Book Title: Vatsalyanu Amizarnu
Author(s): Gunvant Barvalia
Publisher: Yogesh Bavishi
Catalog link: https://jainqq.org/explore/034402/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Culcucelj - ગુણવંત બરવાળિયા Page #2 -------------------------------------------------------------------------- ________________ | RAF (માતૃવાત્સલ્યનાં વિવિધ સ્વરૂપ) - ગુણવંત બરવાળિયા Page #3 -------------------------------------------------------------------------- ________________ Vatsalya nu Amizarnu by Gunvant Barvalia © Dr. MRS M. G. Barvalia ર વાત્સલ્યનું અમીઝરણું • ગુણવંત બરવાળિયા પ્રથમ આવૃત્તિઃ ફેબ્રુઆરી-૨૦૦૯ જે પ્રકાશક: યોગેશભાઈ બાવીશી અલકનંદા બીજે માળે, નીલકંઠ વેલી, વિદ્યાવિહાર, ઘાટકોપર (ઈ.) મુંબઈ-૭૭ જે મુદ્રણ વ્યવસ્થાપકઃ સસ્તું પુસ્તક ભંડાર ગાંધી રોડ પુલ નીચે, અમદાવાદ-૩૮૦૦૦૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ (ઉપહાસ Page #5 -------------------------------------------------------------------------- ________________ મી, સંસારની બળબળતી બપોરને, તારો ખોળો, ચંદન જેવી શીતળતા આપે. મા, ધરતી પરની કરુણાનું તારા વિવિધ સ્વરૂપે અવતરણ થયું. મી, અમૃતઝરા લાગે, તારાં નેહ નીતરતાં નયનો. હે વિશ્વજનની ! તારાં ચરણે તીર્થોત્તમ. મા, તારો તુંકારો એ મારી પદવી ને, વણ વેણ વરદાન જગતની સર્વજનનીને વંદુ વારંવાર Page #6 -------------------------------------------------------------------------- ________________ સર્વોત્કૃષ્ટ મુલ્યુથી ખેવના માનવહૃદયને સદૈવ હરિયાળું અને લીલુંછમ રાખતી ભાવનાઓમાં સર્વોત્કૃષ્ટ ભાવના છે માતૃત્વની. સ્નેહમાં સ્વાર્થી ઇચ્છા હોય, પ્રેમમાં કશીક પ્રાપ્તિની ઝંખના હોય, પરંતુ વાત્સલ્યમાં તો નિઃસ્પૃહ વ્યાપકતા અને સદા વિસ્તરતું ઔદાર્ય હોય છે. આવું વાત્સલ્ય છે માતાનું. અવિરત ધારે વરસતું માતૃવાત્સલ્ય માનવીના અહંકારને ઓગાળીને એના આત્માનું ઊર્ધ્વગમન સાધે છે. વ્યક્તિના જીવનમાંથી માતાના અસ્તિત્વની બાદબાકી કરવામાં આવે તો કેટલું અલ્પ શેષ રહે છે ! માતા અમૃતમયી છે. એ કદી મૃત્યુ પામતી નથી. કારણ કે એ ભાવનાસ્વરૂપી છે. માનવહૃદયમાં એ સદૈવ હૃદયમાં જીવંત રહે છે. વ્યક્તિના અસ્તિત્વની આસપાસ વીંટળાયેલી અને ને એના માનસમાં સદાય વસનારી છે. માતૃવાત્સલ્યનાં વિવિધ સ્વરૂપોનું અહીં ચિંતક, વિચારક અને લેખક શ્રી ગુણવંત બરવાળિયાએ આલેખન કર્યું છે. વાત્સલ્યનો | વિસ્તાર એ જ માનવતાનો વિસ્તાર છે અને તેથી એમણે અહીં વિવિધ - સ્વરૂપે પ્રગટેલાં માતાના વાત્સલ્યની ઓળખ આપી છે. જનની, સદ્ગુરુ, ધરતી, ધેનુ સરિતા, લક્ષ્મી, ૩ૐ મૈયા, સરસ્વતી, સાધકોની આઠ માતાઓ, તીર્થકરની માતાઓ તેમજ ધર્મપુરુષોને ઘડનારી માતાઓની આમાં વાત કરી છે. ગુણવંતભાઈ એ જાગૃત વિચારક છે અને તેથી વર્તમાન જગતમાં આવતાં પરિવર્તનોને તેઓ સહેલાઈથી પામી શકે છે. આજે આપણા દેશમાં તીવ્ર વેગે મૂલ્ય પરિવર્તન થઈ રહ્યું છે અને તેથી માતા-પિતા જ નહિ, પણ ભાઈ-બહેન વચ્ચે પણ “જનરેશન ગેપ' ઊભો થયો છે. ભૌતિક જીવનનું આકર્ષણ, સંપત્તિ માટેની આંધળી દોટ અને તે કે સમૂહમાધ્યમની વિકૃત પ્રસ્તુતિને પરિણામે ભારતીય મૂલ્યો ધીરે ધીરે તી ક્ષય પામી રહ્યાં છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ : આમાં સહુથી ચિંતાજનક બાબત એ સમૂહમાધ્યમો દ્વારા ક ની ભાવના પર નારીના અવૈદ્ય સંબંધોની પ્રસ્તુતિથી થઈ - ટેકો કુઠારાઘાત છે. માતાના જીવનમાં સમર્પણ સાકાર થાય છે. - સિવાય બીજું બધું હોય, તો પણ તે માતા ન રહે. પ્રેમ કરવો કે એ માનો ઈજારો છે. સમર્પણ એ એની ક્રિયા છે અને શીતળ-સાંત્વના એ પરિણામ છે. માની હૂંફ માનવનું સર્જન કરે છે. ભારતીય * સુનિનું મૂળ માતા છે અને જો એ મૂળનો ધ્વંશ થશે તો આપણી ૨ ટુવા , જીવનના લાગણીમય સંબંધો, પરમાર્થ, ઔદાર્ય. ૮ અધ્યા અને સમર્પણવૃત્તિ સઘળું નષ્ટ થઈ જશે. આવે સમયે તક છે. રચનાં વિવિધ સ્વરૂપોની ઓળખ આપતું આ પુસ્તક વાચકના - દર ઉત્કૃષ્ટ ભાવના જગાડશે. : - આ પુસ્તકમાં કેટલીક જીવનોપયોગી વાતો પણ લેખકે ગુંથી છે. આદર્શ માતા-પિતાનું ઉપનિષદ અને પ્રસન્ન ગૃહજીવનના કે કેટલાક પાકો પણ આપ્યા છે. - સ હમાધ્યમોના પૂરમાં ટેક્નોલૉજી પર સવાર થઈને દોડી - રહે માસને એની ભીતરમાં રહેલા “સાચા માણસ'ને સ્પર્શવાનું - આ કૃતિ આપે છે. આવી વિચારધારાને પ્રવાહી, દેષ્ટાંતસભર - કીકી આલેખવા માટે લેખકને હાર્દિક અભિનંદન આપું છું. ૧૯-૧-૨૦૦૯ - કુમારપાળ દેસાઈ Page #8 -------------------------------------------------------------------------- ________________ ‘મા’ નો અર્થ જગતની બધી જ ભાષામાં ‘મા’ જ થતો હોય છે. પહેલા શ્રવણે ખભે ઉપાડેલા કાવડામાં અંધ મા-બાપને બેસાડી અનેક તીર્થોની યાત્રા કરાવી હતી. જ્યારે આજના શ્રવણો, પોતાને જન્મ આપી જતનથી ઉછેરનાર મા-બાપને હડસેલે ચઢાવી વૃદ્ધાશ્રમે પહોંચવાની યાત્રા ન કરવે તો સારું. સંપત્તિના જોરે આ દુનિયામાં બધું ખરીદી શકાય છે. ગાડી, બંગલો, કપડાં, ઘરેણાં, ખાવા-પીવાનું વગેરે બધું જ મેળવી શકાય છે... પણ મા-બાપ ક્યારેય સંપત્તિથી મેળવી શકાતાં નથી. આપની પુત્રી સાસરે ગયા પછી આપની પુત્રવધૂ જ આપની પુત્રી છે. એમ ગણજો, કારણ કે પુત્રી તો. સાસરે મોકલ્યાં પછી આપની ખબર-અંતર લેવા ક્યારેક જ આવી શકવાની છે, જ્યારે આપની પુત્રવધૂ તો આપના જીવનની સમાપ્તિ સુધી ખબર-અંતર લેતી રહેવાની છે. એટલે એના પ્રત્યે પૂરેપૂરો વાત્સલ્યભાવ વરસાવજો અને એના હૃદયમાં સેવાભાવ જગાડજો. મળિયલ એને ‘મા’ સૌ રાઘવ, કરસનને રટે, જગ કોઈ જાણે ના, કાસપ મચ્છને કાગડા ! હે કાગ ! રામને ‘મા’ મળી, કૃષ્ણને ‘મા’ મળી, એટલે જગતમાં સૌ એમનું નામજપે છે પણ ભગવાને કચ્છપ અને મત્સ્ય અવતાર લીધા એ ‘મા’ વિનાના, એટલે કોઈ એમનું નામ લેતું નથી. Page #9 -------------------------------------------------------------------------- ________________ બા. તું એક એવું વૃક્ષ જ્યાં ઝંઝાવાત પણ નિરાંતનો શ્વાસ લે ! HIT દૂધનું માત્ર - બે જ જણા આપી શક્યા દાન... એક મા બીજા મહાવીર ભગવાન... પ્રભુ મહાવીરે જીવનની પહેલી પ્રતિજ્ઞા જે મા માટે લીધી હતી... તે મા તમારા ઘરમાં છે. પત્ની પસંદગીથી મળતી ચીજ છે કે મા-બાપ પુણ્યથી મળતી ચીજ છે પસંદગીથી મળતી ચીજ માટે - પુણ્યથી મળતી ચીજને કુકરાવશો નહિ મા-બાપે આપેલો સાચો વારસો પૈસો નહિ, પણ પ્રામાણિકતા અને પવિત્રતા છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં ઈશ્વરને સદેહે જેવા હોય તો મા-બાપને જુઓ. શબ્દકોશમાં માત્ર “મા'નો શબ્દાર્થ મળે પણ ‘માં’ નો ભાવાર્થ તો હૃદયકોશમાં જ મળે... રડવું હોય તો પિતાનો ખભો મળે, પણ માતાનો તો ખાળો જ મળે ! તારું વર્ગ તારી માતાનાં ચરણોની નીચે છે. ‘મા’ એ મા બીજા બધાં વનવગડાના વા. મા યુવાન થઈ વૃદ્ધ થાય છે. પરંતુ તેના સંતાન સદા બાળક રહે છે. મા એ એવી બઢતુ છે, જેને કદી પાનખર નથી આવતી. જે વ્યક્તિ મા-બાપ પ્રત્યે નિષ્ઠુર છે અને ધર્મગુરુઓ પ્રત્યે પાગલ છે, તે માણસ છ ડિગ્રી તાવમાં પણ ઘી ખાવાનું કામ કરે છે, પહેલાં આંસુ આવતાં ત્યારે મા યાદ આવતી હવે મા યાદ આવે છે, ત્યારે આંસુ આવે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ માં ને ક્ષમા બંને એક છે કેમ કે, માફી આપવામા બંને નેક છે. કાઢી મુખેથી કોળિયા, મોંમાં દઈ માટા કર્યા, અમૃત તણા દેનાર સામે, ઝેર ઉછાળશો નહિ... મમતા જેનું મૂળ છે, એવું ઝાડ તે મા. મા ઘરઘરની શોભા, ઘરઘરનું ઘરેણું, પરિવારમાં વહેતું રાખે, સદા સ્નેહનું ઝરણું, ધરતી જેવું ઘોર્ય, સાગર જેવી વિશાળતા ચંદ્ર જેવી શીતલતા, પાણી જેવી પવિત્રતા અને વૃક્ષ જેવી પરોપકારિતા માતા પાસે છે. મા-બાપ જીવનમાં બે વખત રડે છે દીકરી સાસરે જાય ત્યારે... દીકરો તરછોડીને જાય ત્યારે... Page #12 -------------------------------------------------------------------------- ________________ ( જન્મદાત્રી માં : અખલિત વાત્સલ્યનું ઝરણું - - - - - - - - - - - - - - - વાત્સલ્યના વિહારધામ સમા પૂ. પિતાશ્રી જમનાદાસભાઈ અને મમતાની મૂરત સમાન પૂ. માતુશ્રી કુંદનબહેનને પ્રણામ સાથે શત્ શત્ અભિવંદના ! લિ. ઉષાબહેન અનિલભાઈ ભાયાણી, ઘાટકોપર એલ.આઈ.સી. એજન્ટ હ. તન્વી અમીતકુમાર શેઠ ૩૦૧, મહેશ્વર દીપ, ૭૫, આર. બી. મહેતા માર્ગ, ઘાટકોપર (ઈ) મુંબઈ - ૪૦૦ ૦૦૭ ફોન : ૨૫૧૧૪૬૪૭ આર્ય સંસ્કૃતિમાં મા પ્રથમ સ્થાને છે. મા પોતાના વાત્સલ્યના અનંત વહેતા ઝરણામાં નિરંતર સ્નાન કરાવે છે. તો પિતા દક્ષતાના સાગરમાં. માતા-પિતા સંતાનોના જીવન-સંસ્કાર ઘડતરમાં એકબીજાના પૂરક છે. સંતો અને કવિઓ માનો મહિમા ગાતા થાકતા નથી. કવિ સુરેશ દલાલને માતામાં અડીખમ વૃક્ષના દર્શન થાય છે. કારણ કે વૃક્ષ રક્ષા, છાંયા અને ફળોનું સુખ આપે છે. બા, તું એક એવું વૃક્ષ જ્યાં ઝંઝાવાત પણ નિરાંતનો શ્વાસ લે ! સર્જક રમેશ જોશી બાની “યાદની ફરિયાદ પણ કવિતામાં કરે છે - જિંદગી પણ કેવી કમાલ છે. પહેલાં આંસુ આવતાં ત્યારે, બા યાદ આવતી ને આજે બા યાદ આવે ને આંસુ આવી જાય છે. માતાના આશીર્વચનને મકરન્દ દવે “મોરછાપ પરવાનો’ ગણાવે છે. તેઓને એક દિવસ પોતાની માતાએ રાજીપો દર્શાવતાં કહ્યું કે - તું પહેલે નંબર પાસ થઈશ' કવિ કહે છે કે - લેખ ચડ્યો કિરપાનો, મળ્યોજી મુને મોર છાપ પરવાનો ! હાડહાડમાં હેત ભર્યું જેનું વેણ વેણ વરદાન દેખ ઘરેઘર એ જ બિરાજે, ભૂતળમાં ભગવાન ‘અમાસના તારા'માં સર્જક કિશનસિંહ ચાવડાએ પોતાની માતાનો વાત્સલ્ય પ્રસંગ “મંગળસૂત્ર'માં ખૂબ સુંદર રીતે આલેખ્યો છે - મારા અભ્યાસ અને ઘરની આર્થિક પરિસ્થિતિને કારણે ભરણપોષણની જવાબદારી બા ઉપર આવી પડેલ હતી. સાંજે હું ઘેર આવ્યો ત્યારે ઓટલા ઉપર નવી સાઇકલ પડેલી જોઈ. પ્રફુલ્લિત ચહેરે બાએ કહ્યું : કિશન તારી સાઇકલ આવી ગઈ.” મેં કહ્યું : | igscfhs joiળા જ જા | Page #13 -------------------------------------------------------------------------- ________________ “બા, હમણાં મારે નહોતી જોઈતી.” બા કહે : “ફેરવી તો જો તને કેવીક આવડે છે !' મેં નવી સાઇકલ પર ચક્કર માર્યું ત્યારે અમે બંને ખુશ થઈ ગયાં. ધનતેરસે અમે પૂજા કરવા બેઠા ત્યારે બાએ મંગળસૂત્રની પૂજા ન કરી તે વિશે પૂછતાં બાએ કહ્યું કે - “તને સાઇકલ પર બેસીને જતો જોઉં એ જ મારી પૂજા છે.' મારા અંતરમાં ફાળ પડી. મેં કહ્યું : “બા, તમે મંગળસૂત્ર વેચીને આ સાઇકલ લઈ આવ્યા ?” મારું આ વેણ સાંભળતાં જ મારા ઊતરેલા મુખને બાએ તેમની ડોક પર ઢાળી દીધું, મારાથી ન તો બાથ ભરાઈ, ના તો વહાલ કરી શક્યો. બાનું એ મુખ આજેય જ્યારે હું સાઇકલને અડકું છું ત્યારે મારી આંખો આગળ દેખાય છે અને અંતર દ્રવી ઊઠે છે. સાઇકલો તો મારી ઘણી બદલાઈ છે, પણ બાનો એ ચહેરો નથી બદલાયો.'' અમેરિકામાં દર મે મહિનાના બીજા રવિવારે માનું સન્માન કરવા, માનું ઋણ સ્વીકારવા મધર્સ ડે' રૂપે ઉજવાય છે. ૧૯૦૮માં ફિલોડેલ્ફિયામાં સૌ પ્રથમ આ દિવસ ઉજવાયો હતો. હવે તો એ પશ્ચિમની દુનિયાનો સ્વીકૃત તહેવાર થઈ ગયો છે. ‘તીર્થોત્તમ’માં શ્રી હરીન્દ્ર દવે કહે છે કે - “માના ઋણને માથે ચડાવવા કોઈ તહેવાર ઉજવાય તે વાત હૃદયસ્પર્શી છે. પશ્ચિમમાંથી આપણે ઘણું બધું લીધું છે. પોષાક, રીતભાત, છિન્નભિન્ન કુટુંબ, ઘરડાઘર વગેરે. હવે પશ્ચિમનો તહેવાર આપણા સંસ્કારને જાગૃત કરવા માટે પણ ઉછીનો લેવાની વેળા આવી પહોંચી છે. મા-બાપે અમને જન્મ આપ્યો છે, અમને મોટા કરે એમાં શું ? એટલી તો તેઓની ફરજ છે.' આવો મિજાજ ધીરે ધીરે આપણે ત્યાં પણ આવતો જાય છે. હજી માતાનો મહિમા સંસ્કૃતિમાં છે એ તો રહેલો છે, પરંતુ ધીરે ધીરે માનું સ્થાન લોપાઈ જાય એ પહેલાં, વરસમાં એક દિવસ માતૃદિન ઉજવી માના ઋણનો જાહેરમાં સ્વીકાર કરીએ અને બાકીના ત્રણસો ચોસઠ દિવસ એને વ્યવહારમાં મૂકીએ તો કેવું ? વિદેશમાં રહેતા પોતાના પુત્રને તેડાવવા માતાએ પત્ર લખ્યો, જવાબમાં પુત્રે લખ્યું : “હું આવું છું, તારા એક સ્મિત માટે હું લાખ લાખ જોજનનું અંતર કાપવા તૈયાર છું મારી મા !'' આવો જવાબ વાંચી માની અમીમય આંખના વાત્સલ્ય સાગરમાં ભરતી ચડે. આવા પ્રસંગે કવિ બોટાદકરની કાવ્યપંક્તિનું સ્મરણ થયા વિના ન રહે - “મીઠી મધુને મીઠા મેહુલા રે લોલ.... એથી મીઠી છે મારી માતરે... જનનીની જોડ સખી નહિ જડે રે લોલ.’ ૧૦ gscpt>ti[P મુનિશ્રી સંતબાલજી કહે છે : “વહાલી મૈયા, સ્ત્રી જાતિ તારું જ સ્થૂળ પ્રતીક છે. એ માતા છે એકદા એ પ્રસવિત્રી જનેતા હતી, આજે એ સાવિત્રીશા ભર્યા છે. માતાના દુગ્ધપાન દ્વારા વાત્સલ્યસુધાનો અખંડ સ્રોત પીને જ ભગવાન ભક્તવત્સલનું અભિમાન અને ભક્તહૃદયનો સર્વોત્તમ અધિકાર પામ્યા છે. માતાનાં લોચન એ અમીની ખાણ છે. માતાનું મુખ દિવ્ય સૌંદર્ય અને પ્રતિભાનો પુંજ છે માતાનાં ચરણના અમૃતનો સ્વાદ આપણા જીભ, ત્વચા કે બુદ્ધિ પામી જ ન શકે. એની હૃદયગત અનુભૂતિ માત્ર જગતને અમૃતથી તરબોળ કરી મૂકે છે. હે માતા ! તું જ મારા આત્માનું અને અંતરનું આદર્શ અને અમર પ્રતિબિંબ છો. મા, તારી છાયા એ જ મર્ત્યલોકનું કલ્પતરું, અને તારી વાણી માનવલોકની મંગલ સ્વરૂપા કામધેનુ છે.’ માનું વ્યક્તિત્વ એક સંસ્થા જેવું છે. એક હરતીફરતી વિદ્યાપીઠ સમાન છે. પિતા પોતાના પુત્ર-પુત્રીને ભણાવા અને પરણાવવા દેવું પણ કરે છે. પુત્રને ધંધામાં અને સમાજમાં ઊંચું સ્થાન અપાવવા વૃદ્ધાવસ્થા સુધી પોતાની જાત ઘસી નાખે છે. ઘણાં સંતાનો કહે છે - અમે દેશમાંથી અહીં આવ્યાં ત્યારે અમારા પિતાએ કશું જ આપ્યું ન હતું, આજે અમારી પાસે મોટરબંગલા બધું જ છે.' તેમના પુરુષાર્થ અને પુણ્યોદયને ધન્યવાદ. પરંતુ, આપણે આપણી બનાવેલી જ ઇમારતને ઉન્નત મસ્તકે જોઈએ છીએ. તેના પાયામાં માતાના આશીર્વાદ અને પિતાના સંસ્કારની એમ બે સોનાની ઈંટો દટાયેલી પડી છે તે કદી ભૂલવું જોઈએ નહિ. પુત્રવધૂ અને જમાઈ માટે પોતાનાં સાસુ-સસરા પણ મા-બાપ જ છે. એ લાગણી અને પૂજ્યભાવ હોય તો જ ઉત્કૃષ્ટ આચરણ ગણાય. પિતાના વચન કાજે ભગવાન શ્રીરામનો વનવાસ, માતાપિતાની તીર્થરૂપે સંસારમાં સ્થાપના કરનાર શ્રીગણેશ અને શ્રવણની માતૃપિતૃભક્તિનું પાવન સ્મરણ કરતાં અનુસરવા પ્રેરણા અને બળ મેળવીએ. ચરમ તીર્થંકર પ્રભુ મહાવીર જ્યારે માતા ત્રિશલાના ગર્ભમાં હતા ત્યારે માને દુ:ખ ન થાય તે માટે ગર્ભમાં હલનચલન ન કર્યું. માતાના સુખ માટેની આવી સૂક્ષ્મ સંવેદનાની ભાવનાને આપણે પ્રણામ કરીએ. જે માતા-પિતાએ પોતાનાં પુત્ર-પુત્રીને સંયમપંથની અનુમતિ આપી ધર્મ શાસનને પોતાની વહાલસોયી પુત્રી અને લાડકવાયા પુત્રની ભેટ ધરી છે. એવા પૂ. ગુરુભગવંતો અને પૂ. મહાસતીજીઓનાં માતાપિતા કે જેઓ તીર્થંકર નામકર્મના અધિકારી છે, તેઓના મહાન ત્યાગને આપણે સૌ વંદન કરીએ. [jus platID ૧૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ જે મા-બાપે પોતાનાં સંતાનોને સંસારત્યાગી અધ્યાત્મ અને ધર્મમાર્ગે જવાની રજા આપી, તે મા-બાપને કારણે જ સાધુ-સંતો-મહાત્માઓ ધર્મ અને અધ્યાત્મ જગતને મળ્યા છે તે માતાપિતાને અભિવંદના ! સંતાનોનું કર્તવ્ય માતા-પિતાને પાછલી વયમાં તેમના સ્વાસ્થ્યની દેખભાળ રાખી સેવા કરવાનું કે માત્ર ભૌતિક સુખો આપવાં પૂરતું જ નથી, આદર્શ સંતાનોનું કર્તવ્ય તો એ જોવાનું છે કે માબાપનું સ્વમાન જળવાય, તેમના પ્રત્યે આદર ભાવ રખાય અને માનસિક ચિંતા કે પરિતાપથી બચે; એટલે કે આર્તધ્યાન કે રૌદ્રધ્યાનથી મુક્ત રહે અને ધર્મધ્યાનમાં પ્રવૃત્ત રહે. તેઓને સમાધિમરણ પ્રાપ્ત થાય તેવું અંતિમ સમય સુધી વાતાવરણ જળવાઈ રહે તેમાં જ સૌનું શ્રેય અને કલ્યાણ છે. અંતમાં કાકાસાહેબ કાલેલકર જે શબ્દોથી સંસ્કૃતિની સ્તુતિ કરી છે, કંઈક એવા જ ભાવથી હું માતૃવંદના કરીશ - ૧૨ “જીવન એ પ્રકૃતિ છે તો મા તેનો શણગાર છે, જીવન જો ધરતી હોય તો મા તેનું સ્વર્ગ છે...!'' મા, ગૃહલક્ષ્મી, મા કુળલક્ષ્મી, મા ભાગ્યલક્ષ્મી માતા જે આપે કાયમ શાતા. માનવતાને સંસ્કૃતિનું મહાવિધાલય માતાનાં ચરણોમાં છે જે રાહ જુએ છે તે માતા છે મા, વાટખર્ચીમાં ખૂટે નહિ, એટલો તે સ્નેહ આપ્યો મા એટલે મૂંગા આશીર્વાદ મા એટલે વહાલતણો વરસાદ મા એટલે મીઠું મીઠું વળગણ મા એટલે દેવ ફરી અવતરિયો મા એટલે અમૃત અનરાધાર મા એટલે અમી ભરેલો પો મા એટલે મમતાભીની બાથ મા એટલે વહાલ ભરેલો વીરડો મા એટલે મંદિર કેરો દીવડો “દેવ હાજર ના રહી શકે ઘરઘર મહીં મા સ્વરૂપે જન્મ લે જીવતર મહીં” jgws pl>>IP સદ્ગુરુ (ગુરુમાતા) : સંસ્કૃતિનો આધારસ્તંભ શૈશવકાળમાં બાળકની માતા જ તેની ગુરુ હોય છે. મા ઘરના પરિસહમાં રહીને પોતાના બાળકને શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરે છે. પરંતુ વિશ્વના વિશાળ ફલક પર તેની વિકાસયાત્રા માટે તે માતા પોતાના સ્તરની વ્યક્તિને શોધે છે અને તે છે માસ્તર. આમ જીવનમાં માના સ્તર પર જો કોઈપણ હોય તો તે છે માસ્તર... એટલે વિદ્યાગુરુ. પોતાના બાળકના જ્ઞાનની ક્ષિતિજના વિસ્તાર માટે મા પોતાનું બાળક શિક્ષકને સોંપી દે છે. પ્રથમ શિક્ષક માતા, અને પછી જીવનમાં વિદ્યાગુરુનો પ્રવેશ થાય છે. ગુ = અંધકાર, રુ = દૂર કરનાર. = અવિદ્યાનો અંધકાર દૂર કરનાર, જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી, મુક્તિનું મંગલ પ્રવેશદ્વાર જે ચીંધે તે સદ્ગુરુ છે. જેમને સત્નો સાક્ષાત્કાર થયો છે એવા સદ્ગુરુને ભારતવર્ષનાં શાસ્ત્રોએ ગુરુને બ્રહ્મા, વિષ્ણુ, મહેશની ઉપમા આપી નવાજ્યા છે. કેમ કે જીવનમાં સદ્ગુણોના સર્જક ગુરુને બ્રહ્મા ગણ્યા છે. સદ્ગુણના પોષક ગુરુને શ્રી વિષ્ણુ તુલ્ય ગણ્યા છે એ દોષોના વિનાશકને મહાદેવ જેવા માન્યા છે. આ ત્રણ દેવોની ઉપમા યથાર્થ છે. વિદ્યાગુરુ વિદ્યાદાન દ્વારા આપણા વ્યાવહારિક જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે. જે જ્ઞાન નોકરી, ધંધા કે વ્યવસાય દ્વારા જીવનનિર્વાહ ચલાવવા ઉપયોગી થાય છે. વળી ભૌતિક સુખસંપત્તિનું ઉપાર્જન પણ તેના દ્વારા થઈ શકે છે. ઉપરાંત વિદ્યાગુરુએ આરોપેલ ધર્મ-નીતિના સંસ્કારો આપણામાં રહેલી સુષુપ્ત ચેતનાને જાગૃત કરવાનું કાર્ય કરે છે. આમ વિદ્યાગુરુ માનવીનો આખો ભવ સુધારે છે. પુરુષાર્થ અને પુણ્યના યોગથી ભૌતિક સુખ સંપન્ન થઈ હોય તો તે સમૃદ્ધિને કઈ રીતે ભોગવવી, તેનો વિવેક ધર્મગુરુ જ શીખવી શકે અને ભૌતિક સમૃદ્ધિ વિના પણ, ખૂબ જ પ્રસન્નતાથી કઈ રીતે જીવી શકાય તે વિદ્યા તો માત્ર ધર્મગુરુ દ્વારા જ પામી શકાય. આધ્યાત્મિક તત્ત્વનાં રહસ્યો પામવા માટે માત્ર આ ભવ જ નહિ પરંતુ ભવ પરંપરા સુધારવા માટે જીવનમાં ધર્મગુરુનું મહત્ત્વ અનન્ય છે. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, સેવે સદ્ગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત્ બુઝી ચહત જો પ્યાર કી, હૈ બુઝન કી રીત, પાવે નહીં ગુરુગમ બિના, એહ અનાદિ સ્થિત ! jys pust»IP ૧૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ વિદ્વાન વ્યાખ્યાતા ડૉ. પૂજ્ય મહાસતી તરુલતાજીએ “હું આત્મા છું.' માં યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રની આ મહાન રચનાને અભુત રીતે સમજાવતાં કહ્યું છે કે - “બિના નયનની વાત એટલે જ અનુભવ ઇન્દ્રિયોથી થઈ શકતો નથી, પણ ઇન્દ્રિયાતીત છે, એવો આત્માનુભવ. આપણાં આ ચર્મચક્ષુઓ જગતના સર્વ રૂપી પદાર્થો જોઈ શકે છે, પણ અરૂપી એવો આત્મા આ નયનોમાં સમાતો નથી. તેને જોવા-જાણવો હોય તો અંતરીક્ષ ઉઘાડવાં પડશે. અંતરનો થયેલો ઉઘાડ, અંતરની અનુભવ દશાની પ્રાપ્તિની તીવ્ર લગન જ આત્માનો સાક્ષાત્કાર કરાવી શકે. પણ એ લગન લગાડે કોણ ? બ્રહ્મજ્ઞાનનો ભોમિયો, જેણે પોતે આત્માનુભવ કરી લીધો છે, તેઓ માટે હે માનવ ! આત્માનુભવી સદ્ગુરુનાં ચરણોમાં ચાલ્યો જા. તેમના ચરણનું ગ્રહણ કરવાથી પરમાનંદને પામી શકાશે.” સંત કબીરજીએ પણ સદ્ગુરુને જીવનમાં પ્રથમ સ્થાને મૂકયા - પ્રસ્થાપ્યા છે - ગુરુ ગોવિંદ દોઉ ખડે, કિસકે લાગુ પાય ? બલિહારી ગુરુ આપની, ગોવિંદ દિયો બતાય. આમ સહુ સંતોએ એકી અવાજે સદ્ગુરુના શરણને સ્વીકાર્યું છે. સદ્ગુરુ વિના સાધનામાં વિકાસ થઈ શકતો નથી. ગુણપૂજક જૈન પરંપરામાં વિશુદ્ધિની દૃષ્ટિએ સિદ્ધ ભગવંતનું સ્થાન ઊંચું છે. અરિહંત પ્રભુ સિદ્ધોને નમસ્કાર કરે છે, પરંતુ નમસ્કાર મહામંત્રમાં પહેલાં નમસ્કાર અરિહંત પ્રભુને અને પછી સિદ્ધ પ્રભુને કરીએ છીએ, કારણ કે આપણને સિદ્ધનું સ્વરૂપ સમજાવનાર જો કોઈ હોય તો તે ઉપકારી અરિહંત ભગવાન છે. મહાન સદ્ગુરુ રૂપે જ અરિહંત ભગવાને સિદ્ધનું સ્વરૂપ ન બતાવ્યું હોય તો આપણે જાણી શક્યા ન હોત અને એવી સિદ્ધ દશાની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવા કોઈ જીવ પ્રેરાયો પણ ના હોત. આમ પ્રત્યેક જીવ પુરુષાર્થ કરીને પરમાત્મા થઈ શકે છે એ બતાવનાર અરિહંત પ્રભુને સિદ્ધ ભગવંત કરતાં પણ પ્રથમ સ્થાન આપ્યું છે. વર્તમાન ગુની અનિવાર્યતા છે. કારણ, આ કાળમાં આ ક્ષેત્રે અરિહંત દેવ આપણી વચ્ચે સદેહે નથી, ત્યારે આપણા માટે જો કોઈ સચોટ અને સબળ અવલંબન હોય તો તે માત્ર એક જ છે અને તે છે સદ્ગુરુ. જિનેશ્વર દવે શાસ્ત્ર પ્રરૂપ્યા, ગુરુ ગણધર તથા તેમની શિષ્ય પરંપરાએ એ ઉપદેશ સૂત્ર - સિદ્ધાંતને આગમરૂપે ગુંથ્યા. આમ સદ્ગુરુને કારણે આપણને આગમરૂપી અમૂલ વારસો મળ્યો. શાસ્ત્રોમાં માર્ગ બતાવ્યો છે, મર્મ બતાવ્યો નથી. મર્મ તો સદ્ગુરુના અંતરમાં પડ્યો છે. ગુરુ આપણા દોષ જોઈ આપણને જાગૃત કરે, જ્યાં ભૂલીએ ત્યાં ફરી ગણવાની પ્રેરણા આપે, પરમ હિતકારી IIIJIT is cહિ | મિત્ર, કરુણાનિધાન સદ્ગુરુ માત્ર હિતબુદ્ધિને શામ, દામ, દંડ, ભેદરૂપ નીતિ આચરીને પણ સાધકને સાચા રસ્તે ચડાવે. ગુરુ શિલ્પી છે. શિલામાંથી નકામો ભાગ દૂર કરી શિલ્પી સુંદર મૂર્તિ બનાવે તેમ ગુરુ શિષ્યના દુર્ગુણો દૂર કરી તેને જીવન-સૌદર્ય બક્ષે છે. જ્ઞાન તો પ્રત્યેક માનવીના આત્માનો પ્રથમ ગુણ છે. પરંતુ જ્ઞાનાવરણીય કર્મથી આત્મા જ્યાં સુધી લેપાયેલો છે, ત્યાં સુધી તેને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. આ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય ગુરુના ઉપદેશ વિના શક્ય નથી. “અહિલ્યા થઈને સૂતું છે, અમારું જ્ઞાન અંતરમાં; ગુરુ ! મમ રામ થઈ આવો, તમારો સ્પર્શ ઝંખું છું.” આમ સદ્ગુરુના સ્પર્શમાત્રથી જ્ઞાન પ્રગટ થવાની માર્મિક વાત કવિએ કહી છે. કબીરજીએ તો સદ્ગુરુને જ્ઞાનરૂપી લોચન ઉઘાડનાર કહ્યા છે - સદ્ગુરુકી મહિમા અનંત, અનંત કિયા ઉપકાર; લોચન અનંત ઉઘાડિયાં, અનંત દિખાવણહાર.” આવા સદ્ગુરુ મેળવવા માટે આપણને અંતરના અતલ ઊંડાણમાંથી જિજ્ઞાસા-ઝંખના જાગવી જોઈએ. ગુરુપ્રાપ્તિની અભિલાષ રોમરોમમાંથી પ્રગટ થવી જોઈએ. સહરાના રણમાં પ્રવાસ કરતાં પ્રવાસીને તરસ લાગે ત્યારે શીતળ જળ માટે કેવી ઉત્કૃષ્ટ ઇચ્છા થાય છે, તેવી જ રીતે - સદ્દગુરુ ! તમને ઝંખું છું પ્રખર સહરાની તરસથી... સદ્ગુરુ જેવા મહાન રત્નને જીરવી શકે તેવી પાત્રતા પણ કેળવવી જોઈએ. આ તો સિંહણના દૂધ જેવી વાત છે. વિનય, હિતશિક્ષાની પાત્રતા અને ગુરુ પ્રત્યે આદર, અતૂટ શ્રદ્ધા, આદર્શ શિષ્યના ગુણો છે. આવા આદર્શ શિષ્ય માટે સદ્ગુરુનું શરણું કલ્પવૃક્ષની શીતળ છાંય સમાન છે. જ્ઞાનીઓએ કહ્યું છે કે - “ગુરુ કાગળની કે પથ્થરની નાવ જેવા હોય છે. કાગળની નાવ જેવા ગુરુ પોતે ડૂબે ને બીજાને ડુબાડે, પથ્થરની નાવ જેવા ગુરુ પોતે ડૂબે ને બીજાને પણ ડુબાડે, જ્યારે ગુરુ કાષ્ટની નાવ જેવા હોય છે, જે પોતે તરે અને બીજાને પણ તારે છે.” જ્ઞાનીઓએ ગુરુને પનિહારી સમાન અને સોનાની ખાણના ખાણિયારૂપે કહ્યા છે. કૂવામાં પાણી ઘણું છે. તરસ્યો પ્રવાસી કાંઠે ઊભો છે. પાણીના દર્શનથી તેની તૃષા તૃપ્ત થવાની નથી. પનિહારી દોરડું સિંચી ઘડામાં પાણી ભરી બહાર લાવે, તેને કપડા વડે ગાળી પ્રવાસીની તૃષા તૃપ્ત કરે છે, તેમ શાસ્ત્રનું જ્ઞાન કૂવાના પાણી જેવું છે. ગુરુ તેનું ચિંતન-મનન-પરિશિલન કરી આપણે igsaclisus JDISSIP ETTTTTTTTTTTTTA A 1 K R K નીfiા ૧૫ ] Page #16 -------------------------------------------------------------------------- ________________ i સમગ્ર જીવસૃષ્ટિને જીવંત રાખનાર મા ધરતી | યોગ્ય બનાવી આપે છે અને આપણી જ્ઞાનપિપાસાને તૃપ્ત કરે છે. જેમ પનિહારી કોઈપણ તરસ્યા વટેમાર્ગુને નાત-જાત-પાતના ભેદ વગર તૃષા તૃપ્ત કરે છે, તેવા જ છે કરુણાવંત જ્ઞાની ગુરુજન. વળી સોનાની ખાણમાં માટી મિશ્રિત સોનાને પુરુષાર્થ દ્વારા અનેક પ્રક્રિયાથી ૨૪ કેરેટની શુદ્ધ સોનાની લગડી ખાણિયા બનાવે છે, તેમ જ્ઞાની ગુરુજન શાસ્ત્રનાં અગાધ રહસ્યોને સરળ ભાષામાં આપણી સમક્ષ રજૂ કરી મોક્ષનો માર્ગ સુલભ કરી આપે છે. સદ્દગુરુના અંતરમાં અખૂટ અનુકંપાનું ઝરણું વહેતું હોય છે, તેથી સંસ્કાર અને સાચી સમજણ ગુરુ પાસેથી મળે છે. આધ્યાત્મ જ્ઞાન અને જીવનનાં ઉચ્ચ મૂલ્યો ગુરુ દ્વારા સાંપડે છે. આપણી આર્ય સંસ્કૃતિમાં ગુરુને પ્રભુના પ્રતિનિધિ અને ધર્મ સંસ્કૃતિના સંરક્ષક અને પોષક માનવામાં આવ્યા છે. સંવિધા, બ્રહ્મવિદ્યા અને સગુણો ગુરુ પાસેથી જ પ્રાપ્ત થાય છે. નમ્રતા, સેવાભાવ, વિનય ને વિવેક એ બધું ગુરુકૃપાથી જ પ્રાપ્ત થાય છે. દાર્શનિક સંદર્ભે ગુરુદક્ષિણા વિશે ચિંતન કરવા જેવું છે. શિષ્ય હૃદયમાં એવા ભાવ પ્રગટ કરવા જોઈએ કે - “જે કાંઈ મને મળ્યું છે તે ગુરુકૃપાએ જ મળ્યું છે, માટે સર્વ ગુરુનું જ છે, તો હું તેને ગુરુદક્ષિણા આપનાર કોણ ?' ગુરુને અર્પણ થયા પછી અહંનું વિસર્જન થયું છે. “મમનું મૃત્યુ થયું છે. આ જગતમાં આત્માથી શ્રેષ્ઠ કશું જ નથી અને મને આત્માનું દર્શન કરાવનાર તો ગુરુ જ છે, જેથી આત્મા પણ તેનો જ છે, તો હું ગુરુને શું આપી શકું?” આમ લઘુતાભાવ પ્રગટ થાય તો જ શિષ્યત્વ આદર્શ બની શકે છે. ગુરુભક્તિની પરાકાષ્ઠા રૂપે શ્રીમદ્જીની ગાથા દ્વારા આપણે આ વિષયનું સમાપન કરીશું અહો અહો શ્રી સદ્ ગુરુ કરુણા સિંધુ અપાર આ પામર ૫ર તમે કર્યો અહો અહો ઉપકાર શું ગુરુ ચરણ કને ધરું આત્માથી સ હીન તે તો ગુરુએ આપિયો વધુ ચરણાધીન દેહ છતાં જેની દશા વતું દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત સંત દત્તાત્રયે પશુ-પંખી અને પ્રાણીઓમાં દૈવી ગુણોની વિશિષ્ટતાનાં દર્શન કર્યા, તો તેમણે એ બધાને ગુરુપદે સ્થાપી દીધાં. ધન્ય છે તેમની ગુણાનુરાગી દૃષ્ટિને ! આરુણિ, ઉપમન્યુ, સત્યકામ, જૈમિનિ જેવા આદર્શ શિષ્યો, પરશુરામ - કર્ણ, ભગવાન મહાવીર - ગણધર ગૌતમ, વિશિષ્ટ - રામ, કૃષ્ણ - સંદીપની, દ્રૌણાચાર્ય - એકલવ્ય, વલ્લભસ્વામી, રામાનંદસ્વામી - સહજાનંદ સ્વામી, કબીરદાસ, રામકૃષ્ણ - વિવેકાનંદ જેવા મહાન ગુરુ-શિષ્યનું પાવન સ્મરણ કરી સંસ્કૃતિના આધારસ્તંભ સમા સદ્ગુરુને વંદના ! X i gstclish qols>ISIP જા જામીન Bree સંસ્કૃતમાં પૃથ્વીને ક્ષમા કહેવામાં આવે છે. પૃથ્વી અત્યંત ઉદાર છે. પૃથ્વી પરમ વિશાળ છે. આગમ દિવાકર પૂ. જનક મુનિ પૃથ્વીને આનંદનું ધામ કહે છે. ચરમ તીર્થકર ભગવાન મહાવીરે ‘દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે - પુઢવી સમે પુણિ હવિજા” આત્મોત્થાન ઇચ્છનાર દરેક આત્માએ પૃથ્વી જેવું થવું જોઈએ. આત્મા જ્યારે તમામ કર્મથી મુક્ત થઈ મોક્ષાગમન કરે ત્યારે આલોક પૃથ્વીથી મોક્ષની યાત્રાની ક્ષણોમાં શૈલેષીકરણની અવસ્થામાં હોય છે. શૈલનો અર્થ શિલા - પથ્થર. શિલા પોતાના મૂળ પૃથ્વીમાં ઊંડા ઉતારે છે, પૃથ્વીમાં ઓતપ્રોત બની સ્થિર થઈ જાય છે. આ શિલામાં આપણે મૂર્તિ કંડારી અને તેની પૂજા કરીએ કે આ શિલા પર પ્રહાર કરીએ તો પણ તેને કોઈ રાગદ્વેષ થતાં નથી. પૃથ્વી, કોઈપણ જાતના ભેદભાવ વિના આ સમગ્ર જીવસૃષ્ટિને પોતાની સમૃદ્ધિ આપે છે. સારા-નરસાના કોઈ ભેદ તેને નથી. આ જીવંત પૃથ્વી ઉપર તેના સંચાલક દેવો સતત કાર્યરત છે. આ વસુંધરા નધણિયાતી નથી - નિર્જીવ પણ નથી. “આ જમીનનો હું “માલિક છું' એમ કહી આપણે તેના માલિક બની ગયા છીએ, તે માત્ર ભ્રમણા છે. પૃથ્વીના માલિક તો સૌધર્મેન્દ્ર છે. આ સજીવ અને સચેતન પૃથ્વીના માલિક શકેન્દ્ર મહારાજ છે. તેથી જ શાસ્ત્રકાર પરામશીઓએ પૃથ્વીને ઇન્દ્રસ્થાવરકાય નામ આપ્યું છે. કારણ કે ઇન્દ્ર તેના અધિષ્ઠાયક છે. સમષ્ટિને જિવાડી રાખવાની તાકાત મા ધરતી પાસે છે તે જીવસૃષ્ટિને પાણી, અન્ન, વસ્ત્ર, આશરો, ઔષધિઓ, ફળ, ફૂલ, ઊર્જા, ખનીજ, સોનું, હીરા અને ઝવેરાત રૂપે સમૃદ્ધિની છોળો સતત આપ્યું જ જાય છે. જેમની પાસે અખૂટ સંપત્તિ રૂપિયા છે તે મલ્ટી મીલિયોનર કહેવાય, પરંતુ જેની પાસે જમીનનો નાનો સરખો ટુકડો હોય તેને Land Lord લેન્ડ લૉર્ડ કહે છે. પંદર-પંદર ટન સોનુ કે ઝવેરાત હોય તેને સંપત્તિવાન કહે, પણ Lord એટલે કે રાજા ન કહે. પણ જમીનના ટુકડાના માલિકને લેન્ડ લૉર્ડ એટલે રાજા કહ્યા. આમ વહેવાર જગતમાં ભૂમિને મૂલ્યવાન ચીજ ગણી છે. પરંતુ માં ધરતી કહે છે - “મારામાં આસક્તિ ન રાખ, હું માત્ર કીમતી ચીજ નથી. ચૈતન્યનો અંશ છું.' માતા સંતાનોને આપવામાં કદી વાળો-ટાળો ભેદભાવ રાખતી નથી. વસુંધરાને કોઈ વહાલું નથી, કોઈ દવલું નથી. એની igscીke ple a d ૧૦ | Page #17 -------------------------------------------------------------------------- ________________ અમીધારા સતત વરસતી હોય છે. મા ધરતી સહિષ્ણુતાની મૂરત છે. મા વસુંધરાને અહિંસા પ્રિય છે. પૃથ્વી પર હિંસા વધે છે, માટે પૃથ્વી ત્રસ્ત થઈ જાય છે, કંપી જાય છે અને ધરતીકંપ થાય છે. શક્તિનું મૂળ કેન્દ્રસ્થાન નાભિમંડળ છે. નાભિમંડળથી વળી ભૂમંડળને સ્પર્શ કરવો એટલે વંદના - સાક્ષાત્ દંડવત્ પ્રણામ - નમન. આ નમન કરવાથી અહંકાર ઘટશે. દરેક વ્યક્તિની ચોપાસ એક આભામંડળ હોય છે. સાથે એક અહંકારનું વર્તુળ પણ હોય છે. નમવાથી વ્યક્તિ પોતાના અહંકાર વર્તુળમાંથી બહાર નીકળશે. અહં અને મમની દીવાલો તૂટશે. સાક્ષાત્ દંડવમાં પૃથ્વીની સમથળ થવાથી મા પૃથ્વીના સમતા અને ક્ષમાના ગુણોથી શરણાગતિના ભાવો પ્રવાહિત થશે. દિવ્ય પવિત્ર આભામંડળનો વિસ્તાર થશે અને નભોમંડળ સુધી ચેતનાનો વિસ્તાર થશે. આ ક્રિયા આત્માના ઊર્ધ્વગમનમાં પરિણમશે. મા ધરતી પોતાનાં બાળકોને એક સંદેશ આપે છે - “બેફામ ભોગવાદી બની મારી સંપત્તિનો દુરુપયોગ કરીશ નહિ. મારામાંથી મળતી સંપત્તિનો પરિગ્રહ ન કર, આ સંપત્તિ પર માલિકી ભાવ રાખવાને બદલે ટ્રસ્ટી ભાવ રાખજે. મારા ટુકડા કરી મારા પર આધિપત્ય સ્થાપવાના સામ્રાજ્યવાદને કારણે જ હિંસા, દ્વેષ અને લડાઈ થાય છે. સમાજવાદ માટે હું ‘વસુધૈવ કુટુમ્બકમ'ની ભાવના રાખજે.' મા ધરતીના આ હૃદયસંદેશમાં વિશ્વવાત્સલ્યના ભાવો અભિપ્રેત છે. નિઃશ્વાસોનું સુગંધમાં રૂપાંતર કરતી મા જાદુગરિણી છે. મા, તારા વિના મુજ હૃદયની વાટડી સાવ સૂની એક જ અક્ષર અજર અમર છે, એક જ મંત્ર છે મા “દેવોએ દીધેલું અમૃત દુનિયાએ ક્યાં પીધું, માતાની મમતાનું અમૃત સૌએ ચાખી લીધું.” મા, ભીના લીંપણમાં નાની પગલી જોવાની હોંશ તારી ! સ્ત્રી મરે છે, માતા નથી મરતી, તું જીવે છે, જીવતી હતી એમ જ માતા તારી ચરણરજમાં સ્વર્ગની ઝાંખી થાયે વ્હાલપની એક અગોચર ડી, માને બાળમાં જડી બા થાળીમાં જે મૂકતી તે બધું અમૃત બની જતું મા, સરગના દેવ અહીં ભોમકાએ ઊતરી, જોતાં'તાં મુખ તારું નમણું ૧૮ ૨૬ jgtko _pilp વિશ્વમાતા : કામધેનુ ગાય ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા સમાન ગણવામાં આવી છે. પ્રાચીન કથાનકોના ઉલ્લેખ અનુસાર ગાય ભગવાન વિષ્ણુના શરીરમાંથી ઉત્પન્ન થઈ છે. ગાયો વિશ્વસ્ય માતઃ વેદોએ ગાયને વિશ્વની માતા કહી અભિવંદના કરી છે. માનવ કુટુંબ અને સમાજની અર્થવ્યવસ્થા ખેતી, આરોગ્ય, પોષણ આદિમાં ગાયનું મહત્ત્વ વધુ હોવાથી ગાયોને દૈવી ગણી, તેમાં દેવોનો વાસ હોવાની કલ્પના કરવામાં આવી. વાસ્તવિક રીતે ગૌવંશ માત્ર માનવજાતિની જ નહિ પરંતુ સમગ્ર જીવનસૃષ્ટિની જે રીતે સેવા કરે છે. તે રીતે જોઈએ તો ગાયો પૂજનીય અને માતાના સ્થાને જ છે. ગૌવંશ માનવજીવનનું મહત્ત્વનું અંગ છે. તે આધુનિક સમાજશાસ્ત્રી, આહાર પોષણશાસ્ત્રી અને ગ્રામીણ અર્થશાસ્ત્રીઓએ સ્વીકાર્યું છે. ગાયો મનુષ્યની અનેક ઇચ્છાઓ પૂર્ણ કરે છે, તેથી ‘કામધેનુ’ સ્વરૂપે છે. વિશ્વ ચેતનાના પાયામાં ગાય ઊભી છે. ભારતીય સંસ્કૃતિ અને અર્થવ્યસ્થાના અભ્યાસુ સ્વ. વેણીશંકર મુરારજી વાસુએ ગોરક્ષા અને ગોસંવર્ધનના પાયાના સિદ્ધાંતોનું વિશ્લેષણ કરતાં કહ્યું છે કે - “ભારતીય અર્થવ્યવસ્થાના પાયામાં ગાય અને ગોવંશ રહેલા છે. ગોરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા દ્વારા જીવનસૃષ્ટિનું રક્ષણ અને પોષણ કરવું એ ભારતીય અર્થવ્યવસ્થાનું ધ્યેય છે. રક્ષાના આ ચાર સિદ્ધાંતો સાથે હિંદુ ધર્મ, સંસ્કૃતિ, સમાજવ્યવસ્થા અને અર્થવ્યવસ્થાના તાણાવાણા વણાઈ ગયેલા છે. રક્ષાના આ ચાર સિદ્ધાંતોમાંથી એકને પણ હાનિ પહોંચાડવામાં આવે તો એ ચારે સિદ્ધાંતો તૂટી પડે અને સમસ્ત ભારતની પ્રજાનું ભાવિ અંધકારમય બની જાય.' પશ્ચિમની યાંત્રિક અર્થવ્યવસ્થામાં હિંસા, શોષણ અને અન્યાય પાયામાં રહેલા છે. હિંસા, શોષણ અને અન્યાય આચર્યા વિના આ અર્થવ્યવસ્થાની હસ્તી જ કલ્પી શકાતી નથી. ભયંકર ઉપભોક્તાવાદ, પશુનાશ અને કુદરતી સંપત્તિનું શોષણ અને સંહાર યંત્રોની મદદથી વિશ્વ સંપત્તિનું શોષણ કરવાનો ઉપક્રમ પશ્ચિમની યાંત્રિક અર્થવ્યવસ્થામાં અભિપ્રેત છે. યાંત્રિક અર્થવ્યવસ્થામાં ગૌવંશને કોઈ સ્થાન નથી, સિવાય કે તેને મારીને ખાઈ જવું. તેમને માટે ગાય એ માત્ર તેના દૂધનું શોષણ કરવાનું સાધન છે. [ges plat Ip ૧૯ Page #18 -------------------------------------------------------------------------- ________________ ઓછામાં ઓછા સમયમાં ગાયનું વધુમાં વધુ દૂધ ખેંચી લઈને, પછી તેને મારીને ખાઈ જવી તે સિવાય તેમના માટે ગાયનો બીજો કોઈ ઉપયોગ નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સંસ્કૃતિના ચાર પાયા ગણનાર પ્રાચીન ભારતના પૂર્વાચાર્યોએ અર્થશાસ્ત્રને ન્યાયસંપન્ન વૈભવનો પવિત્ર ખ્યાલ આપ્યો છે. જ્યાં દરેક વહેવાર કે યોજનાને માત્ર આર્થિક લાભથી મૂલવવાની વાત નથી, પરંતુ અહીં દરેક સંયોગોને જીવપ્રાણી માત્રના હિતને ધ્યાનમાં લેવાની ભાવના અભિપ્રેત છે.. ગાયના સંવર્ધન અને પાલનમાં અર્થવ્યવસ્થા આરોગ્ય, પર્યાવરણ, કષિ ઉપરાંત ધર્મ અનુકંપા અને જીવદયાના વિચારને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ દેશમાં ગાય મારવા માટે નથી પણ પુજવા માટે છે. કારણ કે હિંદુ પ્રજાનું અસ્તિત્વ જ ગાય ઉપર છે. હિંદુ સંસ્કૃતિ નદીઓના કિનારે, સરિતાના સંગમે, તળાવ, સરોવર કે જંગલના નજીક પ્રગટી છે. હિંદુ અર્થવ્યવસ્થા તેની ફળદ્રુપ જમીનમાંથી પ્રગટી છે. હિંદુ વ્યવસ્થા ગાયમાં ઓતપ્રોત થઈ ગઈ હતી. ગોરક્ષા કર્યા વિના વનરક્ષા, ભૂરક્ષા કે જલરક્ષા શક્ય નથી. પ્રાચીન ભારત માટે કહેવાતું કે - “તે દૂધ-ઘીની નદીના વહેવાવાળો પ્રદેશ છે.' અર્થાતુ દૂધ-ઘીની છત હતી. ગાય-ભેંસ વધુ દૂધ દેવાવાળાં પશુ હતાં, તેથી ઘીની છત હતી. પશુપાલકો પશુઓનું પોતાનું કુટુંબના સભ્યરૂપે પાલન કરતાં. ચરિયાણોમાં પશુઓ છૂટથી ચરતાં. દરેક પરિવારને ગાય રાખવી પરવડતી હતી. પરંતુ અંગ્રેજી શાસનની ભારત વિરોધી નીતિથી ગામડાંઓમાં ગાય માત્ર શ્રીમંત ખેડૂત કે શ્રીમંત વેપારીઓના ઘરમાં બચી હતી, અથવા માલધારીઓ પાસે હતી. શહેરોમાં ડેરીઓની શરૂઆત થઈ, એટલે ડેરીવાળાને ડેરીઓ માટે ગાયોની અને ભેંસોની જરૂર પડી અને દૂધના વેપાર પાછળ ગાયોનો વેપાર પણ શરૂ થયો. ડેરીવાળાઓએ ગામડામાંથી માલધારીઓની શ્રેષ્ઠ ગાયો અને ભેંસો ખરીદી શહેરોમાં લાવી દૂધનો વેપાર શરૂ કર્યો, તો બીજી તરફથી કોલકાતા જેવાં શહેરોમાં સરકારે કાયદેસર કતલખાનાં શરૂ કર્યા અને આ કતલખાનાંઓમાં પશુઓનો પુરવઠો નિયમિત મળતો રહે તે માટે ચોક્કસ વહીવટી પગલાં નક્કી કર્યા. આપણા દેશની પશુ-રક્ષા અને પશુપાલનના અવરોધરૂપ નીચે લખેલ પરિબળો જવાબદાર છે : [ ૨૦ DAIL įgs clics OLS>Isp આપણાં પશુઓના ઘાસચારાના પુરવઠાને ઓછો કરી નાખવા ૧૯૬૭ પછી ઘઉંના વાવેતર હેઠળ એક કરોડ એકર જમીનનો અને શેરડીના વાવેતર હેઠળ ૧૭ લાખ એકર જમીનનો વધારો કરાયો. $ ઘઉંના વાવેતરનો વિસ્તાર - ચરિયાણો પર અતિક્રમણ. દૂધનો પુરવઠો વધારવાનું બહાનું આગળ કરી કુદરતી ગર્ભાદાનની જગ્યાએ ઇન્ડેશન દ્વારા Cross Breeding શરૂ કર્યું, એટલે દેશી ગાયોનું વિદેશી સાંઢ દ્વારા સંકરીકરણ. $ ઇજારાશાહી ઢબે પશુઓના હિંસક દાણના કારખાનાની શરૂઆત. જે ગામડામાં પાણીની તીવ્ર અછત. ટ્યુબવેલ પ્રોજેક્ટ દ્વારા જમીનનું તળ નીચે ઊતરતાં પાણીની અછત. છે સ્થાપિત હિતોને લક્ષમાં રાખી ઘડાયેલી નીતિઓથી ડેરી ઉદ્યોગ, ટ્રેક્ટર ઉદ્યોગ, કપાસિયા પીલવાનો ઉદ્યોગ, ખોળ, ખાણ, દાણ, પશુઓની દવા, ડેરી ઉદ્યોગનાં સાધનો, દૂધના પાઉડરની આયાત, પશુઓની નિકાસ, ગુવારના ઔદ્યોગિક ઉપયોગની નીતિ ફૂલી-ફાલીને દૂધાળાં ઢોર તથા ઉપયોગી પશુઓનાં હીર હણાય ગયાં અને આવાં બિનઉત્પાદક પ્રાણીઓના કતલના પરવાના આપી કતલખાનાં વધાર્યા. આ બધી અવ્યવહારુ અને વિવેકશૂન્ય નીતિથી ભારતની પશુપાલન અને ગૌસવંર્ધન યંત્રણા પર કુઠારઘાત થયો. જુવાર-બાજરા જેવા ધાન્ય ઉગાડવા પ્રોત્સાહન મળે તો પશુઓને કડબ મળે. પણ સરકાર તરફથી તેમ ન થયું. બીડ, ગૌચરની રક્ષા કે સંવર્ધન પણ ન થયું. સંપૂર્ણ ગૌવંશ-વધબંધી અને ગોરક્ષા તેમજ ગોસંવર્ધન એ હિંદુ પ્રજાના આત્માનો અવાજ છે, છતાંય સરકારી રાહે કાંઈ થયું નથી. મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે - “સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી પ્રથમ કાર્ય એ હશે કે ગોવધ સદાને માટે ભારતભૂમિ પરથી વિદાય લેશે. ભારતવર્ષમાં ગોરક્ષાનો પ્રશ્ન સ્વરાજ કરતાં કોઈપણ રીતે નાનો નથી. ઘણી બાબતોમાં હું એને સ્વરાજ કરતાં પણ મોટો માનું છું. જ્યાં સુધી આપણે ગાયને બચાવવાનો ઉપાય શોધી કાઢતા નથી, ત્યાં સુધી સ્વરાજ અર્થહીન કહેવાશે. ગાયની રક્ષા કરવી એટલે ઈશ્વરની - સમસ્ત મૂકસૃષ્ટિની રક્ષા કરવી. ભારતની સુખ-સમૃદ્ધિ ગાય તેના સંતાન સાથે જોડાયેલી છે. ભારતમાં ગાય જ મનુષ્યનો સૌથી સાચો - સૌથી મોટો આધાર છે. ગાયની રક્ષા કરો તો સૌની રક્ષા થઈ જશે. ગોવધને હું મારો વધ સમજીશ.” | igcfkhs joiાળા આ ક ડક ૨૧] Page #19 -------------------------------------------------------------------------- ________________ ગોરક્ષાને સ્વરાજથી સવાયા પ્રશ્ન ગણતા ગાંધીજીનું આ વચન ઉથાપી આપણે ગાયોના વધ સાથે પ્રત્યેક દિન ગાંધીહત્યા દ્વારા અપવિત્ર અને પાપી બનીએ છીએ. અનુભવે આપણને બતાવ્યું છે કે બંધારણની ૪૮મી કલમ ગોરક્ષામાં નિષ્ફળ ગઈ છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારે ૪૮મી કલમની રૂપે પોતાના રાજ્યમાં સંપૂર્ણ ગોવધબંધી કરી ત્યારે અનુકંપા અને રાષ્ટ્રપ્રેમના વિપર્યાસ સમા અદેશ્ય પરિબળોની મદદ દ્વારા, સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો, જેથી બંધારણની ૪૮મી કલમ અર્થહીન બની ગઈ. ફાઓ અને યુનો જેવી સંસ્થાઓ એ હસ્તક્ષેપ કરી ભારતના સાર્વભૌમત્વ, સ્વમાન અને ગૌરવને નીચા પાડી, અંતરનો અવાજ ગુંગળાવી નાખ્યો, પરિણામે ભારતમાં સહુ મોટા અને વિશ્વના બીજા નંબરના મોટા ગણાતા દૂધ, ઘી, અનાજ અને દવાનાં બજારો કબજે કરી ભારતના ગળામાં આર્થિક ગુલામીનો ફાંસો નાખવા થનગની રહેલી પરદેશી સત્તાઓએ પોતાની હિતના વિવિધ કાવાદાવા દ્વારા અહીં પથારો કર્યો છે. આપણું પશુધન કતલ સિવાયના બીજા માર્ગોએ પણ નાશ પામે અથવા તો તેની હત્યા કરવાની ફરજ પડે. ગ્લોબલાઇઝેશન ઉદારીકરણ - મલ્ટીનેશનલ કંપની આર્થિક અને વ્યાપારી કરારો આપણા ગળામાં આર્થિક ગુલામીનો ફાંસો નાખી રહ્યા છે, અને ભારતીય સંસ્કાર-સંસ્કૃતિ પર ધર્માતરણનું આક્રમણ થઈ રહ્યું છે. | ઋષિઓએ ગાયને ઊંચે સ્થાને પ્રસ્થાપિત કરેલ છે. ભારતના આગેવાન નેતાઓ દિશા ભૂલ્યા છે, પરંતુ દેશવાસીઓના લોકહૃદયમાં ઋષિવાણીની સરવાણી પ્રવાહિત થયેલી છે. ઋષિવચનનો પ્રતિછંદ સંભળાયા કરે છે. એટલે ઉજળા ભાવિની આશા છે. વિવિધ તર્ક કરીને ગાયની મુલવણી કરી શકાય નહિ. ગાય નફાનુકસાનીના ત્રાજવે તોળવાની વસ્તુ નથી. છતાં આરોગ્ય, પોષણશાસ્ત્રના નિષ્ણાતો પર્યાવરણના તજજ્ઞો, કૃષિ નિષ્ણાતો કે ગ્રામીણ અર્થશાસ્ત્રીઓની કસોટીમાંથી ગાય સવાસોળ આની પૂરી ઊતરી છે. અને “ગાય છે ત્યાં સમસ્યાઓનું અસ્તિત્વ નથી અને ગાય નથી ત્યાં સમાધાનનું અસ્તિત્વ નથી' એ ઉક્તિ ચરિતાર્થ કરે છે. આમ જન્મદાત્રી માતા, બીજી જન્મ આપનાર ગુરુમાતા, ધરતીમાતા, ગાયમાતા અને લોકમાતા નદીઓ વિશ્વજનની છે. અહર્નિશ વાત્સલ્યનો સ્ત્રોત વહાવનાર ઉદ્ભવસ્થાન છે. ગાય માતાનો વત્સપ્રેમ, વાત્સલ્યભાવ શાસ્ત્રકારોએ અજોડ અને અનુપમ વર્ણવ્યો છે. LIKERLARLA | ૨૨ હજારની X i gstclish qols>ISIP લોકમાતા જીવનદાયિની સરિતા 5-- - -- -- - -- --- -- --- ભારતવર્ષની અધ્યાત્મ સંસ્કૃતિના વિકાસ-સંવર્ધનનું કાર્ય મા ગંગાને કિનારે થયું છે. ગંગાનું અવતરણ ભગીરથના પ્રચંડ પુરુષાર્થનું સુફળ છે. પુરાણોમાં ગંગા અને તેને કિનારે વિસ્તરેલાં તીર્થોનું માહાભ્ય ખૂબ જ વર્ણવેલું છે. - હિંદુસ્તાનના ઇતિહાસ અને ભૂગોળના અભ્યાસથી સમજાશે કે ભારતીય સંસ્કૃતિ નદીઓના કિનારે પાંગરી છે. નદીઓએ માનવજાત સહિત સમગ્ર જીવસૃષ્ટિને ખૂબ સમૃદ્ધિ આપી છે, તેથી જ કાકાસાહેબ કાલેલકરે નદીને લોકમાતા” કહી છે. ગંગા, યમુના, ગોદાવરી કે નર્મદા બધી જ નદીઓ સાથે વિશિષ્ટ ઐતિહાસિક તથ્યો જોડાયેલાં છે, તો હિમાલયમાંથી પ્રવાહિત થયેલ પવિત્ર જળપ્રવાહોનું આગવું મહત્ત્વ છે. સરિતાના તટે, પ્રયાગરાજ, અમરપુરી, વારાણસી, હરિદ્વાર, કનખલ, જ્વાલાપુર આ બધાં યાત્રાધામો સંન્યાસીઓની કાયમી શિબિર જેવા છે. અહીં, ગુરુકુળ, ઋષિકુળ, મુનિમંડળ, આશ્રમ, ધર્મતત્ત્વ સંશોધન મંદિર, ધર્મગ્રંથ ભંડારો, અખાડાઓ, ધર્મશાળાઓ, અન્નક્ષેત્રો, ગુફાઓ, સાધુઓની કોઠીઓ અને સાધનાકેન્દ્રો છે. શ્રમણ સંસ્કૃતિએ જીવનની અંતિમ ક્ષણોમાં ચારે આહારના ત્યાગની વાત કરી છે, પરંતુ હિંદુ ધર્મ અને બ્રાહ્મણ સંસ્કૃતિની પરંપરાએ ગંગાના જળને એટલું પવિત્ર ગણ્યું છે, તેથી જીવનની છેલ્લી ક્ષણોમાં પણ મુખમાં ગંગાજળ મૂકવાની ભાવનાની પુષ્ટિ કરી છે. ગંગાના જળની સ્ફટિક પારદર્શકતા માટે વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્ય થયું છે. વૈજ્ઞાનિક કસોટીમાંથી પાર ઊતરેલું ગંગાનું જળ નિર્મળ, જંતુરહિત અને પવિત્ર છે. - ગંગાના કિનારે અને ગંગાના જળને પ્રદૂષણમુક્ત રાખવાની સૌની ફરજ છે. વિશ્વમાં વધતી જતી જનસંખ્યા પર્યાવરણની ખોરવાતી સમતુલા, પાણીની જાળવણીની અવ્યવસ્થાને કારણે વિશ્વના મધ્યપૂર્વ વિસ્તારમાં અને ભારતનો ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દેશનાં ૮ રાજયોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. પ્રાચીન સમયમાં આદિવાસીઓ અગ્નિ પેટાવવાના લાકડા માટે મારામારી કરતાં તેમ ભવિષ્યમાં પાણી માટે પાણીપત (લડાઈ) થાય તો નવાઈ નહિ લાગે. Isscle piાર આ ૨૩] LESS Page #20 -------------------------------------------------------------------------- ________________ કારણ કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના અહેવાલ પ્રમાણે વિશ્વભરમાં પાણી સંબંધી લગભગ ૩૦૦ મોટી તકરારો ચાલી રહી છે. ભારત-બાંગ્લાદેશ ફરાક્કાબંધ, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, હાજીકિસ્તાન, કિર્ગીઝસ્તાન, અમુદરિયા અને સિદદારિયા નદીના પાણી અંગે સંઘર્ષ, આફ્રિકામાં ઝાંબેલી નદીનો જળવિવાદ, લેબનોન-ઇઝરાઈલ પાણીના વહેલ બદલવાનો સંઘર્ષ ચાલી રહેલ છે. ભારતમાં નર્મદાના નીરની વહેંચણીનો સંઘર્ષ વર્ષો સુધી ચાલ્યો. જગતની દરેક ધર્મ પરંપરાએ વાણી અને પાણીના વિવેકપૂર્ણ ઉપયોગની વાત કહી છે. જૈન ધર્મ પાણીને એકેન્દ્રીય જીવ ગણે છે. વળી પાણીના વેડફાટ બગાડને કર્મબંધનનું કારણ ગણે છે. જૈનદર્શને પાણીના વિવેકપૂર્ણ ઉપયોગની વાત કહી છે. પાણીને પ્રદૂષણમુક્ત રાખવાથી પર્યાવરણ સંતુલન જળવાઈ રહે છે. પ્રાચીન ભારતમાં અખંડ જળસ્રોત માટે પ્રત્યેક વર્ષે વરુણદેવ(પાણીના દેવ)ની પૂજા કરવામાં આવતી, જ્યારે તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વિશ્વ જળદિન પ્રસંગે ઘટતાં જતાં જળસ્રોત અને અણમોલ પાણીના જતન માટે પાણીના વેડફાટ વિનાના સુચારુ સંચાલન માટે (ફોર આઇડિયલ વૉટર મૅનેજમેન્ટ) આંતરરાષ્ટ્રીય સહકાર સાધવાની તથા પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ માટેની અપીલ કરી છે. કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે જળ એ જ જીવાદોરી છે. પાણીની ખેંચથી તેનો વિકાસ રૂંધાઈ જશે. જળસમસ્યા વિશ્વ માટે સંકટ ન બને તે જોવાની દરેકની ફરજ છે. લોકમાતા તો આપણને સમૃદ્ધિની છોળો આવ્યે જ જાય છે, પરંતુ આપણા નબળા હાથ તેને ઝીલી શકતા નથી. સ્વાર્થને બદલે પારમાર્થિક દૃષ્ટિ, સંકીર્ણતામાંથી વિશ્વ વાત્સલ્યભાવ અને પ્રમાદને બદલે જાગૃતિ આપણને સમૃદ્ધિ ઝીલવા સક્ષમ બનાવી શકે. આપણે પાણીનો વેડફાટ કરીશું નહિ તો લોકમાતાઓ માજા નહિ મૂકે, સંયમમાં રહેશે. આદર્શ પાણી યોજનાઓનું આચરણ કરીશું તો પૂરને ખાળી શકીશું ને મા ધરતી લીલીછમ ચાદર ઓઢી શકશે. ગંગામૈયાના આશીર્વાદથી વસુંધરાને નિરંતર પાણી મળતું રહે અને આપણે સૌ પાણીદાર બનીએ જ અભીપ્સા. મા, તે દિવસે નાળ કપાઈ હતી મને પ્રસવતા, ને ફરી આજે તને વૃદ્ધાશ્રમે દોરી જતાં...! • મારી શ્રેષ્ઠ મિત્ર, મારી મા ! jgtko gi[p પાંચ માતાઓ વાત્સલ્યનું ઉગમસ્થાન વિશ્વને વાત્સલ્ય ક્યાંથી મળે છે ? આ સમગ્ર સંસાર માટે વાત્સલ્યનું સતત ઝરણું ક્યાંથી વહે છે ? પાંચ માતાઓ પાસેથી, તેમના સમગ્ર વ્યક્તિત્વમાંથી, તેમના રૂંએ રૂંએથી નિરંતર વાત્સલ્ય પ્રવાહિત થાય છે. જન્મદાત્રી માતા, ગુરુવર્ય, ધરતીમાતા, કામધેનુ સ્વરૂપ ગાયમાતા અને લોકમાતા - સરિતા પાસે એવો અખંડ અને અખૂટ વાત્સલ્યનો ઝરો છે, જેમાંથી વાત્સલ્યનું પાવન ઝરણું સતત વહ્યા કરે છે. આર્ય સંસ્કૃતિમાં મા પ્રથમ સ્થાને છે. જ્ઞાનીઓએ સંસારને ખારો સમુદ્ર કહ્યો છે. મા આ સંસારની મીઠી વીરડી સમાન છે. ઉપનિષદોએ ચાર સંસ્કારપીઠ દર્શાવી છે - એક માતૃદેવો ભવ, બીજી પિતૃદેવો ભવ, ત્રીજી આચાર્યદેવો ભવ અને ચોથી અતિથિદેવો ભવ. આમ પહેલી સંસ્કારપીઠ માતાની કૂખ છે. પ્રજ્ઞેશ્વરી માતા સરસ્વતીના દિવ્ય ચક્ષુમાંથી નીતરતી કરુણામયી અમૃતધારાની ચિન્મયી સરિતા એટલે વિદ્યાગુરુ. એવી સરિતાની નિશ્રામાં વિકસેલો સંસારીઓના ત્રિવિધ તાપનો શામક વટ-વક્ષ જેવો આધ્યાત્મિક વિસામો એટલે ધર્મગુરુ. એક જન્મ માબાપથી મળે છે, બીજો જન્મ ગુરુથી મળે છે. એ જ દ્વિજ. મા બાપ શરીર આપે છે. સદ્ગુરુ સ્વનો બોધ આપી આત્માની ઓળખ કરાવનાર આધ્યાત્મિક ભોમિયા છે. એટલે જ બીજો જન્મ આપનાર ગુરુ માતા સમાન છે. ધરતીમાતા એ આ સમગ્ર સૃષ્ટિની પાલક-પોષક માતા છે. મા ધરતીએ માત્ર રહેવા માટે ફક્ત ઘર નથી આપ્યું, પણ ખાવા માટે અન્ન અને પીવા માટે પાણી પણ ધરતીમાની દેણ છે. મા ધરતીના પેટાળમાંથી ખનીજ સંપત્તિ અને જંગલોમાંનો અઢળક વૈભવ વસુંધરાનું વરદાન છે. સમગ્ર જીવસૃષ્ટિ પ્રતિ વસુંધરાનો અખંડ વહેતો વાત્સલ્યનો સ્રોત છે. માટે જ ‘વંદેમાતરમ્’ દ્વારા મા ધરતીને આપણે પ્રણામ કરીએ છીએ. ભારતવર્ષમાં ગાય માતાને સ્થાને છે. ગાય જીવસૃષ્ટિ માટે તેના પાલનપોષણ માટે દૂધ, ગોબર અને ગૌમૂત્ર આપે છે. જે કલ્યાણકારી છે. માટે જ ગાય કામધેનુ સ્વરૂપા દૈવી માતાને સ્થાને પ્રતિષ્ઠા પામી છે. લોકમાતા નદીઓએ પણ સમગ્ર જીવસૃષ્ટિ પર ઉપકાર કર્યો છે. ગંગા જેવી મહાન નદીના કિનારે સંસ્કૃતિનું સંવર્ધન થયું છે. આમ જન્મદાત્રી માતા, ગુરુજી, ધરતીમા, ગાયમાતા અને લોકમાતા નદીઓ વિશ્વજનની છે. આ પાંચેય માતાઓ વાત્સલ્યનું ઉદ્ભવસ્થાન છે. [gets pts/p ૨૫ Page #21 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ જગતના સાધકોની શ્રેષ્ઠ આઠ માતાઓ સાધકની જીવનચર્યા કઈ રીતની હોવી જોઈએ ? સાધક કઈ રીતે પોતાનો જીવન-વ્યવહાર કરે તો તે દોષમાંથી બચે અને સંયમ સાધનામાં આગળ વધી શકે આ માટે સાધકે અષ્ટપ્રવચન માતાના ખોળે બેસવું પડે. પ્રવચન એટલે સંપૂર્ણ દોષ રહિત અત્યંત શ્રેષ્ઠ વચન. કેવળજ્ઞાની, તીર્થંકરનું વચન પ્રવચન કહેવાય. આ પ્રવચન એટલે આગમવાણી. સંયમી સાધકો માટે એના જીવનની રક્ષા કરનાર આઠ પ્રકારની માતાઓ આગમ-શાસ્ત્રોમાં બતાવવામાં આવી છે. આ અષ્ટપ્રવચન માતા સાધકના સંયમનું માતાની જેમ રક્ષણ કરનારી છે. આ માતાઓ સંયમી જીવોનું રક્ષણ કરી તેના આત્માને વિશુદ્ધ બનાવે છે અને પરમ સુખની પ્રાપ્તિ કરાવે છે. સંયમી સાધક આત્મા જ્યારે સંસારની મોહ-માયા, સ્વજનો, સંબંધો, પરિગ્રહ વગેરે છોડી દે છે. સંન્યસ્ત જીવન જીવવા સંયમ સાધનામાં આગળ વધવા તે ત્યાગને માર્ગે જાય છે જે એક માતાનો ખોળો છોડે તેને આઠ માતા મળે છે. આ આઠ માતાના નામ આ પ્રમાણે છે : પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ : (૧) ઇર્યા સમિતિ (૨) ભાષા સમિતિ (૩) એષણા સમિતિ (૪) આદાન નિક્ષેપણા (૫) પરિઠાવણિયા સમિતિ (૬) મનગુપ્તિ (૭) વચનગુપ્તિ (૮) કાયગુપ્તિ સમિતિ એટલે સમ્યક્ પ્રવૃત્તિ ઉપયોગપૂર્વક જીવદયા લક્ષે જે પ્રવૃત્તિ થાય તેને ‘સમિતિ’ કહેવાય. ‘ગુપ્તિ’ એટલે ગોપવવું. મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિને ગોપવવી, રોકવી. ગુપ્તિ એટલે નિવૃત્તિ. બિનજરૂરી પ્રવૃત્તિ ન કરવી તે ગુપ્તિ. કોઈપણ સાધક પોતાના જીવનમાં ગુપ્તિ અને સમિતિનું પાલન કરે તો તેનો અધ્યાત્મ વિકાસ થયા વિના રહેતો નથી. ૧. ઇર્યા સમિતિ સ્વ-પર ક્લેશ ન થાય એવી રીતે યત્નાપૂર્વક - જયણાપૂર્વક (પૂર્ણ જાગૃતિ અને વિવેક સાથે) ગતિ કરવી. કોઈ જીવને આઘાત, ત્રાસ કે તકલીફ ન થાય તેની કાળજી લેવી. ઇર્યા માતા કહે છે કે - “હે બેટા ! તું આ સંસારમાં ક્યાં દોડે છે ? અહીંયાં તારું કોઈ છે જ નહિ અને કાંઈ મળવાનું પણ નથી. માટે તારી આંધળી દોડને અટકાવી શાંતિથી ચાલજે. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ gk pi>ID ૨૬ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય અને ત્રસકાયના જીવ એમ છ કાયના જીવોની દયા પાળી સાડા ત્રણ હાથ જમીન દિવસે જોઈ અને રાત્રે પોંજીને (મૃદુતાથી વાળી સાફ કરીને) શાંતિથી ચાલજે. તમામ જીવો સાથે મૈત્રી કેળવવા જીવ દયા પાળવા જ્ઞાનીઓ કહે છે - નીચું જોઈ ચાલતા, ત્રણ લાભ મોટા થાય કાંટો ટળે, દયા પળે, પગ પણ નવ ખરડાય નીચું જોઈને ચાલવાથી ત્રણ મોટા લાભ થાય - કાંટો વાગતો નથી, જીવોની હિંસા અટકે છે અને આપણો પગ પણ ખરડાતો નથી. આમ ઇર્યા સમિતિ પાળવાથી વિશેષ લાભ થાય છે. ‘મનસ્મૃતિ’માં એક સુંદર શ્લોક આવે છે दष्टिपूतं न्यसेत् पादं वस्त्रपूतं जलं पिबेत् । सत्यपूत वदेद वषयं मनः पूतं समाच रेत ॥ અર્થાત્ દૃષ્ટિથી પવિત્ર કરેલી જગ્યા જોઈને પગ મૂકવો, વસ્ત્રથી પવિત્ર કરેલ પાણી (ગાળેલ પાણી) પીવું, સત્યથી પવિત્ર વાક્ય બોલવું તથા મનથી પવિત્ર આચરણ કરવું જોઈએ. આ શ્લોકમાં ઇર્યા સમિતિ, એષણા સમિતિ (ગ્રહણ એષણા) ભાષા સમિતિ, વચનગુપ્તિ અને મનગુપ્તિ વાતની પુષ્ટિ કરી છે. ૨. ભાષા સમિતિ પાપ રહિત નિર્વદ્ય વચન બોલવું. સત્ય એટલે બીજાને હિતકારી, સંદેહ રહિત પરિમિત વચન બોલવું તેને ‘ભાષા સમિતિ’ કહેવાય છે. ભાષા માતા સમજાવે છે કે - “હે બેટા ! બોલવું તે તારો સ્વભાવ નથી, તારા આત્માનો ગુણ તો અભાષક છે. છતાં બોલવું પડે તો, કર્કશકારી, ક્લેશકારી, છેદકારી, ભેદકારી, પરજીવને પીડાકારી, વેરકારી, સાવદ્યકારી, નિશ્ચયકારી એ આઠ પ્રકારની ભાષા બોલીશ નહિ.” જ્ઞાનીઓએ હિત, મિત ને પ્રિય બોલવાને વાણીનું તપ કહ્યું છે. અહીં ‘પ્રિય’ એટલે વિવેકયુક્ત સત્ય અને કલ્યાણકારી વચન એમ સમજવાનું છે. ૩. એષણા સમિતિ એષણાના ત્રણ પ્રકાર છે - (અ) ગવેષણા : આહાર ગ્રહણ કર્યા પહેલાં તેની શુદ્ધિ-અશુદ્ધિનો ખ્યાલ કરે. jyed plasID ૨૦ Page #22 -------------------------------------------------------------------------- ________________ જો સાધુ હોય તો અલગ અલગ ઘરેથી આહારના પદાર્થો ભિક્ષામાં થોડા થોડા લે છે, જેથી કોઈ એક વ્યક્તિને વધુ ભાર ન પડે, ગૌચરમાં ગાય ચરે ત્યારે ઉપર ઉપરથી થોડું ઘાસ ખાય છે. એક સાથે મૂળ સહિત ઘાસ ઉખેડીને નથી ખાતી, જેથી ત્યાં જ ફરીથી ઘાસ ઊગી શકે. માટે જ જૈનસાધુઓ આહાર માટે ભિક્ષા લે છે તેને “ગોચરી' કહે છે. (બ) ગ્રહણ એષણા : જેમ આહાર ગ્રહણ કર્યા પહેલાં આહારની શુદ્ધિ-અશુદ્ધિનો ખ્યાલ કરે છે, તેમ આહાર ગ્રહણ કરતા સમયે પણ આહારની શુદ્ધિ-અશુદ્ધિનો ખ્યાલ કરે છે. (ક) પરિભોગેષણા સમિતિ : ભોજન વાપરતી વખતે “આ ભોજન સારું છે - નરસું છે' એવું કહેવું નહિ. એટલે ભોજનના વખાણ પણ ન કરવા અને નિંદા - વખોડવું પણ નહિ. આહારના રસ અને સ્વાદના વારંવાર વખાણ કરવાથી રસ આસક્તિ અને રાગદ્વેષ બંનેમાં વધારો થાય છે. આહારનો ત્યાગ કરનાર તો તપસ્વી કહેવાય જ, પરંતુ જેણે આહારના સ્વાદનો ત્યાગ કર્યો છે, તે પણ મોટો તપસ્વી છે. “જેણે સ્વાદ જીત્યો તેણે જગત જીત્યું” એમ જ્ઞાનીઓ કહે છે. એષણા માતા કહે છે : “તારા આત્માનો ગુણ તો અણઆહારક છે, તો તારે આહારની શી જરૂર ? માટે હે બેટા ! “તારે આહાર સંજ્ઞા જીતીને આત્માને અણઆહારક ગુણ પ્રગટાવવાનો છે, માટે તું રસાસ્વાદમાં ખોવાઈ ન જતાં તારા ભાવમાં સ્થિર રહેજે. ૪. આદાન નિક્ષેપણ સમિતિ આદાન એટલે “લેવું નિક્ષેપ એટલે મૂકવું. સાધકે બધાં જ ઉપકરણો જયણા, જતના એટલે કે સાવચેતીપૂર્વક લેવા અને મૂકવા જોઈએ માટે આ માતા કહે છે કે – “કોઈપણ વસ્તુ જ્યાં ત્યાં ન મૂકો, વ્યવસ્થિત રાખો. યોગ્ય જગ્યાએ વસ્તુ મૂકવાથી પાછી તરત મળે. વસ્તુ શોધવામાં વિના કારણ સમય ન બગડે અને કંકાસ ન થાય. વળી આર્ત અને રૌદ્રધ્યાનથી પણ બચી શકાય છે. માટે મમત્વરહિત થઈને વિવેકપૂર્વક વસ્તુ લેવી, મૂકવી અને વાપરવી, તે આ માતાની પવિત્ર શીખ છે. ૫. પરિઠાવણિયા સમિતિ જે વસ્તુ જરૂરી નથી, જે પદાર્થો પુગલો નકામા થઈ ગયા છે, તેને વિવેક અને જતનાપૂર્વક પરઠવા જોઈએ, એટલે નિકાલ કરવો જોઈએ. એક દિવસ આ દેહનો પણ નિકાલ કરવો પડશે. એટલે એક દિવસ આ શરીરને LILLILA L U LA આર. igschhe baછા .... ... ૨૮ .. જ નક | પણ વોસિરાવી દઈને સંથારો (સમાધિમરણ) કરવાનો છે. આ છઠ્ઠી માતા કહે છે : “હે વત્સ ! પરપદાર્થોના મમત્વથી દૂર રહેજે, તો તને અવશ્ય મોક્ષ માર્ગ મળશે.” | ૬. મનગુપ્તિ આપણને પૂર્વના પુણ્યોદયથી મન મળ્યું છે, માટે આ મનમાં સારા વિચારો કરવાં અને ખરાબ વિચારો છોડવા, એનો દુરુપયોગ ન કરવો. મનમાં રામ, ને મનમાં રાવણ, રામને સીંચો” સત્તર અક્ષરની આ નાનકડી “હાઈકુ' કવિતામાં સુંદર વાત કહેવાઈ છે. સામાન્ય રીતે માનવીના મનમાં દુષ્ટ અને અશુભ ભાવની એક અને સાત્ત્વિક અને શુભ ભાવની બીજી એમ બે વિચારધારા નિરંતર પ્રવાહિત થતી હોય છે. જાણે બે વેલ પાંગરી રહી છે, પરંતુ આપણે તો સાત્ત્વિક વિચાર વેલને શુભચિંતન જળનું સિંચન કરીને ઉછેરવાની છે. [ ૭. વચનગુપ્તિ ] બહુ બોલવું નહિ શક્ય એટલું મૌન રહેવું અને બોલવું જ પડે તો હિતમિતને પ્રિય બોલવું. [ ૮. કાયગતિ ] જેનાથી પાપકર્મો બંધાય તેવાં કાર્યોથી અટકવું. કાયાથી કોઈપણ પ્રવૃત્તિ ઉપયોગપૂર્વક શાંતિથી કરવી. કાયગુપ્તિમાં કાયાના હલનચલનમાં વિવેક અને જયણા રાખવાની વાત અભિપ્રેત છે. આપણી કાયાથી કોઈપણ જીવને નુકસાન ન થાય અશાતના કે દુઃખ ન થાય તેની સાવધાની રાખવાની છે. અહીં સૂક્ષ્મ અહિંસા નિવારવાની વાત અભિપ્રેત છે. મનોગુપ્તિ માટે ધ્યાન, વચનગુપ્તિ માટે મૌન અને કાયગુપ્તિ માટે કાયોત્સર્ગ ઉપયોગી છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું જ્ઞાન અને આચરણ સાધક જીવનમાં આગળ વધવામાં ખૂબ જ સહાયક બને છે. TAM ૨૯ ] [ jgcરાહ viewા રાજમાં ! Page #23 -------------------------------------------------------------------------- ________________ આ અષ્ટપ્રવચન માતા સાધુજીવનનો પ્રાણ છે. માટે સાધનામાં આગળ વધનાર સૌ કોઈ સાધક માટે અષ્ટપ્રવચન માતા કલ્યાણકારી છે. જેમ માતા પુત્ર પર વાત્સલ્ય ધરાવે છે, તેની કલ્યાણકારિણી છે, તેમ આ આઠ વસ્તુ સાધુજીવનની કલ્યાણકારી હોવાથી જિનેશ્વરોએ તેમને શ્રમણની માતાઓ તરીકે કહેલી છે. આ અષ્ટપ્રવચન માતાનું આચરણ કરતાં ઉપયોગ રાખવો જોઈએ. ઉપયોગ એટલે સાવધાની આપણે જે વખતે જે કાર્ય કરતાં હોઈએ તેમાં જ લીન રહેવું જોઈએ. ‘જૈનદર્શન' કહે છે ઃ “ઉપયોગ એ જ ધર્મ અને પ્રમાદ એ જ પાપ.” જીવનમાં જે કાંઈ જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, તપની નિવૃત્તિ કે પ્રવૃત્તિમાં જાગૃતિ સાથે આ આઠેય માતાનું સતત સ્મરણ રાખવાથી એ કોઈ ને કોઈ તરફ નિયંત્રણ રાખનારી શક્તિ બની રહે છે. આ અષ્ટપ્રવચન માતાને ખોળે જનાર સાધકને સંયમ સુરક્ષાનું એક અણમોલ વરદાન મળી જાય છે. મા મારા હોઠ પરની દૂધિયા ગંધ, આજે પણ તારી છાતીમાં અબંધ. 30 • ભોળી માતા, તુજને ક્દીયે ના શું ઓછું આવ્યું, સંતાનોનું જતન કરતાં આયખું તેં વિતાવ્યું. ધોમ ધોમ વૈશખી લૂ ઝરતાં રણમાં એક લીલી વનરાઈ મારી મા. લાખ લાખ પરબોથી છીપવી શકાય ન એવી તરસ મને લાગી ખોબે ખોબે માના વ્હાલ પીવાની મને ઓચિંતી ઝંખના જાગી મા, તને મેં ઝંખી છે પ્રખર સહરાની તરસથી ભર રે ઉનાળે મારા હૈયાની અંદર ધોધમાર ચોમાસું બેઠું સદ્ગત થયેલી મારી માવડીનું વ્હાલ આજ આળસ મરડીને થયું બેઠું હાલરડું એટલે ‘મા' નામના પ્રદેશનું રાષ્ટ્રગીત મુખ દીઠે દુ:ખ મટે, હેત પસારે હાથ, અમી ઝરતી આંખડી, ઇ મંગળમૂર્તિ માત. મોટું તીરથ માવતરનું ઇ છે જનમના ઝાડ, ગુણ ભૂલ મા તું ગાંડિયા, એનો બનજે તું આધાર økws pl>>IP ન્યાય સંપન્ન વૈભવ અને દાનથી મા લક્ષ્મીનું વરદાન માનવજીવનમાં મા લક્ષ્મીનું સ્થાન અનન્ય છે. જીવનવ્યવહાર માટે લક્ષ્મીની ઉપયોગિતા અને અનિવાર્યતા સ્વીકારાયેલી છે. માનવીને મા લક્ષ્મીનું વરદાન ક્યારે મળે ? લક્ષ્મી મહાલક્ષ્મી ક્યારે બને ? મહાત્મા ભર્તૃહરિએ કહ્યું છે કે - “લક્ષ્મીનું ઉપાર્જન જો પોતે જ કર્યું હોય તો તે પુત્રી સમાન કહેવાય. જો લક્ષ્મી પિતા દ્વારા ઉપાર્જિત હોય અને વારસામાં મળી હોય તો તે બહેન સમાન ગણાય અને જો લક્ષ્મી અન્ય દ્વારા ઉપાર્જિત હોય તે પરસ્ત્રી સમાન છે. પુત્રી કે બહેન પ્રતિ અપાર વાત્સલ્ય કે સ્નેહ હોય તો પણ લાંબો સમય પિયરઘરમાં રાખી શકાય નહિ. આથી આ ત્રણમાંથી કોઈપણ સ્વરૂપે મળેલી લક્ષ્મી સંગ્રહ કરવા યોગ્ય નથી. તેથી ધર્મબુદ્ધિ ધરાવતા આત્માઓ લક્ષ્મીના પરિગ્રહ કરતાં તેના ત્યાગમાં જ સ્વ-પરનું કલ્યાણ સમજે છે. સંપત્તિની મુખ્યત્વે ત્રણ ગતિ છે - ભોગ, ચોરી અને દાન. ભોગોપભોગ, મોજશોખ અને વ્યસનમાં સંપત્તિનો નાશ થાય. ચોરી, લૂંટ, છેતરપિંડી અને દરોડા દ્વારા પણ સંપત્તિનો નાશ થાય છે. ન્યાય સંપન્ન લક્ષ્મીનો ઉચિત જીવનવ્યવહાર માટે વિવેકપૂર્ણ ઉપયોગ કર્યા પછી વધે તેનું સુપાત્રે ઉલ્લાસભાવપૂર્વક દાન દેવાથી લક્ષ્મી, મહાલક્ષ્મી બને છે. लक्ष्मी वायादाश्यत्वारः धर्म रांगाग्नि- तस्कराः । ज्येष्ठ पुत्रायमाने ने, त्रय कुटयंति बांधवा ॥ લક્ષ્મીના ચાર પુત્ર છે - ધર્મ, રાજા, અગ્નિ અને ચોર. જો લક્ષ્મીના જ્યેષ્ઠ પુત્રનું અપમાન કરો તો બાકીના ત્રણ પુત્રો ક્રોધાયમાન થાય છે. લક્ષ્મીના પ્રથમ પુત્ર ધર્મનું ક્યારે અપમાન થાય ? મનુષ્ય નીતિનો ત્યાગ કરી અનીતિપૂર્ણ આચરણ કરે ત્યારે, ધર્મપુરુષના કહેવાયેલાં વચનોનો અનાદાર કરે ત્યારે, અધર્મને ધર્મ માને, કપટ, હિંસા, અસત્ય અને અનીતિથી ધન એકઠું કરે ત્યારે. બીજા શબ્દોમાં કહીએ તો પરોપકાર દાન-પુણ્ય કરવું એ જ લક્ષ્મીના જ્યેષ્ઠ પુત્ર ધર્મનું બીજું નામ છે. જે વ્યક્તિ લોભ-લાલચમાં આવી ફક્ત ધનનો સંગ્રહ કરે છે અને દીન, દુઃખી, પીડિતો પ્રતિ અનુકંપા લાવતો નથી અને દાન કરતો નથી ત્યારે મા લક્ષ્મીના અન્ય ત્રણ પુત્રો કોપાયમાન થાય છે. કવિએ આ શ્લોકમાં રાજા, ચોર અને અગ્નિના રૂપક દ્વારા સમજાવ્યું છે કે - “આવી સંપત્તિ રાજા ટેક્ષ દ્વારા (સરકાર કરવેરા દ્વારા) લઈ લે છે. [ jgic josit ID ૩૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ [ વાગ્મિતા, કલા અને વિધાની દેવીમા શારદા-સરસ્વતી, - - - - - - - - - - - - - અથવા અગ્નિ દ્વારા સંપત્તિનો નાશ થાય છે, અથવા ચોર ચોરી કરી જાય છે.” આમ માતા લક્ષ્મી ધનને શુભ કાર્યમાં વાપરવાનો સંકેત આપે છે. પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી પાપકર્મ કરાવીને જતી રહે. પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મી પુણ્ય કર્મ કરાવીને વધતી રહે છે. જ્યાં મન, વચન અને કાયાથી ચોરી ન હોય ત્યાં લક્ષ્મીજી મહેર કરે. “લક્ષ્મી ચંચળ છે'ની સાથે જ્ઞાનીઓએ નિષ્કામ કર્મયોગની વાત કહી છે જેમાં પુરુષાર્થ અભિપ્રેત છે. તેની પાછળ ઉધામા કે દોડધામ કરવાથી નહિ, પરંતુ પુણ્યના ઉદયથી લક્ષ્મીની સહજ પ્રાપ્તિ થાય છે. લક્ષ્મીની પ્રાપ્તિ માટેના પુરુષાર્થ કરતાં તો અશુભ કર્મના યોગે આપણી સંપત્તિ જતી રહે તે સમયે આર્તધ્યાન કે રૌદ્રધ્યાનને બદલે સમભાવ કેળવીએ તે સમ્યક પુરુષાર્થ કર્યો કહેવાય. પૂર્વના પુણ્યોદયે સંપત્તિ તો મળી, પરંતુ આપણે તે સંપત્તિ ભોગવી ન શકીએ અને બીજાને ભોગવવા પણ ન દઈએ, આવું પૂર્વે બાંધેલાં અંતરાય કર્મને કારણે થાય છે. પરંતુ જ્યારે એ અંતરાય કર્મ તૂટે અને સંપત્તિનો સદુપયોગ કરીએ ત્યારે તે લક્ષ્મી મહાલક્ષ્મી બને છે. મહારાજા જનક, કુબેરજી, ધન્ના, શાલીભદ્ર, કૈવન્ના શેઠ અને આનંદશ્રાવક જેવા મહાપુરુષોને લક્ષમી વરી હતી, પરંતુ આ અનાસક્ત આત્માઓએ તો અંતરંગ ત્યાગ દ્વારા આત્મલક્ષ્મીને વરમાળા પહેરાવી દીધી. લક્ષ્મીપૂજન વેળાએ “મને ન્યાય સંપન્ન વૈભવની પ્રાપ્તિ થાય'ની પ્રાર્થના આપણને મહાલક્ષ્મી સમીપ દોરી જશે. લક્ષ્મીનો ભોગ તેની ભવ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે લક્ષ્મીનું દાન તેની દિવ્યતાના દર્શન કરાવે છે. જ્યારે આપણી લક્ષ્મીમાં આપણે દિવ્યતાનાં દર્શન કરીશું ત્યારે “મા” લક્ષ્મી આપણને વૈભવનું વરદાન પ્રદાન કરશે અને સાચા ત્યાગનો એ વૈભવ આપણી ભવ પરંપરા ટૂંકાવી આત્મ તેજને ઉજાગર કરશે. વાણી અને વિદ્યા મા સરસ્વતીનું વરદાન છે. જે જીભ પર ‘મા’ સરસ્વતીનો વાસ હોય, તે વાણી પવિત્ર પ્રવચન, પ્રબુદ્ધ વચન બની જાય અને જે કલમ પર મા સરસ્વતીનો વાસ હોય અને જે સર્જન થાય તે દિવ્યસર્જન બની જાય. વાણી અને કલમ એ બંનેમાં એટલી તાકાત છે કે તે સલ્તનતને ઉથલાવી શકે. સમગ્ર રાજ્ય, રાષ્ટ્ર કે આંતરરાષ્ટ્રીય ક્રાંતિ સર્જી શકે. મા સરસ્વતીનાં આ પવિત્ર શસ્ત્રો - સાધનો દુર્જનના હાથમાં જાય તો વિનાશ સર્જી શકે અને સજ્જનના હાથમાં જાય તો સ્વ-પર કલ્યાણકારી બની શકે. મા સરસ્વતી કલા અને સ્વર કંઠની દેવી છે. કલાસાધના અને સ્વરસાધનાની શરૂઆત મા સરસ્વતીને વંદન કરી કરવાથી સફળતા મળે છે. મા સરસ્વતીની કૃપાથી વિદ્યાની પ્રાપ્તિ થઈ શકે છે. વિદ્યા દ્વારા વ્યાવહારિક જ્ઞાન મળે છે. જે જીવનવ્યવહાર અને આજીવિકા માટે ઉપયોગી છે. મેળવેલી વિદ્યાનો વિવેકપૂર્વક સદુપયોગ કરવાથી મા સરસ્વતી પ્રસન્ન થાય છે. તબીબી વિદ્યાને ભણી કોઈ એક વ્યકિત ડૉક્ટર બને, લોકો પાસેથી વિવેકહીન રીતે મોટી ફી વસૂલ કરે, દર્દીના આરોગ્ય કરતાં પોતાની કમાણીમાં વધુ રસ હોય, ગરીબો પ્રત્યે બિલકુલ અનુકંપા ભાવ ન હોય, ખૂબ પૈસા કમાઈ ભવ્ય હૉસ્પિટલ, બંગલો અને ગાડી ખરીદે. આ સંપત્તિ વિદ્યાની માત્ર ભવ્યતાનું પ્રદર્શન કરે છે. જ્યારે બીજી એક વ્યક્તિ ડૉક્ટર બની લોકો પાસેથી વાજબી ફી લઈ સારવાર કરે, દર્દીના આરોગ્યને મહત્ત્વ આપે, ફીને ગૌણ ગણે, ડૉક્ટર વ્યવસાયમાં સેવાની પવિત્ર ભાવનાને સ્થાન આપી અનુકંપા ભાવથી સારવાર કરે તે ભાવના વિદ્યાની દિવ્યતાના દર્શન કરાવે છે. મા સરસ્વતી, વિદ્યાની ભવ્યતા નહિ પણ વિદ્યાની દિવ્યતાનું દર્શન કરાવનારને વરદાન આપે છે. વિદ્યાની સાધનામાં આગળ વધી કોઈ વૈજ્ઞાનિક બને, એવી શોધો કરી પોતે પૈસા કમાઈ વિનાશ વેર્યો, હિંસક હથિયારોની શોધ કરી, તો એ વિદ્યાનો દુરુપયોગ થયો. વિદ્યાપ્રાપ્તિ દ્વારા માનવજાતને કલ્યાણકારી શોધો, જીવમાત્રનું કલ્યાણ કરનારી શોધો એ વિદ્યાનો સદુપયોગ છે. ‘મા’ સરસ્વતી જ્ઞાનની દેવી છે. વ્યાવહારિક જ્ઞાન કે ડિગ્રીઓ આ ભવમાં સુખસમૃદ્ધિ આપવા ઉપકારક નીવડી શકે, પરંતુ આધ્યાત્મિક જ્ઞાન તો ભવપરંપરા સુધારી શકે. igstclis jolis) ATTU * ૩૩] પરથમ પરણામ મારા મારાં માતાજીને કહેજો રે માન્યું જેણે માટીને રતનજી ભૂખ્યાં રહૈ જમાડ્યા અમને, જાગી ઉઘાડ્યા અમને, કાયાના કીધેલા જતનજી LILIRLARLA જવા LESS | 3ર K i gselisks bus)P Page #25 -------------------------------------------------------------------------- ________________ | ૐ મેયા: વિશ્વવાત્સલ્યનો બીજમંત્રા સતુગુરુ કે સતુશાસ્ત્ર દ્વારા આ જ્ઞાન મળે છે. જ્ઞાન અંતરની જડતા દૂર કરી અજ્ઞાનના અંધારા ઉલેચી પ્રકાશ પ્રગટાવે છે. જીવનમાં શું સ્વીકારવા જેવું છે અને શું છોડવા જેવું છે તેની સાચી સમજણ જ્ઞાન આપે છે. જ્ઞાનનું અજીર્ણ થાય તો પોતાની જાત માટે અહંકાર અને અન્ય માટે તિરસ્કાર ભાવ આવે અને એ પચે તો જ્ઞાનીના મનમાં વિચારધારા ચાલે કે જ્ઞાન તો સમુદ્ર જેટલું વિશાળ છે, અને હું તો માત્ર આચમન જેટલું પણ મેળવી શક્યો નથી. જ્ઞાન જીવનમાં ઠરતું જાય તેમ તેમ વધુ ને વધુ પોતાની અજ્ઞાનતાનું ભાન કરાવશે. વર્ષોથી જ્ઞાન ઓળખવા આપણે મથામણ કરીએ છીએ, પરંતુ આપણું અજ્ઞાન ઓળખવાનો પુરુષાર્થ આપણા જ્ઞાનની ક્ષિતિજનો વિસ્તાર કરી દેશે. - જ્ઞાનનું આચરણમાં પરિવર્તન થાય તે જ જ્ઞાનની ફળશ્રુતિ. જ્ઞાન સહિતની ક્રિયા કર્મનિર્જરાનું કારણ બને છે. જ્ઞાનીઓએ આત્મોદ્ધાર માટે જ્ઞાન અને ક્રિયાના સમન્વયને મહત્ત્વ આપ્યું છે. જ્ઞાન એ આંખ છે, ક્રિયા એ પાંખ છે. જ્ઞાનપ્રાપ્તિની સાધના માટે, જ્ઞાનીનો વિનય, જ્ઞાનનાં ઉપકરણો અને જ્ઞાનના ગ્રંથોનું બહુમાન જરૂરી છે. અન્યને જ્ઞાનપ્રાપ્તિ માટે સહાયક બનવું કોઈપણને જ્ઞાનપ્રાપ્તિ થતી હોય તેમાં વિરાધક કે અંતરાયરૂપ કદી ન બનવું. સદગુરુની પ્રાપ્તિ અને સતુશાસ્ત્રોના લાભ માટેની ઉપાસના લાભપંચમીને જ્ઞાનપંચમી બનાવી દેશે. સદગુરુની કૃપાથી મળેલી જ્ઞાનની એક ચિનગારી પર ચિંતન કરતા કરતા સહસ્ત્ર સૂર્ય જેવું દેદીપ્યમાન દિવ્યજ્ઞાન પ્રગટશે. જ્ઞાનની આરાધના વખતે મા સરસ્વતીને પ્રાર્થના કરીએ કે - મારી અવિદ્યાનો નાશ કરી મારામાં તત્ત્વ દૃષ્ટિનું અંજન કરો, શુદ્ધિપૂર્વકની બુદ્ધિનો મને વૈભવ પ્રાપ્ત થાય, એકાંત દેષ્ટિના અંધાપામાંથી મને અનેકાંત દૃષ્ટિ પ્રાપ્ત થાય. ભ્રાંતિના વિષયવૃક્ષોયુક્ત ઘટાટોપ જંગલમાં હું ભૂલો પડ્યો છું, મને સમ્યકજ્ઞાનના રાજમાર્ગ પ્રતિ દોરી જાવ.” માતાનાં વિવિધ એક્વીશ નામ : માતા, ધરિત્રી, જનની, દયાદ્ધહદયા, શિવા, ત્રિભુવન શ્રેષ્ઠા, દેવી, નિદૉષા, સર્વદુઃખહરા, પરમ આરાધનિયા, દયા, શાંતિ, ક્ષમા, ધૃતિ, સ્વાહા, સ્વધા, ગૌરી, પદ્મા, વિજયા, જયા, દુઃખહત્ની. (બૃહદ્ ધર્મપુરાણ પૂર્વ ખંડ: અધ્યાય-૨) ક્રાંતદ્રષ્ટા મુનિ સંતબાલજીએ જાપ માટે “ૐ મૈયા શરણમ્'નું અદ્ભુત સૂત્ર આપ્યું છે. “ૐ મૈયામાં વિશ્વ વાત્સલ્ય અભિપ્રેત છે. જ્યારે આપણે આખા જગતની “મા” બનવું છે ત્યારે આપણી સામે ‘મા’નું ચિત્ર હોવું જોઈએ. ૐ એ આખા વિશ્વનું સ્વરૂપ છે. મૈયા એટલે મા. ૐ માં “આકાર’ વાસુદેવસૂચક, ‘ઉકાર' બ્રહ્માસૂચક અને “મકાર” મહાદેવસૂચક છે. જગતમાં ત્રણ તત્ત્વો પ્રવર્તી રહ્યાં છે - “ઉત્પત્તિકારક, સંરક્ષક અને સંહારક. આ ત્રણ દશાનું રૂપક જે ત્રણમાં આરોપેલું છે તે વૈદિક ધર્મના દેવો બની ગયા છે. “મા” એ એવો શબ્દ છે કે જે સાંભળતાં જ આલાદ ભાવથી ઉભરાઈ જાય છે. ગમે તેવા વયસ્ક વૃદ્ધને પણ “મા”નું નામ સાંભળતાં જ ઉમળકો આવે છે અને માં પણ એના દીકરાને “વત્સ,’ ‘ગંગા,’ ‘બેટા’ એવા વાત્સલ્ય પ્રેરક શબ્દો વડે બોલાવે છે. આ પ્રમાણે આપણે તો આખા જગતની મા બનવું છે એટલે કે જગતના જીવ માત્ર પ્રત્યે વાત્સલ્યભાવના પ્રગટ કરવાનો છે. - પ્રથમ તો આ ભાવના માટે જગતની તમામ સ્ત્રીઓ તરફ “માતૃભાવની દૃષ્ટિ કેળવવી પડશે. માતૃભાવની ભાવના બ્રહ્મચર્યની સાધનાને એટલી બધી સાધક છે કે અંતરમાં રહેલા વિકારોને હટાવનારી થઈ પડશે. આ પ્રકારનો માતૃભાવ જીવનમાં સાધ્ય કરનાર શ્રી રામકૃષ્ણ પરમહંસનું દષ્ટાંત કેવા તાદેશ્ય માતૃભાવને રજૂ કરે છે. આ પુરુષે તો પોતાની સ્ત્રી પ્રત્યે “માતૃભાવ' કેળવ્યો હતો. ‘શારદાદેવી'માં એમને તો મૈયાનાં જ દર્શન થતાં હતાં. વૈદક ધર્મમાં મૈયાને માયા (માતા) રૂપે જગતની નિયામક શક્તિ ગણવામાં આવી છે. જૈન ધર્મમાં “કર્મ'ને જગતના કાર્યકારણની ભાવના મહા નિયમા શક્તિ બતાવવામાં આવી છે. સાંખ્ય દર્શનમાં એને પ્રકૃતિ રૂપે બતાવવામાં આવી છે. જે માતા રૂપે જગતની પ્રેરક શક્તિ છે, એવી જ રીતે મૈયા’ શબ્દથી વાત્સલ્ય સ્વરૂપા શક્તિનું ભાન થાય છે. જેમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને નિહિત છે. મુનિશ્રી આ ભાવને વધુ સ્પષ્ટ કરતાં કહે છે કે - આમ ૐ અને મૈયા શબ્દો પાછળની બધા ધર્મોની પ્રેરક શક્તિઓ જે પૂર્ણ વાત્સલ્યભાવ પ્રગટાવવા સમર્થ છે, તેનું સૂચન થતું હોય છે. ૐ એટલે વિશ્વ અને મૈયા એટલે વાત્સલ્યભાવ એ રૂપે તેને વિશ્વવાત્સલ્યના સંપૂર્ણ પ્રતીકરૂપે બીજમંત્ર તરીકે લેવામાં આવ્યો છે. jgsreclis joksĐISIP K K જે “મા'એ મારા બચપણની જીદ નિભાવી લીધી એના ઘડપણને આગ્રહ નિભાવી લેવાની હે પ્રભુ! મને સમજ અને ધીરજ આપ... કITTET-IIIIIILE fh, , , 1 ૩૪ જજh igstclicks JOLSISSIP Page #26 -------------------------------------------------------------------------- ________________ અહીં ‘ૐ' અને ‘મૈયા' બે શબ્દોને અલગ અલગ રાખવામાં આવ્યા નથી, પણ એકબીજાથી સંકળાયેલા રખાયા છે એ બંનેને જોડનારું ‘’ શબ્દની પાછળની રેખા પૂંછડીની જેમ ‘ૐ’ નિશાન છે. એ બંને શબ્દો મળીને જે અર્થો ફલિત થાય છે તે આ પ્રમાણે છે - * ૐ મૈયા એટલે વિશ્વની માતા * ૐ મૈયા એટલે વિશ્વપ્રતિ વત્સલતા * ૐ મૈયા એટલે ભગવાન સત્ય અને ભગવતી અહિંસા * ૐ મૈયા એટલે વિશ્વની મહાનિયામિકા શક્તિ * ૐ મૈયા એટલે પંચપરમેષ્ઠિની પ્રવચન માતા * ૐ મૈયા એટલે જીવન અને જગતની મહાનિયમા શક્તિ * ૐ મૈયા એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ રૂપ ઈશ્વર ત્રયથી કર્તૃત્વ શક્તિ રૂપ જગદંબા * ૐ મૈયા એટલે જગતની પ્રેરક શક્તિ. આ બધા ધર્મો, બધાં દર્શનો અને બધી વિચારધારાનો સમન્વય મૈયામાં જ થતો હોય એવું લાગ્યા વગર રહેતું નથી. ૐ મૈયા એટલે વિશ્વ વાત્સલ્યનો બીજ મંત્ર. જેનું સ્મરણ જીવમાત્ર પ્રત્યે પવિત્ર મૈત્રીભાવ પ્રગટાવનારું બને છે. તારાઓ આકાશની કવિતા છે માતા પૃથ્વીની કવિતા છે. • માતૃત્વ એક કીમિયો છે. ક્વીરનું કંચન અને પોખરાજનો હીરો કરવાની એનામાં શક્તિ છે. ૩૬ અન • આરાધનામાં સ્મરું રૂપ બાનું ! ને બા સ્મરીને પ્રભુ રૂપ પામું. • ‘માતા' શબ્દ નથી પણ શબ્દ તીર્થ છે માની મમતાનું એક બુંદ અમૃત સાગરથી પણ મોટું અને મધુર છે. · તેં જ્યારે ધરતી પર પહેલો શ્વાસ લીધો ત્યારે માતા-પિતા તારી પાસે હતાં. માતા-પિતા છેલ્લો શ્વાસ લે, ત્યારે તું એમની પાસે રહેજે. • gk pi>ID ત્રિષષ્ઠિ લાખા મહાપુરુષોની માતા (૧) મરુદેવી માતા ભગવાન ઋષભદેવનાં માતા. પુત્ર ઋષભદેવે દીક્ષા લઈને વિહાર કર્યો. પુત્રના પુનરાગમનની માતાએ ખૂબ રાહ જોઈ - ૧,૦૦૦ વર્ષ જેટલો લાંબો કાળ રાહ જોઈ, પરંતુ પુત્રનું પુનરાગમન થયું નહિ. પોતાનો દીકરો ખૂબ લાડકોડમાં ઉછર્યો છે અને તેણે તો અનેક પ્રકારનાં સુખ અને સાહ્યબી ભોગવી છે. હાથી-ઘોડા વગેરે ઉપર સવારી કરી છે અને મનગમતાં ભોજન લીધાં છે. ભૂતકાળની એની અનેકવિધ સુખ સામગ્રી માતાને યાદ આવે છે. વર્તમાનમાં તે ભિક્ષા માગી ભોજન કરે છે. ઉઘાડા પગે વિહાર અને એવી બીજી સાધુજીવનની કઠોર સાધના એ શી રીતે કરતો હશે ? દુઃખને તે શી રીતે સહન કરતો હશે ?' આવા અનેક વિચારો કરી, માતૃહૃદય રડતું હતું અને લાંબા સમયના પુત્રના વિરહથી કલ્પાંત કરતાં તેમની આંખમાં પડળ આવી ગયાં હતાં. એક દિવસ પ્રાતઃકાળે વિનયી પૌત્ર ભરત ચક્રવર્તી દાદીને વંદન કરવા આવ્યા અને કુશળ સમાચાર પૂછ્યા. મરુદેવી માતાએ પુત્રના વિયોગની, પુત્રને સંયમજીવનમાં સહેવા પડતાં અનેક કષ્ટોની વાત કરી. હવે શું પોતે ફરીથી દીકરાનું મોં પણ નહિ જોઈ શકે ?' એવી વેદના વ્યક્ત કરી. ભરત ચક્રવર્તીએ દાદીમાને આશ્વાસન આપતાં કહ્યું : “તમારા દીકરાની કશી ચિંતા ન કરો, તેઓ તો જગતના નાથ થયા છે કેવળજ્ઞાન પામ્યા છે. કર્મરૂપી શત્રુઓનો નાશ કરી શક્યા છે. તમારે તેમની પ્રગતિ જોવી હોય તો ચાલો આપણે જઈએ ?’ મરુદેવી માતાએ પુત્રને વહેલામાં વહેલી પળે મળવાનો વિચાર વ્યક્ત કર્યો અને પૌત્ર ભરતે હાથીની અંબાડી પર દાદીમાને બેસાડી ભગવાન ઋષભદેવનાં દર્શને જવા માટે દોટ મૂકી. ભગવાન અયોધ્યા પધાર્યા હતા. પૌત્ર ભરતે કહ્યું : “આ નગરનું આ સમવસરણ તમારા દીકરા માટે દેવોએ રચ્યું છે. તેમનાં દર્શનથી હર્ષિત થયેલા દેવો આનંદનો જયઘોષ કરે છે.’ [igid pl>IP 36 Page #27 -------------------------------------------------------------------------- ________________ ઋષભદેવે ઉપકાર કરવાના આશયથી જાણીબૂજીને માતાજી સામે મોટું કે આંખ પણ ફરકાવી નહિ, માતાને વિષાદ થયો પરંતુ અન્યત્વ ભાવ વગેરેનું ચિંતન કરતા, રાગદ્વેષનાં બંધનો દૂર થયાં. આનંદના અશ્રુથી તેમની દૃષ્ટિનાં પડળો ધોવાઈ ગયાં. તેઓ પુત્રની ઉન્નતિથી ખૂબ આનંદ પામ્યાં - ભાવથી દીક્ષિત થયાં. નિર્મળ શુક્લધ્યાન ધર્યું અને હાથીના હોદ્દા પર બિરાજમાન હોવા છતાં, ગૃહસ્થલિંગમાં જ સિદ્ધત્વ પ્રાપ્ત કરી લીધું. મોક્ષનું દ્વાર મરુદેવી માતાએ ખોલ્યું એમ કહેવામાં આવે છે. પ્રથમ કેવળજ્ઞાની ઋષભદેવ પ્રથમ મોક્ષગામી મરુદેવી માતા મહાકરુણાસાગર પ્રભુ માતાના ગર્ભમાં હોય છે ત્યારે તેમની માતૃભક્તિ પ્રગટ થાય છે. માતાના ગર્ભમાં તેઓ શારીરિક હલનચલન બંધ કરે છે. માતા ત્રિશલા અપાર દુઃખ અનુભવે છે. તેઓને એ સમજાતું નથી કે ગર્ભનું હલનચલન કેમ બંધ થયું ? તેઓ અત્યંત ખિન્ન થાય છે, ખરેખર ગર્ભસ્થ શિશુનું શું થયું હશે ?” તેની એમણે અમંગળ કલ્પનાઓ કરી, કારમી વેદના અનુભવે છે. પ્રભુએ આ જોયું - જાણ્યું અને માતાને સુખી કરવા પુનઃ ફરકવાનો આરંભ કર્યો. ધન્ય છે માતા - ધન્ય પુત્ર. જ્યોતિધામ [ (૨) દેવાનંદા માતા ભગવાન મહાવીર સ્વામીના માતા દેવાનંદી. ભગવાન દશમા દેવલોકથી ચ્યવીને તેઓના ગર્ભમાં આવ્યા, અને ૮૨. રાત્રિ રહ્યા. આવેલાં ૧૪ સ્વપ્નો ૮૨ા રાત્રિ પછી ત્રિશલા માતાની દિશામાં જતાં જોયાં. તેથી દેવાનંદાને 100 ટકા ખાતરી હતી - “આ પુત્ર મારો જ છે.” જ્યારે દેવાનંદા માતા વીરનાં દર્શને ગયાં ત્યારે - વીરની આયુ ૪૨ા. વર્ષથી વધારે હતી અને દેવાનંદાની ઉંમર ૬૦ વર્ષથી પણ અધિક હતી. પરંતુ તેમનાં અંગોમાં પુત્ર માટેનો સ્નેહ વિકાસ પામ્યો. સ્તનોમાં દૂધ ઉભરાણું, કચુંકીના તાર તૂટી ગયા. આ જોઈને ગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછડ્યો અને ભગવાન મહાવીરે સ્પષ્ટતા કરી માતૃપ્રેમની મહત્તા દર્શાવી. (મંદાક્રાન્તા) મેં ગ્રન્થોમાં જીવનપથનાં સૂચનો ખોળી જોયાં, ને તીર્થોનાં મલિન જળમાં હાડકાં બોળી જોયાં; અંધારામાં ધુતિકિરણ એકાઈ યે પામવાને, મંદિરોનાં પથર પૂતળાં ખૂબ ઢંઢોળી જોયાં. સન્તો કેરા કગરી કરી પાદ પ્રક્ષાલી જોયાં, એકાતોના મશહૂર ધનામાર ઉઘાડી જોયા; ઊંડે ઊંડે નિજમહિં સંય તેજકણ કામવાને, વિશે વધા, પણ સજ્જ બન્ડાર મેં ખાલી જોયા ! [ (૩) ત્રિશલા માતા ] મહાવીર સ્વામી ભગવાનનાં માતા - ત્રિશલા માતા. ચક્રવર્તીના વૈભવથી કે અનુત્તર દેવતાના વૈભવથી પણ અનંતગણો ચડી જાય તેવા આત્મવૈભવ સાથે પ્રભુ ત્રિશલા માતાના ઉદરમાં પધાર્યા. ગર્ભમાં આવેલા એ પરમોત્કૃષ્ટ શિશુનો આત્મવૈભવ અનોખો હોય છે. માતા સુખદાયક સંકેતોને પામે છે. અલૌકિક અને આફ્લાદક સંકેતો પામે છે. માતા ૧૪ સ્વપ્નો નિહાળે છે અને સ્વપ્નપાઠકો પાસેથી વિગત જાણી પરમાનંદ પામે છે. ત્રિશલા માતા ઉત્તરોત્તર પ્રસન્નતા અનુભવે છે. ગર્ભનો ભાર જણાતો નથી. ક્યારેક એક પળ માટે પણ ગર્ભસ્થ શિશુ દુઃખરૂપ કે વેદનારૂપ નથી. 3૮ DJ MISS isscરહ છાણ | જગત ને આ સર્વે ગડમથલ નિહાળતાં નેણ તારાં, વર્ષાવતા મુજ ઉપર વાત્સલ્યપીયૂષધારા; તેમાં ન્હોતો રજપણ મને ખેંચવાનો પ્રયાસ, ન્હોતો તેમાં અવગણનના દુ:ખનો લેશ ભાસ; જયોતિ લાધે ફક્ત શિશુને એટલી ઉરકામ મોડી મોડી ખબર પડી, બા તું જ છો જ્યોતિધામ ! - કરસનદાસ માણેક L igseclisis jDISISSIP , TE-IIIIIIIIIIIIIT કટ - નામ: ૩૯ | Page #28 -------------------------------------------------------------------------- ________________ (ધર્મપુરુષોની જનેતા [ અરણિક મુનિ ) ભગવાનની વાણી સાંભળી અરણિકનાં માતા અને પિતાએ દીક્ષા લીધી અને પિતા મુનિએ અરણિકને પણ દીક્ષા આપી. બાળમુનિ વિદ્યાભ્યાસ કરે છે, પણ તેમનું વ્યાવહારિક કારણ મોહને વશ બનીને પિતામુનિ કરે છે. પિતા જીવ્યા ત્યાં સુધી અરણિક મુનિને કોઈ જ વ્યાવહારિક કામ ન કરવા દીધું. કાળે કરીને પિતામુનિ કાળધર્મ પામ્યા. - પિતામુનિ કાળધર્મ પામ્યા પછી અરણિક મુનિને બીજા મુનિઓની સાથે ભિક્ષા વગેરે કામગીરી પણ કરવી પડે છે. એક દિવસ ગોચરી વહોરી લાવવા માટે ભરબપોરે તેઓ બીજા મુનિની સાથે નીકળ્યા. ઉનાળાનો તડકો, ઉનાળાના ધોમ તાપમાં, ઉઘાડે પગે ચાલતા અરણિક મુનિને ખૂબ અસાતા થવા લાગી, પગ અને શરીરને તાપ લાગવા માંડ્યો. થોડોક વિસામો લેવા માટે એક મકાનના ગોખ નીચે ઊભા રહ્યા. બરાબર એ સમયે સામેના ગોખમાં ઊભેલી એક શ્રીમંત માનુનીએ આ મુનિને જોયા. આકર્ષક અને મદમસ્ત મુનિની કાયા પર એ નારી મોહી પડી. દાસીને બોલાવી, સામેના ગોખની નીચે ઊભા રહેલા મુનિને પોતાના ઘેર લાવવાનું કહ્યું. મુનિ આવ્યા. માનુનીએ ધોમ તડકે તપેલા મુનિને મોદકનું ભોજન કરાવ્યું અને આવી યુવાન વયે ભટકવા અને દુઃખી થવાનું છોડી દઈ, આ આવાસમાં રહેવાનું અને ભોગો ભોગવવાનું કહ્યું. મુનિ મોહમાં ફસાઈ ગયા. દીક્ષાનું મહાવ્રત ત્યજી સંસારના ભોગ ભોગવવા રોકાઈ ગયા. આ રીતે ભોગ ભોગવતા સારો એવો સમય પસાર થઈ ગયો. દીક્ષા લીધેલ સાધ્વી માતાને અરણિક મુનિના સમાચાર મળ્યા કે - “તેઓ ચારિત્ર છોડી ક્યાંક ચાલ્યા ગયા છે.' આ હકીકત જાણી માતા ખૂબ દુઃખી થયાં. માતાજીથી આ આઘાત સહન ન થયો અને અરણિક મુનિને શોધવા માટેનો નિર્ણય કર્યો. અરણિકની શોધ એ જ જાણે કે એમના જીવનનું મુખ્ય કર્તવ્ય બની ગયું. રસ્તા વચ્ચે ઊભા રહીને બૂમો પાડે : “મારો અરણિક ક્યાં ગયો ? અરે, અરણિક તું ક્યાં છે ? અરે, મને કોઈ મારો અરણિક શોધી આપો. અરેરે ! તને કોણે દીક્ષામાંથી સંસારમાં ધકેલ્યો ?” ઘણા લોકો એને ગાંડી સમજી હોહા કરે છે, પાછળ પડીને પજવે છે. [ ४०प्रमाणगापार X X įgstclicks DISSIP અરણિકની શોધમાં ભટકી રહેલાં માતાજી એક દિવસ અરણિક જે નગરમાં રહે છે ત્યાં પહોંચી છે. પોતાના નિવાસના ગોખમાંથી માતાજીને જુએ છે, ઓળખી જાય છે. “મારી માતાજીની આવી દશા ? કોના માટે ! મારા માટે !' માતાની દુઃખભરી ચીસો તેમનાથી સહન થતી નથી અને ગોખમાંથી ઊતરી રસ્તા પર માતા પાસે પહોંચે છે. માને પગે પડે છે. માતા ઠપકો આપે છે અને કહે છે : “તેં આ શું કર્યું ? દીક્ષાનો ત્યાગ કર્યો ? મારી કૂખ લજાવી ? તું ક્યાં જઈને બેઠો ?” અરણિક કહે છે : “માતાજી, મને માફ કરો, દુષ્કર, દુષ્કર - હું સંયમ પાળી શકું તેમ નથી.” માતાજી સમજાવે છે કે - “સંયમ વિના ભવભ્રમણમાંથી કોઈ જ છોડાવી શકે તેમ નથી. સંસાર તરવાનો ભગવાને દર્શાવેલો આ ઉત્તમ માર્ગ છે અને એ માર્ગે જ તારું કલ્યાણ થશે. મારી તો એક જ ઇચ્છા છે અને મારા આશીર્વાદ પણ છે કે તું ફરીથી સંયમજીવન જીવવા લાગી જા.” માની વિનંતીનો એક શરતે અરણિક સ્વીકાર કરે છે કે - “સંયમ લઈ તે તરત જ અનશનવ્રત ધારણ કરશે.” માતા અરણિકની એ શરત સ્વીકારે છે. તેઓ કહે છે : “તું પ્રાણ ત્યાગે એ માન્ય છે, પણ સંસાર ભોગવી તારો આત્મા ભવોભવ નીચ ગતિમાં રખડ્યા કરે એ મારાથી સહી શકાતું નથી.” સાધ્વી માતાની એ સલાહ સ્વીકારી અરણિક ફરીથી દીક્ષા લે છે અને એ જ દિવસે અનશન લઈ, ધગધગતી શિલા પર સૂઈ જઈ શરીર બાળી નાખે છે. કેવળજ્ઞાન પામી મોક્ષે સિધાવે છે. માતાને પુત્રના આ અનશન વ્રત અને મોક્ષના સમાચારથી અપાર હર્ષ થાય છે. પુત્રને દુર્ગતિમાંથી બચાવ્યાનો આનંદ તેઓ અનુભવે છે. ધન્ય છે આવો બોધ આપી, સંસાર તરવા માટેનું ઉત્તમ કાર્ય કરનાર માતાને. ( મહોપાધ્યાયશ્રી યશોવિજયજી “મા, તું ત્રણ દિવસથી કેમ કશું ખાતી નથી ? તને શું થયું છે ?” “બેટા ! હું મારા નિયમનું પાલન કરું છું.” “એવો કયો તને નિયમ છે ?' “બેટા ! જ્યાં સુધી “ભક્તામર સ્તોત્ર' ન સાંભળું, ત્યાં સુધી પાણી પણ નહિ પીવાનું.” “હું “ભક્તામર' સંભળાવું તો ચાલે કે નહિ ?” ITTTTTTT ૪૧ | Page #29 -------------------------------------------------------------------------- ________________ “બેટા ! “ભક્તામર' તું ક્યાં શીખ્યો ?” “મા તું સાધ્વીજી ભગવંત પાસે “ભકતામર' સાંભળવા જાય ત્યારે મને લઈ જતી'તી. મને સાંભળેલું બધું યાદ છે.” “સંભળાવ તો બેટા !” આખું ‘ભક્તામર' અખ્ખલિત શુદ્ધ ઉચ્ચારણપૂર્વક અને મધુર રાગે સાંભળી માં ખુશ થઈ ગઈ. યશવંતને છાતીએ લગાડી ચૂમીઓ ભરી પ્રેમ આપ્યો. માએ આ વાત નયવિજય મ.સાહેબને કહી. ગુરુદેવે બાળકનું ઉજ્જવળ ભવિષ્ય કહ્યું કે - “સૂર્યસમાન આ તેજસ્વી બાળક જૈન ધર્મને ચારે દિશામાં પ્રકાશમાન કરશે.” હિતાકાંક્ષી માએ બેઉ બાળકોને શાસનને સમર્પિત કર્યા. કેમ કે તે એક સમકિતી મા હતી. તે બે બાળક ઉપાધ્યાયશ્રી પદ્મવિજયજી અને મહોપાધ્યાયશ્રી યશોવિજયજી. ( માતૃત્વની પ્યાસી મા. ગોચરી માટે બે સાધુ ભગવંતોને જોતાં જ દેવકીએ કહ્યું : “પધારો શ્રમણવર્ય પધારો.” ભાવપૂર્વક દેવકીએ સાધુભગવંતને ગોચરી વહોરાવી. ધર્મલાભના આશિષ આપી સાધુભગવંત ગયા. થોડી જ વારમાં ફરી બે સાધુભગવંતને આવેલા જોઈ પહેલાંની જેમ જ ભાવિવોભર બનીને ગોચરી વહોરાવી. ધર્મલાભના આશિષ આપી સાધુભગવંત ગયા. થોડી જ વારમાં ફરી એક વખત તે બે સાધુભગવંતને આવેલા જોઈ વિચારે છે કે - “નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી દ્વારિકાનગરીમાં ગોચરી શું નહિ મળતી હોય ?” ભાવપૂર્વક ગોચરી વહોરાવીને પૂછ્યું : “ત્રીજીવાર આવવાનું કારણ શું ?” - સાધુભગવંતે કહ્યું: “અમે ત્રીજીવાર નહિ પહેલી વાર જ આવીએ છીએ. નેમનાથ પ્રભુની દેશના સાંભળી વૈરાગી બનેલા અમે છ ભાઈઓએ પ્રભુ પાસે દીક્ષા લીધી છે. અમારા બધાના ચહેરા એક જેવા જ છે.” દેવકીએ નેમનાથપ્રભુ પાસેથી તે છએ તેના જ પુત્રો છે તે વાત જાણી. આ સાંભળી દેવકી વિચારે છે - “સાત-સાત પુત્રોની પ્રસવ-પીડા સહી, પરંતુ એક પણ પુત્રને પાલન-પોષણનું સૌભાગ્ય ન મળ્યું.” સવારે કૃષ્ણ માનો ઉદાસ ચહેરો જોઈ કારણ પૂછ્યું. “કૃષ્ણ ! મારી ઇચ્છા છે કે હું એક પુત્રને જન્મ દઈ તેનું પાલનપોષણ કરું. માની ભાવનાને પૂરી કરવા કૃષ્ણ હરિર્ઝેગમેલી દેવની આરાધના કરી. દેવે ઇચ્છા પૂરી કરી. પરંતુ કહ્યું કે - “આ બાળક જુવાનવયે જ દીક્ષા લઈ મોક્ષે જશે.” યોગ્ય સમયે પુત્રરત્ન જન્મ્યો, જેનું નામ ગજસુકુમાળ રાખ્યું. લાડકોડથી મોટો કર્યો. લગ્ન પણ કરાવ્યાં. નેમનાથપ્રભુની દેશના સાંભળી વૈરાગી બનેલા તેમણે દીક્ષા માટે માની અનુમતિ માંગી. માએ કહ્યું : “પુત્ર ! હવે બીજી માતા ન કરતો.” (અર્થાત્ જન્મ-મરણના ચક્રાવાથી છૂટી જજે.) આડંબરપૂર્વક પ્રભુની પાસે દીક્ષા દેવડાવી. દીક્ષાના દિવસે જ પ્રભુની અનુમતિ લઈ સ્મશાને કાઉસ્સગ્ન રહ્યા. સોમિલ સસરાએ માટીની પાળી બાંધી ખેરના અંગારા ભર્યા. તે વખતે ગજસુકુમાળ સમતા ભાવમાં રહી મુક્તિને વર્યા. અતિમક્તકમાર - એવંતાકુમાર | અઈમુત્તા મુનિ : “અંતગડ સૂત્ર બાળ મુનિરાજ અતિમુક્તકુમાર પ્રભુ મહાવીરના શાસનમાં સૌથી લધુવયમાં સંયમ અંગીકાર કરનાર એક જ અણગાર છે. અતિમુક્તની વય ભલે લધુ હોય, પણ એમનો આત્મા હિમગિરિ સમ ઉન્નત છે. કથા આ પ્રમાણે છે. પોલાસપુરના રાજા તથા રાણી શ્રીદેવીના ૮ વર્ષથી યે નાના ઉંમરવાળા - રાજકુમાર એવંતાકુમાર હતા. અતિ સુંદર અને સુકોમળ હાથ-પગવાળો એ કુમાર હતો. એક વખતે શ્રી ગૌતમસ્વામી, ભગવાનની આજ્ઞા લઈ ગોચરીએ પધાર્યા. એ સમયે એવંતાકુમાર અન્ય મિત્રો સાથે રમવા માટે ક્રિીડા સ્થાને આવ્યા અને રમત રમવા લાગ્યા. અતિમુકતકુમારે ગૌતમસ્વામીને ક્રીડાસ્થાન પાસેથી પસાર થતા જોયા. શ્રી ગૌતમસ્વામીને ઘરોમાં પ્રવેશતા તથા નીકળતા જોયા અને તેનું કારણ પૂછ્યું. igsaclisus JDISSIP K R K મન કા ૪૩ ] M I NIMENES RIG DISSISSIP Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિક રાજાની રાણીઓ : રાગને વૈરાગ્યમાં બદલ્યા. અંતગડ સૂત્ર : રાજા શ્રેણિકની દશ રાણીઓ તે દશેય રાણીના પુત્રો ચેડા રાજા સામે યુદ્ધ કરવા ગયા છે, તેથી આ રાણીઓ પ્રભુ મહાવીરસ્વામી પાસે જઈ તે બધા હેમખેમ પાછા આવશે કે કેમ તે પૂછતા - પ્રભુએ કહ્યું કે - “તે પાછા નહિ ફરે.” આ જાણી સંસારમાં રહેવાને બદલે, વૈરાગ્ય પામીને પ્રભુ પાસે દીક્ષા લે છે. દીર્ઘ તપની આરાધના કરી સંથારો કરી, મોક્ષ મેળવે છે. ધન્ય છે એ માતાને જેણે પુત્ર રાગને વૈરાગ્યમાં બદલી જીવન ઉજાળ્યું. ધન્ય છે એ માતાને જેણે પુત્ર માટે આર્તધ્યાન કરવાને બદલે ધર્મધ્યાનમાં દીર્ઘ તપનો આશરો લઈ મુક્તિમાર્ગે પ્રયાણ કર્યું. [ ચુલની પિતા | ગૌતમસ્વામીએ જૈન સાધુ અને ભિક્ષાચરીની વિગત સરળતાથી સમજાવી. આ વાત જાણી, અતિમુક્તકુમારે ગૌતમસ્વામીની આંગળી પકડી લીધી અને ગોચરી માટે પોતાના રાજમહેલમાં લઈ ગયા. માતા શ્રીદેવીએ ખૂબ આનંદથી, પ્રસન્ન હૃદયે ગોચરી વહોરાવી. ગોચરી પર્યાપ્ત સમજીને ગૌતમસ્વામી પાછા ફર્યા. ગૌતમસ્વામી મહેલની બહાર નીકળ્યા ત્યારે અતિમુક્ત તેઓને વળાવવા સાથે આવ્યો અને ગૌતમસ્વામીને પૂછ્યું : “હે ભગવાન, આપનું નિવાસસ્થાન ક્યાં છે ?” તેઓ જવાબ આપે છે : “મારા ધર્મગુરુ, શ્રમણ ભગવાન મહાવીર, નગરની બહાર શ્રાવન ઉદ્યાનમાં બિરાજમાન છે, અમે ત્યાં રહીએ છીએ. આ જાણીને અતિમુક્તકુમારે, ગૌતમસ્વામીને કહ્યું : “હું પણ આપની સાથે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન કરવા આવું છું.” કુમાર ધર્મદેશના સાંભળે છે અને વિનય સહિત કહે છે : “હું મારાં માતાપિતાની આજ્ઞા લઈ આપ પાસે દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છું છું.” અતિમુક્તકુમાર પોતાનાં માતા-પિતા પાસે ગયા અને તેઓને કહ્યું : “ભગવાન મહાવીરના ધર્મનું મેં શ્રવણ કર્યું અને આપની આજ્ઞા મેળવી દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છું છું.” પુત્રની આ વાત જાણીને માતાને પારાવાર દુઃખ થાય છે. માતા-પિતા બંને, તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેઓ કહે છે : “ધર્મ(દીક્ષા)ની વાતોને તું શું જાણે ?” - અતિમુક્તકુમાર જવાબ આપે છે : “હે માતા-પિતા ! હું જે જાણું છું તે નથી જાણતો અને જે નથી જાણતો તે જાણું છું.” માતા-પિતાને કશું સમજાતું નથી, તેથી કહે છે કે - “તારા આ વિચારની કશી જ સમજણ પડતી નથી, બેટા, સ્પષ્ટ-સરળ અર્થ સમજાવ.” - કુમાર સ્પષ્ટતા કરતાં કહે છે કે - “જે જન્મ લે છે તે અવશ્ય મૃત્યુ પામે છે એ હું જાણું છું. પણ એ નથી જાણતો કે ક્યારે, ક્યાં, કેવી રીતે અને કેટલા દિવસ પછી મૃત્યુ થશે. મારું મૃત્યુ ક્યારે થશે અને હું ક્યાં જઈશ. એ અજ્ઞાનને જ્ઞાનમાં લાવવા હું સંયમ ગ્રહણ કરવા ઇચ્છું છું.” - મમતામયી માતા રાણી શ્રીદેવી પોતાના એક પુત્ર લાડલા દીકરાને સંયમ ન લેવા અનેક યુક્તિ-પ્રયુક્તિથી સમજાવે છે, અપાર દુઃખ અનુભવે છે અને કુમારની અડગના જાણી - સંસારના નાશવંત સુખને બદલે પુત્રના શાશ્વત સુખ માટે આજ્ઞા આપે છે. માતાની મમતાનું મંગલરૂપ આલેખન પામ્યું છે. | ૪૪ vy LILIPALATALIA CALCI :: gsche bime] ઉપાસક દશાંગ સૂત્ર : પ્રભુ મહાવીરના સમયે વારાણસી નગરીમાં ચુલની પિતા નામના પુણ્યવાન ગાથાપતિ, શ્યામા નામની ધર્મપત્ની સાથે આદર્શ ગૃહસ્થજીવન જીવી રહ્યા હતા - અઢળક સંપત્તિના સ્વામી હતા. તેમના સમયના અત્યંત વૈભવશાળી શ્રાવક હતા. ભગવાન મહાવીર વિહાર કરતા કરતા વારાણસી નગરીમાં પધાર્યા ત્યારે ચુલનીપિતાએ ભગવાનની ધર્મદેશના સાંભળી અને આચારમાં ઉતારી - શ્રાવકધર્મ સ્વીકાર્યો. એક દિવસે પૌષધવ્રત સ્વીકારીને તેઓ પૌષધશાળામાં ઉપાસનામાં તલ્લીન હતા. રાત્રિના પૂર્વ ભાગમાં, ઉપસર્ગ કરવા માટે એક દેવ પ્રગટ થયો. તેણે ચલનીપિતાને કહ્યું : “તમે વ્રતને છોડી દો, નહિ તો હું તમારા મોટા દીકરાને ઘેરથી ઉપાડી ભાગીશ અને તમારી સામે તેને કાપી, ત્રણ ટુકડા કરીશ, ઊકળતા પાણીની ભરેલી કડાઈમાં તેને નાંખીશ. તમારા દીકરાનું ઉકાળેલું માંસ અને લોહી તમારા શરીર પર છાંટીશ.” આ સાંભળીને ચુલનીપિતા જરા પણ વિચલિત ન થયા. પોતાની ઉપાસનામાં લીન રહ્યા. દેવનો ક્રોધ વધી ગયો અને માયાથી તેણે કહ્યું હતું તે મુજબ કર્યું. પરંતુ ચુલની પિતા ધર્મભાવમાં અચળ રહ્યા. દેવ વધુ વિકરાળ બન્યો અને તેણે ચુલની પિતાને ધમકી આપી કે - “મેં જેવું તમારા મોટા દીકરા સાથે કર્યું છે તેવું તમારા વચલા દીકરા સાથે [ igschhe stછાણ દ ર ૪૫ ] Page #31 -------------------------------------------------------------------------- ________________ પણ કરીશ, હજી માની જાઓ અને આરાધના છોડો.” પરંતુ તેઓ અડગ રહ્યા અને દેવે આ વચલા દીકરા પર પણ અત્યાચાર કર્યો. ત્રીજીવાર દેવે કહ્યું : “તમારા બે પુત્રોને મેં મારી નાખ્યા. હવે તમારા સહુથી નાના અને લાડીલા દીકરાની પણ આ જ દશા થશે. દુરાગ્રહ છોડો.” પરંતુ પુત્રનો મોહ તેમને પરાજિત કરી શક્યો નહિ. દેવે ત્રીજા દીકરા પર પણ અત્યાચાર કર્યો. દેવે ચુલની પિતાની ધીરતા અને વિરતા નિહાળી ત્યારે તેનો દ્વેષભાવ વિશેષ રીતે પ્રગટ થયો. ધમકીભર્યા શબ્દોમાં તેણે કહ્યું : હજી પણ તમે મારી વાતનો સ્વીકાર કરો, નહિ તો તમારી માતા ભદ્રાની પણ તમારા પુત્રો જેવી જ સ્થિતિ તમારી સમક્ષ કરીશ.” જન્મદાત્રી, મમતાભરી, માતાની હત્યાની હકીકત જાણી ત્યારે તેમની ધીરજ ખૂટી ગઈ. તેમને મનોમન વિચાર્યું કે - “આ દુષ્ટકૃત્ય હું કઈ રીતે જોઈ શકીશ.' તેઓ આવેશમાં આવી ગયા અને દુષ્ટને પકડવા ઊભાં થયાં અને હાથ ફેલાવ્યા, પરંતુ તે તો દેવની માયા હતી. તે દેવ આકાશમાં અંતર્ધાન થઈ ગયો અને ચલનીપિતાના હાથમાં પૌષધશાળાનો થાંભલો આવ્યો. તેઓ ખિન્ન થઈ ગયા. માતાએ પુત્રના આર્ત શબ્દો સાંભળ્યા અને વ્યાકુળતાનું કારણ પૂછયું. બધી હકીકત જાણી માતાએ પુત્રને આશ્વાસન આપી શાંત કર્યો અને સત્ય સમજાવ્યું કે - “એ તો દેવકૃત ઉપસર્ગ હતો. ત્રણેય દીકરા સુરક્ષિત છે. કોઈની હત્યા થઈ નથી. તમે ગુસ્સામાં આવી તમારા વ્રતને ખંડિત કર્યું છે, સાધનાને દૂષિત કરી છે, તમારા આ દોષની શુદ્ધિ માટે આલોચના - પ્રાયશ્ચિત્ત કરો.” ચુલનીપિતાએ માતાની આજ્ઞા સ્વીકારી પ્રાયશ્ચિત્ત કર્યું અને ઉપાસનામાં પ્રગતિ કરી, વ્રત - પ્રતિમાં બરાબર પાળીને સંથારો કરી - સમાધિપૂર્વક દેહત્યાગ કર્યો. પુત્રનો માતા માટેનો પ્રેમ અને માતાની પુત્રને વ્રતમાં ટકી રહેવાની હિતશિક્ષા ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થઈ. ( થાવસ્ત્રાપુત્ર : “જ્ઞાતાધર્મકથા' ] આધુનિક યુગમાં, ઘણા લોકો એવી દલીલ કરે છે કે – “સંતાનના નામની પાછળ પિતાનું નામ શા માટે ? માતાનું કેમ નહિ ? માતાનું નામ અવશ્ય લખવું જોઈએ.’ જૈન આગમકારોએ આ ધર્મકથામાં થાવચ્ચ માતાને પ્રાધાન્ય આપી, પુત્રનું નામ “થાવચ્ચપુત્ર’ રાખી, કથા વર્ણવી છે. દ્વારિકા નગરીમાં થાવા નામની એક સાધનસંપન્ન મહિલા રહેતી હતી. તેને થાવચ્ચપુત્ર નામનો પુત્ર હતો. અરિષ્ટનેમિ ભગવાનની ધર્મદેશના સાંભળીને તે વૈરાગ્ય રંગમાં રંગાઈ ગયો અને દીક્ષા લેવા તૈયાર થયો. પુત્રનો દીક્ષા લેવાનો નિર્ણય જાણી માતાને દુઃખ લાગે છે. દીક્ષા ન લેવા ખૂબ સમજાવે છે. આજીજી, લાલચ, ભય વગેરે દર્શાવે છે; પરંતુ બધી યુક્તિઓ અજમાવવા છતાં પુત્ર વૈરાગ્યભાવથી ચલિત થતો નથી. અનિચ્છાએ દીક્ષાની આજ્ઞા આપે છે. માતાના પ્રેમ ઉપર વૈરાગ્ય-પ્રેમનો વિજય થાય છે અને અંતે માતા ભવ્ય તૈયારી સાથે, બત્રીશ રાણીના પતિને, સંયમ અંગીકાર કરવા માટેની અનુજ્ઞા આપી, ધન્યતા અનુભવે છે. મૃિગાપુત્ર (લોટિયા)] આગમકારે માતાનું મમતાભર્યું - વાત્સલ્ય વર્ણવવાની સાથે માતાની સખ્તાઈ, કઠોરતા અને કુટુંબ કે પરિવારનું અહિત કે અધર્મ કરતાં પુત્રનો તિરસ્કાર કરતી માતાનાં શબ્દચિત્રો આપ્યાં છે. ભગવાન મહાવીરના વિચરણકાળમાં મૃગાગ્રામ નામનું નગર હતું. વિજય નામનો રાજા રાજ્ય કરતો હતો, મૃગાવતી તેની રાણી હતી. મૃગાવતીએ એક દીકરાને જન્મ આપ્યો. તે મહાન પાપકર્મના ઉદયથી પ્રભાવિત હતો અને જન્મથી જ આંધળો અને બહેરો હતો. તેનાં આંખ, કાન, નાક, હાથ, પગ વગેરે અવયવ નહોતાં. ફક્ત તેજ નિશાની હતી. માતાના ગર્ભમાં હતો ત્યારે જ તેને ભરચક રોગ લાગુ પડ્યો હતો, જેથી આહાર કરતાંની સાથે જ તેના શરીરમાંથી પરુ અને લોહી વહેવા લાગતું. ભયંકર દુર્ગધ પ્રસરી જતી. આવા પુરાને ઉકરડે ફેંકી દેવાનો વિચાર કર્યો, પણ પતિએ સમજાવી, તેથી ઉછેર કર્યો. એક વખત આ નગરમાં ભગવાન મહાવીર પધાર્યા. ધર્મોપદેશ સાંભળવા રાજા સહિત નગરના લોકો આવ્યા. એ લોકસમૂહમાં એક દીન-હીન જન્માંધ વ્યકિત પણ આવી હતી. તેને જોઈ, ગૌતમ ગણધરે પ્રશ્ન પૂછડ્યો : “ભંતે ! આ કેવો દુઃખી આત્મા છે ! આના જેવો બીજો કોઈ દુઃખી નહિ હોય?” igstclion jolisp AIJણ ૪૦] r " "મા" કમજોર મારી છે કાર્તિકેય અને ગણેશ વચ્ચે શરત થઈ જે પૃથ્વીને પહેલા પ્રદક્ષિણા દઈ આવે તે મોટો, કાર્તિકેય સડસડાટ ઉપાડ્યા પણ ગણેશ તો માતા પિતાને બેસાડી પ્રદક્ષિણા દીધી. ગણેશ જીત્યા અને શ્રી ગણેશ થયાં શ્રી ગણેશજીની આ જીતનું નામ છે “મા” ગમે તેવા હોય ગુણીજન, તો'ય માના સૌ ઋણીજન. IIIIIIIIIIIII - X X igsaclisus įlsəIS)|P Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરમાં ભગવાન ભોંયરામાં રહેલા મૃગારાણીના પુત્ર - મૃગાપુત્રનું વર્ણન કરે છે. ગૌતમસ્વામી એને જોવાની ભાવના વ્યક્ત કરે છે. ભગવાનની આજ્ઞા લઈ ગૌતમસ્વામી મંગારાણીના મહેલે પધાર્યા. મૃગાદેવી ગૌતમસ્વામીના આગમનથી ખૂબ પ્રસન્ન થાય છે અને એમના આગમનનું પ્રયોજન પૂછે છે. “તમારા પુત્રને જોવા આવ્યો છું.” આ શબ્દો સાંભળી મૃગારાણીએ પોતાના ચાર પુત્રોને શણગારી ગૌતમસ્વામીને બતાવ્યા. પરંતુ ભગવાન ગૌતમે મૃગાદેવીને કહ્યું : “હું તમારા આ પુત્રને જોવા માટે નથી આવ્યો, પરંતુ તમારા જ્યેષ્ઠપુત્ર જેને તમે એકાંતભૂમિમાં રાખ્યો છે. અને જેનું તમે ગુપ્ત રીતે પાલનપોષણ કરી રહ્યાં છો, તેને જોવા આવ્યો છું.” માની મમતા અને ગણધર ગૌતમ માટેનો પૂજ્યભાવ, આગમકારે સરસ રીતે વર્ણવ્યો છે. મૃગાપુત્ર માટે ભોજનની સામગ્રી તૈયાર કરી અને તેણે ગૌતમસ્વામીને કહ્યું: “આપ મારી પાછળ પધારો તો હું મૃગાપુત્ર બતાવું.” ગૌતમસ્વામી મૃગાદેવીની પાછળ ચાલવા લાગ્યા. ભોંયરા સુધી પહોંચ્યા પછી તેણે પોતાના મુખને ચાર પડવાળા વસ્ત્રથી બાંધી દીધું અને ગૌતમસ્વામીને પણ મુખને બાંધી લેવાની વિનંતી કરી. નાકને ઢાંકીને બંને ભોંયરાના દ્વારે પહોંચ્યાં અને ભયાનક દુર્ગધથી તથા મૃગાપુત્રની દુર્દશા જોઈને કરુણાસાગર ગૌતમના મનમાં વિચાર ર્યો છે - “આ બાળક અશુભ પાપકારી કર્મોનાં પાપરૂપ ફળને ભોગવી રહ્યો છે. નરક સમાન વેદના અનુભવી રહ્યો છે.' મૃગાપુત્રની માતા મૃગાદેવીને બાળકના જન્મ સમયે ખૂબ તિરસ્કાર જાગ્યો હતો - અપાર દુઃખ થયું હતું, પરંતુ પતિની સમજાવવાથી એનો અણગમો દૂર થયો હતો અને પુત્રના લાલન-પાલનમાં પૂરી કાળજી લેવા લાગે છે. અતિ કાળજીથી પુત્રની માવજત, વૈયાવચ્ચ કરનાર મૃગાપુત્રના માતાપિતાને ધન્ય છે. સાધુને મૃગાપુત્રે જોયા અને વિચારવા લાગ્યા - “આવા સાધુને હું પહેલી જ વાર નથી જોતો, અગાઉ ક્યાંક જોયા છે. ક્યારે જોયા છે તે યાદ નથી.' ચિંતન કરતાં કરતાં તેમને પૂર્વજન્મની સ્મૃતિ થઈ. હું પોતે જ આવો સાધુ હતો. આ રીતે સાધુતાનું સ્મરણ થઈ આવ્યું અને સાંસારિક ભોગો - સંબંધો તેમજ ધનવૈભવ બધા બંધનરૂપ લાગ્યા. સંસારમાં રહેવું અસહ્ય થઈ પડ્યું. તેણે પોતાનાં માતા-પિતા પાસે જઈને કહ્યું: “હું સાધુ થવા ઇચ્છું છું, મને આજ્ઞા આપો.” તેમણે માતા-પિતા પાસે ભોગોનાં કડવાં પરિણામો વર્ણવ્યાં. શરીર અને સંસારની અનિત્યતાનું વર્ણન કર્યું. માતા-પિતાએ મૃગાપુત્રને સમજાવી લેવાના - દીક્ષાની આજ્ઞા ન આપવાના પ્રયત્નો આરંભ્યા. સાધુજીવન - વ્રતપાલન કેટલું કઠિન છે અને દુષ્કર છે તે દર્શાવી - લોઢાના ચણા ચાવવા જેવું છે. “તમે સુકુમાર છો. તમારાથી સાધુજીવન કઠોર ચર્યા પાળી શકાશે નહિ. જો તમારે દીક્ષા લેવી જ હોય તો ભુક્તભોગી બની પછી લેજો. અત્યારે શી ઉતાવળ છે ?” માતા-પિતા અને પુત્રનો સંવાદ ખૂબ રસપ્રદ બની ગયો. માતા-પિતા પુત્રને સંયમથી વિરક્ત રાખવા ઇચ્છતા હોય અને પુત્ર સંસારથી વિરક્ત થવા માંગતો હતો. મૃગાપુત્રનો દેઢ સંકલ્પ જાણી દીક્ષાની આજ્ઞા આપી. પુત્રનું કલ્યાણ એમને હૈયે વસ્યું અને સાંસારિક વાસ્તવિકતા સ્વીકારી હર્ષભેર દીક્ષા ઉજવી - દીકરાને મોક્ષ અપાવવામાં ઉપકારક થયા. મહારાજા શ્રેણિક અને પુત્ર ફણિક: “પપાતિક સૂત્ર' | મૃગાપુત્રીચ: ‘ઉત્તરાધ્યયન સૂત્ર' સુગ્રીવ નગરના રાજા બલભદ્ર અને તેની રાણી મૃગાવતીના સુપુત્રનું નામ બલશ્રી હતું, પરંતુ મૃગાપુત્રના નામથી તે પ્રખ્યાત હતો. એક વખત મૃગાપુત્ર પોતાના મહેલના ઝરૂખામાં પોતાની રાણીઓ સાથે બેસીને શહેરનું સૌંદર્ય જોતા હતા. રાજમાર્ગ પરથી પસાર થતાં તેજસ્વી LILIRLARLA K įgschiens jossip માતા ચેલ્લા શ્રેણિક રાજવી મગધ દેશના રાજા હતા. જ્ઞાન ન હતું ત્યાં સુધી તેમણે શિકાર કરવાનો શોખ હતો. કાળક્રમે જ્ઞાન પ્રાપ્ત થતાં ભગવાનના પરમ ઉપાસક બન્યા. એક દિવસ રાજા શ્રેણિકે પોતાની ભાવિ ગતિ વિશે ભગવાન મહાવીરને પૂછ્યું : “હે શ્રેણિક મરીને, તું ત્રીજી નરકે જઈશ.” નરક ગતિનું આયુષ્ય બંધાઈ ગયું છે એ કર્મ ભોગવવું જ પડે. કાળક્રમે શ્રેણિક રાજા વૃદ્ધ થયા અને શ્રેણિકના પુત્ર કુણિકે તેમને દોરડાથી બાંધી, પાંજરામાં પૂરી દીધા. દરરોજ સવારે અને સાંજે પિતાને સો સો ચાબુકના પ્રહારો મારતો. માતા ચેલા, પોતાના માથાના અંબોડામાં અડદનો એક પિંડ સંતાડી શ્રેણિકને જમાડતી. LESS TAT પાસ ૪૯ ] [ jgdis માગ ૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - (રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય નરરત્નોની જનેતા) કણિકને પદ્માવતી રાણીથી એક પુત્ર થયો, તેનું ઉદાયી નામ રાખ્યું. આ પુત્ર કણિકને ખૂબ ગમતો હતો. એક સમયે ભોજન વેળાએ કુણિક પોતાના ડાબા સાથળ ઉપર પુત્રને બેસાડીને જમતો હતો. તેણે અધું ભોજન કર્યું હતું, તે વેળાએ બાળકે પેશાબ કર્યો. એટલે મૂત્રની ધાર ભોજનમાં પડી. મૂત્રથી બગડેલી થાળી દૂર નહિ કરતાં એમાંનું થોડુંક ભોજન એક બાજુ રાખી એ જ થાળીમાં કુણિકે ભોજન પૂરું કર્યું. આ સમયે તેની માતા ચેલા તેની પાસે બેઠી હતી. કુણિકે તેને પૂછ્યું : હે માતા, કોઈને પોતાનો પુત્ર આવો પ્રિય હતો ? અત્યારે હશે ?” ચેલાએ જવાબ આપ્યો : “અરે પાપી, અરે રાજકુળાધમ. તું તારા પિતાને આના કરતાં પણ અધિક વહાલો હતો ! મને દુષ્ટ દોહદ થયો અને તારો જન્મ થયો. તું તારા પિતાનો વેરી થઈશ એવું લાગતા, મેં પતિના કલ્યાણની ઇચ્છાથી ગર્ભપાત કરવા પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળતા મળી. મેં તો તને ઉકરડે ફેંકાવી દીધો હતો, તે સમાચાર તારા પિતાને મળતાં તેઓ તને પાછો લઈ આવ્યા. ઉકરડા પર તને ફેંકી દીધો હતો તે સમયે કૂકડો કરડ્યો અને તારી એક આંગળી વીંધાઈ ગઈ તે પાકી ગઈ ત્યારે તને ખૂબ પીડા થતી હતી. તે વખતે તારા પિતા તારી દુઃખતી આંગળી પોતાના મુખમાં રાખતા હતા. જ્યાં સુધી તને દુઃખમાં રાહત થતી ત્યાં સુધી આમ જ કરતા. તારા પર અનહદ પ્રેમ વરસાવતા. આ વાત સાંભળતાં કણિકને પશ્ચાત્તાપ થાય છે. अहो सागरगाम्भीर्यम् अहो भूमेः सहिष्णुता, अहो सुगन्धवाहित्वम् वायोः शीतलताम् विद्योः । अहो आकाशविस्तार: मातः त्वयि नमोनमः । पंचभूतस्वरूपिण्यै भूयो भूयो नमोऽस्तु ते ॥ હે માતા, કેવું તારું ગાંભીર્ય ? સાગરના જેવું ! કેવી તારી સહિષ્ણુતા ? ધરતીની જેવી કે કેવી તારી સુગંધવાહિતા ? વાયુના જેવી ! કેવી તારી શીતળતા ? ચંદ્રમા જેવી ! કેવો તારો વિસ્તાર ? આકાશના જેવો ! હે માતા, તને હું ફરી ફરી નમસ્કાર કરું છું. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ પંચ મહાભૂતોનું સાક્ષાત સ્વરૂપ છે. પંચભૂત-સ્વરૂપિણી માતા, તને હું ફરી ફરી પ્રણામ કરું છું. आ जगत्प्रसवित्रीयम् आद्या शक्तिरिति स्मृता । सा भु वि मातृरूपणे करुणाधनविग्रहा । હે માતા, સૃષ્ટિનું સર્જન કરનારી, જગતને જન્મ દેનારી જે આઘા શકિત પુણારૂપી ધનની જે સાક્ષાત્ પ્રતિમા, કરુણામયી જગદંબા, તે જ તું માતારૂપે પૃથ્વી પર પ્રગટ થઈ છે. શિવાજીના માતા ] ભારતીય નારીનાં વિવિધ સ્વરૂપોમાં ઉત્કૃષ્ટ સ્વરૂપ નરરત્નોનું માતૃત્વ છે. શ્રેષ્ઠ કક્ષાનાં નરરત્નોની જન્મદાત્રી માતા તરીકે સમગ્ર દેશ તથા વિદેશમાં એનું ગૌરવ કરવામાં આવે છે. પ્રાતઃ સ્મરણીય નારીરત્નો વંદનીય છે. નરરત્નો મળે તો રાષ્ટ્રની રક્ષા થાય, રાષ્ટ્ર સમૃદ્ધ થાય, ધર્મક્ષેત્રનો વિકાસ થાય, સંસ્કૃતિરક્ષા સહજ બની રહે. સંતાનનું સંસ્કરણ નારીનું અગત્યનું કર્તવ્ય ગણાય છે. ઉત્કટ સ્નેહભાવથી આપણા ગૃહજીવનને આનંદમય બનાવનાર નારી છે. માતાના વાત્સલ્યભાવનું વર્ણન જગતનો કોઈ લેખક, કવિ કે ચિંતક કરી શકે તેમ નથી. આપણા દેશનાં ઉત્તમ નારીરત્નોમાં અમર બની ગયેલું ધન્ય નારીપાત્ર છે માતા જીજાબાઈ - છત્રપતિ શિવાજીનાં માતા. છત્રપતિ શિવાજીનાં માતા જીજાબાઈ જ્યારે ગર્ભવતી હતાં ત્યારે સ્વામી કોંડદેવને થયું કે - “તેના ગર્ભને આરંભથી જ શૌર્યના - બહાદુરીના, સંયમના અને પવિત્રતાના સંસ્કાર આપવા જોઈએ, જેથી એના જીવનકાળમાં તે શુરવીર, પરાક્રમી અને સંયમી તથા પવિત્ર બની જાય.” ઇતિહાસકારો નોંધે છે કે - ‘દાદાજી કોંડદેવે જીજાબાઈને રામાયણના અરણ્યકાંડનો દરરોજ પાઠ કરવા આપ્યો હતો. માતા જીજાબાઈને આ પાઠમાં અતૂટ શ્રદ્ધા થઈ. શિવાજીનો જન્મ થયા પછી તે આઠ વર્ષની વયના થયા, ત્યાં સુધી દરરોજ માતાએ - દીકરાને અરણ્યકાંડનો પાઠ કરાવ્યો છે. પરિણામે શૌર્યના દઢ સંસ્કાર શિવાજીમાં પડ્યા અને તે ઔરંગઝેબનાં રાજ્યો પર ચઢાઈ કરે છે અને એને ઘોર પરાજય આપે છે. મુસ્લિમોને ભગાડી મૂકવાની યોજનામાં સ્વામી કોંડદેવ, જીજાબાઈ અને શિવાજી - ત્રણ પાત્રો ખૂબ મહત્ત્વનાં બની ગયાં. ‘શિવાજી ન હોત તો સુત હોત સબકી’ એવી ઉક્તિ પ્રચલિત છે, તેમાં ઘણું સત્ય સમાયેલું છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું ‘શિવાજીનું હાલરડું” આ સંદર્ભમાં યાદ રાખવા જેવું છે. igscfhe isnછળ જાજા પ૧] LIVRALLAC LIESIS પ૦ જગ જનની R i gsacrisks bus )P Page #34 -------------------------------------------------------------------------- ________________ ભીષ્મ પિતામહ ગંગા અને ભીષ્મ પિતામહ ભગવાન શ્રી કૃષ્ણ માટે માનનીય અને પાંડવો તથા કૌરવો એમ બંનેને માટે સમાન રીતે આદરણીય ભીષ્મ પિતામહનું જીવનઘડતર માતા ગંગાએ કર્યું હતું. આજન્મ - આજીવન નૈષ્ઠિક બ્રહ્મવ્રતી હતા. આ સપૂત, પિતાનો પરમભક્ત હતો અને વનસ્પતિના જીવો પ્રત્યે પણ અત્યંત કરુણામય હતો. પિતૃભક્તિથી પ્રેરાઈને એમણે લગ્નજીવન અને રાજપાટ હંમેશાંને માટે ત્યજી દીધાં હતાં - એમના આ ત્યાગ અને પિતા માટેના આદરભાવનું મૂળ તો માતા છે. ગંગા માતાએ એનો એવો ઉત્તમ ઉછેર કર્યો હતો, તેથી એનામાં આવી પુનિત ભાવનાઓ વિકસી છે અને માત્ર ભારતવર્ષમાં જ નહિ, જગતમાં ક્યાંય પણ આવો સંસ્કારી દીકરો મળવો દુર્લભ છે. મા એટલે વાત્સલ્ય મૂર્તિ ગંગા પોતાના દીકરા ગાંગેયને લઈને પિયર ચાલ્યાં ગયાં. આમ કરવાનું કારણ એ હતું કે પતિ શાન્તનુને એક વાર શિકાર કરવા જવા માટેની તીવ્ર ઇચ્છા થઈ અને ગંગાએ નહિ જવાની વિનંતી કરવા છતાં શાન્તનું શિકાર કરવા માટે વનપ્રદેશમાં દોડી ગયા. સામે પક્ષે ગંગા કહે છે : “સંતાન ઉપર ખરાબ સંસ્કાર પાડવાનો પુરુષ પતિને જરાય અધિકાર નથી. પુષ્કળ દુઃખ વેઠીને તૈયાર કરેલા સંતાનનું જીવન કુસંસ્કારોથી બરબાદ કરવાનો બાપને કોઈ અધિકાર નથી.” આ હતી ગંગાની સ્પષ્ટ માન્યતા. ચાંપરાજવાળા બહારવટિયાની માવડીને ખબર પડી કે તેનો ત્રણ વર્ષનો દીકરો ચાંપરાજ, તેણે પતિ સાથે કરેલા પ્રેમના નખરા જોઈ ગયો છે. આવી ખબર પડતાં તેણે જાત પ્રત્યે તિરસ્કાર પ્રગટ્યો. અને રાત સુધીમાં જીભ કચડીને મોતને ભેટ્યાં. દીકરામાં કુસંસ્કારનું બીજ ન રોપાય તે માટે આવું કઠોર પગલું ભર્યું ! અંજના સુંદરીએ દીકરા હનુમાનને કેવી તાલીમ આપી હશે કે એક વાર કંઈ વાંક - દોષ કરી બેઠેલ દીકરાને તેણે કહ્યું : “એસૌ દૂધ મૈં તેરે કો પીલાયો હનુમાન ! તેં મેરો કૂખ લજાયો.’’ ૫૨ jgsed plp યાદ કરીએ શાલિભદ્રની માતા - ભદ્રામાતા શાલિભદ્રની વિરાટ સમૃદ્ધિનું દર્શન કરવા, મગધરાજ શ્રેણિક, તેના સાત માળની હવેલીએ આવ્યા, ત્યારે હવેલી બતાવવા માટે શાલિભદ્રનાં માતા રાજવીની સાથે જોડાયાં અને તેઓ રાજા શ્રેણિકનું સ્વાગત કરી, વિનમ્રતાથી હવેલીનો એક એક માળ - સમૃદ્ધિ દર્શાવવા લાગ્યા. શાલિભદ્રની હવેલીના પાંચ માળ માતાજીએ બરાબર દેખાડ્યા. હવે છઠ્ઠા માળે જવાનું હતું, તે વખતે ભદ્રા માતાએ કહ્યું : “મગધપતિ ! આપ છઠ્ઠા માળે નહિ જઈ શકો, કેમ કે ત્યાં મારી બત્રીસ પુત્રવધૂઓ વસે છે. તેઓ પરપુરુષનું મોં જોઈ શકતી નથી.’ મગધપતિએ આ વાત સ્વીકારી અને સાતમા માળે રહેલા શાલિભદ્રને ભદ્રા માતાએ પાંચમા માળે બોલાવ્યો અને મગધનરેશ તથા પુત્રનું આવું મિલન કરાવનાર ભદ્રા માતાને કેટલા ધન્યવાદ આપીશું ? નારી અગણિત મહાપુરુષોની જનેતા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગંધીજી મહાત્મા ગાંધીજીના જીવનઘડતરમાં ધર્મનું અને માતા પૂતળીબાઈનું ખૂબ મહત્ત્વનું સ્થાન છે. ‘સત્યના પ્રયોગો'માં તેઓ દર્શાવે છે - ધર્મ એટલે આત્મભાન, આત્મજ્ઞાન' ગાંધીજીનો જન્મ વૈષ્ણવ સંપ્રદાયમાં, એટલે હવેલીએ જવાનું થતું, પરંતુ હવેલીનો વૈભવ એમને પસંદ નથી. રંભા નામની દાસીએ રામનામ શીખવ્યું. રામરક્ષાનો પાઠ ભણે છે. રામાયણનું પારાયણ ગમે છે. ભાગવત પાઠ વગેરેના સંસ્કાર ઝીલે છે. ‘સત્યના પ્રયોગો’માં લખે છે . “રાજકોટમાં મને અનાયાસે સર્વ સંપ્રદાયો વિશે સમાનભાવ રાખવાની તાલીમ મળી. હિંદુ ધર્મના પ્રત્યેક સંપ્રદાય પ્રત્યે આદરભાવ શીખ્યો. વળી પિતાજી પાસે જૈન ધર્માચાર્યોમાંથી કોઈ હંમેશાં આવતા. પિતાજી તેમને વહોરાવે પણ ખરા. સર્વ ધર્મ પ્રત્યે મારામાં સમાનભાવ પેદા થયો. સને ૧૮૮૭ની સાલમાં મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી. કુટુંબના જૂના મિત્ર અને સલાહકાર માવજી દવે(જોશીજી)ના કહેવાથી આગળ અભ્યાસ માટે વિલાયત જવાનું - બૅરિસ્ટર થવાનું નક્કી કર્યું. માતુશ્રીને - પૂતળીબાઈને પુત્રવિયોગની વાત ન ગમી. કાકાએ કહ્યું : “વિલાયત જવાની તારી ઇચ્છાની વચમાં હું નહિ આવું, પણ ખરી રજા તારી બાની. જો તે હા પાડે, તને રજા આપે તો તું સુખેથી જજે.’ [ jg c plots IP ૫૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ માતા પૂતળીબાઈએ બધી તપાસ શરૂ કરી દીધી હતી. કોઈ કહે - જુવાનિયા વિલાયત જઈને વંઠી જાય,’ કોઈ કહે - ‘તેઓ માંસાહાર કરે છે,” કોઈ કહે - ‘દારૂ વિના ન જ ચાલે.” માતાએ આ બધું કહ્યું. ગાંધીજીએ જવાબ આપ્યો : “પણ તું મારો વિશ્વાસ નહિ રાખે ? હું તને છેતરીશ નહિ, સોગન ખાઈને કહું છું; એ ત્રણે વસ્તુથી હું બચીશ.” માતા બોલી : “મને તારો વિશ્વાસ છે, પણ દુર દેશમાં કેમ થાય ? મારી તો અક્કલ ચાલતી નથી. હું બેચરજી સ્વામીને પૂછીશ.” બેચરજી સ્વામી જૈન સાધુ હતા. તેમણે મદદ કરી, તેમણે કહ્યું : “હું એ છોકરા પાસે એ ત્રણ બાબતની બાધા લેવડાવીશ, પછી તેને જવા દેવામાં હરકત નહિ આવે.” તેમણે પ્રતિજ્ઞા લેવડાવી અને મેં માસ, મદિરા અને સ્ત્રીસંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી. માતાએ આજ્ઞા આપી.” માતાએ લેવડાવેલી આ પ્રતિજ્ઞા ગાંધીજીના જીવનમાં ખૂબ ઉપકારક બની રહે છે. માંસાહાર, મદિરાપાન અને પરસ્ત્રીગમનના, ગાંધીજીના જીવનમાં બનતા પ્રસંગોની - મુશ્કેલીની પળોમાં પ્રતિજ્ઞાએ એમને ઉગારી લીધા છે અને માતાની આ પ્રકારની કાળજીથી ગાંધીજી ખૂબ ધન્યતા અનુભવે છે. માતાનું પવિત્ર સ્મરણ, એમને પ્રતિજ્ઞામાં વધુ દેઢ બનાવી વિશુદ્ધ જીવન જીવવાનું બળ પૂરું પાડે છે. યુગપ્રધાન આચાર્ય આર્યરક્ષિત માલવપ્રદેશના દશપુર નામના નગરમાં સોમદેવ નામના પુરોહિત રહેતા હતા. તેમની પત્ની રુદ્રસોમા જૈન ધર્મની ઉપાસિકા હતી. પાટલિપુત્રથી અનેક વિદ્યાઓ ભણીને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને, આર્યરક્ષિત પોતાને ગામ પધાર્યા. આખું ગામ ખૂબ ઉમંગથી સ્વાગત કરે છે પરંતુ માતા રુદ્રસીમાં જરાય પ્રસન્ન નથી. પુત્ર વંદન કરવા ઘેર આવે છે ત્યારે માતા કહે છે : “તેં દૃષ્ટિવાદનો અભ્યાસ કર્યો હોત તો મને સંતોષ થાત. ઇશુવાટિકામાં આચાર્ય કેતલિપુત્ર બિરાજે છે, તેઓ દષ્ટિવાદના જ્ઞાતા છે, તેમની પાસેથી જ્ઞાન મેળવી તું આવીશ ત્યારે મને ખૂબ આનંદ થશે.” માતાની આજ્ઞા લઈ, દીક્ષા લે છે અને જૈન ધર્મના યુગપ્રધાન આચાર્ય બને છે. ધન્ય છે માતાને જેણે પુત્રને આત્મજ્ઞાન પ્રાપ્તિની પ્રેરણા આપી. [ કલિકાલસર્વજ્ઞનો અલૌકિક માતૃપ્રેમ. મુનિ સોમચંદ્ર નાગીર ગામમાં ફક્ત બાર વર્ષના દીક્ષાપર્યાયમાં આચાર્યપદે આરૂઢ થયા, ત્યારે તદ્દભવોપકારી માતા પાહિણીદેવીએ આસન ઉપરથી ઊઠીને પોતાના માટે નૂતનાચાર્ય પાસે દીક્ષા યાચના કરી. પુત્રમુનિએ દીક્ષા આપી ને માતાના ઉપકારનો બદલો વાળ્યો. તે પૂ. હેમચંદ્રાચાર્ય સ્વયં [૫૪ આમ -1 ક પ રસ Isscહિ છાણ] સાંસારિક માતા સાધ્વીના યોગક્ષેમની દરકાર કરવા લાગ્યા, તે કારણે નૂતન સાધ્વી પણ કુશળ બન્યાં અને વિદુષી બની પ્રવર્તિની પદ પ્રાપ્ત કરી ૪૫ વરસનો દીક્ષા પર્યાય પાળી કાળધર્મ પામ્યાં, ત્યારે સ્વયં કલિકાલસર્વજ્ઞ અને યુગપુરુષ જેવું બિરુદ ધરાવતાં છતાંય માતાના ઉપકારને સ્મૃતિમાં લઈ એક કરોડ નવકાર ગણવાનો અભિગ્રહ લઈ શ્રદ્ધાંજલિ બક્ષી, તેઓશ્રીના માનસમાં એટલું સ્પષ્ટ હતું કે માતા થકી મહાન જૈન શાસનની તથા આચાર્યપદની પણ પ્રાપ્તિ થઈ હતી. [ સાચી માતાની ઓળખ ] સંભવનાથ પ્રભુ ગર્ભમાં આવેલા ત્યારની આ વાત છે. એક વખત પ્રભુની માતા રાજસભામાં ગયેલાં ત્યારે બે સ્ત્રીઓ એક પુત્રને રાજસભામાં લઈને હાજર થઈ. તે બે સ્ત્રીઓએ પ્રધાનને કહ્યું : “હે સ્વામી ! એક વિનંતી સાંભળો - “અમારા સ્વામી નાનો પુત્ર મૂકીને પરદેશમાં મરણ પામ્યા છે, અને બાળક જાણતો નથી કે આ બેમાંથી કોણ મારી માતા છે ?” ત્યારે કપટી સ્વભાવવાળી અપરમા કહે છે કે - “મારા પતિની લક્ષ્મી મારી જ છે, વળી આ પુત્ર મારે વિશે જમ્યો છે, તે કારણથી જેણીનો આ પુત્ર છે, દ્રવ્ય પણ નક્કી તેણીનું જ છે. આ વિવાદના નિર્ણય માટે તમારી પાસે આવ્યા છીએ.” ત્યારે પ્રભુજીની માતાએ રાજાને કહ્યું : “જો આપની હા હોય તો આ વિવાદને પતાવી આપું.” ત્યારે રજા અપાતા પ્રભુની માતાએ તે બંને સ્ત્રીને કહ્યું કે - “અહીં ધન અને પુત્રને હાજર કરો.” તેઓએ તેમ કર્યું પછી ત્યાં કરવત મંગાવાઈ. પછી ધનના બે ભાગ કયાં, અને પુત્રના બે ભાગ કરવાને બાળકની નાભિ ઉપર જેટલી વારમાં કરવત મૂકે છે, તેટલામાં પુત્રની સાચી માતા કુદરતી સ્નેહથી ભરેલી કહે છે : “જો આ વિવાદ બીજી રીતે ન પતાવાય તો અપરમાતાને પુત્ર અને લક્ષ્મી આપી દો. પણ પુત્રનું મરણ ન થવા દો.” પ્રભુની માતાએ કહ્યું કે - “આ પુત્ર આનો છે, પણ પેલીનો નથી.” ત્યારબાદ તે અપરમાતાને હાંકી કાઢી મૂકી, પુત્ર અને ધન સાચી માતાને આપ્યું. [માતાએ દીક્ષા લીધા ] જન્મ થતાં જ બાળકે સાંભળ્યું કે - “મારા પિતાએ દીક્ષા લીધી છે.” દીક્ષા સાંભળતાં જ જાતિસ્મરણ જ્ઞાન થયું અને પોતે પણ સંયમ લેવાનો નિર્ણય કર્યો. માતાની માયા-મમતા વધે નહિ તેથી એકધારું છ મહિના રડવાનું ચાલુ રાખ્યું. આખરે માતા આ બાળકથી ત્રાસી ગઈ. કા, IIIના ATTI IIIIIIII TI [ gscwe : ૫૫] Page #36 -------------------------------------------------------------------------- ________________ જ્યોર્જ વોશિંગ્ટનની માતા ને નેપોલિયનની માતૃસ્મૃતિ) એટલામાં એના સાધુ પિતા એ ગામમાં ગુરુ સાથે આવ્યા. માતાએ આ સતત રડતા બાળકના પિતાને કહ્યું કે - “હવે તો આ તમારા દીકરાને રાખો, હું તો કંટાળી ગઈ !” મુનિએ તરત જ એ બાળકનો સ્વીકાર કર્યો, કારણ કે ગુરુએ આજ્ઞા કરી હતી કે “આજે જે કંઈ વસ્તુ તમને મળે તેનો સ્વીકાર કરી લેજો.” એ બાળકનું નામ વજસ્વામી. અન્ય શ્રાવિકાઓએ એને સારી રીતે ઉછેર્યો. સાધવીઓના મુખેથી સાંભળતાં સાંભળતાં જ અગિયાર અંગના જ્ઞાતા બન્યા. પછીથી આવા શાંત અને જ્ઞાનીપુત્રને પાછા લેવાની માતાની ઇચ્છા જાગૃત થઈ. રાજા પાસે એણે ફરિયાદ કરી. રાજાએ ન્યાય કર્યો. ભરસભામાં એક બાજુ માતા ને બીજી બાજુએ સાધુભગવંત. વચમાં બાળકને રાખ્યું. માતાએ રમકડાં બતાવ્યાં. ને ગુરુએ ઓઘો મુહપત્તિ ! અને આશ્ચર્ય તો જુઓ ! બાળક તો ઓઘો લઈને નાચવા મંડી પડ્યો, માતા હારી ગઈ, અને પછી માતાએ પણ દીક્ષા લીધી. હારેલી માતા સંયમરૂપી હાર પહેરી ધન્ય બની ગઈ. આ વજસ્વામી મહાજ્ઞાની તથા પ્રતિભાશાળી તરીકે ખૂબ પંકાયા. શાસનઉદ્ધારનાં અનેક કાર્યો એમને હાથે થયાં. વૃદ્ધાવસ્થા થઈ એટલે રથાવર્ત પર્વત પર જઈ અનશન વ્રત આદર્યું. એમને વંદન કરવા ઇન્દ્રરાજ આવ્યા. પિંડરીકની માતૃ-પિતૃ ભક્તિ ] માતૃસેવામાં જો દેહને કષ્ટ પડે કે દેહ પડી જાય તો દેહનું દિવ્યમાં રૂપાંતર થઈ જાય છે. પુંડરીક પર ભગવાન પ્રસન્ન થયા. ભગવાને કહ્યું : “હું તારા પર પ્રસન્ન છું, વત્સ !” પુંડરીક તો માતા-પિતાની સેવામાં વ્યસ્ત હતો. તેણે કહ્યું : “ભગવાન ભલે પધાર્યા ! પણ અત્યારે માતા-પિતાની સેવા છોડી હું ઊઠી શકું તેમ નથી, એમ કરો પેલી ઈટ પડી છે તેના પર બિરાજો.” ગરજ ભગવાનને હતી. એવો ઘાટ બની ગયો પણ ભગવાન પ્રસન્ન હતા, ભક્ત ધરેલા આસન પર, એટલે કે પેલી ઈડ પર બેય પગ માંડીને કેડે હાથ દઈને એ ઊભાં રહ્યા. ઘરમાં પુંડરીક દ્વારા માતા-પિતાની સેવા જેમ ચાલતી હતી તેમ ચાલતી રહી. સેવા પૂરી થયા પછી પુંડરીક ભગવાનને પગે લાગ્યો : કહે, “ભગવાન એકલા મારા પર કૃપા કરો એ કેમ ચાલે, પૂરા જગત પર કૃપા કરવી પડશે. વૈકુંઠ ભૂલી હવે અહીં જ રહો.” ભક્તાધીન ભગવાને ભક્તની પ્રાર્થના મંજૂર રાખી. ભગવાન વિઠ્ઠલ કહેવાયા. વિટું એટલે ઈટ, વિઠ્ઠલ એટલે ઈટ પર બિરાજેલા વિઠોબા. પંઢરપુરમાં આજે પણ વિઠોબા મંદિરમાં ઈટ પર ઊભેલા ભગવાનની પ્રતિમા છે. પ્રત્યક્ષ ભગવાન આવ્યાં એ માતા-પિતાની ભક્તિનું પ્રતીક છે. [ ૫૬ TAMIDE X K įgstclishs įDISSIP ( જ્યોર્જ વોશિંગ્ટન ] જ્યોર્જ વૉશિંગ્ટન અમેરિકન સૈન્યના સેનાપતિ - તેની માતા તેની કહેતી કે - “પુત્ર, આજ્ઞાનું પાલન કરતાં શીખવાથી જ માણસ આજ્ઞા કરવાને લાયક બને છે. માટે દીકરા મોટા થઈને તારે જો ઉચ્ચસ્થાને બેસવું હોય તો અત્યારે આજ્ઞાનું પાલન ચુસ્તપણે કરતાં શીખ.” લડાઈમાં અમેરિકાનો વિજય થયો ત્યારે વૉશિગ્ટનના બહુમાન માટે ગામના લોકોએ સન્માનનો કાર્યક્રમ ગોઠવ્યો હતો, ત્યારે તેની માતાએ કહ્યું કે - “મારા દીકરાએ જે કર્યું તે એ કરે જ એમાં વિશેષ શું છે ?” વૉશિંગ્ટન અમેરકિાનો પ્રથમ પ્રમુખ થયો. વૉશિંગ્ટનની માતા કર્મઠ, શિસ્ત, પરાયણ, કર્તવ્યનિષ્ઠ હતી. વૉશિંગ્ટન એવું કહેતા શરમાતો નહિ કે - “હું જે કાંઈ છું તે મારી માતાને લીધે છું ! મહત્તાના મયૂરાસન કરતાં મને તો માતાની મંગલ ગોદ ગમે. રેતીના કણ ગણી શકાય, પણ માની મમતો ગણી ન શકાય.’ (નેપોલિયન) વિધિનું પ્રથમ ધન આ વિશ્વ-સંસાર એ છે માતૃસ્નેહ. નેપોલિયને તેની ઉદાર ચરિત, શીલવાન, સદાચારી માતાનું પ્રતીક હતો. તે સમયે ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે લડાઈ ચાલતી હતી. કેટલાક અંગ્રેજ સૈનિકોને ફ્રેન્ચ લશ્કરે કેદ કયાં હતા. તેમાંથી એક કેદી નાનકડા તરાપામાં બેસી નાસી જતાં પકડાયો. જહોન રોબિન્સ નામના તે સૈનિકને નેપોલિયન સમક્ષ રજૂ કરવામાં આવ્યો. નેપોલિયને કહ્યું - “તું મૂર્ખ છે. આવા તરાપાથી શું દરિયો પાર કરી શકાય ? શા માટે તારે ભાગવું હતું ?” સૈનિકે કહ્યું : “બીજો કોઈ ઉપાય ન હતો. ઘેર માતા માંદી છે ને માતા મને યાદ કરે છે. માતા છેલ્લીવાર મારું મોટું જોઈ શકે એટલા માટે આ સાહસ કરવું પડ્યું ! સરકાર ! મને મોતની સજા કરો, જેથી મારી માતાને એવું ન લાગે કે મેં એની અવગણના કરી.” માતા પ્રત્યેનો સૈનિકનો આ ભાવ જોઈને નેપોલિયનને એની માતા યાદ આવી. તેણે કહ્યું : “તારા જેવો માતૃભક્ત તો જગતનું જવાહિર છે. યુવાન ! તારો ગુનો માફ કરું છું અને તું જલદીમાં જલદી તારી માતાને મળે તેવો બંદોબસ્ત કરું છું.” ત્રણ લોકમાં માતા સમાન કોઈ મોટો ગુરુ નથી. એક પલ્લામાં મારી “મા” મૂકો અને બીજા પલ્લામાં આખું જગત મૂકો તો ‘મા’વાળું પલ્લું નીચે નમશે. સંતાનને લાડ લડાવતી પ્રત્યેક મા સુંદર અને સંપત્તિવાન છે, મા ક્યારેય કરૂપ, દરિદ્ર કે વૃદ્ધ થતી નથી. [ issecke brછાણ પ ણ ૫૮] Page #37 -------------------------------------------------------------------------- ________________ ( માતા-પિતા પ્રતિ સ્પંદનો ) | માનો મહિમા મને પૂછો !] માત્ર ત્રણ મહિનાની સંપૂર્ણ અણસમજની અવસ્થામાં મા નામની મબલખ મૂડી ગુમાવી દેનાર એક કમભાગી સંતાન હું છું. માની ગેરહાજરી થતા દાદીમાએ મારો ઉછેર કર્યો. હું દસ વર્ષનો થતા મારાં દાદીમાં પણ સ્વર્ગે સિધાવ્યાં. હવે ઘરમાં બે સભ્યો રહ્યા. એક હું અને બીજા મારા પપ્પા. રોજ સવારે ભૈયો દૂધ આપી જાય. તેમાંથી પપ્પા પોતાને માટે ચા બનાવે અને મારા માટે દૂધ ઉકાળે. ગૃહઉદ્યોગના તૈયાર ખાખરા અને નાસ્તો એ દૂધ-ચા સાથે અમે ખાઈ લઈએ. સવારે અને સાંજે તો ભોજનશાળામાંથી અમારા બંને માટે ટિફિન આવે. ટિફિનમાં જે હોય તે જમી લેવાનું. “મમ્મી ! આજે તો ઊંધિયું સરસ બનાવ્યું છે !” “મમ્મી આજે તે ઇડલી બનાવી પણ સંભારમાં કાંઈ દમ નહોતો.” આવી કોઈ પ્રશસ્તિ કે ફરિયાદ કરવાનો મને જીવનમાં મોકો જ નથી મળ્યો. તેનો રંજ મને માતૃવિરહની વ્યથામાં ડુબાડી દે છે. બેટા દેવાંગ ! આજે સાંજે શું બનાવું ? મેંદુવડા કે પાણીપુરી ?' આવી પસંદગીનો પડકાર મારી સામે ક્યારેય આવ્યો નથી. મારો કોઈ મિત્ર જ્યારે એમ કહે કે - “આજે મારી મમ્મીએ નાસ્તો બનાવ્યો છે. મારાં મમ્મીના ચાવડા અને ચોળાફળી તો મને બહુ જ ભાવે.' ત્યારે મને વર્તાતો શૂન્યાવકાશ માત્ર હું જ જાણું છું. હું એટલે એક એવો કમનસીબ કે જેણે જીવનમાં ક્યારેય માતાના હાથની રસોઈ સમ આવા પૂરતીય ચાખી નથી. એકવાર મારું મન ભણવામાં નહોતું લાગતું ત્યારે મારા સરે મારો ઊધડો લઈ નાખ્યો. મને કરડાકીથી કહ્યું : “કાલે તારાં મમ્મીને લઈને આવજે.” ત્યારે હું બધાની વચ્ચે ત્યાં ને ત્યાં જ ભાંગી પડેલો. એકવાર સ્કૂલમાં બધાની નોટસ તપાસવામાં આવી. મારી અધૂરી નોટ્સ જોઈને મને આખો પીરિયડ ઊભો રાખવામાં આવ્યો. ત્યારે હું ખૂબ રડ્યો હતો. ઊભા રહેવા પડ્યું માટે નહિ પણ મારી બાજુવાળાની અધૂરી 1 , IITE T ૫૮ જ નતા K jgsaclisus įDISSIP નોટ્સ તેની મમ્મીએ આખી રાત જાગીને પૂરી કરી આપી હોવાની મને જાણ હતી માટે. પરીક્ષા વખતે મારા જિગરી મિત્રને ત્યાં હું ભણવા જતો. ત્યાં તેનાં મમ્મી અમને સરસ ભણાવતાં, ત્યારે મારા જીવનનો ભરાવદાર ખાલીપો મને કેવી પીડા આપતો હશે તેનો માત્ર મને જ ખ્યાલ છે. પરીક્ષા આપવા જતા દીકરાને દરવાજા સુધી વળાવવા જતી કોઈની મમ્મીને જોઉં ત્યારે મને આજે પણ મારો ભૂતકાળ યાદ આવી જાય છે. એક પણ પરીક્ષા વખતે હું મમ્મીને પગે લાગી નથી શક્યો. તસવીરને જ પગે લાગવાનું મારા ભાગ્યમાં કાયમ રહ્યું છે. અને થાકીને ઘરે પાછો ફરું ત્યારે ઘરની વિરાટ શૂન્યતા મને આવકારવા ઊભી હોય. વેકેશનમાં ઘર નીચે રમતા હોઈએ ત્યારે સોસાયટીની કેટલીય બારીઓમાંથી કેટલીય મમ્મીઓ પોતપોતાના લાડકવાયાને જમવા બોલાવે ત્યારે હું મારા ઘરની ખાલી બારી સામે જોઈને સૂનમૂન થઈ જતો. પોતાના દીકરાનું ઉપરાણું લઈને બાજુવાળાને હંફાવતી કોઈની મમ્મીને જોઉં ત્યારે, કે જમવાની થાળી હાથમાં લઈને રમતિયાળ છોકરાને જમાડવા તેની પાછળ પાછળ ફરતી કોઈની મમ્મીને જોઉં ત્યારે મારી પાસે ખાનગી ડૂસકાં સિવાય કાંઈ જ ન હોય ! - કોઈ બાળક મમ્મીને વળગી પડે તે દૃશ્ય હું જોઈ નથી શકતો. પ્રેમથી દીકરાને જમાડતી. રમાડતી કે નવડાવતી કોઈ મમ્મીને જોવાની મારામાં હિંમત પણ રહી નથી. કોઈ છોકરો પડી જાય અને તેનાં મમ્મી તેને છાનો રાખે ત્યારે તેનું રડવાનું બંધ થઈ જતું અને મારું ચાલુ થતું. કોઈ બાળકને વઢતી મમ્મીને જોઉં ત્યારે અંદરથી અવાજ ઊઠતા - “મને પણ આ રીતે વઢનાર કોઈ કેમ નથી ?' મારા એક મિત્રની બર્થડે પાર્ટીનું આલ્બમ એકવાર જોવા લીધું, પણ આખું જોઈ નહોતો શક્યો. તેનાં મમ્મી સાથે ગેલ કરતી તેની રંગીન અને મલકતી તસવીરોએ મારા દર્દને વળી નવી દિશા આપી દીધી. મને રમાડતી મારી માતાની એકેય તસવીર પણ મારી પાસે નથી. આજે હું થોડુંક કમાતો થયો છું ત્યારે મારા મનમાં પણ ઘણાં અરમાનો થાય છે, જે હું જાણું છું કે ક્યારેય પૂરાં થવાનાં નથી. જ્યારે પણ પોતાની પ્યારી માતાનો હાથ પકડીને પૂજા કરવા લઈ આવતાં કોઈ યુવકને જોઉં છું ત્યારે મને પણ મનમાં ઉમળકો થાય છે કે - જો મારાં મમ્મી હોત તો !...' igsecsisus jois) AIJIPસ પ૯] ITATITLE -h, ,] Page #38 -------------------------------------------------------------------------- ________________ અલબત્ત, આ નામનું ચલણ અમારાં ત્રણમાં જ થતું. અમે અબૂઝ અને અજ્ઞાની એ સમજી ન શક્યાં કે મમ્મીનો આ કડપ એ તો તેનું મહોરું હતું. તે મહોરાની અંદર એક મૃદુકોમળ કરુણામયી માતાનો વાસ હતો. અંદરથી તે રૂ કરતાં પોચી અને માખણ કરતાં મુલાયમ હતી. તેના આ અસલી અને અંતરંગ સ્વરૂપનો પરિચય તો મને ત્યારે થયો જ્યારે મારી બી.એમ.એસ.ની પરીક્ષા ચાલતી હતી. બોરીવલીના પરીક્ષા કેન્દ્ર પર મારે પરીક્ષા આપવા જવાનું હતું. હું ૯-૩૦ વાગ્યે સેન્ટર પર પહોંચી ગયો. પોતાનાં બીમાર મમ્મીની સેવા કરતા કે પગ દબાવતા કોઈ સંસ્કારી દીકરાની વાત જાણું છું ત્યારે મનમાં ઊર્મિ જાગે છે કે - “જો મારાં મમ્મી હોત તો !.” હું જાણું છું કે મારાં આ અરમાનો પૂરાં કરવા માટે હું અસમર્થ છું. પરંતુ જે સનસીબ મિત્રોના પપ્પા-મમ્મી હયાત છે, એવા મારા તમામ વહાલા બંધુઓને બે હાથ જોડીને નમ્ર વિનંતી ગુજારું છું - (મારા વતી) ‘તમારા પપ્પા-મમ્મીની સુંદર સેવા કરજો. એ દ્વારા મારા અરમાન પૂરા થયાનો મને સંતોષ થશે.” આવી તો કૈક નાજુક સંવેદનાઓ છે, જેને મેં બહુ નાની ઉંમરથી અનુભવી છે. વર્ણવી શકવાની આવડત પણ નહોતી ત્યારથી મારા કૂણા અને ઘવાયેલા હૈયાની કોતરોમાં આવું તો ઘણું પડઘાયા કરે છે. એક વાતનું સદા ગૌરવ અનુભવ્યું છે કે કુટુંબીજનોએ અને સૌથી વિશેષ મારા પપ્પાએ મને જે અપરંપાર સ્નેહ આપ્યો છે, એનું જ એક પરિણામ માનું છું કે હું છું ! જીવનના ઓરડામાં માતાનો ખાલી ખૂણો કોઈ ભરી ન શકે છતાં મારી માતાના વિખરાયેલા અંશો હું એ બધામાં જોઈ રહ્યો છું. - કોણ જાણે કેમ, પણ કુદરતે મારું આ સુખ પણ કદાચ વધારે પડતું લાગ્યું હશે. મારી કમનસીબીની પરાકાષ્ઠા તો ત્યારે સર્જાઈ, જ્યારે આજથી બે વર્ષ પૂર્વે, મારી ૨૩ વર્ષની ઉંમરે, મારા પિતાશ્રીએ પણ અનંતની વાટ પકડી. હૃદયરોગના હુમલાથી તેમણે પણ પ્રાણ ગુમાવ્યા. મારી આ અપરંપાર કમનસીબી વચ્ચેની એક સદ્નસીબી ! માતા નામના તત્ત્વનો જીવનમાં શું મહિમા અને મહત્તા હોઈ શકે તે હું સુપેરે સમજી શક્યો છું. કદાચ મારી માતા જીવંત હોત તો એ મહિમાને મેં માણ્યો જરૂર હોત, પણ પિછાણ્યો ન હોત ! દેવાંગ દિઓરા માનો મહિમા ગાતા કહે છે - ‘આંખની કિંમત જાણવી હોય તો કોઈ અંધને પૂછી જોજો !” કિડપ અને કરુણાનું કોમ્બિનેશન !] અમે બે ભાઈ અને એક બહેન. અમારી મમ્મીનો સ્વભાવ ઘણો કડક. તેનો કડપ ખૂબ ભારે. તે રમવા જવાની ના પાડે ત્યારે અમારી મજાલ નથી કે અમે જઈ શકીએ. તે ટી.વી. બંધ કરવાનું ફરમાન બહાર પાડે, પછી અમારી હેસિયત નથી કે, અમે ટી.વી. ચાલુ રાખી શકીએ. અમે તેનાથી ખૂબ ડરીએ. અમે ભાઈબહેને ભેગાં થઈને મારી મમ્મીનાં બે નામ પાડ્યાં હતાં હિટલર અને હંટરવાળી. [ ૬૦ Fકની % તલ ઠંgscfkહ ઝા] કોઈ કારણસર યુનિવર્સિટીમાંથી પ્રશ્નપત્રનું પાર્સલ સમયસર નહોતું આવ્યું. દોઢ કલાક વિલંબ થાય તેવી શક્યતા હતી. અમે પહોંચ્યા ત્યારે જ સેન્ટર પર પરીક્ષા મોડી થયાનું બોર્ડ મુકાઈ ગયું હતું. | મારા એક મિત્રનું ઘર બોરીવલીના સેન્ટરથી નજીક હતું. તે મને તેના ઘરે લઈને ગયો. “ચાલને ગૌરવ, દોઢ કલાકનો સમય છે. ઘરે સારું વંચાશે.' મિત્રના ઘરે અમે ગયા. તેની મમ્મીને પરીક્ષા શરૂ થવાનો ખ્યાલ આવતાં જ અમને પરાણે જમવા બેસાડ્યા અને પ્રેમથી જમાડ્યા. સાડા અગિયારે પેપર શરૂ થયું. અઢી વાગ્યે પત્યું. આ છેલ્લું પેપર થોડું ટિપિકલ હતું, તેથી ડિસ્કસ કરવાના મૂડમાં હતા. આમેય હવે જમવાની ચિંતા નહોતી, તેથી કોઈ ઉતાવળ નહોતી. નજીકના ગાર્ડનમાં જઈને અમે ડિસ્કસ કરવા લાગ્યા. સાડા ત્રણ ત્યાં જ થઈ ગયા. હું ઘરે પહોંચ્યો ત્યારે સવા ચાર થયા હતા. મારી મમ્મી ચિંતાતુર-બહાવરી બનીને ગેલેરીમાં ઊભી હતી. મમ્મીની ચિંતાનો ચેપ આખા બિલ્ડિગને લાગેલો દેખાતો હતો. ઘરે કોઈ જાણકારી આપવાની મેં તસ્દી લીધી નહોતી. આ બાજુ મારી મમ્મી અઢી વાગવા છતાં હું ઘરે ન પહોંચ્યો તેથી ચિંતાતુર બની ગઈ. તેણે કાલબાદેવી ઑફિસે મારા પપ્પાને ફોન કર્યો. મારા પપ્પાએ બોરીવલી રહેતા અમારા દૂરના એક સ્વજનને ફોન કરીને સેન્ટર પર તપાસ કરવા જણાવેલું. પણ અમે તો પરીક્ષા પછી તરત ગાર્ડનમાં જતા રહેલા, તેથી ચિંતા દૂર થાય તેવા કોઈ સમાચાર પણ મમ્મીને મળ્યા નહોતા. લગભગ દોઢ કલાકથી ચિંતાથી બળતી મારી મમ્મીએ જેવો મને દૂરથી આવતો જોયો કે મમ્મીને ટાઢક વળી. બિલ્ડિંગની નીચે મને લેવા માટે ઊતરી પડી. મને જોતાની સાથે તેને હાશ-હાશ થઈ ગયું. | gscીke bઝાઝા જ ૬૧] Page #39 -------------------------------------------------------------------------- ________________ હત પછી એ ખલાસો કર્યો મારી મમ્મીની આંખ ભીની થયેલી હતી. કેટલીવાર લગાડી ? હજી હું કાંઈ બોલું તે પહેલાં જ મમ્મી બોલી: બીજી વાત પછી, પહેલાં તું જમી લે. સવારનો એક જ છે.” પછી મેં ખુલાસો કર્યો : “ના મમ્મી, પેપર દોઢ કલાક મોડું શરૂ થવાનું હતું, તેથી મેં પ્રેમલના ઘરે સવારે જ જમી લીધું હતું.” “હાશ ! તો ઘણું સારું. ક્યારની મને એ જ ચિંતા હતી.” ત્યારે મારી બહેને મારી મમ્મીને કહ્યું : “તો હવે મમ્મી તું તો જમી લે.” “લે મમ્મી ! તું હજુ નથી જમી ?” મેં પૂછ્યું. રોજ મારી મમ્મી અમને ત્રણેયને જમાડ્યા પછી જ જમતી હતી, પરંતુ તે વાત આ દિવસે જ મારી નોંધમાં આવી. મેં મમ્મીને આગ્રહ કર્યો : “મમ્મી ! હવે તું જલદી જમી લે.” “ગૌરવ તે જમી લીધું એટલે મારું પેટ ભરાઈ ગયું. મને તારી જ ચિંતા હતી. હવે સાંજે જ જમીશ. સૂર્યાસ્તને ક્યાં વાર છે? (મારાં મમ્મી કાયમ ચોવિહાર કરે છે.) મારી મમ્મીનું અસલી પોત તે દિવસે મારા ધ્યાનમાં આવ્યું. તે દિવસે મમ્મીના હેતથી હું ખૂબ ઓળઘોળ બની ગયેલો. સાંજે મેં પૂછ્યું : “મમ્મી મને આટલું બધું મોડું થયું ત્યારે તે શું કલ્પના કરી ?” જો ગૌરવ, માતાનું દિલ છે. અશુભ કલ્પના જ જલદી આવે. તને કાંઈ અકસ્માત તો નહિ નડ્યો હોય ને ? એવી ખરાબ કલ્પનાઓ જ આવે ને ?” “તે તો મમ્મી ! બરાબર, પણ પરીક્ષા પતી એટલે હું ક્યાંય ખોટી જગ્યાએ તો નહિ ગયો હોઉં? તેવી કલ્પના તને ન આવી ?” “ના, એવી કોઈ કલ્પના તારા માટે ક્યાંથી આવે ?” મમ્મી, તને મારા પર એટલો બધો વિશ્વાસ ?” “તારા પર નહિ, મેં તને આપેલા સંસ્કાર ઉપર મને વિશ્વાસ હતો. જે માટલાને બરાબર ટીપીને ઘડ્યું હોય તે કાચું થોડું હોય !” મમ્મીએ મને એક ટપલી મારતાં કહ્યું : “એટલો વિશ્વાસ તો તમારાં ત્રણેય પર રાખી શકું.” આ વાક્ય સાંભળતાં જ અમારી ભાઈ-બહેનોની આંખો મળી. આજ સુધી અમે જેને ટકટક અને કચકચ માનતા હતા તે વાસ્તવમાં ટાંકણા અને કોતરણી હતી. ત્યારે અમને ખરે જ લાગ્યું - અમારી મમ્મી હિટલર નહિ હિતકર છે. કડપ અને કરુણાનું કોમ્બિનેશન એટલે અમારી મમ્મી ! જાણે લીલું નારિયેળ જોઈ લો ! બહારથી કડક, અંદરથી પોચું ! ભાવવિભોર થઈ ગૌરવ કરે છે કે- “એ પછી અમે ભાઈ-બહેને ક્યારેય મમ્મી માટે અમે પાડેલાં નામનો ઉપયોગ કર્યો નથી.” | ૬૨ LILIRLARLA X KSigsteisis įpus LESS પહેલા ઇસુરસ, પછી અમૃતરસ ! હું નાનો હતો ત્યારે જ મારા પપ્પા અવસાન પામ્યા. અમારા ઉછેરની અને કુટુંબના નિર્વાહની સંપૂર્ણ જવાબદારી મારી મમ્મીના શિરે આવી. હવે મમ્મીએ એક સાથે મમ્મી અને પપ્પાના બે રોલ બજાવવાના હતા, અને તે પૂરી કુશળતાથી બજાવી જાણ્યા. મમ્મીએ ટ્યૂશન્સ શરૂ કર્યા - રોજ સવારે વહેલાં ઊઠી, મને તૈયાર કરી તથા ઘરની પુરી રસોઈ કરીને ટ્યૂશન્સ કરવા જાય. સાંજે પણ યૂશન્સ માટે જવાનું હોય. કેટલાક વિદ્યાર્થી ટ્યૂશન્સ લેવા ઘરે આવે. ટ્યૂશન્સ સિવાયના ફાજલ સમયમાં મમ્મી ઘરનું કામ પૂરું કરે, મને અભ્યાસ કરાવે અને મારા સંસ્કરણની જવાબદારી પણ અદા કરે, મારે એસ. એસ. સી.માં સારા માર્ક્સ આવ્યા. મારી કેરીઅર સારી બને તે માટે મારે સારી લાઇનમાં વિશેષ અભ્યાસનો વિચાર હતો, પણ મનમાં ખૂબ ક્ષોભ હતો. એક ક્ષણમાં મમ્મીએ મારા આ વિચારને સંમતિની મહોર મારી દીધી, ત્યારે મેં મમ્મીને પૂછ્યું : “મમ્મી, તને ખબર છે કે એન્જિનિયરિંગ અથવા મેડિકલ - કોઈપણ શાખામાં હું જાઉં. ફીના દર કેટલા ઊંચા હોય છે ?” “તેનો વિચાર તારે કયાં કરવાનો છે ? થોડી વહેલી ઊઠીશ. થોડાં વધારે ટ્યૂશન્સ કરીશ, થોડી વધારે મહેનત કરીશ. મારી હાડમારી ટૂંકા ગાળાની છે. તારી કેરીઅર લાંબા ગાળાની છે.” જો કે છેવટે મેં કૉમર્સ લાઇનમાં જ પાર્લા, મીઠીબાઈ કૉલેજમાં ગ્રેજયુએશન પૂર્ણ કર્યું ! હું એફ.વાય. જે.સી.માં હતો ત્યારે વરસીતપનો મહિમા સાંભળીને મને વરસીતપ કરવાની ભાવના થઈ. મેં મારી મમ્મીને મારી આ તીવ્ર ભાવના જણાવી. મને સંમતિ આપતાં પૂર્વે મમ્મીને એક તુમુલ કંદ્રમાં ભીંસાવું પડ્યું. મારા તનનો વિચાર તેને ના પાડવા પ્રેરતો હતો, પરંતુ મારા મનની તીવ્ર ઇચ્છા સામે જોઈ તે મને મનાઈ પણ નહોતી કરી શકતી. આખરે તેણે મને સહર્ષ આશીર્વાદપૂર્વક હા પાડી. મારો વરસીતપ શરૂ થઈ ગયો. મમ્મી મને હા પાડશે કે ના પાડશે એટલો જ વિચાર મેં કરેલો. પરંતુ હું વરસીતપ કરીશ તેનાથી મારી મમ્મીની કેટલી જવાબદારી વધશે - તેનો તો મેં વિચાર જ નહોતો કર્યો. વરસીતપમાં એકાંતર ઉપવાસ અને તેના પારણે બેસણું કરવાનું હોય. મારી મમ્મી મારા બેસણાના દિવસે ખૂબ વહેલી ઊઠી મારા માટે બધી તૈયારી કરે, મને ખૂબ પ્રેમથી બેસણું કરાવે, પછી ટયૂશને જાય. ....... I A įgsreliaus įDASIS) TTITUTIITમ હક 1 Page #40 -------------------------------------------------------------------------- ________________ મમ્મીની તકલીફ થોડી વધી છે તેવું પ્રતીત થતાં મેં મમ્મીને કહ્યું : “મમ્મી ! મારા માટે તારે ઘણું કષ્ટ વેઠવું પડે છે, તેથી હું આ તપશ્ચર્યા મૂકી દઉં છું.” ના, મને જરાય કષ્ટ પડતું નથી અને તને પણ ખૂબ શાતાપૂર્વક તપશ્ચર્યા ચાલે છે, તેથી અધૂરો તપ મૂકવાનો વિચાર જ નહિ કરવાનો. વરસીતપ પરિપૂર્ણ જ કરવાનો છે.” મમ્મી મક્કમ હતી. આખા વરસીતપમાં મારી મમ્મીએ મને ખૂબ હિંમત આપી, ખૂબ પ્રોત્સાહન આપ્યું. ખૂબ સહાય કરી. તે વરસીતપ દરમિયાન મને કોઈ શાતા પૂછતું ત્યારે હું કહેતો : “દેવ-ગુરુ-મમ્મી પસાય.' મમ્મીની ઉપકારધારા અને વાત્સલ્યધારાને આખા વરસીતપ દરમિયાન હું ઝીલતો રહ્યો. મેં સંકલ્પ કર્યો કે - “મારા આ વરસીતપનું પારણું અક્ષય તૃતીયાના દિવસે પ્રણાલિકા મુજબ ઇક્ષરસથી કર્યા બાદ પછીના દિવસે પારણું સહુ પ્રથમ મારી મમ્મીના ચરણામૃતનું પાન કરીને જ કરીશ.” મારી મમ્મીના સખત વિરોધ અને પ્રતિકાર વચ્ચે મેં મારો એ સંકલ્પ ધરાર પરિપૂર્ણ કર્યો. પહેલા ઇક્ષુરસ, પછી અમૃતરસ ! ક્યારે પણ મને પપ્પાની ખોટ સાલવા ન દેનારી મારી મમ્મીના ઉપકારોનું મૂલ્યાંકન કરવાનું મારા ગજા બહારનું છે. કારણ, મારી માતામાં મેં જોઈ છે . ધરતીની ક્ષમા, આકાશની વિશાળતા, અગ્નિની હૂંફ, જળની શીતળતા અને વાયુનો આશ્લેષ ! કેવલ શેઠને જે અમૃતરસનું પાન કરવા મળ્યું તેવું સૌને મળે તેવી ભાવના ! દરવાજો ખોલતાં જ દર્શન. પિતાના પગે પડી ચોધાર આંસુએ રડી પડ્યો. પપ્પાએ વાત્સલ્યથી તેના માથે હાથ ફેરવી કહ્યું : જરાય ડર રાખ્યા વિના જે કહેવું હોય તે કહી દે.” દર્શને કહ્યું : “પપ્પા ! પિશ્ચર જોઈને મિત્રોના આગ્રહથી હોટલમાં ગયેલો. તેઓએ ઇડલી વગેરેની સાથે બિઅર મંગાવ્યો. મેં બિઅર પીવાની ના પાડી ત્યારે જબરજસ્તીથી પિવડાવ્યો. મારાથી બે ચમચી જેટલો બિઅર પીવાઈ ગયો. મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો.” એ જ વાત્સલ્યથી દીકરાને ભેટીને તેનાં આંસુ લુછીને પપ્પાએ કહ્યું : “જો હું તારો બાપ છું, પોલીસ નથી. મિત્રોના આગ્રહથી આજે તારે બિઅર પીવું પડ્યું. પરંતુ એ રસ્તે જેમણે કદમ માંડ્યા છે એ બધા શરીરથી ખતમ અને સંપત્તિથી બરબાદ થઈ ગયા છે. તારા પર શ્રદ્ધા-વિશ્વાસ છે. આજ પછી તું આવું નહિ જ કરે.” લાગણીસભર પપ્પાના એ શબ્દો સાંભળી દર્શને કહ્યું: “મને એવા આશીર્વાદ આપો કે આપે મૂકેલા વિશ્વાસનો ઘાત કરવાનું પાપ હું કદી ન કરું.” માતા-પિતાએ આપણા સુખની, શરીરની, ચિત્ત પ્રસન્નતાની, સલામતીની પણ ચિંતા કરી, અને એમાંય પિતા કરતાં માતાએ તો કમાલ કરી. પિતાએ તો માત્ર ખભો જ આપ્યો, જ્યારે માતાએ તો ખોળો પણ આપ્યો. પિતાએ વાત કરી આપણી સાથે બુદ્ધિના શિખરે ઊભા રહીને, જ્યારે માતાએ વાત કરી આપણી સાથે હૃદયની તળેટીએ ઊભા રહીને. પિતાએ તો લાવી દીધાં આપણને સરસ કપડાં, જ્યારે માતાએ સાફ કર્યા આપણા અત્યંત ગંદા કપડાં. પિતાએ જહેમત ઉઠાવી આપણને શિક્ષણ આપવામાં, જ્યારે માતાએ જહેમત ઉઠાવી આપણને સંસ્કરણ આપવામાં. પિતા સમજી શક્યા માત્ર આપણી બુદ્ધિને જ, જ્યારે માતા તો સતત ઉકેલતી રહી આપણી લાગણીની ભાષાને. પિતા ક્યારેક આગ બન્યા, તો માતા પાણી બનીને આપણા પર વરસતી રહી. પિતા ક્યારેક આપણા પ્રત્યે પથ્થરનું પ્રતિનિધિત્વ ધરાવી બેઠા, તો માતા મુલાયમ રૂનું પ્રતિનિધિત્વ ધરાવીને આપણી રક્ષા કરતી રહી. પિતા ક્યારેક સંઘર્ષનું કારણ બન્યા, જ્યારે માતા તો સંવાદ અને સમાધિનું કારણ જ બનતી રહી. માતાએ આપણા દુઃખે અજંપો પણ અનુભવ્યો તો આપણને હસતા જોઈને એણે આત્મસંતોષ પણ એટલો જ અનુભવ્યો. આપણા આ ધરતી પરના આગમને એણે ઉલ્લાસનો પણ અનુભવ કર્યો, તો પ્રસૂતિની જાલિમ યાતના પણ એણે જ અનુભવી. આપણા વિકાસે એ પ્રસન્નતા પણ અનુભવતી રહી, તો આપણા એના પ્રત્યેના ગલત વર્તને એ દર્દ પણ એટલું જ અનુભવતી રહી. મમતા અને સમતાના બંને પાટા પર ગજબનાક સંતુલન ધરાવીને એ આપણને સાચવતી રહી. ....... TATTITUTTITUTE igsaclisus JDISSIPK તા X 1 ૫ ] : [ પિતાનો વિશ્વાસ અઢાર વર્ષના દર્શને પપ્પા પાસે રાત્રે નવથી બારના શોમાં મિત્રો સાથે પિકચર જોવાની રજા માંગી. પપ્પાએ દર્શનને કહ્યું : “તને સુસંસ્કારનો મેં વારસો આપ્યો છે તે જાળવજે. લે આ ચાવી, રાત્રે આવીને સૂઈ જજે. ઉઠાડીશ નહિ.” રાત્રે પિક્યર જોઈને આવ્યા પછી દર્શને પપ્પાનું બારણું ખખડાવ્યું. પપ્પાએ અંદરથી જ પૂછયું : “કોણ ?” દર્શને કહ્યું : “બારણું ખોલીને મારે તમારી સાથે અગત્યની વાત કરવી છે.” પપ્પાએ કહ્યું: “આવતીકાલે કરીશ તો નહિ ચાલે ?” દર્શને કહ્યું : “ના, અત્યારે જ કરવી છે.” | ૬૪ i આર. igschhe baછા | 1 TITLE ATTITATITLE :- - - Page #41 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારોનું સુરક્ષા કવચ હું નવમા ધોરણમાં હતો ત્યારની આ વાત છે. મારી પરીક્ષાઓ ચાલ થઈ ગઈ હતી. પરીક્ષા આપીને આવ્યા બાદ હું મારા મિત્રના ઘરે વાંચવા ગયો. તે વખતે મારો મિત્ર નજીકના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા જતો હતો એટલે હું પણ લલચાયો. મારી ચોપડી તેના ઘરે જ મૂકીને હું પણ રમવા ગયો. રમતમાં ખ્યાલ ન રહ્યો ને લગભગ દોઢ કલાક થઈ ગયો. ત્યાં તો મારાં મમ્મી ગ્રાઉન્ડ પર હાજર ! મમ્મી આ રીતે મને ગ્રાઉન્ડ પર બોલાવવા આવ્યાં એ મને ગમ્યું નહિ, એટલે મેં ગુસ્સો કર્યો. ઘરે જઈને પણ મમ્મી સામે બોલ્યો : “હવે ગણિતનું પેપર છે. ગણિતમાં મારે કોઈ જ મહેનત કરવી પડે તેમ નથી. પછી થોડું રમીએ તો શું વાંધો છે ?” મમ્મીનો ચહેરો એ દિવસે મારા વર્તનથી ઉદાસ થયેલો. સાંજે હું સામે ચાલીને મમ્મી પાસે ગયો : “મમ્મી, આટલી નાની વાતમાં તમે કોમ્પ્રોમાઇસ ન કરી શકો ? આ ઉંમરે અમે નહિ રમીએ તો તમારી ઉંમરે રમશું?” ત્યારે મમ્મીએ કહેલી વાત આજે યાદ આવે છે : “અંકિત ! પરીક્ષા હોવા છતાં તું રમવા ગયો એ નાની વાત છે. તું વાંચવાનું કહીને રમવા ગયો તે વાત ગંભીર છે. આવું કરવાથી ખોટું બોલવાની ટેવ પડે. આજે તું વાંચવાનું કહીને રમવા જતો રહ્યો, કાલે તું કૉલેજમાં આવીશ, મોટો થઈશ. ત્યારે આ ટેવ ક્યાંક તને કુસંગમાં ફસાવી દે, ખોટા રસ્તે ચડાવી દે, તને આ વાત નાની લાગતી હશે, મને આ વાત ઘણી સૂચક લાગે છે. તું રમે તેનો મને શું વાંધો હોય ? પણ કહેવાનું અને કરવાનું જુદું રાખે તે વાતમાં હું કોમ્પ્રોમાઇસ ન કરી શકું !” પછી મમ્મીએ બીજી વાત કરી : “આ ઉંમરે નહિ રમીએ તો તમારી ઉંમરે રમશું ?” તું મને એમ પૂછે છે ? અંકિત ! આ ઉંમરે નહિ ભણે તો અમારી ઉંમરે ભણીશ ! હવે તું નાનો નથી. જવાબદારી સમજતા અને નિષ્ઠાને કેળવતા શીખવું જોઈએ.” અંતે અંકિત શાહ કહે છે કે - “મારા સંસ્કારની સુરક્ષા માટે આટલી તત્પર હોય તેવા આદર્શ માતા મેળવવાના મારા સૌભાગ્યનું આજે મને ઘણું ગૌરવ છે.” | ૬ : R નામ i gseclisms joSDISIP કુલીનતાનું ફળ પિયર આવેલી દીકરી માને કહે છે : “મેં સાંભળ્યું છે ભાભીનો સ્વભાવ સારો નથી.” બેટી હું ઘરડી, તે જુવાન. હું અભણ, તે ભણેલી. હું ગરીબીમાં ઉછરેલી, તે શ્રીમંતાઈમાં ઉછરેલી. મારા જુનવાણી વિચાર, તેના નવા વિચારો. આ બધી વાતોથી વિચારભેદ તો રહેશે જ. તમે ચારે દીકરી તો સાસરે જતાં રહ્યાં. હવે એક પુત્ર અને પુત્રવધૂ સિવાય ઘરમાં રહ્યું કોણ ? વહુને બને તેટલું ઘરકાર્યમાં સહાય કરું છું.” “પરંતુ, મા આ કપડાં સાંધેલાં કેમ પહેર્યા છે? પાતળી કેમ થઈ ગઈ છે ? વારાફરતી અમારા ચારેના ઘરે રહેવા ચાલ.” “બેટી ! પુત્ર ને પુત્રવધૂને છોડીને દીકરીને ત્યાં રહેવું જરાય યોગ્ય નથી. ધીરે ધીરે વહુની પસંદને સમજી જઈશ. બધું સારું થઈ જશે.” આ બધો વાર્તાલાપ વહુએ સાંભળ્યો. તેણે તો એમ કે મારી નિંદા કરશે, પરંતુ સાસુના શબ્દો સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડતી અંદર આવી સાસુના પગે પડે છે. સાસુએ તરત ઊભી કરી, માથે હાથ ફેરવ્યો. “કેમ અચાનક?” “મને માફ કરો. મેં તમને ઘણાં ખરાબ શબ્દો કહ્યા છે.” “બેટી ! તું તો આ ઘરની લક્ષ્મી છે. આ ઘરની કુલદીપિકા છે.” [ વાસના અને માતૃત્વમાં માતૃત્વની જીત ] વિજય અને વિજ્યાને બધી બાબતોમાં વિચારભેદ રહેતાં, વારંવાર ઝઘડા થતાં. બેઉ જણ કમાતા હોવાથી કોઈ નમતું જોખતું નહિ, વિજ્યાનો કૉલેજ મિત્ર પ્રફુલ્લે તેની સાથે લગ્નની ઇચ્છા વ્યક્ત કરી. તે બેઉની ચોઇસ સરખી હોવાથી વિજ્યાએ વિજયને છૂટાછેડાની વાત કરી. વિજયે તરત હા પાડી દીધી. હવે વાત આવી પુત્ર બંટીની, જે વિજ્યાને જોઈતો'તો, તેની પણ વિજયે હા પાડી. પરંતુ, પ્રફુલ્લે વિજ્યાને કહ્યું : “તું બંટીને વિજયને સોંપીને આવ. મારે પાંચ વર્ષ માટે ઘરમાં કોઈ બાળક જોઈતું નથી.” આ વાત સાંભળી વિજ્યાએ પ્રફુલ્લને ઘણું સમજાવ્યો, પરંતુ તે માન્યો નહિ. છેવટે વિજયાએ વિજયને બંટી રાખવા કહ્યું. વિજયે તરત હા પાડી દીધી. છૂટાછેડાના કાગળ ઉપર સહી કરતાં વિજ્યા બંટી સામે જુએ છે. પોતાના [ jgcરહ છwા ITIJસ ૬૦] . ac LILIPULATIRLIT LESS Page #42 -------------------------------------------------------------------------- ________________ કાળજાને અલગ કરવાની વિચારણાથી તે ચીસ પાડી ઊઠે છે : “નહિ, નહિ, નહિ, હું મારા લાલને છોડીને ક્યાંય નહિ જાઉં.” એમ કહી છૂટાછેડાના કાગળો ફાડી નાંખે છે, અને વિજયને કહે છે: “હું તારા વિચારોને અનુસરવાની કોશિશ કરીશ, તું મને માફ કરી દે.” સુયોગ્ય વહુ ] “મા ! મારે અહીં રહેવું છે, હું સાસરે નહિ જાઉં.” “શું થયું બેટી !” “તેઓ તો માતા-પિતાના ભક્ત છે. માતાના કડવાં વચનોને સાંભળી લે છે. હું સાંભળી શકતી નથી. હું ત્યાં નહિ રહું.” “બન્યું શું એ જરા વિગતવાર કહે.” સાસુજીનો સ્વભાવ બહુ ગુસ્સાવાળો અને કંજૂસ છે. મને શાક લેવા મોકલે અને પછી પાઈ-પાઈનો હિસાબ માંગે. હું ખોટો કોઈ ખર્ચો કરતી નથી. છતાં ‘આ મોંઘું છે, આ નહોતું લાવવું.' ખાવામાં સારી વસ્તુ બનાવવા ન દે. તેમના વિરુદ્ધ કાંઈપણ બોલું એટલે ઘરમાં મહાભારત ચાલુ. સસરાજી પણ સાસુજીને કાંઈ બોલતા નથી.” બેટી ! અહીંની વાત જુદી છે. હવે તું સાસરે ગઈ છે. તારો સ્વભાવ ઉદાર છે એ બધી વાત સાચી, પરંતુ ત્યાં તો સાસુજીના વિચાર પ્રમાણે જ રહેવું જોઈએ. ક્ષમા, ધીરતા અને સહનશીલતા કેવળ મીઠાં વચનો બોલી તેમની ઇચ્છાનુસાર જ ભોજન બનાવવું. થોડા સમય માટે કંજૂસાઈ પણ દેખાડવી. એકવાર સાસુજીનું મન આકર્ષી લે પછી તારી બધી વાતો માનશે. વહુનું કર્તવ્ય છે સાસુને ધર્મમાં જોડવા. પુણ્યથી સુખ અને પાપથી દુઃખ આવે છે. ધન અસ્થિર છે, એ વાતો તેમના ખ્યાલમાં આવે તેવું કરવું.” માની વાત સાંભળી ક્ષમા, ધીરતા અને સહનશીલતા કેળવી સાસુજીનો સ્વભાવ બદલ્યો. આજે સાસુ નમ્રતા અને ઉદારતામાં પહેલાં છે. કારણ વહુ સુયોગ્ય હતી. ( શંકા ન કરો) “મા, આની સાથે હું નહિ રહું.” કેમ ?” “આની ચાલ-ચલન સારી નથી લાગતી.” “આવી વહુ દીવો લઈ ગોતતાય ન મળે. કેટલી વિનયી, વિવેકી, નમ્ર અને પરિશ્રમી છે !” [ ૬૮ LLLSLLLLLLLLS X ક K LS įgstesishs įDISSIP “ગઈકાલે હું દુકાનેથી આવતો'તો ત્યારે તે કરિયાણાની દુકાન પાસે કોઈની સાથે ૨૦ મિનિટ હસી હસીને વાતો કરતી'તી. આના થોડા દિવસ પહેલાં પણ અપરિચિત સાથે વાતો કરતાં જોયેલી.” પુત્રની વાત સાંભળી માએ કહ્યું : “ઉતાવળ ન કરતો. હું તપાસ કરીશ. વહુ પર મને પૂર્ણ વિશ્વાસ છે.” બપોરે પુત્રવધૂને પૂછ્યું : “પિયરમાં બધાં મજામાં તો છે ને ? હમણાંથી ફોન નથી આવ્યો.” “હા મા, દશ દિવસ પહેલાં રાકેશ અમારા ઘરની બાજુવાળો મળેલો, તેણે કહ્યું - બધાં મજામાં છે' અને ગઈ કાલે ગામડેથી મારા મામાનો છોકરો જિગો મળેલો, તેને મેં ઘરે આવવા ઘણું કહ્યું પણ તે લગ્નની ખરીદી માટે નીકળેલો, એટલે બીજી કોઈ વખત આવીશ તેમ કહેલું.” આ વાત જ્યારે માએ પુત્રને કહી ત્યારે તે નીચે જોઈ ગયો. માએ કહ્યું : “આ રીતે કુશંકાઓથી પોતાના જીવનને આગ ન લગાડવી. દામ્પત્યજીવન વિશ્વાસ ઉપર ટકે છે. ક્યારેક ક્યારે આંખે જોઈ અને કાને સાંભળેલી વાત પણ ખોટી હોઈ શકે છે. આ આદર્શો આજના છે ? ગોરેગામના એક પરિવારમાં વૃદ્ધ માતા માંદગી અને વૃદ્ધાવસ્થાને કારણે ૧૨ વર્ષ પરાધીન અવસ્થામાં રહ્યાં. માતાજીની ચાકરી માટે મોટા દીકરાએ ધંધામાંથી નિવૃત્તિ લીધી. રોજ દિવસભર માતાજીની પાસે જ બેસી રહે. માતાજીની સ્વસ્થતા અનુસાર કલાકો સુધી ધાર્મિક સ્તોત્રો, સ્તવનો સંભળાવે અને સારાં પુસ્તકો વાંચી સંભળાવે. તેમનાં ધર્મપત્ની પણ ખડેપગે માતાજીની સેવા કરે. આહાર કે નિહાર, ઔષધ કે અનુપાન, સ્નાન કે શુશ્રષા... સાસુજીની શરીરસંબંધી તમામ ક્રિયાઓ પુત્રવધૂ કરાવી આપે. સાસુજીની પાસે ને પાસે જ રહે. ૧૨ વર્ષમાં એક રાત પણ પોતાના પિયરમાં આ પુત્રવધૂ ગયાં નથી. પતિ-પત્ની બંનેના મુખે હંમેશાં બાની જ વાત હોય ! મુંબઈના એક યુવાનના પિતાશ્રી પેરાલીસીસની તકલીફને કારણે ઘરની બહાર નીકળી શકતા નથી. વર્ષોથી ત્રિકાળ પૂજાની ટેવ હોવાથી, તે છૂટી જવાને કારણે પિતાશ્રીને મનમાં થોડો રંજ રહ્યા કરે. ચાલાક દીકરો આ રંજને પામી ગયો. પિતાશ્રીની આરાધના માટે તેણે પોતાના ઘરમાં જ જિનમંદિર બનાવી દીધું ! મુંબઈમાં એક ગૃહસ્થ. મોટી ઉંમરે આંખે દેખાવાનું બંધ થયું. તદ્દન પરાધીન જેવી અવસ્થા થઈ ગઈ, પણ તેમને ક્યારેય લાગ્યું નથી કે પોતે [iscમિક bશા માં ૬૯ ] Page #43 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - પિતૃહૃદયની વત્સલતાનું દર્શન દેખી શકતા નથી. તેમના બે દીકરા તેમની બે આંખોની ગરજ સારે છે. બંને દીકરા ઉત્સાહથી ખડેપગે પિતાજીની એવી ચાકરી કરે છે કે, પિતાજીને પરાધીનતાનો ક્યારેય અહેસાસ જ થયો નથી. છે. મુંબઈના એક અગ્રણી સગૃહસ્થના ઉદ્ગાર : “મારા દીકરાને આ જ સુધી ક્યારેય કોઈ મોટી બીમારી આવી નથી અને હું ખાતરી સાથે કહી શકું કે ભવિષ્યમાં પણ તેને આવી કોઈ તકલીફ જીવનમાં નહિ જ આવે.” સ્વસ્થતા, સંપત્તિ અને શાંતિ તેના ક્યારેય નહિ ખોરવાય. તેણે અમારા બંનેની અનન્ય સેવા અને વિનય દ્વારા એ ત્રણેય ચીજોનો ઇન્શ્યોરન્સ ઉતારી દીધો છે.” અત્રે એ નોંધવું રસપ્રદ બનશે કે, આ સુપુત્ર ઇસ્યોરન્સ કંપનીના ડી.ઓ. છે. આસુતોષ મુખરજીને વિદેશમાં ખૂબ જ ઊંચા હોદ્દાની નોકરીની તક મળી, પરંતુ માતાની સેવા કરવાને કારણે નોકરી જોખમમાં મૂકી વાઇસરોયને સાફ ના પાડી દીધી. ભગવાન શ્રી રામચંદ્રજી પિતાએ આપેલ વચન-પૂર્તિ માટે પલકવારમાં રાજ્ય ત્યાગી વનવાસની વાટ પકડી. (માતૃવાત્સલ્યનું સીમા ચિહન ] ગગા પ્રેમચંદ, ચોવિહારની વેળુ થઈ? બા હજુ વાર છે. બેટા, મોટા કાંટા અને ડંકા વાળી ઘડિયાળ હોય તો વ્રત પચ્ચખાણના વખતની ખબર પડે. માતાની ઇચ્છાને પૂર્ણ કરવા પુત્રે ઘરની સામે ભવ્ય ટાવર બંધાવ્યો. દાનવીર કીકાભાઈના પિતા સર પ્રેમચંદ રાયચંદની માતૃભક્તિની સાક્ષી પૂરતો માતૃવાત્સલ્યના સીમા ચિહ્ન રૂપ મુંબઈ યુનિવર્સિટીનો રાજાબાઈ ટાવર એડીખમ ઊભો છે. [ “હવે મને તું કહી કોણ બોલાવશે?”] ભાવનગર રાજ્યના દીવાન સર પ્રભાશંકર પટ્ટણીનાં માતા ગુજરી ગયાં ત્યારે તેઓની આંખમાં આંસુ જોઈ તેમના એક મિત્રે કહ્યું : “બા, ઘણું જીવ્યા, ભાગ્યશાળી થયાં. એમનાં મૃત્યુ પાછળ આટલાં આંસુ કેમ સારો છો ?” - “ઘરમાં સૌથી મોટો, કુટુંબ પરિવારનો મોભી, અને વળી પાછો રાજ્યનો દીવાન. મને બધા માનથી તમે કહીને જ બોલાવે, માત્ર મારી માં જ મારા વડીલ એ એક જ વ્યક્તિ મને “તું” કહીને બોલાવે. એ મને ‘પભા તું' કહીને બોલવતા, એ મને ખૂબ ગમતું. માં ગઈ એનાં મને આંસુ આવે છે, કારણ હવે આ જગતમાં મને “તું” કહી કોણ બોલાવશે ?” LI R ILA (૦૦ X VELLA i A.... gstclish qols>ISIP .. જ .. ધૂમકેતુની ‘પોસ્ટ ઑફિસ’ નામની નવલિકામાં દીકરીના એક પત્ર માટે ઝૂરતા પિતાની વેદનાને વાચા આપી છે. એક અલી નામનો વૃદ્ધ ફકીર હતો. તે વિધુર હતો. એક દીકરી હતી મરિયમ. અલીએ મરિયમને પરણાવી. ઘરમાં બીજો કોઈ પરિવાર નથી. ગરીબ બાપ દીકરીને વળાવે છે. મરિયમ રડતી રડતી જાય છે. “બાબા મારી ચિંતા ના કરશો. તમારા શરીરને સાચવજો.” “મેરી ઉંમર તુઝે લગે બેટી, જાવ. પણ દીકરી પત્ર લખવાનું ભૂલીશ નહિ. હવે તારો પત્ર એ મારું જીવન છે.” પછી આ ફકીરનો નિયમ થઈ ગયો કે સવારે નવ વાગ્યે રેલવે સ્ટેશને જાય. જે ટ્રેનમાં પોસ્ટના થેલા આવતા એ ગાડી આવે ત્યાં સુધી ઊભો રહે. ટ્રેનના ડબ્બામાંથી થેલા બહાર નીકળે એ જુએ એટલે એને એમ લાગે કે આમાં મારી દીકરીની ટપાલ હશે. પછી પોસ્ટ ઑફિસે આવે, પગથિયા પાસે બેસી જાય. પોસ્ટમેનો ટપાલ બધી જુદી પાડે અને ટપાલોના થોકડા લઈને નીકળે ત્યારે વૃદ્ધ બાપ સજળ નેત્રે એક-એક પોસ્ટમેનને પૂછે : મારી દીકરીનો કાગળ છે ?” કહે : “નથી કાગળ.” એટલે ડુંગરા જેવડો નિસાસો મૂકીને ઘેર જતો રહે. વળી બીજી સવારે નવ વાગ્યે આવે. સૂર્યનારાયણ ભૂલ કરે બાકી અલી ક્યારેય ભૂલ ન કરે. દિવસો વીતવા લાગ્યા, પણ મરિયમનો કાગળ આવ્યો નહિ. પોસ્ટમાસ્તર અને પોસ્ટમેનોને એમ થયું કે - “આ પાગલ થઈ ગયો છે.' પણ બાપની વેદનાને બીજા કેમ સમજી શકે ? તે માટે તો અનુભૂતિ જોઈએ. બાપ બનવું પડે. ટપાલ આવતી નથી, અલીનું શરીર સુકાવા માંડ્યું. એક દિવસ ટપાલના થેલાં પોસ્ટ ઓફિસમાં આવ્યા ને ટપાલ જુદી પાડતા હતા એમાં પોસ્ટ માસ્તરે અલીનું પરબીડિયું જોયું. એણે વાંચ્યું. મોકલનાર મરિયમ છે. એ બહુ રાજી થયો કે - “એક વૃદ્ધની સાધના પૂરી થઈ.” આજ દીકરીનો કાગળ આવ્યો. કહે : “બહાર તપાસ કરો, અલી આવ્યો છે?” પોસ્ટમેન કહે : “તે તો આવ્યો જ હોય.” “તો બુલાઈએ.” પોસ્ટમેન બહાર ગયો ને જોયું તો આજ અલી ન હતો. “કમાલ છે સાહેબ. આજ અલી આવ્યો નથી. કદાચ બીમાર થઈ ગયો હોય, વૃદ્ધ છે.” પોસ્ટમેનને પોસ્ટમાસ્તરે સાથે લીધા. આજ મારે જાતે એને ટપાલ આપવી છે. જ્યાં ગરીબ ઝૂંપડાવાસીઓની વસ્તી છે ત્યાં અલી રહેતો હતો. ત્યાં જાય છે, પણ આખો લત્તો ઉદાસ છે. પૂછ્યું : “અલી ક્યાં રહે છે ?” એક સ્ત્રીએ ઝૂંપડું બતાવી કહ્યું : “શું કામ છે ?” આજુબાજુથી બધાં ભેગાં થઈ ગયાં. “અલીનો આજ પત્ર આવ્યો છે.” iscke bowાણJITTTTTTTT કરા મા ૭૧ | Page #44 -------------------------------------------------------------------------- ________________ ( બે પેઢી વચ્ચેનું અંતર “સાહેબ, શું કહીએ ? આજે સવારે અલીનું મૃત્યું થઈ ગયું, છતાં તેના મુખમાં અંતિમ શબ્દ “મરિયમ, મરિયમ તારો પત્ર ન આવ્યો.” કેટલી બદનસીબી ! પોસ્ટમાસ્તર સાહેબ બોલે : “મુઝે ઉસકી કુટિયા પે લે ચલો.” બધા અંદર ગયા. અલીના બિસ્તરમાં એક ચિઠ્ઠી પોસ્ટમાસ્તરના નામની પડી હતી. લિખા થા કિ - “મહેરબાન પોસ્ટમાસ્તર સાહેબ, મેં જા રહા હૂ ખુદા કે પાસ. આજ તક મરિયમ કા ખત નહિ આયા, મેરે દિલમેં યહ દુઃખ રહ ગયા હૈ - સાહેબ, મેરે મોત કે બાદ અગર મરિયમ કા ખત આ જાય તો મેરી કબ્ર પર રખ દેના.” - અલી કા સલામ. ચિઠ્ઠી વાંચીને પોસ્ટમાસ્તર રડી પડ્યો. પત્ર કબર ઉપર રાખી દીધો. આ છે પુત્રી અને પિતાનો સંબંધ. કવિ હિતેન આનંદપરા પપ્પાના ચરણોમાં શ્વાસોના ફૂલ ધરતાં કહે છે : અમને આપ્યા અજવાળા ને અંધારા ખુદ ઓટયાં અમે તમારી નિશ્રામાં નિસંતને જીવ પોઢયા પગભર થવાના રસ્તાઓ સહજ રીતે શીખવાડ્યા વચન નથી આપ્યાને તો એ મૂંગે મોઢે પાળ્યા. દીકરા તરફથી પોતાની હત્યા થવાનો ડર બિલકુલ ન હોય, પણ “એ સામે બોલશે, અપમાન કરશે, ધમકી આપશે, વઢ-વઢ કરશે. સગાં-સંબંધીઓમાં વગોવણી કરશે, પોતાની સંપત્તિ પચાવી પાડશે, ઉડાવી દેશે, મિલકતના ભાગ માટે કોર્ટે ચડશે, માનસિક ત્રાસ આપશે, ક્યાંક જતાં આવતાં કે દાનાદિમાં નાણાં આપતાં અટકાવશે, ઇત્યાદિ વિવિધ પ્રકારની ચિંતા પિતાને વૃદ્ધાવસ્થામાં રહે છે. એમાં પણ શારીરિક માંદગી કે પરાધીનતા પછી એવી ચિંતા વધી જાય છે. પુત્રની (તથા પુત્રવધૂની પણ) સતામણીથી ત્રાસીને કોઈ માતાપિતાએ ઝેર ખાઈને, બળી મરીને પોતાના જીવનનો અંત આણ્યો હોય એવા સમાચાર અવારનવાર છાપાંઓમાં વાંચવા મળે છે. કેટલાક પોતાની વેદના પોતાના મનમાં જ સમાવીને બેસી રહે છે. ‘હવે પોતાનો ખરાબ વખત આવ્યો છે' એવું સમાધાન કેળવે છે. મૌન જાળવીને ધર્મધ્યાન તરફ વળી જાય છે, અથવા માનસિક વેદનાની અભિવ્યક્તિના અભાવે ડિપ્રેશનને કારણે સૂનમૂન બની જાય છે અથવા ગાંડા થઈ જાય છે. - જે પુત્રના જન્મ માટે આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય, જન્મ વખતે ઉત્સવ થતો હોય, લાડકોડથી એને ઉછેરવામાં આવતો હોય, ભણાવી-ગણાવીને વેપારધંધે લગાડવામાં અથવા અન્ય કોઈ પ્રકારની તેજસ્વી કારકિર્દીવાળો બનાવવાનાં સપનાં સેવ્યાં હોય, જેની પાછળ પોતાની જાત નિચોવી નાખવામાં આવી હોય, એવા પુત્ર કે પુત્રો જ્યારે કૃતન બને છે, માનસિક સંતાપ કરાવે છે કે હત્યા કરવાની હદ સુધી પહોંચી જાય છે ત્યારે સંસારની વિષમતા કેવી ભયંકર છે તે સમજાય છે. વસ્તુતઃ વૃદ્ધાવસ્થામાં તો પુત્ર માતાપિતાનો સહારો બનવો જોઈએ પુત્ર ગમે તેટલો મોટો થયો હોય છતાં માતાપિતાને તે નાનો જ લાગે છે. અને એવા વ્યવહારનો અતિરેક થતાં પુત્રનું સ્વમાન ઘવાય છે. એક કરતાં વધુ સંતાનો હોય તો સંપત્તિની વહેંચણીનો પ્રશ્ન ઊભો થાય છે. માતાપિતા વહાલા પુત્રના પક્ષપાતી બને છે. પુત્રવધૂઓ ઘરમાં આવતાં દીકરાઓ માતાપિતા સાથે મન મૂકીને વાત નથી કરી શકતા. બેય પક્ષ સાચવવા જતાં પુત્ર કફોડી સ્થિતિમાં મુકાય છે. માતાપિતા અશક્ત છે, એમની માનસિક ગ્રંથિઓ અને વહેમો બંધાઈ ગયાં છે. હવે તેઓ ઝાઝું જીવવાના નથી. તેઓ બોજારૂપ બને છે. પત્ની સાથે આખી જિંદગી કાઢવાની છે.' આવા આવા વિચાર બે પેઢી વચ્ચેનું અંતર વધતું જાય છે. વિનય અને લજ્જા લોપાતાં જાય છે. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमोनमः ॥ ભૂતમારામાં જે માતારૂપે રહેલ છે, તે જગજનની દેવીને હું પ્રણામ છું . ફરી ફરી પ્રણામ ક્યુંછું, ફરી ફરી પ્રણામ ક્યુંછું. नमरकृत्य वढामी त्वाम् यदि पुण्यं मया कृतम् । अन्यस्यामपि जात्याम् मे त्वमेव जननी भव ॥ તને પગે લાગીને, તારા પગે હાથ મૂકીને હું તને કહું છું કે - હે મા, જો મેં કંઈ પુણ્યકર્મ કર્યું હોય તો હું બીજી ગમે તે જાતિમાં જન્મ, પણ જ મારી માતા હજો !' મમતાના માર્ગની કેટલી ઊંચી છે માત્રા, ‘મા’ તરફ એક ડગલું ભરો એ પણ છે યાત્રા N I NAIMAN Stiri OSISSIP | isscle biાક્કા . ૦૩ ] Page #45 -------------------------------------------------------------------------- ________________ માણસને પોતાના દીકરાઓ તરફથી જેટલો ડર હોય છે તેટલો દીકરી તરફથી નથી હોતો. વસ્તુતઃ પોતાને દીકરીનો ડર લાગે એવા કિસ્સા જ્વલ્લે જ બને છે. માતાપિતાને દીકરી માટે પ્રેમભરી લાગણી એકંદરે વધુ રહે છે. અને જે સમાજમાં દીકરી માતાપિતાનું ઘર છોડી સાસરે જાય છે એ સમાજમાં દીકરીને માતાપિતા માટે ઉષ્માભરી સાચી લાગણી, ઝંખના, ઉમળકો, દરકાર વગેરે વધુ રહે છે. જમાઈના ચડાવવાથી કે ભાભીઓનાં મેણાં-ટોણાંથી ત્રાસેલી દીકરી માતાપિતાથી વિપરીત થઈ ગઈ હોય એવી ઘટનાઓ નથી બનતી એવું નથી, પરંતુ એમાં પણ અપરીતિ સવિશેષ હોય છે, ડર નહિ. પિતા અને પુત્રનો ઉછેર એટલે જૂની પેઢી અને નવી પેઢીનો ઉછેર. બંને વચ્ચે તફાવત હંમેશાં રહેવાનો. દુનિયા સતત પરિવર્તનશીલ છે. નવી પેઢીને એની જીવનશૈલી હોય છે. યુવાનો પોતાની રીતે આગળ ચાલવા ઇચ્છે છે. વૃદ્ધો હવે અશક્ત બન્યા હોય છે. તેઓ સ્થિરતા ઝંખે છે. તેમનામાંથી સાહસિકતા ચાલી જાય છે. સંતાનો જુવાન છે, તરવરાટવાળાં છે. સાહસિક છે, સ્વપ્નશીલ છે. એમની આગળ લાંબો ભવિષ્યકાળ છે. આથી બે પેઢી વચ્ચેના અંતરમાં જ્યારે પરસ્પર વૈમનસ્યની ગ્રંથિઓ પાકી થઈ ગઈ હોય છે, ત્યારે સંઘર્ષ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. મિલકત અને એની વહેંચણી એ સંતાનો સાથેના વૈમનસ્યનું મોટું કારણ બને છે. માબાપને બેચાર દીકરાઓ હોય ત્યારે તે દરેકને સરખે ભાગે મિલકત વહેંચી આપવામાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. માબાપનો એકાદ દીકરા પ્રત્યેનો પક્ષપાત એમાં ભાગ ભજવી જાય છે. મિલકતના વિભાજનથી સંતાનોને સર્વથા સાચો સંતોષ થયો હોય એવું જ્વલ્લે જ બને છે. ભાઈભાઈ વચ્ચેનો સ્નેહ ઓસરે છે. દેરાણી-જેઠાણી વચ્ચે કે સાસુવહુ વચ્ચે માનસિક તણાવ ચાલુ થઈ જાય છે. માણસની મિલકત બધી જ રોકડ સ્વરૂપે નથી હોતી. એમ હોય તો ભાગાકાર સહેલા બને છે. પણ ઘર, જમીન, ઘરેણાં, દુકાન, વેપાર-ઉદ્યોગ વગેરેના રૂપમાં રહેલી મિલકતના મૂલ્યાંકનમાં મતભેદ ઊભા થાય છે. પોતે એવો ભાગ લેવો કે ન લેવો એના પ્રશ્નો ઊભા થાય છે. એમાંથી ઉગ્ર અસંતોષ પ્રગટ થાય છે. પોતાના ભાગની અમુક મિલકત માટે પોતાનો આગ્રહ રખાય છે. પછી કુટુંબક્લેશ ચાલુ થાય છે. હસતા વૃંદાવનમાં બાવળિયા ઊગવા લાગે છે. માતાપિતાની પ્રસન્નતા હણાઈ જાય છે. વાણીવ્યવહારમાં ફરજિયાત સંયમ લાવવો પડે છે. ૦૪ gk postp પુત્ર માતાપિતાને કેવો ત્રાસ આપે તેની સાચી બનેલી બે ઘટનાના સાક્ષી ચિંતક રમણલાલ શાહના શબ્દોમાં. માબાપને ચાર દીકરા હતા એ ચારે પરણ્યા ત્યાં સુધી આનંદ-કલ્લોલમાં તેઓનું જીવન એક જ ઘરમાં વીત્યું. પણ પછી તેઓને સંતાનો થતાં, કુટુંબનો વિસ્તાર થતાં ઘર નાનું પડ્યું, એટલે છૂટા થવાની વાત આવી. મિલકતની વહેંચણીમાં ભાઈઓના મન ઊંચા થયાં. માતાપિતાએ પોતાના સૌથી નાના લાડલા દીકરાને પોતાના ઘરમાં સાથે રાખવાનું ઠરાવ્યું અને મોટા દીકરાઓ બીજે રહેવા ગયા. એક વખત માએ પોતાનાં ઘરેણામાંથી એક ઘરેણું મોટી વહુને લગ્ન પ્રસંગે પહેરવા આપ્યું અને એ પાછું ન આવ્યું. એમાંથી ઝઘડા ચાલુ થયા અને વધ્યા. નાના દીકરાએ માનાં ઘરેણાંના કબાટ પર કબજો જમાવી દીધો. રોજ સાથે મંદિરે દર્શન કરવા જતાં માતાપિતાને એક દિવસ નાના દીકરાએ ત્યાં મોટી વહુ સાથે ખાનગી વાત કરતા જોયાં અને એનો વહેમ વધી ગયો. રખેને માતાપિતા કોઈને ઘર લખી આપે તો ! પોતાને ફૂટપાથ પર રખડવાનો વારો આવે. એણે માતાપિતા પર કબજો જમાવી દીધો. ઘરની બહાર જવાની મનાઈ ફરમાવી દીધી. માબાપ બહુ કરગર્યાં ત્યારે માતાપિતા વારાફરતી મંદિરે જાય અને તે પણ નોકર સાથે જાય એવી છૂટ મળી. એક દિવસ દીકરાને કહ્યા વિના પિતા બહાર ગયા. તે દિવસે સાંજે ધમાલ મચી ગઈ. ઉશ્કેરાયેલા દીકરાએ ધમકી ઉચ્ચારી દીધી કે - ‘હવેથી ઘરમાંથી જો બહાર પગ મૂકશો તો જાનથી મારી નાખીશ.’ પછી મંદિરે જવાનું પણ બંધ કરાવ્યું. માતાપિતાનો સૌથી લાડકો દીકરો હોય અને તેના તરફથી આવી ગંભીર ધમકી મળે તો કેટલું વસમું લાગે ! માતાપિતા સૂનમૂન બની ગયાં. ‘પોતાના પાપનો ઉદય છે’ એમ મન મનાવી વૃદ્ધાવસ્થામાં શાંતિના દિવસો પસાર કરવા લાગ્યાં. પણ પછી બન્યું એવું કે નાના દીકરાને એક દિવસ કમળો થયો. એમાંથી કમળી થઈ અને ભરયુવાનીમાં જ અકાળે એનું અવસાન થયું. સતત ભયમાં રહેતા કૃશકાય બની ગયેલાં માતાપિતાએ એ દિવસે આંસુ ન સાર્યાં, પણ ભયમાંથી મુક્ત થવાની રાહત અનુભવી. પાશ્ચાત્ય દેશોમાં યુવાન કે કિશોર દીકરા સાથે અણબનાવ કે ઝઘડો થતાં માતાપિતાને મૃત્યુનો ડર લાગે છે. ઉશ્કેરાયેલો દીકરો ક્યારે અચાનક ગન લઈને ધસી આવશે એ કહેવાય નહિ. જ્યાં ઘાતક શસ્રો સુલભ છે, ત્યાં આવો ડર વિશેષ રહે છે. આવી ઘટનાઓ પોતાના દેશ-પ્રદેશમાં વારંવાર બનતી હોવાથી પોતાના મનમાં ડર પેસી જાય છે, અમેરિકા અને બીજા ધનાઢ્ય દેશોમાં માતાપિતાનું ખૂન કરનાર દીકરાઓ ઘણુંખરું કિશોરાવસ્થાના હોય છે. |jgo pi>|p tel Page #46 -------------------------------------------------------------------------- ________________ એમને સાચી સલાહ કે સાંત્વન આપનાર કોઈ હોતું નથી. તેઓ માનસિક સમતુલા ગુમાવી દે છે. એટલે જ્યારે અચાનક ઝનૂન ચડી આવે ત્યારે હત્યાની દુર્ઘટના બની જાય છે. પાશ્ચાત્ય દેશોમાં છૂટાછેડા અને પુનર્લગ્નનું પ્રમાણ વધતું જાય છે, એટલે માતાપિતા અને સંતાનો વચ્ચે લાગણી રહેતી નથી. સાવકો દીકરો કે સાવકી મા અથવા સાવકા બાપને એકબીજા પ્રત્યે મનમાં જ ઘૃણા હોય છે. વેર લેવાની વૃત્તિ જોર પકડે છે. દોસ્તારોનો ટેકો મળી જાય છે અને કાવતરું રચાય છે. મોટાં ઘરો, એકાંત અને શસ્ત્રની સુલભતાને લીધે હત્યાની ઘટના બનતાં વાર નથી લાગતી. વર્તમાન સમયમાં વીડિયો ગેમ પ્રકારના જુગારનું વ્યસન વધતું જાય છે. જુગારમાં મોટી ૨કમ હારેલા કિશોરો પૈસા કઢાવવા માતાપિતાને મારી નાંખવાની ધમકી આપે છે. દારૂ અથવા માદક પદાર્થોના વ્યસનને લીધે ઉન્માદી બનેલો દીકરો પણ ઘેનમાં ભાન ભૂલી પિતાનું કાસળ કાઢી નાખે છે. આવી ઘટનાઓનું પ્રમાણ પાશ્ચાત્ય દેશોમાં વધુ બને છે. એમાં ટી.વી. પર વાસ્તવિકતાના નામે બતાવાતી આવી ઘટનાઓની અસર પણ થાય છે. વૃદ્ધાવસ્થામાં માણસને એકની એક વાત વારંવાર કહેવી કે વાગોળવી ગમે છે. વૃદ્ધાવસ્થાની આ એક માનસિક નબળાઈ છે. પરંતુ તે પ્રત્યે સહાનુભૂતિભર્યું સહનશીલતાનું વલણ અપનાવવું જોઈએ. એક વડીલ જૂના વખતનું એક દૃષ્ટાંત આપે છે. એક બાપા પોતાને ત્યાં હિસાબના ચોપડામાં ઘરની બીજી વિગતો પણ લખતા. એમાં દોઢેક વર્ષનો દીકરો જ્યારે બોલતાં શીખ્યો ત્યારે એક વખત બારીએ, કાગડો આવીને બેઠો. નાના બાળકે પૂછ્યું : “બાપા, આ શું છે ?’' બાપાએ કહ્યું : “કાગડો.” થોડી વાર પછી છોકરાએ ફરીથી પૂછ્યું અને ફરીથી બાપાએ કહ્યું : “કાગડો.” એમ નાના બાળકે આઠ-દસ વાર પૂછ્યું અને જેટલી વાર પૂછ્યું એટલી વાર બાપાએ ચોપડામાં નોંધી લીધું. આમ રોજ કાગડો આવે અને રોજ બાળક આઠ-દસ વખત પૂછે અને જેટલી વાર બાળકે પૂછ્યું હોય એટલી વાર બાપા ચોપડામાં લખી દે. પછી તો બાળક મોટું થયું અને પૂછવાનું બંધ થયું. દીકરો મોટો થયો અને લગ્ન થયાં. હવે વૃદ્ધ પિતાની વાતો એને અળખામણી લાગવા માંડી. કોઈ વખત સમજ ન પડે કે યાદ ન રહે તો બાપા બીજી વાર પૂછતા, પરંતુ ત્યારે દીકરો અપમાનજનક અવાજે કહેતો : “એકની એક વાત કેટલી વાર પૂછો છો ?” એક વખત બાપાએ જૂનો ચોપડો મંગાવી દીકરાને વંચાવ્યું અને કહ્યું કે - “તું નાનો હતો ત્યારે કાગડા માટે ‘બાપા, આ શું છે ?’ એમ રોજ કેટલી વાર પૂછતો હતો ? એની સરખામણીમાં હું તો કંઈ જ પૂછતો નથી. ged potIP tos S માટે મારી સાથે ઉદ્ધત્ત રીતે વર્તતાં તને શરમ આવવી જોઈએ.’’ દીકરો ચૂપ થઈ ગયો. કેટલાક વખત પહેલાં ગુજરાતના એક શહેરમાં એક ભાઈની સાથે એમના એક મિત્રને ત્યાં મારે જવાનું થયું હતું. મિત્ર બહાર ગયા હતા. દરમિયાન મિત્રના વયોવૃદ્ધ પિતાશ્રી અમને મળવા પોતાના રૂમમાંથી બેઠકના ખંડમાં આવ્યા. તેઓ વિધુર થયા હતા. એટલે પોતાના ગામમાંથી શહેરમાં દીકરાને ત્યાં રહેવા આવવું પડ્યું હતું. તે એક કૉલેજમાં આચાર્ય હતા અને નિવૃત્ત થયા ત્યાં સધી યશસ્વી કારકિર્દીને લીધે ઘણું માનપાન પામ્યા હતા. પોતાના એ સુખી દિવસો વાગોળતાં તેઓ બે-ત્રણ વાર બોલ્યા કે - “Those were the golden days of my life.' આ વાતચીત ચાલતી હતી તેવામાં એમના દીકરા આવી પહોંચ્યા. આવતાંની સાથે પોતાના વૃદ્ધ પિતા ઉપર તૂટી પડ્યા : “ગોલ્ડન, ગોલ્ડન, ગોલ્ડન... જે આવે તેની આગળ બસ ગોલ્ડન, ગોલ્ડન કર્યા કરો છે ? બીજું કંઈ સૂઝે છે કે નહિ ? જાવ તમારા રૂમમાં બેસો.’’ આ સાંભળી અમે તો ડઘાઈ ગયા. વયોવૃદ્ધ પિતા ચૂપચાપ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. મેં તેમના પિતાશ્રીનો બચાવ કરવા પ્રયત્ન કર્યો, પણ એ મિત્રને મારી વાત રુચિ નહિ. વૃદ્ધ માતાપિતાની આવી ટેવની ઘટના ઘેર-ઘેર બનતી હશે ! માતા અને પિતા બેમાંથી એકની વિદાય થાય તે પછી પરિસ્થિતિ વધુ કરુણ બને છે. હવે દીકરો કે દીકરાઓ જોરમાં આવી જાય છે.પુત્રવધૂઓ તેમાં સાથ આપે છે. સાચી-ખોટી ભંભેરણી થાય છે. અસત્યનો આશ્રય લેવાય છે. વડીલની હવે ગરજ રહેતી નથી. ભૂતકાળ ભુલાઈ જાય છે. એમાં પણ વડીલ વ્યક્તિ માંદી પડે છે ત્યારે તેમની લાચારી વધી જાય છે. એક વાર ગુજરાતના એક નાના ગામમાં અમારે એક સંસ્થાની મુલાકાત પછી ગામના મુખ્ય વેપારીને ત્યાં જમવા જવાનું હતું. પરસ્પર ઓળખાણ નહોતી, પણ સંસ્થાના તેઓ હોદ્દેદાર હોવાને નાતે એમને ત્યાં જમવાનું હતું. અમે એમને ત્યાં ગયા. મકાનમાં નીચે વિશાળ મોટી દુકાન હતી. ખાસ્સી ઘરાકી હતી. વેપાર ધમધોકાર લાગ્યો. ઉપરના માળે એમનું વિશાળ ઘર હતું. દાદર ચડી ઉપર ગયા, ત્યાં બહાર પરસાળમાં બાથરૂમસંડાસ પાસે એક મેલી ગોદડી પર એક વયોવૃદ્ધ સજ્જન બેઠા હતા. અમે જમવા બેઠા ત્યારે એક થાળી એમને પહોંચાડવામાં આવી. મારાથી સહજ પુછાઈ ગયું : “વડીલ કોણ છે ?” યજમાને શરમાઈ જતાં ધીમા અવાજે મને કહ્યું : “મારા ફાધર છે. ખાંસીને લીધે આખો દિવસ ખોં ખોં કરે છે. છોકરાંઓનું ભણવાનું બગડે છે. અને ઘરમાં હોય તો ટકટક કરે છે. gk joli>ID ७७ Page #47 -------------------------------------------------------------------------- ________________ વાઇફથી એ સહન થતું નથી. એટલે બહાર જગ્યા કરી આપી છે. એમનેય શાંતિ અને અમનેય શાંતિ.’ જમીને અમે બધા નીચે ઊતરતાં હતાં. હું છેલ્લે હતો. મેં વડીલને ભાવપૂર્વક નમસ્કાર કર્યા. તેઓ કોઈ સાંભળતું નથી એની ખાતરી કરી ધીમેથી ગળગળા અવાજે એટલું જ બોલ્યા : “કાઠિયાવાડથી હાથેપગે અહીં પંચમહાલમાં આવી આખી દુકાન મેં એકલે હાથે જમાવી. દીકરાને તો તૈયાર ભાણે બેસવા મળ્યું છે. હવે હું લાચાર છું. ડરીને જીવું છું. દિવસો ઝટ પૂરા થાય એની રાહ જોઉં છું. આજે મારો વારો છે, કાલે એનોય વારો આવશે.' પિતાપુત્ર વચ્ચે પરસ્પર પ્રેમની કોઈ લાગણી રહી નહોતી; બલકે લાગણી હવે ધિક્કારની હતી. પોતાનાં સંતાનોમાં દીકરો હોય કે દીકરી, એ વચ્ચેનો ભેદ હવે ઘણા દેશોમાં ઓછો થતો જાય છે. જેમને સંતાનોમાં ફક્ત એક દીકરી હોય તેને પુત્ર ન હોવાથી કેટલોક ડર રહેતો નથી. એક અથવા વધારે દીકરા ધરાવનારને વૃદ્ધાવસ્થામાં જે સમસ્યાઓનો ભોગ થવું પડે છે તેનો ખ્યાલ અપુત્ર માણસોને ઓછો આવે છે, જેમ નિઃસંતાન રહેવાથી કેટલીક ઉપાધિઓમાંથી બચી જવાય છે, તમે કેટલાક આનંદથી વંચિત પણ રહેવાય છે. દીકરાએ ખૂનની ધમકી આપી હોય, ઝનૂની સ્વભાવનો હોય અને ઘાતક હથિયાર સુલભ હોય એવાં માતાપિતાએ સતત ચિંતા કે ધ્રુજારી જે અનુભવી હોય તેનો ખ્યાલ નિઃસંતાન માતાપિતાને હોતો નથી. તે તો અનુભવે જ સમજી શકાય તેવી વાત છે. ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે તો પુત્ર સોળ વર્ષની ઉંમરનો થતાં પિતાના મિત્ર જેવો ગણાય છે. બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધી એનું લાલનપાલન કરવું; એને લાડ લડાવવા, પછીનાં દશ વર્ષ એને રીતભાત વગેરે શીખવવા, જોખમમાંથી બચાવવા ધાક રાખવી જોઈએ, જરૂર પડે તો મારવું પણ જોઈએ જ. પરંતુ દીકરો સોળ વર્ષનો થયો ત્યારે સમજણો થાય છે, સ્વતંત્ર રીતે વિચારતો થાય છે. કેટકેટલી બાબતમાં એનાં સલાહસૂચન કામ લાગે છે. સોળ વર્ષ પછી દીકરાને મારવાથી તે સામે થઈ જાય છે. હવે એનામાં શારીરિક તાકાત પણ આવી હોય છે, એટલે માબાપે મારવાનું છોડી દેવું જોઈએ. બહુ શિખામણ આપવાનું પણ છોડી દેવું જોઈએ. એની પાસેથી સારામાં સારું કામ લેવું હોય તો એને મિત્ર જેવો ગણવાથી બે પેઢી વચ્ચેનું અંતર ઘટશે અને પરિવારમાં (પ્રબુદ્ધ જીવન”માંથી સારવીને) jgtke postp સંવાદિતા સર્જાશે. ૦૮ નીતિશાસ્ત્રની દૃષ્ટિએ માતા-પિતાની ફરજ બાળકનો તંદુરસ્ત ઉછેર એ આજના યુગની મોટામાં મોટી સમસ્યા છે. પેરેન્ટિંગની કળા ખૂબ અઘરી છે. બાળકને જન્મ આપવાથી માબાપ બની જવાય છે, પણ બાળકનો તંદુરસ્ત ઉછેર કરનાર માબાપ જ માતૃ દેવો ભવઃ’ અને ‘પિતૃ દેવો ભવઃ' જેવાં પદોને લાયક છે. આજનાં મોટાં ભાગનાં માબાપો પોતાનાં બાળકોનો યોગ્ય ઢબે ઉછેર કરવામાં નાકામિયાબ નીવડ્યાં છે, તેને કારણે આજની નવી પેઢી દિશાવિહોણી બની ગઈ છે અને અધોગતિ તરફ ધકેલાઈ રહી છે. બાળકોના ગલત ઉછેરની સમસ્યા માત્ર ગરીબ અને મધ્યમ વર્ગમાં જ જોવા મળે છે તેવું નથી, શ્રીમંત કુળના નબીરાઓ પણ માતાપિતાની ભૂલોનો ભોગ બન્યા છે. ગરીબોનાં બાળકોની તમામ જીદ માતાપિતાઓ પૂરી કરતાં હોવાથી તેઓ વંઠી જાય છે અને પરિવારની વગોવણી કરે છે. આ બંને પ્રકારનાં માતાપિતાની સમસ્યાઓ હલ કરી શકે તેવી અદ્ભુત ચાવીઓ ચાણક્યના ‘નીતિશાસ્ત્ર'માં આપેલી છે. સુપાર્શ્વ મહેતાની આગવી શૈલીમાં - ચાણક્યના ‘નીતિશાસ્ત્ર’માં પિતાની પુત્ર પ્રત્યેની ફરજનો ઉલ્લેખ કરતાં લખવામાં આવ્યું છે કે - “બુદ્ધિમાન લોકોએ પોતાના પુત્રને હંમેશાં વિવિધ પ્રકારના સદાચરણનું શિક્ષણ આપવું જોઈએ. નીતિમાન અને સદાચારી પુત્ર જ કુળમાં પૂજાય છે.'' સ્કૂલનું કાર્ય બાળકને ગણિત, ભાષા, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ વગેરે વિષયનો શિક્ષણ આપવાનું છે. બાળકને સદાચાર, વિનય, વિવેક, વડીલોની સેવા, ગરીબોની અનુકંપા, જીવદયા, ઈશ્વરભક્તિ, સંતસમાગમ, ઈમાનદારી વગેરે ગુણોનું શિક્ષણ તો પરિવાર નામની પાઠશાળામાં જ આપવાનું હોય છે. જે ખાનદાન અને સંસ્કારી પરિવારો હોય છે, તેમાં જન્મ, ધારણ કરનાર પ્રત્યે બાળકોને આ પ્રકારની તાલીમ આપવામાં આવતી હોય છે, તેવા જ પરિવારો સંસ્કારી અને ખાનદાન ગણાય છે. બાળકોને સારા સંસ્કારો પરિવાર નામની સંસ્થામાં મળે છે તો તેને સુચારુ વ્યાવહારિક શિક્ષણ માટે યોગ્ય સ્કૂલમાં મોકલવો પણ જરૂરી છે. આ સ્કૂલમાં બાળકને ભાષા, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, ગણિત, વિજ્ઞાન, ખગોળ, ભૂગોળ, ઇતિહાસ, જ્યોતિષ, કલા, સંગીત, વ્યાયામ વગેરે વિષયોનું શિક્ષણ તે-તે વિષયના નિષ્ણાતો પાસે મળવું જોઈએ. જૂના જમાનામાં સ્ત્રીઓને ૬૪ કળાઓ અને પુરુષોને ૭૨ કળાઓ શિખવાડવામાં આવતી હતી. તેમાં ઉપરના તમામ વિષયોનો સમાવેશ થતો હતો. આ કળાઓ શીખનાર વિદ્યાર્થીના વ્યક્તિત્વનો સર્વાંગીણ વિકાસ થતો હતો અને તે જીવનના દરેક [ges plat Ip the Page #48 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રમાં પ્રગતિ કરવાની ક્ષમતા હાંસલ કરતો હતો. આજની સ્કૂલોમાં આ ૬૪ ૭૨ કળાઓ પૈકી માંડ ત્રણ-ચાર કળાઓ જ ભણાવવામાં આવે છે, જેને કારણે આજની કેળવણી અધૂરી અને પાંગળી છે. પોતાના બાળકના વ્યકિતત્વનો સવાંગીણ વિકાસ કરવા માટે મા બાપે તેને આ ૬૪/૭૨ કળાઓનું શિક્ષણ તેના નિષ્ણાતો પાસે આપવું જોઈએ. જે માતાપિતાએ આ સર્વાગીણ શિક્ષણની બાબતમાં પોતાનાં સંતાનોની ઉપેક્ષા કરે છે, તેમની ઉપર ફિટકાર વર્ષાવતાં ચાણક્ય કહે છે કે - “જે બાળકને યોગ્ય અભ્યાસ નથી કરાવવામાં આવતો તે બાળકનો શત્રુ છે અને પિતા વેરી છે. હંસોની સભામાં જેમ બગલો નથી શોભતો તેમાં સાક્ષરોની સભામાં મૂર્ખ બાળક શોભતો નથી.” આજે માબાપો પોતાનાં બાળકના શિક્ષણ અને ટ્યૂશન પાછળ હજારો અને ક્યારેક લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, પણ આ શિક્ષણ બાળકને આત્મનિર્ભર અને સ્કોલર બનાવતું નથી. આજની શિક્ષણ પદ્ધતિ માત્ર ચાવી દીધેલાં રમકડાંઓ પેદા કરે છે, જેઓ ગોખણપટ્ટી કરીને પરીક્ષામાં પાસ થઈ જાય છે, પણ તેમનામાં કોઈ આવડત કે આત્મવિશ્વાસ હોતાં નથી. બાળકને એવું શિક્ષણ આપવું જોઈએ જેનાથી તેમના જ્ઞાનમાં અને સમજણમાં પણ વૃદ્ધિ થાય. આજનાં મા-બાપો સંતાનો પ્રત્યેના અતિ મોહને કારણે તેમને ખૂબ લાડ લડાવે છે અને તેમની અયોગ્ય માગણીઓ પણ પૂરી કરે છે. આ બાબતમાં માતાપિતાને લાલબત્તી ધરતાં ચાણક્ય કહે છે કે - “બાળકને વધુ પડતાં લાડ કરવાથી તે બગડી જાય છે. બાળકને શિક્ષા કરવાથી તેનામાં ગુણોનું સિંચન થાય છે. આ કારણે જ પુત્ર અને શિષ્યને વધુ પડતા લાડ કરવાને બદલે તેમનું તાડન કરવું જોઈએ.” બાળકનો સ્વભાવ જ જિદ્દી હોય છે. બાળકમાં ચંચળતા હોય છે, એ ગંભીરતાનો અભાવ હોય છે. બાળકની જો બધી જિદ્દ સંતોષવામાં આવે તો બાળક વિવેકહીન બનીને નવી જિદ્દ કર્યા કરે છે. વળી તેની અંદર ચંચળતા હોવાથી વિદ્યાભ્યાસની અને કામની બાબતમાં તેઓ ગંભીર બની શકતા નથી. આ સંયોગોમાં બાળક સાથે કડકાઈથી વર્તવું જોઈએ અને જરૂર પડ્યે તેમને મેથીપાક પણ આપવો જોઈએ. પિતા પોતાના પુત્રનું અથવા ગુરુ શિષ્યનું તાડન કરે છે, ત્યારે પણ તેનામાં દ્વેષભાવ નથી હોતો પણ કરણાભાવ જ હોય છે. નીતિશાસ્ત્રોમાં પણ કહ્યું છે કે - “બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધી તેનું લાલનપાલન કરવું જોઈએ અને પછી દસ વર્ષ સુધી તાડન કરવું જોઈએ. જે માતાપિતા તાડન કરવાના પ્રસંગોમાં બાળકને લાડ લડાવે છે, તેઓ હકીકતમાં બાળકના હિતશત્રુ છે. વધુ પડતા લાડને કારણે બાળકમાં અહંકાર આવી જાય છે અને તે પોતાના વડીલો સાથે પણ તોછડાઈથી વર્તવા લાગે છે. બાળકના અહંકારને કાબૂમાં રાખવા અને તેની અંદર વિનય ગુણનો વિકાસ કરવા માટે પણ તેનું તાડન કરવું જરૂરી છે. જૂના જમાનામાં કહેવત હતી કે - “સોટી વાગે સમસમ, વિદ્યા આવે રમઝમ.” આ કહેવાત બહુ સાચી હતી અને આ પદ્ધતિએ આપવામાં આવતું શિક્ષણ ખૂબ નક્કર હતું. આ પદ્ધતિએ આંકના જે ઘડિયા ભણાવવામાં આવતા તે જિંદગીભર યાદ રહેતા અને મોટી ઉંમરે પણ હિસાબ ગણવામાં ઉપયોગી થતા. આજે શિક્ષણમાં “બાળકને શારીરિક શિક્ષા કરાય જ નહિ” એવો જે પ્રચાર થઈ રહ્યો છે, તે બાળકના કે શિક્ષણના હિતમાં નથી. બાળકને જો શિક્ષકનો ડર ન હોય તો તે શિક્ષકને ગાંઠે નહિ અને શિક્ષક તેને ભણાવી શકે જ નહિ. આજની સરકારે શારીરિક શિક્ષાઓની વિરુદ્ધ કાયદાઓ કરીને શિક્ષકોને નપુંસક જેવા બનાવી દીધા છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં અશિસ્ત અને અવિનય વધી રહ્યા છે. જો આપણે બાળકોને યોગ્ય શિક્ષણ આપવા માંગતા હોઈએ તો તેના માટે કડકાઈ જરૂરી છે. આ કડકાઈ કરવાની શિક્ષકને સત્તા આપવાની હિમાયત ચાણક્ય કરી છે. આ ભલામણનો અમલ દરેક મા-બાપે અને શિક્ષકે સંપૂર્ણ વિવેકબુદ્ધિ સહ કરવો જોઈએ. ચાણક્ય નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે - “જેનો પુત્ર આજ્ઞાંકિત હોય, પત્ની પવિત્ર હોય અને જે પોતાના ધનવૈભવ થકી સંતુષ્ટ હોય તેના માટે આ પૃથ્વી ઉપર જ સ્વર્ગ છે.” શ્રીમંતોને પોતાની ધનદોલતનું અભિમાન હોય છે. તેઓ એવું માનતા હોય છે કે - “ધનથી બધું સુખ ખરીદી શકાય છે, પણ ચાણક્ય અલગ જ વાત કરે છે. ધનને જરા પણ મહત્ત્વ આપ્યા વિના ચાણક્ય કહે છે કે - “જેનો પુત્ર આજ્ઞાંકિત અને પત્ની પવિત્ર હોય તેના માટે અહીં જ સ્વર્ગ છે.” શું ધનથી આજ્ઞાંકિત પુત્ર અને પવિત્ર પત્ની મેળવી શકાય છે ? કોઈ વ્યક્તિ પાસે અબજો રૂપિયાની સંપત્તિ હોય, પણ પુત્ર કહ્યામાં ન હોય અને પત્ની કુલટા હોય તો તે સુખી બની શકે ખરો ? પુત્ર આજ્ઞાંકિત ત્યારે જ બને, જ્યારે તેને આગળ જણાવ્યા મુજબ કડકાઈથી તાલીમ આપવામાં આવી હોય. સાચા પુત્રની, પિતાની, પત્ની અને મિત્રની વ્યાખ્યા આપતા ચાણક્ય કહે છે કે - “જે પિતાની સેવા કરે છે, તે જ પુત્ર છે. (અર્થાત જેઓ પિતાની સેવા નથી કરતા તેમનામાં પુત્ર કહેવડાવવાની લાયકાત જ નથી.) જે પોતાના પુત્રનું પાલનપોષણ કરે છે, તે જ ખરો પિતા છે. જેની ઉપર વિશ્વાસ મૂકી શકાય તે જ મિત્ર છે અને જે હૃદયને આનંદિત કરે છે તે જ પત્ની છે.” આજકાલના કેટલા પુત્રો પોતાનાં માતાપિતાની સેવા કરે છે ? કેટલા મિત્રો ..., VIJALITIET-IIT 1 igsaclisus JDISSIP K R K નાના 1 ૮૧ | ૮૦ LILLALATTAL જ નની LESS Page #49 -------------------------------------------------------------------------- ________________ આદર્શ મા-બાપની ઉપનિષદ ઉપર વિશ્વાસ મૂકી શકાય ? કેટલી પત્નીઓ મનને આનંદિત કરે તેવી હોય છે? આ સવાલ બધાએ પોતાની જાતને પૂછવો જોઈએ. આ સવાલના જવાબ ઉપરથી આપણે સુખી છીએ કે દુઃખી તેનો નિર્ણય કરવો જઈએ. જેમ સુગંધિત ફૂલોવાળું એક જ વૃક્ષ સમગ્ર જંગલને મહેંકાવી દે છે, તેમ એક જ સુપુત્ર સમગ્ર કુળનું નામ રોશન કરી શકે છે. જેમ એક સૂકા વૃક્ષમાં આગ લાગતાં સમગ્ર જંગલ બળીને ખાખ થઈ જાય છે, તેમ એક કપૂત સમગ્ર કુળનો નાશ કરી શકે છે. જેમ કે એક જ ચંદ્રમાની ચાંદનીથી કાળી રાત ખીલી ઊઠે છે, તેમ એક જ વિદ્વાન પુત્રથી પરિવારની શોભા ખીલી ઊઠે છે. શોક અને સંતાપ ઉપજાવનારા ઘણા પુત્રોથી કોઈ ફાયદો નથી થતો, પણ કુળનું નામ રોશન કરવા એક જ સંસ્કારી પુત્ર પર્યાપ્ત છે. આવો પુત્ર પ્રાપ્ત કરવા માટે પુત્રોનું યોગ્ય ઘડતર કરવું જરૂરી બની જાય છે. આ કારણે જ પુત્રઉછેરની કળાને સૌથી અઘરી કળા ગણવામાં આવી છે. આજના શ્રીમંત માબાપોએ પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે, - શું તેઓ પોતાનાં બાળકોની તંદુરસ્ત ઉછેર કરી રહ્યા છે ?' જો તેઓ પોતાનાં બાળકોના ઉછેરની બાબતમાં બેદરકાર રહેશે તો આ બાળકો મોટાં થતાં તેમને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેતા પણ અચકાશે નહિ. ભવિષ્યમાં આવું બને તે માટે પણ આજનાં માબાપોએ પોતાના બાળકના તંદુરસ્ત ઉછેરની બાબતમાં જાગૃત બનવું પડશે. ધર્મ, અધ્યાત્મ સમાજ કે સાહિત્ય જગતમાં જ્યારે માતા-પિતા વિશે લખવાનું કે બોલવાનું આવે ત્યારે બહુધા લેખકો, કવિઓ, ભાવુકો, માતૃપિતૃભક્તો, સંતજનો, ગુરુજનોએ માતાપિતાના ઉપકારનું સ્મરણ કરી તેમને શબ્દાંજલિ - ભાવાંજલિ આપી ઋણ સ્વીકાર કર્યો છે. માતાપિતાએ આપણને સંસ્કાર આપ્યા, ઉછેર કર્યો, આપણને મોટા કરવામાં કષ્ટ સહ્યું, સંઘર્ષ કર્યો, તેનું સ્મરણ કરી આવાં લખાણો કે વક્તવ્યો કે મિત્રો દ્વારા મા-બાપની આપણે અભિવંદના કરીએ છીએ. સારી વાત છે અને એ જરૂરી પણ છે. સામાન્ય રીતે આવા ગ્રંથો, કાવ્યો, લેખો કે મિત્રો દ્વારા આપણે સાથે સાથે એવું પણ દર્શાવતા હોઈએ છીએ કે - “સંતાનોની માતાપિતા પ્રત્યે શું ફરજ છે. પુત્ર અને પુત્રવધૂએ માતા-પિતાની પાછલી અવસ્થામાં એટલે કે વૃદ્ધાવસ્થામાં કઈ રીતે સેવા કરવી જોઈએ” વગેરે. માતાપિતાનું સ્વાથ્ય બરાબર જળવાઈ રહે અને તે ધર્મધ્યાન બરાબર કરી શકે તે આર્તધ્યાન કે રૌદ્રધ્યાનને બદલે તેનો સમય ધર્મધ્યાનમાં પ્રવૃત્ત રહે તેવું વાતાવરણ ઘરમાં આદર્શ સંતાનોએ કરવું જોઈએ. એવી આપણી ફરજ અને કર્તવ્ય છે. તે પ્રત્યે આપણે સૌએ સજાગ રહેવું જોઈએ. ઘણાં સંતાનોને માતાપિતાના પણ કડવા અનુભવ થયા હોય, પણ સામાન્યતઃ આવાં લખાણો ઓછાં મળે છે. મરાઠી સાહિત્યકાર વિ. સ. ખાંડેકરની આત્મકથા “એક પાનની કહાણી'માં તેમણે પોતાની વ્યથા કહી છે. પોતાની જનેતા સામે લેખકને ભરપૂર ફરિયાદ છે. માતા કેવી અણસમજુ, ઝઘડાખોર, કજિયાળી, ટૂંકી બુદ્ધિની અને સ્વાર્થી હતી તેની વાત પ્રગટ કરી છે. એક ચિંતકે “મારી માની બીજી બાજુ' એવા જ કોઈક શીર્ષક હેઠળ માતા સંતાનો વચ્ચે કઈ રીતે વાળો-ટાળો કરતી, દીકરીનાં સંતાનો અને દીકરાનાં સંતાનો વચ્ચે કઈ રીતે ભેદભાવ રાખતી અને પુત્રવધૂના પિયરિયાઓ સાથે કેવું અયોગ્ય વર્તન કરતી તેની નીડર નિખાલસ રજૂઆતમાં તેની નિજી વેદનાની સંવેદના આપણે સ્પર્શી જાય તેવું લખાણ વાંચેલું. માતા-પિતા અને ઘરમાં અન્ય વડીલો, આશ્રિતો, મામા, કાકા, કાકી, ફૈિબા વગેરે રહેતાં હોય; તે બધાં સુમેળથી રહે માટે સંતજનો, અનુભવી અને જ્ઞાનીજનોએ દર્શાવેલી આ વાતો પ્રસન્ન ગૃહસ્થ જીવન માટે ઘણી જ અગત્યની છે. is cઈkie biળા માં ૮૩] હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો ? મને દુ:ખી દેખી દુઃખી કોણ થાતું ? મહા હેતવાળી દયાળુ જ ‘મા’ તું પડું કે ખડું તો ખમા આણી વાણી, પડે પાંપણે પ્રેમના પૂર પાણી; પછી કોણ પોતાતણું દૂધ પાતું ? મહા હેતવાળી દયાળુ જ “મા' નું ! તથા આજ તારું હજી હેત એવું, જળ માછલીનું જડ્યું હેત જેવું; ગણિત ગણ્યા નથી એ ગણાતું ! મહા હેતવાળી દયાળુ જ ‘મા' નું ! મારે ખરી, પણ માર ખાવા ન દે એનું નામ મા ! | LATEST TTTTTTER:.... Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્ન ગૃહસ્થજીવન માટે માતા-પિતાએ ધ્યાનમાં રાખવા જેવી વાતો D નાનપણથી બાળકને સુવાડતી વખતે માતા-પિતાએ બાળકના માથે હાથ ફેરવવો જોઈએ એ અતિઆવશ્યક છે. બાળકને પ્રેમથી જગાડીએ. રાડો પાડી, પગ લગાડી કે ગુસ્સાથી ન જગાડીએ. Q પ્રેમપૂર્વક ખાવાનું ખવડાવીએ, સ્કૂલે મૂકવા જઈએ. D તે કેવું ભણે છે તેનું ધ્યાન રાખવું જોઈએ. Q તેના મિત્રો કેવા કેવા છે તે ધ્યાન રાખવું. ખરાબ મિત્રોની સોબતથી બચાવવા જોઈએ. D રૂપિયાની પાછળ પાગલ બની બાળક પ્રત્યે દુર્લક્ષ્ય કરનારા પોતાના ભવિષ્યને બગાડે છે. D બાળકમાં ધર્મભાવના વધે તે માટે વાર્તાઓ કહેવી - સંતસમાગમ અને પ્રાર્થના કરવા માટે પ્રેરણા કરવી જરૂરી છે. D બાળકની ભૂલને શૂલ ન બનાવીએ. ફૂલ જેવા બની પુનરાવર્તન ન કરે તેવું પ્રેમપૂર્વક સમજાવીએ તે ઇચ્છનીય છે. D બાળકમાં તંબાકુ વગેરનાં કોઈપણ વ્યસનો ન પ્રવેશે તે માટે વિશેષ ધ્યાન રાખી તેનાં નુકસાનો સમજાવવાં જોઈએ. D દીકરીનાં લગ્ન પછી વહુને પ્રેમ આપીએ. વહુ પણ ભાવનાઓ લઈને આવી છે, તેની યોગ્ય ઇચ્છાઓ પૂરી કરીએ અને અયોગ્ય ઇચ્છાઓને પ્રેમપૂર્વક સમજાવી સમાધાન કરીએ. B વૃદ્ધાવસ્થામાં સુખી રહેવું હોય તો સંતાનોની ઇચ્છાઓને સમજવી જરૂરી છે. 2 વૃદ્ધાવસ્થામાં સંતાનોની ભૂલોને બદલે પોતાની ભૂલો શોધો, સુધરીએ તો સુખી બની શકાશે. Q વૃદ્ધાવસ્થામાં પતિ-પત્ની બંને હો, તો બે-ત્રણ મહિનામાં ચાર-પાંચ દિવસ બાજુનાં તીર્થોની યાત્રાએ જરૂર જઈએ. Z વૃદ્ધાવસ્થામાં યથાશક્તિ ઘરનું કામ કરવામાં શારીરિક સ્વસ્થતા પ્રમાણે સહભાગી બનીએ. D પૌત્ર-પૌત્રીઓને રમાડીએ, દર્શન કરવા લઈ જઈએ. D સંતાનોના સાસરિયા પક્ષોનો સત્કાર બરાબર કરવો જોઈએ. ૮૪ jgk p[P D પુત્રીને જે પણ આપો તે પુત્ર-પુત્રવધૂની સલાહાનુસાર આપો. I પુત્ર-પુત્રવધૂથી નુકસાન થઈ જાય તો ગુસ્સે ન થતાં પ્રેમથી વાત કરીએ. આપણા પુત્ર અને પુત્રવધૂના જીવનમાં પુત્રીઓ બિનજરૂરી દખલ ન કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. D માતા-પિતા પુત્ર-પુત્રીઓ વચ્ચે વાળો/ટાળો જરા પણ ન રાખે તે ઇચ્છવા યોગ્ય છે. — જે દીકરા સાથે રહેતા હોય તે દીકરાની પત્ની એટલે તે પુત્રવધૂ સામે અન્ય પુત્રવધૂ કે પોતાની દીકરીની સરખામણી કે વધુ પ્રશંસા કરવી યોગ્ય નથી. કુટુંબનું સામંજસ્ય જળવાઈ તેવું વાતાવરણ માતા-પિતા જ સર્જી શકે. આદર્શ માતાની અષ્ટપ્રતિજ્ઞા ૧. હું માતા છું, મારા બાળકની અને જગતની માતા છું. ૨. હું મારા બાળકને મારા નિર્મળ મનમાંથી નિર્મળ માનસ આપીશ અને પ્રાણવાન આત્મામાંથી તેજસ્વી એવા પ્રાણ આપીશ. ૩. મારા ઘરમાં બાળકનું સ્થાન અમારા કરતાં પણ ઊંચું રહેશે. ૪. હું મારા બાળકને આંતર-બાહ્ય સંપૂર્ણ સમજવા પ્રયત્નશીલ રહીશ. ૫. મારી સર્વ ક્રિયાઓ બાળકને સમર્પિત રહેશે. ૬. હું મારા બાળકે મોટાં કૌટુંબિક બંધનો, કુરૂઢિઓ અને વહેમોમાંથી બચાવવા પ્રયત્ન કરીશ. ૭. બાળકની ખાતર હું બદલાઈશ, મારી ખાતર તેને બદલવાનું નહિ કહું. ૮. બાળકની ખાતર હું મારા જીવનને એક પ્રકારનો યજ્ઞ સમજીશ. મોઢે બોલું ‘મા' સાચેય નાનપ સાંભરે (ત્યારે) મોટપની મજા, મને ક્ડવી લાગે કાગડા મા સંવેદના છે, ભાવના છે, અહેસાસ છે. મા પૂજાની થાળી છે, મા મંત્રનો જાપ છે મા મરુભૂમિમાં મીઠા પાણીના ઝરણા સમાન છે. ‘ૐ મૈયા શરણં મમ'નો જાપ વિશ્વવાત્સલ્યની ભાવના પ્રગટાવે. માતા એટલે વાત્સલ્યધામ માતૃત્વ એટલે નારીત્વની પવિત્ર પૂર્ણિમાનું મંગલ મહાકાવ્ય મા એ જ મહાશક્તિ jgtkopp ૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ । ગર્ભ સંસ્કારથી જ વાત્સલ્યનું ઝરણું સતત... માતાના ગર્ભમાં બાળકનું સંસ્કરણ થાય ત્યારથી જ માતાનું બાળક પ્રતિ વાત્સલ્યનું અમીઝરણું સતત વહેતું થાય છે. આદર્શ માતા તો ગર્ભધાનથી જ બાળકના સંસ્કાર માટે જાગ્રત થાય છે. મહાન પુરુષોના જીવનું ગર્ભમાં અવતરણ થાય તેને ‘ચ્યવન’ કહેવામાં આવે છે. માટે જ તીર્થંકરોના ચ્યવન કલ્યાણક ઊજવાય છે. તીર્થંકરના જન્મ દિવસને જન્મકલ્યાણક રૂપે નિર્વાણ થાય તેને નિર્વાણ કલ્યાણક રૂપે એમ તેના જીવનું માતાના ગર્ભમાં આગમન થાય તેને ચ્યવન કલ્યાણક રૂપે ઊજવાય છે. આવા મહાપુરુષોના જીવનની ઘટિત થતી ક્ષણો વિશ્વમંગલ અને વિશ્વકલ્યાણ સર્જનારી હોય છે, માટે તેને કલ્યાણક રૂપે ઊજવાય છે. મહાન પુરુષોના અવતાર પહેલા મહાપુરુષોની માતાએ જન્મ લેવો પડે છે. દેવ (દેવલોકમાં પ્રગટ થતાં જીવો) નારકી (નર્કલોકમાં ઉત્પન્ન થતાં જીવો) અને તીર્થંચની કેટલીક જાતિમાં માતાની કુક્ષિ મળતી નથી. પશુપંખી, જળચર એ તીર્થંચની કેટલીક જાતિમાં માતાનુ કુક્ષિ છે, પરંતુ તે અતિ દુ:ખદ અને કુત્સિત છે. લક્ષ ચોરાસીમાં પરિભ્રમણ કરતાં કરતાં પ્રચંડ પુણ્યોદયે આ જીવને માનવભવની પ્રાપ્તિ થાય છે. ગર્ભકાળ અને જન્મ-પ્રસવ સમયની પીડા દુઃખદાયક છે, એ વિચાર વખતે ચિંતન કરવું જોઈએ કે હકીકતમાં આ પીડા નથી પરંતુ દશ દેષ્ટાંતે દુર્લભ એવા મહાન માનવ ભવની પ્રાપ્તિનો અપૂર્વ અવસર છે. માનવ માતાની કુક્ષિમાં રહેવું એ તો પરમ સૌભાગ્ય છે. ૮૬ jykd pl>>IP સાંપ્રત યુગમાં ગર્ભસંસ્કારના પ્રખર ચિંતક શ્રી વિજય રાજહંસ સુરિ કહે છે કે બાળકનો જન્મ ચ્યવન કે ગર્ભસંસ્કાર નહિ પરંતુ બાળકપ્રાપ્તિ માટે માતા અને પિતાનો સ્થિર સંકલ્પ (પ્રણિધાન)ની ક્ષણ છે. માતા અને પિતાએ મળીને સંકલ્પ કરવો જોઈએ કે અમારે આવું બાળક જોઈએ છે. મનમાં એક નકશો અંકિત કરવો જોઈએ. સંતતિ ઇચ્છતા માબાપે યુગપુરુષના વધામણા કરવા ઉત્સુક રહેવું જોઈએ. માતાનું ચિંતન સતત એમ ચાલતું હોય કે યુગપ્રધાનનું અવતરણ મારી કુક્ષિમાં થઈ રહ્યું છે. મને, આરોગ્યવાન, ધર્મનીતિના સંસ્કારવાળું વિવેકી, બુદ્ધિમાન અને મનોહર બાળક પ્રાપ્ત થશે એવા વિકલ્પરહિતના સંકલ્પનું ફળ મળે છે. સંકલ્પથી જ સિદ્ધિ મળે છે. માતાની કુક્ષિ, ઉદર એ જમીનરૂપ છે, જેમાં ગર્ભબીજ રોપવાનું છે. જમીન યોગ્ય રીતે સંસ્કારિત કરી હોય તો જ બીજ સુંદર રીતે અંકુરિત થાય માટે જ માતા માટે ગર્ભસંસ્કાર જરૂરી છે. માતાના ગર્ભધાનથી બાળક પ્રતિ વાત્સલ્યનું અમીઝરણું સતત વહેતું હોય છે. ગર્ભાધાન આચાર્યોની ગુપ્ત વિદ્યા હતી. યુગલો માટે આઠમ, અગિયારસ, પૂર્ણિમા સહ પર્વના દિવસોમાં બ્રહ્મચર્ય પાલન અને સદાચારમય જીવનની શીખ આપવામાં આવી છે. ગર્ભસંસ્કારના પ્રણેતા જૈનાચાર્ય ગર્ભવતી માતાઓને કહે છે કે “તમારા સુઆચરણ દ્વારા જ બાળક સુધી સંસ્કાર “પહોંચાડી શકાશે.’’ “હે માતાઓ, તમારા બાળકને સંસ્કાર આપવા તમારી પાસે નવ મહિનાની સર્વોપરી સત્તા છે.’’ “તમારો વિચાર એ તમારા બાળકનો વિચાર. ૭ તમારો વિહાર એ તમારા બાળકનો વિહાર. ♦ તમારો આહાર એ તમારા બાળકનો આહાર.” jgopalp lo Page #52 -------------------------------------------------------------------------- ________________ “મા, તમે જે આહાર, વિહાર અને વિચાર કરો છો તેનું જ ગર્ભમાં રહેલા તમારા સંતાનમાં સંક્રમણ થાય છે. તમારો આચાર-વિચાર તમારા બાળકનો સંસ્કાર બની જશે.” પવિત્ર અને શાંત સ્થળે ગર્ભાધાન થયા પછી માતાએ એવું નથી વિચારવાનું કે મને મારા પરિવારને સુખી કરે એવું બાળક મને મળે પરંતુ એમ ચિંતવે કે “પોતે સુખી થાય અને વિશ્વની તમામ જીવસૃષ્ટિને સુખી કરે તેવું બાળક મારી કુક્ષિએ અવતરે “માતાની આવી ભાવના વિશ્વમાંગલ્ય અને વિશ્વકલ્યાણની ભાવના બની રહે. મને બધી જગ્યાએથી પ્રેમ અને સ્નેહ મળી રહ્યો છે. મારા બાળકને પણ મળશે માતાનું આંતરચિતન વિધેયાત્મક હોય તો બધી દિશાએથી તેનામાં શુભ વિચારો પ્રવાહિત થશે. મા, ગર્ભમાં રહેલા બાળક પ્રતિ વાત્સલ્યનું અમીઝરણું આ રીતે વહાવી શકે. સંયમ સહ જીવનચર્યા પાળીને સમય મળે ત્યારે ભક્તિસંગીત સાંભળે અને પુરુષોનો સત્સંગ અને સત્વશીલ સાહિત્યનું વાચન કરે. સત્વશીલ આહાર ગ્રહણ કરે જેમાં શુદ્ધ ઘી, તલનું તેલ, અડદ વગેરે હોય. ગર્ભાવસ્થામાં પાંચમા માસ દરમિયાન મનનું ઘડતર થતું હોવાથી ચોખા આદિ સફેદ વસ્તુનું ભોજન અને છટ્ટ મહિને બુદ્ધિનું ઘડતર થતું હોવાથી ગાયના ઘીનું સેવન કરે. રામની માતા કૌશલ્યા, મહાવીરની માતા ત્રિશલા, હનુમાનની માતા અંજના, શિવાજીની માતા જીજાબાઈ અને ગાંધીજીની માતા પૂતળીબાઈ જેવી મહાન નારીરત્નોએ પોતાના બાળકને ગર્ભમાંથી જ સંસ્કારનું સિંચન કરી મહાપુરુષોનું સર્જન કર્યું. ધન્ય છે એ વીરપ્રસૂતાને કે જેણે ઉત્તમ શ્રાવક, શ્રેષ્ઠ, વૈષ્ણવજન, આદર્શ નાગરિક અને ઉચ્ચ રાષ્ટ્રભક્તોની આ ભૂમિને પાવન ભેટ ધરી. કવિ સંદીપ ભાટિયા માને હેતનું ચેરાપુંજી કહે છે, “મા તું તો છે હાલનું વાદળ, મા તું હેતનું ચેરાપુંજી, તું છો તો હું ભર્યોભાદર્યો, નહીંતર ખાલી ખાલી.” બાળક માટે માતાનો ખોળો એ ઇન્ટેન્સીવ કેર યુનિટ કરતાં પણ વધારે મહત્ત્વનો અને સલામત છે. માબાપ આપે છે પ્રેમ અને સુરક્ષાનું છત્ર અને ઇચ્છે છે તે જ વૃદ્ધાવસ્થામાં શું બાળકો આપી શકે છે. આ નિર્ચાજ સ્નેહનો પ્રતિસાદ વૃદ્ધાવસ્થામાં? માતાના આશીર્વાદથી પરસ્ત્રી પ્રત્યે કુદૃષ્ટિ ન થાય. પિતાના આશીર્વાદથી પરઘન પ્રત્યે કુદૃષ્ટિ ન થાય. મને માતાના ચક્ષુમાં જગતનું ઉત્તમમાં ઉત્તમ તીર્થ મળ્યું. મા એ તીર્થ, મંદિર અને પવિત્ર સ્થાનોમાં સર્વોત્તમ છે, તેથી જ કાશી, કાબા, મક્કા કે મદિના નહિ જાઓ તો ચાલશે, પણ માતાના ચરણોમાં શિશ જરૂરથી ઝુકાવશો. - કવિ બાલમુકુંદ દવે એકમાત્ર પોતાના ઉપકારનો બદલો નથી વાળી શકાતો. મા એ સ્વાર્થરહિત સ્નેહની જીવંત-મૂર્તિ છે. - રમણલાલ દેસાઈ માતા વ્યક્તિવિશેષ જ નહિ, પરંતુ વાત્સલ્ય વિશેષ છે. - ગુણવંત શાહ જે માતા-પિતાએ પુત્રને પોતાનો ભાવિનો આધાર માનેલ, ઘડપણનો સહારો માનેલ, તે પુત્ર માબાપને વૃદ્ધાશ્રમમાં મોકલે તેના જેવું ભયંકર પાપ બીજું કયું હોઈ શકે? - પૂજ્ય ડોંગરેજી મહારાજ જગતની દરેક માતાનો ચહેરો સુંદર હોય છે. - ટૉલ્સ્ટોય માના વિષયમાં હું શું, કેવી રીતે લખું? તેના વિષયમાં કંઈ પણ બોલવું અસંસ્કારિતા લાગે છે. - હેલન કેલર માની મમતાનું એક બુંદ અમૃતસાગરથી પણ મોટું અને મધુર છે. - નાગોચી igsaclisus JDISSIP LIIKALATTALELUIA A gsclish LES joSISIP નાના IR PIPINYANIN ૮૯ ] T Page #53 -------------------------------------------------------------------------- ________________ હું કર્તવ્યનિષ્ઠા અને ધર્મના પાઠ મારી માતાની ગોદમાંથી શીખ્યો છું. - નેપોલિયન બોનાપાર્ટ માનાં બે ચરણ છે - સતા અને મમતા. માના બે હાથ છે – અભય અને વરદાન. માની બે આંખ છે - ક્ષમતા અને કરુણા. માનું હૃદય તો પ્રેમમંદિર છે. - મોરારિ બાપુ એક પલ્લામાં તમારી મા મૂકો અને બીજા પલ્લામાં આખા જગતને મૂકો, માવાળું પલ્લું જ નીચે નમશે. - લોર્ડ લેગડે ઇલ માતાનો ખોળો એટલે પ્રેમની યુનિવર્સિટી - ગુણવંત શાહ જગતમાં સૌથી પહેલું ચુંબન માતાનું હોય છે. - વિનોબા ભાવે માનવે ઈશ્વરને પૃથ્વી ઉપર અવતાર ધારણ કરવા પ્રાર્થના કરી અને ઈશ્વરે માને પૃથ્વી ઉપર મોકલી. - બુલ્વર લિટન ઘરની ભીંત પર લટકતી મારી માની છબીમાં મને ઈશ્વરના દર્શન થાય - કૌશિક ચોકસી માબાપ જિંદગીમાં બે વખત રડે છે : એક દીકરી ઘર છોડે ત્યો અને બીજું દીકરા તરછોડે ત્યારે. - અજ્ઞાત અપૂરતો ઇરાદો ધરાવનારા હંમેશાં ધ્યેયસિદ્ધિમાં ઊણાં ઊતરે છે. - ખલિલ જિબ્રાન ચાહું જન્મોજન્મે શિશુ તુજ હું, ને માત મુજ તું - ગુલાબદાસ બ્રોકર મરે છે ત્યારે સ્ત્રી મરે છે, માતા કદાપિ મરતી નથી. - બરકત વિરાણી બાળકને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઈ જેને, વત્સલ મૂરત, સ્નેહલ સૂરત, હૃદય હૃદયમાં વંદન તેને. - ઉમાશંકર જોશી નથી આશા વિના આયુ, નથી ડાળી વિના ફૂલ, નથી પૃથ્વી વિના પાયો, નથી માતા વિના ફૂલ. - કવિ ન્હાનાલાલ કલ્પવૃક્ષની લેખણ લઈને લખની સરસ્વતીને કહેજો કે ઈશ્વરના ગુણો ખૂટી જાય તો એમાં ઉમેરી લે માના ગુણો. - હર્ષદેવ માધવ માની શું ઉંમર હતી ? માને ઉંમર નથી હોતી. શું નામ હતું - માને નામ નથી હોતું. મા ક્ષર નથી હોતી, અ-ક્ષર છે. - ચંદ્રકાંત બક્ષી મુખથી બોલું ‘મા’, ત્યારે સાચે જ બચપણ સાંભરે, પછી મોટપણની મજા, કડવી લાગે કાગડા. - કલિ દુલા ભાયા કાગ કોઈ પણ બાળકની ભાવિ ઉન્નતિ કે પતનનો આધાર તેની માતા ઉપર - નેપોલિયન બોનાપાર્ટ માનો અર્થ બધી ભાષામાં “મા” જ થતો હોય છે. - રવીન્દ્રનાથ ટાગોર મા ! તું છે ભગવાન, હાડ-હાડ હેતભર્યું ને વેણ વેણ વરદાન. - નવલરામ પંડ્યા આત્મચિંતન, આત્મનીરિક્ષણ, આત્મસુધાર, આત્મવિકાસ, આત્મનિર્માણ અને આત્મનિર્વાણના પાઠ મને મારી માતાએ શીખવેલ - પૂ. પાંડુરંગ આઠવલે માનવીએ ઈશ્વરને અવની ઉપર અવતરવા પ્રાર્થના કરી તો, ઈશ્વરે માતાને મોકલી આપી છે, કારણ કે ભગવાન બધે પહોંચી વળતા નથી. તેથી જ તેણે માતાઓનું સર્જન કરેલ છે. • યહૂદી કહેવત માને ઓળખનારો જ મહાત્માને ઓળખશે, માને ઓળખારો જ પરમાત્માને પરખશે. - આચાર્ય વિજય યશોવર્મા સૂરિજી 1 LITTELITATITLE :-h , 1 Fા જસ ગ્રંgschહ છme ] નાનપાન ૯૬T L BAPS માટે તમારા નામ SJ igsaclisus JDISSIP Page #54 -------------------------------------------------------------------------- ________________ મને કામ કરવાની શક્તિ અને નિર્ણયોની તત્પરતા રોજ મારી માતાના પગે પડવાથી પ્રાપ્ત થતી પણ આજે મને ‘પરભા-પરભા' કહેનારી મારી મા નથી રહે તેનું સૌથી મોટું દુઃખ છે. - સ્વ. પ્રભાશંકર પટ્ટણી માતૃત્વ માટેના પ્રેમાદર પર તો પૂર્ણવિરામ મૂકવું અશક્ય છે. - દીપક મહેતા મારા સૂથમ વિચારોનું મૂળ મારી જનનીના પ્રેમભર્યા હાલરડામાં છે. - ડૉ. જોનસન મા જીવનભર આપણામાં કંઈક રેડ્યા રાખે છે, પ્રથમ રક્ત, પછી દૂધ અને છેલ્લે સુખદુઃખમાં આંસુ. મોરારિબાપુ મા કદી મરતી નથી. માનો દેહ ના હોય ત્યારે તેનું વહાલ હવાના કણકણમાં વિખેરાઈને આલિંગન આપે છે. - કવિ કરસનદાસ માણેક લાખો માણસોના મૃત્યુએ મને રડાવેલ નથી, પણ મારી માતાના મૃત્યુ વખતે હું અનરાધાર રહ્યો છું. - સર સુનાપતિ એડોલ્ફ હિટલર અણધાર્યા આવી પડે, ઘટમાં દુઃખના ઘા, નાભિથી વેણ નીકળે, મોઢે આવે મા. - કવિ પિંગળશી ગઢવી બીમાર પડતો કોઈ પણ માણસ સૌથી પહેલો અને વારંવાર જે શબ્દ બોલે છે, તે “મા” છે. - સ્વામી રામતીર્થ માનવતા અને સંસ્કારિતાનું મહાવિદ્યાલય માતાના ચરણોમાં છે. - ફેડરિક હેસ્ટન માતા કરતાં મોટી જગતમાં બીજી કોઈ કારકિર્દી કે પદવી નથી. - જે. જે. મેયર માનવતાનો પહેલો પાઠ માતાનું વહાલભર્યું ચુંબન છે. - મેઝિન નાના બાળકના હોઠ અને હૃદયમાં ભગવાનને સ્થાને ‘મા’નું નામ હોય - થેકર LILIPALATALIA LIESIS - રાજ ય isclહ છાણ] આ ખળખળ વહેતા ઝરણાના જળધ્વનિમાં મને મારી માતાનો સાદ સંભળાય છે. - રવીન્દ્રનાથ ટાગોર હે મારી મા ! તારા એક સ્મિત માટે લાખ લાખ જોજનનું અંતર કાપવા તૈયાર છું. - આઇઝેક ન્યૂટન મા એ મહાલક્ષમી, મહાસરસ્વતી, મહાસતી, મહાઅન્નપૂર્ણા અને જગજનની છે. - મહર્ષિ અરવિંદ ઘોષ મા! હું તારા ખોળામાં રમીને જે શીખ્યો એમાં કૉલેજની કેળવણી પણ કંઈ ઉમેરો કરી શકી નહીં - શ્રીરામ શર્મા આચાર્ય માતા એ શબ્દ નથી, શબ્દતીર્થ છે. - ગુણવંત શાહ મારી આંખની બારીઓને અને મારા આત્માનાં બારણાંને જો કોઈએ ઉઘાડ્યાં હોય તો તે મારી માતાએ. - ખલીલ જિબ્રાન અર્પી દઉં સો જન્મ, એવડું મા તુજ લહેણું - બહેરામજી મલબારી દુનિયામાં એ બાબત કદી ખરાબ હોતી નથી, એક આપણી માતા અને બીજી આપણી માતૃભૂમિ. - વિ. સ. ખાંડેકર હું જ છું તે મારી દેવી-માતાને આભારી છે. મારી માતાએ તે માટે અસંખ્ય પ્રભુ-પ્રાર્થનાઓ કરેલી છે. - અબ્રાહમ લિંકન માતાનું ઋણ અગણિત છે. માતાનું ઋણ કોઈ પુત્ર ચૂકવી શકતો નથી. તે ઋણને રૂપિયામાં મૂલવી ચૂકવવામાં આવે અને જગતની માતાનાં ઋણ ચૂકવવાનો ભગવાન ખુદ હવાલો લે તો ભગવાનનું પણ દેવાળું નીકળી જાય. - ઉમાશંકર જોષી મા તો ખારા સમુદ્ર વચ્ચે મીઠી વીરડી સમાન છે, હે માનવ ! તારું સ્વર્ગ તારી માતાના ચરણોથી નીચે છે. - હજરત મહંમદ પયગંબર સંસારમાં એવો કોઈ જ ધર્મ નથી જેમાં માતા-પિતાની સેવાની અવગણના થઈ હોય. - કૉન્ફયુશિયસ માતાનું હૃદય જ બાળકની શાળા છે. - બિચર h, jgsreclis joksĐISIP K , , TE-ITATILTET- IIIII નામના K 1 ૯૩ | Page #55 -------------------------------------------------------------------------- ________________ . જાય બાળક ઇશ્વરથી ખૂબ નજીક હોય છે, તે ઈશ્વરનું સાચું પ્રતિનિધિત્વ કરે છે. - ગિજુભાઈ બાળકનો સારી રીતે ઉછેર કરવા જેવું રોકાણ કોઈ પણ નથી. - ચર્ચિલ માતા-પિતા-વડીલો જાતે દંભ અને દૂષણોને પોષે છે, એ જ દૂષણો બાળકમાં ન પ્રવેશે એનો ખ્યાલ રાખે છે. - માદામ મોન્ટેસરી આ જળના વહેતા ધ્વનિમાં મને મારી માનો સાદ સંભળાય છે. - રવીન્દ્રનાથ ટાગોર માનો રતીભાર પ્રેમ એ હજાર ધર્મગુરુઓના ઉપદેશ કરતાં પણ ચડી - હિગિન્સન સંતાનને લાડ લડાવતી પ્રત્યેક માતા સંપત્તિવાન અને સુંદર છે. બુદ્ધિની ભાષા હૃદયનાં સંવેદનો વિના અર્થહીન છે, તેની પ્રતીતિ માનો પ્રેમ કરાવે. દુનિયામાં બે બાબતો કદી ખરાબ નથી હોતી - એક આપણી માતા અને બીજી આપણી જન્મભૂમિ. A child without a mother is like a door without a knob. - Jewish Proverb You are the caretaker of the generations, You are the birth river the sun told the woman"You will be the arrier of this universe." બાળકને તમારો પ્રેમ આપો પણ તમારી કલ્પના નહીં. તમે એના જેવા થવા પ્રયત્ન કરો પણ એને તમારા જેવો બનાવવા પ્રયત્ન ન કરો. - ખલિલ જિબ્રાન સંતાનનો સ્વસ્થ વિકાસ ઇચ્છનાર વાલીએ બાળકના મનમાં ડર પેદા ન કરતાં બને એટલે વાત્સલ્ય અને વિશ્વાસમાં વધારો કરવો જોઈએ. માતાપિતાનું પ્રથમ કર્તવ્ય પોતાના સંતાનને પ્રથમ પંક્તિમાં બેસવા લાયક બનાવવો. - તિરૂવલ્લુવર સંતાન માટે સમય ન હોવો એ વાલીઓનો સૌથી મોટો અક્ષમ્ય ગુનો છે. પુત્રના વિકાસમાં વિદનરૂપ પિતા એટલે ગમે એટલો ડાહ્યા હોય છતાં પણ પુત્ર માટે તો આપત્તિ જ છે. - કાંતિ ભટ્ટ શોક, સંતાપ, દુઃખ આપનારા અનેક પુત્રો કરતાં પાછલી અવસ્થામાં એક પુત્ર કુલીન છે. - ચાણક્ય માત્ર લોહીના સંબંધથી જ માતાપિતા મળી નથી જતાં સંતાનની અનેક ફરજોનું પાલન કરવાથી જ પાત્રતા પ્રાપ્ત થાય છે. - ગુણવંત શાહ મા એ ઉઘડતી સવારનો પ્રકાશ છે, આથમતી સંધ્યાના રંગો સાથે શીતળતા છે. મા વાત્સલ્યનું એકાક્ષરી કાવ્ય છે. "મારું સંતાન આ લોકમાં ખૂબ સુખી થાય" આવી કનિષ્ક ઇચ્છા નહિ પરંતુ વિશ્વકલ્યાણની ભાવનાને ચરિતાર્થ કરનાર મારું સંતાન પોતે સુખી થઈ સાથે અન્યોને સુખી કરે અને પરમપદનો ભોક્તા બનો તેવી ઉત્કૃષ્ઠ ઇચ્છા આદર્શ માતાની હોય. સ્ત્રી આપણને કવિ બનાવે છે, બાળક આપણને ફિલસૂફ બનાવે છે. કોઈ સામાન્ય વ્યક્તિએ સમુદ્રમાંથી મોતી કાઢ્યું તેથી કરીને મોતીની કિંમત ઘટી નથી જતી, તેમ નાના બાળકે કરેલી ઉત્તમ વાતને તુચ્છ ન ગણવી. - શ્રી માતાજી gીke ગાખા IITTTTTT મન જરા ૯૪ | - BRULE SIOUX The toughest part of motherhood is the innes worrying and not showing it - Audrey Hepburn A Mother always has to think twice, once for herself and one for her child - Sophia Loren LILIRLARLA ના નામ | ૯૫ LESS igstclicks JOLSISSIP Page #56 -------------------------------------------------------------------------- ________________ વાત્સલ્યના વિહારધામ સમા પૂ. પિતાશ્રી જમનાદાસભાઈ માનવજાતિના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ છે મા, અને સહુથી સુંદર સાદ કોઈ હોય તો તે સાદ છે “મારી મા.” એ એક એવો શબ્દ છે, એ આશા અને પ્રેમથી ભરેલો છે. એક મધુર અને માયાળુ શબ્દ, જે હૃદયના ઊંડાણમાંથી આવે છે. મા સઘળું છે શોકમાં તે આપણું આશ્વાસન છે, દુઃખમાં તે આપણી આશા છે, દુર્બળતામાં તે આપણી શક્તિ છે. તે પ્રેમ, કરુણા, સહાનુભૂતિ અને ક્ષમાશીલતાનો ઝરો છે. - ખલીલ જિબ્રાન હવે તો મારી યાત્રા, તુજ વિના અટકતી સદા તે છુપાવી મુજ ઊણપો, તે હવે પ્રગટતી. કવિ દેવજી મોઢા પિતાના દિવ્ય વારસાની કવિતામાં સુંદર રજૂઆત કરે છે : કોઈના પિતા બંગલા છોડે, કોઈના ખેતર-વાડી, કોઈના મોટી મિલ મૂકી જાય, કોઈના મોટર-ગાડી, કોઈના મૂકે ધીકતી પેઢી, કોઈના બૅન્કમાં ખાતું, તમે પિતા મને હૃદય આપ્યું, રાત ને દિવસ ગાતું ! રાત ને દિવસ ગાતું. મમતાની મૂરત સમાન પૂ. માતુશ્રી કુંદનબહેનને પ્રણામ સાથે શત્ શત્ અભિવંદના ! લિ. ઉષાબહેન અનિલભાઈ ભાયાણી, ઘાટકોપર એલ.આઈ.સી. એજન્ટ હ. તન્વી અમીતકુમાર શેઠ ૩૦૧, મહેશ્વર દીપ, ૭૫, આર. બી. મહેતા માર્ગ, ઘાટકોપર (ઈ) મુંબઈ - ૪૦૦ ૦૭૭ ફોન : ૨૨૧૧૪૬૪૭. scમિક bime I ૯૬] Page #57 -------------------------------------------------------------------------- ________________ માતૃવંદના. आरतां तायदियं प्रसूति समये दुर शूलव्यथा नैरव्ये तनुशोषणं मलमयी शय्या च सांवत्सरी एकस्यापि न गर्भभारभरण क्लेशस्य यस्या क्षमा यातुं निष्कृति मुन्नतो पि तनयः तस्यै जनो अमः / હે મા, સહસ્ર શૂળો ભોકાવાની વેદના સમ તેં પ્રસવ પીડા વેઠી છે. બાળોતિયાં ધોઈ અમારો ઉછેર કરવામાં તે તારી કાયા નિચોવી છે. નવ માસ સુધી ગર્ભમાં ભાર વેક્યો છે. જેનું ઋણ ચૂકવવા સમર્થ નથી તેવી જનનિને નમન કરું છું. - શંકરાચાર્ય માતૃ-પિતૃ મહિમા मातृदेवो भव / માતા દેવતુલ્ય છે. पितृदेवो भव। પિતા દેવતુલ્ય છે. નનની નન્મભૂમિશ્ચ સ્વારિ ગરીયસી. માતા અને જન્મભૂમિ, સ્વર્ગથી પણ મહાન છે. 7 વાત માતૃસમો ગુરુ: | માતા જેવા ગુરુ નથી येन प्रीणाति पितरं तेन प्रीतः प्रजापतिः / प्रीणाति मातरं येन पृथिवी तेन पूजिता // જે પિતાને પ્રસન્ન કરે છે તેનાથી પ્રજાપતિ પ્રસન્ન થાય છે, પરંતુ જેનાથી માતા પ્રસન્ન થાય છે, તે તો આખી પૃથ્વીને પ્રસન્ન કરે છે.' - શાંતિપર્વમાંથી /