Page #1
--------------------------------------------------------------------------
________________
વીર રામમૂર્તિ
-
થઈ શકે છે
Eા ડી કોકન કરતા
નાક + ન
=
દર
છે
આ
Mr.
: કરી ,
.
A B રેલી
-
ન
Page #2
--------------------------------------------------------------------------
________________
વીર રામમૂર્તિ
લેખક
કુમારપાળ દેસાઈ
પુષ્પ-૧૧,
બાલ ભારતી ટ્રસ્ટ બાલ ભારતી પુસ્તકશ્રેણી
કર્ણાવતી
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : બાલભારતી ટ્રસ્ટ ‘રામનિવાસ” બળિયાદેવના મંદિર પાસે કાંકરિયા કર્ણાવતી ૩૮૦ ૦૨૮
તૃતીય આવૃત્તિ : ૧૯૯૯
કિંમત : પાંચ રૂપિયા
મુદ્રક : સાધના મુદ્રણાલય ટ્રસ્ટ ખમાસા પોલીસ ચોકી પાસે કર્ણાવતી ૩૮૦ ૦૦૧
Page #4
--------------------------------------------------------------------------
________________
મનોગત
સારાં પુસ્તકોનો સંગાથ બાળકોને મળી રહે એ જોવાની એષણા માબાપ સમેત સૌને હોય અને સહજ છે. એવો સંગાથ રચીને બાલજગતમાં અમે એક શિક્ષણ અને સંસ્કારની પરબ માંડી છે. એ પરબ એટલે જ બાલભારતી પુસ્તકશ્રેણી.
કલ્પનાલોકમાં વિહરવાનું બાળકિશોરોને સહજ આકર્ષણ રહે છે. આ કલ્પનાવિહારની સાથોસાથ તેજસ્વી જીવનની પ્રેરણા પણ મળે એવું વાચન જીવનઘડતર માટે એટલું જ જરૂરી છે. હજારો વર્ષોના આપણા રાષ્ટ્રીય ઇતિહાસનાં પાત્રોના જીવનપ્રસંગોમાં શિક્ષણ અને સંસ્કાર પૂરાં પાડે એવી અપાર વાતો પડેલી છે. ઊગતી અને ઊછરતી પેઢીને આવું પ્રેરણાદાયી સદ્સાહિત્ય સહજ, બાલભોગ્ય, રોચક શૈલીમાં મળી રહે એવા હેતુથી બાલભારતી ટ્રસ્ટે આ પુસ્તકશ્રેણી દ્વારા આપણા રાષ્ટ્રજીવનનાં તેજસ્વી ચરિત્રોને બાળકો સમક્ષ મૂક્યાં છે.
આપણા રાષ્ટ્રજીવનમાં ઝળહળી રહેલા શૂરવીરો અને મુત્સદ્દીઓ, સંતો અને સાધુઓ, વીરાંગનાઓ અને
Page #5
--------------------------------------------------------------------------
________________
વીરપુત્રો, વિજેતાઓ અને ક્રાંતિકારીઓ, કળાકારો, લેખકો, વિજ્ઞાનીઓ અને રમતવીરોને પુસ્તકશ્રેણીમાં સમાવી લેવાનો અમારો પ્રયાસ છે. ભવિષ્યનું સપનું આંખોમાં સજાવી ઉચ્ચ કલ્પનાશીલતા, વિજયી તેજસ્વિતા અને પ્રેરણાનો પુંજ બાળકોને પ્રાપ્ત થાય એવી અમારી મનોકામના છે.
પુસ્તકશ્રેણીની માગ વર્ષોવર્ષ વધતી જ રહી છે એ બાલભારતી ટ્રસ્ટ માટે હર્ષજનક છે. અત્યાર સુધી પ્રસિદ્ધ કરાયેલી ૬૦ પુસ્તિકાઓને ભારે આવકાર સાંપડચો છે. એની પાંચેક લાખ નકલો ખપી ગઈ છે. શાળાઓ, પુસ્તકાલયો અને પરિવારોમાં એને ઉમંગપૂર્વક વધાવી લેવામાં આવી છે.
બાળ-કિશોરનાં જીવન વિવિધ જીવનમૂલ્યોથી સભર બની રહે અને સ્વસ્થ બાળમન થકી સ્વસ્થ સમાજઘડતરમાં આપણે સૌ સહભાગી બનીએ એવી કામના છે. દૂરદર્શન, કૅસેટો, કૉમિક્સ અને પરીકથાઓની ધૂમ વચ્ચે સદ્સાહિત્યનો સંગ અને રંગ ભાગ્યે જ જામતો હોય છે.
પરીક્ષાલક્ષી અને ચીલાચાલુ વાચન ઘડીક બાજુએ મૂકી બાલભારતી પુસ્તકશ્રેણીની પુસ્તિકાઓનો સંગાથ બાળકોને કરાવી આપો. બાળકો માટે તે ચોક્કસપણે ઉત્તમ ભેટ બની રહેશે એની અમને શ્રદ્ધા છે.
સંપાદક
Page #6
--------------------------------------------------------------------------
________________
વીર રામમૂર્તિ
વીર રામમૂર્તિ ગામડા ગામની માતા. થોડું ભણેલી. કામકાજથી પરવારી માતા રામાયણ વાંચે.
સામે એક દમિયલ બાળક માતાનું મોં જોઈ ઓશિયાળું બની બેસી રહે.
માનું આ ત્રીજું બાળક હતું.
બે બાળક તો મોતીના દાણા જેવાં પાડ્યાં. એમનાં શરીર મજબૂત, વળી કમાતાં પણ ખરાં. કમભાગ્યે આ ત્રીજું બાળક બહુ કમજોર હતું.
વારંવાર તાવના ઝપાટે ચડી જાય. શરદી તો એની સદાની સાથી. ફેફસાં તો કફથી ભરેલાં જ રહે. બાકી હતું તે નાની ઉંમરમાં જ દમનો રોગ લાગુ પડ્યો. સાથે ભણવામાં પૂરો “ઢ' ! આ છોકરો લાંબું જીવશે એવી માને આશા નહીં. આખું ઘર એની દયા ખાય - જાણે મરવાને વાંકે જીવતો ન હોય !
ઘરમાં એની સ્થિતિ અણમાનીતા જેવી હતી.
Page #7
--------------------------------------------------------------------------
________________
વીર રામમૂર્તિ માયકાંગલા, રખડેલ અને રોગિષ્ટ છોકરા પર કોને પ્રેમ હોય !
પણ મા તે મા ! આ નબળા બાળક પર એનો અધિક પ્યાર વરસે !
આવા બાળકને મા ઉપરાઉપરી કપડાં પહેરાવી નિશાળે મોકલે, પણ ખો-ખો કરવામાંથી નવરું પડે તો ભણે ને ! કોઈ વાર આ બાળક અડધે રસ્તે રહી જાય. કોઈ પુરાણી કથા કરતા હોય તો સાંભળવા બેસી જાય ! એને રામાયણ સાંભળવું બહુ ગમે. મહાભારત સાંભળતાં તો થાકે જ નહિ... પણ એને જોઈ સહુ કહે “આ ખો-ખો શું સાંભળવા બેઠું હશે !”
બાપ પોલિસ જમાદાર. એવા ખડતલ જીવન જીવતા માણસને તો આ બાળક પર રહેમ આવે. ઊછર્યું ત્યારે સાચું, એમ કહે.
કેટલાંક રોગિયાં-સોગિયાં છોકરાંમાં અમુક ખાસિયત હોય છે. આ બાળકમાં પણ એવી એક ખાસિયત હતી. ક્યાંય ઝગડો ચાલતો હોય તો ત્યાં જઈને ઊભો રહે.
આંધ્રના વેલોર શહેરમાં અંગ્રેજોની લશ્કરી છાવણી
* આનો અર્થ છે “વીરોની નગરી' .
Page #8
--------------------------------------------------------------------------
________________
વીર રામમૂર્તિ
હતી. અંગ્રેજ સોલ્જરો આડે દિવસે વીરઘટ્ટમ* ગામમાં ચઢી આવે. રસ્તે મળે એ સ્ત્રીની છેડતી કરે. નિર્દોષ બાળકોને માર મારે. વિના કારણે સહુને હેરાન કરે. આને કારણે ગામમાં તોફાન જામે !
આવાં તોફાન થાય ત્યારે ટીંટોડીના બચ્ચા જેવું આ બાળક ત્યાં હાજર જ હોય, ઊભું ઊભું એકીટશે જોયા કરે. નિશાળે જવાને બદલે આ ઝઘડો જોવાની એને ભારે મજા પડે. કોઈ ઓળખીતું આવે તો સમજાવીને ઘેર પહોંચાડે ! ક્યારેક પલટણની કવાયત કે દેશી સિપાઈઓના અખાડામાં પહોંચી જાય. શરી૨ સાવ માંયકાંગલું, પણ બીજાની જોરાવરી જોવી ખૂબ ગમે.
એની માતા કહે : “મારા રામમૂર્તિને બે શોખ છે, એક તો પારકા કજિયા જોવાનો અને બીજો રામાયણ-મહાભારત સાંભળવાનો.”
એક દિવસ બીજાના બાહુબળે રાજી થતું આ દમિયલ બાળક માતાને કહેવા લાગ્યું, “મા, મા, મને રામાયણ અને મહાભારતમાંથી ચાર જણા બહુ ગમે.”
“કોણ કોણ બેટા ?”
“એક તો કીચક અને દુર્યોધનને મારનાર ભીમસેન, બીજા સીતા માતા કાજે આખી લંકા બાળનાર હનુમાન,
Page #9
--------------------------------------------------------------------------
________________
(૮)
વીર રામમૂર્તિ ત્રીજા બાણશય્યા પર સૂતેલા અખંડ બ્રહ્મચારી ભીષ્મ અને ચોથા ઈન્દ્રજિતનો વધ કરનાર વીર લક્ષ્મણ.” - મા આ દમિયલ બાળકના ડહાપણને જોઈ રહી. એને પાસે ખેંચી વાળ સુંધતાં કહ્યું –
બેટા, આ ચાર જણા તને શા માટે ગમે છે ?”
કારણ કે તેમણે સ્ત્રીના શીલ ખાતર, સ્ત્રી સન્માનની જાળવણી માટે પરાક્રમ કર્યા હતાં. મા, જો ને, હું પણ એવો થઈશ ને આપણા ગામની બહેન-દીકરઓની આબરૂ લૂંટતા એકેએક ગોરા સોલ્જરની ખબર લઈ નાખીશ. મારા ભીમ, ભીખ, હનુમાન અને લક્ષ્મણને અંગ્રેજ સિપાઈઓ સામે મોકલીશ અને એમનો કચ્ચરઘાણ કાઢી નાખીશ.”
આટલું બોલતાં તો બાળકે જાણે અડગ નિશ્ચચય બતાવતો હોય તેમ પોતાનો મુક્કો ઉગામ્યો.
મા ખૂબ જોરથી હસી પડી. એણે બાળકને કલાવતાંકલાવતાં કહ્યું –
બેટા, એમાં તો શરીર બળવાન બનાવવું જોઈએ. ટીંટોડીના માથા જેવા તારાથી કંઈ ન થાય. તને તો એ મચ્છરની જેમ મસળી નાખે.”
“નહીં મા, હું જરૂર બળવાન બનીશ. હું રામાયણનો હનુમાન બનીશ, હું મહાભારતનો ભીમ થઈશ.”
Page #10
--------------------------------------------------------------------------
________________
વીર રામમૂર્તિ
૯
માએ બોલવાના જોરથી ખાંસી ખાતા બાળકના મુખને પ્યારથી ચૂમી લીધું ! એ દિવસે જમતી વખતે માએ નાના રામમૂર્તિના ભીષ્મનિર્ણયની સહુને વાત કરી. બધા ખૂબ હસ્યા, પણ એ દિવસથી દમિયલ રામમૂર્તિ ગંભીર અને ઠાવકો બની ગયો. કદીક સાગરના કિનારે એ ફરવા નીકળતો અને એને હનુમાનનો મેળાપ થતો. હનુમાને જેમ સીતા માતાને બચાવ્યાં એમ ભારતમાતાને ઉગારવા પ્રાર્થના કરતો. શરીર નિર્બળ પણ કલ્પના ઘણી સમર્થ. ભારતના વીર પુરુષોનાં ચિરત્રોથી એનું અંતર ધબકતું હતું. વીર પુરુષોનાં ભવ્ય પરાક્રમોની ગાથાથી એનામાં અડગ મનોબળ કેળવાતું હતું. એક દિવસ એ કચ્છ લગાવીને સિપાઈઓના અખાડામાં પહોંચી ગયો, મજબૂત મનોબળ સાથે બળવાન બનવાનો નિશ્ચય કર્યો.
એણે કસરત કરવી શરૂ કરી. શરૂઆતમાં શરીર સાથ ન આપે. ખાંસી મોં જ બંધ થવા ન દે. કસરત આકરી લાગવા માંડી. ક્યારેક થાકને લીધે અધવચ્ચે જ કસરત છોડી દેવાનો વિચાર કર્યો. ક્યારેક શરીરે સાથ ન આપતાં રડી પડવા લાગ્યો. એક વાર તો આ છોકરાએ વિચાર કર્યો કે આના કરતાં તો મરવું બહેતર છે.
એ આપઘાત કરવા ગયો પણ ખરો પણ અંતરમાંથી અવાજ આવ્યો : “અરે ! ભીમ અને ભીષ્મનો ભાઈબંધ
Page #11
--------------------------------------------------------------------------
________________
[૧૦]
વીર રામમૂર્તિ આટલો બધો ભેરુ ! હનુમાન અને લક્ષ્મણનો દોસ્ત આટલો બધો નિર્બળ ! હારે એ તો માનવી જ નહીં !”
આવી નિરાશા અને નિર્બળતા ઉપર મનની મક્કમતાથી વિજય મેળવ્યો. રોજ સવારે વહેલાં ઊઠીને નવ કિલોમીટર દોડ લગાવે અને લશ્કરી છાવણી સુધી પહોંચી જાય. અહીં સિપાઈઓ સાથે કુસ્તી લડે, કુસ્તીના અવનવા દાવપેચ શીખે અને વળી પાછી નવ કિલોમીટરની દોડ લગાવીને ઘેર પાછો આવે.
ઘેર આવીને કશો આરામ કરવાનો નહીં. ઘેર પણ અખાડો બનાવ્યો. એમાં દોઢસો જેટલા જુવાનિયા કુસ્તી ખેલવા આવે. એ બધાની સાથે બરાબરની કસ્તી ચાલે અને પછી તરવા નીકળી પડે. તરીને બહાર નીકળે ત્યારે તો એટલો થાક લાગે કે પોતાના પગ પર ઊભો પણ ન રહી શકે. એના સાથીઓ એને ઉપાડીને ઘેર લઈ જતા. થોડો થાક ખાઈને સાંજ થતાં પાછી એની કસરત ચાલુ થતી. પંદરસોથી ત્રણ હજાર દંડ ને પાંચ હજારથી દસ હજાર બેઠક કરે.
બસ, રાતદિવસ એક જ રટણ... શરીર કેમ વધુ બળવાન બને એની જ લગની. રાત્રે સ્વપ્નાં પણ કુસ્તીનાં જ આવતાં.
Page #12
--------------------------------------------------------------------------
________________
વીર રામમૂર્તિ
(૧૧) એક વાર સ્વપ્નમાં કુસ્તી ચાલતી હતી અને તેમાં એવી બગલી લીધી કે કૂદીને પોતાના ખાટલામાંથી બીજાના ખાટલામાં! ચારે કોર બુમરાણ મચી ગઈ. ઘરના માણસોને લાગ્યું કે રામમૂર્તિને કંઈ વળગાડ લાગુ પડ્યો છે. ભૂવાને પણ બોલાવ્યો. આખરે રામમૂર્તિએ પોતાને લાગેલા શરીરવિકાસના વળગાડની વાત કરી ત્યારે સહુનાં મન હેઠાં બેઠાં. એ પછી તો આ જુવાન અખાડામાં જ રહેવા અને સૂવા લાગ્યો.
ટૂંક સમયમાં તો એ દમિયલ છોકરાએ, કાચંડો રંગ બદલે એમ શરીરનો રંગ બદલી નાખ્યો. ક્યારેક હનુમાનજી સામે ઊભો રહી કૂદકા મારે, કયારેક ભીમની જેમ હોંકારા કરતો ગદા ફેરવે. મા બાળકનું આ પરિવર્તન જોઈ રહી. એની ખાંસી ચાલી ગઈ, શરદી ભુલાઈ ગઈ, કફ કે તાવ તો બિચારા એની પાસે ફરકતા જ નહીં. હવે તો એ ચાલે ત્યારે પૃથ્વી ધમધમે !
સહુનો અળખામણો દમિયેલ બાળક પાંચ વર્ષમાં તો વીર રામમૂર્તિ તરીકે ઓળખાવા લાગ્યો. ક્યાં પેલો દમિયલ બાળક અને કયાં અજબ શરીરબળ ધરાવતો રામમૂર્તિ !
પાંચ વર્ષના સખત પરિશ્રમ પછી સોળ જ વર્ષની ઉમરે એ એટલો જોરાવર બન્યો કે નાળિયેરના ઝાડને એ જોરથી ખભો મારે અને ઉપરથી ટપોટપ બે-ત્રણ નાળિયેર તૂટી પડે (જુઓ ચિત્ર પાનાં નં. ૧૨) તમન્ના
Page #13
--------------------------------------------------------------------------
________________
વિર રામમૂર્તિ
-
Nil
JI
m
I'
DEC 18 NR
all
રામમૂર્તિ નાળિયેરના ઝાડને ખભો મારે અને
ટપોટપ બે-ત્રણ નાયિયેર તૂટી પડે.
Page #14
--------------------------------------------------------------------------
________________
વીર રામમૂર્તિ
૧૩] અને પરિશ્રમ કેવો જાદુ કરી શકે છે એના ઉદાહરણરૂપે સહુ રામમૂર્તિની વાત કરતા.
આ સમયે એમનો ખોરાક પણ અજબ હતો. એમને સૌથી વધુ દહીં ભાવે. સવારની કુસ્તી અને કસરત પૂરી થયા પછી બપોરે બદામની ઠંડાઈ પીતા. પછી બશેર-ત્રણશેર દહીં, શાક, ભાત અને અડધો શેર ઘી ખાતા. રાત્રે માત્ર થોડો ભાત કે ભાખરી અને દહીં લેતા. આખા દિવસમાં દોઢશેરથી બશેર બદામ અને ઘણી વાર એકાદ શેર માખણ સોનાચાંદીના વરખ સાથે ખાઈ જતા.
બરાબર સોળ વર્ષની ઉમરે જ એક એવો બનાવ બન્યો કે આખા વરઘટ્ટમ ગામમાં રામમૂર્તિના બળનો ડંકો વાગી ગયો. એક વખત ગામની ગટરના ઉઘાડા પાળિ યામાં એક મોટી જાડી ભેંસ ભરાઈ ગઈ. વીસ-ત્રીસ માણસો એકઠા થઈને મહેનત કરવા લાગ્યા પણ નીકળે જ નહીં. એટલામાં રામમૂર્તિને એમના ભાણેજે આની ખબર આપી. રામમૂર્તિ ત્યાં આવ્યા. એમણે લોકોને દૂર ખસેડ્યા અને નીચા વળીને ભેંસનાં બે શિંગડાં પકડ્યાં. એક જ આંચકાથી ભેંસને ઉઠાવીને એવી તો ખેંચી કાઢી કે બે-ત્રણ ગોઠમડાં પાતી ભેંસ દૂર જઈને પડી. રામમૂર્તિ તો જાણે કંઈ જ બન્યું ન હોય એમ પોતાને રસ્તે ચાલતા થયા !
આ સમયે બળવાન રામમૂર્તિના મનમાં ભારે
Page #15
--------------------------------------------------------------------------
________________
H
છાતી પર હાથી ઊભો રાખવાનો અદ્ભુત પ્રયોગ કરતા. રામમૂર્તિ
૧૪
વીર રામમૂર્તિ
Page #16
--------------------------------------------------------------------------
________________
વીર રામમૂર્તિ મનોમંથન ચાલતું હતું. એ સમયના વિચારોને આલેખતાં તેઓએ કહ્યું છે,
“હવે જ મારા જીવનની ખરેખરી શરૂઆત હતી. ભીષણ પ્રયત્નોથી મેં અપ્રતિમ બળ મેળવ્યું હતું. ઘણા મને એમ પૂછતા કે અમાનુષી શક્તિનો ઉપયોગ શો, ત્યારે હું હતાશ થઈ જતો. આમ છતાં મને એવો દઢ વિશ્વાસ હતો કે મારું ભાવિ કંઈક અપૂર્વ છે. નિયતિ મારી વિશેષ ગતિ કરશે જ.”
- શરીર અને મનના વિકાસ માટે રામમૂર્તિની રખડપટ્ટી ચાલુ જ હતી. હિમાલયમાં ઘૂમી વળ્યા. સમાધિનો અભ્યાસ કર્યો. તેઓએ બીજી સિદ્ધિ તો ન મેળવી પણ એકાગ્રતાનું જબરું બળ જમાવી શક્યા. સંકલ્પશક્તિને સહારે પોતાના શરીરના કોઈ એક સ્થાનમાં એક જ સ્નાયુમાં પળવારમાં મહાભારત બળનો સંચાર કરી શકતા – આથી એ સ્નાયુ અપરાજેય બની જતો. આ જ એમની વસમી ગણાતી શરીરશક્તિનું રહસ્ય !
શરીરશાસ્ત્રીઓ કહે છે કે માનવીનાં હાડકાં ગમે તેટલાં મજબૂત હોય તેમ છતાં જો એના પર એક હજાર રતલનું વજન આવે તો તે ચૂરેચૂરા જ થઈ જાય, જ્યારે રામમૂર્તિ તો દિવસમાં એક વાર અને કયારેક તો બે વખત
Page #17
--------------------------------------------------------------------------
________________
વિર રામમૂર્તિ છ હજાર રતલનો હાથી પોતાના શરીર પર ઊભો રાખતા હતા. (ચિત્ર જુઓ પાનાં નં. ૧૪) તેઓ વારંવાર કહેતા કે એકાગ્રતા અને અજેય મનોબળ એ મારા વિજયની ચાવી છે. - ઈ.સ. ૧૯૦૫ના મે મહિનામાં આખા યુરોપમાં પોતાના શરીરબળથી ડંકો વગાડનારો મલ્લ યુજિન સેન્ડો મદ્રાસમાં ખેલ કરવા આવ્યો. આ સેડોની નામના આપી દુનિયામાં ફેલાયેલી હતી અને એની કીર્તિ એટલી હતી કે આજે પણ કોઈ જબરો બળવાન પાકે તો એને સેન્ડો'નું ઉપનામ અપાય છે.
રામમૂર્તિને લાગ્યું કે આ સેન્ડોની સાથે બળની પરીક્ષામાં પોતે જીતી જાય તો જગતભરમાં નામના થઈ જાય ! ભારતમાં ગોરાનું રાજ, આથી આ ગોરા પહેલવાનનો જયજયકાર થઈ રહ્યો. છાપાં તો એના બળનાં વખાણ કરતાં મરી પડે. એના બળની વાત સાંભળીને ભલભલાની હિંમત ભાંગી જાય.
રામમૂર્તિ વિચારવા લાગ્યા કે આ ગોરા મલ્લને જો બળની બાબતમાં હરાવી દઉં તો મોટું કામ થઈ જાય. સેન્ડોની નામના ખૂબ હતી એટલે પહેલાં તો હિંમત ન ચાલી. રોજ ચિંતા કરે કે એને પડકાર આપવો કે નહીં. આખરે તેમણે એક યુક્તિ કરી. સેન્ડોના નોકર સાથે દોસ્તી
Page #18
--------------------------------------------------------------------------
________________
વીર રામમૂર્તિ
૧૭
કરી. એક વખત એને માદક પદાર્થ ખવડાવીને, તેના ખિસ્સામાંથી ચાવીઓ કાઢી સેન્ડોના તંબુમાં જઈને એના ડંબેલ્સ તપાસી લીધા. એમને ખાતરી થઈ કે સેન્ડો જરૂર બળવાન છે પણ એનાં વખાણ થાય છે તેટલો બળવાન નથી. પા શેર બળ છે પણ એના સાત પાશેરની જાહેરાત થાય છે ! એમણે સેન્ડોને એના બળની તાકાત બતાવવા પડકાર ફેંક્યો.
કોણ નીકળ્યો આ માથાનો ? સેન્ડોને તો પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ. એણે રામમૂર્તિ માટે ખાનગી તપાસ ચલાવી. ખબર પડી કે એના કરતાં તો રામમૂર્તિ બમણું-ત્રણગણું વજન ઉઠાવે છે. સેન્ડો છાતી ઉપર ચાર હજાર રતલ વજન ઊંચકી શકતો જ્યારે રામમૂર્તિ તો છ હજાર રતલ વજન આસાનીથી ઊંચકી શકતા. હવે થાય શું ? સેન્ડોની ખરી વિશેષતા જ ‘વજન ઊંચકવાની એની તાકાત' ગણાતી હતી. એને થયું કે રામમૂર્તિની સામે હરીફાઈ કરવી એટલે સામે ચાલીને હાર મેળવવા જેવું જ ગણાય; આથી એણે જાહેર કર્યું
“કાળા માનવી સાથે હું હરીફાઈ કરતો નથી.”
રામમૂર્તિ નિરાશ થયા. એમને આશા હતી કે સેન્ડો જેવા વિખ્યાત ગોરા મલ્લને હરાવવાથી એમના બળની
Page #19
--------------------------------------------------------------------------
________________
વીર રામમૂર્તિ
૧૮
કિંમત થશે પરંતુ સેન્ડોના ઇન્કારે રામમૂર્તિના હૈયાને વલોવી નાખ્યું. રંગના બહાને તાકાતના મેદાનમાંથી એ છટકી જાય એ માટે તેમને ખૂબ લાગી આવ્યું. આ સમયે દુનિયામાં સૌથી વધુ વજન ઊંચકનાર રામમૂર્તિ હતા.
એકાદ વર્ષ સુધી ‘સાઉથ ઇન્ડિઅન ઍથ્લીટિક ઍસોસિએશન'ના આશ્રય નીચે એમણે મદ્રાસમાં અંગબળ ના પ્રયોગો બતાવ્યા.
આ સમયે લોકમાન્ય ટિળકની નજર એમના પર પડી. એ મહાન રાષ્ટ્રપ્રેમીની આંખમાં આ બળવાન જુવાન વસી ગયો. એમણે નિરાશ રામમૂર્તિને બોલાવીને જબરું પ્રોત્સાહન આપ્યું. એમણે કહ્યું
Camcomm
“તમે. સ્વતંત્ર સરકસ જમાવો, હિંદુસ્થાન અને હિંદુસ્થાન બહાર જાઓ. બધે ભારતની કીર્ત પ્રસરાવો. ગોરા સમાજમાં જાઓ અને એમને તમારી શક્તિનો પરચો આપી બતાવો કે આપણાં રામાયણ અને મહાભારતમાં છે એવા વીરો હજી પાકી શકે છે.”
પ્રતાપી દેશનાયકની પ્રેરણા સાથે રામમૂર્તિએ દેશવિદેશમાં ઠેર-ઠેર ઘૂમવા માંડ્યું. એમના ખેલોથી દેશપરદેશની જનતા દંગ બની ગઈ.
છ હજાર રતલનો હાથી છાતી પર ઊભો રાખવો,
Page #20
--------------------------------------------------------------------------
________________
વિર રામમૂર્તિ
I
!
છાતી ફુલાવીને સાંકળ તોડવાના ખેલનું દશ્ય
,
k)
Page #21
--------------------------------------------------------------------------
________________
૨૦)
વીર રામમૂર્તિ પચીસ હોર્સપાવરની બે મોટરને સામસામી જતી રોકી રાખવી, છાતી પર ત્રણથી ચાર હજાર રતલનો પથ્થર મુકાવી એના પર ઘણના ઘા કરાવવા અને પછી એક જ આંચકાથી ત્રણ-ચાર ગોઠડાં ખવડાવીને પથ્થરને દૂર ફેંકી દેવો. બે ગાડાંમાં ચાળીસ માણસોને બેસાડી છાતી, પેટ કે સાથળ પરથી ગાડું ખેંચાવવું.
છાતી પર સાંકળ વિટીને ચાર મજબૂત માણસોને સાંકળના છેડા પકડાવી પોતાની બાજુમાં ઊભા રાખે, પછી જોરથી છાતી ફુલાવે ને સાંકળના ટુકડા થઈ જાય. યુવાવસ્થામાં એમની છાતીનો ઘેરાવો ૪૮ ઇંચ હતો. ખાલી છાતી ૩૭ ઈચ હતી જ્યારે એમની ફુલાવેલી છાતી છપ્પન ઇચ જતી ! અર્ધા ઇચ જાડી ગજવેલ એક જ આંચકાથી તોડવી એ તો એમનો આસાન ખેલ હતો. ઘોડાને ત્રાજવામાં રાખી, પોતે ઊંચકી લેતા. રામમૂર્તિના પ્રયોગોએ લોકોને હેરત પમાડી દીધા. એની ખરી ખૂબી તો નજરે જોઈએ ત્યારે જ સમજાય. રામમૂર્તિ બધે જ જાણીતા થયા. પંજાબમાં તો નવરાત્રિમાં લત્તેલ એમનાં ગીત ગવાતાં.
રામમૂર્તિ પોતાનું બળ બતાવવા દેશવિદેશમાં ફરવા લાગ્યા. ભારતીય સામર્થ્યનો જયજયકાર બોલાવ્યો. અંગ્રેજ સરકારને આ ગમતું ન હતું. એણે ડગલે ને પગલે એમના
Page #22
--------------------------------------------------------------------------
________________
વીર રામમૂર્તિ
૨૧
માર્ગમાં અવરોધ ઊભા કરવા માંડ્યા. અંગ્રેજ સરકારને એમ હતું કે કાળી ચામડીવાળા ગોરી ચામડીવાળા કરતાં દરેક રીતે ઊતરતા હોય છે અને તેમણે ઊતરતા રહેવું જોઈએ. રામમૂર્તિ નિર્ભય વીર હતા. એમની નસેનસમાં ભારતભૂમિનું ગૌરવ વહેતું હતું. એ સમયે દેશાભિમાન એ અપરાધ માનવામાં આવતો; આથી અંગ્રેજ સરકાર એમને અવારનવાર નજીવા કારણસર ખૂબ પજવતી રહેતી.
એક વાર લાહોરમાં એમના ખેલ ચાલુ હતા અને સ૨કારે માત્ર ચોવીસ કલાકમાં જ પંજાબ છોડી જવાનો હુકમ કર્યો. ભારે મોટી મુશ્કેલી ઊભી થઈ. આ સમયે પં. માલવીયજી અને લાલા હંસરાજ જેવા નેતાઓએ વિરોધ કર્યો. એમના પ્રયત્નોને પરિણામે લૉર્ડ મિન્ટોએ એ હુકમનો અમલ અટકાવ્યો હતો. રામમૂર્તિ સરકારની વિરુદ્ધ લોકોને ઉશ્કેરે છે એમ કહીને એમને સરહદના પ્રદેશમાં જતા અટકાવવામાં આવ્યા હતા. ઇંગ્લૅન્ડમાં અંગબળના અદ્ભુત પ્રયોગો બતાવ્યા પછી રામમૂર્તિએ ત્યાંથી ઓસ્ટ્રેલિયા જવાની પરવાનગી માગી. અંગ્રેજ સરકારે સો માણસોને બદલે પચીસ માણસોની જ પરવાનગી આપી.
આથીય વિશેષ તો રામમૂર્તિ જ્યાં-જ્યાં ખેલ કરવા જતા ત્યાંના મુસલમાનોને છૂપી પોલિસ ખાતું એમની વિરુદ્ધમાં ઉશ્કેર્યા જ કરતું પરંતુ ઉશ્કેરાયેલા મુસલમાનોને
Page #23
--------------------------------------------------------------------------
________________
વીર રામમૂર્તિ જ્યારે ખબર પડતી કે રામમૂર્તિના શિષ્યોમાં તો જેમ હિંદુ છે તેમ મુસલમાન પણ છે ત્યારે એમનો ઊભરો શમી જતો. રામમૂર્તિના શિષ્યોમાં વિખ્યાત પહેલવાન ગામા અને ઈમામબક્ષ જેવાનો સમાવેશ થાય છે. ખુદ નિઝામ સરકારે રામમૂર્તિનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને એમને સોનાનો ચાંદ આપ્યો હતો.
રામમૂર્તિએ જીવન સાથે યુદ્ધ આદર્યું હતું એટલે તેઓ કદી મૂંઝાયા નહીં. જેમ એમની શક્તિ અપૂર્વ હતી એમ એમના પર આવેલી આફતો પણ અનોખી જ હતી. વિદેશની ધરતી પર તો ડગલે અને પગલે જીવ જોખમમાં મૂકવો પડતો. ઈ.સ. ૧૯૧૦માં મલકામાં એમને બબ્બે વાર છાની રીતે સોમલ (ઝર) આપવામાં આવ્યું. પહેલી વખતનું ઝેર તો આ ભીમસેનને પચી ગયું પણ બીજી વખત તો એક ઘોડો મરી જાય એટલું ઝેર આપવામાં આવ્યું હતું. બચવાની કોઈ આશા ન હતી છતાં રામમૂર્તિ નિરાશ થવાનું જાણતા ન હતા. તરત જ લંગોટ મારી પાંચ હજાર દંડ ખેંચી કાઢયા અને પરસેવામાં ઘણુંખરું ઝેર બહાર કાઢી નાખ્યું. પરંતુ આ પછી દસ મહિના પથારીવશ રહેવું પડ્યું.
તેઓ ફાંસ ગયા. ફેંચ પ્રજાએ હિંદના વીર પુરુષનો પ્રેમથી સત્કાર કર્યો. અહીં એમના યુરોપિયન મૅનેજરે દગો કર્યો. રામમૂર્તિ છાતી પર પાટિયું મૂકીને એના પર હાથી
Page #24
--------------------------------------------------------------------------
________________
રિ૩)
વીર રામમૂર્તિ ઊભો રાખતા. એ પાટિયું જ કોઈએ અરધું કાપી નાખેલું. ખેલ શરૂ થયો. હાથીએ પાટિયા ઉપર ચડીને જેવો એનો પગ મૂકયો કે તરત જ પાટિયાના ટુકડા થઈ ગયા. હાથીનો પગ રામમૂર્તિની છાતી ઉપર પડ્યો. એમની ત્રણ પાંસળીઓ ભાંગી ગઈ અને તે બેભાન બની ગયા. ફ્રાંસના કુશળ ડોકટરોની સારવારને કારણે રામમૂર્તિ મોતના મુખમાંથી ઊગરી ગયા પરંતુ એમને છ અઠવાડિયાં દવાખાનામાં રહેવું પડ્યું.
સ્પેનમાં ભયંકર સાંઢયુદ્ધ થાય છે. સ્પેનમાં આવું સાંઢ યુદ્ધ કરાવનારા મંડળે રામમૂર્તિના બળની પરીક્ષા કરવા વિચાર કર્યો. આ સમયે રામમૂર્તિએ કહ્યું, “ગમે તેવો ભયંકર સાંઢ મારી સામે ખડો કરો, એનાં શિંગડાં પકડીને જ એને જમીનમાં દબાવી દઈશ, એક ડગલું પણ આગળ વધવા નહીં દઉં – પણ આ પ્રયોગ માટે મને પંદર હજાર પાઉન્ડ આપવા પડશે.”
એ સંસ્થા આ માગણી સ્વીકારી શકી નહીં અને પરિણામે રામમૂર્તિ સ્પેન ગયા નહીં.
એ સમયે બીજાં સરકસ ચાલતાં પણ રામમૂર્તિના સરકસને જોવા માટે જેટલી જનમેદની એકઠી થતી એટલી બીજે કયાંય થતી ન હતી. આનું મુખ્ય કારણ હતું રામમૂર્તિના વ્યક્તિત્વનું પ્રબળ આકર્ષણ. શરીરબળ અને
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૪
વીર રામમૂર્તિ
આત્મબળના એમના અપૂર્વ પ્રયોગોએ રામમૂર્તિને લોકમાનસમાં અદ્વિતીય સ્થાન અપાવ્યું હતું. બળની વાત થાય ત્યારે રામમૂર્તિનું નામ યાદ આવ્યા વિના રહે જ નહીં.
એક વાર બહેરામપુરામાં રામમૂર્તિ પોતાનું સરકસ લઈને ગયા હતા. ગામને પાદર સરકસના ડેરાતંબુ તણાયા હતા. નિત્ય કાર્યોમાં સહુ મશગુલ હતા. રામમૂર્તિ સંધ્યાં કરી રહ્યા હતા. એવામાં એક લોખંડનું પાંજરું વાઘની ભયાનક ગર્જના સાથે ધણધણી ઊઠ્યું... સરકસનો સૌથી ભયાનક વાઘ કોઈની ભૂલથી પાંજરામાંથી બહાર નીકળી ગયો. છલાંગ મારીને એ સરકસના મેદાન પર આવ્યો.
ચોતરફ હોહા થઈ ગઈ. વાઘ આસપાસનાં પશુઓ પર તૂટી પડયો. રોજ તો આપેલો ખોરાક ખાવો પડતો, આજ એને નિરાંતે શિકારની મોજ મળી. થોડી વારમાં તો ચાર-પાંચ બકરાંને મારી નાખ્યાં.
આખાય સરકસમાં કાગારોળ મચી ગઈ. ઠેર-ઠેરથી કારમી ચીસ ઊઠવા લાગી. વીજળીની ચાબુક, તીક્ષ્ણ ભાલા કે બંદૂક શોધવાનો સમય નહોતો. સહુ કોઈ મોતના ભયથી બેબાકળા બનીને નાસતા હતા.
રામમૂર્તિ જાનવરો તરફ ભારે દયાળુ હતા. જંગલી પ્રાણીઓને કદી ભૂખે મારતા નહીં, એમને પેટ ભરીને
ખવડાવતા.
Page #26
--------------------------------------------------------------------------
________________
વીર રામમૂર્તિ
સંધ્યા કરી રહેલા રામમૂર્તિને મોતના તાંડવના સમાચાર મળ્યા. હથિયાર શોધવાનો તો સમય નહોતો. પ્રત્યેક પળ એક-એક પ્રાણી કે પશુને મોતને ઘાટ ઉતારનારી હતી. આવે સમયે હથિયાર કયાં શોધવા જવાય ? રામમૂર્તિની નજીકમાં જ એક જાડો દંડો પડ્યો હતો. દંડો ઉઠાવીને એ દોડ્યા.
સરકસના મેદાન વચ્ચે અને શિકાર કરેલાં બકરાંની આસપાસ ઘૂમતો વાઘ ઘૂરકી રહ્યો હતો. રામમૂર્તિ એની સામે આવ્યા. ખૂંખાર વાઘ અને વીર રામમૂર્તિની આંખો સાથે આંખો મળી. આ ભયાનક જાનવર પણ “શેરને માથે સવાશેર” જેવા રામમૂર્તિને પારખી ગયું... તરત જ એ ભયાનક વાઘ તબેલા તરફ નાઠો.
ભલભલાની હિંમત ભાંગી જાય તેવો આ પ્રસંગ હતો. મોતને સામે ચાલીને તાલી આપવાની હતી પણ રામમૂર્તિ તો બીક કે મોતને ક્યાં ઓળખતા હતા? વાઘ તબેલા ભણી દોડ્યો અને રામમૂર્તિ પૂરા જોશથી એની પાછળ દોડ્યા. વાઘ તબેલામાં ઘૂસ્યો તો પોતે પણ તબેલામાં દાખલ થયા અને વાઘની પીઠ પર પાંચ-છ દંડા લગાવી દીધા.
પોતાનો શિકાર છીનવી લેનારા અને આ રીતે દંડો લગાવનારા રામમૂર્તિ પર હુમલો કરવા માટે વાઘ ઝનૂને
Page #27
--------------------------------------------------------------------------
________________
(૨૬)
વીર રામમૂર્તિ
I
s!!
રામમૂર્તિનો એક આશ્ચર્યજનક ખેલ
:
S
કોટ
::. II III
.
S
ITI, Ty
HI
,
Page #28
--------------------------------------------------------------------------
________________
વીર રામમૂર્તિ ભરાઈને પાછો ફર્યો. રામમૂર્તિ એમ ગાંજ્યા જાય તેવા નહોતા. વાધનો સામનો કરવા સામી છાતીએ એની તરફ ચાલ્યા. સામેથી ધસી આવતા વાઘને એમણે તરત જ પોતાની બાથમાં પકડી લીધો અને જમીન પર દબાવી દીધો.
વનવીર પર નરવીવિજય મેળવ્યો. ભયાનક વાઘ ફરી વાર પાંજરાનું નિયમપાલક પ્રાણી બની ગયો.
એક પછી એક આફતો આવતી જતી હતી. અકસ્માતનો પાર નહોતો. પરદેશી સરકારની પરેશાનીનો કોઈ અંત નહોતો. આમ છતાં જીવ સટોસટનાં સંકટો વેઠીને રામમૂર્તિ હિંદની શક્તિનો પરચો બતાવે જતા હતા. હિંદુસ્થાનીઓનાં નિર્બળ અને નાજુક શરીરની વાતો કરનારાઓને રામમૂર્તિએ પોતાના કાર્યથી ચૂપ કરી દીધા. રામમૂર્તિના પહેલવાનોએ યુરોપના અણનમ ગણાતા પહેલવાનોને હરાવી દીધા. પહેલવાન ગામા અને ઈમામબક્ષ તો અજેય બનીને યુરોપથી પાછા ફર્યા.
રામમૂર્તિ કહેતા કે નિષ્ફળતા તો પોતે જોઈ જ નથી. કોઈ કામ એક વાર પાર ન પડે તો બીજી વાર કરવું પણ એને પાર પાડ્યું જ છૂટકો. “કાર્ય સાધયામિ વા દેહ પાતયામિ એ એમનું સૂત્ર હતું. તેઓ કહેતા –
Page #29
--------------------------------------------------------------------------
________________
રિ૮
વીર રામમૂર્તિ “ભલે મરી જવાય પણ રામમૂર્તિ નિષ્ફળતા તો ભોગવવાનો જ નહીં.”
એક વાર પ્રાંગધ્રામાં એકસો ને બાર કિલોમીટરની ઝડપે જતી પચીસ હોર્સપાવરની મોટર રોકવા પ્રયત્ન કર્યો. રામમૂર્તિ પેતરો જમાવીને બરાબર ઊભા રહે એ પહેલાં તો હાંકનારે મોટર હાંકી દીધી. મોટરનો આંચકો આવતાં એમના પગની પિંડી ઊતરી ગઈ, તેઓ બેભાન થઈ ગયા. તરત દાકતરને બોલાવવામાં આવ્યા. એમણે બેભાન રામમૂર્તિને શુદ્ધિમાં આપ્યા. (ચિત્ર જુઓ પાનાં નં. ૨૬) એમનો પગ બરાબર કર્યો. પગમાં અસહ્ય વેદના થતી હતી છતાં પાટો બાંધીને લંગડાતાં- લંગડાતાં રામમૂર્તિ મેદાન પર આવ્યા. લોકો તો નિરાશ થઈને વીખરાઈ રહ્યા હતા એવામાં રામમૂર્તિને મેદાન પર આવેલા જોઈને બધા આભા જ બની ગયા. બધાએ એમને ના પાડી પણ એમણે કહ્યું,
“ભલે અહીં મારું મોત થાય પણ પાછો નહીં પડે.”
અપૂર્વ મનોબળથી એકાગ્રતા સાધીને પચીસ હોર્સપવરની એકસો ને બાર કિલોમીટરની ઝડપે જતી મોટરને એક વાર નહીં, બે વાર નહીં, પરંતુ તેર વખત રોકી ! - ઈ.સ. ૧૯૦૭માં મુંબઈમાં દાંતથી ત્રાજવામાં મૂકેલા ઘોડાને ઉઠાવવાના પ્રયોગમાં તેમણે બે દાંત ગુમાવી દીધા. ત્રાજવામાં ઘોડાને ઊભો રખાવી રામમૂર્તિ ઊંચે ઊભા
Page #30
--------------------------------------------------------------------------
________________
વીર રામમૂર્તિ
૨૯) રહેતા. આખું ત્રાજવું દાંતથી પકડીને જમીનથી બે ફૂટ અધ્ધર કરતા. મુંબઈના આ પ્રયોગ વખતે એમનો માનીતો ઓસ્ટ્રેલિયન ઘોડો બીમાર પડ્યો હતો. એની જગ્યાએ એક નવા ઘોડાને લાવવામાં આવ્યો. વીજળીનો પ્રકાશ, બૅન્ડનો મોટો અવાજ અને તાલીઓના ગડગડાટથી ત્રાજવામાં ઊભેલો ઘોડો ભડકી ગયો. એણે સમતોલપણું ગુમાવતાં રામમૂર્તિના બે દાંત પડી ગયા.
રામમૂર્તિની અપ્રતિમ તાકાતને જોવા માટે ગરીબ કે અમીર, બાળક કે વૃદ્ધ, હિંદી કે વિદેશી સહુ કોઈ ભેગા થતા. સહુએ આ આધુનિક યુગના ભીમસેનની કદર કરી. પાદુકોટાના મહારાજાએ એમને પ્રાચીન ક્ષત્રિય પદ્ધતિ પ્રમણે રત્નજડિત એવું સુવર્ણનું “વીરકંકણ' એનાયત કર્યું હતું. એક રાજવીએ સોનાની મૂઠવાળી શિરોહી તલવાર અને મખમલનું માન આપ્યું હતું. શિવાજી છત્રપતિની “ભવાની” તલવાર પણ એમને મળી હતી. આ સિવાય પાંચસોથી પણ વધુ સોનાના ચાંદ, જરીનાં સેલાં, પોશાક વગેરે મળ્યાં હતાં.
રામમૂર્તિ હિંદવાસીઓ માટે શરીરબળનો સર્વોચ્ચ જીવંત આદર્શ બની રહ્યા. દેશી અને વિદેશી દરેક પ્રકારના વ્યાયામમાં તેઓ પારંગત હતા. પ્રાચીન અને અર્વાચીન પ્રણાલિકાની દૃષ્ટિએ એમણે વ્યાયામનાં વિવિધ સાધનો
Page #31
--------------------------------------------------------------------------
________________
વીર રામમૂર્તિ ચકાસી જોયાં હતાં. એમને આપણા દેશની પુરાણી પદ્ધતિ જ શ્રેષ્ઠ લાગી હતી. તેઓ તો કહેતા કે આપણા વ્યાયામનું સુધરેલું સ્વરૂપ જ પશ્ચિમના વ્યાયામમાં જોવા મળે છે. યુરોપ કરતાં આપણા દેશની કળા કોઈ રીતે ઊતરતી નથી એટલું જ નહીં પણ કેટલીક બાબતમાં તો આપણી વ્યાયામ-પ્રણાલિ વધુ ચડિયાતી છે.
રામમૂર્તિ મજબૂત શરીર કરતાં નીરોગી શરીરને વધુ મહત્ત્વ આપતા. એમને યોગનાં આસનોમાં તો અપાર શ્રદ્ધા હતી. દંડ, બેઠક, દોડવાની અને તરવાની કસરત તો સહુ કોઈને માટે જરૂરી લેખતા. સ્વાથ્ય જાળવવા માટે એમણે કેટલીક ખાસ કસરતોની હિમાયત કરી હતી. આહારમાં તેઓ રોજના ભોજન ઉપરાંત ખૂબ ચાવવાનું કહેતા હતા.
તાકાતવાન રામમૂર્તિનો પોતાનો ખોરાક ઘણો વિશિષ્ટ હતો. સામાન્ય રીતે શાકાહારી હોય તેવો કોઈ પણ શક્તિશાળી માનવી પોતાની તાકાત જમાવવા માટે દૂધનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતો હોય છે જ્યારે રામમૂર્તિને દૂધ સહેજે પસંદ નહોતું. એમના જીવનમાં એમણે ભાગ્યે જ દૂધ પીધું હતું.
દૂધ તરફ એમને જેટલી નફરત એટલો જ દહીં તરફ
Page #32
--------------------------------------------------------------------------
________________
વિર રામમૂર્તિ એમને પ્યાર. એમના આહારમાં બીજું કંઈ હોય કે ન હોય પણ દહીં તો હોય જ. બપોરે બદામની ઠંડાઈ પીતા. એ પછી ત્રણ શેર દહીં, શાક અને ભાત ખાતા... વળી સાથે અડધો શેર ઘી પીતા હતા.
- રાત્રે તેઓ ભાખરી લેતા અથવા તો થોડોક ભાત પણ ખાતા, પણ એ સાથે દહીં તો જોઈએ જ. દિવસમાં લગભગ શેર-બશેર બદામ તો જુદી-જુદી રીતે ભોજનમાં આરોગાઈ જતી. કયારેક એકાદ શેર માખણ ઝાપટી જતા. એના પરનાં સોના-ચાંદીના વરખ પણ ચાટી જતા.
રામમૂર્તિ બ્રાહ્મણેતર જાતિના હોવાથી રિવાજ મુજબ માંસ ખાવાની છૂટ હતી. પહેલવાન તરીકે પણ તેવી છૂટ લઈ શકતા હતા, પરંતુ જીવનભર રામમૂર્તિ માંસ, મચ્છી કે દારૂને અડ્યા નહીં. માંસ ખાવાથી બળ વધે છે તેવું કિંઈ નથી એમ તેઓ માનતા.
પીવાના પાણીનો છૂટથી ઉપયોગ કરવા પર અને એકાદશી જેવા ઉપવાસ કરવા પર એમણે ભાર મૂક્યો. તેઓ કહેતા કે મિતાહાર, સરળ અને સાદું જીવન, પાકો લંગોટ, નિયમિત મહેનત અને અંતઃકરણની પવિત્રતા એ જ જીવનના ઉત્કર્ષની ચાવી છે. મન, વચન અને શરીરનું ઐક્ય સાધવાનો આદર્શ ખોળવા પરદેશ ભણી મીટ માંડવાની જરૂર નથી, આપણા જ દેશમાં એનાં જવલંત
Page #33
--------------------------------------------------------------------------
________________
[૩૨]
વિર રામમૂર્તિ દષ્ટાંતો ક્યાં ઓછાં છે! તમે હનુમાન બનો, ભીષ્મ કે ભીમ બનો, લક્ષ્મણ બનો.
હસમુ ચહેરો હજાર ઔષધિઓ કરતાં સારો છે એમ કહીને ચિંતા અને વિષાદથી ઘેરાયેલા આજના યુવકોને તેઓ ચીમકી આપતા.
નાનાંમોટાં અનેક સંકટો રામમૂર્તિ પર આવતાં હતાં. અજોડ મનોબળ અને શરીરબળને સહારે એ તમામને તે પાર કરી જતા... પરંતુ આખરે આવા જ એક સંકટને કારણે રામમૂર્તિને પોતાનું ક્ષેત્ર છોડવું પડ્યું.
ઈ.સ. ૧૯૨૫માં સિમલામાં તેઓ પોતાના અંગબળ ના પ્રયોગો બતાવી રહ્યા હતા. છાતી પર હાથી ઊભો રાખવાનો એ પ્રયોગ હતો. તેમાં હાથીનો પગ એમના ડાબા પગ પર પડ્યો, એટલો ભાગ છુંદાઈ ગયો, પરિણામે ઘૂંટી આગળથી ડાબો પગ કપાવી નાખવો પડ્યો. આ અકસ્માત થતાં રામમૂર્તિ હવે પોતાના અંગબળના પ્રયોગો દર્શાવી શકે તેમ નહોતા પરંતુ આ સમયે કંઠીરવ તિલકકોડી રામમૂર્તિ નાયડુ ત્રીજા રૂપમાં દેખાયા.
ભારતવર્ષના યુવકોનો ઉદ્ધાર' એ એમનું જીવનસૂત્ર બન્યું. આવા જુવાનોને દેશના ખૂણેખાંચરેથી શોધીને એમણે તન, મન અને ધનથી સહાય કરી. યુવકશક્તિને અજેય
Page #34
--------------------------------------------------------------------------
________________
વીર રામમૂર્તિ
૩િ૩] બનાવવાનો એમનો સંદેશ ચોતરફ ગૂંજી રહ્યો. એમણે શરીર અને મનની એકાગ્રતા માટે યુવકોને હાકલ કરી. શરીર અને મન બંનેથી નમાલાં અને કમજોર યુવકયુવતીઓને જોઈને એમનું અંતર કકળી ઊઠતું હતું.
એમના જીવનનો એક જ અભિલાષ હતો અને તે ભારતનાં કુમાર અને કુમારિકાઓનો ઉત્કર્ષ. દેશના જુવાનોનું જીવન પ્રફુલ્લ બને, એમની યુવાની તમન્ના, તાકાત અને તંદુરસ્તીથી ખીલી ઊઠે તેવી રામમૂર્તિની ઝંખના હતી. નીરોગી અને મજબૂત શરીરમાં જ તેઓ બળ, દ્રવ્ય અને બુદ્ધિની સાર્થકતા જોતા હતા.
રામમૂર્તિએ માત્ર દેહની તાકાત પર ભાર મૂક્યો નથી, એમણે દિલની તાકાતનો પણ વિચાર કર્યો. શરીરમાં તાકાત એકઠી કરવી એટલું જ એમનું ધ્યેય નહોતું, એમણે તો કહ્યું કે “જેટલી શરીરની કેળવણી એટલી જ મનની કેળવણી. શરીર અને મન એ બંનેની એકાગ્રતા સધાવી જોઈએ. અંગબળ અને આત્મબળનો સુભગ સુમેળ થવો જોઈએ.” રામમૂર્તિએ પોતાના જીવનમાં અંગબળથી સહુ કોઈને આશ્ચર્યમાં ડુબાડી દે તેવા પ્રયોગો બતાવ્યા જ્યારે પોતાના દઢ આત્મબળથી આ બળવાન માનવીએ જીવનમાં આવેલી એટલી જ જબરજસ્ત અને ભયાનક આપત્તિઓનો સામનો કર્યો.
Page #35
--------------------------------------------------------------------------
________________
૩િ૪|
વીર રામમૂર્તિ એમના દિગ્વિજયની ચાવી હતી અડગ આત્મબળ માં. તેઓ કહેતા કે ભારતમાં કે વિદેશમાં, આજે અથવા તો ભૂતકાળમાં જે-જે મહારથીઓ થયા અને જગતભરમાં એમનાં શક્તિ અને સામર્થ્યની જે નામના થઈ, એ બધાંના મૂળમાં એમનું દઢ અને અપરાજેય મનોબળ હતું. રામમૂર્તિ પોતે પણ એ જ આત્મબળને પોતાના વિજયની ચાવીરૂપ માનતા હતા. આવા આત્મબળને સહારે રામમૂર્તિએ અંગ્રેજ સરકાર દ્વારા વારંવાર કરવામાં આવતાં વિઘ્નોનો સામનો કર્યો, એ જ આત્મબળથી ખૂંખાર વાઘને વશ કર્યો.
પરાધીન ભારતવાસીઓના હૃદયને રામમૂર્તિએ ઘેલું કર્યું. એ સમયના યુવાનોના તો એ આદર્શ બની ગયા. જેવી રીતે પશ્ચિમના દેશોમાં સેડોની ઉપાસના થતી હતી એવી રીતે ભારતમાં રામમૂર્તિ પૂજાવા લાગ્યા. પૃથ્વીરાજ, પ્રતાપ કે શિવાજીના શૌર્યથી રોમાંચ અનુભવનારા ભારતના કિશોરો રામમૂર્તિમાં એવી તાકાતનું પ્રતિબિંબ જોતા હતા. બખ્તરવાળા પઠાણને એના ઘોડાની સાથે ભાલાથી વીંધી નાખી ઝાડમાં પીલાની માફક ખોડી દેનાર પૃથ્વીરાજ કે એક જ ઝાટકાથી બખ્તરધારી સવાર કે એના ઘોડાના જનોઈવાઢથી બે ટુકડા કરનાર પ્રતાપની દિંગ કરનારી તાકાત એક કવિકલ્પના નહિ પણ હકીકત છે તે રામમૂર્તિએ પોતાના જીવનના પ્રત્યક્ષ પ્રમાણથી બતાવી આપ્યું.
Page #36
--------------------------------------------------------------------------
________________
વીર રામમૂર્તિ
૩િ૫) ભારતવાસીઓના અંતરમાં એમણે અનેરું સ્થાન મેળવ્યું અને તાકાતની પોતાની ઈજારાશાહીનાં ગુણગાન કરતા અંગ્રેજોનાં પાણી ઉતારી દીધાં.
પોતાનું આખુંય જીવન તેઓએ પોતે જ ઘડ્યું. એમનું શિક્ષણ પણ એટલું જ સીધું, સચોટ અને ગરબડ વિનાનું હતું. ઉચ્ચ વિચાર અને સાદી રહેણીકરણી એમનામાં જોવા મળતાં હતાં. મોટાઈનો દંભ કે ખોટા આડે પાસે કોઈ સ્થાન નહોતું.
લોકમાન્ય ટિળકની પાસેથી એમણે સ્વરાજ્યની મંત્રદીક્ષા લીધી. ગુલામીની કારમી જંજીરોમાં ફસાયેલા દેશને નિર્માલ્યતા ખંખેરવા માટે રામમૂર્તિએ ઠેર-ઠેર ફરીને હાકલ કરી –
“દેહમાં તાકાત તો દેશમાં તાકાત. જેનો આત્મા બળ વાન એ વ્યક્તિ બળવાન. જીવનમાં નિષ્ઠા અને વલણમાં એકાગ્રતા હશે તો અશકય પણ શક્ય બનશે.”
રામમૂર્તિના આ સંદેશે દેશના તરુણોમાં નવચેતનનો સંચાર કર્યો. એમની ભાવનાઓએ સૂતેલાઓનાં હૈયાંને ઢંઢોળી નાખ્યાં. એમની તાકાત કેટલાંય કિશોર અને કિશોરીઓ માટે આદર્શ બની ગઈ. રામમૂર્તિએ શારીરિક તાલીમ આપવા માટે એક અભ્યાસક્રમ પણ ઘડયો હતો.
Page #37
--------------------------------------------------------------------------
________________
(૩૬)
વીર રામમૂર્તિ પોતે જે મેળવ્યું તે સહુને આપવાની એમનામાં અનેરી ધગશ હતી.. - ઈ.સ. ૧૯૨૬માં મુંબઈમાં એક મોટું ક્રીડામંદિર સ્થાપવા પ્રયત્ન કર્યો પરંતુ ધનના અભાવે એમાં એમને સફળતા ન મળી. ઈ.સ. ૧૯૩૫માં તેઓ અમદાવાદને આંગણે આવ્યા. એમનો વિચાર શારીરિક સૌષ્ઠવની કેળવણી માટે કોઈ સંસ્થા સ્થાપવાનો હતો પરંતુ એમાં પણ તેમને નિષ્ફળતા મળી. જો રામમૂર્તિને આમાં સફળતા મળી હોત તો આજના ગુજરાતનાં યુવકયુવતીઓના ચહેરા પર જુદી જ લાલિમા હોત.
છેલ્લે એમને હિમાલય કે વિંધ્યની અટવીઓમાં એક ભવ્ય ક્રિીડાંગણ સ્થાપવાની ઉમેદ હતી.... દેશના ખૂણેખૂણેથી એ વ્યાયામશાળામાં તાલીમ લેવા માટે યુવક અને યુવતીઓ આવે અને માયકાંગલામાંથી મર્દ બને એ એમની ખ્વાહિશ
હતી.
રામમૂર્તિ અંગ્રેજ સરકારનો પ્રખર વિરોધ કરતા હતા. બળવાન પ્રજા તરીકે ગર્વ લેતી અંગેજ પ્રજાના અભિમાનનો એમણે પોતાના બળથી ચૂરેચૂરો કરી નાખ્યો. લોકમાન્ય ટિળકના સંદેશવાહક તરીકે એમણે ઠેર-ઠેર યુવકોમાં તાકાત અને તમન્ના જગાડી અને ભારતીય યુવકસેના તૈયાર કરવા માટે ભગીરથ પ્રયાસ કર્યો. શરીર-વિકાસની કેળવણી માટે
Page #38
--------------------------------------------------------------------------
________________
વીર રામમૂર્તિ એમણે એક અનુપમ યોજના ઘડી અને હિંદુસ્થાનની વિદ્યાપીઠોમાં એ દાખલ કરવા માટે પ્રયત્ન કર્યો.
જીવનની પાછલી અવસ્થામાં પગ ભાંગી ગયો હતો, કાયા નબળી પડી હતી, કયારેક માંદગી ઘેરી વળતી હતી. ભલભલા મહારથીને માત કરે એવા એમના “મસલ્સ” કમજોર બન્યા હતા છતાં તન પર ભલે ઘા પડ્યા પણ મન તો એટલું જ અડગ અને ઉત્સાહી હતું. દઢ ઈચ્છાશક્તિ અને એકાગ્ર સંકલ્પશક્તિ સહેજે ક્ષીણ બની નહોતી.
નવજુવાનોને હાકલ કરતા રામમૂર્તિમાં એમના અણનમ વ્યક્તિત્વનો પ્રબળ ટંકાર સંભળાતો હતો. ભારતવર્ષના ભૂતકાળની વીર વ્યક્તિઓની વાતો કરતા ત્યારે એમની આંખમાં તેજ ચમકી ઊઠતું. તેઓ યુવાનોના પ્રેરણામૂર્તિ બની ગયા.
રામમૂર્તિએ જીવનભર બ્રહ્મચર્ય પાળ્યું. યુવાનોને સંયમનો ઉપદેશ આપતાં તેઓ કદી થાક્યા નહીં. તેઓ કહેતા –
“એક બળવાન યુવકસેના આ દેશમાં ઉત્પન્ન થાય કે મારું મનોરાજ્ય છે. આ દેશના ખૂણેખાંચરેથી મેં વિદ્યાર્થીઓને યુવકોને શોધી કાઢી પ્રોત્સાહન આપ્યું છે. મન, વાણી, શરીર અને ધનથી રામમૂર્તિ હિંદુસ્થાનના
Page #39
--------------------------------------------------------------------------
________________
(૩૮)
વીર રામમૂર્તિ જુવાનોનો સેવક બન્યો છે. રામમૂર્તિ જશે - ઘણાય ગયા છે – પણ હું મરતાં-કરતાં સાંત્વન લઈશ કે મારાથી બનતી સેવા ભારતમાતાના પાલવમાં નાખી છે. તરુણો ! મારો એટલો સંદેશ છે કે ભારતની ખરી સેવા તો બ્રહ્મવીર-બ્રહ્મચારી બનવાથી થશે, મન, વચન અને શરીરનું ઐક્ય સાધવાથી જ થશે. આપણા જ દેશમાં આના જવલંત દષ્ટાંતો કયાં ઓછાં છે ! ”
રામમૂર્તિનો જેવો સંદેશ હતો એવું જ એમનું જીવન હતું. એમના શબ્દોમાં અનુભવની તાકાત હતી. ખોટા આડંબરને તેમાં સ્થાન નહોતું. આથી જ રામમૂર્તિ એકાગ્રતા'ના ઉપાસક તરીકે આજે પણ યાદ કરાય છે.
૧૯૩૦ની ૨૦મી જાન્યુઆરીએ બપોરના ૨-૫૦ કલાકે બાલનગરની જનરલ હૉસ્પિટલમાં રામમૂર્તિનું અવસાન થયું પરંતુ અજોડ આત્મબળથી પ્રચંડ અંગબળ મેળવનારા રામમૂર્તિ હિંદના જુવાનોના આદર્શ બની ગયા.
બળની વાત થાય અને “રામમૂર્તિનું નામ આવ્યા વગર રહે જ નહિ. દમિયેલ શરીરમાં દૈવી શક્તિ પ્રગટાવનારા રામમૂર્તિએ ભારતના સપૂતોમાં ઊજળું સ્થાન પ્રાપ્ત કર્યું.
Page #40
--------------------------------------------------------------------------
________________
-
જે
ર
બાલ-ભારતી પુસ્તક વૃત્તિમાં પ્રસિદ્ધ
થયેલ પુસ્તકોની યાદી શ્રી મહાવીર દેવ
પ-૦૦ શકારી વિક્રમાદિત્ય
પ-૦૦ સરદાર વલ્લભભાઈ
પ-૦૦ છત્રપતિ શિવાજી
પ-૦૦ સ્વામી રામતીર્થ
પ-૦૦ ૬. શ્યામજી કૃષ્ણવર્મા
પ-૦૦ ભગવાન શ્રીકૃષ્ણ
પ-૦૦ - રાણી લક્ષ્મીબાઈ
પ-૦૦ ડૉ. વિક્રમ સારાભાઈ
પ-૦૦ છે. ડો. રાધાક્રિષ્ણનું
પ-૦૦ ૧૧. વીર રામમૂર્તિ
પ-૦૦ ૧૨. ગુરુગોવિંદસિંહ
પ-00 ૧૩. સ્વામી દયાનંદ સરસ્વતી
પ-૦૦ ૧૪. વીર અર્જુન
પ-૦૦ ૧૫. ભગ્નિ નિવેદીતા
પ-૦૦ ૧૬. મહર્ષિ અરવિંદ
પ-૦૦ ૧૭. સંત તુલસીદાસ
પ-૦૦ ૧૮. વીર નર્મદ
પ-૦૦ ૧૯. સુભાષચંદ્ર બોઝ
પ-૦૦ ૨૦. સી. કે. નાયડુ
પ-૦૦ ૨૧. શ્રી માતાજી
પ-૦૦ ૨૨. ડૉ. આંબેડકર
પ-૦૦
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૩. ચંદ્રશેખર આઝાદ ૨૪. કૃષ્ણદેવરાય ૨૫. પુ. મોટા ૨૬. વીર ભરત ૨૭. ઝવેરચંદ મેઘાણી ૨૮. મદનલાલ ધીંગરા ૨૯. મહારાણા પ્રતાપ ૩૦. ગુરુ નાનકદેવ ૩૧. સ્વાતંત્રવીર સાવરકર ૩૨. લાલ બહાદુર શાસ્ત્રી ૩૩. સ્વામી વિવેકાનંદ ૩૪. વીર ભગતસિંહ ૩૫. ચાર્કય ૩૬. ડે. હેડગેવાર ૩૭. કેપ્ટન લક્ષ્મી ૩૮. ખારવેલ ૩૯, હેમચંદ્રાચાર્ય ૪૦. રાષ્ટ્રવીર છેલભાઈ ૪૧. પં. દિનદયાળ ઉપાધ્યાય ૪૨. મહાકવી કાળીદાસ ૪૩. રામકૃષ્ણ પરમહંસ ૪૪. શ્રી મદ્રરાજ ચંદ્ર ૪૫. જગદગુરુ પ્રણાવાનંદજી ૪૬. રવીન્દ્રનાથ ટાગોર ૪૭. સંગીન માર્ટડ પં. ઓમકાર નાથજી
પ-૦૦ પ-૦૦ પ-૦૦ પ-૦૦ પ-૦૦ પ-૦૦ પ-૦૦ પ-૦૦ પ-૦૦ પ-૦૦ પ-૦૦ પ-૦૦ પ-૦૦ પ-૦૦ પ-૦૦ ૫-૦૦ પ-૦૦ પ-૦૦ ૫-૦૦ પ-૦૦ પ-૦૦ પ-૦૦ પ-૦૦ પ-૦૦ ૫-૦૦
Page #42
--------------------------------------------------------------------------
________________ બાલ ભારતી, પુસ્તક- શ્રેણી 'બાલભારતી ટ્રસ્ટ ‘રામ નિવાસ’ બળિયાકાકા માર્ગ, જૂના ઢોર બજાર સામે કાંકરિયા, કર્ણાવતી 380028 ફોન : 5351549