Page #1
--------------------------------------------------------------------------
________________
નાના બાળકોને જિનશાસનના રંગમાં રંગતી
તુ રંગાઈ જા ને રંગમાં ૩
(રંગપૂરણી ચિત્રવાર્તાઓ)
પૂર્ણાનંદ પ્રકાશન
અમદાવાદ
Page #2
--------------------------------------------------------------------------
________________
:
વ્હાલા બાળકો !
સ્પર્ધા ન.:૩ ‘તું રંગાઈ જાને રંગમાં' પુસ્તિકાની ત્રીજી પુસ્તિકા
બાળકો... અહીંઆઠ પ્રશ્નો આપેલા છે તેના જવાબો તમારા હાથમાં આવતા આનંદ થશે. બે પુસ્તિકામાં તમોએ
તમારે નં-૩ની આ પુસ્તિકાના આધારે જ આપવાના છે.
નીચેની સુચનાઓ ધ્યાનમાં રાખવી. સુંદર રંગો પૂર્યા હશે. ત્રીજી પુસ્તિકામાં પણ વાર્તા અને શિખામણોને સમજી સ્થિર કરી રંગો પૂરશો.
-: સૂચનો :ચિત્રોમાં રંગ પૂરવાની સાથે સાથે આપણા જીવનમાં ૧. દુનિયાને જે ગમે છે. તે વૈરાગીને અણગમતુ કેમ સંસ્કારના પણ રંગ પૂરાવવા જોઈએ. ત્રીજી પુસ્તિકામાં
બને છે? તમારા જેવા જ બાળમિત્રો તરફથી આવેલી સુંદર મજાની
૨. પ્રભુના શરણે આવવાથી કોનું દારિદ્ર નષ્ટ થયું? બેવાર્તાઓ આપી છે. તમો પણ સુંદર વાર્તા લખીને મોકલી
કન્યામાં કયા ત્રણ ગુણ હતા? શકો છો.
દીક્ષા લીધી તેજ રાત્રિએ કેવલી કોણ બન્યા? આ બુકમાં પણ સ્પર્ધા રાખેલ છે તેમાં પણ તમે ભાગ
પ. હાથીની ઉપમા કોને આપી છે? લેશો.
૬. થુંકમાં લબ્ધિઓ કોને પેદા થઈ હતી? પુસ્તિકા નં-૪ તમોને પર્યુષણ પછી મળી જશે. પ્રથમ
૭. ચાર બુદ્ધિમાંથી બાળકને કઈ બુદ્ધિ હતી?
ઉપકારી ઉપર અપકાર કોને કર્યો? વર્ષ પુરુ થશે. આ રંગપૂરણી ચિત્રવાર્તા તમોને ગમી હોય તો તમો તથા તમારા મિત્રનું નવા વર્ષનું લવાજમ ભરવા
-: સૂચનો :ખાસ ધ્યાન રાખશો. પુસ્તિકામાં નં-૪ની સાથે એક પ્રશ્નપત્ર ૧. જવાબો માત્ર પોસ્ટકાર્ડમાં જ લખવા તે સિવાય હશે જેમાં ચારે પુસ્તકમાંથી પ્રશ્નો હશે.
જવાબો માન્ય નહીં ગણાય. તમારા જીવનમાં સંસ્કાર અને જ્ઞાનવૃદ્ધિ કલાનો || ૨. જવાબો માત્ર એક શબ્દમાં જ લખવાના છે. વિકાસ થાય તેમાં જ અમારા પુરુષાર્થની સફળતા માનીએ , ૩. પોષ્ટકાર્ડમાં તમારું નામ, પૂરું સરનામું તથા સભ્ય છીએ.
નંબર અવશ્ય લખવો. પર્યાધીરાજ પર્યુષણ આવી રહ્યા છે. તપ તથા
સંપૂર્ણ સાચા જવાબ આપનારમાંથી પાંચ લકી આરાધનામાં અવશ્ય જોડાશો. વિશિષ્ટ તપ આરાધના કરો
વિજેતા નંબર આપવામાં આવશે. જે લકી વિજેતાનું તો પોષ્ટકાર્ડ દ્વારા અમોને અવશ્ય જણાવશો.
નામ આગામી પુસ્તકમાં છાપવામાં આવશે. તે પૂર્ણાનંદ પ્રકાશન
ઇનામપાત્ર બનશે.
૫. જવાબો મોકલાવવાની છેલ્લી તા. ૩૦-૮-૨૦૦૮ -: સાવધાન ! મને સાચવી રાખો :
રહેશે. ચોથા અંકમાં એક પ્રશ્નપત્ર તમોને આપવામાં
-: જવાબ મોકલવાનું સરનામું :આવશે. તે પ્રશ્નપત્રમાં વર્ષની ૪.
પૂણનંદ પ્રાશન, અમદાવાદ. પુસ્તિકાઓમાંથી પ્રશ્નો પુછાશે. અનેક
C/o. પ્રદિપભાઈ એસ. શાહ પ્રકારનાં ઈનામોનું આયોજન થશે. આ
ક/૩, વિવેકાનંદ ફલેટ્સ, જોધપુર ચાર રસ્તા, પુસ્તિકા ત્યાં સુધી તો સાચવી જ રાખશો. સેટેલાઈટ રોડ, અમદાવાદ-૧૫. (મો.) ૯૮૨૪૨ ૫૪૪૯૯
-: સ્પર્ધા નં. : ૧ના સાચા જવાબ :(૧) સંપ્રતિ મહારાજા (૨) ચંદનબાળા (૩) દુર્જનો (૪) રાણી રુકમણી (૫) અનાથીમુનિ (૬) બાળમુનિ મનક (૭) અજગર (૮) ધન્ના કાકંદી
ક્ષમાપના. તું રંગાઈ જાને રંગમાં’ પુસ્તિકા નં. ૨ એક સાથે રવાના કરી હોવા છતાં કુરીયરવાળાની ગરબડના કારણે ઘણાને લેટ મલી... તે બદલ ક્ષમાપના
- -: લકી વિજેતા :૧. શેઠ મીતકુમાર યોગેશભાઈ (વેજલપુર) અમદાવાદ ૨. નીતી કશ્યપભાઈ સોની (આશાનગર) નવસારી ૩. ભાવેશકુમાર રાજમલ શાહ (ડીસા) ૪. મીત કમલેશભાઈ નાણાવટી (સુરત) | ૫. પાર્શ્વ એન. શાહ (પાલડી, અમદાવાદ પાંચે લકી વિજેતાઓને ઇનામ તેઓના સરનામે મોકલાવીશું
Page #3
--------------------------------------------------------------------------
________________
ఉరుము మరుపురుడు
బాలుడు మైత్రమునుముందంజలు అను అమలుకులు
નાના બાળકોને જિનશાસનના રંગમાં રંગતું. તું રંગાઈ જાને રંગમાં
(રંગપૂરણી ચિત્રવાર્તાઓ) ( વર્ષ: ૧) અંક: ૩.) (સળંગ અંક: ૩)
વર્ષ : ૧
અંક: ૩
સળંગ અંક: ૩
નાનાં બાળકોને જિનશાસનના ચમકતા સિતારાઓનો પરિચય કરાવતી આ રંગપૂરણી ચિત્રવાર્તાઓ બાળકમાં રહેલી કલાની વૃત્તિને જાગ્રત કરી બાળકને ધર્મના રંગે પણ રંગશે. બાળક પોતાની મનપસંદગીના રંગો ભરી ઘડી બે ઘડી માટે આ મહાપુરુષોના જીવનમાં ડૂબી જશે તથા રંગો ને કલા અંગેની સૂઝમાં પણ પ્રગતિ કરી શકશે.
: પ્રેરણા - માર્ગદર્શક : પૂ.આચાર્યદેવશ્રી હેમચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ના પૂજ્ય પંન્યાસ શ્રી નયચંદ્રસાગરજી મ.સા. (ગણિવર્ય)
માન ચિત્રકાર પુપેન્દ્ર શાહ
: પ્રકાશક : પૂર્ણાનંદ પ્રકાશન, અમદાવાદ.
- co. પ્રદિપભાઈ એસ. શાહ કે, વિવેકાનંદ ફલેટ્સ, જોધપુર ચાર રસ્તા, સેટેલાઈટ રોડ,
અમદાવાદ-૧૫. (મો.) ૯૮૨૪૨ પ૪૪૯૯
envoom,
motorcycle Bootlo not more proceBoooooooooooo
Page #4
--------------------------------------------------------------------------
________________
C
૧. પ્રભુનું વસ્ત્રદાન
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રભુનું વસ્ત્રદાન
પ્રભુ મહાવીરે દીક્ષા લીધી તે પહેલાં વર્ષીદાન આપ્યું હતું. આ સમયે સોમનામનો એક દરિદ્ર બ્રાહ્મણ ધન કમાવવા પરદેશ ગયેલો, પરંતુ ભાગ્યે સાથ ન આપ્યો, પરદેશથી પણ નિર્ધન અવસ્થામાં પાછો ફર્યો. ગરીબાઈથી કંટાળેલી તેની સ્ત્રી તાડૂકી. ‘રે નિર્ભાગી, વર્ધમાનકુમા૨ જેવો મહામેઘ મુસળધારે જગત ઉપર વરસ્યો હતો ત્યારે તમે પરદેશ ગયા. અને પરદેશમાંથી ભટકી ભટકીને દરિદ્રનારાયણ અવસ્થામાં જ પાછા આવ્યા. હજુ પણ તમે કલ્પવૃક્ષ સમાન વર્ધમાનકુમાર પાસે જાઓ અને તેઓ પાસેથી કાંઈક લઈ આવો.’
પત્નીના વચનોથી સોમ બ્રાહ્મણ પ્રભુ પાસે આવ્યો અને દીન વદને વિનંતી કરવા લાગ્યો, ‘હે પ્રભુ ! આપે તો આખા જગતનું દારિદ્ર ફેડી નાખ્યું ત્યારે હું અભાગીયો... ધન કમાવવા પરદેશ ચાલ્યો ગયો. આપના દાનનો મને કાંઈ જ લાભ ન મળ્યો અને ત્યાં પણ મને કાંઈ ન મળ્યું. “અક્કરમીનો પડીયો કાણો'' એ કહેવત મારા જીવનમાં સાચી ઠરી પરંતુ હે પ્રભુ, આપ તો કરૂણાસાગર છો. મારી ઉ૫૨ કાંઈક કૃપા કરો... ! ઘણી મહેનત કરી ઘણું ઘણું ભટક્યો.... રખડ્યો પરંતુ દારિદ્ર આપની કૃપા વિના દૂર નહીં જ થાય... મને જરૂર કાંઈક આપો.’
આ રીતે યાચના કરતા બ્રાહ્મણને કરૂણાસાગર પ્રભુએ પોતાના ખભે રહેલા દેવદુષ્યનો અડધો ભાગ ફાડીને આપી દીધો.
સોમબ્રાહ્મણ પ્રભુ પાસેથી અડધું વસ્ત્ર મેળવી હરખઘેલો થઈ ગયો. ખુશખુશાલ થતો પોતાને ઘરે આવ્યો. પછી બ્રાહ્મણે તે વસ્ત્ર વણકરને બતાવ્યું અને ફાડેલો ભાગ કિનારી તુણવા કહ્યું. ‘આ વસ્ત્ર કેવી રીતે મળ્યું ?’ એમ વણકરે પૂછતાં બ્રાહ્મણે આખી વાત કરી. વણકરે પણ વિચારી બ્રાહ્મણને કહ્યું કે ‘ભૂદેવજી ! જો તમો આ વસ્ત્રનો બીજો અડધો ટુકડો પણ લઈ આવો તો, બંને ને એવા સરસ રીતે સાંધી આપું કે વચ્ચેનો સાંધો જરાય દેખાય નહીં. આ દિવ્યવસ્ત્ર છે. તેની એક લાખ સોનામહોર ઊપજશે. જેમાં આપણે અડધું - અડધું વહેંચી લઈશું તો આપણા બંનેનું આજીવન દારિદ્ર ખતમ થઈ જશે. માટે તમે હમણાં જ પાછા જાઓ, પ્રભુ તો કરુણાના અવતાર છે, તેઓ બાકીનું અડધું વસ્ત્ર પણ જરૂર આપી દેશે.’
વણકરની વાત સાંભળી સોમ બ્રાહ્મણ ફરીવાર પ્રભુની પાસે આવ્યો, પણ શરમનો માર્યો ફરી અડધું વસ્ત્ર માંગી ન શક્યો. ‘જો એ કુદરતી રીતે નીચે પડી જાય તો હું લઈ લઈશ' એવી આશામાં પ્રભુની પાછળ ફર્યા કરે છે. એક વર્ષ બાદ પ્રભુ સુવર્ણવાલુકા નદીને કાંઠે પધાર્યા હતા. ત્યારે ચાલતાં ચાલતાં કાંટામાં તે અડધું વસ્ત્ર ભરાઈ ગયું. ત્યારે પ્રભુ નિસ્પૃહી હતા. તેથી તે વસ્ત્ર પાછું લીધું નહિ. માત્ર સિંહાવલોકન કરીને આગળ ચાલ્યા. કાંટામાં ભરાયેલા તે વસ્ત્રને સોમ બ્રાહ્મણે લઈ લીધું અને પ્રભુના શરણે આવ્યો તો મારું દારિદ્ર દૂર થયું. જીવનમાં સુખ અને શાંતિ થઈ એમ વિચારતો વિચારતો પોતાના ઘર તરફ ચાલતો થયો.
બાળકો ઃ ૧. જેનું પાપકર્મ ભારે હોય છે તેને ગમે તેટલી મહેનત કરવા છતાં કશું જ મળતું નથી.
૨. પ્રભુના શરણે જાય છે તેનાં બધાં જ કાર્યો સીધાં થાય છે.
૩. પ્રભુ ૧વર્ષ સુધી દાન આપે છે. તમે પણ રોજ કાંઈને કાંઈ દાન આપતાં શીખો.
Page #6
--------------------------------------------------------------------------
________________
૨. મેઘકુમાર - હાથીના ભવમાં
Page #7
--------------------------------------------------------------------------
________________
છોળો Chudo Sortoisolutions to do so so Do A B MA ©©UિBofoboscoisonsolido do so as to 5 to 500,
0u
મેઘકુમાર - હાથીના ભાવમાં રાજગૃહી નગરીના રાજા શ્રેણિક હતા. ધારિણી નામે રાણી હતી. તેને એકનો એક પુત્ર મેઘકુમાર હતો. સ્વભાવે શાંત સુશીલ હતો. માતાને વ્હાલો પ્યારો હતો. આઠ પત્નીઓ સાથે તેનાં લગ્ન થયેલાં. જીવનમાં તેણે સુખ, રાજવૈભવ અને સ્નેહ સિવાય બીજું કાંઈ જોયું ન હતું.
એકવાર પ્રભુની વાણી સાંભળી અંતરમાં વૈરાગ્ય ભાવ પેદા થયો, સત્તા, સમૃદ્ધિ, વૈભવ કાંઈ ઉપયોગી ન લાગ્યું. જે ભૌતિક સુખો મેળવવા આખી દુનિયા મહેનત કરે છે તે સુખો છોડવા સજ્જ બન્યા છે. વૈરાગ્યનો આ જાદુ છે. કે દુનિયાને જે ગમે છે તે વૈરાગીને અણગમતું બને છે. | મેઘકુમારનો વૈરાગ્ય જોઈ શ્રેણિક રાજાએ પ્રભુ મહાવીર પાસે દીક્ષા અપાવી. મેઘકુમાર હવે મેઘમુનિ બન્યા. રાત્રી પડી રાત્રે તો સાધુઓના સંથારા પથરાયા દીક્ષાપર્યાયમાં સૌથી નાના મેઘમુનિ છે. તે નૂતન મુનિનો સંથારો છેલ્લો અને તે પણ બારણા પાસે આવ્યો. રાત્રે માત્ર માટે બહાર જતા સાધુઓના પગ - jડાસણ લાગ્યા. સંથારો રેતીથી મેઘમુનિને ઊંઘ ન આવી. મન ચગડોળે ચઢ્યું. અવળા વિચારો ચાલ્યા. | ‘રાજપુત્ર હતો. મને જે મુનિઓ પણ આદરથી બોલાવતા હતા તે મુનિઓ ઠેલા મારે છે. મને શાંતિથી ઊંધવા પણ નથી દેતા. ક્યાં ગુલાબની શૈયા અને ક્યાં આ રેત ભરેલો સંથારો? મારાથી તો આ સહન ન થાય, કાલે ભગવાન પાસે જાઉં અને ઓઘો પાછો આપી ઘરે જાઉં ?'
સવાર પડી? મેઘકુમારે ભગવાન પાસે જઈ વંદન કર્યું અને કાંઈ બોલે તે પહેલાં જ પ્રભુ મહાવીરે કહ્યું, મેઘ ! તને રાત્રે ઊંઘ ન આવી અને તે ઘરે જવાનો સંકલ્પ કર્યો. પણ રાત્રે તે જે સહન કર્યું તેનાથી આકરા પરિષહ પૂર્વભવમાં તે સહન કર્યા છે. તેના પ્રભાવે તને મનુષ્ય જન્મ અને ચારિત્ર મળ્યું છે.
પ્રભુ મહાવીરે તેને પૂર્વભવ કહ્યા.
‘તું ત્રીજા ભવે મેરૂપ્રભ નામનો હાથી હતો. જંગલમાં આગ લાગી તેથી તું નાઠો. પણ અચાનક નદીના કીચડમાં ફસાયો અને મૃત્યુ પામ્યો. ફરીથી તું હાથી રૂપે જ જન્મ્યો. જંગલમાં ફરતાં તને જાતિસ્મરણ જ્ઞાન થયું. દાવાનલ અને પશુપંખીના નાશનો તને પૂર્વભવનો અનુભવ છે. તેનાથી બચવા તે એક યોજન પ્રમાણ વૃક્ષ વિનાનું માંડલું બનાવ્યું. એકવાર અચાનક દાવાનલ પ્રગટ્યો. જંગલમાંથી તું અને નાનાં મોટાં સૌ પશુઓ વેરવિરોધ ભૂલીને માંડલામાં આવી ગયા. ચારે બાજુ અગ્નિ ભભૂક્યો પણ તે અગ્નિ તારા માંડલામાં ન આવ્યો.
અચાનક તને પગે ખણ આવી તેથી ખંજવાળવા માટે તે પગ ઊંચો કર્યો. જગ્યાની સંકડાશના કારણે ખાલી પડેલી પગની જગ્યામાં એક સસલું આવી ગયું. પગ નીચે મૂકવા જતાં તેં સસલાને જોયો અને તિર્યંચના ભવમાં પણ તને દયા આવી હતી તેથી તે તારો પગ અધ્ધર જ રાખ્યો. આગ અઢી દિવસ ચાલી. પશુઓ ભૂખ્યા તરસ્યાં પ્રાણ બચાવવા ત્યાં જ રહ્યાં
આગ શાંત થઈ એટલે પશુઓ ચાલ્યાં ગયાં. સસલું પણ જતું રહ્યું. પછી પગ નીચે મૂકવા તેં પ્રયત્ન કર્યો. પણ અઢી દિવસથી અધ્ધર રહેલો પગ બંધાઈ ગયો, જમીન ઉપર નીચે ન મૂકી શકાયો. કોશિશ કરતાં તું જ જમીન ઉપર ઢળી પડ્યો.
હે મેઘમુનિ ! ભૂખ્યો ને તરસ્યો છતાં દયાના પુણ્યથી તું રાજા શ્રેણિકને ત્યાં જન્મ્યો. તે વખતે તું પશુ હતો, આજે તું માનવ છે. તારો પુરુષાર્થ, તારું પરાક્રમ અને તારી સમજણ વધારે છે. હાથીના ભવમાં આટલું બધું સહન કરનાર પવિત્ર મુનિઓની ચરણ રજથી તું ચલિત થાય તે યોગ્ય છે?
પ્રભુની વાણી સાંભળી મેઘમુનિને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાનો પૂર્વભવ જોયો. સંયમમાં અતિદઢ બન્યા અને આંખ સિવાય શરીરના કોઈપણ અંગની માવજત નહીં કરવાનો નિયમ લીધો. શુદ્ધ સંયમ પાળી દેવલોકમાં ગયા. બાળકો : ૧. ભૌતિક સુખો જીવતાં જીવતાં ન છોડો તો. છેવટે મરતાં છોડવા પડશે.
૨. ધર્મ કરતાં મન ઠેકાણે ન રહે તો. વડીલ ગુરુ મહારાજને જાણ કરવી જ. ૩. મેઘકુમારે હાથીના ભવમાં જીવદયા પાળી તેથી રાજકુમાર થયા તમે જીવદાય પાળશો ને?
დიდთოვდა და დათვთ“თეთრთოთხთითით გადადეთოდთდეალხთდეთოთდით დოკუროდუქციუდგეთ
Page #8
--------------------------------------------------------------------------
________________
00002
Do
3. સનકુમાર ચક્રવતી
Page #9
--------------------------------------------------------------------------
________________
(૬)
అంతా పడుకుడు పడడమడమ తల్లులు ముందు ముందుకు కుతుబలులతో తపతపతపతప ముడులు
સનકુમાર ચક્રવર્તી પ્રથમ દેવલોકના માલિક સૌધર્મેન્દ્ર જે દેવોની સભા ભરીને બેઠા હતા. અલક - મલકની વાતો ચાલતી હતી. તેમાં રૂપ-સુંદરતાની વાત ચાલી ત્યારે ઇન્દ્ર રૂપની પ્રશંસા કરતા દેવોને કહ્યું, “આ જગતમાં સનસ્કુમાર ચક્રવર્તી જેવું રૂપ અને કાંતિ દેવ કે મનુષ્ય ભવમાં કોઈની નથી.”
દેવોને વૈક્રિય શરીર હોય સુંદર લાલિત્ય હોય, રૂપ – રૂપના અંબાર હોય, દેવની સામે મનુષ્ય કયાં આવે ? છતાં આ ઈન્દ્ર એ મનુષ્યના રૂપની પ્રશંસા કરે છે. દેવ સભામાં બેઠેલા વિજય અને વિજયંત નામના બે દેવમિત્રો ઇન્દ્રની વાત સાંભળતાં તેના રૂપની પરીક્ષા અને દર્શન કરવા પૃથ્વી લોક પર આવ્યા. સનસ્કુમારનું રૂપ જોવા બ્રાહ્મણનું રૂપ લઈ રાજમહેલમાં પહોંચ્યા. સનકુમાર તે વખતે સ્નાનની તૈયારી કરતા હતા. અજાણ્યા ભૂદેવજીને વિનયપૂર્વક પ્રણામ કરી પૂછ્યું, “ભૂદેવજી ! કેમ પધારવાનું થયું ? બ્રાહ્મણોએ કહ્યું. ‘દૂર દેશાંતરથી આવીએ છીએ. આપના રૂપનાં વખાણ સાંભળ્યાં હતાં. તેથી કેટલાય માઈલોનો પથ ખેડી આપનું રૂપ જોવા આવ્યા છીએ. પોતાની પ્રશંસા સાંભળી અભિમાન થવું તે માનવની પ્રકૃતિ છે. સનકુમાર મનમાં ફેલાય છે. મારા રૂપની વાતો ક્યાં ક્યાં સુધી પહોંચી છે. - સનકુમારે કહ્યું “ભૂદેવજી ! મારું ખરું રૂપ જોવું હોય તો તમે રાજસભામાં પધારજો. વસ્ત્ર આભૂષણથી અલંકૃત મારું રૂ૫ ઝગારા મારશે.' બ્રાહ્મણો સારું કહી નીકળ્યા. રાજસભામાં સનકુમાર ચક્રી રાજગાદી ઉપર શોભી રહ્યા છે. રત્નના અલંકારો અને જરીયનનાં વસ્ત્રો પહેર્યા છે. રૂપ જોવા પરદેશી બ્રાહ્મણો આવવાના છે, તૈયારી પણ સારી છે.
રાજ સભામાં બ્રાહ્મણોએ પ્રવેશ લીધો, ‘સનકુમારને જોયો. સનસ્કુમારે ગર્વથી દેવોને પૂછયું' હે ભૂદેવો ! સ્નાનાગારમાં તમે મને જોયો હતો, તેના કરતાં અત્યારે હું કેટલો સુંદર દેખાઉ છું? બ્રાહ્મણોએ માથું ધુણાવ્યું અને બોલ્યા, ‘મહારાજ ! તે રૂપ તો આપનું ગયું. અત્યારે તો આપ નિસ્તેજ જણાવો છો. અત્યારે તો આપનું શરીર મહાવ્યાધીમય બની ગયું છે. સોળ રોગ એક સાથે પેદા થઈ ગયા છે. આપના ઘૂંક ઉપર માખી બેસે તો પણ મરી જશે.
સનકુમાર ઘૂંકદાનીમાં થૂકે છે. તેની ઉપર માખી બેસતાં જ મરી જાય છે, સનસ્કુમારે કહ્યું ‘ભૂદેવજી ! બાહ્ય શરીરનો હજુ મારું એવું જ છે. છતાં મહારોગ - ઉત્પત્તિની આપને શી ખબર પડી ? દેવોએ પોતાનું સ્વરૂપ પ્રગટ કરી કહ્યું કે... ઇન્દ્રની પ્રશંસાથી અમે તમારું રૂપ નીરખવા અહીં આવ્યા હતા પણ સ્નાનાગારનું રૂપ અત્યારે નથી.
રાજા વિચારે ચઢ્યો... “મારા રૂપને મારા અભિમાને જ હયું છે. હું મૂર્ખ છું કે અનિત્યદેહમાં ભાન ભૂલ્યો... શરીરને ગમે તેટલું પંપાળો તો પણ તે કર્માધીન છે.જ્યારે સડી જાય કહેવાય નહિ.' એમ વિચારતા ચક્રીને વૈરાગ્ય ભાવના જાગ્રત થઈ અને વિનયધર મુનિ પાસે ચારિત્ર લીધું.
સોળ-સોળ મહારોગો ઘેરી વર્યા છે, જેવું સુંદર શરીર હતું તેટલું જ કદરૂપું શરીર બની ગયું. કાયા દુર્ગંધમય બની છતાં કોઈ ચિકિત્સા ન કરાવી. દેવો અને વૈદ્યો એ દવા માટે વારંવાર રજા માગવા છતાં અનુજ્ઞા આપતા નથી. સમભાવે રોગને સહન કરે છે. છઠના પારણે છઠનો તપ કરે છે. તેના પ્રભાવે અનેક લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. પેલા બે દેવો વૈદ્યના રૂપે ગ્લાનમુનિ પાસે આવી રોગ ઉપચાર માટે વિનંતી કરે છે.
સનત મુનિ કહે છે, “મારે તો આત્માને લાગેલા કર્મનો ભાવ રોગ દૂર કરવો છે. શરીરના રોગની કોઈ ચિંતા નથી, તેમ કહી પોતાની કુષ્ઠમય ટચલી આંગળી મોઢામાં નાખી બહાર કાઢી તો આંગળી સુવર્ણ રૂપી બની ગઈ હતી.
દેવોને લાગ્યું કે... રોગને હરાવવા માટે પોતાની પાસે લબ્ધિ હોવા છતાં શરીર ઉપર નિર્મોહ દશા કેટલી ઉત્તમ છે! મુનિને વંદન કરી પોતાનું સ્વરૂપ જણાવી બંને દેવો પોતાના સ્થાને ગયા.
સનતમુનિ એક લાખ વર્ષનું સંયમ પાળી ત્રીજા દેવલોકમાં સિધાવ્યા. બાળકો : ૧. તમોને રૂપ-બુદ્ધિ-શક્તિ મળી હોય બધું જ નાશવંત છે. તો તેનું ક્યારેય અભિમાન ન કરવું.
૨. તપ - સંયમ કરવાથી અનેક લબ્ધિઓ ઉત્પન્ન થાય છે.
for com (Editor) TET?LYr ke'r door more momorro mજા(1) (lott geomov 7t Prototy), g:
Page #10
--------------------------------------------------------------------------
________________
he
'' - '***જન |
T
Gita " એક ન
જ ર જાડા
ક
થક ના
# in
th-કાન :
'' SMCFRSS
૨SS
નામ.
:
- પ્રવકતા
૪. ચોર પકડાયો - અભયકુમાર
Page #11
--------------------------------------------------------------------------
________________
业业业业业业业专业業 పెటట్ ుడి మెము తోలు బోలు బోలు బోటు
ચોર પકડાયો - અભયકુમાર
મગધદેશના મહારાજા શ્રેણિક હતા. ચેલણા નામે તેમને રાણી હતી. ચેલણાને એકદંડીયા મહેલમાં રહેવાની ઇચ્છા થઈ. બુદ્ધિનિધાન અભયકુમારે દેવઅધિષ્ઠિત સુંદર એકદંડીયો મહેલ બનાવી તેની આજુબાજુ વિશાળ બગીચો બનાવ્યો. બગીચો દેવઅધિષ્ઠિત હોવાથી છએ ઋતુનાં ફુલ અને ફળ થતાં હતાં.
આ જ રાજગૃહી નગરીમાં એક ચંડાલની પત્નીને કેરી ખાવાની ઇચ્છા થઈ પણ સિઝન સિવાય કેરી લાવવી ક્યાંથી ? ઈચ્છાપૂરી નહીં થવાથી પત્ની સુકાય છે. આથી ચંડાળ મૂંઝાયો.
ચંડાલને ખબર પડી કે રાજાના બગીચામાં બારે મહિના કેરી થાય છે. પરંતુ ત્યાં જવું કેમ ? સૈનિકોની સખત ચોકી છે. ચંડાલ પાસે એક વિદ્યા હતી. તે બગીચાની બહાર પાછળના ભાગે ગયો ત્યાં આંબો દેખાય પણ કેરી ઊંચી હતી. ચંડાલ મનમાં મંત્ર બોલ્યો આથી ડાળી નીચે આવી, ચંડાલે કેરી લઈ લીધી એટલે ડાળી ઉપર ચાલી ગઈ. પત્નીની ઇચ્છા પૂરી થઈ. એકવાર કામ સરળ થયું. એટલે બીજીવાર, ત્રીજીવાર થાય. હવે તો કેરી ચોરવાનો નિત્યક્રમ થઈ ગયો. માળીએ રાજાને સમાચાર આપ્યા કે આંબા ઉપરની કેરી કોઈ લઈ જાય છે પણ કોણ લઈ જાય છે તે ખબર પડતી નથી. રાજાએ દરવાજે સખત ચોકીદારો મૂક્યા. પણ કોઈ ચોર પકડાતો ન હતો. છેવટે રાજાએ અભયકુમારને કામ સોંપ્યું કે ‘ચોરને પકડી લાવો.' અભયકુમાર બુદ્ધિશાળી હતો. અભયકુમારે વેશપલટો કર્યો. હલકા કામ ક૨ના૨ા લોકો જ્યાં ભેગા થતા હતા ત્યાં જઈ અભયકુમારે બધાને વાર્તાલાપ માટે ભેગા કર્યા. અલક-મલકની વાતો કરી. અભયકુમારે એક વાત શરૂ કરી.
૧૭/૧૮ વર્ષની એક રૂપવાન કન્યા ૧૬ શણગાર સજી યક્ષની પૂજા કરવા એકલી જઈ રહી હતી. યક્ષને પૂજા સામગ્રી ચઢાવી પોતાની માનેલી માનતા પૂર્ણ કરવાની હતી. રસ્તામાં કામી માણસ મળે છે. રૂપ જોઈને મોહિત થાય છે. પોતાની સાથે લગ્ન કરવાનું કહે છે. બાળાએ કહ્યું, યક્ષની પૂજા કરવા માટે જાઉં છું. વળતાં તમે કહેશો તેમ કરીશ અત્યારે જવા દો, વચન આપી તે આગળ જાય છે. થોડે આગળ ચોરો મળ્યા. મૂલ્યવાન ઘરેણાં જોઈને લૂંટવાની વાત કરી. કન્યાએ યક્ષની પૂજા બાદ વળતાં આવવાની વાત કરી. આગળ વધી થોડે આગળ જતાં રાક્ષસ મળ્યો. રાક્ષસે કન્યાને ભક્ષણ કરવાની તૈયારી કરી. નીડર કન્યાએ ઉપર પ્રમાણે વાત કરી આગળ વધી. યક્ષના મંદિર પાસે પહોંચી ભક્તિથી પૂજાપાઠ કરી તે જ રસ્તે પાછા આવવાનું વચન આપી આગળ વધી. પોતાના ઈષ્ટસ્થાને પહોંચી યક્ષની પૂજા કરી તે જ રસ્તે પાછી ઘરે જવા માટે પ્રયાણ કર્યું. સર્વ પ્રથમ રસ્તામાં પેલો રાક્ષસ મળ્યો, પછી આગળ ચોર મળ્યા, કન્યાએ બન્ને જગ્યાએ કહ્યું યક્ષની પૂજાનું મારું કામ પતી ગયું છે. તમારે જે ક૨વું હોય તે કરો.
કન્યાની નીડરતા તથા વચનબદ્ધતા જોઈ રાક્ષસે અને ચોરોએ તેને ભેટ આપી જવા દીધી. આગળ વધતાં કામી પુરુષ મળ્યો. કન્યાએ ઉપર પ્રમાણે જ જવાબ આપ્યો. કન્યાની નિર્દોષતા જોઈ કામી પુરુષ ડઘાઈ ગયો. તેણે પણ કન્યાને છોડી દીધી. કન્યા આરામથી પોતાના ઘરે પહોંચી ગઈ.
અભયકુમારે આ વાત કહી સભાજનોને પૂછ્યું, ‘કામી પુરુષ’ ચોર અને રાક્ષસ ત્રણમાં મૂરખ કોણ છે ? સભામાં જે વિષયલંપટ પુરુષો હતા તેઓએ કામીપુરુષને મૂરખ કહ્યો, જે ખાવાના લાલચુ હતા તેઓએ રાક્ષસને મૂરખ કહ્યો. પેલો ચંડાલ ચોર હતો તેણે ચોરને - લૂંટારુને મૂરખ કહ્યો. હલકી કોમમાં પણ જે સજ્જન હતા તેઓએ ત્રણેને ધન્યવાદ આપ્યા.
-
અભયકુમારે પોતાની ઔત્પાતિકી બુદ્ધિ વડે ચોરને શોધી કાઢ્યો અને શ્રેણિક મહારાજાને સોંપ્યો. જે કામ કોઈનાથી પણ નહોતુ થતું તે કામ અભયકુમારે કર્યું. (ક્રમશઃ) ચાલુ
બાળકો :
૧. ખરાબ ટેવ પડ્યા પહેલાં જ તેનાથી દૂર રહેજો, એકવાર-બેવાર ખોટી પ્રવૃત્તિ કરીતો ચોરની જેમ
નિત્ય પ્રવૃત્તિ થઈ જશે.
૨. પોતાના મનમાં જે વિચારો હોય તે પ્રમાણે જ બીજા વ્યક્તિને સાચો ખોટો કહેવાઈ જાય છે.
‘વાળી ત પ્રવાશીા:' વાણી પોતાના કુળ-જાતને ખુલ્લી પાડે છે.
વિચારો સારા હશે તો જ વાણી સારી બનશે.
30 Del
Page #12
--------------------------------------------------------------------------
________________
-
10
MિODN
/
છble/
CUCUS
૫. અભિમાન ત્યાગ - બાહુબલી
W
U
)
UNew
રત જ
(7
*
Page #13
--------------------------------------------------------------------------
________________
(૧૦) A lesley-b lesley-b lesley-lesley-IN- Nele=clesley-blace G5 Gas Gabon Gas ( Oist os (ISSN 1 to 5 to 6 MARGaછ
ળ w tળs Mas Motist Ai, sb NA NUj5jSi[B SUB MAY (
UtUs
અભિમાન ત્યાગ - બાહુબલી
ભરત અને બાહુબલી આદિનાથ પ્રભુના પુત્રો હતા. ભરતને ચક્રરત્ન ઉત્પન્ન થયું. બધા દેશ જીતી લીધાં હવે માત્ર ૯૯ ભાઈઓને પોતાના શરણે લે તો જ ચક્રવર્તી બની શકાય. તેથી ભરત ભાઈઓને શરણે આવવા સંદેશો મોકલાવે છે. ૯૮ ભાઈઓ એ આદિનાથ પ્રભુ પાસે જઈ દીક્ષા લીધી. એક બાહુબલી વડીલ બંધુ તરીકે સેવા કરવા તૈયાર છે પણ રાજા તરીકે આજ્ઞા માનવા તૈયાર નથી. ભરત બાહુબલી વચ્ચે યુદ્ધની તૈયારી થાય છે. ત્યારે ઈન્દ્ર મહારાજાએ આવી બંને ભાઈઓને સમજાવ્યા. “પ્રભુના પુત્રો એ જનસંહાર કે યુદ્ધ ના શોભે તમારે યુદ્ધ કરવું હોય તો તમે બે જણ દષ્ટિયુદ્ધ, વાકયુદ્ધ, બાહુયુદ્ધ, મુઠિયુદ્ધ અને દંડયુદ્ધ કરો પણ માનવ સંહાર ન કરો.'
બંને ભાઈઓએ ઇન્દ્રની વાત કબૂલ કરી. યુદ્ધ વિરામ થયું. ભાઈઓનું શક્તિ યુદ્ધ શરૂ થયું. પાંચે યુદ્ધમાં બાહુબલી જીત્યા આથી ભરત મૂંઝાયો અને નિયમની મર્યાદા તોડી. ભરતે હજાર આરાવાળું ચક્રરત્ન બાહુબલી ઉપર છોડ્યું. પરંતુ આશ્ચર્ય, ચક્ર બાહુબલીને પ્રદક્ષિણા દઈ પાછું ભરત પાસે આવ્યું. એક ગોત્રીયને ચક હણે નહીં.
ભરતે નીતિમાર્ગ ઉલ્લંધ્યો તેથી બાહુબલીના ક્રોધે મર્યાદા તોડી અને મુઠ્ઠી ઉગામી, “હે ભરત ! તને અને તારા ચક્રને એક મુઠ્ઠીથી હું ચુરીનાખું” એમ બોલતાં બોલતાં ભરતને મારવા દોડ્યા.
પણ તુરત વિચારધારાએ પલટો લીધો. “મારા અને ભરતમાં શો ફેર ? પિતા તુલ્ય વડીલને કેમ મરાય? રાજય અને રિદ્ધિ કાનાં ટક્યાં છે? ભાઈઓમાં વિરોધ જગાડનાર આ રાજય મારે ન જોઈએ' ઉગામેલો હાથ શૂરવીર ક્યારેય પાછો ન વાળે એમ વિચારી તે ઉગામેલા હાથ વડે પોતાના જ માથે લોન્ચ કર્યો. અને યુદ્ધભૂમિમાં જ દીક્ષા લીધી. બાહુબલીજી ત્યાં જ કાઉસ્સગ્ગ ધ્યાને સ્થિર રહ્યા. કેવલજ્ઞાન પામ્યા પછી ભગવાન પાસે જવાથી નાના ભાઈઓને વંદન ન કરવું પડે એમ વિચારતા ધ્યાનમાં સ્થિર - અડગ રહ્યા. ભરત મહારાજા વિલખા પડ્યા. બાહુબલી મુનિને વંદન સ્તુતિ કરી પોતાના સ્થાને ગયા.
એક ચિત્તે આત્મસ્મરણ કરતાં બાહુબલીને દિવસો ઉપર દિવસો પસાર થઈ ગયા. શિયાળો - ઉનાળો પૂરા થયા. ચાતુર્માસ પણ આવી ગયું. સ્થંભ જેવા અડગ શરીરને લતાઓ - વેલડીઓ વીંટળાઈ ગઈ. પક્ષીઓએ તેમાં માળા કર્યા છતાં બાહુબલી સ્થિર રહ્યા. ઉગ્ર તપ ત્યાગ અને ધ્યાનથી તેમણે કર્મોને ક્ષીણ કર્યા. પરંતુ “કેવલજ્ઞાન પછી હું પ્રભુ પાસે જાઉં તો મારે વંદન ન કરવું પડે ' તે માનઅભિમાન ભાવના ન ગઈ. બાહુબલીને જે માટે કેવલજ્ઞાન જોઈએ છે તે જ કારણથી કેવલજ્ઞાન થતું નથી, છેને કુદરતની ખૂબી...!
ભગવાનના કહેવાથી એકવાર બ્રાહ્મી અને સુંદરી બે બહેન સાધ્વીઓ બાહુબલી પાસે આવી અને કહેવા લાગી. ‘વીરા મોરા ગજ થકી ઊતરો ગજ ચડે કેવલ ન હોય'
હે બંધુ, તમે હાથી ઊપરથી નીચે ઊતરી હાથીએ ચડેલાને કેવલજ્ઞાન ન થાય. “ધન્ય તમારો તપ, ધન્ય તમારો ત્યાગ' એમ બોલતા બોલતા ચાલી ગઈ.
બાહુબલી આ શબ્દો સાંભલી વિચારે ચડ્યા. “અહીં કોઈ હાથી નથી. હું આ રણમાં છું છતાં એ બહેનો આમ કેમ બોલ્યાં ? હા ભગવાનના વચનમાં ફેરફાર ન હોય' ઊંડા ઊતરતાં ક્ષણમાં રહસ્ય સમજાયું. નાનાભાઈઓને વંદન ન કરવા રૂપી અભિમાન છે. અભિમાનને હાથીની ઉપમા આપી છે. અહીં હું ભૂલ્યો. ભગવાને મને સાચી વાત સમજાવી મોટો હું નહીં. ભાઈઓ છે. તેઓએ મારી પહેલાં દીક્ષા લીધી છે. તેઓ સંયમમાં મોટા છે. હું ત્યાં જાઉં અને તેમને વંદન કરું. આમ વિચારી વંદન કરવાના ભાવથી પગ ઉપાડતાં જ બાહુબલી મુનિને કેવલજ્ઞાન પ્રગટ થયું.
પ્રભુ પાસે જઈ ત્રણ પ્રદક્ષિણા દઈ કેવલી પર્ષદામાં બિરાજમાન થયા. બાળકો : ૧. જીવનમાં ક્યારેય અભિમાન ન કરતા. અભિમાન આપણો વિકાસ અને કલ્યાણ અટકાવે છે.
મનમાંથી માન ન ખસે ત્યાં સુધી કલ્યાણ ન થાય. ૨. નમ્ર બનતાં - કલ્યાણ સામે આવે છે. નમ્ર બનવાથી અનેક ગુણો આવે છે.
બાળકો અક્કડ ન બનતાં નમ્ર વિનયી બનશો. ૩. તુચ્છ અને નાશવંત વસ્તુઓ, માટે ક્યારેય ઝઘડો કરતા નહીં. પ્રેમભાવ તોડતા નહીં.
Page #14
--------------------------------------------------------------------------
________________
૬. ગજસુકુમાલ
Page #15
--------------------------------------------------------------------------
________________
(૧૨)
తులు తమ ప్రతిజయంపై
ముడతలో మమతల అమైరావులు
ગજસુકુમાલ વર્ષો પૂર્વે શ્રીકૃષ્ણના માતા દેવકી પોતાના રાજભવનમાં આરામ કરી રહ્યા હતા ત્યાં જ એક મુનિયુગલ ધર્મલાભ કહેતું વહોરવા પધાર્યું. મા દેવકીએ ઊભા થઈને વિનયથી મોદક (લાડુ) વહોરાવ્યા. થોડીવાર પછી ફરીથી એવુ જ મુનિ યુગલ વહોરવા પધાર્યું. માતા દેવકીએ ફરીથી મોદક વહોરાવ્યા, એમના ગયા પછી વિચારે છે. “અરે આ મુનિઓને શા માટે ફરીથી વહોરવા પધારવું પડ્યું હશે? આ સાધુઓને જોઈને મને પુત્ર જેવો વાત્સલ્ય ભાવ કેમ થાય છે? આમની ચાલ અને કાંતિ નો કૃષ્ણ જેવી દેખાય છે.' હજુ દેવકી આમ વિચારતાં હતાં ત્યાં જ તે મુનિઓ ત્રીજીવાર વહોરવા પધાર્યા.
દેવકીજીએ પોતાના સંશયને સમાધાન કરતા પ્રશ્નો પુછયા ત્યારે મુનિયુગલે કહ્યું, “મા અમે એક જ માતાના એક સરખા છ પુત્રો છીએ, છએ ભાઈઓએ દીક્ષા લીધી છે. તેથી વારાફરતી વહોરવા પધારવા છતાં આપને અમે એકના એક સાધુ લાગ્યા. દેવકીજીના મનમાં આ મુનિઓ પ્રત્યે અત્યંત પ્રેમ જાગ્યો. એમને થયું “કદાચ કંસે મારી નાખેલા પોતાના જ છ પુત્રો આતો નહીં હોય ને ! આ સંશયનું સમાધાન કરવા તેઓ ભગવાન શ્રી નેમિનાથજી પાસે પહોંચ્યાં. ભગવાને તેમના સંશયને સાચો ઠરાવ્યો. પ્રભુએ કહ્યું, ‘દેવકી ! આ છએ પુત્રો તારા જ છે. હરીશૈગમેષીદેવે સંહરીને સુલતાને સોંપ્યા છે. સુલસા તો પાલક માતા છે, તું જન્મદાત્રી છે.” આ સાંભળી દેવકીજીના દુઃખનો પાર ન રહ્યો. છ - છ પુત્રો હોવા છતાં હું કોઈને વાત્સલ્યથી ઉછેરી ન શકી? દુ:ખી દુ:ખી થઈ સમય પસાર કરે છે. માના આ દુ:ખને દૂર કરવા શ્રીકૃષ્ણ હરિëગમેષી દેવની આરાધના કરી. જેને પ્રભાવે દેવકી માતાની કુક્ષિએ ગજસુકુમાલનો જન્મ થયો.
માતાએ અત્યંત લાડથી લાલનપાલન કરીને તેને ઉછેર્યો. ઉંમરલાયક થતાં તેમના વિવાહ કર્યા. ગજસુકુમાલ ઠુમરાજાની પુત્રી પ્રભાવતી અને સોમશર્મા બ્રાહ્મણની પુત્રી સોમાને પરણ્યો. અત્યંત સુખથી જીવન વ્યતીત થતું હતું પણ મનમાં ઊંડે ઊંડે પોતાના છ ભાઈઓને પગલે વેરાગ્ય લેવાની ઇચ્છા હતી..
એકવાર નગરમાં ભગવાન નેમિનાથ પ્રભુ પધાર્યા, રાજા અને નગરજનો સાથે ગજસુકુમાલ પણ દેશના સાંભળવા ગયા. ગજસુકુમાલને પ્રભુની દેશના સાંભળવાથી વૈરાગ્ય ભાવ દેઢ થયો મા દેવકી અને ભાઈ કૃષ્ણ મહામહેનતે મંજૂરી આપી.
ગજસુકુમાલે પ્રભુ પાસે દીક્ષા લીધી, પ્રભુનું શરણું સ્વીકાર્યું ગજસુકુમાલ મુનિને મોક્ષ મેળવવાની તમન્ના છે. ભગવાનની આજ્ઞા લઈ તે જ દિવસે તેઓ બિહામણા અને ભયંકર સ્મશાનમાં કાઉસ્સગ ધ્યાનમાં લીન બને છે. આત્મધ્યાનમાં સ્થિર થાય
છે.
બરાબર સાંજના સમયે સોમશર્મા બ્રાહ્મણ (સસરો) ત્યાંથી પસાર થતો હતો. તેની નજર ગજસુકમાલ ઉપર પડતાં જ ક્રોધની જવાલા ધગધગાયમાન થઈ ગઈ, મારી દીકરીને રખડતી મૂકી એણે દીક્ષા લીધી? જો ત્યાગ, વૈરાગ્ય હતો, સંયમની હઠ હતી તો.... મારી દીકરીને પરણ્યો કેમ? સ્મશાનમાં પડેલા અંગારા જોઈ સોમિલનો ગુસ્સો વધુ પ્રજવલિત થયો. ‘તારે મોક્ષ જવાની ઉતાવળ છે, તો હું જ તને જલદી પહોંચાડી દઉં' એમ બોલતો બોલતો સોમિલ બ્રાહ્મણે ગુસ્સામાં ગજસુકમાલના માથે માટીની પાળ બનાવી અને તેમાં ઠસોઠસ અંગારા ભર્યા.
ગજસુકુમાલના માથે તાજું મુંડન છે. અંગારાની ભડભડતી અગ્નિએ ચામડી બાળી, હવે માંસ બળવા લાગ્યું. શરીર સળગવા લાગ્યું. ઘોર ઉપસર્ગ આવ્યો છતાં ગજસુકુમાલમુનિ પ્રસન્નતાપૂર્વકમરણાંત ઉપસર્ગને સહન કરે છે. મનોમન સોમશર્માને ઉપકારી માને છે. ક્ષમા અમૃતની ધારા વરસાવે છે. ગજસુકુમાલ મુનિના ભડભડ સળગતા શરીરને જોઈ સોમિલ સસરો હરખાતો હરખાતો નગર તરફ જાય છે. શરીર અને આત્મા જુદા છે આતો શરીર બળે છે, આત્મા નહીં. આવાં દુઃખ તો અનેકવાર સહન કર્યા છે. એમ વિચારી
ન બને છે. પ્રસન્નતાપૂર્વક વેદનાને સહન કરતા આ મુનિએ તે જ રાત્રીએ કેવળજ્ઞાન મેળવ્યું અને દેહનો ત્યાગ કરી અમર બની ગયા અને મોક્ષે સિધાવ્યા...! બાળકો : ૧. આરાધનાના સંસ્કાર હોય તો ગમે તેટલા ભોગવિલાસ હોય છતાં વૈરાગ્ય થાય દીક્ષા લેવાની ઈચ્છા થાય.
૨. ગમે તેવું કષ્ટ કોઈ આપે છતાં તેની ઉપર દુર્ભાવ નફરત ન કરવી, ઉપકાર માનવા
დაუდგათდელfდედათა თუთადადწლflakთდროულდიდად დათოთხთდელი დუდუნდეთოთდეთ
Page #16
--------------------------------------------------------------------------
________________
(૧૩)
૭. બાળકની બુદ્ધિ
Page #17
--------------------------------------------------------------------------
________________
(૧૪)
ધાબળsળssorsળsunivaso jayout options SMોળીy of NCAીuddhistUGUSળાપ
ut OilsGUJay
19 JUN
બાળકની બુદ્ધિ
બાળ લેખક: નિધી અનિલભાઈ શાહ (ઉ.વ.-૧૦)
નવાવાડજ, અમદાવાદ
જૈન ધર્મમાં નંદિસૂત્ર નામના આગમમાં જ્ઞાનના પાંચ પ્રકાર બતાવ્યા છે. તેમાં મતિજ્ઞાનના વિભાગમાં ચાર પ્રકારની બુદ્ધિ જણાવી છે. (૧) કાર્મીકી બુદ્ધિ - વારંવાર કામ કરતાં કરતાં આવડે તે (સુથાર - લુહાર વગેરે બાપદાદાનો ધંધો કરે.) (૨) વૈનાયિકી બુદ્ધિ - ગુરુ વગેરેનો વિનય કરવાથી જ્ઞાન આવડે - વધે તે. (૩) પારિણામિકી બુદ્ધિ - ઉંમર વધતાં ધીરે ધીરે પરિપક્વ બને તે ઘરડા (૪) ઔત્પાતિકી બુદ્ધિ - પ્રસંગ પડે ત્યારે તરત જ જવાબ મળી જાય તે.
નંદિસૂત્રમાં ઔત્પાતિકી બુદ્ધિ માટે રોહકનું દૃષ્ટાંત આપેલ છે. અહીં તેના જેવું જ બીજું દૃષ્ટાંત - વાર્તા છે. (બાળક નાનો છે, છતાં કેવી બુદ્ધિ છે. તમારા જેવી ?
એક ગામ હતું. નાનું પણ રમણીય હતું. સુંદર વનરાજી હતી, આથી એકવાર બાજુના નગરનો રાજા અવારનવાર ફરવા માટે આવતો. એકવાર રાજાને રસ્તામાં દશ વર્ષનો એક બાળક મળ્યો. બાળકનાં કપડાં મેલાં હતાં ફાટેલાં હતાં પણ ન્હો ઉપર તેજ દેખાતું હતું. તેનું પ્રભાવી મુખ બધાને આકર્ષતું હતું. રાજા પણ તેને જોઈને આનંદિત થયો. તેની સાથે વનમાં ફરવાની ઇચ્છા થઈ
રાજાએ બાળકને પ્રશ્ન કર્યો, “એય બચ્ચા'. તારા ગામડાની બહાર જે મોટો પર્વત છે તેને તું એક જ દિવસમાં દશ માઈલ દુર ખસેડી શકે ? બાળકે ઉત્તર આપ્યો. ‘જી.... રાજન, ખસેડી શકે.' રૂવાબભેર બાળકે જવાબ આપ્યો. તેથી તરત જ રાજાએ કહ્યું તો. ખસેડી આપ. ‘હું તને ૧૦૦ સોનામહોર ઇનામ આપીશ.” બાળકે કહ્યું, “રાજનું, મારી જવાબદારી પર્વત ખસેડવાની છે. માટે પહેલાં પર્વત ઉપરનાં વૃક્ષો, ઘાસ ચરતાં પશુઓ અને ઝરણાંઓને આપ ખસેડી આપો. પછી પર્વતને હું ખસેડી દઉં.’
રાજા તો બાળકનો જવાબ સાંભળીને આભો જ બની ગયો. રાજાએ બીજો સવાલ કર્યો, “હે બાળક, તું કોઈને પણ પૂછ્યા વિના અમારા વશંજોનાં નામ આપી શકે?' બાળકે કહ્યું. “જી રાજનું, આપી શકું, પણ તમારી ત્રણ પેઢીનાં નામ સારાં છે બાકીનાં નામ દુનિયામાં હાસ્યપાત્ર થાય તેવાં છે. આપ રજા આપો તો બોલવા માંડું. બેઈજ્જતી થવાના ભયે રાજાએ ના પાડી, પછી ત્રીજો સવાલ કરતાં રાજાએ કહ્યું – “આ ધરતીનું મધ્યબિંદુ શોધી આપીશ?' બાળક, ‘જી રાજનું, આપના સિંહાસનનું મધ્યબિંદુ છે. તે જ આ ધરતીનું મધ્યબિંદુ છે, જો વિશ્વાસ ન બેસે તો ખુદ આપ જ માપી લો આ ધરતીને.
રાજા તો બાળકનો જવાબ સાંભળીને બાળકની બુદ્ધિ ઉપર ખુશ થઈ ગયો. રાજાએ છેલ્લો સવાલ કર્યો.
અગત્યેષિની જેમ તું દરિયાનું પાણી પી શકે ?” “હા રાજનું, પણ મારે દરિયાનું પાણી પીવાનું છે માટે તેમાં ઠલવાતી હજારો નદીઓનાં પાણી અટકાવી દો પછી હું દરિયો પી જાઉં.” બાળકે હાસ્ય વેરતાં જવાબ આપ્યો.
રાજા હજારો નદીઓને અટકાવી ન શકે અને બાળકને પાણી પણ પીવું ન પડે. રાજા ગામડાના આ બાળકની બુદ્ધિ પર પ્રસન્ન થઈ ગયા. પાંચ હજાર સોનામહોર આપી તેનું સન્માન કર્યું. તેને રાજદરબાર તરફથી ભણવાની વ્યવસ્થા કરી અને મોટો થયો ત્યારે તેને મંત્રીપદ પણ આપ્યું. બાળકો : નાના બાળકની બુદ્ધિ કેવી લાગી?
ગુરુ સેવા-વિનય-પુસ્તક વગેરેનું બહુમાન હોય તો જ આવી બુદ્ધિ મળી શકે. હા... જ્ઞાનની આશાતના કરવાથી બહેરા, બોબડા, તોતડા, મંદબુદ્ધિ, હીન બુદ્ધિ થવાય માટે... જ્ઞાનની આશાતના નહી કરતાં
გთოვთიმთითა ლორთოხლის წვეთით დამთ'თეთრთდროულად SS S SS S SS S SS SMS ના કાકા
დაუტოდოთლეფონოდ დაედეთი બજાજા
Page #18
--------------------------------------------------------------------------
________________
ન
SA
bishi Wii
૮. ક્રોધ ન જુએ હિત - અહિત
Page #19
--------------------------------------------------------------------------
________________
(૧૬).
అలుపడడ పుడతలు ప్రతలు తలుపులు
తలలు తమ తలలు తలలు
ક્રોધ ન જુએ હિત - અહિત
બાળ લેખકઃ શૈલી સંજીવકુમાર શાહ (ઉ.વ.-૧૨)
શ્રીનગર, ઈડર એક રાજા હતો. તે પોતાના સૈન્ય સાથે જંગલમાં શિકાર કરવા નીકળ્યો હતો. તે દોડવા હરણને નિશાન બનાવી તેનો શિકાર કરવા તેની પાછળ લાગ્યો. તે તેના સૈન્યથી વિખૂટો પડી ગયો.
થોડે આગળ જતાં હરણ અદશ્ય થઈ ગયું. રાજા ખૂબ થાકી ગયો હતો. તેને ખૂબ તરસ લાગી હતી. પાણીની શોધ માટે ખૂબ ફર્યા, ફરતાં ફરતાં એક ઝાડની બાજુમાં પાણીની નીક વહેતી હતી તે દેખાઈ. રાજા આનંદિત થયો. પાણી લેવા માટે તેની પાસે કાંઈ ન હતું. તેથી ઝાડ પરનું પાન તોડી તેનું પડિયું બનાવ્યું. રાજા તેમાં પાણી ભરીને જેવો પીવા ગયો તરત જ એક પક્ષીએ ઊડતા આવી રાજાને ઝાપટ મારી હાથમાંથી તે પંડિયું નીચે પાડી દીધું. રાજાને નવાઈ લાગી છતાં વિચાર્યું, પક્ષી ઊડતાં ઊડતાં અથડાયું હશે. તે ફરીવાર પડિયું બનાવી પાણી ભરી પીવા ગયો તો પંખીએ પાણી ફરી ઢોળી નાખ્યું. આમ બે-ચાર વખત બન્યું. રાજાને તરસ લાગી છે. પાણી હાજર છે, પાણી મોં સુધી રાજા લઈ જાય છે પણ પક્ષી પાણી પીવા દેતું નથી, આથી રાજાને ખૂબ ગુસ્સો ચડ્યો. પોતાનું થતું કાર્ય કોઈ અટકાવે તો ગુસ્સો કરવો સહજ છે. ક્રોધાવેશમાં વગર વિચારે ગમે તે નિર્ણય વ્યક્તિ લઈ લે છે, રાજાએ પણ તલવાર લીધી અને નક્કી કર્યું કે હવે જો પંખી પાણી ઢોળે તો તરત જ તેને એક ઝાટકે મારી નાખ્યું. આ વખતે જેવું પંખીએ પાણી ઢોળ્યું, રાજાનો ગુસ્સો તો સાતમા આસમાને પહોંચી ગયો હતો, તેથી તરત જ રાજાએ તે પંખીને તલવારથી મારી નાખ્યું અને હાશ અનુભવી. ‘હવે શાંતિથી પાણી પીવાશે એમ વિચારી પડિયામાં ફરી પાણી ભર્યું. એટલામાં ત્યાં રાજાના સૈનિકો આવી ચઢ્યા. તેમણે રાજાને કહ્યું કે “હે રાજન્ તમે એ ગંદું પાણી મૂકીને અમે લાવ્યા છીએ તે શુદ્ધ મીઠું પાણી પીઓ. રાજાએ પાણી પીને તેની તરસ શાંત કરી. ગુસ્સો પણ શાંત થયો. સૈન્ય પણ મળી ગયું.”
રાજાએ એ પાણીનું ઉદ્ગમ સ્થાન શોધવાનું વિચાર્યું. પાણી આવતું હતું તે માર્ગે રાજા આગળ ગયો. દૂરથી પાણીનું ઉદ્ગમ સ્થાન જોતાં જ રાજા ચમકી ગયો. પરસેવે રેબઝેબ થઈ ગયો. તેને ખ્યાલ આવ્યો કે નીકમાં આ પાણી નહીં, પણ મોટા અજગરના મોમાંથી નીકળતી ઝેરી લાળ આવે છે. જો તે ને હું પાણી સમજીને પી ગયો હોત તો હું મરી ગયો હોત. હવે રાજાને ખૂબ પસ્તાવો થયો. રાજાને ભાન થયું કે પંખી ઉપકારી હતું, મારો જીવ બચાવવા માટે પંખીએ પોતાનો જીવ ગુમાવ્યો. ખરેખર મેં ગુસ્સામાં આવીને વગર વિચાર્યે આ ખરાબ કામ કર્યું છે. આ જે મે ગુસ્સામાં ને ગુસ્સામાં મારા પરોપકારીનો જીવ હણ્યો છે.
ખરેખર, આ ગુસ્સો ખૂબ ખરાબ વસ્તુ છે બસ આજથી નિયમ લઉં છું કે હવે, ગુસ્સો, ક્રોધ કરવો નહિ, પૂરતી તપાસ કર્યા વિના વગર વિચાર્યે કોઈ નિર્ણય ન કરવો. આમ પસ્તાવા સાથે વિચાર કરતો કરતો રાજા સૈન્યને લઈને પોતાના રાજ્યમાં જાય છે. બાળકો ઃ ૧. કોઈને પણ નુકશાન થતું હોય તે ખબર પડે તો... તે નુકશાન નિર્દોષભાવે પક્ષીની જેમ અટકાવવા
પ્રયત્ન કરવો. ૨. આપણા કાર્યમાં કોઈપણ વ્યક્તિ બાધક બનતો હોય તો... તેનું કારણ શોધવું ફોગટનો ગુસ્સો કરવો નહિ. ૩. આપણા ઉપકારીનો ક્યારેય અપકાર ન કરવો... કદાચ ભૂલથી થઈ જાય તો.... ભારે પશ્ચાતાપ પૂર્વક
તેની ક્ષમા માંગવી.
• თორთლოთდეთოთლსთორთოდოდეთოდთოთ თითო თითო თითო თითო-თითოთ თოთოთ
Page #20
--------------------------------------------------------------------------
________________ તીર્થન રાહુલ શાહ (ઉ.૩ વર્ષ) 4, બૌસી, સરસ્વતી એપાર્ટમેન્ટ નાઘડી ઓવરી, બહુમાળી પાસે, નાનપુરા, સુરત, નિત્ય દર્શન, પૂજા શ્રુત મિતેષભાઈ શાહ (ઉ. વર્ષ) નિરંજનભાઈ ભીખાભાઈ શાહ 15, શ્રીપાલનગર સોસાયટી, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. સંસારદાવા, કંદમૂળ ત્યાગ, નિત્ય દર્શન કુલીન નીતીનભાઈ શાહ (ઉ.૧૧ વર્ષ) જૈન ઉપાશ્રય પારો, ખજૂરી પોળ, e ઊંઝા (ઉ.ગુજ.) પંચપ્રતિક્રમણ, અતિચાર, 9 વર્ષે ઉપધાન, નિત્યપૂજા, વંદન, પાઠશાળા, કંદમૂળ ત્યાગ કિરણભાઈ બાલુભાઈ શાહ 19/1, વિધાનગર સોસાયટી, વિભાગ-૧, વિધાનગર સ્કૂલની પાછળ, ઉસ્માનપુરા, અમદાવાદ. અમદાવાદની પાઠશાળાઓના સર્વે શિક્ષક / શિક્ષીકાઓને બાળકોના જ્ઞાન - કલા વિકાસ અર્થે સંજયભાઈ કોઠારી તરફથી સમર્પણ શું તમારે પરીક્ષામાં પાસ થવું છે ? શું તમારે વાંચેલું યાદ રાખવું છે ? શું તમારે થોડી મહેનતે વધારે તૈયારી કરવી છે ? શું તમારે વાંચેલું ભૂલી ગયા તે યાદ કરવું છે ? તો.... આ રહ્યો તેનો ઉપાય શાલી, ઉGSTની શુરુ થGી સ્પી થળી. 200 વર્ષ પૂર્વે તળીયાની પોળ (સારંગપુર - અમદાવાદ)ના ઉપાશ્રયે અધ્યાત્મયોગી પૂજ્ય મણીચંદ્રવિજયજી મ. સા. સ્થિરવાસ હતા. દેવો અને ઈન્દ્ર મહારાજા તેમને વંદન કરવા માટે આવતા હતા. અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સિમંધરસ્વામી ભગવાનના સાનિધ્યમાં કેવળજ્ઞાની બની કેવલી રૂપે વિચરી રહ્યા છે. તેમનું નામ સ્મરણ કરવાથી જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે. અને આપણી સમસ્યા દૂર થાય છે. : માત્ર આટલું જ કરો : 1. વાંચવા બેસો ત્યારે 3 નવકાર અને 5 વાર મંત્ર જાપ કે નામસ્મરણ કરો. 2. પરીક્ષા આપવા જતાં ઘરેથી 3 નવકાર અને 5 વાર નામસ્મરણ કરીને નીકળો. 3. પરીક્ષામાં યાદ ન આવે ત્યારે 1 નવકાર ગણી ગુરુ મ.નું સ્મરણ કરો. ગુરુ મંત્ર : ૐ હ્રીં શ્રીં ક્લે હૂં અછું. ge શ્રી મણીચંદ્ર સદગુરુભ્યો નમઃ || નાનો મંત્ર : શ્રી મણીચંદ્ર સદ્ગુરુભ્યો નમઃ || અનુકૂળતા હોય તો ગુરુ મ.ના સાધના સ્થાને (સારંગપુર તળીયાની પોળ ઉપાશ્રયે) જઈ પાંચ દીવેટનો. દીવો અને પાંચ સાથીયાની ગહુંલી કરી વંદન કરી આવો. ગુરુદેવના અનુગ્રહથી અવશ્ય સફલતા મળશે. નોંધ : તમોને થયેલો અનુભવ અવશ્ય નીચેના સરનામે પત્ર દ્વારા જણાવો. * પાંચ ગુરુવાર ગુરુદેવના સ્થાને દર્શન - વંદનનો નિયમ કરી શકાય. સર્વ સમુદાયના અનેક પૂજ્ય આચાર્ય ભગવંતોના આશીર્વાદ તથા પૂ.પં. શ્રી નયચંદ્રસાગરજી મ.ની પ્રેરણા - માર્ગદર્શનથી આ પૂજ્યશ્રીના સાધના સ્થાનમાં કૈવલ્ય ગુરુ મંદિર બની રહ્યું છે..... ‘સારંગપુર તળીયાની પોળ જેન સંઘ' શ્રી મણીચંદ્રવિજય કૈવલ્ય ગુરુ મંદિર નિમણિ કમિટી તળીયાની પોળ, દેરાસરવાળો ખાંચો, સારંગપુર, અમદાવાદ - 1. શ્રી પ્રવિણભાઈ શેરદલાલ ફોન : 2650670, 26508083 JAMBOODWEEP PRINTERS AHMEDABAD 99250 63846. 9879996176