Book Title: Vartaman Samayma Jain Tattva Darshanni Prastutata
Author(s): Kumarpal Desai
Publisher: B J Adhyayan Sanshodhan Bhavan
Catalog link: https://jainqq.org/explore/034288/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શૈક શીપીપટલાલ હૈ ક્રિએ@િથાળા-પાળા, થન, ૧૭ બિGિીસાયા '(અહિંસા અને ક્ષમાના વિશેષ સંદર્ભમાં) ilk GUIDIU HIT DABAD भो.. अध्ययन-संशोधन विधाभवन अभधवाह-3८०००८ Page #2 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા (અહિંસા અને ક્ષમાના વિશેષ સંદર્ભમાં) ડૉ. કુમારપાળ દેસાઈ Page #3 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા એકાએક દારુણ યુદ્ધનો પ્રારંભ થયો અને આકાશમાં ચોતરફ બૉમ્બ ઝીંકનારાં વિમાનો ચકરાવા લેવા લાગ્યાં. ભૂમિ પર માણસો, પશુઓ અને પક્ષીઓ બૉમ્બના સર્વનાશથી બચવા માટે જીવ હથેળીમાં લઈને નાસતાં હતાં, ત્યારે એક દીવાલ પર બે બેફિ કરાં ગીધ કશાય ઉચાટ કે ચિંતા વગર બેઠાં હતાં. - નિરાંતે વાતો કરતાં આ ગીધ પર એક પક્ષીની નજર પડી અને એણે ઉતાવળે ગીધ પાસે જઈને ધમણિયા શ્વાસે કહ્યું : | ‘અરે, ચાલો ભાગી છૂટો. યુદ્ધ ફાટી નીકળ્યું છે. માનવ દાનવ બનીને એકબીજાનાં લોહી માટે તરસ્યો બન્યો છે. માનવીઓની લડાઈમાં વિના કારણે આપણે ખુવાર થઈ જઈશું. ચાલો નાસો. હજીયે ઊગરી જવાની તક છે.” પક્ષીની આ વાત સાંભળીને પેલાં વૃદ્ધ અને અનુભવી ગીધ ખડખડાટ હસી પડ્યાં અને ઠાવકા અવાજે બોલ્યાં, “અરે, માનવીની લડાઈ એ અમારે માટે તો સ્વાદિષ્ટ મીઠાઈ છે. આવું યુદ્ધ થાય એ તો અમારે માટે સોનેરી અવસર. માનવીનું યુદ્ધ અને તેનું મોત એટલે અમારે માટે મહેફિલ, મિજબાની અને જ્યાફતના દિવસો.” Page #4 -------------------------------------------------------------------------- ________________ n વર્તમાન સમયમાં જૈન તત્વદર્શનની પ્રસ્તુતતા 2 બીજા વૃદ્ધ ગીધે ચીપી-ચીપીને કહ્યું, ‘તેં અમારાં શાસ્ત્રો ક્યાંથી વાંચ્યાં હોય ? અમારાં શાસ્ત્રોમાં તો લખ્યું છે કે ગીધ પર કૃપા વરસાવવા માટે જ ઈશ્વર માનવીને યુદ્ધમાં ધકેલે છે. યુદ્ધ અને માનવીનો મેળ ઈશ્વર ગીધને માટે જ સર્જે છે.' વર્ષોના અનુભવી ગીધને નાસી છૂટવાની સલાહ આપનાર પક્ષી વીલા મોઢે પાછું ફર્યું. બંને ગીધ યુદ્ધની મોજ માણવા પાંખો ફેલાવીને આકાશમાં અહીંતહીં આનંદભેર ઘૂમવા લાગ્યાં. જમીન પર બેસીને મીઠાં ભોજનનાં સ્વપ્નાં સેવવા લાગ્યાં, પરંતુ એવામાં જ બૉમ્બ પડ્યો અને એમના અવશેષ પણ શેષ ન રહ્યા. પરિવર્તનને પારખી નહીં શકનાર અને ભવિષ્યને ઓળખી નહીં શકનારની સ્થિતિ પેલા ગીધ જેવી થાય છે. જે માત્ર ભૂતકાળના દોર પર ચાલે છે તે વર્તમાનમાં વિસંવાદ જ સર્જે છે. થયેલા પરિવર્તનને ઓળખવા માટે સતત ગતિશીલ દૃષ્ટિ જોઈએ, ભવિષ્યનો વિચાર નહીં કરનારી દૃષ્ટિ વર્તનમાનમાં સ્થિતિસ્થાપક બની રહે છે. પ્રસિદ્ધ ચિંતક એલવિન ટોફલર કહે છે - "If we do not learn from History, we shall be compelled to relieve it true. But if we do not change the future, we shall be compelled to endure it. And, that could be worse." ટૅકનોલોજીની હરણફાળ : પહેલાં વર્તમાન સમયની પરિસ્થિતિ જોઈએ. થોડા જ સમયમાં એવું શક્ય બનશે કે કોઈ મુલાકાતી તમારા મકાનનો મુખ્ય દરવાજો ખોલશે ત્યારે તમે દીવાનખંડની આરામખુરશીમાં બેઠાં બેઠાં સ્ક્રીન પર આગંતુકનો ચહેરો જોઈ શકશો અને બાજુમાં પડેલા ‘રિમોટ કંટ્રોલ'ની એક ચાંપ દબાવશો એટલે બારણું ખૂલી જશે. યંત્રમાનવ તમારી સૂચના મુજબ શિયાળો હોવાથી એને માટે મસાલાવાળી ગરમ ચા લાવશે. એ વ્યક્તિ તમને તમારા દાદાના પિતાનું નામ પૂછશે અને તમે તરત જ લૅપટૉપમાંથી એની માહિતી સાથે તમારું વંશવૃક્ષ n = 0 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2. આપી દેશો. લૅપટૉપ જ સઘળી માહિતીનો સંગ્રહ અને માહિતીની પુનઃપ્રાપ્તિનું બધું જ કામ કરતું હશે. આજના યુગને “કમ્યુટર ક્રાંતિના યુગ” તરીકે ઓળખવામાં આવે છે અને કમ્યુટર માનવજીવનના મોટા ભાગનું કાર્ય બજાવે છે. સંદેશો મોકલવાનું, અન્ય ભાષામાં તરજુમો કરવાનું, નોકરી કે જીવનસાથીની પસંદગી કરવાનું કામ કયૂટર કરી રહ્યું છે, જ્યારે સુપર કયૂટર આંખના પલકારામાં અનેક પ્રશ્નોના જવાબ હાજર કરી આપે છે. આજથી થોડા સમયમાં જ કમ્યુટરની કામગીરી કેવી હશે એ વિશે ન્યૂયોર્કની પૉલિટેકનિક ઇન્સ્ટિટયૂટના પ્રો. જ્યૉર્જ બુગ્લીરેલોએ ‘સ્પેક્ટ્રમ’ સામયિકમાં કાલ્પનિક ચિત્ર આલેખતાં લખ્યું : મેરી નામની સ્ત્રી સવારે થોડી મોડી ઊઠે છે, તબિયત અસ્વસ્થ લાગતાં એ પર્સનલ કમ્યુટર પાસે જાય છે. કમ્યુટર દ્વારા તે તેના ડૉક્ટરને કન્સલ્ટ કરે છે. તુરત ડૉક્ટર તેને કયૂટરના સ્ક્રીન ઉપર જ જવાબ આપે છે એટલે મૅરી તેના ઘરે રાખેલા ટેલિમેટ્રિક સેન્સેસના તારની સાથે પોતાના શરીરને જોડે છે. તેના દ્વારા ડૉક્ટરને તેની ઑફિસમાં બેઠાં બેઠાં મૅરીનું બ્લડપ્રેશર, નાડીના ધબકારા, ટેમ્પરેચર અને બીજી બાબતોની માહિતી મળી જાય છે. કમ્યુટર આ માહિતીને ‘મૉડેમ' દ્વારા ડૉક્ટરને પહોંચાડે છે. માઈલો દૂર બેઠેલા ડૉક્ટર આ બધો ‘ડેટા” વાંચે છે. એ પછી ડૉક્ટર પોતાના કપ્યુટરમાં મૅરીનો હેલ્થ રેકૉર્ડ જોઈ લે છે. ત્યારબાદ એક્સપર્ટ સિસ્ટમના પ્રોગ્રામિંગ પ્રમાણે કપ્યુટરમાં તે મેરીની તકલીફમાં સંભવિત નિદાન કરે છે. એમાંથી એક નિદાન કરીને મૅરીને માટે દવા લખી આપે છે અને કયૂટર દ્વારા મૅરીને જણાવે છે. મૅરી તેના મેડિકલ સ્ટોર્સનું બટન દબાવીને ઘેર બેઠાં જ તેને જોઈતી દવાનો ઑર્ડર આપી દે છે. સ્ટોરવાળો મેરીના બૅન્કના ખાતાને કયૂટર દ્વારા ચકાસીને મેરીને દવા મોકલી આપે છે. મૅરી તેના કમ્યુટર સાથે ડિસ્પેન્સરીનો પ્લગ જોડી દે છે એટલે ડૉક્ટરના કયૂટરે લખ્યા પ્રમાણે દવાનો ડોઝ આવી જાય છે.” આમ મૅરીએ સવારે સાત વાગ્યે ડૉક્ટરનો સંપર્ક સાધ્યો અને ત્રણેક Page #5 -------------------------------------------------------------------------- ________________ 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2. કલાકમાં તો દવાનો પ્રથમ ડોઝ લેવાઈ ગયો. આપણા દેશમાં આટલી પ્રક્રિયા માટે કેટલાય દિવસ જાય. અમેરિકામાં ય આખો દિવસ લાગે અને આવવાજવાનો તેમજ ચિકિત્સામાં ઘણો સમય વેડફાય, એ કામ કયૂટર તીવ્ર વેગે કરી આપશે. ડાયાબીટિસ, બ્લડપ્રેશર, થાઇરૉઇડ જેવા રોગોમાં દર્દીને આજે રોજ દવાની અમુક ગોળીઓ લેવી પડે છે, પણ આવતી સદીમાં એવી એક કંસુલ શોધવામાં આવશે કે જે શરીરમાં નિયમિતપણે જરૂરી ડોઝ આપતી રહેશે. વર્તમાન યુગમાં મેડિકલ સાયન્સ ખૂબ ઝડપથી પ્રગતિ સાધી રહ્યું છે. માનવીનાં અંગો બદલવાની બાબતમાં એણે ઘણી મોટી સિદ્ધિ મેળવી છે. પોતાનાં જીર્ણ અંગોને બદલે નવાં અંગો નાખીને માનવી વધુ લાંબું જીવી શકશે. પોતાનાં જ અંગોને બદલે આસાનીથી નવાં અંગોનું શરીરમાં પ્રત્યારોપણ કરતો રહેશે. પ્રાણીઓનાં અંગોનું માનવશરીરમાં પ્રત્યારોપણ કરવાના સફળ પ્રયોગો થયા છે. બીજી બાજુ ‘કૃત્રિમ બુદ્ધિ 'નો એટલો બધો વિકાસ થઈ રહ્યો છે કે માણસને બહુ મહેનત કરવાની જરૂર નહીં રહે, આખી કચેરી એના ઘરના નાનકડા ખંડમાં સમાઈ ગઈ છે. માનવી એની પંચેન્દ્રિયનો પૂરેપૂરો ઉપયોગ કરે છે, પણ એનામાં એક છઠ્ઠી શક્તિ છે જેને E.S.P. કહે છે. આ શક્તિને બળે યુરી ગેલર માત્ર પોતાની આંખોની દૃષ્ટિ નોંધીને સળિયો વાળી શકે છે. અવકાશયાત્રી એડગર મિશલે અવકાશમાં રહીને ટેલિપથીનો પ્રયોગ કર્યો. બીજાના રોગોને માત્ર સ્પર્શથી મટાડવાની હીલિંગની પ્રક્રિયા આજે જાણીતી છે. અત્યારે માનવીની આ છૂપી ‘છઠ્ઠી ઇંદ્રિય'ની શક્તિ વિશે સંશોધનો ચાલી રહ્યાં છે. આવતી કાલે માણસ નહીં, પણ યંત્રોય આ છઠ્ઠી ઇંદ્રિયશક્તિનો ઉપયોગ કરતાં હશે. માનવીના જીવનમાં જન્મ, લગ્ન અને મૃત્યુ એ ત્રણ સૌથી મહત્ત્વની ઘટના મનાય છે. પરંતુ એ ત્રણેમાં ઘણું મોટું પરિવર્તન થઈ રહ્યું છે. કૃત્રિમ વીર્યદાનને કારણે નરમાદાના સંયોગની અનિવાર્યતાનો છેદ ઊડી ગયો છે. માતાના ઉદરમાં નહીં, પણ પ્રયોગશાળાની કસનળીમાં ટેસ્ટટ્યૂબ બાળક ઊછરે 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2 છે, અથવા તો કોઈ અન્ય સ્ત્રીના ઉદરમાં એનો વિકાસ થઈ રહ્યો છે. ટેસ્ટટ્યૂબ બાળક આવતાં જ માતૃત્વ અને વંધ્યત્વના ખ્યાલોમાં આજે જ કેટલું બધું પરિવર્તન આવી ગયું છે ! એવી જ રીતે કમ્યુટર લગ્નનો ગોર બની ગયો છે. આ રીતે મનુષ્યના જીવનમાં સમૂળગું પરિવર્તન આવ્યું છે. વ્યક્તિની જ્ઞાનોપાર્જનની પદ્ધતિમાં સમૂળી ક્રાંતિ થઈ રહી છે. નાની કેટલૉગ ટ્રેમાં હજારો ગ્રંથોની વિગતો સમાયેલી પ્રાપ્ત થાય છે. પ્રકાશક પુસ્તક પ્રગટ કરવાને બદલે કયૂટરને સોંપીને માઇક્રોપ્રકાશનના માધ્યમથી તરત જ ઘેર બેઠાં પુસ્તકો પહોંચાડે છે. વિશાળ પુસ્તકાલયો કે બ્લડબેંન્ક નકામાં બની જશે, કારણ કે એક નાનકડા ખંડમાં આખું પુસ્તકાલય આવી જાય છે અને સિન્ટેટિક બ્લડની શોધ થતાં લોહીને સંઘરી રાખવાની જરૂર નહીં રહે. વ્યક્તિનું આયુષ્ય એટલું બધું વધી રહ્યું છે કે હવે સાઠ વર્ષની વ્યક્તિ વૃદ્ધ ગણાતો નથી. ‘વિકાસ’ સામે પ્રશ્નાર્થી : વિખ્યાત ચિંતક સુમાકાર કહે છે કે, ‘ટેક્નૉલોજીના મદમાં માણસ પૂરપાટ આગળ જતો રહ્યો છે અને ટેક્નૉલોજીનાં પરિણામ શાં આવે એની એ પરવા કરતો નથી.' એની દોડ ઝડપી છે, પણ દિશા કે લક્ષ નથી. પેટ્રોલિયમ થોડા વખતમાં ખલાસ થઈ જશે, પછી શું ? ખાણોમાંથી કોલસો ખૂટી જશે, પછી શું ? પેટ્રોલ, પ્રદૂષણ અને ખનિજોની અછત એ માનવજાતની મહાસમસ્યા છે. ગ્લોબલ વોર્મિંગનો ભય માનવજાતને માથે ઝઘૂંબી રહ્યો છે. માનવીએ વૃક્ષોનો એટલો બધો નાશ કર્યો છે કે વિશ્વનો પ્રત્યેક માનવી રોજ એક વૃક્ષ વાવે તો જ તે સરભર થઈ શકે. આજે જે રીતે રહ્યાંસહ્યાં વૃક્ષોનો નાશ થયો છે તે જોતાં હવે પછી વરસાદ વરસશે, પણ એમાં પાણીના બદલે કારખાનાંઓમાંથી નીકળતાં કેમિકલ્સને પરિણામે ઍસિડ-વર્ષા થશે. દુનિયાની સંપત્તિના એંશી ટકા દુનિયાના છ ટકા લોકો વાપરે છે. બાકીના ચોરાણું ટકા માણસોને ભાગે દુનિયાની વીસ ટકા સંપત્તિ જ આવે છે. આ આર્થિક અસમાનતા જગતના અનેક દેશોમાં ગરીબી અને ભૂખમરાના રૂપે જોવા મળે очо Page #6 -------------------------------------------------------------------------- ________________ 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2. છે. સામ્યવાદનું પતન થયું. વૈશ્વિકીકરણ અને ઉદારીકરણને પરિણામે થયેલા ‘વિકાસ’ સામે ઘણા પ્રશ્નાર્થો છે અને તેને પરિણામે સર્જાયેલી સમસ્યાઓનો વર્તમાન જગતને આકરો અનુભવ થઈ રહ્યો છે. વૈશ્વિક મંદીએ મૂડીવાદની નિષ્ફળતા પ્રગટ કરી દીધી. હવે વિશ્વ કઈ વિચારધારાનું અનુસરણ કરશે ? મહાસત્તાઓની સત્તાલાલસા એટલી બધી વકરી ગઈ છે કે એ ધારે તે દેશ પર બૉબવર્ષા કરી શકે છે અને પોતાના આર્થિક સ્વાર્થ સિદ્ધ કરવા એ છેલ્લે પાટલે પણ બેસી શકે છે. આજે આણ્વિક શસ્ત્રો માનવસંહાર માટે હાજરાહજૂર છે. એક અમેરિકન વિચારકે કહ્યું કે જો હવે અણુયુદ્ધ ફાટી નીકળે તો દુનિયાની મોટા ભાગની વસ્તીનો નાશ એક પ્રગાઢ ચુંબન જેટલો સમય લે તેટલા સમયમાં થઈ જાય, જોકે હવે તો માનવસંહારને માટે બીજા ઘણા રસ્તા શોધાઈ રહ્યા છે અને વિશ્વમાં વકરી રહેલા આતંકવાદને કારણે માનવઅસ્તિત્વ ભયમાં આવી રહ્યું છે. આ દુનિયાનો કેટલીય વાર સંહાર કરી શકે એટલાં સંહાર-સાધનો માણસે તૈયાર કર્યા છે, તેથી જ હવે જગતમાં યુદ્ધનો કાળ અને યુદ્ધની તૈયારીનો કાળ એવા બે જ સમયગાળા હોય છે. શાંતિ તો કોઈ દૂરની વાત બની ગઈ છે. પૃથ્વીનો વિનાશ : તીવ્ર ઠંડી કે તીવ્ર ગરમીથી: છેલ્લાં ૩,000 વર્ષમાં ૧૫,000 જેટલાં યુદ્ધો ખેલાયાં છે. બધાં જ પ્રાણીઓમાં પોતાના જાતભાઈઓનો સૌથી વધુ નાશ કરવાનું ‘ગૌરવ' મનુષ્યજાતિ ધરાવે છે. હવે જો યુદ્ધ થાય તો અણુશસ્ત્રોને પરિણામે આ પૃથ્વી પર ‘ન્યુક્લિયર વિન્ટર’ સર્જાશે અને એવો શીતયુગ વ્યાપી જાય કે આજનો આપણો એક નહીં, પણ આવા એક સો સૂર્ય પણ એની ઠંડીને ફેડી શકશે નહીં. બીજી બાજુ ‘ગ્લોબલ વોર્મિંગને કારણે ગ્રીનલેન્ડ અને એન્ટાર્કિટના હિમપર્વતો ધીરે ધીરે છૂટા પડી રહ્યા છે અને જો એ ઓગળીને પાણી થઈ જશે તો દરિયાકિનારા પર આવેલાં કેટલાંય શહેરો અને ટાપુઓ પર જળપ્રલય આવશે. આ પરિસ્થિતિમાં રશિયાના વિખ્યાત સર્જક મૅક્સિમ ગૉર્કીના જીવનની એક ઘટનાનું સ્મરણ થાય છે. રશિયાનાં ગામડાંઓમાં જઈને મૅક્સિમ ગૉર્કી 0 ૬ ] 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2 વિજ્ઞાનની સિદ્ધિઓ વિશે વાત કરતો હતો. એ કહેતો કે વિજ્ઞાનને પરિણામે માનવી આકાશમાં ઊડી શકે છે. દરિયાના તળિયે ખાંખાંખોળા કરી શકે છે. મોટું ખેતર એ પળવારમાં ખેડી શકે છે. એક નાનકડા ગામમાં મૅક્સિમ ગાંક વિજ્ઞાનની અદ્ભુત સિદ્ધિ વિશે પ્રવચન આપતો હતો, ત્યારે એક વૃદ્ધ પુરુષે પૂછવું : ‘તમે માનવીને આકાશમાં ઊડતાં અને દરિયાના તળિયે પહોંચતાં કેમ આવડવું તે બતાવ્યું, પણ આપણને આ દુનિયામાં ધરતી પર કેમ રહેવું એ આવડતું નથી તેનું શું ?” વૃદ્ધનો પ્રશ્ન સાચો અને માર્મિક હતો. ધરતી પર માનવીએ કેમ રહેવું તે શીખવવું એ જ પ્રત્યેક ધર્મનું હાર્દ છે. આથી જ ‘ઘાર્થતં તિ ઘમં:” અર્થાત્ જેનાથી આપણે સારી રીતે જીવન જીવી શકીએ તે ધર્મ એમ કહેવાયું છે. - આજે તો માનવીએ વિનાશક અણુશસ્ત્રો સર્જીને ભસ્માસુરને જગાડ્યો છે, જે ભસ્માસુર ખુદ માનવજાતિને જ સ્વાહા કરી જાય તેવો છે. સ્ટારવોર્સ જગતને ઘેરીને બેઠી છે. આવતી કાલે ટૅન્ક, રોકેટ કે બૉબ નકામાં બની જશે. ઝેરી વાયુ કે માનસ-પ્રભાવ કરતાં યુદ્ધો ખેલાશે. શસ્ત્રોનાં રૂપ બદલાય છે, પણ માનવીની હિંસક વૃત્તિમાં તો વધુ ને વધુ ઘી હોમાય છે, આથી જ માનવજાત આજે અહિંસા, કરુણા, સર્વધર્મસમભાવ અને વિશ્વશાંતિ જેવી ભાવનાઓ પ્રતિ આશાભરી મીટ માંડે છે. અહીં એ વિચાર કરીએ કે જૈનદર્શનનાં કયાં તત્ત્વો આ ભૂલી-ભટકી, મુંઝાયેલી – અકળાયેલી અને હિજરાયેલી યાતનાગ્રસ્ત માનવજાતને માટે દિશાસૂચક બની રહે તેમ છે ? આ સંદર્ભમાં જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરના સમય અને એમના સંદેશનો વિચાર કરવો જરૂરી બને છે , જેમના દ્વારા જૈન ધર્મના સિદ્ધાંતોનો વ્યાપક પ્રસાર કર્યો. ભગવાન મહાવીરનો સમય: વિ. સં. પૂ. ૫૪૩ (ઈ. સ. પૂર્વે પ૯૯)ની ચૈત્ર સુદ ૧૩ની મધ્યરાત્રિએ ભગવાન મહાવીરનો જન્મ થયો. એ સમયે ધરતી પરના જીવો સંતપ્ત હતા. u ૭ ] Page #7 -------------------------------------------------------------------------- ________________ a વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2, સ્વર્ગના શોખીન થોડા માણસોએ પૃથ્વી પરના વિશાળ જનસમાજ માટે નર્ક ખડું કરી દીધું હતું. પરલોકની મીઠી લાલચ આપીને આ લોકને દુ:ખી કરી નાખ્યો હતો. માણસ પ્રારબ્ધને ખોળે જઈને બેઠો હતો. પોતાનાં હાથ, પગ અને મગજ નિષ્ક્રિય કરીને પુરુષાર્થથી પરવારી ગયો હતો. એ એમ માનવા લાગ્યો હતો કે જે કાંઈ થાય તે પ્રારબ્ધથી થાય છે, પણ એ વાતને સ્વીકારતો નહોતો કે પ્રારબ્ધ પણ ઘડાય છે પુરુષાર્થથી. પ્રયત્નને બદલે પામરતાને સહારે જીવન ગાળતો હતો. એ સમયે મંદિરો માયા અને મદનાં ધામ બન્યાં હતાં. યજ્ઞ અને દક્ષિણા એનાં મુખ્ય કાર્ય બન્યાં હતાં. પોતાનાં પાપ ધોવા કાજે બીજાનું લોહી રેડવામાં ધર્મ માનતો. હજારો પશુઓ વેદી પર પોતાનો જાન ગુમાવતાં અને મારનાર માનતો કે એને સ્વર્ગની પ્રાપ્તિ થશે. જ્ઞાન પર મુઠ્ઠીભર લોકોનો કબજો હતો. તપ પણ અમુક લોકોના તાબામાં હતું. ગરીબ અને હલકા વર્ણને વળી જ્ઞાન શું ? સ્ત્રીની સ્થિતિ ભારે કફોડી હતી. એ ગુલામની પણ ગુલામ હતી. એને પરિગ્રહ-માલસામાન જેવી સંઘરવાની વસ્તુ માનવામાં આવતી હતી. એનું સ્વતંત્ર વ્યક્તિત્વ એ યુગને અણગમતું હતું. કોઢના પશુની મુક્તિ સરળ હતી, પરંતુ મૃત્યુ વિના સ્ત્રીની મુક્તિ અસંભવિત હતી. ચારે વર્ણ ઊંચનીચના ભાવથી સાપ-નોળિયાની જેમ વર્તતા હતા. જન્મજાત મોટાઈનો ભારે કેફ હતો. દાસ અને અછૂતની દુર્દશાનો કોઈ પાર નહોતો. એને પૃથ્વી પર રહેવા ઘર નહોતું. મોટા લોકોના બેફામ જુલ્મો અને અવિચારી ત્રાસ મૂંગે મોઢે સહેવા પડતા. વિશ્વમૈત્રીનું દર્શન : ભગવાન મહાવીરે કહ્યું કે જ્ઞાન માત્ર જ્ઞાની માટે નથી, સામાન્ય માનવી માટે પણ છે. સામાન્ય લોકો સમજે એ રીતે એમની ભાષામાં બોલવું જોઈએ. એ સમયે જનસામાન્યની ભાષા અર્ધમાગધી હતી. ભગવાન મહાવીરે સહુને સમજાય એવી અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો. મહાવીરનો ઉપદેશ સહુને સમજાયો અને બધાને માટે આત્મકલ્યાણનાં દ્વાર ખુલ્લાં થયાં. ભગવાન મહાવીરે સ્ત્રીને સ્વતંત્રતા બક્ષવા માટે બે મહાન સુધારા કર્યા. એક તો વ્રતમાં u ૮ ] u વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2 બ્રહ્મચર્યને સ્થાન આપ્યું અને બીજું સ્ત્રી સંન્યાસિની થઈ દીક્ષિત થાય તો સર્વ બંધનોમાંથી મુક્ત બને એમ કહ્યું. એમણે નારીને આધ્યાત્મિકતાના સર્વોચ્ચ શિખરે પહોંચવાની દીવાદાંડી દર્શાવી. આર્યા ચંદનાને દીક્ષા મળતાં એ યુગમાં મહાન સામાજિક અને ધાર્મિક પરિવર્તન આવ્યું. વળી ભગવાન મહાવીરે એમને સાધ્વી સમુદાયની પ્રમુખ બનાવીને નારીજાતિને નવો પ્રકાશ અને વિરલ આદર્શ આપ્યા. ભગવાન મહાવીરે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ સ્થાપવાને કારણે તેઓ તીર્થકર કહેવાયા. અગિયાર મહાપંડિતોને ત્રિપદીનું જ્ઞાન આપ્યું અને તેમની ગણધરના ગૌરવશાળી પદ પર પ્રતિષ્ઠા કરી. રાઢ નામની અનાર્યભૂમિ અને સ્મશાન જેવા પ્રદેશમાં પણ તેઓએ વિહાર કર્યો. અહિંસાની અગ્નિપરીક્ષા તો હિંસાના દાવાનળ વચ્ચે જ હોય ને ! ભગવાન મહાવીરસ્વામીનો સંદેશો સર્વત્ર ગુંજી રહ્યો. જાતિ અને વર્ણના મહત્ત્વને દૂર કરીને ચારિત્ર્યની મહત્તા સ્થાપી. એમણે કહ્યું, कम्मुणा बंभणो होइ, कम्मणा होइ खत्तिओ । __बड्सो कम्मुणा होइ, सुद्दो होइ कम्मुणा ।। [કર્મથી બ્રાહ્મણ થવાય, કર્મથી ક્ષત્રિય થવાય, કર્મથી વૈશ્ય થવાય અને કર્મથી શુદ્ર થવાય છે.) એમણે શુદ્રોને ગુલામીના અંધકારમાંથી બહાર કાઢયા અને પશુતામાંથી પ્રભુતા આપી. કોઈ પણ વર્ણનો સ્ત્રી-પુરુષ ધર્મ સ્વીકારી શકે છે તેમ કહ્યું. ભગવાન મહાવીરની આ એક મહાન સામાજિક ક્રાંતિ ગણાય. એમણે સમગ્ર પરિસ્થિતિમાં પરિવર્તન આણ્યું. આત્માના ઊંડાણમાંથી ઊગેલા આ સત્યવિચારે સમાજમાં સ્થાયી રૂપ લીધું. तस्सेण मग्गो गुरु-विद्धसेवा विवज्जणा बालजणस्स दूरा । सज्झाय एगंत निसेवणा य सुत्तत्थसचिंतणया धिती य ।। - 3રાધ્યયન સૂત્ર, રૂર-રે Page #8 -------------------------------------------------------------------------- ________________ a વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2, [ગુરુ અને વૃદ્ધોની સેવા કરવી, અજ્ઞાની જીવોના સંગથી દૂર રહેવું, સ્વાધ્યાય કરવો, સૂત્રાર્થનું સારી રીતે ચિંતન કરવું, એકાંતમાં રહેવું અને પૈર્ય ધારણ કરવું એ મોક્ષપ્રાપ્તિનો માર્ગ છે.] ભગવાન મહાવીરે નીડરતા અને દૃઢતાથી પોતાના વિચારો પ્રગટ કર્યા. ઊંચનીચની કલ્પનામાં સમૂળી ક્રાંતિ કરી. આત્મતત્ત્વની દૃષ્ટિએ બધા સરખા છે. બ્રાહ્મણ કે શૂદ્ર, સ્ત્રી કે પુરુષ, યુવાન કે વૃદ્ધ, રાય કે રંક જે કોઈ પુરુષાર્થ કરે તે મોક્ષનો અધિકારી છે. એમણે કહ્યું, न वि मुंडिएण समणो न ओंकारेण बंभणो । न मुनि रण्णवासेणं कुसचीरेण न तावसो ।। उत्तराध्ययन सूत्र, २५-३१ ફિક્ત મસ્તક મુંડાવવાથી શ્રમણ થવાતું નથી, ફક્ત ઓમકાર બોલવાથી બ્રાહ્મણ થવાતું નથી, ફક્ત અરણ્યમાં રહેવાથી મુનિ થવાતું નથી અને ફક્ત કુશનું વસ્ત્ર ધારણ કરવાથી તાપસ થવાતું નથી.] समयाए समणो होई बंभचेरेण बंभणो । नाणेण ऊ मुनि होई तवेण होई तावसो ।। ઉત્તરાધ્યયન સૂત્ર, ર-રૂર સમતાથી સાધુ થવાય છે, બ્રહ્મચર્યના પાલનથી બ્રાહ્મણ થવાય છે, જ્ઞાનપ્રાપ્તિથી મુનિ થવાય છે અને તપશ્ચર્યા કરવાથી તાપસ થવાય છે.) ઈશ્વરકૃપા પર આધાર રાખીને પ્રારબ્ધને સહારે જીવતા માનવની ગુલામી એમણે દૂર કરી, પુરુષાર્થનો ઉપદેશ આપ્યો અને કહ્યું, દેવ ભલે મોટો હોય, ગમે તેવું તેમનું સ્વર્ગ હોય, પણ માણસથી મોટું કોઈ નથી. માણસ માનવતા રાખે તો દેવ પણ એના ચરણમાં રહે !” માણસે આ માટે સત્યનો ને પ્રેમનો આગ્રહ રાખવો જોઈએ. પ્રત્યેક માણસ પોતાના કાર્ય, ગુણ અને શ્રમથી મહાન થઈ શકે. આ માટે ઉચ્ચ જાતિ, ઉચ્ચ કુળ અને ઉચ્ચ ઘેર જન્મ લેવાની જરૂર નથી.” ૧૦ ] a વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2, “ધર્મ સાધુ માટે છે, ને ગૃહસ્થ લીલાલહેર કરવાની છે, એ માન્યતા સાવ ભૂલભરેલી છે. સાધુની જેમ સંસારી-ગૃહસ્થના પણ ધર્મ છે. સાધુ સર્વાશે - સૂક્ષ્મ રીતે - વ્રતનિયમ પાળે, ગૃહસ્થ યથાશક્તિ સ્થૂળ રીતે પાળે. એ માટે સાધુએ પાંચ મહાવ્રતને અને ગૃહસ્થ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત ને ચાર શિક્ષાવ્રત – એમ બાર વતવાળા ધર્મથી જીવતરનું ઘડતર કરવું જોઈએ. એમ કરે તો માનવીનો બેડો પાર થઈ જાય.” अप्पाणमेव जुज्झाहि, किं ते जुज्डोण बहाओ । अप्पाणमेव अप्पाणं, जड़त्ता सुहमेहए ।। [એમણે કહ્યું કે કુર્જેય યુદ્ધમાં જે હજારો યોદ્ધાઓને જીતે છે તેને બદલે જે એકલો પોતાની જાતને જીતે છે તેનો એ વિજય પરમ વિજય ગણાય છે.] આત્મશક્તિનો મહિમા : મહાવીરે જગતને આત્માની અને શરીરની શક્તિની પરીક્ષા કરી બતાવી. એમણે સાધનાકાળનાં સાડા બાર વર્ષ દરમિયાન ફકત ૩૪૯ દિવસ અને તેય એક જ ટેક જે મળ્યું તે ભોજન લીધું. બાકીના તમામ દિવસોમાં પાણી વાપર્યા સિવાયના ઉપવાસ કર્યા. પોતાના સાધક જીવનના ૪,૫૧૫ દિવસમાંથી ૪,૧૬૬ દિવસ નિર્જલ તપશ્ચર્યા કરી હતી. હજારો માઈલ પગપાળા ચાલતા હતા. દેહ પર વસ્ત્ર નહીં, માથે છત્ર નહીં, પગમાં પગરખાં નહીં, આમ એમણે બતાવ્યું કે માણસના આત્માનું બળ અજબ છે. એમણે કહ્યું, પોતાના આત્મા સાથે જ યુદ્ધ કર. બાહ્ય શત્રુઓ સાથે યુદ્ધ કરવાનું પ્રયોજને ય શું છે ? આત્મા દ્વારા આત્માને જીતીને જ મનુષ્ય સુખ પ્રાપ્ત કરે પ્રભુ મહાવીર સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાનો સંઘ સ્થાપ્યો. આવો સંઘ તીર્થ કહેવાય છે, તીર્થંકરો પોતાના રાગ-દ્વેષ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરે છે. એટલે તેઓ જિન કહેવાય છે. આ જિનના અનુયાયી તે જૈન. ભગવાન મહાવીર અને એમના મુખ્ય ગણધર ગૌતમસ્વામી વચ્ચેના સંવાદોમાં જૈન 0 ૧૧ ] Page #9 -------------------------------------------------------------------------- ________________ a વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા , ધર્મનો મર્મ મળે છે. પાંચમું અંગસુત્ર શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અને શ્રી ભગવતી સૂત્રમાં ભગવાન મહાવીર અને ગણધર ગૌતમના સંવાદો મળે છે. એમાંનો આત્માની સિદ્ધ દશા વિશેનો સંવાદ જોઈએ. ગુરુ ગૌતમસ્વામી : હે ભગવન્ ! પાપપ્રવૃત્તિના ત્યાગથી થતી સંયમની પ્રાપ્તિનું શું ફળ હોઈ શકે ? ભગવાન મહાવીરસ્વામી : હે ગૌતમ ! સંયમથી પાપકર્મનાં દ્વારો (આશ્રવો) બંધ થાય. ગુરુ ગૌતમસ્વામી : હે ભગવન્! પાપકર્મનાં દ્વારો બંધ થવાથી શું થાય ? ભગવાન મહાવીરસ્વામી : હે ગૌતમ ! એથી તપ તપવાનું મન થાય. ગુરુ ગૌતમસ્વામી : હે ભગવન્ ! તપ કરવાનું ફળ શું ? ભગવાન મહાવીરસ્વામી : હે ગૌતમ ! એથી આત્માને લાગેલ કર્મરૂપી કચરો દૂર થાય. ગુરુ ગૌતમસ્વામી : હે ભગવન્ ! કર્મો દૂર થવાથી શું થાય ? ભગવાન મહાવીરસ્વામી : હે ગૌતમ ! એથી મન-વચન-કાયાની પ્રવૃત્તિ બંધ થવા લાગે. આત્માની સર્વથા મુક્તિ થાય. ગુરુ ગૌતમસ્વામી : હે ભગવન્ ! એથી શું થયું કહેવાય ? ભગવાન મહાવીરસ્વામી : હે ગૌતમ ! એથી આત્મા સિદ્ધ થયો કહેવાય. ભગવાન મહાવીરે મત અને મજહબની લડાઈ ગૌણપદે સ્થાપી. સંસારના પ્રત્યેક મતને સાપેક્ષ સત્યવાળા ઠરાવ્યા. આચારમાં અહિંસા આપી. વિચારમાં અનેકાન્ત આપ્યો. વાણીમાં સ્યાદ્વાદ આપ્યો. સમાજમાં અપરિગ્રહ સ્થાપ્યો. એમણે કહ્યું, धम्मो मंगलमुक्किट्, अहिंसा, संजमो तवो । देवा वि तं नमसंति जस्स धम्मे सया मणो ।। [ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે. અહિંસા, સંયમ અને તપ એનાં લક્ષણો છે. જેનું મન ધર્મમાં હંમેશાં રમ્યા કરે છે તેને દેવો પણ નમે છે.) B ૧૨ ] 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2 ભગવાન મહાવીરે આત્મકલ્યાણ સાધવા માટે કેટલાક નિયમો પાળવાનું કહ્યું. નિયમો એટલે વ્રત. આ પાંચ મહાવ્રત વર્તમાન માનવજીવન માટે એટલા જ પ્રસ્તુત છે. અહિંસાની પ્રસ્તુતતા: અહિંસા એ જૈન તત્ત્વદર્શનનો પાયો અને પ્રાણ છે. અન્ય ધર્મોએ અહિંસાનો આદર કર્યો છે, પણ જૈન ધર્મ જેટલું પ્રાધાન્ય એને આપ્યું નથી. અહિંસાની જૈનદર્શનમાં સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે, જૈનદર્શનની અહિંસાનો ઉદ્ગમ તાત્ત્વિક વિચારણા અને અનુભવમાંથી થયો છે. જૈનદર્શનની અહિંસા અને એની પ્રસ્તુતતા વિશે વિગતે વિચારીએ : એક સમયે વિશ્વ સમક્ષ બે વિકલ્પ હતા : હિંસા અને અહિંસા. આજે વિશ્વની સામે બે વિકલ્પ છે : કાં તો અહિંસાનો માર્ગ અપનાવવો અથવા તો પોતાના અસ્તિત્વનો નાશ. માનવજાતિ આજે બીજા વિકલ્પ તરફ દોડી રહી હોય તેવું લાગે છે. માનવી આજે હિંસાના શિખર પર બેઠો છે ત્યારે એના સમગ્ર અસ્તિત્વ સામે પ્રશ્ન ઊભો થયો છે. એક બાજુ વૈશ્વિક સ્તરે આતંકવાદનો પ્રશ્ન અને રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની લોહિયાળ દુશ્મનાવટ છે. બીજી બાજુ સમાજમાં અને ગૃહજીવનમાં હિંસા વધુ ને વધુ ફેલાઈ રહી છે. ત્રીજી હકીકત એ છે કે માનવીમાં વ્યક્તિગત રીતે હિંસાની વૃત્તિ બહેકી ગઈ છે. નિશાળમાં ભણતા વિદ્યાર્થી પોતાના સાથીની હત્યા કરતાં અચકાતો નથી. માણસ બીજી જાતિ, કોમ કે રંગના માણસને નિર્દયતાથી મારી નાખે છે. હત્યાનો સિલસિલો વ્યક્તિગત રૂપે અને સમાજમાં સતત ચાલી રહ્યો છે. ભારતીય શાસ્ત્રોમાં ભસ્માસુરની કથા આવે છે. કલ્યાણસ્વરૂપ એવા શિવને રાક્ષસ ભસ્માસુર તપ કરીને પ્રસન્ન કરે છે. પ્રસન્ન થયેલા શિવ એને વરદાન માગવાનું કહે છે તો ભસ્માસુર એવું વરદાન માગે છે કે જેને એ સ્પર્શ કરે તે ભસ્મીભૂત થઈ જાય. ભોળા શિવ એને આ શક્તિ આપે છે. આ શક્તિની 0 ૧૩ ] Page #10 -------------------------------------------------------------------------- ________________ 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2 પ્રાપ્ત થશે. આવી હિંસાને કારણે હજારો સ્ત્રીઓનાં સૌભાગ્ય તિલક ભૂંસાતાં હતાં અને હજારો નિર્દોષ બાળકો અનાથ બની જતાં હતાં. ચોતરફ યુદ્ધનો ઉન્માદ, ૨ક્તપાત અને પ્રાણીહત્યા જોવા મળતાં હતાં ત્યારે મહાવીરે કહ્યું. તમે જેને જીવન આપી શકતા નથી, એને મારવાનો તમને કોઈ અધિકાર નથી. આવી હિંસા વધુ હિંસા જગાડે છે અને વેર આખરે તો વેરમાં વૃદ્ધિ કરે છે, આથી જ અહિંસા એ પરમ ધર્મ છે અને હિંસા એ સર્વ પાપ અને દુ:ખનું મૂળ 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2 બીજે ક્યાંય કસોટી કરવાને બદલે ભસ્માસુર શિવ પર અજમાવવા જાય છે. શિવ દોડે છે. આનો અર્થ જ એ કે જ્યારે હિંસા જાગે ત્યારે કલ્યાણને ભાગવું પડે છે. કથા આગળ એમ કહે છે કે ભસ્માસુરનો નાશ કરવા માટે વિષ્ણુ મોહિની સ્વરૂપ ધારણ કરે છે. મોહિની-સ્વરૂપથી મોહ પામેલો ભસ્માસુર નૃત્ય કરતાં પોતાનો હાથ પોતાના જ મસ્તક પર મૂકે છે અને ભસ્મીભૂત થઈ જાય છે, અર્થાત્ વકરેલી હિંસા અંતે પોતાને જ ભસ્મીભૂત કરે છે. જૈન તત્ત્વદર્શનમાં અહિંસા એ માનવીને વિશ્વમાનવ જ થવાનો નહીં, બકે વિરાટ સૃષ્ટિના માનવ બનવાનો આલેખ આપે છે. આ અહિંસાએ માત્ર ‘જીવો અને જીવવા દો'ની વાત કરી નથી, પરંતુ સમગ્ર જીવન પ્રત્યેના સમષ્ટિના માનવ, પશુ-પંખી અને પ્રકૃતિ સુધીના આત્મપમની વાત કરી છે. આથી જ કહ્યું : तुंगं न मंदराओ, आगासाओ किसाभयं नत्थि । जह तह जयंमि जाणसु, धम्ममहिंसासमं नत्थि ।। [મેરુ પર્વતથી ઊંચું અને આકાશથી વિશાળ જગતમાં કશું નથી, તેવી જ રીતે અહિંસા સમાન જગતમાં બીજો કોઈ ધર્મ નથી.] ભગવાન મહાવીરના સમયમાં ચોતરફ હિંસાનું વાતાવરણ હતું. એ સમયે યજ્ઞોની ભડભડતી જ્વાળામાં અનેક અબોલ જીવોનો બલિ ચડાવવામાં આવતો હતો. હજારો મૂક પશુઓ યજ્ઞની વેદી પર પોતાનો પ્રાણ ગુમાવતા હતા અને પશુઓને હણનાર એમ માનતો કે આવી પશુહિંસાથી એને સ્વર્ગપ્રાપ્તિ થશે. જેટલી વધુ પશુહિંસા, એટલો એ યજ્ઞ વિશેષ ગૌરવશાળી અને વધુ પુણ્યદાયી. એ સમયે રાજાઓ પોતાની અંગત, સ્વાર્થયુક્ત અને તુચ્છ-સુદ્ર લાલસાની તૃપ્તિ માટે વારંવાર સમરાંગણો જગાવી દેતા. જો વિજય મળશે તો શત્રુનાં સંપત્તિ, સમૃદ્ધિ અને સ્ત્રીઓ પામશે અને જો સમરાંગણમાં કદાચ વીરગતિ પામશે તો સ્વર્ગ અને એ સ્વર્ગમાં દેવકન્યાઓ ૧૪ p. પોતાના સમયના રાજાઓને યુદ્ધને બદલે શાંતિનો ઉપદેશ આપ્યો. મહાવીરની અહિંસા એ મનુષ્ય પૂરતી જ મર્યાદિત નહોતી, પરંતુ પ્રાણીમાત્રને તથા પ્રકૃતિ સહિત સમગ્ર સૃષ્ટિને આવરી લેનારી હતી. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે “આયાતુને પથાણુ’ –‘સર્વ પ્રાણીઓને આત્મતુલ્ય માનો'. આમ તેઓ સર્વ જીવોને સમાન ગણે છે અને એમના પ્રત્યે આદર રાખવાનું કહે છે. જે પ્રાણી પ્રત્યે ક્રૂર થાય તે માનવ પ્રત્યે પણ ક્રૂર થઈ શકે. જેના હૃદયમાં ક્રૂરતા હશે પછી તે પાણી હોય કે મનુષ્ય - સહુ તરફ ક્રૂર વર્તન કરશે. જેના હૃદયમાં કરુણા હશે તે મનુષ્ય, પ્રાણી, પ્રકૃતિ સર્વ પ્રત્યે કરુણાપૂર્ણ વર્તન કરશે. આમ, હિંસા એ બાહ્ય આચરણ નથી, પરંતુ આંતરિક દુવૃત્તિ છે. બોધિનો વિનાશ કરનાર હિંસા : આ સંદર્ભમાં જૈન તત્ત્વદર્શને એક બીજો વિચાર પણ આપ્યો. જીવ આજે એક યોનિમાં હોય તો પછીના જન્મમાં બીજી યોનિમાં પણ હોય, આજે માખી હોય તો પછીના ભવમાં મનુષ્ય પણ હોય. આવું હોવાથી મનુષ્યને મનુષ્યતર પ્રાણી-સૃષ્ટિને પણ દુ:ખ આપવાનો અધિકાર નથી. જગતનાં સર્વ પ્રાણીઓ પ્રત્યે, પછી તે શત્રુ હોય કે મિત્ર, સમભાવથી વર્તવું જોઈએ. માનવીના હૃદયનો આ સમભાવ કેવો હોવો જોઈએ તે દર્શાવતાં આગમમાં કહ્યું, જેને તું હણવા માગે છે તે તું જ છે, જેના પર તું શાસન કરવા માગે છે. તે તું જ છે, જેને તું પરિતાપ ઉપજાવવા માગે છે તે તું જ છે, જેને તું મારી Page #11 -------------------------------------------------------------------------- ________________ a વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા , નાખવા માગે છે તે પણ તું જ છે, આમ જાણીને સમજુ માણસ કોઈને હણતો નથી, કોઈના પર શાસન ચલાવતો નથી કે કોઈને પરિતાપ આપતો નથી.” આચાર્ય ઉમાસ્વાતિએ લખેલા જૈનદર્શનના એક મૂલ્યવાન ગ્રંથ ‘તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું, ‘પરસ્પરોપગ્રહો નીવાનામ્' અર્થાત્ જીવોનું જીવન એકબીજાના સહકારથી ચાલી શકે છે. જૈન તત્ત્વવિચારની અહિંસા એ તાત્ત્વિક વિચારણા, વ્યાપક અનુભવ અને ઉદાત્ત ભાવનાનું પરિણામ છે. સર્વ જીવોની સમાનતાના સિદ્ધાંતમાંથી અહિંસાનો આવિષ્કાર થયો છે. અહિંસાની ભાવનાની સૂક્ષ્મતા દર્શાવતાં જૈનદર્શન કહે છે કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ સર્વમાં જીવ છે. તેમના અસ્તિત્વનો સ્વીકાર કરીએ. તેમના અસ્તિત્વનો ઇન્કાર એટલે સ્વયંના અસ્તિત્વનો અસ્વીકાર ગણાય. પોતાના અસ્તિત્વનો અસ્વીકાર કરનાર વ્યક્તિ જ આ સર્વ જીવોની ઉપસ્થિતિને નકારી શકે. સ્થાવર અને જંગમ, દૃશ્ય અને અદેશ્ય – તમામ જીવોનું અસ્તિત્વ સ્વીકારનાર વ્યક્તિ જ અહિંસક કહેવાય. આ અહિંસક વિચારણાને જ આજના પર્યાવરણનો પાયો ગણી શકાય. હિંસા કરવાના વિચારથી જ કર્મબંધ થાય છે. અસત્ય વાણી અને વર્તન એ પણ હિંસા છે. બીજાને આઘાત આપવો અથવા તો બીજાની હિંસક પ્રવૃત્તિને ટેકો આપવો, એની અનુમોદના કરવી તે પણ સૂક્ષ્મ હિંસા છે. પ્રથમ વ્યક્તિના ચિત્તમાં વિચારમાં હિંસા આવે છે પછી તે વાણી અને વર્તનમાં પ્રગટે છે. આથી કહેવાયું છે કે "War is born in the mind of men.' વિચાર, આચાર અને આહાર એ ત્રણેમાં અહિંસા પ્રગટવી જોઈએ. આ અહિંસાના સિદ્ધાંતમાંથી જ સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને અનેકાન્ત પ્રગટે છે. અપરિગ્રહ અને અભય : પરિગ્રહ અને હિંસા એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલાં છે, આથી અપરિગ્રહ વગર અહિંસાપાલન અશક્ય છે, આથી જ જૈન તત્ત્વદર્શને અહિંસા અને અપરિગ્રહને એક જ આસને બેસાડ્યાં છે. અપરિગ્રહ એ દરિદ્રતા નથી, પરંતુ અનાવશ્યક ભૌતિક સંપત્તિનો ત્યાગ છે. અપરિગ્રહ દ્વારા વિશ્વની આર્થિક 'B ૧૬ ] 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2. સમતુલા પણ જળવાઈ રહે. આ આર્થિક લાભ ક્રૂરતાને પ્રેરે છે. આત્માનુભૂતિ વગર કૂરતા દૂર થતી નથી. સમભાવ વગર કરુણાનો સોત વહેતો નથી. અહિંસા એટલે મૃત્યુ પ્રત્યેની નિર્ભયતા. આનું એક દૃષ્ટાંત જોઈએ. સંગમ નામના દેવે એક રાત્રિમાં ભગવાન મહાવીરની પરીક્ષા કરવા માટે વીસ જેટલા અનુકુળ ને પ્રતિકુળ વિકટ ઉપસર્ગો આપ્યા. છ-છ મહિના સુધી યોગી મહાવીરને ઉચિત ભિક્ષાન્ન મળ્યું નહીં. આત્માની અગ્નિ પરીક્ષામાં આખરે કાંચન શુદ્ધ નીવડ્યું. હારેલો સંગમ મહાવીરના ચરણમાં પડ્યો ત્યારે ભગવાન મહાવીરના લોચનના છેડે બે આંસુ હતાં. ભગવાન મહાવીરના સમગ્ર જીવનમાં માત્ર એક જ વાર આંસુ જોવા મળે છે અને તે એ માટે કે એમને થયું કે એમને પરેશાન કરવાના હેતુથી સંગમે કેટકેટલાં કર્મ બાંધ્યાં ! આનો અર્થ જ એ કે અહિંસક વ્યક્તિની કરુણાની ધારા શત્રુ તરફ પણ સમાનભાવે અવિરતપણે પ્રવાહિત હોય છે. શત્રુને શત્રુ તરીકે જોનાર વીર. શત્રુને મિત્રની આંખે જોનાર મહાવીર . ભગવાન મહાવીરની અહિંસા દૃષ્ટિના બે આધારસ્તંભ છે : જીવનમાં અભય અને મૈત્રીનો વિકાસ, જીવનમાં અનાવશ્યક હિંસા વધી ગઈ છે. એમણે કહ્યું, એસ ખલુ ગંથે – હિંસા ગ્રંથિ છે. એસ ખલુ મોહે – એ મોહ છે. એસ ખલુ મારે – એ મૃત્યુ છે એસ ખલુ ણાએ – એ નરક છે. તં સે અહિયાએ – હિંસા માણસ માટે હિતકારક નથી તં સે અબોહીએ – તે બોધિનો વિનાશ કરનાર છે. ભગવાન મહાવીર અહિંસાની ભાવનાના માત્ર વ્યાખ્યાકાર નહોતા, બધે તેના પ્રયોગવીર હતા. પોતાના જીવનને અહિંસાના સિદ્ધાંતની પ્રયોગભૂમિ બનાવ્યું. અહિંસાના પ્રયોગોને કારણે જ વર્ધમાનમાંથી મહાવીર બન્યા. જે દેહ તરફ અનાસક્ત હોય, એ જ અહિંસક થઈ શકે. અનેકવિધ કષ્ટો અને ૧૭ . Page #12 -------------------------------------------------------------------------- ________________ a વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2. ઉપસર્ગોને અનાસક્ત ભાવે સહન કરીને દેહ તરફના મમત્વનો ત્યાગ કર્યો. આ દેહની અનાસક્તિને કારણે જ દીર્ધ તપશ્ચર્યા દરમ્યાન આપેલા અનેક ઉપસર્ગો એમના ધ્યાનમાં અવરોધ કરી શક્યા નહીં. તેઓની ચેતના ધ્યાન-સમાધિમાં જ કેન્દ્રિત રહી. ધ્યાન-સમાધિમાં કેન્દ્રિત ચેતના ધરાવનાર મહાવીરની આંતરચેતનાને બાહ્ય કષ્ટનો અનુભવ થતો નહોતો, બલકે જીવનનાં કષ્ટોને તે હસતે મુખે સહન કરે છે. એમના જીવનમાં અપાર કષ્ટો આવ્યાં પણ તેઓ સહેજે વિચલિત ન થયા. આગની જ્વાળાઓ વચ્ચે સહેજે ડગ્યા નહીં. વૈશાલી નગરી નજીક આવેલા મોરાકસંનિવેશમાં દુઇજ્જત તાપસના આશ્રમમાં થયેલા અનુભવ પછી એમણે સંકલ્પ કર્યો કે કોઈને પણ અપ્રીતિ થાય તેવા સ્થળે રહેવું નહીં. અહિંસાનું આ કેટલું વિરાટ સ્વરૂપ છે ! પોતાની ઉપસ્થિતિ કોઈ રીતે કોઈને લેશમાત્ર ફ્લેશદાયી બને નહીં તેવા વિચારને પરિણામે મહાવીરને માટે ગાઢ જંગલો, અવાવરુ જગાઓ અને નિર્જન ખંડેરી જ રહેવાનાં સ્થાનો બન્યાં. આચરણ એ જ આધાર : જૈન તત્ત્વદર્શનની અહિંસા એ કોઈ બાહ્યાચાર નથી, બલ્ક માનવીના જીવન સમગ્રને મનોરમ આકાર આપતી જીવનશૈલી છે. ભગવાન મહાવીરે પોતાની આહિંસક વિચારધારાની આકરી કસોટી પણ કરી. ભગવાન મહાવીર એમના શિષ્ય ગોશાલક સાથે રાઢ નામના નિર્દયી અને હત્યારા લોકો વસતા હતા એવા પ્રદેશમાં જાય છે. અહીં માણસના શરીરના માંસના લોચા કાઢતા કૂતરાઓ હતા, પણ મહાવીરે કૂતરાઓને દૂર કરવા હાથમાં લાકડી લેવાનું પણ પસંદ કર્યું નહીં. જંગલી અને નિર્દય માણસોથી ભરેલા આ ભયાનક પ્રદેશમાં અહિંસા યાત્રા કરીને ભગવાન મહાવીરે હિંસાની આગ વચ્ચે અહિંસાનો સંદેશ ફેલાવ્યો. ભગવાન મહાવીરના જીવન અને ઉપદેશને લીધે વિશ્વને એક નવી | વિચારધારા અને કાર્યપ્રણાલી મળી. અહિંસામૂલક આચારમાંથી સમતામૂલક જીવન-વ્યવહાર મળ્યો અને એમાંથી સમન્વયમૂલક ચિંતન જાગ્યું. સમન્વયમૂલક nિ ૧૮ ] વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા , ચિંતનમાંથી સ્યાદ્વાદમૂલક વિચાર જાગ્યો. સ્યાદ્વાદમૂલક વિચારમાંથી અનેકાન્તમૂલક દર્શન જાગ્યું. અહિંસા એ સામાજિક જીવનનો આધાર, માનવીય ચેતનાનો આવિષ્કાર અને સહઅસ્તિત્વનો સંસ્કાર બની રહી. અહિંસાની ભાવના અને આચરણના સંદર્ભમાં જૈન ધર્મના બીજાં કેટલાંક ઉદાહરણો પણ જોઈ શકાય. પ્રાગૈતિહાસિક કાળમાં જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવે ગુજરાતમાં આવેલા શત્રુંજય તીર્થ પરથી અહિંસાનો ઉપદેશ આપ્યો હતો. એમણે આ ઉપદેશ શત્રુંજય તીર્થ પર આવેલા રાયણ વૃક્ષ નીચે બેસીને આપ્યો હતો. એ અર્થમાં જૈન ધર્મનું પ્રથમ મંદિર એ વૃક્ષમંદિર છે. એ પછી બાવીસમાં તીર્થકર જે ઓ સમુદ્રવિજય રાજાના પુત્ર રાજ કુમાર અરિષ્ટનેમિ હતા, તેમનાં લગ્ન મથુરા નગરીના ઉગ્રસેન રાજાની રાજ કુમારી રાજિમતી સાથે યોજાયાં હતાં. લગ્ન માટે આવેલા અરિષ્ટનેમિ પશુઓના ચિત્કાર સાંભળે છે. સારથિને પૂછતાં ખ્યાલ આવે છે કે આ પશુઓ એમના લગ્ન માટેના ભોજનસમારંભ માટે લાવવામાં આવ્યાં છે. પોતાના આનંદ માટે આટલાં બધાં પશુઓની હત્યા ? આમ વિચારી રાજ કુમાર અરિષ્ટનેમિ લગ્ન કર્યા વિના પાછા ફરી જાય છે. રાજકુમાર અરિષ્ટનેમિ જૈન ધર્મના બાવીસમા તીર્થંકર નેમિનાથ બન્યા. રાજ કુમાર પાર્શ્વ કમઠ તાપસના યજ્ઞની ધૂણીમાં પડેલા લાકડામાં રહેલા સર્પને કાઢી બતાવ્યો અને એ રીતે એમણે પ્રાણીઓ પ્રત્યેના અહિંસાના ભાવની સમજણ આપી. આ પાર્શ્વકુમાર જૈન ધર્મના તેવીસમા તીર્થંકર બન્યા. આમ અહિંસાની પરંપરા છેક આદિ તીર્થકર ઋષભદેવના સમયથી ચાલી આવતી હતી. ભગવાન મહાવીરના સમયમાં સમ્રાટ શ્રેણિકે રાજ્યમાં અવધ એટલે કે કોઈની હત્યા કરવી નહીં તેવી ઘોષણા કરી હતી. સ્ત્રીઓએ પણ યુદ્ધ અટકાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. રાણી મૃગાવતીએ ભગવાન મહાવીરને વિનંતી કરીને યુદ્ધ અટકાવ્યું હતું. ભરતખંડના સુદર્શનપુરના રાજા ચંદ્રયશા અને મિથિલાના રાજવી નમિકુમાર એકબીજા સામે યુદ્ધે ચડ્યા હતા ત્યારે યુદ્ધભૂમિ પર મદનરેખાએ એમને ધર્મોપદેશ આપીને યુદ્ધનો મહાસંહાર અટકાવ્યો હતો. 0 ૧૯ ] Page #13 -------------------------------------------------------------------------- ________________ a વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા , સમ્રાટ અશોકના પૌત્ર સંપ્રતિ સર્વકાલીન મહાન રાજવીઓમાં ગૌરવભર્યું સ્થાન ધરાવે છે. યુદ્ધમાં વિજયી બનેલા મહારાજ સંમતિના ચહેરા પર વિજયના આનંદનો ભાવ ઊછળતો હતો ત્યારે એની માતાના ચહેરા પર ઘોર વિષાદ અને નિરાશા છવાયેલાં હતાં. એની માતાએ કહ્યું કે આવો મહાસંહાર કરવાને બદલે માનવમન પાવન કરે તેવાં મંદિરોની રચના કરી હોત તો મને વેદનાને બદલે પ્રસન્નતા થાત. યુદ્ધનો રક્તપાત છોડીને સમ્રાટ સંપ્રતિએ અનેક જિનમંદિરો બનાવીને માતાની ભાવના સાર્થક કરી. આચાર્ય હરિભદ્રસૂરિ પોતાના શિષ્યોની હત્યા થતાં ક્રોધના આવેશમાં વિરોધી ગુરુ અને શિષ્યોનો નાશ કરવાનો વિચાર કરતા હતા. ૧,૪૪૪ માણસોની હિંસા કરવા ઉત્સુક બન્યા હતા ત્યારે સાધ્વી યાકિની મહત્તરાએ એમને આવું હિંસક કાર્ય કરતા અટકાવ્યા. આચાર્ય હરિભદ્રસૂરિનો ક્રોધ ક્ષમામાં પરિવર્તન પામ્યો અને વેર વિદ્યામાં પલટાઈ ગયું. પરિણામે ૧,૪૪૪ માણસોની હત્યા કરવાને બદલે એમણે ૧,૪૪૪ ગ્રંથોની રચના કરી. એ ગ્રંથોમાં રહેલી વિવિધ દર્શનોની સમન્વયની ભાવના મોગલ સમયના અબુલ ફઝલ જેવા ઇતિહાસકારોને પણ આકર્ષી ગઈ હતી. આચાર્ય હીરવિજયસૂરિ અને હેમચંદ્રાચાર્ય : ઈ. સ. ૧૫૪ની ૨૩મી તારીખે જન્મેલા મોગલ શહેનશાહ અકબરે અહિંસાની બાબતમાં ઘણાં કાર્યો કર્યા. એને જૈન ધર્મની અહિંસાનો પરિચય વિશિષ્ટ સંજોગોમાં થયો. ચંપા નામની શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યા હતા, તે અંગેનો વરઘોડો જોઈને શહેનશાહ અકબરને જિજ્ઞાસા જાગી. પહેલાં તો એણે સ્વીકાર્યું નહીં કે કોઈ પણ વ્યક્તિ અન્ન લીધા વિના માત્ર ઉકાળેલું પાણી પીને છ મહિના સુધી જીવી શકે. એમણે ચંપા શ્રાવિકાની તપશ્ચર્યાની કસોટી કરી અને તેમાં ચંપા શ્રાવિકા સફળ થતાં શહેનશાહ અકબરને જૈન ધર્મ વિશે અને તેમના ગુરુ વિશે જાણવાની જિજ્ઞાસા જાગી. શહેનશાહ અકબરે આચાર્યશ્રી હીરવિજયસૂરીશ્વરને પધારવા માટે વિનંતી કરી. આચાર્યશ્રી હીરવિજયસૂરિ વિક્રમ સંવત ૧૯૩૮ના માગશર સુદ સાતમના દિવસે ગંધાર nિ ૨૦ ] 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2 બંદરેથી નીકળ્યા અને વિક્રમ સંવત ૧૯૩૯ના જેઠ વદ ૧૩ને શુક્રવારે ફતેહપુર સિક્રી પહોંચ્યા. શહેનશાહ અકબરે સૂરિજીને આવતા જોઈને સિંહાસનેથી ઊતરીને સામે ચાલીને પ્રણામ કર્યા. અકબરના ત્રણે રાજકુમારી શેખ સલીમ, મુરાદ અને ધનિયાલ પણ નમસ્કાર કર્યા. આ સમયે ફતેહપુર સિક્રીના શાહી મહેલમાં કીમતી ગાલીચા બિછાવેલા હતા. સૂરિજીએ તેના પર ચાલવાની ના પાડી. અકબરને આશ્ચર્ય થયું. હીરવિજયસૂરિએ કહ્યું કે વસ્ત્રથી ઢાંકેલી જમીન પર પગ મુકવાનો જૈન મુનિઓ માટે નિષેધ છે, કારણ કે કદાચ એની નીચે કીડી કે કોઈ જીવજંતુ હોય તો તે કચડાઈ જાય. અકબરે ગાલીચો ઉપડાવ્યો તો નીચે સેંકડો કીડી-મંકોડા હતાં. જીવજંતુ પ્રત્યે આટલી બધી દયાભાવના જોઈ અકબર આશ્ચર્યચકિત થયો. - શહેનશાહ અકબરે જાણ્યું કે સૂરિજી ૫૬ વર્ષની વયે પાદવિહાર કરીને છેક ગુજરાતથી ફતેહપુર સિકી આવ્યા છે, તેથી વિશેષ આશ્ચર્ય થયું અને શહેનશાહ અકબરે ઉપકારનો ભાર હળવો કરવા સોનું-ચાંદી સ્વીકારવાની વાત કરી, ત્યારે આચાર્ય મહારાજે કહ્યું, કે તેઓ આવું કશું સ્વીકારી શકે નહીં. એમ છતાં જો આપવું જ હોય તો પાંજરામાં પૂરેલાં પશુ-પંખીને મુક્ત કરો. ડાબર નામના બાર કોશના વિશાળ તળાવમાં હજારો જાળો નાખીને થતી માછીમારી બંધ કરાવો. પર્યુષણ પર્વના દિવસોમાં કોઈ પણ માનવી કોઈ પણ પ્રકારની હિંસા ન કરે તેવું ફરમાન કરો. વર્ષોથી કેદમાં પડેલા કેદીઓને મુક્ત કરો. શહેનશાહ અકબરે સૂરિજીની આજ્ઞા પ્રમાણે કર્યું. તેમાં પણ પર્વાધિરાજ પર્યુષણ પર્વના આઠ દિવસમાં બાદશાહે પોતાના તરફથી વધુ ચાર દિવસો ઉમેરીને બાર દિવસ માટે જીવવધ બંધ કરવાનો હુકમ આપ્યો. વળી ગુજરાત, માળવા, અજમેર, દિલ્હી-ફતેહપુર, લાહોર અને મુલતાન સુધીના પોતાના સામ્રાજ્યમાં આ ફરમાન મોકલી આપ્યાં. એ જ રીતે ગિરનાર, તારંગા, શત્રુંજય, કેસરિયાજી, આબુ, રાજગૃહી અને સમેતશિખર જેવાં તીર્થોમાં આસપાસ કોઈએ જીવહિંસા કરવી નહિ એવું ફરમાન કર્યું. 0 ૨૧ ] Page #14 -------------------------------------------------------------------------- ________________ a વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2 નવ્વાણું લાખ અને પચાસ હજાર મણ અનાજ ગરીબોને વહેંચ્યું અને સાડા ચાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. એ સમયના રાજા-મહારાજાઓએ જ ગડુશાને “જગતના પાલનહાર'નું બિરુદ આપ્યું. ઈ. સ. ૧૮૩૮માં જન્મેલા મોતીશા શેઠે મુંબઈમાં અપંગ અને રખડતાં પ્રાણીઓ માટે પાંજરાપોળ સંસ્થાનો પ્રારંભ કર્યો. આ પાંજ રાપોળમાં ગાય, બળદ, ઘેટાં-બકરાં, કબૂતર વગેરે સારી રીતે જીવી શકે એવી વ્યવસ્થા કરી. રખડતા કૂતરાઓને મારી નાખવામાં આવતા હતા એના બદલે એવા કૂતરાઓની જાળવણી માટે અલાયદાં સ્થાનો ઊભાં કર્યાં. વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2. જગતના કલ્યાણની આવી ભાવના જોઈ વિ. સં. ૧૬૪માં શહેનશાહ અકબરે શ્રી હીરવિજયસૂરિને ‘જગદ્ગુરુ'ની પદવી આપી. ભારતીય ઇતિહાસમાં કલિકાલસર્વજ્ઞનું બિરુદ પામેલા જૈનાચાર્ય હેમચંદ્રાચાર્યનું વિશિષ્ટ સ્થાન છે. સમ્રાટ કુમારપાળે પોતાના આ ગુરુની પ્રેરણાથી અહિંસક કાર્યો કર્યા. ઈ. સ. ૧૧૪૩માં પચાસ વર્ષની વયે પાટણમાં ગુજરાતના રાજવી તરીકે કુમારપાળ રાજ્યાભિષેક પામ્યા. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી એણે અહિંસાની ઘોષણા કરાવી, જે “અમારિ ઘોષણા' તરીકે જાણીતી છે. વિશ્વની આ સૌપ્રથમ અહિંસાની ઘોષણા છે. સમ્રાટ કુમારપાળે એવી ધર્મઆજ્ઞા ફેલાવી કે, ‘પ્રજા એકબીજાનાં ગળાં કાપી ગુજરાન ચલાવે, એમાં રાજાનો દુર્વિવેક છે. જૂઠું બોલવું એ ખરાબ છે. પરસ્ત્રી-સંગ કરવો તે તેથી ખરાબ છે, પણ જીવહિંસા તો સૌથી નિકૃષ્ટ છે માટે કોઈએ હિંસા પર ગુજરાન ન ચલાવવું. ધંધાદારી હિંસકોએ હિંસા છોડવી અને તેમને ત્રણ વર્ષ સુધી ભંડારમાંથી ભરણપોષણ મળશે.” રાજા કુમારપાળે કંટકેશ્વરી દેવીને અપાતો પશુબલિ બંધ કરાવ્યો. ‘અમારિ ઘોષણા' દ્વારા કુમારપાળે કતલખાના બંધ કરાવ્યાં. પશુપીડા પર પ્રતિબંધ મુક્યો અને ગુજરાતમાં જે જીવદયાની ભાવના જોવા મળે છે તેના પાયામાં હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજા કુમારપાળે કરેલાં કાર્યો કારણભૂત છે. શેઠ જગડુશાના સમયમાં દેવીને પ્રસન્ન કરવા માટે મંદિરનાં ૧૦૮ પગથિયાં પર ૧૦૮ પાડા રાખવામાં આવતા હતા અને તેમનો વધ થતો હતો. જગડૂશા પહેલા પગથિયે પોતે ઊભા રહ્યા અને બીજા પગથિયે પોતાના દત્તક પુત્રને ઊભો રાખ્યો. દેવી કોપાયમાન થયાં નહીં અને તેથી જગડુશાની અહિંસાની ભાવનાનો વિજય થયો. આ જગડૂશાએ સતત ત્રણ ત્રણ દુષ્કાળમાં ગુજરાત, સિંધ, મેવાડ, દિલ્હી અને છેક કંદહારના રાજાને અનાજ આપ્યું હતું. એમણે શરૂ કરેલી ૧૧૫ જેટલી દાનશાળામાં રોજ પાંચ લાખ માણસોને ભોજન આપવામાં આવતું. સતત ત્રણ વર્ષ ચાલેલા દુષ્કાળમાં ચાર કરોડ '૨૨ ] મહાત્મા ગાંધી પર પ્રભાવ : આવી અહિંસાની ભાવનાનું ભવ્ય આકાશ રચાય છે મહાત્મા ગાંધીની પ્રવૃત્તિઓથી. સ્વાભાવિક રીતે જ એ સવાલ જાગે કે વિલાયતથી આવેલા બૅરિસ્ટર શ્રી મોહનદાસ કરમચંદ ગાંધીમાં જગતને અજવાળતું અહિંસાનું સુક્ષ્મદર્શન પ્રગટ્યું હશે કઈ રીતે ? ગાંધીજીની વિચારસરણીમાં પ્રગટેલાં સત્યનિષ્ઠા, અનેકાંતદર્શન અને આધ્યાત્મિકતા એમને મળ્યાં હશે કઈ રીતે ? ગાંધીજીના જીવનકાર્યને ઘડનારા મૂળ સોતને પારખવાનો પ્રમાણમાં ઓછો પ્રયાસ થયો છે. ગાંધીજી કહેતા હતા કે એમનો હવે પછી જન્મ નથી, કારણ કે એમનો મોક્ષ અવશ્ય થશે. ગાંધીજીમાં આવો મોક્ષવિચાર જગાડનાર હતા સૌરાષ્ટ્રમાં વવાણિયા ગામમાં જન્મેલા અધ્યાત્મપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર . ઈ. સ. ૧૮૯૧ની પાંચમી જુલાઈએ મહાત્મા ગાંધી બ્રિટનમાં બૅરિસ્ટર થઈને હિન્દુસ્તાન આવ્યા. તે દિવસે મુંબઈમાં શ્રીમદ્ગા કાકાજી સસરા અને ભાગીદાર શ્રી રેવાશંકર જગજીવનના ભાઈ ડૉ. પ્રાણજીવનભાઈ મહેતાના નિવાસસ્થાને બૅરિસ્ટર મોહનદાસ ગાંધી ઊતર્યા હતા. શ્રીમદ્ રાજચંદ્ર પણ એ જ દિવસે આવ્યા. અહીં ગાંધીજી અને શ્રીમનો પ્રથમ પરિચય થયો. ડૉ. પ્રાણજીવન મહેતા ગાંધીજી સાથે ઇંગ્લેન્ડમાં હતા અને તેથી બંને વચ્ચે ગાઢ સંબંધ હતો. ગાંધીજીનો આ સંબંધ શ્રીમના દેહવિલય પર્યંત ચાલુ રહ્યો. ગાંધીજીનો એમની સાથે કોઈ વ્યાપારી સંબંધ નહોતો, પરંતુ એમની સાથે ઘનિષ્ઠ આત્મીયતા સધાઈ.. n ૨૩ ] Page #15 -------------------------------------------------------------------------- ________________ 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2. નાણીને પ્રયોજતા હતા. એમણે શ્રીમદ્રને પોતાના મિત્ર અને માર્ગદર્શક માન્યા હતા. આવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સ્વયં કહે છે : “મારા જીવન પર શ્રી રાજચંદ્રભાઈનો એવો સ્થાયી પ્રભાવ પડ્યો કે, હું એનું વર્ણન કરી શકતો નથી. હું કેટલાંય વર્ષોથી ભારતમાં ધાર્મિક પુરુષની શોધમાં છું. પરંતુ એમના જેવા ધાર્મિક પુરુષ હિંદમાં હજુ સુધી મેં જોયા નથી. યુરોપના તત્ત્વજ્ઞાનીઓમાં હું ટૉલ્સ્ટૉયને પ્રથમ શ્રેણીના અને રસ્કિનને બીજી શ્રેણીના વિદ્વાન સમજું છું, પરંતુ રાજચંદ્રભાઈનો અનુભવ એ બંનેથી ચઢેલો હતો.” 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2, શ્રીમદ્ રાજચંદ્રના ચિત્તની સરળતાનો અને એમના ગુઢ જ્ઞાનની પ્રભાવકતાનો ગાંધીજીને અનુભવ થયો. સૃષ્ટિનો આ સંયોગ કહેવાય કે ભગવાન મહાવીરની તત્ત્વધારા શ્રીમદ્ રાજચંદ્રને મળી અને એમની પાસેથી એ વિચારધારા ગાંધીજીને પ્રાપ્ત થઈ. ગાંધીજીએ અહિંસા, સત્ય અને અનેકાંતની પ્રયોગભૂમિ પર પોતાનાં કાર્યો કર્યો અને તેને પરિણામે નવયુગનો પ્રારંભ થયો. એમની આધ્યાત્મિક પ્રેરણાને સહારે ગાંધીજીએ રાજકીય, આધ્યાત્મિક અને સામાજિક ક્રાંતિ કરી. મહાત્મા ગાંધીજીએ લખ્યું છે કે જ્યારે જ્યારે પોતે જીવનમાં “ આધ્યાત્મિક ભીડ ” અનુભવતા ત્યારે તેઓ શ્રીમદ્રનો “આશરો" લેતા. મહાત્મા ગાંધીજી કહે છે, “ઘણા ધર્માચાર્યોને મળવાનો પ્રયત્ન મેં કર્યો છે. પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈ(શ્રીમદ્ રાજચંદ્ર)એ પાડી તે બીજા કોઈ નથી પાડી શક્યા. તેમનાં ઘણાં વચનો મને સોંસરાં ઊતરી જતાં.” તેમની બુદ્ધિને વિશે મને માન હતું. તેમની પ્રામાણિકતા વિશે તેટલું જ હતું ને તેથી હું જાણતો હતો કે, તેઓ મને ઇરાદાપૂર્વક આડે રસ્તે નહિ દોરે ને પોતાના મનમાં હશે એવું જ કહેશે, આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમનો આશ્રય લેતો.'' મહાત્મા ગાંધીને હિંદુ ધર્મમાં શંકા જાગી હતી. આવે સમયે તેઓને શ્રીમદ્ રાજચંદ્રનો મેળાપ થયો. આ મેળાપ ન થયો હોત તો કદાચ મહાત્મા ગાંધીએ હિંદુ ધર્મને બદલે અન્ય ધર્મ અપનાવ્યો હોત. આ વિશે સ્વયં ગાંધીજીના જ શબ્દો જોઈએ : હિંદુ ધર્મમાં મને શંકા પેદા થઈ તે સમયે તેના નિવારણમાં મદદ કરનાર રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્ર) હતા. તેમની સાથે તો મને સરસ સંબંધ બંધાઈ ચૂક્યો હતો. તેમના પ્રત્યે માન હતું, તેથી તેમની મારફતે જે મળી શકે તે મેળવવા વિચાર કર્યો. તેનું પરિણામ એ આવ્યું કે હું શાંતિ પામ્યો. હિંદુ ધર્મમાં મને જે જોઈએ તે મળે એમ છે, એવો મનને વિશ્વાસ આવ્યો.” ગાંધીજી પ્રત્યેક શબ્દને બરાબર ૨૪ n અભૂતપૂર્વ સંયોગ : ભારતમાં શ્રીમદ્ રાજચંદ્રજીનો પ્રભાવ પડ્યા પછી એક વાર ટ્રેનમાં રસ્કિનનું ‘અન ટુ ધ લાસ્ટ' વાંચ્યું અને ગાંધીજીના જીવનમાં પરિવર્તન આવ્યું. એ પછી ટૉલ્સ્ટૉય સાથે પત્રવ્યવહાર થયો અને ગાંધીજીને બળ મળ્યું, પરંતુ આ બધી જ ભાવનાઓ અને સંસ્કારી ગ્રહણ કરે એવી ભૂમિકા તૈયાર થઈ હતી શ્રીમદ્ રાજચંદ્રજીના મેળાપથી. ગાંધીજી કહે છે કે દયાધર્મનું સરસ માપ શ્રીમદ્ રાજચંદ્રએ એમને આપ્યું હતું. અહિંસા, દયા, સત્યનિષ્ઠા જેવા મુદ્દાઓ વિશે મહાત્મા ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્ર સાથે ચર્ચા કરીને માર્ગદર્શન મેળવ્યું હતું. આ સંદર્ભમાં શ્રીમદ્ રાજચંદ્ર પાસેથી મહાત્મા ગાંધીજીને મળેલા જ્ઞાનના પ્રકાશનું ઘણું મહત્ત્વ છે. શ્રીમદ્ સાથે ગાંધીજીનો પત્રવ્યવહાર બહોળો હતો પરંતુ કમભાગ્યે આપણને માત્ર ત્રણ જ પત્રો ઉપલબ્ધ છે, છતાં ગાંધીજીની વિવિધ ધર્મો વિશેની અને ધર્મના મર્મ અંગેની તીવ્ર મથામણમાં શ્રીમના આ પત્રોએ એમને ધર્મપરિવર્તન કરતા અટકાવ્યા હતા. ગાંધીજીએ બૅરિસ્ટરની બુદ્ધિને છાજે તેવા આત્મા, ઈશ્વર, મોક્ષ, ધર્મ, પુનર્જન્મ, પશુઓ અને ઈસુ ખ્રિસ્ત વિશે વ્યાવહારિક-પારમાર્થિક અનેક પ્રશ્નો શ્રીમદ્ રાજચંદ્રને પૂછળ્યા હતા. એના ઉત્તરો શ્રીમદે પ્રજ્ઞા અને અનુભવજ્ઞાનથી આપ્યા હતા. શ્રીમદ્ અને Page #16 -------------------------------------------------------------------------- ________________ a વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2, ગાંધીજી વચ્ચેનો આ અભૂતપૂર્વ યોગ ભારત માટે, ભારતીય સંસ્કૃતિ માટે અને માનવજાત માટે અતિ મહત્ત્વપૂર્ણ અને ફળદાયી નીવડ્યો. એક જ સદીમાં બે મહાન વિભૂતિઓએ ભારતમાં ગુજરાતની ધરતી પર અને સૌરાષ્ટ્રની ભૂમિમાં જન્મ ધારણ કર્યો તે કેવી ભવ્ય ઐતિહાસિક ઘટના કહેવાય ! બંને સત્પરુષોએ માનવીય ગૌરવ પ્રસ્થાપિત કર્યું હતું. ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા અને અન્યાય સામે અહિંસક જંગ કર્યો, તેનાં બીજ શ્રીમદ્ રાજચંદ્ર સાથેના સત્સંગમાં જોઈ શકાય છે. દક્ષિણ આફ્રિકામાં વિરોધીઓના લાઠીમાર સામે પણ ગાંધીજીની ક્ષમાભાવના પ્રગટ થતી રહી, તેનું મૂળ કારણ શ્રીમદ્ રાજચંદ્ર પાસેથી મળેલો ક્ષમાભાવ છે. આમ શ્રીમદ્ રાજચંદ્ર ભાવનાઓ આપે છે અને ગાંધીજી એ ભાવનાઓને કાર્યાન્વિત કરે છે. શ્રીમદ્ પોતાના જીવનથી તત્ત્વદર્શન આપે છે અને ગાંધીજી પોતાના કર્મથી જીવનમાં સાક્ષાત્ કરે છે. ગાંધીજીની આ અહિંસાની વિચારધારા અનેકાન્તવાદના વિચારથી ઘણી પ્રભાવિત હતી. ૧૯૨૫ના માર્ચના ‘યંગ ઇન્ડિયા'માં તેઓ નોંધે છે કે – “હું એમ માનતો હતો કે મારો જ વિચાર સાચો છે અને મારા પ્રમાણિક ટીકાકારનો વિચાર ખોટો છે. પણ હવે હું સમજ્યો કે અમે બંને પોતપોતાના વિચારની અંદર બરાબર છીએ. આના પરિણામે મારા ટીકાકારો કે વિરોધીઓ પર આરોપ મૂકતો અટકી ગયો. આનાથી હું શીખ્યો કે મુસ્લિમની વાત એના દૃષ્ટિકોણથી અને શીખોની વાત એના દૃષ્ટિકોણથી જોવી જોઈએ.” આમ ગાંધીજી કહે છે કે મારો અનેકાંતવાદ સત્ય અને અહિંસા બે સિદ્ધાંતના આધારે રચાયેલો છે. 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2. વર્તમાન સમયના ચિંતકો ભારે વિવાદ સાથે એટલું જ કહે છે કે - “The less Thave, the moreIam.”વળી જૈનદર્શન કોઈ વસ્તુની પ્રાપ્તિ કે સંગ્રહ એને જ પરિગ્રહ કહેતું નથી. કોઈ પણ વસ્તુ માટેની મૂર્ધા અને આસક્તિને પરિગ્રહ કરે છે. આજે આપણે જોઈએ છીએ કે ધનની આસક્તિએ માનવીને કેવો બોદો અને મૂલ્યહીન બનાવી દીધો છે. સત્તાની આસક્તિ આંધળી - સંહારક દોડમાં પરિણમી છે. વર્તમાન જગતની અસીમ યાતનાઓનું મુખ્ય કારણ માનવીની વકરેલી, બહેકેલી અને વણસેલી પરિગ્રહવૃત્તિ છે; પરંતુ હકીકતમાં પરિગ્રહ જ એના દુ:ખનું અને બંધનનું કારણ બને છે, એ માનવીને બાહ્ય વસ્તુઓનો ગુલામ બનાવે છે. પ્રસિદ્ધ ચિતક એમર્સને કહ્યું કે ‘વસ્તુઓ માનવમનની પીઠ પર સવાર થઈને બેસી ગઈ છે.' આવે સમયે જૈન તત્ત્વવિચાર કહે છે કે જેટલો પરિગ્રહ ઓછો, એટલું ઓછું પાપ થાય. ભગવાન મહાવીરે કહ્યું, ‘જેમ ભમરો પુષ્પમાંથી રસ ચૂસશે, પરંતુ પુષ્પનો નાશ કરતો નથી એ જ રીતે શ્રેયાર્થી મનુષ્ય પોતાની વ્યાવહારિક પ્રવૃત્તિમાં બીજાને ઓછામાં ઓછો ક્લેશ કે પીડા આપશે.” આજના યુગમાં દુ:ખી માનવી કે સંતૃપ્ત જગતને આ અપરિગ્રહનો દૃષ્ટિકોણ નવો અભિગમ આપશે. આ જ અપરિગ્રહના વિચારનો ગાંધીએ નવા સંદર્ભમાં ઉપયોગ કર્યો. એમણે ટ્રસ્ટીશિપના સિદ્ધાંતની વાત કરીને કહ્યું કે તમારી પાસે જે કાંઈ ‘વધારાનું છે તે બીજાનું છે. તમારું કાર્ય તો માત્ર એને જતનર્ભર જાળવવાનું છે. તમારી જરૂરિયાતોનું તમે રક્ષણ કરો એનાથીયે વધુ ચીવટ અને સંભાળ આ ‘વિશેષ'નું જતન કરવામાં લેવાની છે. જે કુનેહથી તમે વધારાનું મેળવ્યું છે તેનાથી પણ વધુ કુનેહથી તમારે એ વહેંચવાનું છે. જીવનના વ્યવહારમાં માર્ગાનુસારી(જૈન ધર્મના માર્ગને અનુસરનારા)ના પ્રથમ નિયમ ‘ન્યાયસંપન્ન વિભવઃ'ના પાયા પરથી અપરિગ્રહના આદર્શ તરફ મીટ માંડી શકાય. પરિગ્રહની મૂર્છામાં ડૂબેલા જગતને અને એમાં રચ્યાપચ્યા રહેનારા માનવીને અપરિગ્રહનો નવો સંદર્ભ નવી આશા અને નવી સમાનતા તરફ દોરી જાય ખરો. n ૨૭ ] હિંસાને સીધો સંબંધ છે પરિગ્રહ સાથે. આગમ ‘સૂત્રકૃતાંગના પ્રથમ અધ્યયનમાં અપરિગ્રહની વાત કરવામાં આવી છે. પરિગ્રહને કારણે જ હિંસા અને પાપ થાય છે તથા ભય અને અસત્યનો આશરો લેવાય છે. પરિગ્રહની લાલસાએ માનવીને દાનવ બનાવ્યો છે. એનામાં નિરંતર ભોગવૈભવની લાલસાનું તાંડવ રચ્યું છે. nિ ૨૬ ] Page #17 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2. સહઅસ્તિત્વની ભેટ: અહિંસાના આ સૂત્રને વ્યક્તિગત જીવનમાં આજના માનવીએ ઉતારવાનું રહેશે. જૈનદર્શન એ અખંડિતતાનો, સમગ્રતા(totality)નો આગ્રહ સેવે છે. ખંડિત નહીં પણ અખંડિત આચરણ અને ભાવનાનો ધર્મ છે. અહિંસાની ભાવના વ્યક્તિના સમગ્ર જીવનમાં પ્રગટવી જોઈએ તે આવશ્યક છે. એ કીડીમંકોડાને બચાવે, પણ માણસનું શોષણ કરે તે ન ચાલે. એ કુટુંબમાં વહાલસોયું વર્તન કરતો હોય અને વ્યવહારમાં કઠોર હોય તેય ન ચાલે. એક સ્ત્રી ઘરમાં સમર્પણશીલ માતા હોય અને બહાર વસ્તુઓની લાલસા રાખતી નારી હોય તે ન ચાલે. અહિંસાની ભાવના માત્ર રસોડામાં, ભઠ્ય-અભક્ષ્યના વિચાર આગળ જ અટકી જવી જોઈએ નહીં, બલકે એ પ્રેમ અને અનુકંપાની સક્રિયતા સાથે જીવનમાં પાંગરવી જોઈએ. અહિંસાની આવી સક્રિયતાને ભગવાન મહાવીર, ચંડકૌશિક જેવા વિના કારણે દેશ દેનારા ક્રોધી સર્ષ સુધી લઈ ગયા હતા અને છતાંય એની સાથેના વર્તનમાં એમનું વિશ્વ વાત્સલ્ય લગીરે ઓછું થયું નહોતું. શોષણ અને ભ્રષ્ટાચાર એ પણ હિંસાનું જ એક રૂપ છે. ગરીબ, નબળા, દલિત, લાચાર કે શોષિતનો ખોટો લાભ લેવો તે માત્ર સામાજિક અન્યાય જ નથી, બલકે એ હિંસા અને ઘાતકીપણું પણ છે. આ જ અહિંસા અન્ય મતે, ધર્મ કે દર્શન સાથેના સહઅસ્તિત્વનું સૂચન કરે છે. આથી જ મુનિ સંતબાલજીએ કહ્યું, ‘માનવસમાજને અહિંસક સંસ્કૃતિની અને સહઅસ્તિત્વની ભેટ આપનાર જૈન ધર્મ છે.’ આજના યુગને અને આવતી કાલના વિશ્વને આવી ભાવનાઓની વિશેષ જરૂર છે. જૉનાથન સ્વિફ્ટ એક સ્થળે લખ્યું – We have just enough religion to make us hate but not enough to make us love one another." al ભાવનાઓનાં અંજન આંખમાં આંજીને જ આપણે ધર્મઝનૂને, ધમાંધતાને આંબીને ‘Religious fellowship' સુધી પહોંચી શકીએ. આજે જગતમાં આતંકવાદ અનેકવિધ સ્વરૂપે ફેલાયેલો છે ત્યારે આ અહિંસા દ્વારા માનવજાતને ૨૮ ] 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2 ઉગારી શકાય. આ અહિંસામાંથી સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ ફોરે છે, એનો મૂળ પાયો જૈન તત્ત્વદર્શને અપરિગ્રહમાં દર્શાવ્યો છે તે ભૂલવું ન જોઈએ. આહાર વિષયક વિચારણા અહિંસાના આચારની દૃષ્ટિમાંથી જૈન ધર્મની આહાર સંબંધી ઊંડી વિચારણા પ્રગટે છે. આહારનો સંબંધ મન સાથે છે. જેવું અન્ન તેવું મન; એથી જ આહાર અંગેની જાગૃતિ રાખવાનું કહ્યું છે. એણે ઉપવાસ અને મિતાહારનો મહિમા કહ્યો છે. આજે ઉપવાસનું મહત્ત્વ સ્વાથ્ય અને આરોગ્યના ક્ષેત્રમાં એટલું જ સ્વીકારાયું છે. નિસર્ગોપચાર એના પહેલા પગથિયા તરીકે ઉપવાસનું મહત્ત્વ દર્શાવે છે. આયુર્વેદના ગ્રંથોમાં પણ એની એટલી જ મહત્તા દર્શાવવામાં આવી છે. જૈન સમાજમાં લાંબા સમયના ઉપવાસ પ્રચલિત છે. પશ્ચિમના દેશોમાં પણ ૯૦-૯૦ દિવસના ઉપવાસ કરાવીને દર્દીઓને રોગમુક્ત કરાયાના દાખલા નોંધાયા છે. ડૉ. કેરિંગ્ટન કહે છે, ‘ઉપવાસથી હૃદયને ખૂબ જ શક્તિ મળે છે. હૃદયને મજબૂત અને સશક્ત બનાવવા માટે ઉપવાસ સૌથી સારો માર્ગ છે કારણ કે એનાથી એક બાજુ હૃદયને વધુ આરામ મળે છે અને ઝેરી દવા વગર લોહી વધુ શુદ્ધ થાય છે.' આ તો થઈ ઉપવાસની શારીરિક અસર; પરંતુ જેમ વર્ષોથી શરીરમાં સંચિત કરેલી અશુદ્ધિઓ દૂર થાય છે, એ જ રીતે હૃદયમાં જાગતી દુવૃત્તિઓ પણ ઓછી થાય છે. આવી જ રીતે જૈન ધર્મમાં શાકાહારનો મહિમા ખૂબ વર્ણવવામાં આવ્યો છે. આજે વિદેશમાં કેટલાય વિદેશી ચિત્રકારો, અદાકારો શાકાહાર અપનાવે છે અને એ જ શાકાહાર જૈન ધર્મની આહાર-વિચારણાનો પાયો છે. આજે હાર્ટએટેંક અને બ્લડપ્રેશર જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે, ત્યારે આયંબિલ ખૂબ ઉપયોગી બને. આ આહારશાસ્ત્રને આજની વૈજ્ઞાનિક દૃષ્ટિએ આલેખવાની જરૂર છે. આહાર વિશે આજે પશ્ચિમમાં ઊંડી વિચારણા ચાલે છે. તાજેતરમાં વિલ ટટલ નામના વિદ્વાને World Peace Diet પુસ્તક દ્વારા વિશ્વશાંતિ માટે ભોજનની અગત્ય દર્શાવીને માંસાહારી ભોજનથી થતાં અનિષ્ણની છણાવટ કરી છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ઘ વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા D જૈન ધર્મશાસ્ત્રોમાં પરમાણુની ગતિનો અને ભાષાની ઉત્પત્તિનો વિચાર થયેલો છે. એની ધ્યાનની પ્રણાલી આવતીકાલના માનવીના તન અને મનના રોગોને દૂર કરી શકે તેવી છે. મનની શક્તિ માટે પચ્ચક્ખાણ, ધ્યાનની ઉચ્ચ ભૂમિકા માટે કાઉસગ્ગ, આંતરદોષની ઓળખ માટે પ્રતિક્રમણ, આંતરશુદ્ધિ માટે પર્યુષણ, વીરતાની ભાવના માટે ક્ષમા જેવી ભાવનાઓ આજના માનવીને માટે એટલી જ પ્રસ્તુત છે. અમેરિકાના રંગભેદવિરોધી નેતા માર્ટિન લ્યુથર કિંગે (જુનિયર) એક સ્વપ્ન સેવ્યું. એમણે એક એવા જગતની કલ્પના કરી કે જ્યાં માનવીની પહેચાન ચામડીના રંગથી નહિ, પણ ચારિત્ર્યના મૂલ્યથી થતી હોય. ‘Not by the colour of the skin, but by the contents of his character.' જૈન ધર્મમાં વર્ણ અને જાતિને બદલે કર્મથી માણસની ઓળખ મેળવવામાં આવે છે. એના નમસ્કારમંત્રમાં કોઈ વ્યક્તિને પ્રણામ નથી, પરંતુ તીર્થંકર, સિદ્ધ, આચાર્ય જેવા ગુણોના ધારકને પ્રણામ છે. ખુદ ભગવાન મહાવીરે એમ કહ્યું, “મારે શરણે નહીં, પણ ધર્મના શરણે આવવાથી મુક્તિ મળશે.” આજે દુનિયા પ્રદૂષણથી ઘેરાઈ છે. પ્રાણીઓની કેટલીય જાતિઓ નષ્ટ થઈ ગઈ છે ત્યારે જૈન ધર્મની જયણા અને અનુકંપાને સંભારવા જેવી છે. જૈન શ્રાવકો તિથિએ લીલોતરી ખાતા નથી. જૈન સાધુના આચારમાં પર્યાવરણની કેટલી બધી ખેવના જોવા મળે છે ! અનેકાંત દૃષ્ટિ સમન્વય અને વિરોધ-પરિહાર : જૈન ધર્મના પાંચ મહાવ્રતમાં અહિંસા પછી બીજું મહાવ્રત છે સત્ય. હું અસત્ય નહીં આચરું, બીજા પાસે નહીં આચરાવું અને આચરતો હોય તો તેને અનુમોદન નહીં આપું. ‘પ્રશ્નવ્યાકરણ’માં ‘સત્ય એ જ ભગવાન છે.'એમ કહેવામાં આવ્યું છે. જ્યારે જૈન ધર્મના પ્રથમ આગમ ‘શ્રી આચારાંગ સૂત્ર'માં કહ્યું છે કે ‘સત્યની આજ્ઞા પર ઊભેલો બુદ્ધિશાળી મૃત્યુને તરી જાય છે.’ આ સત્યનો અનુભવ માનવીના અંતરમાં થતો હોય છે. મહાવીરનું જીવન જ સ્વયં સાધનાથી પ્રાપ્ત થયેલા અનુભવ પર આધારિત છે. હું -૩૦. ઘ વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા – પૂર્ણજ્ઞાની છું અને તે તમે સ્વીકારો તેમ કહેતા નથી, પણ દરેક જીવ સાચી સાધના કરે તો એ મોક્ષપદને પ્રાપ્ત કરી શકે છે એવો એમને ઉપદેશ છે. ખુદ ભગવાન મહાવીરે પણ અગાઉના ૨૭ ભવની સાધના અને એ પછી સાડાબાર વર્ષની તપશ્ચર્યા બાદ તીર્થંકરપદની પ્રાપ્તિ કરી હતી. આવી સત્યપાલનની જાગૃતિ જેના મનમાં હોય તેની શી વાત કરવી ? સત્ય બોલનારને અગ્નિ સળગાવી શકતો નથી કે પાણી ડુબાડી શકતું નથી. જૈન તત્ત્વદર્શને સત્યની વ્યાપક વિચારણા કરી છે. ‘હું કહું છું તે જ સત્ય’એવા આગ્રહ, દુરાગ્રહ કે પૂર્વગ્રહમાં વિચારની હિંસા સમાયેલી છે. જ્યારે બીજાના કથનમાં પણ સત્યનો અંશ હોઈ શકે તેવી ઉદાર દૃષ્ટિ તે અનેકાંત, કારણ કે સત્ય સાપેક્ષ છે. તમારી નજરનું સત્ય અને તેના પરથી તમારી શ્રદ્ધા તેમજ બીજાની નજરનું સત્ય અને તેના વિશે તેની વિચારણા આમ, જીવનની સર્વદ્રષ્ટિ ધરાવતા અનેકાંતમાં સમતા, સહિષ્ણુતા, સમન્વય અને સહઅસ્તિત્વની ભાવના છે. સત્યની શોધ માટેના અવિરત પ્રયાસની આ એક સાચી પદ્ધતિ છે. બધી વસ્તુને સાપેક્ષભાવે વિચારવી અને દરેક સ્થિતિમાં રહેલા સત્યના અંશને જોવો એનું નામ અનેકાંત છે. ‘મારું જ સાચું' એમ નહિ, પરંતુ ‘સાચું તે મારું’એવી ભાવના પ્રગટ થઈ. ભગવાન મહાવીરના જીવનમાં સાચું તે મારું બતાવવા અનેક પ્રસંગો મળે છે. એમણે એમના પટધર જ્ઞાની ગૌતમને આનંદ શ્રાવકની ક્ષમા માગવા કહ્યું હતું. ભગવાન મહાવીરના સમયે અનેક મત, વાદ અને વિવાદો ચાલતા હતા. દરેક પોતાની વાત સાચી ઠેરવવા માટે બીજાના વિચારનું ખંડન કરે. બીજાના વિચારના ખંડનને બદલે મંડનની ભાવના જૈન તત્ત્વદર્શને બતાવી. એમણે કહ્યું, ‘તમારી એકાન્તી બનેલી દૃષ્ટિને અનેકાન્તી બનાવો. એમ કરશો તો જ તમારી દૃષ્ટિને ઢાંકી દેતો ‘સર્વથા’શબ્દનો બનેલો કદાગ્રહરૂપી પડદો હઠી જશે અને પછી તરત જ તમને શુદ્ધ સત્યનું સ્પષ્ટ અને સુરેખ દર્શન થશે.’ અનેકાંતદર્શને મત, વાદ, વિચારસરણી અને માન્યતાઓના માનવીના હૃદયમાં ચાલતા વિવાદયુદ્ધને ખાળવાનો પ્રયાસ કર્યો. આને માટે એમણે સાત ૩૧. Page #19 -------------------------------------------------------------------------- ________________ 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2. અંધ વ્યક્તિઓ હાથીને જે જુદી જુદી રીતે વર્ણવે છે તેનું દૃષ્ટાંત આપ્યું. આ અનેકાન્તવાદથી માનવી બીજાની દૃષ્ટિએ વિચારતો થઈ જ શે અને આમ થાય તો જગતનાં અર્ધા દુઃખો ઓછાં થઈ જાય. અનેકાન્ત સમન્વયનો અને વિરોધપરિહારનો માર્ગ બતાવે છે. વિનોબાજી કહે છે કે અનેકાન્ત દૃષ્ટિ એ મહાવીરની જગતને વિશિષ્ટદેન છે. આઇન્સ્ટાઇને ભૌતિક જગતમાં સાપેક્ષવાદ શોધ્યો. ભગવાન મહાવીરે ૨૬૦૦ વર્ષ પહેલાં વ્યવહાર જગતનો સાપેક્ષવાદ બતાવ્યો. અનેકાન્તવાદની ઓળખ આપતાં આચાર્ય જિનભદ્રજી કહે છે : ‘પરસ્પર વિરોધી મંતવ્યોમાં વિરોધ ત્યાં સુધી જ રહે છે, જ્યાં સુધી એ બધાંને સંગત કરીને એક સમગ્ર-પૂર્ણ દર્શન રૂપે સમન્વય પામે નહીં. વિરોધનો આધાર પરસ્પરમાં રહેલા દોષો કે ન્યૂનતાઓ છે.” જૈન ધર્મમાં માનવગૌરવની વાત કરી છે. ભગવાન મહાવીરે કહ્યું, “તું જ તારો ભાગ્યવિધાતા છે.” પોતાના સમયની અંધશ્રદ્ધાઓ અને માન્યતાઓનો વિરોધ કર્યો. જડ પરંપરાનો ત્યાગ અને અંધવિશ્વાસનો અનાદર હોય તો જ નિગ્રંથ થવાય. મહાવીરની પાસે હતો માત્ર પ્રકાશે. એમણે ધર્મની આસપાસ લાગેલાં માન્યતા, અંધશ્રદ્ધા અને ચમત્કારોનાં આવરણ દૂર કર્યા અને માત્ર પ્રકાશની શોધ અને મોક્ષ પ્રાપ્તિના માર્ગ તરીકે ધર્મ રહ્યો છે એમ જણાવ્યું. કેટલાક ધર્મો વિજ્ઞાનના પડકાર સામે ટકી શક્યા નથી. જૈન તત્ત્વદર્શનમાં વિજ્ઞાન સમાવિષ્ટ હતું. ડૉ. જગદીશચંદ્ર બોઝે પ્રયોગ કરીને સાબિત કર્યું કે વનસ્પતિમાં જીવન છે. પાણી પાનારો માળી આવતાં વૃક્ષ હસે છે, અને કઠિયારો આવતાં ધૃજે પણ છે! ભગવાન મહાવીર અને એથીય પહેલાં ભગવાન ઋષભદેવે આ વાત કહી હતી. કોઈ પણ પ્રકારના માઇક્રોસ્કોપ વિના કંદમૂળમાં રહેલા અસંખ્ય જીવો વિશેનું એમાં જ્ઞાન હતું. હકીકતમાં ધર્મ પોતે જ વિજ્ઞાન છે. ધર્મ પાસે અનુભૂતિનું સત્ય છે. વિજ્ઞાન પાસે તર્ક અને પ્રયોગનું સત્ય છે. આવી વિજ્ઞાનની દૃષ્ટિએ ધર્મની શૈલી પારખવામાં આવે તો ઘણા અનુભવનાં સત્યોને તર્કનું પીઠબળ મળે. u ૩૨ 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2 અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ : જૈન તત્ત્વદર્શનનું ત્રીજું મહાવ્રત તે અસ્તેય છે. માણસે સર્વ પ્રકારની ચોરીનો ત્યાગ કરવો જોઈએ. અણહકનું, વણઆપ્યું કોઈને કશું લેવું જોઈએ નહીં, કોઈની પાસે લેવડાવવું જોઈએ પણ નહીં અને એવા કામમાં સહાય કે ટેકો પણ આપવો જોઈએ નહીં. એમણે તો એમ પણ કહ્યું કે દાંત ખોતરવાની સળી જેવી તુચ્છ વસ્તુ પણ એના માલિકને પૂછવા વિના સંયમી મનુષ્યો લેતા નથી, બીજા દ્વારા લેવડાવતા નથી કે તેની સંમતિ આપતા નથી. આવે વખતે મોટી મોટી વસ્તુઓની તો વાત જ શી ? સંયમીએ પોતાને ખપે એવી નિર્દોષ વસ્તુઓ શોધી શોધીને લેવી જોઈએ. આનો અર્થ એ કે પ્રત્યેક વસ્તુ લેતી વખતે એની નિર્દોષતા-સદોષતાનો વિચાર કરવો જોઈએ. ચોથું મહાવ્રત તે બ્રહ્મચર્ય, ભગવાન મહાવીરે શ્રી પાર્શ્વનાથના ચાર, યામમાં પાંચમો બ્રહ્મચર્ય પામ ઉમેરીને એનું આગવું મહત્ત્વ પ્રગટ કર્યું. એમણે કહ્યું કે સ્વર્ગમાં અને આ લોકમાં જે કાંઈ શારીરિક કે માનસિક દુ:ખ છે તે બધાં કામભોગોની લાલચમાંથી પેદા થયેલાં છે, કારણ કે ભોગપભોગ અંતે તો દુઃખદાયી છે. ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ જેમાં સંગ્રહાયો છે તેવા ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' નામના આગમમાં કહ્યું છે : खणमेत्तसोक्खा बहुकालदुक्खा पकामदुक्खा अनिकाम सोक्खा । संसारमोक्खस्स विपक्वभूया खाणी अणत्थाण उ कामभोगा ।। [કામભોગો ક્ષણ માત્ર સુખ આપનારા અને બહુકાળ દુઃખ આપનારા છે, ઘણું દુઃખ અને થોડું સુખ આપનારા છે. કામભોગો સંસારમાંથી છૂટવામાં શત્રુરૂપ છે અને અનર્થોની ખાણ છે.] નદી વહેતી હોય પણ એને બે કાંઠા જોઈએ તે રીતે જીવનપ્રવાહને વહેવા માટે સંયમ જોઈએ. આ સંયમ સ્વેચ્છાએ સ્વીકારવામાં આવે તો સ્વસ્થતા અને પ્રસન્નતા અર્પે છે. આથી જ જૈન તત્ત્વદર્શન કહે છે કે, “તું પોતે જ પોતાની જાતનો નિગ્રહ કર, આત્માનું દમન કર. વાસના, તૃષ્ણા અને કામભોગોમાં 0 33 Page #20 -------------------------------------------------------------------------- ________________ a વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા , જીવનાર અંતે તો દીર્ઘકાળ સુધી દુ:ખ પામે છે.”એમણે કહ્યું કે દુરાચારમાં પ્રવૃત્ત આત્મા જેટલું પોતાનું અનિષ્ટ કરે તેટલું તો ગળું કાપવાવાળો દુશમન પણ કરતો નથી. આથી સુખ, શાંતિ અને સમાધિનું મૂળ કારણ સાહજિ કે અને પ્રસન્નતાપૂર્વક સ્વીકારેલો સંયમ છે. આ સંયમના અભાવે આજે માનવજાત એઇડ્ઝ જેવા રોગોથી ઘેરાઈ છે. વસ્તીવધારાનો પ્રશ્ન વિશ્વને માથે ભૂખમરાનાં કાળાં ઓળાં પાથરી રહ્યો છે. પાંચમું મહાવ્રત છે અપરિગ્રહનું. પરિગ્રહ એ પાપનું મૂળ છે. આ પરિગ્રહ એ હિંસા, અસત્ય, ચૌરી, મૈથુન અને આસક્તિ એ પાંચેય પાપોની જડ છે. આજે આપણે જોઈએ છીએ કે વર્તમાન જગતની અસીમ યાતનાઓનું મુખ્ય કારણ માનવીની અનિયંત્રિત પરિગ્રહવૃત્તિ છે. માણસ એમ માને છે કે પરિગ્રહથી સુખ મળે છે, પરંતુ હકીકતમાં પરિગ્રહ જ એના દુ:ખનું અને બંધનનું કારણ બને છે તેમજ માનવીને બાહ્ય વસ્તુઓનો ગુલામ બનાવે છે. આમ, પાંચ યામનું નિરૂપણ કરીને ભગવાન મહાવીર કહે છે, “જેમ વાયુ ભડભડ સળગતી જ્વાલાઓને ઓળંગી જાય છે તેમ, આ રીતે જીવનારો આદર્શ માનવી સંસારની જ્વાલાઓને ઓળંગી, પરમ આનંદનો ભાગી થશે.” આંતરખોજ અને ક્ષમાપના : જૈન ધર્મમાં ક્ષમા વિશે ગહન અને વાસ્તવિક ચિંતન કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં અંગત સંબંધો, સામાજિક વ્યવહારો, માનવીય આચારોથી આરંભીને દેશ-દેશ વચ્ચે અસહિષ્ણુતાનું વાતાવરણ દૃષ્ટિગોચર થાય છે તે સંદર્ભમાં જૈનદર્શનની ક્ષમાપનાની વિભાવના વિશે વિગતે વિચારવું જરૂરી બનશે. ખામેમિ સવ્વ જીવા, સવ્વ જીવા ખમંતુ મે, મિત્તી એ સવ્વભૂએસ વેરે મજઝ ન કેણઇ. હું તમામ જીવો પાસે મારા અપરાધોની ક્ષમા માગું છું. એ તમામ જીવો મને તેમના તરફના મારા અપરાધોની ક્ષમા આપો. તમામ જીવો પ્રત્યે મારો મૈત્રીભાવ છે. મારે કોઈ પણ જીવ સાથે વેરભાવ નથી.] u ૩૪ ] 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા . ક્ષમાના બોલથી અને પ્રેમના ચતુથી સંસારને સંબોધવાની ને જોવાની શીખ આપનાર પર્વાધિરાજ પર્યુષણ છે. પર્યુષણની સાધનાના સાત દિવસ પૂરા થયા પછી ઊગે છે સિદ્ધિનો - ક્ષમાપનાનો - સંવત્સરી દિન. હકીકતમાં જેઓ ક્ષમ છે, ક્ષમાવે છે; જેઓ ખર્મ છે, ખમાવે છે તેઓની આરાધના છે. તેઓની ક્ષમાપના છે. પર્યુષણપર્વની આરાધનાના દિવસોમાં આત્માને ખોજવાનો હોય છે. પર્યુષણ એ આત્માની નજીક જવાનું, આત્માને શોધવાનું પર્વ છે. ક્ષમાપના એનો સર્વશ્રેષ્ઠ મુળ મંત્ર છે. વેરના અંધકારમાં, દ્વેષના દાવાનળમાં, બદલાની બૂરી ભાવનામાં વિહરતા માનવીને માટે ક્ષમા એ આત્મીય પ્રેમને કાજે ઊગેલું પ્રાયશ્ચિત્તનું પર્વ છે. દીપાવલીના પર્વે નફાતોટાનો હિસાબ કરવામાં આવે. સંવત્સરીપર્વનો અર્થ છે વાર્ષિક પર્વ. આ દિવસે વર્ષભરનાં સારાં-નરસાં કાર્યોનું સરવૈયું કાઢીને ખોટાં કાર્યોમાંથી મુક્તિ મેળવવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવામાં આવે છે. આગમ શાસ્ત્રોમાં ત્રણ વેપારીઓનું એક દૃષ્ટાંત આવે છે. આમાં ત્રણ વેપારીઓ સરખી મૂડી લઈને વેપાર કરવા નીકળ્યા હતા. દેશ-દેશાવરમાં ઘૂમીને ઘણા દિવસે સહુ પાછા ફર્યા. પહેલો વેપારી મૂળ મૂડીને બમણી કરીને પાછો આવ્યો. બીજો ભાવની મંદીમાં ફસાયો છતાં મૂળ મૂડી સાચવીને પાછો આવ્યો. ત્રીજો વેપારી તો નુકસાનીમાં ડૂબી ગયો. કમાણીની વાત તો દૂર રહી પણ મૂળગી ૨કમ જ ખોઈને આવ્યો. આ ત્રણ વેપારી જેવા જગતના તમામ માનવીઓ છે. પહેલા પ્રકારના માનવીઓ મનુષ્યત્વરૂપી મૂળ મૂડીને જાળવે છે, તે ઉપરાંત પૂજ્યતાને પામે છે. મનુષ્યજીવનમાં સદાચાર, શીલ ને વ્રત પાળી મુક્ત બને છે. બીજા પ્રકારના માનવીઓ મુક્ત નથી બનતા, પણ મનુષ્યત્વ જાળવી રાખે છે, સાદા આચારો એ પાળે છે. ત્રીજા પ્રકારના લોકો તો મનુષ્યત્વ પણ ખોઈ નાખે છે ને અનાચારી ને દુરાચારી બની નરકના ભાગી બને છે. ભૂલ કોનાથી નથી થતી ? માણસ માત્ર ભૂલને પાત્ર ગણાય છે. આવી озчо Page #21 -------------------------------------------------------------------------- ________________ 2 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા D ભૂલ કોઈ વાર આપમેળે થાય છે, કોઈ વાર કર્મબળે થાય છે, તો કોઈ વાર ગેરસમજથી થાય છે. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ તોય જીવનના વ્યવહારમાં ક્લેશ અને કંકાસ થાય છે. આ બધી ભૂલો કર્મની પાટી પર જરૂર અંકિત થશે, પણ એ વજ્રલેપ બને તે પહેલાં એ પાટીને કોરી કરવાનો પ્રયત્ન તે ક્ષમાપના છે. જો માનવી સમયસર પોતાની ભૂલો અને ભોગો પ્રત્યે જાગ્રત ન થાય તો એની ઘણી દુર્દશા થાય છે. એ અસત્યવાદી, વ્યસની, આસક્ત અને હિંસક બની જાય છે. આવા અજ્ઞાની મનુષ્યની દશા વિશે ‘દશવૈકાલિક સૂત્ર'માં કહ્યું છે : निच्चुब्बिगो जहा तेणो, अत्त कम्मेहिं दुम्मड़ । तारिसो मरणंते वि नाऽऽराहेड़ संवरं ।।११।। (વ. ૩૬. ક. ૩. ૨, ગા. ૩૬) [જેવી રીતે રોજ ભયભીત રહેતો ચોર પોતાનાં કુકર્મો વડે દુઃખી થાય છે, તેવી જ રીતે અજ્ઞાની મનુષ્ય પોતાનાં કુકર્મોને લીધે દુઃખી થાય છે અને અંતકાલ પાસે આવતાં છતાંય તે સંયમની આરાધના કરી શકતો નથી.] માનવી એના જીવનમાં સતત બહાર ભ્રમણ કરતો રહે છે. બહારની દુનિયા જોવી સરળ છે. એને માટે નજર હોય તો ચાલે, દૃષ્ટિની જરૂર નથી. આપણી ઈંદ્રિયોનું મુખ પણ બાહ્ય જગત ભણી વિશેષ રહેતું હોય છે, જ્યારે પર્યુષણના દિવસો એ આત્મનિરીક્ષણના દિવસો છે. વ્યવહારમાં અનેક જીવોને દુભવવાનું બને છે. એમની તરફ અન્યાય, અનાદર કે અપરાધ થઈ જાય છે. વેર, વિરોધ કે વૈમનસ્ય જન્મે છે. આ બધાંનો વિચાર કરીને એ ભૂલભરેલા માર્ગેથી પાછા વળવાની વાત છે. એમની ક્ષમા માગવી, એમની સાથેનો વેર અને વિરોધ ત્યજી દેવો, એટલું જ નહીં પણ એમની સાથે મૈત્રીભાવ કેળવવો એ ક્ષમાપનાનો હેતુ છે. ક્ષમા એ જીવનનો આનંદ અને તપની વસંત છે. વસંતનું આગમન થતાં કુદરત જેમ સોળે કળાએ ખીલી ઊઠે છે એ જ રીતે જે માનવી પોતાના જીવનમાં ક્ષમાને સ્થાન આપે છે તેના જીવનમાં આત્માના ગુણોની વસંત ખીલી ઊઠે છે. - ૩૬. ઘ વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા – આવી ક્ષમા હૃદયની વ્યાપકતામાંથી, ગુણોની સમૃદ્ધિમાંથી અને ચિત્તની ઉપશાંતતામાંથી પ્રગટે છે. સંસ્કૃતમાં ‘ક્ષમા’નો એક અર્થ ‘પૃથ્વી’ છે. આ પૃથ્વી પર રહેતો માનવી એ પૃથ્વીને ખોદે છે, ખૂબ ઊંડે જઈને ખાણ રચે છે. આ બધું હોવા છતાં પૃથ્વી સહન કરે છે. સહનશીલતાનું પ્રતીક પૃથ્વી ગણાય છે. સાચો ક્ષમાવીર પૃથ્વી જેવો સહનશીલ હોય. આથી જ ‘મહાભારત’માં કહ્યું છે કે દુષ્ટ પુરુષોનું બળ છે હિંસા, રાજાઓનું બળ છે દંડ, સ્ત્રીઓનું બળ છે સેવા અને ગુણવાનોનું બળ છે ક્ષમા. શ્રેધનાં ચાર રૂપ : માત્ર દંભ કે આડંબરથી થતી ક્ષમા વ્યર્થ છે. કેટલાક તો ક્રોધના અભાવને ક્ષમા કહે છે. વળી પહેલાં ક્રોધ કરવો અને પછી ક્ષમા માગવી તે ક્ષમા નથી. આ ક્રોધને ભગવાન મહાવીરે ભભૂકતી આગ કહી છે. પુરાણોમાં નરકનું દ્વાર કહ્યું છે. ‘કુરાન'માં ક્રોધને શેતાનનું સંતાન કહ્યો છે અને ‘બાઇબલ'માં માણસમાત્રને ખાખ કરનાર જ્વાળામુખી બતાવ્યો છે. મનમાં ક્રોધ આવતાં એ જુદી જુદી ચાર પ્રતિક્રિયાઓ દ્વારા પ્રગટ થાય છે. પહેલી પ્રતિક્રિયા આવેશની છે, જેમાં ઉંમર, સ્થિતિ કે ધનથી મોટી વ્યક્તિ નાની વ્યક્તિ પર ગુસ્સો કરતી હોય છે. સાસુ વહુ ૫૨, ગુરુ શિષ્ય ૫૨, પિતા પુત્ર પર. થોડી પ્રતિકૂળ બાબત થતાં આવેશમાં આવીને ગુસ્સો કરતા હોય છે. ક્રોધની બીજી પ્રતિક્રિયા છે ગૂંગળામણ. જ્યારે વ્યક્તિ પ્રગટપણે ક્રોધ કરવા સમર્થ ન હોય ત્યારે મનમાં ને મનમાં અકળાય છે અને વેરનો ડંખ રાખીને બદલો લેવાની તક શોધે છે. ત્રીજી પ્રતિક્રિયા રુદન છે. ક્રોધની આ અસહાય અવસ્થા છે. રોપ આવેશથી પ્રગટ ન થાય, મનની અંદર ગૂંગળાઈ ન રહે, ત્યારે વ્યક્તિ રુદન કરતી હોય છે. અને ક્રોધની ચોથી અવસ્થા છે શાન્યાતિરેક. આ ચોથી અવસ્થા સજ્જનો અને મહાપુરુષોમાં નજરે પડે છે. તેઓ ક્રોધને શાંતિમાં બદલી નાખે છે. તેમના હૈયે બદલો લેવાની ભાવના કે વૃત્તિ હોતી નથી. ઝેર ગટગટાવીને એ અમૃત આપતા હોય છે. ક્રોધને અંધ કહેવામાં આવ્યો છે એનો અર્થ જ એ કે ક્રોધ પોતે જ પોતાની . ૩. Page #22 -------------------------------------------------------------------------- ________________ n વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2. જાતને હણતો હોય છે. ચંડકૌશિક સર્પ એના પૂર્વભવમાં કૌશિક નામે તાપસ હતો. એની વાડીનો કચ્ચરઘાણ કાઢી નાખનાર બાળકો પર એ ગુસ્સે થયો અને એ હાથમાં કુહાડો લઈને બાળકોને મારવા દોડ્યો, પણ વચ્ચે ખાડો આવ્યો. તાપસ કૌશિકે એ ખાડો જોયો નહીં અને પોતાનો કુહાડો પોતાના જ માથામાં વાગ્યો. ભગવાન મહાવીરના સાધનાકાળમાં આવી જ એક ઘટના બની હતી. તેઓ સમૃદ્ધ વૈશાલી નગરીમાં આવ્યા. ધ્યાનને માટે એમણે એક લુહારના નિર્જન ડહેલા પર પસંદગી ઉતારી. બીમાર લુહાર હવાફેર માટે બીજે રહેવા ગયો હતો. પરંતુ સંજોગવશાત્ બહારગામ ગયેલો લુહાર સાજો થઈને પાછો આવ્યો. એણે જોયું તો પોતાના મકાનમાં એક સાધુ જ ગ્યા જમાવીને બેઠો હતો. એણે મનમાં માન્યું કે નક્કી પોતાની ગેરહાજરીમાં કોઈએ જગ્યા પચાવી પાડી ! ‘સબ ભૂમિ ગોપાલકી' માનનારે આ ભૂમિ પણ પોતાની કરી લીધી. એક તો લુહાર લાંબી બીમારીમાંથી ઊઠીને આવ્યો હતો, એનો સ્વભાવ થોડો ચીડિયો બની ગયો હતો. એમાં વળી ઘરમાં પગ મૂકતાં જ આવું બન્યું ! આથી ક્રોધથી ધૂંવાંપૂવાં થયેલા લુહારે વજનદાર ઘણ ઉપાડ્યો. મનમાં થયું કે એવા જોરથી માથા પર લગાવું કે પળવારમાં સોએ સો વર્ષ પૂરાં થઈ જાય ! કોઈએ લુહારને સમજાવવા તો કોઈએ અટકાવવા કોશિશ કરી, સાધુની હત્યાના મહાપાતકની યાદ આપી. પણ જેમ લુહારને શાંત કરવા પ્રયત્ન કરે, તેમ કમજોર લુહારનો ક્રોધ વધતો જાય છે. આખરે જીવસટોસટનો મામલો રચાઈ ગયો ! લુહાર વજનદાર ઘણ ઉપાડીને વીંઝવા તૈયાર થયો. મહાવીર તો એમ ને એમ અડગ ઊભા હતા. ન ક્યાંય ભય, ન સહેજે કંપ. સમભાવપૂર્વક અચળ મેરુની જેમ ધ્યાનમાં મગ્ન હતા. યોગીની શાંતિએ લુહારને વધુ ઉશકેર્યો. એણે જોશથી ઘણ વીંઝવો. હમણાં ઘણ વાગશે, યોગીની કાયા ઢળી પડશે ! પણ આ શું ? ક્રોધથી ધંધવાતા અને ધ્રુજતા હાથે લુહાર ઘણ વીંઝવા ગયો. દાઝ એટલી હતી કે અહીં અને અબઘડી જ આને ખતમ કરી નાખ્યું. ઘણા ઊંચકીને વીંઝવા ગયો ત્યાં જ લુહારનો હાથ છટક્યો. ઘણ સામે વીંઝાવાને n ૩૮ n 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા , બદલે પાછો પડ્યો. યોગીના મસ્તકને બદલે લુહારના મસ્તક પર ઝીંકાયો. બીમારીમાંથી માંડ બચેલો લુહાર તત્કાળ ક્રોધનો કોળિયો બની ગયો. બીજાનો નાશ કરવા જનાર ક્રોધી પોતાનો વિનાશ કરી બેઠો ! ધ્યાનસ્થ મહાવીર તો એમ ને એમ અડગ ઊભા હતા ! વ્યક્તિને પોતાને ક્રોધ હાનિ કરે છે. માનવી ક્રોધ કરે ત્યારે કેવો વિકૃત થઈ જાય છે ! આંખો પહોળી થઈને અંગારા વરસાવવા લાગે છે. કોઈ થપ્પડ લગાવી દે છે તો કોઈ અપશબ્દો બોલવા માંડે છે. આમ ક્રોધ કરનાર સામી વ્યક્તિને જ નહીં, પરંતુ સમગ્ર વાતાવરણને ક્યુષિત કરી નાખે છે, આથી જ મહાન નાટ્યકાર શેક્સપિયરે ક્રોધને સમુદ્ર જેવો બહેરો અને આગ જેવો ઉતાવળો કહ્યો છે. દક્ષિણ ભારતના પરંતુ સંત તિરુવલ્લુવર કહે છે કે આગની પાસે જે જાય તેને આગ બાળે છે. પણ ક્રોધાગ્નિ તો આખા કુટુંબને બાળી મૂકે છે. ક્રોધ કરતી વખતે માણસની આંખ બંધ થઈ જાય છે અને એનું મોઢું ઉઘાડું રહી જાય છે. એ વિવેકને ચિત્તમાંથી હાંકી કાઢે છે અને દરવાજે એવો આગળો મારે છે કે વિવેક ફરી પાછો દાખલ થઈ શકે નહીં. આવો ક્રોધ એ મધપૂડામાં પથ્થર મારવા જેવો છે અને એ તરત જ વેરમાં પલટાઈ જાય છે. ગ્રંથિ છોડે તે નિગ્રંથ : ક્રોધ ત્યારે જ ઓછો થાય કે જ્યારે વ્યક્તિ આત્મદર્શી બને. આનું કારણ એ છે કે ક્રોધનું શસ્ત્ર પહેલાં તો ક્રોધીને જ ઘાયલ કરે છે. ભગવાન બુદ્ધે કહ્યું છે કે ઊકળતા પાણીમાં પ્રતિબિંબ ન દેખાય તેમ ક્રોધી માણસ એ જોઈ શકતો નથી કે તેનું હિત શેમાં છે. ક્રોધ વિભાવ છે, ક્ષમા સ્વભાવ છે. ક્રોધ દ્વેષ છે, ક્ષમા મૈત્રી છે. ક્રોધ મારક છે, ક્ષમા તારક છે. આ ક્ષમાના અમૃતથી આત્માનો અભિષેક કરવાથી દુરાગ્રહ, વિગ્રહ, વિદ્વેષ, દ્રોહ આદિ આઘાત ઓગળી જાય છે. જો ક્રોધને વધુ જમાવી રાખવામાં આવે તો તે વેરનું રૂપ લે છે, અને વેર એ તો ભવોભવ સુધી માનવીને ક્રોધમાં રાખે છે. જૈન તત્ત્વદર્શનમાં તો ક્ષમા વિશે ઘણી ઊંડી વિચારણા મળે છે. ક્ષમાને બધા ગુણોની કુખ કહેવામાં આવી છે. એનાથી ઘણા બધા ગુણો આપણામાં 0 3૯ Page #23 -------------------------------------------------------------------------- ________________ a વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા , આવે છે. ક્ષમા આવે તો લોભ મટે, ત્યાગ અને સરળતા આવે, વિનય સાથે સંતોષ આવે, વળી મન અને ઇન્દ્રિય પર કાબૂ આવે. બીજી રીતે જોઈએ તો આ બધા ગુણો હોય તો જ ક્ષમાની સાધના થઈ શકે. ક્ષમાનો એક અર્થ છે નિગ્રંથ થવું, એટલે કે ગ્રંથિ - ગાંઠ છોડવી, “ એટલે ગાંઠ અને મા એટલે નષ્ટ કરવું.” આજના જીવનમાં ઘણી ગાંઠ છે. પિતા-પુત્રમાં મતભેદ છે, ગુરુ-શિષ્ય વચ્ચે કલહ છે, પતિ-પત્ની વચ્ચે ગેરસમજ છે, મિત્ર-મિત્ર વચ્ચે મારામારી છે. શેઠ અને નોકરનાં દિલ દુભાયેલાં છે. પડોશી સાથે વઢવેર છે. નજીકના સાથે નેહ તૂટ્યો છે. આ સમયે ભાંગેલાં હૈયાંને સાંધવાનું કામ ક્ષમા કરે છે. ક્યાંક મદની ગાંઠ છે તો ક્યાંક વેરની ગાંઠ છે. ક્યાંક મનનો મતભેદ છે તો ક્યાંક તણાવ છે. કેટલાય ચિત્રવિચિત્ર માનસિક રોગો માનવીને થવા લાગ્યા છે. શેરડીમાં જોયું હશે કે જ્યાં ગાંઠ હોય છે ત્યાં રસ હોતો નથી. આથી જ વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સંબંધો શુષ્ક અને નિરસ બની ગયા છે. તેને જીવંત કરવાનો ઉપાય છે ક્ષમા. બીજાથી ત્રેવીસમાં તીર્થકર સુધીના સમયગાળાનું જીવન પ્રમાણમાં સરળ હતું. ભૂલ થાય એટલે ક્ષમા માગી લેતા. પણ આજનું જીવન જટિલ બન્યું છે. માણસ પોતે અશાંત છે. જગતને અશાંત કરે છે. કાજળની કોટડી જેવો ક્યાંક સંસાર ચાલે છે. જાણતાં મદ, માન, કામ, ક્રોધ થઈ જાય. અજાણતાંય થઈ જાય. કાયાથી ન થાય તો વચનથી થાય. વચનથી ન થાય તો મનથી થઈ જાય. ક્ષમા એ ધર્મઅનુષ્ઠાનનો માપદંડ છે. ધર્મના અનુષ્ઠાન કેટલે અંશે આત્મસાત્ થયું છે તેનો તાળો ક્ષમાવૃત્તિના વિકાસ પરથી મળી રહે છે. ક્ષમા ધર્મભાવનાનું બેરોમીટર છે. ક્ષમા ન હોય તો બધાં વ્રત, જપ, તપ, ધ્યાન, અનુષ્ઠાન સફળ થતાં નથી. ક્ષમા તે આત્માનો ગુણ છે, જે ક્રોધ અને કષાયથી વિકૃત થાય છે. જેમ પાણી સ્વભાવે શીતળ છે પણ અગ્નિનો સંયોગ થતાં ઉષ્ણ થાય છે. આમ ઉષ્ણતા એ જળનો સ્વભાવ નથી, પરંતુ એનો વિભાવ છે. અગ્નિનો સંપર્ક દૂર થતાં જ એ જળ પોતાની સ્વાભાવિક શીતળતા પ્રાપ્ત કરી uિ ૪૦ ] વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2. લેશે. પાણીમાં શીતળતા માટે કોઈ અન્ય સાધનની જરૂર પડતી નથી કારણ કે એ એનો સ્વાભાવિક ગુણ છે. આત્માનો સ્થાયી ગુણ : ક્ષમા : એ જ રીતે ક્ષમા આત્માનો સ્થાયી ગુણ છે. એને માટે અન્ય કોઈ બાહ્ય સામગ્રીની જરૂ૨ નથી, પણ પાણીમાં જેમ ઉષ્ણતા આવે છે એ રીતે આત્માનો સ્વાભાવિક ગુણ ક્ષમા ક્રોધ, કષાયના ઉદયથી વિકૃત થઈ જાય છે પણ એ વિકૃતિ સ્વાભાવિક હોતી નથી. જે રીતે અગ્નિના સંપર્કના અભાવમાં ઉષ્ણતા શાંત થઈ જાય છે, એ જ રીતે ક્રોધકષાયના અભાવમાં વિકાર શાંત થઈ જાય છે. જ્યારે વ્યક્તિ પોતાના નિજભાવમાં પરિણમે છે ત્યારે સુખી થાય છે, કારણ કે સુખ એના આત્મસ્વભાવથી પ્રાપ્ત થાય છે. પોતાના સ્વભાવમાંથી ડગી જઈને પરભાવ અથવા વિભાવને પ્રાપ્ત કરે છે ત્યારે એ દુ:ખી થાય છે. આમ ક્રોધ એ આત્માનો સ્વભાવ નથી, પરંતુ અન્ય પદાર્થના સંયોગથી ઉત્પન્ન થયેલો વિભાવ છે અને તેથી જ એ આત્માને અહિતકારક છે. આમ, ક્રોધ જેવી કોઈ હાનિકારક વસ્તુ નથી અને ક્ષમા જેવી કોઈ ગુણકારક બાબત નથી. ક્રોધ માત્ર આલોકમાં જ નહીં, પરલોકમાં પણ દુર્ગતિ અપાવે છે. આથી જ ક્ષમા વિશે કહ્યું છે : उत्तम खम तिल्लोयह सारी, उत्तम खम जम्मोदहितारी । उत्तम खम रयणत्तय धारी, उत्तम खम दुग्गइदुहहारी ।। [ઉત્તમ ક્ષમા ત્રણે લોકમાં સારરૂપ છે. જન્મમરણરૂપ સંસારસમુદ્રને તારનારી છે. રત્નત્રયને પ્રાપ્ત કરાવનારી છે તથા દુર્ગતિને હરણ કરનારી છે.] જૈન ધર્મમાં તો શ્રમણને એવી આજ્ઞા કરવામાં આવી છે કે જ્યાં સુધી તારી ભૂલની ક્ષમા માગે નહીં ત્યાં સુધી ઘૂંક પણ ગળાથી નીચે ઉતારવું નહીં. કાંટા બિછાવનાર તરફ સ્નેહ રાખવો એ ક્ષમાની અગ્નિપરીક્ષા છે. જૈન તત્ત્વદર્શન કહે છે કે ક્ષમા સહજ હોવી જોઈએ, બનાવટી નહીં. ક્ષમા તો એવી nિ ૪૧ ] Page #24 -------------------------------------------------------------------------- ________________ a વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા , હોવી જોઈએ કે જે માગતાં મનનો મોરલો ક્ષણ વાર પણ આઘાત અનુભવે નહીં અને હૈયાની વેલી કરમાય નહીં. સંસારની શેરીઓમાં જેનાથી હેતપ્રીતનાં તોરણ બંધાય અને વઢવેલના કાતિલ કાંટા અવળી ફરી જાય એનું નામ ક્ષમા. અંતરના તાર અમી વરસાવે, સંસાર મનનો મીત લાગે તેનું નામ ક્ષમાપના. આવી ક્ષમાને “ક્ષમા તે ઈચનાં તૈન: ક્ષમા વ£ તfસ્થન” એટલે કે ક્ષમા તેજસ્વીઓનું તેજ અને તપસ્વીઓનો બ્રહ્મ છે. પણ ખરેખર આપણે તપસ્વી રહ્યા છીએ ખરા ? કે પછી દંભ, ડર કે કાયરતાનો અંચળો ઓઢીને બેઠા છીએ ? આપણે જોઈએ છીએ કે ઘણાંને જૂઠનો ભય નથી, પણ જૂઠાણું પકડાઈ જવાનો ભય છે; પાપનો ભય નથી, પણ પાપ આચરતાં ઝડપાઈ જવાનો ભય છે; ચોરીની બીક નથી, પણ ચોરી ઉઘાડી પડી જવાની ભીતિ છે. માનવી જ્યાં સુધી ભયભીત છે ત્યાં સુધી ક્ષમાપનાને પામી શકતો નથી. આપણે માત્ર બીજાનું જ મન દુઃખી નથી કરતા, માત્ર અન્યને જ કટુ વચન કહેતા નથી કે માત્ર સામી વ્યક્તિના જ આત્માને નથી દુભવતા, પરંતુ આપણા પોતાના આત્માને પણ દુભવીએ છીએ. મન, વચનથી તેને ત્રાસ આપીએ છીએ. ખુદ આપણે આપણા પર ગુસ્સે થયા છીએ. આમ માત્ર સામી વ્યક્તિ તરફ કરેલાં પાપોની જ નહીં, પણ સ્વ પ્રત્યેનાં આપણાં પાપોની પણ જાણ. મેળવવી જોઈએ. એ એટલા માટે જરૂરી હશે કે માનવીએ પોતાના પાપનો એ કરાર કરવો પણ જરૂરી છે. એણે કોઈ ગરીબનું શોષણ કર્યું હોય કે કોઈના શોષણમાં સાધનરૂપ બન્યા હોય, કોઈને લાંચ આપી હોય કે કોઈની લાંચ લીધી હોય, પરિગ્રહથી બીજાને પીડા આપી હોય કે હિંસાથી કોઈનું હનન કર્યું હોય ત્યારે માનવીએ પોતે અપરાધોનો એકરાર કરવો જોઈએ. ક્ષમાપનામાં નિખાલસ એકરાર ઘણો મહત્ત્વનો છે. આથી જ આચાર્ય ભદ્રબાહુસ્વામીએ કહ્યું a વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2 પાપને મિચ્છામિ દુક્કડ દે છે અને પુનઃ તે પાપ કરતો નથી, તેનું દુષ્કૃત–પાપ મિથ્યા થઈ જાય છે. પાપને જાણીને, તેનો નિખાલસ એકરાર કરીને તેમ જ એ પાપો ફરી ન કરવાની કૃતનિશ્ચયી પ્રતિજ્ઞા લેવાય ત્યારે જ ક્ષમાપનાની નજીક પહોંચાય છે. ] ‘મિચ્છા મિ દુક્કડ'નો અર્થ જ એ છે કે એક વાર જે ભૂલને માટે ક્ષમાપના કરી, જે દોષને માટે પશ્ચાત્તાપ કર્યો, જે પાપને માટે પ્રાયશ્ચિત્ત કર્યું એવી ભૂલ, એવો દોષ કે એવું પાપ કરવાથી હંમેશને માટે દૂર રહીશું એવો સંકલ્પ કરવો. ‘આવશ્યક નિર્યુક્તિ'માં આચાર્યશ્રી સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે : “સાધક, પાપ પ્રત્યે એક વખત મિચ્છામિ દુક્કડમ્ દઈને જો તે ફરી પાપનું સેવન કરે તો એ દેખીતી રીતે જ જુઠું બોલે છે. દંભની જાળ વણે છે.” ક્ષમા આપવી અને ક્ષમા માગવી : આ રીતે ક્ષમા આપવાની હોય છે અને માગવાની હોય છે. આ બંને ક્રિયાઓ અને તેનું પરિણામ ભિન્ન છે. ક્ષમા માગવી એ ક્ષમા આપવા કરતાં થોડી સહેલી છે. ક્ષમા માગતી વખતે અહમને ઓગાળી નાખવો પડે છે. સામી વ્યક્તિ ક્ષમા આપે કે ન આપે, તો પણ માગનારને આંતરશુદ્ધિ થાય છે પરંતુ ક્ષમા માગતી વખતે માત્ર ખમાવવાનું પૂરતું નથી, ખમાવીને શાંત થવાનું પૂરતું નથી, પરંતુ ઉપશમાવવાનું છે. ક્ષમા માગવી એટલા માટે અઘરી છે કે માણસના હૃદયમાં બદલાની ભાવના, વેરનાં વમળો જાગતાં હોય છે. માણસ પોતે બીજાના અન્યાયનો ભોગ બને ત્યારે વધુ ઘવાયેલો હોય છે. અન્ય ધર્મોમાં ઈશ્વરની ક્ષમા યાચવાનું કહેવામાં આવ્યું છે. જ્યારે જૈન ધર્મમાં સર્વ જીવોની ક્ષમાયાચનાની વાત છે. મંદિરના એકાંતમાં મનોમન ઈશ્વર આગળ ક્ષમા માગી લેવી સરળ છે. પરંતુ વ્યક્તિ પોતાની આસપાસના નાનામોટા જીવોની ક્ષમા માગે છે ત્યારે એનો જીવનવ્યવહાર બદલાઈ જાય છે. વ્યક્તિના સકલ જગતની સજીવ સૃષ્ટિ સાથેના સીધા સંબંધની યાદ તાજી થાય છે, વ્યક્તિના આખા વિશ્વ સાથેના સંબંધોનો સંદર્ભ આવે છે. 0 ૪૩ ] जं दुक्कडं ति मिच्छा, ते भुज्जो कारणं अपूस्तो । तिविहेण पडिहंतो, तस्स खलु दुक्कडं मिच्छा ।। જેિ સાધક મન, વચન અને કાયાના ત્રણેય યોગથી પ્રતિક્રમણ કરે છે, જે ૪૨ Page #25 -------------------------------------------------------------------------- ________________ 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2. વ્યક્ષમા અને ભાવક્ષમા : જૈન તત્ત્વદર્શનમાં ક્ષમાપનાના બે પ્રકાર બતાવ્યા છે : એક દ્રવ્ય-ક્ષમાપના અને બીજી ભાવ-ક્ષમાપના. દ્રવ્ય-ક્ષમાપનામાં માત્ર ઔપચારિકતા હોય છે. વ્યક્તિ એનો અર્થ જાણતી હોય છે પણ જેની સાથે ક્ષમાપના કરવાની હોય એને ખરા હૃદયથી એ ક્ષમાપના કરતી ન હોય. ખરા હૃદયથી થતી ક્ષમાપના એ ભાવ-ક્ષમાપના છે. જેની પાસે સમ્ય દૃષ્ટિ છે એ જ આત્મા ભાવ-ક્ષમાપના કરી શકે છે. અનંતાનુબંધી કષાયોના ઉપશમાદિ-ભાવે ભાવ-ક્ષમાપના પ્રગટે વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા , ક્ષમાપના કરી લેવી જોઈએ. જો આમાં ચૂકી જઈએ તો કર્મની પાટી પર એ ભૂલ વજલેખ બની જશે. આમ થાય તો વ્યક્તિનું સમ્યકત્વ ટળી જાય અને મિથ્યાત્વ ઉદયમાં આવે. આથી પર્વાધિરાજનું ક્ષમાપનાનું કર્તવ્ય ખૂબ જ મહત્ત્વનું બની રહે છે. ક્ષમાને આથી જ શ્રીમદ્ રાજચંદ્રે “મોક્ષના ભવ્ય દરવાજા' તરીકે ઓળખાવી છે. દિગંબરોના દશલક્ષણી ધર્મમાં પહેલું સ્થાન ઉત્તમ સ્થાને છે. જુદા જુદા પ્રકારની ક્ષમા પણ છે. ઉપકાર-ક્ષમા, અપકાર-ક્ષમા, વિપાક-ક્ષમા વગેરે. આ બધી ક્ષમા તો આપણા જીવનમાં છે જ, પણ વચન-ક્ષમા અને તેથી આગળ વધીને ધર્મ-ક્ષમા અથવા સહજ-ક્ષમા સુધી પહોંચે તેને માટે મોક્ષ સરળ છે. કોઈ ભૂલ એવી હોય છે જે દિવસમાં જ સમજાઈ જાય. કોઈ ક્રોધ એક દિવસ ચાલે, કોઈ પંદર દિવસ ચાલે તો કોઈ ચાર મહિના ચાલે છે. કોઈ ક્રોધ પાણીમાં પડેલી કાંકરી જેવો હોય છે, કોઈ ક્રોધ નદીની રેતીમાં દોરેલી લીટી જેવો હોય છે જે પવન આવતાં ભૂંસાઈ જાય. કોઈ ક્રોધ શિલાલેખ જેવો હોય છે. આથી જ દૈનિક પ્રતિક્રમણથી ચોવીસ કલાકની ભૂલની ક્ષમા માગી શકાય. પાક્ષિક ક્ષમાપનાથી પખવાડિયાની, ચોમાસી પ્રતિક્રમણથી ચાર મહિનાની ભૂલોની ક્ષમા માગીએ છીએ. પરંતુ કોઈનો ક્રોધ હઠીલો હોય તો એના વેરની ગાંઠ વર્ષે ખૂલે. આને માટે સંવત્સરી પ્રતિક્રમણ છે. દૈનિક ક્ષમાપનાથી કષાયોની મંદતા થાય છે. પાક્ષિક ક્ષમાપનાથી ક્રોધ, માન, માયા, લોભ રૂ૫ કષાયોનો ઉપશમ કે ક્ષયોપશમ થાય છે. ચાતુર્માસિક ક્ષમાપનાથી પ્રત્યાખ્યાન કષાયો અત્યંત ઉપશમ પામે છે. અને સાંવત્સરિક ક્ષમાપનાથી અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભરૂ૫ કષાયોનું જોર ટળે છે. અને અનંતાનુબંધી કષાયોનો ઉદય થતો નથી. ક્ષમા તારક છે, રાગ મારક છે. ક્ષમાનો બુદ્ધિમાં ઉદય થાય તો વેર અને વિરોધ પ્રગટી શકતાં નથી પરંતુ રજોગુણી કે તમોગુણી બુદ્ધિથી થયેલી ક્ષમાપના આત્મશુદ્ધિ લાવતી નથી. સાત્ત્વિક બુદ્ધિથી થયેલી ક્ષમાપના અનેક પાપકર્મોનો નાશ કરે છે અને ભવિષ્યમાં નવા કર્મો બંધાતાં અટકી જાય છે. જો એક વર્ષની મુદતમાં કોઈના પર દ્વેષ જાગ્યો હોય કે વેર થયું હોય તો એની 1 ૪૪ તીર્થકરને ‘ક્ષમાશ્રમણ” કહેવામાં આવે છે. દેરાસરમાં જઈએ છીએ ત્યારે ‘ઇચ્છામિ ખમાસમણો’ કહીએ છીએ. જૈન ધર્મનું એક નામ આહંદુ ધર્મ છે. જૈન ધર્મ કહે છે કે ક્ષમામાં હો તો સારી અહંતા – સારી યોગ્યતા – ગણાય. જે સુષુપ્ત હોય તે જાગી ઊઠે. ઢંકાયેલું જ્ઞાન કે દર્શન ખૂલી જાય, બધી વિકૃતિ સમાપ્ત થઈ જાય. બધા ધર્મો પાપની જિકર કરે છે. કેટલાક ધર્મ તેનું ફળ ન મળે તે માટે ઈશ્વરની યાચના કરે છે કે ચમત્કારની સાધના કરે છે. જ્યારે જૈન તત્ત્વદર્શન તો કહે છે કે પાપનું ફળ તો મળવાનું. માત્ર ત્યારે પાપનું ફળ ન મળે, જ્યારે તમારા મનમાં ક્ષમા હોય. ક્ષમાનું આવું માહાત્મ જૈન ધર્મ કહ્યું છે. પણ આ ક્ષમા માટે તૈયારી જોઈએ. પર્યુષણના દિવસો આવી તૈયારીના છે. જે પ્રતિક્રમણ કરે છે તેમાં પહેલી આવશ્યક બાબત ક્ષમાં છે. ક્ષમા માટે સમતામાં આવવું પડે. અને તે માટે છે સામાયિક. સમય એટલે વર્તમાન તરફ જાગ્રત રહેવું. ક્ષમામાં વર્તમાન તરફની જાગૃતિ અપેક્ષિત છે. પછી આવે છે પ્રતિક્રમણ. આમાં માનવી પ્રાયશ્ચિત્ત કરે છે. માણસ જાણતાં-અજાણતાં, ક્ષણ-પ્રતિક્ષણ અતિક્રમણ કરે છે. નિયમનો ભંગ કરે છે. ફરી નિયમમાં આવવા માટે પ્રતિક્રમણ કરીએ છીએ. 0 ૪પ ] Page #26 -------------------------------------------------------------------------- ________________ a વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2. વિશેષ પ્રકારની પ્રસન્નતાની પ્રાપ્તિ: સ્વયં ક્ષમા માગીએ છીએ અને બીજાને ક્ષમા આપવા પ્રેરીએ છીએ. આવી નિર્ભયતા કે અભય કઈ રીતે આવે ? ભગવાન મહાવીરને એમના પટ્ટશિષ્ય ગણધર ગૌતમે પૂછ્યું : “આપ વારંવાર ક્ષમાની વાત કેમ કરો છો ?” ભગવાને જવાબ આપ્યો, “ક્ષમા કરવાથી પહેલાં તો આહૂલાદનો ભાવ જાગે છે. પછી વિશેષ પ્રકારની પ્રસન્નતા જાગે છે.” આજે માનવી સુખ અને પ્રસન્નતા વચ્ચેનો ભેદ ખોઈ બેઠો છે. એ જેને સુખ માને છે તેની પાછળ દોડે છે. એ ઇચ્છિત સુખ મેળવે છે પણ એનાથી એને કશો આનંદ થતો નથી. પ્રસન્નતા તો કેટલાંય જોજન દૂર રહે છે. કોઈ વ્યક્તિને રસગુલ્લાં ખાવાથી સુખ થતું હોય. પહેલું રસગુલ્લું ખાશે ત્યારે અપાર આનંદ આવશે. બીજા રસગુલ્લે એટલો આનંદ નહીં આવે, પાંચમા રસગુલ્લા વખતે તો એનો આનંદ ઘણો ઓછો થઈ ગયો હશે અને પચ્ચીસ રસગુલ્લાં ખાય તો કદાચ બીમાર પણ પડી જાય. આપણાં બાહ્ય સુખો આવાં છે – જે પહેલાં સુખ આપે છે, વખત જતાં દુઃખ આપે છે અને પછી વખત જતાં મૃત્યુ પણ. ગણધર ગૌતમે પૂછ્યું કે આ પ્રસન્નતાથી શું થાય ? ભગવાન મહાવીરે કહ્યું કે એનાથી બધાં સત્ત્વો પ્રત્યે મૈત્રીભાવ થાય. આ મૈત્રીભાવથી ભાવવિશુદ્ધિ થશે અને ભાવવિશુદ્ધિ થતાં વ્યક્તિ નિર્ભય બનશે. આથી જ ક્ષમાને સર્વોપરિ ગુણ કહ્યો છે. ત્રીજી શક્યતાની ખોજ : અધ્યાત્મ-યોગી આનંદઘન શ્રી નેમિનાથ પ્રભુના સ્તવનનો આરંભ ‘પટુ દરશન જિન અંગ ભણી જે' એમ કરે છે. એ દર્શાવે છે કે સાંખ્ય અને યોગ એ જિનભગવાનનાં ચરણ છે. બૌદ્ધ અને મીમાંસક એમના હાથ છે. લોકાયતિક વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2. (નાસ્તિક અથવા બૃહસ્પતિને માનનારા) એમની કૂખ જેવા છે. આ રીતે સર્વ વિચારણાઓના સમન્વયની એક ભૂમિકા અહીં મળે છે. જગત જેમ સાંકડું થતું જાય છે તેમ તેમ ધર્મોનું સહઅસ્તિત્વ સર્જાતું જાય છે ત્યારે જૈન ધર્મની ધર્મો અને દર્શનોના સહઅસ્તિત્વની ભાવના વિચારવા જેવી છે. એક બાજુ વિચારોનો સમન્વય છે તો બીજી બાજુ અન્ય ધર્મો પ્રતિ આદર છે. સમ્રાટ કુમારપાળ કે વિષ્ણુવર્ધન જેવા રાજાઓએ જૈનમંદિરોની સાથોસાથ વિષ્ણુ અને શિવનાં મંદિર બંધાવ્યાં. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે સોમનાથના મંદિરમાં શિવ-પ્રાર્થના કરી એટલું જ નહીં, પણ શિવસ્તુતિનો એક શ્લોક પણ રચ્યો. ભવિષ્યમાં ધર્મના ઉદાત્ત તત્ત્વનો સમન્વય કરવા માટે અનેકાંત દૃષ્ટિ આધારશિલા બની રહે એમ છે. નારી પ્રતિષ્ઠાનો પ્રબળ ઉદ્ઘોષ આ ધર્મમાં સતત સંભળાય છે. ભગવાન મહાવીરે નારીને જ્ઞાન અને મુક્તિની અધિકારિણી જાહેર કરી. ચંદનબાળા સાધ્વીને સહુથી પહેલાં દીક્ષા આપીને નારીજાતિના પ્રશ્નો ઉકેલવા માટે એને માધ્યમ બનાવી. મલ્લિનાથ સ્વામી સ્ત્રી હોવા છતાં શ્વેતાંબર મત પ્રમાણે તીર્થંકર થયા, શ્રેણિકરાજાની પત્ની ચલણા ઠંડીમાં તપ કરતા મુનિને જોઈને એનું શું થશે?” એવા શબ્દો બોલ્યાં. શ્રેણિકને પત્નીના ચારિત્ર્ય વિશે શંકા ગઈ. ભગવાન મહાવીરે શ્રેણિકની શંકાનું સમાધાન કરીને કહ્યું કે, “તમને ચેલણા જેવી પતિવ્રતા સ્ત્રી તરફ ખોટી શંકા છે, આથી ચલણા સાથે જ નહીં, આખી નારીજાતિ પ્રત્યે અન્યાય કર્યો.” આવી નારી પ્રતિષ્ઠા જૈન ધર્મમાં પહેલેથી દૃષ્ટિગોચર થાય છે. માનવજાતને વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શન શું આપી શકે, એનો આ તો માત્ર અંગુલિનિર્દેશ જ થયો. એના મર્મને પામવા જેમ જેમ પ્રયાસ કરીએ તેમ એમાંથી માનવજાતને માટે દિશાદર્શક નવનીત સાંપડવાનું જ . આને માટે કેટલુંક છોડવું પડશે. નવી દષ્ટિ સ્વીકારવી પડશે. પુરાણી ચીજોના પ્રશંસાગાનમાંથી મુક્ત થવું પડશે. જડ ક્રિયાના કોચલાને ભેદવું પડશે. ટેક્નોલોજીની હરણફાળની વેળાએ એની ઉપેક્ષા કે અવગણના હવે શક્ય નથી. 0 ૪૭ ] B ૪૬ ] Page #27 -------------------------------------------------------------------------- ________________ 1 વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2, a વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા 2) હવે તો માનવઆત્મા સાથે એનો મેળ બેસાડવાનો છે. જૈન તત્ત્વદર્શનની આ ભાવનાઓમાં જગતકલ્યાણ અને વિશ્વમૈત્રી સાધનારી છે. વર્તમાન સમયમાં હિંસા, આતંક, પરિગ્રહ, દુરાચાર અને વિવાદો પૃથ્વી પરના માનવીના જીવનની વધુને વધુ મુશ્કેલ બનાવી રહ્યા છે, ત્યારે આ વિચારો દ્વારા સમગ્ર માનવજાતિને શુભ પથ પર દોરી શકાય. પણ આને માટે સૌથી મહત્ત્વની આવશ્યકતા આ ભાવનાઓને વર્તનમાં ઉતારવાની છે. મહાત્મા ગાંધીએ માત્ર ભાવનાઓનું ઉચ્ચારણ કર્યું નહીં, પણ એમણે વાસ્તવજીવનમાં પોતાના આચરણથી એને સાકાર કરી. જૈન તત્ત્વદર્શન કહે છે. કે આચરણ વિનાના વિચારો કે ભાવનાઓનો કશો અર્થ નથી. ખરી જરૂર આ ભાવનાઓને સ્વજીવનમાં સાંગોપાંગ ઊતારીને એને સાર્થક કરવાની છે. આ માટે અક્રિયતા, ગતાનુગતિકતા અને કૂપમંડૂકતામાંથી બહાર આવીને ધર્મભાવનાની સક્રિયતા અને સમયસંદર્ભતા પ્રગટાવવી પડશે. માનવજાતના ભાવિને નીરખતાં તત્ત્વવેત્તા બન્ડ રસેલે ત્રણ શક્યતા દર્શાવી. એક તો આખીયે જીવસૃષ્ટિનો અંત, બીજી શક્યતા એ કે મહાસંહારમાંથી ઊગરી ગયેલી કોઈ નાનકડી વસ્તી ફરી આદિમ જીવન શરૂ કરે . ત્રીજી શક્યતા છે કે એક વિશ્વસરકાર હેઠળ માનવજાત એક બને. આ ત્રીજી શક્યતાની ખોજ માટે હવેના સમયે પુરુષાર્થ કરવાનો છે. આવે સમયે અહિંસાની ભાવનાના આહલેકથી વિશ્વશાંતિ ભણી કદમ ભરી શકીએ. અપરિગ્રહથી શોષિત અને વ્યથિત માનવીઓને સહાયરૂપ થઈ સમાજવાદ પ્રતિ ગતિ કરીએ. જાતિ, જ્ઞાતિ અને વર્ણના વાડા ભેદીને માનવનું ગૌરવ કરીએ. નારીની પ્રતિષ્ઠા સાથે માનવકરુણાની ભાવના જગાડીએ. માનવ, પ્રાણી અને પ્રકૃતિની સમગ્ર સૃષ્ટિ પ્રત્યે કલ્યાણભાવના આચરી શકીએ. ધર્મ, રાજ્ય કે રાષ્ટ્રથી વહેંચાયેલા જગતમાં અનેકાંતની દૃષ્ટિથી એકાંતિક આગ્રહો, વિવાદો અને યુદ્ધો વળીને સમન્વય અને સંવાદિતા સ્થાપી શકીએ. 48 ] 1 49 ]