Book Title: Vitrag Vigyana Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur
Catalog link: https://jainqq.org/explore/008324/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ શ્રી ટોડરમલ ગ્રન્થમાળા પુષ્પ નં. ૧૭] વીતરાગ-વિજ્ઞાન પાઠમાળા ભાગ ૨ * i લેખક-સમ્પાદક : પં. હુકમચન્દ ભારિલ્લ શાસ્ત્રી, ન્યાયતીર્થ, એમ. એ., સાહિત્યરત્ન સંયુક્ત મંત્રી, શ્રી ટોડરમલ સ્મારક ભવન, જયપુર. ગુજરાતી અનુવાદક : બ્ર. વ્રજલાલ ગિરધરલાલ શાહ બી. એ. (ઓનર્સ) એસ. ટી. સી., રાષ્ટ્રભાષા રત્ન. વઢવાણ શહેર. प्रकाशक : पण्डित टोडरमल स्मारक ट्रस्ट ए-४ , बापूनगर, जयपुर - ३०२०१५ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Thanks & Our Request This shastra has been donated to mark the 15th svargvaas anniversary (28 September 2004) of our mother, Laxmiben Premchand Shah, by Rajesh and Jyoti Shah, London, who have paid for it to be "electronised" and made available on the Internet. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of Vitraag-Vignaan Pathmala, Part 2 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@ AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates Version Number 001 Date Version History Changes 23 Sept 2004 First electronic version. Error corrections made: Errors in Original Physical Electronic Version Version Edition Information & Contents pages are Hindi Page 3 line 1 A Page 10 line 5 Page 13 Line 7 adl Page 14 Line 9 gud Page 17 Line 5 H Page 20 Line 23 Page 20 Line 12 Page 39 Line 6 s Page 42 line 3 slaπ Page 47 line 12 isi Corrections Translated to Gujarati અપને 191 થયો જાણતો મહાન પામવાથી 24. 24416 કવિતા સકા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સર્વાધિકાર સુરક્ષિત ગુજરાતી : પ્રથમ સંસ્કરણ : ૫000 દ્વિતીય સંસ્કરણ : ૩૨૦૦ (૨૨ એપ્રિલ ૧૯૮૬ મહાવીર જયન્તી) હિન્દી (પ્રથમ સાત સંસ્કરણ) ૪૦,૨૦૦ મરાઠી (પ્રથમ સંસ્કરણ) ૧,૧OO કન્નડું (પ્રથમ બે સંસ્કરણ) ૪,OOO અંગ્રેજી (પ્રથમ સંસ્કરણ) ૫,OOO યોગ ૫૮,૫OO મુદ્રક : સિટીજન પ્રિટર્સ, 1813, ચન્દ્રાવલ રોડ, દિલ્લી 110007 Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વિષય-સુચી |. | પાઠ ઉપાસના દેવ-શાસ્ત્ર-ગુરુ સાત તત્ત્વ સંબંધી ભૂલ ચાર અનુયોગ તીન લોક સપ્ત વ્યસન અહિંસા (એક વિવેચન) | અષ્ટાલિકા મહાપર્વ ભગવાન પાર્શ્વનાથ ૧૦ | દેવ-શાસ્ત્ર-ગુરુ સ્તુતિ | ૪૭ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ૧ ઉપાસના દેવ-શાસ્ત્ર-ગુરુ પૂજન શ્રી યુગલકિશોરજી “યુગલ” ( એમ. એ., સાહિત્યરત્ન, કોટા) સ્થાપના કેવલ-રવિ-કિરણોસે જિસકા, સંપૂર્ણ પ્રકાશિત હૈ અન્તર; ઉસ શ્રી જિનવાણીમેં હોતા, તત્ત્વોંકા સુન્દરતમ દર્શન. સદર્શન–બોધ-ચરણ-પથ પર, અવિરલ જો બઢતે હૈ મુનિગણ; ઉન દેવ પરમ આગમ ગુરુકો, શત-શત વંદન શત-શત વંદન. ૐ હ્રીં શ્રી દેવ શાસ્ત્ર ગુરુ સમૂહ અત્ર અવતર અવતર સંવૌષટ. ૐ હ્રીં શ્રી દેવ શાસ્ત્ર ગુરુ સમૂહું અત્ર તિષ્ઠ તિષ્ઠ 6: ઠ:. ૐ હ્રીં શ્રી દેવ શાસ્ત્ર ગુરુ સમૂહું અત્ર મમ સન્નિહિતો ભવ ભવ વષ, જલ ઈન્દ્રિય, ભોગ મધુર-વિષ સમ, લાવણ્યમયી કંચન કાયા; યહ સબ કુછ ભડકી કીડા હૈ, મેં અબ તક જાન નહીં પાયા. મેં ભૂલ સ્વયંકે વૈભવકો, પર મમતામેં અટકાયા હૂં ; અબ નિર્મલ સમ્યક નીર લિયે, મિથ્યામલ ધોને આયા . ૐ હ્રીં શ્રી દેવશાસ્ત્રગુરુભ્યો મિથ્યાત્વમલવિનાશનાય જલ નિર્વપામીતિ સ્વાહા. ૧. કેવળજ્ઞાનરૂપી સૂર્યનાં કિરણો દ્વારા. ૨. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની એકતારૂપ મુક્તિમાર્ગ પર. ૩. નિરંતર. ૪. મીઠું ઝેર. ૫. સમ્યગ્દર્શન. ૬. મિથ્યાદર્શનરૂપી મેલ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચંદન જડ ચેતનકી સબ પરિણતિ પ્રભુ, અપને અપનેમેં હોતી હૈ; કરું પ્રતિકૂલ કર્યું, યહ જૂઠી મનકી વૃત્તિ હૈ. સંયોગોમેં ક્રોધિત હોકર, સંસાર બઢાયા હૈ; સપ્તપ્ત હ્રદય પ્રભુ! ચન્દનસમ, શીતલતા પાને આયા હૈ. ૐૐ હ્રીં શ્રી દેવશાસ્ત્રગુરુભ્યો ક્રોધકષાયમલ વિનાશનાય ચન્દનું નિર્વપામીતિ સ્વાહા. ૨. અનુકૂલ પ્રતિકૂલ અક્ષત ઉજ્વલ હૂ કુન્દ ધવલ હૂં પ્રભુ ! પરસે ન લગા હૂં કિંચિત ભી; ફિર ભી અનુકૂલ લગે ઉનપર કરતા, અભિમાન નિરન્તર હી; જડ પર ઝુક ઝુક જાતા ચેતનકી માર્દવકી ખંડિત કાયા; નિજ શાશ્વત અક્ષયનિધિ પાને, અબ દાસ ચરણ રજમેં આયા ૩. ર ૐૐ હ્રીં શ્રી દેવશાસ્ત્રગુરુભ્યો માનકષાયમલ વિનાશનાય અક્ષતં નિર્વપામીતિ સ્વાહા. પુષ્પ યહ પુષ્પ સુકોમલ કિતના હૈ, તનમે માયા કુછ શેષ નહી; નિજ અંતરકા પ્રભુ! ભેદ કહૂં, ઉસમેં ઋજીતાકા લેશ નહી. ચિંતન કુછ ફિર સંભાષણ કુછ, કિરિયા કુછ કી કુછ હોતી હૈ; સ્થિરતા નિજમેં પ્રભુ પાઉ જો, અંતઃકા કાલુષ ધોતી હૈ. ૪. ૐ દ્રી શ્રી દેવશાસ્ત્રગુરુભ્યો માયાકષાયમલ વિનાશનાય પુષ્પ નિર્વામીતિ સ્વાહા. નૈવેદ્ય અબતક અગણિત જડ દ્રવ્યોંસે, પ્રભુ ભૂખ ન મેરી શાંત હુઈ; તૃષ્ણાકી ખાઈ ખૂબ ભરી, પર રિક્ત રહી વહુ રિક્ત રહી. યુગ-યુગસે ઈચ્છા સાગરમેં, પ્રભુ! ગોતે ખાતા આયા ફૂં; પંચેન્દ્રિય મનકે ષટ્સ તજ, અનુપમ રસ પીને આયા હૂં. પ. ૐ હ્રીં શ્રી દેવશાસ્ત્રગુરુભ્યો લોભકષાયમલ વિનાશનાય નૈવેધં નિર્વપામીતિ સ્વાહા. ૧. નિરભિમાની આત્મસ્વભાવ. ૨. સદા રહેનાર. ૩. અવિનાશી નિધિ. ૪. સરળતા. ૫. વિકાર ૬. ખાલી. ૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દીપ જગને જડ દીપકકો અબતક, સમઝા થા મૈને ઉજિયારા; ઝંઝાકે એક ઝકોરેમેં, જો બનતા ઘોર તિમિર કારા. અતએ પ્રભો! યહ નશ્વર દીપ, સમર્પણ કરીને આયા હું; તેરી અન્તર લૌ સે નિજ અન્તર, દીપ જલાને આયા હૈં. ૬. ૐ હ્રીં શ્રી દેવશાસ્ત્રગુરુભ્યો અજ્ઞાનઅંધકાર વિનાશનાય દીપ નિર્વપામીતિ સ્વાહા. ધૂપ જડકર્મ ઘુમાતા હૈ મુઝકો, યહ મિથ્યા ભ્રાન્તિ રહી મેરી; મેં રાગ દ્વેષ કિયા કરતા, જબ પરિણતિ હોતી જડ કેરી. યૌ ભાવકરમ' યા ભાવમરણ, સદિયોંસે કરતા આયા હું નિજ અનુપમ ગંધ અનલ સે પ્રભુ પર ગંધ જલાને આયા હું. ૭. ૐ હ્રીં શ્રી દેવશાસ્ત્રગુરુભ્યો વિભાવપરિણતિ વિનાશનાય ધૂપ નિર્વપામીતિ સ્વાહા. ફલ જગમેં જિસકો નિજ કહતા મેં, વહ છોડ મુઝે ચલ દેતા હૈ, મેં આકુલ વ્યાકુલ હો લેતા, વ્યાકુલકા ફ્લ વ્યાકુલતા હૈ મૈ શાન્ત નિરાકુલ ચેતન ચૂં, મુક્તિરમા સહુચરિ મેરી; યહ મોહ તડકકર ફૂટ પડે, પ્રભુ સાર્થક ફલ પૂજા તેરી. ૮. 3ૐ હ્રીં શ્રી દેવશાસ્ત્રગુરુભ્યો મોક્ષપદપ્રાપ્તયે ફલ નિર્વપામીતિ સ્વાહા. ક્ષણભર નિજ રસકો પી ચેતન, મિથ્યા મલકો1 ધો દેતા હૈ કાષાયિક ભાવ વિનષ્ટ કિયે, નિજ આનંદ અમૃત પીતા હૈ. ૧. વાયુનો વેગ અથવા તોફાન. ૨. અંધકાર ૩. કેવલજ્ઞાનરૂપી દીપક ૪. જpઠી માન્યતા. ૫-૬, મોહ, રાગ, દ્વેષરૂપ વિકારી ભાવ જ ભાવકર્મ અને ભાવ-મરણ છે. ૭. સંકડો વર્ષ. ૮. અગ્નિ ૯. પરમાં એકત્ત્વબુદ્ધિરૂપી ગંધ. ૧૦. સફળ. ૧૧. મિથ્યાદર્શનરૂપી મેલ. ૪ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #9 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અનુપમ સુખ તબ વિલસિત હોતા, કેવલવિ જગમગ કરતા હૈ; દર્શનબલ પૂર્ણ પ્રગટ હોતા, યહુ હી અરહન્ત અવસ્થા હૈ. યહ અર્થ સમર્પણ કરકે પ્રભુ ! નિજ ગુણકા અર્થ બનાઊંગા; ઔર નિશ્ચિત તેરે સદશ પ્રભુ, અર્હત અવસ્થા પાઊંગા. ૐ હ્રીં શ્રી દેવશાસ્ત્રગુરુભ્યો અનર્થપદપ્રાપ્તયે અર્થ નિર્વામીતિ સ્વાહા. સ્તવન ભવવનમેં જીભર ઘૂમ ચુકા, કણ-કણકો મૃગ-સમ મૃગ-તૃષ્ણાકે પીછે, મુઝકો ન ૫ જી ભર-ભર દેખા; મિલી સુખકી રેખા. ભાવનાઓ આશાયે; ૧ ૧૦ અનિત્ય- ાઠે જગકે સપને સારે, જૂઠી મનકી સબ તન-જીવન-યૌવન અસ્થિર હૈં, ક્ષણભંગુર પલમેં મુરઝાએ. અશરણ- સમ્રાટ મહા-બલ સેનાની, ઉસક્ષણકો ટાલ સકેગા કયા; અશરણ મૃત કાયામેં હર્ષિત, નિજ જીવન ડાલ સકેગા કયા. સંસાર- સંસાર મહા દુ:ખ-સાગરકે, પ્રભુ દુ:ખમય સુખ આભાસાંમે; મુઝકોન મિલા સુખ ક્ષણભર ભી, કંચન કામિનિ પ્રાસાદોં મેં. એકત્વ- મૈં એકાકી એકત્વ લિએ, એકત્વ લિએ સબ હી આતે; તન ધનકો સાથી સમઝા થા, ૫૨ યે ભી છોડ ચલે જાતે. અન્યત્વ- મેરે ન હુએ યે મૈં ઈનર્સ, અતિ ભિન્ન અખંડ નિરાલા નિજમેં ૫૨સે અન્યત્વ` લિએ, નિજ સમરસ પીનેવાલા અશુચિ- જિસકે શૃંગારોમે મેરા યહ મહંગા જીવન ઘુલ જાતા અત્યંત અશુચિ જડ કાયાસે, ઈસ ચેતનકા કૈસા નાતા. આાવ- દિન રાત શુભાશુભ ભાવોંમેં, મેરા વ્યાપાર ચલા કરતા; માનસ વાણી ઔર કાયાસે, આસ્રવકા દ્વાર ખુલા રહ્યા. ૧૨ ૧૪ ૧૫ ૧. પ્રગટ થાય છે, શોભે છે. ૨. કેવળજ્ઞાનરૂપી સૂર્ય. ૩. અનંત દર્શન અને અનંત વીર્યં. ૪. નિજ સ્વભાવ (ગુણો) ની સાધના કરીશ. પ. મૃગને પેઠે. ૬. રણમાં તૃષિત હરણ રેતીની સફેદીને પાણી સમજીને દોડધામ કરે છે પણ તેની તરસ છીપતી નથી તેને મૃગતૃષ્ણા કહે છે, તે જ રીતે આ આત્મા ભોગોમાં સુખ શોધતો રહ્યો પણ મળ્યું નહિ. ૭. સ્ત્રી. ૮. મહેલોમાં. ૯. એકલો. ૧૦. એકલાપણું. ૧૧. ભિન્નપણું. ૧૨. સમતારૂપી રસ. ૧૩. બરબાદ થઈ જાય છે. ૧૪. અપવિત્ર ૧૫. મન. ૫ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સંવર અન્તર્બલ . શુભ ઔર અશુભકી જવાલાસે, ઝુલસા હૈ મેરા અન્તસ્થલ; શીતલ સમક્તિ કિરણે ફૂટે, સંવરસે જાગે નિર્જરા- ફિર તપકી શોધક વહ્નિ જગે, કર્મોકી કડિયાં સર્વાંગ નિજાત્મ પ્રદેશોંસે, અમૃતકે નિર્ઝર′ ફૂટ પડે. યહ લોક તભી લોકાંત વિરાજેં ક્ષણમેં જા; નિજ લોક હુમારા વાસા હો, શોકાંત બને ફિર હમકો કયા. ફૂટ પડે; લોક- હુમ છોડ ચલે ૬ ૧૦ ૧૧ ૧૨ ધર્મ બોધિદુર્લભ જાગે મમ દુર્લભબોધિ પ્રભો, દુર્રયતમ સત્વર ટલ જાવે; બસ જ્ઞાતા દષ્ટા રહ જાઉ, મદ મત્સ૨૧૩ મોહ વિનસજાવે; ચિર રક્ષક ધર્મ હુમારા હો, હો ધર્મ હમારા ચિર સાથી; જગમેં ન હમારા કોઈ થા, હમ ભી ન રહે જગકે સાથી. ચરણોંમેં આયા હૂં પ્રભુવ, શીતલતા મુઝકો મિલ જાવે; મુરઝાઈ જ્ઞાન-લતા મેરી, નિજ અંર્તબલસે ખિલ જાવે. સોચા કરતા હૂં ભોગોંસે, બુઝ જાવેગી ઈચ્છા જવાલા; પરિણામ નિકલતા હૈ લેકિન, માનોં પાવકમેં ૧૪ તેરે ચરણોંકી પૂજાસે, ઈન્દ્રિય-સુખકો હી અભિલાષા; અબ તક ન સમઝ હી પાયા પ્રભુ, સચ્ચે સુખકી ભી પરિભાષા. તુમ તો અવિકારી હો પ્રભુવર, જગમેં રહતે જગસે ન્યારે; અતએવ ઝુકે તવ ચરણોંમેં, જગકે માણિક મોતી સારે. સ્યાદ્વાદમયી તેરી વાણી, શુભનયકે ઝરને ઝરતે હૈ; ઉસ પાવન નૌકા ૫૨ લાખોં પ્રાણી, ભવ-વારિધિ તિરતે હૈં. ઘી ડાલા. ૧૫ ૧ ૧. હૃદય ૨. સમ્યગ્દર્શન. ૩. આત્મશક્તિ. ૪. ઝરણાં. ૫. મુક્તિમાં. ૬. આત્મસ્વભાવ જ નિજ લોક છે. ૭. અમારા સર્વ શોકનો અંત. ૮. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર. ૯. જૂઠા નયોરૂપી અંધકાર. ૧૦. શીઘ્ર. ૧૧. જ્ઞાનદર્શનમય. ૧૨. અભિમાન. ૧૩. ઈર્ષા, અદેખાઈ. ૧૪. અગ્નિ. ૧૫. સંસારરૂપી સમુદ્ર. ૬ Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates જગકી નશ્વરતાકા હૈ ગુરુવર ! શાશ્વત સુખ-દર્શક, યહુ નગ્ન સ્વરૂપ તુમ્હારા ૐ; સચ્ચા, દિગ્દર્શન કરનેવાલા હૈં. જબ જગ વિષયોંમેં રચ પચકર, ગાફિલ નિદ્રામેં સોતા હો; અથવા વહુ શિવકે નિષ્કંટક, પથમેં વિષ-કંટક બોતા હો. હો અર્ધ નિશાકા સન્નાટા, વનમેં વનચારી ચરતે હોં. તબ શાંત નિરાકુલ માનસ તુમ, તત્ત્વોંકા ચિંતન કરતે હો. કરતે તપ શૈલ નદી તટ ૫૨, તતલ સમતા રસ પાન કિયા કરતે, સુખ દુઃખ દોનોંકી ઘડિયોંમેં. અન્તરજવાલા હરતી વાણી, માનોં ઝડતી હોં ફુલડિયાં; ભવ બન્ધન તડ તડ ટૂટ પડે, ખિલજાયેં અન્તરકી કલિયાં. તુમ સા દાની કયા કોઈ હો, જગકો દેર્દી જગકી નિધિયાં; દિન રાત લુટાયા કરતે હો, સમ-શમકી અવિનશ્વર મણિયાં. વર્ષાકી ઝડિયોંમેં; ૯ ૧૦ ૐૐ હ્રીં શ્રી દેવશાસ્ત્રગુરુભ્યો અનર્થપદ પ્રાપ્તયે અર્થ નિર્વામીતિ સ્વાહા. હૈ નિર્મલ દેવ તુમ્હેં પ્રણામ, હૈ જ્ઞાનદીપ આગમ ! પ્રણામ; હૈ શાંતિ ત્યાગકે મૂર્તિમાન, શિવ-પથ-પંથી ગુરુવર પ્રણામ. પ્રશ્ન ૧. ચંદન અને નૈવેધનાં પધ લખો તેનો ભાવ તમારા શબ્દોમાં જણાવો. ૨. જયમાલામાં શેનું વર્ણન છે તે ટૂંકમાં લખો. ૩. સંસાર ભાવના અને સંવર ભાવનાવાળા પધ લખીને તેનો ભાવ સમજાવો. ૧. દેખાડનાર. ૨. પાંચ ઈન્દ્રિયોના વિષય-ભોગોમાં. ૩. લીન થઈને. ૪. કાંટા રહિત. ૫. વિષય-ભોગરૂપી કાંટા. ૬. અર્ધરાત્રિ. ૭. પર્વત. ૮. વૃક્ષની નીચે. ૯. હૃદયની જ્વાળા. ૧૦. સમતા અને શાંતિ. ૭ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ૨ દેવ-શાત્ર-ગુરુ સમન્તભદ્રાચાર્ય (વ્યક્તિત્વ અને કર્તુત્વ) લોકેષણાથી દૂર રહેનાર સ્વામી સમભદ્રનું જીવનચરિત્ર એક રીતે અજ્ઞાત જ છે. જૈનાચાર્યોની એ વિશેષતા છે કે મહાન કાર્યો કર્યા પછી પણ તેમણે પોતાના વિષયમાં કયાંય કાંઈ લખ્યું નથી. જે કાંઈ થોડું ઘણું પ્રાપ્ત છે, તે પૂરતું નથી. તેઓ કદંબ રાજવંશના ક્ષત્રિય રાજકુમાર હતા. તેમની બાલ્યાવસ્થાનું નામ શાન્તિ વર્મા હતું. તેમનો જન્મ દક્ષિણ ભારતમાં કાવેરી નદીના કિનારે આવેલા ઉરગપુર નામના નગરમાં થયો હતો. તેમની હયાતી વિક્રમ સંવત્ ૧૩૮ સુધી હતી. તેમના પરિવારના જીવન વિષે કાંઈ પણ જાણવામાં આવ્યું નથી. તેમણે નાની ઉમરમાં જ મુનિદીક્ષા ધારણ કરી લીધી હતી. દિગંબર જૈન સાધુ થઈને તેમણે ઘોર તપ કર્યું અને અગાધ જ્ઞાન મેળવ્યું. તેઓ જૈન સિદ્ધાંતના તો અગાધ મર્મજ્ઞ હતા જ. સાથોસાથ તર્ક, ન્યાય, વ્યાકરણ, છંદ, અલંકાર, કાવ્ય અને કોષના પણ અદ્વિતીય વિદ્વાન હતા. તેમનામાં અજોડ વાદ-શક્તિ હતી. તેમણે કેટલીયે વાર ફરી ફરીને કુવાદીઓના ગર્વનું ખંડન કર્યું હતું. તેઓ પોતે લખે છે : Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ‘वादार्थी विचराम्यहं नरपते शार्दूलविक्रीडितम् ” “હે રાજા, હું વાદને માટે સિંહની જેમ વિચ૨ણ કરી રહ્યો છું.” તેમના પછી થયેલા આચાર્યોએ તેમનું સ્મરણ ખૂબ જ સન્માન પૂર્વક કર્યું છે. આધ સ્તુતિકાર તરીકે તેમની પ્રસિદ્ધિ છે. તેમણે સ્તોત્ર-સાહિત્યને પ્રૌઢતા પ્રદાન કરી છે. તેમની સ્તુતિઓમાં ઘણા-ઘણા ગંભીર ન્યાયો ભરેલા છે. દ તેમણે આપ્તમીમાંસા, તત્ત્વાનુશાસન, યુકર્ત્યનુશાસન, સ્વયંભૂ-સ્તોત્ર, જિનસ્તુતિ શતક, રત્નકદંડ શ્રાવકાચાર, પ્રાકૃત વ્યાકરણ, પ્રમાણ પદાર્થ, કર્મ પ્રાભૃત ટીકા અને ગંધહસ્તિ મહાભાષ્ય (અપ્રાપ્ય) નામના ગ્રંથોની રચના કરી છે. પ્રસ્તુત ભાગ રત્નકદંડ શ્રાવકાચારના પ્રથમ અધ્યાયના આધારે લખવામાં આવ્યો છે. ૬. આધાર-રત્નકરેંડ શ્રાવકાચાર દેવની વ્યાખ્યા ५. आप्तेनोछिन्नदोषेण, सर्वज्ञेनागमेशिना । भवितव्यं नियोगेन, नान्यथा ह्याप्तता भवेत् ।। क्षुत्पिपासाजरातंकजन्मान्तकभयस्मयाः। न रागद्वेषमोहाश्च यस्थाप्तः स प्रकीर्त्यते।। શાસ્ત્રની વ્યાખ્યા ૨. मदृष्टेष्टविरोधकम्। आप्तोपज्ञमनुल्लङ् घ्य, તત્ત્વોપવેશકૃત-સાર્વ, શાસ્ત્ર વ્યાપથ-ઘટ્ટનમ્। ગુરુની વ્યાખ્યા ૬૦. વિષયાશાવશાતીતો, નિરામોવરિગ્રહ:। ज्ञानध्यानतपोरक्तस्तपस्वी स प्रशस्यते ।। ૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દેવ-શાસ્ત્ર-ગુરુ સુબોધ- કેમ ભાઈ, વહેલી સવારે જ સંન્યાસી બનીને કયાં જઈ રહ્યા છો? પ્રબોધ- પૂજા કરવા જઈ રહ્યો છું. આજે ચૌદશ છે ને ? હું તો દરેક આઠમ અને ચૌદશે પૂજા જરૂર કરું છું. સુબોધ- કેમ ભાઈ, તમે કોની પૂજા કરો છો? પ્રબોધ- દેવ, શાસ્ત્ર અને ગુરુની પૂજા કરું છું. સુબોધ- કયા દેવની? પ્રબોધ- જૈનધર્મમાં વ્યક્તિની મુખ્યતા નથી. તે વ્યક્તિને બદલે ગુણોની પૂજામાં માને છે. સુબોધ- ઠીક, તો દેવમાં કયા ગુણો હોવા જોઈએ ? પ્રબોધ- જે વીતરાગ, સર્વજ્ઞ અને હિતોપદેશી હોય તે જ સાચા દેવ છે. જે કોઈના પ્રત્યે રાગેય કરતા ન હોય અને દ્વષ પણ કરતા ન હોય તે જ વીતરાગ કહેવાય છે. વીતરાગને જન્મ-મરણ વગેરે ૧૮ દોષ હોતા નથી. તેમને ભૂખ-તરસ પણ લાગતી નથી. જાણે કે તેમણે બધી ઈચ્છાઓ ઉપર વિજય મેળવી લીધો છે. સુબોધ- વીતરાગનો અર્થ તો સમજ્યો પણ સર્વજ્ઞપણું શું વસ્તુ છે ? પ્રબોધ- જે બધું જ જાણે છે, તે જ સર્વજ્ઞ છે. જેમના જ્ઞાનનો પૂરેપૂરો વિકાસ થઈ ગયો છે, જેઓ ત્રણલોકની બધી વાતો-જે ભૂતકાળમાં થઈ ગઈ, વર્તમાનમાં થઈ રહી છે અને ભવિષ્યમાં થવાની છે-તે બધી વાતોને એકસાથે જાણતા હોય, તે જ સર્વજ્ઞ છે. સુબોધ- ઠીક, તો એમ સિદ્ધ થયું કે જે રાગ-દ્વેષ (પક્ષપાત) રહિત હોય અને પૂર્ણજ્ઞાની હોય, તે જ સાચા દેવ છે. પ્રબોધ- હા, વાત તો એમ જ છે, તેઓ જે કાંઈ ઉપદેશ આપશે તે સાચો અને ભલો હશે. તેમનો ઉપદેશ હિત કરનાર હોવાથી જ તેમને હિતોપદેશી કહેવામાં આવે છે. સુબોધ- તેમનો ઉપદેશ સાચો અને ભલો કેમ હશે? ૧O Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રબોધ- જૂઠું તો અજ્ઞાનપણાથી બોલાય છે. જ્યારે તેઓ બધું જ જાણે છે તો પછી તેમની વાણી સાચી જ હશે અને તેમને રાગ-દ્વેષ નથી તો તેઓ બૂરી વાત કેમ કહે? તેથી તેમનો ઉપદેશ ભલો પણ હશે. સુબોધ- દેવનો અર્થ તો સમજાયો પણ શાસ્ત્ર કોને કહે છે? પ્રબોધ- તે જ દેવની વાણીને શાસ્ત્ર કહે છે. તેઓ વીતરાગ છે તેથી તેમની વાણી પણ વીતરાગતાની પોષક હોય છે. રાગને ધર્મ બતાવે તે વીતરાગની વાણી નથી. તેમની વાણીમાં તત્ત્વનો ઉપદેશ આપે છે. સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કયાંય પણ તત્ત્વનો વિરોધ આવતો નથી. સુબોધ- તેના અભ્યાસથી શું લાભ થાય? પ્રબોધ- જીવ ખોટા રસ્તે ચાલતો બચી જાય છે, અને તેને સાચો રસ્તો મળી જાય છે. સુબોધ- બરાબર છે. દેવ અને શાસ્ત્રનો અર્થ તો તમે સમજાવ્યો અને ગુરુજી તો આપણા શિક્ષક સાહેબ છે જ. પ્રબોધ- પાગલ, શિક્ષક તો આપણા વિદ્યાગુરુ છે. તેમનો પણ આદર કરવો જોઈએ. પણ જે ગુરુની આપણે પૂજા કરીએ છીએ તેઓ તો નગ્ન દિગંબર સાધુ હોય છે. સુબોધ- ઠીક, તો મુનિરાજને ગુરુ કહે છે, એમ કેમ નથી કહેતા? સીધી વાત છે, જે નગ્ન રહેતા હોય તે ગુરુ કહેવાય છે. પ્રબોધ- તમે હજી પણ સમજ્યા નહિ ગુરુ નગ્ન રહે છે એ તો સારું છે, પણ માત્ર નગ્ન રહેવાથી જ કોઈ ગુરુ થઈ જતા નથી. તેમનામાં બીજી પણ ઘણી સારી વાતો હોય છે. તેઓ ભગવાનની વાણીનું રહસ્ય જાણે છે. સુબોધ- ઠીક, બીજી કઈ કઈ વાતો તેમનામાં હોય છે? પ્રબોધ- તેઓ હંમેશા આત્મધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહે છે, સર્વ પ્રકારના આરંભ-પરિગ્રહથી સર્વથા રહિત હોય છે, વિષય-ભોગોની લાલસા તેમનામાં જરાપણ હોતી નથી, એવા તપસ્વી સાધુઓને ગુરુ કહે છે. સુબોધ- તેઓ જ્ઞાની પણ હોતા હશે? ૧૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રબોધ- શું વાત કરો છો ? આત્મજ્ઞાન વિના તો કોઈ મુનિ બની જ શકતા નથી. સુબોધ- તો આત્મજ્ઞાન વિના આ ક્રિયાકાંડ ( બાહ્યઆચરણ અથવા વ્યવહારચારિત્ર) શું સાવ નકામા છે? પ્રબોધ- સાંભળો ભાઈ, મૂળ વસ્તુ તો આત્માને સમજીને તેમાં લીન થવાનું છે. આત્મશ્રદ્ધા ( સમ્યગ્દર્શન ), આત્મજ્ઞાન (સમ્યજ્ઞાન ) અને આત્મલીનતા જેમનામાં હોય અને જેમનું બાહ્યાચરણ (સમ્યક્ચારિત્ર આગમાનુકૂળ હોય, તે જ વાસ્તવમાં સાચા ગુરુ છે. સુબોધ– તો તમે એમની જ પૂજા કરવા જતા હશો! હું પણ આવીશ. પણ એ તો બતાવો કે એનાથી આપણને શું મળે ? પ્રબોધ- પાછી તમે અણસમજણની વાત કરી. પૂજા એટલા માટે કરવામાં આવે છે કે આપણે પણ તેમના જેવા બની જઈએ. તેઓ બધું છોડી ગયા છે, તેમની પાસેથી સંસારનું કાંઈ માગવું કયાં સુધી યોગ્ય ગણાય ? સુબોધ- ઠીક, બરાબર છે. કાલથી મને પણ લઈ જજો. પ્રશ્ન ૧. પૂજા કોની અને શા માટે કરવી જોઈએ ? ૨. સાચા દેવ કોને કહે છે? પણ ૩. શાસ્ત્ર કોને કહે છે? તેની સત્યતા અને સારાપણાનો આધાર શું છે? ૪. ગુરુ કોને કહે છે? તેમની વિશેષતાઓનું વર્ણન કરો. શું વિધાગુરુ તે ગુરુ નથી ? ૫. ટૂંકમાં નોંધ લખો વીતરાગ, સર્વજ્ઞ, હિતોપદેશી. ૬. સમન્તભદ્રાચાર્યના જીવન અને રચના ૫૨ સંક્ષિપ્ત પ્રકાશ આપો. ૧૨ Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ૩ | સાત તત્ત્વ સંબંધી ભૂલ અધ્યાત્મપ્રેમી પં. દૌલતરામજી (વ્યક્તિત્વ અને કર્તુત્વ) (સંવત્ ૧૮૫૫-૧૯૨૩) અધ્યાત્મ-રસમાં નિમગ્ન રહેનાર, ઓગણીસમી સદીના તત્ત્વદર્શી વિદ્વાન કવિવાર ૫. દૌલતરામજી પલ્લીવાલ જાતિના નર-રત્ન હતા. તેમનો જન્મ અલીગઢ પાસે સાસની નામના ગામમાં થયો હતો. પછી તેઓ થોડા દિવસ અલીગઢ પણ રહ્યા હતા. તેમના પિતાનું નામ ટોડરમલજી હતું. આત્મશ્લાઘાથી દૂર રહેનાર આ મહાન કવિનો જીવન-પરિચય પૂર્ણપણે પ્રાપ્ત થતો નથી. પણ તેઓ એક સાધારણ ગૃહસ્થ હતા અને સરળ સ્વભાવી, આત્મજ્ઞાની પુરુષ હતા. તેમણે રચેલ છે ઢાળા નામનો ગ્રંથ જૈન સમાજનો ખૂબ પ્રચલિત અને આદર પામેલ ગ્રંથરત્ન છે. ભાગ્યે જ કોઈ એવો જૈન ભાઈ હશે કે જેણે છ ઢાળાનો અભ્યાસ કર્યો નહિ હોય. બધી જ જૈન પરિક્ષા બોર્ડોના પાઠયક્રમમાં એને સ્થાન મળેલું છે. એની રચના તેમણે સંવત્ ૧૮૯૧ માં કરી હતી. તેમણે એમાં ગાગરમાં સાગર સમાવવાનો સફળ પ્રયત્ન કર્યો છે. તે ઉપરાંત તેમણે કેટલાંક ભક્તિપદો અને અધ્યાત્મરસથી ઓતપ્રોત અનેક ભજનો લખ્યાં છે. જે આજે પણ આખા ભારતનાં મંદિરોમાં અને શાસ્ત્ર-સભાઓમાં ગવાય છે. તેમનાં ભજનોમાં માત્ર ભક્તિ જ નહિ, ગૂઢ તત્ત્વ પણ ભરેલાં છે. ભક્તિ અને અધ્યાત્મની સાથોસાથ તેમનાં કાવ્યમાં કાવ્યત્વ પણ તેના પ્રૌઢતમ રૂપમાં પ્રાપ્ત થાય છે. ભાષા સરલ, સુબોધ અને પ્રવાહમયી છે, ભર્તીવાળા શબ્દોનો અભાવ છે. તેમનાં પદ હિન્દી ગીત સાહિત્યના કોઈપણ મહારથીની સામે ખૂબ જ ગર્વ પૂર્વક મૂકી શકાય તેમ છે. પ્રસ્તુત ભાગ, તેમની પ્રસિદ્ધ રચના છ ઢાળાની બીજી ઢાળના આધારે છે. ૧૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સાત તત્ત્વ સંબંધી ભૂલ જીવાદિ સાત તત્ત્વોને સાચા અર્થમાં સમજ્યા વિના સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકતી નથી. અનાદિ કાળથી જીવોને એ સંબંધી ભ્રમ રહ્યો છે. અહીં સંક્ષેપમાં તે ભૂલોનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. જીવ અને અજીવ તત્વ સંબંધી ભૂલ જીવનો સ્વભાવ તો જાણવા-દેખવારૂપ જ્ઞાન-દર્શનમય છે અને પુદ્ગલથી બનેલા શરીરાદિ–વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા હોવાથી મૂર્તિક છે. તથા ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, કાળદ્રવ્ય અને આકાશદ્રવ્ય અમૂર્તિક હોવા છતાં પણ જીવની પરિણતિ તે બધાંથી જુદી છે. તોપણ આ આત્મા આ ભેદ જણાતો નથી અને શરીરાદિની પરિણતિને આત્માની પરિણતિ માની લે છે. પોતાનો જ્ઞાનસ્વભાવ ભૂલી જઈને શરીરની સુંદરતાથી પોતાને સુંદર અને કુરૂપતાથી કુરૂપ માની લે છે તથા તેના સંબંધથી થતા પુત્રાદિમાં પણ આત્મ-બુદ્ધિ કરે છે. શરીરાશ્રિત ઉપવાસાદિ અને ઉપદેશાદિ ક્રિયાઓમાં પણ પોતાપણું અનુભવે શરીરની ઉત્પત્તિથી પોતાની ઉત્પત્તિ માને છે અને શરીરનો વિયોગ થતા પોતાનું મરણ માને છે. આ જ એની જીવ અને અજીવ તત્ત્વ સંબંધી ભૂલ છે. જીવને અજીવ માનવો એ જીવ તત્ત્વ સંબંધી ભૂલ છે અને અજીવને જીવ માનવો તે અજીવ તત્ત્વ સંબંધી ભૂલ છે. આસ્રવ તત્વ સંબંધી ભૂલ રાગ-દ્વેષ-મોહ આદિ વિકારી ભાવ પ્રગટપણે દુ:ખ દેનાર છે, પણ આ જીવ એનું જ સેવન કરતો થકો પોતાને સુખી માને છે. કહે છે કે શુભરાગ તો સુખદાયી છે, તેનાથી તો પુણ્યબંધ થશે. સ્વર્ગાદિનાં સુખ મળશે પણ એમ વિચારતો નથી કે જે બંધનું કારણ છે તે સુખનું કારણ કેમ હોય? પહેલી ઢાળમાં ૧૪ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #19 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates તો ચોખ્ખું જ બતાવ્યું છે કે સ્વર્ગમાં સુખ છે કયાં? જ્યાં સંસારમાં સુખ છે જ નહિ તો મળે કયાંથી? માટે જે શુભાશુભ રાગ પ્રગટ દુ:ખ દેનાર છે તેને સુખદાયક માનવા તે જ આસ્રવ તત્ત્વ સંબંધી ભૂલ છે. બંધ તત્ત્વ સંબંધી ભૂલ આ જીવ શુભ કર્મોનાં ફળમાં રાગ કરે છે અને અશુભ કર્મોનાં ફળમાં દ્વેષ કરે છે. પણ શુભ કર્મોનું ફળ ભોગ-સામગ્રીની પ્રાપ્તિ છે અને ભોગ દુઃખમય જ છે, સુખમય નથી. તેથી શુભ અને અશુભ બન્નેય કર્મ વાસ્તવમાં સંસારનું કારણ હોવાથી હાનિકારક છે અને મોક્ષ તો શુભ-અશુભ બંધના નાશથી જ થાય છે એ જાણતો નથી, એ જ એની બંધ તત્ત્વ સંબંધી ભૂલ છે. સંવર તત્ત્વ સંબંધી ભૂલ આત્મજ્ઞાન અને આત્મજ્ઞાન સહિત વૈરાગ્ય તે સંવર છે અને તે જ આત્માને સુખદાયક છે, તેને કષ્ટદાયક માને છે. તાત્પર્ય એ છે કે સમ્યજ્ઞાનની અને વૈરાગ્યની પ્રાપ્તિ કષ્ટદાયક છે એમ માને છે. જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ આનંદમય હોય છે, કષ્ટમય નહિ – એની એને ખબર જ નથી. તેને કષ્ટદાયક માનવાં તે જ સંવર તત્ત્વ સંબંધી ભૂલ છે. નિર્જરા તત્ત્વ સંબંધી ભૂલ આત્મજ્ઞાન પૂર્વક ઈચ્છાઓનો અભાવ તે જ નિર્જરા છે અને તે જ આનંદમય છે. તેને ન જાણતાં અને આત્માની શક્તિને ભૂલીને ઈચ્છાઓની પૂર્તિમાં જ સુખ માને છે અને ઈચ્છાનાં અભાવને સુખ માનતો નથી એ જ એની નિર્જરા તત્ત્વ સંબંધી ભૂલ છે. મોક્ષ તત્વ સંબંધી ભૂલ મોક્ષમાં પૂર્ણ નિરાકુળતારૂપ સાચું સુખ છે, તેને તો જાણતો નથી અને ભોગ સંબંધી સુખને જ સુખ માને છે તથા મોક્ષમાં પણ આ જ જાતના સુખની કલ્પના કરે છે, એ જ એની મોક્ષ તત્ત્વ સંબંધી ભૂલ છે. જ્યાં સુધી આ સાતેય તત્ત્વ સંબંધી ભૂલોને જીવ દૂર ન કરે ત્યાં સુધી તેને સાચું સુખ પ્રાપ્ત કરવાનો માર્ગ મળી શકતો નથી. ૧૫. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આધાર ઉપયોગરૂપ, ચિન્સૂરત બિન મૂરત અનૂપ. રાવ, મેરે ધન ગૃહ ગોધન પ્રભાવ, ચેતનકો હૈ પુદ્ગલ નભ ધર્મ અધર્મ કાલ, ઈનð ન્યારી હૈ જીવ ચાલ, તાકો ન જાન વિપરીત માન, કરિ કરે દેહમેં નિજ પિછાન. મૈં સુખી દુ:ખી મૈં ટૂંક મેરે સુત તિય મેં સબલ દીન, બેરૂપ સુભગ મૂરખ પ્રવીન. તન ઉપજત અપની ઉપજ જાન, તન નશત આપકો નાશ માન; રાગાદિ પ્રગટ જે દુ:ખ દૈન, તિનહીંકો સેવત ગિનત ચૈન. શુભ અશુભ બંધકે લ મંઝાર, રિત અરિત કરૈ નિજપદ વિસાર; આતમ-હિત હેતુ વિરાગ-જ્ઞાન, તે લખૈ આપકો કષ્ટ દાન. રોકે ન ચાહુ નિજ શક્તિ ખોય, શિવરૂપ નિરાકુલતા ન જોય. પ્રશ્ન ૧. જીવ અને અજીવ તત્ત્વ સંબંધી આ જીવે કયા પ્રકારની ભૂલ કરી છે? ૨. ‘આપણે શુભભાવ કરીશું તો સુખી થશું,” એમ માનવામાં કયા તત્ત્વ સંબંધી ભૂલ થઈ ? ૩. તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવું દુઃખદાયક છે. શું એ વાત સાચી છે? ન હોય તો શા માટે નથી ? 66 t ૪. “જેવું સુખ આપણને છે, તેવું જ તેના કરતાં અનેકગણું મુક્ત જીવોને ,, છે. આમ માનવામાં શું દોષ છે? ૫. “ જો પરસ્પર પ્રેમ (રાગ) કરશો તો આનંદમાં રહેશો ”, શું આવી માન્યતા બરાબર છે? ૧૬ Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ૪ ચાર અનુયોગ આચાર્યકલ્પ પં. ટોડરમલજી (વ્યક્તિત્વ અને કર્તુત્વ) આચાર્યકલ્પ પં. ટોડરમલજી વિ. સં. ૧૭૯૭ માં લગભગ જયપુરમાં જન્મ્યા હતા. તેમના પિતા શ્રી જોગીદાસજી ખંડેલવાલ દિગંબર જૈન ગોદીકા ગોત્રના હતા. તેમની માતાનું નામ રંભાબાઈ હતું. તેઓ પોતાના મા-બાપના એકના એક પુત્ર હતા. તેમના મોટા પુત્રનું નામ હરિશ્ચંદ્ર અને નાનાનું નામ ગુમાનીરામ હતું. ગુમાનીરામ મહાન પ્રતિભાશાળી અને કાન્તિકારી હતા. બાળક ટોડરમલની પ્રતિભા જોઈને તેમને ભણાવવા માટે બનારસથી વિદ્વાનને બોલાવવામાં આવ્યા હતા. તેમની સ્મરણશક્તિ વિલક્ષણ હતી. તેમણે ૧૦-૧૧ વર્ષની ઉમરમાં જ ન્યાય, વ્યાકરણ અને ગણિત જેવા અઘરા વિષયોનું ગંભીર જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. તેમના ગુરુનું નામ બંશીધર હતું. તેમની કુલ દસ રચનાઓ પ્રાપ્ત છે. જે ગદ્ય અને પદ્ય બન્ને પ્રકારની છે. ગધમાં કેટલીક તો ટીકાઓ અને કેટલીક સ્વતંત્ર રચનાઓ છે. (૧) ગોમ્મસાર જીવકાંડ ટીકા (૨) ગોમ્મદસાર કર્મકાંડ ટીકા (૩) લબ્ધિસાર ક્ષપણાસાર ટીકા (૪) ત્રિલોકસાર ટીકા ( ૫ ) આત્માનુશાસન ટીકા (૬) પુરુષાર્થ સિદ્ધિયુપાય ટીકા (૭) અર્થ સંદષ્ટિ વિચાર (૮) મોક્ષમાર્ગ પ્રકાશક (મૌલિક). (૯) રહસ્યપૂર્ણ ચિઠ્ઠી (મૌલિક) (૧૦) ગોમ્મસાર પૂજા સંસ્કૃત (મૌલિક). તેમની ગદ્ય શૈલી પરિમાર્જિત, પ્રૌઢ અને સહજ બોધગમ્ય છે. ભાષા ઉપર તેમનો અસાધારણ કાબુ હતો. તેઓ હિન્દીની સાથોસાથ પ્રાકૃત અને સંસ્કૃતના પણ મહાન વિદ્વાન હતા. તેમનું મૃત્યુ ૨૭-૨૮ વર્ષની નાની ઉમરમાં જ સામાજિક દ્વષને કારણે થયું. પ્રસ્તુત અંશ મોક્ષમાર્ગ પ્રકાશકના આઠમા અધ્યાયના આધારે લખવામાં આવ્યો છે. ૧૭ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચાર અનુયોગ વિદ્યાર્થી- મોક્ષમાર્ગ પ્રકાશકમાં કોની વાર્તા છે? શિક્ષક- મોક્ષમાર્ગ પ્રકાશકમાં વાર્તા થોડી જ છે? તેમાં તો મોક્ષનો માર્ગ બતાવ્યો વિદ્યાર્થી- ઠીક, તો મોક્ષમાર્ગ પ્રકાશક શું શાસ્ત્ર નથી ? શિક્ષક- કેમ? વિદ્યાર્થી- શાસ્ત્રમાં તો કથાઓ હોય છે. મારા પિતાજી તો કહેતા હતા કે મંદિર જતા રહો. ત્યાં સાંજે શાસ્ત્ર વંચાય છે, તેમાં સારી સારી વાર્તાઓ આવે છે. શિક્ષક- હા, હા, શાસ્ત્રોમાં મહાપુરુષોની કથાઓ પણ હોય છે. જે શાસ્ત્રોમાં મહાપુરુષોના ચરિત્ર દ્વારા પુણ્ય-પાપનાં ફળનું વર્ણન હોય છે અને અંતે વીતરાગતાને હિતકારી બતાવવામાં આવે છે, તેને પ્રથમાનુયોગના શાસ્ત્ર કહે છે. વિદ્યાર્થી- તો શું શાસ્ત્ર જુદા જુદા પ્રકારના હોય છે? શિક્ષક- શાસ્ત્ર તો જિનવાણીને કહે છે. તેમાં તો વીતરાગતાનું પોષણ હોય છે. તેનું કથન કરવાની રીત ચાર છે; તેને અનુયોગ કહે છે. પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ. વિદ્યાર્થી- અમને તો વાર્તાઓ વાળું શાસ્ત્ર જ સારું લાગે છે, તેમાં ખૂબ આનંદ આવે છે. શિક્ષક- ભાઈ, શાસ્ત્રનું સારાપણું તો વીતરાગતારૂપ ધર્મના વર્ણનમાં છે, કોરી વાર્તાઓમાં નહિ. વિદ્યાર્થી- તો પછી આ કથાઓ શાસ્ત્રમાં લખી જ શા માટે ? શિક્ષક- તમે જ કહેતા હતા કે અમારું મન કથાઓમાં ખૂબ લાગે છે. વાત એ જ છે કે રાગી જીવોનું મન કેવળ વૈરાગ્યના કથનમાં લાગતું નથી. તેથી જેવી રીતે બાળકને પતાસા સાથે દવા આપે છે, તેવી જ રીતે તુચ્છ બુદ્ધિવાળા જીવોને કથાઓ દ્વારા ધર્મ (વીતરાગતા) માં રુચિ કરાવે છે ૧૮ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #23 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અને અંતે વૈરાગ્યનું જ પોષણ કરે છે. વિદ્યાર્થી- ઠીક, એમ વાત છે. આ પુરાણ અને ચરિત્ર-ગ્રંથ પ્રથમાનુયોગમાં જ આવતા હશે. કરણાનુયોગમાં કઈ વાતનું વર્ણન હોય છે? શિક્ષક- કરણાનુયોગમાં ગુણસ્થાન, માર્ગણાસ્થાન આદિપે તો જીવનું વર્ણન હોય છે અને કર્મો તથા ત્રણે લોકનું ભૂગોળ સંબંધી વર્ણન હોય છે. એમાં ગણિતની મુખ્યતા રહે છે કેમ કે ગણતરી અને માપનું વર્ણન હોય છે વિધાર્થી- એ તો અઘરું પડતું હશે? શિક્ષક- (અઘરું) પડે જ. કેમ કે તેમાં અતિ સૂક્ષ્મ કેવળજ્ઞાનગમ્ય વાતનું વર્ણન હોય છે. ગોમટસાર જીવકાંડ, ગોમ્મસાર કર્મકાંડ, લબ્ધિસાર અને ત્રિલોકસાર આદિ એવા જ ગ્રંથ છે. વિદ્યાર્થી- ચરણાનુયોગ સહેલો પડતો હશે? શિક્ષક- હા, કેમ કે એમાં સ્થળ બુદ્ધિગોચર કથન હોય છે. એમાં સુભાષિત, નીતિ-શાસ્ત્રોની પદ્ધતિ મુખ્ય છે કેમ કે એમાં ગૃહસ્થ અને મુનિઓનાં આચરણના નિયમોનું વર્ણન હોય છે. આ અનુયોગમાં જે રીતે આ જીવ પાપ છોડીને ધર્મમાં લાગે અર્થાત્ વીતરાગતામાં વૃદ્ધિ કરે તે રીતે અનેક યુક્તિઓથી કથન કરવામાં આવે છે. વિદ્યાર્થી- તો રત્નકરંડ શ્રાવકાચાર આ જ અનુયોગનું શાસ્ત્ર હશે? શિક્ષક- હા, હા, તે તો છે જ. સાથોસાથ મુખ્યપણે પુરુષાર્થ સિદ્ધિ-ઉપાય આદિ બીજાં પણ અનેક શાસ્ત્રો છે. વિદ્યાર્થી- તો શું સમયસાર અને દ્રવ્ય સંગ્રહ પણ આ જ અનુયોગનાં શાસ્ત્ર છે? શિક્ષક- ના, તે તો દ્રવ્યાનુયોગનાં શાસ્ત્ર છે. કેમકે છ દ્રવ્ય, સાત તત્ત્વ આદિનું તથા સ્વ-પર ભેદવિજ્ઞાન આદિનું વર્ણન તો દ્રવ્યાનુયોગમાં હોય છે. વિદ્યાર્થી- એમાં પણ કરણાનુયોગની પેઠે કેવળજ્ઞાનગમ્ય કથન થતું હશે? ૧૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શિક્ષક- ના, એમ તો ચરણાનુયોગની પેઠે બુદ્ધિગમ્ય કથન હોય છે પણ ચરણાનુયોગમાં બાહ્યકિયાની મુખ્યતા રહે છે અને દ્રવ્યાનુયોગમાં આત્મ-પરિણામોની મુખ્યતાથી કથન હોય છે. દ્રવ્યાનુયોગમાં ન્યાયશાસ્ત્રની પદ્ધતિ મુખ્ય છે. વિદ્યાર્થી- એમાં ન્યાયશાસ્ત્રની પદ્ધતિ મુખ્ય કેમ છે? શિક્ષક- કેમકે એમાં તત્ત્વનિર્ણય કરવાની મુખ્યતા છે. યુક્તિ અને ન્યાય વિના નિર્ણય કેવી રીતે થાય? વિધાર્થી કેટલાક માણસો કહે છે કે અધ્યાત્મ-શાસ્ત્રમાં બાહ્યાચારને હીન બતાવ્યો છે, તે વાંચીને લોકો આચારભ્રષ્ટ થઈ જશે. શું આ વાત સાચી છે? શિક્ષક દ્રવ્યાનુયોગમાં આત્મજ્ઞાન વિનાના કોરા બાહ્યાચારનો નિષેધ કર્યો છે પણ ઠેકાણે ઠેકાણે સ્વચ્છંદી થવાનો એ નિષેધ કર્યો છે. એથી તો લોકો આત્મજ્ઞાની થઈને સાચા વતી બનશે. વિદ્યાર્થી- જો કોઈ અજ્ઞાની ભ્રષ્ટ થઈ જાય તો ? શિક્ષક- જો ગધેડો સાકર ખાવાથી મૃત્યુ પામે તો તેથી સજ્જન તો સાકર ખાવાનું છોડે નહિ, તેવી જ રીતે જો અજ્ઞાની તત્ત્વની વાત સાંભળીને ભ્રષ્ટ થઈ જાય તો તેથી જ્ઞાની તો તત્ત્વનો અભ્યાસ છોડે નહિ. વળી તે તો પહેલાં પણ મિથ્યાષ્ટિ હતો અને હવે પણ મિથ્યાદષ્ટિ જ રહ્યો. એટલું જ નુકસાન થશે કે સુગતિ ન થતાં કુગતિ થશે, રહેશે તો તે સંસારનો સંસારમાં જ. પરંતુ અધ્યાત્મનો ઉપદેશ ન આપવાથી ઘણા જીવોને મોક્ષમાર્ગનો અભાવ થાય છે અને એમાં ઘણા જીવોનું ઘણું બૂરું થાય છે, તેથી અધ્યાત્મના ઉપદેશનો નિષેધ ન કરવો. વિદ્યાર્થી– જેનાથી જોખમની આશંકા હોય, તેવાં શાસ્ત્રો વાંચવાં જ શા માટે? તે ન વાંચીએ તો એવું શું નુકસાન છે? શિક્ષક- મોક્ષમાર્ગનો મૂળ ઉપદેશ તો અધ્યાત્મ શાસ્ત્રોમાં જ છે. તેના નિષેધથી મોક્ષમાર્ગનો નિષેધ થઈ જશે. વિદ્યાર્થી- પણ પહેલાં તો એ ન વાંચવાં ને? શિક્ષક- જૈનધર્મ પ્રમાણે તો એવી પરિપાટી છે કે પહેલાં દ્રવ્યાનુયોગાનુસાર ૨) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દષ્ટિ થાય, પછી ચરણાનુયોગ અનુસાર વ્રતાદિ ધારણ કરીને વ્રતી થાય. તેથી મુખ્યપણે તો નીચલી દશામાં જ દ્રવ્યાનુયોગ કાર્યકારી છે. વિદ્યાર્થી પહેલાં તો પ્રથમાનુયોગનો અભ્યાસ કરવો જોઈએ? શિક્ષક- પહેલાં આનો અભ્યાસ કરવો, પછી તેનો-એવો નિયમ નથી. પોતાના પરિણામોની સ્થિતિ જોઈને જેના અભ્યાસથી ધર્મમાં પોતાની રુચિ અને પ્રવૃત્તિ વધે તેનો જ અભ્યાસ કરવો અથવા કોઈવાર આનો, કોઈવાર તેનો, એમ ફેરફાર કરીને અભ્યાસ કરવો. કેટલાંક શાસ્ત્રોમાં તો બે-ત્રણ અનુયોગોની મિશ્ર પદ્ધતિથી પણ કથન હોય છે. પ્રશ્ન ૧. અનુયોગ કોને કહે છે? તેના કેટલા પ્રકાર છે? ૨. પં. ટોડરમલજીના મત પ્રમાણે અનુયોગોનો અભ્યાસક્રમ કઈ રીતે છે? ૩. દ્રવ્યાનુયોગનો અભ્યાસ શા માટે આવશ્યક છે? તેમાં કઈ પદ્ધતિથી, કઈ વાતનું વર્ણન હોય છે? ૪. ચરણાનુયોગ અને કરણનુયોગમાં શું તફાવત છે? ૫. પ્રત્યેક અનુયોગના ઓછામાં ઓછા બબ્બે ગ્રંથોનાં નામ લખો. ૬. ૫. ટોડરમલજીની બાબતમાં તમારા વિચારો વ્યક્ત કરો. ૨૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #26 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ૫ ત્રણ લોક આચાર્ય શૂદ્ધપિચ્છ ઉમાસ્વામી (વ્યક્તિત્વ અને કર્તુત્વ) तत्त्वार्थसूत्रकर्तारं, गृद्धपिच्छोपलक्षितम् । वन्दे गणीन्द्रसंजातमुमास्वामीमुनीश्वरम् ।। ઓછામાં ઓછું લખીને વધારેમાં વધારે પ્રસિદ્ધિ મેળવનાર આચાર્ય ગૃદ્ધપિચ્છ ઉમાસ્વામીની તત્ત્વાર્થસૂત્રથી જૈન સમાજ જેટલો વધારે પરિચિત છે, તેમના જીવન-પરિચયની બાબતમાં તેટલો અપરિચિત છે. તેઓ કુન્દકુન્દાચાર્યના પટ્ટશિષ્ય હતા અને વિક્રમની પ્રથમ શતાબ્દીના અંતિમ કાળમાં તથા દ્વિતીય શતાબ્દીના પૂર્વાર્ધમાં ભારત-ભૂમિને પવિત્ર કરી રહ્યા હતા. આચાર્ય ગૃદ્ધપિચ્છ ઉમાસ્વામી તે ગૌરવશાળી આચાર્યોમાંના એક છે કે જેમને સમગ્ર આચાર્ય-પરંપરામાં પૂર્ણ પ્રામાણિકતા અને સન્માન મળેલું છે. જે મહત્ત્વ વૈદિકોમાં ગીતાને, ઈસાઈયોમાં બાઈબલને અને મુસલમાનોમાં કુરાનને આપવામાં આવે છે, તે મહત્ત્વ જૈન પરંપરામાં વૃદ્ધપિચ્છ ઉમાસ્વામીના તત્ત્વાર્થસૂત્રને મળેલું છે. એનું બીજું નામ મોક્ષશાસ્ત્ર પણ છે. એ સંસ્કૃત ભાષાનો સર્વ પ્રથમ જૈન ગ્રંથ પ્રસ્તુત ભાગ તત્ત્વાર્થસૂત્રના આધારે લખવામાં આવ્યો છે. ૨૨ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ત્રણ લોક વિદ્યાર્થી- ગુરુજી, આજે પ્રવચનમાં સાંભળ્યું હતું કે કુન્દકુન્દ્રાચાર્ય દેવ શ્રી સીમંધર ભગવાનનાં દર્શન કરવા વિદેહક્ષેત્રમાં ગયા હતા. એ વિદેહક્ષેત્ર કયાં છે ? શિક્ષક- આ આખું વિશ્વ ત્રણ લોકમાં વહેંચાયેલું છે. જ્યાં હું અને તમે રહીએ છીએ, એ મધ્યલોક છે. એમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર છે, તે એક બીજાને ઘેરીને રહેલા છે. બધાની મધ્યમાં જંબૂદ્વીપ છે. તેની ચારે બાજાએ લવણ સમુદ્ર છે. તેની ચારે બાજાએ ધાતકી ખંડ દ્વીપ છે, તેની પણ ચારે બાજાએ કાલોદધિ સમુદ્ર છે, પછી પુષ્કરવર દ્વીપ અને પુષ્કરવર સમુદ્ર. એ જ પ્રમાણે અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર છે. વિદ્યાર્થી- હું અને આપ તો જંબૂઢીપમાં રહીએ છીએ, પણ સીમંધર ભગવાન કયાં રહે છે? શિક્ષક- તેઓ પણ જંબૂદ્વીપમાં જ રહે છે. પણ ભાઈ, જંબૂઢીપ સાવ નાનો ઓછો જ છે? એ તો એક લાખ યોજન વિસ્તારવાળો છે. એની વચ્ચોવચ્ચ સુમેરુ નામનો ગોળ પર્વત છે તથા આ ગોળ જંબૂદ્વીપને વિભાજિત કરનાર છે મહા પર્વતો છે જે પૂર્વથી માંડીને પશ્ચિમ સુધી પથરાયેલા છે. તેમનાં નામ છે-હિમવન, મહાહિમવન, નિષધ, નીલ, રુકિમ અને શિખરી. વિદ્યાર્થી- જો એ પૂર્વથી પશ્ચિમ સુધી પથરાયેલા છે તો જંબૂઢીપ સાત ભાગોમાં વહેંચાઈ ગયો હોવો જોઈએ. શિક્ષક- હા, આ જ સાત ભાગોને સાત ક્ષેત્ર કહે છે, જેનાં નામ છે-ભરત, હૈમવત, હરિ, વિદેહ, રમ્યક, હૈરણ્યવત અને ઐરાવત. વિદ્યાર્થી- હવે સમજ્યો કે જંબૂઢીપનો જે વચ્ચેનો ભાગ છે તે વિદેહ ક્ષેત્ર છે. ત્યાં જ સીમંધર ભગવાન છે. પણ આપણે..? શિક્ષક- તેની જ દક્ષિણે જે ભરતક્ષેત્ર છે ને, તેમાં જ આપણે રહીએ છીએ. અહીં જ કુન્દકુન્દ જન્મ્યા હતા અને તેઓ વિદેહક્ષેત્રમાં ગયા હતા. વિદ્યાર્થી- શું આપણે પણ ત્યાં ન જઈ શકીએ? ૨૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #28 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શિક્ષક- ના ભાઈ, મેં જણાવ્યું હતું ને કે રસ્તામાં અત્યંત વિશાળ પર્વતો છે. તે પર્વતોમાંના દરેક ઉપર એકેક વિશાળ સરોવર છે. તેમાંથી ૧૪ નદીઓ નીકળે છે અને સાતેય ક્ષેત્રોમાં વહે છે. તેમના નામ છે: ગંગા-સિંધુ, રોહિત-રોહિતામ્યા, હરિત-રિકાન્તા, સીતા-સીતોદા, નારી-નરકાન્તા, સુવર્ણકુલા-૩યકુલા અને રક્તા-રક્તદા. આ નદીઓ કમપૂર્વક ભરતક્ષેત્રથી માંડીને ઐરાવતક્ષેત્ર સુધી દરેકમાં બબ્બે વહે છે, જેમાંથી પહેલી પૂર્વ સમુદ્રમાં અને બીજી પશ્ચિમ સમુદ્રમાં પડે છે. આ મધ્યલોકને તિર્યક લોક પણ કહે છે કેમ કે તે ત્રિકો વસેલો છે ને? વિદ્યાર્થી- આપનો કહેવાનો અર્થ શું છે? ગામ તો પોળાઈમાં જ વસેલાં હોય છે? શિક્ષક- મધ્યલોકનાં ગામ પહોળાઈમાં વસેલાં છે પણ અધોલોકનાં નહિ, તે તો એકની નીચે એક છે. વિદ્યાર્થી- હું, શું કહ્યું ! અધોલોક ? શિક્ષક- હા, હા, આ જ પૃથ્વીની નીચે સાત નરક છે, જેનાં નામ છે- રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા, મહાતમપ્રભા. તે કમપૂર્વક એકની નીચે એક છે. તે સ્થાનો બહુ જ દુઃખદાયક છે. રહેવાનાં સ્થાન પણ બિલ જેવાં છે. ત્યાંની આબોહવા અને વાતાવરણ ઘણાં જ દુષિત છે. ત્યાંના જીવો બાહ્ય વાતાવરણની પ્રતિકૂળતાથી દુઃખી તો છે જ, પરંતુ તેમને કષાયોની તીવ્રતા પણ છે તેથી અંદરોઅંદર મારફાડ કર્યા કરે છે. નરક શું દુઃખનું ઘર જ છે. જ્યારે જીવ ઘોર પાપ કરે છે ત્યારે ત્યાં ઉત્પન્ન થાય છે. જે જીવો ત્યાં ઉત્પન્ન થાય છે તેમને નારકી કહે છે. વિદ્યાર્થી- પાપી જીવ તો નરકમાં જાય છે અને પુણ્યાત્મા ? શિક્ષક- પુણ્યાત્મા સ્વર્ગમાં જાય છે. વિદ્યાર્થી- એ સ્વર્ગ કયાં છે અને કેવાં છે? ૨૪ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ ખૂદ્રોપ AWMI कान्ता श्रीमदा शिखरी. रुक्मि नील निषध हरिकान्ता हाया BR 'महाहिमवन रम्यक हिमवन 10 27 विजया हरण्ययत हेमवत सेरावत क्षे प्र पुण्डरीक सुति महापद सराबर व विजया प क्षेत्र पर्वत पर्वत पर्वत पर्वत अवत हरित शाद क्षेत्र जल पर्वत OEO ૨૫ Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શિક્ષક- સ્વર્ગ? સ્વર્ગ ઊર્ધ્વલોકમાં છે. વિધાર્થી- એ સપાટ છે કે નીચે નીચે ? શિક્ષક- એ તો ઉપર-ઉપર છે. વિદ્યાર્થી- ઠીક, નરક તો સાત છે પણ સ્વર્ગ ? શિક્ષક- સ્વર્ગ તો સોળ છે, જેનાં નામ છે : સૌધર્મ-ઐશાન, સાનકુમાર-માહેન્દ્ર, બ્રહ્મ-બ્રહ્મોત્તર, લાન્સવ-કાપિષ્ઠ, શુક્ર-મહાશુક, સતાર-સહસ્ત્રાર, આનત-પ્રાણત, આરણ-અર્ચ્યુત. એનાથી પણ ઉપર નવ રૈવેયક, નવ અનુદિશ અને પાંચ અનુત્તર વિમાન છે. આ જ પાંચમાં સર્વાર્થ સિદ્ધિ પાંચમું વિમાન છે. વિદ્યાર્થી- એની ઉપર શું છે? શિક્ષક- સિદ્ધશિલા, જ્યાં અનેક સિદ્ધ બિરાજમાન છે. સામાન્યપણે આ જ ત્રણ લોકની રચના છે. વિદ્યાર્થી- ગુરુજી, અમને પૂર્ણ સંતોષ થયો નથી, વિસ્તારથી સમજાવો. શિક્ષક- એક દિવસના પાકમાં આનાથી વધારે શું સમજાવી શકાય? જો તમને જિજ્ઞાસા હોય તો તત્ત્વાર્થસૂત્ર, તત્ત્વાર્થવાર્તિક, ત્રિલોકસાર વગેરે શાસ્ત્રોમાંથી જાણી લેવું. પ્રશ્ન ૧. જંબુદ્વીપનો નકશો બનાવો અને તેમાં મુખ્ય સ્થાન બતાવો. ૨. નરક કેટલાં છે? તેમનાં નામ લખો. ત્યાંની સ્થિતિનું વર્ણન તમારા શબ્દોમાં કરો. ૩. ક્ષેત્રોનું વિભાજન કરનાર પર્વતો અને ક્ષેત્રોનાં નામ લખો અને કુન્દકુન્દાચાર્ય તથા સીમંધર સ્વામીનું નિવાસસ્થાન બતાવો. ૨૬ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ 6 સાત વ્યસન કવિવર પં. બનારસીદાસજી (વ્યક્તિત્વ અને કર્તુત્વ) અધ્યાત્મ અને કાવ્ય બન્ને ક્ષેત્રમાં સર્વોચ્ચ પ્રતિષ્ઠા પામેલા પં. બનારસીદાસજી સત્તરમી શતાબ્દીના રસસિદ્ધ કવિ અને આત્માનુભવી વિદ્વાન હતા. તેમનો જન્મ શ્રીમાલ વંશમાં લાલા ખરગસેનને ત્યાં સં. ૧૬૪૩ માં માહ સુદ અગિયારસ અને રવિવારે થયો હતો. તે વખતે એમનું નામ વિક્રમજીત રાખવામાં આવ્યું હતું. પણ બનારસની યાત્રા વખતે પાર્શ્વનાથની જન્મભૂમિ વારાણસીના નામ ઉપરથી એમનું નામ બનારસીદાસ રાખવામાં આવ્યું. તેઓ પોતાના માબાપના એક માત્ર સંતાન હતા. તેમણે પોતાના જીવનમાં ઘણી ચડતી-પડતી જોઈ હતી. આર્થિક વિષમતાનો સામનો પણ તેમને ઘણીવાર કરવો પડ્યો હતો અને તેમનું કૌટુમ્બિક જીવન પણ કાંઈ સારું નહોતું. તેમનાં ત્રણ વાર લગ્ન થયાં, નવ સંતાન થયાં-સાત પુત્રો અને બે પુત્રીઓ પણ એકેય જીવતું ન રહ્યું. આવી વિષમ સ્થિતિમાં પણ તેમનું ધૈર્ય નાશ પામ્યું નહિ કેમ કે તેઓ આત્માનુભવી પુરુષ હતા. કાવ્યની પ્રતિભા તો તેમને જન્મથી જ મળેલી હતી. ૧૪ વર્ષની ઉમરે તેઓ ઉચ્ચ પ્રકારની કવિતા કરવા લાગ્યા હતા, પણ શરૂઆતના જીવનમાં શૃંગારિક કવિતાઓમાં મગ્ન રહ્યા. તેમની સર્વ પ્રથમ રચના “નવરસ” ૧૪ વર્ષની ઉમરે ર૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates તૈયાર થઈ ગઈ હતી, જેમાં મોટા ભાગે શૃંગાર રસનું જ વર્ણન હતું. એ શૃંગાર રસની એક ઉત્કૃષ્ટ કૃતિ હતી. વિવેક જાગૃત થયા પછી કવિએ તેને ગોમતી નદીમાં વહેવડાવી દીધી હતી. ત્યાર પછી તેમનું જીવન અધ્યાત્મમય થઈ ગયું અને ત્યાર પછીની રચેલી ચાર રચનાઓ પ્રાપ્ત છે ‘બનારસી વિલાસ', ‘નામમાલા' નાટક સમયસાર', અને ‘ અર્ધકથાનક'. - ( ‘નાટક સમયસાર' અમૃતચંદ્રાચાર્યનાં કળશોનો એક રીતે પદ્યાનુવાદ છે. પણ કવિની મૌલિક સમજશક્તિને લીધે એના અધ્યયનમાં સ્વતંત્ર રચના જેવો આનંદ આવે છે. આ ગ્રંથરાજ અધ્યાત્મ રસથી તરબોળ છે. 6 ‘ અર્ધકથાનક’ હિન્દી ભાષાનું પ્રથમ આત્મ-(પોતાનું) ચરિત્ર છે જે સ્વયં એક અતિ પ્રૌઢ રચના છે. એમાં કવિનું ૫૫ વર્ષનું જીવન અરીસાની પેઠે વર્ણવાયું છે. ‘બનારસી વિલાસ' કવિની અનેક રચનાઓનો સંગ્રહ-ગ્રંથ છે અને નામમાલા' કોષ-કાવ્ય છે. કવિ પોતાની આત્મ-સાધના અને કાવ્ય-સાધના બંનેમાં અજોડ છે. ૨૮ Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #33 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સાત વ્યસન જાઆ આમિષ મદિરા દારી, આખેટક ચોરી પરનારી; એહી સાત વ્યસન દુખદાઈ, દુરિત મૂલ દુર્ગતિકે ભાઈ. દવિત યે સાતો વ્યસન, દુરાચાર દુખધામ; ભાવિત અંતર-કલ્પના, મૃષા મોહ પરિણામ. અશુભમે હાર શુભમેં જીત યહી હૈ ધૂત કર્મ, દેહકી મગનતાઈ, યહૈ માંસ ભખિબો. મોહકી ગહલ સો અજાન હૈ સુરાપાન; કુમતિકી રીતિ ગણિકાકો રસ ચખિબો. નિર્દય હૈ પ્રાણઘાત કરબો યહ શિકાર; પર-નારી સંગ પર-બુદ્ધિકો પરખિબો. પ્યાર સોં પરાઈ સજ ગહિબેકી ચાહ ચોરી; એઈ સાતાં વ્યસન વિડારિ બ્રહ્મ લખિબો. - બનારસીદાસ જુગાર રમવો, માંસ ખાવું, મદિરાપાન કરવું, વેશ્યાગમન કરવું, શિકાર ખેલવો, ચોરી કરવી, પરસ્ત્રી સેવન કરવું એ સાત વ્યસન છે. કોઈ પણ વિષયમાં લવલીન થવું તેને વ્યસન કહે છે. અહીં બૂરા વિષયમાં લીન થવું તેને વ્યસન કહેવામાં આવ્યું છે અને એના ૭ ભેદ કહ્યા છે, જે જીવોમાં મુખ્યપણે આકુળતા ઉત્પન્ન કરે છે અને તેને દુરાચારી બનાવે છે. આમ તો રાગદ્વષ અને આકુળતા ઉત્પન્ન કરનાર બધી ટેવો વ્યસન જ છે. નિશ્ચયથી તો જે આત્માના સ્વરૂપને ભૂલાવી દે, તે મિથ્યાત્વ સહિતના રાગ-દ્વેષ પરિણામ જ વ્યસન છે. ૨૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧. જુગાર- હાર-જીત ઉ૫૨ દૃષ્ટિ રાખીને રૂપિયા, પૈસા કે કોઈ પણ પ્રકારના ‘ધન’ થી કોઈ પણ ખેલ ખેલવો અથવા શરત લગાવીને કોઈ કામ કરવું અથવા દાવ લગાવીને અધિક લાભની આશા અથવા હાનિનો ભય હોવો તે દ્રવ્ય જુગાર છે. શુભ ( પુણ્યના ઉદય ) માં જીત (હર્ષ) અને અશુભ (પાપના ઉદય )માં હાર (વિષાદ) માનવી તે ભાવ જીગાર છે. આ ભાવનો ત્યાગ તે જ સાચી રીતે જુગારનો ત્યાગ છે. ૨. માંસ ખાવું- મારીને અથવા મરેલા ત્રસ જીવોનું શરી૨ ખાવામાં આસક્ત રહેવું અને શરીરના પોષણના હેતુથી આસક્તિ પૂર્વક અભક્ષ્ય ભક્ષણ કરવું તે દ્રવ્ય માંસ-ભક્ષણરૂપ વ્યસન છે. શરીરમાં મગ્ન રહેવું અર્થાત્ શરીર દુર્બળ થતાં દુ:ખી થવું, વિષાદ કરવો અને શરીર પુષ્ટ થતાં હર્ષ માનવો અને નિરંતર શરીરને પુષ્ટ કરવામાં જ લાગ્યા રહેવું તેમ જ ચિંતા કરવી તે જ ભાવ માંસ ભક્ષણ રૂપ વ્યસન છે. ૩. દિરાપાન- શરાબ, ભાંગ, ચરસ, ગાંજો વગેરે નશાકારક વસ્તુઓનું સેવન કરવું તે દ્રવ્ય મદિરાપાન છે; અને મોહમાં પડીને સ્વરૂપથી અજ્ઞાત રહેવું, તે ભાવ મદિરાપાન છે. ૪. વેશ્યાગમન કરવું- વેશ્યાની સાથે રમવું, તેના ઘેર આવવું-જવું, તે દ્રવ્યરૂપ વેશ્યાગમન છે અને ખોટી બુદ્ધિમાં રમવાનો ભાવ, તે ભાવ વેશ્યાગમન છે. અર્થાત્ પોતાનો આત્મસ્વભાવ છોડીને વિષય-કષાયમાં બુદ્ધિને લીન કરવી તે જ ભાવ વેશ્યા૨મણ છે. વેશ્યા ધન, સ્વાસ્થ્ય અને આબરૂનો નાશ કરીને છોડી દે છે પણ મિથ્યામતિ ( કુબુદ્ધિ ) તો આત્માની પ્રતિષ્ઠા હરી લઈને અનંતકાળ માટે આત્માને નિગોદનાં દુ:ખોમાં ધકેલી દે છે. ૫. શિકાર ખેલવો- જંગલનાં રીંછ, વાઘ, હરણ, સુવર વગેરે સ્વચ્છંદે ફરનારા જાનવરોને તથા નાનાં નાનાં પક્ષીઓને નિર્દયપણે બંદૂક વગેરે કોઈ પણ હથિયારથી મારવા અથવા મારીને આનંદિત થવું, તે દ્રવ્યરૂપે શિકાર ખેલવો છે; અને તીવ્ર રાગવશ એવાં કામ કરીને ચૈતન્ય પ્રાણોનો ઘાત કરવો તે ભાવરૂપે શિકાર ખેલવો છે. અથવા જીવોને સતાવીને આનંદિત થવું એ ભાવ શિકાર છે. ૩૦ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #35 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬. ૫૨સ્ત્રી રમણ- પોતાની ધર્મપત્નીને છોડીને અન્ય સ્ત્રીઓ સાથે રમવાનો ભાવ તે દ્રવ્ય પ૨સ્ત્રીરમણ નામનું વ્યસન છે. તત્ત્વને સમજવાનો પ્રયત્ન ન કરતાં બીજાની પરીક્ષા કરવી તે ભાવ પ૨સ્ત્રીરમણ છે અર્થાત્ સ્વપરિણતિ છોડીને ૫૨પરિણતિમાં અટકવું તે ભાવ ૫૨સ્ત્રી૨મણ છે. ૭. ચોરી કરવી- પ્રમાદથી, દીધા વિના કોઈની વસ્તુ લેવી તે દ્રવ્ય ચોરી છે તથા પ્રીતિભાવ (રાગભાવ) થી ૫૨વસ્તુને ગ્રહણ કરવાની ઈચ્છા કરવી તે જ ભાવ ચોરી છે. આ સાતે વ્યસનોને છોડયા વિના આત્માને જાણી શકાતો નથી. જેને સંસારનાં દુ:ખોની અરુચિ થઈ હોય અને આત્મસ્વરૂપ પ્રાપ્ત કરીને સાચું સુખ મેળવવું હોય તેણે સર્વ પ્રથમ ઉક્ત સાત વ્યસનોનો ત્યાગ અવશ્ય કરી દેવો જોઈએ. કેમ કે જ્યાં સુધી એક પણ વ્યસન રહે, ત્યાં સુધી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકતી નથી. આત્મરુચિ પૂર્વક આત્મસ્વભાવની વૃદ્ધિમાં આનંદિત થવાથી વ્યસન સહજપણે છૂટી જાય છે, આ સાતેય વ્યસન વર્તમાનમાં પણ પ્રત્યક્ષ દુ:ખદાયક અને જગતનિંઘ છે. વ્યસનનું સેવન કરનાર વ્યસની અને દુરાચારી કહેવાય છે. પ્રશ્ન ૧. કવિવર પં. બનારસીદાસજીનાં જીવન અને કવન ઉપર પ્રકાશ ફેંકો. ૨. વ્યસન કોને કહે છે? તે કેટલાં છે? નામ સહિત ગણાવો. ૩. દ્રવ્ય જુગાર, ભાવ દિરાપાન, ભાવ પરસ્ત્રીરમણ અને દ્રવ્યશિકારૂપ વ્યસનની સ્પષ્ટતા કરો. ૪. નીચેની પંક્તિઓને સ્પષ્ટપણે સમજાવો : “દેહકી મગનતાઈ, યહૈ માંસ ભિખવો.” પ્યાર સોં પરાઈ સોંજ ગહિવેકી ચાહ ચોરી.” ૩૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #36 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ૭ અહિંસા : એક વિવેચન આચાર્ય અમૃતચન્દ્ર (વ્યક્તિત્વ અને કર્તૃત્વ ) આધ્યાત્મિક સંતોમાં કુન્દકુન્દ્રાચાર્ય પછી જો કોઈનું પણ નામ લઈ શકાય તો તે છે આચાર્ય અમૃતચંદ્ર. ખેદની વાત છે કે ૧૨મી સદીની લગભગ થયેલા આ મહાન આચાર્યના વિષયમાં તેમના ગ્રંથો સિવાય એક રીતે આપણે કાંઈ પણ જાણતા નથી. લોક-પ્રશંસાથી દૂર રહેનાર આચાર્ય અમૃતચંદ્ર તો અપૂર્વ ગ્રંથોની રચના કરવા છતાં પણ એમ જ લખે છે: वर्णैः कृतानि चित्रैः पदानि तु पदैः कृतानि वाक्यानि । वाक्यैः कृत पवित्रं शास्त्रमिदं न पुनरस्माभिः ।। - पुरुषार्थसिद्ध्यु पाय જાત-જાતના વર્ષોથી પદ બન્યાં, પદોથી વાકય બન્યાં અને વાકયોથી આ પવિત્ર શાસ્ત્ર બન્યું છે; મેં કાંઈ પણ કર્યું નથી. એવો જ ભાવ તેમણે તત્ત્વાર્થસારમાં પણ પ્રગટ કર્યો છે. પં. આશાધરજીએ તેમને “ ઠકકુર ” શબ્દથી સંબોધ્યા છે, તેથી જણાય છે કે તેઓ કોઈ ઊંચ ક્ષત્રિય કુટુંબના હશે. ૩૨ Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates તેમનો સંસ્કૃત ભાષા ઉપર અપૂર્વ કાબુ હતો. તેમની ગદ્ય અને પદ્ય બન્ને પ્રકારની રચનાઓમાં તેમની ભાષા ભાવને અનુસરતી અને સહજમાં સમજાય તેવી, માધુર્ય ગુણવાળી છે, તેઓ આત્મરસમાં નિમગ્ન રહેનાર મહાત્મા હતા, તેથી તેમની રચનાઓ અધ્યાત્મ-૨સથી ઓતપ્રોત છે. તેમના બધા ગ્રંથ સંસ્કૃત ભાષામાં છે. તેમની રચનાઓ ગધ અને પધ બન્ને પ્રકારની મળે છે. ગદ્ય રચનાઓમાં આચાર્ય કુકુન્દના મહાન ગ્રંથો ઉપર લખેલી ટીકાઓ છે - ૧. સમયસાર ટીકા-જે “આત્મખ્યાતિ ” ના નામે જાણીતી છે. ૨. પ્રવચનસાર ટીકા-જેને “તાત્પર્ય દીપિકા ” કહે છે. ૩. પંચાસ્તિકાય ટીકા-જેનું નામ “સમય વ્યાખ્યા ” છે. ૪. તત્ત્વાર્થસાર-આ ગ્રંથ ગૃહપિચ્છ ઉમાસ્વામીના ગધસૂત્રોનો એક રીતે તો પધાનુવાદ છે. ૫. પુરુષાર્થ સિદ્ધયુપાય-ગૃહસ્થ ધર્મ ઉપર તેમનો મૌલિક ગ્રંથ છે. તેમાં હિંસા અને અહિંસાનું ઘણું જ તથ્યપૂર્ણ વિવેચન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત નિબંધ તેમના ગ્રંથ પુરુષાર્થ સિદ્ધયુપાયના આધારે લખેલો છે. ૩૩ Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #38 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અહિંસા : એક વિવેચન અહિંસા પરમો ધર્મ:” અહિંસાને પરમ ધર્મ ઘોષિત કરનારી આ સૂક્તિ આજ બહુ પ્રચલિત છે. એ તો એક સ્વીકૃત સત્ય છે કે અહિંસા જ પરમ ધર્મ છે. પણ પ્રશ્ન એ છે કે અહિસા શું છે? હિંસા અને અહિંસાની ચર્ચા જ્યારે જ્યારે ચાલે છે ત્યારે આપણું ધ્યાન ઘણું કરીને બીજા જીવને મારવા, સતાવવા કે બચાવવા વગેરે બાબતો તરફ જ જાય છે. હિંસા અને અહિંસાનો સંબંધ ઘણું કરીને બીજાની સાથે જ જોડવામાં આવે છે. બીજાની હિંસા ન કરો, બસ એ જ અહિંસા છે, એવી જ લગભગ બધાની શ્રદ્ધા હોય છે. પોતાની પણ હિંસા થાય છે, એ (બાબત) તરફ ઘણા ઓછા લોકોનું ધ્યાન જાય છે. જેનું (ધ્યાન) જાય પણ છે. તેઓ આત્મહિંસાનો અર્થ વિષભક્ષણ આદિ વડે આત્મઘાત (આત્મહત્યા) કરવો એમ માને છે. પણ તેના અન્તર્તમ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવતો નથી. અંતરમાં રાગ-દ્વેષની ઉત્પત્તિ થવી તે પણ હિંસા છે એ વાત ઘણા ઓછા માણસો જાણે છે. આ જ કારણે અમૃતચંદ્રાચાર્ય હિંસા અને અહિંસાની વ્યાખ્યા બતાવતી વખતે અંતરંગ દષ્ટિને જ પ્રધાનતા આપી છે. તેઓ લખે છે अप्रादुर्भावः खलु रागादीनां भवत्यहिंसेति । तेषामेवोत्पत्तिः हिंसेति जिनागमस्य संक्षेपः ।। રાગ-દ્વેષ-મોહ આદિ વિકારી ભાવોની ઉત્પત્તિ જ હિંસા છે અને તે ભાવોની ઉત્પત્તિ ન થવી તે જ અહિંસા છે. તેથી તેઓ સ્પષ્ટ ઘોષણા કરે છે કે રાગ-દ્વેષ-મોહરૂપ પરિણતિમય હોવાથી જૂઠું, ચોરી, કુશીલ અને પરિગ્રહ પણ પ્રકારાન્તરે હિંસા જ છે. તેઓ કહે છે प्रात्मपरिणाम हिंसन हेतुत्वात्सर्वमेव हिंसैतत् । अनृतवचनादि केवलमुदाहृतं शिष्यबोधाय ।। આત્માના શુદ્ધ પરિણામોનો ઘાત થવાથી જાડું, ચોરી આદિ હિંસા જ છે, ભેદ પાડીને તો માત્ર શિષ્યોને સમજાવવાને માટે કહેવામાં આવ્યું છે. ૩૪ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #39 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates યોગ્ય આચરણ કરનાર સત્પુરુષને રાગાદિ ભાવો નહીં હોવાથી કેવળ પરપ્રાણપીડન હોવાથી હિંસા થતી નથી અને અયત્નાચાર (અસાવધાની ) પ્રવૃત્તિવાળા જીવને, અન્ય જીવ મરે કે ન મરે હિંસા અવશ્ય થાય છે. કેમ કે તે કષાય ભાવોમાં પ્રવૃત્ત રહીને આત્મઘાત તો કરતો જ રહે છે અને “આત્મઘાતી મહાપાપી કહેવાય છે. અહીં કોઈ કહી શકે છે કે જ્યારે બીજા જીવના મરવા કે ન મરવાની સાથે હિંસાનો કાંઈ સંબંધ નથી તો પછી હિંસાનાં કાર્યોથી બચવાની શી જરૂર છે? બસ પરિણામ જ શુદ્ધ રાખ્યા કરીએ. એનો ઉત્તર આપતાં આચાર્ય કહે છે सूक्ष्मापि न खलु हिंसा परवस्तु निबंधना भवति पुंसः । हिंसायतन निवृत्ति परिणाम विशुद्धये तदपि कार्या ।। ,, જો કે ૫૨વસ્તુને કા૨ણે રંચમાત્ર પણ હિંસા થતી નથી છતાં પણ પરિણામોની શુદ્ધિ માટે હિંસાનાં સ્થાન પરિગ્રહાદિકને છોડી દેવાં જોઈએ. વ્યવહા૨માં જેને હિંસા કહે છે-જેમ કે કોઈને સતાવવા, દુ:ખ દેવું વગેરે હિંસા ન હોય-એમ વાત નથી. તે તો હિંસા છે જ કેમકે તેમાં પ્રમાદનો યોગ રહે છે. પણ આપણું લક્ષ તેની ઉપર જ કેન્દ્રિત થઈ જાય છે અને આપણે અંતર્તમમાં થતી ભાવહિંસા તરફ દષ્ટિ દેતા નથી, તેથી અહીં વિશેષ કરીને અંતરમાં થતી રાગાદિ ભાવરૂપ ભાવહિંસા તરફ ધ્યાન ખેંચવામાં આવે છે. જે જીવને બાહ્ય સ્થૂળહિંસાનો પણ ત્યાગ નહીં હોય, તે તો આ અન્તરની હિંસાને સમજી જ નહીં શકે. તેથી ચિત્તશુદ્ધિને માટે અભક્ષ્ય ભક્ષણ આદિ અને રાત્રિભોજનાદિ હિંસક કાર્યોનો ત્યાગ તો અતિ આવશ્યક છે જ તથા મધ, માંસ, મધ અને પાંચ ઉદુમ્બર ફળનો ત્યાગ પણ આવશ્યક છે, કેમકે એના સેવનથી અનંત ત્રસ જીવોનો ઘાત થાય છે તથા પરિણામોમાં ક્રૂરતા આવે છે. અહિંસક વૃત્તિવાળા મંદ કષાયી જીવને આ જાતની નિરંકુશ પ્રવૃત્તિ હોઈ શકતી નથી. ૩૫ Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #40 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates હિંસા બે પ્રકારની છે :(૧) દ્રવ્ય હિંસા (૨) ભાવ હિંસા જીવોના વાતને દ્રવ્ય હિંસા કહે છે અને વાત કરવાના ભાવને ભાવ હિંસા. આટલું તો મોટા ભાગે જીવ સમજી જાય છે; પરંતુ બચાવવાનો ભાવ પણ વાસ્તવમાં સાચી અહિંસા નથી-કેમકે તે પણ રાગભાવ છે, ઘણું કરીને એવી સમજ હોતી નથી. રાગભાવ ભલે કોઈ પણ પ્રકારનો હોય, તેની ઉત્પત્તિ તે નિશ્ચયથી તો હિંસા જ છે, કેમ કે તે બંધનું કારણ છે. જ્યારે રાગ-ભાવની ઉત્પત્તિને હિંસાની વ્યાખ્યામાં અમૃતચંદ્ર આચાર્ય સામેલ કરી હશે ત્યારે તેના વ્યાપક અર્થ (શુભ રાગ અને અશુભ રાગ ) નો ખ્યાલ તેમને નહીં રહ્યો હોય, એમ માની શકાતું નથી. અહિંસાની સાચી અને સર્વોત્કૃષ્ટ વ્યાખ્યા અમૃતચંદ્રાચાર્યે કરી છે કે રાગભાવ કોઈ પણ પ્રકારનો હોય, તે હિંસા જ છે. જો તેને કયાંય અહિંસા કહી હોય તો તેને વ્યવહાર (ઉપચાર) નું કથન જાણવું. અહીં એ પ્રશ્ન થઈ શકે કે આવી અહિંસા તો સાધુ જ પાળી શકે છે, તેથી એ તો એમની વાત થઈ. સામાન્ય મનુષ્યો ( શ્રાવકો ) ને તો દયારૂપ (બીજાને બચાવવાનો ભાવ) અહિંસા જ સાચી છે. પણ અમૃતચંદ્રાચાર્ય શ્રાવકના આચરણના પ્રકરણમાં જ આ વાત લઈને એ સિદ્ધ કર્યું છે કે અહિંસા બે પ્રકારની હોતી નથી. અહિંસાને જીવનમાં ઉતારવાના ભાગ બે હોઈ શકે છે. હિંસા તો હિંસા જ રહેશે. જો શ્રાવક પૂર્ણ હિંસાનો ત્યાગી ન થઈ શકે તો તે અલ્પ હિંસાનો ત્યાગ કરે. પણ જે હિંસા તે છોડી ન શકે તેને અહિંસા તો માની શકાતી નથી. જો આપણે પૂર્ણપણે હિંસાનો ત્યાગ ન કરી શકીએ, તો આપણે અંશે ત્યાગ કરવો જોઈએ. જો તે પણ ન કરી શકીએ તો ઓછામાં ઓછું હિંસાને ધર્મ માનવાનું અને કહેવાનું તો છોડવું જ જોઈએ. શુભરાગ, રાગ હોવાથી હિંસામાં આવે છે અને તેને આપણે ધર્મ માનીએ, એ તો બરાબર નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #41 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રાગ-દ્વેષ-મોહ ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે અને તેને ધર્મ માનવો તે મહાહિંસા છે. રાગાદિ ભાવોની ઉત્પત્તિ ન થવી તે જ પરમ અહિંસા છે અને રાગાદિ ભાવોને ધર્મ ન માનવો તે જ અહિંસા બાબતની સાચી સમજણ છે. અહીં એ પ્રશ્ન ઉત્પન્ન થઈ શકે છે કે તીવ્ર રાગ તો હિંસા છે પણ મંદ રાગને હિંસા કેમ કહો છો? પરંતુ વાત એમ છે કે જો રાગ હિંસા હોય તો મંદ રાગ અહિંસા કેવી રીતે થઈ જાય? તે પણ રાગની જ એક દશા છે. એ વાત જરૂર છે કે મંદ રાગ મંદ હિંસા છે અને તીવ્ર રાગ તીવ્ર હિંસા છે. તેથી જો આપણે હિંસાનો પૂર્ણ ત્યાગ ન કરી શકતા હોઈએ તો એને મંદ તો કરવી જ જોઈએ. રાગ જેટલો ઘટે તેટલું સારું જ છે, પણ તેના સદ્ભાવને ધર્મ કહી શકાતો નથી, ધર્મ તો રાગદ્વેષ-મોહનો અભાવ જ છે અને તે જ અહિંસા છે, જેને પરમ ધર્મ કહેવામાં આવે છે. પ્રશ્ન ૧. અહિંસાના વિષય ઉપર એક સંક્ષિપ્ત નિબંધ લખો. તેમાં અહિંસા વિષેની પ્રચલિત જૂઠી માન્યતાઓનું ખંડન કરીને સમ્યક્ વિવેચન કરો. ૨. અમૃતચંદ્રાચાર્યના જીવન અને કવન ઉપર પ્રકાશ આપો. ૩. “રાગાદિ ભાવોની ઉત્પત્તિ જ હિંસા છે અને રાગાદિ ભાવોની ઉત્પત્તિ ન થવી તે જ અહિંસા છે.” આ વિચાર ઉપર તર્કયુક્ત વિવેચન કરો. ૪. મંદ રાગને અહિંસા કહેવામાં શું દોષ છે? તે સ્પષ્ટ કરો. ૩૭ Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ૮ અષ્ટાનિકા મહાપર્વ દિનેશ- આવો ભાઈ જિનેશ, પાન ખાશો ! જિનેશ- ના. દિનેશ- કેમ ? જિનેશ– તમને ખબર નથી, આજે કાર્તિક સુદ આઠમ છે ને! આજથી અષ્ટાલિકા મહાપર્વ શરૂ થઈ ગયું છે. દિનેશ- તો શું થયું? તહેવાર તો ખાવા-પીવા માટે જ હોય છે. પર્વના દિવસોમાં તો માણસો સારું ખાય, સારું પહેરે અને મોજથી રહે છે. અને તમે.....? જિનેશ- ભાઈ, આ ખાવા-પીવાનું પર્વ નથી. આ તે ધાર્મિક પર્વ છે. એમાં તો લોકો સંયમ પૂર્વક રહે છે, પૂજા-પાઠ કરે છે, તાત્ત્વિક ચર્ચાઓ કરે છે. એ તો આત્મ-સાધનાનું પર્વ છે. ધાર્મિક પર્વોનું પ્રયોજન તો આત્મામાં વીતરાગ ભાવની વૃદ્ધિ કરવાનું છે. દિનેશ- આ પર્વને અષ્ટાલિકા કેમ કહે છે? જિનેશ- એ આઠ દિવસ સુધી ચાલે છે ને? અષ્ટ=આઠ, અતિ=દિવસ. આઠ દિવસનો ઉત્સવ તે અષ્ટાલિકા પ. દિનેશ- તો એ દર વર્ષે કાર્તિકમાં આઠ દિવસનું થતું હશે ? ૩૮ Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #43 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જિનેશ- હા ભાઈ, કાર્તિકમાં તો દર વર્ષે આવે જ છે. પણ એ તો વર્ષમાં ત્રણ વાર આવે છે. અષ્ટાલિકાની પૂજામાં કહ્યું છે ને કાર્તિક ફાગુન સાઢકે, અંત આઠ દિન માહિ; નન્દીશ્વર સુર જાત હૈં, હમ પૂજે ઈહ ઠાંહિ. કાર્તિક સુદ આઠમથી પૂનમ સુધી, ફાગણ સુદ આઠમથી પૂનમ સુધી અને અષાઢ સુદ આઠમથી પૂનમ સુધી, વર્ષમાં ત્રણ વાર આ પર્વ ઊજવવામાં આવે છે. દેવો તો આ પર્વ ઊજવવા માટે નંદીશ્વર દ્વીપે જાય છે, પણ આપણે તો ત્યાં જઈ શકતા નથી તેથી અહીં જ ભક્તિ-ભાવથી પૂજા કરીએ છીએ. દિનેશ- એ નંદીશ્વર દ્વીપ કયાં છે? જિનેશ- તમે ત્રણ લોકની રચના વાળો પાઠ વાંચ્યો હતો ? તેમાં મધ્ય લોકમાં જે અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો છે, તેમાં આ આઠમા નંબરનો દ્વીપ છે. દિનેશ- આપણે ત્યાં કેમ નથી જઈ શકતા ? જિનેશ- ત્રીજા પુષ્કર દ્વીપમાં એક પર્વત છે, જેનું નામ છે માનુષોત્તર પર્વત. મનુષ્ય એની આગળ જઈ શકતો નથી, તેથી તો તેનું નામ માનુષોત્તર પર્વત પડયું છે. દિનેશ- ઠીક, ત્યાં એવું શું છે કે દેવો ત્યાં જાય છે? જિનેશ ત્યાં ઘણાં મનોજ્ઞ અકૃત્રિમ (સ્વનિર્મિત ) બાવન જિનમંદિર છે. ત્યાં જઈને દેવો પૂજા, ભક્તિ અને તત્ત્વચર્ચા વગેરે દ્વારા આત્મ-સાધના કરે છે. આપણે ત્યાં જઈ શકતા નથી. તેથી અહીં જ વિવિધ ધાર્મિક આયોજનો દ્વારા આત્મહિતની પ્રવૃત્તિ કરીએ છીએ. દિનેશ- આ પર્વ ભારતમાં કયાં કયાં ઊજવવામાં આવે છે? અને તેમાં શું શું થાય છે? જિનેશ- આખા ભારતમાં જૈન સમાજ આ મહાપર્વ ખૂબ જ ઉત્સાહથી ઊજવે છે. અધિકાંશ સ્થાનોમાં સિદ્ધચક્ર-વિધાનનો પાઠ થાય છે. બહારથી વિદ્વાનોને બોલાવવામાં આવે છે, આધ્યાત્મિક વિષયો ઉપર તેમનાં પ્રવચનો થાય છે. એક રીતે જૈન સમાજમાં ધાર્મિક વાતાવરણ ફેલાઈ જાય છે. ૩૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #44 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દિનેશ- આ સિદ્ધચક શું છે? એના પાઠમાં શું હોય છે? જિનેશ- સિદ્ધચક? શું તમે કોઈ વાર સિદ્ધચકનો પાઠ જોયો નથી ? દિનેશ- ના. જિનેશ- સિદ્ધ તો મુક્ત જીવોને કહે છે. જેઓ સંસારનાં બંધનોથી છૂટી ગયા છે, જેમનામાં અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંતવીર્ય પ્રગટ થઈ ગયું છે, જેઓ આઠ કર્મોથી રહિત છે, રાગ-દ્વેષનાં બંધનોથી મુક્ત છે એવા અનંત પરમાત્મા લોકના અગ્રભાગમાં બિરાજમાન છે, તેમને જ સિદ્ધ કર્યું છે અને તેમનો સમૂહું તે સિદ્ધચક્ર. તેથી સિદ્ધચક્રના પાઠમાં સિદ્ધોની પૂજા-ભક્તિ થાય છે. સાથોસાથ તેની જયમાળાઓમાં બહુ સુંદર આત્મહિત કરનાર તત્ત્વનો ઉપદેશ પણ હોય છે કે જે સમજવા યોગ્ય છે. દિનેશ- જયમાળામાં તો સ્તુતિ હોય છે? જિનેશ- સ્તુતિ તો હોય જ છે. પણ સાથોસાથ સિદ્ધ ભગવંતોએ સિદ્ધ-દશા કેવી રીતે પ્રાપ્ત કરી એ અર્થમાં મુક્તિના માર્ગનું પણ પ્રતિપાદન થઈ જાય છે. દિનેશ- શું તમે મને એનો અર્થ સમજાવી શકો? જિનેશ- ના, ભાઈ, જ્યારે સિદ્ધચક્રનો પાઠ થાય છે ત્યારે બહારથી બોલાવવામાં આવેલા અથવા સ્થાનિક ખાસ વિદ્વાન જયમાળાનો અર્થ કરે છે. તે વખતે આપણે ધ્યાનપૂર્વક સમજી લેવું જોઈએ. દિનેશ- તેમના પૂજન-વિધાનથી શું લાભ થાય? જિનેશ- આપણે તેમનું સ્વરૂપ ઓળખીને એ જાણી શકીએ કે જેવા આ આત્મા શુદ્ધ અને પવિત્ર છે, તેવો જ આપણો સ્વભાવ શુદ્ધ અને નિરંજન છે અને એમની જેમ મુક્તિનો માર્ગ અંગીકાર કરીને આપણે પણ એમના જેવા અનંત સુખી અને અનંત જ્ઞાની પરમાત્મા બની શકીએ છીએ. આ પર્વરાજ દશલક્ષણ પર્વ પછી બીજા નંબરનું ધાર્મિક મહાપર્વ છે. ૪) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #45 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દિનેશ- મેં સાંભળ્યું છે કે સિદ્ધચક્ર-વિધાનથી કુષ્ટ રોગ મટી જાય છે. કહેવાય છે કે શ્રીપાલ અને તેમના સાતસો સાથીઓનો કોઢ એનાથી જ મટી ગયો હતો. તેમની (શ્રીપાલની ) ધર્મપત્ની મૈનાસુન્દરીએ સિદ્ધચક્રનો પાઠ કરીને ગંધાદક તેમની ઉપર છાંટયું અને કોઢ અદશ્ય થયો. જિનેશ– સિદ્ધચક્રનો મહિમા માત્ર કુષ્ટ રોગ મટાડવા જેટલો જ મર્યાદિત કરવો તે તેની મહત્તા ઘટાડવા બરાબર છે. કોઢ તો શરીરનો રોગ છે. આત્માનો કોઢ તો રાગ-દ્વેષ-મોહ છે. જે આત્મા સિદ્ધોનું સાચું સ્વરૂપ જાણીને તેમના જેવા પોતાના આત્માને ઓળખીને તેમાં જ લીન થઈ જાય તેનાં જન્મ-મ૨ણ અને રાગ-દ્વેષ-મોહ જેવા મહારોગ પણ મટી જાય છે. સિદ્ધોની આરાધનાનું સાચું ફળ તો વીતરાગ ભાવની વૃદ્ધિ થવી તે છે કેમ કે તેઓ પોતે વીતરાગ છે. સિદ્ધોનો સાચો ભક્ત તેમની પાસેથી લૌક્કિ લાભની ઈચ્છા રાખતો નથી. તોપણ તેને અતિશય પુણ્યનો બંધ તો થાય જ છે અને તેના વડે તેને લૌક્કિ અનુકૂળતા પણ પ્રાપ્ત થાય છે, પણ તેની દૃષ્ટિમાં તેનું કોઈ મહત્ત્વ નથી. દિનેશ- હું તો સમજતો હતો કે તહેવા૨ ખાવા-પીવા અને મોજ ઉડાવવા માટે જ હોય છે, પણ આજે સમજવામાં આવ્યું કે ધાર્મિક પર્વ તો વીતરાગતાની વૃદ્ધિ કરનાર સંયમ અને સાધનાનાં પર્વ છે. ઠીક, હું પણ તમારી જેમ આ દિવસોમાં સંયમથી રહીશ અને આત્મ-તત્ત્વને સમજવાનો પ્રયાસ કરીશ. પ્રશ્ન ૧. ધાર્મિક પર્વ કેવી રીતે ઉજવવામાં આવે છે? ૨. અષ્ટાલિકા સંબંધમાં તમારા વિચારો પ્રગટ કરો. ૩. નન્દીશ્વર દ્વીપ કયાં છે? તેમાં શું છે? ૪. આ પર્વ કયારે કયારે ઉજવવામાં આવે છે? ૫. સિદ્ધચક્ર કોને કહે છે? સિદ્ધોની આરાધનાનું ફળ શું છે? ૬. શું તમે કોઈ વાર સિદ્ધચક્રનો પાઠ થતો જોયો છે? તેમાં શું થાય છે? તે સમજાવો. ૪૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #46 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ૯ ભગવાન પાર્શ્વનાથ કવિવર પં. ભૂધરદાસજી (સંવત્ ૧૭૫૦-૧૮૮૬). વૈરાગ્યરસથી ઓતપ્રોત આધ્યાત્મિક પદોના પ્રણેતા પ્રાચીન જૈન કવિઓમાં ભૂધરદાસજીનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. એમનાં પદ, છન્દ અને કવિતા સમસ્ત ધાર્મિક સમાજમાં ખૂબ આદર પૂર્વક ગવાય છે. તેઓ આગ્રાના રહેવાસી હતા. તેમનો જન્મ ખંડેલવાલ જૈન જાતિમાં થયો હતો. જેમ કે જૈનશતકના અંતિમ છન્દમાં તેઓ પોતે લખે છે – આગરેમેં બાલબુદ્ધિ, ભૂધર ખંડેલવાલ; બાલકકે ખ્યાલ સો કવિત્ત કર જાને હૈ. તેઓ હિન્દી અને સંસ્કૃતના સારા વિદ્વાન હતા. અત્યાર સુધીમાં તેમની ત્રણ રચનાઓ પ્રાપ્ત થઈ છે. જેમનાં નામ-જૈન-શતક, પાર્શ્વપુરાણ અને પદ-સંગ્રહ છે. જૈન-શતકમાં લગભગ સો વિવિધ છંદનો સંગ્રહ છે કે જે ખૂબ સરળ અને વૈરાગ્યોત્પાદક છે. પાર્શ્વપુરાણને તો હિન્દીના મહાકાવ્યોની કોટિમાં રાખી શકાય છે. એમાં ર૩માં તીર્થકર ભગવાન પાર્શ્વનાથના જીવનનું વર્ણન છે. એ ઉત્કૃષ્ટ કોટિનાં કાવ્યતત્ત્વોથી યુક્ત તો છે જ, સાથોસાથ એમાં અનેક સૈદ્ધાન્તિક વિષયોનું પણ રોચક વર્ણન છે. તેમનાં આધ્યાત્મિક પદ તો તેમની લોકપ્રિયતા, સરળતા અને કોમળકાન્ત પદાવલીના કારણે જનમાનસને આજ પણ આનંદથી ઉછાળી રહે છે. પ્રસ્તુત પાઠ તેમણે લખેલા પાર્વપુરાણના આધારે લખવામાં આવ્યો છે. ૪ર. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #47 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન પાર્શ્વનાથ શિક્ષક– રમેશ, તમે પાર્શ્વનાથના વિષયમાં શું જાણો છો ? રમેશ જી, પાર્શ્વનાથ એક રેલવે સ્ટેશનનું નામ છે. શિક્ષક- તમારી જગ્યાએ ઊભા થાવ. તમને જવાબ આપવાની રીત પણ આવડતી નથી. ઊભા થઈને જવાબ આપવો જોઈએ. સભ્યતા શીખો. અમે પૂછીએ છીએ ભગવાન પાર્શ્વનાથની વાત, તમે બતાવો છો કે સ્ટેશનનું નામ છે. રમેશ- જી, હું કલકત્તા ગયો હતો. રસ્તામાં પાર્શ્વનાથ નામનું સ્ટેશન આવ્યું હતું, તેથી કહી દીધું. કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા કરો. શિક્ષક- પાર્શ્વનાથ સ્ટેશનનું પણ નામ છે, પણ જાણો છો કે તે સ્ટેશનનું નામ પાર્શ્વનાથ કેમ પડયું? તેની પાસે એક પર્વત છે, જેનું નામ સમ્મેદશિખર છે, ત્યાંથી ૨૩માં તીર્થકર ભગવાન પાર્શ્વનાથે નિર્વાણ પ્રાપ્ત કર્યુ હતું. તે જ કારણે તે સ્ટેશનનું નામ પણ પાર્શ્વનાથ રાખવામાં આવ્યું. એટલે સુધી કે તે પર્વતને પણ પારસનાથ હિલ કહેવામાં આવે છે. એ જૈનોનું બહુ મોટું તીર્થક્ષેત્ર છે, અહીં લાખો માણસો દર વર્ષે યાત્રા કરવા આવે છે. આ સ્થાન બિહાર પ્રાંતમાં, હજારીબાગ જિલ્લામાં ઈસરીની પાસે છે. પાર્શ્વનાથ સિવાય બીજા પણ કેટલાક તીર્થંકરોએ અહીંથી ૫૨મપદ (મોક્ષ ) પ્રાપ્ત કરેલ છે. શિક્ષક– અને પાર્શ્વનાથનું જન્મસ્થાન કયું છે? શિક્ષક- કાશી, જેને આજે વારાણસી (બનારસ) કહે છે. આજથી લગભગ ત્રણ હજાર વર્ષ પહેલાં ઈક્ષ્વાકુવંશના કાશ્યપ ગોત્રીય વારાણસી નરેશ અશ્વસેનને ત્યાં તેમની વિદુષી પત્ની વામાદેવીના ઉદરથી પોષ વદ અગિયારસના દિવસે પાર્શ્વકુમારનો જન્મ થયો હતો. તેમના જન્મકલ્યાણકનો ઉત્સવ તેમનાં માતા-પિતા અને નગરજનોએ તો ઊજવ્યો જ હતો પણ સાથે દેવો અને ઈન્દ્રોએ પણ ખૂબ ઉત્સાહથી ઊજવ્યો હતો. ૪૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #48 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાર્શ્વકુમાર જન્મથી જ પ્રતિભાશાળી અને ચમત્કારી બુદ્ધિના ભંડાર અવધિજ્ઞાનના ધારક હતા. તેઓ અનેક સુલક્ષણોવાળા, અતુલ બળથી યુક્ત, આકર્ષક વ્યક્તિત્વવાળા બાળક હતા. સુરેશ- તેઓ તો રાજકુમાર હતા ને? તેમને તો બધી જાતની લૌકિક સગવડો મળી હોવી જોઈએ ? શિક્ષક– એમાં શું શક! તેઓ રાજકુમાર હોવા ઉપરાંત અતિશય પુણ્યના સ્વામી હતા. દેવાદિ પણ તેમની સેવામાં હાજર રહેતા હતા. એ જ કારણે તેમને કોઈ પ્રકારની સામગ્રીની ખોટ નહોતી. પણ રાજ્ય-વૈભવ અને પુણ્યસામગ્રી માટે તેમના હૃદયમાં કોઈ સ્થાન નહોતું. તેમને ભોગોની લાલસા જરા પણ નહોતી. વૈભવની છાયામાં ઉછરવા છતાં પણ પાણીમાં રહેતા કમળની પેઠે તેનાથી અલિપ્ત જ હતા. યુવાન થતાં તેમનાં માતા-પિતાઓ ઘણા જ પ્રયત્ન કર્યા પણ તેમને લગ્ન કરવાને મનાવી ન શકયા. તેઓ બાલબ્રહ્મચારી જ રહ્યા. જિનેશ- એમ શા માટે? શિક્ષક– તેઓ આત્મજ્ઞાની તો જન્મથી જ હતા, તેમનું મન સદા જગતથી ઉદાસ રહેતું હતું. એક દિવસ એક એવો બનાવ બન્યો કે જેણે તેમના હૃદયને હલાવી નાખ્યું અને તેઓ દિગંબર સાધુ બનીને આત્મ-સાધના કરવા લાગ્યા. જિનેશ- તે બનાવ કયો હતો ? શિક્ષક- એક દિવસ સવારમાં તેઓ પોતાના સાથીઓ સાથે ફરવા જઈ રહ્યા હતા, રસ્તામાં તેમણે જોયું કે તેમના નાના (બાના પિતા) સાધુના વેશમાં પંચાગ્નિ તપ કરતા હતા. બળતા લાકડાની વચ્ચે નાગ-નાગણીનું એક જોડું હતું, તે પણ બળી રહ્યું હતું. પાર્શ્વનાથે પોતાના દિવ્યજ્ઞાન ( અવધિજ્ઞાન )થી આ બધું જાણી લીધું અને તેમને આ જાતનું કામ કરવાની ના પાડી. પણ જ્યાં સુધી તે લાકડાને ફાડીને જોવામાં ન આવ્યું ત્યાં સુધી કોઈએ તેમનો વિશ્વાસ ન કર્યો. લાકડું ફાડતાં જ તેમાંથી અર્ધા બળેલાં નાગ-નાગણી નીકળ્યાં. ૪૪ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #49 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રમેશ- હું! તે બળી ગયાં? એ તો બહુ ખરાબ થયું. પછી...? શિક્ષક- પછી શું? પાર્શ્વકુમારે તે નાગ-નાગણીને બોધ આપ્યો અને તેઓ મંદકષાય પૂર્વક મરીને ધરણેન્દ્ર અને પદ્માવતી થયા. રમેશ- સારું થયું, ચાલો; તેમનો ભવ તો સુધરી ગયો. શિક્ષક- દેવ થઈ ગયા તેમાં શું સારું થયું? સારું તો એ થયું કે તેમની રુચિ સન્માર્ગ તરફ વળી ગઈ. આ હૃદયવિદારક ઘટનાથી પાર્શ્વકુમારનું કોમળ હૃદય વૈરાગ્યમય થઈ ગયું અને પોષ વદ અગિયારસને દિવસે તેઓ દિગમ્બર સાધુ થઈ ગયા. સુરેશ- પછી તો તેમણે ઘોર તપશ્ચર્યા કરી હશે? શિક્ષક- હા, પછી તેઓ અખંડ મૌનવ્રત ધારણ કરીને આત્મસાધનામાં લીન થઈ ગયા. એકવાર તેઓ અહિક્ષેત્રના વનમાં ધ્યાનસ્થ હતા, ઉપરથી તેમનો પૂર્વ ભવનો વેરી સંવર નામનો દેવ જઈ રહ્યો હતો. તેમને જોઈને તેનું પૂર્વનું વેર જાગૃત થઈ ગયું અને તેણે મુનિરાજ પાર્શ્વનાથ પર ઘોર ઉપસર્ગ કર્યો. પાણી વરસાવ્યું, કરાનો વરસાદ કર્યો, ત્યાં સુધી કે ઘોર તોફાન ચલાવ્યું અને પથ્થર પણ વરસાવ્યા. પણ પાર્શ્વનાથ આત્મસાધનામાંથી ડગ્યા નહિ અને તેમને તે જ વખતે ચૈત્ર વદ ચૌદશને દિવસે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. એ જોઈને તે દેવ પછતાતો તેમનાં ચરણોમાં આળોટી પડ્યો. જિનેશ- મેં તો સાંભળ્યું છે કે તે વખતે તે ધરણેન્દ્ર-પદ્માવતીએ પાર્શ્વનાથની રક્ષા કરી હતી. શિક્ષક- સાધારણ દેવ-દેવી ત્રણલોકના નાથની શું રક્ષા કરે? તેઓ તો પોતાની આત્મસાધનાથી પૂર્ણ સુરક્ષિત હતા જ, પણ વાત એમ છે કે તે વખતે ધરણેન્દ્ર અને પદ્માવતીને તેમનો ઉપસર્ગ દૂર કરવાનો વિકલ્પ જરૂર આવ્યો હતો તથા તેમણે પોતાની શક્તિ પ્રમાણે પોતાના વિકલ્પની પૂર્તિ પણ કરી હતી. ત્યાર પછી તેઓ લગભગ સિત્તેર વર્ષ સુધી આખા ભારતમાં સમવસરણ સહિત વિહાર કરતા રહ્યા અને દિવ્યધ્વનિ દ્વારા, ભવ્ય જીવોને તત્ત્વનો ઉપદેશ આપતા રહ્યા. તેઓ પોતાના ઉપદેશોમાં સદાય આત્મસાધના ઉપર જોર આપતા રહ્યા. તેઓ કહેતા કે આ આત્મા જ અનંતજ્ઞાન અને સુખનો ભંડાર છે–એની શ્રદ્ધા કર્યા વિના, એને જાણ્યા ૪૫. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #50 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વિના અને એમાં લીન થયા વિના કોઈ પણ કદી સાચું સુખ પ્રાપ્ત કરી શકતો નથી. લાખો જીવોએ તેમના ઉપદેશમાંથી લાભ લઈને આત્મશાંતિ પ્રાપ્ત કરી. મહાકવિ ભૂધરદાસજી તેમના ઉપદેશોના પ્રભાવનું વર્ણન કરતાં લખે છે – કઈ મુક્તિ જોગ બડભાગ, ભયે દિગંબર પરિગ્રહું ત્યાગ કિનહી શ્રાવક વ્રત આદરે, પશુ પર્યાય અનુવ્રત ધરે. કેઈ નારિ અજિંકા ભઈ. ભકે સંગ વનકો ગઈ; કેઈ નર પશુ દેવી દેવ, સમ્યક રત્ન લહ્યો તહાં એવ. * * * * * ઈહુ વિધ સભા સમૂહુ સબ, નિવર્સ આનંદરૂપ; માનો અમૃત રૂપ સૌ, સિચત દેહ અનૂપ. આ રીતે ઉપદેશ દેતા દેતા અંતે સો વર્ષની ઉમરે શ્રાવણ સુદ સાતમને દિવસે સમેદશિખરના સુવર્ણભદ્ર નામના કૂટ ઉપરથી તેઓ નિર્વાણ પધાર્યા. પ્રશ્ન ૧. કવિવર પં. ભૂધરદાસજીનો સંક્ષિપ્ત પરિચય આપો. ૨. “પારસનાથ હિલ” વિષે તમે શું જાણો છો? ૩. ભગવાન પાર્શ્વનાથનો સંક્ષિપ્ત જીવન-પરિચય આપો. ૪. “ધરણેન્દ્ર-પદ્માવતીએ પાર્શ્વનાથની રક્ષા કરી હતી,” આ સંબંધી તમારા વિચારો વ્યક્ત કરો. ૫. જે જોઈને પાર્શ્વકુમાર દિગબંર સાધુ થઈ ગયા હતા, તે બનાવ કયો હતો? ૪૬ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ૧૦ દેવ-શાસ્ર-ગુરુ સ્તુતિ (૫. હુકમચંદ ભાલ્લિ, જયપુર ) સમયસાર જિનદેવ હૈં જિન પ્રવચન જિનવાણિ; નિયમસાર નિગ્રંથ ગુરુ કરે કર્મ કી હાનિ ૩ દેવ- હૈ વીતરાગ સર્વજ્ઞ પ્રભો, તુમકો ના અબ તક પહિચાના; અતએવ પડ રહે હૈં પ્રભુવર, કરુણાનિધિ તુમકો સમઝ નાથ, ભરપૂર સુખી કર દોગે તુમ, યહ ચૌરાસીકે ચક્કર ખાના. ભગવાન ભરોસે પડા રા; સોચે સન્મુખ ખડા રહા. તુમ વીતરાગ હો લીન સ્વયં મેં, કભી ન મૈંને યહ જાના; તુમ હો નિરીહ′′ જગસે કૃતકૃત, ઈતના ના મૈંને પહિચાના. પ્રભુ વીતરાગકી વાણીમેં, જૈસા જો તત્ત્વ દિખાયા હૈ; યહુ જગત સ્વયં પરિણમનશીલ, કેવળજ્ઞાનીને ગાયા હૈ. ઉસ પર તો શ્રદ્ધા લા ન સકા, પરિવર્તનકા અભિમાન કિયા; બનકર પરકા કર્તા અબ તક, સા ન પ્રભો સન્માન કિયા. ૬ ૧. શુદ્ધાત્મા ( સ્વભાવદષ્ટિએ કા૨ણપ૨માત્મા અને પર્યાયદષ્ટિએ કાર્ય પરમાત્મા ). ૨. શુદ્ધ (નિશ્ચય) ચારિત્ર. ૩. ચોરાસી લાખ યોનિ. ૪. ઈચ્છારહિત. ૫. જેમને કાંઈ કરવાનું બાકી ન રહ્યું હોય તેમને કૃતકૃત્ય કહે છે. ૬. વસ્તુસ્વભાવ. ૪૭ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #52 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શાસ્ત્ર- ભગવાન તુમ્હારી વાણીમેં, જૈસા જો તત્ત્વ દિખાયા હૈ; સ્યાદ્વાદ નય અનેકાન્તમય, સમયસાર સમઝાયા હૈં. ઉસ પર તો ધ્યાન દિયા ન પ્રભો, વિથાનેં સમય ગમાયા હૈં; શુદ્ધાત્મ રુચિ ન હુઈ મનમેં, ના મનકો ઉધર લગાયા હૈં. મૈં સમઝ ન પાયા થા અબતક, જિનવાણી કિસકો કહતે હૈં; પ્રભુ વીતરાગકી વાણીમેં, કૈસે કયા તત્ત્વ નિકલતે હૈં. રાગ ધર્મમય ધર્મ રાગમય, અબતક ઐસા જાના થા; શુભ કર્મ કમાતે સુખ હોગા, બસ અબતક ઐસા માના થા. ૫૨ આજ સમઝમેં આયા હૈ, કિ વીતરાગતા ધર્મ અહા; રાગ ભાવમેં ધર્મ માનના, જિનમતમેં મિથ્યાત્વ કહા. વીતરાગતા કી પોષક હી, જિનવાણી કહલાતી હૈ; યહ હૈ મુક્તિકા માર્ગ નિરન્તર, હમકો જો દિખલાતી હૈ. ગુરુ- ઉસ વાણીકે અંતર્તમ કો, જિન ગુરુઓંને પહિચાના હૈં; ઉન ગુરુવર્યોકે ચરણોમેં, મસ્તક બસ હમેં ઝુકાના હૈં. દિન રાત આત્માકા ચિંતન, મૃદુ સંભાષણમેં વહી કથન; નિર્વસ્ત્ર દિગંબર કાયાસે ભી, પ્રગટ હો રહા અન્તર્મન. નિગ્રંથ દિગંબર સજ્ઞાની, સ્વાતમમેં સદા વિચરતે જો; જ્ઞાની ધ્યાની સમરસસાની, દ્વાદશ નિધિ તપ નિત કરતે જો. ચલતે ફિરતે સિદ્ધોંસે ગુરુ, ચરણોંમેં શીશ ઝુકાતે હૈં; હમ ચલેં આપકે કદમોં ૫૨, નિત યહી ભાવના ભાતે હૈં; હો નમસ્કાર શુદ્ધાતમકો, હો નમસ્કાર જિનવર વાણી; હો નમસ્કાર ઉન ગુરુઓંકો, જિનકી ચર્ચા સમરસસાની. દર્શન દાતા દેવહૈં, આગમ સમ્યગ્નાન; ગુરુ ચારિત્રકી ખાનિ હૈં, મૈં વંદોં ધરિ ધ્યાન. પ્રશ્ન ૧. દેવ, શાસ્ત્ર અને ગુરુની સ્તુતિમાંથી પ્રત્યેકની સ્તુતિની ચાર ચાર લીટીએ જે તમને વધારે ગમતી હોય તે લખો અને ગમવાનું કારણ બતાવો. ૧. શુદ્ધાત્માનું સ્વરૂપ. ૨. અંતરંગ ભાવને ૩. લીન રહે છે. ૪. સમતારસમાં નિમત્ર.. ४८ Please inform us of any errors on rajesh@AtmaDharma.com