Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા, પુષ્પ-૨૫
ITITI
(અધ્યાત્મયોગી શ્રી કાનજી સ્વામીનાં પ્રવચનો)
દ્વિતિય આવૃત્તિ : પ્રત ૧OOO
પ્રકાશક: શ્રી દિગમ્બર જૈન સંઘ રાજકોટ (સૌરાષ્ટ્ર)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & Our Request
This shastra has been kindly donated by Jinendra Foundation (Jayantibhai D. Shah), London, UK who have paid for it to be "electronised" and made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of Vastuvigyansaar is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful
work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version History
Changes
Date
Version Number
001
|
23-May-2004
First electronic version.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વસ્તુવિજ્ઞાનસાર -: અનુક્રમણિકા -
પૃષ્ઠ
૩૩
૪. |
૭૨
૧. | પુરુષાર્થ (આત્મધર્મ અંક ૨૮) ૨. | આત્મસ્વરૂપની સાચી સમજણ સુલભ છે
(આત્મધર્મ અંક ૨૨ તથા ૩૪) ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા (અંક ૪૭-૪૮) ૩૭ | ક્રિયા (આત્મધર્મ અંક ૩૮).
વ્યવહારનયના પક્ષના સૂક્ષ્મ આશયનું સ્વરૂપ અને તેને ટાળવાનો ઉપાય (આત્મધર્મ અંક ૨૭). ૭૯ જ્ઞાનની સ્વાધીનતા ને અંશમાં પૂર્ણની પ્રત્યક્ષતા (અંક ૨૧-૨૨ વચ્ચેનો વધારો).
૯૨ ૭. | દ્રવ્યદષ્ટિ (આત્મધર્મ અંક ૨૫)
૧OS ઉપરના લેખો “આત્મધર્મ' માસિકના કયાં અંકમાં આવેલા છે તેની યાદી કૌંસમાં આપેલી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રસ્તાવના
યથાર્થ વસ્તુવિજ્ઞાનનું રહસ્ય પામ્યા વિના ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે, ગમે તેટલાં વ્રત-નિયમ-તપ-ત્યાગ-વૈરાગ્ય-ભક્તિશાસ્ત્રાભ્યાસ કરવામાં આવે તો પણ જીવનો એક પણ ભવ ઘટતો નથી. માટે આ મનુષ્યભવમાં જીવનું મુખ્ય કર્તવ્ય યથાર્થ રીતે વસ્તુવિજ્ઞાન પ્રાપ્ત કરી લેવાનું છે. વીતરાગ સર્વજ્ઞે સ્વયં પ્રત્યક્ષ જાણીને ઉપદેશેલું વસ્તુવિજ્ઞાન વિશાળ છે અને તે અનેક આગમોમાં વિસ્તરેલું છે. તે વિશાળ વસ્તુવિજ્ઞાનનો રહસ્યભૂત સાર આ નાની પુસ્તિકામાં પ્રગટ કરવામાં આવ્યો છે. કારણ કે અનેક આગમોના અભ્યાસીઓ પણ ઘણી વાર તે વસ્તુવિજ્ઞાનનું ખરું રહસ્ય ખેંચી શકતા નથી.
નીચેની રહસ્યભૂત હકીકતો આમાં ખાસ સ્પષ્ટ કરવામાં આવી છેઃવિશ્વનો દરેક દરેક પદાર્થ સામાન્ય-વિશેષાત્મક છે. સામાન્ય પોતે જ વિશેષરૂપે ઊખળે છે- પરિણમે છે. વિશેષરૂપે ઊખળવામાં બીજા કોઈ પદાર્થની તેને ખરેખર કિંચિત્માત્ર સહાય નથી. પદાર્થમાત્ર નિરપેક્ષ છે.
આમ, સર્વ સ્વતંત્ર હોવા છતાં વિશ્વમાં અંધારું નથી-પ્રકાશ છે, અકસ્માત નથી-ન્યાય છે; તેથી ‘ પુણ્યભાવરૂપ વિશેષમાં પરિણમના૨ જીવદ્રવ્યને અમુક ( અનુકૂળ કહેવાતી ) સામગ્રીનો જ સંયોગ થાય, પાપભાવરૂપ વિશેષમાં પરિણમનાર જીવદ્રવ્યને અમુક (પ્રતિકૂળ કહેવાતી ) સામગ્રીનો જ સંયોગનો અભાવ જ થાય ' ઇત્યાદિ અનેકાનેક પ્રકારનો સહજ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ વિશ્વના પદાર્થોમાં પ્રવર્તે છે. નિમિત્તનૈમિત્તિકપણે પ્રવર્તતા પદાર્થોમાં પરતંત્રતા લેશ પણ નથી. સૌ પોતપોતાના વિશેષોરૂપે જ સ્વતંત્રપણે છતાં ન્યાયસંગતપણે ઊખળ્યા કરે છે. આમ હોવાથી જીવદ્રવ્ય દેહાદિકની ક્રિયા તો કરી શકતું જ નથી, પોતાના વિશેષને માત્ર કરી શકે છે. સંકલ્પવિકલ્પરૂપ વિશેષ તે દુઃખપંથ છે, વિપરીત પુરુષાર્થ છે; જગતનું સ્વરૂપ ન્યાયસંગત અને નિયત જાણી, ૫૨માં પોતાનું કાંઈ કર્તૃત્વ નથી એમ નિર્ણય કરી, નિજ દ્રવ્યસામાન્યની શ્રદ્ધારૂપે પરિણમી તેમાં લીન થઈ જવારૂપ વિશેષ તે જ સુખપંથ છે, તે જ પરમ પુરુષાર્થ છે. અજ્ઞાનીઓને ૫૨નો ફેરફાર કરી શકવામાં જ પુરુષાર્થ ભાસે છે, સંકલ્પવિકલ્પોના ઉછાળામાં જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ ભાસે છે, પરંતુ વિશ્વના સર્વભાવોના નિયતપણાનો નિર્ણય જેમાં ગર્ભિત છે એવી દ્રવ્યસામાન્યની શ્રદ્ધા કરી તેમાં ડૂબી જવારૂપ જે યથાર્થ પરમ પુરુષાર્થ તે તેને ખ્યાલમાં જ આવતો નથી.
વળી, જીવોએ આગમોમાંથી ઉપરોક્ત વાતોની ધારણા પણ અનંત વાર કરી લીધી છે પરંતુ સર્વ આગમોના સારભૂત સ્વદ્રવ્યસામાન્યનો યથાર્થ નિર્ણય કરી તેની રુચિરૂપે પરિણમત કર્યું નથી. જે તે-રૂપે પરિણમન કર્યું હોત તો સંસાર પરિભ્રમણ હોત નહિ.
-આવી વસ્તુવિજ્ઞાનની અનેક પરમહિતકારક રહસ્યભૂત સારરૂપ હકીકતો આ પુસ્તિકામાં સ્પષ્ટ રીતે સમજાવવામાં આવી છે તેથી આ પુસ્તિકાનું નામ “વસ્તુવિજ્ઞાનસાર' રાખવામાં આવ્યું છે. પરમ પૂજ્ય પરમોપકારી સદગુરુદેવ શ્રી કાનજીસ્વામી સોનગઢમાં હંમેશાં મુમુક્ષુઓ સમક્ષ જે આધ્યાત્મિક પ્રવચનો કરે છે તેમાંથી કેટલાંક વસ્તુવિજ્ઞાનના સારભૂત પ્રવચનો આમાં પ્રકાશિત કરવામાં આવ્યાં છે. જે મુમુક્ષુઓ તેમાં કહેલા વિજ્ઞાનસારને અભ્યાસી, ચિંતન કરી, નિબંધ યુક્તિરૂપ પ્રયોગથી સિદ્ધ કરી, નિર્મીત કરી, ચૈતન્યસામાન્યની રુચિપણે પરિણમી તેમાં લીન થશે, તે અવશ્ય શાશ્વત પરમાનંદદશાને પામશે.
જે જીવો દૈહિક ક્રિયાકાંડમાં કે બાહ્ય પ્રવૃત્તિઓમાં ધર્મનો અંશ પણ માનતા હોય, જે જીવો વૈરાગ્ય-ભક્તિ આદિ શુભ ભાવમાં ધર્મ માનતા હોય, જે જીવો શુભ ભાવમાં ધમનું કિંચિત્માત્ર કારણપણું માનતા હોય, જે જીવો નિર્ણય વિના શાસ્ત્રોની માત્ર ધારણા કરવાથી કિંચિત્ ધર્મ માનતા હોય, તે તે સર્વ પ્રકારના જીવો આ પુસ્તિકામાં કહેલા પરમપ્રયોજનભૂત ભાવોને જિજ્ઞાસુભાવે શાંતિથી ગંભીરપણે વિચારો અને અનંતકાળથી રહી ગયેલી મૂળભૂત ભૂલ કેટલી સૂક્ષ્મ છે તેમ જ કયા પ્રકારનો અપૂર્વ પર સમ્યક્ પુરુષાર્થ માગે છે તે સમજી નિજ કલ્યાણ કરો. તેમાં જ આ માનવજીવનનું સાફલ્ય છે. માગશર સુદ ૧૫
રામજી માણેકચંદ દોશી વિ. સં. ૨૦૦૪ પ્રમુખ, શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સદ્ગુરુ વંદન
અહો ! અહો ! શ્રી સદ્દગુરુ કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉ૫કા૨. ૧. શું પ્રભુચરણ કરે ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાધીન. ૨. આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન; દાસ, દાસ, હું દાસ છું, તેહ પ્રભુનો દીન. ૩. ષટ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાનથકી તરવારવત, એ ઉપકાર અમાપ. ૪. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત. ૫. પરમપુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૬. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણર્મા; હો વન્દન અગણિત. ૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
।। શ્રી સર્વજ્ઞાય નમઃ।।
પુરુ ષા ર્થ
સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા ૩૨૧-૩૨૨-૩૨૩ ૫૨ પૂ. સદ્ગુરુદેવનું વ્યાખ્યાન માગશર સુદ ૧૨ રવિવા૨,
સ્વભાવનો અનંત પુરુષાર્થ ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધામાં આવે છે. ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા તે નિયતવાદ નથી, પણ સમ્યક્ પુરુષાર્થવાદ છે.
(‘વસ્તુનો પર્યાય ક્રમબદ્ધ જ થાય છે. તો પણ પુરુષાર્થ વગર શુધ્ધપર્યાય કદાપિ પ્રગટતો નથી' એ સિધ્ધાંત ઉપર મુખ્યપણે આ વ્યાખ્યાન છે. આ વ્યાખ્યાનમાં ૧- પુરુષાર્થ ૨-સમ્યગ્દષ્ટિની ધર્મ ભાવના, ૩- સર્વજ્ઞની સાચી શ્રધ્ધા, ૪-દ્રવ્યદૃષ્ટિ, ૫-જડ અને ચેતન પદાર્થોનો ક્રમબદ્ધ પર્યાય, ૬- ઉપાદાન-નિમિત્ત, ૭- દ્રવ્ય-ગુણ-પર્યાય, ૮-સમ્યગ્દર્શન, ૯-કર્તાપણું અને જ્ઞાતાપણું, ૧૦-સાધકદશા, ૧૧-કર્મમાં ઉદીરણા વગેરે પ્રકારો, ૧૨-મુક્તિના નિઃસંદેહ ભણકાર, ૧૩-સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ, ૧૪- અનેકાંત અને એકાંત, ૧૫- પાંચ સમવાય, ૧૬અસ્તિ-નાસ્તિ, ૧૭-નિમિત્તનૈમિત્તિક સંબંધ, ૧૮-નિશ્ચય-વ્યવહા૨ ૧૯આત્મજ્ઞ તથા સર્વજ્ઞ ૨૦-નિમિત્તની હાજરી હોવા છતાં નિમિત્ત વગર કાર્ય થાય છે એ વગેરેના સ્વરૂપનું સ્પષ્ટીકરણ આવી જાય છે. આમાં અનેક પડખાથી વારંવાર સ્વતંત્ર પુરુષાર્થને સિધ્ધ કર્યો છે અને એ રીતે પુરુષાર્થ સ્વભાવી આત્માની ઓળખાણ કરાવી છે. જિજ્ઞાસુઓ આ
વ્યાખ્યાનના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
—
—
—
—
—
—
—
—
—
—
રહસ્યને આત્માના સ્વતંત્ર સત્ય પુરુષાર્થની ઓળખાણ કરી તે તરફ વળો ! એ ભલામણ છે.).
ભગવાન સ્વામીકાર્તિકેયાચાર્યે આ ત્રણ ગાથાઓમાં સમ્યગ્દષ્ટિ જીવ વસ્તુસ્વરૂપનું કેવું ચિંતન કરે છે અને પુરુષાર્થની ભાવના કરે છે તે બતાવ્યું છે. આ ખાસ જાણવા જેવું હોવાથી આજે વંચાય છે. મૂળ શાસ્ત્રની ગાથા નીચે મુજબ છેઃ
“હવે સમ્યગ્દષ્ટિનો વિચાર કેવો હોય તે કહે છેजं जस्स जम्मिदेसे जेण विहाणेण जम्मि कालम्मि। णादं जिणेण णियदं जम्मं वा अहव मरणं वा।।३२१।। तं तरस तम्मिदेसे तेण विहाणेण तम्मि कालम्मि। को सक्कइ चालेदु इंदो वा अह जिणि दो बा।। ३२२।।
અર્થ:- જે જીવને જે દેશમાં, જે કાળમાં, જે વિધિથી જન્મ તથા મરણ તેમ જ દુઃખ, સુખ, રોગ, દારિદ્ર આદિ, જેમ સર્વજ્ઞદવે જાણ્યું છે તે જ પ્રમાણે નિયમથી થવાનું. સર્વજ્ઞદેવે જાણ્યા પ્રમાણે જ તે જીવને તે જ દેશમાં, તે જ કાળમાં, તે જ વિધિથી નિયમથી થાય છે, તેને નિવારી શકવા ઇન્દ્ર તથા જિનેન્દ્ર તીર્થંકરદેવ કોઈ પણ સમર્થ નથી.
ભાવાર્થ- સર્વજ્ઞદેવ સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અવસ્થા જાણે છે. તે સર્વશના જ્ઞાનમાં જે પ્રતિભાસ્યું છે તે ચોકકસપણે થાય છે. તેમાં અધિક-હીન કંઈ થતું નથી-એવું સમ્યગ્દષ્ટિ વિચારે છે.” (સ્વામીકા. અનુપ્રેક્ષા. પાનું ૧૨૫).
આ ગાથામાં સમ્યગ્દષ્ટિ જીવની ધર્મ અનુપ્રેક્ષા કેવી હોય તે બતાવ્યું છે. સમ્યગ્દષ્ટિ જીવ વસ્તુના સ્વરૂપનું કઈ રીતે ચિંતવન કરે છે તે આમાં બતાવ્યું છે. સમ્યગ્દષ્ટિની આ ભાવના દુઃખના દિલાસા ખાતર કે ખોટા આશ્વાસન ખાતર નથી પણ જિનેશ્વરદેવે જોયેલું વસ્તુ સ્વરૂપ જે પ્રમાણે છે તેમ પોતે ચિંતવે છે. આવું જ વસ્તુસ્વરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
—
——
—
—
—
——
——
—
—
—
—
—
—
—
—
છે, પણ કલ્પના નથી. આ ધર્મની વાત છે. “જે કાળે જે અવસ્થા થવાની સર્વજ્ઞ ભગવાને જોઈ તે કાળે તે જ અવસ્થા થાય, બીજી ન થાય. આમાં એકાંતવાદ કે નિયતવાદ નથી પરંતુ આમાં જ સાચો અનેકાંતવાદ અને સર્વજ્ઞતાની ભાવના તે જ જ્ઞાનનો અનંતો પુરુષાર્થ આવે છે.
આત્મા સામાન્ય-વિશેષસ્વરૂપ વસ્તુ છે. અનાદિ-અનંત જ્ઞાનસ્વરૂપ તે સામાન્ય અને તે જ્ઞાનમાંથી સમયે સમયે જે પર્યાય થાય છે તે વિશેષ છે. સામાન્ય પોતે કાયમ રહીને વિશેષપણે પરિણમે છે; તે વિશેષ પર્યાયમાં જો સ્વરૂપની રુચિ કરે તો સમયે સમયે વિશેષમાં શુદ્ધતા થાય છે, અને જો તે વિશેષ પર્યાયમાં “રાગાદિ દેહાદિ તે હું” એવી ઊંધી રુચિ કરે તો વિશેષમાં અશુદ્ધતા થાય છે. આ રીતે સ્વરૂપની રુચિ કરે તો શુદ્ધ પર્યાય ક્રમબદ્ધ પ્રગટે છે; અને જો વિકારની–પરની રુચિ હોય તો અશુદ્ધ પર્યાય પ્રગટે છે. ચૈતન્યના ક્રમબદ્ધ પર્યાયમાં ફેર પડતો નથી, પણ ક્રમબદ્ધનો નિયમ એવો છે કે જે તરફની રુચિ કરે તે તરફની ક્રમબદ્ધ દશા થાય છે. જેને ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થાય તેને દ્રવ્યની રુચિ થાય અને જેને દ્રવ્યની રુચિ થાય તેનો ક્રમબદ્ધ પર્યાય શુદ્ધ જ થાય, એટલે સર્વજ્ઞ ભગવાને જાણ્યા પ્રમાણે ક્રમબદ્ધ પર્યાય જ થાય છે, તેમાં ફેર પડતો જ નથી, એટલું નક્કી કરવામાં તો દ્રવ્ય તરફનો અનંત પુરુષાર્થ આવી જાય છે. પર્યાયનો ક્રમ ફેરવવો નથી, પણ રૂચિ સ્વ તરફ કરવાની છે.
પ્રશ્ન- જગતના પદાર્થોની અવસ્થા ક્રમબદ્ધ થાય છે. જડ કે ચેતન બધામાં એક પછી એક ક્રમબદ્ધ અવસ્થા શ્રી સર્વજ્ઞદેવે જોઈ તે પ્રમાણે જ અનાદિ અનંત સમયબદ્ધ જ થાય છે - તો પછી આમાં પુરુષાર્થ કરવાનો ક્યાં કહ્યો?
ઉત્તરઃ- એકલા આત્મા તરફનો પુરુષાર્થ કરે ત્યારે જ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થાય છે. જેણે પોતાના આત્મામાં ક્રમબદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
પર્યાયનો નિર્ણય કર્યો કે અહો! જડ અને ચૈતન્ય બધાની અવસ્થા ક્રમબદ્ધ સ્વયં થયા કરે છે, હું ૫૨માં શું કરું ? હું તો માત્ર જેમ માય તેમ જાણું એવું મારું સ્વરૂપ છે. આવા નિર્ણયમાં ૫૨ની અવસ્થામાં ઠીક-અઠીક માનવાનું ન રહ્યું પણ જ્ઞાતાપણું રહ્યું, એટલે ઊંધી માન્યતા અને અનંતાનુબંધી કષાય નાશ થયા. અનંત પદ્રવ્યના કર્તૃત્વપણાનો મહા મિથ્યાત્વભાવ ટળીને પોતાના જ્ઞાતાસ્વભાવની અનંતી દઢતા થઈ-આવો સ્વ તરફનો અનંત પુરુષાર્થ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધામાં થયો છે.
બધા દ્રવ્યની અવસ્થા ક્રમબદ્ધ થાય છે. હું તેને જાણું પણ હું કોઈનું કાંઈ કરું નહિ એવી માન્યતા દ્વા૨ા મિથ્યાત્વનો નાશ કરીને, પરથી પાછો ફરી જીવ સ્વ તરફ વળે છે. સર્વજ્ઞદેવના જ્ઞાનમાં જે ભાસ્યું તેમાં ફેર પડતો નથી. બધા પદાર્થોની સમયે સમયે જે અવસ્થા ક્રમબદ્ધ હોય તે જ થાય છે. આવા નિર્ણયમાં સમ્યગ્દર્શન આવી ગયું. આમાં કઈ રીતે પુરુષાર્થ આવ્યો તે કહે છે. ૧- ૫૨ની અવસ્થા તેના ક્રમ પ્રમાણે થયા જ કરે છે, હું પરનું કરતો નથી એમ નક્કી કર્યું એટલે બધા પરદ્રવ્યનું અભિમાન ટળી ગયું. ૨ -ઊંધી માન્યતા થી ૫૨ની અવસ્થામાં ઠીક-અઠીકપણું માનીને જે અનંતાનુબંધી રાગ દ્વેષ કરતો તે ટળી ગયો. આ રીતે, ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા કરતાં પર દ્રવ્યના લક્ષથી ખસીને પોતે પોતાના રાગદ્વેષ રહિત જ્ઞાતાસ્વભાવમાં આવ્યો એટલે કે પોતાના હિત માટે ૫૨માં જોવાનું અટકી ગયું અને જ્ઞાન પોતા તરફ વળ્યું. હવે પોતાના દ્રવ્યમાં પણ એક પછી એક અવસ્થા ક્રમબદ્ધ થાય છે. હું તો ત્રણે કાળની ક્રમબદ્ધ અવસ્થાઓના પિંડરૂપ દ્રવ્ય છું, વસ્તુ તો જ્ઞાતા જ છે, એક અવસ્થા જેટલી વસ્તુ નથી; અવસ્થામાં રાગદ્વેષ થાય તે ૫૨ વસ્તુના કારણે નથી પણ વર્તમાન અવસ્થાની છે તે નબળાઇ ઉપર પણ જોવાનું ન રહ્યું, પણ પુરુષાર્થથી પરિપૂર્ણ જ્ઞાતાસ્વરૂપમાં જ જોવાનું રહ્યું. તે સ્વરૂપના લક્ષે પુરુષાર્થની નબળાઈ અલ્પકાળમાં તૂટી જવાની છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
–––––––––––––––––––––––––
ક્રમબદ્ધ પર્યાય દ્રવ્યમાંથી આવે છે, પરપદાર્થમાંથી આવતો નથી તેમ જ એક પર્યાયમાંથી બીજો પર્યાય પ્રગટતો નથી તેથી પોતાના પર્યાય માટે પર ઉપર કે પર્યાય ઉપર જોવાનું ન રહ્યું પણ એકલા જ્ઞાતાસ્વરૂપમાં જ જોવાનું રહ્યું. આવી જેની દશા થઈ તેણે સર્વજ્ઞના જ્ઞાન પ્રમાણે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કર્યો છે.
પ્રશ્ન- સર્વજ્ઞ ભગવાને જોયું હોય ત્યારે આત્માની રુચિ થાયને?
ઉત્તર:- સર્વજ્ઞ ભગવાન બધું જાણે છે એમ નક્કી કોણે કર્યું? જેણે સર્વજ્ઞ ભગવાનના જ્ઞાન સામથ્યને પોતાના પર્યાયમાં નક્કી કર્યું છે તેનો પર્યાય સંસારથી અને રાગથી ખસીને પોતાના જ્ઞાનસ્વભાવ તરફ વળ્યો છે. ત્યારે જ તેણે સર્વજ્ઞનો નિર્ણય કર્યો છે જેનો પર્યાય જ્ઞાનસ્વભાવ તરફ વળ્યો છે તેને આત્માની જ રુચિ છે.
અહો ! કેવળી ભગવાન ત્રણ કાળ, ત્રણ લોકના જાણનાર જ છે. તેઓ પોતાના જ્ઞાનથી બધું જાણે છે પણ કોઈનું કાંઈ કરતા નથી. આમ, જેણે યથાર્થપણે નક્કી કર્યું તેણે પોતાના આત્માને જ્ઞાતાસ્વભાવે માન્યો અને તેને ત્રણ કાળ, ત્રણ લોકના બધા પદાર્થોના કર્તુત્વપણાની બુધ્ધિ ટળી ગઈ. એટલે કે અભિપ્રાય અપેક્ષાએ તે સર્વશ થયો છે. આવો સ્વભાવનો અનંત પુરુષાર્થ દમબદ્ધ પર્યાયની શ્રધ્ધામાં આવે છે. ક્રમબદ્ધ પર્યાયની શ્રધ્ધા તે નિયતવાદ નથી, પણ સમ્યક પુરુષાર્થવાદ છે.
સામાં દ્રવ્યોની એક પછી એક જે અવસ્થા થાય છે તેના કર્તા સ્વયં તે તે દ્રવ્યો છે, પણ હું તેનો કર્તા નથી, અને મારી અવસ્થા કોઈ પર કરતું નથી, કોઈ નિમિત્તના કારણે રાગ-દ્વેષ થતા નથી. આ રીતે નિમિત્ત અને રાગ-દ્વેષને જાણનાર એકલી જ્ઞાનની અવસ્થા રહી, તે અવસ્થા જ્ઞાતાસ્વરૂપને જાણે, રાગને જાણે અને બધા પરને પણ જાણે, માત્ર જાણવાનું જ જ્ઞાનનું સ્વરૂપ છે, રાગ થાય તે જ્ઞાનનું શેય છે પણ રાગ તે જ્ઞાનનું સ્વરૂપ નથી- આવી શ્રધ્ધામાં જ્ઞાનનો અનંતો પુરુષાર્થ સમાય છે. આ સમજવા માટે જ આચાર્યદવે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
અહીં બે ગાથા મૂકીને વસ્તુસ્વરૂપ બતાવ્યું છે. સમ્યગ્દષ્ટિને હજી કેવળજ્ઞાન થયું નથી ત્યાર પહેલાં પોતાના કેવળજ્ઞાનની ભાવના કરતાં વસ્તુસ્વરૂપ વિચારે છે, સર્વજ્ઞતા થતાં વસ્તુસ્વરૂપ કેવું જણાશે તેનું ચિંતવન કરે છે.
આત્માની અવસ્થા ક્રમબદ્ધ થાય છે, જયારે આત્માની જે અવસ્થા થાય ત્યારે તે અવસ્થાને અનુકૂળ નિમિત્તરૂપ ૫૨વસ્તુ સ્વયં હાજર હોય જ છે. આત્માના ક્રમબદ્ધ પર્યાયની જે લાયકાત હોય તેને અનુસાર નિમિત્ત ન આવે તો તે પર્યાય અટકી જાય એમ બનતું નથી. ‘નિમિત્ત ન હોય તો ?' એ પ્રશ્ન જ અજ્ઞાન ભરેલો છે. ઉપાદાનસ્વરૂપની દષ્ટિવાળાને તે પ્રશ્ન ન ઊઠે. વસ્તુમાં પોતાના ક્રમથી જયારે અવસ્થા થાય ત્યારે નિમિત્ત હોય જ છે, એવો નિયમ છે.
જે તડકો છે તે પરમાણુની જ ઊજળી દશા છે અને છાંયો છે તે પરમાણુની જ કાળી દશા હોય છે. પરમાણુમાં જે સમયે કાળી અવસ્થા થવાની હોય તે જ સમયે કાળી અવસ્થા તેનાથી સ્વયં થાય છે, અને તે વખતે સામે બીજી ચીજ હાજર હોય છે. ૫૨માણુની કાળી દશાના ક્રમને ફેરવવા કોઈ સમર્થ નથી. તડકામાં વચ્ચે હાથ રાખતાં નીચે જે પડછાયો થાય છે. તે હાથના કારણે થયો નથી, પણ ત્યાંના પરમાણુની જ તે સમયની ક્રમબદ્ધ અવસ્થા કાળી થઈ છે. ૫૨માણુમાં બપોરના ત્રણ વાગે કાળી દશા થવાની છે એમ સર્વજ્ઞદેવે જોયું હોય, અને હાથ મોડો આવે તો ૫૨માણુમાં ત્રણ વાગે કાળી દશા થવી અટકી જાય ને? ના, એમ બન્ને જ નહિ. ૫૨માણુમાં બરાબર ત્રણ વાગે કાળી દશા થવાની હોય તો બરાબર તે જ વખતે હાથ વગેરે નિમિત્ત સ્વયં હાજર હોય જ. સર્વજ્ઞદેવે ત્રણ વાગે પરમાણુની કાળી દશા થશે એમ જોયું અને જો નિમિત્તના અભાવને લીધે તે દશા મોડી થાય તો સર્વજ્ઞનું જ્ઞાન ખોટું ઠરે! પરંતુ તે અસંભવ છે. જે વખતે વસ્તુની જે ક્રમબદ્ધ અવસ્થા થવાની હોય છે તે વખતે નિમિત્ત ન હોય એમ બને જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
નહિ. નિમિત્ત હોય ખરું પણ નિમિત્ત કાંઈ જ કરે નહિ અહીં ઉપરમાં પુદગલનું દષ્ટાંત લીધું, તેમ હવે જીવનું દૃષ્ટાંત આપી સમજાવે છે. કોઈ જીવ કેવળજ્ઞાન પામવાનો હોય અને શરીરમાં વર્ષભનારાચસંહનન ન હોય તો કેવળજ્ઞાન અટકી જાય એવી માન્યતા તદ્દન અસત્ય પરાધીન દષ્ટિની છે. જીવ કેવળજ્ઞાન પામવા તૈયાર થયો અને શરીરમાં વજર્ષભનારાચસંહનન ન હોય એમ કદાપિ બને જ નહિ. જ્યાં ઉપાદાન પોતે તૈયાર થયું ત્યાં નિમિત્ત સ્વયં હોય જ. જે સમયે ઉપાદાન કાર્યરૂપ પરિણમે તે જ સમયે બીજી ચીજ નિમિત્તરૂપ હાજર હોય, નિમિત્ત પાછળથી આવે એમ બને નહિ. જે વખતે ઉપાદાનનું કામ તે જ વખતે નિમિત્તની હાજરી. આમ હોવા છતાં ઉપાદાનના કાર્યમાં નિમિત્ત કાંઈ જ મદદ, અસર કે ફેરફાર કરે નહિ. નિમિત્ત ન હોય એમ ન બને અને નિમિત્તથી કાર્ય થાય એમ પણ ન બને. ચેતન કે જડ દ્રવ્યમાં તેની પોતાની જે ક્રમબદ્ધ અવસ્થા જ્યારે થવાની હોય છે ત્યારે અનુકૂળ નિમિત્ત હોય છે. આવો જે સ્વાધીન દષ્ટિનો વિષય તે સમ્યગ્દષ્ટિ જ જાણે છે, મિથ્યા દષ્ટિઓને વસ્તુની સ્વતંત્રતાની પ્રતીત નથી એટલે તેની દષ્ટિ નિમિત્ત ઉપર જાય છે.
અજ્ઞાનીને વસ્તુસ્વરૂપનું સાચું જ્ઞાન નથી એટલે તે વસ્તુના ક્રમબદ્ધ પર્યાયમાં શંકા કરે છે કે આ આમ કેમ બન્યું? તેને સર્વજ્ઞના જ્ઞાનની અને વસ્તુની સ્વતંત્રતાની પ્રતીત નથી. જ્ઞાનીને વસ્તુસ્વરૂપમાં શંકા પડતી નથી. તે જાણે છે કે જે કાળે જે વસ્તુનો જે પર્યાય થાય છે તે તેની કમબદ્ધ વ્યવસ્થા છે, હું માત્ર જાણનાર છે. આમ, જ્ઞાનીને પોતાના જાણનાર સ્વભાવનું ભાન છે તેથી સર્વજ્ઞ ભગવાને જાણેલા વસ્તુસ્વરૂપનું ચિંતવન કરીને તે પોતાના જ્ઞાનની ભાવના વધારે છે કે જે કાળે જેમ બને તેમ હું તેનો જ્ઞાયક જ છું. મારા જ્ઞાયકસ્વરૂપની ભાવના કરતાં કરતાં મારું કવળજ્ઞાન પ્રગટવાનું છે.
આ ભાવના કેવળી ભગવાન વિચારતા નથી જેને પરંતુ હજી અલ્પ રાગ-દ્વષ પણ થાય છે એવા ચોથા, પાંચમા, છઠ્ઠી ગુણસ્થાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
=
=
=
=
--
-
--
વાળા જ્ઞાનીની ધર્મભાવનાનો આ વિચાર છે. આમાં યથાર્થ વસ્તુ સ્વરૂપની ભાવના છે, પણ આ કંઈ મિથ્યા કલ્પના કે દુ:ખના આશ્વાસન માટે નથી. આવી પડેલા કોઈ પણ સંયોગ-વિયોગને આપદાનું કારણ સમ્યગ્દષ્ટિઓ માનતા જ નથી, પણ જ્ઞાનની અધૂરી દશાના કારણે પોતાની નબળાઈથી અલ્પ રાગ-દ્વેષ થાય છે, તે વખતે સંપૂર્ણ જ્ઞાનદશા કેવા પ્રકારની હોય તેનું તેઓ નીચે પ્રમાણે ચિંતવન કરે છે.
જે કાળે જે વસ્તુની જે અવસ્થા સર્વજ્ઞદેવના જ્ઞાનમાં જણાણી છે તે જ પ્રમાણે ક્રમબદ્ધ અવસ્થા થવાની. ભગવાન તીર્થંકરદેવ પણ તેને ફેરવવા સમર્થ નથી. જુઓ, આમાં સમ્યગ્દષ્ટિની ભાવનાની નિઃશંકતાનું જોર કેટલું છે! “ભગવાન પણ ફેરવવા સમર્થ નથી” એમ કહેવામાં ખરેખર પોતાના જ્ઞાનની નિઃશંકતા છે. સર્વજ્ઞદેવ માત્ર જાણે પણ કાંઈ ફેરવવા સમર્થ નથી, તો પછી હું તો શું કરું? હું પણ માત્ર જાણનાર જ છું. આમ, પોતાના જ્ઞાનની પુર્ણતાની ભાવનાનું જોર છે.
જે ક્ષેત્રમાં જે દેહનું જીવન કે મરણ, સુખ કે દુઃખનો સંયોગ વગેરે જે વિધિએ થવાનું હોય તેમાં કિંચિત્ ફેર પડે નહિ. સર્પ કરડવો, પાણીમાં ડૂબવું, અગ્નિમાં બળવું, વગેરે જે સંયોગ થવાનો તેમાં ફેરફાર કરવા ત્રણ કાળ, ત્રણ લોકમાં કોઈ સમર્થ નથી. ધ્યાન રાખજો, આમાં મહાન સિદ્ધાંત છે, એકલા પુરુષાર્થની સિદ્ધિ કરે છે. આમાં બાર ભાવનાનું સ્વરૂપ સ્વામી કાર્તિકેયાચાર્ય વર્ણવે છે. તેઓ મહા સંત મુનિ હતા, બે હજાર વર્ષ પુર્વે થઈ ગયા છે; વસ્તુસ્વરૂપને દૃષ્ટિમાં રાખીને આ શાસ્ત્ર ભાવનાનું સ્વરૂપ તેમણે વર્ણવ્યું છે. આ શાસ્ત્ર સનાતન જૈન પરંપરામાં ઘણું જૂનું મનાય છે. કાર્તિકેય સ્વામી સંબંધી શ્રીમદ્ રાજચંદ્ર પણ કહ્યું કે – “નમસ્કાર હો તે સ્વામી કાર્તિકેયને !' આ મહા સંત મુનિના કથનમાં ઊંડું રહસ્ય છે.
“નો નિર નીવો' એટલે બધા જીવોને માટે આ જ નિયમ છે કે જે જીવને જે કાળે જીવન-મરણ વગેરેના કંઈ પણ સંયોગ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
—
—
—
—
—
-
--
સુખ-દુઃખનું નિમિત્ત આવી પડવાનું છે તેમાં ફેરફાર કરવા શક્રેન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર કોઈ સમર્થ નથી- આ સમ્યગ્દષ્ટિ જીવનો સાચા જ્ઞાનથી પુર્ણતાની ભાવનાનો વિચાર છે. વસ્તુનું સ્વરૂપ જ આવું છે. તેને પોતાના જ્ઞાનમાં લ્ય છે, પણ કાંઈ સંયોગના ભયથી ઓથ લેવા માટેનો આ વિચાર નથી. એક પર્યાયમાં ત્રણ કાળ; ત્રણ લોકના પદાર્થોનું જ્ઞાન કઈ રીતે જણાઈ જાય તે પ્રકાર વિચારે છે.
અહીં સુખ-દુઃખના સંયોગની વાત કરી છે. સંયોગ વખતે અંદર પોતે જે શુભ કે અશુભ લાગણી કરે તે આત્માના વીર્યનું કાર્ય કરે છે. પુરુષાર્થની નબળાઈથી રાગદ્વેષ થાય છે. ત્યાં સમ્યગ્દષ્ટિ પોતાના પર્યાયની મોળપને સ્વના લક્ષે જાણે છે સંયોગના કારણે પોતાને રાગ-દ્વેષ થાય છે એમ માનતા નથી, સંયોગ-વિયોગ તો સર્વશે જોયા પ્રમાણે ક્રમસર થાય છે એમ તે માને છે; મિથ્યાષ્ટિ જીવ પરસંયોગના કારણે પોતાને રાગ-દ્વેષ થાય છે એમ માને છે, એટલે તે સંયોગ ફેરવવા માગે છે, તેને વીતરાગ શાસનની શ્રદ્ધા નથી. સર્વજ્ઞના જ્ઞાનની પણ તેને શ્રધ્ધા નથી. કેમકે સર્વજ્ઞદેવે જોય પ્રમાણે જ બધું થાય છે છતાં “આમ કેમ થયું?' એમ તે શંકા કરે છે. જો સર્વજ્ઞની શ્રધ્ધા હોય તો સર્વજ્ઞદેવે જોયા પ્રમાણે જ બધું થાય છે એમ નક્કી કરે અને તેથી સંયોગના કારણે પોતાને રાગદ્વેષ થાય છે એ માન્યતા ટળી જ જાય. આ વાતમાં જરાકે ફેરફાર માને તેને વીતરાગ શાસનની શ્રદ્ધા નથી.
જે જીવને જે નિમિત્ત દ્વારા જે આહાર-પાણી મળવાનાં હોય તે જીવને તે જ નિમિત્ત દ્વારા અને તે જ રજકણો મળવાનાં. તેમાં એક સમયમાત્ર કે એક પરમાણુમાત્રનો ફેરફાર કરવા કોઈ સમર્થ નથી. જીવન, મરણ, સુખ, દુઃખ, દારિદ્ર, વગેરે જેમ થવાનું તેમ જ થવાનું, તેમાં લાખ પ્રકારે ચોકસાઈ રાખે તો પણ કિંચિત્ ફેરફાર થાય નહિ. ઇન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર કોઈ પણ ફેરવવા સમર્થ નથી. આમાં નિયતવાદ નથી આવતો, પણ એકલો જ્ઞાયકપણાનો પુરુષાર્થવાદ જ આવે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
--------
—
—
—
–
-
-
-
-
-
જેમ સર્વજ્ઞ ભગવાને જોયું તેમ જ થાય, તેમાં જરાય ફેરફાર ના જ થાય” આવી દઢ પ્રતીતિ-તેનું નામ નિયતવાદ નથી. પણ આ તો સમ્યગ્દષ્ટિ ધર્માત્માનો પુરુષાર્થવાદ છે. સમ્યગ્દર્શન સિવાય આ વાત નહિ બેસે! પરમાં જવાનું નથી પણ સ્વમાં જોવાનું છે. જેની દષ્ટિ એકલા પર પદાર્થ ઉપર જ છે તેને ભ્રમથી એમ લાગશે કે આ તો નિયતવાદ છે. પણ જો સ્વ-વસ્તુ તરફથી જુએ તો આમાં તો એકલો સ્વાધીનતત્ત્વ દૃષ્ટિનો પુરુષાર્થ ભરેલો છે. વસ્તુનું પરિણમન સર્વજ્ઞના જ્ઞાન પ્રમાણે ક્રમબદ્ધ થાય છે એમ નક્કી કર્યું ત્યાં બધાં પર દ્રવ્યોથી જીવ ઉદાસ થઈ ગયો અને તેથી સ્વદ્રવ્યમાં જ તેને જોવાનું રહ્યું અને તેમાં જ સમ્યપુરુષાર્થ આવી ગયો છે. આ પુરુષાર્થમાં મોક્ષના પાંચ સમવાય સમાઈ જાય છે. આ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધાના ભાવ સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનને અવલંબનારા છે. આ ભાવ ત્રણ કાળ, ત્રણ લોકમાં ફરવાના નથી. જો સર્વજ્ઞનું કેવળજ્ઞાન ખોટું પડે તો આ ભાવ ફરે! (તે અશક્ય છે.) જગત જગતને ઠેકાણે રહ્યું. જગતના જીવોને આ વાત ન બેસે તેથી શું? સર્વજ્ઞદેવે જોયેલું વસ્તુસ્વરૂપ કદી ફરવાનું નથી. સર્વજ્ઞદેવે જોયું હોય તેમ જ થાય. વાતમાં શંકા કરે તે મિથ્યા દષ્ટિ છે. નિમિત્ત અને સંયોગમાં હું ફેરફાર કરી શકું એમ જે માને છે તે સર્વજ્ઞના જ્ઞાનમાં શંકા કરે છે અને તેથી તે પ્રગટપણે મિથ્યાષ્ટિ, અજ્ઞાની, મૂઢ છે.
અહો ! આ એક સત્ય સમજતાં જગતનાં સર્વ દ્રવ્યો પ્રત્યે કેટલો ઉદાસભાવ થઈ જાય છે! ઓછું ખાવાનો ભાવ કરે કે વધારે ખાવાનો ભાવ કરે પરંતુ જેટલા અને જે પરમાણુઓ આવવાના તેટલા અને તે જ પરમાણુઓ આવશે, તેમાં એક પણ પરમાણુને ફેરવવા જીવ સમર્થ નથી. બસ! આમ જાણીને તો શરીરનું અને પરનું કર્તુત્વ છૂટીને જ્ઞાનસ્વભાવની પ્રતીત થવી જોઈએ. આ માનવામાં અનંતુ વીર્ય સ્વતરફ કાર્ય કરે છે, પરનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
૧૧
––––––––
કતૃત્વ અંતરથી માનતો હોય, પરમાં સુખબુદ્ધિ હોય અને કહે કે જે થવાનું હોય તે થશે- એ તો શુષ્કતા છે. એવી આ વાત નથી; જ્યારે અનંત પરદ્રવ્યોથી છૂટો પડીને એકલા સ્વભાવમાં જીવ સંતોષ માને છે ત્યારે આ વાત યથાર્થ બેસે છે, આની કબૂલાતમાં તો બધાય પર પદાર્થોથી ખસીને જ્ઞાન જ્ઞાનમાં જ રોકાણું છે. એટલે એકલો વીતરાગભાવનો પુરુષાર્થ પ્રગટયો છે. નરેન્દ્ર, દેવેન્દ્ર કે જિનેન્દ્ર ત્રણ કાળ, ત્રણ લોકમાં એક પરમાણુને ફેરવવા સમર્થ નથી; આવી જેને પ્રતીત છે તે જ્ઞાન તરફ વળ્યો છે, અને તને સમ્યગ્દર્શન છે. ક્રમે ક્રમે જ્ઞાનની દઢતાના જોરે રાગ તોડીને તે અલ્પ કાળમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરવાનો છે. કેમ કે બધું જ ક્રમબદ્ધ થાય છે, એમ નક્કી કર્યું હોવાથી હવે તે જ્ઞાતાભાવે જાણે જ છે, જ્ઞાનની એકાગ્રતાની કચાશના કારણે વર્તમાન થોડું અધૂરું જાણે છે અને અલ્પ રાગ-દ્વેષ પણ થાય છે; પરંતુ હું તો જ્ઞાન જ છું એવી શ્રદ્ધાના જોરે પુરુષાર્થની પૂર્ણતા કરી કેવળજ્ઞાન પામવાનો છે, તેથી હું તો જ્ઞાતાસ્વરૂપ છે. પરપદાર્થોની ક્રિયા સ્વતંત્ર થાય છે તેનો હું કર્તા નથી પણ જાણનાર જ છું. આવી યથાર્થ શ્રદ્ધા તે જ કેવળજ્ઞાન પ્રગટવાનો એક જ અપૂર્વ અને અફર (જરા પણ ઊણપ ન રાખે અને પાછો ન ફરે તેવો) ઉપાય છે.
જેમ વસ્તુમાં થાય છે તેમ કેવળી જાણે છે અને જેમ કેવળીએ જાણ્યું છે તેમ વસ્તુમાં થાય છે. આ રીતે શેય અને જ્ઞાયકને અરસપરસ મેળ છે. શેય જ્ઞાયક મેળ ન માને અને કર્તા કર્મનો જરા પણ મેળ માને તે જીવ મિથ્યાષ્ટિ છે. કેવળજ્ઞાની સંપૂર્ણ જ્ઞાયક છે, કોઈ પદાર્થ પ્રત્યે કર્તુત્વ કે રાગ-દ્વેષભાવ તેમને નથી. સમ્યગ્દષ્ટિ પણ એવી શ્રધ્ધા છે કે કેવળજ્ઞાનીની જેમ હું પણ જાણનાર જ છું. કોઈ વસ્તુનું હું કાંઈ કરી શકતો નથી. તેમ જ કોઈ વસ્તુના કારણે મારામાં ફેરફાર થતો નથી, અસ્થિરતાથી રાગ થઈ જાય તે મારું સ્વરૂપ નથી, આ રીતે શ્રદ્ધા અપેક્ષાએ તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
––––––
—
—
—
—
—
—
—
—
—
—
=
=
=
=
=
=
=
==
—
—
—
—
—
—
—
—
—
—
સમ્યગ્દષ્ટિ પણ જ્ઞાયક જ છે. નિયમ મુજબ વસ્તુની ક્રમબદ્ધ દશા થાય છે એમ જેણે માન્યું તેણે વસ્તુ સ્વરૂપ જાણ્યું.
ભાઈ રે! આ નિયતવાદ નથી, પરંતુ પોતા જ્ઞાનમાં સમસ્ત પદાર્થોના નિયતનો (ક્રમબદ્ધ અવસ્થાઓનો) નિર્ણય કરનાર આ પુરુષાર્થવાદ છે. બધા પદાર્થોની કમબદ્ધ અવસ્થા થાય છે તો હું તેનું શું કરું? હું કોઈની અવસ્થાના ક્રમને ફેરવવા સમર્થ નથી, મારી અવસ્થા ક્રમબદ્ધ મારા દ્રવ્ય સ્વભાવમાંથી પ્રગટે છે. તેથી હું મારા દ્રવ્યસ્વભાવમાં એકાગ્ર રહીને બધાનો જાણનાર જ છું આવી સ્વભાવદષ્ટિ (દ્રવ્યદૃષ્ટિ) માં અનંત પુરુષાર્થ આવ્યો છે.
પ્રશ્ન:- જો બધું ક્રમબદ્ધ છે અને તેમાં જીવ કોઈ જ ફેરફાર ન કરી શકે તો પછી જીવમાં પુરુષાર્થ ક્યાં રહ્યો?
ઉત્તર- બધું કમબદ્ધ છે એવા નિર્ણયમાં જ જીવનો અનંત પુરુષાર્થ સમાણો છે, પરનો ફેરફાર કરવો તે કંઈ આત્માના પુરુષાર્થનું કાર્ય નથી. ભગવાન જગતનું બધું માત્ર જાણે જ છે. પરંતુ તેઓ પણ કંઈ ફેરવી ન શકે. તો તેથી શું ભગવાનનો પુરુષાર્થ પરિમિત (હદવાળો) થઈ ગયો? નહિ, નહિ. ભગવાનનો અનંત-અપરિમિત પુરુષાર્થ પોતાના જ્ઞાનમાં સમાણો છે. ભગવાનનો પુરુષાર્થ સ્વમાં છે, પરમાં નહિ. પુરુષાર્થ તે જીવદ્રવ્યનો પર્યાય છે. તેથી તેનું કાર્ય જીવના જ પર્યાયમાં આવે, પણ જીવના પુરુષાર્થનું કાર્ય પરમાં ન આવે.
સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાનદશા આત્માના પુરુષાર્થ વગર થાય એમ જે માને તે મિથ્યાષ્ટિ છે. જ્ઞાની તો ક્ષણે ક્ષણે સ્વભાવની પૂર્ણતાના પુરુષાર્થની ભાવના કરે છે. અહો ! જેમને પૂરો જ્ઞાયકસ્વભાવ ઊઘડી ગયો તે કેવળજ્ઞાની છે, તેમના જ્ઞાનમાં બધું એક સાથે જણાય છે. આવી પ્રતીતિ કરતાં પોતે પણ સ્વદષ્ટિથી જોનાર જ રહ્યો. જ્ઞાન સિવાય પરનું કર્તુત્વ કે રાગાદિ એ બધું અભિપ્રાયમાથી ટળી ગયું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
આવી દ્રવ્યદષ્ટિના જોરે જ્ઞાનની પૂર્ણતાની ભાવનાથી વસ્તુસ્વરૂપ ચિંતવે છે. આ ભાવના નથી. કેમકે મિથ્યાદષ્ટિ જીવ તો પ૨નું કર્તૃત્વ માને છે; કર્તાપણાની માન્યતાવાળો જીવ જ્ઞાતાપણાની યથાર્થ ભાવના કરી શકે નહીં. કેમકે કર્તાપણાને અને જ્ઞાતાપણાને પરસ્પર વિરોધ છે.
૧૩
‘સર્વજ્ઞ ભગવાને પોતાના કેવળજ્ઞાનમાં જેમ જોયું હોય તેમજ થાય, આપણે તેમાં કોઈ ફેરફાર ન કરી શકીએ. તો પછી તેમાં પુરુષાર્થ રહેતો નથી ' આમ જે માને છે તે અજ્ઞાની છે હું ભાઈ! તું કોના જ્ઞાનથી વાત કરે છે? તારા જ્ઞાનથી કે બીજાના જ્ઞાનથી ? જો તું તારા જ્ઞાનથી જ વાત કરે છે તો પછી જે જ્ઞાને સર્વજ્ઞનો અને બધાં દ્રવ્યોની અવસ્થાનો નિર્ણય કરી લીધો તે જ્ઞાનમાં સ્વદ્રવ્યનો નિર્ણય ન હોય એ બને જ કેમ ? સ્વદ્રવ્યનો નિર્ણય કરનાર જ્ઞાનમાં અનંત પુરુષાર્થ છે.
વળી, તારી દલીલમાં ‘સર્વજ્ઞ ભગવાને પોતાના કેવળજ્ઞાનમાં જેમ જોયું હોય તેમ થાય' એમ કહ્યું છે, તો તે માત્ર વાત કરવા માટે કહ્યું છે કે તને સર્વજ્ઞના કેવળ જ્ઞાનનો નિર્ણય છે? પ્રથમ તો, જો કેવળજ્ઞાનનો તને નિર્ણય ન હોય તો પહેલાં તે નિર્ણય કર, અને જો સર્વજ્ઞના નિર્ણયપૂર્વક તું કહેતો હોય તો, સર્વજ્ઞ ભગવાનના કેવળજ્ઞાનનો નિર્ણય કરનાર જ્ઞાનમાં અનંત પુરુષાર્થ આવી જ જાય છે. સર્વજ્ઞનો નિર્ણય ક૨વામાં જ્ઞાનનું અનંત વીર્ય કામ કરે છે છતાં તેની ના પાડીને તું કહે છે કે, ‘ક્રમબદ્ધ પર્યાયમાં પુરુષાર્થ કયાં આવ્યો ?' તો તને પૂર્ણ કેવળજ્ઞાનના સ્વરૂપની જ શ્રદ્ધા થઈ નથી, તેમજ કેવળજ્ઞાનને કબૂલવાનો અનંત પુરુષાર્થ તારામાં પ્રગટયો નથી. કેવળજ્ઞાનને કબુલવામાં અનંત પુરુષાર્થની અસ્તિ આવે છે છતાં કબુલતો નથી તો તું માત્ર વાતો જ કરે છે પણ તને સર્વજ્ઞનો નિર્ણય થયો નથી. જો સર્વજ્ઞનો નિર્ણય હોય તો પુરુષાર્થની અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
-~
ભવની શંકા ન હોય. સાચો નિર્ણય આવે અને પુરુષાર્થ ન આવે તેમ બને જ નહિ.
અનંત પદાર્થોને જાણનાર, અનંત ગુણોથી અને પરિપૂર્ણ ભવરહિત એવા કેવળજ્ઞાનનો જે જ્ઞાને નિર્ણય કર્યો તે જ્ઞાને પોતાના પુરુષાર્થ વડે નિર્ણય કર્યો છે કે પુરુષાર્થ વગર? જેણે ભવરહિત કેવળજ્ઞાનને પ્રતીતમાં લીધું છે તેણે રાગમાં ટકીને તે પ્રતીત કરી નથી પણ રાગથી છૂટો પાડીને પોતાના જ્ઞાનસ્વભાવમાં ટકીને ભવ-રહિત કેવળજ્ઞાનની તેણે પ્રતીત કરી છે. જે જ્ઞાને જ્ઞાનમાં ટકીને ભવરહિત કેવળજ્ઞાનની પ્રતીત કરી તે જ્ઞાન પોતે ભવરહિત છે અને તેથી તે જ્ઞાનમાં ભવની શંકા નથી. પહેલાં કેવળજ્ઞાનની પ્રતીત ન હતી ત્યારે અનંત ભવની શંકામાં ઝૂલતો અને હવે તે પ્રતીત થતાં અનંત ભવની શંકા ટળી ગઈ અને હવે એકાદ ભવે મોક્ષ માટે જ્ઞાન નિઃશંક થયું, તે જ્ઞાનમાં અનંત પુરુષાર્થ રહેલો છે. આ રીતે સર્વજ્ઞ ભગવાને પોતાના કેવળજ્ઞાનમાં જેમ જોયું હોય તેમ જ થાય' એવી યથાર્થ શ્રદ્ધામાં તો પોતાના ભવરહિતપણાનો નિર્ણય સમાઇ જાય છેએટલે કે મોક્ષનો પુરુષાર્થ તેમાં તેમાં આવી જાય છે. યથાર્થ નિર્ણયનું જોર મોક્ષ પમાડે છે.
બધાં દ્રવ્યોની જેમ, પોતાના દ્રવ્યની અવસ્થા પણ ક્રમબદ્ધ જ છે. જેમ બીજા દ્રવ્યોના ક્રમબદ્ધ પર્યાય આ જીવથી નથી થતા તેમ, આ જીવનો ક્રમબદ્ધ બીજા દ્રવ્યોથી થતો નથી. પોતાના ક્રમબદ્ધ પર્યાયના સ્વભાવની પ્રતીત કરતાં પોતાના દ્રવ્યસ્વભાવમાં જ જોવાનું રહ્યું કે અહો! મારા પર્યાયો તો મારા દ્રવ્યમાંથી જ આવે છે, દ્રવ્યમાં રાગ-દ્વેષ નથી, કોઈ પર દ્રવ્ય મને રાગ-દ્વેષ કરાવતું નથી. પર્યાયમાં અલ્પ રાગ-દ્વેષ છે, તે મારી નબળાઈનું કારણ છે. નબળાઈ પણ મારા દ્રવ્યમાં નથી. આમ હોવાથી તે જીવન પર ઉપર ન જોતાં પોતાના સ્વભાવમાં જ જોવાનું રહ્યું, એટલે કે દ્રવ્યદૃષ્ટિમાં ટકવાનું રહ્યું. સ્વભાવના જોરે જ અલ્પકાળે રાગ ટાળી તે કેવળજ્ઞાન પ્રગટ કરશે જ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
૧૫
=
=
=
=
==
==
=
=
–
–
–
––
––
–
–
–
–
–
–
-
-
-
-
-
બસ! આનું નામ કમબદ્ધ પર્યાયની શ્રદ્ધા છે. આ જીવે જ સર્વશને યથાર્થપણે જાણ્યા છે, અને આ જ જીવ સ્વભાવદષ્ટિથી સાધક થયો છે. તેનું ફળ સર્વજ્ઞદશા છે.
દ્રવ્યમાં સમયે સમયે જે વિશેષ અવસ્થા થાય છે તે સામાન્યમાંથી જ આવે છે. સામાન્યમાંથી વિશેષ પ્રગટે છે- એમાં તો કેવળજ્ઞાન ભરેલું છે; જૈન સિવાય સામાન્ય વિશેષની આ વાત બીજે ક્યાંય નથી, અને સમ્યગ્દષ્ટિ સિવાય બીજા તે યથાર્થપણે સમજી શકતા નથી. “સામાન્યમાંથી વિશેષ થાય છે” આટલો સિદ્ધાંત નક્કી કરતાં તો પરિણમન સ્વ તરફ ઢળી ગયું, પરથી મારો પર્યાય નહિ, નિમિત્તથી નહિ, વિકલ્પથી પણ નહિ અને પર્યાયમાંથી પણ મારો પર્યાય થતો નથી. આમ, બધાથી લક્ષ છોડીને જે જીવ એકલા દ્રવ્યમાં ઢળ્યો છે તે જીવને એમ પ્રતીતિ થઈ છે કે સામાન્યમાંથી જ વિશેષ થાય છે. અજ્ઞાનીને આવી સ્વાધીનતાની પ્રતીતિ હોતી નથી.
- ભગવાને જેમ જોયું તેમ જ થાય એમ નક્કી કરનારનું વીર્ય પરમાંથી ખસીને સ્વમાં સ્થંભી ગયું છે. જ્ઞાને સ્વમાં ટકીને સર્વજ્ઞના જ્ઞાનસામર્થ્યનો અને બધાં દ્રવ્યોનો નિર્ણય કર્યો છે. તે નિર્ણયરૂપ પર્યાય
ક્યાંય પરમાંથી આવ્યો નથી, વિકલ્પમાંથી પણ આવ્યો નથી, પરંતુ દ્રવ્યમાંથી તે નિર્ણયની તાકાત પ્રગટી છે એટલે નિર્ણય કરનારે દ્રવ્યને પ્રતીતમાં લઈને નિર્ણય કર્યો છે. આવો નિર્ણય કરનાર જીવ જ સર્વશનો સાચો ભક્ત છે, તેનું વલણ પોતાના સર્વજ્ઞસ્વભાવ તરફ ઢળ્યું છે અને ક્યાંય અટકયા વગર અલ્પકાળમાં તે સંપૂર્ણ સર્વજ્ઞ થશે. આનાથી વિરુદ્ધ એટલે કે કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યનું કંઈ કરી શકે એમ જે માને છે તેણે ૧પોતાના આત્માને, ૨-સર્વજ્ઞના જ્ઞાનને, ૩-ન્યાયને કે ૪-દ્રવ્ય-પર્યાયને ખરેખર માન્યા નથી. ૧. પોતાનો આત્મા પરથી ભિન્ન છે છતાં તે પરનું કરે એમ માન્યું એટલે આત્મા ને પરરૂપે માન્યો એટલે કે આત્માને માન્યો જ નહિ. ૨. વસ્તુની અવસ્થા સર્વજ્ઞદવે જયા પ્રમાણે થાય છે તેને બદલે હું તે ફેરવી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
શકું એમ માન્યું એટલે તેણે સર્વજ્ઞના જ્ઞાનને સાચું ન કબૂલ્યું. ૩. વસ્તુની જ ક્રમબદ્ધ અવસ્થા થાય છે, ત્યાં નિમિત્ત કાંઈ કરે કે નિમિત્ત ફેરફાર કરી નાખે એ વાત ક્યાં રહી? નિમિત્ત પરનું કંઈ જ કરતું નથી, છતાં મારા નિમિત્તથી પરમાં કોઈ ફેરફાર થાય એમ જેણે માન્યું તેણે સાચા ન્યાયને માન્યો નથી અને, ૪-દ્રવ્યનો પર્યાય દ્રવ્યમાંથી જ આવે છે તેને બદલે પરમાંથી દ્રવ્યનો પર્યાય આવે છે એમ જેણે માન્યું ( અર્થાત્ હું પરનો પર્યાય કરું એમ માન્યું) તેણે દ્રવ્ય-પર્યાય-ના સ્વરૂપને માન્યું નથી. આ રીતે એક ઊંધી માન્યતામાં અનંત અસનું સેવન આવી જાય છે.
વસ્તુમાંથી ક્રમબદ્ધ પર્યાય આવે છે, તે બીજું કોઈ કરતું નથી, છતાં તે વખતે નિમિત્ત હાજર હોય છે ખરું, પરંતુ નિમિત્ત દ્વારા કોઈ પણ કાર્ય થતું નથી. નિમિત્ત મદદ કરે એમ પણ નથી અને નિમિત્તની હાજરી ન હોય એમ પણ બનતું નથી. જેમ જ્ઞાન બધી વસ્તુને માત્ર જાણે છે પણ કોઈનું કાંઈ કરતું નથી, તેમ નિમિત્ત માત્ર હાજર હોય છે પણ ઉપાદાનને તે કંઈ અસર, મદદ કે પ્રેરણા કરતું નથી.
જે સમયે લક્ષના પુરુષાર્થ વડે આત્માનો સમ્યગ્દર્શનપર્યાય પ્રગટે તે વખતે સાચાં દેવ-ગુરુ-શાસ્ત્ર નિમિત્તરૂપ હોય જ છે.
પ્રશ્ન:- જીવને સમ્યગ્દર્શન પ્રગટવાની તૈયારી હોય અને સાચાં દેવગુરુ-શાસ્ત્ર ન મળે તો સમ્યગ્દર્શન ન થાય ને?
ઉત્તર:- જીવની તૈયારી હોય અને સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર ન હોય એ વાત બને જ નહિ. ઉપાદાનકારણ તૈયાર થાય ત્યારે નિમિત્ત કારણ સ્વયં આવી મળે છે, પરંતુ કોઈ કોઈના કર્તા નથી. ઉપાદાનના કારણે નિમિત્ત આવ્યું નથી, તેમ જ નિમિત્તના કારણે ઉપાદાનનું કાર્ય થયું નથી. બંને સ્વતંત્રપણે પોતપોતાના કાર્યના કર્તા છે.
અહો ! વસ્તુની કેટલી સ્વતંત્રતા! સમસ્ત વસ્તુઓમાં ક્રમવર્તીપણું ચાલી જ રહ્યું છે. એક પછી એક પર્યાય કહો કે ક્રમબદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
૧૭
–––––––––––––––----------------------
––––––––
પર્યાય કહો, જે પર્યાય થવાનો તે પર્યાય જ થયા કરે છે, જ્ઞાની જીવ જ્ઞાતાપણે જાણ્યા જ કરે છે; અને અજ્ઞાની જીવ કર્તાપણાનું મિથ્યા અભિમાન કરે છે. જે પરનાં અભિમાન કરે છે તેનો પર્યાય ક્રમબદ્ધ હીણો પરિણમે છે અને જે જ્ઞાતા રહે છે તેનો જ્ઞાનપર્યાય ક્રમબદ્ધ ખીલીને કેવળજ્ઞાન થાય છે.
વસ્તુના અનાદિ અનંત સમયના પર્યાયમાંથી એકે પર્યાયનો કમ ફરે નહિ. જેટલા અનાદિ અનંત કાળના સમય તેટલા દરેક વસ્તુના પર્યાયો છે. પહેલા સમયનો પહેલો પર્યાય, બીજા સમયનો બીજ, ત્રીજા સમયનો ત્રીજો-એમ જેટલા સમય તેટલા પર્યાયો ક્રમબદ્ધ છે. જેણે આમ સ્વીકાર્યું તેની દષ્ટિ એકેક પર્યાય ઉપરથી ખસીને અભેદ દ્રવ્ય ઉપર થઈ અને પરથી તે ઉદાસ થઈ ગયો. જો કોઈ એમ કહે કે હું પર્યાય કરી દઉં, તો તેણે વસ્તુના અનાદિ અનંતકાળના પર્યાયોમાં ફેરફાર કરવાનું માન્યું એટલે કે વસ્તુસ્વરૂપને વિપરીત પણે માન્યું, તેથી મિથ્યાષ્ટિ છે.
વસ્તુ અને વસ્તુના ગુણ તો અનાદિ-અનંત છે, અનાદિ, અનંત કાળના જેટલા સમયો છે તેટલા તે તે સમયના પર્યાયો વસ્તુમાંથી ક્રમબદ્ધ પ્રગટે છે. જે સમયનો જે પર્યાય છે તે જ પર્યાય પ્રગટ થાય છે. આડોઅવળો ન થાય તેમ જ પહેલાં-પછી ન થાય. પર્યાયના ક્રમમાં ફેરફાર કરવા કોઈ સમર્થ નથી. આ ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતમાં તો કેવળજ્ઞાન ખડું થઈ જાય છે. આ તો દષ્ટિના અજર પ્યાલા છે, તે પ્યાલા પચાવવા માટે શ્રદ્ધા-જ્ઞાનમાં અનંત પુરુષાર્થ જોઈએ. અનાદિ અનંત અખડ દ્રવ્યને પ્રતીતમાં લે ત્યારે ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થાય છે. કેમકે ક્રમબદ્ધ પર્યાયનું મૂળ તો તે જ છે. જેણે ક્રમબદ્ધ પર્યાયોની શ્રદ્ધા કરી તે અનાદિઅનંત પર્યાયનો જ્ઞાયક અને ચૈતન્યના કેવળજ્ઞાનનો પ્રતીતિવંત થઈ ગયો. મારો પર્યાય મારા દ્રવ્યમાંથી આવે છે એમ દ્રવ્ય તરફ ઢળતાં, સાધકપર્યાયમાં અધૂરાશ રહી છે. તો પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
---
—
—
—
—
—
હવે તેને દ્રવ્ય તરફ જ જોવાનું રહ્યું, અને તે દ્રવ્યના જ જોરે પુર્ણતા થઈ જવાની છે.
વસ્તુનું સત્ય સ્વરૂપ તો આમ જ છે. આ સમયે જ છૂટકો છે ! વસ્તુનું સ્વાધીન પરિપુર્ણ સ્વરૂપ ખ્યાલમાં લીધા વગર પર્યાયમાં શાંતિ આવશે કયાથી? સુખદશા જોઈતી હોય તો એ વસ્તુસ્વરૂપ જાણવું પડશે કે જેમાંથી સુખદશા પ્રગટી શકે છે.
અહો! મારો પર્યાય પણ ક્રમબદ્ધ જ થાય છે, આમ જેણે નક્કી કર્યું તેને પોતામાં સમભાવ-જ્ઞાતાભાવ થઈ ગયો, પર્યાય ફેરવવાની આકુળતા ન રહી, પણ જે જે પર્યાય થાય તેનો જ્ઞાતાપણે જાણનાર રહ્યો. જે જ્ઞાતાપણે જાણનાર રહ્યો તેને કેવળજ્ઞાન થતાં શી વાર? જેને સ્વભાવ સમભાવી જ્ઞાન નથી એટલે કે પોતાના દ્રવ્યની ક્રમબદ્ધ અવસ્થાની જેને પ્રતીતિ નથી તે જીવની રૂચિ પરમાં જાય છે અને તેને વિષમભાવે ક્રમબદ્ધપણે વિકારી પર્યાય થાય છે. જ્ઞાતાપણાનો વિરોધ કરીને જે પર્યાય થાય છે તે વિષમભાવે (વિકારી) છે અને સ્વમાં દષ્ટિ કરીને જ્ઞાતાપણે રહેતાં જે પર્યાય થાય છે તે સમભાવે ક્રમબદ્ધ વિશેષ શુદ્ધ થતો જાય છે.
આમાં તો બધું પોતાના પર્યાયમાં જ સમાય છે. પોતાનો ક્રમબદ્ધ પર્યાય જો સ્વદૃષ્ટિથી કરે તો શુધ્ધ થાય અને જો પરદષ્ટિથી કરે તો અશુધ્ધ થાય, પર સાથે સંબંધ ન રહ્યો, પણ દષ્ટિ કઈ તરફ છે તે ઉપર ક્રમબદ્ધ પર્યાયનો આધાર છે. કોઈ જીવ શુભભાવ કરવાથી પરવસ્તુ (દેવગુરુ-શાસ્ત્ર કે મંદિર વગેરે) મેળવી શકે નહિ અને અશુભભાવ કરવાથી કોઈ પૈસા વગેરે પરવસ્તુ મેળવી શકે નહિ. જે પરવસ્તુ જે કાળેજે ક્ષેત્રે આવવાની હોય તે જ વસ્તુ તે કાળે-તે ક્ષેત્રે સ્વયં આવે છે, પણ આત્માના ભાવને કારણે તે આવતી નથી. બધી વસ્તુના પર્યાય તેના ક્રમબદ્ધ નિયમ પ્રમાણે જ થાય છે તેમાં ફેર પડતો નથી. આ સમજણમાં વસ્તુની પ્રતીતિ અને કેવળજ્ઞાન સ્વભાવનું અનંત વીર્ય પ્રગટે છે. આ માનતાં અનંતા પરદ્રવ્યોના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
૧૯
–––––––
---
કર્તુત્વને છેદીને એકલો જ્ઞાતા થઈ ગયો, આમાં તો અનંતકાળે કદી નહિ કરેલ એવો અપૂર્વ સમ્યગ્દર્શનનો પુરુષાર્થ છે.
જેમ આત્મામાં બધા પર્યાય ક્રમબદ્ધ જ થાય છે તેમ જડમાં પણ જડની બધી અવસ્થા ક્રમબદ્ધ થાય છે. કર્મની જે જે અવસ્થા થાય છે તે આત્મા કરતો નથી પણ તે તે પરમાણુનો ક્રમબદ્ધ પર્યાય છે. કર્મના પરમાણુઓમાં ઉદય, ઉદીરણા, વગેરે જે દસ અવસ્થાઓ (કરણો) છે તે પરમાણુની ક્રમબદ્ધ દશા છે. આત્માના શુભ પરિણામને કારણે કર્મના પરમાણુઓની દશા ફરી નથી, પણ તે પરમાણુઓમાં જ તે ટાણે તે દશા થવાની લાયકાત હતી તેથી તે દશા થઈ છે. જીવના પુરુષાર્થને લીધે કોઈ કર્મની ક્રમબદ્ધ અવસ્થામાં ભંગ પડી જતો નથી, જીવે પોતાની દશામાં પુરુષાર્થ કર્યો અને તે વખતે કર્મના પરમાણુઓની ક્રમબદ્ધ દશા ઉપશમ, ઉદીરણાદિરૂપ સ્વયં હોય છે. પરમાણુમાં તેની અવસ્થા તેની લાયકાતથી તેના કારણે થાય છે, પણ આત્મા તેનું કાંઈ કરતો નથી.
પ્રશ્ન:- જો કર્મ તે પરમાણુના ક્રમબદ્ધ પર્યાય જ છે તો પછી જૈનમાં તો કર્મ સિધ્ધાંતના થોકબંધ શાસ્ત્રો ભરેલાં છે તેનું શું સમજવું ?
ઉત્તરઃ- ભાઈ રે! એ બધાં શાસ્ત્રો આત્માને જ બતાવનારાં છે. ફર્મનું જેટલું વર્ણન છે તેને આત્માના પરિણામ સાથે માત્ર નિમિત્તનૈમિત્તિક સંબંધ છે; આત્માનાં પરિણામો કેવા કેવા પ્રકારનાં થાય છે. તે સમજવા માટે ઉપચારથી કર્મમાં ભેદ પાડી સમજાવ્યું છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરાવવા માટે કર્મનું વર્ણન છે પણ જડકર્મ સાથે આત્માને કર્તાકર્મ સંબંધ જરા પણ નથી.
પ્રશ્ન- બંધ, ઉદય, ઉદીરણા, ઉપશમ, અપકર્ષણ, ઉત્કર્ષણ, સંક્રમણ, સત્તા, નિધત્ત અને નિકાચિત એવા દસ પ્રકારના કરણ (કર્મની અવસ્થાના પ્રકાર) કેમ કહ્યા છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
–––––
—
—
—
-
-
ઉત્તર- અહો! એમાં પણ ખરેખર તો ચૈતન્યની જ ઓળખાણ કરાવી છે. કર્મના જે દસ પ્રકાર પાડયા છે તે આત્માના પરિણામોના પ્રકાર બતાવવા માટે જ છે. આત્માનો પુરુષાર્થ તેવા દસ પ્રકારે થઈ શકે છે તે બતાવવા માટે કર્મના પ્રકાર પાડી સમજાવ્યું છે. આત્માના પુરુષાર્થ વખતે સામા પરમાણુઓ તેની લાયકાત પ્રમાણે સ્વયં પરિણમે છે. આમાં તો બંનેના નિમિત્ત-નૈમિત્તક સંબંધનું જ્ઞાન કરાવ્યું છે, પરંતુ કર્મો આત્માનું કંઈ કરે એ વાત કરી નથી.
એક કર્મ-પરમાણુ પણ દ્રવ્ય છે. તેમાં અનાદિ અનંત જે પર્યાય થવાનો છે તે જ સમયે સમયે ક્રમબદ્ધ થાય છે,
પ્રશ્ન- કર્મની ઉદીરણા થાય એમ કહ્યું છે ને?
ઉત્તર- ઉદીરણાનો અર્થ એવો નથી કે, પછી થવાની અવસ્થાને ઉદીરણા કરીને વહેલી લાવ્યા; કર્મની કમબદ્ધ અવસ્થા જ તે પ્રકારની થવાની છે. જીવે પોતામાં પુરુષાર્થ કર્યો તે બતાવવા માટે ઉપચારથી કર્મમાં ઉદીરણા થઈ ” એમ કહ્યું છે. ખરેખર, કર્મની અવસ્થાનો ક્રમ ફરી ગયો નથી, પરંતુ જીવે પોતાના પર્યાયમાં તે પ્રકારનો પુરુષાર્થ કર્યો છે-તેનું જ્ઞાન કરાવવા માટે જ “ઉદીરણા” કહેવામાં આવી છે.
વળી, “જીવ ઘણો પુરુષાર્થ કરે તો ઘણાં કર્મો ખરે” એમ કહેવામાં આવે છે ત્યાં પણ ખરેખર જીવે કર્મ ખેરવવાનો પુરુષાર્થ કર્યો નથી, પણ પોતાના સ્વભાવમાં રહેવાનો પુરુષાર્થ કર્યો છે. જીવના વિશેષ પુરુષાર્થનું જ્ઞાન કરાવવા માટે આરોપથી એમ બોલાય છે કે ઘણાકાળના કર્મ પરમાણુઓ અલ્પકાળમાં ખેરવી નાખ્યા. આ આરોપિત કથનમાં સાચું વસ્તુસ્વરૂપ તો એમ છે કે, જીવે સ્વભાવમાં રહેવાનો પુરુષાર્થ કર્યો અને તે વખતે જે કર્મોની અવસ્થા સ્વયં ખરવારૂપ હતી તે કર્મો ખરી ગયાં. પરમાણુની અવસ્થાના ક્રમમાં ભંગ પડતો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
૨૧
–––––––––––––––––––––––––––––––––
નથી. ઘણા કાળનાં કર્મો ક્ષણમાં ટાળી નાંખ્યાં તેનો અર્થ એટલો જ સમજવો કે જીવે ઘણો પુરુષાર્થ પોતાના પર્યાયમાં કર્યો છે.
છએ દ્રવ્યો પરિણમનસ્વભાવી છે અને તેઓ પોતાની મેળે ક્રમબદ્ધ પર્યાયમાં પરિણમે છે. છએ દ્રવ્યો પરની સહાય વગર સ્વયં પરિણમે છે. આ શ્રધ્ધા કરવામાં જ અનંત પુરુષાર્થ છે. પુરુષાર્થ વગરનો એકે પર્યાય થતો નથી, માત્ર પુરુષાર્થનું વલણ સ્વતરફ કરવાને બદલે પર તરફ જીવ કરે છે તે જ અજ્ઞાન છે. જો સ્વભાવની રુચિ કરે તો સ્વભાવ તરફ વળે, એટલે પર્યાય ક્રમે ક્રમે શુદ્ધ જ થાય.
આ વાતની સમજણમાં આત્માના મોક્ષનો ઉપાય રહેલો છે. માટે આ વાત બરાબર છંછેડીને સમજવી, જરા પણ ઢાંકવી નહિ. નિર્ણયપુર્વક ખુલ્લી કરીને જાણવી જોઈએ. પરમ સત્ન ઢંકાય નહિ પણ ઊહાપોહ કરીને બરાબર છંછેડી-છોડીને નક્કી કરવું જોઈએ. સત્યમાં કોઈની શરમ હોય નહિ. આ તો વસ્તુ સ્વરૂપ છે.
સમ્યગ્દષ્ટિ ધર્માત્મા પોતાના સમ્યજ્ઞાનથી એમ જાણે છે કે સર્વજ્ઞ ભગવાને પોતાના જ્ઞાનમાં જાણું છે તે પ્રમાણે દરેક વસ્તુ ક્રમબદ્ધ પરિણમે છે, મારો કેવળજ્ઞાનપર્યાય પણ ક્રમબદ્ધપણે મારા સ્વદ્રવ્યમાંથી જ પ્રગટવાનો છે. આવી સમ્યકભાવનાથી તેનું જ્ઞાન લંબાઈને સ્વભાવમાં એકાગ્ર થાય છે અને જ્ઞાતાશક્તિ પર્યાય ક્રમે ક્રમે ટળતો જાય છે. કોણ કહે છે કે આમાં પુરુષાર્થ નથી ? આવા સ્વભાવમાં જે નિઃશંક છે તે સમ્યગ્દષ્ટિ છે અને આ સ્વભાવમાં કંઈ પણ સંદેહ વેદે તે મિથ્યાષ્ટિ છે, તેને સર્વજ્ઞના જ્ઞાનની અને પોતાના જ્ઞાતાસ્વભાવની શ્રધ્ધા નથી.
અહા! આ સમ્યગ્દષ્ટિ જીવની ભાવના તો જુઓ! સ્વભાવથી શરૂ કર્યું છે અને સ્વભાવમાં જ લાવીને પુરું કરે છે જે ઠેકાણે શરૂ કર્યું છે ત્યાં ને ત્યાં લાવી મૂકયું છે. આત્મામાં સ્વાશ્રયે સાધક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૨
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ– કહાનજૈનશાસ્ત્રમાળા
દશા શરૂ કરી છે અને પુર્ણતા પણ સ્વાશ્રયે આત્મામાં જ થાય છે. કેવળજ્ઞાન સંપૂર્ણપણે સ્વમાં જ સમાય છે. સાધક ધર્માત્મા પોતામાં જ સમાવા માગે છે, બહારથી ક્યાંયથી શરૂ કર્યું નથી અને બારમાં ક્યાંય અટકવાનું નથી. આત્માનો માર્ગ આત્મામાંથી નીકળીને આત્મામાં જ સમાય છે.
એકલા જીવની વાત નથી પણ બધા જ પદાર્થોની અવસ્થા ક્રમબદ્ધ થાય છે. અહીં મુખ્યપણે જીવની વાત સમજાવી છે. આત્માની અવસ્થા આત્મામાંથી જ ક્રમબદ્ધ પ્રગટે છે એમ નક્કી કરવામાં અનંતુ વીર્ય છે; આ નક્કી કરતાં, અનંતા ૫૨૫દાર્થો સારા ખરાબ માનીને પહેલાં જે રાગ-દ્વેષ થતા તે બધા ટળી ગયા. ૫૨ નિમિત્તનું ધણીપણું માનીને વીર્ય ૫૨માં અટકતું તે હવે પોતાના આત્મસ્વભાવને જોવા વળગી ગયું, રાગ–નિમિત્ત એ બધાની દૃષ્ટિ ગઈ અને સ્વભાવમાં દૃષ્ટિ થઈ. સ્વભાવષ્ટિમાં પોતાના પર્યાયની સ્વાધીનતાની કેવી પ્રતીત આવે છે તેની આ વાત છે. સ્વભાવષ્ટિ સમજ્યાં વગરનાં વ્રત, તપ, ભક્તિ, દાન અને ભણતર એ બધુંય એકડા વગરનાં મીંડાંની જેમ વૃથા છે, મિથ્યાદષ્ટિ જીવને તે કાંઈ સાચું હોતું નથી.
અહો ભગવાન ! તારી વસ્તુમાં ભગવાન જેટલું પરિપુર્ણ સામર્થ્ય છે, ભગવાનપણું વસ્તુમાં જ પ્રગટવાનું છે. આવા ટાણે યથાર્થ વસ્તુને દષ્ટિમાં ન લે તો વસ્તુના સ્વરૂપને જાણ્યા વગર જન્મ-મરણના અંત નથી. વસ્તુ જાણતાં અનંત સંસાર ટળી જાય છે. વસ્તુમાં સંસાર નથી. વસ્તુની પ્રતીત થતાં મોક્ષપર્યાયની તૈયારીના ભણકારા વાગે છે, ભગવાન! તારા સ્વભાવની વાત છે, હા તો લાવ! તારા સ્વભાવના હકારમાંથી સ્વભાવદશાની અસ્તિ આવશે. સ્વભાવ સામર્થ્યની ના ન પાડ. ‘સવ પ્રાર્ અસર આ વુા હે' તારા દ્રવ્યમાં દષ્ટિ કરીને જો. દ્રવ્યમાંથી સાદિ-અનંત મોક્ષદશા પ્રગટે છે. તે દ્રવ્યની પ્રતીતના જોરે મોક્ષદશા પ્રગટી જાય છે. ।। ૩૨૧-૩૨૨।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
૨૩
--------------
-
-
-
-
-
--
જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ છએ દ્રવ્યોમાં ક્રમબદ્ધ પર્યાય છે. જીવ જો પોતાના ક્રમબદ્ધ પર્યાયની શ્રધ્ધા કરે તો તેનો ક્રમબદ્ધ મોક્ષપર્યાય થયા વિના રહે નહિ કેમકે ક્રમબદ્ધની શ્રધ્ધાનું વજન સ્વમાં આવે છે, જે વસ્તુમાંથી પોતાની અવસ્થા આવે છે તે વસ્તુ ઉપર દષ્ટિ મૂકવાથી મોક્ષ થાય છે. પર દ્રવ્ય મારી અવસ્થા કરી દિશે એવી દષ્ટિ તૂટી જવાથી અને સ્વદ્રવ્યમાં દષ્ટિ મૂકવાથી રોગની ઉત્પત્તિ થતી નથી. એટલે કે વસ્તુની કમબદ્ધ અવસ્થા થાય છે એવી દષ્ટિ થતાં પોતે જ્ઞાતા-દ્રષ્ટા થઈ જાય છે, અને જ્ઞાતા-દ્રષ્ટાના જોર વડે અસ્થિરતા તોડીને સંપુર્ણ સ્થિર થઈ અલ્પકાળે મુક્તિ પામે છે. આમાં અનંત પુરુષાર્થ આવ્યો છે.
પુરુષાર્થ વડે સ્વરૂપની દષ્ટિ કરવાથી અને તે દષ્ટિના જોરે સ્વરૂપમાં રમણતા કરવાથી ચૈતન્યમાં શુધ્ધ ક્રમબદ્ધ પર્યાય થાય છે. ચૈતન્યનો શુધ્ધ કમબદ્ધ પર્યાય પ્રયત્ન વિના થતો નથી. મોક્ષમાર્ગ ની શરૂઆતથી મોક્ષની પૂર્ણતા સુધી બધેય સમ્યક્ પુરુષાર્થ અને જ્ઞાનનું જ કાર્ય છે.
બહારની ચીજનું જે થવાનું હોય તે થાય એમ ક્રમબદ્ધપણું ખરેખર નક્કી ક્યારે કર્યું કહેવાય કે, બહારની ચીજથી ઉદાસ થઈને બધાનો જ્ઞાતા રહી જાય તો તેને ક્રમબદ્ધનો નિર્ણય સાચો છે. જે જીવ પોતાને પરના કર્તા માને અને પરથી પોતાને સુખ-દુઃખ થાય એમ માને છે તેને ક્રમબદ્ધ પર્યાયની જરા પણ પ્રતીત નથી.
હું દ્રવ્ય છું અને મારા અનંત ગુણો છે; તે ગુણો પલટીને સમયે સમયે એક પછી એક અવસ્થા થાય છે, તે આડીઅવળી થતી નથી તેમ જ એકસાથે બે ભેગી થતી નથી અને કોઈ સમય અવસ્થા વગરનો-ખાલી જતો નથી. કેવળજ્ઞાન અને મોક્ષદશા પણ મારા ગુણમાંથી જ ક્રમબદ્ધ પ્રગટે છે. આવી રીતે ક્રમબદ્ધ પર્યાયની શ્રધ્ધા થતાં પોતાનો પર્યાય ઊઘડવા માટે કોઈ પર ઉપર લક્ષ રહેશે નહિ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
—
—
—
—
—
અને તેથી કોઈ ઉપર રાગ-દ્વેષ કરવાનું કારણ નહિ રહે. એટલે શું થયું? કે બધા પર ઉપરનું લક્ષ છૂટીને પોતામાં જોવા માટે વળ્યો. હવે પોતામાં પણ “મારો પુર્ણ શુધ્ધ પર્યાય ક્યારે ઊઘડશે” એવો આકૂળતાનો વિકલ્પ રહેશે નહિ. કેમકે ત્રણે કાળના ક્રમબદ્ધપર્યાયથી ભરેલું દ્રવ્ય તેની પ્રતીતમાં આવી ગયું છે. તેથી ક્રમબદ્ધ પર્યાયની જે શ્રધ્ધા કરે તે જીવ તો નજીક મુક્તિગામી જ હોય.
ક્રમબદ્ધ પર્યાયની શ્રધ્ધા થતાં પરદ્રવ્યની અવસ્થા ગમે તેવી થાય તેમાં “આ આમ કેમ થયું? આમ થયું હોત તો મને ઠીક પડત,” એ વગેરે વિચારો (રાગદ્વેષ) થાય જ નહિ. કેમકે ક્રમબદ્ધ પર્યાય નક્કી કરનારને શ્રધ્ધા છે કે આ દ્રવ્યની આ વખતે આવી જ અવસ્થા થવાની હતી, તે જ પ્રમાણે થઈ છે. તો પછી તે તેમાં રાગ કે દ્વેષ કેમ કરે? માત્ર જે વખતે જે વસ્તુની જે અવસ્થા થતી જાય તેનું જ્ઞાન જ કરે. બસ! જ્ઞાતા થઈ ગયો; જ્ઞાતાપણે રહીને અલ્પકાળમાં કેવળજ્ઞાન પામી મુક્તિ પામશે. આ ક્રમબદ્ધ પર્યાયની શ્રધ્ધા નું ફળ!
ક્રમબદ્ધ અવસ્થાનો નિર્ણય તે જ જ્ઞાયકસ્વભાવનો અર્થાત્ વીતરાગ સ્વભાવનો નિર્ણય છે અને તે નિર્ણય અનંત પુરુષાર્થથી થઈ શકે છે. પુરુષાર્થને સ્વીકાર્યા વગર મોક્ષ તરફનો ક્રમબદ્ધ પર્યાય થતો નથી. જેના જ્ઞાનમાં પુરુષાર્થનો સ્વીકાર નથી તે પોતાના પુરુષાર્થને ઉપાડતો નથી અને તેથી પુરુષાર્થ વગર તેને સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાન થતું નથી. પુરુષાર્થ નહિ સ્વીકારનારનો ક્રમબદ્ધ પર્યાય નિર્મળ નહિ સ્વીકારનાર અનંત સંસારી છે અને પુરુષાર્થ સ્વીકારનાર નજીક મુક્તિગામી છે, ક્રમબદ્ધ અવસ્થાનો નિર્ણય કર્યો કે પુરુષાર્થવાદ કહો તે આ જ છે.
પ્રશ્ન- જો ક્રમબદ્ધ પર્યાય જ્યારે જે થવાનો હોય તે જ થાય છે તો પછી વિકારીભાવ પણ થવાના હોય ત્યારે જ થયા છે ને?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
૨૫
----------
-
--
ઉત્તર:- અરે ભાઈ, તારો પ્રશ્ન તો ઊંધેથી ઊપડ્યો છે. “વિકારી પર્યાય થવાનો હતો ત્યારે થયો.' આમ, જેણે પોતાના જ્ઞાનમાં પ્રતીત કરી છે તેની રુચિ ક્યાં અટકી છે? વિકારને જાણનાર જ્ઞાનની રુચિ છે કે વિકારી રુચિ છે? વિકારને યથાર્થપણે જાણવાનું કામ કરનાર વીર્ય તો પોતાના જ્ઞાનનું છે અને તે જ્ઞાનનું વીર્ય વિકારથી ખસીને સ્વભાવના જ્ઞાનમાં અટકયું છે. સ્વભાવના જ્ઞાનમાં અટકેલું વીર્ય વિકારની કે પરની રુચિમાં અટકે જ નહિ, પણ સ્વભાવના જોરે વિકારનો અલ્પકાળમાં ક્ષય કરે. જેને વિકારની રૂચિ છે તેની દૃષ્ટિનું જોર (વીર્યનું વજન ) વિકાર તરફ જાય છે. “થવાનો હોય તે જ પર્યાય ક્રમબદ્ધ થાય છે. આમ, કોનું વીર્ય કબૂલ કરે છે? આ કબૂલનારના વીર્યમાં પરમાં સુખબુદ્ધિ ન હોય, પણ સ્વભાવમાં જ સંતોષ હોય.
જેમ મોટા પુરુષના ઘરે લગ્નપ્રસંગ હોય અને માંડવે સાગમટે નોતરે બધાને આમંત્રણ કરીને હુરખથી બદામ પિસ્તાંના મેસુબ જમાડે તેમ અહીં સર્વજ્ઞદેવના ઘરનાં સાગમટે નોતરાં છે, “મુક્તિના માંડવે બધાને આમંત્રણ છે, આખા જગતને આમંત્રણ છે. મુક્તિ મંડપના હરખ જમણમાં સર્વજ્ઞ ભગવાને દિવ્યધ્વનિમાં પીરસેલાં ન્યાયોમાંથી ઊંચી-ઊંચી જાતના ન્યાયો પીરસાય છે કે જે પચાવતાં આત્મા પુષ્ટ થાય. તારે સર્વજ્ઞ ભગવાન થવું હોય તો તે પણ આ વાત માન. જેણે આ વાત માની તેની મુક્તિ જ છે. લ્યો! આ “મુક્તિના માંડવા” પછી ત્રીજા દિવસનાં હરખ જમણ ! ( સુવર્ણપુરીમાં “ભગવાનશ્રીકુંદકુંદપ્રવચનમંડપ” નું ખાતમુહૂર્ત-અર્થાત્
મુક્તિના માંડવા” માગસર સુદ ૧૦ ના રોજ થયેલ ત્યારથી ત્રીજા દિવસનું આ વ્યાખ્યાન હોવાથી અહીં “ત્રીજા દિવસનાં હરખ જમણ” કહેલ છે.)
હવે, ગાથા-૩ર૧-૩૨૨ માં જે વસ્તુસ્વરૂપ બતાવ્યું તેની વિશેષ દઢતા માટે ૩ર૩ મી ગાથા કહે છે – જે જીવ પુર્વે ગાથા-૩ર૧-૩રર માં કહેલા વસ્તુસ્વરૂપને જાણે છે તે તો સમ્યગ્દષ્ટિ છે અને જે તેમાં સંશય કરે છે તે મિથ્યાદષ્ટિ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
———–
–––––––––
एवं जो णिश्चयदो जाणदि दव्वाणि दव्वपज़्जाए। सो सादिट्टी सुद्धो जो संकदि सो हु कुद्दिट्टी।। ३२३।।
અર્થ આ પ્રમાણે નિશ્ચયથી સર્વ દ્રવ્યો (જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ) તેમ જ તે દ્રવ્યના સર્વ પર્યાયોને સર્વજ્ઞના આગમ અનુસાર જાણે છે- શ્રધ્ધા કરે છે તે શુધ્ધ સમ્યગ્દષ્ટિ છે, અને જે આવું શ્રધ્ધાને ન કરે-શંકા સંદેહ કરે તે સર્વજ્ઞના આગમથી પ્રતિકૂળ છેપ્રગટપણે મિથ્યાદષ્ટિ છે.
| સર્વજ્ઞદવે કેવળજ્ઞાન વડે જાણીને આગમમાં કહેલાં દ્રવ્યો અને તેના અનાદિ-અનંતકાળના બધા પર્યાયો જેના જ્ઞાનમાં અને પ્રતીતમાં બેસી ગયા તે “સદ્દિવી સુદ્ધો” એટલે શુધ્ધ સમ્યગ્દષ્ટિ છે. મૂળ પાઠમાં “સો સદિ: શુદ્ધ' એમ કહીને જોર મૂકયું છે. પહેલી વાત અસ્તિથી કરી, પછી નાસ્તિથી કહે છે કે “સંદ્રિ સો હું વિgિ' જે તેમાં શંકા કરે છે તે પ્રગટપણે મિથ્યાષ્ટિ સર્વજ્ઞનો વેરી છે.
સ્વામીકાર્તિકેયાચાર્ય દેવે આ ૩ર૧-૩૨૨-૩૨૩ ગાથામાં ગૂઢ રહસ્ય સંકેલી દીધું છે. સમ્યગ્દષ્ટિ જીવ બરાબર જાણે છે કે ત્રિકાળી બધાય પદાર્થોની અવસ્થા ક્રમબદ્ધ છે. , સર્વજ્ઞદવે અને સમ્યગ્દષ્ટિમાં એટલો ફેર છે કે સર્વશદેવ બધાં દ્રવ્યોના ક્રમબદ્ધ પદાર્થોને પ્રત્યક્ષ જ્ઞાનથી જાણે છે; અને સમ્યગ્દષ્ટિ ધર્માત્મા બધાં દ્રવ્યોના ક્રમબદ્ધ પર્યાયોને આગમપ્રમાણથી પ્રતીતમાં લ્ય છે એટલે પરોક્ષ જ્ઞાનથી નક્કી કરે છે; સર્વજ્ઞને વર્તમાન રાગ-દ્વેષ સર્વણા ટળી ગયા છે, સમ્યગ્દષ્ટિને પણ અભિપ્રાયમાં રાગ-દ્વેષ સર્વથા ટળી ગયા છે. સર્વજ્ઞ ભગવાન કેવળ જ્ઞાનથી ત્રણ કાળને જાણે છે, સમ્યગ્દષ્ટિ જીવ જો કે કેવળજ્ઞાન વડે નથી જાણતો નથી જાણતો તો પણ નિ:શંક છે. પર્યાય દરેક વસ્તુનો જેમ ધર્મ છે. વસ્તુ સ્વતંત્રપણે પોતાના પર્યાયરૂપ થાય છે. જે વખતે જે પર્યાય થાય તેને પાત્ર જાણવાનું જ જ્ઞાનનું કર્તવ્ય છે. જાણતાં “આ પર્યાય આમ કેમ થયો” એમ શંકા કરનારને વસ્તુના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
–––––––––––
-
-
-
-------
સ્વતંત્ર “પર્યાય-ધર્મની અને જ્ઞાનના કાર્યની ખબર નથી. જ્ઞાનનું કાર્ય માત્ર જાણવાનું છે, જાણવામાં “આમ કેમ” એ શંકા ક્યાં છે? “આમ કેમ? એવી શંકા કરવાનું સ્વરૂપ જ્ઞાનનું નથી, પણ “જે પર્યાય થાય છે તે વસ્તુના ધર્મ પ્રમાણે જ થાય છે માટે જેમ થાય તેમ તેને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે. આ રીતે જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને જ્ઞાની તો નિ:શંકપણે બધાને જાણ્યા જ કરે છે. આવા જ્ઞાનના જારે કેવળજ્ઞાન અને પોતાના પર્યાય વચ્ચેના અંતરને તોડીને પુર્ણ કેવળજ્ઞાન તે અલ્પકાળમાં પ્રગટ કરશે.
જે જીવ વસ્તુના ક્રમબદ્ધ સ્વતંત્ર પર્યાયને નથી માનતો અને “પરનું હું ફેરવું કે પર મને રાગદ્વેષ કરાવે” એમ માને છે તેને સર્વજ્ઞના જ્ઞાનની શ્રધ્ધા નથી તેમ જ તે સર્વજ્ઞના આગમથી પ્રતિકૂલ, પ્રગટપણે મિથ્યાષ્ટિ છે. સર્વજ્ઞના જ્ઞાનમાં જે જણાયું તેમાં હું ફેરફાર કરી દઉં એમ જેણે માન્યું તેણે સર્વજ્ઞના જ્ઞાનને માન્યું નથી. સર્વજ્ઞનું જ્ઞાન અને તેમની શ્રીમુખવાણીના ન્યાયોને જે નથી માનતો તે પ્રગટપણે મિથ્યાદષ્ટિ છે. સર્વજ્ઞદેવ ત્રણ કાળ, ત્રણ લોકનાં બધાં દ્રવ્યોના પર્યાયને જાણે છે અને બધી વસ્તુના પર્યાય પ્રગટપણે તેનાથી વિરુધ્ધ (સર્વજ્ઞના જ્ઞાનથી અને વસ્તુના સ્વરૂપથી વિરુધ્ધ ) જે માને છે તે સર્વજ્ઞનો અને પોતાના આત્માનો વિરોધી પ્રગટપણે મિથ્યાદષ્ટિ છે.
ભલે, પર્યાય ક્રમબદ્ધ થાય છે પણ પુરુષાર્થ વગર પર્યાય થતો નથી. જે તરફનો પુરુષાર્થ કરે તે તરફનો ક્રમબદ્ધ પર્યાય થાય. કોઈ પૂછે કે આમાં તો નિયત આવ્યું ને? તો ઉત્તર:- ભાઈ ! ત્રણે કાળના નિયત પર્યાયનો નિર્ણય કરનાર કોણ છે? જેણે ત્રણે કાળના પર્યાય નક્કી કર્યા તેણે દ્રવ્ય જ નક્કી કર્યું છે. પર લક્ષે સ્વનું નિયત માને તો તો એકાંતવાદી વાતોડિયો છે અને પોતાના સ્વભાવના લક્ષ સ્વભાવમાં પોતે ભળીનેસ્વભાવની એકતા કરીને, રાગ ટાળીને જે જ્ઞાયક થઈ ગયો છે તેને તો પોતાના સ્વભાવના પુરુષાર્થમાં નિયત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
—
—
—
—
—
—
—–
સમાઈ જાય છે. સ્વભાવનો પુરુષાર્થ છે ત્યાં નિયમથી મોક્ષ છે એટલે પુરુષાર્થમાં જ નિયત આવી જાય છે, જ્યાં પુરુષાર્થ નથી ત્યાં મોક્ષપર્યાયનું નિયત પણ નથી.
અહો ! મહાન સંત મુનિશ્વરોએ જંગલમાં રહીને આત્મસ્વભાવનાં અમૃત વહેતાં મૂક્યાં છે. આચાર્ય દેવો ધર્મના સ્થંભ છે, આભના થોભ જેવા આચાર્યદવોએ પવિત્ર ધર્મને ટેકો આપીને ટકાવી રાખ્યો છે. એકેક આચાર્યભગવંતોએ ગજબ કામ કર્યું છે. સાધકદશામાં સ્વરૂપની શાંતિ વેદંતાં પરિષહોને જીતીને પરમ સત્યને જીવંત રાખ્યું છે. આચાર્યદવના કથનમાં કેવળજ્ઞાનના ભણકારા વાગી ગયા છે. આવાં મહાન શાસ્ત્રોની રચના કરીને આચાર્યોએ ઘણા ઘણા જીવો પર અપાર ઉપકાર કર્યો છે. રચના તો જુઓ ! પદે પદે કેટલું ગંભીર રહસ્ય છે.! આ તો સત્યની જાહેરાત છે. આના સંસ્કાર અપુર્વ ચીજ છે, અને આ સમજણ તો મુક્તિને વરવાનાં શ્રીફળ છે. આ સમજે તેનો મોક્ષ જ છે.
પ્રશ્ન- થવાનું હોય તે થાય છે- એમ માનવામાં અનેકાન્ત સ્વરૂપ ક્યાં આવ્યું?
ઉત્તર થવાનું હોય તેમ થાય છે એટલે પરનું પરથી થાય છે અને મારું મારાથી થાય છે એમ જાણીને પરથી ખસીને પોતા તરફ વળ્યો તેણે સ્વભાવના લક્ષ માન્યું છે, તેની માન્યતામાં અનેકાન્ત સ્વરૂપ છે, “મારો પર્યાય મારા દ્રવ્યમાંથી ક્રમબદ્ધ આવે છે, મારો પર્યાય પરમાંથી આવતો નથી” આમ, અનેકાંત છે તથા “પરનો પર્યાય પરના દ્રવ્યમાંથી ક્રમબદ્ધ જે થવાનો હોય તે થાય છે, હું તેનો પર્યાય પરના દ્રવ્યમાંથી ક્રમબદ્ધ જે થવાનો હોય તે થાય છે, હું તેનો પર્યાય કરતો નથી.” આમ, અનેકાંત છે; થવાનું હોય તે જ થાય” એમ જાણીને પોતાના દ્રવ્ય તરફ ઢળવું જોઈએ, પરંતુ “થવાનું હોય તે થાય” એમ જાણીને પોતાના દ્રવ્ય તરફ ઢળવું જોઈએ, પરંતુ “થવાનું હોય તે થાય ” એમ જે એકલા પરથી માને છે, પરંતુ સ્વદ્રવ્યનો પર્યાય ક્યાંથી આવે છે તેની પ્રતીત કરતો નથી એટલે કે પરલક્ષ છોડી સ્વલક્ષ કરતો નથી તે એકાંતવાદી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
૨૯
-
-
—
—
—
—
——
પ્રશ્ન- ભગવાને તો મોક્ષમાર્ગના પાંચ સમવાય કહ્યા છે, અને તમે તો એક પુરુષાર્થ-પુરુષાર્થ જ કરો છો, તો પછી તેમાં બીજા ચાર સમવાયો કઈ રીતે આવે છે?
ઉત્તર- જ્યાં જીવ સાચો પુરુષાર્થ કરે છે ત્યાં સ્વયં બીજા ચારે સમવાય હોય જ છે. પાંચ સમવાયનું સંક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે સમજવું.
૧-પરનું હું કાંઈ કરનાર નથી, હું તો જ્ઞાયક છું. મારો પર્યાય મારા દ્રવ્યમાંથી આવે છે. આમ, સ્વભાવદષ્ટિ કરીને પરની દષ્ટિ તોડી તે પુરુષાર્થ.
ર-સ્વભાવદષ્ટિનો પુરુષાર્થ કરતાં જે નિર્મળ દશા પ્રગટી, તે દશા સ્વભાવમાં હતી તે જ પ્રગટી છે, એટલે જે શુદ્ધતા પ્રગટી તે સ્વભાવ.
૩-સ્વભાવદષ્ટિના પુરુષાર્થ વડે સ્વભાવમાંથી જે ક્રમબદ્ધ પર્યાય તે સમયે પ્રગટવાનો હતો તે જ શુદ્ધ પર્યાય તે સમયે પ્રગટયો તે નિયત. સ્વભાવની દષ્ટિના જોરે સ્વભાવમાં જે પર્યાય પ્રગટવાની તાકાત હતી તે જ પર્યાય પ્રગટયો છે. બસ! સ્વભાવમાંથી જે સમયે જે દશા પ્રગટી તેજ પર્યાય તેનું નિયત છે. પુરુષાર્થ કરનાર જીવને સ્વભાવમાં જે નિયત છે તે જ પ્રગટે છે પણ બહારથી આવતું નથી.
૪-સ્વદષ્ટિના પુરુષાર્થ વખતે જે દશા પ્રગટી તે જ તે વખતનો સ્વકાળ છે. પહેલાં પર તરફ ઢળતો તેને બદલે સ્વમાં ઢળ્યો તે જ સ્વકાળ છે.
પ-સ્વભાવદષ્ટિથી જ્યારે આ ચાર સમવાય પ્રગટયા ત્યારે નિમિત્તરૂપ કર્મો તેની પોતાની લાયકાતથી સ્વયં ખસી ગયાં છે, તે “કર્મ' છે.
આમાં પુરુષાર્થ, સ્વભાવ, નિયત અને કાળ એ ચાર સમવાય અતિરૂપ છે અર્થાત્ તે ચારે ઉપાદાનના પર્યાયમાં લાગુ પડે છે અને પાંચમું સમવાય નાસિરૂપ છે તે નિમિત્તમાં લાગુ પડે છે. અથવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૦
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
જો પાંચમું સમવાય આત્મામાં લાગું પડવું હોય તો તે આ પ્રમાણે છે-૫૨ વલણથી ખસીને સ્વભાવ તરફ વળતાં પ્રથમના ચારનું અસ્તિરૂપે અને કર્મનું નાસ્તિરૂપે એમ આત્મામાં પાંચે સમવાયનું પરિણમન થઈ ગયું છે એટલે સ્વના પુરુષાર્થમાં પાંચે સમવાય પોતાના પર્યાયમાં સમાઈ જાય છે. પહેલા ચાર અસ્તિથી અને પાંચમું નાસ્તિથી પોતામાં છે.
જ્યારે સમ્યક પુરુષાર્થ જીવે ન કર્યો ત્યારે વિકારી ભાવ માટે કર્મ નિમિત્ત કહેવાણું અને જ્યારે સમ્યક પુરુષાર્થ કર્યો ત્યારે કર્મનો અભાવ નિમિત્ત કહેવાણો છે. જીવ પોતામાં પુરુષાર્થ વડે ચાર સમવાય પ્રગટ કરે અને સામે કર્મની દશા ફરવાની ન હોય એમ બને જ નહિ. જીવ સ્વલક્ષ કરીને ચા૨ સમવાયરૂપે પરિણમ્યો અને કર્મ તરફ લક્ષ કરીને ન પરિણમ્યો (અર્થાત્ ઉદયમાં ન જોડાણો) ત્યારે કર્મની અવસ્થાને નિર્જરા કહેવાણી. જીવ સ્વસન્મુખ પરિણમ્યો ત્યારે ભલે કર્મ ઉદયમાં હોય પણ જીવના તે વખતના પરિણમનમાં કર્મના નિમિત્તની નાસ્તિ છે. પોતે સ્વમાં ભળ્યો અને કર્મ તરફ ન ભળ્યો તે જ કર્મની નાસ્તિ અર્થાત્ ઉદયનો અભાવ છે.
આત્મામાં એક સમયની સ્વસન્મુખ દશામાં પાંચે સમવાય આવી જાય છે. જીવ જ્યારે પુરુષાર્થ કરે ત્યારે તેને પાંચ સમવાય એક જ સમયે હોય છે. સ્વની પ્રતીતમાં પરની પ્રતીત આવી જ જાય છે. આવી ક્રમબદ્ધ વસ્તુસ્વરૂપની પ્રતીતમાં કેવળજ્ઞાનનો પુરુષાર્થ આવી ગયો છે.
પ્રશ્ન:- જીવ કેવળજ્ઞાન પ્રગટાવવાનો પુરુષાર્થ કરે પણ તે વખતે કર્મની ક્રમબદ્ધ અવસ્થા લાંબો કાળ રહેવાની હોય તો જીવને કેવળજ્ઞાન શી રીતે થાય?
ઉત્તર:- વાહ તારી શંકા! તને તારા પુરુષાર્થનો જ ભરોસો નથી. તેથી તારી દૃષ્ટિ કર્મ તરફ લંબાણી છે. ‘સૂર્ય ઊગશે અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
૩૧
––––––––
અંધારું નહિ ટળે તો? એવી શંકા, કરે તે મૂર્ખ છે. તેવી રીતે “હું પુરુષાર્થ કરું અને કર્મની સ્થિતિ લાંબો કાળ રહેવાની હોય તો? આવી શંકા જેને પડ તેને પુરુષાર્થની પ્રતીત નથી, તે મિથ્યા દષ્ટિ છે. કર્મનો ક્રમબદ્ધ પર્યાય એવો જ છે કે જીવ પુરુષાર્થ કરે ત્યારે તે સ્વયં ટળી જ જાય. “કર્મ લાંબો કાળ રહેવાનાં હોય તો? “એ દષ્ટિ તો યરમાં લંબાણી, અને તેમ શંકા કરનારે પોતાના પુરુષાર્થને પરાધીન માન્યો છે. તને તારા આત્માના પુરુષાર્થથી પ્રતીત છે કે નહિ? હું મારા સ્વભાવના પુરુષાર્થની કેવળજ્ઞાન પ્રગટ કરું છું, અને હું મારી કેવળજ્ઞાનદશા પ્રગટ કરું ત્યારે ઘાતકર્મો હોય જ નહિ, એવો નિયમ છે. જેને ઉપાદાનની શ્રધ્ધા હોય તેને નિમિત્તની શંકા હોય જ નહિ. નિમિત્તની શંકામાં જે રોકાણો છે તેણે ઉપાદાનનો પુરુષાર્થ જ કર્યો નથી. ઉપાદાન તે નિશ્ચય છે અને નિમિત્ત તે વ્યવહાર છે.
નિશ્ચયનય આખા દ્રવ્યને લક્ષમાં લે છે. આખા દ્રવ્યની શ્રદ્ધામાં કેવળજ્ઞાનથી ઊણપનો સ્વીકાર જ ક્યાં છે? ક્રમબદ્ધ પર્યાયની શ્રધ્ધામાં કેવળજ્ઞાનથી ઊણી દશાની પ્રતીત જ નથી. માટે ક્રમબદ્ધ પર્યાયની શ્રધ્ધામાં કેવળજ્ઞાન જ છે.
કેવળજ્ઞાની નિશ્ચયથી તો સંપુર્ણ આત્મજ્ઞ જ છે, વ્યવહારથી સર્વજ્ઞ છે. સંપુર્ણ આત્મજ્ઞ છે તો તેઓ સર્વજ્ઞ કહેવાય છે. આત્મજ્ઞતા વગર સર્વજ્ઞતા હોઈ શકે નહિ.
હવે, સર્વજ્ઞ તો બધી જ વસ્તુના પર્યાયો ક્રમને જાણે છે. તેથી નીચલી દશામાં પણ જે “બધી વસ્તુના ક્રમબદ્ધ પર્યાય છે” એમ પ્રતીતમાં લે છે તે જીવ સર્વજ્ઞતાને સ્વીકાર છે, અને જે સર્વશતા સ્વીકારે છે તે આત્મજ્ઞ જ છે. કેમકે સર્વજ્ઞતા કદી પણ આત્મજ્ઞતા વગર હોતી નથી. જે જીવ વસ્તુના સંપૂર્ણ ક્રમબદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
પર્યાયનો નથી માનતો તે સર્વજ્ઞતાને માનતો નથી, અને જે સર્વજ્ઞતા ને માનતો નથી તે આત્મજ્ઞ હોઈ શકે નહિ.
આત્માના સંપુર્ણ જ્ઞાનસામર્થ્યમાં બધી વસ્તુઓના ત્રણે કાળના પર્યાયો જેમ થવાના છે તેમ જણાય છે અને જેમ જણાય છે તે જ પ્રમાણે થાય છે-આવી જેણે પ્રતીત કરી તેણે ક્રમબદ્ધ પર્યાયની અને સર્વશના સામર્થ્યની પ્રતીત થઈ અને તે આત્મજ્ઞ થયો; આત્મજ્ઞ જીવ સર્વજ્ઞ થાય જ
વસ્તુમાં દરેક ગુણનો પર્યાય પ્રવાહબદ્ધ ચાલી જ રહ્યો છે. એક તરફ સર્વજ્ઞનું કેવળજ્ઞાન પરિણમી રહ્યું છે, બીજી તરફ જગતના સર્વ દ્રવ્યોના પર્યાય પોતપોતામાં ક્રમબદ્ધ પરિણમી રહ્યાં છે. અહો ! આમાં એકબીજાનું શું કરી શકે? બધાં દ્રવ્યો પોતપોતામાં જ પરિણમી રહ્યા છે, બસ! આ પ્રતીત કરતાં જ્ઞાન જુદું જ રહી ગયું, બધામાં થી રાગ-દ્વેષ ઊડી ગયો અને એકલું જ્ઞાન રહી ગયું, આ જ કેવળજ્ઞાન !
પરમાર્થથી નિમિત્ત વગર કાર્ય થાય છે, વિકારપણે કે શુધ્ધતાપણે જીવ પોતે જ સ્વપર્યાયમાં પરિણમે છે અને તે પરિણમનમાં નિમિત્તની તો નાસ્તિ છે. કર્મ અને આત્માનું ભેગું પરિણમન થઈને વિકાર થતો નથી. એક વસ્તુના પરિણમન વખતે પરવસ્તુની હાજરી હોય તેથી શું? પરવસ્તુનું અને સ્વવસ્તુનું પરિણમન તો તદન જુદું જ છે, તેથી જીવનો પર્યાય નિમિત્ત વગર પોતાથી જ થાય છે, નિમિત્ત કાંઈ જીવના રાગદ્વેષાદિ પર્યાયમાં પેસી જતું નથી. માટે નિમિત્ત વગર જ થાય છે. નિમિત્તની હાજરી હોય છે તે તો જ્ઞાન કરવા માટે છે; જ્ઞાનસામર્થ્ય હોવાથી જીવ નિમિત્તને જાણે છે ખરો, પરંતુ નિમિત્તના કારણે ઉપાદાનમાં કંઈ પણ થતું નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મસ્વરૂપની સાચી સમજણ સુલભ છે
પોતાનું આત્મસ્વરૂપ સમજવું સુગમ છે. અનાદિથી સ્વરૂપના અનભ્યાસને કારણે અઘરું લાગે છે, પરંતુ જો યથાર્થ રુચિ કરીને સમજવા માગે તો પોતાનું સ્વરૂપ સમજવું સહેલું છે.
બંગલો કરવો હોય તો ગમે તેવો હોશિયાર કારીગર હોય તો પણ બે ઘડીમાં ન થઈ શકે, પણ જો આત્મસ્વરૂપની ઓળખાણ કરવા માગે તો તે બે ઘડીમાં પણ થઈ શકે છે. આઠ વર્ષનો બાળક મણકો ન ઉપાડી શકે પરંતુ સાચી સમજણ દ્વારા આત્માનું ભાન કરી કેવળજ્ઞાન પામી શકે. આત્મા પરદ્રવ્યમાં કોઈ જ ફેરફાર ન કરી શકે પણ સ્વદ્રવ્યમાં તો પુરુષાર્થ દ્વારા સમસ્ત અજ્ઞાનનો નાશ કરી સમ્યજ્ઞાન પ્રગટાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. સ્વયં પુરુષાર્થ કરવા આત્મા પરિપૂર્ણ સ્વતંત્ર છે, પણ પરમાં કંઈ કરવા માટે આત્મામાં કિંચિત્ સામર્થ્ય નથી. આત્મામાં તેઓ બેહદ સ્વાધીન પુરુષાર્થ છે કે જો તે ઊંધો પડે તો બે ઘડીમાં સાતમી નરકે જાય અને સવળો પડે તો બે ઘડીમાં કેવળજ્ઞાન લઈ સિદ્ધ થાય.
પરમાગમ શ્રી સમયસારજીમાં કહ્યું છે કે “જો આ આત્મા બે ઘડી પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે (તેમાં લીન થાય ), પરિષહું આવ્યું પણ ડગે નહિ, તો ઘાતી કર્મનો નાશ કરી, કેવળજ્ઞાન ઉત્પન્ન કરી, મોક્ષને પ્રાપ્ત થાય. આત્માનુભવનું એવું મહાભ્ય છે તો મિથ્યાત્વનો નાશ કરી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી તો સુલભ છે; માટે શ્રી ગુરુઓએ એ જ ઉપદેશ પ્રધાનતાથી કર્યો છે.” (ગુજરાતી સમયસાર પાનું પર ).
શ્રી સમયસાર પ્રવચનોમાં આત્માની સમજણ કરવાની પ્રેરણા વારંવાર કરી છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
––––––
(૧) ચૈતન્યની વિલાસરૂપ મોજને જરીક છૂટો પડીને જો. તે મોજને અંદરમાં દેખતાં શરીરાદિના મોહને તું તરત જ છોડી શકશે. “જ્ઞાતિં' એટલે ઝટ દઈને છોડી શકીશ. આ વાત સહેલી છે. કેમકે તારા સ્વભાવની છે. (પુસ્તક ૩ પાનું ૧૬)
(૨) સાતમી નરકની અનંતી વેદનામાં પડેલા પણ આત્માનો અનુભવ પામ્યા છે, તો સાતમી નરક જેટલી પીડા તો અહીં નથી ને? મનુષ્યપણું પામીને રોદણાં શું રોયા કરે છે? હવે સત્સમાગમે આત્માની પિછાણ કરી આત્માનુંભવ કર. (પા. ૧૭)
આ રીતે સમયસાર-પ્રવચનોમાં વારંવાર-હજારો વાર આત્માનુભવ કરવાની પ્રેરણા કરી છે, જૈન શાસ્ત્રનું ધ્યબિંદુ જ આત્મસ્વરૂપની સમજણ કરાવવી તે છે.
“અનુભવ પ્રકાશ' ગ્રંથમાં આત્માનુભવની પ્રેરણા કરતાં કહે છે કે કોઈ એમ જાણે કે “આજના સમયમાં સ્વરૂપ કઠણ છે.” તે સ્વરૂપની ચાહ મટાડનાર બહિરાત્મા છે. જ્યારે નવરો હોય ત્યારે વિકથા કરે છે, ત્યારે સ્વરૂપનું પરિણામ કરે તો કોણ રોકે છે? પરપરિણામ સુગમ, નિજ પરિણામ વિષમ બતાવે છે! દેખો અચરજની વાત ! પોતે દેખ્યા છે—જાણે છે છતાં દેખો ન જાય, જાણ્યો ન જાય એમ કહેતાં લાજ પણ આવતી નથી? જેના જશ ભવ્યજીવો ગાય છે, જેનો અપાર મહિમા જાણે મહાભવભાર મટે એવો આ સમયસાર (આત્મસ્વરૂપ) અવિકાર જાણી લેવો. (જુઓ અનુભવપ્રકાશ પાનું પ૬-૫૭).
આ જીવ અનાદિથી અજ્ઞાનને લીધે પરદ્રવ્યને પોતાનું કરવા મથે છે અને શરીરાદિને પોતાનું કરીને રાખવા માગે છે, પરંતુ પારદ્રવ્યને પરિણમન જીવને આધીન નથી; તેથી અનાદિથી જીવની મહેનત (અજ્ઞાનભાવ ) ના ફળમાં એક પરમાણુ પણ જીવનો થયો નથી. અનાદિથી દેહદૃષ્ટિપૂર્વક શરીરને પોતાનું માન્યું છે પણ હજી સુધી એક પણ રજકણ જીવનો થયો નથી અને કદી થવાનો પણ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મસ્વરૂપના સાચી સમજણ સુલભ છે
૩પ
——
—–
બંને દ્રવ્ય ત્રિકાળ જુદાં જ છે. જીવ જ પોતાના સ્વરૂપની સાચી સમજણ કરવા માગે તો તે સુગમ છે અને જે પોતાના સ્વરૂપને સમજવા માગે તે પુરુષાર્થ દ્વારા અલ્પકાળમાં સમજી શકે છે. જીવ પોતાનું સ્વરૂપ જ્યારે સમજવા માગે ત્યારે સમજી શકે છે. સ્વરૂપ સમજવામાં અનંતકાળ લાગતો નથી. તેથી સમજણ સુલભ છે.
“સ્વરૂપનો અનુભવ કઠણ છે” એમ માનનાર બહિરાત્મા છે. પોતાનું ચૈતન્ય સ્વરૂપ શુધ્ધ છે, પુણ્યપાપ રહિત છે-તેનો અનુભવ કઠણ છે એમ વૃત્તિમાં લીધું ત્યાં શુધ્ધ-સ્વરૂપમાં ઢળવાનો નકાર આવ્યો અને બંધન તરફ ઢળવાનું જોર આવ્યું. અરે ભાઈ ! પોતાના આત્માનું સ્વરૂપ તે કઠણ હોય !!! જ્યારે નવરાશ મળે ત્યારે પરની વાત હોંશથી કરે છે પણ તે વખતે સ્વભાવની વાત કરે તો કોણે રોકે છે? પોતાને પોતાના સ્વરૂપની રુચિ નથી અને જન્મ મરણનો ભય નથી તેથી પોતાના સ્વરૂપ તરફ ઢળવાના પ્રયત્નને શલ્ય મારીને સ્વરૂપને જ કઠણ માને છે. જેણે પોતાના
સ્વભાવની સમજણ અને અનુભવને કઠણ માનીને તે તરફનો ઉત્સાહ છોડી દીધો છે અને શુભ અશુભ ભાવનો ઉત્સાહ આવે છે, તેણે વિકારને સહેલો માન્યો છે તે સ્વભાવનો અનાદર કરનાર મિથ્યાદષ્ટિ જ છે.
પોતાના સ્વભાવની રુચિ છૂટ નયા વગર અને વિકારની રુચિ થયા વગર “સ્વભાવ કઠણ અને વિકાર સહેલો” એમ અંતરથી મનાય જ નહિ. અંતરથી એટલે કે રુચિથી, હોંશથી, બોધિદુર્લભભાવના ભાવમાં ધર્મની દુર્લભતા વિચારે, ત્યાં સ્વરૂપની અરુચિ નથી પણ ધર્મ પ્રત્યેની પોતાની રુચિ અને પુરુષાર્થને વધારવા માટે તે ભાવના કરે છે. ધર્મ અત્યંત દુર્લભ છે” એમ ધર્મનો પ્રયત્ન છોડી દેવા માટે કહ્યું નથી. પરંતુ દુર્લભ છે માટે તે તરફના પુરુષાર્થમાં વિશેષ જાગૃતિ રાખવા માટે તે કથન છે. જે ખરેખર સ્વભાવને કઠણ માનીને સ્વભાવનો પુરુષાર્થ છોડે છે તે સ્વભાવનો અનાદર કરનાર અને વિકારનો આદર કસાર મિથ્યાદષ્ટિ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
કોઈ એમ કહે કે બાહ્ય સંયોગો સ્વરૂપ સાધવામાં નડે છે. તો તે પણ મિથ્યાદષ્ટિ છે. સ્વરૂપનું સાધન પોતાને કરવું નથી તેથી બિહરદષ્ટિ વડે બહારના દોષ કાઢે છે. પરંતુ કોઈ બાહ્ય સંયોગો સ્વરૂપ સાધવામાં રોકતા નથી. ભરત ચક્રવર્તી વગેરેને તો ઘણો બાહ્ય સંયોગ હતો છતાં તેઓને સ્વભાવસાધન નિત્ય વર્તતું હતું. અત્યારે તો તેટલો સંયોગ કોઈને છે નહિ. જેની રુચિ-વૃત્તિ બહારમાં જ ધોળાયા કરે છે તે જ જીવ સ્વરૂપ કઠણ માને છે, પણ જો આત્માની રુચિ કરીને પોતે સ્વરૂપ સમજવા માગે તો સ્વરૂપ અવશ્ય સમજાય તેવું છે. સમજવું તે તો આત્માનો સ્વભાવ છે; જડને કંઈ જ ન સમજાય; પરંતુ ચૈતન્યને તો બધું જ સમજાય, એવો તેનો સ્વભાવ છે. પોતાનું સ્વરૂપ સમજવું તે પોતાનો સ્વભાવ જ છે અને તેથી તે જરૂર થઈ શકે છે.
વળી, કોઈ બહિરદષ્ટિ એમ કહે છે કે, પ્રતિકૂળ સંયોગો સ્વરૂપ સમજવામાં નડે છે. તેની વાત પણ જુઠ્ઠી છે. કોઈ સંયોગો આત્માને પ્રતિકૂળ છે જ નહિ. અરે ભાઈ! સ્વરૂપની ઊંધી સમજણ કરીને ઊંધા ભાવ કરી રહ્યો છો તે ભાવમાં તને પ્રતિકૂળ સંયોગો નથી નડતા અને સ્વરૂપની સમજણના સવળા ભાવ કરવામાં તને પ્રતિકૂળ સંયોગો નડે છે? વાહ! પોતાને જે કરવું નથી તેમાં સંયોગોનો વાંક કાઢે છે; અને પોતાને જે રુચે છે તે કરે છે, તેમાં તો સંયોગોની પ્રતિકૂળતાને સંભારતો નથી. આત્માની રુચિ કરવામાં સંયોગ નડે અને સંસારની રુચે કરવામાં સયોગ ન નડે-એ વાત ક્યાંની? સાતમી નરકમાં અનંત પ્રતિકૂળતાના ગંજ બાહ્યમાં હોવા છતાં ત્યાંના જીવ પણ સ્વરૂપની રુચિ કરીને ધર્મ પામી શકે છે. અહીં તો તેના અનંતમા ભાગે પ્રતિકૂળતા પણ નથી. પરંતુ પોતાને આત્માની દરકાર નથી તેથી સંયોગનો દોષ કાઢે છે. જો પોતે સમજવા માગે તો ગમે ત્યારે સમજી શકાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
૩૭
—————
––
––
પર વસ્તુઓનો સંયોગ વિયોગ થવો તે તો પૂર્વનાં પુણ્ય પાપ અનુસાર છે. તેનો કર્તા આત્મા નથી, પણ સંયોગની અને વિકારની ચિનો નાશ કરીને પોતાના સ્વભાવમાં વળવું તે તો પોતાના પુરુષાર્થને આધીન છે. પોતાને પુરુષાર્થ કરવામાં કોઈ નિમિત્ત કે સંયોગ નડતા નથી. પોતે સત્ સમજવાની રુચિ કરે ત્યારે સને અનુકૂળ નિમિત્ત સ્વયં હોય જ છે. સાચી સમજણ કરવાની રુચિના અભાવે જ જીવ અનાદિથી પોતાનું સ્વરૂપ સમજ્યો નથી. માટે આત્મસ્વરૂપ સમજવાની રુચિ કરો અને જ્ઞાન કરો.
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા | પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું વ્યાખ્યાન-હિ. શ્રાવણ
વદિ ૧, વીર સવંત ૨૪૭૩ ૧. ઉપાદાન-નિમિત્ત.
ઉપાદાન કોને કહેવું? અને નિમિત્ત કોને કહેવું? આત્માની ત્રિકાળી શક્તિને ઉપાદાન કહેવાય છે તેમ જ પર્યાયની વર્તમાન શક્તિને પણ ઉપાદાન કહેવાય છે. જે અવસ્થામાં કાર્ય થાય છે તે સમયની તે અવસ્થા પોતે જ ઉપાદાન કારણ છે અને તે વખતે તેને અનુકૂળ પરદ્રવ્ય નિમિત્ત છે. નિમિત્તને લીધે ઉપાદાનમાં કાંઈ થતું નથી. આ ઉપાદાન-નિમિત્ત સંબંધી ચાલતી અનેક પ્રકારની મિથ્યા માન્યતા દૂર થઈ જાય તે માટે આ ઉપાદાન-નિમિત્તનો સિદ્ધાંત અનેક દષ્ટાંતો સહિત સમજાવવામાં આવે છે.
૨. ગુરુના નિમિત્તથી જ્ઞાન થતું નથી.
આત્મામાં જે જ્ઞાન થાય છે તે જ્ઞાન આત્માના પર્યાયની શક્તિથી થાય છે કે શાસ્ત્રના નિમિત્તથી થાય છે? આત્માના પર્યાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
27.
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
-
-
--
-
-
--
-
-
--
લાયકાતથી જ જ્ઞાન થાય છે, નિમિત્તથી જ્ઞાન થતું નથી. જે વખતે આત્માના પર્યાયમાં પુરુષાર્થ દ્વારા સમ્યજ્ઞાન પ્રગટ કરવાની લાયકાત હોય અને આત્મા સમ્યજ્ઞાન પ્રગટ કરે તે વખતે ગુરુને નિમિત્ત કહેવાય છે, પણ ગુરુના નિમિત્તથી જ્ઞાન થયું નથી.
જ્યારે જીવમાં પ્રથમ સમ્યજ્ઞાનનો પુરુષાર્થ હોય ત્યારે ગુરુની વાણીમાં જોગવાઈ હોય જ. પણ જ્યાં સુધી તે વાણી ઉપર જીવનું લક્ષ છે ત્યાં સુધી રાગ છે, અને જ્યારે વાણીનું લક્ષ છોડીને સ્વભાવનો નિર્ણય કરે છે ત્યારે તે નિર્ણયમાં ગુરુને નિમિત્ત કહેવાય છે. અને જીવને ગુરુના બહુમાનનો વિકલ્પ ઊઠે ત્યારે તે એમ પણ કહે કે, મને ગુરુથી જ્ઞાન થયું. ૩. “ગુરુથી જ્ઞાન થયું” એમ કહેવું તે કપટ નથી, પણ વ્યવહાર છે.
પ્રશ્ન:- જ્ઞાન તો પોતાથી જ થયું છે, ગુરુથી થયું નથી એમ જાણે છે. છતાં ગુરુથી જ્ઞાન થયું એમ કહેવું તે કપટ ન કહેવાય?
ઉત્તર:- વ્યવહારમાં એમ જ બોલાય. એ કપટ નથી પણ યથાર્થ સિદ્ધાંત છે. ગુરુના બહુમાનનો શુભ વિકલ્પ ઊઠયો છે તેથી નિમિત્તમાં આરોપ અપાય છે.
પ્રશ્ન:- ગુરુના બહુમાનનો વિકલ્પ ઊઠે તે તો બરાબર છે પણ ગુથી જ્ઞાન થયું' એમ શા માટે કહે છે?
ઉત્તર:- બહુમાનનો વિકલ્પ ઊઠયો છે તેથી નિમિત્તમાં આરોપ કરીને વ્યવહારે તેમ કહેવાય છે. આરોપની ભાષા એવી જ હોય. પણ ખરેખર ગુરુથી જ્ઞાન થયું છે એમ નથી અથવા તો ગુરુ ન હોત તો જ્ઞાન ન થાત એમ પણ નથી. પોતે પુરુષાર્થથી જ્યારે જ્ઞાન કરે છે ત્યારે ગુરુ નિમિત્ત તરીકે ગણાય છે. એ સિદ્ધાંત છે. ૪. માટીમાં ઘડારૂપ પર્યાય થવાની લાયકાત કાયમની
નથી પણ એક સમયની જ છે. માટીમાંથી ઘડો થયો છે, તે તેના વર્તમાન પર્યાયની તે સમયની લાયકાતથી જ થયો છે, કુંભારના કારણે થયો નથી. કોઈ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
૩૯
એમ કહે કે ‘માટીમાં ઘડો થવાની લાયકાત તો કાયમ છે પણ કુંભાર આવ્યો ત્યારે ઘડો થયો.' તો એ માન્યતા ખોટી છે. માટીમાં ઘડા રૂપે થવાની લાયકાત કાયમ નથી, પણ વર્તમાન એક જ સમયના પર્યાયની તે લાયકાત છે, અને જે સમયે પર્યાયમાં લાયકાત હોય છે તે સમયે જ ઘડો થાય છે. અન્ય પદાર્થોથી માટીને જીદી ઓળખાવવા માટે ‘માટીમાં ઘડો થવાની લાયકાત છે' એમ દ્રવ્યાર્થિકનયે કહેવાય છે. પણ ખરેખર તો જ્યારે ઘડો થાય છે ત્યારે જ તેનામાં ઘડો થવાની લાયકાત છે, ત્યાર પહેલાં ઘડો થવાની લાયકાત નથી પણ બીજા પર્યાયો થવાની લાયકાત છે. ૫. ગુરુને લીધે શ્રદ્ધા થતી નથી.
આત્મા પુરુષાર્થથી સાચી શ્રદ્ધા કરે છે, તે તેના પર્યાયની વર્તમાન લાયકાત છે, ને ગુરુ પોતાના કા૨ણે ૧ ‘હાજર હોય છે તે નિમિત્ત છે. જીવે શ્રદ્ધા કરી માટે ગુરુને આવવું પડયું એમ નથી, તેમ જ ગુરુ આવ્યા તેના કારણે શ્રદ્ધા થઈ એમ પણ નથી; બંને પોતાના કારણે છે. જો ગુરુ આવ્યા માટે શ્રદ્ધા થઈ-એમ માનીએ તો, ગુરુ કર્તા અને શિષ્યને શ્રદ્ધા થઈ તે તેનું કાર્ય એમ બે દ્રવ્યોને કર્તાકર્મપણું થઈ જાય; અથવા તો શ્રદ્ધા કરી માટે ગુરુ આવ્યા તે તેનું કાર્ય- એમ માનીએ તો, શ્રદ્ધા કર્તા અને ગુરુ આવ્યા તે તેનું કાર્ય–એમ બે દ્રવ્યોને કર્તાકર્મપણું થઈ જાય. પણ શ્રદ્ધા થઈ તે શ્રદ્ધાની પર્યાયના કારણે, ને ગુરુ ને આવ્યા તે ગુરુની પર્યાયના કારણે...... બંને સ્વતંત્ર છે.
૬. શાસ્ત્રથી જ્ઞાન થતું નથી.
સામે શાસ્ત્ર આવ્યું માટે જ્ઞાન થયું એમ નથી. પણ જે ક્ષણે પોતાની લાયકાત છ તે ક્ષણે જીવ પોતાની શક્તિથી જ્ઞાન કરે છે અને ત્યારે નિમિત્ત તરીકે શાસ્ત્ર હોય છે. જ્ઞાન થવાનું હોય માટે.
૧. વિધમાન; ઉપસ્થિત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
४०
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
શાસ્ત્રને આવવું જ પડે તેમ નથી, અને શાસ્ત્ર આવ્યું માટે જ્ઞાન થયું એમ પણ નથી.
આત્માના સામાન્ય જ્ઞાનસ્વભાવનું વિશેષરૂપ પરિણમન થઈને જ જ્ઞાન થાય છે. તે જ્ઞાન નિમિત્તના અવલંબન વગર અને રાગના આશ્રય વગર સામાન્ય જ્ઞાનસ્વભાવના આશ્રયે જ થાય છે.
૭. કુંભારને લીધે ઘડો થયો નથી.
માટીના જે સમયના પર્યાયમાં ઘડો થવાની લાયકાત છે તે જ સમયે તે પોતાના ઉપાદાનથી જ ઘડારૂપે થાય છે, અને તે વખતે કુંભારની હાજરી ( ઉપસ્થિતિ ) તેના પોતાના કારણે હોય છે. તેને નિમિત્ત કહેવાય છે. ઘડો થાય તે વખતે કુંભાર વગેરે ન હોય તેમ બને નહિ પણ કુંભાર આવ્યો માટે માટીની અવસ્થા ઘડારૂપે થઈ એમ નથી; ઘડો થવાનો હતો માટે કુંભારને આવવું પડયું એમ પણ નથી. માટીમાં સ્વતંત્ર તે સમયના પર્યાયની લાયકાતથી ઘડો છે અને તે વખતે કુંભાર પોતાના પર્યાયની સ્વતંત્ર લાયકાતથી હાજર છે; પણ કુંભારે ઘડો કર્યો નથી, તેમજ કુંભારના નિમિત્તથી ઘડો થયો નથી.
૮. એક પર્યાયમાં બે પ્રકારની લાયકાત હોય જ નહિ.
પ્રશ્ન:- જ્યાં સુધી કુંભારરૂપી નિમિત્ત ન હતું ત્યાં સુધી માટીમાંથી ઘડો કેમ ન થયો ?
ઉત્ત૨:- અહીં એ ખાસ વિચારવાનું છે કે જે વખતે માટીમાંથી ઘડો નથી થયો તે વખતે તેનામાં શું ઘડો થવાની યોગ્યતા છે? કે ઘડો થવાની યોગ્યતા જ નથી ?
,
જો એમ માનવામાં આવે કે ‘માટીમાંથી ઘડો નથી થયો તે વખતે પણ માટીમાં ઘડો થવાની યોગ્યતા છે.' પરંતુ નિમિત્ત નથી માટે ઘડો નથી થતો, તો એ માન્યતા બરાબર નથી. કેમ કે જ્યારે માટીમાં ઘડારૂપ અવસ્થા નથી થઈ ત્યારે તેમાં પિંડરૂપ અવસ્થા છે, અને તે વખતે અવસ્થા થવાની જ તેની યોગ્યતા છે, જે સમયે માટીની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
૪૧
–––––––
પર્યાયમાં પિંડરૂપ અવસ્થાની યોગ્યતા હોય તે જ સમયે તેમાં ઘડારૂપ અવસ્થાની પણ યોગ્યતા હોઈ શકે જ નહિ. કેમકે એક જ પર્યાયમાં એક સાથે બે પ્રકારની યોગ્યતા હોઈ શકે જ નહિ. આ સિદ્ધાંત અત્યંત અગત્યનો છે, તે દરેક ઠેકાણે લાગુ પાડવો.
આ સિદ્ધાંતથી નક્કી થયું કે, માટીમાં જે વખતે પિંડરૂપ અવસ્થા હતી તે વખતે તેનામાં ઘડારૂપ અવસ્થાની યોગ્યતા જ ન હતી, તેથી જ તેમાં ઘડો થયો નથી; પરંતુ કુંભાર ન હતો માટે ન થયો એ વાત ખોટી
૯. “નિમિત્તો ન મેળવે તો કાર્ય ન થાય” એ માન્યતાનું મિથ્યાપણું, અને તે સંબંધી પુત્રનું દષ્ટાંત.
“કોઈને પુત્ર થવાનો હતો પણ વિષયરૂપ નિમિત્ત ન મળ્યું માટે ન થયો” એ વાત મિથ્યા છે. જો પુત્ર થવાનો જ હોય તો જે વખતે થવાનો હોય તે વખતે થાય જ, અને તે વખતે વિષયાદિ નિમિત્ત સ્વયં હોય. પુત્ર એટલે કે એક આત્મા અને અનંત રજકણો આવવાના તો છે પણ પતિપત્ની બ્રહ્મચર્ય પાળે છે એટલે કે પુત્ર થવાનું નિમિત્ત નથી મળતું નથી તેથી તે આવતો અટકી ગયો એ માન્યતા મિથ્યાત્વ છે. પુત્ર થવાનો જ ન હતો અર્થાત્ તે જીવ અને અનંત રજકણોની ક્ષેત્રાતરરૂપ અવસ્થાની લાયકાત જ ત્યાં આવવાની ન હતી તેથી જ તે આવ્યા નથી. “પુત્ર આવવાની લાયકાત તો હતી પણ નિમિત્ત ન મળ્યું માટે ન આવ્યો, ને નિમિત્તે મળ્યું ત્યારે આવ્યો” એ માન્યતાનો અર્થ એ થયો કે નિમિત્તે કાર્ય કર્યું એ બે દ્રવ્યની એકત્વબુદ્ધિ જ છે. અથવા તો માતાપિતાએ નિમિત્તનો રસ્તો ન લીધો માટે પુત્ર ન થયો એ વાત પણ મિથ્યા છે. પુત્ર થવાની લાયકાત હોય ત્યારે તે થાય છે અને તે વખતે વિષયાદિનો અશુભ વિકલ્પ તથા શરીરની ભોગરૂપ ક્રિયા હોય છે- તેને નિમિત્ત કહેવાય છે. પણ પુત્ર આવવાનો હતો તેના કારણે વિકલ્પ કે ક્રિયા નથી, અને ક્રિયા તથા વિકલ્પ થયો તેને કારણે પુત્ર આવ્યો નથી. વિષયનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
—
—
—
—
—
—
—
=
=
=
=
અશુભ વિકલ્પ આવ્યો માટે દેહની ક્રિયા થઈ એમ નથી. દેહની ક્રિયા થવાની હતી માટે અશુભ વિકલ્પ આવ્યો નથી. દરેક દ્રવ્ય પોતાનું કાર્ય સ્વતંત્રપણે કર્યું છે.
૧૦. જીવ નિમિત્તોને મેળવી કે દૂર કરી શકે નહિ,
માત્ર પોતાનું લક્ષ ફેરવી શકે. જીવ પોતામાં શુભભાવ કરી શકે; પણ શુભભાવ કરવાથી તે બહારનાં શુભ નિમિત્તોને મેળવી શકે અથવા તો અશુભ નિમિત્તોને દૂર કરી શકે એમ નથી. જીવ પોતે અશુભ નિમિત્તો ઉપરથી લક્ષ ફેરવીને શુભ નિમિત્તો ઉપર લક્ષ કરે, પણ નિમિત્તોને નજીક લાવવા કે દૂર કરવા તે જીવ કરી શકતો નથી. કોઈ જિનમંદિર વગેરે ધર્મસ્થાનનો શિલાન્યાસ (ખાતમુહૂર્ત) કરવાનો શુભ ભાવ જીવે કર્યો, માટે જીવના ભાવને લીધે બહારમાં ખાતમુહૂર્તની ક્રિયા થઈ એ વાત ખોટી છે. જીવ માત્ર નિમિત્ત ઉપર લક્ષ કરે અથવા લક્ષ છોડ, પણ નિમિત્તરૂપ પદાર્થોમાં તે કંઈ ફેરફાર કરી શકે નહિ. આવો વસ્તુનો સ્વભાવ જ છે; આ સમજવું તે ભેદજ્ઞાન છે.
૧૧. પંચમહાવ્રતને કારણે ચરિત્રદશા નથી,
ને ચારિત્રના કારણે વસ્ત્રનો ત્યાગ નથી. જેને આત્માની નિર્મળ વીતરાગી ચરિત્ર દશા થાય તેને તે દશા થયા પહેલાં ચારિત્ર અંગીકાર કરવાનો વિકલ્પ ઊઠે. જે વિકલ્પ ઊઠયો તે રાગ છે, તેના કારણે વીતરાગભાવરૂપ ચારિત્ર પ્રગટતું નથી, ચારિત્ર તો તે જ સમયની પર્યાયના પુરુષાર્થથી પ્રગટયું છે.
ચારિત્રદશામાં શરીરની નગ્ન દશા શરીરના કારણે હોય છે. આત્માને ચારિત્ર અંગીકાર કરવાનો વિકલ્પ ઊયો તેના કારણે અથવા તો ચરિત્રદશા પ્રગટ કરી તેના કારણે શરીર ઉપરથી લૂગડાં ખસી ગયાં એમ નથી, પણ તે સમયે લૂગડાંના પરમાણુઓની અવસ્થામાં ક્ષેત્રમંતરની તેવી જ લાયકાત હતી તેથી જ ખસ્યાં છે, આત્માએ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
૪૩
વિકલ્પ કર્યો માટે તે વિકલ્પને આધીન લૂગડાં છૂટી ગયાં એમ જો હોય તો વિકલ્પ તે કર્તા થયો અને લૂગડાં છૂટ્યાં તે તેનું કર્મ થયું. એટલે કે બે દ્રવ્યો એક થઈ જાય. તેવી જ રીતે, લૂગડાં છૂટવાનાં હતાં માટે જીવને વિકલ્પ આવ્યો એમ પણ નથી. કેમ કે જો એમ હોય તો લૂગડાંના પર્યાય તે કર્તા ઠરે, એટલે કે બે દ્રવ્યો એક થઈ જાય પણ જ્યારે સ્વભાવના ભાનપુર્વક ચારિત્રનો વિકલ્પ ઊઠે અને ચારિત્ર ગ્રહણ કરે ત્યારે વસ્ત્ર છૂટવાનો પ્રસંગ સહજપણે તેના કારણે હોય છે. પણ “મેં વસ્ત્ર છોડયાં અથવા તો મારો વિકલ્પ નિમિત્ત થયો તેથી વસ્ત્ર છૂટી ગયાં' એવી માન્યતા તે મિથ્યાત્વ છે. વીતરાગી ચારિત્ર પહેલાં પંચમહાવ્રતાદિનો વિકલ્પ આવ્યા વગર ન રહે. પણ તે વિકલ્પના આશ્રય ચારિત્રાદશા પ્રગટતી નથી.
ચારિત્રમાં પંચમહાવ્રતના વિકલ્પને નિમિત્ત કહેવાય છે. વિકલ્પ તો રાગ છે તેનાથી સ્વભાવ તરફ ઢળાતું નથી પણ વિકલ્પ છોડીને સ્વભાવ તરફ ઢળે ત્યારે પુર્વના વિકલ્પને નિમિત્ત કહેવાય છે. પંચમહાવ્રતાદિના વિકલ્પને ચારિત્રનું નિમિત્ત ક્યારે કહેવાય? એ સ્વભાવમાં લીનતાનો પુરુષાર્થ કરીને ચારિત્રદશા પ્રગટ કરે તો વિકલ્પને તેનું નિમિત્ત કહેવાય. પણ પંચમહાવ્રતના વિકલ્પરૂપ નિમિત્ત કરું તો ચારિત્ર પ્રગટે-એવી માન્યતા તે મિથ્યાત્વ છે. તેવી જ રીતે વ્યવહાર દર્શન, વ્યવહાર જ્ઞાનને વ્યવહાર ચારિત્રનાં પરિણામ કરું તો તેનાથી નિશ્ચય દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટે એ માન્યતા પણ મિથ્યાત્વ છે.
૧૨. સમય સમયની સ્વતંત્રતા અને ભેદજ્ઞાન આ વાત દરેક વસ્તુના સ્વતંત્ર સ્વભાવની છે. સ્વભાવની સ્વતંત્રતા ન સમજે અને “નિમિત્તથી થાય” એમ માને ત્યાં સભ્યશ્રદ્ધા નથી, અને સભ્યશ્રદ્ધા વગર જ્ઞાન સાચું નથી. શાસ્ત્રનાં ભણતર સાચાં નથી, વ્રત સાચાં નથી, ત્યાગ સાચો નથી. દરેક વસ્તુમાં સમય સમયના પર્યાયની સ્વતંત્રતા છે. દરેક પદાર્થમાં તેના કારણે સમય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४४
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
સમયના તેની પર્યાયની લાયકાતથી કાર્ય થાય છે. પર્યાયની લાયકાત તે ઉપાદાન કારણ છે અને તે વખતે તે કાર્ય માટે અનુકૂળતાનો આરોપ જેના ઉપર આવી શકે એવી લાયકાતવાળી બીજી ચીજ યોગ્ય ક્ષેત્રે હોય છે તેને નિમિત્ત કારણ કહેવાય છે, પણ તેના કારણે વસ્તુમાં કાંઈ થતું નથી. આવું ભિન્નતાનું યથાર્થ ભાન તે ભેદજ્ઞાન છે.
આત્મા તેમ જ દરેક પરમાણુનો પર્યાય સ્વતંત્ર છે. જીવને વાંચવાનો વિકલ્પ ઊઠયો માટે પુસ્તક હાથમાં આવ્યું નથી, અથવા તો પુસ્તક આવ્યું એમ માટે વિકલ્પ ઊઠયો એમ પણ નથી. તેમજ જ્ઞાન થવાનું હતું માટે વાંચવાનો વિકલ્પ ઊઠયો એમ નથી અને વાંચવાનો વિકલ્પ ઊઠ્યો માટે જ્ઞાન થયું એમ પણ નથી, પણ દરેક દ્રવ્ય તે વખતે સ્વતંત્રપણે પોતપોતાનું કાર્ય કર્યું છે. વીતરાગી ભેદવિજ્ઞાન એમ જણાવે છે કે, દરેક સમયે દરેક પર્યાય પોતાના સ્વતંત્ર ઉપાદાનથી જ કાર્ય કરે છે. ઉપાદાનનું કાર્ય નિમિત્ત આવે તો થાય એવું પરાધીન વસ્તુસ્વરૂપ નથી. પણ ઉપાદાનનું કાર્ય સ્વતંત્ર થાય છે ત્યારે નિમિત્ત તેની પોતાની લાયકાતથી હોય છે.
૧૩. સૂર્ય ઊગ્યો માટે છાયામાંથી તડકો થયો એ વાત ખોટી.
છાયામાંથી તડકો થવાની પરમાણુની અવસ્થામાં જે સમયે લાયકાત હોય તે જ સમયે તડકો થાય છે, અને તે સમયે સૂર્ય વગેરે નિમિત્ત તરીકે હોય છે. પણ સૂર્ય વગેરે નિમિત્ત તરીકે હોય છે. પણ સૂર્ય વગેરે નિમિત્ત આવ્યું માટે છાયામાંથી તડકો થયો એ વાત ખોટી છે. તેમજ છાયામાંથી તડકારૂપે અવસ્થા થવાની હતી માટે સૂર્ય વગેરેને આવવું પડયું એ વાત પણ ખોટી છે. સૂર્ય ઊગ્યો તે તેની તે વખતની લાયકાત છે, ને જે પરમાણુઓ છાયામાંથી તડકારૂપે થયા તેની તે સમયની તેવી લાયકાત છે.
૧૪. કેવળજ્ઞાન અને વર્ષભનારાચસંહનન બંનેની સ્વતંત્રા.
કેવળજ્ઞાન થાય ત્યારે વર્ષભનારાચસંહનન નિમિત્ત હોય છે. પણ તે વજર્ષભરનારાચસંહનન નિમિત્તરૂપે છે માટે કેવળજ્ઞાન થયું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
૪૫
છે એમ નથી. અને કેવળજ્ઞાન થવાનું છે માટે વર્ષભનારાચસંહનાનપણે પરમાણુઓને થવું પડયું એમ પણ નથી. જ્યાં જીવની પર્યાયમાં કેવળજ્ઞાનના પુરુષાર્થની જાગૃતિ હોય છે ત્યાં શરીરના પરમાણુઓમાં વજર્ષભનારાચસંહનરૂપ અવસ્થા તેની લાયકાતથી હોય છે. બંનેની લાયકાત સ્વતંત્ર છે, કોઈના કારણે કોઈ નથી. જીવને કેવળજ્ઞાન પામવાની યોગ્યતા હોય ત્યારે શરીરના પરમાણુઓમાં વજર્ષભનારાચસંહનનરૂપ અવસ્થાની જ યોગ્યતા હોય એવા મેળ સ્વભાવથી જ છે, કોઈ એકબીજાના કારણે નથી.
૧૫. પેટ્રોલ ખૂટયું અને મોટર અટકી એ વાત સાચી નથી.
એક મોટર ચાલતી હોય અને તેની પેટ્રોલની ટાંકી ફૂટી જતાં તેમાંથી પેટ્રોલ નીકળી જાય અને મોટર ચાલતી અટકી જાય ત્યાં પેટ્રોલ નીકળી ગયું માટે મોટર અટકી ગઈ એમ નથી. જે સમયે મોટરમાં ગતિરૂપ અવસ્થાની લાયકાત હોય તે સમયે તે ગતિ કરે છે. તે વખતે પેટ્રોલની અવસ્થા મોટરની ટાંકીમાં ક્ષેત્રમાં રહેવાની હોય છે. પણ પેટ્રોલ છે માટે મોટર ચાલે છે એ વાત ખોટી છે. મોટરના દરેક પરમાણુ પોતની સ્વતંત્ર કિયાવતી શક્તિની લાયકાતથી ગમન કરે છે અને પેટ્રોલ નીકળી ગયું માટે મોટરની ગતિ અટકી ગઈ એમ નથી. જે ક્ષેત્રો જે સમયે અટકવાની લાયકાત હતી તે જ ક્ષેત્રે અને તે જ સમયે મોટર અટકી છે, અને પેટ્રોલના પરમાણુઓ પણ પોતાની લાયકાતથી જ છૂટા પડ્યા છે. પેટ્રોલ ખૂટ્ય માટે મોટર અટકી એ વાત સાચી નથી. ૧૬. વાણી એની મેળે (પરમાણુઓથી) બોલાય છે, જીવ તેનો કર્તા નથી.
બોલવાનો વિકલ્પ રાગ થયો માટે વાણી બોલાણી એમ નથી. અને વાણી બોલવાની હતી માટે વિકલ્પ થયો એમ પણ નથી. રાગના કારણે જ વાણી બોલાતી હોય તો, રાગ કર્તા અને કર્મ એમ ઠરે. અથવા વાણી બોલાવાની હતી માટે રાગ થયો એમ હોય તો, વાણીના પર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
માણુ કર્તા અને રાગ તેનું કર્મ એમ ઠરે. પણ રાગ તો જીવનો પર્યાય છે અને વાણી તો પરમાણુનો પર્યાય છે. તેમને કર્તાકર્મભાવ ક્યાંથી હોય ? જીવના પર્યાયની લાયકાત હોય તો રાગ થાય છે, ને વાણી તે પરમાણુઓનું તે વખતનું સહજ પરિણમન છે. પરમાણુઓ સ્વતંત્રપણે વાણીરૂપે પરિણમે ત્યારે જીવને રાગ હોય તો તેને નિમિત્ત કહેવાય છે. કેવળી ભગવાનને વાણી હોય છતાં રાગ હોતો નથી.
૧૭. શ૨ી૨ એની પોતાની યોગ્યતાથી ચાલે છે, જીવની ઈચ્છાથી નહિ.
જીવ ઈચ્છા કરે માટે શરીર ચાલે છે એમ નથી, અને શરીર ચાલે છે માટે જીવને ઈચ્છા થાય છે એમ પણ નથી. શરીરના પરમાણુઓમાં ક્રિયા વતી શક્તિની લાયકાતથી ગતિ થાય છે, ત્યારે કોઈ જીવને પોતાની અવસ્થાની લાયકાતથી ઈચ્છા હોય છે અને કોઈને નથી પણ હોતી. કેવળીને શરીરની ગતિ હોવા છતાં ઇચ્છા નથી હોતી. ઈચ્છાના નિમિત્તથી શરીર ચાલે છે એ વાત ખોટી છે. અને ગતિના નિમિત્તથી ઈચ્છા થાય છે એ વાત પણ ખોટી છે.
૧૮. વિકલ્પ નિમિત્ત છે માટે ધ્યાન જામે છે એ વાત સાચી નથી.
ચૈતન્યના ધ્યાનનો વિકલ્પ ઊઠે તે રાગ છે, તે વિકલ્પરૂપી નિમિત્તના કારણે ધ્યાન જામે છે એમ નથી, પણ જ્યાં ધ્યાન જામવાનું હોય ત્યાં પહેલાં વિકલ્પ હોય છે. પણ વિકલ્પને કારણે ધ્યાન નથી, ને ધ્યાનને કારણે વિકલ્પ નથી. જે પર્યાયમાં વિકલ્પ હતો. તે પર્યાયની સ્વતંત્ર લાયકાતથી હતો અને જે પર્યાયમાં ધ્યાન જામ્યું તે તે પર્યાયની સ્વતંત્ર લાયકાતથી જામ્યું છે.
૧૯. સમ્યનિયતવાદ અને તેનું ફળ
પ્રશ્ન:- આ તો નિયતવાદ થઈ જાય છે?
ઉત્તર:- આ સમ્યક્ નિયતવાદ છે, મિથ્યા નિયતવાદ નથી. સમ્યક્ નિયતવાદ એટલે શું? જે પદાર્થમાં જે સમયે જે ક્ષેત્રે જે નિમિત્તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
४७
જેમ થવાનું તેમ થવાનું જ છે, તેમાં કિંચિત્ ફેરફાર કરવા કોઈ સમર્થ નથી એવો જ્ઞાનમાં નિર્ણય કરવો તે સમ્યક્ નિયતવાદ છે, અને તે નિર્ણયમાં સ્વભાવ તરફનો અનંત પુરુષાર્થ આવી જાય છે. બધું જ નિયત છે એમ જે જ્ઞાને નિર્ણય કર્યો તે જ્ઞાનમાં એમ પણ નિર્ણય થઈ ગયો કે કોઈ પણ દ્રવ્યમાં કંઈ પણ ફેરવવા હું સમર્થ નથી. એ રીતે, નિયતનો નિર્ણય કરતાં ‘હું પરનું કરી શકું' એવો અહંકાર ટળી ગયો અને જ્ઞાન પરથી ઉદાસીન થઈને સ્વભાવ તરફ વળ્યું. હવે પોતાનો પર્યાય પણ ક્રમબદ્ધ જ છે. તે ક્રમબદ્ધ પણાનો નિર્ણય કરનારું જ્ઞાન, રાગ હોવા છતાં તેનો નિષેધ કરીને દ્રવ્યસ્વભાવ તરફ ઢળે છે કઈ રીતે ઢળે છે? જ્યારે રાગને જાણે છે ત્યારે જ્ઞાનમાં એમ વિચારે છે કે, મારા ક્રમબદ્ધ પર્યાયને દ્રવે છે, તે ત્રિકાળી દ્રવ્ય રાગસ્વરૂપ નથી, માટે આ જે રાગ થયો છે તે મારું સ્વરૂપ નથી અને હું તેનો કર્તા નથી અને હું તેનો કર્તા નથી. આ રીતે, સમ્ગનિયતવાદનો પોતાના જ્ઞાનમાં જેણે યથાર્થ નિર્ણય કર્યો તે જીવનું જ્ઞાન પોતાના શુદ્ધ સ્વભાવ તરફ ઢળ્યું અને તેને સ્વભાવનાં શ્રદ્ધા-જ્ઞાન થયાં, ૫૨થી ઉદાસીન થયો, રાગનો અકર્તા થયો, ને પરથી તથા વિકારથી ખસીને બુદ્ધિ સ્વભાવમાં જ રોકાણી. આ સમ્મષ્ક્રિયતવાદનું ફળ છે; તેમાં જ્ઞાન અને પુરુષાર્થનો સ્વીકાર છે, પણ જે જીવ નિયતવાદને માને છે એટલે કે જેમ થવાનું હશે તેમ થશે એમ માને છે, પરંતુ નિયતવાદના નિર્ણયમાં પોતાનું જે જ્ઞાન અને પુરુષાર્થ આવે છે તેનો સ્વીકાર કરતો નથી અર્થાત્ સ્વભાવ તરફ ઢળતો નથી તે મિથ્યાદષ્ટિ છે; અને નિયતવાદ તે ગૃહીત મિથ્યાત્વનો ભેદ છે તેથી તે ગૃહીમિથ્યા દષ્ટિ છે.
૨૦. સમ્યક્ નિયતવાદમાં પુરુષાર્થ વગેરે પાંચે સમવાય એકસાથે છે.
જે અજ્ઞાનીઓ યથાર્થ નિર્ણય ન કરી શકે તેમને એમ લાગે કે આ તો એકાંત નિયતવાદ થઈ જાય છે. પરંતુ આ નિયતવાદનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
४८
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
-
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
યથાર્થ નિર્ણય કરતાં તો પોતાના કેવળજ્ઞાનનો નિર્ણય થઈ જાય છે. ગુરુ, શિષ્ય, શાસ્ત્ર, વગેરે બધાય પદાર્થોની જે સમયે જે લાયકાત હોય તે જ પર્યાય થાય છે એમ નક્કી કર્યું. એટલે પોતે તેનો જાણનાર રહી ગયો, જાણવામાં વિકલ્પ નહિ, અસ્થિરતાનો જે વિકલ્પ ઊઠે તેનો કર્તા નહિ. એ ચેતે ક્રમસર પર્યાયની શ્રદ્ધા થતાં દ્રવ્યદૃષ્ટિ થઈને રાગનું કર્તાપણું ઊડી જાય છે. આવા સમ્યક નિયતવાદની શ્રદ્ધામાં જ પાંચે સમવાય એકસાથે સમાઈ જાય છે. પ્રથમ તો સ્વભાવનું જ્ઞાન અને શ્રદ્ધા કરી તે પુરુષાર્થ, તે જ સમયે જે નિર્મળ પર્યાય પ્રગટવાનું નિયત હતું તે જ પર્યાય પ્રગટયો છે તે નિયતિ, તે સમયે જે પર્યાય પ્રગટયો તે જ સ્વકાળ, જે પર્યાય પ્રગટયો તે સ્વભાવમાં હતી- તે જ પ્રગટયો છે તે સ્વભાવ અને તે વખતે પુદ્દગલ કર્મનો સ્વયં અભાવ હોય છે તે અભાવરૂપ નિમિત્ત; અને સદ્ગુરુ વગેરે હોય તે સદ્દભાવરૂપ નિમિત્ત છે. ક્રમબદ્ધપર્યાય જ થાય છે એની શ્રદ્ધા કરતાં અથવા તો સમ્યક નિયતવાદનો નિર્ણય કરતાં જીવ જગતનો સાક્ષી થઈ જાય છે. આમાં સ્વભાવનો અનંત પુરુષાર્થ સમાય છે. આ જૈન દર્શનનું મૂળભૂત રહસ્ય છે.
૨૧. સમ્યક્ નિયતવાદ ને મિથ્યા નિયતવાદ.
ગોમટ્ટસાર કર્મકાંડ ગા. ૮૮૨ માં જે નિયતવાદી જીવને ગૃહીત મિથ્યાદષ્ટિ કહ્યો છે તે જીવ તો નિયતવાદી વાત કરે છે પણ પોતાના જ્ઞાનમાં જ્ઞાતા દ્રષ્ટાપણાનો પુરુષાર્થ કરતો નથી. જો સગ્નિયતવાદનો યથાર્થ નિર્ણય કરે તો સ્વભાવનો જ્ઞાતા-દ્રષ્ટાપણાનો પુરુષાર્થ તેમાં આવી જ જાય છે. પણ તે જીવ તો એકલા પર લક્ષે જ નિયતવાદ માની રહ્યો છે અને નિયતવાદના નિર્ણયમાં પોતાનું જે જ્ઞાન અને પુરુષાર્થ કાર્ય કરે છે તેને તે સ્વીકારતો નથી તેથી તે જીવ મિથ્યા નિયતવાદી છે અને તેને જ ગૃહીતમિથ્યાત્વી કહ્યો છે. નિયતવાદનો સભ્યગ્નિર્ણય તે તો ગૃહીત તેમજ અગૃહીતમિથ્યાત્વનો નાશ કરનાર છે. સગ્નિયતવાદ કહો કે સ્વભાવ કહો, તેમાં તે દરેક સમયના પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ થઈ જાય છે. જો આ ન્યાય જીવ બરાબર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
૪૯
સમજે તો ઉપાદાન નિમિત્ત સંબંધી બધા ગોટાળા પણ ટળી જાય. કેમ કે જે વસ્તુમાં જે સમયે જે પર્યાય થવાનો છે તે જ થાય છે. તો પછી ‘અમુક નિમિત્ત જોઈએ અથવા અમુક નિમિત્ત વગર ન થાય' એવી વાતને અવકાશ જ ક્યાં છે? સમ્યનિયતવાદનો નિર્ણય કરવામાં પુરુષાર્થ આવે છે. સાચી શ્રદ્ધા-જ્ઞાન કાર્ય કરે છે. સ્વભાવમાં બુદ્ધિ રોકાય છે છતાં તે બધાને જે જીવ નથી માનતો અને નિયતવાદની વાત કરે છે તે જીવને એકાંતી ગૃહીત મિથ્યાદષ્ટિ કહેવામાં આવ્યો છે. પણ જે જીવ નિયતવાદને માનીને પરના અને રાગના કર્તાપણાનો અભાવ કરે છે તથા જ્ઞાતાદ્રષ્ટાપણાનો સાક્ષીભાવ પ્રગટ કરે છે તે જીવ તો અનંત પુરુષાર્થી સમ્યગ્દષ્ટિ છે.
૨૨. કોણ કહે છે-સમ્યક્ નિયતવાદ તે ગૃહીત મિથ્યાત્વ છે. ?
સમ્યક્ નિયતવાદ તે ગૃહીતમિથ્યાત્વ નથી પણ વીતરાગતાનું કારણ છે. જેઓ આવા સમ્યનિયતવાદને એકાંત મિથ્યાત્વ કહે છે તેઓ આ વાતને યથાર્થ સમજ્યા તો નથી. પણ આ વાત તેમણે બરાબર સાંભળી પણ નથી. · બધા જ પદાર્થોમાં જેમ બનવાનું હોય તેમ જ બને' એ નિર્ણય કરતાં, એક પર્યાય ઉ૫રથી દષ્ટિ છૂટીને ત્રિકાળ તરફ દષ્ટિ લંબાણી અર્થાત્ દ્રવ્યદૃષ્ટિ થઈ, એટલે પ૨ને અને સ્વને વર્તમાન પર્યાય પુરતા જ ન માન્યા પણ કાયમના માન્યા. આત્માનો કાયમનો સ્વભાવ તો શુદ્ધ રાગ રહિત છે તેથી તે જીવ રાગનો અકર્તા થયો અને ૫૨૫દાર્થોને કાયમના માન્યા એટલે કે તે પદાર્થોમાં તેની ત્રણે કાળના પર્યાયની લાયકાત પડી છે, તે મુજબ જ તેની અવસ્થા સ્વતંત્રપણે થાય છે. આ રીતે સમ્યક્ નિયતવાદના નિર્ણયમાં સ્વતંત્રતાની પ્રતીત થઈ. પોતાની અવસ્થાનો આધાર દ્રવ્ય છે, ને દ્રવ્યસ્વભાવ તો શુદ્ધ છે એવી પ્રતીતિપુર્વક ‘જે બનવાનું હોય તે બને' એમ માને છે તે જીવ વીતરાગીદષ્ટિ છે. આ નિયતવાદ તો વીતરાગતાનું કારણ છે.
નિયતવાદના બે પ્રકાર છે: એક, સભ્યગ્નિયતવાદ ને બીજો, મિથ્યા નિયતવાદ. સમ્યગ્નિયતવાદ તો વીતરાગતાનું કારણ છે. એનું સ્વરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
-----
=
=
=
ઉપર બતાવ્યું છે. કોઈ જીવ “જેમ બનવાનું હોય તેમ જ બને છે” એમ નિયતવાદને માને ખરો, પરંતુ પરનું લક્ષ અને પર્યાયદષ્ટિ છોડીને સ્વભાવ તરફ ઢળે નહિ. નિયતવાદને જે નક્કી કરનાર છે એવા પોતાના જ્ઞાન અને પુરુષાર્થની સ્વતંત્રતાને સ્વીકારે નહિ, પરનું અને વિકારનું કર્તાપણાનું અભિમાન છોડ નહિ. એ રીતે પુરુષાર્થને ઉથાપીને સ્વચ્છેદે પ્રવર્તે એને ગૃહીત મિથ્યાષ્ટિ કહ્યો છે.
થવાનું હોય તે થાય' એમ માત્ર પર લક્ષ માન્યું તે યથાર્થ નથી. “થવાનું હોય તે થાય છે” એવો જો યથાર્થ નિર્ણય હોય તો જીવનું જ્ઞાન પર પ્રત્યે ઉદાસીન થઈને પોતાના સ્વભાવમાં વળી જાય, અને તે જ્ઞાનમાં યથાર્થ શાંતિ થઈ જાય. તે જ્ઞાન સાથે જ પુરુષાર્થ, નિયતિ, કાળ, સ્વભાવ ને કર્મ-એ પાંચે સમવાય આવી જાય છે.
૨૩. મિથ્યાનિયતવાદના ઉપલક્ષણો. પ્રશ્ન- મિથ્યાનિયતવાદી જીવ પણ પરવસ્તુ ભાંગી જાય કે નષ્ટ થઈ જાય ત્યારે “જેમ બનવાનું હતું તેમ બન્યું” એમ માનીને શાંતિ તો રાખે છે. તો પછી તેને સમ્મગ્નિયતવાદનો નિર્ણય કેમ નથી?
ઉત્તર:- તે જીવ જે શાંતિ રાખે છે તે યથાર્થ નથી પણ મંદકષાયરૂપ શાંતિ છે. જો નિયતવાદનો યથાર્થ નિર્ણય હોય તો, જેવી રીતે તે એક પદાર્થનું જેમ બનવાનું હતું તેમ બન્યું તેવી રીતે બધાય પદાર્થોનું બનવાનું હોય તેમ જ બને છે એવો પણ નિર્ણય હોય અને જો એમ હોય તો પછી
હું પરદ્રવ્યોને નિમિત્ત થાઉં તો તેનું કામ થાય, નિમિત્ત હોય તો જ કામ થાય, નિમિત્તનું કોઈ વખતે જોર છે” એવી બધી માન્યતા ટળી જાય છે.
બધું નિયત છે” એટલે જે કાર્યમાં જે સમયે જે નિમિત્તની હાજરી રહેવાની હોય તે કાર્યમાં તે સમયે નિમિત્ત સ્વયમેવ હોય જ તો પછી નિમિત્ત મેળવવું જોઈએ અથવા નિમિત્તની ઉપેક્ષા ન કરી શકાય અથવા તો નિમિત્ત ન હોય તો કાર્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
૫૧
ન થાય' એવી માન્યતાઓને અવકાશ જ ક્યાં છે? જો સભ્યગ્નિયતવાદનો નિર્ણય હોય તો નિમિત્તાધીનદષ્ટિ ટળી જાય છે.
૨૪. મિથ્યાનિયતવાદને ‘ ગૃહીત ’ મિથ્યાત્વ કેમ કહ્યું ? પ્રશ્ન:- મિથ્યાનિયતવાદને ગૃહીતમિથ્યાત્વ કેમ કહ્યું છે?
ઉત્તર:- નિમિત્તથી ધર્મ થાય, રાગથી ધર્મ થાય, શરીરાદિનું આત્મા કરી શકે એવી માન્યતારૂપ અગૃહીતમિથ્યાત્વ તો અનાદિનું હતું અને જનમ્યા પછી શાસ્ત્ર વાંચીને અથવા કુગુરુ વગેરેના નિમિત્તે મિથ્યાનિયતવાદનો નવો કદાગ્રહ ગ્રહણ કર્યો તેથી તેને ગૃહીતમિથ્યાત્વ કહેવાય છે. પહેલાં જેને અનાદિનું અગૃહીમિથ્યાત્વ હોય તેને જ ગૃહીતમિથ્યાત્વ થાય. જીવો શાતાશીળિયાપણાથી, ઇન્દ્રિયવિષયોના પોષણ માટે, ‘થવાનું હશે તેમ થશે' એમ કહી એક સ્વચ્છંદતાનો માર્ગ શોધી કાઢે તેનું નામ ગૃહીતમિથ્યાત્વ છે, અને આ સમ્યગ્નિયતવાદ તો સ્વભાવભાવ છે, સ્વતંત્રતા છે, વીતરાગતા છે.
૨૫. સભ્યગ્નિયતવાદના નિર્ણયથી નિમિત્તાધીન દૃષ્ટિ અને સ્વ૫૨ની એકત્વબુદ્ધિ ટળે છે.
જે વસ્તુમાં જે વખતે જેવો પર્યાય થવાનો હોય અને જે નિમિત્તની હાજરીમાં થવાનો હોય, તે વસ્તુમાં તે વખતે તેવો પર્યાય થાય જ અને તે નિમિત્તે જ તે વખતે હોય, બીજા પર્યાય થાય નહિ અને બીજું નિમિત્ત હોય નહિ. એ નિયમમાં ત્રણકાળ, ત્રણલોકમાં ફેરફાર થાય નહિ. આ જ યથાર્થ નિયતનો નિર્ણય છે. તેમાં આત્મસ્વભાવનાં શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર આવી જાય છે, અને નિમિત્ત ઉ૫૨ની દષ્ટિ ટળી જાય છે. ‘હું ૫૨નો કર્તા તો નથી પણ હું પરનો નિમિત્ત થાઉ' એવી જેની માન્યતા છે તે મિથ્યાદષ્ટિ છે. પોતે નિમિત્ત છે માટે ૫૨નું કાર્ય થાય છે એમ નથી, પણ સામી ચીજમાં તેની યોગ્યતાથી જે કાર્ય થાય છે તેમાં અન્ય ચીજને નિમિત્ત કહેવામાં આવે છે. ‘હું નિમિત્ત થાઉં' તેનો અર્થ એવો થયો કે, વસ્તુમાં કાર્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૨
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
થવાનું ન હતું પણ હું નિમિત્ત થયો ત્યારે તેમાં કાર્ય થયું. એટલે તે તો સ્વપરની એકત્વબુદ્ધિ જ થઈ. ર૬. લાકડું એની મેળે ઊંચું થાય છે, હાથના નિમિત્તથી નહિ.
આ લાકડું છે, તેનામાં ઊંચું થવાની લાયકાત છે, પણ જ્યારે મારો હાથ તેને સ્પર્શે ત્યારે તે ઊપડે અર્થાત્ જ્યારે મારો હાથ તેને નિમિત્ત થાય ત્યારે તે ઊપડે' એમ માનનાર જીવો વસ્તુના પર્યાયને સ્વતંત્ર માનતા નથી એટલે કે તેઓની સંયોગી દષ્ટિ છે, તેઓ વસ્તુના સ્વભાવને જ માનતા નથી તેથી મિથ્યાદષ્ટિ છે. લાકડું જ્યારે ઊંચું નથી થતું ત્યારે તેનામાં ઊંચું થવાની લાયકાત જ નથી, અને જ્યારે તેનામાં લાયકાત હોય છે ત્યારે તે સ્વયં ઊંચું થાય છે. પણ હાથના નિમિત્તથી ઊંચું થતું નથી. પણ જ્યારે ઊંચું થાય ત્યારે હાથ વગેરે નિમિત્ત સ્વયમેવ હોય જ. એવો ઉપાદાનનિમિત્તનો મેળ કુદરતી સ્વભાવથી જ હોય છે. નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે હાથના નિમિત્તે ઊંચું થયું' એમ કહેવાનો માત્ર વ્યવહાર છે.
૨૭. લોહચુંબક સોયને ખેંચતું નથી. લોહચુંબક પથ્થર તરફ લોઢાની સોય ખેંચાય છે, ત્યાં લોહચુંબકે સોયને ખેંચી નથી પણ સોયે પોતાની યોગ્યતાથી જ ગમન કર્યું છે.
પ્રશ્ન: જો સોય પોતાની યોગ્યતાથી જ ગમન કરતી હોય તો જ્યારે લોહચુંબક પથ્થર નજીક આવ્યું ત્યારે જ કેમ ગમન કર્યું.?
ઉત્તર- પહેલાં સોયમાં ગમન કરવાની યોગ્યતા જ ન હતી તથા તે વખતે લોહચુંબક પાસે (સોયને ખેંચાવા યોગ્ય ક્ષેત્રમાં) હોય જ નહિ અને
જ્યારે સોયમાં ક્ષેત્રાંતર કરવાની યોગ્યતા હોય ત્યારે લોહચુંબક અને તેના વચ્ચે અંતરાય હોય જ નહિ. એવો જ ઉપાદાન નિમિત્તનો સંબંધ છે કે બંનેનો મેળ હોય, છતાં એકબીજાના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
પ૩
કારણે કોઈની ક્રિયા થઈ નથી. સોયની ગમન કરવાની યોગ્યતા થઈ માટે લોહચુંબક નજીક આવ્યું માટે સોય ખેંચાણી તેમ પણ નથી. સોયની ક્ષેત્રોતરની લાયકાત હોય છે તે જ વખતે લોહચુંબકમાં તે ક્ષેત્રે જ રહેવાની લાયકાત હોય છે. આનું નામ જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે.
૨૮. નિમિત્તપણાની લાયકાત. પ્રશ્ન- લોહચુંબક પથ્થર સોયમાં કંઈ જ નથી કરતો તો તેને જ નિમિત્ત કેમ કહ્યું? અન્ય સામાન્ય પથ્થરને નિમિત્ત કેમ ન કહ્યું? જેમ લોહચુંબક સોયને કંઈ નથી કરતું છતાં તેને નિમિત્ત કહેવાય છે. તો પછી લોહચુંબકની જેમ અન્ય પથ્થર પણ સોયને કાંઈ નથી કરતું છતાં તેને નિમિત્ત કેમ નથી કહેવાતું?
ઉત્તર- તે સમયે તે કાર્યમાં લોહચુંબક પથ્થરમાં જ નિમિત્તપણાની લાયકાત છે, અર્થાત્ ઉપાદાનના કાર્ય માટે અનુકૂળતાના આરોપ આપી શકાય તેવી લાયકાત લોહચુંબક પથ્થરના તે સમયના પર્યાયમાં છે. બીજા પથ્થરમાં તેવી લાયકાત તે સમયે નથી. જેમ સોયમાં ઉપાદાનપણાની લાયકાત છે તેથી તે ખેંચાય છે, તેમ તે વખતે જ લોહચુંબક પથ્થરમાં નિમિત્તપણાની લાયકાત છે. તેથી તેને નિમિત્ત કહેવાય છે. એક સમયની ઉપાદાનની લાયકાત ઉપાદાનમાં છે અને એક સમયની નિમિત્તની લાયકાત નિમિત્તમાં છે. પણ બંનેની લાયકાતનો મેળ છે તેથી અનુકૂળ નિમિત્ત કહેવાય છે. લોહચુંબકમાં નિમિત્તપણાની જે લાયકાત છે તેને બીજા બધા પદાર્થોથી જુદી પાડીને ઓળખવા માટે તેને “નિમિત્ત' કહેવાય છે, પણ તેના કારણે સોયમાં કિંચિત્ વિલક્ષણતા થઈ નથી. ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે વ્યવહારે આરોપથી બીજા પદાર્થને નિમિત્ત કહેવાય છે. જ્ઞાનનો સ્વભાવ સ્વપરપ્રકાશક છે તેથી તે ઉપાદાન અને નિમિત્ત બંનેને જાણે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
-----------
૨૯. નિમિત્તનું સ્વરૂપ સમજવા ધર્માસ્તિકાયનું દષ્ટાંત.
બધાંય નિમિત્તો “ધર્માસ્તિકાયવ” છે (જુઓ ઇષ્ટોપદેશ ગાથા ૩પ) ધર્માસ્તિકાય પદાર્થ તો લોકમાં સર્વત્ર છે. જ્યારે વસ્તુ પોતાની યોગ્યતાથી ચાલે ત્યારે ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય, અને વસ્તુ ન ચાલે તો તેને નિમિત્ત કહેવાય નહિ. ધર્માસ્તિકાયની માફક જ બધાં નિમિત્તાનું સ્વરૂપ સમજી લેવું. ધર્માસ્તિકાર્યમાં નિમિત્તપણાની એવી લાયકાત છે કે પદાર્થો ગતિ કરે તેમાં જ તેને નિમિત્ત કહેવાય, પણ સ્થિતિમાં તેને નિમિત્ત કહેવાય નહિ. સ્થિતિમાં નિમિત્ત કહેવાય એવી લાયકાત અધર્માસ્તિકાયમાં છે.
૩૦. સિદ્ધ ભગવાન અલોકમાં કેમ નથી જતા? સિદ્ધ ભગવાન પોતાની ક્ષેત્રમંતરની લાયકાતથી એક સમયમાં જ્યારે લોકાગ્રે ગમન કરે છે ત્યારે ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય છે. પરંતુ કોઈ ધર્માસ્તિકાયના અભાવને લીધે તેમનું અલોકમાં ગમન થતું નથી એમ નથી. તેઓ લોકાગ્રે સ્થિત થાય છે તે પણ તેમની જ તેવી લાયકાત છે તે કારણે છે. તે વખતે અધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય છે.
પ્રશ્ન- સિદ્ધભગવાન લોકાકાશની બહાર કેમ ગમન કરતા નથી?
ઉત્તર- તેમની લાયકાત જ તેવી છે. કેમ કે તે લોકનું દ્રવ્ય છે અને તેની લાયકાત લોકના છેડા સુધી જ જવાની છે. લોકાકાશની બહાર જવાની તેમનામાં લાયકાત જ નથી. “અલોકમાં ધર્માસ્તિકાયનો અભાવ છે માટે સિદ્ધ ત્યાં ગમન કરતા નથી” એ માત્ર વ્યવહાર નયનું કથન છે અર્થાત્ ઉપાદાનમાં સ્વયં લાયકાત અલોકમાં જવાની ન હોય ત્યારે નિમિત્ત પણ ન હોય એવો ઉપાદાન નિમિત્તનો મેળ બતાવવા માટે તે કથન છે.
૩૧. દરેક પદાર્થનું કાર્ય સ્વતંત્ર. કોઈએ પોતાના મુનીમ ઉપર પત્ર લખ્યો કે, અમુક રૂપિયા બેંકમાં મૂકો. અને મુનીમે બેંકમાં તે મૂકયા. તેમાં જીવે પત્ર લખવાનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
પપ
વિકલ્પ કર્યો માટે પત્ર લખાયો એમ નથી, પત્ર આવ્યો માટે મુનીમને બેંકમાં રૂપિયા મૂકવાનો વિકલ્પ આવ્યો એમ નથી અને મુનીમને વિકલ્પ આવ્યો માટે રૂપિયા મુકાયા બેંકમાં તેમ પણ નથી. તેવી જ રીતે, રૂપિયા બેંકમાં મુકાવાના હતા માટે મુનીમને વિકલ્પ આવ્યો એમ નથી. એ પ્રમાણે દરેકમાં સમજી લેવું. જીવનો વિકલ્પ સ્વતંત્ર, કાળની અવસ્થા સ્વતંત્ર, મુનીમનો વિકલ્પ સ્વતંત્ર અને રૂપિયાની અવસ્થા સ્વતંત્ર, મુનીમનો વિકલ્પ સ્વતંત્ર અને રૂપિયાની અવસ્થા સ્વતંત્ર, મુનીમને વિકલ્પ આવ્યો ત્યારે કાગળને નિમિત્ત કહેવાણું, તથા બેંકમાં જવાની રૂપિયાની અવસ્થા થઈ ત્યારે મુનીમના વિકલ્પને તેનું નિમિત્ત કહેવાયું.
૩૨. નિમિત્તને કારણે ઉપાદાનમાં વિલક્ષણદશા થતી નથી.
પ્રશ્ન:- ઉપાદાનમાં નિમિત્તે કંઈ કરતું નથી એ વાત તો સાચી, પણ નિમિત્ત હોય ત્યારે ઉપાદાનમાં વિલક્ષણ અવસ્થા તો થવી જોઈએ ને? જેમ કે અગ્નિરૂપી નિમિત્ત આવે ત્યારે પાણીને ઉષ્ણ થવું જ જોઈએ.
ઉત્ત૨ - એ વાત ખોટી છે. જે પાણીના પર્યાયનો સ્વભાવ તે જ વખતે ઉષ્ણ થવાનો હતો. તે જ પાણી તે જ અગ્નિના સંયોગમાં આવ્યું અને પોતાની લાયકાતથી પોતાની મેળે જ ઉષ્ણ થયું છે. અગ્નિના કારણે તેને વિલક્ષણ થવું પડ્યું તેમ નથી; અને અગ્નિએ પાણીને ઉષ્ણ કર્યું નથી. ૩૩. મિથ્યાદષ્ટિ સંયોગને જુએ છે, સમ્યગ્દષ્ટિ સ્વભાવને જુએ છે.
અગ્નિથી પાણી ઉષ્ણ થયું એવી માન્યતા તે સંયોગાધીન પરાધીન દષ્ટિ છે, અને પાણી પોતાની યોગ્યતાથી જ ઉષ્ણ થયું છે એવી માન્યતા તે સ્વતંત્ર સ્વભાવદષ્ટિ છે. સંયોગાધીન દષ્ટિ તે મિથ્યાષ્ટિ છે, ને સ્વભાવદષ્ટિ તે સમ્યગ્દષ્ટિ છે.
મિથ્યાદષ્ટિ જીવ, વસ્તુના સ્વભાવની સમય સમયની યોગ્યતાથી જ દરેક કાર્ય થાય છે. તે સ્વભાવને નથી જોતો, પણ નિમિત્તના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
——
સંયોગને જુએ છે, એ જ એની પરાધીનદષ્ટિ છે અને તે દૃષ્ટિથી પરમાં એકત્વબુદ્ધિ કદી ટળતી નથી. સમ્યગ્દષ્ટિ જીવ સ્વતંત્ર વસ્તુ સ્વભાવને જાએ છે કે, દરેક વસ્તુની સમય સમયની યોગ્યતાથી જ તેનું કાર્ય સ્વતંત્રપણે થાય છે. ૩૪. ઉપાદાન અને નિમિત્ત બંનેની સ્વતંત્ર લાયકાત
(લૂગડું અને અગ્નિ), લૂગડામાં જે વખતે, જે ક્ષેત્રે, જે સંયોગમાં, બળવાની લાયકાત હોય તે વખતે, તે ક્ષેત્રે, તે સંયોગમાં, તેનો બળવાનો પર્યાય થાય છે અને અગ્નિ તે વખતે સ્વયં હોય છે. અગ્નિ આવ્યો માટે લૂગડું બળી ગયું એમ નથી અને “લુગડામાં બળી જવાની અવસ્થા થવાની લાયકાત હોય પણ અગ્નિ કે બીજો યોગ્ય સંયોગ ન આવે તો તે અવસ્થા અટકી જાય” એમ પણ નથી. જે સમયે યોગ્યતા હોય તે સમયે જ તે બળે જ અને તે વખતે અગ્નિ પણ હોય જ. છતાં અગ્નિની ઉપસ્થિતિના કારણે લૂગડાની અવસ્થામાં કાંઈ પણ વિલક્ષણતા થઈ નથી. અગ્નિએ લૂગડાને બાળ્યું તે માન્યતા મિથ્યાત્વ છે.
કોઈ પૂછે કે લૂગડું બળતી વખતે અમુક જ અગ્નિ હતો અને બીજા ન તો તેનું શું કારણ? તો તેનો ઉત્તર એ છે કે, તે વખતે જે અગ્નિ હતો તે જ અગ્નિની નિમિત્તપણાની લાયકાત હતી. બીજો અગ્નિ ન જ હોય. કેમકે તેનામાં નિમિત્તપણાની લાયકાત હતી જ નહિ. ઉપાદાન વખતે જે નિમિત્તની યોગ્યતા હોય તે નિમિત્ત જ હોય, બીજું હોય જ નહિ. સૌના પોતાના કારણે સૌની અવસ્થા થઈ રહી છે. ત્યાં “નિમિત્તથી થયું અથવા નિમિત્તે કર્યું ” એમ અજ્ઞાની માને છે. ૩૫. ઉપાદાન અને નિમિત્ત બંનેની સ્વતંત્ર લાયકાત
(આત્મા અને કર્મ). આત્મા પોતાના પર્યાયમાં જ્યારે રાગ-દ્વેષ કરે ત્યારે કર્મના જે પરમાણુઓની યોગ્યતા હોય તે ઉદયરૂપ હોય જ, કર્મ ન હોય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
પ૭
તેમ ન બને; પણ કર્મ ઉદયમાં આવ્યું માટે જીવને રાગ-દ્વેષ થયા એ માન્યતા ખોટી છે અને રાગદ્વેષ કર્યા માટે કર્મ આવ્યું એ માન્યતા પણ ખોટી છે. જીવને પોતાના પુરુષાર્થની નબળાઈથી રાગ-દ્વેષ થવાની યોગ્યતા હતી તેથી જ રાગદ્વેષ થયા છે અને તે વખતે જે કર્મોમાં યોગ્યતા હતી તે કર્મો ઉદયમાં આવ્યાં છે અને તેને જ નિમિત્ત કહેવાય છે; પણ તે કર્મના કારણે જીવના પર્યાયમાં રાગદ્વેષ કે વિલક્ષણતા થયાં નથી.
જ્યારે જ્ઞાનનો પર્યાય અપુર્ણ હોય ત્યારે જ્ઞાનાવરણ કર્મમાં જ નિમિત્તપણાની લાયકાત છે. જીવના પર્યાયમાં જીવ મોહ કરે ત્યારે મોહકર્મને જ નિમિત્ત કહેવાય એવી તે કર્મપરમાણુઓની યોગ્યતા છે. જેમ ઉપાદાનમાં સમયે સમયે સ્વતંત્ર યોગ્યતા છે, તેમ નિમિત્ત તરીકેની મોહકર્મના તે તે દરેક પરમાણુમાં સમયસમયની સ્વતંત્ર યોગ્યતા છે.
પ્રશ્ન- જીવે રાગદ્વેષ કર્યા માટે પરમાણુમાં કર્મ અવસ્થા થઈને?
ઉત્તર:- નહિ. અમુક પરમાણુ જ કર્મરૂપે થયા અને જગતના બીજા પરમાણુ કેમ ન થયા? માટે જે જે પરમાણુઓમાં લાયકાત હતી તે જ પરમાણુઓ કર્મરૂપે પરિણમ્યા છે. તેઓ પોતાની લાયકાતથી જ કર્મરૂપે થયા છે, જીવના રાગદ્વેષને કારણે નહિ.
૩૬. પર ઉપર જોવાનું નથી પણ સ્વ ઉપર જોવાનું છે.
પ્રશ્ન-જ્યારે પરમાણુઓમાં કર્મરૂપ થવાની લાયકાત હોય ત્યારે આત્માને રાગ-દ્વેષ કરવા જ જોઈએ. કેમકે પરમાણુમાં કર્મરૂપે થવાનું ઉપાદાન છે તેથી ત્યાં જીવના વિકારરૂપ નિમિત્ત પણ હોવું જ જોઈએ એ વાત બરાબર છે?
ઉત્તર- એ પ્રશ્ન જ અજ્ઞાનીનો છે. તારે તારા સ્વભાવમાં જોવાનું કામ છે કે પરમાણમાં જોવાનું કામ છે? જેની સ્વતંત્ર દષ્ટિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
,
થઈ છે તે આત્મા ઉ૫૨ જુએ છે, અને જેની નિમિત્તાધીન દષ્ટિ છે તે પર ઉ૫૨ જુએ છે. ‘ જ્યારે જે વસ્તુની જે અવસ્થા થવાની હોય તે જ થાય છે' એમ જેણે યથાર્થ નિર્ણય કર્યો તેને દ્રવ્ય દષ્ટિ થઈ, સ્વભાવ દૃષ્ટિ થઈ; હવે સ્વભાવષ્ટિમાં તેને તીવ્ર રાગાદિ થતાં જ નથી, અને તે જીવના નિમિત્તે તીવ્ર કર્મરૂપે પરિણમે એવી લાયકાતવાળા ૫૨માણુઓ જ આ જગતમાં હોતા નથી જીવે પોતાના સ્વભાવના પુરુષાર્થથી સમ્યગ્દર્શન પ્રગટ કર્યું ત્યાં તે જીવને માટે મિથ્યાત્વાદિ કર્મરૂપે પરિણમે એવી લાયકાત જગતના કોઈ પ૨માણુઓમાં હોતી જ નથી. અને સમ્યગ્દષ્ટિને જે અલ્પ રાગ-દ્વેષ છે તે પોતાના વર્તમાન પર્યાયની યોગ્યતાથી રહ્યો છે. તે વખતે અલ્પ કર્મરૂપે બાંધવાના પરમાણુના પર્યાયમાં લાયકાત છો આ રીતે સ્વલક્ષથી શરૂ કરવાનું છે.
જગતના પરમાણુઓમાં મિથ્યાત્વાદિ કર્મ થવાની લાયકાત છે માટે જીવને મિથ્યાત્વાદિ ભાવ થવા જ જોઈએ એવી જેની માન્યતા છે તે જીવ સ્વદ્રવ્યના સ્વભાવને જાણતો નથી, અને તેથી તે જીવના નિમિત્તે મિથ્યાત્વાદિરૂપ પરિણમવાને યોગ્ય પરમાણુઓ આ જગતમાં છે, એમ જાણવું. પરંતુ સ્વભાવદષ્ટિથી જોનાર જીવને મિથ્યાત્વ હોતું જ નથી અને તે જીવના નિમિત્તે મિથ્યાત્વાદિરૂપ પરિણમે એવી લાયકાત જ જગતના કોઈ પ૨માણુમાં હોતી નથી. સ્વભાવદષ્ટિથી જ્ઞાની વિકારના અકર્તા થઈ ગયા છે, તેથી ‘જ્ઞાનીને વિકાર કરવો પડે' એ વાત જ ખોટી છે. જે અલ્પ વિકાર હોય તે પણ સ્વભાવદષ્ટિના જોરે પુરુષાર્થ વડે ટળતો જ જાય છે. આવી સ્વતંત્ર સ્વભાવષ્ટિ ( સમ્યક્ શ્રદ્ધા ) કર્યા વગર જીવ જે કંઈ શુભભાવરૂપ વ્રત, ત્યાગ કરે તે બધુંય ‘રણમાં પોક’ ની જેમ મિથ્યા છે. ૩૭. ‘ ફુંકથી ડુંગર ઉડાડવાની વાત !’
શંકાકા૨:- વસ્તુમાં જ્યારે જે પર્યાય થવાનો હોય તે થાય અને ત્યારે નિમિત્ત હોય જ, પણ નિમિત્ત કંઈ કરે નહિ કે નિમિત્ત દ્વારા કોઈ કાર્ય થાય નહિ' એ તો ફુકથી ડુંગર ઉડાડવા જેવું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
"
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
૫૯
સમાધાનઃ- અરે ભાઈ, અહીં તો ફૂંકથી પહાડ ઊડે એ વાત પણ નથી. પહાડના અનંત પરમાણુઓમાં ઊડવાની લાયકાત હોય તો પહાડ એની મેળે ઊડે છે. પહાડને ઊડવા માટે ફૂંકની પણ જરૂર પડતી નથી. કોઈને એમ થાય કે, ‘અરે! આ તો કેવી વાત છે? શું પહાડ એની મેળે ઊડતા હશે!' પરંતુ ભાઈ, વસ્તુમાં જે કામ થાય (અર્થાત્ જે પર્યાય થાય) તે તેની પોતાની જ શક્તિથી (લાયકાતથી) થાય છે. વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. પ૨વસ્તુનો તો તેમાં અભાવ છે તો તે શું કરે ?
૩૮. ઉદાસીન નિમિત્ત અને પ્રે૨ક નિમિત્ત.
પ્રશ્ન:નિમિત્તના બે પ્રકાર છે: એક, ઉદાસીન અને બીજું પ્રેરક. તેમાંથી ઉદાસીન નિમિત્ત તો કાંઈ ન કરે પરંતુ પ્રેક નિમિત્ત તો ઉપાદાનને કાંઈક પ્રેરણા કરેને?
ઉત્ત૨:- નિમિત્તના જુદા જુદા પ્રકાર ઓળખાવવા માટે એ બે ભેદ છે, પરંતુ તેમાંથી કોઈ પણ નિમિત્ત ઉપાદાનમાં કાંઈ જ કરતું નથી કે નિમિત્તના કારણે ઉપાદાનમાં કંઈ વિલક્ષણતા આવતી નથી. પ્રેરક નિમિત્ત પણ પ્રેરણા કરતું નથી. બધાં નિમિત્તો ધર્માસ્તિકાયવત્ છે.
પ્રશ્ન:-પ્રેરકનિમિત્ત અને ઉદાસીનનિમિત્તની વ્યાખ્યા શી છે?
ઉત્ત૨:- ઉપાદાનની અપેક્ષાએ તો બંને પર છે, બંને અકિંચિત્કર છે તેથી બંને સરખાં છે. નિમિત્તની અપેક્ષાએ એ બે ભેદ છે. જે નિમિત્ત પોતે ઈચ્છાવાળું કે ગતિમાન હોય તેને પ્રે૨ક નિમિત્ત કહેવાય છે. અને જે નિમિત્ત પોતે સ્થિર કે ઇચ્છા વગરનું હોય તેને ઉદાસીન નિમિત્ત કહેવાય છે ઈચ્છાવાળો જીવ અને ગતિમાન અજીવ તે પ્રેરક નિમિત્ત છે તથા ઈચ્છા વગરનો જીવ અને ગતિ વગરના અજીવ તે ઉદાસીન નિમિત્ત છે. પરંતુ બંને પ્રકારનાં નિમિત્તો પ૨માં બિલકુલ કાર્ય કરતાં નથી. ઘડો થાય તેમાં કુંભાર અને ચાક તે પ્રેરક નિમિત્ત છે અને ધર્માસ્તિકાય વગેરે ઉદાસીન નિમિત્ત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
૬૦
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
મહાવીર ભગવાનના સમોસરણમાં ગૌતમ ગણધર આવવાથી દિવ્યધ્વનિ છૂટયો અને પહેલા છાસઠ દિવસ સુધી ન આવવાથી ધ્વનિ અટકયો હતો એ વાત સાચી નથી. વાણીના ૫૨માણુઓમાં જે સમયે વાણીરૂપે પરિણમવાની લાયકાત હતી તે સમયે જ તેઓ વાણીરૂપે પરિણમ્યા છે અને તે વખતે જ બરાબર ગણધર દેવ હોય જ. ગણધર આવ્યા માટે વાણી છૂટી એમ નથી. ગણધર જે સમયે આવ્યા છે તે સમયે જ તેમની આવવાની લાયકાત હતી. એવો જ સહજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે; તેથી ગૌતમ ગણધર ન આવ્યા હોત તો વાણી ન છૂટતને? એવા તર્કને અવકાશ જ નથી.
૩૯. નિમિત્ત ન હોય તો ?
6
કાર્ય થવાનું હોય પણ નિમિત્ત ન હોય તો....?' એમ શંકા કરનારની સામે જ્ઞાનીઓ પુછે કે ‘હૈ ભાઈ, તું જીવ જ આ જગતમાં ન હોત તો? અથવા તો તું અજીવ હોત તો?' શંકાકાર ઉત્તર આપે છે કે, ‘હું જીવ જ છું તેથી બીજા તર્કને સ્થાન નથી.' તો જ્ઞાની કહે છે કે, જેમ તું સ્વભાવથી જ જીવ છો તેથી તેમાં બીજા તર્કને સ્થાન નથી તેમ, ‘ જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે નિમિત્ત હોય જ છે' એવો જ ઉપાદાન નિમિત્તનો સ્વભાવ છે. તેથી તેમાં બીજા તર્કને અવકાશ નથી.
૪૦. કમળમાં ખીલવાની લાયકાત હોય પણ સૂર્ય ન ઊગે તો... ?
કમળનું ખીલવું અને સૂર્યનું ઊંગવું તે બન્નેનો સહજ નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. પણ સૂર્ય ઊંગ્યો તે કા૨ણે કમળ ખીલ્યું નથી, કમળ પોતાના તે પર્યાયની લાયકાતથી ખીલ્યું છે.
પ્રશ્ન:- સૂર્ય ન ઊગે તો કમળ ન ખીલે ને ?
ઉત્તર:- કાર્ય થવાનું હોય પણ નિમિત્ત ન હોય તો? એના જેવો આ પ્રશ્ન છે. તેનું સમાધાન ઉ૫૨થી યુક્તિ પ્રમાણે સમજી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
૬૧
------
લેવું. જ્યારે કમળમાં ખીલવાની લાયકાત હોય ત્યારે સૂર્યમાં પણ પોતાના જ કારણે ઊગવાની લાયકાત હોય જ એવો સ્વભાવ છે. કમળમાં ખીલવાની લાયકાત હોય અને સૂર્યમાં ઊગવાની લાયકાત ન હોય એમ કદી બને જ નહિ છતાં સૂર્યના નિમિત્તથી કમળ ખીલતું નથી અને કમળ ખીલવાનું છે માટે સૂર્ય ઊગે છે એમ નથી. ૪૧. જ્યારે સૂર્ય ઊગે છે ત્યારે જ કમળ ખીલે છે તેનું શું કારણ?
પ્રશ્ન:- જો સૂર્યના નિમિત્તથી કમળ ન ખીલતું હોય તો “જો સૂર્ય છે વાગે ઊગે તો કમળ પણ છ વાગે ખીલે, ને સૂર્ય સાત વાગે ઊગે તો કમળ પણ સાત વાગે ખીલે” એમ થવાનું શું કારણ?
ઉત્તર:- તે વખતે જ કમળમાં ખીલવાની લાયકાત છે, તેથી ત્યારે જ તે ખીલે છે. પહેલાં તેના પોતામાં જ ખીલવાની લાયકાત ન હતી. પણ તેની લાયકાત બિડાઈ રહેવાની જ હતી. એક સમયે બે વિરદ્ધ પ્રકારના પર્યાયની લાયકાત તો હોઈ શકે નહિ.
૪૨. આ જૈનદર્શનનું મૂળ રહસ્ય છે. અહો, સ્વતંત્ર નિરપેક્ષ વસ્તુ સ્વભાવ છે એ સ્વભાવને જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી જીવન પરના અહંકારથી સાચી ઉદાસીનતા આવે નહિ. વિકારનો ધણી તે મટે નહિ અને પોતાના પર્યાયનો ધણી (આધાર) જે આત્મસ્વભાવ તેની દષ્ટિ થાય નહિ. આ સ્વતંત્રતા તે જૈનદર્શનનું મૂળ રહસ્ય છે.
૪૩. એક પરમાણુની સ્વતંત્ર તાકાત. દરેક જીવ તેમજ અજીવ દ્રવ્યોનો પર્યાય સ્વતંત્રપણે પોતાથી થાય છે. એક પરમાણુ પણ પોતાની જ શક્તિથી પરિણમે છે; તેમાં નિમિત્તનું શું પ્રયોજન છે? એક પરમાણુ પહેલા સમયે કાળો હોય અને બીજા સમય ધોળો થઈ જાય, તેમજ પહેલા સમયે એક અંશ કાળો ને બીજા સમયે અનંતગણો કાળો થઈ જાય. તેમાં નિમિત્ત કોને કહેશો? તે પોતાની યોગ્યતાથી સ્વયં પરિણમી જાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
દર
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
૪૪. ઇંદ્રિયો અને જ્ઞાનનું સ્વતંત્ર પરિણમન. નિમિત્ત નૈમિત્તિક સંબંધનું સ્વરૂપ.
જડ ઇન્દ્રિયો છે માટે આત્માને જ્ઞાન છે એ વાત જુદી છે. આત્માનો ત્રિકાળી સામાન્ય જ્ઞાન સ્વભાવ પોતાને કારણે સમયે સમયે પરિણમે છે, અને જે પર્યાયમાં જેવી લાયકાત હોય તેટલો જ્ઞાનનો ઉઘાડ હોય છે. પાંચ ઇન્દ્રિય સંબંધી જ્ઞાનનો ઉઘાડ છે માટે પાંચ બાહ્ય ઇન્દ્રિયો છે એમ નથી, અને પાંચ ઇન્દ્રિયો છે માટે જ્ઞાનનો ઉઘાડ છે એમ પણ નથી. જ્ઞાનની પર્યાયમાં જેટલી લાયકાત હતી તેટલો ઉઘાડ થયો છે અને જે ૫૨માણુઓમાં ઇન્દ્રિયોરૂપે થવાની લાયકાત હતી તેઓ સ્વયં ઇન્દ્રિયરૂપે પરિણમ્યા છે. છતાં બંનેનો નિમિત્ત-નૈમિત્તિક મેળ છે. જે જીવને એક ઇન્દ્રિયના જ્ઞાનનો ઉઘાડ હોય તેને એક જ ઇન્દ્રિય હોય છે, બે વાળાને બે, ત્રણ વાળાને ત્રણ, ચાર વાળાને ચાર અને પાંચ ઇન્દ્રિયના ઉઘાડવાળાને પાંચ ઇન્દ્રિયો જ હોય છે, ત્યાં બંનેનું સ્વતંત્ર પરિણમન છે. એકના કારણે બીજામાં કાંઈ થયું નથી. આને જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય છે.
૪૫. રાગદ્વેષનું કા૨ણ કોણ ? સમ્યગ્દષ્ટિને રાગદ્વેષ કેમ થાય છે ?
પ્રશ્ન:- જો કર્મ આત્માને વિકાર ન કરાવતાં હોય તો, આત્મામાં વિકાર થાય છે તેનું કારણ કોણ છે? સમ્યગ્દષ્ટિ જીવોને તો વિકાર કરવાની ભાવના હોતી નથી છતાં તેમને પણ વિકાર તો થાય છે. માટે કર્મ વિકાર કરાવે છે ને?
ઉત્ત૨:- કર્મ આત્માને વિકાર કરાવે એ વાત ખોટી છે. આત્માને પોતાના પર્યાયના દોષથી જ વિકાર થાય છે; કર્મ વિકાર કરાવતુ નથી પણ આત્માના પર્યાયની તેવી યોગ્યતા છે. સમ્યષ્ટિને રાગ-દ્વેષ કરવાની ભાવના નથી છતાં રાગ-દ્વેષ થાય છે તેનું કારણ ચારિત્ર ગુણના તેવા પર્યાયની લાયકાત છે. રાગ-દ્વેષની ભાવના નથી તે તો શ્રદ્ધાગુણનો પર્યાય છે અને રાગદ્વેષ થાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
૬૩
છે તે ચારિત્ર-ગુણનો પર્યાય છે. પુરુષાર્થની નબળાઈથી રાગ-દ્વેષ થાય છે એમ કહેવું તે પણ નિમિત્તથી કથન છે. ખરેખર તો, ચારિત્રગુણની જ તે તે સમયની યોગ્યતાને લીધે જ રાગદ્વેષ થાય છે.
૪૬. સમ્યક્ નિર્ણયનું જોર. પ્રશ્ન:- વિકાર થાય છે તે ચારિત્રગુણના પર્યાયની જ લાયકાત છે, તો પછી જ્યાં સુધી ચારિત્રગુણના પર્યાયમાં વિકાર થવાની લાયકાત હોય ત્યાં સુધી વિકાર થયા જ કરે, એમ થતાં વિકારને ટાળવાનું જીવને આધીન રહ્યું નહિ ?
ઉત્તર:- એકેક સમયની સ્વતંત્ર લાયકાત છે એવો નિર્ણય કયા જ્ઞાનમાં કર્યો? ત્રિકાળીસ્વભાવ તરફ ઢળ્યા વગર જ્ઞાનમાં એકેક સમયની પર્યાયની સ્વતંત્રતાનો નિર્ણય થઈ શકે નહિ અને જ્યાં જ્ઞાન ત્રિકાળી સ્વભાવમાં ઢળ્યું ત્યાં સ્વભાવની પ્રતીતિના જોરે પર્યાયમાંથી રાગદ્વેષ થવાની લાયકાત ક્ષણે ક્ષણે ઘટતી જ જાય છે. જેણે સ્વભાવનો નિર્ણય કર્યો તેના પર્યાયમાં લાંબો કાળ રાગદ્વેષ રહે એવી લાયકાત હોય જ નહિ, એવું જ સમ્યુગ્નિર્ણયનું જોર છે. ૪૭. કાર્યમાં નિમિત્ત કંઈ કરતું નથી છતાં તેને કારણ” કેમ કહ્યું?
કાર્યનાં બે કારણો કહેવામાં આવ્યાં છે. તેમાં એક, ઉપાદાન. કારણ છે, તે જ યથાર્થ કારણ છે. બીજું, નિમિત્તકારણ. તે આરોપિત કારણ છે. ઉપાદાન અને નિમિત્ત એ બે કારણ કહેવાનો આશય એવો નથી કે બંને ભેગાં થઈને કાર્ય કરે છે. જ્યારે ઉપાદાન કારણ પોતે કાર્ય કરે છે ત્યારે બીજી ચીજને આરોપ કરીને તેને નિમિત્તકારણ કહેવાય છે, પણ તે ખરેખર કારણ નથી.
પ્રશ્ન:- નિમિત્ત તે ખરેખર કારણ નથી છતાં તેને કારણ કેમ કહ્યું?
ઉત્તર:- જેને નિમિત્ત કહેવાય છે તે પદાર્થમાં તેવા પ્રકારની (નિમિત્તરૂપ હોવાની) લાયકાત છે; તેથી અન્ય પદાર્થોથી તેને જુદું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
–––––––
ઓળખાવવા માટે તેને “નિમિત્ત કારણ” એવી સંજ્ઞા આપી છે. જ્ઞાનનો સ્વભાવ સ્વ-પર-પ્રકાશક છે તેથી તે પર જાણે છે, અને પરમાં નિમિત્તપણાની લાયકાત છે તેને પણ જાણે છે.
૪૮. કર્મના ઉદયને લીધે જીવને વિકાર થતો નથી.
જીવના પર્યાયમાં જ્યારે વિકાર થાય ત્યારે કર્મ નિમિત્ત તરીકે હોય જ. પણ જીવનો પર્યાય અને કર્મ એ બંને ભેગાં થઈને વિકાર કરતાં નથી. કર્મના ઉદયને લીધે વિકાર થતો નથી, અને વિકાર કર્યો માટે કર્મો ઉદયમાં આવ્યાં એમ નથી અને જીવ વિકાર ન કરે ત્યારે કર્મો ખરી જાય છે તેને નિમિત્ત કહેવાય છે. પરંતુ જીવે વિકાર ન કર્યો માટે કર્મો ખર્યા એ વાત બરાબર નથી, તે પરમાણુઓની લાયકાત જ તેવી હતી.
જે દ્રવ્યની જે સમયે, જે ક્ષેત્રે, જેવા સંયોગોમાં અને જે રીતે જેવી અવસ્થા થવાની હોય તેવી, તે પ્રમાણે થાય જ, તેમાં ફેર પડે જ નહિ. એ શ્રદ્ધામાં તો વીતરાગીદષ્ટિ થઈ જાય છે. સ્વભાવની દઢતા ને સ્થિરતાની એકતા છે, અને વિકારથી ઉદાસીનતા ને પરથી ભિન્નતા છે; તેમાં સમયે સમયે ભેદવિજ્ઞાનનું જ કાર્ય છે.
૪૯. નૈમિત્તિકની વ્યાખ્યા. પ્રશ્ન- નૈમિત્તિકનો અર્થ વ્યાકરણ પ્રમાણે તો “નિમિત્તથી થાય તે” એવો થાય છે, અને અહીં તો કહ્યું કે, નિમિત્તથી નૈમિત્તિકમાં કાંઈ થતું નથી.
ઉત્તર- “નિમિત્તથી થાય તે નૈમિત્તિક છે અર્થાત્ નિમિત્તજનક અને નૈમિતિક જન્ય છે” એ વ્યાખ્યા વ્યવહારથી કહેવાય છે; ખરેખર, નિમિત્તથી નૈમિતિક થતું નથી. પણ ઉપાદાનનું કાર્ય તે નૈમિતિક છે અને જ્યારે નૈમિત્તિક કાર્ય થાય ત્યારે નિમિત્ત હોય જ છે, તેથી ઉપચારથી તે નિમિત્તને જનક પણ કહેવાય છે. વળી, નૈમિત્તિકનો અર્થ “જેમાં નિમિત્તનો સંબંધ હોય એવું” એમ પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
૫
થાય છે, એટલે કે જ્યારે નૈમિત્તિક હોય ત્યારે નિમિત્ત પણ અવશ્ય હોય જ છે એટલો સંબંધ છે, પણ નિમિત્ત જો નૈમિત્તિકમાં કંઈ પણ કરે તો તેમને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ન રહે પણ કર્તાકર્મ સંબંધ થઈ જાય.
૫૦. ‘નિમિત્તની ઉપેક્ષા ન કરવી જોઈએ પણ
નિમિત્ત મેળવવાં જોઈએ ’ એ માન્યતા મિથ્યા છે.
પ્રશ્ન:- ‘કોઈને પુત્ર થવાનો હતો પણ દસ વર્ષ સુધી વિષય ન ભોગવ્યો અર્થાત્ પુત્ર થવા માટેનું નિમિત્ત ન મેળવ્યું તેથી પુત્ર ન થયો. માટે નિમિત્ત મેળવવું જોઈએ, નિમિત્તને રસ્તે ઉપાદાનનું કાર્ય થાય છે; આપણે નિમિત્તની ઉપેક્ષા કરવી ન જોઈએ ' એ વાત બરાબર છે?
ઉત્તર:- એ વાત મિથ્યા છે. હું નિમિત્ત મેળવું તો કાર્ય થાય એ વાત ખોટી છે, તેમાં એકલી નિમિત્તાધીન દષ્ટિ છે. (પુત્ર થવા સંબંધી વાત આગળ આવી ગઈ છે જુઓ પેરા ૯) નિમિત્ત ન હતું માટે કાર્ય અટકી ગયું અને નિમિત્ત ભેગું કરું તો કાર્ય થાય એ વાત ત્રણ કાળમાં સાચી નથી. કાર્ય થવાનું જ ન હતું ત્યારે નિમિત્ત ન હતું અને જ્યારે કાર્ય થાય ત્યારે નિમિત્ત હોય જ. આ અબાધિત નિયમ છે. પર નિમિત્તોને આત્મા મેળવી શકે એમ માનવું તે મિથ્યાત્વ છે.
એ રીતે, આત્માને પોતાના કાર્યમાં ૫રની અપેક્ષા નથી. છતાં ‘આપણે નિમિત્તની ઉપેક્ષા કરવી ન જોઈએ,' એમ કોઈ માને તો તે જીવ સદાય નિમિત્ત સામે જ જોયા કરે. એટલે તેની દષ્ટિ સદાય પર ઉપર જ રહ્યા કરે પણ પ૨ની ઉપેક્ષા કરીને સ્વભાવનું નિર્મળ કાર્ય તે પ્રગટ કરે નહિ. નિમિત્તના રસ્તે ઉપાદાનનું કાર્ય કદી થતું નથી, પણ ઉપાદાનની યોગ્યતાથી જ (ઉપાદાનના રસ્તે જ) તેનું કાર્ય થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
-
-
--
-
---
––––––––
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા ----------
૫૧. જિનશાસન નિમિત્તની ઉપેક્ષા કરવાનું કહે છે. નિમિત્તની ઉપેક્ષા ન કરવી એટલે કે પરદ્રવ્ય સામેનો સંબંધ ન તોડવો એ વાત જૈનશાસનથી વિરુદ્ધ છે. જૈનશાસનનું પ્રયોજન પર સાથે સબધ કરાવવાનું નથી પર સાથેનો સંબંધ છોડાવીને વીતરાગ ભાવ કરાવવાનું છે. બધાં સન્શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગભાવ છે અને તે વીતરાગભાવ સ્વભાવના લક્ષ બધા પરપદાર્થોથી ઉદાસીનતા કરવાથી જ થાય છે. કોઈ પણ પર લક્ષમાં અટકવું તે શાસ્ત્રનું પ્રયોજન નથી. કેમકે પરના લક્ષે રાગ થાય છે. નિમિત્ત પણ પરદ્રવ્ય જ છે; તેથી નિમિત્તની અપેક્ષા છોડીને અર્થાત્ તેની ઉપેક્ષા કરીને પોતાના સ્વભાવની અપેક્ષા કરવી તે જ પ્રયોજન છે. “નિમિત્તની ઉપેક્ષા કરવા જેવી નથી એટલે કે નિમિત્તનું લક્ષ છોડવા જેવું નથી” એવો અભિપ્રાય તે તો મિથ્યાત્વ છે, અને એ મિથ્યા અભિપ્રાય છોડ્યા પછી પણ અસ્થિરતાને કારણે નિમિત્ત ઉપર લક્ષ જાય તે રાગનું કારણ છે. માટે પોતાના સ્વભાવના આશ્રયે નિમિત્ત વગેરે પરદ્રવ્યોની ઉપેક્ષા કરવી તે યથાર્થ છે.
પ૨. મુમુક્ષુ જીવોએ આ વાત સમજવી જોઈએ. ઉપાદાન-નિમિત્ત સંબંધી આ વાત ખાસ પ્રયોજનભૂત છે. આ સમજ્યા વગર કદી પણ જીવને બે દ્રવ્યોમાં એકતાની બુધ્ધિ ટળે નહિ ને સ્વભાવની શ્રદ્ધા થાય નહિ. સ્વભાવની શ્રદ્ધા થયા વગર સ્વભાવમાં અભેદતા થાય નહિ, એટલે કે જીવનું કલ્યાણ થાય નહિ. આવો જ વસ્તુસ્વભાવ કેવળજ્ઞાનીઓએ જોયો છે અને સંતોમુનિઓએ કહ્યો છે. જીવને કલ્યાણ કરવું હોય તો આ સમજવું પડશે. રાત્રિ ચર્ચામાંથી (વીર સંવત ૨૪૭૩: શ્રાવણ વદિ ૧)
૫૩. સમર્થકારણની વ્યાખ્યા. પ્રશ્ન- સમર્થ કારણ કોને કહે છે?
ઉત્તર:- જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે ઉપાદાન અને નિમિત્ત બંને સાથે હોય છે. તેથી તે બંનેને એકસાથે સમર્થકારણ કહેવાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
છે, અને ત્યાં પ્રતિપક્ષી કારણોનો અભાવ હોય જ છે. આથી એમ ન સમજવું કે ઉપાદાનના કાર્યમાં નિમિત્ત કંઈ કરે છે. જ્યારે ઉપાદાનની લાયકાત હોય ત્યારે નિમિત્ત હોય જ છે.
૬૭
પ્રશ્ન:- સમર્થકા૨ણ તે દ્રવ્ય, ગુણ કે પર્યાય ?
ઉત્ત૨:- વર્તમાન પર્યાય જ સમર્થ કારણ છે. પુર્વ પર્યાયને વર્તમાન પર્યાયનું ઉપાદાનકારણ કહેવું તે વ્યવહાર છે. નિશ્ચયથી તો વર્તમાન પર્યાય પોતે જ કારણકાર્ય છે. અને એથી પણ આગળ વધીને કહીએ તો એક પદાર્થમાં કારણ ને કાર્ય એવા બે ભેદ પાડવા તે પણ વ્યવહાર છે. ખરેખર તો દરેક સમયનો પર્યાય અહેતુક છે.
૫૪. ઉપાદાનકા૨ણની વ્યાખ્યા.
પ્રશ્ન:- માટીને ઘડાનું ઉપાદાનકારણ કહેવાય છે તે બરાબર છે? ઉત્તર:- ખરેખર ઘડાનું ઉપાદાનકારણ માટી નથી. પણ જે સમયે ઘડો થાય છે તે સમયની અવસ્થા જ પોતે ઉપાદાનકરણ છે. આમ હોવા છતાં માટીને ઘડાનું ઉપદાનકારણ કહેવાનો હેતુ એ બતાવવાનો છે કે, ઘડો થવા માટે માટીમાં જેવી સામાન્ય લાયકાત છે તેવી લાયકાત બીજા પદાર્થોમાં નથી. માટીમાં ઘડો થવાની વિશેષ લાયકાત તો જે સમયે. ઘડો થયો તે સમયે જ છે, ત્યાર પહેલાં તેનામાં ઘડો થવાની વિશેષ લાયકાત નથી. માટે વિશેષ લાયકાત જ ખરું ઉપાદાન કારણ છે. આ વિષયને વધારે સ્પષ્ટ કરવા માટે જીવમાં લાગુ પાડીએ. સમ્યગ્દર્શન પ્રગટવાની સામાન્ય લાયકાત તો દરેકે દરેક જીવમાં છે, જીવ સિવાય અન્ય કોઈ દ્રવ્યોમાં તેવી સામાન્ય લાયકાત નથી; સમ્યગ્દર્શનની સામાન્ય લાયકાત (શક્તિ ) તો બધા જીવોમાં છે પણ વિશેષ લાયકાત તો ભવ્ય જીવોને જ હોય છે. અભવ્યને તેમ જ ભવ્ય જીવ જ્યાં સુધી મિથ્યાદષ્ટિ રહે ત્યાં સુધી તેને પણ સમ્યગ્દર્શનની વિશેષ લાયકાત નથી. વિશેષ લાયકાત તો જે સમયે જીવ પુરુષાર્થથી સમ્યગ્દર્શન પ્રગટ કરે તે સમયે જ હોય છે. સામાન્ય લાયકાત તે પ્રગટરૂપ છે. સામાન્ય લાયકાત કાર્ય પ્રગટવાનું ઉપાદાનકારણ નથી પણ વિશેષ લાયકાત જ ઉપાદાનકારણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
૫૫. ચારિત્રદશા અને વસ્ત્ર સંબંધી ખુલાસો.
પ્રશ્ન:- ‘ચારિત્રદશા પ્રગટે તેને કારણે વસ્ત્ર છૂટતાં નથી પણ વસ્ત્રના ૫૨માણુઓની લાયકાતથી જ તે છૂટે છે' એમ કહ્યું; પરંતુ કોઈ જીવને ચારિત્રદશા પ્રગટે અને વસ્ત્રમાં છૂટવાની લાયકાત ન હોય તો સવસ્ત્ર મુક્તિ થઈ જશે ?
ઉત્તર:- ત્યાં સવસ્ત્ર મુક્તિ થવાની વાત નથી. ચારિત્રદશાનું સ્વરૂપ જ એવું છે કે ત્યાં વસ્ત્ર સાથે નિમિત્તનૈમિત્તિક સંબંધ હોય જ નહિ. તેથી ચારિત્રદશામાં વસ્ત્રનો ત્યાગ સહજપણે હોય છે, વસ્ત્રનો ત્યાગ તે પરમાણુની અવસ્થાની લાયકાત છે, તેનો કર્તા આત્મા નથી.
પ્રશ્ન:- કોઈ મુનિરાજના શી૨ ઉ૫૨ કોઈ જીવ વસ્ત્ર નાખી જાય તો તે વખતે તેમના ચારિત્રનું શું થાય ?
ઉત્તર:- કોઈ બીજો જીવ વસ્ત્ર નાખી જાય તેથી મુનિના ચારિત્રને બાધા નથી. કેમકે તે વસ્ત્ર સાથે તેમના ચારિત્રનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નથી. પરંતુ ત્યાં તો વસ્ત્ર જ્ઞાનનું જ્ઞેય એટલે કે જ્ઞેયજ્ઞાયકપણાનો નિમિત્તનૈમિત્તિક સંબંધ છે.
૫૬. સમ્યનિયતવાદ શું છે ?
વસ્તુનો પર્યાય ક્રમબદ્ધ જે સમયે જે થવાનો હોય તે જ થાયએવો સમ્યકનિયતવાદ તે જૈનદર્શનનો વાસ્તવિક સ્વભાવ છે, એ જ વસ્તુસ્વભાવ છે. ‘નિયત’ શબ્દ તો શાસ્ત્રમાં ઘણે ઠેકાણે આવે છે. પણ અત્યારે તો શાસ્ત્રો ભણેલા પણ આ સમ્યનિયતવાદની વાત સાંભળીને ગોથાં ખાય છે. આનો નિર્ણય કરવો કઠણ પડે છે. તેથી કોઈ ‘ એકાંતવાદ’ કહીને ઉડાડે છે. નિયત એટલે નિશ્ચિત, નિયમબદ્ધ. તે એકાંતવાદ નથી પણ વસ્તુનો યથાર્થ સ્વભાવ છે તે જ અનેકાંતવાદ છે. સમ્યનિયતવાદનો નિર્ણય કરતી વખતે બહારમાં રાજપાટનો સંયોગ હોય તે છૂટી જ જવો જોઈએ એવો નિયમ નથી, પણ તેના પ્રત્યે યથાર્થ ઉદાસ ભાવ તો અવશ્ય થઈ જાય છે. બહારના સંયોગમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
૬૯
તો ફેર પડે કે ન પડે, પણ અંતરના નિર્ણયમાં ફેર પડી જાય. અજ્ઞાની જીવ નિયતવાદની વાતો કરે છે પણ જ્ઞાન અને પુરુષાર્થને સ્વભાવ તરફ વાળીને નિર્ણય કરતો નથી. નિયતવાદનો નિર્ણય કરવામાં જે જ્ઞાન અને પુરુષાર્થ આવે છે તેને જો જીવ ઓળખે તો સ્વભાવ આશ્રિત વીતરાગભાવ પ્રગટે, ને ૫૨થી ઉદાસ થઈ જાય. કેમકે સમ્યનિયતવાદનો નિર્ણય કર્યો એટલે પોતે બધાને માત્ર જ્ઞાનભાવે જાણનાર–દેખનાર રહ્યો, પણ ૫૨નો કે રાગનો કર્તા ન થયો.
સ્વ ચતુષ્ટયમાં પર ચતુષ્ટયની નાસ્તિ જ છે તો પછી તેમાં પર શું કરે ? ઉપાદાન-નિમિત્તનો યથાર્થ નિર્ણય આવી જાય છે, કર્તૃત્વભાવ ઊંડી જાય છે, અને વીતરાગીદષ્ટિપૂર્વક વીતરાગી સ્થિરતાની શરૂઆત થઈ જાય છે. અજ્ઞાનીઓ આ નિયતવાદને એકાંતવાદ ને ગૃહીતમિથ્યાત્વ કહે છે. પણ જ્ઞાનીઓ કહે છે કે, આ સમ્યનિયતવાદ તે જ અનેકાંતવાદ છે ને તેના નિર્ણયમાં જૈનદર્શનનો સાર આવી જાય છે, ને તે કેવળજ્ઞાનનું કારણ છે. ૫૭. કોઈ અકસ્માત છે જ નહિ.
પ્રશ્નઃ- સમ્યગ્દષ્ટિ અકસ્માત ભય હોતો નથી એનું શું કારણ ?
ઉત્તર:- કેમ કે સમ્યગ્દષ્ટિને યથાર્થ નિયતવાદનો નિર્ણય છે કે જગતના બધા પદાર્થોની અવસ્થા તેની લાયકાત પ્રમાણે જ થાય છે. ન થવાનું હોય એવું કાંઈ નવું બનતું જ નથી માટે કોઈ અકસ્માત છે જ નહિ. આવી નિઃશંક શ્રદ્ધાને લીધે સમ્યગ્દષ્ટિને અકસ્માતભય હોતો નથી. વસ્તુના પર્યાયો ક્રમસર જ થાય છે, એની અજ્ઞાનીને પ્રતીતિ નથી તેથી તેને અકસ્માત લાગે છે.
૫૮. નિમિત્ત કોનું ? અને ક્યારે ?
જો નિમિત્તનું યથાર્થ સ્વરૂપ સમજે તો નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરે એ માન્યતા ટળી જાય. કેમ કે જ્યારે કાર્ય થયું ત્યારે તો ૫૨ને તેનું નિમિત્ત કહેવાયું છે, કાર્ય થયા પહેલાં તો તેનું નિમિત્ત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
કોઈને કહેવાતું નથી. જે કાર્ય થઈ ગયું છે તેમાં નિમિત્ત શું કરે? અને કાર્ય થયા પહેલાં નિમિત્ત કોનું? કુંભાર કોનું નિમિત્ત છે? જો ઘડારૂપી કાર્ય થાય તો કુંભાર તેનું નિમિત્ત છે, પણ જો ઘડારૂપી કાર્ય જ ન થાય તો કુંભાર તેનું નિમિત્ત નથી. ઘડો થયા પહેલાં તો કોઈને ‘ઘડાનું નિમિત્ત' કહી શકાય જ નહિ અને જો ઘડો થાય છે ત્યારે જ કુંભારને નિમિત્ત કહેવાય છે, તો પછી કુંભારે ઘડામાં કાંઈ પણ કર્યું એ વાત સ્વયમેવ અસત્ ઠરે છે.
પ્રશ્ન:- ઉપાદાનમાં કાર્ય ન થાય તો પરદ્રવ્યને નિમિત્ત કહેવાતું નથી એમ ઉપર કહ્યું; ‘આ જીવને અનંતવા૨ ધર્મનાં નિમિત્તો મળ્યાં છતાં જીવ પોતે ધર્મ સમજયો નહિ' એમ કહેવાય છે, અને તેમાં જીવને ધર્મરૂપી કાર્ય થયું નથી છતાં પરદ્રવ્યો ધર્મનાં નિમિત્ત તો કહ્યાં છે?
ઉત્તર:- ‘આ જીવને અનંતવાર ધર્મનાં નિમિત્તો મળ્યાં પણ પોતે ધર્મ સમજ્યો નહિ' એમ કહેવાય છે, ત્યાં જો કે ઉપાદાન ( જીવમાં ) ધર્મરૂપી કાર્ય થયું નથી તેથી ખરેખર તેને માટે તે પદાર્થો ધર્મનાં નિમિત્ત નથી. પરંતુ જે જીવો ધર્મ પ્રગટ કરે છે તે જીવોને એવા પ્રકારનાં નિમિત્તો જ હોય છે એવું જ્ઞાન કરાવવા માટે, કાર્ય ન થયું હોવા છતાં સ્થૂળ દષ્ટિએ તેને નિમિત્ત કહેવામાં આવે છે.
૫૯. અનુકૂળ નિમિત્ત
ઊકળતા તેલમાં હાથ દાઝયો ત્યાં હાથને દાઝવા માટે ઊકળતું તેલ અનુકૂળ નિમિત્ત છે. ઘડો ફૂટવામાં ધોકો વગેરે અનુકૂળ નિમિત્ત છે. અમુક પદાર્થને અનુકૂળ નિમિત્ત કહ્યું તેથી તે સિવાયના બીજા પદાર્થો પ્રતિકૂળ છે એમ ન સમજવું. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અનુકૂળ કે પ્રતિકૂળ તો છે જ નહિ. નિમિત્તને અનુકૂળ કહેવાનો અર્થ એટલો જ છે કે, તે પદાર્થ કાર્ય થતી વખતે સદ્દભાવરૂપ હોય છે અને વ્યવહારદષ્ટિએ અનુકૂળતાનો આરોપ તેના ઉપર આવી શકે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
૭૧
——
—
—
—
—
—
—
—
——
—
—
—
––––––––––––––
૬૦. બે પર્યાયોની લાયકાત એકસાથે ન હોય. એક સમયમાં બે લાયકાત હોતી જ નથી. કેમકે જે સમયે જેવી લાયકાત છે તેવો પર્યાય પ્રગટ હોય છે, અને તે જ વખતે જો બીજી લાયકાત પણ હોય તો એક સાથે બે પર્યાય થઈ જાય. પરંતુ એમ કદી બની શકે નહિ. જે સમયે જે પર્યાય પ્રગટ હોય છે તે સમયે બીજા પર્યાયની લાયકાત હોતી જ નથી. લોટરૂપ અવસ્થાની લાયકાત વખતે રોટલીરૂપ અવસ્થાની લાયકાત જ હોતી નથી. તો પછી નિમિત્ત ન મળ્યું માટે રોટલી ન થઈ એ વાતને અવકાશ ક્યાં છે? અને જ્યારે રોટલી થાય છે ત્યારે તે પૂર્વના લોક પર્યાયનો અભાવ કરીને જ થાય છે. તો પછી બીજાને તેનું કારણ કેમ કહેવાય? બહુ બહુ તો લોટરૂપ પર્યાયનો વ્યય થયો તેને રોટલીરૂપ પર્યાયનું કારણ કહી શકાય.
૬૧. “જીવ પરાધીન છે' એટલે શું? પ્રશ્ન:- સમયસાર નાટકમાં સ્યાદ્વાદઅધિકારના ૯ મા શ્લોકમાં જીવને પરાધીન કહ્યો છે. શિષ્ય પૂછે છે કે, હે સ્વામી! જીવ સ્વાધીન છે કે પરાધીન? ત્યારે શ્રી ગુરુ ઉત્તર આપે છે કે, દ્રવ્યદૃષ્ટિથી જીવ સ્વાધીન છે, ને પર્યાયદષ્ટિથી પરાધીન છે. તો ત્યાં જીવને પરાધીન કેમ રહ્યો છે?
ઉત્તર:- પર્યાયદષ્ટિથી જીવ પરાધીન છે એટલે કે જીવ પોતે પોતાના સ્વભાવનો આશ્રય છોડીને, પર લક્ષે પોતે સ્વતંત્રપણે પરાધીન થાય છે, પરંતુ પરદ્રવ્યો કંઈ જીવ ઉપર બળજોરી કરીને તેને પરાધીન કરતાં નથી. પરાધીન એટલે પોતે સ્વતંત્રપણે પરને આધીન થાય છે પરાધીનપણું માને છે, નહિ કે પર પદાર્થો તેને આધીન કરે છે.
૬૨. દ્રવ્યાનુયોગ ને ચરણાનુયોગનો ક્રમ પ્રશ્ન- આ ઉપાદાન નિમિત્તની વાત તો દ્રવ્યાનુયોગની છે. પરંતુ પહેલાં તો જીવ ચરણાનુયોગ અનુસાર શ્રદ્ધાની થાય અને તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ– કહાનજૈનશાસ્ત્રમાળા
ચરણાનુયોગ અનુસાર વ્રત-પ્રતિમા વગેરે અંગીકાર કરે, ત્યાર પછી તે દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાની થઈને સમ્યગ્દર્શન પ્રગટ કરે એવી જૈનધર્મની પરિપાટી હોવાનું કેટલાક જીવો માને છે, તે બરાબર છે?
૭૨
ઉત્તર:- ના. એવી જૈનમતની પરિપાટી નથી. પરંતુ જિનમતમાં એવી પરિપાટી છે કે, પહેલાં સમ્યક્ત્વ હોય પછી વ્રત હોય. હવે તો સમ્યક્ત્વ તો સ્વ-પરનું શ્રદ્ધાન થતાં થાય છે તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતાં થાય છે. માટે પહેલાં દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાન કરી સમ્યગ્દષ્ટિ થાય અને ત્યાર પછી ચ૨ણાનુયોગ અનુસાર વ્રતાદિક કરી વ્રતી થાય. એ પ્રમાણે મુખ્યપણે તો નીચલી દશામાં જ દ્રવ્યાનુયોગ છે તથા ગૌણપણે જેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી ન જણાય તેને પહેલાં કોઈ વ્રતાદિનો ઉપદેશ આપવામાં આવે છે. માટે સર્વે જીવોએ મુખ્યપણે દ્રવ્યાનુયોગ અનુસાર અધ્યાત્મઉપદેશનો અભ્યાસ કરવા યોગ્ય છે. આમ જાણીને નીચલી દશાવાળાઓએ પણ દ્રવ્યાનુયોગના અભ્યાસથી પરાંભુખ થવું યોગ્ય નથી.
(મો. મા. પ્ર. પા. ૨૯૫ )
* ક્રિયા *
(‘પંડિતપ્રવર વીર ટોડરમલ્લજી સ્મૃતિદિન ‘ના વ્યાખ્યાનમાંથી ) ક્રિયાની સામાન્ય વ્યાખ્યા
વસ્તુના પર્યાયનું બદલવું તે ક્રિયા છે. દરેક દ્રવ્યનો પર્યાય સમયે સમયે બદલાયા જ કરે છે. દરેક દ્રવ્યનો પર્યાય તે જ તેની ક્રિયા છે. દરેક દ્રવ્યનો પર્યાય પોતામાં જ થાય છે પરંતુ એક દ્રવ્યનો પર્યાય બીજા દ્રવ્યમાં થતો નથી, તેથી એક દ્રવ્યની ક્રિયા બીજા દ્રવ્યમાં હોય નહિ. તેમજ, એક દ્રવ્યની ક્રિયા બીજું દ્રવ્ય કરે નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ક્રિયા
૭૩
ક્રિયાના પ્રકાર
આ જગતમાં જડ અને ચેતન એમ બે પ્રકારનાં દ્રવ્યો છે. દ્રવ્યની પર્યાય તે જ ક્રિયા હોવાથી ક્રિયા પણ જડ અને ચેતન એમ બે પ્રકારની છે. જડ દ્રવ્યની અવસ્થા તે જડની ક્રિયા છે અને ચેતન દ્રવ્યની (જીવની ) અવસ્થા તે ચેતનની ક્રિયા અર્થાત્ જીવની ક્રિયા છે.
જીવની ક્રિયાના મુખ્ય બે પ્રકાર છેઃ (૧) રાગાદિ ભાવરૂપ વિકારી ક્રિયા અને, (૨) રાગાદિ ભાવરહિત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ અવિકારી ક્રિયા. વિકારી ક્રિયા તે બંધનું કારણ છે, તેથી તેને બંધની ક્રિયા ’ પણ કહેવાય છે અને અવિકારી ક્રિયા તે મોક્ષનું કારણ છે. તેને ‘મોક્ષની ક્રિયા ' કહેવાય છે.
,
આ રીતે કુલ ત્રણ પ્રકારની ક્રિયા થઈઃ (૧) જડની ક્રિયા (૨) જીવની વિકા૨ી ક્રિયા અને, (૩) જીવની અવિકારી ક્રિયા.
જડની ક્રિયા
શરીર જડ છે. તેની દરેક ક્રિયા તે જડની ક્રિયા છે. શરીરનું હલનચલન કે સ્થિર રહેવું તે જડની ક્રિયા છે, તેના કર્તા જડ ૫૨માણુઓ છે, આત્મા તેનો કર્તા નથી. જડની ક્રિયા સાથે બંધ કે મોક્ષનો સંબંધ નથી. શરીરની હલન-ચલનરૂપ દશા કે સ્થિર રહેવારૂપ દશા તેમાં બંધની ક્રિયા કે મોક્ષની ક્રિયા નથી. એટલે કે શરીરની કોઈ પણ ક્રિયાથી આત્માને બંધ કે મોક્ષ, લાભ કે અલાભ, સુખ કે દુઃખ થતાં નથી. કેમકે શરીરની ક્રિયા તે જડની ક્રિયા છે.
પહેલાં શરીરની અવસ્થા ઘેર રહેવારૂપ હોય અને હલન ચલનાદિરૂપ હોય, પછી શરીરની અવસ્થા બદલીને ધર્મ સ્થાનકે સ્થિર રહેવારૂપ થાય ત્યાં તે ફેરફારથી અજ્ઞાની ધર્મ માને છે. પરંતુ જડની ક્રિયા બદલી તેનાથી આત્માને ધર્મ નથી, પુણ્ય નથી તેમ જ પાપ પણ નથી. શરીરની માફક પૈસા, વસ્ત્ર કે આહારાદિના સંયોગ વિયોગ તે પણ જડની ક્રિયા છે. તેનાથી ધર્મ, પુન્ય કે પાપ થતું નથી. તે કોઈ ક્રિયાનો કર્તા આત્મા નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪
———————————
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા --------------
વિકારી ક્રિયા જીવના પર્યાયમાં જે રાગદ્વેષ-અજ્ઞાનરૂપ ભાવ થાય તે જીવની વિકારી ક્રિયા છે. આ ક્રિયાને બંધની ક્રિયા કહેવામાં આવે છે. શરીરાદિ જડની ક્રિયાથી વિકારી ક્રિયા થતી નથી અને જીવની વિકારી ક્રિયાથી શરીરાદિ જડની ક્રિયા થતી નથી. રાગ-દ્વેષ-અજ્ઞાનરૂપ ભાવો આત્માના પર્યાયમાં થાય છે તેથી આત્માના જ પર્યાયમાં તે વિકારી ક્રિયા કરવાની યોગ્યતા છે. શરીરની ક્રિયાથી પુણ્ય-પાપ થતાં નથી. પુણ્ય-પાપરૂપ વિકારી ક્રિયા બંધનની ક્રિયા છે. તે ક્રિયા વડે સંસાર મળે, મોક્ષ ટળે, આત્માના ગુણનો પર્યાય બળે. આ ક્રિયાથી ધર્મ થતો નથી.
દરેક ક્રિયાની સ્વતંત્રતા પ્રશ્ન:-પહેલાં જડની ક્રિયા કરે પછી ધર્મ થાયને? જેમ કે, પહેલાં શરીરને ઘરેથી ધર્મસ્થાનક સુધી લઈ આવે, પછી ધર્મ સાંભળે અને પછી સાચી સમજણથી ધર્મ થાય. એ રીતે જડની ક્રિયા કરવાનું આવ્યું કે નહિ?
ઉત્તર- જડની ક્રિયા વડે ધર્મ થતો નથી. જડની ક્રિયા આત્મા કરતો જ નથી. તેથી જડની ક્રિયા સાથે આત્માને સંબંધ નથી. ઉપરના દષ્ટાંતમાં શરીરની ક્રિયા ફરી તે કારણે ધર્મ થયો નથી. “તત્ત્વ સમજવા જવું છે” એવો શુભ ભાવ થયો અને ઘરેથી ધર્મ સ્થાનકે ગયા. ત્યાં નીચે મુજબની ક્રિયાઓ થઈ છેઃ (૧) શુભ ભાવ થયો તે પુણ્ય છે. તે વિકારી ક્રિયા છે. (૨) શરીરનું ક્ષેત્રમંતર થયું તે જડની ક્રિયા છે. (૩) આત્માના પ્રદેશોનું ક્ષેત્રાંતર થયું તે આત્માની વિકારી ક્રિયા છે. (૪) સત શ્રવણ પ્રત્યેનું લક્ષ તે શુભ ભાવરૂપ વિકારી ક્રિયા છે. આ ચાર ક્રિયાઓ થઈ ત્યાં સુધી હજી ધર્મ થયો નથી. ધર્મશ્રવણના લક્ષથી પણ ખસીને સ્વ લક્ષ તરફ ઢળે અને પોતાના શુદ્ધ આત્મસ્વભાવનો મહિમા લાવીને નિર્ણય કરે તો તે જીવની અવિકારી ક્રિયા છે. તે જ ધર્મ છે. જડની ક્રિયા, આત્મ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ક્રિયા
૭પ
પ્રદેશોની ક્ષેત્રાંતરરૂપ ક્રિયા અને શુભરાગરૂપ વિકારી ક્રિયા એ બધાથી આ ધર્મની ક્રિયા ભિન્ન છે.
આ જ રીતે, કોઈ જીવન પૈસા કમાવા વગેરેની અશુભ ભાવના થઈ અને શરીરની ક્રિયા પાપ કાર્યોમાં થઈ તો ત્યાં પણ શરીરની ક્રિયા તે જડની સ્વતંત્ર ક્રિયા છે. તેનાથી જીવને લાભ કે નુકશાન નથી; અને અશુભ ભાવ થયા તે જીવની વિકારી ક્રિયા છે. તેનાથી જીવને નુકશાન છે. અશુભ ભાવને કારણે પણ શરીરની ક્રિયા થતી નથી.
- અશુભ પરિણામથી પાપ, શુભ પરિણામથી પુણ્ય, એ બંનેનો સમાવેશ વિકારી ક્રિયામાં થાય છે અને એ બંને વખતે શરીરની ક્રિયા તે સ્વતંત્ર જડની ક્રિયા છે. મારા પરિણામને કારણે જડની ક્રિયા થઈ એમ માને તો ખોટું છે. અને પુણ્ય પરિણામને કારણે ધર્મની ક્રિયા થઈ એમ માને તો પણ ખોટું છે.
શરીર ધર્મસ્થાનકે બે ઘડી સ્થિર બેઠું તે જડની ક્રિયા છે. તે વખતે અંતરંગમાં જો શુભ પરિણામ હોય તો પુણ્ય છે, અને જો તે વખતે ઘર વગેરે સંબંધી અશુભ વિચાર કરતો હોય તો પાપ છે. પુણ્ય-પાપ બંને વિકાર તેનાથી ધર્મ નથી–એવું જો તે વખતે આત્મભાન વર્તતું હોય તો તેટલે અંશે અવિકારી ધર્મક્રિયા છે. તે મોક્ષની ઉત્પત્તિ કરનારી ક્રિયા છે. કોઈ જીવે અશુભ પરિણામ તો છોડયાં અને જિનેન્દ્રદેવ, નિગ્રંથ ગુરુ અને સલ્ફાસ્ત્રના લક્ષે શુભરાગ કર્યો અને તેમાં ધર્મ માન્યો તો તે જીવ એકાંત બંધનની ક્રિયા જ કરી રહ્યો છે, તેને અધર્મ ક્રિયા જ વર્તે છે, પછી ભલે તે ચાલતો હોય કે સ્થિર હોય, ત્યાગી હોય કે ગૃહસ્થ હોય, ખાતો હોય કે ઉપવાસી હોય.
અવિકારી ક્રિયા અવિકારી ક્રિયા એટલે ધર્મની ક્રિયા અથવા મુક્તિની ક્રિયા. લોકો બોલે છે કે, ક્રિયાથી ધર્મ થાય. પણ કોની ક્રિયા અને કઈ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
––––
ક્રિયા? જડની ક્રિયા કે ચેતનની ક્રિયા? અને વિકારી ક્રિયા કે અવિકારી ક્રિયા? જડની ક્રિયા, વિકારી ક્રિયા અને અવિકારી ક્રિયા તેના સ્વરૂપનું જેને ભાન નથી તે ધર્મની ક્રિયા ક્યાંથી કરશે ?
મુક્તિની કિયામાં પર સાથે તો સંબંધ નથી અને પર તરફના વલણથી જે ભાવ થાય તેની સાથે પણ સંબંધ નથી. મુક્તિની ક્રિયામાં પર ઉપર કે વિકાર ઉપર દષ્ટિ ન હોય પરંતુ પરથી અને વિકારથી ભિન્ન પોતાના અસંયોગી, અવિકારી, ત્રિકાળ સ્વભાવ ઉપર દૃષ્ટિ હોય છે. વિકારી ક્રિયા તે પણ આત્માની વર્તમાન દશા છે અને અવિકારી ક્રિયા તે પણ આત્માની વર્તમાન દશા છે. આત્માની જે વર્તમાન દશા સ્વભાવ સાથેનું એકત્વ ચૂકીને પર લક્ષમાં અને પુણ્ય-પાપમાં અટકે છે તે જ વિકારી ક્રિયા છે, તે સંસાર છે, મોક્ષની ઘાતક છે, સુખની ટાળનાર છે અને દુઃખની દાતાર છે અને આત્માની જે વર્તમાન દશા પર લક્ષથી ખસીને સ્વલક્ષે પોતાના ત્રિકાળી સ્વભાવની શ્રદ્ધા-જ્ઞાન-સ્થિરતામાં ટકે છે તે જ અવિકારી ક્રિયા છે. તે ધર્મ છે, તે મોક્ષની ઉત્પાદક છે અને સંસારની ઘાતક છે, સુખની દાતાર છે અને દુઃખની ટાળનાર છે.
વિકારી ક્રિયા કે અવિકારી ક્રિયા એ બંને એક સમય પૂરતી જીવની અવસ્થા છે, પરંતુ તે બંનેના લક્ષ્યમાં ફેર છે. અવિકારી ક્રિયાનું લક્ષ્ય ત્રિકાળી શુદ્ધ સ્વભાવ છે અને વિકારી ક્રિયાનું લક્ષ્ય પરદ્રવ્ય અને પુણ્યપાપ છે. જડનું કરવાની વાત તો બેમાંથી એકે ક્રિયામાં નથી. જડની ક્રિયા તો આ બંનેથી જુદી-સ્વતંત્ર છે. તેનાથી નથી બંધન કે નથી મુક્તિ.
મોક્ષ કોના લક્ષે થાય? અથવા ત્રણ પ્રકારની ક્રિયામાંથી કઈ ક્રિયાથી મોક્ષ થાય? શું જડના લક્ષે મોક્ષ થાય? કે પુણ્ય-પાપના લક્ષે મોક્ષ થાય? પર દ્રવ્યનું છોડવા-મૂકવાનું તો આત્મામાં નથી તેથી તેના લક્ષે પણ મોક્ષ થાય નહિ. જે પુણ્ય-પાપ થાય તે પણ પર લક્ષે થતાં હોવાથી વિકાર છે. તેના લક્ષે મોક્ષ થાય નહિ. એટલે કે જડની ક્રિયાથી મોક્ષ થાય નહિ. જડની ક્રિયાનો બાહ્ય સંયોગ હોવા છતાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ક્રિયા
-
-
-
-
-
-
-
-
અને પર્યાયમાં ક્ષણિક રાગ-દ્વેષ હોવા છતાં, “હું આ જડની ભિન્ન છું અને મારા શુદ્ધ જ્ઞાનભાવમાં આ રાગ-દ્વેષ નથી એવું ભેદજ્ઞાન વર્તે તે શરૂઆતની ધર્મની ક્રિયા છે, અને પછી શુદ્ધ જ્ઞાતા ભાવમાં સ્થિરતાં કરતાં રાગદ્વેષ ટળતાં જાય છે. એ રીતે ધર્મની ક્રિયાના જોરે વિકાસની ક્રિયાનો નાશ થાય છે.
(૧) પેટમાં આહાર પડ્યો કે ન પડ્યો તે જડની ક્રિયા છે. તેમાં નથી પાપ નથી પુણ્ય કે નથી ધર્મ. (૨) પેટમાં આહાર ન પડ્યો તે વખતે જીવને જો અણગમો લાગે કે “ઉપવાસ તો કર્યો પણ કાલ જેવી આજે મજા ન પડી” તો તેને અશુભ પરિણામ છે અને તે પરિણામથી પાપબંધન છે. (૩) તે વખતે જો મંદ કષાય રાખે તો શુભ પરિણામ છે અને તે પરિણામથી પુણ્યબંધન છે. (૪) તે વખતે આહારનું, શરીરનું અને પુણ્ય-પાપનું લક્ષ છોડીને પોતાના ત્રિકાળી આત્મસ્વભાવની ઓળખાણપૂર્વક તેમાં સ્થિર થાય, અનુભવમાં એકાગ્ર થાય તો તે ધર્મ છે. આ ચાર પ્રકારમાં નં. (૧) જડની ક્રિયા છે, નં. (૨) તથા (૩) તે વિકારની ક્રિયા છે અને નં. (૪) ધર્મની ક્રિયા અથવા અવિકારી ક્રિયા છે.
શરીર સ્થિર રહે તે જડની ક્રિયા છે. તે જડની ક્રિયા ઉપરથી આત્માનું માપ કાઢે તે અજ્ઞાની છે. જડ શરીરની ક્રિયા સ્થિર રહેવારૂપ થઈ પરંતુ તે વખતે આત્માની ક્રિયા કેવા પ્રકારની થઈ રહી છે તેના ભાન વિના ધર્મનું માપ ક્યાંથી કાઢશે? ધર્મની ક્રિયા શરીરમાં થાય કે આત્મામાં? જેની ભૂમિકામાં ધર્મની ક્રિયા થાય છે એવા આત્મસ્વભાવનું જેને ભાન નથી તે ધર્મની ક્રિયા ક્યાં કરશે ? માટે સૌથી પહેલાં આત્માના સ્વરૂપની સમજણ કરવી તે જ શરૂઆતની ધર્મની ક્રિયા છે. એ સિવાય બીજી કોઈ ક્રિયા ધર્મની નથી.
ક્રિયાનું સ્થાપન અને ઉત્થાપન ૧. શરીરની ક્રિયા તે પુગલ પરમાણુઓની અવસ્થા છે અને પરમાણુઓ સ્વતંત્રપણે પરિણમે છે. અર્થાત્ શરીરની તે અવસ્થારૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________
७८
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કાનજૈનશાસ્ત્રમાળા
થાય છે. આત્મા તેનો ખરેખ૨ કર્તા નથી, એમ જ્ઞાનીઓ જ શરીરની ક્રિયાને જેમ છે તેમ સ્થાપે છે.
૨. પુણ્ય ક્રિયા તે જીવનો વિકાર ભાવ છે, તે ક્રિયાથી આત્માનો અવિકારી ધર્મ પ્રગટે નહિ તેમ જ તે ક્રિયા ધર્મમાં મદદ કરે નહિ. એમ જ્ઞાનીઓ જ પુણ્ય ક્રિયાને પુણ્યની ક્રિયા તરીકે સ્થાપે છે.
૩. આત્માની અવિકારી ક્રિયા તે ધર્મ છે, તે ક્રિયા આત્માના અવલંબને પ્રગટે છે, તેમાં કોઈ બીજાનું અવલંબન નથી તેમ જ પુણ્યની ક્રિયાથી તે અવિકારી ક્રિયા પ્રગટી નથી. એમ જ્ઞાનીઓ જ અવિકારી ક્રિયાને બરાબર સ્થાપે છે.
૧. શરીરની ક્રિયા આત્માથી થાય છે, પણ એની મેળે સ્વતંત્ર ક્રિયાને ઉત્થાપે છે. કેમકે તેઓ પુદ્ગલ પરમાણુઓની સ્વતંત્ર ક્રિયાને સ્થાપતા નથી.
૨. પુણ્ય-ક્રિયા અર્થાત્ શુભરાગરૂપ વિકારી ક્રિયાથી ધર્મ થાય અથવા તો તે કરતાં કરતાં ધર્મ થાય એમ માનીને અજ્ઞાનીઓ જ પુણ્યની ક્રિયાને ઉત્થાપે છે. કેમ કે પુણ્ય તે વિકારી ક્રિયા છે, છતાં તેઓ વિકારી ક્રિયાને વિકારી ક્રિયા તરીકે સ્થાપતા નથી.
૩. આત્માની અવિકારી ક્રિયા પુણ્ય કરતાં કરતાં થાય અથવા તો કંઈક પરાવલંબન જોઈએ- એમ માનીને અજ્ઞાનીઓ જ અવિકારી ક્રિયાને ઉત્થાપે છે. કેમકે પુણ્યની અપેક્ષા રહિત નિરાવલંબી અવિકારી ક્રિયા છે તેને તેઓ સ્થાપતા નથી.
***
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #86
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વ્યવહા૨નયના પક્ષના સૂક્ષ્મ આશયનું સ્વરૂપ અને તેને ટાળવાનો ઉપાય
(સદગુરુદેવશ્રીનું વ્યાખ્યાન. કારતક સુદ ૭ઃ ૨૪૭૨)
અનંત પ્રાણીઓને અનંત કાળથી પોતાના નિશ્ચય સ્વભાવનું માહાત્મ્ય ન આવતાં રાગ અને વિકલ્પનો સૂક્ષ્મ પક્ષ રહી જાય છે. તે વ્યવહારનો સૂક્ષ્મ પક્ષ કઈ રીતે છે તેનું સ્વરૂપ કહેવાશે. ધ્યાન રાખીને સમજજો.
જીવને જ્ઞાનમાં ૫૨ વસ્તુ, વિકલ્પ તેમ જ આત્માનો સ્વભાવ પણ જણાય છે. તેના ખ્યાલમાં એમ તો આવે છે કે, આત્મા વસ્તુ રાગ કે ૫૨વસ્તુ જેટલી નથી. આમ ખ્યાલમાં આવવા છતાં રાગમાં આત્માનું વીર્ય અટકી જાય તો વ્યવહારનો પક્ષ રહે છે. આત્માના વીર્યને ૫૨ તરફના વલણથી જુદું પાડી, શુભ રાગનું જે લક્ષ થાય તે શુભ રાગ ઉપર પણ લક્ષ આપતાં, સ્વભાવના જ્ઞાન વડે વીર્યને તે શુભ ભાવમાં ન અટકાવતાં, તે શુભથી પણ જુદા એવા આત્મસ્વભાવ તરફ વીર્યને વાળે તો જીવે નિશ્ચયના આશ્રયે વ્યવહારનો નિષેધ કર્યો છે.
આત્મા વર્તમાનમાં જ જ્ઞાનાદિ અનંત સ્વભાવગુણનો પિંડ છે. તેની અવસ્થામાં વર્તમાન અશુભ અવસ્થા થાય તેને છોડવાનું તો જીવને મન થાય, કેમ કે એમાં અશુભ ઉપરથી શુભમાં વીર્ય જોડવું તે તો વર્તમાન પૂરતું જ વીર્યનું કાર્ય છે. નગ્ન દિગંબર જૈનનો સાધુ થઈને પંચ મહાવ્રતનો શુભ રાગ તેમ જ દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કરીને તેમની કહેલી વાત ખ્યાલમાં આવવા છતાં સમ્યગ્દર્શનના અભાવને લીધે જીવને સૂક્ષ્મપણે વ્યવહારની પકડ રહી જાય છે.
જ્ઞાનમાં શુભ અને અશુભ બંનેનો ખ્યાલ કરીને જીવ અશુભમાંથી શુભમાં તો વીર્યને ફેરવી નાખે છે પરંતુ તે વર્તમાન પૂરતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #87
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
-
શુભ રાગમાં વીર્યનું જે વજન છે તે જો ઉપાડીને સ્વભાવ તરફ ઢાળે તો વ્યવહારનો પક્ષ છૂટે. આત્માના સ્વભાવમાં વિકાર નથી. વિકાર ક્ષણિક છે. અને પર પદાર્થો જુદા છે એમ તો ખ્યાલમાં લીધું એટલે (૧) શરીર વગેરે પરવસ્તુ તો હું નહિ એમ જ્ઞાનમાં ધાર્યું. (૨) કર્મ જડ છે તે આત્માથી જુદા છે એમ શાસ્ત્રથી ખ્યાલમાં લીધું અને, (૩) અશુભ ભાવ થાય તેને અવસ્થાના લક્ષમાં રહી-રહીને ફેરવ્યો. અવસ્થી દષ્ટિમાં જ રહી-રહીને અવસ્થામાં અશુભને ફેરવીને શુભ કર્યા. શુભ ભાવ, અશુભ ભાવ અને શુભાશુભરહિત આત્મસ્વભાવ તેને ખ્યાલમાં તો લીધા તેમ જ અશુભ થાય છે તને આત્મવીર્ય વડે છોડીને શુભ કર્યા પરંતુ સ્વભાવ તરફ પુરુષાર્થનું જોર જવું જોઈએ. તેને બદલે, વર્તમાન શુભ ઉપર જ તેનું પુરુષાર્થનું વજન અટકી રહ્યું. તેથી નિશ્ચયનો આશ્રય થયો નહિ અને વ્યવહારનો પક્ષ ગયો નહિ.
જીવને જ્ઞાનમાં પરવસ્તુઓ, શુભ તેમ અશુભ કોને કહેવાં તે અને શુભાશુભથી રહિત સ્વભાવ છે તે ખ્યાલમાં આવવા છતાં વીર્ય નું વજન તે શુભ તરફથી છૂટીને સ્વભાવના જોર તરફ ન જાય તો તે જીવને નિશ્ચયનો વિષય જે સ્વભાવ તે રુચિકર થયો નથી. એટલે તેનું વીર્ય સ્વભાવ તરફ જતું નથી, પણ વ્યવહારમાં જ અટક્યું છે.
અશુભમાંથી શુભ ભાવ કરવો તેમાં વીર્ય વર્તમાન પુરતું છે, અને શુભ-અશુભ રહિત સ્વભાવની રુચિના વીર્યનું ત્રિકાળી જોર છે. સ્વભાવની રચિના ત્રિકાળી જોરમાં શુભના વલણમાંથી વીર્ય છૂટીને સ્વભાવના માહાભ્યમાં વીર્યનું જોર આવતાં, ત્રિકાળીની દષ્ટિથી સહજ જ વર્તમાન પુરતા વ્યવહારનો નિષેધ થઈ જાય છે. નિષેધ કરું એવો વિકલ્પ હોતો નથી. આ રીતે નિશ્ચયનય વ્યવહારનયનો નિષેધ કરે છે.
જાણવામાં “રાગ મારું સ્વરૂપ નથી' એમ વ્યવહારનો નિષેધ તે પણ રાગ છે. હું જીવ છું” વિકાર મારું સ્વરૂપ નથી એ પ્રકારે નવ તત્ત્વાદિકના વિચારના વર્તમાન પુરતા ભાવ ઉપર જો વીર્યનું વજન અટકે, પરંતુ સ્વભાવથી પરાંમુખ વલણથી છૂટીને અંતર સ્વભાવમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #88
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વ્યવહારનયના પક્ષનું સૂક્ષ્મ સ્વરૂપ
૮૧
=
=
=
=
—
—
—
—
—
—
—
—
—
—
—
—
------
વળવા માટે વીર્યનું વલણ કામ ન કરે તો તે વલણ વ્યવહારની રુચિમાં ટકયું છે પણ નિશ્ચય સ્વભાવમાં ઢળે છે તે વીર્યમાં વર્તમાનનું વલણ (વ્યવહારનો પક્ષ) છૂટી જ જાય છે. માટે અનંત તીર્થ કર ભગવંતોએ નિશ્ચય વડે વ્યવહારનો નિષેધ કર્યો છે.
અભવ્ય અને ભવ્યમિથ્યાદષ્ટિ જીવ બહુ તો અશુભ છોડી વૈરાગ્ય સુધી આવે, આ વૈરાગ્યનો શુભરાગ પણ વર્તમાન પુરતો છે. ત્યાં વર્તમાન ઉપર જ્ઞાનનું લક્ષ ટકાવવા કરતાં ત્રિકાળી સ્વભાવ ઉપર જ્ઞાનનું લક્ષ ટકાવી રાખું એમ સ્વભાવના તરફ વીર્યનું જોર ન કરે ત્યાં સુધી નિશ્ચયનો આશ્રય થતો નથી અને નિશ્ચયના આશ્રય વગર વ્યવહારનો પક્ષ છૂટતો નથી.
વ્યવહારનો આશ્રય તો જેની કદી મુક્તિ નથી એવો અભવ્ય જીવ પણ કરે છે માટે નિશ્ચયના આશ્રયે જ મુક્તિ થાય છે તેથી નિશ્ચયનય વડે વ્યવહારનય નિષેધ યોગ્ય જ છે.
સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર શું કહે છે એનો જ્ઞાનમાં ખ્યાલ આવે છે તેમ જ પંચમહાવ્રતાદિના વિકલ્પરૂપ વ્યવહાર આવ્યો તેને પણ જ્ઞાન જાણે તો છે પરંતુ તે રાગરૂપવ્યવહારથી નિશ્ચય સ્વભાવનું અધિકપણું ( જુદાપણું) દષ્ટિમાં જ્યાં સુધી ન બેસે ત્યાં સુધી નિશ્ચયસ્વભાવમાં વીર્યનું જોર ઠરે નહિ અને નિશ્ચય સ્વભાવના આશ્રય વગર નિશ્ચય સમકિત થાય નહિ. નિશ્ચયસમકિત વગર વ્યવહારનો નિષેધ થાય નહિ. આ રીતે જીવને વ્યવહારનો સૂક્ષ્મ પક્ષ રહી જાય છે.
“રાગ તે વર્તમાન પુરતો વિકાર છે, અવસ્થાએ અવસ્થાએ તે રાગ બદલતો જાય છે અને તે વિકાર પાછળ નિર્વિકાર સ્વભાવને ધરનારું દ્રવ્ય કાયમ છે.” આમ, વિકલ્પ વડે તો જીવને ખ્યાલમાં આવે છે, પણ જ્યાં સુધી ત્રિકાળી સ્વભાવમાં વીર્યને ઢાળીને અરાગી નિશ્ચય સ્વભાવનું જોર ન આવે ત્યાં સુધી વ્યવહારનો નિષેધ થાય નહિ અને વ્યવહારના નિષેધ વગર સમ્યગ્દર્શન થાય નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા -------
અજ્ઞાનીને વ્યવહારના પક્ષનો સૂક્ષ્મ અભિપ્રાય રહી જાય છે, તે કેવળીગમ્ય છે. છદ્મસ્થને તે કદાચ દષ્ટિગોચર નથી પણ હોતો. તે અભિપ્રાય કેવા પ્રકારે રહી જાય છે તે સંબંધી કથન ચાલે છે.
આત્મા તદ્દન જ્ઞાન સ્વભાવી, એકલો જ્ઞાયક, શાંત સ્વરૂપી છે. આવા સ્વભાવને જાણતાં છતાં તેમ જ રાગનો ખ્યાલ આવતાં છતાં સ્વભાવ-તરફ વીર્ય ઢળીને અંતરથી તે વાત બેસતી નથી એટલે વીર્ય બહારમાં અટકી જાય છે. બહિરમુખભાવ જેટલો હું નહિ એમ જો સ્વભાવમાં બેસે તો તેનું વીર્ય અધિક થઈને નિશ્ચયમાં ઢળે અને નિશ્ચયમાં વીર્ય ઢળ્યું તે જ વ્યવહારનો નિષેધ થઈ ગયો છે.
અભવ્ય જીવને તેમ જ બીજા મિથ્યાદષ્ટિ ભવ્ય જીવોને સ્વભાવનો ખ્યાલ આવવા છતાં તેઓને સ્વભાવનું માહામ્ય નથી જ આવતું. “ ખ્યાલમાં આવે છે” એનો અર્થ અહીં સમ્યજ્ઞાનમાં આવવાની વાત નથી પણ જ્ઞાનાવરણના ક્ષયોપશમના ઉઘાડમાં આ વાતનો ખ્યાલ આવે છે. અગિયાર અંગના જ્ઞાનમાં બધી વાત આવે કે આત્માનો સ્વભાવ ત્રિકાળ છે-રાગ ક્ષણિક છે. આમ ખ્યાલમાં આવે છે–પણ રુચિનું વીર્ય શુભ તરફથી ખસતું નથી. ઊંડે ઊંડે સ્વભાવની માહાભ્ય દશામાં વીર્ય વાળવું જોઈએ તે પોતે કરતો નથી તેથી વ્યવહારનો પક્ષ રહી જાય છે.
અહીં અભવ્યની વાત તો દષ્ટાંત તરીકે છે, પરંતુ બધા મિથ્યાષ્ટિ જીવો ક્યાંક વ્યવહારના પક્ષમાં અટકયા છે તેથી જ નિશ્ચય સમ્યગ્દર્શન તેમને નથી. જૈન સાધુ થઈને અને સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને માનીને, તેઓ શું કહે છે તે ખ્યાલમાં પણ લીધું પરંતુ વર્તમાન પુરતા વલણથી (અવસ્થાના લક્ષમાં ટકીને) વીર્ય જોર કરે છે. તે વીર્યને વર્તમાનથી ખેસવીને ત્રિકાળી સ્વભાવ તરફના વલણના જોરમાં વાળતો નથી, વર્તમાન પર્યાયને વર્તમાન ઉપરથી ખસેડીને ત્રિકાળી તરફ વાળ્યા વગર સમ્યગ્દર્શન થતું નથી. માટે સર્વજ્ઞ ભગવાને સદાય નિશ્ચયના આશ્રયથી વ્યવહારનો નિષેધ કર્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #90
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વ્યવહારનયના પક્ષનું સૂક્ષ્મ સ્વરૂપ
૮૩
જીવને સત્ય, બ્રહ્મચર્ય, અહિંસા, વગેરે શુભ રાગરૂપ વ્યવહારનો પક્ષ છે વર્તમાન પુરતા ભાવનો આગ્રહ છે તેને બદલે ત્રિકાળી તરફ વીર્યનું જોર દેવું જોઈએ, તો નિશ્ચયનો આશ્રય થાય, પરંતુ ત્રિકાળી તરફ વીર્યનું જોર નથી એટલે વીર્ય પર (પરાશ્રિત વ્યવહાર) માં જ અટકી જાય
છે.
બહારના ત્યાગ કે વર્તન ઉપર સમ્યગ્દર્શન નથી, પણ નિશ્ચય સ્વભાવના આશ્રયથી સમ્યગ્દર્શન છે, જીવ જો સ્વભાવ તરફની રુચિમાં વીર્યનું જોર નથી કરતો તો તેને વ્યવહા૨નો પક્ષ છૂટતો નથી અને સમ્યગ્દર્શન થતું નથી. સમ્યગ્દર્શન અંતરના સ્વભાવની ચીજ છે.
(
ત્રિકાળી અને વર્તમાન એ બંને પડખાંનો ખ્યાલ આવવા છતાં ત્રિકાળી સ્વભાવની રુચિ તરફ ઢળતો નથી પણ વર્તમાન પર્યાયની રુચિ તરફ ઢળે છે. “આ સ્વભાવ છે, આ સ્વભાવ છે.” એમ જો સ્વભાવની ચિ વલણ કરે તો વર્તમાન ઉપરનું જોર તરત જ છૂટી જાય; પણ ત્રિકાળી સ્વભાવને ‘આ છે' એમ રુચિમાં લેવાને બદલે વર્તમાન શુભરાગમાં ‘આ રાગ છે' એમ વર્તમાન ઉ૫૨ તેનું વજન ૨હે છે તેથી ત્રિકાળી એકલા જ્ઞાયક સ્વભાવમાં વીર્યનું વલણ અંતર પરિણમતું નથ એટલે નિશ્ચયનો આશ્રય થતો નથી અને વ્યવહારનો પક્ષ છૂટતો નથી. વ્યવહારનો પક્ષ તે મિથ્યાત્વ છે.
આત્માનું જે વીર્ય કાર્ય કરે છે તે તો અવસ્થારૂપ (વર્તમાન ) જ છે, પરંતુ તે વર્તમાન વીર્યને વર્તમાનના લક્ષ ઉપ૨ (અવસ્થા દૃષ્ટિમાં ) ટકાવે અને ત્રિકાળી અંતર સ્વભાવ તરફ વીર્યનું જોર ન કરે તો વિકલ્પ ટળે નહિ અને સમ્યગ્દર્શન થાય નહિ.
દરેક જીવને વર્તમાન અવસ્થામાં વીર્યનું કાર્ય તો થયા જ કરે છે, પણ તે વીર્યને સ્થાપવું છે ક્યાં તેનું ભાન નહિ હોવાથી જીવને વ્યવહા૨નો પક્ષ છૂટતો નથી. “હું એક જ્ઞાયકભાવ છું, વર્તમાન અવસ્થામાં જેટલો નથી પણ અધિક ત્રિકાળ સામર્થ્યનો પિંડ છું” આમ, પોતાના નિશ્ચયસ્વભાવની રુચિના જોરમાં વીર્યને સ્થાપવું જોઈએ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #91
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
-
-
-
-
--
-
-
--
એકાગ્ર કરવું જોઈએ. જો નિશ્ચયસ્વભાવ તરફના જોરમાં અને રુચિમાં વીર્યને ન જોડે તો તે વીર્ય વ્યવહારના પક્ષમાં જોડાય છે એટલે તેને વ્યહારનો સૂક્ષ્મ પક્ષ છૂટતો નથી.
જ્યારે વ્યવહારના પક્ષથી છૂટીને વીર્યમાં જ્ઞાયક સ્વભાવનું વજન કર્યું ત્યારે પણ વ્યવહારનું જ્ઞાન તો (ગૌણપણે) રહે છે, કાંઈ જ્ઞાન છૂટી જતું નથી. કેમકે તે તો સમ્યજ્ઞાનનો અંશ છે. વ્યવહારનું જ્ઞાન છૂટીને નિશ્ચયથી દષ્ટિ થતી નથી, સમ્યગ્દર્શન થતાં વ્યવહારનું જ્ઞાન તો રહ્યું છે પરંતુ દષ્ટિ તેના ઉપરથી ઊઠીને સ્વભાવ તરફ એકાગ્ર થઈ છે. આ રીતે, અનિશ્ચયના આશ્રય વખતે વ્યવહારનો પક્ષ છૂટી જતો હોવા છતાં, જ્ઞાન તો સમ્યજ્ઞાનરૂપ અનેકાંત જ રહે છે, પરંતુ જ્ઞાન જ્યારે સર્વથા વ્યવહાર તરફ ઢળે છે ત્યારે નિશ્ચયનયનો આશ્રય જરા પણ નહિ હોવાથી તે વ્યવહારના પક્ષવાળું જ્ઞાન મિથ્યારૂપ એકાંત છે. સમ્યગ્દર્શન થયા પછી નિશ્ચયનો આશ્રય થયો હોવા છતાં, જ્યાં સુધી અપૂર્ણ ભૂમિકા છે ત્યાં સુધી વ્યવહાર રહે છે ખરો પરંતુ નિશ્ચયનયાશ્રિત જીવને તે તરફ આસકિત નથી, વીર્યનું જોર વ્યવહાર તરફ ઢળતું નથી.
સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની ઓળખાણ, નવ તત્ત્વનું જ્ઞાન, બ્રહ્મચર્ય નું પાલન, પૂજા, વ્રત, તપ, ભક્તિ વગેરે કરવા છતાં જીવને મિથ્યાત્વ કેમ રહી જાય છે? કેમ કે જીવ આ વર્તમાન પરિણામ જ હું છું અને તેનાથી જ મને લાભ છે” એમ વર્તમાન ઉપર જ લક્ષને ટકાવીને ત્યાં અટકી ગયો. પરંતુ ત્રિકાળી એકરૂપ નિરપેક્ષ સ્વભાવ તરફ ન વળ્યો તેથી જ મિથ્યાત્વ રહી ગયું છે. જો જીવ વર્તમાન ઉપરના લક્ષને છોડીને ત્રિકાળી
સ્વભાવને લક્ષમાં લે તો તે સમ્યગ્દષ્ટિ થાય. કેમકે સમ્યગ્દર્શનનો આધાર (આશ્રયભૂત) ત્રિકાળી સ્વભાવ છે. વર્તમાન વર્તતા પર્યાય આધારે સમ્યગ્દર્શન પ્રગટ થતું નથી.
નિશ્ચય-અખંડ અભેદ સ્વભાવ તરફ ઢળતાં વચ્ચે જે વિકલ્પાદિરૂપ વ્યવહાર આવે તેને માટે ખેદ જોઈએ. એને બદલે તેની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #92
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વ્યવહારનયના પક્ષનું સૂક્ષ્મ સ્વરૂપ
૮૫
=
=
=
=
=
=
=
=
='
જે હોંશ કરે છે તેને સ્વભાવનો આદર ટળી જાય છે એટલે તે મિથ્યાત્વી જ રહે છે. નિશ્ચયસ્વભાવ તરફના વીર્યનો ઉલ્લાસ થવાને બદલે વ્યવહારમાં જેનું વીર્ય ઉલ્લસિત થાય છે. તેને સ્વભાવ તરફનું ઉલ્લસિતપણું પરાવલંબને પડ્યું છે તેથી જીવને વ્યવહારનો પક્ષ ખસતો નથી.
વ્યવહારની રુચિવાળો જીવ ભગવાનના દિવ્ય ધ્વનિનો ઉપદેશ સાંભળીને તેમાંથી પણ વ્યહારની જ સચિને પોષે છે, “ભગવાનની વાણીમાં નિશ્ચય સ્વભાવનો અને વ્યવહારનો બંનેનો મેળ કર્યો અર્થાત્ બંને નયોને સરખી હદે રાખ્યા” એમ માનીને તે અજ્ઞાની જીવ પોતાની વ્યવહારની પક્કડને દઢ કરે છે. પરંતુ ભગવાનની વાણી તો નિશ્ચયનો આશ્રય કરીને વ્યવહારનો નિષેધ કરવાનું કહે છે, એ રીતે નિશ્ચયનય અને વ્યવહારનય એ બંનેનો દુમેળ (પરસ્પર વિરોધ) વર્તે છે તેને તે જાણતો નથી, રુચિ કરતો નથી અને વ્યવહારનયનો નિષેધ કરીને નિશ્ચયમાં વીર્યને ઉલ્લસિત કરતો નથી. નિશ્ચયના આશ્રયનો ઉલ્લાસ નહિ હોવાથી વચ્ચે વ્યવહાર આવે છે, તેનો ખેદ કરવાને બદલે, “વ્યવહાર વચ્ચે આવે છે તો ખરોને? એમ વ્યવહારની ઊંડી સૂક્ષ્મ મીઠાશ મિથ્યાદષ્ટિ ન રહે છે, તેથી પોતાના સ્વભાવમાં ઉલ્લાસ લાવીને તે સમ્યગ્દષ્ટિ થઈ શકતો નથી.
પ્રશ્ન- આમાં એકાંત નિશ્ચય નથી થઈ જતો?
ઉત્તર- ના આમાં જ સાચો અનેકાન્ત છે. નિશ્ચય સ્વભાવને અને રાગને બંનેને જાણીને જ્યારે વીર્યના જોરને નિશ્ચયસ્વભાવમાં લાવવું છે ત્યારે જ્ઞાનમાં ગૌણપણે ખ્યાલ તો છે કે અવસ્થામાં વિકાર થાય છે, સ્વભાવમાં ઢળનાર જીવ અવસ્થાથી પોતાને કેવળજ્ઞાની માનતા નથી. આ રીતે જ્ઞાનમાં નિશ્ચય વ્યવહાર બંનેને જાણીને નિશ્ચયનો આશ્રય અને વ્યવહારનો નિષેધ કર્યો તે જ અનેકાંતપણું થયું. બંને પક્ષ જાણીને એકમાં આરૂઢ થયો, બીજામાં અનારૂઢ થયો એટલે કે નિશ્ચયમાં ઢળ્યો અને વ્યવહારને છોડયો, તે અનેકાંત છે. પરંતુ નિશ્ચય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #93
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
——
અને વ્યવહાર બંનેનો આશ્રય કરવા જેવું માને તો તે એકાંત છે. (બે નયો પરસ્પર વિરોધરૂપ છે તેથી બે નયોનો આશ્રય હોઈ શકતો નથી. જીવ જ્યારે નિશ્ચયનો આશ્રય કરે ત્યારે તેને વ્યવહારનો આશ્રય છૂટી જાય છે, અને જ્યારે વ્યહારના આશ્રયમાં અટકે ત્યારે તેને નિશ્ચયનો આશ્રય થતો નથી. આમ હોવાને લીધે જેઓ બંને નયનો આશ્રય કરવા જેવો માને છે તેઓ બંને નયોને એકમેક માનતા હોવાથી એકાંતવાદી છે.) રાગ તો સમ્યગ્દર્શનમાં મદદ ન કરે. પરંતુ “રાગ મને મદદ ન કરે” એવો વિકલ્પ પણ મદદ ન કરે. આમ, રાગથી છૂટીને જ્યારે સ્વભાવ તરફ ઢળ્યો ત્યારે મુખ્ય સ્વભાવની (નિશ્ચયની) દષ્ટિ થઈ અને અવસ્થા ગૌણ થઈ ગઈ. આમ, નિશ્ચયને મુખ્ય અને વ્યવહારને ગૌણ કરે છે તેથી જ તે “નય” કહેવાય છે.
જેને વ્યવહારનો પક્ષ છે તે જીવ તો એકાંત વ્યવહારમાં ઢળ્યો એટલે તેણે નિશ્ચય સ્વભાવનો તિરસ્કાર કર્યો. એકલા વર્તમાન તરફના વલણમાં એટલું બધું જોર નથી કે તે વિકલ્પને તોડીને સ્વભાવનું દર્શન કરાવે. જો દષ્ટિમાં એકલા નિશ્ચય સ્વભાવનું વજન ન આપે તો વ્યવહારને ગૌણ કરી સ્વભાવ તરફ વળી શકે નહિ અને સમ્યગ્દર્શન થાય નહિ. જો વર્તમાન ચાલતા વિકારભાવ તરફનું જોર તોડીને સ્વભાવ તરફ જોર આપે તો તે અવસ્થામાં સ્વભાવરૂપી કાર્ય આવે. જ્ઞાન અને વીર્યની દઢતા સ્વભાવ તરફ ઢળે તે નિશ્ચયની મુખ્યતા થઈ અને રાગાદિ વિકલ્પને જાણ્યા પણ તે તરફ ઢળ્યો નહિ, તેને મુખ્ય ન કર્યા તે જ વ્યવહારનો નિષેધ થયો, ત્યાં પણ વ્યવહારનું જ્ઞાન તો છે અને તે જ્ઞાનમાં વ્યવહારની ગૌણતા વર્તે છે.
જ્ઞાન અને વીર્યના જોરમાં જે સ્વભાવ તરફની મુખ્યતા થઈ તે મુખ્યતાનું જોર ઠેઠ વીતરાગતા અને કેવળજ્ઞાન થતાં સુધી રહેશે. વચ્ચે ભલે વ્યવહાર આવશે ખરો પરંતુ ક્યારેય તેની મુખ્યતા નહિ થાય. છઠ્ઠી ભૂમિકા સુધી બુદ્ધિપૂર્વકનો રાગ રહેશે, છતાં દષ્ટિમાં કદી રાગની મુખ્યતા નહિ થાય... ત્રિકાળી સ્વભાવ એ જ મુખ્ય છે, એટલે દષ્ટિના જોરથી તે નિશ્ચયસ્વભાવ તરફ ઢળતાં ઢળતાં અને રાગરૂપ વ્યવહારને તોડતાં તોડતાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વ્યવહારનયના પક્ષનું સૂક્ષ્મ સ્વરૂપ
સંપૂર્ણ વીતરાગતા અને કેવળજ્ઞાન થઈ જશે. કેવળજ્ઞાન થયા પછી સંપૂર્ણ નય-પક્ષનો જ્ઞાતા છે ત્યાં કાંઈ મુખ્ય-ગૌણપણું રહેતું નથી. વિકલ્પ નથી.
આ તો નવ તત્ત્વની શ્રદ્ધા ને અગિયાર અંગનું જ્ઞાન હોવા છતાં જીવને સમ્યગ્દર્શન કેમ અટકે છે તે બતાવે છે. ત્રિકાળી અને વર્તમાન એ બંનેને જ્ઞાનના ક્ષયોપશમથી જાણ્યાં ખરાં, પરંતુ વર્તમાનની પકડવાળો ત્રિકાળી સ્વભાવમાં ઢળી શકતો નથી અને ત્રિકાળી સ્વભાવ તરફના વજનવાળો પહેલાં બંનેનો ખ્યાલ કરીને સ્વભાવમાં ઢળે છે. સ્વભાવની જેણે દઢતા કરી તેણે વ્યવહારને મોળો પાડી દીધો. હજી વ્યવહારનો સર્વથા અભાવ થયો નથી, પણ જેમ જેમ સ્વભાવમાં ઢળતો જાય તેમ તેમ વ્યવહારનો અભાવ થતો જાય છે.
માત્ર જ્ઞાનના ખ્યાલમાં વસ્તુને લેવાથી સમ્યગ્દર્શન થતું નથી, પરંતુ જ્ઞાન સાથે વીર્યના તે તરફના વજનનું કામ છે. જ્ઞાન અને વીર્ય બંનેના વજનને સ્વભાવમાં વાળવાની વાત છે; શુભરાગથી મારો સ્વભાવ જુદો છે. એવું જે જ્ઞાન છે તે તરફ વીર્યને ઢાળ્યું એટલે તરત જ સમ્યગ્દર્શન થયું. જો સ્વભાવની રુચિ કરે તો વીર્ય સ્વભાવ તરફ ઢળે, પણ જેને રાગનું પોષણ અને રુચિકરપણું છે. તેને વ્યવહારનું વલણ ખસતું નથી. જ્યાં સુધી માન્યતામાં અને રુચિના વીર્યમાં નિરપેક્ષ સ્વભાવ ન રુચે ત્યાં સુધી એકાંત મિથ્યાત્વ છે.
જીવ અશુભભાવ ટાળીને શુભ ભાવ તો કરે છે પરંતુ શુભ ભાવમાં તે ધર્મ માને છે તે સ્થળ મિથ્યાત્વ છે. અશુભ ટાળીને જીવ શુભભાવ કરે અને શુભરાગથી ધર્મ નથી એમ પણ શાસ્ત્ર વગેરેના જ્ઞાનથી ખ્યાલમાં લે છે છતાં, એકલા ચૈતન્ય સ્વભાવ તરફના વીર્યના અભાવે તેને મિથ્યાત્વ રહી જાય છે. એકલો ચૈતન્ય સ્વભાવ છે તે તરફના જોરે વર્તમાન તરફથી ખસવું જોઈએ. આ જ દર્શન વિશુદ્ધિ છે. જ્ઞાનમાં ઉઘાડ ઉપર, કષાયની મંદતા ઉપર કે ત્યાગ ઉપર જોર નથી પરંતુ દર્શન વિશુદ્ધિ ઉપર જ આખું જોર છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #95
--------------------------------------------------------------------------
________________
८८
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
જેમ કોઈની સલાહ પૂછે અને તેનુ કહેવું ખ્યાલમાં લે પરંતુ તે પ્રમાણે માનવાની વાત નહિ, વાતને ખ્યાલમાં તો લીધી પણ તે પ્રમાણે કર્યું નહિ તેમ શાસ્ત્રના કહેવાથી જાણ્યું તો ખરું કે નિશ્ચયના આશ્રયે મુક્તિ અને વ્યવહારના આશ્રયે બંધન છે, પરંતુ એ તો સલાહને ખ્યાલમાં લીધી પણ તેમ માન્યું નહિ. શાસ્ત્ર કહેલાં બને પડખાંને ખ્યાલમાં તો લે પરંતુ પોતાની રુચિમાં આવે તે માને. પંચ તો પોતાના વીર્યમાં રહી. તેમાં ભગવાન કે શાસ્ત્રનું જાણપણું કામ ન આવે.
แ દિવ્ય ધ્વનિનો આશય તો ખ્યાલમાં આવે છે કે, “આમ કહેવા માગે છે” પરંતુ તેની રુચિ નથી કરતો. ક્ષયોપશમભાવે માત્ર ધારણા થી ખ્યાલ કરે છે પરંતુ યથાર્થપણે રુચિથી સમજ્યો નથી જો યથાર્થ પણે રુચિથી સમજે તો સમ્યગ્દર્શન થાય જ.
સ્વભાવની વાત તે વર્તમાન વિકલ્પના રાગ કરતાં જુદી પડે છે. સ્વભાવની રુચિપૂર્વક સ્વભાવની વાત જે જીવ સાંભળે છે તે રાગથી અંશે તે વખતે જુદો પડીને સાંભળે છે. જો સ્વભાવની વાત સાંભળતાં સાંભળતાં કંટાળો થાય અથવા · આવો અધરો-કઠણ માર્ગ?' એમ સ્વભાવ તરફ અનુચ લાગે તો તેને સ્વભાવની અરુચિ અને રાગની રુચિ છે. કેમ કે રાગમાં પોતાનું વીર્ય કામ કરી શકે અને રાગરહિત સ્વભાવમાં વીર્ય કામ ન કરે એવી તેની માન્યતા છે. આ પણ વર્તમાન પૂરતા વ્યવહારનો જ પક્ષ છે. સ્વભાવની વાત સાંભળતા તે તરફ મહિમા લાવીને ‘અહો ! આ તો મારું જ સ્વરૂપ બતાવી રહ્યા છે' એમ સ્વભાવ તરફ વીર્યનો ઉલ્લાસ આવવો જોઈએ. પણ જો “ આ કામ આપણાથી ન થાય” એમ માને તો તે વર્તમાન પૂરતા રાગની પકડમાં અટકી ગયો છે; પણ રાગથી જુદો પડયો નથી. અરે ભાઈ ! તારાથી રાગનું કાર્ય થાય અને રાગથી છૂટા પડીને રાગરહિત જ્ઞાનનું કામ કે જે તારો સ્વભાવ જ છે તે તારાથી ન થાય એમ જો તેં
(
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #96
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વ્યવહારનયના પક્ષનું સૂક્ષ્મ સ્વરૂપ
૮૯
=
=
=
=
=
=
--
-
--
માન્યું તો ત્રિકાળી સ્વભાવની આડ મારી હોવાથી (અરુચિ કરી હોવાથી) તને સૂક્ષ્મપણે રાગની મીઠાશ છે, વ્યવહારની પકડ છે, એટલે જ સમ્યગ્દર્શન થતું નથી.
રાગ રહિત જ્ઞાયક સ્વભાવની વાત આવે ત્યાં જ જીવને એમ થાય કે “આ કામ કેમ થાય?' તો તેનું વીર્ય વ્યહારમાં અટકી ગયું છે એટલે તેને સ્વભાવની દૃષ્ટિ નહિ હોવાથી સમ્યગ્દર્શન પ્રગટતું નથી. સૂક્ષ્મ જ્ઞાનસ્વભાવ છે તેની મીઠાશ છૂટી એટલે રાગની મીઠાશ થઈ, નિશ્ચય સ્વભાવની અપૂર્વ વાત જીવ કદી સમજયો નથી અને કોઈ ને કોઈ પ્રકારે વ્યવહારની રુચિ રહી ગઈ છે.
શ્રી સમયપ્રાભૃતમાં જયચંદ્રજી પંડિત કહે છે કે, “પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી, જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ જાણી બહુ કર્યો છે પણ એનું ફળ સંસાર જ છે. શુદ્ધ નયનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે, ક્યાંક ક્યાંક છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી દીધો છે કે, “શુધ્ધનય ભૂતાર્થ છે, સત્યાર્થ છે એનો આશ્રય કરવાથી સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે; એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માના જ્ઞાનશ્રધ્ધાનરૂપ નિશ્ચય સમ્યકત્વ થઈ શકતું નથી.” (સમયસાર, ગુજરાતી, પાનું ૨૧ )
આત્માના નિશ્ચય સ્વભાવની વાત કરતાં વ્યવહાર ગૌણ થાય ત્યાં જો સ્વભાવના કાર્ય માટે વીર્ય નકાર કરે અને વ્યવહાર માટે રુચિ કરે તો તેને સ્વભાવની રુચિ નથી; અને સ્વભાવ તરફની રુચિ વગર વીર્ય સ્વભાવમાં કામ કરી શકે નહિ એટલે તેને વ્યવહારની પકડ ખસે નહિ.
આ નિશ્ચયનય વ્યવહારનો નિષેધ કરે છે એમ જ્ઞાનીઓ વારંવાર કહે છે તેમાં વ્યવહારના સ્વરૂપનું જ્ઞાન પણ ભેગું આવી જાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #97
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
--------
—
—
—
—
—
—
–
છે. જે વ્યવહારનો નિશ્ચયનય નિષેધ કરે છે તે વ્યહાર કયો? કુદેવાદિની માન્યતારૂપ જે જ્ઞાન તે તો મિથ્યાત્વ પોષક છે. તેનો તો નિષેધ છે જ. કેમ કે તેમાં તો વ્યવહારપણું પણ નથી...... કુદેવાદિની માન્યતા છોડીને અને સાચાં દેવ-ગુરુ-શાસ્ત્રોએ જે કહ્યું તેનો જ્ઞાનનો વ્યવહાર કહ્યો છે અને તે જ્ઞાન પણ નિશ્ચય સમ્યગ્દર્શનનું મૂળ કારણ નથી, તેથી નિશ્ચય સ્વભાવના જોરે તે વ્યહારનો નિષેધ છે. ગૃહીત મિથ્યાત્વ હોય તેની તો આ વાત જ નથી પણ અહીં તો અગૃહીત સૂક્ષ્મ મિથ્યાત્વ દશામાં જે વ્યવહાર છે તેનો નિષેધ છે. સાચા દેવ ગુરુ-શાસ્ત્ર સિવાય બીજા કોઈ કુદેવાદિને સાચાપણે જે માને તે જ્ઞાન તો વ્યવહારથી જ દૂર છે. જે નિમિત્તો તરફથી વૃત્તિને ઉઠાવીને સ્વભાવમાં ઢળવું છે તે નિમિત્તો શું છે તેનો જેને વિવેક નથી તેને તો સ્વભાવનો વિવેક હોય જ નહિ, અને જેને સાચાં નિમિત્ત તરફ વલણ થાય તેને સ્વભાવનો વિવેક થાય જ એવો પણ નિયમ નથી. પણ જે નિશ્ચય સ્વભાવનો આશ્રય કરે તેને તો સમ્યગ્દર્શન થાય જ એવો નિયમ છે. તેથી જ નિશ્ચયનયથી વ્યવહારનયનો નિષેધ છે.
શાસ્ત્ર તરફનું વિકલ્પથી જ્ઞાન તે વ્યવહાર છે; તે જ્ઞાન તરફથી વીર્ય ખસેડીને સ્વભાવમાં વાળવાનું છે; સના નિમિત્ત તરફના ભાવે જેવાં પુણ્ય બંધાય છે તેવાં પુણ્ય અન્ય નિમિત્તોના વલણથી બંધાતાં નથી, એટલે લોકોત્તર પુણ્ય પણ સાચાં દેવ-ગુરુ-શાસ્ત્રના વિકલ્પથી છે. પરંતુ તે જ્ઞાન હુજી પર તરફના વલણવાળું છે. નિશ્ચય સ્વભાવ તરફના વલણવાળું નથી તેથી તેનો નિષેધ છે. જેમ ગાંડા મનુષ્યનું જ્ઞાન નિર્ણય વગરનું હોવાથી તેનું માતાનું માતા તરીકેનું જાણપણું તે પણ ખોટું છે, તેમ અજ્ઞાનીનું સ્વભાવ તરફના નિર્ણય વગરનું જ્ઞાન દોષિત જ છે.
સર્વજ્ઞ ભગવાને કહેલા કથન તરફનું વલણ તે પણ વ્યવહાર તરફનું વલણ છે. વીતરાગ શાસનમાં કહેલાં જીવાદિ નવ તત્ત્વોની વિકલ્પથી સાચી શ્રદ્ધા તે પુણ્યનું કારણ છે. કેમકે તેમાં ભેદનું અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #98
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વ્યવહારનયના પક્ષનું સૂક્ષ્મ સ્વરૂપ
૯૧
પરનું લક્ષ છે. પર લક્ષ તે ધર્મનું કારણ નથી. જે જીવ નિમિત્તથી રોકાણો છે પણ નિમિત્ત તરફથી ઊપડીને હુજી સ્વભાવ તરફ વળ્યો નથી તેને નિશ્ચયસમ્યગ્દર્શન નથી.
આચારાંગવગેરે સાચાં શાસ્ત્રો, જીવ-અજીવાદિ નવ તત્ત્વોનું સ્વરૂપ અને એકેન્દ્રિયાદિ જીવ-નિકાયનું પ્રતિપાદન વીતરાગ જિનશાસન સિવાય અન્ય કોઈમાં તો છે જ નહિ, પરંતુ વીતરાગ જિનશાસનમાં કહ્યા પ્રમાણે શાસ્ત્રોનું સાચું જ્ઞાન કરે, જીવાદિ નવ તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા કરે અને ઇ જીવ નિકાયને માનીને તેની દયા પાળે તે પણ પુણ્યનું કારણ છે અને તેને વ્યવહાર દર્શન જ્ઞાન-ચારિત્રપણું (જે જીવ નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ કરશે તેને માટે ) કહેવાય છે; પણ પરમાર્થદષ્ટિ તેને દર્શન-જ્ઞાનચારિત્ર તરીકે સ્વીકારતી નથી. કેમકે જિનશાસનના વ્યવહાર સુધી આવવું તે ધર્મ નથી, પણ જો નિશ્ચય આત્મસ્વભાવ તરફ ઢળીને તે વ્યવહારનો નિષેધ કરે તો ધર્મ છે. આ રીતે નિશ્ચયનય વ્યવહારનો નિષેધ કરે છે.
આ વ્યાખ્યાનમાં અજ્ઞાનીને વ્યવહારની સૂક્ષ્મ પકડ ક્યાં રહી જાય છે તથા નિશ્ચયનયનો આશ્રય કેમ થાય તે બતાવ્યું અર્થાત્ મિથ્યાદષ્ટિ જીવોને મિથ્યાત્વ કેમ રહી જાય છે તથા સમ્યગ્દર્શન કેમ પ્રગટે તે બતાવ્યું.
વળી, આ વિષયને લગતું કથન મોક્ષમાર્ગ પ્રકાશકમાં પણ આવે છે, તે નીચે મુજબ છે:- (કા. સુ. ૯ ચર્ચા)
. સત્ય જાણે છતાં તે વડે પોતાનું અયથાર્થ પ્રયોજન જ સાધે છે તેથી તેને સમ્યજ્ઞાન કહેતાં નથી.” (૮૯ પૃષ્ઠ)
જ્ઞાનના ક્ષયોપશમમાં નિશ્ચય-વ્યવહાર બંનેનો ખ્યાલ આવે છે છતાં જોર નિશ્ચય તરફ ઢાળવું જોઈએ તેને બદલે વ્યવહાર તરફ ઢાળે છે, એટલે વ્યવહારનો પક્ષ રહી જાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #99
--------------------------------------------------------------------------
________________
૯૨
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
અજ્ઞાની કરે છે. ‘ વ્યવહાર ! વ્યવહાર ! અને જ્ઞાની કરે છે નિશ્ચયના આશ્રયે વ્યવહારનો નિષેધ ! નિષેધ !'
*
“વળી, શ્રી પ્રવચનસારજીમાં કહ્યું છે કે, જેને આગમ જ્ઞાન એવું થયું છે કે જે વડે સર્વ પદાર્થાને હસ્તામલકવત જાણે છે તથા એમ પણ જાણે છે કે આનો જાણવાવાળો હું છું' પરંતુ ‘હું જ્ઞાન સ્વરૂપ છું' એવો પોતાને પરદ્રવ્યથી ભિન્ન કેવળ ચૈતન્ય દ્રવ્ય અનુભવતો નથી ” (મો. પ્ર. ૨૪૧ પાનું) એટલે કે સ્વ-૫૨ને જાણવા છતાં પોતાના નિશ્ચય સ્વભાવ તરફ ઢળતો નથી. પરંતુ વ્યવહારની પકડમાં અટકે છે. માટે જ્ઞાનમાં ખ્યાલ હોવા છતાં તેને તે કાર્યકારી નથી. કેમકે તે નિશ્ચયનો આશ્રય લેતો નથી.
૬.
જ્ઞાનની સ્વાધીનતા ને અંશમાં પૂર્ણની પ્રત્યક્ષતા
મહાન ૫૨માગમ શ્રી જયધવલાનાં અદ્ભૂત ન્યાયો
૫૨ ૫૨મ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીનું પ્રવચન
શ્રુતપંચમી ૨૪૭૧: ૧૪-૬-૪૫, ગુરુવાર
(આજે શ્રુતપૂજનનો મહાન દિવસ છે. ૨૦૦૦ વર્ષ પહેલાં સાતમા છઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મહાન સંતમુનિઓ-પુષ્પદંત અને ભૂતબલિ આચાર્યોએ, જ્ઞાન પ્રભાવનાનો વિકલ્પ ઊઠતાં મહાન પરમાગમ શાસ્ત્રો (પટખંડાગમ ) રચીને અંકલેશ્વરમાં ઉત્સાહપૂર્વક ઉત્સવથી તેની શ્રૃતપૂજના કરી હતી. તે શ્રુતપૂજનનો માંગલિક દિવસ આજે (જેઠ સેદ ૫ ના રોજ ) છે. અહો ! આ જયધવલામાં કેવળજ્ઞાનનાં રહસ્ય ભર્યાં છે. તેની મુખ્ય બે વિશેષતા છે તેની સ્પષ્ટતા જાહેર થાય છે. (૧) પોતાના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #100
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનની સ્વાધીનતા ને અંશમાં પૂર્ણની પ્રત્યક્ષતા
—
—
—
—
—
—
—
—
—
—
—————
જ્ઞાનની વિશેષરૂપ અવસ્થા પરાવલંબન વગર સ્વાધીનપણે છે. (૨) તે સ્વાધીન અંશમાં આખું કેવળજ્ઞાન પ્રત્યક્ષ આવે છે. આ બે મુખ્ય વિશેષતા છે.)
જ્ઞાન સ્વભાવી આત્મા છે. તે જ્ઞાન અત્યારે પણ ઇન્દ્રિયના અવલંબનથી જાણે છે કે ઇન્દ્રિય વગર? જે વર્તમાન જ્ઞાન ઇન્દ્રિયથી જાણે તો સામાન્ય જ્ઞાન સ્વભાવના વર્તમાન વિશેષનો અભાવ થાય. જો જ્ઞાન ઇન્દ્રિયથી જાણતું હોય તો તે વખતે સામાન્યજ્ઞાન છે તેનું વિશેષ શું? આત્માનું જ્ઞાન ઇન્દ્રિયથી જાણતું નથી, પણ સામાન્ય જ્ઞાનની વિશેષ અવસ્થાથી જાણે છે. જો વર્તમાનમાં વિશેષજ્ઞાનથી જીવ ન જાણતો હોય અને ઇન્દ્રિયથી જાણતો હોય તો વિશેષ જ્ઞાને શું કાર્ય કર્યું? ઇન્દ્રિયથી આત્મા જ્ઞાનનું કાર્ય કરતો જ નથી. જ્ઞાન પોતાથી જ વિશેષરૂપ જાણવાનું કાર્ય કરે છે. નીચલી દશામાં પણ જડ ઇન્દ્રિય અને જ્ઞાન ભેગા થઈને જાણવાનું કાર્ય કરતાં નથી, પણ સામાન્ય જ્ઞાન જે આત્માનો ત્રિકાળ સ્વભાવ છે તેનું જ વિશેષરૂપ જ્ઞાન જાણવાનું કાર્ય કરે છે.
પ્રશ્ન:- જો જ્ઞાનનું વિશેષ જ જાણવાનું કાર્ય કરે છે તો ઇન્દ્રિય વગર કેમ જાણવાનું કાર્ય થતું નથી.
ઉત્તર- જ્ઞાનની તેવા પ્રકારની વિશેષતાની લાયકાત ન હોય ત્યારે ઇન્દ્રિય ન હોય. ઇન્દ્રિય હોય ત્યારે પણ જ્ઞાન જાણવાનું કાર્ય તો પોતાથી જ કરે છે. કેમકે જ્ઞાન પરના અવલંબન વગરનું છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરવું જોઈએ એમ મોક્ષ માર્ગ પ્રકાશક પાનું ર૬૪ માં કહ્યું છે તેનું આ વિવરણ ચાલે છે. ઇન્દ્રિય હાજર છે પણ જ્ઞાન સ્વતંત્રપણે પોતાની અવસ્થાથી જાણે છે. જે ઇન્દ્રિયથી જાણે છે એમ માનવામાં આવે તો જ્ઞાનનો વિશેષ સ્વભાવ કામ નથી કરતો એમ થાય. અને વિશેષ વગર સામાન્ય જ્ઞાનનો જ અભાવ આવે. માટે જ્ઞાન ઇન્દ્રિયથી જાણતું નથી. અધૂરું જ્ઞાન પોતાથી જાણવાનું કાર્ય કરે છે ત્યારે અનુકૂળ ઇન્દ્રિયો હાજરરૂપ છે, પણ તે ઇન્દ્રિયના અવલંબને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #101
--------------------------------------------------------------------------
________________
૯૪
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
જ્ઞાન જાણતું નથી-આમ સમજવું તે જ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નું જ્ઞાન છે. પણ જ્ઞાન ઇન્દ્રિયથી જાણે એમ માને તો તે શાન ખોટું છે. કેમકે તે માન્યતામાં નિમિત્ત-ઉપાદાન એક થઈ જાય છે.
આચાર્યદેવ શિષ્યને પૂછે છે કે જો જીવે ઇન્દ્રિયથી જ્ઞાન કર્યું તો સામાન્ય જ્ઞાને શું કાર્ય કર્યું? તેનો તે વખતે અભાવ થયો?
શિષ્ય ઉત્તરમાં કહ્યું કે ભલે જ્ઞાન-વિશેષ ન હોય, તો પણ જ્ઞાન સામાન્ય તો ત્રિકાળ રહેશે, અને જાણવાનું કામ ઇન્દ્રિયથી થશે. આમ થવાથી જ્ઞાનનો નાશ નહિ થાય, અભાવ નહિ થાય.
આચાર્યદેવનો ઉત્ત૨:- વિશેષ વિનાનું સામાન્ય તો સસલાના શીંગ સમાન (અભાવરૂપ ) છે. વિશેષ વગર સામાન્ય ન હોઈ શકે. માટે વિશેષ વગરનું સામાન્ય જ્ઞાન માનવાથી સમાન્યનો નાશ થાય છે, અભાવ થાય છે માટે વિશેષ જ્ઞાનથી જ જાણવાનું કાર્ય થાય છે, એમ માનવામાં આવે તો જ સામાન્ય જ્ઞાનની અસ્તિ રહે છે.
જ્ઞાન સ્વભાવ રાગ અને નિમિત્તના અવલંબન રહિત છે તથા વિશેષ જ્ઞાન સામાન્ય જ્ઞાનમાંથી જ આવે છે એમ જાણીને તેની શ્રદ્ધા જ્ઞાન અને સ્થિરતા કરવી તે જ ધર્મ છે.
જો જ્ઞાન ઇન્દ્રિયથી જાણે તો જ્ઞાનનું વર્તમાન કાર્ય ક્યાં ગયું ? ઇન્દ્રિયની હાજરી વખતે જો જ્ઞાન ઇન્દ્રિયના કારણે જાણતું હોય તો તે વખતે સામાન્ય જ્ઞાન વિશેષપર્યાય વગરનું થયું. વિશેષ વગર તો સામાન્ય હોય જ નહિ. જ્યાં સામાન્ય હોય ત્યાં તેનું વિશેષ હોય જ. હવે તે વિશેષ સામાન્યજ્ઞાનથી થાય છે કે નિમિત્તથી થાય છે? વિશેષ જ્ઞાન નિમિત્તને લઈને થયું નથી પણ સામાન્ય સ્વભાવથી થયું છે. વિશેષનું કારણ સામાન્ય છે, નિમિત્ત તેનું કારણ નથી. કેમકે જો તે કાર્ય નિમિત્તનું અંશે કે પુર્ણપણે હોય તો નિમિત્ત જે ૫૨ દ્રવ્ય છે તે પરદ્રવ્યરૂપ જ્ઞાન થઈ જાય. આત્માનો જ્ઞાનસ્વભાવ કાયમ છે તે સામાન્ય અને વર્તમાન કાર્યરૂપ જે જ્ઞાન તે તેનું વિશેષ છે. સામાન્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #102
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનની સ્વાધીનતા ને અંશમાં પૂર્ણની પ્રત્યક્ષતા
૯૫
જ્ઞાનનું વિશેષ કહો કે કાયમના જ્ઞાન સ્વભાવનું પરિણમન કહો કે જ્ઞાનની વર્તમાન દશા (હાલત પર્યાય) કહો તે એક જ છે.
આત્માનો સ્વભાવ જ્ઞાન છે, જ્ઞાન એકલું જાણવાનું જ કાર્ય કરે છે. શબ્દને કે રૂપને ગમે તેને જાણવામાં જ્ઞાન એક જ છે, જ્ઞાનમાં ફેર પડી જતો નથી. આત્માનો જ્ઞાન સ્વભાવ પોતાથી છે, કોઈના નિમિત્તથી તે નથી. આત્માનો ત્રિકાળી જ્ઞાન સ્વભાવ છે તે જ્ઞાન પોતાથી જ વિશેષરૂપ કાર્ય કરે છે. આત્મા ઇન્દ્રિયથી જાણતો જ નથી, પોતાના જ્ઞાનની વિશેષ અવસ્થાથી જ જાણે છે. સામાન્ય જ્ઞાન પોતે પરિણમીને વિશેષરૂપ થાય છે તે વિશેષજ્ઞાન જાણવાનું કાર્ય કરે છે. જ્ઞાન પરના અવલંબનથી જાણે એમ માનવું તે અધર્મ છે. જ્ઞાન સ્વાવલંબનથી જાણે એવી શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા તે ધર્મ છે.
અહીં, પરાવલંબન રહિત જ્ઞાનની સ્વાધીનતા બતાવી છે. આ જયધવલા શાસ્ત્રની ખાસ વિશેષતા છે. બીજી અનેક વાતો છે તેમાં આ એક વિશેષ છે.
મારા જ્ઞાનનું પરિણામરૂપ વર્તન, તે વર્તનરૂપ વિશેષ વ્યાપાર (ઉપયોગ) મારાથી થાય છે. તેને કોઈ પરના નિમિત્તની કે પરદ્રવ્યની જરૂર નથી. એટલે કે જ્ઞાન સ્વાધીનતાથી કદી ખસીને પરાવલંબનમાં જતું નથી તેથી તે જ્ઞાન પોતે સમાધાન અને સુખ સ્વરૂપ છે. સ્વાધીન જ્ઞાન સ્વભાવે જ નિગોદથી સિદ્ધ સુધી બધા જીવોને જ્ઞાન થાય છે; પણ જેમ થઈ રહ્યું છે તેમ અજ્ઞાની નથી માનતો, તેથી જ તેની માન્યતામાં વિરોધ આવે છે.
સર્વે જીવોનો સામાન્ય જ્ઞાન સ્વભાવ છે, તે જ્ઞાનનું વિશેષ કાર્ય પોતાના સામાન્ય સ્વભાવના અવલંબને જ થાય છે. એટલે રાગ કે પર નિમિત્તના અવલંબન વગર જ જ્ઞાન કાર્ય કરે છે તેથી જ્ઞાન રાગ કે સંયોગ રહિત છે.
આજે શ્રુતપૂજનનો મહાન દિવસ છે. ૨૦૦૦ વર્ષ પહેલાં સાતમાછઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મહાન સંતમુનિઓ પુષ્પદંત અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #103
--------------------------------------------------------------------------
________________
૯૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
ભૂતબલિ આચાર્યોએ ( જ્ઞાન પ્રભાવનાનો વિકલ્પ ઊઠતાં) મહાન ૫૨માગમ શાસ્ત્રો ( ષવંડળમ) રચીને અંકલેશ્વરમાં ઉત્સાહપૂર્વક ઉત્સવથી તેની શ્રુતપુજના કરી હતી, તે શ્રુતપુજનનો માંગલિક દિવસ આજે (જેઠ સુદ ૫ ના રોજ ) છે.
મારો જ્ઞાન સ્વભાવ કાયમ ટકી રહો, મારા જ્ઞાનની અતૂટ ધારા કાયમ રહો અર્થાત્ કેવળજ્ઞાન થાવ એમ ખરેખર અંદરમાં પુર્ણતાની ભાવના થતાં, બાહ્યમાં તેમને એવો વિકલ્પ ઊઠયો કે શ્રુતજ્ઞાન આગમ કાયમ ટકી રહો; તે વિકલ્પ ઊઠતાં મહાન પરમાગમ શાસ્ત્રો રચ્યાં અને તેની શ્રુતપુજના કરી તે મંગળ દિવસ આજે છે. ખરેખર તો પરને માટે ભાવના નથી, પણ પોતાના જ્ઞાનની અતૂટ ધારાની ભાવના છે, ત્યાં આ શાસ્ત્રોની રચના થઈ છે. આ શાસ્ત્રમાં અનેક વાતો છે. આજે મુખ્ય બે વિશેષ વાત છે તે કહેવાની છે.
જ્ઞાન ઇન્દ્રિયથી જાણતું નથી. જો જ્ઞાન કાર્ય વગરનું રહે અર્થાત્ વિશેષ વગરનું રહે તો વર્તમાન વિશેષ વગર સામાન્ય જાણે કોને ? વિશેષ ન હોય તો સામાન્ય જ્ઞાન જ ક્યાં રહ્યું? જો વર્તમાન પર્યાયરૂપ વિશેષ ન માનો તો ‘સામાન્ય જ્ઞાન છે' તેનો વિશેષ વગ૨ કોણે નિર્ણય કરશે ? નિર્ણય તો વિશેષ જ્ઞાન કરે છે. વર્તમાન વિશેષ વર્તમાન વિશેષ જ્ઞાન ( પર્યાય ) દ્વારા પરાવલંબન રહિત સામાન્ય જ્ઞાનસ્વભાવ જેમ છે તેમ જાણવો તેમાં જ ધર્મ સમાઈ જાય છે.
રાગ થાય તેને જાણે, ૫૨ને જાણે, ઇન્દ્રિયને જાણે પણ તે કોઈને પોતાનું ન માને એવો જ્ઞાનનો સ્વભાવ છે. વિકારને કે ૫૨ને પોતાનું ન માને તેને દુઃખ ન જ હોય. મારા જ્ઞાનને કોઈ પરાવલંબન નથી એવા સ્વાધીન સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા કરે તો તે સ્વભાવમાં શંકા કે દુ:ખ ન જ હોય. કેમકે જ્ઞાનસ્વભાવ પોતે સુખરૂપ છે.
નિગોદથી માંડીને સર્વ જીવોમાં કોઈ પણ જીવ ઇન્દ્રિયથી જાણતા નથી. નિગોદનો જીવ કે જેને સૌથી ઓછું જ્ઞાન છે તે પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #104
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનની સ્વાધીનતા ને અંશમાં પૂર્ણની પ્રત્યક્ષતા
૯૭
જ્ઞાનના
જ્ઞાનસ્વભાવના
સ્પર્શનઇન્દ્રિયથી જાણતો નથી, પરંતુ પોતાના સામાન્ય પરિણમનથી થતા વિશેષ જ્ઞાન વડે જાણે છે, પણ તે એમ માને છે કે ઇન્દ્રિયથી મને જ્ઞાન થયું. જ્યારે જીવને સામાન્ય અવલંબને (સામાન્ય તરફની એકાગ્રતાથી) વિશેષજ્ઞાન થાય છે ત્યારે તે સમ્યક્ મતિરૂપ થાય છે; તે મતિજ્ઞાનરૂપ અંશમાં, પરાવલંબન વગર, નિરાલંબી જ્ઞાનસ્વભાવની પુર્ણતાની પ્રત્યક્ષતા આવી જાય છે.
આત્માનો જ્ઞાન સ્વભાવ કોઈ સંયોગના કારણે નથી એવા સ્વાધીન જ્ઞાનસ્વભાવને ન જાણે તો ધર્મ થાય નહિ. ધર્મ ક્યાંય બહારમાં નથી, પણ પોતાનો જ્ઞાનાનંદ સ્વભાવ તે જ ધર્મ છે. આમાં તો બધાં શાસ્ત્રોનું રહસ્ય આવી ગયું. કોઈ કોઈનું કાંઈ ન કરી શકે એ વાત પણ આમાં આવી જ ગઈ. જડ ઇન્દ્રિય આત્માના જ્ઞાનની અવસ્થા કરે નહિ
અને આત્માનું જ્ઞાન પરનું ન કરે. આ રીતે જ્ઞાન સ્વભાવની સ્વતંત્રા આવી.
બધા સમ્યમતિજ્ઞાનીઓનું જ્ઞાન નિમિત્તના અવલંબન વગ૨ સામાન્ય સ્વભાવના અવલંબનથી કાર્ય કરે છે; તે કારણે સર્વ નિમિત્તોના અભાવમાં સંપૂર્ણ અસહાયપણે સામાન્ય સ્વભાવના અવલંબને વિશેષ રૂપ જે કેવળજ્ઞાન પુર્ણ પ્રત્યક્ષ છે તેનો નિર્ણય વર્તમાન મતિજ્ઞાનના અંશ દ્વારા તેને થઈ શકે છે. જો પૂર્ણ અસહાય જ્ઞાનસ્વભાવ મતિજ્ઞાનના નિર્ણયમાં ન આવે તો વર્તમાન વિશેષ અંશરૂપ જ્ઞાન (મતિજ્ઞાન) પરના અવલંબન વગર પ્રત્યક્ષરૂપ છે તેનો નિર્ણય પણ ન થાય. સામાન્ય સ્વભાવના આશ્રયે જે વિશેષરૂપ છે તેનો નિર્ણય પણ ન થાય. સામાન્ય સ્વભાવના આશ્રયે જે વિશેષરૂપ મતિજ્ઞાન પ્રગટયું તે મતિજ્ઞાનમાં કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે. અંશ પ્રગટયો છે તે અંશીના આધાર વગર હોય નહિ, તેથી અંશીના નિર્ણય વગર અંશનો નિર્ણય થાય નહિ.
અહો ! શ્રુતપંચમીના દિને તો આ જયધવલામાં જે કેવળજ્ઞાનનાં રહસ્ય ભર્યાં છે, અને તેની મુખ્ય બે વિશેષતા છે તેની સ્પષ્ટતા જાહેર થાય છે. (૧) પોતાના જ્ઞાનની વિશેષરૂપ અવસ્થા પરાવલંબન વગર સ્વાધીનપણે છે. (૨) તે સ્વાધીન અંશમાં આખું કેવળજ્ઞાન પ્રત્યક્ષ આવે છે. આ બે મુખ્ય વિશેષતા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #105
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
—
—
—–
૯૮
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા -------
સામાન્ય સ્વભાવની પ્રતીત કરતું વર્તમાન નિર્મળ સ્વાવલંબી જ્ઞાન પ્રગટયું તે સાધક છે, અને તે પુર્ણ સાધ્યરૂપ કેવળજ્ઞાનને પ્રત્યક્ષ જાણતું પ્રગટ થાય છે; તે સાધકજ્ઞાન સ્વાધીનપણે પોતાના કારણે અંતરના સામાન્ય જ્ઞાનની શક્તિના લક્ષે વિશેષ-વિશેષરૂપે પરિણમતાં પરિણમતાં સાધ્ય કેવળજ્ઞાનપણે પ્રગટ થાય છે. તેમાં કોઈ બહારનું અવલંબન નથી. પણ સામાન્ય જ્ઞાન સ્વભાવનું જ અવલંબન છે. આ જાણવું તે જ ધર્મ છે. આત્માનો ધર્મ આત્મા પાસે જ છે. અશુભ ભાવથી બચવા શુભ ભાવ થાય તેને જ્ઞાન જાણી લે છે પણ તેનું અવલંબન જ્ઞાન માનતું નથી. એટલે સર્વ નિમિત્ત વગરના પૂર્ણ સ્વાધીન કેવળજ્ઞાનનો નિર્ણય કરતું અને પ્રતીતમાં લેતું સ્વાશ્રિત મતિજ્ઞાન સામાન્ય સ્વભાવના અવલંબને પ્રગટ થાય છે. આ રીતે જ્ઞાનનું કાર્ય પરાવલંબન વડે થતું નથી પણ સ્વાધીન સ્વભાવને અવલંબીને થાય એમાં જ્ઞાનની સ્વતંત્રતા બતાવી.
જ્ઞાનની જેમ શ્રદ્ધાની સ્વતંત્રતા આત્મામાં શ્રદ્ધા ગુણ ત્રિકાળ છે. સામાન્ય શ્રદ્ધા ગુણનું વિશેષ તે સમ્યગ્દર્શન છે. શ્રદ્ધા ગુણનું વર્તમાન જો દેવગુરુશાસ્ત્ર વગેરે પરના આશ્રયે પરિણમે તો તે વખતે શ્રદ્ધા ગુણે શું વિશેષ કાર્ય કર્યું? શ્રદ્ધા તે સામાન્ય ગુણ છે તેનું વિશેષ તે સામાન્યના અવલંબને જ હોય. સમ્યગ્દર્શનરૂપ વિશેષ પરનાં અવલંબને કાર્ય કરતું નથી પણ સામાન્ય શ્રદ્ધાના અવલંબને જ તેનું વિશેષ પ્રગટવું થાય છે, સમ્યગ્દર્શન તે શ્રદ્ધા ગુણની વિશેષ દશા છે. શ્રદ્ધા ગુણ છે અને સમ્યગ્દર્શન પર્યાય છે. શ્રદ્ધાગુણના અવલંબને સમ્યક દર્શનરૂપ વિશેષ દશા પ્રગટ થાય છે. જો દેવગુરુ-શાસ્ત્ર વગેરે પરના અવલંબને શ્રધ્ધાનું વિશેષ કાર્ય થતું હોય તો સામાન્ય શ્રધ્ધાનું તે વખતે વિશેષ શું? વિશેષ વગર તો કોઈ વખતે સામાન્ય હોય નહિ. આત્માની શ્રધ્ધાની વર્તમાન અવસ્થારૂપ કાર્ય ત્રિકાળી શ્રધ્ધા નામના ગુણનું છે, તે કાર્ય કોઈ પરના અવલંબને નથી; પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #106
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનની સ્વાધીનતા ને અંશમાં પૂર્ણની પ્રત્યક્ષતા
૯૯
સામાન્યનું વિશેષ પ્રગટયું છે. વિશેષ વગર સામાન્ય શ્રધ્ધા જ ન હોઈ શકે.
આનંદ ગુણની સ્વાધીનતા જ્ઞાન અને શ્રધ્ધા ગુણ પ્રમાણે આનંદ ગુણનું પણ તેમ જ છે. આત્માનો વર્તમાન આનંદ જો પૈસા વગેરે પરના કારણે પરિણમે તો તે વખતે આનંદપણે પોતે વર્તમાન વિશેષ શું કાર્ય કર્યું? પરથી જ આનંદ પ્રગટયો તો આનંદ ગુણનું તે વખતે વિશેષ કાર્ય ક્યાં ગયું? અજ્ઞાનીએ પરમાં આનંદ માન્યો તે વખતે પણ તેનો આનંદ ગુણ સ્વાધીનપણે કાર્ય કરે છે. અજ્ઞાનીએ આનંદનું વર્તમાન કાર્ય ઊંધું માન્યું એટલે આનંદ ગુણનું વિશેષ તેને દુઃખરૂપ પરિણમે છે. આનંદ પરથી પ્રગટતો નથી, પણ સંયોગ અને નિમિત્ત વગરના આનંદ નામના સામાન્ય ગુણ અવલંબને વર્તમાન આનંદ પ્રગટે છે. આ સમજતાં લક્ષનું જોર પર ઉપર ન જતાં સામાન્ય સ્વભાવ ઉપર જાય છે, અને એ સામાન્ય આનંદ સ્વભાવના અવલંબને વિશેષરૂપ આનંદ દશા પ્રગટે છે; અને એ સામાન્યના અવલંબને પ્રગટેલો તે આનંદનો અંશ પૂર્ણ–આનંદની પ્રતીત લેતો જ પ્રગટે છે. જો આનંદના અંશમાં પુર્ણની પ્રતીતિ ન હોય તો અંશ આવ્યો ક્યાંથી?
ચારિત્ર, વીર્ય, વગેરે સર્વ ગુણોની સ્વાધીનતા આ જ પ્રમાણે ચારિત્ર, વીર્ય વગેરે બધા ગુણોનું વિશેષ કાર્ય સામાન્યના અવલંબને જ થાય છે. આત્માનો પુરુષાર્થ જો નિમિત્તના અવલંબને કાર્ય કરતો હોય તો અંતરના સામાન્ય પુરુષાર્થ સ્વભાવે તે વખતે શું કર્યું? શું સામાન્ય સ્વભાવ વિશેષ વગરનો રહ્યો? વિશેષ વગરનું સામાન્ય હોય એમ તો બને નહિ. દરેક ગુણ નું વર્તમાન ( વિશેષ અવસ્થારૂપ કાર્ય) સામાન્ય સ્વભાવના આશ્રયે પ્રગટ થાય છે. કર્મ પુરુષાર્થ રોકે છે એ વાત જ ખોટી હોવાથી ઊડી ગઈ. કોઈ પણ ગુણનું કાર્ય જો નિમિત્તના અવલંબને કે રાગના અવલંબને થતું હોય તો સામાન્ય સ્વભાવનું તે વખતે વિશેષ કાર્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #107
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧OO
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
======
રહે નહિ અને જો વિશેષ ન હોય તો સામાન્ય ગુણ જ સાબિત થતાં નથી. બધા ગુણો કાયમ છે; તેનું કાર્ય કોઈ નિમિત્ત કે રાગના અવલંબને જ્ઞાનીને થતું નથી પણ પોતાથી જ સામાન્યના અવલંબને થાય છે. આ સ્વાધીન સ્વરૂપ જેને બેઠું તેને પૂર્ણની પ્રતીત લેતો ગુણનો અંશ પ્રગટયો; જેને પૂર્ણની પ્રતીત લેતું જ્ઞાન ઊગ્યું તેને અલ્પકાળ માં મુક્તિ હોય જ.
જે સામાન્યના જોરે એક અંશ પ્રગટયો તે જ સામાન્યના જોરે પૂર્ણ દશા પ્રગટે છે. વિકલ્પના કારણે સામાન્યની વિશેષ અવસ્થા ન થાય. જો વિકલ્પના કારણે વિશેષ થતું હોય તો વિકલ્પનો અભાવ થતાં વિશેષનો પણ અભાવ થઈ જાય. વર્તમાન વિશેષ સામાન્યથી જ પ્રગટે છે–વિકલ્પથી પ્રગટતું નથી. આ સમજવું તે જ ધર્મ છે. દરેક દ્રવ્યની સ્વાધીનતાની આ ચોખ્ખી વાત છે, “બે ને બે ચાર” જેવી સીધી-સરળ વાત છે, તે સમજે નહિ અને તેને બદલે નિમિત્તથી થાય અને એક બીજાનું કરી દે એમ પરાશ્રયપણું જીવ માને તો તેનું બધું જ ખોટું છે, તે તેની મૂળ ભૂલ છે. પહેલાં જ “બે ને બે ત્રણ” એમ ભૂલ થઈ ગઈ હોય તો ત્યાર પછીની પણ બધી ભૂલ જ આવે. તેમ મૂળ વસ્તુસ્વભાવની માન્યતામાં જેની ભૂલ હોય તેનું બધું ખોટું
સ્વાધીનપણે પ્રગટેલો અંશ પુર્ણને પ્રત્યક્ષ કરે છે. પર દ્રવ્યો જગતમાં ભલ હો, પરનિમિત્ત ભલે હો, જગતમાં સર્વે વસ્તુઓનું અસ્તિત્વ છે, પણ તે કોઈ વસ્તુ મારી વિશેષ અવસ્થા કરવા સમર્થ નથી, મારા આત્માના સામાન્ય સ્વભાવને અવલંબીને મારી વિશેષદશા થાય છે. તે સ્વાધીન છે; અને એ સ્વાધીનપણે પ્રગટતું વિશેષ જ પૂર્ણ વિશેષરૂપ કેવળજ્ઞાનનું કારણ છે. જે વિશેષ પ્રગટયું તે પૂર્ણને પ્રત્યક્ષ કરતું પ્રગટે છે.
પ્રશ્ન- વર્તમાન અંશ પૂર્ણ પ્રત્યક્ષ કેવી રીતે થાય?
ઉત્તર:- જ્યાં વિશેષને પરનું અવલંબન ન રહ્યું અને એકલા સામાન્યનું અવલંબન જ રહ્યું ત્યાં પ્રત્યક્ષ જ થયું. જો નિમિત્તની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #108
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનની સ્વાધીનતા ને અંશમાં પૂર્ણની પ્રત્યક્ષતા
૧૦૧
વાત કરો તો પરોક્ષમાં આવે, પણ નિમિત્ત કે વિકાર રહિત એકલા સામાન્યસ્વભાવનું અવલંબન છે ત્યાં વિશેષ પ્રત્યક્ષ જ થયું. અંશમાં પૂર્ણ પ્રત્યક્ષ જ હોય. જો અંશમાં પૂર્ણ પ્રત્યક્ષ ન હોય તો અંશ જ સિદ્ધ ન થાય. આ અંશ છે' એમ ત્યારે જ નક્કી થઈ શકે કે જ્યારે અંશી પ્રત્યક્ષ હોય. જો અંશી અર્થાત્ પૂર્ણ પ્રત્યક્ષ ન હોય તો અશ પણ સિદ્ધ થાય નહિ.
6
મતિ શ્રુતજ્ઞાન પણ ખરેખર તો સામાન્યના અવલંબને હોવાથી પ્રત્યક્ષ છે. મતિશ્રુતને પરોક્ષ કહ્યાં તે તો “પ૨ને જાણતાં ઇન્દ્રિયનું નિમિત્ત છે” એવા નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરવા માટે તે કથન કર્યું છે, પણ સ્વને જાણતાં તો તે જ્ઞાન પણ પ્રત્યક્ષ જ છે.
પરાવલંબન રહિત સામાન્યના અવલંબને મારું વિશેષ જ્ઞાન થાય છે એમ જેને સામાન્ય સ્વભાની પ્રતીત બેઠી તેનું વિશેષજ્ઞાન પરને જાણતી વખતી વખતે પણ સ્વના અવલંબન સહિત જાણે છે. તેથી ખરેખર તો તે પણ પ્રત્યક્ષ જ છે. જેને નિમિત્ત વગરનો સ્વાધીન જ્ઞાન સ્વભાવ પ્રતીતમાં બેઠો તેને આખું જ્ઞાન પ્રત્યક્ષ જ છે.
,
‘આ થાંભલાનો ખૂણો છે' એમ જે જ્ઞાનમાં નક્કી કર્યું તે જ્ઞાન માં આખો થાંભલો ખ્યાલમાં આવી જ ગયો છે. ‘આ પાનું સમયસારનું છે' એમ નક્કી કર્યું ત્યાં આખું સમયસાર પુસ્તક છે અને તેનું પાનું છે એમ પૂર્ણ અને અંશ બંને જ્ઞાનના નિર્ણયમાં આવી ગયું. આ પાનું સમયસારનું છે એમ કહેતાં તેના આગળપાછળનાં બધાં પાનાં કોઈ બીજા પુસ્તકનાં નથી પણ સમયસારનાં જ છે, એમ આખું પુસ્તક ખ્યાલમાં આવી ગયું છે. આખા પુસ્તકને ખ્યાલમાં લીધા વિના ‘આ અંશ તે પુસ્તકનો છે’ એમ પણ નક્કી થઈ શકે નહિ. તેવી રીતે, ‘આ મતિ તે કેવળજ્ઞાનનો અંશ છે એમ આખુ કેવળજ્ઞાન પ્રત્યક્ષ લક્ષમાં આવ્યા વગર નક્કી થઈ શકે નહિ. કોઈ કહે કે, જ્ઞાનના નહિ ઊઘડેલા બીજા અંશો તો હજી બાકી છે ને? તો તેનો ખુલાસો અહીં આખાઅવયવી પુર્ણની વાત છે, બીજા અંશોની વાત લેવી નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #109
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
---
અંશ સાથે અંશીનું અભેદપણું અહીં બતાવવું છે. “આ જ્ઞાનનો ભાગ છે તે પુર્ણ જ્ઞાનનો અંશ ન હોય તો તે અંશ છે' એમ નક્કી ક્યાંથી કર્યું? વર્તમાન અંશમાં આખું અંશી અભેદપણે લક્ષમાં આવી ગયું છે, તેથી આ અંશ આ અંશીનો છે” એમ જીવ પ્રતીત કરે છે.
વર્તમાન અંશ અને પૂર્ણ અંશીનો અભેદ ભાવ છે, બીજા અશના ભેદ ભાવની વાત અહીં લીધી નથી. અંશીમાં બધા અંશ આવી ગયા. અહીં મતિજ્ઞાન અને કેવળજ્ઞાનનું અભેદપણું બતાવ્યું છે. મતિજ્ઞાન અંશ છે અને કેવળજ્ઞાન અંશી છે, અંશ-અંશી અભેદ છે એટલે મતિજ્ઞાનમાં કેવળજ્ઞાન પ્રત્યક્ષ આવ્યું એમ સમજવું.
સ્વાધીનતાની પ્રતીતમાં કેવળજ્ઞાન આચાર્ય ભગવાન આત્માનો સ્વાધીન પુર્ણ સ્વભાવ બતાવે છે. તું આત્મા છો, તારો જ્ઞાન સ્વભાવ છે, તે જ્ઞાન સ્વભાવની વિશેષ અવસ્થા તારા પોતાના સામાન્ય સ્વભાવના અવલંબને થાય છે. સામાન્ય સ્વભાવના અવલંબને વિશેષરૂપ જે મતિજ્ઞાન પ્રગટયું તે પુર્ણ કેવળજ્ઞાન સાથે અભેદ સ્વભાવવાળું છે. નિમિત્તના અને રાગના અવલંબન વગરનું સામાન્યના અવલંબનવાળું જ્ઞાન સ્વાધીન સ્વભાવવાળું છે. મતિ અને કેવળ વચ્ચેના ભેદને ગણતું નથી. આ વાત બેસી તેને કેવળજ્ઞાન વચ્ચે વિદન હોય જ નહિ. આ તીર્થકર કેવળજ્ઞાનીનીવાણી કેવળજ્ઞાનના ભણકારા કરતી આવી છે. આચાર્યદેવો ને કેવળજ્ઞાનના ભણકાર થઈ રહ્યા છે, વચ્ચે ભવ છે ને કેવળજ્ઞાનનો ભંગ પડે છે એ વાત જ અહીં ગૌણ કરી છે. અહીં તો સામાન્ય સ્વભાવના જોરે જ અંશ પ્રગટયો તે અંશ સાથે જ કેવળજ્ઞાન અભેદ છે એમ કેવળજ્ઞાનની વાત કરી છે. કેવળજ્ઞાનીઓની કેવળજ્ઞાનને જ ભણકાર કરતી વાણી આવી છે અને કેવળજ્ઞાનના વારસા લેનારા આચાર્યોએ આ વાત પરમાગમ શાસ્ત્રોમાં સંઘરી છે. તું પણ કેવળજ્ઞાન લેવાની તૈયારીવાળો જ છો, તારા સ્વભાવના ભરોસે હા પાડ! પોતાના સ્વભાવની પ્રતીત વગર પુર્ણ પ્રત્યક્ષનો ભરોસો જાગે નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #110
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનની સ્વાધીનતા ને અંશમાં પૂર્ણની પ્રત્યક્ષતા
૧૦૩
આત્માનો જ્ઞાન સ્વભાવ સ્વાધીન છે. કોઈ સમય વિશેષ વગરનું જ્ઞાન ન હોય; જે સમયે વિશેષમાં થોડું જ્ઞાન હતું તે પોતાથી હતું અને વિશેષમાં પુરું થાય તે પણ પોતાથી જ થયું છે, તેમાં કોઈ પરનું કારણ નથી. આમ, જ્ઞાનસ્વભાવની સ્વાધીનતા જીવ જાણે તો તે ૫૨માં ન જોતાં પોતામાં જ લક્ષ કરીને પુર્ણનો પુરુષાર્થ કરે.
સામાન્ય કોઈ સમય વિશેષ વગર છે જ નહિ, દરેક સમયે સામાન્યનું વિશેષ કાર્ય તો હોય જ, ગમે તેટલું નાનું કાર્ય હોય તો પણ તે સામાન્યના પરિણમનથી થાય છે. નિગોદ દશાથી કેવળજ્ઞાન સુધી આત્માની સર્વ પરિણતિ પોતાથી છે, એમ સ્વતંત્રતાનો ખ્યાલ પોતાની પ્રતીતમાં આવી ગયો ત્યાં પરાવલંબન ટળી ગયું. મારી પિરણિત મારાથી કાર્ય કરી રહી છે- એવી પ્રતીતમાં આવરણ અને નિમિત્તના અવલંબનના ભૂકા ઊડી ગયા.
આત્માના અનંત ગુણ સ્વાધીનપણે કાર્ય કરે છે કર્તા, ભોકતા, ગ્રાહકતા, સ્વામિત્વતા એવા એવા અનંત ગુણોની વર્તમાન પરિણતિ નિમિત્ત અને વિકલ્પના આશ્રય વગર પોતાની પ્રગટે છે. આમ જે માને છે તે જીવને ગુણના અવલંબને પ્રગટેલો અંશ પૂર્ણતાને પ્રત્યક્ષ કરતો, અંશ સાથે જ પુર્ણને અભેદ લેતો, અંશ અને પુર્ણતા વચ્ચેના ભેદ નાંખતો હોવાથી જે ભાવ પ્રગટયો તે ભાવ યથાર્થ અને અપ્રતિહત ભાવ છે.
આ વાતની ના પાડનાર કોણ છે? જે ના પાડે તે તેની પોતાની, આ વાતની ના પાડનાર કોઈ છે જ નહિ. નિગ્રંથ સંતમુનિઓ એવા અપ્રતિત ભાવે ઊપડયા છે કે જે જ્ઞાનની ધારામાં ભંગ પડયા વગર અતૂટપણે કેવળજ્ઞાનરૂપ થઈ જવાના જ. આજે તો શ્રુતપંચમી છે. કેવળજ્ઞાનનો દિવસ છે. અહો! નિગ્રંથ આચાર્યોએ મહા મહોત્સવથી આ દિવસ ઊજવ્યો હતો.
મારા જ્ઞાનના મતિ-શ્રુતના અંશો સ્વતંત્ર થાય છે, તેને કોઈ પ૨નું અવલંબન નથી આમ પ્રતીત થતાં કોઈ નિમિત્તનું કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #111
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
૧૦૪
પરનું લક્ષ ન રહ્યું, સામાન્ય સ્વભાવ તરફ જ લક્ષ રહ્યું-એ સામાન્ય સ્વભાવના જોરે જીવે પૂર્ણતાનો પુરુષાર્થ કરવાનો રહ્યો. પહેલાં ૫૨ને કારણે જ્ઞાન થતું માન્યું હતું ત્યારે તે જ્ઞાન પર લક્ષમાં અટકી જતું. પણ સ્વાધીન સ્વભાવથી જ જ્ઞાન થાય છે એમ પ્રતીત થતાં જ્ઞાનને ક્યાંય અટકવાપણું ન રહ્યું.
"
.
"
=
બહુ સ૨સ સમજાવ્યું છે ’ – બહુ જ સ૨સ છે
મારા જ્ઞાનમાં ૫૨નું અવલંબન કે નિમિત્ત નહિ એટલે કેવળજ્ઞાન વર્તમાન પ્રત્યક્ષ જ છે એમ સામાન્ય સ્વભાવના કારણે જે જ્ઞાન પરિણમે, તે જ્ઞાનધારાને તોડનાર કોઈ છે જ નહિ, એટલે કે સ્વાશ્રયે જે જ્ઞાન પ્રગટયું છે તે કેવળજ્ઞાનનો જ પોકાર લેતું પ્રગટયું છે. અલ્પકાળમાં તે જ્ઞાન કેવળજ્ઞાન લેવાનું જ છે. જ્ઞાનના અવલંબને જ્ઞાન કાર્ય કરે છે. આવી પ્રતીતિમાં આખું કેવળજ્ઞાન સમય છે.
પહેલાં જ્ઞાનની અવસ્થા ઓછી હતી અને પછી વાણી સાંભળી ત્યારે જ્ઞાન વધ્યું, તે વાણી સાંભળવાથી વધ્યું છે એમ નથી; પણ જ્ઞાનની અવસ્થા વધી ત્યાં સામાન્ય સ્વભાવી જ્ઞાન જ પોતાના પુરુષાર્થથી કષાય ઘટાડી વિશેષરૂપ થયું છે, એટલે પોતાના કારણે જ જ્ઞાન થયું છે. આવી પ્રતીત થતાં સ્વતંત્ર જ્ઞાનસ્વભાવના જોરે પૂર્ણ જ્ઞાનનો પુરુષાર્થ જ કરવાનો રહ્યો. જ્ઞાનીઓને સ્વતંત્ર જ્ઞાન સ્વભાવની પ્રતીતના જોરે, વર્તમાન ઊણી દશામાં પણ કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે, કેવળજ્ઞાન પ્રતીતમાં આવી ગયું છે. અજ્ઞાનીને સ્વતંત્ર જ્ઞાનસ્વભાવની પ્રતીતિ નહિ હોવાથી, પુરી અવસ્થા કેવી હોય તેનું જ્ઞાન થતું નથી અને પુરી શક્તિની પ્રતીતિ આવતી નથી. નિમિત્તો અનેક પ્રકારનાં બદલતાં જાય છે અને નિમિત્તનું તેણે અવલંબન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #112
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનની સ્વાધીનતા ને અંશમાં પૂર્ણની પ્રત્યક્ષતા
માન્યું છે એટલે નિમિત્તનું લક્ષ તેને રહ્યા કરે છે અને સ્વતંત્ર જ્ઞાનના પ્રત્યક્ષપણાની શ્રદ્ધા તેને બેસતી નથી. ‘મારું વર્તમાન જ્ઞાન મારાથી થાય છે, મારી શક્તિપૂર્ણ છે અને એ પૂર્ણ શક્તિના આશ્રયે પુરુષાર્થથી પૂર્ણ જ્ઞાન પ્રગટે છે' એમ જ્ઞાનીને પ્રતીત છે. જે જ્ઞાનના અંશે જ્ઞાનસ્વભાવની પ્રતીત કરી તે જ્ઞાન કેવળજ્ઞાનને પ્રત્યક્ષ કરતું જ પ્રગટયુ છે એટલે વચ્ચે જે બાકી છે– ભેદ પડે છે-તે ટળીને જ્ઞાન પૂર્ણ જ થવાનું છે. આ રીતે સામાન્ય જ્ઞાનસ્વભાવની પ્રતીત કરતાં વર્ણને લક્ષમાં લેતું જે વિશેષ જ્ઞાન પ્રગટયું તે વચલા ભેદને (મતિ અને કેવળજ્ઞાન વચ્ચેના ભેદને ) ઉડાડી દેતું, પૂર્ણ સાથે જ અભેદપણું કરતું પ્રગટયું છે. વચમાં એકે ભવ જ નથી. અવતાર પણ કોને છે? વર્તમાનમાં કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે એવા જોરમાં, વચ્ચે એકાદ ભવ છે તેનો આચાર્યે નકાર કર્યો છે. આચાર્યદેવે અતૂટપણે કેવળજ્ઞાનની જ વાત કરી છે આ વાત જેને બેસે તેને ભવ હોય જ નહિ.....
***
૧૦૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #113
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય દૃષ્ટિ
“દરેકે દરેક દ્રવ્ય જુદાં છે. એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે ખરેખર કાંઈ સંબંધ નથી” આમ જે યથાર્થપણે જાણે તેને દ્રવ્યદૃષ્ટિ થાય અને દ્રવ્યદૃષ્ટિ થતાં સમ્યગ્દર્શન થાય. જેને સમ્યગ્દર્શન થાય તેનો મોક્ષ થયા વગર રહે નહિ. તેથી સૌથી પહેલાં વસ્તુનું સ્વરૂપ જાણવું જરૂરી છે.
“દરેક દ્રવ્ય જુદાં છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી.” આમ માનતાં આત્મા સર્વ પદ્રવ્યથી ભિન્ન છે તેમજ દરેકે દરેક પુદ્ગલપરમાણુ જુદાં છે. બે પરમાણુ ભેગા-એકરૂપ થઈને કદી કાર્ય કરતા નથી, પણ દરેક પરમાણુ સ્વતંત્ર જુદો છે એમ વસ્તુ સ્વભાવનું જ્ઞાન થાય છે.
જીવને વિકારભાવ થવામાં નિમિત્તરૂપ વિકારી પરમાણુઓ (સ્કંધ) થઈ શકે, પરંતુ દ્રવ્ય અપેક્ષાએ જોતાં દરેક પરમાણુ છૂટો જ છે. બે પરમાણું ભેગા થયા જ નથી અને એક છૂટો પરમાણુ કદી વિકારનું નિમિત્ત થઈ શકતો નથી. એટલે કે દરેક દ્રવ્ય ભિન્ન છે એવી સ્વભાવ દૃષ્ટિથી કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યના વિકારનું નિમિત્ત પણ નથી. આ રીતે દ્રવ્યદૃષ્ટિથી કોઈ દ્રવ્યમાં વિકાર છે જ નહિ, જીવ દ્રવ્યમાં પણ દવ્યદષ્ટિથી વિકાર નથી. પર્યાયદષ્ટિથી જીવને અવસ્થામાં રાગદ્વેષ થાય છે અને તેમાં કર્મ નિમિત્તરૂપ થાય છે. પરંતુ પર્યાયને ગૌણ કરી જ્યારે દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે, ત્યારે કર્મ કોઈ વસ્તુ જ ન રહી. કેમકે તે તો સ્કંધ છે અને તેના દરેક પરમાણુ જુદું જુદું કાર્ય કરે છે. તેથી જીવને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #114
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય દષ્ટિ 1/1 -- -- -- -- -- વિકારનું નિમિત્ત કોઈ દ્રવ્ય ન રહ્યું અર્થાત્ સ્વ તરફથી લેતાં જીવ દ્રવ્યમાં વિકાર જ ન રહ્યો. આ રીતે દરેક દ્રવ્ય ભિન્ન છે એવી દષ્ટિ એટલે કે દ્રવ્યદષ્ટિ થતાં રાગદ્વેષની ઉત્પત્તિનું કારણ જ રહ્યું નહિ એટલે દ્રવ્યદૃષ્ટિમાં વીતરાગભાવથી જ ઉત્પત્તિ રહી. અવસ્થાદષ્ટિથી-પર્યાયદષ્ટિથી અથવા તો બે દ્રવ્યોના સંયોગી કાર્યની દષ્ટિમાં રાગ-દ્વેષાદિ ભાવો થાય છે. કર્મ' અનંત પુદ્ગલોનો સંયોગ છે તે સંયોગ ઉપર કે સંયોગી ભાવ ઉપર લક્ષ કર્યું ત્યારે રાગ-દ્વેષ થાય છે, પણ જો અસંયોગ એટલે કે દરેક પરમાણુ ભિન્ન ભિન્ન છે એવી દષ્ટિ કરે (ખરેખર, પોતાના અસંયોગી આત્મ સ્વભાવની દષ્ટિ કરે) તો રાગ-દ્વેષ થાય નહિ, પણ તે દષ્ટિના જોરે મોક્ષ જ થાય.... માટે દ્રવ્યદષ્ટિનો અભ્યાસ તે પરમ કર્તવ્ય છે. * * * Please inform us of any errors on rajesh@AtmaDharma.com