Page #1
--------------------------------------------------------------------------
________________
Qયામુd રહસ્ય
હૈ આત્મા ! તમેં બધાં પરમાત્મા
થાઑ !!
શ્રી મહાવીર સ્વામી દિગંબર જિન મંદિ-નાઈગ્રેવી
Page #2
--------------------------------------------------------------------------
________________
變變變變變變變變
dશ્વનામૂd ૨હસ્ય
(પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના નાયરોબીમાં થયેલાં બહેનશ્રીના વચનામૃત
ઉપરના પ્રવચનો)
પ્રકાશક વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ
ભાવનગર
戀戀戀戀戀戀戀
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક: વિતરાગ સસાહિત્ય પ્રસારક ટ્રસ્ટ ૫૮૦, જૂની માણેકવાડી, પૂજ્ય કાનજી સ્વામી માર્ગ ભાવનગર-૩૬૪૦૦૧
પ્રાપ્તિસ્થાન: (૧) વીતરાગ સસાહિત્ય પ્રસારક ટ્રસ્ટ ૫૮૦, જૂની માણેકવાડી, પૂજ્ય કાનજી સ્વામી માર્ગ ભાવનગર-૩૬૪૦૦૧ ફોન : (૦૨૭૮) ૪૨૩૨૦૭
(૨) શ્રી આદિનાથ કુંદકુંદ કહાન દિગંબર જૈન ટ્રસ્ટ ‘વિમલાચલ’ હરિનગર, અલીગઢ. ફોનઃ (૦૫૭૧) ૪૧૦૦૧૦/૧૧/૧૨
પ્રથમવૃત્તિ ઃ ૬.૧૧-૨૦૦૨ (સોનગઢ – માનસ્તંભજી અભિષેક પ્રસંગે) પૃષ્ઠ સંખ્યા : ૮ + ૨૫૨ = ૨૬૦ (પ્રત-૧000)
પડતર કિંમત : ૩૦/વેચાણ કિંમત : ૨૫/
લેસર ટાઈપ સેટિંગ : પૂજા ઇપ્રેશન્સ પ્લોટ નં. ૧૦૭૫-એ, માતૃછાયા', આંબાવાડી ભાવનગર-૩૬૪૦૦૧ ફોન : (૦૨૭૮) ૨૦૩૪૭૦
મુદ્રક : ભગવતી ઓફસેટ ૧૫, સી. બંસીધર મિલ કમ્પાઉન્ડ, બારડોલપુરા,
અમદાવાદ-૩૮૦૦૦૪ ફોન : ૨૧૭૩૪૯૨/૨૧૬૭૬૦૩
Page #4
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મયુગસૃષ્ટા પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામી
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
વચનામૃત રહસ્ય' નામક આ લઘુકાય ગ્રંથ પ્રકાશિત કરતાં અમોને અત્યંત હર્ષ થાય છે. સદ્ધર્મપ્રભાવક, નિષ્કારણ કરુણામૂર્તિ પૂજ્ય ગુરુદેવશ્રીએ ભારતવર્ષમાં ગામે-ગામ પ્રવચનોની અમૃતવર્ષા કરીને ભવ્ય જીવોને મોક્ષમાર્ગની સાચી દિશા બતાવી પરમ પરમ ઉપકાર કર્યો છે.
પૂજ્ય ગુરુદેવશ્રીમાં સાતિશય લબ્ધિયુક્ત જ્ઞાન, તેમની અસાધારણ પ્રતિભા, શાસ્ત્રના સૂક્ષ્મ સિદ્ધાંતો ઉકેલવાની વિચક્ષણતા, નિષ્કારણ કરૂણાશીલ હૃદય, જિનમાર્ગ પ્રત્યેનો પ્રેમ ઇત્યાદિ અનેકાનેક ગુણોના દર્શન થાય છે. પૂજ્ય ગુરુદેવશ્રીની ધર્મ પ્રભાવના માટેની ભાવના પ્રત્યેક પ્રવચનોમાં વ્યક્ત થાય છે. આ જ ભાવનાના ફળસ્વરૂપે નાયરોબીના મુમુક્ષુઓની વિનંતીને માન આપીને વિદેશગમન કરી ત્યાંની ધરાને પણ પવિત્ર કરી અને પ્રવચનોની અમૃતવર્ષા કરી. - પૂજ્ય ગુરુદેવશ્રીના નાઈરોબીના વિહાર વખતે પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સૂચનથી અને એક મુમુક્ષુના પ્રયત્નથી ત્યાંનાં મુમુક્ષુ મંડળે પૂજ્ય ગુરુદેવશ્રીનાં વિડીયો પ્રવચનો ઉતારવાનો નિર્ણય લીધો અને એકાદ-બે દિવસ પછી વિડીયો ઊતારવાનું શરૂ કરવામાં આવેલ. તદર્થ નાઈરોબી મુમુક્ષુ મંડળનો અત્રે આભાર માનવામાં આવે છે. પૂજ્ય ભાઈશ્રી શશીભાઈની આ દૂરંદેશિતા પ્રત્યે ઉપકૃત લાગણી ઉત્પન્ન થાય છે અને આ પુસ્તક પ્રકાશન પ્રસંગે તેઓશ્રીના ઉપકારને સ્મરણમાં લઈ કોટિ કોટિ વંદન કરીએ છીએ. . વર્તમાનમાં પૂજ્ય ગુરુદેવશ્રીની અનઉપસ્થિતિમાં તેમના નાયરોબીમાં થયેલાં પ્રવચનોની થોડી-ઘણી ઉપલબ્ધ વિડીયો કેસેટ તથા સી.ડી. તેઓશ્રીના દર્શન કરાવવામાં નિમિત્ત થાય છે. તેઓશ્રીના હાવભાવ, તેઓશ્રીની પ્રત્યેક ચેષ્ટા, કરુણારસ નિતરતી પ્રસન્ન મુખમુદ્રા, નિત્ય આત્મદર્શનની ઝાંખી કરાવી જાય છે. જેઓએ પૂજ્ય ગુરુદેવશ્રીને જોયા પણ નથી તેઓ માટે તો આ એક જ સાધન દર્શન અર્થે ઉપલબ્ધ છે. પૂજ્ય ગુરુદેવશ્રીના આ
Page #7
--------------------------------------------------------------------------
________________
વિડીયો પ્રવચનો જોતાં તથા તેઓશ્રીની આત્મરસ ઝરતી વાણી શ્રવણ કરતાં એવી પ્રતીતિ થાય છે કે, “કહાન તારી બંસીમાં ડોલે નરનાર !” આખી સભાને આવી આત્મરસ ઝરતી વાણી હિલોળે ચડાવતી હોય તેવો પ્રત્યક્ષ અનુભવ થાય છે. - નાયરોબીમાં થયેલાં પ્રવચનોમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ પૂજ્ય બહેનશ્રીની મુક્તકંઠે પ્રશંસા કરી છે તથા પૂજ્ય બહેનશ્રીની અંતરંગ દશા બાબત પણ અનેક વખત ઉલ્લેખ કરેલ છે. પૂજ્ય બહેનશ્રીની અનુભૂતિ બાબત તથા તેઓશ્રીના જાતિસ્મરણજ્ઞાન બાબત અત્યંત પ્રમોદ વ્યક્ત કર્યો છે. એવા પૂજ્ય બહેનશ્રીના વચનામૃત ઉપરના આ પ્રવચનો પ્રકાશિત કરતાં અત્યંત આનંદની લાગણી થાય છે. - પૂજ્ય બહેનશ્રીના વચનામૃત એ મુમુક્ષુજીવ માટે ખરેખર અમૃત તુલ્ય જ છે. જે વચનરૂપી અમૃતને પીવાથી મુમુક્ષુજીવ અમર થઈ જાય છે એટલે કે જન્મ-મરણથી મુક્ત થઈ સાદિ અનંતકાળ માટે સમાધિ સુખમાં બિરાજમાન થાય છે. મુમુક્ષુ જીવને મોક્ષમાર્ગ પર્યત પહોંચવા સુધીનું માર્ગદર્શન અત્યંત સાદી ભાષામાં પરંતુ ઘણું ઊંડાણથી આવેલ છે. - પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રત્યેક પ્રવચનો વિડીયોમાં ઉપલબ્ધ નથી પરંતુ ઑડિયો સી.ડી. માંથી આ પ્રવચનોને ઑડિયો કેસેટમાં રૂપાંતર કરી અક્ષરશઃ લખી લેવામાં આવે છે. ત્યારબાદ સંપાદન કરતી વખતે પ્રત્યેક પ્રવચનોને સાંભળીને સંપાદન કરવામાં આવે છે. પૂર્ણરૂપે જ્યારે પ્રવચન તૈયાર થઈ જાય છે ત્યારે ફરી એકવાર અન્ય મુમુક્ષુ દ્વારા તેને કેસેટ સાથે મેળવી લેવામાં આવે છે. જેથી કોઈ ક્ષતિ રહી જવા ન પામે.
આ પુસ્તકના પ્રવચનોને ઝડપથી લખી આપવા બદલ શ્રી કનુભાઈ લક્ષ્મીચંદ શાહ, અમદાવાદનો આભાર માનવામાં આવે છે. તથા અન્ય મુમુક્ષુઓ દ્વારા જે સહકાર પ્રાપ્ત થયેલ છે તેમનો પણ અત્રે આભાર માનવામાં આવે છે. આ પુસ્તકના પ્રકાશનાર્થ પ્રાપ્ત દાનરાશિનું અન્યત્ર સાભાર વિવરણ આપવામાં આવેલ છે.
પ્રવચનોના પ્રકાશન કાર્યમાં પ્રમાદવશ કે અજાગૃતિવશ કોઈ ક્ષતિ રહી
Page #8
--------------------------------------------------------------------------
________________
જવા પામી હોય તો વીતરાગ દેવ, ગુર, શાસ્ત્રની શુદ્ધ અંતઃકરણપૂર્વક ક્ષમા યાચીએ છીએ. તથા પાઠકવર્ગને કોઈ ક્ષતિ નજરમાં આવે તો તેઓ અવશ્ય જણાવે જેથી ભવિષ્યમાં ક્ષતિમાં સુધારો કરવામાં આવે.
અંતતઃ આ અમૃત વર્ષામાં પ્રત્યેક મુમુક્ષુ સ્નાન કરીને અમૃતને પ્રાપ્ત કરી અમૃતમય થઈ જાય એવી ભાવના સાથે વિરામ પામીએ છીએ.
પરમ પુરુષ પ્રભુ સગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.”
તા. ૭-૧૦-૨૦૦૨
ટ્રસ્ટીગણ વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રવચન અનુક્રમણિકા
વચનામૃત નંબર
પૃષ્ઠ સંખ્યા
પ્રવચન ક્રમાંક
. ૦૨૧ * * * * * * * * * * * ૦૪)
૦૫૯
કં 8 8 ૐ 8 8 8 8 8 કે હું
વચનામૃત-૧ થી ૪ . . . . . . . . . . . . . . . . ૦૦૧ વચનામૃત-૬ થી ૧૨ . . . . . • • • • • • • • વચનામૃત-૧૩ થી ૨૦ . . . . .
૦૪૦ વચનામૃત-૨૧ થી ૨૫ . . . . વચનામૃત-૨૬ થી ૩) • • • • • •
. . ૦૭૮ વચનામૃત-૩૧ થી ૩૩ . . . . . . .
૦૯૫ વચનામૃત-૩૪ થી ૩૬ . . . . વચનામૃત-૩૬ થી ૩૯ વચનામૃત-૪૦ થી ૪૪ વચનામૃત-૪૫ થી ૪૭ . . . વચનામૃત-૪૭ થી ૫૦ . . . વચનામૃત-૫૦ થી પ૬ . . . . . . વચનામૃત-૪૧૨-૪૧૩ . . . . . .
)
થી
૪૪ . . . . . . . • • • • • • • ૧૧૨
• • • • • ૧૯૧
વચનામૃત રહસ્ય' પુસ્તકના પ્રકાશનાર્થે આવેલ દાનરાશિ (સ્વ. મંગળાબહેન મનસુખલાલ જૈનના સ્મરણાર્થે) હ. શ્રી નિલેષભાઈ મનસુખલાલ જૈન, ભાવનગર
૫.૫OOLતથા શ્રી પાર્થિવભાઈ મનસુખલાલ જૈન, મુંબઈ
૫,૫૦૦/સ્વ. ન્યાલચંદ વીરચંદ વોરા પરિવાર, ભાવનગર
૫,OOO/એક મુમુક્ષુ, ભાવનગર
૫,૦OO/એક મુમુક્ષુ, મુંબઈ
૫,OOO/શ્રી હેમંતભાઈ સી. શાહ, મુંબઈ
૨,૫૦૦/શ્રીમતી વિમલાદેવી હીરાલાલ જૈન, ભાવનગર
૨,૧૦૦/શ્રીમતી લક્ષ્મીબેન કાંતિલાલ શાહ, ભાવનગર
૩,૦૦/
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રશમમૂર્તિ પૂજય બહેનશ્રી ચંપાબહેન
Page #11
--------------------------------------------------------------------------
Page #12
--------------------------------------------------------------------------
________________
હું જ્ઞાન માત્ર છું.
સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત્ર રહે તધ્યાન મહી; પ્રશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વરતે જય તે.
પાવન મધુર અભુત અહો ! ગુરુવદનથી અમૃત ઝર્યા, શ્રવણો મળ્યાં સદ્ભાગ્યથી નિત્યે અહો ! ચિસ ભર્યા. ગુરુદેવ તારણહારથી આત્માર્થી ભવસાગર તર્યા, ગુણમૂર્તિના ગુણગણતણાં સ્મરણો હૃદયમાં રમી રહ્યાં.
હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે; કંઈ અન્ય તે મારું જરી, પરમાણુમાત્ર નથી અરે.
સહજાન્મસ્વરૂપ
સર્વદેવ
પરમગુરુ
Page #13
--------------------------------------------------------------------------
________________
8
-
-
આ સંસારમાં જીવ એકલો જન્મે છે, એકલો મરે છે, એકલો પરિભ્રમણ કરે છે, એકલો મુક્ત થાય છે. તેને કોઈનો સાથ નથી. માત્ર ભ્રમણાથી તે બીજાની ઓથ ને આશ્રય માને છે. આમ ચોદ બ્રહ્માંડમાં એકલા ભમતાં જીવે એટલાં મરણ કર્યા છે કે તેના મરણના દુઃખે તેની માતાની આંખમાંથી જે આંસુ વહ્યાં તેનાથી સમુદ્રો ભરાય. ભવપરિવર્તન કરતાં કરતાં માંડમાંડ તને આ મનુષ્યભવ મળ્યો છે, આવો ઉત્તમ જોગ મળ્યો છે, તેમાં આત્માનું હિત કરી લેવા જેવું છે, વીજળીના ઝબકારે મોતી પરોવી લેવા જેવું છે. આ મનુષ્યભવ ને ઉત્તમ સંયોગો વીજળીના ઝબકારાની જેમ અલ્પ કાળમાં ચાલ્યા જશે. માટે જેમ તું એકલો જ દુઃખી થઈ રહ્યો છે, તેમ એકલો જ સુખના પંથે જા, એકલો જ મુક્તિને પ્રાપ્ત કરી લે.
(બહેનશ્રીના વચનામૃત-૩૫૭)
Page #14
--------------------------------------------------------------------------
________________
સ્મરણાંજલી
મનસુખલાલ મોનજી જૈન
મંગળાબહેન મનસુખલાલ જૈન
અનંત અનંત ઉપકારી અધ્યાત્મયુગસૃષ્ટા પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીની પાવન જન્મભૂમિ ઉમરાળામાં આપનો જન્મ થયો હતો તથા બાળપણ પણ ત્યાં વીત્યું હતું.
આપે આપના જીવનમાં પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી દ્વારા ઉપદિષ્ટ વીતરાગ દિગંબર જૈન ધર્મ અંગીકાર કરેલ. આપ બન્નેને પૂજ્ય ગુરુદેવશ્રી, પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબહેન તથા સોનગઢ સાધનાભૂમિ પ્રત્યે અનન્ય શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણતા હતી. જે આપ બન્નેએ આપના જીવનના અંત સમય સુધી ટકાવી રાખી હતી. બાહ્યમાં દેવ, શાસ્ત્ર, ગુરુ અને અંતરમાં નિજ જ્ઞાયક સ્વરૂપને સદા શરણરૂપ સમજી અત્યંત શાંત પરિણામસહ દેહત્યાગ કર્યો હતો.
આપે અમ બાળકોના જીવનમાં સુસંસ્કારોનું સિંચન કરીને નિજ આત્માની આરાધના કરવાની પ્રબળ પ્રેરણા અને જીવનમાં ક્યારેય વીતરાગ દેવ, ગુરુ, શાસ્ત્ર પ્રત્યેની શ્રદ્ધામાં અંશમાત્ર પણ કમી ન લાવવાની સલાહ આપી અમોને યોગ્ય સંસ્કારોનું સિંચન કરેલ.
શ્રી જિનેન્દ્રદેવ દ્વારા, પ્રરૂપિત તથા પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા ઉપદિષ્ટ વીતરાગ માર્ગે ચાલી આપ બન્ને શાશ્વત સુખને પામો એવી પવિત્ર ભાવના સહ. પુત્રો: પ્રકાશભાઈ, નિલેષભાઈ, પુત્રવધુ : પલ્લવીબહેન, ચારૂબહેન, જિનલબહેન
પાર્થિવભાઈ
પુત્રીઓ : શૈલાબહેન ઘનશ્યામભાઈ લીંબડીયા હર્ષાબહેન દિલિપભાઈ ગોસલીયા પૌત્રો-પૌત્રીઓ : વિધિ, આગમ, પૂજા, તીર્થેશ
દોહિત્રો-દોહિત્રીઓ રીનિતા, કુંજલ, વિદેહી, હાર્દિક, ચિંતન
Page #15
--------------------------------------------------------------------------
Page #16
--------------------------------------------------------------------------
________________
ॐ વીતરાગાય નમઃ
હે જીવ ! તને ક્યાંય ન ગમતું હોય તા તારો ઉપયોગ પલટાવી નાખ અને આત્મામાં ગમાડ. આત્મામાં ગમે તેવું છે. આત્મામાં આનંદ ભર્યો છે; ત્યાં જરૂર ગમશે. જગતમાં ક્યાંય ગમે તેવું નથી પણ એક આત્મામાં જરૂર ગમે તેવું છે. માટે તું આત્મામાં ગમાડ.' ૧.
પ્રવચન-૧, વચનામૃત-૧ થી ૪
આ બેનનાં વચનામૃત છે. તમા૨ા ત૨ફથી માગણી કરી હતી કે બપોરે આ વાંચન કરવું. બેન છે એમની ઉંમર તો વર્તમાન(માં) ૬૬ ચાલે છે. પણ એમને પૂર્વભવનું અસંખ્ય અબજ વર્ષનું જ્ઞાન છે. જગતને વિશ્વાસ બેસવો કઠણ છે (પણ સત્ય વાત છે). આ પહેલાં કાલનું જેમ યાદ આવે એમ અસંખ્ય અબજ વર્ષ પહેલાંનું યાદ આવે છે. નવ ભવ છે નવ ભવનું જ્ઞાન છે. આ સ્વર્ગનો ભવ અસંખ્ય વર્ષનો હોય છે. એમની નીચે ૬૪ બાળ બ્રહ્મચારી દીકરીઓ છે. બાળ બ્રહ્મચારી ! એમાં રાતે થોડું બોલે, એમાં તરત લખી લીધેલું. નહિતર એ તો પોતે કાંઈ લખવાનું કહે નહિ ! એને બહાર પડવાની વાત નહિ. એ તો અતીન્દ્રિય આનંદમાં મજા કરે છે.
અનુભવ - સમ્યગ્દર્શન જેને કહીએ એ ઝીણી વસ્તુ છે. એ સમ્યગ્દર્શનમાં ધર્મની પહેલી શ્રેણી - પહેલી ધારામાં આત્માનો અનુભવ થાય. અનુભવ થતાં એમાં આત્માના આનંદનો સ્વાદ આવે. આ દુનિયાના જે જડનાં સ્વાદ
Page #17
--------------------------------------------------------------------------
________________
[વચનામૃત-૧] છે - કે કલ્પનાના સુખના સ્વાદ (છે) એ તો દુઃખ છે. અંતરમાં આત્મા આનંદ સ્વરૂપ છે એનું ભાન થતાં . પ્રથમ ધર્મ (પ્રગટ થતાં . પ્રથમ સમ્યગ્દર્શન થતાં, એ અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ (છે) પર્યાયમાં એના આનંદનો સ્વાદ આવે. એને અનુભવ કહે છે. આહા...હા...! ઝીણી વાત છે, પ્રભુ
અનુભવ રત્ન ચિંતામણી, અનુભવ હૈ રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષનો, અનુભવ મોક્ષસ્વરૂપ.” “અનુભવ રત્ન ચિંતામણી” . આત્માનો અનુભવ એ ધર્મ છે. રાગથી, પુણ્યથી - દયા, દાન, વ્રતના વિકલ્પથી જુદો પાડીને અંતર આત્માનો અનુભવ કરવો અને આનંદનું વેદન લેવું, એને અહીંયા સમ્યગ્દર્શન - ધર્મની પ્રથમ શ્રેણી - ધર્મનું પહેલું પગથિયું કહેવામાં આવે છે. આહ...હાં......
બેનાને) આનંદનો અનુભવ છે. એ અનુભવમાં (આ) બોલેલાં, લોકોએ થોડું લખી લીધું. એમાં વળી આ વાત બહાર આવી ગઈ ! નહિતર એ તો બહાર પડે નહિ. બહારથી) મડદાં જેવાં - મરી ગયેલાં (દેખાય) !
જ્યારે આત્માને પ્રથમ સમ્યગ્દર્શન થાય છે ત્યારે અંતરમાં અતીન્દ્રિય આનંદના સ્વાદ આગળ જગતનાં બધા સ્વાદો છૂટી જાય છે. બધા સ્વાદની મીઠાશ છૂટી જાય છે. ત્યારે એને આનંદના સ્વાદમાં જે કાંઈ વાણી આવે છે (તેને) “અનુભવ વાણી' કહેવામાં આવે છે. એ આ “અનુભવ વાણી’ છે ! દાક્તરોએ તો ના પાડી છે કે એમણે બહુ ફરવું નહિ. નહિતર તો અહીંયા આવવાનો ભાવ હતો). લોકોનો આગ્રહ હતો. પણ આરામ લેવો, બહાર નીકળવું નહિ (એમ દાક્તરનું કહેવું હતું. એટલે આવી શક્યા નથી. પણ એમની આ ચોપડી ૬૦,૦૦૦ છપાઈ ગઈ છે. (બહેનશ્રીના વચનામૃત'નો) પ્રચાર ઘણો છે. ૬૦,000 પુસ્તકો બહાર આવ્યા છે. પણ સમજવા માટે જરી પહેલો બોલ આપણે લઈએ.
પહેલો બોલ - હે જીવ ! આહા...હા....! (જીવને સંબોધન કર્યું છે - હે પ્રભુ! જીવ એટલે આત્મા ! પ્રભુ હે જીવ ! તને ક્યાંય ન ગમતું હોય....' પણ ક્યાંય ન ગમતું હોય તો ! ક્યાંય ગમતું હોય તો તો અંતરમાં નહિ જઈ શકે. ક્યાંય ધૂળમાં ને પૈસામાં ને બાયડી ને છોકરા ને આબરૂ ને કીર્તિ - એમાં જો તને મજા લાગતી હોય તો તું અંદરમાં જઈ શકીશ
-
-
-
=
-
-
-
- -
*
* * * *
- -
-
=
=
=
=
=
=
•
=
Page #18
--------------------------------------------------------------------------
________________
- - *-ક
માં
'
ન-
-
-
કરી
:
વચનામૃત રહસ્ય નહિ. તને ધર્મ નહિ થઈ શકે. પણ (જો) તને ક્યાંય ન ગમતું હોય તો.... આ એક શરત છે. આ એક શરત છે).
બેનની વાણી રાતે થોડી નીકળી ગઈ હતી, એમાં ૬૪ બાળ બ્રહ્મચારી બેન - દીકરીયું છે. પચાસ-પચાસ લાખની (પેદાશ હોય એવા ઘરની) દીકરીયું છે. બાળ બ્રહ્મચારી એવી ૬૪ દીકરીયું ત્યાં છે. મોટો પ્રચાર છે. એમાં આ બોલેલાં ને થોડું (બેનોએ) લખેલું ને એમનાં ભાઈએ બહાર પાડ્યું! - “હે જીવ !” આ પહેલી - શરૂઆતની વાત કરી છે). તને ક્યાંય ન ગમતું હોય તો...' આ શરત (છે). આત્મા સિવાય કોઈ ચીજમાં તને ગોઠતું ન હોય તો. આહા...હા...! આ શરત ! ..તો તારો ઉપયોગ પલટાવી નાખ...' ઝીણી વાત છે, પ્રભુ ! એટલે કે તારો જે અંદર ઉપયોગ છે - જે જાણવા - દેખવાનું કામ કરે છે એ અત્યારે) પરમાં કામ કરે છે. અનાદિથી રાગ ને દ્વેષ ને વિકલ્પમાં કામ કરે છે. એ સંસાર છે, દુઃખ છે, રઝળવાનાં પથ છે. પણ તને ત્યાં ન ગોઠતું હોય તો... આહા..હાહા...! તારો ઉપયોગ પલટાવી નાખ... એ જાણવા - દેખવાનો જે ભાવ છે એ પુરમાં ગયો છે - પરમાં વળી ગયેલો છે, તેમાં તને જો ન ગોઠતું હોય તો સૂક્ષ્મ ઉપયોગ કરીને અંતરમાં જા ! આહા...હા...!
જાણવા - દેખવાનો જે ઉપયોગ છે (તેને પલટાવી નાખ). આ શેની વાત ચાલે છે ? પર્યાયની ? (શ્રોતા : ઘરની) ઘરની ! આ ભગવાન આત્મા....! પ્રભુ ! શું કહીએ ? આ આખી દુનિયાથી જુદી જાતની વાત છે.
આત્મા સિવાય ક્યાંય તને રુચતું ન હોય તો.... એ શરત ! પુણ્ય પણ રુચે નહિ, પાપ પણ રૂચે નહિ, વિષય રુચે નહિ, ભોગ રુચે નહિ, આબરૂ રુચે નહિ તો....! આ શરત ! ઉપયોગને અંદર લઈ જા, ભાઈ ! આહા...હા...હે...!
જાણવા - દેખવાનું જે કાર્ય થઈ રહ્યું છે એ જાણવા - દેખવાનું કાર્ય પરનું કરે છે, (આમ) તો પોતામાં કરે છે, પણ પર તરફ વળેલું કામ કરે છે. અંતર આનંદનો નાથ પ્રભુ તેની તરફનું એનું વલણ એક સેકંડ પણ કોઈ દિ કર્યું નથી અને તેને કરવાની દરકાર અનંતકાળમાં કરી પણ નથી. તેથી કહે છે તારો ઉપયોગ - જાણવા-દેખવાનો ભાવ પલટાવી નાખ. આહા...હા...હા...! આ પહેલો બોલ આવ્યો છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
[વચનામૃત-૧] પહેલો બોલ આ છે. પ્રભુ ! તું આમ છે ને (એટલે કે, તારા જાણવા - દેખવાનો ભાવ છે ને એ આમ (બહાર) વળેલ છે ને (અર્થાતુ) પુણ્ય અને પાપ, પુણ્ય-પાપના ફળમાં શરીર, ઇન્દ્રિય, વિષય, ભોગ, બાયડી, છોકરાં, કુટુંબ, વેપાર, ધંધો એમાં વળેલો છે એ તો પાપનો ઉપયોગ છે. પણ એથી આગળ વધીને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજામાં વળેલો હોય તો એ પુણ્ય ઉપયોગ છે. હવે બન્નેમાં તને ન ગમતું હોય તો.... આહા...હા...હા...! તારો " ઉપયોગ પલટાવી નાખ. (આ) શબ્દો છે, પ્રભુ ! (પણ) શબ્દોમાં ભાવ ભર્યા છે. આહા...! અનુભવની વાણી છે. અનુભવના આનંદના સ્વાદ સહિતની આ વાણી છે. ધર્મ - સમ્યગ્દર્શન એવી કોઈ ચીજ છે....! બહુ ઝીણી - સૂક્ષ્મ છે. ધર્મનું પહેલું પગથિયું ! એમાં અનુભવની શરૂઆતથી જ ધર્મ થાય છે. એ આત્માનો અનુભવ - આનંદનો અનુભવ કરવા માટે ઉપયોગને પલટાવીને ત્યાં (આત્મામાં) લઈ જા. (એમ કહે છે). આહા...હા..!
આમ ઉપયોગ જાણવા-દેખવાનું કામ બહારમાં કરે છે, એ તો સવારમાં આવ્યું હતું કે બહારને જાણે છે એ પોતાની પર્યાય છે. એ કાંઈ પરને જાણતું નથી. એ જાણે છે તો એની પોતાની પર્યાય. કારણકે પોતાની પર્યાયના - દશાના અસ્તિત્વમાં એ જણાય છે. જાણનારની પર્યાય છે એ પોતાની છે. એ (પર) જણાતું નથી ખરેખર તો પોતાની) પર્યાય જણાય છે. પણ પર્યાયમાં પરનું જ્ઞાન જણાય છે અને પ્રભુ ! એકવાર ઉપયોગને પલટાવ. અરેરે...! અનંતકાળથી પ્રભુ તે કામ નથી કર્યું. (તો) એકવાર ઉપયોગને પલટાવી નાખ અને આત્મામાં ગમાડ.' આહ........!
બહારમાં જરીક કાંઈક પાંચ-પચીશ લાખ રૂપિયા કે પાંચ-પચીશ કરોડ રૂપિયા લ્યો ને ! થાય તો પણ) આ રીતે અનંતવાર થયું છે. એ કોઈ નવી ચીજ નથી. ત્યાં તને ન ગોઠતું હોય તો હવે અહીં આવ, (એમ) કહે છે. હવે પહેલી જ શરત આ છે. અને ઉપયોગને પલટાવી નાખ. એ કંઈ વાતુ નથી, બાપા ! આહા...હા..! એ કોઈ પૈસે (કે) શરીરે કામ થઈ શકે એવું નથી.
અંતરનો જાણવાનો ઉપયોગ આમ જે (બહારની બાજુ વળેલ છે એને સૂક્ષ્મ કરી, ધૂળ ઉપયોગ કરે છે તેથી બહારમાં ભટક્યા કરે છે (તે ઉપયોગને) સૂક્ષ્મ કરીને અંતરમાં જો. આહા..હા...! અને આત્મામાં ગમાડ. “આત્મામાં
Page #20
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
ગમે તેવું છે.’ આત્મામાં ગમે એવું છે (એમ કહે છે.) અંદર આનંદ છે પ્રભુ !
આય...જી........!
આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદ આગળ, બત્રીસ લાખ વિમાનનો સ્વામી ઇન્દ્ર છે, એક-એક વિમાનમાં અસંખ્ય દેવ છે એનો લાડો જે ઇન્દ્ર (છે) (એ) સમકિતી છે, આત્મજ્ઞાની છે. ભલે (બહારમાં) એ (બધી) ચીજ હોય પણ આત્માનું ભાન છે અને પરમાં સુખબુદ્ધિ ઊડી ગઈ છે. એ જીવ પણ ભગવાન પાસે સાંભળવા આવે છે. મહાવિદેહક્ષેત્રમાં ૫૨માત્મા બિરાજે છે. બેન ત્યાં હતાં. ત્યાંથી આવ્યાં છે. જરી કપટ થઈ ગયું હતું એથી સ્ત્રીનો દેહ (મળ્યો છે). (જે) સ્ત્રીપણું મળ્યું એ પૂર્વની માયાને કારણે છે. માયાકપટ થઈ ગયું. એમાંથી આયુષ્ય બંધાઈ ગયું તો સ્ત્રી થઈ ગયાં. ભગવાન પાસે હતાં. અત્યારે ભગવાન બિરાજે છે. મહાવિદેહમાં મોજૂદ સમવસરણમાં આમ બિરાજે છે. એમાં હતાં, શેઠના દીકરા હતાં. પણ છેલ્લે દેહ છૂટતાં જરી અસ્થિરતા થઈ ગઈ, થોડી માયા થઈ ગઈ (એટલે) સ્ત્રીપણે આવી ગયા છે. પછી એમને (સંવત) ૧૯૮૯ની સાલમાં પૂર્વભવનું જ્ઞાન થયું છે. જાતિસ્મરણ(માં) પહેલાં પાંચ ભવનું જ્ઞાન આવ્યું. પછી પહેલાં ચા૨ ભવનું આવ્યું. (એમ) નવ ભવનું જ્ઞાન (છે). યાદ આવે છે એમ અસંખ્ય અબજ વર્ષની યાદ આવે છે. એના (આ) વચનો છે. અહીં માગણી હતી, આવવાનો વિચાર પણ હતો. પણ એમાં શરીર એવું છે કે બહુ ફરવું નહિ (કેમકે) અંદર Heart ઉપર કંઈક અસર છે. પોતાને તો આનંદ છે, હોં ! એને કાંઈ ન મળે. એ તો આનંદ.... આનંદ... ને આનંદ.... અતીન્દ્રિય આનંદમાં છે). બસ !
હમણાં પાંચ વર્ષ કાલની વાત જેમ
અતીન્દ્રિય આનંદના અનુભવમાં એમ કહે છે આત્મામાં ગમે તેવું છે.' પણ ‘આત્મા’ કોણ છે ? એ જાણ્યા વિના ગમે ક્યાંથી એને ? એ ચીજ શું છે ? એ ચીજ ખ્યાલમાં આવ્યા વિના એની રુચિ ક્યાંથી થાય ? જે ચીજ ખ્યાલમાં જ આવી નથી જ્ઞાનમાં ખ્યાલમાં આવી નથી તો એની રુચિ અને પોષાણ ક્યાંથી થાય ? આહા...હા..હા...! થોડી ઝીણી વાત છે, પ્રભુ ! (પણ) છે તારા ઘરની વાત. પ્રભુ છો તું તો બાપુ ! પણ તને તારી ખબર નથી. એથી અહીં કહે છે આહા...હા..હા..! તને ‘આત્મામાં ગમે તેવું છે.’
-
Page #21
--------------------------------------------------------------------------
________________
[વચનામૃત-૧] કેમ (ગમે તેવું છે ? (કેમકે) આત્મામાં આનંદ ભર્યો છે.. આહા.......! આ શું ? કોઈ ચીજ હોય તો એ ચીજનો સ્વભાવ હોય કે નહિ ? વસ્તુ હોય એમાં - વસ્તુમાં વસ્તુનો વસેલો ગુણ હોય કે નહિ ? તો આત્મા વસ્તુ છે તો એમાં વસેલા ગુણો પણ છે). વસ્તુમાં વસેલી – રહેલી શક્તિઓને ગુણ કહે છે. તો એ આત્મામાં એક આનંદ ગુણ પૂરો ભરેલો છે. આહા...હા...હા...! હવે આ વાત કેમ બેસે ? કઈ રીતે બેસે ?
બહારમાં આમ ધૂળમાં સુખ) માનતા હોય. મહિને પાંચ-પચાસ લાખની પેદાશ થતી હોય અને અબજોપતિ માણસ હોય). (એને આમ કેમ બેસે ?) જેને એમાં મીઠાશ છે, એને આત્મામાં આનંદ છે એ વાત એને રુચે પણ નહિ. કારણ કે એને માપ કરતાં આવડતું નથી. આહા...હા...! આહા...હા...!
એક છોકરો હતો. રવિવારનો દિવસ હતો. એનો બાપ, આલપાકનો કોટ આવે છે ને ? આલપાક ! આ આલપાકનું કપડું આવે છે ને ? (એ) પચાસ હાથનું કપડું લઈ આવેલો. (અને) છોકરાને આપ્યું અને કહ્યું, આના હવે આપણે કોટ કરો. એણે પચાસ હાથનું કપડું) માપ્યું. છોકરો આઠ વર્ષનો (હતો), (તેણે) પોતાના હાથે માપ કર્યું અને કહ્યું, “બાપુજી ! તમે પચાસ હાથનો કહો છો એમ નથી, પણ આ તો સો હાથનું છે.' બાપુજીએ કહ્યું બેટા ! તારા હાથ માપમાં કામ ન આવે. અમારા વેપારમાં તારા હાથ કામ ન આવે. એ તો અમારા હાથ કામમાં આવે.' એમ જ્ઞાની કહે છે કે તારી કલ્પના છે એ સત્યને સમજવામાં કામ નહિ આવે. તું કલ્પના કરીને વિકલ્પમાં દોડ્યો જાય છે એનાથી આ (સત્યનું) માપ નહિ આવે. તેનું માપ આવવા માટે અંતરમાં ગમીને ગમાડીને) ઉપયોગને અંદરમાં લઈ જા તો માપ આવે એવું છે. ઝીણું છે ભગવાન ! આહા...હા...!
(અહીંયા કહે છે, “આત્મામાં આનંદ ભર્યો છે.... આહા...! જેમ સાકરમાં ગળપણ છે અફીણમાં કડવાશ છે, પ્રભુમાં (આત્મામાં) આનદ છે - દુ:ખ નથી. એ દુઃખ તો તેણે અનાદિ અજ્ઞાનથી વિકાર ઉત્પન્ન કર્યો છે. તેનું છે). (પંચેન્દ્રિયના) વિષયમાં સ્ત્રીમાં, પૈસામાં, આબરૂમાં-પુરમાં સુખ છે એવી કલ્પના અજ્ઞાનીએ, મૂઢપણે સ્વના ભાન વિના, સ્વ સત્તાની ઓળખાણ વિના પરમાં સુખની કલ્પના કરીને) ચોરાશી લાખ યોનીમાં રખડી રહ્યો છે. એ ઉપયોગ હવે પલટાવ બાપુ ! તને આવો મનુષ્યભવ મળ્યો. (એ) ઉપયોગ
Page #22
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય (પલટાવ) કેમકે “આત્મામાં આનંદ ભર્યો છે, ત્યાં જરૂર ગમશે. આા........!
અરે...! ક્યાં અહીં જરી થોડું બહારમાં ઉપયોગમાં આનંદ... આનંદ... લાગતો હોય. છ છોકરાં, આઠ છોકરાં હોય, એક-એક છોકરાં પાંચ-પચીશ લાખની મહિનાની પેદાશ કરતાં હોય અને એ આનંદમાં આ ક્યાં શોધવા જાય કે આત્મામાં આનંદ છે. આ...હા...હા...હા...! “અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહિ ગુરુ સંતને મૂક્યા નહિ અભિમાન' - અભિમાન મૂક્યા નહિ કે હું જાણતો નથી, બાપુ વસ્તુ કાંઈ બીજી છે જેની મને ખબર નથી. અભિમાનમાં ને અભિમાનમાં ચડી ગયો. “મને આવડે છે, મને ખબર છે, એ બધું આમ છે . એમને એમ અજ્ઞાનમાં ને અજ્ઞાનમાં . મૂઢ(તા)માં મરી ગયો છે. અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહિ ગુરુ સંતને . ગુરુ - સંત કોને કહેવાય એ સમજવું કઠણ વાત છે. જેને સમ્યગ્દર્શન, જ્ઞાન ને ચારિત્ર થયાં હોય અથવા સમ્યગ્દર્શન, જ્ઞાન થયાં હોય એને અહીંયા ગુરુ કહેવાય. હજી પોતાને ખબર નથી કે સમ્યગ્દર્શન શું હોય ? તો પરની ઓળખાણ ક્યાંથી કરી શકે ? એ અહીં કહે છે - “તારામાં આનંદ ભર્યો છે.” એમ તને ગુરુ કહે છે. આહા..હા...હા...! ક્યાં ભર્યો હશે . (આ આનંદ) ?
‘આત્મામાં આનંદ ભર્યો છે, ત્યાં જરૂર ગમશે. જગતમાં ક્યાંય ગમે તેવું નથી....આહા...હા...હા...! એટલે ? આત્મા સિવાય ક્યાંય તને પ્રેમ થાય, ' આનંદ મળે એવી કોઈ ચીજ નથી. આત્મા સિવાય કોઈ પર ચીજમાં આનંદ થાય, મજા પડે એવી કોઈ જગતમાં ચીજ છે જ નહિ. આહા...હા...હા..! આખા જગતથી ઊલટું કરીને ગુલાંટ ખાવી છે, આમ પડ્યો છે એને ગુલાંટ ખવડાવવી છે.
(અહીં) કહે છે “જગતમાં ક્યાંય ગમે તેવું નથી....' કહ્યું છે ભાઈ ? પણ એક આત્મામાં જરૂર ગમે તેવું છે. આહા...હા..હા...! પણ તું આત્માને ઓળખ તો પ્રભુ (તને જરૂર ગમે તેવું છે). બાકી તો બહારનાં બધાં થોથાં અનંતવાર કર્યા અને અનંતવાર ગયાં અને મરીને ગયો ચાર ગતિમાં રખડવા ! મોટો અબજપતિ હોય (તે) મરીને ભૂંડ થાય ! મોટો અબજપતિ હોય એ મરીને કૂતરો થાય, કાગડો થાય ને કૂતરો થાય. ચોરાશીના અવતારમાં એવાં (અવતાર) અનંતવાર કર્યો. આહાહા...!
Page #23
--------------------------------------------------------------------------
________________
વિચનામૃત-૧] જેને આત્માની ખબર ન મળે એને પુણ્ય ને પાપના ભાવ(ના) જે ફળરૂપે આવે એ એને ચારગતિ(માંથી) (કોઈ એક) ગતિ મળે. પુણ્ય કંઈક (કર્યા) હોય તો મનુષ્યપણું ને આ દેવઆદિ થાય. પાપ (કર્યા હોય તો નરકમાં (જાય) ને ઢોર થાય, પણ ચાર ગતિમાં રખડ્યા કરે.
(માટે અહીંયા કહે છે, જો તને આત્મામાં ગમે આહા..હા...હા...! (તો) ...આત્મામાં જરૂર ગમે તેવું છે. માટે તું આત્મામાં ગમાડ.' આ પહેલો બોલ છે. અનુભવપૂર્વકનો (બોલ) છે. આહા...હા...!
બેનની તો વાત જ જુદી છે. હિન્દુસ્તાનમાં (એમના જેવી) અત્યારે બીજી ચીજ નથી. એવી ચીજ છે ! એવા કોઈ અંતર અનુભવના આનંદમાં આવતાં (આ વાતો આવી ગઈ છે). ઝીણી વાત છે. ભગવાન પાસે હતાં. ત્યાંથી એ આવેલ છે. પૂર્વનાં અમે મિત્ર હતાં એટલે વાત કરે. નહિ તો વાત પણ કરે નહિ. કંઈ પડી જ નથી, બોલવું (ઓછું), એક જ આનંદ... આનંદ... ને આનંદ બસ ! અતીન્દ્રિય આનંદના વેદન આગળ કોઈ પગે લાગે, હાથ જોડે તો પણ)-સામું જોવે નહિ ! એક આનંદની લહેરમાં પડ્યાં છે. એ આ બોલી ગયાં છે કે ગમે તેમ (પણ) ‘તું આત્મામાં ગમાડ. આહા....હ...!
સ્ત્રીનો દેહ કે શરીરનો દેહ એ કાંઈ. આત્મા નથી, આત્મા તો જુદી ચીજ છે.. આ દેહ તો બહારનાં હાડકાનાં પૂતળાં દેખાય છે. હાડકાં, માંસ ને ચામડાનાં પૂતળાં દેખાય છે. પૈસો ધૂળ દેખાય છે. આત્મા તો એનાથી ભિન્ન છે). અરે...! પુણ્ય-પાપના વિકલ્પના રાગથી પણ ભિન્ન છે). ત્યાં તું) જા, (ત્યાં તને ગમશે. (કેમકે ત્યાં આનંદ છે. આહા...હા...હા...! આવ્યું ને ? ‘તું આત્મામાં ગમાડ.' એ પહેલો બોલ થયો.
Page #24
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
: જે “અંતરના ઊંડાણથી પોતાનું હિત સાધવા જે આત્મા જાગ્યો
અને જેને આત્માની ખરેખરી લગની લાગી, તેની આત્મલગની જ તેનો માર્ગ કરી દેશે. આત્માની ખરેખરી લગની લાગે ને અંદરમાં માર્ગ ન થાય એમ બને જ નહિ. આત્માની લગની લાગવી જોઈએ; તેની પાછળ લાગવું જોઈએ. આત્માને ધ્યેયરૂપ રાખીને દિન-રાત સતત પ્રયત્ન કરવો જોઈએ. મારું હિત કેમ થાય?, હું આત્માને કઈ રીતે જાણું?' - એમ લગની વધારીને પ્રયત્ન કરે તો જરૂર માર્ગ હાથ આવે.” ૨.
(હવે, બીજો બોલ. “અંતરના ઊંડાણથી.... આહા......! “અંતરના ઊંડાણથી....' ઊંડાણથી (અર્થાતુ) અંદરમાં પુણ્ય-પાપના ભાવથી આગળ જતાં, આહા....... ....પોતાનું હિત સાધવા જે આત્મા જાગ્યો...” “અંતરના ઊંડાણથી પોતાનું હિત સાધવા જે આત્મા જાગ્યો અને જેને આત્માની ખરેખરી લગની લાગી..' આહા.....!
મા-દીકરો ચાલતાં હોય ને છોકરો નાની ઉમરનો છ-સાત વર્ષનો હોય અને આમ ફરતાં હોય એમાંથી આંગળીએથી છોકરો છૂટો પડી જાય, એની મા ક્યાંક આઘી ચાલી ગઈ હોય અને છૂટો પડી ગયો હોય તો બા-બા' કર્યા કરે. બા-બા' (કર્યા કરે). એને ગમે તે પૂછો તો (એમ જ કહે, “મારી બા'. એવું એકવાર પોરબંદરમાં) થયેલું. એક છોડી અપાસરાની પાસે ખોવાઈ ગયેલી. સિપાહી (એને) પૂછે “કોણ છો ?” તો (કહે) “મારી બા” “કઈ શેરીમાં રહે છે ?” (તો) કહે “મારી બા,’ ‘તારી બહેનપણી કોણ ?” (તો કહે “મારી બા).' કારણ કે કંઈ શેરીમાં રહે છે એ ઓળખે તો પોલીસ ત્યાં મૂકે ને ? (એમ એ “બા-બા' જ કર્યા કરે. એમ જેને અંતરમાં “આત્મા-આત્માની લગની લાગી છે તેની વાત કરે છે). આહા...હા..હા...!
.
••••!
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૦
- [વચનામૃત-૨] (અહીંયા કહે છે) ..પોતાનું હિત સાધવા જે આત્મા જાગ્યો..... જાગ્યો અંદરથી ! આહા...હા...! અરે...! હું તો આનંદ ને જ્ઞાનની મૂર્તિ છું ! મારા સ્વરૂપમાં રાગ પણ નથી, દયા, દાનના વિકલ્પો મારી ચીજમાં નથી, તો આ ધૂળ-પૈસા અને શરીર-માટી-ધૂળ એ તો અંદરમાં તે હતી જ ક્યાં ? આહા..હા...! પણ એના પ્રેમ અને પ્રીતિમાં દોરાઈ ગયો છે. હવે કહે છે ઊંડાણમાં ઉતર ! આહા...હા....! . .
“...જેને આત્માની ખરેખરી લગની લાગી, તેની આત્મલગની જ તેનો માર્ગ કરી દેશે. આત્માની લગની લાગવી જોઈએ. બાપા ! આહા...હા...! એની લગની લાગે તો એ એને માર્ગ કરી દેશે. એને માર્ગ થયે છૂટકો! આહા...હા...! પણ લગની લાગવી જોઈએ. આહા...હા...! “...ખરેખરી લગની લાગી, તેની આત્મલગની જ તેનો માર્ગ કરી દેશે.”
આત્માની ખરેખરી લગની લાગે ને અંદરમાં માર્ગ ન થાય એમ બને જ નહિ. કેટલાક કહે છે . “અમે બહુ મહેનત કરીએ છીએ પણ સમજાતું - નથી.” તો એ મહેનત જ બીજી જાતની (કરે છે. જેને પકડવો જોઈએ એવી (એને ઓળખવાની) મહેનત હોય તો પકડાયા વિના રહે જ નહિ. સમજાય છે કાંઈ ? (એને પકડવા) ઉપયોગને સૂક્ષ્મ કરવો પડે, પ્રભુ ! બહુ ઝીણો કરવો પડે. જાણવા-દેખવાની દશાને બહુ ઝીણી કરવી પડે અને ઝીણો કરે તો ઝીણી ચીજ છે એ હાથમાં આવે. જુદી જાત છે, પ્રભુ ! આહ.....હા...!
(માટે કહે છે“.....આત્મલગની જ તેનો માર્ગ કરી દેશે. આત્માની ખરેખરી લગની લાગે ને અંદરમાં માર્ગ ન થાય એમ બને જ નહિ. આત્માની લગની લાગવી જોઈએ... અંદરથી લગની લાગવી જોઈએ. આહા...હા...! એક જ આત્મા.... આત્મા.... આત્મા....! સપનામાં આત્મા.... જાગૃતિમાં આત્મા.... વિચારમાં આત્મા.... કલ્પનામાં આત્મા... આહા...હા...! એમ જેને લગની લાગે (તેને માર્ગ મળે છે.
“...તેની પાછળ લાગવું જોઈએ.’ આત્માની પાછળ લાગવું જોઈએ. જેમ પૈસા ને બાયડી ને છોકરાની પાછળ લાગ્યો છે, એમ આત્માની પાછળ લાગવું જોઈએ. આહા...હા.... (એમ) .તેની પાછળ લાગવું જોઈએ.
આત્માને ધ્યેયરૂપ રાખીને શું કહે છે ? આત્માને ધ્યેયરૂપ રાખીને) એટલે લક્ષમાં લઈને, ધ્યેય બનાવીને દૃષ્ટિમાં તેને ધ્યેય બનાવીને, તેને
:
,
Page #26
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૧૧ લક્ષમાં લેવા માટે ....દિન-રાત સતત પ્રયત્ન કરવો જોઈએ. આવી વાત છે બાપા આહા...હા..!
એ કોઈ શાસ્ત્રનું જાણપણું થઈ જાય એટલે આત્મા (પ્રાપ્ત) થઈ જાય એમ પણ નથી. (તેના માટે તો) અંતરનું જ્ઞાન જોઈએ. અંતરમાં ઊતરવું જોઈએ. આહા...હા...! ભગવાન અંદર અતીન્દ્રિય આનંદથી ભર્યો પડ્યો છે. જેનો નમૂનો અંતરમાં આનંદના સ્વાદનો આવે ત્યારે તેણે “આત્મા જાણ્યો એમ કહેવામાં આવે. આહા...હા...હા...! અંતરમાં આનંદ છે - અતીન્દ્રિય આનંદ છે (એની સામે) ઈન્દ્રના ઇન્દ્રાસનો પણ સડેલાં કૂતરા જેવા લાગે ! એ સુખ (એવું લાગે) ! સમ્યગ્દર્શન થતાં, અનુભવ થતાં, અનુભવી ધર્મની પહેલી શ્રેણીવાળાને, ધર્મના પહેલાં સોપાન - પગથિયાવાળાને પોતાનાં સુખ આગળ ઇન્દ્રના સુખ પણ ઝેર જેવા લાગે ! આહા..હા...! - હવે એમાં (અજ્ઞાનીને) બહારમાં મીઠાશ લાગે (અને અહીંયા કહે છે ધર્મીને) એ ઝેર જેવા લાગે છે. પણ કોને લાગે ? મીંઢવે તો લાગે) ને ! આત્માનો આનંદ મીંઢવે કે આ (આત્મા) તો આનંદમૂર્તિ છે અને આ (રાગાદિ) બધાં તો ઝેર છે. આ રીતે એની સાથે મેળવે તો એને આનંદ (સામે ઝેર લાગે. પણ મેળવે જ નહિ - જાણે જ નહિ તો એને ઝેર ક્યાંથી લાગે ? આહા...હા...! આવી વાતો છે.
આ બેનનાં વચનો જરી નીકળી ગયાં છે. અંદર અનુભવથી સિદ્ધાંતરૂપે નીકળ્યાં છે. અનુભવની વાણી છે. પુસ્તક તો ૬૦,000 બહાર પડી ગયાં છે. એક શબ્દ (વાક્ય) તો (એવું) આવે છે. છે અહીં ? ચાકળા નથી ? મુંબઈમાં સભામાં બધે ચારે કોર ચાકળા થઈ ગયાં છે. “જાગતો જીવ ઊભો છે' - એ શબ્દ છે. આમાં છે ક્યાંક. કેટલામું પાનું ? આમાં છે. ૩૦૬ (નંબરનો) બોલ (છે). પાનું ૧૦૩. પહેલી લીટી (છે) - “જાગતો જીવ ઊભો છે.” શું કહે છે ? જ્ઞાયક - જાણક સ્વભાવ જીવ ઊભો (છે) એટલે ધ્રુવ છે. આ બધું અનિત્ય અને અસ્થિર છે. પ્રભુ ! અંદર ધ્રુવ છે. જાગતો... જાગતો.... જાગતો.... જ્ઞાયક ચૈતન્યમૂર્તિ પ્રભુ ! ઊભો છે ને ! ઊભો છે ને અંદર ! ઊભો છે. એટલે ધ્રુવે છે ને ! આ...હા...હા...હા...! “જાગતો જીવ ઊભો છે તે ક્યાં જાય ?' ક્યાં જાય ? શરીરમાં જાય ?. રાગમાં આવે ? જાય ક્યા એ ? આહા...હા...હા...! ઝીણી વાત છે, પ્રભુ ! એના શબ્દો
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૨
વિચનામૃત-૨] (અંતરના ઊંડાણના અમૃતના છે !! “જાગતો જીવ ઊભો છે તે ક્યાં જાય? જરૂર પ્રાપ્ત થાય જ.' એ ધ્રુવ ઉપર નજર કરે તો પ્રાપ્ત થયા વિના રહે નહિ. ઊભો છે ને ? “ઊભો એટલે ધ્રુવ છે ને ! ચૈતન્ય ભગવાન અંદર ધ્રુવ છે, નિત્ય છે, અનાદિ - અનંત છે, સ્વતઃસિદ્ધ છે. એ ઊભો - ધ્રુવ છે એને જો પહોંચી વળે તો જરૂર તને આનંદ મળે. આહા...હા...! એ વિના બીજો કોઈ રસ્તો છે નહિ. આહા...હા...હા...! શબ્દો તો ઘણાં (ગંભીર) છે !
અહીં (કહે છે) આત્માને ધ્યેયરૂપ રાખીને... પ્રેમ એટલે લક્ષ રાખીને. ...દિન-રાત સતત પ્રયત્ન કરવો જોઈએ.’ આ ચાલતી વાત. બીજો બોલ (ચાલે છે). “મારું હિત કેમ થાય ?” આહા...હા...! હું આત્મા છું, મારું હિત કેમ થાય ? એમ એને લગની લાગવી જોઈએ. છે ? “હું આત્માને કઈ રીતે જાણું ? એમ માનીને લગની ને પ્રયત્ન કરે છે. એમ લગની વધારીને પ્રયત્ન કરે તો જરૂર માર્ગ હાથ આવે. જરૂર માર્ગ (પ્રાપ્ત) થાય, થાય ને થાય જ. આહા...હા...!
શું કરે (જ્યાં) લપ બધી વળગી કરોળિયાને ! આહા...હા...! એક ઠેકાણે એવું લખ્યું છે કે માણસને બે પગ છે. એ માણસ છે એ બાયડી પરણે ત્યારે એને ચાર પગ થાય, બે ને બે = ચાર એટલે એ ઢોર થયો ! ઢોરને ચાર પગ હોય ને ? (આવું) શાસ્ત્રમાં લખાણ છે. એને વળી છોકરો થાય તો છ પગ થાય. જ્યારે છ પગ થાય (ત્યારે) એ ભમરો થયો. ભમરાને છ પગ હોય અને એમાં વળી એ પરણે ને બાયડી થાય એટલે આઠ પગ થાય, ત્યારે એ કરોળિયો થયો. કરોળિયાને આઠ પગ હોય. ખબર છે કોઈ દિ' ? ખબર પણ નહિ હોય. કરોળિયાને આઠ પગ હોય, ભમરાને છે પગ હોય, ઢોરને ચાર પગ હોય (ને) માણસને બે પગ હોય, (એમ) જ્યાં વળગ્યો એક, બે ત્રણ ને ચાર...! આહા....હા...હા...! એ તો કહે છે પછી
એ કરોળિયાની લાળમાં વિંટાઈ ગયો. લાળ મોઢામાં કાઢે ને એમાં ને એમાં વિંટાઈને મરી જાય, થઈ રહ્યું....!
અહીં કહે છે કે તું પ્રયત્નને વધાર. આત્માની લગની કર પ્રભુ ! આત્મા.... આત્મા... આત્માની ઓળખાણ કર. બીજું બધું છોડીને પ્રયત્નથી આત્માની ખોળખાણ કર. (તો) તને જરૂર માર્ગ હાથ આવે. બે બોલ થયાં.
બીજે જ છોડી
થયા
Page #28
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
Soo
છે
૭૦ ૦ (
જ્ઞાનીની પરિણતિ સહજ હોય છે. પ્રસંગે પ્રસંગે ભેદજ્ઞાનને યાદ કરીને તેમને ગોખવું નથી પડતું, પણ તેમને તો એવું સહજ પરિણમન જ થઈ ગયું હોય છે . આત્મામાં એકધારું પરિણમન વર્યા જ કરે છે.” ૩.
0
ત્રીજો બોલ. “જ્ઞાનીની પરિણતિ સહજ હોય છે. શું કહ્યું એ ? જેને ધર્મ થાય છે તેને આત્મજ્ઞાન થાય છે. તે આત્માનું જ્ઞાન અને વર્તે છે. તેથી તે ધર્મીને જ્ઞાનીની પરિણતિ નામ અવસ્થા, પરિણતિ એટલે દશા, જ્ઞાનીની દશા સહજ હોય છે. તે સ્વાભાવિક જાણનાર - દેખનાર રહીને આનંદમાં રહે છે. આહા...હા...હા...! આવો માર્ગ છે.
જ્ઞાનીની પરિણતિ.... એટલે પર્યાય. જ્ઞાનીની પરિણતિ એટલે પર્યાય - અવસ્થા. .....સહજ હોય છે.' ત્યાં હંઠ નથી હોતી. આહા...હા...! અંદર જ્ઞાનાનંદ, સહજાનંદ પ્રભુનું જ્યાં જ્ઞાન અને ભાન થયું અને ધર્મની શરૂઆત થઈ એ સહજ થાય છે. એની એ દશા સહજ હોય છે, કૃત્રિમ નથી.
“પ્રસંગે પ્રસંગે ભેદજ્ઞાનને યાદ કરીને તેમને ગોખવું નથી પડતું... શું કહે છે ? જેને ભેદજ્ઞાન (થઈને) આત્મજ્ઞાન થયું તેને પ્રસંગે પ્રસંગે આ રાગથી જુદું પાડવાનો પ્રસંગ પછી નથી રહેતો. જુદો પડ્યો એ પડ્યો. પછી એને નવું ભેદજ્ઞાન વિકલ્પાત્મક) કરવું પડતું નથી. અરે...! અરે....! આત્મા આનંદમૂર્તિ ભગવાન અંદરથી જુદો પડ્યો તેને હવે પ્રસંગે પ્રસંગે ભેદજ્ઞાનને યાદ કરીને ગોખવું નથી પડતું. એટલે ? આ રાગ હું નહિ, પુણ્ય હું નહિ એમ વારંવાર પછી જ્ઞાનીને કરવું પડતું નથી. આહા...હા...હા...! - એ રાગના વિકલ્પથી ચાહે તો દયા, દાન, ને વ્રતનો વિકલ્પ - રાગ હોય એનાથી પણ ધર્મીની દશા - પરિણતિ જુદી હોય છે. એને જુદી ગોખવી
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૪
[વચનામૃત-૩] નથી પડતી કે, આ રાગથી હું જુદો છું, રાગથી હું જુદો છું. રાગથી જુદી એની દશા - પરિણતિ થયા જ કરે છે. એવો એનો સહજ સ્વભાવ છે. આહા..હાં... આવી ધર્મની વાત છે. આકરું પડે...! (બહારમાં પ્રવાહ બીજો ચાલે છે અને માર્ગ કંઈક બીજો છે. એટલે આકરું લાગે. . .. પણ તેમને તો એવું સહજ પરિણમન જ થઈ ગયું હોય છે.....' એમ ધર્મીને - જ્ઞાનીને તો આત્માનું જ્ઞાન થયું છે તેથી તે જ્ઞાનમાં રાગને હવે જુદો પાડવો પડતો નથી. જુદો પાડ્યો એ પાડ્યો. જુદું પરિણમન થયાં કરે છે. ધર્મીને રાગના વિકલ્પથી જુદો પાડતાં, પાડ્યા પછી તેને રાગથી જુદો પાડવાનો પ્રયત્ન ફરીને કરવો પડતો નથી. આહા...હા..હા..! ભેદ પડ્યો એ પડ્યો. ભેદ એમ ને એમ થયા - રમ્યા જ કરે છે. (એટલે કે રાગથી ભિન્ન જ્ઞાન ને આનંદમાં રમ્યા જ કરે છે. ભલે બોલે, હાલે, ચાલે પણ
એ ક્યિાથી ભિન્ન અંદર થયા કરે છે. આ...હા...હા...હા...! આવો માર્ગ છે). હજી વ્યવહારના ઠેકાણાં ન હોય એને આવી વાત કાને પડતાં (આકરી) લાગે.
....પણ તેમને તો એવું સહજ પરિણમન જ થઈ ગયું હોય છે. કે આત્મામાં એકવાર (આવું) પરિણમન (થયા પછી) વર્યા જ કરે છે. ધર્મીને રાગથી જુદો પડતાં, રાગથી જુદો પડતાં રાગથી પછી જુદો પાડવો પડતો નથી. આહા...! આનંદની ધારા, જ્ઞાનની ધારા ધર્મીને એકધારી સદાય વર્યા જ કરે છે. એને ધર્મ કહેવામાં આવે છે. આકરું છે ભાઈ ! આહા...હા...!
હજી સાંભળ્યું પણ ન હોય (એ) વિચાર અંદર કે દિ કરે ? અંદરમાં રુચિ ક્યારે કરે ? એને સાંભળવા ન મળે. ' (અહીં) કહે છે (જ્ઞાનીને) - આત્મામાં એકધારું પરિણમન વર્યા જ કરે છે. એકધારું ! છે ને ? ....એકધારું પરિણમન વર્યા જ કરે છે.' આા . હ...!
Page #30
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૬
જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપનારાં છે. જ્ઞાન વગરનો વૈરાગ્ય તે ખરેખર વેરાગ્ય નથી પણ રુંધાયેલો કષાય છે. પરંતુ જ્ઞાન નહિ હોવાથી જીવ કષાયને ઓળખી શકતો નથી. જ્ઞાન પોતે માર્ગને ઓળખે છે, અને વૈરાગ્ય છે તે જ્ઞાનને ક્યાંય ફસાવા દેતો નથી પણ બધાથી નિસ્પૃહ અને સ્વની મોજમાં ટકાવી રાખે છે. જ્ઞાન સહિતનું જીવન નિયમથી વેરાગ્યમય જ હોય છે.” ૪.
હવે ચોથો બોલ. “જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપનારાં છે. એ શું કહે છે ? આત્માનું જ્ઞાન (એટલે શુદ્ધ આનંદ સ્વરૂપનું (જ્ઞાન) અને પુણ્ય-પાપના રાગનો વૈરાગ્ય. (અર્થાતુ) પુણ્ય-પાપના પ્રેમથી છૂટી અને રાગથી વિરક્ત થયો એ રાગથી વિરક્ત થયો તે વૈરાગ્ય અને આત્માનું જ્ઞાન થયું તે જ્ઞાન, એ જ્ઞાન અને વિરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપે છે. આહ.. ...ધ...! છે ?
“જ્ઞાન અને વૈરાગ્ય....' વૈરાગ્ય એને કહીએ કે આત્માનું જ્ઞાન જે છે તે રાગ રહિત થયું એવું જ્ઞાન અને રાગમાં જે પુણ્ય અને પાપના ભાવ છે એ બન્નેમાંથી છૂટીને વિરક્ત થાય. (અર્થાત) રાગમાં રક્ત છે તેનાથી વિરક્ત થાય. પુષ્ય ને પાપના પરિણામમાંથી), પુણ્યના પરિણામમાં રક્ત છે તેનાથી વિરક્ત થાય એને વૈરાગ્ય કહીએ. બાયડી - છોકરાં છોડે, દુકાન છોડીને બેઠો, સાધુ થઈ ગયો માટે વૈરાગી છે, એમ નથી, એમ કહે છે. અંતરનાં પુણ્ય ને પાપના ભાવથી વિરક્ત થાય તે વૈરાગ્ય છે). છે ? “જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપનારાં છે.'
જ્ઞાન વગરનો વૈરાગ્ય તે ખરેખર વૈરાગ્ય નથી....' (અર્થાતુ) જેને અંદર આત્મજ્ઞાન થયું નથી, જેને અંદર આત્માનુભવ નથી, એનો વૈરાગ્ય તે વૈરાગ્ય
-
* *
*
*
*
*
*
*
*
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૬
વિચનામૃત-૪] નથી. એ કુટુંબ ને કબીલા છોડીને સાધુ થાય તો એ સાધુ નથી. કેમકે એવું સાધુપણું તો અનંતવાર લીધું છે. ‘મુનિવ્રત ધાર અનંત બેર, ત્રિવેક ઉપજાયો, પૈ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો' અનંતવાર મુનિપણું ધારણ કર્યું, ૨૮ મૂળગુણ પાળ્યાં, (પાંચ) મહાવ્રત લીધાં પણ એ મહાવ્રતાદિનાં પરિણામ તો રાગ ને આસવ ને દુઃખ છે. આહા...હા..હા...! એનો વૈરાગ્ય જ્યારે થાય ત્યારે પુષ્ય ને પાપનાં બન્ને પરિણામથી વિરક્ત થાય અને આત્મામાં રક્ત થાય. (આમ) આત્માનું જ્ઞાન (તે જ્ઞાની અને પુણ્ય-પાપ (ના પરિણામથી) વિરક્ત તે વૈરાગ્ય (છે), બન્ને એકબીજાને મદદ કરનારા છે. ઝીણી વાત છે ભાઈ ! - આ તો સાદી ભાષામાં બેન બોલી ગયેલાં છે અને આ લખાઈ ગયું છે. પુસ્તક બહાર ઘણાં આવી ગયાં છે. અહીંયા પણ ઘણાં આવ્યાં હશે. (શ્રોતા : ત્રણ હજાર આવ્યાં છે). ૬૦,000 છપાઈ ગયાં છે. મુંબઈ, કલકત્તા, દિલ્હી. ચારેકોર ગયાં છે. લંડન, અમેરિકા બધે પુસ્તક ગયાં છે. પણ (આ વાત) થોડી ઝીણી પડે. (કેમકે) બીજો પ્રચાર ઘણો અને આ વાત સાંભળવા મળે નહિ એ વિચારે કે દિ ને અંદર નિવૃત્તિ કે દિ લે ? આહા...
અહીં કહે છે “જ્ઞાન વગરનો વૈરાગ્ય...' એટલે શું? જેને આત્માનું જ્ઞાન (થયું હોય) (એટલે કે) રાગથી ભિન્ન, દયા, દાન ને વ્રતનાં પરિણામનાં વિકલ્પથી પણ ભિન્ન એવું જેને જ્ઞાન હોય તેને તેની સાથે રાગનો વૈરાગ્ય (એટલે કે વિરક્તભાવ હોય જ. ઝીણી વાત છે. આહા...હા...! ‘જ્ઞાન વગરનો વૈરાગ્ય તે ખરેખર વેરાગ્ય નથી. આત્માના અનુભવ વિનાનો વૈરાગ્ય એ વૈરાગ્ય નથી. એ ભલે કુટુંબ-કબીલા છોડીને, દુકાન છોડીને, પાંચ-પચાસ લાખની પેદાશ હોય એ છોડીને સાધુ થઈને) બેઠો હોય, પંચ મહાવ્રત પાળતો હોય છતાં પણ આત્માનો અનુભવ નથી તો એ અજ્ઞાની છે.
શ્રોતા :- આત્માના અનુભવની કિંમત છે. પૂજ્ય ગુરુદેવશ્રી - અનુભવની કિંમત છે. પ્રથમ સમ્યગ્દર્શનની કિંમત છે. અનુભવ કહો કે સમકિત કહો (બન્ને એકાર્થ છે). જ્ઞાન એટલે આત્મા. (આત્માના) જ્ઞાન વગરનો વૈરાગ્ય તે ખરેખર વૈરાગ્ય નથી. પણ રૂંધાયેલો કષાય છે. (એટલે કે) દાબેલો કષાય છે. રૂંધાયેલો એટલે દાબેલો છે. (રાગ) ખસ્યો નથી, રાગ ગયો નથી. (પણ) દાળ્યો છે. એ ઉદયમાં આવશે (તેમાં જોડાઈને પાછો) ચાર ગતિમાં રખડશે. આહા...હા..હા...! ઝીણી વાત છે પણ
Page #32
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય બાપુ ! સાચી વાત તો આ છે. - ૬૪ બાળ બ્રહ્મચારી બેન - દીકરીયું છે એમાં બેન આ બોલેલાં અને નવ દીકરીયુએ લખી લીધેલું તે બહાર આવ્યું. નહિતર તો બહાર આવે જ નહિ. એને પોતાને બહાર પડવાનો ભાવ નહિ, કોઈ લખે છે એની પણ એને ખબર નહિ. લખે છે તો બહાર પાડે તો એની એને ખબર નહિ. પણ આ વાત અત્યારે બહાર આવી ગઈ.
(અહીં) કહે છે “જ્ઞાન વગરનો વેરાગ્ય તે ખરેખર વેરાગ્ય નથી... એ શું કહ્યું પ્રભુ ? જેને રાગના, દયા, દાનના વિકલ્પથી ભિન્ન આત્મા (છે) એવા આત્માનું જેને અનુભવ અને જ્ઞાન નથી તેનો વૈરાગ્ય તે રુંધાયેલો (કષાય છે, એટલે કષાયને દાવ્યો છે. કષાય ગયો નથી, ટળ્યો નથી (પણ) દાવ્યો છે. (એટલે) પાછો એનો ઊભરો આવશે. આહા...હા...! બહારથી વૈરાગ્ય દેખાય બાયડી - છોકરાં છોડી બેઠો હોય એટલે) વૈરાગી દેખાય પણ અંદરમાં આત્મજ્ઞાન નથી એ વૈરાગ્ય (નથી). એને યથાર્થ વૈરાગ્ય છે જ નહિ. જ્ઞાન વગરનો વૈરાગ્ય રુંધાયેલો છે . દબાયેલો કષાય છે. આહા..હા...!
પરંતુ જ્ઞાન નહિ હોવાથી જીવ કષાયને ઓળખી શકતો નથી. આહા...હા...! એ શું કહે છે ? અંદર આત્મા જ્ઞાનમૂર્તિ, ચિદાનંદ અતીન્દ્રિય આનંદ સ્વરૂપ - એને જે જાણતો નથી તેથી તે જ્ઞાન વિના કષાયને ઓળખી શકતો નથી. કષાય કોને કહેવો ? દયા, દાન, વ્રતના પરિણામને પણ કષાય કહેવાય છે. એ વાત) એ જાણી શકતો નથી. આ...હા...હા...હા...! " અંતરના આત્માના જ્ઞાન વિના વૈરાગ્ય હોતો નથી. પરંતુ જ્ઞાન નહિ હોવાથી તે જીવ કષાયને ઓળખતો પણ નથી. એને કષાય થાય છે. મહાવ્રતના પરિણામ એ કષાય છે. આ..હા...હા...હા...! (આવું સાંભળીને રાડ નાખી જાય ને ! એ વિકલ્પ ઊઠે છે. વ્રત, અહિંસા, સત્ય એ વૃત્તિ : વિકલ્પ છે. ભગવાન (આત્મા) તો વિકલ્પથી રહિત છે. એવા નિર્વિકલ્પ ચૈતન્યના જ્ઞાન વિના જું કાંઈ વૈરાગ્ય દેખાય તે દાબેલો કષાય છે.
(હવે કહે છે, “જ્ઞાન પોતે માર્ગને ઓળખે છે..... અને જ્ઞાન વિના (અર્થાતુ) અંતર સમ્યકજ્ઞાન વિના આ કષાય છે, રાગ છે - એમ ઓળખી શકે નહિ. જ્ઞાનનો સ્વાદ રાગના સ્વાદથી જુદો છે . એવું જેણે જાણ્યું નથી તે રાગના સ્વાદને ઓળખી શકતો નથી. આહા...હા...હા....! આવો ઉપદેશ હવે...! માર્ગ
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૮
[વચનામૃત-૪] તો આવો છે ભાઈ !
અજ્ઞાની (જીવન) જ્ઞાન નહિ હોવાથી કષાયને ઓળખી શકતો નથી. જ્ઞાન પોતે માર્ગને ઓળખે છે....... રાગથી, વિકલ્પથી ભિન્ન પડતું જ્ઞાન (અર્થાતુ) ચૈતન્યરસ (સ્વરૂ૫) આત્મા એ ચૈતન્યરસન - આનંદનો અનુભવ થયો એ કષાયોને ઓળખે છે કે આ રાગ છે તે દુઃખરૂપ છે (અને) મારું સ્વરૂપ તે આનંદરૂપ છે. આનંદ અને રાગના ભાગને (સ્વાદને બન્નેને જુદા પાડીને જાણે છે. અજ્ઞાનીને કષાયનું જ્ઞાન નથી. આહા...હા...! સમજાય છે કાંઈ ? આવી ઝીણી વાતું ! - અમારે ત્યાં સોનગઢમાં તો કાયમ (આવું) ચાલે. ૪૫ વર્ષથી ચાલે છે. કાયમ આ ચાલે છે. કાયમ લોકો સવાર-સાંજ (આવે છે. અહીંયા તો પહેલા - વહેલા આવ્યાં છીએ. એટલે અજાણ્યા માણસને આકરું લાગે એવું છે. (પણ) એને કાને તો પડે ! (કે) કાંઈક ચીજ બીજી છે. આ...હા...હા...હા...!
‘જ્ઞાન પોતે માર્ગને ઓળખે છે....' રાગના વિકલ્પથી જુદું પડેલું આત્માનું જ્ઞાન, એને જે-જ્ઞાન થયું તે જ્ઞાન રાગને ઓળખે છે કે આ રાગ છે એ મારી ચીજ નથી. અજ્ઞાનીને રાગની ખબર નથી. કેમકે રાગથી જુદા આત્માનું જ્ઞાન ને આનંદ નથી. આનંદ નથી તો આનંદ સાથે દુઃખને શી રીતે મેળવે? રાગ છે તે દુઃખ છે. ચાહે તો શુભરાગ હો, પુણ્ય - રાગ હો (પણ એ) દુખ છે. આહા..હા...! - આનંદના સ્વાદની આગળ, ધર્મની પહેલી સીઢીના આનંદમાં રાગ દુઃખરૂપ લાગે ત્યારે તે રાગને જાણે છે. જ્ઞાન વિના રાગને જાણી શકે નહિ. જેને આત્મજ્ઞાન નથી તે રાગને જાણી શકે નહિ. એમ કહે છે. આહા...હા...!
..અને વૈરાગ્ય છે તે જ્ઞાનને ક્યાંય ફસાવા દેતો નથી... શું કહ્યું એ ? જ્ઞાનસ્વરૂપ અંદર જાણ્યું, રાગથી (હું) ભિન્ન છું એનું ભાન થયું તેથી તે રાગને ઓળખે છે અને એ સાથે વૈરાગ્ય છે એ રાગથી વિરક્ત છે. (માટે) તે વૈરાગ્ય રાગમાં ફસાતો નથી. છે ? ....વૈરાગ્ય છે તે જ્ઞાનને ક્યાંય ફ્સાવા દેતો નથી....” જ્ઞાન રાગને જાણે છે પણ રાગથી વિરક્ત થયેલો એવો વૈરાગ્ય તે રાગમાં ફસાતો નથી. આ...હા...હા...હા....! આ તો ટૂંકા શબ્દો છે. મહામંત્ર છે ! થોડા આકરા લાગે એવા છે. બહારની મહિમા - ભભકા આગળ અંતર આત્મા ક્યાં છે એ તો ક્યાંય પડ્યો રહ્યો બિચારો ! બહારની મહિમામાં
Page #34
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૧૯ એમ ને એમ ગૂંચાઈને મરી ગયો. એમાં વળી પાંચ-પચાસ લાખ કરોડ બે કરોડ, પાંચ-દસ કરોડ થાય....! થઈ રહ્યું......! આંખ્યું પહોળી થઈ જાય !! આા ...!
અરેરે...! પ્રભુ ! એ જ્ઞાન વિનાનો રાગ છે અને તું ઓળખી શકીશ નહિ. માટે પહેલું આત્માનું જ્ઞાન કર ! અને જ્ઞાન કર તો તું રાગને ઓળખી શકીશ અને તેથી રાગને ઓળખતાં એની સાથે રાગથી વિરક્ત જે વૈરાગ્ય છે, એ વૈરાગ્ય રાગમાં ફસાશે નહિ. સમજાય છે કાંઈ ? આ...હા...હા..હા..!
....વૈરાગ્ય છે તે જ્ઞાનને ક્યાંય ફસાવા દેતો નથી પણ બધાથી નિસ્પૃહ.... જેને આત્મજ્ઞાન થયું, સમકિત થયું એ પુણ્ય-પાપના ભાવથી રક્ત હતો એ વિરક્ત થયો. એ હવે ક્યાંય ફસાતો નથી) - ક્યાય રાજી થતો નથી. દુનિયાની કોઈ ચીજમાં તેને રુચિ થતી નથી. કોઈ ચીજમાં એને પોષાતું નથી. કેમ કે રુચિ અનુયાયી વીર્ય ! જેને જેની રુચિ થાય તેનો પુરુષાર્થ તે રુચિ તરફ વળ્યા વિના રહે નહિ. જેને જેનું પોષાણ થાય એ પોષાણ તરફ એનું વીર્ય વળ્યા વિના રહે નહિ. એમ જો આત્માનું પોષાણ થાય તો એનું વીર્ય આત્મા તરફ વળ્યા વિના રહે નહિ. રૂચિ અનુયાયી વીર્ય ! જેની
જ્યાં રુચિ ત્યાં એનું વીર્ય કામ કરશે. આહા..હા..હા..! બહારમાં રૂચિ છે. તો એને ત્યાં વીર્ય કામ કરશે - રાગને દ્વેષ ને પુણ્ય ને પાપમાં. ધમાલમાં પડશે. આ...હા..હા...હા...! આકરું કામ છે ! - આ તો અનુભવની વાણી છે. જગતથી જુદી જાત છે. “...બધાથી નિસ્પૃહ અને સ્વની મોજમાં ટકાવી રાખે છે.” (એટલે) સ્વના આનંદમાં ટકાવી રાખે છે. આહા...! આત્માનું જ્ઞાન થયું અને રાગથી વિરક્ત થયો તેને ક્યાંય મોજ લાગતી નથી. બીજા સ્થાનમાં ક્યાંય મોજ લાગતી નથી. પરંતુ) “ઝરવની મોજમાં ટકાવી રાખે છે. પોતાના અતીન્દ્રિય આનંદમાં રહેતો, (તેને) રાગ આવે તેના ઉપર પણ પ્રેમ રહેતો નથી. એને રાગની રુચિ નથી). દયા દાન, વ્રતની રુચિ પણ હોતી નથી. (રાગ) આવે ખરો ! પણ (તેનો) સ્વામી ન થાય, ધણી ન થાય. સ્વરૂપના એ ધણી છે, એ સ્વરૂપનો ધણી રહે. એ રાગનો ધણી ન થાય. એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહિ. એમ જેને રાગથી વિરક્ત (એવો) વૈરાગ્ય છે, એ વૈરાગ્ય રાગમાં ફસાઈ જાય એમ નહિ. એ જ્ઞાન આત્માને જાણે અને વૈરાગ્ય છે એ રાગમાં ફસાય
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૦
વિચનામૃત-૪] નહિ. એ રીતે ....સ્વની મોજમાં ટકાવી રાખે છે.
(હવે કહે છે, જ્ઞાન સહિતનું જીવન નિયમથી વૈરાગ્યમય જ હોય છે.' આ...હા...હા...હા...! જેને આત્મજ્ઞાન થયું સમ્યગ્દર્શન થયું એવા જ્ઞાન સહિતના વૈરાગ્યને વૈરાગ્ય કહીએ. તેનું વૈરાગ્યમય જ જીવન હોય છે. અને રાગમય જીવન હોતું નથી. વિશેષ કહેશે....
જેમ દૂધપાકના સ્વાદ આગળ લાલ જુવારના રોટલાનો સ્વાદ ન આવે તેમ જેણે પ્રભુ આનંદ સ્વરૂપ છે એના સ્વાદ લીધા છે તેને જગતની કોઈ ચીજમાં પ્રેમ લાગતો નથી, રસ આવતો નથી. એકાકારપણું થતું નથી. સ્વ સ્વભાવ સિવાય જેટલા વિકલ્પ અને બાહ્ય શેયો તે બધાનો રસ તૂટી ગયો છે. ધ્યાનમાં ઉતરે ત્યાં જ્ઞાતા-જ્ઞાન-ય એક થઈને આનંદનો રસ આવે, એટલી મોકળાશ રાખીને રાગમાં–બહારમાં આવે
(પરમાગમસાર-૩૫૫)
Page #36
--------------------------------------------------------------------------
________________
“સ્વભાવની વાત સાંભળતાં સોંસરવટ કાળજે ઘા પડી જાય, “સ્વભાવ” શબ્દ સાંભળતાં શરીરની સોંસરવટ કાળજામાં ઊતરી જાય. રુવાંટે રુવાંટાં ખડાં થઈ જાય એટલું હૃદયમાં થાય, અને સ્વભાવ પ્રાપ્ત કર્યા વિના ચેન ન પડે, સુખ ન લાગે, લીધે જ છૂટકો. યથાર્થ ભૂમિકામાં આવું હોય છે. ૬
પ્રવચન-૨, વચનામૃત-૬ થી ૧૨
બેનનાં વચનામૃતો. ચાર બોલ ચાલ્યા છે. પાંચમો વાંચી લેવો. (હવે, છઠ્ઠો બોલ. છથી લઈએ છીએ. છઠ્ઠો બોલ - આ વચનામૃતનો છઠ્ઠો બોલ. ઝીણી વાત છે ભાઈ ! અપૂર્વ વાત છે ! અનંત કાળમાં અંદર ચૈતન્ય આત્મા સ્વભાવ શું છે એની એને મહિમા - માહાસ્ય આવ્યું નથી. (શાસ્ત્રનાં) જાણપણા પણ અનંતવાર કર્યો, ક્રિયા-કાંડ પણ અનંતવાર કર્યા, પંચ મહાવ્રત આદિના પરિણામ પણ અનંતવાર ધારણ કર્યા પણ વસ્તુસ્વરૂપના સ્વભાવને પ્રતીતમાં અને અનુભવમાં ન લીધો. (અનુભવ ન થાય) ત્યાં સુધી એને જન્મ-મરણનાં અંત આવે નહિ. સમ્યગ્દર્શન વિના જન્મ-મરણનાં અંત ન આવે. ત્યારે એ સમ્યગ્દર્શન) કેમ થાય ? (એ કહે છે).
સ્વભાવની વાત સાંભળતાં... આત્મા(નો) સ્વ-ભાવ. આત્મ વસ્તુ એ સ્વભાવવાન (છે). એનો સ્વભાવ જ્ઞાન ને આનંદ છે). એ જ્ઞાન ને આનંદ જેનો સ્વભાવ છે એ વાત સાંભળતાં ....સોંસરવટ કાળજે ઘા પડી જાય.” આહા....! અંદરમાં ઘા વાગે કે અંદર આત્મા આનંદસ્વરૂપ છે. રાગથી રહિત છે, વિકલ્પથી રહિત છે. અહીં (તો) વસ્તુધર્મની વાત છે, ભાઈ ! અહીંયા
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૨
વિચનામૃત-૬] કાંઈ પાપ છોડીને પુણ્ય કરો ને પુણ્યથી કાંઈક તમને (કલ્યાણ) થાશે, એ વાત અહીં નથી. એ વાત અનંતવાર કરી ને લોકોએ અનંતવાર ભોગવી. પુણ્ય-પાપના ભાવ સિવાય ભિન્ન આત્મસ્વભાવની વાત સાંભળી નથી).
શબ્દો થોડા છે (પણ) ભાવ આમાં ઘણો ઊંચો છે. “સ્વભાવની વાત સાંભળતાં સોંસરવટ કાળજે ઘા પડી જાય.’ આહા...હા...હા...! અંતરમાં આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ છે - એવો અંદરમાં ઘા પડી જાય. પુષ્યને પાપની બીજી વાત એક કોર રહો, પર્યાયની પણ અપેક્ષા જ્યાં નથી એવા) ત્રિકાળી જ્ઞાયક સ્વભાવની આ તો વાત છે. ત્રિકાળી જ્ઞાયક ને આનંદ જેનો સ્વભાવ (છે) એ વાત સાંભળતાં સોંસરવટ કાળજે ઘા પડી જાય.
સ્વભાવ' શબ્દ સાંભળતાં શરીરની સોંસરવટ કાળજામાં ઊતરી જાય.” ઝીણી વાત છે. આ...હા...હા...હા...! અંદરમાં આત્મા આનંદ ને જ્ઞાનનો નાથ પૂર્ણાનંદ પ્રભુ છે. અનંત આનંદ ને અનંત શાંતિ... જેમાં અપાર શાંતિ અને અપાર આનંદુ પડ્યો છે એવો જે ભગવાન આત્મા ! એના સ્વભાવની વાત સાંભળતાં, (એ) ભાવ એને શરીરથી જુદો સોંસરવટ ઊતરી જાય (એમ). કહે છે. ત્યારે તેની પ્રાપ્તિ થાય નહિતર એની પ્રાપ્તિ થાય એમ છે નહિ. આ...હા...હા...હા...! ઝીણી વાત છે ભાઈ ! (પણ) અપૂર્વ વાત છે. આહા...!
“રુવાંટે રુવાંટાં ખડાં થઈ જાય....' અંદર રુવાંટાં ખેડાં થઈ જાય. અંદર સ્વરૂપમાં સ્થિર થતાં, આનંદ ને જ્ઞાનનો અનુભવ થતાં રુવાંટાં ખડાં થઈ જાય. એ વાત આવે છે. યાદ છે ? ટોડરમલમાં ‘રહસ્યપૂર્ણ ચિઠ્ઠી' માં આવે છે). “રોમાંચ થાય છે . એમ આવે છે. ખબર છે. વાત સાંભળતાં અંદર રોમાંચ ખડાં થઈ જાય. આહા...હા..હા...! આ આત્મા !! અતીન્દ્રિય આનંદનો સાગર ! અંતર' અતીન્દ્રિય જ્ઞાનનો અનંત મહિમાવંત પ્રભુ ! શું છે આ !! 'એવી એની અંદર સોંસરવટ વાત ઊતરી જાય.
“..રુવાંટે રુવાંટાં ખડાં થઈ જાય. આહાં...! બહારની કોઈ વાત સાંભળતાં એને હોંશ ને ઉત્સાહ આવી જાય છે ને ? એમ આ વાત સાંભળતાં અંતરમાં ઉત્સાહ ને હોંશ આવે. આહા...હા...! ...એટલું હૃદયમાં થાય,.... આટલું જ્યારે હૃદયમાં થાય. ...અને સ્વભાવ પ્રાપ્ત કર્યા વિના ચેન ન પડે .' આ........!
" આ તો બેન થોડું બેન-દીકરીયુંની અંદર બોલી ગયેલાં. એ આ લખાયેલી વાત બહાર આવી ગઈ. ભગવાનની વાણી સાંભળીને અંતર અનુભવ થયો
Page #38
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૨૩
(એ) અનુભવથી આ વાણી આવી છે. જગતને ઝીણી પડે, બહારના પ્રવાહના બધાં દોર (ચાલે) છે એ કરતાં જુદી જાત લાગે એથી એને આકરી લાગે. તદ્દન અનભ્યાસવાળાને તો આકરી લાગે. પણ પ્રભુ આ કરે છૂટકો છે. નહિ તો જન્મ-મરણનો અંત-આરો નહિ આવે.
એ અહીં કહે છે. ....એટલું હૃદયમાં થાય, અને સ્વભાવ પ્રાપ્ત કર્યા વિના ચેન ન પડે,....' આહા...હા...! ભગવાન અતીન્દ્રિય આનંદસ્વરૂપ પ્રાપ્ત થયા વિના એને ચેન ન પડે, ‘....સુખ ન લાગે...' એને એના વિના આત્મા વિના ક્યાંય સુખ ન લાગે, કોઈપણ ચીજમાં સુખ લાગે નહિ. ‘....લીધે જ છૂટકો.’અંતરમાં આત્માના સુખનો સ્વભાવ પ્રાપ્ત કરે જ છૂટકો.
યથાર્થ ભૂમિકામાં આવું હોય છે.' સમ્યગ્દર્શન પામવા પહેલાં આવી યથાર્થ ભૂમિકા હોય છે (એમ કહે છે). આ...હા..હા..હા...! ધર્મ - સમ્યગ્દર્શન તો ધર્મનું પહેલું પગથિયું છે. પહેલી પહેલી સપાણ છે. એના પહેલાં આ સ્થિતિ (આ) ભૂમિકા અંદરમાં આવવી જોઈએ. આહા...હા..હા...! યથાર્થ ભૂમિકામાં આવું હોય છે.' એ ભૂમિકા આવે ત્યારે તે આત્માને અંતરની અનુભવ દશા પ્રાપ્ત થાય છે. ત્યારે તેને સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન વેદનમાં આવે છે. જે ધારણામાં હતું કે આ આત્મા આવો છે. ને તેવો છે' - એ ધારણામાં વાત હતી એ છૂટીને વેદનમાં આવી જાય છે. આહા. હા..! બહુ ઝીણું પડે.
એમની (સાથે) તો ફક્ત દીકરીયું બેઠી હતી, એમાં રાતે ‘થોડું બોલ્યાં હશે તે એને કાંઈ ખબર નથી કે કોઈ લખી લે છે. બેનુ-દીકરીયું એ લખી લીધું. લખી લીધું તે બહાર આવ્યું. નહિ તો સોનગઢ તરફથી તો બાવીસ લાખ પુસ્તક બહાર પડ્યાં છે. આઠ લાખ પુસ્તક જયપુર તરફથી બહાર પડ્યાં છે. (એમ) ત્રીસ લાખ પુસ્તક (બહાર) પડ્યાં છે. પણ મેં કોઈને કહ્યું નથી કે આ પુસ્તક બનાવો. આપણે એ સબંધમાં ક્યાંય પંડતા જ નથી. એક વ્યાખ્યાન સિવાય (કાંઈ કરતાં નથી). દુનિયા દુનિયાનું કરે ને એ જાણે. પણ આ જ્યાં હાથમાં આવ્યું - બેનની વાણી જ્યાં હાથમાં આવી ત્યારે મેં કહ્યું, ભાઈ ! આ લાખ પુસ્તકો છપાવો !! ત્રીસ લાખ (પુસ્તકો) “છપાણાં એમાં મેં કોઈ દિ' કહ્યું નથી હોં ! કે આ કરો ! આ મકાન (મંદિરો) આટલા કરોડો રૂપિયા ખર્ચીને ત્યાં (સોનગઢમાં) બનાવ્યાં છે. ૨૬ લાખનું
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૪
[વચનામૃત-૭] તો એક મકાન (પરમાગમ મંદિર) હમણાં બનાવ્યું ! ૨૬ લાખનું !! મેં કોઈને કહ્યું નથી કે બનાવો ને તમે અહીંયા પૈસા દો ને અહીં વાપરો ! અહીં તો એક ઉપદેશ કરીએ, બસ એટલું ! આ વાત - આ શબ્દ જ્યાં કાને પડ્યાં - જ્યાં લક્ષમાં આવ્યાં (ત્યારે) કહ્યું, “ભાઈ ! આ પુસ્તક અપૂર્વ છે અને લાખ છપાવો !' ૬૦ હજાર તો છપાઈ ગયાં છે અને હજી ઘણાં છપાવવાની તૈયારી છે.
આવી ભૂમિકા હોય એને આત્માનો આનંદ સ્વભાવ - અનુભવ(માં) પ્રાપ્ત થયા વિના રહે નહિ. એ વિના એકલા ક્રિયાકાંડ કે એકલા જાણપણાની ખૂબ ધારણા કરે, એથી આત્માના આનંદનો સ્વાદ આવી જાય, એમ છે નહિ. ઝીણી વાત છે, પ્રભુ ! એ છઠ્ઠો બોલ થયો.
:
૭૦-૦૦
જગતમાં જેમ કહે છે કે ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે, તેમ આત્મામાં ડગલે ને પગલે એટલે કે પર્યાયે પર્યાયે પુરુષાર્થ જ જોઈએ છે. પુરુષાર્થ વગર એક પણ પર્યાય પ્રગટતી નથી. એટલે રુચિથી માંડી ઠેઠ કેવળજ્ઞાન સુધી પુરુષાર્થ જ જોઈએ છે.” ૭.
સાતમો બોલ). જગતમાં જેમ કહે છે કે ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે... દુનિયા તો એમ કહે છે ને ? પૈસા વિના શાક મળે નહિ, પૈસા વિના દૂધ મળે નહિ, પૈસા વિના મકાન મળે નહિ, પૈસા વિના ભાડે રહેવાનું મળે નહિ. એમ પૈસા વિના ચાલે નહિ, એમ દુનિયા વાત કરે છે. આ તો દૃષ્ટાંત છે. ' ' તેમ આત્મામાં ડગલે ને પગલે એટલે કે પર્યાયે પર્યાયે પુરુષાર્થ જ જોઈએ છે. આહા..હા...હા...! એની સમય-સમયની જે પર્યાય છે તેમાં આત્મા તરફનો પુરુષાર્થ સમયે સમયે જોઈએ. ત્યારે તે પ્રાપ્ત થાય એવી ચીજ છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૨૫ પહેલું એનું જ્ઞાન તો કરે. એનું જ્ઞાન તો કરે કે માર્ગ આ છે ! એ સિવાય બીજો માર્ગ - રસ્તો છે નહિ. એ જ્ઞાન કરે તો એના ખ્યાલમાં આવે તો પછી અંદર પ્રયોગ કરે. પણ હજી સાચી સમજણના ઠેકાણા ન મળે એ ક્યાં પ્રયોગ કરે ? ને કોની તરફ એની દિશા વળે ?
અહીં કહે છે “જગતમાં જેમ કહે છે કે ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે, તેમ આત્મામાં ડગલે ને પગલે એટલે કે પર્યાયે પર્યાયે પુરુષાર્થ જ જોઈએ છે.' આહા..હા...! અંતરમાં પુરુષાર્થની જાગૃતિ જોઈએ. જગતમાં કેમ હોંશ આવી જાય છે. પાંચ-પચીસ કરોડની મૂડી હોય, છોકરાના લગ્ન હોય પચાસ લાખ - કરોડ ખર્ચવા હોય તો હોંશનો પાર ન હોય), હરખનો પાર ન હોય. એને એમ હોય કે અમે શું કરીએ છીએ ! છે એકલું પાપ ! એ કહે છે કે ડગલે ને પગલે જ્યારે તને એમાં પૈસા વિના ચાલતું નથી એમ અહીંયા અંદરમાં ડગલે ને પગલે પુરુષાર્થ વિના ચાલતું નથી. અંતરમાં પર્યાયે પર્યાયે પુરુષાર્થ જોઈએ. એ પહેલું એના જ્ઞાનમાં આવવું જોઈએ. આહા...હા...!
પુરુષાર્થ વગર એક પણ પર્યાય પ્રગટતી નથી. પુરુષાર્થ વગર એક પણ પર્યાય પ્રગટતી નથી (એમ કહે છે). એની મેળાએ આત્મા પ્રગટ થઈ જશે, એમ નથી. ત્યારે “ક્રમબદ્ધ' છે ને ? ક્રમબદ્ધ છે ને એ એક મહા સિદ્ધાંત છે. પણ એ ક્રમબદ્ધમાં અકર્તાનો પુરુષાર્થ છે. આહા...! રાગનો પુરુષાર્થ પણ નથી કરવાનો પણ પર્યાય તરફ પણ લક્ષ નથી. અંતર ભગવાન સચિદાનંદ પ્રભુ પરમાત્મસ્વરૂપે શક્તિ એ . સ્વભાવે ચૈતન્યસિંહ બિરાજે છે. એ ચૈતન્યસિંહ છે ! એક અંશ જાગતાં - થાપડ મારતાં કર્મનો ભૂકો ઊડાવી દે એવી એનામાં તાકાત છે. સમજાય છે કાંઈ ? વાત તો આવી છે. બાપુ !
પેલા (અજ્ઞાની) કહે કે અમે પાપી છીએ (માટે) પાપ ઘટાડવા પુણ્ય (કરવાનું) તો કહો ! પણ પુણ્ય ને પાપ બન્ને અનંતવાર કર્યો છે, પ્રભુ ! અહીં તો ધર્મની વાત છે. પાપ છોડીને પુણ્ય કરે તો એ પણ સંસાર છે. એ કાંઈ આત્મા નથી. આ...હા..હા..હા...!
અહીં એ કહે છે -રુચિથી માંડી ઠેઠ કેવળજ્ઞાન સુધી. રુચિ અનુયાયી વીર્ય ! ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ ! એવી એની અંતર રુચિ થતાં
Page #41
--------------------------------------------------------------------------
________________
રૂપિયાનો માલ તો ત્રણ રૂપિયા
વિચનામૃત-૭] તેનો પુરુષાર્થ એટલે વીર્ય અંતર સ્વભાવ તરફ વળ્યા વિના રહે નહિ. પર તરફથી ખસી જાય અને સ્વ તરફમાં વસી જાય. આહા...હા...હા...! પુરુષાર્થ પર તરફથી ખસી જાય અને સ્વ તરફમાં વળી જાય.
“..રુચિથી માંડી..' (અર્થાતુ) આત્મા આનંદ સ્વરૂપ જ્ઞાનની રુચિ. રુચિ એટલે પોષાણ. વાણિયાને જેમાં પોષાણ હોય એ માલ લેવા જાય. ત્રણ રૂપિયાનું નંગ હોય ને અહીંયા (તે) વેચાતાં સાડા ત્રણ ને ચાર (રૂપિયા) મળે તો એ માલ પોષાય. પણ ત્રણ રૂપિયાનો માલ લાવે ને અહીંયા ત્રણ (રૂપિયે) ખપે કે અઢી (રૂપિયે) ખપે, એ માલ લાવે ? એ માલ એને પોષાય ? ત્રણ રૂપિયાનો માલ લાવે, ત્રણ રૂપિયા તો સાધારણ (કહેવાય). આ તો પહેલાની વાત છે. અત્યારે તો ત્રણ રૂપિયા જેવું કાંઈ ગણાતું જ નથી). પહેલા તો બાર આનાની મણ જુવાર હતી. અઢી રૂપિયે સાકર હતી. સાડા ત્રણ રૂપિયે ઊંચામાં ઊંચી સાકર મળતી. સાડા ત્રણ રૂપિયે મણ !
મારી દીક્ષા વખતે એક ગાડું સાકર મંગાવી હતી - ૨૫ મણ ! સાડા ત્રણ રૂપિયાની મણ ! પણ પતરી બહુ ઊંચી. અમારા મોટા ભાઈએ ઘરે દીક્ષા આપી, તે દિ ઘરે આપી હતી. એને ૬૭ વર્ષ થઈ ગયાં. દીક્ષાં દેતાં એ વખતે - તે દિ' બે હજાર રૂપિયા ખર્યા હતાં. એ સાકર સાડા ત્રણની મણ, પણ કેવી ? કે અંદર પતરી જેવી ! એ સાકરની પણ જ્યારે આટલી કિંમત છે, અત્યારે તો હવે બહુ વધી ગઈ, એટલે તો હવે કિલો મળે ! અત્યારે તો સાડા ત્રણ રૂપિયે પણ કિલો મળતી નથી. હવે પાંચ રૂપિયે કિલો મળે છે). એની કિંમત વધી છે એમ (એની) કિંમત જાણે છે તો કિંમત દઈને વસ્તુ લે છે. તો આત્માની કિંમત ?
આ...હા...હા...! જેના સ્વભાવના સાગરની મહિમાનો - માહાસ્યનો પાર નથી એની શી કિંમત કરવી ? એની શી કિંમત ? અંતરમાં પુરુષાર્થનું વલણ થાય અને સમયે સમયે પર્યાય અંતર આત્મા (તરફ) વળે એને આત્મા પ્રાપ્ત થયા વિના રહે નહિ. એને સમ્યગ્દર્શન થયા વિના રહે નહિ. એટલે રુચિથી માંડી ઠેઠ કેવળજ્ઞાન સુધી પુરુષાર્થ જ જોઈએ છે. (એ) સાત બોલ થયાં. આઠમો વાંચી લેવા જેવો છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૨૭
:
“પુરુષાર્થ કરવાની કળ સૂઝી જાય તો માર્ગની મૂંઝવણ ટળી જાય. પછી કળે કમાય, ધન ધનને કમાવે . ધન રળે તો ઢગલા થાય, તેમ આત્મામાં પુરુષાર્થ કરવાની કળ આવી ગઈ એટલે કોઈ વાર તો અંતરમાં ઢગલાના ઢગલા થઈ જાય. અને ક્યારેક સહજ જેમ હોય તેમ રહે.” ૯
•
નવમો બોલ. પુરુષાર્થ કરવાની કળ સૂઝી જાય....' બેનના શબ્દો બહુ ટૂંકા છે. અંતરમાં પુરુષાર્થ કરવાની કળ સૂઝી જાય (એટલે) કળા સૂઝી જાય, જ્ઞાનમાં તેનું ભાન સૂઝી જાય ...તો માર્ગની મૂંઝવણ ટળી જાય.’ મૂંઝાવા જેવું નથી. કે આવું આકરું છે માટે નહિ મળે એ મૂંઝવણ કરવા જેવું નથી. એ સહજ સહજાનંદમૂર્તિ પ્રભુ ! જેને પરની અપેક્ષા છે નહિ એવી ચીજ અંદર પડી છે, જાગતી જ્યોત પડી છે એના પુરુષાર્થની કળ સૂઝવી જોઈએ, એમ કહે છે. આ..હા...હા...હા..! એ તરફની કળા સૂઝવી જોઈએ. પર તરફની કળામાં જે હુશિયારી વાપરે છે એમ આત્મામાં કળાની હુશિયારી વાપરે તો એ પ્રાપ્ત થાય એવું છે. આહા..હા..! છે ? '
* ‘પછી કળે કમાય...” અંદર કળ પ્રગટે (કે) આનંદ સ્વરૂપ છું. 'પુણ્ય ને પાપના વિકલ્પમાં દુઃખ છે, એ દુઃખથી અંદર આનંદ સ્વરૂપ ભિન્ન છે. શુભભાવ હો કે અશુભ (ભાવ) તો બન્ને દુઃખ છે. બન્ને આકુળતા છે. એનાથી રહિત જ્ઞાન ને આનંદની કળા જો સૂઝે (તો) અંદરમાં જાય (અને) તો એ પુરુષાર્પ કર્યા વિના રહે નહિ.
ધન રળે ને ઢગલા થાય . એમ નથી કહેતા ? દુનિયા નથી કહેત? કે “ધન રળે ને ઢગલા થાય.” પછી બુદ્ધિની કંઈ જરૂર નહિ. પૈસા-પોચે કરોડ કે દસ કરોડ થયા પછી કરોડ રૂપિયા વધતાં જ જાય. એ ધન રળે ને ઢગલા થાય' એમ આપણે ગુજરાતીમાં કહેવાય છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
[વચનામૃત-૯] (જેમ) અહીંયા ધન રળે તો ઢગલા થાય છે...તેમ આત્મામાં પુરુષાર્થ કરવાની કળ આવી ગઈ. આહા...હા...હા..! ઝીણી વાત ઘણી પણ ઊંચી છે, ભાઈ ! એ અતીન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન વીતરાગમૂર્તિ છે. વીતરાગ સ્વરૂપે પ્રગટ થાય છે એ કંઈ બહારથી આવતું નથી. અંતરમાં છે તે બહાર આવે છે. પ્રાપ્તની પ્રાપ્તિ છે. પોતે અંદર વીતરાગમૂર્તિ ચૈતન્યપ્રભુ છે, આહા...હાં...હા...! પોતે પરમેશ્વરની નાતની જાતનો છે. કેમ બેસે...? બે બીડી સરખી પીએ તો ભાઈસા'બને પાયખાને દસ્ત ઉતરે ! આવા જેના અપલખણ એને આવો આત્મા કહેવો !! સિગારેટ પીએ છે ને ? દિશામાં બેઠો હોય જંગલમાં તો પણ એના હાથમાં બીડી હોય ! તો જંગલ ઉતરે સરખું !! આટલા તો અપલખણ !! એને આ કહેવું કે આવો આત્મા અંદર છે.
અતીન્દ્રિય આનંદનો નાથ, સાગર ભરેલો છે, પ્રભુ ! “તારી નજરને આળસે રે....” એમ ત્યાં કહેવાય છે . ‘નજરને આળસે રે, મેં નીરખ્યા ન નયણે હેરિ મારી નજરને આળસે રે, મેં નીરખ્યા ન નજરે હરિ હરિ એ કોણ ? આત્મા. હરિ કેમ કહ્યું ? કે અજ્ઞાન અને રાગ-દ્વેષને હરે તે હરિ. મિથ્યાભ્રાંતિ, અજ્ઞાન અને રાગ-દ્વેષનો નાશ કરે તે હરિ. એ પોતે હરિ છે. આહા..હા..હા...! સમજાય છે કાંઈ ? એ નજરને આળસે રે, નીરખ્યા ન નયણે હરિ કર્મનું જોર (છે) ને ફલાણાને કારણે અટક્યો, એમ નહિ એની નજરની આળસને લઈને અંદરમાં જતો નથી.
એ નજરની આળસ ટળતાં, કળા સૂઝતાં ....આત્મામાં પુરુષાર્થ કરવાની કળ આવી ગઈ એટલે કોઈ વાર તો અંતરમાં ઢગલાના ઢગલા થઈ જાય... આહા...હા...હા...! એટલે શું કહે છે ? અંદર રાગથી રહિત ચૈતન્ય સ્વરૂપનો પુરુષાર્થ જાગ્યો અને જો એમાં અંતરમાં ગયો તો પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો ઢગલો થઈ જાય. પર્યાયમાં અતીન્દ્રિય આનંદનું આખું વેદન આવી જાય અને કોઈ વાર એમને એમ રહે (એટલે) જેટલું વેદન છે એટલું રહે. છે?
...અને ક્યારેક સહજ જેમ હોય તેમ રહે. કોઈ વખતે ઢગલા થાય અને કોઈ વખતે જેમ છે તેમ તેટલું પણ રહે, આગળ પુરુષાર્થ વધ્યો ન હોય તો. અરે...! આવી વાતું હવે...! તત્ત્વ આખું અંદર પડ્યું છે. દાખલો આપ્યો નહોતો ? લીંડી પીપર - આ છોટીપીપર. કદ નાની, રંગે કાળી, ગુણે ચોસઠ પહોરી તીખાશ હોય છે). ગુણ ચોસઠ પહોરી (છે). ચોસઠ
Page #44
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૨૯ પહોરી એટલે ? સોળ આના. એટલે રૂપિયો. એટલે પૂરેપૂરી. એ કદ નાનું, રંગે કાળી છતાં તીખાશ પૂરી ભરી છે. બહારમાં કાળો રંગ છે) પણ અંદરમાં લીલો રંગ છે. લીલો રંગ અને તીખાશ પૂરી સોળ આના ભરી છે. કદ આટલી નાની છતાં !
આ ભગવાન આત્મા તો શરીર પ્રમાણે છે. એટલું કદ હોવા છતાં અંદરમાં અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત વીતરાગતા, અનંત પ્રભુતાના ઢગલા પડ્યાં છે. આ...હા...હા...હા...! મુખ્ય - મૂળ આત્માને મૂકીને ઘણી વાતું ચાલે છે. એટલે આત્મા શું છે ? એનું એને માહાત્મ આવતું નથી. આ કરો ને આ કરો ને આ કરો ને આ કરો........ (ચાલે છે). પણ અહીં તો જાણવું - દેખવું એ આત્માનું સ્વરૂપ છે . એવી જે કળા અંદર જાગી તો કોઈ વખતે તો અંતરમાં ઉતરતાં આનંદની ધારા એકદમ વહે ! અને કોઈ વખતે આનંદની ધારા જેવી છે એટલી પણ રહે. આહા..હા..હા...! * આ બેનના વચનો !! બેન ભગવાન પાસે હતાં. સીમંધરપ્રભુ બિરાજે છે. મહાવિદેહમાં સીમંધર ભગવાન બિરાજે છે. અત્યારે છે. અબજો વર્ષ થઈ ગયાં અને હજી અબજો વર્ષ રહેવાના છે. (અહીંયા ભરતક્ષેત્રનાં) વસમાં મુનિસુવ્રત (ભગવાનનાં વખતમાં તેમણે દીક્ષા લીધી છે અને અહીં આવતાં (આવતી ચોવીશીનાં) તેરમા તીર્થંકર થશે ત્યારે મોક્ષ જશે. એટલા અબજો વર્ષ સુધી ત્યાં મહાવિદેહમાં કેવળજ્ઞાનમાં અત્યારે પ્રભુ બિરાજે છે. બેન) ત્યાં હતાં. ત્યાં જરી ભૂલ થઈ ગઈ, માયા ને કપટ છેલ્લે (થઈ ગયા, તેથી અહીંયા સ્ત્રી થઈ ગયાં છે. પણ પછી અંતરમાં ઘણી જ નાની ઉંમરમાં અંતરનાં ઉમળકા આવતાં અંદર અનુભવ આવ્યો છે. (સંવત) ૧૯૮૯ની સાલમાં (અનુભવ થયો છે). આહા..હા...હા...! કેટલાં વર્ષ થયાં ? ૪૭ (વર્ષ થયાં). એ ધારા વહે છે...! જ્યારથી થઈ છે તે ધારા (ત્યારથી તેમને અપ્રતિકત વહે છે !! એ (ધારામાં) આ શબ્દો નીકળી ગયાં છે. આહા...! છે ? ક્યારેક તો ઢગલા થાય. આહા..હા...! એ નવ તમો બોલ પૂરો થયો).
-
-
-
-
-
-
-
Page #45
--------------------------------------------------------------------------
________________
ઉO
[વચનામૃત-૧૦]
અમે બધાને સિદ્ધપણે જ દેખીએ છીએ, અમે તો બધાને : ચૈતન્ય જ દેખી રહ્યાં છીએ. કોઈને અમે રાગદ્વેષવાળા દેખતા : જ નથી. એ ભલેને પોતાને ગમે તેવા માનતા હોય, પણ જેને ચૈિતન્ય . આત્મા ઊઘડ્યો છે તેને બધું ચૈતન્યમય જ ભાસે છે.” ૧૦.
દસમો બોલ). “અમે બધાને સિદ્ધપણે જ દેખીએ છીએ.... આહા.....! બધાં ભગવાન છે અંદર !! એની પર્યાયમાં - અવસ્થામાં ભૂલ છે. એ તો એક સમયની ભૂલ છે. બાકી વસ્તુ જે દ્રવ્ય છે એ તો ચૈતન્યમૂર્તિ સિદ્ધસ્વરૂપ ભગવાન છે. જેની પર્યાયષ્ટિ ગઈ તે બધાંને અંતરમાં દ્રવ્યદૃષ્ટિથી સિદ્ધ સમાન જોવે છે. આકરી વાત છે, ભગવાન !
અમે બધાને સિદ્ધપણે જ... સિદ્ધપણે જ દેખીએ છીએ. આ બેન એમ કહે છે - અમે તો બધાને સિદ્ધપણે જ દેખીએ છીએ ! કેમ ? (કેમકે) ....અમે તો બધાને ચૈતન્ય જ દેખી રહ્યાં છીએ. અમારો ચૈતન્ય અમે જોયો એથી બધાનો આખો એવો જ ચૈતન્ય છે. એવી રીતે અમે દ્રવ્યદૃષ્ટિથી એને - દ્રવ્યને જોઈએ છીએ. એની પર્યાયમાં ભૂલ છે, સંસાર છે . એ વાત એના ઘરે રહી ગઈ, એ એ જાણે. આહા...! પણ એનો જે સ્વભાવ છે, એ શુદ્ધ ચૈતન્ય (સ્વભાવ) જેમ મારો પ્રગટ્યો છે, પર્યાયબુદ્ધિ ટળીને વસ્તુ(ની) દ્રવ્યબુદ્ધિ થઈ છે, તેવાં જ તે ભગવાન (છે). દ્રવ્યબુદ્ધિએ બધાં એવા છે. બધાં આત્માઓ ભગવાન સિદ્ધ સમાન છે. આ...હા..હા..! શ્રીમદ્ભાં આવે છે ને ? “સર્વ જીવ છે સિદ્ધ સમ.'
શ્રીમદ્ રાજચંદ્ર થઈ ગયાં છે. ૩૩ વર્ષમાં દેહ છૂટી ગયો છે. એકાવનારી થઈ અત્યારે સ્વર્ગમાં ગયા છે. વૈમાનિક સ્વર્ગ છે ત્યાં ગયા છે. ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષ જવાના છે, કેવળ પામીને મોક્ષ જવાના છે, ઝવેરાતનો
Page #46
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૩૧
ધંધો હતો. લાખો રૂપિયાના મોટા ધંધા (હતા). તે દિ' હોં ! તે વખતમાં ! આ તો ૫૦ની સાલની વાત છે. એ વખતે એણે કહેલું આહા..હા....! ‘અશેષ કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે.’કંઈક રાગ ભાવ રહી જાય છે, હજી રાગ છૂટતો નથી, તેથી અમને એમ લાગે છે કે અશેષ કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે, તેથી દેહ એક ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે.' એકાદ દેહ મનુષ્યનો ધારણ કરીને સ્વદેશમાં પરમાત્મા થવાના છીએ. આહા..હા...હા...! ગૃહસ્થાશ્રમમાં હતાં, સમકિતી હતાં, સ્ત્રી હતી, દીકરા-દીકરી હતાં, લાખોના ધંધા (હતા), મુંબઈમાં ઝવેરાતનો ધંધો હતો. પણ નાળિયેરમાં જેમ ગોટો છૂટો રહે, નાળિયે૨માં ગડગડિયું નાળિયેર (હોય) એમ છૂટો ગોટો રહે. એમ સમકિતીનો આત્મા શરીરમાં રાગથી છૂટો ગોટો રહે છે. આ...હા..હા..હા...! ભગવાન ! તારી ચીજની) અંદર બલિહારી છે ! અંદર અલૌકિક વાત છે !! કહે છે કે, અમને તો થોડો રાગ દેખાય છે (એટલે) એવું લાગે છે કે એકાદ દેહ ધારણ કરવો પડશે અને દેહ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ. અમારા સ્વરૂપના સ્વદેશમાં અમે જશું.
બેનમાં એ લખાણ છે. ક્યાંક (આવે) છે ને ? અંદર ક્યાંક છે. ચે ઠેકાણે (છે) ? કેટલામો છે ? ક્યાંક છે ખરા. ૧૫૨ પાનું - ૪૦૧ બોલ. બરાબર...બરાબર. શું કહે છે ? ‘જ્ઞાનીનું પરિણમન વિભાવથી પાછું વળી સ્વરૂપ તરફ ઢળી રહ્યું છે.' છે ? ધર્મી જીવનું વલણ, અંતરમાં આનંદ સ્વરૂપ ભગવાનમાં પુરુષાર્થનું વલણ વળી રહ્યું છે. જ્ઞાની નિજ સ્વરૂપમાં પરિપૂર્ણપણે ઠરી જવા તલસે છે.’ ધર્મી અંદ૨માં પૂર્ણ સ્થિર થવા તલસે છે. ‘આ વિભાવભાવ અમારો દેશ નથી.' શું કહે છે ? જેમ શ્રીમદે કહ્યું ને ? કે દેહ એક ધારીને જાશું (સ્વરૂપ) સ્વદેશ’ - સ્વદેશ એટલે આત્મા. અને પુણ્ય ને પાપ એ પરદેશ છે, પરદેશ છે...! આહા..હા..! જુઓ ! (શું કહ્યું) ? આ વિભાવભાવ અમારો દેશ નથી.' આ...હા..હા...હા..! પુણ્ય ને પાપ એવો જે વિકલ્પ ઊઠે છે પ્રભુ ! એ આત્માનો સ્વદેશ નહિ. અરે...! આ પરદેશમાં અમે ક્યાં આવી ચડ્યા ?’ છે અંદર ? આહા...હા...! શુભરાગમાં પણ આવતાં (એમ થાય છે કે) અરે...! અમે ૫૨દેશમાં ક્યાં આવી ચડ્યા ? શુભમાં (આમ થાય છે) હોં...! દયા, દાન, ભક્તિના રાગમાં આવતાં પણ અરે..! અમે ક્યાં અમારા દેશને છોડીને આવી ગયા ? આ..હા..હા...! આવી વાત છે. પ્રભુ ! ઝીણી તો છે પણ
-
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૨
[વચનામૃત-૧૦] પરમ સત્ય છે. એ સત્યને સાંભળવાનું મળવું પણ મહાદુર્લભ છે ! ભાગ્ય હોય તો મળે એવું છે બાપા ! આહા..હા...!
આ વિભાવભાવ અમારો દેશ નથી. આ પરદેશમાં અમે ક્યાં આવી ચડ્યા ? અમને અહીં ગોઠતું નથી. આહા..હા..! અંદર શુભનો ભાવ આવે, ધર્મીને પણ આવે, ભક્તિનો, દયાનો, દાનનો (ભાવ આવે, પણ અમને એમાં ગોઠતું નથી. આહા..હા...! છે ? “અહીં અમારું કોઈ નથી.” એ પુણ્યના પરિણામમાં અમારું કોઈ નથી. “જ્યાં જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, આનંદ,...” જ્ઞાન, શ્રદ્ધા એટલે સમકિત, આનંદ, ...વર્યાદિ અનંતગુણરૂપ અમારો પરિવાર વસે છે......... આ..હા..હા...! જ્યાં અંતરમાં જ્ઞાન, દર્શન ને આનંદ (વસે છે) એ અમારો પરિવાર છે. પુણ્ય-પાપ પરિવાર એ આત્માનો પરિવાર નહિ. આહા..હા...! ઝીણી વાત છે. ભગવાન ! આહા..હા...!
“તે અમારો સ્વદેશ છે.” શ્રીમદે કહ્યું ને કે, (અમે) સ્વદેશમાં જાશું, તો આ સ્વદેશ છે. આહા..હા...! શુભ કે અશુભભાવ આવે, ધર્મીને પણ હોય (છે) પણ ત્યાં એને રુચે નહિ, ગોઠે નહિ. ગોઠે અને રૂચે છે એ આત્મા અંદરમાં રૂચે ને ગોઠે છે. આહા...હા...! એને અહીંયા સમકિતી અને ધર્મની દશાવંત કહેવામાં આવે છે. આહા...! “તે અમારો સ્વદેશ છે. અમે હવે તે સ્વરૂપસ્વદેશ તરફ જઈ રહ્યાં છીએ. આહ..હા.......!
પુસ્તક તો બહાર આવી ગયું છે. વાંચ્યું છે ? આખું વાંચ્યું ? બહાર તો ઘણાં વખતથી આવી ગયું છે). આહા..હા...!
(અહીં કહે છે). તે સ્વરૂપસ્વદેશ તરફ જઈ રહ્યાં છીએ. અમારે ત્વરાથી ... આ..હા..હા...! અમારે હવે ત્વરાથી (એટલે) શીધ્રપણે ...અમારા મૂળ વતનમાં જઈને... મૂળ વતન (કહ્યું) ! એ આનંદ ને જ્ઞાનનો ધણી (છે) એ મૂળ વતન (છે). આ..હા..હા...! એ પુણ્ય ને પાપના ભાવ એ મારું મૂળ વતન નહિ. આ...હા...હા...! આ મહાજનનો દેશ છોડીને અહીં આફ્રિકામાં આવી ગયા, આ વતન તમારું નહિ !
અહીં કહે છે કે જે અમારો દેશ છે ત્યાં અમે હવે જવા માગીએ છીએ. પરદેશમાં હવે રહેવા માંગતા નથી. આહા..હા...! “અમારે ત્વરાથી અમારા મૂળ વતનમાં જઈને... મૂળ વતન (આ) આત્મા ! આહા...હા...! અતીન્દ્રિય આનંદનો નાથ ભગવાન એ આત્માનું મૂળ વતન છે. શરીર, વાણી, મન,
Page #48
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય પુણ્ય-પાપ એ આત્માનું (મૂળ) વતન નથી, નાથ ! આહા..હા.... ....મૂળ વતનમાં જઈને નિરાંતે વસવું છે જ્યાં બધાં અમારાં છે.' અંતરમાં જ્યાં અમે વતનમાં જવા માંગીએ છીએ ત્યાં બધાં અમારાં છે. જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા એ અમારો દેશ છે, એ બધાં અમારાં છે. પુણ્ય ને પાપ એ અમારાં નથી. આહા...હા...! સમ્યગ્દર્શન થતાં - અનુભવ થતાં આ રીત અને આ રીતે જાગૃતિ દશા હોય છે. આહા...હા....!
ધર્મ એ કોઈ સાધારણ (વાત નથી) કે આ પૂજા કરી ને ભક્તિ કરી ને પાંચ-પચીસ લાખ ખર્ચા માટે થઈ ગયો ધર્મ ! એવું નથી). આહા...હા...!
અહીં તો અમારો દેશ જ્યાં છે ત્યાં બધાં) અમારાં છે. ત્યાં અમારું વતન છે, એ અમારો દેશ ને એ અમારું સ્થાન છે. એ અમારો દેશ (છે) ત્યાં અમારે જાવું છે. આહા...હા...!
અહીં તો આપણે અહીંથી લીધું ને ? આહા...અહીં આવ્યું ને ? “અમે બધાને સિદ્ધપણે જ દેખીએ છીએ. આપણો ચાલતો દસમો બોલ. એટલે શું ? કે સિદ્ધપણું જે છે, એ સર્વ જીવ સિદ્ધ સમાન સ્વરૂપે છે. પુણ્ય ને પાપનો રાગ એ કાંઈ પોતાનું સ્વરૂપ નથી. એથી અમે બધાને સિદ્ધપણે જ દેખીએ છીએ....” હાડકાં કોઈના સ્ત્રીના હોય ને કોઈના હાડકાં શરીરના હોય, એ આત્મા કાંઈ હાડકામય થતો નથી. કોઈને પુણ્ય - પાપના ભાવ તીવ્ર હોય ને કોઈને મંદ હોય, પણ આત્મા પુણ્ય-પાપરૂપે થતો નથી. એ તો અનાદિ અનંત નિર્લેપ અને નિરાવરણ (છે). સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પરિણામિક પરમભાવ લક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય તે સ્વદેશ છે. આ...હા...હા...હા...! આવું સાંભળવું કઠણ પડે.
મુમુક્ષુ :- ભાગ્યવાનને જ મળે આવું !
પૂજ્ય ગુરુદેવશ્રી :- (ભાગ્યવાનને) મળે એવું છે, વાત તો સાચી (છે). બાપા આહા...! આ વસ્તુ એવી છે, બાપુ ! બીજાને ભલે ન લાગે. ધંધા આડે નવરાશ ન મળે. એમાં આ વાત આવી તદ્દન (અજાણી લાગે). બાપુ ! કોઈ કહે કે અમે પાપમાં પડ્યા છીએ તો અમને કાંઈક પુણ્યમાં તો લાવો ! પણ અહીં અમારી પાસે પુષ્ય ને પાપની વાત નથી, અહીં તો ધર્મની વાત છે. જેને ધર્મ સમજવો હોય, જેને ધર્મ કરવાની ભાવના હોય, ધર્મની રુચિ થઈ હોય તેને માટે આ વાત છે. પ્રભુ ! પુણ્ય ને પાપ તો અનંતવાર
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૪
[વચનામૃત-૧૦] કર્યા ને અનંતવાર રખડી મર્યો.
અહીં કહે છે “અમે બધાને ચૈતન્ય જ દેખી રહ્યા છીએ. આહા.....! બધા આત્માઓ ચૈતન્યસ્વરૂપ છે. એની પર્યાયમાં ભૂલ છે એ તો અવસ્થા છે. દ્રવ્ય જે છે એ તો ચૈતન્ય સિદ્ધ સ્વરૂપ જ છે. ત્રિકાળ નિરાવરણ (છે). વસ્તુ જે છે એ ત્રિકાળ નિરાવરણ એખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય છે. એ ચૈતન્ય જેમ પોતાને જણાયો એમ અમે બધાંને ચૈતન્ય દેખીએ છીએ કે અંદરમાં ચૈતન્ય પ્રભુ આ છે. બહારની ચીજને ભલે એ પોતાની માને. પણ આ આત્માની) પર્યાયદૃષ્ટિ ટળતાં બીજા(ને) પણ પર્યાયદૃષ્ટિથી જોતો નથી. પર્યાયનું જ્ઞાન કરે. પણ એનો આદર ન કરે.
અંદરમાં ચૈતન્ય સિદ્ધ સમાન છે. આ..હા...હા..! છે ? આવ્યું ને ? એ ભલે ને પોતાને ગમે તેવા માને (પણ) “કોઈને અમે રાગદ્વેષવાળા દેખતા જ નથી.' એ શું કીધું ? વસ્તુ જે છે ચૈતન્ય પ્રભુ ! એ રાગદ્વેષરૂપે છે જ નહિ. રાગદ્વેષ તો પર્યાયમાં ભિન્ન - જુદી ચીજ છે. એટલે જેને ચૈતન્યનું જ્ઞાન થયું એ-બીજાને ચૈતન્ય જોવે છે. એ ચૈતન્ય પ્રભુ છે ! રાગ છે, દ્વેષ (છે) એ કાંઈ એના ચૈતન્યનું નથી. એ પોતે ચૈતન્યને ચૈતન્ય દેખે છે, એમ બીજાને પણ ચૈતન્યપણે જ દેખે છે. આહા..હા...હા...!
કોઈને અમે રાગદ્વેષવાળા દેખતા જ નથી. આહા..હા...! શું કહ્યું એ ? આ પ્રભુ આત્મા છે એ શુદ્ધ (સ્વરૂપે છે). રાગ, દ્વેષ, પુણ્ય-પાપના વિકલ્પ વિનાનો છે. એનું જેને જ્ઞાન થયું, ભાન થયું તે રીતે જ બીજા બધાં આત્માને આત્મા એવો છે' એમ જોવે છે. એ (સામેવાળો) આત્મા ભલે પોતાને એમ ન માને, એ ભલે રાગદ્વેષને પોતાનાં માને, શરીરને પોતાનાં માને, પણ ચૈતન્ય છે એ, એ રૂપે થયો નથી. એથી આ આત્મા એને ચૈતન્યમય દેખે છે. એને રાગદ્વેષવાળો એ માને છે, પણ આ (ધર્મીજીવ) એ માનતો નથી. પોતાને રાગદ્વેષવાળો માનતો નથી તેથી પરને પણ રાગદ્વેષવાળો આત્મા માનતો નથી. આ..હા..હા...! આવો ઉપદેશ છે !
‘એ ભલેને પોતાને ગમે તેવા માનતા હોય, પણ જેને ચૈતન્ય - આત્મા ઊઘડ્યો છે....' શું કીધું ? ચૈતન્યનું જેને અંદરથી ભાન થયું, ચૈતન્ય ઊઘડ્યો હોય, રાગથી પૃથકુ જેને ચૈતન્યનો અનુભવ થયો હોય, અને ચૈતન્યના આનંદનો સ્વાદ જ્યાં સમ્યગ્દર્શન થતા આવ્યો હોય તે બધાંને ચૈતન્ય જ
Page #50
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૩૫
દેખે છે). ગમે તે જીવ ભલે પોતાને (ગમે તેવા) માનતા હોય, લોકો ભલે પોતાને ગમે તે માને. ....પણ જેને ચૈતન્ય આત્મા ઊઘડ્યો છે....' આ...હા...હા...! જેને ચૈતન્ય સ્વભાવનું જ્ઞાન અને સમ્યગ્દર્શન થયું છે ઊઘડ્યો છે' એટલે એ. અંતરમાં આનંદનો સ્વાદ આવે છે એ સ્વાદ છે તે આત્મા છે. તો એ રીતે બધાના આત્મા એવાં દેખે છે. આહા..હા..હા...! આવો સમ્યક્દષ્ટિનો વિષય છે. સમ્યગ્દર્શન કોઈ સાધારણ ચીજ નથી. સમ્યગ્દર્શન વિના જ્ઞાન પણ જૂઠાં, ચારિત્ર પણ જૂઠાં, વ્રત ને તપ ને ભક્તિ બધાં એકડા વિનાનાં મીંડા છે. આહા...હા...!
અહીંયા એ કહે છે ....જેને ચૈતન્ય આત્મા ઊઘડ્યો છે તેને બધું ચૈતન્યમય જ ભાસે છે.' દ્રવ્ય તરીકે હોં...! આહા..હા...! એ ભગવાન આત્મા છે, ચૈતન્યસ્વરૂપ છે, આનંદસ્વરૂપ છે એ ભલે પરમાં આનંદ માને. પણ વસ્તુ એની આનંદ (સ્વરૂપ) મટીને કાંઈ પરમાં દુઃખરૂપ થઈ નથી. જેની પર્યાયષ્ટિ ગઈ છે અને આત્મદૃષ્ટિ થઈ છે એ બીજાને પર્યાયદષ્ટિ ન જોતાં તેની દ્રવ્યદૃષ્ટિ દ્રવ્ય શુદ્ધ છે તેને પોતે ચૈતન્ય જોવે છે. તે આત્મા છે. પુણ્ય-પાપ એ આત્મ તત્ત્વ નથી. (કેમકે) નવ તત્ત્વમાં પુણ્ય - પાપ ભિન્ન તત્ત્વ છે. નવ તત્ત્વ છે કે નહિ ? જીવ, અજીવ, પુણ્ય-પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ ને મોક્ષ. તો આત્મ તત્ત્વથી પુણ્ય-પાપ તત્ત્વ ભિન્ન છે. તો જેણે ભિન્ન તત્ત્વને ભાળ્યું એ બીજાને પણ ભિન્ન તત્ત્વથી જોવે છે. આહા...હા...હા...! આવી ઝીણી વાતું !
કોઈ દિ' સાંભળવા મળ્યું ન હોય. દુનિયાની વેઠ આગળ (નવરાશ ન મળે.) આખો દિ' બધી વેઠુ - મજૂરી કરે. મોટી મજૂરી ! સવારથી સાંજ ! આ કરું ને આ કરું ને આ કરું...! આખો દિ' કષાયની બધી મજૂરી (કરે)
છે ! આહા...!
-
-
-
.....જેને ચૈતન્ય - આત્મા ઊઘડ્યો છે તેને બધું ચૈતન્યમય જ ભાસે છે.’ આહા..હા..હા...! એ દસ બોલ થયાં. અગિયારમો બોલ જરી ઝીણો છે એટલે નહિ સમજાય. જગતને અપવાદ (માર્ગ) ને ઉત્સર્ગમાર્ગ સમજવું કઠણ પડશે. એ પ્રવચનસારનો અધિકાર છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
વિચનામૃત-૧૨]
So on
“દ્રવ્યદૃષ્ટિ પ્રગટી તેને હવે ચૈતન્યના તળ ઉપર જ દૃષ્ટિ છે. તેમાં પરિણતિ એકમેક થઈ ગઈ છે. ચૈતન્યતળિયામાં જ સહજ દષ્ટિ છે. સ્વાનુભૂતિના કાળે કે બહાર ઉપયોગ હોય ત્યારે પણ તળ ઉપરથી દૃષ્ટિ છૂટતી નથી, દષ્ટિ બહાર
જતી જ નથી. જ્ઞાની ચૈતન્યના પાતાળમાં પહોંચી ગયા છે; - ઊંડી ઊંડી ગુફામાં, ઊંડે ઊંડે પહોંચી ગયા છે; સાધનાની
સહજ દશા સાધેલી છે.” ૧૨.
હવે બારમ બોલ. દ્રવ્યદૃષ્ટિ પ્રગટી.... એટલે આ ચૈતન્યસ્વરૂપ ભગવાન શુદ્ધ પવિત્ર છે અને પુણ્ય-પાપના રાગથી તે ભિન્ન છે, એમ જેને ધર્મદૃષ્ટિ થઈ છે. ધર્મદ્રષ્ટિ કહો કે દ્રવ્યદૃષ્ટિ કહો કે સમકિત કહો (બધું એકાર્થ છે). દ્રવ્યદૃષ્ટિ પ્રગટી તેને હવે ચૈતન્યના તળ ઉપર જ દૃષ્ટિ છે. શું કહે છે એ ? આત્મામાં જે રાગ છે અને રાગને જાણવાની જે વર્તમાન પર્યાય છે, એ પર્યાયની પાછળ વસ્તુ છે તે તેનું તળ છે, તળિયું છે, એનું પાતાળ
રાગને જાણવાની અત્યારે જે જ્ઞાનની પર્યાય છે, એ એક સમયની પર્યાયને (પાછળ) અંતરમાં, પાતાળ જેમ છે તેમ, અંતરમાં પાતાળ અંતર આત્મા છે. એ એનું તળિયું છે. જગતના (બીજી વસ્તુનાં) પાતાળ હાથ આવે, દરિયાને હેઠે પાતાળ હોય છે પછી ઉપર (પાણી હોય છે, આનું (આત્માનું) તો તળિયું હાથ આવવું કઠણ છે, (એમ) કહે છે.
એક સમયની પર્યાય દ્રવ્ય ઉપર તરતી છે, દ્રવ્ય નામ વસ્તુ ઉપર તરતી છે તેથી તે પર્યાયાની) તળ ઉપર - દ્રવ્ય ઉપર તેની દૃષ્ટિ પડી છે. આહા...હા...હા...! આવું આકરું લાગે ! તમારા તરફથી જ આ વાતને છાપવામાં આવી છે. આહા...!
Page #52
--------------------------------------------------------------------------
________________
૩૭
આ વાત પ્રસિદ્ધ કરી છે. આ વાત જ ક્યાં હતી ? - વાત સાચી (છે).
...ચૈતન્યના તળ ઉપર જ દૃષ્ટિ છે.' એટલે ? ભગવાન આત્મા જે શુદ્ધ ચૈતન્ય તળ છે, અંદર (આવી) જેની ભૂમિ (છે), એની ઉપર જે પર્યાય છે અને એના ઉપર જે રાગ છે, એ રાગને ન જોતાં, પર્યાયને ન જોતાં, પર્યાય એનું તળિયું એટલે ધ્રુવને જોવે છે. એ પર્યાય છે એ ધ્રુવને જોવે છે. એ એનું તળિયું છે. આહા...હા...! છે ?
‘...તળ ઉપર જ દૃષ્ટિ છે. તેમાં પરિણતિ એકમેક થઈ ગઈ છે.’ એટલે ? ધ્રુવ જે ચીજ છે, નિત્યાનંદ પ્રભુ ! એમાં એની વર્તમાન પર્યાય એ તરફ ઢળી છે. એકમેક થઈ ગઈ છે' એટલે પર્યાય ને દ્રવ્ય એકમેક (થઈ ગયા છે એમ નથી). (પરંતુ) રાગમાં એકત્વ હતું તે (છૂટીને) દ્રવ્યમાં એકત્વ થયું, એ માટે એકમેક થઈ' એમ કહેવામાં આવે છે. બાકી પર્યાય જે છે એ દ્રવ્યમાં એકમેક થતી નથી. પર્યાય પર્યાયપણે રહે છે (અને) દ્રવ્ય દ્રવ્યપણે રહે છે. અર્થ કઠણ છે.
વચનામૃત રહસ્ય
મુમુક્ષુ :- આપે જ પૂજ્ય ગુરુદેવશ્રી
....પરિણતિ એકમેક થઈ ગઈ છે.' પરિણતિ એકમેક થઈ છે - એનો અર્થ ? વર્તમાન અંદર ચૈતન્યને જોતાં એની વર્તમાન દશા અંદર ચૈતન્ય તરફ ઢળી ગઈ છે. ઢળી ગઈ છે (તેને) એકમેક થઈ (ગઈ) છે એમ કહેવામાં આવે છે. નહિતર પર્યાય ને દ્રવ્ય (બન્ને) કંઈ એકમેક થતાં નથી. બન્ને ભિન્ન ચીજ છે. પર્યાયની મુઘ્ન એક સમયની છે અને ધ્રુવની મુદત ત્રિકાળ છે. બે ચીજ જ ભિન્ન છે, અંદરમાં ભિન્ન છે. રાગથી તો ભિન્ન છે પણ પર્યાયથી પણ અંદર દ્રવ્ય ભિન્ન છે તે ભિન્ન છે. પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. આહા...હા...! જરી ઝીણી વાત આવી છે. એ ધ્રુવ એનું તળિયું છે. એ પર્યાય તળને જોવે
છે.
(હવે કહે છે) ‘ચૈતન્યતળિયામાં જ સહજ દૃષ્ટિ છે.’ ધર્મની દૃષ્ટિ ચૈતન્યના તળિયામાં (છે). એટલે ધ્રુવ છે ત્યાં દૃષ્ટિ પડી છે. આહા..હા..હા...! આવો ઉપદેશ....! પેલી સ્થૂળ વાત સાંભળી હોય - વ્રત કરો, અપવાસ કરો, ત્યાગ કરો, તપસ્યા કરો એ ઝટ સમજાય. કારણ કે અનાદિનું કર્યુ છે. એક સેકંડ પણ અંદર આ ચૈતન્યતત્ત્વ કોણ છે એની સામું જોયું નથી ને કર્યું નથી (માટે) ચોરાશીની રખડપટ્ટી કરી છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૮
વિચનામૃત-૧૨] અહીં તો કહે છે - (ચૈતન્ય) તળમાં એની પર્યાય એકમેક થઈ છે. જે આમ રાગમાં એકત્વ (હતું) તે રાગથી છૂટીને એની પર્યાય આત્મા સાથે એકમેક થઈ છે. એકમેક (થઈ છે) એટલે તે તરફ ઢળી ગઈ છે. ‘એકમેક'નો અર્થ તે તરફ ઢળી ગઈ છે. પર્યાય અને દ્રવ્ય એક થતાં નથી. પર્યાય છે એ દ્રવ્ય ઉપર તરે છે. પર્યાય દ્રવ્યમાં પેસતી નથી. એ પર્યાય દ્રવ્યને જાણેછે. દ્રવ્યનું જેટલું સામર્થ્ય છે એટલું પર્યાય જાણે છે. છતાં એ પર્યાય. દ્રવ્યમાં ગઈ નથી. તેમ તે પર્યાયમાં તે દ્રવ્ય આવ્યું નથી. તે દ્રવ્યનું સામર્થ્ય છે તે (જાણવામાં - પ્રતીતિમાં આવ્યું છે. ઝીણું છે, ભાઈ ! આહા...હા...! આ બધો અધિકાર ઝીણો છે. '
“ચેતન્યતળિયામાં જ સહજ દૃષ્ટિ છે. ધર્માની (દષ્ટિ) તો ચૈતન્યતળિયું એટલે ધ્રુવ (તેમાં જ છે). એક સમયની અવસ્થા ઉપરથી દૃષ્ટિ છોડી અને ત્રિકાળ ધ્રુવ ઉપર દૃષ્ટિ છે. ' “ “સ્વાનુભૂતિના કાળે કે બહાર ઉપયોગ હોય ત્યારે પણ....' શું કહે છે? આત્મા પોતાનો અનુભવ કરતો હોય ત્યારે કે અનુભવમાં ન હોય ને રાગ પણ આવે છે તે વખતે પણ એની દૃષ્ટિ તો ચૈતન્યના) તળિયા ઉપર જ છે. ત્રિકાળી સ્વભાવ ઉપર દૃષ્ટિ છે. એ અનુભવમાં હોય તો (પણ) એમ છે અને રોગ આવ્યો તો જાણે છે), છતાં દૃષ્ટિ તો તળિયા ઉપર છે (એટલે) દ્રવ્ય ઉપર છે. આવી બધી ભાષા....!
” ઓ તો હજારો પુસ્તકો બહાર આવી ગયાં છે. તમારે અહીં આવ્યા ને ? ત્રણ હજાર તો અહીં આવ્યાં છે. ત્રણ હજાર આવ્યાં છે . સાંભળ્યું (છે). આહા..હા..! * *
“સ્વાનુભૂતિના કાળે કે બહાર ઉપયોગ હોય ત્યારે પણ તળ ઉપરથી દૃષ્ટિ છૂટતી નથી....... કહે છે ? ચેતજવસ્તુ જે ધ્રુવ નિત્યાનંદ પ્રભુ એની જે સમ્યદૃષ્ટિ થઈ છે. તે અનુભવ કરતો હોય તો પણ દૃષ્ટિ ધ્રુવ ઉપર છે અને અનુભવમાંથી નીકળીને કદાચ રાગ પણ આવે તો ખરો, અશુભ ટાળવાશુભરાગ આવે. અશુભરાગ પણ આવે નબળાઈ છે એટલે. છતાં તેની દૃષ્ટિ શુભ અશુભ (ભાવ)ને પર્યાય ઉપર નથી. તેની દષ્ટિ અંદર ધ્રુવ ત્રિકાળી ચીજ છે તેના ઉપર. છે. એને ધર્મી અને (આત્માનો) અનુભૂતિ કરનાર સમકિતી કહેવામાં આવે છે. આહા..હા...હા..! આવી ઝીણી વાતો
Page #54
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
છે.
૩૯
...દષ્ટિ બહાર જતી જ નથી.' આ...હા...હા...! ચૈતન્ય ધ્રુવ સ્વરૂપ જે છે ત્યાં દૃષ્ટિ પડી છે તેથી તે દૃષ્ટિ ધ્રુવ ઉપરથી ખસતી જ નથી. ભલે અનુભવ વખતે હો કે રાગ આવતો હો, છતાં દૃષ્ટિનાં વિષયમાં તો ધ્રુવ
જ છે. આહા..હા..હા...! છે ?
જ્ઞાની ચૈતન્યના પાતાળમાં પહોંચી ગયા છે;....' આહા..હા...! પાતાળ એટલે ધ્રુવ (સ્વરૂપ). પર્યાય જે વર્તમાન અવસ્થા છે એનું પાતાળ ધ્રુવ છે. એ પર્યાય પાતાળને પહોંચી ગઈ છે. આહા..હા..હા..! ભાષા પણ નવી અને ભાવ પણ નવા !! આહા..હા...હા...! જ્ઞાની ચૈતન્યના પાતાળમાં પહોંચી ગયા છે....'
...ઊંડી ઊંડી ગુફામાં....' ચૈતન્ય ભગવાન જ્યાં અંદર બિરાજે છે એ ત્યાં ગુફામાં ....ઊંડે ઊંડે પહોંચી ગયા છે;...' આ...હાં.......! ‘...સાધનાની સહજ દશા સાધેલી છે.’ સાધનાની સહજ દશા સાધેલી છે. સાધવું એ સાધન મળે નવું કરવું એમ નહિ પણ ભેદ પડી જ ગયો છે. સ્વરૂપની સાધનાની (સહજ દશા) પ્રગટ થઈ ગઈ છે. એ સાધનાથી હવે પરમાત્મા થવાના છે. હવે એટલું પાછું હટવાનું નથી. વિશેષ કહેશે....
આ મનુષ્યભવ મળ્યો છે તે ભવના અભાવ માટે મળ્યો છે, પૈસા કમાવા માટે આ ભવ મળ્યો નથી, તેથી મૃત્યુ પહેલા આત્મકલ્યાણનું આ કાર્ય કરી લે. (પરમાગમસાર-૩૫૦)
Page #55
--------------------------------------------------------------------------
________________
: :
“હું શાયક ને આ પર, બાકી બધાં જાણવાનાં પડખાં છે. હું જ્ઞાયક છું, બાકી બધું પર’ . આ એક ધારાએ ઊપડે તો એમાં બધું આવી જાય છે, પણ પોતે ઊંડો ઊતરતો જ નથી, કરવા ધારતો નથી, એટલે અઘરું લાગે.” ૧૩.
•
પ્રવચન-૩, વચનામૃત-૧૩ થી ૨૦
વચનામૃત ૧૩મો બોલ. ૧૨મો બોલ ચાલ્યો છે. હું જ્ઞાયક ને આ પર...” હું એક જાણનાર જ્ઞાયક અને બધી ચીજો રાગથી માંડીને આખી દુનિયા - એ બધી પર. ....બાકી બધાં જાણવાનાં પડખાં છે.' આદરવાનું તો આ જ્ઞાયક સ્વરૂપ ભગવાન ત્રિકાળી જ્ઞાન આનંદ સ્વરૂપ ધ્રુવ છે. એ એક જ આદરણીય ને સ્વીકારવા લાયક છે. આહા...હા..હા...! છે ? “બાકી બધાં જાણવાના પડખાં
“જ્ઞાયક છું, બાકી બધું પર' - આ એક ધારાએ ઊપડે,... આહા......! હું તો એક જાણનાર... જાણનાર... જાણનાર... (છું) એ સિવાય બીજી બધી ચીજો મારી નહિ. એમ એક ધારાએ (એટલે) એક જ પ્રકારે અંતર્મુખ થઈને ઊપડે તો એમાં બધું આવી જાય છે. એક જ્ઞાયકને જાણતાં એગં જાણી, સવું જાણી.” જેણે એકને જાણ્યો એણે બધાંને જાણ્યાં. ઝીણી વાત છે ભાઈ !
એક જ્ઞાયક ધ્રુવ હોં...! પર્યાય પણ નહિ. જાણનાર પર્યાય - અવસ્થા (છે) પણ જણાવા યોગ્ય જ્ઞાયક તે હું છું. બાકી બધાં જાણવાનાં ઘણાં પડખાં આવે. આદરણીય તો એક જ્ઞાયક છું. આહા...હા...!
...પણ પોતે ઊંડો ઊતરતો જ નથી....... આહા..હા...! ઉપરને ઉપર રહે છે, અંદરમાં જવાનો પ્રયત્ન જ કરતો નથી. બહારના ક્રિયાકાંડ અને બહારના
Page #56
--------------------------------------------------------------------------
________________
૪૧
વચનામૃત રહસ્ય વિકલ્પોની લાગણીમાં ફસ્યો (ફસાયો) (માટે) અંતરમાં ઉતરવાનો પ્રયત્ન કરતો નથી. આહા....! છે ? ....પણ પોતે ઊંડો...' ઊંડો એટલે ? ઉપર જે પર્યાય છે ને ઉપર જે રાગ છે તેનાથી ઊંડો (એટલે) જેનું આખું તળ ચેતન છે, અતીન્દ્રિય આનંદનો સાગર ભગવાન છે. એના અંતરમાં તો જાતો નથી. કારણ કે ? “....ઊતરતો જ નથી, કરવા ધારતો નથી,... આહા...હા...! હું એક જાણનાર છું એવું કરવા ધારતો નથી, એટલે અઘરું લાગે.” અઘરું લાગે છે ને ? કે આ બધું શું ? ચાર નય ને ચાર નયને વ્યવહાર - ભેદ ને એ નિષેધ ને આત્મા એક જ્ઞાયક વિદ્યમાન અર્થ - એ બધું આકરું કેમ લાગે છે ? કે અંદરમાં ઊંડો ઉતરતો નથી. આહા...હા..! ઉપર ટપકે બધાં વિકલ્પની લાગણીઓ (ચાલે છે). સાંભળવું વાંચવું, વિચારવું કહેવું એ બધી લાગણીઓમાં રોકાતો ઊંડો ઉતરતો નથી. આહા..હા...! કારણ કરવા ધારતો નથી. એટલે અઘરું લાગે. આહા..હા..! એટલે અઘરું લાગે. કરવા ધારતો નથી, એટલે અઘરું લાગે. કરવા ધારે તો અઘરું ન લાગે એમ કહે છે. આહા...હા...! ઝીણી વાત છે.
અનુભવમાંથી શબ્દો નીકળી ગયા છે. બેનો-દીકરીઓની વચ્ચે રાત્રે બોલી ગયાં એમાંથી લખાઈ ગયેલું છે. એ આ બહાર આવ્યું છે. અંતર આનંદના અનુભવની ભૂમિકામાંથી પાણી નીકળી છે. એક દેહ સ્ત્રીનો છે. બાકી અંદરમાં સ્ત્રીપણું, રાગ ને વિકલ્પ પણ મારો નથી એ તો અનુભવમાં - આનંદમાં રહે છે. એ હું છું બાકી બધું મારું કાંઈ નથી. આહા...હા..! ૧૩ (થયો).
નામ
:
:
:
“હું છું એમ પોતાથી પોતાનું અસ્તિત્વનું જોર આવે, પોતે પોતાને ઓળખે. પહેલાં ઉપર ઉપરથી અસ્તિત્વનું જોર આવે, પછી અસ્તિત્વનું ઊંડાણથી જોર આવે; એ વિકલ્પરૂપ હોય પણ ભાવના જોરદાર હોય એટલે સહજરૂપે જોર આવે. : ભાવનાની ઉગ્રતા હોય તો સાચું આવવાનો અવકાશ છે.” ૧૪.
Page #57
--------------------------------------------------------------------------
________________
[વચનામૃત-૧૪] (હવે) ૧૪. “હું છું એમ પોતાથી પોતાનું અસ્તિત્વનું જોર આવે... શું કહે છે ? “હું એમ પોતાથી (જોર આવે), વિકલ્પથી નહિ. પોતાથી પોતાને છે” (એમ) અસ્તિત્વનું જોર આવે. આહા..હા..હા...! હું એક આનંદ કંદ પ્રભુ છું. સચિદાનંદ આત્મા છું. એવું પોતાને પોતે પોતાના પુરુષાર્થથી જોર આવે.
“..પોતે પોતાને ઓળખે...' એવું જોર આવે તો પોતાને ઓળખે. આહા...હા..! છે ? પહેલાં ઉપર ઉપરથી અસ્તિત્વનું જોર આવે...” એટલે શું ? કે પહેલાં અનુભવ ન કરે. પહેલાં અંદર જાણનારી ચીજ છે', જાણનારો એ અનાદિ અનંત નિત્ય ધ્રુવ છે . એમ પહેલાં ઉપરથી એટલે વિકલ્પથી પહેલું જોર આવે. ....પછી અસ્તિત્વનું ઊંડાણથી જોર આવે... આહા...હા...! ‘છે' ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એવું જો ઊંડાણમાંથી અસ્તિત્વનું જોર આવે, સત્તા છે,” આ છે'. બીજી બધી સત્તાઓને તો હું જાણનારો છું એ પણ વ્યવહાર. (કારણ કે મારી પર્યાયમાં જણાય છે. (અને) એ પર્યાયને હું જાણનારો છું અને પર્યાયનો જાણનારો (કહેતાં) પણ દ્રવ્યને જાણનારો હું છું. પરને તો હું જાણતો નથી જ. મારી પર્યાયમાં પર જણાય છે એ મારા પોતાના પોતાની પર્યાયના સામર્થ્યથી જણાય છે, એ જણાતું નથી. આહા...હા...! આવું આકરું હવે....! પોતે ઉપર ઉપરથી કરે છે. '
...અસ્તિત્વનું ઊંડાણથી જોર આવે; એ વિકલ્પરૂપ હોય.... “વિકલ્પરૂપ હોય. એ શું કીધું ? અંદરમાં ઊંડાણમાં જ્ઞાયક છે.... જ્ઞાયક છે.... જ્ઞાયક છે.... પર્યાયની પાછળ જ્ઞાયક છે, વિકલ્પથી પાર છે - એવું એક વિકલ્પથી જોર આવે. ભલે વિકલ્પ પહેલો આવે . રાગનો અંશ પહેલો આવે.
“એ વિકલ્પરૂપ હોય પણ ભાવના જોરદાર હોય.... (અર્થાતુ) અંદર જવાની ભાવના જો જોરદાર હોય. “....એટલે સહજરૂપે જોર આવે.’ ઝીણી વાત છે. એકલી અનુભવની (વાત) છે. પહેલું અસ્તિત્વ છે' (એવું) ઉપરથી (એટલે કે) વિકલ્પથી લક્ષમાં આવે કે આ કોઈ ચીજ અંદર છે પછી વિકલ્પ તૂટીને અંદરમાં જોર જાય ત્યારે “ભાવનાની ઉગ્રતા હોય....' (અર્થાત) આત્માના ચેતન સ્વભાવની ભાવના એટલે એકાગ્રતા જો હોય તો સારું આવવાનો અવકાશ છે.” સાચું આવવાનો એટલે સત્ય આવવાનો ત્યાં અવકાશ છે. તેને આત્મા અનુભવમાં આવી શકે એવો) ત્યાં અવકાશ છે. આહા...હા...હા...! આવી વાતો છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
૪૩
વચનામૃત રહસ્ય
એકલી સાદી ભાષા (છે). દીકરીઓમાં બોલાઈ ગઈ, એ લખાઈ ગયું અને બહાર આવ્યું છે. સમજવા માટે ઘણી ધીરજ જોઈએ.
જેને પોતાનું (હિત) કરવું છે. એને ઉપરથી તો પહેલાં આ મહાપ્રભુ કાંઈક છે, લોકાલોકને જાણનારું સર્વજ્ઞ શક્તિવાળું તત્ત્વ છે. (એમ લાગે). (જેવા) સર્વજ્ઞ પરમગુરુ (છે) એવો સર્વજ્ઞ (હું છું). હું જ સર્વજ્ઞ પરમગુરુ (છું. બધાથી ઊંચામાં ઊંચો હું - એમ જો અંદરમાં જોર આવે, આહા..હા..હા..! ...તો સાચું આવવાનો અવકાશ છે. તો અંતર આનંદના અનુભવમાં આવવાનો એને અવકાશ છે. ભાષા તો સાદી છે પણ ભાવ જરી ઊંડો છે. ઊંડાં ભાવ (છે). આહા..હા...! એ ૧૪ બોલ થયા.
6
.
૦
તીર્થંકરદેવની દિવ્યધ્વનિ કે જે જડ છે તેને પણ કેવી ઉપમા આપી છે ! અમૃતવાણીની મીઠાશ જોઈ દ્વાક્ષો શરમાઈને વનવાસમાં ચાલી ગઈ અને શેરડી અભિમાન છોડીને ચિચોડામાં પિલાઈ ગઈ ! આવો તો જિનેન્દ્રવાણીનો મહિમા ગાયો છે. તો જિનેન્દ્રદેવના ચૈતન્યના મહિમાની તો શી વાત કરવી !” ૧૫.
(હવે, પંદરમો - “તીર્થંકરદેવની દિવ્યધ્વનિ કે જે જડ છે..... ધ્વનિ છે - અવાજ, ૐ ધ્વનિ (એ) જડ છે. આ અવાજ નીકળે છે (તે) જડ છે. એમ વીતરાગનો % નો અવાજ નીકળે એ જડ છે. ...તેને પણ કેવી ઉપમા આપી છે ! એ વાણીને (કેવી ઉપમા આપી છે !) “અમૃતવાણીની મીઠાશ જોઈ...” એ વીતરાગની વાણીને મીઠાશ જોઈ ...દ્રાક્ષો શરમાઈને વનવાસમાં ચાલી ગઈ.... (આવી) ઉપમા આપી છે !
સર્વજ્ઞ ત્રિલોકનાથ તીર્થંકરદેવની ધ્વનિ - વીતરાગની વાણી છૂટીને (જેણે)
Page #59
--------------------------------------------------------------------------
________________
४४
વિચનામૃત-૧૫] સાંભળી, એ કહે છે કે વાણીમાં એટલું અમૃતનું જોર આવ્યું આહા..હા..હા...! કે દ્રાક્ષ છે તે વનવાસમાં ચાલી ગઈ. આની મીઠાશ આગળ એ મીઠાશ ચાલી ગઈ. આહા...હા...! હજી તો વાણીની વાત છે હોં...! આત્માની (તો) પછી (વાત).
અમૃતવાણીની મીઠાશ જોઈ દ્રાક્ષો શરમાઈને વનવાસમાં ચાલી ગઈ અને શેરડી અભિમાન છોડીને ચિચોડામાં પિલાઈ ગઈ.” ચિચોડામાં પિલાઈ ગઈ! (એમ કહે છે). ભગવાનની વાણીનું અમૃત ! આહા...હા...! જ્યાં અંદરમાં ઘૂંટડે ઘૂંટડે વાણી આવે એને લઈને તો કહે છે કે શેરડી પણ ચિચોડામાં પીલાઈ ગઈ ! (એને એમ લાગ્યું કેઅમારો રસ એને નહિ લાગુ પડે, એવી વીતરાગની વાણીનો રસ છે ! આહા..હા...!
આવો તો જિનેન્દ્રવાણીનો મહિમા ગાયો છે. આ તો વાણીનો મહિમા ગાયો, આહા..હા...! આવો તો જિનેન્દ્રવાણીનો મહિમા ગાયો ! “તો જિનેન્દ્રદેવના ચૈતન્યના મહિમાની તો શી વાત કરવી !” આu.....! વાણીની પાર, વિકલ્પની પાર અંદર ચીજ (પડી છે). પાતાળમાં અનંત (જ્ઞાનનો સાગર અને અનંત આનંદનો દરિયો ભર્યો છે. એ ચૈતન્યની તો શું વાત કરવી ! જ્યાં તીર્થકરની વાણીને પણ આટલી ઉપમા અપાય, તો એના ચૈતનના સ્વભાવને તો શું કહેવું ! (એમ) કહે છે. એ તો અંદર અમૃતનો સાગર ભર્યો છે.
આહા..હા...! ભાષા સાદી છે પણ તત્ત્વ ઘણું ઊંચું છે ! વીતરાગની વાણી જ્યારે આવી હોય તો જિનેન્દ્રદેવના ચૈતન્યના મહિમાની તો શી વાત કરવી ! એની વાણી આવી હોય તો એનો આત્મા કેવો હશે અંદર ! સર્વજ્ઞ સ્વભાવી આમ પ્રગટ થઈ ગયો ! ચેતન જ્યોતિ... ઝળહળ જયોતિ... 'ઝળહળ જ્યોતિ... સર્વજ્ઞ (પ્રભુ) એના આત્માની તો શું વાત કરવી ! ભાષા તો સાદી છે પણ ભાવ જરી ઊંડા છે. આહા..હા...!
Page #60
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૪૫
t0
Eીજી ૦ ૦ ૦ ૦ ૦ (
// “જ્ઞાન-વૈરાગ્યરૂપી પાણી અંદર સિંચવાથી અમૃત મળશે, તારા સુખનો ફુવારો છૂટશે; રાગ સિંચવાથી દુઃખ મળશે. માટે જ્ઞાન-વૈરાગ્યરૂપી જળનું સિંચન કરી મુક્તિસુખરૂપી અમૃત મેળવ.” ૧૬.
• • • • •
-
(હવે, સોળમો (બોલ). “જ્ઞાન-વૈરાગ્યરૂપી પાણી અંદર સિંચવાથી અમૃત મળશે...' ભગવાન આત્માનું જ્ઞાન અને પુણ્ય-પાપના ભાવનો વૈરાગ્ય. શું કહ્યું એ ? શુભ-અશુભભાવમાં ૨ક્ત છે, તેનાથી વિરક્ત (થાય) એ વૈરાગ્ય (છે). વૈરાગ્ય એટલે બાયડી - છોકરાં છોડી, દુકાન છોડીને બેસે માટે વૈરાગ્ય એમ વૈરાગ્ય નહિ. અંદર શુભ કે અશુભભાવ થાય એમાં જે રક્ત છે, તેનાથી વિરક્ત થાય એનું નામ વૈરાગ્ય (છે). અને અંતરમાં આત્માની સન્મુખમાં જાય તેનું (નામ) જ્ઞાન. જ્ઞાન અને વૈરાગ્ય - એનું પાણી અંદર સિંચવાથી આહા..હા...! સમ્યજ્ઞાન ને વૈરાગ્યને અંદર સિંચવાથી અમૃત મળશે. ભગવાન અમૃતનો સાગર છે. આહા..હા...!
શ્રીમદ્ એકવાર લખે છે કે, દુનિયા(એ) બહારની નાળિયેરી દેખીને વખાણ કર્યા પણ અહીં તો અંદર આખી અમૃતની નાળિયેરી છે. આહા..હા...! અંદર અમૃતનો સાગર ભગવાન ડોલે છે. એની નજરું કરી નથી, એની સામું જોયું નથી. એ વાત સાંભળતાં રસ ને પ્રેમ અંતરથી ઉગ્યો નથી. આહા..હા....! (જેને) ઉગે (એએ) અમૃત આવે, એને અમૃત મળે. આહા..હા..!
જ્ઞાન ને વૈરાગ્યરૂપી પાણી અંદર સિંચે (અર્થાતુ) સ્વરૂપનું જ્ઞાન અને પુણ્ય-પાપનો વૈરાગ્ય એટલે પુણ્ય-પાપના ભાવથી વિરક્તાપણું) એ બે જો અંદર રિચવામાં આવે તો અમૃત સ્વરૂપ ભગવાનનાં આનંદનો અનુભવ આવ્યા વિના રહે નહિ. આહા..હા...! શબ્દો તો સાદા છે.
અમૃત મળશે અમૃત ! (એમ કહ્યું). અમૃત એટલે ? એ અમૃત કોઈ
Page #61
--------------------------------------------------------------------------
________________
[વચનામૃત-૧૬] દિ મરે નહિ, અમૃત કોઈને મારે નહિ, અમૃત કોઈથી મરે નહિ. શું કહ્યું એ ? અ...મૃત છે ને ? અંદર અમૃત સ્વરૂપ ભગવાન (છે) એને સાચું જ્ઞાન અને વૈરાગ્ય સિંચે તો એ ચીજ (એ) અમૃત એવું છે કે (એ) કાંઈ ચીજથી મરે નહિ, એનું અસ્તિત્વ જાય નહિ, તેનું અસ્તિત્વ કોઈને મારે નહિ. આહા..હા..! અને તેના અસ્તિત્વને કોઈ મારી શકે નહિ અને તેનું અસ્તિત્વ કોઈને મારી શકે નહિ. બીજાનું અસ્તિત્વ એને મારી શકે નહિ અને અમૃતનું અસ્તિત્વ બીજાને મારી શકે નહિ. આહા..હા...! માટે એને અ...મૃત કહે છે. આહા..હા...! આવી ટાઢી વાણી છે. ટાઢી ઠારે તેવી) વાણી છે) !
જ્ઞાન - વૈરાગ્યરૂપી પાણી અંદર સિંચવાથી અમૃત મળશે, તારા સુખનો ફુવારો છૂટશે. આહા..હા...! ફુવારો જેમ છૂટે છે એમ અંદર આનંદનાં સાગરમાં જો જાય (એટલે કે) લક્ષ કરે અને જ્ઞાન અને વૈરાગ્ય સિંચે તો આનંદનો ફુવારો છૂટે. અતીન્દ્રિય આનંદનો ફુવારો પર્યાયમાં ફુટે - ફાટે. (એટલે કે પર્યાયમાં અતીન્દ્રિય આનંદનું વેદન આવી જાય. એ ધ્રુવમાં અમૃત પડ્યું છે. જે ધ્રુવમાં અમૃત પડ્યું છે અને જ્ઞાન-વૈરાગ્ય જો સિંચવામાં આવે તો એની પર્યાયમાં અમૃતપણું આવે. અમૃતનો સ્વાદ આવતાં કોઈ દિ' મરે નહિ ને કોઈ દિ (કોઈને) મારે નહિ એવી દશા એની પ્રગટ થઈ જાય. આહા..હા...! ભાષા તો બહુ ટૂંકી છે પણ (ભાવ ઘણાં ઊંડા છે. તમારી માગણી છે ને આ ?
સુખનો ફુવારો ફુટશે. આહા...હા...હા...! અંદર આનંદનો સાગર (છે). સમ્યગ્દર્શન જ્ઞાન ને અંતરથી જેના તળિયા હાથ આવ્યાં એનો સુખનો ફુવારો પર્યાયમાં ફટે અને અંતરમાં આનંદ આવે. ત્યારે જાણવું કે આ આત્મા આણે જાણ્યો, ત્યારે જાણ્યું કે આણે આત્માનો અનુભવ કર્યો. એ અનુભવમાં આત્મા આનંદમય જણાય ત્યારે આત્મા જાણ્યો એમ કહેવાય. આહા..હા...! છે ?
....રાગ સિંચવાથી દુઃખ મળશે.” રાગમાં ગમે તે શુભ રાગ હો કે અશુભ રાગ હો, ભગવાન પ્રત્યેનો રાગ (હો) (તો) પણ દુઃખ મળશે. આહા..હા..હા...! મોક્ષપાહુડમાં ૧૬મી ગાથામાં કહ્યું છે “પરવામો દુરારું તારું સ્વ દ્રવ્યનું લક્ષ જો પર દ્રવ્ય ઉપર જાશે, ભગવાન એમ કહે છે કે અમારા ઉપર પણ તારું જો લક્ષ જશે તો ચૈતન્યની ગતિ નહિ થતાં રાગની દુર્ગતિ થશે. આા .હા...!
Page #62
--------------------------------------------------------------------------
________________
૪૭
વચનામૃત રહસ્ય
'
શું કીધું એ ? ‘પરાઓ યુન - એવો પાઠ છે. સવવ્વાઓ સુપ પરમાત્મા ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ એમ ફરમાવે (છે) કે અમે તારાથી પર દ્રવ્ય છીએ. અમારા ઉપર જો તારું લક્ષ ગયું તો તને રાગ થાશે અને રાગ થાશે તે ચૈતન્યની ગતિ નથી, એ ચૈતન્યની દુર્ગતિ છે. આહા...હા...! આવી વાત છે ! ‘પરવબાઓ ટુના - તારાથી અમે પર દ્રવ્ય છીએ. તારા દ્રવ્યમાં (રહીશ તો) ‘સદ્દવાઓ સુન અંદરમાં સ્વ દ્રવ્યમાં એકાગ્રતાનું સિંચન કર તો તને આનંદની સુગતિ પ્રગટ થાય. એ સુગતિ (છે). દેવ (ગતિ) એ સુગતિ નહિ. શેઠાઈ કે અબજોપતિ માણસ થાય કે રાજ (થાય, કે) મોટો દેવ થાય. એ સુગતિ નહિ. એ તો દુર્ગતિ છે. એ દુર્ગતિ છે ! આહા..હા...! સુગતિ તો આત્માના આનંદમાં રાગ રહિત થઈને ચૈતન્યની પરિણતિ પ્રગટ થાય તેને અહીંયા સુગતિ કહેવામાં આવે છે અને ૫૨ દ્રવ્ય ઉપર લક્ષ જાય, રાગ થાય એને દુર્ગતિ કહેવામાં આવે છે. આહા...હા...! આવી વાત છે. સદ્દવાઓ સુ અમૃતનો સાગર ભગવાન (આત્મા) એની દૃષ્ટિ, એકાગ્રતા ને જ્ઞાન કરે તો તારી સુગતિ - ચૈતન પરિણતિ પ્રગટે. પણ તારા ચેતનને ભૂલીને ૫૨ દ્રવ્ય ઉપર લક્ષ કર તો રાગ થશે. એ ચૈતનની ગતિથી વિપરીત ગતિ છે. એની દુર્ગતિ છે. આહા..હા..હા.. ! એ ભગવાન પ્રત્યેની ભક્તિનો રાગ પણ ખરેખર દુર્ગતિ છે. (રાગ) આવે, જ્યાં સુધી (પૂર્ણ) વીતરાગ (થયા) નથી ત્યાં સુધી સમ્યગ્દષ્ટિને પણ વીતરાગની ભક્તિનો ભાવ, સ્મરણનો (અને) પૂજાનો ભાવ આવે, પણ એ રાગ છે ચૈતનની ગતિ નહિ, ચેતનની જાત નહિ. આહા...હા..! અમૃતના નાથથી એની જાત જુદી છે. (માટે અહીં કહે છે) ‘રાગ સિંચવાથી દુઃખ મળશે.' વૈરાગ્ય અને જ્ઞાન સિંચવાથી અમૃત મળશે. અને રાગ કરવાથી - ચાહે તો શુભરાગ હોય (તો પણ) રાગ કરવાથી દુઃખ મળશે અને દુઃખની એને ખબર નથી કે અમે દુઃખી છીએ નહિ ? એ રાગ વેઠે છે. એ રાગ વેદે છે એ દુઃખ વેઠે છે. આ પૈસાવાળાઓ કે રાજાઓ કે શેઠીયાએ કે દેવ એ બધાં દુઃખી છે. રાગના વેદનમાં પડ્યા છે (એ બધાં દુઃખી છે). આ મારું ને હું એનો એની મજાનો એને જે રાગ આવે છે, એ રાગ તદન દુઃખ છે, આત્માની શાંતિનો વેરી છે ! આહા..હા..! આવી વાત બેસવી, સાંભળવી કઠણ પડે.
માટે ‘જ્ઞાન
વૈરાગ્યરૂપી જળનું સિંચન કરી...' આત્મા જ્ઞાનાનંદ સત્
-
Page #63
--------------------------------------------------------------------------
________________
४८
[વચનામૃત-૧૭]
ચિદાનંદ પ્રભુ, તેનું જ્ઞાન (કરી) અને રાગથી વિરક્ત થઈ, એનાં જ્ઞાન ને વૈરાગ્યના જળનું સિંચન કરી .મુક્તિસુખરૂપી અમૃત મેળવ.' આહા..હા..! આ અમૃતની વ્યાખ્યા કરી ! અમૃત શું (છે) ? (તો કહે છે) ‘મુક્તિસુખ રૂપી અમૃત....' મોક્ષરૂપી - સુખરૂપી અમૃતને મેળવે. વૈરાગ્યથી અને જ્ઞાનથી મુક્તિરૂપી સુખના અમૃતને મેળવે. રાગ અને દ્વેષથી દુર્ગતિનું દુઃખ મળશે. આહા..હા..! એ ૧૬ (પૂરો) થયો.
“જેમ વૃક્ષનું મૂળ પકડવાથી બધું હાથ આવે છે, તેમ જ્ઞાયકભાવને પકડવાથી બધું હાથ આવશે. શુભ પરિણામ કરવાથી કાંઈ હાથ નહિ આવે. જો મૂળ સ્વભાવને પકડ્યો હશે તો ગમે તે પ્રસંગો આવે તે સમયે શાંતિ - સમાધાન રહેશે, જ્ઞાતા-દ્રષ્ટાપણે રહી શકાશે.’’ ૧૭.
સત્તરમો (બોલ). જેમ વૃક્ષનું મૂળ પકડવાથી બધું હાથ આવે છે,....' વૃક્ષનું મૂળ પકડવાથી બધું હાથ આવે છે ‘....તેમ જ્ઞાયકભાવને પકડવાથી બધું હાથ આવશે.' આહા...હા...! વૃક્ષનું મૂળ પકડવાથી એના બધાં પાંદડાં, ફળ-ફૂલ એને હાથ આવે છે. એમ આ આત્માનું જ્ઞાયકપણું પકડવાથી આહા..હા...! બધું હાથ આવશે. અમૃતનો સાગર અને અનંતા ગુણનો ભરેલો દરિયો એ જ્ઞાયકની દૃષ્ટિ કરતાં અનંતા ગુણો પર્યાયમાં પ્રગટ થશે અને એ પર્યાયમાં અનંત આનંદ પણ સાથે આવશે અને દરેક આનંદમાં પ્રભુતા પણ ભરેલી (હશે). દરેક ગુણની પર્યાય પ્રગટ થતાં તેમાં પ્રભુતા પણ સાથે પ્રગટ થશે. આહા..હા...! રાગ કરતાં રાંકાઈ પ્રગટ થશે. આવાં ટૂંકા સૂત્રો....! આહા...! વાત તો આકરી છે બાપા ! અંતર માર્ગ કોઈ એવો અલૌકિક છે કે અત્યારે તો સાંભળવો મુશ્કેલ થઈ પડ્યો છે. (આવું) સાંભળતા એને એમ લાગે કે
Page #64
--------------------------------------------------------------------------
________________
૪૯
વચનામૃત રહસ્ય આ શું પણ આવી વાતું છે ? આહા..હા...!
અહીં કહે છે કે જે વૃક્ષનું મૂળ પકડ્યું એને) બધું હાથ આવે. (એમ) ....જ્ઞાયકભાવને પકડવાથી બધું હાથ આવશે.' પરને નહિ, રાગને નહિ, પર્યાયને નહિ, જ્ઞાયકભાવ ત્રિકાળ દ્રવ્ય ! ત્રિકાળી દ્રવ્ય પકડતાં બધું હાથ આવશે. એમાં બધું ભર્યું છે. આહા...હા...! ભાષા તો બહુ ટૂંકી છે પણ. ભાવ અંદરમાં ઊંડા ભર્યા છે.
અનુભવથી વાણી આવી છે. આનંદના વેદનમાંથી આ વાણી આવી છે. બેન અનુભવી છે (અને આ અનુભવની વાણી છે. આ ધારેલી વાણી ને સાંભળેલી વાણી નથી. આહા..હા...! એ વાણી સમજવી, સાંભળવી એ મહાભાગ્ય (હોય) તો મળે તેવું છે. સાક્ષાત્ ત્રિલોકના નાથની પાસે હતાં. ભૂલ થઈને ત્યાંથી અહીં આવી ગયા. પણ એ એ ભૂલ પછી નીકળી ગઈ. પછી આ અમૃત અંદરથી હાથ આવ્યું ત્યારે આ વાણી નીકળી ગઈ.
(અહીં કહે છે) “શુભ પરિણામ કરવાથી કાંઈ હાથ નહિ આવે. લ્યો...! ઘણાં તો એમ કહે છે કે અમે પાપમાં પડ્યા છીએ એ કરતાં પુણ્યમાં તો લાવો ! પણ પુણ્ય પણ અનંતવાર કર્યા છે ને પાપ પણ અનંતવાર કર્યા છે. (પણ) ભવ ભ્રમણનો નાશ ક્યાં છે એમાં ? જેમાં ભવ ભ્રમણનો નાશ નથી તો નરક ને નિગોદ થશે. કદાચિત બે-ચાર કલાક કોઈ શુભભાવ કર્યા હોય ને કોઈ પુણ્ય થયું હોય તો સ્વર્ગ આદિમાં જાય ત્યાંથી પાછો તિર્યંચમાં - ઢીરમાં જાશે ને ત્યાંથી મરીને નરકમાં જાશે ને ચારગતિ(માં) રખડશે. જેણે ભવનો નાશ કર્યો નથી એના ભવના પરિભ્રમણનો આરો - ક્યાંય અંત નહિ આવે. આહા..હા...!
અહીં તો (કહે છે) જ્ઞાયક ભાવને પકડવાથી બધું હાથ આવશે. “શુભ પરિણામ કરવાથી કાંઈ હાથ નહિ આવે.” ણમો અરિહંતાણં ણમો સિદ્ધાણં, એવું પાંચ નવકારના સ્મરણ કરવાથી કે પ્રતિમા આદિની પૂજા કરવાથી, ભગવાનનાં દર્શન કરવાથી જે શુભભાવ થાય તે “શુભ પરિણામ કરવાથી કાંઈ હાથ નહિ આવે.”
મુમુક્ષુ : એ કરતાં કરતાં આવશે. પૂજ્ય ગુરુદેવશ્રી : રાગ-ઝેર કરતાં કરતાં, લસણ ખાતાં ખાતાં કસ્તુરીનો ઓડકાર આવશે. એમ છે ? લસણ ખાતાં કસ્તુરીનો ઓડકાર આવશે !
ન =જામ
Page #65
--------------------------------------------------------------------------
________________
પ0
[વચનામૃત-૧૭] એમ શુભ પરિણામ કરતાં કરતાં આત્મામાં શુદ્ધનું પરિણામ આવશે ! એ ત્રણકાળમાં નહિ આવે. આહા..હા...! ઝીણી વાત છે, ભાઈ !
શુભ પરિણામ કરવામાં કાંઈ હાથ આવે નહિ. જો મૂળ સ્વભાવને પકડ્યો હશે... આહા..હા...! ચેતન સ્વભાવ, જ્ઞાયકભાવ, નિત્ય અનુભવ ભાવ, અનુભવવાને લાયક એવો જે ત્રિકાળી ભાવ એને જો પકડ્યો હશે તો ગમે તે પ્રસંગો આવે....' (અર્થાતુ) ગમે તેવા પ્રસંગો આવે શરીરમાં રોગ આવે, પ્રતિકૂળ અપમાન આવે, દુનિયા, અનાદર કરે, છતાં જો આત્માને પકડ્યો હશે ....તો ગમે તે પ્રસંગો આવે તે સમયે શાંતિ . સમાધાન રહેશે,... આહા..હા...! પ્રતિકૂળ સંયોગ તો એક શેય છે, એ પણ વ્યવહારે શેય છે. નિશ્ચયથી શેય તો તેનું જ્ઞાન (જે) પોતાને થાય છે, તે જ્ઞાન તેનું શેય
આત્માનું જ્ઞાન, પરને જાણવાનું થયું તે જ્ઞાન પોતાનું ષેય છે એ શેયને જાણનારું જ્ઞાન જ્ઞાન છે. આહા...! શું (કહે) છે ? “...મૂળ સ્વભાવને પકડ્યો હશે તો ગમે-તે પ્રસંગો આવે તે સમયે શાંતિ - સમાધાન રહેશે, જ્ઞાતા - દૃષ્ટાપણે રહી શકાશે. આહા..હા..હા..! અંતે કરવાનું તો આ છે. ગમે તે પ્રસંગમાં પણ જાણનાર - જ્ઞાતા-દષ્ટા રહે એ એને કરવાનું છે. એમાંથી એને ધર્મનું મૂળ પાકતાં કેવળજ્ઞાન થવાનું છે. બાકી બધી વાતું છે. શુભ પરિણામ ગમે તેટલાં કરે એના ફળ તરીકે કદાચિત સ્વર્ગ ને આ પૈસાધૂળ (આદિ) મળે પણ એ બધાં ત્યાંથી મરીને પાછાં નરક ને નિગોદમાં જવાનાં. આહા...હા...!
ભવનાં મૂળ જેણે છે ક્યાં નથી, પાંદડાં તોડ્યાં પણ મૂળ તોડ્યું નથી, પાંદડાં તોડ્યાં ને મૂળ તોડ્યું નથી તો એ પાંદડાં પંદર દિએ પાંગરશે. પંદર દિવસે એ પાછાં આવશે. એમ જેણે ઉપરનાં શુભભાવનાં પાંદડાં તોડ્યાં છે પણ શુદ્ધ ભાવનું મૂળિયું પકડ્યું નથી. આહા...હા...! એને ચારગતિ પાંગરશે. શુભભાવમાં તો ગતિ - ચારગતિ પાંગરશે. ભલે કોઈ અશુભ (ભાવ) હોય તો નરક ને નિગોદ મળે, શુભ હોય તો આ મનુષ્ય ને સ્વર્ગ મળે પણ ગતિ - ચારગતિ (તેને મળશે). ભવ ભયથી ડર જોઈએ એમ કહ્યું છે. એને ચારગતિના ભવનો ડર જોઈએ. એને આ નિર્ભય આત્મા તરફનું લક્ષ જાય. આહ......!
Page #66
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
પ૧ એને કોઈપણ ભવનો ભય લાગે અરેરે...! દેહ છૂટીને ક્યાં જઈશ ? આત્મા તો અનાદિ અનંત છે. એ કાંઈ નાશ થાય એવો નથી. તો અહીંથી છૂટીને જઈશ ક્યાં ? એમ ભવનો ભય લાગે તો એને આત્મા ઉપર દૃષ્ટિ ગયા વિના રહે નહિ. આહા..હા...! પણ જેને ભવનો ડર ને ભય નથી એને આત્મા શું છે ? એ તરફ જવાનું એને વલણ છે નહિ, આહા..હા..! ...જ્ઞાતા-દષ્ટાપણે રહી શકાશે. લ્યો ! (એ ૧૭મો પૂરો થયો). "
/ “દૃષ્ટિ દ્રવ્ય ઉપર રાખવાની છે. વિકલ્પો આવે પણ દૃષ્ટિ : એક દ્રવ્ય ઉપર છે. જેમ પતંગ આકાશમાં ઊડે પણ દોર હાથમાં હોય છે, તેમ ચૈતન્ય છું એ દોર હાથમાં રાખવો. વિકલ્પો આવે, પણ ચૈતન્યતત્ત્વ તે હું છું . એવો વારંવાર અભ્યાસ કરવાથી દઢતા થાય.” ૧૮.
હCD00 ૦ ૦ ૦ ૦ ૦
૧૮ (ભો બોલ). દૃષ્ટિ દ્રવ્ય ઉપર રાખવાની છે. એકલો માલ છે ! દૃષ્ટિ દ્રવ્ય એટલે ત્રિકાળ વસ્તુ જે છે, ત્રિકાળી જ્ઞાયક દ્રવ્ય વસ્તુ છે એ પર્યાયથી પણ ભિન્ન છે. તેના ઉપર દષ્ટિ (રાખવાની છે) એટલે પર્યાય(ની) દષ્ટિ તેના ઉપર રાખવાની છે. જેમાં પર્યાય નથી તેમાં પર્યાય ને દૃષ્ટિ રાખવાની છે. એમાં રાગ તો નથી એટલે જ્ઞાયકભાવમાં રાગ તો નથી પણ વર્તમાન પર્યાય છે એ (પણ) એમાં નથી. એ પર્યાયને એનામાં જોડવી - એ તરફી વાળવી છતાં પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. છતાં પર્યાયમાં દ્રવ્યનું સામર્થ્ય છે. તેનું જ્ઞાન ને અનુભવ આવે (છે). એટલે એમ કહે છે કે દ્રવ્ય ઉપર દૃષ્ટિ રાખવાની છે.
“વિકલ્પો આવે પણ દૃષ્ટિ એક દ્રવ્ય ઉપર છે. વિકલ્પ તો આવે - શુભ આવે, અશુભ આવે, પુણ્ય-પાપનાં પરિણામ પણ આવે, પણ દષ્ટિ તો અંદર દ્રવ્ય ઉપર પડી છે. ધ્રુવના ધ્યેય ઉપરથી દૃષ્ટિ ફરે નહિ. દરિયામાં
Page #67
--------------------------------------------------------------------------
________________
પર
[વચનામૃત-૧૮] વહાણ ચાલે છે (2) ધ્રુવના તારે ચાલે છે. ધ્રુવનો તારો એક સરખો જ રહે છે. એના ઉપર વહાણ ચાલે. એમ આ ધ્રુવ ચેતન ભગવાન . એની દષ્ટિ રાખીને ગમે તે પરિણામ આવે પણ દૃષ્ટિ ધ્રુવ ઉપર રહે તો એનું વહાણ હાલે, નહિતર એનું વહાણ નહિ હાલે. મોક્ષનો માર્ગ તો હાલશે નહિ તો નહિ હાલે, એમ કહે છે.
આહા..હા..! દૃષ્ટિ દ્રવ્ય ઉપર રાખવી. દ્રવ્ય એટલે આ પૈસો નહિ હોં...! દ્રવ્ય એટલે વસ્તુ. જેમાં શરીર તો નથી, વાણી તો નથી, રાગ તો નથી, હું પર્યાય પણ નથી. એવું જે ત્રિકાળી દ્રવ્ય એના ઉપર પર્યાયની દૃષ્ટિ રાખવી. દૃષ્ટિ છે એ પર્યાય છે. પણ એનો વિષય છે તે દ્રવ્ય છે. આહા..હા...! આવું ઝીણું પડે છે.
‘દષ્ટિ દ્રવ્ય ઉપર રાખવાની છે. વિકલ્પો આવે પણ દૃષ્ટિ એક દ્રવ્ય ઉપર છે. જેમ પતંગ આકાશમાં ઊડે....' દાખલો આવે છે. પતંગ છે એ આકાશમાં ઊડે છતાં ...પણ દોર હાથમાં હોય છે....' દોર હાથમાં હોય. પતંગ ભલે ઊડે, આથે જાય પણ દોર હાથમાં હોય. આહા...હા...! .તેમ ચૈતન્ય છું એ દોર હાથમાં રાખવો. આહા..હા...! હું તો એક જાણનાર દેખનાર, જ્ઞાતાદૃષ્ટા ચૈતનરસના રસથી ભરેલો ભગવાન એ હું છું. એ દૃષ્ટિ રાખીને પછી વિકલ્પ ભલે હો ! પતંગ ભલે ઊડે પણ દોરો હાથમાં છે. એમ દૃષ્ટિ દ્રવ્ય ઉપર રાખીને વિકલ્પ ભલે હો તો એને જાણે પણ એને પોતાના માને નહિ, આહા..હા...!
જેમ પતંગ આકાશમાં ઊડે પણ દોર હાથમાં હોય છે, તેમ ચૈતન્ય છું એ દોર હાથમાં રાખવો. આ તો રાતે બોલાઈ ગયેલું ને થોડું થોડું લખાયેલું છે એકલો માલ ભર્યો છે ! આહા..હા...! ગુજરાતી ભાષા (છે) પણ સાધારણ (છે) (એટલે હિન્દીમાં સમજાય એવું છે. હિન્દીમાં ન સમજાય એવું નથી.
મુમુક્ષુ : આપ હિન્દીમાં બોલો તો ગુજરાતીવાળા સમજી શકે છે.
પૂજ્ય ગુરુદેવશ્રી : હિન્દીવાળા ને સમજાય, ગુજરાતીવાળા બરાબર ન સમજે.
જેમ પતંગ આકાશમાં ઊડે પણ દોર હાથમાં હોય છે, તેમ ચૈતન્ય છું એ દોર હાથમાં રાખવો.” વિકલ્પો આવે, પણ ચૈતન્યતત્ત્વ તે હું
E
:
Page #68
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
પ૩ છું. - ચેતનતત્ત્વ તે હું છું. જાણનાર-દેખનાર તત્ત્વ જે આત્મા છે, જેની સત્તાના હોવામાં (આ બધું જણાય છે એ જાણનારો છે એ જાણવાની (જણાવા યોગ્ય) ચીજથી ભિન્ન છે, એના ઉપર દૃષ્ટિ રાખવી. જાણનારો જણાનાર ચીજથી ભિન્ન છે, એના ઉપર દૃષ્ટિ રાખવી. જે જણાય છે તેના ઉપર દૃષ્ટિ. ન રાખવી. આહા..હા..હા...!
ઓલી તો સહેલી વાત હતી . વ્રત કરવા ને અપવાસ કરવા ને પૂજા કરવી ને ભક્તિ કરવી ને દાન કરવું ને દયા કરવી, સહેલું સટ હતું લ્યો ! અને આ આવું મોંઘું નીકળ્યું ! સહેલું કંઈ ન હતું રખડવાનું બધું હતું ! એ કરી કરી ને ચારગતિના ભવ કર્યા છે. આહા....! અનંતવાર મુનિપણું પણ ધારણ કર્યું. આવે છે ને ? પૂર્વે અનંતવાર મુનિપણું ધારણ કર્યું પણ ક્રિયાકાંડ પર દૃષ્ટિ (હતી). જે દયા-દાન-વ્રત, ભક્તિ ને પૂજા એના (. ઉપર દૃષ્ટિ (હતી). (તો) એ તો રાગ ઉપર દૃષ્ટિ છે. આત્મા ઉપર દૃષ્ટિ નહિ.
“મુનિવ્રત ધાર અનંત બેર ત્રિવેક ઉપજાયો મુનિવ્રત ધાર - મુનિવ્રતને ધારીને, અનેકવાર ગ્રિવેક ઉપજાયો. નવમી ગ્રિવેકમાં ગયો. “પણ આત્મ જ્ઞાન બિન લેશ સુખ ન પાયો.” પણ આત્માના જ્ઞાન વિના, રાગથી ભિન્ન પડ્યાં વિના આત્માનો આનંદ ન આવ્યો. કેમકે પંચ મહાવ્રતનાં પરિણામ (છે) એ પણ દુ:ખરૂપ છે. આહા..હા...! પંચમહાવ્રતનાં પરિણામ એ આસવ છે. એ શુભભાવ છે, એ દુઃખ છે. તેથી કહ્યું કે મુનિવ્રત ધાર અનંત બેર ઝિવેક ઉપજાયો.” પણ આંત્માના જ્ઞાન વિના એને આનંદના અંશનો સ્વાદ આવ્યો નહિ. પંચમહાવ્રતના પરિણામમાં આનંદ નથી દુઃખ (છે) ને રાગ છે. આહા..હા...! આવું આકરું બેસે શી રીતે ? હજી બહારનાં નિવૃત્તિમાં કાંઈ ઠેકાણાં ન મળે એને બેસે શી રીતે ? બાપુ ! કરવું પડશે આ ! આ વિના એને સુખ નહીં મળે).
જે જે દિવસો જાય છે તે તે મૃત્યુની સમીપે જાય છે. જે દેહની જે મુદત લઈને આવ્યો છે તે મુદત છે એ પાકી છે એક સમય ફરે એવો નથી. જે ક્ષેત્રે, જે કાળે, જે નિમિત્તે જે સંયોગમાં દેહ છૂટવાનો તે છૂટવાનો, - છટવાનો ને છટવાનો લાખ ઇન્દ્રો આવે તોપણ એનો એક સમયેનો ફેરફાર
એ કરી શકે એવું નથી. તો દેહની—(રિથતિનાં જેટલાં સમયો દિવસો
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૪
[વચનામૃત-૧૮] જાય તે મૃત્યુની સમીપે જાય છે. એ મૃત્યુ આવીને એકવાર ઊભું રહેશે તો આ દેહ છૂટી જશે.... ફડાક દઈને...! બધુંય એનું પડ્યું રહેશે. રૂપિયા, બાયડી ને છોકરાં.... આહા...હા...! . એક વાર ન્હોતું ગાયું ? એકવાર ભાવનગરથી) (એક) વૈરાગી આવ્યો હતો. (એ એમ ગાતો હતો) “ઊંચા મંદિરને માળીયા - સોડ તાણીને સૂતો, કાઢો કાઢો રે એને સૌ કહે. જાણે કે જન્મ્યો જ ન્હોતો.” “ઊંચા મંદિરને માળિયા ઊંચા મંદિરને માળિયા સોડ તાણીને સૂતો (એટલે) મરી ગયો એ ! આહા..હા...! એને કોણ શરણ છે ? પછી કહે છે કે “આ રે કાયામાં હવે કાંઈ નથી.” સ્ત્રી જોવે છે આ કાયામાં હવે કાંઈ નથી. એમ ટગ-ટગ ઊભી જોતાં ધ્રુસકે ધ્રુસકે રોવે હાય..હાય...! આ લઈ ગયા ! બાપુ ! એ તો દેહની સ્થિતિ છે ને એ થવાની જ ! થવાની જ....! એમાં ફેરફાર થવાનો નથી. ક્રમબદ્ધમાં દેહની સ્થિતિનો (છૂટવાનો) જે સમય (છે) તે આવ્યે જ છૂટકો છે. એમાં - ક્રમબદ્ધમાં કોઈ ફેરફાર પડે એવું નથી. આહા..હા...! દાક્તરનાં ઈન્વેક્ષન કામ ન આવે ત્યાં !
મુમુક્ષુ : ક્રમબદ્ધમાં જીવી જાવાનું હોય તો કામ આવે ને ! પૂજ્ય ગુરુદેવશ્રી : (તોપણ) કામમાં ન આવે. દાક્તર પોતે મરી જાય છે ને !
ભાવનગરનો મોટો દાક્તર હતો. એ આમ ઓપરેશન કરતો હતો. એમાં (કહે કે મને કાંઈક થાય છે. મને કાંઈક દુઃખ થાય છે. એમ કીધું ત્યાં ખુરશીએ બેઠો અને દેહ છૂટી ગયો. દાક્તર આખી ઈસ્પીટાલનો સર (હતો) મોટો ! કોણ દાક્તર ? દવા શું કરે ? ને ત્યાં દાક્તર પણ શું કરે ? દાક્તરનો દેહ છૂટશે તો એને ખબર પણ નહિ પડે કે કેમ છૂટયો આ ? આહા...હા...!
અહીં એ કહે છે. ચૈતન્ય છું એ દોર હાથમાં રાખવો. વિલ્પો આવે, પણ ચૈતન્યતત્ત્વ તે હું છું - એવો વારંવાર અભ્યાસ કરવાથી દઢતા થાય.” હું તો જાણનાર દેખનાર છું.' વિકલ્પ આવે એ મારી ચીજ નથી. રાગ આવે, પુણ્ય પાપનો ભાવ થાય પણ એ મારી ચીજ નથી. એમ જાણતાં દૃઢતા થાયઃ આત્મામાં એની દઢતા થાય. જ્ઞાયક....જ્ઞાયક..... જ્ઞાયક....ગાયક.... " જ્ઞાયક....જ્ઞાયક.... એનું પરિણમન થઈ જાય. જ્ઞાયક...જ્ઞાયક....જ્ઞાયક... થતાં
Page #70
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
પપ જ્ઞાયકનું પરિણમન થઈ જાય. પરિણમન (થઈ જાય) એટલે આનંદની દશા પરિણમી જાય. એનું નામ સમ્યગ્દર્શન (છે). અને ક્રમબદ્ધની અંદર અવસ્થાનું ફળ એ આવ્યું. આહા..હા...! એના ક્રમમાં એ (સમ્યગ્દર્શન) આવ્યું. તે કાળે તેને તે દૃષ્ટિ જો દ્રવ્ય ઉપર જાય તો એને આનંદનો અનુભવ થાય. એના ક્રમબદ્ધમાં એ ફળ આવે. કારણ કે ક્રમબદ્ધવાળો દૃષ્ટિ દ્રવ્ય ઉપર રાખે છે. આહા..હા... ! ક્રમે ક્રમે થવાનું તે જ થશે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. એની દૃષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે, (અર્થાતુ) જ્ઞાયક - ચૈતન્ય ઉપર જાય છે. એથી જ્ઞાયકને આનંદમાં અનુભવતા એનો દેહ છૂટે છે પણ જેને આ જ્ઞાયકની ખબર નથી એ ભગવાન.... ભગવાનનું સ્મરણ કરતાં દેહ છૂટે તો પણ તે શુભભાવ છે, એ કાંઈ ધર્મ નથી.
" એ અહીં કહે છે “....વિકલ્પો આવે, પણ ચૈતન્યતત્ત્વ તે હું છું . એવો વારંવાર અભ્યાસ કરવાથી દઢતા થાય. આહા..હા..! હવે જરી થોડું આકરું આવ્યું.
L
૭૦ ૦ ૦
જ્ઞાનીને અભિપ્રાયમાં રાગ છે તે ઝેર છે, કાળો સર્પ છે. હજુ આસક્તિને લઈને જ્ઞાની બહાર થોડા ઊભા છે, રાગ છે, પણ અભિપ્રાયમાં કાળો સર્ષ લાગે છે. જ્ઞાનીઓ વિભાવની વચ્ચે ઊભા હોવા છતાં વિભાવથી જુદા છે, જ્યારા છે.” ૧૯.”
જ્ઞાનીને...' (અર્થાતુ) ધર્મીને (એટલે કે જેને આત્માનું જ્ઞાન થયું છે તેને આત્મા જેને જાણવામાં આવ્યો તેને ....અભિપ્રાયમાં રાગ છે તે ઝેર છેસમયસાર મોક્ષ અધિકારમાં કહ્યું છે શુભરાગ છે એ વિષકુંભ છે, ઝેરનો ઘડો છે. એ સમયસારના મોક્ષ અધિકારમાં દયા, દાન, વ્રત, ભક્તિનાં પરિણામને ઝેર કહ્યાં છે. એ વિષનો ઘડો કહ્યો છે ! ઝેરનો ઘડો..આહા..હા...!
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૬
[વચનામૃત-૧૯]
કેમ બેસે ? વિષકુંભ આવે છે ને ? સમયસાર મોક્ષ અધિકાર ! વિષકુંભ
છે. એ અહીં કહે છે.
=
મુમુક્ષુ : એ તો મુનિને લાગુ પડે ને ?
પૂજ્ય ગુરુદેવશ્રી : આ તો અજ્ઞાનીને લાગુ પડે એની વાત છે. અજ્ઞાની રાગને ઝેર માને નહિ ને મીઠાશ માને તો મિથ્યાદૃષ્ટિ છે. જ્ઞાનીને અભિપ્રાયમાં રાગ છે તે ઝેર છે,..... અજ્ઞાનીને અભિપ્રાયમાં રાગ તે અમૃત છે. રાગ તે સર્વસ્વ છે. એણે રાગ સિવાયની અંદર ચીજ છે એ તો જોઈ નથી અને જોવાનો પ્રયત્ન કર્યો નથી. આહા..હા..! એ કહ્યું ને પહેલાં ? મુનિવ્રત ધાર અનંત બૈર ગ્રિવેક ઉપજાયો, પણ આત્મજ્ઞાન બિન લેશ સુખ ન પાયો.’આત્માના જ્ઞાન વિના અંશે પણ આનંદનો સ્વાદ એને આવ્યો નહિ.
એ અહીં કહે છે ધર્મીને અભિપ્રાયમાં રાગ છે તે ઝેર છે, ‘....કાળો સર્પ છે.' કાળો નાગ છે ! આહા..હા...! હવે અહીંયા તો (અજ્ઞાની લોકો) શુભ ભાવમાં ધર્મ મનાવે છે ! શુભભાવ આવે, અશુભ ટાળવા - અશુભથી બચવા શુભ(ભાવ) આવે, જ્ઞાનીને પણ આવે; ભક્તિનો, વંદનાનો, પૂજાનો ભાવ આવે, પણ છે તે ઝેર ! આત્માના અમૃત સ્વરૂપથી વિરુદ્ધ છે (માટે) એને ઝેર કહેવામાં આવે છે. ઝેરથી વિરુદ્ધ આત્માનું સ્વરૂપ (છે) તેને અમૃત કહેવામાં આવે છે. આહા..હા..હાં...! આકરું પડે ગતને..!
જ્ઞાનીને અભિપ્રાયમાં.....' અભિપ્રાયમાં એટલે શું ? શ્રદ્ધામાં - પ્રતીતિમાં રાગ છે તે ઝેર છે, કાળો નાગ છે. આહા..હા..હા..! ‘હજી આસક્તિને લઈને જ્ઞાની બહાર થોડા ઊભા છે,....' આત્માનું જ્ઞાન થયું, સમકિત થયું છતાં હજી આસક્તિ હોય છે, રાગ હોય છે. (પૂર્ણ) વીતરાગ થાય નહિ ત્યાં સુધી તેને રાગ આવે. પણ એ રાગને ઝેર તરીકે જાણે છે. (સ્વરૂપમાંથી) બહાર થોડા આવે, આત્માના સ્વરૂપમાંથી નીકળીને ધર્મીને પણ જરી રાગ આવે તો ખરો. જ્યાં સુધી પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી રાગ આવે. પણ એ રાગ અભિપ્રાયમાં કાળો સર્પ લાગે. કાળો સર્પ એટલે કાળો નાગ જેમ ઝેરીલો (હોય એવો લાગે). આહા..હા...હા...!
હમણાં ત્યાં સોનગઢ ઈસ્પીતાલમાં (એક પ્રસંગ બની ગયો). ઈસ્પીતાલ છે ને ? ક્ષય, ક્ષયની ! એમાં એક મોટો દાક્તર હતો, લ્યો ઠીક ! એ
Page #72
--------------------------------------------------------------------------
________________
પ૭
વચનામૃત રહસ્ય દાક્તર આમ બેઠો એમાં નીચે નાગણી નીકળી હશે. (તો) બેસવામાં નાગણી ઉપર આમ પગ આવી ગયો. નાગણી નીકળીને પગ. આવ્યો (એટલે નાગણી એ) વંશ માર્યો. ને ત્યાં ને ત્યાં મરી ગયો ! હમણાં ત્યાં સોનગઢમાં બન્યું છે. દાક્તરને સર્પ , નાગણી કરડ્યો ! તરત મરી ગયો, નાગણી જીવતી રહી ! બીજા આસપાસના. માણસો ભેગાં થયા ને ! પગ દબાઈ ગયો ને જરી ઉપચાર કરીને જીવવા દીધી (એટલે) મરી ન ગઈ અને આ દાક્તર મરી ગયો ! કરડ્યો ભેગો ! નાગણીએ આમ પગ કરડ્યો ને દેહ છૂટી ગયો. હમણાં સોનગઢમાં બન્યું છે.
એ (જેમ) ઝેર છે, એમ રાગ પણ ઝેર છે. એ ઝેરને (રાગને) જો પોતાનો માને તો ડંખ (મારી એમ) મરી ગયા. એના આત્માના સ્વરૂપની શાંતિ મરી જાય છે. એનો જ્ઞાયક ભાવ સત્તામાં મરી જાય છે. એની શ્રદ્ધા એને રહેતી નથી. આહા..હા...! રાગને જો કાંઈપણ ઠીક માને તો રાગ વિનાની ચીજને તે અઠીક માને છે ! (તેનો) અનાદર કરે છે. આહા..હા...! ‘દ્વેષ અરોચક ભાવ.' આત્મા પ્રત્યે જેને રાગ નથી - પ્રેમ નથી અને રાગ પ્રત્યે જેને પ્રેમ છે. તેને આત્મા પ્રત્યે દ્વેષ છે, સમજાય છે કાંઈ ? જેને રાગ પ્રત્યે પ્રેમ છે. તેને આત્મા પ્રત્યે દ્વેષ છે, આત્મા પ્રત્યે તેને અરુચિ છે. રાગ પ્રત્યે જેને રુચિ છે - જેને રાગ પ્રત્યે રુચિ છે, તેને આત્મા પ્રત્યે અરુચિ છે. અરૂચિ છે તે દ્વેષ છે. આહા..હા...! શ્વેતાંબરમાં આનંદઘનજી એક થઈ ગયા છે. એણે એ શબ્દો લીધાં છે કે દ્વેષ અરોચક ભાવ' . તને જ્ઞાયક સ્વરૂપ ન રુચે અને રાગ જો રુચે તો તને આત્મા ઉપર ઠેષ છે. આહા..હા...! “બ્રેષ અરોચક ભાવ’ - આત્મા સુખ (સ્વભાવી) આનંદકંદ છે, એ રુચે. નહિ .. એ જ દ્વેષ છે. એ અરોચક (ભાવ) છે તે જ ઠેષ છે અને દ્વેષ છે તે ઝેર છે. આહા..હા...! આકરી વાત છે, ભાઈ ! લોકોમાં શુભભાવો ને તો ધર્મ મનાવે છે. (કહે છે) શુભભાવ કરો - કરતાં-કરતાં (ધર્મ) થશે ! લસણ ખાતાં ખાતાં કસ્તુરીનો ઓડકાર આવશે.. ! એવું છે.
(અહીં કહે છે) ....આસક્તિને લઈને જ્ઞાની બહાર થોડા ઊભા છે, રાગ છે પણ અભિપ્રાયમાં કાળો સર્ષ લાગે છે. આહા..હા...! ધર્મી જીવને અભિપ્રાયમાં રાગ નાગ જેવો - કાળા નાગ જેવો દેખાય છે આહા..હા....! અજ્ઞાનીને રાગથી પ્રેમ (છે), (તેના પ્રેમવાળો છે, એને રાગનો જ પ્રેમ છે.
-
Page #73
--------------------------------------------------------------------------
________________
પ૮'
[વચનામૃત-૧૯] આત્મા પ્રત્યે તેને દ્વેષ છે. આહા..હા...! આવું સાંભળવું કઠણ પડે અંદર ! અહીં તો શુભભાવને ઝેર કીધો છે. અભિપ્રાયમાં કાળો સર્પ (લાગે છે).
જ્ઞાનીઓ વિભાવની વચ્ચે ઊભા હોવા છતાં ધર્મી જીવને, આત્માનું જ્ઞાન સ્વરૂપ રાગથી ભિન્ન છે, એવો અનુભવ થયો હોવા) છતાં, રાગના સંયોગની વચ્ચે ઊભા હોય તેવા દેખાય) છતાં ...વિભાવથી જુદા છે...' આહા..હા...! વિભાવના પરિણામમાં ઊભો છે છતાં તેનાથી જુદો છે. એ વિભાવ મારો નથી, વિભાવ સ્વભાવ એ વિકાર ને ઝેર છે. . મારું અમૃત
સ્વરૂપ એ વિભાવથી જુદું છે. એમ ધર્મીને - સમકિતીને અનુભવમાં આવ્યા વિના રહેતું નથી. અને અનુભવમાં એમ ન આવે અને શગનો પ્રેમ રહે તો (તેને) આત્મા પ્રત્યે દ્વેષ છે ને (તે) મિથ્યાષ્ટિ છે. આહા.....! પછી ભલે જૈન સંપ્રદાયમાં જન્મ્યો હોય. પણ રાગ પ્રત્યે પ્રેમ છે ને સ્વભાવ પ્રત્યે દ્વેષ છે તો તે મિથ્યાદૃષ્ટિ છે). વિશેષ કહેશે....
E:
૨ આ આત્મા છે તે જ્ઞાયક અખંડ સ્વરૂપ છે. તેમાં રાગ, કર્મ કે શરીર તો તેના નથી પણ પર્યાયમાં ખંડખંડ જ્ઞાન છે તે પણ તેનું નથી. જડ-ઈન્દ્રિય તો તેના નથી પણ ભાવ-ઈન્દ્રિય ને ભાવ-મન પણ તેના નથી. એક એક વિષયને જાણતી
જ્ઞાનની પર્યાય છે એ ખંડખંડ જ્ઞાન છે. એ પરાધીનતા છે, છે પરવશતા છે, એ દુઃખ છે. પરમાગમસાર-૩૮ ૬)
Page #74
--------------------------------------------------------------------------
________________
S®e
:
* ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના એટલે કે રાગ-દ્વેષમાંથી નહિ ઊગેલી ભાવના . એવી યથાર્થ ભાવના : હોય તો તે ભાવના ફળે જ છૂટકો. જો ન ફળે તો જગતને . ચોદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે, અગર તો આ દ્રવ્યનો નાશ થઈ જાય. પરંતુ એમ બને જ નહિ..ચૈતન્યના પરિણામની સાથે કુદરત બંધાયેલી છે . એવો જ વસ્તુનો સ્વભાવ છે. આ, અનંતા તીર્થકરોએ કહેલી વાત છે.” ૨૧.
'
પ્રવચન-૪, વચનામૃત-૨૧થી ૨૫
આ વચનામૃત, ૨૧મો બોલ છે, ૨૦ બોલ) તો ચાલ્યાં. વિચાર કરવામાં જરી અવકાશ હોય એને સમજવા માટે આ વાત છે, બાપુ ! આહા..! જેને હજી લૌકિક નીતિનાં ઠેકાણાં ન હોય એને આ વાત સાંભળવા પણ મળે નહિ. સાંભળવા મળે તો એને એ રૂચે પણ નહિ. લૌકિક નીતિ (એટલે) જેને દારૂ, માંસ ને પરસ્ત્રીનો ત્યાગ એ અનૈતિકનો તો ત્યાગ પહેલો છે. - દારૂ, શરાબ, માંસ અને પરસ્ત્રી. એનો ત્યાગ તો પહેલેથી (જો) ન હોય તો એ નરકગામી જીવ છે. એને માટે આ વાત નથી. આહા..હો...! - ચેતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના.... છે શબ્દ ? એ શું કહે છે ? આ ચૈતન્ય આનંદ સ્વરૂપ ભગવાન (એવા) ચૈતનને ચૈતન્યમાંથી પરિણમેલી (અર્થાતુ) અંતરમાંથી થયેલી દશા. જેને સંસારના પાપના પરિણામ તો જાણે ન હોય, પણ જેને પુણ્યના પરિણામ(ની) પણ રૂચિ અંદરમાં ન હોય. જેને પાપનાં પરિણામ તીવ્ર છે એને તો આ સાંભળવામાં પણ અંતર(માં)
Page #75
--------------------------------------------------------------------------
________________
६०
[વચનામૃત-૨૧] ન રુચે. એવી ચીજ છે ભગવાન !
મુમુક્ષુ : અમને છૂટવા માટે તો કંઈ રસ્તો તો જોઈએ ને ?
પૂજ્ય ગુરુદેવશ્રી : આ રસ્તો છે). એ જ કહે છે ને ભગવાન ! “ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના.... આ છૂટવાનો રસ્તો ! પહેલા શબ્દમાં બેનની વાણી. અનુભવની વાણી છે.
અસંખ્ય અબજ વર્ષનું જાતિસ્મરણ જ્ઞાન છે. જાતિસ્મરણ એટલે આ જાતિ પહેલા ભવ... પહેલા ભવ... પહેલા ભવ... પહેલા ભવ... એવા નવ ભવ, એનું બહેનને પ્રત્યક્ષ જ્ઞાન છે એનાં અસંખ્ય અબજ વર્ષ થાય છે. કેમકે સુધર્મ સ્વર્ગમાં ગયા હતાં. એમાં એમને કાલની વાત જેમ યાદ આવે એમ અસંખ્ય અબજ (વર્ષની) વાતો યાદ આવી છે. એ વાત આવતાં એને પહેલેથી એવું અંદરથી ઊગ્યું કે લૌકિક નીતિના જેને ઠેકાણાં નથી એને તો આ ચૈતન્યની વાત કોઈ રીતે બેસશે નહિ. સમજાય છે કાંઈ ?
જેને દારૂ, માંસ, માછલા અને પરસ્ત્રીનો ત્યાગ નથી. એને તો નૈતિક જીવનનાં પણ ઠેકાણાં નથી. આહા..હા..! અહીં તો લોકોત્તર નીતિની વાત ચાલે છે. એ લૌકિક નીતિ છે. એવું તો સાધારણ સજ્જન જીવને એવી સ્થિતિ હોય નહિ. દારૂ, માંસ, માછલી, પરસ્ત્રી એ સાધારણ લૌકિક નૈતિક જીવનમાં પણ તે વાત હોઈ શકે નહિ. આહા...! અહીંયા તો એ ઉપરાંત જેને આત્માનું કલ્યાણ કરવું હોય (એની વાત છે). ઓલામાં તો નરક ને નિગોદમાં ભવ છે.
જેને ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી... એ કીધું ? ચેતન્ય સ્વરૂપ જે પુણ્ય ને પાપના વિકલ્પથી રહિત છે. તેવા ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી (એટલે એમાંથી થયેલી દશા. આહા..હા...! જરી ઝીણી વાત છે, પ્રભુ ! (પણ) વાત તો એવી છે. આ કાંઈ નવી નથી. જૈન પરમેશ્વર તીર્થંકરદેવ ત્રિલોકનાથ અનાદિથી એ વાત કરી રહ્યાં છે. એ વાત કાંઈ નવી છે નહિ. એને સમજવા માટે નવી લાગે પણ પરમાત્માની વાણી - જિનેશ્વર ત્રિલોકનાથ એની દિવ્યધ્વનિ મહાવિદેહમાં તો અનાદિથી ચાલે છે. અહીંયા (ભરત ક્ષેત્રમાં) તીર્થંકરનો વિરહ પડે. મહાવિદેહમાં કોઈ દિ તીર્થકરનો વિરહ ન હોય. આહા..હા...! ત્યાં પણ અનંતવાર જન્મ્યો છે અને સમોસરણમાં પણ ગયો છે. પણ અંતરમાં અંદર આત્મામાં ઘા વાગ્યો નથી. આહા..હા...! એ બહારનાં
Page #76
--------------------------------------------------------------------------
________________
૬૧
વચનામૃત રહસ્ય પ્રેમની રુચિમાં પડી ને ત્યાંને ત્યાં અથડાણો ! આહા..હા..હા...!
અહીં કહે છે (એ) જરી સૂક્ષ્મ વાત છે. બેન થોડું બોલી ગયા. એમાં દીકરીઓ બેઠી હશે. બેનની નીચે ૬૪ બાલ બ્રહ્મચારી દીકરીઓ છે. બાળ બ્રહ્મચારી હોં...! ઘણાં લાખોપતિની દીકરીયું અને અંગ્રેજી ભણતર, આ ભણતર શું તમારું કહેવાય એ ? (ગ્રેજ્યુએટ) ગ્રેજ્યુએટ લો ! ભાષા તમારી ભૂલી જવાય છે ! આ ધર્મની ભાષા આવતાં આ લૌકિક ભાષા ભૂલી જવાય છે. એ ગ્રેજ્યુએટ... ગ્રેજ્યુએટ... થયેલી દીકરીયું છે ! એની પાસે આ બોલેલાં એમણે (આ) થોડું લખી લીધેલું, તે આ બહાર આવ્યું. નહિતર તો (બહાર) આવે નહિ. એ તો બહારથી મરી ગયેલાં છે. (ચાલતાં જુઓ તો જાણે) મડદું હાલે ! અંતર અતીન્દ્રિય આનંદ એટલો ઉભર્યો છે કે જેના રસ આગળ કોણ સામું જોવે છે ને કોણ પગે લાગે છે, એની દરકાર કાંઈ નથી ! એમાં રાત્રીમાં આ વચન નીકળી ગયાં છે !
પ્રભુ ! ચૈતન્યને (એટલે) આ આત્માને ચૈતન્યમાંથી (એટલે) આત્મામાંથી પરિણમેલી (ભાવના), પરિણમેલી કેમ કીધું ? કે એકલી કલ્પના - જાણપણાની ધારણા કરી અને રાખી એમ નહિ, પણ તે અંદર પરિણમ્યું છે. આત્મા જ્ઞાનાનંદ છે તે દશા થઈ. છે. જાણપણું.ધારણા રાખીને વાત કરી નથી. આહા...હા...!
“ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી....' શબ્દો થોડાં છે પણ ભાવ ઘણાં ઊંચા છે ! આહા..હા...! સમજાય છે કાંઈ ? ચૈતન્યને (એમ કહ્યું તો) ચૈતન્ય કહેવો કોને ? (કે) એ પરમ આનંદ ને પરમ જ્ઞાનની શક્તિનો પિંડલો, અતીન્દ્રિય આનંદ ને સચિદાનંદ પ્રભુ, દ્રવ્ય સ્વભાવ જે અનાદિ અનંત (છે) એ ચીજ ને તો આવરણ પણ નથી એવી ચીજ અંદર છે. એવી ચીજની દૃષ્ટિ થઈને ચૈતન્યને ચૈતન્યમાંથી (એટલે એમાંથી પરિણમેલી દશા. આહા....! એટલે કે સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ કરવાની ભાવના. સમજાય છે કાંઈ? વાત તો અહીં બાપુ ! ભવના અભાવની છે પ્રભુ ! બાકી બધું ઘણું જોયું છે અહીં તો ! આ ચીજને અમે ૭૨ વર્ષથી તો જોઈએ છીએ.
ઘરની દુકાન હતી ત્યાં પણ હું તો શાસ્ત્ર જ વાંચતો. ઘરની મોટી દુકાન ચાલે છે, પાલેજમાં છે. પાંચ વર્ષ ત્યાં દુકાન ચલાવી પણ હું તો આ શાસ્ત્ર જ વાંચતો. પૂર્વનાં સંસ્કાર હતા ને ! ત્યારથી અંદરથી ઊગેલી
Page #77
--------------------------------------------------------------------------
________________
[વચનામૃત-૨૧] વાત છે કે “ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી....... આહા....હા...! રાગ—દ્ધવ નહિ, પુણ્ય-પાપ નહિ. આહા...! જેનાં નૈતિક જીવન પણ ઊંચા હોય છે, એ જીવન તરફનું પણ લક્ષ નહિ. આહા..હા..! અંતરના ચૈતનમાંથી ચૈતન વસ્તુ છે તેવી દૃષ્ટિ થતાં તેમાંથી નીકળેલી પરિણમેલી દશા. આહા..હા...! એ ચૈતન્યના પ્રવાહમાંથી પરિણતિમાંથી અવસ્થાનો પ્રવાહ આવ્યો. જેમ કુવામાંથી અવેડામાં પાણી આવે એ પ્રાપ્તની પ્રાપ્તિ છે. એ કૂવામાં હતું એ અવેડામાં આવ્યું. અવેડો કહે છે ને ? આહા..હા...! એમ ચૈતન્યમાં અંદર વસ્તુથી આહા..હા..હા...! એમાંથી પરિણમીત થયેલી દશા એ “...ભાવના એટલે કે રાગ-દ્વેષમાંથી નહિ ઊગેલી.. આહા..હા...! ઝીણી વાત તો છે પ્રભુ ! તારી પ્રભુતાની વાત તો બાપા ભગવાન પણ પૂર્ણ કહી શક્યા નથી. આહા.....!
જે સ્વરૂપ સર્વશે દીઠું જ્ઞાનમાં જે સ્વરૂપ સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ તે પણ શ્રી ભગવાન જો. તે વાણીને અન્ય વાણી તે શું કહે ! અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.’
શ્રીમદ્ રાજચંદ્ર થઈ ગયાં છે. ૩૩ વર્ષની ઉમરે દેહ છૂટી ગયો છે. પણ એ એકાવતારી થઈ ગયાં છે. મુંબઈમાં લાખોનો ઝવેરાતનો વેપાર હતો. છતાં અંદરમાં ભિન્ન પડી ગયેલાં. નાળિયેરનો ગોળો જેમ છૂટો પડે એમ ધર્મીને સમ્યગ્દર્શનમાં રાગથી અને દેહથી અંદર (ચૈતન્ય) ગોળો ભિન્ન પડી ગયો હોય છે. આહા..હા...!
એ શ્રીમદ્ ૩૩ વર્ષની ઉમરમાં દેહ છૂટી ગયો છતાં પણ આ અનુભવની દૃષ્ટિના જોરથી એટલું બધું આવ્યું હતું કે અમારે હવે એકાદ ભવ કરવાનો છે, બાપુ ! અમે હવે અમારા સ્વદેશમાં જવાના છીએ. અમારો સ્વદેશ અંદર આ ચેતન ભગવાન એ અમારો દેશ છે. આ (બહારનો) દેશ નહિ. અરે..! પુણ્ય ને પાપના પરિણામ પણ પ્રભુ અમારો દેશ નહિ. એ વાત અંદર બહેનના (વચનામૃતમાંથી) આવી ગઈ, પરમ દિ કહી હતી. ૪૦૧ બોલ છે. આહા..હા...! આ તો સંસારથી પાગલ થાય તેની વાતું છે !
(અહીંયા) કહે છે કે જેની ભાવના ચૈતન્યસ્વરૂપ ભગવાન (આત્મા) ! એમાંથી ઊગેલો, પ્રગટેલો અંકુરો પરિણમીને તે પર્યાય - ભાવના કેવી હોય
Page #78
--------------------------------------------------------------------------
________________
==
=
=
=
==
=
--
.
.
=
= :... ----
-
વચનામૃત રહસ્ય છે ? કે જેમાં પુણ્ય ને પાપ, રાગ-દ્વેષ રહિત ભાવના હોય છે. આહા..હા...! છે (અંદર) “...એટલે કે રાગ-દ્વેષમાંથી નહિ ઊગેલી ભાવના.... આહા..હા..હા..!
અરેરે...! આવો અવતાર મળ્યો ને એમાં જો આત્માનું હિત કાંઈ કર્યું નહિ (તો) ફરીને મનુષ્યપણું પ્રભુ ક્યારે મળશે ? ચોરાસીના અવતારમાં અનંત કાળથી રખડી મર્યો છે. નરક ને નિગોદનાં દુઃખો....! તારા દુઃખો દેખી દેખનાર ને રોણાં આવ્યા છે બાપા ! એવાં દુઃખો સહન કર્યા છે. પણ ભૂલી ગયો ! જરી કાંઈ બહારની સગવડતા મળી, બે-પાંચ કરોડ રૂપિયા મળ્યા ને છોકરાં-છોકરી કંઈક ઠીક થયા ને શરીર જરી રૂપાળું મળ્યું ને થઈ રહ્યું... મરી ગયો એમાં ! મારી ચીજ અંદર કોણ છે ? એને જોવા માટે, વિચારવા માટે અવકાશ પણ લેતો નથી
અહીં કહે છે કે આહા..હા...! ચૈતન્યમાંથી ઊગેલી ભાવના રાગ-દ્વેષ રહિત હોય છે). રાગ-દ્વેષ રહિત...! આહા...! અહીં તો ધર્મની વાત છે ને પ્રભુ ! ધર્મ (પ્રાપ્ત થયાં) પહેલાં નૈતિકની તો વાત કરી. નૈતિક જીવન તો હોવું જ જોઈએ. સાધારણ પ્રાણી - સજજન જેને કહીએ એને પણ દારૂ, માંસ ને પરસ્ત્રી તો હોય જ નહિ. સર્વ (સ્ત્રીઓ) દીકરીયું, માતા ને બેન સમાન એને તો હોય છે. આહા..હા...! એવું તો જેનું નૈતિક જીવન હોય
એવા જીવનમાંથી જ્યારે ચૈતન્યમાંથી પરિણમેલી પર્યાય આવે છે, એ રાગ ને દ્વેષ વિનાની થયેલી દશા આવે છે. આહા..હા..! થોડું આકરું લાગે પણ પ્રભુ ! સાંભળજે હોં...! કઠણ લાગે તોપણ....! બીજી વાત શું કરીએ ? અહીં તો ૪૫ વર્ષથી આ વાત હાલે છે, ૪૫ વર્ષ થયાં ! ૪૫ આ થયાં ને ૪પ આ થયાં (એટલે) સંસારમાં ૪૫ થઈ ગયાં. સંસારમાં તો ૨૩ વર્ષ થયાં પણ પછી આ સંપ્રદાયમાં આમાં (મુહપત્તીમાં) રહી ગયાં ને ! એમ કરીને ૪પ થયાં ને ૪૫ અહીં (સોનગઢમાં) થયાં. પણ આ વાત ઊગેલી....! આહા........!
રાગ અને દ્વેષ વિનાની થયેલી ભાવના છે ? ....એવી યથાર્થ ભાવના હા..' એવી યથાર્થ ભાવના - યથાર્થ ભાવના કેમ કીધું ? કે શાસ્ત્રનું જાણપણું કરીને વાત ધારી હોય પણ અંદરની ભાવના ન હોય. આહા..હા...! શાસ્ત્રોને વાંચીને ધારી રાખ્યું હોય પણ અંદરમાં રાગ-દ્વેષ રહિત થઈ ને
Page #79
--------------------------------------------------------------------------
________________
૬૪
[વચનામૃત-૨૧] ચૈિતન્યની ભાવના પરિણમેલી ન હોય. (અહીં તો યથાર્થ ભાવના થઈ હોય) એવા જીવની વાત લીધી છે. '
એ જીવ જ્યારે ચૈતન્યમાં પરિણમે છે આહા..હા...! ભગવાન અંદર ચૈિતન્યના નૂરનું પૂર છે ! ચૈતન્યનો ધ્રુવ પ્રવાહ છે. પાણીનો પ્રવાહ જેમ એકધારો આમ ચાલ્યો જાય છે. નદીનું પાણી જ્યારે ધોધમાર બે કાંઠે આવે...! અમારા ઉમરાળા . જન્મ ધામમાં મોટી નદી છે. પાણી આવે ત્યારે ૪૫ માથોડાં પાણી આવે. કાંઠો ભરાઈ જાય, સામું જોઈ શકાય નહિ એટલું પાણી....!
અહીં એ કહે છે કે નદીનું પૂર એટલું જોરથી આમ પ્રવાહમાં ચાલતું હોય એના કરતાં પણ અનંત ગુણો પ્રવાહ અંદર આતમ(નો) ચૈતન્યપ્રવાહ છે ! આહા...! ચૈતન્યના તેજના - પ્રકાશના નૂરનું પૂર છે ! અરેરે...! એમાંથી ઊગેલી ભાવના (એટલે) ....એવી યથાર્થ ભાવના હોય,... અહીં યથાર્થ ઉપર વજન છે. કલ્પના કરીને (કંઈ પરિણમન થયું છે) એ નહિ પણ યથાર્થ (ભાવના છે. જેવી ચીજ છે તેવી અંદર ભાવના હોય ....તો તે ભાવના ફળે જ છૂટકો. ‘તો તે ભાવના ફળે જ છૂટકો !” (અર્થાત) તે ભાવનામાંથી કેવળજ્ઞાન આવે જ છૂટકો ! બીજ ઊગી હોય ને પૂનમ ન થાય એમ ત્રણકાળમાં બને નહિ, શું કીધું એ ?
બીજ ઊગે છે ને ? બીજ (ઊગ્યા) પછી તેર દિવસે પૂનમ થાય જ. એ પૂનમ ન થાય એમ કોઈ દિ બને નહિ. આહા..હા...હા...! એમ જેને આત્માના સમ્યકરૂપી બીજડાં જ્યાં અંદર ઊગ્યાં....! ભગવાન ચૈતન્યમૂર્તિ આનંદનો નાથ ! અંતરમાં રાગ ને દ્વેષના ભાવથી રહિત થઈ અંદર ચૈતન્યનું બીજ ઊગ્યું....! આહા..હા..! પરિણમેલી દશા ઊગી એ બીજ છે. એ બીજ જેમ પૂનમ થયે છૂટકો, એમ આ સમ્યગ્દર્શનની પરિણતિ થયે કેવળજ્ઞાન લીધે છૂટકો છે. જેમ આ બીજ તેરમે દિવસે પૂર્ણ પરિણમીને) આવે એમ આને એક કે બે ભવમાં કેવળજ્ઞાન આવ્યા વિના રહેતું નથી. આહા..હા..હા..! આવી વાતું છે ભાઈ ! છે (અંદર) ? (ચૈતન્યમાંથી) ઊગેલી ભાવના એવી યથાર્થ હોય તો તે ભાવના ફળે જ છૂટકો. આહા..હા..હા...!
બહેન વિચારીને અનુભવમાંથી બોલતાં હતાં કે, ....જો ન ફળે તો જગતને . ચૌદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે....' શું કીધું એ ? આહા..હા...! ચૈતન્યની ભાવના
Page #80
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય (એટલે કે રાગ-દ્વેષથી રહિત થઈને અંદર ચૈતન્ય સ્વરૂપ પ્રભુની ભાવના થઈને ફળે જ છૂટકો, (અર્થાતુ) કેવળજ્ઞાન થયે જ છૂટકો. ન ફળે તો જગતને - ચૌદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે. કેમકે એ ભાવનાનું ફળ ન આવે તો-તો જગત શૂન્ય થઈ જાય. કેમકે દરેક (દ્રવ્યની) પર્યાયનું (જો) ફળ ન આવે તો તો જગત શૂન્ય થઈ જાય. આ...હા..હા.હા..!
પાપનાં પરિણામનું ફળ પણ નરક, નિગોદ ન આવે, પુણ્યનું ફળ પણ સ્વર્ગ ને મનુષ્યપણું ન આવે અને ચૈતન્યના પરિણામનું ફળ કેવળજ્ઞાન ન આવે (તો) જગતને શૂન્ય થવું પડે !! આહા..હા...! સમજાય છે કાંઈ ? પાપના બીજડાં વાવ્યાં અને નરક ને નિગોદ ન મળે, પુણ્યના ભાવ થયાં અને જો સ્વર્ગ કે મનુષ્યપણું ન મળે અને ચૈતન્યની ભાવના થઈ ને કેવળજ્ઞાન ન મળે (તો) જગતને શૂન્ય થવું પડે !! (પરંતુ, એવું ત્રણ કાળમાં બને નહિ. આહા..હા..હા...! ઝીણી વાત છે ભગવાન ! દુનિયાથી જુદી જાત લાગે પણ વાત તો આ છે પ્રભુ ! આહા..હા..!
એને મનુષ્યપણું મળ્યું છે તો મનુષ્ય કોને કહીએ ? ગોમટસામાં એક પાઠ છે. મનુષ્ય કોને કહીએ ? આહા..હા...! “જ્ઞાયક તે ઇતિ મનુષ્ય” (અર્થાત) અાત્માનું ચૈતન્ય સ્વરૂપ જાણે તેને મનુષ્ય કહીએ, બાકી બધાંને પશું કહીએ. આહા..હા.. ગોમટસારમાં (આવે છે. જ્ઞાયક તે ઇતિ મનુષ્ય આત્મા ચૈતન્ય સ્વરૂપ છે તેને જાણે એ મનુષ્ય કહેવાય. મનન કર્તે ઇતિ મનુષ્યઃ ચેતનનું મનન કરે, ધ્યાન કરે તે મનુષ્ય (છે). બાકી એ વિનાનાં પશુ કહેવામાં આવે છે. આહા..હા...!
શાસ્ત્રમાં તો ત્યાં સુધી પાઠ છે કે જેને ચેતની ભાવના - સમ્યગ્દર્શન નથી - એ ચાલતાં મડદાં છે !! મોક્ષપાહુડમાં છે. અષ્ટપાહુડ છે ને ? એની અંદર એ છે . ચાલતાં મડદાં છે. મરી ગયેલાં ને જેમ મસાણમાં ઉપાડીને લઈ જાય છે. એમ આ પણ ચાલતાં મડદાં છે !! ચૈતન્યસ્વરૂપ અંદર ભગવાન પૂર્ણ વીતરાગમૂર્તિ ! એની જેને રુચિ નથી, તેના તરફનું વલણ નથી, તેના તરફનો ઝુકાવ નથી, તેના તરફનો પ્રેમ નથી, એ બધાં ચાલતાં મડદાં છે. આવું છે, બાપા ! આહા..હા..!
એ અહીં કહે છે કે ...ચોદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે,... એટલે ? જે જે ભાવના હોય) તેનું ફળ ન આવે તો જગત રહે નહિ. પાપ કરે (એને)
-
-
Page #81
--------------------------------------------------------------------------
________________
વિચનામૃત-૨૧] નરક, નિગોદ ન મળે તો જગત રહે નહિ. પુણ્ય કરે ને મનુષ્યપણું - સ્વર્ગ ન મળે તો જગત રહે નહિ. એમ આત્માની ભાવના કરે ને કેવળજ્ઞાન ન થાય તો તત્ત્વ રહે નહિ ને જગત રહે નહિ ! આહા..હા...! બાપુ ! માર્ગ તો કોઈ જુદાં છે પ્રભુ ! આહા..હા...!
આ તો આમંત્રણ હતું ને આવી પડ્યા છીએ ! બાકી સોનગઢથી બહાર...! મુમુક્ષુ : અમારા અહોભાગ્ય કે અમને સમજવા મળ્યું !!
પૂજ્ય ગુરુદેવશ્રી : બાપુ ! આ તો ‘વનની મારી કોયલ' જુદી પડે એમ કોયલ આવી ગઈ છે. આહા..હા... અહીંયા તો કહે છે પ્રભુ ! એકવાર સાંભળ ! જેને આત્માની ભાવના થાય તેનું ફળ સર્વજ્ઞપણું ન આવે તો જગતમાં પાપનું ફળ નરક, નિગોદ અને પુણ્યનું ફળ (મનુષ્ય) - સ્વર્ગ એ બધું નાશ થઈ જાય. સમજાય છે. કાંઈ ? આ શબ્દોની અંદર એવી ભાવના ભરી છે ! આહાહા...!
મુમુક્ષુ : ઘણો સારો અર્થ આવ્યો. પૂજ્ય ગુરુદેવશ્રી : શું કીધું ? મુમુક્ષુ : ઘણો સારો અર્થ આવ્યો આજે ! પૂજ્ય ગુરુદેવશ્રી : વસ્તુ આવી છે, પ્રભુ ! આહા..હા..!
પાપના પરિણામ કરે અને એને નરક ને નિગોદ ન મળે તો તો એ વસ્તુ, નરક ને નિગોદ જ નહિ રહે. પુણ્યના પરિણામ કરે અને સ્વર્ગ ને મનુષ્યપણા ન મળે તો એ વસ્તુ જ ન રહે. એમ ચૈતન્યના પરિણામ કરે અને કેવળજ્ઞાન ન થાય તો એ વસ્તુ જ ન રહે. આહા..હા...! બોલ આવ્યો છે ઊંચો ! ચૌદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે એનો અર્થ આ (છે) હોં...! શું કીધું સમજાણું એમાં ?
જગત છે, પુણ્ય ને પાપના ફળરૂપે સ્વર્ગ - નરક છે અને આત્માની ભાવનાના ફળ રૂપે સિદ્ધપદ છે, તો એવી) જે વસ્તુ છે (એટલે કે, સિદ્ધપદ છે, નરક - નિગોદ છે, સ્વર્ગ, મનુષ્ય છે . એ ભાવના પ્રમાણમાં ન મળે તો તો એ વસ્તુઓ રહેતી નથી. એમ ચૈતન્યની ભાવના થઈ અને કેવળજ્ઞાન ન થાય તો સિદ્ધપદ રહેતું નથી. આહા..હા..! બીજ ઊગે ને પૂનમ ન થાય તો એ બીજ ઊગી જ નથી. આહા..હા..! એમ ભગવાન આત્મા ! (જેણે) ચૈતનનાં બીજડાં અંદર વાવ્યા ને ઊગે નહિ અને કેવળજ્ઞાન ન થાય તો
Page #82
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય એ આત્મા જ રહી શકે નહિ. આ..હા..હા..! આવી વાતો છે, પ્રભુ !
....ચૌદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે, અગર તો આ દ્રવ્યનો નાશ થઈ જાય.' જોયું ? કારણ કે એની પર્યાય છે અને એનું) ફળ ન આવે તો દ્રવ્ય જ ન રહે. જે આત્માએ જે નરક નિગોદના ભાવ કર્યા, એ ભાવ પ્રમાણે નરકમાં (ન જાય તો એ દ્રવ્ય જ ન રહે). બ્રહ્મદત્ત ચક્રવર્તી ! છ ખંડનો ધણી ! ૯૬ હજાર સ્ત્રી અને ૯૬ કરોડ પાયદળ...! એનો નાયક મરીને સાતમી નરકે ગયો. (અહીં) કહે છે કે એ પાપનું ફળ જો ન આવે તો એ જગત જ રહે નહિ એમ કહે છે. વાત સમજાય છે ને ? એમ પુણ્યના ફળ તરીકે સ્વર્ગાદિ, મનુષ્યઆદિ ન મળે તો એ વસ્તુ જ ન રહે, એમ ચૈતન્યના પરિણામ થયાં અને કેવળજ્ઞાન ન થાય તો એ વસ્તુ જ ન રહે, જગત શૂન્ય થઈ જાય. આહા..હા..! બહુ ઊંડી અને ઝીણી વાત છે. “પરંતુ એમ બને જ નહિ. આહા..હા...! “અગર તો આ દ્રવ્યનો નાશ થઈ જાય. એટલે ? પરિણામ છે તેનું ફળ ન આવે તો દ્રવ્ય જ રહી શકે નહિ. જે પર્યાય કરી તેનું ફળ ન આવે તો પર્યાય વિનાનું દ્રવ્ય જ ન રહી શકે, દ્રવ્યનો નાશ થઈ જાય. જરી ઝીણી વાત છે પણ ઊંચી વાત છે. આહા..હા...! પરંતુ એમ બને જ નહિ.” આહા...હા..હા...! જેવાં પરિણામ કર્યા તેવું ફળ આવ્યા વિના રહે જ નહિ. આહા...! ચારગતિ અને સિદ્ધગતિ - એ પરિણામનું ફળ છે. એ પરિણામનું ફળ ન આવે તો એ ચારગતિ અને સિદ્ધગતિ જ ન રહી શકે. આહા..હા...! સમજાય છે કાંઈ ? એમ આત્મામાં રાગ અને દ્વેષ વિનાની ચેતન સ્વરૂપની શ્રદ્ધા અને જ્ઞાનની ભાવના (જેને થઈ એને કેવળજ્ઞાન ને પરમાત્મપદ ન થાય તો તે પર્યાય વિનાનું દ્રવ્ય નાશ થઈ જાય, એનો નાશ થતાં જગતનો પણ નાશ થઈ જાય. એમ અંદર કહે છે, જુઓ ! છે?
ચૈતન્યના પરિણામની સાથે કુદરત બંધાયેલી છે - પાપ કર્યા હોય તો નરકનિગોદ, પુણ્ય કર્યા હોય તો સ્વર્ગાદિ અને ચૈતન્યના પરિણામ કર્યા હોય તો મુક્તિ મળ્યા વિના રહે નહિ). એમ... છે ? “ચૈતન્યના પરિણામની સાથે કુદરત બંધાયેલી છે ? કુદરતમાં એનું ફળ આવ્યા વિના રહે જ નહિ. આહા..હા...! જેને ચૈતનની ભાવના પ્રગટી અને મોક્ષ થયા વિના રહે જ નહિ, બીજ ઊગી એને પૂનમ થયા વિના રહે જ નહિ. આહા..હા...! વાત તો જરી ઝીણી (છે) પણ....! બેનનાં શબ્દો છે. તમે બધાએ લખાવ્યા છે
-
-
-
- .
Page #83
--------------------------------------------------------------------------
________________
[વચનામૃત-૨૧] ને ! કે બપોરે આ વાંચવું ! ત્યાં કાગળ આવ્યો હતો. સવારમાં સમયસાર અને બપોરે આ (વચનામૃત વાંચવા). આહા...હા...!
....પરિણામની સાથે કુદરત બંધાયેલી છે .' એટલે શું કીધું ? જેવાં એ પુણ્ય, પાપનાં અને ધર્મનાં પરિણામ કરે તેનાં પ્રમાણે તેનું ફળ જગતમાં આવે - એમ કુદરત બંધાયેલી છે.
મુમુક્ષુ : મહા સિદ્ધાંત છે ! ' પૂજ્ય ગુરુદેવશ્રી : એનું ફળ આવ્યાં વિના રહે જ નહિ. આહા..હા..હા..! માંસ, દારૂ ને મચ્છીને ખાય, પરસ્ત્રીને ભોગવે અને એ નરકમાં ન જાય (તો) જગતને શૂન્ય થવું પડે. એના પરિણામ તરીકે (જે) ગતિ છે એ ગતિ નહિ રહી શકે. એમ જેણે પુણ્યના પરિણામ કર્યા ને એને સ્વર્ગ ન મળે તો એ સ્વર્ગ જ ન રહી શકે. એમ જેણે ચૈતન્યનાં પરિણામ કર્યા હોય) ને (તેને) મુક્તિ ન મળે તો એ સિદ્ધ રહી શકે નહિ આહા..હા..! ઝીણું છે પણ પ્રભુ ! તારા ઘરનું છે ! તારા ઘરની વાત છે, પ્રભુ ! આહા..હા...! એવો જ વસ્તુનો સ્વભાવ છે.” કીધું ને ? શુભ અશુભને શુદ્ધ એ પરિણામનું ફળ આ જગત છે. એવો જ વસ્તુનો સ્વભાવ છે. આહા..હા...! “આ, અનંતા તીર્થકરોએ કહેલી વાત છે.” છે એમાં ?
બેન તો તીર્થંકર પાસે હતાં. મહાવિદેહમાં ભગવાન બિરાજે છે એની પાસે હતાં. ત્યાં અમારી સાથે હતાં.
(બેન) એમ કહે છે કે જો આ પરિણામનું ફળ આવું ન આવે આહા..હા.... તો અનંતા તીર્થકરોએ કરેલી વાત જૂઠી પડે ! આ વાત અનંતા તીર્થકરોએ કહેલી છે. કે જે પાપનાં પરિણામ કરે એને નરક, નિગોદ મળે, પુણ્યનાં પરિણામ કરે તો સ્વર્ગાદિ મળે અને પછી ભલે રખડે ચારગતિમાં ! અને ચેતનનાં પરિણામ કરે તો એને મુક્તિ મળે - અનંતા તીર્થકરોએ આ વાત કરેલ છે. છે ને એમાં પ્રભુ ? આ...હા..હા..! અરેરે...! દરકાર ક્યાં કરી છે ? એમાં વળી પૈસો જરી પ-૫૦ લાખ, કરોડ.બે કરોડ મળી જાય એટલે થઈ રહ્યું... હું પહોળો ને શેરી સાંકડી થઈ જાય ! ગૂંચાઈ જાય.... એમાં ગૂંચાઈ જાય.
અહીં કહે છે કે એના પરિણામનું ફળ જગતમાં ન આવે તો જગતને શૂન્ય થવું પડે. જગત જગતપણે રહી શકે નહિ. પુણ્ય-પાપના ફળ અને
Page #84
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય ધર્મનું ફળ ન મળે તો આ દુનિયા - જગત રહી શકે નહિ. ચારગતિ ને સિદ્ધપદ રહી શકે નહિ. આહા..હા...! જે જેણે વાવ્યું તેનું બીજ ઊગ્યા વિના રહે નહિ અને ઊગે નહિ તો તો એ બીજ જ વાવ્યું નથી અને ઊગે તો તે બીજ વાવ્યું અને એનું ફળ આવ્યું તો એનું ફળ આવીને એ જગત ટકી રહ્યું. એમ જગતમાં જેવાં પરિણામ કર્યા એવાં એનાં ફળ આવ્યાં તો જગત એમ ને એમ ટકી રહ્યું છે. આહા..હા...! “આ, અનંતા તીર્થકરોએ કહેલી વાત છે. આ એક બોલમાં આટલો વખત ગયો ! આવી વાત છે. .
પ્રભુ ! તું છો ને ! એ તો ત્રિકાળી દ્રવ્ય છે. હવે તારાં વર્તમાન પરિણામ થાય એ પરિણામનું ફળ ન આવે તો તો આ જગતમાં સ્વર્ગ, નરક જ ન રહે. અને મોક્ષનાં પરિણામના કર અને મોક્ષ ન આવે તો સિદ્ધપુર (- સિદ્ધ)ગતિ જ ન રહે. એ ચારગતિ ને સિદ્ધગતિ બધી નાશ થઈ જાય. આહા..હા...! આવી વાત છે પ્રભુ ! આ અનુભવની વાત છે. એ ૨૧મો બોલ થયો.
છo o see
ગુરુદેવને તીર્થકર જેવો ઉદય વર્તે છે. વાણીનો પ્રભાવ એવો છે કે હજારો જીવો સમજી જાય છે. તીર્થંકરની વાણી જેવો જોગ છે. વાણી જોરદાર છે. ગમે તેટલી વાર સાંભળીએ તોપણ કંટાળો ન આવે. પોતે જ એટલા રસકસથી બોલે છે કે જેથી સાંભળનારનો રસ પણ જળવાઈ રહે છે; રસબસતી વાણી છે.” ૨૨.
૨૨મો બોલ વાંચવા જેવો છે. મુમુક્ષુ : રરમો પણ ભલે ને વંચાય. "
પૂજ્ય ગુરુદેવશ્રી : ૨૨માં મારું નામ એમાં આવે છે માટે) એમાં અમારું કામ નહિ ! બેને તો પોતે કહ્યું હોય પણ મારા મુખથી એ વાત કહેવી શોભે નહિ. બેને તો પોતે પોતાના ભાવમાં આવ્યું હતું તે કહ્યું. એ વાત
Page #85
--------------------------------------------------------------------------
________________
વિચનામૃત-૨૨] એમને એમ રહી. મારાથી મારી વાત ન કહેવાય. સમુચ્ચય વાત થાય. સમુચ્ચય સમજાય છે ? નહિતર તો ક્યાંથી અમે આવ્યા ને અહીંથી ક્યાં જવાના છીએ એ બધું અંદરથી નક્કી થઈ ગયેલું છે ! અંદરથી નક્કી થઈ ગયેલું છે !! એમ છે, બાપા ! (બધું નક્કી થઈ ગયેલું છે.
મુમુક્ષુ : અમને હવે કહો !
પૂજ્ય ગુરુદેવશ્રી: મહાવિદેહમાંથી આવ્યાં છીએ. પ્રભુ બિરાજે છે, સર્વજ્ઞદેવ સીમંધર પ્રભુ સમોસરણમાં મહાવિદેહમાં બિરાજે છે. ત્યાં રાજકુમાર તરીકે હતાં. પિતાજીને હાથી ને ઘોડા (ને) અબજોની પેદાશ હતી. મહિનાની અબજોની પેદાશ અને ઘરે હાથી ઘોડા હતાં. તેનો હું રાજકુમાર હતો.
કુંદકુંદઆચાર્ય સંવત ૪૯માં અહીંથી ભગવાન પાસે ગયા હતાં. ત્યારે હું પણ હાથીને હોદે ભગવાનનાં દર્શન કરવાં, કુંદકુંદઆચાર્યનાં દર્શન કરવાં સમોસરણમાં ગયેલો. આ..હા..હા..! આવી વાત છે, બાપુ ! બહુ ઝીણી વાતું છે ! અને ભગવાનના મુખમાંથી નીકળેલી વાતું છે. એવી વાતું છે કે આ જી .
મુમુક્ષુ : બેન કોણ હતા ? પૂજ્ય ગુરુદેવશ્રી : બેન ત્યાં નગરશેઠના દીકરા હતાં. અમે ચાર જણાં ત્યાં હતાં. એક એ હતાં, એક શાંતાબેન છે, એ પણ શેઠના દીકરા હતાં. એક નારણભાઈ હતા એમણે (અહીંયા) મારી પાસે દીક્ષા લીધેલી, ગુજરી ગયા છે. એ ત્યાં વેશ્યાના દીકરા હતાં. હું રાજકુમાર હતો. ત્યાં (અમે) ચાર જણાં હતાં, ત્યાંથી અહીં ભરતમાં આવ્યાં છીએ. હવે અહીંથી વાત એક કોર (રહી... અમારી વાત બહુ ઝીણી છે, એવી વાતો બહુ મોઢે કહેવી શોભે નહિ. બાકી અહીંથી અમે મરીને સ્વર્ગમાં જવાના છીએ. અહીંથી દેવ થવાના છીએ. બીજા ભવમાં તીર્થકરના પુત્ર તરીકેનો અવતાર છે. ત્રીજા ભવમાં સ્વર્ગ છે. ચોથા ભવમાં તીર્થકર થઈને કેવળ પામીને મોક્ષ જવાનું છે. આ ભાઈએ પૂછયું, આ શેઠે પૂછયું એટલે જવાબ આપીએ છીએ.
મુમુક્ષુ : અમે તો આપના છોકરા કહેવાઈએ ! પૂજ્ય ગુરુદેવશ્રી : મારે તો બધાં મોટા શેઠ જ કહેવાય ને ! મુમુક્ષુ : ગુરુદેવ ! સભામાં પ્રથમ વખત આપે જાહેર કર્યું છે ! પૂજ્ય ગુરુદેવશ્રી : આવી વાત ન કહેવાય. આ તો બેને આમાં લખ્યું
Page #86
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૭૧ છે. એથી એ જરીક કહ્યું, બાપુ ! એથી ઝીણી વાતું તો બહુ આઘી છે. અમને તો અંદર પ્રત્યક્ષ થઈ ગયેલી છે !! પણ હજી થોડું જીવન છે ત્યાં સુધી આ વાત આવશે. પછી તો સ્વર્ગમાં જાવાનું છે, દેવલોકમાં.... વૈમાનિકમાં....! વૈમાનિક...! વૈમાનિક દેવ છે ! દેવ ચાર છે. ભવનપતિ, વ્યંતર,
જ્યોતિષ અને વૈમાનિક (એમ) ચાર પ્રકારના દેવ છે. તે મારો વૈમાનિકમાં અવતાર છે. હવે એ વાત એક કોર.....!
: - “ઉપલક ઉપલક વાંચન-વિચાર આદિથી કાંઈ ન થાય, :
અંદર આંતરડીમાંથી ભાવના ઊઠે તો માર્ગ સરળ થાય. જ્ઞાયકનો અંત:સ્થળમાંથી ખૂબ મહિમા આવવો જોઈએ.” ર૩.
ઉતરવું પડશે. આ
સમજાય,
હવે અહીં ૨૩મો બોલ (લઈએ). ૨૩મો બોલ ! ‘ઉપલક ઉપલક વાંચનવિચાર આદિથી કાંઈ ન થાય,....” આહા..હા...! ઉપર ઉપરથી (કાંઈક). વાંચી લીધું ને થોડો વિચાર કર્યો એમાં કાંઈ મળે તેવું નથી, બાપુ ! અંદર ઊંડું ઉતરવું પડશે. આહા..હા...! સમજાય છે કાંઈ ? આ..હા..હા..! ઉપલક ઉપલક વાંચન, સાંભળવું, વિચાર આદિ. “આદિ શબ્દ છે ને ? ઉપર ઉપરથી સાંભળ્યું હોય એથી કાંઈ મળે તેવું નથી. આહા..હા...! એને આત્મામાં ઉતારવું પડશે, પ્રભુ ! અંદરમાં ઉતારવાની પહેલી શ્રદ્ધા અને ભાવના તો એને કરવી પડશે. શ્રદ્ધામાં જ્ઞાનમાં તો લેવું પડશે કે આ આત્મામાં ઉતરીશ ત્યારે મારું કલ્યાણ થશે. એવો તો પહેલાં એણે જ્ઞાનમાં નિર્ણય કરવો જોશે. ભલે કરી શકે નહિ પણ એના જ્ઞાનમાં આવો નિર્ણય તો પહેલો આવવો જોઈએ કે મારે આ દ્રવ્ય આત્મા છે તેમાં ગયે જ છૂટકો છે.' એ સિવાય મારું કલ્યાણ છે નહિ. આહા..હા..હા..ઝીણી વાતું છે, બાપા ! •
Page #87
--------------------------------------------------------------------------
________________
[વચનામૃત-૨૩]
(હવે કહે છે) ‘અંદર આંતરડીમાંથી ભાવના ઊઠે..... આહા..હા...! અંદ૨માંથી ભાવના ઊઠે (એમ) કહે છે. ઉપ૨ ઉપ૨થી વાંચન ને શ્રવણ ને મનન (કરે) એ નહિ. આહા..હા...! અંદરમાંથી ભાવના ઊઠે, આત્મામાંથી જાગૃત દશા થાય ....તો માર્ગ સરળ થાય.’ તો માર્ગ સરળ થાય. ‘જ્ઞાયકનો અંતઃસ્થળમાંથી ખૂબ મહિમા આવવો જોઈએ.' આહા..હા..! પ્રભુ ! જે જ્ઞાયક છે, જે જાણનાર ચૈતન્ય જ્યોત છે, અંદર જળહળ જ્યોતિ બળે છે, પ્રભુ ! ચેતનનાં પૂર - જ્ઞાનનાં પૂર ભર્યાં છે, જેમ પાણીનો પ્રવાહ આમ જાય છે, એમ આ ચૈતન્યનું નૂર ધ્રુવ...ધ્રુવ...ધ્રુવ....ધ્રુવ.... આમ જાય છે. એવું જે ચૈતન્યના પૂરનું ધ્રુવપણું આહા...! એની અંત૨માંથી ભાવના ઊઠે તો માર્ગ સરળ, થાય. આહા..હા..! પહેલું એને સાંભળવું તો જોઈએ ને પ્રભુ ! સાંભળવા મળે નહિ એ જાય ક્યાં ? આ..હા..હા...!
૭૨
‘જ્ઞાયકનો અંતઃસ્થળમાંથી ખૂબ મહિમા આવવો જોઈએ.' આય..હા...! શાસ્ત્ર પણ ધાર્યા હોય, વાંચ્યા હોય પણ એ તો ઉપર ટપકેની વાત છે. આહા...હા...! અંતરમાં જ્ઞાયકભાવ....! અંતઃસ્થળમાં. જ્ઞાનજ્યોતિ ચૈતન્ય ધ્રુવ બિરાજે છે, પ્રભુ ! એનો અંતઃસ્થળમાંથી ખૂબ મહિમા આવવો જોઈએ. ત્યારે એને અંતરમાં પ્રવેશ થઈને સમ્યગ્દર્શન થાય, ત્યારે એને ધર્મની પહેલી દશા થાય. પહેલી દશા...! આહા..હા..! થોડા શબ્દમાં ઊંડું ઘણું ભર્યું છે !
શું કીધું એ ? (કે) ‘અંતઃસ્થળમાંથી ખૂબ મહિમા આવે.’ બહારથી નહિ, પુણ્ય-પાપના ભાવના ફળની મહિમા એ ધૂળની મહિમા (છે). (અહીંયા તો) આત્મા(નું) અંતઃસ્થળ જે ક્ષેત્ર છે, જે ક્ષેત્રમાં આનંદનો પાક છે. (તેના મહિમાની વાત છે). જગતમાં પણ... શું કહેવાય એ ? ચોખા સિવાય ઓલું.....! તમારા નામ પણ ભૂલી જવાય છે ! કળથી...! કળથીનાં ખેતર જમીન સાધારણ હોય છે અને ચોખાનાં ખેતર ઊંચા હોય છે. સારા ખેતરમાં ચોખા પાકે. કળથી સારા ખેતરમાં ન પાકે. એ સાધારણ પથ્થરની જમીનમાંથી કળથી પાકે. અમારે ત્યાં જોડે (સાથે-બાજુમાં) ગામ છે, ત્યાં કળથી પાકે છે, ચોખા પાકે છે ત્યાં બધું જોડે છે. એમ આ આત્મા અતીન્દ્રિય આનંદનો પાક થાય એવું ખેતર છે. આહા..હા..! અને પુણ્યપાપનું ખેતર એ સંસારની ગતિ ફળે એવું એ ખેતર છે. આહા..હા..! પુણ્ય ને પાપના ભાવ, એ ખેતર છે એ ચારગતિમાં ૨ખડવાનું (ખેતર)
જમીન (અર્થાત્) અંતઃસ્થળ
આ
w
–
-
Page #88
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય છે અને આ અંતર ખેતર જે છે આહા...! એમાં આનંદનો પાક થાય એવું એ ખેતર છે. એમાંથી અતીન્દ્રિય આનંદનાં અંકુરો ફૂટે ! આહા..હા....! એવું આત્મ-તળ અંદર તળિયું છે વર્તમાન પર્યાયથી અંદરમાં જોતાં, એનું તળ - તળિયું એટલે ધ્રુવ (સ્વરૂ૫) જોતાં તેની પર્યાયમાં આનંદનાં અંકુર ફૂટે એવું એ ક્ષેત્ર છે, એવું એ આત્મા તળિયું છે. અરે...અરે...! આવી વાતું હવે...!
અહી તો બહારમાં કાંઈક પૈસા થાય ત્યાં થઈ રહ્યું....! ખાવા - પીવાના ઠેકાણાં ન મળે, અભક્ષ ખાઈએ છીએ કે નહિ.... (એની ખબર ન મળે). આ આવે છે ને આ શું કહેવાય) ? ઇંડાં ને આહા...! માછલીનાં તેલ ને કોડલીવર આવે છે ને ! ઘણી બધી ખબર છે ને ! એવું આવે એ દુનિયા વાપરે...! અરરર...! તેનાં ફળ બાપા નરક છે. એ નરકનાં દુઃખનું વર્ણન પ્રભુ કરે છે. પ્રભુ ! તારાં ક્ષણનાં દુઃખ....! પ્રભુ કહે છે નરકમાં દુઃખોનું વર્ણન હું શું કરું ? કરોડો ભવ અને કરોડો વર્ષથી, કરોડ જીભથી કહીએ તો પૂરું ન પડે એટલે ત્યાં દુઃખનું વેદન છે ! નરકમાં....!
એક માણસનું ખૂન કરે (અને) એ ખૂનની સાક્ષી મળે તો રાજા એને કદાચ એકવાર ફાંસી આપે પણ તેણે ૨૫-૫૦-૧૦૦ (માણસ) નાં ખૂન કર્યા હોય તો રાજા એને (૧૦૦ વાર) શી રીતે ફાંસી આપે ? શું કરી શકે ? ' ૧૦૦ વાર ફાંસી આપે ? એકવાર ખૂન કર્યું હોય એને એકવાર ફાંસી અને ૨૫-૫૦ ખૂન કર્યા હોય એને માટે શું ? એને માટે કુદરતમાં નરક છે. અહીં એનું ફળ રાજા આપી શકે નહિ. એને ૨૫ વાર ફાંસીએ ચડાવી શકે નહિ. આહા..હા..હા...! એનું ફળ અંદર (નરકમાં) છે. આહા..હા..!
એ . !કહે છે કે અંદરમાંથી ભાવના ઊઠવી જોઈએ. ઉપરટપકે વિચાર (ચાલતાં) હાય એનું ફળ કાંઈ આવે નહિ. (અંદર આંતરડીમાંથી ભાવના ઊઠે તો માર્ગ સરળ થાય. જ્ઞાયકનો અંત:સ્થળમાંથી ખૂબ મહિમા આવવો જોઈએ. આહા..હા... (૨૩ પૂરો થયો).
Page #89
--------------------------------------------------------------------------
________________
વિચનામૃત-૨૪]
0
0
આત્માર્થીએ સ્વાધ્યાય કરવો, વિચાર-મનન કરવાં; એ જ આત્માર્થીનો ખોરાક છે.” ૨૪.
0
0
0
કા
(હવે) ૨૪. “આત્માર્થીએ સ્વાધ્યાય કરવો,.... બેનની ભાષા છે, (કે) સ્વાધ્યાય કરવો. બે - ચાર કલાક શાસ્ત્ર વાંચવા વખત લેવો. એકાદ કલાક, અર્ધા ફેલાક-વાંચી જાય એમાં કાંઈ પાર ન આવે. સંસાર માટે - પાપ માટે કેમ ચોવીસ કલાક કાઢે છે ? તો એમાંથી બે-ચાર કલાક આત્માના શાસ્ત્રના વાંચન (માટે) વખત લેવો જોઈએ. ભગવાને કહેલાં આગમ, ત્રણલોકના નાથ જિનેશ્વરદેવની દિવ્યધ્વનિ - વાણી – આગમનું વાંચન કરવું જોઈએ, તેનો વિચાર કરવો જોઈએ, તેનું મનન કરવું જોઈએ. એ જ આત્માર્થીનો ખોરાક છે.' આહા..હા...! એ વિના એને ગમે નહિ, ગોઠે નહિ. સમજાણું કાંઈ ? બે લીટીમાં આટલી વાત ભરી છે !! . “આત્માર્થીએ સ્વાધ્યાય કરવો,..” સ્વાધ્યાય એટલે આ શાસ્ત્ર (સ્વાધ્યાય). સ્વાધ્યાયમાં બે પ્રકાર છે. એક વાંચન, શ્રવણ, મનન એ સ્વાધ્યાય અને એક સ્વાધ્યાય એટલે આત્મા - સ્વનું અંદર મનન (અને) આનંદનો અનુભવ એ સ્વાધ્યાય (છે) - એ નિશ્ચય સ્વાધ્યાય (છે). આહા..હા...! અને શાસ્ત્ર વાંચન આદિ કરવું એ વ્યવહાર સ્વાધ્યાય (છે). પણ પહેલો વ્યવહાર સ્વાધ્યાય આવવો જોઈએ. વાંચન જોઈએ, વિચાર જોઈએ, મનન જોઈએ,_ચિંતવન જોઈએ. (માટે કહે છે કે સ્વાધ્યાય કરવો જોઈએ. આહા..હા..! વાંચણી કરવી, પૂછવું, પ્રશ્નોતર કરવાં, એનો વિચાર કરવો. એવું પહેલું એને આવવું જોઈએ, બાપુ! ભગવાનનાં કહેલાં આગમ - શાસ્ત્રને વિચારવાં જોઈએ. આહા..હા..!
અહીં તો ૬૪ની સાલથી શાસ્ત્રનું વાંચન છે. ૬૪ની સાલથી ! પિતાજીની
Page #90
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય ઘરની દુકાન છે ને ! ત્યાં પાલેજમાં દુકાન છે. અત્યારે દુકાન ચાલે છે. મોટી દુકાન છે. ૪૦ લાખ રૂપિયા છે. ૪ લાખની પેદાશ છે. પણ હું તો (ત્યાં) સ્વાધ્યાય કરતો. ૧૯ વર્ષની ઉમરથી આ શાસ્ત્રોનો સ્વાધ્યાય કરું છું. દસવૈકાલિક, ઉત્તરાધ્યયન આચારંગ, સૂયગડાંગ આહી. હા ! એ બધું વાંચ્યું છે. એમાં જ્યારે ૭૮માં “સમયસાર' હાથ આવ્યું ત્યાં તો પોકાર ઊઠ્યો અને કહ્યું કે “બાપુ ! આ શરીર રહિત થવું હોય તો આ પુસ્તક છે !! દામનગરમાં એક શેઠ હતાં. અને મેં કહેલું “શેઠ ! આ સમયસાર શરીર રહિત થવાની ચીજ છે ! ૭૮ની સાલની વાત છે. કેટલાં વર્ષ થયાં ? પ૭ થયાં ને ! તે દિની વાત છે. કીધું કે શરીર રહિત થવું હોય તો આ સમયસાર છે. એમાં આત્માની વાત છે ને આત્માનો મોક્ષ કેમ થાય ? (અ) સમ્યગ્દર્શન (કેમ થાય) ? એ ચીજ આમાં છે. એવી ચીજ બીજે ક્યાંય છે નહિ.
અહીં કહે છે “આત્માર્થીએ સ્વાધ્યાય કરવો,..' જોઈએ. આહા..હા..! વાંચન કરવું, વિચાર કરવો, પૂછવું. પર્યટન કરવું. આહા..હા..! બીજા પાસે એ વાત ચમૂકવી કે આ કેમ છે ? “....વિચાર - મનન કરવાં; એ જે આત્માર્થીનો ખોરાક છે. આત્માર્થીનો ખોરાક આ છે ! શિખંડ, પૂરી ને પત્તરવેલીયાં...! પત્તરવેલીયાં સમજાય છે ? અળવીનાં ભજીયાં ! અળવીનાં ભજીયાંને પત્તરવેલીયાં કહે છે ને ! શિખંડ ને પૂરી ને પત્તરવેલીયાનાં ભજીયાં...! અળવીનાં પાંદડાં થાય છે ને ? પછી એમાં ચણાનો લોટ નાખીને વાટા કરે છે ને ! વાટા કરીને કટકા કરે ! બધું જોયું છે ને ! કર્યું નથી કાંઈ ! (પણ) જોયું છે બધું! એ પત્તરવેલીયાંના કટકા - બટાકાને ઘીમાં તળેલાં - હોય ને અહીં શિખંડ (હોય)....! તો જાણે એમ થઈ જાય કે) આહા..હા..હા..!
બધી વાતું જોઈ છે. બાપુ ! એક-એક ! એક સ્ત્રીના લગ્ન કર્યા નથી એટલો ફેર છે. એ સિવાય ઘણું બધું જોયું છે.
અહીં એ કહે છે કે આત્માર્થીનો તો આ ખોરાક છે. ૨૪ કલાકમાંથી સ્વાધ્યાય, મનનનો વખત લેવો જોઈએ. ગમે તે રીતે બે-ચાર કલાક કાઢવા જોઈએ. એ ૨૪ મો બોલ થયો.
Page #91
--------------------------------------------------------------------------
________________
'
૭૬
વિચનામૃત-૨૫]
છેeo
:
” “પહેલી ભૂમિકામાં શાસ્ત્રવાંચન-શ્રવણ-મનન આદિ બધું : હોય, પણ અંદર તે શુભ ભાવથી સંતોષાઈ ન જવું. આ કાર્યની સાથે જ એવી ખટક રહેવી જોઈએ કે આ બધું છે પણ માર્ગ તો કોઈ જુદો જ છે. શુભાશુભ ભાવથી રહિત માર્ગ અંદર છે – એ ખટક સાથે જ રહેવી જોઈએ.” ર૫.
(હવે) ૨૫મો બોલ). પહેલી ભૂમિકામાં શાસ્ત્રવાંચન-શ્રવણ-મનન આદિ બધું હોય, પહેલું (આ બધું) હોય. એકદમ અનુભવ થઈ શકે, એમ નહિ. પહેલી ભૂમિકામાં શાસ્ત્ર વાંચન (એટલે કે ભગવાનનાં કહેલાં શાસ્ત્રનું વાંચન, એનું શ્રવણ . સાંભળવું, એનું મનન આદિ બધું હોય. “..પણ અંદર તે શુભભાવથી સંતોષાઈ ન જવું. આહા..હા...! એવો જે ભાવ એ બધો શુભભાવ છે, પુણ્ય છે. એનાથી સંતોષાઈ ન જાય. આહા..હા...! હોય ખરું આ...!
પહેલી ભૂમિકામાં શાસ્ત્ર વાંચન-શ્રવણ-મનન આદિ બધું હોય, પણ અંદર તે શુભ ભાવથી સંતોષાઈ ન જવું. કે આપણે ખૂબ વાંચન કર્યું, ખૂબ શ્રવણ કર્યું, હવે ઘણું ધાર્યું છે . (એમ) સંતોષ ન કરવો. ‘આ કાર્યની સાથે જ એવી ખટક રહેવી જોઈએ....” શું કાર્ય ? વાંચન, શ્રવણ ને મનન. શાસ્ત્રનું મનન. .
આ કાર્યની સાથે જ એવી ખટક રહેવી જોઈએ. કે આ બધું છે પણ માર્ગ તો કોઈ જુદો જ છે. શાસ્ત્ર વાંચન કરે, સાંભળે, વિચારે પણ અંદરમાંથી જોવે કે ભાઈ ! માર્ગ તો અંદર કંઈક જુદો છે. એ શુંભના વિકલ્પથી પણ કાંઈ (મોક્ષ) માર્ગ નથી. શુભભાવ (હોય) પણ એ કાંઈ માર્ગ નથી. એવી ખટક તો અંદર રહેવી જોઈએ. આહા..હા...! આ (ઘણાંને) તો શાસ્ત્ર વાંચનનાં પણ ઠેકાણાં ન હોય !
(આત્માર્થીને) પહેલી ભૂમિકામાં શાસ્ત્ર વાંચન (નાં ભાવ) આવે પણ અંદર
Page #92
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય શુભભાવથી સંતોષાઈ ન જાય. (એ બધાં કાર્યની સાથે ખટક રહેવી જોઈએ. કે “.... આ બધું છે પણ માર્ગ તો કોઈ જુદો જ છે.' આહા..હા...! શાસ્ત્ર વાંચે, સાંભળે પણ જાણે કે આ તો શુભ વિકલ્પ છે. અંદરથી માર્ગ કોઈ જુદો છે. અંદર શુભ રાગથી ખસીને અંદર ચેતન સ્વરૂપમાં જવું, એ માર્ગ કોઈ જુદી જાતનો છે. શાસ્ત્ર વાંચન કર્યું માટે માર્ગ થઈ ગયો એમ એને એવો સંતોષ ન લેવો. આહા..હા...! એવું પણ (હજી તો કેટલાંકને ઠેકાણું નથી ! આ તો (આ બધું) હોય એને (કહે છે કે, પણ ખટક તો અંદરની રહેવી જોઈએ. આહા..હા..! (કે) ....માર્ગ તો કાંઈ જુદો જ છે. શુભાશુભ ભાવથી રહિત માર્ગ અંદર છે .' શુભ કે અશુભ, પુણ્ય ને પાપનાં વિકલ્પો - ભાવ છે, તે) બન્ને ભાવથી રહિત આહા..હા...! અંદર માર્ગ છે. એ શુભાશુભ ભાવમાં માર્ગ નથી. પુણ્ય પાપના ભાવમાં માર્ગ નથી. (કોઈ એમ કહે કે અમે પાપી છીએ માટે પહેલાં પુણ્યમાં તો આવીએ, પણ પુણ્ય આવે તો (પણ) એવું પુણ્ય તો અનંતવાર કર્યું છે. એ કોઈ માર્ગ નથી. જેને જન્મમરણ રહિત થવું હોય એને માટે એ માર્ગ નથી. આ..હા..હા...!
એ ખટક સાથે જ રહેવી જોઈએ. આ બધામાં આ ખટક તો રહેવી જ જોઈએ. શાસ્ત્ર વાંચન કરે, વિચાર કરે, કહે, બોલે, કથા કરે પણ ખટક તો રહેવી જોઈએ કે આ વિકલ્પથી માર્ગ અંદર કોઈ જુદો છે. એવી ખટક વિના એ વિચારમાં અટકી જાય તો આગળ નહિ વધી શકે. એટલે આ વાંચનમાં પણ ખટક તો અંદર (રહેવી જોઈએ). શુભાશુભ ભાવથી જુદો માર્ગ છે . તેમ રહેવું જોઈએ. વિશેષ કહેશે.
E
_=
.
S
=
* વિકારની તુચ્છતા ભાસે તો વીર્ય ત્યાંથી ખસે, અને સ્વભાવની મહિમા ભાસે તો વીર્ય ત્યાં ઢળે. (પરમાગમસાર-૨૧૩)
Page #93
--------------------------------------------------------------------------
________________
જ
'
૦
૦
૦
૦
અંદર આત્મદેવ બિરાજે છે તેની સંભાળ કર. હવે અંતરમાં જા, ને તૃપ્ત થા. અનંતગુણસ્વરૂપ આત્માને જો, તેની સંભાળ કર. વીતરાગી આનંદથી ભરેલા સ્વભાવમાં ક્રીડા કર, તે આનંદરૂપ સરોવરમાં કેલી કર - તેમાં રમણ કર.” ૨૬.
: •
--પ્રવચન-૫, વચનામૃત-૨૬ થી ૩૦
વચનામૃત, ૨૬મો બોલ છે. ૨૫મો પૂરો) થયો. આ પહેલાં જે આમ કહ્યું ને ? કે ણમો લોએ સવ્ય ત્રિકાળવર્તી અરિહંતાણં.” પાઠ તો અત્યારે એટલો છે કે અણમો અરિહંતાણે. પણ છેલ્લો પાઠ એવો છે કે ણમો લોએ સવ્વ સાહૂણં' (એમ) આવે છે ને ? એ (“સÖ') બધાં પદને લાગુ પડે છે અને એ ઉપરાંત ધવલ (શાસ્ત્રમાં) એક વાત છે કે, ણમો લોએ સવ્વ ત્રિકાળવર્તી અરિહંતાણં એવો પાઠ છે. ણમો લોએ સવ્ય ત્રિકાળવર્તી અરિહંતાણે ભૂતકાળના, ભવિષ્યના અને વર્તમાન અરિહંતોને નમસ્કાર ! એમ ણમો લોએ સવ્વ ત્રિકાળવર્તી સિદ્ધાણં' . જે સિદ્ધ થયાં, થાય છે અને થશે એને પણ અત્યારથી નમસ્કાર કરું છું. એમ ણમો લોએ સવ્વ ત્રિકાળવર્તી આયરિયાણં' . તેમ આચાર્ય... આમ તો આત્મામાં પાંચ પદ ભરેલ છે, ઝીણી વાત છે. આત્મામાં પાંચ પદ ભર્યા છે. એને અહીંયા સમ્યકુદૃષ્ટિ નમસ્કાર કરે છે કે, ત્રણકાળમાં વર્તતાં જે સર્વ આચાર્ય ને ઉપાધ્યાયને અને અત્યારે કોઈ જીવ નરકમાં પણ હોય તો તેને હું નમસ્કાર કરું છું).
-
-
Page #94
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૭૯ જેમ તીર્થંકર શ્રેણિક રાજા અત્યારે પહેલી નરકમાં છે. આવતી ચોવીશીમાં પહેલાં તીર્થકર થવાનાં છે. એ પણ અત્યારે ત્રિકાળવર્તી નમસ્કારમાં આવી જાય છે. આહા...હા...! ત્રણે કાળમાં બિરાજતાં પંચ પરમેષ્ઠી, ભૂતકાળ - વર્તમાન ને ભવિષ્ય - ત્રણકાળમાં વર્તતાં સર્વ પંચ પરમેષ્ઠીઓને નમસ્કાર કરીને વચનામૃતની શરૂઆત કરીએ છીએ. એમાં આ ૨૬મો બોલ આવ્યો છે. આહા..હા..હા...!
અંદર આત્મદેવ બિરાજે છે.. આકરું પડે જગતને ! (કેમકે) અભ્યાસ ન મળે. દુનિયાના અભ્યાસ આડે આ વાત જ એક કોર પડી રહી ! સંસારમાં ૨ખડવાના ભાવ - મિથ્યાત્વ અને શુભાશુભ ભાવ, એ તો ચાર ગતિમાં રખડવાના ભાવ છે.
અહીંયા કહે છે કે અંદર આત્મદેવ બિરાજે છે.... બધામાં હો...! આહા...હા..હા..! અંતર દિવ્ય શક્તિ, જેવી દિવ્ય નામ પ્રધાન શક્તિ પંચ પરમેષ્ઠીની થવા લાયક છે, તેવી શક્તિ આ આત્મામાં) અંતરમાં બિરાજમાન છે. આહા.....! “....તેની સંભાળ કર.” આા..હા.....!
ભગવાન આત્મા અંતર(માં) બિરાજે છે. આ દેહ, વાણી, મન, પૈસો, લક્ષ્મી, આબરૂ, કીર્તિ - જડ એ તો ધૂળ છે . પર (છે). અંદર પુણ્ય ને પાપના ભાવ થાય એ પણ પર ને વિકાર ને સંસારનું કારણ ને સંસાર છે. એનાથી અંદર ભિન્ન આત્મા બિરાજે છે. એ આત્મદેવ છે ! (એમ) કહે છે. આ..હા..હા...! સાપ કરતાં કેમ આવડે ? કદી કરતો નથી અને કરવાની દરકાર કરી નથી. (માટે કહે છે, હવે તેની સંભાળ કર.” બધાંની સંભાળ કરવા તું તત્પર થઈ રહ્યો છો પણ આ ભગવાન અંતરમાં બિરાજે છે તેની સંભાળ કર. એકવાર એની સામું તો જો ! કે, અંદર કોણ છે? આહ....!
બાહ્યની વ્યવસ્થા કરવા (આડે) નવરો નહિ. આખો દિ' એ વ્યવસ્થા - આ ધૂળની ને પૈસાની ને બાયડીની ને છોકરાની ને કુટુંબની વ્યવસ્થા (પાછળ) એકલું પાપ (કરે છે). ધર્મ તો નહિ પણ પુણ્ય પણ નહિ !! પુણ્ય તો ક્યારે થાય ? કે જ્યારે ચાર-ચાર કલાક, ત્રણ-ચાર કલાક સત્સમાગમ કરે, વાંચન કરે, શ્રવણ કરે તો ભલે ધર્મ ન થાય પણ એને પુણ્ય થાય. પણ અહીં તો કહે છે કે એ પુણ્યની પણ પાર અંદર આત્મા બિરાજમાન છે. આ..હા..હા...!
-
ક-૧ ---*.
*
*
Page #95
--------------------------------------------------------------------------
________________
-
-
[વચનામૃત-૨૬] ..તેની સંભાળ કર. એની સંભાળ કર (એમ કહે છે). આહા...હા...!
હું એક આનંદમૂર્તિ પ્રભુ છું ! એની રૂચિ અને દૃષ્ટિ અનંત કાળમાં એક સેકંડ. માત્ર કરી નથી. એની તો સંભાળ કર. હવે અંતરમાં જા.' અંદર ઊંડાણમાં - પાતાળમાં ભગવાન પરમાત્મા બિરાજે છે. આહાહા..હા..! વર્તમાન પર્યાય શુભાશુભ ભાવની પાછળ અંતરાત્મા ભગવાન બિરાજે છે. ત્યાં જા. છે ? અંતરમાં જા.” આવું કરવાની) ક્યાં નવરાશ હતી ?
ભક્તિ, પૂજા, વ્રત, તપ આદિ બધાં ભાવ (એ) શુભભાવ છે. એ કોઈ ધર્મ નથી. આવે... ધર્મી જીવને પણ એ ભાવ આવે ખરાં, છતાં તેને હેય જાણી અંદર ચિદાનંદ ભગવાનની એ સંભાળ રાખે છે. ધર્મી જીવ એને કહીએ કે અંતરમાં ચૈતન્ય ભગવાન બિરાજમાન છે. તેને સંભાળી ને અંતરમાં જાય છે. આ, હ.....!
(માટે અહીંયા કહે છે) અંતરમાં જા, ને તૃપ્ત થા.” બહારમાં પ્રભુ તને ક્યાંય તૃપ્તિ નહિ મળે. આહા..હા...! અંદર શુભ કે અશુભના વિકલ્પના રાગની પાછળ ચૈતન્યદેવ દિવ્યશક્તિનો (ધારક) ભગવાન આત્મા બિરાજે છે. આહા..! જેને પરમાત્મસ્વરૂપ પણ કહે છે. એ પરમાત્મા - સ્વભાવ - શક્તિ અંદર બિરાજે છે. પરમાત્મા પોતે સિંહ સમાન છે. (એવું) પરમાત્માનું બળ અંદર ભર્યું છે. એની સંભાળ કર. પ્રભુ ! અને તૃપ્ત થા. ત્યાં તને શાંતિ મળશે, ત્યાં તૃપ્તિ થશે. અહીં બહારમાં તને પાંચ-પચીશ, લાખ, કરોડ - બે કરોડ . પાંચ કરોડ મળે તો તૃપ્તિ નહિ થાય, તારા ભિખારાવેડા નહિ જાય. માગણ થઈ ગયો છે માગણ...! આ લાવ... આ લાવ... આ લાવ....... આ લાવ... આ લાવ...
* એક વખત કહ્યું હતું ને ? (વાંચનમાં) ભાવનગર દરબાર આવ્યાં હતાં. એની એક વર્ષની કરોડની ઊપજ છે, પેદાશ છે. અમારી જોડે જ છે – સોનગઢની જોડે (છે). વ્યાખ્યાનમાં આવ્યાં હતાં ત્યારે કહ્યું હતું ‘દરબાર ! જે મહિને લાખ ને બે લાખ માગે એ નાનો માગણ છે, કરોડ માગે એ મોટો માગણ, ભિખારી છે. અહીં તો (અમારે) એની પાસેથી કાંઈ લેવું. દેવું ન મળે, (એ) રાજી થાય તો કાંઈ પૈસો આપી જાય). અહીં તો કાંઈ છે નહિ. આહા...! દરબાર પોતે સાંભળવા આવ્યાં હતાં. એમણે કહ્યું, “સાચી વાત, મહારાજ !' મેં કહ્યું “બાપા ! આ ધૂળ છે તારી ! આ રાજની એક
Page #96
--------------------------------------------------------------------------
________________
૮૧
વચનામૃત રહસ્ય વર્ષની કરોડની પેદાશ એ ધૂળ છે ! અંદરમાં ભગવાન બિરાજે છે એને ન જોતાં માગણ (થઈ ને બહારમાં ભીખ માંગે છે). માગણ... માગણ સમજે? ભિખારીને માગણ કહે છે ને ! એ માગે... માગે. ભિખારી આ લાવ... આ લાવ... આ લાવ... આ લાવ... આ લાવ... અહીં કહે છે કે ભાઈ ! એ માગણપણું છોડી દે ! અને (અંદર આત્મામાં) તૃપ્ત થા. અંદરમાં તૃપ્તિ થાય એવી ચીજ પડી છે, પ્રભુ ! ઉપરનાં શરીરને તું ન જો ! સ્ત્રીના, પુરુષનાં નપુસકના, તિર્યંચના, ઢોરના, સિંહ-નાગના શરીરને ન જો ! એનો આત્મા અંદર જુએ તો એ ચૈતન્યદેવ બિરાજમાન છે. આહા..હા...!
(માટે કહે છે કે, “....અંતરમાં જા, ને તૃપ્ત થા.” ત્યાં તને તૃપ્તિ થશે. અંતરમાં જા, ત્યાં તને તૃપ્તિ થશે, એમ કહે છે. આહા..હા..! બહારમાં - ધૂળમાં ક્યાંય તૃપ્તિ નહિ થાય. કરોડ-કરોડની પેદાશ મહિનાની હશે તો પણ ભિખારાવેડા (કરે).... વધારે કરું... વધારે કરું... વધારે કરું... માગણની પેઠે ભિખારી (થઈને ફરે છે). શાસ્ત્રમાં તેને ‘વરાંકા' કહ્યા છે. શાસ્ત્રમાં વરાંકા એટલે ભિખારી કહ્યા છે. આ સિદ્ધાંતમાં પાઠ છે. “વરાંકા' શબ્દ આવે છે - “વરાંકા' ! આહા...હા...!
અહીં કહે છે, પ્રભુ ! તું અંતરમાં જો તો ખરો એકવાર ! “અનંતગુણસ્વરૂપ આત્માને જો....” અંદર અનંતગુણ સ્વરૂપ આત્મા છે. આ...હા..હા.... એક ગુણરૂપ નહિ, રાગરૂપ નહિ, અનંતા... અનંતા ગુણસ્વરૂપ (છે). એકવાર કહ્યું હતું - આકાશના જેટલા)_પ્રદેશ છે. એથી અનંત ગુણા ગુણ એક જીવમાં છે. જગતને બેસવું કઠણ પડે. (કેમકે કોઈ દિ') સાંભળ્યું નથી. જીવની સંખ્યા અનંત છે. એના કરતાં આ પરમાણુની સંખ્યા અનંતગુણી છે. આ આંગળી) એક ચીજ નથી, આ તો અનંત પરમાણુનું દળ છે. કટકા કરતાં.. કરતાં.. છેલ્લો પરમાણુ રહે તેને જિનેશ્વરદેવ પરમાણુ કહે છે. એ અનંત પરમાણુનો આ પિંડ છે. આત્માની સંખ્યા કરતાં પરમાણુની સંખ્યા અનંતગુણી છે. આહા..હા..! એથી અનંતગુણા ત્રણ કાળના સમય છે. એક સેકંડમાં અસંખ્ય સમય જાય. એવા ત્રણકાળના સમય, પરમાણુની સંખ્યા કરતાં અનંતગુણા છે. એથી અનંતગુણા આકાશના પ્રદેશ છે. આ ચોદ બ્રહ્માંડ છે. એટલામાં જીવ, જડ ને છ દ્રવ્ય રહે છે. તેને લોક કહે છે. લોકોની) બહાર ખાલી ભાગ છે), ખાલી...ખાલી... ક્યાંય જેનો અંત નથી, એવું દશે દિશામાં આકાશ
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૨
[વચનામૃત-૨૬] (રહ્યું છે. અનંત...અનંત...અનંત..અનંત....અનંત...અનંત... આકાશએમાં એક પરમાણુને મૂકે. (અને એ) જેટલા ભાગને (રોકે તેને) પ્રદેશ કહે છે). એ આકાશના જે પ્રદેશ છે તેનાથી અનંતગુણા ગુણ એક જીવમાં છે. આહા...હા..હા...! છે ?
અનંતગુણ સ્વરૂપ આત્માને જો..... આ..હા..હા...! નવરાશ ક્યાં પણ ? ફુરસદ ક્યાં ? આહા...! વીંટાઈ ગયેલો છે . પુષ્ય ને પાપમાં વીંટાઈ ગયેલો છે. અંદર ભિન્ન ભગવાન છે એની એકવાર સંભાળ કર ! ....તેની સંભાળ કર. વીતરાગી આનંદથી ભરેલા સ્વભાવમાં ક્રીડા કર,.... આ..હા..હા...! શું કહ્યું એ ?
. અંદર વીતરાગી આનંદ પડ્યો છે. અનાદિ અનંત વીતરાગી આનંદની મૂર્તિ જ પ્રભુ છે. એની વર્તમાન દશામાં બધાં ગોટા છે. પુણ્ય ને પાપ ને સંસાર ને નરક ને નિગોદ (ના ગોટા છે. વસ્તુ છે એ તો વીતરાગી આનંદથી ભરેલો સ્વભાવ છે. આહા...! એમાં ક્રીડા કર - એમાં રમત કર, એમાં જઈને મોજ માણ. બીજે ક્યાંય મોજ છે નહિ. આ..હા..હા...હા...!
જુઓ ! આ બેન અનુભવથી બોલેલાં છે. અતીન્દ્રિય આનંદના અનુભવમાંથી બોલેલાં છે). બાળ બ્રહ્મચારી ૬૪ દીકરીયું છે. લાખોપતિની મોટી દીકરીયું છે. કેટલીક Graduate થયેલી છે. એમાં બેન આ બોલેલાં, (એ) લખેલું, એમાં આ બહાર આવી ગયું. આહા...! પણ બોલ્યાં છે અંતરના અનુભવના નાદથી ! નાદ અંદર આવ્યો છે, એ દીકરીઓએ સાંભળ્યો છે, તેને લખી લીધો.
વીતરાગી આનંદથી ભરેલા....” શું કહ્યું ? વીતરાગી આનંદથી ભરેલો સ્વભાવ છે. રાગ ને પુણ્ય-પાપથી ભરેલો સ્વભાવ નથી. પુણ્ય અને પાપ તો કૃત્રિમ નવા ભાવ વિકાર - ઝેર ઉત્પન્ન કરે છે. પુણ્ય અને પાપના ભાવ એ તો ઝેર છે. પહેલાં આવી ગયું છે. (બોલ-૧૯) શુભભાવ તે કાળો નાગ છે, ઝેર છે. પહેલાં આવી ગયું હતું. આહા..હા..! કેમ બેસે આ વાત ? આત્મા અંદર કોણ છે ? એની કાંઈ ખબરુ ન મળે.
અહીં કહે છે, “વીતરાગી આનંદથી ભરેલા સ્વભાવમાં ક્રિીડા કર,... સાર છે, સાર - એકલો આ તો !! ....તે આનંદરૂપ સરોવરમાં....' અંદર આનંદરૂપ સરોવર છે, પ્રભુ ! ત્યાં નજર કરી અને ત્યાં “...કેલી કર - તેમાં રમણ
Page #98
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય કર.” આનું નામ સમ્યગ્દર્શન અને સમ્યકજ્ઞાન છે. આહા..! ધર્મની પહેલી સીઢી આનું નામ છે. વાતુ કરે કાંઈ વડા થાય એવું નથી ! આપણે) અમથું નથી કહેવાતું કે, “વાતે વડા થાય નહિ ! એ વડા બનાવવાની ચીજ જોઈએ - લોટ, ઘી-તેલ કે એવી કોઈ ચીજ જોઈએ). એમ વાતે વડા થાય નહિ. આ તો ભાષાએ કાંઈ મળે નહિ.
અંતરમાં ભગવાન આત્માની અંદર ઊતરતાં એમાં ક્રીડા કર, ત્યાં રમણ કર. ત્યાં તને આનંદ થશે અને ત્યાં તારા દુઃખના આરા (અંત આવી જશે. આ..હા..હા...! એ ૨૬ (પૂરો થયો). ૨૭મો બોલ તમારે વાંચી લેવાનો.
-
-
-
છે.
“ભવિષ્યનું ચિતરામણ કેવું કરવું તે તારા હાથની વાત છે. માટે કહ્યું છે કે, “બંધ સમય જીવ ચેતીએ, ઉદય સમય શા ઉચાટ.” ૨૮.
જિ00 ૦ ૦ ૦ ૦ ૦
૨૮મો બોલ. શું કહે છે હવે ? “ભવિષ્યનું ચિતરામણ કેવું કરવું તે તારા હાથની વાત છે. આજ પછી ભવિષ્યનું ચિતરામણ કરવું - નરકનું, તિર્યંચનું મનુષ્યનું, દેવનું કે સિદ્ધનું - એ પાંચ પ્રકારનું ચિતરામણ કરવું એ વર્તમાન તારા હાથમાં છે (એમ કહે છે). પૂર્વનાં કર્મ છે એ તો ખલાસ થઈ ગયાં. હવે કહે છે નવાં કર્મ બાંધવાં હોય તો શુભાશુભ ભાવ (કર) અને મોક્ષ જોઈતો હોય તો સિદ્ધ ભાવ (પ્રગટ કર). અહીં તો ભવિષ્યના ચિતરામણમાં પાંચેય ગતિ આવી જાય છે.
વર્તમાનમાં નરકનાં પરિણામ કરીશ તો નરક મળશે, તિર્યંચના ભાવ કરીશ તો ઢોર થઈશ, મનુષ્યના ભાવ કરીશ તો મનુષ્ય થઈશ, દેવના ભાવ કરીશ તો દેવ થઈશ, સિદ્ધના ભાવ કરીશ તો સિદ્ધ થઈશ. એ પાંચેય ગતિનું
Page #99
--------------------------------------------------------------------------
________________
વિચનામૃત-૨૮] ચિતરામણ તારા હાથમાં છે. તું જેવું ચિતર એવો થઈશ. આ..હા..હા...!
...તે તારા હાથની વાત છે, માટે કહ્યું છે કે, બંધ સમય જીવ ચેતીએ, ઉદય સમય શા ઉચાટ.' ‘સલુણા....! બંધ સમય જીવ ચેતીએ.” બંધ સમય વખતે ચેત. પુણ્ય-પાપના ભાવ બંધ થાય તે વખતે ચેત. “બંધ સમય જીવ ચેતીએ . એ એક સ્તુતિ છે . દેવચંદજીનું સ્તવન છે. દેવચંદજી (કરીને) એક (સાધુ) શ્વેતાંબરમાં થઈ ગયાં છે. એનું કરેલું આ એક સ્તવન છે. બંધ સમય જીવ ચેતીએ, ઉદય સમય શા ઉચાટ, સલુણા.” એ ઉદય આવે એ વખતે તું શું કરીશ ? એ ઉદય તો આવ્યે જ છૂટકો (છે) અને એના ફળ તારે ભોગવવા જ પડશે. એ વખતે ચિંતા કરીશ તો કાંઈ કામ નહિ આવે.
“ઉદય સમય શા ઉચાટ.' (અર્થાતુ) કર્મના ઉદય વખતે તું ચિંતવના કર કે અરે...! ટળી જાય તો સારું). મને ન મળે એ નહિ કામ આવે. એ વખતે તારી ચિંતા કામ નહિ કરી શકે. આહા..હા..હા..! એ ૨૮ પૂરો થયો).
: : :
“જ્ઞાનને ધીરું કરીને સૂક્ષ્મતાથી અંદર જો તો આત્મા પકડાય એવો છે. એક વાર વિકલ્પની જાળ તોડીને અંદરથી છૂટો પડી જા, પછી જાળ ચોંટશે નહિ.” ર૯.
૨૯ (બોલ)“જ્ઞાનને ધીરું કરીને....... આહા..હા...! જે આ જ્ઞાન છે - જાણવાની દશા છે એને ધીરુ કરી (એટલે કે, એ જ્ઞાનની દશા જે પુણ્ય - પાપમાં વળીને ઢળી ગઈ છે, એ સંસારમાં રખડવાના લખણ છે. આહા..હા..! જ્ઞાનને ધીરુ કરી (એટલે) અંતર જાણપણામાં સૂક્ષ્મતા લાવી, અંતરમાં ઢળી શકે તેવી ભાવના કરી. આહા...! “ ર જો.. અરે...! અરે...! આવી ભાષા
Page #100
--------------------------------------------------------------------------
________________
૮૫
વચનામૃત રહસ્ય
જ્ઞાનને - જાણપણાને ધીરું (કરી), પર તરફ વળે છે તેને ધીરુ કરી અને જેની એ પર્યાય છે તેને તું જો. એ પર્યાયની પાછળ પાતાળ . ચૈતન્ય પાતાળ ભગવાન બિરાજે છે. આહા..હા...! અહીં તો પાંચ-પચીશ લાખ જ્યાં મળે ત્યાં તો રાજી રાજી થઈ જાય. (કહે) લાપસીના આંધણ કરો આજ ! ૨૫ લાખ પેદા થયાં છે ! એક કરોડ પેદા થયાં ! કરો લાપસીના આંધણ ! લાપસી મૂકો ! ઝેર બધું સળગ્યું છે ત્યાં ! આહા...!
અહીં કહે છે કે, એની અંદર જા. “...આત્મા પકડાય એવો છે.” આ..હા..હા..હા...! જ્ઞાનને ઝીણું ને ધીરુ કરી, બહારમાં ભટકતાં જ્ઞાનને જ્ઞાનની વર્તમાન દશા, બહારમાં ભટકતાં જ્ઞાનને અંદરમાં લાવવા ધીરું કર પ્રભુ! સૂક્ષ્મ કર ! ધીરો થા !
જ્ઞાનને ધીરું કરીને સૂક્ષ્મતાથી અંદર જો..” “સૂમતાથી અંદર જો ! સ્થૂળ ઉપયોગમાં) અંદર નહિ જોવાય. સ્થૂળ ઉપયોગથી) તો રાગ ને દ્વેષ ને આ અનાદિથી રખડતો સંસાર છે એ દેખાશે. આહા..હા...! શબ્દો થોડા છે (પણ) ભાવ ઘણાં ઊંડા ભરેલાં છે.
અનુભવમાંથી - આનંદના વેદનમાંથી આવેલી વાણી છે અતીન્દ્રિય આનંદનું વેદન કરે છે. જ્ઞાની અતીન્દ્રિય આનંદનું વેદન કરે છે. એ વેદનમાંથી વાણી(નો) વિકલ્પ આવે છે એ રાગ છે. આ...હા...હા...! પણ એમાં આ આવ્યું
- જ્ઞાનને ધીરુ કરી, સૂક્ષ્મ કરી અંદર જો, ... તો આત્મા પકડાય એવો છે. અંદર ભગવાન આત્મા પકડાય એવો છે એટલે અનુભવ થઈ શકે એવો છે. આહા..હા...! “એક વાર વિકલ્પની જાળ તોડીને....' રાગ ને પુણ્યપાપના ઝેરની જે જાળ (છે) એને એક વાર તોડી એટલે એની મહિમા ને કિંમતને તોડી, અંદરમાં ચૈતન્યની મહિમામાં જા ! તને અંદર ભગવાન મળશે !! આહા..હા...! આવી વાત છે. વચનામૃત માખણ છે !
અંદર જો તો આત્મા પકડાય એવો છે. આહા...! જે સ્થિતિએ - સૂક્ષ્મ ઉપયોગથી) પકડાય તે રીતે અંદર જો તો પકડાય એવો છે. પુણ્ય ને પાપના વિકલ્પથી તે પકડાય એવો નથી. આ...હા...હા..હા..! દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિના પરિણામથી એ પકડાય એવો પ્રભુ નથી. ‘સાણસે સર્પ પકડાય” પણ ઝીણા મોતી પકડવામાં સાણસા કામ ન આવે. મોતી પકડવા (માટે)
Page #101
--------------------------------------------------------------------------
________________
[વચનામૃત-૨૯] સોનીની નાની પાતળી સવાણી હોય છે કાં હાથ હોય. બેન-દીકરીયું આ તોરણ કરે ને ? તોરણ...તોરણ....! સર્પને પકડવાના સાણસા વડે મોતી પકડાય ? સોનીની ઝીણી સવાણી હોય કાં હાથ હોય તેનાથી) ધીમેથી ગોઠવે. મોતીના કરે છે ને ? શું કહેવાય એ ? તોરણ...તોરણ...! તમારા નામ પણ ભૂલી જઈએ છીએ. તોરણ કરે ત્યારે એમાં ધીમેથી મોતી ગોઠવે છે, એ હાથથી પકડીને ગોઠવે છે, લાકડાથી પકડીને નહિ. એમ ભગવાનને પકડવો. હોય તો પુણ્ય-પાપ (ભાવથી) નહિ પકડાય. આહા..હા..! ઝીણી વાત છે,
પ્રભુ !
અહીં તો સંસારનો અભાવ (કરવાની) વાતું છે, પ્રભુ ! જેમાં જન્મમરણ ન ટળે તે વાતમાં કાંઈ માલ નથી. એ મરીને નરક ને નિગોદ (માં જશે). કરોડોપતિ - અબજોપતિ મરીને પશુ થાશે. હાથી, ઘોડા ને ભૂંડ થાશે, અને ભૂંડ ત્યાં વિષ્ટા ખાઈને મરીને પછી નરકમાં જાશે ! ભૂંડ બહુ વિષ્ટા ખાય. આહા...! એવા ભવ તે અનંતવાર કર્યા, પ્રભુ ! (હવે, એકવાર અંદરમાં જો ! આત્મા પકડાય એવો છે.
“એકવાર વિકલ્પની જાળ તોડીને અંદરથી છૂટો પડી જા,... આ..હા..હા..! આવી વાતું છે ! સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંદર વિકલ્પ - રાગનો જે ભાવ છે એને પણ છોડીને, એ વિકલ્પની પાછળ ભગવાન ચિદાનંદ બિરાજે છે, અંદરમાં પાતાળમાં, એના તળિયામાં પ્રભુ બિરાજે છે. ઉપર ઉપર રાગ દેખાય છે, અંદરમાં ભગવાન છે, ત્યાં જા ! ત્યાં જા, તેની સંભાળ કર ને વિકલ્પની જાળ તોડ, અંદરથી છૂટો પડી જા, ....પછી જાળ ચોંટશે નહિ. આ........!
કરોળિયો હોય છે ને કરોળિયો ? એને આઠ પગ હોય છે અને એ આઠ પગથી એને એવી આમ લાળ નીકળે કે એ લાળમાં ગૂંચાઈ જાય. કરોળિયો....! (હિન્દીમાં, શું કહે છે ? મકડી. આ બે પગવાળા માણસને માણસ કહીએ, પણ બાયડી પરણીને ચાર પગવાળો થયો તો એ ઢોર થયો ! ચાર થયા ને ? ચાર પગ. અને એમાં છોકરો થાય તો છ પગ થયા તો ભમરાને છ પગ હોય. પછી ભમરાની પેઠે ભૂક્યા કરે - આ મારો દીકરો છે ને આ મારો આ છે, આ મારી બાયડી છે, આ મારો ધંધો છે ને આ મારી નોકરી ચાલે છે ને આ (મને) પચાસ હજારની નોકરી મળે છે ને લાખની પેદાશ એક વર્ષની છે. (એમ) ભમરાની જેમ ભૂક્યા કરે ! અને વળી એ
Page #102
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૮૭ છોકરાને પરણાવે ત્યારે આઠ પગ થયાં. એ કરોળિયાને આઠ પગ હોય, જોયું છે કોઈ દિ' ? ભમરાને છ પગ હોય, કરોળિયાને આઠ હોય, ને આઠ પગવાળો) થયો એટલે લાળ કાઢીને એમાં ને એમાં મરી જાય ! લાળ કાઢીને એમાં વીંટાઈ જાય. મકડી' કહે છે કે તમારે શું કહે છે (હિન્દીમાં)? મકડી !
એમ અહીંયા કહે છે કે પરમાં આ પ્રમાણે જ છો, એ કરતાં એને છોડીને અંદર આત્મામાં જા ને ! આહા..હા...! જ્યાં સિદ્ધપદ પ્રાપ્ત થાય એવી અંદર દશા છે. એકવાર વિકલ્પની જાળ તોડી ને અંદરથી છૂટો પડી જા, પછી જાળ ચોંટશે નહિ. જે ચણો શેકાઈ ગયો એ ચણો ફરીને ઊગશે નહિ. જે ચણો દાળિયા થયાં.... દાળિયા કહે છે ને ? ચણો શેકાય એને (પછી) દાળિયા કહે છે ને ? શું કહે છે તમારે ? (દાળિયા...દાળિયા), દાળિયા થયાં એ હવે ઊગે નહિ. એમ એક વાર અંતરથી આત્મજ્ઞાન થયું અને રાગને બાળ્યો, એ હવે ફરીને ઊગે નહિ. (અર્થાતુ) એને અવતાર હોઈ શકે નહિ. એક-બે અવતાર થાય પણ એને બ્રેય તરીકે જાણે અને પોતાના આનંદમાં રહીને એને શેય તરીકે જાણીને એને છોડે. આ..હા...હા ! એ જાળ ફરીને ચોંટશે નહિ. આહા..હા...! એ શક્યા ચણા ફરીને ઊગશે નહિ. એમ એક વાર અજ્ઞાનને બાળ્યું અને જો આત્મજ્ઞાન કર્યું. એ (અજ્ઞાન) ફરીને ઊગશે નહિ. એને ભવભ્રમણ નહિ થાય, એને ચોરાશીમાં રખડવું નહિ થાય. (જો અજ્ઞાન ન બાળ્યું) તો મરીને ચોરાશીમાં (રખડવા) જાશે. આહા..હા..હા...! - બ્રહ્મદત્ત ચક્રવર્તી ! ૯૬ કરોડ પાયદળ, ૭૨ હજાર નગર, ૪૮ હજાર પાટણ, ૯૬ કરોડ ગામ, ૯૬ કરોડ પાયદળ એની મોજ માણતાં, હીરાના....! શું કહેવાય તમારે? ઢોલિયો. ઢોલિયો ભૂલાઈ જાય છે ! આ હીરાના ઢોલિયા ! એમાં સૂતો હતો. એમાં એને મમતા એટલી હતી કે આ મારું... આ મારું... આ મારું.... રાણીને યાદ કરી, રાણીને....! એક રાણી હતી, જેની (એક) હજાર દેવ સેવા કરે, એવી ૬૪ હજાર (રાણી) હોય (છે) પણ એક રાણી એવી હોય છે). એ રાણીને યાદ કરતાં, દેહ છૂટતાં સાતમી નરકે ચાલ્યો ગયો !! અત્યારે સાતમી નરકમાં છે. ૩૩ સાગરની (આયુષ્યની સ્થિતિમાં છે. હજી ૮૫ હજાર વર્ષ ગયા. એથી અસંખ્ય અબજો વર્ષ હજી તો ત્યાં રહેવાનું છે. આહા..હા...! આવા અવતાર અનંતવાર કર્યો છે. પ્રભુ ! તેં પણ અનંતવારી
Page #103
--------------------------------------------------------------------------
________________
૮૮
વચનામૃત-૩૦] એવા કર્યા છે.
(હવે એક વાર (અંદર આત્માને) જો અને વિકલ્પની જાળને તોડ તો એ જાળ ચોંટશે નહિ. પછી જાળ ચોંટશે નહિ. શેકેલા ચણા ઊગશે નહિ. આહા..! એ ૨૯ (પૂરો) થયો.
:
Nચ્છ ૦ ૦
૦
૦ ૦
“જેમ બીજ વાવે છે તેમાં પ્રગટરૂપે કાંઈ દેખાતું નથી, છતાં વિશ્વાસ છે કે આ બીજમાંથી વૃક્ષ ફલશે, તેમાંથી ડાળાં પાંદડાં-ફળ વગેરે આવશે, પછી તેનો વિચાર આવતો નથી; તેમ મૂળ શક્તિરૂપ દ્રવ્યને યથાર્થ વિશ્વાસપૂર્વક ગ્રહણ કરવાથી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે; દ્રવ્યમાં પ્રગટરૂપે કાંઈ દેખાતું નથી તેથી વિશ્વાસ વિના શું પ્રગટશે એમ થાય, પણ દ્રવ્યસ્વભાવનો વિશ્વાસ કરવાથી નિર્મળતા પ્રગટવા લાગે છે.” ૩૦.
S
Nચ્છ ૦ ૦ ૦
૩૦ (મો બોલ). જેમ બીજ વાવે છે તેમાં પ્રગટરૂપે કાંઈ દેખાતું નથી... શું કહે છે ? બીજ...બીજ વાવે એમાં પ્રગટ અત્યારે કાંઈ દેખાતું નથી. છતાં વિશ્વાસ છે કે “આ બીજમાંથી વૃક્ષ ફાલશે,'-' બીજ વાવ્યું એનું વૃક્ષ થશે.
તેમાંથી ડાળાં-પાંદડાં-ફળ વગેરે આવશે,’—.' એમાંથી તેના ફળ પણ થશે. ઘઉનો દાણો વાવ્યો તો ઘઉનું ફળ પણ થશે. એક ઘઉંનાં ઘણા ઘઉં થશે. એક દાણો વાવ્યો એના ઘણા થશે. એમ એનો એને વિશ્વાસ છે. આહા....! એક બાજરાનો દાણો વાવ્યો હતો અને વિશ્વાસ છે કે આમાંથી કૂંડું થાશે એમાં સેંકડો બાજરો પાકશે. એવો એને એમાં વિશ્વાસ છે. આ..હા..હા..! આ બીજમાંથી વૃક્ષ ફાલશે, તેમાંથી ફળ વગેરે આવશે. . પછી તેને વિચાર આવતો નથી.......આહા..હા...! પછી એને વિશ્વાસ આવી ગયો અને ફળ ફળ્યું પછી
Page #104
--------------------------------------------------------------------------
________________
૮૯
વચનામૃત રહસ્ય એ વિચાર આવતા નથી.
તેમ મૂળ શક્તિરૂપ દ્રવ્યને યથાર્થ વિશ્વાસપૂર્વક...' આ...હા....! બીજની પેઠે, દ્રવ્યસ્વરૂપ ભગવાનને એક વાર પકડવાથી, એનો વિશ્વાસ આવવાથી કે આમાંથી મને સિદ્ધપદ મળશે, આમાંથી મને કેવળજ્ઞાન થશે, આમાંથી હવે મને અનંત આનંદ (મળશે), એવું સમકિતરૂપી બીજડું જો વાવ્યું.... આહા..હા...! એ બીજમાં એટલી તાકાત છે કે જેમ એક બીજમાંથી હજારો દાણા પાકે છે, એમ આ સમકિતરૂપી બીજ, એમાંથી કેવળજ્ઞાનનો પાક થશે. આહા..હા...! આવી વાત છે આ ! કેવી જાતનો ઉપદેશ આ ?, આ કરો ને આ કરો ને આ કરો ને આ કરો ને - એ ઉપદેશ તો (બીજે) ચાલ્યા કરે છે. (અ) અનાદિથી એ કર્યા કરે છે. પણ કાંઈ કરવું નથી, અંદરમાં ઠરવું છે - એ ચીજને એણે સાંભળી પણ નથી. રુચિપૂર્વક સાંભળી નથી.
એથી અહીં કહે છે કે, “....મૂળ શક્તિરૂપ દ્રવ્યને યથાર્થ વિશ્વાસપૂર્વક ગ્રહણ કરવાથી.... (અર્થાતુ) ભગવાન આત્માને સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન દ્વારા પકડવાથી - અનુભવવાથી, વિશ્વાસપૂર્વક ગ્રહણ કરવાથી...' એમ કીધું છે ને ? એકલા દ્રવ્યને નહિ પણ દ્રવ્યનો વિશ્વાસ કરીને. સમ્યગ્દર્શનજ્ઞાનનો વિકાસ કરીને. આહા..હા...! છે ? ....દ્રવ્યને યથાર્થ વિશ્વાસપૂર્વક ગ્રહણ કરવાથી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે....' બીજ વાવ્યાથી જેમ ફળ થાય છે એમ ભગવાન પૂર્ણાનંદના નાથને બીજરૂપે પકડવાથી, જેમ બહારમાં ચંદ્રમામાં બીજ થાય (ઊગે) તો પૂનમ થયા વિના રહે નહિ, એમ ચૈતન્યમૂર્તિ ભગવાન (આત્મા) રાગથી રહિત (છે), (એવું) એકવાર અંદર બીજડું વાવ્યું તો એ બીજમાંથી કેવળજ્ઞાન થયા વિના રહે નહિ. એ (કર્યા વિના બીજા કોઈ રસ્તા લેશે તો ચાર ગતિમાં રખડવાનાં રસ્તા છે. આહા..હા...!
નરક ને નિગોદ ને એકેન્દ્રિય.... આહા..હા...! મૂળા...! મૂળો સમજે ? આ કાંદો. એમાં પડ્યો હતો (ત્યારે) મફતમાં વેચાણો છે. પહેલાં ચાર પૈસાના શેર (મળતાં હતાં. અત્યારે વળી મોંઘું થઈ ગયું છે. ચાર પૈસાની શેર દૂધી ! બે શેર દૂધી લીધી હોય, છોકરો જોડે (સાથે) હોય, (અને છોકરો કહે, બાપા ! મને આ મૂળો અપાવો !' તો (શાકવાળો) એક મૂળો મફતમાં આપે. મૂળો....! એ (મૂળાની અંદર એ મફતમાં બેઠો હતો ! (એ રીતે) મફતમાં વેચાણો છે. આહા..હા...! જેની કિંમત પણ આપી નથી, પેલા રીંગણાં કે
Page #105
--------------------------------------------------------------------------
________________
૯૦
[વચનામૃત-૩૦] દૂધીનાં શેરના ચાર પૈસા આપ્યા છે. અત્યારે તો અહીં મોંઘું છે અને તમારે તો વળી અહીં (નાયરોબીમાં બહુ મોંઘું છે. અહીંની વાત સાંભળી છે કે, અહીં તો બહુ મોંઘુ (છે) ! ઓ..હો..હો..હો...! ત્યાં સફરજન છ આનાનું મળે છે, અહીં કહે છે કે સફરજન પાંચ રૂપિયાનું ને છ રૂપિયાનું મળે (છે) એટલી તો કિંમત વધી ગઈ છે. આહા..હા...! આ બહારની કિંમત વધારી નાખી છે. જેમ આ દેશમાં એની કિંમત વધી છે, એવી કાઠિયાવાડમાં (એની) કિંમત (વધી) નથી. એમ આત્માએ પોતાની કિંમત છોડીને પરની કિંમત વધારી દીધી છે. શરીરની, વાણીની, પૈસાની, પુણ્યની, પાપની - એ કિંમત વધારીને આત્માની કિંમત છોડી દીધી છે. આહા..હા...હા...!
એ અહીં કહે છે ...મૂળ શક્તિરૂપ દ્રવ્યને યથાર્થ વિશ્વાસપૂર્વક ગ્રહણ કરવાથી વિશ્વાસપૂર્વક એટલે સમ્યગ્દર્શનપૂર્વક. એકલો પકડી શકાય નહિ, એમ કહે છે. આહા..હા...!
આ તો બેન-દીકરીયુંમાં બોલાઈ ગયું છે, એ આ લખીને બહાર આવ્યું છે. અનુભવની વાણી છે.
(અમે) જ્યારે નાની ઉમરનાં હતાં, તે દિ દસ-બાર વર્ષની ઉમર (હશે), ત્યારે અમારા એક બ્રાહ્મણ પાડોશી હતાં. એ બ્રાહ્મણ નાહતાં... પછી ઓલું પહેરેને શું કહેવાય એ ? ખભોટિયું ! ત્યારે ખભોટિયું પહેરતાં પહેરતાં બોલતાં હતાં . “અનુભવીને એટલું આનંદમાં રહેવું રે..., ભજવા પરિબ્રહ્મને બીજું કાંઈ ન કહેવું રે...' આઠ વર્ષની - દસ વર્ષની ઉમરે આ સાંભળેલું ! મને એમ થયું, આ શું બોલે છે, મામા ? કારણ કે અમારી બાના (ગામના) હતા તો અમે એ બ્રાહ્મણને “મામા' કહેતાં. મેં કહ્યું, “મામા ! તમે શું આ બોલો છો ?” “અનુભવીને એટલું...” તો કહે “મને બહુ ખબર નથી - અનુભવી એટલે.. હું તો ભાષા બોલું છું.” “અનુભવીને એટલું આનંદમાં રહેવું રે...” આ ભગવાન આત્મા આનંદ (સ્વરૂ૫) છે તેનું જ્ઞાન કરીને આનંદમાં રહેવું. આહા..હા..! “ભજવા પરિબ્રહ્મ....” પરિ નામ સર્વથા પ્રકારે મોટો આનંદનો નાથે, સાગર આત્મા ! “ભજવા પરિબ્રહ્મને બીજું કાંઈ ન કહેવું....' આ વાણી બ્રાહ્મણમાં છે. બ્રાહ્મણ નહાય ને ત્યારે આ બોલે છે. બધું સાંભળેલું... ઘણું સાંભળેલું ! નાની ઉમરથી . આઠ ને નવ વર્ષની ઉમરથી...! આ તો નેવું ને એકાણું થયાં ! આ..હા..હા...! ધૂળમાં પણ ક્યાંય બહારમાં નથી એમાં...!
Page #106
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય અંદરમાં બિરાજે છે. ‘અનુભવીને એટલું આનંદમાં રહેવું રે...” એમ કહે છે ત્યારે, લ્યો ! એને કાંઈ ભાન નહોતું ! ભાષા એવી આવતી.
એમ અહીં તો કહે છે કે, અનુભવીને (એટલે) વિશ્વાસપૂર્વક - આત્માનો વિશ્વાસ કરીને - સમ્યગ્દર્શન પ્રગટ કરીને, મિથ્યાત્વને ટાળીને, રાગને બાળીને, ....વિશ્વાસપૂર્વક ગ્રહણ કરવાથી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે....' તેને આનંદની નિર્મળ દશા પ્રગટ થાય છે. આ..હા..હા..હા...!
આ આતમરામ છે ! એ આતમરામની વાત છે. આહા..હા..! “નિજપદ રમે સો રામ કહીએ....” જે આનંદમૂર્તિ પ્રભુ આત્મા છે, એમાં રેમે તેને (રામ કહીએ). નિજ પદામાં) રમે તેને આત્મા કહીએ. રાગમાં રમે તેને હરામી” કહીએ !! આહા..હા...! ભારે વાતું, બાપા ! કહે છે કે, પુણ્ય ને પાપ ભાવમાં રમે એ હરામી છે, કારણ કે એ અનાત્મા છે . એ પુણ્ય-પાપ ભાવ આત્મા નથી. આત્મા તો પુણ્ય-પાપથી રહિત અંદર ચૈતન્યમૂર્તિ આનંદ છે. તેને ગ્રહણ કરવાથી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. આહા..હા...!
જેમ બીજ વાવ્યાથી ફળ આવે છે એમ આત્માનો સ્વભાવ અનંત ગુણનો ભરેલો ભંડાર છે) એનો એક વાર પણ અનુભવ કરવાથી અનંતફળ પાકે છે અને સિદ્ધની પર્યાય પ્રગટ થાય છે.
દ્રવ્યમાં પ્રગટરૂપે કાંઈ દેખાતું નથી....' બીજ વાવતા વખતે ફળ, ફૂલ કાંઈ દેખાતું નથી. શું કીધું ? બીજ વાવતાં વખતે કાંઈ ફળ, ફૂલ દેખાતાં નથી. એમ અંદર આત્મા તરફ જતાં પહેલાં કાંઈ ન દેખાય. પણ પછી એ બીજનો વિશ્વાસ કરે કે “આ બીજ છે માટે ફળશે જ.” આહા...! એમ ‘દ્રવ્યમાં પ્રગટરૂપે કાંઈ દેખાતું નથી તેથી વિશ્વાસ વિના “શું પ્રગટશે એમ થાય...' એને વિશ્વાસ તો આવતો નથી. અનાદિથી બહારના વિશ્વાસમાં ભમી રહ્યો છે. આહા..હા..!
તેથી વિશ્વાસ વિના શું પ્રગટશે એમ થાય,... એને પહેલાં એમ લાગે. આ બીજ વાવું છું, એ અત્યારે તો દેખાતું નથી પણ ફળ આવ્યા વિના નહિ રહે. એમ એકવાર આત્માને પ્રગટ કરવાથી, ભલે અસ્તિત્વપણે પહેલાં ભાસે પછી એનો વિશ્વાસ આવે, એ પહેલાં વિશ્વાસ ન આવે. પણ વિશ્વાસ આવે (પછી) કે નક્કી આમાંથી પ્રગટ થાશે.
“....પણ દ્રવ્ય સ્વભાવનો વિશ્વાસ કરવાથી નિર્મળતા પ્રગટવા લાગે છે.”
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૨.
[વચનામૃત-૩૦] વસ્તુનો વિશ્વાસ કરવાથી નિર્મળતા પ્રગટે છે). ભાઈ ! ઝીણી વાત છે, બાપા ! આહા..હા..! આ બહારની હોળી સળગી છે, એમાં આ વાત બેસવી....! આહા..હા...! આ મોટી કિંમતી ચીજ તો અહીં પડી છે !! એનો તને વિશ્વાસ નથી કે, જો હું આત્માની પ્રતીતિ કરું તો કેવળજ્ઞાન થયા વિના રહેશે જ નહિ, જો આત્માને (હું) અનુભવું અને આત્માને બરાબર વિશ્વાસથી પકડું તો સિદ્ધપદ (પ્રગટ) થયા વિના રહેશે નહિ, એવો વિશ્વાસ કરતો નથી. (બહારની ચીજનો) વિશ્વાસ કરે છે. આહા...!
(માટે કહે છે કે) ...દ્રવ્ય સ્વભાવનો વિશ્વાસ કરવાથી નિર્મળતા પ્રગટવા લાગે છે. બીજની વાવ્યાથી, બીજની શ્રદ્ધા કરવાથી ફળ ફળશે જ . એમ વિશ્વાસ છે. એમ આ ચૈતન્ય ભગવાન પુણ્ય ને પાપના રાગથી ભિન્ન છે) . એની શ્રદ્ધા કરવાથી, વિશ્વાસ કરવાથી, આમાંથી કેવળજ્ઞાન અને પરમાત્મ(પદ) થશે જ, એવો તેને વિશ્વાસ થયા વિના રહેતો નથી. પણ પકડે તો વિશ્વાસ થાય ને ? પકડ્યા વિના વિશ્વાસ કોનો કરવો ? જે વસ્તુ દેખાણી નથી, જે વસ્તુ જ્ઞાનમાં જણાણી નથી, એનો વિશ્વાસ શી રીતે આવે ? - આ તો અંદરમાં જ્ઞાનમાં જણાય, જ્ઞાનની પર્યાય સૂક્ષ્મ કરતાં, એ જ્ઞાનમાં - ‘આ ચીજ આનંદમયી અને શુદ્ધ છે,’ એમ જણાય - એને વિશ્વાસ આવે અને એનો વિશ્વાસ તે સમકિતદર્શન કહેવાય. અને એ સમકિતદર્શનમાંથી કેવળજ્ઞાન પ્રગટ્યા વિના રહે નહિ. આહા..હા..! દુકાનમાં ધંધાનાં ફળમાં એને વિશ્વાસ (છે) કે, આપણે દસ લાખનું કાપડ રાખીએ છીએ અને એમાંથી વરસોવરસ બે લાખની પેદાશ તો થાય જ છે. એનો એને વિશ્વાસ (છે) !! | મુમુક્ષુ : આપની વાણીથી અમને એમ થાય છે કે આ બધું મૂકી દેવું. પણ મૂકાતું નથી એનું શું કરવું ? અમને એમ લાગે છે કે અમારા આગલા ભવના કર્મ પણ ઘણાં હશે, એટલે આ પકડી શકતાં નથી.
પૂજ્ય ગુરુદેવશ્રી : એ કાંઈ નહિ, એ છોડી દેવાનું એનું ફળ છોડી દેવાનું. પૂર્વનાં કર્મનું લક્ષ છોડી દેવું ! અત્યારે હું મહાન આત્મા છું.’ - એનું લક્ષ કરવું, બસ ! પૂર્વનાં કર્મ હતાં એ (વાત) મારી પાસે છે નહિ. હું તો એક આત્મા છું. આત્માને કર્મ અડતાં નથી. આત્મા કર્મને સ્પર્શ કરતો નથી.” આ..હા..હા...!
સમયસારની ત્રીજી ગાથામાં પ્રભુએ એવું કીધું છે, સમયસાર ! આપણે
*
Page #108
--------------------------------------------------------------------------
________________
G
વચનામૃત રહસ્ય સવારે વાંચીએ છીએ ને ? એમાં એવી વાત છે કે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને ચૂંબતું નથી. આત્મા પરમાણુને અડતો નથી. કર્મને આત્મા અડતો નથી. કર્મ જીવને અડતા નથી. દરેક દ્રવ્ય પોતાનાં જે ગુણ અને પર્યાય છે તેને તે સ્પર્શે છે, તેને તે ચૂંબે છે. સમયસાર છે ને ? (એમાં) ત્રીજી ગાથામાં છે, ત્રીજી ગાથા....! દરેક તત્ત્વ પોતાનાં ગુણ અને પર્યાયને સ્પર્શે છે. પરને અડ્યો જ નથી ને અડતો પણ નથી. (ફક્ત) માન્યતા કરી છે કે હું આને અડું છું ને આને આમ કરું છું. આહા...હા...!
મુમુક્ષુ : એ તો નિશ્ચયની વાત છે, વ્યવહારથી અડે છે. પૂજ્ય ગુરુદેવશ્રી : વ્યવહારથી અડે છે, બિલકુલ નહિ, જૂઠી વાત છે. વ્યવહારથી અડે . એ બોલે છે, એ કથન જ જૂઠું છે. આકરી વાત છે, ભગવાન ! એક તત્ત્વ બીજા તત્ત્વને અડતું નથી. એ અડે છે, એમ અજ્ઞાનીની કલ્પના મફત(ની) છે. કેમકે એક તત્ત્વ છે એ બીજા તત્ત્વના અભાવ સ્વરૂપ છે. આ આંગળી છે એ આ આંગળીના અભાવસ્વરૂપ છે. આનો આમાં અભાવ છે. આનો આમાં અભાવ છે. અભાવ છે તો આ આને અડે એમ બની શકે નહિ. આને અડે તો આનો આમાં ભાવ થઈ જાય. આનો આમાં અભાવ છે. એમ એક તત્ત્વમાં બીજા તત્ત્વનો અભાવે છે. એને લઈને એક તત્ત્વ બીજા તત્ત્વને ત્રણ કાળમાં અડતું નથી. આહા..હા...! સમયસારની ત્રીજી ગાથા છે. પરમાત્માની વાણી છે.
ત્રિલોકનાથ જિનેશ્વરદેવ દિવ્યધ્વનિમાં એ ફરમાવ્યું છે કે, પ્રભુ ! અમે જ્ઞાનમાં જોયું છે, આહા...હા...! “પ્રભુ તુમ જાણગ રીતિ, સહુ જગ દેખતા હો લાલ,....' પ્રભુ તુમ જાણગ રીતિ, સહુ જગ દેખતા હો લાલ, નિજ સત્તાએ શુદ્ધ અમને પેખતા હો લાલ' પ્રભુ ! આપ ત્રણ કાળ ત્રણ લોકને જુઓ છો એમાં અમારી આ સત્તાને તમે શુદ્ધ જુઓ છો ! આ આત્મા શુદ્ધ - પવિત્ર છે, એમ તમે જુઓ છો !! અંદર પુણ્ય-પાપ છે એ આત્મા છે, એમ આપ જોતાં જ નથી. આહા..હા...! “પ્રભુ તુમ જાણગ રીતિ, સહુ જગ દેખતા હો લાલ,....' સીમંધર સ્વામી પરમાત્મા ભગવાન બિરાજે છે. મહાવિદેહમાં વર્તમાન બિરાજે છે. ૫૦૦ ધનુષનો દેહ છે, કરોડ પૂર્વનું આયુષ્ય છે. આહા..હા...! સમજાય છે ? એ પ્રભુ એમ કહેતાં. આહા..હા...! આ વાણી ભર્તુ ની છે. “પ્રભુ તુમ જાણગ રીતિ . પ્રભુ ! તારા જ્ઞાની રીત અમારા
હ
-
---
-
Page #109
--------------------------------------------------------------------------
________________
૯૪
[વચનામૃત-૩૦] આત્માને, તમે અમારી સત્તા શુદ્ધ છે, પવિત્ર છે, સિદ્ધ સમાન છે, તેમ જુઓ છો, આહા..હા... રાગાદિને પુણ્ય-પાપમાં નાખી દો છો. એ આત્મા છે - એમ આપ કહેતાં નથી અને દેખતા નથી. અમારા આત્માને તમે આમ દેખો છો. આ...હા..હા...! તો જેમ ભગવાન દેખે એમ જો પોતાના) આત્માને દેખે તો સમ્યગ્દર્શન થાય. આહા..હા...અહીં તો આવી વાતો છે, બાપુ ! આા ...!
આનંદઘનજી કહે છે - કૃષ્ણ કોને કહીએ ? ‘કર્મ કૃષેિ તે કૃષ્ણ' (એટલે) કર્મને, રાગ-દ્વેષને કુષી નાખે એટલે ખેલ કરીને નાશ કરી નાખે તેને કૃષ્ણ કહીએ. રામ કોને કહીએ ? ‘નિજપદ રમે સો રામ કહીએ” (એટલે) પોતાના આનંદમાં રમે તેને રામ કહીએ, બાકી રાગ ને પુણ્યમાં રમે તેને હરામ કહીએ. આહા..હા...!
અહીં તો બહારમાં લ્યો-ફાલ્યો દેખાતો હોય ! મોટા મકાન પાંચ-પાંચ કરોડના ને દસ-દસ કરોડના ! દેખ્યું છે કે અમે તો બધું ! કેવું કહેવાય એ ? મૈસૂર. મૈસૂરમાં સાડા ત્રણ કરોડનું એક મકાન છે. સાડા ત્રણ કરોડનું...! એક રાજાનું હતું (એ) સરકારે લઈ લીધું. એટલે ખાલી પડ્યું હતું, તો જોવા ગયા હતાં. સાડા ત્રણ કરોડનું એક મકાન ! રાજા હતો પણ સરકારે એને ખાલી કરી (નખાવ્યું) - તારા તાબાનું નહિ, હવે છોડી દે ! રૈયતને આપ ! (પછી) છોડી દીધું. સાડા ત્રણ કરોડનું....! રાજાને એમ થયું હાય...! હાય...! મારી ચીજ આવી બનાવી ને ચાલી ગઈ ! એ બચારો રડે....! એમ અનાદિ કાળથી પરવસ્તુ મારી છે એમ માન્યું છે, એટલે એ જ્યાં કાંઈક મોળી પડે કે કાંઈક ફેરફાર થાય ત્યાં રોવે....રડે....! આહા..હા...!
(અહીંયા કહે છે) દ્રવ્યમાં પ્રગટરૂપે કાંઈ દેખાતું નથી તેથી વિશ્વાસ વિના “શું પ્રગટશે'-' વિશ્વાસ આવવો જોઈએ. અનંતા પરમાત્મા થઈ ગયાં છે. અનંતા આત્મામાંથી અનંતમા ભાગનાં અનંતા પરમાત્મા થઈ ગયાં છે. તું પણ પરમાત્મા થવાને લાયક છો ને પ્રભુ ! એટલો વિશ્વાસ તો લાવ ! અને વિશ્વાસ લાવતાં રાગનો ને પુણ્ય-પાપનો વિશ્વાસ છોડી દે છે, એ કંઈ મારી ચીજ નથી ને મારામાં નથી. (વિશેષ કહેશે....)
Page #110
--------------------------------------------------------------------------
________________
.BACCA
સમ્યગ્દષ્ટિને જ્ઞાન-વૈરાગ્યની એવી શક્તિ પ્રગટી છે કે ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં, બધાં જ કાર્યોમાં ઊભા હોવા છતાં, લેપ લાગતો નથી, નિર્લેપ રહે છે; જ્ઞાનધારા ને ઉદયધારા બે જુદી પરિણમે છે; અલ્પ અસ્થિરતા છે તે પોતાના પુરુષાર્થની નબળાઈથી થાય છે, તેના પણ જ્ઞાતા રહે છે.” ૩૧.
પ્રવચન-૬, વચનામૃત-૩૧ થી ૩૩
વચનામૃતનો ૩૧મો બોલ. ૩૦ બોલ ચાલ્યાં છે. “સમ્યક્દષ્ટિને જ્ઞાનવૈરાગ્યની એવી શક્તિ પ્રગટી છે....... (આ) બેનના અંદરના (અંતરના) વચનો છે. સમ્યદૃષ્ટિ એને કહીએ કે જેને આત્મા આનંદસ્વરૂપ, અખંડ અભેદ સ્વરૂપ, સવારમાં કહ્યું હતું અનુભૂતિ..., આત્મા ચિદાનંદ સ્વરૂપ છે તેનો અનુભવ થાય, એવો અનુભવ થઈને પ્રતીત થાય, તે શરૂઆતના સમ્યદૃષ્ટિ જીવ કહેવામાં આવે છે. પહેલી - શરૂઆતનો એ સમ્યદૃષ્ટિ જીવ કહેવામાં આવે છે. (ધર્મની) શરૂઆત ત્યાંથી થાય છે.
પહેલાં એ અખંડ અભેદ ચીજ છે એની ઉપર દૃષ્ટિ પડતાં પર્યાય ને રાગ ગૌણ થતાં શુદ્ધ ચૈતન્યનો અનુભવ થાય, તેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે, તેને સમ્યદૃષ્ટિ કહે છે. આહા...! એ સમ્યક્દષ્ટિને જ્ઞાનવૈરાગ્યની શક્તિ પ્રગટી હોય છે. (અર્થાતુ) આત્માનું જ્ઞાન અને પુણ્ય-પાપના ભાવથી વિરક્ત - વૈરાગ્ય (પ્રગટ્યો છે). વૈરાગ્યની આ વ્યાખ્યા છે.
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૬
[વચનામૃત-૩૧] સમયસારના પુણ્ય-પાપ અધિકારમાં એ અધિકાર લીધો છે કે વૈરાગ્ય કહેવો કોને ? કે, અંતરમાં શુભ ને અશુભ રાગ થાય તેનાથી વિરક્ત થાય (એટલે) રક્ત છે તે વિરક્ત થાય અને સ્વ સન્મુખનું જ્ઞાન થાય તેને અહીંયા વૈરાગ્ય કહેવામાં આવે છે. આહા..હા..! આવી વ્યાખ્યા છે. સમ્યકુદૃષ્ટિને જ્ઞાન-વૈરાગ્યની (એવી શક્તિ પ્રગટી છે). ' આ તો જેને જન્મ-મરણનાં અંત લાવવાં હોય એની વાત છે. બાકી અનંતકાળથી જન્મ-મરણ કર્યા કરે છે. અશુભભાવ કરે તો નરક, નિગોદમાં જાય છે. શુભભાવ કરે તો કોઈ સ્વર્ગ આદિ કે આ ધૂળના શેઠિયા આદિ બને. પણ એ પાછા ચાર ગતિમાં રખડે. ચોરાશીના અવતારમાં નરક ને નિગોદમાં ને એકેન્દ્રિયમાં જાય. આહા..હા..! એથી બચવા) જેને ધર્મની પહેલી ગરજ છે તેને સમ્યગ્દર્શન પહેલું પ્રગટ કરવું જોઈએ અને આ સમ્યગ્દર્શન થતાં જ્ઞાન ને વૈરાગ્યની એવી શક્તિ પ્રગટી હોય. આહા..હા..હા...!
આત્મા તરફની ધૂન લાગી અને રાગ તરફનો વૈરાગ્ય થયો, એને અહીંયા જ્ઞાન અને વૈરાગ્ય કહે છે. સમજાય છે ? આહા...! ભગવાન આત્મા ! પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! એનું જેને જ્ઞાન ને દૃષ્ટિ થઈ છે તેને જ્ઞાન કહીએ. અને પુણ્ય-પાપના શુભ-અશુભ ભાવ એનાથી વિરક્ત થાય તેને વૈરાગ્ય કહીએ. (સમ્યક્દૃષ્ટિને) એ જ્ઞાન ને વૈરાગ્યની શક્તિ પ્રગટી છે.
....ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં,.. સમ્યકુદૃષ્ટિ ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં આહા..હા..! શ્રેણિક રાજા ! ભગવાનના વખતમાં થઈ ગયાં છે. જેને હજારો રાજા ચામર ઢાળતાં એવો મોટો રાજા હતો, શ્રેણિક રાજા...! હજારો રાણીઓ હતી. ૩૨ હજાર રાજાઓ ચામર ઢાળતાં એવું મોટું રાજ ! એક મુનિ હતાં, ધ્યાનમાં હતાં એમાં સર્પને - મરી ગયેલા સર્પને (શ્રેણિક રાજાએ એમના ડોકમાં નાખ્યો. (રાજા) બૌદ્ધધર્મી હતો. ડોકમાં નાખ્યો, એમાં લાખો કીડીઓ થઈ. ઘરે બૈરાને આવીને કહે છે. ચેલણા રાણી સમકિતી છે. સ્ત્રી છે પણ આત્મજ્ઞાની છે. એને કહે છે કે, હું તારા ગુરુને (ડોકે) નાગ નાખી આવ્યો છું ! એ એણે કાઢી નાખ્યો હશે.” ચેલણા કહે છે, “અન્નદાતા !” ધણીને કહે છે, “મારાં ગુરુ એવા ન હોય, ઉપસર્ગ હોય એને કાઢી નાખે એવા ન હોય. ચાલ ! તારે જોવું હોય તો.” (રાજાને) લઈને જ્યાં (મુનિ પાસે છે) આવે છે, ત્યાં મુનિ ધ્યાનમાં, અતીન્દ્રિય આનંદના સાગરમાં અંદર
એ મારા ગુરુ એવા છે . રાજા
Page #112
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય ડૂબી ગયાં છે. અતીન્દ્રિય આનંદના સ્વાદમાં, આ સર્પ છે કે નહિ, ઉપસર્ગ આવ્યો છે કે નહિ, કરોડો કીડીઓ થઈ છે કે નહિ, એની પણ જેને ખબર નથી. એવા ધ્યાનમાં હતાં. ચેલણાં આવી, શ્રેણિક આવ્યા . બન્ને આવ્યા - ધણી-ધણિયાણી. ચેલણા કહે કે, “જુઓ ! સ્વામી ! આ મુનિ ધ્યાનમાં છે. આ ઉપસર્ગની એને ખબર પણ નથી !” (પછી) મરેલા નાગને કાઢયો અને પછી મુનિ ધ્યાનમાંથી બહાર આવ્યાં. જોયું કે આ રાજા ને રાણી આવ્યાં છે. ત્યારે રાજાએ કહ્યું કે, સાહેબ ઓહો..હો....! આવું તમારું ધ્યાન !! કે સર્ષ આવીને ક્રોડો કીડીઓ થઈ છે છતાં તમારું બહારમાં લક્ષ નહિ. આનંદનાં ધામમાં મસ્ત છો તો પ્રભુ ! તમારો માર્ગ શું છે ?”
એવો બૌદ્ધધર્મી મિથ્યાદષ્ટિ શ્રેણિક રાજા હતો. એની ચલણા રાણી સમકિતી હતી. એ સમકિત પમાડવા માટે મુનિ પાસે લઈ ગયાં. એ મુનિ છે, આવું કામ કરેલું અને પછી ઉપદેશ આપે છે. ઉપદેશ આપે છે ત્યાં એ સમકિત પામે છે ! આ...હા...હા...! એમ નહિ કે એણે એટલાં પાપ કર્યા છે) માટે નહિ થઈ શકે. આત્મા અંદર તૈયાર છે.
સવારમાં કહ્યું હતું. મહાવીર ભગવાનનો (પૂર્વનો) દસમો ભવ સિંહનો (હતો). એ સિંહ આમ હરણને ખાતો હતો. એ વખતે બે મુનિ ઉપરથી ઉતર્યા અને એણે કહ્યું, “અરે...! સિંહ ! તું કોણ છો ? તારો આત્મા તો મહાવીરનો આત્મા (છે). દસમે ભવે તું તીર્થકર થવાનો છે.” હવે એ ભાષા મુનિએ કેવી કહી હશે અને સિંહ કેમ સમજી ગયો હશે !! આ..હા..હા...! એ સિંહની કેટલી પાત્રતા હશે કે (એ) મુનિ ઉપરથી ઉતર્યા (એમની) ભાષા કઈ હશે ? એ સિંહ સમજી ગયો !! “આ શું કર્યું તે આ ? તારો આત્મા તીર્થકરનો આત્મા છે. દસમે ભવે તું મહાવીર થવાનો છે !” એમ જ્યાં સાંભળ્યું ત્યાં.... પેટમાં હરણનાં માંસનાં બટકાં હતાં, છતાં જ્યાં (આ) સાંભળ્યું અંદરથી (ત્યાં) ગુલાંટ ખાઈ ગયો અંદરમાંથી ! એકદમ ગુલાંટ ખાઈ ગયો અંદરમાં !! ચૈતન્યમૂર્તિ આત્મા ! અરે...! મુનિરાજે મને ઘણો ઉપદેશ કર્યો. આવો પાપી પ્રાણી ક્ષણમાં સમકિત પામ્યો !એને માટે કાંઈ કાળની મુદતની જરૂર નથી. એક અંતર્મુહૂર્ત - ક્ષણમાં પણ પરની દિશા તરફની જે દશા છે... પરની દિશા તરફની દશા એટલે ? રાગ અને દ્વેષની દશા પર દિશા તરફ છે અને સમ્યગ્દર્શનની દશા સ્વ તરફ છે. આ...હા..હા...! સમજાય
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૮
[વચનામૃત-૩૧]
છે કાંઈ ? બન્નેની દશાની દિશા ફેર છે. રાગ અને દ્વેષ કરનારનાં લક્ષ (ની) દિશા બહાર તરફ છે અને સમ્યગ્દર્શન પામવાના કાળમાં તેની દશાની દિશા દ્રવ્ય ઉપ૨ જાય છે. ત્રિકાળી ચૈતન્યમૂર્તિ ઉ૫૨ તે ક્ષણે (લક્ષ) ગયું અને સિંહ(ની) આંખમાંથી આંસુ ચાલ્યા જતાં હતાં. આહા..હા..હા..! આ પાપ...! એમ અંદરમાં ઊતરીને તે ક્ષણે સમકિત પામ્યો છે. એટલે સમકિત પામવા માટે અમુક જાતની શૈલી જોઈએ ને અમુક જાતની ઘણી નિવૃત્તિ જોઈએ, એવું કાંઈ છે નહિ. તે જ ક્ષણે આત્મા તરફ જ્યાં અંદર ઝૂકે છે, એ અહીં કહે છે કે (ત્યાં એ) સમ્યક્દષ્ટ થયો !
શ્રેણિક રાજા...! ત્યાં સમકિત પામ્યો ! અને પછી ભગવાન મહાવીર પરમાત્માના સમવસરણમાં ગયો (અને) ત્યાં આગળ એણે તીર્થંકર ગોત્ર બાંધ્યું - શુભભાવથી તીર્થંકર ગોત્ર બાંધ્યું. પણ તેને પહેલાં નરકનું આયુષ્ય બંધાઈ ગયું હતું - મુનિને નાગ નાખીને સાતમી નરકનું આયુષ્ય બંધાણું હતું. પણ
જ્યારે આત્મજ્ઞાન ને ધર્મ એક ક્ષણમાં અંદર બદલે છે (પ્રગટે છે) આ..હા..હા..! (ત્યાં) સાતમી નરકની સ્થિતિ તોડી નાખી ! સમ્યગ્દર્શન થયું ને ચોરાશી હજાર વર્ષની સ્થિતિ રહી.
લાડવો (બનાવ્યો) હોય. એમાં જે ઘી, સાકર ને ગોળ કે લોટ નાખ્યો હોય, એમાંથી ઘી કાઢીને બીજું કાંઈ થાય નહિ. એ તો ઘી એનું એ હોય એ હોય. એ તો લાડવો ખાધે છૂટકો. એમ નરકનું આયુષ્ય બંધાઈ ગયું એ તો ભોગવ્યે છૂટકો. સ્થિતિ ઘટાડી ૩૩ સાગરની હતી એ ચોરાશી હજાર વર્ષની રાખી. પણ એ લાડવામાંથી ઘી બહાર કાઢીને પૂરી તળાય કે લોટ કાઢીને રોટલી થાય, એમ ન થાય. એમ એ નરકનું આયુષ્ય બંધાણું એ ફરે નહિ, સ્થિતિ ફરી ગઈ. ચોરાશી હજાર વર્ષની સ્થિતિ રહી. અત્યારે પહેલી નરકમાં છે. સમકિતી છે, નરકમાં ગયેલ છે. આવતી ચોવીશીમાં તીર્થંકર થવાનાં છે. ત્યાંથી નીકળીને પહેલાં તીર્થંકર થવાનાં છે. એ બધો પ્રતાપ સમ્યગ્દર્શનનો છે ! આ..હા..હા..હા...!
મુમુક્ષુ સ્થિતિનો ક્રમ તૂટી ગયો ને ?
પૂજ્ય ગુરુદેવશ્રી ક્રમબદ્ધ જ થયું છે, તૂટ્યું કાંઈ નથી. ક્રમબદ્ધમાં એ આવ્યું હતું. એની દૃષ્ટિ જ્યાં દ્રવ્ય ઉ૫૨ ગઈ ત્યારે ક્રમબદ્ધમાં એને સમ્યગ્દર્શન થયું. એના સ્વરૂપની દૃષ્ટિમાં જ્યાં જાય છે (ત્યાં સમ્યગ્દર્શન
Page #114
--------------------------------------------------------------------------
________________
૯
વચનામૃત રહસ્ય પ્રગટ થઈ જાય છે). ભાઈ ! પણ એ (સ્વરૂપનું) માહાસ્ય કોઈ જુદી ચીજ છે. શું થાય ? દુનિયાએ સાંભળ્યું નથી, દુનિયા તે તરફના લક્ષના પ્રેમમાં નથી, જગતના રસના રસીલાઓને આત્માનો રસ શું છે ? એની એને ખબર નથી.
એ અહીંયા આત્માના રસમાં અંદર ઉતર્યો એવો શ્રેણિક રાજા તેણે) તીર્થકર ગોત્ર બાંધ્યું. (અત્યારે) નરકમાં ગયા છે. પણ ત્યાંથી નીકળીને પહેલાં તીર્થકર થવાનાં છે. આહા...! એ બધો સમ્યગ્દર્શનનો પ્રતાપ છે !! એ સમ્યગ્દર્શન - ચોથું ગુણસ્થાન (છે) હજી ! શ્રાવકનું પાંચમું અને મુનિનું છછું, એ તો કોઈ જુદી જાત(ની) વાત છે ! આ વાડામાં શ્રાવક છે એ કાંઈ શ્રાવક નથી. એ બધાં છે - સાવજ ! રાગને પોતાનો માને એ બધાં સાવજ છે. સાવજ એટલે સિંહ. એ શિકાર કરે છે વિકારોનો ! વિકારનો શિકાર કરીને વિકારને ખાય છે. સમજાય છે કાંઈ ? આહા..હા..
અહીં તો આવી વાતો છે, બાપા ! આહા..હા..! આ તો તળિયાની વાતું છે. જેના જન્મ-મરણ રહે, એક પણ અવતાર થાય તો એમાંથી પાછા અનેક અવતાર થાશે. અહીંથી મરીને ક્યાં જશે ? આત્મા અનંતકાળ રહેવાનો છે. એ દેહનો નાશ થશે. પણ આત્મા અનાદિ અનંત કાળ રહેશે. (તો) રહેશે ક્યાં ? જો દષ્ટિ રાગ ને પુણ્ય ઉપર પડી હોય, પાપ ઉપર પડી હોય તો દૃષ્ટિ મિથ્યાત્વમાં રહેશે અને મિથ્યાત્વમાં રહેશે તો અનંતા નરક ને નિગદના ભવ કરશે. મિથ્યાત્વ એ જ સંસાર છે. મિથ્યાત્વ એ જ અનંતા જન્મ-મરણનું ગર્ભ છે. એ ગર્ભમાંથી અનંતા ભવ ધારણ થાય છે. આહા..હા..! એ મિત્વના ગર્ભનો જેણે નાશ કરી અને સમ્યગ્દર્શન પ્રગટ કર્યું છે તેને જ્ઞાન-વૈરાગ્યની શક્તિ પ્રગટી છે, તે (ભલે) ગૃહસ્થાશ્રમમાં હો.
શ્રેણિક રાજા ગૃહસ્થાશ્રમમાં હતાં. અરે...! ભરત ચક્રવર્તી....! સમકિતી હતાં, આત્મજ્ઞાની હતાં. એના નાના ભાઈ બાહુબલી એ પણ સમકિતી હતાં, આત્મજ્ઞાની હતાં, છતાં બન્ને યુદ્ધે ચડેલાં ! રાગ છે, આસક્તિ છે (પરંતુ) અંદરમાં ભાન છે કે આ રાગ-દ્વેષ છે, પાપ છે, મારી નબળાઈ છે. એ મારું સ્વરૂપ નથી. પણ બે જણા લડાઈમાં ચડ્યાં. બાહુબલીને મારવા ભારતે ચક્ર ચલાવ્યું. પણ બાહુબલીજી ચરમ શરીરી હતાં, તે ભવે મોક્ષ જનાર હતાં. તો એનું ચક્ર કામ ન કર્યું. ચક્ર પાછું ફરી ગયું ! બાહુબલી ઉપર નાખ્યું
Page #115
--------------------------------------------------------------------------
________________
૧OO
[વચનામૃત-૩૧] હતું એ ચક્ર પાછું ભરત ઉપર આવી ગયું. કારણ કે એ ચરમ શરીરી જીવને ચક્ર લાગુ ન પડે. સગા બે ભાઈ ! સમ્યદૃષ્ટિ !! છતાં લડાઈએ ચડ્યાં ! છતાં અંદરમાં સમ્યગ્દર્શનને ભૂલ્યાં નથી !! આહા..હા...! એ ચીજ શું છે, બાપુ ! લોકો બહારથી ત્યાગ અને બહારની ક્રિયાકાંડમાં બધું માને છે પણ અંદરની ચીજ કોઈ બીજી છે. " એ અહીં કહે છે કે, ...ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં, બધાં જ કાર્યોમાં ઊભા હોવા છતાં,...' (અર્થાતુ) બધાં કાર્ય હોય છે. વેપાર હોય છે, ધંધો હોય છે. અરે...! ભરતને ચક્રવર્તીનું રાજ હતું ! ૯૬ હજાર તો જેને સ્ત્રી હતી પરંતુ) અંદરમાં નિર્લેપ છે. આહા...! નાળિયેરમાં જેમ ગોળો....! ગડગડિયું નાળિયેર (હોય) એનો ગોટો છૂટો પડે, એમ સમ્યદૃષ્ટિનો આત્મા રાગથી ને શરીરથી ગોળો છૂટો પડી જાય છે. આ..હા..હા..! સમજાય છે કાંઈ ?
એ (સમ્યક્રદૃષ્ટિ) ગૃહસ્થાશ્રમમાં હોય, .....બધાં જ કાર્યોમાં ઊભા હોવા છતાં...' સંસારનાં બધાં કાર્યમાં ઊભો હોય છતાં, “....લેપ લાગતો નથી... આ.હા..હા..!
મુમુક્ષુ : ગુરુદેવ ! પણ પાપનાં કાર્ય કરે તો પણ એમને ન લાગે ? પૂજ્ય ગુરુદેવશ્રી : ના, પાપનું કાર્ય હોય પણ એને કાંઈ લાગતું નથી. એ રાગને જાણે છે કે આ મારું સ્વરૂપ નથી. એમ છે, ભાઈ ! પાપનાં - લડાઈનાં પરિણામ થયાં તો પણ જાણે છે કે, આ મારી જાત નથી, આ તો પાપ છે. એનાથી અંદરમાં નિર્લેપ છે !!
મુમુક્ષુ : તો પછી અમે પણ કરીએ તો વાંધો નહિ ને ?
પૂજ્ય ગુરુદેવશ્રી : અહીં તો સમ્યદૃષ્ટિની વાત છે. આ તો સમ્યદૃષ્ટિની વાત (છે), બાપા ! સમ્યક્દૃષ્ટિની વાત છે). મિથ્યાદૃષ્ટિ રાગને પોતાનો માને, એ પાપમાં પડ્યાં છે). એ તો નરક ને નિગોદમાં જવાના ! આહા..હા..! આ તો સમ્યદૃષ્ટિાની વાત ચાલે છે). પહેલો શબ્દ એ લીધો છે ને !
મુમુક્ષુ : મિથ્યાદૃષ્ટિએ પાપ છોડવું, સમ્યદૃષ્ટિએ પાપ ન છોડવું !
પૂજ્ય ગુરુદેવશ્રી : નબળાઈ આવે છે, એટલે આવે. છોડવું - નહિ છોડવું (એ તો) છૂટેલું જ પડ્યું છે. મારું એ છે જ નહિ, હું એનો કર્તા નથી. ખરેખર એ (સમ્યકુદૃષ્ટિ) તેનો કર્તા નથી ! આ..હા..હા..! “કરે કરમ સો હિ કરતારા, _જો જાને સો જાનનારા, જાને સો કરતા નહિ હોઈ, કરતા
Page #116
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૧૦૧
સો જાને નહિ કોઈ' એ રાગ આવે છતાં સમ્યષ્ટિ તેનો કર્તા થતો નથી. ઝીણી વાત છે, ભગવાન આ..હા..હા...હા...! એ રાગનો કર્તા થતો નથી, તેનો જાણનાર રહે છે. જ્ઞાનસ્વરૂપમાં એ જાણે છે કે હું જ્ઞાન ને આ રાગ ભિન્ન ચીજ છે. એવું અંદર ભેદજ્ઞાન (વર્તી રહ્યું છે). બે (વચ્ચે). તડ પડી ગઈ છે. રાગ અને આત્મા વચ્ચે તડ - સંધિ પડી ગઈ છે. રાગ અને આત્મા વચ્ચે સાંધ છે, તડ છે. એ સમ્યગ્દર્શન થતાં તડમાં બે જુદાં પડી જાય, ફડાક દઈને...! આહા..હા..હા..! એ રાગ હોવા છતાં તેને તેનું અલ્પ બંધન છે. એ કહેશે, જુઓ !
....ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં, બધાં જ કાર્યોમાં ઊભા હોવા છતાં, લેપ લાગતો નથી, નિર્લેપ રહે છે; જ્ઞાનધારા ને ઉદયધારા બે જુદી પરિણમે છે;... જ્ઞાનધારા અને રાગ - બન્ને ધારા એક સાથે આવે છે. ધર્મી છે, હજી વીતરાગ થયો નથી, આત્મજ્ઞાન થયું છે તો જ્ઞાનધારા પણ સાથે છે અને રાગધારા પણ જોડે સાથે જ છે. આ..હા..હા..! આ વાત બેસે (કેવી રીતે) ? ....જ્ઞાનધારા ને ઉદયધારા બે જુદી પરિણમે છે;....' (અર્થાત્ બે જુદાં રહે છે, બન્ને એક થતાં નથી, આહા..હા:..! જ્યાં અંતર ચૈતન્ય ગોળો (ચૈતન્ય) પ્રભુને છૂટો જાણ્યો, એને પછી રાગનાં પરિણામ આવ્યાં છતાં કહે છે કે, એ જુદો જ રહે છે. ઝીણી વાત છે, આહા..હા..! સભ્યષ્ટિ જીવો કરે કુટુંબ પ્રતિપાલ, અંતરંગસે ન્યારો રહે, જેમ ધાવ ખિલાવે બાળ' (એટલે કે) બાળકને એની માતા ધવરાવે...., પોતે (એની) માતા ન હોય, મરી ગઈ હોય અને બીજી માતા (ધવરાવે તો) પણ એ એમ ન માને કે, આ મારો દીકરો છે. ધવરાવે, બધું કામ કરે પણ છોકરો કો'ક નો છે એમ માને (છે). એમ ધર્મી(ને) આત્માનું જ્ઞાન થતાં રાગની ધારા હોય છે. ઉદયધારા કીધી ને ? જ્ઞાનધારા હોય છે અને ઉદયધારા (હોય છે). બન્ને હોય છે. આહા...હા...! વીતરાગ થાય ત્યારે એક જ્ઞાનધારા હોય છે. મિથ્યાદષ્ટિ હોય છે ત્યા૨ે એકલી કર્મધારા હોય છે. સમ્યક્દષ્ટિ થાય છે ત્યારે જ્ઞાનધારા અને કર્મધારા બન્ને હોય છે. સમજાય છે કાંઈ ? આ...હા..હા...!
-
સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા થાય ત્યારે એકલો આનંદ અને જ્ઞાનધારા રહે. મિથ્યાદ્દષ્ટિ રાગને પોતાનો માને અને જ્યાં સુધી તેમાં રસ છે ત્યાં તેને એકલી કર્મધારા - વિકા૨ધા૨ા રહે છે. સમ્યક્દષ્ટિ થયો, (પૂર્ણ) વીતરાગ
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૨
[વચનામૃત-૩૧] થયો નથી તેને બે ધારા હોય છે. અંતર તરફની (જ્ઞાન)ધારા હોય છે અને બહાર તરફના રાગનો વિકલ્પ પણ હોય છે. છતાં તે વિકલ્પને પોતાનો માનતો નથી ને પોતાનો જાણીને અનુભવતો નથી. આહા..હા..! “કરે કરમ સો હી કરતારા, એ રાગનો કર્તા થાય તો એ કર્તા (છે), (પરંતુ) એ કર્તા થતો નથી, જ્ઞાતા રહે છે. ગજબ વાત છે, બાપા ! આહા..હા....!
ધાવમાતા કોઈ બાળકને ધવરાવે પણ એને એમ ખ્યાલ છે કે છોકરો મોટો થઈને મને પાળશે નહિ. એ તો કો'કનો છોકરો છે. આ તો ધવરાવવા અહીંયા લાવ્યા છે. એમ સમકિતીને સંસારનાં કામ વખતે રાગ આવે છતાં એ રાગ મારી ચીજ નથી. હું એમાં આવતો નથી. મારી ચીજ_ફરીને, આત્માનુભવમાંથી નીકળીને રાગમાં એકાકાર થતો નથી. ઝીણી વાત છે, પ્રભુ ! મારગડાં જુદાં છે, ભાઈ !
આ તો ભવના અંત નહિ થાય તો ભવ કરી-કરીને મરી જશે. માણસ મરને ઢોર થાશે, ઢોર થઈને - તિર્યંચ થઈને નરકમાં જશે અને ત્યાં પાછા અનંત ભવ (કરશે). નરકમાંથી નીકળીને વળી ઢોર થાશે, સાતમી નરકે જાય એ ત્યાં મરીને ફરીને પાછો એકવાર તો સાતમી નરકે જાય જ. એવો પઠ છે. બહુ પાપ કર્યા હોય ને સાતમી નરકે ગયો હોય એ ત્યાંથી નીકળીને તિર્યંચ થાય, મનુષ્ય ન થાય અને એ તિર્યંચ મરીને ફરીને ત્યાં સાતમી નરકમાં જ જાય. આહા..હા....! એવો સિદ્ધાંત વીતરાગની વાણીમાં આવ્યો છે. એવા પાપ જેણે કર્યા છે એને બે વાર તો સાતમી નરકમાં જાવું પડે.
(શ્રેણિક રાજા) સમ્યદૃષ્ટિ ૮૪ હજાર વર્ષની સ્થિતિએ (નરકમાં ગયા છે પણ ત્યાંથી નીકળીને આવતી ચોવીશીના પહેલાં તીર્થકર થવાના છે. ત્યાંથી નીકળીને જ્યાં માતાના પેટમાં આવશે તો ઇન્દ્ર ને ઇન્દ્રાણી (માતાના) પેટને સાફ કરશે. (કેમકે) પ્રભુ પધારવાના છે. આહા..હા..હા..! હજી તો સમ્યગ્દર્શન છે ! ત્યાંથી નીકળીને માતાના પેટમાં આવશે તો ઇન્દ્ર ને ઇન્દ્રાણી માતાનું પેટ સાફ કરી, જેમ મોટો પુરુષ આવવાનો હોય ને મકાનને સાફ કરે, એમ આ ભગવાનનો આત્મા તારા પેટમાં આવવાનો છે, એ પહેલાં સાફ કરે છે. સવા નવ મહિના પેટમાં રહે છે, (એ) સવા નવ મહિના રત્નની ધારા - વર્ષા વરસાવે છે. ઇન્દ્ર સવા નવ મહિના રત્નની ધાર વરસાવે છે. આહા..હા..! અને એના છ મહિના પહેલાં પણ રત્નની ધારા
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૩
વચનામૃત રહસ્ય વરસે છે. માતાના પેટમાં આવ્યાં પહેલાં પણ સમકિતદષ્ટિ જીવ હતો અને તીર્થકર થવાનો માટે એના છ મહિના પહેલાં રત્ન વરસાવે છે. પંદર મહિના રત્નની વૃષ્ટિ વરસે ! આહા...હા...હા..!
એ જન્મે ત્યારે એને ઇન્દ્રો એમ કહે, “માતા ! આ જગતનો પિતા છે ! એ તારો એકલો પુત્ર નથી (પરંતુ) જગતના તારણહાર છે ! માતા ! એનું ધ્યાન રાખજો !” (ત્યાં) એક દેવ રાખે છે. માતાના પેટમાં આવે ત્યારે એને જાળવવા એની સાથે એક દેવ રાખે છે. એ બધો સમ્યગ્દર્શનનો પ્રતાપ છે !! આ..હા..હા..! એ સમ્યગ્દર્શન શું ચીજ છે, બાપુ ! એ અહીં કહે છે. એને (સમ્યદૃષ્ટિને) ....જ્ઞાનધારા ને ઉદયધારા બે જુદી પરિણમે છે; અલ્પ અસ્થિરતા છે; જોયું ? અસ્થિરતા છે રાગ આવે છે પણ એ અલ્પ છે. એને અનંતાનુબંધીનો કષાય નથી. અનંત સંસાર વધારે એવો એને કષાય - નથી, આહા..! ....અલ્પ અસ્થિરતા છે. એ લડાઈ કરી તો પણ અલ્પ અસ્થિરતા છે. અંદરમાં સમકિત થયું છે તો અનંતાનુબંધી ગયું છે અને આત્માના આનંદના અનુભવનું વેદન વર્તે છે.
...તે પોતાના પુરુષાર્થની નબળાઈથી થાય છે.....' એમ એ જાણે છે. મારાં પુરુષાર્થની કમજોરી છે એથી આ જરી રાગ થાય છે, પણ એ મારી ચીજ નથી. હું તો આનંદસ્વરૂપ છું. એવું સમ્યક્દષ્ટિને પહેલી ભૂમિકામાં આ થાય છે. આહા..હા..! એ વિના બધું થોથા છે. સમ્યગ્દર્શન વિના જે કાંઈ બહારની પ્રવૃત્તિ ને ક્રિયાકાંડમાં પુણ્ય આદિ થાય એ બધો સંસાર છે, ધર્મ નહિ. ધર્મ તો આ સમ્યગ્દર્શન થાય ત્યારે શરૂ થાય છે. એ અહીં કહે છે.
....પોતાના પુરુષાર્થની નબળાઈથી થાય છે, તેના પણ જ્ઞાતા રહે છે.” છે ? આ શી રીતે બેસે ? સર્પને સાણસે પકડે પણ જાણે છે કે આ છોડવા જેવો છે, ઘરમાં રાખવા જેવો નથી - એમ માને છે). ઘરમાં રાખવા જેવો છે ? પકડે ખરો....! અરે...! હુશિયાર માણસ હોય તો તો હાથે પકડે છે. એ હાલતો હોય તો આમ મોટું ઊંચેથી પકડી લે (એટલે) એનું મોઢું એને કરડી ન શકે, અને પછી એમ ને એમ નાખી આવે. આવા માણસો છે. સર્પ ચાલતો હોય, એને આમ મોઢા આગળથી પકડે (એટલે) મોટું આમ કરડવા વળી ન શકે અને બહાર નાખી આવે. એને ઝેર ચડે નહિ અને
* *
*
1.
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૪
[વચનામૃત-૩૨] ઝેર એને કંઈ કરી શકે નહિ. એમ સમકિતીને રાગ પકડતા રાગનું ઝેર ચડે નહિ. એ રાગને છોડવા જેવો માનીને છોડી દે છે. ઝીણી વાત છે, પ્રભુ દુનિયાની રીત અને (આ) માર્ગની રીત કોઈ જુદી જાત છે.
એને માટે તો ઘણો સત્સમાગમું જોઈએ...શાસ્ત્ર વાંચન જોઈએ, મનન (ચિંતન) જોઈએ, એવા પ્રકાર હોય ત્યારે તો એને શું ચીજ છે ? એ એના ખ્યાલમાં આવે. પછી અનુભવ તો તે રાગથી રહિત થાય ત્યારે થાય. એ અહીં કહે છે કે (સમકિતીને રાગ આવે તે નબળાઈ છે, તેના પણ જ્ઞાતા રહે છે. એ ૩૧ (થયો).
ક
-
-
જે “સમ્યક્દષ્ટિને, આત્માને છોડીને બહાર ક્યાંય સારું લાગતું નથી, જગતની કોઈ ચીજ સુંદર લાગતી નથી. જેને ચૈતન્યનો મહિમા ને રસ લાગ્યો છે તેને બાહ્ય વિષયોનો રસ તૂટી ગયો છે, કોઈ પદાર્થ સુંદર કે સારા લાગતા નથી. અનાદિના અભ્યાસને લઈને, અસ્થિરતાને લઈને સ્વરૂપમાં અંદર રહી શકાતું નથી એટલે ઉપયોગ બહાર આવે છે પણ રસ વિના . બધું નિઃસાર, ફોતરાં સમાન, રસ-કસ વગરનું હોય એવા ભાવે - બહાર ઊભા છે.” ૩૨.
s
૩૨મો બોલ). “સમ્યગ્દષ્ટિને, આત્માને છોડીને બહાર ક્યાંય સારું લાગતું નથી.” આહા..હા..! અંતર આત્માના આનંદનો જેને સ્વાદ આવ્યો અને સમ્યદૃષ્ટિ કહીએ, એને ધર્મની શરૂઆતવાળો કહીએ એને આત્માના) આનંદ સિવાય બહાર ક્યાંય ગોઠતું નથી. આહા..હા...! ૯૬ હજાર સ્ત્રી હોય તો પણ તેને તેમાં રસ નથી. રસ ઊડી ગયો છે, આ...હા..હા...! સર્પને પકડે તો છે પણ એ છોડવા માટે પકડે છે. એમ (સમકિતીને) રાગ આવે છે એ છોડવા માટે આવે છે, રાખવા માટે આવતો નથી. એ અહીં ૩૨ (બોલમાં)
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૦૫
વચનામૃત રહસ્ય કહે છે.
‘સમષ્ટિને, આત્માને છોડીને બહાર ક્યાંય સારું લાગતું નથી.....' ક્યાંય એટલે એને પુણ્યના પરિણામમાં પણ સારું લાગતું નથી. પાપનાં પરિણામમાં પણ નબળાઈને લઈને, હીનતા દેખીને તેનાં (પણ) જ્ઞાતા રહે છે. બહારની કોઈ પણ ચીજમાં તેને ઉત્સાહ અને વીર્યમાં પ્રીતિ લાગતી નથી. આહા..હા...! આવું સમ્યગ્દર્શન, બાપુ ! એની વાત સાંભળવા મળી નથી (તો) એ ક્યારે પ્રયત્ન કરે ? આહા..હા..!
મુમુક્ષુ : સમ્યગ્દર્શન અલૌકિક ચીજ છે ! પૂજ્ય ગુરુદેવશ્રી : એવી ચીજ છે ! એમાં વળી આ આફ્રિકા અને પરદેશ ! ક્યાં દેશ ને ક્યાં પરદેશ ! આખો દિ' એકલા ધંધામાં મશગૂલ ! અને એમાં પાંચ-પચીશ લાખ મળતાં હોય મહિને કે વર્ષે તો એમાં થઈ રહ્યું....! ગૂંચાઈ જાય....! થઈ રહ્યું....! આહા..હા...! અમે તો મુંબઈમાં ઘણાં માણસો - મોટા કરોડપતિઓ જોયા છે ને ! એમાં ગૂંચાઈ જાય. સાંભળવા આવે પણ રસ પડે નહિ. આહા..હા..હા...!
હમણાં એક (ભાઈ) મુંબઈમાં આવ્યો હતો. વૈષ્ણવ છે પણ એને ઘરે બધાં બૈરાઓ શ્વેતાંબર જૈન. મુંબઈમાં છે. વૈષ્ણવ છે). (ત્યાં) જઈએ એટલે દર્શન કરવા આવે, વ્યાખ્યાન સાંભળવા આવે. વૈષ્ણવ હોય તો શું થયું? અહીં તો તત્ત્વની વાત છે, અહીં ક્યાં કોઈ પક્ષની વાત છે? (એ) સાંભળવા આવે...! એક વખત કહ્યું, “મહારાજ ! અમે વૈષ્ણવ છીએ (ઈશ્વર) કર્તા માનીએ છીએ ને ?” (અમે કહ્યું, “બાપુ ! કર્તા માનો છો, તો તમારા નરસિંહ મહેતા જુનાગઢમાં થઈ ગયાં છે, તો એણે તો એમ કહ્યું છે કે “જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, “જ્યાં લગી આતમા તત્ત્વ જાણ્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, શું કર્યું તીર્થ ને તપ કરવા થકી ?’ તીર્થ ને તપ ને બધાં પુણ્ય પરિણામ છે. એ કોઈ ભવના અભાવનું કારણ છે નહિ. સાંભળતાં હતાં, સાંભળે તો ખરા ને ! અમારે ક્યાં એની પાસેથી પૈસા લેવા હોય ? પચાસ કરોડવાળો હોય કે અબજવાળો હોય...! આવ્યો હતો બચારો...! | મુમુક્ષુ : ખરેખર છે ને આપના જેવા આત્માઓ અહીંયા બહુ ઓછા આવે છે. અહીં આવ્યાં જ નથી અને અહીંયા જમીન સારી છે પણ એનામાં
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૬
[વચનામૃત-૩૨] ખેડ નથી થઈ! - પૂજ્ય ગુરુદેવશ્રી : તો સારું ને, બાપા ! વાત તો એવી છે, બાપા ! આહ.....!
મુમુક્ષુ : વણખેડેલી જમીન છે. કારણકે આપના જેવા કોઈ પધારતાં નથી.
પૂજ્ય ગુરુદેવશ્રી : આ તો વળી માગણી હતી ને આવ્યાં ! કુદરતે બનવાનું હોય છે . ક્ષેત્ર સ્પર્શના....! નહિતર અમે તો ત્યાં કાઠિયાવાડમાં રહેનારાં...! અને અમારી દુકાન પણ ગુજરાતમાં - પાલેજ. અમારો આખો ધંધો-પાણી ગુજરાતમાં ! નહિ તો આ બાજુમાં તો આવવાનો કદિ વિચાર પણ નહોતો. આ વળી કુદરતે (આવી ગયા).
મુમુક્ષુ : અમારા નસીબે (આપનું આવવું થયું !
પૂજ્ય ગુરુદેવશ્રી : વાત સાચી છે ! આ સાંભળવા મળે એ ભાગ્યશાળી છે....! આ તો ત્રણલોકના નાથની વીતરાગની વાણી છે !! પરમાત્મા બિરાજે છે તેની આ વાણી છે. બેન ત્યાંથી આવ્યાં છે.
(પહેલાં) કહ્યું હતું, બેન ત્યાં નગરશેઠનાં દીકરા હતાં. પણ જરી કપટ થઈ ગયું હતું તો સ્ત્રી થઈ ગયાં છે. પણ પૂર્વનું બધું યાદ આવ્યું છે. કાલની વાત જેમ યાદ આવે તેમ બધી વાત પ્રત્યક્ષ યાદ આવી છે. પણ મરી ગયેલાં છે ! તેને બહારમાં કાંઈ રુચતું નથી, ગોઠતું નથી. એને કોઈ પગે લાગે તો (એની) સામું જોવાની દરકાર નથી. અંદરમાં આનંદમાં મસ્ત...મસ્ત... છે !! દીકરીઓએ વાણી લખી લીધેલી તે આ પુસ્તકમાં બહાર આવી ગયું. નહિ તો બહાર પણ આવે નહિ ! આમ હાલે તો મડદાં જેવું દેખાય આવે !! એ અંદરની મસ્તીમાં - આનંદની મસ્તીમાં બહારની બધી રુચિ જ ઊડી ગઈ છે. છે દેહ સ્ત્રીનો ! ૬૬ વર્ષની ઉમર.... ૬૬ વર્ષ ! પણ અંદરમાં વર્ષ-ફરસ કાંઈ ન મળે ! એ બેન આ કહે છે.
...જગતની કોઈ ચીજ સુંદર લાગતી નથી.' આહા..હા..! જેને આત્માનો રસ ચડ્યો... આહા..હા..! એને જગતની કોઈ ચીજમાં રસ આવતો નથી. દેવલોકમાં ઇન્દ્ર ને ઇન્દ્રાણીનાં સ્થાન મળે તો પણ તેમાં તેને રસ લાગતો નથી. સમકિતી મરીને સ્વર્ગમાં જ જાય, વૈમાનિક (દેવલોકમાં) જાય. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક - એ દેવનાં ચાર પ્રકાર છે. એમાં સમ્યદૃષ્ટિ
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦૭.
વચનામૃત રહસ્ય મરીને વૈમાનિક દેવમાં જ જાય. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષમાં એ ન જાય. મિથ્યાદૃષ્ટિ હોય ને વિરાધના થઈ હોય તો નીચે જાય. સમકિતદષ્ટિ તો વૈમાનિકમાં જાય છે.
અત્યારે વૈમાનિકનો દેવ જે છે . સુધર્મદેવલોક, ૩ર લાખ વિમાન ! પહેલું દેવલોક છે. ૩૨ લાખ વિમાન (છે). એક વિમાનમાં અસંખ્ય દેવ ! એનો એ લાડો આત્મજ્ઞાની છે. દેવલોકમાં ૩૨ લાખ વિમાનનો સ્વામી આ સમકિતી છે !! પણ એ પરને અડવા દેતો નથી. (અર્થાતુ) એ દેવને રાણી ને દેવાંગના એ બધાં પર (છે), એ મારું સ્વરૂપ છે નહિ. (એમ ભિન્ન રહે છે). દેવલોકમાંથી ભગવાન પાસે સાંભળવા આવે છે. આ ચંદ્ર, સૂર્ય છે એના ઉપર સુધર્મ દેવલોક છે. સુધર્મ દેવલોક, ઈશાન, સનતકુમાર, મહેન્દ્ર દેવલોક છે, છે ને ? ત્યાંથી અત્યારે ભગવાન પાસે સાંભળવા આવે છે. પ્રભુ પાસે છે. એ ઇન્દ્ર એકાવતારી છે ! એક ભવ કરીને મોક્ષ જનાર છે. આ..હા..હા...! આમ (બહારથી) જુઓ તો ૩૨ લાખ વિમાન છે પણ અંદરમાં લેપ નથી. (અર્થાતુ) મારું કાંઈ નથી. મારું મારામાં છે, મારો પરિવાર મારામાં છે. રાગ આદિ મારો પરિવાર નહિ. બેનનું આપણે ન લીધું ? રાગ અમારો દેશ નહિ. એ પુણ્ય ને પાપના પરિણામ અમારો દેશ નહિ. અરે...! અમે ક્યાં પરદેશમાં આવી ચડ્યા ? એમ જ્ઞાનીને રાગમાં આવતાં એમ લાગે છે. રસ લાગતો નથી. આહા..હા...! વાંચ્યું હતું ને આપણે ? વંચાવ્યું હતું. અમે ક્યાં આવી ચડ્યાં ? અરેરેરે....!
અમારો આનંદનો નાથ એમાં રુચિ ને દૃષ્ટિ હોવા છતાં, અસ્થિરતાથી અમે આ ક્યાં પરદેશમાં આવી ચડ્યાં) ? એ પુણ્યના પરિણામમાં આવ્યાં તો કહે, અમે પરદેશમાં આવી ચડ્યાં છીએ. અમારો એ પરિવાર નથી. અમારો પરિવાર તો અંદરમાં આનંદ, જ્ઞાન ને શાંતિનો સાગર (છે). એ પરિવાર અંદર પડ્યો છે. એ અમારું વતન છે, એ અમારું સ્થાન છે, એ અમારું ઘર છે, ત્યાં અમારો પરિવાર વસે છે, ત્યાં અમે જવા માગીએ છીએ. આ....હા...હા..હા...! અજ્ઞાનીને બહારમાં બાયડી ને છોકરા ને આ પૈસા આદિ) - કાંઈક મળે એમાં ખૂબ રસ આવી જાય. એ રસ જ્ઞાનીને હોતો નથી. એ (અહીં) કહે છે.
....જગતની કોઈ ચીજ સુંદર લાગતી નથી. જેને ચૈતન્યનો મહિમા ને
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૮
[વચનામૃત-૩૨] રસ લાગ્યો... આહા..હા..! પહેલું જ્ઞાન તો કરે કે આ અંદર ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ સચિદાનંદ પ્રભુ છે. એની દશામાં - પર્યાયમાં પુણ્ય-પાપનો, મિથ્યાત્વના ભાવ છે, વસ્તુમાં નથી. વસ્તુ તો ત્રિકાળ નિરાવરણ, અખંડ એક સ્વરૂપ અવિનશ્વર પરમ સ્વભાવભાવ નિજ પરમાત્મદ્રવ્ય તે હું છું. એમ સમકિતીની માન્યતા આવી હોય છે. આહા..હા..!
એ અહીં કહે છે, જેને ચૈતન્યનો મહિમા ને રસ લાગ્યો છે તેને બાહ્ય વિષયોનો રસ તૂટી ગયો છે..... આહા..હા...! જેણે દૂધપાક ખાધાં...! દૂધપાક કહે છે ને ?... એને લાલ જુવારનાં ફોતરાના રોટલા સારા ન લાગે. જુવાર બે પ્રકારની હોય છે. અમારે તો બધો અનુભવ થયો છે ને ! એક ધોળી જુવાર - એક પીળી (જુવાર). એના ઉપરના ફોતરા પીળા હોય છે. અમે તો સ્થાનકવાસીમાં દીક્ષા લીધી હતી તો ગમે ત્યાં ઓરવા જઈએ. તો એક ફેરી વિરમગામ જતાં હતાં તો (વચ્ચે) ગામડું આવ્યું તો ત્યાં) પીળી (જુવારના) ફોતરાનો રોટલો મળ્યો !. વાણિયાના ઘર નહોતા. તો એને ત્યાં ગયા તો એ મળ્યાં. પણ એનો રસ અને દૂધપાકનો રસ જેણે ચાખ્યો હોય, એને પીળી જુવારના ફોતરાના રોટલાનો રસ લાગે નહિ. એમ (જેને આત્માનો રસ લાગ્યો હોય એને રાગનો રસ લાગે નહિ. આ..હા..હા..!
એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે, જેને પરનો રસ છે એને આત્માનો રસ ન આવે અને જેને આત્માનો રસ છે તેને પરનો રસ આવે નહિ. રાગ આવે પણ રસ આવે નહિ. એમાં એકાકાર ન થઈ જાય, એવો બે (વચ્ચે) આંતરો અંદર રહે છે. આહા..હા...! છે ? .....તેને બાહ્ય વિષયોનો રસ તૂટી ગયો છે.....'
“...કોઈ પદાર્થ સુંદર કે સારા લાગતા તથી.' આહા...હા...! ઇન્દ્ર ને ઇન્દ્રાણીનું પદ પણ સારું લાગતું નથી. “અનાદિના અભ્યાસને લઈને, અસ્થિરતાને લઈને સ્વરૂપમાં અંદર રહી શકાતું નથી.... ભાન હોવા છતાં સ્વરૂપમાં ઉપયોગ જામતો ન હોય તો રાગ આવે - શુભરાગ આવે, અશુભરાગ આવે. એ કહે છે.
...ઉપયોગ બહાર આવે છે પણ રસ વિના - બધું નિઃસાર, ફોતરાં સમાન, રસ-કસ વગરનું હોય... છે. મિથ્યાષ્ટિને સંસારનો રસ ચડી ગયેલો જ હોય છે. આહા..હા..! ભલે એ શુભરાગ, કરે પણ એને એનો રસ ચડી ગયો
Page #124
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૧૦૯ છે. આત્માનો રસ ઊડી ગયો છે, એની પાસે આત્માનો રસ છે જ નહિ. અને આત્માનો જ્યાં રસ છે એને આ ફોતરાનો રસ ઊડી ગયો છે. છે ?
“....પણ રસ વિના - બધું નિઃસાર, ફોતરાં સમાન....” આ.હા..હા..! “.રરકસ વગરનું હોય એવા ભાવે . બહાર ઊભા છે. ધર્મી આવા બહારના રસ-કસ વિનાના ભાવમાં ઊભા રહે. ભાવ આવે ખરા), શુભ આવે અશુભ પણ આવે, આર્તધ્યાન થાય, છતાં એ અંદરમાં નિર્લેપ રહે. એનો કર્તા - ભોક્તા ન થાય. આવી વાત છે, પ્રભુ ! આહા..હા...! એ ૩૨ થયો.
Seo on to
મચ્છ
જેને લાગી છે તેને જ લાગી છે ...પરંતુ બહુ ખેદ ન : કરવો. વસ્તુ પરિણમનશીલ છે, કૂટસ્થ નથી; શુભાશુભ પરિણામ આ તો થશે. તેને છોડવા જઈશ તો શૂન્ય અથવા શુષ્ક થઈ જઈશ. જે માટે એકદમ ઉતાવળ ન કરવી. મુમુક્ષુ જીવ ઉલ્લાસનાં કાર્યોમાં
પણ જોડાય. સાથે સાથે અંદરથી ઊંડાણમાં ખટક રહ્યા જે કરે, સંતોષ ન થાય. હજુ મારે જે કરવાનું છે તે બાકી રહી જાય છે . એવી ઊંડી ખટક નિરંતર રહ્યા જ કરે છે, તેથી બહારમાં ક્યાંય તેને સંતોષ થતો નથી; અને અંદર જ્ઞાયકવસ્તુ હાથ આવતી નથી, એટલે મૂંઝવણ તો થાય; પણ આડોઅવળો નહિ : જતાં મૂંઝવણમાંથી તે માર્ગ શોધી કાઢે છે.” ૩૩.
0
0
0
20
૦
૦
૦
૦
૦
(૩૩મો બોલ) જેને લાગી છે તેને જ લાગી છે....... આહા...! છે ? જેને લાગી છે તેને જ લાગી છે....પરંતુ બહુ ખેદ ન કરવો. બહુ ખેદ ન કરવો કે અરરર....! કેમ ઝટ થતું નથી ? ધીરજ કરવી...... ધીરજ કરવી. ધીરજ કરવી. “વસ્તુ પરિણમનશીલ છે....” પર્યાય પરિણમે છે. ફૂટસ્થ નથી...” ફૂટસ્થ નામ બદલતી નથી એવી દશા નથી. એટલે “શુભાશુભ પરિણામ
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૦
[વચનામૃત-૩૩] તો થશે. શુભાશુભ પરિણામ થશે. તેને છોડવા જઈશ તો શૂન્ય અથવા શુષ્ક થઈ જઈશ.” ઝીણી વાત છે થોડી !
(કેમ આમ કહ્યું ?) કેમકે તને દૃષ્ટિની ખબર નથી અને શુભાશુભભાવ ઉપર લક્ષ કરીને છોડવા જઈશ તો એમ) છૂટશે નહિ. (તો) શુષ્ક થઈ જઈશ. (કેમકે) અંતરની (સ્વરૂપની) દૃષ્ટિ થઈ નથી. આહા..હા..! ઝીણી વાત છે, ભાઈ ! - આ તો દીકરીયુંમાં અનુભવની થોડી વાણી નીકળી ગઈ અને આ બહાર આવી છે. નહિતર તો આવી વાત બહાર આવે નહિ. બેન તો અંદરમાં સમાઈ ગયેલાં છે ! આ દેહ છૂટીને વૈમાનિકમાં જવાનાં છે. વૈમાનિક દેવ થવાનાં છે. સ્ત્રીપણું નાશ થઈ જશે. વૈમાનિકમાં પુરુષદેવ તરીકે થવાનાં છે. બધું નક્કી થઈ ગયેલું છે. આહા...!
(અહીં કહે છે, જેને લાગી છે તેને જ લાગી છે. પરંતુ બહુ ખેદ ન કરવો. વસ્તુ પરિણમનશીલ છે, કૂટસ્થ નથી;....” (માટે) શુભાશુભ પરિણામ તો થાય. શુભાશુભ પરિણામ હોય. તેને છોડવા જઈશ. એની ઉપર લક્ષ કરવા જઈશ (તો) નાસ્તિક થઈ જઈશ. એ તો અહીં (સ્વરૂપની) દૃષ્ટિ થશે તો શુભાશુભ પરિણામ) છૂટશે. પણ તું શુભાશુભ ઉપર લક્ષ રાખીને છોડવા જઈશ તો શુષ્ક થઈ જઈશ. જરી ઝીણી વાત કરી છે. શું કીધું ?
શુભ ને અશુભ પરિણામ થશે. તેને છોડવા જઈશ (એટલે કે) એના ઉપર લક્ષ કરીને છોડવા જઈશ તો શૂન્ય થઈ જઈશ. કારણ કે સમ્યગ્દર્શન છે નહિ, આત્માનો રસ આવ્યો નથી અને શુભાશુભ પરિણામ છોડવા જઈશ તો શૂન્ય થઈ જઈશ. આવે (ખરા પણ) મૂઝાવું નહિ. શુભાશુભ પરિણામ આવે (પણ) એને મૂંઝાવું નહિ, એમાંથી નીકળીને અંદરમાં જવાનો પ્રયાસ કરવો. આહા..હા..! જરી ઝીણી વાત કરી છે.
તેને છોડવા જઈશ તો શુન્ય અથવા શુષ્ક થઈ જઈશ.' આત્માની દૃષ્ટિ થઈ નથી અને એકલાં શુભઅશુભ પરિણામ છોડવા જઈશ તો શુષ્ક થઈ જઈશ. ઝીણી વાત છે થોડી ! અંદરની અનુભવની વાત છે. આહા..હા..! શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ હોય ત્યારે તો શુભાશુભ પરિણામ) છૂટા જ પડ્યાં છે, પણ તેની દૃષ્ટિ થઈ નથી અને તું શુભાશુભ એકદમ છોડવા જઈશ, (એમ) શુભાશુભ છોડવા જઈશ (તો તારી) દૃષ્ટિ તો આત્મા ઉપર
*ક
-
=
.
.
Page #126
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૧૧૧
છે નહિ (તો) શુષ્ક થઈ જઈશ. સમજાય છે કાંઈ ? આહા...! શૂન્ય થઈ જઈશ....! શુભાશુભ છોડવા જઈશ (અને) શુભાશુભ રહિત આત્મા દૃષ્ટિમાં તો છે નહિ. (તો તું) શૂન્ય થઈ જઈશ. થોડી ઝીણી વાત કરી છે.
કાલે આવી હતી ? પ૨મ દિ' (આવી હતી) ? પેલો ૨૧મો બોલ. ૨૧મો બોલ....! ચૈતન્યનાં પરિણામ શુદ્ધ પરિણામ થયાં અને સિદ્ધ ગતિ ન થાય (તો) જગત શૂન્ય થઈ જશે. શુભાશુભ પરિણામ થયાં અને એની ગતિ નરક ને સ્વર્ગ ન હોય (તો) શૂન્ય થઈ જશે. - (એ) ગતિ શૂન્ય થઈ જશે. ગતિ રહિત આ જગત શૂન્ય થઈ જશે અને પરિણામ થયાં એનું ફળ ન હોય તો એ પરિણામ જૂઠાં થઈ જશે, (એ) દ્રવ્ય જ નાશ થઈ જશે. તારું દ્રવ્ય જ નહિ રહે ! આહા..હા..હા...! અનુભવથી વાત થઈ છે જરી...!
તું એકલો પરની ઉપર જોવા જઈશ અને સ્વની ખબર નથી તો શુષ્ક થઈ જઈશ. આ વાણી જરી ઝીણી છે. શુભ-અશુભથી રહિત શુદ્ધ ચૈતન્યની દૃષ્ટિ હોય તો તો શુભાશુભ છૂટા પડ્યાં છે અને છોડવા જઈશ ત્યાં છૂટી જશે. પણ દૃષ્ટિ ત્યાં નથી, આખું અસ્તિત્વ જે પરમાત્મસ્વરૂપ છે તે અસ્તિત્વ તો શ્રદ્ધામાં - સત્તામાં આવ્યું નથી અને શુભાશુભ છોડવા જઈશ તો રહેશે શું ? (એમ) છોડવા જઈશ તો શુષ્ક થઈ જઈશ કાં શૂન્ય થઈ જઈશ. ઝીણી વાત છે. સમજાય છે કાંઈ આમાં ?
મુમુક્ષુ : બહુ પકડાયું નહિ.
પૂજ્ય ગુરુદેવશ્રી : ફરીને કહીએ છીએ. આપણે ત્યાં ક્યાં કંઈ (ઉતાવળ છે)...! ભગવાન આત્મા ! પૂર્ણ શુદ્ધ છે તેની દૃષ્ટિ કરી નથી અને શુભાશુભ પરિણામને છોડવા જઈશ તો, શુદ્ધમાં તો આવ્યો નથી (અને) શુભાશુભ છોડવા જઈશ તો શૂન્ય થઈ જઈશ. શુભાશુભ રહિત એટલે તું આત્મા જ નથી એમ થઈ જશે. શુભાશુભ રહિત તું શુષ્ક થઈ જઈશ કાં શૂન્ય થઈ જઈશ. શુભાશુભ રહિત (થવા જઈશ) અને અહીં દ્રવ્ય ઉપર તો દૃષ્ટિ છે નહિ (અને એમ) શુભાશુભ છોડવા જઈશ તો શૂન્ય થઈ જઈશ. શૂન્ય થઈ જઈશ
24....!
મુમુક્ષુ : શુભાશુભનો અભાવ તો થવાનો જ નથી.
પૂજ્ય ગુરુદેવશ્રી : અભાવ તો (સ્વરૂપની) દૃષ્ટિ કરે તો અભાવ થાય. અહીં તો (કહે છે) દૃષ્ટિ કરી નથી અને છોડવા જઈશ તો શૂન્ય થઈ
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૨
વિચનામૃત-૩૩] જઈશ.
મુમુક્ષુ : શૂન્ય કેવી રીતે થશે ? કેમકે શુભાશુભ કાયમ રહેશે. પૂજ્ય ગુરુદેવશ્રી : એ જ કહે છે અહીંયા ! શુભાશુભ પરિણામને શુદ્ધ સ્વભાવના લક્ષ વિના છોડવા જઈશ, ત્યાં રહેશે શું ? શુદ્ધ તો દૃષ્ટિમાં છે નહિ (અને) શુભાશુભ છોડવા જઈશ તો શૂન્ય થઈ જઈશ, શુષ્ક થઈ જઈશ. ઝીણી વાત છે. આ..હા..હા..! ધીરેથી વાત સમજવી), બાપુ ! આ વાર્તા નથી. પ્રભુ ! આ તો આત્માની અંતરની વાતું છે. આહા..હા..હા..! શું કહ્યું ?
શુદ્ધ સ્વરૂપની દૃષ્ટિ થઈ નથી અને મૂંઝવણમાં શુભાશુભભાવને છોડવા જઈશ તો અહીં શુદ્ધ સ્વરૂપની દૃષ્ટિ) છે નહિ (અને) શુભાશુભ છોડવા જઈશ તો શુષ્ક થઈ જઈશ કાં શૂન્ય થઈ જઈશ. આહા..હા..! ઝીણી વાત મૂકી છે થોડી, ઝીણી વાત છે થોડી !
બે અસ્તિત્વ છે. એક ત્રિકાળ (સ્વરૂપનું અસ્તિત્વ અને એક પુણ્ય-પાપનું અસ્તિત્વ. હવે કહે છે કે તને ત્રિકાળ અસ્તિત્વને જાણવાની ઇચ્છા હોય તો જાણવા જા. પણ જાણવા પહેલાં શુભાશુભને જાણ્યા વિના એકલો છોડવા જશે તો શુદ્ધતા નહિ આવે હાથમાં, શુભાશુભ નહિ છૂટે (અને) શૂન્ય થઈ જઈશ, શુષ્ક થઈ જઈશ. આહા..હા..! ઝીણી વાત છે થોડી.
બેનનાં અંતરમાંથી વાત આવી છે. ૬૪ દીકરીયુંમાં એ વાત કરી હતી. આહા..હા....! શું કહ્યું એ ?
“વસ્તુ પરિણમનશીલ છે....' (માટે) શુભાશુભ પરિણામ) થશે. .-સ્થ નથી.” (એટલે) ન પરિણમન થાય એવું નથી. પરિણમન તો થશે. “શુભાશુભ પરિણામ તો થશે. તેને છોડવા જઈશ તો...' (આત્માની) લગન લાગ્યાં વિના (છોડવા જઈશ) આહા..હા..! “....તો શૂન્ય અથવા શુષ્ક થઈ જઈશ. માટે એકદમ ઉતાવળ ન કરવી. ધીમેથી આત્મા તરફ વળવા માટે પ્રયત્ન કરવો. પણ આત્મા (તરફ વળવા) માટે પ્રયત્ન ન કરતાં, શુભાશુભને છોડવા જઈશ ત્યાં, નહિ રહે આત્મા (કે નહિ રહે શુભાશુભ ભાવ ! શુષ્ક થઈ જઈશ ! સમજાય છે આમાં ? બેનની વાણી તો અનુભવની છે. આહા...!
અંતરની ચીજને જોઈ નથી અને મૂંઝાણો છે કે, “અરરર...! હવે આ શુભાશુભ છૂટી જાય.” પણ અંતરની દૃષ્ટિ થઈ નથી, તેના તરફનું વલણ
Page #128
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૧૧૩ પણ નથી, અને શુભાશુભ છોડવા જઈશ તો, અહીં શુદ્ધ (સ્વરૂપનું લક્ષ) તો છે નહિ, અને શુભાશુભ છોડવા જઈશ ત્યાં શુભાશુભ રહિત શુષ્ક થઈ જઈશ, શૂન્ય થઈ જઈશ. તારો આત્મા જ નહિ રહે. આ..હા..હા...! ઝીણી વાત આવી થોડી ! પેલા પરિણામ જેવી આવી છે. - (૨૧મો બોલ). ચૈતન્યનાં પરિણામનું ફળ ન આવે તો જગત શૂન્ય થઈ જશે. આવ્યું હતું ને ? એમ આ વાત છે. આ..હા..હા..!
(હવે કહે છે, “મુમુક્ષુ જીવ ઉલ્લાસનાં કાર્યોમાં પણ જોડાય. સાથે સાથે અંદરથી ઊંડાણમાં ખટક રહ્યાં જ કરે...' છે ? મુમુક્ષુ જીવ (અર્થાતુ) આત્માની જેને પિપાસા પડી છે એવો મુમુક્ષુ જીવ, ...ઉલ્લાસનાં કાર્યોમાં પણ જોડાય. સાથે સાથે અંદરથી ઊંડાણમાં ખટક રહ્યા જ કરે.. (કે) આ નહિ... આ. નહિ... આ નહિ... આ નહિ... મારી વસ્તુ જુદી છે. એમ ખટક રહ્યાં જ કરે તો સમ્યગ્દર્શન પામવાને લાયક થાય. આ..હા..હા..! ઝીણી વાત છે થોડી. સ્થૂળદષ્ટિવાળાને સમજવું કઠણ પડે એવું છે. પણ હવે આ વાત અંદરથી આવી છે. આવી એવી મૂકવી તો પડે જ ને ! આહા..હા..!
(ઉલ્લાસનાં કાર્યોમાં જોડાય તો પણ અંદરથી ઊંડાણમાં ખટક રહ્યાં જ કરે. શુભાશુભ પરિણામ એ તમારું સ્વરૂ૫) નહિ, મારી ચીજ તો ભિન્ન છે. (એવી) ખટક તો અંદર રહ્યાં જ કરે. આ..હા..હા...! “....સંતોષ ન થાય.' થોડુંક શુભ ઘટાડ્યું માટે સંતોષ ન થાય, ખટક રહ્યા જ કરે કે, આ શુભ (થી) પણ છૂટીને અંદરમાં જાઉં એ ખરી) ચીજ છે. શુભથી છૂટીને પણ અંતરમાં જાવું - એ મારું સ્વરૂપ છે. એ મારો નિજદેશ અને મારું નિજ ઘરે છે. એ મૂંઝાય નહિ. ઝટ ન જાય તો ધીમેથી રાગનો આદર છોડીને અંદરના આદરમાં જાય. આહા..હા...!
| ‘હજુ મારે જે કરવાનું છે તે બાકી રહી જાય છે .' મુમુક્ષુને એમ છે - રાગાદિ ઘટાડવા જાય ને ન ઘટે અને દૃષ્ટિ ન થાય તો એને એમ થાય કે મારે તો હજુ ઘણું કરવાનું બાકી છે. રાગ ઘટાડીને સ્વરૂપમાં જવાનું ઘણું કરવાનું બાકી છે. શુભભાવ કર્યો માટે મેં ઘણું કર્યું. એમાં કાંઈ નથી. ભાષા રી (ઝીણી છે).
. એવી ઊંડી ખટક નિરંતર રહ્યા જ કરે છે,....' મુમુક્ષુ જીવને (એટલે કે જેને આત્માની પડી છે એને આવી ખટક તો સદાય - નિરંતર રહ્યાં
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૪
નયા*
------
--
-
અ મ --
-
- -
[વચનામૃત-૩૩] . જ કરે. આહા..હા..! “....તેથી બહારમાં ક્યાંય તેને સંતોષ થતો નથી .' બહારમાં દેખાય છે પણ ક્યાંય એને સંતોષ થતો નથી. મારા ઘર સિવાય આ પરમાં મારું સ્વરૂપ નથી. આહા..હા...!
...અને અંદર જ્ઞાયકવસ્તુ હાથ આવતી નથી...” શું કીધું ? ....ઊંડી ખટક નિરંતર રહ્યા જ કરે છે, તેથી બહારમાં ક્યાંય તેને સંતોષ થતો નથી; અને અંદર જ્ઞાયકવસ્તુ હાથ આવતી નથી, એટલે મૂંઝવણ તો થાય; પણ આડોઅવળો નહિ જતાં....' (અર્થાતુ) મૂંઝવણ કરીને મૂંઝાઈ ન જતાં ધીમે-ધીમે ધીરજથી રાગને રહિત કરવા અંદર પ્રયત્ન કરવો. એકદમ મૂંઝવણમાં મૂંઝાવું નહિ. (એમ) કહે છે. રાગ રહિત એકદમ ન થવાય તો મૂંઝવણ ન કરવી. ધીમેથી એને આત્માના લક્ષમાં જવા માટે ધીરજથી કામ લેવું. નહિતર મૂિંઝવણમાં જઈશ તો મૂઢ થઈ જઈશ, આહા..હા...! આ તો જેને અંદરની ખટક પડી હોય એની વાતું છે, બાપા ! આ કાંઈ વાર્તા= =કથા નથી, આા .!
(માટે કહે છે) ....એટલે મૂંઝવણ તો થાય; પણ આડોઅવળો નહિ જતાં મૂંઝવણમાંથી તે માર્ગ શોધી કાઢે છે.' રાગ તૂટે નહિ, અંદરમાં જવાય નહિ (માટે) મૂંઝવણ થાય પણ મૂંઝવણમાંથી માર્ગ શોધી લે. મૂંઝાઈને ત્યાં મૂઢ ન થઈ જાય. ધીમેથી.... અંદર વસ્તુ છે, શુદ્ધ ચૈતન્ય છે, રાગની મંદતા મારાથી ઝટ ખસતી નથી પણ ધીરેથી અંદરમાં જતાં તે રાગ ખસી જશે અને આત્માનો અનુભવ થશે, એમ વિચારી) એણે મૂંઝવણ કરવી નહિ. આહા..હા..હા...! સમજાણું કાંઈ આમાં ? આ ઝીણી વાત આવી ગઈ છે.
(કહે છે) ....આડો અવળો નહિ જતાં મૂંઝવણમાંથી તે માર્ગ શોધી કાઢે છે.” કઠણ પડતું હોય, એમ) એને લાગતું હોય તો પણ મૂંઝાય નહિ. ધીમેથી . રાગને મંદ કરીને આત્માની શુદ્ધતા તરફ ઢળવાનો પ્રયત્ન તેણે મૂકવો નહિ અને મૂંઝાવું પણ નહિ. એના તરફ જવાનો પ્રયત્ન મૂકવો નહિ અને રાગ આવે અને ન છૂટે તો મૂંઝાવું પણ નહિ. એવી દશાની વાત અહીંયા કરી છે. એ મધ્યમ દશા, સમ્યગ્દર્શન પામવા પહેલાં આવી દશા હોય છે. પણ એ દશાવંત અંદરમાં જતાં રાગની મૂંઝવણ એને ટળી જાય અને આત્માનું_ જ્ઞાન થઈ જાય છે. વિશેષ કહેશે....)
-
-
-
Page #130
--------------------------------------------------------------------------
________________
s/
મુમુક્ષુને પ્રથમ ભૂમિકામાં થોડી મૂંઝવણ પણ હોય, પરંતુ તે એવી મૂંઝવણ ન કરે કે જેથી મૂઢતા થઈ જાય. તેને સુખનું વેદન જોઈએ છે તે મળતું નથી ને બહાર રહેવું પોષાતું નથી માટે મુંઝવણ થાય, પણ મૂંઝવણમાંથી તે માર્ગ શોધી લે છે. જેટલો પુરુષાર્થ ઉપાડે તેટલું વીર્ય અંદર કામ કરે. આત્માર્થી હઠ ન કરે કે મારે ઝટઝટ કરવું છે. હઠ સ્વભાવમાં કામ ન આવે. માર્ગ સહજ છે, ખોટી ઉતાવળે પ્રાપ્ત ન થાય.” ૩૪. ...............
પ્રવચન-૭, વચનામૃત-૩૪ થી ૩૬
એ મોક્ષની જેને ઇચ્છા છે. (એવો જે) મુમુક્ષુ છે, તેને પ્રથમ ભૂમિકામાં થોડી મૂંઝવણ પણ હોય. એકદમ માર્ગ નીકળે નહિ, શુભ-અશુભ ભાવથી છૂટો પડીને અંદરમાં જઈ શકે નહિ એટલે થોડી મૂંઝવણ થાય. (આ) વાત તો અંદર શરૂઆતની છે. શરૂઆતમાં કેમ થાય છે અને પછી એનું પરિણામ શું આવે છે, એની વાત છે.
પ્રથમ મૂંઝવણ પણ થાય. અંદર આનંદમાં જઈ શકે નહિ અને પુણ્ય ને પાપના પરિણામમાં એ રોકાઈ ગયેલો છે અને ઇચ્છા તો “મોક્ષ ની છે. મોક્ષ એટલે ? મુક્ત દશા. (અર્થાતુ) અનંત આનંદના લાભની ભાવના છે. પણ અંદરમાં જઈ શકતો નથી, પુણ્ય-પાપમાંથી હઠી શકતો નથી તેથી જરી મૂંઝવણ થાય.
....પરંતુ તે એવી મૂંઝવણ ન કરે કે જેથી મૂઢતા થઈ જાય. આહ....!
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૬
[વચનામૃત-૩૪] આ નહિ જ સમજાય અને હું પાગલ રહીશ, એમ મૂંઝાય નહિ હળવેહળવે એનો રસ્તો કાઢે. ધીમે-ધીમે રાગની મંદતા કરતાં સ્વભાવ તરફનું લક્ષ કરીને પ્રયત્ન કરે, મૂંઝાય નહિ. આહા..હા...! આ શરૂઆતની વાત છે.
...એવી મૂંઝવણ ન કરે કે જેથી મૂઢતા થઈ જાય. તેને સુખનું વેદન જોઈએ છે. મુમુક્ષુને અતીન્દ્રિય આનંદનું વેદન જોઈએ છે. તેનું નામ “મુમુક્ષુ'. એને પુણ્ય ને સ્વર્ગ જોઈતું નથી, એને શેઠાઈ કે દુનિયાની મોટપ જોઈતી નથી. મુમુક્ષુ એને કહીએ કે જેને એકલા આત્માના આનંદનો સ્વાદ જોઈએ છે. આહા..હા..હા..! ઝીણી વાત છે, ભગવાન ! એને બીજી મૂંઝવણ નથી. એક અતીન્દ્રિય આનંદનો સ્વાદ જોઈએ છે. એ પ્રય-પાપના ભાવમાંથી નીકળતો નથી એટલે મૂંઝવણ આવે છે. અંદરમાં જવાનો પ્રયત્ન થઈ શકતો નથી તો મૂંઝવણ આવે. પરંતુ તેને સુખનું વેદન જોઈએ છે..... અતીન્દ્રિય આનંદનું વેદનું જોઈએ છે. આ..હા..હા..!
તિર્યંચ છે તિર્યંચ....! અઢી દ્વીપ બહાર હજાર-હજાર જોજનના લાંબા માછલા (છે). ભગવાન કહે છે કે ત્યાં એ પણ સમકિતી છે. આતમજ્ઞાન (પ્રાપ્ત થયેલાં છે અને પંચમ ગુણસ્થાનવાળાં છે ! એણે પણ અંદર માર્ગ કાઢી નાખ્યો ! હજાર જોજનનો મચ્છ ! સ્વયંભૂરમણ છેલ્લો દરિયો છે ત્યાં એવા મચ્છ ને મગરમચ્છ ઘણાં છે. એ જીવોએ, અસંખ્ય જીવોમાંથી કોઈ જીવે અંદરમાંથી માર્ગ કાઢી નાખ્યો ! આહા..હા..! મૂંઝાણા નહિ કે, અમે તિર્યંચ થઈ ગયા છીએ, હવે ધર્મ કેમ પામશે ? ઢોર-પશુ છીએ . એમ મૂંઝાણા નહિ. આહા.હા..! તો મનુષ્યને મૂંઝવણ આવે એમ કેમ કહે છે ? અહીં તો સાંભળવાની સગવડતા, શાસ્ત્રની એવી જોગવાઈ પણ છે. એને તે જોગવાઈ નથી. છતાં એ અંતરથી રસ્તા કાઢે છે. હજાર જોજનના મચ્છ ને મગરમચ્છ ! ચાર-ચાર હજાર ગાઉના લાંબા....! સ્વયંભૂરમણ સમુદ્ર છેલ્લો...! સ્વયંભૂ ! મોટો અસંખ્ય જોજનનો લાંબો દરિયો (છે) ! એ જીવ પણ અંદરમાં માર્ગ કાઢે છે.
પૂર્વ સાંભળ્યું હતું પણ અમે કરી શક્યા નથી. એ ગુરુએ અમને કહેલું કે તારો આત્મા અતીન્દ્રિય આનંદ ને સુખનો સાગર છે ! સુખનો દરિયો છે, એ સાંભળેલું પણ અમે પ્રયત્ન કર્યો નહિ. એમ તિર્યંચને પણ સ્મરણમાં
Page #132
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૧૧૭ આવતાં, કેટલાકને તો જાતિસ્મરણ (જ્ઞાન) થાય છે. કોને ? તિર્યંચને....! અરે...! સિંહ અને વાઘ....! અઢી દ્વીપ બહાર સિંહ અને વાઘ આદિ છે - અસંખ્ય (છે). એમાં એવો અસંખ્યમો ભાગ ! પણ અસંખ્ય સિંહ અને વાઘ પણ સમકિતી છે. આ......!
અહીં તો કહે છે કે તું તો મનુષ્ય છો ! તને સાંભળવાનો જોગ મળે છે. કાને સત્ સાંભળવાનું મળે છે. એને તો બચારાને કાંઈ સાધન નથી. વાઘ ને સિંહના અવતાર થઈ ગયા. કોઈ એવા કષાયના પરિણામ કરેલાં (તો) એ મરીને સિંહ અને વાઘ થયા. છતાં પૂર્વે સાંભળેલું એ એકદમ સ્મરણમાં આવી જાય છે. સ્મરણમાં આવતાં એકદમ અંતરમાં ઊતરી જાય છે. આહા..હા...! એ તિર્યંચ પણ સાધન ને સામગ્રી વિનાનાં... આ...હા..હા..! એ પણ અંદરમાં ઊતરી જાય છે !! એવી એના આત્મામાં તાકાત છે. તો જેની મોક્ષની અભિલાષા હોય એ મૂંઝાય નહિ, (એમ) કહે છે. એ અંદરથી માર્ગ કાઢી જ લે. હળવે...હળવે..હળવે... ધીમે..ધીમે... (ભાર્ગ કાઢી જ લે ! આહા..હા...! છે ?
તેને સુખનું વેદન જોઈએ છે.... મુમુક્ષુની વ્યાખ્યા કરી કે, મુમુક્ષુ એને કહીએ કે જેને અતીન્દ્રિય આનંદનું વેદન જોઈએ છે. એને નથી સ્વર્ગે જોઈતું નથી શેઠાઈ જોઈતી, નથી અબજોપતિપણાની બુદ્ધિની શેઠાઈ જોઈતી, નથી દુનિયાની મહત્તા ને મહિમા જોઈતી (પરંતુ, એક આત્માનો અતીન્દ્રિય આનંદ જોઈએ છે . એને મુમુક્ષુ કહીએ છીએ. આ..હા..હા..! પછી આઠ વર્ષની બાલિકા હોય તો પણ એ સમકિત પામી શકે છે. આઠ વર્ષની બાલિકા પણ જો મુમુક્ષુ હોય (એટલે કે આત્માના આનંદના લાભની ભાવના હોય), એ પણ મૂંઝવણ છોડી દઈને અંતરમાં ધીમે... ધીમે.... જતાં માર્ગ કાઢી લ્ય છે.
(અહીંયા કહે છે) તેને સુખનું વેદન જોઈએ છે તે મળતું નથી ને બહાર રહેવું પોષાતું નથી....... આ..હા..હા..! બહારમાં ગોઠતું નથી, આ..હા..હા..! અંદરમાં જવાતું નથી, બહારમાં ગોઠતું નથી. આહા...હા...! માર્ગ બહુ ઝીણો, પ્રભુ ! બહારની દુનિયાના આ ઠાઠ-માઠ તો બધાં મસાણના ઠાઠ છે ! આહા..હો...! મસાણના ઠાઠ છે બધાં !!
અંદરમાં અતીન્દ્રિય આનંદનો સાગર ભગવાન ! સુખનો દરિયો !
Page #133
--------------------------------------------------------------------------
________________
-પકવાન
૧૧૮
[વચનામૃત-૩૪] આહા..હા...! અતીન્દ્રિય આનંદથી ભરેલો - ભરેલો ભગવાન ! મુમુક્ષુને એક જ વાત . એને એ જોઈએ છે. બીજું કાંઈ જોઈતું નથી.
એને ક્યાંય “...બહાર રહેવું પોષાતું નથી માટે મૂંઝવણ થાય... મૂંઝવણ થાય...... ....પણ મૂંઝવણમાંથી તે માર્ગ શોધી લે છે.” આ... ...! અરે...! હું ગરીબ માણસ થયો, મનુષ્ય થયો, અરે...! સ્ત્રી થયો - એમ પછી મુંઝાતો નથી. સમજાય છે કાંઈ ? હું એ થયો જ નથી. મારું સ્વરૂપ તો અંદર જુદું છે. એવી રીતે) મૂંઝવણ કાઢી નાખી અને મૂંઝવણ પણ થાય (તો) પણ મુંઝવણમાંથી માર્ગ શોધી લે છે. આ...હા..હા..! અંતરની વાતું છે આ !
ભગવાન ! અંદરમાં જવા માટે પ્રયત્ન કરે છે, પર્યાયમાં રાગનું જે ઘર કરી નાખ્યું છે (અર્થાતુ) વર્તમાન અવસ્થામાં રાગ ને વિકારનું જે એકત્વપણું કરી રાખ્યું છે, એમાંથી એને આનંદનું એકત્વ જોઈએ છે. મૂંઝવણ થાય, ઝટ ન થાય છતાં તે માર્ગ શોધી લે છે. ધીમેથી અંદરમાં જઈ, કાળ થોડો લાગે પણ માર્ગ શોધી લે છે).
સમયસારમાં કહ્યું છે.... સમયસારમાં ! હું તારી અંતરમાં જવાની રુચિથી જો (૮) જા, એનો પ્રયત્ન કરે તો જઘન્ય અંતર્મુહૂર્તમાં - ઉત્કૃષ્ટ છ મહિનામાં તને પ્રાપ્ત થશે, થશે ને થશે જ !! સમયસારમાં શ્લોક છે. શ્લોક છે ને ? છ માસ - છ મહિના તો પ્રયત્ન કર, પ્રભુ ! બહારના પ્રયત્ન કરીને તે બધાં કાળ ગાળ્યા - દીકરાં ને દીકરીયું ને બાયડી ને છોકરાંને પસા, દુકાન ને મોટરું ને - બધી બહારની હોળી સળગી, (એમ) કહે છે. આહા...! પણ એકવાર અંદરમાં તો જા ! એ બાળક હોય તો પણ અંદરમાં જવા માગે છે ! અને આઠ વર્ષની બાલિકા સમ્યગ્દર્શન પામે છે. આહા..હા..! એ ઈન્દ્રના ચળાવ્યા ચળે નહિ એટલી - એવી શક્તિ અંદરમાં હોય છે ! પણ એ અંદરમાં મૂંઝવણ કર્યા વિના ધીમે...ધીમે...ધીમે... મૂંઝવણ થાય (તો) પણ મૂંઝવણમાંથી (માર્ગ શોધી લે છે.
જેટલો પુરુષાર્થ ઉપાડે... આહા..હા....! અંતરમાં પ્રયત્ન કરવાનો જેટલો પુરુષાર્થ ઉપાડે). રુચિ અનુયાયી વીર્ય' જો તેની - ચેતની રુચિ થાય તો તેનું વીર્ય રુચિ અનુયાયી પ્રમાણે કાર્ય કર્યા વિના રહે નહિ. જો રાગના ને પુણ્યની રુચિ હોય તો તેના તરફનું કાર્ય અને મૂંઝવણનો વિકાર થયા વિના રહે નહિ. અહીંયા જે ચૈતન્ય સ્વભાવ છે તેની જો રુચિ થાય તો
Page #134
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૧૧૯
તેનો પુરુષાર્થ થયા વિના રહે નહિ. રુચિ અનુયાયી વીર્ય’ ! જેવી રુચિ (હશે) તે તરફ તેના પુરુષાર્થની ગતિ થાય. આ..હા..હા..! ત્યાં કંઈ બહુ ભણતરની જરૂ૨ નથી, ત્યાં કોઈ પુણ્યની ક્રિયાકાંડની જરૂર નથી. ત્યાં અંદર તો ત્રણલોકનો નાથ બિરાજે છે, પ્રભુ ! આ..હા..હા...! એને ધીમે...ધીમેથી રાગથી ખસીને, મૂંઝવણ છોડીને અંત૨માં માર્ગને શોધી લે છે. આ..હા..હા..! ભાષા તો સાદી છે, ભાવ તો (જે છે તે છે). આહા..હા..!
“મા
-
બહુ સાદી ભાષામાં દીકરીયુંમાં બોલેલાં. ૬૪ બાળ બ્રહ્મચારી દીકરીયું છે. એમની પાસે ૬૪ બાળ બ્રહ્મચારી દીકરીયું (રહે છે). લાખોપતિની દીકરીયું કેટલીક ગ્રેજ્યુએટ થયેલી છે. એમની પાસે આ બોલેલ, એમાં ખાનગી(માં) કો'કે લખી લીધું એ એમના ભાઈના હાથમાં આવ્યું અને (એમને થયું કે) આ ચીજ કાંઈક જુદી છે. જગત પાસે મૂકાય તો (લાભનું કારણ થાય). સાદી ભાષા છે. (એટલે) પુસ્તકો છપાણાં. તમારે અહીં આવ્યાં છે. ત્રણ હજાર આવ્યાં છે. આહા..હા...!
(અહીંયા કહે છે) જેટલો પુરુષાર્થ ઉપાડે તેટલું વીર્ય અંદર કામ કરે.’ શું કહે છે ? તું થોડો પુરુષાર્થ કરીને અંદર અનુભવ કરવા માગ (તો) નહિ થાય. તારા પ્રયત્નમાં અંદરમાં જવાનો જેટલો પુરુષાર્થ જોઈએ તેટલો પુરુષાર્થ હશે તો અંદરમાં જઈ શકીશ. શરત છે આ શરત ! થોડો પુરુષાર્થ કરીને અંદરમાં જવા માગીશ તો નહિ જઈ શકે. આ..હા..હા...!
ચૈતન્ય ભગવાન સત્ચિદાનંદ પ્રભુના જેને દર્શન કરવાં છે, એનો જેને ભેટો ક૨વો છે, એનો જેને સાક્ષાત્કાર કરવો છે, એના અતીન્દ્રિય આનંદના વેદનની જેને ઝંખના છે, અતીન્દ્રિય આનંદની ઝંખના જેને છે, તે અંદર કામ પુરુષાર્થથી કરે છે. ‘....પુરુષાર્થ ઉપાડે તેટલું વીર્ય અંદર કામ કરે. એની મેળાએ કર્મ ખસી જાય ને કામ થાય, એમ નથી એમ કહે છે. પુરુષાર્થ
-
કરે અને અંદરમાં જાય તો કામ થયા વિના રહે નહિ. આહા..હા...!
આત્માર્થી હઠ ન કરે....' શું કહે છે ? ધીમેથી કામ (લેવું) જોઈએ. એકદમ હઠ ન કરે કે અંદર નથી જવાતું (તો) મૂક પડતું હવે ! સમજાય છે કાંઈ આમાં ? અંદર ભગવાન સત્ ચિદાનંદ પ્રભુ (બિરાજે છે) ત્યાં અંતર(માં) જવાતું નથી, સમ્યગ્દર્શન (થતું નથી) તો મૂક પડતું હવે ! એમ મૂંઝાય નહિ. આ..હા..હા...! ધીમે..ધીમેથી એનું કામ લે, હઠ ન કરે કે જો ઝટ મળે
Page #135
--------------------------------------------------------------------------
________________
- -
૧૨૦
[વચનામૃત-૩૪] તો ઠીક, નહિ તો પડતું મૂક, મારે કાંઈ કામ નથી ! એમ હઠ ન કરે. આ અંદરના ન્યાયના વિષય છે.
....(હઠ ન કરે કે, મારે ઝટઝટ કરવું છે. હઠ સ્વભાવમાં કામ ન આવે.' અંદર સ્વભાવ - ભગવાન પડ્યો છે, બાપુ દરિયો ભર્યો છે. કોઈ દિ' સામું જોયું નથી. કોઈ દિ તેનો ઉલ્લાસ આવ્યો નથી. બહારના ઉલ્લાસમાં રોકાઈને તેનો અનાદર કર્યો છે. આહા..હા..! ચૈતન્ય ભગવાનનો અનાદર કર્યો છે ! આહા..! જેને રાગ અને પુણ્યની રુચિ છે તેને આત્મા પ્રત્યે દ્વેષ છે. આહા..હા..હા...! ધીરાનું કામ છે, બાપુ !
રાગનો પ્રેમ અને રુચિ રાખે અને આત્મામાં જવા માગે (તો) નહિ જઈ શકે. એને આત્મા ઉપર દ્વેષ થઈ ગયો છે. રાગ ઉપર જેને રુચિ ને પ્રેમ છે તેને આત્મા પ્રત્યેનો દ્વેષ છે. આત્મા પ્રત્યેનો જેને પ્રેમ છે તેને રાગની રુચિ હઠી ગઈ છે. આહા..હા...! ઝીણી વાત છે, ભાઈ ! આ મૂળ માર્ગ(ની) શરૂઆતની વાત છે. આહા..હા..!
હેઠે સ્વભાવમાં કામ ન આવે. માર્ગ સહજ છે.....” સહજ સ્વભાવ સન્મુખ (થવા માટે) ધીરેથી....ધીમેથી... બહારના કોઈપણ પદાર્થના પ્રેમનો ઉત્સાહ, ઉલ્લાસ ઘટાડીને, અંદરમાં જવાના ઉલ્લાસને વધારીને અંદર કામ કરે. એ સહજ કામ છે, હઠ વિનાનું કામ છે. આ..હા..હા...! ...ખોટી ઉતાવળે પ્રાપ્ત ન થાય. શું કહે છે ? અંદર જવામાં જેટલો પુરુષાર્થ જોઈએ એટલો પુરુષાર્થ ન હોય અને હઠ કરે (તો) એમ પ્રાપ્ત ન થાય. આહા..હા...! અંદરની વાતું છે આ !
જેટલો પ્રયત્ન સ્વભાવ સન્મુખ થવામાં જોઈએ તેટલો પ્રયત્ન કરે નહિ અને ખોટી ઉતાવળ કરે, એમ ન બને. એમ વસ્તુ પ્રાપ્ત ન થાય. આ..હા..હા..! શબ્દો સાદા છે, ભાષા તો સાદી છે, પ્રભુ ! આહા.....! અહીં તો સૂક્ષ્મ તત્ત્વની વાતું છે, નાથ !
સવારમાં નહોતું કહ્યું? આચાર્યએ એમ કહ્યું, આચાર્યએ હોં...! શું કહ્યું હતું ? આચાર્યએ એમ કહ્યું કે, તને મારી વાત ઝીણી પડે, (હું) બ્રહ્મચર્યની ઝીણી વાતું કરીશ. અંદર આનંદનો નાથ છે એમાં રમણતા કર એનું નામ બ્રહ્મચર્ય છે. સ્ત્રીનું સેવન ન કર, માટે બ્રહ્મચર્ય છે, એમ નથી. જાવ જીવ સ્ત્રીનું સેવન કર્યું નથી માટે બ્રહ્મચારી છે, એમ નથી. એ તો શરીરની ક્રિયા
Page #136
--------------------------------------------------------------------------
________________
૧ ૨૧
વચનામૃત રહસ્ય નથી થઈ, પણ અંદરમાં રાગની એકતા તૂટી નથી. આહા..હા...! માટે રાગથી ભિન્ન પડી અને અંદરમાં જવા માટે જે પ્રયત્ન જોઈએ તેટલો કર તો અંદર કામ કરીશ. એવી વાત જ્યારે કરી ત્યારે કહ્યું....! આચાર્ય હો...! મહા મુનિ સંત ભાવલિંગી...! આચાર્યએ કહ્યું કે અમારી વાત તને સૂક્ષ્મ પડે તો માફી માગીએ છીએ !! માફ કરજો...! પણ બીજો માર્ગ ક્યાંથી કાઢીએ ? આહા..હા...
પદ્મનંદિ પંચવિંશતી છે. ૨૬ અધિકાર છે. ૨૬મો અધિકાર આ બ્રહ્મચર્યનો છે, પણ નામ આપ્યું છે. - પંચવિંશતી. પદ્મનંદી આચાર્ય મુનિ થઈ ગયાં, આનંદદાયક દિગંબર સંત જંગલમાં વસનારા ! સિદ્ધની સાથે વાતું કરનારા !! આહા..હા..હા...! એ કહે છે કે, અમે તમને સૂક્ષ્મ વાત કરીએ છીએ (તો) પ્રભુ ! તમને અણગમો ન થવો જોઈએ, હોં....અને તને અણગમો લાગે તો અમારી પાસેથી શું આશા રાખીશ ? અમે તો મુનિ છીએ, અમે તો આનંદમાં રમનારા છીએ. તને આનંદમાં રમવામાં લઈ જવા માગીએ છીએ. એ તને ન ગોઠે તો માફ કરજે ! આ..હા..હા...! આમ કહ્યું છે. • - પદ્મનંદી પંચવિંશતી શાસ્ત્ર છે. અહીં નહિ હોય, છે આમાં ? પદ્મનંદી...! (એમાં) બ્રહ્મચર્યનો છેલ્લો અધિકાર છે. એમાં આ અધિકાર મૂક્યો છે. આચાર્ય પોતે દિગંબર સંત...! મુનિ...સંત... કેવળજ્ઞાન લેવાની તૈયારીવાળા !! જ્યારે એ બહુ સૂક્ષ્મ વાત કરી ત્યારે એમ કહ્યું, પ્રભુ ! તું જુવાન છો, સ્ત્રી-કુટુંબનો તને પ્રેમ - રસ લાગ્યો છે, એ રસ છોડીને અમે (તેને) અંદરમાં જવાનું કહીએ છીએ, પ્રભુ તને મૂંઝવણ થશે, તને સૂક્ષ્મતા લાગશે પણ પ્રભુ....! અમે મુનિ છીએ. અમારી પાસેથી શું આશા રાખીશ ? અમે તને પુણ્યમાં ધર્મ મનાવીએ અને પાપમાં ધર્મ મનાવીએ. એ વાત અમારી પાસે તો છે નૃહિ. આહા..હા..! કે, ભાઈ ! આટલાં દાન કરે ને આટલાં પુણ્ય કરે તેને સમકિત થાય, એ વાત તો પ્રભુ ! અમારી પાસે છે નહિ. અમારી પાસે પ્રભુ અંદર સચિદાનંદ છે, પુણ્ય ને પાપ વિનાનો છે. ત્યાં જવા માટે અમારો તો ઉપદેશ છે. આ..હા..હા...! આચાર્ય જેવા પણ આમ બોલે !! સમાજને દેખીને કહે છે, તમને સૂક્ષ્મતા લાગે તો માફ કરજો, પ્રભુ ! બીજું શું કરીએ અમે ? અમારી પાસે તો સસ્વરૂપ આ છે. કંદોઈની દુકાને અફીણનો મોવો લેવા જાય તો મળશે ? ત્યાં તો દૂધનો માવો મળે.' એમ સહુને રસ્તે જવામાં સેતુના પંથની વાત મળશે. ત્યાં પુણ્ય ને પાપના રસ્તાની વાત નહિ મળે.
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૨
[વચનામૃત-૩૪]
આ...જી..જી...!
અહીં કહે છે કે, હઠ સ્વભાવમાં કામ ન આવે, માર્ગ સહજ છે,...' આ..હા..હા...! ....ખોટી ઉતાવળે પ્રાપ્ત ન થાય.' ખોટી ઉતાવળે પ્રાપ્ત ન થાય, (પરંતુ) સાચી ઉતાવળે પ્રાપ્ત થાય ! અંદર જેટલો - જે પુરુષાર્થ જોઈએ તેટલો કર તો પ્રાપ્ત થાય. ખોટી ઉતાવળ કરવા જા તો પ્રાપ્ત નહિ થાય. આહા..હા...! છે ? એ ૩૪મો (થયો).
આહા...! વચનામૃત છે ! સાધારણ જનતાને પણ પકડાય એવું છે. ઘણાં પુસ્તકો બહાર પડી ગયાં છે. આહા...! નાના-નાના ચોપાનિયાં પણ બહાર પડ્યાં છે. બીજું શું કહે ? ઓલા પાંદડાં....! કેલેન્ડર છે, બીજા બધાં (કેસેટમાં રાખવાના કવર) ...ઘણી-ઘણી જાતનાં પડી ગયાં છે. ઓલા તાડપત્ર...! હા... તાડપત્ર ! તાડપત્ર પર લખાઈ ગયેલાં છે ! તાડપત્ર ૫૨ આ શબ્દો લખાઈ ગયેલાં છે. એવા લગભગ ૬૦,૦૦૦ બહાર પડી ગયાં છે !! બહુ પ્રચાર છે, હિન્દુસ્તાનમાં આ પ્રચાર બહુ થઈ ગયો છે.
“અનંત કાળથી જીવને અશુભ ભાવની ટેવ પડી ગઈ છે, એટલે તેને અશુભ ભાવ સહજ છે. વળી શુભને વારંવાર કરતાં શુભ ભાવ પણ સહજ થઈ જાય છે. પરંતુ પોતાનો સ્વભાવ જે ખરેખર સહજ છે તેનો જીવને ખ્યાલ આવતો નથી, ખબર પડતી નથી. ઉપયોગને સૂક્ષ્મ કરીને સહજ સ્વભાવ પકડવો જોઈએ.'' રૂપ
૩૫મો બોલ. ‘અનંત કાળથી જીવને અશુભ ભાવની ટેવ પડી ગઈ છે,...' આ..હા...હા...! અનંત કાળથી જીવને હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, પરિગ્રહ, મમતા, કામ, ક્રોધ, માયા, લોભ, રાગ, રિત, શોક, દુ:ખ, દિલગીરી
એવા
Page #138
--------------------------------------------------------------------------
________________
કિતના, નવ્યા જ કરે . હાલની ટેવ પડી
વચનામૃત રહસ્ય
• ૧૨૩ અશુભ ભાવની ટેવ અનંતકાળથી પડી ગઈ છે. આહા..હા..! “....એટલે તેને અશુભ ભાવ સહજ છે.” પાપનો ભાવ તો તેને સહજ થઈ ગયો છે. આહા..હા..! પાપ તો એને સહજ આવ્યા જ કરે છે. પાપના પરિણામ - પૈસાના, આબરૂના, કીર્તિના, દુનિયામાં મારી નિંદા ન થાય ને મારી પ્રશંસા થાય . એ અશુભ ભાવના તો આવ્યા જ કરે છે, (એમ) કહે છે. કારણકે એ તો એને સહજ ટેવ પડી ગયેલી છે. આહા..હા..હા...!
અનંત કાળથી જીવને અશુભ ભાવની ટેવ પડી ગઈ છે, એટલે તેને અશુભ ભાવ સહજ છે.' સહજ એટલે ? એને સ્વાભાવિક થઈ ગયું છે. અશુભ ભાવ ફેરી..ફરી..ફરી...ફરી... આખો દિ એક જ ટેવ પડી ગઈ છે. આહા..! અરે...! “....શુભને વારંવાર કરતાં શુભ ભાવ પણ સહજ થઈ જાય છે.” શું કહે છે ? આહા...!
શુભભાવને પણ વારંવાર કરતાં... પુણ્ય - શુભ ભાવ - દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, આદિનો ભાવ એ ભાવ પણ સહજ થઈ ગયો છે. કેમ કે વારંવાર એ કર્યા છે. પુણ્યના ભાવ અનંત ગતિમાં અનંત વાર કર્યા છે. નવમી ડ્રિવેકમાં અનંતવાર ગયો, ઓહો...હો...! એ કંઈ પુણ્ય વિના જાય ? કેટલું પુણ્ય કર્યું હશે (ત્યારે) સ્વર્ગમાં જાય ! સાધુ - દિગંબર સાધુ પંચ મહાવ્રતધારી ! (થયો). પણ આત્મજ્ઞાન નહિ, આત્માના આનંદનો સ્વાદ નહિ. આહા..હા..! સમ્યગ્દર્શન વિના એવા પંચ મહાવ્રત આદિ ધારણ કર્યા, સમિતિ, ગુપ્તિ ધારણ કર્યાં, શરીર બ્રહ્મચર્ય પણ (પાળ્યા), બાળ બ્રહ્મચારી તરીકે પણ અનતવાર રહ્યો, - એ બધો શુભભાવ છે. શરીરની ક્રિયાથી રહ્યો છે. અંદરમાં તો હજી રાગની એકતા પડી છે. રાગની એકતા પડી છે એ જ મોટું મિથ્યાત્વ ને અબ્રહ્મચર્ય છે. રાગની એકતા એ જ મિથ્યાત્વ, અબ્રહ્મચર્ય ને એ જ વિષય સેવન છે ! રાગનું સેવન એ વિષય સેવન છે. આહા..હા...! આવી વાતું....!
(અહીયા) એ કહે છે, શુભ ભાવ પણ વારંવાર કરતાં શુભ ભાવ પણ સહજ થઈ જાય છે.' સહેજે શુભભાવ આવ્યા કરે, એ ક્રિયામાં જોડાઈ જાય, સાધુ થાય, વ્રતધારી થઈ જાય એમાં એ શુભ ભાવ થયા કરે છે.
પરત પોતાનો સ્વભાવ જે ખરેખર સહજ છે તેનો જીવને ખ્યાલ આવતો નથી....... આહા..હા...શુભ ને અશુભનો ખ્યાલ વારંવાર આવ્યા કરે. તેનાથી રહિત અંદર ચૈતન્ય સ્વભાવ, સૂક્ષ્મ અમૂર્ત, અતીન્દ્રિય આનંદકંદ જેની સત્તામાં,
Page #139
--------------------------------------------------------------------------
________________
( ૨૪ .
[વચનામૃત-૩૫] જેના અસ્તિત્વમાં અનંત જ્ઞાન ને અનંત આનંદ (પડ્યાં છે). પરને જાણવું એ પણ જેને વ્યવહાર છે, પોતાના જાણવામાં એને સ્વ-પર જણાઈ જાય છે. એવી સત્તાના સામર્થ્યવાળો પ્રભુ ભગવાન ! એના તરફ જવાની એણે દરકાર કરી નથી.
તેનો જીવને ખ્યાલ આવતો નથી....... આહા..હા...! બહારમાં હો..હા...! ધર્મને નામે ધમાધામ ચલી, જ્ઞાનમાર્ગ રહ્યો દૂર...!' ધર્મને નામે બહારની ધમાધમ ચલી પણ અંદર જ્ઞાનમાર્ગ દૂર રહી ગયો. (એટલે કે, અંતરમાં જવું એ દૂર રહી ગયું. આહા..હા..!
એ કહે છે પોતાનો સ્વભાવ જે ખરેખર સહજ છે તેનો જીવને ખ્યાલ આવતો નથી... આહા..હા..! સાદી ભાષા છે, પ્રભુ ! આહા..અહીં તો પ્રભુ તરીકે બોલાવે છે ! બાળક હો, વૃદ્ધ હો, હરિજન હો કે વાણિયો હોય બધાં અંદર તો પ્રભુ છે ! અંદરમાં આત્મા પ્રભુ જો ન હોય તો પ્રભુ થઈ શકશે ક્યાંથી ? બહારથી પ્રભુતા આવશે ? આહા..હા...! લીંડી પીપરમાં ચોસઠ પહોરી તાકાત ભરી છે તો ઘૂંટે બહાર આવશે. એમ અંદરમાં પરમાત્મપદ ભર્યું છે તો એને અંતરમાં પુરુષાર્થ કર્યેથી બહાર આવશે. કાંઈ બહારથી આવે એવી એ કાંઈ ચીજ નથી. પણ વિશ્વાસ ક્યાંથી આવે ? બહારનો વિશ્વાસ આવે કે, (દવા) લઈશ તો તાવ મટી જશે, રોટલો ખાઈશ તો ભૂખ મટી જશે, દવા કરીશ તો ફલાણું આમ થઈ જશે, ચામડીને આમ (લેપ) ચોપડીશ તો ચામડી સુંવાળી થઈ જશે - એ બધી શ્રદ્ધા આવે.
મુમુક્ષુ : એવું થાય છે ને !
પૂજ્ય ગુરુદેવશ્રી : એ થાય તો પણ એની મેળાએ ક્રમબદ્ધ થવાનું છે તે થાય છે. એના પુરુષાર્થથી થતું નથી. જડની ક્રિયા ક્રમબદ્ધ તેના (થવાના) સમયે, થવાને કાળે તે થયા કરે છે. એનો ક્રમ તોડવા કોઈ જીવ (કે) કેવળી
પણ સમર્થ નથી. આહા..હા..! જડની પર્યાય જે ક્ષણે, જે પ્રકારે થવાની તે ? પ્રકારે, તે ક્ષેત્રે, તે કાળે, તે સંયોગે, તે નિમિત્તે ત્યાં થવાની. એને ફેરફાર કરવા ઇન્દ્ર ને જિનેન્દ્ર પણ સમર્થ નથી ! આહા..! એ સ્વામિ કાર્તિકેયમાં આવે છે. સ્વામિ કાર્તિકેયમાં આવે છે કે, ભગવાને જે દીઠું તે પ્રમાણે થાય. એને ફેરવવા જિનેન્દ્ર સમર્થ નથી. આહા..હા...! આડી-અવળી પર્યાય કરવા પણ આત્મા સમર્થ નથી, એમ કહે છે, ઝીણી વાત છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
ક્રમબદ્ધની વાત બહુ ઝીણી છે. એમાં કોક ને એવું લાગે કે પુરુષાર્થ ઊડી જાય છે. પણ એ ક્રમબદ્ધ (માનવામાં) જ અનંત પુરુષાર્થ છે. જે સમયે
જ્યાં (જે) થવાનું તે થવાનું. તેમાં મારું કર્તાપણું કામ નહિ આવે. હું એક આત્મા - જ્ઞાતા છું. એવો અર્તાપણાનો પુરુષાર્થ સિદ્ધ થતાં, તેના આત્માનો પુરુષાર્થ સ્વભાવ તરફ વળી જાય છે. ત્યારે એને એ ક્રમબદ્ધનો નિર્ણય સાચો થાય. નહિતર ક્રમબદ્ધનો સાચો નિર્ણય થતો નથી.
દરેક આત્મા અને દરેક પરમાણુની જે સમયે જે ક્ષણે, જે પ્રકારની પર્યાય થવાની ત થવાની, થવાની ને થવાની. એવી જો નિર્ણય કરવા જાય તો એ જ્ઞાયક સ્વભાવ આત્મા પરનો અકર્તા છે એવી એને અકર્તા બુદ્ધિ થાય, તેને સ્વભાવબુદ્ધિ થાય, તેને સમકિત થાય અને તેને મોક્ષનો માર્ગ ખુલ્લો થઈ જાય. આહા..હા..હા..! આવી વાતું છે આ ! આહા..હા..! બહારના આમ થોડા ઠાઠ-બાઠ દેખે ને મોટરું ને આ ને આ ને હો..હા...! આ..હા..હા..! જાણે અમે સુખી થઈ ગયા !
અહીંયા કહે છે પોતાનો સ્વભાવ જે ખરેખર સહજ છે તેનો જીવને ખ્યાલ આવતો નથી. ખબર પડતી નથી. આ...હા..હા...! બહારને સમજવા માટે જેટલો પ્રયત્ન કરે છે તે પ્રયત્ન) તેનો સહજ થઈ ગયો છે. અંદરમાં પ્રયત્ન કરવાની વાતની તેને સૂઝ પડતી નથી. આહા..! બોલવું ને ચાલવું ને એ બધી જડની ક્રિયા થવાની તે થયા કરે છે. આત્મા તેનો કર્તા નથી. ઓ બોલવાની ક્રિયાનો આત્મા કર્તા નથી. પગ હલે તેનો કર્તા આત્મા નથી. આ..હા..હા...! ઝીણી વાત છે.
મુમુક્ષુ : જેવું નિમિત્ત મળે એવી ક્રિયા થાય. પૂજ્ય ગુરુદેવશ્રી : બિલકુલ જૂઠી વાત છે. જેવી પર્યાય થાય તેવું તેને અનુકૂળ નિમિત્ત હોય. નિમિત્ત) હોય ભલે. પણ એનાથી પર્યાય ફરે. એ ત્રણ કાળમાં ન થાય.
મુમુક્ષુ : આપ યહાં આયે તબ તો હમ યહાં આયે !
પૂજય ગુરુદેવશ્રી : ના, ના ! એ તો અંદરમાં સમજે તો આ નિમિત્ત કહેવાય. એની ઉપાદાનની પર્યાય પ્રગટ કરે તો નિમિત્ત કહેવાય. નિમિત્તથી બીજામાં કાંઈ ન થાય.
મુમુક્ષુ : આપ યહાઁ નહીં તો હમ યહાં બિલકુલ નહીં આતે !
*
Page #141
--------------------------------------------------------------------------
________________
નાન છે
૧૨૬
[વચનામૃત-૩૫] પૂજ્ય ગુરુદેવશ્રી : બિલકુલ ન થાય નિમિત્તથી નિમિત્ત વસ્તુ છે પણ નિમિત્તની પર્યાય નિમિત્ત કરે અને ઉપાદાનની પર્યાય, ઉપાદાન કરે. એમાં નિમિત્તની હાજરી હો છતાં નિમિત્ત ઉપાદાનનાં કાર્યને કરે નહિ. આહા..હા..!
આ હાથ હાલે છે, જુઓ ! આ ! એમાં આત્માની પ્રેરણા બિલકુલ નથી. આત્માની ઇચ્છા બિલકુલ એનું કામ કરતી નથી. એ પ્રમાણુની પર્યાય તે કાળે આ પ્રમાણે થવાની છે તે થાય છે. ભાષાની પર્યાય પણ તે કાળે. ભાષાની થવાની તે થાય છે. આત્મા તેનો કર્તા - હર્તા છે નહિ. ઝીણી વાત છે, ભાઈ ! આ..હા..હા...! જ્યાં ત્યાં હું કરું હું કરું એ જ અજ્ઞાન છે, શકુટનો ભાર જેમ્ થાન તાણે - ગાડું હોય, બે બળદ જોડેલાં હોય, ગાડું ચાલતું હોય, એના ઠાઠે હેઠે કૂતરું હોય અને કૂતરાને ઠાઠું અડતું હોય તો એને લઈને કૂતરું જાણે કે આ ગાડું મારે લઈને હાલે છે !! સમજાણું આમાં કાંઈ ?
ગાડું હોય ને ગાડું ? (એને) બળદ હાંકતા હોય અને ઠાઠડે નીચે છે તે કૂતરો હોય. એ કૂતરાને હૂંઠું અડે (તો) એ (કૂતરું) જાણે કે આ ગાડું મારે લઈને હાલે છે ! એમ આ જગતના કામ વખતે ઊભેલો આદમી (એમ માને છે કે, આ કામ મારાથી થાય છે. (એમ) એ કૂતરા જેવો છે !! અહીં તો આ વાત છે, ભગવાન ! - મુમુક્ષુ : અત્યારે અમારી એવી હાલત છે ! - પૂજ્ય ગુરુદેવશ્રી : આ તો સમજવાની વાત છે, બાપા ! જગતુના જે કાર્ય તેને કાળે, તેને કારણે થાય એને એ માને કે મારી શિયારીને લઈને આ દુકાનદારી બરાબર ચાલે છે. દુકાનમાં થડે બરાબર બેસું છું, નોકર બેસે તો એવું કામ કરી શકતો નથી, નાનો ભાઈ બેસે તો પણ એવું કામ કરી શકતો નથી. પણ હું દુકાને બેસું તો બરાબર વ્યવસ્થિત કામ કરી શકું. એ અભિમાન મિથ્યાત્વ અને અજ્ઞાન છે. એ પરની વ્યવસ્થામાં બિલકુલ એનો હાથ - અધિકાર કામ કરતો નથી. પરની વ્યવસ્થા - તેની તે સમયની અવસ્થા. તે તેની વ્યવસ્થા (છે). જડની અને ચૈતન્યની જે સમયે (જે) અવસ્થા (છે) તે તેની વ્યવસ્થા છે. એ વ્યવસ્થાને બીજો કરે એમ માને એ મિથ્યાષ્ટિ ને મૂઢ છે. આકરી વાતું છે આવી ! આહા..!
‘હું કરું હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે
=
=
=
Page #142
--------------------------------------------------------------------------
________________
: ૧૨૭
વચનામૃત રહસ્ય (અર્થાતુ) એ કૂતરું જાણે કે મારે લઈને ગાડું ચાલે છે ! (એમ) થડે બેઠેલો માણસ જાણે કે મારે લઈને આ દુકાન હાલે છે ! આ...હા..હા..! જડની પર્યાય જડને કારણે ત્યાં થાય. (દુકાનમાં) કાપડ આવે એને કારણે આવે = ને કાપડ એને કારણે જાય. વચ્ચે બેઠેલો માણસ એમ માને કે હું લાવ્યો છે ને મેં વેંચ્યું ને એમાંથી મેં પાંચસો, હજાર, બે હજાર પેદા કર્યા . એ માન્યતા મિશ્રાદષ્ટિની છે), અજ્ઞાનદશા છે. આ..હા..હા...! આકરું પડે એવું છે. - એ જ અહીંયા કહે છે કે, જીવને પોતાનો ખ્યાલ આવતો નથી કે હું જ્ઞાન છું. જગતની ક્રિયાનો જાણનારે છું - એ પણ વ્યવહાર છે. જગતની ક્રિયા મારામાં જણાય એ તો મારા જ્ઞાનના સ્વભાવને હું જાણું છું, પને
પ
નહિ
.
* નિયમસારમાં એમ કહ્યું છે ને ? કે, કેવળી વ્યવહારનવે પરને જાણે છે. તેથી તેનો અર્થ કેટલાક એવો કરે છે કે, નિશ્ચયથી ભગવાન પર જાણતા નથી. એમ એનો અર્થ) નથી. વ્યવહારનો અર્થ કે તેમાં તન્મય થઈને તેને જાણતા નથી. પણ જેવો લોકાલોકનો સ્વભાવ છે) એવું કેવળજ્ઞાન પોતાના સામર્થ્યથી પોતાને જાણતા એમાં જણાઈ જાય છે. પરને અડતો પણ નથી, લોકાલોકને તેનું જ્ઞાન અડતું પણ નથી. તેથી લોકાલોકને જાણવું (એ) વ્યવહાર છે એમ) કહી અને તેની પોતાની પર્યાયને જાણે (છે), તે નિશ્ચય કધો છે. આહા...હા...! આવું ઝીણું (છે) ! પૂરને જાણવું એ પણ વ્યવહાર કહે છે, કરવાની તો વાત જ શી ? આહા..હા..! - આત્મા પર પદાર્થને કંઈ પણ કરે ! એ માન્યતા મિથ્યા છે). પગ ડગલું જે ભરે એ આત્માની પ્રેરણાથી આમ પગલું ભરાય છે - એ વાતમાં સો એ સો ટકા જૂઠાઈ છે. આહા..હા..! આ વાત કેમ બેસે ? એ ડગલું જમીનને અડે છે. એ વાત સો એ સો ટકા જૂઠી છે. જમીનને પગ અડતો નથી, પગ જીવને અડતો નથી. પગ પોતાની ક્રિયા કરતો પર્યાયનું કામ્ કરે છે. એમ ન માનતાં . અમે આ પગનું કામ કરીએ છીએ, હાલવાનું ચાલવાનું, બોલવાનું બધું અમે કરીએ છીએ તો અહીંયા) કહે છે કે, એ ક્રિયા કરવાનો તેને સહજ અજ્ઞાનનો સ્વભાવ થઈ ગયો છે. પણ આ સહજ (જ્ઞાન) સ્વભાવ છે તેની તને દૃષ્ટિ છે નહિ. આ..હા...હા... ભારે આકરું કામ ! ઓ. હો...હો..!
મુમુક્ષુ : આપને સમજાયા તબ એસી બાત સમજમેં આયી.
UP
Page #143
--------------------------------------------------------------------------
________________
[વચનામૃત-૩૫]
પૂજ્ય ગુરુદેવશ્રી : એ સમજવાની યોગ્યતા હતી તેથી (સમજમાં) આવી છે. ત્રિલોકનાથની દિવ્યધ્વનિ કાને પડતાં જે જ્ઞાન થયા. એ વાણીને લઈને નહિ. પોતાની તે સમયે, તે પ્રકારના જ્ઞાનની પર્યાયનો કાળ છે, તે પર્યાય પોતાને થાય છે. વાણીને લઈને નહિ, દિવ્યધ્વનિ સાંભળે તેને લઈને નહિ.
૧૨૮
આા..હા...!
એ અહીં કહે છે કે, તને એ ટેવ પડી ગઈ છે. પરની ટેવ પડી ગઈ છે કે, મને પરને લઈને થાય છે..... મને પરને લઈને થાય છે. તારી દૃષ્ટિ પર ઉપર પડેલી છે. (તેને લઈને) તેને જ્ઞાનનો ખ્યાલ આવતો નથી. પડતી નથી.’ આ...હા..હા..! ઝીણી વાત છે, ભગવાન !
ખબર
9
----
..
xx
અમે તો ઘણું બધું જોયું છે. બાપુ ! અહીં તો ૪૦-૪૦ હજા૨ (માણસોની) સભામાં વ્યાખ્યાન દીધાં છે ! ચાલીસ-ચાલીસ હજાર !! ભોપાલમાં ગયાં હતાં ને ! ભોપાલમાં પંચ કલ્યાણક હતાં. સભામાં ચાલીસ હજાર માણસ ! પણ અમારી તો આ વાત છે. ગોઠે ન ગોઠે, સંસારી સ્વતંત્ર છે. બીજું તો અમારી પાસે છે નહિ. સત્ય તો આ છે. એને સમજ્યું જગતને છૂટકો છે, બાપુ ! તે વિના જન્મ-મરણનાં ધાણા પિલાઈ ગયાં છે, બાપા ! ઘાણમાં જેમ તલ પિલાય...! પ્રભુ ! તને ખબર પડી નથી. તું ચાર ગતિના દુઃખમાં પિલાઈ ગયો છો અને પિલાવાનાં પરિણામ તને સહજ થઈ ગયાં છે. અશુભ ભાવ સહજ થઈ ગયો છે. એમ શુભ ભાવ પણ કર્યો તો એનું ફળ સ્વર્ગ છે. પણ પ્રવચનસાર(માં) કહે છે કે, સ્વર્ગના સુખને જે સુખ માને અને ન્રકના દુઃખને દુ:ખ માને તે મૂઢ છે. કારણકે સ્વર્ગમાં જે સુખની કલ્પના છે તે અશુભ ભાવ છે. અશુભ ભાવ છે ! એ પાપ છે. આહા..હા..! આ પૈસામાં પણ સુખ માનવાની કલ્પના તે પાપ છે. એને એ માને છે. કે, મને ઠીક થાય છે. દેવલોકનાં સુખ તે પણ દુઃખ છે. આહા..હા...! શેઠાઈના સુખ તો દુ:ખ જ છે પણ દેવલોકના સુખને (પણ દુ:ખ કહ્યું છે). ભગવાન કુંદકુંદઆચાર્યએ પ્રવચનસારમાં કહ્યું છે કે જેના ફળ દુઃખ છે, (એટલે કે) શુભનું ફળ સ્વર્ગ પણ દુઃખ છે તો પુણ્યના ફળ ને પાપના ફળમાં તને ફેર કેમ લાગે છે ? સમજાણું કાંઈ આમાં ? શું કહ્યું એ ?
પુણ્યના ફળમાં શેઠાઈને સ્વર્ગ મળે એ તને ઠીક લાગે છે અને પાપના ફળમાં તને નરક ને તિર્યંચ મળવું એ અઠીક લાગે છે ... તને કેમ આવું
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૨૯
વચનામૃત રહસ્ય થયું ? કેમકે બન્ને દુઃખરૂપ છે. સ્વર્ગના સુખ પણ દુઃખરૂપ દશા છે. નરકની દશા એ દુઃખરૂપ દશા છે. એ પુણ્યનું ફળ સ્વર્ગ અને પાપનું ફળ નરક - એવા બે ના દુ:ખમાં તને આંતરા પડે છે કેમ ? આ..હા..હા..! એને ત્યાં પ્રવચનસારમાં મિથ્યાષ્ટિ કીધો છે. પુણ્ય અને પાપમાં, એમાં - પુણ્ય ઠીક અને પાપ અઠીક એવો આંતરો પાડશે તે મિથ્યાષ્ટિ યોર સંસારમાં રખડશે. નરક ને નિગોદ ને એકેન્દ્રિયમાં જશે. હા..હા..! આકરું બહુ ! આકરું નથી પણ એને એ તરફ વલણ જ નથી. જેના તરફ વલણ છે એ એને સહજ થઈ ગયું છે અને આ બાજુ વલણ નથી એટલે એને કઠણ થઈ ગયું છે.
અહીં કહે છે કે, “ઉપયોગને સૂક્ષ્મ કરીને.. આહા..હા..! જાણવા-દેખવાનો જે ઉપયોગ છે પ્રભુ! એ શુભ - અશુભ ભાવમાંથી ખસીને શુભ-અશુભ ભાવ એ છૂળ ઉપયોગ છે, દુઃખનો ઉપયોગ છે, શુભ ને અશુભ પરિણામ
એ દુઃખનો વેપાર છે. આ..હા..હા..હા..! અંદરમાં હોં...! ઉપયોગને સૂક્ષ્મ કરીને | માટે શુભ-અશુભ ભાવમાંથી ખસી જઈ (ઉપયોગને) સૂક્ષ્મ અને જરી ઝીણો રે કરી, સૂક્ષ્મ અને પાતળો કરી, આત્મા તરફ જા ! શૂળ ઉપયોગ એ બહાર તરફ જાય છે. પણ સૂક્ષ્મ ઉપયોગ કર તો અંતરમાં જશે. ઝીણી વાત છે. છે (અંદર) ઉપયોગને સૂક્ષ્મ કરીને આ એની કળા ! આ..હા..હા...!
જાણવા-દેખવાનો જે વેપાર છે એ શુભ-અશુભમાં છે, એ તો તને સહજ થઈ ગયું છે, પણ એ ઉપયોગ તો દુ:ખરૂપ છે. અને એના ફળ પણ દુઃખ છે). સંસાર દુઃખ છે. ચાર ગતિ દુઃખરૂપ છે. સ્વર્ગ પણ દુઃખરૂપ છે. માટે ઉપયોગને શુભ-અશુભ ભાવથી જરી હઠાવી સૂક્ષ્મ કર ! આહા..હા..! હવે આ કરવું...!
(ઉપયોગને સૂક્ષ્મ કરીને) .....સહજ સ્વભાવ પકડવો જોઈએ.' છે ? આહા...હા...! ભૂષા સાદી છે પણ ભાવ ઊંચો છે ! જે જ્ઞાનના ઉપયોગથી - આત્મા પકડાય તે ઉપયોગને સૂક્ષ્મ કહેવામાં આવે છે. જે ઉપયોગમાં શુભ ને અશુભ ભાવે પકડાય તેને સ્થળ ઉપયોગ ને જાડો ઉપયોગ ને જૂડ કહેવામાં આવે છે. શુભ - અશુભ ભાવ જડ છે. ચૈતન્યની શક્તિનો એનામાં અભાવ છે. શુભ ને અશુભ ભાવમાં ચૈતન્ય શક્તિનો અભાવ છે. એથી શુભ-અશુભ ભાવ તે અજીવ ને જડ છે. આ..હા..હા..! ઝીણી વાત છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૦
--
-
=
-
-
-
વિચનામૃત-૩૫] સમયસાર ૭૨ ગાથામાં કહ્યું છે કે, શુભ કે અશુભ ભાવ બન્ને અશુચિ - મેલ છે. શુભ ને અશુભ ભાવ બન્ને અશુચિ ને મેલ છે. અંદર પ્રભુ - આત્મા નિર્મળ છે. એ મેલથી ભિન્ન છે. બીજો બોલ. શુભ ને અશુભ ભાવ જડ છે. પહેલો બોલ મળ છે - મેલ છે (એમ) કીધું. બીજો બોલ - શુભ ને અશુભ ભાવ તે અજીવ - જુડ છે. કેમકે એમાં ચૈતન્યના પ્રકાશનો અંશ નથી. રાગ છે તે અંધારું છે. શુભ ને અશુભ રાગ આહા..હા..! એ અંધારું છે. એથી એને ભગવાને જડ કીધાં છે. આ..હા..હા...! ભગવાન આત્મા ! જ્ઞાનસ્વરૂપે હોવાથી ચેતન્ય છે. એ જડથી જુદો છે. ઓલા મેલથી જુદો છે તેમ જડથી જુદો છે. આહા..હા...! અને પુણ્ય-પાપના ભાવ એ દુ:ખ છે. એ દુઃખનું કારણ આત્મા નથી. એ દુ:ખ આત્માનું કાર્ય નથી. એ અજ્ઞાનનું કાર્ય છે. આહા..હા...! એ ત્રણ બોલ છે. ૭ર ગાથામાં તો “ભગવાન” તરીકે બોલાવ્યો
-
-
=
આચાર્ય મહારાજે સભામાં હે ભગવાન ! તારા પુણ્ય-પાપના મેલ તો અજીવ છેદુઃખ છે, મેલ છે. પ્રભુ ! તું અંદર નિર્મળ છો ! જીવ છો ! આનંદ છો ! એમ ભગવાન' કહીને ત્રણ વાર બોલાવ્યો છે. આચાર્યએ ! મહા નિગ્રંથ મુનિએ ! દિગંબર સંત ! આત્માના અનુભવી અલ્પ કાળમાં કેવળ લઈને મોક્ષ જનારા ! એણે ભગવાન આત્મા’ કહીને બોલાવ્યા છે. સમયસામાં ૭ર ગાથા છે. આહા..! નિર્મળાનંદ પ્રભુ છે. એ શુભ કે અશુભ ભાવ તો મલિન, અશુચિ, મેલ છે અને શુભ કે અશુભ ભાવ જુડ છે. કેમકે શુભ-અશુભ ભાવ રાગ છે એ કાંઈ જાણતું નથી. રાગ પોતાને જાણતો નથી, રાગ જોડે ચૈતન્ય પ્રભુ છે એને જાણતો નથી. માટે રાગ જડ છે. ભગવાન પોતાને જાણે છે અને રાગ જુદી ચીજ છે એમ જાણે છે. એ ચૈતન્ય પ્રભુ ભગવાન છે. આહા..હા...!
૭ર ગાથા છે એમાં ? છે. એમાં ? હા, હશે. તમે આમાં છપાવી) હશે. જુઓ ! ત્યાં છે, ૭૨ (ગાથામાં) છે. “ભગવાન આત્મા’ છે ? પહેલા (રાગને અશુચિ કહીને પછી ભગવાન' (કહ્યો છે. જુઓ ! એમાં છે, એ ૭૨ ગાથા છે. અહીં તમારા તરફથી છપાણી છે. છપાણી પણ, છપાણી ત્યાં ને ત્યાં રહી ગઈ છે. ‘ભગવાન આત્મા’ એમ કહીને બોલાવ્યો છે. એમાં જુઓ ! છે ? શુભ – અશુભ ભાવ મેલ છે - ભગવાન નિર્મળ છે. શુભ - અશુભ
ભગવાન નિમલ
એમાં જુઓ,
Page #146
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૧૩૧ ભાવ જડ છે - પ્રભુ ચૈતન્ય છે. શુભ અશુભ ભાવ દુઃખ છે - પ્રભુ આનંદ છે. (એમ) ત્રણ બોલ લીધાં છે. ભગવાન તરીકે આત્માને બોલાવ્યો છે !! વાણિયો છો, તું ગરીબ છો, તું તવંગર છો, તે શેઠિયા છો - એમ બોલાવ્યો નથી. આહા..હા..હા..! (પણ) “ભગવાન” તરીકે બોલાવ્યો છે.
ભગવાન ! તારામાં તો નિર્મળતા ભરી છે કે પ્રભુ ! એ પુણ્ય-પાપના મેલમાં અડીને - રહીને દુઃખી કેમ થાય છે તું ? તારામાં તો આનંદ ભર્યો છે ને ! પ્રભુ ! તું ચૈતન્ય જાત છે ને ! આહા..! એ પુણ્ય-પાપ જડ છે. એમાં કેમ રોકાઈ ગયો તું ? જે અચેતન છે, જેમાં ચૈતન્યની ગંધ નથી, શુભ ને અશુભ ભાવ, દયા, દાન, વ્રત ભાવ એ શુભ છે, જડુ છે, એમાં ચૈતન્ય પ્રકાશના નૂરનો અભાવ છે. માટે તે જડ છે. એનાથી ભિન્ન ભગવાન આત્મા તે ચૈતન્ય છે. એમ ત્રણવાર આવ્યું છે. જુઓ ! છે ? લાવો...! અહીં તમારે છપાયું છે.
જુઓ ! શેવાળની માફક . પાણીમાં જેમ શેવાળ હોય (એમ) શેવાળની માફક આસવો મેલપણે અનુભવાતાં હોવાથી. પાણીમાં શેવાળ હોય છે ને શેવાળ ? (એ) મેલ છે. એમ આત્મામાં પુણ્ય-પાપાના) ભાવ થાય છે, એ શેવાળ છે, મેલ છે, અશુચિ છે. અનુભવતાં અશુચિ છે. અને ભગવાન આત્મા ! જુઓ ! એ તમારા ચોપાનિયાં છપાણી એમાં ૧૬મે પાને (છે). આહા...! ભગવાન આત્મા તો અતિ નિર્મળ ચૈતન્ય સ્વભાવપણે જ્ઞાયક હોવાથી એ તો શુદ્ધ અત્યંત શુદ્ધ છે. આ હા હા ! એવી સહજ દૃષ્ટિ પ્રભુ ! તને અનંતકાળમાં થઈ નથી. અને કરવાનું હોય તો આ છે. બાકી બધા થોથા છે). આહા..હા..!
એ અબજોપતિ હોય ને અબજો શું મોટા... એના પછી આવે છે ખર, નિખર... અમારા ભણતર વખતે આવતું હતું. અબજ પછી ખર, નિખર (આવે). સો અબજનું ખર (થાય). સો ખરનું નિખર (થાય. (એવું ઘણું બધું. અમારા ભણતર વખતે આવતું. એવા લાખ ને કરોડ તારા અબજ હોય તો એ) ધૂળે છે. એ તો ધૂળ છે પણ તારા પુણ્ય ને પાપ પણ મેલ ને ધૂળ છે. આહ........!
ભગવાન આત્મા તો સદા અતિ નિર્મળાનંદ છે. આ ૭૨ (ગાથામાં) છપાયું છે. એમાં ત્રણ વાર (વે) છે.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૨
[વચનામૃત-૩૬] બીજી રીતે કહે છે, ભગવાન આત્મા તો પોતાનો સદાય વિજ્ઞાનધન સ્વભાવ હોવાથી જ્ઞાતા છે. ભગવાન આત્મા તો સદાય નિરાકુળતા - સ્વભાવને લીધે કોઈનું કાર્ય તેમ જ કોઈનું કારણ નથી. આત્મા કોઈનું કાર્ય નથી. આત્મા કોઈનું કારણ નથી. જગતના કામમાં આત્માનું કારણ નથી. તેમ આત્મા જગતના કોઈ કારણથી થાય, એમ નથી. આત્મા પરના કારણ અને પરના કાર્ય વિનાનો છે. એને અહીંયા ભગવાન આત્મા કહેવામાં આવે છે એવું લાંબુ લખાણ છે. અહીંયા તો તમારે છપાયું છે.
અહીં એમ કહે છે, “ઉપયોગને સૂક્ષ્મ કરીને સહજ સ્વભાવ પકડવો જોઈએ. આહા...હા...! ૩૫ (થયો).
0
C
જે પ્રથમ ઉપયોગનો પલટો કરવા માગે છે પણ અંતરગ રુચિને પલટાવતો નથી, તેને માર્ગનો ખ્યાલ નથી. પ્રથમ રુચિનો પલટો કરે તો ઉપયોગનો પલટો સહજ થઈ જશે. માર્ગની યથાર્થ વિધિનો આ ક્રમ છે.” ૩૬.
0
0
|
(૩૬મો બોલ) જે પ્રથમ ઉપયોગનો પલટો કરવા માગે છે પણ અંતરંગ રુચિને પલટાવતો નથી,... (અર્થાતુ) જાણવા - દેખવાના ઉપયોગને અંદર લઈ જવા માગે છે પણ રુચિ ફેરવતો નથી તો અંદર નહિ જઈ શકે. આ..હા.. હા...! ઝીણી વાત છે, ભાઈ ! પ્રભુ ! આ બહારના ઠાઠ-માઠ તો બધાં ધૂળ - મસાણ (છે). આહા. હા..! - નાની ઉમરના જ્યારે બાળક હતાં ત્યારે દસ-બાર વર્ષની ઉમર (હતી). તે વખતે તો શરીર તો બહુ રૂપાળું હતું. આ તો નેવું વર્ષ) અત્યારે થયાં. એટલે બહાર મસાણ (સ્મશાન) તરફ જોવા જઈએ તો ના પાડે ત્યાં જશો
-
-
-
Page #148
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૧૩૩
નહિ. (અમે પૂછીએ) શું છે ? (તો કહે) ત્યાં ભૂતડાં છે. ઓલા હાડકાં પડ્યાં હોય ને એની ફાસ-ફૂસ નીકળે ને ! શું કહેવાય એ ? (ફોસ્ફરસ) હાડકાં પડ્યાં હોય ને એમાંથી ચકમક - ચકમક નીકળે. એટલે બાળકને એમ કહે એ ભૂતડાં છે ! તને ખાઈ જશે, ત્યાં ન જાઈશ ! આ તો બાળકની ઉમરની વાત છે. એમ આ બધાં મસાણના ભૂતડાં છે ! જો એમાં પકડાણો તો મરી જઈશ !! અંદર ચૈતન્ય સ્વરૂપને પકડ તો તને આનંદ ને શાંતિ મળશે !! વગેરે કહેવાશે....
જ્ઞાયકસ્વભાવનું જ્યાં અંતરમાં ભાન થયું, જાણનારો જાગીને ઊઠ્યો કે હું તો એક જ્ઞાયકસ્વરૂપ છું–એમ જ્યાં અનુભવમાં આવ્યું ત્યાં જ્ઞાનધારાને કોઈ રોકી શકતું નથી. ગમે તેવો રોગ આવે પણ એ તો શરીરમાં છે. એ ચાં આત્મામાં છે ? રોગ છે તેને આત્માએ જાણ્યો છે પણ એમાં ભળીને આત્માએ જાણ્યું નથી, (પરમાગમસાર-૩૮૭)
Page #149
--------------------------------------------------------------------------
________________
પ્રવચન-૮, વચનામૃત-૩૬ થી ૩૯
ન
= નામ.
વાત છે ભગવટાવતો નથી અને ઉપયોગને પલટાવટાવા માગે છે ?
વચનામૃત ૩૬મો બોલ (ચાલે છે). સાદી ભાષા છે પણ અંદર ઊંડાણમાં રહસ્ય છે. જે પ્રથમ ઉપયોગનો પલટો કરવા માગે છે..... શું કહે છે ? જે જાણવા-દેખવાનો આ વેપાર છે (એટલે કે) ઉપયોગ એ જે પર તરફ છે, એને પ્રથમ અંતરમાં વાળવા માગે છે. આહા..હા...! “....પણ અંતરંગ રુચિને પલટાવતો નથી... શું કહે છે ? (કે) ઉપયોગને પલટાવવા માગે છે કે પર તરફથી ખસીને અંદરમાં આવું પણ રૂચિને પલટાવતો નથી. રૂચિ એટલે આત્મા આનંદ સ્વરૂપ છે, જ્ઞાયકસ્વરૂપ છે. એની તરફની રુચિ કરતો નથી અને ઉપયોગને પલટાવવા માગે છે. (તો). તે ઉપયોગ નહિ પલટે, ઝીણી વાત છે, ભગવાન ! આહા..હા...! - રુચિને પલટાવતો નથી એટલે) અંતર આનંદસ્વરૂપ ભગવાન એનું પોષાણ ને રુચિ કરતો નથી અને ઉપયોગને પલટાવવા માગે છે, એટલે જાણપણાના ભાવને પરથી (ફેરવી), સ્વમાં લાવવા : પલટાવા માગે છે પણ રુચિ કર્યા વિના તે પલટશે નહિ. રૂચિ અનુયાયી વીર્ય અંતર આનંદ સ્વરૂપ, જ્ઞાયક સ્વરૂપ એની એને રુચિને પોષાણ થાય તો ઉપયોગ અંદર જાય. પરમાંથી (ખસીને) સ્વમાં જાય પણ રુચિ જ પલટે નહિ તો એનો ઉપયોગ પલટી શકશે નહિ. ઝીણી વાત છે. આહા...હા..! આમાં બહારનું શું કરવું ને ? ક્યાં જવું આખો દિ આ ધંધા-પાણી ને વેપાર... આહા..હા...!
(કોઈ) કહેતા કે આખો દિ’ આ પાપમાં પડ્યા છીએ. આ તો બીજી જાત છે, ભગવાન ! અહીં તો જેને જન્મ-મરણનો અંત લાવવો હોય તેના માટે વાત છે, કારણ કે આ દેહ છૂટ્યા પછી જાવું તો છે ક્યાંક. દેહ છૂટે પણ આત્મા છૂટી જશે ? આત્મા તો નિત્ય છે. તો જશે ક્યાં ? દેહ છૂટ્યા પછી આત્મા નિત્ય છે. એ જશે ક્યાં ? એનો વિચાર આવ્યો છે ? કે આ દેહ છૂટ્યા પછી હું ક્યાં જઈશ ? ક્યાં અવતરીશ. ? ક્યાં મારી દશા થશે ? એ વિચાર આવે તો પર તરફનો ઉપયોગ છે તેને સ્વ તરફ
Page #150
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૧૩પ વાળવા મથે પણ રુચિ પલટે નહિ તો સ્વમાં ઉપયોગ જઈ શકે નહિ. આહા..હા..હા..! છે ?
.તેને માર્ગનો ખ્યાલ નથી.” આહા..હા...! અંતર આનંદ સ્વરૂપ ભગવાન એ તરફની રૂચિ નથી. તો જાણવા. દેખવાના ઉપયોગને પલટાવી શકતો નથી. એ બહારમાં જ પલટા માર્યા કરશે. રાગ ને દ્વેષ ને વિકલ્પ ને સંકલ્પવિકલ્પ, રતિ ને અરતિ ને શોક ને દુઃખમાં જ પલટા માર્યા કરશે). ઝીણી વાત છે પ્રભુ ! પ્રથમ રુચિનો પલટો કરે તો ઉપયોગનો પલટો સહજ થઈ જશે.” . - રુચિ અંદર થવી જોઈએ. બહારનો જે રસ લાગી ગયો છે. આખો દિ' તેના જ રસના વિકલ્પ આવ્યાં કરે છે, આહા..હા...! આત્મા અંદર જ્ઞાયક સત્તાસ્વરૂપ વસ્તુ છે એની રૂચિ જાગે તો ઉપયોગ પલટી શકે, તો જાણવાનો ઉપયોગ સ્વ તરફ ઢળે. આહા..હા..! તે પ્રથમ રુચિનો પલટો કરે તો ઉપયોગનો પલટો સહજ થઈ જશે. આત્મા - રુચશે (એટલે કે જો આનંદ અને જ્ઞાન (રુચશે) તો એનો વર્તમાન વેપાર " પર તરફ ઢળ્યો છે, એ સ્વ તરફ ઢળ્યા વિના રહેશે નહિ. આહા..હા..હા..! કે આવી વાત છે ! શું કરવું ? આ બહારનું કંઈક કરવું કે એમાંથી કોઈક
થાય એવું છે ? બહારની તો ધમાધમ હાલે છે, બાપુ ! અંદરમાં ઉપયોગનો પેલટો મારવો એ કરવાનું છે. પણ એ ઉપયોગનો પલટો ક્યારે થાય ? એને અતર સ્વભાવનું માહોભ્ય આવે કે હું એક આનંદ ને સહજાનંદ અનંત ગુણનો પિડે છે. એ મારી સત્તા ને એ મારું સત્ ને એ મારું સત્ત્વ છે. આત્મા સત્ છે અને અનંત ગુણ તેનું સત્ત્વ છે. સત્ નું સત્ત્વ એ છે.
આમ તો પર્યાયને પણ સત્ત્વ કહ્યું હતું. આવ્યું હતું ? છઠ્ઠી ગાથાના ભાવાર્થમાં આવ્યું હતું. પણ એ એક સમયની પર્યાયનું સત્ છે અને વસ્તુ છે એ ત્રિકાળી સત્ છે. સતુનું ત્રિકાળી સત્ત્વ એટલે ગુણ છે. એ જ્ઞાન ને આનંદ જે સનું સત્ત્વ છે, એની જો રુચિ થાય તો તે ઉપયોગી પલટી શકે. ઉપયોગનો પલટો સહજ થઈ જશે.
માર્ગની યથાર્થ વિધિનો આ ક્રમ છે. આહા..હા..! માર્ગની વિધિનો યથાર્થ ક્રમ આ છે. એ વિના બીજું કરવાં જશે તો થશે નહિ. આહા..હા..! આકરું કામ બહુ !
-
----
ન
-
-
ર
--
*
--
----
--
-
*
R
જ
જ
Page #151
--------------------------------------------------------------------------
________________
- -
-
૧૩૬
- [વચનામૃત-૩૬] અનંતકાળ થયા જન્મ-મરણ કરતાં-કરતાં) આહા..હા...! ત્રસની સ્થિતિમાં બે હજાર સાગર રહે, શું કહ્યું ? બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચોઇન્દ્રિય પંચેન્દ્રિય - આ ત્રસ છે. મનુષ્ય નારકી, દેવ, તિર્યંચ - પશુ, એ ત્રસમાં બે હજાર સાગર જ રહે. એ બે હજાર સાગરમાં (મળેલાં) મનુષ્યપણામાં જો કાંઈ ન કર્યું (તો) નિગોદમાં જશે. સમજાય છે કાંઈ ?
પરમાત્મા જિનેશ્વરદેવ ત્રિલોકનાથે કેવળજ્ઞાનમાં જોઈને કહ્યું - પ્રભુ ! તું એકેન્દ્રિયમાંથી નીકળીને માંડ ત્રસમાં આવ્યો અને એ ત્રસની અંદરમાં બે ઇન્દ્રિય થી પંચેન્દ્રિયના ભવ ઝાઝાં હોય તો બે હજાર સાગર કરીશ, પણ પછી તો નિગોદમાં જઈશ. જો આ મનુષ્યનું કર્તવ્ય (એટલે કે) આત્માનો અનુભવ ન કર્યો, આત્માની પ્રતીતિ, વિશ્વાસ ને અનુભવ ન ર્યો તો તે પરિભ્રમણમાં નિગોદમાં જશે. આ...હા..હા...! કેમકે દેહ નાશ થશે પણ આત્માનો કાંઈ નાશ થાય એવો નથી. તો (આ) દેહ (છૂટી ગયા પછી જશે ક્યાં ?-જેને જેની રુચિ તેનામાં તેનો જન્મ થાશે. આહા..હા..હા..! આકરી વાત છે. જગતમાં (જીર્વો) આ બહારમાં મજામાં ને બહારના મોહમાં મૂંઝાઈ
ગ્યાં. અંતર વસ્તુ રહી ગઈ. સાધુ થયો હોય તો પણ અંતર (વસ્તુ) રહી ગઈ ! અંતરનાં માહાસ્ય જે જોઈએ તે માહામ્સ આવ્યાં નહિ. આહા..હા..!
એ (અહીં કહે છે, “માર્ગની યથાર્થ વિધિનો આ ક્રમ છે.” ઉપયોગ એટલે જાણવા દેખવાનો જે ભાવ છે તે અનાદિથી પર તરફ વળેલો છે. એને સ્વ તરફ વાળવો હોય તો ચૈતન્ય સ્વરૂપ શું છે ? તેની તેને રુચિ હોવી જોઈએ અને રૂચિ હોય તો તે ઉપયોગનો પલટો થાય. ભાષા સમજાય છે કે નહિ ? ભાષા તો બધી સાદી દેશી (ભાષા) છે. ભલે ગુજરાતી (છે) પણ ભાષા તો સાદી છે. આહા..હા...! જ ઉપયોગને અંદર પલટાવવો હોય તો (પહેલા) રુચિને પલટાવ. બધેથી રુચિ ઉઠાવી દે ! અને અંતરમાં આનંદ સ્વરૂપ ભગવાન છે) તેની રુચિ કર તો પર તરફનો ઉપયોગ અંદરમાં વળશે. આ માર્ગનો ક્રમ છે. આથી બીજો ક્રમ કરવા જાય તો એ વસ્તુ મળશે નહિ. આહા..! એ ૩૬મો બોલ થયો.
Page #152
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૧૩૭
\ “હું અબદ્ધ છું. જ્ઞાયક છું એ વિકલ્પો પણ દુઃખરૂપ લાગે છે, શાંતિ મળતી નથી, વિકલ્પ માત્રમાં દુઃખ-દુઃખ ભાસે છે, ત્યારે અપૂર્વ પુરુષાર્થ ઉપાડતાં, વસ્તુસ્વભાવમાં લીન થતાં, આત્માર્થી જીવને બધા વિકલ્પો છૂટી જાય છે અને આનંદનું વેદન થાય છે.” ૩.
L
૩૭મો (બોલ). હું અબદ્ધ છું, ‘જ્ઞાયક છું એ વિકલ્પો પણ હું દુઃખરૂપ લાગે છે..... આહા...હા...! સમયસારમાં ૧૪૨ (ગાથામાં કહ્યું ને ? કે જેને વ્યવહારનો - (એટલે કે, પર્યાયનો, રાગનો પક્ષ છે તેનો તો અમે નિષેધ કરતાં આવ્યાં છીએ. પણ નિશ્ચય સ્વરૂપ જે આત્મા જ્ઞાયક અને અબદ્ધ સ્વરૂપ છે. તેની અમે વાત કરીએ છીએ, પણ એના પક્ષમાં - વિકલ્પમાં જો ઊભો રહેશે તો એને પણ વસ્તુની પ્રાપ્તિ નહિ થાય, વ્યવહારનો તો અમે નિષેધ કરતાં આવ્યાં જ છીએ. ત્યાં ૧૪૨ (ગાથા)માં (આમ કહ્યું છે) પર્યાય ને રાગનો તો નિષેધ કરતાં આવ્યા છીએ. (કારણ કે એ દૃષ્ટિ કરવા લાયક નથી. પણ ત્રિકાળી જ્ઞાયકમાં દૃષ્ટિ કરતાં ‘હું અબદ્ધ ને જ્ઞાયક છું એવો જે વિકલ્પ નામ રાગ ઊઠે, તેથી શું ? શું સંસ્કૃત છે ? “તત્ વિમ્ - સંસ્કૃતમાં એમ છે. તત્ વિરુ - તેથી શું ? બાપુ! આ..હા ..! સવારમાં (સમયસારની) ૧૪મી ગાથામાં “અબદ્ધ’ આવ્યું ને ? એ એબદ્ધ છું, જ્ઞાયક છું એવો જે વિકલ્પ - રાગ છે, તેથી શું પ્રભુ ? એ અંદરમાં આવ્યો નથી. એ તો બહારમાં ને બહારમાં ભમ્યા કરે છે. આહા..હા..! જ કામ બહુ આકરું લાગે...! એમાં પરદેશમાં રળવામાં મૂંઝાઈ ગયા હોય, આહા... પ-૨૫ લાખની પેદાશ થાય..... થઈ રહ્યું.....! જાણે.... ઓહો..હો....! હું વધી ગયો ! રખડવામાં.... (વધ્યો છે. એક શબ્દ એવો કહ્યો હતો કે
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૮
[વચનામૃત-૩૭] પૈસો છે તે પુણ્યથી મળે છે. પુણ્ય વિના પ્રયત્નથી મળતો નથી. એટલાં એવા માણસ જોયા છે..... અહીં તો લાખોનો પરિચય છે. મુંબઈ, કલકત્તા, દિલ્લી બધે ઠેકાણે વ્યાખ્યાન આપ્યાં છે. મોટા મોટા શહેરોમાં બધે ઠેકાણે ગયાં છીએ. ભોપાલમાં ૪૦-૪૦ હજાર માણસની અંદર વ્યાખ્યાન આપ્યું છે. એ બહારની વાતમાં રોકાતાં અંદર આત્મા વસ્તુ શું છે ? એનો વિચાર કરવાનો અવસર જ મળતો નથી. અમને ઝીણું લાગે છે.... અમને ઝીણું લાગે છે.... અમને સૂક્ષ્મ લાગે છે. આહા..! એમ કરીને બહારમાં ને બહારમાં એનો ઉપયોગ રહ્યાં કરે છે. પણ અંદરમાં જવા માટે ઉપયોગ નવરો થતો નથી). આ બહારનાં સભા દેખીને મોહી ગયો છે, મૂંઝાઈ ગયો છે, ગુલાંટ ખાતો નથી. જે અહીં તો કહે છે હું અબદ્ધ છું, “જ્ઞાયક છું એ વિકલ્પો પણ દુઃખરૂપ લાગે છે.... આહા..હા..! વ્યવહાર ભલે તે લક્ષમાંથી છોડ્યો અને વ્યવહાર છોડાવતાં આવ્યાં છીએ, પણ નિશ્ચયમાં અબદ્ધ ને જ્ઞાયક સ્વરૂપ છે, તેનો પણ જો વિકલ્પ ને રાગ રહેશે (તો) તેથી શું ? તેથી તને આત્માની પ્રાપ્તિ શું થશે ? તેથી આત્મા ભવિષ્યમાં નરક ને નિગોદમાંથી નહિ નીકળી શકે. આહા..હા...! એ વિકલ્પને તોડી અંદર જા). અબદ્ધ ને જ્ઞાયક છું એવા) વિકલ્પમાં રહે તો ‘શાંતિ મળતી નથી. આહા..હા...! કહો ! જ્ઞાયક ને અબદ્ધનો વિકલ્પ પણ નુકસાનકારક છે !!
આ કહ્યું હતું ને ? ૧૪ પ્રકારનો અંતર પરિગ્રહ છે, ૧૦ પ્રકારનો બાહ્ય પરિગ્રહ છે. શાસ્ત્રમાં ૨૪ પ્રકારનો પરિગ્રહ વર્ણવ્યો છે. સમજાય છે કાંઈ ? આ વિકલ્પથી માંડીને પૈસો, મકાન, સ્ત્રી, કુટુંબ આદિ (મળવાં) એ પુણ્યનાં ફળ છે, પણ છે પાપ ! આહા..! સિદ્ધાંતમાં લેખ છે કે ૨૪ પરિગ્રહમાં લક્ષ્મી, સોનું, રૂપું, મણિરત્ન (આવે છે). એવા ઘણાં દસ-દસ કરોડવાળા માણસો (જોયા) છે. પણ અહીંયા) કહે છે કે અમે એને પરિગ્રહમાં કહીએ છીએ ને તેને અમે પાપ કહીએ છીએ. આહા..હા...હા...! " - જ્ઞાયક ને અબદ્ધ એવો વિકલ્પ પણ દુઃખરૂપ છે. પણ આ પૈસા આદિ મળ્યાં - કરોડ, બે કરોડ ને અબજ ધૂળ મળી એ પૈસાને ભગવાને ગોમ્મદસારમાં ૧૦ પ્રકારનાં બાહ્ય પરિગ્રહમાં ગણ્યો છે. તો પૈસા આદિ છે તેને પાપ કહ્યું છે અને પાપના સ્વામીને પાપી કહ્યાં છે. ! અર૨૨...! આ આકરું લાગે !
Page #154
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૧૩૯ વીતરાગ સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ ૨૪ પ્રકારનો પરિગ્રહ કહે છે. હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગ ને પરિગ્રહ. એમાં પરિગ્રહના ૨૪ પ્રકાર કહે છે. એમાં ૧૪ (પ્રકારનો પરિગ્રહ) તો અંતરમાં છે. મિથ્યાત્વ, રાગ, દ્વેષ, હાસ્ય, રતિ આદિ અંતર પરિગ્રહ (છે). અને બાહ્ય (પરિગ્રહ) લક્ષ્મી, મકાન, આબરૂ, કીર્તિ આદિ બહાર છે . (બાહ્ય પરિગ્રહ છે). એ બધું પુણ્યનું ફળ ખરું. પણ એ છે પોતે પાપ ! અરરર...! આવું આકરું લાગે !
એ પાપનો સ્વામી થાય (અર્થાતુ) એ પાપ મારાં છે, પૈસા મારાં છે - એમ ધણી થાય એને ત્રણલોકના નાથનો પોકાર છે કે તે પાપી પ્રાણી છે. ઠીક લાગે ન લાગે, જગતને ઠીક લાગે ન લાગે એ માટે કાંઈ પરમાત્મા, બંધાયેલા નથી !! પરમાત્માની વાણીમાં તો સત્યનો પ્રચાર (આવ્યો છે). સત્ શું છે - એ આવે છે. આહા..હા..! દુનિયા એને પુણ્યશાળી કહે. વીતરાગ કહે કે એ પરિગ્રહ છે પરિગ્રહ છે. તે પાપ છે ને પાપનો સ્વામી થાય તે પાપી છે.
એક મુમુક્ષુ : તો પછી સંસારમાં આના વગર કરવું શું અમારે ? પૂજ્ય ગુરુદેવશ્રી : એ મારાં નથી, એમ ભગવાન ! એમ માનવું. એમ અંદર રુચિ ફેરવી નાખવી. એ બાહ્ય ચીજ (છે) - પર છે. મારી ચીજ પર છે એ ચીજ પર છે. એ પર (ચીજો મારી છે નહિ. પર ને પરમાત્માએ પાપ કહ્યું છે. એ પાપ મારું નહિ. હું તો આત્મા જ્ઞાનસ્વરૂપ છું. એમ એણે રૂચિ પલટાવી દેવી પ્રભુ ! આહા..હા..!
આહા..હા...! એ શું છે પણ બાપુ ? કરોડપતિ ? નિર્જરા અધિકારમાં લીધું છે. સમયસારમાં નિર્જરા અધિકારમાં એ અધિકાર લીધો છે કે, જે કોઈ પ્રાણી ‘એ અજીવ છે એ મારા છે' એમ માને તો એ જીવે, અજીવ છે - જીવ નથી. આકરી વાત છે, બાપુ ! આ તો જગતથી જુદી વાત છે. નિર્જરા અધિકારમાં આવે છે. હું અજીવ થાઉં (આવે છે ? શ્લોક છે. કે જો રાગ અને લક્ષ્મી મારાં થાય ને મારાં માનું તો હું અજીવ થઈ જાઉં! આ..હા..હા..હા..! આકરી વાત છે ! પૈસાવાળાને પાપી માનવા !
મુમુક્ષુ : આવું સાંભળીને અંતરમાં ખળભળાટ થાય છે. પૂજ્ય ગુરુદેવશ્રી : ખળભળાટ થાય છે ! વાત સાચી, ભગવાન ! અંદર ખળભળાટ થઈ જાય છે. એમ કહે છે) !
Page #155
--------------------------------------------------------------------------
________________
મ
લ
ક
---
-
-
-
-
૧૪)
વિચનામૃત-૩૭] ત્રણલોકના નાથનો પોકાર છે. જિનેન્દ્રદેવનો ઇન્દ્ર ને નરેન્દ્રની વચ્ચે, ચક્રવર્તી ને બળદેવની વચ્ચેનો પરમાત્માનો પોકાર છે કે તારા આત્મા સિવાય પર પદાર્થ જે અજીવ છે “એ અજીવ છે એ મારાં છે', એમ માનીશ તો તું અજીવ છો જીવ નથી ! ભેંસનો....! ભેંસનો ધણી પાડો હોય. ભેંસનો ધણી પાડો હોય. એમ અજીવનો સ્વામી અજીવ હોય. અજીવ મારાં છે એમ માને તો તું અજીવ - જડ છો, (એમ) કહે છે અને માન કે ન માન પણ એ વસ્તુ (તારી નથી). તારી દૃષ્ટિ પર (ઉપર) છે. આહા..હા..! વીતરાગ ને ક્યાં પડી છે જગતની કે આ જગતને ઠીક લાગે કે ન લાગે ! મુનિઓને ક્યાં પડી છે જગતની દિગંબર સંતોને ક્યાં પડી છે ! ‘નાગા તે બાદશાહ થી આઘા. બાદશાહની પણ જેને પરવા નથી !! આહા..હા.હા..!
મેં એકવાર કહ્યું નહોતું ? ત્યાં વ્યાખ્યાન સાંભળવા દરબાર આવ્યાં હતાં, ભાવનગર દરબાર ! ૧૯ માઈલ છે ને ? સોનગઢથી ભાવનગર ! એક વર્ષની કરોડ રૂપિયાની ઊપજ છે. કરોડ રૂપિયાનો રાજા ! બધાં વ્યાખ્યાનમાં આવે. જ્યાં જઈએ ત્યાં મોટા રાજાઓ હોય એ બધાં વ્યાખ્યાનમાં તો આવે. વઢવાણ, લખતર, રાજકોટ જ્યાં જઈએ ત્યાં જે દરબારો હોય એ વ્યાખ્યાનમાં તો આવે, એકવાર તો આવે. એક વાર તો સાંભળવા આવે
:
---
*--*=
===
==
' એ દરબાર વ્યાખ્યાનમાં આવેલા, ભાવનગર દરબાર...! ૧ કરોડની પેદાશ, ઊપજ, હોં ! રાજ મોટું છે, એક કરોડની પેદાશ (છે). (મેં કીધું - દરબાર ! એક વર્ષમાં એક લાખ માગે કે બે લાખ માગે તે નાનો માગણ છે ! અને કરોડ માગે એ મોટો માગણ છે !! અમારે ક્યાં એની પાસેથી પૈસા લેવા હતાં કે રાજા ખુશી થઈ જાય તો.... બેઠો હતો... સામે સાંભળતો હતો ! બે ભાઈઓ આવ્યાં હતાં. એક એનો નાનો ભાઈ હતો. રાજા ને રાજકુમાર બન્ને સભામાં આવ્યાં હતાં. જે કાંઈ ઝાઝું માગે એ મોટો માગણ ! થોડું માગે એ નાનો માગણ ! થોડું માગે તે નાનો ભિખારી ! ઝાઝું માગે તે મોટો ભિખારી ! માગણ એટલે ભિખારી !! આહા..હા...!
(આમ કહ્યું, પણ અમારી પાસે શું કરે ? અહીં અમારી પાસે કંઈ લેવું. દેવું છે ? કે ભાઈ એ ખુશી થાય તો ખરડો બરડો કરો પૈસાનો....! સાચી વાત મહારાજ ! એમ બિચારાં કહે હોં ! દરબાર પોતે (એમ કહે) ! (એને)
Page #156
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૧૪૧
કીધું કે મોટી....મોટી.... માગણ કરે, ઝાઝી માગણ કરે એ મોટો ભિખારી !! વીતરાગ તેને પાપના સ્વામીને પાપી કહે છે. અને પુણ્ય કરે અને પુણ્યનો ધણી થાય તો તે પુણ્યનો સ્વામી પણ જડ છે !! કેમકે પુણ્ય પણ શુભભાવ (છે). (એ શુભ) રાગ ચૈતન્યના અભાવ સ્વભાવ છે. એ રાગ (એટલે કે) ચૈતન્યના અભાવ સ્વભાવને પોતાનો માને તે અજીવ થઈ જાય છે. માન્યતામાં અજીવ થઈ જાય છે હોં ! કાંઈ જીવ પલટીને અજીવ થઈ જતો નથી. આહા..હા..! આકરી વાત છે ! આફ્રિકામાં નાઈરોબીમાં આ વાત સાંભળવી....! આકરી વાત, ભગવાન !
અહીં તો આખા કાઠીયાવાડમાં (ફર્યા છીએ). મોટા-મોટા શહેરો કલક્તા, દિલ્હી બધે ગયેલા છીએ. બધે હજારો માણસો (આવે). બબ્બે હજા૨, પાંચપાંચ હજાર, દસ-દસ હજાર માણસો સભામાં હોય છે વાત તો રુચવી, ગોઠવી એ બહુ અલૌકિક વાત છે
આહા..હા..! આ
!!
અહીં તો અબદ્ધ ને જ્ઞાયક છું - એવો વિકલ્પ પણ દુઃખરૂપ લાગે છે. આહા..હા..! પૈસો, લક્ષ્મી કે આબરૂ કે મણી-રત્નનાં ઢગલાં કે પટારાં ભર્યાં હોય... મણી રતનનાં....! આહા..હા..! એ બધાં સોના ને રત્ન ને મણી રત્નના પટારાં ભર્યાં હોય પણ (એ બધાં) ભિખારાં છે. પ૨નાં માગણ (છે), ૫૨નું માગે (છે). અહીં તો (કહે છે) જ્ઞાયક ને અબદ્ધ છું એવો પણ વિકલ્પ કરે તો એ દુઃખરૂપ ને વિકારી છે. આહા..હા..!
ગયા
શ્વેતાંબરમાં એક નથી કહેતાં શું કહે છે ? વસ્તુપાલ ને તેજપાલ ! કરોડો રૂપિયા (હતાં). (એ લોકો) જાત્રા કરવાં નીકળ્યાં. કેટલાં (રૂપિયા હતાં) ? તો અબજો રૂપિયા ! પોતાના મકાનમાં જગ્યા ખાલી હશે. ત્યાં ખોદીને દાટવા એમ કે આપણે બહાર જાવું છે ને અહીં રૂપિયા આમ ખુલ્લા પડ્યાં રહેશે (એના કરતાં) અહીં દાટી દઈએ. એ ખોદવા જાય છે ત્યાં (બીજા) કરોડો ને કરોડો રૂપિયા નીકળ્યાં !! હજી તો એ દાટવા જાય છે ત્યાં કરોડો નીકળ્યાં ! બૈરાં એમ કહે છે...! બૈરાં..! કે તમને આ ખોદવામાં આટલાં નીકળ્યાં (તો) તમે દાટો છો શું ? અહીં વાપરોને ધર્મને નામે, તો પુણ્ય તો થશે. આ પાપ તો એક કોર રહી ગયું તારું ! આહા..હા...! બૈરાંએ એને કહ્યું ! આહા..હા...!
અહીં કહે છે કે અબદ્ધ ને જ્ઞાયક (છું) એવાં વિકલ્પ પણ દુઃખરૂપ
-
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૨
[વચનામૃત-૩૭]
લાગે આ..હા..હા..! ત્યારે એને અંતર સ્વભાવ સન્મુખ થવાની દૃષ્ટિ જાય આહા..હા...! એવાં તો ઘણાં જીવો છે. ઘણાં જોયાં....ઘણાં જોયાં છે, આખું કાઠીયાવાડ (જોયું છે). ઘણાં મોટા મોટાં રાજાઓ પણ વ્યાખ્યાનમાં આવે. લખતર, વઢવાણ બધે અમે જઈએ તો વ્યાખ્યાનમાં તો આવે જ તે. સાંભળ્યું ન હોય કોઈ દિ' પણ સાંભળીને બિચારા(ને એમ લાગે) આ શું વાત કરે છે આ મહારાજ ! એને કાંઈ લેવું-દેવું નથી ને આ કહે છે શું ?
માર્ગ આ છે ! દેહ છૂટી ને જાવું છે ક્યાંક (તો) એ ઉતારા ક્યાં ક૨વા છે તારે ? દેહ તો છૂટી જશે. આ તો જડ છે - માટી (છે). એની મુદત છે. એ મુદતમાં એક સમય પણ વધે એવું નથી. જેટલાં દિવસો ને મહિના જાય છે એ બધાં મૃત્યુની સમીપ જાય છે. જે એનો - મૃત્યુનો નિયમ છે - જે સમયે, જે ક્ષેત્રે, જે કાળે, જે પ્રમાણે (દેહ છૂટવાનો) તેની સમીપ આ આયુષ્ય જાય છે. એ એના સમીપે જાય છે. “મા” કહે છે કે મોટો થયો. પ્રભુ કહે છે કે મૃત્યુની સમીપ ગયો ! અરે...અરે... આ વાત ! દુનિયાથી ઊંધી છે !
અહીંયા તો બેન એમ કહે છે કે તું અબદ્ધ છું, જ્ઞાયક છું - અહીં સુધી આવ્યો હો તોપણ તે વિકલ્પ દુઃખરૂપ છે. આહા...હા...! શાંતિ મળતી ની......' એ વિકલ્પમાં પણ શાંતિ નથી પ્રભુ ! આહા..! ભગવાન અંદર શાંતિનો સાગર, આનંદનો સાગર બિરાજે એને તું વિકલ્પથી પકડવા જા (તો એમ એ) નહિ પકડાય, પ્રભુ ! આહા..હા..! શુભરાગની લાગણી છે, એ દુઃખરૂપ છે (અને) ભગવાન આનંદ રૂપ છે તો દુ:ખથી આનંદ નહિ ભળી શકે, આહા..હા...! દુઃખથી આનંદ મળે ? દુઃખનું સાધન રાગ અને એનાથી નિર્મળ આનંદ મળે ? કહે છે કે વિકલ્પ છે તે દુઃખરૂપ છે, શાંતિ મળતી નથી. આહા..હા...! અહીં સુધી આવ્યો તો પણ કહે છે કે, શાંતિ મળતી નથી. હજી બહારમાં રખડપટ્ટી કરે છે એની તો વાત જ શું કરવી ? એ તો દુઃખનાં પોટલામાં પડ્યાં છે હજી !
‘.....વિકલ્પ માત્રમાં દુઃખ-દુઃખ ભાસે છે,....’ આહા..હા...! અંતર્મુખ જવામાં શાંતિનો સાગર ભગવાન આત્મા ! અરે...! કેમ બેસે ? મોટો દરિયો - સમુદ્ર હોય, એને કાંઠે ગયો હોય અને એક ચાર હાથનો....! શું કહેવાય એ ? પરદો પડ્યો હોય. ચાર હાથનો પરદો હોય. (તો) એની નજરમાં એ પરદો
Page #158
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૧૪૩
આવે. વસ્તુ-દરિયો નજર નહિ આવે. ચાર હાથનું કપડું હશે તો આડશમાં એને એ પરદો દેખાશે. વસ્તુ નહિ દેખાય. એમ અંદર આનંદ સાગર ભગવાન છે. એ રાગના પરદામાં જો રોકાણો તો એને આત્મા નહિ જણાય ને દુઃખ જણાશે આહા..હા...! આવી વાત છે ! દુનિયાને તો આકરી પડે. પણ શું છે, બાપુ ! આ વસ્તુ છે.
દેહ છૂટીને પ્રભુ ! તારે ક્યાં જાવું છે ? આ દેહ તો છૂટી જશે. ૨૫૫૦-૬૦ વર્ષ થયાં એટલાં તો ફરીને હવે નીકળવાના નથી. ૫૦-૬૦ થયાં એ કાંઈ (હવે) નીકળવાનાં નથી. થોડો વખત છે. ક્યાં જાવું છે, બાપા ! આહા..હા...! જો આત્મામાં જાવું હોય તો વિકલ્પ(માં) દુઃખ લાગવું પડશે. (પછી) વિકલ્પ છોડીને અંદરમાં (જઈશ) તો (ત્યાં) શાંતિ મળશે. એ વિના ક્યાંય શાંતિ મળે એવી નથી. આહા..હા...!
‘વિકલ્પ માત્રમાં દુઃખ દુઃખ ભાસે છે,....' આહા..હા..! જ્ઞાનીને...!‘....ત્યારે અપૂર્વ પુરુષાર્થ ઉપાડતાં,....' અપૂર્વ નામ પૂર્વે નહિ કરેલો (એવો) પુરુષાર્થ. અંદર ચૈતન રાજા દરબાર બાદશાહ બિરાજે છે. આહા..હા..! એના ભેટા કરવા છે.. વિકલ્પના દુ:ખ ને છોડી અને અંદ૨માં જાય તો એના ભેટા એને મળશે. બહારનાં વિકલ્પથી તેનો ભેટો નહિ મળે આહા..હા...! અહીં (તો) દગા(ને) પ્રપંચને... આહા...હા...! પૈસા માટે દગા પ્રપંચ, ક્લેશ, કપટ, માયા, કુટિલતા.... આહા..હા...! પ્રભુ ! એના દુ:ખનો તો પાર ન મળે, પણ જ્ઞાયકને માટે જો વિકલ્પ ઉઠાવ્યો (તો) તે (પણ) દુઃખ છે.
'
એ (અહીં કહે છે). `....અપૂર્વ પુરુષાર્થ ઉપાડતાં....' (અર્થાત્) એ વિકલ્પનો પણ પુરુષાર્થ છોડી દઈને, આહા..હા...! જ્ઞાન તો કરે, જાણપણું તો કરે કે માર્ગ આ છે. સાંભળ્યાં વિના માર્ગની ખબરે પડે નહીં, એમને એમ આ જગત હાલ્યું જાય છે. આહા..હા...! ....ત્યારે અપૂર્વ પુરુષાર્થ ઉપાડતાં, વસ્તુ સ્વભાવમાં લીન થતાં..... આહા..હા..! અબદ્ધ અને જ્ઞાયકની વૃત્તિ ઊઠે છે. એ પણ વિકલ્પ - રાગ છે, દુ:ખ છે. પ્રભુ .તો અમૃતનો સાગર આનંદ છે. એ અમૃત કોઈને મારતો નથી, અમૃત કોઈથી મરતું નથી. આહા..! એ અમૃતનો સાગર ભગવાન અંદર પડ્યો છે, ડોલે (છે). પણ નજર વિના નિધાન દેખાતું નથી. એની નજર કર્યા વિના નિધાન પડ્યું દેખાતું નથી. વસ્તુ આમ સામી. હોય પણ નજર ન કરે તો દેખાતી નથી. એમ અંદર
--
-- :
Page #159
--------------------------------------------------------------------------
________________
" ૧૪૪
વિચનામૃત-૩]
અન્ય
નાના
નામ . "
-
-
-
-
-
-
ભગવાન આત્મા આબાળ-ગોપાળ ને (અનુભવમાં આવી જ રહ્યો છે. એ ૧૭-૧૮ ગાથી આવશે. આમાં તો (હજી) ૧પમી લેવાની છે ને ? ૧૪મી પછી ૧૫મી પછી ૧૭-૧૮ (છે) એમાં આવે છે . “આબાળ-ગોપાળ ! ૧૭૧૮ વાંચનમાં લેવું એમ તમે) લખ્યું છે.
ત્યાં એવું લીધું છે - આબાળ-ગોપાળ , બાળકથી માંડીને વૃદ્ધને એની જ્ઞાનની પર્યાયમાં આત્મા જણાય છે. અજ્ઞાનીને પણ જ્ઞાનની પર્યાયમાં આત્મા જણાય છે. થોડી ઝીણી વાત છે. ૧૭.૧૮ ગાથામાં આવશે. એ જ્ઞાનની પર્યાય - દશા જે છે એનો સ્વપર પ્રકાશક સ્વભાવ હોવાથી, તે જ્ઞાનની પર્યાયમાં પ્રભુ જણાય છે પણ તારી નજર ત્યાં નથી. આ..હા..હા..! સમજાય છે કાંઈ ? જે જ્ઞાનની પર્યાય છે ને ! આ વિચાર - જે વ્યક્ત જ્ઞાન (છે). જે જાણવાની પ્રગટ . પ્રગટ પર્યાય છે ને ! એ પર્યાયનો સ્વભાવ સ્વપર જાણવાનો છે. ભગવાન ત્રિલોકનાથનો પોકાર છે કે એ અજ્ઞાનીની જ્ઞાનની પર્યાય પણ આત્માને જાણે છે. અજ્ઞાનીના જ્ઞાનની પર્યાય પણ ત્રિકાળી - ત્રિલોકના નાથ આત્માને જાણે છે. છતાં તેની નજર ત્યાં નથી, એથી પર્યાયમાં રોકાતાં, રાગમાં રોકાતાં નજરે ચીજ પડી છે એને જોતો નથી. આહા..હા..! આકરી વાત છે ! આ તો કરડો પુરુષાર્થ ઉપાડે તો આ કામ ચાલે એવું છે. સાધારણ પુરુષાર્થથી આ કામ ચાલે તેવું નથી. આહા..હા..હા..!
અહીં તો ધર્મની વાત છે, પ્રભુ ! જેનાથી ભવ ઘટે ને ભવનો નાશ થાય એ વાત છે. ભવ કરશે તો નિગોદમાં જાશે. આહા..હા...! પહેલાં કહ્યું ને ? ત્રસમાં રહે તો ૨000 સાગર રહેશે. આ નિગોદમાંથી - એકેન્દ્રિયમાંથી બહાર આવ્યો છે ને ! એ બહારમાં ૨૦૦૦ સાગર રહેશે. એ ૨OOO સાગર જો આ મમતા ને મમતામાં પૂરા થયાં (તો) પાછો નિગોદમાં જાશે. એ લસણ ને ડુંગળીમાં જવાના ! આ..હા..હા..! આવ્યું છે ને ? બે હજાર સાગરની) ત્રસાની સ્થિતિમાં મનુષ્યનાં ભવ કરે તો ૪૮ (ભાવ) કરે. મનુષ્યનો ભવ ઉપરા ઉપર કરે તો આઠે કરે. આ મનુષ્ય મરીને મનુષ્ય, મનુષ્ય મરીને મનુષ્ય એવી રીતે કરે તો આઠ ભવ કરે. એવો શાસ્ત્ર પાઠ છે. એવા આઠ ભવ અનંતવાર થઈ ગયાં, અનંતવાર...! પણ ૨૦૦૦ સાગર જે ત્રસની સ્થિતિ છે. ત્રસમાં ૨૦OO(સાગર) રહે છે, એમાં પણ ૮-૮ મનુષ્યનાં ભવ કરતાં, ૬ વાર ૮-૮ એટલે ૪૮ ભવ કરે. સમજાણું કાંઈ ? શું કહ્યું છે?
કર =
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪૫
*
*
- -
-
-
-
-
-
-
-
વચનામૃત રહસ્ય
એકેન્દ્રિયમાંથી નીકળીને જ્યાં પંચેન્દ્રિયામાં આવ્યો છે, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, એ ૨000 સાગર સુધી રહેશે. પછી (ત્રસમાંથી) નીકળીને એકેન્દ્રિયમાં જવાનો. એમાં કહે છે કે ૨૦૦૦ સાગરમાં મનુષ્યનાં ભવ ઉપરા-ઉપર કર્યા તો ૮ કર્યા અને એ આઠ પણ છ વાર કર્યા (એટલે) ૪૮ કર્યા. પણ આત્માનું હિત) કર્યું નહિ. ૪૮ ભવ ૨૦00 સાગરની અંદર કર્યા !! આહા..હા..! ૨000 સાગરમાં પણ અસંખ્ય અબજ વર્ષ છે. એમાં ૪૮ વાર મનુષ્ય થયો છે, (એમ) કહે છે. ઉપરા-ઉપર થાય તો તું વોર (થાય). પણ પછી ૮ વાર થઈને વળી પાછો બીજામાં નરક-તિર્યંચમાં જાય, વળી પાછો મનુષ્ય થાય, એવા ભવ કરે તો આખા ૨૦00 સાગરમાં (મનુષ્યનાં) ૪૮ ભવ કરે. પછી મરીને નિગોદ કે નરકમાં જાય, આહા..હા..! જ એણે આત્માનું કામ ન કર્યું. અરેરે... એની જો ગતિ ન સુધારી (તો પાછો નિગોદમાં જાશે.
અહીં એ કહે છે કે અપૂર્વ પુરુષાર્થ ઉપાડ ! “....વસ્તુ સ્વભાવમાં લીન થતાં.....' આહા..હા...! ભગવાન આત્મા ! એનો વસ્તુનો સ્વભાવ જે છે - જ્ઞાન, દર્શન ને આનંદ એમાં લીનતા થતાં ..આત્માર્થી જીવને બધાં વિકલ્પો છૂટી જાય છે... આહા..હા..! આ પંચમ આરામાં બધો અવસર આવી ચૂક્યો છે . સબ અવસર આન મિલા હૈ. એમાં આ જો નહિ કરે, વિકલ્પ તોડશે નહિ અને નિર્વિકલ્પ દૃષ્ટિ કરશે નહિ તો એનો આરો ક્યાંય નહિ આવે !
એ અહી કહે છે “આત્માર્થી જીવને બધાં વિકલ્પો છૂટી જાય છે...' આહા..હા...! જ્ઞાયક છું, અબદ્ધ છું, શુદ્ધ છું, પૂર્ણ છું, પવિત્રતાનો પિંડ છું એવો પણ એક વિકલ્પ નામ રાગ એકાંત દુઃખરૂપ છે. આ..હા..હા..! તો બહારની ચીજને માટે ઉત્પન્ન થયેલાં રાગ-દ્વેષની વાત તો શું કરવી ? એ તો દુઃખનો દરિયો છે, બાપા ! આહા..હા..! અંદર જ્ઞાયક ને અબદ્ધ આદિનો વિકલ્પ પણ દુઃખરૂપ છે. તેથી બધાં વિકલ્પો છૂટી જાય છે. “....અને આનંદનું વેદન થાય છે. ત્યારે તેને સમ્યગ્દર્શન થાય છે. આહા...!
સમ્યગ્દર્શન એટલે શું ? એમ કોઈ ભાઈ પૂછતાં હતાં. સમ્યગ્દર્શન એટલે અંતર (આત્માનો અનુભવ કરવો. રાગ છોડીને વિકલ્પ છોડીને ચેતનનો અનુભવ કરવો અને એમાં પ્રતીતિ કરવી એનું નામ સમ્યગ્દર્શન (છે). હું પરમાત્મ સ્વરૂપ છું. હું જ્ઞાતાદૃષ્ટા છું, મારા સ્વભાવમાં વિકલ્પ અને અલ્પતા
લો. પાલિકા ના
એકતા અને છે
-
-
= =
- -
-
-
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૬
વિચનામૃત-૩૮] છે નહિ. વિકલ્પ ને અલ્પતા છે નહિ (એમ કહ્યું) ! આહા..હા..! એવા પૂર્ણ સ્વભાવની અંતરમાં વિકલ્પ રહિત પ્રતીતિ થવી) તેને અહીંયા સાચી શ્રદ્ધા અને સમ્યગ્દર્શન અને ધર્મની પહેલી સીઢી - શરૂઆત કહેવામાં આવે છે.
હા..હા..! બહાર રખડીને બહારથી કાંઈક માની બેસે. જ્યાં જાવું છે. ત્યાં જતો નથી ને બહારમાં ભટક્યા કરે છે. આહા..હા..!
.અને આનંદનું વદન થાય છે” વિકલ્પો બધાં છૂટી જાય તો ભગવાનમાં આનંદ છે, એનું વદન થાય છે. ત્યારે તેને ધર્મની દશા થાય છે. ત્યારે તે પ્રાણી ભવનો અંત કરીને મુક્તિને પામે છે. એ વિના ભવનો અંત આવતો નથી. આહા..હા..! એ ૩૭ થયો.
- “આત્માને મેળવવાનો જેને દઢ નિશ્ચય થયો છે તેણે પ્રતિકૂળ સંયોગોમાં પણ તીવ્ર ને કરડો પુરુષાર્થ ઉપાડ્યું જ છૂટકો છે. સદ્ગુરુનાં ગંભીર અને મૂળ વસ્તુસ્વરૂપ સમજાય એવાં રહસ્યોથી ભરપૂર વાક્યોનું ખરો મુમુક્ષુ ખૂબ ઊંડું મંથન કરીને મૂળ માર્ગને શોધી કાઢે છે.” ૩૮.
•
આત્માને મેળવવાનો જેને દૃઢ નિશ્ચય થયો છે.... પૈસો મેળવવાનો ને બાયડી મેળવવાનો ને આબરૂ મેળવવાનો, એ (વાત) નહિ. આહા..હા..! ‘આત્માને મેળવવાનો જેને દઢ નિશ્ચય થયો છે તેણે પ્રતિકૂળ સંયોગોમાં પણ...'
આ..હા..હા..! શરીરમાં રોગ આવે ! જુઓને ! (એક ભાઈને ત્યાં ગયા ત્યાં) બિચારા રોવા મંડ્યા, આંખમાંથી આંસુ પડવાં લાગ્યાં. આજે એક ભાઈ આવ્યાં હતાં. આવા શરીર થઈ જાય. કામ કરી શકે નહિ, આત્માનું કરી શકે નહિ ને બહારનું કરી શકે નહિ. આહા..હા...! આવા ભવ પણ અનંત થયાં છે.
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૪૭
- પના
વચનામૃત રહસ્ય આ ભવ પહેલો નથી એવા તો અનંતવાર થયાં છે.
એટલે (અહીંયા કહે છે, “આત્માને મેળવવાનો જેને દઢ નિશ્ચય થયો છે.' (અર્થાતુ) મારે તો આત્મા જોઈએ બીજું કાંઈ જોઈતું નથી આહા..હા...! તેને પ્રતિકૂળ સંયોગોમાં (અર્થાતુ) શરીરમાં) આહા..હા..! પક્ષઘાત થાય, રોગ થાય, મગજ ફરી જાય - એવા પ્રતિકૂળ સંયોગોમાં પણ આહા..હા..! તીવ્ર અને કરડો પુરુષાર્થ....' કરવો જોઈએ. કરડો એટલે આકરો આહા..હા..! ગુજરાતી ભાષા છે ને ! કરડો (એટલે). તીખો. (કરડો) પુરુષાર્થ કરવો. એ
...ઉપાચે જ છૂટકો છે. છે ને ? ...કરડો પુરુષાર્થ ઉપાડ્યે જ છૂટકો છે.' ગમે તેટલી પ્રતિકૂળતા હો ! જગતમાં નીંદા થાવું_પ્રતિકૂળતા થાવ, શરીરમાં રોગ થાવ, ક્ષય રોગ લાગુ પડે, (એ) શરીરને પડે છે. એણે તીવ્ર પુરુષાર્થ કરીને આત્મામાં જાવું. એને મેળવવાનો આ ઉપાય છે, બીજો...કોઈ ઉપાય છે નહિ. આહા..! એ તીવ્ર પુરુષાર્થ ઉપાડ્યે જ છૂટકો છે.
સદ્ગુરુનાં ગંભીર અને મૂળ વસ્તુસ્વરૂપ સમજાય એવાં રહસ્યોથી ભરપૂર વાક્યોનું ખરો મુમુક્ષુ ખૂબ ઊંડું મંથન કરીને... ધર્માત્માનાં વચનો ઘણાં ગંભીર હોય છે, ઊંડાં હોય છે. ધર્મી જીવનનાં) રહસ્યોથી ભરપૂર વાક્યોનું ખરો મુમુક્ષુ ખૂબ ઊંડું મંથન કરીને મૂળ માર્ગને શોધી કાઢે છે.' આહો..હા..!
અંતરમાં ચેતન ભગવાન જાગૃત જ્યોત પડી છે ! પરમેશ્વર સ્વરૂપ છે ! ૩૮મી ગાથામાં કહ્યું છે ને ? ૩૮ ગાથા. એ પોતાના પરમેશ્વરને ભૂલી ગયો. બીજા પરમેશ્વરને વળગી ગયો . ભગવાન ને તીર્થકર ને પણ એ તો પર છે. પરને વળગ્યો ત્યાં રાગ છે. આ..હા..હા..! પોતાના પરમેશ્વરને ભૂલી ગયો અને બીજાનાં પરમેશ્વરને મોટપ માનીને ત્યાં અટકી ગયો. આહા..!
અહીં કહે છે કે ધર્માત્માના (વસ્તુસ્વરૂપ) સમજાય - એવાં રહસ્યોથી ભરપૂર વાક્યોનું ખરો મુમુક્ષુ ખૂબ ઊંડું મંથન કરીને...' એમ કહે છે). ખૂબ ઊંડું મંથન કરીને....' આહા..હા..! અંદરમાં જવામાં ખૂબ પુરુષાર્થ કરી. આ તો બેનનાં અંદરનાં વચન છે ને ! “....મૂળ માર્ગને શોધી કાઢે છે). અંદરમાં ખૂબ મંથન કરીને, વિકલ્પથી રહિત થઈને પ્રભુને શોધી કાઢે છે. આ ભગવાન ચૈતન્ય આનંદ મૂર્તિ છે. એને સમકિતી, એમ ધર્મની પહેલી સીઢીવાળો વિકલ્પને તોડી સંપૂર્ણને પામી જાય છે. સંપૂર્ણ એવું આત્મતત્ત્વ - તેને મેળવી લે છે. એ મેળવી લે છે તે આત્મા છે તે સમકિતી છે, તે સાચી શ્રદ્ધાવાળે છે.
.
-
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૮
[વચનામૃત-૩૮]
તે મોક્ષને માર્ગે છે. એ સંસારમાં અંતમાં આવી ગયો છે. એના સંસારનો અંત - ભવનો અંત આવી ગયો છે. આ..હા..હા...!
5
ઝાઝાં
અટકવાનાં સાધન અનંત - છૂટવાનું સાધન એક ! એ શું કહ્યું ? બહારમાં અટકવાનાં સાધન અનંત ! રાગ ને દ્વેષ ને પુણ્ય ને શરીર ને વાણી ને મન ને સ્ત્રી ને કુટુંબ ને પૈસાને આબરૂ ને કીર્તિ, દીકરી ને, દીકરીને વહુ ને મોટું લપસીંદર ! (એ) બહારમાં અટકવાનાં (સ્થાન છે). છોકરા લાંબા હોય ને... એમાંથી એની બાયડીનું ને એનાં છોકરાં ને આ અટકવાના સાધન ઘણાં, પ્રભુ ! છૂટવાનું સાધન એક. એ ચૈતનમૂર્તિ ભગવાન તરફ જાવું એ છૂટવાનું એક સાધન. આહા..હા..! માર્ગ આ છે. એ માર્ગનો ખ્યાલ તો કરે, પ્રભુ ! આહા..હા..! ઘણાં જોયાં છે - કરોડપતિઓ "ને અબજોપતિઓ આહા..! પણ બિચારાં(ને) કાંઈ ખબર ન મળે. મગજમાં ખબર ન મળે. કહ્યું નહોતું ?
હમણાં મુંબઈમાં એક વૈષ્ણવ આવ્યાં હતો. દર્શન કરવાં આવ્યો હતો. વૈષ્ણવ (હતો) અને ઘરે બૈરાંઓ બધાં આપણા જૈન, શ્વેતાંબર જૈનની દીકરીયું અને જેટલાં આદમીઓ (એ) બધાં વૈષ્ણવ, એ કર્તા માને ને ! દર્શન કરવાં આવ્યો (ત્યારે કહ્યું) મહારાજ ! પરમેશ્વર કર્તા છે કે નહિ ?” (મેં કહ્યું) પ્રભુ ! નરસિંહ મહેતાએ કહ્યું છે કે જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.........' આત્માને ન જાણે ત્યાં સુધી બધું મિથ્યા ભ્રમ છે.
જુનાગઢમાં વૈષ્ણવમાં એક નરસિંહ મહેતા થઈ ગયાં છે. નરસિંહ મહેતો, ભગત હરિના, જુનાગઢના રહેવાસી (એમ) આવે છે, મોટી વાત આવે છે. એ એમ કહે (છે) કે, જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્યો નહિ' જ્યાં લગી આત્માને અંતર(માં) જાણવાનો પ્રયત્ન કર્યો નહિ, એને ઓળખ્યો નહિ, ત્યાં સુધી તેણે શું કર્યું તીર્થ ને તપ કરવા થકી ? શું કર્યું જાત્રાને દાન કરવા થકી ?” એનાથી કાંઈ કોઈ આત્મા પ્રાપ્ત થાય એવી એ કોઈ ચીજ નથી.
-
આા..હા..!
અહીં એ કહે છે કે. (ખરો મુમુક્ષુ) ‘....ઊંડું મંથન કરીને મૂળ માર્ગને શોધી કાઢે છે.' આહા...હા...! એ ૩૮ (થયો).
Page #164
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૧૪૯
સહજ દશાને વિકલ્પ કરીને જાળવી રાખવી પડતી નથી. જો વિકલ્પ કરી જાળવી રાખવી પડે તો તે સહજ દશા જ નથી. વળી પ્રગટેલી દશાને જાળવવાનો કોઈ જુદો પુરુષાર્થ કરવો પડતો નથી; કેમ કે વધવાનો પુરુષાર્થ કરે છે તેથી તે દશા તો સહેજે ટકી રહે છે.” ૩૯.
:
૩૯ (બોલ). ‘સહજ દશાને વિકલ્પ કરીને જાળવી રાખવી પડતી નથી.’ શું કહે છે ? આત્મા અંદર રાગ વિનાનો, વિકલ્પની લાગણી વિનાનો છે એમ જાણવામાં આવ્યું, એને ફરીને હવે એ કાંઈ ભેદ કરવો પડતો નથી. ભેદજ્ઞાન નિરંતર ચાલ્યા જ કરે છે. ભલે ખાતો હોય, પીતો હોય, બોલતો હોય પણ અંદરથી રાગથી ભિન્ન પડેલો છે, તે ભેદજ્ઞાન સદા નિરંતર રહ્યાં જ કરે છે. છે (અંદર) ? “સહજ દશાને વિકલ્પ કરીને જાળવી રાખવી પડતી નથી.' રાગથી ભિન્ન પડ્યો એવો જે ભગવાન ! એનું જેને સમ્યગ્દર્શન ને જ્ઞાન થયું તેને વિકલ્પ કરીને (દશા) જાળવી રાખવી પડતી) નથી. જો વિકલ્પ કરીને જાળવી રાખવી પડે તો તે સહજ દશા જ નથી. આહાહા...! બહુ ઝીણી વાત છે.
રાગ કરીને (દશા રાખવી પડે તો) એ સહજ દશા જ નથી. સહજ દશા ! આનંદ સ્વરૂપ ભગવાન રાગથી ભિન્ન પડ્યો એને સહજ દશા થઈ છે. એને હવે રાગને ભિન્ન કરવાનો નવો પ્રયત્ન કરવો પડતો નથી. ભિન્ન કર્યો તે હવે ભિન્ન થયા જ કરે છે, આહા..હા..! આવી વાતું હવે ! સાધારણ સમાજ ! પ્રભુ ! સમાજ સાધારણ છે, આત્મા સાધારણ નથી. આત્મા તો મોટો ભગવાન છે !
સવારે નહોતું કહ્યું? કે ધર્મધ્યાનનો વિચાર કરનાર અવાયવાળો એમ
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૦
[વચનામૃત-૩૯] વિચાર કરે...! દ્રવ્યસંગ્રહમાં છે. દ્રવ્યસંગ્રહ લાવ્યાં છો ? છે એમાં, ‘અવાયનું કાઢો...! એમાં ધર્મધ્યાનનો અવાયનો વિચાર છે. અમારે તો હજારો ગ્રંથો વંચાઈ ગયાં છે ને ! હજારો ! કરોડો શ્લોકો...! એમાં એક લેખ છે - ધર્મધ્યાનનો ! અવાય વિચય - સમકિતી રાગથી ભિન્ન પડીને જ્યારે આત્માનો વિચાર કરે છે, “અવાય’ એટલે વિચાર કરે છે . “હું શુદ્ધ ચૈતન્યધન આનંદકંદ છું અને હું હવે પૂર્ણ થવા માગું છું, મારી દશા હવે સિદ્ધ થવાની છે. મારી તો થવાની છે. પણ એ એવો વિચાર કરુણાથી કરે છે કે બધાં આત્માઓ ભગવાન થાઓ !!! આહા...! એમ છે. અંદર, જુઓ ! ધર્મધ્યાન છે.
તેવી જ રીતે વિરાગી રત્નત્રયની ભાવનાના બળથી અમારા અથવા અન્ય જીવોના કર્મોનો નાશ ક્યારે થાય ? તે પ્રકારનું ચિંતન તેને અવાય વિચય કહે છે. કોઈ પ્રાણી રખડો ને દુઃખી થાઓ એમ ધર્મી વિચાર ન કરે. આહા..હા...! આમાં છે. અમારા અને બીજાનાં જીવોનાં કર્મોનો નાશ
ક્યારે થાય ? એ પ્રકારનું ચિંતન અવાય વિચય નામનું બીજું ધર્મધ્યાન જાણવું. દ્રવ્યસંગ્રહ છે. છ દ્રવ્યની વ્યાખ્યા છે, એમાં ધર્મધ્યાનના “અવાય બોલની વ્યાખ્યા છે.
'અમે પણ ચેતન પ્રભુ છીએ. અમે પણ પૂર્ણ પરમાત્મા થવાના છીએ અને બધાં આત્માઓ પૂર્ણ થાઓ ! ભગવંત થાઓ ! એવી ભાવના ધર્મીને હોય છે. કોઈ પ્રાણી દુઃખી થાવ ને રખડો, આહા..હા..! એવા વિચારની ભાવના ધર્મીને હોતી નથી. એવું અહીં છે. ગાથા છે. કઈ ગાથા છે ? ૪૮મી ગાથા છે. ૪૮ ગાથા દ્રવ્યસંગ્રહ ! શું કહ્યું સમજાણું એમાં ? આહા...!
રાગથી ભિન્ન પડીને આત્માના વિચારની ધારા વહે છે ત્યારે ધર્મી એમ વિચારે છે કે, હું હવે પૂર્ણ થવાનો છું, પરમાત્મા થવાનો છું ! ભલે એક બે ભવ કરવા પડે પણ અંતે મારી દશા સિદ્ધ થવાની જ છે. હું તો સિદ્ધ થઈશ પણ બધાં જીવો કર્મોનો નાશ કરીને સિદ્ધ થાઓ ! આ..હા..હા..હા..! એવું લખાણ છે. બધાં જીવો...! આહા..હા..! ધર્મધ્યાનનો બીજો બોલ ! આર્તધ્યાન), રૌદ્રધ્યાન એ છોડવા લાયક છે. ધર્મધ્યાન અને શુકલધ્યાન આદરવા લાયક છે. ધર્મધ્યાન પહેલે નંબરે આદરવા લાયક છે. શુકલધ્યાન સર્વથા આદરવા લાયક છે. એ ધર્મધ્યાનના અવાયનો આ બોલ છે.
કર
--
-
*
આહા..હા..હા..!
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૫૧
વચનામૃત રહસ્ય
હું પણ અલ્પ કાળમાં પરમાત્મા થવાનો છું ! એ ચોક્કસ છે - એમ ધર્મી અંદર વિચારે છે. પણ બીજાં બધાં પ્રાણીઓ કર્મોનો નાશ કરીને પરમાત્મા થાઓ ! આહા..હા..હા..! જુઓ ! આ ધર્મધ્યાનનો વિચાર ! કોઈ પ્રાણી પ્રત્યે વેરબુદ્ધિ નથી, કોઈ પ્રાણી પ્રત્યે દુશ્મનબુદ્ધિ નથી, કોઈ પ્રાણી પ્રત્યે અલ્પ-હલકી બુદ્ધિ નથી. એને દ્રવ્ય સ્વભાવ છે એના ઉપર દૃષ્ટિ છે કે આ એનો દ્રવ્ય સ્વભાવ છે. એને પકડીને એ પણ મુક્તિ પામે !! આહા..હા..હા...! આ ભાવના.... ધર્મીની આ ભાવના હોય છે. ધર્મીને કોઈ દુશ્મન હોતો નથી, ધર્મીને કોઈ વેરી-શત્રુ હોતો નથી. એ વેરી-શત્રુ માનતો હોય એની પણ મુક્તિ થાઓ !! એ પણ બંધન ને દુઃખથી છૂટી જાઓ !! એમ ધર્મીની ભાવના અવાય નામ વિચારધારામાં ચાલતી હોય છે. આ..હા....!
એ અહીં કહ્યું ‘સહજ દશાને વિકલ્પ કરીને જાળવી રાખવી પડતી નથી.” (એવી) સહજ દશા છે. વળી પ્રગટેલી દશાને જાળવવાનો કોઈ જુદો પુરુષાર્થ કરવો પડતો નથી; કેમ કે વધવાનો પુરુષાર્થ કરે છે.... વધવાનો પુરુષાર્થ) ચાલે જ છે. શું કહે છે ? જ્યાં રાગથી ભિન્ન પડીને આ ભેદજ્ઞાન થયું, એ ભેદજ્ઞાન(ની) ધારા તો નિરંતર ચાલ્યા જ કરે છે. એને નવો પુરુષાર્થ કરવો પડતો નથી. પુરુષાર્થ સ્વભાવ તરફ વળેલો જ છે. પુરુષાર્થ સ્વભાવ તરફ વળેલો જ છે, એ વળેલો વધતો જ જાય છે. એને અંદરમાં રાગ થાય તેને જાણે, પણ રાગમાં રોકાય નહિ. એવી ધર્મધ્યાનની ધારા... આ..હા..હા..! પ્રગટે તેથી તે દશા તો સહેજે ટકી રહે છે.' અંતરમાં વધવાથી, રાગથી ભિન્ન પડીને, સ્વભાવ સન્મુખની દશાથી તેને નવો પુરુષાર્થ કરવો પડતો નથી. એમાં વધતી દશા આવે છે. તે દશા તો સહેજે ટકી રહે છે. સહજ સ્વભાવ ટકી રહે છે. એનું નામ સમ્યગ્દર્શન ને સમ્યકજ્ઞાન અને તેને ધર્મીની દશા કહેવામાં આવે છે. તેને ભવનો અંત થઈ જશે અને બીજાના ભવનો અંત થાય એવી ભાવના કરશે, તેને અહીંયા ધર્મી કહેવામાં આવે છે. વિશેષ કહેશે....)
Page #167
--------------------------------------------------------------------------
________________
કે “સાધનદશામાં શુભ ભાવ વચ્ચે આવે છે, પણ સાધક તેને છોડતો જાય છે; સાધ્યનું લક્ષ ચૂકતો નથી. - જેમ મુસાફર એક નગરથી બીજા નગરે જાય છે ત્યારે વચ્ચે બીજાં બીજાં નગર આવે તેને છોડતો જાય છે. ત્યાં રોકાતો નથી; જ્યાં જવું છે, તેનું જ લક્ષ રહે છે.” ૪૦.
0િ••••
----
પ્રવચન-૯, વચનામૃત- ૪૦ થી ૪૪
- વચનામૃત, ૪૦ મો બોલ. ૩૯ ચાલ્યાં છે. (હવે) ૪૦. આ તો શાંતિનો માર્ગ છે, ભાઈ ! ધીરજથી (સમજવા જેવો છે.
સાધકદશામાં.... શું કહે છે ? આત્મા પરમાનંદ શુદ્ધ ચૈતન્ય વસ્તુની દૃષ્ટિ થઈ, તેનો આદર થયો, તેનો સ્વીકાર - સત્કાર થયો અને રાગાદિનો આદર છૂટી ગયો. તેને અહીંયા સાધકદશા - ઘર્મને સાધનારી દશા કહેવામાં આવે છે. આહા..હા...!
‘સાધનદશામાં...' સાધકદશા એટલે આ ! અંતર શુદ્ધ સ્વરૂપ છે, તેના ઉપર દૃષ્ટિ પડી છે અને તેના તરફના પ્રયત્નમાં પડ્યો છે, તેને સાધક (કહીએ), ધર્મનો કરનાર સાધકજીવ કહીએ. આ એની શરત છે. સાધકદશાની આ શરતું છે, આ..હા..હા..! તેને ..શુભ ભાવ વચ્ચે આવે છે . ધર્મીને પણ ભક્તિનો, પૂજાનો વગેરે શુભ ભાવ આવે. જ્યાં સુધી (પૂર્ણ) વીતરાગ (થયાં) નથી, ત્યાં સુધી એને શુભ ભાવ આવે. છે (અંદર) ?
..પણ સાધક તેને છોડતો જાય છે... આ..હા..હા..! એનો આદર કરતો
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૫૩
વચનામૃત રહસ્ય નથી (પણ) છોડતો જાય છે. અંતર સ્વરૂપમાં જવા પ્રયત્ન કરી રહ્યો છે. તેથી તે રાગને છોડતો જાય છે. આહા..હા..! છે ?
“..સાધ્યનું લક્ષ ચૂકતો નથી.' સાધ્ય નામ ધ્રુવ જે ધ્યેય - સત્ ચિદાનંદ પ્રભુ નિર્મળાનંદ આનંદકંદ ભગવત્ સ્વરૂપ તે સાધ્ય છે, તે ધ્યેય છે, તેને ધર્મી ચૂકતો - ભૂલતો નથી. આહા...! શુભ ભાવ આવે, તો પણ તે શુદ્ધ ધ્યેયને ચૂકતો નથી. એનું નામ સાધક દશા અને ધર્મ દશા કહેવામાં આવે છે. આહા..હા..હા...! છે ? “....સાધ્યનું લક્ષ ચૂકતો નથી.'
(હવે) દૃષ્ટાંત (દે છે). જેમ મુસાફર....' રસ્તામાં નીકળેલો મુસાફર - માણસ, ...એક નગરથી બીજા નગરે જાય.... એક નગરથી બીજા નગરે જાય છતાં ....ત્યારે વચ્ચે બીજાં બીજાં નગર આવે તેને છોડતો જાય છે....” (અર્થાતું) જ્યાં જવું છે તે નગરનું ધ્યેય છે. વચમાં બીજાં) નગર આવે તેને છોડતો જાય. આહા..હા..! સાધક દશા, બાપુ ! (કોઈ અલૌકિક છે) !
અનંતકાળમાં તેણે ધર્મનું ધ્યેય જે આત્મા (એને) લક્ષમાં લીધો નથી. બાકી બધા ક્રિયાકાંડ અને શુભ – અશુભ ભાવ અનંતવાર કરીને અનંતવાર સ્વર્ગ ને નરકમાં ગયો છે. આહા..! કેમ કે દેહ છૂટતાં (તો) દેહ છૂટશે પણ આત્મા કાંઈ છૂટશે ? નાશ પામશે ? લોકો દેહ છૂટતાં એમ કહે કે, એ...જીવ ગયો ! એમ કહે ને ? કે જીવ મરી ગયો એમ કહે ?
મુમુક્ષુ : પાછો થયો એમ કહે છે.
પૂજ્ય ગુરુદેવશ્રી : સાચી વાત છે. પાછો થયો એટલે બીજો ભવ ધારણ કરશે. ભાઈનું કહેવું સારું છે. પાછો થયો– (એમ) કહે છે. એક ભવમાંથી - અહીંથી દેહ છૂટ્યો એટલે બીજા ભવમાં જશે જ. કારણ કે (આત્મા) નિત્ય વસ્તુ છે અને અંદર (નિત્ય) વસ્તુનું સ્મરણ કે ધ્યાન નથી, શું ચીજ છે તેની ખબર નથી, એથી નરક ને નિગોદ કે એકેન્દ્રિયમાં ‘પાછો થયો - એટલે મરીને ત્યાં જાશે. આ..હા...હા..! છે ?
– જેમ મુસાફર એક નગરથી બીજા નગરે જાય છે ત્યારે વચ્ચે બીજાં બીજાં નગર આવે તેને છોડતો જાય છે, ત્યાં રોકાતો નથી, જ્યાં જવું છે.... આ..હા..હા..! જે નગરમાં જવું છે તે ધ્યાનમાંથી ચૂકતો નથી. વચમાં ગમે તે તેટલાં શહેર આદિ આવે, પણ ત્યાં જોવા રોકાતો નથી. આહા..હા..! ....તેનું જ લક્ષ રહે છે. જે ઠેકાણે જાવું છે તેનું જ લક્ષ રહે છે. વચમાં ગમે
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૪
[વચનામૃત-૪૦] તે આવે..... આહા...હા...! સડક ઉપર ચાલતાં ઝાડના છાંયા આવે ઝાડ વાવ્યા હોય અને આમ ચાલતો જાય એમાં વચ્ચે) છાયા આવે, પણ એ છાયા છોડતો જાય છે. છાયામાં રોકાતો નથી. જે ઠેકાણે એને જાવું છે તે ધ્યેય ચંતો નથી. આ..હા..હા...!
એમ ધર્મી સાધક જીવ આત્માના પૂર્ણાનંદના ધ્યેયમાં બહારના કારણો આવી પડે એને છોડતો જાય છે, પણ અંતરમાં શુદ્ધિાની) વૃદ્ધિ(ના) પ્રયત્નમાં ચાલ્યો જાય છે. આ..હા..હા..!
બેનની ભાષા સાદી છે પણ અંતરન છે. અનુભવ માટે કોઈ વિદ્વત્તાની જરૂર નથી કે કોઈ બહુ વિદ્વાન હોય તો એ અનુભવી શકે. અંદરનો અનુભવ એ વિદ્વત્તા માગતો નથી. અંતરની દૃષ્ટિ અને રુચિ માગે છે. આહા..હા..!
અંતર ભગવાન સત્ ચિદાનંદ પ્રભુ ! એક સમયની પર્યાય - વર્તમાન અવસ્થા તેના પાતાળમાં એટલે અંદરમાં, એના પાતાળમાં જતાં એનું તળ હાથમાં આંવતાં તેની (ધર્મીની) દષ્ટિ ત્યાં પડી હોય છે. આહા..હા..! એથી વચમાં શુભ ભાવ આવે; અહીં તો એ જ વાત કરી છે, પણ અશુભ(ભાવ) પણ આવે. જ્યાં સુધી વીતરાગ ન થાય ત્યાં સુધી વચમાં શુભ ભાવ પણ આવે પણ ત્યાં રોકાય નહિ. મારે જ્યાં જાવું છે તે આ નહિ. આ..હા..હા..!
જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ ! જેના ધ્યેયમાંથી ધ્રુવ ખતો નથી. જેના ધ્યેયમાંથી ધ્રુવ - નિત્યાનંદ પ્રભુ જેના ધ્યેયમાંથી ખસતો નથી. એ ગમે તેવા પ્રસંગ આવે તે પ્રસંગને એ છોડતો જાય છે અને ધ્યેયમાં પહોંચવા માટે (તે)તેના લક્ષમાં હોવાથી ત્યાં ચાલ્યો જાય છે. આ..હા..હા...! આવી વાત
....જ્યાં જવું છે, તેનું જ લક્ષ રહે છે. એટલા શબ્દોમાં તો ઘણું ભરી દીધું છે !!
Page #170
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
/ ખરી તાલાવેલી થાય તો માર્ગ મળે જ, માર્ગ : ન મળે એમ બને નહિ. જેટલું કારણ આપે એટલું :કાર્ય થાય જ. અંદર વેદના સહિત ભાવના હોય તો • માર્ગ શોધે.’ ૪૧. ..
: :
••• AGS
૪૧ (બોલ). ખરી તાલાવેલી થાય.... આ..હા..હા..! ચૈતન્યને પકડવાને, સમજવાને, અનુભવવાને ખરી તાલાવેલી થાય, આહા..હા..! “..તો માર્ગ મળે
છૂટકો. તો “...માર્ગ મળે જ, માર્ગ ન મળે એમ બને નહિ. આહા..હા..! • દરિયામાં એક હોડી હતી. એમાં બધું કુટુંબ બેઠેલું. એમાં એક નાનો આઠ વર્ષ - દસ વર્ષનો છોકરો હતો. તેણે આમ હોડીની બહાર પગ મૂકેલો. એવામાં એક મગરમચ્છ આવ્યો (તેણે) પગ પકડ્યો ! હવે એ હોડીનો નાયક કહે છે . ભાઈ ! હવે તમે એ છોકરાને છોડી દો ! નહિતર આ મગરમચ્છ એવો છે કે જો તેણે) ખેંચ્યું તો આખી નાવ અંદર ડૂબી જશે !! એ વખતે) ભાઈ ! એના મા ને બાપ....! આ..હા..હા..! એવે ટાણે છોકરો રડતો ને રોતો (હતો). (તેને) ઉપાડીને દરિયામાં નાખવો પડ્યો ! એનો પગ પકડ્યો હતો એ મોટો મગરમચ્છ હતો. એથી એનો જો ન છોડે તો મગરમચ્છ આમ ખેંચે (તો) આખી હોડી ઊડી જાત ! આહા..હા..!
એમ આત્માના સ્વભાવમાં જતાં રાગ વચ્ચે આવે પણ રાગ એ ખેંચી ન જાય. એ અંદરમાં જ રહે છે. રાગ(માં ખેંચાઈ જાય તો મગરમચ્છના (મોઢામાં જઈને મરી જવાનો એ ! આ..હા..હા..! રાગ અને પુણ્ય-પાપના ભાવ વચ્ચે આવે પણ જો ત્યાં ખેંચાણો - પકડાઈ ગયો હતો) મરી જવાનો ! ચાર ગતિમાં રખડવાનો એ ! આહા..હા..હા...! ઝીણી વાત છે, પ્રભુ ! આત્માની વાત તો બહુ ઝીણી, પ્રભુ ! આ તો બેનનાં સાદા વચન છે એટલે કહેવાય
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૬
[વચનામૃત-૪૧]
છે. આા...ય...!
(અહીંયા કહે છે), ખરી તાલાવેલી થાય તો માર્ગ મળે જ, માર્ગ ન મળે એમ બને નહિ.’ કેમ ? જેટલું કારણ આપે એટલું કાર્ય થાય જ.' જેટલું અંતરમાં કારણ આપે...! આહા..હા..! (અર્થાત્ શુદ્ધ ચિદાનંદ મૂર્તિમાં જેટલું કારણ - પુરુષાર્થ આપે એટલું કાર્ય થયા વિના રહે જ નહિ. આહા..! રાગનુ કારણ આપે તો દુઃખ થયા વિના રહે નહિ. સ્વભાવનું કારણ આપે તો આનંદ થયા વિના રહે નહિ. આહા..હા..! આવી જાત છે, બાપુ ! લોકોએ ધર્મ બહારથી કલ્પી, આ ક્રિયાકાંડમાં ધમાધમ ચલી અને એમાં ધર્મ માની બેઠા ! ધર્મ કાંઈક બીજી ચીજ રહી ગઈ !
માનવી જાતા
એ અહીં કહે છે, અંદર વેદના સહિત ભાવના હોય..... આહા..હા..! અંતર ભગવાન આનંદનું વેદન હોય, જેને રાગથી છૂટી અને અરાગ એવા ચૈતન્યના આનંદનું વેદન હોય, આહા..હા..! એનું જ્ઞાન તો કરે કે વસ્તુ આ છે એ અંદર વેદના સહિત ભાવના હોય તો માર્ગ શોધે.' (શોધે) છૂટકો અંદર માર્ગ શોધે. અંદર રાગનું વેદન આવે (તેને) છોડીને અંતર (જ્ઞાન) વેદનમાં જાય. એને આ માર્ગ મળ્યા વિના રહે નહિ. આહા..હા..!
પુણ્ય ને પાપના બે ભાવ વચમાં આવે પણ તેના વેદનમાં ન રહેતાં, અંત૨ સુખના વેદનમાં જતાં, એને એનો માર્ગ મળ્યા વિના રહે નહિ. હા..હા..! ભાષા તદ્દન સાદી છે ! મૂળ તો સાધકની ભાષાની વાત છે. અનુભવની ભાષા છે.
અનુભવીને એટલું રે આનંદમાં રહેવું રે.' એક ફેરી કહ્યું હતું. નાની મરમાં દસ-બાર વર્ષની ઉમર હતી. આ તો એંસી વર્ષ પહેલાંની વાત છે. એક અમારા પાડોશી હતાં, અારી બાના મોસાળના કુટુંબી (હતાં). (એમના ગામના (હતાં) એટલે ‘મામા’ કહેતાં. (એકવાર પૂછ્યું) ‘તમે ન્હાવ છો ત્યારે શું બોલો છો ” એ (એમ) બોલતાં કે અનુભવીને એટલું રે આનંદમાં રહેવું રે...., ભજવા પરિબ્રહ્મને બીજું કાંઈ ન કહેવું રે, ‘અનુભવીને એટલું રે આનંદમાં રહેવું રે' એ સમજે નહિ કાંઈ....હોં ! પણ નાહીને લૂગડું પહેરે એટલે આમ બોલતાં જાય, મેં પૂછ્યું કે, તમે બોલો છો શું આ ? એ કહે, મને કાંઈ ખબર નથી
અહીં કહે છે કે, જેને આત્મજ્ઞાની લાગી છે, જેને આત્માના સ્વભાવની
-
Page #172
--------------------------------------------------------------------------
________________
ના
વચનામૃત રહસ્ય
૧૫૭ રુચિ જામી છે. એ લાગી છે એ લાગી છે), હવે એ છોડી (છૂટે નહિ), કોઈ એ છોડાવી શકવા સમર્થ છે નહિ ! આહા..! ગમે તેવા પ્રતિકૂળ પ્રસંગ આવે છતાં આનંદની લાગી છે તે છૂટશે નહિ અને આનંદમાં વૃદ્ધિ કરીને આગળ ચાલ્યો જશે. પણ અંતરની તાલાવેલી લાગવી જોઈએ. બાપા ! આહા..હા..! જેમ આ ધૂળની તાલાવેલી લાગી છે....! ધૂળ..ધૂળ...! તમારી ! આ પૈસા....!
શરીરમાં ખીલો વાગે કે ચૂક વાગે, કાટ...કાટ... (વાગે) ત્યારે કોઈ એમ કહે કે, મારી માટી પાણી છે તો પાણી અડવા દેશો નહિ. કહે છે ને ? મારી માટી પાકણી છે, પાણી અડવા દેશો નહિ. એ વખતે એમ કહે કે, આ માટી છે અને વળી સમજે કે શરીર મારું છે !! મારી માટી પાકણી છે, ખીલો વાગ્યો છે, અંદર કાટ છે. માટે પાણી અડવા દેશો નહિ. પાણી અડશે તો પાકી જશે. એમ બોલતાં મારી માટી પાકે એવી છે, એમ બોલે છે. પણ આમ જુઓ તો કહે, માટી-શરીર હું છું. અંદર આત્મા કોઈ ચીજ છે, એ ભૂલી જાય ! આ..હા..હા..!
આ તો ધૂળ-માટી છે. આ તો મસાણમાં રાખ થવાની છે. અગ્નિ નીકળવાની છે અહીંથી ! આ...હા.હા..! આ જ ભવમાં ! આ જ ભવમાં કે નહિ ? અગ્નિ ફૂટશે, બાપા ! સળગશે આ...! આ..હા..હા...! અંદર ચૈતન્ય ભગવાન છે એની જેને લગની લાગી નથી, એ મરણ ટાણે ત્યાં મરી જશે. શરીરમાં પોતાપણું) માનીને !! તેને આત્માની તાલાવેલી લાગી નથી. અહીં કહે છે કે, જેને આત્માની તાલાવેલી લાગી છે, એ મરણ ટાણે પણ તેના ઉપર ધ્યાન આપતો નથી ! આ...હા..હાં...!
રાજકોટમાં એક મ્યુનિસિપાલિટીનો મોટો માણસ હતો. એ ક્યાંક જાનમાં ગયેલો (ત્યાં) મિષ્ટાન્ન ખાધેલું, એમાં આખા શરીરમાં કફ થઈ ગયો ! પછી આમ શ્વાસ ઉપડ્યો ને દુઃખનો પાર ન મળે ! આહા..હા...! (પછી કહ્યું, મહારાજને બોલાવો !” (પોતે) શ્વેતાંબર હતાં. પણ એમને બધાંને તો મારા ઉપર પ્રેમ હતો. શ્વેતાંબર હતાં પણ કહે, “મહારાજને બોલાવો ! માંગલિક સાંભળીએ !” હું જ્યાં ગયો, ત્યાં ખાટલે એની સાથે એની વહુ બેઠેલી, બધું પૂછતી હતી કે, આનું ? આનું શું ? મેં કીધું - અરે....! પણ હવે મરવા બેઠો, આ શરીર છૂટે છે, રોવે છે આ, અને પાછળથી આ કરવું
-
-
--
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૮
વિચનામૃત-૪૧] ને આ કરવું એ પૂછો છો ! તમે શું કરો છો આ ? તળાઈમાં સૂતેલો (અને આ રોગ...! અને આંખમાંથી પીડાના આંસુ ચાલ્યાં જાય....! મ્યુનિસિપાલિટીનો મોટો નાયક હતો અને એ જ વખતે રેલના મોટા નાયક હોય છે ને, એ આવ્યો અને કહે કે “રાવ સાહેબનો ઇલકાબ એને મળે છે !” હવે અહીં મરે છે ! “રાવસાહેબનો ઇલકાબ સરકાર તરફથી એને આજે મળે છે !” હું ત્યાં બેઠેલો. એની વહુ એને પૂછતી હતી. મેં એને કહ્યું “એલા ! પણ તમે શું કરો છો આ તમે આને ?” (એ પૂછતી હતી) ‘અમારે આ છોકરાનું શું કરવું ? પછી આનો ભાગ કેમ પાડવો ? દીકરાને શું દેવું ? સાળાને શું આપવું ? આ માંડી તેં, પણ ઓલો ક્યાંક મરીને જાય છે !
નિયમસારમાં કહ્યું છે, કુટુંબી - મા-બાપ તો ઠીક પણ દીકરા, દીકરી ને વહું. બધાં - એ તને ધુતારાની ટોળી મળી, પ્રભુ ! નિયમસારમાં છે. કુંદકુંદઆચાર્યનું નિયમસાર શાસ્ત્ર છે ને ! એમાં એમ લખ્યું છે કે, એ બધી ધુતારાની ટોળી છે ! તને ધૂતવા માટે બેઠાં છે ! તારું શું થાય ? તેની કાંઈ ચિંતા નથી.. અમને સગવડતા આપો અમને આ ફલાણું આપો..અમને આ ફલાણું આપો...! એ આજીવિકા માટે મળેલી) બધી ધુતારાની ટોળી છે ! આ...હે...!
એ ટાણે પણ જો ધર્મી - સાધક હોય તો પરની સામું ન જોતાં, અંદર પોતાના ધ્યેયને પકડે. અખંડાનંદનો નાથ, સત્ ચિદાનંદ પ્રભુ ! એને અંદર પકડીને બહારની દરકાર છોડી દે. એ અહીંયા કહે છે કે, ભાવના હોય તો માર્ગ થાય જ. અંદર માર્ગ મળ્યા વિના રહે નહિ,
/ “યથાર્થ રુચિ સહિતના શુભ ભાવો વૈરાગ્ય અને : ઉપશમરસથી તરબોળ હોય છે; અને યથાર્થ રુચિ
વિના, તેના તે શુભ ભાવો લૂખા અને ચંચળતાવાળા હોય છે.” ૪૨.
Page #174
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૧૫૯ ૪૨ (બોલ). યથાર્થ રુચિ સહિતના શુભ ભાવો વૈરાગ્ય અને ઉપશમરસથી તરબોળ હોય છે. જરી ઝીણી (વાત) છે. જો યથાર્થ દૃષ્ટિ થઈ હોય એને જે રાગ (આવે છે તે) વૈરાગ્ય અને ઉપશમરસથી તરબોળ હોય છે. શું કહે છે ? '
ધર્મની જેને દૃષ્ટિ થઈ છે, સમ્યગ્દર્શન થયું છે, જેણે રાગથી ભિન્ન પડીને આત્માને જોયો, જાણ્યો, અનુભવ્યો (છે) - એનો રાગ, વૈરાગ્ય અને ઉપશમરસથી તરબોળ હોય છે. કષાયની મંદતા નહિ, પણ કષાયના અભાવથી તરબોળ હોય છે. આહા..હા..! ઝીણી વાતું છે, બાપુ ! દુનિયાથી જુદી જાત છે. દુનિયાને સાંભળવા મળવું મુશ્કેલ પડે, એ વિચારે કે દિ ? અને અંદર રુચિમાં જાય કે દિ ?
એ કહે છે, “યથાર્થ રુચિ સહિતના શુભ ભાવો વૈરાગ્ય અને ઉપશમરસથી....” કષાય . ક્રોધ, માન, માયા, લોભથી) રહિતનો ઉપશમશાંત રસ.... આ...હા..હા...! એ શાંતરસથી એનો રાગ અને વૈરાગ્ય તરબોળ ' હોય છે. રાગ વખતે પણ શાંતરસ હોય છે અને વૈરાગ્ય વખતે પણ અંદર શાંતરસમાં હોય છે. આ..હા..હા..! ભાષા બહુ સાદી (અને) ટૂંકી છે.
‘તરબોળ' કહેવાનો આશય છે. ધર્મીને અંદર જ્ઞાનાનંદ આત્મા રુચ્યો એને રાગ આવે તો પણ શાંતિ રહે છે અને વૈરાગ્ય હોય તો પણ શાંતિ રહે છે. એ શાંતિમાંથી ખસતાં નથી. અંતર શાંત સ્વરૂપ (છે) તેનામાં એ પડ્યો છે. તેને બહારની કોઈ દરકાર નથી. કુટુંબ, કબીલા, પૈસા-લક્ષ્મી, આબરૂ, કીતિ... ધૂળધાણી એના ઉપર એની નજરું નથી. એની નજર ઉપશમરસ ઉપર છે. આહા..હા..! - સ્તવનમાં આવે છે . *ઉપશમરસ વરસે રે પ્રભુ તારા નયનમાં ભજનમાં આવે છે. ઉપશમરસ વરસે રે પ્રભુ તારા નયનમાં.” આ..હા..હા..! પ્રભુ ! તારી આંખમાં ઉપશમરસ દેખાય છે ! અંતરમાં કષાય રહિત ઉપશમભાવ પડ્યો છે અને શરીરમાં શાંત...શાંત...શાંત... દેખાય છે. એવી વીતરાગ ભગવાનની દશા છે ! જગતમાં જેટલાં ઊંચામાં ઊંચા પરમાણુ હોય એ ' ભગવાનનાં શરીરમાં આવીને શાંત રસપણે પરિણમ્યા હોય છે ! ભક્તામર (સ્તોત્રમાં આવે છે. ભક્તામરમાં...! જગતમાં જેટલાં પરમાણુઓ શાંતપણે પરિણમવાના હોય, શાંત એટલે અંદર સ્થિરતા . એ શાંત...શાંત... પરમાણુઓ
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૦
-
-
-
[વચનામૃત-૪૨] (આવી ને વસ્યા હોય). શરીરમાં શાંતિ દેખાય ! અંતરમાં શાંતિની ઝલક ! (સાથે) શરીરમાં શાંતિ દેખાય ! એવા ‘ઉપશમરસ વરસે રે પ્રભુ તારા નયનમાં ! તારી આંખમાં નાથ ! ઉપશમ ઝરે છે...!! - એમ ધર્મને અંદરમાં રાગ અને વૈરાગ્યને ટાણે ઉપશમરસ ઝરતો હોય છે. આ..હા..હા...! આવું ક્યાં યાદ રાખવું ? એ કહે છે, “યથાર્થ રુચિ સહિતના.. (એટલે) જેને આત્માની દૃષ્ટિ થઈ છે તેના ..શુભ ભાવો વૈરાગ્ય અને ઉપશમરસથી તરબોળ હોય છે, અને યથાર્થ રુચિ વિના....' ભગવાન આત્મા ! ધ્રુવના અંતરમાં ધ્યેય વિના. ધ્રુવના ધ્યેયના ધ્યાનની ધગશ વિના... આ..હા..હા...! ધ્રુવના ધ્યાનની ધૂણી ધગશ અને ધીરજથી (ધખાવ્યા) વિના, જેટલાં રાગાદિ થાય તેનામાં એ ભળી જશે. પણ અંદર જેને ધ્રુવ દૃષ્ટિમાં પકડાણો છે એના શાંતરસમાંથી એ નહિ ખસે. આહા..હા..! ભલે રાગ આવે, ભલે બહારનો વૈરાગ્ય હોય - એમાં નહિ (તણાય). (કેમકે) એ પણ એક પર્યાય છે, વૈરાગ્ય પણ એક પર્યાય છે, રાગ પણ એક પર્યાય છે.
એક વખતે ભાવનગરમાં આ બનાવ્યું હતું. ધ્રુવધામના ધ્યેયના ધ્યાનની ધખતી ધૂણી ધગશ અને ધીરજથી ધખાવનાર ધર્મનો ધારક ધર્મી ધન્ય છે.” બધાં ‘ધ.ધ્ધા છે. ભાવનગરમાં એક વાર તાવ આવ્યો હતો. એ વખતે આ બનાવ્યું હતું. ભાવનગર ગયા ત્યારે બનાવ્યું હતું). શું કીધું ? ધ્રુવના ધામના - અંદર ધ્રુવનું ધામ - જે સ્થાન, તેના ધ્યેયના ધ્યાનની ધખતી ધૂણી ધગશ અને ધીરજથી ધખાવનાર તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે. આ પાના અહીં આવ્યાં હશે ? આવ્યાં છે ? આ તો મારાં છે. આ શબ્દો તો ભાવનગર કરેલાં. આહા..હા...! આ પાનાં ઘણાં છપાઈ ગયાં છે. અહીં આવ્યાં હશે.
ધ્રુવ ધામ...! આહા..હા..! નિત્ય એવું ધામ, એનું ધ્યેય (એટલે) એનું લક્ષ, (તેના) ધ્યાનની ધખતી ધૂણી ધગશ અને ધીરજથી ધખાવવી તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે ! આ તો હજારો છપાઈ ગયા છે.
મુમુક્ષુ : ખીસામાં રાખીએ તો લાભ થાય ને ?
પૂજ્ય ગુરુદેવશ્રી : ખીસામાં રાખે લાભ શું થાય ? આત્મામાં નાખે લાભ થાય ! ખીસું તો જડ છે માટી છે, ધૂળ છે. આહા..હા..! ધર્મના ધ્યેયની ધૂણી ધગશ અને ધીરજથી ધખાવ. અંદર તને શાંતરસ આવશે. રાગની ધૂણી ધખાવતાં, રાગ-દ્વેષ કરતાં દુઃખની જવાળામાં બળી જશો ! આ..હા..હા..!
Page #176
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
. ૧૬૧ બહારમાં એ અગ્નિ નહિ દેખાય પણ રાગ છે એ અગ્નિ છે. પુણ્ય અને પાપના રાગ એ અગ્નિ છે. અગ્નિની અંદર શાંતિ બળે છે. આ..હા..હા..હા..! એ છોડીને એક વાર પ્રભુ ! અંદર ધખતી ધૂણી ધખાવ. અંદર આનંદનો નાથ પડ્યો છે, આ..હા..હા...! એના ઉપર જા !'
(અહીંયા કહે છે) (યથાર્થ રૂચિ વિના, તેના) તે શુભ ભાવો લૂખા અને ચંચળતાવાળા હોય છે. અંતરની જેને લગની લાગી છે એ શુભ ભાવ અને અશુભ ભાવમાં એકાકાર થતો નથી. (જ્યારે). અજ્ઞાનીને (તેના તે). શુભ ભાવો ચંચળતાવાળા લાગે છે. ધર્મની જેને ખબર નથી એને રાગ આવે પણ એ ચપળતાનો રાગ છે, ચંચળતાનો રાગ છે. એ શાંતરસ (થી) તરબોળ નથી. આહા..હા..! આ શું વાત !
અંતરમાં જેણે શાંતરસને પકડ્યો છે, એને રાગ અને વૈરાગ્ય શાંતરસથી તરબોળ હોય છે. અજ્ઞાનીને શુભરાગ અને અશુભ રાગ સળગતી ધગતી અગ્નિની ધૂણી છે. આ..હા..હા...! બહારનાં હજી ભપકાં દેખાય ત્યાં) આવું સાંભળવું હજી કઠણ (પડે).
એક ફેરી મૈસૂર ગયા હતાં. ત્યાં સાડા ત્રણ કરોડનું એક મકાન હતું. સાડા ત્રણ કરોડનું....! સરકારે રાજાને ખાલી કરાવ્યું. સરકારે જ્યારે ઊઠાવી દીધાં, ખાલી (કરાવ્યું ત્યારે રાજા રોતો બહાર નીકળી ગયો ! સાડા ત્રણ કરોડનું એક મકાન ! આ તો ઘણાં વર્ષ પહેલાંની વાત છે, હોં ! અત્યારે તો અબજ (રૂપિયે) પણ મળે નહિ. એવું મકાન જોવા ગયાં હતાં. (મેં કહ્યું, જુઓ ! આ મસાણમાં જનારા આવી સાડા ત્રણ કરોડની મકાનની ભૂમિને છોડીને ચાલ્યાં ગયાં છે. આહા..! ક્યાંય પકડાણાં નથી કે ક્યાંય) એને પકડી રાખ્યા નથી. આહા..હા..!
એમ રાગમાં (જે) પકડાઈ ગયાં છે એ અગ્નિની જવાળામાં સળગી રહ્યાં છે ! અહીંયા કહે છે, રાગથી ભિન્ન આત્માનું જેને ધ્યેય પકડાયું છે, એ શાંતરસમાં તરબોળ છે ! આહા..હા..! છે ? ....અને યથાર્થ રુચિ વિના, તેના તે શુભ ભાવો... ભલે શુભ ભાવ હોય . દયા, દાન, ભક્તિનો પણ જો યથાર્થ દૃષ્ટિ અને રુચિ નથી તો તેનો તે ભાવ લૂખો અને ચંચળતાવાળો હોય છે. આહા..હા...! શું કહ્યું ? કે જેને આત્માની રુચિ અને દૃષ્ટિ થઈ છે એના શુભભાવ અને વૈરાગ્ય
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૨
વિચનામૃત-૪૩] અને શાંતરસથી તરબોળ દેખાય છે. જેને આત્માની રૂચિ નથી અને વૈરાગ્ય અને શાંતરસથી તરબોળ દેખાય છે. જેને આત્માની રૂચિ નથી અને રાગની રૂચિ છે, એને રાગની રુચિમાં - એ રાગ એકલો ચંચળતાવાળો અને લૂખો છે. ભલે શુભ હોય પણ લૂખો અને ચંચળતાવાળો છે. શાંતિ અને અચંચળતા એમાં બિલકુલ નથી. આહા....! આવી વાતું છે. શુભ રાગ હોં ! આ ક્રિયા ! આ બધી શુભની ક્રિયા છે ને ! (તેની વાત કરે છે). ધર્મ તો શુભથી પર છે. અંદરમાં ધર્મ છે. ધર્મ કાંઈ બહારથી થાતો નથી. (ધર્મીને પણ) એ શુભ ભાવ વચ્ચે આવે. પૂર્ણ (વીતરાગતા) નું હોય ત્યાં આવ્યાં વિના રહે નહિ. પણ (એ)-લૂખા–લાગે, એમાં ચીકાશ હોય, એમાં રસ ન હોય, એમાં એકાકાર ન હોય, આહા..હા..! અને અજ્ઞાનીને તો શુભ ભાવો લૂખા અને ચંચળતાવાળા હોય છે. આહા..હા...
C
જેમ કોઈ બાળક માતાથી વિખૂટો પડી ગયો હોય તેને પૂછીએ કે “તારું નામ શું ? તો કહે “મારી બાજી, તારું ગામ
ક્યું ? તો કહે “મારી બા, ‘તારાં માતા-પિતા કોણ ? તો કહે “મારી બા'; તેમ જેને આત્માની ખરી રુચિથી જ્ઞાયકસ્વભાવ પ્રાપ્ત કરવો છે તેને દરેક પ્રસંગે જ્ઞાયકસ્વભાવ....જ્ઞાયકસ્વભાવ . એવું રટણ રહ્યા જ કરે, તેની જ નિરંતર રુચિ ને ભાવના રહે.” ૪૩.
N
o o o o o
૪૩ (બોલ). જેમ કોઈ બાળક માતાથી વિખૂટો પડી ગયો હોય....” માતાની આમ આંગળી ઝાલીને ચાલતાં હોય, ઝાઝા માણસમાં આંગળી છૂટી ગઈ અને મા આઘી ચાલી ગઈ ને છોકરો ક્યાંક દૂર રહી ગયો. આ તો અમે પોરબંદરમાં નજરે જોયેલું. પોરબંદર ચોમાસું હતું. એક છોડી ખોવાઈ ગયેલી.
Page #178
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૧૬૩ ત્યાં ઊભી હતી). એની મા આવી ચાલી ગઈ. પોલીસ (એને) પૂછે- ‘છોડી ક્યા ઘરની ? તું કઈ શેરીની ?” તો કહે “મારી બા !” “તારું નામ શું?” તો કહે “મારી બા’, ‘તારી ગોઠણ (બહેનપણી) કોણ ?” તો કહે “મારી બા બસ ! એ “મારી બા....!”, “મારી બા...!” કર્યા કરે. ગમે તે પૂછે તો એક જ જવાબ) ! “તારું નામ શું ? તો કહે “મારી બા. પોલીસો તો તપાસ કરે ને ! કોઈ શેરીની હોય તો એ શેરીમાં લઈ જઈએ. (એમ). કઈ શેરીની છે ? એની ગોઠણ કોણ છે ? તમે કઈ નાતના છો ? ગમે તે પૂછે પણ એ તો એમ જ કહે મારી બા...મારી બા...! કર્યા કરે.
એ અહીં કહે છે, જેમ કોઈ બાળક માતાથી વિખૂટો પડી ગયો હોય તેને પૂછીએ કે તારું નામ શું ? તો કહે “મારી બા'—' એક જ ધૂન લાગી છે . મારી બા ગઈ... મારી બા ગઈ... ક્યાં ગઈ મારી બા ? બા ક્યાં ગઈ ? આહા...! તારું નામ શું ? તો કહે “મારી બા', ..તારા માતા-પિતા કોણ ? તો કહે “મારી બા', દરેકનો એક જ જવાબ આપે. આહા..હા..!
તેમ જેને આત્માની ખરી રુચિથી જ્ઞાયકસ્વભાવ પ્રાપ્ત કરવો છે...' આહા..હા..! અંદર જ્ઞાયક આત્મા એટલે જાણનાર રસ, જ્ઞાનરસ, જ્ઞાનનું પૂર અને જ્ઞાનનું નૂરનું - તેજનું પૂર છે. આહા..હા..! જેમ નદીના પાણીના પૂર આમ વહે છે, એમ આત્માનું જ્ઞાન પૂર આમ ધ્રુવ... ધ્રુવ...ધ્રુવ...ધ્રુવ...ધ્રુવ.... વહે છે. અંદર જ્ઞાનનો પ્રવાહ ધ્રુવ વહે છે. આહા..હા..! ઝીણી વાતું છે. - “તેમ જેને આત્માની ખરી રુચિથી જ્ઞાયકસ્વભાવ પ્રાપ્ત કરવો છે.... આ...હા..હા...! કહેવા માત્ર નહિ ને દુનિયાને સમજાવવા માટે નહિ ને દુનિયા મોટો માને માટે નહિ, આહા..હા...! પણ જેને ખરી રુચિ લાગી છે, (એક) “...જ્ઞાયકસ્વભાવ પ્રાપ્ત કરવો છે.” અંદર જાણનાર જ્ઞાયક ચિદાનંદ પ્રભુ ! ધ્રુવ નિત્ય પ્રભુ બિરાજે છે. એને જેને પકડવો છે અને પ્રાપ્ત કરવો છે, ....તેને દરેક પ્રસંગે “જ્ઞાયકવભાવ....જ્ઞાયકસ્વભાવ.... - એવું રટણ રહ્યા જ કરે...' આ..હા..હા..! હું તો જ્ઞાયકવભાવ છું. રાગ નહિ, શરીર નહિ, વાણી નહિ, કુટુંબ નહિ, કબીલો નહિ, દેશ નહિ, કોઈ નહિ. ‘હું તો જ્ઞાયક છું એમ રટણ રહ્યા જ કરે. પેલી બાઈને (છોડીને) જેમ બા..બા.. રહ્યા કરે આ....હા..હા...! (તેમ આને જ્ઞાયકનું રટણ રહ્યા કરે.
અંતરનો આત્મા નિત્યાનંદ પ્રભુ પરમેશ્વર છે, એ ભગવતું સ્વરૂપ છે,
Page #179
--------------------------------------------------------------------------
________________
:
-
-
-
-
-
૧૬૪
વચનામૃત-૪૩] એ અતીન્દ્રિય આનંદનો સાગર - નાયક છે, આ..હા..હા...! એની જેને રુચિ થઈ એને ક્ષણે ને પળે જ્ઞાયક....જ્ઞાયક...જ્ઞાયક....જ્ઞાયક.... (રહ્યા કરે. આ..હા..હા...! છે?
.. જ્ઞાયકસ્વભાવ...જ્ઞાયકસ્વભાવ - એવું રટણ રહ્યા જ કરે, તેની જ નિરંતર રૂચિ ને ભાવના રહે. નિરંતર (રહે. ભલે સંયોગ હો, ભલે શુભ ને અશુભ ભાવ આવે છતાં જ્ઞાયકભાવની રુચિ અને દૃષ્ટિ છૂટે નહિ. જેને જ્ઞાયકની રુચિ જામી છે અને જ્ઞાયકની દૃષ્ટિ થઈ_છેએનું ધ્યેય તેને ગમે તે પ્રસંગમાં પણ છૂટતું નથી—આહા..... આવો એનો સ્વભાવ છે. આ ધર્મ...! ' કરવું શું પણ આમાં અમારે ? કરવું એ પ્રભુ ! કે, એ જ્ઞાયકભાવ અંદર ભગવાન છે, એને પકડવો અને એનામાં રહેવું, રૂચિ કરવી - એ કરવાનું છે. રુચિ કરીને પછી એમાં ઠરવું એ કરવાનું છે. બાકી બધી ધૂળ ને ધાણી છે! આહા..હા..! (એ કહે છે). - એવું રટણ રહ્યા જ કરે, તેની જ નિરંતર રુચિ ને ભાવના રહે. આહા..હા..!
આ બેનનાં અંદર અનુભવથી બોલાઈ ગયેલા વચનો છે. એમની નીચે ૬૪ બાળ બ્રહ્મચારી દીકરીયું છે. ૬૪ દીકરીયું, બાળ બ્રહ્મચારી...! એની વચ્ચે આ કાંઈક થોડું બોલેલા, એ લખાયેલું, એ આ બહાર આવી ગયું છે. એ તો કાંઈ બહાર પડવાના કામી નથી અને બોલવાના પણ કાંઈ નહિ. મડદાંની જેમ ચાલે) ! અંતરના આનંદમાં રસમાં એને બહારની કાંઈ સૂઝ પડતી નથી !! એકલો આત્મા..આત્મા... આત્મા... આત્મા... આનંદનો રસ છે મારો નાથ, એને મૂકીને એને ક્યાંય રસ પડતો નથી.
ધર્મીને જ્ઞાયકના રસ સિવાય બીજે ક્યાંય રસ પડતો નથી. ભલે શુભ ભાવ આવે પણ એમાં એને રસ આવતો નથી. આ..હા..હા...! શુભ ભાવ અસંખ્ય પ્રકારના છે . દયાનો, દાનનો, ભક્તિનો, પૂજાનો એવા અસંખ્ય પ્રકારના ભાવ છે. એમ અશુભ ભાવ પણ અસંખ્ય પ્રકારના છે. પણ જ્ઞાનીને એક જ્ઞાયકભાવના પ્રેમ આગળ એ અસંખ્ય પ્રકારના ભાવમાં એને રુચિ હોતી નથી. એને દૃષ્ટિમાં અને ધ્યેયમાં લેતા નથી. એ ગણકાર્યા વિના છોડી દે છે ! આહા..હા..! આવો ઝીણો માર્ગ ! (લોકોને વખત મળે નહિ. આ......!
કરવાનું તો આ છે. પ્રભુ ! બાકી બધાં થોથાં છે. એકડા વિનાના મીંડા
Page #180
--------------------------------------------------------------------------
________________
જ
=
વચનામૃત રહસ્ય
- ૧૬૫ છે. લાખ મીંડાં કરે પણ એમાં એનો એકડો ન થાય. કોરે કાગળે લાખ મીંડા લખે તો કાંઈ એકડો થાય ? અને એક એકડો હોય તો પણ એકનો નંબર આવી જાય. એમ આત્માની દૃષ્ટિ અને ધ્યેય) વિના જેટલું કરવામાં આવે એ બધાં એકડા વિનાના મીંડાં છે. આ..હા..હા... આત્માની રુચિ-અને દૃષ્ટિ કરી ત્યાં એકડો આવ્યો અને એમાં જો સ્થિર થયો તો મીંડું આવ્યું. તો દસ(૧૦) થઈ ગયો ! (એકડા) પછી મીંડું આવે તો દસ થઈ જાય. એકડા ઉપર મીંડું આવે તો (દસ થઈ જાય). એકલા લાખ મીંડા આવે તો પણ એકડો ન થાય. એમ સમ્યગ્દર્શન (એટલે કે) આત્માનું દર્શન અને આત્માની દૃષ્ટિ થઈ પછી જ એમાં સ્થિરતા આવે તો જેમ એક ઉપર મીંડું આવતાં દસ થાય, એમ સ્થિરતા વધતાં એની અંદર શાંતિ વધી જાય. સમજાય છે કાંઈ ? આવું છે આ !
આ પૈસામાં ક્યાંય ધર્મ હશે ? (ગમે તેટલા પૈસા ખર્ચે) પણ (તે કાંઈ) ધર્મ નથી. ધૂળમાં ધર્મ ક્યાં હતો ? આહા..હા...!
પ્રશ્ન : કાંઈક થોડું તો હોય ને ?
સમાધાન : છે ને, શુભ રાગ છે. કાંઈક છે - રાગની મંદતા છે, શુભ ભાવ છે. એની મમતા છે તે અશુભ છે અને એ તો આપણે પદ્મનંદીની વાત નહોતી કરી !
પદ્મનંદી (પંશવિંશતીમાંએ દૃષ્ટાંત છે કે, માણસ જ્યારે ચોખા ને ખીચડી રાંધીને ખાય. પછી ઉકડીયા જે હોય એ કાગડાને, કૂતરાને (ખાવા માટે) બહાર કાઢે. અમારે પાલેજમાં હતું. પાછળ પથ્થર મૂકી રાખતાં. ઉકડીયા હોય એ એમાં નાખે. ઉકડીયા સમજાય છે ? છેલ્લે (તપેલીમાં) ચોંટેલા, દાઝેલા ચોખા (હોય તેને ઉકડીયા કહેવાય. એ ઉકડીયા હોય તેને પાછળ પથ્થર હોય એમાં નાખતાં. એક કૂતરો ખાવા આવે ત્યારે બીજો આવે તો વઢે ! પણ એક કાગડો જો આવ્યો તો એ (ખાતાં ખાતાં બીજાં કાગડાને બોલાવે. કાઉં...કાઉ...કાઉં... કરીને બીજાં) દસ-પંદર કાગડાને બોલાવે અને પોતે ભેગો ખાય.
એમ આચાર્ય પદ્મનંદીમાં કહે છે. તેને પૂર્વના પુણ્યને લઈને આ પાંચપચાસ લાખ મળ્યાં ને ધૂળ મળી, (એ) જો એકલો ખાઈશ અને રાગ મંદ કરીને ધર્મના અનુરાગમાં નહિ વાપુર (તો) કાગડામાંથી તું જઈશ !! જ્યારે
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૬
વિચનામૃત-૪૩] શુભભાવની વ્યાખ્યા કરવી હોય ત્યારે એ આવે ને ! આવી વ્યાખ્યા છે, પાઠ છે હ આવો પદ્મનંદી ત્યાં સોનગઢમાં) આખું વંચાઈ ગયું છે.
કાગડો પણ એકલો ઉકડીયા ખાતો નથી. એમ તારા પુણ્ય છે એ દાઝેલા ઉકડીયા છે. એ શું કહ્યું ? જે પુણ્ય છે, એ પૂર્વે તેં જે શુભ ભાવ કરેલો, એ શુભ ભાવમાં શાંતિ દાઝેલી તેને લઈને પુણ્ય બંધાણું. (પણ ત્યાં) શાંતિ દાઝી છે ! શુભ ભાવ છે તે ઉકડીયા છે ! એનું ફળ પુણ્ય અને એનું ફળ આ ધૂળ ! પૈસો) ! એકલો (સંસાર અર્થે) જો એ વાપરીશ (અને ધર્મના અનુરાગ માટે નહિ વાપર (તો કાગડામાંથી પણ જઈશ. ત્યાં તો શુભ ભાવ કરાવવો હોય ત્યારે તો એ સમજાવે કે નહિ ? અને અશુભ ઘટાડીને જે • વખતે જે ભાવ (કહેવો) હોય એ બતાવે કે નહિ ? છતાં એ શુભ ભાવ ઉપર જ્ઞાનીને રુચિ ન હોય. સમજાય છે કાંઈ ? કહે છે કે, જો એવો કાગડો (પણ) એકલો ન ખાય અને તને આ પાંચ-પચીસ લાખ કે કરોડ - બે કરોડની ધૂળ મળી, એમાં એકલો ખાઈશ તો કાગડામાંથી જાઈશ ! આહા..હા..! પદ્મનંદી પંચવિંશતીમાં મોટો દાનનો અધિકાર છે. આખું વ્યાખ્યાનમાં વંચાઈ ગયું છે.
કાગડામાંથી જઈશ એમ (કહ્યું છે). મુનિને શું પડી છે ! કે આ બીજાને ખોટું લાગશે કે નહિ લાગે ! આપણે પદ્મનંદીમાંથી એ વાત કરી હતી કે, અમે તને (આ) વાત કરીએ છીએ, તને ઠીક ન પડે તો પ્રભુ ! ક્ષમા કરજે !! તું ક્રોધ કરીશ નહિ, અણગમો લાવીશ નહિ, પ્રભુ ! આ વાત જ અમારી કોઈ અલૌકિક (છે) ! જન્મ-મરણ રહિત થવાનું વાતું છે. તને ઝીણી પડે કે અણગમો લાગે, અરુચિ લાગે, ગો નહિ અને એકની એક વાત જાણે આવતી હોય એમ તને લાગ્યા કરે, ભિન્ન-ભિન્નપણે આવતી હોય છતાં તને એમ લાગ્યા કરે, તને ગોઠે નહિ તો માફ કરજે. આ..હા..હા..!
આચાર્ય...! મુનિ...! એકાવતારી - એક ભવે મોક્ષ જનારા ! પાનંદી (આચાર્ય) (અત્યારે) સ્વર્ગમાં ગયાં છે અને એ તો એવું લાગે છે કે, એની દશા તીર્થકર થવાની લાગે છે ! ભવિષ્યમાં તીર્થકર થશે !! એવી એમાં શૈલી છે. જોતાં, વાંચન કરતાં એવું લાગે છે. એ જીવ તીર્થંકર થશે.
ભક્તામર કરનારો પુરુષ પણ તીર્થકર થવાનો હોય, એવી શૈલી લાગે છે. ભક્તામર સ્તોત્રમાં એવી શૈલી છે ! ભવિષ્યમાં એક કે બે ભવે તીર્થકર
Page #182
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૧૬૭ થઈને મોક્ષ જવાનાં છે.'
એ આ પદ્મનંદીમાં (આચાર્ય) પોતે કહે છે, પ્રભુ ! તને ઝીણી વાત લાગે, સૂક્ષ્મ લાગે, તે ન જાણીને સાંભળી ન હોય એથી તને અજાણી લાગે) અને અણગમો લાગે (તો) પ્રભુ ! માફ કરજે ! બાપુ ! અમારી પાસે તું શું લેવા આવીશ ? કંદોઈની દુકાને અફીણનો માવો નહીં મળે !
આ અફીણનો માવો કહે છે ને ? અફીણ પીએ ને ? પછી કહે છે ને ! ચડ્યો...ચડ્યો...ચડ્યો... એમ કહે ત્યારે ચડે ! ખબર છે ? અફીણ છે ને અફીણ...! આ તો બધું અમારું જોયેલું છે. ગોંડલ જતાં રીબડા (ગામ આવે છે. ત્યાં ઉતર્યા હતાં. રીબડામાં એક બાવો હતો એ અફીણ ઘોળતો હતો. પછી પીધું પીધા પછી ચડ્યો...ચડ્યો...ચડ્યો... એમ કહે તો ચડે ! એ ઉતરી ગયો એમ કહે તો ચડે નહિ ! એમ આને જો ચડ્યો, ચડ્યાનું જો કહે (અને અંદરથી ચડી જાય તો યથાર્થ છે. ઢીલી વાત કરે તો ગોઠે નહિ.
ધર્મીને (અને) જેને આત્માની દૃષ્ટિ અને રૂચિ કરવી છે, એને ઢીલી અને મોળી વાત જરીએ ગોઠે નહિ ! અફીણ પીવે છતાં કોઈ એમ કહે કે, એ નહિ ચડે, તો ન ચડે ! એવી સ્થિતિ છે ! આ રીબડામાં ચોરામાં ઉતરેલા, અને જોડે ગરાશિયાનો ડેલો હતો. એ અફીણ પીતો બોલતો હતો. અમારી ઉપર તો પ્રેમ હતો. એમને ત્યાં ઉતાર્યા હતાં. વાણિયાના ઘર નહોતા એટલે ત્યાં ઉતર્યા હતાં. અફીણ પીધા પછી આમ એટલી ખુમારી ચડે...! ચડ્યો...! એમ જો કહે તો ઠીક. નહિ તો ઉતરી જાય ! પીધો હોય) છતાં ચડી શકે નહિ. એમ જેને અંતરમાં આત્માનો રસ નથી એને ગમે તેટલી વાત કરો તો પણ અંદર નહિ જઈ શકે. ઢીલો ઢફ થઈ જશે એ-તો !! આહા....હા...!
ઘણું જોયું, ઘણું સાંભળ્યું. ૬૭ વર્ષ તો દીક્ષા લીધાને થયાં, દુકાન છોડ્યાં ૬૭ વર્ષ થયાં. હું તો દુકાન ઉપર પણ શાસ્ત્ર વાંચતો. નાની ઉમરમાં દુકાનમાં ઘણાં શાસ્ત્ર રાખેલાં. ૧૯-૨૦ વર્ષની ઉમરમાં ! આચારાંગ, સૂયગડાંગ,... બધાં વાંચેલાં, ધંધામાં પણ હું આ કરતો ! પણ ‘સમયસાર જ્યાં હાથ આવ્યું...! આ..હા..હા..! અરે...! આ તો શરીર રહિત (થવાની) વસ્તુ છે !! સમ્યગ્દર્શન (પામવાની) અને શરીર રહિત (થવાની) આ ચીજ છે !! મેં તો કહ્યું શેઠિયાઓને,
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૮
[વચનામૃત-૪૪] સ્થાનકવાસી હૂંઢિયાને પણ કહ્યું - ‘શરીર રહિત થવું હોય, સિદ્ધ થવું હોય તો આ વસ્તુ છે !!બાકી ખોટું લાગે તો, માફ કરજો, ભાઈ ! બાકી વસ્તુ આ છે. જેને શરીર રહિત થઈને સિદ્ધ થવું હોય તો આ ‘સમયસાર માં ભરેલું તત્ત્વ છે, એને સમજો અને ઓળખો તો સમ્યગ્દર્શન થાય અને શરીર રહિત થયા વિના રહે નહિ. આ..હા..હા...! એ ૪૩ થયો.
|
૦
૦ ૦
* V “રુચિમાં ખરેખર પોતાને જરૂરિયાત લાગે તો વસ્તુની
પ્રાપ્તિ થયા વિના રહે જ નહિ. તેને ચોવીસે કલાક એક જ ચિંતન, ઘોલન, ખટક ચાલુ રહે. જેમ કોઈને “બા” નો પ્રેમ હોય તો તેને બાની યાદ, તેની ખટક નિરંતર રહ્યા જ કરે છે, તેમ જેને આત્માનો પ્રેમ હોય તે ભલે શુભમાં ઉલ્લાસથી ભાગ લેતો હોય છતાં અંદરમાં ખટક તો આત્માની જ હોય. બા” ના પ્રેમવાળો ભલે કુટુંબ-કબીલાના ટોળામાં બેઠો હોય, આનંદ કરતો હોય, પણ મન તો બા માં જ રહ્યું હોય છે :
અરે ! મારી બા...મારી બા !'; એવી જ રીતે આત્માની ખટક રહેવી જોઈએ. ગમે તે પ્રસંગમાં મારો આત્મા... મારો આત્મા !” એ જ ખટક ને રુચિ રહેવી જોઈએ. એવી ખટક : રહ્યા કરે તો “આત્મ-બા” મળ્યા વગર રહે જ નહિ.” ૪૪.
N®છo o o o o -
૪૪ (બોલ). રુચિમાં ખરેખર પોતાને જરૂરિયાત લાગે તો વસ્તુની પ્રાપ્તિ થયા વિના રહે જ નહિ.' (અર્થાતુ) રુચિમાં પોષાણ થાય), રુચે. આહા..હા..! જેને અફીણ રુચે છે એને અફીણમાં પ્રેમ આવે છે, જેને શાકની રુચિ હોય) એને શાકમાં મજા આવે, જેને પત્તરવેલીયાનાં ભજીયા અને દૂધપાક (ભાવ) એને એમાં મજા આવે અને એનો રસ ચડી જાય, તૃપ્ત...તૃપ્ત (થઈ ગયો જાણે) ! આમ ઓ... (ઓડકાર) ખાય ! આહા..હા..! એમ જેને અંદરથી આત્માના
Page #184
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૧૬૯
આનંદનો રસ આવે અને અંદરમાં તૃપ્તિ તૃપ્તિ થઈ જાય. સમજાય છે કાંઈ ? આહ..ઘ...!
રુચિમાં ખરેખર પોતાને જરૂરિયાત લાગે તો વસ્તુની પ્રાપ્તિ થયા વિના રહે જ નહિ, તેને ચોવીશે કલાક એક જ ચિંતન,....' (ચાલુ), આ..હા, હા,,! આત્મા..આત્મા,..આત્મા,.. અંદર આનંદનો નાથ, સાગર...! ચોવીશે કલાક ભલે ગૃહસ્થાશ્રમમાં હો, પણ જેનું ચોવીશે કલાક એક જ ચિંતન (ચાલે છે) એ ચિંતન રહ્યાં જ કરે. આહા...! એનું ‘,,,લન...’ રહ્યાં જ કરે, એની ‘....ખટક ચાલુ રહે.' (એટલે કે) અંતરની દૃષ્ટિની - રુચિની ખટક તો રહ્યાં જ કરે, આદ્ય..જી..!
(હવે દષ્ટાંત આપે છે) જેમ કોઈને બાનો પ્રેમ હોય તો તેને બાની યાદ, તેની ખટક નિરંતર રહ્યાં જ કરે છે,,' (જેમ) મારી મા... મારી મા... મારી મા.... રહ્યાં કરે). આહા..હા..! ....તેમ જેને આત્માનો પ્રેમ હોય તે ભલે શુભમાં ઉલ્લાસથી ભાગ લેતો હોય....' શું કહે છે ? આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિની રુચિ અને દૃષ્ટિ થઈ છતાં એને ભક્તિ આદિનો શુભ ભાવ આવે, ઉલ્લાસ પણ દેખાય, છતાં તેને રુચિમાં તેનો ભાવ નથી.
એક નંદીશ્વરદ્વીપ છે. આપણે જંબુદ્વીપમાં છીએ.. આઠમો નંદીશ્વરદ્વીપ, છે. ત્યાં બાવન જિનાલય છે. એક એક જિનાલયમાં ૧૦૮ રતનની પ્રતિમાઓ
કારતક સુદ આઠમથી પૂનમ, અષાડ સુદ આઠમથી પૂનમ, ફાગણ સુદ આઠમથી પૂનમ - (એમ) ત્રણવાર ઇન્દ્રો ત્યાં જાય છે. આઠમા દ્વીપમાં બાવન જિનાલય છે. એક એક જિનાલયમાં ૧૦૮ રતનની પ્રતિમા છે. એકાવતારી ઇન્દ્રો પણ ત્યાં આઠ દિ' ની ધૂની લગાવે છે એ પણ નાચે છે ! પણ ખ્યાલમાં છે કે આ ભાવ શુભ છે. મારો સ્વભાવ ભિન્ન છે. એમ ભાનમાં રાચે છે.
એ (અહીંયા) કહે છે. જુઓ ! ‘....શુભમાં ઉલ્લાસથી ભાગ લેતો હોય છતાં...' - શુભમાં ઉલ્લાસથી ભાગ લેતો હોય છતાં, ઉલ્લાસ દેખાય, જ્ઞાનીને બહારમાં શુભભાવમાં ઉલ્લાસ દેખાય. ‘....છતાં અંદરમાં ખટક તો આત્માની જ હોય.’ છતાં અંદરમાં ખટક તો ભગવાન....ભગવાન,ભગવાન આનંદ સ્વરૂપ....! આહા,.હા...! સ્વ-સ્વભાવની રુચિ અને ખટક તો રહ્યાં જ કરે છે. આા..ય..!
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૦:
[વચનામૃત-૪૪] વ્યભિચારીને - વ્યભિચાર જેની સાથે હોય એની ખટક રહ્યા જ કરે. ગમે એવા કામ હોય તો પણ રહ્યા જ કરે. એમ આ અવ્યભિચારી આત્માની જેને દૃષ્ટિ થઈ, એની ખટક તો અંદર રહ્યા જ કરે. બહારના શુભ ભાવમાં ઉલ્લાસ દેખાય, ભક્તિમાં ઉલ્લાસ દેખાય, વંદનમાં દેખાય, ભગવાન પાસે નાચતા દેખાય પણ અંદરમાં રાગની રુચિ હોતી નથી. ઉલ્લાસ દેખાય ખરો, પણ અંદરમાં આત્માની રૂચિ ખસતી નથી. ખરેક તો આત્માની જ હોય છે. ' . .
. .
. ' ' બાના પ્રેમવાળો ભલે કુટુંબ-કબીલાના ટોળામાં બેઠો હોય, આનંદ કરતો હોય, પણ મન તો બા માં જ રહ્યું હોય છે. મારી જનેતા . માતા... મારી મા ક્યાં છે ? ....મારી મા ક્યાં છે ? ...મારી મા ક્યાં છે ? એ છોકરાને મા નો પ્રેમ હોય, એને. મા વિના ક્યાંય ગોહે નહિ. એમ જેને આત્માનો પ્રેમ છે, એને રાગમાં રુચિ ગોઠતી નથી અને આત્મા વિના ક્યાંય ગોઠતું નથી. આવી વાતું છે ! શું ફરવું આમાં 2 ઓ બહારમાં કાંઈ કરવાથી થાતું હશે કે નહિ ? " (મંદિર બંધાવે, એમાં પૈસા ખર્ચીને એમ માને કે એમાં ધર્મ થઈ જશે તો, એમ નથી. અમે તો પહેલેથી જ કહેતાં આવ્યાં છીએ. છતાં મંદિર થવા કાળે થાય એને કરનારનો શુભ ભાવ પણ હોય અને તેણે શુભમાં રુચિ રાખવી ન જોઈએ. રુચિ રાખવી જોઈએ આત્મામાં. ભાવ તો આવે, ભાવ થાય, દયાનો ભાવ થાય, દાનનો (ભાવ) થાય, પરની દયાનો ભાવ (આ), (પણ) પરની દયા કરી શકે નહિ. આત્મા પરની દયા કરી શકે નહિ. કેમકે પર વસ્તુનું આત્મા કાંઈ કરી શકે નહિ. પણ પરની દયાનો ભાવ આવે એને પણ રાગ અને હિંસા કહે છે. આત્માની શાંતિ એમાં બળે છે ! આ..હા..હા..હા...! છતાં ધર્મીને ભાવ આવે પણ તેના પ્રત્યેની રુચિ ન હોય. આહો..! આ તો આટલો બધો ફેર ! ઓલા કહે .” “દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખણ, અનંત જીવ મુક્તિએ ગયો, દયા તણા પ્રમાણ.' અહીં! કહે છે પરની દયામાં રાગ છે. તારી દયામાં વીતરાગતા છે. તારી દયા એટલે ? રાગ વિનાનો અનંત ગુણનો ધણી, શુદ્ધ આનંદકંદ ! “સિદ્ધ સમાન સદા પદ મેરો’ ‘ચેતનરૂપ અનુપ અમૂરત, સિદ્ધ સમાન, સૂદા જૂદુ મેરો મોહ મહાતમ આતમ અંગ, કિયો પરસંગ મહાતમ ઘેરો, જ્ઞાનકલા ઊપજી અબ
:
:
:
Page #186
--------------------------------------------------------------------------
________________
વચનામૃત. રહસ્ય
૧૭૧
મોકુ, કહું નાટક આગમ કેરો, તાસુ પ્રસાદ સધે શિવ મારગ, વેદે મિટે ઘટ વાસ વસેરો. (એટલે) આ ઘટ હાડકાંમાં રહ્યો છે. એ કલંક છે
આા..જી..!
ૐ આનંદનો નાથ ! અમૃતનો સાગર ! એ હાડકાં અને ચામડામાં આવીને અંદર ઊભો છે, એ ભવ કલંક છે ! .આ..હા..હા..! એ કલંક એનું ઊડી જાય છે, (એમ) કહે છે.
જેને આત્માનો રસ લાગ્યો, ચેતનરૂપ, અનુપ, અમૂરત', ચેતન રૂપ અનુપ (અર્થાત્) જેની ઉપમા નથી. સિદ્ધ સમાન સદા પદ મેરો’ મેરો પદ તો સિદ્ધ સમાન સદાય છે. આહા..હા..!
‘મોહ મહાતમ આતમ અંગ` - પણ પરમાં મોહને લઈને, આત્મના અંગનો અવયવ રાગ, એમાં હું ગૂંચાઈ ગયો. “મોહ મહાતમ આતમ અંગ, કિયો પ્રસંગ....' - મેં રાગનો પણ સંગ કર્યો, પરસંગ (કર્યો). “કિયો પરસંગ મહાતમ ઘેરો' - એ રાગના ઘેરામાં હું ઘેરાઈ ગયો. રાગના રંગમાં હું ઘેરાઇ ગયો. ‘જ્ઞાનકલા ઊપજી અબ મોટું' - ધર્મી કહે છે, હવે તો હું રાગથી રહિત, રાગ હોવા છતાં મારી ચીજ તો આનંદ છે, “જ્ઞાનકલા ઊપજી અબ મોકુ, કહ્યું નાટક આગમ કેરો’ સમયસાર નાટક કહીશ. આહા...!
4
-
‘તાસુ પ્રસાદ...’ તેના પ્રસાદે ‘...સધે શિવ મારગ’ શિવ (એટલે) મોક્ષનો માર્ગ સધે અને ઘટમાં વસવું એનું મટી જાય. આહા..હા..!
યોગીન્દ્રદેવના, દોહરામાં (આવે) છે. ભવ છે તે કલંક છે. જીવને જન્મ એ કલંક છે. પ્રભુ ! વીતરાગમૂર્તિ આનંદ ! અર૨૨...! એને આ ઢોરના, આ ગધેડાના સડેલાં શ્રીર એમાં એને રહેવું... કલંક છે ! (એમ) કહે છે.
આા..!
જેને અંદર આત્માની લાગી છે, એને લાગી એ લાગી જ છે, કહે છે. આહા..હા..! ગમે તે પ્રસંગમાં ‘મારો આત્મા...મારો આત્મા !'એ જ ખટક ને રુચિ રહેવી જોઈએ. એવી ખટક રહ્યા કરે તો ‘આત્મા-બા’ મળ્યા વગર રહે જ નહિ.' આવી ખટક હોય તો અનુભવ થયા એવી ખટક ન હોય તો સંસાર મળ્યા વિના રહે
વિના રહે નહિ અને નહિ. વિશેષ કહેશે....
34 -
Page #187
--------------------------------------------------------------------------
________________
V “અંતરનાં તળિયાં તપાસીને આત્માને ઓળખ. શુભ પરિણામ, ધારણા વગેરેનો થોડો પુરુષાર્થ કરી મેં ઘણું જ કર્યું છે એમ માની, જીવ આગળ વધવાને બદલે અટકી જાય છે. અજ્ઞાનીને જરાક કાંઈક આવડે, ધારણાથી યાદ રહે, ત્યાં તેને અભિમાન થઈ જાય છે; કારણ કે વસ્તુના અગાધ સ્વરૂપનો તેને ખ્યાલ જ નથી; તેથી તે બુદ્ધિના ઉઘાડ આદિમાં સંતોષાઈ, અટકી જાય છે. જ્ઞાનીને પૂર્ણતાનું લક્ષ હોવાથી તે અંશમાં અટકતો નથી. પૂર્ણ પર્યાય પ્રગટ થાય તોપણ સ્વભાવ હતો તે પ્રગટ્યો તેમાં નવીન શું ? તેથી જ્ઞાનીને અભિમાન થતું નથી.” ૫.
પ્રવચન-૧૦, વચનામૃત-૪૫ થી ૪૭
- વચનામૃત, ૪૫મો બોલ છે. ભાષા સાદી છે. પણ અંતર સ્પર્શે છે). અંતરનાં તળિયાં તપાસીને.... અંતરનું તળિયું એટલે ધ્રુવ (સ્વરૂ૫). પર્યાય છે એ દ્રવ્યની ઉપર ઉપર તરે છે. રાગ અને વિકલ્પ છે એ તો ઉપર છે (જ) પણ એની પર્યાય જે અવસ્થા છે, એ પણ દ્રવ્યથી ઉપર ઉપર તરે છે. આહા..હા...! એ પર્યાયનાં તળિયાંમાં - અંતરમાં જો ! આહા..હા..! આવી વાત હવે !
અંતરનાં તળિયાં તપાસીને....' એ ધ્રુવને જોઈને ...આત્માને ઓળખ.' આ સાર છે. અંતરમાં ધ્રુવ છે એને તપાસીને, ધ્રુવને જોઈને આત્માને ઓળખ.
Page #188
--------------------------------------------------------------------------
________________
વર્ચનામૃત રહસ્ય
૧૭૩
આ..હા..હા..! એ શું કહ્યું ? પર્યાયને ઓળખીને કે રાગને ઓળખીને. આત્મા ઓળખ, એમ ન કહ્યું. કારણ કે પર્યાય તો એક સમયની છે. રાગ છે એ તો વિકાર છે. એ પર્યાયની અંતરમાં-તળિયાં અંદર તપાસ. આહા..હા..! ઘણી સાદી ભાષા પણ ઊંડું ઘણું છે. એનું તળિયું - પર્યાયનું તળિયું અંતરમાં તપાસીને આત્માને ઓળખ. એ વિના આત્માને ઓળખવાની કોઈ રીત નથી. આહા..હા..! આવું આકરું પડે માણસને !
શુભ પરિણામ, ધારણા વગેરેનો થોડો પુરુષાર્થ કરી...' (અર્થાત્ કંઈક કષાયને મંદ (કર્યો), કંઈક શુભ પરિણામ કર્યાં ને શાસ્ત્ર વાંચીને કાંઈક ધારણા કરી, (એમ) ‘ થોડો પુરુષાર્થ કરી મેં ઘણું જ કર્યું છે... એમ એને થઈ જાય છે. આહા..હા..!
અંદરમાં ભગવાન અનંત આનંદનો નાથ (બિરાજે છે). અનંત....અનંત... શક્તિઓ અને એક એક શક્તિનું અનંત અનંત બળ, એવી જે અંદર ધ્રુવ વસ્તુ એને જાણ્યાં વિના, શુભ પરિણામ અને થોડો જાણપણાનો પુરુષાર્થ કરી, મેં ઘણું જ કર્યું છે' એમ માની, જીવ આગળ વધવાને બદલે અટકી જાય છે. આ..હા...હા...! એ મંદ રાગની ક્રિયા કરી અને શાસ્ત્રના વાંચન આદિથી કાંઈક જાણપણું કરી ત્યાં અટકી જાય છે. સંતોષાઈ જાય છે કે, આપણે કાંઈક કર્યું ! આહા...! પણ એ ચીજ તો અનંતવાર કરી છે. એ શુભ રાગ અને ધારણા બન્નેની અંદર (પાતાળમાં) તળિયામાં આત્મા વસે છે (તેની ઓળખાણ ન કરી). આહા..હા..!
¿
سات
·
---=
·
(હવે કહે છે) ‘અજ્ઞાનીને જરાક કાંઈક આવડે, ધારણાથી યાદ રહે,...' આ જરી ઝીણી વાત કરી થોડી ! .......ત્યાં તેને અભિમાન થઈ જાય છે;...' આહા..હા..! બેહદ (સામર્થ્યનો ધણી) ભગવાને અંદર બિરાજે છે. અનંત અનંત શાંતિના ૨સનો કંદ પ્રભુ બિરાજે છે. એના સામું જોવાનો પ્રયત્ન કરતો નથી, અને કંઈક શુભ ક્રિયાના પરિણામ કરી, શાસ્ત્રના શબ્દોની) કંઈક ધારણા કરી ત્યાં અટકી જાય છે અને મેં ઘણું કર્યું' એમ માને છે. આહા..હા..! ઝીણી વાત આવી આ !
-
શાસ્ત્રની ધારણા કરી છે એ પણ એક બીજી ચીજ છે. શુભ ભાવ એ પણ એક બીજી ચીજ છે. એટલું કરીને સંતોષ માને એ આત્માને અંદરથી યાદ કરી શકે નહિ. ધારણાથી યાદ રહે ત્યાં તેને અભિમાન થઈ જાય
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૪
[વચનામૃત-૪૫]
કારણ કે વસ્તના અગાધ સ્વરૂપનો તેને ખ્યાલ જ નથી.... આ......! શું કહ્યું એ ? રાગની મંદતાનો શુભ ભાવ અને કાંઈક જાણપણાની ધારણા (કરી લીધી પણ, એનાથી ભિન્ન, વસ્તુનો અગાધ સ્વભાવ અંદર છે. અગાધા ગંભીર ચીજ પડી છે. પ્રભુ ! આ..હા...હા..! જેના તળિયાં જોતાં અનંતતાનો પાર ન આવે, એવાં જે અનંત ગુણનો ધણી પ્રભુ અંદર બિરાજે છે. ત્યાં તેની નજરું જાતી નથી. રાગની મંદતા અને કંઈક ધારણા કરીને ત્યાં સંતોષાઈ જાય છે. આ...હા..હા..! જાણે અમે ઘણું કર્યું ! અમે ધર્મ કરીએ છીએ. એમ અભિમાનમાં ત્યાં રોકાઈ જાય છે. કારણ કે વસ્તુના અગાધ સ્વરૂપનો તેને ખ્યાલ જ નથી....' થોડી શુભ ભાવના કરી અને કંઈક ધારણા કરી, પણ વસ્તુ તો અગાધ છે. આહા..હા..!
અંતર જ્ઞાન આનંદ ને શાંતિનો સાગર (છે). અનંત...અનંત...અનંત... (સામર્થ્યથી ભરપૂર સ્વભાવ) પર્યાયની પાછળ અંતર તળમાં બિરાજે છે. એની ઉપર નજર કરવાનો વખત લેતો નથી. મૂળ ચીજ આ છે. નવમી ત્રિવેક અનંત વાર ગયો, અગિયાર અંગના જાણપણા કર્યા, પંચ મહાવ્રતના પરિણામ કર્યો. નગ્ન દશા ધારણ કરી, પરિષહ અને ઉપસર્ગ આવતાં. સહન કર્યાં. પણ એ બધો પરલક્ષી રાગ છે. આહા..હા..! અગાધ વસ્તુ અંદર છે, અંદર દરિયો ભર્યો છે. એક સમયની પર્યાયની પાછળ અગાધ દરિયો (ભર્યો છે). અનંત જ્ઞાન અને આનંદનો દરિયો ભર્યો છે. આહા..!
“તેથી તે બુદ્ધિના ઉઘાડ આદિમાં સંતોષાઈ, અટકી જાય છે.' અગાધ સ્વભાવની જેને કિંમત નથી, અંદરનો અગાધ દ્રવ્ય સ્વભાવ.... આ..હા..હાં...! બેહદ સ્વભાવનો પિંડ તેની જેને કિંમત નથી, ....તે બુદ્ધિના ઉઘાડ આદિમાં સંતોષાઈ, અટકી જાય છે. આહા..હા..! ભાષા સાદી છે પણ વસ્તુ અંદરની છે. આહા...! ક્યાં અટક્યો છે ? તે બતાવે છે).
અટકવાના કારણો અનંત છે અને (છૂટવાનું કારણ એક અગાધ સ્વભાવને પકડવો એ છે. અગાધ સ્વભાવથી ભરેલો ભગવાન એને પકડવો અને એને અનુભવવો, એ વાસ્તવિક ચીજ છે. બાકી બધી ઉપરની ચીજો તેં અનંત વાર કરી. એ બધી હદવાળી અને મર્યાદાવાળી ચીજ હતી. રાગની મંદતા અને શાસ્ત્રની ધારણા એ મર્યાદિત હતી. અમર્યાદિત એવો સ્વભાવ
૩
-
Page #190
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૧૭૫ તેના અનુભવના) સંતોષમાં ન આવ્યો. એને સંતોષમાં (એ આવ્યું કે, એ ધારણા થઈ એમાં સંતોષાઈ ગયો. અંતર આનંદકંદ પ્રભુ ભગવાન છે. તેના તરફ એની નજરું કરવાનો વખત પણ એણે લીધો નથી. આહા..હા..!
જ્ઞાનીને પૂર્ણતાનું લક્ષ હોવાથી... ધર્મી આને કહીએ, પ્રભુ ! આકરી વાત છે. ભગવાન ! અત્યારે તો બધી બહારથી ધમાધમ ચાલે અને ક્રિયાકાંડમાં (ધર્મ) મનાવી દે છે. કંઈક શાસ્ત્રની ધારણા થઈ ગઈ ત્યાં માની બેસે કે અમે સમકિતી છીએ ! (પણ) એ ચીજ એમ નથી. આહા..હા...! , | ‘જ્ઞાનીને પૂર્ણતાનું લક્ષ હોવાથી.... અજ્ઞાનીને અગાધ સ્વભાવની ખબર નથી. તેથી રાગની મંદતા અને શાસ્ત્રની ધારણાથી સંતોષાઈ જાય છે. આ....... “જ્ઞાનીને પૂર્ણતાનું લક્ષ.... (હોવાથી ક્યાંય સંતોષ થતો નથી). પૂર્ણ સ્વરૂપ પ્રભુ છે. પરમાત્મસ્વરૂપ જ છે. આત્મા ! . . . .
(સમયસારની), ૩૮મી ગાથામાં કહ્યું હતું ને ? છે એમાં ૩૮ ગાથા ? પોતાના પરમેશ્વરને ભૂલી ગયો - એમ શબ્દ છે. પોતાના પરમેશ્વરને ભૂલીને બધી વાતું કરે. ભલે રાગ મંદ કરે - દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ, ગિરનાર ને શેત્રુંજય ને સમ્મદશીખરની જાત્રા કરી). પરંતુ પોતાના પરમેશ્વરને ભૂલીને) ! આહા..હા...! છે ને એમાં ? શું કીધું છે ? (જુઓ ! પોતાના પરમેશ્વર આત્માને ભૂલી ગયો.... પરમેશ્વર એ પોતાનો આત્મા ! આહા..હા..!
અનંત અનંત ઋદ્ધિ, આનંદ આદિ અનંત સંપદાનો સ્વામી પ્રભુ તો એને નજરમાં આવ્યો નહિ, એની નજરું કરી નહિ અને રાગની મંદતામાં સંતોષાઈ ગયો. જ્ઞાનીને પૂર્ણતાનું લક્ષ છે. (એટલે) મારો પ્રભુ પૂર્ણ સ્વભાવે ભરેલો છે. આહા..હા..! (સેવા) પૂર્ણ સ્વભાવનું ...લક્ષ હોવાથી તે અંશમાં અટકતો નથી.. (અર્થાતુ) તે સમ્યગ્દર્શન, જ્ઞાન આદિ થાય તે અંશમાં અટકતો નથી. આહા..હા..! ધારણામાં તો અટકતો નથી, મંદ રાગમાં તો અટકતો નથી, પણ સમ્યગ્દર્શન અને જ્ઞાન(ની) દશા પ્રગટ) થાય, એટલામાં એ અટકતો નથી. પૂર્ણ સ્વરૂપમાં એનું મંથન છે. આહા..હા..! આવી વાત સાંભળવી કઠણ પડે...! (આ ચીજનો) અભ્યાસ નહિ. (અને બહારનો અભ્યાસ (છે. એટલે કઠણ પડે). આહા...!
કહે છે કે (જ્ઞાની) ...અંશમાં અટકતો નથી. પૂર્ણ પર્યાય પ્રગટ થાય....' કહે છે કે ભલે અંદરથી કેવળજ્ઞાન પ્રગટ થાય...! આ..હા..હા..! ...તોપણ
-
--
-
-..
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૬
[વચનામૃત-૪૫]
સ્વભાવ હતો તે પ્રગટ્યો..... છે. એ કાંઈ નવી ચીજ નથી. એ તો સર્વજ્ઞ સ્વભાવ જ એનો છે. ‘સર્વજ્ઞદેવ ૫૨મગુરુ' એ આ ! ‘સર્વજ્ઞદેવ પરમગુરુ ! (અર્થાતા) પોતે જ પોતાનો સર્વજ્ઞદેવ પરમગુરુ છે. આહા..હા..! એને જેણે જોયો અને પૂર્ણ (સ્વભાવનું) જેને લક્ષ છે તે પૂર્ણ સ્વભાવ પ્રગટ્યો નવીન શું ?” આ..ધ..હા..!
તેમાં
અનંત કેવળજ્ઞાન, અનંત કેવળ દર્શન, અનંત આનંદ અને અનંત વીર્ય, -
એવું અનંતપણું પ્રગટ્યું તોપણ એમાં નવીનતા શું ? એ
તો હતી તે ચીજ
(પ્રગટમાં) આવી છે. અંદરમાં હતી તે બહાર આવી છે. પ્રાપ્તની પ્રાપ્તિ છે. હોય તેની પ્રાપ્તિ છે, ન હોય તેની પ્રાપ્તિ કોઈ દિ' હોઈ શકે નહિ. ‘કૂવામાં પાણી હોય એ અવેડામાં આવે’ એમ અંત૨માં જો પૂર્ણ સ્વભાવ હોય તો પર્યાયમાં પૂર્ણતા આવે. આહા..હા..! આવો ઉપદેશ છે ! આફ્રિકામાં - નાયરોબીમાં આવો ઉપદેશ !! તમારી માંગણીથી જ આવ્યાં છીએ. આહા..! મારગડા બાપા...! અંતરની શૈલી સાંભળવા (મેળવી) પણ મુશ્કેલ છે.
-
આયણ !
કહે છે કે, કદાચિત્ કેવળજ્ઞાન પ્રગટે (તોપણ જ્ઞાનીને નવીનતા લાગતી નથી). અંતરમાં એકલા જ્ઞાનરસનો પિંડ પ્રભુ છે, એમાંથી સ્વભાવની દશામાં પૂર્ણ સ્વભાવ પ્રગટે તોપણ નવીન શું (થયું) ? (તેમાં) નવીન શું ? એ (અંદરમાં) હતું એ આવ્યું છે. પ્રાપ્તની પ્રાપ્તિ છે. અંદર હતું તે બહાર આવ્યું છે. આહા...હા...! જ્ઞાનીને પૂર્ણતામાં સંતોષ આવતો નથી. એ પૂર્ણતાના ધ્યેયને ચૂકતો નથી. પૂર્ણતાના ધ્યેયને ચૂકતો નથી અને પૂર્ણતા પ્રગટે તોપણ તેને નવીન લાગતું નથી. આહા...હા...! છે ?
...તેમાં નવીન શું ? તેથી જ્ઞાનીને અભિમાન થતું નથી. આહા...હા...! ચૌદ પૂર્વ અને બાર અંગનું જ્ઞાન થાય, અને મુનિપણાની ત્રણ કષાયના અભાવની દશા પ્રગટ થાય તોપણ તેને તેનું અભિમાન આવતું નથી.
આય..ય..!
સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં એક લેખ છે. કાર્તિકેય સ્વામી ! જે કાળે જે થવાનું એમ બધું આવે છે ને ? ક્રમબદ્ધનું ? એમાં એક એવો લેખ છે, સ્વામી કાર્તિકેયમાં ! કે, જેને આત્માના દર્શન થાય છે. એ પોતાને પર્યાયમાં પામર માને છે. શું કહ્યું ? અંદર (જેને) આત્મજ્ઞાન થાય છે, રાગથી અને
Page #192
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૧૭૭ પર્યાયથી ભિન્ન દ્રવ્યની પૂર્ણતાની દૃષ્ટિ થાય છે અને એ પૂર્ણતાના સ્વરૂપનો અનુભવ થાય છે. તોપણ તે પોતાની પર્યાયમાં પામરતી માને છે. (એવી) ગાથા છે, સ્વામી કાર્તિકેયમાં ! સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા પુસ્તક છે ને ! એમાં આ ગાથા છે. આહા..હા...! ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વનું જ્ઞાને ઉઘડે અને ત્રણ કષાયના અભાવની વીતરાગતા આવે તો પણ હું પર્યાયમાં પામર છું !
ક્યાં કેવળજ્ઞાને ! કેવળદર્શન ! કેવળ આનંદ ! અને કેવળ પૂર્ણ પુરુષાર્થ !! અનંત ચતુષ્ટયની વ્યક્તતા આગળ પોતાની તે પર્યાયની તે પામરતા માને છે. અજ્ઞાનીને થોડું જાણપણું અને શુભ ભાવ થાય ત્યાં કૂદકો મારે છે ! કે અમે તો કાંઈક કર્યું ને અમે કાંઈક આગળ ચાલ્યાં !! આહા..હા! આવી (જ્ઞાની - અજ્ઞાની વચ્ચે ફેર છે ! આ બેનની વાણી આ છે !
(અહીંયા કહે છે કે, તેથી જ્ઞાનીને અભિમાન થતું નથી.’ હતું તે પ્રગટ્યું. આહા..હા..! લીંડી પીપરમાં ચોસઠ પહોરી તીખાશ ભરી છે. હિન્દીમાં ચરપરાઈ' (કહે છે). અમારે ગુજરાતીમાં ‘તીખાશ' (કહે છે). લીંડી પીપરમાં ચોસઠ પહોરી ચરપરાઈ - તીખાશ ભરી છે. કદે નાની, રંગે કાળી, પણ શક્તિએ પૂર્ણ ! શક્તિએ તીખાશ અને લીલા રંગથી પૂર્ણ છે - એ પૂર્ણ ચોસઠ પહોર એટલે રૂપિયે રૂપિયો - સોળ આના. એવી શક્તિ અંદર પડી છે ! એ જ્યારે ઘૂંટીને બહાર) આવે છે તો એ પ્રાપ્તની પ્રાપ્તિ છે. ઘૂંટવાથી આવતું હોય તો તો લાકડાને (અ) પથરાને ઘૂંટે, ચોસઠ પહોરી તીખાશ આવવી જોઈએ. પરંતુ, જેમાં નથી ત્યાંથી કેવી રીતે આવે ? આ...હા..હા..!
(તેવી જ રીતે) આત્મામાં જ્ઞાન, દર્શન અને આનંદ છે. એ લીંડી પીપરમાં જેમ ચોસઠ પહોરી એટલે રૂપિયે રૂપિયો તીખો અને લીલો રંગ છે તો બહાર આવે છે. એમ આત્માની અંદર પરમેશ્વર પદ પડ્યું છે, આહા..હા..! કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ, (અનંત વીર્ય) - (એ) ચતુષ્ટય શક્તિરૂપે પડ્યાં છે, તેની વ્યક્તતા થાય છે. છે તેની વ્યસ્તતા થાય છે. મળેલું છે તેમાંથી મેળવાય છે. આહાહા..! હવે આવો માર્ગ....!
એટલી પૂર્ણતા પ્રગટ થાય તો પણ ધર્મીને નવીનતા અને અભુતતા કંઈ લાગતી નથી. આહા...હા...! સમયસારમાં પાછળ બે શ્લોક છે. એમાં) આવે છે - “મમતામત ! એની દશામાં અમુતામત' પ્રગટી તોપણ તેને તેની વિસ્મયતા નથી. એ તો મારો સ્વભાવ હતો. મારો પ્રભુ પૂર્ણ
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૮
[વચનામૃત-૪૬] હતો, અ પર્યાયમાં પૂર્ણપણે બહાર આવ્યો છે. આહા..હા...! એ ૪૫ બોલ (પૂરો થયો..
* “જીવન આત્મામય જ કરી લેવું જોઈએ. ભલે ઉપયોગ • સૂક્ષ્મ થઈને કાર્ય કરી શકતો ન હોય પણ પ્રતીતિમાં એમ • જ હોય કે આ કાર્ય કર્યું જ લાભ છે, મારે આ જ કરવું
છે; તે વર્તમાન પાત્ર છે.” ૪૬.
૦
૦
0
૪૬ મો-બોલ). જીવન આત્મામય જ કરી લેવું જોઈએ. આ.......! શું કહે છે ? ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં જીવનને આત્મામય કરી લેવું જોઈએ. આત્મામય જ કરી લેવું જોઈએ, એમ કહ્યું છે). એને રાગ, લક્ષ્મી તો ક્યાંય રહી ગયાં), એનો તો એ કર્તા પણ નથી અને એની એ ચીજ પણ નથી. લક્ષ્મી મારી છે, એમ માને એ જડને પોતાનું માને છે. એ ચૈતન્યને - પોતાને માનતો નથી. આહા..હા..!
(સમયસાર) નિર્જરા અધિકારમાં એ આવે છે . હું એવા રાગને મારો માનું તો હું અજીવ થઈ જાઉં ! તો આ લક્ષ્મીજડ-ધૂળ તો ક્યાંય રહી ગઈ ! એ મારી છે અને હું એનો છું - એ મોટી મિથ્યાદૃષ્ટિ છે. આહા...હા..! મોટી જૂઠી દૃષ્ટિ છે અને એના ફળમાં એને જૂઠો સંસાર રખડવાનો મળશે. આા.....!
માટે અહીંયા કહે છે, “જીવન આત્મામય જ કરી લેવું જોઈએ.. (બહારમાં) ગમે તે ચીજનો સંયોગ હોય તે ઉપરનું લક્ષ છોડી દઈ અને જીવનમાં આત્મા જ છું). ગ્લાયક છું. શુદ્ધ છું. ચૈતન્ય છું. આનંદ છું, પૂર્ણ છું અમ જીવનને આત્મામય જ કરી લેવું જોઈએ. આત્મામય જ કરી લેવું જોઈએ એમ કહ્યું છે), આ..હા..હા...! ભલે ગૃહસ્થાશ્રમમાં હો !
Page #194
--------------------------------------------------------------------------
________________
:વચનામૃત રહસ્ય
૧૭૯
ભરત ચક્રવર્તી ગૃહસ્થાશ્રમમાં હતાં છતાં એને આત્મજ્ઞાન અને (સ્વરૂપ) લીનતા હતી. બે ભાઈઓ લડાઈ કરતા (હતાં) તોપણ આત્માની અંદર લીનતા હતી ! લડાઈના ભાવને પણ પોતાનાં કર્તા ન માનતા, (માત્ર) જાણતાં હતાં. આહા..હા...! બે ભાઈઓ વચ્ચે લડાઈ !! બન્ને સમકિતી !! બન્ને જ્ઞાની !! બન્ને એ ભવે મોક્ષ જનારા !! આહા..હા...! જ્યાં ચક્ર માર્યું,..! ભરતે જ્યાં બાહુબળને ચક્ર માર્યું...! ચક્ર ઊભું રહી ગયું. ચરમ શરીરી જીવ છે (એટલે) ચક્ર ન લાગ્યું. આ ભાઈ-ભાઈ વચ્ચે આવો ૨ાગ ! એ રાગનેં પણ અંદરથી ભિન્ન જાણે છે. ‘હું એ નહિ, આ મારું નહિ, આ તો નબળાઈનો રાગ આવ્યો એ દુઃખદાયક દશા (છે). મારી તો આનંદ સ્વરૂપદશા (છે). આ દુઃખ દશા એ મારી નહિ, મારામાં નહિ, (હું) એનો નહિ, એ મારામાં નહિ, એમાં હું નહિ’ આહા..હા..! આવી દૃષ્ટિ થયું જીવન આત્મામય જ કરી લેવું જોઈએ.
ભલે ઉપયોગ સૂક્ષ્મ થઈને કાર્ય કરી શકતો ન હોય.... શું કહે છે ?
અંદર જાણવાનો ઉપયોગ, ચૈતન્યને પકડવાનો ઉપયોગ કાર્ય કરી શકતો ન હોય તો ‘....પણ પ્રતીતિમાં એમ જ હોય કે આ કાર્ય કર્યે જ લાભ છે...... અંતર સ્વરૂપમાં જયે, અંતર (સ્વભાવ) પ્રાપ્ત થાય તે જ લાભ છે. બાકી બાહ્ય ચીજમાં ક્યાંય લાભ છે નહિ. આહા...હા...! (આમ) પ્રતીતિમાં એને આવવું જોઈએ. શું આવ્યું ?
....ઉપયોગ સૂક્ષ્મ થઈને કાર્ય કરી શકતો ન હોય....' (અર્થાત્ જ્ઞાનનો ઉપયોગ અંદર હજી કંઈ પકડી ન શકતો હોય, ....પણ પ્રતીતિમાં એમ જ હોય કે આ કાર્ય કર્યે જ લાભ છે,....' રાગથી અને એક સમયની પર્યાયથી પણ, અગિયાર અંગના જાણપણાથી પણ (માર્ગ જુદો છે) અને શુભરાગની ક્રિયા - આ પૂજા, ભક્તિ બધો શુભ રાગ છે, એ કોઈ ધર્મ નથી. આહા..હા..! આવે. શુભ રાગ આવે, (અને) ‘ભલે ઉપયોગ સૂક્ષ્મ થઈને કાર્ય કરી શકતો ન હોય પણ પ્રતીતિમાં એમ જ હોય કે આ કાર્ય કર્યે જ લાભ છે,....' (એટલે કે) રાગથી ખસીને અંત૨માં જવું ત્યાં આત્મા છે. બીજે ક્યાંય આત્મા છે નહિ.
AI
આહા...! બેનના વચનો છે આ ! બેન અનુભવમાંથી બોલેલ છે. અનુભવમાંથી આ રસ આવ્યો છે. આહા..હા..હા...!
3
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮)
વિચનામૃત-૪૭] (કહે છે કે) ....પ્રતીતિમાં એમ જ હોય કે આ કાર્ય કર્યું જ લાભ છે. મારે આ જ કરવું છે... આ...હા..હા...! મારે તો એ આત્માનું જ્ઞાન અને આનંદ જ (પ્રગટ) કરવા છે. એવી જેને પ્રતીતિ અને જોર આવે તે વર્તમાન પાત્ર છે. તે જીવ વર્તમાન પાત્ર છે. એ પાત્રતામાં એ આત્માનો લાભ લઈ શકશે. આવી પાત્રતા નથી તેને આત્માનો લાભ મળી શકશે નહિ. આહા...હા..!
જુઓ ! આ પાત્રતા કીધી છે. આવા જીવ તો પાત્ર છે ! કે જેને આત્માની) એટલી લગની લાગી છે કે એનો સૂક્ષ્મ ઉપયોગ કદાચિત્ કામ ન કરે પણ પ્રતીતિમાં એટલું વર્તે છે કે આમાં ગયે છૂટકો અને એને મેળવ્ય છૂટકો ! એવો જેનો પ્રતીતિ ભાવ છે કે, સર્વ ધર્મકાર્ય કરતી વખતે લાભ તો મારા આત્માનો થવો તે છે.
(માટે) “મારે આ જ કરવું છે; તે વર્તમાન પાત્ર છે.” (અર્થાતુ) તે વર્તમાનમાં સમકિતદર્શન પામવાને પાત્ર છે. સમ્યગ્દર્શન પામવાને પાત્ર . લાયક છે. આ..હા....! જે સમ્યગ્દર્શન - વંસ મૂતો ઘો - જે દર્શન ચારિત્ર (૩૫) ધર્મનું મૂળ છે. એ સમકિત આવા પાત્ર જીવને પ્રાપ્ત થાય એવું છે. આહા..હા..! એ ૪૬ (બોલ પૂરો થયો).
*
*
*
*
*
ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય કદી બંધાયું નથી. મુક્ત છે કે બંધાયેલું છે તે વ્યવહારનયથી છે, તે પર્યાય છે. જેમ કરોળિયો લાળમાં - બંધાયેલ છે તે છૂટવા માગે તો છૂટી શકે છે, જેમ ઘરમાં રહેતો માણસ અનેક કાર્યોમાં, ઉપાધિઓમાં, જંજાળમાં ફસાયેલો છે પણ માણસ તરીકે છૂટો છે; તેમ જીવ વિભાવની જોળમાં બંધાયેલ છે, ફસાયેલ છે પણ પ્રયત્ન કરે તો પોતે છૂટો જ છે એમ જણાય. ચૈતન્યપદાર્થ તો છૂટો જ છે. ચૈતન્ય તો જ્ઞાનઆનંદની મૂર્તિ - જ્ઞાયકમૂર્તિ છે, પણ પોતે પોતાને ભૂલી ગયો છે. વિભાવની જાળ પાથરેલી છે. વિભાવની જાળમાં ફસાઈ ગયો છે, પણ પ્રયત્ન કરે તો છૂટો જ છે. દ્રવ્ય બંધાયેલ : નથી.” ૪૭.
'અરે!
Page #196
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૧૮૧
૪૭. ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય કદી બંધાયું નથી. શું કહે છે ? ત્રિકાળી દ્રવ્ય જે ભગવાન દ્રવ્ય સ્વરૂપ (તેની વાત કરે છે). દ્રવ્ય એટલે આ તમારા પૈસા નહીં હોં !
સોનગઢમાં સ્વાધ્યાય મંદિરમાં ‘દ્રવ્યદૃષ્ટિ તે સમ્યદૃષ્ટિ' (એમ લખેલું છે ને ! દ્રવ્યદૃષ્ટિ તે સમ્યક્દષ્ટિ !” એકવાર એક માણસ આવ્યો. એ આમ બેઠેલો અને આ - ‘દ્રવ્યદૃષ્ટિ તે સમ્યક્દૃષ્ટિ' વાંચ્યું. (પછી) પૂછ્યું - મહારાજ ! આ દ્રવ્યદૃષ્ટિ તે સમકિતદૃષ્ટિ (લખ્યું છે) તો દ્રવ્ય (એટલે) લક્ષ્મી તે સમ્યકુદૃષ્ટિ ! આ ક્યાંથી આવ્યું !?’ આવી તો જૈનમાં જન્મેલાંને ખબરું !! અંદર દ્રવ્યદૃષ્ટિ વાંચીને એને એમ થયું કે) દ્રવ્ય એટલે પૈસાની દૃષ્ટિ ! અહીં બધાં કરોડોપતિ આવે છે માટે એ બધાં પૈસાવાળા એ સમકિતદૃષ્ટિ ? અરે...! પ્રભુ ! તમે આ શું કહો છો ? અહીં તમારા દ્રવ્ય - પૈસાનું ક્યાં કામ છે !? પૈસાનો સ્વામી થાય એ તો મૂઢ અને મૂર્ખ છે મોટો !! આહા..! સમજાય છે કાંઈ ? - જે જડ છે. અજીવ છે, અરે...! રાગનો સ્વામી થાય તે મિથ્યાષ્ટિ છે. ! શુભ રાગનો ધણી થાય તે પણ મિથ્યાષ્ટિ છે તો પછી લક્ષ્મી સ્ત્રી, કુટુંબ, પરિવારની તો વાતું શું કરવું ? આહા..હા..! એ તો પર ચીજ છે. પરને કારણે આવી છે અને એને કારણે ટકે ને બદલે છે. તારા અધિકારમાં એ ચીજ છે નહિ. છતાં પોતાનો અધિકાર - સ્વામીપણું એમાં માને તો મોટી મૂઢતા છે ! એમ વીતરાગ કહે છે. મૂઢ જીવ છે એ ! મૂર્ખ છે ! આ...હા..હા..! ચાર ગતિમાં) રખડવાના એના લખણ છે, (એમ) કહે છે. “મૂઢ જીવ’ આવે છે ને ? સમયસારમાં આવે છે . મૂઢ જીવ છે એ ! આ..હા..હા..!
અહીં એ કહે છે, “ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય કદી બંધાયું નથી.' શું કહે છે ? સવારમાં (સમયસાર-૧૪ ગાથામાં) “અબદ્ધસ્કૃષ્ટ' આવ્યું હતું ને ? એ
અબદ્ધસ્કૃષ્ટ નાસ્તિથી વાત છે અને “મુક્ત” છે તે અસ્તિથી વાત છે. ખરેખર (તો) વસ્તુ છે એ મુક્ત જ છે. એને આવરણ પણ નથી, એ બંધાયેલો નથી. આ. ...!
આત્મદ્રવ્ય જે છે, આત્મપદાર્થ જે છે, ભગવાને જેને આત્મા કહ્યો તે આત્મા બંધાયેલો અને આવરણવાળો નથી. એ કદી બંધાયું નથી. આહા..હા..! એની પર્યાયમાં રાગ ને દ્વેષથી બંધન માને છે. વસ્તુ બંધાયેલી નથી. ત્રિકાળ ,
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૨
[વચનામૃત-૪૭]
નિરાવરણ પરમાત્મા અંદર પડ્યો છે. આહા..હા..! ‘ત્રિકાળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરંમભાવલક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય તે હું છું.' આહા..હા..! આવી દ્દષ્ટિ થાય તેને દ્રવ્ય કદી બંધાયું નથી - એમ જાણવામાં આવે છે. આહા..હા..!
(હવે કહે છે) ‘મુક્ત છે કે બંધાયેલું છે..... (અર્થાત્) પર્યાયમાં મુક્ત છે કે પર્યાયમાં બંધાયેલ છે, ....તે વ્યવહારનયથી છે,....' આ..હા..હા..! બંધ અને મુક્તની દશા વ્યવહાર છે. નિશ્ચયમાં દ્રવ્ય બંધાયેલ અને મુક્ત છે નહિ, એ તો મુક્તસ્વરૂપ જ છે ! પર્યાયમાં મુક્ત થવું અને પર્યાયમાં બંધન થવું, એ તો વ્યવહારનયનું ઉપચરિત વર્તમાન કથન છે. ત્રિકાળ વસ્તુ બંધાયેલી છે નહિ.
અરેરે...! આવી વાત હવે...! આખો દિ' દુનિયાના ધંધામાં રસ-કસમાં પડ્યો હોય, આહા..હા...! કાપડના પોટલાં ફેરવે ને એમાં ૨૦૦-૫૦૦ની દરરોજ પેદાશ થતી હોય....! ૫૦૦-૧૦૦૦-૨૦૦૦-૫૦૦૦-૧૦,૦૦૦ની પેદાશ થાય, એમાં શું છે ? દસ-દસ હજારની એક દિવસની પેદાશ હોય ! એ શું છે ? (એ તો) જડ છે, ધૂળ છે.
અહીંયા તો કહે છે, આત્માને બંધાયેલો અને મુક્ત માનવો, એ વ્યવહારનય' છે. એ વ્યવહારનય હેય નામ છોડવા લાયક છે. આહા..હા..! આવી વાત સાંભળવી કઠણ પડે ! કરો...કરો...! આ કરો... આ કરો...આં કરો...આ કરો...! પ્રભુ અહીં કહે છે કે પણ (એ) કરો તો એક કો૨ રહ્યું પણ મુક્ત દશા પણ વ્યવહારનય છે !! રાગ કરો એ તો કર્તાપણું - મિથ્યાત્વ છે...! આહા..હાં..! પણ મુક્તપણાની પર્યાયને - મુક્ત પર્યાય છે તે નિશ્ચયનયનો વિષય માનવો, એ મિથ્યાત્વ છે !! (કેમ કે એ તો) વ્યવહારનયનો વિષય છે. એક સમયની પર્યાય, કેવળજ્ઞાનની એક સમય(ની) પર્યાય પણ વ્યવહાર છે. આ..હા..હો..! સમજાય છે કાંઈ ?
"
પૈસા ને આ શરીર (તો) માટી ને ધૂળ (છે). આ તો માટી છે. એ તો ક્યાંય રહી ગયા ! બાયડી, છોકરા ને કુટુંબ ને એના આત્મા અને શરીરના ૨જકણો તો ક્યાંય જુદાં રહી ગયા ! એને પોતાના માને એ તો મોટો મૂરખ અને મૂઢ છે. આહા..હા..!
અહીં તો કર્યું છે. જીવને પર્યાયમાં મુક્ત માનવો એ વ્યવહારનય છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૧૮૩
શું કહ્યું ? પર્યાયમાં મુક્ત થાશે તે નિશ્ચય નથી પણ એ વ્યવહાર છે. કેમકે પર્યાય છે. પર્યાયમાત્ર વ્યવહાર (છે). વસ્તુ દ્રવ્ય છે તે નિશ્ચય (છે). પંચાધ્યાયી (શાસ્ત્રમાં) બે બોલ લીધાં છે, દ્રવ્ય તે નિશ્ચય અને પર્યાય તે વ્યવહાર ચાહે તો મુક્ત પર્યાય હોય, ચાહે તો કેવળજ્ઞાન હોય, ચાહે તો અનંત આનંદ હોય, પણ એ પર્યાય વ્યવહાર છે. આ..હા.હા..! એના ઉપરની દૃષ્ટિ રાખવા જેવી નથી. આહા..હા..! દૃષ્ટિમાં તો ત્રિકાળી ધ્રુવ, ત્રિકાળ મુક્ત સ્વરૂપ જ છે. મુક્ત અવસ્થા થશે એ તો વ્યવહાર છે. મુક્ત સ્વરૂપ છે
તે નિશ્ચય છે. આહા..હા..!
આવું આ નાયરોબીમાં સાંભળવું !! કાપડનાં ધંધામાં બધાં ગૂંચી ગયેલાં હોય અંદરથી ! (એમાં આ સાંભળવું) !!!
મુમુક્ષુ :- અમારા ભાગ્ય પાક્યા હતાં ને ! નહિ તો તમે ક્યાંથી આવો ? પૂજ્ય ગુરુદેવશ્રી :- વાત સાચી...! ભાઈ ! વાત સાચી '!' આ વચનો બાપા પુણ્યશાળીઓને મળે એવાં છે ! ઓ..હો..હો...!
મુમુક્ષુ :- આપનો અમારા ઉપર પરમ ઉપકાર છે !! પૂજ્ય ગુરુદેવશ્રી :- આ વસ્તુ એવી છે !!
અહીં કહે છે,' બંધાયેલું છે એ વ્યવહારનય અને મુક્ત છે એ (પણ) વ્યવહારનય (છે). અરેરે...! કોણ માને આ ? રાગ છે, રાગથી બંધાયેલો (છે) એ પણ વ્યવહાર છે અને કેવળજ્ઞાન મુક્ત પર્યાય થાય તે પણ વ્યવહાર છે. પર્યાયમાત્રને વ્યવહાર કહેવામાં આવે છે અને એક 'સમયની પર્યાય(થી) રહિત ત્રિકાળ દ્રવ્ય છે તેને નિશ્ચય કહેવામાં આવે છે. નિશ્ચય એટલે સાચું અને વ્યવહાર એટલે ક્ષણિક અવસ્થા છે તેને વ્યવહાર કહેવો (અને) તે ઉપચાર છે. આ...હા..હા..! કાને તો પડવા દો આ ! કેવી વાત છે !! અરે...! મનુષ્યભવ મળ્યો... ચાલ્યો જાય છે. ક્યાં જશે ? આહા..હા..!
મુમુક્ષુ :- ઉતારા ક્યાં થશે ખબર નથી ?
પૂજ્ય ગુરુદેવશ્રી :- માટે જ ઉતારાનો નિંર્ણય કરો (એમ) કહે છે. ઉતારાનો નિર્ણય કરો કે હું ત્રિકાળ મુક્ત સ્વરૂપ છું. મારો ઉતારો મુક્તિમાં જશે. દેહ તો છૂટશે, પ્રભુ ! દેહની તો મુત છે. તું આત્મા (છો). (તેની) મુદત
છે નહિ. એ તો અનાદિ અનંત છે. (તો) ક્યાં જશે ? ક્યાં રહેશે ? આજ પછીના અનંતકાળ રહેશે ક્યાં ? જેણે રાગને (અને) ૫૨ને પોતાનું માન્યું
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૪
[વચનામૃત-૪] છે એ નરક અને નિગોદમાં રહેશે, આહા..હા..! અને જૈણે રાગને અને મુક્તિને પણ પર્યાયનયનો વિષય જાણી, ધ્રુવ ઉપર દૃષ્ટિ કરી છે તે અલ્પ કાળમાં મોક્ષને પામશે.
એ શ્લોક આવ્યો છે ને (પદ્મનંદી પંચવિશતીમાં) ? “તત્પતિ પ્રીતિવિજોન વેન વાર્તા fપ રિ સુતા' – આવી જે અબંધ (સ્વરૂપની) વાત () (તેને) પ્રીતિ કરીને સુણે - સાંભળે. અબંધ (એટલે) મુક્તસ્વરૂપ - ત્રિકાળ મુક્ત સ્વરૂપ ! મુક્ત થવું એ તો પર્યાય છે. (હું તો, મુક્ત સ્વરૂપ જ છું. એવી જે અંદરમાં દૃષ્ટિ થવી.... આ..હા..હા...! એ ભાગ્યશાળીને થાય છે, (અમ) કહે છે. આહા..! અને તેને અલ્પ કાળમાં અનંત સંસાર તૂટીને અનંત કેવળજ્ઞાનની પ્રાપ્તિ (થશે). ભવિષ્યમાં અનંત કાળ જ્ઞાન(માં) (અર્થાતુ) કેવળજ્ઞાનમાં રહેશે. અહીંથી (દેહ) છૂટશે અને પછી સાધકપણું રાખ્યું હશે તો સાધક(પણું) છૂટીને સાધ્ય - કેવળજ્ઞાન) થશે. અને અનંત કાળ કેવળજ્ઞાનમાં રહેશે અને આ ન સમજયો અને રાગને અને પૂરને પોતાના માનીને મિથ્યાત્વને જેણે સેવ્યાં છે, પ્રભુ ! (એ સંસારમાં રખડશે). આહા..હા..!
(એક) કલાક પૂજા ને ભક્તિ કરી માટે ધર્મ થઈ ગયો એમ માને, ભગવાનની પૂજા કલાક કરી એ તો રાગ (છે), શુભ રાગ છે, ત્યાં ધર્મ ક્યાં હતો ? આહા...હા...! શુભ ભાવ આવે (પણ એ કાંઈ) ધર્મ નથી.
પ્રશ્ન :- તો પછી મંદિરો શા માટે બનાવે છે ?
પૂજ્ય ગુરુદેવશ્રી :- એ મંદિર. તો એને કારણે બને છે. કરનારનો (માત્ર) શુભ ભાવ છે એટલું. ભાવ હોય તો (એ) શુભ છે એટલું. બાકી એ તો એને કારણે રચાય. રજકણની પર્યાય એને કારણે રચાય છે. એ રજકણની પર્યાય બીજો રચે એ ત્રણ કાળમાં બનશે નહિ. આહા..હા..! .
પ્રશ્ન :- પથરા એમને એમ ખડકાઈ જતાં હશે ?
સમાધાન : એના મેળાએ ખડકાય છે. એક એક પરમાણુ તે ક્ષેત્રે, તે કાળે, તે અવસ્થા તેને થવાની, તે તે કાળે તેને કારણે થાશે. બીજો કહે કે, મારે કારણે આ મંદિર થાય અને હું મંદિરને બનાવી શકું છું, એ વાતમાં કાંઈ માલ નથી, બાપુ ! આહા..હા..! વાત એ છે કે લાખો (આપી દે) કે કરોડ દઈ દે, એ તો રાગની મંદતા કરીશ તો શુભ છે. પણ એ પૈસા મારા છે અને મેં દીધા, એવી માન્યતા તો મિથ્યાષ્ટિની મૂઢની છે. અહીં
Page #200
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૧૮૫ કાંઈ માખણ નથી ચોપડતા) બાપુ ! આહા...! વીતરાગને કાંઈ કોઈની પડી નથી. વીતરાગ તો સત્ય છે તેને જાહેર કરે છે. આહા...! તારા કરોડ શું પાંચ કરોડ અને અબજ આપી દે, એમાં પણ જો રાગની મંદતા કરી હોય તો પુણ્ય (છે). અને એ “મેં આપ્યાં, એ મારા હતાં એમ માને તો મિથ્યાષ્ટિ છે. આહા..હા..! આવી વાતું !
મુમુક્ષુ :- પૈસા આપે અને પાછા મૂઢ કહેવા!
પૂજ્ય ગુરુદેવશ્રી : પૈસા પણ કે દિ' આપ્યાં છે) ? પૈસા ક્યાં એના હતાં ? પૈસા જડના છે. ચેતન્યના છે ? રાગ ચૈતન્યનો નથી ત્યાં વળી પૈસા એના ક્યાંથી આવ્યાં ? રાગ મંદ કર્યો હોય એ રાગ આત્માનો નથી આત્મા તો નિર્મળાનંદ સત્ ચિદાનંદ પ્રભુ છે. પર્યાયમાં રાગ થાય છે તે કલંક ને દોષ છે. | નિયમસારમાં બે ઠેકાણે એમ કહ્યું છે કે, શુભ ભાવ ઘોર સંસાર છે! એમ કહ્યું છે. આહા..હા...! અરે...! (આવું સાંભળવા ક્યાં મળે ? શુભભાવ ! એ ભક્તિ આદિનો શુભ ભાવ ! એને “ઘોર સંસાર' નિયમસારમાં બે ઠેકાણે કહ્યો છે. (તે) હોય છે, પણ છે સંસાર ! આહા..હા...! ----
અહીંયા કહે છે કે, એનાથી ભિન્ન અંદર ભગવાન છે). બંધાયેલો અને મુક્ત એ તો વ્યવહારનયથી છે. તે તો પર્યાય છે. મુક્તિ અને બંધ તો પર્યાય છે. આ..હા..હા..! સમજાય છે કાંઈ ? શું કહ્યું? ભગવાન આત્મા ! સેંકડના અસંખ્યમાં ભાગમાં એક સેંકડમાં પૂર્ણ મુક્ત સ્વરૂપ છે. તેને આત્મા કહીએ. તેને નિશ્ચયનયાથી) આત્મા કહીએ.
નિયમસારની ૩૮ ગાથામાં એમ આવ્યું છે કે, ત્રિલોકનાથ (સીમંધર ભગવાનની) વાણી કુંદકુંદઆચાર્યદેવે સુણી અને અંતરામાં) અનુભવ તો હતો, એ એમ વાત કહેવા માગે છે કે, જે કાંઈ આત્મા (વસ્તુ છે), (અર્થાતુ) જેને અમે “આત્મા’ કહીએ એ તો પર્યાય વિનાનો જે ત્રિકાળી છે તેને અમે “આત્મા કહીએ છીએ. રાગ વિનાનો તો ઠીક, પણ સંવર, નિર્જરા ને મોક્ષ(ની) પર્યાય વિનાનો) (અમે “આત્મા’ કહી છીએ). (વાત થોડી) ઝીણી પડશે, પ્રભુ ! શું કહ્યું ?
સંવર, નિર્જરા અને મોક્ષ ! (એટલે કે) મોક્ષનો માર્ગ (સંવર, નિર્જરા) અને મોક્ષ ત્રણે નાશવાન છે. તેથી ત્રણે વ્યવહારનયનો વિષય છે. નિશ્ચય
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૬
વચનામૃત-૪હ્યું આત્મા તે સંવર, નિર્જરા અને મોક્ષથી ભિન્ન છે. આહા..હા..! હવે અહીં લઈ જવા...! આ અંદર (આત્મા) રામ સુધી લઈ જવા છે. આહા..હા...! L. (નિયમસાર) ૩૮મી ગાથામાં એમ આવ્યું છે કે, નવ તત્ત્વ છે તે નાશવાન છે. એક તત્ત્વ જે ત્રિકાળી પરમાત્મા તે ધ્રુવ છે. એ નવમાં સંવર, નિર્જરા (અર્થાતુ) ધર્મ-મોક્ષનો માર્ગ, મોક્ષ, કેવળજ્ઞાન, અનંત આનંદ એ પણ પર્યાયમાં નાખીને નાશવાને કીધાં છે. આ....હા..હા..! અવિનાશી તો અંદર ત્રિકાળ ધ્રુવ છે તે અવિનાશી છે. આહા...તેની દૃષ્ટિ કરવા જેવી છે, બાપુ ! આહા..હા..!
ત્યાં (સોનગઢમાં) તો બધાં ગ્રંથો વંચાઈ ગયા છે ને ! ૪૫ વર્ષથી ત્યાં ઘણાં શાસ્ત્રો વંચાઈ ગયાં છે. આહા..હા..!
નિયમસાર છે અહીંયા, એની અંદર છે. બે ઠેકાણે શુભરાગને) “ઘોર સંસાર' (કહ્યો છે). અને નિયમસારના શુદ્ધભાવ અધિકારની ૩૦મી ગાથા - પહેલી ગાથામાં તો જેને આત્માનું જ્ઞાન, દર્શન અને ચારિત્ર થયાં છે અને મોક્ષ દશા થઈ છે – કહે છે કે, એ મોક્ષ દશા અને સંવર, નિર્જરા (એટલે) ધર્મ અને ધર્મનું ફળ મોક્ષ - એ બધું નાશવાન છે, કેમકે એ પર્યાય છે. ઝીણી વાત છે, બાપા ! આ...હા..હા..! પ્રભુ ! તારી વાત ઝીણી છે બહુ, પ્રભુ ! આહા..હા..! બહારમાં બધું એનું ચાલે છે અને એમાં લોકો રાજી રાજી થઈને રહે (છે), ખીચડો કરે છે !
અહીં તો ત્રણ લોકનો નાથ, ઇન્દ્ર અને ગણધરોની સભામાં દિવ્યધ્વનિ દ્વારા એમ કહેતાં હતાં, એ (વાત) કુંદકુંદઆચાર્ય કહે છે કે, સંવર, નિર્જરા અને મોક્ષ - સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર જે સમ્યક્ - સાચું છે અને તેનું ફળ મોક્ષ - બન્ને નાશવાન છે, કેમકે એ પર્યાય છે. આસવ, બંધની તો શું વાત કરવી ? આ..હા..હા..! પુણ્ય ને પાપના ભાવ જે કરે એ કાંઈ કલ્યાણ (નથી). ભક્તિ કરી, પૂજા કરી, ત્યાં થઈ ક્યો ધર્મ ! (એમ માને છે). (પણ) એ તો શુભ ભાવ છે, તે (પણ) રાખ્યો હોય તો ! ધર્મ તો
ક્યાં હતો ત્યાં ? આહા..હા...! એક કલાક જરી પૂજા, ભક્તિ કરે ત્યાં માને કે) થઈ ગયો. ધર્મ ! હવે ત્રેવીસ કલાક કરો પાપ !! આહા..હા..!
ત્રિલોકનાથ પરમાત્માની દિવ્યધ્વનિ એમ છે કે, “નિશ્ચય આત્મા’ એને કહીએ છીએ કે, સંવર, નિર્જરા અને મોક્ષનો પણ જેમાં અભાવ છે ! ત્રિકાળ ચીજ છે તેને અમે નિશ્ચય આત્મા કહીએ છીએ. સંવર, નિર્જરા અને મોક્ષને
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૮૭
વચનામૃત રહસ્ય અમે વ્યવહાર આત્મા કહીએ છીએ. આ..હા..હા..! અહીં એ જ કહ્યું ને, જુઓને ! “મુક્ત છે કે બંધાયેલું છે તે વ્યવહારનયથી છે, તે પર્યાય છે.' આ..હા..હા..! સમજાય છે કાંઈ ?
“સમજાય છે કાંઈ ?” એ વિસામાનું વાક્ય છે. એક છ-સાત વરસનો નાનો છોકરો એની માં ને કહેતો હતો કે, “સમજાય છે કાંઈ ? કહે છે એ “મહારાજ ક્યાં છે ?! “સમજાય છે ?’ એમ એક મહારાજ કહે છે, એ મહારાજ ક્યાં છે ? પાંચ-છ વર્ષનો છોકરો હતો. આ..હા..હા..! પ્રભુ ! આ તો કોઈ અલૌકિક શાંતિનો માર્ગ છે !!!
અહીં તો કહે છે, સંવર, નિર્જરા અને મોક્ષ; - આસવ, - પુણ્ય ને પાપની વાત તો શું કરવી ? એ તો દુઃખ ને ઝેર છે, - પણ સંવર ને નિર્જરા અમૃત છે અને મોક્ષ છે એ અમૃતની પૂર્ણ દશા છે, છતાં તે ત્રણે નાશવાન છે, કેમકે એ પર્યાય છે. પર્યાયની મુદત એક સમયની છે. ભલે કેવળજ્ઞાન થાય પણ એ કેવળજ્ઞાન એક સમય રહે. બીજે સમયે તે કેવળજ્ઞાન નહિ રહે. બીજે સમયે બીજું કેવળજ્ઞાન થશે, ત્રીજે સમયે ત્રીજું કેવળજ્ઞાન થશે. કેવળજ્ઞાન બીજે સમયે નહિ રહે. અરરર...! આવી વાતું હ! કેવળજ્ઞાન નાશવાન છે ! અરરર....! એક સમયની મુદત છે ને એટલે (નાશવાન કહ્યું). પર્યાયની (મુદત) એક સમય જ હોય છે. એક સેકંડનો અસંખ્યમો ભાગ એવો એક સમય. (એ) એક સમય કેવળજ્ઞાન રહે. બીજે સમયે બીજું થાય. એ નહિ રહે. એવું એ નહિ. એવું રહેશે પણ એ નહિ. એ અપેક્ષાએ (કેવળજ્ઞાન) પર્યાયને નાશવાન કીધી છે. આ..હા..હા..!
* અહીં એ જ કહે છે (કે), એ પર્યાય છે માટે તેને અમે વ્યવહારનય કહીએ છીએ. આહા..હા..! આ બેનનાં શબ્દ છે, ઓલા નિયમસાર(નાં) ભગવાનનાં શબ્દ છે. નિશ્ચય આત્મા અમે એને કહીએ છીએ, ખરેખર આત્મા એને કહીએ છીએ કે જે પુણ્ય, પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષથી ભિન્ન છે. કેમકે એક સમયની પર્યાયથી તે ત્રિકાળ દ્રવ્ય ભિન્ન છે. એ ભિન્ન છે તેને અમે નિશ્ચય આત્મા કહીએ છીએ. સંવર, નિર્જરા અને મોક્ષને પણ અમે વ્યવહાર આત્મા કહીએ છીએ. તે વ્યવહારનયનો વિષય છે, (તે) ભેદરૂપે છે. જ્યારે) ત્રિકાળી દ્રવ્ય તે અભેદરૂપે (છે) અને નિશ્ચયનયનો વિષય છે. આહા..હા...!
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૮
[વચનામૃત-૪૭] . પ્રશ્ન :- ગુરુદેવ ! સવારે અનુભૂતિને આત્મા કહો અને અત્યારે અનુભૂતિને આત્મા નથી કહેતા !?
સમાધાન :- એ અનુભૂતિને આત્મા કીધો, એ રાગ (આત્મા) નથી, માટે (અનુભૂતિને) આત્મા કહ્યો અને અહીં સંવર, નિર્જરા, અને મોક્ષને પણ નાશવાન (કહ્યાં). એક સમયની પર્યાય છે માટે નાશવાન કહે છે. અનુભૂતિ પણ એક સમયની દશા છે. 'પ્રશ્ન :- સવારના આત્મા અને અત્યારે અનાત્મા થઈ ગયો !
સમાધાન :- એ આત્મા કઈ રીતે કહ્યો ? (કે) રાગ આત્મા નથી માટે તે નિર્મળ અનુભવને આત્મા કહ્યો. પણ અહીંયા તો હવે ત્રિકાળી ધ્રુવની અપેક્ષાએ નિર્મળ અનુભવને નાશવાન કહ્યો). પેલા રાગની અપેક્ષાએ અનુભૂતિને આત્મા કહ્યો હતો. દયા, દાન ને ભક્તિના રાગના પરિણામ છે, એ બંધનનું કારણ છે. એ અપેક્ષાએ અનુભૂતિ આત્મા છે, એમ કહ્યું હતું. અત્યારે અહીં કહે છે, એ અનુભૂતિ શું મોક્ષ પણ એક સમયની પર્યાય છે ! આ...હા...હા...! સિદ્ધપણું પણ એક સમયની પર્યાય (છે). બીજે સમયે બીજું, ત્રીજે સમયે ત્રીજું (સિદ્ધપણું છે). આવી વાત છે. કાને પડવી મુશ્કેલ પડે એવી છે !! | મુમુક્ષુ :- ઉત્તમ અને મંગલ (વાત) છે ! - પૂજ્ય ગુરુદેવશ્રી :- ભાગ્યવાન હોય એને કાને પડે એવી વાતું છે !! આહા..હા..! એ આવે છે ને ? “ભવિ ભાગ જોગ !” સ્તુતિમાં આવે છે.
ભવિ ભાગન જોગ' વીતરાગની વાણી નીકળે છે ! ભવ્ય (જીવના) ભાગ્યના જોગે વીતરાગીની વાણી આવે છે !! “ભવિ ભાગન જોગ એ આવે છે. હિન્દી સ્તુતિમાં એ આવે છે. “ભવિ ભાગન જોગ' વીતરાગની વાણી નીકળે છે. એને કાંઈ બોલવું નથી, એ તો જ્ઞાનરૂપ છે. એ વાણીના કર્તા પણ નથી. ભવ્ય પ્રાણી (ને) યોગ છે, પ્રાણીની પાત્રતા છે . એને માટે વીતરાગની વાણીનો ધ્વનિ આવે છે.
‘ૐ કાર ધુનિ સુની, અર્થ ગણધર વિચારે - ભગવાનને ધ્વનિ આવે ! એને આવી (શબ્દાત્મક) વાણી ન હોય. આવી વાણી ભગવાનને ન હોય. રાગવાળો હોય એને આવી ખંડવાળી વાણી હોય. વીતરાગ હોય એને ખંડવાળી વાણી ન હોય. એને આખા શરીરમાંથી અખંડ ૐની ધ્વનિ છૂટે.
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૮૯
વચનામૃત રહસ્ય ‘ૐ કાર ધુનિ સુની, અર્થ ગણધર વિચારે આહા...! “રચિ આગમ ઉપદેશ, ભવિક જીવ સંશય નિવારે.' (ગણધરદેવ દિવ્યધ્વનિનાં) આગમ રચીને, ભવ્ય પ્રાણી હોય એ મિથ્યાત્વને ટાળીને આત્માનો અનુભવ કરે. આહા..! પણ એ આગમ વચન સાંભળીને ! બીજાની વાણીને સાંભળીને નહિ. સર્વજ્ઞ ત્રિલોકનાથની વાણી સાંભળીને જેણે મિથ્યાત્વ ટાળ્યું છે તે મુક્તિને પામવાને લાયક છે. આહા..હા..! ઝીણી વાત છે, ભાઈ
અહીંયા શું કહ્યું? મુક્ત છે કે બંધાયેલું છે તે વ્યવહારનયથી છે, તે પર્યાય છે. જેમ કરોળિયો લાળમાં બંધાયેલ છે તે છૂટવા માગે તો છૂટી શકે છે.... કરોળિયાનો દાખલો આપ્યો. “મકડી' કહે છે કે તમારે (હિન્દીમાં)? કરોળિયો ! એ એક ફેરી કહ્યું હતું. બે પગાને માણસ કહ્યો. માણસ, બાયડી પરણે ત્યારે ચાર પગો થાય એટલે ઢોર થાય અને એને છોકરો થાય (એટલે) બે પગ વધ્યાં એટલે છ પગો ભમરો થાય. ભમરો ...ભું.. કર્યા કરે - મારો છોકરો છે ને મારો આમ છે ને આમ રમાડવો, ને આમ કરવું ! અને એ છોકરો બાયડી પરણે ત્યારે આઠ પગો કરોળિયો થાય. કરોળિયાને આઠ પગ હોય છે. આવું સાંભળ્યું પણ નહિ હોય ! કરોળિયા નથી થાતાં ? મકડી ! એને આઠ પગ હોય છે. ભમરાને છ પગ હોય છે.
એ અહીં કહે છે, જેમ કરોળિયો લાળમાં બંધાયેલ છે તે છૂટવા માગે તો છૂટી શકે છે.....' કેમકે પોતે લાળમાં બંધાયેલ છે. ઊંધાં પુરુષાર્થથી લાળમાં બંધાયેલ છે. સવળો પુરુષાર્થ કરીને બંધન છોડી શકે છે. છે ? (પહેલા) કરોળિયાનો દાખલો આપ્યો. (હવે કહે છે) ....જેમ ઘરમાં રહેતો માણસ અનેક કાર્યોમાં, ઉપાધિઓમાં....” આ..હા..હા..! છે ? જેમ ઘરમાં રહેતો માણસ...' એમ કહીને) અહીં બીજું કહેવું છે કે, માણસ ગમે તેવાં કામ કરે પણ એ માણસ, માણસ મટીને કાંઈ એ વખતે નારકી થાય છે ? માણસ તો માણસ છે. માણસ ગમે તેટલાં બહારનાં કાર્ય કરે પણ એ માણસ ફીટીને કાંઈ તે કાળે ઢોર થાય છે ? પછી એનું પરિણામ (ફળ) આવે ને ભલે ઢોરમાં જાય.
કષાયની તીવ્રતા સેવે, માંસ-દારૂ ન ખાય તો ઢોરમાં જાય). માયા-લોભ (એ) રાગ, ક્રોધ-માન (એ) દ્વેષ - એ સેવે તો આત્માની આડોડાઈ કરી. આડોડાઈ એટલે આ મનુષ્ય શરીર ઊભા છે (અને ઢોર-ગાય, ભેંસ ને ખિસકોલી...
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯o
વિચનામૃત-૪૭] શું કહેવાય છે એ ? ખિસકોલી નથી થાતી ? એ આમ આડા...આડા હોય છે. એના શરીર આડા હોય છે. કેમકે પૂર્વે આડોડાઈ બહુ કરી છે. કષાય બહુ સેવ્યો છે. માંસ ખાધું નથી. માંસ ખાય તો નરકમાં જાય. ક્રોધ ને માન ને માયા સેવી છે, એને લઈને એ તીરછાં શરીર - આડા શરીર પામ્યાં, (આમ) આડા...! માણસ આમ ઊભા છે. ઓલા આડા થયાં. તેથી તેને તિર્યંચ કહે છે. ગોમ્મદસારામાં આવે છે). તિર્યંચ એટલે તીરછો. આડા થયા કેમકે આડોડાઈ કરી માટે આડા થયાં. આહા..હા..!
પંચેન્દ્રિય તિર્યંચની સંખ્યા ઘણી છે. ઘણાં જીવો તો ત્યાં ઉપજવાના. કારણ કે ધર્મ નથી, આત્માનું જ્ઞાન નથી અને એવો બે-ચાર-છ કલાક(નો) સાચો સત્સમાગમ કે શાસ્ત્રવાંચન નથી, એને તો પુણ્ય પણ નથી ! એક કલાક (વાંચી) જાય, એકાદ કલાક ભક્તિ-પૂજા કરી લે, એ તો....શું કહેવાય ? ‘એરણની ચોરી ને સોયનું દાન ! સોનીની એરણ નથી હોતી ? એરણ મોટી લોઢાની ! એ ‘એરણની ચોરી ને સોયનું દાન' (એના જેવું છે. એમ ત્રેવીસ કલાકે પાપ કરે અને એક કલાક પુણ્ય-શુભ ભાવ કર્યા તો એ તો અંદર બળી જશે ! એમાં તારા પુણ્ય ઊંચા નહિ આવે.
એટલે અહીં કહે છે કે, “....જેમ ઘરમાં રહેતો માણસ અનેક કાર્યોમાં, ઉપાધિઓમાં--જંજાળમાં ફસાયેલો છે પણ માણસ તરીકે છૂટો છે...' માણસ ફરીને એ કાંઈ ઢોર થયો નથી! એમ આત્મા ગમે તેવા કાર્યમાં જોડાય છતાં, આત્મા તો આત્મા રહ્યો છે. એ પામી શકે એવી એનામાં તાકાત છે. વિશેષ કહેશે........
- -
-
-
Vભાઈ ! તું વિશ્વાસ લાવ કે મારા આનંદ આગળ બધી પ્રતિકૂળતા અને આખી દુનિયા ભુલાઈ જાય એવી વસ્તુ હું
(પમાગમચાર-૧૯૭)
Page #206
--------------------------------------------------------------------------
________________
પ્રવચન-૧૧, વચનામૃત-૪૭ થી ૧૦ "
(વચનામૃત) ૪૭ બોલ ફરીને (લઈએ છીએ). ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય કદી બંધાયું નથી.” શું કહે છે ? પ્રભુ ! આ આત્મા છે અંદર એ વસ્તુ છે, વસ્તુ. વસ્તુ એને કહીએ કે જેમાં અનંત અનંત ગુણ વસેલા છે, રહેલાં છે. એવો ભગવાન આત્મા સર્વજ્ઞ જિનેશ્વરદેવે કહ્યો છે, જોયો છે . એ જીવ ધ્રુવ (છે), ત્રિકાળી ધ્રુવ છે. એ ધ્રુવ દ્રવ્ય કદી બંધાયું નથી. આકરી વાત છે, પ્રભુ ! પર્યાયમાં બંધન અને પર્યાયમાં મુક્તિ દેખાય છે. પર્યાય એટલે શું? અવસ્થા. વસ્તુ એટલે શું ? ત્રિકાળ રહેનારું તત્ત્વ, એ ત્રિકાળી રહેલું તત્ત્વ કદી બંધાયું નથી. આહા..હા..! છે ? | મુક્ત છે કે બંધાયેલું છે તે વ્યવહારનયથી છે....” ઝીણીસ્વાત છે, પ્રભુ !
અનંત કાળથી સત્યને સાંભળ્યું નથી. આ દેહમાં ભગવાન બિરાજે છે. ચૈતન્ય દ્રવ્ય તરીકે વસ્તુ છે વસ્તુ.. એ વસ્તુ છે દ્રવ્ય તરીકે તત્ત્વ તરીકે, એ પોતે બંધાયેલ નથી તેમ જ મુક્ત નથી. વસ્તુ તો અંદર બંધ અને મુક્તની પર્યાયથી રહિત છે. આહા...! આવી વાત !
પ્રભુ ! તારી મોટપનો પાર નથી. તું અંદરમાં એક સમયની અવસ્થાને જોયા વિના ત્રિકાળીને જો તો એ ત્રિકાળી ચીજ તો બંધાયેલ કે મુક્ત છે નહિ. બંધાયેલ કે મુક્તપણું એ તો એક સમયની પર્યાયમાં વર્તમાન વ્યવહારનયનો ઉપચરિત વિષય છે. આહા..! આવી વાત છે, પ્રભુ ! આ તત્ત્વ અંતરમાં (મોજૂદ છે), અનંતકાળમાં એક સેકંડ માત્ર પણ એ તત્ત્વ શું છે ? તેના ઉપર લક્ષ અને તેના ઉપર ધ્યાન ગયું નથી. બહારની પ્રવૃત્તિમાં રોકાઈને પોતે શું ચીજ છે ? તેની એણે સંભાળે કરી નથી. એ અહીં કહે
આ બેનનાં વચન છે ! બેનને નવ ભવનું જ્ઞાન છે. અસંખ્ય અબજ વર્ષનું પૂર્વભવનું જાતિસ્મરણ (જ્ઞાન) છે. ઝીણી વાત છે, બાપા ! ભગવાન સીમંધર
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૨
[વચનામૃત-૪૭] પરમાત્મા બિરાજે છે. ત્યાં હતાં ત્યાંથી આવ્યાં છે અને અંદરમાં અનુભવ થઈને રાગથી ભિન્ન પડી ચૈતન્યનું ચોસલું, નાળિયેરમાં ગોળો જેમ ગડગડ છૂટો પડે, એમ સમ્યગ્દર્શન થતાં, ધર્મની પહેલી દશા થતાં રાગથી અને શરીરથી ભગવાન-ગોળો જુદો દેખાય ! આ..હા..હા..! આકરી વાત છે, પ્રભુ!
તારી પ્રભુતાથી ભરેલું જે તત્ત્વ છે, વસ્તુ જેને કહીએ, તે બંધાણી અને મુક્તિ એ તો પર્યાયમાં - અવસ્થામાં છે. વસ્તુ ત્રિકાળ નિરાવરણ છે. આહા..હા..! આ વાત શી રીતે બેસે ? બહારની પ્રવૃત્તિમાં ગળા બહાર ડૂબી ગયો (છે) ! એમાં આ તત્ત્વ અંદર કેવી રીતે બેસે ?
બંધાયેલું કે મૂકાયેલું એ વ્યવહારનયથી છે, તે તો પર્યાય છે. તે તો દ્રવ્યની વર્તમાન દશા છે. પણ ત્રિકાળી ચીજ છે, એ તો ત્રિકાળ નિરાવરણ અખંડાનંદ પ્રભુ (છે). જિનેશ્વરદેવે સર્વજ્ઞ સ્વભાવમાં (આમ) જોયું છે. કાલે કહ્યું હતું “પ્રભુ તુમ જાણગ રીતિ....' પ્રભુ ! મહાવિદેહમાં સીમંધર પરમાત્મા, સર્વજ્ઞ પરમાત્મા બિરાજે છે. જેમની લોકો સામાયિક કે પ્રતિક્રમણ (કરતી) વખતે આજ્ઞા લે છે. એ તો ઠીક, પણ પરમાત્મા બિરાજે છે. એના મુખથી નીકળેલી આ દિવ્યધ્વનિ છે. એ બેનને અંદરમાંથી આવી છે. એ કોઈ વખતે બોલાઈ ગયેલું.
(બેન) એમ કહે છે કે, જે કાંઈ આત્મા છે, ત્રિકાળી દ્રવ્ય જે પદાર્થ છે, તે તો બંધાયેલ કે મૂકાયેલ પર્યાયમાં છે, અવસ્થામાં છે. વસ્તુમાં નથી. એ શું હશે ? વસ્તુમાં નથી અને પર્યાયમાં છે ! કોઈ દિ સાંભળ્યું ન હોય છે ? - જેમ કરોળિયો લાળમાં બંધાયેલ છે તે છૂટવા માગે તો છૂટી શકે છે...' કરોળિયો ! “....જેમ ઘરમાં રહેતો માણસ અનેક કાર્યોમાં, ઉપાધિઓમાં, જંજાળમાં ફસાયેલો છે પણ માણસ તરીકે છૂટો છે;....' માણસ તરીકે એ કંઈ (મટી નથી ગયો. પરના વેપાર ટાણે કંઈ માણસ ફીટીને પરના વેપારમાં ગરી (ઘુસી) જતો નથી ! માણસ તો માણસ તરીકે જ સદાય છે. એ બધાં વેપાર-ધંધા આદિ ગમે તે પ્રકારની અવસ્થામાં હોય પણ એ કંઈ મનુષ્યપણું છૂટીને ઢોર કે બીજી દશા થઈ નથી. આહા..હા..! ઝીણી વાત છે, પ્રભુ ! માણસ તો માણસ જ છે.
....તેમ જીવ વિભાવની જાળમાં બંધાયેલ છે...” આ...હા..હા..! ભગવાન
Page #208
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૧૯૩
આત્મા ! અહીં તો આત્માને ભગવાન' તરીકે પ્રભુ સંબોધે છે !! ત્રિલોકનાથ પરમાત્મા સર્વજ્ઞદેવ અને સંતો આત્માને ‘ભગવાન’તરીકે બોલાવે છે ! (સમયસાર) ૭૨ ગાથામાં છે ભગવાન આત્મા ! આહા...હા..! કેમ બેસે અંદર ? એક બીડી સરખી પીવે ત્યાં મજા લાગે, એમાં પાંચ-પચીશ લાખ કાંઈક મળ્યાં, બે-પાંચ કરોડ રૂપિયા (મળે) એમાં જેને મજા લાગે, હવે એને આ આત્મા અંદર પરથી જુદો છે, (એ) કેમ બેસે ? આહા..હા..! એ જંજાળમાં પકડાણો નથી.
....જીવ વિભાવની જાળમાં બંધાયેલ છે, ફસાયેલ છે પણ પ્રયત્ન કરે તો પોતે છૂટો જ છે....' આહા..હા..! નાળિયેરમાં જેમ ગોળો છૂટો છે તેમ આ રાગ અને શરી૨ની વચ્ચે અંદર પ્રભુ ભિન્ન (બિરાજે છે). સમ્યગ્દર્શન થતાં, ધર્મની પહેલી દશા થતાં, ધર્મનું પહેલું પગથિયું થતાં, આત્મા રાગથી છૂટો ગોળો જાણવામાં આવે છે. ત્યારે તેને હજી સમ્યગ્દર્શન અને ધર્મની પહેલી સીઢી - પહેલી શ્રેણી કહેવામાં આવે છે. આક૨ી વાત છે, પ્રભુ ! આહા..હા..! બહારની જંજાળમાં ગૂંચાઈને અંદર મરી ગયો છે ! અંદર ચૈતન્ય ભગવાન ત્રણ લોકનો નાથ અનંત આનંદને અનંત જ્ઞાનથી ભરેલું તત્ત્વ (મોજૂદ છે). (અહીંયા કહ્યું, જીવ) વિભાવની જાળમાં બંધાયેલ છે. વિભાવ એટલે વિકાર, પુણ્ય અને પાપના વિકલ્પની જાળ. કરોળિયો જેમ જાળમાં બંધાયેલ છે, એમ આ (આત્મા) પુણ્ય અને પાપના વિકલ્પના રાગની જાળમાં બંધાયેલો છે. પર્યાયમાં (બંધાયેલો છે) ! વસ્તુમાં તો વસ્તુ છૂટી છે. આ હવે (કેવી) રીતે બેસે ? આ સાંભળવા મળે નહિ ! અરે...! પ્રભુ !
કહે છે કે, ‘.....પણ પ્રયત્ન કરે તો પોતે છૂટો જ છે એમ જણાય.' સમ્યગ્દર્શન થતાં, ધર્મની પહેલી દશા થતાં, રાગથી અને દેહથી અંદર ભિન્ન (ચૈતન્ય) ગોળો જણાય. એવી રીતે એ ચીજ છે. આહા...હા...! છૂટો ગોળો અંદર પડ્યો છે, (એમ) કહે છે. કોઈ દિ' નજરું કરી નથી, પ્રભુ ! તેં તારી અંદર ચૈતન્યની સત્તામાં નજર રાખી નથી કે શું એ ચીજ છે ? આહા..હા..!
એથી અહીં કહે છે કે, જીવ વિભાવની જાળમાં બંધાયેલ છે પણ પ્રયત્ન જો ક૨ે તો પોતે છૂટો જ છે. આહા..હા..! નાળિયેરમાં (જેમ) ગોળો ગડગડિયો થઈને છૂટો થાય, તેમ પ્રભુ રાગ અને શરીરથી જુદો અંદર જાણે તો એ
Page #209
--------------------------------------------------------------------------
________________
મ
:
-
-
-
- -
-
-
૧૯૪
[વચનામૃત-૪] છૂટો જ પડ્યો છે. આહા..હા..! આવી વાત હવે સાંભળવા મળવી મુશ્કેલ પડે, ત્યાં પ્રભુ એને સમજે કે દિ? શું થાય ? એમાં આવા અનાર્યદેશમાં ! આવી ચીજ અંદર શું છે ? તે સમજવું કઠણ પડે). આહા...!
અહીં કહે છે, પ્રભુ ! ચૈતન્ય પદાર્થ તો અંદર છૂટો જ છે. ચૈતન્ય તો જ્ઞાન, આનંદની મૂર્તિ (છે) ! આ..હા...હા...! એ અંદર આત્મા જે છે એ તો અતીન્દ્રિય જ્ઞાન અને આનંદની મૂર્તિ એટલે એનું સ્વરૂપ જ અંદર એ છે. તારી નજર તેમાં ગઈ નથી. નજરમાં રાગ ને દ્વેષ ને પુણ્ય ને પાપ ને પુણ્ય-પાપના ફળ બહારમાં) ધૂળ (પૈસા) આદિ (છે). આ રાજ મળે, પોટ મળે કે અબજો રૂપિયાની પેદાશ મળે, એ બધી ધૂળ - પુણ્યના ફળ તરીકે (મળી છે). તારી નજરું ત્યાં ગઈ છે. તારી નજરું અંદર રાગથી ભિન્ન ચૈતન્ય છે ત્યાં કોઈ દિ કરી નથી. તેનું તે લક્ષ કર્યું નથી, તેની જાતને જાણવા, જાળવવા અને જાણવા, તે તત્ત્વને જાળવવા અને જાણવા કદી પ્રયત્ન કર્યો નથી. આહા..હા..! આકરી વાત છે. છે ? - ચૈતન્યપદાર્થ તો છૂટો જ છે. ચૈતન્ય તો જ્ઞાન-આનંદની મૂર્તિ....' આ..હા..હા..! જેમ સાકરમાં ગળપણ ભર્યું છે, એમાં હાથનો મેલ દેખાય એ જુદો છે. બાળકને રોટલીમાં સાકરનાં ગાંગડા આપે, એને હાથ અડાડે તો મેલ ચડે, મેલ જેવું દેખાય, પણ એ તો ઉપર છે. સાકર મૂળ ચીજ છે એમાં ગળપણ ભરેલું છે. એમ આ ભગવાન આત્મા....! પ્રભુ ! ઝીણી વાત છે. અહીં અમારે તો ત્યાં (સોનગઢમાં) ૪૫ વર્ષથી ચાલે છે. આ વાત કાંઈ નવી નથી. ૪૫ વર્ષથી ચાલે છે ! અઢાર વાર તો (સમયસાર) અક્ષરે અક્ષરના અર્થો સોનગઢમાં વંચાઈ ગયા છે. હજારો માણસની વચ્ચે !
મુમુક્ષુ :- ગુરુદેવ ! ભજનમાં એમ કહે છે કે, હે ભગત ! આ નવી , વાત તું ક્યાંથી લાવ્યો !? આપ કહો છો જૂની વાત છે !
પૂજ્ય ગુરુદેવશ્રી કે. એ વાત કરી હતી, પ્રભુ ! પોતાની જાતની વાત બહુ ન કરાય ! સમજાય છે ? સાધારણ સાધારણ વાત પોતાની કરાય. બાકી તો અમે મહાવિદેહમાં પ્રભુ પાસે હતાં ! ત્યાં રાજકુમાર તરીકે હતાં, પ્રભુ ! અબજોની પેદાશ હતી. પણ દેહ છૂટતાં રોગ એવો આવ્યો, સહન થયું નહિ, મરીને અહીં કાઠિયાવાડમાં ઉમરાળે જન્મ થઈ ગયો. ભાવનગર પાસે ઉમરાળા છે. ત્યાં તેર વર્ષ રહ્યો. પાલેજમાં અમારી દુકાન છે, ભરૂચ
Page #210
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૧૯૫
અને વડોદરા વચ્ચે... ત્યાં નવ વર્ષ (રહ્યો). ત્યાં પૂર્વનું યાદ આવતું હતું. પણ શું આવે છે એની બહુ ખબર પડતી નહોતી. પછી અંદરથી બેનને જ્યારે જાતિસ્મરણ થયું (એમાં) નવ ભવનું પ્રત્યક્ષ (સ્મરણ આવ્યું. ત્યારે એમને બધું ખ્યાલમાં આવ્યું કે ક્યાંથી અમે આવ્યાં છીએ ? અહીંથી ક્યાં જવાના છીએ ? બધું નક્કી થઈ ગયેલું છે. ઝીણી વાત છે, પ્રભુ ! બેસવી કઠણ છે. ત્યાંથી લાવેલી ભગવાન પાસેથી આવી છે !! આહા...!
ત્રણ લોકના નાથ બિરાજે છે, કરોડ પૂર્વનું આયુષ્ય છે, પાંચસો ધનુષનો દેહ, બે હજાર હાથ ઊંચા પ્રભુ છે ! આમ સમવસરણમાં બિરાજે છે. આહા..! ત્યાં આગળ સંવત ૪૯માં કુંદકુંદઆચાર્ય ગયેલા. ત્યારે અમારી ત્યાં હાજરી હતી. ત્યાં અમે સમવસરણમાં એમની સાથે ગયેલા. બહુ ઝીણી વાત છે, પ્રભુ ! બહુ વાત લાંબી છે. આ તો સાધારણ વાત કરીએ છીએ. આહા..હા..!
અહીં કહે છે કે, આત્મા ચૈતન્ય છૂટો છે, પ્રભુ ! એમ ત્રણ લોકના નાથ ફ૨માવતા હતાં. જિનેશ્વરદેવ સીમંધર પરમાત્મા વીસ તીર્થંકર તરીકે મહાવિદેહમાં સાક્ષાત્ બિરાજે છે. એમાં સીમંધર પરમાત્મા પહેલાં છે. બીજાં નંબરના, ત્રીજા નંબરના (એમ) વીસ તીર્થંકરો છે. વર્તમાનમાં મહાવિદેહમાં બિરાજે છે. એ કહે છે તે આ બેનની વાણીમાં આવ્યું છે !! આ..હા.હા..! જરી આકરું લાગે, બાપા ! આકરું લાગે બાપા ! જરી, પણ હવે સાંભળવું તો પડે ને !
પ્રશ્ન :- પ્રભુજી ! પણ હવે અમારી ઉંમર બહુ મોટી થઈ ગઈ. હવે અમે શું કરીએ ?
સમાધાન :- ઠરી જાવું.... ઠરી જાવું બાપા ! હવે ઠરી જાઓ! પ્રશ્ન :- પાકે ઘડે કાંઠા ચડાવવા' ?
સમાધાન :- પાકે ઘડે કાંઠા ચડશે', બાપા ! અહીં તો વૃદ્ધાવસ્થામાં હોય તોપણ કેવળજ્ઞાન પામે છે, એમ પ્રભુ કહે છે !! વૃદ્ધાવસ્થા ! અત્યારે તો સાધારણ અવસ્થા છે. પણ (પહેલાં) કરોડ પૂર્વની અવસ્થા હતી અને (અત્યારે) ત્યાં છે. અહીં પણ જ્યારે પહેલાં તીર્થંકર હતાં ત્યારે કરોડ પૂર્વનું આયુષ્ય હતું. કરોડ પૂર્વમાં તો એક પૂર્વમાં સિત્તેર લાખ કરોડ છપ્પન હજાર કરોડ વર્ષ જાય ! એટલાં ગયાં હોય તોપણ છેલ્લે સમયે અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામીને મુક્તિએ ચાલ્યાં જાય છે ! ગુલાંટ ખાવી જોઈએ જરી !
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૬
[વચનામૃત-૪૭] જે બહારમાં - જંજાળમાં આમ રખડે છે, એમ અહીં અંદરમાં ગુલાંટ ખાવી જરી ! આકરી વાત છે, પ્રભુ !
અહીં કહે છે, ચૈતન્ય તો છૂટો જ છે. ચૈતન્ય તો જ્ઞાન, આનંદની મૂર્તિ, જ્ઞાયકમૂર્તિ પ્રભુ અંદર બિરાજે છે. આહા...હા...! ...પણ પોતે પોતાને ભૂલી ગયો છે. વિભાવની જાળ પાથરેલી છે,... આહા...! પુણ્ય ને પાપના વિકલ્પ એટલે રાગ. એ વિભાવ એટલે વિકાર. વિકારની જાળ પાથરીને ત્યાં પડ્યો છે, આહા...હા...! પણ અંદર પોતે વિકારથી રહિત છે, તેની સામે નજર કરી નથી, આ..હા..હા...!
વિભાવની જાળ પાથરેલી છે, વિભાવની જાળમાં ફસાઈ ગયો છે, પણ પ્રયત્ન કરે તો છૂટો જ છે.” પ્રયત્ન કરે, અંદરમાં જોવા જાય, પણ બાપુ ! એ કંઈ સાધારણ વાતો નથી, કાંઈ સાધારણ પુરુષાર્થથી મળે એવું નથી. અનંત અનંત પ્રયત્નનો પુરુષાર્થ જોઈએ, ત્યારે અંદર રાગથી છૂટો પડે, ત્યારે એને આનંદનો નાથ ગોળો, આનંદનો ગોળો જણાય. ત્યારે તેને સમ્યગ્દર્શન અને ધર્મની પહેલી દશા થાય. તે વિના ધર્મની દશા હોઈ શકે નહિ. જગત (ભલે તેનાથી ઊંધું) માને અને મનાવે, એ અનાદિથી ચાલ્યું આવે છે, પણ રાગના વિકલ્પથી, દયા, દાન ને વ્રત, ભક્તિના પરિણામના રાગથી પણ પ્રભુ અંદર ભિન્ન જુદો છે. એવી જ્યાં સુધી અંદર નજર ન કરે ત્યાં સુધી તેનો આત્મા તેની નજરમાં આવે નહિ. સમજાય છે કાંઈ? આહા..હા...!
એ અહીં કહે છે, “....પણ પ્રયત્ન કરે તો છૂટો જ છે.” આ..ધ..ધ..! પણ પ્રયત્ન - પુરુષાર્થ અંદરમાં જોઈએ, બાપા ! ભગવંત ! તારું સ્વરૂપ તો અંદર પૂર્ણાનંદથી ભરેલું છે. આ રાગ ને ષ એ તો દુઃખની દશા દેખાય છે. પુણ્ય અને પાપના ભાવ, પ્રભુ ! એ તો રાગ અને દુઃખ છે. દુઃખની પાછળ આનંદનો નાથ ભરેલો છે. અતીન્દ્રિય આનંદથી ભરેલો પ્રભુ ! (છે). એની સામું જો, જો તો તને પ્રાપ્ત થાય એવું છે. અંતર્મુહૂર્તમાં ગુલાંટ ખાઈ જાય, અંતર્મુહૂર્તમાં આત્માને કેવળજ્ઞાન થઈને મુક્ત થાય, એવી એની તાકાત છે !! પણ એ તાકાત પુરુષાર્થ કરે તો (પ્રગટ થાય).
(હવ કહે છે ‘દ્રવ્ય બંધાયેલ નથી.') છે છેલ્લે અંદર ? વસ્તુ છે એ બંધાયેલ નથી, પ્રભુ ! એ ત્રિકાળ નિરાવરણ છે. કાલે કહ્યું હતું. સમયસારની ૩૨૦ ગાથા છે, એના અર્થમાં એ છે કે, ત્રિકાળ નિરાવરણ છે, અંદર વસ્તુ
Page #212
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૧૯૭
છે એ ત્રિકાળ નિરાવરણ પ્રભુ છે. પણ વર્તમાન પર્યાય દશાની દૃષ્ટિમાં તેને તે ચીજ દેખાતી નથી. જેમ દરિયો પાણીથી ભરેલો છે પણ કાંઠે (જો) ચાર હાથનું કપડું કે (પડદો) આડો રાખે તો કપડું આંખમાં - નજરમાં આવે. દરિયો નજરમાં આવતો નથી. એમ અંદર ભગવાન અનંત આનંદ અને જ્ઞાનથી ભરેલો છે, પણ રાગ ને પુણ્ય-પાપ (ઉ૫૨). નજર છે, એ નજરને લઈને ભગવાન દેખાતો નથી. આહા..હા..! વાતું આવી છે, બાપુ !
અહીં તો ૪૫ વર્ષથી (આ) હાલે છે. ૪૫ વર્ષ સોનગઢ ગયાને (થયાં). ૯૦ વર્ષ ચાલે છે શરીરને તો ૯૦ વર્ષ ચાલે છે. આખી જિંદગી આ જ કર્યું છે. દુકાન છે... પાલેજમાં દુકાન છે, ભરૂચ અને વડોદરા વચ્ચે, મોટી દુકાન છે. ત્યાં પાંચ વર્ષ દુકાન ચલાવી હતી. પણ અઢાર વર્ષની ઉંમરથી ત્રેવીસ (વર્ષ સુધી) (એમ) પાંચ (વર્ષ ચલાવી). ત્રેવીસ વર્ષે છોડી દીધું. દુકાન મોટી છે. ચાલીસ લાખ રૂપિયા છે, ચાર લાખની પેદાશ છે, અત્યારે છે. અત્યારે ચાર લાખની તો પેદાશ છે ! ભરૂચ અને વડોદરા વચ્ચે પાલેજ છે. ત્યાં જઈએ છીએ કોઈવાર, ફઈના દીકરા ભાગીદાર હતાં એના છોકરાંઓ છે. અમારામાંના કોઈ ન મળે. પણ આ તો અમારો ત્યા૨થી અંદરથી પરિચય છે. બોત્તેર વર્ષ પહેલાં ! શાસ્ત્ર વાંચતો. પિતાજીની ઘરની
દુકાન (હતી), ત્યાં વાંચતો હતો. એ પૂર્વના સંસ્કાર હતાં !!’ એમાંથી અંદર જણાતું હતું... આ....હા..હા...! કે આ આત્મા તો ત્રિકાળી આનંદકંદ ને શુદ્ધ છે ! એ પુણ્ય ને પાપની જે જાળ દેખાય છૅ, એ વિકલ્પની જાળ (છે) એ લાળ છે. એ આત્મા નહિ.
અરેરે...! ક્યારે એને બેસે ? પ્રભુ ! આ જગતની જંજાળ...! એમાં બેપાંચ-દસ કરોડ રૂપિયા હોય, એને (એમ થાય કે) આ..હા..હા..! કરોળિયો જેમ લાળમાં ગૂંચાઈ જાય એમ બચારો ગૂંચાણો છે. આહા..હા..!
-
દીનાનાથનો દયાળ ! પરમાત્માએ તો દયાથી, કરુણાથી વાત કરી છે, અકષાય કરુણાથી (વાત કરી છે) ! અકષાય કરુણા !! આહા...! ત્રણ લોકનો નાથ પરમાત્મા બિરાજે છે, એમની વાતની ધુની - (વાણીમાં), એમના સારમાં
આ આવેલું હતું. એ યાદ આવ્યું હતું તે આ લખાણું છે !! બેનને યાદમાં (સ્મરણમાં) તદ્ન એટલું યાદ આવ્યું છે... કે અસંખ્ય અબજ વર્ષની વાત, કાલની (વાત) યાદ આવે, તેમ યાદ આવે છે !! પણ બહાર નીકળવાની
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૮
[વચનામૃત-૪૭] (ડૉક્ટરો દ્વારા) મનાઈ છે. ત્યાં સોનગઢ રહે છે. આ એમના શબ્દો છે !
અહીં કહે છે દ્રવ્ય બંધાયેલ નથી.” આ..હા..હા..! કેમ બેસે આ ? દ્રવ્ય શું ? ને પર્યાય શું ? પર્યાય એટલે પ્રભુ ! પર્યાય એટલે અવસ્થા. જૈમ સોનું છે ને સોનું ? એ સોનું છે એ વસ્તુ છે અને સોનામાંથી જે કડા, કુંડળ, વીંટી થાય તે બધી અવસ્થાઓ છે. અવસ્થાઓને પર્યાય કહેવામાં આવે છે અને ત્રિકાળી સોનાને સોનું - દ્રવ્ય કહેવામાં આવે છે. એમ આત્મામાં રાગ-દ્વેષ, પુણ્ય-પાપ થાય તેને વિકારી પર્યાય કહેવામાં આવે છે અને એનાથી રહિત અંદર ત્રિકાળ પડ્યો છે તેને આત્મદ્રવ્ય કહેવામાં આવે છે. આહા..હા..!
બેનના ઓલામાં (વચનામૃતમાં એક શબ્દ આવ્યો હતો, “કંચનને કાટ લાગે નહિ.' આવ્યું હતું ? શું ત્રણ શબ્દ હતાં ને ? ત્રણ છે ને ? ‘અગ્નિમાં ઊધઈ હોય નહિ આ..હા..હા..! “કંચનને કાટ લાગે નહિ, અગ્નિમાં ઊધઈ હોય નહિ . ત્રીજો બોલ છે ને કાંઈક ? ત્રણ બોલ કહ્યાં હતાં ને ? “પ્રભુને આવરણ હોય નહિ. પ્રભુ ! આકરું લાગશે, ભગવાન ! અહીં તો અંદરની ભગવાનની વાત છે, નાથ ! આહા..હા..!
શ્રોતા :- આવરણ, ઉણપ કે અશુદ્ધતા આવતી નથી.
પૂજ્ય ગુરુદેવશ્રી :- આવરણ (કે) અશુદ્ધતા એમાં છે જ નહિ. એ તો ત્રિકાળી આનંદનો નાથ અંદર બિરાજે છે....! આ..હા..હા..! ૩૮૦ બોલ છે. જેમ કંચનને કાટ લાગતો નથી.....” . સોનાને કાટ હોઈ શકે નહિ. લોઢાને કાટ હોય. આહા..હા..! “અગ્નિને ઊધઈ લાગતી નથી,...” આ ઊધઈ નથી થાતી ઝીણી ? જીવાત... ઝીણી જીવાત... ધોળી ? જેમ તડકો લાગે તેમ ખડ-ખડ થઈને બળી જાય. એમ અગ્નિમાં ઊધઈ હોતી નથી. તેમ જ્ઞાયક સ્વભાવમાં આવરણ, ઊણપ કે અશુદ્ધિ આવતી નથી.’ ઝીણી વાત છે, પ્રભુ ! નવું સાંભળે એને આકરું લાગે એવું છે, નાથ !
પ્રભુ ! તારી વાત જ જુદી છે, બાપા ! આહા...! પણ એની પ્રભુતાની એને ખબર નથી. રાંકાઈ કરીને માની બેઠો છે. એક જરીક રાગ કરે ત્યાં એમ થઈ જાય કે જાણે અમે (કાંઈ કર્યું) ! પુણ્ય કર્યું ત્યાં શું ય અમે કર્યું જાણે !લાખ-બે લાખ-પાંચ લાખ કાંઈક ખર્ચે... (ત્યાં જાણે શુંય કરી નાખ્યું) !! પણ વાત એ છે કે, તારા પચ્ચીસ-પચાસ કરોડ દે ને ! પણ એમાં ધર્મ ત્રણ કાળમાં નથી. એમાં રાગની મંદતા કર. તો પુણ્ય છે, પણ ધર્મ નથી.
Page #214
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
- ૧૯૯ આહા..હા..! એ તો પહેલેથી વાત કરી હતી. એવા તો કરોડોપતિ ઘણાં ત્યાં આવે છે, અબજોપતિ આવે છે. ધૂળના ધણી !! આહા..! - આ આત્મા અંદર છે, એને કાટ નથી, (એમ) કહે છે. આહા..! (જેમ) કંચનને કાટ નથી, એમ અંદર ત્રણ લોકના નાથને રાગ નથી. અંતર પરમાત્મા સ્વરૂપ ભરેલું છે, પ્રભુ ! અગ્નિમાં ઊધઈ નથી, એમ પ્રભુમાં રાગ ને દ્વેષની ઊધઈ નથી. ‘...જ્ઞાયક સ્વભાવમાં આવરણ, ઊણપ કે અશુદ્ધિ આવતી નથી. તું તેને ઓળખી તેમાં લીન થા તો તારાં સર્વ ગુણરત્નોની ચમક પ્રગટ થશે.’ આહા.....!
આ બેનની વાણી છે ! આ તો આખી ચોપડી... કુદરતે બોલેલાં પણ એને ખબર પણ નહિ; ચોસઠ બાળ બ્રહ્મચારી દીકરીયું છે, એમની નીચે લાખોપતિ - પચાસ-પચાસ લાખની પેદાશવાળાની દીકરીયું બાળ બ્રહ્મચારી છે. એમાંથી નવ દીકરીઓએ લખી લીધેલું. આને બેનને ખબર નહિ કે આ લખે છે એમાંથી એમના ભાઈને હાથ આવી ગયું. એમણે પછી આ બહાર પાડ્યું. નહિતર એ પોતે તો બહાર પડવાનું કે લખાવવાની વાત કરે નહિ. બહાર પડવું, એ વાત નહિ.
એ અહીં કહે છે, “....પ્રયત્ન કરે તો છૂટો જ છે. દ્રવ્ય બંધાયેલ નથી.” છે ૪૭ બોલમાં ? આહા..હા..! આવું આકરું લાગે, બાપા ! એમાં આ બધી) ધમાધમ !
જ
* “વિકલ્પમાં પૂરેપૂરું દુઃખ લાગવું જોઈએ. વિકલ્પમાં જરા પણ શાંતિ ને સુખ નથી એમ જીવને અંદરથી લાગવું જોઈએ. એક વિકલ્પમાં દુઃખ લાગે છે ને બીજા મંદ વિકલ્પમાં શાંતિ મનાઈ જાય છે, પણ વિકલ્પમાત્રમાં તીવ્ર દુઃખ લાગે તો અંદર માર્ગ મળ્યાં વિના રહે નહિ.” ૪૮.
....
Page #215
--------------------------------------------------------------------------
________________
૨OO
[વચનામૃત-૪૮] ૪૮(મો) બોલ. વિકલ્પમાં પૂરેપૂરું દુઃખ લાગવું જોઈએ.’ શું કહે છે ? પુણ્ય અને પાપનો ભાવ, શુભ કે અશુભનો ભાવ, તેમાં દુઃખ લાગવું જોઈએ. કેમકે એ દુઃખસ્વરૂપ છે. ભગવાન એનાથી ભિન્ન આનંદ સ્વરૂપ છે. આહા..હા..! છે ? વિકલ્પ એટલે રાગ. પુણ્ય ને પાપની વૃત્તિ જે ઊઠે છે, એમાં પૂરેપૂરું દુઃખ લાગવું જોઈએ. આહા..હા..!
'એ તો વિકલ્પ વિનાનો પ્રભુ ! આનંદમૂર્તિ છે ! જો વિકલ્પમાં દુઃખ લાગે તો વિકલ્પ રહિત આનંદની મૂર્તિમાં અંદર નજર કરે. પણ એને વિકલ્પ એટલે શું ? ને દુઃખ એટલે શું ? એની પણ ખબરું ન મળે ! એ જાણે કે વિકલ્પ ઊઠે એટલે શું ? વિકલ્પ એટલે શું ? વિકલ્પ એટલે રાગ, પછી દયા, દાન, વ્રત, ભક્તિનો રાગ હો કે હિંસા, જૂઠું, ચોરી, વિષયનો રાગ હો - બન્નેમાં) પૂરેપૂરું દુઃખ લાગવું જોઈએ. આહા..હા..! આવી વાત !
(હવે કહે છે) વિકલ્પમાં જરા પણ શાંતિ ને સુખ નથી...' (અર્થાતુ) પુણ્ય અને પાપની વૃત્તિમાં - રાગમાં જરી (પણ) સુખ અને શાંતિ નથી. ધૂળમાં તો નથી.., ધૂળ એટલે શું ? આ પૈસા ! એ તો માટી-ધૂળ છે ! એમાં તો કાંઈ નથી. આ શરીર પણ) માટી છે ને ! કીધું નહોતું ? - શરીરમાં કાટવાળો ખીલો વાગે ત્યારે એમ કહે કે, “મારી માટી પાકણી છે તો પાણી અડવા દેશો નહિ.” “મારી માટી પાકણી' એમ બોલે ! બોલે ખરા પણ સમજે નહિ કાંઈ !! આમ બોલે કે, “મારી માટી પાણી છે.” કાંટવાળો ખીલો વાગ્યો હોય, (અને) જો એને પાણી અડે તો પાકી જાય. (ત્યારે) એમ કહે, “મારી માટી પાકણી (છે) એટલે પાણી અડવા દેશો નહિ.' વળી કહે, “શરીર મારું છે !” એક કોર માટી કહે છે અને એક કોર શરીર મારું છે . એમ કહે છે !! આ શરીર જડ, માટી, ધૂળ છે, આ તો ! આ બધી જે ક્રિયા - હાલવા, ચાલવાની થાય એ જડની ક્રિયા (છે). એ આત્માની ક્રિયા છે જ નહિ. આહા..હા..!
(અહીંયા કહે છે). “વિકલ્પમાં પૂરેપૂરું દુઃખ લાગવું જોઈએ. વિકલ્પમાં જરા પણ શાંતિ ને સુખ નથી એમ જીવને અંદરથી લાગવું જોઈએ. અરેરે...! પણ ક્યારે એ વિચાર કરે ? ક્યારે એ નિવૃત્ત થઈને વિચાર કરે અને વખત લે ? એક તો પાપથી તો નિવૃત્ત થતો નથી. એમ (કોઈક) કહેતું હતું ને ? એક તો બહારથી પાપથી હજી નિવૃત્ત નથી ! આહા..હા..! બાપુ ! ભગવાન !
Page #216
--------------------------------------------------------------------------
________________
૨૦૧
વચનામૃત રહસ્ય અમારી પાસે તો આ વાત છે.
પરમાત્માના ઘરની આ વાત છે ! ત્રણ લોકનો નાથ તીર્થંકરદેવની દિવ્યધ્વનિ, એ આ સમવસરણમાં સામે બિરાજે છે, પ્રભુ ! એની આ ધ્વનિ છે ! આહા..હા..! એ વાત આ શબ્દોમાં બેનનાં મુખેથી નીકળી છે !!
(કહે છે કે, “વિકલ્પમાં જરા પણ શાંતિ ને સુખ નથી.... (એટલે) રાગનો અંશ આવે, ભલે તેને દયા, દાન ને ભક્તિનો (ભાવ) આવે, પચાસ લાખ ને કરોડ ને બે કરોડ આપ્યાં હોય, છતાં એમાં રાગ મંદ કર્યો હોય તો પુણ્ય છે, પણ એ પુણ્ય છે એ દુઃખ છે. અરરર....! આ વાત કેમ બેસે ?
લક્ષ્મી તો જડ છે, એ તો ધૂળ છે. પ્રભુ ચૈતન્ય છે. પ્રભુ અરૂપી છે, લક્ષ્મી રૂપી, ધૂળ, માટી છે. પણ અંદર પુણ્ય ને પાપનો વિકલ્પ થાય એ પણ અચેતન છે. ચૈતન્ય આનંદનો નાથ એમાં છે નહિ. રાગના ભાવમાં ચૈતન્ય પ્રકાશનું નૂર નથી). ચૈતન્યના નૂરનું પૂર અંદર ભર્યું છે. એ ચૈતન્યનો અંશ પુણ્ય ને પાપના વિકલ્પમાં નથી. માટે તેને અજીવ અને જડ કહેવામાં આવે છે. અરેરે...રે...! આ વાત ! | ‘વિકલ્પમાં જરા પણ શાંતિ ને સુખ નથી, એમ જીવને અંદરથી લાગવું જોઈએ. એક વિકલ્પમાં દુઃખ લાગે છે ને બીજાં મંદ વિકલ્પમાં શાંતિ મનાઈ જાય છે. શું કીધું એ ? આ વિષયનો - ભોગનો એક અશુભ રાગ હોય (કે) રળવાનો (તો) કદાચિત્ એમાં એને એમ લાગે કે, આ પાપ છે. પણ પુણ્યનો જ્યાં વિકલ્પ આવે, એમાં એને શાંતિ મનાઈ જાય છે કે, “શુભ રાગ કરીએ છીએ, અમે બીજાં કરતાં શુભ રાગ કરીએ છીએ ને, અમને એટલી તો શાંતિ છે ને !” ધૂળ પણ શાંતિ નથી, સાંભળ ને ! આહા..હા...! બીજાં મંદ વિકલ્પ એટલે શુભ ભાવ. એમાં એને શાંતિ લાગે છે એ ભ્રમ છે, એ અજ્ઞાન છે, એ મિથ્યાત્વ છે, એ જૈનધર્મથી વિરુદ્ધ વાત છે ! એ રાગમાં જૈનધર્મ નથી. આહા..હા...! છે (અંદર) ?
...પણ વિકલ્પમાત્રમાં તીવ્ર દુઃખ લાગે.... રાગમાત્રમાં એને દુઃખ લાગે, આહા....! “...તો અંદર માર્ગ મળ્યા વિના રહે નહિ.” આ શરત ! આ એની શરત ! કે શુભ અને અશુભ રાગમાં જો દુઃખ લાગે તો અંદરમાં ગયાં વિના રહે નહિ. આહા..હા..! વિકલ્પમાત્રમાં તીવ્ર દુઃખ લાગે, (એમ કહ્યું)!
પ્રભુ ! આકરું લાગે છે, નાથ ! પણ વસ્તુ આ છે. બીજે રસ્તે જઈશ
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૨
વિચનામૃત-૪૮]. તો છેતરાઈ જઈશ, હોં....! આ મનુષ્યભવ હાલ્યો જશે અને મનુષ્યભવ નાશ થતાં કાંઈ આત્મા નાશ નહિ થાય. આત્મા તો આ ભવ છોડીને બીજે જશે. જેવાં અજ્ઞાનનાં ભાવ કર્યા હશે તેવાં દુઃખ આવતાં ભાવમાં ભોગવશે. કારણ કે દેહ છૂટીને આત્મા તો ચાલ્યો જશે. આત્મા તો નિત્ય છે. આ દેહ પછી પણ અનંતકાળ આત્મા રહેવાનો છે. (તો) ક્યાં રહેશે ? રાગ ને પુણ્યમાં જો દુઃખ (નહિ) લાગ્યું હોય તો ત્યાં રહેશે અને સંસારમાં રખડશે. આ..હા..હા..! આવી વાત છે, પ્રભુ ! ઝીણું લાગે નાથ !
એ કહ્યું નહોતું? મુનિએ બ્રહ્મચર્યની બહુ વાત કરી. ‘પદ્મનંદી પંચવિંશતી’ (શાસ્ત્ર) છે. (એમાં) બ્રહ્મચર્યની વાત કરતાં કરતાં (આચાર્ય મહારાજ કહે છે) કે, શરીરથી શીયળ પાળે એ બ્રહ્મચર્ય નહિ. શરીરથી શીયળ તો અનંતવાર પાળ્યું છે. બ્રહ્મચર્ય એને કહીએ, બ્રહ્મ નામ આનંદ અને ચર્ય નામ રમવું. અતીન્દ્રિય આનંદના નાથમાં રમણ કરે તેને બ્રહ્મચર્ય કહીએ. એવી બ્રહ્મચર્યની સૂક્ષ્મ વ્યાખ્યા કરતાં કરતાં આચાર્ય મહારાજ કહે છે, પ્રભુ ! મારી વાત જુવાનીવાળાને, ભોગના રસવાળાને ઠીક ન લાગતી હોય.... (તો) પ્રભુ ! માફ કરજે !! અમારી પાસે બીજી શું આશા રાખીશ ? અમે તો તને સત્ય વાત કહેનારા અને સત્ય વાત માનનારા છીએ. એમાં અસત્ય વાત અમારી પાસેથી તું લેવા માગીશ તો આવશે નહિ.' આહા..હા..! બતાવ્યું હતું ને? પદ્મનંદી પચવિંશતી !” (એમાં) ગાથા છે. બ્રહ્મચર્યની વ્યાખ્યા એવી કરી... એવી કરી... (કે) શરીર અને મનથી પાળતો હોય એ બ્રહ્મચર્ય નહિ ! .
પરમાત્મા કહે છે, બ્રહ્મચર્ય એને કહીએ - બ્રહ્મ નામ આત્મા - અતીન્દ્રિય આનંદનો નાથ એને ચરવું નામ (એમાં) રમે, એનું નામ બ્રહ્મચર્ય કહીએ. એ તને ન ગોઠે અને તને ન રુચે તો અમે તો મુનિ છીએ, માફ કરજે ! અમારી પાસે બીજી આશા ન રાખીશ. તને ગોઠે એ વાત નહિ આવે. તને ગોઠે એ વાત નહિ આવે ! પદ્મનંદીમાં પાઠ છે. ૨૬ અધ્યયનનું આખું શાસ્ત્ર છે. મુનિએ બનાવેલું છે. આહા..હા..!
અહીં કહે છે, વિકલ્પમાં તીવ્ર દુઃખ લાગે, આ..હા..હા...! તો અંદર માર્ગ મળ્યા વિના રહે નહિ. શું કહે છે, પ્રભુ ? પુણ્ય અને પાપનો ભાવ એ વિકલ્પ ને રાગ છે. પ્રભુ ! જો તને રાગમાં દુ:ખ લાગે તો એ દુઃખથી અંદર આનંદસ્વરૂપ ભિન્ન છે, એને તું ગોત્યાં વિના - શોધ્યા વિના રહીશ
Page #218
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૨૦૩
નહિ. પણ જો તને વિકલ્પમાં દુ:ખ ન લાગે તો ત્યાં ને ત્યાં પડ્યો રહીશ તો ચોરાશીમાં રખડીશ. આહા..હા..! આવી વાતું છે ! કઈ જાતનો ઉપદેશ આ ? અમારે ત્યાં સોનગઢમાં ૪૫ વર્ષથી હાલે છે. આ કાંઈ પહેલું-વહેલું નથી. ૪૫ વ૨સે ગયા હતાં અને ૪૫ (પછીનાં). નેવું વર્ષ થયા આ શરીરને ! શરીરને નેવું વર્ષ થયાં ! અંદર ભગવાન આત્મા તો અનાદિ અનંત છે. ત્યાં એને ક્યાં વર્ષ લાગુ પડે છે ! આહા..હા..!
અહીં કહે છે કે, વિકલ્પમાં જો દુઃખ લાગે...., સંયોગની વાત નહિ (અર્થાત્) પ્રતિકૂળતા, નિર્ધનતા એ નહિ (પણ) વિકલ્પ જે પુણ્ય-પાપનો ઊઠે છે એમાં પ્રભુ ! જો તને દુઃખ લાગે, એ વિકલ્પ(માં) તને આકુળતા જણાય, તો તું આનંદને ગોત્યા વિના નહિ રહે તો આત્મા આનંદસ્વરૂપ છે તેને હું ગોતીશ. પણ વિકલ્પમાં (જો) દુ:ખ નહિ લાગે તો આનંદને ગોતીશ નહિ અને ત્યાં ને ત્યાં પડ્યો રહીશ ને ચોરાશીમાં રખડીશ. આહા..હા..! આવી વાત કાને પડતાં કઠણ પડે ! એ અંદરમાં ક્યારે જાય ? અને ક્યારે વિચારે ? વસ્તુની સ્થિતિ એવી છે, બાપુ ! આ..હા..હા..!
-
“આખા દિવસમાં આત્માર્થને પોષણ મળે તેવા પરિણામ કેટલા છે ને બીજા પરિણામ કેટલા છે તે તપાસી પુરુષાર્થ તરફ વળવું. ચિંતવન ખાસ કરવું જોઈએ. કષાયના વેગમાં તણાતાં અટકવું, ગુણગ્રાહી બનવું.' ૪૯.
૪૯મો બોલ. ‘આખા દિવસમાં આત્માર્થને પોષણ મળે તેવા પરિણામ કેટલા....' કર્યાં ? એ કોઈ દિ' તપાસ્યું છે ? એમ કહે છે. આખા દિવસમાં આત્માને પોષણ મળે, આનંદને, શાંતિને (પોષણ મળે) એવા (પરિણામ) કેટલાં
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૪
[વચનામૃત-૪૯] ક્ય ? ....ને બીજા પરિણામ કેટલા છે તે તપાસી.... તેની તપાસ કરી, ...પુરુષાર્થ તરફ વળવું.' (અર્થાતુ) અંતરમાં વળવું.
“ચિંતવન ખાસ કરવું જોઈએ.' ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ છે. સત્ ચિદાનંદ છે ! સત્ નામ શાશ્વત્. ચિદાનંદ = ચિદ નામ જ્ઞાન અને આનંદ. એ પ્રભુ તો અંદર ચિદાનંદ (અર્થાતુ) જ્ઞાન ને આનંદની મૂર્તિ છે. આહા..હા..! અરે...! કેમ બેસે ? અહીં જરી મેસુબ ને પત્તરવેલિયાં જ્યાં ખાતો હોય ત્યાં ઓ... મજા પડી ગઈ...! એમ માને ! દૂધપાક ને પૂરી ખાતો હોય ત્યાં મજા...મજા... પડી, એમ માને ! આહા..હા..!
બહારની વાતમાં જેને મજા દેખાય છે, એને (રાગમાં) દુઃખ લાગતું નથી. તેથી અંતરમાં આનંદ છે, એમાં એ જોવા - સમ્યગ્દર્શન કરવા જતો નથી. સમ્યગ્દર્શન (અર્થાતુ) સમ્યક્ નામ સાચું દર્શન - સમકિત એટલે સાચું દર્શન, સાચી શ્રદ્ધા. જે આનંદનો નાથ અંદર ભગવાન (છે) તેની સમ્યક્ પ્રકારે પ્રતીતિ - શ્રદ્ધા અંદર વિકલ્પમાં દુઃખ લાગે તો તેની શ્રદ્ધામાં જાય. પણ દુઃખ ન લાગે તો અંદરની શ્રદ્ધામાં જતો નથી. સમજાય છે કાંઈ ?
આ “સમજાય છે કાંઈ ? એટલે ? સમજણ તો જુદી વસ્તુ છે. પણ કઈ પદ્ધતિથી હેવાય છે ? કઈ ઢબથી કહેવાય છે ? એ ખ્યાલમાં આવે છે ? એટલી વાત છે. આહા..હા...! સમજાય જાય તો તો કલ્યાણ થઈને સંસાર છૂટી જાય ! પણ કઈ રીતે ને પદ્ધતિ, કઈ કળાથી કહેવાય છે ? એ ખ્યાલમાં આવે તો એને અંદરમાં જવાનો પુરુષાર્થ અને પ્રયત્ન થાય. આ......!
અહીં કહે છે, શુદ્ધ આત્માને પોષણના કેટલાં પરિણામ થયા ? અને અશુભ ને શુભ (ભાવ) જે અશુદ્ધ છે; - શું કહ્યું એ ? શુભ ભાવ અને અશુભ ભાવ બન્ને અશુદ્ધ છે અને આત્મા શુદ્ધ છે, તો શુદ્ધને પોષણના કેવાં, કેટલાં પરિણામ થયા ? અને શુભ-અશુભ જે અશુદ્ધ છે, એના કેવા (કેટલાં) પરિણામ થયા ? એનો તે વિચાર કર્યો નથી. આહા..હા...! છે ?
..તે તપાસી પુરુષાર્થ તરફ વળવું. આહા..હા..! શું કરવું આમાં સૂઝ પડે નહિ. બહારથી શું કરવું ? બહારનું શું ધૂળ કરે ? શરીરને આત્મા હલવી પણ શકતો નથી ! પ્રભુ ! શું કહીએ ?
આ શરીર જડ છે. આ જે હાલે છે એ જડની ક્રિયા છે, આત્માથી
Page #220
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૨૦૫ થતી નથી. આત્મા જડનો કર્તા ત્રણ કાળમાં નથી. જડનો કર્તા આત્મા થઈ જાય તો આત્મા પોતે જડ થઈ જાય ! આહા..હા..! શરીરની આ ક્રિયા – હાલવા, ચાલવાની, બોલવાની એ તો જડની-માટીની ક્રિયા છે. એ આત્માની ક્રિયા નથી. એ તો નથી પણ અંદર પુષ્ય ને પાપના ભાવ થાય એ આત્માની ક્રિયા નથી. આહા..હા..!
એ અહીં કહે છે, (કે) એ પરિણામ કેટલાં થયાં ? (અર્થાતુ) પોતાના આત્માને શુદ્ધતાના પોષણ કરનારા અને અશુદ્ધતાના શુભાશુભ પરિણામ કેટલાં થયાં ? એને તપાસીને પુરુષાર્થ તરફ વળ ! આત્મા તરફ વળ ! એની કોર ઢબ ! આ...હા...! પુણ્ય અને પાપના પરિણામ તરફ તારો ઝુકાવી છે, પ્રભુ ! આહા..હા..! એ ઝુકાવ હવે આત્મા તરફ લે ! જો તને સુખી (થાવું હોય) અને જન્મ-મરણ ટાળવાં હોય તો. શરત આ ! જન્મ-મરણ ન ટાળવા હોય તો તો) અનંતકાળથી રખડી (જ) મર્યો છે. આહા..! સાધુ પણ અનંતવાર થયો છે. પણ એને આત્મજ્ઞાન (ન થયું). આત્મા શું ? એ આત્મજ્ઞાન કર્યું નથી. સમજાણું કાંઈ ? આહા..હા...! અનંતવાર મુનિપણું લીધું છે. પણ આત્મા રાગની ક્રિયાથી ભિન્ન છે, એ વાત એને બેઠી નથી... આહા..હા..! એ બધી રાગની ક્રિયામાં જ ફસાઈ ગયો છે. જે શુભરાગ છે એ પણ સંસાર છે. આકરું લાગે, પ્રભુ !
રાગથી ભિન્ન અંદર ભગવાન છે અને તે કેટલાં પરિણામથી પોપ્યો ? અને પુણ્ય-પાપના અશુદ્ધ પરિણામથી કેટલું પોષણ કર્યું ? એને તપાસી પુરુષાર્થ તરફ વળ ! અંદર વળ હવે ! (એમ કહે છે). આહા..હા..!
ચિંતવને ખાસ કરવું જોઈએ. કષાયના વેગમાં તણાતાં અટકવું...” આ..હો..હા...! “કષાય એટલે “કષ' એટલે સંસાર. ‘આ’ એટલે લાભ. “કષાય શબ્દ છે. (એમાં) “કષ' એટલે સંસાર અને “આય' એટલે લાભ. પુણ્ય-પાપનો ભાવ કષાય છે. તેથી તે સંસારનો લાભ છે. એ રખડવાનો લાભ છે. આહા...હા...! એને કષાય કહે છે.
કષાયના બે પ્રકાર છે. રાગ અને દ્વેષ, દ્વેષના બે પ્રકાર છે - ક્રોધ અને માન. રાગના બે પ્રકાર છે - માયા અને લોભ. માયા, લોભ, ક્રોધ, અને માન થઈને રાગ-દ્વેષ છે. રાગ-દ્વેષ થઈને મોહ છે. એ મોહના પરિણામમાં અનાદિથી રહ્યો છે. પણ એ મોહના પરિણામ રહિત સ્વરૂપ શું છે ? તે
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૬
[વચનામૃત-૪૯]
તુફ તેની દરકાર અને પ્રયત્ન કર્યો નથી. સાંભળવા મળ્યું ત્યારે એમ કરીને (કાઢી) નાખ્યું છે કે એ તો ઝીણી વાત છે, ઝીણી વાત છે. આપણું કામ નહિ એમાં !” એમ કરીને કાઢી નાખ્યું છે. આહા..હા..! એ તો અંદર ઘણી ઝીણી વાતું છે. એ તો ત્યાગી થાય એને સમજાય ! આવી કાંઈ આપણને
the
સમજાય ?”
મુમુક્ષુ - સુખ જ પોતે ઝીણું છે ને !
પૂજ્ય ગુરુદેવશ્રી :- (સાચા) દુ:ખ(ની) જ પણ અંદર ખબર પડતી નથી કે દુઃખ કોને કહેવું ?! વિષય-ભોગનો અશુભ રાગ થાય એ રાગ દુઃખ(રૂપ) છે. આહા...! અને પૈસાનું માન કરવું એ દુઃખ છે. અને શુભરાગ કરવો એ પણ દુઃખ છે. અરેરે...રે..! એ વાત કેમ બેસે ? એ શુભાશુભ રાગ તે દુઃખ છે, તેનાથી (પાછો) ફરી જા ! છે ? વેગમાં તણાતાં અટકવું.’
--
....કષાયના વેગમાં તણાતાં અટકવું,....' શબ્દ છે ? ‘....ગુણગ્રાહી બનવું.’ અંતર આત્મામાં આનંદ છે તે ગુણગ્રાહી બનવું. અંતરનાં ગુણને પકડનાર બનવું. આહા..હા.! ઝીણી વાત છે, પ્રભુ ! પુણ્ય-પાપ કષાયનો જે ભાવ છે તેને છોડીને ગુણગ્રાહી (બનવું). (અર્થાત્) આત્મા આનંદ, જ્ઞાન ને શાંતિનો સાગર છે તે ગુણને ગ્રહવા. તેથી તને આત્મા પ્રાપ્ત થશે. તે વિના આત્મા પ્રાપ્ત થશે નહિ. એ વિના પહેલી સમ્યગ્દર્શનની દશા પણ શરૂ નહિ થાય. આહા..હા..! છે ?
c/
→
...ગુણગ્રાહી બનવું.' ગુણગ્રાહી એટલે ? બીજાનાં ગુણ (ગ્રહવા) એમ નહિ. પુણ્ય ને પાપના બે ભાવ (છે). પ્રભુ ! એ બન્ને કષાય છે. બન્ને (થી) સંસારની ગતિમાં રખડવાનો લાભ મળે છે. તે કષાયથી ભિન્ન પડી અને ગુણગ્રાહી (બનવું). (એટલે કે) આત્મા આનંદ અને શાન છે, તે ગુણના ગ્રાહી બનવું. એ ગુણને પકડવા અંદર જાવું. આહા..હા..! ઝીણી વાત છે, પ્રભુ ! ભાષા તો આ સાદી (છે) પણ એના ભાવ ગંભીર છે છે ? બનવું.' આહા...! એ ૪૯ (પૂરો થયો).
•
..ગુણગ્રાહી
'-----
....
Page #222
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
“તું સત્ની ઊંડી જિજ્ઞાસા કર જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે; તારી મતિ સરળ અને સવળી થઈ આત્મામાં પરિણમી જશે. સત્તા સંસ્કાર ઊંડા નાખ્યા હશે તો છેવટે બીજી ગતિમાં પણ સત્ પ્રગટશે. માટે સત્તા ઊંડા સંસ્કાર રેડ.” ૫૦.
૨૦૭
૫૦ (મો બોલ). ‘તું સત્ની ઊંડી જિજ્ઞાસા કર...' આહા..હા..! સત્ (એટલે) સત્તા. અંદર ચૈતન્યની સત્તા છે - ત્રિકાળી હોવાપણું છે, એવા સત્ને શોધવા જા ! તેવા સને તપાસ ! આહા...! સત્ની ઊંડી જિજ્ઞાસા કર. સત્ એટલે ? પુણ્ય ને પાપના વિકલ્પ તે અસત્ય છે. શ૨ી૨, વાણી, મનની તો વાત જ અહીં નથી. એ તો જડ છે. પણ એમાં થતાં પુણ્ય-પાપના ભાવ પણ ચૈતન્યસ્વરૂપના ભાવથી ભિન્ન વિકલ્પની જાળ છે, તેને છોડીને અંતરમાં ઊંડા વિચારમાં જા ! આ..હા..હા..! ઊંડી.... ઊંડી... જિજ્ઞાસા કર ! ‘....જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે;....’
અંદરમાં ઊંડે... ઊંડે... જા ! અંદર એ રાગના તળિયે નીચે ભગવાન બિરાજે છે. રાગ ઉપર ઉપર છે. જેમ પાણીમાં તેલના બિંદુઓ ઉ૫૨ ઉપ૨ છે. પાણીના દળમાં તેલના બિંદુ ઉપર છે. એ પાણીના દળમાં પેસતા નથી. એમ ભગવાન આનંદસ્વરૂપમાં પુણ્ય-પાપના પરિણામ તે તેલ જેવાં બિંદુ છે. તે અંદરમાં પ્રવેશ કરતાં નથી. આ..હા..હા..! અરે...! આવી વાતું ક્યાંથી (આવી) ?! (પણ) એવી વાત છે, પ્રભુ ! અહીં તો આ ઘરે તો આ (વાત)
છે.
એક ફેરી વાત કરી હતી ને ? અબ હમ કબહુ ન નિજ ઘર આયે,’ અબ હમ કબહુ ન નિજ ઘર આયે, પર ઘર ભમત અનેક નામ બનાયે, પરભાવ ભમતા અનેક નામ ધરાયે, પણ અબહુ કબહુ ન નિજધર આર્ય.
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૮
[વચનામૃત-૫૦] નિજઘર - અંદર આનંદનો નાથ પ્રભુ બિરાજે છે, તેના ઘરમાં જવાનો પ્રયત્ન તો કર્યો નહિ. પણ ત્યાં જવું યોગ્ય છે . એવી જિજ્ઞાસા પણ કરી નહિ ! એમાં જવા લાયક છે, તેવી જિજ્ઞાસા પણ કરી નહિ !! એ અહીં કહે છે - તું સન્ની) ઊંડી...ઊંડી... જિજ્ઞાસા કર ! આહા..હા..!
બેન તો અતીન્દ્રિય આનંદના અનુભવમાં... રાતે થોડું બોલાઈ ગયેલું. એ ખાનગીમાં લખી લીધું. એને તો ખબર નથી કે આ લખાણું (છે) ! નવ બ્રહ્મચારી દીકરીઓએ લખેલું. પછી વાત બહાર આવી ગઈ.
આપણી તરફથી - સોનગઢથી બાવીસ લાખ પુસ્તક બહાર પડ્યું છે ! આઠ લાખ જયપુરથી પડ્યું છે. પણ કોઈ દિ' આપણે કાંઈ કહ્યું નથી કે, આ કરો કે પુસ્તક બનાવો કે મકાન બનાવો - દેરાસર કરો. અહીં તો તત્ત્વનો ઉપદેશ (છે) ! સાંભળવો હોય એ સાંભળે અને કરવું હોય એ કરો !! અહીં કોઈને કહેવાનું નથી કે, અહીં પાંચ હજાર દે ને દસ હજાર દે ! એ વાત અહીં કોઈ દિ ન મળે ! એ બહારની ક્રિયા તો બનવાની હોય એમ બને. અહીં તો આત્માની વાત કરવાની છે ! ' (અહીંયા કહે છે), (તું સની) ઊંડી...ઊંડી.... જિજ્ઞાસા કર “...જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે; તારી મતિ સરળ અને સવળી થઈ.... આ...હે....! પ્રભુ ! તારી મતિ સરળ અને સવળી કરી, વિકાર વક્ર અને અવળી છોડી દઈ (એમ કહે છે. આ...હા..હા..! તારી મતિ સરળ અને સવળી થઈ આત્મામાં પરિણમી જશે. (અર્થાતુ) જો આત્માને રાગથી ભિન્ન કરી સરળ અને સીધી દશાથી જઈશ તો આત્મા તને મળી જશે. આત્મા આનંદપણે પરિણમી જશે. આ..હા....! છે ?
“સના સંસ્કાર ઊંડા નાખ્યા હશે....' (અર્થાતુ) સત્ ચિદાનંદ પ્રભુ ! સર્વજ્ઞ જિનેશ્વર પરમેશ્વરે કહ્યો તે ! એ વિના બીજા કોઈએ કહ્યો એ (નહિ). પરમેશ્વર ત્રણ લોકનો નાથ અરિહંતદેવ બિરાજે છે, એમણે કહ્યો એવો આત્મા, એના જો સંસ્કાર નાખ્યાં હશે, આ..હા..હા..! “સના સંસ્કાર ઊંડા નાખ્યા હશે તો છેવટે બીજી ગતિમાં. (એટલે કે છેવટે આ ભવમાં સમકિત ન થાય તો બીજા ભાવમાં પણ સંસ્કાર (નાખ્યાં હશે તો ત્યાં જઈને) પામશે. આહા..હા..!
આ ધૂળની વાતું તો ક્યાંય રહી ગઈ ! પણ અંદર પુણ્યના પરિણામના પણ જો સંસ્કાર રહી ગયા (તો) રખડી મરીશ ચાર ગતિમાં ! ચોરાશીના
Page #224
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૨૦૯
અવતારમાં ! પણ જો સંસ્કાર (નાખ્યા હશે) તો બીજી ગતિમાં પણ સત્ પ્રગટશે. ‘પુણ્ય-પાપથી (હું) જુદો છું' - એવા સંસ્કાર નાખ્યા હશે (તો બીજી ગતિમાં પણ સત પ્રગટશે).
જેમ શકોરુ કોરુ હોય, એમાં પહેલાં પાણી નાખે તો ચૂસી જાય. પણ ભરાઈ જાય પછી પાણી ઉપર આવી જાય. એમ (આ) સંસ્કાર નાખતાંનાખતાં.... આહા..હા..! પહેલાં અંદરમાં સંસ્કાર નાખતાં ઉપ૨ ઉપર રહેશે. પછી સંસ્કાર નાખતાં અંદર તળિયામાં જાશે ! આત્મા આનંદનો નાથ છે તેનું સમ્યગ્દર્શનમાં ભાન થઈ જશે. પણ જો એના તરફનો પ્રયત્ન અને પુરુષાર્થ કર તો ! બહારના પુરુષાર્થ કરી કરીને અનંત કાળથી મરી ગયો !
આા..જી...!
સ્વર્ગના દેવના ભવ અનંતા કર્યાં છે. મનુષ્યના અનંતા ભવ કર્યાં. એનાથી અસંખ્યગુણા નારકીના અનંતા કર્યાં. એથી અસંખ્યગુણા અનંતા દેવના કર્યાં. એથી અનંતગુણા અનંતા નિગોદના લસણ ને ડુંગળીના કર્યાં. આહા...! પણ ક્યાંય એણે આત્માનો વિચાર કર્યો નહોતો, બાપુ ! આહા..હા..! આવા ભવ કર્યાં છે, પ્રભુ ! કારણ કે અત્યાર સુધી ભવ વિના રહ્યો નથી. જો ભવ વિના રહ્યો હોય તો, શેકેલ ચણો જેમ ઊગે નહિ, કાચો ચણો હોય તો તુરાશ આપે અને ઊગે, પણ ચણો શેક્યો હોય તો તુરાશ છૂટી જાય, મીઠાશ આપે અને ઊગે નહિ, એમ અજ્ઞાનમાં દુઃખ થાય અને જન્મમરણ થાય, અને જ્ઞાનમાં સુખ થાય અને જન્મ-મરણ મટે. આહા..હા..! અરેરે...! આવી વાતું, પ્રભુ ! વાતું તો તારા ઘરની છે, નાથ ! પણ તને રુચવી જોઈએ. બહારની પ્રવૃત્તિનાં બધાં થોકડાં તો જગતમાં હાલે છે.
(અહીંયા કહે છે) ‘....બીજી ગતિમાં પણ સત્ પ્રગટશે. માટે સત્તા ઊંડા સંસ્કાર રેડ.' (અર્થાત્ અંદરમાં પુણ્ય-પાપથી રહિત (આત્મા છે) તેના સંસ્કાર નાખ ! તો આગળ ભવમાં - ઓલા ભવમાં પણ તને સમકિત થશે અને ભવનો અંત આવશે. (વિશેષ કહેશે....)
Page #225
--------------------------------------------------------------------------
________________
“આકાશ-પાતાળ ભલે એક થાય પણ ભાઈ ! તારા ધ્યેયને તું ચૂકીશ નહિ, તારા પ્રયત્નને છોડીશ નહિ. આત્માર્થને પોષણ મળે તે કાર્ય કરવું. જે ધ્યેયે ચડ્યો તે પૂર્ણ કરજે, જરૂર સિદ્ધિ થશે.’' ૫૧.
પ્રવચન-૧૨, વચનામૃત-૫૦ થી ૫૬
વચનામૃત, ૫૧મો બોલ છે. ૫૦ થયા (ને) અહીંયા તો મુખ્ય વાત છે કે, આ આત્મા જે છે એ નિર્મળ (છે). અંદર ત્રિકાળ નિરાવરણ નિર્મળ છે. એના ધ્યેયને ચૂકીશ નહિ (એમ આ બોલમાં કહેશે). ૫૧મો બોલ. આકાશ-પાતાળ ભલે એક થાય....’ આહા...હા...! આકાશ ને પાતાળ ભલે એક થાય, ..પણ ભાઈ ! તારા ધ્યેયને તું ચૂકીશ નહિ,....' ઝીણી વાત છે, ભાઈ ! ધ્યેય જે આત્મા છે, સત્ ચિદાનંદ પ્રભુ ! મંગલિક, ઉત્તમ અને શરણ એ અંદર ધ્રુવ સ્વરૂપ છે. એવા ધ્યેયને તું ચૂકીશ નહિ. લાખ વાત આવે, પ્રભુ ! આકાશને પાતાળ કદાચિત્ એક થાય તોપણ તારા ધ્યેયને તું ચૂકીશ નહિ. આ મુદ્દાની ૨કમ છે ! છે ?
....તારા પ્રયત્નને છોડીશ નહિ.’ અંદ૨માં જે પ્રયત્ન શુદ્ધ સ્વરૂપ સન્મુખ થાય (તે ખરો પ્રયત્ન છે). ઝીણી વાત છે, ભગવાન ! અંદરમાં શુદ્ધ સ્વરૂપ (સન્મુખ થવાનો) જે પ્રયત્ન થાય, તેને છોડીશ નહિ.
આત્માર્થને પોષણ મળે તે કાર્ય કરવું.' (અર્થાત્) આત્માના સ્વભાવને પોષણ મળે એ કાર્ય કરવું. અંતરમાં દર્શન, જ્ઞાન, બધું વીર્ય અંતર ચૈતન્યના
6
Page #226
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૨૧૧ સ્વભાવમાં (વાળ). શ્રદ્ધા, જ્ઞાનમાં ધ્યેયને ચૂકીશ નહિ. કરવાનું એ છે. એ વિના જન્મ-મરણના આરા, ચોરાશીના અવતાર મટશે નહિ. છે ?
આત્માર્થને પોષણ મળે તે કાર્ય કરવું જે ધ્યેયે ચડ્યો.... (અર્થાતુ) આત્માના દ્રવ્ય સ્વભાવના ધ્યેયે ચડ્યો, “..તે પૂર્ણ કરજે... આહા...! આ ધ્યેય છે. બાકી આ વચમાં શુભ ભાવ આવે એ બધાં છોડવા જેવાં છે. આહા...! વટેમાર્ગુને
જ્યાં જાવું છે તેમાં વચમાં (બીજ) માર્ગ આવે તે છોડવા જેવા છે. આહા..હા..! - આઠ વર્ષની બાલિકા પણ સમ્યગ્દર્શન પામે છે ! ત્યારે આત્મા સત્ ચિદાનંદ ધ્રુવ શુદ્ધ (છે) તે ધ્યેયને પકડે છે અને એ ધ્યેય પકડતાં પ્રયત્ન તે તરફ ઢળે છે. તે પૂર્ણ કરજે, જે ધ્યેયે ચડ્યો તેને પૂર્ણ કરજે. આહા..હા..! ...જરૂર સિદ્ધિ થશે.' જરૂર મુક્તિ થશે. આહા...!
શબ્દો તો સાદા છે (પણ) ભાવ તો અંદરના અનુભવના છે. અનુભવમાંથી વાણી નીકળેલી છે. આનંદના અનુભવમાં બોલાઈ ગયું છે એ આ વાણી નીકળી ગઈ. અતીન્દ્રિય આનંદનો અનુભવ છે).
સમ્યદૃષ્ટિને સમ્યકજ્ઞાનમાં અતીન્દ્રિય આનંદનું વેદન - અનુભવ હોય છે. આહા..હા..! ત્યારે તેને ધર્મની શરૂઆત કહેવામાં આવે છે. આહા..! એ આનંદની લહેરમાં, અતીન્દ્રિય આનંદના ધ્યેયમાં પડેલો આત્મા, બાહ્યમાં અનેક પ્રકારના વિકલ્પો આવે છતાં તેને છોડતો જાય છે. તેનો આદર કરતો નથી. આ વસ્તુ છે.
(અહીંયા કહે છે) .....જરૂર સિદ્ધિ થશે.” ધ્યેયને પકડીને અંદરમાં જઈશ તો જરૂર તને મુક્તિ થશે. એમાં સંદેહને સ્થાન છે નહિ. પણ એ ધ્યેય પકડવું જોઈએ. આહા..હા..!
સવારમાં તો આવ્યું હતું ને ? પ્રથમ આત્માને જાણવો જોઈએ. એમ કહ્યું હતું. બીજી બધી વાત છોડી દેજે ! પહેલામાં પહેલો (આત્માને જાણી ! બેંગવાન અંદર પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ વીતરાગ સ્વભાવથી ભરેલું દ્રવ્ય છે. એ ત્રિકાળી દ્રવ્ય તો નિરાવરણ છે. તેને દષ્ટિમાં લેતાં. બેયને પકડતાં, પર્યાયમાં જે આનંદ આવે એવા ધ્યેયને છોડીશ નહિ. આ..હા..હા..! આવી વાતું છે ! ...જરૂર સિદ્ધિ થશે. ૨૧મો બોલ (પૂરો થયો.
કલા અદર પૂર્ણ આમ તો નિરાવર
છોડીશ નહિ
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૨
વિચનામૃત-પ૨]
S૦ ૦ ૦ ૦ ૦
RSSછo ૦ ૦
:
V “શરીર શરીરનું કાર્ય કરે છે, આત્મા આત્માનું કાર્ય કરે છે. બન્ને ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે, તેમાં “આ શરીરાદિ મારાં એમ માની સુખ-દુઃખ ન કર, જ્ઞાતા થઈ જા. દેહને ખાતર અનંત ભવ વ્યતીત થયા; હવે, સંતો કહે છે કે તારા આત્માને ખાતર આ જીવન અર્પણ કર.” પર.
૦
--
પ૨મો બોલ). “શરીર શરીરનું કાર્ય કરે છે....' કહે છે ? આ શરીર - આ હાલવું, ચાલવું, આ બોલવું એ બધું શરીરનું કામ શરીર કરે છે, આત્મા નહિ. આહા..હા..! શરીર શરીરનું કાર્ય એટલે પર્યાય કરે છે. શરીરની પર્યાય - આ હાલવું, આ ચાલવું, બોલવું એ બધું કાર્ય . શરીરની પર્યાયરૂપી કાર્ય છે. એ આત્માનું કાર્ય નથી. આહા..હા..!
.આત્મા આત્માનું કાર્ય કરે છે. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ એ જ્ઞાન ને આનંદના અનુભવને કરે છે. બન્નેનાં કાર્ય એક ક્ષણમાં તદ્દન ભેગાં હોવાં છતાં, બન્નેના કાર્ય ભિન્ન છે. હવે અહીં સુધી જાવું....! વચલાં આ બધાં કિમનું લક્ષ છોડીને ત્યાં જાવું છે. કરવાનું એ મુખ્ય છે. આહા...!
....આત્મા આત્માનું કાર્ય કરે છે. બન્ને ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે....' આહા..હા..! આ હોઠ હલે એ પણ જડની ક્રિયા છે, આત્માની નહિ. વાણી નીકળે છે એ જડની ક્રિયા (છે). ભાષા વર્ગણાની ક્રિયા છે, આત્માની નહિ. આહા..હા..! ચશ્મા અહીં નાક ઉપર આવે છે, એ ચશ્માનું કાર્ય છે. આત્માનું નહિ. આહા..હા..! આવું ગળે ઉતારવું....! ' '(કહે છે કે, બન્ને ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે. પરમાણુ આત્માને કારણે નહિ અને આત્મા પરમાણુને કારણે નહિ,આત્મામાં આત્માના-લશે જે આનંદ _ આવે તે કોઈ શરીરની કે રાગની અપેક્ષાથી નથી. અને શરીર ને વાણીથી
-
-
-
-
-
Page #228
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
ક્રિયા થાય તેમાં આત્માની અપેક્ષા નહિ, આહા..હા..!
...તેમાં આ શરીરાદિ મારાં'. શરીરાદિ મારાં (કહ્યું, એમાં) આદિમાં દીકરાં-દીકરી, પૈસા, આબરૂ, કીર્તિ, મકાન બધું (આવી જાય). આહા..હા..! એક ચૈતન્યતત્ત્વને છોડીને રાગથી માંડીને જેટલાં બાહ્ય તત્ત્વો છે તે બધાં મારાં, એ માન્યતા મિથ્યાત્વ અને વિપરીત શ્રદ્ધા છે. આહા. .હા..! પહેલો જ.એ એનો મિથ્યાત્વનો મહાન દોષ છે. એ દોષને ટાળવા શરી૨ શ૨ી૨નું કામ કરે, આત્મા આત્માનું કામ કરે' કરવું પડશે. આહા...!
""," -
એમ એને (બન્નેની) ભિન્ન(તાનું) જ્ઞાન
-
....તેમાં આ શરીરાદિ મારાં' એમ માની સુખ-દુઃખ ન કર,....' (અર્થાત્) શરીરમાં અનુકૂળતા દેખી, વિષયાદિના સાધનો દેખી, મને ઠીક પડે છે, મજા પડે છે’ એમ ન કર, પ્રભુ ! એ બધું દુઃખ છે. પ્રતિકૂળતાના સાધનમાં - શરીરમાં રોગ આવે, શરીરના કટકા થાય, ભૂકા થાય, આહા..હા..! ગાડામાં પિલાય, હાથીના પગ નીચે કચરાય (એ જોઈ દુ:ખી ન થા).
-
ટોડરમલજીને હાથીના પગ નીચે કચર્યા હતાં. મોક્ષમાર્ગ પ્રકાશક’ છે, જેણે બનાવ્યું છે એણે સ્પષ્ટ વાત કરી છે. એ વાત રાજાને,-કેટલાંકને ગોઠી નહિ. મોક્ષમાર્ગ પ્રકાશક' ! જે સત્ય હતું તે અંદરમાં મૂક્યું. બહારમાં આ (શાસ્ત્ર) આવેલું (તો) કેટલાંકને (વાત) ન ગોઠી (એટલે) રાજા પાસે ચાડી કરી (કે) સાહેબ ! આ તો સત્યનું બધું નુકસાન કરે છે ! શિવની મૂર્તિને ગુંજામાં રાખે છે ! અને એનો અનાદર કરે છે !' નાખેલી પોતે ! (આ સાંભળીને) રાજાએ હુકમ કર્યો કે એને હાથીના પગ તળે કચરો !' અ૨૨...! એ કાળ કેવો હશે ? જૈન હશે... જૈનના માણસો હશે ! છતાં એ કાળ એવો હતો (તો) એ રાજાએ હુકમ કર્યો (કે) ‘હાથીના પગ નીચે (કચરો) !’
હાથી આવ્યો. હાથી પણ પગ મૂકતાં જરી અચકાય છે. પોતે કહે છે, અરે...હાથી ! રાજાએ જ્યારે હુકમ કર્યો છે, ત્યારે તું શું કરવા અચકાય છે ? ભાઈ !' આ..હા..હા...! આમ શરીર પડ્યું છે. એની ઉપર પગ મૂક તું !’ આહા....! ‘મારો આનંદનો નાથ તેમાં નહિ કચરાય ! મારો પ્રભુ એનાથી ભિન્ન છે.' આહા...! પગ મૂકતાં એ હાથી અચકાતો હતો ! આવા જુવાન માણસને અરરર...! પગ મૂકવો ! (ટોડરમલજી કહે છે) ભાઈ ! રાજાને - જ્યારે આ રીતે બુદ્ધિ સૂઝી છે તો તું શું કરવા અચકાય છે ? ભાઈ !'
૨૧૩
-
Page #229
--------------------------------------------------------------------------
________________
[વચનામૃત-૫૨]
આહા..હા..! જરી પણ દ્વેષ નથી હાથી ઉ૫૨ ! તેમ રાજા ઉપર ! જે કાળે જે પર્યાય થવાની તેને કોણ રોકે ? હું એક ચૈતન્ય આત્મા જ્ઞાતા-દૃષ્ટા છું ! એમાં કોઈની અસર (થતી નથી), અને કોઈ અડચણ ક૨ના૨ છે નહિં !' (એમ સમાધાન વર્તે છે). આહા..હા..!
===
૨૧૪
ભાઈ ! એ હાથી આમ આવે છે, પગ મૂકે છે, દેહ છૂટી જાય છે. આહા..હા..! સ્વર્ગમાં ચાલ્યાં જાય છે. મોક્ષમાર્ગ પ્રકાશક'ના કર્તા ! શરીર
ઉપરની મમતા પણ છૂટી ગઈ છે. શરીર મારું નથી. એને રહેવાનું હોય તો રહે અને ન રહેવાનું હોય તો ન રહે. મારા અધિકારની વાત નથી. મારો અધિકાર તો મારા આત્મા માટે છે. આહા..હા..! આવી અંદર દ્રવ્યની દૃષ્ટિ, આત્માના ધ્યેયની દૃષ્ટિ કર્યા વિના, આવી સમતા આવા કાળમાં રહી શકે નહિ ! એ આનંદ (સ્વરૂપની) જ્યાં દ્રવ્યદૃષ્ટિ થઈ છે, એ હાથી પગ (મૂકે) છે છતાં પોતે આનંદમાં છે!! આહા..હા..!
***
દેહથી ભિન્ન જેણે આત્માને જાણ્યો છે એવા સમ્યષ્ટિ, પછી ભલે આઠ વર્ષની બાલિકા હોય, કે કૂતરાનું બચ્ચું હોય પણ સમકિત પામે છે. અઢી દ્વીપ બહાર અસંખ્ય તિર્યંચો સમકિતી છે. આ મનુષ્યક્ષેત્ર છે (એ) ૪૫ લાખ જોજન(માં) (છે). એટલાંમાં જ મનુષ્ય છે. પછી અઢી દ્વીપ બહાર અસંખ્ય દ્વીપ છે અને અસંખ્ય સમુદ્ર છે. એ બધાંમાં એકલાં તિર્યંચ જ વસે છે. એ તિર્યંચમાં પણ અસંખ્યમાં ભાગે કેટલાંક સમકિતી છે. અસંખ્યગુણા મિથ્યાદષ્ટિ છે. એ તિર્યંચ સમકિતી છે ! આહા..હા..!
· મીંદડી હોય
એને સમકિત–થાય અને વાઘ ખાવા આવે (તો) ડરે નહિ, નીડ૨૫ણે અંદર (રહે છે) કે, શરીર મારું નથી. શરીરની સ્થિતિ (મારી નહિ) !
શ્રીમમાં આવે છે ને ?
એકાકી વિચરતો વળી સ્મશાનમાં,
વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો,’
આહા...! મારી દશા એવી આવે, ગમે તે પ્રતિકૂળ પ્રસંગ બને...! એકાકી વિચરતો વળી સ્મશાનમાં,
વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો,
અડોલ આસન ને મનમાં નહિ ક્ષોભતા'
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૧૫
વચનામૃત રહસ્ય
શ્રીમદ્ રાજચંદ્ર ગૃહસ્થાશ્રમમાં કહે છે !! અડોલ આસન ને મનમાં નહિ ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો !'
X* *
મિત્રનો જોગ મળ્યો ! મારે શરીર જોતું નથી ને એને જોઈએ છે (તો) ભલે લઈ જાય !! આહા..હા..! (પણ) એ ક્યારે થાય પ્રભુ ? શરીરથી આત્માને જુદો જાણ્યો હોય ત્યારે એ વાત થાય. શરીર નેં વાણી ને મન ને રાગમાં રંગાઈ ગયેલાંને આ વાત ન બેસે. આહા..હા..! રાગ ને શરીર ને વાણી, આ જડ-માટી એના જેને રંગ ચડ્યાં એને આત્માનો રંગ નહિ લાગે અને જેને આત્માનો રંગ લાગ્યો છે એને શ૨ી૨ આદિનો રંગ છૂટી જાય છે. આહા..હા..! એ કહે છે કે જો આ દેહ સિંહ લઈ જાય તો (એ) મારો મિત્ર છે. મારે દેહ જોઈતો નથી ને એને જોઈએ છે (તો એ) મારો મિત્ર છે ! આ..હા......!
ગૃહસ્થાશ્રમમાં (હતાં) ! લાખો રૂપિયાના ઝવેરાતનો ધંધો હતો. એનું નૈતિક જીવન તો અલૌકિક હતું !! શ્રીમદ્ રાજચંદ્ર ! એકવાર કોઈની સાથે હીરાનો સોદો કરેલો. એમાં જે હીરાનો સોદો કરેલો એ -હીરાની (બદલે) બીજાં હીરાનું પડીકું સામા માણસથી અપાઈ ગયેલું. સાધારણ હીરાનો વેપાર કરેલો. સાધારણ (હીરા) માગેલાં. એમ નક્કી કરેલું કે, આ હીરા (લેવાં). એને ઠેકાણે ઓલાએ ભૂલીને મોટા મહા કિંમતી હીરાનું પડીકું આપ્યું. એ ઘરે કે દુકાને જોએ છે... ત્યાં.... આ શું ? લાખો રૂપિયાની જેમાં પેદાશ (હતી) ! જે કિંમતના જે હીરાનો ધંધો હતો એ નહિ ને આ શું ? અરેરે...! જેના છે એ આવશે હમણાં ! એમને એમ મૂકી રાખ્યું. પડીકું છોડીને એમને એમ બાંધી રાખ્યું. પેલો લેવા આવ્યો - (અને કહ્યું) “પ્રભુ ! આપણે જે સોદો કર્યો એ (આ) નથી. આ ચીજ તો (કિંમતી) હીરા-માણેક છે. આમાં તો લાખો રૂપિયાની કિંમતના (હીરા) આવી ગયાં છે !' (શ્રીમદ્ કહે છે) ‘ભાઈ ! આ પડીકું રહ્યું, બાપુ ! એ મારું નથી. આપણે આનો ધંધો કર્યો નહોતો. પ્રભુ ! આ લઈ જા તારું !!' આ..હા..હા..!
આ તો કેટલાં વર્ષ (પહેલાંની) વાત થઈ) ! આ ૫૭ વર્ષ પહેલાંની વાત છે. સંવત ૧૯૫૭ વર્ષ પહેલાં !! અત્યારે તો આખું જીવન બદલાઈ ગયું છે. તે વખતે તો કેટલાંક નૈતિક જીવન પણ હતાં. એવા જીવનમાં
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૬
[વચનામૃત-૫૨] લાખોની પેદાશ એક પડીકામાં હતી. પણ આમ જોયું.... ને બાંધીને પાછું મૂક્યું ! ત્યાં પેલો લેવા આવ્યો અને કહ્યું, “સાહેબ ! આપણે આનો ધંધો નથી કર્યો. (શ્રીમદ્ કહે છે, “ભાઈ આ પડ્યાં, બાપા ! લઈ લ્યો !!” ઓલો કહે કે, આ છે કોણ !? “૫૦ની સાલમાં જેમાં લાખોની પેદાશ ! અત્યારે તો લાખ એટલે સાધારણ ગણાય. પહેલાંના લાખ અને અત્યારના પચ્ચીશ લાખ ! બધા સરખા ગણાય ! એ વખતે એવી લાખની પેદાશ છોડી દેતાં,... પૈસા લેનારને તો એમ થયું કે “આ છે કોણ ? આ તે... આ..હા..હા..! આ પુરુષ કોણ છે ?! કે જેને મેં પડીકું આપ્યું અને ન લીધું અને બાંધીને રાખ્યું છે !” એવું તો સમકિતીનું નૈતિક જીવન હોય છે !! સમકિતીનું - ધર્મનું નૈતિક જીવન એવું હોય છે !! જેને પૈસા આદિની દરકાર નથી. અનૈતિકપણું બિલકુલ હોઈ શકે નહિ. પરસ્ત્રીનો ત્યાગ હોય. સપનામાં પણ પરસ્ત્રી ન હોય. એ માંસ, દારૂ, શરાબ એ વાતને અડે નહિ. એની સામું જોવે નહિ. આ..હા..હા..!
જેને આત્મા હાથ આવ્યો છે, કહે છે કે “શરીર શરીરનું કામ કરે.' આ શરીરાદિ મારાં એમ માની સુખ-દુઃખ ન કર... આહા..હા..! મુનિઓને ઘાણીમાં પીલી નાખ્યા છે ! એ વખતે કેવો કાળ હશે ? જૈન હશે પણ કોઈથી બોલાણું નહિ હોય. મુનિઓને ! મહા સંતને ! દિગંબર મુનિ ! આત્મ ધ્યાની આનંદમાં રમનારાં, એના ઉપર રાજાનો ઍમ આવેલો કે રાણી સાથે આને કાંઈક વાત-ચીત છે કે કાંઈક (બીજું) છે ! (માટે) ઘાણીમાં પીલો ! ઘાણીમાં પીલ્યાં ! તલને પીલે એમ પીલ્યાં ! પણ (મુનિરાજ તો) અંતર આત્માના આનંદના ધ્યાનમાં લીન છે) ! આ..હા..હા..! મારો આનંદ છે એ મારી પાસે છે. શરીરને હું અડતો નથી અને એ પીલનાર પણ શરીરને અડતો નથી. મારી ચીજ તો એનાથી જુદી છે. આહા..! આવું સમ્યગ્દર્શન થતાં ‘શરીરાદિ મારાં નથી' (એવો અનુભવ થાય છે). છે ?
આ શરીરાદિ મારાં એમ માની સુખ-દુઃખ ન કર, જ્ઞાતા થઈ જા.' આ..હા..હા..! કરવાનું તો આ છે. ભાઈ ! લાખ વાત બીજી બહારની હોય (પણ) કરવાનું તો આ છે. જ્ઞાતા થઈ જા. જાણનાર દેખનાર (થઈ જા) ! કોઈ ક્રિયાનો બિલકુલ કરનાર નહિ અને એ ક્રિયા મને અડતી પણ નથી. આહા..હા..! હું તો અશરીરી ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા છે. એવો એક
-
-
-
Page #232
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૨૧૭
?
ક્ષણવાર તો થઈ જા ! પાડોશી તો થઈ જા ! આહા..હા..! શરીર અને વાણીનો. પરચીજનો પાડોશી થઈ જા ! આહા..! છે દેહને ખાતર અનંત ભવ વ્યતીત થયા;....' આ છે). हड ખાતર આત્માએ અનંતા ભવ કર્યાં. અનંતા...અનંતા... ભવ કર્યાં. આહા..! કીડી, કાગડા, વીતરાગ કહે છે જેના દુ:ખ સાંભળ્યાં જાય નહિ દુઃખના જોનારને આંખમાંથી આંસુની ધારા હાલી એવાં દુ:ખ પ્રભુ તે અનંત ભવમાં ભોગવ્યાં છે). પણ (આવું બધું) કાંઈ નથી, એમ માનનાર પછી ભવિષ્યમાં શું થશે (એમ) નહિ માનનારાને પ્રભુ ! પણ આત્મા છો ને નાથ ! અનાદિ છોડ્યું પણ તારો આત્મા ભવિષ્યમાં છૂટી જશે ? ભવિષ્યમાં રહેશે (તો) એ ક્યાં રહેશે ? પ્રભુ ! એ એનું સ્થાન ક્યાં રહેશે ? એનું ધામ ક્યાં રહેશે ? જો આત્માને રાગથી (અને) પરથી જુદો જાણ્યો હશે તો એનું સ્થાન આત્મામાં ભવિષ્યમાં પણ રહેશે અને શરીરને ને રાગને પોતાના માન્યાં હશે તો) ભવિષ્યમાં મિથ્યાદષ્ટિમાં દુઃખમાં રહેશે. આહા..હા..! આ દેહ તો અમુક કાળ સુધી રહેવાનો છે. પછી આત્મા તો અનાદિ અનંત છે, એનો કાંઈ નાશ નથી. આહા..હા..! આકરી વાત છે.
આ કાંઈ નહિ બેસે. અનંત આત્મા છો. શરીર આત્મા તો આત્મા રૂપે ક્યાં જશે ? આ છોડીને
વાક્ય શ્રીમમાં (આવે દેહની મમતા ખાતર કૂતરા, નરક, નિગોદ... અને એ દુઃખ વેઠતાં,
છે
!
#ro
એ કહે છે. દેહને ખાતર અનંત ભવ વ્યતીત થયાં,...' દેહની મમતા અને વાણીની મમતા ખાતર, પ્રભુ ! તને અનંતા ભવ થયાં. હવે, સંતો કહે છે....' તારી સત્તા અંદર જુદી છે એમ સંતો કહે છે. હવે, સંતો કહે છે કે તારા આત્માને ખાતર આ જીવન અર્પણ કર.' આહા..હા..! આત્માને ખાતર અંદર એકવાર જા ! તારું હિત ત્યાં છે. બહાર કોઈ પુણ્ય-પાપ ને પુણ્ય-પાપના ફળમાં પ્રભુ ! તારું હિત નથી. આહા..! તને ન ગોઠે, તને ન રુચે, પણ અંતે રુચવું પડશે. જો હિત કરવું (હોય તો) આ (કામ) ઉપાડે છૂટકો છે. બહારમાં ક્યાંય તલમાત્રમાં સુખ નથી. આહા..હા..! ...આત્માને ખાતર આ જીવન અર્પણ કર.' આહા..હા..!
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૮
[વચનામૃત-૫૩]
“નિવૃત્તિમય જીવનમાં પ્રવૃત્તિમય જીવન ન ગમે. શરીરનો રોગ મટવો હોય તો મટે, પણ તેને માટે પ્રવૃત્તિ ન ગમે. બહારનું કાર્ય ઉપાધિ લાગે, રુચે નહિ.' ૫૩.
(૫૩ મો બોલ) ‘નિવૃત્તિમય જીવનમાં પ્રવૃત્તિમય જીવન ન ગમે.’ શું કહે. છે ? જે અંતરમાં રાગથી અને શરીરથી જુદો (આત્માને) જાણ્યો, એવાં નિવૃત્તિમય આત્માને રાગ આદિની પ્રવૃત્તિ રુચે નહિ. આહા..હા..! રાગ આવે ખરો, રાગ હોય ખરો, પણ રુચે નહિ એ કહે છે, જોયું ? નિવૃત્તિમય જીવનમાં પ્રવૃત્તિમય જીવન ન ગમે.' (અર્થાત્ પુણ્ય અને પાપના ભાવની પ્રવૃત્તિ (નિવૃત્તિમય આત્માને ન ગમે). આહા..હા..! શરીરની પ્રવૃત્તિ તો શરીરમાં રહી. આત્માની પર્યાયમાં (એ નથી). એ શરીર ને કર્મ ને સ્ત્રી ને કુટુંબ તારી પર્યાયમાં પણ નથી. શું કહ્યું એ ?
તારું જે ત્રિકાળી ચૈતન્ય દ્રવ્ય છે એમાં તો એ ચીજ છે નહિ પણ તારી વર્તમાન દશા છે, વર્તમાન પર્યાય છે, વર્તમાન હાલત છે, એમાં શરીર, કર્મ, સ્ત્રી, કુટુંબ એ પર્યાયમાં (પણ) છે નહિ. સમજાય છે કાંઈ ? એ તો એના સ્થાનમાં છે. તારી પર્યાયમાં પણ નથી ! શ૨ી૨, વાણી, મન, લક્ષ્મી, આબરૂ, કીર્તિ, મકાન એ તારી પર્યાયમાં પણ નથી. ૫૨દ્રવ્ય (પોતાની) પર્યાયમાં ક્યાંથી હોય ? પરદ્રવ્ય તો ૫રદ્રવ્યમાં છે. આહા..હા..! તારી પર્યાયમાં અવસ્થામાં હોય તો રાગ-દ્વેષ ને અજ્ઞાન છે. આહા..હા..! સમજાય છે કાંઈ ?
ભગવાન ! 'અંદર દ્રવ્ય, ગુણ, પર્યાયનાં નામ પણ બરાબર સાંભળ્યાં ન હોય ! દ્રવ્ય કોને કહીએ ? ગુણ કોને કહીએ ? પર્યાય કોને કહીએ? દ્રવ્ય તો અનંત ગુણનો પિંડ તે ત્રિકાળ દ્રવ્ય અને એ દ્રવ્યની શક્તિ
Page #234
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૨૧૯
સ્વભાવ
ગુણ તે ગુણ અને તેની બદલતી - પલટતી અવસ્થા તે પર્યાય. તે પલટતી અવસ્થામાં શરીર ને કર્મ ને સ્ત્રી ને કુટુંબ એમાં છે નહિ. દ્રવ્ય, ગુણમાં તો નથી પણ તારી પર્યાયમાં પણ એ નથી ! આહા..હા..! આવી વાત આ બધા શરીર ને ચશ્મા ને હાડકાં ને લુગડાં ને કપડાં ને, એ બધાં આત્માની પર્યાયમાં પણ નથી. શું કીધું સમજાય છે ?
આત્માની જે વર્તમાન દશા છે, ભલે (તેમાં) પુણ્ય-પાપની પ્રવૃત્તિ હોય, એ પુણ્ય-પાપની પ્રવૃત્તિ તારી પર્યાયમાં છે પણ આ શીર, વાણી, કર્મ ને એ ચીજ તારી પર્યાયમાં પણ નથી. આહા..હા..! જેની પર્યાયમાં પણ જે વસ્તુ નથી એને પોતાની માનવી (એ) મોટી ઘેલછાઈ છે !
-
----
અહીં તો કહે છે કે, પર્યાયમાં પુણ્ય ને પાપ ને અજ્ઞાન છે (એને) પણ પોતાનું માનવું તે મિથ્યાત્વ છે, તો પર્યાયમાં જે ચીજ નથી શરીર, કર્મ, પૈસો, આબરૂ, કીર્તિ, ધૂળ, સ્ત્રી, કુટુંબ, પરિવાર એ આત્માની પર્યાયની બહાર વર્તે છે (તેને પોતાનાં માનવા તે તો મહા મિથ્યાત્વ છે) ! આહા..હા..! સમજાય છે કાઈ ? ભાષા તો સાદી છે, પ્રભુ ! પણ વસ્તુ તો બહુ ઝીણી
છે.
પ્રભુ ! તું દ્રવ્ય, ગુણ ને પર્યાય ત્રણમાં છો. દ્રવ્ય એટલે ત્રિકાળી ચીજ ગુણ એટલે એની શક્તિ અને સ્વભાવ. પર્યાય એટલે બદલતી અવસ્થા. એ અવસ્થામાં શરીર નથી, કર્મ નથી, મકાન નથી, આબરૂ નથી, પૈસા નથી, સ્ત્રી નથી, કુટુંબ નથી - પર્યાયમાં એ ચીજ છે જ નહિ. આહા..હા..! પર્યાયમાં હોય તો ‘એ મારાં છે,’ ‘હું એનો છું’ એવી મિથ્યાદષ્ટિપણાની (માન્યતા) પર્યાયમાં છે. આહા..હા..! ભાષા તો સાદી છે. સમજાય એવું છે.
આ બધી ચીજોનું હોવાપણું આત્માના દ્રવ્ય-ગુણમાં તો નથી, આત્મા જે ત્રિકાળી દ્રવ્ય ને ગુણમાં તો એની પર્યાય પણ નથી. શું કહ્યું ? આત્મા ત્રિકાળી દ્રવ્ય (છે) અને એમાં ત્રિકાળી ગુણ (છે). આનંદ આદિ ત્રિકાળી ગુણ (છે). એમાં એની વર્તમાન પર્યાય ભલે નિર્મળ કે રાગાદિ (વાળી હોય) એ પર્યાય દ્રવ્ય-ગુણમાં નથી. પર્યાય એટલે એની અવસ્થા તે અવસ્થામાં છે. એ અવસ્થામાં શ૨ી૨, વાણી, મન, કર્મ આદિ છે નહિ, તો બાયડી, છોકરાં, કુટુંબ તો ક્યાંય રહી ગયા ! તારી પર્યાયમાં એ કોઈ દિ' આવતાં પણ નથી ! આહા..હા..! જે પર્યાયમાં નથી તેને મારા માનવા એ તો મહા
x
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૨૦
[વચનામૃત-૫૩]
મિથ્યાદષ્ટિનું ગાંડપણું - ઘેલછા છે. પણ પર્યાયમાં રાગ-દ્વેષ ને અજ્ઞાન છે એ પણ પોતાનું માનવું તે મિથ્યાત્વ અને અજ્ઞાન છે. આહા.હા..!
એ અહીં કહે છે, નિવૃત્તિમય જીવનમાં....' (એટલે કે) રાગથી (હું) ભિન્ન છું, એવું જ્યાં અંતર(માં) નિવૃત્તિમય જીવન થયું, એને પ્રવૃત્તિમય જીવન ન ગમે. એને અંદર રાગ અને દ્વેષના પરિણામ આવે એવી પ્રવૃત્તિ એને ન ગમે. બહારની પ્રવૃત્તિ તો કરી શકતો જ નથી. આ ધંધા કરી શકતો હશે કે નહિ ? નહિ..? આ કાપડના લાખોના વેપાર, દસ-દસ, વીસ-વીસ, પચ્ચીસપચ્ચીસ લાખના કાપડનાં મોટા કપાટ ભર્યાં હોય, લાખોનાં વેપાર થતાં હોય, એ આત્માની પર્યાયમાં હશે કે નહિ ? રાગ છે, એ ચીજ નથી. ચીજ તો દૂર છે. એ મારાં છે' એવો રાગ એની પર્યાયમાં છે. આ..હા..હા..! વાતું જુદી જાત(ની) છે, બાપા !
અહીં તો આવી પડ્યાં છીએ, આફ્રિકામાં ક્યાંથી ક્યાં !? અહોભાગ્ય અમારાં !!
મુમુક્ષુ
પૂજ્ય ગુરુદેવશ્રી :- તમારી માંગણી હતી. કુદરતે એ બનવાનું હતું. એ બનવા કાળ છે. જે ક્ષેત્રે સ્પર્શ થવાનો (હોય) એ કંઈ ફરે એવું નથી. જે ક્ષેત્રે જે પર્યાય આવવાની તે ક્ષેત્ર ત્રણ કાળમાં ફરવાનું નથી. એ (પર્યાય કરી થતી નથી. આહા..હા..! જેને શાસ્ત્ર ‘ક્ષેત્ર સ્પર્શના' કહે છે. સ્પર્શનાન અર્થ અડતું નથી. પણ તે ક્ષેત્રે જવાનું હોય તે ક્ષેત્રે તે ત્યાં જાય જ. આ..હા..હા.. અહીં કહે છે, પ્રભુ તારી પર્યાયમાં પણ જ્યારે શરીર, વાણી, કર્મ ને સ્ત્રી, કુટુંબ, પરિવાર, કે પતિ-પત્ની કે કાંઈ (તારી) પર્યાયમાં નથી, પ્રભુ પર્યાયમાં હોય તો એ ‘એ મારાં છે,’ ‘હું એનો છું,’ એવી મિથ્યા ભ્રાિં તારી પર્યાયમાં છે. આહા..હા..! એ ભ્રાંતિની પર્યાયને એકવાર છેદ ને પ્રભુ ! આવા અવસર ફરી ફરીને મળવા મુશ્કેલ છે, નાથ ! આવાં મનુષ્યપણ મળવાં દુર્લભ છે ! એમાં પણ સાચો સત્તમાગમ અને વીતરાગ જિનવાણીમળવું એ તો મહા મુશ્કેલ છે !! આ..હા..હા...!
એકવાર તો કહે છે કે, નિવૃત્તિમય જીવનમાં પ્રવૃત્તિમય જીવન ન ગમે. જેને રાગ અને દ્વેષ, પર્યાયમાં હોવા છતાં દ્રવ્યની દૃષ્ટિએ એમાં છે નહિ એવાં જેનાં સમ્યક્ જીવન થઈ ગયાં, એને રાગની પ્રવૃત્તિમય જીવન ગૌ નહિ. પરની ક્રિયાની પ્રવૃત્તિ(નો) કર્તા તો અજ્ઞાની પણ છે નહિ. કપડાંન
Page #236
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૨૨૧ વેપાર ને આ બધાં કપડાં ફેરવવા, કપાટમાં ગોઠવવાં એ ક્રિયા આત્મા કરી શકતો નથી. ફક્ત એ મારાં અને હું કરી શકું છું એવી વિભ્રમણા એની પર્યાયમાં છે. પણ જેણે એ વિભ્રમ ટાળ્યો એવા નિવૃત્તિમય જીવનમાં એ પ્રવૃત્તિનો રાગ આવે (પણ) ગોઠે નહિ, ગમે નહિ, રુચે નહિ, દુઃખરૂપ લાગે. જેમ રા(નો) ધી પડતી હોય, શરીર ઉપર જેમ છરાનો ઘા પડે એમ નિવૃત્તિમય જીવનવાળાને રાગ અને દ્વેષનાં પરિણામ, છરાનાં ઘા જેવાં દુ:ખ(રૂ૫) લાગે (છે) ! આહા..હા..! આવી વાતું છે, પ્રભુ ! આવા નાયરોબી શહેરમાં આવી વાતું !! ભાગ્ય વિના બાપુ ! એ મળે એવી નથી ! આ..હા..હા..!
ભગવાન આત્મા ! ત્રિકાળ નિવૃત્તમય છે. દ્રવ્ય છે એ તો ત્રિકાળ નિવૃત્તમય જ છે. પર્યાયમાં રાગ હો, (પણ) પર્યાયમાં પર વસ્તુ નથી. પર્યાયમાં રાગ હો પણ દ્રવ્યમાં તે નથી. દ્રવ્ય તો ત્રિકાળ નિરાવરણ છે. એવા નિરાવરણ (દ્રવ્યની દૃષ્ટિ થઈ એને પ્રવૃત્તિમય જીવન ન ગમે.
(હવે કહે છે કે, “શરીરનો રોગ મટવો હોય તો મટે, આ...હ..! સમકિતીને નિવૃત્ત જીવન છે, એને શરીરમાં રોગ આવે તો મટવો હોય તો મટે ! એની એને ચિંતા હોય નહિ ! આહા..હા..! (કેમકે) એ મારી વસ્તુ નથી. મારી નથી એમાં થવું હોય તે) થાય. મારે શું છે ? આહા..હા..!
રાજા મહેલમાં રહેતો હોય અને જોડે (રહેલું) ઝૂંપડું કોઈ બળતું હોય તો એથી કરીને એ દુઃખી થાય ? એ ઝૂંપડું એનું છે - કોક ગરીબનું છે, એનું હશે ! મારું મકાન કાંઈ બળતું નથી. એમ શરીર, મન, વાણીમાં કોઈપણ રોગ આદિ આવતાં... આહા..હા..! રોગ મટ્યો કે ન મટ્યો, એને માટે પ્રવૃત્તિ ન ગમે. ઘણું ઝીણું છે, પ્રભુ !
આ તો બેનને અંદરથી આવેલું છે. ૬૪ બ્રહ્મચારી બેનું . દીકરીયું છે. એમાં આ બોલાઈ ગયું હતું અને એમાં આ આવી ગયું છે. બેન તો અત્યારે એક પવિત્ર મૂર્તિ છે ! હિન્દુસ્તાનમાં બીજો જીવ એવો સ્ત્રીમાં મળવો મુશ્કેલ છે ! એવો એ જીવ છે ! એવાં કોઈ સંસ્કાર લઈને આવેલ છે કે કંઈ પણ એને ગોઠતું નથી. એ ભગવાનની ભક્તિમાં બેસે અને ઉલ્લાસ દેખાય, પણ અંદરમાં એને રુચતું નથી !! આહા..હા..! અરે...! બેન અહીં આવી શક્યા નહિ. દાક્તરે ના પાડી (છે) કે બહાર ફરવું નહિ. આહા..! તેથી અહીંથી પહેલાં સોનગઢ જાવું પડશે. બીજાની ઘણી માગણી છે પણ બેન આવી શક્યા
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૨
[વચનામૃત-૫૩] નથી. એટલે વચમાં મહિના - સવા મહિનાનો વિરહ પડી ગયો છે ! એટલે પહેલું તો મુંબઈ થઈને સોનગઢ જાવું પડશે. પછી બીજે (જાવાનું થશે).
વડોદરમાં મંદિર થવાનું છે. વડોદરમાં એક મંદિર થયું છે. એનું ફાગણ સુદ-૧૩નું મુહૂર્ત છે. ત્યાં જાવું પડશે, એવું અત્યારે લાગે છે. એની અઢાર માઈલ છેટે ત્યાં અમારું “પાલેજ વેપારનું ગામ હતું, એ પાલેજ જોડે છે. (ત્યાં છોકરાંઓ છે, તો એ લોકો બચારા બે-ચાર દિવસ માગે છે તો જાવું પડશે !! આહી..હા..!
અહીં કહે છે, કોણ ક્યાં જાય ? કોણ ક્યાં રહે ? એ તો શરીરની સ્થિતિ જ્યાં રહેવાની હોય ત્યાં રહે અને ન રહેવાની હોય ત્યાં ન રહે. આત્મા શરીરને લઈ જાય કે આત્મા શરીરને હાલતાં જતો અટકાવી દે. એ આત્માના અધિકારની વાત નથી. આહા..હા..! આવું સાંભળવું કઠણ પડે ! (તોપણ) બેનું-દીકરીયું બંધાં ઉત્સાહથી સાંભળે છે ! આદમીઓ પણ ઉત્સાહથી સાંભળે છે. આહા...! આવી વાત છે, પ્રભુ !
એકવાર ‘હા’ તો પાડ ! હા પાડીશ તો હાલત થશે. સત્ય આ જ છે અને બીજો કોઈ માર્ગ નથી, એમ જો અંદરમાંથી બહાર આવશે તો ‘હા’માંથી લત” થઈને “હાલત’ નામ પર્યાય થશે !! હામાંથી હાલત થશે ! પણ નામાંથી નરક થશે !! “ના' પાડીશ તો નરક ને નિગોદ થશે. આહા..હા..! આવું સ્વરૂપ છે, પ્રભુ !
બેનની ભાષા ટૂંકી છે પણ એમાં ઊંડું બહુ છે !! આહા..!
(અહીંયા કહે છે, શરીરમાં રોગ આવે) “....પણ તેને માટે પ્રવૃત્તિ ના ગમે. શરીરમાં રોગ આવે, એને મટાડવાની પ્રવૃત્તિ પણ ન ગોઠ. આહા..હા...! બહારનું કાર્ય ઉપાધિ લાગે... બહારના જેટલાં કામ છે એ બધાં ઉપાધિ લાગે. રુચે નહિ.' આહા...હા..! અંતરમાં એને રુચે નહિ. રાગ અને પુણ્યપાપના વિકલ્પથી પ્રભુ ! તું જુદો છો. એને એક વાર રુચવ તો ખરો ! પોષાણ તો કર !
વાણિયાને વેપારમાં પાંચ રૂપિયાનો મણ માલ મળતો હોય અને અહીં જો સાડા પાંચ-છ (રૂપિયે) જો ખપે તો લાવે, તો પોષાય. પણ પાંચ રૂપિયે લઈને અહીં ચારે ખપતું હોય ને પાંચ પણ મળતાં ન હોય, એ માલ લાવે ? એ વાણિયાને પોષાય ? પાંચ રૂપિયાના મણનું ભલે સો મણ (લાવે) કે હજાર
Page #238
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૨૨૩ મણ લાવે, પણ અહીં છ રૂપિયા ઉપજતા હોય કે સાડા પાંચ ઉપજતા હોય તો લાવે.
એમ અંદરમાં આત્માને... આહા..હા..! રાગ અને પુણ્ય-પાપ રુચે નહિ, એને ગોઠતા નથી. એનું પોષાણ તો આત્મામાં છે. આત્મા પોષાય છે. આ..હા..હા...! વાત ઝીણી, પ્રભુ ! '
તારી પ્રભુતાની વાતું શું કરવી નાથ ! અંદર ભગવત્ સ્વરૂપ છે ! પણ અત્યારે એ વાતું બહુ ઓછી થઈ ગઈ, બદલી ગઈ. પ્રવૃત્તિમાં બધું મનાઈ ગયું. એટલે અંદર નિવૃત્તિમય કોણ છે ? એ તત્ત્વની વાત જ ગુમ થઈ ગઈ ! આહા..હા..!
અહીં કહે છે, “બહારનું કાર્ય ઉપાધિ લાગે, રુચે નહિ. આ..હા.હા..!
૨
V “અનુકૂળતામાં નથી સમજતો તો ભાઈ ! હવે ' પ્રતિકૂળતામાં તો સમજ....સમજ. કોઈ રીતે સમજ.....
સમજ, ને વૈરાગ્ય લાવી આત્મામાં જા.” ૫૪
પ૪મો બોલ). અનુકૂળતામાં નથી સમજતો તો ભાઈ ! હવે પ્રતિકૂળતામાં તો સમજ ” શરીરમાં રોગ આવે, શ્વાસ ચડે....ઘા પડે . આહા...હા...+ અંદરમાં રોગમાં રાડું પડે, રુવાંટે રુવાંટે રાડ પડે ! શરીર આમને આમ હોય પણ
અંદરમાં તણખા મારે... એવાં તણખા મારે..! એ શરીરમાં જો) અગ્નિ (પણ) બળે, પણ અંદર આત્માનું જો જ્ઞાન કરે તો એ અનુકૂળતામાં નથી સમજ્યો તો પ્રતિકૂળતા વખતે તો સમજ (કે) આવી સ્થિતિ આવીને ઊભી રહી છે એ જડની છે મારી નથી. મારે કારણે આવી નથી. એ તો એના કારણે ક્રમબદ્ધ અવસ્થામાં (એના) કારણે તે અવસ્થા બની છે. મારામાં એ છે નહિ. આહ....!
શરીરમાં જીવડાં પડે ! એકવાર કહ્યું હતું ને ? એક અઢાર વર્ષની
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૪
વિચનામૃત-૫૪] બાઈ હતી. બે વર્ષનું પરણેતર હતું. એના ધણીને એ બીજી (સ્ત્રી) હતી. અમારે તો ત્યાં ઘણો પરિચય (છે). એમાં એને શીતળા નીકળ્યાં. “શીતળા’ સમજાય છે ? એ શીતળામાં દાણે-દાણે ઇયળ પડી ! કાણે-કાણે જીવ પડ્યાં ! ઇયળ ! આખા શરીરમાં....! અઢાર વર્ષની ઉંમર ! એનેતળાઈમાં સુવાડે, આમ ફેરવે તો આમ હજારો ઇયળો (પડે), આમ (બીજી બાજુ) ફેરવે ત્યાં હજારો (ઇયળો પડે) !! એ (ઇયળો) બટકા ભરે !! એ (એની બાને કહે છે) “બા !....' એમ કહેતી. લાઠીની વાત છે. છે લાઠીના કોઈ ? ધીરુભાઈના ડેલામાં . ઘણાં વર્ષ પહેલાંની વાત છે. બાઈને ઇયળો થયેલી એ (કહે છે) “બા ! મેં આવાં પાપ આ ભવમાં કર્યા નથી ! શું આવીને પડ્યું ? મારાંથી સહન થતું નથી ! સૂવાતું નથી, ફરાતું નથી, રહેવાતું નથી, શરીર ફરતું નથી.” શરીર આમ પડે તો ઇયળો બટકાં ભરે ! આહા.હા..! આખા શરીરમાં, (પછી તો) દેહ છૂટી ગયો.
એવાં દુઃખો આવે તો પણ કહે છે, સમકિતીને એની દરકાર રહે નહિ ! એમ કહે છે, આ..હા..હા...! જેણે જીવને રાગ અને શરીરથી જુદાં જાણ્યાં એના શરીરમાં એવી ઇયળો પડે.... કોઈ એવી) અશાતાનો ઉદય આવે.... આહા...હા..! તોપણ તેમાંથી એને પ્રવૃત્તિ રુચે નહિ, એને ગોઠે પણ નહિ. આ..હા..હા..! છે ?
અનુકુળતામાં નથી સમજતો. તો ભાઈ ! હવે પ્રતિકૂળતામાં તો સમજ....સમજ. કોઈ રીતે સમજ...સમજ, ને વૈરાગ્ય લાવી આત્મામાં જા.” આહા...હા...! શરીરમાં રોગ આવે તો એ પ્રતિકૂળતા વખતે પ્રભુ ! એકવાર આમ અંદર જા ને ! અંદ્ર ભગવાન બિરાજે છે ! અરે...! કેમ બેસે ? હજી “એકડો આવડે નહિ એને આ બધી વાતું (કેમ) બેસે ? ભગવાન ! બેસાડવી પડશે, પ્રભુ ! નહિતર આ ભવ ચાલ્યો જશે. શરીરનો નાશ થઈને મસાણની રાખું થવાની !! આની તો રાખું (થવાની છે) ! અહીંથી અગ્નિ નીકળવાની !! આહા! આ (શરીર) કાંઈ સોનું નથી, સોનું હોય તોપણ શું ? આહા..હા..! એ શરીરથી જુદો છે, એમ) પ્રભુ ! એકવાર નક્કી કર ! નક્કી કરીને શરીરમાં દુઃખ આવે તે ટાણે તો સમજ, : અનુકૂળતામાં ન સમજ તો પ્રતિકૂળતા ટાણે તો સમજ, એમ કહે છે. આહા..હા..!
બાપુ ! બીજાને પ્રતિકૂળતા આવી એમ માનીને, મને નહિ આવે, એમ
=
=
-નિક
'
Page #240
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૨૨૫ રહેવા દે. સમજાણું કાંઈ ? એવી અવસ્થા પ્રભુ ! અનંતવાર તને આવી છે. એ તું ભૂલી ગયો. ભૂલી ગયો એટલે નહોતું એમ કેમ કહેવાય ? નાથ ! પૂર્વમાં પ્રતિકૂળતા અનંત વાર આવી છે. એવી આવી કે રોટલાનું બટકું મળે નહિ અને શરીરમાં ઇયળો-કીડા પડે, દેહ છૂટે નહિ, પાંચ-પચ્ચીસ વર્ષ એમ ને એમ રોગમાં રહેવું પડે. હવે એવે ટાણે તો આત્માને જુદો માન ! એમ કહે છે. આહા..હા..! છે ને ?
...વૈરાગ્ય લાવી આત્મામાં જા. આહા..હા..! પર પ્રત્યેનો વૈરાગ્ય લાવી, સ્વ જે ચૈતન્યનું ઘર છે, એ નિજઘરમાં જા ! ઢોરને સવારમાં બહાર લઈ જાય છે. અને સાંજે જ્યારે ઢોર ઘરે આવે (ત્યારે) બારણું બંધ હોય તો બારણામાં માથું મારે ! જોયું છે કે નહિ ? બહાર, વગડામાં ચરાવવા લઈ જાય છે ને ? એમાં (સાંજે પાછા) આવે અને અંદર બેરાંને ખબર ન હોય કે આવ્યું છે, બારણું બંધ હોય તો માથું મારે ! કારણ કે અહીં ચાર પહોર રાતે નિરાંતે રહેવું છે. એ ખાતર માથું મારે અને પછી નિરાંતે અંદર રહે ! એલા તને પ્રતિકૂળતા આવી માથું માને એક વાર ! અને અંદર નિવૃત્તિમય (સ્વરૂપમાં) જા ને ! એમ કહે છે.
...વેરાગ્ય લાવી... આહા....! અહીં તો આ વાત છે, પ્રભુ ! વૈરાગ્ય લાવીને એક વાર તો અંદરમાં જો ! ત્યાં પ્રભુ બિરાજે છે ! તું ભગવંત સ્વરૂપ છો, પ્રભુ ! મુનિરાજે તને “ભગવાન” તરીકે તો બોલાવ્યો છે ! છે ? એમાં (સમયસારમાં) ૭૨મી ગાથામાં છે. “ભગવાન” તરીકે બોલાવ્યો (છે). ત્રણ વાર “ભગવાન” તરીકે બોલાવ્યો છે. આહા..હા..! ભગવાન ! તું તો પુણ્ય-પાપના મેલ વિનાનો છો ને નાથ ! એમ ત્યાં કીધું છે. છે એમાં ?
પ્રભુ ! પુણ્ય-પાપના ભાવ એ અશુચિ ને મેલ છે ને, પ્રભુ ! તું એ નથી. ભગવાન ! તું તો નિર્મળ છો ને અંદર ! ત્યાં નજર કર ને નાથ ! આહા..હા..! મુનિરાજ જગતનાં પ્રાણીને “ભગવાન” તરીકે સંબોધે છે ! આહા....!
‘દ્રવ્ય સંગ્રહનું એકવાર નહોતું કહ્યું ? ‘દ્રવ્ય સંગ્રહ ! ધર્મધ્યાનનો અવાય એક ભેદ છે. ધર્મધ્યાનના વિચાર કરતાં ‘અવાય એક ભેદ છે. એમાં ધર્મધ્યાનનો વિચાર કરનાર એવું વિચારે છે કે, હું તો પરમાત્મા છું જ ! આત્મજ્ઞાન થયું છે, અલ્પકાળમાં હવે સિદ્ધ થવાનો છું !! તો હે આત્માઓ !
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૬
[વચનામૃત-૫૫] તમે બધાં પરમાત્મા થાઓ ! એવી વાત છે, લ્યો આ ! આ..હા..હા..હા...! ‘દ્રવ્ય સંગ્રહ (માં) છે. ‘દ્રવ્ય સંગ્રહમાં બતાવ્યું હતું ને ! ‘દ્રવ્ય સંગ્રહમાં એ છે. ‘તમે ભગવાન થાઓ ! પ્રભુ ! આ ભૂલી જાઓ ! દેહ-સ્ત્રીનો, નપુંસકનો ને ઢોરનો - એ દેહ તો જડનાં છે, ભૂલી જા, નાથ ! અંદર ચૈતન્ય આનંદનો સાગર ભગવાન બિરાજે છે, એની સામું કો'ક દિ નજર તો કર ! એ તું આખો પરમાત્મા (છો) ! તારા ગાણાં ગાતાં પરમાત્મા થાકી જાય છે !! આહા..હા..! અરેરે...! સાંભળવું મુશ્કેલ પડે. પ્રભુ ! ત્યાં હું એક વાર જો તો ખરો ! નજર તો કર !
એ અહીંયા કહે છે, “....વૈરાગ્ય લાવી આત્મામાં જા. એ ૫૪ થયો.
:
ચૈતન્યની ભાવના કદી નિષ્ફળ જતી નથી, સફળ જ થાય છે. ભલે થોડો વખત લાગે, પણ ભાવના સફળ થાય જ.” પપ.
N00 0 ૦ ૦ ૦ ૦
પપ(ભો બોલ). “ચૈતન્યની ભાવના કદી નિષ્ફળ જતી નથી.... શું કીધું? ભગવાન ચૈતન્યસ્વરૂપની જેને અંદુર લગની લાગી, ભાવના તથઈ) એ નિષ્ફળ જતી નથી. બીજ વાવ્યું એ નિષ્ફળ જતું. નથી. બીજનું વૃક્ષ થાય, થાય ને થાય. બીજ વાવે એ નિષ્ફળ ન જાય. એમ જેણે આત્માનું સમ્યકરૂપી બીજ રોપ્યું, સમ્યક્ ભાવના કરી એ નિષ્ફળ જતી નથી. ....સફળ જ થાય છે.' બીજ વાવ્યું એનું વૃક્ષ થાય જ છે અને એના કરતાં અસંખ્યગુણા ફળ આવશે. બાજરો એક હોય પણ એના કૂંડામાં સેંકડો બાજરા થાય. એમ એકવાર તારા આત્મામાં) આનંદનું બીજ રોપ તો અનંત આનંદ તને (ફાલશે).!આહા..હા..! પ્રભુ ! તને અનંત આનંદ આવશે. આ..હા..હા..! છે ?
“..સફળ જ થાય છે. ભલે થોડો વખત લાગે . ધીમે...ધીમે...ધીમે..
Page #242
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૨૨૭ અંદરમાં જવામાં થોડો વખત લાગે, પણ એ કરવામાં મથ ! “....પણ ભાવના સફળ થાય જ. અંતરની ભાવના છે એ સફળ થયા વિના રહે નહિ. આ..........!
SS૦
૦
૦
/ “જીવ પોતે આખો ખોવાઈ ગયો તે જોતો નથી, ને એક વસ્તુ ખોવાણી ત્યાં પોતે આખો ખોવાઈ ગયો, રોકાઈ ગયો; રૂપિયા, ઘર, શરીર, પુત્ર આદિમાં તું રોકાઈ ગયો. અરે ! તું વિચાર તો કર કે તું આખો દિવસ ક્યાં રોકાઈ ગયો! બહારમાં ને બહારમાં રોકાઈ ગયો, ત્યાં ભાઈ ! આત્મપ્રાપ્તિ : કેવી રીતે થાય ?' પર. ' ' '
•
૫૬ (મો બોલ). હવે એક વાત કરે છે . જીવ પોતે આખો ખોવાઈ ગયો તે જોતો નથી.....એક વસ્તુ ખોવાઈ ગઈ હોય તો મંથન કરે (કે)
ક્યાં ગઈ?_આહા...હા..! એક વસ્તુ ખોવાઈ ગઈ હોય તો એને માટે (ગોતવાની મહેનત) કરે. અરે... દીકરી બે-ત્રણ-ચાર હોય; ત્રણ-ચાર છોકરાં હોય ને ખાટલા પાથર્યા હોય અને (રાતના) વ ને દસ થાય અને એક ખાટલો ખાલી દેખે તો પૂછે કે, આ છોડી કેમ નથી આવી, ? ક્યાં છે ? ખાટલો કેમ ખાલી છે ? છોડી કેમ નથી આવી ? એને રાતે ગોતે ! પણ આ આત્મા ખોવાઈ ગયો એને ગોતતો નથી !! વસ્તુ ખોવાઈ ગઈ એને ગોતવા મથે છે, જે પર ચીજ છે. આહા...હા..!
(એ અહીં કહે છે કે, “જીવ પોતે આખો ખોવાઈ ગયો તે જોતો નથી, ને એક વસ્તુ ખોવાણી ત્યાં પોતે આખો ખોવાઈ ગયો,...” એમાં ને એમાં જાણે રોકાઈ ગયો ! રોકાઈને ત્યાં ને ત્યાં રહી જાય. આહા..હા..! એમાં ....રોકાઈ ગયો....'
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૮
વિચનામૃત-૫૬] હવે રોકાવાના સ્થાન બતાવે છે. રૂપિયા, ઘર, શરીર, પુત્ર આદિમાં તું રોકાઈ ગયો. નાથ ! આહા...! દીકરીયું મોટી થઈ છે, ઠેકાણે પાડ્યું છૂટકો છે, છોકરાં મોટા થયાં છે. સારા ઘરે મારે વરાવવા છે, નહિતર આપણી આબરૂ ન રહે, સારા ઘરની દીકરી આવે તો ઠીક ! માળો ! મથે તે મથે ! દીકરીને ઠેકાણે પાડવી છે પણ સારે ઘરે નાખવી છે અને દીકરો પરણાવતાં (વખતે) પચાસ-સો ના કહેણ આવ્યાં હોય, (સામે કરોડપતિને) દીકરો ન હોય ને દીકરી પાંચ લાખ-પચ્ચીસ લાખ લઈને આવતી હોય તો એનું (કહેણ) પહેલું (સ્વીકારે). મોટાનું કહેણ સ્વીકારે ! અહીં કહે છે ત્રણ લોકના નાથ મોટાનું વેણ તો એકવાર સ્વીકાર !! આહા..હા..!
રૂપિયા, ઘર, શરીર, પુત્ર આદિમાં તું રોકાઈ ગયો. અરે ! તું વિચાર તો કર કે તું આખો દિવસ ક્યાં રોકાઈ ગયો ' ક્યાં ગયો પણ તું ? બહારમાં ને બહારમાં રોકાઈ ગયો. ત્યાં ભાઈ ! આત્મપ્રાપ્તિ કેવી રીતે થાય ?' બહારમાં રોકાઈ ગયો, એમાં આત્મા કેમ મળે ? વિશેષ કહેશે...!
દેહની સ્થિતિ પણ મર્યાદિત છે, કર્મની સ્થિતિ પણ મર્યાદિત છે ને વિકારની સ્થિતિ પણ મર્યાદિત છે. પોતાની પર્યાયમાં જે કાર્ય થાય છે એ પણ મર્યાદિત છે. અંદરમાં એટલે કે સ્વભાવમાં મર્યાદા ન હોય. પ્રભુ ! વસ્તુસ્વભાવ, જ્ઞાનસ્વભાવ આદિ ત્રિકાળી સ્વભાવની મર્યાદા ન હોય. ધર્મીની દષ્ટિ એ અમર્યાદિત સ્વભાવ ઉપર હોય છે. બહારના કાર્યમાં ધર્મી દેખાય પણ એ તો અમર્યાદિત સ્વભાવમાં ઝૂલે છે. ત્યાં તેની દૃષ્ટિ ચોંટી ગઈ હોય છે. (પરમાગમસાર-૪૪૧)
Page #244
--------------------------------------------------------------------------
________________
તે છે '
“મરણ તો આવવાનું જ છે જ્યારે બધુંય છૂટી જશે. બહારની એક ચીજ છોડતાં તને દુઃખ થાય છે, તો બહારનાં બધાંય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એકસાથે છૂટતાં તને કેટલું દુઃખ થશે ? મરણની વેદના પણ કેટલી હશે ? મને કોઈ બચાવો એમ તારું હૃદય પોકારતું હશે. પણ શું તને કોઈ બચાવી શકશે ? તું ભલે ધનના ઢગલા કરે, વૈદ્ય-દાક્તરો ભલે સર્વ પ્રયત્ન કરી છૂટે, ટોળે વળીને ઊભેલાં સગાંસંબંધીઓ તરફ તું ભલે દીનતાથી ટગર ટગર જોઈ રહે, તોપણ શું કોઈ તને શરણભૂત થાય એમ છે ? જો તે શાશ્વત સ્વયંરક્ષિત જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની પ્રતીતિ - અનુભૂતિ કરી આત્મઆરાધના કરી હશે, આત્મામાંથી શાંતિ પ્રગટ કરી હશે, તો તે એક જ તને શરણ આપશે. માટે અત્યારથી જ તે પ્રયત્ન કર. માથે મોત ભમે છે એમ વારંવાર સ્મરણમાં લાવીને પણ તે પુરુષાર્થ ઉપાડ કે જેથી અબ હમ અમર ભયે, ન મરેંગે એવા ભાવમાં તું સમાધિપૂર્વક દેહત્યાગ કરી
શકે. જીવનમાં એક શુદ્ધ આત્મા જ ઉપાદેય છે.” ૪૧૨. .િ ........
પ્રવચન-૧૩, વચનામૃત-૪૧ ૨ થી ૪૧૩
(વચનામૃત) ૪૧૨ બોલ). (આ બોલમાં) વૈરાગ્યની વાત છે. મરણ તો આવવાનું જ છે....' દેહને છૂટવાનો સમય નક્કી છે. એ સમયમાં ફેરફાર
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૦
[વચનામૃત-૪૧૨] પડે એવો નથી. એ ગમે તેટલી દવા કરાવે કે દાક્તર (બોલાવે. મરણનો સમય ક્રમબદ્ધમાં જે સમયે, જે ક્ષેત્રે જે કાળે જે નિમિત્તે, જે સંયોગે દેહ છૂટવાનો તે છૂટવાનો, છૂટવાનો ને છૂટવાનો. એનો એક સમય માત્રાનો) પણ ફેરફાર કરવા કોઈ સમર્થ નથી). ઇન્દ્ર, જિનેન્દ્ર (પણ), સમર્થ નથી ! સ્વામી કાર્તિકેયમાં આવે છે. એક સમયની) જે દ્રવ્યની પર્યાય થાય છે, તેને ફેરફાર કરવા ઇન્દ્ર, જિનેન્દ્ર પણ સમર્થ નથી. આ..હા..હા..! તો મરણનો સમય ફેરવવા ત્રણ કાળમાં કોઈની તાકાત નથી. આહા...!
બહારની એક ચીજ છોડતા તને દુઃખ થાય છે,...' કહે છે. બહારની એક ચીજ છોડતાં દુઃખ થાય (કે) અરેરે...! સ્ત્રી છોડી, ફલાણું ખાવાનું છોડ્યું, મકાન છોડ્યાં, ઘર છોડ્યાં, પરદેશમાં ગયા.... (એમ) એક ચીજ છોડતાં તને દુઃખ લાગે છે ....તો બહારનાં બધાંય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એકસાથે છૂટતાં....” આ..હા..હા..! બહારનાં સંયોગ - દ્રવ્ય, કાળ અને ભાવ, એક સમય(માં) બધું છૂટી જશે. જે સમયે છૂટવાનો (છે) તે સમયે છૂટી જશે. એમાં ફેરફાર કરવાને કોઈ સમર્થ નથી. આહા...!
...તને કેટલું દુઃખ થશે ?' એક ચીજ છોડતાં દુઃખ થાય (પણ) બધું છૂટી જશે. આ દેહનો શ્વાસ પણ નહિ રહે. એ એના હાથમાં નહિ રહે. શ્વાસમાં પણ ચૈતન્યનાં પ્રદેશ છે. શું કીધું ? જે આ શ્વાસ ચાલે છે ને ? (એમાં) એકલાં જડના પરમાણુ નથી. એમાં ચેતન્યના પ્રદેશ છે. શ્વાસ પોતાને કારણે ચાલે છે. આહા...હા...! આ શ્વાસ ચાલે છે ને શ્વાસ ? જડના પરમાણુની પર્યાય (છે), પણ એમાં આત્માના પ્રદેશ છે. પણ એ શ્વાસ (પણ) બંધ થશે ત્યારે આત્માના પ્રદેશ તે શ્વાસને હલાવવા કામ નહિ કરે. આહા..હો..હા..! શ્વાસ હલાવવાનું કામ એ નહિ કરે ત્યારે એ બીજું ક્યુ (કામ) કરશે ? આહા...!
આખો દિ કર્તા..કર્તા...કર્તા... (થઈને ફરે છે). ફલાણું મેં કર્યું... ફલાણું મેં કર્યું.... ફલાણું મેં કર્યું.... આ પૈસા મેળવ્યા ને આવો વેપાર કર્યો ને આવા નોકર ભેળા કર્યા, નોકર સારા મળ્યા ! શું છે આ ? આ ભ્રમણા તને થઈ છે, ક્યાં તારે જાવું છે ? આહા..હા..!
' પરમાત્મા તો એમ કહે છે - જે માંસ અને દારૂ આદિ ખાય, શરાબ પીએ એ તો મરીને નરકમાં જવાના. એમાં કોઈ ફેરફાર થાય એવો નથી.
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૩૧
વિચનામૃત રહસ્ય પણ જેને એ નથી પણ ક્રોધ, માન, માયા, લોભ (આદિ) કષાય છે અને ધર્મ નથી, આત્મજ્ઞાન નથી, તેમ રાગની મંદતા પણ નથી . એવા જીવો મરીને તિર્યંચ નામ ઢોર થાય. આહા..હા..! અહીં મોટો કરોડાધિપતિ હોય એ પણ મરણ પછી દેહ છૂટીને ઘોડાની કૂખે કે ગાયની કૂખે જઈને અવતરે ! આ..હા..હા..! આવા મરણ પ્રભુ ! અનંતવાર કર્યા છે. પણ તેં તારી ચિંતા કરી નથી કે મારું શું થશે ? બહારની વાતુમાં ગૂંચવાઈ ગયો છે. આહા..હા..!.
(અહીંયા) કહે છે “તને કેટલું દુઃખ થશે ? મરણની વેદના પણ કેટલી હશે ? આ..હા..હા...! શ્વાસ હાલે નહિ, અંદરમાં રુવાંટે રુવાંટે રાડ નાખે એવી તીખાશ - દુઃખની વેદના હશે. આ..હા..હા..! પહેલેથી જો ચેત્યો નથી, ક્રિયાકાંડ નહિ પણ આત્માને રાગથી ભિન્ન જાણીને સત્ ચિદાનંદ પ્રભુ મારું સ્વરૂપ (છે, એમ જાણવું પડશે). અનુભૂતિ (સ્વરૂ૫) ભગવાન આત્મા ! સવારમાં આવ્યું હતું. અનુભૂતિ (સ્વરૂ૫) ભગવાન આત્મા (એક) સમયની (જ્ઞાનની) પર્યાયમાં જણાય છે, દરેકને જણાય છે. છતાં તેનું જાણવા તરફનું લક્ષ નથી. આહા..હા..!
પરમાત્મા એમ કહે છે કે તે-તે સમયમાં આત્મા (જ જણાય છે. એની પર્યાયનો એવો ધર્મ છે (કે) એમાં ભગવાન આત્મા જ જણાય છે. પણ તે એની તરફ જોતો નથી. જણાય છે તેને જોતો નથી અને નથી જણાતું તેને જોતાં મરણ કરે છે. આહા....! એ બધાં તિર્યંચ ને નરકમાં અનંતવાર અવતાર કર્યા ને કરશે. ત્યાં એના પૈસા, અબજ કે કરોડ રૂપિયા) આડા નહિ આવે. દાન કર્યા હશે, (એમાં પણ) રાગની મંદતા કરી હોય તો સહેજ શુભ (ભાવ) થાય. પણ એ બધું) “એરણની ચોરી ને સોયના દાન જેવું છે). (અર્થાતુ) આખો દિ ના પાપ અને એમાં એક-બે ઘડી કાંઈક શુભ ભાવ, (કર્યા હોય તો તેની) કોઈ ગણતરી નથી. એ શુભ ભાવ ફીટી જશે. .
પ્રભુ ! દેહ છૂટ્યા પછી ક્યાં જઈશ ? (અહીંયા) કહે છે, મરણની વેદન પણ દોહ્યલી (હશે). મને કોઈ બચાવો (એમ તને થાતું હશે). - રાજકોટમાં એકવાર એક ભાઈને એકદમ અંદર કાંઈક થઈ ગયું. બધું કુટુંબ ભેગું થયું. બધાં કરોડપતિ માણસ ! અને અંદર પીડા (થાય). નાની ઉમર (હતી), નવો પરણેલો... આંખમાંથી આંસુની ધારા હાલી જાય. બીજા . કહે, “બોલાવો મહારાજને !” આહા..હા..! જુવાન માણસ આમ ! (પણ)
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૨
[વચનામૃત-૪૧૨] પીડા...પીડા...પીડા... કરોડોપતિ બધાં કુટુંબી ભેગા થયા. આખું ઘર ભરાઈ ગયેલું અને આંખમાંથી આંસુની ધારા હાલી જાય...! (બોલતો હતો. મારાથી સહન થતું નથી, મને અંદર એટલી વેદના છે, શું કહું ?” એમ કરતાં કરતાં એકદમ અસાધ્ય થઈ ગયો. એના ભાઈ હતાં એને એમ થયું કે એના હાથે) મહારાજને કાંઈક આપે તો કાંઈક પુણ્ય તો બાંધે ! (એટલે એના હાથમાં મોસંબી કે (એવું) કાંઈક આપ્યું. પણ હાથ ધ્રુજે અને અંદર મરણની વેદના !! જુવાન માણસ... એ વેદના બાપુ ! સહી ન જાય. બહાર કોઈ તને મદદ નહિ કરે. આહા..હા..હા...!
એ “મરણની વેદના કેટલી હશે ? મને કોઈ બચાવો... ......! એમ રાડ્યું પાડશે. ....એમ તારું હૃદય પોકારતું હશે. પણ શું તને કોઈ બચાવી શકશે ?” અરે...! કરવાનું પ્રભુ...! રાગથી ભિન્ન કરવાનું કર્તવ્ય છે. એ જો ન કર્યું આ..હા..હા..! ક્યાં જાવું ? આખો દિ બળતરા ! અને આખો દિ કર્તા બુદ્ધિ - આ કર્યું ને આ કર્યું ને આ કર્યું....! દીકરાને માટે આમ કર્યું ને દીકરી માટે આમ કર્યું ! બાપુ ! મરતાં ભીંસ પડશે !! તારા દુઃખને સહન કરતાં દેખનારા રોશે ! એવી પીડા જગતમાં અનંતવાર થઈ છે. એ અહીં કહે છે કે, તને કોઈ બચાવી શકશે નહિ.
(રાજકોટમાં તો) આ નજરે જોયેલું. બધાં બિચારા આમ જોતાં હતાં. કુટુંબી કરોડપતિ બધાં ભેગાં થયાં. પેલાની મરવાની તૈયારી...! હાય..હાય...! આંસુની ધારા હાલી જાય...! કોણ બચાવે પ્રભુ ? શરીરની સ્થિતિનો જે છૂટવાનો ને વેદનાનો સમય છે. તેને કોઈ ફેરફાર કરી શકશે નહિ. કોઈ બૂચાવી શકતું નથી,
“તું ભલે ધનના ઢગલા કરે,. કરોડો રૂપિયાની લક્ષ્મી, ત્યાં ખર્ચે તો પણ) એ કાંઈ દુઃખથી છૂટશે નહિ. આહા..હા.! વૈદ્ય-દાક્તરો ભલે સર્વ પ્રયત્ન કરી છૂટે.
મુમુક્ષુ : (ડૉકટર લોગ) રોજ કઈકો બચાતે હૈ ! - પૂજ્ય ગુરુદેવશ્રી : વહી બાત કરતે હૈં. કિસીકો બચા સકતે નહીં. આ..હા..હા..! એ વાત અંદરમાં પેસવી જોઈએ, હોં...! ઉપર ઉપરથી વાત કરે એમાં કાંઈ વળે એવું નથી ! આહા..હા..!
અહીં તો બેને વૈરાગ્યની વાત કરતાં આ વાત લીધી છે. અરે...! તું
-- -
.
ગ,
-
- - -
-
- -
-
-
- -
-
-
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૩૩
વચનામૃત રહસ્ય ભલે ધનના ઢગલા કરે.... આ કરોડ (રૂપિયા) આપું, કોઈ દાક્તર બચાવે ! એક ઘડીના આટલા પૈસા આપું - પાંચ લાખ - દસ લાખ (આપુ) (જો) કોઈ બચાવે (તો) ! એ સમયે બચાવવાને કોઈ સમર્થ નથી. તારા અબજો (રૂપિયાના) ઢગલા પડ્યા હશે, પણ તારી એ) ધૂળ પડી રહેશે. હાલીને હાલ્યો જાઈશ ઢોરમાં !! માંસને દારૂ કદાચ ખાધાં નહિ હોય તો પણ મરણ કરીને પશુમાં જશે. - સિદ્ધાંતમાં એવો લેખ છે કે ઘણાં જીવો તિર્યંચ - પશુમાં અવતરવાના ! કેમકે ધર્મ નથી એટલે કે, સમ્યગ્દર્શન નથી, તેમ આખો દિ' પાપ કર્યા છે, પુણ્યના પણ ઠેકાણા નથી, એક-બે ઘડી પુણ્ય બાંધ્યું હોય અને ૨૩ કલાક પાપ (કર્યા હોય) ! આ..હા..હા..! એ બધાં) મરીને ઢોરમાં - તિર્યંચમાં - પશુમાં અવતરવાના ! મનુષ્યની મોટી સંખ્યા મરીને તિર્યંચમાં અવતરશે. - એવા સિદ્ધાંતમાં લેખ છે. આહા..હા... પશુ થશે, પછી ક્યારે મનુષ્યપણું મળશે? ક્યારે તેને જિનવાણી સાંભળવા મળશે ? (પછી આત્મહિત કરવાના) ટાણા એને નહિ રહે. આહા..હા..!
અહીંયા કહે છે ....વેદ્ય-દાક્તરો ભલે સર્વ પ્રયત્ન કરી છૂટે, ટોળે વળીને ઊભેલાં સગાંસંબંધીઓ.... આ તો બધું નજરે જોયેલું ! આ..હા..હા..! સગાવહાલાંઓનો આખો ઓરડો ભરેલો. ઓલો રોવે ને મરવાની તૈયારી ! આહા..હા..! બાયડી નવી પરણેલો ને દુઃખનો પાર ન મળે....! ધર્મ કર્યો નહોતો, ધર્મ સાંભળવાના જોગે દરકાર (કરી) નહિ. બે ઘડી કદાચિત્ ક્યાંય ગયો હોય ને પાછી ૨૩ કલાક હોળી સળગતી હોય !! આ..હા..હા..! એ ૨૩ કલાકના પાપ (એની સામે) તારા બે ઘડીના પુણ્ય બળી જવાના. ઝીણી વાત છે, પ્રભુ !
એ અહીંયા કહે છે ....ટોળે વળીને ઊભેલાં સગાંસંબંધીઓ તરફ તું ભલે દીનતાથી ટગર ટગર જોઈ રહે.... આ..હા...હા..! “એક રે દિવસ એવો આવશે.... આહા...! એક રે દિવસ એવો આવશે ત્યારે કોઈ તારી સામું નહિ જોવે. આહા...! સ્ત્રી આમ જોશે... અરેરે...! આ કાયામાં હવે કાંઈ નથી. એમ ધ્રુસકે ધ્રુસકે... રોશે ! છતાં એનો એક સમય બદલશે નહિ. આ..હા..હા..! એક રે દિવસ એવો આવશે, જાણે જન્મ્યા જ નહોતા જી. સગી રે નારી રે તારી કામની, એ ઊભી ટગ ટગ જોશે જી, આ રે કાયામાં હવે કાંઈ
Page #249
--------------------------------------------------------------------------
________________
-
-
-
૨૩૪
[વચનામૃત-૪૧૨] નથી, એમ ધ્રુસકે ધ્રુસકે રોશે જી...' દેહથી છૂટા (આત્માનું) જ્ઞાન કર્યું નથી અને દેહ ને રાગની એકતાબુદ્ધિમાં જિંદગી ગાળી છે. ભલે (શાસ્ત્રના) જાણપણા કર્યા હોય, ક્રિયાકાંડ કરી હોય એ કાંઈ ત્યાં શરણભૂત નથી. શુભભાવ , કર્યા હોય તો પુણ્યના પરમાણુ બંધાણાં હોય, એને વર્તમાનમાં તો શુભ
ભાવ છે નહિ. મરતાં મરતી વખતે) પૂર્વે પુણ્ય-પાપ કર્યા હોય એના પરમાણુ પડ્યાં હોય. એ પરમાણુ શું શરણ આપે ? આહા...હા...! સમજાય છે કાંઈ? - હવે તો સમયસાર વાંચવાનું આવશે. એથી આ જરી છેલ્લી વાત બેનના વચનામૃતની લીધી. કાલે સવારમાં તો વ્યાખ્યાન નથી. બપોરે સમયસાર ચાલશે. આહા..હા..!
....સગાંસંબંધીઓ તરફ તું ભલે દીનતાથી ટગર ટગર જોઈ રહે, તોપણ શું કોઈ તને શરણભૂત થાય એમ છે ?' આ..હા...હા...! એ (બધા) જોવે કે, આ હવે નહિ બચે. થઈ રહ્યું.... એ ઊભાં ઊભાં જોવે ને રોવે ! અને તે પણ એ મરીને ક્યાં ગયો, તેને માટે રોતાં નથી. એ મરીને કઈ ગતિમાં ગયો ? ઢોરમાં કે નરકમાં (ગયો, એને રોતાં નથી ! એની પોતાની વર્તમાન સગવડતા જાય છે, એના તરફથી સગવડતા મળતી હતી, એને (એ) રોવે છે !! આ..હા..હા...! કોઈએ એમ પૂછયું છે કે, આ મરીને ક્યાં ગયો ? એમ વિચાર કર્યો છે મરતાં ? આ તિર્યંચમાં ગયો કે એકેન્દ્રિયમાં ગયો કે લીલોતરીમાં ગયો ? આહા..હા..! (એ) મરતાં એણે કોઈ આવો વિચાર કર્યો છે ? આ..હા..હા...! ફક્ત એ દુકાનને સાચવતો અને વિષયમાં અનુકૂળ હતો, એ સગવડતા ગઈ એને એ રોવે છે. એ મરીને નરકમાં ગયો તો મારે
ક્યાં (નરકમાં) જાવું છે !આ...હા..હા..હા..! એ મરીને નરકમાં ગયો કે તિર્યંચમાં ગયો . કોઈ દિ વિચાર કર્યો છે ? બાયડી મરી, છોકરો મર્યો, છોડી મરી, વહુઓ મરી... આ મરીને ક્યા સ્થાને ગઈ હશે ? એનો વિચાર કર્યો છે ? અમારી સગવડતા ગઈ એને રોવે છે ! એ ભલે નરકમાં ગયો હોય, તિર્યંચમાં - ઢોરમાં ગયો હોય....! આ..હા..હા...! આવી સંસારની સ્થિતિ છે !!
એમાં જો આ આત્માની ભાવના (ન કરી), રાગથી ભિન્ન પાડવાના સંસ્કાર (પ્રાપ્ત) ન કર્યો... આહા..હા...! વિકારના વેદનથી પ્રભુનું આનંદનું વેદન જુદું છે, એવા સંસ્કાર જો પ્રાપ્ત) ન કર્યા તો) પ્રભુ ! (તારી) ગતિ બગડી જશે.
Page #250
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૨૩૫ ત્યાં કોઈ સહારો ને સથવારો નથી. ત્યાં કોઈ જગતની સફારશ લાગુ પડતી નથી કે, ભાઈએ બહુ આવું કર્યું હતું, અમારું (આમ) કર્યું હતું. અમારું તેમ). કર્યું હતું, અમારી નાતમાં અગ્રેસર હતો, અમારો પ્રમુખ હતો. અમારો ફલાણો હતો ત્યાં કોઈ આવી) સફારશ કામ આવે એવું નથી, આહા..હા..! એ મીને એકલો ટળવળતો..... ટળવળતો.. છૂટીને ચાલ્યો જશે !
દેહ ને રાગ અને આત્મા તન્ન ભિન્ન છે એવા સંસ્કાર જેણે નાખ્યાં નથી, (આત્માનો) અનુભવ તો ભલે ન હો, પણ સંસ્કાર પણ નાખ્યાં નથી આહા...! બહારની અનુકૂળતાની ચીજમાં રાજીપો કરીને રખડી મર્યો છે.
એ અહીં કહે છે, “....ટગર ટગર જોઈ રહે, તોપણ શું કોઈ તને શરણભૂત થાય એમ છે ? જો તેં શાશ્વત સ્વયંરક્ષિત જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની....' આ..હા..હા...! આ કરવાનું છે. લાખ વાતની વાત...! છ ઢાળામાં આવે છે. લાખ વાતની વાત, નિશ્ચય ઉર. આણો, છોડી જગત ધંધ-કુંદ નિજ આત્મ ઉર ધ્યાવો' . એ વિના બધાં થોથે-થાથા (છે). રોઈને - મરીને બધાં જવાનાં ઢોરમાં !! આહા..હા..! આર્ય માણસ હોય એટલે માંસ ને દારૂ તો ન ખાતાં હોય એટલે એને તિર્યંચની - ઢોરની . પશુની વચલી દશા આવવાની. અનંતે કાળે એમાંથી પાછું મનુષ્યપણું ક્યારે મળશે ? આ..હા..હા..! અરે...! એણે વિચાર કર્યા નથી. પરના વિચાર ને પરના કાર્યમાં રોકાઈને પોતે પોતાનું બગાડ્યું છે. એની એને ખબર નથી કે હું મારું બગાડું છું !! આહા..!
“જો તેં શાશ્વત સ્વયંરક્ષિત....' અંદર શાશ્વત ભગવાન છે (એ) સ્વયંરક્ષિત છે. એને સુરક્ષિત) રાખે તો રહે, એવું નથી. (એવો) ચૈતન્ય ભગવાન સ્વયં રક્ષિત છે. સ્વયં - પોતે પોતાથી રક્ષાયેલો છે. આ..હા...હા..! ...સ્વયંરક્ષિત જ્ઞાનાનંદસ્વરૂપ...” અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદસ્વરૂપ એવા ...આત્માની પ્રતીતિ - અનુભૂતિ કરી આત્મઆરાધના કરી હશે....' આ..હા..હા..! આ કરવાનું છે) ! બીજું બધું તો બહારની ધમાલ ને ગમે તે હો ! આહા..હા..! શું કહ્યું ?
‘શાશ્વત સ્વયંરક્ષિત...' ભગવાન (આત્મા) તો અંદર સ્વયંરક્ષિત છે. કોઈ રાખે તો રહે, ન રાખે તો ન રહે (એવું નથી. એ તો નિત્યાનંદ પ્રભુ છે ! સત્ ચિદાનંદ પ્રભુ ! દેહ દેવળમાં બિરાજમાન સ્વયંરક્ષિત છે. આહા..હા...! એની સામું જો! એને જો ! કાંઈક છે અંદર !! અંદરમાં નિધાન ભર્યું
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૬
[વચનામૃત-૪૧૨] છે !! આહા..હા..! એ નિધાન જોવાને નવરો થતો નથી. આહા..! બહારની હોંશુ ને હરખ (આડે નિધાન જોવા નવરો થતો નથી ! - સ્તવન છે.... એક સ્તવન ! ચાર સઝાયમાળા છે, ચાર સ્વાધ્યાય છે. એક-એકમાં ૨૦૦-૩૦૦ સ્વાધ્યાય છે. એક-એક સ્વાધ્યાયમાં દસ-દસ, પંદરવીસ શ્લોક છે. એવા ચાર (સ્વાધ્યાય છે). હું તો દુકાન પર હતો (ત્યારે) મેં મગાવ્યાં હતાં. વીસ વર્ષની ઉમરે...! બધાં વાંચેલાં. એમાં એક આ આવ્યું હતું. હોંશિડા હોશ ન કીજિએ . હે જીવ ! તારી ચૈતન્યની સત્તા છોડીને પરની હોંશમાં હોંશ ન કરીશ પ્રભુ ! આ..હા..હા..! સક્ઝાય છે. ચાર સક્ઝાય માળા છે, શ્વેતાંબરમાં છે. તે વખતે તો દુકાન ઉપર બધાં પુસ્તક મગાવેલા. એક-એકમાં ૨૫૦-૩૦૦ સક્ઝાય (છે) એવી ચાર સક્ઝાયમાળા છે. એમાં એક આ હતું. આ..હા..હા..! પ્રભુ ! તું હોંશ ક્યાં કરે છે ? તારું સ્વરૂપ અંદર જ્ઞાનાનંદ ભર્યું છે, એના તરફની તને હોંશ આવે નહિ, એના તરફનો તને પ્રયત્ન આવે નહિ, એના તરફનો તને હરખ આવે નહિ અને એના વિના તને આ પુણ્ય ને પાપ અને તેના ફળમાં હરખ ને હોંશે આવે છે) ! પ્રભુ ! મરી ગયો તું ! આહા..હા..હા..! છે ?
...સ્વયંરક્ષિત જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માની પ્રતીતિ.... એ પ્રતીતિ કેમ થાય ? એ વાત તો આપણે આખો દિ' ચાલે છે. દેહ પણ હું નહિ, વાણી હું નહિ, મન હું નહિ, પાપના પરિણામ હું નહિ, પુણ્યના પરિણામ હું નહિ, એક સમયની પર્યાય ઉપર દૃષ્ટિ નહિ, આ..હા..હા..! હું (તો) ત્રિકાળી સ્વસંવેદન સ્વયંરક્ષિત આત્મા છું. તેની પ્રતીતિ કરી હોય.... તે સ્વરૂપની પ્રતીતિ (પોતે) પર્યાય છે, પણ પ્રતીતિ કરવી કોની ? ત્રિકાળ જ્ઞાયકસ્વરૂપની ! આહા..હા..!
હવે આમાં બહારમાં હોળી હળગતી હોય, પચ્ચીસ-પચાસ લાખ પેદા થતાં હોય, (એક) દિવસની લાખોની પેદાશ હોય (એમાં) એ મૂંઝાઈ ગયો. છોકરાં સારા પાક્યા હોય.... થઈ રહ્યું ! જાણે અમે ક્યાંય ચડી ગયા ! બાપુ...! એ બધું નાશવાન છે, ભાઈ !
આ સ્વયંરક્ષિત પ્રભુ જ્ઞાનાનંદ સ્વભાવની પ્રતીતિ તેની અનુભૂતિ બે (શબ્દ) છે ને ? તેની પ્રતીતિ અને તેની અનુભૂતિ. કરી આત્મઆરાધના કરી હશે.... આ..હા..હા..! “આત્મઆરાધના' ! પુણ્યની આરાધના ને રાગની આરાધના, વ્યવહારની આરાધના - એ નહિ. આવે વ્યવહાર, વચ્ચે આવે.
-
૪
-
S. . :--
-
-
--
-
Page #252
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૨૩૭
પણ એ બધું હેય (છે) - છોડવા લાયક છે.
આહા..હા...! અંતરનો સ્વયં આનંદ સ્વભાવ (છે, તેની) ....અનુભૂતિ કરી આત્મઆરાધના કરી હશે, આત્મામાંથી શાંતિ પ્રગટ કરી હશે.... આ કરવાનું છે. લાખ વાતની વાત - નિજ આતમ ઉર ધ્યાવો ! આહા..હા..! છ ઢાળામાં આવે છે ને ? લાખ વાતની વાત નહિ... અનંત વાતની વાત ! કરોડ વાતની વાત નહિ, અનંત વાતની વાત ! અનંતી વાતની (વાત) નિજ આતમ ઉર ધ્યાવો !” અંદર મારો આત્મા પ્રભુ જ્ઞાનાનંદ સ્વભાવ છે, એના ઉપર દૃષ્ટિ કરીને એનું સેવન કર, તો તારા જન્મ-મરણના આંટા મટશે. નૈહિતર જન્મ-મરણના આંટા, ચોરાશીના અવતાર એવાને એવા ઊભા છે અને એવાને એવા ઊભા રહેશે. આ..હા..હા..! નવરાશ ક્યાં છે પણ એ ? સાંભળવા મળે તોપણ) ત્યાંને ત્યાં પડ્યો રહે. આહા.હા..!
(અહીં) કહે છે કે, ..આત્મામાંથી શાંતિ પ્રગટ કરી હશે, આત્મામાં શાંતરસ પડ્યો છે, આત્મામાં અકષાય રસ પડ્યો છે. અકષાય રસ કહો, શાંત રસ કહો, ચારિત્ર ગુણ કહો, અંદર રમણતા નામનો ગુણ કહો - એવો ગુણ (પડ્યો છે). એવો શાંતરસ અનાદિ અનંત પડ્યો છે. આહા ..હા..! એ આત્મામાંથી શાંતિ પ્રગટ કરી હશે,... પણ એ શક્તિરૂપે શાંતિ છે. આહા..! સ્વભાવમાં શાંતિ પડી છે. એને પર્યાયમાં વ્યક્ત - પ્રગટ કરી... આહા..!
(સમયસાર) ૪૯ ગાથામાં તો ત્યાં સુધી કહ્યું છે - આત્મા પર્યાયને સ્પર્શતો નથી ! આ..હા..હા..! શું કહ્યું ? દ્રવ્ય સ્વભાવ રાગને તો સ્પર્શતો નથી પણ એ પર્યાયને સ્પર્શતો નથી !! અને એની એ પર્યાય દ્રવ્યને અડતી નથી. ૪૯ ગાથા.... “અવ્યક્ત...!” અવ્યક્તના છ બોલ છે. એમાં આવે છે). વ્યક્ત ને અવ્યક્તનું જ્ઞાન હોવા છતાં, વ્યક્ત નામ પર્યાય અને અવ્યક્ત નામ દ્રવ્ય, બે નું જ્ઞાન હોવા છતાં તે આત્મા વ્યક્ત નામ પર્યાયને સ્પર્શતો નથી. અરરર....! આ વાત સાંભળવી કઠણ પડે ! શું કહ્યું ?
આત્મા ત્રિકાળી સ્વરૂપ છે તેને ત્યાં અવ્યક્ત _કીધું છે. અને પ્રગટ પર્યાયને વ્યક્ત કીધું છે. એ પ્રગટ પર્યાય જે છે તેનું અને અવ્યક્તનું જ્ઞાન હોવા છતાં, વ્યક્ત નામ પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી. આ..હા..હા..! ગજબ વાત છે ! (એમ માનવાને) ઠેકાણે, એને આમ અડાડું છું ને શરીરને આમ કરું છું શરીરથી ભોગ લઉં છું.... એમ માને છે). આ..હા..હા..! પ્રભુ.. પ્રભુ...
=
=
-.
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૮
[વચનામૃત-૪૧૨] પ્રભુ...! ગજબ વાતું છે બાપુ | સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્માનું સત્ય (આ છે કે વ્યક્તિ પર્યાયને પણ અવ્યક્ત - ત્રિકાળી દ્રવ્ય, શુદ્ધ સચિદાનંદ, શાંતિનો સાગર સ્પર્શતો નથી ! આહા..હા..! એ પર્યાયને અડતો નથી. આ શું વાત છે !! સમયસાર ૪૯ ગાથામાં છે. “અવ્યક્તના છ બોલ છે. આહા..! આત્મા ત્રિકાલ છે - એ વ્યક્ત નથી. પણ વર્તમાન પર્યાય પ્રગટ છે તેને વ્યક્ત કહીએ. અને ત્રિકાળ જે પ્રગટ નથી તેને અવ્યક્ત કહીએ. એને પર્યાયની અપેક્ષાએ અવ્યક્ત કહીએ, અપ્રગટ કહીએ. વસ્તુની અપેક્ષાએ તેને પ્રગટ કહીએ. અરે....! અરે....! આ ક્યાં સાંભળ્યું જાય !
આ અંતર(માં) પકડ્યા વિના એના જન્મ-મરણના આરા, ચોરાશીના ફેરા ફરવાના મટતાં નથી, બાપુ ! એ બહારમાં ગમે તે રીતે મનાવે અને માને કે આમ કર્યું ને ફલાણું કર્યું ને અમે આમ કર્યું, દાનમાં કરોડો પૈસા ખર્ચા માટે અમારા જન્મ-મરણ કાંઈક ઘટશે એમ માનવું) હરામ છે, (એમ) કહે છે. આ..હા....
અહીયા કહે છે કે, શાંતિનો સાગર પ્રભુ છે, કેમ બેસે....? કેમકે એનામાં એમ ચારિત્ર નામનો ગુણ અનાદિથી) છે. એ ચારિત્રગુણનું સ્વરૂપ શાંત છે. ચારિત્રગુણનું સ્વરૂપ અકષાય છે. એ અકષાય શાંત ભાવ ત્રિકાળ છે. એ શાંત ભાવને સ્પર્યા વિના એટલે પ્રગટ કર્યા વિના (જન્મ-મરણ નહિ મટે). (પ્રગટ થયેલો શાંત ભાવ ત્રિકાળીને સ્પર્શતો નથી. જરી ઝીણું પડે. પરમાર્થ ધર્મની શાંતિની જે પર્યાય છે. એ ત્રિકાળ શાંતસ્વરૂપ પ્રભુ છે. તેને તે અડતી નથી. આ..હા..હા...! કેમકે દ્રવ્યનું વદન હોતું નથી. વેદન પર્યાયનું હોય છે અને તેથી તો એમ કહ્યું છે કે આનંદ અને શાંતિનું જે વેદન હોય તે આત્મા (છે) ! અમારે તો તે આત્મા (છે). રાગ આદિ તો આત્મા નહિ પણ દ્રવ્ય પણ આત્મા અમારે નહિ !! અમારે દ્રવ્ય આત્મા નહિ ! (એમ કહ્યું) આ..હા..હા..! પ્રવચનસાર - ૧૭૨ગાથામાં) વીસમા બોલમાં કહ્યું
- રાગ- દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એ તો આત્મા નહિ, એ તો અનાત્મા છે. આહા..હા..! પણ એક સમયની પર્યાય એ પણ દ્રવ્ય નહિ - વસ્તુ નહિ. નિર્મળ પર્યાય - સમ્યગ્દર્શન(ની) જ્ઞાનની, શાંતિની નિર્મળ પર્યાય - એ પર્યાયને
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૩૯
વચનામૃત રહસ્ય
દ્રવ્ય સ્પર્શતું નથી. ધર્મીને પર્યાય વેદનમાં આવે છે. શાંતિ...શાંતિ...શાંતિ... શાંતિ... બીજી રીતે કહીએ તો (એ) અકષાય ભાવ છે). આહા..હા..!
-
CM
એકવાર એ કહ્યું હતું - જેમ નિર્મળતા ૨ે સ્ફટિક તણી, જેમ નિર્મળતા ૨ે સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ રે.... શ્રી જિનવીરે ધર્મ પ્રકાશિયો, શ્રી જિનવીએ ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ રે...' એ પુણ્ય - પાપના ભાવ કષાય છે. એનો અભાવ (થવો) તેને ભગવાને ધર્મ કહ્યો છે. સમજાણું કાંઈ ? આ મંદિરો બનાવે ને લાખો રૂપિયા ખર્ચે ને કરોડો રૂપિયા ખર્ચે એથી કરીને એને ધર્મ થઈ જાય, એના જન્મ-મરણ મટે (એવું નથી). આ..હા..હા..! અહીંયા અંદર શાંત રસથી (ભરેલો) પ્રભુ પડ્યો છે ને ! અકષાય સ્વરૂપ કહો કે શાંત કહો કે ચારિત્ર કહો એવો એને અનાદિ અનંત ચારિત્રનો સ્વભાવ અંદર પડ્યો છે. એના ઉપર નજર કરતાં પર્યાયમાં જે શાંતિ પ્રગટે, તે શાંતિને - મુક્તિના માર્ગને સમ્યગ્દર્શન કહે છે. . આ સમ્યગ્દર્શન વિના જે કાંઈ કરવામાં આવે એ બધું એકડા વિનાના મીંડાં છે.' કોરે કાગળે એકડા વિનાના કરોડ મીંડાં (કરે) (તો) એની કોઈ સંખ્યા (થતી) નથી. આ..હા..હા...! આકરી વાત છે, પ્રભુ !
G
4)
અંદર શાંત...શાંત...શાંત... સ્વરક્ષિત ભગવાન બિરાજે છે). એને રાખે તો રહે, એવું નથી. એ તો સ્વરક્ષિત જ છે અને જ્ઞાનાનંદસ્વરૂપ છે. મરણ ટાણે પ્રભુ ! જો આ તને યાદ ન આવે... આહા..હા..! મરણ ટાણે જો આ સાધકપણું પ્રગટ્યું નહિ હોય (તો) એ મરણ ટાણે (તું) ભિંસાઈ જઈશ, દુઃખમાં ભિંસાઈ જઈશ, પીડાઈશ અને મરીને ઢોર ને નરકમાં જવું પડશે. આહા..હા..!
અરે..! એનો વિચાર (પણ) કે દિ' કર્યો છે ? (કે) મારું શું થશે ? હું અહીંથી (ક્યાં જઈશ) ? દેહ તો છૂટશે પણ હું કાંઈ છૂટવાનો છું ? છૂટવાનો છું (પણ) દેહથી (છૂટવાનો છું). દેહ છૂટે (ત્યારે) માણસ એમ કહે છે ને કે, એ જીવ ગયો ! એમ કહે છે કે જીવ મરી ગયો ? દહ છૂટે ત્યારે એમ કહે છે ને કે, Pulse હાથ આવતા નથી, બાપુ ! જીવ ગયો લાગે છે. આમાં જીવ લાગતો નથી. (અહીંથી) ગયો ત્યારે (બીજે) ક્યાંક રહ્યો છે કે નહિ ? અહીંથી ગયો ત્યારે ક્યાંક રહ્યો છે કે નહિ ? (તો) ક્યાં રહ્યો છે ? એ આત્માના ભાન વિના કષાય કર્યા હોય તો મરીને ઢોરમાં રહ્યો હશે ! આહા..હા..! જેણે આત્માનું સમ્યગ્દર્શન અને સમ્યગ્દર્શનના
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૪)
વચનામૃત-૪૧૨] સંસ્કાર અંતરમાં નહિ નાખ્યાં હોય અને બહારના સંસ્કારનાં ઘેરામાં ઘેરાયેલો હશે... ... હા..! એ મરણ કરીને ક્યાંય ચાલ્યો) જશે. આહાહા..!
(માટે અહીંયા કહે છે) ...આત્મામાંથી શાંતિ પ્રગટ કરી હશે, તો તે એક જ તને શરણ આપશે. સિદ્ધાંતમાં તો એ લેખ છે : મંગલિકમાં આવે છે ને ? અરિહંતા શરણે સિદ્ધા શરણે, સાહુ શરણે, કેવળીપત્તો ધમ્મો શરણં' એ ચારે બોલ વિકલ્પ છે. એ નિશ્ચયથી શરણ નથી. અરિહંત શરણ નથી, સિદ્ધ શરણ નથી, સાધુ શરણ નથી, અરે...! કેવળીએ પ્રરૂપેલો ધર્મ એ તો પર્યાય છે, એ પણ શરણ નથી ! અંદર ચિદાનંદ ભગવાન | (આત્મા) શરણ છે !! આહા..હા..! ઉત્તમ મંગલિક, ઉત્તમ શરણ ને ઉત્તમ દાતા...! આહા..હા...! એ પ્રભુ અંદર ભર્યો છે, ભાઈ ! પણ તને ખબર નથી. આહા..હા..! એવો તું ભગવાન છો ! એ પામર થઈને ફરે...? આહા..! એ કહે છે : (આત્મામાંથી) શાંતિ પ્રગટ કરી હશે (તો) એ એક જ તને શરણ આપશે.. “એક જ (શરણ આપશે) ! “ણમો અરિહંતાણં ણમો અરિહંતાણંકર તો પણ એ શરણ નહિ આવે, (એમ) કહે છે. આહા..હા..! ભગવાનનું નામ લ્યો. ભગવાનનું નામ લ્યો, ભાઈ ! (એમ લોકો કહે છે ને ?) આહા..હા..! ભગવાનનું નામ લેવું એ વિકલ્પ પણ રાગ છે. આ.હા..હા..!
અંતર આનંદ સ્વરૂપ ભગવાન છે એનું જ્ઞાન કરીને લક્ષ તો કર ! બીજા તરફનું લક્ષ છોડી દે ! બીજાથી કંઈ પણ કલ્યાણ ને શ્રેય નથી. આત્મામાં એ સંસ્કાર નાખ્યા વિના આગળ જઈને સમકિત પામશે નહિ. આગળ જઈને મિથ્યાત્વમાં ચાર ગતિમાં પાછો રખડશે. મનુષ્યપણું હારી જશે.
એ (અહીંયા) કહે છે . ....તે એક જ તને શરણ આપશે. એ ચાર મંગલિકને પણ ‘અમંગલિક કહ્યાં છે ! આહા..હા..! પદ્મનંદી પંચવિંશતીમાં
એકત્વ સપ્તતિ' નામનો અધિકાર છે. ત્યાં એમ લીધું છે કે, એ ચાર શરણ નથી. શરણ અંદર ભગવાન આત્મા છે ! આહા..હા..! અંદર અખંડાનંદ પ્રભુ શાંતિનો સાગર, અતીન્દ્રિય તેના પ્રકાશવાળો . ચેતનના પ્રકાશનો પૂંજ પ્રભુ અંદર છે. પણ તારી નજરું ગયા વિના તને નિધાન દેખાશે નહિ. આહા...! રાગ અને પર્યાયના પ્રેમમાં રોકાઈ જઈ અને સ્વને ભૂલીને એ રખડે છે. સાધુ થયો ! દિગંબર સાધુ..., નગ્ન મુનિ (થયો) ! અઠ્ઠાવીસ મૂલગુણ પાળ્યાં, પંચ મહાવ્રત ધારણ કર્યા પણ આત્મજ્ઞાન વિના શૂન્ય થયું. આહા.હા..!
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૪૧
-
-
-
-
-
-
-
-
વચનામૃત રહસ્ય એના વિના એક સમય (પણ) શાંતિ ન મળી.
એ અહીં કહે છે કે જો આત્મામાંથી) શાંતિ પ્રગટ કરી હશે, તે. તે એક જે તને શરણ આપશે. માટે અત્યારથી જ તે પ્રયત્ન કર.' પછી કરીશ.... પછી કરીશ, એમ વાયદો રહેવા દે ! ‘જેને જેની રુચિ હોય તેને તેના વાયદા ન હોય, જેમાં જેને રુચિ હોય તેનો વાયદો ન હોય. આ...હા...હા..! એમ જો આત્માની રુચિ હોય તો એને વાયદો નહિ હોય કે, હમણાં નહિ, પછી કરશું. પછી કરશું.... પછી કરશું... અને પછી કરશું રહેશે! સમજાણુ કાઈ ? આહા...હાં..!
એક દાખલો આવે છે. વાણિયાનું જમણ હતું, એમાં બારોટ આવ્યાં, બારોટ કહે કે, “અમને પણ જમાડો, તમારા પાંચ-પાંચ હજાર માણસ જમે છે એમાં ભેગાં અમે પાંચસો બારોટ છીએ (અમને પણ) જમાડો !' વાણિયાએ કહ્યું “આજ નહિ કાલે ! કાલે વાત આજે નહિ !' બારોટ) બીજા દિવસે (પાછા) આવ્યાં, (ત્યારે વાણિયાએ કહ્યું, “શું લખ્યું છે આ ? - આજ નહિ કાલ !? એ કાલ કોઈ આવે નહિ ને બારોટ કોઈ દિ' જમે નહિ. આહા..હા.....! એમ હમણાં નહિ... હમણાં નહિ... હમણાં નહિ.... જે કરે છે એની) પછી પહેલાં આવે નહિ અને હમણાં નહિ.. હમણાં નહિ... (કરતાં કરતાં એમને એમ મરીને હાલ્યો જઈશ ચોરાશીના અવતારમાં !! આહા...! (જેમ) બારોટને જમવાનું મળે નહિ, એમ આને સાચું કોઈ દિ' થાય નહિ. આહા..હા...! હમણાં નહિ પછી વાત. થોડું દીકરા-દીકરીયુંનું કરી લઈએ (પછી વાત). દીકરો ન હોય તો કોકનો દીકરો લે ! શું કહેવાય (એને ? દત્તક... દત્તક..! દત્તક લે ! આ..હા...હા...! અરે...! દીકરી ન હોય તો, દીકરીનો દીકરો હોય એને સાચવે ! આહા..હા...! પણ એને સાચવીને એ ત્યાં ને ત્યાં રોકાય. ભગવાન આત્મા અંદર ક્યાં ચીજ છે ? (એ શોધતો નથી). આ.હા..હા..! અરેરે...! અનંતવાર તેં (એ બધું) કર્યું, પ્રભુ !
અહીંયા કહે છે ...તે પ્રયત્ન કર.' એક જ પ્રયત્ન કર - આત્મ સ્વભાવ શુદ્ધ ચૈતન્ય છે તેના તરફનો પુરુષાર્થ કર ! એ પુરુષાર્થથી પ્રાપ્ત થાય એવો છે. ‘ક્રમબદ્ધ', ભલે હો. પણ ક્રમબદ્ધમાં પુરુષાર્થ છે. ક્રમબદ્ધમાં અકર્તાપણાનો પુરુષાર્થ છે. અકર્તાપણું થાય તો જ્ઞાતાપણું થાય. અકર્તા નિષેધથી (નાસ્તિથી) છે. જ્ઞાતાપણું અસ્તિથી છે. જે સમયે જે થવાનું (એવા ક્રમબદ્ધનો
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૨
વિચનામૃત-૪૧૨] જ્યાં નિર્ણય કરે ત્યારે આત્મા રાગનો અને વર્તમાન પર્યાયનો પણ કર્તા નહિ. આહા..હા..! ત્યારે તે પર્યાયનો પણ જ્ઞાતા-દ્રષ્ટા થઈ જશે, ગજબ વાત છે, ભાઈ ! " એ અહીં કહે છે . અંદરમાં એ પ્રયત્ન કર, બાપુ ! આહાહા..! માથે મોત ભમે છે... આ..હા...હા...! ક્ષણે-ક્ષણે મોત તો ભમે છે. ક્યારે દેહ છૂટશે તેની ખબર નથી),
એક મુમુક્ષુ વાત કરતાં હતાં, મારી ઉમરનો ૨૮ વર્ષનો મારો મિત્ર મારી પાસે બેઠો હતો. અમે બન્ને વાતું કરતાં હતાં. એને રોગ નહિ, કાંઈ નહિ. વાતું કરતાં હતાં ત્યાં ફૂ.... એટલું થયું ! મેં ત્યાં આમ જોયું તો - મરી ગયો !! કાંઈ કરતાં કાંઈ નહિ. આમ ફૂ.... (થયું, સ્થિતિ પૂરી થઈ ગઈ ! ફૂ.... એટલું થયું ત્યાં દેહ છૂટી ગયો. હજી તો વાતચીત કરતાં હતાં. દેહ છૂટવાને કાળે પહેલા કોઈ પ્રસંગ આવશે કે, હવે હું - મરણ આવું છું, હોં...! એમ કહીને) મરણ નહિ આવે. મરણ ત્યાં પૂછવા નહિ આવે. આહા..હા..! અકાળે જ આમ મૃત્યુ થઈ જશે. “અકાળે શબ્દ - તને ખ્યાલમાં નથી એ અપેક્ષાએ (અકાળ છે). બાકી તો કાળે તો તે જ કાળ છે. આહા..હા..!
માથે મોત ભમે છે એમ વારંવાર સ્મરણમાં લાવીને... છે ? -એમ વારંવાર સ્મરણમાં લાવીને.... આ..હે..હા...! ...પણ તું પુરુષાર્થ ઉપાડ... એ મોતને વારંવાર યાદ કરીને પણ પુરુષાર્થ ઉપાડ (એમ કહે છે). “.......કે જેવી અબ હમ અમર ભયે, ન મરેંગે...' આ....હા..હા...! જેને એ આત્માનું જ્ઞાન થાય.... ‘અબ હમ અમર ભયે ન મરેંગે - હમ મરતા નહિ. હમ તો અમર હો ગયે. અમારો આત્મા અમર છે). અમે અમરને જાણ્યો, અમરને અનુભવ્યો, અમરની પ્રતીતિ કરી - અબ હમ ન મરેંગે.' એ આનંદઘનજીનું વચન છે. શ્વેતાંબરમાં એક આનંદઘનજી થઈ ગયા છે. “અબ હમ કબહુ ન મરેંગે !” આ.........!
એ કહે છે, જુઓ ! “અબ હમ અમર ભયે, ન મરેંગે... શાંતિના નાથનું જો અંદર રટણ હશે, અંતર જ્ઞાતા-દૃષ્ટા ને આનંદનું જો રટણ હશે તો “અબ હમ અમર ભયે . આત્મા અમર છે. આત્મા કોઈ દિ મરતો નથી. આહા..હા..! આત્મા તો અમૃતનો સાગર છે. એટલે ? અમૃત એટલે ? જે
Page #258
--------------------------------------------------------------------------
________________
વચનામૃત રહસ્ય
૨૪૩ કોઈથી મરતો નથી, અમૃત - એ કોઈને મારતો નથી. કોઈથી તે મર્યો જાતો નથી, એવો એ અમૃતસાગર છે. આહા..હા..! એવા આત્માનું જેને અંતરમાં રટણ થયું, જેને લગની લાગી, જેને સંસ્કાર પડ્યાં, જેના સ્મરણમાં વારંવાર જ્ઞાયક છું.... જ્ઞાયક છું... જ્ઞાયક છું.... એવા સંસ્કાર નાખ્યાં હોય, એને જ્ઞાયકનું ભાન થતાં... એમ કહે છે, જુઓ ! છે ? આહા..હા..! ..એવાં ભાવમાં તું સમાધિપૂર્વક દેહત્યાગ કરી શકે.” “અબ હમ અમર ભયે ન મરેંગે - આત્મા અમર - નિત્ય છે, એ નિત્યનું જ્યાં. અંતર(માં) જ્ઞાન અને સમ્યગ્દર્શન થયું (એ કહે છે) અબ હમ ન મરેંગે.' છે. એવા ભાવમાં તું સમાધિપૂર્વક...' (અર્થાતુ) શાંતિ...શાંતિ...શાંતિ... (પૂર્વક દેહ છોડીશ).
એક જણ મરતો હતો, દેહ છૂટતો હતો (એ) જાણપણાવાળો હતો. (ત્યારે) એને બીજા સંભળાવતાં હતાં. (ત્યારે તેણે કહ્યું, ‘ભાઈ ! સંભળાવવું મૂકી દે ! હવે મને સંભળાવવું મૂકી દે. હું તો મારા ધ્યાનમાં છું.” સંભળાવવામાં પણ સામું લક્ષ (છે), (એ) રાગ છે, સાંભળવામાં પણ રાગ છે. એ રાગમાં રહેશે તો પણ એનું મૃત્યુ સત્ય (સમ્યફપ્રકારે). નહિ થાય. “રાગથી રહિત હું મારા ધ્યાનમાં છું. મને હવે કોઈ સંભળાવશો નહિ, મારું કાંઈ સાંભળવું નથી. મારે આ (ભારો) પ્રભુ અંદર છે. આહા.....! સમજાય છે ? આમ એક જણાને મૃત્યુ થયું હતું. * એ અહીં કહે છે ....(એવા ભાવમાં તું સમાધિપૂર્વક દેહ ત્યાગ કરી શકે. જીવનમાં એક શુદ્ધ આત્મા જ ઉપાદેય છે. - જીવનમાં એક શુદ્ધ આત્મા જ ઉપાદેય છે. જુઓ ! આ સરવાળો ! નિમિત્ત છે તે ઉપાદેય - આદરણીય નથી. શુભ રાગ પણ આદરણીય નથી, એક સમયની પર્યાય પણ આદરણીય નથી, આહા..હા..હા.. એક ત્રિકાળી શુદ્ધ આત્મા જ અંગીકાર કરવા લાયક છે. ક્યારે બેસે...? છે છેલ્લો શબ્દ ? “...એક શુદ્ધ આત્મા જ...'
કોણ આત્મા ? જીવનમાં એક શુદ્ધ આત્મા જ ઉપાદેય છે), અંદર શુદ્ધ સ્વરૂપ પ્રભુ (આત્મા બિરાજમાન છે. જેમ ડાબલામાં હીરો જુદો પડ્યો હોય એમ રાગ અને શરીરથી ભિન્ન અંદર ભગવાન હીરો - ચૈતન્ય હીરલો પડ્યો છે. એની જેણે દૃષ્ટિ અને સંસ્કાર કર્યો અને હવે મરણની બીક રહી નહિ. એને હવે ભવ કરવાનું રહ્યું નહિ. એ આત્માનું શરણ કરશે તો, એ વિના હજી તો અરિહંત ને સિદ્ધનું શરણ કરવા (લેવાં) જશે તો એ પણ) રાગ
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૪૪
[વચનામૃત-૪૧૩]
છે.
આ..હા..હા..! એ ૪૧૨ થયો.
“સર્વજ્ઞભગવાન પરિપૂર્ણજ્ઞાનરૂપે પરિણમી ગયા છે. તેઓ પોતાને પૂર્ણપણે એ પોતાના સર્વગુણોના ભૂત-વર્તમાન-ભાવી : પર્યાયોના અવિભાગ પ્રતિષ્ઠદો સહિત - પ્રત્યક્ષ જાણે છે. સાથે સાથે તેઓ સ્વક્ષેત્રમાં રહીને, પર સમીપ ગયા વિના, પરસમ્મુખ થયા વિના, નિરાળા રહીને લોકાલોકના સર્વ પદાર્થોને અતીન્દ્રિયપણે પ્રત્યક્ષ જાણે છે. પરને જાણવા માટે તેઓ પરસમ્મુખ થતા નથી. પરસમ્મુખ થવાથી તો જ્ઞાન દબાઈ જાય છે . રોકાઈ જાય છે, ખીલતું નથી. પૂર્ણરૂપે પરિણમી ગયેલું જ્ઞાન કોઈને જાણ્યા વિના રહેતું નથી. તે જ્ઞાન સ્વચૈતન્યક્ષેત્રમાં રહ્યાં રહ્યાં, ત્રણે કાળનાં તેમ જ લોકાલોકનાં બધાં સ્વ-પર શેયો જાણે કે જ્ઞાનમાં કોતરાઈ ગયાં હોય તેમ, સમસ્ત સ્વીપરને એક સમયમાં સહજપણે પ્રત્યક્ષ જાણે છે; જે વીતી ગયું છે તે બધાને પણ પૂરું જાણે છે, જે હવે પછી થવાનું છે તે બધાને પણ પૂરું જાણે છે. જ્ઞાનશક્તિ અદ્ભુત છે.” ૪૧૩.
•
•
•
૪૧૩. ‘સર્વજ્ઞ ભગવાન પરિપૂર્ણજ્ઞાનરૂપે પરિણમી ગયા છે. ત્રણ લોકના નાથ આ જ આત્મા સર્વજ્ઞપણે થયાં છે). આ..હા..હા...! આ થઈ ગયા એની વાત છે. તેઓ પોતાને પૂર્ણપણે . પોતાના સર્વગુણોના.... પોતાના સર્વગુણોના ! “...ભૂત-વર્તમાન-ભાવી પર્યાયોના અવિભાગ પ્રતિચ્છેદો સહિત....' એ શું કહ્યું ? પ્રભુનો સ્વભાવ તો સર્વજ્ઞ છે. ૪૭ શક્તિમાં લીધું છે. ૪૭
Page #260
--------------------------------------------------------------------------
________________
-
--
વચનામૃત રહસ્ય
૨૪૫ શક્તિ છે ને ? આ (આત્મામાં) સર્વજ્ઞ શક્તિ છે. આત્મા સર્વજ્ઞ સ્વભાવી જ છે. એવું જેને ભાન થયું અને એમાં જેને રટણતા લાગી એ સર્વજ્ઞ થયાં. એવા અનંતા સર્વજ્ઞ થઈ ગયાં.
એ સર્વજ્ઞ પોતાના અનંતા ગુણોની, અનંતી પર્યાયને અને એક-એક પર્યાયનાં અનંતા અવિભાગ પ્રતિચ્છેદને (જાણે છે). (અવિભાગ પ્રતિરચ્છેદ કહ્યું) એ શું? એક સમયના જ્ઞાનમાં ત્રણ કાળ ત્રણ લોક જણાય, તો એક પર્યાયમાં કેટલા ભાગ પડ્યાં ?! એક કેવળજ્ઞાનની પર્યાયમાં ત્રણ કાળ ત્રણ લોક જણાય. એક પર્યાયમાં એટલી તાકાત છે). ! એના એટલા ભાગ પાડો તો અનંતા અવિભાગ પ્રતિચ્છેદ થાય). ' અ-વિભાગ એટલે ભાગ ન કરાય એવા પ્રતિચ્છેદ નામ અંશો. કેવળજ્ઞાનની એક સમયની એક પર્યાયમાં અનંતા- પ્રતિચ્છેદ છે. એવાં એવાં અનંતા ગુણોની અનંતી પર્યાયમાં, એક એક પર્યાયમાં અનંતા પ્રતિચ્છેદ છે. એને પણ ભગવાન એક સમયમાં જાણે છે.. આ...હા..હા...! એવી તાકાતવાળો તું છો એમ બતાવે છે ! અરે.... પણ બેસે કેમ ? આહા...!
આ જગતની જાળ... આખો દિ' જાળમાં - પાપામાં) રોકાણો. ધર્મ તો નથી પણ પુણ્યના પણ ઠેકાણાં નથી ! એકાદ) કલાક પૂજા-ભક્તિ આદિ શુભ ભાવ કરી લે (પછી) આખો દિ પાપમાં....! થઈ રહ્યું....! એ પુણ્ય (પણ) ધોવાઈ જાય, (એ) પુણ્ય બળી જાય ! આ..હા..હા..! અને ઓલા પાપની અધિકાઈ થઈ જાય. એ પાપની અધિકતાથી મરીને જાય હલકી ગતિમાં !
અહીં કહે છે (જે) સર્વજ્ઞ થયા (એ) ....પોતાના સર્વગુણોના ભૂત-વર્તમાનભાવી પર્યાયોના અવિભાગ પ્રતિચ્છેદો સહિત - પ્રત્યક્ષ જાણે છે.' કેવળજ્ઞાની ત્રણ કાળ ત્રણ લોક જાણે છે. “જે જે દેખી વીતરાગનેતે તે હોસી, વીરા આ...હા..હા...! ભગવાનનાં જ્ઞાનમાં જે આવ્યું છે તે સમયે તે પર્યાય થવાની જ છે. એવી પર્યાયનું જ્ઞાન સર્વજ્ઞને એક સમયમાં આવી ગયું છે. એ સર્વજ્ઞ બીજાની પર્યાયના કુર્તા નથી, જ્ઞાયક છે - કર્તા નથી. ભગવાને જાણ્યું માટે પરમાં પર્યાય થઈ, એમ નથી અને પરમાં પર્યાય થઈ માટે સર્વજ્ઞને જાણવાનું થયું એમ પણ નથી. આહા..હા..! * સ્વની જાણવાની પર્યાયની તાકાત એટલી છે કે, સ્વના અનંતા (અવિભાગ) પ્રતિચ્છેદ, અનંતા ગુણો અને દ્રવ્ય - બધાંને) એક સમયમાં
*
*
નામ
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૬
વિચનામૃત-૪૧૩] પોતાના જ્ઞાનના સામર્થ્યથી જાણે છે, એનું નામ સર્વજ્ઞ પરમાત્મા કહેવાય છે. આહા..! એ સર્વજ્ઞ પરમાત્માની જેને પ્રતીતિ થાય તેને સમ્યગ્દર્શન થયાં વિના રહે નહિ. કેમકે સર્વજ્ઞ સ્વભાવ જ આત્માનો છે ! આહા..હા...! આવું આકરું છે. એ પોતે જ સર્વજ્ઞ સ્વરૂપ છે.
સમયસાર = ૪૭ શક્તિમાં સર્વજ્ઞ સ્વભાવમાં એમ કહ્યું છે કે, “સર્વ શબ્દ ભલે અમે લગાડ્યો પણ છે “આત્મજ્ઞ. કેવળી ત્રણ કાળ ત્રણ લોકને જાણે (છે) એમ અમે કહ્યું એ તો એક ઉપચારથી કહ્યું. બાકી એ છે - “આત્મજ્ઞ !” આત્માની પર્યાયને જાણનાર એમાં લોકાલોક તો સહેજે જણાઈ ગયા છે. એની લોક ઉપર નજર નથી. એવી સર્વજ્ઞ શક્તિ દરેક આત્મામાં બિરાજમાન છે. એ શક્તિની સંભાળ કરે તો સમ્યગ્દર્શન અને સર્વજ્ઞ થયા વિના રહે નહિ. વિશેષ કહેશે.........
હે ભવ્ય ! રાગ એ મારું કાર્ય છે. રાગ તે હું છું – એવો અકાર્ય કોલાહલ છોડી દે. શુભરાગ છે એ પણ તારું કાર્ય નથી. રાગ એ તારું અકાર્ય છે. દયા-દાન-વ્રત-તપ-ભક્તિનો રાગ હો કે ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ-રાગ હો પણ એ નકામો કોલાહલ છે. એ કોલાહલથી તને શો લાભ છે પ્રભુ! એ કોલાહલથી તું વિરક્ત થા. પુણ્યના પરિણામના કાર્યથી તું છૂટો થા.
(પરમાગમસાર-૪૩૭)
Page #262
--------------------------------------------------------------------------
________________
श्री वीतराग सत्साहित्य प्रसारक ट्रस्ट
उपलब्ध प्रकाशन (हिन्दी) ग्रंथ का नाम एवं विवरण
मूल्य
०८.००
၀၃
३०.०० ०६.०० ०६.०० १०.००
०४.०० ०८.०० १०.०० १५.०० २०.००
०१ जिणसासणं सव्वं (ज्ञानीपुरुष विषयक वचनामृतोंका संकलन)
द्रव्यदृष्टिप्रकाश (तीनों भाग - पूज्य श्री निहालचंद्रजी सोगानीजीके
पत्र एवं तत्त्वचर्चा) ०३ दूसरा कुछ न खोज (प्रत्यक्ष सत्पुरुष विषयक वचनामृतोंका संकलन) ०४ दंसणमूलो धम्मो (सम्यक्त्व महिमा विषयक आगमोंके आधार) ०५ निर्धांत दर्शनकी पगडंडी (ले. पूज्य भाईश्री शशीभाई) ०६ परमागमसार (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके १००८ वचनामृत) ०७ प्रयोजन सिद्धि (ले. पूज्य भाईश्री शशीभाई) ०८ मूलमें भूल (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके विविध प्रवचन) ०९ विधि विज्ञान (विधि विषयक वचनामृतोंका संकलन) १० सम्यक्ज्ञानदीपिका (ले. श्री धर्मदासजी क्षुल्लक) ११ तत्त्वानुशीलन (भाग १-२-३) (ले. पूज्य भाईश्री शशीभाई) १२ अनुभव प्रकाश (ले. दीपचंदजी कासलीवाल) १३ ज्ञानामृत (श्रीमद् राजचंद्र ग्रंथमें से चयन किये गये वचनामृत) १४ मुमुक्षुता आरोहण क्रम (श्रीमद् राजचंद्र पत्रांक-२५४ पर पूज्य
भाईश्री शशीभाईके प्रवचन) १५ सम्यग्दर्शनके सर्वोत्कृष्ट निवासभूत छ: पदोंका अमृत पत्र
(श्रीमद् राजचंद्र पत्रांक-४९३ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन) १६ आत्मयोग (श्रीमद् राजचंद्र पत्रांक-५६९, ४९१, ६०९ पर पूज्य
भाईश्री शशीभाईके प्रवचन) १७ परिभ्रमणके प्रत्याख्यान (श्रीमद् राजचंद्र पत्रांक-१९५, १२८, २६४
पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन) १८ अनुभव संजीवनी (पूज्य भाईश्री शशीभाई द्वारा लिखे गये वचनामृतोंका
संकलन) १९ धन्य आराधना (श्रीमद् राजचंद्रजीकी अंतरंग अध्यात्म दशा पर पूज्य
भाईश्री शशीभाई द्वारा विवेचन) २० सिद्धपदका सर्वश्रेष्ठ उपाय २१ कुटुम्ब प्रतिबंध २२. गुरु गिरा गौरव
१८.००
२०.००
२०.००
१५०.००
२५.०० २५.०० ४०.००
Page #263
--------------------------------------------------------------------------
________________
વીતરાગ સત્સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ ઉપલબ્ધ પ્રકાશન (ગુજરાતી) ગ્રંથનું નામ તેમજ વિવરણ
૦૧ ગુરુગુણ સંભારણા (પૂજ્ય બહેનશ્રીના શ્રીમુખેથી સ્ફુરિત ગુરુભક્તિ)
૦૨ જિસાસણ સવ્વ (જ્ઞાનીપુરુષ વિષયક વચનામૃતોનું સંકલન) દ્વાદશ અનુપ્રેક્ષા (શ્રીમદ્ ભગવત્ કુંદકુંદાચાર્યદેવ વિરચિત)
૦૩
૦૫
૦૪ દ્રવ્યદૃષ્ટિપ્રકાશ ભાગ-૩ (પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સોગાનીજીની તત્ત્વચર્ચા) દસલક્ષણ ધર્મ (ઉત્તમ ક્ષમાદિ દસ ધર્મો પર પૂ. ગુરુદેવશ્રીનાં પ્રવચનો) ધન્ય આરાધના (શ્રીમદ્ રાજચંદ્રજીની અંતરંગ અધ્યાત્મ દશા ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ દ્વારા વિવેચન)
Οξ
૧૦-૦૦
૧૦-૦૦
૦૭ નિશ્ચંત દર્શનની કેડીએ (લે. પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ) પરમાત્મપ્રકાશ (શ્રીમદ્ યોગીન્દ્રદેવ વિરચિત)
०८
૧૫-૦૦
૦૯
૧૧-૨૫
પરમાગમસાર (પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના ૧૦૦૮ વચનામૃત) ૧૦ પ્રવચન નવનીત ભાગ-૧ (પૂજ્ય ગુરુદેવશ્રીના ખાસ પ્રવચનો) પ્રવચન નવનીત ભાગ-૨ (પૂજ્ય ગુરુદેવશ્રીના ખાસ પ્રવચનો)
અનુપલબ્ધ
૧૧
૨૫-૦૦
૧૨
૩૫-૦૦
પ્રવચન નવનીત ભાગ-૩ (પૂજ્ય ગુરુદેવશ્રીના ૪૭ નય ઉપર ખાસ પ્રવચનો) ૧૩ પ્રવચન નવનીત ભાગ-૪ (પૂજ્ય ગુરુદેવશ્રીના ૪૭ શક્તિઓ ઉપર ખાસ પ્રવચનો) ૭૫-૦૦ પ્રવચન પ્રસાદ ભાગ-૧-૨ (પંચાસ્તિકાયસંગ્રહ પર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો) ૬૫-૦૦
૧૪
૧૫ પ્રયોજન સિદ્ધિ (લે. પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ)
૦૩-૦૦
૧૬ વિધિ વિજ્ઞાન (વિધિ વિષયક વચનામૃતોનું સંકલન)
૦૭-૦૦
૦૭-૦૦
૧૭ ભગવાન આત્મા (દ્રવ્યદૃષ્ટિ વિષયક વચનામૃતોનું સંકલન) પથ પ્રકાશ (માર્ગદર્શન વિષયક વચનામૃતોનું સંકલન)
૧૮
૦૬-૦૦
૧૯ સભ્યજ્ઞાનદીપિકા (લે. શ્રી ધર્મદાસજી ક્ષુલ્લક)
૧૫-૦૦
૨૦ આધ્યાત્મિક પત્ર (પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સોગાનીજીના પત્રો) અધ્યાત્મ સંદેશ (પૂજ્ય ગુરુદેવશ્રીના વિવિધ પ્રવચનો) ૨૨ જ્ઞાનામૃત (શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી ચૂંટેલા વચનામૃતો)
૨૧
૨૩ બીજું કાંઈ શોધ મા (પ્રત્યક્ષ સત્પુરુષ વિષયક વચનામૃતોનું સંકલન) ૨૪ મુમુક્ષુતા આરોહણ ક્રમ (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૨૫૪ ૫૨ પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)
મૂલ્ય
૦૫-૦૦
૦૮-૦૦
૦૨-૦૦
૦૪-૦૦
૦૬-૦૦
૨૫ સમ્યગ્દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ નિવાસભુત છ પદનો અમૃત પત્ર (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૪૯૩ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)
૦૨-૦૦
પ્રેસમાં
૦૬-૦૦
૦૬-૦૦
૧૫-૦૦
૨૦-૦૦
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૦.૦૦
૨૦:00
૧૫0.00
૨૬ આત્મયોગ (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૫૬૯, ૪૯૧, ૬૦૯ પર પૂજ્ય ભાઈશ્રી
શશીભાઈના પ્રવચનો) ૨૭ પરિભ્રમણના પ્રત્યાખ્યાન (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૧૯૫, ૧૨૮ તથા ૨૬૪
પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) ૨૮ અનુભવ સંજીવની પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ દ્વારા
લિખિત વચનામૃતોનું સંકલન) સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૧૪૭, ૧૯૪, ૨૦૦
૫૧૧, ૫૬૦ તથા ૮૧૯ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો ૩૦ કુટુંબ પ્રતિબંધ (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૧૦૩, ૩૩૨, ૫૧૦, પ૨૮, ૫૩૭
તથા ૩૭૪ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) ૩૧ ગુરુ ગિરા ગૌરવ – દ્રવ્યદૃષ્ટિપ્રકાશ ગ્રંથના વિવિધ વચનામૃતો તથા
પૂજ્ય નિહાલચંદ્રજી સોગાની દ્વારા લિખિત વિવિધ પત્રો ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો
૨૫.00
૨૫.00
80.00
Page #265
--------------------------------------------------------------------------
________________
वीतराग सत् साहित्य प्रसारक ट्रस्टमें से प्रकाशित हुई पुस्तकोंकी प्रत संख्या
प्रवचनसार (गुजराती)
प्रवचनसार (हिन्दी)
०१
०२
०३ पंचास्तिकायसंग्रह (गुजराती)
०४ पंचास्तिकायसंग्रह (हिन्दी)
०५ समयसार नाटक (हिन्दी)
०६ अष्टपाहुड (हिन्दी)
०७ अनुभव प्रकाश
०८
परमात्मप्रकाश
०९ समयसार कलशटीका (हिन्दी)
१० आत्मअवलोकन
११ समाधितंत्र (गुजराती)
१२ बृहद द्रव्यसंग्रह (हिन्दी)
१३ ज्ञानामृत (गुजराती)
१४ योगसार
१५ अध्यात्मसंदेश
१६ पद्मनंदीपंचविंशती
१७ समयसार
१८
समयसार (हिन्दी)
१९ अध्यात्मिक पत्रो (पूज्य निहालचंद्रजी सोगानी द्वारा लिखित)
२० द्रव्यदृष्टि प्रकाश (गुजराती)
२१ द्रव्यदृष्टि प्रकाश (हिन्दी) २२ पुरुषार्थसिद्दिउपाय (गुजराती) २३ क्रमबद्धपर्याय (गुजराती) २४ अध्यात्मपराग (गुजराती) २५ धन्य अवतार (गुजराती) २६ धन्य अवतार (हिन्दी) २७ परमागमसार (गुजराती) २८ परमागमसार (हिन्दी)
२९ वचनामृत प्रवचन भाग १-२
३० निर्भ्रात दर्शननी केडीए (गुजराती)
३१ निर्भ्रात दर्शनकी पगडंडी (हिन्दी)
१५००
४२००
9000
२५००
३०००
२०००
२१००
४१००
२०००
२०००
२०००
३०००
१०,०००
२०००
२०००
३०००
३१००
२५००
३०००
१०,०००
६६००
६१००
८०००
३०००
३७००
८०००
५०००
४०००
५०००
४५००
७०००
Page #266
--------------------------------------------------------------------------
________________
३२ अनुभव प्रकाश (हिन्दी) गुरुगुण संभारणा (गुजराती)
३३
३४ जिण सासणं सव्वं (गुजराती)
३५ जिण सासणं सव्वं (हिन्दी)
३६ द्वादश अनुप्रेक्षा (गुजराती) ३७ दस लक्षण धर्म (गुजराती) ३८ धन्य आराधना (गुजराती) ३९ धन्य आराधना (हिन्दी) ४०
प्रवचन नवनीत भाग - १ ४
४१ प्रवचन प्रसाद भाग- १-२ ४२ पथ प्रकाश (गुजराती) ४३ प्रयोजन सिद्धि (गुजराती) ४४ प्रयोजन सिद्धि (हिन्दी) ४५ विधि विज्ञान (गुजराती) ४६ विधि विज्ञान (हिन्दी) ४७ भगवान आत्मा (गुजराती) ४८ सम्यक्ज्ञानदीपिका (गुजराती)
४९ सम्यक्ज्ञानदीपिका (हिन्दी) ५० तत्त्वानुशीलन (गुजराती) ५१ तत्त्वानुशीलन (हिन्दी) ५२ बीजुं कांई शोध मा (गुजराती) ५३ दूसरा कुछ न खोज (हिन्दी) ५४ मुमुक्षुता आरोहण क्रम (गुजराती)
५५ मुमुक्षुता आरोहण क्रम (हिन्दी)
५६ अमृत पत्र (गुजराती)
५७ अमृत पत्र (हिन्दी)
५८ परिभ्रमणना प्रत्याख्यान (गुजराती)
५९ परिभ्रमणके प्रत्याख्यान (हिन्दी)
६० आत्मयोग (गुजराती)
६१ आत्मयोग (हिन्दी)
६२ अनुभव संजीवनी (गुजराती) ६३ अनुभव संजीवनी (हिन्दी) ६४ ज्ञानामृत (हिन्दी)
२०००
३०००
२०००
२०००
२०००
२०००
१०००
१५००
५८५०
१५००
२०००
३५००
२५००
२०००
२०००
२०००
१०००
१५००
४०००
२०००
४०००
२०००
२५००
३५००
२०००
२०००
१५००
२०००
१५००
२०००
१०००
१०००
१५००
Page #267
--------------------------------------------------------------------------
________________
વાચકોની અંગત નોંધ માટે
Page #268
--------------------------------------------------------------------------
________________ 1 . . હીતરાગ . રક જ ભાવનગર વીતરાગ સત સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ ભાવનગર