું છે, હે મારી પુત્રી,તલવાર જેમ મ્યાનમાં પ્રવેશ કરે તેવી રીતે તારા જીવનમાં રાજાએ પ્રવેશ કર્યો પછી, તે તારા પતિએ કયા સ્થળે તારો ત્યાગ કર્યો? પુત્રથી પણ અધિક પ્રિય એવા મારા જમાઈને હું ફરીથી ક્યારે જોઇશ? હે, પુત્રી હું તારા માટે ખેદ કરું છું.ચંદ્ર જેવી કાંતિ-વાળા અને શુદ્ધ અંતઃપુર માં વિલાસ કરનારા, તે રાજા બીજી સ્ત્રીઓને ત્યાગીને તારી સાથે પ્રીતિ બાંધી -પણ તે સ્થિર રહી નહિ.અને તમે બંને એક જ સમયે નાશ પામ્યાં, હવે ધણી અને પુત્રી વિનાની–દૂર દેશમાં આવેલી આ દુર્ગતિ ને પામીને દુષ્ટ જાતિમાં ઉત્પન્ન થયેલી એવી હું,દુઃખ, ભય અને મહા આપત્તિ-રૂપ જ છું. ભૂખ થી હેરાન થતાં આ બાળકોની ભૂખ પણ હું મટાડી શકતી નથી.” આ પ્રમાણે, તે વૃદ્ધ ચંડાળણી વિલાપ કરી રહી હતી ત્યારે રાજાએ ધીરજ આપીને પૂછ્યું કેઆ સ્થળે શું થયું હતું?તારી પુત્રી કોણ હતી ? તારો જમાઈ કોણ હતો? ત્યારે તેણે રાજાએ જે અનુભવ્યું હતું તે જ વાત કહી સંભળાવી. (૧૨૧) લવણ-રાજાના મન નું સમાધાન વશિષ્ઠ કહે છે કે એ પ્રમાણે ના તે ચંડાળણી નાં વચન સાંભળીને રાજા વિસ્મય પામ્યો,અને મંત્રીના મુખ સામે જોઈ રહ્યો અને જાણે ચિત્રમાં આલેખાયેલો હોય તેમ સ્તબ્ધ થઇ ગયો. ફરીથી તે આશ્ચર્ય-કારક ઘટનાનો વિચાર કરવા લાગ્યો અને ફરી ફરી પ્રશ્નો પૂછવા લાગ્યો. ત્યાર પછી,તે રાજાએ દયા કરીને તે ચંડાળ ગામમાં રહેતા પોતાના સ્વપ્ન ના) સંબંધીઓના દુઃખ નો નાશ કર્યો, અને ત્યાં કેટલોક સમય રહ્યા પછી પોતાના રાજ્યમાં પાછો ફર્યો. બીજા દિવસે, સવારે સભામાં તેણે મને પ્રશ્ન કર્યો કે-હે મુનિ, મેં જે બાબત સ્વપ્નમાં જોયેલી હતી તે મારી પ્રત્યક્ષ જોવામાં આવી,તેથી મને ઘણું વિસ્મય થયું છે. ત્યારે મેં તેના હૃદયના સંશય નો નાશ કર્યો. હે,રામચંદ્રજી, આમ અવિદ્યા જ મોટા ભ્રમને કરનારી છે,અસત્ વસ્તુને સત્ અને સત વસ્તુને અસત્ કરે છે. રામ કહે છે કે-હે, બ્રહ્મન, એ પ્રમાણે સ્વપ્નમાં જોયેલી બાબત સાચી હોય તેવી રીતે જોવામાં આવી, તેનું શું કારણ? તે મને કહો.કારણકે આ સંશય મારા મનમાંથી પણ મટતો નથી. વશિષ્ઠ કહે છે કે-હે,રામ,અવિદ્યામાં સર્વ વસ્તુનો સંભવ છે. સ્વપ્ન માં અવિદ્યા ને લીધે ઘટમાં પણ પટ (વસ્ત્ર) ની બુદ્ધિ થાય છે. અવિદ્યાને લીધે, અરીસામાં રહેલા પર્વત ની જેમ,દુરની વસ્તુ પણ પાસે દેખાય છે.અને જેમ,સુખે નિંદ્રા આવવાથી જેમ લાંબી રાત્રિ એ ક્ષણવારમાં ચાલી જાય છે, તેમ,અવિદ્યાને લીધે લાંબો વખત પણ ક્ષણવારમાં વહી જાય છે. જેમ સ્વપ્ન માં પોતાનું મરણ થાય છે કે આકાશમાં ગમન થાય છે, તેમ,અવિદ્યાને લીધે અસંભવ વસ્તુ સંભવિત થાય છે ના એઅસત્ય વસ્તુ સત્ય લાગે છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ જેવી રીતે,મનુષ્ય જયારે કૂદડી ફરે છે ત્યારે આખી પૃથ્વી ફરતી હોય તેમ દેખાય છે, તેવી રીતે અવિદ્યાને લીધે સ્થિર વસ્તુ પણ અસ્થિર દેખાય છે ને-અચળ વસ્તુ ચલાયમાન દેખાય છે. વાસના વાળું-ચિત્ત જેવીજેવી ભાવના કરે છે તેવો તેવો તેને અનુભવ થાય છે,અને, તે અનુભવ (વસ્તુતઃ) સાચો પણ નથી અને ખોટો પણ નથી લાગતો. બુદ્ધિ અવળી થવાથી,જીવ,પોતાને ઘેટાં જેવો સમજે છે તેવી જ રીતે, ઘેટો પણ સિંહ-પણું ધારણ કરે છે. અવિદ્યા અને મોહ-એ અનંત ભ્રમને ઉત્પન્ન કરનારાં છે. આ પ્રમાણે અવિદ્યા અને તેનાથી ઉત્પન્ન થનાર મોહ અને અહંતા –વગેરે મનુષ્યના "ચિત્તના-અવળા-પણા-રૂપી-ફળ-રૂપી”સંપત્તિ ના કારણ-રૂપ છે. અને તેથી જ તે મનુષ્યો,તે વાસનાને લીધે,અકસ્માત જ મોટા મોટા વ્યવહારની કલ્પના કરે છે. ચંડાળના સ્થાનકમાં કોઈ ચંડાળ કન્યા નો કોઈ ચંડાળ જોડે વિવાહ થયો અને તે સત્ હોય કે અસત્ હોય, તો પણ લવણ-રાજાના મનમાં તે સાચો પ્રતીત થયો. જે પ્રમાણે કોઈ મનુષ્ય કોઈ કામ કરેલું હોય અને તેનો તેને સંપૂર્ણ અનુભવ હોય, તો પણ તેને કરેલી ક્રિયાનું તેને વિસ્મરણ થઇ જાય છે, તે જ પ્રમાણે કોઈ વાર તેણે ન કરેલા તથા ન અનુભવેલા વિષય નું સ્મરણ પણ થઇ આવે છે. સ્વપ્ન માં તો ઘણીવાર મનુષ્ય દેશાંતર માં જઈને પોતે ભોજન ના કર્યું હોય તો પણ, “મેં ત્યાં ભોજન કર્યું છે” એવું ચિત્તમાં જાણે છે. જેમ સ્વપ્નમાં પ્રાચીન કથા જોવામાં આવે છે, તેમ લવણ-રાજાને પ્રતિભાસથી તે વૃત્તાંત અનુભવમાં આવ્યો છે. અને રાજાએ સ્વપ્ન માં જે વિભ્રમ જોયો હતો -તે જ વિભ્રમ,ગાઢ વનમાં રહેલા ચંડાળ ના ચિત્તમાં પ્રાપ્ત થયો. એટલે કે-લવણ-રાજાના મન ની કલ્પનાઓનો,તે ગાઢ વનમાં રહેલા ચંડાળના ચિત્તમાં ઉદય થયો. જે પ્રમાણે ઘણાં માણસોનાં નામ,તેમનાં વચન,તથા તેમણે પોતાના મનથી કરેલી કલ્પના- એ બધું, કોઈ સમયે,શબ્દ તથા અર્થ થી મળતું આવે છે, તે,પ્રમાણે,સ્વપ્નમાં જુદાજુદા માણસોએ જોયેલાં,કાળ,દેશ તથા ક્રિયા મળતાં આવે છે. આમ,વ્યવહાર ની ગતિમાં અધિષ્ઠાન ચૈતન્યની સત્તાથી જ,"પ્રતિભાસ” ને લીધે,સર્વ વસ્તુ ની સત્તા છે. અને “સંવેદન” વિના (એટલે કે જો સંવેદન ના હોય તો) તે સર્વ પદાર્થ ની કોઈ સત્તા પણ નથી જ. જેમ,જળમાં તરંગ અને બીજમાં વૃક્ષ –એ એક છતાં ભિન્ન-રૂપે જણાય છે, તેમ,આ જગત,ભૂત-ભવિષ્ય-વર્તમાનમાં, સંવેદનની સત્તાથી જ સંવેદનથી ભિન્ન-રૂપે જણાય છે.પણ, તેનું "સત્-પણું કે અસત્-પણું" એ- સત નથી તેમ અસત્ પણ નથી. સત્ય દૃષ્ટિ થી સંવેદન નું સત્-પણું એ સત્ય છે અને અસત્ય દૃષ્ટિ થી તેનું અસત્-પણું અસત્ય છે. અવિદ્યા થી આત્મ-તત્વ સાથે સંબંધ થતો નથી,કારણકે તે બંને માં સમાન-પણું નથી. વિષમ પદાર્થ નો પરસ્પર સંબંધ થવાનો સંભવ નથી,પણ સંબંધ (જેમકે-લાકડું અને લાખ) થયા વિના, પરસ્પર નો અનુભવ થતો નથી.(પરસ્પર છૂટા પાડી શકાતા નથી) 250 વળી,સમાન વસ્તુ,બીજી સમાન વસ્તુમાં સંપૂર્ણ-પણે એકતા પામીને એકત્વ થઈને રૂપમાં વૃદ્ધિ કરે છે. પણ,ચૈતન્ય અને જડ-એ બેમાં પોતાની વિલક્ષણતા હોવાથી,તેમની એકતા થતી નથી. Page #251 -------------------------------------------------------------------------- ________________ 251. તદુપરાંત,"સર્વ ચૈતન્ય-મય છે, માટે સર્વ સ્થળે ચૈતન્ય નો જ અનુભવ થાય છે એવું માનીએ તો-તે ચૈતન્ય ના અનુભવમાં “હું જાણું છું” એમ અનુભવ થવો જોઈએ નહિ. કારણકે ચૈતન્ય તો એક જ છે તો પછી,બે ચૈતન્ય નો અનુભવ કેવી રીતે થાય? લાકડું, પથ્થર અને માટી એ બધાં જડ-રૂપે સમાન છે, તેથી એ બધાં સાથે મળવાથી ઘર-રૂપી - જડ પદાર્થનો અનુભવ થાય છે, પણ તેમાં ચૈતન્યનો અનુભવ થતો નથી.જયારે, જીભ અને રસ એ બંને જળ-રૂપે સમાન હોવાથી, તેમના સમાગમથી જળ-રૂપ રસનો અનુભવ થાય છે. વસ્તુતઃ (ખરું જોતાં) તો સર્વ અનંત-બ્રહ્મ નું સ્વરૂપ છે, અને તે સર્વ પ્રકાશ-મય છે.માટે, હે, રામ,આ વિશ્વ બ્રહ્મ-મય છે તેમ તમે જાણો. "આ જગત મિથ્યા છે" એમ માનવું એ જ ચૈતન્ય નો ચમત્કાર છે. તે અવિદ્યા (માયા) ના લીધે જ આ વિશ્વ એ ભ્રમ થી ભરપુર નથી તો પણ,લાખો ભ્રમ થી ભરપૂર જણાય છે. જયારે મનુષ્ય ના કલ્પલા,પુરુષો,પરસ્પર ક્રૂરતા નથી અને દેશ-કાળનો અટકાવ કરતા નથી. આ જ પ્રમાણે સર્ગો વિશેની એવી જ સ્થિતિ છે. જ્યાં સુધી ભેદ-બુદ્ધિ છે ત્યાં સુધી સર્ગ-પણું,અહંતા વગેરે ભ્રમ નો ઉદય થાય છે. પરમ-સત્ય નો અનુભવ થાય પછી,તેનું જ્ઞાન થયા પછી આ સર્ગ અસત્ય છે તેમ જાણવામાં આવે છે. જયારે ચિત્ત એક દેશમાંથી બીજા દેશમાં જાય છે ત્યારે મધ્યમાં એટલે કે બીજા દેશમાં ગયા પહેલાં, જડતા વિનાનું તથા જ્ઞાન-રૂપ -તેવા તે ચિત્ત નું સ્વરૂપ થઈને તમે સર્વદા રહો. જાગ્રત-સ્વપ્ન-અને નિંદ્રા થી રહિત તમારું જે સનાતન-ચિત્ત-વૃત્તિ થી રહિત અને અજડ-રૂપ છેતે રૂપ થઈને તમે સર્વદા રહો. તમે સમાધિમાં હો કે વ્યવહાર કરતા હો ત્યારે પથ્થરનું જે ચૈતન્ય-ઘન-રૂપ-હૃદય છે તેવા થઈને તમે સર્વદા રહો. કોઈ પણ મનુષ્ય કે કોઈ પણ વસ્તુનો ઉદય થતો નથી કે લય થતો નથી, માટે સમાધિ કે વ્યવહાર દશામાં સ્વસ્થ પણે પરમાર્થ (પરમ-અર્થ) દ્રષ્ટિને અનુસરો. દેહમાં, કોઈ પણ આત્મા કોઈ પણ ઈચ્છા કરતો નથી,કે દ્વેષ કરતો નથી, માટે તમે શંકાનો ત્યાગ કરીને,સ્વસ્થ-પણે રહો અને દેહની વૃત્તિમાં પડો નહિ. જેવી રીતે “ભવિષ્યમાં થનારા સંસારિક વ્યવહાર” માટે કોઈ પ્રવૃત્તિ થઇ શકતી નથી, તેવી રીતે “વર્તમાન માં થતા વ્યવહારમાં મિથ્યાત્વદૃષ્ટિ રાખો. અને સત્ય-સ્વ-રૂપ-બ્રહ્મ-ભાવને પ્રાપ્ત થઇને ચિત્ત-વૃત્તિમાં રહો નહિ. જેવી રીતે બીજા દેશમાં રહેલો મનુષ્ય અહીં પાસે ના હોવાથી કોઈ ઉપયોગમાં આવી શકતો નથી, તેમ જ લાકડું-પથ્થર વગેરે પાસે હોય તો પણ તે અચેતન હોવાથી પરમાર્થમાં ઉપયોગી નથી, તેવી જ રીતે તે ચિત્તને તમે જુઓ. કારણકે-આત્મ-સ્વરૂપ પામવા માટે અ-ચિત્ત-પણું એ જ વિદ્વાનોએ અનુભવ થી સિદ્ધ કર્યું છે. પથ્થરમાં જેમ જળ નથી,અને જળમાં જેમ અગ્નિ નથી, તેમ દેહમાં ચિત્ત નથી,તોપરમાત્મા માં તો તે ચિત્ત કેમ હોઈ શકે? જે વસ્તુ નજરે જોવામાં આવતી નથી, તે વસ્તુ (ચિત્ત) જે કાર્ય કરે છે તે,ના કર્યા બરાબર જ છે, માટે ચિત્ત થી પરે થઈને રહેવું. જે મનુષ્ય અત્યંત જડ એવા ચિત્તને અનુસરીને રહે છે (આવું અત્યંત ખરાબ કાર્ય કરે છે તો),તે Page #252 -------------------------------------------------------------------------- ________________ શા માટે પોતાની પાસે રહેનાર ચંડાળ ને અનુસરી ને નથી રહેતો? (એટલે કે મનુષ્ય ચંડાળ ને અનુસરતો નથી અને ચંડાળ જેવા ચિત્ત ને અનુસરીને રહે છે) માટે તમે નિત્ય “ચિત્ત-રૂપી-ચંડાળ” નો અનાદર કરો.અને માટીની બનાવેલ પ્રતિમા ની જેમ સ્વસ્થ અને શંકા-રહિત થઈને રહો. ચિત્ત છે જ નહિ-અથવા તો જો તે છે તો તે મૃત-રૂપ (મરેલું) છે એવો નિશ્ચય કરીને રહો. વિચાર કરવાથી-સમજાશે કે ચિત્ત છે જ નહિ માટે તમે તત્વતઃ ચિત્ત-રહિત છો તો શા માટે ખેદ પામો છો? ચિત્ત નો દુરથી ત્યાગ કરી દો,અને જે "સ્વ"-રૂપે તમે છો એ "સ્વ" રૂપે સ્થિર થાઓ-અને પરમ યુક્તિ વડે-ભાવના થી મુક્ત થઈને તમે રહો. ચિત્ત અસત્ય છતાં સત્ય લાગે તેવું છે,જે મનુષ્યો તેને અનુસરીને રહે છે, તેઓ તો આકાશ ને મારવાના કામમાં લાગેલા મૂઢ મનુષ્યો જેવા છે.તેમને ધિક્કાર હો. માટે તમે પ્રથમ તત્વ-બોધ થી નિર્મળ આત્મા-વાળા થઈને સંસાર ના પાર ને પામી રહો. મેં મન-રૂપી તત્વ મેળવવા માટે ઘણો લાંબો વખત વિચાર કર્યો,તો પણ, મારા નિર્મળ આત્મામાં “મન-રૂપી મેલ” ની મને કદી પ્રાપ્તિ થતી નથી. (૧૨૨) જ્ઞાન-ભૂમિના ઉદય નો ક્રમ વશિષ્ઠ કહે છે કે-હે રામ જગતમાં પ્રથમ જન્મ થતાંની સાથે જ પુરુષે પોતાની વિકાસ-વાળી બુદ્ધિ થી,સત્સંગ-પરાયણ થઈને રહેવું. અવિદ્યા ની નદીમાં તણાતો મનુષ્ય-શાસ્ત્ર તથા સત્સંગ વિના તરવાને સમર્થ થતો નથી. શાસ્ત્રો અને સત્સંગ થી થતા “વિવેક” ને લીધે “અમુક વસ્તુ નું ગ્રહણ કરવું જોઈએ અને અમુક વસ્તુ નો ત્યાગ કરવો જોઈએ" એવો વિચાર પુરુષને થાય છે,તેથી તે પુરુષ “શુભેચ્છા” નામની જ્ઞાનની પહલી ભૂમિકા ને પ્રાપ્ત થાય છે. ને ત્યાર પછી અધિક વિવેક ને લીધે તેને “વિચારણા” નામની જ્ઞાનની બીજી ભૂમિકા પ્રાપ્ત થાય છે. એના બાદ,સારા જ્ઞાનને લીધે,વાસનાનો સારી રીતે ત્યાગ કરવાથી, તે પુરુષનું મન સંસારની ભાવનામાંથી ઓછું થાય છે, આથી તે “તનુમાનસા” નામની જ્ઞાનની ત્રીજી ભૂમિકાને પ્રાપ્ત થાય છે. જયારે તેવા યોગીને સારી રીતે જ્ઞાનનો ઉદય થાય છે ત્યારે “સત્વાપત્તિ ભૂમિકા ને પ્રાપ્ત થાય છે. એ ભૂમિકા માં આવ્યા પછી,જયારે વાસનામાં ન્યૂનતાથાય છે ત્યારે તે “અસંસક્ત” કહેવાય છે. અને તેથી કર્મ-ફળ વડે તેને બંધન થતું નથી. આ પ્રમાણે-વાસના ન્યૂન થવાથી-અસંસક્તિ –ને લીધે-અસત્ય વસ્તુમાં ભાવના ઓછી થાય છે. તેથી,તે મનુષ્ય સમાધિમાં હોય,વ્યવહાર કરતો હોય કે-અસત્ય સંસાર ની વસ્તુમાં રહેલો હોય-છતાં પણ(આત્મામાં મન ઓછું થવાથી-અને નિરંતર અભ્યાસ ને લીધે) તેમાં તેની વાસના હોતી નથી. તે સંસારિક વસ્તુઓને દેખતો જ નથી,તેનું સ્મરણ કરતો નથી,કે તેનું સેવન કરતો નથી. પણ,સૂઈને ઉઠેલા બાળક ની પેઠે-સ્નાન-ભોજન વગેરે “કર્તવ્ય-કર્મ” કરે છે. તેવા મનુષ્ય નું ચિત્ત અત્યંત સૂક્ષ્મ બ્રહ્મ-રસ માં લીન થઇ ગયેલું હોવાથી, "પદાર્થ-ભાવની” નામની જ્ઞાન ની છઠ્ઠી ભૂમિકા માં આવે છે. 252 Page #253 -------------------------------------------------------------------------- ________________ ઉપર પ્રમાણે પરબ્રહ્મ માં ચિત્ત લીન થવાથી-તે કર્તવ્ય-કર્મ કરે છે તો પણ ક્રમ-પૂર્વક તેની ભાવના નો ત્યાગ કરે છે. તેથી તે “તુર્યગા” નામની સાતમી યોગ-ભૂમિકામાં આવે છે.અને તે “જીવનમુક્ત” કહેવાય છે. આવી જીવન-મુક્તની દશા પ્રાપ્ત થાય બાદ-તેને પ્રાપ્ત થયેલી વસ્તુથી આનંદ થતો નથી કેઅપ્રાપ્ત વસ્તુને માટે શોક થતો નથી.કેવળ-શંકા-માત્ર નો ત્યાગ કરીને – જે સમયે જેની પ્રાપ્તિ થાય તેને તે અનુસરીને રહે છે. હે,રામચંદ્રજી.તમે પણ જે જાણવાની વસ્તુ છે તેને જાણી લીધી છે. તથા સર્વ ભાવમાંથી તમારી વાસના પણ ઓછી થયેલી છે, માટે તમે શરીર થી બહાર (સમાધિમાં) રહો કે શરીરમાં (લોક-વ્યવહારમાં) રહોપણ હર્ષ-શોક પામો નહિ-કારણકે-તમારું નિર્મળ આત્મા નું સ્વ-રૂપ છે. હે,રામ, તમે આત્મા-રૂપ,સ્વયંપ્રકાશ,નિર્મળ,સર્વ સ્થળે રહેનારા અને સર્વદા ઉદય-વાળા છો, માટે સુખ-દુઃખ-જન્મ-મરણ તમને કેમ ઘટે? તમે બંધુ રહિત છો તે છતાં બંધુ ના દુઃખ માટે શોક શા માટે? અદ્વિતીય પણે રહ્યા પછી-આત્માને વળી બંધુ કોણ? દેશ-કાળ ને લીધે માત્ર દેહમાં પરમાણુ નો સમૂહ જોવામાં આવે છે.પણ,આત્મા ને ઉદય કે લય નથી. તમે અવિનાશી છો, છતાં,”હું નાશ પામું છું”એમ ધારીને ખેદ શા માટે? કારણકે-મૃત્યુ રહિત અને સ્વચ્છ સ્થાનક રૂપ આત્માનો વિનાશ છે જ નહિ. જેવી રીતે એક ઘડાનો નાશ થતાં ઘટાકાશ નો નાશ થતો નથી, તેવી રીતે,શરીરનો નાશ થવાથી આત્મા નો નાશ થતો નથી. જેવી રીતે મૃગજળ નો નાશ થવાથી તડકા નો નાશ થતો નથી, તેમ દેહનો નાશ થવાથી આત્મા નો નાશ થતો નથી. હે,રામ,તમે અદ્વિતીય છો,માટે એવી કોઈ બીજી વસ્તુ નથી કે જેને માટે (તમારો) આત્મા ઈચ્છા કરે!! આ જગતમાં આત્મા વિના સાંભળવાનું,સ્પર્શ કરવાનું,જોવાનું,સ્વાદ લેવાનું તથા સુંઘવાનું કંઈ નથી. જેમ આકાશમાં શૂન્યતા રહેલી છે-તેવી જ રીતે,સર્વ “શક્તિ”ના ઉત્પત્તિ સ્થાન રૂપ,વ્યાપક અને રૂપ-રહિત,પરમાત્મામાં આ સર્વ જગતની “સર્વ શક્તિઓ” રહેલી છે. હે રામ ચિત્તમાંથી જ આ ત્રિલોકી-રૂપ લલના (વાસના) નો ઉદય થયો છે, તથા તે સત્વ-રજસ-તમસ ગુણના (ક્રમથી) ભ્રમ ઉત્પન્ન કરનારી છે. મન ની શાંતિ થયા પછી વાસનાનો ક્ષય થાય છે, ત્યાર પછી “ક્રિયા-શક્તિ”ના નિવાસ-રૂપ “માયા” નો નાશ થાય છે. હે,રામ,સંસાર-રૂપી આ એક ઉગ્ર ઘટમાળ (યંત્ર) છે,તેમાં તે યંત્ર ને ચલાવવા માટે વાસના-રૂપી દોરી છે. તમે તે દોરીને પ્રયત્ન થી કાપી નાખો. એ વાસના જ્યાં સુધી જાણવામાં આવી નથી,ત્યાં સુધી મહા-મોહ આપનારી છે. અને તેને જાણ્યા પછી તે અનંત બ્રહ્મ-સુખ આપનારી છે. કારણકે-તે વાસના પણ બ્રહ્મમાં થી જ ઉત્પન્ન થઇ છે, 253 Page #254 -------------------------------------------------------------------------- ________________ 254 અને તે બ્રહ્મની “લીલા-માત્ર” થી,સંસાર નું સુખ ભોગવ્યા પછી, તે બ્રહ્મ નું સ્મરણ કરીને બ્રહ્મ માં જ લય પામે છે. તેજમાંથી જેમ પ્રકાશ પેદા થાય છે, તેમ તે રૂપ રહિત-નિરામય એવા પવિત્ર પદમાંથી સર્વ પ્રાણી ઉત્પન્ન થયેલાં છે. જેવી રીતે જળમાં તરંગ છે તેવી રીતે બ્રહ્મમાં આ ત્રણે ભુવન રહેલા છે.અને તેમાંથી જ ઉત્પન્ન થયેલાં છે. એ “બ્રહ્મ” છે તે જ પ્રાણી માત્ર ના “આત્મા” છે.અને તેમનું જ્ઞાન થવાથી જ આખા જગતનું જ્ઞાન થાય છે. તે બ્રહ્મ જ ત્રણે ભુવનને જાણનાર છે, પણ શાસ્ત્ર ના વ્યવહાર માટે, તે એક બ્રહ્મનાં જ ચિત્ત-બ્રહ્મ-આત્મા-એવાં નામ વિદ્વાનો દ્વારા કલ્પાયેલાં છે. પ્રિય-અપ્રિય વિષયોનો ઇન્દ્રિયો સાથે સંયોગ થાય, ત્યારે તે મિથ્યા છે એવી બુદ્ધિ જેની હોય, તેને હર્ષ-શોક કે ક્રોધ રહેતા નથી અને જે આવો જીવનમુક્ત નો અનુભવ છે તે જ આત્મા છે. આકાશની પેઠે અત્યંત સ્વચ્છ ચિદાત્મામાં આ જગત ભિન્ન હોય તેવી રીતે પ્રતિબિંબ પડે છે. અને તે જગતમાં “બુદ્ધિની પ્રેરણા” થી લોભ-મોહ-વગેરે ભેદ થી તે ભેદો -એ ચિદાત્મા માં રહેલા છે. માટે જો ભેદ ના હોય કે ભેદ ના રહે તો તે સર્વ પરમાત્મા જ છે. હે, રામ, તમારે દેહ નથી,તમારી આકૃતિ નિર્વિકલ્પ-ચૈતન્ય-રૂપ છે. તો પછી,લજ્જા-ભય-ખેદમાંથી તમને,મોહ કેમ ઉત્પન્ન થાય છે? તમે દેહ નથી, તો પછી લજ્જા-વગેરે કે જે દેહમાંથી ઉતપન્ન થયેલા અને અસત છે તેનાથી મૂર્ખની જેમ દુર્બુદ્ધિ થઈને પરાભવ કેમ પામો છો? તમારો પોતાનો દેહ નાશવંત છે, અને જે અજ્ઞાની છે તેવા મનુષ્યના આત્મા નો પણ નાશ થતો નથી, તો પછી, જ્ઞાની પુરુષના આત્મા નો તો કેમ નાશ થાય? સુર્યના આધાર વિનાના માર્ગ માં પણ જે ચિત્તનો જવા-આવવાનો સંચાર થાય છે, એ ચિત્ત છે તે જ પુરુષ છે, પણ શરીર એ પુરુષ નથી.શરીર હોય કે ના હોય તો પણ તે શરીરનો નાશ થયા પછી,ચિત્ત-રૂપી પુરુષ, એ જ્ઞાની હોય કે અજ્ઞાની હોય તો પણ તેનો આત્મા નાશ પામતો નથી. આ સંસારમાં જે ચિત્ર-વિચિત્ર દુઃખો જોવામાં આવે છે-તે બધાં દેહને છે, પણ અગ્રાહ્ય એવા આત્માને નથી. ચૈતન્ય તો મન ના માર્ગ નું અતિક્રમણ કરીને શૂન્ય ની પેઠે રહેલું છે. તેને સુખ-દુઃખ-રૂપે કેમ વ્યાપ્ત થાય? આ દેહ-પિંજર નો નાશ થયા પછી,દેહમાં રહેનારો આત્મા,દેહનાં અભિમાન ને ત્યાગ કરીને પોતાના મૂળ-સ્થાનક પરમાત્મા માં જ લય પામે છે.પણ દેહને વાસનાનો અભ્યાસ હોવાથી તેની મુક્તિ થતી નથી. હે, રામ,જો આ "જીવ-રૂપી આત્મ-તત્વ" (શરીર) મિથ્યા હોય, તો પછી આ દેહ-પીંજરનો નાશ થવાથી,કોનો નાશ થાય છે?તથા કોના માટે તમે ખેદ કરો છો? માટે સત્ય એવા બ્રહ્મ નું ચિંતન કરો,મોહની ભાવના કરો નહિ. ઈચ્છારહિત તથા નિર્મળ આકૃતિ વાળા આત્માને કંઈ પણ ઈચ્છા થતી નથી. જેમ,દર્પણ ને અને પ્રતિબિંબને ઈચ્છા ના હોવા છતાં પણ પરસ્પર તેઓનો સંબંધ થાય છેતેમ,આત્મા તથા આ જગતનો –આ જગતમાં ઈચ્છા વિના જ સંબંધ થાય છે.અને તેને લીધે જ ભેદ-અભેદ ની વ્યવસ્થા કરવામાં આવે છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ 255 સૂર્યોદય થી જેમ,જગતની ક્રિયાનો પ્રારંભ થાય છે, તેમ ચૈતન્ય ની સત્તા-માત્ર થી આ જગતની ઉત્પત્તિ થાય છે. હે, રામ, આમ,(અત્યાર સુધીના) મારા ઉપદેશ પ્રમાણે જગત ની સ્થિતિના આકારની નિવૃત્તિ કરાઈ છે, માટે તમારા ચિત્તમાં પણ આ જગત આકાશ-રૂપ (શૂન્ય) છે એમ (હવે, તમારા સમજવામાં આવ્યું હશે. જેમ દિવાની સત્તાથી, પ્રકાશ થવો એ સ્વાભાવિક છે, તેમ,જગતની સ્થિતિ એ ચૈતન્ય નો સ્વભાવ છે. જેમ,આકાશ શૂન્ય છે પણ તે મનોહર શ્યામતા ઉત્પન્ન કરે છે, તેમ,મન પોતાના અનેક પ્રકાર ના વિકલ્પથી,આ જગતને ઉત્પન્ન કરે છે. સંકલ્પ-વિકલ્પ નો ક્ષય થયા પછી,ચિત્ત ગળી (ક્ષય થઇ) જાય છે, અને તેથી, સંસારનો મોહ મટી જાય છે.અને મોહ મટવાથી,જન્મ-મરણ રહિત એક ચૈતન્ય રૂપ જ જણાય છે. આમ,પ્રથમ કર્માત્મક (કર્મો કરનાર) “મન” નો ઉદય થાય છે. પછી તે મનના સંકલ્પને લીધે,બ્રહ્મા-મનુ વગેરે સ્ત્રષ્ટા –શરીર રૂપે થાય છે. પછી જેમ,મુગ્ધ બાળક ભૂતની કલ્પના કરે-તેમ મનથી અનેક પ્રકારના જગતનો વિસ્તાર થાય છે. પછી મહાસાગરમાં તેની સત્તાથી જેમ જળના તરંગો દેખાય છે, તેમ તે અસત-રૂપ મન પોતે પોતાના અધિષ્ઠાન-રૂપ ચૈતન્યમાં ચૈતન્ય-માત્ર ની સત્તા-માત્ર થી જગત-રૂપી મહાન શરીર ધારણ કરીને ફૂરે છે. અને તે અસત હોવા છતાં સત હોય તેમ દેખાય છે અને વારંવાર ઉત્પન્ન થઈને લય પામે છે. ઉત્પત્તિ-પ્રકરણ-સમાપ્ત (to be continue on Part-2)