Book Title: Vijay Dharmsuri
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah
Catalog link: https://jainqq.org/explore/006026/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વિ ઘા થી વાં ચ ન મા ળા એ ણી ચેાથી ૧૯ -૭૯ શ્રી વિજયધર્મસૂરિ ત જ ની ) 23 રામામ RE! મિનાર -- e- - :: લેખક : ધીરજલાલ ટે. શાહુ, આજ મારા સર્વ હકક સ્વાધીન કિસ્મત સવા આનો. ‘સંપાદક : ધીરજલાલ ટોકરશી શાહ - જટ કરી -- Page #2 -------------------------------------------------------------------------- ________________ વિદ્યા થી વાં ચ ન મા ળા, અગાઉથી દૃશ શ્રેણીના ૧૫-૦-૦ (પોસ્ટેજ સાથે) :: અગાઉથી દશ ોહી પાકા પુંઠાવાથી ૧૭-૮-૦ :: છૂટક એક શ્રેણી ૧-૮-૦). ( પોસ્ટેજ પાંચ આના વધુ }:{ પ્રથમ શ્રેણી ૧ શ્રીરામ ૨ શ્રીકૃષ્ણ ૩ ભગવાન મુદ્દે ૪ ભગવાન મહાવીર ૫ વીર હનુમાન ૬ ભડવીર ભીષ્મ ૭ સતી દમયંતી ૮ કચ-દેવયાની ૯ સમ્રાટ અશાક ૧૦ ચક્રવર્તી ચંદ્રગુપ્ત ૧૧ રાજા ભતૃ હિર ૧૨ સંત તુકારામ ૧૩ ભક્ત સુરદાસ ૧૪ નરસિઁડુ મહેતા. ૧૫ મીરાંબાઈ ૧૬ સ્વામી સહજાનંદ ૧૭થી દયાનંદ સરસ્વતી ૧૮ લેાકમાન્ય ટિળક ૧૯ મહાત્મા ગાંધી ૨૦ રવીન્દ્રનાથ ટાગાર ખીજી શ્રેણી ૨૧ આદ્યકવિ વાલ્મીકિ ૨૨ મુનિરાજ અગસ્ત્ય ૨૩ શકુન્તલા ૨૪ દાનેશ્વરી કર્ણ ૨૫ મહારથી અર્જુન ૨૬ વીર અભિમન્યુ ૨૭ સત્યવાદી હરિશ્ચંદ્ર ૨૮ ભક્ત પ્રહલાદ ૨૯ પિતૃભક્ત શ્રવણ ૩૦ ચેલૈયા ૩૫ સ્વામી વિવેકાનંદ ૩૬ સ્વામી રામતી ૩૭ શ્રીમદ્ રાજદ્ર ૩૮ પંડિતમદનમે હન માલવીય ત્રીજી શ્રેણી ૪૧ મહામુનિ વશિષ્ઠ ૪૨ મદાલસા ૬૧મહાત્માનુલસીદાસજી ૩૨ ગેગાપીચ દ ૩૩ સતી પદ્મિની ૫૦ મહારાણા પ્રતાપ ૫૧ સિકામને સપૂત પર દાનવીર જગડૂ ૩૪ સ્વામી રામકૃષ્ણુ સિદ્ધરાજ જયસિંહ પરમહંસ ૫૪ જગત્શેઠ ૫૫ પડત માતીલાલજી ૫૬સરજગદીશચંદ્રમાઝ ૫૭ શ્રીઅરવિંદ ધાય ૫૮ વીર વિઠ્ઠલભાઈ ૫૯ પ્રા. ધોંડા કેશવ કર્વે ૬૦ શ્રી. એનીબીમેન્ટ ૩૯ સરદારવલ્લભ ભાઇ ૪૦ શ્રીમતીસરાજિની નાયડુ ૪૩ રાજકુમાર ધ્રુવ ૪૪ સતી સાવિત્રી ૪૫ દ્રૌપદી ૪૬ વીર વિક્રમ ૪૭ રાજા ભાજ ૪૮ કવિ કાલિદાસ ૪૯ વીર દુર્ગાદાસ Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજ્યધર્મસૂરિ તજીને માટી ખાણ, કંચન ભૂપ શિર ચડે; તેનાં દીધ પ્રમાણ, ધર્મવિજય તે ધરતીમાં. મોટા મોટા રાજવીઓને મસ્તકે ચડેલા મુગટનું સોનું શરૂઆતમાં માટીમાંથી મળી આવે છે. એ વખતે જેનાર કોઈ જાણી શક્યું નથી કે એમાં અઢળક સેનું છુપાયેલું હશે. પરંતુ જયારે તે માટી ખાણમાંથી બહાર આવે છે અને વિધ વિધ જાતના પ્રયોગોમાંથી પસાર થાય છે ત્યારે એકાએક તેમાંથી જુદું પડી આવે છે અને જેનારાઓ આશ્ચર્યથી મુગ્ધ થઈ જાય છે. પછી તે જગત આખું તેને પ્રાપ્ત કરવા દેવાદેડ કરે છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ | | શ્રી વિજયધર્મ સરિ વિક્રમની વીસમી સદીમાં થયેલા અહિંસા ધર્મના પ્રખર પ્રચારક, અને રધર પંડિત જૈનાચાય શ્રી વિજયધમ સૂરિની જીવનકથા પણ આવાજ પ્રકારની છે. તેમના જન્મ ઇ. સ. ૧૮૬૭ ની સાલમાં કાઠિયાવાડના મહુવા બંદરમાં રહેતા એક સાધારણ સ્થિતિના જૈન કુટુંબમાં થયા હતા. તેમના પિતાનું નામ રામચંદ્ર અને માતાનું નામ કમળાદેવી હતું. બે મોટા ભાઇ અને ચાર બહેનેા વચ્ચે ઉછરતાં તે મેટા થયા હતા. તેમનુ` મૂળ નામ હતું મુળચંદ. કુટુંબની સામાન્ય સ્થિતિને અંગે તથા બહેાળા વસ્તારમાં માતાપિતા તેમની જોઇએ તેવી દેખરેખ રાખી શકયા નહિ. તેના પરિણામે શેરીઓમાં રખડતા સામાન્ય છેકરાઓ સાથે ઉછરતાં જ તે મેાટા થયા. એ છેાકરાઓમાં કેટલાક જુઠ્ઠા, ચાર અને બજારમાંથી વીણીને બીડીએનાં ઠુંઠા પીનારા હતા. આ સાબતની અસર મુળચંદને થયા વિના ક્રમ રહે ? Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ મૂળચંદ આઠ વર્ષની ઉમ્મરને થયું ત્યારે પિતાએ તેને નિશાળે ન મૂકતાં પોતાની દુકાને જ બેસાડ. મુળચંદનાં લક્ષણો જોઈ તેમને માનેલું કે આ છોકરે ભણીને કંઈ કરે તેમ નથી ! પણ વનના પોપટને પાંજરામાં પૂરાવું કેમ ગમે? સદા શેરીઓમાં ભટકનાર મુળચંદને એક ઠેકાણે બેસી રહેવું ગમતું નહિ. લાગ મળતાં જ તે દુકાનેથી નાસી જતે અને ગમે ત્યાં રમવા લાગી જાતે. આ વખતે તેને જુગારની બુરી લત લાગુ પડી. પહેલાં તે પાઈ પૈસાથી જુગાર રમવા લાગે, પછી આના પર આવ્યું અને છેવટે અમુક રૂપિયાની હારજીત કરવા લાગ્યા. પિતાની આ ટેવની માતા પિતાને ખબર ન પડી જાય તેની એ ખૂબ સંભાળ રાખતે. એક વખત જુગારમાં તે મોટી રકમ હારી ગયે. આ વાતની તેના પિતાને ખબર પડી અને તેમણે મુળચંદને બહુ આકરા શબ્દોમાં ઠપકો આપે. | મુળચંદ નઠારા છોકરાઓની સોબતમાં ગમે તેટલે બગડ હતો પણ સ્વમાન તેને બહુ વહાલું Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મ સરિ હતું. આ ઠપકા સાંભળી તેનું માથું ભમવા લાગ્યું. હૃદયમાં પશ્ચાતાપ થયા. સાથે એ પણ વિચાર આન્યા કે મારામાં કાંઈપણ માણસાઇ હાય તે હવે મારે આ ઘરમાં ન રહેવું જોઇએ. અને એક રાત્રે ગુપચુપ ધર છેડી તે ચાલી નીકળ્યે ! અનેક જાતના વિચારતરંગામાં અથડાતા તે ભાવનગર ગયા. ત્યાં વૃદ્ધિચંદ્ર નામના જૈનાચાય ના ઉપદેશ તેના સાંભળવામાં આવ્યા. એ ઉપદેશે તેના મન ઉપર ભારે અસર કરી અને જ્યારે સાંભળ્યું કેઃ— મૃત્યથી કાં કરે મૂઢ, મૃત્યુ ના છેાડે કદા; ન જન્મે ન મરે કા દિ, અજન્યેય તું શાશ્વત. એટલે તેા મુળચક્રના બધા વિચારા પલટાઇ ગયા. તેને સ`સાર પ્રત્યે તીત્ર વૈરાગ્ય આવ્યો અને શ્રમણધર્મ અંગીકાર કરી જીવન વ્યતીત કરવાને નિશ્ચય કર્યું. એ માટે તેણે માતપિતાની સંમતિ મંગાવી પણ પિતાએ પુત્ર પ્રત્યેની મમતાથી સ ંમતિ આપી નહિ ! મુળચંદ વિચારમાં પડયા કે શું કરવું ? પણુ Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધર્મસૂરિ તેણે હિમત ન ગુમાવી. ફરી સંમતિ મેળવવા પ્રયાસ કર્યો અને તેના પિતાએ તેની મને દશા પારખી સંમતિ આપી. આથી ઈ. સ. ૧૮૮૭ ના મે માસની ૧૨ મી તારીખે મોટી ધામધુમ સહિત તેણે શ્રમણધર્મ અંગીકાર કર્યો. આ પ્રસંગે તેનું મૂળ નામ બદલીને ધર્મવિજય નામ રાખવામાં આવ્યું. : ૨ : શ્રમધર્મના મુખ્ય અંગોમાં અહિંસા, સત્ય, અચ્ચર્ય, બ્રહ્મચર્ય, અને અહિંસાવ્રત ઉપરાંત સ્વાધ્યાયને પણ સમાવેશ થાય છે એટલે ધર્મવિજયે વાધ્યાયમાં ચિત્ત પરોવ્યું. પણ અત્યાર સુધી જે રીતે જીવન પસાર કર્યું હતું તેના પરિણામે શરૂઆતમાં તેમની બુદ્ધિ મંદ જણાવા લાગી. પરંતુ એકાગ્રતા પૂર્વક એ દિશામાં આગળ વધતાં ધીમે ધીમે બુદ્ધિમાં તેજવિતા આવી ને ચેડા વખતમાં તે એમાં અપૂર્વ પ્રકાશ જણાવા લાગ્યો. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનાં વ્યાકરણે તેમણે સારી રીતે જાણી લીધાં અને જન સૂત્રોનું વાંચન પણ સારી રીતે કરી લીધું. તેમના સમાગમમાં આવનાર માણસ ધર્મવિજયજને બુદ્ધિ-ચમકાર બહુ સારી રીતે જોઈ Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ શક્યા. પણ આ અરસામાં તેમને જીવનપંથ ઉજાળનાર, તેમને સન્માર્ગે ચડાવનાર ગુરુએ દેહને ત્યાગ કર્યો. આથી શ્રી ધર્મવિજયના મન પર ભારે અસર થઈ. જે કે “વસ્તુ માત્ર વિણસે રે' એ સૂત્ર યાદ કરી તેમણે મનને શાંત કર્યું તે પણ વખતે વખત ગુરુનાં સંસ્મરણે તેમના હૃદયમાં ઉભરાઈ આવવા લાગ્યાં. જેન શ્રમણે ખાસ કારણ અને માસા સિવાય એકજ સ્થળે રહેતા નથી. જુદા જુદા ગામમાં પગપાળાજ મુસાફરી કરે છે. એ રીતે શ્રી ધર્મવિજય પણ હવે ભાવનગર છેડી જુદા જુદા ગામમાં ફરવા લાગ્યા અને તમામ જાતના લેકીને અહિંસા અને સત્યને ઉપદેશ આપી પ્રભુ મહાવીરનું જીવનરહસ્ય સમજાવવા લાગ્યા. રવાર્થ વિનાની પ્રેમભરી મધુર વાણ કોને અસર નથી કરતી ? શ્રી ધર્મવિજયજીએ થોડા સમયમાં કાઠિયાવાડ ગજરાતમાં પિતાના અનેક ભકત ઉત્પન્ન કર્યા. આ વખતમાં તેમણે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ પણ સારી રીતે કરી લીધે. Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ છઠ્ઠા વર્ષે તેઓ પોતાની જન્મભૂમિમાં પાછા ફર્યા. એ વખતે એમના પિતા ગુજરી ગયા હતા અને માતાજ હૈયાત હતા. એક વખતના તેફાની અને જુગારી મુળચંદને આ સ્થિતિએ પહોંચેલ જોઈ તેમના કુટુંબને કે આનંદ થયે હશે? ધર્મવિજ્યજીને બધાને મળતાં આનંદ થયો પણ હવે તે એક કુટુંબના મટી સમરત વિશ્વના થયા હતા અને વિશ્વની ચિંતાઓને જ પિતાની કરી હતી. સમાજની અજ્ઞાન દશા જોઈ તેમને ખૂબ લાગી આવતું અને તે માટે કંઇક ભગીરથે પુરુષાર્થ કરવાની પ્રબળ ભાવના પણ થઈ આવતી. મહુવાનું ચોમાસું પૂરું કરી જયારે તેઓ પરિભ્રમણ કરતાં ગુજરાતમાં આવ્યા ત્યારે એક પછી એક એ ભાવનાઓને મૂર્ત સ્વરૂપ આપવા લાગ્યા. વીરમગામમાં એક સુંદર પુસ્તકાલય સ્થાપ્યું અને તેની નજીકમાં આવેલા માંડળમાં સંસ્કૃત તથા અધ્યાત્મવિદ્યા શિખવનારી પાઠશાળાની શરૂઆત કરી. ' પ્રારંભમાં આ પાઠશાળામાં દશ વિદ્યાથીઓ દાખલ થયા પણ થોડા વખતના અનુભવ પછી Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધર્મસૂરિ તેમને જણાયું કે વિદ્યાના ક્ષેત્રમાં સંગીન કાર્ય કરવું હોય તો હિંદની પ્રાચીન વિદ્યાપુરી કાશી જ તેને માટે યોગ્ય ક્ષેત્ર છે. ત્યાં ભિન્ન ભિન્ન દશના અનેક અધ્યાપકોના સમાગમમાં આવી શકાય અને વિદ્યાર્થીઓને ઘણી ઉચ્ચ કક્ષા સુધીને અભ્યાસ કરાવી શકાય. પણ આ વિચાર એક જૈન સાધુ માટે ઘણું જ મુશ્કેલ હતું. ગુજરાતમાંથી ૧૨૦૦ -૧૩૦૦ માઇલને પ્રવાસ અનેક જાતની અગવડો વચ્ચે કરવાનો હતો. રાત્રે આહાર કે પાણી લેવાં નહિ, બધે વખત ઉકાળેલું પાણી જ પીવું અને અમુક પ્રકારની જ ભીક્ષા લેવી એ કંઈ જેવું તેવું કહેર જીવનન ગણાય! વળી ઉતરવા માટે ગમે તેવું સ્થાન મળે તેનાથી ચલાવી લેવું પડે! એથી તેમને આ નિશ્ચય જયારે તેમના ભકતોએ જાણ્યું ત્યારે તેમનામાં ખળભળાટ મચી ગયો અને તેમણે હાથ જોડીને વિનંતિ કરી : “ગુરુદેવ ! ગુજરાત છોડી એટલે બધે જવાની શી જરૂર છે? વળી ત્યાં તમારું કોણ છે? માટે આપ આ ભાગમાં જ ફરે એથી અમારા આત્માને આનંદ થશે!” પણ ધર્મ વિજયજીએ એ વિનંતિને અવીકાર કરી જણાવ્યું: “સાધુ પુરુષોએ મુશ્કેલીથી ડરી જઈ અમુક સ્થળે ન જવું તે Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયવર્મસૂરિ વિચાર યોગ્ય નથી. મને ચેકસ ખાતરી છે કે ત્યાં જવાથી દરેક પ્રકારે લાભ જ છે!' પિતાના કાર્યની સિદ્ધિ માટે એક મંગળ પ્રભાતે છ સાધુઓ તથા ૧૦ શિષ્ય સાથે તેમણે ગુજરાત છોડયું. લેકે આશ્ચર્યચકિત નયને તેમને દૂર દૂર જતા નિહાળી રહ્યા. વિદ્યાર્થીઓને ભણાવતાં, શિષ્યોને સહનશીલતાની, તાલીમ આપતાં, રસ્તામાં આવતા લેકેને ધર્મને ઉપદેશ આપતાં અને અનેક મુશીબતે વેઠતાં તેઓ સં. ૧૯૫૯ ની અક્ષય તૃતિયાયે કાશી પહોંચ્યા. કાશીમાં કોઈ પણ માણસ તેમનું પરિચિત ન હતું. વળી જૈન પ્રત્યે ત્યાંના સનાતની પંડિતોને ભારે સૂગ હતી એટલે પ્રથમતો સ્થાન મેળવતાં જ બહુ મુશ્કેલી પડી.બહુ પ્રયત્ન પછી એક પુરાણું ધર્મશાળા ઉતરવા માટે મળી શકી. ચાંચડ માંકડ કે જીવજંતુઓને ત્યાં ટેટ ન હતું. તે બધાંજ આ મંડળીની સહનશીલતાની કસોટી કરતાં હતાં પણ જેઓ અનેક જંગલ અને પહાડો વટાવતાં, લુખા સુકા ભાખરા ખાતાં અહીં આવ્યા હોય તે એવી કસોટીમાં કેમ નિષ્ફળ જાય? Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ અનેક જાતની વિપરીત પરિસ્થિતિમાં પણ ધર્મ વિજ્યજીને નિશ્ચય રજમાત્ર ડગે નહિ. બીજા જ દિવસે નમતા પહોરે પિતાના શિષ્યોને લઈને તે નગરમાં નીકળી પડ્યા અને ચોકમાં ઊભા રહી ભાષણ આપવાને પ્રારંભ કર્યો. લેકે આ નવી જાતના સાધુને જેવા કુતુહલથી એકઠા થયા. શ્રી ધર્મવિજયજીને હિંદી ભાષા પર બહુ સારે કાબુ હેવાથી લોકોને તેમના ભાષણમાં ખૂબ રસ પડયો. તેમના ભાષણની એકંદરે બહુ સારી અસર થઈ. પછી તે હંમેશાં એજ મુજબ નમતા પહેરે તે શહેરમાં નીકળી પડતા અને જુદા જુદા લત્તાઓમાં ઊભા રહીને વ્યાખ્યાને આપતા. આ વ્યાખ્યાનેએ ટૂંક સમયમાં સમસ્ત કાશીમાં તેમની જાહેરાત કરી દીધી અને વિદ્વાનેની મંડળીઓ પણ વ્યાખ્યાનમાં રસ લેવા લાગી. એક બાજુ જયારે આ વ્યાખ્યાનેનું કામ ચાલુ હતું ત્યારે બીજી બાજુ પાઠશાળાને માટે કઈ સારું મકાન શોધવાનું કામ પણ ચાલુ હતું અને તેમાં થોડા જ વખતમાં સફળતા મળી. નંદસાહુ મહેલ્લામાં અંગ્રેજી કેઠીના નામે ઓળખાતી આખી ઈમારત Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ - ૧૧ મુંબાઈના બે ભકતો દ્વારા ખરીદવામાં આવી અને શ્રી યશોવિજય જૈન પાઠશાળાનું કામ ત્યાં શરૂ થયું. ધીમે ધીમે આ પાઠશાળા સહુનું ધ્યાન ખેંચવા લાગી અને શ્રી ધર્મ વિજય વધારે અને વધારે ઉત્સાહથી કામ કરવા લાગ્યા. દશ વિદ્યાર્થીની સંખ્યા ધીમે ધીમે ૬૦ ઉપર જઈ પહોંચી. શ્રી ધર્મવિજ્યજીએ આ વખતે બીજી બે પ્રવૃત્તિઓ પણ હાથ ધરી. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન પુસ્તકાલય અને શ્રી યશોવિજ્ય જૈન ગ્રંથમાળા. પહેલી પ્રવૃત્તિ પાઠશાળાના લાભ પુરતી હતી જ્યારે બીજી પ્રવૃત્તિ જગતના તમામ સાહિત્યરસિકે માટે હતી. આ ગ્રંથમાળામાં એક પછી એક સાહિત્યની દ્રષ્ટિએ મહામૂલાં પુરતકે તેમના હાથે સંપાદિત થઈ બહાર પડવા લાગ્યા અને વિદ્વાન વર્ગનું તેણે ઘણું ધ્યાન ખેંચ્યું. પરંતુ આ બધી પ્રવૃત્તિઓમાં પણ શ્રી ધર્મ વિજ્ય પિતાના વ્યાખ્યાને ભુલી ગયા ન હતા. એ ભાષણો એમને વધારે ને વધારે લોકપ્રિય બનાવી રહ્યા હતા. તેમની આ ખ્યાતિ ઠેઠ કાશીનરેશના કાન સુધી પહોંચી અને તેમને પણ આ મહાત્માને ઉપદેશ સાંભળળવાનું મન થયું. તેમણે એ માટે શ્રી ધર્મવિજ્યજીને Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી વિજયધર્મસૂરિ રાજમહેલમાં પધારવાનું આમંત્રણ પાઠવ્યું. યોગ્ય સમયે શ્રી ધર્મવિજયજી ત્યાં ગયા ત્યારે રાજાએ તેમનું સારી રીતે સ્વાગત કર્યું અને ગ્ય સ્થાને બેસાડયા. આ વખતે કાશીના અનેક પ્રતિષ્ઠિત વિદ્વાને પણ ત્યાં આવ્યા હતા. શ્રી ધર્મવિજ્યજીએ એ બધાની સમક્ષ ધર્મસિદ્ધાન્તની અદ્દભુત રીતે ચર્ચા કરી બધાને મુગ્ધ બનાવ્યા. એ એ દિવસથી શ્રી ધર્મવિજ્યજીનું સ્થાન કાશીમાં ઘણું ઉન્નત થયું. - ઈ. સ. ૧૯૦૬ ની સાલમાં અલ્હાબાદમાં કુંભનો મેળે ભરાયે તે વખતે ત્યાં “સનાતન ધર્મ મહાસભા ની બેઠક પણ ભરવામાં આવી. તેમાં ભાગ લેવાને હિંદભરના પ્રખ્યાત વિદ્વાનોને આમંત્રણ આપવામાં આવ્યાં જેમાં શ્રી ધર્મવિજયજીનું મુબારક નામ પણ હતું. તેઓ આ આમંત્રણ મળતાં જ પોતાના શિષ્યમંડળની સાથે કાશીથી વિહાર કરી અલ્હાબાદ આવ્યા અને પરિષદમાં હાજરી આપી. ત્યાં જૈન ધર્મ વિષે એક હૃદયંગમ ભાષણ આપ્યું જે સાંભળી બધા શ્રોતાઓ સ્તબ્ધ થઈ ગયા. દરભંગાના મહારાજ તે એ ભાષણ સાંભળી એવા પ્રસન્ન થયા કે વ્યાખ્યાન પૂરું થતાં જ તેમની સાથે ધર્મચર્ચા કરવાની ઈચ્છા Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ જણાવી ! અને શ્રી ધર્મવિજ્યજીએ અનુકુળ સમયે એ જાતની ચર્ચા કરી તેમના મનની અનેક શંકાઓનું સમાધાન કર્યું. કાશીમાં પોતાની ઈચ્છાઓ ફળીભૂત થયેલી જોઈ તેમણે બિહાર અને બંગાળાની ભૂમિ તરફ પગલાં માંડયાં. આ ભૂમિમાં શ્રી મહાવીર અને બીજા અનેક પવિત્ર પુરુષ જન્મેલાં હોવાથી તેમજ પવિત્ર તીર્થો આવેલાં હોવાથી શ્રી ધર્મવિજ્યજીને બહુજ આહૂલાદ છે. સાથેજ એ પ્રજામાં માંસાહારની અતિ પ્રવૃત્તિ જોઈ ખેદ પણ થે. તેમણે અહિંસા પર બહુજ જોરદાર વ્યાખ્યાને આપવા માંડયા અને ત્યાંના સેંકડે માણસોએ માંસાહારનો ત્યાગ કર્યો. - ઈ. સ. ૧૯૦૭માં તેઓ કલકત્તા પહોંચ્યા. અહીં જુદા જુદા વિદ્વાનેને સમાગમ કર્યો અને ઠેરઠેર અહિંસા પર તથા કાલિપૂજામાં થતા પશુવધ બંધ કરવા બાબત ભાષણ આપી લેકેમાં જાગૃતિ આણ. અહીં પણ ઘણા શ્રીમંત તથા મધ્યમ વર્ગના લેક તેમના ભક્ત બન્યા. અહીંથી ન્યાયશાસ્ત્ર માટે અતિ પ્રખ્યાત નવદ્વીપનદિયાની મુલાકાત લઈ તેઓ કાશી પાછા આવ્યા. તે Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી વિજયધર્મસૂરિ સમયે તેમની વિદ્વતા તથા ચારિત્રથી મુગ્ધ થઈ બનારસ બિહાર બંગાળા તથા બીજા પણ કેટલાક સ્થળના નામાંકિત વિદ્વાનોએ ભેગા મળી કાશીનરેશના અધ્યક્ષપણ નીચે તેમને શાસ્ત્રવિશારદ જૈનાચાર્યની પદવી અર્પણ કરી. વિદ્વાન વર્ગ તરફથી આ જાતનું માન મેળવવું એ જેવું તેવું કામ ન ગણાય ! આ સમયથી તેઓ જૈન સંપ્રદાયના રિવાજ મુજબ શ્રી વિજયધર્મસૂરિના નામથી ઓળખાવા લાગ્યા. : ૪ : ગુજરાત છોડ્યાં તેમને નવ નવ વર્ષનાં વહાણાં વાયાં હતાં. આ નવ વર્ષમાં તે તેમણે જિન ધર્મનું નામ હિંદભરના વિદ્વાનમાં જાણીતું કરી મૂક્યું હતું ને પાઠશાળા દ્વારા વિદ્વાનોની એક સારી સંખ્યા પણ ઊભી કરી હતી. એમની ગ્રંથમાળા અને વેગશાસ્ત્રની ટીકા ઉપરથી પરદેશી વિદ્વાને પણ તેમના તરફ આકર્ષાયા હતા અને અનેક રાજ્યકર્તાઓ પણ તેમની વિદ્રતાથી તેમને માન આપવા લાગ્યા હતા. શ્રી વિજ્ય ધર્મ સુરીશ્વરજીના જીવનના આ નવ વર્ષો બહુજ મહત્ત્વના હતા. આટલું કાર્ય કર્યા પછી તેમને Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિધર્મસૂરિ ૧૫ વિચાર ગુજરાત ભણી પાછા વળવાને થે. આ અરસામાં જ તેમણે અહીંથી જિનશાસન નામનું એક માસિક શરૂ કર્યું, જેમાં ધર્મદેશના નામે એક લેખમાળા નિયમિત રીતે તેઓ લખવા લાગ્યા. અહીંથી તેઓ અધ્યા, ફેજાબાદ, લખનૌ, કાનપુર, કને જ, ફરૂકાબાદ, કાયમગંજ, પીરેજાબાદ વગેરે સ્થળે થઈને ૧૯૧૨ ની વર્ષાઋતુ પહેલાં આઝા આવ્યા અને ત્યાં ચાતુર્માસ કર્યું. એ ચાતુર્માસમાં તેમણે કેટલાક મહત્વનાં કાર્યો કર્યો. જેમાં આચા ખાતેની સુંદર જૈન લાયબ્રેરી તથા કાઠિયાવાડમાં પાલીતાણા ખાતેના જેન ગુરુકુળની સ્થાપના મુખ્ય હતી. છેલ્લા કેટલાક વર્ષો થયા યૂરોપ-અમેરિકાના વિદ્વાનને જૈન સાહિત્યને અભ્યાસ કરવામાં તેમણે સહાય આપવાની શરૂ કરી હતી, તે તો આ વખતે પણ વેગબંધ ચાલુજ હતી. અહીનું ચોમાસું પૂરું થતાં તેઓ આગળ વધ્યા. મથુરા, વૃંદાવન, ભરતપુર, જયપુર અને અજમેર થઈ ખ્યાવર આવ્યા અને દક્ષિણ ભારવાડમાં વિહાર કર્યો. બરાબર આજ અરસામાં જર્મનીના પ્રખ્યાત Page #18 -------------------------------------------------------------------------- ________________ 1 શ્રી વિજયધર્મ સૂરિ ' વિદ્વાન હ`ન જૅકાબી હિંદના પ્રવાસે આવ્યા. તેમણે અત્યાર સુધીમાં જૈન સાહિત્યની બહુ સારી સેવા બજાવી હતી, અને તેમાં શ્રી વિજયધમ સૂરિજીની બહુ સારી મદદ મળી હતી. આથી તેમને મળવા તે જોધપુરમાં આવ્યા. આ પ્રસંગના પૂરતા લાભ લેવાય તે માટે તેમણે જોધપુરમાં એક ‘જન સાહિત્ય સંમેલન ' ગાઠવ્યું, જેમાં અત્યાર સુધી ઉંડા ભંડારામાં ગોંધાઈ રહેલાં જૈન પુસ્તા બહાર આવ્યાં. આ સ ંમેલન રાજપુતાનાના એજટ-ટુ-ધી—ગવર્નરના આશ્રય હેઠળ ભરવામાં આવ્યું હતું અને તેના પ્રમુખ લકત્તાના સુપ્રસિદ્ધ વિદ્વાન હૈં।. સતીશચંદ્ર વિદ્યાભ્રષણ થયા હતા. આ પ્રદશનથી ધણા લાંકાને જૈન સાહિત્ય વિષે સાચા ખ્યાલ આવ્યો ને તેમના મનમાં ધણું માન પેઢા થયું. અહીંથી તે આશિયાના પ્રાચીન તીર્થની યાત્રા કરી ગોડવાડ પ્રાંતમાં ફર્યાં, જ્યાં શિક્ષણમાં લકાને બહુ પછાત જોઇ કેટલીક પાઠશાળાએ સ્થાપી અને શિવગંજમાં ચામાસું વ્યતીત કર્યું. ત્યાભાદ તેએ રાણકપુરજી વગેરે તીર્થોની યાત્રા Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ ૧૭ કરી પ્રસિદ્ધ તીર્થો કેશરિયાજી આવ્યા અને ત્યાંની યાત્રા કરી મેવાડમાં વિચરવા લાગ્યા. અહીં ઉદેપુરના મહારાણાની સાથે તેમને મુલાકાત થઇ, જેમાં સૂરિજીની છાપ તેમના મન ઉપર બહુ ઉંડી પડી. આ ભાગમાં પણ શિક્ષણના પ્રચાર કરવા ઉપરાંત તેમણે પ્રાચીન તીર્થ દેલવાડાના શિલાલેખાનું સ ંશાધન કર્યું, જે પાછળથી દેવકુલપાટક નામથી પુસ્તકાકારે પ્રસિદ્ધ થયું છે. અહીંથી વિહાર કરી તેએ ગુજરાતમાં પધાર્યાં. આ વખતનું તેમનું આગમન વીર્ સુભટ વિજયયાત્રા કરીને ઘેર પાછા આવતા હૈાય તેવું હતું. છતાં અ`ધશ્રદ્દામાં ઉછરેલી અને રૂઢિવાદીએથી ઉભરાતી જન પ્રજા તેમને જોઇએ તેટલી સમજી શકી નહિ. પરંતુ સમાજના વિદ્વાન્ અને આગેવાન વર્ગમાં તેમજ બધી જનેતર પ્રજામાં તેમના આગમનથી નવીન પ્રાણના સંચાર થયા. આ વખતે ગુજરાત–કાઠિયાવાડમાં પ્લેગ પૂરોશમાં ફાટી નીકળ્યા હતા અને તેથી મનુષ્યા કીડાની જેમ મરી રહ્યા હતા, છતાં સૂરિજી નિર્ભયપણે ગામેગામ ફરતાં રહ્યા અને તેમની સેવા થાય તે Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી વિજયધર્મસૂરિ રીતે ધર્મને ઉપદેશ આપતા રહ્યા. ગુજરાતમાં પૂરી તેઓ કાઠિયાવાડમાં ગયા. કાઠિયાવાડના વિહાર દરમ્યાન તેમણે જામનગર, ગોંડળ, વાંકાનેર, ધ્રોળ, સાયલા, પીઠડિયા, બગસરા, વીરપુર, રાજકોટ, પાલીતાણ, પોરબંદર, જુનાગઢ આદિ સ્થળના મહારાજાઓ કે એડમીનીસ્ટ્રેટની મુલાકાત લીધી અને તેમના મનમાં અહિંસાનો સુંદર પ્રભાવ પાડયે. અહીંથી તેઓ પિતાની જન્મભૂમિ મહુવામાં ગયા અને ત્યાં “શ્રી મહુવા યશવૃદ્ધિ જન બાળાશ્રમની સ્થાપના કરી જે સંસ્થા આજે પણ પિતાનું કાર્ય સુંદર રીતે કરી રહી છે. અહીંથી ફરી તેઓ ગુજરાત ભણી વળ્યા અને ખંભાત, ધર્મપુર વગેરે સ્થળોએ થઈ ઈ. સ. ૧૯૧૯માં મુંબઈ પહોંચ્યાં જ્યાં તેમનું ભારે સ્વાગત કરવામાં આવ્યું. મુંબઇમાં લગભગ બે વર્ષની સ્થિરતા થઈ. તે દરમ્યાન તેમણે અનેક વિદ્વાને ઉપરાંત મુંબાઈ ઇલાકાના ગવર્નરની પણ મુલાકાત લીધી અને “શ્રી વીરત્વ પ્રકાશક મંડળની સ્થાપના કરી. Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ આજ અરસામાં લંડનના બ્રિટીશ મ્યુઝિયમની ઈન્ડિયન લાયબ્રેરી વિભાગના કયુરેટર પ્રસિદ્ધ વિદ્વાન મી. થોમસ મુંબઈ આવ્યા અને તેમણે અત્યંત પ્રેમ અને પૂજ્ય ભાવથી સરિજીની મુલાકાત લીધી. શ્રી વિજ્યધર્મ સરિની આ મુલાકાતોએ જૈન ધર્મનું જ નહિ પણ સારાયે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતને એક વિદ્વાન અખિલ હિંદના વિદ્વાનમાં માન પામે અને પરદેશી વિદ્વાને પણ જયારે તેના તરફ પૂજ્યભાવ દર્શાવે ત્યારે તે વાત કંઇ સામાન્ય ન ગણાય. મુંબઈ છોડી તેઓ ઉત્તર હિંદ ભણુ ગયા અને શિવપુરી ( ગ્વાલીયર રાજ્ય ) માં સ્થિરતા કરી. સાહિત્યસેવામાં અત્યાર સુધીમાં તેઓ નીચેની અંજલિ સમર્પી ચૂક્યા હતા – અહિંસાદિગદર્શન, જૈન તત્ત્વદિગદર્શન, જૈન શિક્ષાદિગદર્શન, પુરુષાર્થ દિગદર્શન, ઇંદ્રિય પસંજય દિગદર્શન, બ્રહ્મચર્ય દિગદર્શન, આત્મન્નિતિ દિગદર્શન, ધર્મદેશના, પ્રમાણ પરિભાષા, ઐતિહાસિક તીર્થમાળા સંગ્રહ, ઐતિહાસિક રાસસંગ્રહ ભાગ ૧-૨-૩, દેવકુલ પાટક તથા યેગશાસ્ત્ર પરની Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી વિજયધર્મસૂરિ વિદ્વત્તા ભરી ટીકાનું સંપાદન. આ ઉપરાંત તેમણે ધૂપઅમેરિકાના વિદ્વાનેને જૈન સાહિત્યના અભ્યાસમાં જે મદદ કરી, તેનું મૂલ્ય તે આંકી શકાય તેમ નથી. તેમની પ્રેરણું અને મદદ પામેલા કેટલાક વિદ્વાનેનાં નામ નીચે મુજબ છે – ડે. હર્ટલ, ડે. ફીન્નો, ડો. જેલી, ડે. ટુચ્ચી, ડો. સુબ્રીંગડૉ. મીસ હેન્સન, ડે. કેબી, ડે. મસ, ડો. બેલની, ડો. હુલીશ, ડે. મીરોને ડો. મિસક્રોઝ, ડૉ. કેને, ડો. નેબલ, ડો. લ્યુમેન, ડો. વૈલી, ડો. કીરફલ, ડે. હેલ્મથ, મિ. વૈરન, ડે. નેગલીન, ડો. લેવી, ડે. સ્ટાઈન, ડૉ. કાર્પેન્ટીયર, ડ. ઝીમ્મર, ડે. લૂમા, . પટૅલ્ડ, ડો.વિન્ટર્સેઝ વગેરે - હિંદમાં પણ અનેક વિદ્વાને તેમનાથી જૈન, ધર્મને અભ્યાસ કરવા પ્રેરાયા હતા. સંત, પ્રાકૃત, પાલી, હિંદી, જુની ગુજરાતી અને ગુજરાતી એ ભાષાઓ પર તેમને બહુ સારો કાબુ હતો. તેઓ એશિયાટિક સોસાયટી બેંગાળ, એશિયાટિક સોસાઈટી ઈટાલી અને જર્મન - ઓરીએંટલ સોસાઈટીના માનવંત મેમ્બર હતા. Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધમ સૂરિ પેાતાની નિય અને તેજવી હતી. પશુ ૧ પાછળ તૈયાર કરેલી શિષ્યમ`ડળી આજે જૈન સમાજમાં રૂઢી સામે જેહાદ જગાડવામાં એ શિષ્યાનું સ્થાન ધણું આગળ પડતું છે. જીંદગીની છેલ્લી ક્ષણ સુધી તે કર્મચાગી રહ્યા હતા અને તેથી નશ્વરદેહને છેડતાં તેમના મનને અસતાષ ન રહે તે દેખીતું છે. છતાં સમાજની આધુનિક મનેાદશા જોઈ તેમના હૃદયમાં અસ°àાષની આગ ભડભડાટ સળગ્યા કરતી. સવત ૧૯૭૮ ના ભાદરવા સુદ ૯ ના અરસામાં તેમની તબીયત વધારે નરમ થઈ. બરાબર આજ વખતે પ્રખ્યાત ફ્રેંચ વિદ્વાન ડૉ. સિલ્વન લેવી તેમની પત્ની સાથે તેમના દર્શનાર્થે શીવપુરીમાં પધાર્યા. પાતાની તબીયત ગંભીર ઢાવા છતાં તેમણે શિષ્યાને આજ્ઞા કરી કે મારી તબીયત જરા પણ સ્વસ્થ જણાય કે આ સરસ્વતી ઉપાસને મારી પાસે લઈ આવજો. ધમ સબબી "મારે તેની સાથે ધણી વાતા કરવી છે.' એ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી વિજયધર્મસૂરિ વિદ્વાન ચાર દિવસ સુધી ત્યાં રહ્યા. તેમાં ઘણી વાત થઈ. શ્રી વિજયધર્મસૂરિની કર્તવ્ય પ્રત્યેની આ અડગ વફાદારી તથા તેમનું અગાધ જ્ઞાન અને અજબ પ્રતિભા જોઈ તે વિદ્વાનના મુખમાંથી ઉદગાર સરી પડયા કે “ આ સંસારમાં મેં આમના જેવો કોઈ પ્રતિભાશાળી પુરુષ જોયે નથી.” બીજા પણ અનેક વિદ્વાનોએ તેમના માટે આવાજ શબ્દો ઉચ્ચાર્યા હતા. 1 શ્રી વિધર્મસૂરિજીને એ નિશ્ચય થઇ ચૂક હતો કે આ માંદગી જીવલેણ છે અને પિતે ભાદરવા સુદી ૧૪ના પ્રાતઃકાળમાં દેહ છોડી દેશે. આથી પિતાની પાસેનાં સઘળાં પુસ્તકો વગેરે આગ્રાવાળા દાનવીર શેઠ લક્ષ્મીચંદજીને સુપ્રત કર્યા અને તેના પર કોઈપણ શિષ્યને હક ન રહે તે માટે તેનું એક સાર્વજનિક પુસ્તકાલય બનાવવાની સૂચના કરી. શેઠ લક્ષ્મીચંદજીએ પણ તે માટે એક મકાન બંધાવવાની જાહેરાત કરી. આજે સુરિજીને આ અમૂલ્ય ગ્રંથસંગ્રહ કે. Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મસૂરિ - ૨૩ જેની સંખ્યા લગભગ ૨૦૦૦૦ જેટલી છે, અને જેમાં લગભગ ૧૦૦૦૦ પુસ્તકે હસ્તલિખિત છે, તે “શ્રી વિજયધર્મલક્ષ્મી જ્ઞાનમંદિર' નામથી આગ્રામાં મોજુદ છે. આ રીતે બીજી સર્વ વસ્તુ પર મોહ ત્યાગી એક આસને સ્થિર થયા અને વીર વીરને જાપ જપતા અનંત ચતુર્દશીને ઉઘડતા પ્રભાતે તેમણે નશ્વરદેહને છોડી દીધે! મૂજરાતને એક સાચે સંત, કગી મહાન નરવીર સદાને માટે ચાલ્યા ગયે ! ડોકટરો બાજુએ જઈ અદ્ભપાત કરવા લાગ્યા. શિષ્યમંડળ શેકસાગરમાં ગરકાવ થઈ ગયું. આ સમાચાર વિજળી વેગે સારાએ હિંદુસ્તાનમાં ફેલાઈ ગયા. એશોસીએટેડ પ્રેસે આ સમાચાર દરિયા પારના દેશમાં પણ ભારે ત્વરાથી પહોંચાડી દીધા. - શિવપુરીના અઢારે વર્ણના લેક અને રાજ્યના અમલદારો એમના અગ્નિસંરકાર સમયે હાજર રહ્યા. ચંદનની ચિતામાં “જય જય નંદા ! જય જય ભદા!” ના વરે વચ્ચે એ મહાપુરુષની કાયા ભસ્મ બની ગઈ. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી વિજયસૂરિ - આ દિવસે ઠેરઠેર શેક્સભાઓ ભરવામાં આવી અને દિલગીરી બતાવતા સેંકડો તારો શિવપુરીમાં આવવા લાગ્યા. હિંદુસ્તાન ભરનાં પોએ એમના દેહવિલય માટે દિલગીરી બતાવી તથા તેમના પ્રેરણા- ત્મક જીવનનું સમરણ કર્યું. દરિયાપારના દેશોએ પણ આ શેસમાચાર તેમની જવલંત જીવનકથા સાથે વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ કરી. મહારાજા માધવરાય સિંધિયા વાલીયર સરકારે તેમની અગ્નિસંસ્કાર ભૂમિની પવિત્ર યાદગિરી રાખવા માટે તેની આસપાસની કેટલીક જમીને શિવપુરીના જૈન સંધને સમર્પણ કરી જ્યાં પાછળથી તેમનું ભવ્ય સમાધિમંદિર બંધાયું છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ રાનડે થી શ્રેણી ૮૭ ગુરુ ગોવિંદસિંહે ૧૧રકમલાદેવી ચટ્ટોપા૬૧ શ્રી ગજાનન (૮ રણજીતસિંહે ધ્યાય ૬૨ શ્રી કાર્તિકેય ૮૯ લમીબાઇ ૧૧૩ વીર લધાભા ૧૧૪ સાદર્યધામ કાશ્મીર ૯૦ શ્રી કેશવચંદ્રસેન ૬ ૩ ચંદ્રહાસ ૧૧૫ નૈનીતાલ ૬૪ ભક્ત સુધન્વા ૯૧ શ્રી ઈશ્વરચંદ્ર ૧૧૬ ગિરનાર - વિદ્યાસાગર ૬ ૫ શ્રીહ ૧૧૭ દ્વારિકા ૬ ૬ રસકવિ જગન્નાથ ૯૨ મહાદેવ ગોવિંદ ૧૧૮ પાટનગર દિલ્હી ૧૧૯ મસુર ૬૭ ભક્ત નામદેવ ૯૩દાદાભાઈ નવરોજજી ૧૨૦ તાજ મહાલ ૬ ૮ શ્રી હેમચંદ્રાચાર્ય ૬ ૮ છત્રપતિ શિવાજી ૪ શ્રી ગોપાળકૃષ્ણ સાતમી શ્રેણી ગોખલે ૭૦ સમર્થ સ્વામી ૯૫ સ્વામીશ્રદ્ધાનદાઇ ૧૨૧ શ્રી ઋષાદેવ રામદાસ ૭૧ ચાંદબીબી ૯૬ શ્રી અમૃતલાલ ૧૨૨ ગોરક્ષનાથ કક્કર ( ૧૨૩ વીર કુણાલ - ૭૨ ગુરુ નાનક ૭૩ મહાત્મા કબીર ૯૭ શ્રી જવાહરલાલ ૧૨૪ અકબરશાહ ૧૨૫ મહામ ત્રી મુંજાલ ૭૪ ગૌરાંગ સહાપ્રભુ - ૯૮ શ્રી સુભાષચંદ્ર ૧૨૬ કવિ દયારામ ૭૫ લાલા લજપતરાયે ૧૨ ૭ જયકૃ bણ ઇંદ્રજી છે શ્રી ચિત્તરંજનદાસ ૧૨૮ શ્રી સયાજીરાવ ૭૭ શ્રી ત્રિભુવનદાસ ૯૮ શ્રી. સેનગુપ્તા ગાયકવાડ - ગજજર ૧૦૦ તારામંડળ ૧૨૯ મુહાવીરસાદ ૭૮ શ્રી સુરેન્દ્રનાથ છઠ્ઠી શ્રેણી દ્વિવેદી - બેનરજી. ૧૩ ૦મહા કવિ નાનાલાલ ૭૯ શ્રી વિજયધર્મસૂરિ | ૧૦૧ મહાદેવી સીતા ૧૩૧ આચાર્ય દિવાની ૮૦ શ્રી પ્રyલચંદ્રરાય ૧૦૨ નાગજુન ૧૦૩ વીરાંગના કમ દેવી ૧૩૨ એમદુલ ગફાર ખાન ! પાંચમી શ્રેણી | ૧૦૪ વીર વનરાજ ૧૩૩ સારડી સતા ૧૦૫ હૈદરઅલી ૧૩૪ નેપાલ ૮૧ પાર્વતી ૧૦૬ મહાકવિ પ્રેમાનંદ ૧૩૫ મહાબલેશ્વર ૮૨ શ્રી શ કરાચાર્ય ૧૦૭ સર ટી. માધવ રાત ૧૩ ૬ અમરનાથ ૮૩ શ્રીમદ્ વલ્લભાચાર્ય ૧૦૮ જામ રણજીત ( ૧૩૭ બદ્રિકેદારનાથ ૮૪ શ્રી માધવાચાય** ૧૦૯ ૪ ડૂ ભટ્ટ | ૧૩૮ કુલુંકત્તા (૫ શ્રી રામાનું સૂચાર્ય. ૧૧૦ શ્રી. ગત ૧૭૯ પાટણ ૮૬ મહારાજાકુમારપાળ ૧૧ૐ વિ ૧૪૦ અનુપમ ઈલા Page #28 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી વાંચનમાળા આઠમી શ્રેણી નવમી શ્રેણી દશમી શ્રેણી 189 141 ગુરુ દત્તાત્રય 16 1 શ્રી જ્ઞાનદેવ 181 શ્રી એકનાથ 142 ઉદયન-વત્સરાજ ૧૬ર ગોરક્ષનાથ 182 હજરત મહું એમ પયગમ્બર 143 મહાત્માઆનંદધન 1 6 ૩ઉપાયશોવિજયજી 183 અશા જરથુરમ. 144 વસ્તુપાલ-તેજપાલ 164 વીર બાલાજી 184 મહારાણી અહ૧૪૫ શા મભટ્ટ 165 નાના ફડનવીરા યાઆખી 14 6 કવિ નર્મદ્દ 1 6 શ્રીદિ જેન્દ્રલાલ રાય. 185 શ્રી અવની નાયો. 147 વીર સાવરકર 16 ૭રાજા રામમોહનરાય | 186 શ્રી રમેશચંદ્ર દત્ત 148 જમશેદજી ટાટા 168 શિ૯પી કમકર 87 શ્રી ગૌરીશ કર ! 149 કવિ કલાપી 169 5 . વિણ દિગંબર એાઝા [ 150 પ્રા. સી. વી. રામન 170 શ્રીરામાનંદચેટરજી 188 શ્રી કૃષ્ણમૂર્તિ 151 શાહ સોદાગર ૧૭૧ભગવાનલાલ ઈંદ્રજી જમાલ | ૧૯૦ચિત્રકાર રવિવર્મા 172 બાયું રાજેન્દ્રપ્રસાદ 181 ડૅ. અસારી | ૧૫ર શ્રી રાજગોપાલા-૧૭૩ મી. અબુલ કલામ ૧૯ર હિંદનો અદ્ ભુત ચાય આઝ૬ | Àાગીએ. 153 શ્રીમતી કરતુરબા 193 આખું 5 154 દાછલી Serving JinShasan 194 શત્રુંજય 15 કે કાકામ 195 ગામેટેર { 156 મતો 146 અમદાવાદ 157 કાશી-બે 197 લખનૌ 090754 158 જયપુર 198 વડોદરા 199 અજતાની ગુ. ૧પ૯ હૈદ્રાબાદ કાએ -16 0 કાવેરીનાજ 2 શ્રેણી ને સંપાદક | કાશક: ધીર - , અમદાવાદ, ' ખાતેથીનું કે પાળ, અમદાવાદ, gya. andir@kobatirth.org (આથી જ