Page #1
--------------------------------------------------------------------------
________________
વાચકવર 'ઉમાસ્વાતિ મહારાજ વિરચિતા
'તત્વાર્થાધિગમ સત્ર
(ગુજરાતી લિંવેચન સાથે)
તત્ત્વનું વારંવાર ચિંતના
કરવું.
વિવેચનકાર પ.પૂ. આચાર્ય શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજ
Page #2
--------------------------------------------------------------------------
________________
ay (91
Page #3
--------------------------------------------------------------------------
________________
Pokokkekkeelle
| સચવન-જ્ઞાન-વારિત્રામાં મોક્ષમાર્ક: /.
"STgg
વાચકવર શ્રી ઉમાસ્વાતિ મહારાજ વિરચિત
શ્રી લાક્ષધિગ0 ફૂ@
છછછછછછછછછછછછછછછછછછ
(ગુજરાતી વિવેચન સાથે)
- : વિવેચનકાર :સિદ્ધાંત મહોદધિ પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર પૂજ્ય આચાર્યશ્રી હીરસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પૂજ્ય આ.શ્રી લલિતશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પૂજ્ય આચાર્ય શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજ
છ
*
-: સંશોધનકાર :પંડિત શ્રી પુખરાજજી અમીચંદજી કોઠારી
*
" "
-: પ્રકાશક :શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા
અને
શ્રી જૈન શ્રેયસ્કર મંડળ સ્ટેશન રોડ, મહેસાણા-૩૮૪ ૦૦૧. (ઉત્તર ગુજરાત)
* જી.
(કિંમત : રૂા. ૧૪૦/છાપેલી કિંમતથી વધારે કિંમત લેવી નહીં.
To Do go "
હિ. એક
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન...
તત્ત્વાર્થાધિગમસૂત્ર ગ્રંથનું પઠન-પાઠન જૈન શ્વેતાંબર સંપ્રદાયમાં ચિરકાળથી ચાલ્યું આવે છે. પરમ પૂજ્ય પંન્યાસ શ્રી આનંદસાગરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય કર્પૂરવિજયજી મહારાજ સાહેબોએ પ્રેસ કોપી આદિ તપાસી આપેલા તત્ત્વાર્થાધિગમસૂત્રનું પ્રથમ પ્રકાશન વિક્રમ સંવત-૧૯૭૨માં અને બીજું પ્રકાશન વિક્રમ સંવત-૧૯૮૦માં આ સંસ્થાએ કરેલ છે. ત્યારબાદ સંસ્થાના ભૂતપૂર્વ મેનેજર સ્વર્ગસ્થ પંડિત શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખે વિસ્તૃત વિવેચનમાં લખી તૈયા૨ કરી આપેલા તત્ત્વાર્થાધિગમસૂત્રનું પ્રકાશન બે ભાગમાં વિક્રમ સંવત-૨૦૧૬માં આ સંસ્થાએ કરેલ છે. તે સિવાય અન્ય સંસ્થાઓ દ્વારા અનેક મહારાજ સાહેબોએ અને અનેક પંડિતોએ આ ગ્રંથનાં નાના-મોટા અનેક પુસ્તકો બહાર પાડેલ છે. પરંતુ મધ્યમ ક્ષયોપશમવાળા પૂ. સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબો તેમજવિદ્યાર્થીઓ વગેરે સમજી શકે તેવા સરલ અને મધ્યમ વિવેચનવાળા પુસ્તકની અત્યંત આવશ્યકતા લાગવાથી અમોએ સ્વર્ગસ્થ પરમ પૂજ્ય આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પરમ પૂજ્ય આ. શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પરમ પૂજ્ય આ. શ્રી લલિતશેખરસૂરીશ્વરજી (તે વખતે ગણી) મહારાજ સાહેબના શિષ્યરત્ન વિર્ય પરમ પૂજ્ય આ. શ્રી રાજશેખરસૂરીશ્વરજી (તે વખતે મુનિ) મહારાજ સાહેબને તત્ત્વાર્થાધિગમ સૂત્રનું વિવેચન લખી આપવા વિનંતી કરેલ અને અમારી વિનંતીનો સ્વીકાર કરી તેઓશ્રીએ અથાગ પ્રયત્ન દ્વારા તે પ્રમાણે સુંદર વિવેચન તૈયાર કરી આપેલ . એને સંસ્થાના અધ્યાપક પુખરાજજી અમીચંદજીએ ઝીણવટપૂર્વક અક્ષરશઃ તપાસેલ છે. આ પુસ્તકનું પ્રકાશન કરવાનો લાભ આ સંસ્થાને મળ્યો છે. આ પુસ્તકની આ પાંચમી આવૃત્તિનું પ્રકાશન કરતાં સંસ્થા ગૌરવનો અનુભવ કરે છે. પુસ્તકના લેખક વિદ્વર્ય પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજ સાહેબે સમગ્ર પુસ્તકનો વિષય વધુ શુદ્ધ, સરળ અને સ્પષ્ટ કરી આપીને સ્વાધ્યાય પ્રેમીઓ ઉપર ઘણો ઉપકાર કર્યો છે. આ માટે લેખક આચાર્યશ્રી પ્રત્યે અમો કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.
લિ. પ્રકાશક : ડૉ. મફતલાલ જે. શાહ શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ સ્ટેશન રોડ, મહેસાણા-૩૮૪ ૦૦૧. (ગુજરાત)
Page #5
--------------------------------------------------------------------------
________________
વિવેચક્ની વિવેચના
(પ્રથમ આવૃત્તિનું) પ્રસ્તુત વિવેચનમાં તત્ત્વાર્થ ભાષ્યના ઘણા ખરા પદાર્થોનું સ્પષ્ટીકરણ કર્યું છે. મારી દૃષ્ટિએ ભાષ્યના જે પદાર્થો તત્ત્વાર્થના પ્રાથમિક કે મધ્યમ અભ્યાસીઓને વધારે કઠીન પડે તેવા લાગ્યા અને એ પદાર્થોને વિવેચનમાં ન લેવાથી સૂત્રના વિષયને સમજવામાં વાંધો પણ ન જણાયો તે પદાર્થો આમાં લીધા નથી. આ સિવાયના ભાષ્યના લગભગ બધા પદાર્થોનું મારી શક્તિ મુજબ સ્પષ્ટીકરણ કર્યું છે. તથા તે તે સૂત્રના વિષયની વિશેષ સમજૂતી આપવા ભાગમાં ન હોય તે વિષયો પણ કર્મગ્રંથ, વિશેષાવશ્યક ભાષ્ય આદિ ગ્રંથોના આધારે અહીં લીધા છે.
ગ્રંથ છપાયા પહેલાં અને પછી પણ મહેસાણા પાઠશાળાના પ્રધાન પ્રાધ્યાપક પંડિતવર્ય શ્રી પુખરાજજી અમીચંદજીએ સંપૂર્ણ ગ્રંથનું કાળજીથી સંશોધન કર્યું છે. આમ છતાં ક્ષતિઓ જણાય તો તે તરફ મારું લક્ષ્ય દોરવા વાચકોને નમ્ર વિનંતી કરું છું. વાચકો આ વિનંતીનો સ્વીકાર કરી મને પ્રોત્સાહન આપશે એવી આશા રાખું છું. સહુ કોઇ આ ગ્રંથના પઠન-પાઠન આદિથી સ્વ-પરનું શ્રેય સાધે એ જ પરમ શુભેચ્છા.
- - મુનિ રાજશેખરવિજયજી (વર્તમાનમાં આચાર્ય વિજય રાજશેખરસૂરિ)
પ્રથમ આવૃત્તિ : વિ.સં. ૨૦૩૨, ૫૦૦ નકલ બીજી આવૃત્તિ : વિ.સં. ૨૦૩૬ , ૨૦૦૦ નકલ ત્રીજી આવૃત્તિ : વિ.સં. ૨૦૪૮, ૩000 નકલ ચોથી આવૃત્તિ : વિ.સં. ૨૦૫૫, ૩૦૦૦ નકલ પાંચમી આવૃત્તિ : વિ.સં. ૨૦૬૫, ૨૦૦૦ નકલ
આ મુદ્રક : દિdha Podite
F/5, Parijat Complex, Swaminarayan Mandir Road, Kalupur, A'BAD-380 001/2 Ph. (079). (O) 22172271 (R) 29297929 (M) 98253 47620
Page #6
--------------------------------------------------------------------------
________________
કૃતીલાલા
(પ્રથમ આવૃત્તિનું)
જ્યારે હું એક તરફ મારી શક્તિનો વિચાર કરું છું, અને બીજી તરફ આ ગ્રંથને જોઉં છું ત્યારે મારી સામે હું આ શી રીતે કરી શક્યો એ પ્રશ્નાર્થ ચિત્ર ખડું થાય છે. પણ મારા વડીલોની કૃપાદૃષ્ટિનું સ્મરણ થતાં જ એ પ્રશ્નાર્થ ચિહ્ન અલોપ થઇ જાય છે. સ્વ. ત્રિશતાધિક મુનિગણના નેતા પરમારાથ્યપાદ પ.પૂ. પરમ ગુરુદેવ આચાર્ય દેવેશ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ તથા પરમગીતાર્થ પ.પૂ. પરમ ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજની કૃપાદૃષ્ટિ વિના આવું સર્જન મારાથી ન થઇ શકે એમ મારું અંતઃકરણ સાક્ષી પૂરે છે. તથા પ.પૂ. પરાર્થપરાયણ ગણિવર્ય (વર્તમાનમાં આચાર્ય) ગુરુદેવ શ્રી લલિતશેખર વિજય મહારાજે પ્રુફ સંશોધન આદિમાં આપેલા સાધંત સહકારથી હું આ ગ્રંથનું સંપાદન કાર્ય સુખપૂર્વક કરી શક્યો છું. આ સ્થળે આ ત્રણે મારા પૂજ્ય વડીલોને નતમસ્તકે ભાવભરી અંજલિ સમર્પ છું. ક્યારેક કોઇ પદાર્થમાં મહત્ત્વની ગૂંચ ઊભી થતી કે સંશય જાગતો ત્યારે તત્ત્વાર્થ અને તત્ત્વાર્થ વિષયોને લગતા પ્રાચીન-અર્વાચીન, પ્રાકૃતસંસ્કૃત; હિંદી-ગુજરાતી ગ્રંથો મદદ રૂપ બન્યા છે. આથી મૂળે ગ્રંથના પ્રણેતા મહાપુરુષો અને તેના સંપાદકો વગેરે પ્રત્યે કૃતજ્ઞતા પ્રદર્શિત કરવાનું મારા માટે અનિવાર્ય બની જાય છે. મહેસાણા સંસ્થાની પાઠશાળાના પ્રધાન પ્રાધ્યાપક પંડિતવર્ય શ્રી પુખરાજજી અમીચંદજીએ તત્ત્વાર્થની વિસ્તૃત નોટ વગેરે આત્મીય ભાવે કાળજીપૂર્વક તપાસ્યા બાદ અનેક પત્રો દ્વારા પ્રશંસાનાં પુષ્પો વેરીને આપેલું પ્રોત્સાહન ચિરસ્મરણીય રહેશે.
- મુનિ રાજશેખરવિજયજી (વર્તમાનમાં આચાર્ય વિજય રાજશેખરસૂરિ)
Page #7
--------------------------------------------------------------------------
________________
૫
પ્રાથન
(પ્રથમ આવૃત્તિનું)
// ૐ હ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ II
॥ ૐ હ્રીં શ્રી ચરમતીર્થાધિપતિ શ્રી મહાવીર સ્વામિને નમઃ । II શ્રી સ્વવિદ્યાગુરુભ્યો નમઃ ।
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રની મહત્તા—
જૈન દર્શનમાં અનુયોગ, એટલે કે સૂત્રનું વ્યાખ્યાન કરવાની પદ્ધતિ ઘણી જ સુંદર છે. તેના ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ, ધર્મકથાનુયોગ અને દ્રવ્યાનુયોગ એમ ચાર પ્રકાર છે. આ ચાર પ્રકારના અનુયોગ દ્વારા તે તે કક્ષાના બાલ, મધ્યમ કે પંડિત પુરુષો સુગમતાથી શાસનના હાર્દને પામી, સાધનાની દિશામાં આગળ વધી, શીઘ્ર સાધ્યની સિદ્ધિ હાંસલ કરી શકે છે. પ.પૂ. યુગપ્રધાન શ્રી આર્યરક્ષિતસૂરીશ્વરજી મ.સા.ના કાળ સુધી આ ચારે અનુયોગ સંકલિત એટલે કે એકીસાથે જોડાયેલા હતા. પરંતુ તેઓશ્રીએ દુઃષમાનુભાવ આદિના પ્રભાવથી અલ્પબુદ્ધિવાળા શિષ્યોને વ્યામોહ ન થાય અને તેઓ સારી રીતે સમજી શકે, તે ઉદ્દેશથી ચારે અનુયોગોનું અલગ અલગ વિભાજન કરેલ છે.
તેમાં આચારની પ્રધાનતા જેમાં બતાવેલ છે તેવાં આચારાંગ, દશવૈકાલિક સૂત્ર વગેરે આગમોમાં અને ત્રણ ભાષ્ય, શ્રાદ્ધવિધિ વગેરે પ્રકરણોમાં મુખ્યત્વે ચરણકરણાનુયોગનું વ્યાખ્યાન છે. ગણિતનો વિષય જેમાં પ્રધાનતાએ દર્શાવેલ છે તેવા ચન્દ્રપ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ વગેરે આગમોમાં અને ક્ષેત્રસમાસ, બૃહત્સંગ્રહણી, છઠ્ઠો કર્મગ્રંથ વગેરે પ્રકરણોમાં મુખ્યત્વે ગણિતાનુયોગનું સુંદર વ્યાખ્યાન છે. સાધકોની શ્રદ્ધાને સુદૃઢ કરવા માટે પૂર્વના મહાપુરુષોનાં દૃષ્ટાંતો જેમાં દર્શાવવામાં આવ્યા છે એવા જ્ઞાતાધર્મકથા, ઉપાસક દશાંગ વગેરે આગમોમાં અને ઉપદેશમાલા, ઉપદેશ પ્રાસાદ વગેરે પ્રકરણોમાં ધર્મકથાનુયોગનું વ્યાખ્યાન છે. છ દ્રવ્યો
Page #8
--------------------------------------------------------------------------
________________
અને તેમના ગુણ-પર્યાયોની સુંદર અને સૂક્ષ્મતાભરી છણાવટ જેમાં જોવા મળે છે એવાં સૂયગડાંગ, સમવાયાંગ વગેરે આગમોમાં અને સમ્મતિતર્ક, તત્ત્વાર્થ સૂત્ર, દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, નવતત્ત્વ વગેરે પ્રકરણોમાં મુખ્યતયા દ્રવ્યાનુયોગનું વ્યાખ્યાન છે.
આ ચાર અનુયોગોમાં અપેક્ષાએ દ્રવ્યાનુયોગ સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. કારણ કે જીવોને મોક્ષપ્રાપ્તિ કેવળજ્ઞાનથી થાય છે. કેવળજ્ઞાન શુક્લ ધ્યાનથી પ્રગટે છે. શુક્લ ધ્યાન દ્રવ્યાનુયોગના ચિંતન-મનન-નિદિધ્યાસનથી સુલભ બને છે. આ જ વાત મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સાહેબે દ્રવ્યગુણપર્યાય રાસની પહેલી ઢાળની છઠ્ઠી ગાથામાં જણાવી છે. તેમ જ સમ્મતિ તર્કમાં કહ્યું છે કે ચરણસિત્તરિ અને કરણસિત્તરિમાં સંપૂર્ણ સમ્યગુ આદર ધરાવનાર મુનિઓ પણ સ્વશાસ અને પરશાસના અભ્યાસ વિના નિશ્ચયથી શુદ્ધ સારને જાણી શકતાં નથી. અને શ્રી મહોપાધ્યાયજી પણ એ જ વાતને પુષ્ટ કરતાં જણાવે છે કે દ્રવ્યાનુયોગની વિચારણા વિના ચરણ અને કરણનો કોઈ સાર નથી. સાથોસાથ એ વાત પણ જણાવે છે કે આ દ્રવ્યાનુયોગમાં જેમનો સતત ઉપયોગ છે એવા મહાપુરુષોને આધાકમદિક દોષો પણ લાગતા નથી.
આવી અનેક બાબતોને સાંકળી લેતી દ્રવ્યાનુયોગની પ્રશસ્તિ દ્રવ્યગુણ-પર્યાય રાસની પ્રથમ ઢાળમાં મુક્ત કંઠે ગાઈ છે. વિશેષ જિજ્ઞાસુએ પ્રથમ ઢાળનું ચિંતન-મનન કરવું અત્યંત આવશ્યક છે.
આ ઉપરથી સહેજે ખ્યાલ આવી શકે છે કે શ્રી જિનશાસનમાં દ્રવ્યાનુયોગ કેવું આગવું સ્થાન ધરાવે છે. જેમ મોક્ષપુરુષાર્થના અભાવમાં પ્રથમના ધર્માદિ ત્રણ પુરુષાર્થો અને ધર્મપુરુષાર્થના અભાવમાં અર્થ અને કામ એ બે પુરુષાર્થો નિષ્ફળ છે, તેમ દ્રવ્યાનુયોગની વિચારણા વિના પ્રથમના ત્રણ અનુયોગો પણ નિષ્ફળ છે, સાધ્યની સિદ્ધિ કરાવી શકતા નથી એમ અપેક્ષાએ જરૂર કહી શકાય. માટે જ આત્માર્થીઓને દ્રવ્યાનુયોગની વિચારણા અત્યંત આવશ્યક છે.
આ સૂત્રમાં મુખ્યત્વે દ્રવ્યાનુયોગની વિચારણા છે, અને સાથોસાથ ગણિતાનુયોગ તેમ જ ચરણકરણાનુયોગની પણ સુંદર વિચારણા કરવામાં આવી છે. તેથી આ સૂત્ર શ્રી જૈનશાસનમાં અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
દિગમ્બર અને શ્વેતામ્બર એમ બંને સંપ્રદાયમાં પ્રસ્તુત સૂત્રનું પઠનપાઠન ઘણા લાંબા સમયથી ચાલુ છે. તેમાં પણ દિગમ્બર સંપ્રદાયમાં તો કેટલાંક સૂત્રોના ફેરફાર સાથે આ સૂત્રને “સર્વોપરિ મુખ્ય આગમ મોક્ષશાસ્ત્ર' તરીકે માનવામાં આવે છે. તેઓ આ સૂત્રના કર્તા ઉમાસ્વાતિ' અથવા ઉમાસ્વામીને શ્રી કુંદકુંદાચાર્યના શિષ્ય તરીકે માને છે. પરંતુ આ ગ્રન્થકર્તા શ્રી ઉમાસ્વાતિ દિગમ્બર સંપ્રદાયના નથી, પણ શ્વેતામ્બર સંપ્રદાયમાં (પરમ્પરામાં) જ થયેલા છે. તે માટે વિશેષ જિજ્ઞાસુઓએ પ.પૂ. આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સાહેબે લખેલ “તત્વાર્થવૃત્વતન્મતિનિઃ ' નામનું પુસ્તક જોવું.
શ્વેતાંબર સંપ્રદાયમાં પણ પ્રસ્તુત ગ્રંથ ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ ગ્રંથ ઉપર બંને સંપ્રદાયોના અનેક આચાર્ય મહારાજોએ અનેક ટીકાઓ તેમજ અનેક પંડિતોએ હિન્દી તથા ગુજરાતી ભાષામાં નાના-મોટા અનેક પુસ્તકો બહાર પાડેલ છે.
આ ગ્રંથ માત્ર ૨૦૦ શ્લોકથી પણ ઓછા પ્રમાણવાળો હોવા છતાં તેમાં લગભગ જૈનદર્શનના મૌલિક બધા જ પદાર્થોનો સંગ્રહ કરવામાં આવેલ છે. માટે જ “ઉમાસ્વાતિ જેવા કોઈ સંગ્રહકાર નથી' એમ શ્રી સિદ્ધહેમ વ્યાકરણમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબને પણ કહેવું પડ્યું છે અને એથી જ પૂર્વના મહાપુરુષોએ આ ગ્રંથને “અહ...વચન સંગ્રહ તરીકે પણ ઓળખાવ્યો છે.
સંક્ષેપમાં ગ્રંથ પરિચય
આ ગ્રંથના દશ અધ્યાય છે. શરૂઆતમાં પ્રસ્તાવના રૂપે ૩૧ ગાથા પ્રમાણ સંબંધ કારિકા ગ્રંથકારે પોતે જ રચેલ છે, જે ખાસ મનન કરવા લાયક છે. તે પછી પહેલા અધ્યાયમાં સમ્યક્ત્વ, જીવાદિ તત્ત્વો, તત્ત્વોની વિચારણા કરવાનાં હારો, જ્ઞાન અને સાત નયનું સ્વરૂપ વર્ણવેલ છે. બીજા અધ્યાયમાં જીવોનું લક્ષણ, ઔપશમિકાદિ ભાવોના પ૩ ભેદ, જીવના ભેદ, ઈન્દ્રિય, ગતિ, શરીર, આયુષ્યની સ્થિતિ વગેરે વર્ણવેલ છે. ત્રીજા અધ્યાયમાં સાત પૃથ્વી, નારક જીવોની વેદના તથા આયુષ્ય, મનુષ્ય ક્ષેત્રનું વર્ણન, તિર્યંચના ભેદો તથા સ્થિતિ વગેરે આવે છે. ચોથા અધ્યાયમાં દેવલોક, દેવતાની ઋદ્ધિ
Page #10
--------------------------------------------------------------------------
________________
અને જઘન્યોત્કૃષ્ટ આયુષ્ય વગેરે બાબતો બતાવી છે. પાંચમા અધ્યાયમાં ધર્માસ્તિકાયાદિ અજીવનું તથા દ્રવ્યોના લક્ષણોનું, છઠ્ઠામાં આસવનું, સાતમામાં દેશવિરતિ અને સર્વવિરતિનું તથા તેમાં લાગતા અતિચારોનું, આઠમામાં મિથ્યાત્વાદિ હેતુથી થતા બંધનું, નવમામાં સંવર તથા નિર્જરાનું અને દશમા અધ્યાયમાં મોક્ષતત્ત્વનું વર્ણન છે. ઉપસંહારમાં ૩૨ શ્લોક પ્રમાણ અંતિમકારિકામાં સિદ્ધનું સ્વરૂપ વગેરે બહુ સારી રીતે વર્ણવેલ છે. પ્રાન્ત ગ્રંથકારની પ્રશસ્તિ આપવામાં આવેલ છે.
આ સૂત્ર ઉપર અનેક વિદ્વાનોએ વિસ્તૃત વિવેચન લખ્યું છે. આ સૂત્ર ઉપર લખાયેલ સંસ્કૃત સાહિત્ય નીચે મુજબ છે.
તત્ત્વાર્થસૂત્ર ઉપર વર્તમાનમાં લભ્ય-મુદ્રિત સંસ્કૃત ગ્રંથો(૧) સ્વોપલ્લભાષ્ય (૨૨૦૦ શ્લોક પ્રમાણ). (૨) શ્રી સિદ્ધસેન ગણિકૃત ભાષાનુસારિણી ટીકા
(૧૮૨૦૨ શ્લોક પ્રમાણ). (૩) શ્રી હરિભદ્ર સૂરિકત ટીકા." (૧૧૦૦૦ શ્લોક પ્રમાણ). (૪) ચિરંતન નામના મુનિરાજશ્રીએ કરેલું તત્ત્વાર્થ ટિપ્પણ.
પ્રથમ અધ્યાય ઉપર મહોપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત ભાષ્યતર્યાનુસારિણી ટીકા. ભાષ્યતર્કનુસારિણી ટીકા ઉપર શ્રી દર્શનસૂરિજી કૃત અતિ વિસ્તૃત ટીકા.
યશોવિજયજી ગણિ કૃત ગુજરાતી ટબો. (૮) સંબંધ કારિકા અને અંતિમ કારિકા ઉપર શ્રી સિદ્ધસેન ગણિ કૃત ટીકા. (૯) સંબંધ કારિકા ઉપર શ્રી દેવગુપ્તસૂરિ કૃત ટીકા.
તત્ત્વાર્થસૂત્ર ઉપર લખાયેલ અલભ્ય ગ્રંથો(૧) શ્રી દેવગુપ્ત સૂરિએ સંબંધ કારિકાની પોતાની ટીકાના અંતેइतीयं कारिकाटीका, शास्त्रटीकां चिकीर्षुणा । संदृब्या देवगुप्तेन, प्रीतिधर्मार्थिना सता ॥१॥
એમ જણાવ્યું છે. આથી તેઓશ્રીએ કદાચ આ સૂત્ર ઉપરટીકા લખી હોય. ૧. શ્રી હરિભદ્રસૂરિજીએ પા અધ્યાય સુધીની ટીકા બનાવી છે. અધૂરી રહેલી એ ટીકા શ્રી
યશોભદ્રસૂરિજીએ પૂરી કરી છે. ૨. આ યશોવિજયજીગણી સુપ્રસિદ્ધ ન્યાય વિશારદ યશો વિ.મ. નહિ, પણ બીજા સમજવા.
(૬)
(૭)
Page #11
--------------------------------------------------------------------------
________________
(૨) શ્રી મલયગિરિ સૂરિ મહારાજ પ્રજ્ઞાપના (પન્નવણા) સૂત્રની પોતાની ટીકામાં કહે છે કે
यथाच प्रमाणबाधितत्वंतथा तत्त्वार्थटीकायांभावितमिति ततोऽवधार्यम् ॥
આ ઉપરથી સંભવિત છે કે શ્રી મલયગિરિસૂરિ મહારાજે પણ તત્ત્વાર્થ ઉપર ટીકા બનાવી હશે.
(૩) મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની પ્રથમ અધ્યાય ઉપર લખાયેલી ટીકા ઉપલબ્ધ હોવાથી સંપૂર્ણ તત્ત્વાર્થ ઉપર ટીકા રચી હોય એવું અનુમાન થઈ શકે છે.
દિગમ્બર આસ્નાયમાં આ ગ્રંથ ઘણો પ્રચલિત છે. સૂત્રોના કેટલાક ફેરફારો સાથે આ ગ્રંથ તેઓ પોતાના સંપ્રદાયમાં થયેલા ઉમાસ્વામીજીનો બનાવેલ માને છે. તેમનામાં પણ આ સૂત્ર ઉપર સર્વાર્થસિદ્ધિ, શ્લોકવાર્તિક, રાજવાર્તિક, શ્રતસાગરી વગેરે ટીકાઓ તથા હિન્દી-ગુજરાતી અનુવાદો ઘણા રચાયેલા છે.
આ ગ્રંથકારે ૫૦૦ પ્રકરણ રચ્યાં એમ કહેવાય છે. તે પૈકી તત્ત્વાથધિગમ સૂત્ર, પ્રશમરતિ પ્રકરણ, જંબૂદ્વીપ સમાસ પ્રકરણ, ક્ષેત્ર સમાસ, શ્રાવક પ્રજ્ઞપ્તિ અને પૂજા પ્રકરણ હાલમાં લભ્ય છે.
કલકત્તાની રોયલ એશિયાટિક સોસાયટી મારફત છપાયેલ તત્ત્વાર્થ ભાષ્યની એપેન્ડીક્ષ ડી. (પૃ. ૪૪-૪૫)માં જણાવેલાં બીજા ગ્રંથોમાં સાક્ષીરૂપે લભ્ય થતાં ઉમાસ્વાતિ મહારાજનાં વચનોથી તેઓશ્રીની ૫૦૦ ગ્રંથના પ્રણેતા તરીકેની પ્રસિદ્ધિને પુષ્ટિ મળે છે. તદુપરાંત નીચેના ફકરાઓ પણ તેમના ગ્રંથોના હોય એમ જણાય છે. આ ફકરાઓમાં વાચક શબ્દ વાપર્યો છે, તેથી ઉમાસ્વાતિ મહારાજનાં આ વચન છે એમ માની આ ફકરા ઉતાર્યા છે.
ભાવવિજયજી વિરચિત ઉત્તરાધ્યયન સૂત્રની વૃત્તિમાં નીચે મુજબ લખાણ છે.
અધ્યયન-૧૦, શ્લોક-૧, પૃષ્ઠ-૨૪૪ બી. उक्तं वाचकमुख्यैःपरिभवसि किमिति लोकं, जरसा परिजर्जरीकृतशरीरम् । अचिरात्त्वमपि भविष्यसि, यौवनगर्वं किमुद्वहसि ॥१॥
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૦
"
શાન્ત્યાચાર્ય વિરચિત ઉત્તરાધ્યયન સૂત્રની વૃત્તિમાં નીચે મુજબ લખાણ છે— (१) अध्ययन - २, श्लो- १३, पानं-3 खे. सम्यक्त्वज्ञानशीलानि, तपश्चेतीह सिद्धये । तेषामुपग्रहार्थाय स्मृतं चीवरधारणम् ॥ १ ॥ जटी कूर्ची शिखी मुण्डी, चीवरी नग्न एव च । तप्यन्नपि तपः कष्टं, मौढ्याद्धि सो न सिद्ध्यति ॥ २ ॥ सम्यग्ज्ञानी दयावांस्तु, ध्यानी यस्तप्यते तपः । नग्नश्चीवरधारी वा स सिद्ध्यति महामुनिः ॥ ३ ॥ इति वाचकवचनम् ।
(२) अध्ययन - २, श्लो- १३, पानु-य जी ८. उक्तं च वाचकैः
शीतवातातपैर्दंशै - र्मशकैश्चापि खेदितः ।
मा सम्यक्त्वादिषु ध्यानं न सम्यक् संविधास्यति ॥ १ ॥ ( 3 ) अध्ययन-४, पृष्ठ- १८० (खे).
'सूरिभिरुक्तम्'
धर्मोपकरणमेवैतत्, न तु परिग्रहस्तथा । जन्तवो बहवस्सन्ति, दुर्दृशा मांसचक्षुषाम् । तेभ्यः स्मृतं दयार्थं तु, रजोहरणधारणम् ॥ १ ॥ आसने शयने स्थाने, निक्षेपे ग्रहणे तथा । गात्रसङ्कोचने चेष्टं तेन पूर्वं प्रमार्जनम् ॥ २ ॥ तथा - सन्ति सम्पातिमाः सत्त्वाः, सूक्ष्माश्च व्यापिनोऽपरे ।
1
तेषां रक्षानिमित्तं च विज्ञेया मुखवस्त्रिका ॥ ३ ॥ किंच - भवन्ति जन्तवो यस्मा दन्नपानेषु केषुचित् । तस्मात्तेषां परीक्षार्थं, पात्रग्रहणमिष्यते ॥ ४॥
अपरं चसम्यक्त्वज्ञानशीलानि, तपश्चेतीह सिद्धये । तेषामुपग्रहार्थाय स्मृतं चीवरधारणम् ॥ ५ ॥
"
Page #13
--------------------------------------------------------------------------
________________
शीतवातातपैर्दशै-मशकैश्चापि खेदितः । मा सम्यक्त्वादिषु ध्यानं, न सम्यक् संविधास्यति ॥ ६ ॥ तस्य त्वग्रहणे यत् स्यात्, क्षुद्रप्राणिविनाशनम् । ज्ञानध्यानोपघातो वा, महान् दोषस्तदैव तु ॥ ७ ॥ અધ્યયન-૪, શ્લોક પાનું-૧૯૧ એ.
आहच वाचक:-इहचेन्द्रियप्रसक्ता निधनमुपजग्मुः, तद्यथा-गार्य: सत्यकि कर्द्धिगुणं प्राप्तोऽनेकशास्त्रकुशलोऽनेकविद्याबलसम्पन्नोऽपि ॥ (૫) અધ્યયન-૪, શ્લોક-૧, પાનું ૧૯૧ બી.
उक्तं च वाचकैःमङ्गलैः कौतुकैर्योगै-विद्यामन्त्रैस्तथौषधैः । न शक्ता मरणात् त्रातुं, सेन्द्रा देवगणा अपि ॥
તીર્થકલ્પમાં શ્રી જિનપ્રભસૂરિજીએ, પ્રશમરતિની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિજીએ અને પંચાશકની ટીકામાં શ્રી અભયદેવસૂરિએ, શ્રી ઉમાસ્વાતિ મહારાજે ૫૦૦ ગ્રંથોની રચના કરી છે એવો ઉલ્લેખ કર્યો છે.
ગ્રંથકર્તા તથા તેનો સમય વગેરે
ઉમાસ્વાતિ મહારાજના સમયનો ચોક્કસ નિર્ણય નથી. તત્ત્વાર્થ ભાષ્યની પ્રશસ્તિના પાંચ શ્લોક, જે આ ગ્રંથના પ્રાંતે અર્થ સાથે આપેલ છે, તેનો મતલબ એ છે કે–શિવશ્રી વાચકના પ્રશિષ્ય અને ઘોષનંદિ ક્ષમણના શિષ્ય ઉચ્ચ નાગરી શાખામાં થયેલ ઉમાસ્વાતિ વાચક તત્ત્વાર્થાધિગમ શાસ્ત્ર રચ્યું. તેઓ વાચના ગુરુની અપેક્ષાએ ક્ષમણ મુંડપાદના પ્રશિષ્ય અને મૂળ વાચકાચાર્યના શિષ્ય હતા. તેમનો જન્મ ન્યઝોબિકામાં થયો હતો. વિહાર કરતાં કરતાં કુસુમપુર (પાટલીપુત્ર-પટના) નામના નગરમાં આ ગ્રંથ રચ્યો. તેમનું ગોત્ર કોભીષણિ અને તેમની માતાનું ગોત્ર વાત્સી હતું. તેમના પિતાનું નામ સ્વાતિ અને માતાનું નામ ઉમા હતું.
ઉમાસ્વાતિ મહારાજકૃત બૂઢીપ સમાસ પ્રકરણના ટીકાકાર શ્રી વિજયસિંહસૂરિ મ. તે ટીકાની આદિમાં જણાવે છે કે ઉમા માતા અને સ્વાતિ પિતાના સંબંધથી તેમનું ઉમાસ્વાતિ નામ પડ્યું. વાચકનો અર્થ પૂર્વધર લેવો. કેમકે પન્નવણા સૂત્રની ટીકામાં કહેલ છે કે-વાર : પૂર્વવિઃ |
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૨
તેમ જ “જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૧માં પૃષ્ઠ-૩૬૨ થી ૩૬૮માં નીચે પ્રમાણે જણાવેલ છે
કલ્પસૂત્રના ઉલ્લેખથી સમજી શકાય છે કે આર્યદિન્નસૂરિના મુખ્ય શિષ્ય આર્ય શાંતિશ્રેણિકથી ઉચ્ચનાગરી શાખા નીકળી છે. આ ઉચ્ચનાગરી શાખામાં પૂર્વજ્ઞાનના ધારક અને વિખ્યાત એવા વાચનાચાર્ય શિવશ્રી થયા હતા. તેમને ઘોષનંદિ શ્રમણ નામના પટ્ટધર હતા. જેઓ પૂર્વધર ન હતા, કિન્તુ અગિયાર અંગના જણનારા હતા.
પંડિત ઉમાસ્વાતિએ ઘોષનંદિ પાસે દીક્ષા લીધી અને અગિયાર અંગનું અધ્યયન કર્યું. તેમની બુદ્ધિ તેજ હતી. તેઓ પૂર્વનું જ્ઞાન ભણી શકે તેવી યોગ્યતાવાળા હતા. એટલે તેમણે ગુરુ આજ્ઞાથી વાચનાચાર્ય શ્રી મૂળ, કે જેઓ મહાવાચનાચાર્ય શ્રી મુંડપાઇ ક્ષમાશ્રમણના પટ્ટધર હતા, તેમની પાસે જઈ પૂર્વનું જ્ઞાન મેળવ્યું.
તત્ત્વાર્થાધિગમ ભાગમાં ઉમાસ્વાતિ ઉચ્ચ નાગરી શાખાના હતા તેમ લખાણ છે. ઉચ્ચ નાગરી શાખા શ્રી મહાવીર પરમાત્માની પાટે થયેલા આર્યદિન્નના શિષ્ય આર્ય શાંતિશ્રેણિકના વખતમાં નીકળી છે. આ ઉપરથી વાચકવર ઉમાસ્વાતિજી વિક્રમના પહેલાથી ચોથા સૈકા સુધીમાં થયા હોય તેમ લાગે છે. તે સિવાય એમનો ચોક્કસ સમય હજુ સુધી ઉપલબ્ધ થયેલ નથી. તેઓશ્રીના સંબંધમાં ઘણા લેખકોએ ઘણું લખ્યું છે. તેથી વિશેષ હું લખી શકું તેમ નથી અને કદાચ થોડું-ઘણું લખું તો પણ જૈન ઇતિહાસના જ્ઞાતાઓની આગળ માતાની આગળ મોસાળની કથા કર્યા જેવું જ ગણાય.
આ પુસ્તક પ્રકાશનનો પ્રસંગ
વિક્રમ સંવત-૨૦૧૮માં સ્વર્ગસ્થ પંન્યાસપ્રવર પરમ પૂજય કાગ્નિવિજયજી મ.સા.ની સાથે આ પુસ્તકના લેખક પૂજ્ય (વર્તમાનમાં આચાય) શ્રી રાજશેખર વિ. મ. સાહેબે મહેસાણા પધારી બે માસની સ્થિરતા કરી હતી. તે દરમિયાન અહીંથી કાશીના પંડિતજી છૂટા થયા હતા અને ભાઈ શ્રી રતિલાલ તથા પૂનમચંદ એ બંને વિદ્યાર્થીઓને સિદ્ધહેમ શબ્દાનુશાસન બૃહદ્રવૃત્તિના છેલ્લા ૩ અધ્યાયનો અભ્યાસ બાકી હતો. બાકી રહેલ તે અભ્યાસ તેમણે પૂજ્યશ્રી પાસે કર્યો. તે વખતે તેઓશ્રીનો સામાન્ય પરિચય
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૩
થયેલ. ત્યારબાદ તેઓશ્રીને તેમ જ મને તત્ત્વજ્ઞાનનો શોખ હોવાથી અવારનવાર પ્રસંગોપાત્ત પત્ર વ્યવહાર ચાલુ રહેવાથી વિશેષ ગાઢ પરિચય થયો. વિ.સં.-૨૦૨૩ના અમદાવાદ શાંતિનગરના ચોમાસા દરમિયાન તેઓશ્રીએ પોતાના દ્રવ્યાનુયોગના વિષયને વિશેષ રીતે દઢ કરવા તેમજ પદ્રવ્યાદિકના જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને સરળતાથી સારી રીતે સમજાવી શકાય તે માટે શ્રીતત્ત્વાર્થસૂત્ર ઉપર એક નોટ તૈયાર કરેલ અને પછી તો સુરત જિલ્લામાં તેઓશ્રીના પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં બે સ્થળે યોજાયેલ શિક્ષાયતનમાં (ગ્રીષ્મકાલીન ધાર્મિક શિબિરમાં) વિદ્યાર્થીઓને તે વિષય સમજાવેલ. પછી ૨૦૨૬માં મુંબઈ દાદરના ચાતુર્માસ દરમ્યાન તેઓશ્રીએ સવારના તત્ત્વજ્ઞાનના વર્ગમાં આરાધના ભવનના આરાધકોની આગ્રહભરી વિનંતીથી તત્ત્વાર્થસૂત્ર રાખેલ.
અનુપયોગ આદિથી કોઈ સ્થળે અશુદ્ધ પદાર્થ લખાઈ ગયો હોય અને એથી જિજ્ઞાસુઓને અશુદ્ધ સમજાવી દેવાય એ સુસંભવિત છે. આમ બને તો મહા દોષ લાગે. આવા આશયથી તત્ત્વાર્થની નોટ તપાસવા મને મોકલેલ. મેં તે નોટને ભાઈશ્રી રતિલાલ પાસે વંચાવી. તેમાં રહેલ કેટલીક સ્કૂલનાઓ તેઓશ્રીને જણાવેલ.
આ બાજુ તત્ત્વાર્થાધિગમ સૂત્રનું અત્યંત મહત્ત્વ હોવાથી જૈન શ્વેતાંબર સંપ્રદાયમાં ઘણાં વર્ષોથી તેનું પઠનપાઠન તો ચાલુ જ હતું. વિશિષ્ટ ક્ષયોપશમવાળા સાધકો ટીકાઓ વગેરેથી તેનું જ્ઞાન કરી શકતા હતા. પરંતુ મધ્યમ ક્ષયોપશમવાળા સાધકોને માટે તત્ત્વાર્થ સૂત્ર ઉપર લખાયેલ વિવેચનનાં કોઈ પુસ્તકો છપાયેલાં ન હોવાથી અને જે છપાયેલા હતાં તે પણ ઉપલબ્ધ થતાં ન હોવાથી મધ્યમ કક્ષાવાળા દરેક તત્ત્વ જિજ્ઞાસુઓ આ સૂત્રના અભ્યાસ દ્વારા પદ્રવ્યાદિકનું સ્વરૂપ સારી રીતે સમજી આત્મતત્ત્વને સમજી શકે તે માટે તત્ત્વાર્થસૂત્રના અર્થના પુસ્તકની સંસ્થાને પ્રકાશન કરવાની આવશ્યકતા જણાઈ. પરંતુ સંસ્થામાં તે દરમિયાન લખીને તૈયાર કરી શકે તેવા વિદ્વાનો ન હોવાથી તેમ જ જે હતા તેઓને પણ સમયનો અભાવ હોવાથી પ્રસંગોપાત્ત મેં સંસ્થાના કાર્યવાહકોને પૂજ્યશ્રીની તત્ત્વાર્થની નોટ સંબંધી વિગત જણાવેલ અને તેથી અમારી સંસ્થાના કાર્યવાહકોએ પૂજ્યશ્રીને વ્યવસ્થિત રીતે સુંદર
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૪
શૈલીમાં તત્ત્વાર્થનું વિવેચન લખી આપવા વિનંતી કરેલ અને તેઓશ્રીને પણ આ વિષયનો રસ હોવાથી તેમજ ઉપર જણાવ્યા મુજબ તેઓશ્રી પાસે અમુક લખાણ તૈયાર હોવાથી કાર્યવાહકોની વિનંતીનો સ્વીકાર કરી પૂજ્યશ્રીએ સતત અથાગ પ્રયત્ન કરી ફરીથી તે નોટ તપાસી અનેક ગ્રંથોની સાક્ષીઓ આપવા પૂર્વક પુનઃ સરળ અને સુંદર ભાષામાં લખી પ્રેસ કોપી તૈયાર કરાવી છપાવવાની રજા આપેલ. તેથી આ પુસ્તક પ્રકાશનનો લાભ આ સંસ્થાને મળેલ છે. પ્રૂફ જોવાનું કામ પણ તેઓશ્રીએ તેમના ગુરુદેવ પરમ પૂજય (વર્તમાનમાં આચાય) શ્રી લલિતશેખર વિ.મ.ની સંપૂર્ણ સહાયથી કાળજી પૂર્વક કરી આપેલ છે. પ્રેસ કોપી તેમજ છપાયેલ ફર્માઓ પણ બરાબર સૂક્ષ્મતા પૂર્વક તપાસી તેમાં રહેલ સ્કૂલનાઓ પણ પૂજયશ્રીને જણાવી સુધારેલ છે, છતાં છબસ્થતા અગર પ્રેસદોષાદિના કારણે અલનાઓ રહેલી જણાય તો સંસ્થાને તથા લેખકશ્રીને જણાવવા સુજ્ઞ મહાશયોને મારી વિનંતી છે.
આ પુસ્તકના પ્રકાશન દ્વારા આ ગ્રંથના મધ્યમ ક્ષયોપશમવાળા અભ્યાસકોને ઘણી જ સુગમતા અને સરળતા રહેશે એમ મારું માનવું છે.
વિવેચનકારશ્રીના વિદ્વત્તાદિ ગુણો વિષે અહીં લખવાની ઇચ્છા હોવા છતાં તેઓશ્રીએ મને પ્રસ્તાવના લખવાનું જણાવતાં પહેલાં જ તેમાં મારા ઉત્કર્ષની વાત ન જ આવવી જોઈએ એમ જણાવેલ હોવાથી તેઓશ્રીની આજ્ઞાનું પાલન કરવા તે વિષે કશું લખતો નથી.
- શ્રી પુખરાજ અમીચંદજી કોઠારી શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને
શ્રી જૈન શ્રેયસ્કર મંડળઃ મહેસાણા (ઉ.ગુ.) વીર સંવત-૨૫૦૨ વિક્રમ સંવત-૨૦૭૨ ના માગસર વદ-૧૦ શનિવાર, તા. ૨૭-૧૨-૧૯૭૫
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૫
ધરણેન્દ્રપદ્માવતી સંપૂજિતાય કૈ હૂ હૈં શ્રી શંખેશ્વરપાર્શ્વનાથાય નમઃ | | ગુરુભ્યો નમઃ ||
I ઐ નમઃ | ચૌદ ગુણસ્થાનક
આત્માનો વિકાસ કેવી રીતે થાય છે, તેની શરૂઆત ક્યારથી થાય છે અને અંત ક્યારે આવે છે, એનું સ્પષ્ટીકરણ જૈનશાસ્ત્રોમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. જૈનશાસ્ત્રોમાં પ્રતિપાદિત ગુણસ્થાનોને બરોબર સમજવાથી આ વિષયનો સ્પષ્ટ બોધ થઈ જાય છે. આધ્યાત્મિક વિકાસના બોધ માટે ગુણસ્થાનોની સમજ અનિવાર્ય છે. ગુણસ્થાન શબ્દ જ આધ્યાત્મિક વિકાસનું સૂચન કરે છે.
ગુણોનું સ્થાન તે ગુણસ્થાન, અર્થાત્ આત્મામાં ગુણો પ્રગટવાથી થતા આધ્યાત્મિક વિકાસની ભૂમિકા. આત્મામાં જ્ઞાનાદિ ગુણો રહેલા જ છે, પણ આવરાયેલા=દબાયેલા છે. જ્ઞાનાદિ ગુણો ઉપર કર્મોનું આવરણ છે. જેમ જેમ કર્મોનું આવરણ ખસતું જાય છે, તેમ તેમ આત્મામાં જ્ઞાનાદિ ગુણો પ્રગટતા જાય છે, અને આત્મા વિકાસના પંથે આગળ વધતો જાય છે. કર્મોથી આવરિત આત્માના ગુણોનું પ્રગટીકરણ એ જ આધ્યાત્મિક વિકાસ છે. કોઈ પણ જીવનો આધ્યાત્મિક વિકાસ ક્રમિક થાય છે. આથી તેની અનેક ભૂમિકાઓ (=અવસ્થાઓ) છે. એ ભૂમિકાઓનું જૈનશાસ્ત્રોમાં સંક્ષેપથી ચૌદ વિભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. એને ચૌદ ગુણસ્થાન કહેવામાં આવે છે. તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અવિરત સમ્યગ્દષ્ટિ (૫) દેશવિરતિ (૬) સર્વવિરતિ પ્રમત્ત (૭) અપ્રમત સંયત (૮) અપૂર્વકરણ (૯) અનિવૃત્તિ બાદર સંપરાય (૧૦) સૂક્ષ્મ સંપરાય (૧૧) ઉપશાંત મોહ (૧૨) ક્ષીણ મોહ (૧૩) સયોગી કેવલી (૧૪) અયોગી કેવલી.
(૧) મિથ્યાત્વ– આત્મામાં રહેલા ગુણો ઉપર આઠ કમનું આવરણ છે. તેમાં મોહકર્મનું આવરણ મુખ્ય છે. મોહકર્મનું આવરણ પ્રબળ હોય તો બાકીનાં કર્મોનું આવરણ પણ પ્રબળ હોય છે. મોહકર્મનું આવરણ નિર્બળ
Page #18
--------------------------------------------------------------------------
________________
હોય તો બાકીનાં કર્મોનું આવરણ પણ નિર્બળ હોય છે. મોહકર્મનું આવરણ દૂર થતાં બાકીનાં કર્મોનું આવરણ અવશ્ય દૂર થાય છે. આત્માનું સંસારમાં પરિભ્રમણ મોહકર્મથી થાય છે. મોહકર્મનું આવરણ જેમ જેમ ઘટે છે તેમ તેમ ઉત્થાન વિકાસ થાય છે. મોહના મુખ્ય બે ભેદ છે–(૧) દર્શનમોહ અને (૨) ચારિત્રમોહ. દર્શનમોહનું કાર્ય અશુદ્ધ' માન્યતા છે. ચારિત્રમોહનું કાર્ય અશુદ્ધ ( હિંસાદિ પાપવાળી) પ્રવૃત્તિ છે. જ્યાં સુધી જીવ શુદ્ધ માન્યતાવાળો ન બને ત્યાં સુધી વિકાસનો પ્રારંભ થતો નથી, અને જયાં સુધી શુદ્ધ પ્રવૃત્તિવાળો બનતો નથી ત્યાં સુધી વિકાસના પંથે આગળ વધી શકતો નથી. ગુણો પ્રગટવાથી વિકાસ થાય છે. માન્યતા શુદ્ધ ન બને ત્યાં સુધી એક પણ વાસ્તવિક ગુણ પ્રગટતો નથી. માન્યતા શુદ્ધ ત્યારે જ બને કે જ્યારે દર્શનમોહ મરે અથવા નિર્બળ બને. જેમનો દર્શનમોહ મર્યો નથી કે નબળો પણ પડ્યો નથી તેવા જીવોની માન્યતા અશુદ્ધ હોય છે. જેમની માન્યતા અશુદ્ધ હોય તેમની પ્રવૃત્તિ પણ અશુદ્ધ હોય છે. આવા જીવો મિથ્યાત્વ ગુણસ્થાને રહેલા છે. મિથ્યાત્વ એટલે અશુદ્ધ માન્યતા.
અશુદ્ધ માન્યતા ધરાવનારા જીવો બે પ્રકારના હોય છે–(૧) ક્યારે પણ દર્શનમોહ નિર્બળ બન્યો નથી તેવા. (૨) દર્શનમોહને નિર્બળ બનાવીને શુદ્ધ માન્યતા ધરાવનારા બન્યા પછી પતન પામીને પુનઃ અશુદ્ધ માન્યતા ધરાવનારા બનેલા.
પ્રશ્ન- જ્યાં સુધી માન્યતા શુદ્ધ ન બને ત્યાં સુધી કોઈ ગુણ પ્રગટતો નથી એમ અહીં કહેવામાં આવ્યું છે. હવે પ્રશ્ન થાય છે કે મિથ્યાત્વદશામાં ૧. મિથ્યાત્વ. ૨. અવિરતિ. ૩. શુદ્ધ માન્યતા આવે એ પહેલાં માર્ગનુસારીપણું, અપુનબંધકપણું, શુક્લપાક્ષિકપણું વગેરે
ગુણો આવે છે. એ ગુણો શુદ્ધ માન્યતાને પ્રગટાવવામાં સહાયક બને છે. આ દષ્ટિએ શુદ્ધ માન્યતા આવ્યા પહેલા પણ માગનુસારીપણું વગેરે ગુણોથી કંઇક આધ્યાત્મિક વિકાસ થાય છે. પણ તે અતિ અલ્પ હોય છે. એટલે મુખ્યતયા તો શુદ્ધ માન્યતા આવ્યા પછી જ આધ્યાત્મિક વિકાસનો પ્રારંભ થાય છે. ૪. દર્શનમોહનો ક્ષય, ઉપશમ કે કયોપશમ થાય. ૫. અહીં દર્શનમોહનીય (કે મિથ્યાત્વમોહનીય) કર્મનો ઉદય હોય છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૭
માન્યતા અશુદ્ધ હોવાથી એક પણ ગુણ પ્રગટેલો ન હોવાથી મિથ્યાત્વદશાને ગુણસ્થાન કેમ કહેવાય?
ઉત્તર– મિથ્યાત્વદશામાં એક પણ વાસ્તવિક ગુણ પ્રગટેલો ન હોવા છતાં તેને બે અપેક્ષાથી ગુણસ્થાન કહેવામાં આવે છે. (૧) જીવની સૌથી નીચલી કક્ષા બતાવવાની અપેક્ષાથી. અશુદ્ધ માન્યતાવાળા સૌથી નીચલી કક્ષાએ રહેલા છે. પહેલું ગુણસ્થાન સૌથી નીચલી કક્ષા છે. (૨) જે જીવોમાં માન્યતાની અશુદ્ધિ=મિથ્યાત્વ) અતિ અલ્પ હોવાથી દયા, દાન, પરોપકાર, ભવોગ, મોક્ષાભિલાષ આદિ પ્રાથમિક કક્ષાના ગુણો રહેલા છે, તેવા જીવોની અપેક્ષાએ મિથ્યાત્વદશાને ગુણસ્થાન કહેવામાં આવે છે.
પ્રશ્ન- આ બે અપેક્ષાઓમાંથી કયા જીવોને કઈ અપેક્ષાએ પ્રથમ ગુણસ્થાન હોય ?
ઉત્તર– એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને ભવાભિનંદી' સંજ્ઞીપંચેન્દ્રિય જીવોને પહેલી અપેક્ષાએ પ્રથમ ગુણસ્થાન હોય છે. અપુનબંધક વગેરે જીવોને બીજી અપેક્ષાએ પ્રથમ ગુણસ્થાન હોય છે.
પ્રશ્ન- કેવી માન્યતાને શુદ્ધ કહેવાય ?
ઉત્તર- જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે આવી માન્યતા શુદ્ધ છે.
પ્રશ્નઆનું શું કારણ ?
ઉત્તર- જગતમાં સામાન્ય નિયમ છે કે જેને જે બાબતમાં જ્ઞાન ન હોય તે એ બાબતમાં જેને એ બાબતનું જ્ઞાન હોય અને વિશ્વાસપાત્ર હોય તેનું કહેલું માને છે તો જ સફળ બને છે. હિત-અહિતની બાબતમાં આપણે અજ્ઞાની છીએ. આથી આ વિષયમાં જે સંપૂર્ણ જ્ઞાતા હોય અને વિશ્વાસપાત્ર હોય એનું જ વચન સ્વીકારવું જોઇએ. જિનેશ્વર ભગવાન સર્વજ્ઞ હોવાથી આ વિષયમાં પૂર્ણ જ્ઞાન ધરાવે છે અને વીતરાગ હોવાથી વિશ્વાસપાત્ર છે. જિનેશ્વર ભગવાને જે કંઈ કહ્યું છે તે બધું જ આપણા હિત માટે જ કહ્યું છે, આથી જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે આવી માન્યતા શુદ્ધ છે.
૧. સંસારમાં રાચનારા. ૨. હવે પછી ક્યારે પણ આયુષ્ય સિવાય સાત કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ન કરનાર.
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૮
જેનું કથન જિનેશ્વર ભગવાનના વચનને અનુસરતું ન હોય કે તેનાથી વિપરીત હોય તેને માનવું એ અશુદ્ધ માન્યતા છે.
પ્રશ્ન—– જિનેશ્વર ભગવાને શું કહ્યું છે ?
ઉત્તર-(૧) પરલોક છે. દરેક જીવ પોતાના શુભાશુભ કર્મ પ્રમાણે સુખદુઃખ અનુભવે છે. (૨) સંસાર દુઃખરૂપ છે. સંસારનું સુખ પણ ક્ષણિક અને પરિણામે દુઃખ આપનારું છે. આથી સંસારમાં સાચું સુખ નથી. સાચું સુખ મોક્ષમાં જ છે. (૩) મોક્ષ મેળવવા જિનોક્ત પાંચ મહાવ્રતોનો સ્વીકાર કરીને ત્યાગમય જીવન જીવવું જોઇએ. જિનેશ્વર ભગવાને મુખ્યતયા આ ત્રણ બાબતો કહી છે. બીજું જે કંઇ કહ્યું છે તે આ ત્રણ બાબતોને અનુસરીને જ કહ્યું છે.
મોટા ભાગના જીવો આ ત્રણ બાબતોને માનતા નથી. કેટલાક જીવો પરલોક છે, જીવો પોતપોતાના શુભાશુભ કર્મ પ્રમાણે સુખ-દુઃખ અનુભવે છે, એ બાબતને માને છે, પણ બીજી બે બાબતોનો સ્વીકાર કરતા નથી. કેટલાક જીવો પહેલી બાબત ઉપરાંત સંસાર દુઃખરૂપ છે... મોક્ષમાં જ સાચું સુખ છે એ બીજી બાબતને પણ માને છે. પણ ત્રીજી બાબતને માનતા નથી. આ ત્રણેય બાબતોને જે માને તે જ ‘જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે.' એવું માનનારો છે.
પ્રશ્ન– જિનેશ્વર દેવે કહેલી દર્શન-પૂજન આદિ ધર્મક્રિયા કરનારા ‘જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે' એમ માનનારા હોય ને ?
ઉત્તર– એકાંતે તેમ ન કહેવાય. જિનેશ્વર દેવે કહેલી ધર્મક્રિયા કરનારા બધા જ તેવું માનનારા હોય એવું ન કહેવાય. તેવા જીવોમાં પણ ઉપર કહ્યું તેમ કોઇ જીવો પહેલી બાબતને જ સ્વીકારનારા હોય છે, તો કોઇ જીવો પહેલી બે બાબતોને જ સ્વીકારનારા હોય છે. ત્રણેય બાબતોને સ્વીકારનારા તો બહુ જ થોડા હોય છે.
પ્રશ્ન– એનો અર્થ એ થયો કે જિનેશ્વર દેવે કહેલી ધર્મક્રિયા કરનારા પણ પહેલા ગુણસ્થાને હોઇ શકે છે. આ સમજણ બરાબર છે ?
૧. આની વિશેષ સમજણ માટે આ ગ્રંથમાં પહેલા અધ્યાયના પહેલા સૂત્રનું વિવેચન જુઓ. ૨. પાંચ મહાવ્રતોની માહિતી માટે આ ગ્રંથમાં સાતમા અધ્યાયના પહેલા વગેરે સૂત્રનું વિવેચન જુઓ.
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૯
ઉત્તર– હા. ગુણસ્થાનનો આધાર બાહ્ય ધર્મક્રિયા નથી, કિંતુ અંતરના પરિણામ છે. ચોથા, પાંચમા કે છઠ્ઠા ગુણસ્થાનની ક્રિયા કરતો હોવા છતાં પહેલા ગુણસ્થાને હોઈ શકે છે. ત્યારે કોઈક જીવ માટે એવું પણ બને કે ચોથા કે પાંચમા ગુણસ્થાનની ક્રિયા કરતો હોય, પણ એ ખરેખર તો છઠ્ઠા ગુણસ્થાને હોય.
પ્રશ્ન- આ રીતે તો ક્રિયાનું મહત્ત્વ રહેતું નથી, અંતરના પરિણામનું જ મહત્ત્વ રહે છે.
ઉત્તર- અહીં ભૂલ થાય છે. ક્રિયા અંતરના પરિણામને જગાડવામાં, ટકાવવામાં અને વધારવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘણા જીવોને માટે એવું બને છે કે તેઓ પહેલા ગુણસ્થાને હોવા છતાં ચોથા વગેરે ગુણસ્થાનની ક્રિયા કરતાં કરતાં તે તે ગુણસ્થાન પામી જાય છે.
પ્રશ્ન- ગુણસ્થાનનો આધાર અંતરના પરિણામ છે. અંતરના પરિણામને આપણે જાણી શકતા નથી. આથી કયા જીવો કયા ગુણસ્થાને રહેલા છે તે કેવી રીતે જાણી શકીએ ?
ઉત્તર- ક્યા જીવો કયા ગુણસ્થાને રહેલા છે તે સાક્ષાત્ તો સર્વજ્ઞ ભગવંતો જાણી શકે, આપણે તો તે તે ગુણસ્થાનની ક્રિયા કરતા જોઇને અમુક જીવો અમુક ગુણસ્થાને છે એમ અનુમાન કરી શકીએ.
પ્રશ્ન- કયા ગુણસ્થાનની કઈ ક્રિયા છે?
ઉત્તર-દેવ, ગુરુ અને ધર્મને માને નહિ, પૂજે નહિ, રાગી દેવને માનેપૂજે, પરિગ્રહી ગુરુને માને-પૂજે, હિંસાદિથી દોષિત ધર્મને માને-પૂજે, આવા જીવો પહેલા ગુણસ્થાને રહેલા છે એમ કહેવાય. જિનેશ્વરદેવે કહેલી જિનપૂજાદિ ધર્મક્રિયા કરે, પણ વ્રતોનું પાલન ન કરે તેવા જીવો ચોથા ગુણસ્થાને રહેલા છે એમ કહેવાય. જિનેશ્વર દેવે કહેલી ધર્મક્રિયા કરે અને અણુવ્રતોનું પાલન કરે તે પાંચમા ગુણસ્થાને રહેલા છે એમ કહેવાય. પાંચ મહાવ્રતોનું પાલન કરે તે છઠ્ઠા ગુણસ્થાને રહેલા છે એમ કહેવાય. બીજા વગેરે ગુણસ્થાનોનો કાળ અતિ અલ્પ હોવાથી તેની ખાસ કોઈ ક્રિયા નથી.
પ્રશ્ન- જયાં સુધી માન્યતા શુદ્ધ ન બને ત્યાં સુધી એક પણ વાસ્તવિક ગુણ પ્રગટતો નથી એમ કહેવામાં આવ્યું છે તથા “જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે” આવી માન્યતા શુદ્ધ છે. આનો અર્થ એ થયો કે જિનેશ્વર
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૦.
ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે આવી માન્યતા આવ્યા વિના એક પણ ગુણ પ્રગટે નહિ. પણ આ વિષયમાં અનુભવ જુદો થાય છે. અનેક જીવોમાં જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે એવી માન્યતા ન હોવા છતાં શમ, દયા, દાન, ભવોગ, મોક્ષાભિલાષ વગેરે ગુણો દેખાય છે. આનું શું કારણ?
ઉત્તર– આ વિષયને સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારવાની જરૂર છે. શુદ્ધ માન્યતા વિના દેખાતા ગુણો એ વાસ્તવિક ગુણો જ નથી.
પ્રશ્ન- આનું શું કારણ ?
ઉત્તર– મોક્ષની પ્રાપ્તિ ગુણોનું ફળ છે. શુદ્ધ માન્યતા વિના શમ આદિ ગુણોથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આથી જ પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે કે-“દાનાદિક કિરિયા ન દિયે સમકિત વિણ શિવશર્મ. જે વસ્તુનું જે ફળ હોય તે ફળ ન મળે તો તે વસ્તુ શા કામની? ઘડપણમાં સેવા થાય એ સંતાનપ્રાપ્તિનું ફળ છે એમ માનનાર પિતા જો છોકરો ઘડપણમાં પોતાની સેવા ન કરે તો આવો છોકરો શા કામનો ? એનાં કરતાં છોકરો ન હોત તો સારું એમ કહે છે. જાણે મારે છોકરો ન હતો એમ વિચારીને આશ્વાસન મેળવે છે. તેમ અહીં શુદ્ધ માન્યતા વિના દેખાતા ગુણો એ વાસ્તવિક ગુણો જ નથી. આથી જ સમ્યકત્વનાં પાંચ લક્ષણોના ઉત્પત્તિક્રમમાં પહેલું આસ્તિક્ય જણાવ્યું. પછી બીજા ગુણો જણાવ્યા. અર્થાત્ પહેલા આસ્તિક્ય ગુણ પ્રગટે, પછી ક્રમશઃ અનુકંપા, નિર્વેદ, સંવેગ અને શમ પ્રગટે એમ જણાવ્યું છે. આસ્તિક્ય એટલે જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સત્ય છે' એવી દઢ શ્રદ્ધા=માન્યતા.
પ્રશ્ન- શુદ્ધ માન્યતા વિના ગુણોથી મોક્ષપ્રાપ્તિ કેમ થતી નથી ?
ઉત્તર–શુદ્ધ માન્યતા વિના ગુણોના સ્વરૂપનું બરોબર જ્ઞાન થતું નથી, તથા એનો જે રીતે ઉપયોગ કરવો જોઈએ તે રીતે ઉપયોગ થતો નથી. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતાં ન આવડે તો તેનાથી ફળ ન મળે. જેમ કે લક્ષ્મીથી લક્ષ્મી વધારી શકાય છે, થોડી લક્ષ્મીથી શ્રીમંત બની શકાય છે, પણ થોડી લક્ષ્મીનો ઉપયોગ કરતાં આવડે તો. જેને લક્ષ્મીનો વેપાર આદિમાં ઉપયોગ કરવાની આવડત ન હોય અને અનુભવીની સલાહ માનવી ન હોય તે લક્ષ્મી ૧. જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે આવી શુદ્ધ માન્યતા સમકિત સમ્યકત્વ છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૧
વધારી શકે નહિ, બલ્કે રહેલી સંપત્તિ પણ ગુમાવી બેસે એ બનવાજોગ છે. એ જ પ્રમાણે પ્રસ્તુતમાં દયા આદિ ગુણોના સ્વરૂપ આદિનું જ્ઞાન ન હોય તો તેનાથી યથાર્થ લાભ થતો નથી. ગુણોના સ્વરૂપ આદિનું યથાર્થ જ્ઞાન જિનેશ્વર ભગવંતના ઉપદેશથી જ કરી શકાય છે. જિનેશ્વર ભગવાનનો ઉપદેશ ત્યારે જ રુચે કે જ્યારે ‘જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે’ એવી શ્રદ્ધા જાગે. આમ ‘જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે’ એવી શુદ્ધ માન્યતા આવ્યા વિના ગુણોથી યથાર્થ લાભ થતો નથી. જે ગુણોથી યથાર્થ લાભ ન થાય તે ગુણો પરમાર્થથી નથી એમ કહેવાય. માટે જ્યાં સુધી શુદ્ધ માન્યતા ન આવે ત્યાં સુધી એક પણ વાસ્તવિક ગુણ પ્રગટતો નથી એમ અહીં કહેવામાં આવ્યું છે.
હા, એક વાત છે. કેટલાક (અપુનર્બંધક, માર્ગાનુસા૨ી વગેરે) જીવોને દયા, દાન આદિ ગુણો ‘જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે' એવી શુદ્ધ માન્યતા થવામાં કારણરૂપ બને છે. અર્થાત્ ગુણોથી કાલાંતરે શુદ્ધ માન્યતા પામી જાય છે. આથી તેમના ગુણોને પ્રાથમિક કક્ષામાં ગણીને તે જીવોનું પહેલું ગુણસ્થાન માનવામાં આવે છે. આ વાત પહેલાં કહેવાઇ ગઇ છે.
ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત થયા પછી જ બીજું અને ત્રીજું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. માટે પહેલાં આપણે ચોથા ગુણસ્થાનકને વિચારીએ—
(૪) અવિરત સમ્યગ્દષ્ટિ— જે જીવો દર્શનમોહને મારીને કે નબળો પાડીને ‘જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે' આવી શુદ્ધ માન્યતા ધરાવે છે, પણ ચારિત્રમોહને મારી શક્યા નથી કે નબળો પણ પાડી શક્યા નથી તેવા જીવો અવિરત સમ્યગ્દષ્ટિ છે, અર્થાત્ ચોથા ગુણસ્થાને રહેલા છે. આ ગુણસ્થાનના નામમાં અવિરત અને સમ્યગ્દષ્ટિ એમ બે શબ્દો છે. આ ગુણસ્થાને રહેલા જીવો ચારિત્રમોહથી અશુદ્ધ (હિંસાદિ પાપવાળી) પ્રવૃત્તિવાળા હોવાથી અવિરત છે અને શુદ્ધ માન્યતાવાળા હોવાથી સમ્યગ્દષ્ટિ છે. સમ્યગ્ એટલે શુદ્ધ. દૃષ્ટિ એટલે માન્યતા. આમ સમ્યગ્દષ્ટિ એટલે શુદ્ધ માન્યતાવાળો ૧. દર્શનમોહને મારવો એટલે અનંતાનુબંધી કષાયો અને દર્શનમોહનો સંપૂર્ણ ક્ષય કરવો, તથા નબળો પાડવો એટલે ઉપશમ કે ક્ષયોપશમ ભાવ પ્રગટાવવો. (ક્ષયોપશમભાવમાં અનંતાનુબંધી કષાયોનો ઉદય ન હોય અને સમ્યક્ત્વ મોહનીય કર્મનો ઉદય હોય.) ૨. આવી માન્યતાને સમ્યક્ત્વ કે સમ્યગ્દર્શન કહેવામાં આવે છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૨.
એવો અર્થ થાય. એકવાર પણ આ ગુણસ્થાનને પામેલો આત્મા વધારેમાં વધારે દેશોન અર્ધ પુદ્ગલપરાવર્ત જેટલા કાળમાં અવશ્ય મોલમાં જાય છે. આ ગુણસ્થાને રહેલા જીવો અરિહંતને જિનેશ્વરને જ સુદેવ, પંચમહાવ્રતધારી સુસાધુને જ સુગુરુ અને જિનેશ્વરે કહેલા ધર્મને જ સુધર્મ માને છે.
પ્રશ્ન- દર્શનમોહને મારવા કે નબળો પાડવા શું કરવું પડે ?
ઉત્તર- રાગ-દ્વેષની નિબિડ ગ્રંથિનો ભેદ કરવો પડે. રાગ-દ્વેષની ગ્રંથિ એટલે શું? તેનો ભેદ કેવી રીતે થાય વગેરે સમજવા આ ગ્રંથના પહેલા અધ્યાયના ત્રીજા સૂત્રમાં બતાવેલા સમ્યકત્વ પ્રાપ્તિના ક્રમને સમજવાની જરૂર છે.
(૨) સાસ્વાદન– સમ્યકત્વથી પતિત બનેલા આત્માને મિથ્યાત્વદશા પામતાં પહેલાં થતો સમ્યકત્વનો કંઈક ઝાંખો અનુભવ' બીજું ગુણસ્થાન છે. આસ્વાદનથી (=સ્વાદથી) સહિત તે સાસ્વાદન. જેમ કોઈ માણસ ખીરનું ભોજન કર્યા પછી ઊલટી થતાં અસલ ખીરના જેવો મધુર સ્વાદ અનુભવતો નથી, તથા ખરાબ સ્વાદ પણ અનુભવતો નથી, પણ ખીરના જેવો કંઈક અવ્યક્ત સ્વાદ અનુભવે છે; તેમ અહીં સાસ્વાદન ગુણસ્થાને રહેલો જીવ સમ્યક્ત્વનો અનુભવ કરતો નથી, તેમ મિથ્યાત્વનો પણ અનુભવ કરતો નથી; કિંતુ સમ્યક્ત્વની ઝાંખી અનુભવે છે. ત્યાર પછી તુરત એ આત્મા અવશ્ય મિથ્યાત્વદશાને પામે છે.
આ ગુણસ્થાનક ઉપશમ સમ્યકત્વ અને ઉપશમ શ્રેણિથી પડીને મિથ્યાત્વને પામતાં પહેલાં હોય તથા ભવચક્રમાં પાંચ જ વાર ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત થાય અને એથી આ ગુણસ્થાનક પણ પાંચ જ વાર પ્રાપ્ત થાય.
(૩) મિશ્ર– શુદ્ધ માન્યતા નહિ, અશુદ્ધ માન્યતા પણ નહિ, કિંતુ તે બેની વચલી અવસ્થા તે મિશ્ર ગુણસ્થાનક છે. જેમ જેણે “કેરી' એવો શબ્દ પણ સાંભળ્યો નથી તે જીવમાં કેરીના પૌષ્ટિકતા, મધુરતા, પાચકતા વગેરે ગુણો સંબંધી સાચી માન્યતા હોતી નથી, તેમ ખોટી માન્યતા પણ હોતી નથી, તેમ મિશ્ર ગુણસ્થાને રહેલા જીવમાં શુદ્ધ અને અશુદ્ધ એ બેમાંથી એક પણ માન્યતા હોતી નથી. ૧. અહીં અનંતાનુબંધી કષાયોનો ઉદય હોય છે, પણ મિથ્યાત્વનો ઉદય હોતો નથી,
અનંતાનુબંધી કષાયોનો ઉદય થોડી જ વારમાં અવશ્ય મિથ્યાત્વનો ઉદય કરાવે છે. ૨. અહીં અનંતાનુબંધી કષાયોનો ઉદય ન હોય, પણ મિશ્ર મોહનીય કર્મનો ઉદય હોય છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૩
પ્રશ્ન- ગુણસ્થાનોના વર્ણનમાં પહેલા ગુણસ્થાન પછી બીજા-ત્રીજા ગુણસ્થાનનું વર્ણન કર્યા વિના ચોથા ગુણસ્થાનનું વર્ણન કર્યું, પછી બીજાત્રીજા ગુણસ્થાનનું વર્ણન કર્યું. આનું કારણ?
ઉત્તર– જીવ જ્યારે સૌથી પહેલી વાર પહેલા ગુણસ્થાનથી આગળ વધે છે ત્યારે સીધો ચોથા ગુણસ્થાને આવે છે. ચોથા ગુણસ્થાનથી પતન પામે ત્યારે જ બીજા ગુણસ્થાને આવે છે. બીજું ગુણસ્થાન પતન પામનારને જ હોય છે. ચઢતા જીવને બીજું ગુણસ્થાન ન હોય. ત્રીજું ગુણસ્થાન ચઢતા-પડતા બંને પ્રકારના જીવોને હોય છે. અર્થાત્ પહેલા ગુણસ્થાનથી ત્રીજા ગુણસ્થાને આવે અને ચોથા ગુણસ્થાનેથી પણ ત્રીજા ગુણસ્થાનને આવે. પણ એક વાર ચોથું ગુણસ્થાન પ્રાપ્ત થયા પછી જ ત્રીજું ગુણસ્થાન આવે. આમ, બીજું અને ત્રીજું એ બે ગુણસ્થાન એક વાર ચોથું ગુણસ્થાન પ્રાપ્ત થયા પછી જ પ્રાપ્ત થતાં હોવાથી અહીં ચોથા ગુણસ્થાન પછી એ બેનું વર્ણન કર્યું છે.
(૫) દેશવિરતિ (૯) સર્વવિરતિ પ્રમત્ત પહેલાં આપણે વિચારી ગયા છીએ કે દર્શનમોહ અને ચારિત્રમોહ જેમ જેમ નિર્બળ બને તેમ તેમ આત્મા વિકાસ સાધતો ઉપરના ગુણસ્થાને ચઢે છે તથા એ પણ વિચારી ગયા કે દર્શનમોહને (મારીને કે) નિર્બળ બનાવીને ચોથા ગુણસ્થાને આવે છે. ચોથા ગુણસ્થાનકથી આગળ વધવા ચારિત્રમોહને નિર્બળ બનાવવાની જરૂર પડે છે. ચારિત્રમોહ નિર્બળ બનતાં હિંસાદિ પાપોથી નિવૃત્તિ કરી શકાય છે. ચારિત્રમોહ દેશથી (=થોડા પ્રમાણમાં) નિર્બળ બને છે ત્યારે દેશથી (=થોડા પ્રમાણમાં) હિંસાદિ પાપોથી નિવૃત્તિ થાય છે. ચારિત્રમોહ સર્વથા નિર્બળ બને છે ત્યારે સર્વથા પાપોથી નિવૃત્તિ થાય છે. દેશથી (-થોડા પ્રમાણમાં) હિંસાદિ પાપોથી નિવૃત્તિ તે દેશવિરતિ. સર્વથા હિંસાદિ પાપોથી નિવૃત્તિ તે સર્વવિરતિ. દેશવિરતિ ગુણસ્થાને રહેલા જીવોને હિંસાદિ પાપોથી આંશિક નિવૃત્તિ હોય છે. સર્વવિરતિ ગુણસ્થાને રહેલા જીવોને હિંસાદિ પાપોથી સર્વથા નિવૃત્તિ હોય છે. ચોથા ગુણસ્થાને રહેલા જીવોમાં હિંસાદિ પાપોથી નિવૃત્તિ આંશિક પણ ન હોય. ચોથા-પાંચમા ગુણસ્થાને રહેલા જીવો ૧. અપ્રત્યાખ્યાનીય કષાયોનો ક્ષયોપશમ થાય છે ત્યારે. ૨. પ્રત્યાખ્યાનાવરણીય કષાયોનો ક્ષયોપશમ થાય છે ત્યારે.
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૪ સંસારત્યાગી ન હોય. છઠ્ઠા ગુણસ્થાને રહેલા જીવો સંસારત્યાગી હોય છે. અર્થાત ગૃહસ્થ વધારેમાં વધારે પાંચમા ગુણસ્થાનક સુધી આવી શકે છે. સંસારત્યાગી સાધુ છઠ્ઠા ગુણસ્થાનક સુધી આવી શકે છે. સંસારત્યાગી સાધુ છઠ્ઠા ગુણસ્થાને આવીને આગળ પણ વધી શકે છે. છઠ્ઠા ગુણસ્થાને પ્રમાદ હોવાથી તેનું “સર્વવિરતિ પ્રમત્ત' એવું નામ છે. તેનું પ્રમત્ત સંયત’ એવું પણ નામ છે. પ્રમત્ત એટલે પ્રમાદથી યુક્ત, સંયત એટલે સાધુ. પ્રમાદ યુક્ત સાધુનું ગુણસ્થાન તે પ્રમત્તસંયત.
(૭) અપ્રમત્તસંવત- જેમાં સંયત=સાધુ અપ્રમત્ત છે=પ્રમાદ રહિત છે તે અપ્રમત્ત સંયત ગુણસ્થાન. સંયત સાધુ અપ્રમત્ત બને છે ત્યારે સાતમા ગુણસ્થાને આવે છે. છઠ્ઠા ગુણસ્થાને રહેલો આત્મા વિકાસના પંથે આગળ વધવા બાધક દોષોને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. છઠ્ઠા ગુણસ્થાને આવ્યા પછી આગળ વધવામાં સૂક્ષ્મ પ્રમાદ બાધક બને છે. જો કે સ્થૂલ પ્રમાદ ઉપર વિજય મેળવી લીધો છે, પણ હજી સૂક્ષ્મ (વિસ્મૃતિ, અનુપયોગ વગેરે) પ્રમાદ નડે છે. આથી તે તેના ઉપર વિજય મેળવવા પ્રયત્ન કરે છે. વિજય મેળવીને સાતમા ગુણસ્થાને ચઢે છે. પણ થોડી જ વારમાં પતન પામીને છઠ્ઠા ગુણસ્થાને આવે છે. ફરી સત્ત્વ ફોરવીને સાતમા ગુણસ્થાને ચઢે છે. ફરી પડીને છઠ્ઠા ગુણસ્થાને આવે છે. ફરી સાતમા ગુણસ્થાને આવે છે, ફરી છઠ્ઠા ગુણસ્થાને આવે છે. જેમ લડવૈયો સંપૂર્ણ વિજય મેળવતાં પહેલાં યુદ્ધમાં થોડો વિજય પ્રાપ્ત કરે છે, પછી થોડો પરાજય પણ પામે છે, ફરી થોડો જય પામે છે, તો ફરી થોડો પરાજય પામે છે. એમ જય-પરાજયનો ક્રમ ચાલ્યા કરે છે. તેમ અહી સાધુરૂપ લડવૈયાનો પ્રસાદ રૂપ શત્રુની સાથે લડાઈ કરવામાં જય-પરાજય થયા કરે છે.
(૮) અપૂર્વકરણ- છઠ્ઠાથી સાતમે, સાતમાંથી છ એમ ઝોલા ખાતો આત્મા જો સાવધાન ન રહે તો નીચે ફેંકાઈ જાય છે. જો સાવધાન રહે અધિક અપ્રમત્ત બને તો ઉપર આઠમાં ગુણસ્થાને આવે છે. અપૂર્વ=પૂર્વે ન કર્યા હોય તેવા, કરણ=પરિણામ કે અધ્યવસાય. આ ગુણસ્થાને રહેલા આત્મામાં પૂર્વે કદી ન થયા હોય તેવા વિશુદ્ધ અધ્યવસાયો થાય છે. અહીં સમકાળે પ્રવેશેલા ૧. અથવા અપૂર્વ=પૂર્વે ન કર્યું હોય તેવું કરણઃકરવું તે અપૂર્વકરણ. આ ગુણસ્થાને રહેલો
આત્મા વિશુદ્ધ અધ્યવસાયોના બળે સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ અને સ્થિતિબંધ એ પાંચ અપૂર્વ=પૂર્વે ન કર્યા હોય તેવા કરે છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૫
જીવોના અધ્યવસાયોમાં વિવલિત કોઈ પણ સમયે પરસ્પર વિશુદ્ધિમાં નિવૃત્તિઋતફાવત હોવાથી આ ગુણસ્થાનનું નિવૃત્તિકરણ' એવું પણ નામ છે.
(૯) અનિવૃત્તિ બાદર સંપરાય- અહીંથી જીવોના ક્ષેપક અને ઉપશમક એવા બે વિભાગ પડે છે. કોઈ જીવો અહીંથી મોહને મારતા મારતા આગળ વધે છે, તો કોઈ જીવો મોહને દબાવતા દબાવતા આગળ વધે છે. મોહને દબાવતા દબાવતા ચઢનાર જીવો ઉપશમકર કહેવાય છે. તે જીવો અગિયારમા ગુણસ્થાનક સુધી ચઢે છે, પછી અવશ્ય પતન પામે છે. મોહને મારતા મારતા જનારા જીવો ક્ષપક કહેવાય છે. તે જીવો દશમાં ગુણસ્થાનકથી સીધા બારમા ગુણસ્થાને જાય છે. હવે આપણે નવમા ગુણસ્થાનની વાત કરીએ. નવમા ગુણસ્થાને રહેલો આત્મા (સૂક્ષ્મ લોભ સિવાય) મોહને મારી નાખે છે કે દબાવી દે છે. આ ગુણસ્થાનના નામમાં અનિવૃત્તિ અને બાદરભંપરાય એવા બે વિભાગ છે. આ ગુણસ્થાને એક સમયે ચઢેલા બધા જ જીવોના અધ્યવસાયોની શુદ્ધિમાં નિવૃત્તિ-તરતમતા ન હોય, અર્થાત બધાના અધ્યવસાયો સમાન હોય છે. આથી તેના નામમાં અનિવૃત્તિ શબ્દ જોડવામાં આવ્યો છે. બાદર એટલે સ્થૂલ. સંપરાય એટલે કષાય. આ ગુણસ્થાને સ્કૂલ કષાયો હોય છે માટે તેના નામમાં બાદર સંપરાય શબ્દ જોડવામાં આવ્યો છે.
(૧૦) સૂક્ષ્મ સંપરાય- સંપરાય એટલે કષાય. નવમાં ગુણસ્થાને બાકી રહી ગયેલા સૂક્ષ્મ લોભ કષાયને આ ગુણસ્થાનના અંતે દબાવી દે છે કે મારી નાખે છે.
૧. યદ્યપિ આઠમા ગુણસ્થાનકથી પણ ક્ષપક અને ઉપશમક એવા ભેદ પડે છે, પણ તે યોગ્યતાની
અપેક્ષાએ છે, કાર્યની અપેક્ષાએ નહિ. કારણ કે ત્યાં મોહની એકપણ પ્રકૃતિનો સંપૂર્ણક્ષય કે ઉપશમ કરતો નથી. આ ગુણસ્થાને આવનાર જીવ અવશ્ય ઉપરના ગુણસ્થાને ચઢીને મોહનો ક્ષય કે ઉપશમ કરતો હોવાથી જેમ રાજયને યોગ્ય કુમારને રાજા-યુવરાજ કહેવામાં આવે છે તેમ ઉપચારથી તેને સપક કે ઉપશમક કહેવામાં આવે છે. મુખ્યતયા તો નવમા
ગુણસ્થાનથી ક્ષપક-ઉપશમક એવા બે ભેદ પડે છે. ૨. સપક અને ઉપશમ એમ બે શ્રેણિ છે. સપક શ્રેણિથી ચઢનાર મોહને મારે છે, ઉપશમ શ્રેણિથી
ચઢનાર મોહને દબાવે છે. સપક શ્રેણિથી ચઢનારને ‘ક્ષપક અને ઉપશમ શ્રેણિથી ચઢનારને
ઉપશમક' કહેવામાં આવે છે. ૩. નવમાને અંતે બાદર(=સ્કૂલ) કષાયોનો ક્ષય કે ઉપશમ થાય છે. આથી આ ગુણસ્થાને
બાદર કષાયો હોય છે એમ કહી શકાય.
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૬
(૧૧) ઉપશાંત મોહ– દશમા ગુણસ્થાનના અંતે મોહને સંપૂર્ણ દબાવીને આત્મા અગિયારમા ગુણસ્થાને આવે છે. અહીં મોહ (દબાયેલા શત્રુની જેમ) તદ્દન શાંત હોય છે. મોહની જરાય પજવણી હોતી નથી. આથી જ આ ગુણસ્થાનનું ઉપશાંતમોહનામ છે. ઉપશાંત શાંત થઈ ગયો છે મોહ જેમાં તે ઉપશાંતમોહમોહને મારી નહિ, પણ દબાવીને અગિયારમાં ગુણસ્થાને આવે છે. આથી દબાયેલો શત્રુ જેમ બળ મળતાં પુનઃ આક્રમણ કરે છે, તેમ દબાયેલો મોહ થોડી જ વારમાં પોતાનું બળ બતાવે છે. આથી આત્મા અગિયારમા ગુણસ્થાનથી પડે છે.'
(૧૨) ક્ષીણમોહ– દશમા ગુણસ્થાને મોહને મારી નાખનાર આત્મા દશમાં ગુણસ્થાનથી સીધો બારમા ગુણસ્થાને આવે છે. અહીં મોહની જરાય પજવણી હોતી નથી. આથી જ આ ગુણસ્થાનને ક્ષીણમોહ કહેવામાં આવે છે. ક્ષીણ-ક્ષય પામ્યો છે મોહ જેમાં તે ક્ષીણમોહ, આ ગુણસ્થાનના અંતે બાકી રહેલા ત્રણ ઘાતી કર્મોને મારી નાખે છે.
(૧૩) સયોગી કેવલી– ઘાતી કર્મોનો સર્વથા ક્ષય થઈ ગયા બાદ તુરત કેવલજ્ઞાન પ્રગટે છે. આ અવસ્થા તેરમું ગુણસ્થાન છે. અર્થાત્ કેવલજ્ઞાન તેરમા ગુણસ્થાને હોય છે. કેવળજ્ઞાન એટલે ત્રણ કાળના સર્વ પદાર્થોના સર્વ પર્યાયોનું જ્ઞાન. કેવલજ્ઞાની જીવ પોતાનું આયુષ્ય પાંચ હસ્તાક્ષર પ્રમાણ બાકી રહે ત્યાં સુધી તેરમા ગુણસ્થાને રહે છે. આ ગુણસ્થાને ઉપદેશ, વિહાર આદિથી મન-વચન-કાયા એ ત્રણ યોગની પ્રવૃત્તિ ચાલુ હોવાથી તેનું સયોગી નામ છે. યોગથી સહિત તે સયોગી. કેવલજ્ઞાન હોવાથી કેવળી કહેવામાં આવે છે.
૧. અગિયારમા ગુણસ્થાનથી પતન કાળક્ષયથી એટલે કે ગુણસ્થાનનો કાળ પૂર્ણ થવાથી અને
ભવાયથી એટલે કે આયુષ્યનો ક્ષય થવાથી એમ બે રીતે થાય છે–(૧) જે કાળક્ષયથી પડે તો ક્રમશઃ પડીને સાતમા ગુણસ્થાને આવે છે, એટલે કે અગિયારમાથી દશમે, દશમાંથી નવમે, નવમાથી આઠમે અને આઠમાથી સાતમે આવે છે. પછી કહે-સાતમે ચડ-ઊતર કરે કે તેનાથી પણ નીચે ઉતરીને છેક પહેલા ગુણસ્થાને પણ આવે. વધારે નીચે ન આવે તો પણ છઠ્ઠા-સાતમા ગુણસ્થાને તો અવશ્ય આવે છે. (૨) હવે જે (ગુણસ્થાનનો કાળ પૂર્ણ થયા વિના પણ) ભવનયથી પડે તો દેવલોકમાં ઉત્પન્ન થવાથી અગિયારમાથી સીધો ચોથે આવે છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૭
(૧૪) અયોગી કેવળી— પાંચ હૂસ્વાક્ષર કાળ પ્રમાણ આયુષ્ય બાકી રહે ત્યારે આત્મા તેરમા ગુણસ્થાનના અંતે વિશિષ્ટ પ્રક્રિયા કરીને યોગરહિત બને છે. યોગરહિત અવસ્થા ચૌદમું ગુણસ્થાન છે. ચૌદમા ગુણસ્થાને આત્મા મેરુપર્વતની જેમ નિષ્પ્રકંપ બનીને બાકી રહેલાં ચાર કર્મોનો ક્ષય થતાં દેહનો ત્યાગ કરી મોક્ષમાં ચાલ્યો જાય છે. આત્માનો આ અંતિમ વિકાસ છે. હવે તે કૃતકૃત્ય છે. હવે એને કદી દુઃખનો અંશ પણ નહિ આવે, એકલું સુખ જ રહેશે. ચૌદમા ગુણસ્થાને યોગો નથી હોતા, પણ કેવલજ્ઞાન હોય છે. આથી એને અયોગી કેવળી કહેવામાં આવે છે.
૧. યોગનિરોધ. ૨. શૈલેશીકરણ કરીને.
Page #30
--------------------------------------------------------------------------
________________
ગુણસ્થાનક
૧.
૨.
3.
⭑
૪.
૫.
F.
૭.
૮.
૯.
૧૦.
૧૧.
૧૨.
૧૩.
૧૪.
ગુણસ્થાનકનો કાળ
નામ
મિથ્યાત્વ
સાસ્વાદન
મિશ્ર
અવિરત સમ્યગ્દષ્ટિ
દેશવિરતિ
સર્વવિરતિ પ્રમત્ત
અપ્રમત્ત સંયત
અપૂર્વકરણ
અનિવૃત્તિ બાદર સંપરાય
સૂક્ષ્મ સંપરાય
ઉપશાંત મોહ
૨૮
ક્ષીણ મોહ
સયોગી કેવલી
અયોગી કેવલી
ઉત્કૃષ્ટ કાળ
જઘન્ય કાળ
*અનાદિ. | *અનાદિ.
૧ સમય ૬ આવલિકા અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત | સાધિક ૩૩ સાગરોપમ
અંતર્મુહૂર્ત દેશોન પૂર્વ કોટિવર્ષ
૧ સમય
અંતર્મુહૂર્ત *
૧ સમય
અંતર્મુહૂર્ત
૧ સમય
અંતર્મુહૂર્ત
૧ સમય
અંતર્મુહૂર્ત
૧ સમય
અંતર્મુહૂર્ત
૧ સમય
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત દેશોનપૂર્વ કોટિ વર્ષ
પાંચ
પાંચ હ્રસ્વાસર
પ્રસ્વાક્ષર
* (૧) અનાદિ-અનંત અભવ્યને હોય. (૨) અનાદિ-સાંત ભવ્યને હોય. (૩) સાદિ-સાંત સમ્યક્ત્વથી પડેલાને હોય. સાદિ-સાંત કાળ જધન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્ત.
છઠ્ઠા-સાતમા ગુણસ્થાને રહેલો આત્મા દેશોન પૂર્વકોટિ કાળ સુધી અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્તે છઠ્ઠા-સાતમા ગુણસ્થાને ગમનાગમન કરે છે. એ અપેક્ષાએ અંતર્મુહૂર્તકાળ લખ્યો છે. એની વિવક્ષા ન કરીએ તો છટ્ઠા ગુણસ્થાનનો કાળ દેશોન પૂર્વકોટિ ગણાય. અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્તે સાતમે આવતો હોવા છતાં સાતમાનો દેશોન પૂર્વકોટિ સુધીમાં બધો કાળ મળીને અંતર્મુહૂર્ત જેટલો જ કાળ થાય છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ
વિષય ...........
* * * * * * * * *, , ,.....
૩
વિષય...............................પૃષ્ઠ ચૌદ ગુણસ્થાનક................ ૧૫ | ઔપશમિક સમ્યકત્વની પ્રાપ્તિનો ક્રમ ૧૫ વિષયાનુક્રમ ................... ૨૯ સર્વપ્રથમ કયું સમ્યકત્વ પામે તે સંબંધકારિકા .................... ૩૭ વિષે બે મત ...................... ૧૭
સર્વપ્રથમ ઔપશમિક સખ્યત્વ : પ્રથમ અધ્યાય -
પામે તો ઔપશમિક સમ્યકત્વ સર્વ પ્રથમ મોક્ષનું પ્રતિપાદન
પછીની સ્થિતિ અંગે બે મત ...... ૧૭ ન કરતાં મોક્ષમાર્ગનું પ્રતિપાદન સમફત્વથી પતિત થયા પછી ઉત્કૃષ્ટ શા માટે?..
સ્થિતિ-રસના બંધ અંગે બે મત ... ૧૮ મોક્ષમાર્ગ ........................ ૨ ફરીવાર સમ્યકત્વ પામવામાં મોક્ષનાં ત્રણે સાધન પરિપૂર્ણ
પ્રક્રિયા અંગે બે મત ............. ૧૮ હોવા છતાં સયોગી કેવલીને
- સાત તત્ત્વોનું પ્રકરણ - મોક્ષ કેમ નહિ?..
જીવાદિ સાત તત્ત્વોનું સ્વરૂપ...... સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનની
તત્ત્વોમાં સંખ્યાબેદ.............. ૨૦ સહોત્પત્તિના કથનનો તત્ત્વાર્થ
તત્ત્વજ્ઞાનનું પ્રયોજન .......... ભાષ્યના અનિયત લાભના
તત્ત્વોનો પરસ્પર સંબંધ .......... કથનની સાથે અવિરોધ ............ ૩ તત્ત્વોનું સ્વરૂપ વિચારવાના મોક્ષસિદ્ધિ ....................... ૫ ચાર નિક્ષેપ ...................... ચાર પુરુષાર્થોમાં મોલ પુરુષાર્થ તત્ત્વોને જાણવાનાં સાધનો ...... ૨૨ શ્રેષ્ઠ કેમ? ............................. ૫ તત્ત્વવિચારણાનાં છ દ્વાર ......... ૨૩ સંસારનું સુખ દુઃખ સ્વરૂપ જ છે..... ૫ તત્ત્વવિચારણાનાં ૮ દ્વાર ......... ૨૫
- સમ્યગ્દર્શન પ્રકરણ - સૂચિ-પ્રતર-ઘનનું સંક્ષિપ્ત સ્વરૂપ . ૨૮ સમ્યગ્દર્શનનું લક્ષણ............. ૧૧
- જ્ઞાન પ્રકરણ - અપાંતરાલ ગતિમાં મન ન હોવા મત્યાદિ પાંચ જ્ઞાન .............. ૨૯ છતાં સમ્યકત્વ હોય ............. ૧૧ પાંચ જ્ઞાનની પ્રમાણને આશ્રયીને સમ્યકત્વને જાણવાનાં પાંચ લક્ષણો ૧૨ વિચારણા ...... સમ્યકત્વની ઉત્પત્તિના પ્રકારો .... ૧૨ મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો... ૩૧ સમ્યગ્દર્શનની ઉત્પત્તિ બે પ્રકારે થવામાં મતિજ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્તો .. ૩૧ કારણભૂત તથાભવ્યત્વનું વર્ણન... ૧૪ મતિજ્ઞાનના ભેદો ............... ૩૨ સમ્યકત્વના પાંચ ભેદ ........... ૧૫ | અવગ્રહાદિના ભેદો
................
૩૦
૩૨
Page #32
--------------------------------------------------------------------------
________________
ઉo
........૬૬
વિષય ........
પૃષ્ઠ | વિષય.......... અવગ્રહ આદિનો વિષય ......... ૩૫ અવધિજ્ઞાનનો વિષય............ વ્યંજનનો અવગ્રહ જ થાય ....... ૩૫ મન:પર્યવજ્ઞાનનો વિષય......... ચક્ષુ-મનથી વ્યંજનાવગ્રહ ન થાય .. ૩૬ કેવલજ્ઞાનનો વિષય ............. મતિજ્ઞાનના ભેદોનું કોષ્ટક ....... ૩૭ સર્વજ્ઞસિદ્ધિ .................... ૫૪ મતિજ્ઞાનના મુતનિશ્રિત અને
એક જીવને એકીસાથે કેટલાં અશ્રુતનિશ્રિત એ બે ભેદોનું વર્ણન ૩૮ જ્ઞાન હોઈ શકે ?................ ૫૪ શ્રુતનું લક્ષણ અને ભેદો ......... ૩૯ પ્રથમનાં ત્રણ જ્ઞાન અજ્ઞાન પણ હોય ૫૬ માનસિક ચિંતનમાં મતિ-શ્રુતનો મિથ્યાદષ્ટિનું જ્ઞાન અજ્ઞાન કેમ?.. ૫૮ ભેદ કેવી રીતે પડે? ............. ૩૯
- નય પ્રકરણ - મતિ-શ્રુત ક્રમશઃ પ્રવર્તે છે........ ૪૦ | અનેકાંતવાદ-નયની સમજ........ ૬૦ મતિજ્ઞાન થયા પછી જ શ્રુતજ્ઞાન થાય, નિગમ નય ... પણ શ્રુતજ્ઞાન પછી મતિજ્ઞાન થાય જ સંગ્રહ નય ....................... એવો નિયમ નહિ............... ૪૧ વ્યવહાર નય ............... શ્રુતજ્ઞાનનું સ્વરૂપ અને તેના ભેદો. ૪૧
ઋજુસૂત્ર નય........................ શ્રુતના અંગપ્રવિષ્ટ-અંગબાહ્ય
શબ્દ નય .......
.........૬૭ એ બે ભેદનું કારણ .. ............ ૪૨ સમભિરૂઢ નય. .................. છ આવશ્યક સૂત્રો ગણધર કૃત છે . ૪૨ એવંભૂત નય .................... આચાર્યોએ શ્રુતરચના કેમ કરી? . ૪૨ દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નય.........૬૯ કર્મગ્રંથનિર્દિષ્ટ શ્રુતજ્ઞાનના ચૌદ ભેદો ૪૩ નિશ્ચય-વ્યવહાર નય ............ અવધિજ્ઞાનના ભેદો અને સ્વામી...૪૬ શબ્દ-અર્થ નય. ................. નારક-દેવોના અવધિજ્ઞાનનું ક્ષેત્ર...૪૬ જ્ઞાન-ક્રિયા નય ................. અવધિજ્ઞાનના છ પ્રકાર .......... ૪૭ સુનય-દુર્નય.................... મનુષ્યના અવધિજ્ઞાનનો વિષય ... ૪૭ તિર્યંચોના અવધિજ્ઞાનનો વિષય... ૪૮ મનુષ્યતિર્યંચોમાં ભવોની અપેક્ષાએ
- ભાવ પ્રકરણ - અવધિજ્ઞાનનો વિષય ............ ૪૯ જીવનાં પાંચ ભાવો.............. ૭૩ મન:પર્યવનાં બે ભેદો ............ ૪૯ સૂત્રમાં અલગ અલગ સમાસ કેમ? ૭૫ મનઃપર્યાવનાં બે ભેદનાં કારણો ... ૫૦ ઔપશમિક ભાવના ભેદો .........૭૬ મન:પર્યવ-અવધિજ્ઞાનમાં રહેલી સાયિક ભાવના ભેદો ............. ૭૭ વિશેષતાઓ ................... ૫૧ સિદ્ધોમાં ક્ષાયિક સમ્યગ્દર્શન મતિ-શ્રુતનો વિષય ............. ૫ર અને સાયિક ચારિત્રની ઘટના..... ૭૮
: :
:
Page #33
--------------------------------------------------------------------------
________________
૩૧
વિષય પૃષ્ઠ | વિષય
પૃષ્ઠ સિદ્ધોમાં સાયિક દાનાદિનું ફળ.... ૭૮ અવિગ્રહ ગતિનો કાળ........... ૯૮ લાયોપથમિક ભાવના ભેદો ...... ૭૮ એકવક્રા આદિ ગતિનું યંત્ર ....... ૯૯ ઉદયાનુવિદ્ધ લયોપશમનો અર્થ ... ૭૯ | અંતરાલગતિમાં આહારનો વિચાર ૧૦૦ ઔદયિક ભાવના ભેદો .......... ૮૦
- જન્મ પ્રકરણપારિણામિક ભાવના ભેદો ....... ૮૧ જન્મના પ્રકારો ................ ૧૦૦ જીવનું લક્ષણ ................... ૮૧ યોનિના ભેદો ................. ૧૦૧ ઉપયોગના ભેદો ................ ૮૨ કોને કયા પ્રકારનો જન્મ હોય.... ૧૦૨ દર્શનોપયોગના દર્શન-અદર્શન
મરઘા-મરઘીના સંયોગ વિના ઉત્પન્ન એવા બે ભેદ કેમ નહિ? ........ થતાં ઇંડા ગર્ભજ પંચેન્દ્રિય છે .. ૧૦૩ જીવના મુખ્ય બે ભેદો .......... ૮૩
- શરીર પ્રકરણસંસારી જીવના બે ભેદો .......... ૮૩ શરીરના ભેદો ................. ૧૦૪ બીજી રીતે જીવના બે ભેદો ....... ૮૪ શરીરમાં સૂક્ષ્મતાનો વિચાર ...... ૧૦૬ સ્થિતિશીલ જીવો ............... ૮૪ શરીરમાં પ્રદેશોનો વિચાર....... ૧૦૭ ગતિશીલ જીવો................... ૮૫ તૈજસ-કાશ્મણની ત્રણ વિશેષતા . ૧૦૭ - ઇન્દ્રિય પ્રકરણ -
એક જીવમાં એકી સાથે કેટલાં ઈન્દ્રિયોની સંખ્યા અને ભેદો ... ૮૫ શરીર હોય .................... ૧૦૮ ઉપયોગના વિષયો .............. ૮૯ શરીરનું પ્રયોજન............... ૧૦૯ ઈન્દ્રિયોની પદાર્થ ગ્રહણ કરવાની ઔદારિક શરીરનાં કારણો ...... ૧૧૦ શક્તિનું માપ.. ............... વૈક્રિય શરીરનાં કારણો ...... ૧૧૧ ઇન્દ્રિયોના ક્રમમાં હેતુ........... ૯૦ આહારક શરીરના સ્વામી ..... ૧૧૧ ઇન્દ્રિયનો વિષય................ ૯૧ વેદની વિચારણા ............... ૧૧૨ મનનો વિષય .................. ૯૧ આયુષ્યના ભેદ અને તેના કયા જીવોને કેટલી ઇન્દ્રિયો હોય.. ૯૨ સ્વામી વિષે વિચારણા .......... ૧૧૩ કયા જીવોને મન હોય ............ ૯૩
- અંતરાલગતિ પ્રકરણ - વિગ્રહગતિમાં કયો યોગ હોય.... ૯૪ - નરકગતિ (અપોલોક) પ્રકરણ - અવિગ્રહગતિમાં કયો યોગ હોય .. ૯૫ સાત પૃથ્વીનાં નામો વગેરે....... ૧૧૮ આકાશમાં જીવ-પુદ્ગલની ગતિ ...૯૬ ચૌદ રાજલોકનું ચિત્ર............ ૧૧૯ સિદ્ધ જીવોની ગતિ ...............૯૬ નરકાવાસોનું વર્ણન ............ ૧૨૧ સંસારી જીવોની ગતિ તથા
નરકમાં લેશ્યાદિનો વિચાર...... ૧૨૨ વિગ્રહ ગતિનો કાળ ..............૯૬ | નરકમાં પરસ્પરોટીરિત વેદના ... ૧૨૬
••••••. ૮૯
રેકી કરી
કરી રહી પર જ
ના
Page #34
--------------------------------------------------------------------------
________________
વિષય.............
...... પૃષ્ઠ | વિષય...... નરકમાં પરમાધામીકૃત વેદના ... ૧૨૭ ભરત ક્ષેત્રની વિશેષ માહિતી..૧૪૧ અંડગોલિકનું વર્ણન ............ ૧૨૯ ધાતકીખંડમાં ક્ષેત્ર-પર્વતો ....... ૧૪૭ નરકોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ......... ૧૩૦ પુષ્કરાર્ધમાં ક્ષેત્ર-પર્વતો ......... ૧૪૭ કોણ કઈ નરક સુધી ઉત્પન્ન થાય . ૧૩૦ મનુષ્યોના નિવાસની મર્યાદા .... ૧૪૭ નરકનું આયુષ્ય કયા જીવો બાંધે.. ૧૩૧ મનુષ્યોના આર્ય-અનાર્ય ભેદો ... ૧૪૮ કયા જીવો નરકમાંથી આવેલા છે અનાર્ય દેશની વ્યાખ્યા.......... ૧૪૯ અને પુનઃ નરકમાં જાય .........૧૩૧ કર્મભૂમિની સંખ્યા ............. ૧૪૯ કયા સંઘયણવાળો જીવ કઈ
મનુષ્ય-તિર્યંચોનું આયુષ્ય ....... ૧૫૦ નરક સુધી જાય ................ ૧૩૧ મનુષ્ય-તિર્યંચોની કાયસ્થિતિ .... ૧૫૧ કઈ નરકમાંથી આવેલો જીવ કઈ
ચોથો અધ્યાય લબ્ધિ પામી શકે ............ ૧૩૧ કયા પદાર્થો નરકમાં ન હોય... ૧૩૧ - દેવગતિ પ્રકરણદેવો કઈ નરક સુધી જાય....... ૧૩૨ દેવોના ભેદો .................. ૧૫૩ નારકોની ગતિ ................ ૧૩૨ ત્રણ પ્રકારના અંગુલનું સંક્ષિપ્ત સ્વરૂપ ૧૫૩ નરકની સાબિતી ............... ૧૩૨ જયોતિષ્ક દેવોના શરીરનો વર્ણ ..૧૫૪ - તિર્યશ્લોક પ્રકરણ
દેવોના અવાંતર ભેદો ...
.......... ૧૫૪ તિર્યશ્લોકમાં દીપ-સમુદ્રો ....... ૧૩૩ દેવોના ઈન્દ્રાદિ દશ ભેદો ...... ૧૫૫ સમુદ્રના પાણીનો સ્વાદ ......... ૧૩૩ વ્યંતર-જયોતિષ્કમાં ત્રાયસિંશઅસંખ્ય દ્વીપ-સમુદ્રનું ચિત્ર ...... ૧૩૪ લોકપાલનો અભાવ ............ ૧૫૬ દ્વીપ-સમુદ્રની પહોળાઈ આકૃતિ. ૧૩૪ ભવનપતિ-વ્યંતરમાં જૈનશાસ્ત્ર અને વૈજ્ઞાનિકોની
ઈન્દ્રોની સંખ્યા ................ ૧૫૬ દષ્ટિએ પૃથ્વી સંબંધી ભેદ ........ ૧૩૫ ૬૪ ઇન્દ્રોની ગણતરી........... ૧૫૬ જબૂદ્વીપનું વર્ણન ............... ૧૩૫ ભવનપતિ-વ્યંતરમાં શરીરવર્ણ. ૧૫૭ જગતી વગેરેનું વર્ણન........ દેવોમાં મૈથુન ................. ૧૫૭ મેરુ પર્વતનું વર્ણન ............ ભવનપતિના દશ ભેદોનાં નામ.. ૧૫૯ મેરુ પર્વતનું ચિત્ર............ ૧૩૮ ભવનપતિનાં ભવનોની સંખ્યા જબૂદ્વીપમાં આવેલાં ક્ષેત્રો ....... ૧૩૯ વગેરેનું કોષ્ટક ................. ૧૬૦ જબૂદ્વીપમાં આવેલા પર્વતો...... ૧૩૯ વ્યંતરના આઠ ભેદોનાં નામ..... ૧૬૦ જબૂદીપનાં સાત ક્ષેત્રો અને
વ્યંતરના અવાંતર ભેદો છ પર્વતોનો વિસ્તાર ...........૧૪૦ વગેરેનું કોષ્ટક ................. ૧૬૧ છ પર્વતોની ઊંચાઈ ............ ૧૪૦ જયોતિષ્કના પાંચ ભેદોનાં નામ.. ૧૬૧
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૩
વિષય
પૃષ્ઠ | વિષય.... ..... .............. પૃષ્ઠ જ્યોતિષ્કનું સ્થાન ............. ૧૬૨ લોકાંતિક દેવોનાં નામ......... ૧૭૬ જયોતિષ્કનું પરિભ્રમણ ક્ષેત્ર ..... ૧૬૩ વિજયાદિ ચાર વિમાનના દેવોનો મનુષ્યલોકમાં જ્યોતિષની સંખ્યા ૧૬૩ સંસારકાળ .................... ૧૭૬ સૂર્યાદિ વિમાનનું પ્રમાણ ........ ૧૬૪ તિર્યંચ સંજ્ઞાવાળા પ્રાણીઓ...... ૧૭૭ જયોતિષ્ક વિમાનોને કેટલા
દેવોનું ઉત્કૃષ્ટ-જઘન્ય આયુષ્ય ... ૧૭૭ દેવો કેવી રીતે વહન કરે છે...... ૧૬૪
- પાંચમો અધ્યાયઃ જ્યોતિષ્કની ગતિથી થતો કાળ .. ૧૬૪ મનુષ્યલોકની બહારના
અજીવ તત્ત્વના ભેદો ........... ૧૮૪ જયોતિષ્કનું વર્ણન ............. ૧૬૫ પ્રદેશ-પરમાણુમાં તફાવત....... ૧૮૫
વૈમાનિક દેવોનો અધિકાર- નવતત્ત્વ પ્રકરણ ગ્રંથમાં અવકાયના વૈમાનિકના મુખ્ય બે ભેદ ...... ૧૬૫ ૧૪ ભેદ કેમ? ................ ૧૮૫ વૈમાનિક દેવોનું અવસ્થાન ...... ૧૬૬ ધમસ્તિકાયાદિની વિશેષ સંજ્ઞા .. ૧૮૬ વૈમાનિક ભેદોનાં નામ ......... ૧૬૬ પાંચ દ્રવ્યોમાં સાધમ્મ........... ૧૮૬ સૂત્રમાં જુદા જુદા સમાસો કેમ? . ૧૬૭ રૂપી દ્રવ્યો...................... ૧૮૭ બ્રહ્મ શબ્દની સાથે લોકશબ્દનો
આકાશ સુધીનાં દ્રવ્યોની સંખ્યા .. ૧૮૭ પ્રયોગ શા માટે? ........... ૧૬૮ આકાશ સુધીનાં દ્રવ્યો નિષ્ક્રિય છે ૧૮૮ ૧૨ દેવલોક પછીના ૯ ભેદોને
દ્રવ્યોમાં પ્રદેશનું પ્રમાણ ........... ૧૮૯ રૈવેયક કેમ કહેવામાં આવે છે? - ૧૬૮ પરમાણુમાં પ્રદેશાભાવ ......... ૧૯૦ સ્થિતિ આદિ સાત બાબતો ...... ૧૬૯ દ્રવ્યોનું આધારક્ષેત્ર............. ૧૯૦ ગતિ આદિ ચાર બાબતો ........ ૧૬૯ દ્રવ્યોના સ્થિતિક્ષેત્રની મર્યાદા.... ૧૯૧ વૈમાનિક દેવોના અવધિજ્ઞાનના
જીવની વિવિધ અવગાહનાનું કારણ ૧૯૩ ક્ષેત્રનું યંત્ર .................... ૧૭૦ સિદ્ધની અવગાહના ૨/૩ ઈન્દ્રક, શ્રેણિગત અને પુષ્પાવકીર્ણ ભાગ કેમ? ................... ૧૯૪ વિમાનોનું ચિત્ર................૧૭૧ ધમસ્તિકાય-અધમસ્તિકાયનું લક્ષણ ૧૯૪ દેવોમાં શ્વાસોચ્છવાસ અને આહાર ૧૭૨ આકાશનું લક્ષણ ............ આહાર ભેદ, ................. ૧૭૨ પુદ્ગલના ઉપકાર ............. ૧૯૬ દેવોમાં વેદના ................. ૧૭૩ એક વાર સાંભળેલા શબ્દો ફરી દેવલોકમાં ઉપપાત વગેરે ....... ૧૭૪ કેમ ન સંભળાય? ............. ૧૯૭ વૈમાનિક દેવોના શારીરિક વર્ણ. ૧૭૪ ગ્રામોફોનની રેકર્ડમાં એના એ જ શબ્દો કલ્પની અવધિ................. ૧૭૫ વારંવાર કેમ સંભળાય છે? .... ૧૯૭ લોકાંતિક દેવોનું સ્થાન ......... ૧૭૫ | શબ્દો રૂપી છે.................. ૧૯૭
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૪
પૃષ્ઠ
વિષય...........
• પૃષ્ઠ | વિષય.... પુદ્ગલનો ઉપકાર જણાવવા
આસવનું નિરૂપણ. ........... ૨૩૮ બે સૂત્રોની રચના કેમ? ........ ૧૯૯ પુણ્યનો આસવ................ ૨૩૯ જીવોનો પરસ્પર ઉપકાર ........ ૨૦૦ શુભયોગથી નિર્જરા ન થાય ..... ૨૩૯ કાળનો ઉપકાર ................ ૨૦૦ પાપનો આસવ ................ ૨૪૦ પુદ્ગલનું લક્ષણ ............... ૨૦૨ આસવના બે ભેદ.............. ૨૪૦ પુદ્ગલ પરિણામ ............ ૨૦૩ સાંપરાયિક આસવના ભેદો ..... ૨૪૧ તીડો અને વનસ્પતિ વગેરે ઉપર
કારણો સમાન છતાં કર્મબંધમાં શબ્દોની અસર ................ ૨૦૪ ભેદ કેમ? .................... ૨૪૫ સૃષ્ટાદિ ચાર પ્રકારનો બંધ...... ૨૦૫
અધિકરણના ભેદો ............. ૨૪૮ ૨૩-૨૪ સૂત્રોના સ્થાને એક જ
જીવઅધિકરણના ભેદો...... ૨૪૮ સૂત્ર કેમ ન કર્યું? .............. ૨૦૮
અજીવઅધિકરણના ભેદો ..૨૪૯ પુદ્ગલના બે ભેદ.............. ૨૦૯
જ્ઞાનાવરણ-દર્શનાવરણના સ્કંધની ઉત્પત્તિનાં કારણો ..... ૨૧૦
આ વો ...................... ૨૫૧ પરમાણુની ઉત્પત્તિનું કારણ ..... ૨૧૧
વર્તમાનકાળમાં થતી જ્ઞાનની ક્યા સ્કંધો ચલુથી જોઈ શકાય.... ૨૧૩
આશાતના .. .................. ૨૫૩ સનું લક્ષણ .................. ૨૧૩
અસાતાના આસવો નિત્યનું લક્ષણ ................. ૨૧૪
........... ૨૫૩ એક જ વસ્તુમાં નિયત્વ-અનિત્યત્વ
તપ-ત્યાગથી થતું દુઃખ અસાતાનું વગેરે વિરુદ્ધ ધર્મોની સિદ્ધિ ...... ૨૧૬
કારણ નથી. ................ ૨૫૪ સપ્તભંગી ..................... ૨૧૮
સાતાના આસવો............... ૨૫૬ બંધ પ્રકરણ ...................
દર્શનમોહના આસવો .......... ૨૫૮ દ્રવ્યનું લક્ષણ ................
ચારિત્રમોહના આસવો ......... ૨૬૦ કાળનું નિરૂપણ ..............
આયુષ્યના આસવો ........... ૨૬૦ કાળનું વિશેષ સ્વરૂપ ......... અશુભનામકર્મના આસવો... ૨૬૨ ગુણનું લક્ષણ . ..................
...... ૨૩૨
શુભનામકર્મના આસવો ....... ૨૬૩ પરિણામનું લક્ષણ ............
.... ૨૩૩
તીર્થંકરનામના આસવો ......... પરિણામના બે ભેદ ...........
.... ૨૩૩ નીચગોત્રના આસવો ............. ૨૬૭ આદિમાન પરિણામ ...........
ઉચ્ચગોત્રના આસવો ........... ૨૬૭
અંતરાયકર્મના આસવો........ ૨૬૮ - છઠ્ઠો અધ્યાય -
કોઈ એક કર્મના આસવ વખતે યોગનું સ્વરૂપ ............. ..... ૨૩૬
બીજા કર્મો પણ બંધાય .......... ૨૭૦
૦
૦
૦
૦
જ
૦
Page #37
--------------------------------------------------------------------------
________________
વિષય
:
::
: .
. પૃષ્ઠ | વિષય.
............... પૃષ્ઠ સંયમ વગેરે દેવગતિના આસવ હોવાથી વ્રતોની વ્યાખ્યા................ ૩૦૦ તેમને ધર્મ કેમ કહેવાય? એ પ્રશ્નનું વ્રતીના બે ભેદ ................ ૩૦૨ સમાધાન ..................... ૨૭૦ અગારી વ્રતીની વ્યાખ્યા ........ ૩૦૨
ગુણવ્રતો-શિક્ષાવ્રતો ............ ૩૦૨ કે સામસાય :
સાત વ્રતોના બે વિભાગ ........ ૩૦૩ વ્રત પ્રકરણ .......................... ૨૭૩. સાત વ્રતોના નામમાં અને ક્રમમાં વ્રતોની સંખ્યા ................. ૨૭૩ | ફેરફાર ....................... ૩૧૧ દુઃખનું મૂળ રાગ-દ્વેષ હોવાથી વતીએ સંલેખના ..................... ૩૧૧ રાગ-દ્વેષનહિ કરવાનો નિયમ લેવો જોઈએ સમ્યકત્વ-બારવ્રત-સંલેખનાના એવા કથનનું સમાધાન ......... ૨૭૪ અતિચારો..................... ૩૧૨ વ્રતના બે ભેદ ................. ૨૭૬ દાનની વ્યાખ્યા ................ ૩૩૪ પાંચ અણુવ્રતોનું સ્વરૂપ ........ ૨૭૬ દાનની ક્રિયા સમાન છતાં મહાવ્રત-અણુવ્રતમાં ભેદ ....... ૨૭૯ ફળમાં તફાવત ............. ૩૩૫ અણુવ્રત શબ્દનો અર્થ .......... ૨૮૦
આઠમો અધ્યાય - મહાવ્રતોની સ્થિરતા માટે જુદી જુદી ભાવનાઓ........... ૨૮૦
કર્મબંધના હેતુઓ
૩૩૭ હિંસાની વ્યાખ્યા ...
... ૨૯૧ બંધની વ્યાખ્યા ................ ૩૪૨ દ્રવ્ય-ભાવ હિંસા .............. ૨૯૧ બંધના ભેદો. ..... ૩૪૩ પરદ્રવ્ય હિંસાના ભેદો ...... ૨૯૨ પ્રકૃતિબંધના મૂળ ભેદો ......... ૩૪૭ ક્યારે કોને કઈ હિંસા લાગે .... ૨૯૨ આઠ કર્મોની આત્મા ઉપર અસર. ૩૪૭. અસત્યની વ્યાખ્યા ............. ૨૯૪ પ્રકૃતિબંધના ઉત્તર ભેદોની સંખ્યા ૩૪૯ હિંસાનું કારણ સત્યવચન
જ્ઞાનાવરણના ભેદો ........... ૩૪૯ પણ અસત્ય છે. ....... ૨૯૬ દર્શનાવરણના ભેદો ............ ૩૪૯ ચોરીની વ્યાખ્યા ...... ૨૯૬ વેદનીયના ભેદો ............. ૩૫ર અબ્રહ્મની વ્યાખ્યા.............. ૨૯૭ મોહનીયના ભેદો .......... પરિગ્રહની વ્યાખ્યા............. આયુષ્યના ભેદો . ....... અનિષ્ટ વસ્તુનો સ્વીકાર શા માટે નામકર્મના ભેદો. .......... કરે એ પ્રશ્નનો ઉત્તર ......... ૨૯૯ ગોત્રકર્મના ભેદો ............. ૩૭૦ મહાવ્રતોના પાલન માટે સ્વકક્ષા અંતરાયના ભેદો ................. ૩૭૦ પ્રમાણે વસ્ત્રાદિના અસ્વીકારવામાં જધન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિબંધ........ ૩૭૨ દોષો .
...... ૩૦૦ રસબંધની વ્યાખ્યા ............. ૩૭૩
,
,
,
,
,
,
,
,
૩૫ર
૨૯૯
૩૬૧
૩૬૧
Page #38
--------------------------------------------------------------------------
________________
વિષય.....
| વિષય
૪
=
છે
જ
૩૮૪
૩૮૪
.... ૩૮
........ પૃષ્ઠ આઠ કર્મોનું ફળ ............... ૩૭૩ ધ્યાનના કાળનું પ્રમાણ ......... ફળ આપ્યા પછી કર્મોનું શું થાય ધ્યાનના ભેદો ......... ૪૨૨ છે તેનું વર્ણન.................. ૩૭૪ ધ્યાનનું ફળ ................... પ્રદેશબંધનું વિશેષ વર્ણન........ ૩૭૫ આર્તધ્યાન .................... પુણ્યપ્રકૃતિઓ ................. ૩૭૯ રૌદ્રધ્યાન .....................
ધર્મધ્યાન.
......૪૨૫ - નવમો અધ્યાય -
શુક્લધ્યાનના સ્વામી ........... સંવરની વ્યાખ્યા ............... ૩૮૧ શુક્લધ્યાનના ભેદો.............૪૨૮ સંવરના ઉપાયો....
......... ૩૮૧ ધ્યાનમાં યોગની વિચારણા......૪૩૦ નિર્જરાનો ઉપાય. ....... ૩૮૧ બાહા તપથી નિર્જરા કેવી રીતે થાય? ૪૩૩ ગુપ્તિની વ્યાખ્યા.............
કોને કેટલી નિરા થાય ........ ૪૩૬ સમિતિનું વર્ણન ............
નિગ્રંથના ભેદો ................૪૩૭ ધર્મના દશ પ્રકારો............ નિગ્રંથો સંબંધી વિશેષ સમાના પાંચ પ્રકાર ........... વિચારણાનાં દ્વારો..............૪૩૯ ક્ષમાં ગુણનું વર્ણન ........... માર્દવ ગુણનું વર્ણન ........... આર્જવ-શૌચ ....... - ૩૮૯ કેવલજ્ઞાન ક્યારે પ્રગટે?........૪૪૩ સત્ય-સંયમ-તપ ............ ૩૮૭ કર્મક્ષયનાં કારણો ..............૪૪૩ ત્યાગ-આકિંચન્ય-બ્રહ્મચર્ય ...... ૩૮૮ મોક્ષની વ્યાખ્યા ...............૪૪૪ બાર ભાવનાઓ ............... ૩૮૯ મોલમાં ક્યા ભાવો ન હોય?....૪૪ પરીષદોનું વર્ણન .............. ૩૯૭ સર્વ કર્મક્ષય થતાં આત્મા શું કરે? ૪૪૫ ચારિત્રનું વર્ણન..
. ૪૦૫ સિદ્ધોની અવગાહના ...........૪૪૫ - તપનું વર્ણન
સિદ્ધશિલાનું અને સિદ્ધક્ષેત્રનું બાહ્ય તપના ભેદો..............૪૧૦ પ્રમાણ ....
........ ૪૪૬ અભ્યતર તપના ભેદો ...... ૪૧૫ જયોતિમાં જયોતિનું મિલન ..... ૪૪૬ પ્રાયશ્ચિત્તના ભેદો ............ સર્વ કર્મક્ષય થતાં આત્મા ઊર્ધ્વ ગતિ વિનયના ભેદો ..............
કેમ કરે છે? ..................૪૪૭ વેયાવચ્ચેના ભેદો ............ ૪૧૮ સિદ્ધોની વિચારણાનાં તારો ......૪૪૮ સ્વાધ્યાયના ભેદો .............. ૪૧૯ અંતિમ ઉપદેશ ................ ૪૫૩ બુત્સર્ગના ભેદો .............. ૪૧૯ તત્ત્વાર્થસૂત્ર પ્રશસ્તિ .............૪૫૯ ધ્યાનનું લક્ષણ ................. ૪૨૦ ] તત્ત્વાર્થસૂત્ર મૂળ સંપૂર્ણ ૪૬૦ થી ૪૭૦
૩૮૫
૪૧૬
Page #39
--------------------------------------------------------------------------
________________
पूर्वधरश्रीमदुमास्वातिवाचकविरचितम्श्रीतत्त्वार्थाधिगमशास्त्रम्
|| સંવન્યરિહા | सम्यग्दर्शनशुद्धं, यो ज्ञानं विरतिमेव चाप्नोति । दुःखनिमित्तमपीदं, तेन सुलब्धं भवति जन्म ॥१॥ जन्मनि कर्मक्लेशै-रनुबद्धेऽस्मिंस्तथा प्रयतितव्यम् । વર્ણવત્નશામાવો, યથા મવષિ પરમાર્થઃ | ૨ | परमार्थालाभे वा, दोषेष्वारम्भकस्वभावेषु ।। कुशलानुबन्धमेव, स्यादनवद्यं यथा कर्म ॥ ३ ॥ कर्माहितमिह चामुत्र, चाधमतमो नरः समारभते । इह फलमेव त्वधमो विमध्यमस्तूभयफलार्थम् ॥ ४ ॥ परलोकहितायैव प्रवर्तते, मध्यमः क्रियासु सदा । मोक्षायैव तु घटते, विशिष्टमतिरुत्तमपुरुषः ॥ ५ ॥
(૧) જે સમ્યગ્દર્શનથી શુદ્ધ જ્ઞાન અને ચારિત્ર પ્રાપ્ત કરે છે, તેનો દુઃખનું કારણ પણ આ (મનુષ્ય) જન્મ સફળ બને છે.
(૨) કર્મ અને કષાયના અનુબંધવાળા આ જન્મમાં કર્મ અને કષાયનો સર્વથા અભાવ થાય તેવો પ્રયત્ન કરવો એ જ પરમાર્થ છે.
(૩) આરંભમાં પ્રવર્તાવવાના સ્વભાવવાળા કષાયાદિ દોષોની વિદ્યમાનતાના કારણે પરમાર્થ ( કર્મ અને કષાયોનો સર્વથા અભાવ) ન થઈ શકે તો કુશળકર્મનો=પુણ્યાનુબંધી પુણ્યનો અનુબંધ થાય તે પ્રમાણે નિરવદ્ય કાર્યો કરવાં જોઇએ.
છ પ્રકારના મનુષ્યો
(૪-૫-૬) અધમતમ મનુષ્ય આ લોક અને પરલોકમાં દુઃખ આપનારા કાર્યો કરે છે. અધમ મનુષ્ય કેવળ આ લોકમાં સુખ આપનારા કાર્યો કરે છે. વિમધ્યમ મનુષ્ય ઉભયલોકમાં સુખ આપનારા કાર્યો કરે છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૮
यस्तु कृतार्थोऽप्युत्तम-मवाप्य धर्म परेभ्य उपदिशति । नित्यं स उत्तमेभ्यो-प्युत्तम इति पूज्यतम एव ॥ ६ ॥ तस्मादर्हति पूजा-महत्रेवोत्तमोत्तमो लोके । देवर्षि-नरेन्द्रेभ्यः, पूज्येभ्योऽप्यन्यसत्त्वानाम् ॥ ७ ॥ अभ्यर्चनादर्हतां, मनःप्रसादस्ततः समाधिश्च । तस्मादपि निःश्रेयस-मतो हि तत्पूजनं न्याय्यम् ॥ ८ ॥ तीर्थप्रवर्तनफलं, यत्प्रोक्तं कर्म तीर्थकरनाम । तस्योदयात् कृतार्थो-ऽप्यहँस्तीर्थं प्रवर्तयति ॥ ९ ॥ तत्स्वाभाव्यादेव, प्रकाशयति भास्करो यथा लोकम् । तीर्थप्रवर्तनाय, प्रवर्तते तीर्थकर एवम् ॥ १० ॥
મધ્યમ મનુષ્ય કેવળ પરલોકના સુખ માટે સદા ક્રિયાઓમાં પ્રવર્તે છે. વિશિષ્ટ મતિમાન ઉત્તમ પુરુષ મોક્ષ માટે જ પ્રયત્ન કરે છે. પણ જે મનુષ્ય ઉત્તમ ધર્મ પામીને કૃતકૃત્ય બનવા છતાં અન્ય જીવોને સદા ઉત્તમ ધર્મનો ઉપદેશ આપે છે તે ઉત્તમ પુરુષોથી પણ ઉત્તમ=ઉત્તમોત્તમ છે. આથી જ તે જગતમાં સર્વથી અધિક પૂજનીય છે.
(૭) આથી ઉત્તમોત્તમ અરિહંત જ લોકમાં અન્ય પ્રાણીઓને પૂજ્ય ગણાતા દેવેન્દ્રોથી અને નરેન્દ્રોથી પણ પૂજનીય છે.
અરિહંતની પૂજાનો લાભ–
(૮) અરિહંતોની પૂજાથી મન પ્રસન્ન બને છે. મનની પ્રસન્નતાથી સમાધિ પ્રાપ્ત થાય છે. સમાધિથી=સમતાથી મોક્ષ મળે છે. આથી અરિહંતની પૂજા યોગ્ય છે.
(૯-૧૦) તીર્થંકર નામકર્મનું ફળ (કાય) તીર્થપ્રવર્તન છે. એમ (શાસ્ત્રમાં) કહ્યું છે. આથી અરિહંત કૃતકૃત્ય હોવા છતાં, તીર્થંકર નામકર્મના ઉદયથી તીર્થ પ્રવર્તાવે છે=ધર્મતીર્થની સ્થાપના કરીને પ્રતિદિન ધર્મનો ઉપદેશ આપે છે. જેમ સૂર્ય તેના સ્વભાવથી જ લોકને પ્રકાશિત કરે છે, તેમ તીર્થંકર સ્વભાવથી જ તીર્થને પ્રવર્તાવવાની પ્રવૃત્તિ કરે છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૯ यः शुभकर्मासेवन-भावितभावो भवेष्वनेकेषु । जज्ञे 'ज्ञातेक्ष्वाकुषु, सिद्धार्थनरेन्द्रकुलदीपकः ॥ ११ ॥ ज्ञानैः पूर्वाधिगतै-रप्रतिपतितैर्मतिश्रुतावधिभिः । त्रिभिरपि शुद्धैर्युक्तः, शैत्यद्युतिकान्तिभिरिवेन्दुः ॥ १२ ॥ शुभसारसत्त्वसंहनन-वीर्यमाहात्म्यरूपगुणयुक्तः । जगति महावीर इति, त्रिदशैर्गुणतः कृताभिख्यः ॥ १३ ॥ स्वयमेव बुद्धतत्त्वः, सत्त्वहिताभ्युद्यताचलितसत्त्वः । अभिनन्दितशुभसत्त्वः, सेन्द्रैलॊकान्तिकैर्देवैः ॥ १४ ॥ जन्मजरामरणात, जगदशरणमभिसमीक्ष्य निःसारम् । स्फीतमपहाय राज्यं शमाय धीमान्' प्रवव्राज ॥ १५ ॥
(૧૧) પૂર્વકાળમાં અનેક ભવોમાં શુભક્રિયાના અભ્યાસથી આત્માને (શુભ ભાવથી) ભાવિત કરનાર ભગવાન મહાવીર અંતિમ ભવમાં જ્ઞાત ઇક્વાકુવંશમાં ઉત્પન્ન થયા અને સિદ્ધાર્થ રાજાના કુળને દીપાવ્યું.
(૧૨) જેમ ચંદ્ર સદા શૈત્ય, ધૃતિ અને કાંતિ એ ત્રણ ગુણોથી યુક્ત હોય છે, તેમ ભગવાન મહાવીર જન્મ વખતે પૂર્વે (દેવભવમાં) પ્રાપ્ત કરેલાં અપ્રતિપાતી મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાનથી યુક્ત હતાં.
(૧૩) શુભ-હિતકર) ઉત્તમ સત્ત્વ, શ્રેષ્ઠ સંઘયણ, લોકોત્તરવીર્ય, અનુપમ માહાભ્ય, અદ્દભુત રૂપ અને દાક્ષિણ્ય આદિ વિશિષ્ટ ગુણોથી યુક્ત હતા. (અહીં શુભ શબ્દ સત્ત્વ આદિ દરેક શબ્દની સાથે જોડવો.)
(૧૪) સ્વયમેવ તત્ત્વોના જ્ઞાતા હતા. પ્રાણીઓના હિત માટે તત્પર નિશ્ચલ સત્ત્વવાળા હતા. દેવેન્દ્રોએ અને લોકાંતિક દેવોએ તેઓશ્રીના શુભ સત્ત્વની પ્રશંસા કરી હતી.
(૧૫-૧૬) જન્મ, જરા અને મરણથી પીડાતા જગતને અશરણ અને અસાર જોઈને જ્ઞાની મહાવીર વિશાળ રાજ્યનો ત્યાગ કરી, અશુભ કર્મોનો
१. ज्ञाता नाम क्षत्रियविशेषाः, तेषामपि विशेषसंज्ञा इक्ष्वाकवः । ૨. દીક્ષા થતાં જ પ્રગટ થતા મન:પર્યવજ્ઞાનની અપેક્ષાએ અહીં ધીમાનું વિશેષણ છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
૪૦ प्रतिपद्याशुभशमनं, निःश्रेयससाधकं श्रमणलिङ्गम् । कृतसामायिककर्मा, व्रतानि विधिना समारोप्य ॥ १६ ॥ (कुलकम्) सम्यक्त्व-ज्ञान-चारित्र,-संवर तपः-समाधिबलयुक्तः । मोहादीनि निहत्या-ऽशुभानि चत्वारि कर्माणि ॥ १७ ॥ केवलमधिगम्य विभुः, स्वयमेव ज्ञानदर्शनमनन्तम् ।। लोकहिताय कृतार्थो-ऽपि देशयामास तीर्थमिदम् ॥ १८ ॥ द्विविधमनेकद्वादश-विधं महाविषयममितगमयुक्तम् । संसारार्णवपारगमनाय, दुःखक्षयायालम् ॥ १९ ॥ ग्रन्थार्थवचनपटुभिः प्रयत्नवद्भिरपि वादिभिर्निपुणैः । अनभिभवनीयमन्यै-र्भास्कर इव सर्वतेजोभिः ॥२०॥(कलापकम्)
વિનાશ કરનાર અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર સાધુવેષને ગ્રહણ કરી, સામાયિકનો સ્વીકાર કરવા દ્વારા વિધિપૂર્વક વ્રતોને સ્વીકારી, મોક્ષ માટે પ્રવ્રજિત બન્યા.
(૧૭-૧૮) (પ્રવ્રજિત થયા પછી) સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર, સંવર, તપ અને સમાધિરૂપી સૈન્યથી સ્વયં (કોઇની સહાય વિના) મોહાદિ ચાર અશુભકર્મોનો ક્ષય કરી, અનંત કેવળજ્ઞાન, કેવળદર્શન ગુણ પ્રાપ્ત કરીને સર્વજ્ઞ બનવાથી કૃતકૃત્ય થવા છતાં લોકહિત માટે આ (-વર્તમાનમાં પ્રવર્તે છે તે) તીર્થનો ઉપદેશ આપ્યો=તીર્થને પ્રકાશિત કર્યું.
(૧૯-૨૦) આ તીર્થ (અંગબાહ્ય-અંગપ્રવિષ્ટ) બે પ્રકારે, (અંગબાહ્ય) અનેક પ્રકારે અને (અંગપ્રવિષ્ટ) બાર પ્રકારે છે, તથા મહાવિષયવાળું=સર્વ દ્રવ્યોને પ્રકાશિત કરનારું, અનેક નયોથી યુક્ત, સંસાર રૂપી સમુદ્રને પાર પામવા અને દુઃખનો ક્ષય કરવા સમર્થ છે. જેમ મણિ આદિ સર્વ પદાર્થોના પ્રકાશો એકઠા થાય તો પણ તેમનાથી સૂર્ય પરાભવ પામતો નથી, તેમ ગ્રંથોનો અર્થ કહેવામાં નિપુણ અને ન્યાયકુશળ વાદીઓ તીર્થના પરાભવ માટે પ્રયત્ન કરતા હોવા છતાં તેમનાથી તીર્થ પરાભવ પામતું નથી.
Page #43
--------------------------------------------------------------------------
________________
कृत्वा त्रिकरणशुद्धं तस्मै परमर्षये नमस्कारम् । पूज्यतमाय भगवते, वीराय विलीनमोहाय ॥ २१ ॥ तत्त्वार्थाधिगमाख्यं बह्वर्थसंग्रहं लघुग्रन्थम् ।। वक्ष्यामि शिष्यहित-मिममर्हद्वचनैकदेशस्य ॥ २२ ॥ (युग्मम्) महतोऽतिमहाविषयस्य, दुर्गमग्रन्थभाष्यपारस्य । વ: શm: પ્રત્યા, વિનવવનમહોલઃ તુમ ૨રૂ છે शिरसा गिरि बिभित्से-दुच्चिक्षिप्सेच्च स क्षितिं दोभ्या॑म् । प्रतितीर्षेच्च समुद्रं, मित्सेच्च पुनः कुशाग्रेण ॥ २४ ॥ व्योम्नीन्दुं चिक्रमिषेन्मेरुगिरिं पाणिना चिकम्पयिषेत् । गत्यानिलं जिगमिषे-च्चरमसमुद्रं पिपासेच्च ॥ २५ ॥ खद्योतकप्रभाभिः सो ऽभिबुभूषेच्च भास्करं मोहात् । सोऽतिमहाग्रन्थार्थं, जिनवचनं संजिघृक्षेत ॥ २६ ॥ (विशेषकम्)
(૨૧-૨૨) મોહરહિત હોવાથી મહર્ષિ અને સર્વથી અધિક પૂજનીય તે વીર ભગવાનને (-મન-વચન-કાયારૂપ) ત્રિકરણથી શુદ્ધ નમસ્કાર કરીને, શિષ્યના હિત માટે, અરિહંત વચનના એકદેશના સંગ્રહરૂપ અને વિશાળ અર્થવાળા આ તત્ત્વાર્થાધિગમ નામના લઘુ ગ્રંથને કહીશ.
(૨૩) જેના ગ્રંથનો અને અર્થનો પાર બહુ કષ્ટથી પામી શકાય છે, અને જેમાં અતિશય ઘણા વિષયો રહેલા છે, તે મહાન જિનવચનરૂપ મહાસમુદ્રનો સંગ્રહ કરવા કોણ સમર્થ છે? કોઈ જ નથી.
(૨૪-૨૫-૨૬) જે પુરુષ અતિશય ઘણા ગ્રંથો અને અર્થોથી પરિપૂર્ણ જિનવચનનો સંગ્રહ કરવાની ઈચ્છા રાખે છે, તે મોહના કારણે મસ્તકથી પર્વતને ભેદવાની ઇચ્છા રાખે છે, બે હાથોથી પૃથ્વીને ખેંચવાને ઇચ્છે છે, બે ભુજાઓ વડે સમુદ્ર તરવાને ઇચ્છે છે. ડાભની અણીથી સમુદ્રને માપવાની ઇચ્છા રાખે છે, આકાશમાં ચંદ્રને ઓળંગવાની ઇચ્છા રાખે છે, હાથથી મેરુપર્વતને કંપાવવાને ઇચ્છે છે, ગતિથી પવનને જીતવાને ઇચ્છે છે, સ્વયંભૂરમણ સમુદ્રને પીવાની ઈચ્છા રાખે છે, ખદ્યોતના તેજથી સૂર્યનો પરાભવ કરવાને ઈચ્છે છે. (અહીં “મોહના કારણે એ શબ્દો દરેક વાક્ય સાથે જોડવા.)
Page #44
--------------------------------------------------------------------------
________________
૪૨
एकमपि तु जिनवचनाद् - यस्मान्निर्वाहकं पदं भवति । શ્રયન્તે રાનન્તા:, સામાયિમાત્ર૫સિદ્ધા: ॥ ૨૭ ॥ तस्मात् तत्प्रामाण्यात्, समासतो व्यासतश्च जिनवचनम् । श्रेय इति निर्विचारं ग्राह्यं धार्यं च वाच्यं च ॥ २८ ॥ न भवति धर्मः श्रोतुः, सर्वस्यैकान्ततो हितश्रवणात् । ब्रुवतोऽनुग्रहबुद्ध्या वक्तुस्त्वेकान्ततो भवति ॥ २९ ॥ श्रममविचिन्त्यात्मगतं तस्माच्छ्रेयः सदोपदेष्टव्यम् । આત્માનં = પરં ચ (હિ), હિતોપવેટાનુવૃતિ ॥ ૩૦ ॥ नर्ते च मोक्षमार्गाद्, हितोपदेशोऽस्ति जगति कृत्स्नेऽस्मिन् । तस्मात् परमिदमेवे - ति मोक्षमार्गं प्रवक्ष्यामि ॥ ३१ ॥
(૨૭-૨૮) જિનપ્રવચનનું એક પણ પદ ઉત્તરોત્તર જ્ઞાન પ્રાપ્તિ દ્વારા સંસારથી તારનારું બને છે. કેવળ ‘સામાયિક' પદથી અનંતકાળમાં અનંતા જીવો સિદ્ધ થયા છે એમ શાસ્ત્રમાં સંભળાય છે. આથી આગમ ઉપર વિશ્વાસ રાખીને સંક્ષેપથી કે વિસ્તારથી ગ્રહણ કરેલું જિનવચન જ કલ્યાણકારી છે એવી શ્રદ્ધાપૂર્વક જિનવચન ગ્રહણ કરવું (=જિનવચનનું ચિંતનાદિ કરવું) અને અન્યને કહેવું.
(૨૯) હિતકર વચનના શ્રવણથી સાંભળનાર બધાને લાભ થાય જ એવો નિયમ નથી. પણ અનુગ્રહ બુદ્ધિથી કહેનારને=ઉપદેશકને તો અવશ્ય લાભ થાય છે.
(૩૦) આથી પોતાના શ્રમનો વિચાર કર્યા વિના સદા કલ્યાણકારી (મોક્ષમાર્ગનો) ઉપદેશ આપવો જોઇએ. કલ્યાણકારી ઉપદેશ આપનાર સ્વ૫૨-ઉભય ઉ૫૨ અનુગ્રહ કરે છે.
(૩૧) આ સમસ્ત વિશ્વમાં મોક્ષમાર્ગ સિવાય બીજો કોઇ કલ્યાણકારી ઉપદેશ નથી. આથી મોક્ષમાર્ગ એ જ શ્રેષ્ઠ ઉપદેશ છે એવો નિર્ણય કરીને હું (ઉમાસ્વાતિવાચક) મોક્ષમાર્ગને કહીશ.
१. एकमपि पदं, किं पुनरियान् सप्तपदार्थसंग्रह इति तुशब्दो विशेषयति, जिनवचनादित्यवच्छेदे पञ्चमी यथा समूहाच्छुक्लं प्रकाशते । यस्मादिति कारणे पञ्चमी ।
Page #45
--------------------------------------------------------------------------
________________
અ૦ ૧]
શ્રીતત્ત્વાધિગમસૂત્ર
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ પરમ પૂજ્ય વાચકવર શ્રી ઉમાસ્વાતિભ્યો નમઃ સ્વ. પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરિભ્યો નમઃ સ્વ. પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયહીરસૂરિભ્યો નમઃ પૂર્વધર પૂજ્યપાદ શ્રી ઉમાસ્વાતિ મહારાજ પ્રણીત શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર
(ગુજરાતી વિવેચન સહિત)
પ્રથમ અધ્યાય
જગતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થો છે. ચાર પુરુષાર્થોમાં મોક્ષ પુરુષાર્થ જ ઉત્તમ હોવાથી મહાપુરુષો ભવ્ય જીવોને મોક્ષમાર્ગનો જ ઉપદેશ આપે છે. આથી અહીં પૂર્વધર કરુણાસિંધુ પૂજ્યપાદ શ્રી ઉમાસ્વાતિ મહારાજ પ્રથમ મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરે છે. યદ્યપિ સર્વ પ્રથમ મોક્ષનો ઉપદેશ આપવો જોઈએ. કારણ કે જેને મોક્ષનું જ જ્ઞાન નથી તેને મોક્ષ મેળવવાની ઇચ્છા ન થાય. જેને મોક્ષ મેળવવાની ઈચ્છા ન થાય તેને મોક્ષમાર્ગને જાણવાની ઈચ્છા ન થાય. મોક્ષમાર્ગની જિજ્ઞાસા વિના મોક્ષમાર્ગનો ઉપદેશ નિરર્થક છે. જેને મુંબઈનું જ જ્ઞાન નથી તેને મુંબઈ જવાની ઇચ્છા નહિ થાય. જેને મુંબઈ જવાની ઇચ્છાના અભાવે મુંબઈના માર્ગની જિજ્ઞાસા નથી તેને મુંબઈના માર્ગનો ઉપદેશ આપવો નિરર્થક છે. પ્રથમ મુંબઈનું સ્વરૂપ, મુંબઈ જવાથી થતા લાભો વગેરે દૃષ્ટિએ મુંબઈનું જ્ઞાન કરાવવું જોઈએ. મુંબઈનું જ્ઞાન થયા પછી મુંબઈ જવાની ઈચ્છા પ્રગટે અને તેના માર્ગની જિજ્ઞાસા જાગે તો તેનો ઉપદેશ સાર્થક બને. તેમ પ્રસ્તુતમાં સર્વ પ્રથમ મોક્ષનું સ્વરૂપ, મોક્ષની પ્રાપ્તિથી થતો લાભ વગેરે દષ્ટિએ મોક્ષનો ઉપદેશ આપવો જોઈએ. મોક્ષના જ્ઞાનથી મોક્ષ મેળવવાની ઇચ્છા પ્રગટે છે. મોક્ષ મેળવવાની ઇચ્છાથી તેના માર્ગની જિજ્ઞાસા થાય છે. મોક્ષ માર્ગની જિજ્ઞાસા થતાં તેના ઉપદેશની અસર થાય છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦ ૧ સૂ૦ ૧ આમ પ્રથમ મોક્ષનો ઉપદેશ આપવો જોઈએ, છતાં અહીં ગ્રંથકાર મહર્ષિ પ્રથમ મોક્ષમાર્ગનો ઉપદેશ આપે છે તેમાં બે હેતુ છે–(૧) એક હેતુ એ છે કે પ્રેક્ષાપૂર્વકારી(=વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા) બુદ્ધિમાન પુરુષો પહેલાં કારણનો જ સ્વીકાર કરે છે. કારણ કે કારણ વિના કાર્ય ન જ થાય. કાર્ય કરવાની ઇચ્છા હોય, કાર્ય કરવા માટે પ્રવૃત્તિ પણ શરૂ કરી હોય, છતાં જો કારણ ન મળે તો કાર્ય પણ ન જ થાય. વાત પણ સત્ય છે. જેમ મુંબઈનું જ્ઞાન હોય, મુંબઈ જવાની ઈચ્છા હોય, પણ મુંબઈના માર્ગનું જ્ઞાન ન હોય અગર વિપરીત જ્ઞાન હોય તો મુંબઈ પહોંચી શકાતું નથી. તેમ મોક્ષનું જ્ઞાન હોય, મોક્ષ મેળવવાની ઇચ્છા પણ હોય, છતાં જો મોક્ષમાર્ગનું યથાર્થ જ્ઞાન ન હોય તો મોક્ષ મેળવી શકાય નહિ. બૃહસ્પતિની બુદ્ધિને ઝાંખી કરનારા પંડિતોને પણ મોક્ષ મેળવવા અથાગ પ્રયત્ન કરવા છતાં મોક્ષમાર્ગના વિપરીત જ્ઞાનથી અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે.
(૨) બીજો હેતુ એ છે કે–સર્વ દર્શનકારો સામાન્યતઃ મોક્ષ વિષે ઐક્યતા ધરાવે છે, મોક્ષમાં દુઃખની આત્મત્તિક નિવૃત્તિ થાય છે એમ સર્વ દર્શનકારો માને છે, પણ મોક્ષમાર્ગ અંગે સર્વ દર્શનકારોની માન્યતા ભિન્ન ભિન્ન છે. આથી ભવ્ય જીવો વિપરીત માર્ગમાં ન ચાલ્યા જાય, અથવા ગયેલા પાછા વળી જાય એ માટે તેમને સત્ય મોક્ષમાર્ગથી વાકેફ કરવા એ મહાપુરુષોની ફરજ છે. આથી અહીં પૂર્વધર શ્રી ઉમાસ્વાતિ ભગવંત સર્વપ્રથમ મોક્ષમાર્ગનો ઉપદેશ આપે છે.
મોક્ષમાર્ગ– સથર્શન-સાર-વારિત્રણ મોક્ષના મે ૧-૧
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમચારિત્ર એ ત્રણે ભેગા મોક્ષમાર્ગ છે. આ ત્રણમાંથી એકનો પણ અભાવ હોય તો મોક્ષની પ્રાપ્તિન થાય. જેમ આરોગ્ય મેળવવા ઔષધનું જ્ઞાન, ઔષધ વિષે શ્રદ્ધા અને ઔષધનું વિધિપૂર્વક સેવન એ ત્રણે જરૂરી છે, આ ત્રણમાંથી એકના પણ અભાવે આરોગ્યની પ્રાપ્તિ થતી નથી, તેમ આત્માનું આરોગ્ય=મોક્ષ મેળવવા સમ્યગ્દર્શન આદિ ત્રણેની જરૂર છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
અ૦૧ સૂ૦૧] શીતજ્વાધિગમસૂત્ર
સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન બંને યુગલિક મનુષ્યની જેમ સદા સાથે જ ઉત્પન્ન થાય છે, સાથે રહે છે અને નાશ પામે તો સાથે જ નાશ પામે છે. આથી જ્યારે સમ્યજ્ઞાન હોય ત્યારે સમ્યગ્દર્શન અવશ્ય હોય અને સમ્યગ્દર્શન હોય ત્યારે સમ્યજ્ઞાન અવશ્ય હોય, પણ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન હોય ત્યારે સમ્યફ ચારિત્ર હોય જ એવો નિયમ નથી; હોય અથવા ન પણ હોય. જ્યારે સમ્યક ચારિત્ર હોય ત્યારે સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન અવશ્ય હોય.
સમ્યગુ એટલે પ્રશસ્ત અથવા સંગત. સમ્યગ્દર્શન એટલે તત્ત્વભૂત જીવાદિ પદાર્થો વિષે શ્રદ્ધા. સમ્યજ્ઞાન એટલે જીવાદિ પદાર્થોનો યથાર્થ બોધ.
સફચારિત્ર એટલે યથાર્થ જ્ઞાનપૂર્વક અસલ્કિયાથી નિવૃત્તિ અને સ&િયામાં પ્રવૃત્તિ.
પ્રશ્ન- ચારિત્રનું આ લક્ષણ સિદ્ધના જીવોમાં નહિ ઘટે.
ઉત્તર– કંઈ વાંધો નહિ. કારણ કે સિદ્ધોમાં ચારિત્ર સાધ્યરૂપ છે. જ્યારે અહીં સાધનરૂપ ચારિત્રનું વર્ણન છે. અહીં મોક્ષમાર્ગનું વર્ણન હોવાથી મોક્ષના સાધનરૂપ ચારિત્ર બતાવવું જરૂરી છે. મોક્ષના સાધનરૂપ ચારિત્ર અહીં જણાવ્યું છે તે જ છે. સિદ્ધોમાં યોગની સ્થિરતા (સ્વભાવરમણતા) રૂપ ચારિત્ર હોય છે.
પ્રશ્ન- સયોગી કેવલીમાં મોક્ષનાં ત્રણે સાધન પરિપૂર્ણ હોવા છતાં તેમનો મોક્ષ કેમ થતો નથી ?
ઉત્તર- તેમને મોક્ષ થવામાં અઘાતી કર્મનો ઉદય પ્રતિબંધક છે. કારણ સંપૂર્ણપણે હાજર હોવા છતાં જો પ્રતિબંધક વિદ્યમાન હોય તો કાર્ય ન થાય. પક્ષીમાં ઊડવાની શક્તિ છે, પણ પાંજરામાં પુરાયો હોય તો ઊડી ન શકે. તેમ અહીં સયોગી કેવલી સમ્યજ્ઞાનાદિ ત્રણે પૂર્ણ હોવા છતાં અઘાતી કર્મરૂપ પાંજરામાં પુરાયેલા હોવાથી મોક્ષમાં જઈ શકતા નથી.
મોક્ષ એટલે સર્વ કર્મોનો ક્ષય. માર્ગ એટલે સાધન.
પ્રશ્ન- અહીં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન બંને એકસાથે ઉત્પન્ન થાય છે એમ કહ્યું, પણ તત્ત્વાર્થ ભાષ્યમાં પણ ૨ પૂર્વી નામે મનનીયમુત્તરવું,
Page #48
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૧ સૂ૦ ૧
ઉત્તરનામે તુ નિયત: પૂર્વનામ: । ‘પૂર્વના ગુણની પ્રાપ્તિ થતાં પછીના ગુણની પ્રાપ્તિ થાય કે ન પણ થાય; પણ પછીના ગુણની પ્રાપ્તિ થતાં પૂર્વના ગુણોની પ્રાપ્તિ અવશ્ય થાય છે', એમ કહેવામાં આવ્યું છે. આ કથનના આધારે તો સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય ત્યારે સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય કે ન પણ થાય. આથી સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાનની સહોત્પત્તિના કથનનો તત્ત્વાર્થ ભાષ્યના અનિયત લાભના કથનની સાથે વિરોધ આવે છે.
૪
ઉત્તર- સમ્યગ્દર્શન-સમ્યગ્નાનની સહોત્પત્તિના કથનનો તત્ત્વાર્થ ભાષ્યના અનિયત લાભના કથનની સાથે જરાય વિરોધ નથી. અપેક્ષાએ બંને કથન સત્ય છે. સહોત્પતિનું કથન સામાન્યથી સમ્યજ્ઞાનની અપેક્ષાએ છે. એટલે કે સમ્યગ્દર્શન પ્રગટ થતાંની સાથે જ જીવનું જ્ઞાન સમ્યગ્ બની જાય છે. અનિયત લાભનું કથન આચારાંગ આદિ વિષયક વિશિષ્ટ જ્ઞાનની અપેક્ષાએ છે. સમ્યગ્દર્શન પ્રગટ થતાં જ આચારાંગ આદિ સંબંધી વિશિષ્ટ જ્ઞાન થાય જ એવો નિયમ નથી. આથી સમ્યગ્દર્શનની સાથે સમ્યજ્ઞાન અવશ્ય હોય, પણ વિશિષ્ટ (આચારાંગાદિ સંબંધી) જ્ઞાન હોય જ એવો નિયમ નથી. આમ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન સંબંધી સહોત્પતિના કથનનો ભાષ્યના અનિયત લાભના કથનની સાથે વિરોધ નથી.
મોક્ષ સાધ્ય છે. સમ્યગ્દર્શન આદિ ત્રણ તેનાં સાધન છે. સમ્યગ્દર્શન આદિ ત્રણનું વિશેષ વર્ણન સૂત્રકાર ભગવંત સ્વયમેવ આગળ કરવાના છે. આથી અહીં આપણે એ ત્રણની વિશેષ વિચારણા કરવાની નથી.
પ્રશ્ન— મોક્ષ કોઇપણ પ્રમાણથી સિદ્ધ થતો ન હોવાથી તેના માર્ગનું નિરૂપણ આકાશ-કુસુમને મેળવવાના ઉપાયના વર્ણનની જેમ નિરર્થક છે.
ઉત્તર– (૧) સર્વજ્ઞ=સંપૂર્ણ જ્ઞાની ભગવંતો મોક્ષને પ્રત્યક્ષ નિહાળી રહ્યા છે. એટલે મોક્ષ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે. (૨) અપૂર્ણ જ્ઞાનવાળા જીવોને મોક્ષ પ્રત્યક્ષ સિદ્ધ ન હોવા છતાં યુક્તિથી=અનુમાનથી તે સિદ્ધ થઇ શકે છે. સંસારી જીવોમાં દેખાતી સુખની તરતમતા મોક્ષને સિદ્ધ કરે છે. સંસારી જીવોમાં દેખાતા તરતમતાવાળા સુખની પરાકાષ્ઠા અવશ્ય હોવી જોઇએ. યોગી આત્માઓ પાસે ભોગનાં સાધનો ન હોવા છતાં તેઓ ભોગી ૧. પ્રસ્તુત સૂત્રના ભાષ્યની ટીકાના આધારે આ સમાધાન લખ્યું છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
અ૦ ૧ સૂ૦૧] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર જીવો કરતાં અધિક સુખનો અનુભવ કરે છે. યોગીઓમાં પણ સુખની તરતમતા હોય છે. સુખની આ તરતમતાની પરાકાષ્ઠા અવશ્ય હોવી જોઇએ.
જ્યાં જ્યાં તરતમતા હોય છે ત્યાં ત્યાં પરાકાષ્ઠા અવશ્ય હોય છે. ચંદ્રના પ્રકાશમાં બીજ, ત્રીજ વગેરે દિવસોમાં તરતમતા હોય છે તો પૂનમના દિવસે તે પરાકાષ્ઠાએ પહોંચે છે. તેમ આત્મસુખની પણ પરાકાષ્ઠા હોવી જોઇએ. આત્મસુખની પરાકાષ્ઠા તે જ મોક્ષ. આત્મસુખની પરાકાષ્ઠાને અનંત જીવો પામેલા છે અને હજુ પામશે. (૩) જીવોને મોક્ષની ઇચ્છા થાય છે એથી પણ મોક્ષની સિદ્ધિ થાય છે. જે ન હોય તેની ઇચ્છા જ ન થાય. આકાશકુસુમ નથી તો કોઈનેય તેની ઈચ્છા થતી નથી. (૪) આપ્તપ્રણીત આગમોમાં મોક્ષનું વિધાન હોવાથી આગમપ્રમાણથી પણ મોક્ષ સિદ્ધ છે. આ પ્રમાણે પ્રત્યક્ષ, યુક્તિ અનુમાન અને આગમપ્રમાણથી મોક્ષની સિદ્ધિ થાય છે.
પ્રશ્ન- ચાર પુરુષાર્થોમાં મોક્ષ પુરુષાર્થ શ્રેષ્ઠ કેમ ?
ઉત્તર– સંસારના સર્વ જીવો સુખને ઈચ્છે છે અને દુઃખને ઇચ્છતા નથી. આથી તેઓ સુખ મેળવવા અને દુઃખ દૂર કરવા અર્થ અને કામ એ બે પુરુષાર્થોનું સેવન કરે છે. છતાં તેઓ દુઃખ દૂર કરી શકતા નથી અને સંપૂર્ણ સુખને મેળવી શકતા નથી. કારણ કે અર્થ અને કામથી મળતું સુખ ક્ષણિક અને દુઃખમિશ્રિત હોવાથી અપૂર્ણ છે. આથી જ તત્ત્વજ્ઞ મહાપુરુષોની દષ્ટિએ અર્થ અને કામ એ બે પુરુષાર્થો નામના જ પુરુષાર્થો છે. ધર્મ અને મોક્ષ પુરુષાર્થના સેવનથી શાશ્વત અને દુઃખથી રહિત સંપૂર્ણ સુખની પ્રાપ્તિ થાય છે. આથી આ બે પુરુષાર્થો જ મુખ્ય છે. આ બેમાં પણ મોક્ષપુરુષાર્થ મુખ્ય છે. ધર્મ તો મોક્ષનું કારણ હોવાથી ઉપચારથી પુરુષાર્થ છે. આથી ચાર પુરુષાર્થોમાં મોક્ષ પુરુષાર્થ જ મુખ્ય છે.
સંસારનું સુખ દુઃખ સ્વરૂપ જ છે.
પ્રશ્ન- મોક્ષમાં અન્ન-પાન, ટી.વી., રેડિયો, સ્ત્રી, મોટર, બંગલો વગેરે સુખનાં સાધનો ન હોવાથી સુખ કેવી રીતે હોય?
ઉત્તર- અહીં જ તમે ભૂલો છો. અન્ન-પાન, સ્ત્રી આદિ સુખનાં સાધનો જ નથી. કારણ કે સુખ તે છે કે જે સદા રહે, જેનો અનુભવ કરવામાં જરાય ભય ન હોય, જે ઈચ્છા કર્યા વિના પ્રાપ્ત થાય, જેના માટે બાહ્ય કોઈ સાધનની
Page #50
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ) ૧ સૂ૦ ૧ જરૂર ન પડે. આવું સુખ આત્મામાં રહેલું છે. આથી મોક્ષમાં તે સુખનો અનુભવ થાય છે. બાહ્ય સાધનોથી પ્રાપ્ત થતું સુખ આનાથી વિપરીત છે. બાહ્ય સાધનોથી થતું સુખ કૃત્રિમ=સાંયોગિક છે. આથી જ બાહ્ય સાધનો કેટલીક વખત સુખ તો નથી આપતાં, બલ્ક દુઃખનો અનુભવ કરાવે છે. જેમ કે
એક કન્યાએ પોતાના પિતા પાસે સુંદરમાં સુંદર સાડી મંગાવી. પિતાએ તેને લાવી આપી. આથી સાડી જોઈ તે ખુશ ખુશ થઈ ગઈ. સાડીના દર્શન માત્રથી તેને અત્યંત સુખનો અનુભવ થયો. બાદ તેણે એ સાડી પોતાની સખીને બતાવી. સખીએ તે સાડી જોઈ અને સાથે સાથે પોતાની એક નવીન સુંદર સાડી તેને બતાવી. તેણીએ સખીની સાડીનું નિરીક્ષણ કર્યું તો તેને જાત, ભાત, રંગ વિગેરે અનેક દૃષ્ટિએ સખીની સાડી પોતાની સાડીની અપેક્ષાએ કઈ ગણી સુંદર લાગી. આથી તેના હૃદયગગન ઉપર નિરાશાનાં દુઃખનાં વાદળોએ આક્રમણ કર્યું. હવે તેની દષ્ટિમાં પોતાની સાડી સામાન્ય ભાસવા લાગી.
વાંચકો ! હવે એ સાડી તેના હૃદયને આનંદ આપશે? જ્યારે જ્યારે એ પહેરશે અને પોતાની સખીની સાડીનું સ્મરણ થશે ત્યારે શું તેને દુઃખ ઉત્પન્ન નહિ થાય? ક્ષણ પહેલાં જે વસ્તુ અત્યંત આનંદ આપતી હતી, એથી પોતાને કોઈ અપૂર્વ વસ્તુ પ્રાપ્ત થઈ છે એવું લાગતું હતું, તે જ વસ્તુ ક્ષણ બાદ અત્યંત નિરાશા ઉત્પન્ન કરે છે. આની પાછળ શું કારણ છે? જો બાહ્ય પદાર્થોમાં સ્વાભાવિક સુખ હોય તો આમ બને ? ન બને. આથી બાહ્ય પદાર્થોમાં સુખ છે જ નહિ.
પ્રશ્ન- જો બાહ્ય=ભૌતિક વસ્તુઓમાં સુખ નથી તો તે તે વસ્તુના ભોગ-ઉપભોગથી સુખનો=આનંદનો અનુભવ કેમ થાય છે?
ઉત્તર– મોહવશ જીવોને વિષયોપભોગની ઉત્સુકતા જાગે છે, એથી જ્યાં સુધી વિષયોપભોગ નથી થતો ત્યાં સુધી મનમાં અરતિ રહ્યા કરે છે, જ્યારે વિષયોપભોગ થાય છે ત્યારે વિષયોપભોગની ઉત્સુકતાના કારણે જાગેલી અરતિનો થોડા સમય માટે અભાવ થાય છે, આમ શબ્દાદિ સાધનો સુખ નથી આપતાં, કિંતુ જાગેલી અરતિનો માત્ર પ્રતિકાર કરે છે. એથી જીવોને અરતિ રૂપ દુઃખનો અભાવ થાય છે. આ દુઃખાભાવમાં સુખનો ઉપચાર કરવામાં આવે છે. દા.ત. ખૂજલીવાળા મનુષ્યને ચળ આવે છે, એથી શરીરને
Page #51
--------------------------------------------------------------------------
________________
અ૦ ૧ સૂ૦ ૧]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
ખણવાની ઇચ્છા થાય છે. જો એ પોતાના શરીરને ખણે નહિ, તો તેના મનમાં અતિ-ઉદ્વેગ ઉત્પન્ન થાય છે. આથી તે શરીરને ખણીને અરતિનો પ્રતિકાર કરે છે. છતાં તે કહે છે કે શરીરને ખણવાથી મને સુખનો અનુભવ થાય છે. તમે જ કહો કે એક નીરોગી માણસ શરીરને ખંજવાળતો નથી, જ્યારે ખૂજલીવાળો માણસ પોતાના શરીરને ખંજવાળે છે, તો આ બેમાં કોણ સુખી ? જો ખંજવાળવાથી વાસ્તવિક સુખ ઉત્પન્ન થતું હોય તો જે નથી ખંજવાળતો તે દુઃખી હોવો જોઇએ. પણ તેમ છે નહિ. એટલે કહેવું જ પડશે કે ખૂજલીવાળાને ખંજવાળથી ઉત્પન્ન થતું સુખ વાસ્તવિક સુખ નથી, કિંતુ અરતિનો પ્રતિકાર હોઇ દુઃખાભાવમાં સુખનો ઉપચાર થવાથી ઔપચારિક સુખ છે.
તે જ પ્રમાણે એક અશક્ત માણસ પુષ્ટિ લાવવા ચ્યવનપ્રાશાવલેહ, કેશરીયા દૂધ આદિ વાપરીને સુખ મેળવે છે. જ્યારે એક માણસ અત્યંત નીરોગી હોવાથી કુદરતી જ હ્રષ્ટ-પુષ્ટ છે, તેથી સાદો ખોરાક વાપરે છે. આ બેમાં કોણ સુખી ? અહીં નબળા માણસને નવું સુખ મળે છે કે દુઃખ દૂર થાય છે ? અહીં નબળાઇનું ઉપાધિજન્ય દુઃખ દૂર થાય છે. આમાં કયો વિદ્વાન ના કહી શકે ? એ જ પ્રમાણે વૈષયિક સુખનાં શબ્દાદિ સાધનોથી વિષયોપભોગની ઉત્સુકતા રૂપ ઉપાધિથી થતું અતિ રૂપ દુઃખ દૂર થાય છે, તેથી તેમાં સુખનો ઉપચાર કરવામાં આવે છે. આથી શબ્દાદિથી ઉત્પન્ન થતું સુખ એ ઔપચારિક સુખ છે, વાસ્તવિક તો એ દુઃખ રૂપ જ છે. આથી જ પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ અધ્યાત્મસાર ગ્રંથમાં કહે છે કે—
सर्वं पुण्यफलं दुःखं, कर्मोदयकृतत्वतः ।
તંત્ર ૩:પ્રતીવારે, વિમૂઢબનાં સુત્વધીઃ । (અધ્યાત્મસાર શ્લોક-૬૩) પુણ્યથી પ્રાપ્ત થતું સર્વ પ્રકારનું સુખ કૌંદય જનિત હોવાથી ૫રમાર્થથી દુઃખ જ છે. તે સુખ દુઃખના પ્રતિકાર રૂપ હોવા છતાં મૂઢ જીવો તેને સુખરૂપ માને છે.
ભૌતિક(=ઇન્દ્રિયો અને વિષયોના સંબંધથી અનુભવાતું) સુખ દુ:ખમિશ્રિત, આંતરાવાળું, અનિત્ય, અપૂર્ણ, પરાધીન, દુઃખફલક અને દુઃખાનુબંધી છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર [અ૦ ૧ સૂ૦ ૧ દુઃખમિશ્રિત– (૧) સ્વાદિષ્ટ આહારમાં પણ સાચી ભૂખ વિના સ્વાદ આવતો નથી. જેમ ભૂખ વધારે તેમ સ્વાદ વધારે. આથી જ મજૂરને છાશરોટલા જેટલા મીઠા લાગે છે તેટલા મીઠા પકવાન્ન પણ ગાદી-તકિયે બેસી રહેનારા શેઠને લાગતા નથી. આથી પહેલા ભૂખનું દુઃખ પછી ભોજનનું સુખ.
(૨) અતિશય તૃષા લાગ્યા પછી જ માટલાનું શીતલ પાણી આનંદ આપે છે. શિયાળામાં તેવી તૃષાના અભાવે તે પાણી તેવું આનંદ આપતું નથી. પહેલાં તૃષાનું દુઃખ, પછી ઠંડા પાણીનું સુખ.
(૩) ઘેઘૂર વડલાની છાયા તાપના અનુભવ વિના આનંદ આપતી નથી. શિયાળામાં એ જ છાયામાં જરા ય બેસવાની ઇચ્છા થતી નથી. આમ પહેલાં તાપનું દુઃખ, પછી છાયાનું સુખ.
(૪) કલાકો સુધી મહેનત કર્યા પછી જ ઘસઘસાટ ઊંઘની મજા માણી શકાય છે. મજૂર ઊંઘની જે મજા માણી શકે છે, તે મજા ગાદી-તકિયે બેસી રહેનાર શેઠ માણી શકતો નથી.
આમ સંસારમાં પહેલાં દુઃખ અને પછી સુખ.
બીજી રીતે વિચારીએ તો પણ ભૌતિક સુખ દુઃખ મિશ્રિત છે. તે આ પ્રમાણે–મનુષ્ય પોતાના જીવનમાં મનગમતાં સ્વાદિષ્ટ ભોજન કર્યા હોય, સ્વાદિષ્ટ પીણાં પીધા હોય, સ્ત્રીની સાથે સંભોગ સુખનો અનુભવ કર્યો હોય ઇત્યાદિ સુખના કલાકો અને એ સુખનાં સાધનો મેળવવા માટે શારીરિકમાનસિક જે તકલીફો સહન કરી હોય તેનાં કલાકો ગણવામાં આવે તો તકલીફોનાં કલાકો વધી જાય.
આમ ભૌતિક સુખ દુઃખમિશ્રિત છે.
આંતરાવાળું– આવું દુઃખમિશ્રિત પણ સુખ સતત ભોગવી શકાય નહિ. વચ્ચે વચ્ચે આંતરું પાડવું જ પડે. સતત ભોજન કરી શકાય નહિ. સતત સંભોગ કરી શકાય નહિ. સતત ટી.વી. જોઈ શકાય નહિ. ભૌતિક કોઈ પણ પ્રકારનું સુખ સતત ભોગવવાની ગમે તેટલી તીવ્ર ઇચ્છા હોવા છતાં વચ્ચે વચ્ચે આંતરું પાડવું જ પડે છે.
અનિત્ય– દુઃખમિશ્રિત અને આંતરાવાળું પણ સુખ અનિત્ય છે. એ સુખનો અવશ્ય વિયોગ થાય. કારણ કે ભૌતિક સુખને ભોગવવા શરીર,
Page #53
--------------------------------------------------------------------------
________________
અ૦ ૧ સૂ૦ ૧]
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
ઇન્દ્રિયો, ધન વગેરે ભૌતિક સાધનો જોઇએ. એ સાધનો વિના ભૌતિક સુખ ભોગવી શકાય નહિ. કોઇના પણ એ ભૌતિક સાધનો નિત્ય રહેતાં નથી. ચક્રવર્તીનાં કે ઇન્દ્રના પણ એ સાધનો નિત્ય રહેતાં નથી. જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ છે. સંયોગ વિયોગ માટે જ સર્જાયેલો છે. ભૌતિક વસ્તુઓનો વિયોગ બે રીતે થાય—
(૧) ભૌતિક વસ્તુઓ આપણને છોડીને ચાલી જાય.
(૨) અથવા જીવને એ વસ્તુઓ છોડીને ચાલ્યા જવું પડે.
2
અપૂર્ણ— ભૌતિક વસ્તુઓથી મળતું સુખ જેમ દુઃખમિશ્રિત, આંતરાવાળું અને અનિત્ય છે તેમ અપૂર્ણ છે. અર્થાત્ એ સુખ જેટલું ભોગવવાની ઇચ્છા હોય તેટલું ભોગવી શકાતું નથી. જેમ કે—સ્વાદિષ્ટ ભોજન ઘણું કરવાની ઇચ્છા થાય છે, પણ ઘણું ભોજન કરી શકાતું નથી. અથવા અપૂર્ણ એટલે તૃપ્તિની અપૂર્ણતા, ભૌતિક સુખ ગમે તેટલું ભોગવવા છતાં તૃપ્તિ (=સંતોષ) થતો નથી, ઓછું જ લાગે છે. ધન ઘણું મળવા છતાં ઓછું જ લાગે છે. દરેક જીવે સંસારમાં પરિભ્રમણ કરતાં અસંખ્ય દ્વીપો અને અસંખ્ય સમુદ્રો જેટલો આહાર કર્યો છે, અસંખ્ય સમુદ્રોથી પણ અધિક જલપાન કર્યું છે, છતાં આહારની તૃપ્તિ થઇ નથી. દેવભવમાં અને યુગલિકભવમાં અસંખ્ય વર્ષો સુધી વિવિધ ભૌતિક સુખો ભોગવવા છતાં તૃપ્તિ થઇ નથી. આથી ભૌતિક સુખ અપૂર્ણ છે.
પરાધીન– ભૌતિક સુખ પરાધીન છે. ભૌતિક સુખને ભોગવવાની ઇચ્છા થાય તેટલા માત્રથી ભોગવી શકાય નહિ. કારણ કે પુણ્યોદય હોય તો જ ભૌતિક સુખ ભોગવી શકાય. ભૌતિક સુખ ભોગવવા માટે સશક્ત શરીર, ઇન્દ્રિયો, ધન વગેરે અનેક વસ્તુઓની જરૂર પડે છે. એ બધી વસ્તુઓ પુણ્યોદય હોય તો જ મળી શકે છે. ભૌતિક સુખનાં એ બધા સાધનો ઇચ્છાથી કે મહેનત કરવાથી મળે જ એવો નિયમ નથી. પુણ્યોદય હોય તો જ મળે. પુણ્યોદયથી ભૌતિક સાધનો મળ્યા પછી પુણ્યોદય હોય તો જ એ સાધનોથી સુખ ભોગવી શકાય. જેમ કે—પુણ્યોદયથી લક્ષ્મી મળી હોય, પણ ભૌતિક સુખને ભોગવવાનું પુણ્ય ન હોય તો એ લક્ષ્મીથી સુખ ન ભોગવી શકાય. જેમ કે મમ્મણ શેઠ અથવા સદા બિમાર રહેનાર શ્રીમંત ભોગસુખો ભોગવી શકે નહિ.
Page #54
--------------------------------------------------------------------------
________________
૧૦
શ્રીતત્ત્વાધિગમસૂત્ર (અ) ૧ સૂ૦ ૧ દુઃખફલક આવું પણ ભૌતિક સુખ પરિણામે દુઃખ લાવનારું છે. આથી જ જ્ઞાનીઓએ ભૌતિક સુખને દુઃખફલક કહ્યું છે. ભૌતિક સુખનું ફળ દુઃખ છે. કેમ કે ભૌતિક સુખ ભોગવવામાં હિંસા આદિ અનેક પાપો થાય છે. એ પાપોથી પાપકર્મ બંધાય છે. એ પાપકર્મનો ભવિષ્યમાં ઉદય થાય ત્યારે દુઃખ ભોગવવું પડે છે.
દુઃખાનુબંધી– દુઃખાનુબંધી એટલે દુઃખના અનુબંધવાળું. અનુબંધ એટલે પરંપરા. ભૌતિક સુખથી પ્રાપ્ત થતું દુઃખ એક-બે ભવોમાં ભોગવાઈ જતું નથી, કિંતુ તેની પરંપરા ચાલે છે. કારણ કે ભૌતિક સુખ ભોગવવામાં થતી આસક્તિ અને ક્લિષ્ટ પરિણામથી થતા પાપો અનેક ભવોમાં ભોગવવા યોગ્ય પાપકર્મોનો બંધ કરાવે છે.
મોક્ષ સુખ આનાથી વિપરીત છે, અર્થાત્ દુઃખના અંશથી પણ રહિત, આંતરા વિનાનું (=સતત અનુભવી શકાય તેવું), નિત્ય (=સદા રહેનાર), પૂર્ણ અને સ્વાધીન છે.
આ પ્રમાણે “ભૌતિક વસ્તુઓથી પ્રગટ થતું સુખ દુઃખ રૂપ જ છે' એ સિદ્ધ થાય છે. દરેક વ્યક્તિ આ વિશે, પોતાને જે અનુભવ થાય છે તે અનુભવોનું શાંતિથી ચિંતન-મનન કરે તો પણ ભૌતિક વસ્તુઓથી પ્રાપ્ત થતું સુખ દુઃખરૂપ જ છે' એ મહાન સત્ય હાથમાં આવ્યા વિના ન રહે.
હવે બીજી વાત. મોક્ષમાં અન્નાદિના ભોગની કે વિષયસેવનની જરૂર પણ શી છે? કારણ કે અત્રાદિનો પરિભોગ કે વિષયસેવન ઉત્પન્ન થયેલ સુધાદિ દુઃખની નિવૃત્તિ દ્વારા સ્વસ્થતા પ્રાપ્ત કરવા માટે છે. જ્યારે મોક્ષમાં સ્વાભાવિક સ્વસ્થતા રહેલી છે, કારણ કે ત્યાં અસ્વસ્થતાના=સુધાદિ દુઃખનાં કારણો કર્મ કે ઈચ્છાદિનો અભાવ છે. આથી ત્યાં અન્નાદિના ઉપભોગની જરૂર જ નથી. ઔષધ સેવનની જરૂર કોને હોય? જે રોગી હોય તેને જ ને? બસ તે જ પ્રમાણે જેને કર્મરૂપ રોગ હોય તેને જ અાદિના ભોગ રૂપ ઔષધ સેવનની જરૂર પડે છે. ખણજ કોને આવે ? જેને ખણજનો રોગ હોય તેને. તે જ પ્રમાણે જેને વિષયોની ઇચ્છારૂપ ખણજનો રોગ હોય તેને જ વિષયસેવનરૂપ ખંજવાળની જરૂર પડે. મોક્ષમાં નથી કર્મનો રોગ કે નથી ઇચ્છાનો રોગ. આથી મોક્ષમાં અત્રાદિના પરિભોગની કે વિષયસેવન આદિની જરૂર જ નથી. જેમ જ્ઞાન
Page #55
--------------------------------------------------------------------------
________________
અ૦ ૧ સૂ૦ ૨] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર આત્માનો ગુણ છે તેમ સુખ પણ આત્માનો ગુણ છે. આથી મોક્ષમાં અનંતજ્ઞાનની જેમ સ્વાભાવિક અનંત સુખ હોય છે. (૧)
સમ્યગ્દર્શનનું લક્ષણતત્ત્વાર્થ દ્વાન સવર્ણનમ્ II ૨-૨ | તત્ત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન.
તત્ત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા એટલે જીવાદિ પદાર્થો જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે માનવા. શ્રદ્ધા, શ્રદ્ધાન, સમ્યગ્દર્શન, સમ્યકત્વ, સમકિત આ બધા શબ્દો એક અર્થવાળા છે.
પ્રશ્ન– “તત્ત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા એ સમ્યકત્વ' એ પ્રમાણે સમ્યકત્વની વ્યાખ્યા કરવાથી એક વિરોધ આવે છે. શ્રદ્ધા વિશ્વાસ એ મનના પરિણામરૂપ છે. એક ભવમાંથી બીજા ભવમાં જતાં અપાંતરાલ ગતિમાં મન ન હોવાથી સમ્યકત્વ નહિ રહે. જ્યારે આગમમાં અપાંતરાલ ગતિમાં પણ સમ્યકત્વ હોય છે એમ જણાવ્યું છે.
ઉત્તર- મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી પ્રગટ થયેલ શુદ્ધ આત્મપરિણામ એ મુખ્ય સમ્યક્ત્વ છે. આ પરિણામ એક ભવથી બીજા ભવમાં જતાં અપાંતરાલ ગતિમાં પણ હોય છે. માટે ત્યાં પણ સમ્યકત્વ ઘટી શકવાથી આગમ સાથે વિરોધ આવતો નથી. તત્ત્વાર્થશ્રદ્ધા પ્રગટે ત્યારે મોહનીય કર્મના ક્ષયોપશમ આદિથી પ્રગટ થતો શુભ આત્મપરિણામ અવશ્ય હોય છે. તત્ત્વાર્થશ્રદ્ધા કાર્ય છે અને શુભ આત્મપરિણામ કારણ છે. કાર્ય વખતે કારણ અવશ્ય હોય છે. આથી કાર્યમાં કારણનો ઉપચાર કરીને તત્ત્વાર્થશ્રદ્ધાને સમ્યકત્વ કહેવામાં આવેલ છે. મોહનીય કર્મના ક્ષયોપશમ આદિથી થતો શુદ્ધ આત્મપરિણામ મુખ્ય સમ્યક્ત્વ છે. તેનાથી થતી તત્ત્વાર્થશ્રદ્ધા એ ઔપચારિક સમ્યકત્વ છે. મતલબ કે મિથ્યાત્વ મોહનીયનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થતાં જે જીવોને મન હોય તેમને તત્ત્વાર્થશ્રદ્ધા અવશ્ય હોય છે.
પ્રશ્ન- અમુક જીવમાં સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થયો છે કે નહિ તે શી રીતે જાણી શકાય ?
ઉત્તર- સમ્યકત્વના=સમ્યગ્દર્શનના શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ પાંચ લક્ષણો=ચિહ્નો છે. આ પાંચ લક્ષણો જે જીવમાં હોય
Page #56
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૧ સૂ૦ ૩
તે જીવમાં અવશ્ય સમ્યગ્દર્શન હોય છે. શમ=શાંતિ, ક્રોધનો નિગ્રહ. સંવેગમોક્ષ પ્રત્યે રાગ. નિર્વેદ=સંસાર પ્રત્યે ઉદ્વેગ. અનુકંપા=કોઇ જાતના સ્વાર્થ વિના દુઃખી જીવો પ્રત્યે કરુણાભાવ. આસ્તિક્ય=‘વીતરાગદેવે જે કહ્યું છે તે જ સત્ય છે' એવી અટલ શ્રદ્ધા.
પ્રશ્ન– પ્રશમાદિ પાંચ લિંગોની પ્રાપ્તિમાં કોઇ ક્રમ છે કે ગમે તે ક્રમથી તેની પ્રાપ્તિ થાય છે ?
ઉત્તર- પશ્ચાનુપૂર્વીથી તેમની પ્રાપ્તિ થાય છે. પહેલાં આસ્તિક્યની પ્રાપ્તિ થાય પછી ક્રમશઃ અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમની પ્રાપ્તિ થાય છે. પ્રશ્ન– જો પશ્ચાત્તુપૂર્વિથી પ્રશમાદિની પ્રાપ્તિ થાય છે તો મિથ્યાદષ્ટિ જીવોમાં આસ્તિક્ય ન હોવા છતાં પ્રશમ વગેરે કેમ હોય છે ?
ઉત્તર– અહીં પ્રશમ વગેરે ગુણો જિનવચનાનુસારી વિવક્ષિત છે. જિનવચનને નહિ અનુસરનારા પ્રશમાદિ ગુણો પરમાર્થથી ગુણો જ નથી. કારણ કે જે વસ્તુનું જે કાર્ય હોય તે વસ્તુથી તે કાર્ય ન થાય તો તે વસ્તુ પરમાર્થથી નથી જ એમ મનાય છે. (આની વિશેષ સમજ માટે આ જ પુસ્તકમાં આધ્યાત્મિક વિકાસ ક્રમમાં ચોથા ગુણસ્થાનના વર્ણનમાં જુઓ.) આથી જ મિથ્યાર્દષ્ટિમાં પ્રશમાદિગુણો હોવા છતાં સમ્યક્ત્વ છે એમ ન મનાય.'
પ્રશ્ન— જો પશ્ચાનુપૂર્વાથી પ્રશમાદિગુણોની પ્રાપ્તિ થાય છે તો અહીં તથા બીજા ગ્રંથોમાં પણ પ્રશમાદિ ગુણોનો આસ્તિક્યાદિ ક્રમથી નિર્દેશ ન કરતાં પ્રશમાદિક્રમથી નિર્દેશ કેમ કરવામાં આવે છે ?
ઉત્તર– પ્રધાનતાની અપેક્ષાએ પ્રશમાદિ ક્રમથી નિર્દેશ કરવામાં આવે છે. આસ્તિક્યથી અનુકંપા પ્રધાન છે, અનુકંપાથી નિર્વેદ પ્રધાન છે, એમ ક્રમશઃ ઉત્તરોત્તર ગુણ પ્રધાન છે. (૨) સમ્યગ્દર્શનની ઉત્પત્તિના પ્રકારો–
ર
તન્નિસશાંધિામાય્ વા ॥ -રૂ ॥
નિસર્ગ અથવા અધિગમ એ બે હેતુથી સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થાય છે. નિસર્ગ=બાહ્ય નિમિત્ત વિના સ્વાભાવિક.
૧. શ્રી હરિભદ્રસૂરિષ્કૃત ભાષ્યટીકા. ૨. શ્રી હરિભદ્રસૂરિષ્કૃત ભાષ્યટીકા.
Page #57
--------------------------------------------------------------------------
________________
૧૩
અ) ૧ સૂ૦૩] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
અધિગમ=ગુરુઉપદેશ આદિ બાહ્ય નિમિત્ત.
કોઈ જીવને બાહ્ય નિમિત્ત વિના સ્વાભાવિક રીતે અને કોઈ જીવને ગુરુ-ઉપદેશ આદિ બાહ્ય નિમિત્તથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે.
સમ્યગ્દર્શનની ઉત્પત્તિ અંતરંગ અને બાહ્ય એમ બે નિમિત્તથી થાય છે. વિશિષ્ટ શુભ આત્મપરિણામ અંતરંગ નિમિત્ત છે. ગુરુઉપદેશ આદિ બાહ્ય નિમિત્ત છે. આ બે નિમિત્તોમાં કેટલાક જીવોને બાહ્યનિમિત્ત વિના કેવળ અંતરંગ નિમિત્તથી સમ્યગ્દર્શન પ્રગટે છે. કેટલાક જીવોને બાહ્ય નિમિત્ત દ્વારા અંતરંગ નિમિત્તથી સમ્યગ્દર્શન પ્રગટે છે. આમ સમ્યગ્દર્શન બાહ્ય નિમિત્ત વિના પ્રગટે, પણ અંતરંગ નિમિત્ત વિના તો કોઇને પણ ન પ્રગટે. કેવળ અંતરંગ નિમિત્તથી પ્રગટ થતું સમ્યગ્દર્શન તે નિસર્ગ સમ્યગ્દર્શન છે. બાહ્ય નિમિત્ત દ્વારા અંતરંગ નિમિત્તથી પ્રગટ થતું સમ્યગ્દર્શન તે અધિગમ સમ્યગ્દર્શન છે. આમ થવામાં તે તે જીવનું તથાભવ્યત્વ કારણ છે. આગળ બીજા અધ્યાયના પ્રથમ સૂત્રમાં જીવોના ભાવોનું સ્વરૂપનું વર્ણન આવશે. તેમાં જીવના પાંચ ભાવોનું વર્ણન છે. આ પાંચ ભાવોમાં પારિણામિક નામનો એક ભાવ છે. તેના ભવ્યત્વ, અભવ્યત્વ વગેરે ભેદો છે.
ભવ્ય અને અભિવ્ય એમ બે પ્રકારના જીવો છે. ભવ્ય એટલે મોક્ષ પામવાને યોગ્ય. મોક્ષની સામગ્રી મળતાં જે જીવો મોક્ષ પામી શકે તે ભવ્ય. અભવ્ય એટલે મોક્ષ પામવાને અયોગ્ય. મોક્ષ પામવાની સામગ્રી મળવા છતાં અભવ્ય જીવો કદી મોક્ષ ન પામે. ભવ્ય જીવમાં ભવ્યત્વ નામનો પારિણામિક ભાવ છે. અભવ્ય જીવમાં અભવ્યત્વ નામનો પારિણામિક ભાવ છે. અભવ્યત્વ એટલે મોક્ષ પામવાની અયોગ્યતા. ભવ્યત્વ એટલે મોક્ષ પામવાની યોગ્યતા.
જીવરૂપે બધા સમાન હોવા છતાં મોક્ષગમનની યોગ્યતા અને અયોગ્યતાના કારણે ભવ્ય અને અભિવ્ય એવા ભેદો પડે છે. ગાયનું અને આકડાનું દૂધ દૂધરૂપે સમાન હોવા છતાં એ બેમાં ભેદ છે. એકમાં દહીં-ઘી રૂપે બનવાની યોગ્યતા છે અને અન્યમાં દહીં-ઘી બનવાની યોગ્યતા નથી. સ્ત્રીરૂપે બધી સ્ત્રીઓ સમાન છતાં એક વંધ્યા અને અન્ય અવંધ્યા એવા ભેદો પડે છે. કારણ કે એકમાં પુત્રોત્પત્તિની યોગ્યતા નથી અને એકમાં તે યોગ્યતા છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦ ૧ સૂ૦૩ અભવ્ય જીવોમાં અભવ્યત્વભાવ=મોક્ષ પામવાની અયોગ્યતા હોવાથી પ્રસ્તુતમાં તેની વિચારણા કરવાની આવશ્યકતા નથી, કારણ કે અભવ્ય જીવોને સમ્યગ્દર્શન આદિ ગુણોની પ્રાપ્તિ થતી નથી. ભવ્ય જીવોમાં પણ કેટલાક અતિભવ્ય હોય છે. જાતિભવ્ય એટલે મોક્ષ પામવાની યોગ્યતા હોવા છતાં જેમને ક્યારેય મોક્ષ પામવાની સામગ્રી મળવાની જ નથી તેવા જીવો. જાતિભવ્ય જીવોમાં મોક્ષ પામવાની યોગ્યતા હોય છે પણ તેમને મોક્ષની સામગ્રી જ ન મળે. જેમકે ગામડાના ઘણા જીવોમાં જ્ઞાન મેળવવાની=બુદ્ધિનો વિકાસ સાધવાની યોગ્યતા હોય છે, પણ તેમને બુદ્ધિના વિકાસની સામગ્રી જ મળતી નથી. એ જ પ્રમાણે જાતિભવ્ય જીવોમાં મોક્ષ પામવાની યોગ્યતા હોવા છતાં તેમને મોક્ષ પામવાની સામગ્રી ક્યારેય મળતી નથી. અભવ્ય જીવો સામગ્રી મળવા છતાં મોક્ષ ન પામે, જ્યારે જાતિભવ્ય જીવોને મોક્ષ પામવાની સામગ્રી જ ન મળે. આથી અહીં આપણે જાતિભવ્ય જીવો અંગે પણ વિચાર કરવાની આવશ્યકતા નથી.
હવે આપણે ભવ્ય જીવો અંગે વિચારણા કરીએ. દરેક ભવ્ય જીવમાં ભવ્યત્વ=મોક્ષ પામવાની યોગ્યતા હોવા છતાં સમાન=એક જ સરખી નથી હોતી. દરેક જીવમાં યોગ્યતા ભિન્ન ભિન્ન હોય છે. દરેક જીવની વ્યક્તિગત યોગ્યતા જુદી જુદી હોય છે. દરેક જીવની મોક્ષ પામવાની વ્યક્તિગત યોગ્યતા એટલે જ તથાભવ્યત્વ. દરેક જીવની મોક્ષ પામવાની વ્યક્તિગત યોગ્યતા જુદી જુદી હોવાથી દરેકનું તથાભવ્યત્વ પણ જુદું જુદું હોય છે.
આંબાના ઝાડમાં ૫૦૦ કેરીઓ છે. તે દરેક કેરીમાં પાકવાની યોગ્યતા છે. છતાં તે બધી કેરીઓ એક સાથે પાકતી નથી. અમુક કેરીઓ પાંચ દિવસે પાકે છે, અમુક કેરીઓ છ દિવસે પાકે છે, તો કોઈ કેરીઓને પાકતાં તેથી પણ વધારે દિવસો લાગે છે. કોઈ કેરીઓ ઝાડ ઉપર જ પાકી જાય છે. તો અમુક કેરીઓ ઘાસમાં પાકે છે. તે જ પ્રમાણે દરેક જીવમાં તથાભવ્યત્વ=મોક્ષ પામવાની વ્યક્તિગત યોગ્યતા ભિન્ન ભિન્ન હોય છે. કોઈ જીવ આદિનાથ ભગવાનના શાસનમાં મોક્ષ પામે છે. તો કોઈ જીવ અન્ય તીર્થકરના શાસનમાં મોક્ષ પામે છે. કોઈ જીવ ઉત્સર્પિણી કાલમાં, તો કોઈ જીવ અવસર્પિણી કાલમાં મોક્ષ પામે છે. કોઈ આલોચના લેતાં, કોઈ ભક્તિ કરતાં,
Page #59
--------------------------------------------------------------------------
________________
અ૦ ૧ સૂ૦ ૩]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
કોઇ પશ્ચાત્તાપ કરતાં, કોઇ અનિત્યાદિ ભાવનાનું ચિંતન કરતાં કેવળજ્ઞાન પામી મોક્ષ સાધે છે. કોઇ તીર્થંકર રૂપે, કોઇ ગણધર રૂપે, કોઇ સામાન્ય કેવળી રૂપે મોક્ષ પામે છે. આમ ભિન્ન ભિન્ન રીતે મોક્ષ પામવામાં કારણ તે તે જીવનું પોતાનું આગવું તથાભવ્યત્વ છે.
૧૫
દરેક જીવમાં તથાભવ્યત્વ ભિન્ન ભિન્ન હોવાથી સમ્યગ્દર્શન આદિ ગુણો પણ ભિન્ન ભિન્ન રીતે ભિન્ન ભિન્ન હેતુઓથી પ્રાપ્ત થાય છે. આથી કોઇ જીવને નિસર્ગથી અને કોઇ જીવને અધિગમથી સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ થાય છે. જે જીવનું જેવા પ્રકારનું તથાભવ્યત્વ હોય તે જીવને તે રીતે મોક્ષના સાધનભૂત સમ્યગ્દર્શનાદિ ગુણોની અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
સમ્યક્ત્વના ભેદો— ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, વેદક અને સાસ્વાદન એમ સમ્યક્ત્વના પાંચ ભેદો છે. જીવ જ્યારે પહેલી વાર સમ્યક્ત્વ પામે છે ત્યારે ઔપશમિક સમ્યક્ત્વ પામે છે.
ઔપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિનો ક્રમ–
સંસારસમુદ્રમાં અનંત પુદ્ગલપરાવર્તો સુધી અનંત દુ:ખ સહન કર્યા બાદ જીવના તથાભવ્યત્વનો પરિપાક થવાથી નદીઘોલપાષાણન્યાયે, એટલે કે ઘડવાના કોઇપણ જાતના પ્રયત્ન વિના માત્ર વારંવાર આમ-તેમ અથડાવાથી નદીનો પથ્થર એની મેળે જ ગોળ બની જાય છે તેમ, અનાભોગથી ઉત્પન્ન થયેલ આત્માના વિશિષ્ટ શુભ અધ્યવસાય રૂપ યથાપ્રવૃત્તિકરણ વડે, આયુષ્ય વિના સાત કર્મોની સ્થિતિ ઘટીને માત્ર અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ (પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક કોડાકોડી સાગરોપમ પ્રમાણ) થાય છે. આ પ્રમાણે જ્યારે આયુષ્ય વિના સાત કર્મોની સ્થિતિ અંતઃકોડાકોડ સાગરોપમ પ્રમાણ થાય છે ત્યારે જીવ રાગદ્વેષની ગ્રંથિ (રાગ-દ્વેષનો તીવ્ર પરિણામ) પાસે=ગ્રંથિદેશે આવ્યો કહેવાય છે. અહીંથી રાગદ્વેષની દુર્ભેદ્ય ગ્રંથિને ભેદીને આગળ વધવા માટે ઘણા જ વીર્યોલ્લાસની જરૂર પડે છે.
ઘણા જીવો અહીં સુધી (=રાગદ્વેષની નિબિડ ગ્રંથિ સુધી) આવીને પાછા ફરે છે, અર્થાત્ સાત કર્મોની દીર્ઘ સ્થિતિ બાંધે છે અને સંસારમાં પરિભ્રમણ કરે છે. અભવ્ય અને દૂરભવ્ય જીવો આ રાગ-દ્વેષની દુર્ભેદ્ય ગ્રંથિ
Page #60
--------------------------------------------------------------------------
________________
૧૬
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [અ૦ ૧ સૂ૦૩ સુધી આવીને ગ્રંથિનો ભેદ ન કરી શકવાથી પાછા ફરે છે. પણ જે આસન્નભવ્ય જીવો છે=જે જીવોમાં આધ્યાત્મિક વિકાસ સાધવાની યોગ્યતા પ્રગટી છે, તે જીવો ગ્રંથિભેદ માટે જરૂરી અપૂર્વ વર્ષોલ્લાસરૂપ અપૂર્વકરણ વડે રાગ-દ્વેષની ગ્રંથિને ભેદી નાખે છે. ત્યાર બાદ ઉત્તરોત્તર વિશુદ્ધ આત્મ-અધ્યવસાય રૂપ અનિવૃત્તિકરણ વડે જીવ ઉદયક્ષણથી અંતર્મુહૂર્ત સુધીની મિથ્યાત્વની સ્થિતિની ઉપર અંતર્મુહૂર્ત કાલ પ્રમાણ અંતરકરણ કરે છે.
અંતરકરણ એટલે મિથ્યાત્વના કર્મદલિક વિનાની સ્થિતિ. અર્થાત્ ઉદયક્ષણથી અંતર્મુહૂર્ત સુધીની મિથ્યાત્વની સ્થિતિથી ઉપરની અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિમાં રહેલા મિથ્યાત્વનાં દલિકોને ત્યાંથી લઈ લે છે અને એ સ્થિતિને ઘાસ વિનાની ઉખર ભૂમિની જેમ મિથ્યાત્વકર્મનાં દલિકો વિનાની કરે છે. મિથ્યાત્વકર્મનાં દલિકોથી રહિત અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિને અંતરકરણ કહેવામાં આવે છે.
અંતરકરણ થતાં મિથ્યાત્વકર્મની સ્થિતિના બે વિભાગ થાય છે. એક વિભાગ અંતરકરણની નીચેની સ્થિતિનો અને બીજો વિભાગ અંતરકરણની ઉપરની સ્થિતિનો. તેમાં પ્રથમ સ્થિતિમાં=અંતરકરણની નીચેની સ્થિતિમાં મિથ્યાત્વનો ઉદય હોવાથી જીવ મિથ્યાદષ્ટિ છે. આ સ્થિતિનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. અંતર્મુહૂર્ત પ્રમાણ પ્રથમ સ્થિતિ સમાપ્ત થતાં અંતરકરણ શરૂ થાય છે. અંતરકરણના પ્રથમ સમયથી જ જીવ ઔપથમિકસમ્યકત્વ પામે છે. કારણ કે અંતરકરણમાં મિથ્યાત્વનાં દલિકો ન હોવાથી મિથ્યાત્વકર્મના ઉદયનો અભાવ છે. જેમ દાવાનલ સળગતાં સળગતાં ઉખર ભૂમિ પાસે આવે છે ત્યારે શાંત થઈ જાય છે તેમ મિથ્યાત્વકર્મઅંતરકરણ પાસે આવતાં શાંત થઈ જાય છે.
અંતરકરણમાં રહેલો જીવ મિથ્યાત્વમોહનીયનાં કર્મલિકોને શુદ્ધ કરે છે. આથી તે દલિતોના ત્રણ પુંજો બને છે–(૧) શુદ્ધપુંજ, (૨) અર્ધશુદ્ધપુંજ, (૩) અવિશુદ્ધપુંજ. આ ત્રણ પુંજના ત્રણ નામ પડે છે. શુદ્ધપુંજનું સમ્યકત્વ મોહનીય ૧. પંચસંગ્રહ ઉપશમનાકરણ ગાથા-૨૨મી તથા કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગાથા-૧૯મીની ટીકામાં અનિવૃત્તિકરણના ચરમ સમયથી અંતર્મુહૂર્ત સુધી મિથ્યાત્વનાં દલિકોને શુદ્ધ કરે છે એવા ભાવનું જણાવ્યું છે. કર્મગ્રંથ, લોકપ્રકાશ વગેરે પ્રસિદ્ધ ગ્રંથોમાં અંતરકરણમાં પ્રવેશ કરે એ સમયથી (=ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિના પહેલા સમયથી) અંતર્મુહૂર્ત સુધી કમંદલિકોને શુદ્ધ કરે એમ જણાવ્યું છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
અ૦ ૧ સૂ૦ ૩]
શ્રીતત્ત્વાધિગમસૂત્ર
કર્મ, અર્ધશુદ્ધપુંજનું મિશ્રમોહનીય કર્મ અને અવિશુદ્ધપુંજનું મિથ્યાત્વમોહનીય કર્મ નામ છે. જેમ નશો પેદા કરનાર કોદરાને શુદ્ધ કરતાં તેમાંથી કેટલોક ભાગ શુદ્ધ થાય છે, કેટલોક ભાગ અર્ધશુદ્ધ થાય છે અને કેટલોક ભાગ અશુદ્ધ જ રહે છે; તેમ અહીં મિથ્યાત્વના દલિકોને શુદ્ધ કરતાં કેટલાક દલિકો શુદ્ધ થાય છે, કેટલાક અર્ધશુદ્ધ થાય છે અને કેટલાક અશુદ્ધ જ રહે છે. શુદ્ધ દલિકો એ શુદ્ધપુંજ, અર્ધશુદ્ધ દલિકો એ અર્ધશુદ્ધપુંજ અને અશુદ્ધ દલિકો એ અશુદ્ધપુંજ.
અંતરકરણનો કાળ સમાપ્ત થતાં જો શુદ્ધપુંજનો અર્થાત્ સમ્યક્ત્વ મોહનીયનો ઉદય થાય તો જીવ ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પામે છે. અર્ધશુદ્ધપુંજનો અર્થાત્ મિશ્રમોહનીયનો ઉદય થાય તો મિશ્ર સમ્યક્ત્વ પામે છે. અશુદ્ધપુંજનો અર્થાત્ મિથ્યાત્વ મોહનીયનો ઉદય થાય તો મિથ્યાત્વ પામે છે.
સમ્યક્ત્વ મોહનીય આદિ ત્રણે કર્મોનો અર્થ આઠમા અધ્યાયના દશમા સૂત્રમાં સમજાવવામાં આવશે.
સમ્યક્ત્વપ્રાપ્તિ અંગે અહીં બે મતો છે. કાર્યગ્રંથિક અને સૈદ્ધાંતિક, કાર્યગ્રંથિક મતે જીવ સૌથી પ્રથમવાર જ્યારે સમ્યક્ત્વ પામે ત્યારે ઔપશમિક સમ્યક્ત્વ જ પામે. જ્યારે સૈદ્ધાંતિક મતે ઔપશમિક કે ક્ષાયોપશમિક એ બેમાંથી ગમે તે એક સમ્યક્ત્વ' પામે છે. સર્વ પ્રથમ ઔપશમિક સમ્યક્ત્વ પામે તો તેની પ્રક્રિયા અહીં કહી છે તે પ્રમાણે જ છે. પણ જો ક્ષાયોપમિક સમ્યક્ત્વ પામે તો અપૂર્વકરણ વડે અંતર્મુહૂર્ત પછીના (અપૂર્વકરણ કાલથી ઉપરના) કર્મદલિકોના પૂર્વે કહ્યા મુજબ શુદ્ધ આદિ ત્રણ પુંજ કરે છે, તથા અંતર્મુહૂર્ત બાદ શુદ્ધપુંજના દલિકોને જ ઉદયમાં લાવે છે.
૧૭
પ્રથમવાર ઔપશમિક સમ્યક્ત્વ પામે તો ઔપમિક સમ્યક્ત્વ પછીની સ્થિતિ અંગે પણ બે મતો છે. સૈદ્ધાંતિક મતે પછી અવશ્ય મિથ્યાત્વ જ પામે. કાર્મગ્રંથિક મતે અહીં કહ્યા મુજબ ત્રણ પુંજોમાંથી જો શુદ્ધપુંજનો ઉદય થાય તો ક્ષાયોપશમિક સમ્યક્ત્વ, અર્ધશુદ્ધપુંજનો ઉદય થાય તો મિશ્ર સમ્યક્ત્વ અને અશુદ્ધપુંજનો ઉદય થાય તો મિથ્યાત્વ પામે છે.
૧. કાર્યગ્રંથિક અને સૈદ્ધાંતિક એ બંનેના મતે મિથ્યાર્દષ્ટિ જીવ જ્ઞાયિક સમ્યક્ત્વ પામતો નથી. ક્ષાયોપશમિક સમ્યક્ત્વી જીવ જ ક્ષાયિક સમ્યક્ત્વ પામે છે. આ માટે જુઓ કર્મપ્રકૃતિમાં
ઉપશમનાકરણ. પણ વિશેષાવશ્યક ભાષ્ય ગાથા-૫૩૧ની કોટ્યાચાર્ય ટીકામાં મિથ્યાદષ્ટિ પણ ક્ષાયિક સમકિત પામે છે, એમ જણાવ્યું છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૧ સૂ૦૪ કાર્મગ્રંથિક મતે સમ્યકત્વથી પતિત થઈ મિથ્યાત્વે આવ્યા પછી સાતે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ પુનઃ બંધાય, ઉત્કૃષ્ટ રસ ન બંધાય, સૈદ્ધાંતિક મતે ઉત્કૃષ્ટ સ્થિતિ પણ ન બંધાય.
પ્રશ્ન- ઉત્કૃષ્ટ સ્થિતિ ન બંધાય, પણ મધ્યમ સ્થિતિ બંધાય કે નહિ?
ઉત્તર– ઉત્કૃષ્ટ સ્થિતિ ન બંધાય એ ઉપલક્ષણ હોવાથી મધ્યમ સ્થિતિ પણ ન બંધાય, અર્થાત અંતઃકોડાકોડિ સાગરોપમથી વધારે સ્થિતિ ન બંધાય.
ફરી વાર સમ્યકત્વ પામે ત્યારે કાર્મગ્રંથિક મતે ત્રણ પુંજ આદિ પ્રક્રિયા કરે નહિ, જ્યારે સૈદ્ધાંતિક મતે ત્રણ પુંજની પ્રક્રિયા કરે. (૩)
તત્ત્વોની સંખ્યાजीवाजीवात्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् ॥ १-४ ॥ જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાતતત્ત્વો છે. આ ગ્રંથમાં આ સાત તત્ત્વોનું જુદી જુદી દષ્ટિએ વર્ણન કરવામાં આવેલ છે.
(૧) જીવ-જે જીવ=પ્રાણોને ધારણ કરે તે જીવ. પ્રાણના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. પાંચ ઈન્દ્રિયો, ત્રણ યોગ (મન-વચન-કાયા), શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ દશ દ્રવ્યપ્રાણ છે. આત્માના જ્ઞાન-દર્શન આદિ સ્વાભાવિક ગુણો ભાવપ્રાણ છે. સંસારી જીવોને બંને પ્રકારના પ્રાણ હોય છે. મુક્ત (ત્રસિદ્ધ) જીવોને કેવળ ભાવપ્રાણ હોય છે. આ ગ્રંથમાં બીજ, ત્રીજા અને ચોથા અધ્યાયમાં જુદી જુદી દષ્ટિએ મુખ્યપણે જીવતત્ત્વનું વર્ણન કરવામાં આવશે.
(૨) અજીવ– જે પ્રાણરહિત હોય, અર્થાતુ જડ હોય તે અજીવ. અજીવ તત્ત્વના ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાલ એમ પાંચ ભેદ છે. તેમાં પુદ્ગલ રૂપી છે=વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત છે. જ્યારે ધમસ્તિકાય આદિ અરૂપી છે=વર્ણાદિ રહિત છે. રૂપી દ્રવ્ય જો પૂલ પરિણામી હોય તો ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી જાણી શકાય છે. સૂક્ષ્મ પરિણામી હોય તો ઇન્દ્રિયોથી જાણી શકાય નહિ. અરૂપી પદાર્થો ઇન્દ્રિયોથી જાણી શકાય નહિ. આપણને આંખોથી જે કાંઈ દેખાય છે તે સર્વ પુદ્ગલરૂપ અજીવતત્ત્વ છે. આ ગ્રંથમાં પાંચમા અધ્યાયમાં મુખ્યપણે પુદ્ગલ આદિ સર્વ અજીવ તત્ત્વોનું તથા પ્રાસંગિક જીવતત્ત્વનું નિરૂપણ કરવામાં આવશે.
Page #63
--------------------------------------------------------------------------
________________
અ૦ ૧ સૂ૦ ૪]
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
૧૯
(૩) આસ્રવ– કર્મોને આત્મામાં આવવાનું દ્વાર એ આસ્રવ છે. મન, વચન અને કાયાની શુભ-અશુભ પ્રવૃત્તિ (યોગ) એ દ્રવ્ય આસ્રવ છે. મનવચન-કાયાની પ્રવૃત્તિમાં કારણભૂત જીવના શુભ-અશુભ પરિણામ અથવા મન-વચન-કાયાની પ્રવૃત્તિથી ઉત્પન્ન થતા જીવના શુભ-અશુભ પરિણામ તે ભાવ આસ્રવ છે. અથવા આસ્રવ એટલે કર્મોનું આત્મામાં આવવું. કર્મોનું આત્મામાં આગમન એ દ્રવ્ય આસ્રવ અને દ્રવ્ય આસવમાં કારણભૂત મનવચન-કાયાની શુભ-અશુભ પ્રવૃત્તિ તે ભાવ આસવ છે.
છઠ્ઠા અધ્યાયમાં વિવિધ દૃષ્ટિએ આસ્રવતત્ત્વનું વર્ણન આવશે. સાતમા અધ્યાયમાં વ્રતોમાં લાગતા અતિચારોનું વર્ણન આવશે. અતિચારોનું સ્વરૂપ સમજાવવા પ્રથમ વ્રતોનું સ્વરૂપ બતાવશે. વ્રતોમાં લાગતા અતિચારો આસવરૂપ હોવાથી સાતમા અધ્યાયમાં પણ આસ્રવનું જ વર્ણન આવશે.
(૪) બંધ– કર્મપુદ્ગલોનો આત્માની સાથે ક્ષીરનીરવત્ એકમેકરૂપે સંબંધ તે દ્રવ્યબંધ. દ્રવ્યબંધમાં કારણભૂત આત્માનો પરિણામ તે ભાવબંધ. બંધનું વિવેચન આ ગ્રંથમાં આઠમા અધ્યાયમાં આવશે.
(૫) સંવર– આત્મામાં આવતાં કર્મોને જે રોકે તે સંવર. સમિતિ, ગુપ્તિ આદિ દ્રવ્યસંવર છે. દ્રવ્યસંવરથી ઉત્પન્ન થતા આત્માના પરિણામ અથવા દ્રવ્યસંવરમાં કારણભૂત આત્માના પરિણામ તે ભાવસંવર છે. અથવા કર્મોનું આત્મામાં ન આવવું તે દ્રવ્યસંવર અને દ્રવ્યસંવરમાં કારણરૂપ સમિતિ-ગુપ્તિ વગેરે ભાવસંવર છે. સંવરનું વર્ણન આ ગ્રંથમાં નવમા અધ્યાયમાં આવશે.
(૬) નિર્જરાન કર્મપુદ્ગલોનું આત્મપ્રદેશોથી છૂટા પડવું એ દ્રવ્યનિર્જરા છે. દ્રવ્યનિર્જરામાં કારણભૂત આત્માના શુદ્ધ પરિણામ અથવા દ્રવ્યનિર્જરાથી ઉત્પન્ન થતા આત્માના શુદ્ધ પરિણામ તે ભાવનિર્જરા છે. નિર્જરાતત્ત્વનું વિશેષ વર્ણન આ ગ્રંથમાં નવમા અધ્યાયમાં આવશે.
(૭) મોક્ષ— સઘળાં કર્મોનો ક્ષય એ દ્રવ્યમોક્ષ. દ્રવ્યમોક્ષમાં કારણભૂત આત્માના નિર્મળ પરિણામ અથવા દ્રવ્યમોક્ષથી થતા આત્માના નિર્મળ પરિણામ તે ભાવમોક્ષ છે. મોક્ષતત્ત્વનું વર્ણન દશમા અધ્યાયમાં આવશે. ૧. દ્રવ્યનિર્જરાના આંશિક અને સંપૂર્ણ એમ બે ભેદો છે. અમુક=થોડા કર્મોનો ક્ષય તે આંશિક
કે દેશ નિર્જરા છે. સઘળાં કર્મોનો ક્ષય એ સંપૂર્ણ કે સર્વ નિર્જરા છે. અહીં નિર્જરાતત્ત્વમાં આંશિક નિર્જરાનો સમાવેશ થાય છે. સંપૂર્ણ નિર્જરાનો મોક્ષતત્ત્વમાં સમાવેશ થાય છે, કારણ કે સધળાં કર્મોનો ક્ષય એ મોક્ષ છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
૨૦
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [અ૦ ૧ સૂ૦૪ તત્ત્વોમાં સંખ્યાબેદ
અન્યત્ર નવતત્ત્વ વગેરે ગ્રંથોમાં પુણ્ય અને પાપની સાથે નવ તત્ત્વોનો નિર્દેશ છે.
પુણ્યતત્ત્વના દ્રવ્ય અને ભાવ એ બે ભેદ છે. જે કર્મના ઉદયથી જીવને સુખનો અનુભવ થાય તે દ્રવ્યપુણ્ય અને દ્રવ્યપુણ્યના બંધમાં કારણભૂત દયાદાન આદિના શુભ પરિણામ તે ભાવપુણ્ય.
પાપતત્ત્વના પણ દ્રવ્ય અને ભાવ એ બે ભેદ છે. જે કર્મના ઉદયથી જીવને દુઃખનો અનુભવ થાય તે દ્રવ્યપાપ અને દ્રવ્યપાપના બંધમાં કારણભૂત હિંસા આદિના અશુભ પરિણામ તે ભાવપાપ.
અહીં પુણ્ય અને પાપ એ બે તત્ત્વોનો આસવ તત્ત્વમાં સમાવેશ કરીને સાત તત્ત્વોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. પુણ્ય શુભાસવરૂપ હોવાથી તેનો શુભ આસવમાં અને પાપ અશુભ આસવરૂપ હોવાથી તેનો અશુભ આસવમાં સમાવેશ થઈ જાય છે.
આ પ્રમાણે અન્ય તત્ત્વોનો પણ જુદા જુદા તત્ત્વમાં સમાવેશ કરવામાં આવે તો પાંચ કે બે તત્ત્વો થાય છે. આસવ થતાં બંધ અવશ્ય થાય છે. આથી આસવનો બંધમાં સમાવેશ કરવામાં આવે, અને નિર્જરા મોક્ષનું કારણ છે, જેટલે અંશે નિર્જરા તેટલે અંશે મોક્ષ થાય છે; આથી નિર્જરાનો મોક્ષમાં સમાવેશ કરવામાં આવે, તો પાંચ તત્ત્વો રહે છે. અથવા સંવર, નિર્જરા અને મોક્ષ એ ત્રણ તત્ત્વો જીવસ્વરૂપ છે. કારણ કે જેટલે અંશે સંવર આદિ થાય તેટલે અંશે જીવ સ્વ-સ્વરૂપમાં આવે છે. આથી એ ત્રણ તત્ત્વોનો જીવમાં સમાવેશ કરવામાં આવે, તથા પુણ્ય, પાપ, આસવ અને બંધ એ ચાર તત્ત્વો અજીવ સ્વરૂપન્નકર્મસ્વરૂપ હોવાથી એ ચાર તત્ત્વોનો અજીવમાં સમાવેશ કરવામાં આવે, તો જીવ અને અજીવ એ બે તત્ત્વો રહે છે.
તત્ત્વજ્ઞાનનું પ્રયોજન
તત્ત્વોને જાણીને હેય તત્ત્વોનો ત્યાગ કરવો જોઈએ અને ઉપાય તત્ત્વોનું સેવન કરવું જોઇએ. હેય તત્ત્વોનો ત્યાગ અને ઉપાદેય તત્ત્વોનું સેવન=પ્રહણ એ જ તત્ત્વજ્ઞાનનું પ્રયોજન છે. સર્વ તત્ત્વો શેય (જાણવા યોગ્ય) છે. જીવ, સંવર, નિર્જરા અને મોક્ષ એ ચાર તત્ત્વો ઉપાદેય (આદરવા યોગ્ય)
Page #65
--------------------------------------------------------------------------
________________
અ૦૧ સૂ૦ ૫ શ્રીતત્ત્વાધિગમસૂત્ર છે. અજીવ, આસવ અને બંધ એ ત્રણ તત્ત્વો હેય (ત્યાગ કરવા યોગ્ય) છે. નવ તત્ત્વોની અપેક્ષાએ પાપ સર્વથા હેય છે. પુણ્ય અપેક્ષાએ હેય પણ છે અને અપેક્ષાએ ઉપાદેય પણ છે. અશુદ્ધ પુણ્ય સર્વથા હેય છે. શુદ્ધ પુણ્ય વ્યવહારથી અમુક કક્ષા સુધી ઉપાદેય છે. શુદ્ધ પુણ્ય ભોમિયાની ગરજ સારે છે. જેમાં મુસાફરોને વિકટ પંથે જવામાં ભોમીયો મદદ કરે છે અને પછી પાછો વળી જાય છે, તેમ શુદ્ધ પુણ્ય જીવને આધ્યાત્મિક વિકાસ કરવામાં જરૂરી માનવભવ, આયદિશ આદિ સામગ્રી આપવા દ્વારા આધ્યાત્મિક વિકાસ સાધવામાં મદદ કરે છે અને કાર્ય પૂર્ણ થતાં વિદાય લે છે. જેમ અગ્નિ કાષ્ઠ વગેરેને બાળીને સ્વયં શાંત થઈ જાય છે તેમ, શુદ્ધ પુણ્ય પાપનો નાશ કરી સ્વયમેવ ક્ષીણ થઈ જાય છે. આથી અપેક્ષાએ પુણ્ય ઉપાદેય છે. પણ નિશ્ચયથી તો શુદ્ધ પુણ્ય પણ હેય છે. કારણ કે તે જીવની સ્વતંત્રતાને રોકે છે. કર્મમાત્ર જીવની સ્વતંત્રતાને રોકતા હોવાથી બેડી સમાન છે. પાપ કર્મ લોખંડની બેડી સમાન છે, તો પુણ્ય કર્મ સુવર્ણની બેડી સમાન છે.
તત્ત્વોનો પરસ્પર સંબંધ
જીવતત્ત્વમાં અજીવન=કમ)તત્ત્વનો આસવ=પ્રવેશ થાય છે. જીવતત્ત્વમાં અજીવન=કમ)તત્ત્વનો આસ્રવ થવાથી બંધ થાય છે, એટલે કે જીવની સાથે અજીવ(-કર્મ પુદ્ગલો) ક્ષીરનીરવત્ એકમેક બની જાય છે. કર્મનો બંધ થવાથી કર્મનો ઉદય થાય છે. કર્મના ઉદયથી સંસારમાં પરિભ્રમણ અને દુઃખનો અનુભવ થાય છે, આમ દુઃખનું મૂળ કારણ આસવતત્ત્વ છે. આથી દુઃખ દૂર કરવા આસવનો નિરોધ કરવો જોઇએ. આસવનો નિરોધ એટલે સંવર. પૂર્વે બંધાયેલ કર્મોનો નાશ કરવા નિર્જરાતત્ત્વ જરૂરી છે. સંવરથી કર્મોનો બંધ થતો નથી અને નિર્જરાથી પૂર્વે બંધાયેલા કર્મોનો ક્ષય થાય છે. આથી સંવર અને નિર્જરાથી આત્મા સર્વથા કર્મરહિત બને છે. આત્માની સર્વથા કર્મરહિત અવસ્થા એ મોક્ષ. (૪).
તત્ત્વોના નિક્ષેપનો નિર્દેશનામ-સ્થાપના-દ્રવ્ય-માવેતસ્વાસ: | ૧-|
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર તારો વડે જીવાદિ તત્ત્વોનો ન્યાસ=નિક્ષેપ થઇ શકે છે, અર્થાત્ નામ આદિ ચાર દ્વારો વડે જીવાદિ તત્ત્વોનું
Page #66
--------------------------------------------------------------------------
________________
૨૨
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અo ૧ સૂ૦ ૬ સ્વરૂપ વિચારી શકાય છે. દરેક વસ્તુ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર સ્વરૂપે અવશ્ય હોય છે.
નામનિક્ષેપ– વસ્તુનું નામ તે નામનિક્ષેપ. જો વસ્તુનું નામ ન હોય તો વ્યવહાર જ ન ચાલે. જેમ વસ્તુને સાક્ષાત્ જોવાથી તે વસ્તુની ઇચ્છા કે વસ્તુ ઉપર પ્રેમ યા ઢેષ થાય છે, તેમ વસ્તુનું નામ સાંભળવાથી પણ ઈચ્છા કે પ્રેમ યા વેષ પ્રગટ થાય છે.
સ્થાપનાનિક્ષેપ- સ્થાપના એટલે આકૃતિ-પ્રતિબિંબ. વસ્તુની સ્થાપના=આકૃતિ (પ્રતિબિંબ) જેવાથી પણ ઇચ્છા કે પ્રેમ યા દ્વેષ પ્રગટે છે. આથી નામ અને સ્થાપના વસ્તુ સ્વરૂપ છે. ઘટનું નામ નામઘટ છે. ઘટની આકૃતિ સ્થાપના ઘટ છે.
દ્રવ્યનિક્ષેપ- વસ્તુની ભૂતકાળની કે ભવિષ્યકાળની અવસ્થા. જેમ કે ઘટની ભૂતકાળની અવસ્થા મૃત્પિડ છે, અને ભવિષ્યકાળની અવસ્થા ઠીકરાં છે. આથી મૃતિંડ અને ઠીકરાં દ્રવ્યઘટ છે. મૃત્પિડ અને ઠીકરાં ઘડાનું જ સ્વરૂપ છે.
ભાવનિક્ષેપ-વસ્તુની વર્તમાન અવસ્થા. તૈયાર થયેલ ઘટ ભાવઘટ છે.
દ્રવ્ય અને ભાવ એ બે નિપા સાપેક્ષ છે. એટલે કે એક જ વસ્તુનો અપેક્ષાએ દ્રવ્યનિલેપમાં અને અપેક્ષાએ ભાવનિક્ષેપમાં સમાવેશ થાય છે. જેમ કે–દહીં શીખંડની અપેક્ષાએ દ્રવ્યશીખંડ છે, દૂધની અપેક્ષાએ દ્રવ્ય દૂધ છે, દહીંની અપેક્ષાએ ભાવદહીં છે. ઘટ ઠીકરાંઓની અપેક્ષાએ દ્રવ્યઠીકરાં છે, મૃત્પિડની અપેક્ષાએ દ્રવ્યમૃત્પિડ છે, ઘટની અપેક્ષાએ ભાવઘટ છે.
અહીં એટલું અવશ્ય ખ્યાલ રાખવા જેવું છે કે-જે વસ્તુ ભાવનિક્ષેપ પૂજ્ય કે ત્યાજય છે, તે વસ્તુના અન્ય ત્રણ નિક્ષેપ પણ પૂજય કે ત્યાજ્ય છે. (૫)
તત્ત્વોને જાણવાનાં સાધનોvમાનીધામઃ | -૬ .. પ્રમાણ અને નયોથી તત્વોનો અધિગમ બોધ થાય છે.
પ્રમાણો અને નય એ બંને જ્ઞાનસ્વરૂપ છે. જેનાથી વસ્તુનો નિર્ણયાત્મક બોધ થાય તે જ્ઞાન. કોઈપણ વસ્તુનો નિર્ણયાત્મક બોધ પ્રમાણ અને નય દ્વારા થાય છે. આથી પ્રમાણ અને નય જ્ઞાનસ્વરૂપ જ છે. પ્રમાણ અને નય બંને જ્ઞાનસ્વરૂપ હોવા છતાં એ બંનેમાં ભેદ છે. જેનાથી વસ્તુના નિત્ય-અનિત્ય
Page #67
--------------------------------------------------------------------------
________________
અ૦ ૧ સૂ૦ ૭] શ્રીતત્ત્વાધિગમસૂત્ર આદિ અનેક ધર્મોનો નિર્ણયાત્મક બોધ થાય તે પ્રમાણ. જેનાથી વસ્તુના નિત્ય આદિ કોઈ એક ધર્મનો નિર્ણયાત્મક બોધ થાય તે નય. પ્રમાણથી વસ્તુનો પૂર્ણ બોધ થાય છે, જયારે નયથી અપૂર્ણ=આંશિક બોધ થાય છે. આથી નય પ્રમાણનો એક અંશ છે.
નય અને પ્રમાણ વચ્ચે અંગગીભાવ છે. પ્રમાણ અંગી છે, જ્યારે નયો તેનાં અંગો છે. પ્રમાણ કોઈ પણ બાબતનો પૂર્ણપણે બોધ કરાવે છે, જયારે નય આંશિક બોધ કરાવે છે. જેમ કે–આત્મા નિત્ય છે કે અનિત્ય એ બાબતમાં “આત્મા નિત્યાનિત્ય છે–આ વાક્ય પ્રમાણવાક્ય છે. “આત્મા નિત્ય છે' અથવા “આત્મા અનિત્ય છે' આ વાક્ય નયવાક્ય છે. કારણ કે “આત્મા નિત્યાનિત્ય છે' એ વાક્યથી નિત્યત્વ-અનિત્યત્વ ધર્મની દૃષ્ટિએ આત્માનો પૂર્ણ રૂપે બોધ થાય છે. જ્યારે “આત્મા નિત્ય છે' એ વાક્યથી આત્માનો કેવળ નિત્યરૂપે બોધ થાય છે. આત્મા અનિત્ય પણ છે એ બોધ થતો નથી. એ જ પ્રમાણે “આત્મા અનિત્ય છે' એ વાક્યથી આત્માનો અનિત્યરૂપે બોધ થાય છે, પણ આત્મા નિત્ય પણ છે એ બોધ નથી થતો. તાનમિયામાં મોક્ષ જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે. આ વાક્ય પ્રમાણવાક્ય છે. જ્ઞાનેન મોક્ષ જ્ઞાનથી મોક્ષ થાય છે. આ વાક્ય નયવાક્ય છે. શિયા મોલ ક્રિયાથી મોક્ષ થાય છે. આ વાક્ય નયવાક્ય છે. (૬)
તત્ત્વોનું જ્ઞાન પ્રમાણ અને નયથી થાય છે એમ સામાન્યથી જણાવ્યું. હવે વિશેષરૂપે તત્ત્વ સંબંધી અધિગમ=જ્ઞાન કરવાનાં હારોનો નિર્દેશ કરે છે
निर्देश-स्वामित्व-साधनाधिकरण-स्थिति-विधानतः॥१-७॥
નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાન એ છે દ્વારોથી તત્ત્વોનું જ્ઞાન થઈ શકે છે.
(૧) નિર્દેશ એટલે સ્વરૂપ. (૨) સ્વામિત્વ એટલે સ્વામી=માલિક. (૩) સાધન એટલે ઉત્પન્ન થવાનાં નિમિત્તો. (૪) અધિકરણ એટલે રહેવાનું સ્થાન. (૫) સ્થિતિ એટલે કાળ. (૬) વિધાન એટલે પ્રકાર.
પ્રથમ આપણે પ્રસિદ્ધ એક દષ્ટાંત લઈને અનુક્રમે આ છ દ્વારોથી વિચારણા કરીએ. જેથી તત્ત્વની વિચારણામાં આ છ ધારોનો અર્થ શીઘ સમજમાં આવી જાય. દા.ત. કેરી.
Page #68
--------------------------------------------------------------------------
________________
૨૪
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર અિ૦ ૧ સૂ૦ ૭ (૧) કેરી સ્વાદિષ્ટ, મધુર, પાચક અને પુષ્ટિ આપનાર એક જાતનું ફળ છે. આ કેરીના સ્વરૂપની વિચારણા થઈ. (૨) જે લોકોની વાડીમાં કેરીઓ ઉત્પન્ન થાય છે તે લોકો કેરીના માલિકસ્વામી હોય છે. આ સ્વામીની વિચારણા થઈ. (૩) કેરીના ઝાડમાંથી કેરી ઉત્પન્ન થાય છે. આ નિમિત્તોની વિચારણા થઈ. (૪) કેરી ભારત, આફ્રિકા, અમેરિકા વગેરે દેશોમાં ઉત્પન્ન થાય છે. આ અધિકરણની વિચારણા થઈ. (પ) કેરી પાકી ગયા બાદ લગભગ એક મહિના સુધી ટકે. આ કાળની વિચારણા થઈ. (૬) કેરીના આફૂસ, પાયરી વગેરે અનેક પ્રકારો હોય છે. આ વિધાન (=પ્રકાર)ની વિચારણા થઈ.
હવે સમ્યગ્દર્શન ગુણની આ છ તારોથી વિચારણા કરીએ.
(૧) સ્વરૂપ સમ્યગ્દર્શન આત્માનો ગુણ છે. તેનાથી જીવ વિવેકી બને છે, પારમાર્થિક જ્ઞાનવાળો બને છે, હેય-ઉપાદેયનો વિવેક કરી શકે છે, તેની પ્રાપ્તિ થતાં જીવનો સંસાર પરિમિત બની જાય છે. (૨) સ્વામી-સમ્યગ્દર્શન આત્માનો ગુણ હોવાથી તેનો સ્વામી જીવ છે, અજીવ નથી. (૩) નિમિત્તસમ્યગ્દર્શનની ઉત્પત્તિ નિસર્ગથી સ્વાભાવિક રીતે અને અધિગમથી પરોપદેશાદિનિમિત્તથી થાય છે. અથવામિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી ચાર કષાયનાલયોપશમ-ઉપશમ આદિથી થાય છે.(૪) અધિકરણ-સમ્યગ્દર્શન જીવમાં પ્રગટે છે માટે તેનું અધિકરણ જીવ છે. (૫) કાળ-સાયિક સમ્યગ્દર્શનનો કાળ સાદિ-અનંત છે. અર્થાત્ પ્રગટ થયા પછી સદા રહે છે, ક્યારેક પણ તેનો નાશ થતો નથી. ઔપશમિકસમ્યકત્વનો કાળ જધન્યથી કે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. લાયોપથમિકસમ્યક્ત્વનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૬૬ સાગરોપમ છે. (૬) પ્રકાર-સમ્યગ્દર્શનના ક્ષાયિક, ઔપશમિક અને લાયોપશમિક એમ મુખ્ય ત્રણ ભેદો છે. (૭) ૧. મનુષ્યભવમાં પૂર્વ કોટિ આયુવાળો જીવ આઠ વર્ષની ઉંમરે સમ્યકત્વ પામી વિજય આદિ
ચારમાંથી કોઈ એક અનુત્તર દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્પન્ન થાય. ત્યાંથી આવી મનુષ્યભવમાં આવીને પુનઃ વિજયાદિમાં ઉત્પન્ન થાય. ત્યાંથી આવી પુનઃ મનુષ્યગતિમાં આવે. આ ભવમાં અવશ્ય મોક્ષ પામે. વિજય આદિ ચાર વિમાનમાં ૩૩ સાગરોપમ ઉત્કૃષ્ટ આયુષ્ય છે. આથી બે વાર વિજય આદિમાં ઉત્પન્ન થતાં ૬૬ સાગરોપમ થાય અને મનુષ્યભવનો ત્રણ પૂર્વકોટિ જેટલો કાળ અધિક સમજવો. અથવા ત્રણ વાર અચુત દેવલોકે ઉત્પન્ન થાય તો પણ ૬૬ સાગરોપમ થાય, મનુષ્યભવનો કાળ અધિક સમજવો.
Page #69
--------------------------------------------------------------------------
________________
૨૫
અ૦ ૧ સૂ૦ ૮] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
શાસ્ત્રીય પદ્ધતિથી તત્ત્વોને વિશેષરૂપે જાણવાના પ્રકારોसत्-संख्या-क्षेत्र-स्पर्शन-कालाऽन्तर-भावाऽल्पबहुत्वैश्च ॥१-८॥
સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શના, કાલ, અંતર, ભાવ અને અલ્પબદુત્વ એ આઠ દ્વારોથી પણ તત્ત્વોનું જ્ઞાન થઈ શકે છે.
જેમ નિર્દેશ આદિ છ તારોથી તત્ત્વોનું જ્ઞાન થાય છે, તેમ આ સત્ આદિ આઠ દ્વારોથી પણ તત્ત્વોનું જ્ઞાન થાય છે.
(૧) સત– સત્ એટલે સત્તા=વિદ્યમાનતા. વિવક્ષિત વસ્તુ જગતમાં વિદ્યમાન છે કે નહિ ? તેની વિચારણા આ દ્વારથી થાય છે. (૨) સંખ્યાવિવક્ષિત વસ્તુની કે તેના માલિકની સંખ્યા કેટલી છે? તેની વિચારણા કરવી એ આ કારનું પ્રયોજન છે. (૩) ક્ષેત્ર વિવક્ષિત તત્ત્વ અથવા તેના સ્વામી કેટલા ક્ષેત્રમાં હોઈ શકે? તે આ દ્વારથી જણાય છે. (૪) સ્પર્શના– વિવક્ષિત તત્ત્વ અથવા તેના માલિક કેટલા ક્ષેત્રને સ્પર્શે ? તેનો બોધ આ દ્વારથી થાય છે. (૫) કાળ- વિક્ષિત તત્ત્વ કેટલા કાળ સુધી રહે ? તેની વિચારણા. (૬) અંતર– વિવક્ષિત તત્ત્વની પ્રાપ્તિ થયા બાદ તેનો વિયોગ થાય તો કેટલા કાળ સુધી વિયોગ રહે? તેનું જ્ઞાન આ દ્વારથી થાય છે. (૭) ભાવ–ઔદયિક આદિ પાંચ ભાવોમાંથી કયા ભાવે વિવક્ષિત તત્ત્વ હોય તેની વિચારણા. (૮) અલ્પબદુત્વ સમ્યગ્દર્શન આદિ તત્ત્વોના સ્વામીને આશ્રયીને ન્યૂનઅધિકનો વિચાર.
હવે આપણે સમ્યગ્દર્શનગુણની આ દ્વારોથી વિચારણા કરીએ.
(૧) સત્– સમ્યગ્દર્શન જગતમાં વિદ્યમાન છે. તે ચેતનનો ગુણ હોવાથી ચેતનમાં હોય છે, જડમાં નહિ. ચેતનમાં પણ દરેક જીવમાં હોય એવો નિયમ નહિ.
(૨) સંખ્યા- સમ્યગ્દર્શન જેમનામાં હોય તેવા જીવો અસંખ્યાતા છે. સિદ્ધના જીવોની અપેક્ષાએ તેવા જીવો અનંત છે.
(૩) ક્ષેત્ર-સમ્યગ્દર્શનવાળા એક જીવનું કે સર્વ જીવોનું ક્ષેત્ર લોકનો અસંખ્યાતમો ભાગ જ છે. કારણ કે સમ્યગ્દષ્ટિ જીવો સંજ્ઞિપંચેન્દ્રિય જ હોય. સંજ્ઞિપંચેન્દ્રિય જીવો લોકના અસંખ્યાતમા ભાગમાં જ રહ્યા છે. એક જીવના અસંખ્યાતમા ભાગથી અનેક જીવોનો અસંખ્યાતમો ભાગ મોટો સમજવો.
Page #70
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાધિગમસૂત્ર
પ્રશ્ન— લોકનો અસંખ્યાતમો ભાગ એટલે શું ?
ઉત્તર– બુદ્ધિથી લોકના અસંખ્ય ભાગ કલ્પવાના. તેમાંથી એક ભાગ જેટલું ક્ષેત્ર અસંખ્યાતમો ભાગ ગણાય. જેમ કે—અસત્કલ્પનાથી લોકના ૧૦૦ ભાગ કલ્પીએ તો તેમાંથી એક ભાગ (સોમો ભાગ) એક કે અનેક સમ્યગ્દષ્ટિ જીવોનું ક્ષેત્ર છે. એક કે અનેક સમ્યગ્દષ્ટિ જીવો તેટલા ક્ષેત્રમાં રહેલા છે.
આ માપ ઘનક્ષેત્રની અપેક્ષાએ છે. સૂચિક્ષેત્રની અપેક્ષાએ એક જીવને કે અનેક જીવોને આશ્રયીને ૮ રાજ ક્ષેત્ર થાય છે. તે આ પ્રમાણે—અચ્યુત દેવલોકનો દેવ જન્માંતરના કે એ જ ભવના સ્નેહથી (આઠમા) સહસ્રાર સુધીના દેવને (બારમા) અચ્યુત દેવલોક સુધી લઇ જાય છે. બારમા દેવલોકે ગયેલો સહસ્રાર સુધીનો દેવ ત્યાંથી ઉત્તરવૈક્રિય શરીરથી ત્રીજી નરકમાં જાય ત્યારે બારમા દેવલોકથી ત્રીજી નરક સુધી આત્મપ્રદેશો સંલગ્ન હોય એ અપેક્ષાએ આઠ રાજ થાય. અથવા સહસ્રાર સુધીનો સમ્યગ્દષ્ટિ દેવ એક રૂપે બારમા દેવલોકમાં જાય અને બીજા રૂપે નીચે ત્રીજી નરક સુધી જાય. આ રીતે પણ આઠ રાજ થાય. તે આ પ્રમાણે તિતિલોકના મધ્યભાગથી ઇશાનપર્યંત દોઢ રાજ, માહેન્દ્ર પર્યંત અઢી રાજ, સહસ્રાર પર્યંત પાંચ રાજ, અચ્યુત પર્યંત છ રાજ થાય તથા તિર્હાલોકના મધ્યભાગથી ત્રીજી નરક સુધી બે રાજ થાય. તે આ પ્રમાણે—પ્રથમ નરક રત્નપ્રભામાં જ હોવાથી સંખ્યાતા યોજન છે. બીજી નરક એક રાજે પૂર્ણ થાય છે. ત્રીજી નરક બે રાજે પૂર્ણ થાય છે. આમ ત્રીજી નરક સુધી બે રાજ થાય. આમ ૬+૨=૮ રાજ થાય.
સહસ્રાર સુધીના દેવો પોતાના જ્ઞાન વડે જોઇને મિત્ર નારકીની વેદના શાંત કરવા અને શત્રુ નારકીની વેદના ઉદીરવા (=અધિક દુઃખ આપવા) ત્રીજી નરક સુધી જાય છે. આનત આદિ દેવોની ત્રીજી નરક સુધી જવાની શક્તિ હોવા છતાં તે અલ્પસ્નેહાદિવાળા હોવાથી નરકમાં જતા નથી. આથી અહીં ‘બારમા દેવલોકે ગયેલો સહસ્રાર સુધીનો દેવ' એમ જણાવ્યું છે.
જો કે સીતાજીનો જીવ અચ્યુતેન્દ્ર ચોથી નરકમાં રહેલા લક્ષ્મણજીને પૂર્વના સ્નેહથી મળવા માટે ગયો હતો. પરંતુ આવું ક્વચિત્ જ બનતું હોવાથી તેની વિવક્ષા કરવામાં આવી નથી.
૨૬
[અ૦ ૧ સૂ૦ ૮
Page #71
--------------------------------------------------------------------------
________________
અ૦૧ સૂ૦ ૮] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
(૪) સ્પર્શના– સમ્યગ્દષ્ટિ એક જીવ કે અનેક જીવો જઘન્યથી લોકના અસંખ્યાતમા ભાગને સ્પર્શે છે, ઉત્કૃષ્ટથી એકજીવને કે અનેક જીવોને આશ્રયીને ચૌદ રજજુ પ્રમાણ લોકના કંઈક ન્યૂન આઠ રાજને સ્પર્શે છે.
તે આ પ્રમાણે-ક્ષેત્રમાં કહ્યું તેમ ત્રીજી નરકથી બારમા દેવલોક સુધી આઠ રાજની ઊંચાઈ થાય, અને તેની જાડાઈ શરીર પ્રમાણ થાય.
પ્રશ્ન- કંઈક ન્યૂન કઈ રીતે થાય છે?
ઉત્તર– ઉપર ૬ રાજ વિમાનની ધજા સુધી પૂર્ણ થાય છે. દેવો ધજા સુધી જતા નથી, દેવસભા સુધી જ જાય છે. એથી ઉપરનો ધજાનો ભાગ બાકી રહે. નીચે ત્રીજી પૃથ્વી પૂર્ણ થાય ત્યાં બે રાજ પૂરા થાય છે. પણ દેવ ત્રીજી પૃથ્વી પૂર્ણ થાય ત્યાં સુધી ન જાય, માત્ર નરકાવાસ સુધી જ જાય. આથી નરકાવાસ પછીનો ત્રીજી પૃથ્વીનો ભાગ બાકી રહે છે. તથા ત્રસ નાડી ગોળ હોવાથી તેમ જ ત્રસનાડીના ઠેઠ છેડા સુધી નરકાવાસ કે વિમાન નથી. એટલે ત્રસનાડીના છેડાથી વિમાન કે નરકાવાસ જેટલા દૂર હોય તેટલો ભાગ છૂટી જાય. કારણ કે તેટલા ભાગમાં ગમનાગમનથી કે મરણસમુઘાતથી પણ આત્મપ્રદેશો ફેલાતા નથી. આમ ઉપરનો, નીચેનો અને સાઈડનો ભાગ બાકી રહે. આથી તેટલા ભાગે છોડીને રાજની સ્પર્શના આવે. માટે અહીં કંઈક ન્યૂન આઠ રાજને સ્પર્શે છે એમ જણાવ્યું છે.
આ માપ ઘનની અપેક્ષાએ છે. સૂચિની અપેક્ષાએ એક જીવને આશ્રયીને ૮ રાજ અને અનેક જીવોને આશ્રયીને ૧૨ રાજ સ્પર્શના થાય.
તેમાં આઠ રાજની સ્પર્શના ક્ષેત્રદ્વારમાં જણાવ્યા મુજબ સમજવી. બાર. રાજની સ્પર્શના આ પ્રમાણે છે–અનુત્તર દેવલોકમાં જતા અથવા ત્યાંથી આવીને મનુષ્યભવમાં આવતા સાત રાજની સ્પર્શના થાય. તથા પૂર્વબદ્ધાયુ અવિરતિ સમ્યગ્દષ્ટિતિર્યંચ અથવા મનુષ્ય ક્ષાયોપશમિકસમ્યકત્વ લઈને છઠ્ઠી નરકમાં પણ ઉત્પન્ન થાય છે અથવા ક્ષાયોપશમિક સમ્યક્ત્વયુક્ત નારકી ત્યાંથી ઉદ્વર્તન પામીને મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે. તેથી અવિરતિ સમ્યગ્દષ્ટિ છઠ્ઠી નરકમાં જતા અથવા ત્યાંથી આવતાં પાંચ રાજને સ્પર્શે છે. આમ સર્વ મળી અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્માઓને સામાન્યથી બાર રાજની સ્પર્શના થાય છે.
કેવળી સમુદ્ધાતની અપેક્ષાએ સંપૂર્ણ લોકની સ્પર્શના સમજવી. .
Page #72
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [૦ ૧ સૂ૦૮ સૂચિ-પ્રતર-ઘનનું સંક્ષિપ્ત સ્વરૂપ
સૂચિ એટલે એક પ્રદેશ જાડી-પહોળી અને સાત રાજ લાંબી શ્રેણિ. જેમ કે અસત્કલ્પનાથી ત્રણ પ્રદેશની એક શ્રેણિ કરવામાં આવે તો 900 આવી સૂચિ થાય.
સૂચિને સૂચિથી ગણવાથી પ્રતર થાય. અસત્કલ્પનાથી ત્રણ પ્રદેશવાળી સૂચિને ત્રણથી ગુણવાથી સમાન લંબાઇ-પહોળાઈવાળા નવ પ્રદેશ થાય. તેની સ્થાપના આ પ્રમાણે છે– ૦ ૦ ૦
૦ ૦ ૦
૦ ૦ ૦ પ્રતરને સૂચિથી ગુણવાથી ઘન થાય. અસત્કલ્પનાથી નવ પ્રદેશવાળા પ્રતરને ત્રણ પ્રદેશવાળી સૂચિથી ગુણવાથી સમાન લંબાઈ-પહોળાઈ-જાડાઈવાળા ૨૭ પ્રદેશ થાય. અર્થાત્ ઉપરા ઉપરી ત્રણ પ્રતર મૂકવાથી ઘન થાય.
ક્ષેત્ર-સ્પર્શનામાં તફાવત– ક્ષેત્રની વિચારણા કેવળ વર્તમાન કાળને આશ્રયીને કરવામાં આવે છે. જયારે સ્પર્શનાની વિચારણા ત્રણે કાળને આશ્રયીને કરવામાં આવે છે. ક્ષેત્ર અને સ્પર્શનામાં ભેદ કાળની અપેક્ષાએ જ છે.
(૫) કાલ- સમ્યગ્દર્શનનો કાળ એક જીવની અપેક્ષાએ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી કંઈક અધિક ૬૬ સાગરોપમ છે. અનેક જીવોની અપેક્ષાએ સર્વ કાળ છે. અર્થાત્ સમ્યગ્દર્શન સદા વિદ્યમાન હોય છે.
(૬) અંતર- એક જીવની અપેક્ષાએ જઘન્યથી અંતર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલ પરાવર્ત સુધી સમ્યગ્દર્શનનો વિરહ(=અંતર) પડે છે. અનેક જીવોને આશ્રયીને સમ્યગ્દર્શનનું અંતર પડતું જ નથી.
(૭) ભાવ- લાયિક સમ્યકત્વ ક્ષાયિક ભાવે, લાયોપથમિક સમ્યકત્વ લાયોપથમિક ભાવે અને ઔપશમિક સમ્યકત્વ ઔપથમિક ભાવે હોય છે.
(૮) અલ્પબદુત્વ– ઔપશમિક સમ્યગ્દર્શનવાળા જીવો સર્વથી અલ્પ હોય છે. તેમનાથી લાયોપથમિક સમ્યગ્દર્શનવાળા જીવો અસંખ્યાતગુણા હોય છે. તેમનાથી લાયિક સમ્યગ્દર્શનવાળા જીવો અનંતગુણા હોય છે. કારણ કે સિદ્ધના જીવોને ક્ષાયિક સમ્યગ્દર્શન હોય છે, અને તે જીવો અનંત છે. ()
Page #73
--------------------------------------------------------------------------
________________
અ૦ ૧ સૂ૦ ૯]
જ્ઞાનના પ્રકારો–
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૯
મતિ-શ્રુતા-વધિ-મન:પર્યાય-વત્તાનિ જ્ઞાનમ્ ॥ -† ॥
મતિ, શ્રુત, અધિ, મન:પર્યાય અને કેવળ એ પાંચ જ્ઞાન છે. (૧) મતિજ્ઞાન– મન અને ઇન્દ્રિયોની સહાયથી થતો બોધ. (૨) શ્રુતજ્ઞાન– મન અને ઇન્દ્રિયોની સહાયથી શબ્દ અને અર્થના પર્યાલોચનપૂર્વક થતો` બોધ. શબ્દો અને પુસ્તકો બોધરૂપ ભાવશ્રુતનું કારણ હોવાથી દ્રવ્યશ્રુત છે.
૩
મતિ-શ્રુતમાં ભેદ– (૧) મતિ અને શ્રુત એ બંને જ્ઞાન મન અને ઇન્દ્રિયોની સહાયથી થતાં હોવા છતાં શ્રુતમાં શબ્દ અને અર્થનું પર્યાલોચન હોય છે, જ્યારે મતિજ્ઞાનમાં તેનો અભાવ હોય છે. (૨) મતિજ્ઞાન વર્તમાન કાળના વિષયને ગ્રહણ કરે છે. જ્યારે શ્રુતજ્ઞાન ત્રણે કાળના વિષયને ગ્રહણ કરે છે. (૩) મતિજ્ઞાનની અપેક્ષાએ શ્રુતજ્ઞાન વિશુદ્ધ છે. આથી શ્રુતજ્ઞાન વડે દૂર રહેલા અને વ્યવહિત(=દીવાલ આદિના આંતરામાં રહેલા) અનેક સૂક્ષ્મ અર્થોનો બોધ થઇ શકે છે. (૪) શ્રુતજ્ઞાનમાં મન અને ઇન્દ્રિયોની સહાયતા ઉપરાંત આપ્તોપદેશની (=વિશ્વસનીય પુરુષના ઉપદેશની) પણ જરૂર પડે છે. (પ) શ્રુતજ્ઞાન મતિજ્ઞાન વિના ન જ થાય. જ્યારે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન વિના પણ હોઇ શકે. (પહેલા અધ્યાયના ૨૦મા તથા ૩૧મા સૂત્રના ભાષ્ય આદિના આધારે.)
(૩) અવધિજ્ઞાન– ઇન્દ્રિય અને મનની અપેક્ષા વિના આત્મશક્તિથી થતો રૂપી દ્રવ્યોનો બોધ. અવધિ=મર્યાદા. રૂપી અને અરૂપી એમ બે પ્રકારનાં દ્રવ્યો છે. તેમાં માત્ર રૂપી દ્રવ્યોને જોઇ શકાય એવી અવધિવાળું=મર્યાદાવાળું જ્ઞાન તે અવધિજ્ઞાન.
(૪) મન:પર્યાય જ્ઞાન– અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞિ પંચેન્દ્રિય જીવોના મનમાં વિચારોનો=પર્યાયોનો બોધ.
(૫) કેવળજ્ઞાન— ત્રણે કાળનાં સર્વ દ્રવ્યો તથા સર્વ પર્યાયોનું જ્ઞાન. કેવળ એટલે ભેદ રહિત. જેમ મતિજ્ઞાન આદિના ભેદો છે તેમ કેવળજ્ઞાનના
૧. વિશેષા૦ ભા૦ ગા.-૧૦૦ અને ૧૪૪.
૨. વિશેષા૦ ભા૦ ગા.-૧૨૪.
Page #74
--------------------------------------------------------------------------
________________
૩૦
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૧ સૂ૦ ૧૦-૧૧-૧૨ ભેદો નથી. અથવા કેવળ એટલે શુદ્ધ સર્વ આવરણ રહિત. અથવા કેવળ એટલે સંપૂર્ણ અથવા કેવળ એટલે મતિજ્ઞાનાદિથી રહિત અસાધારણ. અથવા કેવળ એટલે અનંત=સર્વ દ્રવ્ય-પર્યાયોનો બોધ કરાવનાર. (૯)
પાંચ જ્ઞાનની પ્રમાણને આશ્રયીને વિચારણાતત્વમાને ૨-૧૦ |
મા પરોક્ષમ છે ૨-૨ | પ્રત્યક્ષમ | ૨-૧૨
પાંચ પ્રકારનું જ્ઞાન બે પ્રમાણરૂપ છે. (૧૦) પ્રથમનાં મતિ અને શ્રુત એ બે જ્ઞાન પરોક્ષ પ્રમાણરૂપ છે. (૧૧) બાકીનાં અવધિ, મન:પર્યાય અને કેવળ એ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે. (૧૨)
પ્રમાણનું વર્ણન આ અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં આવી ગયું છે.
પ્રશ્ન-ન્યાય આદિ દર્શનગ્રંથોમાં તેમ જ લોકમાં ચક્ષુ આદિ ઈન્દ્રિયો દ્વારા થતા બોધને=મતિજ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણ કહેવામાં આવે છે, જયારે અહીં મતિજ્ઞાનને પરોક્ષ પ્રમાણ કહેવામાં આવ્યું છે તેનું શું કારણ ?
ઉત્તર- અહીં દરેક વિષયની વિચારણા આધ્યાત્મિક દૃષ્ટિએ કરવામાં આવે છે. આધ્યાત્મિક દૃષ્ટિએ મતિજ્ઞાન પણ પરોક્ષજ્ઞાન છે. અક્ષ શબ્દનો અર્થ જેમ ઇન્દ્રિય થાય છે, તેમ આત્મા પણ થાય છે. આથી આધ્યાત્મિક દૃષ્ટિએ પ્રત્યક્ષ જ્ઞાન તે જ છે કે જે જ્ઞાન ઇન્દ્રિયોની સહાય વિના કેવળ આત્મા દ્વારા થાય. જે જ્ઞાન ઇન્દ્રિયોની સહાયથી થાય છે તે આધ્યાત્મિક દૃષ્ટિએ પરોક્ષ છે. અક્ષ એટલે આત્મા. ઈન્દ્રિયોની સહાય વિના સાક્ષાત્ આત્માને થતું જ્ઞાન પ્રત્યક્ષજ્ઞાન છે. આત્માથી પર એટલે કે ઇન્દ્રિયોની સહાયથી થતું જ્ઞાન પરોક્ષજ્ઞાન છે. જ્ઞાન એ જ પ્રમાણ છે, આથી પ્રત્યક્ષજ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે અને પરોક્ષજ્ઞાન પરોક્ષ પ્રમાણરૂપ છે. મતિજ્ઞાન ઇન્દ્રિયોની સહાયથી થતું હોવાથી પરોક્ષજ્ઞાન છે. ન્યાયદર્શન આદિ દર્શનગ્રંથોમાં અને લોકમાં અક્ષ શબ્દનો અર્થ ઇન્દ્રિય સ્વીકારીને મતિજ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. આ દષ્ટિએ જૈનદર્શન પણ મતિજ્ઞાનને ન્યાયગ્રંથોમાં પ્રત્યક્ષ જ્ઞાન તરીકે સ્વીકારે છે. જૈન ન્યાયગ્રંથોમાં મતિજ્ઞાનને સાંવ્યવહારિ ૧. પ્રમાણ મિમાંસા અ૦ ૧ આ૦ ૧ સૂ. ૨૦. પ્રમાણ નથ૦ પરિ૦ ૨ સૂ. ૪
Page #75
--------------------------------------------------------------------------
________________
અ૦ ૧ સૂ૦ ૧૩-૧૪]
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૩૧
પ્રત્યક્ષ કહેવામાં આવેલ છે. શ્રુતજ્ઞાનને તો આધ્યાત્મિક દૃષ્ટિએ કે વ્યાવહારિક દૃષ્ટિએ એ બંને રીતે પરોક્ષ કહેવામાં આવે છે. કારણ કે તે મતિપૂર્વક અને પરોપદેશથી થાય છે. (૧૦-૧૧-૧૨)
મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો—
मति: स्मृति: संज्ञा चिन्ताभिनिबोध इत्यनर्थान्तरम् ॥ १-१३ ॥ મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા અને અભિનિબોધ એ પાંચે શબ્દો એકાર્થક છે. અર્થાત્ એ પાંચે શબ્દોનો અર્થ મતિ(જ્ઞાન) થાય છે.
અભિનિબોધ શબ્દ કેવળ જૈન શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. જ્યારે મતિ આદિ શબ્દો લોકમાં પણ પ્રસિદ્ધ છે. અભિનિબોધના સ્થાને આભિનિબોધિક શબ્દ પણ જૈન શાસ્ત્રોમાં આવે છે.
મતિ આદિ શબ્દો સામાન્યથી=સ્થૂલ દૃષ્ટિએ એકાર્થક હોવા છતાં સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરતાં તે દરેક શબ્દમાં સામાન્ય અર્થભેદ છે. તે આ પ્રમાણે— મતિ વર્તમાન વિષયને ગ્રહણ કરે છે, અર્થાત્ ઇન્દ્રિયો કે મન દ્વારા વર્તમાનમાં વિદ્યમાન વિષયનો બોધ તે મતિજ્ઞાન. સ્મૃતિ ભૂતકાળના વિષયને ગ્રહણ કરે છે. પૂર્વે અનુભૂત વસ્તુનું સ્મરણ તે સ્મૃતિજ્ઞાન. સંજ્ઞા ભૂતકાળના વિષયને વર્તમાન કાળનો વિષય બનાવે છે. પૂર્વે અનુભૂત વસ્તુને વર્તમાનમાં જોતાં ‘તે જ આ વસ્તુ છે’ (જે મેં પૂર્વે જોઇ હતી) એ પ્રમાણે થતું જ્ઞાન તે સંજ્ઞાજ્ઞાન. અન્ય ગ્રંથોમાં આ જ્ઞાનને પ્રત્યભિજ્ઞા કહેવામાં આવે છે. ચિંતા ભવિષ્યકાળના વિષયને ગ્રહણ કરે છે. ભવિષ્ય માટેની વિચારણા તે ચિંતાજ્ઞાન. અભિનિબોધ શબ્દ મતિ આદિ દરેક જ્ઞાન માટે સર્વસામાન્ય છે. આથી મતિ આદિ શબ્દો જ્ઞાનવિશેષ માટે છે. જેમ રોકડ નાણાં, વેપારનો માલ, ઘર, ઘરનું ફર્નિચર વગેરે સામાન્યથી મિલકત શબ્દથી ઓળખાવા છતાં દરેક પ્રકારની મિલકત માટે જુદા જુદા શબ્દો છે. આથી મિલકત માટે મિલકત એ સામાન્ય શબ્દ છે. જ્યારે રોકડ નાણાં વગેરે વિશેષ શબ્દો છે. તેમ પ્રસ્તુતમાં અભિનિબોધ શબ્દ સર્વ પ્રકારનાં મતિજ્ઞાન માટે છે અને વિશેષ પ્રકારના તે તે મતિજ્ઞાન માટે મતિ આદિ શબ્દો છે. (૧૩)
મતિજ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્તો— તિિન્દ્રયાનિન્દ્રિયનિમિત્તમ્ ॥ ?-૪ ॥
Page #76
--------------------------------------------------------------------------
________________
ર
શ્રીતત્ત્વાલિમમસૂત્ર
[મ૦ ૧ ૨૦ ૧૫
તે મતિજ્ઞાન ઈન્દ્રિયો અને અનિન્દ્રિયની (મનની) સહાયતાથી ઉત્પન્ન
થાય છે.
ત્વચા, રસના, નાક, આંખ અને કાન એ પાંચ ઇન્દ્રિયો છે. એ પાંચ ઇન્દ્રિયો દ્વારા અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દનું મતિજ્ઞાન થાય છે. અનિંદ્રિય એટલે મન. જ્યારે સ્પર્શ આદિ વિષયનું મતિજ્ઞાન થાય છે ત્યારે સર્વ પ્રથમ વિષયની વસ્તુની સાથે ઇન્દ્રિયનો સંબંધ થાય છે. બાદ તુરત ઇન્દ્રિયની સાથે જોડાયેલા જ્ઞાનતંતુઓ મનને ખબર આપે છે. મન માત્માને ખબર આપે છે. આથી આત્મામાં તે વિષયનું મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે. આમ મતિજ્ઞાન ઇન્દ્રિયો અને મનની સહાયથી ઉત્પન્ન થાય છે. (૧૪) મતિજ્ઞાનના ભેદો
અવદેપાયખાનાઃ ॥ ૧-૧ ॥
મતિજ્ઞાનના મવગ્રહ, ઇહા, અપાય અને ધારણા એમ મુખ્ય ચાર ભેદો છે. અવગ્રહ– ઇન્દ્રિય સાથે વિષયનો સંબંધ થતાં ‘કંઇક છે' એવો અવ્યક્ત બોધ થાય છે. આ અવ્યક્ત બોધને અવગ્રહ કહેવામાં આવે છે. ઇશ્વ— ‘કંઇક છે’ એવો બોધ થયા બાદ ‘તે શું છે ?’ એવી જિજ્ઞાસા થાય છે. ‘તે શું છે ?’ એવી જિજ્ઞાસાને સંતોષવા, અર્થાત્ ‘તે વસ્તુ શું છે ?’ એનો નિર્ણય કરવા માટે થતી વિચારણા તે ઇા.
અપાય વિચારણા થયા બાદ ‘આ અમુક વસ્તુ છે એવો જે નિર્ણય' તે અપાય.
ધારણા– નિર્ણય થયા બાદ તેનો ઉપયોગ ટકી રહે તે ધારણા. અવગ્રાદિ ક્રમશઃ પ્રવર્તે છે.
રસ્તામાં ચાલતાં કોઇ વસ્તુનો સ્પર્શ થતાં જ ‘અહીં કંઇક છે' એમ થાય છે. ત્યાર પછી ‘આ દોરડું છે કે સાપ છે’ એમ શંકા થવાથી તેનો નિર્ણય કરવાનો પ્રયત્ન થાય છે. પ્રયત્નથી ‘આ દોરડું હોવું જોઇએ' એમ અનિર્ણયાત્મક=સંભાવનાત્મક જ્ઞાન થાય છે. બાદ ‘આ દોરડું જ છે, સર્પ નથી' એમ નિર્ણયાત્મક જ્ઞાન થાય છે. અહીં પ્રથમ ‘કંઇક છે' એવું જે અવ્યક્ત જ્ઞાન થયું તે અવગ્રહ. ‘મા ોરડું હોવું જોઇએ' એવું જે સંભાવનારૂપ જ્ઞાન તે ઇહા. અને ‘આ દોરડું જ છે' એવું નિર્ણયાત્મક જ્ઞાન તે અપાય. આમ અવગ્રહ આદિ ક્રમશઃ પ્રવર્તવા હોવા છતાં,
Page #77
--------------------------------------------------------------------------
________________
અ૦ ૧ સૂ૦ ૧૬]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૩૩
ઉત્પલશતપત્રભેદની જેમ અતિશીઘ્રતાથી પ્રવર્તતા હોવાથી, આપણને તેનો ખ્યાલ નથી આવતો. એથી જાણે સીધો અપાય જ થાય છે એમ લાગે છે. અપાય બાદ ધારણા થાય છે. ધારણાના અવિચ્યુતિ, વાસના અને સ્મૃતિ એમ ત્રણ ભેદો છે.
અવિચ્યુતિ=નિર્ણય થયા બાદ તે વસ્તુનો ઉપયોગ ટકી રહે તે અવિચ્યુતિ ધારણા. વાસના=અવિચ્યુતિ ધારણાથી આત્મામાં તે વિષયના સંસ્કાર પડે છે. આ સંસ્કાર એ જ વાસના ધારણા. સ્મૃતિ=આત્મામાં પડેલા જ્ઞાનના સંસ્કારો નિમિત્ત મળતા જાગૃત બને છે. એથી આપણે પૂર્વાનુભૂત વસ્તુને કે પ્રસંગને યાદ કરી શકીએ છીએ. પૂર્વાનુભૂત વસ્તુનું કે પ્રસંગનું સ્મરણ તે સ્મૃતિ ધારણા. સ્મૃતિમાં કારણ વાસના (સંસ્કાર) ધારણા છે. જેના સંસ્કાર આત્મામાં ન પડ્યા હોય તેનું કદી સ્મરણ થતું નથી. વાસના (સંસ્કાર) ઉપયોગાત્મક અવિચ્યુતિ ધારણાથી ઉત્પન્ન થાય છે. (૧૫)
વિષયભેદથી અને ક્ષયોપશમના ભેદથી અવગ્રહાદિના ભેદો— વહુ-વહુવિય-ક્ષિપ્રા-નિશ્રિતાસંધિ-ધ્રુવાળાં ખેતરાળામ્ ॥ ૧-૬ ॥
બહુ, બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્રિત, અસંદિગ્ધ અને ધ્રુવ એ છ અને એ છથી ઇતર=વિપરીત અબહુ, અબહુવિધ, અક્ષિપ્ર, નિશ્રિત, સંદિગ્ધ અને અધ્રુવ એ છ મળી બાર પ્રકારે અવગ્રહાદિ પ્રવર્તે છે.
(૧) બહુ-અબહુ– બહુ એટલે વધારે અને અબહુ એટલે અલ્પ. દા.ત. કોઇ વ્યક્તિ તત, વિતત, ઘન, સુષિર આદિ ઘણા શબ્દોને એકી સાથે જાણે, જ્યારે કોઇ વ્યક્તિ એક, બે એમ અલ્પ શબ્દોને જાણી શકે. જે એકી સાથે અનેક શબ્દોને જાણે તેના અવગ્રહ આદિ અનેક શબ્દોના થાય છે. અને જે એકાદ બે શબ્દોને જાણી શકે તેના અવગ્રહાદિ એકાદ બે શબ્દોના જ થાય છે. આ પ્રમાણે આગળ ક્ષિપ્ર આદિ ભેદોમાં પણ સમજવું.
(૨) બહુવિધ-અબહુવિધ— બહુવિધ એટલે ઘણા પ્રકારો અને અબહુવિધ એટલે ઓછા પ્રકારો. દા.ત. કોઇ તત શબ્દના અનેક ભેદોને જાણી શકે, વિતત શબ્દના પણ અનેક ભેદોને જાણી શકે, એમ ઘણા પ્રકારો જાણી શકે, કોઇ એકાદ બે પ્રકારોને જ જાણી શકે.
Page #78
--------------------------------------------------------------------------
________________
૩૪
શ્રીતત્ત્વાધિગમસૂત્ર (અ૧ સૂ૦ ૧૬ બહુ અને બહુવિધમાં તફાવત– કોઈ વ્યક્તિ ઘણાં શાસ્ત્રોને સમજાવી શકે છે, પણ તે દરેક શાસ્ત્રનું તલસ્પર્શી વ્યાખ્યાન કરી શકતી નથી. જ્યારે કોઈ વ્યક્તિ ઘણાં શાસ્ત્રોને ભણાવવા સાથે દરેક શાસ્ત્રનું તલસ્પર્શી વિવિધ વ્યાખ્યાન કરી શકે છે. અહીં પ્રથમ વ્યક્તિ બહુ વ્યાખ્યાન કરે છે, પણ બહુવિધ વ્યાખ્યાન કરવાની તેનામાં શક્તિ નથી. બીજી વ્યક્તિ બહુ વ્યાખ્યાન કરવા સાથે બહુવિધ વ્યાખ્યાન પણ કરી શકે છે, તેમ પ્રસ્તુતમાં તત આદિ શબ્દોનું સામાન્ય જ્ઞાન તે બહુ અને અનેક પ્રકારે જ્ઞાન તે બહુવિધ છે.
(૩) પ્રિ-અપ્રિ- પ્રિ એટલે જલદી. અપ્રિ એટલે વિલંબથી. કોઈ અમુક વસ્તુનું જ્ઞાન જલદી કરી લે છે તો કોઈ વિલંબથી કરે છે.
(૪) અનિશ્ચિત-નિશ્રિત નિશ્રિત એટલે નિશાની (=ચિહ્ન) સહિત. અનિશ્રિત એટલે નિશાની વિના. કોઈ વ્યક્તિ અમુક પ્રકારની નિશાનીથી આ અમુક વસ્તુ છે એમ જાણી લે છે, જ્યારે કોઈ વ્યક્તિ નિશાની વિના જાણી લે છે. જેમકે કોઇ ધ્વજને જોઈને આ જૈન મંદિર છે એમ જાણી લે. જ્યારે કોઈ ધ્વજ વિના જ આ જૈન મંદિર છે એમ જાણી લે.
(૫) અસંદિગ્ધ-સંદિગ્ધ– કોઈ અસંદિગ્ધ=કોઈ જાતના સંદેહ વિના ચોક્કસપણે સમજી લે, જ્યારે કોઈ સંદિગ્ધ =સંદેહ સહિત સમજે.'
(૬) ધ્રુવ-અધુવ–ધ્રુવ એટલે નિશ્ચિત. અધ્રુવ એટલે અનિશ્ચિત. એક પદાર્થને એક વખતે જે સ્વરૂપે જામ્યો હોય તે પદાર્થને ફરી જયારે જાણે ત્યારે તે જ સ્વરૂપે જાણે તે ધ્રુવ. એક પદાર્થને પ્રથમ જે સ્વરૂપે જામ્યો હોય, તે પદાર્થને ફરી તે સ્વરૂપે જાણી ન શકે તે અધુવ. જેમ કે કોઈનો અવાજ સાંભળીને આ અવાજ અમુક વ્યક્તિનો છે એમ ખબર પડી. પછી ફરી વાર
જ્યારે તે અવાજ સંભળાય છે ત્યારે પણ આ અવાજ અમુક વ્યક્તિનો જ છે એમ નિશ્ચિતરૂપે જાણે તે ધ્રુવ. પણ કોઈ વખત તે જ અવાજ સાંભળતાં આ અવાજ અમુક વ્યક્તિનો જ છે એમ જાણી ન શકે તે અધુવ. (૧૬) ૧. કેટલાંક પુસ્તકોમાં અસંદિગ્ધને બદલે અનુક્ત એવો પાઠ જોવા મળે છે. વક્તાના શરૂઆતના
એકાદ શબ્દને સાંભળી અથવા અસ્પષ્ટ અધૂરા શબ્દને સાંભળી તેના કહેવાનો સંપૂર્ણ અભિપ્રાય સમજી શકાય તે અનુક્ત કહેવાય છે. તેનાથી વિપરીત-અર્થાત્ વક્તા સંપૂર્ણ બોલી રહે ત્યારે જ તેનો અભિપ્રાય સમજાય તેવું જ્ઞાન તે ઉક્ત છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
અ૦ ૧ સૂ૦ ૧૭-૧૮] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
અવગ્રહ આદિનો વિષયઅર્થવ્ય | -૬૭ || અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા અર્થના છે.
અર્થાત્ સ્પશદિ ગુણરૂપ અર્થના અને સ્પશદિ ગુણયુક્ત દ્રવ્યરૂપ અર્થના અવગ્રહ આદિ થાય છે.
પ્રશ્ન- ઇન્દ્રિય અને મન ગુણ-પર્યાયોને જ ગ્રહણ કરી શકે છે તો દ્રવ્યરૂપ અર્થના અવગ્રહાદિ શી રીતે પ્રવર્તે ? દ્રવ્યનો બોધ પર્યાયના બોધ દ્વારા જ થાય છે. જેમ કે–આંખનો વિષય રૂપ કે આકૃતિ આદિ છે. આંખ દ્રવ્યના રૂપને=આકૃતિને જુએ, દ્રવ્યને નહિ. દ્રવ્યના રૂપાદિને જાણીને આ અમુક દ્રવ્ય છે એમ દ્રવ્યનો બોધ કરે છે. એ પ્રમાણે અન્ય ઇન્દ્રિયો પણ દ્રવ્યના રસ આદિ ગુણ-પર્યાયને જાણી શકે છે. મન પણ પર્યાયને જ જાણી શકે છે. આથી દ્રવ્યરૂપ અર્થના અવગ્રહાદિ કેમ પ્રવર્તે ?
ઉત્તર– યદ્યપિ ઇન્દ્રિયો અને મનનો વિષય પર્યાય છે, છતાં પર્યાય દ્રવ્યથી અભિન્ન હોવાથી પર્યાયના જ્ઞાન સાથે દ્રવ્યનું જ્ઞાન અવશ્ય થઈ જાય છે. આંખથી રૂપનું જ્ઞાન થતાંની સાથે જ આ અમુક દ્રવ્ય છે એમ દ્રવ્યનો પણ બોધ અવશ્ય થઈ જાય છે. આથી દ્રવ્યરૂપ અર્થના પણ અવગ્રહાદિ થાય છે એમ સામાન્યથી=સ્થલ દષ્ટિએ કહી શકાય. પણ તાત્વિક દષ્ટિએ તો ગુણપર્યાયના જ અવગ્રહાદિ થાય. (૧૭)
પ્રકારાન્તરથી અવગ્રહનો વિષયવ્યાયાવર | ૨-૧૮ | વ્યંજનનો અવગ્રહ જ થાય છે.
અર્થાતુ વ્યંજન અવગ્રહનો (=અર્થાવગ્રહનો) જ વિષય બને છે. ઈહા આદિનો નહિ. જેનાથી અર્થનું જ્ઞાન થાય તે વ્યંજન. ઉપકરણેન્દ્રિય અને વિષયના સંબંધ=સંયોગ વિના અર્થનું જ્ઞાન ન થઈ શકે. ઉપકરણેન્દ્રિય અને વિષયનો પરસ્પર સંબંધ=સંયોગ થાય તો જ અર્થનું જ્ઞાન થાય છે. માટે ૧. અર્થાત્ ઈહા આદિ જ્ઞાનવ્યાપારમાં ઇન્દ્રિય-વિષયનો સંયોગ અપેક્ષિત નથી. તેમાં મુખ્યતયા માનસિક એકાગ્રતા અપેક્ષિત છે. અવગ્રહમાં (-અવ્યક્ત જ્ઞાનમાં) જ એ સંયોગ
અપેક્ષિત છે. ૨. આ કથન ચલુ અને મન સિવાયની ઇન્દ્રિયો દ્વારા થતા મતિજ્ઞાન માટે સમજવું.
Page #80
--------------------------------------------------------------------------
________________
૩૬
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [અ૦ ૧ સૂ૦ ૧૯ ઉપકરણેન્દ્રિય અને વિષયના પરસ્પર સંબંધને સંયોગને વ્યંજન કહેવામાં આવે છે. ઉપકરણેન્દ્રિય અને વિષયનો પરસ્પર સંબંધ થતાં અત્યંત અવ્યક્ત જ્ઞાન થાય તે વ્યંજનાવગ્રહ. વ્યંજનાવગ્રહ થયા બાદ “કંઇક છે એમ સામાન્ય જ્ઞાનરૂપ અર્થાવગ્રહ થાય. શકોરાના દષ્ટાંતથી આ વિષય બરોબર સમજાશે. - અત્યંત તપેલા શકોરામાં પાણીનાં ટીપાં નાખતાં કોરું તેને ચૂસી લે છે. એથી તેમાં જરા ય પાણી દેખાતું નથી. લગાતાર થોડીવાર પાણીનાં ટીપાં નાખવામાં આવે તો થોડા સમય બાદ તેમાં જરા પાણી દેખાય છે. અહીં જ્યાં સુધી શકોસ પાણી ચૂસે છે ત્યાં સુધી તેમાં પાણી દેખાતું નથી, છતાં તેમાં પાણી નથી એમ ન કહી શકાય. પાણી હોય છે પણ અવ્યક્ત હોય છે. કોરું ભીનું થયા બાદ પાણી વ્યક્ત થાય છે. તેમ પ્રસ્તુતમાં વ્યંજનાવગ્રહમાં જ્ઞાન અવ્યક્ત હોય છે એ અર્થાવગ્રહમાં સામાન્યરૂપે વ્યક્ત હોય છે.
યદ્યપિ અપાયની દષ્ટિએ અર્થાવગ્રહ પણ અવ્યક્ત જ્ઞાન છે. પણ વ્યંજનાવગ્રહની દૃષ્ટિએ અર્થાવગ્રહ વ્યક્તજ્ઞાન છે. વ્યંજનાવગ્રહમાં જ્ઞાનની જરા પણ અભિવ્યક્તિ થતી નથી. અર્થાવગ્રહમાં કંઈક છે' એમ સામાન્ય જ્ઞાનની અભિવ્યક્તિ થાય છે.
અહીં એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે–વ્યંજનાવગ્રહ થાય તો જ અર્થાવગ્રહ થાય એ નિયમ છે, પણ વ્યંજનાવગ્રહ થાય તો અર્થાવગ્રહ થાય જ એવો નિયમ નથી. આપણે જ્યારે વિચારમાં મશગૂલ હોઈએ ત્યારે કાને અનેક શબ્દો અથડાવા છતાં કર્મેન્દ્રિય અને શબ્દના સંયોગ રૂપ વ્યંજનાવગ્રહ થવા છતાં અર્થાવગ્રહ નથી થતો. એથી આપણને એ શબ્દોનો જરા પણ બોધ થતો નથી. (૧૮)
ચક્ષુ અને મન વડે થતા મતિજ્ઞાનમાં વ્યંજનાવગ્રહનો અભાવ
વક્ષનક્રિયાખ્યામ્ II -૧૧ ચક્ષુ અને મન વડે થતા મતિજ્ઞાનમાં વ્યંજનાવગ્રહનો અભાવ છે.
અર્થાત્ ચહ્યું અને મન વડે થતા મતિજ્ઞાનમાં વ્યંજનાવગ્રહ વિના સીધો જ અર્થાવગ્રહ થાય છે. કારણ કે તેમાં ઉપકરણેન્દ્રિય અને વિષયના સંબંધની=સંયોગની જરૂર નથી રહેતી. ચહ્યું અને મન સંયોગ વિના જ પોતાના વિષયનો બોધ કરી લે છે. જ્યારે સ્પર્શનેન્દ્રિય આદિ ચાર ઇન્દ્રિયો તેની સાથે
Page #81
--------------------------------------------------------------------------
________________
અ૦૧ સૂ૦ ૧૯] શ્રીતાથધિગમસૂત્ર
૩૭ પોતાના વિષયનો સંયોગ થાય તો જ તેનો બોધ કરી શકે છે. આંખથી દૂર રહેલી વસ્તુને આંખ જોઈ શકે છે, હજારો માઈલ દૂર રહેલ વસ્તુનું મન ચિંતન કરી શકે છે, પણ સ્પર્શનેન્દ્રિય આદિ ચાર ઇન્દ્રિયો સ્પર્શ આદિ પોતાના વિષયની સાથે સંબંધ થાય તો જ તેનો બોધ કરી શકે છે. આથી જ ચહ્યું અને મનને અપ્રાપ્યકારી તથા સ્પર્શનેન્દ્રિય આદિ ચારને પ્રાપ્યકારી કહેવામાં આવે છે.
આથી ફલિતાર્થ એ થયો કે–મન અને ચક્ષુથી થતા મતિજ્ઞાનમાં અર્થાવગ્રહ આદિ ચાર ભેદો થાય છે. સ્પર્શનેન્દ્રિય આદિ ચાર ઇન્દ્રિયોથી થતા મતિજ્ઞાનમાં વ્યંજનાવગ્રહાદિ પાંચ ભેદો થાય છે. આથી ૨૮૪=૮, ૪x૨=૨૦, ૮+૨૦=૨૮. આમ મતિજ્ઞાનના ૨૮ ભેદો થયા. આ પ્રત્યેક ભેદના બહુ આદિ ૧૨ ભેદો થાય છે. એટલે મતિજ્ઞાનના કુલ ૨૮×૧૨=૩૩૬ ભેદો થાય છે. કૃતનિશ્ચિત મતિજ્ઞાનના ૩૩૬ ભેદોનું કોષ્ટક
| ચક્ષુ સ્પર્શના રસન | ઘાણ | શ્રોત્ર કુલ ભે બહુ
૪ | ૫ | ૫ | ૫ | ૫ | ૨૮ અબહુ બહુવિધ અબહુવિધ
|
|
|
૨૮
| જ | જ | જ
|
1
2
|
J ૨૮
|
૨૮
|
| ૨૮
|
અક્ષિપ્ત અનિશ્રિત નિશ્ચિત અસંદિગ્ધ સંદિગ્ધ
| જ | જ | જ | જ |
૫ | ૨૮
| |
| | ૨૮
|
૪
|
૫
|
૫.
|
જ | જ | = |
૨૮ ૫ | ૨૮ ૫ | ૨૮
જ |
ધ્રુવ
૫
|
૫
|
૫
કુલ
૩૩૬
Page #82
--------------------------------------------------------------------------
________________
૩૮
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર અિ૦ ૧ સૂ૦ ૧૯ મતિજ્ઞાનના મૃતનિશ્રિત અને અશ્રુતનિશ્રિત એમ બે ભેદો છે. અહીં શ્રુત એટલે કેવળ આગમગ્રંથ એ અર્થ નથી, પરંતુ પરોપદેશ, આગમગ્રંથ વગેરેથી કોઈ પણ રીતે જે સાંભળવામાં-જાણવામાં આવે તે શ્રુત. આ શ્રુતથી સંસ્કારિત બનેલ મતિજ્ઞાન ઋતનિશ્ચિત છે. અર્થાત્ પૂર્વે ઉપદેશ આદિ દ્વારા જાયું હોય પણ વ્યવહાર કાળે શ્રુતનો ઉપયોગ કરવાના સમયે ઉપદેશ આદિના ઉપયોગ વિના થતી મતિ કૃતનિશ્ચિત છે. જેમ કે–ઘડો લાવવાનું કહેતાં અમુક વસ્તુને ઘડો કહેવાય. લાવવું એટલે અમુક સ્થાને પડેલા ઘડા નામની વસ્તુને અમુક સ્થળે મૂકવું એમ વિચાર કર્યા વિના જ ઘડો લાવીને મૂકી દે. અહીં ઘડો લાવવાનું કહેતાં જે મતિજ્ઞાન થયું=ઘડો લાવવો એટલે શું કરવું એવું જ્ઞાન થયું તે કૃતનિશ્ચિત છે. કૃતનિશ્રિતમાં પૂર્વે જાણેલું હોય છે, પણ કાર્ય સમયે તેનો ( પૂર્વે જાણેલનો) ઉપયોગ હોતો નથી. ઘડો લાવવો એટલે શું એ પૂર્વે જાણી લીધું છે. પણ “ઘડો લાવ' એવું કહેવામાં આવે ત્યારે ઘડો લાવવો એટલે શું? એ વિચાર કર્યા વિના ઘડો લાવવામાં આવે છે. આમ પૂર્વે જાણેલ હોય, પણ વ્યવહારકાળે તેનો ઉપયોગ કર્યા વિના ઉત્પન્ન થતી મતિ કૃતનિશ્ચિત છે.
પૂર્વે ક્યારે પણ જાણ્યું જ ન હોવા છતાં વિશિષ્ટ પ્રકારના મતિજ્ઞાનના લયોપશમથી ઉત્પન્ન થતી મતિ અશ્રુતનિશ્રિત છે. જેમ કે–અભયકુમાર, બીરબલ આદિની બુદ્ધિ. પૂર્વે બતાવેલ ૩૩૬ ભેદો શ્રતનિશ્રિત પતિના છે. અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાનના ચાર ભેદો છે–(૧) ઔત્પાતિકી (૨) વૈનયિકી (૩) કાર્મિકી અને (૪) પારિણામિકી.
(૧) ઔત્પાતિકી– વિશિષ્ટ પ્રસંગે ઉપસ્થિત થતાં તે પ્રસંગને પાર પાડવામાં એકાએક ઉત્પન્ન થતી મતિ. જેમ કે–બીરબલ, અભયકુમાર, રોહક વગેરેની મતિ.
(૨) વૈયિકી- ગુરુ આદિની સેવાથી પ્રાપ્ત થતી મતિ. જેમ કેનિમિત્તજ્ઞ શિષ્યની મતિ.
(૩) કાર્મિકી– અભ્યાસ કરતાં કરતાં પ્રાપ્ત થતી બુદ્ધિ. જેમ કે ચોર અને ખેડૂતની મતિ.
Page #83
--------------------------------------------------------------------------
________________
અ૦૧ સૂ૦૨૦] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૩૯ (૪) પારિણામિકી– સમય જતાં અનુભવોથી પ્રાપ્ત થતી બુદ્ધિ. જેમ કે–વજસ્વામીની મતિ.
આ પ્રમાણે શ્રુતનિશ્ચિત મતિજ્ઞાનના ૩૩૬ ભેદ અને અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાનના ૪ ભેદ એમ મતિજ્ઞાનના કુલ ૩૪૦ ભેદ થાય છે. (૧૯)
શ્રુતનું લક્ષણ અને ભેદોશ્રુતં પતિપૂર્વ ચિનેવાલમેલમ ૨-૨૦ .
શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક થાય છે. તેના બે (અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ) ભેદ છે. તે બે ભેદના (અંગબાહ્યના) અનેક અને (અંગપ્રવિષ્ટના) બાર ભેદો છે.
શ્રુતજ્ઞાન મતિજ્ઞાન વિના થાય જ નહિ. કોઈ પણ વિષયનું શ્રુતજ્ઞાન મતિજ્ઞાન થયા પછી જ થાય. જેમ કે
(૧) પ્રથમ કણેન્દ્રિય દ્વારા શબ્દ સંભળાય છે. બાદ તે શબ્દ જે અર્થ માટે વપરાયો હોય તે અર્થનું પદાર્થનું જ્ઞાન થાય છે. અહીં પ્રથમ કન્દ્રિયથી શબ્દનું શ્રવણ થયું તે મતિજ્ઞાન થયું અને બાદ શબ્દશ્રવણ દ્વારા અર્થનો બોધ થયો તે શ્રુતજ્ઞાન થયું. જો પ્રથમ શબ્દશ્રવણરૂપ મતિજ્ઞાન ન થાય તો અર્થબોધરૂપ શ્રુતજ્ઞાન ન થાય.
(૨) પ્રથમ આંખથી સામે રહેલી વસ્તુ દેખાય છે. બાદ આ વસ્તુનું અમુક નામ છે, આ વસ્તુને અમુક શબ્દથી ઓળખવામાં આવે છે, એવું જ્ઞાન થાય છે. અહીં વસ્તુનું દર્શન થયું તે મતિજ્ઞાન અને ત્યાર બાદ વસ્તુવાચક શબ્દનું જ્ઞાન તે શ્રુતજ્ઞાન.
(૩) મન દ્વારા પણ પ્રથમ મતિજ્ઞાન અને પછી શ્રુતજ્ઞાન થાય છે. જેમ કે- કેરીનું સ્મરણ દ્વારા શ્રુતજ્ઞાન થાય છે ત્યારે પ્રથમ કેરીની સ્મૃતિ થવાથી આકૃતિ, રૂપ વગેરે આંખ સામે આવે છે. બાદ આ આકૃતિવાળો પદાર્થ કેરી છે એમ જ્ઞાન થાય છે. અહીં કેરીની આકૃતિ આંખ સામે આવી તે મતિજ્ઞાન અને આકૃતિવાળો પદાર્થ કેરી છે એવો બોધ તે શ્રુતજ્ઞાન.
પ્રશ્ન-મનથી=માનસિક ચિંતનથી થતા મતિ-શ્રુત જ્ઞાનમાં આ ચિંતન મતિજ્ઞાન છે અને આ ચિંતન શ્રુતજ્ઞાન છે એવો ભેદ શાના આધારે પડે છે?
ઉત્તર- શબ્દ, આતોપદેશ કે શ્રુતથી એ બેમાં ભેદ પડે છે. શબ્દ, આતોપદેશ કે શ્રુતથી રહિત માનસિક ચિંતન મતિજ્ઞાન છે. શબ્દ, આતોપદેશ
Page #84
--------------------------------------------------------------------------
________________
૪૦
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૧ સૂ૦ ૨૦
કે શ્રુતથી સહિત માનસિક ચિંતન શ્રુતજ્ઞાન છે. શ્રુતકેવળી જ્યારે શ્રુતજ્ઞાનથી જાણેલા પદાર્થોનું ચિંતન શ્રુતગ્રંથોની સહાય વિના કરે ત્યારે તે મતિજ્ઞાન છે અને શ્રુતગ્રંથોની સહાયથી કરે ત્યારે તે શ્રુતજ્ઞાન છે. (આ અધ્યાયના ૨૭મા સૂત્રની ભાષ્યટીકા જુઓ.) તે પ્રમાણે સામાન્ય જીવોનું ચિંતન શબ્દાદિ રહિત હોય તો તે મતિજ્ઞાન છે, અને શબ્દાદિ સહિત હોય તો તે શ્રુતજ્ઞાન છે.
પ્રશ્ન— ઘટને જોતાંની સાથે જ આ ઘટ છે એમ બોધ થઇ જાય છે, આથી મતિ અને શ્રુત એ બંને સાથે જ ઉત્પન્ન થતા હોય એમ લાગે છે, જ્યારે અહીં પ્રથમ મતિ અને પછી શ્રુત થાય એમ કહ્યું છે, તો આમાં રહસ્ય શું છે ?
ઉત્તર– મતિ અને શ્રુત ક્રમશઃ જ પ્રવર્તે છે. છતાં બંને એટલી ઝડપથી પ્રવર્તે છે કે જેથી આપણને એમ જ થાય છે કે બંને સાથે જ પ્રવર્તે છે. આપણને આંખ સામે ઘડો આવતાંની સાથે જ આ ઘટ છે એવો ખ્યાલ આવે છે. પણ
આ વસ્તુ છે, એ ઘટ કહેવાય એમ જુદો બોધ થાય છે એવો ખ્યાલ નથી આવતો. આનું કારણ જ્ઞાનની ગતિની શીઘ્રતા છે. કમળના સો પાંદડાની થપ્પી કરીને ઝડપથી છેદવામાં આવે તો ક્રમશઃ એક એક પાંદડાનો છેદ થયો હોવા છતાં બધાં પાંદડાં એકી સાથે છેદાઇ ગયાં એમ લાગે છે.
મતિ અને શ્રુત એ બે જ્ઞાન એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના બધા જીવોને હોય છે. જેમ કે કીડી, કીડીને સાકરની ગંધના અણુઓની સાથે ઘ્રાણેન્દ્રિયનો સંબંધ થતાં ‘અહીં કંઇક છે' એમ સ્થૂલ મતિજ્ઞાન થાય છે. પછી તેને ‘આ વસ્તુ મારે ખાવા લાયક છે' એવું જ્ઞાન તુરત થઇ જાય છે. યદ્યપિ તેને શબ્દોનું જ્ઞાન નથી તથા આ વસ્તુ ખાવા લાયક છે એમ કોઇએ કહ્યું નથી, છતાં પૂર્વભવમાં થયેલ તથાપ્રકારના શ્રુતના બળે ‘આ મારે ખાવા લાયક છે' એવું શ્રુતજ્ઞાન થાય છે. પછી તે તુરત સાકરના ટુકડા તરફ જાય છે અને તેના ઉપર ચોટે છે. જો કીડીને મતિ-શ્રુત જ્ઞાન ન હોય તો તે આ પ્રમાણે પ્રવૃત્તિ કરી શકે નહિ. એ જ પ્રમાણે અન્ય જીવો વિષે પણ જાણવું. હા, એટલું છે કે— જેમ જેમ ઇન્દ્રિયો ઓછી તેમ તેમ મતિ-શ્રુત સૂક્ષ્મરૂપે હોય છે. પંચેન્દ્રિયનાં મતિ-શ્રુતની અપેક્ષાએ ચઉરિન્દ્રિય જીવનાં મતિ-શ્રુત સૂક્ષ્મ હોય છે. ચરિન્દ્રિયની અપેક્ષાએ તેઇન્દ્રિયના મતિ-શ્રુત વધારે સૂક્ષ્મ હોય છે. એકેન્દ્રિયનાં મતિ-શ્રુત સૌથી વધારે સૂક્ષ્મ હોય છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
\\
અ૦૧ સૂ૦ ૨૦] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
શ્રુતજ્ઞાન મતિજ્ઞાન પૂર્વક જ હોય છે એમ કહેવાથી તાત્પર્ય એ આવ્યું કે જયારે શ્રુતજ્ઞાન થાય ત્યારે તેની પૂર્વે મતિજ્ઞાન અવશ્ય હોય છે. આથી પૂર્વે મતિજ્ઞાન થાય તો જ શ્રુતજ્ઞાન થાય એ નિયમ થયો. પણ મતિજ્ઞાન થયા પછી શ્રુતજ્ઞાન થાય જ એવો નિયમ નથી, ન પણ થાય. જેમ કે કોઈ ગામડિયો માણસ શહેરમાં આવીને રેડિયાને જુએ તો તેને “આ અમુક આકારવાળી અમુક સાઈઝની વસ્તુ છે એમ મતિજ્ઞાન થાય છે. તેને શું કહેવાય? તેનો વાચક કયો શબ્દ છે એ ખ્યાલ ન હોવાથી તેને શ્રુતજ્ઞાન થતું નથી. પછી જ્યારે તેને કોઈ આ વસ્તુને રેડિયો કહેવાય એમ કહે ત્યારે તેને શ્રુતજ્ઞાન થાય છે. પણ તે પહેલાં તો “અમુક આકારવાળી અમુક સાઈઝની વસ્તુ છે એ પ્રમાણે મતિજ્ઞાન જ થાય છે.
શ્રુતજ્ઞાનનું સ્વરૂપ- શબ્દ-અર્થના સંબંધ વિના જ વિષયનું જ્ઞાન તે મતિજ્ઞાન. વિષયના જ્ઞાન પછી આ વિષયને અમુક શબ્દથી ઓળખવામાં આવે છે, આ વિષયથી અમુક લાભ થાય, અમુક નુકસાન થાય, આ વિષયનો અમુક રીતે ઉપયોગ થાય, અમુક રીતે ન થાય વગેરે અનેક પ્રકારનું જ્ઞાન થાય છે. આ જ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે. કારણ કે શ્રુત એટલે સાંભળેલું. આ વસ્તુને અમુક શબ્દથી ઓળખવામાં આવે છે, આનાથી અમુક લાભ થાય વગેરે જ્ઞાન આપણને બીજા પાસેથી સાંભળીને અથવા વાંચીને થયેલું હોય છે. માટે તે જ્ઞાન ઋત=સાંભળેલું કહેવામાં આવે છે.
શ્રુતજ્ઞાનના અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એમ મુખ્ય બે ભેદો છે. અંગબાહ્યના અનેક ભેદો છે. અંગપ્રવિષ્ટના આચારાંગ આદિ બાર અંગ દ્વાદશાંગી) રૂપ બાર ભેદો છે. તેમાં બારમું અંગ દષ્ટિવાદ છે. દષ્ટિવાદના પરિકર્મ, સૂત્ર, પૂર્વાનુયોગ, પૂર્વગત અને ચૂલિકા એમ પાંચ ભેદો છે. પૂર્વગતમાં ૧૪ પૂર્વો છે. યદ્યપિ અંગબાહ્યના કાલિક અને ઉત્કાલિક એમ બે
૧. કારણ કે મતિજ્ઞાન શ્રુતજ્ઞાનનું બાહ્ય કારણ છે, એનું અત્યંતર કારણ શ્રુતજ્ઞાનાવરણીયનો
લયોપશમ છે. આથી જે વિષયનું મતિજ્ઞાન થાય તે વિષયનો શ્રુતજ્ઞાનાવરણીય યોપશમ
ન હોય તો તેનું શ્રુતજ્ઞાન ન થાય. ૨. પરમાર્થથી તો શ્રુતજ્ઞાન પણ મતિજ્ઞાન છે=મતિજ્ઞાનનો જ વિશિષ્ટ ભેદ છે. એમાં વિશેષતા
એ છે કે પરોપદેશથી કે આગમવચનથી થાય છે. અર્થાત એમાં ઇન્દ્રિય-મન ઉપરાંત પરોપદેશ અને આગમવચનની પણ અપેક્ષા રહે છે. (વિ.આ.ભા.ગા. ૮૬ શ્રી હેમચંદ્રસૂરિ ટીકા)
Page #86
--------------------------------------------------------------------------
________________
૪૨
શ્રીસ્વાદિગમસૂત્ર [અ૦૧ સૂ૦ ૨૦ ભેદો છે, તે બંનેના અનેક ભેદો છે, છતાં અહીં કાલિક અને ઉત્કાલિક એ બે ભેદોની વિવફા ન કરી હોવાથી અંગબાહ્યના અનેક ભેદો છે એમ જણાવ્યું છે.
પ્રશ્ન- સઘળું શ્રુત શ્રુતરૂપે સમાન હોવા છતાં તેના અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એવા ભેદ કઈ અપેક્ષાએ છે ?
ઉત્તર– શ્રુતજ્ઞાનના બે ભેદ વક્તાના ભેદની અપેક્ષાએ છે. ગણધર ભગવંતોએ જેની રચના કરી તે અંગપ્રવિણ. શ્રતના વિશુદ્ધ બોધવાળા આચાર્યોએ જેની રચના કરી તે અંગબાહ્ય.'
પ્રશ્ન-આચાર્યોએ શ્રુતની રચના કેમ કરી? શું ગણધરોની શ્રુતરચના ખામીવાળી કે અલ્પ હતી?
ઉત્તર–ગણધરો અતિશયથી સંપન્ન હોવાથી તેમની રચના ખામીરહિત અને સંપૂર્ણ હતી. પણ કાલદોષથી બુદ્ધિ, બળ, આયુષ્ય વગેરેનો હ્રાસ થતો જઈ અલ્પશક્તિવાળા અને અલ્પ આયુષ્યવાળા શિષ્યો પણ જલદી સારી રીતે સમજી શકે એ આશયથી આચાર્યોએ તે તે કાલ પ્રમાણે તે તે શ્રુતની રચના કરી. અર્થાત્ મંદમતિ વગેરે શિષ્યોના અનુગ્રહ માટે આચાર્યોએ બીજા શ્રતની રચના કરી છે. ૧. છ આવશ્યક સૂત્રો ગણધરત છે. પ્રગ્ન- તત્ત્વાર્થ ભાષ્યમાં સામાયિક આદિ છ માવયક સત્રો, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન વગેરે શ્રત અંગબાહ્ય છે, અને જેની રચના ગણધર પછીના આચાર્યોએ કરી હોય તે અંગબાહ્ય છે, એમ જણાવ્યું છે. આનાથી સામાયિક આદિજ આવશ્યક સૂત્રોના કર્તા ગણધર ભગવંતો નહિ, ;િ ગણધર પછીના આચાર્ય ભગવંતો છે એમ સિદ્ધ થાય છે. આ સમજણ બરોબર છે ? ઉત્તર- ના. કારણ કે ૫.પૂ. વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજથી પણ પ્રાચીન ચૌદ પૂર્વવર શ્રી ભદ્રબાહુ સ્વામી વિરચિત આવશ્યક નિર્યુક્તિ આદિ અનેક પ્રમાણભૂત ગ્રંથોના આધારે જ આવશ્યક સૂત્રોના ક્ત શ્રી ગણધર ભગવંતો છે એમ સિદ્ધ થાય છે. આથી ઉક્ત ભાગનો અર્થ પણ તે પ્રમાણે ઘટાવવો જોઈએ. આથી જ એ ભાષ્યની પૂ. શ્રી સિદ્ધસેન ગણિવર્યકત ટીકામાં અને પૂ. શ્રી યશોવિજયજી મહોપાધ્યાયકત ટીકામાં ગણધર પછીના આચાર્યોએ રચેલા અંગબાલ શ્રતમાં દશવૈકાલિક આદિ સુત્રોનો નિર્દેશ ર્યો છે. જો ભાષ્યનો છ આવશ્યક સૂત્રો ગણધર પછીના પ્રાચાર્યોએ રચેલા છે એવો અર્થ સિદ્ધ થતો હોત તો ઉક્ત બંને ટીકાઓમાં સામાયિક આદિ સૂત્રોનો નિર્દેશ કરત. આથી છ આવશ્યક સૂત્રોના કર્તા ગણધર ભગવંતો જ છે. (છ આવશ્યક સૂત્રો ગણથરકત છે એ માટે વિશેષાવશ્યકગાથા ૯૪૮, ૧૧૧૯, ૨૦૮૪ તથા મલધારી શ્રી હેમચંદ્ર સૂરિકૃત ટીકાની પ્રારંભની અવતરલિકા જુઓ.)
Page #87
--------------------------------------------------------------------------
________________
અ૦૧ સૂ૦ ૨૦] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
કર્મગ્રંથનિર્દિષ્ટ શ્રુતજ્ઞાનના ચૌદ ભેદો
કર્મગ્રંથમાં શ્રુતજ્ઞાનના અક્ષરકૃત વગેરે સાત અને તેનાથી વિપરીત અનક્ષરદ્યુત વગેરે સાત એમ કુલ ચૌદ ભેદો જણાવ્યા છે. તે આ પ્રમાણે– અક્ષરદ્યુત-અનફરશ્રુત, સંશ્રુિત-અસંશ્રિત, સમ્યફઋત-મિથ્યાશ્રુત, સાદિઠુત-અનાદિબ્રુત, સપર્યવસિતશ્રુત-અપર્યવસિતશ્રુત, ગમિકશ્રુતઅગમિકશ્રુત, અંગપ્રવિષ્ટદ્યુત-અનંગપ્રવિષ્ટશ્રુત.
(૧-૨) અક્ષરદ્યુત-અનક્ષરદ્યુત- અક્ષરદ્યુતના સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લધ્યક્ષર એમ ત્રણ ભેદો છે. વિવિધ લિપી તે સંજ્ઞાક્ષર. જેમ કેસંસ્કૃતમાં , ૧, ૨, ૩ એમ લખાય. ગુજરાતીમાં અ, બ, ક, ડ એમ લખાય. ઇંગ્લિશમાં A, B, C, D એમ લખાય. અ થી ઔ સુધીના ૧૪ સ્વરો, અનુસ્વાર, વિસર્ગ, કથી હસુધીના ૩૩ વ્યંજનો અને ળ, ક્ષ, જ્ઞ એમ મળીને કુલ બાવન અક્ષરોનો ઉચ્ચાર કરવો બોલવા તે વ્યંજનાક્ષર છે. ટૂંકમાં લખાય તે સંજ્ઞાક્ષર અને બોલાય તે વ્યંજનાક્ષર.
લખેલા અક્ષરો પુદ્ગલરૂપ છે અને બોલેલા અક્ષરો પણ ભાષાવર્ગણાના પુદ્ગલો જ છે. આ બંને પ્રકારના અક્ષરો પુદ્ગલ સ્વરૂપ હોવાથી જડ છે. એટલે કે જ્ઞાનરૂપ નથી, કિંતુ અજ્ઞાનરૂપ છે. આમ છતાં લધ્યક્ષર રૂપ શ્રુતજ્ઞાનનું કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને આ બંને પ્રકારના અક્ષરોને પણ શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે. આમ સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર, ઔપચારિક શ્રુત હોવાથી દ્રવ્યશ્રત છે અને લધ્યક્ષર વાસ્તવિક શ્રુત હોવાથી ભાવશ્રુત છે. (ભાવનું છે કારણ હોય તેને દ્રવ્ય કહેવાય.)
શબ્દો સાંભળીને કે વાંચીને આત્મામાં થતો અર્થબોધ લધ્યક્ષશ્રુત છે. અક્ષર વિના હાથથી ઇશારો, ખોંખારો વગેરે સંકેતથી થતું જ્ઞાન અનારકૃત છે.
(૩-૪) સંક્ષિશ્રુત-અસંજ્ઞિકૃત– દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા જીવોમાં થતું શ્રુતજ્ઞાન સંન્નિશ્રત છે. તે સિવાયના એકેન્દ્રિય વગેરે જીવોનું શ્રુતજ્ઞાન અસંશ્રિત છે. દીર્ઘકાલિકી વગેરે ત્રણ સંજ્ઞાનું સ્વરૂપ બીજા અધ્યાયના પચીસમા સૂત્રમાં જણાવ્યું છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૧ સૂ૦ ૨૦
(૫-૬) સભ્યશ્રુત-મિથ્યાશ્રુત– સમ્યક્ અને મિથ્યા એ બંને પ્રકારના શ્રુતના દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત એમ બે પ્રકાર છે. જે શાસ્ત્રોના કર્તા સમ્યગ્દષ્ટિ હોય તેમનું રચેલું શ્રુત દ્રવ્યથી ભાવશ્રુત છે. જેમ કે, દ્વાદશાંગી અને તેના આધારે પછીના આચાર્યો વગેરેએ રચેલાં શાસ્ત્રો. મિથ્યાદૃષ્ટિ જીવોએ રચેલાં શાસ્ત્રો દ્રવ્યથી મિથ્યાશ્રુત છે.
૪૪
સમ્યગ્દષ્ટિને શ્રુતથી થતો બોધ ભાવસભ્યશ્રુત છે. સમ્યગ્દષ્ટિને સમ્યગ્દષ્ટિ જીવોએ રચેલાં શાસ્ત્રોથી થતો બોધ તો સભ્યશ્રુત છે જ, પણ મિથ્યાર્દષ્ટિ જીવોએ રચેલાં શાસ્ત્રોથી થતો બોધ પણ સભ્યશ્રુત છે. કારણ કે તેની બુદ્ધિ સમ્યક્ હોવાથી તે બંને પ્રકારના શાસ્ત્રોમાંથી સમ્યક્ બોધ કરવાની શક્તિ ધરાવે છે. મિથ્યાર્દષ્ટિને શ્રુતથી થતો બોધ મિથ્યાશ્રુત છે. મિથ્યાદષ્ટિને મિથ્યાર્દષ્ટિ જીવોએ રચેલાં શાસ્ત્રોથી થતો બોધ તો મિથ્યાશ્રુત છે જ, કિંતુ સમ્યગ્દષ્ટિ જીવોએ રચેલાં શાસ્ત્રોથી થતો બોધ પણ મિથ્યાશ્રુત છે. કારણ કે તેની બુદ્ધિ મિથ્યા હોવાથી સમ્યક્શ્રુતના શ્રવણથી પણ તેને મિથ્યા બોધ થાય છે. વરસાદનું પાણી છીપમાં પડે તો મોતી થાય અને સર્પના મુખમાં પડે તો ઝેર થાય. અહીં જેમ પાત્રને અનુસારે પાણી પરિણામ પામે છે તેમ જ્ઞાન પણ પાત્રને અનુસારે પરિણામ પામે છે. આથી શાસ્ત્રો કોણે રચેલાં છે એ મહત્ત્વનું નથી, કિંતુ શાસ્ત્રોનો અભ્યાસ કરનાર પાત્ર કેવું છે તે મહત્ત્વનું છે.
આનું તાત્પર્ય એ થયું કે સમ્યગ્દષ્ટિવિરચિત શ્રુત દ્રવ્યથી સભ્યશ્રુત છે અને મિથ્યાર્દષ્ટિવિરચિત શ્રુત દ્રવ્યથી મિથ્યાશ્રુત છે. સમ્યગ્દષ્ટિનો શ્રુતબોધ ભાવથી સભ્યશ્રુત છે અને મિથ્યાર્દષ્ટિનો શ્રુતબોધ ભાવથી મિથ્યાશ્રુત છે. આનાં કારણો પ્રથમ અધ્યાયના ૩૨મા અને ૩૩મા સૂત્રના વિવેચનમાં વિસ્તારથી જણાવ્યાં છે.
(૭-૮) સાદિશ્રુત-અનાદિશ્રુત– આદિથી સહિત તે સાદિ. જે શ્રુતની આદિ=પ્રારંભ હોય તે સાદિશ્રુત. આદિથી રહિત તે અનાદિ. જે શ્રુતની આદિ=પ્રારંભ ન હોય તે અનાદિશ્રુત. કોઇ જીવ સમ્યગ્દર્શન પામે ત્યારે તેના શ્રુતની આદિ થાય છે. માટે તેનું શ્રુત સાદિ છે.
(૯-૧૦) સપર્યવસિતશ્રુત-અપર્યવસિતશ્રુત- પર્યવસાનથી=અંતથી સહિત તે સપર્યવસિત. જે શ્રુતનો અંત હોય તે સપર્યવસિત.
Page #89
--------------------------------------------------------------------------
________________
અ૦ ૧ સૂ૦ ૨૦]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૪૫
પર્યાવસાનથી—અંતથી રહિત તે અપર્યવસિત. ટૂંકમાં સપર્યવસિત એટલે સાંત અને અપર્યવસિત એટલે અનંત.
૭-૮-૯-૧૦ એ ચાર ભેદોની દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી વિચારણા આ પ્રમાણે છે—
(૧) દ્રવ્યથી– કોઇ જીવ સમ્યગ્દર્શન પામે ત્યારે તેના શ્રુતજ્ઞાનનો પ્રારંભ થાય છે અને કોઇ જીવનું સમ્યગ્દર્શન ચાલ્યું જાય ત્યારે શ્રુતજ્ઞાનનો અંત થાય છે. આથી એક જીવદ્રવ્યને આશ્રયીને શ્રુત સાદિ-સાંત છે. અનેક જીવદ્રવ્યોને આશ્રયીને શ્રુત અનાદિકાળથી ચાલ્યું જ આવે છે અને શિષ્યપ્રશિષ્યોની પરંપરાથી અનંતકાળ સુધી શ્રુત ભણાતું જ રહેશે. આથી અનેક જીવદ્રવ્યોને આશ્રયીને શ્રુત અનાદિ-અનંત છે.
(૨) ક્ષેત્રથી– ભરત-ઐરાવત ક્ષેત્રમાં તીર્થની સ્થાપના થાય ત્યારથી શ્રુતનો પ્રારંભ થાય છે અને તીર્થવિચ્છેદ થાય ત્યારે શ્રુતનો અંત આવે છે. માટે ભરત-ઐરાવત ક્ષેત્રને આશ્રયીને શ્રુત સાદિ-સાંત છે, અને મહાવિદેહમાં સદા તીર્થંકરો હોવાથી મહાવિદેહ ક્ષેત્રને આશ્રયીને શ્રુત અનાદિ-અનંત છે. (૩) કાળથી— ઉત્સર્પિણી-અવસર્પિણીમાં ત્રીજા આરાનો કેટલોક કાળ ગયા પછી શ્રુતજ્ઞાનનો પ્રારંભ થાય છે, ઉત્સર્પિણીમાં ચોથા આરાનો કેટલોક કાળ ગયા પછી અને અવસર્પિણીમાં પાંચમા આરાને છેડે શ્રુતનો અંત થાય છે. માટે ઉત્સર્પિણી-અવસર્પિણી કાળને આશ્રયીને શ્રુત સાદિ-સાંત છે. મહાવિદેહમાં નોઉત્સર્પિણી નોઅવસર્પિણી કાળ છે. તે કાળને આશ્રયીને શ્રુત સદા હોવાથી અનાદિ-અનંત છે.
(૪) ભાવથી— ક્ષાયોપશમિક સમ્યક્ત્વને આશ્રયીને શ્રુત સાદિ-સાંત છે. ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય ત્યારે શ્રુતનો પ્રારંભ થાય છે તેથી સાદિ છે અને ચાલ્યું જાય ત્યારે શ્રુતનો અંત થાય છે તેથી સાંત છે.
(૧૧-૧૨) ગમિકશ્રુત-અગમિકશ્રુત— જે શાસ્ત્રોમાં વારંવાર સરખે સરખા પાઠો આવતા હોય તે ગમિકશ્રુત. આ પ્રાયઃ દૃષ્ટિવાદમાં હોય છે. જેમાં સરખે સરખા પાઠો ન હોય તે અગમિકશ્રુત. જેમ કે—આચારાંગ વગેરે.
ન
Page #90
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાધિગમસૂત્ર
[અ૦ ૧ સૂ૦ ૨૧-૨૨
(૧૩-૧૪) અંગપ્રવિષ્ટશ્રુત-અંગબાહ્યશ્રુત- ગણધરોએ રચેલી દ્વાદશાંગી અંગપ્રવિષ્ટશ્રુત છે. શ્રુતના વિશુદ્ધબોધવાળા આચાર્યો વગેરેએ દ્વાદશાંગીના આધારે રચેલું શ્રુત અંગબાહ્યશ્રુત છે.
આ પ્રમાણે શ્રુતજ્ઞાનના ચૌદ ભેદોનું વર્ણન પૂર્ણ થયું. (૨૦) અવધિજ્ઞાનના ભેદો ત્રિવિયોવધિ: ૫ -૨૬ ॥
અધિના બે ભેદ છે—(૧) ભવ પ્રત્યય (૨) ક્ષયોપશમ પ્રત્યય.
પ્રત્યય એટલે નિમિત્ત. ભવના નિમિત્તે અવશ્ય થાય તે ભવપ્રત્યય. અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય તે ક્ષયોપશમ પ્રત્યય. (૨૧) ભવપ્રત્યય અવધિજ્ઞાનના સ્વામી– ભવપ્રત્યયો ના દેવાનામ્ ॥ ૧-૨૨ ॥
નારકો અને દેવોને ભવ પ્રત્યય અવધિજ્ઞાન હોય છે.
યદ્યપિ ભવપ્રત્યય અવધિજ્ઞાનમાં પણ કર્મનો ક્ષયોપશમ જરૂરી છે, છતાં નારક અને દેવનો ભવ મળતાં અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ અવશ્ય થાય છે. આથી ક્ષયોપશમની અપેક્ષાએ ભવની પ્રધાનતા હોવાથી નારક અને દેવભવમાં થતું અવધિજ્ઞાન ભવપ્રત્યય છે. જેમ પક્ષીના ભવમાં પાંખો અવશ્ય હોય છે, ચક્રવર્તી આદિના ભવમાં વિશિષ્ટ બળ આદિની પ્રાપ્તિ અવશ્ય હોય છે, તેમ ના૨ક અને દેવભવમાં અવધિજ્ઞાન અવશ્ય ઉત્પન્ન થાય છે.
નારકોના અવધિજ્ઞાનનું ક્ષેત્ર- પહેલી આદિ નરકમાં અનુક્રમે II, ૩, ૨, ૨, ૧૫, ૧ અને ગા ગાઉ જઘન્ય અવધિક્ષેત્ર છે, અને જઘન્ય અવધક્ષેત્રથી । ગાઉ અધિક ઉત્કૃષ્ટ અવધિક્ષેત્ર છે, અર્થાત્ ૪, ૩ા, ૩, ૨, ૨, ૧।। અને ૧ ગાઉ ઉત્કૃષ્ટ અવધિક્ષેત્ર છે. ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્કમાં અવધિક્ષેત્ર
૪૬
ઉત્કૃષ્ટ તિર્યક્— જે દેવોનું અર્ધસાગરોપમથી ન્યૂન આયુષ્ય હોય તેમને સંખ્યાતયોજન, તેથી અધિક આયુષ્યવાળાને અસંખ્યાતયોજન. જેમ જેમ આયુષ્ય અધિક તેમ તેમ અસંખ્યાતનું પ્રમાણ મોટું સમજવું.
ઉત્કૃષ્ટ ઊર્ધ્વ— ભવનપતિને સૌધર્મ સુધી, વ્યંતર-જ્યોતિષને સંખ્યાતયોજન.
Page #91
--------------------------------------------------------------------------
________________
અ૦૧ સૂ૦ ૨૩ શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
ઉત્કૃષ્ટ અધો– ભવનપતિને ત્રીજી નરક સુધી, વ્યંતર-જ્યોતિષ્કને સંખ્યાતયોજન સુધી.
ઊર્ધ્વ આદિ ત્રણેમાં જઘન્ય ભવનપતિ અને વ્યંતરમાં ૨૫ યોજન, જ્યોતિષમાં સંખ્યાતયોજન.
વૈમાનિક દેવોનું અવધિક્ષેત્ર ચોથા અધ્યાયના ૨૧મા સૂત્રમાં જણાવ્યું છે. (૨૨)
ક્ષયોપશમ પ્રત્યય અવધિજ્ઞાનના સ્વામીયથોmનિમિત્ત: પવિન્ય: શોષાગામ્ II ૨-૨૩ |
શેષ જીવોને શાસ્ત્રોક્ત ક્ષયોપશમરૂપ નિમિત્તથી ઉત્પન્ન થનાર ક્ષયોપશમ પ્રત્યય અવધિજ્ઞાન છ પ્રકારનું હોય છે.
અહીં શેષ જીવોથી મનુષ્યો અને તિર્યંચો સમજવાના છે. કારણ કે મનુષ્ય, તિર્યંચ, નારક અને દેવ એમ ચાર પ્રકારના જીવો છે, તેમાં નારક અને દેવોને ભવપ્રત્યય અવધિજ્ઞાન હોય છે. એટલે શેષ તિર્યંચો અને મનુષ્યો જ રહે છે.
લયોપશમ પ્રત્યય અવધિજ્ઞાનના છ ભેદો-(૧) અનુગામી, (૨) અનનુગામી, (૩) વર્ધમાન, (૪) હીયમાન, (પ) પ્રતિપાતી, (૬) અપ્રતિપાતી.
(૧) અનુગામી- ફાનસના દીવાની જેમ સાથે આવનાર. અનુગામી અવધિજ્ઞાનવાળો જીવ ગમે ત્યાં જાય તો પણ તેને અવધિજ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે.
(૨) અનનુગામી– ઇલેક્ટ્રીક બલ્બના પ્રકાશની જેમ સાથે ન આવનાર. અનનુગામી અવધિજ્ઞાન જે સ્થળે ઉત્પન્ન થયું હોય તે સ્થળે જ તેનો ઉપયોગ પ્રવર્તે. જીવ બીજા સ્થળે જાય તો તેનો ઉપયોગ ન પ્રવર્તે.
(૩) વર્ધમાન– ઉત્પન્ન થયા બાદ પ્રદીપ્ત અગ્નિની જેમ અનુક્રમે વધતું જાય. | (૪) હયમાન– ઉત્પન્ન થયા બાદ અનુક્રમે ઘટતું જાય.
(૫) પ્રતિપાતી– વીજળીના ઝબકારાની જેમ ઉત્પન્ન થઈને ચાલ્યું જાય. અવધિજ્ઞાનના પ્રતિપાતી ભેદના સ્થાને અનવસ્થિત ભેદ પણ આવે છે. અનવસ્થિત એટલે અનિયત. ઓછું થાય, વધે, ચાલ્યું પણ જાય, ફરી ઉત્પન્ન થાય એમ અનિયત હોય.
Page #92
--------------------------------------------------------------------------
________________
४८
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર (અ) ૧ સૂ૦ ૨૩ (૬) અપ્રતિપાતી-અપ્રતિપાતી એટલે કાયમ રહેનાર. આ અવધિજ્ઞાન જીવનપર્યત રહે. કોઈ જીવને ભવાંતરમાં પણ સાથે જાય. અથવા કોઈને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યાં સુધી પણ રહે.
પરમાવધિજ્ઞાન કે જેના પછી અંતર્મુહૂર્તમાં અવશ્ય કેવળજ્ઞાન થાય, તેનો સમાવેશ આ અપ્રતિપાતિ અવધિજ્ઞાનમાં છે. એ જ્ઞાનમાં અલોકમાં પણ લોકપ્રમાણ અસંખ્યાત ખંડોને જોવાનું સામર્થ્ય હોય છે. અલબત્ત, અલોકમાં રૂપી દ્રવ્યો ન હોવાથી જોઈ શકે નહિ. પણ પરમાવધિમાં આટલું જોવાનું સામર્થ્ય હોય છે. આ સામર્થ્યનું ફળ એ છે કે તેનાથી લોકમાં અધિક સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ પદાર્થોને જોઈ શકાય છે, યાવત્ સર્વ સૂક્ષ્મ પરમાણુને પણ જોઈ શકાય છે. (વિ.આ. મા.-૬૦૬).
અપ્રતિપાતી અવધિજ્ઞાનનું બીજું નામ અવસ્થિત છે. મનુષ્યોના અવધિજ્ઞાનનો વિષયદ્રવ્યથી જઘન્ય–અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલાં દ્રવ્યો. દ્રવ્યથી ઉત્કૃષ્ટ–સૂક્ષ્મ કે બાદર સર્વ રૂપીદ્રવ્યો. ક્ષેત્રથી જધન્ય—અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા ક્ષેત્રમાં રહેલાં દ્રવ્યો. ક્ષેત્રથી ઉત્કૃષ્ટ–સંપૂર્ણલોક અને અલોકમાં પણ લોક પ્રમાણ અસંખ્યાત
ખંડો.
કાલથી જઘન્ય–આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલો કાળ. કાલથી ઉત્કૃષ્ટ–અસંખ્ય ભૂત-ભાવી ઉત્સર્પિણી-અવસર્પિણી. ભાવથી જઘન્ય અનંતા પર્યાયો. ભાવથી ઉત્કૃષ્ટ–અનંતા પર્યાયો.
અનંતા દ્રવ્યોને આશ્રયીને અનંતા પર્યાયો જોઈ શકે, પણ કોઈ એક દ્રવ્યના જાન્યથી ચાર અને ઉત્કૃષ્ટથી અસંખ્ય પર્યાયો જોઈ શકે. (વિ.આ. ગા.-૮૦૭-૮૦૮)
તિર્યંચોના અવધિજ્ઞાનનો વિષયદ્રવ્યથી ઉત્કૃષ્ટ–તૈજસવર્ગણાના દ્રવ્યો. ક્ષેત્રથી ઉત્કૃષ્ટ–અસંખ્ય દ્વીપ સમુદ્રો. કાલથી ઉત્કૃષ્ટ–અસંખ્યકાળ (પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ)
Page #93
--------------------------------------------------------------------------
________________
અ) ૧ સૂ૦૨૪] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
ભાવથી ઉત્કૃષ્ટ–મનુષ્યવત. દ્રવ્યાદિ ચારેથી જઘન્ય વિષય મનુષ્યવત્ છે. મનુષ્ય-તિર્યચોમાં ભવોની અપેક્ષાએ અવધિજ્ઞાનનો વિષય
પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળ સુધીનું અવધિજ્ઞાન જેમને થયું હોય તેવા મનુષ્યો અને તિર્યંચો જે ભવમાં અવધિજ્ઞાન થાય તે ભવમાં અતીત અને અનાગત ૨ થી ૯ ભવ સુધી જોઈ શકે. જો ર થી ૯ ભવમાં પૂર્વે અવધિજ્ઞાન થયેલું હોય તો પૂર્વે થયેલા અવધિજ્ઞાન વડે જોયેલા ઘણા (૯ ભવથી પણ વધારે) અતીત-અનાગત ભવોનું સ્મરણ કરે સ્મૃતિ જ્ઞાનથી જાણે. પણ બેથી નવ ભવ સુધી સાક્ષાત્ અવધિજ્ઞાનથી જુએ તેમ સાક્ષાત્ જોઈ શકે નહિ. સાક્ષાત્ તો ૨ થી ૯ ભવ સુધી જ જોઈ શકે. અહીં કાળ અને ભવોનું પરસ્પર નિયમન છે. તે આ પ્રમાણે–પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળમાં બે થી નવ ભવો જ જુએ, તેથી વધારે ભાવો ન જુએ. તથા બે થી નવ ભવ સુધીમાં પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળ સુધી જ જુએ, તેથી વધારે કાળ સુધી ન જુએ. (વિ.આ.ભા. ગા.-૬૭૫-૬૭૭) (૨૩)
મનઃપર્યાયજ્ઞાનના ભેદો
ગુ-વિપુલમતી મન:પર્યાયઃ ૨-૨૪ | મન:પર્યાયજ્ઞાનના જુમતિ અને વિપુલમતિ એમ બે ભેદો છે.
મન:પર્યાય એટલે મનના વિચારો. મન:પર્યવ અને મન:પર્યાય એ બંને શબ્દો એકાર્થક છે. મન:પર્યવ જ્ઞાન વડે અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞિપંચેન્દ્રિય જીવોના વિચારો જાણી શકાય છે.
અહીં એ ધ્યાન રાખવું જરૂરી છે કે, મન:પર્યવજ્ઞાનથી મનના પર્યાયો વિચારો જ પ્રત્યક્ષ દેખાય છે, વિચારણીય વસ્તુ નહિ. જેના સંબંધી વિચાર કરવામાં આવે એ વસ્તુ અનુમાનથી જણાય છે. મન જ્યારે વિચાર કરે છે ત્યારે વિચારણીય વસ્તુ પ્રમાણે મનોવર્ગણાના પુદ્ગલોના જુદા જુદા આકારો ગોઠવાય છે. આ આકારો એ જ મનના પર્યાયો કે વિચારો છે. મન:પર્યવજ્ઞાની એ વિચારોને પ્રત્યક્ષ દેખે છે. પછી એ આકારોથી અનુમાન ૧. જેટલા ભવોનું અવધિજ્ઞાન પૂર્વે થયું હોય તેટલા ભાવો વધારે.
Page #94
--------------------------------------------------------------------------
________________
૫૦
શીતવાથધિગમસૂત્ર [અ૦૧ સૂ૦ ૨૫-૨૬ કરી લે છે કે અમુક વસ્તુનો વિચાર કર્યો. કુશળ વૈદ્ય મુખાકૃતિ વગેરે પ્રત્યક્ષ જોઈને શરીરમાં રહેલા રોગને અનુમાનથી જાણે છે તેમ. (૨૪)
જુમતિ અને વિપુલમતિમાં વિશેષતાના હેતુઓવિષ્યતિપાતાવ્ય તષિ: . -ર
વિશુદ્ધિ અને અપ્રતિપાત (કાયમ ટકવું તે) વડે જુમતિ અને વિપુલમતિમાં વિશેષતા=ભેદ છે.
જુમતિ મન:પર્યવજ્ઞાન અવિશુદ્ધ અને પ્રતિપાતી છે, જ્યારે વિપુલમતિ મન:પર્યવજ્ઞાન વિશુદ્ધ અને અપ્રતિપાતી છે. ઋજુમતિ મનઃપયજ્ઞાનવાળો જીવ “અમુક વ્યક્તિએ ઘડાનો વિચાર કર્યો એમ સામાન્યથી જાણે, જ્યારે વિપુલમતિ મન:પર્યાયવાળો જીવ “અમુક વ્યક્તિએ અમદાવાદના, અમુક રંગના, અમુક આકારના, અમુક સ્થળે રહેલા ઘડાનો વિચાર કર્યો' ઇત્યાદિ વિશેષથી જાણે. ઋજુમતિ જ્ઞાન જતુ પણ રહે, જયારે વિપુલમતિ ન જ જાય. વિપુલમતિ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયા બાદ અવશ્ય કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. તે જ ભવમાં મોક્ષની પ્રાપ્તિ થાય. (૨૫)
અવધિ-મન:પર્યવમાં ભેદના હેતુઓ विशुद्धि-क्षेत्र-स्वामि-विषयेभ्योऽवधिमनःपर्याययोः॥१-२६ ॥
વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી અને વિષય એ ચાર હેતુઓથી અવધિજ્ઞાન અને મન:પર્યવ જ્ઞાનમાં વિશેષતા=ભેદ છે.
(૧) વિશુદ્ધિ અવધિજ્ઞાનથી મન:પર્યવજ્ઞાન વધારે વિશુદ્ધ હોય છે. આથી અવધિજ્ઞાનીની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાની પોતાના વિષયને વધારે સ્પષ્ટ જાણી શકે છે.
(૨) ક્ષેત્ર- મન:પર્યવજ્ઞાનના ક્ષેત્રથી અવધિજ્ઞાનનું ક્ષેત્ર વિશાળ છે. અવધિજ્ઞાનનું ક્ષેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગથી આરંભી સંપૂર્ણ લોકપર્વત છે. મન:પર્યવજ્ઞાનનું ક્ષેત્ર માત્ર અઢી દિપ અને બે સમુદ્ર પ્રમાણ છે. મન:પર્યવજ્ઞાની માત્ર અઢી દ્વીપ અને બે સમુદ્ર પ્રમાણ મનુષ્ય ક્ષેત્રમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય (મનુષ્ય, તિર્યંચ અને દેવીના મનના વિચારોને જાણી શકે છે.' ૧. મન:પર્યવજ્ઞાની ઉપર જયોતિષ (૯૦૦ યોજન) સુધી અને નીચે હજાર યોજન સુધી જાણી
શકે છે. (લોકપ્રકાશ ગા-૯૨૮-૯૨૯)
Page #95
--------------------------------------------------------------------------
________________
૫૧
અ૦૧ સૂ૦ ૨૬] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
(૩) સ્વામી અવધિજ્ઞાન ચારેય ગતિમાં રહેલા સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદષ્ટિ જીવોને ઉત્પન્ન થાય છે. મન:પર્યવજ્ઞાન મનુષ્ય ગતિમાં સાતમા ગુણસ્થાને રહેલા સંયમી જીવોને જ ઉત્પન્ન થાય છે, અને ૬ થી ૧૨ ગુણસ્થાન સુધી હોય છે.
(૪) વિષયઅવધિજ્ઞાનનો વિષય સર્વ રૂપી દ્રવ્યો અને તેના અલ્પ પર્યાયો છે. આમાં મનના પૂલ પર્યાયોનો પણ સમાવેશ થાય છે. મન:પર્યવજ્ઞાનનો વિષય ફક્ત મનોવર્ગણાના પુદ્ગલો અને તેના પર્યાયો હોવાથી અવધિજ્ઞાનના વિષયથી અનંતમા ભાગ પ્રમાણ છે.
પ્રશ્ન-મનના પર્યાયો પણ અવધિજ્ઞાનનો વિષય છે તો તેનાથી મનના વિચારો જાણી શકાય ?
ઉત્તર- હા, વિશુદ્ધ અવધિજ્ઞાનથી મનના વિચારો પણ જાણી શકાય છે. અનુત્તર દેવો ભગવાને દ્રવ્યમનથી આપેલા ઉત્તરોને અવધિજ્ઞાનથી જ જાણી શકે છે.
પ્રશ્નતો અવધિ અને મન:પર્યવજ્ઞાનમાં વિશુદ્ધિની દૃષ્ટિએ ભેદ ક્યાં
રહ્યો ?
ઉત્તર– મનના વિચારોને મન:પર્યવજ્ઞાની જેટલી સૂક્ષ્મતાથી જાણી શકે છે તેટલી સૂક્ષ્મતાથી વિશુદ્ધ અવધિજ્ઞાની પણ જાણી શકે નહિ.
અવધિજ્ઞાની રૂપી સર્વ દ્રવ્યોને અને થોડા પર્યાયોને વધારેમાં વધારે અસંખ્ય પર્યાયોને) જાણી શકે છે. મન:પર્યવજ્ઞાની માત્ર મનોવર્ગણાના પુગલોને જ જાણી શકે છે, તેમાં પણ, માત્ર અઢી બીપ-બે સમુદ્ર પ્રમાણ મનુષ્યક્ષેત્રમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોએ વિચાર કરવા વાપરેલા મનોવર્ગણાના પુદ્ગલોને જ જાણી શકે છે.
અવધિજ્ઞાનમાં ક્ષેત્ર, સ્વામી અને વિષયની બાબતમાં અધિક વિશેષતા હોવા છતાં વિશુદ્ધિની બાબતમાં તે અત્યંત પાછળ પડી જાય છે. આથી અવધિજ્ઞાનની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાનનું અધિક મહત્ત્વ છે. એક ડૉકટર આંખ, કાન, ગળું, દાંત, પેટ, છાતી વગેરેના રોગોનું જ્ઞાન ધરાવે છે, પણ
પૂલ જ્ઞાન ધરાવે છે. જ્યારે બીજો ડૉક્ટર આંખ વગેરે કોઈ એક જ અંગના રોગનું જ્ઞાન ધરાવે છે, પણ અત્યંત સૂક્ષ્મ જ્ઞાન મેળવીને તે વિષયનો
Page #96
--------------------------------------------------------------------------
________________
પર
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર અિ૦ ૧ સૂ૦ ૨૭ સ્પેશ્યાલીસ્ટ ડોકટર બનેલો છે. તેથી તે તે રોગના દર્દીઓને તે વધારે ઉપયોગી બને છે. તેવી રીતે એક શિક્ષક અનેક વિષયોનું શિક્ષણ આપે છે. પણ પૂલ સ્થૂલ સમજાવે છે, જ્યારે બીજો શિક્ષક એક જ વિષયનું શિક્ષણ આપે છે, છતાં એ વિષયને અત્યંત સૂક્ષ્મતાથી એવી રીતે સમજાવે છે કે જેથી વિદ્યાર્થીઓ એ વિષયનો તલસ્પર્શી બોધ કરી શકે છે. અહીં પ્રથમ ડોકટર કરતાં બીજા ડૉકટરનું અને પ્રથમ શિક્ષક કરતાં બીજા શિક્ષકનું મહત્ત્વ વધારે ગણાય. જેમ અહીં બીજા ડૉકટરનું પ્રથમ ડૉકટરની અપેક્ષાએ અને બીજા શિક્ષકનું પ્રથમ શિક્ષકની અપેક્ષાએ વિષય અલ્પ હોવા છતાં બોધની વિશુદ્ધિની અધિકતાથી મહત્ત્વ વધી જાય છે, તેમ અવધિજ્ઞાનની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાનમાં ક્ષેત્ર આદિમાં અલ્પતા હોવા છતાં વિશુદ્ધિ અધિક હોવાથી તેનું મહત્ત્વ વધી જાય છે. (૨૬)
મતિ અને શ્રતનો વિષયमतिश्रुतयोनिबन्धः सर्वद्रव्येष्वसर्वपर्यायेषु ॥ १-२७ ॥
મતિ અને શ્રુતજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્યો અને થોડા એટલે કે કેટલાક પર્યાયો છે.
મતિ અને શ્રુતજ્ઞાન જગતમાં રહેલા રૂપી-અરૂપી સઘળાં દ્રવ્યોને જાણી શકાય છે. પણ પર્યાયો તો થોડા=પરિમિત જાણી શકાય છે. કારણ કે આ જગતમાં વધારેમાં વધારે મતિ-શ્રુત ગણધરાદિને કે ચૌદપૂર્વાને જ હોય છે. તેઓના જ્ઞાનનું મૂળ તીર્થંકર ભગવંતો છે. તીર્થંકરો જગતનાં ત્રણે કાળનાં સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયો સાક્ષાત્ જુએ છે, જાણે છે, પણ તે દરેક ભાવોને=પર્યાયોને કહી શકાય તેટલા શબ્દો જ નથી. ભાવોના અનંતમા ભાગ જેટલા જ શબ્દો છે. જેટલા શબ્દો છે તેટલા બધા શબ્દો આખી જિંદગી બોલ્યા કરે તો પણ ન બોલી શકાય. આથી તીર્થકરો જેટલો ઉપદેશ આપે છે તેનો અનંતમો ભાગ જ ગણધરો દ્વાદશાંગીમાં શબ્દો દ્વારા ગૂંથી શકે છે. આથી આ દ્વાદશાંગીના અભ્યાસી પૂર્વધરો પણ સર્વ દ્રવ્યના અનંતમા ભાગના જ પર્યાયોને જાણી શકે છે. ચૌદ પૂર્વધરો પણ જે ભાવો-પર્યાયો દ્વાદશાંગીમાં નથી ગૂંથાયા, તથા જે ભાવો માટે શબ્દો નથી, તે અનંત ભાવોને જાણી નથી
Page #97
--------------------------------------------------------------------------
________________
અ૦ ૧ સૂ૦ ૨૮-૨૯-૩૦] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૫૩
શકતા. તેઓ જે જાણે છે, તેનાથી અનંતગુણા ભાવોને નથી જાણતા. આથી મતિ-શ્રુતનો વિષય સર્વ દ્રવ્યો છે, પણ સર્વ પર્યાયો નથી.
ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની (ચૌદ પૂર્વધર) શ્રુતકેવળી કહેવાય છે. કારણ કે કેવળી ભગવંત જેટલું કહી શકે છે તેટલું શ્રુત દ્વારા ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની પણ કહી શકે છે. આથી ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની શ્રુત વડે કેવળી સમાન હોવાથી શ્રુતકેવળી કહેવાય છે.
પ્રશ્ન– મતિજ્ઞાન ઇન્દ્રિયો વડે ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિયો તો માત્ર રૂપી દ્રવ્યોને જ ગ્રહણ કરે છે, તો મતિજ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો શી રીતે હોઇ શકે ? ઉત્તર– મતિજ્ઞાન જેમ ઇન્દ્રિયોથી ઉત્પન્ન થાય છે તેમ મન દ્વારા પણ ઉત્પન્ન થાય છે. મન પૂર્વે અનુભૂત વિષય ઉપરાંત શ્રુત વડે જાણેલા વિષયોનું પણ ચિંતન કરે છે. શ્રુત વડે અરૂપી દ્રવ્યોનો પણ બોધ થાય છે. આથી મન દ્વારા રૂપી-અરૂપી સર્વ દ્રવ્યો મતિજ્ઞાનનો વિષય બને છે. (૨૭)
અવધિનો વિષય–
વિઘ્નવયેઃ ।। ૧-૨૮ ॥
અવધિનો વિષય કેટલાક પર્યાયયુક્ત રૂપી દ્રવ્યો છે.
ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની પણ રૂપી દ્રવ્યોને જ જાણી શકે છે, અરૂપી દ્રવ્યોને નહિ. (૨૮)
મન:પર્યવજ્ઞાનનો વિષય—
તનન્તમાને મન:પર્યાયસ્થ ॥ ૬-૨૨ ॥
મન:પર્યવજ્ઞાનનો વિષય અવધિજ્ઞાનના વિષયથી અનંતમો ભાગ છે. અવધિજ્ઞાની સર્વ રૂપી પદાર્થોને જાણી શકે છે. મનઃપર્યવજ્ઞાની તેના અનંતમા ભાગના જ રૂપી પદાર્થોને જાણી શકે છે. કારણ કે મનઃપર્યવજ્ઞાની અઢી દ્વીપમાં રહેલા સંક્ષિ પંચેન્દ્રિય જીવોના મનરૂપે પરિણમેલા મનોવર્ગણાના પુદ્ગલોને અને તેના પર્યાયોને જાણી શકે છે. મનોવર્ગણાના સર્વ પણ પુદ્ગલો રૂપી સર્વ દ્રવ્યના અનંતમા ભાગે છે, તો અઢી દ્વીપમાં સંક્ષિપંચેન્દ્રિય જીવોના મનરૂપે પરિણમેલા મનોવર્ગણાના પુદ્ગલો સુતરાં અનંતમા ભાગે છે. (૨૯)
કેવલજ્ઞાનનો વિષય—
सर्वद्रव्यपर्यायेषु केवलस्य ॥ १-३० ॥
Page #98
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૧ સૂ૦ ૩૧ કેવલજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયો છે.
કેવલજ્ઞાનની જ્ઞાનશક્તિ સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયોમાં હોય છે. જગતમાં એવી કોઈ વસ્તુ કે એવો કોઈ ભાવ=પર્યાય નથી કે જે કેવલજ્ઞાનથી ન જાણી શકાય. જેમ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ પડે છે તેમ આત્મામાં ત્રણ કાળની સર્વ વસ્તુઓનું અને સર્વ ભાવોનું એવા પ્રકારનું વિલક્ષણ જ્ઞાનિગમ્ય પ્રતિબિંબ પડે છે, જેથી કેવળજ્ઞાની ભગવંત જગતનાં સર્વ દ્રવ્યોને અને ત્રણે કાળના સર્વ પર્યાયોને જાણી શકે છે. આથી જ કેવળજ્ઞાનીને સર્વજ્ઞ કહેવામાં આવે છે. સર્વજ્ઞ એટલે સઘળું જાણનાર.
પ્રશ્ન- સર્વજ્ઞો હાલ દેખાતા નથી તો સર્વજ્ઞો હશે કે નહિ તેની શી ખાતરી ?
ઉત્તર– જે વસ્તુ આપણને દેખાય તે જ વસ્તુ આ જગતમાં હોય, અથવા જે વસ્તુ આપણા મગજમાં બેસે તે જ વસ્તુ આ જગતમાં હોય, તે સિવાય કોઈ વસ્તુ ન હોય એ માન્યતા ભૂલ ભરેલી છે. આપણને ન દેખાવા છતાં, જે વસ્તુનું આપ્તપુરુષનાં શાસ્ત્રોમાં પ્રતિપાદન હોય, જે વસ્તુ અનુમાન આદિથી સિદ્ધ થતી હોય, તે વસ્તુ આ જગતમાં હોય છે. આપ્ત પુરુષો સ્વયં સર્વજ્ઞ હોય છે. એથી આપણને જે ભાવો ન દેખાય તેને પણ તેઓ પ્રત્યક્ષ જુએ છે અને જગતને તેનો ઉપદેશ આપે છે. આમપ્રણીત આગમમાં સર્વજ્ઞનું વર્ણન છે. તદુપરાંત અનુમાનથી પણ સર્વજ્ઞની સિદ્ધિ થાય છે. જે ધર્મ અંશતઃ પ્રગટે છે તે ધર્મ અવશ્ય સંપૂર્ણપણે પ્રગટી શકે છે. ચંદ્રનો પ્રકાશ બીજના દિવસે અંશતઃ પ્રગટે છે તો પૂર્ણિમાના દિવસે પૂર્ણરૂપે પ્રગટે છે. તેમ આત્માનો જ્ઞાનધર્મ અંશતઃ પ્રગટે છે તો સંપૂર્ણ પણ પ્રગટી શકે છે. જે આત્મામાં જ્ઞાનધર્મ સંપૂર્ણપણે પ્રગટે તે સર્વજ્ઞ.' (૩૦)
એક જીવને એકીસાથે કેટલ શાન હોઈ શકે?
એક જીવને એકીસાથે એક, બે, ત્રણ કે ચાર જ્ઞાન હોઈ શકે.
કોઈપણ જીવને એકી સાથે પાંચ જ્ઞાન ન હોઈ શકે. જ્યારે એક જ્ઞાન હોય છે ત્યારે મતિજ્ઞાન અથવા કેવળજ્ઞાન હોય છે. જ્યારે બે જ્ઞાન હોય છે ૧. પ્રમાણ મીમાંસા અ૦ ૧ ૦ ૧ સૂ. ૧૬
Page #99
--------------------------------------------------------------------------
________________
પપ
અ૦૧ સૂ૦ ૩૧] શ્રીતત્ત્વાધિગમસૂત્ર ત્યારે મતિ-શ્રુત એ બે જ્ઞાન હોય છે. જ્યારે ત્રણ જ્ઞાન હોય છે ત્યારે મતિશ્રુત-અવધિ અથવા મતિ-શ્રુત-મન:પર્યવ એ ત્રણ જ્ઞાન હોય છે. જયારે ચાર જ્ઞાન હોય છે ત્યારે મતિ, શ્રત, અવધિ અને મન:પર્યવ એ ચાર જ્ઞાન હોય છે.
પ્રશ્ન-સર્વ જીવોમાં મતિ-શ્રુત એ બે જ્ઞાન હોય છે. શાસ્ત્રમાં એકેન્દ્રિય જીવોમાં પણ સૂક્ષ્મ મતિ-શ્રુતનો સ્વીકાર કરવામાં આવ્યો છે, તો કેવળ મતિજ્ઞાન કેમ હોઈ શકે ?
ઉત્તર– અહીં શબ્દરૂપ શ્રુતની અપેક્ષાએ કેવળ મતિજ્ઞાન હોઈ શકે છે. એકેન્દ્રિયાદિ જીવોને સૂક્ષ્મ શ્રુત હોવા છતાં અક્ષરના બોધરૂપ શ્રુતજ્ઞાન નથી હોતું. અથવા અહીં વિશિષ્ટ શાસરૂપ શ્રતની વિવેક્ષા છે. નિસર્ગ સમ્યગ્દર્શન પામેલ જીવને મતિજ્ઞાન હોવા છતાં વિશિષ્ટ સામાયિક આદિ શ્રુતના બોધનો અભાવ હોય છે.
જ્યારે કેવળજ્ઞાન હોય છે, ત્યારે અન્ય કોઈ જ્ઞાન હોતું નથી.
પ્રશ્ન- કેવળજ્ઞાનના સમયે અન્ય જ્ઞાનોનો સર્વથા અભાવ થાય છે કે તેમની શક્તિ અભિભૂત થાય છે?=ઢંકાઈ જાય છે?
ઉત્તર- આ વિષયમાં બે મત છે. એક મતે અન્ય જ્ઞાનોનો સર્વથા અભાવ હોય છે. આ મતનો અભિપ્રાય એ છે કે ચાર જ્ઞાન આત્માના સ્વભાવરૂપ નથી. કર્મના ક્ષયોપશમથી પ્રગટ થતા હોવાથી ઔપાધિક છે. (જે સ્વાભાવિક ન હોય, કિત કોઈ ઉપાધિથી નિમિત્તથી થયેલ હોય તે ઔપાધિક કહેવાય. જેમ કે નિર્મલ સ્ફટિકમાં જપાકુસુમના સાન્નિધ્યથી થયેલ લાલરંગ ઔપાધિક છે.)
કેવળજ્ઞાન આત્માના સ્વભાવરૂપ છે. કેવળજ્ઞાન જ્ઞાનાવરણના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થાય છે. જ્ઞાનાવરણનો સર્વથા ક્ષય થાય છે ત્યારે ક્ષયોપશમરૂપ ઉપાધિનો અભાવ હોવાથી ચાર જ્ઞાનોનો પણ સર્વથા અભાવ થાય છે. સૂર્યનો પ્રકાશ બારી-બારણાથી રહિત ઘરમાં નથી આવતો. કારણ કે આવરણ છે. પણ બારી-બારણાવાળા મકાનમાં સૂર્યનો થોડો પ્રકાશ આવે છે. જો મકાનને જ સર્વથા પાડી નાખવામાં આવે તો તે સ્થળે સંપૂર્ણ પ્રકાશ આવે છે અને બારીબારણાનો સર્વથા અભાવ થાય છે. તે જ પ્રમાણે પ્રસ્તુતમાં જ્ઞાનાવરણીય કર્મરૂપ આવરણ હોવાથી સૂર્યસમાન જ્ઞાનનો પ્રકાશ આત્મરૂપ મકાનમાં આવી
Page #100
--------------------------------------------------------------------------
________________
૫૬
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ) ૧ સૂ૦ ૩૨ શકતો નથી, પણ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમરૂપ બારી-બારણા હોવાથી તે દ્વારા થોડો પ્રકાશ આવે છે. પણ જ્યારે સર્વથા આવરણ ખસી જાય છે ત્યારે જ્ઞાનનો સંપૂર્ણ પ્રકાશ આવે છે અને બારી-બારણારૂપ ક્ષયોપશમનો અભાવ થવાથી મતિ આદિ ચાર જ્ઞાનનો પણ સર્વથા અભાવ થાય છે.
બીજ મતે કેવળજ્ઞાન સમયે ચાર જ્ઞાનનો સર્વથા અભાવ નથી હોતો, પરંતુ કાર્યરૂપે અભાવ થાય છે. શક્તિરૂપે ચાર જ્ઞાન હોય છે, પણ સૂર્યના ઉદયથી ગ્રહ, નક્ષત્ર આદિ જેમ અભિભૂત બની જાય છે તેમ કેવળજ્ઞાન સમયે અન્ય ચારે જ્ઞાન અભિભૂત બની જવાથી પોતાનું કાર્ય કરી શકતાં નથી. (૩૧)
પ્રથમનાં ત્રણ જ્ઞાનમાં વિપરીતતા(=અજ્ઞાનતા)મતિ-શ્રાવિયવો વિપર્યય | ૨-૩૨ છે. પ્રથમનાં ત્રણ જ્ઞાન વિપરીત એટલે કે અજ્ઞાન પણ હોય છે. પ્રશ્ન– જ્ઞાન અજ્ઞાન શી રીતે હોઈ શકે? શું પ્રકાશ અંધકારરૂપ હોય?
ઉત્તર– અહીં જ્ઞાન-અજ્ઞાનની વિવલા આધ્યાત્મિક દૃષ્ટિએ છે. આથી અહીં અજ્ઞાનનો અર્થ જ્ઞાનનો અભાવ નહિ, પરંતુ વિપરીત જ્ઞાન છે. આધ્યાત્મિક દૃષ્ટિએ જેનાથી વસ્તુનો યથાર્થ બોધ થાય તેને જ જ્ઞાન કહેવાય. આથી જેનાથી વિપરીત બોધ થાય તે બાહ્યદષ્ટિએ જ્ઞાન હોવા છતાં આધ્યાત્મિક દૃષ્ટિએ અજ્ઞાન જ છે. જ્ઞાનનું પ્રયોજન યથાર્થ બોધ કરવો એ છે. વિપરીત જ્ઞાનથી એ પ્રયોજન સિદ્ધ ન થતું હોવાથી આધ્યાત્મિક દૃષ્ટિએ વિપરીત જ્ઞાન એ અજ્ઞાન જ છે.
- જ્યારે મિથ્યાત્વ મોહનો ઉદય હોય છે ત્યારે વસ્તુનો યથાર્થ બોધ થતો જ નથી, વિપરીત જ બોધ થાય છે. આથી મિથ્યાદષ્ટિનાં મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન અજ્ઞાનરૂપ છે.
મિથ્યાત્વ મોહનો નાશ થતાં સમ્યગ્દર્શન ગુણ પ્રગટે છે. સમ્યગ્દર્શનના પ્રભાવથી વસ્તુનો યથાર્થ બોધ થાય છે. આથી સમ્યગ્દષ્ટિ જીવનું મતિ આદિ જ્ઞાન જ્ઞાનસ્વરૂપ છે.
પ્રશ્ન- શું સમ્યગ્દષ્ટિને કોઇ વિષયમાં સંશય કે વિપરીત બોધ ન થાય?
ઉત્તર- સમ્યગ્દષ્ટિને પણ કોઈ વિષયમાં સંશય કે વિપરીત બોધ થઈ જાય એ સુસંભવિત છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
અ૦ ૧ સૂ૦૩૨] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
પ્રશ્ન- તો એનો બોધ યથાર્થ જ હોય એવો નિયમ ક્યાં રહ્યો ?
ઉત્તર- અહીં યથાર્થ બોધનો અર્થ પ્રમાણશાસ્ત્રની દૃષ્ટિએ નથી, કિંતુ અધ્યાત્મશાસ્ત્રની દષ્ટિએ છે. પ્રમાણશાસ્ત્રની દષ્ટિએ જ્ઞાનનો વિષય યથાર્થ હોય તો યથાર્થ બોધ અને અયથાર્થ હોય તો અયથાર્થ બોધ એવો અર્થ છે. દોરડામાં દોરડાનું જ્ઞાન યથાર્થબોધ છે. કારણ કે તેનો વિષય યથાર્થ છે. અર્થાત્ જેનું જ્ઞાન છે તે ત્યાં છે. દોરડામાં સર્પનું જ્ઞાન અયથાર્થબોધ છે. કારણ કે તેનો વિષય અયથાર્થ છે. અર્થાત્ જેનું જ્ઞાન છે તે ત્યાં નથી. વજનદાર પીળી ધાતુમાં આ સોનું છે કે પિત્તળ છે એવો સંશય પણ અયથાર્થ બોધ છે. પ્રમાણશાસ્ત્ર પ્રસિદ્ધ આવો (વિપરીત બોધ વગેરે) અયથાર્થ બોધ સમ્યગ્દષ્ટિમાં પણ હોય છે. પણ અહીંતે વિવક્ષિત નથી. આ અધ્યાત્મશાસ્ત્ર હોવાથી અહીંયથાર્થબોધનો “જે બોધ આધ્યાત્મિક વિકાસમાં સહાયક બને તે યથાર્થબોધ” આવો અર્થ વિવક્ષિત છે. સમ્યગ્દષ્ટિનું જ્ઞાન આધ્યાત્મિક વિકાસમાં સહાયક બને છે.
મિથ્યાદષ્ટિનું જ્ઞાન તેવું નથી. સમ્યગ્દષ્ટિ જ્ઞાનનો ઉપયોગ મુખ્યતયા આત્મોન્નતિમાં કરે છે, જ્યારે મિથ્યાદૃષ્ટિ પુદ્ગલપોષણમાં કરે છે. આથી જ મિથ્યાદષ્ટિનું લૌકિક દૃષ્ટિએ ઉચ્ચ કક્ષાનું ગણાતું જ્ઞાન પણ અજ્ઞાન છે. સમ્યગ્દષ્ટિનું અલ્પ જ્ઞાન પણ જ્ઞાનસ્વરૂપ છે. મિથ્યાષ્ટિનું ભૌતિક જ્ઞાન તો અજ્ઞાન રૂપ છે, કિંતુ આધ્યાત્મિક જ્ઞાન પણ અજ્ઞાનરૂપ છે. સમ્યગ્દષ્ટિમાં આનાથી ઊલટું છે. તેનું આધ્યાત્મિક જ્ઞાન તો જ્ઞાન સ્વરૂપ છે, કિંતુ ભૌતિક જ્ઞાન પણ હેયોપાદેયના વિવેકવાળું હોવાથી જ્ઞાનરૂપ (સમ્યજ્ઞાન) છે.
પ્રશ્ન- સમ્યગ્દષ્ટિને જેમ ભૌતિક વિષયમાં સંશય કે વિપરીત જ્ઞાન થઈ જાય, તેમ આધ્યાત્મિક વિષયમાં પણ થાય કે નહિ?
ઉત્તર- સમ્યગ્દષ્ટિને આધ્યાત્મિક વિષયમાં પણ પોતાની અલ્પમતિ આદિના કારણે કે ઉપદેશકની ભૂલથી સંશય કે વિપરીત જ્ઞાન થઈ જાય એવું બને. પણ તેમાં સમ્યગ્દર્શન ગુણના પ્રભાવથી આધ્યાત્મિક વિકાસના પાયા રૂપ સત્યજિજ્ઞાસા, સત્યસ્વીકાર વગેરે ગુણો હોય છે. આથી તે પોતાથી વિશેષ જાણકારોની પાસે સત્ય સમજવા પ્રયત્ન કરે છે. તેમાં પોતાની ભૂલ સમજાઈ જાય તો તરત તેને સુધારી લે છે અને સત્યનો સ્વીકાર કરે છે. હવે એવું પણ બને કે કોઈ વિષયમાં પોતાની મતિમંદતાના કારણે સત્ય શું છે
Page #102
--------------------------------------------------------------------------
________________
૫૮
તાવાટલિગમસ બિ૦૧૨૦૩૩ તે સમજી શકે નહિ. જે વિષયમાં સત્ય શું છે તે સમજાય નહિ તે વિષયમાં “સર્વ જે કહ્યું છે તે જ સત્ય છે” આવી માન્યતા ધરાવે છે. પણ મા જ સત્ય એવો કદાગ્રહ ન રાખે. એ કોઈ પણ વિષયમાં સત્યાસત્યનો નિર્ણય પોતાની મતિકલ્પનાથી ન કરે, પ્તિ સર્વશના ઉપદેશથી કરે. કારણ કે એ સમજતો હોય છે કે છબસ્થ જીવોની બુદ્ધિ પરિમિત જ હોય છે. પરિમિત બુદ્ધિથી સત્યાસત્યનો નિર્ણય ન થઈ શકે. સર્વજ્ઞ ભગવંતો જ સત્યાસત્યને પૂર્ણરૂપે જાણી શકે છે. આથી સર્વજ્ઞ ભગવંતોના ઉપદેશના આધારે જ સત્યાસત્યનો નિર્ણય થઈ શકે છે. મિથ્યાદ િજીવનું માનસ આનાથી વિપરીત હોય છે. તે સ્વમતિકલ્પનાથી સત્યાસત્યનો નિર્ણય કરે છે. આ જ વાત ગ્રંથકાર મહર્ષિ નીચેના (૩૩મા) સૂત્રમાં કહે છે. (૩૨)
મિથ્યાદિનાં પ્રથમ ત્રણ શાન વિપરીત કેમ?सदसतोरविशेषाद् यदृच्छोपलब्बेरुन्मत्तवत् ॥ १-३३ ॥
પોતાની પ્રતિકલ્પના પ્રમાણે સર્વ કરવાથી ઉન્મત્તાની જેમ સત પદાર્થ અને અસતુ પદાર્થની વિશેષતા સમજી ન શકવાથી મિથ્યાષ્ટિનું અતિ આદિ શાન માનસ્વરૂપ છે.
જેમ ગાંડો માણસ ભાઈને ભાભી કહે, ભાભીને ભાઈ કહે, ભાઈને બહેન કહે, બહેનને ભાઈ કહે, તેમ મિથ્યાદષ્ટિ સને અસત્ કહે અને અસતને સત્ કહે. કોણ સત્ છે? કોણ અસત્ છે? કેમ છે? વગેરે વિશેષતાઓ સમજી શક્તો નથી.
સર્વજ્ઞ ભગવંતો કહે છે કે દરેક વસ્તુ સત્ પણ છે અને અસત્ પણ છે. પ્રત્યેક વસ્તુ સ્વરૂપે સત્ છે. પરૂપે અસત્ છે. ઘટ એ ઘટ છે, પટ નથી. આથી ઘટ ઘટ રૂપે સ્વરૂપે સત્ છે, પટ રૂપે=પરરૂપે અસત્ છે. અર્થાત્ ઘટ ઘટની અપેક્ષાએ સત્ છે અને પટ આદિ પર વસ્તુની અપેક્ષાએ અસત્ છે.
દરેક વસ્તુ સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ સર્વવિદ્યમાન છે. પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ અસત્અ વિદ્યમાન છે. ઘટના દચંતથી આ વિષયને વિચારીએ
મૃત્તિકારૂપ સ્વદ્રવ્યની અપેક્ષાએ સતુ. સૂતરૂપ પરદ્રવ્યની અપેક્ષાએ અસતુ.
Page #103
--------------------------------------------------------------------------
________________
૫૯
મ) ૧ સૂ૦ ૩૪-૩૫] શ્રીતવાધિગમસૂત્ર
અમદાવાદ રૂપ સ્વક્ષેત્રની અપેક્ષાએ સત્. (અમદાવાદમાં બન્યો છે અથવા વિદ્યમાન છે એ દષ્ટિએ) મુંબઇ રૂપ પરક્ષેત્રની અપેક્ષાએ અસત્. શિયાળા રૂપ સ્વકાળની અપેક્ષાએ સત્. (શિયાળામાં બન્યો છે અથવા વિદ્યમાન છે એ દષ્ટિએ) ઉનાળા રૂ૫ પરકાળની અપેક્ષાએ અસત્. લાલરંગ રૂપ સ્વભાવની સ્વપર્યાયની અપેક્ષાએ સતુ. (લાલ ઘડો છે માટે) કૃષ્ણરંગ રૂપ પરભાવની=પરપર્યાયની અપેક્ષાએ અસતુ.
એ પ્રમાણે દરેક વસ્તુમાં સત્ત્વ-અસત્ત્વ, નિત્યત્વ-અનિત્યત્વ, સામાન્ય-વિશેષ વગેરે ધર્મો હોવા છતાં મિબાદષ્ટિ અમુક વસ્તુ સત્ જ છે. અમુક વસ્તુ અસત્ જ છે, અમુક વસ્તુ નિત્ય જ છે, અમુક વસ્તુ અનિત્ય જ છે, અમુક વસ્તુ સામાન્ય જ છે, અમુક વસ્તુ વિશેષ જ છે, એમ એકાંત રૂપે એક ધર્મનો સ્વીકાર કરી અન્ય ધર્મનો અસ્વીકાર કરે છે. આથી તેનું જ્ઞાન અજ્ઞાનસ્વરૂપ છે. (૩૩)
નયોનું નિરૂપણ नैगमसंग्रहव्यवहारर्जुसूत्रशब्दा नयाः ॥१-३४ ॥ ગાકારાવ દિ-દિ-એવા ૨-૩૧ છે
નગમ, સંગ્રહ, વ્યવહાર, જુત્ર અને શબ્દ એ પાંચ નયો છે. (૩૪) નૈગમનયના સામાન્ય અને વિશેષ એ બે અને શબ્દનયના સાંપ્રત, સમભિરૂઢ અને એવંભૂત એ ત્રણ ભેદો છે. (૩૫)
આ બે સૂત્રોનું વિવેચન કરતાં પહેલાં નય વિષે થોડી વિચારણા કરી લેવાની જરૂર છે, જેથી નયોના ભેદોનો સ્પષ્ટ રૂપે બોધ થઈ શકે. અપેક્ષા, અભિપ્રાય, દષ્ટિ, નય એ બધા શબ્દો એકાઈક છે. કોઈ એક વસ્તુ અંગે જુદી જુદી દષ્ટિએ વિચાર કરવામાં આવે તો તેમાં અનેક ગુણધર્મો રહેલા છે, એમ આપણને જણાશે. તેમાં પરસ્પર વિરોધી લાગે તેવા પણ ગુણધર્મો રહેલા છે એમ જણાશે.
Page #104
--------------------------------------------------------------------------
________________
FO
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૧ સૂ૦૩૪-૩૫ નિર્બળતા અને બળ એ બંને ધર્મો પરસ્પર વિરોધી છતાં એક જ વ્યક્તિમાં રહેલા હોય છે. એક જ વ્યક્તિ વિદ્વાન પણ હોય છે અને મૂર્ખ પણ હોય છે. એક જ માણસ નિર્ભય અને ભીરુ પણ હોય છે. એક જ વસ્તુ લાભકારક પણ હોય છે અને નુકસાનકારક પણ હોય છે.
આમ પ્રત્યેક વસ્તુમાં પરસ્પરવિરોધી ધર્મો રહેલા હોય છે. આ સાંભળીને કેટલાકને આશ્ચર્ય કે શંકા થાય કે આ શી રીતે સંભવે? શું પ્રકાશ અને અંધકાર એક સ્થળે રહી શકે? આ આશ્ચર્ય કે શંકાને દૂર કરવા સર્વજ્ઞ ભગવંતોએ એક સુંદર સિદ્ધાંત બતાવ્યો છે. આ સિદ્ધાંત છે અનેકાંતવાદ.
અનેકાંતવાદ કહે છે કે એક જ વસ્તુમાં રહેલા ધર્મો કે જે તમને પરસ્પર વિરોધી ભાસે છે, તે ધર્મો પરસ્પર વિરોધી છે જ નહિ. જો પરસ્પર વિરોધી હોય તો એક જ વસ્તુમાં રહી જ ન શકે. એક જ વસ્તુમાં રહેલા નિર્બળતા અને બળ વગેરે ધર્મો તમને પરસ્પર વિરુદ્ધ લાગે છે તે તમારી ભ્રમણા છે. પરસ્પર વિરુદ્ધ દેખાતા ધર્મો અપેક્ષાભેદથી અવિરુદ્ધ છે. કોઈ પણ ધર્મોમાં અપેક્ષાભેદથી વિરોધ છે જ નહિ.
અનેકાંત શબ્દમાં છૂટા છૂટા ત્રણ શબ્દો છે. કન, અને અન્ન એ ત્રણ શબ્દોથી અનેકાન્ત શબ્દ બન્યો છે. સન્ શબ્દનો અર્થનિષેધ(નહિ) એવો થાય છે. 6 એટલે એક. અન્ન એટલે પૂર્ણતા. એકથી પૂર્ણતા નહિ તે કાન્ત. કોઈપણ વસ્તુની પૂર્ણતા કોઈ એક ધર્મથી નથી, પરંતુ અનેક ધર્મોથી છે. અપેક્ષાભેદે વસ્તુમાં અનેક ધર્મો રહેલા છે. તેમાં આપણને પરસ્પર વિરુદ્ધ લાગે તેવા પણ ધર્મો હોય છે, પણ અનેકાંતવાદ અપેક્ષાભેદથી તેમાં અવિરોધ છે એમ સિદ્ધ કરી આપે છે. અનેકાંતવાદ એટલે એક જ વસ્તુમાં રહેલા વિરુદ્ધ ધર્મોમાં અપેક્ષાભેદથી અવિરોધ છે એમ બતાવનાર સિદ્ધાંત.
જ્યારે કોઈ તમને પૂછે કે હાથી બળવાન છે કે નિર્બળ? તો તમે તુરત કહેશો કે હાથી બળવાન હોય છે. એટલે કે હાથીમાં બળ ધર્મ હોય છે. બળવાન હાથી પણ સિંહના પંજામાં સપડાય છે ત્યારે તે કેવો માયકાંગલોઓશિયાળો બની જાય છે! આથી હાથીમાં નિર્બળતા ધર્મ પણ છે. એ હાથી નિર્બળ ન હોત તો સિંહને દૂર ફેંકી દેત. એટલે કે હાથીમાં
Page #105
--------------------------------------------------------------------------
________________
અ૦૧ સૂ૦ ૩૪-૩૫) શ્રીતત્ત્વાથધિગમસૂત્ર નિર્બળતા ધર્મપણ છે જ. હાથીમાં ગાય, બળદ આદિ પ્રાણીઓની અપેક્ષાએ બળ ધર્મ છે અને સિંહની અપેક્ષાએ નિર્બળતા ધર્મ પણ છે.
સંસ્કૃત આદિ અનેક ભાષાઓમાં વિદ્વત્તા ધરાવનાર પ્રોફેસરને જયારે ખેતી કરવા અંગેના પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે તેને માથું ખંજવાળવું પડે છે. સંસ્કૃત આદિ ભાષાઓમાં વિદ્વાન હોવા છતાં ખેતીના વિષયમાં તો તે મૂર્ખ જ છે. એ જ પ્રમાણે ખેતીને સારી રીતે જાણનાર ખેડૂત ભાષાના વિષયમાં મૂર્ખ હોવા છતાં ખેતીના વિષયમાં વિદ્વાન=કુશળ છે. પ્રોફેસર ભાષાજ્ઞાનની અપેક્ષાએ વિદ્વાન છે અને ખેતીજ્ઞાનની અપેક્ષાએ મૂર્ખ છે. જે ન સમજે તે મૂર્ખ અને જે સારી રીતે સમજે તે વિદ્વાન. ખેડૂત ભાષા વિશે કાંઈ જ સમજતો નથી છતાં ખેતી વિશે સારું સમજે છે, આથી ખેડૂત ભાષાજ્ઞાનની અપેક્ષાએ મુર્ખ છે અને ખેતીજ્ઞાનની અપેક્ષાએ વિદ્વાન છે.
એક જ માણસ નિર્ભય અને ભીરુ પણ હોય છે. મને એક માનવનો અનુભવ છે કે તે દિવસે કોઈનાથી ડરે નહિ, પણ રાતે તે બહુ જ ડરે. આથી તે રાતે કદી એકલો ક્યાંય જાય નહિ. કહો, તે વ્યક્તિમાં પરસ્પર વિરોધી દેખાતા નિર્ભયતા અને ભીરુતા એ બે ધર્મો છે કે નહિ? તે વ્યક્તિમાં દિવસની અપેક્ષાએ નિર્ભયતા ધર્મ છે અને રાત્રિની અપેક્ષાએ ભીરુતા ધર્મ છે.
- જ્યારે આપણને ઝેરની સ્મૃતિ થાય કે ઝેરને જોઈએ ત્યારે ઝેર એટલે જીવનનો અંત લાવનાર વસ્તુ એવો આપણને ખ્યાલ આવે છે. પણ જો આપણે ઝેર અંગે સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો ઝેર નૂતન જીવનની ભેટ આપે છે એમ પણ ખ્યાલ આવશે. ઝેરમાં જેમ જીવનનો અંત લાવવાનો ધર્મ છે તેમ નૂતન જીવન અર્પણ કરવાનો પણ ધર્મ છે. આથી જ અનેક ઔષધોમાં ઝેરનું મિશ્રણ થાય છે. ઝેરમાં અમુક રોગોને નાબૂદ કરવાની પણ શક્તિ હોય છે.
તમે માનો કે ન માનો પણ એક સત્ય ઘટના છે. એક શહેરમાં એક ડૉક્ટરના મિત્ર બીમાર થયા. ડૉકટરે તેમની સારવાર શરૂ કરી. મિત્રના કુટુંબમાં કોઈ ન હતું. મિત્ર એકલો જ હતો. મિત્રની મિલકત પણ ઠીક ઠીક હતી. ડૉકટરની સેવાથી ખુશ થયેલા મિત્રે ડૉકટરને કહી દીધું કે મારા મૃત્યુ બાદ મારી બધી મિલકત તમને મળે એ માટે તમારા નામનું વિલ કરી લઈએ. વિલ ડૉકટરના નામનું થઈ ગયા બાદ ડૉકટરની દાનત બગડી. તેણે મિત્રને
Page #106
--------------------------------------------------------------------------
________________
૬૨
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦ ૧ સૂ૦૩૪-૩૫ ઔષધને બદલે ઝેર આપી દીધું. ડૉકટર મિત્રના મૃત્યુની રાહ જોઈ રહ્યા. પણ મિત્રના શરીરમાં તે ઝરે અમૃતરૂપ બની ગયું. તેમનો રોગ દૂર થઈ ગયો. આમ ઝેર અમુક પર્યાયોની અપેક્ષાએ ઔષધ=અમૃતરૂપ છે અને અમુક પર્યાયોની અપેક્ષાએ ઝેરરૂપ છે.
ઉપરનાં ચારે ઉદાહરણોમાં અપેક્ષા શબ્દ વપરાયેલો છે. અહીં અપેક્ષા શબ્દનો પ્રયોગ ખાસ જરૂરી છે. વસ્તુમાં તે તે ધર્મ છે અને અપેક્ષાભેદથી તે તે ધર્મનો અભાવ પણ છે. અનેકાંતવાદનો મહેલ અપેક્ષાવાદના સ્તંભ ઉપર જ ટકી રહ્યો છે. આથી જ અનેકાંતવાદને સ્યાદ્વાદ કે અપેક્ષાવાદ પણ કહેવામાં આવે છે. આ િશબ્દનો અર્થ અપેક્ષા છે. અપેક્ષા એટલે નય. નયનો અર્થ અપેક્ષા છે. અનેકાંતવાદ અને નય વચ્ચે અંગગીભાવ છે. અનેકાંતવાદ અંગી છે, નયો તેના અંગો છે. જેનાથી વસ્તુમાં રહેલા અનેક ધર્મોમાંથી કોઈ એક ધર્મનો બોધ થાય તે નય, અને જેનાથી પરસ્પર વિરુદ્ધ ભાસતા અનેક ધર્મોનો બોધ થાય તે અનેકાંતવાદ.
અનેકાંતવાદને જો મહેલ કહીએ તો નયો તેના પાયા છે. નયોના પાયા ઉપર જ અનેકાંતવાદનો મહેલ રચાયેલો છે. નયો વિના અનેકાંતવાદ ન ટકી શકે. અનેકાંતવાદના સાહિત્યને સમજવા માટે નયોનો બોધ જરૂરી છે. કારણ કે નયો તેનું વ્યાકરણ છે. સંસ્કૃત આદિ ભાષાને જાણવા તેનું વ્યાકરણ જાણવું જરૂરી છે. જેમ કે તે ભાષાના વ્યાકરણ વિના તે તે ભાષા સમજી ન શકાય તેમ નયોરૂપ વ્યાકરણ વિના અનેકાંતવાદ ન સમજી શકાય. અનેકાંતવાદ એ ગૂઢ રહસ્યોરૂપી નિધાનથી ભરેલાં શાસ્ત્રોરૂપ મંદિરનું તાળું છે, અને નયો એ તાળાને ખોલવાની ચાવી છે. અનેકાંતવાદ સાધ્ય છે, નયો તેનું સાધન છે. સાધન વિના સાધ્યની સિદ્ધિ ન થાય. સાધ્ય વિના સાધન નકામા છે. આથી અનેકાંતવાદ અને નયવાદ એ બંને એકબીજાના પૂરક છે. આથી અનેકાંતવાદને સમજવા નયવાદના બોધની પણ જરૂર છે.
ઉપર આપણે જોઈ ગયા કે નય એટલે અપેક્ષા. આપણો સઘળો વ્યવહાર અપેક્ષાથી=નયથી ચાલે છે. વસ્તુમાં રહેલા અનેક ધર્મોમાંથી આપણને જે વખતે જે ધર્મનું પ્રયોજન હોય તે વખતે તે ધર્મને આગળ કરીને આપણે વ્યવહાર કરીએ છીએ. એક જ વ્યક્તિમાં વિદ્યાર્થીપણું, કુશળતા,
Page #107
--------------------------------------------------------------------------
________________
અ૦ ૧ સૂ૦ ૩૪-૩૫] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૬૩ સૌમ્યતા, બહાદુરી વગેરે અનેક ગુણો=ધર્મો હોવા છતાં જે વખતે જે ધર્મનું પ્રયોજન હોય તેને આગળ કરીએ છીએ. એ વ્યક્તિ જયારે નિશાળે હોય ત્યારે તેના વિદ્યાર્થીપણાને આગળ કરીને તેને વિદ્યાર્થી કહીએ છીએ. જ્યારે તે કોઈ કાર્યમાં નીડરતા બતાવીને વિજય મેળવે છે ત્યારે તેની બહાદુરીને આગળ કરીને તેને બહાદુર કહીએ છીએ. જ્યારે તેના સુંદર અભ્યાસ તરફ નજર જાય છે ત્યારે તેને કુશળ કહીએ છીએ. જ્યારે તેની મુખાકૃતિ તરફ નજર જાય છે ત્યારે તેના મુખ ઉપર તરવરતા સૌમ્યતા ધર્મને આગળ કરીને તેને સૌમ્ય કહીએ છીએ. આમ એક જ વસ્તુમાં અનેક ગુણો હોવા છતાં વ્યવહારમાં આપણે દરેક વખતે સઘળા ગુણો તરફ દૃષ્ટિ નથી કરતા, થઈ શકે પણ નહિ, કિન્તુ પ્રસંગનુસાર તે તે ગુણને=ધર્મને આગળ કરીએ છીએ. વ્યવહારમાં તે તે અપેક્ષાથી તે તે ગુણને=ધર્મને આગળ કરવામાં આવે છે.
જેટલી અપેક્ષાઓ છે તેટલા નાયો છે. અપેક્ષાઓ અનંત છે, માટે નયો પણ અનંત છે. અનંત નયોનોબોધ કરવા આપણે અસમર્થ છીએ. આથી મહાપુરુષોએ સઘળા નયોનો સંક્ષેપથી સાત નયોમાં સમાવેશ કરી આપણી સમક્ષ સાત નો મૂક્યા છે–(૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુસૂત્ર, (૫) સાંપ્રત=શબ્દ, (૬) સમભિરૂઢ અને (૭) એવંભૂત એ સાત નયો છે.
(૧) નૈગમનય- આ નયની અનેક દષ્ટિઓ છે. ગમ એટલે દષ્ટિ જ્ઞાન. જેની અનેક દૃષ્ટિઓ છે તે નૈગમ. વ્યવહારમાં થતી લોકરૂઢિ આ નૈગમનયની દૃષ્ટિથી છે. આ નયના મુખ્ય ત્રણ ભેદો છે-(૧) સંકલ્પ (૨) અંશ અને (૩) ઉપચાર.
(૧) સંકલ્પ– સંકલ્પને સિદ્ધ કરવા જે કોઈ અન્ય પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને પણ સંકલ્પની જ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જેમ કે-રમણલાલે મુંબઈ જવાનો સંકલ્પ=નિર્ણય કર્યો. આથી તે પોતાને જરૂરી કપડાં આદિ સામગ્રી પોતાની પેટીમાં ભરવા લાગ્યો. આ વખતે તેનો મિત્ર ચંપકલાલ ત્યાં આવ્યો. તેણે રમણલાલને ક્યાંક જવા માટેની તૈયારી કરતો જોઈ પૂછ્યું તમે ક્યાં જાવ છો ?' રમણલાલે કહ્યું: “હું મુંબઈ જાઊં છું.” અહીં મુંબઈ જવાની ક્રિયા તો હજી હવે થવાની છે. હમણાં તો માત્ર તેની તૈયારી થઈ
Page #108
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્તાથિિધગમસૂત્ર [અ૦ ૧ સૂ૦૩૪-૩૫ રહી છે. છતાં મિત્ર વર્તમાનકાળનો ગમનક્રિયાનો પ્રશ્ન કર્યો અને રમણલાલે જવાબ પણ વર્તમાનકાળમાં આપ્યો. વર્તમાનકાળમાં મુંબઈ તરફ ગમન ન હોવા છતાં વર્તમાનકાળનો પ્રશ્ન અને જવાબ સંકલ્પરૂપ નૈગમનયની દૃષ્ટિથી સત્ય છે. આ નય કહે છે કે જ્યારથી સંકલ્પ કર્યો ત્યારથી તે સંકલ્પ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે માટેની સઘળી ક્રિયાઓ સંકલ્પની જ કહેવાય. એટલે મુંબઈ જવાની તૈયારી પણ મુંબઈના ગમનની ક્રિયા છે.
(૨) અંશ– અંશનો પૂર્ણમાં ઉપચાર. મકાનનો ભીંત આદિ કોઈ એક ભાગ=અંશ પડી જતાં આપણે “મકાન પડી ગયું' એમ કહીએ છીએ. આંગળીનો એક ભાગ પાક્યો હોવા છતાં “આંગળી પાકી’ એમ કહેવામાં આવે છે. પુસ્તકનું એકાદ પાનું ફાટી જતાં “પુસ્તક ફાટી ગયું” એમ કહેવાય છે. આ સઘળો વ્યવહાર અંશ નૈગમની દૃષ્ટિથી ચાલે છે.
(૩) ઉપચાર– ભૂતકાળનો વર્તમાનમાં, ભવિષ્યકાળનો વર્તમાનમાં, કારણનો કાર્યમાં, આધેયનો આધારમાં એમ અનેક રીતે ઉપચાર કરવામાં આવે છે. જયારે દિવાળી આવે છે ત્યારે આપણે “આજે દિવાળીના દિવસે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા' એમ કહીએ છીએ. ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા તેને ૨૫૦૦ વર્ષ ઉપરાંત કાલ થઈ ગયો. છતાં આપણે ભૂતકાળનો વર્તમાનકાળમાં આરોપ કરીને “આજે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા' એમ બોલીએ છીએ. ઘી જીવન છે એમ બોલાય છે. ઘી જીવન થોડું છે? ઘી તો જીવવાનું સાધન છે કારણ છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને ઘી જીવન છે એમ કહેવામાં આવે છે. નગરના લોકો રડી રહ્યા હોવા છતાં નગર રડે છે' એમ બોલવામાં આવે છે. અહીં આધેય લોકોનો આધારરૂપ નગરમાં ઉપચાર કરવામાં આવ્યો છે. પર્વત ઉપર રહેલું ઘાસ બળવા છતાં પર્વત બળે છે' એમ કહેવામાં આવે છે. સિંહ સમાન બળવાળા માણસને “આ તો સિંહ છે એમ સિંહ તરીકે સંબોધવામાં આવે છે. કેટલીકવાર આપણે વર્તમાનકાળમાં ભૂતકાળનો આરોપ કરીએ છીએ. જેમકે દૂધપાક તૈયાર થઈ રહ્યો છે તે વખતે કોઈ પૂછે છે–“આજે શું બનાવ્યું છે?” તો “આજે દૂધપાક બનાવ્યો છે એમ કહેવામાં આવે છે. અહીં દૂધપાક હજી હવે બનવાનો છે, બની રહ્યો છે, છતાં “બનાવ્યો એમ ભૂતકાળનો પ્રયોગ કરવામાં આવે છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
૬૫
અ૦૧ સૂ૦ ૩૪-૩૫] શ્રીતત્ત્વાધિગમસૂત્ર એ પ્રમાણે કેટલીક વાર ભવિષ્યકાળનો વર્તમાનમાં આરોપ કરીએ છીએ. કોઈ કાર્ય માટે બહાર જવાને જરા વાર હોવા છતાં ક્યારે જવાના છો ?' એમ પૂછવામાં આવે તો હમણાં જ જઉં છું' એમ કહેવામાં આવે છે. અહીં જવાની ક્રિયા તો ભવિષ્યકાળમાં થોડીવાર પછી થવાની છે, એથી “હમણાં જ જઈશ” એમ કહેવું જોઈએ તેના બદલે “હમણાં જ જઉં છું' એમ વર્તમાનકાળનો પ્રયોગ કરવામાં આવે છે.
આમ અનેક પ્રકારની વ્યવહારરૂઢિઃલોકરૂઢિ આનૈગમનયની દષ્ટિથી છે. હવે બીજી રીતે નૈગમનયને વિચારીએ.
(૧) નૈગમનય- નૈગમનયના સર્વપરિક્ષેપી અને દેશપરિક્ષેપી એમ બે ભેદ છે. સર્વપરિપેક્ષી એટલે સામાન્યગ્રાહી અને દેશપરિક્ષેપી એટલે વિશેષગ્રાહી. પ્રત્યેક વસ્તુ સામાન્ય અને વિશેષ એમ ઉભયસ્વરૂપ છે. જેમ કે ઘટ. માટીની દષ્ટિએ ઘટ વિશેષ છે, કારણ કે માટીની અનેક વસ્તુઓ બને છે. માટીની દરેક વસ્તુમાં માટી રહેલી છે માટે માટી સામાન્ય અને તેમાંથી બનેલી દરેક વસ્તુ વિશેષ છે. આથી માટીની અપેક્ષાએ ઘટ વિશેષ રૂપ છે. ઘટના પણ અનેક પ્રકારો હોય છે. જુદા જુદા પ્રકારના ઘટની અપેક્ષાએ ઘટ એ સામાન્ય છે અને જુદા જુદા પ્રકારના ઘટ વિશેષ છે. આમ દરેક વસ્તુ અપેક્ષાભેદથી સામાન્ય-વિશેષ સ્વરૂપ છે.
નૈગમન સામાન્ય વિશેષ ઉભયને અવલંબે છે. પણ તેનો આધાર લોકરૂઢિ છે. નૈગમનય લોકરૂઢિ પ્રમાણે ક્યારેક સામાન્યને અવલંબે છે તો
ક્યારેક વિશેષને અવલંબે છે. જેમકે, ભારતમાં અમદાવાદની અમુક પોળમાં અમુક નંબરના ઘરમાં રહેતા ચંદ્રકાંતને જ્યારે જ્યારે અન્ય અજાણ વ્યક્તિ તમે ક્યાં રહો છો ?' એ પ્રશ્ન પૂછે છે ત્યારે ત્યારે તે એક સરખો ઉત્તર નથી આપતો, કિંતુ ભિન્ન ભિન્ન ઉત્તર આપે છે. જ્યારે તે અમેરિકામાં હોય ત્યારે જો કોઈ તેને “તમે ક્યાં રહો છો ?' એમ પૂછે તો તે કહે છે કે “હું ભારતમાં રહું છું. જ્યારે તે ભારતમાં મહારાષ્ટ્ર આદિ દેશમાં હોય ત્યારે તે “હું ગુજરાતમાં રહું છું' એમ ઉત્તર આપે છે. ક્યારેક તે “અમદાવાદમાં રહું છું' એમ ઉત્તર આપે છે. ક્યારેક અમુક પોળમાં અમુક નંબરના ઘરમાં રહું છું” એમ ઉત્તર આપે છે. અહીં પ્રશ્ન એક જ છે. તેના જવાબો અનેક
Page #110
--------------------------------------------------------------------------
________________
૬૬
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૧ સૂ૦ ૩૪-૩૫ છે. દરેક જવાબ સત્ય છે એમ નૈગમન કહે છે. અહીં અમેરિકા, રશિયા વગેરે દેશોની અપેક્ષાએ ભારત વિશેષ છે. પણ ભારતના ગુજરાત, મહારાષ્ટ્ર આદિ ભાગોની અપેક્ષાએ ભારત સામાન્ય છે. ભારતની અપેક્ષાએ ગુજરાત વિશેષ છે. પણ ગુજરાતના કચ્છ-કાઠિયાવાડ વગેરે ભાગોની અપેક્ષાએ ગુજરાત સામાન્ય છે. નૈગમનય સામાન્ય વિશેષ ઉભયને ગ્રહણ કરે છે.
(૨) સંગ્રહનય- જે નય સર્વ વિશેષોનો એક રૂપે સામાન્યરૂપે સંગ્રહ કરી લે તે સંગ્રહનય. દરેક વસ્તુ અપેક્ષાભેદથી સામાન્ય અને વિશેષ એમ ઉભયરૂપે છે, એમ આપણે જોયું. આથી દરેક વસ્તુમાં સામાન્ય અંશ અને વિશેષ અંશ રહેલ છે. સંગ્રહનય સામાન્ય અંશને ગ્રહણ કરે છે. તે કહે છે કે સામાન્ય વિના વિશેષ હોઈ શકે જ નહિ. સામાન્ય વિના વિશેષ આકાશ કુસુમવતુ અસતુ જ છે. સામાન્ય વનસ્પતિ વિના વિશેષ લીમડો હોઈ શકે જ નહિ. આથી જ્યાં જ્યાં વિશેષ છે ત્યાં ત્યાં સામાન્ય અવશ્ય હોય છે. આથી સંગ્રહનય દરેક વસ્તુની ઓળખાણ સામાન્યરૂપે આપે છે. એની દષ્ટિ સામાન્ય તરફ જ જાય છે.
આથી આ નયની દૃષ્ટિ વિશાળ છે. તે સર્વ વિશેષોનો સામાન્યથી એકરૂપે સંગ્રહ કરી લે છે. જેમ કે ચેતન અને જડ એ બંને પદાર્થો જુદા છે. પણ આ નય તે બંનેને એકરૂપે સંગ્રહી લે છે. જડ અને ચેતન એ બંને પદાર્થો સત્ છે. સત્ તરીકે બંને સમાન છે=એક છે. પ્રત્યેક જીવ ભિન્ન ભિન્ન હોવા છતાં આ નય સર્વ જીવોને ચૈતન્યથી એકરૂપે માને છે. કારણ કે દરેકમાં ચૈતન્ય સમાન એક છે. સાડી, બુશકોટ, બ્લાઉઝ, ધોતિયું વગેરે અનેક પ્રકારની વસ્તુને કાપડ કહીને એકરૂપ માને છે. આમ આ નય સામાન્ય અંશને ગ્રહણ કરે છે. સામાન્ય અંશમાં અનેક તરતમતા હોય છે. આથી સંગ્રહનયના દરેક દષ્ટાંતમાં પણ તરતમતા રહેવાની. સામાન્ય અંશ જેટલો વિશાળ તેટલો સંગ્રહનય વિશાળ. સામાન્ય અંશ જેટલો સંક્ષિપ્ત તેટલો સંગ્રહનય સંક્ષિપ્ત.
(૩) વ્યવહારનય- જે નય વિશેષ તરફ દૃષ્ટિ કરીને દરેક વસ્તુને જુદી જુદી માને તે વ્યવહારનય. આ નય કહે છે કે વિશેષ સામાન્યથી જુદું નથી એ વાત સાચી, પણ વિશેષ વિના વ્યવહાર ન ચાલી શકે. “વનસ્પતિ લાવ' એટલું કહેવા માત્રથી લાવનાર વ્યક્તિ શું કંઈ લાવી શકશે? નહિ જ. અહીં
Page #111
--------------------------------------------------------------------------
________________
અ૦ ૧ સૂ૦ ૩૪-૩૫]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૬૭
તમારે કહેવું જ પડશે કે ‘અમુક વનસ્પતિ લાવ'. આમ કહેવાથી તે જોઇતી વસ્તુ લાવી શકે છે. વિશેષને માન્યા સિવાય વ્યવહાર ચાલે જ નહિ. આથી વ્યવહારનય વિશેષ અંશને માને છે.
અહીં સુધી આપણે જોઇ ગયા કે નૈગમ, સંગ્રહ અને વ્યવહાર એ ત્રણ નયોમાં નૈગમનય સામાન્ય અને વિશેષ એમ ઉભયને સ્વીકારે છે. સંગ્રહનય કેવળ સામાન્યને સ્વીકારે છે. વ્યવહારનય કેવળ વિશેષને સ્વીકારે છે. સંગ્રહ અને વ્યવહારનય પરસ્પર સાપેક્ષ છે. આથી એક જ વિચાર સંગ્રહનયનો પણ હોય અને વ્યવહારનયનો પણ હોય. જેમ કે ‘આ નગરમાં મનુષ્યો રહે છે’.
આ વિચાર સંગ્રહનયનો પણ છે અને વ્યવહારનયનો પણ છે. નગરમાં મનુષ્ય ઉપરાંત જાનવર પ્રાણીઓ પણ રહે છે. આથી જાનવર અને મનુષ્ય એ બંને જીવ છે. જીવની દૃષ્ટિએ મનુષ્ય વિશેષ છે. આથી જીવની દૃષ્ટિએ ‘આ નગરમાં મનુષ્યો રહે છે’ એ વિચાર વ્યવહારનયથી છે. મનુષ્યોમાં સ્ત્રી, પુરુષ, બાળક, યુવાન, વૃદ્ધ વગેરે હોય છે. મનુષ્યના સ્ત્રી, પુરુષ આદિ વિશેષ ભેદોની અપેક્ષાએ ‘આ નગરમાં મનુષ્યો રહે છે' એ વિચાર સંગ્રહનયથી છે. આ પ્રમાણે એક જ વિચાર સંગ્રહનય પણ કહેવાય અને વ્યવહારનય પણ કહેવાય.
આથી તાત્પર્ય એ આવ્યું કે—જેટલા અંશે સામાન્ય તરફ દૃષ્ટિ તેટલા અંશે સંગ્રહનય અને જેટલા અંશે વિશેષ તરફ દૃષ્ટિ તેટલા અંશે વ્યવહારનય. (૪) ઋજુસૂત્રનય– જે નય કેવળ વસ્તુની વર્તમાન અવસ્થા તરફ લક્ષ્ય રાખે તે ઋજુસૂત્રનય. આ નય વસ્તુના વર્તમાન પર્યાયને જ માન્ય રાખે છે. અતીત અને અનાગત પર્યાયોને તે માન્ય નથી રાખતો.
જ
આ નય વર્તમાનમાં જે શેઠાઇ ભોગવતો હોય તેને જ શેઠ કહે છે, જ્યારે વ્યવહારનય વર્તમાનમાં તે શેઠાઇ ન ભોગવતો હોય પણ ભૂતકાળમાં તેણે શેઠાઇ ભોગવી હતી એ દૃષ્ટિએ તેને વર્તમાનમાં પણ શેઠ કહેશે.
ઋજુસૂત્રનય જે વર્તમાનમાં રાજ્યનો માલિક હોય તેને જ રાજા કહે છે. જ્યારે વ્યવહારનય જે ભવિષ્યમાં રાજ્યનો માલિક બનવાનો છે તેને પણ રાજા કહે છે. આ પ્રમાણે વ્યવહારનયની અપેક્ષાએ ઋજુસૂત્રનય સૂક્ષ્મ છે. (૫) સાંપ્રત-શબ્દનય— આપણે સમજવું હોય કે અન્યને સમજાવવું હોય તો શબ્દોની જરૂર પડે છે. શબ્દો વિના વ્યવહાર ન ચાલે. શબ્દોથી થતા અર્થના
Page #112
--------------------------------------------------------------------------
________________
૬૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦૧ સૂ૦૩૪-૩૫ બોધમાં શબ્દનયની પ્રધાનતા છે. શબ્દનય એટલે શબ્દને આશ્રયીને થતી અર્થવિચારણા. શબ્દનય લિંગ, કાળ, વચન વગેરેના ભેદથી અર્થભેદ માને છે. અર્થાત્ ભિન્ન ભિન્ન શબ્દ, લિંગ આદિનો અર્થ પણ ભિન્ન ભિન્ન સ્વીકારે છે.
લિંગભેદ– નર, નારી, કાળો, કાળી, કાળું, પ્યાલો, પ્યાલી, ઘડો, ઘડી, ચોપડો, ચોપડી વગેરે જુદા જુદા લિંગના જુદા જુદા અર્થો છે.
કાળભેદ– હતો, છે, હશે, રમ્યો, રમે છે, રમશે વગેરે જુદા જુદા કાળના જુદા જુદા અર્થો છે. ઈતિહાસલેખકને ભૂતકાળના અમદાવાદનું વર્ણન કરવું છે. આથી લેખકના કાળમાં અમદાવાદ હોવા છતાં લેખક અમદાવાદ હતું' એમ લખે છે. અહીં ભૂતકાળનો પ્રયોગ શબ્દનયની દૃષ્ટિએ છે. શબ્દનય કહે છે કે ભૂતકાળમાં જે અમદાવાદ નગર હતું અને અત્યારે જે છે તે બંને જુદા છે. ઇતિહાસલેખકે ભૂતકાળનો જ પ્રયોગ કરવો જોઇએ.
વચનભેદ– ગાય, ગાયો, માણસ, માણસો વગેરે જુદા જુદા વચનના જુદા જુદા અર્થ છે.
કારકભેદ- છોકરો, છોકરાને, છોકરાથી વગેરે કારકના ભેદથી અર્થભેદ થાય છે.
આ પ્રમાણે શબ્દનય લિંગ આદિના ભેદથી અર્થભેદ માને છે. પણ એક જ શબ્દના પર્યાયવાચી શબ્દોના ભેદથી અર્થભેદ નથી સ્વીકારતો. મનુષ્ય, માણસ, મનુજ વગેરે શબ્દો જુદા જુદા હોવા છતાં એક જ શબ્દના પર્યાયવાચી શબ્દો હોવાથી તે સર્વ શબ્દોનો માનવ એવો એક જ અર્થ થશે.
જુસૂત્ર અને શબ્દનયમાં વિશેષતા ઋજુસૂત્રનય લિંગ આદિના ભેદથી અર્થભેદ માનતો નથી, અને નામ વગેરે ચારેય નિક્ષેપાનો સ્વીકાર કરે છે. શબ્દનય લિંગ આદિના ભેદથી અર્થભેદ માને છે અને માત્ર ભાવ નિપાનો જ સ્વીકાર કરે છે. (વિ.આ.ભા. ગા.-૨૨૨૬).
(૬) સમભિરૂઢનય– આ નય એક જ પર્યાયવાચી વસ્તુનો શબ્દભેદે અર્થભેદ સ્વીકારે છે. શબ્દનય એક પર્યાયવાચી શબ્દોનો અર્થ એક જ માને છે, પણ સમભિરૂઢનય શબ્દભેદથી અર્થભેદ માને છે. તે કહે છે કે જો લિંગ આદિના ભેદથી અર્થનો ભેદ માનવામાં આવે તો વ્યુત્પત્તિ ભેદથી પણ અર્થનો ભેદ માનવો જોઈએ. દરેક શબ્દની વ્યુત્પત્તિ જુદી જુદી છે. માટે દરેક
Page #113
--------------------------------------------------------------------------
________________
૬૯
અ૦૧ સૂ૦ ૩૪-૩૫] શ્રીતત્ત્વાધિગમસૂત્ર શબ્દનો અર્થ પણ જુદો જુદો છે. આથી નૃપ, ભૂપ, રાજા વગેરે દરેક શબ્દનો અર્થ પણ જુદો જુદો છે. જે માણસનું રક્ષણ કરે તે નૃપ, જે પૃથ્વીનું પાલન કરે તે ભૂપ, જે રાજચિહ્નોથી શોભે તે રાજા.
પ્રશ્ન- શું શબ્દનય શબ્દભેદથી અર્થભેદ સર્વથા નથી સ્વીકારતો ?
ઉત્તર– શબ્દનય શબ્દભેદથી અર્થભેદ સ્વીકારે પણ છે અને નથી પણ સ્વીકારતો. શબ્દનય એક પર્યાયવાચી શબ્દો સિવાયના શબ્દોમાં શબ્દભેદથી અર્થભેદ માને છે. જેમ કે ચંદ્ર, સૂર્ય, ઈન્દ્ર વગેરે શબ્દોના અર્થ જુદા જુદા છે. પણ એક પર્યાયવાચી શબ્દોમાં શબ્દભેદથી અર્થભેદ નથી માનતો. જયારે સમભિરૂઢનય એક પર્યાયવાચી શબ્દોમાં પણ શબ્દભેદથી અર્થભેદ માને છે. આ જ શબ્દનય અને સમભિરૂઢનયમાં વિશેષતા છેeતફાવત છે.
(૭) એવંભૂતનય- જે નય વસ્તુમાં જયારે શબ્દની વ્યુત્પત્તિસિદ્ધ અર્થ ઘટતો હોય ત્યારે જ તે શબ્દથી તે વસ્તુને સંબોધે તે એવંભૂતનય. આ નય ગાયક તેને જ કહેશે કે જે વર્તમાનમાં ગાયન ગાતો હોય. ગાયક જ્યારે ગાયન સિવાયની ક્રિયા કરતો હોય ત્યારે તેને આ નય ગાયક નહિ કહે. રસોઈ જયારે રસોઈ બનાવતો હોય ત્યારે જ તેને રસોઇઓ કહેવાય. નૃપ માણસોનું રક્ષણ કરી રહ્યો હોય ત્યારે જ નૃપ કહેવાય. રાજા રાજચિહ્નોથી શોભી રહ્યો હોય ત્યારે જ તેને રાજા શબ્દથી બોલાવાય, અને ત્યારે તેને રાજા શબ્દથી જ બોલાવાય, નૃપ વગેરે શબ્દોથી નહિ. આમ એવંભૂતનય અર્થથી શબ્દનું અને શબ્દથી અર્થનું નિયમન કરે છે. (વિ.આ.ભા.ગા. ૨૨૫૨)
આ પ્રમાણે આ નય ક્રિયાભેદથી=વ્યુત્પત્તિસિદ્ધ અર્થના ભેદથી અર્થભેદ માને છે. જે શબ્દનો જે અર્થ હોય તે અર્થમાં તે શબ્દની વ્યુત્પત્તિથી જે ક્રિયા જણાય તે ક્રિયા જ્યારે થતી હોય ત્યારે જ તે અર્થ માટે તે શબ્દનો પ્રયોગ કરવો જોઈએ એમ આ નય માને છે.
આ સાત નયોના સંક્ષેપમાં દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક, નિશ્ચય-વ્યવહાર, શબ્દ-અર્થ, જ્ઞાન-ક્રિયા વગેરે અનેક રીતે બે વિભાગ છે.
દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નય- નૈગમ આદિ સાત નયોના સંક્ષેપથી દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય એમ બે વિભાગ છે. જે મુખ્યતયા દ્રવ્યને વસ્તુ માને તે દ્રવ્યાર્થિક નય. જે મુખ્યતયા પર્યાયને વસ્તુ માને છે તે
Page #114
--------------------------------------------------------------------------
________________
૭૦
શ્રીતવાથધિગમસૂત્ર અ૦ ૧ સૂ૦ ૩૪-૩૫ પર્યાયાર્થિક નય. દ્રવ્યનયની દૃષ્ટિએ દ્રવ્ય વસ્તુ છે, પર્યાય નહિ. પર્યાયનયની દષ્ટિએ પર્યાય વસ્તુ છે, દ્રવ્ય નહિ. અહીં દ્રવ્ય એટલે સામાન્ય, અર્થાત્ મૂળભૂત પદાર્થ. પર્યાય એટલે વિશેષ, અર્થાત મૂળભૂત પદાર્થની ભિન્ન ભિન્ન અવસ્થા. પ્રત્યેક વસ્તુમાં સામાન્ય અને વિશેષ એમ બે અંશ છે તે આપણે ઉપર જોઈ ગયા છીએ. દ્રવ્યાર્થિક નય સામાન્ય દ્રવ્ય રૂપ અંશ તરફ લક્ષ્ય આપે છે. પર્યાયાર્થિક નય વિશેષ=પર્યાય રૂ૫ અંશ તરફ લક્ષ્ય આપે છે.
જેમ કે, મીઠાઈની દુકાન જોતાં “અહીં મીઠાઈ મળે છે એવો જે વિચાર આવ્યો તે મીઠાઈ રૂ૫ સામાન્ય અંશને આશ્રયીને હોવાથી દ્રવ્યાર્થિક છે. પણ અહીં પેંડા. બરફી વગેરે મળે છે એવો વિચાર આવ્યો તો તે વિચાર પેંડા આદિ વિશેષ અંશને આશ્રયીને હોવાથી પર્યાયાર્થિક છે.
આ પ્રમાણે દરેક પ્રકારની ભૌતિક કે ચેતન વસ્તુને આશ્રયીને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ ઉભય નયની વિચારણા કરી શકાય. નૈગમ આદિ સાત નયોમાં પ્રથમના ત્રણ નવો સામાન્ય અંશ તરફ લક્ષ્ય આપતા હોવાથી દ્રવ્યાર્થિક છે અને અંતિમ ચાર નયો વિશેષ=પર્યાય અંશ તરફ લક્ષ્ય આપતા હોવાથી પર્યાયાર્થિક છે.
નિશ્ચય-વ્યવહારનય- નિશ્ચયનય એટલે સૂક્ષ્મદષ્ટિ કે તત્ત્વદૃષ્ટિ. નિશ્ચયનય કોઈ પણ વિષયનો તેમાં ઊંડા ઊતરીને તત્ત્વસ્પર્શી વિચાર કરે છે. વ્યવહારનય એટલે પૂલદષ્ટિ કે ઉપચારદષ્ટિ. વ્યવહારનય કોઈ પણ વિષયનો પૂલદષ્ટિથી વિચાર કરે છે. દા.ત. નિશ્ચયનય જેમાં ચારિત્રના પરિણામ થયા છે તેને સાધુ કહેશે, પછી ભલે તેમાં સાધુવેશ ન હોય. સાધુના વેષવાળો પણ જો ચારિત્ર રહિત હોય તો નિશ્ચયનય તેને સાધુ નહિ કહે,
જ્યારે વ્યવહારનય જેમાં બાહ્ય સાધુવેશ અને સાધુની ક્રિયા જોશે તેને સાધુ કહેશે. પછી ભલે તેમાં ચારિત્રના પરિણામ ન હોય. વ્યવહારનય સ્થૂલદૃષ્ટિ હોવાથી લોકપ્રસિદ્ધ અર્થનો સ્વીકાર કરે છે, જ્યારે નિશ્ચયનય સૂક્ષ્મદષ્ટિ હોવાથી લોકપ્રસિદ્ધ (અસત્ય) અર્થનો સ્વીકાર કરતો નથી. દા.ત. ભ્રમરમાં પાંચ વર્ણો હોવા છતાં લોકમાં તે કૃષ્ણ તરીકે પ્રસિદ્ધ હોવાથી વ્યવહારનય તેને કૃષ્ણ કહે છે. નિશ્ચયનય તેને પંચરંગી કહે છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
૭૧
અ૦ ૧ સૂ૦ ૩૪-૩૫] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
પ્રથમના ત્રણ નય વ્યવહારનય છે. અંતિમ ચાર નય નિશ્ચયનય છે. તેમાં પણ પછી પછીનો નય અધિક સૂક્ષ્મદષ્ટિ છે. એવંભૂતનય સૌથી અધિક સૂક્ષ્મદષ્ટિકતત્ત્વસ્પર્શી છે.
શબ્દ-અર્થ નય– જેમાં અર્થનો વિચાર પ્રધાનપણે હોય તે અર્થનય. જેમાં શબ્દનો વિચાર પ્રધાનપણે હોય તે શબ્દનય. અહીં અર્થ એટલે પદાર્થ=વસ્તુ. પ્રથમના ચાર નયોમાં પદાર્થને મુખ્ય રાખીને વિચારણા થતી હોવાથી પ્રારંભના ચાર નય અર્થનય છે. અંતિમ ત્રણ નયોમાં શબ્દને મુખ્ય રાખીને વિચારણા થતી હોવાથી અંતિમ ત્રણ નય શબ્દનાય છે.
જ્ઞાન-ક્રિયાનય- જે નય જ્ઞાનને (તાત્ત્વિક વિચારને) પ્રધાન માને તે જ્ઞાનનય. જે નય ક્રિયાને (તત્ત્વાનુસારી આચારને) પ્રધાન માને તે ક્રિયાનય. મોક્ષ ચારિત્રથી થાય કે જ્ઞાનથી થાય એ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનનય કહે છે કે જ્ઞાનથી મોક્ષ થાય. જ્ઞાનથી મુક્તિ થાય એ વિષયમાં જ્ઞાનનય નીચે મુજબ દલીલો આપે છે. (૧) જ્ઞાન ચારિત્રનું કારણ છે. જ્ઞાનનું ફળ ચારિત્ર છે. આથી જ્ઞાન વિના ચારિત્ર જ ન હોય તો મુક્તિ ક્યાંથી હોય? (૨) જેમ આંધળો માણસ ગમે તેટલું ચાલે છતાં ઈષ્ટ સ્થાને પહોંચી શકે નહિ. નગરના માર્ગના જ્ઞાન વિના ગમે તેટલું ચાલવામાં આવે તો પણ નગરમાં પહોંચી શકાય નહિ, તેમ જ્ઞાન વિના ચારિત્રથીત્રક્રિયાથી મુક્તિ રૂપ નગરમાં પહોંચી શકાય નહિ. (૩) હેયના ત્યાગ રૂ૫ અને ઉપાદેયના સ્વીકારરૂપ પ્રવૃત્તિ જ્ઞાનપૂર્વક કરવાથી સફળ બને છે. જ્ઞાન વિના એ પ્રવૃત્તિથી ફળ મળે કે ન પણ મળે. (૪) ચારિત્રની કઠોર સાધના કરનારને પણ કેવલજ્ઞાન વિના મુક્તિ મળતી નથી. (૫) પઢમં ના તો કયા=પ્રથમ જ્ઞાન, પછી દયા; જીત્યો વિહારે વીણો જયનિસિણો મો=ગીતાર્થનો અને ગીતાર્થની નિશ્રાવાળો એ બે જ વિહાર જિનેશ્વરોએ કહ્યા છે વગેરે આગમવચનોથી પણ જ્ઞાનની પ્રધાનતા સિદ્ધ થાય છે.
ક્રિયાનય કહે છે કે મુક્તિનું કારણ ચારિત્ર છે. કારણ કે–(૧) પ્રવૃત્તિ વિના માત્ર જ્ઞાનથી કાર્ય ન થાય. ઔષધના સેવન વિના માત્ર ઔષધના જ્ઞાનથી આરોગ્ય ન થાય. (૨) જેમ નગરના માર્ગનું જ્ઞાન હોવા છતાં જે પંથ ન કાપે=બેસી રહે તે ઈષ્ટ સ્થાને પહોંચી શકે નહિ, તેમ જ્ઞાની પણ
Page #116
--------------------------------------------------------------------------
________________
શીતજ્વાધિગમસૂત્ર અિo ૧ સૂ૦૩૪-૩૫ ચારિત્રહીન હોય તો મુક્તિ ન પામે. (૩) આથી જ આગમમાં ચારિત્રહીન જ્ઞાનીને ચંદનનો બોજ ઉઠાવનાર ગધેડાની ઉપમા આપી છે. (૪) જેમ સેંકડો દિવાઓ પણ આંખ વિના નિરર્થક છે, તેમ ઘણું જ્ઞાન પણ ચારિત્ર વિના નિરર્થક છે. (૫) કેવલજ્ઞાન થયા પછી પણ જ્યાં સુધી સર્વસંવર રૂપ ચારિત્ર ન આવે ત્યાં સુધી મુક્તિ થતી નથી.
સુનય-દુર્નય– નયના સુનય અને દુર્નય એમ બે ભેદ છે. જે નય સ્વમાન્ય અંશ સિવાય અન્ય અંશોનો અપલાપ ન કરે (સર્વથા નિષેધ ન કરે), કિંતુ એ અંશો પ્રત્યે ઉદાસીન=મધ્યસ્થ રહે તે સુનય, અને અ૫લાપ કરે તે દુર્નય કે નયાભાસ છે. જેમ કે ક્રિયાથી મોક્ષ થાય એ વાક્ય સુનય છે. કારણ કે આમાં જ્ઞાનનો અપલાપ નથી. ક્રિયાથી જ મોક્ષ થાય એ વાક્ય દુર્નય છે. કારણ કે આમાં જકારનો પ્રયોગ કરીને જ્ઞાનનો અપલાપ કરવામાં આવ્યો છે. ટૂંકમાં એકાંત માન્યતા દુર્નય છે. આથી જ અન્ય દર્શનોમાં પોતપોતાની આંશિક માન્યતા સત્ય હોવા છતાં અન્ય અંશોનો અપલાપ હોવાથી દુર્નય છે. એથી અન્યદર્શનો મિથ્યાદર્શનો છે.
અહીં ન વિચારણા પૂરી થાય છે. નિયોના વિજ્ઞાનમાં સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે નયો પ્રમાણના વિભાગ રૂપ છે. પ્રમાણસિદ્ધ પદાર્થ જ નયોનો વિષય બને છે. નયોમાં અપેક્ષાનું બહુ મહત્ત્વ છે. અપેક્ષા ન વિજ્ઞાનશાસ્ત્રના પ્રાણ રૂપ છે. અપેક્ષા બદલાતાંની સાથે જ નય બદલાઈ જાય છે. નયોનું વ્યવસ્થિત જ્ઞાન પ્રાપ્ત કરવા નયકર્ણિકા વગેરે ગ્રંથોનું સંગીન અધ્યયન અનિવાર્ય છે. (૩૪-૩૫)
૧. પ્રમાણનય પરિચ્છેદ-૭, સૂત્ર-૨. ૨. પ્રમાણનય પરિચ્છેદ-૭, સૂત્ર-૧.
Page #117
--------------------------------------------------------------------------
________________
૭૩
અ૦ ૨ સૂ૦ ૧] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
બીજો અધ્યાય તત્ત્વાર્થમાં દર્શન, જ્ઞાન અને ચારિત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે. દર્શન આદિ ત્રણમાં દર્શન પ્રથમ હોવાથી પ્રથમ તેનું નિરૂપણ કરવું જોઈએ. આથી સૂત્રકાર ભગવંતે પ્રથમ તેનું નિરૂપણ શરૂ કર્યું. તેમાં જીવાદિ તત્ત્વો વિશે શ્રદ્ધા એ સમ્યગ્દર્શન છે, એમ કહીને જીવાદિતત્ત્વોના બોધના ઉપાય રૂપે પ્રમાણ અને નયનો નિર્દેશ કર્યો. આથી પ્રમાણ અને નયનું નિરૂપણ કરવું જોઈએ. તથા સમ્યગ્દર્શનના નિરૂપણ પછી જ્ઞાનનું વર્ણન કરવું જોઈએ. પ્રમાણ અને નય એ જ્ઞાન સ્વરૂપ છે. આથી “ત્તિ વ્યુતાધિ-મન:પર્યાયવતાનિ જ્ઞાન' એ સૂત્રથી જ્ઞાન અને પ્રમાણ એ બંનેનું વર્ણન શરૂ કર્યું. તેત્રીસમા સૂત્ર સુધી તે વર્ણન ચાલ્યું. ત્યારબાદ બે સૂત્રોથી નયનું નિરૂપણ કર્યું. આમ પ્રથમ અધ્યાયમાં મુખ્યતયા સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એ બેનું અને સાથે સાથે જ્ઞાનના અંગ રૂપ પ્રમાણ અને નયનું પણ નિરૂપણ કર્યું. હવે ચારિત્રનું વર્ણન કરવું જોઈએ. પણ નવમા અધ્યાયમાં સંવરતત્ત્વના પ્રકરણમાં ચારિત્રનું વર્ણન આવવાનું હોવાથી અહીં તેનું નિરૂપણ કરવામાં આવ્યું નથી.
જીવાદિતત્ત્વો વિશે શ્રદ્ધા એ સમ્યગ્દર્શનનું લક્ષણ છે. આથી સાધકને જીવાદિતત્ત્વોને જાણવાની ઈચ્છા થાય એ સહજ છે. સાધકની જીવાદિતત્ત્વોની જિજ્ઞાસાને ખ્યાલમાં રાખીને સૂત્રકાર ભગવંત બીજા અધ્યાયથી ક્રમશઃ જીવાદિતત્ત્વોનું નિરૂપણ શરૂ કરે છે.
જીવના ભાવોऔपशमिक-क्षायिकौ भावौ मिश्रश्च जीवस्य સ્વતિય -પરિધામ ૨ ૨-૨ /
પશમિક, ક્ષાયિક, મિશ્ર, ઔદયિક, પારિણામિક એ પાંચ ભાવો જીવના સ્વતત્ત્વ છે, સ્વરૂપ છે, અર્થાત્ સ્વભાવ છે. ભાવ એટલે ગુણ કે ધર્મ
દરેક ચેતન કે જડ વસ્તુમાં અનેક ધર્મો છે. આથી જીવમાં પણ અનેક ગુણો છે. તો પ્રશ્ન થાય છે કે, અહીં પાંચ જ ભાવો (ગુણધર્મો) કેમ બતાવ્યા? આ પ્રશ્નનું સમાધાન એ છે કે, જીવમાં રહેલા અનેક ધર્મોનાં જે કારણો છે તે કારણો પાંચ છે. ઉપશમ, ક્ષય, મિશ્ર, ઉદય અને પરિણામ.
Page #118
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાધિગમસૂત્ર બિ૦ ૨ સૂ૦૧ કોઈ ગુણો ઉપશમથી પ્રગટ થાય છે, તો કોઈ ક્ષયથી પ્રગટ થાય છે... યાવત કોઈ ગુણો પરિણામથી રહેલા છે. આથી કારણોની દષ્ટિએ સઘળા ગુણોનો આ પાંચ ગુણોમાં સમાવેશ થઈ જાય છે.
(૧) ઔપથમિક ભાવ- ઉપશમ એટલે આત્મામાં કર્મો વિદ્યમાન હોવા છતાં થોડા સમય માટે તેમના ઉદયનો સર્વથા અભાવ. ક્યારેક જીવમાં શુભ અધ્યવસાય થવાથી મોહનીય કર્મનો ઉદય થોડા કાળ (અંતર્મુહૂર્ત) સુધી અગિત થઈ જાય છે. જેમ ક્તકચૂર્ણ નાખવાથી કચરો નીચે શમી જતાં જલ નિર્મળ દેખાય છે, તેમ કમનો ઉપશમ થવાથી આત્મા નિર્મળ બને છે. અહીં કચરાવાળા નિર્મળ પાણીનું દષ્ટાંત બરોબર સમજવા જેવું છે. કચરાવાળા નિર્મળ પાણીમાં કચરાનો સર્વથા અભાવ નથી થતો, કિન્તુ કચરો નીચે બેસી ગયો છે. એથી પાણી નિર્મળ દેખાય છે. પણ પાણીને હલાવવાથી પુનઃ પાણી ડહોળું બની જાય છે. એ પ્રમાણે કર્મોના ઉપશમમાં કર્મોનો સર્વથા અભાવ નથી થતો, કિન્તુ થોડા સમય માટે તેનો ઉદય સ્થગિત થઈ જાય છે. આથી થોડા સમય બાદ પુનઃ કર્મોનો ઉદય શરૂ થવાથી તે નિર્મળતા રહેતી નથી. કર્મોના ઉપશમથી આત્મામાં પ્રગટ થતા ભાવો ઔપથમિક કહેવાય છે.
(૨) ક્ષાયિકભાવ- કર્મોનો ક્ષયથી પ્રગટ થતા ભાવો સાયિક કહેવાય છે. ક્ષય એટલે કર્મોનો સર્વથા નાશ. જેમ જળમાંથી કચરો નીકળી જતાં જળ નિર્મળ બને છે, તેમ આત્મામાં રહેલાં કર્મોનો સર્વથા ક્ષય થતાં આત્મા નિર્મળ બને છે. કર્મોના ક્ષયથી પ્રગટ થતી નિર્મળતા સદા રહે છે. કર્મોના ઉપશમથી પ્રગટ થતી નિર્મળતા વિનશ્વર છે, જ્યારે ક્ષયથી પ્રગટ થતી નિર્મળતા અનંત છે. આ જ ઉપશમમાં અને ક્ષયમાં ભેદ છે.
(૩) મિશ્રભાવ- ઉપશમ અને ક્ષય એ બેના મિશ્રણથી ઉત્પન્ન થતા ભાવો મિશ્ર=સાયોપથમિક કહેવાય છે. ક્ષયોપશમ એટલે અમુક ભાગના કર્મોનો ઉપશમ અને અમુક ભાગના કર્મોનો ક્ષય, અર્થાત્ સર્વથા રસના અભાવ રૂ૫ અથવા અધિક રસવાળા કર્મ પ્રદેશોના (સર્વધાતી સ્પર્ધકોના) ઉદયનો અભાવ રૂ૫ ઉપશમ અને રસ રહિત પ્રદેશોના અથવા અલ્પ રસવાળા પ્રદેશોના (દશઘાતી સ્પર્ધકોના) ઉદય દ્વારા ક્ષય તે ક્ષયોપશમ. ક્ષયોપશમથી જે ભાવો પ્રગટ થાય તે સાયોપથમિક કહેવાય છે. જેમ કોદ્રવને પાણીથી
Page #119
--------------------------------------------------------------------------
________________
અ૦ ૨ સૂ૦૧] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૭૫ ધોવાથી અમુક અંશે મદશક્તિ નાશ પામે છે, અમુક અંશે રહે છે, આથી કોદ્રવમાં શુદ્ધિ-અશુદ્ધિનું મિશ્રણ હોય છે, તેમ ક્ષાયોપથમિક ભાવથી આત્મામાં શુદ્ધિ-અશુદ્ધિનું મિશ્રણ હોય છે.
(૪) ઔદયિકભાવ- કર્મોના ઉદયથી થતા ભાવો ઔદયિક કહેવાય છે. ઉદય એટલે કર્મના ફળનો અનુભવ.
(૫) પારિણામિકભાવ-પરિણામથી થતા ભાવો પારિભામિક કહેવાય છે. પરિણામ એટલે દ્રવ્યનું પોતાનું જ સ્વરૂપ.
દરેક જીવને આ પાંચે ભાવો હોય જ એવો નિયમ નથી. કેટલાકને પાંચ, કેટલાકને ચાર, કેટલાકને ત્રણ અને કેટલાકને બે જ ભાવો હોય છે. ઓછામાં ઓછા બે ભાવો તો જીવને હોય છે જ. હવે કોને કેટલા ભાવો હોય છે તે વિચારીએ. સિદ્ધ જીવોમાં ક્ષાયિક અને પારિણામિક એ બે ભાવો હોય છે. સામાન્યથી સંસારમાં રહેલા જીવોને ઔદયિક, લાયોપથમિક અને પારિણામિક એ ત્રણ ભાવો હોય છે. ઉપશમ સમ્યકત્વ પામેલ જીવને ઔદયિક, લાયોપથમિક, પારિણામિક અને ઔપશમિક એ ચાર ભાવો હોય છે. ક્ષાયિક સમ્યકત્વને પામેલ જીવને ઉપશમ શ્રેણિમાં પાંચે ભાવો હોય છે.
અહીં એક બાબત વિચારી લઈએ. યદ્યપિ ઔપશમિકાદિ ભાવો પણ પારિણામિક છે. કારણ કે કોઈ પણ દ્રવ્યના તેવા પ્રકારના પરિણામ=સ્વરૂપ વિના એક પણ ભાવ થઈ શકે જ નહિ. આથી જીવના સર્વભાવોનો પારિણામિક ભેદમાં સમાવેશ થઈ જાય છે. આમ છતાં, અહીં પાંચ ભેદો જણાવ્યા છે, તેનું કારણ એ છે કે, પારિણામિક ભાવોમાં કોઈ નિમિત્તની જરૂર નથી રહેતી. નિમિત્ત વિના જ પારિણામિક ભાવો જીવોમાં રહેલા જ છે. જયારે ઔપશમિકાદિ ભાવોમાં કર્મના ઉપશમ આદિ નિમિત્તની અપેક્ષા રહે છે. ઔપશમિકાદિ ભાવો કર્મનો ઉપશમ આદિ નિમિત્ત મળે ત્યારે જ પ્રગટ થાય છે. આ નિમિત્તભેદને આશ્રયીને અહીં પાંચ ભાવો બતાવ્યા છે.
પ્રશ્ન- સૂત્રમાં સળંગ એક સમાસ ન કરતાં પહેલાં ગોપક્ષિયો માવો એમ સમાસ કર્યો, પછી મિશ એમ સમાસ રહિત પ્રયોગ કર્યો, પછી વિધિપરિણામવો એમ સમાસ કર્યો, આવું કારણ?
Page #120
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાધિગમસૂત્ર અિ૦૨ સૂ૦૨-૩ ઉત્તર– (૧) (ત્તિવિલમાન સાત્રિ ) લાયોપથમિક ભાવની ઉત્પત્તિમાં અને વિનાશમાં ઔપશમિક ભાવ અને ક્ષાવિકભાવ એક સાથે એક જ સમયે ઉત્પન્ન થાય છે. જે પ્રકૃતિનો ક્ષયોપશમ ઉત્પન્ન થાય તે પ્રકૃતિમાં ઉપશમ અને લય એ બંને સાથે જ ઉત્પન્ન થાય છે અને જે પ્રકૃતિમાં ક્ષયોપશમ ભાવ નાશ પામે તે પ્રકૃતિમાં ઉપશમ અને ક્ષય એ બંને સાથે જ નાશ પામે છે.
(૨) (સંદતો રવિવE) ઔપથમિક અને ક્ષાયિક એ બે ભાવ ભેગા મળીને જ લાયોપથમિક ભાવનું કારણ બને છે. કારણ કે ક્ષાયોપશમિક ભાવ ઉપશમ અને ક્ષય એ એના મિશ્રણથી ઉત્પન્ન થાય છે.
આ બે કારણોથી ગૌપાકિસાથિી એમ સમાસ કર્યો છે.
ઔપથમિક અને ક્ષાયિક ભાવના સ્વામી જીવો કરતાં ક્ષાયોપથમિક ભાવના જીવો વધારે હોય છે એ જણાવવા માટે મિત્ર: એમ સમાસરહિત અલગ પ્રયોગ કર્યો છે.
ઔદયિક અને પારિણામિક એ બે ભાવો જીવ અને અજીવ એ બંનેમાં હોય છે. જ્યારે પૂર્વના ત્રણ ભાવો માત્ર જીવમાં જ હોય છે. આ જણાવવા માટે ઔદયિક અને પારિણામિક ભાવનો અલગ નિર્દેશ કર્યો છે તથા ઔદયિકભાવ જ્યાં હોય ત્યાં પારિણામિક ભાવ અવશ્ય હોય એ જણાવવા માટે શોપિરિમિકો એમ સમાસ કર્યો છે.
પ્રશ્ન- અજીવમાં ઔદયિકભાવ કેવી રીતે હોય?
ઉત્તર– કર્મો ઉદયમાં આવે છે માટે કર્મોમાં ઔદયિકભાવ હોય. કર્મો અજવસ્વરૂપ હોવાથી અજીવમાં ઔદયિક ભાવ હોય. (૧)
પાંચ ભાવોના ભેદોની સંખ્યાતિ-નવા-Sઠ્ઠાલવવાતિ-રિએ યથાવત્ / ૨-.
ઔપથમિક આદિ પાંચ ભાવોના અનુક્રમે બે, નવ, અઢાર, એકવીશ અને ત્રણ ભેદો છે. કુલ ૫૩ ભેદો છે. (૨)
ઔપથમિક ભાવના બે ભેદોસથવ-રાત્રેિ | ૨-૩ |
ઔપથમિક ભાવના ઉપશમ સમ્યકત્વ અને ઉપશમ ચારિત્ર એમ બે ભેદો છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
અ૦ ૨ સૂ૦ ૪]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મો છે. તેમાં ઉપશમ માત્ર મોહનીય કર્મનો જ થાય છે. મોહનીય કર્મના દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એમ બે ભેદો છે. દર્શન મોહનીયના સમ્યક્ત્વમોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય એમ ત્રણ ભેદો છે. ચારિત્રમોહનીયના ૧૬ કષાય અને ૯ નોકષાય એમ ૨૫ ભેદો છે. અનંતાનુબંધી ચાર કષાયો અને ત્રણ દર્શનમોહનીય એ દર્શનસપ્તકના ઉપશમથી ઉપશમ સમ્યક્ત્વ ગુણ પ્રગટે છે. ચારિત્ર મોહનીયની શેષ ૨૧ પ્રકૃતિના ઉપશમથી ઉપશમ ચારિત્ર ગુણ પ્રગટે છે. ઉપશમ સમ્યક્ત્વ કે ઉપશમ ચારિત્ર વધારેમાં વધારે અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. આથી અંતર્મુહૂર્ત સુધીમાં જેટલા દલિકો ઉદયમાં આવવાનાં હોય તેટલાં દલિકોને લઇ ઉપરના ભાગમાં નાખીને અંતર્મુહૂર્ત સુધી આત્મપ્રદેશોને દર્શનમોહનીય આદિ કર્મનાં દલિકોથી રહિત કરી દે છે. એટલે ઉખર ભૂમિમાં આવતાં અગ્નિ જેમ શાંત બની જાય છે તેમ કર્મોનો ઉદય પણ સ્થગિત બની જાય છે.
યંત્ર
ક્રમશઃ દલિક રચના
વચ્ચે કર્મોના
અભાવ રૂપ ઉપશમ. (૩)
66
ક્ષાયિક ભાવના ભેદો– જ્ઞાન-વર્ણન-વાન-નામ-મોનોપમો વીર્વાનિ ચ ।। ૨-૪ ॥ જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, સમ્યક્ત્વ અને ચારિત્ર એ નવ ભેદો ક્ષાયિક ભાવના છે.
જ્ઞાનાવરણીયકર્મના સર્વથા ક્ષયથી કેવળજ્ઞાન, દર્શનાવરણીયકર્મના સર્વથા ક્ષયથી કેવળદર્શન, મોહનીયકર્મના સર્વથા ક્ષયથી ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર, અંતરાયકર્મના સર્વથા ક્ષયથી દાન આદિ પાંચ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે.
Page #122
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૨ સૂ૦ ૫
પ્રશ્ન- સમ્યગ્દર્શન એટલે તત્ત્વરુચિ. તત્ત્વરુચિ માનસિક ભાવ છે. સિદ્ધોને મન હોતું નથી. ચારિત્ર એટલે અશુભ યોગોથી નિવૃત્તિ અને શુભયોગોમાં પ્રવૃત્તિ. સિદ્ધોમાં યોગો હોતા નથી. આથી સિદ્ધોમાં ક્ષાયિક સમ્યગ્દર્શન અને ક્ષાયિક ચારિત્ર કેવી રીતે ઘટે ?
ઉત્તર—– ક્ષાયિક સમ્યગ્દર્શન અને ચારિત્રના વ્યાવહારિક અને નૈક્ષયિક એમ બે ભેદ છે. ઉક્ત સમ્યગ્દર્શન અને ચારિત્ર વ્યાવહારિક (વ્યવહારથી) છે. દર્શનમોહનીય અને અનંતાનુબંધી કષાયના ક્ષયથી પ્રગટેલો વિશુદ્ધ આત્મપરિણામ એ નૈૠયિક ક્ષાયિક સમ્યગ્દર્શન છે. ચારિત્રમોહનીયના ક્ષયથી થયેલી સ્વસ્વરૂપમાં રમણતા કે સ્થિરતા એ નૈૠયિક ક્ષાયિક ચારિત્ર છે. સિદ્ધોમાં ક્ષાયિક સમ્યગ્દર્શન અને ચારિત્ર વ્યાવહારિક નહિ, પણ નૈૠયિક હોય છે અને એ ઘટી શકે છે.
૭૮
પ્રશ્ન– સિદ્ધો દાનાદિમાં પ્રવૃત્તિ નહિ કરતા હોવાથી તેમને ક્ષાયિક દાનાદિ લબ્ધિનું શું ફળ ?
ઉત્તર–સિદ્ધોની વ્યાવહારિક દાન આદિમાં પ્રવૃત્તિનથી. તેમને નૈૠયિક દાનાદિ હોય છે. સિદ્ધ જીવોમાં પરભાવના=પૌદ્ગલિક ભાવના ત્યાગ રૂપ દાન, આત્મિક શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિરૂપ લાભ, આત્મિક શુદ્ધસ્વરૂપના અનુભવ રૂપ ભોગ-ઉપભોગ અને સ્વભાવમાં પ્રવૃત્તિ રૂપ વીર્ય હોય છે. (૪) ક્ષયોપશમ ભાવના ભેદો— ज्ञाना-ज्ञान-दर्शन- दानादिलब्धयश्चतुस्त्रित्रिपञ्चभेदाः સમ્યક્ત્વ-ચારિત્ર-સંયમાસંયમશ્ચ । ર્-૧ ॥
મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યવ એ ચાર જ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભંગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન એ ત્રણ દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ પાંચ લબ્ધિ, સમ્યક્ત્વ, સર્વવિરતિ ચારિત્ર અને સંયમાસંયમ રૂપ દેશિવરતિ ચારિત્ર એમ ૧૮ ભેદો ક્ષાયોપશમિક ભાવના છે.
તે તે કર્મના સર્વઘાતી સ્પર્ધકોના ઉદયના અભાવથી અને દેશધાતી સ્પર્ધકોના ઉદયથી ક્ષાયોપશમિક ભાવો પ્રગટ થાય છે એમ સામાન્ય નિયમ છે. પણ નીચેના ભાવોમાં આ નિયમમાં ફેરફાર છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
અ૦૨ સૂ૦ ૫ શ્રીતવાથધિગમસૂત્ર
૭૯ (૧) અનંતાનુબંધી કષાયના સર્વથા રસોદયના અભાવથી, મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયનાં સર્વથા ઉદયાભાવથી તથા સમ્યકત્વમોહનીય રૂપ દર્શનમોહનીયના દેશઘાતી સ્પર્ધકોના ઉદયથી લાયોપથમિક સમ્યકત્વ ગુણ પ્રગટ થાય છે. (૨) ક્ષાયોપથમિક ચારિત્ર અનંતાનુબંધી આદિ બાર કષાયોના રસોદયના સર્વથા અભાવથી પ્રગટ થાય છે. અનંતાનુબંધી આદિ ૧૨ કષાયોનો માત્ર પ્રદેશોદય હોય છે. (૩) દેશવિરતિ રૂપ ક્ષયોપશમ ભાવમાં આઠ કષાયોના રસોદયનો સર્વથા અભાવ તથા પ્રત્યાખ્યાનાવરણ કષાયોના સર્વઘાતિ-દેશઘાતિ સ્પર્ધકોનો અને સંજવલન કષાયના દેશઘાતી સ્પર્ધકોનો ઉદય હોય છે.
મિથ્યાત્વ અને અનંતાનુબંધી આદિ ૧૨ કષાયોના ક્ષયોપશમમાં મિથ્યાત્વાદિનો રસોદય નથી હોતો, જ્યારે મતિજ્ઞાન આદિના ક્ષયોપશમમાં મતિજ્ઞાનાવરણ આદિ કર્મોનો રસોદય હોય છે. આથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી આદિ ૧૨ કષાયોનો ક્ષયોપશમ શુદ્ધ ક્ષયોપશમ કહેવાય છે, અને મતિજ્ઞાન આદિનો ક્ષયોપશમ ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ કહેવાય છે.
ઉદયાનુવિદ્ધ એટલે ઉદયથી સહિત. જેમ કે મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ દરેક જીવને હોય છે અને સાથે સાથે મતિજ્ઞાનાવરણીય કર્મનો ઉદય પણ હોય છે. આથી તે ક્ષયોપશમ ઉદયાનુવિદ્ધ છે. મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષયોપશમમાં મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય હોતો નથી આથી તે ક્ષયોપશમ ઉદયથી રહિત છે.
સર્વઘાતી પ્રકૃતિઓમાં સર્વધાતી રસનો બંધ થાય છે, અને ઉદય પણ સર્વધાતી રસનો જ થાય છે. દેશઘાતી પ્રવૃતિઓમાં બંધાતી વખતે તો સર્વધાતી જ રસ બંધાય છે, પણ ઉદયમાં મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અચક્ષુદર્શનાવરણીય અને પાંચ અંતરાય એ આઠમાં દેશઘાતી જ રસનો ઉદય હોય અને શેષ ૧૭ પ્રકૃતિઓમાં દેશઘાતી-સર્વઘાતી એ બંને રસનો ઉદય હોય છે. જયારે સર્વધાતી રસનો ઉદય હોય ત્યારે સ્વાવાર્ય (પોતાનાથી આવરી= ઢાંકી શકાય એવા) ગુણને સર્વથા દબાવે છે. તેથી ચક્ષુદર્શન અને અવધિજ્ઞાન ૧. ૨૮ પ્રકૃતિની સત્તાવાળાને અનંતાનુબંધી કષાયનો પ્રદેશોદય હોય છે એ અપેક્ષાએ અહીં
“રસોદયના અભાવથી' એમ લખ્યું છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
८०
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૨ ૨૦ ૬
વગેરે આવરાયેલા રહે છે, અને દેશધાતી રસનો ઉદય હોય ત્યારે ગુણો પ્રગટ થાય છે. દેશધાતી ઉદયને જ ક્ષયોપશમ કહેવામાં આવે છે. (૫)
ઔયિક ભાવના ભેદો—
ગતિ-ષાવ-હિ-મિથ્થાવર્ગના-જ્ઞાના-સંયુતાસિદ્ધત્વ-ભેશ્યાઋતુઋતુર્થ્ય
-ષડ્માઃ ॥ ૨-૬ ॥ ચાર ગતિ', ચાર કષાય, ત્રણ લિંગ, મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, અસિદ્ધત્વ, છ લેશ્યા, એમ એકવીશ ભેદો ઔયિક ભાવના છે. (૧) નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિ છે. નરકગતિ આદિ નામ કર્મના ઉદયથી અનુક્રમે નરકગતિ આદિની પ્રાપ્તિ થાય છે. આથી જીવ નારક આદિ રૂપે ઓળખાય છે.
(૨) કષ એટલે સંસાર, આય એટલે લાભ. જેનાથી સંસારનો લાભ થાય=સંસારમાં પરિભ્રમણ થાય તે કષાય. ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાયો અનુક્રમે ક્રોધ આદિ મોહનીયકર્મના ઉદયથી થાય છે. (૩) લિંગ એટલે વેદ. વેદ એટલે મૈથુનની ઇચ્છા=કામવાસના. પુરુષ, નપુંસક અને સ્ત્રી એ ત્રણ લિંગવેદ છે. તે તે વેદકર્મના ઉદયથી તે તે લિંગ=વેદ પ્રગટ થાય છે.
(૪) દર્શનમોહનીયના ઉદયથી મિથ્યાત્વ ભાવ થાય છે. (૫) જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અજ્ઞાન ભાવ થાય છે. (૬) ચારિત્રમોહનીયના ઉદયથી અવિરત ભાવ થાય છે. (૭) સામાન્યથી કર્મોના ઉદયથી અસિદ્ધત્વ=અસિદ્ધપણું થાય છે. (૮) યોગથી લેશ્યા ઉત્પન્ન થાય છે. કષાયથી તેમાં તીવ્રતા-મંદતા આવે છે. તીવ્રતા-મંદતા આદિના આધારે કૃષ્ણ, નીલ, કાપોત, તૈજસ, પદ્મ, શુક્લ એ છ લેશ્યા=આત્મપરિણામ થાય છે. પ્રથમની ત્રણ લેશ્યા અશુભ છે. પછીની ત્રણ લેશ્યા શુભ છે. અશુભ લેશ્યાઓમાં ઉત્તરોત્તર અલ્પ અલ્પ અશુભ છે. શુભ લેશ્યાઓમાં ઉત્તરોત્તર અધિક અધિક શુભ છે. અહીં ઔદયિક ભાવના ૨૧ ભેદો બતાવ્યા છે તે ઉપલક્ષણ છે. આથી અન્ય પણ અદર્શન, નિદ્રા, સુખ, દુ:ખ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, આયુષ્ય, યોગ, જાતિ વગેરે ઔયિક ભાવો પણ સમજી લેવા. (૬)
Page #125
--------------------------------------------------------------------------
________________
૮૧
અ૦ ૨ સૂ) ૭-૮] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
પારિણામિક ભાવના ભેદોગીવ-ભવ્ય-ભવ્યવાલીનિ ર | ૨-૭ | જીવત, ભવ્યત્વ, અભવ્યત્વ વગેરે પરિણામિક ભાવના ભેદો છે.
જીવત્વ એટલે ચૈતન્ય. ભવ્યત્વ એટલે મોક્ષ પામવાની યોગ્યતા. અભવ્યત્વ એટલે મોક્ષ પામવાની અયોગ્યતા.
આ સિવાય અન્ય પણ પરિણામિક ભાવો છે. છતાં અહી સૂત્રમાં સાક્ષાત્ ત્રણ ભાવો ગ્રહણ કરવાનું કારણ એ છે કે આ ત્રણ ભાવો માત્ર જીવમાં જ હોય છે. જયારે અન્ય ભાવો અસ્તિત્વ, અન્યત્વ, કર્તુત્વ વગેરે ભાવો જીવ-અજીવ એ ઉભયના સાધારણ છે. જીવ-અજીવના સાધારણ અસ્તિત્વ વગેરે ભાવોનું સૂચન સૂત્રમાં કાતિ શબ્દથી કર્યું છે. સૂત્રમાં શબ્દ ૩ થી ૬ એ ચાર સૂત્રોમાં જણાવેલા ભાવો જીવના સ્વતત્ત્વ છે અને જીવત્વાદિ પણ જીવના સ્વતત્ત્વ છે એમ સમુચ્ચય અર્થમાં છે. (૭)
જીવનું લક્ષણउपयोगो लक्षणम् ॥२-८ ॥ ઉપયોગ એ આત્માનું લક્ષણ(=અસાધારણ ધર્મ) છે.
ઉપયોગ એટલે બોધરૂપ વ્યાપાર. જેનાથી વસ્તુ ઓળખાય તે લક્ષણ. લક્ષણ અને સ્વરૂપ એ બંને જીવના ધર્મવિશેષ હોવા છતાં તે બંનેમાં તફાવત છે. જે અસાધારણ ધર્મ હોય, અર્થાત્ લક્ષ્ય સિવાય બીજી કોઈ વસ્તુમાં ન હોય અને સંપૂર્ણ લક્ષ્યમાં હોય તે ધર્મ લક્ષણ છે. જે સાધારણ ધર્મ હોય, અર્થાત લક્ષ્ય સિવાય બીજી વસ્તુમાં પણ હોય અથવા સંપૂર્ણ લક્ષ્યમાં ન હોય તે ધર્મ સ્વરૂપ કહેવાય. જીવમાં રહેલ બોધવ્યાપાર રૂપ ઉપયોગ જીવ સિવાય અજીવ કોઈ વસ્તુમાં ન હોવાથી અને દરેક જીવમાં અવશ્ય હોવાથી જીવનું લક્ષણ છે. જયારે ઉપર જણાવેલા પાંચ ભાવો દરેક જીવમાં હોય જ અને અજીવમાં ન જ હોય એવો નિયમ નથી. કારણ કે દરેક અજીવમાં પારિણામિક અને ઔદારિક આદિ સ્કંધોમાં ઔદયિક ભાવ પણ હોય છે. આથી તે ભાવો જીવનું લક્ષણ નહિ, કિન્તુ સ્વરૂપ છે. લક્ષણ લક્ષ્યને અન્ય વસ્તુથી અલગ પાડીને ઓળખાવે છે. ૧. કમ જીવને સુખ-દુઃખ આપે છે એ દષ્ટિએ અજીવમાં કર્તુત્વ ભાવ છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
૮૨
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [અ૦ ૨ સૂ૦૯ જેમ કે અગ્નિનું લક્ષણ ઉષ્ણતા. જેમ ઉષ્ણતાથી અગ્નિનું જ્ઞાન થાય છે, તેમ (જ્ઞાન-દર્શનના) ઉપયોગથી જીવનું જ્ઞાન થાય છે. (૮)
ઉપયોગના ભેદો
વિઘોષ્ટતુર્દેવઃ | ૨-૨ | ઉપયોગના મુખ્ય બે ભેદ છે-(૧) સાકારોપયોગ (૨) અનાકારોપયોગ. સાકારોપયોગ એટલે જ્ઞાનોપયોગ. અનાકારોપયોગ એટલે દર્શનોપયોગ. સાકારોપયોગના (=જ્ઞાનોપયોગના) અતિ આદિ પાંચ જ્ઞાન અને મતિઅજ્ઞાન આદિ ત્રણ અજ્ઞાન એમ આઠ ભેદો છે. અનાકારોપયોગના (=દર્શનોપયોગના) ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શન એ ચાર ભેદો છે.
પ્રશ્ન– સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગનો શો અર્થ છે?
ઉત્તર– દરેક શેય વસ્તુ સામાન્ય અને વિશેષ રૂપ છે. આ વાત નયના નિરૂપણમાં આવી ગઈ છે. શેય વસ્તુનો વિશેષરૂપે બોધ તે સાકાર અને સામાન્યરૂપે બોધ તે અનાકાર. શેય વસ્તુનો વિશેષ રૂપે બોધ તે જ્ઞાન, અને સામાન્ય રૂપે બોધ તે દર્શન. આથી સાકારોપયોગને જ્ઞાનોપયોગ યા સવિકલ્પોપયોગ કહેવામાં આવે છે. અનાકારોપયોગને દર્શનોપયોગ યા નિર્વિકલ્પોપયોગ કહેવામાં આવે છે. સાકારોપયોગના પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એ આઠ ભેદોનું સ્વરૂપ પ્રથમ અધ્યાયમાં જ્ઞાનના પ્રકરણમાં આવી ગયું છે. અનાકારોપયોગના ચાર ભેદોનું સ્વરૂપ નીચે મુજબ છે.
અચક્ષુદર્શન– આંખ સિવાયની ચાર ઇન્દ્રિયો અને મન દ્વારા થતો વસ્તુનો સામાન્યરૂપે બોધ.
ચક્ષુદર્શન ચક્ષુ દ્વારા થતો વસ્તુનો સામાન્યરૂપે બોધ.
અવધિદર્શન- ઇન્દ્રિયોની સહાય વિના થતો કેવળ રૂપી પદાર્થોનો સામાન્ય રૂપે બોધ.
કેવળદર્શન- રૂપી-અરૂપી સર્વ વસ્તુઓનો સામાન્ય રૂપે થતો બોધ.
પ્રશ્ન- જેમ જ્ઞાનોપયોગના જ્ઞાન અને અજ્ઞાન એવા બે ભેદ છે, તેમ દર્શનોપયોગના દર્શન અને અદર્શન એવા બે ભેદ કેમ નથી?
Page #127
--------------------------------------------------------------------------
________________
અo ૨ સૂ૦૧૦-૧૧] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૮૩ ઉત્તર– જ્ઞાનોપયોગમાં પદાર્થનો વિશેષ બોધ થતો હોવાથી પદાર્થનો ભેદ જણાય છે, અર્થાત્ પદાર્થ સ્પષ્ટ જણાય છે, અને એથી આ જ્ઞાન સાચું છે અને આ જ્ઞાન ખોટું છે એમ ભેદ પડે છે. દર્શનોપયોગમાં પદાર્થનો સામાન્ય બોધ થતો હોવાથી ભેદ જણાતો નથી, અર્થાત્ પદાર્થ સ્પષ્ટ જણાતો નથી અને એથી આ દર્શન સાચું અને આ દર્શન ખોટું એમ ભેદ પડતો નથી. (૯)
જીવોના મુખ્ય બે ભેદોસંસારિતો પુશ ૨-૧૦ || સંસારી અને મુક્ત એમ જીવોના બે ભેદો છે.
જે જીવો કર્મવશ બનીને નરક આદિ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે તે સંસારી. જે જીવો કર્મના બંધનથી મુક્ત બનીને મોક્ષમાં સ્થિર છે તે મુક્ત. (૧૦)
સંસારી જીવોના બે ભેદોસપનાહ્યાડમના છે ૨-૨૨ મનવાળા(=સંશી) અને મનરહિત(=અસંશી) એ બે પ્રકારના જીવો છે.
મનવાળા જીવો સંજ્ઞી અને મન વિનાના જીવો અસંશી કહેવાય છે. મનના દ્રવ્યમાન અને ભાવમન એમ બે પ્રકાર છે. મન:પર્યાતિરૂપકરણવિશેષથી મનન કરવા યોગ્ય મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને મનપણે પરિણાવેલા જ પુદ્ગલ દ્રવ્યો તે દ્રવ્યમાન છે. મનપણે પરિણમેલા પુદ્ગલ દ્રવ્યોના આલંબનવાળો જીવનો ચિંતન સ્વરૂપ જે વ્યાપાર તે ભાવમન છે. આ બંને પ્રકારના મન જેમને હોય તે સમનસ્ક સંજ્ઞી છે. (શ્રી સિદ્ધસેન ગણિકત પ્રસ્તુત સૂત્રની ટીકાના આધારે.) તે સિવાયના જીવો અમનસ્ક=અસંજ્ઞી છે. નારકો, દેવો, ગર્ભજ મનુષ્યો અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો સમનસ્ક સંજ્ઞી હોય છે. બાકીના એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય સુધીના તથા સંમૂર્ણિમ પંચેન્દ્રિય જીવો અસંજ્ઞી છે. એકેન્દ્રિય જીવોને ભાવમન એટલે કે વિચાર કરવાની આત્મશક્તિ હોય છે, પણ દ્રવ્યમાન નથી હોતું. એથી તેઓ વિચાર કરી શકતા નથી. બેઇન્દ્રિયાદિ (અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના) જીવોને ઇષ્ટ વિષયમાં પ્રવૃત્તિ અને અનિષ્ટ વિષયથી નિવૃત્તિ કરાવનાર વર્તમાનકાળના વિચાર સ્વરૂપ હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય છે. તેથી અલ્પ પ્રમાણમાં દ્રવ્યમાન હોય છે. પરંતુ પૂરતા પ્રમાણમાં દ્રવ્યમાન ન હોવાથી સંજ્ઞીની જેમ ભૂત કે ભાવી કાળનો
Page #128
--------------------------------------------------------------------------
________________
८४
શ્રીતવાથધિગમસૂત્ર (અ) ૨ સૂ૦૧૨-૧૩ લેશમાત્ર પણ વિચાર કરી શકતા નથી, અને વર્તમાનકાળનો પણ હિતાહિતની દષ્ટિએ સ્પષ્ટવિચાર કરી શકતા નથી. આથી જસિદ્ધાંતમાં, જેમઅલ્પધનવાળા ધનવાન અને સામાન્ય રૂપવાળા રૂપવાન નથી કહેવાતા, પરંતુ ઘણા ધનવાળા ધનવાન અને સુંદર રૂપવાળા રૂપવાન કહેવાય છે તેમ, અલ્પ દ્રવ્યમનવાળાને મનવાળા ન કહેતાં મન વગરના કહ્યા છે. વૃદ્ધ પુરુષને ચાલવામાં લાકડીના ટેકાની જેમ દ્રવ્યમન વિચાર કરવામાં સહાયક છે. શક્તિ હોવા છતાં વૃદ્ધ પુરુષ લાકડીના ટેકા વિના ચાલી શકતો નથી, અથવા જેમ સારી આંખવાળો પણ મનુષ્ય પ્રકાશ વિના જોઈ શકતો નથી, તેમ જીવ વિચાર કરવાની આત્મિકશક્તિ હોવા છતાં દ્રવ્યમન વિના મનોવર્ગણાના પુદ્ગલો વિના વિચાર કરી શકતો નથી. સમનસ્ક સંજ્ઞી જીવો મનોવણાના પુદ્ગલોને ગ્રહણ કરીને તેમની મદદથી વિચાર કરે છે. અમનસ્ક=અસંજ્ઞી જીવો વિશિષ્ટ શક્તિના અભાવે મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી શકતા નથી.
સિદ્ધ જીવો દ્રવ્ય-ભાવ બંને પ્રકારના મનના અભાવથી અમનસ્ક હોય છે. (૧૧)
બીજી રીતે સંસારી જીવના બે ભેદોસંસારિક-સ્થાવર: | ૨-૧૨ |
ત્રસ (=ગતિ કરનાર) અને સ્થાવર (=ગતિ નહિ કરનાર) એમ બે પ્રકારે સંસારના જીવો છે.
શાસ્ત્રોમાં ત્રસ અને સ્થાવરની બે વ્યાખ્યાઓ કરવામાં આવી છે.
એક વ્યાખ્યા- જે પ્રાણીઓ ગતિશીલ છે તે ત્રસ, અને જે પ્રાણીઓ સ્થિતિશીલ છે તે સ્થાવર.
બીજી વ્યાખ્યા જે જીવોને સ્થાવર નામકર્મનો ઉદય છે તે સ્થાવર અને જે જીવોને ત્રસ નામકર્મનો ઉદય છે તે ત્રસ. આ બે વ્યાખ્યાઓમાં અહીં પ્રથમ વ્યાખ્યાના આધારે ત્રસ અને સ્થાવર ભેદો છે. (૧૨)
સ્થિતિશીલ જીવોપુવ્યવતિય: સ્થાવર: | ૨-૧૩ :
પૃથ્વીકાય, અપ્લાય અને વનસ્પતિકાય જીવો સ્થાવર છે. કારણ કે તેઓ સ્થિતિશીલ છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
૮૫
અ૦ ૨ સૂ૦ ૧૪-૧૫-૧૬] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
દરેક પ્રકારની સચિત્ત માટીના જીવો પૃથ્વીકાય છે. દરેક પ્રકારના સચિત્ત પાણીના જીવો અખાય છે. દરેક પ્રકારની સચિત્ત (લીલી) વનસ્પતિના જીવો વનસ્પતિકાય છે. દરેક પ્રકારના વેલા, નાના મોટા છોડવા, દરેક પ્રકારનાં ઘાસ, નાનાં-મોટાં વૃક્ષો, વૃક્ષનાં પાંદડા, ફૂલ, ફળ, અનાજ આદિનો વનસ્પતિકાયમાં સમાવેશ થાય છે. (૧૩).
ગતિશીલ જીવો– તેનોવાયૂ તક્રિયાશ ત્રસાદ | ૨-૨૪ .
તેઉકાય, વાયુકાય, બેઇજિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય અને પંચેન્દ્રિય જીવો ત્રસ છે. કારણ કે તેઓ ગતિશીલ છે.
અગ્નિ, દીવો, બત્તી, વીજળી વગેરે તેઉકાય જીવો છે. પવન વાયુકાય જીવો છે. જે પ્રાણીઓ ગતિશીલ છે તે ત્રસ અને જે પ્રાણીઓ સ્થિતિશીલ છે તે સ્થાવર. આ વ્યાખ્યાના આધારે તેલ-વાયત્રસ છે. પણ જે પ્રાણીઓ ત્રસનામ કર્મના ઉદયથી ઈષ્ટને મેળવવા અને અનિષ્ટને દૂર કરવા ગતિ કરી શકે છે તે ત્રસ અને જે જીવો સ્થાવર નામ કર્મના ઉદયથી ઈષ્ટને મેળવવા તથા અનિષ્ટને દૂર કરવા ગતિ ન કરી શકે તે સ્થાવર, એવા પ્રકારની બીજી વ્યાખ્યાના આધારે પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય એ પાંચેય પ્રકારના એકેન્દ્રિય જીવો સ્થાવર છે અને બેન્દ્રિય આદિ જીવો ત્રસ છે.
તાત્પર્ય એ આવ્યું કે તેઉકાય અને વાયુકાયના જીવો પ્રથમ વ્યાખ્યાના આધારે ત્રસ છે અને બીજી વ્યાખ્યાના આધારે સ્થાવર છે. બેઈન્દ્રિય આદિ જીવો બંને પ્રકારની વ્યાખ્યાના આધારે ત્રસ જ છે. (૧૪)
ઇન્દ્રિયોની સંખ્યાપક્રિયાળિ ને ૨-૨૫ ઈન્દ્રિયો પાંચ છે.
ઈન્દ્ર એટલે આત્મા, તેને ઓળખવાની નિશાની તે ઇન્દ્રિય. શરીરમાં આત્મા છે કે નહિ તે ઈન્દ્રિયોથી જાણી શકાય છે. તે ઈન્દ્રિયો પાંચ છે. પાંચ ઈન્દ્રિયોના નામ (સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર) સૂત્રકાર ભગવંત પોતે જ આ અધ્યાયના ૨૦માં સૂત્રમાં જણાવશે. (૧૫)
ઈન્દ્રિયોના ભેદોવિદ્યાનિ | ૨-૬ ..
Page #130
--------------------------------------------------------------------------
________________
૮૬
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [અ) ૨ સૂ૦ ૧૭ દરેક ઈન્દ્રિય દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. અર્થાત્ પ્રત્યેક ઈજિયના દ્રવ્યક્રિય અને ભાવેન્દ્રિય એમ બે ભેદો છે. (૧૬)
દ્રવ્યેન્દ્રિયના ભેદોનિવૃત્યુપર દ્રવ્યન્દ્રિયમ્ | ૨-૨૭ છે. દ્રવ્યેન્દ્રિયના નિવૃત્તિ અને ઉપકરણ એમ બે ભેદો છે.
(૧) નિવૃત્તિ એટલે વિશિષ્ટ આકારની રચના. અંગોપાંગ અને નિર્માણ નામકર્મથી થતો ઇન્દ્રિયોનો આકાર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે.
(૨) ઉપકરણ એટલે ઉપકારક. નિવૃત્તિ દ્રવ્યન્દ્રિયની અંદર રહેલી અત્યંત સૂક્ષ્મ પુદ્ગલોથી બનેલી શક્તિ ઉપકરણ છે. આનાથી એ સિદ્ધ થયું કે આનું સ્થાન નિવૃત્તિથી ભિન્ન નથી. જે સ્થાનમાં નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે તે જ સ્થાનમાં ઉપકરણ દ્રવ્યેન્દ્રિય છે. નિવૃત્તિ હોવા છતાં શક્તિનો ઉપઘાત થાય તો વિષયનો બોધ ન થાય. જેમ કે બહેરો માનવી નિવૃત્તિ હોવા છતાં શક્તિ રૂપ ઉપકરણ ન હોવાથી સાંભળી શકે નહિ. આથી ઉપઘાત રહિત શક્તિ નિવૃત્તિ ઇન્દ્રિયની ઉપકારક છે. ઉપકરણ ઇન્દ્રિય પુદ્ગલ રૂપ જ છે એ ખ્યાલમાં રાખવું. અહીં શક્તિ અને શક્તિવાળાના અભેદથી સ્વચ્છ પુગલોની શક્તિને ઇન્દ્રિયો કહેલ છે. | નિવૃત્તિ દ્રવ્યન્દ્રિયના બાહ્ય અને અત્યંતર એમ બે ભેદો છે. આપણને દેખાતો ચક્ષુ આદિનો બાહ્ય આકાર બાહ્ય નિવૃત્તિ છે. બાહ્ય નિવૃત્તિ દ્રવ્યન્દ્રિયની અંદર રહેલો તે ઇન્દ્રિયનો આકાર અત્યંતર નિવૃત્તિ છે. ઉપકરણ દ્રવ્યન્દ્રિય એટલે અત્યંતર નિવૃત્તિમાં રહેલી પોતપોતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિ. આ વિષયને તલવારના દૃષ્ટાંતથી વિચારીએ. બાહ્યનિવૃત્તિ તલવાર સમાન છે. અત્યંતર નિવૃત્તિ તલવારની ધાર સમાન છે. ઉપકરણેન્દ્રિય તલવારની ધારમાં રહેલી કાપવાની તીક્ષ્ણ શક્તિ સમાન છે.
બાહ્ય નિવૃત્તિ રૂપ ઇન્દ્રિયનો આકાર મનુષ્ય આદિ પ્રાણીઓમાં ભિન્ન ભિન્ન હોય છે. અત્યંતર નિવૃત્તિ રૂપ ઈન્દ્રિયનો આકાર નીચે પ્રમાણે છે.
અત્યંતર નિવૃત્તિનો આકારનાક અતિમુક્ત ફૂલના આકારે છે. આંખ મસુરની દાળના અથવા ચંદ્રના આકારે છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
અ૦ ૨ સૂ૦ ૧૮] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૮૭ કાન ચંપાના ફૂલ અથવા વાજિંત્રના આકારે છે. રસના અસ્ત્રાના આકારે છે. સ્પર્શન જુદા જુદા અનેક આકારે છે. અત્યંતર નિવૃત્તિ રૂપ ઇન્દ્રિયનું પ્રમાણ–
રસના (આત્માંગુલથી) ૨ થી ૯ અંગુલ પ્રમાણ, સ્પર્શન સ્વશરીર પ્રમાણ અને શેષ ઇન્દ્રિયો અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. (૧૭)
ભાવ ઇન્દ્રિયના ભેદોનદિધ્યાયuો મન્નિધ્યમ | ૨-૧૮ | ભાવ ઇન્દ્રિયના લબ્ધિ અને ઉપયોગ એમ બે ભેદો છે.
લબ્ધિ એટલે લાભ. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ્ઞાનશક્તિનો લાભ તે લબ્ધિ. ઉપયોગ એટલે વ્યાપાર. જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી મળેલી જ્ઞાનશક્તિરૂપ લબ્ધિનો વ્યાપાર તે ઉપયોગ. આ વિષયને દષ્ટાંતથી વિચારીએ. કોઈને ૫૦ લાખની મૂડી મળી છે, તેમાંથી ૪૦ લાખની મૂડીને તે વેપારમાં રોકે છે. અહીં ૫૦ લાખ મળ્યા તે લબ્ધિ છે અને ૪૦ લાખનો વ્યાપાર તે ઉપયોગ છે. તેમ પ્રસ્તુતમાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી મળેલી જ્ઞાનશક્તિ ૫૦ લાખ રૂપિયા સમાન છે અને જ્ઞાનશક્તિનો વ્યાપાર તે વેપારમાં વપરાતા ૪૦ લાખ રૂપિયા સમાન છે. જેમ વેપારી પોતાની સઘળી મૂડીને વેપારમાં રોકતો નથી, તેમ જીવ ક્ષયોપશમથી જેટલી જ્ઞાનશક્તિ પ્રાપ્ત થઈ હોય તે સઘળી શક્તિનો સદા ઉપયોગ કરી શકતો નથી. જેમ કે આપણે ઉંઘમાં હોઈએ ત્યારે જ્ઞાનશક્તિનો ઉપયોગ કરતા નથી. જાગ્રત અવસ્થામાં પણ સદા જ્ઞાનશક્તિનો એક સરખો ઉપયોગ કરતા નથી.
હવે આપણે ઇન્દ્રિયના નિવૃત્તિ આદિ ભેદોને તલવારના દષ્ટાંતથી વિચારીએ, જેથી સ્પષ્ટ બોધ થઈ જાય. તલવારના સ્થાને બાહ્ય નિવૃત્તિ છે. તલવારની ધારના સ્થાને અત્યંતર નિવૃત્તિ છે. તલવારની ધારમાં રહેલી કાપવાની શક્તિના સ્થાને ઉપકરણ છે. તલવારને ચલાવવાની કળા (આવડત)ના સ્થાને લબ્ધિ છે. તલવાર ચલાવવાની કળાના ઉપયોગના (તલવાર ચલાવવાના) સ્થાને ઉપયોગ છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
८८
નિવૃત્તિ
દ્રવ્ય
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર ઇન્દ્રિય
ઉપકરણ
(ધારની શક્તિના સ્થાને)
બાહ્ય
(તલવારના સ્થાને)
[અ૦ ૨ સૂ૦ ૧૮
ભાવ
લબ્ધિ
ઉપયોગ
(તલવાર ચલાવવાની (તલવાર ચલાવવાની કળાના સ્થાને) કળાના ઉપયોગના સ્થાને)
અત્યંતર (તલવારની ધારના સ્થાને)
પ્રશ્ન—– નિવૃત્તિ અને ઉપકરણ એ ઇન્દ્રિય કહેવાય. કારણ કે જેનાથી જ્ઞાનબોધ થાય તે ઇન્દ્રિય. બોધમાં નિવૃત્તિ અને ઉપકરણ સહાયક છે, પણ લબ્ધિ અને ઉપયોગને ઇન્દ્રિય કેમ કહેવાય ? કારણ કે તે બંને જ્ઞાનસ્વરૂપ છે.
ઉત્તર– લબ્ધિની સફળતા ઉપયોગના આધારે છે. લબ્ધિ ગમે તેટલી મળવા છતાં જે તેનો ઉપયોગ ન હોય તો કામ નથી આવતી. લબ્ધિનો=મળેલી શક્તિનો ઉપયોગ કરવામાં ઇન્દ્રિયોની જરૂર પડે છે. ઇન્દ્રિયો વિના ઉપયોગ થઇ શકતો નથી. આમ લબ્ધિ અને ઉપયોગમાં ઇન્દ્રિયો કારણ હોવાથી ‘કાર્યમાં કારણનો ઉપચાર કરીને' લબ્ધિ અને ઉપયોગને પણ ઇન્દ્રિય કહેવામાં આવે છે.
કોઇપણ વસ્તુનો બોધ કરવો હોય તો નિવૃત્તિ આદિ ચારેય ઇન્દ્રિયોની જરૂર પડે છે. એકેય વિના ન ચાલી શકે.
જેમ તલવાર હોય તો તેની ધાર અને ધારની શક્તિ હોય તેમ, નિવૃત્તિ હોય તો ઉપકરણ અને ઉપયોગ હોય. કારણ કે ઉપકરણનો (શક્તિનો) આશ્રય નિવૃત્તિ હોવાથી નિવૃત્તિ વિના ઉપકરણ ન હોય. ઉપકરણથી ઉપયોગ થતો હોવાથી ઉપકરણ વિના ઉપયોગ પણ ન હોય. નિવૃત્તિ, ઉપકરણ અને ઉપયોગ એ ત્રણે લબ્ધિ હોય તો જ હોય, લબ્ધિવિના એ ત્રણે ન હોય. આથી ૧. નિવૃત્તિને બાહ્ય-અત્યંતર ભેદ વિના એક ગણવાથી ચાર થાય.
૨. બકુલવૃક્ષ આદિ અપવાદને છોડીને આ નિયમ છે. બકુલવૃક્ષને નિવૃત્તિ વિના પાંચે ઇન્દ્રિયોનો ઉપયોગ હોય છે.
૩. લબ્ધિ વિના એ ત્રણ ન હોય એ નિયમ છે. પણ લબ્ધિ હોય તો એ ત્રણે હોય જ એવો નિયમ નથી. બકુલવૃક્ષને પાંચે ઇન્દ્રિયોની લબ્ધિ હોવા છતાં નિવૃત્તિ નથી.
Page #133
--------------------------------------------------------------------------
________________
અ૦ ૨ સૂ૦ ૧૯]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૯
જ ચઉરિન્દ્રિય આદિ જીવને કર્ણ આદિ ઇન્દ્રિયજન્ય લબ્ધિ ન હોવાથી કર્ણ આદિ ન હોય. તથા નિવૃત્તિ, ઉપકરણ અને લબ્ધિ એ ત્રણ હોવા છતાં ઉપયોગ ન હોય તો વિષયનો બોધ ન થાય. આમ નિવૃત્તિ આદિ ચારમાંથી એક પણ ન હોય તો બોધ ન થાય. આથી જ્ઞાન કરવામાં નિવૃત્તિ આદિ ચારેય સહાયક હોવાથી ચારેય ઇન્દ્રિયો કહેવાય છે. (૧૮)
ઉપયોગના વિષયો
૩પયોગ: સ્વર્ગાલિયુ ॥ ૨-૧ ॥
ભાવેન્દ્રિય રૂપ ઉપયોગ સ્પર્શન આદિ ઇન્દ્રિયો દ્વારા અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ એ પાંચ વિષયોમાં પ્રવર્તે છે.
સ્પર્શનેન્દ્રિય દ્વારા સ્પર્શને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. રસનેન્દ્રિય દ્વારા રસને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. ઘ્રાણેન્દ્રિય દ્વારા ગંધને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. ચક્ષુરિન્દ્રિય દ્વારા રૂપને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. શ્રોત્રેન્દ્રિય દ્વારા શબ્દને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. સ્પર્શ આદિ રૂપી પદાર્થના પર્યાયો છે, અને તેમાં ભાવેન્દ્રિય રૂપ મતિજ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે.
ઇન્દ્રિયોની પદાર્થ ગ્રહણ કરવાની શક્તિનું માપ— શ્રોત્રેન્દ્રિય બાર યોજન દૂરથી આવેલા મેઘગર્જના વગેરે શબ્દને સાંભળી શકે છે. ચક્ષુરિન્દ્રિય લાખ યોજનથી કંઇક અધિક દૂર રહેલી વસ્તુને જોઇ શકે છે.
વિષ્ણુકુમા૨ વગેરે લબ્ધિસંપન્ન જીવો એક લાખ યોજન પ્રમાણ શરીર વિક્ર્વીને પોતાના ચરણોની પાસે રહેલ ખાડા વગેરેને અને તેમાં રહેલા પથ્થર વગેરે વસ્તુને જોઇ શકે છે. લાખ યોજન ઊંચા મેરુપર્વત ઉ૫૨ ૨હેલી સમડી નીચે (અધોગ્રામની વિજયોના) ખાડામાં રહેલા માંસના ટુકડા આદિને જોઇ શકે છે. બાકીની ત્રણ ઇન્દ્રિયો નવયોજન દૂરથી આવેલા પોતાના વિષયને જાણી શકે છે. તે આ પ્રમાણે—નવયોજન દૂર વરસાદ થયો હોય તે જલના અથવા નવયોજન દૂર રહેલા શીતલ પવન વગેરેના પુદ્ગલો ત્યાંથી આવીને શરીરને સ્પર્શે ત્યારે આ પાણીના ભેજવાળો પવન છે, આ ઠંડો પવન છે ઇત્યાદિ જ્ઞાન થઇ શકે છે. નવયોજન દૂરથી સુગંધી માટીના કે ચંદનાદિ પદાર્થના પુદ્ગલો આવીને રસના અને નાસિકાએ લાગે ત્યારે તેના રસનું અને ગંધનું જ્ઞાન થઇ શકે.
Page #134
--------------------------------------------------------------------------
________________
૯૦
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૨ સૂ૦ ૨૦ પણ જો નવયોજનથી અધિક દૂરથી પુદ્ગલો આવે તો તીવ્ર ઘાણેન્દ્રિય શક્તિથી પણ ગંધ ન જાણી શકાય. કારણ કે નવયોજનથી અધિક દૂરથી આવેલા પુદ્ગલોનો પરિણામ એટલો મંદ થઈ જાય છે કે જેથી તે પુદ્ગલો પોતાના વિષયનું જ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી, તથા ઇન્દ્રિયોમાં પણ સ્વભાવથી જ એ પુદ્ગલોને ગ્રહણ કરવાની શક્તિ હોતી નથી. આ પ્રમાણે અન્ય ઇન્દ્રિયો માટે પણ સમજવું.
આંખ સિવાય ચાર ઇન્દ્રિયો જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા દૂર રહેલા પોતાના વિષયને જાણી શકે છે. ચક્ષુ જઘન્યથી અંગુલના સંખ્યામાં ભાગ જેટલા દૂર રહેલા રૂપને જાણી શકે છે. એથી જચમુચક્ષુમાં રહેલા મેલ, અંજન વગેરેને જોઈ શકતી નથી. (પ્રવચન સારોદ્ધાર ટીકા વગેરે) (૧૯)
ઇન્દ્રિયોના નામપન-રસ--ચા -શોઝાનિ || ૨-૨૦ | સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ, શ્રોત્રએમ પાંચ ઈન્દ્રિયોનાક્રમશઃ નામો છે.
સ્પર્શને એટલે ત્વચા-ચામડી. રસન એટલે જિલ્લા. ધ્રાણ એટલે નાક. ચક્ષુ એટલે આંખ. શ્રોત્ર એટલે કાન.
ઇન્દ્રિયોના ક્રમમાં હેતુ–
પ્રશ્ન- અહીં ઇન્દ્રિયોનાં નામ સ્પર્શન આદિ ક્રમથી જણાવવામાં કોઈ વિશેષ હેતુ છે કે સામાન્યથી જણાવવામાં આવેલ છે ?
ઉત્તર-સ્પર્શન આદિ ક્રમથી ઇન્દ્રિયોના નામો જણાવવામાં હેતુ રહેલો છે. જેમ જેમ અધિક ઇન્દ્રિયો પ્રાપ્ત થાય છે, તેમ તેમ ચૈતન્યનો અધિક વિકાસ થાય છે. અધિક ઇન્દ્રિયોની પ્રાપ્તિ ક્રમશઃ થાય છે. જે જીવો એકેન્દ્રિય હોય, અર્થાત એક ઇન્દ્રિયવાળા હોય તેમને સ્પર્શને ઇન્દ્રિય હોય છે. સ્પર્શનેન્દ્રિય દરેક જીવને અવશ્ય હોય છે. સંસારી જીવોમાં રસન આદિ ઇન્ડિયન હોય એવું બને, પણ સ્પર્શન ઇન્દ્રિય ન હોય એવું ન જ બને. આથી અહીં પ્રથમ સ્પર્શનેન્દ્રિયનો નિર્દેશ કર્યો છે. એકેન્દ્રિય જીવ જ્યારે બેઇન્દ્રિય બને ત્યારે તેને સ્પર્શન અને રસન એ બે ઇન્દ્રિય હોય છે. સ્પર્શનેન્દ્રિય પછી રસનેન્દ્રિયની પ્રાપ્તિ થાય છે. માટે સ્પર્શન પછી રસન ઇન્દ્રિયનો નિર્દેશ છે. બેઈન્દ્રિય જીવ જયારે તે ઇન્દ્રિય બને છે ત્યારે સ્પર્શન, રસન અને ઘાણ=નાક એ ત્રણ ઇન્દ્રિયો હોય છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
અ૦ ૨ સૂ૦ ૨૧-૨૨]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૯૧
રસન પછી ઘ્રાણની પ્રાપ્તિ થાય છે. માટે રસન પછી ઘ્રાણ ઇન્દ્રિયનો નિર્દેશ છે. તેઇન્દ્રિય જીવ જ્યારે ચઉરિન્દ્રિય બને ત્યારે સ્પર્શન, રસન, પ્રાણ અને ચક્ષુ એ ચાર ઇન્દ્રિયો હોય છે. ઘ્રાણેન્દ્રિય પછી ચક્ષુરિન્દ્રિયની પ્રાપ્તિ થાય છે, માટે પ્રાણ પછી ચક્ષુરિન્દ્રિયનો નિર્દેશ છે. ચઉરિન્દ્રિય જીવ જ્યારે પંચેન્દ્રિય બને છે ત્યારે સ્પર્શન આદિ પાંચે ઇન્દ્રિયો હોય છે. ચક્ષુ પછી શ્રોત્રની પ્રાપ્તિ થાય છે. માટે ચક્ષુ પછી શ્રોત્રેન્દ્રિયનો નિર્દેશ છે. આમ ઇન્દ્રિયોની વૃદ્ધિના ક્રમથી અહીં સ્પર્શન આદિ ઇન્દ્રિયોના નામો જણાવ્યાં છે. દરેક જીવને એક એક જ ઇન્દ્રિયની વૃદ્ધિ થાય છે એવો નિયમ નથી. એકેન્દ્રિયમાંથી સીધો તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય કે પંચેન્દ્રિય પણ બને છે. એ પ્રમાણે બેઇન્દ્રિયમાંથી સીધો ચઉરિન્દ્રિય કે પંચેન્દ્રિય પણ બને છે. પણ જો ઇન્દ્રિયની વૃદ્ધિ થાય તો સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર એ ક્રમથી જ થાય. (૨૦)
ઇન્દ્રિયોના વિષયો–
સ્પર્શ-સ-ય-વળ-શાતેષામ: ॥ ૨-૨ ॥
સ્પર્શન આદિ ઇન્દ્રિયોના ક્રમશઃ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ એ પાંચ વિષયો છે.
સ્પર્શન આદિ ઇન્દ્રિયોમાં ક્રમશઃ સ્પર્શ આદિને જાણવાની શક્તિ છે. આથી આપણને તે તે ઇન્દ્રિયથી તે તે વિષયનું જ્ઞાન થાય છે. સ્પર્શનેન્દ્રિયમાં સ્પર્શ સિવાય રસ આદિ કોઇ વિષયને જાણવાની શક્તિ નથી. રસનેન્દ્રિયમાં રસ સિવાય સ્પર્શ આદિ કોઇ વિષયને જાણવાની શક્તિ નથી. એ પ્રમાણે અન્ય ઇન્દ્રિય માટે પણ જાણવું. આથી આપણને તે તે ઇન્દ્રિયથી તે તે વિષય સિવાય અન્ય વિષયનું જ્ઞાન થતું નથી. (૨૧)
મનનો વિષય–
શ્રુતમનિન્દ્રિયસ્ય ॥૨-૨૨ ॥ મનનો વિષય શ્રુત છે.
મનથી જ ભાવશ્રુતજ્ઞાન થાય છે. શ્રુતજ્ઞાનનો વિષય ઘટાદિ પદાર્થો છે. આથી ઘટાદિ પદાર્થો મનના પણ વિષય બને છે.
પ્રથમ શબ્દ સાંભળવાથી કે વાંચવા આદિથી શબ્દનું મતિજ્ઞાન થાય છે. બાદ શબ્દ દ્વારા શબ્દથી વાચ્ય ઘટાદિ પદાર્થનું જ્ઞાન થાય છે. શબ્દ દ્વારા
Page #136
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૨ સૂ૦ ૨૩ શબ્દથી વાચ્ય ઘટાદિ પદાર્થનું જ્ઞાન શ્રુતજ્ઞાન છે. જેમ શબ્દજ્ઞાન દ્વારા શબ્દથી વાઓ ઘટાદિ પદાર્થોનું જ્ઞાન થાય છે, તેમ ઘટાદિ પદાર્થના જ્ઞાન દ્વારા ઘટાદિ પદાર્થના વાચક શબ્દનું જ્ઞાન પણ થાય છે. આ જ્ઞાન પણ, અર્થાત ઘટાદિ પદાર્થના જ્ઞાન દ્વારા ઘટાદિ પદાર્થના વાચક શબ્દનું જ્ઞાન પણ, શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાન મુખ્યત્વે મનથી થાય છે. અર્થાત્ જેમ સ્પર્શ આદિ વિષયનું મતિજ્ઞાન કરવામાં ઈન્દ્રિયની અને મનવાળાઓને મન અને ઈન્દ્રિય એ બેની જરૂર પડે છે, તેમ શ્રુતજ્ઞાન કરવામાં મુખ્યત્વે ઇન્દ્રિયની જરૂર પડતી નથી. કારણ કે ઘટાદિ શબ્દો સાંભળવામાં કે લખેલા જોવામાં અને ઘટાદિ પદાર્થો જોવામાં પ્રથમ ઇન્દ્રિયો દ્વારા મતિજ્ઞાન થાય છે. ત્યારબાદ શ્રુતાનુસારી વાચ્ય-વાચક ભાવ આદિ મન સંબંધી અવગ્રહાદિ પ્રવર્તે છે. તે અવગ્રહાદિ શ્રુતજ્ઞાન છે. માટે શ્રુતજ્ઞાનમાં મનની મુખ્યતા છે.
તાત્પર્ય એ આવ્યું કે ઈન્દ્રિયો દ્વારા મુખ્યત્વે મતિજ્ઞાન અને દ્રવ્યશ્રુતજ્ઞાન થાય છે. જયારે મન દ્વારા મતિ અને ભાવથુત એ બંને જ્ઞાન થાય છે. અહીં સૂત્રમાં મનનો વિષય શ્રુતજ્ઞાન છે એમ કહ્યું તે મુખ્યત્વે ભાવકૃતની અપેક્ષાએ છે. કેમ કે દ્રવ્યશ્રુત તો ઇન્દ્રિયોનો વિષય થઈ શકે છે. ઇન્દ્રિયોનો વિષય કેવળ રૂપી પદાર્થો છે. જ્યારે મનનો વિષય રૂપી-અરૂપી સઘળા પદાર્થો છે. તથા અહીં ભાવશ્રુત પણ શબ્દોલ્લેખ સહિત વિશેષ પ્રકારનું સમજવું. કારણ કે શબ્દોલ્લેખ રહિત સામાન્ય શ્રત મનરહિત એકેન્દ્રિયને પણ હોય છે. (પ્રસ્તુત સૂત્ર ભાષ્યટીકા તથા વિશેષા૦ ભાવ ગા) ૧૦૩ની ટીકા). (૨૨)
એક ઈન્દ્રિય કોને હોય છે તેનું નિરૂપણ– વાદ્ધનનામેવ ૨-૨૩ | વાયુ સુધીના જીવોને એક ઇન્દ્રિય હોય છે.
પૃથ્વીકાય, અકાય, "વનસ્પતિકાય, તેઉકાય, વાઉકાય એ પાંચ ૧. ન્યુઝીલેન્ડમાં પોલીસને તાલીમ આપતી શાળામાં ૧૯૬થી પોલિગ્રાફ રેકોર્ડિંગ ટ્રાવેલીંગની
મદદથી ક્લીવ બેકસ્ટરે કરેલા અખતરા પરથી એમ ચોક્કસ જણાયું છે કે દરીયા કે તળાવમાં માછલી કે બીજો કોઈ જીવ મફતમાં હોય તો છોડને દુઃખ થાય છે. છાંદોગ્ય ઉપનિષદમાં ઉદાલક ઋષિ તેના પુત્રને કહે છે–વૃક્ષોમાં પણ જીવ છે, પણ પશુઓની જેમ છોડને પણ લાગણી હોય છે એમ સર જગદીશચંદ્ર બોઝે પહેલી જ વાર વૈજ્ઞાનિક રીતે પુરવાર કર્યું હતું. (મુંબઈ સમાચાર, તા. ૨૪-૧૦-૧૯૭૬)
Page #137
--------------------------------------------------------------------------
________________
અ૦ ૨ સૂ૦ ૨૪-૨૫] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૯૩ પ્રકારના જીવોને એક ઇન્દ્રિય (સ્પર્શન ઇન્દ્રિયો હોય છે. આથી તેમને એકેન્દ્રિય કહેવામાં આવે છે. (૨૩).
બે, ત્રણ, ચાર અને પાંચ ઇન્દ્રિયો કોને હોય તેનું નિરૂપણ कृमि-पिपीलिका-भ्रमर-मनुष्यादीनामेकैकवृद्धानि॥२-२४॥
કૃમિ, શંખ, છીપ, જળો વગેરે જીવોને બે ઈન્દ્રિયો હોય છે. કીડી, મંકોડા, માકડ, કુંથુઆ, કાષ્ઠના કીડા વગેરે જીવોને ત્રણ ઇન્દ્રિયો હોય છે. ભ્રમર, માખી, મચ્છર, વીંછી, પતંગિયાં વગેરે જીવોને ચાર ઇન્દ્રિયો હોય છે. દેવ, નારક, મનુષ્ય તથા પશુ, પક્ષી, જલચર વગેરે તિર્યંચોને પાંચ ઇન્દ્રિયો હોય છે.
બે ઇન્દ્રિયોવાળા પ્રાણી બેઈન્દ્રિય કહેવાય છે. એ પ્રમાણે તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય વિષે પણ જાણવું.
પ્રશ્ન- એક ઇન્દ્રિય હોય તેને એકેન્દ્રિય કહેવાય વગેરે નિયમ દ્રવ્યન્દ્રિયની અપેક્ષાએ છે કે ભાવેન્દ્રિયની અપેક્ષાએ ?
ઉત્તર- જીવોમાં એકેન્દ્રિય આદિ તરીકેનો વ્યવહાર દ્રવ્યન્દ્રિયની અપેક્ષાએ છે. ભાવ ઇન્દ્રિયો દરેક પ્રાણીને પાંચ હોય છે. (વિ.આ.ભા. ગા.૨૯૯૯) પણ દ્રવ્ય ઇન્દ્રિયના અભાવે તે તે ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન થતું નથી. આથી દ્રવ્યન્દ્રિયની અપેક્ષાએ એકેન્દ્રિય આદિ કહેવામાં આવે છે. દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયનું વર્ણન આ જ અધ્યાયમાં ૧૭મા અને ૧૮મા સૂત્રમાં આવી ગયું છે. (૨૪)
કયા જીવો મનસહિત હોય છે તેનું નિરૂપણ... સંપત્તિના સમનવI: | ૨-૨ | સંજ્ઞી જીવો સમનસ્ક=મનવાળા હોય છે.
પૂર્વે “સમનાગમન: એ (૧૧મા) સૂત્રમાં સંસારી જીવો મનવાળા અને મન વગરના એમ બે પ્રકારના હોય છે એમ જણાવ્યું હતું. આથી કયા પ્રાણીઓ મનવાળા હોય અને કયા પ્રાણીઓ મન વિનાના હોય એ પ્રશ્ન ઊઠે એ સહજ છે. આ પ્રશ્નનું સમાધાન આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. સંજ્ઞી જીવો મનવાળા હોય છે. આથી અસંજ્ઞી જીવો મન રહિત હોય છે એ પણ સિદ્ધ થાય છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
૯૪
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦ ૨ સૂ૦ ૨૬ જેમને સંજ્ઞા હોય છે તે જીવો સંજ્ઞી છે. સંજ્ઞા વિનાના જીવો અસંજ્ઞી છે.
સંજ્ઞાના દીર્ઘકાલિકી, હેતુવાદોપદેશિકી અને દૃષ્ટિવાદોપદેશિકી એમ ત્રણ પ્રકાર છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળને આશ્રયીને પોતાના હિતાહિતનો દીર્ઘ વિચાર કરવાની શક્તિ એ દીર્ઘકાલી સંજ્ઞા છે. કેવળ વર્તમાનકાળનો વિચાર કરવાની શક્તિ તે હેતુવાદ સંજ્ઞા છે. દષ્ટિવાદના (=જિનપ્રણીત આગમના) ઉપદેશથી થયેલી વિશિષ્ટ સંજ્ઞા=બોધ એ દષ્ટિવાદા સંજ્ઞા છે. આ ત્રણ સંજ્ઞામાંથી અહીં દીર્ઘકાલિકી સંજ્ઞાને આશ્રયીને સંજ્ઞી કહેવામાં આવેલ છે. આથી જે જીવો ત્રણે કાળને આશ્રયીને કેવી પ્રવૃત્તિ મને હિતકારક છે, કેવી પ્રવૃત્તિ અહિતકારક છે ઈત્યાદિ દીર્ઘ વિચાર કરી શકે તે જીવો સંજ્ઞી છે. જેઓ વિચાર કરી શકતા નથી કે માત્ર વર્તમાનકાળ પૂરતો જ સામાન્ય વિચાર કરી શકે છે તે જીવો અસંજ્ઞી છે.
બેઇન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોને હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય, પણ દીર્ધકાલિકી સંજ્ઞા ન હોય. એકેન્દ્રિયને આ ત્રણમાંથી એક પણ સંજ્ઞા ન હોય વિચાર કરવાની શક્તિ જ ન હોય. આથી પ્રસ્તુતમાં એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવો અસંજ્ઞી=મન વિનાના જ હોય છે. દેવો, નારકો, ગર્ભજ મનુષ્યો અને તિર્યંચો સંજ્ઞી=મનવાળા હોય છે. સમ્યગ્દષ્ટિ જીવોને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા પણ હોય.
હેતુવાદોપદેશિકીમાં વર્તમાનકાળની અને દીર્ઘકાલિકીમાં ત્રિકાળની વિચારણા હોય છે, પણ તે બંને વિચારણા સંસાર સંબંધી હોય છે. દૃષ્ટિવાદોપદેશિકીમાં ત્રિકાલની વિચારણા હોય છે, પણ તે મોક્ષમાર્ગાનુસારી હોય છે. માટે તે સર્વોત્કૃષ્ટ છે. (૨૫)
વિગ્રહગતિમાં યોગવિગ્રહ યો: ! ૨-૨૬ વિગ્રહગતિમાં (પરભવે જતાં વક્રગતિમાં) કાર્પણ કાયયોગ હોય છે.
સંસારી જીવને કોઇ પણ ક્રિયા કરવી હોય તો યોગની જરૂર પડે છે. યોગ એટલે ચાલવું-દોડવું આદિ ક્રિયાઓમાં જોડાય એવી આત્મપ્રદેશોની ફુરણા રૂપ આત્મિકશક્તિ. સંસારી જીવને આત્મિકશક્તિનો ઉપયોગ કરવા સાધનની સહાય લેવી પડે છે. આત્મિકશક્તિનો ઉપયોગ કરવામાં સહાયક
Page #139
--------------------------------------------------------------------------
________________
૨૦ ૨ સૂ૦ ૨૬]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૯૫
સાધનો મુખ્ય ત્રણ છે. મન, વચન અને કાયા. જ્યારે જ્યારે સંસારી આત્મા આત્મિકશક્તિના ઉપયોગ દ્વારા ક્રિયા કરે છે ત્યારે ત્યારે આ ત્રણ સાધનોમાંથી એકની સહાયતા અવશ્ય લે છે. યોગની સહાય વિના સંસારી જીવ કોઇ ક્રિયા કરી શકતો નથી. આથી મન, વચન અને કાયાને પણ કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી યોગ કહેવામાં આવે છે. આનો અર્થ એ થયો કે સંસારી જીવ મનોયોગ, વચનયોગ, કાયયોગ એ ત્રણની મદદથી પોતાની આત્મિકશક્તિનો ઉપયોગ કરીને ક્રિયા કરે છે. આ ત્રણ યોગના કુલ ૧૫ ભેદો છે. આ ૧૫ ભેદોને અધ્યાય-૬ના પ્રથમ સૂત્રમાં વિચારીશું. જ્યારે જીવ ચાલુ ભવનું આયુષ્ય પૂર્ણ થતાં પરભવમાં જાય છે ત્યારે ૧૫ યોગમાંથી કયા યોગની સહાય હોય છે તે આ સૂત્રમાં જણાવવામાં આવ્યું છે.
જીવો પરભવમાં બે પ્રકારની ગતિથી જાય છે. એક વિગ્રહગતિ અને બીજી અવિગ્રહગતિ. કોઇ જીવો વિગ્રહગતિથી અને કોઇ જીવો અવિગ્રહગતિથી પરભવમાં જાય છે. વિગ્રહ એટલે વળાંક. અવિગ્રહ એટલે વળાંક રહિત=સરળ. વળાંકવાળી ગતિ તે વિગ્રહગતિ અને વળાંક વિનાની ગતિ તે અવિગ્રહગતિ. જ્યારે જીવ વિગ્રહગતિથી પરભવમાં જાય ત્યારે તેને કયો યોગ સહાયક હોય છે તે આ સૂત્રમાં જણાવ્યું છે. પરભવ જતાં મન અને વચન ન હોવાથી એ બે યોગોનો સર્વથા અભાવ હોય છે. કાયયોગના ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, આહારક, આહારકમિશ્ર અને કાર્યણ એમ સાત ભેદો છે. પરભવ જતાં ઔદારિક, વૈક્રિય અને આહારક એ ત્રણ યોગ ન હોય. કારણ કે એ ત્રણ શરીરને છોડીને જ જીવ પરભવમાં જાય છે. ઔદારિકમિશ્ર આદિ ત્રણ મિશ્ર કાયયોગ પણ ન હોય. કારણ કે મિશ્રકાયયોગ તે તે કાયયોગની ઉત્પત્તિના પ્રારંભમાં હોય છે. હવે એક કાર્પણ કાયયોગ બાકી રહે છે. આથી વિગ્રહગતિથી પરભવ જતાં જીવને કાર્મણ કાયયોગ હોય છે. કાર્પણ કાયયોગની સહાયથી જીવ પરભવમાં પોતાના ઉત્પત્તિસ્થાને પહોંચી જાય છે.
પ્રશ્ન- જીવ પરભવમાં વિગ્રહ અને અવિગ્રહ એમ બે પ્રકારની ગતિથી જાય છે. તેમાં વિગ્રહગતિથી જાય ત્યારે કાર્યણ યોગની સહાય હોય છે એ સમજાયું, પણ અવિગ્રહગતિથી જાય ત્યારે કયા યોગની સહાય હોય ?
Page #140
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર [અ૦ ૨ સૂ૦ ૨૭-૨૮-૨૯
ઉત્તર– અવિગ્રહગતિ એક જ સમયની હોય છે. અર્થાત્ અવિગ્રહગતિથી જીવ એક જ સમયમાં ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે. પૂર્વે જે શરીર છોડ્યું તે શરીરના પ્રયત્નનો (યોગનો) વેગ એક સમય સુધી રહે છે. આથી એક સમયની અવિગ્રહગતિમાં ગતિ કરવા નવો પ્રયત્ન કરવો પડતો નથી=નવી સહાય લેવી પડતી નથી. પૂર્વ શરીરના પ્રયત્નના (યોગના) વેગથી જ ધનુષમાંથી છૂટેલા બાણની જેમ ઇષ્ટ સ્થાને પહોંચી જાય છે. અર્થાત્ અવિગ્રહગતિમાં જીવને પૂર્વભવના શરીરના યોગની સહાય હોય છે. (પ્રસ્તુત સૂત્રમાં ભાષ્યટીકાના આધારે.) (૨૬)
૯૬
આકાશમાં જીવની કે પુદ્ગલની ગતિ— અનુશ્રેણિ ગતિઃ ॥ ૨-૨૭ ॥
જીવ કે પુદ્ગલની ગતિ અનુશ્રેણિ=સીધી થાય છે.
છ પ્રકારના દ્રવ્યોમાં જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યો જ ગતિશીલ છે. જીવ અને પુદ્ગલ દ્રવ્યની ગતિ જો કોઇ બાહ્ય ઉપાધિ ન હોય તો સીધી જ થાય છે. શ્રેણિ એટલે લાઇન=લીટી. અનુશ્રેણિ એટલે લીટી પ્રમાણે. લોકના મધ્ય ભાગથી ઉપર-નીચે અને આજુ-બાજુ આકાશપ્રદેશોની સીધી શ્રેણિઓ=રેખાઓ આવેલી છે. જેમ ગાડી પાટા ઉપર જ ચાલે છે તેમ જીવ કે પુદ્ગલ આકાશપ્રદેશની શ્રેણિ=રેખા ઉપર જ ચાલે છે. જીવ કે પુદ્ગલની વક્રગતિ પરપ્રયોગથી જ થાય છે. (૨૭)
સિદ્ધ જીવોની ગતિ–
અવિદ્યા નીવસ્થ ॥ ૨-૨૮ ॥
જીવની=સિદ્ધ થતા જીવની ગતિ સરળ જ હોય છે.
ભવાંતરમાં જતાં સંસારી જીવોની ઋજુ અને વક્ર એમ બંને પ્રકારની ગતિ હોય છે. આ વાત ગ્રંથકાર હવે પછીના સૂત્રમાં કહેશે. આથી અહીં જીવ શબ્દથી સંસારી જીવો નહિ, કિંતુ સિધ્યમાન–સિદ્ધ થતા જીવો સમજવાના છે. (૨૮)
સંસારી જીવોની ગતિ તથા વિગ્રહગતિનો કાળ–
विग्रहवती च संसारिणः प्राक् चतुर्भ्यः ॥ २-२९ ॥
Page #141
--------------------------------------------------------------------------
________________
અ૦ ૨ સૂ૦ ૨૯]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૯૭
સંસારી જીવોની વિગ્રહવાળી અને વિગ્રહવિનાની એમ બે પ્રકારની ગતિ હોય છે. વિગ્રહવાળી ગતિ ત્રણ સમય સુધી હોય છે.
સંસારી જીવો વિગ્રહવાળી=વક્ર અને અવિગ્રહ=સરળ એમ બે પ્રકારની ગતિથી ભવાંતરમાં ઉત્પત્તિ સ્થાને પહોંચે છે. વક્રગતિ ત્રણ હોય છે. જ્યારે ઉત્પત્તિસ્થાન મૃત્યુસ્થાનથી સમશ્રેણિમાં હોય ત્યારે જીવ કોઇ જાતના વળાંક વિના અવિગ્રહગતિથી ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે. પણ જ્યારે ઉત્પત્તિસ્થાન મૃત્યુસ્થાનથી સમશ્રેણિમાં ન હોય ત્યારે જીવને કોઇ વખત એક, કોઇ વખત બે, કોઇ વખત ત્રણ વળાંકથી ગતિ કરવી પડે છે. જે ગતિમાં એક વળાંક આવે તે ગતિ એકવિગ્રહા કે એકવક્રા છે. જે ગતિમાં બે વળાંક આવે તે િિવગ્રહા કે દ્વિવક્રા ગતિ છે. જે ગતિમાં ત્રણ વળાંક આવે તે ત્રિવિગ્રહા કે ત્રિવક્રા છે. જીવને પરભવ જતાં વળાંક લેવા પડે છે તેનાં બે કારણો છે. એક કારણ એ છે કે જીવ કર્મને આધીન હોવાથી પોતાનાં કર્મ પ્રમાણે દિશા-વિદિશાઓમાં આડા-અવળા સ્થાનમાં ઉત્પન્ન થવું પડે છે. બીજું કારણ એ છે કે તેને આકાશપ્રદેશોની શ્રેણિને અનુસારે જ ગતિ કરવી પડે છે.આ બાબત ‘અનુત્રેષિ તિઃ' એ સૂત્રમાં આવી ગઇ છે.
જ્યારે જીવને ઊર્ધ્વલોકની પૂર્વદિશાના સ્થાનમાં મૃત્યુ પામીને અધોલોકની પશ્ચિમ દિશામાં ઉત્પન્ન થવું હોય તો પ્રથમ સમશ્રેણિમાં નીચે ઊતરવું પડે છે. પછી તે પશ્ચિમ દિશા તરફ વળીને ઉત્પત્તિસ્થાને પહોંચે છે. આથી એકવક્રા ગતિ થાય છે. જો જીવને ઊર્ધ્વલોકના અગ્નિખૂણામાં મૃત્યુ પામી અધોલોકના વાયવ્ય ખૂણામાં ઉત્પન્ન થવાનું હોય તો, પ્રથમ સમયે સમશ્રેણિએ પશ્ચિમ દિશામાં આવે છે, બીજા સમયે અધોલોક તરફ વળીને સમશ્રેણિએ નીચે ઊતરે છે, ત્રીજા સમયે વાયવ્ય ખૂણા તરફ વળીને ઉત્પત્તિ સ્થાને પહોંચે છે.
ત્રસનાડીની બહાર રહેલ કોઇ જીવ ઊર્ધ્વલોકની દિશામાંથી ત્રસનાડીની બહાર અધોલોકની વિદિશામાં ઉત્પન્ન થાય ત્યારે, પ્રથમ સમયે સમશ્રેણિએ ત્રસનાડીમાં પ્રવેશ કરે, બીજા સમયે વળીને સમશ્રેણિએ અધોલોકમાં આવે, ત્રીજા સમયે વળીને સમશ્રેણિએ ત્રસનાડીની બહારની દિશામાં જાય, ચોથા સમયે વળીને સમશ્રેણિએ વિદિશામાં ઉત્પત્તિસ્થાને આવે. આ ગતિમાં ત્રણ વળાંક હોવાથી આ ગતિ ત્રિવક્રા છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
૯૮
શીતજ્વાધિગમસૂત્ર બિ૦૨ ૧૦૩૦ યદ્યપિ ચાર વળાંકવાળી ચતુર્વક્રા ગતિ પણ થાય છે, પણ તે કોઈક જીવોને ક્યારેક જ થતી હોવાથી અહીં વક્રગતિ ત્રણ જ કહી છે.
ત્રસ નાડીની બહાર રહેલ કોઈ જીવ ઊર્ધ્વલોકની વિદિશામાંથી ત્રસનાડીની બહાર અધોલોકની વિદિશામાં ઉત્પન્ન થાય ત્યારે, પ્રથમ સમયે સમશ્રેણિએ ત્રસનાડીની બહાર જ વિદિશામાંથી દિશામાં આવે, બીજા સમયે વળીને સમશ્રેણિએ ત્રસનાડીમાં પ્રવેશ કરે, ત્રીજા સમયે વળીને અધોલોકમાં માવે, ચોથા સમયે વળીને ત્રસનાડીની બહાર આવે, અને પાંચમા સમયે વળીને વિદિશામાં ઉત્પત્તિસ્થાને પહોંચે. અહીં ચાર વળાંક આવવાથી આ ગતિ ચતુર્વક્રા છે. પણ આવું કવચિત જ બને છે.
ત્રસમાંથી સ્થાવરમાં, સ્થાવરમાંથી ત્રસમાં, ત્રસમાંથી પુનઃ ત્રસમાં કે સ્થાવરમાંથી પુનઃ સ્થાવરમાં ઉત્પન્ન થનાર જીવોમાં એકવકા અને વિક્રા એ બે ગતિ સંભવે છે. ત્રણમાંથી સ્થાવરમાં, સ્થાવરમાંથી ત્રસમાં કે સ્થાવરમાંથી પુનઃ સ્થાવરમાં ઉત્પન્ન થનાર જીવમાં ત્રિવજા ગતિ પણ હોઈ શકે છે. સ્થાવરમાંથી સ્થાવરમાં ઉત્પન્ન થનાર જીવોમાં ચતુર્વક્રા ગતિ પણ હોઈ શકે.'
એકવક્ર ગતિ બે સમયની, દ્વિવક્રા ગતિ ત્રણ સમયની, ત્રિવક્રા ગતિ ચાર સમયની અને ચતુર્વક્રા ગતિ પાંચ સમયની હોય છે. કારણ કે દરેક પ્રકારની વક્રગતિમાં પ્રથમ સમયની ગતિ તો અવક્ર જ હોય છે. આ સૂત્રની સમજ માટે યંત્રમાં બતાવેલી આકૃતિ જુઓ. (૨૯)
અવિગ્રહગતિનો કાળएकसमयोऽविग्रहः ॥२-३० ॥ અવિગ્રહ=સરળ ગતિનો કાળ એક સમય છે.
જ્યાં ઉત્પન્ન થવાનું છે ત્યાં જીવ એક સમયમાં પહોંચી જાય તો તે અવિગ્રહગતિથી જ જાય છે. જે ઉત્પત્તિસ્થાને જવામાં એકથી વધારે સમય લાગે તો પણ પ્રથમ સમયમાં અવિગ્રહગતિ જ હોય છે. બાકીના સમયમાં વિગ્રહગતિ હોય છે. કારણ કે બીજા સમયથી વળાંક શરૂ થઈ જાય છે. વળાંક વળતાં આનુપૂર્વી નામકર્મનો ઉદય થાય છે. આ કર્મ જેમ બળદને નાથ ૧. ચતુર્વ ગતિ ક્યારેક જ થતી હોવાથી સૂત્રમાં તેનો નિર્દેશ કર્યો નથી.
Page #143
--------------------------------------------------------------------------
________________
૯૯
અ૦ ૨ સૂ૦ ૩૦]. શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
પરભવ જતાં એકવક્રા આદિ ગતિનું યંત્ર
ત્રસનાડી
જુગતિ
એકવક્રાગતિ
એકવક્રાગતિ | ઋજુગતિ
ઋજુગતિ
ત્રિવક્રાગતિ
ચતુર્વક્રાગતિ
Jenક0
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૦૦
શીતાધિગમસૂત્ર ૦િ૨ ૧૦૩૧-૩૨ પકડીને ઇરસ્થાને લઈ જવામાં આવે છે તેમ જીવને ઉત્પત્તિસ્થાને આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર લઈ જાય છે. (૩૦)
પરભવમાં જતાં આહારના અભાવના કાળ િત વાનાદાર ૨-૩ |
પરભવ જતાં અંતરાલગતિમાં જીવ એક કે બે સમય અનાહારક હોય છે=આહાર લેતો નથી.
જીવ જ્યાંથી શરીરને છોડીને છૂટે છે ત્યાં છૂટતાં જ તે શરીર લાયક આહાર લે છે, અને જ્યાં જાય છે ત્યાં પણ પહોંચતાની સાથે જ તે શરીરને યોગ્ય આહાર લે છે. આથી જ્યારે જીવ એક સમયમાં કે બે સમયમાં ઉત્પત્તિ સ્થાને પહોંચે છે ત્યારે તે આહાર વિના નથી રહેતો. જ્યારે બે સમય લાગે છે ત્યારે પહેલાં સમયે છૂટતાં આહાર લે છે અને બીજા સમયે પહોંચતા જ આહાર લે છે. બેથી વધારે જેટલા સમય લાગે તેટલા સમય જીવ અનાહારક આહાર રહિત હોય છે. જો અંતરાલ ગતિમાં ત્રણ સમય લાગે તો એક સમય અનાહારક હોય છે, અને ચાર સમય લાગે તો બે સમય અનાહારક હોય છે. અંતરાલ ગતિમાં વધારેમાં વધારે ચાર સમય લાગે છે તે આપણે ૨૯ભા સૂત્રમાં વિચારી ગયા છીએ. આથી અહીં આ સૂત્રમાં અંતરાલગતિમાં એક કે બે સમય અનાહારક હોય એમ કહ્યું છે.
યદ્યપિ અંતરાલગતિમાં પાંચ સમય પણ થઈ જાય, તેથી ત્રણ સમય અનાહારક હોય. પણ તેવું ક્યારેક જ બનતું હોવાથી અહીં તેની વિવલા કરવામાં આવી નથી. (૩૧).
જન્મના પ્રકારોસંપૂઈન-મપિતામ | ૨-રૂર સમર્થન, ગર્ભ અને ઉપપાત એમ ત્રણ પ્રકારે જન્મ છે.
આ ત્રણ પ્રકારમાંથી કોઈ એક પ્રકારે જન્મ થાય છે. ઉત્પત્તિ ક્ષેત્રમાં આવીને નવીન ભવના સ્થલ દેહને યોગ્ય પુદગલોનું સર્વપ્રથમ ગ્રહણ તે જન્મ. સંપૂઈનજન્મ એટલે સ્ત્રી-પુરુષના સંબંધ વિના નવીન ઔદારિક શરીરને યોગ્ય પગલોનું સર્વપ્રથમ ગ્રહણ. ગર્ભજન્મ એટલે સ્ત્રી-પુરુષના સંયોગથી ઉત્પન્ન થયેલા શુક્ર-શોણિતના પુદ્ગલોનું સર્વપ્રથમ ગ્રહણ.
Page #145
--------------------------------------------------------------------------
________________
અ૦ ૨ સૂ૦ ૩૩] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૧૦૧ ઉપપાતજન્મ એટલે ઉત્પત્તિસ્થાનમાં રહેલા વૈક્રિય પુદ્ગલોનું સર્વપ્રથમ ગ્રહણ. જન્મના આ ત્રણ ભેદ જન્મસ્થાનના ભેદની અપેક્ષાએ છે. (૩૨)
યોનિના ભેદોસચિત્ત-શીત-સંતા: સંત મિશ્રાવા :તઘનય: ૨-૩રૂ I
જીવોની યોનિઓ સચિત્ત, અચિત્ત અને મિશ્ર=સચિત્તાચિત્ત એમ ત્રણ પ્રકારે, તથા શીત, ઉષ્ણ અને મિશ્ર=શીતોષ્ણ એમ ત્રણ પ્રકારે, તથા સંવૃત, અસંવત અને મિશ્ર સંતાસંવત એમ ત્રણ પ્રકારે હોય છે.
યોનિ એટલે ઉત્પત્તિસ્થાન. જ્યાં જીવો ઉત્પન્ન થાય તે સ્થાનને યોનિ કહેવામાં આવે છે. અર્થાત જન્મનું સ્થાન તે યોનિ. જે યોનિ સજીવ હોય તે સચિત્ત, જે યોનિ જીવ રહિત હોય તે અચિત્ત, જે યોનિ અમુક અંશે સજીવ હોય અને અમુક અંશે જીવ રહિત હોય તે મિશ્ર સચિત્તાચિત્ત. શીત એટલે ઠંડી. ઉષ્ણ એટલે ગરમ. અમુક અંશે ઠંડી અને અમુક અંશે ગરમ તે શીતોષ્ણ.
સંવૃત એટલે ઢંકાયેલી. અસંવૃત એટલે ખુલ્લી. અમુક અંશે ઢંકાયેલી અને અમુક અંશે ખુલ્લી તે મિશ્ર=સંવૃતાસંવૃત.
(૧) સચિત્ત, અચિત્ત અને મિશ્ર એ ત્રણ યોનિમાંથી કોને કઈ યોનિ હોય- દેવનારકોને અચિત્ત, ગર્ભજ પ્રાણીઓને મિશ્ર, શેષ પ્રાણીઓને યથાસંભવ ત્રણ પ્રકારની યોનિઓ હોય છે. ગર્ભજ પ્રાણીઓને આત્મપ્રદેશોને સ્પર્શેલ શુક્ર અને શોણિત સચિત્ત હોય છે, અને આત્મપ્રદેશોને નહિ સ્પર્શેલ તે બંને અચિત્ત હોય છે. જ્યારે કેટલાકના મતે શુક્ર અચિત્ત અને શોણિત સચિત્ત છે. અન્ય આચાર્યના મતે શુક્ર-શોણિત બંને અચિત્ત અને ઉત્પત્તિસ્થાન રૂપ યોનિપ્રદેશ સચિત્ત છે. માટે ગર્ભજ તિર્યચ-મનુષ્યોની યોનિ મિશ્ર કહેવાય છે.
(૨) શીત, ઉષ્ણ અને મિશ્ર એ ત્રણ યોનિમાંથી કોને કઇ યોનિ હોયદેવ અને ગર્ભજ મનુષ્ય-તિર્યંચોને શીતોષ્ણ મિશ્ર), તેઉકાયને ઉષ્ણ યોનિ હોય છે. નારકોમાં પહેલી ત્રણમાં ઉષ્ણ, ચોથી-પાંચમીમાં કેટલાક નરકાવાસોમાં શીત અને કેટલાક નરકાવાસોમાં ઉષ્ણ, છઠ્ઠી-સાતમીમાં શીત યોનિ હોય છે. નારકોમાં સામાન્યથી શીત અને ઉષ્ણ આ બે પ્રકારની યોનિઓ હોય છે. ટીકામાં નારકોને મિશ્રયોનિ પણ કહી છે. પરંતુ તે મનુષ્યાદિની જેમ એક નાનકજીવની અપેક્ષાએ નહિ, કિંતુ ચોથી-પાંચમી
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૦૨
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર [અ૦૨ સૂ૦ ૩૪-૩૫ નરકમાં અનેક જીવોની અપેક્ષાએ બંને પ્રકારની હોવાથી એ બે પૃથ્વીઓની અપેક્ષાએ મિશ્ર કહેલ છે. બાકીના જીવોને યથાસંભવ ત્રણ પ્રકારની યોનિ હોય છે.
(૩) સંવૃત, અસંવૃત અને મિશ્ર એ ત્રણ યોનિમાંથી કોને કઈ યોનિ હોય- દેવ-નારકો તથા એકેન્દ્રિયોને સંવૃત, વિકલેન્દ્રિય તથા સંમૂર્ણિમ પંચેન્દ્રિય જીવોને વિવૃત, શેષ=ગર્ભજ તિર્યચપંચેન્દ્રિય અને મનુષ્યોને મિશ્ર યોનિ હોય છે. (૩૩)
કયા જીવોને ગર્ભ રૂપ જન્મ હોય છે તેનું નિરૂપણ– પરાધ્ધ3પોતગાનાં નર્મઃ |૨-૩૪ છે જરાયુજ, અંડજ અને પોતજ પ્રાણીઓને ગર્ભરૂપ જન્મ હોય છે.
જરાય એટલે ગર્ભાશયમાં પ્રાણીની ઉપર રહેલું માંસ અને લોહીનું પડલ (જાળ), અર્થાત્ જીવ ઉપર વીંટાયેલો ઓળનો પારદર્શક પડદો. જરાયથી ઉત્પન્ન થનારા પ્રાણીઓ જરાયુજ કહેવાય છે. જેમ કે–મનુષ્ય, ગાય, ભેંસ વગેરે પ્રાણીઓ. અંડ એટલે ઇંડુ, ઇંડાથી ઉત્પન્ન થનારા પ્રાણીઓ અંડજ કહેવાય છે. જેમ કે સર્પ, ચંદનઘો, પક્ષીઓ વગેરે. જે પ્રાણીઓ યોનિથી નીકળતાં જ ચાલવાની આદતવાળા હોય અને ગર્ભાશયમાં કોઈ પણ પ્રકારના આવરણથી રહિત હોય તે પોતજ કહેવાય છે. જેમ કે-હાથી. સસલાં, નોળિયાં વગેરે. (૩૪)
ઉપપાત જન્મ કયા જીવોને હોય છે તેનું નિરૂપણ– નવ-નવનામુપાતિઃ | ૨-૩૧ || નારક અને દેવોને ઉપપાત રૂપ જન્મ હોય છે.
દેવલોકમાં અમુક સ્થળે વિશિષ્ટ પ્રકારની શપ્યાઓ હોય છે. જેમાંથી દેવો પોતાના શરીરની ઊંચાઈ, કાંતિ, યુવાવસ્થા વગેરે સાથે તૈયાર થઈને અંતર્મુહૂર્તમાં જન્મે છે. પુણ્યબળથી તેમને ગર્ભના દુઃખનો અનુભવ કરવો પડતો નથી. નારકોને ઉત્પન્ન થવા માટે કુંભીના આકારનાં સ્થાનો હોય છે. નારકો પણ દેવોની જેમ પોતપોતાની શરીરની ઊંચાઈ આદિ સાથે તૈયાર થઈને અંતર્મુહૂર્તમાં જન્મે છે, પણ પાપની પ્રબળતાથી તે વખતે તેમને અતિશય કષ્ટ થાય છે. (૩૫)
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૦૩
અવર ૩૬] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
સંમૂછન જન્મ કોને હોય છે તેનું પ્રતિપાદનશેષા સંપૂનમ્ | ર-રૂદ છે બાકીના જીવોને સંપૂર્ણન જન્મ હોય છે.
ઉપરના બે સૂત્રોમાં ગર્ભજ તિર્યંચ અને મનુષ્યો તથા નારક-દેવોના જન્મનું પ્રતિપાદન થઈ ગયું છે. તેથી એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, સંમૂર્ણિમ તિર્યંચપંચેન્દ્રિય અને મનુષ્યો શેષ રહે છે.
પ્રશ્ન- તીડ, માખી, વીંછી વગેરે જીવોમાં મૈથુનનું સેવન જોવામાં આવે છે. આથી તેમનો જન્મ ગર્ભ રૂપ હોવો જોઈએ. જ્યારે અહીં તેમનો સમૂઈન જન્મ હોય તેમ જણાવ્યું છે તેનું શું કારણ ?
ઉત્તર– તીડ આદિ પ્રાણીઓ મૈથુન સંજ્ઞાના સંસ્કારથી તેવી ચેષ્ટાઓ કરતા હોવા છતાં નપુંસક અવસ્થા હોવાથી તેમને ગર્ભ નથી રહેતો. જેમ બે પુરુષો કે બે નપુંસકોને મૈથુન સેવન કરવા છતાં ગર્ભ નથી રહેતો તેમ. આથી તેમનો જન્મ ગર્ભરૂપ નહિ, કિન્તુ સંમૂછન રૂપ છે.
પ્રશ્ન– કીડીઓ, મધમાખી વગેરે પ્રાણીઓ ઇંડા મૂકતા જોવામાં આવે છે. આથી તેમનો ગર્ભ રૂપ જન્મ કેમ નહિ ?
ઉત્તર– કીડી આદિ જીવો જયાં રહેતા હોય છે ત્યાં તેમની આજુ-બાજુ તે જીવોના સૂક્ષ્મમળ ખરડાયેલા રહે છે. તે મળમાં તે જીવોની જાતના જીવો ઉત્પન્ન થાય છે. તેમાં ઉત્પન્ન થયેલા જીવોના શરીરો પ્રારંભમાં અપક્વ સ્થિતિમાં હોય ત્યારે બારીક સફેદ ઇંડા જેવાં જણાય છે. બાદ તેમાંથી રૂપાંતરો થઈને આપણે જોઈએ છીએ તેવાં શરીરો થાય છે. જેમ મનુષ્યના મનમાં સંમૂર્ણિમ જીવો ઉત્પન્ન થાય છે તેમ અન્ય પ્રાણીના મળમાં તેમ જ આજુબાજુમાં રહેલ અન્ય મળમાં પણ સંમૂછિમ જીવો ઉત્પન્ન થાય છે. છતાં કોઈ જીવ માટે ગર્ભ જેવી સ્થિતિ બનતી હોય તો અલ્પતાના કારણે તેની અહીં વિવક્ષા ન કરી હોય એમ પણ સંભવે છે. વિશેષ જિજ્ઞાસુઓએ આ વિષયના નિષ્ણાતો પાસેથી સમજી લેવું.
પ્રશ્ન- મરઘા-મરઘીના સંયોગ વિના હોર્મોનના ઇન્જકશનથી ઇંડાની ઉત્પત્તિ થાય છે. તેથી તેમાં જીવ ન હોય એમ આજે ઘણા માને છે તો આમાં
સત્ય શું છે ?
Page #148
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાધિગમસૂત્ર
[અ૦ ૨ સૂ૦ ૩૭
ઉત્તર– હોર્મોનના ઇન્જેકશનથી ઉત્પન્ન થતા ઇંડામાં જીવ હોય છે. કારણ કે આ જ અધ્યાયના ૩૪મા સૂત્રમાં ઈંડામાંથી ઉત્પન્ન થનારા પ્રાણીઓ અંડજ છે એમ કહેવામાં આવ્યું છે. જેવી રીતે મનુષ્યનો જીવ ગર્ભમાં આવે ત્યારે પ્રારંભમાં તેની કલલ (પ્રવાહી સ્વરૂપ), અર્બુદ (કાંઇક ઘટ્ટ), પેશી (વિશેષ ઘટ્ટ) વગેર અવસ્થા હોય છે. પછી ક્રમશઃ સંપૂર્ણ પાંચ ઇન્દ્રિયવાળો બને છે. તેવી રીતે ઇંડું પણ પંચેન્દ્રિય તિર્યંચ જીવની એક અવસ્થા છે. આથી મરઘા-મરઘીના સંયોગ વિના પણ ઉત્પન્ન થતા ઇંડાં જીવ સ્વરૂપ છે. આથી મરઘીના ઇંડાના સેવનથી પંચેન્દ્રિય જીવની હત્યાનું મહાન પાપ લાગે. દયાળુ જીવ પ્રાણના ભોગે પણ આવા ઈંડા ખાવાનું પસંદ ન કરે.
પ્રશ્ન—મરઘા-મરઘીના સંયોગ વિના ઉત્પન્ન થતાં ઇંડા ગર્ભજ પંચેન્દ્રિય છે કે સંમૂર્ણિમ પંચેન્દ્રિય ? આ શંકા થવાનું કારણ એ છે કે સ્ત્રીની યોનિમાં શુક્ર-શોણિતના પુદ્ગલોને ગ્રહણ કરીને શરીર બનાવવું તે ગર્ભજ જન્મ છે. પ્રસ્તુતમાં ઈંડાં શુક્ર-શોણિતના પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના ઉત્પન્ન થાય છે.
ઉત્તર– શુક્ર-શોણિતના પુદ્ગલો ઉપલક્ષણ છે. તેથી યોનિની બહારથી આવેલા શુક્ર-શોણિતના જેવા (=શરીર બનાવવાને લાયક હોય તેવા) બીજા પુદ્ગલોને પણ ગ્રહણ કરીને શરીરરૂપ બનાવે તે પણ ગર્ભજ જન્મ કહેવાય. અહીં તાત્પર્ય આ પ્રમાણે છે—યોનિના (ઉત્પત્તિ સ્થાનમાં રહેલા) પુદ્ગલોને જ ગ્રહણ કરીને શરીર બનાવે તે સંમૂર્ણિમ જન્મ. યોનિની બહારથી યોનિમાં આવેલા (શરીર બનાવવાને લાયક) પુદ્ગલોને ગ્રહણ કરીને શરીરરૂપે બનાવે તે ગર્ભજ જન્મ. ઇન્જેકશનથી જે હોર્મોન અપાય છે તે યોનિની બહારથી યોનિમાં આવેલા હોવાથી મરઘા-મરઘીના સંયોગ વિના ઉત્પન્ન થતા ઇંડા ગર્ભજ છે. આ વિષે વિશેષ હકીકત અનુભવી ગીતાર્થ ગુરુભગવંતો પાસેથી જાણી લેવી. (૩૬) શરીરના ભેદો–
૧૦૪
ઔવારિ-વૈયિ-ડઽહાર-તૈનમ
कार्मणानि शरीराणि ॥ २-३७ ॥
ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્યણ એમ પાંચ શરીરો છે.
(૧) ઔદારિક ઉદાર એટલે સ્થૂલ. ઉદાર પુદ્ગલોથી બનેલું શરીર
ઔદારિક, ઔદારિક શરીરના પુદ્ગલો અન્ય સર્વ શરીરના પુદ્ગલોથી વધારે
Page #149
--------------------------------------------------------------------------
________________
અ૦ ૨ સૂ૦ ૩૭]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૦૫
સ્થૂલ હોય છે. દેવ અને ના૨ક સિવાય સર્વ જીવોનું મૂળ શરીર ઔદારિક હોય છે. આથી દેખાતું આ આપણું શરીર ઔદારિક છે.
(૨) વૈક્રિય— જે શરીર નાનામાંથી મોટું, મોટામાંથી નાનું, એકમાંથી અનેક, અનેકમાંથી એક એમ વિવિધ સ્વરૂપે બનાવી શકાય તે વૈક્રિય. આ શરીરના બે ભેદ છે. ભવપ્રત્યય અને લબ્ધિપ્રત્યય. દેવ અને નારકના જીવોને ભવપ્રત્યય=ભવના કારણે જ વૈક્રિય શરીર હોય છે. વૈક્રિય લબ્ધિવાળા કોઇ મનુષ્ય કે તિર્યંચને લબ્ધિ પ્રત્યય શરીર હોય છે. વૈક્રિય લબ્ધિવાળા જીવો જ્યારે ઇચ્છા થાય ત્યારે આ શરીરની રચના કરે છે. લબ્ધિ એટલે આત્મિક શક્તિ. પ્રત્યય એટલે નિમિત્ત. ઇચ્છા થતાં આત્મસામર્થ્યથી જે વિવિધ પ્રકારે બનાવી શકાય તે લબ્ધિપ્રત્યય, અને ઇચ્છા વિના જ કેવળ તેવા પ્રકારના ભવથી જ જે વિશિષ્ટ શરીર મળે તે ભવપ્રત્યય.
(૩) આહારક– સૂક્ષ્મ તત્ત્વજ્ઞાનની જિજ્ઞાસા આદિ નિમિત્તથી ચૌદ પૂર્વધર પ્રમત્ત મુનિ જે શરીરની રચના કરે છે તે આહારક શરી૨. ચૌદ પૂર્વધરો એક હાથ પ્રમાણ સૂક્ષ્મ અને દિવ્ય શરીર બનાવીને તે શરીરને તીર્થંકરની ઋદ્ધિ જોવા અથવા તીર્થંકરોને પ્રશ્ન પૂછવા મોકલે છે. ચૌદ પૂર્વધર દરેક મુનિ આ શરીર ન બનાવી શકે. જેમને આહારકલબ્ધિ પ્રાપ્ત થઇ હોય તે જ મુનિ આ શરીર બનાવી શકે. પણ આહા૨કલબ્ધિ ચૌદ પૂર્વધર મુનિને જ પ્રાપ્ત થાય, તે સિવાય કોઇને પ્રાપ્ત ન થાય એ નિયમ છે.
(૪) તૈજસ— ખાધેલા ખોરાકને પચાવવામાં કારણભૂત શરીર તૈજસ. આપણા શરીરમાં અને જઠરાગ્નિમાં જે ગરમી રહેલી છે તે પણ એક જાતનું શરીર છે. તેને તૈજસ શરીર કહેવામાં આવે છે. જો આ શરીર ન હોય તો આપણે ખોરાકને પચાવી જ ન શકીએ અને આપણા શરીરમાં ગરમી પણ ન ટકી શકે. મૃત્યુ થતાં આ શરીર ન હોવાથી શરીર ઠંડું પડી જાય છે. આ શરીર નિર્બલ હોય તો ખોરાક પાચનની શક્તિ મંદ થઇ જાય છે. તૈસ શરીરના સહજ અને લબ્ધિ પ્રત્યય એમ બે ભેદ છે. ખાધેલા ખોરાકને પચાવવામાં કારણભૂત શરીર સહજ તૈજસ શરીર છે. આ શરીર સંસારી સર્વ પ્રાણીઓને હોય છે. વિશિષ્ટ તપ આદિથી ઉત્પન્ન થતી તેોલબ્ધિ (તેજોલેશ્યા) લબ્ધિપ્રત્યય તૈજસ શરીર છે. તેના ઉષ્ણ અને શીત એમ બે
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૦૬
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર (અ) ૨ સૂ૦ ૩૮-૩૯ પ્રકાર છે. ઉષ્ણ તેજોલબ્ધિના ઉપયોગથી અન્ય જીવ ઉપર અપકાર થાય છે અને શીત તેજલબ્ધિના ઉપયોગથી અન્ય જીવ ઉપર ઉપકાર થાય છે. જેમકે વૈશિકાયમ તાપસે ગોશાલાને મારવા તેના ઉપર ઉષ્ણ તેજોવેશ્યા મૂકી, પણ મહાવીર ભગવાને શીત તેજોલેશ્યા મૂકીને તેને બચાવી લીધો.'
(૫) કાર્પણ– આત્માની સાથે ક્ષીરનીરવત્ એકમેક થયેલાં કર્મોનો સમૂહ એ જ કાર્મણ શરીર છે. જીવ દરેક સમયે કર્મબંધ કરે છે. આત્મા સાથે બંધાયેલા આ કર્મો એ જ કામણ શરીર.
અને કાર્પણ આ બે શરીર સંસારી દરેક જીવને અવશ્ય હોય છે. જીવનો સંસાર અનાદિથી હોવાથી આ શરીર પણ અનાદિથી છે. ભવાંતરમાં પણ આ બે શરીર સાથે જ આવે છે. મોક્ષ થાય ત્યારે જ આ બે શરીર છૂટે છે. (૩૭)
પાંચ શરીરોમાં સૂક્ષ્મતાની વિચારણાપર પર સૂર્યમ્ | ૨-૩૮ છે આ પાંચ શરીરમાં પૂર્વના શરીરથી પછી પછીનું શરીર વધારે સૂક્ષ્મ છે.
ઔદારિક શરીરથી વૈક્રિય શરીર સૂક્ષ્મ છે. વૈક્રિયથી આહારક શરીર સૂક્ષ્મ છે. આહારકથી તૈજસ શરીર સૂક્ષ્મ છે. તૈજસથી કાર્પણ શરીર સૂક્ષ્મ છે. અહીં સૂક્ષ્મતાનો અર્થ અલ્પ પરિમાણ એવો નથી, કિન્તુ ઘનતા અર્થ છે. ઘનતા એટલે અધિક પગલોનો અલ્પ પરિમાણમાં સમાવેશ. જેમ જેમ અધિક પુદ્ગલોનો અલ્પ અલ્પ પરિણામમાં સમાવેશ તેમ તેમ ઘનતા વધારે. ઔદારિક આદિ પાંચ શરીરોમાં ઉત્તરોત્તર શરીરમાં ઘનતા અધિક હોવાથી ઉત્તરોત્તર શરીર સૂક્ષ્મ છે. આનું કારણ એ છે કે એ શરીરો જે સ્કંધોમાંથી બનેલાં છે તે સ્કંધો અધિક અધિક પુદ્ગલ દ્રવ્યોવાળા છે. કોઈ પણ વસ્તુમાં જેમ જેમ પુદ્ગલો વધારે તેમ તેમ તે વધારે ઘન બને છે. (૩૮)
શરીરોમાં પ્રદેશોની વિચારણાप्रदेशतोऽसंख्येयगुणं प्राक् तैजसात् ॥ २-३९ ॥
તૈજસની પહેલાંના એટલે કે આહારક સુધીનાં શરીરો પ્રદેશોની અપેક્ષાએ અસંખ્ય ગુણ છે. ૧. ૪૩મા અને ૪૯મા સૂત્રમાં ભાષ્ય અને ટીકા.
Page #151
--------------------------------------------------------------------------
________________
૨૦ ૨ સૂ૦ ૪૦-૪૧-૪૨-૪૩] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૦૭
જેના બે વિભાગ ન થઇ શકે તેવો અંતિમ સૂક્ષ્મ ભાગ તે પ્રદેશ એમ પ્રદેશશબ્દનો અર્થ પ્રસિદ્ધ છે. પણ અહીં પ્રદેશશબ્દનો તે અર્થ નથી. અહીં પ્રદેશશબ્દનો સ્કંધ અર્થ છે. અંતિમ સૂક્ષ્મ ભાગરૂપ પ્રદેશો તો અનંતગુણા થઇ જાય. ઔદારિક શરીરમાં જેટલા પ્રદેશો=સ્કંધો હોય છે તેનાથી અસંખ્યગુણ પ્રદેશો વૈક્રિય શરીરમાં વધારે હોય છે, તેનાથી આહારક શરીરમાં અસંખ્યગુણ પ્રદેશ વધારે હોય છે. આનું કારણ એ છે કે ઉત્તરોત્તર શરીર વધારે ધન છે. સમાન ક્ષેત્રમાં રહેલા રૂ કરતાં સોનામાં પુદ્ગલો વધારે હોય છે. કારણ કે રૂ પોલું છે અને સુવર્ણ ધન છે. તેમ પ્રસ્તુતમાં ઔદારિકથી વૈક્રિય શરીર વધારે ઘન છે. આ બાબત ઉપરના સૂત્રમાં આવી ગઇ છે. (૩૯) તૈજસ-કાર્પણ શરીરમાં પ્રદેશોની વિચારણા— અનન્તમુળે રે ॥ ૨-૪૦ ॥
આહારક પછીના બંને શરીરોના પ્રદેશો=સ્કંધો ક્રમશઃ અનંતગુણ છે. આહારક શરીરના પ્રદેશોથી તૈજસ શરીરના પ્રદેશો અનંતગુણ છે. તૈજસથી કાર્યણ શરીરના પ્રદેશો અનંતગુણ છે. અહીં પણ ઉત્તરોત્તર શરીરની ઘનતા જ કારણ છે. (૪૦)
તૈજસ-કાર્યણ શરીરની ત્રણ વિશેષતાઓ— અતિયાતૈ ।। ૨-૪૬ ॥ અનામિંગ્યે ૪ ॥ ૨-૪૨ ॥
સર્વસ્ય ॥ ૨-૪૨ ॥
તૈજસ અને કાર્યણ શરીર પ્રતિઘાત રહિત છે.
તૈજસ અને કાર્પણ શરીરનો જીવ સાથે અનાદિથી સંબંધ છે.
તૈજસ અને કાર્યણ શરીર સંસારી સર્વ જીવોને સદા હોય છે. તૈજસ અને કાર્યણ શરીર પ્રતિઘાતથી રહિત છે. આ બે શરીર કોઇ પણ જાતના પ્રતિઘાત (રુકાવટ) વિના સંપૂર્ણ લોકમાં ગમે ત્યાં જઇ શકે છે. ધનવસ્તુ પણ તેમને અટકાવી શકતી નથી.
યઘપિ વૈક્રિય અને આહારક શરીરને પણ કોઇ વસ્તુ અટકાવી શકતી નથી. એથી એ દૃષ્ટિએ એ બે શરીર પણ અપ્રતિઘાતી છે. પણ અહીં પ્રતિઘાતનો અર્થ માત્ર ગતિનો નિરોધ નથી, કિંતુ સંપૂર્ણ લોકમાં ગતિનો
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૨ સૂ૦ ૪૪
નિરોધ એ અર્થ છે. એ દૃષ્ટિએ વૈક્રિય અને આહારક શરીર અપ્રતિઘાતી નથી. કારણ કે તેમની ગતિ લોકના અમુક ભાગમાં જ (=ત્રસનાડીમાં જ) થાય છે. જ્યારે તૈજસ અને કાર્યણની ગતિ સંપૂર્ણ લોકમાં થઇ શકે છે. (૪૧)
તૈજસ અને કાર્યણનો જીવ સાથે અનાદિથી સંબંધ છે. અન્ય ત્રણ શરીરોનો સંબંધ અનાદિથી નથી. યદ્યપિ અવ્યવહારરાશિવાળા જીવોને ઔદારિક શરીર હોવાથી ઔદારિક શરીરનો સંબંધ પણ અનાદિથી છે. પણ અહીં અનાદિ સંબંધનો અર્થ માત્ર અનાદિ સંબંધ રૂપ નથી, કિંતુ અનાદિથી સંબંધ હોવા સાથે નિત્ય સંબંધ પણ જોઇએ. અર્થાત્ જીવ સંસારમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી તેનો જરા પણ વિયોગ ન થાય=સદા રહે એવો અર્થ છે. આ અર્થ પ્રમાણે ઔદારિક શરીર અનાદિ સંબંધવાળું નથી. કારણ કે · જીવ જ્યારે મૃત્યુ પામી અન્ય સ્થળે ઉત્પન્ન થાય છે ત્યારે અંતરાલ ગતિમાં ઔદારિક શરીરનો વિયોગ થાય છે. જ્યારે તૈજસ-કાર્યણ શરીર તો અંતરાલ ગતિમાં પણ હોય છે. આ બે શરીરનો વિયોગ મોક્ષ થાય ત્યારે જ થાય છે. (૪૨)
તૈજસ અને કાર્મણ શરીર સંસારી સર્વ જીવોને સદા હોય છે. ઔદારિક વગેરે અન્ય શરીર સંસારી કોઇ જીવને હોય કોઇ જીવને ન પણ હોય. (૪૩) એક જીવમાં એકીસાથે સંભવતાં શરીરો–
तदादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचतुर्भ्यः ॥ २-४४ ॥ તાવીનિ એટલે તૈજસ-કાર્પણ એ બે શરીરો જેમની આદિમાં (પ્રારંભમાં) છે તે શરીરો એક જીવને એકીસાથે બેથી ચાર હોઇ શકે છે. અર્થાત્ ઓછામાં ઓછા બે અને વધારેમાં વધારે ચાર શરીર હોઇ શકે છે. પાંચ શરીર એકી સાથે કદી ન સંભવે. જ્યારે બે શરીર હોય ત્યારે તૈજસ અને કાર્યણ, ત્રણ શરીર હોય ત્યારે તૈજસ, કાર્યણ અને ઔદારિક અથવા તૈજસ, કાર્પણ અને વૈક્રિય, ચાર શરીર હોય ત્યારે તૈજસ, કાર્પણ, ઔદારિક અને વૈક્રિય અથવા તૈજસ, કાર્મણ, ઔદારિક અને આહારક હોય છે. આથી એ સિદ્ધ થયું કે વૈક્રિય અને આહારક એ બે શરીર એકી સાથે ન હોય.
પ્રશ્ન વૈક્રિય અને આહારક એ બે શરીરો એકીસાથે કેમ ન હોય ? ઉત્તર– આહારક શરીર ચૌદ પૂર્વધર મુનિને જ હોય છે. આથી વૈક્રિય અને આહા૨ક એ બે શરીરોની લબ્ધિ=શરીર રચવાનું સામર્થ્ય ચૌદ પૂર્વધર
Page #153
--------------------------------------------------------------------------
________________
૨૦ ૨ સૂ૦ ૪૫]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૦૯
સિવાય અન્ય કોઇ જીવમાં ન હોય. યદ્યપિ કેવળ વૈક્રિય શરીર રચવાની શક્તિ અન્ય જીવોમાં હોઇ શકે છે, પણ વૈક્રિય અને આહા૨ક એ બંને શરીરને રચવાનું સામર્થ્ય તો કેવળ ચૌદ પૂર્વધર મુનિઓમાં જ હોય છે. ચૌદ પૂર્વધર મુનિ જ્યારે વૈક્રિય શરીરની રચના કરે છે ત્યારે પ્રમત્ત=પ્રમાદયુક્ત હોય છે. વૈક્રિય શરીરની રચના બાદ પણ જ્યાં સુધી તેનો ઉપભોગ થાય ત્યાં સુધી તે મુનિ પ્રમત્ત જ હોય છે. ચૌદ પૂર્વધર મુનિ જ્યારે આહારક શરીરની રચના કરે છે ત્યારે પ્રમત્ત હોય છે. પણ રચના થયા બાદ તેના ઉપભોગ કાળે અપ્રમત્ત હોય છે. આથી ચૌદ પૂર્વધર મુનિ વૈક્રિયના ઉપભોગ કાળે પ્રમત્ત અને આહારકના ઉપભોગ કાળે અપ્રમત્ત હોય છે. એટલે એ સિદ્ધ થયું કે ચૌદ પૂર્વધર મુનિ જ્યારે પ્રમત્ત હોય ત્યારે વૈક્રિય શરીરનો ઉપભોગ હોઇ શકે પણ આહારક શરીરનો ઉપભોગ ન હોઇ શકે. તેમ અપ્રમત્ત હોય ત્યારે આહારક શરીરનો ઉપભોગ હોઇ શકે પણ વૈક્રિય શરીરનો ઉપભોગ ન હોઇ શકે. આમ ચૌદ પૂર્વધર મુનિમાં બંને પ્રકારના શરીરની લબ્ધિ હોઇ શકે છે, પણ એક સાથે બંનેનો ઉપભોગ ન હોઇ શકે. આથી વૈક્રિય અને આહારક શરીર એક જીવમાં એક સાથે ન હોઇ શકે. (૪૪) શરીરોનું પ્રયોજન—
નિરુપમો મન્ત્યમ્ ॥ ૨-૪૬ ॥
અંત્ય=કાર્માણ શરીર ઉપભોગ રહિત છે.
અહીં ઉપભોગ શબ્દથી સુખ-દુઃખનો અનુભવ, કર્મબંધ, કર્મફળનો અનુભવ અને કર્મનિર્જરા એ ચાર વિવક્ષિત છે. પરભવ જતાં અપાંતરાલ ગતિમાં `એકલું કાર્યણ શરીર હોય છે. આ વખતે કાર્યણ શરીરથી સુખદુઃખ અનુભવાદિ ચાર થતા નથી. જેમ ઔદારિક આદિ શરીરથી ઇન્દ્રિયો અને વિષયના સંપર્કથી સુખ-દુઃખનો વ્યક્ત રૂપે અનુભવ થાય છે, તેમ કાર્યણ શરીરથી સુખ-દુઃખનો અનુભવ થતો નથી. કારણ કે કાર્યણ શરીર ઇન્દ્રિયોથી રહિત છે. જેમ ઔદારિક આદિ શરીરથી હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ આદિ વ્યાપારથી મન-વચન-કાયાથી વ્યક્ત રૂપે કર્મબંધ થાય છે, તેવી રીતે કાર્મણ શરીરથી કર્મબંધ થતો નથી. કારણ કે કાર્મણ શરીર હાથ
૧. જો કે તૈજસશરીર પણ હોય છે. તો પણ સુખ-દુઃખનો અનુભવ વગેરે કાર્પણ શ૨ી૨થી જ થાય છે. અપાંતરાલ ગતિમાં સુખ-દુઃખનો અનુભવ વગેરે પણ થતું નથી એ બતાવવા આ સૂત્ર છે. માટે અહીં એકલું કાર્યણ શરીર હોય એમ ઉલ્લેખ કર્યો છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [અ) ૨ સૂ૦૪૬ પગ વગેરે અવયવોથી અને મન-વચનથી રહિત છે. તથા કર્મના ફળનો અનુભવ અને કર્મનિર્જરા એ બે જેમ ઔદારિક આદિ શરીરથી વ્યક્ત રૂપે થાય છે તેમ કાર્મણ શરીરથી થતા નથી. આમ કાર્મણ શરીરથી સુખદુઃખના ફળનો અનુભવ વગેરે ચાર ન થવાથી તે ઉપભોગરહિત છે. અહીં એટલું ખ્યાલ રાખવું જરૂરી છે કે કાશ્મણશરીરથી ઉક્ત રીતે વિશિષ્ટરૂપે= વ્યક્તરૂપે સુખ-દુઃખનો અનુભવ વગેરે ન થાય, પણ સામાન્ય રૂપે=અવ્યક્ત રૂપે તો એ ચારે હોય. કારણ કે અપાંતરાલ ગતિમાં પણ કર્મનો ઉદય હોય છે અને મિથ્યાત્વ આદિ નિમિત્તક કર્મબંધ પણ હોય છે. તેમ જ ભોગવાયેલ કર્મની અકામનિર્જરા પણ હોય છે. અન્ય શરીરો સોપભોગsઉપભોગ સહિત છે, અર્થાત્ ઔદારિકાદિ શરીરથી સુખ-દુઃખનો અનુભવ, વિશિષ્ટ પ્રકારે કર્મબંધ, કર્મના ફળનો અનુભવ અને કર્મની નિર્જરા થાય છે.
પ્રશ્ન-દારિક, વૈક્રિય અને આહારક એ ત્રણ શરીરને દ્રવ્ય ઇન્દ્રિયો હોવાથી તેમના દ્વારા ઉપભોગ થઈ શકે એ બરોબર છે. પણ તૈજસ શરીર દ્રવ્યઇન્દ્રિયોથી રહિત હોવાથી તેના દ્વારા ઉપભોગ કેવી રીતે થાય ?
ઉત્તર– ખોરાકનું પાચન અને ઉષ્ણ તેજોલેશ્યા કે શીત તેજોવેશ્યાનો પ્રાદુર્ભાવ વગેરે તૈજસ શરીર દ્વારા થાય છે. તૈજસ શરીરની શક્તિ બરોબર હોય તો પાચનશક્તિ સારી રહે છે. એથી સુખનો અનુભવ થાય છે. તૈજસ શરીરની શક્તિનો હ્રાસ થતાં પાચનશક્તિ નબળી બનવાથી દુઃખનો અનુભવ થાય છે. અન્ય જીવ ઉપર શીત તેજલેશ્યા મૂકી ઉષ્ણ તેજોલેશ્યાથી રક્ષણ કરવા દ્વારા અથવા શત્રુ ઉપર ઉષ્ણ તેજોવેશ્યા મૂકી દુઃખી કરવા દ્વારા જીવ આનંદનો અનુભવ કરે છે. એ પ્રમાણે અન્ય ઉપર શીત કે ઉષ્ણ તેજોવેશ્યા મૂકતાં તેની અસર ન થાય તો દુઃખ અનુભવે છે. તથા તેજોવેશ્યા દ્વારા અન્ય ઉપર શાપ કે અનુગ્રહ કરવાથી પાપ યા પુણ્યકર્મનો બંધ, શુભાશુભ કર્મનો અનુભવ તથા નિર્જરા પણ થાય છે. આ પ્રમાણે તૈજસ શરીરથી પણ સુખદુઃખનો અનુભવ, કર્મબંધ, કર્મનો અનુભવ તથા કર્મનિર્જરા થાય છે. આથી તૈજસ શરીર પણ સોપભોગ છે. (૪૫)
ઔદારિક શરીરનાં કારણોજર્મસંમૂછનામામ્ ર-૪૬
Page #155
--------------------------------------------------------------------------
________________
૨૦ ૨ ૦ ૪૭-૪૮-૪૯] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૧૧
આધ=ઔદારિક શરીર ગર્ભથી અને સંમૂર્છાનથી ઉત્પન્ન થાય છે. અર્થાત્ ગર્ભજ અને સંમૂર્ણિમ જીવોને ઔદારિક શરીર હોય છે.
પૂર્વે ત્રણ પ્રકારના જન્મ જણાવ્યા છે. તેમાંથી ગર્ભ અને સંમૂઈન એ બે પ્રકારના જન્મથી ઉત્પન્ન થનારા પ્રાણીઓને ઔદારિક શરીર હોય છે. ગર્ભજ અને સંમૂર્ણિમ જીવોને ઔદારિક શરીર જ હોય એવો નિયમ નથી. કારણ કે અન્ય કાર્યણ વગેરે શરીરો પણ હોય છે. પણ ઔદારિક શરીર ગર્ભજ અને સંમૂર્ણિમ પ્રાણીઓને જ હોય એવો નિયમ છે. (૪૬)
વૈક્રિય શરીરનાં કારણો– વૈવિૌપપાતિમ્ ॥ ૨-૪૭ ॥
નધ્ધિપ્રત્યયં ૪ ॥ ૨-૪૮ ॥
વૈક્રિય શરીર ઔપપાતિક છે.
લબ્ધિરૂપ નિમિત્તથી પણ વૈક્રિય શરીર થાય છે.
વૈક્રિય શરીર ઔપપાતિક છે, અર્થાત્ ઉપપાત રૂપ નિમિત્તથી થાય છે. દેવ તથા નારકોને ઔપપાતિક=ઉપપાત રૂપ નિમિત્તથી વૈક્રિય શરીર હોય છે. ઔપપાતિક વૈક્રિય શરીર બે પ્રકારનું છે. ભવધારણીય અને ઉત્તર વૈક્રિય. ભવધારણીય જન્મથી જીવન પર્યંત હોય છે. ઉત્તર વૈક્રિય જ્યારે ઇચ્છા થાય ત્યારે બનાવે છે. (૪૭)
લબ્ધિરૂપ નિમિત્તથી પણ વૈક્રિય શરીર થાય છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્યોને અને વાયુકાયના જીવોને લબ્ધિપ્રત્યય–લબ્ધિરૂપ નિમિત્તથી વૈક્રિય શરીર હોય છે. કેટલાક ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્યોને તપના સેવનથી લબ્ધિ ઉત્પન્ન થાય છે. વાયુકાયના જીવોને સ્વાભાવિકપણે લબ્ધિ પ્રાપ્ત થાય છે. (૪૮)
આહારક શરીરના સ્વામી–
शुभं विशुद्धमव्याघाति चाहारकं चतुर्दशपूर्वधरस्यैव ॥ २-४९ ॥ આહારક શરીર ચૌદ પૂર્વધર મુનિને જ હોય છે. આ શરીર શુભ, અત્યંત વિશુદ્ધ અને અપ્રતિઘાતી હોય છે.
મનમાં સંશય ઉત્પન્ન થતાં તેના સમાધાન માટે કે તીર્થંકરની ઋદ્ધિ જોવાની ઇચ્છા થતાં તીર્થંકરની પાસે જવા ચૌદ પૂર્વધર મુનિ એક હાથનું શુદ્ધ
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૧૨
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ) ૨ સૂ૦ ૫૦-૫૧ સ્ફટિક જેવું સુંદર શરીર બનાવે છે. મહાવિદેહ આદિ ક્ષેત્રમાં દૂર રહેલા તીર્થંકર ભગવંતની પાસે ઔદારિક શરીરથી ન જઈ શકાય. આથી ચૌદ પૂર્વધર મુનિ દૂર રહેલા તીર્થકરના ચરણોમાં જવા આહારક શરીરની રચના કરે છે. ઔદારિક શરીર જ્યાં રહ્યું હોય ત્યાંથી આરંભીને આહારક શરીર જ્યાં ગયું હોય ત્યાં સુધી અપાંતરાલમાં પણ આત્મપ્રદેશો સંલગ્ન હોય છે. કાર્ય પૂર્ણ થતાં તે શરીરનો ત્યાગ કરે છે. ત્યારે આત્મપ્રદેશોનો મૂળ ઔદારિક શરીરમાં સમાવેશ થઈ જાય છે. આ શરીર વધારેમાં વધારે અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. આ શરીર અત્યંત સૂક્ષ્મ હોવાથી કોઈ વસ્તુ તેની ગતિમાં પ્રતિઘાત કરતી નથી. (૪૯)
વેદનું લિંગનું પ્રતિપાદનनारक-संमूच्छिनो नपुंसकानि ॥२-५० ॥ ન દેવા: જે ૨-૫૨ છે નારક અને સંમૂર્ણિમ જીવો નપુંસક છે. દેવો નપુંસક નથી હોતા.
વેદના દ્રવ્યવેદ અને ભાવવેદ એમ બે ભેદો છે. જીવોના શરીરનો બાહ્ય આકાર દ્રવ્યવેદત્રલિંગ છે. મનુષ્યાદિ જીવોના શરીરમાં સામાન્યથી બાહ્ય આકાર સમાન હોવા છતાં અમુક અમુક થોડી ઘણી વિશેષતાઓ હોય છે. આ વિશેષતાઓ નામકર્મના ઉદયથી થાય છે. આ વિશેષતાઓ સામાન્યથી ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે. એ વિશેષતાઓ જીવોના ભેદને ઓળખવામાં કારણ=ચિહ્ન હોવાથી લિંગ તરીકે ઓળખાય છે. શરીરની એ વિશેષતાઓને આશ્રયીને જીવોના ત્રણ વિભાગ પડે છે. પુરુષ, સ્ત્રી અને નપુંસક. શરીરના આકારની વિશેષતાના કારણે જીવને પુરુષાદિ તરીકે સંબોધવામાં આવે છે. જીવને પુરુષાદિ તરીકે ઓળખાવનાર શરીરનો બાહ્ય આકાર તે દ્રવ્યવેદ=લિંગ છે. જે આકારથી જીવ પુરુષરૂપે ઓળખાય તે દ્રવ્યપુરુષવેદ. જે આકારથી જીવ સ્ત્રીરૂપે ઓળખાય તે દ્રવ્યસ્ત્રીવેદ. જે આકારથી જીવ નપુંસકરૂપે ઓળખાય તે દ્રવ્યનપુંસકવેદ.
મૈથનની વિષય સેવનની ઈચ્છા એ ભાવવેદ લિંગ છે. ભાવવેદ મોહનીયકર્મના ઉદયથી થાય છે. સ્ત્રી સાથે વિષયસેવનની ઇચ્છા તે પુરુષવેદ. પુરુષ સાથે વિષય સેવનની ઇચ્છા એ સ્ત્રીવેદ. પુરુષ-સ્ત્રી ઉભય સાથે વિષય સેવનની ઇચ્છા તે નપુંસકવેદ. અહીં વેદનું પ્રતિપાદન ભાવવંદની
Page #157
--------------------------------------------------------------------------
________________
અ૦ ૨ સૂ૦ પ૨]. શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૧૩ દૃષ્ટિથી છે. કારણ કે અહીં સંમૂર્ણિમ જીવોને નપુંસકવેદ હોય એમ કહ્યું છે. જો દ્રવ્યવેદની અપેક્ષાએ આ પ્રતિપાદન હોય તો ન ઘટી શકે. કારણ કે સંમૂર્ણિમ અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને પુરુષવેદ તથા સ્ત્રીવેદ એ બે દ્રવ્યવેદ હોય છે. (૫૦)
દેવો નપુંસક નથી હોતા. અહીં દેવોને નપુંસકવેદ ન હોય એમ કહેવાથી પુરુષવેદ તથા સ્ત્રીવેદ હોય એમ સિદ્ધ થાય છે.
સંમૂછિમ, નારક અને દેવ સિવાયના જીવોમાં (ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં) ત્રણે વેદ હોય છે. (૫૧)
આયુષ્યના ભેદ અને તેના સ્વામી વિષે વિચાર
औपपातिक-चरमदेहोत्तमपुरुषाऽसंख्येयवर्षायुषोऽनपवायुषः ॥ २-५२ ॥
ઔપપાતિક, ચરમદેહી, ઉત્તમ પુરુષ અને અસંખ્ય વર્ષ આયુષ્યવાળા એ ચાર પ્રકારના જીવોનું આયુષ્ય અનપવર્લ=ન ઘટે તેવું હોય છે.
ઔપપાતિક એટલે ઉપપાત રૂપ જન્મથી ઉત્પન્ન થનારા, અર્થાત્ દેવો અને નારકો. ચરમદેહી એટલે વર્તમાન ભવમાં જ મોક્ષમાં જનારા જીવો. તીર્થકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ વગેરે ઉત્તમ પુરુષો છે.
અઢીદ્વીપના યુગલિક' મનુષ્ય-તિર્યંચો અને અઢી દ્વીપની બહાર પૂર્વકોટિથી અધિક આયુષ્યવાળા તિર્યંચો અસંખ્યવર્ષ આયુષ્યવાળા હોય છે.
પૂર્વે જન્મ સંબંધી ઘણી હકીકત કહી. જન્મ થતાં શરીરની પ્રાપ્તિ થાય છે. શરીર સાથે લિંગ પણ પ્રાપ્ત થાય છે. આથી જન્મ સંબંધી હકીકત જણાવ્યા બાદ શરીર અને લિંગ સંબંધી હકીકત પણ જણાવી દીધી. પૂર્વભવના આયુષ્યની સમાપ્તિ વિના જન્મ ન થાય. પૂર્વભવના આયુષ્યની સમાપ્તિ આયુષ્યની પૂર્ણસ્થિતિ ભોગવીને જ થાય કે પૂર્ણસ્થિતિ ભોગવ્યા વિના પણ થાય એ પ્રશ્નનું સમાધાન પ્રસ્તુત સૂત્રમાં કરવામાં આવ્યું છે.
આયુષ્યના બે ભેદ છે– અપવર્ય અને અનપવર્ચ. ઉપક્રમથી જે આયુષ્યની અપવર્તન થઇ શકે તે અપવર્ચ. ઉપક્રમ એટલે અપવર્તનાનું ૧. અઢીલીપમાં પ૬ અંતર્તાપી, ૫ દેવકુરુ, ૫ ઉત્તરકુરુ, ૫ હૈમવત, ૫ પૈરણ્યવત, ૫ હરિવર્ષ,
પરણ્યક-આટલા ક્ષેત્રો અકર્મભૂમિ છે અને તેમાં યુગલિક મનુષ્ય-તિર્યંચો હોય છે. કર્મભૂમિમાં સુષમસુષમા, સુષમા અને સુષમદુઃષમા એ ત્રણ આરામાં યુગલિક મનુષ્ય-તિર્યંચો હોય છે.
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર [અવર સૂપર નિમિત્ત. અપવર્તના એટલે આયુષ્યની સ્થિતિનો હાસ. જે આયુષ્યની સ્થિતિનો હ્રાસ થઈ શકે તે આયુષ્ય અપવર્ય કે અપવર્તનીય કહેવાય છે.
ઉપક્રમના અત્યંતર અને બાહ્ય એ બે ભેદ છે. તેમાં અધ્યવસાન અભ્યતર ઉપક્રમ છે. નિમિત્ત, આહાર, વેદના, પરાઘાત, સ્પર્શ, શ્વાસોચ્છવાસ એ છ બાહ્ય ઉપક્રમ છે. અધ્યવસાનના રાગ, સ્નેહ અને ભય એ ત્રણ ભેદ છે.
રાગથી મૃત્યુનું દૃષ્ટાંત રૂપવાન યુવાનને એક યુવતીએ પીવા પાણી આપ્યું. તેના રૂપમાં યુવતી મુગ્ધ બની. યુવાન પાણી પીને ત્યાંથી ચાલતો થયો. યુવતી જતા યુવાનને એકીટશે જોઈ રહી. જયાં સુધી યુવાન દેખાયો ત્યાં સુધી યુવતીએ યુવાન તરફ જ દષ્ટિ રાખી. જયારે યુવાન દેખાતો બંધ થયો ત્યારે હાય ! એ યુવાન સાથે મારો યોગ નહિ થાય... આમ વિચારતી તે મૃત્યુ પામી.
| સ્નેહથી મૃત્યુનું દષ્ટાંત- સાર્થવાહ પરદેશથી લાંબા કાળે સ્વઘરે આવી રહ્યો હતો. આ અવસરે તેના મિત્રોએ એ ઘરે પહોંચે એ પહેલાં એની સ્ત્રીના પ્રેમની પરીક્ષા કરવા તેણીને તમારો સ્વામી મૃત્યુ પામ્યો છે એવા સમાચાર આપ્યા. સમાચાર સાંભળતા જ સાર્થવાહની સ્ત્રી મૃત્યુ પામી. સાર્થવાહ ઘરે આવ્યો. પત્નીના મૃત્યુની વાત સાંભળીને તે જ ક્ષણે એ પણ મૃત્યુ પામ્યો.'
ભયથી મૃત્યુનું દષ્ટાંત- ગજસુકુમાર મુનિનો ઘાત કરનાર સોમિલ બ્રાહ્મણ મુનિનો ઘાત કરીને ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં કૃષ્ણ મહારાજને જોતાં આ મને મારી નાખશે એવા ભયથી મૃત્યુ પામ્યો.
નિમિત્ત-વિષ, શસ્ત્ર, સર્પદંશ, અગ્નિ, વીજળી, સુધા, તૃષા, ઠંડી, ગરમી વગેરે. આહાર અધિક આહાર, કુપથ્ય આહાર વગેરે. વેદનામસ્તકશૂળ વગેરે. પરાઘાત–પડી જવું વગેરે. સ્પર્શ–ઝેરી જંતુ, વિષકન્યા, ઝેરી સર્પ આદિનો સ્પર્શ. શ્વાસોચ્છવાસ–દમ આદિના કારણે શ્વાસોચ્છવાસ ઝડપથી ચાલે અથવા ગભરામણ આદિથી શ્વાસોચ્છવાસ અટકી જાય.
સ્પર્શથી મૃત્યુનું દૃષ્ટાંત– બ્રહ્મદત્ત ચક્રવર્તીના મૃત્યુ પછી તેના પુત્ર બ્રહ્મદત્તની સ્ત્રી (સ્ત્રીરત્ન) પાસે વિષય સુખની માંગણી કરી. તેણીએ પુત્રને ૧. રૂ૫ વગેરે વિષયના આકર્ષણથી થતો પ્રેમ એ રાગ અને રૂપ વગેરે વિષયના આકર્ષણ વિના
સામાન્યથી પ્રેમ એ સ્નેહ છે. રૂપાદિથી સ્ત્રી વગેરે પ્રત્યે થતો પ્રેમ એ રાગ, અને પુત્રાદિ ઉપર થતો પ્રેમ એ સ્નેહ છે.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૧૫
અo ર સૂ૦ પર શ્રીતત્ત્વાધિગમસૂત્ર કહ્યું તું મારા સ્પર્શને સહન નહિ કરી શકે. પુત્રને એના ઉપર વિશ્વાસ ન થયો. આથી ખાતરી કરાવવા માટે તેણીએ પુત્ર સમક્ષ ઘોડાને સ્પર્શ કર્યો. ગરમીથી ઘોડાનું શરીર અગ્નિથી મીણ ઓગળે તેમ ઓગળવા લાગ્યું. થોડી જ વારમાં અશ્વ મૃત્યુ પામ્યો.
આહારથી મૃત્યુનું દૃષ્ટાંત– સંપ્રતિ મહારાજાનો પૂર્વભવનો ભિખારી જીવ આહાર માટે દીક્ષા લઇ અધિક ભોજન કરવાથી મૃત્યુ પામ્યો.
નિમિત્ત, વેદના, પરાઘાત અને શ્વાસોચ્છવાસથી મૃત્યુ પામ્યાનાં દૃષ્ટાંતો જગતમાં ઘણાં જ બનતાં હોવાથી સુપ્રસિદ્ધ છે.
આ સાત ઉપક્રમોથી આયુષ્યની સ્થિતિનો હ્રાસ થવાથી જલદી મૃત્યુ થાય છે. જેમ કે-કોઈ જીવનું આયુષ્ય ૧૦૦ વર્ષનું છે, અર્થાત્ આયુષ્યની સ્થિતિ ૧૦૦ વર્ષની છે, પણ તે આયુષ્ય અપવર્ય હોવાથી ૭૫ વર્ષ થતાં સર્પદંશ આદિ કોઈ ઉપક્રમ લાગવાથી બાકીનું સઘળું આયુષ્ય (બાકીની સ્થિતિમાં રહેલા આયુષ્યના દલિકો) અંતર્મુહૂર્તમાં જ ભોગવાઈ જાય છે. તેથી તેનું મૃત્યુ થાય છે. અહીં ૨૫ વર્ષની સ્થિતિનો હ્રાસ થઈ ગયો. આ પ્રમાણે આયુષ્યની અપવર્તન થવાનું કારણ એ છે કે આયુષ્યના બંધ વખતે આયુષ્યકર્મનાં દલિકોનો બંધ શિથિલ થયો હોય છે.
જે આયુષ્યકર્મનો બંધ ગાઢ=મજબૂત થયો હોય એ આયુષ્યની સ્થિતિનો હ્રાસ ન થઈ શકે. જે આયુષ્યની સ્થિતિનો હ્રાસ ન થઈ શકે તે આયુષ્ય અનપવર્ય કે અનપવર્તનીય કહેવાય છે. અનપવર્તનીય આયુષ્યના બે ભેદ છે. સોપક્રમ અને નિરુપક્રમ. જે આયુષ્યને વિષ આદિ બાહ્ય કે ભય આદિ અત્યંતર ઉપક્રમો પ્રાપ્ત થાય તે સોપક્રમ અનાવર્તનીય આયુષ્ય. જે આયુષ્યને ઉપક્રમો પ્રાપ્ત ન થાય તે નિષ્પક્રમ અનપવર્તનીય આયુષ્ય. ઉપક્રમ પ્રાપ્ત થાય કે ન થાય પણ અનપવર્તનીય આયુષ્યની સ્થિતિનો હ્રાસ થાય જ નહિ.
આ સૂત્રમાં ઔપપાતિક, ચરમદેહી, ઉત્તમ પુરુષ અને અસંખ્યવર્ષ આયુષ્યવાળા જીવોનું આયુષ્ય અનપવર્તનીય છે એમ જણાવ્યું છે. એ જીવોમાં ઔપપાતિક અને અસંખ્યવર્ષ આયુષ્યવાળા જીવોનું નિરુપક્રમ અનપવર્તનીય આયુષ્ય હોય છે. ચરમદેહી અને ઉત્તમ પુરુષોનું નિરુપક્રમ અને સોપક્રમ એમ બંને પ્રકારનું અનાવર્તનીય આયુષ્ય હોય છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૨ સૂ૦ ૫૨
ઉક્ત ચાર પ્રકારથી અન્ય જીવો અપવર્ત્ય કે અનપવર્ત્ય એમ બંને પ્રકારના આયુષ્યવાળા હોય છે. અપવર્ત્ય આયુષ્યવાળા જીવોનું આયુષ્ય ઉપક્રમ લાગતાં ઘટી જાય છે.
૧૧૬
પ્રશ્ન અપવર્તનીય આયુષ્યને જો ઉપક્રમ ન લાગે તો ન પણ ઘટે કે અવશ્ય ઉપક્રમ લાગે અને ઘટે જ ?
ઉત્તર– અપવર્તનીય આયુષ્યને ઉપક્રમ લાગે, તેથી તે અવશ્ય ઘટી જાય. આથી અપવર્તનીય આયુષ્ય સોપક્રમ જ હોય છે.
અપવર્તનીય
સોપક્રમ
આયુષ્ય
અનપવર્તનીય
સોપક્રમ
નિરુપક્રમ
પ્રશ્ન- ૧૦૦ વર્ષનું આયુષ્ય ૫૦ વર્ષમાં શી રીતે ભોગવી શકાય ? શું એક કલાકનું કાર્ય અડધા કલાકમાં થઇ શકે ?
ઉત્તર– હા, એક કલાકનું કાર્ય અડધા કલાકમાં તો શું એક મિનિટમાં પણ થઇ શકે. આ હકીકત આજના વૈજ્ઞાનિક સાધનોથી પણ સિદ્ધ થઇ શકે છે. પૂર્વે મનુષ્યો એક કલાકમાં જેટલો પંથ કાપી શકતા હતા તેનાથી પણ અધિક પંથ આજે વૈજ્ઞાનિક સાધનો-વિમાનો દ્વારા એક મિનિટમાં કાપી શકાય છે. એ પ્રમાણે અન્ય ઘણાં કાર્યો પૂર્વે જેટલા સમયથી થતાં હતાં તેનાથી ઘણાં જ ટૂંકા સમયમાં આજે વૈજ્ઞાનિક સાધનો દ્વારા કરી શકાય છે.
આ વિષયમાં શાસ્ત્રોમાં વ્યાવહારિક દૃષ્ટાંતો પણ અનેક આપ્યાં છે. જેમ કે—(૧) ભીનું વસ્ત્ર સંકેલીને સૂકવવામાં આવે તો સૂકાતાં વાર લાગે, પણ
૧. વિશેષાવશ્યકમાં ૨૦૫૫ની ગાથાની ટીકામાં અપવર્તનીય આયુષ્યને ઉપક્રમ લાગે જ એવો નિયમ નથી. આથી અપવર્તનીય આયુષ્ય ઉપક્રમ લાગે તો ઘટી જાય, ઉપક્રમ ન લાગે તો ન પણ ઘટે એમ જણાવ્યું છે. પ્રસ્તુત સૂત્રના ભાષ્ય આદિમાં અપવર્તનીય આયુષ્ય અવશ્ય ઘટી જાય એમ જણાવ્યું છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
અo ૨ સૂ૦ પ૨] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૧૭ જો પહોળું કરીને સૂકવવામાં આવે તો શીઘ સૂકાઇ જાય છે. (૨) ઘાસની ગંજીને બળતાં વાર લાગે, પણ જો ઘાસ છૂટું કરી સળગાવવામાં આવે તો શીધ્ર બળી જાય છે. (૩) આમ્રફળને ઝાડ ઉપર પાકવામાં જે સમય લાગે તેનાથી બહુ જ થોડા સમયમાં જ ઘાસની અંદર મૂકી પકાવી શકાય છે. તે જ પ્રમાણે અપવર્ય આયુષ્યને ઉપક્રમ લાગતાં બાકી રહેલી સ્થિતિના દલિકો એક અંતર્મુહૂર્ત માત્રમાં જ ભોગવાઈ જાય છે, અને આયુષ્ય પૂર્ણ થાય છે.
અહીં આયુષ્યના દલિકો ભોગવવાના રહી જાય છે એવું નથી. બધા જ દલિકો ભોગવાય છે. પણ દલિતો અલ્પકાળમાં ભોગવાય છે. (૧૨)
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર
[અ૦ ૩ સૂ૦ ૧
ત્રીજો અધ્યાય
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્ર એ મોક્ષમાર્ગ છે. તત્ત્વોની શ્રદ્ધા એ સમ્યગ્દર્શન છે. તત્ત્વોની શ્રદ્ધા માટે તત્ત્વોનો બોધ અનિવાર્ય છે. તત્ત્વોના બોધ માટે જીવાદિ તત્ત્વોનું નિરૂપણ અવશ્ય કરવું જોઇએ. આથી સૂત્રકાર ભગવંતે બીજા અધ્યાયમાં જુદી જુદી દષ્ટિએ જીવતત્ત્વનું નિરૂપણ કર્યું. આ ત્રીજા અધ્યાયમાં પણ ભિન્ન ભિન્ન દષ્ટિએ જીવોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ચાર ગતિને આશ્રયીને જીવોના નારક, મનુષ્ય, તિર્યંચ અને દેવ એમ ચાર ભેદો છે. તેમાંથી અહીં સર્વ પ્રથમ નારક જીવોનું વર્ણન શરૂ કરે છે.'
નરકની સાત પૃથ્વીનાં નામોरत्न-शर्करा-वालका-प-धम-तमो-महातमःप्रभा भमयो થનાડુ-વાતી-ડhપ્રતિષ: સાડથોડથ:પૃથુરા: II રૂ-૨ ||
રત્નપ્રભા, શર્કરાખભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ.પ્રભા, મહાતમપ્રભા એમ સાત ભૂમિઓ પૃથ્વીઓ છે. એ સાત પૃથ્વીઓ, ઘનાંબુ, વાત અને આકાશને આધારે રહેલી છે. ક્રમશઃ એક એકની નીચે આવેલી છે, અને ક્રમશઃ વધારે વધારે પહોળી છે.
પ્રથમ રત્નપ્રભા પૃથ્વી એક રાજ (સ્વંયભૂરમણ સમુદ્ર સુધી) પહોળી છે. બીજી પૃથ્વી અઢી રાજ પહોળી છે. ત્રીજી પૃથ્વી ચાર રાજ પહોળી છે. ચોથી પૃથ્વી પાંચ રાજ પહોળી છે. પાંચમી પૃથ્વી છ રાજ પહોળી છે. છઠ્ઠી પૃથ્વી સાડા છ રાજ પહોળી છે. સાતમી પૃથ્વી સાત રાજ પહોળી છે. આ પ્રમાણે પૃથ્વીઓ નીચે નીચે વધારે પહોળી હોવાથી ક્રમશઃ ચત્તા રાખેલા નાના છત્રની નીચે ચત્તા રાખેલા મોટા છત્રના જેવો તેમનો આકાર છે. ૧, અથવા બીજા અધ્યાય પછી ત્રીજા અધ્યાયનો સંબંધ આ પ્રમાણે છે. લોકની ઊંચાઇ ચૌદ રાજ છે. તેનો આકાર બંને હાથ કેડે રાખીને બે પગ પહોળા કરીને ટટ્ટાર ઊભેલા પુરુષ જેવો છે. આવા લોકના અપોલોક, તિછ(મધ્ય)લોક અને ઊર્ધ્વલોક એમ ત્રણ વિભાગ છે. તેમાં કેડથી પગ સુધીનો ભાગ તે અપોલોક છે. નાભિ પ્રદેશ તે તિછલોક છે. ઉપરનો ભાગ તે ઊર્ધ્વલોક છે. અહીં ઊર્ધ્વ-અધ: અને તિછલોકની વ્યવસ્થા મેરુપર્વતની મધ્યમાં રહેલા આઠ રુચકપ્રદેશની અપેક્ષાએ છે. એટલે કે ચકપ્રદેશની ઉપર ૯૦૦ યોજન અને નીચે ૯૦૦ યોજન એમ ૧૮૦૦ યોજન તિછલોક છે. તિછલોકની ઉપર ઊર્ધ્વલોક અને તિછલોકની નીચે અધોલોક છે. જયારે રાજ(
રજુ)ની અપેક્ષાએ વિચારીએ તો નીચેના સાત રાજમાં અધોલોક છે. ઉપરના સાત રાજમાં તિછલોક+ઊર્ધ્વલોક છે. આ ત્રીજા.
અધ્યાયમાં ક્રમશઃ અધોલોક વગેરે ત્રણ પ્રકારના લોકનું વર્ણન કરવામાં આવ્યું છે. ૨. રાજનું રજુનું) માપ-નિમિષમાત્રમાં (આંખના પલકારામાં) એક લાખ યોજન જનાર દેવ છ મહિના સુધીમાં જેટલું અંતર કાપે તેટલાં અંતરને એક રાજ કહેવાય.
Page #163
--------------------------------------------------------------------------
________________
અ૦૩ સૂ૦ ૧]
૧૧૯
શ્રીતત્ત્વાધિગમસૂત્ર ચૌદ રાજ લોક
લોકની ઉપર અનંત અલોક
અલોકાકાશ લોકની ફરતો બધી દિશામાં અનંત અલોક
લોકનો અગ્રભાગે
(N+ પહોળાઈ ૧ રાજ - અનંતાનંત સિતાત્માઓ સિદ્ધશિલા (મોક્ષ સ્થાન) ૪૫ લાખ યોજન લાંબી -પાંચ અનુત્તર વિમાન
&te
ન્ડ,
૧વિમાન ૧૦૭વિમાન 'hooવિમાન
0i
ઉર્વલોક, પરાજ\૧૨ રાજ\૧૩ રાજ \ ૧૪ રાજ
૦૦૦
8
નવ શૈવેયક કુલ ૩૧૮ વિમાન
અચ્ચત 1િ9 પ્રારત
ઉર્વલોક
માપદંડ
માર માનત
- ના
/૧૨ રાજનારા
| ૮ સહસાર
- પહોળાઈ ૫ રાજ
વૈમાનિદેવલોક
* તાંતક
બબલોક
૩બિપિ દેવોનાં સ્થાનક
નવ લોકનિકી અલોકાકાશ લોકની ફરતો બધી. સનતકુમાર દિશામાં અનંત અલોક
દેવોનાં સ્થાન..
આલોકાકાશ લોકની ફરતો બધી દિશામાં
અનંત અલોક છે.
ઊર્વલોક
\૧૦ રાજ \૯ રાજ \ ૮ રાજ
*
ઊર્ધ્વલોક
છે
કે ઇ
૧ રાજ | ૨ રાજ | ૩ રાજ | ૪ રાજ | ૫ રાજ | ૬ રાજ | ૭ રાજ | ૮ રાજ | ૯ રાજ |૧૦ રાજ | ૧૧ રાજJ૧૨ રાજ T૧૩ રાજ |૧૪ રાજ |
મધ્યલોક - મનુષ્યલોક વાણવ્યંતર-વ્યંતર-ભવનપતિ
દેવોનાં સ્થાન
- ચર - અચર જ્યોતિષચક *- મેરુ પર્વત - તિચ્છલોકવર્તી અસંખ્ય દ્વીપ-સમુદ્રો - પહોળાઈ ૧ રાજ -૧૪ રાજલોકનું મધ્યબિંદુ -પહેલી નરક પૃથ્વી - રત્ન પ્રભા -બીજી નરક પૃથ્વી
૨-પ્રભા
રા
લોકની ઊંચાઈ ૧૪ રાજ પ્રમાણે છે. ૧ રાજ = અસંખ્ય યોજન
ખાણ
૭ રાજ / રાજા
ત્રસનાડી ૧ રાજ પહોળી
૧૪ રાજ લાંબી
૬ રાજ
નાત નાત જાકારા પNonક
ત્રસનાડી ૧ રાજ પહોળી
- ૧૪ રાજ લાંબી
LL-ત્રીજી નરક પૃથ્વી
રાજ
અધોલોક
અાકાશ spપાક
૫ રાજ / ૪ રાજ
-ચોથી નરક પૃથ્વી
૪ રાજ
પાંચમી નરક પૃથ્વી
સાત નરક પૃથ્વી
૩ રાજ
ધનવાન નાત આકાશ 'મામાપનોદઉં પનઘાત Arદાન આકાશ * પ્રભાપીus
/ 8 રાજ
- છઠ્ઠી નરક પૃથ્વી
૨ રાજ
( ૨ રાજ
પના
માપદંડ
ગાકાર પાપા પોદક
સાતમી નરક પૃથ્વી
૧ રાજ
નાત
લોકની નીચે અનંત અલોક છે. ૧ રાજ | ૨ રાજ ૩ રાજ
જ આકાશ. અહીં લોકની પહોળાઈ ૭ રાજ પ્રમાણે છે ૪ રાજLT ૫ રાજ | ૬ રાજ | ૭ રાજ
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૨૦
શીતજ્વાધિગમસૂત્ર મિ૦ ૩ સૂ૦૧ પ્રત્યેક પૃથ્વી ઘનાંબુ, ઘનવાત, તનુવાત અને આકાશને આધારે રહેલી છે. ઘનાંબુ એટલે ઘન પાણી. ઘનવાત એટલે ઘનવાયુ. તનુવાત એટલે પાતળો વાયું. ધનાંબુને ઘનોદધિ પણ કહેવામાં આવે છે. સર્વપ્રથમ આકાશ છે. બાદ આકાશના આધારે તનુવાત રહેલ છે. બાદ તનુવાતના આધારે ઘનવાત રહેલ છે. બાદ ઘનવાતના આધારે ઘનાંબુ=ઘનોદધિ રહેલ છે. બાદ ઘનોદધિના આધારે તમતમપ્રભા પૃથ્વી રહેલી છે. બાદ પુનઃ ક્રમશઃ આકાશ, તનુવાત, ઘનવાત, ઘનોદધિ અને તમપ્રભા પૃથ્વી છે. એ પ્રમાણે સાતમી પૃથ્વી સુધી આ જ ક્રમ છે. આ વિચારણા નીચેથી ઉપરની અપેક્ષાએ છે. પણ જો ઉપરથી નીચેની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો, સર્વપ્રથમ રત્નપ્રભા પૃથ્વી છે. બાદ ઘનોદધિ છે. બાદ ઘનવાત છે. બાદ તનુવાત છે. અંતે આકાશ છે. ત્યાર પછી પુનઃ શર્કરામભા પૃથ્વી, ઘનોદધિ, ધનવાત, તનુવાત અને આકાશ છે. એ પ્રમાણે સાતમી પૃથ્વી સુધી આ જ ક્રમ છે. સર્વત્ર આકાશનો કોઈ આધાર નથી. કારણ કે આકાશ પ્રતિતિ છે અને અન્યને માધાર રૂપ પણ છે.
ઘનોદધિ વગેરે વલયના=બંગડીના આકારે આવેલા હોવાથી તેમને વલય કહેવામાં આવે છે. ઘનોદધિ વલય, ઘનવાત વલય અને તનુવાત વલય.
આપણે રત્નપ્રભા પૃથ્વી ઉપર છીએ. રત્નપ્રભા પૃથ્વીમાં મનુષ્યો, તિર્યંચો, ભવનપતિ-વ્યંતરદેવો તથા નારકો એમ ચારેય પ્રકારના જીવો છે."
રત્નપ્રભા વગેરેની જાડાઈ અને પહોળાઈ નીચે મુજબ છે.
પૃથ્વી | પૃથ્વીની જાડાઈ | પૃથ્વીની 'ખતરો | નરકાવાસો રત્નપ્રભા | ૧૮૦૦૦૦ યોજન | એક રજુ | ૧૩ | ૩૦ લાખ શર્કરપ્રભા ! ૧૩૨૦00 યોજન | અઢી રજુ | ૧૧ | ૨૫ લાખ | વાલુકપ્રભા | ૧૨૮૦૦૦ યોજન | ચાર રજુ | ૯ | ૧૫ લાખ પંકપ્રભા | ૧૨૦000 યોજન | પાંચ રજુ
૧૦ લાખ ધૂમપ્રભા ૧૧૮૦૦0 યોજન છિ રજુ
૩ લાખ | તમપ્રભા | ૧૧૬૦૦૦ યોજન | સાડા છ રજુ| ૩ | ૯૯,૯૯૫ | તમતમપ્રભા ૧૦૮૦00 યોજન | સાત રજુ | ૧ | ૫ ૧. દેવો વગેરેનો રત્નપ્રભાના કયા ભાગમાં વાસ છે તે માટે ચોથા અધ્યાયના પહેલા સૂત્રના વિવેચનમાં જુઓ.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૨૧
અ૦ ૩ સૂ૦૨] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
દરેક પૃથ્વીમાં એક પૃથ્વીથી બીજી પૃથ્વી વચ્ચેનું અંતર અસંખ્યાત કોડાકોડિ યોજન છે. રત્નપ્રભા આદિ સાત પૃથ્વીમાં અનુક્રમે ૧૩, ૧૧, ૯, ૭, ૫, ૩ અને ૧ પ્રતરો આવેલા છે. પ્રતિરો ( પ્રસ્તરો) માળવાળા મકાનના ઉપરના ભાગમાં આવેલા તળિયા સમાન હોય છે. રત્નપ્રભા આદિ પૃથ્વીમાં અનુક્રમે ૩૦ લાખ, ૨૫ લાખ, ૧૫ લાખ, ૧૦ લાખ, ૩ લાખ, ૯૯૯૯૫ અને ૫ નરકાવાસો છે.
પ્રથમ પૃથ્વીમાં રત્નોની પ્રધાનતા હોવાથી તેને રત્નપ્રભા કહેવામાં આવે છે. બીજી પૃથ્વીમાં શર્કરાનીકાંકરાની મુખ્યતા હોવાથી તેને શર્કરામભા કહેવામાં આવે છે. ત્રીજી પૃથ્વીમાં રેતીની પ્રચુરતા હોવાથી તેનું વાલુકાપ્રભા નામ છે. ચોથી પૃથ્વીમાં કાદવ ઘણો હોવાથી તેનું પંતપ્રભા નામ છે. પાંચમી પૃથ્વીમાં ધુમાડો બહુ હોવાથી તે ધૂમપ્રભા તરીકે ઓળખાય છે. છઠ્ઠી પૃથ્વીમાં તમત્રઅંધકાર વિશેષ હોવાથી તે તમ પ્રભા તરીકે ઓળખાય છે. સાતમી પૃથ્વીમાં અતિશય અંધકાર હોવાથી તેને તમતમપ્રભા કહેવામાં આવે છે. દરેક પૃથ્વીમાં ઘનોદધિની જાડાઈ વીસ હજાર યોજન છે. ઘનવાત તથા તનુવાતની જાડાઈ દરેક પૃથ્વીમાં અસંખ્યાત યોજન છે. પણ નીચે નીચેની પૃથ્વીમાં ઘનવાન અને તનુવાતની જાડાઈ અધિક અધિક છે.
પ્રશ્ન- વાયુ બીજે ક્યાંય ગયા વિના સદા પાણીને ધારણ કરી રાખે છે, પાણી પણ ક્યાંય ફેલાયા વિના પૃથ્વીને ધારણ કરી રાખે છે, અને પૃથ્વીઓનો પાણીમાં પ્રલય થતો નથી. આ રીતે અનાદિ કાળથી સદા સતત રહેવામાં કારણ શું છે?
ઉત્તર– આમ રહેવામાં લોકસ્થિતિ=લોકાનુભાવ જ કારણ છે. (૧) નરકાવાસોનું વર્ણન તાનું નાale | ૨-૨ રત્નપ્રભા આદિ દરેક પૃથ્વીમાં નરકો=નરકાવાસો આવેલા છે.
રત્નપ્રભા આદિ દરેક પૃથ્વીની જેટલી જાડાઈ છે તેમાંથી ઉપર અને નીચે એક એક હજાર યોજન છોડીને બાકીના ભાગમાં નરકો છે. જેમકે રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ ૧૮૦000 યોજન છે. તો ઉપરના એક હજાર યોજન તથા નીચેના એક હજાર યોજન છોડીને મધ્યના ૧૭૮૦૦૦ યોજનમાં
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૨૨
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [અ૦ ૩ સૂ૦ ૩ નરકો છે. એ જ પ્રમાણે દરેક પૃથ્વીમાં પણ સમજવું. પણ સાતમી પૃથ્વીમાં ઉપર સાડા બાવન હજાર અને નીચે પણ સાડા બાવન હજાર છોડી બાકીના ત્રણ હજાર યોજનમાં નારકાવાસો છે.
રત્નપ્રભા આદિ સાત પૃથ્વીમાં અનુક્રમે ૧૩, ૧૧, ૯, ૭, ૫, ૩ અને ૧ પ્રસ્તરો (=અતરો) આવેલા છે. પ્રતિરો માળવાળા મકાનના ઉપરના ભાગમાં આવેલ છજા–તળીયા સમાન હોય છે. આ પ્રતિરો ઉપર ઉપર આવેલાં છે. એ પ્રતિરોમાં નારકાવાસો આવેલા છે. રત્નપ્રભા આદિ પૃથ્વીમાં અનુક્રમે ૩૦ લાખ, ૨૫ લાખ, ૧૫ લાખ, ૧૦ લાખ, ૩ લાખ, ૯૦૯૯૫ અને ૫ નરકાવાસો છે. આ નરકો નરકાવાસો મુખ્યતયા ત્રણ પ્રકારના છે. ઈન્દ્રક, પંક્તિગત અને પુષ્પાવકીર્ણ. બરોબર મધ્યમાં આવેલ નરકાવાસને ઈન્દ્રક કહેવામાં આવે છે. દિશા વિદિશામાં આવેલા પંક્તિબદ્ધ નરકાવાસો પંક્તિગત કહેવાય છે. છવાયેલા પુષ્પોની જેમ છૂટા છૂટા આવેલા નરકાવાસો પુષ્પાવકીર્ણ કહેવાય છે. બધા ઈન્દ્રક નરકાવાસ ગોળ છે. પંક્તિગત નરકાવાસો ત્રિખૂણીયા, ચોખ્ખણીયા અને વાટલાકારે છે. પુષ્પાવકીર્ણ નરકાવાસો જુદા જુદા અશુભ આકારવાળા છે.
દરેક નરકાવાસની ઊંચાઈ ત્રણ હજાર યોજન છે. લંબાઇ-પહોળાઈમાં કેટલાક નરકાવાસી સંખ્યાતા યોજન તો કેટલાક અસંખ્યાતા યોજન છે. પ્રથમ નરકમાં આવેલ પહેલો સીમંતક નામનો ઈન્દ્રક નરકાવાસ ૪૫ લાખ યોજન લાંબો-પહોળો છે. સાતમી નરકમાં આવેલ અંતિમ અપ્રતિષ્ઠાન નામનો ઈન્દ્રક નરકાવાસ ૧ લાખ યોજન લાંબો-પહોળો છે. (૨)
નરકમાં લેશ્યા આદિની અશુભતાનિત્યક્ષમતપત્ન-પરિધામ-વેના-વિદિયા: આ રૂ-રૂ I
નારકો સદા અશુભતર વેશ્યા, પરિણામ, દેહ, વેદના અને વિકિયાવાળા હોય છે.
નરકના જીવોમાં વેશ્યા અતિ અશુભ, પગલવર્ણ આદિનો પરિણામ અશુભ, દેહઅશુભ, વેદના અતિશય, ઉત્તરવૈક્રિય શરીર અત્યંત અશુભ હોય છે.
(૧) અશુભલેશ્યા-નરકના જીવોમાં કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ અશુભ લેશ્યાઓ હોય છે. પહેલી અને બીજી નરકના જીવોમાં કાપોતલેશ્યા
Page #167
--------------------------------------------------------------------------
________________
અ૦ ૩ સૂ૦ ૩] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૧૨૩ હોય છે. ત્રીજી પૃથ્વીમાં ઉપરના ભાગમાં આવેલા નારકોને કાપો અને નીચેના ભાગમાં આવેલા નારકોને નીલ લેગ્યા હોય છે. ચોથી નરકના જીવોમાં નીલ ગ્લેશ્યા હોય છે. પાંચમી નરકમાં ઉપરના ભાગના જીવોમાં નીલ અને નીચેના ભાગના જીવોમાં કૃષ્ણ લેશ્યા હોય છે. છઠ્ઠી તથા સાતમી નરકમાં કૃષ્ણ લેશ્યા હોય છે. પણ છઠ્ઠીથી સાતમી પૃથ્વીમાં વધારે અશુભ હોય છે.
પ્રશ્ન- નરકમાં સમ્યક્ત્વ પામેલા તથા નવીન સમ્યકત્વ પામનારા જીવો પણ હોય છે. તેમની વેશ્યા શુભ હોય છે. તો આ સૂત્ર સાથે વિરોધ નહિ આવે ?
ઉત્તર- ના. લેગ્યાના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદો છે. તેમાં અહીં દ્રવ્યલેશ્યાને આશ્રયીને અશુભલેશ્યા હોય એમ પ્રતિપાદન કર્યું છે. ભાવલેશ્યા તો નરકના જીવોમાં છએ હોય છે. અથવા અહીં અશુભલેશ્યાનું પ્રતિપાદન બહુલતાને આશ્રયીને હોય એમ પણ સંભવે છે. શુભલેશ્યાવાળા જીવો કરતાં અશુભલેશ્યાવાળા જીવો વધારે છે. આ દૃષ્ટિએ ટીકામાં બતાવવામાં આવેલ “૩ાપરે ચિત્ત-નારા પર તરવા સંમત્તિ, સર્વિતિષ - નારકોમાં સમ્યક્ત્વની પ્રતિપત્તિ હોવાથી એ વેશ્યા હોય છે. એ મતાંતરનું પણ સમાધાન થઈ જાય છે.
(૨) અશુભ પરિણામ-નરકમાં પુદ્ગલોનો પરિણામ અત્યંત અશુભ હોય છે. બંધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ અને શબ્દ એ દશ પ્રકારનો પુદ્ગલ પરિણામ અશુભ છે.
બંધન- શરીર આદિ સાથે સંબંધમાં આવતા પુદ્ગલો અત્યંત અશુભ હોય છે. ગતિ– અપ્રશસ્તવિહાયોગતિ નામકર્મનો ઉદય હોવાથી નારકોની ગતિ ઊંટ આદિની જેવી અપ્રશસ્ત હોય છે. સંસ્થાન- જીવોની તેમ જ ભૂમિની આકૃતિ જોનારને ઉગ ઉત્પન્ન થાય તેવી હોય છે. ભેદ– શરીર, ભીંત વગેરેમાંથી ખરતા પુદ્ગલો અત્યંત અશુભ પરિણામવાળા બને છે. વર્ણ–સર્વત્ર અંધકાર છવાયેલો રહે છે. તળીયાનો ભાગ શ્લેષ્મ આદિ અશુચિ પદાર્થથી લેપાયેલો હોય તેવો દેખાય છે. દરેક પદાર્થનો વર્ણ ત્રાસ ઉપજાવે તેવો અતિશય કૃષ્ણ હોય છે. ગંધ-નરકની ભૂમિઓ ઝાડો, પેશાબ, લોહી,
Page #168
--------------------------------------------------------------------------
________________
૧ ૨૪
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦૩ સૂ૦૩ માંસ, ચરબી વગેરે અશુભ પદાર્થોથી ખરડાયેલી હોવાથી તેમાંથી સદા દુર્ગધ છૂટે છે. રસ- નરકના પદાર્થોનો રસ પણ લીમડા આદિના રસથી અધિક કડવો હોય છે. સ્પર્શ– નરકના પદાર્થોનો સ્પર્શ પણ અધિક ઉષ્ણ અને વૃશ્ચિકદંશ આદિથી પણ અધિક પીડા ઉપજાવનાર હોય છે. અગુરુલઘુશરીરનો અગુરુલઘુ પરિણામ અનેક દુઃખોનો આશ્રય હોવાથી અનિષ્ટ-અશુભ હોય છે. શબ્દ- હે માતા ! હે પિતા ! અમને છોડાવો ! કષ્ટમાંથી બચાવો ! આવા અનેક પ્રકારના કરુણ શબ્દો સંભળાય છે. આ શબ્દો સાંભળવા માત્રથી ત્રાસ ઉત્પન્ન કરે છે.
(૩) અશુભદેહ– નરકના જીવોનું શરીર હુડક સંસ્થાનવાળું હોય છે. શરીરના અવયવોની રચના પણ બેડોળ હોય છે. તેમનું શરીર વૈક્રિય હોવા છતાં દેવોના જેવું શુભ=પવિત્ર નથી હોતું, કિંતુ મલ-મૂત્ર આદિ અશુભ પદાર્થોથી ભરેલું હોય છે. શરીરનો વર્ણ અતિશય કૃષ્ણ અને ભય ઉત્પન્ન કરનાર હોય છે.
(૪) અશુભવેદના-નરકના જીવોને ક્ષેત્ર સંબંધી, પરસ્પરોદરિત અને અસુરોદીવિત (=પરમાધામીકૃત) એમ ત્રણ પ્રકારની વેદના નિરંતર હોય છે. પરસ્પરોટીરિત અને અસુરોટીરિત વેદનાનું પ્રતિપાદન ચોથા-પાંચમા સૂત્રમાં છે તેથી અહીં ક્ષેત્ર સંબંધી વેદનાનું પ્રતિપાદન છે. નરકમાં શીત, ઉષ્ણ, ભૂખ, તૃષા, ખણજ, પરાધીનતા, જવર, દાહ, ભય, શોકએ દશ પ્રકારની ક્ષેત્રકૃત= ક્ષેત્ર સંબંધી વેદના છે.
શીતવેદના- નરકમાં સહન કરવી પડતી ઠંડીનો આછો ખ્યાલ આપણને આવે એ માટે શાસમાં સુંદર ઉપમાથી નરકની ઠંડીનું વર્ણન કર્યું છે. પોષ માસની રાત્રિ હોય, આકાશ વાદળરહિત હોય, શરીરને કંપાવે તેવો સુસવાટા મારતો પવન વાતો હોય, આ સમયે કોઈ માણસ હિમપર્વતના અત્યંત ઉપરના ભાગમાં બેઠો હોય, ચારે બાજુ જરા પણ અગ્નિ ન હોય, ચોતરફ જગ્યા ખુલી હોય, તેના શરીર ઉપર એક પણ વસ્ત્ર ન હોય, આ સમયે તે માણસને ઠંડીનું દુઃખ જેટલું હોય તેથી અનંતગણું દુઃખ નરકવાસમાં ૧. નરકમાં માંસ વગેરે હોતું નથી, પણ માંસ વગેરે જેવા પૃથ્વીના પરિણામ હોય છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
અ૦૩ સૂ૦૩] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૧૨૫ રહેલા નારકોને હોય છે. તે પણ અમુક સમય સુધી નહિ, પણ નિરંતર-સદા માટે આવી વેદના રહે છે. આવી ઠંડીની વેદના અનુભવતા તે નારકોને ત્યાંથી ઉપાડી અહીં મનુષ્યલોકમાં ઉપર કહેલા ઠંડા સ્થળે મૂકવામાં આવે તો જાણે ઠંડી અને પવન વિનાના સ્થાનમાં હોય તેમ ઘસઘસાટ ઊંઘી જાય.
ઉષ્ણવેદના- નરકમાં થતી ઉષ્ણવેદનાને પણ શાસ્ત્રકારોએ બહુ જ સુંદર ઉપમાથી સમજાવી છે. જેઠ મહિનો હોય, આકાશ વાદળથી રહિત હોય, મધ્યાહ્ન સમયે સૂર્ય બરોબર આકાશના મધ્ય ભાગે આવી ગયો હોય, પવન બિલકુલ ન હોય, આ સમયે પિત્તપ્રકોપવાળા અને છત્રીરહિત મનુષ્યને સૂર્યના અતિશય તાપથી જે વેદના થાય તેનાથી અનંતગણી વેદના નરકના જીવોને હોય છે. આવી તીવ્ર ઉષ્ણ વેદનાને સહન કરતા નારકને ઉપાડી મનુષ્યલોકમાં પૂર્વોક્ત સ્થળે મૂકવામાં આવે તો તે જાણે કોઈ ગરમી વિનાની શીતલ પવનવાળી જગ્યામાં હોય તેમ ઘસઘસાટ ઉંઘી જાય.
પહેલી, બીજી અને ત્રીજી નરકમાં ઉષ્ણ વેદના હોય છે. ચોથી નરકમાં પણ નારકોને ઉષ્ણ તથા થોડા નારકોને શીત વેદના હોય છે. પાંચમી નરકમાં ઘણા નારકોને શીત તથા થોડા નારકોને ઉષ્ણ વેદના હોય છે. આથી ચોથીપાંચમી નરકમાં બંને પ્રકારની વેદના હોય છે. છઠ્ઠી-સાતમી નરકમાં શીત વેદના હોય છે.
સુધાવેદના- નરકના જીવોને ભૂખ એટલી બધી હોય કે, જગતમાં રહેલા બધા જ અનાજનું ભક્ષણ કરી જાય, ઘીના અનેક સમુદ્રોને ખલાસ કરી નાખે, દૂધના સમુદ્રો પી જાય, યાવત્ જગતના બધા પુદ્ગલોનું ભક્ષણ કરી જાય, તો પણ તેમની સુધા ન શકે, બલ્બ અધિક અધિક વૃદ્ધિ પામે. તૃષાવેદના- નારકોને તૃષા પણ સખત હોય છે. જગતના સઘળા સમુદ્રોનું પાન કરી જાય તો પણ તૃષા શાંત ન થાય, સદા હોઠ સૂકાયેલા જ રહે, સદા ગળામાં શોષ રહ્યા જ કરે. ખણજ- છરીથી શરીરને ખણે તો પણ ન મટે તેવી અતિ તીવ્ર ખરજ નિરંતર રહ્યા કરે છે. પરાધીનતા– સદા પરમાધામીઓને વશ રહેવું પડે છે. જ્વર-મનુષ્યને અધિકમાં અધિક જેટલો તાવ આવે તેનાથી અનંતગણો વર નરકના જીવોને હોય છે. દાહ– શરીરમાં સદાદાહ–બળતરા
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦૩ સૂ૦૪ રહ્યા કરે છે. ભય- અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન હોવાથી આગામી દુઃખને જાણે, તેથી સદા ભયભીત રહે છે. પરમાધામી તથા નારકોનો પણ ભય રહ્યા કરે છે. શોક– દુઃખ, ભય આદિના કારણે સદા શોકાતુર રહે છે.
(૫) અશુભવિકિયા– નરકના જીવોને અશુભ નામ કર્મનો ઉદય હોવાથી શુભ ઉત્તર વૈક્રિય શરીર બનાવવા પ્રયત્ન કરે છતાં અશુભ જ બને છે.
પ્રશ્ન- નરક અને નારક શબ્દમાં અર્થભેદ છે કે એક અર્થ છે ?
ઉત્તર- સામાન્યથી બંને શબ્દમાં અર્થનો ભેદ છે. નરક એટલે રત્નપ્રભા આદિ સાત પૃથ્વીઓ અર્થાત્ જીવોને ઉત્પન્ન થવાનું સ્થાન. નારક એટલે નરકમાં ઉત્પન્ન થતો જીવ. પણ ક્યારેક નરકનો અર્થ આધારમાં આધેયના ઉપચારથી નરકનો જીવ પણ થાય છે. આ સૂત્રમાં અશુભ પરિણામનું વર્ણન યથાયોગ્ય નરક શબ્દના બંને અર્થને આશ્રયીને કરવામાં આવ્યું છે. અશુભ લેશ્યા વગેરેનું વર્ણન જીવરૂપ અર્થને આશ્રયીને કરવામાં આવ્યું છે.
પ્રશ્ન- અશુભતર શબ્દનો કયો અર્થ છે?
ઉત્તર- અશુભતર એટલે નીચે નીચેની નરકમાં વધારે વધારે અશુભ. લેશ્યા આદિ નીચે નીચેની નરકમાં અધિક અધિક અશુભ હોય છે.
પ્રશ્ન- અહીં નિત્ય શબ્દનો શો અર્થ છે?
ઉત્તર- અહીં નિત્ય એટલે નિરંતર. અશુભ લેશ્યા વગેરે અમુક સમય સુધી હોય, બાદ નહિ, પુનઃ શરૂ થાય, એમ નહિ; કિન્તુ નિરંતર હોય છે. (૩)
નરકમાં પરસ્પરોટીરિત વેદનાપરસ્પરોલોરિણા : રૂ-૪
નારકો પરસ્પર ઉદરિત ( નરકના જીવોથી પરસ્પર કરાતા) દુઃખવાળા હોય છે.
પૂર્વભવના વૈરી બે જીવ એકસ્થાને ઉત્પન્ન થયા હોય તો લેત્રાનુભાવજનિત શસ્ત્રોથી પરસ્પર યુદ્ધ કરે છે. અરે ! વૈરી ન હોય છતાં આ મારો પૂર્વભવનો વૈરી છે એમ અસત્ય કલ્પના કરીને એક શેરીનો કૂતરો બીજી શેરીના કૂતરા પાછળ પડે તેમ તેની પાછળ પડે છે અને શસ્ત્રોથી યુદ્ધ કરવા મંડી પડે છે. પરસ્પર યુદ્ધ મિશ્રાદષ્ટિ નારકો જ કરે, સમ્યગ્દષ્ટિ નહિ. સમ્યગ્દષ્ટિ નારકો તો સમતા ભાવે સહન કરે છે. (૪).
Page #171
--------------------------------------------------------------------------
________________
૨૦ ૩ સૂ૦ ૫]
શ્રીતત્ત્વાધિગમસૂત્ર
નરકમાં પરમાધામીકૃત વેદના— संक्लिष्टासुरोदीरितदुःखाश्च प्राक् चतुर्थ्याः ॥ ३-५ ॥ ત્રીજી નરક સુધીના નારકો સંક્લિષ્ટ અસુરોથી=પરમાધામીઓથી પણ દુઃખ પામે છે.
૧૨૭
અંબ, અંબરિસ, શ્યામ, શબલ, રુદ્ર, ઉપરુદ્ર, કાલ, મહાકાલ, અસિપત્ર, ધનુ, કુંભ, વાલુક, વૈતરણી, ખરસ્વર, મહાઘોષ એમ પંદર પ્રકારના પરમાધામીઓ છે. આ પરમાધામીઓ નવા ઉત્પન્ન થયેલા નરકના જીવની પાસે સિંહગર્જના કરતા ચારે તરફથી દોડી આવે છે. અરે ! આ પાપીને મારો ! એને છેદી નાંખો ! એની કાયાના ટુકડે ટુકડા કરી નાંખો, એ પ્રમાણે કહીને ભાલા, બાણ, તલવાર વગેરે અનેક પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ કરી નરકના જીવને વીંધી નાખે છે... છેદી નાખે છે.
અંબ જાતિના પરમાધામીઓ રમતથી વિવિધ પ્રકારના ભયો ઉત્પન્ન કરે છે. ભયથી નાસતા જીવોની પાછળ પડે છે. દૂર સુધી પાછળ દોડીને કૂતરાની જેમ આમ તેમ દોડાવે છે. અરે ! આકાશમાં ઊંચે લઇ જઇને અદ્ધરથી ઊંધા મસ્તકે પથ્થરની જેમ નીચે મૂકી દે છે. નીચે પડતાં તેમને વજ્રમય સળીયાઓ વડે વીંધે છે. મુદ્ગર આદિથી સખત પ્રહાર કરે છે.
અંબરિસ પરમાધામીઓ અંબજાતિના પરમાધામીઓ વડે હણાવાથી મૂર્છિત તથા નિશ્ચેતન જેવા બની ગયેલા નારકોના શરીરને કર્પણીઓથી (કાપવાના સાધનોથી) કાપીને ટુકડે ટુકડા કરી નાંખે છે, જાણે કે શાક સમાર્યું.
શ્યામ જાતિના પરમાધામીઓ પણ તેમના અંગોપાંગો છેદી નાખે છે. ઘટિકાલય(=કુંભી)માંથી કાઢીને નીચે વજ્રમય ભૂમિ ઉપર ફેંકે છે, જાણે કે બોલ (–દડો) ફેંક્યો. વજ્રમય અણીદાર દંડ વડે વીંધી નાંખે છે. ચાબુકના પ્રહાર કરે છે. પગથી ખૂંદી નાખે છે.
શબલ જાતિના પરમાધામીઓ તો હદ કરી નાંખે છે. પેટ અને હૃદયને ચીરી આંતરડાં, ચરબી, માંસ વગેરે બહાર કાઢે છે અને તેમને તેનાં દર્શન કરાવે છે. રુદ્ર જાતિના અસુરો પણ ક્યાં પાછી પાની કરે એમ છે. એ તો ધમધમાટ કરતાં ત્યાં આવે છે અને તલવાર ચલાવે છે. ત્રિશૂળ, શૂળ, વજ્રમય શૂળી વગેરેમાં ના૨કોને પરોવે છે. પછી ધગધગતી ચિતામાં હોમી દે છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૨૮ શ્રીતત્વાધિગમસૂત્ર
૦િ ૩ ૧૦૫ ઉપદ્ધ જાતિના દેવો દ્રોથી શું ઊતરે તેવા છે? નહિ, નહિ. એ તો તેમનાથી સવાયા છે. એદ્ધનથી પણ ઉપદ્મછે. ઉપદ્ધપરમાધામીઓનારકોના અંગોપાંગોના ખંડ ખંડટુકડા કરીને સ્ત્રોથી પણ અધિક વેદના ઉત્પન્ન કરે છે.
કાલ જાતિના પરમાધામીઓ દુઃખથી રડતા નારકોને પકડી પકડીને ધગધગતી લોઢી વગેરેમાં જીવતા માછલાની જેમ પકાવે છે.
મહાકાલ પરમાધામીઓથી થતી વિડંબનાની તો વાત જ શી કરવી? એ માત્ર કાલ નથી, મહાકાલ છે. મહાકાલ પરમાધામીઓ નારકોને તેમના શરીરમાંથી સિંહના પૂછ જેવા આકારવાળા અને કોડી પ્રમાણ માંસના ટુકડાઓ કાપીને ખવડાવે છે.
અસિપત્ર જાતિના પરમાધામીઓનું કામ અસિપત્ર તલવાર ચલાવવાનું છે. તલવાર આદિ શસ્ત્રો વડે હાથ, પગ, સાથળ, બાહુ, મસ્તક તથા અન્ય અંગોપાંગોને છેદીને છિન્નભિન્ન કરી નાખે છે.
ધનુ જતિના પરમાધામીઓ અસિપત્ર વન વિકર્વીને દેખાડે છે. છાયાના અભિલાષી બિચારા નારકો ત્યાં જાય છે. પણ ત્યાં જતાં જ તેમને અતિ દુઃખનો અનુભવ થાય છે. આ વનમાં તલવાર આદિ શસના આકાર સમાન પત્રોવાળા વૃક્ષો હોય છે. નારકો આવે એટલે તરત આ પરમાધામો પવન વિકર્વે છે. આથી વૃક્ષોના પણે ધડાધડ ખરવા માંડે છે અને નારકોના હાથ, પગ, કાન, હોઠ વગેરે અવયવો કપાઈ જાય છે. તેમાંથી લોહીની ધારાઓ છૂટે છે.
કુંભ જાતિના પરમાધામીઓ નારકોને કુંભી(=લોખંડની લોઢીતાવડીના આકાર જેવી હોય), પચનક(પકાવવાનું સાધન), શુંઠક(=વજનો તીક્ષ્ણ ખીલો) વગેરે સાધનો ઉપર પકાવે છે-શેકે છે.
વાલુક જાતિના પરમાધામીઓ નારકોને ભઠ્ઠીની રેતીથી અનંતગણી તપેલી કદંબવાલુકા નામની પૃથ્વીમાં તડતડ ફૂટતા ચણાની જેમ શેકી નાખે છે.
વૈતરણી જાતિના પરમાધામીઓ વૈતરણી નદી વિકર્વીને તેમાં નારકોને ચલાવે છે. આ નદીમાં ઊકળતા લાક્ષારસનો ધોધમાર પ્રવાહ વહેતો હોય છે. તેમાં ચરબી, પરુ, લોહી, વાળ અને હાડકાં તણાતાં હોય છે. અત્યંત તપી ગયેલી લોઢાની નાવમાં બેસાડે છે.
ખરસ્વર જાતિના પરમાધામીઓ કઠોર શબ્દોના પ્રલાપો કરતા દોડી આવે છે. નારકો પાસે કુહાડાઓથી પરસ્પર શરીરની ચામડી છોલાવરાવે છે. તે પણ
Page #173
--------------------------------------------------------------------------
________________
અ૦ ૩ ૦ ૫]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૨૯
નિર્દયપણે કરવતો વડે શરીરના મધ્યભાગને લાકડાની જેમ ફાડે છે. વિકરાળ અને વજ્રના તીક્ષ્ણ કાંટાઓથી ભરપૂર ભયંકર મોટા શાલ્મલિ વૃક્ષો ઉપર ચડાવે છે. મહાઘોષ જાતિના પરમાધામીઓ નારકોને ગગનભેદી શબ્દોથી ભયભીત બનાવી દે છે. ભયથી નાસભાગ કરતા નારકોને પકડીને વધસ્થાનમાં રોકીને અનેક પ્રકારની કદર્થના પમાડે છે.
૧
અરે ! આ પ્રમાણે પરમાધામીઓ નારકોને પછાડે, કાપી નાંખે, તળી નાખે, છિન્નભિન્ન કરી નાખે, બાળી નાખે, શેકી નાખે, ઓગાળી નાખે, છતાં તેમનું શરીર પાપના ઉદયથી પારાના રસની જેમ તે જ પ્રમાણે મળી જાય. ૧. પરમાધામીઓ મરીને અંડગોલિક મનુષ્ય થાય છે. તેની વિગત આ પ્રમાણે છે—
ગંગા અને સિંધુ એ બે નદીઓ લવણ સમુદ્રમાં જે સ્થળે પ્રવેશ કરે છે તે સ્થાનની દક્ષિણ દિશામાં જંબુદ્વીપની જગતીની વેદિકાથી પંચાવન યોજન દૂર એક દ્વીપ છે. તે દ્વીપમાં સુડતાલીસ ગુફાઓ છે. તેમાં જળચારી મનુષ્યો રહે છે. તે મનુષ્યો પહેલા સંઘયણવાળા મદ્ય-પાનમાં આસક્ત, માંસ ખાનારા અને કાળા રંગના હોય છે. તે મનુષ્યો ‘અંડગોલિક' એવા નામથી ઓળખાય છે. તેમના અંડની ગોળીને (=પેશાબ નીકળવાની ઇન્દ્રિયની બાજુમાં રહેલી ગોળીને) ચમરી ગાયના પુચ્છના કેશથી ગૂંથીને કાન સાથે બાંધી રત્નના વેપારીઓ સમુદ્રમાં પ્રવેશ કરે છે. એ અંડગોળીના પ્રભાવથી મગર વગેરે જલચર પ્રાણીઓ કોઇ જાતનો ઉપદ્રવ કરતા નથી. આથી વેપારીઓ સમુદ્રમાંથી રત્નો વગેરે લઇને સલામતીથી બહાર આવે છે. રત્નના વેપારીઓ નીચે મુજબ ઉપાય કરીને ખંડગોળીઓ લે છે.
લવણ સમુદ્રમાં રત્ન નામનો દ્વીપ છે. તેમાં રત્નના વેપારીઓ રહે છે. તેઓ સમુદ્રની પાસે જે સ્થાને ઘંટીના આકારે વજ્રશિલાના સંપુટો (અર્થાત્ વજ્રની અમુક પ્રકારની ઘંટીઓ) છે ત્યાં આવીને તે સંપુટો ઉઘાડી તેમાં મઘ, માંસ, મધ અને માખણ એ ચાર મહા વિગઇઓ ભરે છે. પછી જે સ્થાને અંડગોલિક મનુષ્યો રહે છે ત્યાં મઘ વગેરે લઇને આવે છે. તેમને દૂરથી જ જોઇને ખંડગોલિકો મા૨વા માટે દોડે છે. આથી વેપા૨ીઓ થોડા થોડા આંતરે મઘ માંસ આદિથી ભરેલા પાત્રો મૂકતા મૂકતા નાસવા માંડે છે. અંડગોલિકો તે પાત્રોમાંથી માંસાદિ ખાતા ખાતા દોડે છે. છેવટે વશિલાના સંપુટો પાસે આવે છે અને તેમાં મઘ-માંસ વગેરે જોઇને ખાવા માટે તેની અંદર પ્રવેશ કરે છે. પછી વેપારીઓ પોતાના સ્થાને ચાલ્યા જાય છે. અંડગોલિકો વજશિલાના સંપુટોમાં મઘ-માંસ વગેરે ખાતા પાંચ, છ યાવત્ દશ દિવસો પસાર કરે છે. તેટલામાં તે વેપારીઓ બખતર પહેરી તલવાર વગેરે શસ્ત્રો લઇને ત્યાં આવી સાત આઠ મંડલ કરીને તે સંપુટોને ઘેરી લે છે અને તુરત સંપુટોને બંધ કરી દે છે કારણ કે તેમાંથી જો એક પણ અંડગોલિક નીકળી જાય તો બધાને મારી નાખે એવો બળવાન હોય છે. પછી વેપારીઓ યંત્ર વડે તે વજની ઘંટીમાં તેમને દળે છે. તે અત્યંત બળવાળા હોવાથી એક વર્ષ સુધી દળાય ત્યારે મરણ પામે છે. આથી એક વર્ષ સુધી સખત વેદના સહન કરે છે. તેમને દળતાં તેમના શરીરના અવયવો ચૂર્ણની જેમ બહાર નીકળતા જાય છે. તેમાંથી વેપારીઓ તેના અંડની ગોળીઓ શોધી લે છે. તે અંડગોળીઓનો ઉપ૨ કહ્યા મુજબ ઉપયોગ કરે છે.
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શ્રીતત્ત્વાધિગમસૂત્ર (અ) ૩ સૂ૦ ૬ બિચારો નારકો મોતને ઇચ્છતા હોવા છતાં (આયુષ્યની સમાપ્તિ વિના) મરતા જ નથી. જેમ આપસમાં લડતા બે મલ્લો વગેરેને જોઈને પાપાનુબંધી પુણવાળા મનુષ્યો આનંદ પામે છે, તેમ પરમાધામીઓ નારકોને પરસ્પર લડતા અને મારામારી કરતા જોઇને આનંદ પામે છે. રાજી થઈને અટ્ટહાસ્ય કરે છે, વસ્ત્રો ફેંકે છે, તાળીઓ વગાડે છે, સિંહની જેમ જોરથી ગર્જના કરે છે.
પ્રશ્ન- પરમાધામીઓ દેવો હોવાથી તેમની પાસે આનંદ માણવાનાં અનેક બીજાં સાધનો હોવા છતાં આ રીતે આનંદ શા માટે માણે છે ?
ઉત્તર– તેમને પાપાનુબંધી પુણ્ય આદિ અનેક કારણોથી આવા પાપ કર્મમાં જ આનંદ આવે છે. આથી આનંદ પામવાનાં બીજા સાધનો હોવા છતાં નારકોને દુઃખ આપીને અને પરસ્પર લડતા જોઇને આનંદ અનુભવે છે. (૫)
નારકોના આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિતેà-ત્રિ-સત-ર-સતલા-તાવિરતિ-ત્રયાશાसागरोपमाः सत्त्वानां परा स्थितिः ॥३-६ ॥
પ્રથમ નરક આદિમાં નારકોના આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુક્રમે ૧, ૩, ૭, ૧૦, ૧૭, ૨૨, ૩૩ સાગરોપમની છે.
ઉત્કૃષ્ટ સ્થિતિ એટલે વધારેમાં વધારે સ્થિતિ, અર્થાત્ જે સ્થિતિથી વધારે અન્ય સ્થિતિ ન હોય તે અંતિમ અધિક સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવાય છે. આ સૂત્રમાં માત્ર ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવી છે. જઘન્યસ્થિતિ ચોથા અધ્યાયમાં બતાવશે.
નરકગતિ સંબંધી વિશેષ માહિતી
લોકના મુખ્યતયા ઊર્ધ્વ, અધો અને તિર્યમ્ એમ ત્રણ ભેદ છે. તેમાં અહીં સુધી અધોલોકનું વર્ણન કર્યું. હવે તિર્યગુ=તિચ્છ લોકનું વર્ણન આવે છે. પણ તે પહેલાં આપણે નરક અંગેની થોડી વિશેષતાઓ વિચારી લઇએ.
કોણ કઈ નરક સુધી ઉત્પન્ન થઈ શકે? અસંશી પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય પહેલી નરકમાં જ ઉત્પન્ન થઈ શકે. ગર્ભજ ભુજપરિસર્પ બીજી નરક સુધી ઉત્પન્ન થઇ શકે. પક્ષી ત્રીજી નરક સુધી ઉત્પન્ન થઈ શકે. સિંહ ચોથી નરક ૧. નરક દુઃખોનું વિશેષ વર્ણન સ્થાનાંગ સૂત્ર, ભવભાવના વગેરે ગ્રંથોમાં છે.
Page #175
--------------------------------------------------------------------------
________________
અ૦ ૩ સૂ૦ ૬]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૩૧
સુધી ઉત્પન્ન થઇ શકે. સર્પ પાંચમી નરક સુધી ઉત્પન્ન થઇ શકે. સ્ત્રી છઠ્ઠી નરક સુધી ઉત્પન્ન થઇ શકે. મનુષ્ય અને મત્સ્ય સાતમી નરક સુધી ઉત્પન્ન થઇ શકે.
નરકનું આયુષ્ય કયા જીવો બાંધે ? મિથ્યાદૃષ્ટિ, મહાઆરંભી, મહાપરિગ્રહી, માંસાહારી, પંચેન્દ્રિય પ્રાણીઓનો વધ કરનાર, તીવ્ર ક્રોધી, રૌદ્રપરિણામી વગેરે પ્રકારના જીવો નરકાયુ બાંધે.
કયા જીવો ન૨કમાંથી આવેલા છે, અને પુનઃ નરકમાં જાય ? અતિક્રૂર ? અધ્યવસાયવાળા સર્પ, સિંહાદિ પશુઓ, ગીધ વગેરે પક્ષીઓ, મત્સ્ય વગેરે જલચર જીવો પ્રાયઃ નરકમાંથી આવે અને નરકમાં જાય. આ જીવો નરકમાંથી જ આવેલા હોય છે, એમ નિયમ નથી, પણ અતિ અશુભ અધ્યવસાયના કારણે સામાન્યથી તેમ કહી શકાય. તે જ પ્રમાણે આ જીવો નરકમાં જ જનારા છે એ નિયમ નથી. ઉપર્યુક્ત કારણે સામાન્યથી તેમ કહી શકાય.
કયા સંઘયણવાળો જીવ કઇ નરક સુધી જન્મે ? સેવાર્તા સંઘયણવાળો જીવ બીજી નરક સુધી જન્મે. કીલિકા સંઘયણવાળો જીવ ત્રીજી નરક સુધી જન્મે. અર્ધનારાય સંઘયણવાળો જીવ ચોથી નરક સુધી જન્મે. નારાચ સંઘયણવાળો જીવ પાંચમી નરક સુધી જન્મે. ઋષભનારાચ સંઘયણવાળો જીવ છઠ્ઠી નરક સુધી જન્મે. વજઋષભનારાચ સંઘયણવાળો જીવ સાતમી નરક સુધી જન્મે.
કઇ નરકમાંથી આવેલો જીવ કઇ લબ્ધિ પામી શકે ? પહેલી નરકમાંથી આવેલો જીવ ચક્રવર્તી થઇ શકે. પહેલી બીજી નરકમાંથી આવેલ જીવ વાસુદેવ કે બળદેવ થઇ શકે. પહેલી ત્રણમાંથી આવેલો જીવ અરિહંત થઇ શકે. પહેલી ચાર નરકમાંથી આવેલો જીવ કેવલી થઇ શકે. પહેલી પાંચ નરકમાંથી આવેલો જીવ ચારિત્રી થઇ શકે. પહેલી છ નરકમાંથી આવેલો જીવ દેશવિરતિ શ્રાવક થઇ શકે. ગમે તે નરકમાંથી આવેલો જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે.
કયા પદાર્થો નરકમાં ન હોય ? નરકમાં દ્વીપ, સમુદ્ર, પર્વત, કુંડ, શહેર, ગામ, ઝાડ, ઘાસ, છોડ વગેરે બાદ૨ વનસ્પતિ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય, દેવ, મનુષ્ય, તિર્યંચ, પંચેન્દ્રિય વગેરે નથી હોતા.
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૩૨
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૩ સૂ૦ ૬ પણ સમુદ્યાત, વૈક્રિયલબ્ધિ, મિત્રતા આદિના વિષયમાં અપવાદ છે. કેવળ સમુદ્રઘાતમાં કેવળી જીવના આત્મપ્રદેશો સંપૂર્ણ લોકવ્યાપી બનતા હોવાથી સાતે નરકમાં હોય છે. વૈક્રિયલબ્ધિથી મનુષ્યો તથા તિર્યંચો નરકમાં જઈ શકે છે. દેવતાઓ પૂર્વભવના મિત્રને સાંત્વન આપવા નરકમાં જાય છે. ભવનપતિ અને વ્યંતર દેવો પ્રથમ નરક સુધી જ જઇ શકે છે. વૈમાનિક દેવો ત્રીજી નરક સુધી અને કોઈ વાર ચોથી નરક સુધી જઈ શકે છે. સીતાજીનો જીવ સીતેન્દ્ર લક્ષ્મણજીના જીવને આશ્વાસન આપવા ચોથી નરકે ગયો હતો. પરમાધામી દેવો ત્રીજી નરક સુધી હોય છે. પરમાધામી દેવો તો નારકોને કેવળ દુ:ખ આપવા જ જાય છે.
નારકોની ગતિ– નારકો મરીને પુનઃ નરકગતિમાં ન જન્મે. કારણ કે તેમને બહુઆરંભ, બહુપરિગ્રહ વગેરે નરકનાં કારણો હોતાં નથી. સરાગ સંયમ વગેરે દેવગતિના આસનોનો અભાવ હોવાથી નારકો મરીને દેવગતિમાં પણ ઉત્પન્ન ન થાય. નરકમાંથી નીકળી મનુષ્ય કે તિર્યંચ ગતિમાં જન્મે છે.
નરકની સાબિતી
પ્રશ્ન- નરકગતિ પ્રત્યક્ષ દેખાતી નથી તેથી હશે કે નહિ તેની શી ખાતરી ?
ઉત્તર– નરકગતિ સર્વજ્ઞ ભગવંતોને પ્રત્યક્ષ છે. આપણને પ્રત્યક્ષ ન હોવા છતાં યુક્તિથી નરકગતિ સિદ્ધ થઈ શકે છે. નરકગતિ ન હોય તો અનેક પ્રશ્નો અણઉકેલ્યા રહે. જે જીવો હિંસા આદિ ઘોર પાપો કરે છે તે જીવો એ પાપોનું ફળ ક્યાં ભોગવે ? એનું ફળ મનુષ્યગતિમાં ન મળી શકે. મનુષ્યગતિમાં એક વખત ખૂન કરનારને અને દશ વખત ખૂન કરનારને પણ જેલ કે ફાંસી રૂપ સજા સમાન જ મળે છે. જેણે દશ વખત કે તેથી વધારે વખત ખૂનનું પાપ કર્યું છે, તેને એક વખત ખૂન કરનારથી વિશેષ ફળ ક્યારે મળે ? બીજી વાત એ કે જે ખૂની પકડાતો નથી, અદશ્ય રીતે અનેક ખૂન, મારપીટ, લૂંટ-ફાટ, ચોરી વ્યભિચાર વગેરે ઘોર પાપોનું સેવન કરે છે, તેના પાપનું ફળ કોણ આપશે ? અથવા જે મનથી જ ઘોર હિંસા સતત કર્યા કરે છે તેને એ પાપનું ફળ કેવી રીતે મળે ? કહો કે વારંવાર મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થઈને અનેક પ્રકારની વ્યાધિ વગેરે રૂપે પૂર્વભવના ઘોર પાપોનું ફળ
Page #177
--------------------------------------------------------------------------
________________
અo ૩ સૂ) ૭] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
૧૩૩ ભોગવશે. તો પછી પ્રશ્ન થાય છે કે જે આખી જિંદગી સુધી કેવળ પાપ કરે છે તેને તેનું ફળ તેના પાપને અનુરૂપ મળવું જોઈએ. સદા કેવળ પાપ કરે છે માટે તેને જરા પણ સુખ વિના કેવળ દુઃખ જ નિરંતર મળવું જોઈએ. મનુષ્ય ગતિમાં કે તિર્યંચ ગતિમાં સદા કેવળ દુઃખ નથી મળતું, અમુક સમય દુઃખ પછી અમુક સમય સુખ મળે છે. દુઃખ વખતે પણ આંશિક સુખનો અનુભવ હોય છે. એટલે જે નિરંતર કેવળ પાપ જ કરે છે તેવા જીવોને તેના પાપને અનુરૂપ દુઃખ ક્યાં મળે ? આ પ્રશ્નના ઉકેલ માટે નરકગતિની સત્તા સ્વીકારવી જ જોઈએ. (૬)
" તિચ્છલોકમાં તપ-સમુદ્રો
जम्बूद्वीप-लवणादयः शुभनामानो द्वीप-समुद्राः ॥३-७ ॥
તિષ્ણુલોકમાં જંબુદ્વીપ, લવણ સમુદ્ર વગેરે શુભનામવાળા (અસંખ્ય) દ્વિીપો અને સમુદ્રો આવેલા છે.
અહીં સુધી અધોલોકનું વર્ણન કર્યું. હવે અહીંથી મધ્યલોકનું વર્ણન શરૂ કરે છે. તિર્જી લોકમાં પ્રથમ એક દ્વીપ, બાદ સમુદ્ર, બાદ પુનઃ દ્વીપ, બાદ સમુદ્ર એમ ક્રમશઃ અસંખ્ય દ્વીપો અને સમુદ્રો રહેલા છે. તેમનાં નામ શુભ હોય છે. જગતમાં શુભ પદાર્થોના જેટલાં નામો છે, તે દરેક નામના દ્વીપો અને સમુદ્રો છે. અશુભ નામવાળો એક પણ દ્વીપ કે સમુદ્ર નથી. પ્રારંભના થોડા દ્વીપ-સમુદ્રોના ક્રમશઃ નામો નીચે મુજબ છે–(૧) જંબૂદ્વીપ (૨) લવણ સમુદ્ર (૩) ધાતકીખંડ (૪) કાલોદધિ સમુદ્ર (૫) પુષ્કરવર દ્વીપ (૬) પુષ્કરોદધિ સમુદ્ર (૭) વારુણીવર દ્વીપ (૮) વાણીવર સમુદ્ર (૯) ક્ષીરવર દ્વિીપ (૧૦) ક્ષીરવર સમુદ્ર (૧૧) વૃતવર દ્વીપ (૧૨) વૃતવર સમુદ્ર (૧૩) ઇસુવર દ્વીપ (૧૪) ઇસુવર સમુદ્ર (૧૫) નંદીશ્વર દ્વીપ (૧૬) નંદીશ્વર સમુદ્ર. સર્વથી અંતિમ સમુદ્રનું નામ સ્વયંભૂરમણ છે.
સમુદ્રનું પાણી– લવણનું ખારું, કાલોદધિનું અને પુષ્કરવારનું સ્વાભાવિક જળ જેવું, વારુણીવરનું દારૂ જેવું, લીવરનું દૂધ જેવું, વૃતવરનું ઘી જેવું, સ્વયંભૂરમણનું સ્વાભાવિક જળ જેવું, બાકીના બધા સમુદ્રોનું શેરડી જેવું મધુર, અર્થાત્ પાણીનો તેવો સ્વાદ હોય છે. (૭) ૧. રત્નપ્રભા પૃથ્વીનો સૌથી ઉપરનો ભાગ તિચ્છ=તિર્યમ્ લોક છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૦િ૩ સૂ૦ ૭
અસંખ્ય દ્વીપો અને સમુદ્રો
I
| I
E
B Fિ,
દ્વિીપ-સમુદ્રની પહોળાઈ તથા આકૃતિद्विर्द्विविष्कम्भाः पूर्वपूर्वपरिक्षेपिणो वलयाकृतयः ॥३-८॥
દ્વિપસમુદ્રો પૂર્વપૂર્વના દ્વીપ-સમુદ્રથી બમણા પહોળા છે. પૂર્વપૂર્વના દ્વિીપ-સમુદ્રને વીંટળાઈને રહેલા છે, અને બંગડીના આકારે છે.
સર્વ પ્રથમ દીપ જેટલો પહોળો છે તેનાથી તેના પછી આવેલો સમુદ્ર બમણો પહોળો છે. તેનાથી તેના પછી આવેલો દ્વીપ બમણો પહોળો છે. તેનાથી તેના પછી આવેલો સમુદ્ર બમણો પહોળો છે. આમ ક્રમશઃ પૂર્વ પૂર્વના લિપ-સમુદ્રની પહોળાઈથી પછી પછીના દ્વિીપ-સમુદ્રની પહોળાઈ બમણી છે.
Page #179
--------------------------------------------------------------------------
________________
અo ૩ સૂ) ૮] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૧૩૫ બૂઢીપને તેના પછી આવેલો લવણ સમુદ્ર વીંટીને રહેલો છે. એ સમુદ્રને તેના પછી આવેલો ધાતકીખંડ દ્વીપ વીંટીને રહેલો છે. એ દ્વીપને તેના પછી આવેલો કાલોદધિ સમુદ્ર વીંટીને રહેલો છે. આમ ક્રમશઃ પૂર્વ પૂર્વના દ્વિીપ-સમુદ્રને પછી પછીનો દ્વિપ-સમુદ્ર વીંટીને રહેલો છે.
દરેક દ્વીપ સમુદ્રનો આકાર બંગડી' જેવો ગોળ છે. (૮) જૈનશાસ્ત્ર અને વૈજ્ઞાનિકોની દૃષ્ટિએ પૃથ્વી સંબંધી ભેદજૈન શાસ્ત્ર
વિજ્ઞાન
આકાર થાળી જેવો કે પુડલા જેવો. ઇંડા જેવો કે નારંગી જેવો.
પરિભ્રમણ પૃથ્વી સ્થિર છે, ચંદ્ર-સૂર્ય ફરે છે. સૂર્ય સ્થિર છે, પૃથ્વી પોતાની ધરી ઉપર
સૂર્યની આસપાસ ફરે છે, ચંદ્ર સૂર્યની
આસપાસ ફરે છે.
પ્રમાણ પૃથ્વી અસંખ્ય દ્વીપ-સમુદ્ર પ્રમાણ છે. યુરોપ, અમેરિકા, આફ્રિકા, એશિયા આથી પૃથ્વી અસંખ્યયોજન પ્રમાણ અને ઓસ્ટ્રેલિયાએ પાંચ ખંડ પ્રમાણ છે. હોવાથી ચંદ્ર-સૂર્યથી ઘણી જ મોટી છે. આથી સૂર્ય ઘણો મોટો છે, પૃથ્વી તેની
અપેક્ષાએ ઘણી જ નાની છે.
સ્વરૂપ પૃથ્વી પૃથ્વીસ્વરૂપ છે, ગ્રહ નથી. પૃથ્વી બુધ વગેરેની માફક એક ગ્રહ છે.
સર્વ દીપ-સમુદ્રોના મધ્યમાં આવેલા દ્વીપનું નામ વગેરે– तन्मध्ये मेरुनाभिर्वत्तो योजनशतसहस्त्रविष्कम्भो जम्बूद्वीपः ॥३-९॥
સર્વ દ્વીપ-સમુદ્રોની મધ્યમાં જંબૂ નામે ગોળ દ્વીપ છે. તે એક લાખ યોજન પહોળો છે. તેની મધ્યમાં મેરુ પર્વત આવેલો છે.
જબૂદીપ ૧ લાખ યોજન પહોળો છે. લવણ સમુદ્ર ૨ લાખ યોજન પહોળો છે. ધાતકીખંડ દ્વીપ ૪ લાખ યોજન પહોળો છે. કાલોદધિ સમુદ્ર ૮ લાખ યોજન પહોળો છે. પુષ્કરવદ્વીપ ૧૬ લાખ યોજન પહોળો છે. પુષ્કરવર સમુદ્ર ૩૨ લાખ યોજન પહોળો છે. આ પ્રમાણે બમણો બમણો વિસ્તાર અંતિમ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી જાણવો ૧. જેકીપ સિવાય સમજવું. જમ્બુદ્વીપ તો થાળીના આકારે ગોળ છે.
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૩૬
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર અિo૩ સૂ૦૯ જંબદ્વીપના બરોબર મધ્યમાં મેરુ પર્વત છે. જેમ નાભિ શરીરના મધ્યભાગમાં છે, તેમ મેરુ પર્વત જંબૂદ્વીપની બરોબર મધ્યમાં છે. આથી મેરુ જબૂદીપની નાભિરૂપ હોવાથી સૂત્રમાં જેબૂદ્વીપનું મેરુનાભિ વિશેષણ છે.
જંબૂદ્વીપની ગતી વગેરેનું સંક્ષિપ્ત વર્ણન
જંબૂદીપની ચારે બાજુ ફરતો વજમણિમય કોટછે. શાસ્ત્રમાં એ કોટજગતી તરીકે પ્રસિદ્ધ છે. એની ઊંચાઈ ૮ યોજન છે. એનો વિસ્તાર મૂળમાં બાર યોજના અને પછી ક્રમશઃ ઘટતાં ઘટતાં ઉપર ૪ યોજન છે. ઉપરના મધ્યભાગમાં સર્વરત્નમય વેદિકા (કાંગરા રહિત કોટ સમાન આકારવાળી પીઠિકા) છે. વેદિકા પુરુષ, કિન્નર, ગંધર્વ, વૃષભ, સર્પ, અશ્વ, હસ્તિ વગેરે ચિત્રોથી યુક્ત છે. તેમાં ગુચ્છો, પુષ્પો અને પલ્લવોથી સુંદર વાસંતી, ચંપક વગેરે વિવિધ રત્નમય વેલડીઓ છે. વેદિકાનો ઘેરાવો જગતી જેટલો, ઊંચાઈ બે ગાઉ અને વિસ્તાર પાંચસો ધનુષ્ય છે. વેદિકાની બે બાજુએ બે બગીચા છે. દરેક બગીચાનો ઘેરાવો જગતી જેટલો અને વિસ્તાર ૨૫૦ ધનુષ્ય ન્યૂન બે યોજન છે. વેદિકાનો અને બે બગીચાનો વિસ્તાર ભેગો કરતાં બરોબર જગતી જેટલો ચાર યોજન થાય છે. બગીચાઓમાં ફળ-ફૂલ આદિથી મનોહર વૃક્ષો છે. એની ભૂમિમાં રહેલા તૃણના અંકુરાઓમાંથી ચંદનાદિથી પણ ચઢી જાય તેવી સુવાસ પ્રસરે છે, તથા એ અંકુરાઓ વાયુથી પરસ્પર અથડાતાં વણાદિના નાદથી અધિક મનોહર નાદ થાય છે. વાયુથી પરસ્પર અથડાતા પંચવર્ણના સુગંધી મણિઓમાંથી પણ મધુર ધ્વનિ નીકળે છે. સ્થળે સ્થળે પગથિયાવાળી વાવો, તળાવડીઓ, મોટાં સરોવરો વગેરે છે. વાવડીઓનાં પાણી મદિરા, ઇલુરસ આદિ વિવિધ સ્વાદવાળા છે. તેમાં અનેક ક્રીડાપર્વતો, વિવિધ ક્રીડાગૃહો, નાટ્યગૃહ, કેતકીગૃહ, લતાગૃહ, કદલીગૃહ, સ્નાનગૃહ, પ્રસાધનગૃહ, રત્નમય મંડપો વગેરે છે. એ સર્વ પર્વતો, ગૃહો, જળાશયો, મંડપો વગેરેમાં વ્યંતર દેવો યથેચ્છ રીતે ક્રીડા કરે છે. ચાર દિશાઓમાં કોટના વિજય વગેરે નામવાળા ચાર દ્વારો છે. વિજય આદિ નામના દેવો તેના સ્વામી છે. વિજય આદિ દેવોની અસંખ્ય દીપ-સમુદ્રો પછી બીજા જબૂદ્વીપમાં રાજધાની છે. એ રાજધાનીનું જાણવા જેવું સુંદર વર્ણન લોકપ્રકાશ વગેરે ગ્રંથોમાં છે. જિજ્ઞાસુએ ત્યાંથી જોઈ-જાણી લેવું. કોટને ફરતો એક ગવાક્ષ (Gઝરૂખો) છે. એ ગવાક્ષ બે ગાઉ ઊંચો અને પાંચસો ધનુષ પહોળો છે. એ ગવાક્ષ કોટના મધ્યભાગમાં આવેલ હોવાથી ત્યાંથી લવણ સમુદ્રનાં સર્વ દશ્યો જોઈ શકાય છે.
Page #181
--------------------------------------------------------------------------
________________
અ૦૩ સૂ૦ ૯] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
૧૩૭ આ ગવાક્ષમાં અનેક વ્યંતર દેવ-દેવીઓ વિવિધ ક્રીડા કરે છે, ફરે છે, બેસે છે, સુવે છે અને ઊભા રહીને લવણ સમુદ્રની લીલા દેખતા આનંદ પામે છે.
મેરુ પર્વતની ત્રણે લોકમાં સ્પર્શના– મેરુ પર્વત ત્રણે લોકમાં આવેલો છે. તે આ પ્રમાણે–મે ૧ લાખ યોજન ઊંચો છે. તેમાં ૧૦૦ યોજન અધોલોકમાં, ૧૮૦૮યોજન તિચ્છલોકમાં અને ૯૮૧૦૦યોજન ઊર્ધ્વલોકમાં છે. સમભૂલા પૃથ્વીથી ૯૦૦ યોજના નીચે અને ૯00 યોજન ઉપર એમ ૧૮૦૦યોજન તિચ્છલોક છે, મેરુ સમભૂલા પૃથ્વીથી ૧000 યોજન નીચે જમીનમાં હોવાથી અધોલોકમાં 100 યોજન થાય. નીચેના બાકીના ૯૦૦ યોજન તિચ્છલોકમાં ગણાય. ઉપરના ૯૦૦ યોજન ઉમેરતાં ૧૮૦૦ યોજન તિષ્ણુલોકમાં થાય. ઉપરના બાકીના ૯૮૧૦૦ યોજન ઊર્ધ્વલોકમાં થાય.
મેરુના ત્રણ કાંડ- મેના ત્રણ કાંડ (=વિભાગ છે. તેમાં નીચેનો પહેલો કાંડ ૧૦૦૦ યોજનાનો છે. તે શુદ્ધ માટી, પથ્થર, વજ અને રેતીનો બનેલો છે. ત્યારબાદ ૬૩000 યોજનનો બીજો કાંડ છે. તે રૂપું, સુવર્ણ, સ્ફટિકરત્ન અને અંતરત્નનો બનેલો છે. ત્યારબાદ ૩૬૦૦૦ યોજનાનો ત્રીજો કાંડ છે. તે સુવર્ણનો બનેલો છે.
મેરુની પહોળાઈ– મૂળમાં (તદ્દન નીચે જમીનમાં) ૧૦૦૦૦/() યોજન પહોળાઈ છે. પછી ક્રમશઃ ઠેઠ ઉપર સુધી દર ૧૧ યોજને ૧ યોજન પહોળાઈ ઘટતી હોવાથી જમીનના તળ (=સમભૂતલા પૃથ્વી) ઉપર ૧૦000 યોજન અને ઠેઠ ઉપર ૧૦00 યોજન પહોળાઈ છે.
ચૂલા- ત્રીજા કાંડની ઉપર બરાબર વચમાં વૈડૂર્ય રત્નમય ચૂલિકા છે. તે ૪૦ યોજન ઊંચી છે. તે મૂળમાં ૧૨ યોજન પહોળી અને છેક ઉપર ૪ યોજન પહોળી છે. તેના અગ્રભાગે શાશ્વત જિન મંદિર છે.
ચાર વન– સમભૂતલા પૃથ્વી ઉપર મેરુની ચારે બાજુ ભદ્રશાલ નામનું વન છે. ત્યાંથી ૫00 યોજન ઉપર જતાં ચારે બાજુ નંદનવન છે. ત્યાંથી ૬૨૫00 યોજન ઉપર જતાં ચોતરફ સૌમનસ વન છે. ત્યાંથી ૩૬૦૦૦ યોજન ઉપર જતાં ચોતરફ પાંડુક વન છે. તેમાં ચારે દિશાઓમાં એક એક શિલા છે. પૂર્વ-પશ્ચિમની શિલા ઉપર બે બે સિંહાસનો છે. ઉત્તર-દક્ષિણની શિલા ઉપર એક એક સિંહાસન છે. શિલાઓ ઉપર રહેલા સિંહાસન ઉપર જિનેશ્વર ભગવંતોનો જન્માભિષેક થાય છે. (૯)
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૩ સૂ૦૯ મેરુ પર્વત અને ગતિશિલ જ્યોતિષચક્ર
પંડક વનનો ઉપરથી દેખાવ
સિવાયતન
પડકવન
.
પંડકવન
/ અભિષેક
દર
» નક્ષત્ર ૮૮૪ યોજને ૦ ચંદ્ર ૮૮૦ યોજન
સૂર્ય ૮૦૦ યોજન * તારા ૭૯૦ યોજન
fઅભિષેક હલિ શિલા શનિગ્રહ ૯૦૦ યોજન આ છે મંગળ ગ્રહ ૮૯૭ યોજન
ગુરુગ્રહ ૮૯૪ યોજન જે શુકગ્રહ ૮૯૧ યોજન
૮૮૮ યોજન
0 યોજન હે
છે જે કાંઈક
આ જવા
રાખલા
"MIN
F
બી (IN NI UT A MI N I VIJt |
( NSS
A
TIT IF I
અભિજીત
MISK
NI
vi
WI
full
Albu IIT
નંદન વન
IIIIIII
હ
પહેલી મેખલા
IT
બીજો કાંડ
|
છે
ભદ્રશાલ વન,
ભૂમિસ્થાને ૧૦,૦૦૦ યોજનવિસ્તાર
પહેલો કાંડ કંદ વિભાગ - ૧૦૦૯૦યોજન ૧૦ ભાગ ૨૧૦૦ યોજન અપોલોક મેરુ પર્વત ત્રણે લોકમાં આવેલો છે. તેમાં ૧૦૦ યોજન અપોલોકમાં છે, ૧૮૦૦
યોજના તીચ્છલોકમાં છે અને ૯૮.૧૦૦યોજન ર્વલોકમાં છે.
૧૦૦૦ યોજના
ભંડાઈ
Page #183
--------------------------------------------------------------------------
________________
અ૦ ૩ સૂ૦ ૧૦-૧૧]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
જંબુદ્રીપમાં આવેલા ક્ષેત્રો– ભરત-હૈમવત-દૈ-િવિવેદ-રમ્ય-દૈન્યવર્તાવતવર્ષા: ક્ષેત્રાળિ ॥ રૂ-૧૦ ॥ જંબુદ્રીપમાં ભરત, હૈમવત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યક્, હૈરણ્યવત અને ઐરાવત એ સાત ક્ષેત્રો આવેલાં છે.
૧૩૯
ભરતક્ષેત્ર દક્ષિણ દિશામાં આવેલું છે. ભરતથી ઉત્તરમાં હૈમવત વગેરે છ ક્ષેત્રો ક્રમશઃ આવેલાં છે. ભરત તથા ઐરાવત એ બે ક્ષેત્રો, હૈમવત અને હૈરણ્યવત બે ક્ષેત્રો તથા હરિવર્ષ અને રમ્યક્ એ બે ક્ષેત્રો પ્રમાણ આદિથી તુલ્ય છે. જંબુદ્રીપના અતિ મધ્યભાગે મહાવિદેહ ક્ષેત્ર છે. મેરુ પર્વત વ્યવહાર સિદ્ધ દિશાની અપેક્ષાએ સર્વક્ષેત્રોની ઉત્તરમાં છે. કારણ કે વ્યવહારથી જે દિશામાં સૂર્ય ઉગે તે પૂર્વ દિશા અને જે દિશામાં સૂર્ય અસ્ત પામે તે પશ્ચિમ દિશા છે. પૂર્વ દિશા તરફ મુખ કરીને ઊભા રહેતાં ડાબી તરફની દિશા ઉત્તર અને જમણી તરફની દિશા દક્ષિણ કહેવાય છે. ભરતમાં જે દિશામાં સૂર્યોદય થાય છે, તેનાથી વિપરીત દિશામાં ઐરાવતમાં થાય છે. આથી બંને ક્ષેત્રમાં પૂર્વ તરફ મુખ કરતાં મેરુ પર્વત ડાબી તરફ રહે છે. એ પ્રમાણે અન્ય ક્ષેત્રમાં પણ જાણવું. (૧૦) જંબુદ્રીપમાં આવેલા કુલગિરિઓ-પર્વતો—
तद्विभाजिनः पूर्वपरायता हिमवन्महाहिमवन्निषधनीलવિમ-શિરિનો વર્ષથરપર્વતાઃ ॥ ૨-૨ ॥
જંબુદ્રીપમાં આવેલાં ભરત, હૈમવત વગેરે ક્ષેત્રોનો વિભાગ કરનાર પૂર્વ-પશ્ચિમ લાંબા હિમવાનુ, મહાહિમવાન, નિષધ, નીલ, રુક્મિ અને શિખરી એ છ પર્વતો આવેલા છે.
વર્ષ એટલે ક્ષેત્ર, ક્ષેત્રને (=ક્ષેત્રની મર્યાદાને) ધારણ કરે તે વર્ષધર, હિમવાન વગેરે પર્વતો ભરત વગેરે ક્ષેત્રોની સીમાને=મર્યાદાને ધારણ કરનારા હોવાથી વર્ષધર કહેવાય છે.
પૂર્વોક્ત ભરત આદિ સાત ક્ષેત્રો તથા હિમવાન વગેરે છ પર્વતો પૂર્વપશ્ચિમ લાંબા છે તથા ઉત્તર-દક્ષિણ પહોળા=વિસ્તારવાળા છે.
ભરતથી ઐરાવત તરફ જતાં પ્રથમ ભરત ક્ષેત્ર, પછી હિમવાન પર્વત, પછી હૈમવંત ક્ષેત્ર, પછી મહાહિમવાન પર્વત, પછી હરિવર્ષ ક્ષેત્ર, પછી નિષધ પર્વત, પછી મહાવિદેહ ક્ષેત્ર, પછી નીલ પર્વત, પછી રમ્યક્ ક્ષેત્ર,
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૪o
શ્રીતQાથિિધગમસૂત્ર [અo ૩ સૂ૦ ૧૧ પછી રુકિમ પર્વત, પછી હૈરમ્યવત ક્ષેત્ર, પછી શિખરી પર્વત, પછી ઐરાવત ક્ષેત્ર-આ ક્રમે બૂઢીપમાં ક્ષેત્રો અને પર્વતો આવેલાં છે.
જંબૂઢીપમાં સાત ક્ષેત્રો અને છ પર્વતોનો વિસ્તાર (=પહોળાઈ)જબૂદ્વીપ ૧ લાખ યોજન પ્રમાણ છે. એટલે એક લાખના ૧૯૦ ખંડ (=ભાગ). પાડવામાં આવેલા છે. તેમાં એક ખંડ (ભાગ) પ૨૬ યોજન અને ૬ કળા પ્રમાણ છે. ભરતક્ષેત્રનો વિસ્તાર એક ખંડ પ્રમાણ છે. ત્યાર પછી ક્રમશઃ પર્વત અને ક્ષેત્રનો વિસ્તાર બમણો થાય છે. આથી મહાવિદેહ ક્ષેત્રનો વિસ્તાર ૬૪ ખંડ પ્રમાણ થાય છે. ત્યાર પછી ક્રમશઃ પર્વત-ક્ષેત્રોનો વિસ્તાર અડધો અડધો થાય છે. આથી ઐરાવત ક્ષેત્રનો વિસ્તાર ૧ ખંડ (પર યોજન અને ૬ કલા) પ્રમાણ છે. નીચેનું કોષ્ટક જોવાથી આનો ખ્યાલ આવી જશે.
છ પર્વતોની ઊંચાઈ– હિમવંત અને શિખરી પર્વત જમીનમાં ૨૫ યોજન ઊંડા અને બહાર 100 યોજન ઊંચા છે. મહાહિમવાન અને રુકિમ પર્વત જમીનમાં ૫૦ યોજન ઊંડા અને બહાર ૨૦0 યોજન ઊંચા છે. નિષધ અને નીલ પર્વત જમીનમાં 100 યોજન ઊંડા અને બહાર ૪00 યોજન ઊંચા છે. (કોષ્ઠક પૃષ્ઠ નંબર -૧૪૧ ઉપર આપેલ છે.)
જંબુદ્વીપનાં સાત ક્ષેત્ર અને છ પર્વતોનો વિસ્તાર
સ્થળ ખંડ સંખ્યા યોજન | કળા | કુલ ખંડ | | ભરત ક્ષેત્ર
પ૨૬ | | હિમવંત પર્વત
૧૦૫૨ - ૧૨ | હૈમવંત ક્ષેત્ર મહા હિમવંત પર્વત
૪૨૧૦ હરિવર્ષ ક્ષેત્ર
૮૪૨૧ | નિષધ પર્વત
૩૨
૧૬૮૪૨ | મહાવિદેહ ક્ષેત્ર
૬૪
૩૩૬૮૪ | ૮ | નીલવંત પર્વત
૧૬૮૪૨ | ૯ | રમ્યક ક્ષેત્ર
૮૪૨૧ ૧૦ રુકિમ પર્વત
૪૨ ૧૦. ૧૧ | હૈરમ્યવત ક્ષેત્ર ૧૨T શિખરી પર્વત
૨ | [૧૩] ઐરાવત ક્ષેત્ર
૫૨૬
ક્રમ
|
|
|
૨ ૧૦૫
|
૧૦
|
૧૬
પર૬ યોજન અને ૬ કળા પ્રમાણવાળા કુલ ૧૯૦ ખંડ થાય.
૩૨
૧૬.
૧૦
૨ ૧૦૫ ૧૦૫૨
|
૧૨.
૧. એક યોજન=૧૯ કળા.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૪૧
૨૫
અ૦ ૩ સૂ૦ ૧૧] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
છ પર્વતોની જમીનથી ઊંચાઈ અને જમીનમાં ઊંડાઈ પર્વત |હિમવાન|મહાહિમાવાન, નિષધ | નીલ | રુકિમ | શિખરી બહાર | ૧૦૦ ૨૦૦ | ૪૦૦ ૪૦૦ | ૨૦૦ / ૧૦૦ ઊંચાઈ | યોજના | યોજના | યોજના | યોજના | યોજના | યોજન જમીનમાં ૨૫ | ૫૦ 1 ૧૦૦ ૧૦૦ | ૫૦ ઊંડાઈ | યોજના | યોજના | યોજના | યોજના | યોજના | યોજના
ભરતક્ષેત્રની વિશેષ માહિતી
છ ખંડ- ભરતના બરોબર મધ્યભાગમાં પૂર્વ-પશ્ચિમ લાંબો વૈતાલ્ય પર્વત છે. આથી ભારતના દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધ એમ બે ભાગ પડે છે તથા હિમવંત પર્વતના પદ્મદ્રહમાંથી નીકળેલી અને વૈતાઢ્ય પર્વતને ભેદીને પૂર્વ તથા પશ્ચિમ લવણ સમુદ્રમાં મળેલી અનુક્રમે ગંગા અને સિંધુ એ બે નદીઓ વહે છે. આથી ભારતના દક્ષિણાર્ધના ત્રણ અને ઉત્તરાર્ધના ત્રણ એમ છે ખંડ=ભાગ થાય છે. દક્ષિણાર્ધના ત્રણ ખંડોમાં જે મધ્યખંડ છે, તેના મધ્યભાગમાં ૯ યોજન પહોળી ૧૨ યોજન લાંબી અયોધ્યા નગરી છે. અયોધ્યાનગરીની ઉત્તર દિશાએ ૧૨ યોજન દૂર અષ્ટાપદ પર્વત આવેલ છે તથા આ ખંડમાં સાડા પચીસ આર્ય દેશો છે. તે સિવાયના બધા દેશો અનાર્ય છે. અન્ય પાંચ ખંડો પણ અનાર્ય છે. દક્ષિણાર્ધના મધ્યખંડમાં રહેલા આર્યદેશોમાં જ તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ વગેરે ઉત્તમ પુરુષો ઉત્પન્ન થાય છે.
વૈતાઢ્ય પર્વતનું માપ- ૫૦ યોજન પહોળો, ૨૫ યોજન ઊંચો તથા છયોજન અને એક ગાઉ જમીનમાં ઊંડો છે. આ સંપૂર્ણ પર્વત ચાંદીનો છે.
નવ ફૂટો– વૈતાઢ્ય પર્વત ઉપર નવ ફૂટો=શિખરો આવેલા છે. પહેલો સિદ્ધાયતન નામનો કૂટ પૂર્વ સમુદ્ર પાસે અને બાકીના આઠ પશ્ચિમ સમુદ્ર પાસે આવેલા છે. સિદ્ધાયતન ફૂટ ઉપર એક સિદ્ધાયતનકશાશ્વત જિનમંદિર છે. તેમાં દરેક દિશામાં ૨૭-૨૭ એમ કુલ ૧૦૮ શાશ્વતી જિન પ્રતિમાઓ છે. બાકીના પ્રત્યેક શિખર ઉપર એક મહાન રત્નમય પ્રાસાદ છે. જયારે જ્યારે એ શિખરોના સ્વામી દેવો પોતાની રાજધાનીમાંથી અહીં આવે છે ત્યારે ત્યારે પ્રાસાદમાં આનંદથી રહે છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૪૨
શ્રીતત્ત્વાધિગમસૂત્ર અિ૦ સૂ૦ ૧૧ વિદ્યાધરોનો વાસ-વૈતાઢ્ય પર્વત ઉપર સમભૂતલા પૃથ્વીથી ઊંચે દશ યોજન જઈએ ત્યાં દશ યોજન પહોળી અને વૈતાઢ્ય પર્વત જેટલી જ લાંબી એક દક્ષિણમાં અને એક ઉત્તરમાં એમ બે મેખલા છે. બંને મેખલા ઉપર મેખલાના જ માપની વિદ્યાધરોની શ્રેણિઓ આવેલી છે. દક્ષિણ શ્રેણિમાં પચાસ અને ઉત્તર શ્રેણિમાં સાઠ નગરો છે. તેની આસપાસ તે તે નગરીના દેશો આવેલા છે. આ નગરીઓમાં ઉત્તમ કોટિના રનોના મહેલોમાં વિદ્યાધરો રહે છે.
ઇન્દ્રના લોકપાલક દેવોના સેવકોનો વાસ– વિદ્યાધરોની શ્રેણિથી ઊંચે દશ યોજન જઇએ ત્યાં દશ યોજન પહોળી અને વૈતાઢ્ય પર્વત જેટલી જ લાંબી એક દક્ષિણમાં અને એક ઉત્તરમાં એમ બે મેખલાઓ અને બે શ્રેણિઓ છે. તેમાં ઈન્દ્રના લોકપાલ દેવોના સેવકો રત્નમય ભવનોમાં રહે છે.
વ્યંતરોની ક્રિીડાનું સ્થાન– ત્યાર બાદ ઊંચે પાંચ યોજન જતાં વૈતાઢ્ય પર્વતનો ઉપરનો ભાગ આવે છે. એના મધ્યમાં પદ્મવર વેદિકા અને બંને બાજુ બગીચા છે. એ બગીચાઓમાં રહેલા ક્રીડાપર્વતો (ત્રક્રીડા કરવાના નાના નાના પર્વતો) ઉપર કદલીગૃહોમાં અને વાવ વગેરેમાં વ્યંતર દેવો ક્રીડા કરે છે.
ગુફાઓ– વૈતાઢ્ય પર્વતમાં પૂર્વ તરફ ખંડપ્રપાતા અને પશ્ચિમ તરફ તમિસ્રા નામની ગુફા છે. આ ગુફાઓ સદા અંધકારમય હોય છે. પ્રત્યેક ગુફા ૮ યોજન ઊંચી, ૧ર યોજન પહોળી અને ૫૦ યોજન લાંબી છે.
ઋષભ કૂટ– હિમવંત પર્વતની નજીકમાં દક્ષિણ દિશામાં ગંગા અને સિંધુની વચ્ચે ઋષભ કૂટ નામે પર્વત છે. એના ઉપર ત્રષભ નામના મહર્થિક દેવનો વાસ છે.
તીર્થો– ગંગા નદીનો જ્યાં સમુદ્ર સાથે સંગમ થાય છે ત્યાં માગધ નામે તીર્થ છે, સિંધુનો સમુદ્ર સાથે સંગમ થાય છે ત્યાં પ્રભાસ નામે તીર્થ છે, અને બંને તીર્થોની વચ્ચે વરદામનામેતીર્થ છે. અહીં તીર્થ એટલે સમુદ્રમાં ઉતરવાનો માર્ગ.
બિલો- વૈતાદ્ય પર્વતની દક્ષિણ દિશામાં ગંગા અને સિંધુના પૂર્વ અને પશ્ચિમ કાંઠા ઉપર નવ નવ બિલો છે. આથી કુલ ૩૬ બિલો=ગુફાઓ છે. એ જ રીતે વૈતાઢય પર્વતની ઉત્તરમાં પણ ૩૬ બિલો છે. આમ કુલ ૭૨ બિલો છે. છઠ્ઠા આરામાં મનુષ્યો આ બિલોમાં વસે છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
અ૦ ૩ સૂ૦ ૧૧]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
આ
પ્રમાણે ભરતક્ષેત્રનું સામાન્ય વર્ણન પૂર્ણ થાય છે.
લઘુ હિમવંત પર્વત— ભરતક્ષેત્ર પછી હિમવંત પર્વત છે. આ પર્વત ઉપર પદ્મ નામે દ્રહ–પાણીનો ધરો છે. એ દ્રહમાં પૃથ્વીકાયનું બનેલું મોટું કમળ છે. એ કમળની કર્ણિકામાં શ્રીદેવીનું ભવન છે. તેમાં શ્રીદેવી રહે છે તથા તેના ઉપર ૧૧ ફૂટો=શિખરો છે. તેમાં પહેલા સિદ્ધાયતન નામના કૂટમાં સિદ્ધમંદિરમાં દરેક દિશામાં ૨૭-૨૭ એમ કુલ ૧૦૮ જિનપ્રતિમાઓ છે. આ સંપૂર્ણ પર્વત સુવર્ણનો છે.
૫૬ અંતર્દીપો— હિમવંત પર્વતથી ગદંતના આકારની ચાર દાઢા નીકળે છે. તેમાં બે દાઢા તે પર્વતના પૂર્વ છેડાથી નીકળીને અને બે દાઢા પશ્ચિમ છેડાથી નીકળીને લવણ સમુદ્રમાં આવે છે. દરેક દાઢા ઉપર સાત સાત દ્વીપો હોવાથી કુલ ૨૮ દ્વીપો છે. એ જ પ્રમાણે ૨૮ દ્વીપો શિખરી પર્વતથી નીકળતી ચાર દાઢા ઉ૫૨ છે. આમ કુલ ૫૬ દ્વીપો છે. આ દ્વીપો લવણ સમુદ્રની અંદર હોવાથી અંતર્દીપો તરીકે ઓળખાય છે. અંતર્રીપમાં રહેલા યુગલિકો ૮૦૦ ધનુષ્યની ઊંચાઇવાળા, પલ્યોપમના અસંખ્યતમા ભાગ પ્રમાણ આયુષ્યવાળા, એક દિવસના આંતરે આહાર કરનારા, ૬૪ પાંસળીવાળા, આયુષ્યના છ મહિના બાકી રહે ત્યારે સ્ત્રી-પુરુષરૂપ એક યુગલને જન્મ આપનારા, ૭૯ દિવસ અપત્યનું પાલન કરનારા હોય છે.
હૈમવતક્ષેત્ર હિમવંત પર્વત પછી હૈમવતક્ષેત્ર આવેલું છે. તેના બરોબર મધ્યમાં વૈતાઢ્ય પર્વત આવેલો છે. તે વૃત્ત=ગોળાકારે હોવાથી વૃત્તવૈતાઢ્ય કહેવાય છે. એની આસપાસ સુંદર પદ્મવેદિકા અને બગીચો છે. તથા તેના માલિક દેવનો પ્રાસાદ છે. હૈમવતક્ષેત્રમાં રોહિતાંશા અને રોહિતા એ બે નદીઓ આવેલી છે. રોહિતાંશા નદી પદ્મદ્રહમાંથી ઉત્તર દિશા તરફ નીકળે છે. આગળ જતાં હૈમવંતક્ષેત્રના વૃત્તવૈતાઢ્યથી બે ગાઉ દૂર રહીને પશ્ચિમ દિશા તરફ વળે છે અને લવણ સમુદ્રને મળે છે. રોહિતાનદી મહાહિમવંત પર્વતના મહાપદ્મ દ્રહમાંથી નીકળી દક્ષિણ દિશા તરફ વહે છે. આગળ જતાં વૃત્તવૈતાઢ્યથી બે ગાઉ દૂર રહીને પૂર્વદિશા તરફ વળે છે અને લવણસમુદ્રને મળે છે. આ ક્ષેત્રમાં સદા અવસર્પિણીના ત્રીજા આરા સમાન કાળ હોય છે. તેમાં રહેલાં યુગલિક જીવો એક દિવસના આંતરે આમળા પ્રમાણ આહાર લે છે. તેમનું એક પલ્યોપમનું આયુષ્ય હોય છે. શરીરની ઊંચાઇ એક ગાઉ હોય છે.
૧૪૩
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૪૪
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦ ૩ સૂ૦ ૧૧ મહાહિમવંત પર્વત- હૈમવતક્ષેત્ર પછી ઉત્તર દિશામાં મહાહિમવંત પર્વત છે. તેના ઉપર મધ્ય ભાગમાં મહાપદ્મ દ્રહ છે. તેમાં આવેલા કમળની કર્ણિકા ઉપર ડ્રીદેવીનું ભવન છે તથા એ પર્વત ઉપર પૂર્વ-પશ્ચિમ લાઈનમાં આઠ કૂટો છે. તેમાં પહેલા સિદ્ધાયતન ફૂટ ઉપર જિનપ્રાસાદમાં દરેક દિશામાં ૨૭-૨૭ એમ કુલ ૧૦૮ પ્રતિમાઓ છે. બાકીના કૂટો ઉપર તેના માલિક દેવ-દેવીઓના પ્રાસાદો છે. આ સંપૂર્ણ પર્વત સુવર્ણનો છે.
- હરિવર્ષ ક્ષેત્ર-મહાહિમવંત પર્વત પછી ઉત્તર દિશામાં હરિવર્ષ ક્ષેત્ર છે. તેના મધ્ય ભાગમાં વૃત્તવૈતાઢ્ય (=ગોળાકાર પર્વત) છે. આ ક્ષેત્રમાં હરિકાંતા અને હરિસલિલાએ બે નદીઓ છે. હરિકાંતા નદી મહાપદ્મદ્રહમાંથી નીકળીને ઉત્તર દિશા તરફ વહે છે. આગળ જતાં તે ક્ષેત્રના વૃત્તવૈતાઢ્યથી ચાર ગાઉ દૂર રહીને પશ્ચિમ દિશા તરફ વળીને લવણ સમુદ્રને મળે છે. હરિસલિલા નદી તિગિચ્છ દ્રહમાંથી દક્ષિણ દિશા તરફ નીકળે છે. આગળ જતાં વૃત્તવૈતાઢ્યથી ચાર ગાઉ દૂર રહીને પૂર્વ દિશામાં વળીને લવણ સમુદ્રને મળે છે. આ ક્ષેત્રમાં સદા અવસર્પિણીના બીજા આરા સમાન કાળ હોય છે. તેમાં રહેલા યુગલિક જીવો બે દિવસના અંતરે બોર જેટલો આહાર લે છે. જેમનું આયુષ્ય બે પલ્યોપમનું હોય છે. શરીરની ઊંચાઈ બે ગાઉ હોય છે.
નિષધ પર્વત- હરિવર્ષ ક્ષેત્ર પછી ઉત્તર તરફ નિષધ પર્વત છે. તેના મધ્ય ભાગમાં તિગિચ્છ દ્રહ છે. તેમાં આવેલા કમળની કર્ણિકા ઉપર ધી દેવીનું ભવન છે. પર્વત ઉપર પૂર્વ મુજબ શ્રેણિબદ્ધ નવ કૂટો છે. જિનપ્રાસાદ વગેરે પૂર્વ મુજબ સમજી લેવું.
મહાવિદેહ ક્ષેત્ર– નિષધ પર્વત પછી ઉત્તરદિશામાં મહાવિદેહ ક્ષેત્ર છે. તેના પૂર્વ મહાવિદેહ, પશ્ચિમ મહાવિદેહ, દેવગુરુ અને ઉત્તરકુરુ એમ ચાર વિભાગ છે. મેથી પૂર્વમાં પૂર્વ મહાવિદેહ, પશ્ચિમમાં પશ્ચિમ મહાવિદેહ, દક્ષિણમાં દેવકર અને ઉત્તરમાં ઉત્તરકુરુ છે. શીતા નદીથી પૂર્વ મહાવિદેહના અને શીતોદા નદીથી પશ્ચિમ મહાવિદેહના બે વિભાગ પડે છે. એ બંને નદીઓની બંને બાજુ આઠ આઠ વિજયો છે. તેથી કુલ ૩૨ વિજયો છે. દરેક વિજયનું પ્રમાણ ક્ષેત્ર સમાસ આદિ ગ્રંથથી જાણી લેવું. એક એક વિજયની ૧. આઠમી પુષ્કલાવતી વિજયમાં શ્રી સીમંધરસ્વામી, નવમી વત્સ વિજયમાં શ્રી યુગમંધરસ્વામી,
ચોવીસમીનલિનાવતીવિજયમાં શ્રી બાબુસ્વામી, પચીસમીપ્રાવતી વિજયમાં શ્રી સુબાહુવામી છે.
Page #189
--------------------------------------------------------------------------
________________
અ૦ ૩ સૂ૦ ૧૧]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૪૫
વચ્ચે ક્રમશઃ પર્વત અને નદી છે. જેમ કે—પહેલા વિજય, પછી પર્વત, પછી વિજય, પછી નદી, પછી વિજય, પછી પર્વત, પછી વિજય, પછી નદી. આઠ વિજયના આંતરા સાત થાય. એટલે આઠ વિજયની વચ્ચે ચાર પર્વતો અને ત્રણ નદીઓ છે. દરેક વિજયમાં છ ખંડો, ગુફાઓ, નદીઓ, બિલો, પર્વતો, તીર્થો, દ્રહો વગેરેની વિગત ભરતક્ષેત્રની જેમ જાણવી.
ચાર ગજદંત પર્વતો— મેરુપર્વતથી અગ્નિખૂણામાં સોમનસ નામનો, નૈઋત્યખૂણામાં વિદ્યુત્પ્રભ નામનો, વાયવ્યખૂણામાં ગંધમાદન નામનો, ઇશાનખૂણામાં માલ્યવંત નામનો ગજદંત પર્વત છે. આ પર્વતો હાથીદાંત જેવા આકારવાળા હોવાથી ગજદંત કહેવાય છે.
દેવકુરુમાં નિષધ પર્વતથી ઉત૨માં શીતોદા નદીના પશ્ચિમ અને પૂર્વ કિનારા ઉપર અનુક્રમે ચિત્ર અને વિચિત્ર એ બે કૂટો છે. ઉત્તરકુરુમાં નીલવંત પર્વતથી દક્ષિણમાં શીતા નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારા ઉપર અનુક્રમે સમક અને યમક એ બે પર્વતો છે.
કાંચનપર્વતો—દેવકુરુમાં શીતોદા નદીની અંદર એક સરખા અંતરવાળા ક્રમશઃ પાંચ દ્રહો છે. એ પ્રત્યેક દ્રહની પૂર્વ દિશામાં દશ દશ અને પશ્ચિમમાં દશ દશ કાંચન પર્વતો છે. પૂર્વમાં ૫૦ અને પશ્ચિમમાં ૫૦ મળીને કુલ સો કાંચન પર્વતો દેવકુરુમાં છે.
એ જ રીતે ઉત્તરકુરુમાં શીતા નદીની અંદર એક સરખા આંતરાવાળા ક્રમશઃ પાંચ દ્રહો છે. એ પ્રત્યેક દ્રહની પૂર્વમાં દશ દશ અને પશ્ચિમમાં દશ દશ કાંચન પર્વતો છે. આથી ઉત્તરકુરુમાં પણ ૧૦૦ કાંચન પર્વતો છે. આમ કુલ ૨૦૦ કાંચન પર્વતો છે.
મહાવિદેહ ક્ષેત્રમાં અવસર્પિણીના ચોથા આરા સમાન અને દેવકુરુઉત્તરકુરુમાં પહેલા આરા સમાન કાળ હોય છે. દેવકુરુ-ઉત્તરકુરુમાં રહેલા યુગલિક જીવો ત્રણ દિવસના આંતરે તુવરના દાણા જેટલો આહાર લે છે. તેમનું આયુષ્ય ત્રણ પલ્યોપમનું અને શરીરની ઊંચાઇ ત્રણ ગાઉ હોય છે.
બાકીના પર્વતો-ક્ષેત્રો– મહાવિદેહ ક્ષેત્ર પછી ઉત્તર દિશામાં અનુક્રમે નીલવંત પર્વત, રમ્યક્ ક્ષેત્ર, રુક્મિ પર્વત, હૈરણ્યવત ક્ષેત્ર, શિખરી પર્વત અને ઐરાવત ક્ષેત્રછે. એમનીવિગત અનુક્રમેનિષધપર્વત, હરિવર્ષ ક્ષેત્ર, મહાહિમવંત પર્વત, હૈમવત ક્ષેત્ર, લઘુ હિમવંત પર્વત અને ભરત ક્ષેત્ર મુજબ જાણવી. દ્રો વગેરેનાં નામોમાં ફેરફાર છે. તે અહીં આપેલા કોઠામાંથી જાણી શકાય છે. (૧૧)
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૪૬
પીળા
Jથાન
ની
to
પર્વતોની વિશેષ માહિતીનું કોષ્ટક પર્વતનું નામ 'ટલા કયો વધ iઈ દેવીનું શોની | ઊધાઇ બપિમાં લંબાઈ | પહોળાઈ iઈ તરહ શિખરી નિવાસી બનેલો | ઊંડાઇ.
કઈ નદી નીકળે લમિમત | ૧૧ પધ
૧૦ |૨૫ ૨૪૯૩ર ધો. | ૧૦૫ર ધાં. પર્વ ગંગા વર્ષના વિજન પોજન બા કલા | ૧૨ કળા પશ્ચિમ-સિબ
ઉત્તર-રોહિતાશા માહિમવત ૮ મહાપ | સર્વ
૫૦ ૫૩૯૩૧ પી. |૪૨૧૦થા. | દક્ષિણા રોમિતા રનનો જન |શા કહલા | ૧૦ કળા |
| ઉત્તર-હરિકતા નિષધ | તિગિચ્છ ધી લાલ
૧૦૦ ૯૪૧૫. પો. [૧૧૮૪૨ વો. | દક્ષિણ-હરિસલિલા
સવર્ણનો |ોજન યોજન ૨ કલા | ૨ કળા | ઉત્તર-સીતોદા નીલાવતા ૯ | Rારી | કીર્તિ નીલા વૈધ ૪૦૦ ૧૦૦ ૯૪૧૫. ધો. | ૧૯૮૪૨ વો. | ઉત્તર-નારીતા
રત્નનો યોજન પોજન |૨ કલા | ૨ કળા દલિરા-સીતા રશ્મિ ||૮ મારી બુદ્ધિ પાની |૨૦૦ ૫૦ ૫૩૯૩૧ ધો. ૪૨૧૦થો. | ઉત્તર-પલા
JIL (ા. ૧૦ કળા દક્ષિસ-નરકાંતા શિખરી ૧૧ અંડરીક | હાલમી જાતિવત ૧૦૦ |૨૫ ૨૪૯૩૨ પી. ૧૦પર ધો. | પર્વ-રક્તા સવર્ણનો પોજન યોજના ના કલા T૧૨ કળા પશ્ચિમ-રક્તવતી
દક્ષિા-સુવાકલા
અડકતરા
પોજન
૦િ૩૨૦૧૧
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૪૭.
અ૦૩ સૂ૦૧૨-૧૩-૧૪] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
ધાતકીખંડ દ્વિીપમાં ક્ષેત્રો અને પર્વતોની સંખ્યાકિતશીલ રૂ-૧૨ | ધાતકીખંડમાં ક્ષેત્રો અને પર્વતો જંબુદ્વીપથી બમણાં છે.
જંબૂતીપમાં જે નામવાળાં ક્ષેત્રો અને પર્વતો છે તે જ નામવાળાં ક્ષેત્રો અને પર્વતો ધાતકીખંડમાં આવેલાં છે, પણ દરેક ક્ષેત્ર અને પર્વત બે બે છે. બે ભરત, બે હૈમવત, બે હરિવર્ષ, બે મહાવિદેહ, બે રમ્ય, બે હૈરણ્યવત, બે ઐરાવત, એમ બે બે ક્ષેત્રો છે. એ જ પ્રમાણે પર્વતો પણ બે બે છે. (૧૨)
પુષ્કરવરદ્વીપમાં ક્ષેત્રો અને પર્વતોની સંખ્યાપુરા ૨ ને રૂ-૨૩ ..
પુષ્કરવરદ્વીપના અર્ધા ભાગમાં પણ ક્ષેત્રો અને પર્વતો જંબુદ્વીપથી બમણાં છે.
પુષ્કરવર દ્વીપની બરોબર મધ્યમાં માનુષોત્તર પર્વત આવેલો છે. આ પર્વત કિલ્લાની જેમ વલયાકારે ગોળ છે. આથી પુષ્કરવરદ્વીપના બે વિભાગ પડી જાય છે. પુષ્કરવરદ્વીપનો વિસ્તાર કુલ ૧૬ લાખ યોજન છે. તેના બે વિભાગ થવાથી પ્રથમ વિભાગ ૮ લાખ યોજન પ્રમાણ અને બીજો વિભાગ ૮ લાખ યોજન પ્રમાણ છે. બે વિભાગમાંથી પ્રથમ અર્ધવિભાગમાં જ ક્ષેત્રો અને પર્વતો છે. ધાતકીખંડમાં જેટલાં ક્ષેત્રો અને પર્વતો છે તેટલાં ક્ષેત્રો અને પર્વતો પુષ્કરવરદ્વીપના અર્ધા વિભાગમાં છે. આથી જ આ સૂત્રમાં ધાતકીખંડની જેમ પુષ્કરવરદ્વીપના અર્ધા ભાગમાં ક્ષેત્ર અને પર્વતો
બૂદીપથી બમણાં છે એમ જણાવ્યું છે. ધાતકીખંડમાં ક્ષેત્રો અને પર્વતો બે બે છે એ ઉપરના સૂત્રના વિવેચનમાં જણાવી દીધું. (૧૩)
મનુષ્યોના નિવાસસ્થાનની મર્યાદાપ્રાળુ માનુષોત્તરીમનુષ્યા: આ રૂ-૨૪ / માનુષોત્તર પર્વતની પહેલાં મનુષ્યો (મનુષ્યોનો વાસ) છે.
દ્વિીપો અને સમુદ્રો અસંખ્ય છે. પણ જન્મથી મનુષ્યોનો નિવાસ માનુષોત્તર પર્વતની પહેલા જેબૂદીપ, ધાતકીખંડ અને પુષ્કરવાનો અર્ધભાગ એમ અઢી દ્વીપોમાં જ છે. તિર્યંચોનો વાસ અઢી કપ ઉપરાંત બહારના દરેક દ્વિીપ-સમુદ્રમાં પણ છે.
Page #192
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૩ સૂ૦ ૧૫
અઢી દ્વીપની બહાર મનુષ્યોનું ગમન-આગમન થાય છે. વિદ્યાધરો અને ચારણમુનિઓ નંદીશ્વરદ્વીપ સુધી જાય છે. અપહરણથી પણ મનુષ્યો અઢી દ્વીપની બહાર હોય છે. પણ ત્યાં કોઇપણ મનુષ્યનો જન્મ કે મરણ ન જ થાય. આથી જ પુષ્કરવના અર્ધા ભાગ પછી આવેલ વલયાકાર પર્વતનું માનુષોત્તર નામ છે. તદુપરાંત વ્યવહારસિદ્ધ કાળ, અગ્નિ, ચંદ્ર-સૂર્યાદિનું પરિભ્રમણ, ઉત્પાતસૂચક ગાંધર્વનગર આદિ ચિહ્નો વગેરે પદાર્થો અઢી દ્વીપની બહાર હોતા નથી. (૧૪)
૧૪૮
મનુષ્યના ભેદો–
આર્યા મ્તાશ્રુ 1 રૂ- ॥
મનુષ્યોના મુખ્યતયા આર્ય અને મ્લેચ્છ (=અનાર્ય) એમ બે ભેદ છે. આર્ય એટલે શ્રેષ્ઠ. શિષ્ટલોકને અનુકૂળ આચરણ કરે તે આર્ય. આર્યથી વિપરીત મનુષ્યો અનાર્ય=મ્લેચ્છ. આર્યોના છ ભેદ છે. ક્ષેત્ર, જાતિ, કુલ, કર્મ, શિલ્પ અને ભાષા.
(૧) ક્ષેત્ર આર્ય– દરેક મહાવિદેહની ૩૨ ચક્રવર્તી વિજયો, દરેક ભરતના સાડાપચીશ દેશો તથા દરેક ઐરાવતના સાડા પચીસ દેશો આર્ય છે. આથી એ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો ક્ષેત્ર આર્ય=ક્ષેત્રથી આર્યછે. આર્યક્ષેત્રમાં જન્મેલા મનુષ્યો બહુધા સારા સંસ્કારવાળા અને સદાચારવાળા હોય છે. આર્યક્ષેત્રની ભૂમિ પવિત્ર હોય છે. ધર્મ આર્યક્ષેત્રમાં જ થઇ શકે છે. આથી જ મહાપુરુષોએ આર્યક્ષેત્રની મહત્તા બતાવી છે. (૨) જાતિ આર્ય– ઇક્ષ્વાકુ, વિદેહ, હરિ, જ્ઞાત, કુરુ, ઉગ્ર, ભોગ વગેરે ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો જાતિ આર્ય છે. (૩) કુલ આર્ય-કુલકર, ચક્રવર્તી, વાસુદેવ વગેરે ઉત્તમકુળોમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો કુલ આર્ય છે. (૪) કર્મ આર્ય– કર્મ એટલે ધંધો. પાપવાળો ધંધો કરનારા મનુષ્યો કર્મ આર્ય છે. જેમ કે—વેપારી, ખેડૂત, સુથાર, અધ્યાપક વગેરે. (૫) શિલ્પ આર્ય– શિલ્પ એટલે કારીગીરી. માનવજીવનમાં જરૂરી કામગીરી કરનારા મનુષ્યો શિલ્પ આર્ય છે. જેમ કે—વણકર, કુંભાર વગેરે. (૬) ભાષા આર્ય– શિષ્ટપુરુષોને માન્ય, સુવ્યવસ્થિત શબ્દોવાળી, સ્પષ્ટ ઉચ્ચારવાળી, શિષ્ટ ભાષા બોલે તે મનુષ્યો ભાષા આર્ય છે.
અલ્પ
Page #193
--------------------------------------------------------------------------
________________
અ૦ ૩ સૂ૦ ૧૬]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૪૯
મ્લેચ્છ– કર્મભૂમિમાં યવન, શક, ભીલ વગેરે જાતિના મનુષ્યો તથા અકર્મ ભૂમિના સઘળા મનુષ્યો મ્લેચ્છ છે. અનાર્ય દેશોની વ્યાખ્યા કરતાં સૂર્યપ્રજ્ઞપ્તિ ગ્રંથમાં કહ્યું છે કે—જે દેશોમાં સ્વપ્રમાં પણ ‘ધર્મ’ એવા અક્ષરો જાણવામાં ન આવે તે અનાર્ય દેશો છે. (સૂર્ય અ.પ.ઉ. ૧) પ્રવચન સારોદ્વારમાં અનાર્ય દેશનું સ્વરૂપ નીચે પ્રમાણે જણાવ્યું છે—
पावा य चंडकम्मा, अणारिया निग्घिणा निरणुतावी । धम्मत्ति अक्खराई, सुमिणेवि न नज्जए जाणं ॥
અનાર્ય દેશના લોકો પાપકર્મનો બંધ કરતા હોવાથી પાપી હોય છે, હિંસા આદિ ક્રૂર કર્મ કરનારા હોય છે, પાપ જુગુપ્સાથી રહિત હોવાથી નિઘૃણ હોય છે, અકૃત્ય કરવા છતાં જરા પણ પશ્ચાત્તાપ કરતા ન હોવાથી અનુતાપથી રહિત હોય છે, તેમને ધર્મ એવા અક્ષરો સ્વપ્રમાં પણ જાણવામાં (=સાંભળવામાં) ન આવે. અનાર્યદેશની આ વ્યાખ્યાના આધારે સમજી શકાય છે કે આજના આફ્રિકા, અમેરિકા વગેરે દેશો અનાર્ય ન ગણાય. અલબત્ત તેમાં અમુક જાતિઓ કે કુટુંબો વગેરે અનાર્ય હોઇ શકે છે, પણ આખો દેશ અનાર્ય ન ગણાય. (૧૫) કર્મભૂમિની સંખ્યા—
भरतैरावतविदेहाः कर्मभूमयोऽन्यत्र देवकुरूत्तरकुरुभ्यः ॥ ३-१६ ॥ દેવકુરુ-ઉત્તરકુરુને છોડીને પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ એમ ૧૫ ક્ષેત્રો કર્મભૂમિ છે. દેવકુરુ અને ઉત્તરકુરુ અકર્મભૂમિ છે. કર્મના નાશ માટેની ભૂમિ કર્મભૂમિ. અર્થાત્ જે ભૂમિમાં સકલ કર્મોનો ક્ષય કરી સિદ્ધિ પ્રાપ્ત થઇ શકે તે કર્મભૂમિ. મોક્ષમાર્ગના જ્ઞાતા તથા ઉપદેશક તીર્થંકર ભગવંતો કર્મભૂમિમાં જ ઉત્પન્ન થાય.
૧૦૧ ક્ષેત્રો–
લઘુહિમવંત પર્વતના છેડાથી ઇશાન આદિ ચાર વિદિશાઓમાં લવણસમુદ્ર તરફ ચાર દાઢા આવેલી છે. દરેક દાઢા ઉપર સાત સાત દ્વીપો છે. એથી કુલ ૨૮ દ્વીપ થયા. એ જ પ્રમાણે શિખરીપર્વતની ચાર દાઢાઓમાં કુલ ૨૮ દ્વીપો છે. આ દ્વીપો લવણસમુદ્રમાં હોવાથી અંતર્દીપો કહેવાય છે. આમ કુલ ૫૬ અંતર્દીપો છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૫૦
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦ ૩ સૂ૦૧૭-૧૮ મહાવિદેહ ક્ષેત્રમાં મેરુની દક્ષિણમાં દેવકુરુ ક્ષેત્ર અને મેરુની ઉત્તરમાં ઉત્તરકુરુક્ષેત્ર આવેલ છે.
પ૬ અંતર્લીપો, ૫ દેવકુરુ, ૫ ઉત્તરકુરુ, ૫ ભરત, ૫ મહાવિદેહ, ૫ હૈમવત, ૫ હૈરણ્યવત, ૫ હરિવર્ષ, ૫ રમ્યફ, ૫ ઐરાવત-એમ કુલ ૧૦૧ મનુષ્યનાં ક્ષેત્રો છે. તેમાંથી ૫ ભરત, ૫ ઐરાવત અને ૫ મહાવિદેહ એ ૧૫ ક્ષેત્રો કર્મભૂમિ છે. બાકીનાં સઘળાં ક્ષેત્રો અકર્મભૂમિ છે. (૧૬)
મનુષ્યોના આયુષ્યનો કાળ– नस्थिती परापरे त्रिपल्योपमान्तर्मुहर्ते ॥३-१७ ॥
મનુષ્યોની પર અને અપર સ્થિતિ અનુક્રમે ત્રણ પલ્યોપમ અને અંતર્મુહૂર્ત છે.
પર એટલે ઉત્કૃષ્ટ=વધારેમાં વધારે. અપર એટલે જઘન્યaઓછામાં ઓછી. મનુષ્યોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમ અને જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે. આ નિયમ ગર્ભજ મનુષ્યોની અપેક્ષાએ છે. સંમૂચ્છિમ મનુષ્યોનું આયુષ્ય જઘન્યથી કે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ જ છે. (૧૭).
તિર્યંચોના આયુષ્યનો કાળ– તિર્થનીનાં ત્ર . રૂ૧૮ |
તિર્યંચોની પણ પર અને અપર સ્થિતિ અનુક્રમે ત્રણ પલ્યોપમ અને અંતર્મુહૂર્ત છે. તિર્યંચોની વિશેષથી સ્થિતિ (=તે તે જીવોનું આયુષ્ય) નીચે મુજબ છે.
ઉત્કૃષ્ટ આયુષ્ય (જીવો)
(આયુષ્ય) પૃથ્વીકાય
૨૨ હજાર વર્ષ અપ્લાય
૭ હજાર વર્ષ તેઉકાય
૩ દિવસ વાયુકાય
૩ હજાર વર્ષ વનસ્પતિકાય
૧૦ હજાર વર્ષ
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૫૧
અ૦ ૩ સૂ૦ ૧૮] શ્રીતત્ત્વાધિગમસૂત્ર | બેઇન્દ્રિય
૧૨ વર્ષ તે ઇન્દ્રિય
૪૯ દિવસ ચઉરિન્દ્રિય
૬ માસ પંચેન્દ્રિય ગર્ભજ જલચર
પૂર્વ ક્રિોડ વર્ષ પંચેન્દ્રિય ગર્ભજ ઉરપરિસર્પ
પૂર્વ ક્રિોડ વર્ષ પંચેન્દ્રિય ગર્ભજ ભુજપરિસર્પ
પૂર્વ ક્રિોડ વર્ષ પંચેન્દ્રિય ગર્ભજ ચતુષ્પદ
ત્રણ પલ્યોપમ પંચેન્દ્રિય ગર્ભજ ખેચર
પલ્યો નો અસં. મો ભાગ પંચેન્દ્રિય સંમૂર્ણિમ જલચર
પૂર્વ ક્રિોડ વર્ષ પંચેન્દ્રિય સંમૂર્ણિમ ઉરપરિસર્પ
પ૩૦૦૦ વર્ષ પંચેન્દ્રિય સંમૂર્ણિમ ભુજપરિસર્પ
૪૨૦૦૦ વર્ષ પંચેન્દ્રિય સંમૂર્ણિમ ચતુષ્પદ
૮૪000 વર્ષ પંચેન્દ્રિય સંમૂર્ણિમ ખેચર
૭૨૦૦૦ વર્ષ
મનુષ્યો અને તિર્યંચોની ભવસ્થિતિ અને કાયસ્થિતિ એમ બે પ્રકારની સ્થિતિ છે. વર્તમાન ભવના આયુષ્યની સ્થિતિ તે ભવસ્થિતિ. કાયસ્થિતિ એટલે તે જ ભવમાં પુનઃ પુનઃ નિરંતર ઉત્પત્તિનો કાળ. જે ભવમાં પુનઃ પુનઃ નિરંતર જેટલા કાળ સુધી ઉત્પન્ન થઈ શકે તે ભવની તેટલી કાયસ્થિતિ ગણાય. અહીં બે સૂત્રમાં ભવસ્થિતિની વિચારણા થઇ. મનુષ્યોની અને તિર્યંચોની કાયસ્થિતિ નીચે મુજબ છે.
(જીવો). પૃથ્વીકાય-અપ્લાય તેઉકાય-વાયુકાય પ્રત્યેક વનસ્પતિકાય સાધારણ વનસ્પતિકાય વિકસેન્દ્રિય ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય
(કાયસ્થિતિ) અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી અનંત ઉત્સર્પિણી અવસર્પિણી સંખ્યાતા હજાર વર્ષ ૭ કે ૮ ભવ
|
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૫ર
શ્રીતવાથધિગમસૂત્ર બિ૦૩ સૂ૦૧૮ પૃથ્વીકાય અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી નિરંતર પુનઃ પુનઃ પૃથ્વીકાયપણે ઉત્પન્ન થઇ શકે છે. એ જ પ્રમાણે અપ્લાય આદિ વિશે પણ સમજવું. મનુષ્ય પુનઃ પુનઃ નિરંતર સાત ભવ સુધી મનુષ્ય થઈ શકે છે. આઠમા ભવે જો દેવકુરુ કે ઉત્તરકુમાં યુગલિક મનુષ્ય રૂપે ઉત્પન્ન થાય તો મનુષ્યની કાયસ્થિતિ આઠ ભવ થાય. અન્યથા સાત ભવ થાય. એ જ પ્રમાણે તિર્યંચ પંચેન્દ્રિય વિષે પણ જાણવું.
જઘન્ય કાયસ્થિતિ મનુષ્યની કેસર્વપ્રકારના તિર્યંચોનીઅંતર્મુહૂર્ત છે. (૧૮)
Page #197
--------------------------------------------------------------------------
________________
અo ૪ સૂ૦ ૧].
શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૧૫૩
ચોથો અધ્યાય
જીવતત્ત્વનું વર્ણન ચાલે છે. તેમાં ત્રીજા અધ્યાયમાં નારક, મનુષ્ય અને તિર્યંચોને આશ્રયીને અનેક વિષયોનું પ્રતિપાદન કર્યું. હવે ચોથા ) વાયમાં દેવ સંબંધી અનેક વિષયોનું પ્રતિપાદન કરે છે.
દેવોના ભેદોદેવાનિયા : \ ૪–૨ છે. દેવો ચાર નિકાયના=પ્રકારના છે.
અહીં નિકાય શબ્દ પ્રકાર જાતિ અર્થમાં છે. ભવનપતિ, વ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિક એમ દેવોના ચાર પ્રકાર છે.
રત્નપ્રભા પૃથ્વીનું પિંડ 1 લાખ ૮૦ હજાર યોજન છે. તેમાં ઉપર નીચેના એક એક હજાર યોજન છોડીને મધ્યના ૧ લાખ ૭૮ હજાર યોજનમાં ભવનપતિ દેવોના નિવાસો છે. ઉપરના જે એક હજાર યોજન છોડેલા છે તેમાંથી ઉપરના અને નીચેના સો સો યોજન છોડીને બાકીના આઠ સો યોજનમાં વ્યંતર દેવોના નિવાસો છે. ઉપરના સો યોજનમાંથી ઉપર-નીચે દશ દશ યોજન છોડીને મધ્યના એંશી યોજનમાં વાણવ્યંતર દેવોના નિવાસો છે. સમભૂલા પૃથ્વીથી ઊંચે (=ઊર્ધ્વ) ૭૯0 યોજન બાદ ૧૧૦ યોજન પ્રમાણ વિસ્તારમાં જ્યોતિષ દેવો વસે છે. ત્યારબાદ કંઈક અધિક અર્ધરજુ ઉપર ગયા બાદ વૈમાનિક દેવોની હદ શરૂ થાય છે. અહીં યોજનની ગણતરી પ્રમાણાંગુલથી સમજવી.
ત્રણ અંગુલનું સંક્ષિપ્ત સ્વરૂપ
અંગુલના ઉત્સધાંગુલ, પ્રમાણાંગુલ અને આત્માગુલ એમ ત્રણ પ્રકાર છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે
(૧) ઉત્સધાંગુલ– ૮ યવમધ્ય=૧ ઉત્સધાંગુલ.
(૨) પ્રમાણાંગુલ– પ્રમાણાંગુલ ઉત્સધાંગુલથી એક મતે ૪૦૦ ગણું છે. બીજા મતે ૧૦00 ગણું છે. ત્રીજા મતે રા ગણે છે.
પહેલા મતે ઉત્સધાંગુલ પ્રમાણે ૧ યોજન=૪00 યોજન પ્રમાણાંગુલ થાય.
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૪ સૂ૦ ૨-૩ બીજા મતે ઉત્સધાંગુલ પ્રમાણે ૧ યોજન=૧000 યોજન પ્રમાણાંગુલ થાય. ત્રીજા મતે ઉત્સધાંગુલ પ્રમાણે ૧ યોજન=અઢી યોજન પ્રમાણાંગુલ થાય.
(૩) આત્માંગુલ– જે કાળે જે માણસો પોતાના આગળના માપે ૧૦૮ આંગળ ઊંચા હોય એવાઓનું આંગળ આત્માગુલ કહેવાય. આ અંગુલ દરેક કાળે અનિયત હોય છે.
ઉત્સધાંગલથી સર્વ પ્રાણીઓની શરીરની ઊંચાઇ મપાય છે. પ્રમાણાંગુલથી દ્વીપ-સમુદ્ર-પર્વતો વગેરે શાશ્વત પદાર્થો મપાય છે. આત્માંગુલથી વાવ-તળાવ, નગર-ઘર વગેરે અશાશ્વત પદાર્થો મપાય છે.
૧ યોજનના ૪ ગાઉ થાય. ૪ ગાઉના ૮ માઇલ થાય. આ માપ પ્રમાણે પ્રમાણાંગુલના માપે એક મતે ૧ યોજન=૩૨૦૦ માઈલ થાય, બીજા મતે ૮૦૦૦ માઈલ થાય, ત્રીજા મતે ૨૦ માઈલ થાય.
અહીં ભવનપતિ આદિ દેવોનું જે સ્થાન બતાવવામાં આવ્યું છે તે જન્મને આશ્રયીને છે. પોતપોતાના ઉત્પત્તિ સ્થાને ઉત્પન્ન થયેલા ભવનપતિ આદિ દેવો લવણ સમુદ્ર આદિ સ્થળે આવેલા નિવાસોમાં પણ રહે છે તથા જંબૂદ્વીપની જગતી ઉપર આવેલી વેદિકા ઉપર અને અન્ય રમણીય સ્થળોમાં ક્રિીડા કરે છે. મધ્યલોકમાં જબૂદ્વીપથી અસંખ્ય દ્વીપ સમુદ્ર ગયા બાદ પણ વ્યંતર દેવોના આવાસો છે. ત્યાં કોઈ વ્યંતર દેવ ઉત્પન્ન ન થાય. પૂર્વે બતાવેલા સ્થાને ઉત્પન્ન થયેલા વ્યંતરો ત્યાં નિવાસ કરે છે. (૧).
જ્યોતિષ્ક દેવોની લેશ્યાતોય: પતિનેય: | ૪–૨ || ત્રીજા પ્રકારના દેવો પીતલેશ્યાવાળા છે.
અહીં લેણ્યા શબ્દ વર્ણ અર્થમાં છે. કારણ કે અધ્યવસાયરૂપ લેશ્યા તો છએ હોય છે. જયોતિષ દેવોને શારીરિક વર્ણ રૂપ પીતલેશ્યા તેજલેશ્યા હોય છે. (૨)
દેવોના અવાંતરભેદોવા-ષ્ટ-પ-દલિશ-
વિન્યા: પન્ન-પર્યો ૪-રૂ. ભવનપતિ આદિ ચાર પ્રકારના દેવોના અનુક્રમે દશ, આઠ, પાંચ અને બાર ભેદો છે. આ ભેદો કલ્પપપન્ન દેવોના છે.
Page #199
--------------------------------------------------------------------------
________________
અ૦૪ સૂ૦ ૪] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૧૫૫ ભવનપતિ દેવો ૧૦ પ્રકારના છે. વ્યંતર દેવો ૮ પ્રકારના છે. જ્યોતિષી દેવો ૫ પ્રકારના છે. વૈમાનિક દેવો ૧૨ પ્રકારના છે. વૈમાનિક દેવોના ૧૨ ભેદ ૧૨ દેવલોકને આશ્રયીને છે. આ સઘળા દેવો કલ્પનોપપન્ન કહેવાય છે. કલ્પ એટલે મર્યાદા–આચાર. જયાં નાના મોટા વગેરેની પરસ્પર મર્યાદા હોય, જ્યાં પૂજ્યોની પૂજા કરવા વગેરેના આચારો હોય તે સ્થાનમાં ઉત્પન્ન થયેલા દેવો કલ્પોપપન્ન કહેવાય છે. ભવનપતિ દેવોથી આરંભી બારમા દેવલોક સુધીના દેવોમાં નાના મોટાની મર્યાદા, સ્વામી-સેવકનો વ્યવહાર, તથા પૂજયની પૂજા વગેરેનો આચાર હોય છે. આથી ત્યાં સુધીના દેવો કલ્પોપપન્ન કહેવાય છે. (૩)
ભવનપતિ આદિના પ્રત્યેક અવાંતર ભેદના ભેદો
इन्द्र-सामानिक-त्रायस्त्रिंश-पारिषाद्या-ऽऽत्मरक्ष-लोकपालाऽनीक-प्रकीर्णका-ऽऽभियोग्य-किल्बिषिकाश्चैकशः ॥४-४॥
ભવનપતિ આદિના પ્રત્યેક અવાંતરભેદના ઈન્દ્ર, સામાજિક, ત્રાયશિ, પારિષાઘ, આત્મરક્ષ, લોકપાલ, અનીક, પ્રકીર્ણક, આભિયોગ્ય, કિલ્બિષિક એ દશ ભેદો છે.
(૧) ઈન્દ્ર- સર્વ દેવોના અધિપતિ=રાજા. (૨) સામાનિક- ઈન્દ્ર સમાન ઋદ્ધિવાળા તથા પિતા, ઉપાધ્યાય, વગેરેની જેમ ઈન્દ્રને પણ આદરણીય અને પૂજનીય. (૩) ત્રાયસિંશ- ઇન્દ્રને સલાહ આપનાર મંત્રી કે શાંતિક-પૌષ્ટિક કર્મ દ્વારા પ્રસન્ન રાખનારા પુરોહિત સમાન. આ દેવો ભોગમાં બહ આસક્ત રહેતા હોવાથી દોગંદક પણ કહેવાય છે. (૪) પારિષા- ઇન્દ્રની સભાના સભ્યો. તેઓ ઈન્દ્રના મિત્ર હોય છે. અવસરે અવસરે ઈન્દ્રને વિનોદ આદિ દ્વારા આનંદ પમાડે છે. (૫) આત્મરક્ષઈન્દ્રની રક્ષા માટે કવચ ધારણ કરી શસ્ત્ર સહિત ઈન્દ્રની પાછળ ઉભા રહેનાર દેવ. યદ્યપિ ઈન્દ્રને કોઈ પ્રકારનો ભય હોતો નથી, તો પણ ઈન્દ્રની વિભૂતિ બતાવવા તથા અન્ય દેવો ઉપર પ્રભાવ પાડવા માટે આત્મરક્ષક દેવ હોય છે. (૬) લોકપાલ– પોલીસ કે ચોકિયાત સમાન. (૭) અનીક– લશ્કર તથા સેનાધિપતિ. (૮) પ્રકીર્ણક- શહેર કે ગામમાં રહેનાર ચાલુ પ્રજા સમાન. (૯) આભિયોગ્ય- નોકર સમાન. તેમને વિમાનવાહન આદિ કાર્યો
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૫૬
ત્રીતત્ત્વાધિગમસૂત્ર બિ૦૪ ૧૦૫- ફરજિયાત કરવા પડે છે. (૧૦) કિલ્બિષિક- અંત્યજ (ભંગી) સમાન હલકા દેવો. યદ્યપિ અહીંની જેમ દેવલોકમાં હલકા કાર્યો કરવા પડતાં નથી, કિન્તુ તેમની ગણતરી હલકા દેવોની કોટિમાં થાય છે. અન્ય દેવો તેમને હલકી દષ્ટિથી જુએ છે. આ દેવો સૌધર્મ-ઇશાન (પહેલા-બીજ), સનકુમાર (ત્રીજા) અને લાંતક (છઠ્ઠા) દેવલોકની નીચે રહે છે. (૪).
વ્યંતર-જ્યોતિષી દેવોમાં ત્રાયસિસ અને લોકપાલનો અભાવत्रायस्त्रिंश-लोकपालवा व्यन्तर-ज्योतिष्काः ॥४-५ ॥ વ્યંતર અને જ્યોતિષ્ક નિકાય ત્રાયસિસ અને લોકપાલથી રહિત છે.
પૂર્વસૂત્રમાં ભવનપતિ આદિ ચારેય જતિના અવાંતર પ્રત્યેક ભેદના ઈન્દ્ર આદિ દશ ભેદો બતાવ્યા. પણ વ્યંતર અને જ્યોતિષી દેવોમાં ત્રાયસિંશ અને લોકપાલનો અભાવ હોવાથી આ સૂત્રમાં તે બેનો નિષેધ ર્યો. આથી બંતર અને જયોતિષના અવાંતર પ્રત્યેક ભેદના ત્રાયસિંશ અને લોકપાલ રહિત ઇન્દ્રાદિ આઠ ભેદો છે. (૫)
ભવનપતિ અને વ્યંતરનિકામાં ઇન્દ્રોની સંખ્યાપૂર્વયોનિનાદ | ૪-૬ . પૂર્વના બે દેવનિકાયમાં (ભવનપતિ-વ્યંતરમાં) બે બે ઇન્દ્રો છે.
પૂર્વના બે નિકાય (-ભેદ) ભવનપતિ અને વ્યંતર છે. ભવનપતિ અને વ્યતર નિકાયમાં બે બે ઈન્દ્રો છે. ભવનપતિના અસુરકુમાર આદિ દશ ભેદો આગળ જણાવશે. અસુરકુમાર આદિ પ્રત્યેક ભેદના દેવોમાં બે બે ઈન્દ્રો હોવાથી ભવનપતિના કુલ ૨૦ઇન્દ્રો છે. વ્યંતરનિકાયના વ્યંતર અને વાણવ્યંતર એમ બે ભેદો છે. તે બંનેના અવાંતરભેદો આઠમાઠછે. પ્રત્યેકઅવાંતરભેદના દેવોમાં બે બે ઈન્દ્રો હોવાથી બંતરના ૧૬ અને વાણવ્યંતરના ૧૬ મળી બંતરનિકાયના કુલ ૩૨ ઈન્દ્રો છે. જયોતિષનિકાયના સૂર્ય અને ચંદ્ર એમ બે ઈન્દ્રો છે. વૈમાનિક નિકાયના પ્રથમના ૮ દેવલોકના ૮ ઇન્દ્રો અને ૯-૧૦મા દેવલોકનો એક, ૧૧-૧૨મા દેવલોકનો એક એમ કુલ ૧૦ ઈન્દ્રો છે. આ સર્વ ઇન્દ્રોની સંખ્યા ૬૪ થાય છે. આ ચોસઠ ઈન્દ્રો દરેક તીર્થકરનો જન્મ થતાં તેમને મેરુ પર્વતના શિખર ઉપર આવેલા પાંડકવનમાં લાવે છે, અને તે વનમાં રહેલી શિલાઓ ઉપર આવેલ સિંહાસન ઉપર તેમનો જન્માભિષેક કરે છે.
Page #201
--------------------------------------------------------------------------
________________
અ૦૪ સૂ) ૭-૮-૯] શીતજ્વાથિિધગમસૂત્ર
૧૫૭ યદ્યપિ જ્યોતિષ્ક દેવોમાં દરેક સૂર્યવિમાનમાં અને દરેક ચંદ્રવિમાનમાં એક એક ઇન્દ્ર હોય છે. સૂર્યવિમાનો તથા ચંદ્રવિમાનો અસંખ્યાતા છે. આથી ઇન્દ્રો પણ અસંખ્યાતા છે. છતાં અહીં જાતિની અપેક્ષાએ જ્યોતિષીના બે જ ઈન્દ્રોની ગણતરી કરી છે. વૈમાનિકના ૧૨ દેવલોકથી ઉપર નવ રૈવેયક અને પાંચ અનુત્તર આવેલા છે. ત્યાંના દેવો કલ્પાતીત ( કલ્પથી રહિત) હોવાથી ત્યાં ઇન્દ્ર વગેરે ભેદો નથી. (૬)
ભવનપતિ અને વ્યંતરનિકામાં લેશ્યાपीतान्तलेश्याः ॥४-७ ॥
પૂર્વના બે નિકાય પતલેશ્યા સુધીની વેશ્યાવાળા (=વેશ્યા જેવા શારીરિક વર્ણવાળા છે.).
અહીંલેશ્યા શબ્દનો પ્રયોગ શારીરિક વર્ણના અર્થમાં કરવામાં આવ્યો છે. કારણ કે અધ્યવસાય રૂપ લેશ્યા તો એ હોય છે. ભવનપતિ અને વ્યંતર નિકાયમાં કૃષ્ણ, નીલ, કાપોત અને પીત ( તૈજસ) એ ચાર લેશ્યા હોય છે. (૭)
દેવોમાં મૈથુનસેવનની વિચારણાकायप्रवीचारा आ ऐशानात् ॥ ४-८ ॥ ઇશાન સુધીના દેવો કાયાથી પ્રવીચાર ( મૈથુન સેવન) કરે છે.
પ્રવીચાર એટલે મૈથુનસેવન. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, સૌધર્મ અને ઇશાન સુધીના દેવો જ્યારે કામવાસના જાગે છે ત્યારે દેવીઓની સાથે કાયાથી મૈથુનસેવન કરે છે. જેમ મનુષ્યો સ્ત્રીઓની સાથે મૈથુનસેવન કરે છે તેમ. (૮)
ઈશાનથી ઉપર મૈથુનસેવન– પોષાક પર્શ--શબ્દ-મન:પ્રવીવાર તોયોઃ II ઇ-૬
ઈશાનથી ઉપરના દેવો બે બે કલ્પમાં અનુક્રમે સ્પર્શ, રૂપ, શબ્દ અને મન વડે મૈથુન સેવન કરે છે.
પ્રવીચાર (=મૈથુનસેવન) ૧૨મા દેવલોક સુધી જ હોય છે. તેમાં પહેલા-બીજા દેવલોકના દેવો કાયાથી મૈથુનસેવન કરે છે. ત્રીજા-ચોથા દેવલોકના દેવો સ્પર્શથી મૈથુનસેવન કરે છે. પાંચમા-છઠ્ઠા દેવલોકના દેવો રૂપથી મૈથુનસેવન કરે છે.
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૫૮
રીતત્ત્વાગિણ ૦િ૪૨૦૧૦ સાતમા-આઠમા દેવલોકના દેવો શબ્દવી મૈથુનસેવન કરે છે. નવથી બાર દેવલોના દેવો મની મૈથુનસેવન કરે છે.
ત્રીજા ચોથા દેવલોકના દેવોને જ્યારે કામવાસના અગે છે ત્યારે તેમને દેવીઓના વિવિધ અંગોનો સ્પર્શ કરે છે. આથી તેમની કામવાસના શાંત થઈ જાય છે. પાંચમા-છઠ્ઠા દેવલોકના દેવોની કામવાસના દેવીનું રૂ૫, વસઅલંકારોનો શણગાર, વિવિધ અંગોપાંગો વગેરે જેવાથી શાંત થઈ જાય છે. સાતમા-આઠમા દેવલોકના દેવો દેવીઓના મધુર સંગીત, મૃદુ હાસ્ય, અલંકારોનો ધ્વનિ વગેરેના શ્રવણથી કામવાસનાનું શમન કરે છે. નવથી બારમા દેવલોક સુધીના દેવો દેવીઓનો માત્ર મનથી સંકલ્પ કરીને કામવાસનાને શાંત કરે છે.
અહીં એટલો ખ્યાલ રાખવાનો છે કે દેવીઓનો જન્મ બીજ ઈશાન દેવલોક સુધી જ છે. પછીના દેવલોકોમાં જન્મથી દેવો નથી હોતી. કિન્તુ તે તે દેવલોકના દેવોના સંકલ્પમાત્રથી તેવા તેવા પ્રકારની મૈથુનસેવનના સુખની ઇચ્છા જાણીને દૈવીશક્તિથી સ્વયમેવ દેવીઓ તે તે દેવલોકના તે તે દેવો પાસે જાય છે, અને તેમની ઇચ્છાને પૂર્ણ કરે છે. સૌધર્મ અને ઈશાનમાં બે પ્રકારની દેવીઓ છે. પરિગૃહીતા અને અપરિગૃહીતા. તે તે દેવની પત્ની તરીકે રહેલી દેવીઓ પરિગૃહીતા અને સર્વ સામાન્ય–દરેક દેવના ઉપભોગમાં આવતી વેશ્યા જેવી દેવીઓ અપરિગૃહીતા છે. અપરિગૃહીતા દેવીઓ ઉપરના દેવલોકના દેવોના સંકલ્પ માત્રથી તે દેવની પાસે ઉપસ્થિત થાય છે અને તેની ઈચ્છાઓ પૂર્ણ કરે છે.
આમ નીચે નીચેના દેવોને કામવાસના વધારે વધારે હોય છે. એથી તેને શાંત કરવા અધિક પ્રયત્ન તથા સામગ્રીની જરૂર પડે છે. જ્યારે ઉપર ઉપરના દેવોને કામવાસના અલ્પ અલ્પ હોય છે. આથી તેની શાંતિ અલ્પ પ્રયત્નથી થઈ જાય છે. (૯)
મૈનસેવનનો અભાવपरे अप्रवीचाराः ॥४-१०॥ પછીના=૧રમાદેવલોક ઉપરનાદનોનસેવનનો અભાવ છે.
Page #203
--------------------------------------------------------------------------
________________
અ૦ ૪ સૂ૦ ૧૧] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૫૯ ૧૨મા દેવલોક પછી નવરૈવેયક અને પાંચ અનુત્તર દેવો વસે છે. તેઓ મૈથનસેવન કરતા નથી. મૈથનસેવન એ વેદના ઉદયથી જાગેલી કામવાસનાના ક્ષણિક પ્રતિકાર રૂપ છે. નવરૈવેયક અને પાંચ અનુત્તર વિમાનવાસી દેવોને તેવી કામવાસના જાગતી નહિ હોવાથી તેનો ક્ષણિક પ્રતિકાર કરવાની જરૂર રહેતી નથી. આથી તેઓ મૈથુનસેવન વિના પણ અત્યંત સુખ-આનંદનો અનુભવ કરે છે.
આ હકીકત આપણને ઘણો બોધ આપે છે. સંસારનું સર્વ પ્રકારનું સુખ વાસનાના પ્રતીકાર રૂપ જ છે, તે પણ ક્ષણિક=થોડા સમય માટે જ છે. સમય જતાં પુનઃ વધારે પ્રબળ વાસના જાગે છે. પુનઃ તેનો પ્રતિકાર કરવો પડે છે. પુનઃ થોડો સમય શાંત થાય. પુનઃ અતિ વધારે વાસના પ્રગટે છે. પુનઃતેને શાંત કરવી પડે છે. આમ જાગેલી વાસનાને શમાવવા જતાં વધારે પ્રગટે છે. આથી જીવ વાસનાના કારણે અનેક પાપો કરીને અગણિત દુઃખ ભોગવે છે. (૧૦)
ભવનપતિ નિકાયના દશ ભેદોનાં નામોभवनवासिनोऽसुरनागविद्युत्सुपर्णाग्निવાતતનિતિથિ-તપરિભ્રમરી: ૪-૨૨ /
અસુરકુમાર, નાગકુમાર, વિધુત્યુમાર, સુપર્ણકુમાર, અગ્નિકુમાર, વાતકુમાર, સ્વનિતકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિક્કુમાર એ પ્રમાણે ભવનપતિ નિકાયના દશ ભેદનાં નામો છે.
આ અધ્યાયના ત્રીજા સૂત્રમાં ભવનપતિ નિકાયના દશ ભેદો છે, એમ સામાન્યથી પ્રતિપાદન કર્યું હતું. આ સૂત્રમાં દશ ભેદોનાં નામ જણાવ્યાં છે.
અસુરકુમારો મોટા ભાગે આવાસોમાં રહે છે, ક્યારેક ભવનોમાં પણ રહે છે. બાકીના નાગકુમારાદિ નવ પ્રકારના દેવો પ્રાયઃ ભવનોમાં જ રહે છે. આવાસો દેહપ્રમાણ ઊંચા અને સમચોરસ હોય છે. આવાસો ચારે બાજુથી ખુલ્લા હોવાથી મોટા મંડપ જેવા લાગે છે. ભવનો બહારથી ગોળ અને અંદર ચોખણિયા હોય છે. ભવનોના તળિયા પુષ્પકર્ણિકાના આકારે હોય છે. ભવનોનો વિસ્તાર જઘન્યથી જંબૂતીપ પ્રમાણ, મધ્યમથી સંખ્યાતા યોજન પ્રમાણ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા યોજન પ્રમાણ હોય છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૬૦
તવાણી લગભગ બિor૨૦૧૨ ભવનપતિ દેવોના મુકુટમાં વિશેષ પ્રકારનાં ચિહ્નો ધ્યેય છે. શરીરનો વર્ષ પણ જુદો જુદો હોય છે. વસનો વર્ણ પણ વિવિધ પ્રકારનો ધ્યેય છે. આ ત્રણ બાબતો તથા ભવનોની સંખ્યા અસુરકુમાદિ દેવોમાં નીચે મુજબ છે.
ભવનો
નિકાય | મુકુટમાં | શરીર | વટ | દક્ષિણ | ઉત્તર
ચિઠ | વર્ણ ! વર્ણ | દિશામાં | દિશામાં અસુર ચુદ્રમણિ | કાળો ચતો ૩૪ લાખ૩૦ લાખ ૨ | નાગ સર્પકણા ગૌર 1 લીલો જલાખ૪૦ લાખ વિધુત વિજ
રક્ત | | લીલો ૩૮ લાખ ૩૪ લાખ સુપર્ણ ગરુડ | પીળો | ધોળો |૪૦ લાખ|૩૬ લાખ | | | અગ્નિ |ળશ | રક્ત | વીવો ૪૦ લાખ૩૬ લાખ | ૬ | વાયુ મગર ! લીલો | સંધ્યાવતું ૪૦ લાખ ૩૬ લાખ |
૭ | અનિત કિરવ- પટાં પીળો | ધોળો ૪૦ લાખ| ૩૬ લાખ | | | દધિ |મ | ગીર 1 લીલો I૪૦ લાખ) ૩૬ લાખ | | ૯ | કીપ સિહ | રક્ત | લીલો ૫૦ લાખJ૪૬ લાખ | | ૧૦ | દિફ હિસ્તિ | પીળા | ધોળો [૪૦ લાખ૩૬ લાખ
ભવનપતિ નિકાયના મોય ભાગના દેવો ભવનોમાં વસતા હોવાથી ભવનના પતિ ભવનપતિ કહેવાય છે, અને કુમારની જેમ કાંતદર્શન, મૂદુમધુર-લલિત ગતિવાળા અને ક્રીડામાં તત્પર રહેતા હોવાથી કુમાર કહેવાય છે. (૧૧)
વ્યંતરનિકાયના આઠ ભેદનાં નામોव्यन्तराः किन्नर-किंपुरुष-मोरग-गान्धर्वયક્ષ-રાક્ષસ-મૂતપિશ: II 8-૧૨
કિન્નર, ઝિંપુરુષ, મહોર, ગાંધર્વ, યા રાસ ભૂત અને પિશાચ એ પ્રમાણે વ્યંતર નિકાયના આઠ ભેદોનાં નામો છે.
Page #205
--------------------------------------------------------------------------
________________
૨૦ ૪ સૂ૦ ૧૩]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૬૧
વ્યંતરદેવો પર્વત, ગુફા, વન વગેરેના વિવિધ આંતરામાં રહેતા હોવાથી અથવા ભવનપતિ અને જ્યોતિષ્ક એ બે નિકાયના આંતરામાં=મધ્યમાં રહેતા હોવાથી વ્યંતર કહેવાય છે. વ્યંતરદેવો રત્નપ્રભા પૃથ્વીના ઉપરના હજા૨ યોજનમાંથી ઉપર નીચે સો સો યોજન છોડીને મધ્યના આઠસો યોજન પ્રમાણ ભાગમાં ઉત્પન્ન થાય છે. પણ તેમનો નિવાસ ઊર્ધ્વ, અધો અને મધ્ય એમ ત્રણે લોકમાં છે. તેઓ ભવનો, નગરો અને આવાસોમાં ૨હે છે. આ દેવો ચક્રવર્તી આદિ પુણ્યશાળી મનુષ્યોની પણ સેવકની જેમ સેવા કરે છે. કિન્નર આદિ દરેક ભેદના અવાંતર ભેદો પણ છે.
વ્યંતરદેવોની ધ્વજામાં કિન્નર આદિ જાતિના સૂચક જુદાં જુદાં ચિહ્નો હોય છે. તેમના શરીરનો વર્ણ પણ શ્યામ વગેરે અનેક પ્રકારનો હોય છે. વ્યંતર દેવોના અવાંતર ભેદો, ધ્વજાચિહ્ન અને શારીરિક વર્ણ
શારીરિક વર્ણ
લીલો
ધોળો
શ્યામ
શ્યામ
શ્યામ
શ્વેત
શ્યામ
શ્યામ
જાતિ
કિન્નર
કિંપુરુષ
મહોરગ
ગાંધર્વ
યક્ષ
રાક્ષસ
ભૂત
પિશાચ
ભેદો
કિંપુરુષ આદિ દશ
પુરુષ આદિ દશ
ભુજગ આદિ દશ
હાહા આદિ બાર
પૂર્ણભદ્ર આદિ તેર
ભીમ આદિ સાત
સુરૂપ આદિ નવ
કુષ્માંડ આદિ પંદર
ધ્વજામાં ચિહ્ન
અશોક વૃક્ષ
ચંપક વૃક્ષ
નાગ વૃક્ષ
તુંબરું વૃક્ષ
વટ વૃક્ષ
ખટ્યાંગ
સુલસ વૃક્ષ કદંબ વૃક્ષ
વ્યંતર દેવોમાં કિન્નર આદિ આઠ જાતિના દેવો સિવાય વાણવ્યંતર જાતિના દેવો પણ છે. રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ૧૦૦યોજનમાંથી ઉપર નીચે ૧૦-૧૦યોજન મૂકી બાકીના ૮૦યોજનના ભાગમાં વાણવ્યંતર દેવોનો જન્મ થાય છે. પણ આ દેવો પ્રાયઃ પર્વતની ગુફા વગેરેમાં રહે છે. (૧૨)
ત્રીજા જ્યોતિષ્ક નિકાયના પાંચ ભેદનાં નામો—
જ્યોતિા: પૂર્વાશ્ચન્દ્રમસો-પ્રહ-નક્ષત્ર-પ્રવીનંતાવાશ્ચ॥૪-૧૩ ||
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૬૨
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૪ સૂ૦૧૩ જ્યોતિષ્કનિકાયનાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા એમ પાંચ ભેદો છે. જ્યોતિષ્કનું સ્થાન
સમભૂતલા પૃથ્વીથી ૭૯૦ યોજન ઊંચે તારા આવેલા છે. તેનાથી દશ યોજન ઉપર સૂર્ય, તેનાથી ૮૦ યોજન ઉપર ચંદ્ર, તેનાથી ચાર યોજન ઉપર નક્ષત્ર, તેનાથી ચાર યોજન ઉપર બુધ ગ્રહ, તેનાથી ત્રણ યોજન ઉપર શુક્ર ગ્રહ, તેનાથી ત્રણ યોજન ઉપર ગુરુ ગ્રહ, તેનાથી ત્રણ યોજન ઉપર મંગળ ગ્રહ અને તેનાથી ત્રણ યોજન ઉપર શનિ ગ્રહ આવેલ છે.
પ્રશ્ન- ગ્રહો ૮૮ છે. તો અહીં પાંચ જ ગ્રહોનું સ્થાન કેમ બતાવ્યું?
ઉત્તર– બૃહસંગ્રહણીમાં બીજા ગ્રહોના સ્થાનો “આદિ' શબ્દથી સમજી લેવા એમ કહ્યું છે. જેમ કે કેટલાક ગ્રહો બુધની જેટલી ઊંચાઈ છે તેટલી ઊંચાઇમાં હોવાથી બુધ વગેરે ગ્રહો સમજવા. કેટલાક ગ્રહો શુક્રની જેટલી ઊંચાઈ છે તેટલી ઊંચાઈમાં હોવાથી શુક્ર વગેરે ગ્રહો સમજવા. એમ પછીના ગ્રહોમાં પણ આદિ શબ્દથી અન્ય ગ્રહો સમજી લેવા. તે આ પ્રમાણે–
સમભૂલા પુથ્વીથી ૮૮૮ યોજન ઊંચે બુધ આદિ ગ્રહો આવેલા છે. સમભૂલા પૃથ્વીથી ૮૯૧ યોજન ઊંચે શુક્ર આદિ ગ્રહો આવેલા છે. સમભૂલા પૃથ્વીથી ૮૯૪ યોજન ઊંચે ગુરુ આદિ ગ્રહો આવેલા છે. સમભૂલા પૃથ્વીથી ૮૯૭ યોજન ઊંચે મંગલ આદિ ગ્રહો આવેલા છે. સમભૂતલા પૃથ્વીથી ૯૦૦ યોજન ઊંચે શનિ આદિ ગ્રહો આવેલા છે.
આ પ્રમાણે સંપૂર્ણ જ્યોતિષચક્ર ઊંચાઈમાં ૧૧૦ યોજન અને લંબાઇમાં અસંખ્ય દ્વીપ-સમુદ્ર પ્રમાણ છે.
સૂર્યાદિ દેવો તથા તેમનાં વિમાનો જયોતિષ=પ્રકાશ કરનારા હોવાથી તેમને જયોતિષ્ક કહેવામાં આવે છે. સૂર્ય આદિ તે તે જાતિના દેવોના મુકુટમાં પોતપોતાની જાતિ પ્રમાણે સૂર્ય આદિનું પ્રભાના મંડલ સમાન દેદીપ્યમાન ચિહ્ન હોય છે. અર્થાત સૂર્ય જાતિના દેવોના મુકુટમાં પ્રભામંડલ સમાન દેદીપ્યમાન સૂર્ય આકારનું ચિહ્ન હોય છે. ચંદ્ર જાતિના દેવોના મુકુટમાં પ્રભામંડલ સમાન દેદીપ્યમાન ચંદ્રના આકારનું ચિહ્ન હોય છે. એ પ્રમાણે તારા આદિ વિષે પણ જાણવું. (૧૩)
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૬૩
અ૦૪ સૂ૦૧૪] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
જ્યોતિષ્ક વિમાનોનું પરિભ્રમણ ક્ષેત્રमेरुप्रदक्षिणा नित्यगतयो नृलोके ॥४-१४ ॥
ઉક્ત પાંચ પ્રકારનાં જ્યોતિષ્કનાં વિમાનો મનુષ્યલોકમાં સદા મેરુપર્વતને પ્રદક્ષિણા આપતા પરિભ્રમણ કરે છે.
મનુષ્યલોકમાં સૂર્યાદિની સંખ્યા
જબૂદ્વીપમાં બે સૂર્ય, લવણસમુદ્રમાં ચાર સૂર્ય, ધાતકીખંડમાં ૧૨ સૂર્ય, કાલોદધિ સમુદ્રમાં ૪૨ સૂર્ય, પુષ્કરાર્ધમાં ૭ર સૂર્ય છે. આ પ્રમાણે અઢી દ્વીપમાં કુલ ૧૩૨ સૂર્ય છે. તે જ પ્રમાણે તેટલા જ ચંદ્ર છે. ગ્રહ, નક્ષત્ર અને તારા ચંદ્રનો પરિવાર છે. ચંદ્રનો પરિવાર એ જ સૂર્યનો પણ પરિવાર છે, સૂર્યનો પરિવાર અલગ નથી. કારણ કે ચંદ્ર સૂર્યથી અધિક ઋદ્ધિમાન અને પુણ્યશાળી છે. ૮૮ ગ્રહો, ૨૮ નક્ષત્રો અને ૬૬૯૭૫ કોડાકોડી તારાઆટલો એક ચંદ્રનો પરિવાર છે. જંબૂદ્વીપમાં બે ચંદ્ર હોવાથી નક્ષત્ર વગેરેની સંખ્યા ડબલ છે. અઢી દ્વીપ-સમુદ્રમાં ગ્રહ વગેરેની સંખ્યા નીચે મુજબ છે.
|
ગ્રહ
નક્ષત્ર
તારા
દ્વીપ-સમુદ્ર જેબૂદ્વીપ
૧૭૬
લવણસમુદ્ર
૩૫૨
ધાતકીખંડ
૧૦૫૬
૧૩૩૯૫૦ કોડા કોડી ૧૧૨ ૨૬૭૯૦૦ કોડા કોડી ૩૩૬ ૮૦૩૭00 કોડા કોડી ૧૧૭૬ | ૨૮૧૨૯૫૦ કોડા કોડી ૨૦૧૬ | ૪૮૨૨૨૦૦ કોડા કોડી
૩૬૯૬
કાલોદધિ પુષ્કરાઈ
| ૬૩૩૬
આ સર્વ જ્યોતિષ્કો જંબૂદ્વીપના જ મેરુની ચારે તરફ પરિમંડલકારે ગોળ ઘેરાવા પ્રમાણે પરિભ્રમણ કરતા જ રહે છે. એ વિમાનોની આવા પ્રકારની વલયાકાર ગોળ ગતિ સ્વભાવસિદ્ધ છે, કૃત્રિમ નથી. આ વિમાનો મેરુ પર્વતથી ૧૧૨૧ યોજન દૂર રહીને પરિભ્રમણ કરે છે. વિમાનો અર્ધકોઠાના ફળના આકાર અને સ્ફટિક રત્નમય હોય છે.
જઘન્ય સ્થિતિવાળા તારાની લંબાઇ-પહોળાઈ ૫૦૦ ધનુષ્ય અને ઊંચાઈ ૨૫૦ ધનુષ્ય હોય છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૬૪
ચંદ્ર
તારા
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અo ૪ સૂ૦ ૧૫
(સૂર્યાદિ વિમાનનું પ્રમાણ-) વિમાન લંબાઇ-પહોળાઈ
ઊંચાઈ પદ/૧ યોજન
૨૮/૬૧ યોજન સૂર્ય ૪૮૬૧ યોજન
૨૪/૬૧ યોજન ગ્રહ ૨ ગાઉ
૧ ગાઉ નક્ષત્ર ૧ ગાઉ
ના ગાઉ Oા ગાઉ જ્યોતિષ્ક વિમાનો સ્વભાવથી જ પરિભ્રમણશીલ હોવા છતાં વિશેષ પ્રકારની સમૃદ્ધિ પ્રગટ કરવાના હેતુથી તથા આભિયોગ્ય નામકર્મના ઉદયથી કેટલાક દેવો તે વિમાનોને વહન કરે છે. તે દેવો પરિભ્રમણ કરતાં વિમાનોની નીચે નીચે ગમન કરે છે અને સિંહ આદિના રૂપે વિમાનોને વહન કરે છે. પૂર્વમાં સિહના રૂપે, દક્ષિણમાં હાથીના રૂપે, પશ્ચિમમાં બળદના રૂપે અને ઉત્તરમાં ઘોડાના રૂપે દેવો વિમાનોને વહન કરે છે. ચંદ્રવિમાનને ૧૬૦૦૦, સૂર્યવિમાનને ૧૬૦૦૦, ગ્રહવિમાનને ૮૦૦૦, નક્ષત્રવિમાનને ૪૦૦૦ અને તારાવિમાનને ૨૦૦૦ દેવો વહન કરે છે.
ચંદ્ર આદિની પરિભ્રમણ ગતિ ક્રમશઃ અધિક અધિક છે. ચંદ્રની ગતિ સર્વથી ન્યૂન છે. તેનાથી સૂર્યની ગતિ અધિક છે. તેનાથી ગ્રહની ગતિ અધિક છે. તેનાથી નક્ષત્રની ગતિ અધિક છે, તેનાથી તારાની ગતિ અધિક છે.
ઋદ્ધિના વિષયમાં ઉક્ત ક્રમથી વિપરીત ક્રમ છે. તારાની ઋદ્ધિ સર્વથા ન્યૂન છે. તેનાથી નક્ષત્રની ઋદ્ધિ વિશેષ છે. તેનાથી ગ્રહની ઋદ્ધિ વિશેષ છે. તેનાથી સૂર્યની ઋદ્ધિ વિશેષ છે. તેનાથી ચંદ્રની ઋદ્ધિ વિશેષ છે. (૧૪)
જ્યોતિષ્ક ગતિથી કાળ– તૈતિક વિમાપ: 1 -૧૬
જ્યોતિષ્ક વિમાનોની ગતિથી કાળનો વિભાગ (=ગણતરી) થાય છે.
મુખ્ય અને ઔપચારિક (નિશ્ચય અને વ્યવહાર) એમ કાળ બે પ્રકારે છે. મુખ્યકાળ અનંતસમયાત્મક છે. તેનું લક્ષણ પાંચમા અધ્યાયના ૩૯મા સૂત્રમાં કહેશે. આ કાળ એક સ્વરૂપ છે=ભેદરહિત છે. ભેદરહિત આ મુખ્ય કાળના જ્યોતિષ્ક વિમાનોની ગતિથી દિવસ-રાત્રિ વગેરે ભેદ થાય છે. અમુક નિયત
Page #209
--------------------------------------------------------------------------
________________
અ૦ ૪ સૂ૦૧૬] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૧૬૫ સ્થાનથી સૂર્યની ગતિના પ્રારંભને સૂર્યોદય કહેવામાં આવે છે તથા અમુકનિયત સ્થાને સૂર્ય પહોંચતાં સૂર્યાસ્ત કહેવામાં આવે છે. સૂર્યોદયથી પ્રારંભી સૂર્યાસ્ત સુધીનો કાળ તે દિવસ. સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીનો કાળ તે રાત્રિ. ૧૫ રાત્રિદિવસનો એક પક્ષ. શુક્લ અને કૃષ્ણ રૂપ બે પક્ષનો એક માસ. બે માસની એક ઋતુ, ત્રણ ઋતુનું એક અયન. બે અયનનો એક સંવત્સર=વર્ષ. પાંચ વર્ષનો એક યુગ. ચોરાશી લાખ વર્ષનું એક પૂર્વાગ. પૂર્વાગને પૂર્વાગે ગુણતાં (૮૪ લાખને ૮૪ લાખે ગુણતાં) એકપૂર્વકાળ થાય છે. આ સઘળો કાળ જયોતિષ્કની ગતિની અપેક્ષાએ છે. આ સઘળો કાળ સ્થૂલ છે. સમય વગેરે સૂક્ષ્મકાળ છે.
જ્યોતિષ્કની ગતિથીસ્થૂળ કાળની ગણતરી થાય છે. સમય આદિ સૂક્ષ્મકાળની નહિ. સર્વ જઘન્ય ગતિવાળા પરમાણુને એક આકાશ પ્રદેશથી અનંતર બીજા આકાશ પ્રદેશમાં જતાં જેટલો કાળ થાય તે એક સમય. આ કાળ અત્યંત સૂક્ષ્મ છે. કેવળી પણ આ કાળનો ભેદ ન કરી શકે, અને નિર્દેશ પણ ન કરી શકે. આવા અસંખ્ય સમયોની એક આવલિકા. સંખ્યાતી આવલિકાનો એક ઉચ્છવાસનિચ્છવાસ. (બળવાન, ઇન્દ્રિયોથી પૂર્ણ, નીરોગી, મધ્યમ વયવાળા અને સ્વસ્થ મનવાળા પુરુષના) એક શ્વાસોચ્છવાસનો એક પ્રાણ. સાત પ્રાણનો એક સ્ટોક. સાત સ્તોકનો એક લવ. ૩૮ા લવની એકનાલિકા ઘડી. બે નાલિકાનો એકમુહૂર્ત. ૩૦મુહૂર્તનો એક અહોરાત્ર. આ બધો કાળ ઔપચારિક છે. (૧૫)
મનુષ્યલોકની બહાર જ્યોતિષ્કની સ્થિરતાવહિવસ્થિતા: ૪-૧૬ . મનુષ્યલોકની બહાર સર્વ જ્યોતિષ્ક વિમાનો અવસ્થિત=સ્થિર છે.
મનુષ્યલોકની બહારના ચંદ્ર-સૂર્ય આદિ સ્થિર હોવાથી સૂર્યાદિનો પ્રકાશ જ્યાં પહોંચતો નથી ત્યાં સદા અંધકાર અને જ્યાં પહોંચે છે ત્યાં સદા પ્રકાશ રહે છે. મનુષ્ય લોકની બહાર મનુષ્ય ક્ષેત્રનાં જ્યોતિષ વિમાનોથી અધ પ્રમાણના વિમાનો હોય છે. તે વિમાનોનાં કિરણો સમશીતોષ્ણ હોવાથી સુખકારી હોય છે. ચંદ્રના કિરણો અત્યંત શીતળ હોતાં નથી, તથા સૂર્યના કિરણો અત્યંત ઉષ્ણ હોતાં નથી, કિન્તુ બંનેના કિરણો શીતોષ્ણ હોય છે. (૧૬)
વૈમાનિક નિકાયનો અધિકાર– વૈમાનિ: | ૪–૧૭ |
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૬૬
શ્રીતવાથિિધગમસૂત્ર [અ૦ ૪ સૂ૦ ૧૭-૧૮-૧૯-૨૦ અહીંથી વૈમાનિક નિકાયના દેવોનો અધિકાર શરૂ થાય છે.
વૈમાનિક દેવો વિમાનમાં ઉત્પન્ન થતા હોવાથી વૈમાનિક કહેવાય છે. વૈમાનિક નામ પારિભાષિક છે. કારણ કે જયોતિષ્ક દેવો પણ વિમાનમાં ઉત્પન્ન થાય છે. (૧૭) વૈમાનિક દેવોના મુખ્ય બે ભેદો
પોપપન્ના: પાતિતાશ ! ૪-૧૮ છે વિમાનિક દેવોના કલ્પોપપન્ન અને કલ્પાતીત એમ બે પ્રકાર છે.
જયાં નાના મોટાની મર્યાદા=કલ્પ છે તે દેવલોક કલ્પ કહેવાય છે. કલ્પમાં ઉત્પન્ન થયેલા દેવો કલ્પોપપન્ન છે અને કલ્પરહિત વિમાનોમાં ઉત્પન્ન થયેલા દેવો કલ્પાતીત છે. પ્રથમના ૧૨ દેવલોકમાં કલ્પ હોવાથી તેમાં ઉત્પન્ન થયેલા દેવો કલ્પપપન્ન છે. ત્યાર પછીના નવરૈવેયક અને પાંચ અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થયેલા દેવો કલ્પાતીત છે. ભવનપતિ આદિ ત્રણ નિકાયના દેવો તો કલ્પોપપન્ન જ છે. કારણ કે ત્યાં કલ્પ છે. (૧૮).
વિમાનિક નિકાયના દેવલોકનું અવસ્થાન
૩પર્યપરિ | ૪-૨૧ વિમાનિક નિકાયના દેવલોકો ઉપર ઉપર આવેલા છે.
વૈમાનિક નિકાયનું અવસ્થાન વ્યંતરનિકાયની જેમ અવ્યવસ્થિત નથી, તેમ જયોતિષ્કની જેમ તિથ્થુ પણ નથી, કિન્તુ ઉપર ઉપર છે. (૧૯) વિમાનિક ભેદોનાં ક્રમશઃ નામોसौधर्मेशान-सनत्कुमार-माहेन्द्र-ब्रह्मलोक-लान्तकमहाशुक्र-सहस्त्रारेष्वानत-प्राणतयोरारणाच्युतर्योर्नवसुप्रैवेयकेषु વિષય-વૈશયા-કયતા-ડપનિષુ સર્વાર્થસિદ્ધરા ૪-૨૦ |
સૌધર્મ, ઇશાન, સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અશ્રુત, નવરૈવેયક, વિજય, વૈજયન્ત, જયા, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ દેવલોકમાં વૈમાનિક દેવો રહે છે.
જયોતિષ્ક ચક્રની ઉપર અસંખ્યાત યોજના ગયા બાદ મેરુના દક્ષિણ ભાગમાં સૌધર્મ અને ઉત્તર ભાગમાં ઈશાન કલ્પ આવેલ છે. ઈશાન દેવલોક સૌધર્મથી કંઈક ઉપર છે. બંને સમશ્રેણિમાં નથી. સૌધર્મથી અસંખ્ય યોજના
Page #211
--------------------------------------------------------------------------
________________
અ૦ ૪ સૂ૦ ૨૦] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
૧૬૭ ઊંચે (સૌધર્મની) સમશ્રેણિમાં સનકુમાર કલ્પ છે. ઐશાનથી અસંખ્ય યોજના ઊંચે (ઐશાનની) સમશ્રેણિમાં માહેન્દ્ર કલ્પ છે. આ બંનેની (સનકુમારમાટેન્દ્રની) મધ્યમાં, કિન્તુ એ બંનેથી ઊંચે બ્રહ્મલોક કલ્પ છે. એની ઉપર સમશ્રેણિમાં એક બીજાથી ઊંચે ક્રમશઃ લાંતક, મહાશુક્ર અને સહસાર એ ત્રણ કલ્પો આવેલા છે. અર્થાત્ બ્રહ્મલોકની ઉપર સમશ્રેણિમાં લાંતક, લાંતકની ઉપર સમશ્રેણિમાં મહાશુક્ર, મહાશુક્રની ઉપર સમશ્રેણિમાં સહસ્ત્રાર દેવલોક આવેલ છે. એની ઉપર સૌધર્મ અને ઈશાનની માફક આનત અને પ્રાણત એ બે કલ્પો આવેલા છે. અર્થાત દક્ષિણ વિભાગમાં પ્રાણત કલ્પ આવેલ છે. આનતથી પ્રાણત કંઈક ઊંચે છે. એની ઉપર સમશ્રેણિમાં સનકુમારમાટેન્દ્રની જેમ આરણ-અર્ચ્યુત કલ્પ આવેલા છે. અર્થાત્ આનતની ઉપર (આનતની) સમશ્રેણિમાં આરણ અને પ્રાણતની ઉપર (પ્રાણની) સમશ્રેણિમાં અશ્રુત કલ્પ છે. આરણથી અશ્રુત કંઈક ઊંચે છે.
પ્રશ્ન- આ સૂત્રમાં સઘળા શબ્દોનો એક જ સમાસ ન કરતાં જુદા જુદા સમાસો કરવામાં આવ્યાં છે. તેનું શું કારણ ?
ઉત્તર-સર્વ પ્રથમ સૌધર્મથી સહસ્ત્રાર સુધીના શબ્દોનો સમાસ કરવામાં આવ્યો છે. આનું કારણ એ છે કે સહસ્ત્રાર સુધી મનુષ્યો અને તિર્યંચો એ બંને પ્રકારના જીવો ઉત્પન્ન થાય છે. ત્યારબાદ કેવળ મનુષ્યો જ ઉત્પન્ન થાય છે. આ ભેદ બતાવવા સૌધર્મથી સહસ્ત્રાર સુધીના શબ્દોનો અલગ સમાસ કરવામાં આવ્યો છે. આનત-પ્રાણત એ બે કલ્પોમાં સમુદિત એક ઈન્દ્ર છે તથા આરણઅય્યત એ બે કલ્પોમાં સમુદિત એક ઈન્દ્ર છે એ જણાવવા આનત-પ્રાણત એ બે શબ્દોનો તથા આરણ-અય્યત એ બે શબ્દોનો અલગ અલગ સમાસ કરવામાં આવ્યો છે. નવરૈવેયક સુધી ઉત્પન્ન થનારા જીવો બહુલસંસારી પણ હોઈ શકે છે. જ્યારે વિજયાદિમાં ઉત્પન્ન થનારા જીવો અલ્પસંસારી જ હોય છે. આ ભેદને બતાવવા રૈવેયક શબ્દનો અસમસ્ત (=સમાસરહિત) પ્રયોગ કર્યો છે. વિજયાદિ ચાર વિમાનમાં ઉત્પન્ન થનારા જીવો થોડા (સંખ્યાતા) ભવ કરીને મોક્ષમાં જાય છે, જ્યારે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થનારા જીવો એક ભવે મોક્ષ પામે છે. આ રહસ્યનું સૂચન કરવા વિજયાદિ ચાર શબ્દોનો સમાસ કર્યો અને સર્વાર્થસિદ્ધનો અસમસ્ત પ્રયોગ કર્યો
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૬૮
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [અ૦૪ સૂ૦ ૨૧ પ્રશ્ન- પાંચમા કલ્પનું નામ બ્રહ્મ છે. છતાં આ સૂત્રમાં બ્રહ્મલોક એમ બ્રહ્મની સાથે લોક શબ્દનો પ્રયોગ કેમ કરવામાં આવ્યો છે ?
ઉત્તર- બ્રહ્મકલ્પમાં લોકાંતિક દેવો રહે છે, એ જણાવવા બ્રહ્મશબ્દની સાથે લોક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
આપણે પૂર્વે વિચારી ગયા કે વૈમાનિક નિકાયના કલ્પોપપન્ન અને કલ્પાતીત એમ મુખ્ય બે ભેદ છે. તેમાં અહીં કલ્પોપપન્નના ૧૨ ભેદોના સૌધર્મ આદિ ૧૨ નામો જણાવ્યા છે. કલ્પાતીતના રૈવેયક અને અનુત્તર એ બે ભેદ છે. રૈવેયકના નવ ભેદ છે અને અનુત્તરના પાંચ ભેદ છે. આ સૂત્રમાં અનુત્તરના પાંચ ભેદોના વિજય આદિ પાંચ નામોનો નિર્દેશ કર્યો છે. નવ રૈવેયકોનો સામાન્યથી (નામ વિના) નિર્દેશ કર્યો છે.'
ડોકના અલંકારને રૈવેયક કહેવામાં આવે છે. લોકને આપણે પુરુષની ઉપમા આપીએ તો નવ રૈવેયક લોકરૂપ પુરુષની ગ્રીવાના-ડોકના સ્થાને છે, ગ્રીવાના આભરણ રૂપ છે. આથી તેમને રૈવેયક કહેવામાં આવે છે.
રૈવેયકની ઉપરના વિમાનમાં ઉત્પન્ન થયેલા જીવો અલ્પસંસારી હોવાથી ઉત્તમ=પ્રધાન છે. તેમનાથી કોઈ દેવો ઉત્તમ=પ્રધાન નથી. આથી તેમના વિમાનોને અનુત્તર કહેવામાં આવે છે. અથવાદેવલોકને અંતે આવેલા હોવાથી તેમની ઉત્તર=પછી કોઈ વિમાનો ન હોવાથી અનુત્તર કહેવાય છે. (૨૦)
ઉપર ઉપર સ્થિતિ આદિની અધિકતાસ્થિતિ-vમાવ-સુ-શુતિ-સ્નેપડ્યાવિશુદ્ધાક્રિયા
વૃધ-વિષયોfધar: ૪–૨૨
સ્થિતિ, પ્રભાવ, સુખ, શુતિ, વેશ્યાવિશુદ્ધિ, ઈન્દ્રિયવિષય અને અવધિવિષય એ સાત બાબતો ઉપર ઉપરના દેવોમાં ક્રમશઃ અધિક અધિક હોય છે.
(૧) સ્થિતિ એટલે દેવગતિમાં રહેવાનો કાળ. આ અધ્યાયના ૨૯મા સૂત્રથી સ્થિતિનું પ્રકરણ શરૂ થશે. તેમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું વિસ્તૃત વર્ણન છે. (૨) નિગ્રહ-અનુગ્રહની શક્તિ, અણિમાદિ લબ્ધિઓ, અન્ય ઉપર ૧. દિગંબરો ૧૬ કલ્પ માને છે અને બે બેના જોડકાને સમશ્રેણિમાં રહેલા માને છે. જેમ કે
સમશ્રેણિમાં સૌધર્મ-ઇશાન, તેની ઉપર સમશ્રેણિમાં માહેન્દ્ર-બ્રહ્મલોક... ૨. અણિમાલબ્ધિ – નાનું શરીર બનાવી કમળના બિસના છિદ્રમાં પ્રવેશી ત્યાં ચક્રવર્તીના ભોગો
ભોગવી શકે. મહિમાલબ્ધિ– મેરું જેટલું મોટું શરીર બનાવી શકે. લઘિમાલબ્ધિ-વાયુ કરતા પણ હલકું શરીર બનાવી શકે. ગરિમાલબ્ધિ– વજ કરતા પણ ભારે શરીર બનાવી શકે.
Page #213
--------------------------------------------------------------------------
________________
અ૦ ૪ સૂ૦ ૨૨] શીતજ્વાથિિધગમસૂત્ર
૧૬૯ વર્ચસ્વ વગેરે પ્રભાવ છે. આ પ્રભાવ ઉપર ઉપર અધિક હોય છે. પણ ઉપર ઉપરના દેવો મંદઅભિમાનવાળા અને અલ્પફ્લેશવાળા હોવાથી નિગ્રહાદિ માટે પ્રાયઃ પ્રવૃત્તિ કરતા નથી. (૩) સાતવેદનીય કર્મના ઉદયથી બાહ્ય વિષયોમાં ઈષ્ટ અનુભવ રૂપ સુખ ઉપર ઉપરના દેવોને અધિક હોય છે. (૪) ઘુતિ એટલે દેહ, વસ્ત્ર, આભૂષણ વગેરેની કાંતિ. (૫) લેશ્યાનું નિરૂપણ આગળ આવશે. પણ અહીં એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે જે દેવોમાં સમાન લેશ્યા છે, તેમાં પણ ઉપર ઉપરના દેવોને અધિક અધિક વિશુદ્ધિ હોય છે. (૬) ઉપર ઉપર ચક્ષુ આદિ ઇન્દ્રિયો અધિક પટુ=અધિકશક્તિવાળી હોવાથી ઈન્દ્રિયવિષય અધિક છે. ઉપર ઉપરના દેવો અધિક દૂર આંખ દ્વારા જોઈ શકે છે. એમ અન્ય ઇન્દ્રિયો વિશે પણ જાણવું. (૭) ઉપર ઉપરના દેવોને અવધિજ્ઞાન વિશુદ્ધ અને વિશેષ વિશેષ હોય છે. સૌધર્મ-ઇશાન કલ્પના દેવો નીચે રત્નપ્રભા પૃથ્વીના અંત સુધી, ઉપર પોતાના વિમાનની ધજા સુધી, તિર્ય અસંખ્ય યોજન સુધી અવધિજ્ઞાનથી જોઈ શકે છે. સનકુમાર-માટેન્દ્રના દેવો નીચે શર્કરામભા પૃથ્વીના અંત સુધી, ઉપર પોતાના વિમાનની ધજા સુધી, તિથ્થુ અસંખ્ય યોજન સુધી અવધિજ્ઞાનથી જોઈ શકે છે. એમ ક્રમશ: વધતાં વધતાં અનુત્તર દેવો સંપૂર્ણ લોકનાડીને જોઈ શકે છે. જે દેવોમાં ક્ષેત્રથી અવધિજ્ઞાનનો વિષય સમાન છે તે દેવોમાં પણ ઉપર ઉપરના પ્રસ્તર અને વિમાનોની અપેક્ષાએ અધિક અધિક અવધિજ્ઞાન હોય છે. એ જ પ્રમાણે અવધિજ્ઞાનની વિશુદ્ધિ પણ ઉપર ઉપર અધિક હોય છે.
ઉપર ઉપર ગતિ આદિની હીનતાપતિ-શરીર-પરિબ્રહમમાનતો દીના ૪-૨૨
ગતિ, શરીર, પરિગ્રહ અને અભિમાન આ ચાર બાબતો ઉપર ઉપરના દેવોમાં ક્રમશઃ હીન હીન હોય છે.
(૧) અહીં ગતિ શબ્દથી અન્ય સ્થળે ગમન કરવાની શક્તિ વિવક્ષિત છે. જે દેવોની જઘન્યસ્થિતિ બે સાગરોપમ છે તે દેવો નીચે સાતમી પૃથ્વી સુધી અને તિર્યમ્ અસંખ્ય યોજન સુધી જઈ શકે છે. ત્યાર બાદ જેમ જેમ જઘન્ય સ્થિતિ બે
પ્રાપિલબ્ધિ– જમીન ઉપર રહેલો મેરુ પર્વતના અગ્રભાગને સ્પર્શી શકે. પ્રાકામ્પલબ્ધિપાણીમાં પૃથ્વીની જેમ અને પૃથ્વીમાં પાણીની જેમ ગમનાગમન કરી શકે. ઈશિત્વલબ્ધિતીર્થંકર-ઈન્દ્ર વગેરેની ઋદ્ધિ વિકવી શકે. વશિત્વલબ્ધિ– સર્વ જીવને વશ કરી શકે. (યોગશાસ્ત્ર ૧/૮, ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રપર્વ-૧, સર્ગ-૧, શ્લોક-૮૪૩ આદિ.)
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૭૦
દેવો
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
વૈમાનિક દેવોના અવધિજ્ઞાનના ક્ષેત્રનું યંત્ર
ઉત્કૃષ્ટ
ઉત્કૃષ્ટ મધો અવધિ
ઊર્ધ્વ અવધિ
૧-૨ ક્ય
૩-૪
૫-૬ ક્ષ
૭-૮ કલ્પ
૯ થી ૧૨ કલ્ય ૧ થી ૬ વે.
૭ થી ૯ ત્રૈવે.
lak h ]×××5] -PhPh
પહેલી પૃથ્વીના અંત સુધી બીજી પૃથ્વીના અંત સુધી ત્રીજી પૃથ્વીના અંત સુધી ચોથી પૃથ્વીના અંત સુધી પાંચમી પૃથ્વીના અંત સુધી
છઠ્ઠી પૃથ્વીના અંત સુધી સાતમી પૃથ્વીના અંત સુધી
લોક નાલિકાના અંત સુધી
૧૦૪ ૨૦૨૨
ઉત્કૃષ્ટ તિર્થંગ્ અવધિ
અસંખ્યાત યોજન સુધી, ઉપર ઉપરના
દેવોનું
fa]le Fille lalit Phoe
સમજવું.
પાંચ અનુત્તર
સ્વયંભૂરમણસમુદ્ર સુધી 'સાગરોપમથી ઓછી તેમ તેમ ક્રમશઃ ગતિની શક્તિ હીન હીન થતી જાય છે. યાવત્ સર્વજધન્ય સ્થિતિવાળા દેવો નીચે ચોથી પૃથ્વી સુધી જઇ શકે છે. શક્તિની અપેક્ષાએ આ વિચારણા છે. ગમન તો માત્ર ત્રીજી પૃથ્વી સુધી થાય છે. શક્તિ હોવા છતાં દેવો પ્રયોજનવશાત્ ત્રીજી પૃથ્વી સુધી જાય છે, પ્રાય: એથી આગળ જતા નથી. ઉપર ઉપરના દેવોમાં મહાનુભાવતા અને ઉદાસીનતા અધિક અધિક હોવાથી તેઓ અધિક ગતિ કરતા નથી. નવપ્રૈવેયક અને પાંચ અનુત્તરના દેવો તો કદી પણ પોતાના વિમાનથી બહાર જતા જ નથી.
(૨) શરીરનું પ્રમાણ પણ ઉપર ઉપરના દેવોને ઓછું ઓછું હોય છે. સૌધર્મ-ઇશાનમાં સાત હાથ ઊંચું, સનતકુમાર માહેન્દ્રમાં છ હાથ ઊંચું, બ્રહ્મલોક-લાંતકમાં પાંચ હાથ ઊંચું, મહાશુક્ર-સહસારમાં ચાર હાથ ઊંચું, ૯ થી ૧૨ દેવલોકમાં ત્રણ હાથ ઊંચું, નવપ્રૈવેયકમાં બે હાથ ઊંચું અને પાંચ અનુત્તરમાં એક હાથ ઊંચું દેવોનું શરીર હોય છે.
(૩) અહીં પરિગ્રહ શબ્દથી વિમાનોનો પરિવાર અભિપ્રેત છે. વૈમાનિક નિકાયમાં ઇન્દ્રક, શ્રેણિગત અને પુષ્પપ્રકીર્ણક એમ ત્રણ પ્રકારનાં વિમાનો હોય છે. બરોબર મધ્યમાં આવેલ વિમાનને ઇન્દ્રક કહેવામાં આવે છે. ૧. સીતેન્દ્ર ચોથી નરકમાં ગયા હતા. માથી અહીં પ્રાયઃ કહ્યું છે.
૨. સૂત્રમાં ઉપર ઉપરના દેવોની ગતિ હીન હીન થાય છે, એમ કહ્યું છે. જ્યારે ભાગમાં સ્થિતિની ન્યૂનતાની અપેક્ષાએ ગતિની હીનતા જણાવી છે. તત્ત્વ કેવલીગમ.
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦ ૪ સૂ૦ ૨૨]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૭૧
ચાર દિશાઓમાં પંક્તિબદ્ધ આવેલા વિમાનો શ્રેણિગત છે. છવાયેલા પુષ્પની જેમ છૂટા છૂટા રહેલા વિમાનો પુષ્પ પ્રકીર્ણક કહેવાય છે. શ્રેણિગત વિમાનો ત્રિકોણ, ચતુષ્કોણ અને વાટલાકાર એમ ત્રણ પ્રકારનાં છે. તથા પ્રથમ ત્રિકોણ, બાદ ચતુષ્કોણ, બાદ વાટલાકાર, બાદ ત્રિકોણ... એમ ક્રમશ આવેલાં છે. આ વિમાનો ઇન્દ્રક વિમાનથી ચારે દિશામાં લાઇનબંધ આવેલા છે. પુષ્પપ્રકીર્ણક વિમાનો નંદાવર્ત, સ્વસ્તિક વગેરે વિવિધ આકારવાળા છે તથા શ્રેણિગત વિમાનોના આંતરામાં આવેલાં છે. પૂર્વ દિશા સિવાય ત્રણે દિશામાં આ વિમાનો હોય છે. તે તે દેવલોકનાં વિમાનોની સંખ્યા ‘સકલતીર્થ’ સૂત્રમાં બતાવવામાં આવી છે. તેની કુલ સંખ્યા ૮૪૯૭૦૨૩ છે. (ઇન્દ્રક, શ્રેણિગત અને પુષ્પપ્રકીર્ણક વિમાનોની જાણકારી માટે ચિત્ર જુઓ.) વૈમાનિકનિકાયમાં આવલિકાગત તથા પુષ્પાવકીર્ણ વિમાન વ્યવસ્થા—
ઉત્તર
g
પશ્ચિમ
©«© >EO >
દક્ષિણ
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૭૨
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦૪ સૂ૦ ૨૨ આ ચિત્રમાં વૈમાનિકકલ્પના એક પ્રતરનો સામાન્ય દેખાવ રજુ થાય છે. આમાં મધ્યવર્તી એકધાર અને કાંગરાવાળા ગઢથી યુક્ત ગોળાકારે ઈન્દ્રક વિમાન છે. પછી ચારે બાજુ પંક્તિબદ્ધ વિમાનોની વ્યવસ્થા બતાવી છે. તેમાં પ્રથમ ત્રણ ધારવાળું ત્રિકોણ વિમાન એક બાજુ વેદિકા અને બાકીની બાજુ કાંગરાવાળા ગઢથી યુક્ત છે. પછી ચાર ધારવાળું ચતુષ્કોણ વિમાન ચારે બાજુ વેદિકાથી યુક્ત છે. પછી એક દ્વારવાળું ગોળ વિમાન કાંગરાવાળા ગઢથી યુક્ત છે. ફરી ત્રિકોણ-ચોરસ-ગોળ એ જ ક્રમે આગળની વ્યવસ્થા વિચારવી.
ઇન્દ્રક વિમાનો બધા જ ગોળ હોય છે. પંક્તિગત વિમાનો અનુક્રમે ત્રિકોણ, ચોરસ અને ગોળ હોય છે. પુષ્પાવકીર્ણ વિમાનો પૂર્વદિશા છોડી ત્રણ દિશાઓમાં પંક્તિગત વિમાનોના આંતરામાં પુષ્પની જેમ છૂટા છૂટા વેરાયેલા હોય છે.
પૂર્વદિશા છોડીને રહેલા આ વિમાનો નંદાવર્ત-સ્વસ્તિક-શ્રીવત્સ વગેરે આકારનાં હોય છે.
(૪) ઉપર ઉપરના દેવોમાં સુંદર સ્થાન, દેવો કે દેવીઓનો પરિવાર, સામર્થ્ય, અવધિજ્ઞાન, ઇન્દ્રિયશક્તિ, વિભૂતિ, શબ્દાદિવિષયોની સમૃદ્ધિ વગેરે અધિક અધિક હોવા છતાં અભિમાન અલ્પ અલ્પ હોય છે. આથી ઉપર ઉપરના દેવો અધિક અધિક સુખી હોય છે. (૨૨)
દેવો સંબંધી વિશેષ માહિતી
શ્વાસોચ્છવાસ અને આહાર– જઘન્ય સ્થિતિવાળા (=૧૦ હજાર વર્ષની સ્થિતિવાળા) દેવો સાત સાત સ્તોકે એક વાર શ્વાસોચ્છવાસ લે છે અને એક અહોરાત્ર થતાં આહાર કરે છે. પલ્યોપમની સ્થિતિવાળા દેવો એક એક દિવસે એક વાર શ્વાસોચ્છવાસ લે છે અને ૨ થી ૯ દિવસે આહાર કરે છે. ત્યારબાદ તેમને જેટલા સાગરોપમની સ્થિતિ હોય તેટલા પક્ષે એક શ્વાસોચ્છવાસ અને તેટલા હજાર વર્ષે આહાર હોય છે.
આહારના ભેદ– ઓજાહાર, લોમાહાર અને પ્રક્ષેપાહાર ( કવલાહાર) એમ આહારના ત્રણ ભેદ છે. ૧. બૃહત્સંગ્રહણીમાં આ વિષયમાં થોડો તફાવત છે. ત્યાં “૧૦ હજાર વર્ષથી અધિક અને
સાગરોપમથી ન્યૂન સ્થિતિવાળા દેવો ૨ થી ૯ મુહૂર્તે શ્વાસોચ્છવાસ લે છે અને ૨ થી ૯ દિવસે આહાર કરે છે' એમ જણાવ્યું છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
અ૦૪ સૂ૦ ૨૨] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૧૭૩ ઓજાહાર– ઉત્પત્તિના પ્રથમ સમયથી શરીરપર્યાપ્તિની નિષ્પત્તિ સુધી (મતાંતરથી સ્વયોગ્ય સર્વ પર્યાપિની નિષ્પત્તિ સુધી) ગ્રહણ કરાતા પુદ્ગલોનો આહાર.
લોમાહાર- શરીરપર્યામિ (મતાંતરે સ્વયોગ્ય પર્યાપ્તિ) પૂર્ણ થયા બાદ સ્પર્શનેન્દ્રિય (=ચામડી) દ્વારા ગ્રહણ કરાતા પુદ્ગલોનો આહાર.
પ્રક્ષેપાહાર- કોળિયાથી ગ્રહણ કરાતો આહાર. દેવોને ઓજાહાર અને લોમાહાર એ બે પ્રકારનો આહાર હોય છે. અહીં દેવોના આહારનો જે નિયમ બતાવવામાં આવ્યો છે તે લોકાહારને આશ્રયીને છે.
પ્રશ્ન- લોમાહાર પ્રત્યેક સમયે હોય છે. તો દેવોમાં ઉક્ત અંતર કેવી રીતે ઘટે ?
ઉત્તર– લોમહારના બે ભેદ છે–આભોગ અને અનાભોગ. જાણતાં ઇરાદાપૂર્વક જે લોમાહાર તે આભોગ લોમાહાર. જેમ કેશિયાળામાં મનુષ્યાદિ પ્રાણીઓ ઠંડી દૂર કરવા સૂર્ય આદિના ઉષ્ણ પુદ્ગલોનું સેવન કરે છે. અજાણતાં ઈરાદા વિના જે લોમાકાર થાય તે અનાભોગ લોમાહાર છે. જેમ કે -શિયાળામાં શીતળ અને ઉનાળામાં ઉષ્ણ પગલો ચામડી દ્વારા શરીરમાં પ્રવેશે છે. આથી જ શિયાળામાં પાણી ઓછું વાપરવાં છતાં પેશાબ ઘણો થાય છે, અને ઉનાળામાં પાણી ઘણું વાપરવા છતાં પેશાબ અતિ અલ્પ થાય છે. આ અનાભોગ લોમાહાર પ્રતિસમય થાય છે. જ્યારે આભોગ લોમાહાર અમુક સમયે જ થાય છે. અહીં દેવોમાં આહારનું અંતર આભોગ રૂપ લોમાકારની અપેક્ષાએ છે. દેવોને જ્યારે આહારની ઇચ્છા થાય છે ત્યારે તેમના પુણ્યોદયથી મનથી કલ્પિત આહારના શુભ પુદ્ગલો સ્પર્શનેન્દ્રિય દ્વારા શરીરરૂપે પરિણમે છે. શરીરરૂપે પરિણમેલા એ પુદ્ગલો શરીરને પુષ્ટ કરે છે અને મનમાં તૃમિ થવાથી આહ્વાદનો અનુભવ થાય છે. દેવોને આપણી જેમ પ્રક્ષેપાહાર કવલાહાર હોતો નથી.
વેદના-દેવોને સામાન્યથી શુભવેદના=સુખાનુભવ હોય છે. છતાં વચ્ચે વચ્ચે અશુભવેદના દુઃખાનુભવ પણ થાય છે. સતત શુભવેદના છ મહિના સુધી હોય છે. છ મહિના પછી અશુભવેદના થાય છે. અશુભવેદના વધારેમાં વધારે અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. અંતર્મુહૂર્ત બાદ પુનઃ શુભ વેદના શરૂ થાય છે.
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૭૪
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦૪ સૂ૦ ૨૩ ઉપપાત– અન્યતીર્થિકો-જૈનેતરતીર્થિકો ૧૨મા દેવલોક સુધી જ ઉત્પન્ન થાય છે. દ્રવ્યચારિત્રલિંગી મિથ્યાષ્ટિઓ રૈવેયક સુધી ઉત્પન્ન થાય છે. સમ્યગ્દષ્ટિ સંયતો સૌધર્મથી આરંભી સર્વાર્થસિદ્ધ સુધી ઉત્પન્ન થાય છે. આથી એ સિદ્ધ થયું કે સમ્યગ્દષ્ટિ સંયતો જઘન્યથી પણ સૌધર્મથી નીચે ઉત્પન્ન ન થાય. જઘન્યથી સૌધર્મ દેવલોકમાં જ ઉત્પન્ન થાય. ચૌદ પૂર્વધરો બ્રહ્મલોકથી સર્વાર્થસિદ્ધ સુધી ઉત્પન્ન થાય છે.
અનુભાવ– વિમાનો તથા સિદ્ધશિલા કોઈ જાતના આધાર વિના આકાશમાં રહેલ છે. આમાં લોકસ્થિતિ જ કારણ છે. જગતમાં અનેક બાબતો એવી છે કે જે લોકસ્વભાવથી=લોકસ્થિતિથી જ સિદ્ધ થાય છે.
તીર્થકર ભગવંતોના જન્માભિષેક, કેવળજ્ઞાનોત્પત્તિ, મહાસમવસરણની રચના તથા નિર્વાણ આદિના સમયે ઇન્દ્રોના આસન કંપાયમાન થાય છે. રૈવેયક દેવોના સ્થાનો કંપાયમાન થાય છે. અનુત્તર દેવોની શય્યાઓ કંપાયમાન થાય છે. આમાં તીર્થકર ભગવંતોના શુભ કર્મોનો ઉદય કે લોકસ્વભાવ જ કારણ છે. આસનાદિ કંપાયમાન થવાથી ઇન્દ્રો અને દેવો અવધિજ્ઞાન દ્વારા તીર્થકરોની તીર્થકર નામ કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી અસાધારણ ધર્મવિભૂતિને જુએ છે. બાદ ઈન્દ્ર આદિ દેવો ભગવાનની પાસે આવી સ્તુતિ, વંદના, ઉપાસના, વાણી શ્રવણ આદિ યથાયોગ્ય આરાધના વડે આત્મશ્રેયઃ સાધે છે. જ્યારે નવરૈવેયકના દેવો પોતાના સ્થાનમાં જ રહીને અને અનુત્તર દેવો પોતાની શયામાં જ રહીને સ્તુતિ આદિ દ્વારા તીર્થકર ભગવંતોનું પૂજન કરે છે.
વૈમાનિકનિકાયમાં લેગ્યાપત-પર-અવરથા કિ-શિ-ગોપુ ! ૪-૨રૂ I
બે, ત્રણ અને શેષ દેવલોકમાં અનુક્રમે પીત, પદ્ધ અને શુક્લ લેશ્યા (eતે તે વેશ્યા જેવો શારીરિક વણ) હોય છે.
પ્રથમના બે દેવલોકમાં (સૌધર્મ-ઇશાનમાં) પીત વેશ્યા, પછીના ત્રણ દેવલોકમાં (=સનકુમાર, માહેન્દ્ર અને બ્રહ્મમાં) પદ્મવેશ્યા, પછીના અનુત્તર સુધીના સર્વદેવલોકમાં શુક્લલેશ્યા હોય છે. અહીં શારીરિકવર્ણરૂપ દ્રવ્યલેશ્યા વિવક્ષિત છે. કારણ કે ભાવલેશ્યા તો એ પ્રકારની હોય છે. (૨૩)
Page #219
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
કલ્પની અવધિ–
પ્રાક્ ત્રૈવેયòમ્ય: વન્ત્યાઃ ॥ ૪-૨૪ ॥
ત્રૈવેયકોની પૂર્વે કલ્પો=પૂજ્યપૂજકભાવ વગેરે મર્યાદા છે. આ અધ્યાયના ૧૮મા સૂત્રમાં વૈમાનિક દેવોના કલ્પોપપન્ન અને કલ્પાતીત એ બે ભેદો જણાવ્યા હતા. જ્યાં કલ્પ હોય ત્યાં ઉત્પન્ન થયેલા દેવો કલ્પોપપન્ન અને જ્યાં કલ્પ ન હોય ત્યાં ઉત્પન્ન થયેલા દેવો કલ્પાતીત છે.
૨૦ ૪ સૂ૦ ૨૪-૨૫]
૧૭૫
આથી ક્યાં સુધી કલ્પ છે, તે આ સૂત્રમાં જણાવ્યું છે. સૌધર્મથી અચ્યુત સુધીના ૧૨ દેવલોકમાં કલ્પ છે. નવ પ્રૈવેયક અને પાંચ અનુત્તરમાં કલ્પ નથી. કલ્પાતીત દેવોમાં સામાનિક વગેરે ભેદો નહિ હોવાથી સર્વ દેવો પોતપોતાને ઇન્દ્ર માને છે. તેથી તેઓ અહમિદ્ર કહેવાય છે. (૨૪)
લોકાંતિક દેવોનું સ્થાન–
વાતોાલયા તોાન્તિાઃ ॥ ૪-૨૫
લોકાંતિક દેવોનું સ્થાન બ્રહ્મલોક છે.
લોકાંતિક દેવો બ્રહ્મલોકમાં રહે છે. બ્રહ્મલોકમાં રહેનારા સઘળા દેવો લોકાંતિક નથી. કિંતુ જેઓ બ્રહ્મલોકના અંતે રહેલા છે તે દેવો લોકાંતિક કહેવાય છે. બ્રહ્મલોકના અંતે ચાર દિશામાં ચાર વિમાનો, ચાર વિદિશામાં ચાર વિમાનો અને એક મધ્યમાં એમ નવ વિમાનો આવેલાં છે. આ નવ વિમાનના કારણે તેમના નવ ભેદ છે. બ્રહ્મલોકના અંતે વસવાથી અથવા લોકનો=સંસારનો અંત કરનારા હોવાથી તેમને લોકાંતિક કહેવામાં આવે છે. જ્યારે તીર્થંકર ભગવંતોનો પ્રવ્રજ્યાકાળ આવે ત્યારે તેઓ તેમની પાસે આવીને ‘જય જય નંદા, જય જય ભદ્દા' એ પ્રમાણે સ્તુતિ કરવાપૂર્વક તેમને ‘મયવં નિત્યં વત્તેદ' (=હે ભગવંત ! તીર્થને પ્રવર્તાવો) એ પ્રમાણે તીર્થ પ્રવર્તાવવા માટે વિનંતિ કરે છે.
આ દેવો અવશ્ય લઘુકર્મી હોય છે. તેઓ વિષય-રતિથી વિમુખ હોવાથી તેમને દેવર્ષિ પણ કહેવામાં આવે છે. તેઓ કેટલા ભવે મોક્ષમાં જશે એ વિષે ભિન્ન ભિન્ન શાસ્ત્રોમાં ભિન્ન ભિન્ન ઉલ્લેખ જોવામાં આવે છે. કેટલાંક શાસ્ત્રોમાં ‘લૌકાંતિક દેવો સાત-આઠ ભવે મોક્ષમાં જાય' એ પ્રમાણે ઉલ્લેખ જોવા મળે છે. કેટલાક ગ્રંથોમાં ‘લોકાંતિક દેવો એકાવતારી હોય, અર્થાત્
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૭૬
શ્રીતત્ત્વાધિગમસૂત્ર બિ૦૪ ૧૦૨૬-૧૭ ત્યાંથી વી મનુષ્ય ભવમાં આવી મોલમાં જાય' એ પ્રમાણે જોવામાં આવે છે. જ્યારે કોઈ સ્થળે “નવમા વિમાનમાં રહેલા દેવો નિયમા એકાવનારી હોય છે, બાકીના ૮ વિમાનના દેવો એકાવતારી જ હોય એવો નિયમ નથી' એમ પણ વાંચવા મળે છે. (૨૫)
નવ પ્રકારના લોકાંતિક દેવોનાં નવ નામોसारस्वताऽऽदित्य-वन्यरुण-गर्दतोय-तुषिता-ऽव्याबाधકરતો િ ૪-ર૬ .
સારસ્વત, આદિત્ય, વલિ અરુણ ગઈતોય, તુષિત, અવ્યાબાધ, મરુત અને અરિષ્ટ એમ નવ પ્રકારના લોકાંતિક દેવો છે.
લોકાંતિક દેવોનાં વિમાનોનાં સારસ્વત વગેરે નામો છે. વિમાનના દેવો પણ સારસ્વત આદિ તરીકે ઓળખાય છે. (૨૬).
અનુત્તરના વિજયાદિ ચાર વિમાનના દેવોનો સંસારકાગિયા વિના: ૪-૨૭ | વિજયાદિ ચાર વિમાનમાં બે વાર જનારા ચરમશરીરી હોય છે.
વિજય, વૈજયન્ત, જયંત અને અપરાજિત એ ચાર વિમાનના દેવો મનુષ્યના બે ભવો કરીને નિયમા મોક્ષે જય છે.
| વિજયાદિ વિમાનમાંથી એવી મનુષ્ય ગતિમાં આવે છે. મૃત્યુ પામી પુનઃ વિજયાદિમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી અવી મનુષ્યગતિમાં આવે છે અને સંયમની સાધના કરી મોક્ષ પામે છે. આ પ્રમાણે અહીં બે ભવ મનુષ્યની અપેક્ષાએ છે. અન્યથા દેવભવની સાથે ત્રણ ભવ થાય છે. મનુષ્યભવમાં જ મોક્ષની પ્રાપ્તિ થતી હોવાથી સૂત્રમાં મનુષ્યભવની અપેક્ષાએ વિજયાદિ દેવોને કિચરમ કહેલ છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો નિયમા એકાવતારી હોય છે.
- પાંચ પ્રકારના અનુત્તર વિમાનના દેવો લઘુકર્મી હોય છે. જે મુનિઓની મોલની સાધના થોડી જ બાકી રહી ગઈ હોય તેઓ આ પાંચ વિમાનમાં ઉત્પન્ન થાય છે. અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા જીવો, જો પૂર્વભવમાં અંતર્મુહૂર્ત જ આયુષ્ય વધારે હોત, અથવા છઠ્ઠના તપ જેટલી નિરા વધારે થઈ હોત, તો સીધા મોલમાં ચાલ્યા જાત. પણ ભવિતવ્યતા આદિના બળે થોડી સાધના બાકી રહી જવાથી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. (૨૭)
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૭૭
અ૦૪ સૂ૦ ૨૮-૨૯-૩૦] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર તિર્યંચ સંજ્ઞાવાળા પ્રાણીઓ
પતિ-મનુષ્યષ્ણ: શેષાતિર્થોન: I ૪-૨૮ | ઔપપાતિક અને મનુષ્ય સિવાયના જીવો તિગ્મોનિ તિર્યંચ છે.
નારકો અને દેવો ઔપપાતિક છે. નારકો, દેવો અને મનુષ્યો સિવાયના સઘળા જીવોની તિર્યંગ્યોનિ ( તિર્યંચ) સંજ્ઞા છે. શાસ્ત્રમાં જુદી જુદી દષ્ટિએ જીવોના ભિન્ન ભિન્ન ભેદોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ઇન્દ્રિયોની અપેક્ષાએ જીવોનાં પાંચ ભેદ પડે છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય. પંચેન્દ્રિય જીવોના નારક, દેવ, મનુષ્ય અને તિર્યંચ એમ ચાર ભેદ છે. નારક, દેવ અને મનુષ્ય સિવાયના સઘળા પંચેન્દ્રિય જીવો અને એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય સુધીના જીવો તિર્યંચ કહેવાય છે. (૨૮)
સ્થિતિનો અધિકાર સ્થિતિઃ | ૪–૨૧ | અહીંથી સ્થિતિ (આયુષ્યનો કાળ) શરૂ થાય છે.
આ અધિકાર સૂત્ર છે. અહીંથી સ્થિતિના=આયુષ્ય કાળના વર્ણનનો અધિકાર શરૂ થાય છે એ સૂચવવા આ સૂત્રની રચના કરી છે. (૨૯)
ભવનપતિ નિકાયમાં દક્ષિણાર્ધના ઇન્દ્રોની ઉત્કૃષ્ટ સ્થિતિभवनेषु दक्षिणार्धाधिपतीनां पल्योपममध्यर्धम् ॥ ४-३० ॥
ભવનોમાં દક્ષિણાર્ધ અધિપતિની (=ઈન્દ્રની) દોઢ પલ્યોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
ભવનપતિ દેવોના દશ ભેદો છે. તે દરેકના બે વિભાગ પડે છે. (૧) દક્ષિણ દિશા તરફનાં ભવનોમાં રહેનાર. (૨) ઉત્તર દિશા તરફનાં ભવનોમાં રહેનાર. આ બંનેના ઈન્દ્રો અલગ અલગ છે. આથી દક્ષિણ તરફ રહેનારા અસુરકુમાર આદિ દશ પ્રકારના દેવોના દશ ઈન્દ્રો અને ઉત્તર તરફ રહેનાર અસુરકુમાર આદિ દશ પ્રકારના દેવોના દશ ઇન્દ્રો એમ ભવનપતિનિકાયમાં કુલ ૨૦ ઇન્દ્રો છે. દક્ષિણ દિશા તરફના ઈન્દ્રો દક્ષિણાર્ધાધિપતિ અને ઉત્તર દિશા તરફના ઈન્દ્રો ઉત્તરાધિપતિ છે. તેમાં સર્વ દક્ષિણાર્ધાધિપતિની ઉત્કૃષ્ટ સ્થિતિ દોઢ પલ્યોપમ છે. (૩૦)
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૭૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૪ સૂ૦ ૩૧ થી ૩૭ ભવનપતિ નિકાયમાં ઉત્તરાર્ધના ઇન્દ્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ–
પાનાં પાવોને | ઇ-રૂ૨ શેષ ભવનપતિના ઇન્દ્રોની સ્થિતિ પોણા બે પલ્યોપમ છે.
ભવનપતિ નિકાયના બાકીના ઇન્દ્રોની–ઉત્તરાર્ધાધિપતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ના પલ્યોપમ છે. (૩૧)
ભવનપતિ નિકાયના ઇન્દ્રોની સ્થિતિમાં અપવાદअसुरेन्द्रयोः सागरोपममधिकं च ॥४-३२ ॥
અસુરેન્દ્રોની સ્થિતિ અનુક્રમે એક સાગરોપમ અને કંઈક અધિક એક સાગરોપમ છે.
દક્ષિણાર્ધાધિપતિ ચમરની એક સાગરોપમ અને ઉત્તરાર્ધાધિપતિ બલિની કંઈક અધિક એક સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (૩૨)
સૌથમવિષ યથાદમ... છે ૪-૩૩ |
નીચેના સૂત્રમાં જે સ્થિતિ કહેવાશે તે ક્રમશઃ સૌધર્મ આદિ દેવલોકના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (૩૩)
સારોપમે –રૂ૪ | સૌધર્મ કલ્પના દેવોની બે સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (૩૪) મધ ૨ | ૪-૩૫ | ઇશાન કલ્પનાદેવીની કંઇકઅધિકબે સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે.(૩૫) સમ સાન મારે ૪-રૂદ્દ છે સનસ્કુમાર કલ્પના દેવોની સાત સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (૩૬) विशेष-त्रि-सप्त-दशैकादश-त्रयोदशपञ्चदशभिरधिकानि च ॥ ४-३७ ॥
સાત સંખ્યામાં વિશેષ, ૩, ૭, ૧૦, ૧૧, ૧૩, ૧૫ સાગરોપમ વધારવાથી અનુક્રમે મહેન્દ્ર આદિ કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. તે આ પ્રમાણે
માહેન્દ્રની ૭ + વિશેષ = સાધિક ૭ સાગરોપમ. બ્રહ્મલોકની ૭ + ૩ = ૧૦ સાગરોપમ. લાંતકની ૭ + ૭ = ૧૪ સાગરોપમ.
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૭૯
અo ૪ સૂ૦ ૩૮-૩૯-૪૦-૪૧] શીતજ્વાધિગમસૂત્ર
મહાશુક્રની ૭ + ૧૦ = ૧૭ સાગરોપમ. સહસ્ત્રારની ૭ + ૧૧ = ૧૮ સાગરોપમા. આનત-પ્રાણતની ૭ + ૧૩ = ૨૦ સાગરોપમ. આરણ-અય્યતની ૭ + ૧૫ = ૨૨ સાગરોપમ.
બૃહત્સંગ્રહણી વગેરે ગ્રંથોમાં આનતની ૧૯, પ્રાણતની ૨૦, આરણની ૨૧ અને અય્યતની ૨૨ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે. (૩૭)
आरणाऽच्युतादूर्ध्वमेकैकेन नवसु ग्रैवेयकेषु विजयादिषु सर्वार्थसिद्धे च ॥ ४-३८ ॥
આરણ-અર્ચ્યુત કલ્પની સ્થિતિમાં એક એક સાગરોપમની વૃદ્ધિ કરવાથી અનુક્રમે નવ રૈવેયક, વિજયાદિ ચાર અને સર્વાર્થસિદ્ધ વિમાનની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. તે આ પ્રમાણે
| દેવલોક | આયુષ્ય | ૧ રૈવેયક ૨૩ સાગરોપમ ર ગ્રેવેયક | ૨૪ સાગરોપમ | ૩િ રૈવેયક | ૨૫ સાગરોપમ | I૪ રૈવેયક | ૨૬ સાગરોપમ | ૫ ચૈવેયક | ૨૭ સાગરોપમ | ૬ રૈવેયક | ૨૮ સાગરોપમ
દેવલોક |
આયુષ્ય ૭ રૈવેયક | ૨૯ સાગરોપમ |૮ રૈવેયક | ૩૦ સાગરોપમ
૯ રૈવેયક ! ૩૧ સાગરોપમ | વિજયાદિ ચાર ૩૨ સાગરોપમ | સર્વાર્થસિદ્ધ [ ૩૩ સાગરોપમ
જઘન્ય સ્થિતિના અધિકારનો પ્રારંભ
પર પોપમધ ૨ ૪-૩૬
સૌધર્મ અને ઇશાનમાં જઘન્યસ્થિતિ અનુક્રમે એક પલ્યોપમ અને સાધિક એક પલ્યોપમ છે. (૩૯)
સાગરોપમેં ! ૪-૪૦ | સનતકુમારમાં જઘન્ય સ્થિતિ બે સાગરોપમ છે. (૪૦)
િર | ૪૪૨ | માહેન્દ્રમાં જઘન્ય સ્થિતિ સાધિક બે સાગરોપમ છે. (૪૧)
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૮૦
શ્રીતવાથિિધગમસૂત્ર અ૦ ૪ સૂ૦૪૨-૪૩-૪૪ પરત: પરત: પૂર્વા-પૂર્વીડનનારા છે ૪-૪ર છે
માહેન્દ્ર પછીના દેવલોકોમાં પોતપોતાની પૂર્વના દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણે જઘન્ય સ્થિતિ છે.
અર્થાત્ પોતાનાથી પૂર્વના દેવલોકની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે જ પોતાની જધન્ય સ્થિતિ છે. તે આ પ્રમાણેદેવલોક | જઘન્ય સ્થિતિ | દેવલોક | જઘન્ય સ્થિતિ
સાધિક ૭ સાગરોપમાં ૧ રૈવેયક ૨૨ સાગરોપમ ૧૦ સાગરોપમ | ૨ રૈવેયક ૨૩ સાગરોપમ ૧૪ સાગરોપમ
૩ રૈવેયક ૨૪ સાગરોપમ ૧૭ સાગરોપમ ૪ રૈવેયક ૨૫ સાગરોપમ ૧૮ સાગરોપમ ૫ રૈવેયક ૨૬ સાગરોપમ
૧૯ સાગરોપમ દ રૈવેયક ૨૭ સાગરોપમ ૧૧ | ૨૦ સાગરોપમ ૭ રૈવેયક ૨૮ સાગરોપમ ૧૨ | ૨૧ સાગરોપમ | |૮ રૈવેયક | ૨૯ સાગરોપમ
૯ રૈવેયક | ૩૦ સાગરોપમ વિજયાદિ ચાર | ૩૧ સાગરોપમ
नारकाणां च द्वितीयादिषु ॥ ४-४३ ॥
બીજીથી સાતમી નરક સુધીમાં પૂર્વનરકની ઉત્કૃષ્ટ સ્થિતિ પછીના નરકની જઘન્ય સ્થિતિ છે. તે આ પ્રમાણે- નરક | જઘન્ય સ્થિતિ || નરક | જઘન્ય સ્થિતિ ર | ૧ સાગરોપમ
| ૧૦ સાગરોપમ ૩ | ૩ સાગરોપમ || ૬ | ૧૭ સાગરોપમ ૪ | ૭ સાગરોપમ || ૭ | ૨૨ સાગરોપમ (૪૩) दशवर्षसहस्राणि प्रथमायाम् ॥ ४-४४ ॥ પ્રથમ નરકમાં જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષ છે. (૪૪)
|
જ |
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦ ૪ સૂ૦ ૪૫ થી ૫૩] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર મવનેષુ ચ ॥ ૪-૪ ॥
ભવનપતિ નિકાયના દેવોની પણ જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષ છે. (૪૫)
વ્યન્તરાળાં વૈં ॥ ૪-૪૬ ॥
વ્યંતર નિકાયના દેવોની પણ જઘન્યસ્થિતિ ૧૦ હજાર વર્ષ છે. (૪૬) વ્યંતર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિપણ પલ્યોપમમ્ ॥ ૪-૪૭ ॥
વ્યંતર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમ છે. (૪૭) જ્યોતિષ્ક દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિનો અધિકાર ज्योतिष्काणामधिकम् ॥ ४-४८ ॥
૧૮૧
જ્યોતિષ્મ દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ કંઇક અધિક એક પલ્યોપમ છે. ગ્રહ, નક્ષત્ર અને તારાની ઉત્કૃષ્ટ સ્થિતિ આગળ કહેવાના હોવાથી અહીં સૂર્ય અને ચંદ્રની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવી છે. સૂર્યની હજાર વર્ષ અધિક એક પલ્યોપમ અને ચંદ્રની લાખ વર્ષ અધિક એક પલ્યોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (૪૮) પ્રજ્ઞાળામેમ્ ॥ ૪-૪૬ ॥
ગ્રહોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમ છે. (૪૯) નક્ષત્રાળામઈમ્ ॥ ૪-૬૦ ॥
નક્ષત્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ અડધો પલ્યોપમ છે. (૫૦) તારજાળાં ચતુર્ભાગઃ ॥ ૪-૬ ॥
તારાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પા (ol) પલ્યોપમ છે. (૫૧) જ્યોતિષ્મ દેવોની જઘન્ય સ્થિતિ
जघन्या त्वष्टभागः ॥ ४-५२ ॥
તારાઓની જઘન્ય સ્થિતિ ૧/૮ પલ્યોપમ છે. (૫૨) અંતમાં શેષાળામ્ ॥ ૪-૬૩ ॥
શેષ જ્યોતિષ્ક દેવોની જઘન્ય સ્થિતિ ૦ (૧/૪) પલ્યોપમ છે.
તારાઓની જઘન્ય સ્થિતિ ઉપરના સૂત્રમાં કહેવાઇ ગઇ છે. આથી જ્યોતિષ્કના સૂર્ય આદિ ચાર ભેદોમાં જધન્ય સ્થિતિની વિચારણા કરવાની રહે છે. જ્યોતિષ્કના ચાર ભેદોમાં પણ સૂર્ય-ચંદ્ર ઇન્દ્રોની, તેમજ ઇન્દ્રાણીઓની અને વિમાનાધિપતિ દેવોની જધન્ય સ્થિતિ નથી, આથી અહીં શેષ તરીકે સૂર્યાદિ ચા૨ના વિમાનોમાં રહેનારા સામાન્ય દેવો સમજવા. (૫૩)
Page #226
--------------------------------------------------------------------------
________________
નાગકુમારાદિ નવી અસુરકુમાર
૧૮૨
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૪ સૂ૦૫૩ ભવનપતિ દેવ-દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિનું યંત્ર નિકાય દેવ-દેવીઓ
ઉત્કૃષ્ટ સ્થિતિ દક્ષિણના દેવો
૧ સાગરોપમ દક્ષિણની દેવીઓ
૩ી પલ્યોપમ ઉત્તરના દેવો
સાધિક ૧ સાગરોપમ ઉત્તરની દેવીઓ
૪ પલ્યોપમાં દક્ષિણના દેવો
ના પલ્યોપમ દક્ષિણની દેવીઓ
oો પલ્યોપમાં ઉત્તરના દેવો
દેશોન બે પલ્યોપમ ઉત્તરની દેવીઓ દેશોન એક પલ્યોપમ દરેક પ્રકારના ભવનપતિ નિકાયના દેવ-દેવીઓની જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષ છે. વ્યંતરનિકામાં દરેક પ્રકારના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ પલ્યોપમ અને દરેક પ્રકારની દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ના પલ્યોપમ છે. દરેક પ્રકારની દેવ-દેવીઓની જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષ છે.
જ્યોતિષ દેવ-દેવીઓની ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિનું યંત્ર દેવો | ઉત્કૃષ્ટ સ્થિતિ
જઘન્ય સ્થિતિ ચંદ્ર-દેવો' | ૧ લાખ વર્ષ અધિક ૧ પલ્યોપમ
Oી પલ્યોપમ ચંદ્ર-દેવીઓ | ૫૦ હજાર વર્ષ અધિક વા પલ્યોપમ Oી પલ્યોપમ સૂર્ય-દેવો ૧ હજાર વર્ષ અધિક ૧ પલ્યોપમ
Oો પલ્યોપમ સૂર્ય-દેવીઓ [ ૫૦૦ વર્ષ અધિક વના પલ્યોપમ
વાં પલ્યોપમ ગ્રહ-દેવો | ૧ પલ્યોપમાં
Oી પલ્યોપમ ગ્રહ-દેવીઓ | Oા પલ્યોપમ
oો પલ્યોપમ નક્ષત્ર-દેવો | Ol પલ્યોપમ
પલ્યોપમ નક્ષત્ર-દેવીઓ સાધિક વI પલ્યોપમ
પલ્યોપમ તારા-દેવા | Oી પલ્યોપમ
૧/૮ પલ્યોપમ તારા-દેવીઓ સાધિક ૧/૮ પલ્યોપમ
૧/૮ પલ્યોપમ ૧. ભવનપતિ આદિ ચારે નિકાયમાં ઇન્દ્રોની અને ઇન્દ્રાણીઓની સ્થિતિ ઉત્કૃષ્ટ જ હોય છે.
ઈન્દ્રની દેવની અપેક્ષાએ અને ઇન્દ્રાણીની દેવીની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે.
Page #227
--------------------------------------------------------------------------
________________
જઘન્ય સ્થિતિ
અo ૪ સૂ૦પ૩ શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૧૮૩ વૈમાનિક દેવીઓની ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિનું યંત્ર | દેવલોક | દેવી | ઉત્કૃષ્ટ સ્થિતિ | જઘન્ય સ્થિતિ |
સૌધર્મ | પરિગૃહીતા | ૭ પલ્યોપમ | ૧ પલ્યોપમ સૌધર્મ અપરિગૃહીતા | ૫૦ પલ્યોપમ ૧ પલ્યોપમ ઈશાન પરિગૃહીતા | ૯ પલ્યોપમ સાધિક ૧ પલ્યોપમ ઈશાન |
અપરિગૃહીતા | ૫૫ પલ્યોપમ | સાધિક ૧ પલ્યોપમ
વૈમાનિક દેવોની ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિનું યંત્ર દેવલોક | ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ કલ્પ _| ૨ સાગરોપમ |
૧ પલ્યોપમ ૨ કલ્પ સાધિક ૨ સાગરોપમ
સાધિક ૧ પલ્યોપમ ૩ કલ્પ ૭ સાગરોપમાં
૨ સાગરોપમ ૪ કલ્પ સાધિક ૭ સાગરોપમ
સાધિક ૨ સાગરોપમાં ૫ કલ્પ ૧૦ સાગરોપમ
૭ સાગરોપમ ૬ કલ્પ ૧૪ સાગરોપમ
૧૦ સાગરોપમ ૭ કલ્પ ૧૭ સાગરોપમ
૧૪ સાગરોપમ ૮ કલ્પ ૧૮ સાગરોપમ
૧૭ સાગરોપમ ૯ કલ્પ ૧૯ સાગરોપમ
૧૮ સાગરોપમ ૧૦ કલ્પ ૨૦ સાગરોપમ
૧૯ સાગરોપમ ૧૧ કલ્પ ૨૧ સાગરોપમ
૨૦ સાગરોપમ ૧૨ કલ્પ ૨૨ સાગરોપમાં
૨૧ સાગરોપમાં ૧ રૈવેયક ૨૩ સાગરોપમ
૨૨ સાગરોપમ ૨ રૈવેયક ૨૪ સાગરોપમાં
૨૩ સાગરોપમ ૩ રૈવેયક ૨૫ સાગરોપમ
૨૪ સાગરોપમ ૪ રૈવેયક ૨૬ સાગરોપમ
૨૫ સાગરોપમ ૫ રૈવેયક ૨૭ સાગરોપમ
૨૬ સાગરોપમ ૬ રૈવેયક ૨૮ સાગરોપમ
૨૭ સાગરોપમ ૭ રૈવેયક ૨૯ સાગરોપમ
૨૮ સાગરોપમ ૮ રૈવેયક ૩૦ સાગરોપમ
૨૯ સાગરોપમ ૯ રૈવેયક ૩૧ સાગરોપમાં
૩૦ સાગરોપમ વિજયાદિ ચાર ૩૨ સાગરોપમાં
૩૧ સાગરોપમાં સવર્થસિદ્ધ
૩૩ સાગરોપમ
Page #228
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર પાંચમો અધ્યાય
પ્રથમ અધ્યાયમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને નયોનું પ્રતિપાદન કર્યું. બીજા, ત્રીજા અને ચોથા અધ્યાયમાં જીવતત્ત્વને આશ્રયીને વિવિધ દૃષ્ટિએ નિરૂપણ કર્યું. હવે પાંચમા અધ્યાયમાં અજીવ તત્ત્વનું વર્ણન કરે છે. અજીવ તત્ત્વના મુખ્ય ભેદો—
૧૮૪
[અ૦ ૫ ૦ ૧
अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः ॥ ५-१ ॥
ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલ એ ચાર (દ્રવ્યો) અજીવકાય છે. ધર્મ આદિ ચાર દ્રવ્યો અસ્તિકાય છે. અસ્તિ એટલે પ્રદેશ. કાય એટલે સમૂહ. ધર્મ આદિ ચાર તત્ત્વો પ્રદેશોના સમૂહરૂપ હોવાથી અસ્તિકાય કહેવાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ ચાર અજીવ તત્ત્વો છે. જીવથી વિપરીત તત્ત્વો અજીવરૂપ છે.
જીવ પણ પ્રદેશોના સમૂહરૂપ હોવાથી અસ્તિકાય રૂપ છે. આથી જીવાસ્તિકાય સહિત પાંચ તત્ત્વો અસ્તિકાય રૂપ છે. પણ અહીં અજીવનું પ્રકરણ હોવાથી ચાર તત્ત્વોને અસ્તિકાયરૂપ કહ્યા છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણેના સ્કંધ, દેશ અને પ્રદેશ એમ ત્રણ ત્રણ ભેદો તથા પુદ્ગલાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એમ ચાર ભેદો છે. આમ અજીવ તત્ત્વના કુલ ૧૩ ભેદો છે.
સ્કંધ એટલે વસ્તુનો સંપૂર્ણ વિભાગ, અર્થાત્ સંપૂર્ણ વસ્તુ તે સ્કંધ. દેશ એટલે વસ્તુનો સવિભાજ્ય કોઇ એક ભાગ. સવિભાજ્ય એટલે જેના અન્ય વિભાગ થઇ શકે તે. અર્થાત્ જેનો અન્ય વિભાગ થઇ શકે તેવો કોઇ એક ભાગ તે દેશ.
સ્કંધ અને દેશની વિચારણામાં એટલું ધ્યાન રાખવું કે સવિભાજ્ય ભાગ જો વસ્તુ સાથે પ્રતિબદ્ધ હોય તો દેશ કહેવાય. પણ જો તે ભાગ છૂટો પડી ગયો હોય તો દેશ કહેવાય પણ ખરો અને ન પણ કહેવાય. છૂટો પડેલો વિભાગ જેમાંથી છૂટો પડ્યો છે તે વસ્તુની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો દેશ કહેવાય. કારણ કે તે જે વસ્તુમાંથી છૂટો પડ્યો છે તે વસ્તુનો એક વિભાગ છે. પણ જો એ વિભાગને મૂળ વસ્તુની અપેક્ષા વિના સ્વતંત્ર વસ્તુ
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૮૫
અO ૫ સૂ૦ ૧] શીતજ્વાધિગમસૂત્ર માનવામાં આવે તો સ્કંધ કહેવાય. કારણ કે સ્કંધ એટલે સંપૂર્ણ વસ્તુ. પગલાસ્તિકાય વિના સર્વદ્રવ્યોમાંથી વિભાગ છૂટો પડતો નથી. માત્ર પુદ્ગલાસ્તિકાયમાંથી જ વિભાગ છૂટો પડે છે. આથી આ વિચારણા પુદ્ગલાસ્તિકાયને આશ્રયીને જ છે. પુદ્ગલાસ્તિકાયના જુદા જુદા વિભાગોમાં પણ સ્કંધરૂપ વ્યવહાર થાય છે તે છૂટા પડેલા વિભાગને સ્વતંત્ર વસ્તુ માનવાથી જ થાય છે.
પ્રદેશ એટલે વસ્તુ સાથે પ્રતિબદ્ધ હોય તેવો વસ્તુનો નિર્વિભાજ્ય એક ભાગ. નિર્વિભાજ્ય ભાગ એટલે જેના કેવળીની દૃષ્ટિથી પણ બે વિભાગ ન થઈ શકે તેવો અંતિમ સૂક્ષ્મ અંશ. પરમાણુ એટલે મૂળ વસ્તુથી છૂટો પડેલો નિર્વિભાજ્ય ભાગ.
પ્રદેશ અને પરમાણુમાં તફાવત– કેવળીની દૃષ્ટિથી પણ જેના બે વિભાગ ન થઈ શકે એવો અંતિમ સૂક્ષ્મ અંશ પ્રદેશ પણ કહેવાય છે અને પરમાણુ પણ કહેવાય છે. બંનેમાં તફાવત એટલો જ છે કે એ સૂક્ષ્મ અંશ જો વસ્તુ–સ્કંધ સાથે પ્રતિબદ્ધ હોય તો પ્રદેશ કહેવાય છે, અને છૂટો પડેલો હોય તો પરમાણુ કહેવાય છે. આથી પ્રદેશ જ છૂટો પડીને પરમાણુનું નામ ધારણ કરે છે. ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય એ ચાર દ્રવ્યોના સ્કંધ, દેશ અને પ્રદેશ એમ ત્રણ વિભાગ છે, પરમાણુરૂપ ચોથો વિભાગ નથી. કારણ કે એ ચાર દ્રવ્યોનો પોતાના સઘળા પ્રદેશોની સાથે શાશ્વત સંબંધ હોય છે. એ ચાર દ્રવ્યોમાંથી એક પણ પ્રદેશ કોઈ કાળે છુટો પડતો નથી. પુદ્ગલના જ સ્કંધમાંથી પ્રદેશો છૂટા પડે છે. પુદ્ગલના સ્કંધમાંથી છૂટા પડેલા પ્રદેશો પરમાણુનું નામ ધારણ કરે છે. આમ પરમાણુ એટલે પુગલ સ્કંધમાંથી છૂટો પડેલો પ્રદેશ. પ્રદેશ અને પરમાણુનું કદ પણ સમાન જ હોય છે. કારણ કે બંને વસ્તુના નિર્વિભાજ્ય અંતિમ સૂક્ષ્મ અંશો છે.
પ્રશ્ન- નવતત્ત્વ પ્રકરણ ગ્રંથમાં અજીવકાયના ૧૪ ભેદો જણાવ્યા છે, જ્યારે અહીં ૧૩ ભેદો જણાવ્યા તેનું શું કારણ ?
ઉત્તર- નવતત્ત્વ ગ્રંથમાં કાળની દ્રવ્યમાં ગણતરી કરવામાં આવી છે. આથી કાળ સહિત અવકાયના ૧૪ ભેદો થાય છે. પરંતુ અહીં ગ્રંથકારે કાળને દ્રવ્ય તરીકે નથી ગણ્યો. ગ્રંથકારે આગળ જાનચે એ સૂત્રથી કોઈ
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૮૬
રીતળાધિગસૂર મિ૦૫૨૦૦-૩ કાળને પણ દ્રવ્ય કહે છે એમ સૂચન કર્યું છે. આથી ગ્રંથકારે કાળનો દ્રવ્યરૂપે સ્વીકાર ક્યું નથી એમ જણાય છે. પ્રસ્તુત ગ્રંથકારે જેમ કાળનો દ્રવ્ય સ્વરૂપે સ્વીકાર ક્યું નથી તેમ જે કાળને દ્રવ્યરૂપે માને છે તેમની એ માન્યતાનું ખંડન પણ ક્યું નથી. માથી ગ્રંથકાર આ વિષયમાં મધ્યસ્થ રહ્યા હોય એમ જણાય છે. કાળને દ્રવ્ય માનનાર કઈ દષ્ટિએ કાળને દ્રવ્યરૂપે માને છે, અને કાળને દ્રવ્ય નહિ માનનાર એ વિષયમાં કેવી દલીલ કરે છે તેનો વિચાર રાજર એ સૂત્રમાં કરવામાં આવશે. (૧)
ધર્માસ્તિકાય આદિ તત્ત્વોની વિશેષ સંશાદ્રવ્યાપિ પીવાઝ છે પ-૨ છે.
ધમસ્તિકાય, અપમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુત્રવાસ્તિકાય અને જીવો એ પાંચ દ્રવ્યો છે.
ધમસ્તિકાય આદિ પાંચની દ્રવ્ય એ સામાન્ય સંજ્ઞા છે, અને ધમસ્તિકાયં આદિ વિશેષ સંજ્ઞા છે. દ્રવ્યનું વલણ અર્થાત્ દ્રવ્ય કોને કહેવાય તે મા અધ્યાયના ૩૭મા સૂત્રમાં કહેશે. (૨)
ધમસ્તિકાય આદિ દ્રવ્યોમાં સાધર્મ સમાનતાनित्याऽवस्थितान्यरूपाणि च ॥५-३॥
ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યો નિત્ય અને અવસ્થિત=સ્થિર છે, તથા પુદ્ગલ સિવાયનાં ચાર દ્રવ્યો અરૂપી છે.
ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યોમાં નિત્યતા અને અવસ્થિતતાનું તથા પુદ્ગલ સિવાય ચાર દ્રવ્યોમાં અરૂપીપણાનું સાધર્મે સમાનતા છે.
નિત્યતા– જેના ધર્મોનો વિનાશ ન થાય તે નિત્ય. અસ્તિત્વ વગેરે સામાન્ય ધર્મોનો તથા નિમિત્તકારણતા' વગેરે વિશેષ ધર્મોનો કદી વિનાશ ન થતો હોવાથી ધમસ્તિકાય વગેરે પાંચેય દ્રવ્યો નિત્ય છે.
અવસ્થિતતા- જેના ધર્મોનું પરાવર્તન સંક્રમણ ન થાય તે અવસ્થિત. જીવમાં જડના ગુણનું કે જડમાં જીવના ગુણનું પરિવર્તન સંક્રમણ થતું નથી. ૧. જે વસ્તુ કોઈ કાર્યમાં નિમિત્તકારણ બને તે વસ્તુમાં નિમિત્તકારણતા ધર્મ હોય. જેમ કેપ્રસ્તુતમાં ધમસ્તિકાયકવ-પુદ્ગલોની ગતિમાં નિમિત્તકાર ઘેવાથી તેમાં નિમિત્તકરણતા
રૂ૫ વિશેષ ધર્મ છે.
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૦ ૫ સૂ૦ ૪-૫]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૮૭
તે તે દ્રવ્યો પોતપોતાના ગુણોથી અવસ્થિત રહે છે. અથવા અવસ્થાન એટલે સંખ્યાની વૃદ્ધિ-હાનિનો અભાવ. ધર્માસ્તિકાય આદિ પાંચેય દ્રવ્યો સદા રહે છે. દ્રવ્યો પાંચની સંખ્યાને છોડતાં નથી. અર્થાત્ દ્રવ્યો ઘટીને ચાર થતાં નથી કે વધીને છ થતાં નથી, જેટલાં છે તેટલાં (પાંચ) જ સદા રહે છે.
અરૂપિપણું– અરૂપિપણું એટલે રૂપનો અભાવ. અહીં અરૂપિપણાના ઉપલક્ષણથી રસ, ગંધ અને સ્પર્શ વગેરે ગુણોનો પણ અભાવ જાણવો. પુદ્ગલ સિવાયનાં ચાર દ્રવ્યો અરૂપી છે, એટલે કે રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે ગુણોથી રહિત છે. આથી એ ચાર દ્રવ્યોનું ચક્ષુ વગેરે ઇન્દ્રિયોથી જ્ઞાન થતું નથી. જ્ઞાનાવરણીય કર્મના આવરણ રહિત આત્મા જ એ ચાર દ્રવ્યોનું પ્રત્યક્ષ જ્ઞાન કરી શકે છે. (૩)
રૂપી દ્રવ્યો
પિન: પુાતા: ॥ ૬-૪ | પુદ્ગલો રૂપી છે.
પાંચ દ્રવ્યોમાં ફક્ત પુદ્ગલદ્રવ્ય રૂપી છે. આથી આપણે ચક્ષુ આદિ ઇન્દ્રિય દ્વારા પુદ્ગલનું જ કે પુદ્ગલના ગુણોનું જ પ્રત્યક્ષ જ્ઞાન કરી શકીએ છીએ. આપણને આંખ દ્વારા જે કાંઇ દેખાય છે તે પુદ્ગલ જ છે. જ્યાં રૂપ હોય છે ત્યાં જ રસ, ગંધ, સ્પર્શ વગેરે ગુણો પણ અવશ્ય હોય છે. આથી રૂપની જેમ રસ, ગંધ, સ્પર્શ વગેરે ગુણો પણ પુદ્ગલદ્રવ્યના જ છે. (૪) આકાશ સુધીનાં દ્રવ્યોની એકતા– आऽऽकाशादेकद्रव्याणि ॥ ५५ ॥
આકાશ સુધીનાં દ્રવ્યો એક એક છે.
જુદા જુદા જીવોની અપેક્ષાએ જીવો અનેક છે. ભિન્ન ભિન્ન સ્કંધ આદિની અપેક્ષાએ પુદ્ગલો અનેક છે. પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ એ ત્રણ દ્રવ્યો એક એક જ છે. ધર્માસ્તિકાય આદિના સ્કંધ આદિ ભેદો બુદ્ધિની કલ્પનાથી ભિન્ન ભિન્ન અપેક્ષાએ એક જ દ્રવ્યના છે. તે ભેદો મૂળ દ્રવ્યથી જુદા કરી શકાતા જ નથી. જ્યારે જીવદ્રવ્ય અનેક વ્યક્તિરૂપે અનંત છે. તે જ પ્રમાણે પુદ્ગલદ્રવ્ય પણ અનંત છે. (૫)
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અo૫ સૂ૦ ૬-૭-૮-૯ આકાાદિ દ્રવ્યોમાં નિષ્ક્રિયતાનિયાળા વ -૬ | આકાશ સુધીનાં દ્રવ્યો નિષ્ક્રિયકકિયારહિત છે.
અહીં સામાન્ય ક્રિયાનો નિષેધ નથી, કિંતુ ગતિ રૂપ વિશેષ ક્રિયાનો નિષેધ છે. જેમ જીવો અને પુગલો એક સ્થળેથી અન્ય સ્થળે ગમનાગમન કરે છે તેમ ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યો એક સ્થળેથી અન્ય સ્થળે ગમનાગમન કરતાં નથી. આથી ધર્માસ્તિકાય આદિ ત્રણમાં ગમનાગમન રૂપ ક્રિયાનો અભાવ હોય છે. પણ ઉત્પાદ-વ્યયરૂપ ક્રિયા તો આ ત્રણમાં પણ હોય છે. કારણ કે જૈનદર્શન વસ્તુમાત્રમાં પર્યાયોની અપેક્ષાએ ઉત્પાદ-વ્યયને માને છે. (૬)
ધર્મ-અધર્મ દ્રવ્યોમાં પ્રદેશોનું પરિમાણअसंख्येयाः प्रदेशा धर्माधर्मयोः ॥५-७ ॥ ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય પ્રત્યેકના અસંખ્યાત પ્રદેશો છે.
વસ્તુ સાથે પ્રતિબદ્ધ નિર્વિભાજ્ય સૂક્ષ્મ અંશ પ્રદેશ કહેવાય છે. આવા પ્રદેશો ધર્માસ્તિકાયના અને અધમસ્તિકાયના અસંખ્યાત અસંખ્યાત છે. (૭)
પ્રત્યેક જીવના પ્રદેશોનું પરિમાણકવચ a -૮ | પ્રત્યેક જીવના અસંખ્યાત પ્રદેશો છે.
જીવો અનંત છે. પ્રત્યેક જીવના પ્રદેશો સમાન અસંખ્યાત છે. અર્થાત્ એક જીવના જેટલા અસંખ્યાત પ્રદેશો છે, તેટલા જ અસંખ્યાત પ્રદેશો બીજા જીવના, ત્રીજા જીવના એમ સર્વ જીવોના હોય છે. એક જીવના જેટલા અસંખ્યાત પ્રદેશો હોય તેના કરતાં બીજા જીવના અસંખ્યાત પ્રદેશો ઓછા હોય કે વધારે હોય તેમ નથી. એક જીવના જેટલા અસંખ્યાત પ્રદેશો છે, તેટલા જ અસંખ્યાત પ્રદેશો ધમસ્તિકાય અને અધમસ્તિકાયના પણ છે. (૮)
આકાશના પ્રદેશોનું પરિમાણ– માથાનતા -૬ . આકાશના અનંત પ્રદેશો છે.
આકાશનાલોકાકાશ અને અલોકાકાશ એમ બે ભેદ છે. અહીં આકાશના અનંત પ્રદેશોનું કથન લોકાકાશ અને અલોકાકાશ ઉભયના સમુદિત પ્રદેશોની
Page #233
--------------------------------------------------------------------------
________________
અ૦ ૫ સૂ૦ ૧૦] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૧૮૯ અપેક્ષાએ છે. પ્રત્યેકના પ્રદેશોની વિચારણા કરવામાં આવે તો લોકાકાશના પ્રદેશો અસંખ્યાત છે અને અલોકાકાશના પ્રદેશો અનંત છે. (૯)
પુદ્ગલનાં પ્રદેશોનું પરિમાણસંઘેયા સંયેયા પુરાવાનામ્ ! -૨૦ | પુદ્ગલ દ્રવ્યના સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશો છે.
જીવની જેમ પુદ્ગલ દ્રવ્ય પણ અનંત છે. કોઇ પુદ્ગલ દ્રવ્યના સંખ્યાત પ્રદેશો હોય છે. કોઈ પુદ્ગલ દ્રવ્યના અસંખ્યાત પ્રદેશો હોય છે. કોઈ પગલ દ્રવ્યના અનંત પ્રદેશો હોય છે. સંખ્યાત પ્રદેશવાળા પુદ્ગલ દ્રવ્યોમાં પણ અનેક તરતમતા હોય છે. કોઈ પુદ્ગલદ્રવ્યોમાં બે પ્રદેશો, કોઈમાં ત્રણ પ્રદેશો, કોઇમાં ચાર પ્રદેશો, કોઈમાં સો પ્રદેશો, કોઇમાં ક્રોડ પ્રદેશો, કોઈમાં તેથી પણ અતિઘણા પ્રદેશો હોય છે. એ પ્રમાણે અસંખ્યાત પ્રદેશવાળા અને અનંત પ્રદેશવાળા પુદ્ગલોમાં પણ અનેક તરતમતા હોય છે.
ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને આકાશના પ્રદેશો સંકોચ-વિકાસની ક્રિયાથી રહિત છે, સદા વિસ્તૃત જ રહેલા છે. જ્યારે જીવના અને પુદ્ગલના પ્રદેશો સંકોચ-વિકાસ પામે છે. જીવ હાથીના શરીરમાંથી નીકળી કીડીના શરીરમાં આવે ત્યારે આત્મપ્રદેશોનો સંકોચ થવાથી સર્વ પ્રદેશો કીડીના શરીરમાં જ સમાઈ જાય છે. એ જ પ્રમાણે નાના શરીરમાંથી નીકળી મોટા શરીરમાં આવે ત્યારે શરીર પ્રમાણે આત્મપ્રદેશોનો વિકાસ થાય છે. એ જ પ્રમાણે નાનું શરીર જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ આત્મપ્રદેશોનો વિકાસ થતો જાય છે. આથી આત્મપ્રદેશો શરીરની બહાર રહે એવું બનતું નથી, અને શરીરના અમુક ભાગમાં ન હોય તેવું પણ બનતું નથી.
પુગલોના પ્રદેશોનો પણ સંકોચ-વિકાસ થાય છે તે તો આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. સંપૂર્ણ ઓરડામાં પથરાયેલા દીપકના પ્રકાશના પ્રદેશો દીપકને નાની પેટીમાં મૂકવામાં આવે તો સંકોચ પામીને તેટલા વિભાગમાં જ સમાઈ જાય છે. દીપકને બહાર કાઢતાં પ્રકાશના પ્રદેશોનો વિકાસ થવાથી તે પ્રદેશો સંપૂર્ણ ઓરડામાં પથરાઈ જાય છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને જીવના પ્રદેશો મૂળ દ્રવ્યમાંથી કદી છૂડા પડતા નથી. કારણ કે ધમસ્તિકાય આદિ અરૂપી છે.
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૯૦
શ્રીતQાથિિધગમસૂત્ર [અ૦ ૫ સૂ૦ ૧૧-૧૨ અરૂપી દ્રવ્યોમાં સંશ્લેષનો (=ભેગા થવાનો) કે વિશ્લેષનો (છૂટા પડવાનો) અભાવ હોય છે. પુદ્ગલ દ્રવ્યના પ્રદેશો મૂળ દ્રવ્યમાંથી છૂટા પડે છે અને ભેગા પણ થાય છે. તેમ જ એક સ્કંધના પ્રદેશો એ સ્કંધમાંથી છૂટા પડીને અન્ય સ્કંધમાં જોડાય છે. આથી જ પુદ્ગલ દ્રવ્યના સ્કંધોના પ્રદેશોની સંખ્યા અનિયત જ રહે છે. એક જ સ્કંધમાં કોઈ વાર સંખ્યાત, તો કોઈ વાર અસંખ્યાત, તો કોઈ વાર અનંત પ્રદેશો હોય છે. (૧૦)
પરમાણમાં પ્રદેશોનો અભાવ નાખો: પ-૧૨ અણુના=પરમાણુના પ્રદેશો નથી.
અણુ પોતે જ અવિભાજય અંતિમ અંશ છે. એથી જો અણુના પ્રદેશો હોય તો તે અણુ કહેવાય જ નહિ. અણુ આંખોથી કદી દેખી શકાય જ નહિ. તેને વિશિષ્ટ જ્ઞાનના બળે જ જોઈ શકાય. અણુ નિરવયવ છે. તેને આદિ, મધ્યમ કે અંતિમ કોઇ અવયવ નથી. આજના વૈજ્ઞાનિકોએ માનેલ અણુ એ વાસ્તવિક અણુ નથી, કિન્તુ અસંખ્ય પ્રદેશાત્મક કે અનંત પ્રદેશાત્મક એક સ્કંધ છે. (૧૧).
ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોનું આધારક્ષેત્રતોડવI | ક-૧૨ || ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્યો લોકાકાશમાં રહેલાં છે.
આકાશના લોકાકાશ અને અલોકાકાશ એમ બે ભેદ છે. જેટલા આકાશમાં ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો રહેલાં છે, તેટલો આકાશ લોકાકાશ અને બાકીનો આકાશ અલોકાકાશ છે. લોકાકાશની આ વ્યાખ્યાથી જ ધમસ્તિકાય આદિ દ્રવ્યો લોકાકાશમાં રહેલાં છે એ સિદ્ધ થાય છે. લોકાકાશમાં અન્ય દ્રવ્યને અવગાહ=જગ્યા આપવાનો સ્વભાવ છે. ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય લોકાકાશમાં જ રહેલા હોવાથી જીવો અને પુદ્ગલો પણ લોકાકાશમાં જ રહે છે. કારણ કે જીવોને તથા પુગલોને ગતિ કરવામાં ધર્માસ્તિકાયની અને સ્થિતિ કરવામાં અધમસ્તિકાયની સહાય લેવી પડે છે. એથી જયાં ધમસ્તિકાય અને અધમસ્તિકાય હોય ત્યાં જ જીવો કે પુદ્ગલો ગતિ-સ્થિતિ કરી શકે. અલોકાકાશનો અન્ય દ્રવ્યને અવગાહ=જગ્યા
Page #235
--------------------------------------------------------------------------
________________
અ૦ ૫ સૂ૦ ૧૩-૧૪-૧૫] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૯૧
આપવાનો સ્વભાવ હોવા છતાં ત્યાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ન હોવાથી જીવો કે પુદ્ગલો ગતિ-સ્થિતિ કરી શકતા નથી. (૧૨) ધર્માસ્તિકાય આદિના સ્થિતિક્ષેત્રની મર્યાદા— થર્માથર્નયો: ને ॥ ૧-૨ ॥
एकप्रदेशादिषु भाज्य: पुद्गलानाम् ॥ ५-१४॥ असंख्येयभागादिषु जीवानाम् ॥ ५-१५ ॥
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય સંપૂર્ણ લોકાકાશમાં રહેલા છે. લોકાકાશના એક પ્રદેશથી આરંભી (લોકાકાશ પ્રમાણ) અસંખ્ય પ્રદેશો સુધીમાં પુદ્ગલદ્રવ્ય(=સ્કંધ) રહે છે.
લોકાકાશના અંગુલના અસંખ્યાતમા ભાગથી આરંભી સંપૂર્ણ લોકાકાશ સુધીમાં જીવદ્રવ્ય રહે છે.
નોવાશેડવાદઃ– એ સૂત્રમાં ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો લોકાકાશમાં રહે છે એમ જણાવ્યું છે. પણ સંપૂર્ણ લોકાકાશમાં રહે છે કે તેના અમુક ભાગમાં રહે છે તે જણાવ્યું નથી. આ ત્રણ સૂત્રોમાં એ જણાવવામાં આવ્યું છે.
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય સંપૂર્ણ લોકને વ્યાપીને રહેલા છે. લોકાકાશનો એક પણ પ્રદેશ એવો નથી કે જ્યાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ન હોય. આથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને લોકાકાશ એ ત્રણેના પ્રદેશો સમાન છે. જેટલા પ્રદેશો ધર્માસ્તિકાયના છે તેટલા પ્રદેશો અધર્માસ્તિકાયના છે અને તેટલા જ પ્રદેશો લોકાકાશના છે. (૧૩)
પુદ્ગલદ્રવ્યો વ્યક્તિરૂપે અનેક છે. દરેક પુદ્ગલદ્રવ્યના અવગાહક્ષેત્રનું (સ્થિતિક્ષેત્રનું) પ્રમાણ ભિન્ન ભિન્ન હોય છે. કોઇ પુદ્ગલદ્રવ્ય (લોકાકાશના) એક પ્રદેશમાં, કોઇ પુદ્ગલદ્રવ્ય બે પ્રદેશોમાં, કોઇ પુદ્ગલદ્રવ્ય ત્રણ પ્રદેશોમાં, યાવત્ કોઇ પુદ્ગલદ્રવ્ય અસંખ્ય પ્રદેશોમાં રહે છે. જેમ કે—પરમાણુ એક પ્રદેશમાં જ રહે છે. ચણુક (બે પરમાણુઓનો સ્કંધ) એક પ્રદેશમાં કે બે પ્રદેશમાં રહે છે. ઋણુક (ત્રણ પરમાણુઓનો સ્કંધ) એક, બે કે ત્રણ પ્રદેશમાં રહે છે. સંખ્યાતા પ્રદેશવાળા સ્કંધો એક, બે, ત્રણ, યાવત્ સંખ્યાત પ્રદેશોમાં રહી શકે છે. અસંખ્ય પ્રદેશવાળા સ્કંધો એક, બે, ત્રણ, યાવત્ અસંખ્યાત પ્રદેશોમાં ૧. આકાશનો કોઇ આધાર નથી. તે સ્વપ્રતિષ્ઠિત છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૯૨
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર [૮૦ ૫ સૂ૦૧૫ રહી શકે છે. અનંત પ્રદેશવાળા સ્કંધો એક, બે, ત્રણ, યાવતું સંખ્યાત કે અસંખ્યાત પ્રદેશોમાં રહી શકે છે. લોકાકાશ અસંખ્યાત જ પ્રદેશો પ્રમાણ છે.
જેમ પુદગલ દ્રવ્યો વ્યક્તિરૂપે અનેક હોવાથી પ્રત્યેક દ્રવ્યના અવગાહક્ષેત્રનું પ્રમાણ ભિન્ન ભિન્ન હોય છે, તેમ પુગલદ્રવ્યના પરિણમનમાં વિવિધતા(વિચિત્રતા) હોવાથી એક જ પુદ્ગલદ્રવ્યના અવગાહક્ષેત્રનું પ્રમાણ પણ ભિન્ન ભિન્ન કાળની અપેક્ષાએ ભિન્ન ભિન્ન હોય છે. વિવક્ષિત સમયે એક પ્રદેશમાં રહેલ અનંતપ્રદેશી ઢંધ કાળાંતરે બે, ત્રણ, યાવત્ અસંખ્યાત પ્રદેશોમાં રહે છે. એ પ્રમાણે વિવક્ષિત સમયે અસંખ્ય પ્રદેશોમાં રહેલ સ્કંધ કાલાંતરે એકાદિ પ્રદેશમાં રહે છે. આમ જે સ્કંધ જેટલા પ્રદેશોનો હોય, તેટલા પ્રદેશોમાં કે તેનાથી ઓછા પ્રદેશોમાં રહી શકે છે, પણ કદી તેનાથી વધારે પ્રદેશોમાં રહેતો નથી. આથી પુદ્ગલદ્રવ્યનું અવગાહક્ષેત્ર ઓછામાં ઓછું એક પ્રદેશ અને વધારેમાં વધારે લોકાકાશ જેટલા અસંખ્ય પ્રદેશો છે. ગમે તેવા મહાન પુગલ સ્કંધો પણ લોકાકાશમાં સમાઈ જાય છે.
પ્રશ્ન– અનંતપ્રદેશી ઢંધ એક પ્રદેશમાં શી રીતે રહી શકે ?
ઉત્તર- પુદ્ગલોનો અત્યંત સૂક્ષ્મ-સૂક્ષ્મતર-સૂક્ષ્મતમ થવાનો સ્વભાવ છે. તથા આકાશનો પુગલોને તેવી રીતે અવગાહ આપવાનો સ્વભાવ છે. આથી અનંતપ્રદેશી એક સ્કંધ તો શું ! અનંતપ્રદેશી અનંત સ્કંધો પણ એક પ્રદેશમાં રહી શકે છે. જેમ કે–જે ઓરડામાં હજારો દીપકોનું તેજ ફેલાયેલું છે, તે ઓરડાના એક એક પ્રદેશમાં તેજના હજારો પગલો રહેલા છે. ૧૨ ઇંચ લાંબી રૂની પૂણીને સંકેલી લેવામાં આવે તો એક ઇંચથી પણ નાની થઈ જાય છે. દૂધથી ભરેલા પ્યાલામાં જગ્યા ન હોવા છતાં સાકર નાખવામાં આવે તો સમાઈ જાય છે.
આમ, જેમ અગ્નિનો બાળવાનો સ્વભાવ છે અને ઘાસનો બળવાનો સ્વભાવ છે તેમ પુદ્ગલોનો અત્યંત સૂક્ષ્મરૂપે પરિણમીને એકાદિ પ્રદેશોમાં રહેવાનો સ્વભાવ છે, અને આકાશનો તે પ્રમાણે અવગાહ આપવાનો સ્વભાવ છે. (૧૪)
પુદ્ગલની જેમ જીવો પણ વ્યક્તિ રૂપે અનેક છે, તથા દરેક જીવના અવગાહ ક્ષેત્રનું પ્રમાણ ભિન્ન ભિન્ન હોય છે. જીવદ્રવ્યના અવગાહ ક્ષેત્રનું
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૦ ૫ સૂ૦ ૧૬]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૯૩
પ્રમાણ ઓછામાં ઓછા અંગુલનો અસંખ્યાતમો ભાગ અને વધારેમાં વધારે સંપૂર્ણ લોક છે. કોઇ જીવ (અંગુલના) એક અસંખ્યાતમા ભાગમાં રહે છે, કોઇ જીવ બે અસંખ્યાતમા ભાગમાં રહે છે, કોઇ જીવ ત્રણ અસંખ્યાતમા ભાગમાં રહે છે, એમ યાવત્ કોઇ જીવ ક્યારેક સંપૂર્ણ લોકમાં રહે છે. જ્યારે કેવળી ભગવંત સમુદ્દાત કરે છે ત્યારે (તેમના આત્મપ્રદેશો) સંપૂર્ણ લોકવ્યાપી બને છે. સમુદ્દાત વખતે જ જીવ સંપૂર્ણ લોકમાં વ્યાપીને રહે છે. બાકીના સમયમાં તો પોતાના શરીર પ્રમાણ આકાશપ્રદેશોમાં રહે છે. જેમ જેમ શરીર મોટું તેમ તેમ અધિક અધિક આકાશપ્રદેશોમાં રહે છે. જેમ જેમ શરીર નાનું તેમ તેમ ઓછા ઓછા આકાશપ્રદેશોમાં રહે છે.
જેમ સમકાળે અનેક જીવના અવગાહ ક્ષેત્રનું પ્રમાણ ભિન્ન ભિન્ન હોય છે તેમ ભિન્ન ભિન્ન કાળની અપેક્ષાએ એક જ જીવના અવગાહ ક્ષેત્રનું પ્રમાણ ભિન્ન ભિન્ન હોય છે. હાથીના ભવને પામેલો જીવ હાથી પ્રમાણ શરીરમાં રહે છે. એ જ જીવ કીડીના ભવને પામે તો કીડી પ્રમાણ શરીરમાં રહે છે. એ જ જીવ પુનઃ અન્ય ભવમાં અન્ય ભવના શરીરમાં રહે છે. (૧૫) જીવની ભિન્ન અવગાહનામાં હેતુ—
પ્રવેશસંહાર-વિસાિં-પ્રવીપવત્ ॥ ૧-૬ ॥
જીવપ્રદેશોનો દીપકની જેમ સંકોચ-વિકાસ થવાથી જીવની ભિન્ન ભિન્ન અવગાહના થાય છે.
જેમ પ્રદીપનો (=પ્રદીપના પ્રકાશના પુદ્ગલોનો) સંકોચ અને વિકાસ થાય છે તેમ જીવપ્રદેશોનો પણ સંકોચ-વિકાસ થાય છે. ઓરડીમાં પથરાયેલા દીપકના પ્રકાશના પુદ્ગલો દીપકને નાની પેટીમાં રાખવામાં આવે તો તેમાં સમાઇ જાય છે, અને મોટા ઓરડામાં રાખવામાં આવે તો સંપૂર્ણ ઓરડામાં ફેલાઇ જાય છે. એ જ પ્રમાણે જીવના પ્રદેશોનો પણ શરીર પ્રમાણે સંકોચવિકાસ થયા કરે છે. આનું કારણ પુદ્ગલોનો અને જીવોનો તેવા પ્રકારનો સ્વભાવ જ છે. ભિન્ન ભિન્ન વસ્તુનો ભિન્ન ભિન્ન સ્વભાવ હોય છે.
પ્રશ્ન– પુદ્ગલ અને જીવ એ બંનેનો સંકોચ-વિકાસ પામવાનો સ્વભાવ હોવા છતાં પુદ્ગલદ્રવ્ય એક પ્રદેશમાં રહી શકે છે અને જીવદ્રવ્ય એક પ્રદેશમાં રહી શકતું નથી. જીવદ્રવ્યનું ઓછામાં ઓછું અવગાહનાક્ષેત્ર
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૫ સૂ૦ ૧૭
અંગુલનો અસંખ્યાતમો ભાગ(=અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ આકાશ પ્રદેશો) છે. આનું શું કારણ ?
ઉત્તર– જીવોનો સંકોચ-વિકાસ સ્વતંત્રપણે થતો નથી, કિંતુ સૂક્ષ્મ શરીરના-કાર્યણશરીરના અનુસારે થાય છે. આથી જેટલો સંકોચ-વિકાસ કાર્યણ શરીરનો થાય તેટલો જ સંકોચ-વિકાસ જીવનો થાય છે. કાર્મણ શરીર અનંતાનંત પુદ્ગલના સમૂહ રૂપ છે. તેનું અવગાહનાક્ષેત્ર ઓછામાં ઓછું અંગુલનો અસંખ્યાતમો ભાગ હોવાથી જીવનું પણ ઓછામાં ઓછું અવગાહનાક્ષેત્ર અંગુલનો અસંખ્યાતમો ભાગ છે.
પ્રશ્ન– સિદ્ધના જીવોની અવગાહના પૂર્વના શરી૨પ્રમાણ ન થતાં પૂર્વના શરીરથી બે તૃતીયાંશ (૨/૩) ભાગ કેમ રહે છે ?
ઉત્તર– શરીરનો ત્રીજો ભાગ શુષિરવાળો=પોલાણવાળો હોય છે. યોગનિરોધકાળે એ શુષિર પૂરાઇ જવાથી જીવના ત્રીજા ભાગનો સંકોચ થઇ જાય છે, એથી સિદ્ધ અવસ્થામાં જીવની અવગાહના પૂર્વ શરીરથી (૨/૩) ભાગ રહે છે. (૧૬)
ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયનું લક્ષણ—
गति - स्थित्युपग्रहौ धर्माऽधर्मयोरुपकारः ॥ ५-१७ ॥ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો અનુક્રમે ગતિ-ઉપગ્રહ અને સ્થિતિ-ઉપગ્રહ ઉપકાર=કાર્ય છે.
અહીં ઉપગ્રહનો અર્થ નિમિત્તકા૨ણ છે. ઉપકારનો અર્થ કાર્ય છે. જીવ અને પુદ્ગલોનો ગતિ અને સ્થિતિ કરવાનો સ્વભાવ છે. જીવ અને પુદ્ગલો જ્યારે ગતિ કરે છે ત્યારે ધર્માસ્તિકાય ગતિમાં સહાય કરે છે અને સ્થિતિ કરે છે ત્યારે અધર્માસ્તિકાય સ્થિતિમાં સહાય કરે છે. જીવ-પુદ્ગલને ગતિસ્થિતિમાં સહાયતા કરવી એ જ અનુક્રમે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું કાર્ય છે. જેમ માછલીમાં ચાલવાની અને સ્થિર રહેવાની શક્તિ હોવા છતાં તેને ચાલવામાં પાણીની સહાયતા જોઇએ છે, મનુષ્યમાં સ્થિર રહેવાની શક્તિ હોવા છતાં સ્થિર રહેવામાં પૃથ્વીની સહાયતા જોઇએ છે, ચક્ષુમાં જોવાની શક્તિ હોવા છતાં પ્રકાશની અપેક્ષા રહે છે, તેમ જીવ અને પુદ્ગલમાં ગતિ અને સ્થિતિ કરવાની શક્તિ હોવા છતાં ગતિ અને સ્થિતિ કરવામાં તેમને અનુક્રમે
Page #239
--------------------------------------------------------------------------
________________
અo ૫ સૂ૦ ૧૭] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૧૯૫ ધમસ્તિકાય અને અધર્માસ્તિકાયની સહાયતા લેવી પડે છે. ધર્માસ્તિકાય વિના ગતિ ન થઈ શકે અને અધમસ્તિકાય વિના સ્થિતિ ન થઈ શકે.
પ્રશ્ન- જીવ અને પુલની ગતિ અને સ્થિતિ કેવળ સ્વશક્તિથી થાય છે. તેમાં અન્ય કોઈ કારણ માનવાની જરૂર નથી. આથી જ તૈયાયિક, વૈશેષિક વગેરે દર્શનકારો આ બે દ્રવ્યોને માનતા નથી.
ઉત્તર- જો જીવ અને પુગલની ગતિ-સ્થિતિ કેવળ સ્વશક્તિથી જ થતી હોય તો અલોકાકાશમાં તેમની ગતિ-સ્થિતિ કેમ થતી નથી? લોકાકાશમાં જ કેમ થાય છે? માટે ગતિ-સ્થિતિમાં સ્વશક્તિ સિવાય અન્ય કોઈ નિમિત્તકારણ હોવું જ જોઈએ. બીજું, સ્વશક્તિ એ અંતરંગ કારણ છે. કેવળ અંતરંગ કારણથી કાર્ય ન થાય. અંતરંગ અને બાહ્ય એ બંને કારણો મળે તો જ કાર્ય થાય. જેમ પક્ષીમાં ઊડવાની શક્તિ છે, પણ પાંખો કે હવા ન હોય તો તે ઊડી ન શકે, તેમ જીવ અને પુદ્ગલમાં ગતિ-સ્થિતિ કરવાની શક્તિ હોવા છતાં જો બાહ્ય કારણ ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય ન હોય તો ગતિ-સ્થિતિ થઈ શકતી નથી. આથી જીવ અને પદૂગલની ગતિના કારણ તરીકે ધમસ્તિકાયની અને સ્થિતિના કારણ તરીકે અધમસ્તિકાયની સિદ્ધિ થાય છે.
પ્રશ્ન- જીવ અને પુદ્ગલની ગતિ અને સ્થિતિના બાહ્ય કારણ તરીકે આકાશને માનવાથી ગતિ અને સ્થિતિ થઈ શકે છે. જેમ પાણી માછલીનો આધાર હોવા ઉપરાંત ગતિ-સ્થિતિમાં પણ કારણ બને છે, તેમ આકાશને જ જીવ-પદૂગલના આધાર રૂપે અને ગતિ-સ્થિતિના કારણ તરીકે માનવાથી ઈષ્ટની સિદ્ધિ થઈ જાય છે. આથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને માનવાની જરૂર નથી.
ઉત્તર- જો આકાશ ગતિ-સ્થિતિમાં કારણ હોય તો અલોકાકાશમાં ગતિ-સ્થિતિ કેમ થતી નથી? અલોકાકાશ પણ આકાશ છે. અલોકાકાશમાં જીવ-પુગલની ગતિ-સ્થિતિ ન હોવાથી આકાશ સિવાય અન્ય કોઈ એવું દ્રવ્ય હોવું જોઈએ કે જે દ્રવ્ય જીવ-પુદ્ગલની ગતિ-સ્થિતિમાં કારણ હોય. તથા જે ગતિમાં કારણ હોય તે સ્થિતિમાં કારણ ન બની શકે. જે સ્થિતિમાં કારણ હોય તે ગતિમાં કારણ ન બની શકે. આથી ગતિ અને સ્થિતિનાં જુદા જુદા કારણ રૂપે બે દ્રવ્યો હોવાં જ જોઈએ. આ બે દ્રવ્યો તે ધર્માસ્તિકાય અને
Page #240
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર [અ૦ ૫ સૂ૦૧૮-૧૯-૨૦
અધર્માસ્તિકાય. ‘ગતિ રૂપે પરિણત જીવ-પુદ્ગલોને ગતિમાં સહાયક બનવું’ એ ધર્માસ્તિકાયનું લક્ષણ' છે. ‘સ્થિતિ રૂપે પરિણત જીવ-પુદ્ગલોને સ્થિતિમાં સહાયક બનવું' એ અધર્માસ્તિકાયનું લક્ષણ છે. (૧૭)
આકાશનું લક્ષણ—
૧૯૬
આાશાવાહૈ || -૬૮ ॥
આકાશનો અવગાહ (=જગ્યા આપવી) ઉપકાર=કાર્ય છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ અને પુદ્ગલ એ ચાર દ્રવ્યોને આકાશઅવગાહ આપે છે. આકાશનું આ કાર્ય લક્ષણ રૂપ છે. આથી ‘ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોને અવગાહનું પ્રદાન કરવું' એ આકાશનું લક્ષણ છે. (૧૮) પુદ્ગલોનો ઉપકાર–
શરીર-વાડ્-મન:-પ્રાબાપાના: પુત્રાનાનામ્ || ૧-૨૬ || મુઃ-૩:૬-નીવિત-મરોવગ્રહાશ ! -૨૦ ॥
શરીર, વાણી, મન અને પ્રાણાપાન=શ્ર્વાસોચ્છ્વાસ એ પુદ્ગલોનો ઉપકાર=કાર્ય છે.
તથા સુખ, દુઃખ, જીવિત અને મરણ પણ પુદ્ગલોનો ઉપકાર=કાર્ય છે. આ બે સૂત્રોમાં જીવોની અપેક્ષાએ પુદ્ગલોનો માત્ર ઉપકાર જણાવવામાં આવ્યો છે. પુદ્ગલોનું લક્ષણ તો ‘સ્પર્શ-રમ-ધ-વર્ણવન્તઃ પુત્રનાઃ' એ સૂત્રમાં જણાવવામાં આવશે.
(૧) શરીર પાંચ છે. શરીરનું વર્ણન બીજા અધ્યાયના ૩૭મા સૂત્રમાં આવી ગયું છે. પાંચેય શરીર પુદ્ગલના પરિણામ રૂપ હોવાથી પૌદ્ગલિક છે. (૨) વાણી=ભાષા પણ પૌદ્ગલિક છે. જીવ જ્યારે બોલે છે ત્યારે પહેલાં આકાશમાં રહેલા ભાષાવર્ગણાના (=ભાષા રૂપે બનાવી શકાય તેવા) પુદ્ગલોને ગ્રહણ કરે છે. બાદ તે પુદ્ગલોને પ્રયત્નવિશેષથી ભાષારૂપે પરિણમાવે છે. બાદ તે પુદ્ગલોને પ્રયત્નવિશેષથી છોડી દે છે. ભાષા રૂપે પરિણમેલા પુદ્ગલો એટલે જ શબ્દ. ભાષા રૂપે પરિણમેલા પુદ્ગલોને છોડી દેવા એટલે જ બોલવું. ભાષા રૂપે પરિણમેલા પુદ્ગલોને છોડવાથી એટલે કે બોલવાથી એ પુદ્ગલોમાં ધ્વનિ ઉત્પન્ન થાય છે. આમ વાણી (શબ્દ) ૧. લક્ષણ એટલે વસ્તુને ઓળખાવનાર અસાધારણ (=બીજી વસ્તુમાં ન રહે તેવો) ધર્મ.
Page #241
--------------------------------------------------------------------------
________________
અ૦ ૫ સૂ૦ ૨૦] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૯૭ ભાષાવર્ગણાના પુદ્ગલોનો પરિણામ હોવાથી પૌદ્ગલિક દ્રવ્ય છે. કેટલાક વાણીને ગુણ રૂપ માને છે. પણ તે અસત્ય છે. ભાષાનું (=શબ્દનું) જ્ઞાન શ્રોત્રેન્દ્રિય દ્વારા થાય છે ભાષા રસનેન્દ્રિય આદિની સહાયથી ઉત્પન્ન થાય છે, અને શ્રોત્રેન્દ્રિયની સહાયથી જાણી શકાય છે.
પ્રશ્ન- એક વાર સાંભળ્યા બાદ તે જ શબ્દો ફરી કેમ સંભળાતા નથી?
ઉત્તર- જેમ એક વાર જોયેલી વિજળી તેના પુદ્ગલો ચારે બાજુ વિખરાઈ જવાથી બીજી વાર દેખાતી નથી, તેમ એક વાર સંભળાયેલા શબ્દો તેના પુગલો ચારે બાજુ વિખરાઈ જવાથી ફરી વાર સંભળાતા નથી.
પ્રશ્ન- ગ્રામોફોનની રેકર્ડમાં એના એ જ શબ્દો વારંવાર સંભળાય છે તેનું શું કારણ?
ઉત્તર– જેમ વીજળીનો ફોટો લેવામાં આવે તો વીજળી વારંવાર દેખી શકાય છે તેમ શબ્દરૂપ પુદ્ગલોને ગ્રામોફોનની રેકર્ડમાં સંસ્કારિત કરવામાં આવતા હોવાથી સંસ્કારિત શબ્દો આપણે વારંવાર સાંભળી શકીએ છીએ. પણ મૂળ શબ્દો બીજી વાર સંભળાતા નથી.
પ્રશ્ન- ભાષા( શબ્દ) જો પુદ્ગલ દ્રવ્ય હોય તો શરીરની જેમ આંખોથી કેમ ન દેખી શકાય ?
ઉત્તર- શબ્દના પુદ્ગલો અત્યંત સૂક્ષ્મ હોવાથી આંખોથી દેખી શકાતા નથી. શબ્દો કેવળ શ્રોત્રેન્દ્રિયથી જ ગ્રાહ્ય બને છે.
પ્રશ્ન- ભાષા આંખોથી દેખાતી નથી. માટે તેને અરૂપી માનવામાં આવે તો શી હરકત છે?
ઉત્તર– ભાષાને અરૂપી માનવામાં આવે તો અનેક વિરોધ ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે
(૧) અરૂપી વસ્તુ રૂપી વસ્તુની મદદથી જાણી ન શકાય. જ્યારે શબ્દો રૂપી શ્રોત્રેન્દ્રિયની મદદથી જાણી શકાય છે.
(૨) અરૂપી પદાર્થને રૂપી પદાર્થ પ્રેરણા ન કરી શકે. જ્યારે શબ્દને રૂપી વાયુ પ્રેરણા કરી શકે છે. એથી જ આપણે વાયુ અનુકૂળ હોય તો દૂરથી પણ શબ્દો સાંભળી શકીએ છીએ અને વાયુ પ્રતિકૂળ હોય તો નજીકથી પણ શબ્દો સાંભળી શકતા નથી.
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૯૮
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર [અ૦ ૫ સૂ૦ ૨૦ (૩) અરૂપી વસ્તુ પકડી ન શકાય. પણ શબ્દો તો જેમ કેમેરાથી દશ્યમાન પદાર્થો પકડી શકાય છે સંસ્કારિત કરી શકાય છે, તેમ રેડિયો, ફોનોગ્રાફ આદિમાં શબ્દો પકડી શકાય છે=સંસ્કારિત કરી શકાય છે.
(૪) મન પણ પુદ્ગલના પરિણામ રૂપ હોવાથી પૌલિક છે. જીવ જ્યારે વિચાર કરે છે ત્યારે પ્રથમ આકાશમાં રહેલા મનોવર્ગણાના પુગલોને ગ્રહણ કરે છે. બાદ તે પુદ્ગલોને મન રૂપે પરિણમાવે છે. અહીં મન રૂપે પરિણમેલા પુદ્ગલદ્રવ્યના આલંબનવાળો જીવનો ચિંતનરૂપ જે વ્યાપાર તે વિચાર છે. અહીં મનરૂપે પરિણમેલા પુદ્ગલદ્રવ્યને આશ્રયીને મન પૌદ્ગલિક છે. આમ મન રૂપે પરિણમેલા પુદ્ગલો એ જ મન છે.
મનના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. ભાવમનના લબ્ધિ અને ઉપયોગ એમ બે ભેદ છે. વિચાર કરવાની શક્તિ તે લબ્ધિ રૂપ ભાવમન છે. વિચાર એ ઉપયોગરૂપ ભાવમન છે. વિચાર કરવામાં સહાયક મન રૂપે પરિણમેલા મનોવર્ગણાના પુગલો દ્રવ્યમાન છે. અહીં દ્રવ્યમનને જ પૌલિક કહેવામાં આવ્યું છે. ભાવમનને તો ઉપચારથી જ પૌલિક કહેવામાં આવે છે.
(૫) પ્રાણાપાન( શ્વાસોચ્છવાસ)–જીવ જ્યારે શ્વાસોચ્છવાસ લે છે ત્યારે પ્રથમ શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે. બાદ શ્વાસોચ્છવાસ રૂપે પરિણમાવે છે, બાદ શ્વાસોચ્છવાસ રૂપે પરિણમેલા તે પુદ્ગલોને છોડી દે છે. શ્વાસોચ્છવાસ રૂપે પરિણમેલા યુગલોને છોડી દેવા એટલે જ પ્રાણાપાનની (=શ્વાસોચ્છવાસની) ક્રિયા કરવી. આમ શ્વાસોચ્છવાસ પણ પુદ્ગલના પરિણામ રૂપ છે.
હાથ વગેરેથી મુખ અને નાકને બંધ કરવાથી શ્વાસોચ્છવાસનો પ્રતિઘાત થાય છે. કંઠમાં કફ ભરાઈ જતાં પણ શ્વાસોચ્છવાસનો અભિભવ થાય છે. માટે શ્વાસોચ્છવાસ પુદ્ગલદ્રવ્ય છે એ સિદ્ધ થાય છે.
આમ શરીર, ભાષા, મન અને પ્રાણાપાન એ ચારેય પુદ્ગલના પરિણામ રૂપ છે, એટલે કે પૌલિક છે. (૧૯)
(૧) સુખ– સુખ એટલે સાતાવેદનીય કર્મના ઉદયથી ઈષ્ટ સ્ત્રી, ભોજન, વસ્ત્ર આદિ દ્વારા ઉત્પન્ન થતી માનસિક પ્રસન્નતા-આનંદ. આ સુખમાં
Page #243
--------------------------------------------------------------------------
________________
અo ૫ સૂ૦ ૨૦] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
૧૯૯ બાહ્ય અને આત્યંતર એ બે કારણો છે. સાતવેદનીય કર્મનો ઉદય અંતરંગ કારણ છે. ઈષ્ટ ભોજન આદિની પ્રાપ્તિ બાહ્ય કારણ છે. આ બંને કારણો પુદ્ગલ રૂપ હોવાથી સુખ પુદ્ગલનો ઉપકાર છે.
(૨) દુઃખ- દુઃખ એટલે અસાતાવેદનીય કર્મના ઉદયથી અનિષ્ટ ભોજન વસ્ત્ર આદિ દ્વારા ઉત્પન્ન થતો માનસિક સંક્લેશ. દુઃખ અસાતાવેદનીય કર્મના ઉદય રૂ૫ આંતર અને અનિષ્ટ ભોજન આદિની પ્રાપ્તિ રૂપબાહ્ય કારણથી થાય છે. આ બંને કારણો પૌદ્ગલિક હોવાથી દુઃખ પુદ્ગલનો ઉપકાર છે.
(૩) જીવિત (જીવન)– ભવસ્થિતિમાં કારણ આયુષ્યકર્મના ઉદયથી પ્રાણનું ટકી રહેવું એ જીવિત જીવન છે. આ જીવન આયુષ્યકર્મ, ભોજન, શ્વાસોચ્છવાસ આદિ આત્યંતર અને બાહ્ય કારણોથી ચાલે છે. આ કારણો પૌદ્ગલિક હોવાથી જીવિત (જીવન) પુદ્ગલનો ઉપકાર છે.
(૪) મરણ-મરણ એટલે વર્તમાન જીવનનો અંત. મરણ આયુષ્યકર્મનો ક્ષય, વિષભક્ષણ આદિ આત્યંતર અને બાહ્ય પુદ્ગલની સહાયતાથી થાય છે. માટે મરણ પુદ્ગલનો ઉપકાર(=કાય) છે.
પ્રશ્ન- શરીર આદિ પુદ્ગલનો ઉપકાર છે, અને સુખ આદિ પણ પુદ્ગલનો ઉપકાર છે. તો અહીં એ બંને માટે એક સૂત્ર ન રચતાં અલગ અલગ બે સૂત્રોની રચના કેમ કરી ?
ઉત્તર- શરીર આદિ પુગલનો ઉપકાર છે. એટલે કે પુદ્ગલનું કાર્ય છે, એનો અર્થ એ થયો કે શરીર આદિ કાર્યમાં પુદ્ગલ કારણ છે. કારણ એ પ્રકારનાં હોય છે–ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. અહીં શરીર આદિમાં પુદ્ગલો ઉપાદાન=પરિણામી કારણ છે, અને સુખ આદિમાં નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ તે કહેવાય કે જે કારણ પોતે જ કાર્ય રૂપ બની જાય. નિમિત્ત કારણ તે કહેવાય કે જે કારણ સ્વતંત્ર રૂપે અલગ રહી કાર્યમાં સહાય કરે. પ્રસ્તુતમાં આપણે વિચારીશું તો જણાશે કે શરીર આદિ કાર્યમાં પુદ્ગલો પોતે જ શરીર આદિ રૂપે બની જાય છે. જ્યારે સુખ આદિ કાર્યમાં પુગલો સુખ આદિ રૂપે નથી બનતા, કિન્તુ સુખ આદિ ઉત્પન્ન થવામાં માત્ર સહાય કરે છે. જેમ કે ઘટ રૂપ કાર્યમાં માટી અને દંડ બંને કારણ છે. પણ માટી પોતે જ ઘટ રૂપે બની જવાથી ઉપાદાન કારણ છે, અને દંડ સ્વતંત્ર રૂપે અલગ રહી ઘટની
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૦૦
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૫ સૂ૦ ૨૧-૨૨ ઉત્પત્તિમાં સહાયતા કરે છે માટે નિમિત્ત કારણ છે. હવે બીજી રીતે વિચારીએ. ધટ એ માટીનો ઉપકાર છે=કાર્ય છે અને રોગની શાંતિ એ પણ માટીનો ઉપકાર છે=કાર્ય છે. પણ ઘડાના ઉપકારમાં માટી પોતે જ ઘડા રૂપે બની જાય છે. જયારે રોગની શાંતિમાં માટી માટી રૂપે રહીને ઉપકાર કરે છે. તેમ પ્રસ્તુત શરીર આદિ કાર્ય પ્રત્યે પુદ્ગલ ઉપાદાન (પરિણામી) કારણ છે, અને સુખ આદિ પ્રત્યે પુદ્ગલ નિમિત્ત કારણ છે. આ ભેદનું સૂચન કરવા અલગ બે સૂત્રોની રચના કરવામાં આવી છે. આથી જ શરીરવાના:-BISના: પુનાના એ સૂત્રમાં શરીર આદિ શબ્દોનો પ્રયોગ પ્રથમા વિભક્તિમાં કરવામાં આવ્યો છે તથા મુહ-કુટનીતિમરાહ એ સૂત્રમાં સુખ વગેરે શબ્દો સાથે ઉપગ્રહ(=નિમિત્ત) શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. (૨૦)
જીવોનો પરસ્પર ઉપકારપરસ્પરોપગ્રહો જીવાનામ્ છે -૨૧ | પરસ્પર સહાય કરવી એ જીવોનો ઉપકાર છે.
જીવનું લક્ષણ ૩૫થોrો નક્ષણમ્ એ સૂત્રમાં કહી દીધું છે. અહીં જીવોના પરસ્પર ઉપકારનું કથન છે. જીવો સ્વામી-સેવક, ગુરુ-શિષ્ય, શત્રતા આદિ ભાવો દ્વારા પરસ્પર એકબીજાના કાર્યમાં નિમિત્ત બનીને પરસ્પર ઉપકાર કરે છે. ગુરુ હિતોપદેશ અને સદનુષ્ઠાનના આચરણ દ્વારા શિષ્ય ઉપર ઉપકાર કરે છે. શિષ્ય ગુરુને અનુકૂળ પ્રવૃત્તિ દ્વારા ગુરુ ઉપર ઉપકાર કરે છે. સ્વામી ધન આદિ આપવા દ્વારા સેવક ઉપર ઉપકાર કરે છે. સેવક અનુકૂળ પ્રવૃત્તિ દ્વારા સ્વામી ઉપર ઉપકાર કરે છે. બે શત્રુઓ એકબીજા પ્રત્યે વૈરભાવ રાખીને, લડીને કે અન્ય અયોગ્ય પ્રવૃત્તિ દ્વારા એક બીજાને ઉપકાર કરે છે.
પ્રશ્ન- શત્રુતાભાવથી તો એક બીજાને અપકાર થાય છે, તેમાં ઉપકાર થાય છે એમ કેમ કહો છો ?
ઉત્તર- અહીં ઉપકારનો અર્થ અન્યનું હિત કરવું એ નથી, કિન્તુ નિમિત્ત અર્થ છે. જીવો એક બીજાના હિત-અહિત, સુખ-દુઃખ આદિમાં નિમિત્ત બનવાથી પરસ્પર ઉપકાર કરે છે. (૨૧)
કાળનો ઉપકારवर्तना परिणामः क्रिया परत्वापरत्वे च कालस्य ॥५-२२ ॥
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૦ ૫ સૂ૦ ૨૨]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૦૧
વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ એ કાળનો ઉપકાર છે. યઘપિ તત્ત્વાર્થકારના મતે કાળ દ્રવ્ય નથી, છતાં અન્યના મતે કાળ દ્રવ્ય છે એમ તેઓ આગળ કહેવાના છે. હવે જો કાળ દ્રવ્ય છે તો તેનો કોઇને કોઇ ઉપકાર હોવો જોઇએ. આથી અહીં ઉપકારના પ્રકરણમાં કાળનો વર્તના આદિ ઉપકાર જણાવવામાં આવ્યો છે.
(૧) વર્તના— પ્રતિસમય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય રૂપ સ્વસત્તાથી યુક્ત દ્રવ્યનું વર્તવું (હોવું) તે વર્તના. યદ્યપિ દ્રવ્યો સ્વયં વર્તી રહ્યાં છે, છતાં તેમાં કાળ નિમિત્ત બને છે. અર્થાત્ સઘળાં દ્રવ્યો સ્વયં ધ્રૌવ્ય રૂપે પ્રત્યેક સમયે વર્તી રહ્યાં છે (વિદ્યમાન છે) અને એ દ્રવ્યોમાં ઉત્પાદ અને વ્યય પણ પ્રત્યેક સમયે થઇ રહ્યા છે. તેમાં કાળ માત્ર નિમિત્ત બને છે. આ વર્તના પ્રતિસમય પ્રત્યેક પદાર્થમાં હોય છે. સૂક્ષ્મ હોવાથી આપણે તેને પ્રત્યેક સમયે જાણી શકતા નથી. અધિક સમય થતાં જાણી શકીએ છીએ. જેમ કે—અર્ધા કલાકે ચોખા રંધાયા, તો અહીં ૨૯ મિનિટ સુધી ચોખા ગંધાતા ન હતા અને ૩૦મી મિનિટે રંધાઇ ગયા, એવું નથી. પ્રથમ સમયથી જ સૂક્ષ્મ રૂપે ચોખા ગંધાઇ રહ્યા હતા. જો ચોખા પ્રથમ સમયે ન રંધાયા હોય તો બીજા સમયમાં પણ ન રંધાયા હોય, બીજા સમયમાં ન રંધાયા હોય તો ત્રીજા સમયમાં પણ ન રંધાયા હોય, એમ યાવત્ અંતિમ સમયે પણ ન રંધાયા હોય. પણ ગંધાયા છે માટે અવશ્ય માનવું જ જોઇએ કે પ્રથમ સમયથી જ તેમાં રંધાવાની ક્રિયા થઇ રહી હતી.
(૨) પરિણામ– પરિણામ એટલે પોતાની સત્તાનો ત્યાગ કર્યા વિના દ્રવ્યમાં થતો ફેરફાર. અર્થાત્ મૂળ દ્રવ્યમાં પૂર્વપર્યાયનો નાશ અને ઉત્તર પર્યાયની ઉત્પત્તિ તે પરિણામ. દ્રવ્યના પરિણામમાં કાળ મહત્ત્વનો ભાગ ભજવે છે. અમુક અમુક ઋતુ આવતાં અમુક અમુક ફળ, ધાન્ય, ફૂલ વગેરેની ઉત્પત્તિ થાય છે. ઠંડી, ગરમી, ભેજ વગેરે ફેરફારો થયા કરે છે. કાળથી બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા વગેરે અવસ્થાઓ થયા કરે છે. આ ફેરફારો (ઉત્પત્તિ-વિનાશ) નિયતપણે ક્રમશઃ થયા કરે છે. પણ જો કાળને આમાં કારણ,ન માનવામાં આવે તો તે બધા ફેરફારો (ઉત્પત્તિ-વિનાશ) એકીસાથે થવાની આપત્તિ આવે. પરિણામનું વિશેષ વર્ણન આ અધ્યાયના ‘તજ્ઞાવ: રિળામઃ' એ સૂત્રમાં આવશે.
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૦૨
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦ ૫ સૂ૦ ૨૩ (૩) ક્રિયા– ક્રિયા એટલે વ્યાપાર. પ્રયોગથી કે વિસસાથી જીવઅજીવનો પરિણમવા ( તે તે રૂપે થવા) માટે થતો વ્યાપાર તે ક્રિયા.
પ્રયોગથી મેં ઘટ બનાવ્યો, હું ઘટ બનાવું છું, હું ઘટ બનાવીશ.
વિઢસાથી– વિસસા એટલે બીજાની પ્રેરણા વિના સ્વાભાવિક વરસાદ વરસ્યો, વરસાદ વરસે છે, વરસાદ વરસશે.
અહીં કાળ છે તો ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણ કાળનો પ્રયોગ કરી શકાય છે. માટે ક્રિયામાં કાળ નિમિત્ત છે.
(૪) પરવાપરત્વ- પરત્વ અને અપરત્વ એ બંને પરસ્પર સાપેક્ષ છે. પરવાપરત્વના પ્રશંસાકૃત, ક્ષેત્રકૃત અને કાળકૃત એમ ત્રણ ભેદ છે. અમુક ધર્મ પર છે શ્રેષ્ઠ છે. અમુક ધર્મ અપર છે=કનિષ્ઠ (-હલકો) છે. જેમ કે જૈનધર્મથી અન્ય ધર્મો કનિષ્ઠ=હલકા છે. આ પરત્વ અને અપરત્વ પ્રશંસાકૃત છે. અમદાવાદથી મહેસાણા પર છે દૂર છે, અમદાવાદથી આણંદ અપર છે=નજીક છે. અહીં પરત્વ અને અપરત્વ ક્ષેત્રકૃત-ક્ષેત્રની અપેક્ષાએ છે. ૧૦ વર્ષના છોકરાથી ૧૬ વર્ષનો છોકરો પર છે મોટો છે. ૧૬ વર્ષના છોકરાથી ૧૦ વર્ષનો છોકરો અપર છેઃનાનો છે. અહીં કાળકૃત કાળની અપેક્ષાએ પરત્વાપરત્વ છે. ત્રણ પ્રકારના પરત્વાપરત્વમાંથી અહીં કાળકૃત પરવાપરત્વની વિવેક્ષા છે. (૨૨).
પુગલનું લક્ષણ
પર્શ-રસ--વર્જીવન: પુનિાર I -૨રૂ | પુદ્ગલો સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા હોય છે.
સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એ ચાર જે દ્રવ્યમાં હોય તે દ્રવ્ય પગલ છે. સ્પર્શ આદિ ચારેય ગુણો સાથે જ રહે છે. એથી જયાં સ્પર્શ કે અન્ય કોઈ એક ગુણ હોય ત્યાં અન્ય ત્રણ ગુણો પણ અવશ્ય હોય છે. અન્ય ગુણો અવ્યક્ત હોય તેવું બને, પણ હોય જ નહિ એવું કદી ન બને. જેમ કે-વાયુ, વાયુના સ્પર્શને આપણે જાણી શકીએ છીએ, પણ રૂપને જાણી શકતા નથી. કારણ કે વાયુનું રૂપ એટલું સૂક્ષ્મ છે કે આપણી ચક્ષુમાં તેને જોવાની શક્તિ નથી. પણ જયારે એ જ વાયુ સાયન્ટિફિક પદ્ધતિથી હાઇડ્રોજન અને ઓક્સિજન એ બે વાયુના મિશ્રણથી પાણી સ્વરૂપ બની જાય છે ત્યારે તેમાં
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૦૩
અ૦૫ સૂ૦ ૨૪] શ્રીતત્ત્વાધિગમસૂત્ર રૂપ દેખી શકાય છે. કારણ કે બે વાયુના મિશ્રણથી તે અણુઓ સૂક્ષ્મપણાનો ત્યાગ કરી પૂલ બની જાય છે.
(૧) સ્પર્શના આઠ પ્રકાર છે. કઠીન, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ. જે દ્રવ્યને ન નમાવી શકાય તે દ્રવ્યનો સ્પર્શ કઠિન. કઠિન
સ્પર્શથી વિપરીત સ્પર્શ મૃદુ. જેના યોગે દ્રવ્ય નીચે જાય તે સ્પર્શ ગુરુ. જેના યોગે દ્રવ્ય પ્રાયઃ તિહુઁ કે ઉપર જાય તે સ્પર્શ લઘુ. જેના યોગે બે વસ્તુઓ ચોંટી જાય તે સ્પર્શ સ્નિગ્ધ, સ્નિગ્ધથી વિપરીત સ્પર્શ રૂક્ષ, શીત એટલે ઠંડો સ્પર્શ. ઉષ્ણ એટલે ગરમ સ્પર્શ. (૨) રસના પાંચ પ્રકાર છે. તિક્ત, કટુ, કષાય (eતૂરો), ખાટો, મધુર. કેટલાક વિદ્વાનો ખારા રસ સહિત છ રસ ગણે છે. કોઈ ખારા રસનો મધુર રસમાં અંતર્ભાવ કરે છે. જ્યારે કોઈક બે રસના સંસર્ગથી ખારો રસ ઉત્પન્ન થાય છે તેમ કહે છે. (૩) ગંધના સુરભિ અને દુરભિ એમ બે ભેદ છે. ચંદન આદિની ગંધ સુરભિ છે, અને લસણ આદિની ગંધ દુરભિ છે. (૪) વર્ણના કૃષ્ણ ( કાળો), નીલ =લીલો), લાલ, પીત (8પીળો) અને શ્વેત (=ધોળો) એમ પાંચ પ્રકાર છે. (૨૩).
પુદ્ગલોના શબ્દાદિ પરિણામોનું વર્ણનરાઉન્ય-સૌમ્ય-સ્થા-સંસ્થાન-એતમરછાયાડડત-શતલાશ્ચ | ઉ-૨૪ ..
પુદ્ગલો શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, સંસ્થાન, ભેદ, અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોતવાળા પણ છે, અર્થાત્ શબ્દ આદિ પુદ્ગલના પરિણામો છે.
(૧) શબ્દ– શબ્દ પુદગલનો પરિણામ છે એ વિષે નીચે મુજબ યુક્તિઓ છે. (૧) વાગતા ઢોલની બાજુમાં પડેલા પૈસાના સિક્કા ઢોલના શબ્દથી અથડાઈને દૂર ફેંકાય છે. (૨) જોરદાર શબ્દો કાને અથડાય તો કાન ફૂટી જાય કે બહેરા થઈ જાય. (૩) જેમ પથ્થર વગેરેને પર્વતાદિનો પ્રતિઘાત થાય છે તેમ શબ્દને પણ કૂવા વગેરેમાં પ્રતિઘાત થાય છે, અને તેથી તેનો પડઘો પડે છે. (૪) વાયુ વડે શબ્દ તૃણની જેમ દૂર દૂર ઘસડાય છે. (૫) પ્રદીપના પ્રકાશની જેમ શબ્દ ચારે તરફ ફેલાય છે. (૬) એક શબ્દ બીજા શબ્દનો અભિભવ કરી શકે છે. અર્થાત્ મોટા શબ્દથી નાના શબ્દનો અભિભવ થઇ જાય છે. આથી જ દૂરથી મોટો અવાજ કાને
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૦૪
શ્રીસ્વાધિગમસૂત્ર મિ. સૂ૦ ૨૪ અથડાતો હોય તો નજીકના પણ શબ્દો સંભળાતા નથી. (૭) પહેલા દેવલોકમાં સૌધર્મ સભામાં રહેલી સુઘોષા ઘંટા વાગતાં તેવા પ્રકારની વિશિષ્ટ રચનાથી સર્વ વિમાનોમાં રહેલી ઘંટાઓ વાગવા માંડે છે. જો શબ્દ પુદ્ગલ ન હોય તો આ પ્રમાણે બની શકે નહિ. આમ અનેક રીતે શબ્દ પુદ્ગલ છે એ સિદ્ધ થાય છે.
શબ્દની ઉત્પત્તિ વિસસાથી (=સ્વાભાવિક રીતે) અને પ્રયોગથી એમ બે રીતે થાય છે. વાદળ, વીજળી વગેરેનો અવાજ કોઈ પણ જાતના જીવના પ્રયોગ વિના સ્વાભાવિક રીતે (વિસસાથી) ઉત્પન્ન થાય છે. પ્રાયોગિક શબ્દના (=પ્રયોગથી ઉત્પન્ન થતા શબ્દના) છ ભેદો છે. તત, વિતત, ઘન, શુષિર, સંઘર્ષ અને ભાષા. (૧) તત– હાથના પ્રતિઘાતથી ઉત્પન્ન થતા ઢોલ વગેરેના શબ્દો. (૨) વિતત– તારની સહાયથી ઉત્પન્ન થતા વણા વગેરેના શબ્દો. (૩) ઘનકાંસા વગેરે વાજિંત્રોના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થતા શબ્દો. (૪) શષિરપવન પુરવાથી વાંસળી, પાવો વગેરે દ્વારા ઉત્પન્ન થતા શબ્દો. (૫) સંઘર્ષ– દાંડિયા વગેરેના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થતો ધ્વનિ. (૬) ભાષા– જીવના મુખના પ્રયત્નથી ઉત્પન્ન થતા શબ્દો.
ભાષા બે પ્રકારની છે. વ્યક્તિ અને અવ્યક્ત. બેઇન્દ્રિય આદિ જીવોની ભાષા અવ્યક્ત છે. મનુષ્ય આદિની ભાષા વ્યક્ત છે. વર્ણ, પદ અને વાક્ય સ્વરૂપ ભાષા વ્યક્ત ભાષા છે. ક, ખ, ગ વગેરે વણે છે. વિભિક્તિ યુક્ત વર્ણોનો સમુદાય પદ છે. પદોનો સમુદાય વાક્ય છે.
પ્રશ્ન- શબ્દનું જ્ઞાન શ્રોત્રેન્દ્રિયથી થાય છે. આથી શ્રોત્રેન્દ્રિય વિનાના પ્રાણીઓ શબ્દને સાંભળી ન શકે. તો પછી ખેતરમાં લીલી વનસ્પતિ આદિ ઉપર બેઠેલાં તીડો ઢોલના અવાજથી ઉડી જાય છે તેનું શું કારણ ? તીડ ચઉરિન્દ્રિય પ્રાણી હોવાથી શ્રોત્રેન્દ્રિય રહિત હોય છે.
ઉત્તર- તીડો ઢોલના અવાજને સાંભળતા નથી. પણ શબ્દ પુગલ રૂપ છે. ઢોલથી ઉત્પન્ન થતા અવાજના પુદ્ગલો ચારે બાજુ ફેલાય છે. ફેલાયેલા શબ્દના પગલોથી તીડોના શરીર ઉપર પ્રહાર રૂપે અસર થાય છે. શબ્દના પુદ્ગલોનો પ્રહાર સહન ન થવાથી તીડો ઊડી જાય છે. જેમ શબ્દરૂપ પુગલના પ્રહાર આદિથી પ્રતિકૂળ અસર થાય છે તેમ સંગીત આદિ દ્વારા
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૦૫
અO ૫ સૂ૦ ૨૪] શ્રીતત્ત્વાધિગમસૂત્ર અનુકૂળ અસર પણ થાય છે. આથી જ અમુક અમુક વનસ્પતિઓ-વૃક્ષો વગેરેને સંગીતના પ્રયોગથી જલદી અને વધારે વિકસિત કરી શકાય છે. ગાયોને દોહતી વખતે સંગીત સંભળાવવાથી ગાયો વધારે દૂધ આપે છે. અમુક પ્રકારના શબ્દપ્રયોગથી રોગોનો પણ નાશ કરી શકાય છે. આ હકીકતને આજે વૈજ્ઞાનિકોએ પ્રયોગ દ્વારા સિદ્ધ કરી આપી છે.
(૨) બંધ– બંધ એટલે પરસ્પર બે વસ્તુઓનો સંયોગ મિલન. પ્રયોગબંધ અને વિસસાબંધ એમ બંધના બે ભેદ છે. (૧) જીવના પ્રયત્નથી થતો બંધ પ્રયોગબંધ, જીવ સાથે શરીરનો, જીવ સાથે કર્મોનો, લાખ અને લાકડાનો ઈત્યાદિ બંધ પ્રયોગબંધ છે. (૨) જીવના પ્રયત્ન વિના થતો બંધ વિસસાબંધ. વીજળી અને મેઘ વગેરેનો બંધ વિસસાબંધ છે. અમુક પ્રકારના પુદ્ગલોના મિલનથી વીજળી અને મેઘ વગેરે ઉત્પન્ન થાય છે. અહીં પુગલોનું મિલન કોઈ જીવના પ્રયત્નથી થતું નથી, કિન્તુ સ્વાભાવિક થાય છે.
જીવ સાથે કર્મોનો બંધ શાસ્ત્રોમાં જુદી જુદી દષ્ટિએ અનેક પ્રકારે બતાવવામાં આવ્યો છે. તેમાં ફળની અપેક્ષાએ કર્મબંધના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. સ્પષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત.
(i) પૃષ્ઠબંધ– પરસ્પર અડેલી સોયો સમાન. જેમ પરસ્પર અડીને રહેલી સોયોને છૂટી કરવી હોય તો અડવા માત્રથી છૂટી કરી શકાય, વિખેરી શકાય, તેમ કર્મો વિશેષ ફળ આપ્યા વિના સામાન્યથી પ્રદેશોદયથી ભોગવાઇને આત્માથી છૂટા પડી જાય તેવો બંધ તે સ્પષ્ટબંધ. | (i) બદ્ધબંધ- દોરાથી બંધાયેલી સોયો સમાન. જેમ દોરાથી બંધાયેલી સોયોને છૂટી કરવી હોય તો દોરો છોડવાની જરા મહેનત કરવી પડે. તેમ કર્મો થોડું ફળ આપીને જ છૂટા પડે તેવા પ્રકારનો બંધ બદ્ધબંધ.
(ii) નિધતબંધ- દોરાથી બંધાયેલી અને વપરાશ વિના ઘણો ટાઇમ પડી રહેવાથી કટાઈ ગયેલી સોયો સમાન. જેમ આવી સોયોને છૂટી પાડીને ઉપયોગમાં લેવામાં ઘણી મહેનત કરવી પડે, તેમ કર્યો પોતાનું ઘણું ફળ આપીને જ છૂટાં પડે તેવો બંધ નિધત્તબંધ.
૧. છોડની પાસે સંગીત વગાડાય તો તેમનો ઉછેર ઝડપથી થાય છે, એમ તાજેતરમાં શોધવામાં
આવ્યું છે. (મુંબઈ સમાચાર, તા. ૨૪-૧૦-૧૯૭૬).
Page #250
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૫ સૂ૦ ૨૪
(iv) નિકાચિતબંધ– ઘણથી ફૂટીને એકમેક બનાવેલી સોયો સમાન. જેમ આવી સોયો ઉપયોગમાં લઇ ન શકાય, તેમાંથી નવી સોયો બનાવવાની મહેનત કરવી પડે, તેમ કર્યો પોતાનું પૂર્ણ ફળ આપ્યા વિના છૂટા પડે જ નહિ, પૂર્ણ ફળ આપીને જ છૂટા પડે તેવા પ્રકારનો બંધ નિકાચિતબંધ.
(૩) સૂક્ષ્મતા– અંત્ય અને આપેક્ષિક એમ સૂક્ષ્મતાના બે ભેદો છે. પરમાણુની સૂક્ષ્મતા અંત્ય સૂક્ષ્મતા છે. આ જગતમાં પરમાણુથી વધારે સૂક્ષ્મ કોઇ પુદ્ગલ નથી. આથી પરમાણુમાં રહેલી સૂક્ષ્મતા અંત્ય છેલ્લામાં છેલ્લી છે. વસ્તુની અપેક્ષાએ થતી સૂક્ષ્મતા આપેક્ષિક સૂક્ષ્મતા છે. જેમ કે આમળાની અપેક્ષાએ બોર સૂક્ષ્મ છે. ચતુરણુક સ્કંધની અપેક્ષાએ ઋણુક સ્કંધ સૂક્ષ્મ છે.
અન્ય
(૪) સ્થૂલતા– સૂક્ષ્મતાની જેમ સ્થૂલતાના પણ અંત્ય અને આપેક્ષિક એમ બે ભેદ છે. સંપૂર્ણ લોક વ્યાપી સ્કંધની સ્થૂલતા અંત્ય છે. કારણ કે મોટામાં મોટું પુદ્ગલદ્રવ્ય લોકસમાન હોય છે. અલોકમાં કોઇ દ્રવ્યની ગતિ ન હોવાથી લોકના પ્રમાણથી કોઇ પુદ્ગલદ્રવ્ય મોટું નથી. અન્ય વસ્તુની અપેક્ષાએ થતી સ્થૂલતા આપેક્ષિક સ્થૂલતા છે. જેમ કે આમળાથી કેરી સ્થૂલ છે. ચતુરણૂક સ્કંધથી પંચાણુક સ્કંધ સ્થૂલ છે.
૨૦૬
(૫) સંસ્થાન– સંસ્થાન એટલે આકૃતિ. ઇત્યં લક્ષણ અને અનિત્યં લક્ષણ એમ આકૃતિમાં બે ભેદ છે. લાંબું, ગોળ, ચતુરસ્ર વગેરે રીતે જેનું વર્ણન થઇ શકે તે ઇત્યં લક્ષણ સંસ્થાન. જેમ કે—વસ્ત્ર, મકાન વગેરેની આકૃતિ. લાંબું, ગોળ વગેરે શબ્દોથી જેનું વર્ણન ન થઇ શકે=અમુક સંસ્થાન છે એમ ન કહી શકાય તે અનિત્યં લક્ષણ સંસ્થાન. જેમ કે—મેધ આદિનું સંસ્થાન. (૬) ભેદ– એક વસ્તુના ભાગ પડવા તે ભેદ. ભેદના પાંચ પ્રકાર છે. ઔત્કરિક, ચૌર્ણિક, ખંડ, પ્રતર અને અનુતટ.
(i) ઔત્કરિક લાકડા આદિને કોતરવા વગેરેથી થતો ભેદ. (ii) ચૌર્ણિક— ઘઉં આદિને દળવા આદિથી થતો ભેદ.
(iii) ખંડ– લાકડા વગેરેના ટુકડા=ખંડ કરવાથી થતો ભેદ. (iv) પ્રતર– અભ્રક વગેરેના થતા પટલ=પડ તે પ્રતરભેદ. (v) અનુતટ– વાંસ, શેરડી, છાલ, ચામડી વગેરે છેદવાથી થતો ભેદ.
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૦ ૫ સૂ૦ ૨૪]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૦૭
(૭) અંધકાર– અંધકાર એ કાળા રંગે પરિણમેલા પુદ્ગલોનો સમૂહ છે. નહિ કે પ્રકાશના અભાવ રૂપ. કારણ કે તેનાથી દૃષ્ટિનો પ્રતિબંધ થાય છે. જેમ એક વસ્તુથી અન્ય વસ્તુ ઢંકાઇ જાય તો અન્ય વસ્તુ દેખાતી નથી, તેમ અહીં અંધકારથી વસ્તુઓ ઢંકાઇ જાય છે એથી વસ્તુઓ આંખ સામે હોવા છતાં દેખાતી નથી. અંધકાર પુદ્ગલ સ્વરૂપ હોય તો જ તેનાથી ષ્ટિનો પ્રતિબંધ થઇ શકે. અંધકારના પુદ્ગલો ઉપર જ્યારે પ્રકાશનાં કિરણો ફેલાય છે ત્યારે અંધકારના અણુઓ વસ્તુઓને આચ્છાદિત કરી શકતા નથી. જ્યારે પ્રકાશનાં કિરણો ખસી જાય છે ત્યારે અંધકારના પુદ્ગલોનું આવરણ આવી જવાથી આપણે વસ્તુને જોઇ શકતા નથી.
(૮) છાયા— છાયા બે પ્રકારની છે. (૧) તર્ણ પરિણત છાયા અને (૨) આકૃતિ રૂપ છાયા. દર્પણ આદિ સ્વચ્છ દ્રવ્યોમાં શરીર આદિના પુદ્ગલો શરીર આદિના વર્ણ આદિ રૂપે પરિણામ પામે છે. સ્વચ્છ દ્રવ્યોમાં મૂળ વસ્તુના વર્ણ આદિ રૂપે પરિણામ પામેલા પુદ્ગલોને તર્ણ પરિણત છાયા કે પ્રતિબિંબ કહેવામાં આવે છે. અસ્વચ્છ દ્રવ્યો ઉપર શરીર આદિના પુદ્ગલોનો માત્ર આકૃતિ' પ્રમાણે થતો પરિણામ કે જે તડકામાં દેખાય છે, તે આકૃતિ રૂપ છાયા છે. તર્ણ પરિણામ અને આકૃતિ એ બંને છાયા રૂપ હોવા છતાં વ્યવહારમાં આપણે તર્ણ પરિણામ રૂપ છાયાને પ્રતિબિંબ તરીકે ઓળખીએ છીએ. આકૃતિરૂપ છાયાને છાયા તરીકે ઓળખીએ છીએ. પ્રતિબિંબમાં આકૃતિ અને વર્ણ એ બંને સ્પષ્ટ હોય છે, જ્યારે છાયામાં અસ્પષ્ટ હોય છે.
પ્રત્યેક વસ્તુમાંથી પ્રતિસમય જળના ફુવારાની માફક સ્કંધો વહ્યા કરે છે. વહી રહેલા પુદ્ગલો અતિ સૂક્ષ્મ હોવાથી આપણને દેખાતા નથી. પ્રતિસમય વહેતા એ પુદ્ગલો પ્રકાશ આદિ દ્વારા કે વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા તદાકાર પિંડિત થઇ જાય છે. તદાકાર પિંડિત થયેલા એ પુદ્ગલોને આપણે પ્રતિબિંબ યા છાયા રૂપે ઓળખીએ છીએ.
(૯) આતપ સૂર્યના પ્રકાશને આતપ કહેવામાં આવે છે. સૂર્ય જ્યોતિષ્ક જાતિના દેવોનું વિમાન છે. તેમાં દેવો રહે છે. આ વિમાન અતિ મૂલ્યવાન રત્નોનુ બનેલું છે. આથી તેમાંથી પ્રકાશ ફેલાય છે. આ પ્રકાશ ૧. વર્ણ ન દેખાય, માત્ર આકૃતિ દેખાય તેવો.
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૫ સૂ૦ ૨૪ આતપ તરીકે ઓળખાય છે. આતપ અગ્નિની જેમ ઉષ્ણ હોવાથી પુદ્ગલ છે. આતમ ઉષ્ણ અને શ્વેતરંગે પરિણમેલા પુદ્ગલોનો જથ્થો છે.
પ્રશ્ન- જો દૂર રહેલ સૂર્યનો પ્રકાશ પણ અહીં પૃથ્વીને અને પૃથ્વીની વસ્તુઓને ગરમ બનાવી દે છે, વૈશાખ જેઠ માસમાં પૃથ્વી ઉપર પગ ન મૂકી શકાય તેવી ગરમી હોય છે, તો દેવો તેમાં શી રીતે રહી શકતા હશે ?
ઉત્તર– સૂર્યનો પ્રકાશ પૃથ્વી ઉપર ઉષ્ણ હોય છે. પણ સૂર્યવિમાનનો સ્પર્શ શીત હોય છે. અગ્નિ આદિના અને સૂર્યના પ્રકાશમાં આ જ તફાવત છે. અગ્નિ આદિનો સ્પર્શ ઉષ્ણ હોય છે અને પ્રકાશ પણ ઉષ્ણ હોય છે. જ્યારે સૂર્યમાં તેમ નથી. સૂર્યનો પ્રકાશ જ ઉષ્ણ હોય છે. સ્પર્શ તો શીત હોય છે. સૂર્યના પ્રકાશની ઉષ્ણતા પણ જેમ જેમ દૂર તેમ તેમ વધારે હોય છે. આથી દેવોને તેમાં રહેવામાં કશો જ બોધ આવતો નથી.
(૧૦) ઉદ્યોત– ચંદ્ર, ચંદ્રકાન્ત મણિ, કેટલાંક રત્નો તથા ઔષધિઓ વગેરેના પ્રકાશને ઉઘાત કહેવામાં આવે છે. ઉદ્યોત અને આતપ એ બંને પ્રકાશ સ્વરૂપ છે. શીત વસ્તુના ઉષ્ણ પ્રકાશને આતપ અને અનુષ્ણ પ્રકાશને ઉદ્યોત કહેવામાં આવે છે.
પ્રશ્ન- સ્પર્શ વગેરે પુગલના પર્યાયો છે અને શબ્દ વગેરે પણ પુદ્ગલના જ પર્યાયો છે. તો ૨૩-૨૪ એ બે સૂત્રોના સ્થાને એક જ સૂત્ર કેમ ન બનાવ્યું ?
ઉત્તર- ર૩મા સૂત્રમાં કહેલા સ્પર્શ આદિ પર્યાયો અણુ અને સ્કંધ બંનેમાં હોય છે. જયારે ૨૪માં સૂત્રમાં કહેલા શબ્દ આદિ પર્યાયો માત્ર સ્કંધમાં જ હોય છે. સ્કંધોમાં પણ દરેક સ્કંધમાં શબ્દાદિ પર્યાયો હોય એવો નિયમ નહિ. જયારે સ્પશદિ પર્યાયો તો દરેક પરમાણમાં અને દરેક સ્કંધમાં અવશ્ય હોય. આ વિશેષતાનું સૂચન કરવા અહીં બે સૂત્રોની રચના કરી છે.
પ્રશ્ન-સ્પર્શ આદિની જેમ સૂક્ષ્મતા પણ અણુ અને સ્કંધ બંનેમાં હોય છે. આથી સૂક્ષ્મતાનું નિરૂપણ સ્પર્શ આદિની સાથે ૨૩મા સૂત્રમાં કરવું જોઇએ.
ઉત્તર- સ્થૂલતા કેવળ સ્કંધોમાં જ હોય છે. આથી સ્થૂલતાનું નિરૂપણ આ સૂત્રમાં જ કરવું જોઇએ. સૂક્ષ્મતા પૂલતાના પ્રતિપક્ષ તરીકે છે, અને
Page #253
--------------------------------------------------------------------------
________________
અ૦ ૫ સૂ૦ ૨૫]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
લોકવ્યાપી અચિત્ત મહાકંધ વગેરેમાં હોતી નથી એ જણાવવા સ્થૂલતાની સાથે સૂક્ષ્મતાનું પણ નિરૂપણ આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. (૨૪) પુદ્ગલના મુખ્ય બે ભેદો—
અળવ: સ્વાર્થે || ૧-૨૫ ॥
૨૦૯
પુદ્ગલના પરમાણુ અને સ્કંધ એમ મુખ્ય બે ભેદો છે.
પરમાણુ એટલે પુદ્ગલનો છેલ્લામાં છેલ્લો અંશ. માટે જ તેને પરમ=અંતિમ અણુ=અંશ=પરમાણુ કહેવામાં આવે છે. આમ પરમાણુ પુદ્ગલનો અવિભાજ્ય (=જેના કેવલી પણ બે વિભાગ ન કરી શકે તેવો) અંતિમ વિભાગ છે. એનાથી નાનો વિભાગ હોતો જ નથી. એના આદિ, મધ્ય અને અંત પણ એ પોતે જ છે. અબદ્ધ=છૂટો જ હોય છે. એના પ્રદેશો હોતા નથી. એ પોતે જ એક પ્રદેશરૂપ છે.
પરમાણુ કારણ રૂપ જ છે. અર્થાત્ પરમાણુથી અન્ય ક્ર્મણુક (બે અણુઓનો સ્કંધ) આદિ કાર્યો થાય છે. આથી તે કારણ બને છે. પણ તે કોઇમાંથી ઉત્પન્ન થતો ન હોવાથી કાર્ય રૂપ બનતો નથી. તે સૂક્ષ્મ જ હોય છે. તેનો કદી નાશ થતો નથી. તેના પર્યાયો બદલાય, પણ સર્વથા નાશ કદી ન થાય. તેમાં કોઇ પણ એક રસ, કોઇ પણ એક ગંધ, કોઇ પણ એક વર્ણ અને બે સ્પર્શ (સ્નિગ્ધ-શીત, સ્નિગ્ધ-ઉષ્ણ, રૂક્ષ-શીત, રૂક્ષ-ઉષ્ણ એ ચાર વિકલ્પોમાંથી ગમે તે એક વિકલ્પના બે સ્પર્શ) હોય છે. એકલો પરમાણુ કદી આંખોથી દેખાતો નથી અને અનુમાન આદિથી પણ જણાતો નથી. જ્યારે અનેક પરમાણુઓ એકઠા થઇને કાર્ય રૂપે પરિણમે છે, ત્યારે અનુમાન દ્વારા એકલા ૫૨માણુનું જ્ઞાન થાય છે. દૃશ્યમાન ઘટાદિ કાર્યોમાં પરંપરાએ અનેક કારણો હોય છે. તેમાં અંતિમ જે કારણ છે તે પરમાણુ છે.
સ્કંધ એટલે પરસ્પર જોડાયેલા બે વગેરે પરમાણુઓનો જથ્થો. આ સ્કંધો સૂક્ષ્મ પરિણામવાળા અને બાદર પરિણામવાળા એમ બે પ્રકારના છે. સૂક્ષ્મ પરિણામવાળા સ્કંધો આંખોથી દેખાતા નથી. બાદર પરિણામવાળા
१. कारणमेव तदन्त्यं सूक्ष्मो नित्यश्च भवति परमाणुः । एकरसगन्धवर्णो द्विस्पर्शः कार्यलिङ्गश्च ॥
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૧૦
શ્રીતવાથધિગમસૂત્ર (અ૫ સૂ૦ ૨૬ સ્કંધો જ આંખોથી દેખાય છે. આથી દશ્યમાન ઘટાદિ સર્વસ્કંધો બાદરપરિણામી છે. અદશ્યમાન વાયુ આદિના સ્કંધો સૂક્ષ્મ પરિણામી છે.
સ્કંધોમાં સ્પર્ધાદિની વિચારણા– બાદર પરિણામવાળા સ્કંધોમાં આઠેય પ્રકારનો સ્પર્શ અને સૂક્ષ્મ પરિણામવાળા સ્કંધોમાં ચાર પ્રકારનો સ્પર્શ હોય છે. મૃદુ અને લઘુ એ બે સ્પર્શી નિયત હોય છે. અને અન્ય બે પ્રકારના સ્પર્શી અનિયત હોય છે. (સ્નિગ્ધ-ઉષ્ણ, સ્નિગ્ધ-શીત, રૂક્ષ-ઉષ્ણ, રૂક્ષ-શીત એ ચાર વિકલ્પોમાંથી ગમે તે એક વિકલ્પના બે સ્પર્શી હોય છે). બંને પ્રકારના સ્કંધોમાં સર્વ પ્રકારના રસ, ગંધ અને વર્ણ હોય છે. (૨૫)
(પરમાણુ અને અંધ બંને પુદ્ગલ રૂપે સમાન હોવા છતાં બંનેની ઉત્પત્તિમાં કારણો ભિન્ન હોવાથી ભિન્ન છે. તે બંનેની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, તે હવે પછીના બે સૂત્રોથી જણાવે છે.)
સ્કંધની ઉત્પત્તિનાં કારણોસંપાતિક્લેશ્ય કલ્પદાને | બ-ર૬
સંઘાત, ભેદ અને સંઘાત-ભેદ એ ત્રણ કારણોમાંથી કોઈ પણ એક કારણથી સ્કંધની ઉત્પત્તિ થાય છે.
(૧) સંઘાત- સંઘાત એટલે જોડાવું=ભેગું થવું. બે અણુના સંઘાતથી= પરસ્પર જોડાવાથી ત્યણુક(=બે અણુનો) સ્કંધ ઉત્પન્ન થાય છે. બે અણુમાં એક અણુ જોડાવાથી ચણુક(ત્રણ અણુનો) સ્કંધ ઉત્પન્ન થાય છે. ત્રણ અણુમાં એક અણ જોડાવાથી ચતુરણુક(=ચાર અણુનો) સ્કંધ ઉત્પન્ન થાય છે. એમ સંખ્યાત, અસંખ્યાત અને અનંત અણુના સંઘાતથી ક્રમશઃ સંખ્યાતામુક, અસંખ્યાતાણુક અને અનંતાણુક અંધ ઉત્પન્ન થાય છે.
અહીં ક્રમશ: એક એક અણુ જોડાય એવો નિયમ નથી. ક્યણુક સ્કંધમાં એકી સાથે બે વગેરે અણુઓ જોડાય તો વ્યણુક સ્કંધ બન્યા વિના સીધો ચતુરણુક વગેરે સ્કંધ ઉત્પન્ન થાય છે. તેવી રીતે છૂટા છૂટા ત્રણ કે ચાર વગેરે પરમાણુઓ એકી સાથે જોડાય તો ક્યણુક બન્યા વિના સીધો જ વ્યણુક કે ચતુરણુક વગેરે કંધ ઉત્પન્ન થાય છે. કોઈ વાર છૂટા છૂટા સંખ્યાતા પરમાણુઓ એકી સાથે જોડાવાથી ચણકાદિસ્કંધો બન્યા વિના સંખ્યાતાણુક અંધ બની જાય છે. એ પ્રમાણે અસંખ્યાતાણુક અને અનંતાણુક અંધ માટે પણ જાણવું.
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૧૧
અ૦ પ સૂ૦ ૨૭] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
(૨) ભેદ– ભેદ એટલે છૂટું પડવું. અનંતાણુક સ્કંધમાંથી એક અણુ છૂટો પડે તો એક અણુ ન્યૂન અનંતાણુક અંધ બને છે. બે પરમાણુ છૂટા પડે તો બે પરમાણુ ન્યૂન અનંતાણુક સ્કંધ બને છે. એમ પરમાણુઓ છૂટા પડતાં પડતાં અનંતાણુક અંધ અસંખ્યાતાણુક બની જાય તો એ અસંખ્યાતાણુક સ્કંધની ઉત્પત્તિ ભેદથી થઈ કહેવાય. અસંખ્યાતાણુક સ્કંધમાંથી ઉપર મુજબ પરમાણુઓ છૂટા પડતાં પડતાં સંખ્યાતાણુક બની જાય તો એ સંખ્યાતાણુક સ્કંધની ઉત્પત્તિ ભેદથી થઈ કહેવાય. સંખ્યાતાણક સ્કંધમાંથી પણ એક બે વગેરે પરમાણુ છૂટા પડતાં પડતાં યાવત્ માત્ર બે જ પરમાણુ રહે તો તે યણુક અંધ બની જાય. તે કયણુક સ્કંધની ઉત્પત્તિ પણ ભેદથી થઈ કહેવાય.
જેમ સંઘાતમાં એકી સાથે એક એક અણુ જ જોડાય એવો નિયમ નથી, તેમ ભેદમાં પણ એક એક અણુ જ છૂટો થાય એવો નિયમ નથી. અનંતાણુક વગેરે સ્કંધોમાંથી કોઈ વાર એક, કોઈ વાર બે, કોઈ વાર ત્રણ, એમ યાવત્ કોઈ વાર એકી સાથે માત્ર બે અણુઓને છોડીને બધા જ અણુઓ છૂટા પડી જાય અને તે અંધ યણુક બની જાય.
(૩) સંઘાત-ભેદ– સંઘાત-ભેદ એટલે એક જ સમયે છૂટું થવું અને ભેગું થવું. જે સ્કંધમાંથી એક, બે વગેરે પરમાણુઓ છૂટા પડે અને તે જ સમયે બીજા એક, બે વગેરે પરમાણુઓ જોડાય તો તે સ્કંધની ઉત્પત્તિ સંઘાતભેદથી થાય. જેમ કે ચતુરણુક સ્કંધમાંથી એક પરમાણુ છૂટો પડ્યો અને તે જ સમયે બે પરમાણુ જોડાયા. આથી ચતુરણુક સ્કંધ પંચાણુક (પાંચ અણુવાળો) બન્યો. અહીં પંચાણુક સ્કંધની ઉત્પત્તિ સંઘાત-ભેદથી થઈ. એમ ચતુરણુક સ્કંધમાં એક પરમાણુ જોડાયો અને તે જ સમયે તેમાંથી બે પરમાણુ છૂટા પડી ગયા તો અહીં એણુક સ્કંધની ઉત્પત્તિ સંઘાત-ભેદથી થઈ. આમ સ્કંધમાં અમુક પરમાણુ જોડાય અને તે જ સમયે તેમાંથી જેટલા જોડાયા તેટલા કે વધારે ઓછા અણુ છૂટા પડે તો નવો જે સ્કંધ બને તેની ઉત્પત્તિ સંઘાતભેદથી થઈ છે એમ કહેવાય. (૨૬)
પરમાણુની ઉત્પત્તિમેવાણુ છે -ર૭ | પરમાણુની ઉત્પત્તિ સ્કંધના ભેદથી જ થાય છે.
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૧૨
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર અ) ૫ સૂ૦ ૨૭ પરમાણુ પુદ્ગલનો અંતિમ અંશ છે. સંઘાત થતાં તે અંતિમ અંશ તરીકે મટીને સ્કંધ રૂપે બને છે. એટલે સંઘાતથી સ્કંધની ઉત્પત્તિ થાય છે પણ પરમાણુની ઉત્પત્તિ થતી જ નથી, વળી સંઘાત-ભેદ થતાં કેટલાક પરમાણુ ભેગા થાય છે અને કેટલાક પરમાણુઓ છૂટા પડે છે. એથી સંઘાત-ભેદથી પણ પરમાણુની ઉત્પત્તિ થતી નથી. જયારે સ્કંધમાંથી પરમાણુ છૂટો પડે ત્યારે જ પરમાણુની ઉત્પત્તિ થાય છે.
પ્રશ્ન– પરમાણુ નિત્ય છે અને કારણ રૂપ જ છે, કાર્ય રૂપ નથી. પણ અહીં ભેદથી અણ ઉત્પન્ન થાય છે એમ કહ્યું એનો અર્થ એ થયો કે પરમાણુ અનિત્ય છે, અને કાર્યરૂપ પણ છે. આથી અહીં “વલતો ચાલતઃ' થાય છે.
ઉત્તર– તમે એટલું ખ્યાલ રાખી લો કે જૈન દર્શન કોઈ પણ વસ્તુને એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય માનતું જ નથી. એ દરેક વસ્તુને અપેક્ષાથી નિત્ય અને અપેક્ષાથી અનિત્ય એમ ઉભય સ્વરૂપ માને છે. એટલે કોઈ વખત અમુક અપેક્ષાથી નિત્ય કહે છે અને કોઈ વખત એ જ વસ્તુને અમુક અપેક્ષાથી અનિત્ય પણ કહે છે. જૈનદર્શન વસ્તુમાત્રને દ્રવ્યાર્થિક નયથી નિત્ય અને પર્યાયાર્થિક નયથી અનિત્ય માને છે. આથી જયારે તે કોઈ વસ્તુને નિત્ય યા અનિત્ય કહે ત્યારે તે વસ્તુ નિત્ય જ છે, અથવા અનિત્ય જ છે એમ નહિ સમજવું. પૂર્વે પરમાણુને નિત્ય કહેવામાં આવેલ છે તે દ્રવ્યાર્થિક નયની દષ્ટિએ. એટલે કે પરમાણુ પૂર્વે હતો જ નહિ, અને નવો જ દ્રવ્યરૂપે ઉત્પન્ન થાય છે એમ નથી. આથી દ્રવ્યરૂપે તે નિત્ય છે. પણ અમુક પર્યાય રૂપે તે નવો જ ઉત્પન્ન થાય છે. જયારે પરમાણુ સ્કંધમાંથી છૂટો પડે છે ત્યારે એનો સ્કંધબદ્ધ અસ્તિત્વ પર્યાય નાશ પામે છે અને સ્વતંત્ર અસ્તિત્વ પર્યાય ઉત્પન્ન થાય છે. આથી પર્યાયાર્થિક નયથી સ્વતંત્ર અસ્તિત્વ પર્યાય રૂપે પરમાણુની ઉત્પત્તિ થાય છે. બાકી સ્કંધમાં જે પરમાણુ હતો તે જ છૂટો પડે છે એટલે કોઈ નવો જ પરમાણુ ઉત્પન્ન થાય છે એવું નથી. એટલે અહીં ભેદથી પરમાણુ ઉત્પન્ન થાય છે એનો અર્થ એટલો જ છે કે પરમાણુ સ્કંધમાં બદ્ધ હતો તે છૂટોસ્વતંત્ર થાય છે. આથી તેનામાં સ્વતંત્ર અસ્તિત્વ રૂપ પર્યાય ઉત્પન્ન થાય છે. પરમાણુના સ્વતંત્ર અસ્તિત્વ પર્યાયની ઉત્પત્તિને ઉપચારથી પરમાણુની ઉત્પત્તિ કહેવામાં આવે છે. એ જ પ્રમાણે દ્રવ્યાર્થિકનયની દષ્ટિએ તે (ઉત્પન્ન ન થવાથી) કારણરૂપ છે અને પર્યાયાર્થિકનયની દષ્ટિએ (ઉત્પન્ન થવાથી) કાર્ય રૂપ પણ છે. (૨૭)
Page #257
--------------------------------------------------------------------------
________________
અ૦ ૫ સૂ૦ ૨૮-૨૯] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૨૧૩ ત્રણ કારણોમાંથી કયા કારણથી ઉત્પન્ન થયેલા સ્કંધો જોઈ શકાય છે તેનું નિરૂપણ
મે સંપાતામ્યાં ચાક્ષુષા: | -૨૮ |
ભેદ અને સંઘાત એમ ઉભયથી ઉત્પન્ન થયેલા સ્કંધો જ ચાક્ષુષ (=ચક્ષુથી ગ્રાહ્ય) બને છે, એટલે કે ચક્ષુથી જોઈ શકાય છે.
પૂર્વે કહ્યું છે કે ભેદથી, સંઘાતથી અને ભેદ-સંઘાતથી એમ ત્રણ રીતે સ્કંધોની ઉત્પત્તિ થાય છે. આ ત્રણમાંથી જે કંધો કેવળ ભેદથી કે કેવળ સંઘાતથી ઉત્પન્ન થાય છે તે સ્કંધો આંખોથી જોઈ શકાતા નથી. જે સ્કંધો ભેદ અને સંઘાત એમ ઉભયથી ઉત્પન્ન થાય છે તે જ સ્કંધો આંખોથી જોઇ શકાય છે.
તાત્પર્ય એ આવ્યું કે–અત્યંત સ્થૂલ પરિણામવાળા સ્કંધો જ આંખોથી જોઈ શકાય છે. એ સ્કંધો કેવળ ભેદ કે કેવળ સંઘાતથી ઉત્પન્ન થતા નથી, કિન્તુ ભેદ-સંઘાતથી જ ઉત્પન્ન થાય છે. ભેદ-સંઘાતથી ઉત્પન્ન થયેલા બધા સ્કંધો જોઈ શકાય છે એવો નિયમ નથી. પણ જે સ્કંધો જોઈ શકાય છે તે સ્કંધો ભેદ-સંઘાતથી જ ઉત્પન્ન થયેલા હોય છે એવો નિયમ છે. અહીં ચક્ષુથી ગ્રાહ્ય બને છે એ ઉપલક્ષણ હોવાથી પાંચેય ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બને છે એમ સમજવું. અર્થાત ભેદ-સંઘાતથી ઉત્પન્ન થયેલ સ્કંધો ઇન્દ્રિયગ્રાહ્ય બને છે. (૨૮).
(અહીં સુધી ધર્માસ્તિકાય આદિ દરેક દ્રવ્યનું સ્વતંત્ર લક્ષણ અને સ્વરૂપ જણાવ્યું. આથી એ સિદ્ધ થયું કે ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યો સત્ છે=વિદ્યમાન છે. આથી હવે એ પાંચેયનું સત્ તરીકે એક લક્ષણ શું છે-સત કોને કહેવાય તે જણાવે છે.)
સતુનું લક્ષણઉત્પાદ-વ્યય- વ્યયુ સત્ છે અ-૨૧ છે જે ઉત્પાદ, વ્યય અને ધવ્યથી યુક્ત હોય તે સત્ કહેવાય.
આ ત્રણ જેમાં ન હોય તે વસ્તુ અસત્ છે=આ જગતમાં વિદ્યમાન નથી. સત્ વસ્તુમાત્રમાં સદા ઉત્પાદ આદિ ત્રણે અવશ્ય હોય છે. ઉત્પાદ એટલે ઉત્પત્તિ. વ્યય એટલે નાશ. પ્રૌવ્ય એટલે સ્થિરતા. દરેક વસ્તુ પ્રતિસમય પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે, અને નાશ પામે છે; તથા દ્રવ્ય રૂપે સ્થિર પણ રહે છે. દરેક વસ્તુમાં બે અંશો હોય છે. (૧) દ્રવ્યાંશ અને (૨)
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૧૪
શ્રીતત્ત્વાધિગમસૂત્ર (અ) ૫ સૂ૦ ૩૦ પર્યાયાં. તેમાં દ્રવ્ય રૂપ અંશ સ્થિર (વંધ્રુવ) હોય છે અને પર્યાય રૂપ અંશ અસ્થિર (=ઉત્પાદ-વ્યયશીલ) હોય છે. આથી સત્ દરેક વસ્તુ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યયુક્ત હોય છે.
અહીં અન્ય દર્શનકારોના મતે સનું લક્ષણ શું છે તે વિચારવું જરૂરી છે. વેદાંતીઓ સંપૂર્ણ જગતને બ્રહ્મ સ્વરૂપ માને છે. ચેતન કે જડ સર્વ વસ્તુઓ બ્રહ્મના જ અંશો છે. જેમ એક ચિત્રમાં જુદા જુદા રંગો અને જુદી જુદી આકૃતિઓ હોય છે પણ તે સર્વ એક જ ચિત્રના વિભાગો છે, ચિત્રથી જુદા નથી. તેમ આ સંપૂર્ણ જગત બ્રહ્મ સ્વરૂપ છે. બ્રહ્મ ધ્રુવ=નિત્ય છે. આથી વેદાંતદર્શન બ્રહ્મ સ્વરૂપ સંપૂર્ણ સત્ પદાર્થને કેવળ ધ્રુવ=નિત્ય જ માને છે. બૌદ્ધદર્શન ચેતન કે જડ વસ્તુમાત્રને ક્ષણિક=ક્ષણે ક્ષણે સર્વથા નાશ પામનાર માને છે. આથી તેના મતે સતનું લક્ષણ ક્ષણિકતા છે. સ ત ક્ષત્રિજે જે સત્ છે તે સર્વ ક્ષણિક છે. સાંખ્ય અને યોગદર્શન જગતને પુરુષ અને પ્રકૃતિ સ્વરૂપ માને છે. પુરુષ એટલે આત્મા. પ્રકૃતિના સંયોગથી પુરુષનો સંસાર છે. દશ્યમાન જડ વસ્તુઓમાં (પરંપરાએ) પ્રકૃતિનું પરિણામ છે. આ દર્શનના મતે પુરુષ ધ્રુવન્નકૂટસ્થ નિત્ય છે. જયારે પ્રકૃતિ પરિણામી નિત્ય=નિત્યાનિત્ય છે. ન્યાય અને વૈશેષિક દર્શન આત્મા, પરમાણુ, આકાશ વગેરેને ધ્રુવ કેવળ નિત્ય અને ઘટાદિ પદાર્થોને ઉત્પાદ-વ્યયશીલ માને છે. (૨૯)
(વસ્તુ સ્થિર રહે છે એટલે નિત્ય છે, તથા ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે એટલે અનિત્ય છે. આથી એક જ વસ્તુ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. આ હકીકત સ્થૂલ દષ્ટિથી વિચારતાં મગજમાં ન બેસે એ સંભવિત છે. આથી આ વિષે સ્પષ્ટતા કરવાની જરૂર હોવાથી સૂત્રકાર હવે નિત્યતાની વ્યાખ્યા બતાવે છે.)
નિત્યનું લક્ષણતદ્ધાવાવ્ય નિત્યમ્ . -૩૦ |
જે વસ્તુ તેના પોતાના ભાવથી અવ્યય રહે, એટલે કે પોતાના ભાવથી રહિત ન બને, તે નિત્ય.
નિયતાની આ વ્યાખ્યા દરેક સત્ વસ્તુમાં ઘટે છે. દરેક સત્ વસ્તુ પરિવર્તન પામવા છતાં પોતાના ભાવને=મૂળ સ્વરૂપને છોડતી નથી. દરેક
Page #259
--------------------------------------------------------------------------
________________
અ૦ ૫ સૂ૦ ૩૦]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૧૫
સત્ વસ્તુ પરિવર્તન પામે છે એટલે અનિત્ય છે અને પરિવર્તન પામવા છતાં પોતાના મૂળ સ્વરૂપનો ત્યાગ કરતી નથી માટે નિત્ય છે. આને પરિણામી નિત્ય કહેવામાં આવે છે. પરિણામ(=પરિવર્તન) પામવા છતાં નિત્ય રહે તે પરિણામી નિત્ય.
સૂક્ષ્મદૃષ્ટિથી વિચારવામાં આવે તો ખ્યાલ આવ્યા વિના ન રહે કે કોઇપણ વસ્તુ પ્રત્યેક ક્ષણે પરિવર્તન પામ્યા વિના રહેતી નથી. દરેક વસ્તુમાં પ્રત્યેક ક્ષણે થોડું ઘણું પરિવર્તન અવશ્ય થયા કરે છે. પ્રતિક્ષણે થતું આ પરિવર્તન ઘણું જ સૂક્ષ્મ હોવાથી આપણા ખ્યાલમાં આવતું નથી. આ પરિવર્તન સર્વજ્ઞ ભગવંતો જ જોઇ શકે. આપણે માત્ર સ્થૂલ સ્થૂલ પરિવર્તનને જ જોઇ શકીએ છીએ. વસ્તુમાં સૂક્ષ્મરૂપે કે સ્થૂલરૂપે પરિવર્તન થવા છતાં તે પોતાના સ્વરૂપને(=દ્રવ્યત્વને) કદી છોડતી નથી. આથી તમામ વસ્તુઓ પરિણામી નિત્ય છે. દા.ત. કાપડનો તાકો કાપીને કોટ વગેરે વસ્ત્રો બનાવ્યાં. અહીં તાકાનો નાશ થયો અને કોટ આદિ વસ્રની ઉત્પત્તિ થઇ છતાં મૂળ દ્રવ્યમાં (કાપડપણામાં) કોઇ જાતનો ફેરફાર થયો નથી. કાપડ કાપડરૂપે મટીને કાગળ રૂપે કે અન્ય કોઇ વસ્તુરૂપે બન્યું નથી. અહીં કાપડ તાકા રૂપે નાશ પામીને કોટ આદિ વસ્ત્ર રૂપે ઉત્પન્ન થવા છતાં કાપડરૂપે કાયમ=નિત્ય રહે છે.
હવે આપણે એક ઘડા તરફ દૃષ્ટિ કરીએ. સ્થૂલદૃષ્ટિથી વિચાર કરતાં ઘણા કાળ સુધી આપણને ઘડો જેવો છે તેવો ને તેવો જ દેખાય છે, તેમાં કોઇ જાતનું પરિવર્તન દેખાતું નથી. પણ સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારીએ તો એ ઘડામાં પ્રતિસમય પરિવર્તન થઇ રહ્યું છે. દા.ત. એ ઘડો બન્યો તેને અત્યારે (વિવક્ષિત કોઇ એક સમયે) બે વર્ષ થયાં છે. એટલે તે ઘડો અત્યારે (વિવક્ષિત સમયે) બે વર્ષ જૂનો કહેવાય. બીજા જ સમયે એ ઘડો બે વર્ષ અને એક સમય જેટલો જૂનો બને છે. આથી પૂર્વના કરતાં વર્તમાન સમયમાં તેનામાં કાળકૃત પરિવર્તન આવી ગયું. ત્યાર પછીના સમયે તે ઘડો બે વર્ષ અને બે સમય જેટલો જૂનો બને છે. આમ બીજા પણ રૂપ આદિના અનેક સૂક્ષ્મ ફેરફારો પ્રત્યેક સમયે થયા કરે છે. પણ તે ફેરફારો=પરિવર્તનો અત્યંત સૂક્ષ્મ હોવાથી આપણા ખ્યાલમાં આવતાં નથી. જ્યારે કોઇ સ્થૂલ પરિવર્તન થાય છે ત્યારે જ આપણને ખ્યાલમાં આવે છે. આમ પ્રત્યેક સમયે ઘટમાં પરિવર્તન થવા
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૧૬
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ પ સૂ૦ ૩૧ છતાં તે ઘટરૂપે કાયમ રહે છે, આથી ઘટ પરિણામી નિત્ય છે. આમ દરેક વસ્તુમાં સમજવું.
જૈન દર્શન જેમ ઉપર મુજબ એક જ વસ્તુમાં નિત્યત્વ અને અનિત્યત્વ એ બે પરસ્પર વિરુદ્ધ ધર્મનો સ્વીકાર કરે છે, તેમ બીજા પણ સામાન્ય-વિશેષ, ભેદ-અભેદ, સત્ત્વ-અસત્ત્વ, એકત્વ-અનેકત્વ વગેરે અનેક વિરુદ્ધ ધર્મોનો પણ સ્વીકાર કરે છે. આની પાછળ એક દિવ્યદષ્ટિ રહેલી છે. આ દિવ્યદૃષ્ટિ છે સાદ્વાદ કે અપેક્ષાવાદ.
સ્યાત્ એટલે અપેક્ષા. આથી સ્યાદ્વાદ એટલે અપેક્ષાવાદ. સ્યાદ્વાદ, અપેક્ષાવાદ, અનેકાંતવાદ, નયવાદ વગેરે શબ્દો એકાર્થક છે. જૈનદર્શનના સિદ્ધાંતોનો મહેલ આ સ્યાદ્વાદના પાયા પર જ રચાયેલો છે. સ્યાદ્વાદ જૈનદર્શનનો પ્રાણ છે. જયાં સ્યાદ્વાદ નથી ત્યાં જૈનદર્શન નથી. જૈનદર્શને જગતને સાદ્વાદની એક અણમોલ ભેટ આપી છે. રાજકીય, સામાજિક, ધાર્મિક, વ્યાવહારિક, શૈક્ષણિક વગેરે નાનાં મોટાં સર્વ ક્ષેત્રોમાં સ્યાદ્વાદની જરૂર છે. સ્યાદ્વાદ વિના કોઈ ક્ષેત્ર વિકાસ પામી શકતું જ નથી. જેટલા અંશે આપણે સ્યાદ્વાદનો ભંગ કરીએ છીએ તેટલા અંશે આપણી પ્રગતિ રૂંધાય છે. આથી જ જૈનદર્શનના દરેક સિદ્ધાંતમાં સ્યાદ્વાદની ઝળક છે. (૩૦)
એક જ વસ્તુમાં નિત્યત્વ-અનિત્યત્વ વગેરે પરસ્પર વિરુદ્ધ ધર્મોની સિદ્ધિ સ્યાદ્વાદદષ્ટિથી થાય છે. આથી સૂત્રકાર ભગવંત હવે સ્યાદ્વાદને ઓળખાવે છે
પિતાનસિદ્ધિઃ | જરૂર છે
એક જ વસ્તુમાં નિત્યત્વ-અનિત્યત્વ વગેરે પરસ્પર વિરુદ્ધ ધર્મોની સિદ્ધિ અર્પિતથી=અપેક્ષાથી અને અનર્પિતથી=અપેક્ષાના અભાવથી થાય છે.
વસ્તુમાં અનેક ધર્મો હોય છે. જે વખતે જે ધર્મની અપેક્ષા હોય છે તે વખતે તે ધર્મને આગળ કરીને આપણે વસ્તુને ઓળખીએ છીએ. દા.ત. એક વ્યક્તિ પિતા પણ છે અને પુત્ર પણ છે. આથી તે વ્યક્તિમાં પિતૃત્વ અને પુત્રત્વ એ બે પરસ્પર વિરુદ્ધ ધર્મો રહેલાં છે. તેમાંથી ક્યારેક પિતૃત્વ ધર્મને આગળ કરીને પિતૃત્વ ધર્મની અપેક્ષાથી તેને પિતા કહે છે. જ્યારે ક્યારેક પુત્રત્વ ધર્મને આગળ કરીને-પુત્રત્વ ધર્મની અપેક્ષાથી તેને પુત્ર કહે છે. જયારે પિતૃત્વ ધર્મની
Page #261
--------------------------------------------------------------------------
________________
અo૫ સૂ૦ ૩૧] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
૨૧૭ અપેક્ષા હોય છે, ત્યારે પુત્રત્વ ધર્મની અપેક્ષા હોતી નથી. જયારે પુત્રત્વ ધર્મની અપેક્ષા હોય છે ત્યારે પિતૃત્વ ધર્મની અપેક્ષા હોતી નથી. જ્યારે તે વ્યક્તિની ઓળખાણ કરાવવામાં આવે છે ત્યારે કેટલાક લોકો તેના પિતાને ઓળખતા હોવાથી અમુક વ્યક્તિનો પુત્ર છે એમ કહીને તેની ઓળખાણ કરાવે છે. જ્યારે કેટલાક તેના પિતાને ઓળખતા નથી, પણ તેના પુત્રને ઓળખે છે, આથી તેમને આ અમુક વ્યક્તિનો પિતા છે એમ કહીને તેની ઓળખાણ કરાવે છે. આમ એક જ વ્યક્તિમાં પિતૃત્વ અને પુત્રત્વ એમ બંને ધર્મો પરસ્પર વિરુદ્ધ હોવા છતાં રહી શકે છે. જયારે જે ધર્મની અપેક્ષા હોય છે ત્યારે તે ધર્મને આગળ કરવામાં આવે છે. તે જ પ્રમાણે પ્રસ્તુતમાં નિત્યત્વ-અનિત્યત્વ વગેરે ધર્મોની પણ ઘટના થઈ શકે છે.
આપણે પૂર્વસૂત્રમાં જોઈ ગયા છીએ કે દરેક વસ્તુમાં બે અંશ અવશ્ય હોય છે–(૧) દ્રવ્ય અંશ અને (૨) પર્યાય અંશ. તેમાં દ્રવ્યાર્થિક નય દ્રવ્ય અંશ તરફ અને પર્યાયાર્થિક નય પર્યાય અંશ તરફ દૃષ્ટિ કરે છે. દ્રવ્ય અંશ સ્થિર=નિત્ય છે, અને પર્યાય અંશ અસ્થિર=અનિત્ય છે. આથી દરેક વસ્તુ દ્રવ્યાર્થિક નયની દષ્ટિથી જોવામાં આવે તો નિત્ય દેખાય છે, અને પર્યાયાર્થિક નયની દૃષ્ટિથી જોવામાં આવે તો અનિત્ય દેખાય છે.
એ પ્રમાણે એક જ વસ્તુ સત્ પણ છે અને અસત્ પણ છે. દરેક વસ્તુ સ્વરૂપે (Fપોતાના રૂપે) સત્ (કવિદ્યમાન) હોય છે, અને પરરૂપે (=બીજાના રૂપે) અસત્ (=અવિદ્યમાન) હોય છે. દા.ત. ઘટ સ્વરૂપે=ઘટ રૂપે સત્ છે, પણ પર રૂપેકપટ રૂપે અસત છે. જો ઘટ પટ રૂપે પણ સતુ હોય તો તેને પટ પણ કહેવો જોઈએ અને પટનાં સઘળાં કાર્યો ઘટથી થવાં જોઈએ. પણ તેમ બનતું નથી. આપણે બોલીએ પણ છીએ કે આ ઘટ છે, પણ પટ નથી. આથી ઘટ પટ રૂપે અસત્ છે. એ પ્રમાણે જીવો એક=સમાન પણ છે, અનેક ભિન્ન પણ છે. કારણ કે દરેક વસ્તુ સામાન્ય અને વિશેષ એમ ઉભય સ્વરૂપે હોય છે. સામાન્ય(કવિવક્ષિત દરેક વસ્તુમાં હોય તે) સ્વરૂપ ઐક્યની બુદ્ધિ કરાવે છે અને વિશેષ(=વિવક્ષિત દરેક વસ્તુમાં ભિન્ન ભિન્ન હોય તે) સ્વરૂપ ભિન્નતાની બુદ્ધિ કરાવે છે. દરેક જીવનું જીવત્વ એ સામાન્ય સ્વરૂપ છે. આથી આપણે જ્યારે જીવો તરફ જીવત્વ રૂ૫ સામાન્યથી જોઈએ છીએ ત્યારે આ
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૧૮
શ્રીતÇાથધિગમસૂત્ર અિપ સૂ૦૩૧ જીવ છે, આ ય જીવ છે, તે ય જીવ છે, એમ દરેક જીવમાં જીવરૂપે એકતાની (=ઐક્યતાની) બુદ્ધિ થાય છે. સઘળા જીવો જીવરૂપે એક ભાસે છે. જીવોમાં મનુષ્યપણુ, ગાયપણું, દેવપણું વગેરે વિશેષ સ્વરૂપ છે. આથી જયારે આપણે આ મનુષ્ય છે, આ ગાય છે, આ દેવ છે એમ વિશેષ રૂપે જોઈએ છીએ ત્યારે મનુષ્ય, ગાય, દેવ વગેરે રૂપે ભિન્ન ભિન્ન ભાસે છે.
વાંચકો ! અહીં જરા સાવધાન રહેજો. સ્યાદ્વાદના સિદ્ધાંતમાં એક જ વસ્તુ નિત્ય પણ છે, અને અનિત્ય પણ છે, એટલે વસ્તુનું કોઈ ચોક્કસ સ્વરૂપ ન હોવાથી સ્યાદ્વાદ એ સંશયવાદ છે એમ રખે માની લેતા ! સાદ્વાદને સંશયવાદ કહેનારા સ્યાદ્વાદના વાસ્તવિક સ્વરૂપને સમજયા જ નથી. સંશયમાં કોઈ ધર્મનો નિર્ણય હોતો નથી. જયારે સાબાદમાં તેમ નથી. દા.ત. રસ્તામાં જતાં ચળકતી શક્તિ(=મોતીની છીપ)ને જોઇને તમને સંશય થયો કે આ શુક્તિ(=મોતીની છીપ) છે કે ચાંદી છે? અહીં શુક્તિ કે ચાંદી એ બેમાંથી એકેયનો નિર્ણય નથી. જયારે સ્યાદ્વાદમાં દરેક ધર્મના અસ્તિત્વનો નિર્ણય હોય છે. વસ્તુ અપેક્ષાએ નિત્ય જ છે, અપેક્ષાએ અનિત્ય જ છે. પણ વસ્તુ અપેક્ષાએ નિત્ય છે કે અનિત્ય છે એવો સંશય રહેતો નથી.
સપ્તભંગી
સ્યાદ્વાદની દષ્ટિએ વસ્તુને બરોબર ઓળખાવવી હોય તો સાત વાક્યોથી ઓળખાવી શકાય છે. કોઈ પ્રશ્ન કરે કે આત્મા કેવો છે? નિત્ય છે કે અનિત્ય ? આના જવાબમાં “આત્મા નિત્ય છે એમ કહેવામાં આવે તો આ ઉત્તર અધુરો હોવાથી યથાર્થ નથી. કારણ કે આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. દરેક વસ્તુમાં અનેક ધર્મો રહેલા હોય છે. એટલે આપણે વસ્તુને ઓળખાવવામાં ખ્યાલ રાખવો જોઇએ કે-જે ધર્મને આગળ કરીને વસ્તુને ઓળખાવીએ છીએ તે સિવાયના ધર્મોનો સર્વથા નિષેધ ન થવો જોઇએ. અહીં આત્મા નિત્ય છે એમ કહેવામાં આત્મામાં અનિત્યતા ધર્મનો નિષેધ થાય છે. આનાથી સમજનાર સમજે છે કે આત્મા નિત્ય છે, અનિત્ય નથી. આથી “આત્મા નિત્ય છે' એવું વાક્ય અપૂર્ણ હોવાથી અયથાર્થ છે. એટલે “અપેક્ષાએ આત્મા નિત્ય છે એમ કહેવામાં આવે તો “અપેક્ષા' શબ્દ આવવાથી અનિત્યતાનો નિષેધ થતો નથી. અપેક્ષાએ આત્મા નિત્ય છે એમ
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૦ ૫ સૂ૦ ૩૧]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૧૯
બોધ થતાંની સાથે જ મનમાં પ્રશ્ન થાય છે કે આત્મા અપેક્ષાએ નિત્ય છે તો અપેક્ષાએ અનિત્ય પણ હોવો જોઇએ. આ પ્રશ્નના સમાધાન માટે બીજું વાક્ય કહેવું પડે છે કે—‘આત્મા અપેક્ષાએ અનિત્ય છે.' હજી આ બંને વાક્યો અધૂરાં છે. કારણ કે જે અપેક્ષાએ આત્મા નિત્ય છે એ અપેક્ષાએ નિત્ય જ છે, નહિ કે અનિત્ય પણ. એમ જે અપેક્ષાએ આત્મા અનિત્ય છે, એ અપેક્ષાએ તો અનિત્ય જ છે, નહિ કે નિત્ય પણ. આથી બંને વાક્યોમાં ‘જ' કાર જોડવાની જરૂર છે. એટલે (૧) ‘આત્મા અપેક્ષાએ નિત્ય જ છે.' (૨) આત્મા અપેક્ષાએ અનિત્ય જ છે.' એમ બે વાક્યો થયાં. અહીં પ્રથમ વાક્યનો અર્થ એ થયો કે આત્મા અપેક્ષાએ નિત્ય છે અને જે અપેક્ષાએ નિત્ય છે તે અપેક્ષાએ નિત્ય જ છે. બીજા વાક્યનો અર્થ એ થયો કે આત્મા અપેક્ષાએ અનિત્ય છે, અને જે અપેક્ષાએ અનિત્ય છે તે અપેક્ષાએ અનિત્ય જ છે.
(શાસ્રમાં જ્યાં વસ્તુના નિરૂપણમાં અપેક્ષાનો કે જકારનો પ્રયોગ ન થયો હોય ત્યાં પણ અધ્યાહારથી એનો પ્રયોગ સમજી લેવો.)
ઉક્ત બંને વાક્યોના સરવાળા રૂપ ત્રીજું વાક્ય (૩) ‘આત્મા અપેક્ષાએ નિત્ય જ છે, અપેક્ષાએ અનિત્ય જ છે.' એ પ્રમાણે છે. આ વાક્યથી ક્રમશઃ આત્માની નિત્યતાનું અને અનિત્યતાનું પ્રતિપાદન થાય છે. પૂર્વનાં બે વાક્યોથી થયેલ સમજણ આ ત્રીજા વાક્યથી દૃઢ બને છે.
હવે કોઇ કહે કે આત્મા અપેક્ષાએ નિત્ય છે અપેક્ષાએ અનિત્ય છે એમ આત્માના નિત્યત્વ અને અનિત્યત્વ એ બે ધર્મોનું ક્રમશઃ પ્રતિપાદન કર્યું; પણ યુગપત્=ક્રમ વિના (એકીસાથે) આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે એમ સમજાવો, તો કહેવું પડે કે ક્રમ વિના (એકીસાથે) આત્મા નિત્ય પણ છે અનિત્ય પણ છે એમ નહિ સમજાવી શકાય. કારણ કે જગતમાં એવો એક પણ શબ્દ નથી કે જેનાથી નિત્યતા અને અનિત્યતા એ બંને ધર્મોનો યુગપત્ બોધ થાય. આથી ક્રમશઃ નિત્ય અને અનિત્ય એ બે શબ્દો વાપરવા જ પડે છે. એટલે આત્મા નિત્ય રૂપે અને અનિત્યરૂપે એકી સાથે કહી શકાય તેમ નથી. આનો અર્થ એ છે કે અપેક્ષાએ (નિત્ય અને અનિત્ય એ ઉભય સ્વરૂપે એકીસાથે ઓળખાવવાની અપેક્ષાએ) આત્મા અવક્તવ્ય જ છે. આમ ચોથું
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૨૦
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [અo ૫ સૂ૦ ૩૧ વાક્ય (૪) “આત્મા અપેક્ષાએ અવક્તવ્ય જ છે' એવું બને છે. દરેક વાક્યમાં જકારનો અર્થ પૂર્વે કહ્યા મુજબ જ છે.
આ ચાર વાક્યોમાં પ્રથમનાં બે વાક્ય મુખ્ય છે. પ્રથમનાં બે વાક્યોના અર્થને સુદઢ રીતે સમજાવવા ત્રીજું વાક્ય છે. ત્રીજા વાક્યનો અર્થ એકીસાથે ન કહી શકાય, એ સમજાવવા ચોથું વાક્ય છે. આ ચાર વાક્યોના મિશ્રણથી અન્ય ત્રણ વાક્યો બને છે. નિત્ય પદ તથા અવક્તવ્ય પદથી પાંચમું, અનિત્યપદ અને અવક્તવ્ય પદથી છઠું. નિત્યપદ, અનિત્યપદ અને અવક્તવ્યપદ એ ત્રણ પદોથી સાતમું વાક્ય બને છે. તે આ પ્રમાણે (૫) આત્મા અપેક્ષાએ નિત્ય જ છે, અપેક્ષાએ અવક્તવ્ય જ છે.” એમ પાંચમું વાક્ય છે. આનો અર્થ એ છે કે, અપેક્ષાએ આત્મા નિત્ય જ છે, તથા જેમ આત્મા અપેક્ષાએ નિત્ય જ છે, તેમ અપેક્ષાએ અનિત્ય જ છે, પણ તે બંનેને એકી સાથે કહી શકાય તેમ નથી જ. હવે પછીનાં બે વાક્યોમાં પણ અવક્તવ્યનો અર્થ આ જ સમજવો. (૬) “આત્મા અપેક્ષાએ અનિત્ય જ છે અને અપેક્ષાએ અવક્તવ્ય જ છે.' એમછઠું વાક્ય છે. (૭) “આત્મા અપેક્ષાએ નિત્ય જ છે, અપેક્ષાએ અનિત્ય જ છે, અને અપેક્ષાએ અવક્તવ્ય જ છે.'
- આ સાત વાક્યોમાં સાત ભંગો=પ્રકારો થતા હોવાથી આ સાત વાક્યોને સપ્તભંગી કહેવામાં આવે છે. સંસ્કૃતમાં આ સાત વાક્યોની રચના નીચે મુજબ છે– (૧) માત્મા સિત્ય -આત્મા અપેક્ષાએ નિત્ય જ છે. (૨) માત્મા નિત્ય ધ્ય-આત્મા અપેક્ષાએ અનિત્ય જ છે.
માત્મા ચારિત્ર્ય પર્વ, ચારિત્ર્ય પર્વ-આત્મા અપેક્ષાએ નિત્ય જ છે, અપેક્ષાએ અનિત્ય જ છે. માત્મા ચાહવવ્ય પ્રવ-આત્મા અપેક્ષાએ અવક્તવ્ય જ છે. માત્મા ચારિત્ર્ય પર્વ, સાવચ્ચ વ-આત્મા અપેક્ષાએ નિત્ય જ છે, અપેક્ષાએ અવક્તવ્ય જ છે. આત્મા ચાનિત્ય , શાકવચ -આત્મા અપેક્ષાએ અનિત્ય જ છે, અપેક્ષાએ અવક્તવ્ય જ છે.
(૩)
Page #265
--------------------------------------------------------------------------
________________
અO ૫ સૂ૦ ૩૨-૩૩] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૨૨૧ (૭) આત્મા વ્યક્તિત્વ વ નિત્ય વ, ચાહવવ્ય -આત્મા અપેક્ષાએ
નિત્ય જ છે, અપેક્ષાએ અનિત્ય જ છે, અપેક્ષાએ અવક્તવ્ય જ છે.
આ પ્રમાણે દરેક વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ છતાં ભિન્ન ભિન્ન અપેક્ષાએ સિદ્ધ થતા એકત્વ-અનેકત્વ આદિ ધર્મયુગ્મને આશ્રયીને વિધિ અને નિષેધથી સપ્તભંગી થાય છે. (૩૧)
બંધપ્રકરણ
(આ અધ્યાયમાં સ્કંધની ઉત્પત્તિ જણાવવાના પ્રસંગે ર૬મા સૂત્રમાં સંઘાત શબ્દનો ઉલ્લેખ કર્યો છે. સંઘાત એટલે પુદ્ગલોને પરસ્પર જોડાણ અથવા બંધ'. આથી પુગલોનો બંધ કયા કયા કારણોથી થાય છે, અને કેવા કેવા પુદ્ગલોનો બંધ ન થાય એ જણાવવા બંધ પ્રકરણ શરૂ કરે છે.)
પુગલના બંધમાં હેતુનિરક્ષવા વ: | ૧-૩૨ . નિગ્ધ અને રૂક્ષ સ્પર્શથી પુગલોનો બંધ થાય છે.
બંધ એટલે પુદ્ગલોનો પરસ્પર એકમેક સંશ્લેષ=જોડાણ. અર્થાત્ જુદા જુદા પુદ્ગલો (સ્કંધ યા પરમાણુ) પરસ્પર જોડાઈને એક થાય તે બંધ. આ જોડાણ પુદ્ગલમાં રહેલ સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શ ગુણથી થાય છે. સ્નિગ્ધ સ્પર્શવાળા પુદ્ગલોનો નિગ્ધ સ્પર્શવાળા કે રૂક્ષ સ્પર્શવાળા એ બંને પ્રકારના પુગલોની સાથે બંધ થાય છે. તે જ પ્રમાણે રૂક્ષ સ્પર્શવાળા પુદ્ગલો માટે પણ જાણવું. અહીં બંધ પ્રકરણમાં પુદ્ગલ શબ્દથી પરમાણુ અને સ્કંધ એ બંને સમજવા. (૩૨)
(અહીં કોઈ પણ પ્રકારના પુલોનો કોઈ પણ પ્રકારના પુદ્ગલો સાથે બંધ થાય છે એમ જણાવ્યું. હવે આમાં અપવાદો બતાવે છે.)
બંધના વિષયમાં પ્રથમ અપવાદન નાચગુનામ્ | પ-૩૩ | જઘન્ય ગુણવાળા પુદ્ગલોનો પરસ્પર બંધ થતો નથી.
૧. બંધ એટલે પુદ્ગલોનો સંયોગ (=અંતર વિના સહ અવસ્થાન) થયા બાદ અવયવ
અવયવિરૂપે પરિણમન.
Page #266
--------------------------------------------------------------------------
________________
૨ ૨ ૨
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અO ૫ સૂ૦ ૩૩ કોઈ પુદ્ગલોમાં રૂક્ષ સ્પર્શ તો કોઈ પુદ્ગલોમાં સ્નિગ્ધ સ્પર્શ હોય છે. હવે જે જે પુદ્ગલોમાં જે જે સ્નિગ્ધ કે રૂક્ષ ગુણ હોય તે તે સઘળા પુદ્ગલો તે તે ગુણથી સમાન જ હોય એવો નિયમ નથી, ન્યૂનાધિક પણ હોય છે. જેમ કે–પાણી, બકરીનું દૂધ, ભેંસનું દૂધ-આ દરેકમાં સ્નિગ્ધ ગુણ હોવા છતાં દરેકમાં સમાન નથી. પાણીથી બકરીના દૂધમાં સ્નિગ્ધતા વધારે હોય છે. તેનાથી ભેંસના દૂધમાં સ્નિગ્ધતા વધારે હોય છે. તેમ ધૂળ, ધાન્યનાં ફોતરાં અને રેતી એ ત્રણેમાં રૂક્ષતા ઉત્તરોત્તર વધારે છે. એ જ પ્રમાણે સર્વ પુદ્ગલોમાં સ્નિગ્ધતા અને રૂક્ષતા ગુણ વધારે ઓછો પણ હોય છે.
અહીં પુદ્ગલોમાં સ્નિગ્ધ અને રૂક્ષ ગુણ સમાન પણ હોય છે અને વધારે ઓછો પણ હોય છે એ વિચારણા કરી. પણ હજી મૂળ સૂત્રનો અર્થ સમજવાનો તો બાકી જ છે. મૂળ સૂત્રના અર્થને સમજવા નીચેની હકીકત સમજવી જરૂરી છે.
આપણે ગુણનો (સ્નિગ્ધ કે રૂક્ષનો) જે ભાગમાંથી કેવળીની દષ્ટિએ પણ બે વિભાગ ન થઈ શકે તેવો સૌથી નાનો ભાગ કલ્પીએ. ગુણનો આવો ભાગ જે પુદ્ગલમાં હોય તે એકગુણ' પુદ્ગલ કહેવાય. આવા બે ભાગ જેમાં હોય તે દ્વિગુણ પુદ્ગલ કહેવાય. આવા ત્રણ ભાગ જેમાં હોય તે ત્રિગુણ પુદ્ગલ કહેવાય. એમ આગળ વધતાં ચતુર્ગુણ, પંચગુણ, સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ. થાવત્ અનંતગુણ પુદ્ગલ હોય છે. આમાં સૌથી ઓછો ગુણ એકગુણ પુદ્ગલમાં હોય છે. દ્વિગુણ પુગલમાં તેનાથી વધારે હોય છે. ત્રિગુણ પુદ્ગલમાં તેનાથી વધારે હોય છે. ચતુર્ગુણ પુદ્ગલમાં તેનાથી વધારે હોય છે. એમ વધતાં વધતાં અનંતગુણ પુદ્ગલમાં સૌથી વધારે ગુણ હોય છે.
આમ પુદ્ગલોમાં ગુણની તરતમતાની દષ્ટિએ અનેક ભેદો પડે છે. એ સઘળા ભેદોનો ત્રણ ભેદોમાં સમાવેશ કરી શકાય. તે આ પ્રમાણે-(૧) જઘન્યગુણ (૨) મધ્યમગુણ (૩) ઉત્કૃષ્ણગુણ. સૌથી ઓછો ગુણ જે પુદ્ગલમાં હોય તે જધન્યગુણ કહેવાય. જે પુગલમાં સૌથી વધારે ગુણ હોય તે ઉત્કૃષ્ટગુણ કહેવાય. તે સિવાયના બધા પુદ્ગલો મધ્યમગુણ કહેવાય.
જઘન્યગુણ પુગલમાં અને એકગુણ પુદ્ગલમાં સૌથી વધારે ન્યૂન ગુણ હોય છે અને તે બંનેમાં સમાન હોય છે. આથી જઘન્યગુણ અને એકગુણ એ બંનેનો એક જ અર્થ છે. ૧. અહીં ગુણ શબ્દ ભાગ અર્થમાં છે.
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૦ ૫ સૂ૦ ૩૪]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૨૩
આ સૂત્રમાં જઘન્યગુણ(=એકગુણ) પુદ્ગલમાં પરસ્પર બંધનો નિષેધ કરવામાં આવ્યો છે. એટલે કે જધન્યગુણ સ્નિગ્ધ પુદ્ગલનો જધન્યગુણ રૂક્ષ કે જધન્યગુણ સ્નિગ્ધ પુદ્ગલની સાથે બંધ ન થાય. તે જ પ્રમાણે જધન્યગુણ રૂક્ષ પુદ્ગલનો જઘન્યગુણસ્નિગ્ધ કે જધન્યગુણ રૂક્ષ પુદ્ગલની સાથે બંધ ન થાય. (૩૩) બંધના વિષયમાં બીજો અપવાદ– મુળસામ્યે સદશાનામ્ ॥ ૧-૩૪ ॥
ગુણસામ્ય હોય (=ગુણની સમાનતા હોય) તો સદેશ પુદ્ગલોનો બંધ થતો નથી.
અહીં સદેશતા સ્નિગ્ધ કે રૂક્ષ ગુણની અપેક્ષાએ સમજવી. એટલે કે સ્નિગ્ધગુણવાળો પુદ્ગલ અન્ય સ્નિગ્ધગુણવાળા પુદ્ગલોની અપેક્ષાએ સદેશ છે. એમ રૂક્ષગુણવાળો પુદ્ગલ અન્ય રૂક્ષગુણવાળા પુદ્ગલની અપેક્ષાએ સન્દેશ છે. સ્નિગ્ધગુણવાળો પુદ્ગલ રૂક્ષગુણવાળા પુદ્ગલની અપેક્ષાએ અસદેશ છે. રૂક્ષગુણવાળો પુદ્ગલ સ્નિગ્ધગુણવાળા પુદ્ગલની અપેક્ષાએ અસદેશ છે.
ગુણસામ્ય એટલે ગુણની તરતમતાનો અભાવ. જેમ ૧૦ હજારની મૂડીવાળી બધી વ્યક્તિઓમાં મૂડીની સંખ્યાની દૃષ્ટિએ સમાનતા છે. લાખની મૂડીવાળી બધી વ્યક્તિઓમાં મૂડીની સંખ્યાની ષ્ટિએ સમાનતા છે. તેમ સરખા ગુણવાળા બધા પુદ્ગલોમાં ગુણની ષ્ટિએ સમાનતા છે. જેટલા પુદ્ગલોમાં એકગુણ(સ્નિગ્ધ કે રૂક્ષ)સ્પર્શ હોય તે બધા પુદ્ગલોમાં ગુણસામ્ય છે. સ્પર્શના ગુણની(=ભાગની) દૃષ્ટિએ એ બધા સમાન છે. જે પુદ્ગલોમાં દ્વિગુણ સ્પર્શ હોય તે બધા પરસ્પર સમાન છે.
પણ એકગુણ પુદ્ગલ અને દ્વિગુણ પુદ્ગલમાં પરસ્પર ગુણસામ્યનો અભાવ છે. પછી ભલે તે બંનેમાં સ્નિગ્ધ સ્પર્શ હોય. તે બંનેમાં (એકગુણ અને દ્વિગુણ પુદ્ગલમાં) સ્નિગ્ધ સ્પર્શ હોય તો તે સદેશ કહેવાય, પણ સમાન ન કહેવાય. તેમ એકગુણ રૂક્ષ અને એકગુણ સ્નિગ્ધ પુદ્ગલ પરસ્પર સદેશ ન કહેવાય, પણ સમાન કહેવાય.
આ સૂત્રમાં પુદ્ગલો સદેશ હોય, અને ગુણસમાન પણ હોય, એટલે કે તેમનામાં ગુણસામ્ય પણ હોય, તો તેમનો પરસ્પર બંધ થતો નથી, એ જણાવવામાં આવ્યું છે. કોણ કોણ સદેશ છે, કોણ કોણ ગુણસમાન છે, કોનો કોનો પરસ્પર બંધ ન થાય તે નીચેના કોષ્ટકથી બરોબર સમજાશે.
Page #268
--------------------------------------------------------------------------
________________
૨ ૨૪
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
[અ૦ ૫ સૂ૦૩૫
થાય.
પુદ્ગલ
સદેશ કે | ગુણસમાન કે | બંધ થાય
અસદેશ અગુણસમાન | કે ન થાય પંચગુણ સ્નિગ્ધ તથા સતગુણ સ્નિગ્ધ| સદશ અગુણસમાન થાય. ચતુર્ગુણ સ્નિગ્ધ તથા દશગુણ સ્નિગ્ધસદશ અગુણસમાન | થાય પંચગુણ રૂક્ષ તથા સતગુણ રૂક્ષ | સદશ અગુણસમાન | થાય ચતુર્ગુણ રૂક્ષ તથા દશગુણ રૂક્ષ | સંદેશ અગુણસમાન થાય પંચગુણ સ્નિગ્ધ તથા પંચગુણ રૂક્ષ | અસદશ | ગુણસમાન ચતુર્ગુણ સ્નિગ્ધ તથા ચતુર્ગુણ રૂક્ષ | અસદશ | ગુણસમાન થાય પંચગુણ સ્નિગ્ધ તથા પંચગુણ નિગ્ધી સદશ | ગુણસમાન ન થાય પંચગુણ રૂક્ષ તથા પંચગુણ રૂક્ષ | સદશ | ગુણસમાન | ન થાય |
બંધના વિષયમાં ત્રીજો અપવાદથિવિIનાં સુ છે ક-રૂપ છે
સંદેશ પુલોમાં ગુણવૈષમ્ય હોવા ઉપરાંત દિગુણ વગેરે સ્પર્શથી અધિક હોય તો પરસ્પર બંધ થાય.
પૂર્વ સૂત્રમાં સદશ પુદ્ગલોમાં ગુણસામ્ય હોય તો બંધ ન થાય એમ કહ્યું છે. એનો અર્થ એ થયો કે સદશ પુદ્ગલોમાં ગુણવૈષમ્ય હોય તો બંધ થાય. આ સૂત્રથી સદશ પુલોમાં ગુણવૈષમ્ય હોય તો પણ બંધનો નિષેધ કરવામાં આવ્યો છે. તે આ પ્રમાણે સદશ પુદ્ગલોમાં માત્ર એકગુણ વૈષમ્ય હોય તો બંધ ન થાય. જેમ કે ચતુર્ગુણ સ્નિગ્ધ પુદ્ગલનો પંચગુણ સ્નિગ્ધ પુગલ સાથે બંધ ન થાય. ચતુર્ગુણ રૂક્ષ પુદ્ગલનો પંચગુણ રૂક્ષ પુદ્ગલ સાથે બંધ ન થાય. કારણ કે અહીં માત્ર એકગુણ ગુણવૈષમ્ય છે. એટલે સદશ પુદ્ગલોમાં દ્વિગુણ, ત્રિગુણ, ચતુર્ગુણ વગેરે ગુણવૈષમ્ય હોય તો બંધ થાય. જેમ કે-ચતુર્ગુણ સ્નિગ્ધ પુદ્ગલનો પગુણસ્નિગ્ધ પુદ્ગલ સાથે બંધ થાય. અહીં દ્વિગુણ ગુણવૈષમ્ય છે. ચતુર્ગુણ સ્નિગ્ધ પુદ્ગલનો સતગુણ સ્નિગ્ધ પુદ્ગલ સાથે બંધ થાય. અહીં ત્રિગુણ ગુણવૈષમ્ય છે. એ પ્રમાણે રૂક્ષ સ્પર્શ વિષે પણ સમજવું. (૩૫)
Page #269
--------------------------------------------------------------------------
________________
૨ ૨૫
અO ૫ સૂ૦ ૩૫] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
૩૨-૩૩-૩૪-૩૫ સૂત્રનો સાર
પુદ્ગલોમાં રહેલા સ્નિગ્ધ અને રૂક્ષગુણના કારણે ગમે તે ગુણવાળા પુગલનો ગમે તે ગુણવાળા પુદ્ગલની સાથે બંધ થાય. આમ ૩૨મા સૂત્રમાં કહ્યું છે. ત્યાર પછીના ત્રણ સૂત્રોમાં બંધમાં અપવાદો બતાવવામાં આવ્યા છે. તેમાં ૩૩મા સૂત્રમાં જઘન્યગુણ પુદ્ગલોનો પરસ્પર બંધ ન થાય એ જણાવવામાં આવ્યું છે. એનો ફલિતાર્થ એ થયો કે જઘન્યગુણ પુગલનો મધ્યમગુણ કે ઉત્કૃષ્ટગુણ પુદ્ગલ સાથે બંધ થાય, તથા મધ્યમગુણ અને ઉત્કૃષ્ટગુણ પુદ્ગલનો પરસ્પર બંધ થાય. આ ફલિતાર્થનો ૩૪મા સુત્રમાં સંકોચ કરવામાં આવ્યો કે સદશ પુદ્ગલોમાં ગુણસામ્ય હોય તો બંધ ન થાય. આનો ફલિતાર્થ એ થયો કે સદશ પુદ્ગલોમાં ગુણવૈષમ્ય હોય તો બંધ થાય. આ ફલિતાર્થનો ૩૫મા સૂત્રમાં સંકોચ કરવામાં આવ્યો કે–સદશ પુદ્ગલોમાં એકગુણ ગુણવૈષમ્ય હોય તો બંધ ન થાય. સદશ પુદ્ગલોમાં દ્વિગુણ, ત્રિગુણ, ચતુર્ગુણ વગેરે ગુણવૈષમ્ય હોય તો બંધ થાય. અર્થાત્ સદશ પુદ્ગલોમાં એકગુણથી વધારે ગુણવૈષમ્ય હોય તો બંધ થાય.
નીચે જણાવેલા પુગલોનો પરસ્પર બંધ થાય બંધ થાય
કેમ થાય? એકગુણ સ્નિગ્ધનો દ્વિગુણ રૂક્ષ સાથે | બંનેમાં જઘન્યગુણ નથી, સદશ પણ નથી. એકગુણ રૂક્ષનો દ્વિગુણ નિષ્પ સાથે | બંનેમાં જઘન્યગુણ નથી, સદશ પણ નથી. એકગુણ સ્નિગ્ધનો ત્રિગુણ સ્નિગ્ધ સાથે | બંનેમાં જઘન્ય ગુણ નથી, સદશ હોવા
છતાં એકગુણ ગુણવૈષમ્ય નથી. એકગુણ રૂક્ષનો ત્રિગુણ રૂક્ષ સાથે બંનેમાં જઘન્ય ગુણ નથી, સદશ હોવા
છતાં એકગુણ ગુણવૈષમ્ય નથી. | દ્વિગુણ સ્નિગ્ધનો દ્વિગુણ રૂક્ષ સાથે સામ્ય છે પણ સદશ નથી. | દ્વિગુણ રૂક્ષનો દ્વિગુણ સ્નિગ્ધ સાથે | સામ્ય છે પણ સદશ નથી.
Page #270
--------------------------------------------------------------------------
________________
નિષેધક સુત્ર
૩૩
૩૩
૩૩
શ્રીતત્ત્વાધિગમસૂત્ર | [આ૦ ૫ સૂ૦ ૩૬ નીચે જણાવેલા પુદ્ગલોનો પરસ્પર બંધ ન થાય બંધ ન થાય
કેમ ન થાય એકગુણ નિષ્પનો એકગુણ સ્નિગ્ધ સાથે | બંનેમાં જઘન્ય ગુણ છે. એકગુણ સ્નિગ્ધનો એકગુણ રૂક્ષ સાથે | | બંનેમાં જઘન્ય ગુણ છે. એકગુણ રૂક્ષનો એકગુણ રૂક્ષ સાથે બંનેમાં જઘન્ય ગુણ છે. એકગુણ રૂક્ષનો એકગુણ સ્નિગ્ધ સાથે | બંનેમાં જઘન્ય ગુણ છે. | ૩૩ | દ્વિગુણ સ્નિગ્ધનો દ્વિગુણ સ્નિગ્ધ સાથે | સદશ છે અને ગુણસામ્ય છે.) ૩૪ દ્વિગુણ રૂક્ષનો દ્વિગુણ રૂક્ષ સાથે | સદશ છે અને ગુણસામ્ય છે. ૩૪ પંચગુણ સ્નિગ્ધનો પંચગુણ સ્નિગ્ધ સાથે | સદશ છે અને ગુણસામ્ય છે. ૩૪ પંચગુણ રૂક્ષનો પંચગુણ રૂક્ષ સાથે | સદશ છે અને ગુણસામ્ય છે. ૩૪ દ્વિગુણ સ્નિગ્ધનો ત્રિગુણ સ્નિગ્ધ સાથે | માત્ર એકગુણ વૈષમ્ય છે. | ૩૫ | દ્વિગુણ રૂક્ષનો ત્રિગુણ રૂક્ષ સાથે | માત્ર એકગુણ વૈષમ્ય છે. | ૩૫ |
એકગુણ સ્નિગ્ધનો દ્વિગુણ સ્નિગ્ધ સાથે માત્ર એકગુણ વૈષમ્ય છે. | ૩૫ | એકગુણ રૂક્ષનો દ્વિગુણ રૂક્ષ સાથે | માત્ર એકગુણ વૈષમ્ય છે. | ૩૫ |
બંધ થયા બાદ સ્કંધમાં થતો સ્પર્શનો પરિણામવન્ચે સમાધી પરિણામ છે -રૂદ્દ છે
પુગલોનો બંધ થયા બાદ સમ અને અધિક ગુણ અનુક્રમે સમ અને હીન ગુણને પોતાના રૂપે પરિણમાવે છે.
રૂક્ષ અને સ્નિગ્ધ ગુણવાળા યુગલો (પરમાણુ કે સ્કંધ)નો પરસ્પર બંધ થાય છે તે આપણે ૩૩માં સૂત્રમાં જોઈ ગયા. તેમાં જ્યારે સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલોનો કે સ્નિગ્ધ અને સ્નિગ્ધ પગલોનો અથવા રૂક્ષ અને રૂક્ષ પુદ્ગલોનો બંધ થાય ત્યારે બંધ થયા બાદ સ્કંધમાં કયો ગુણ રહે તે આ સૂત્ર સમજાવે છે.
જયારે સમાનગુણ રૂક્ષનો અને સ્નિગ્ધનો બંધ થાય ત્યારે કોઈ વખત રૂક્ષગુણ સ્નિગ્ધગુણને ફલરૂપે પરિણાવે છે=રૂથરૂપે કરે છે, તો કોઈ વખત
Page #271
--------------------------------------------------------------------------
________________
૨ ૨૭
અ૦ ૫ સૂ૦૩૭] શ્રીતત્ત્વાધિગમસૂત્ર સ્નિગ્ધગુણ રૂક્ષગુણને સ્નિગ્ધરૂપે પરિણાવે છે. દા.ત. દ્વિગુણરૂક્ષનો દ્વિગુણ સ્નિગ્ધની સાથે બંધ થતાં કોઈ વખત દ્વિગુણરૂક્ષ દ્વિગુણનિષ્પને દ્વિગુણરૂક્ષરૂપે પરિણાવે છે, એટલે કે દ્વિગુણરૂક્ષરૂપે કરી નાખે છે અને કોઈ વખત દ્વિગુણસ્નિગ્ધ દ્વિગુણરૂક્ષને દ્વિગુણસ્નિગ્ધરૂપે પરિણમાવે છે.
સમગુણ સ્નિગ્ધ-સ્નિગ્ધનો કે રૂક્ષ-રૂક્ષનો પરસ્પર બંધ થતો નથી. કારણ કે ૩૪માં સૂત્રમાં તેનો નિષેધ કર્યો છે. આથી તે વિષે અત્રે વિચારણા કરવાની રહેતી જ નથી.
હવે જ્યારે દ્વિગુણ આદિ વિષમગુણ રૂક્ષ-સ્નિગ્ધનો, સ્નિગ્ધ-સ્નિગ્ધનો કે રૂક્ષ-રૂક્ષનો બંધ થાય ત્યારે અધિકગુણ હનગુણને પોતાના રૂપે પરિણાવે છે. દા.ત. ત્રિગુણ સ્નિગ્ધનો એકગુણ સ્નિગ્ધ સાથે કે એકગુણ રૂક્ષ સાથે બંધ થાય છે ત્યારે ત્રિગુણ સ્નિગ્ધ એકગુણ સ્નિગ્ધને કે એકગુણ રૂક્ષને ત્રિગુણ સ્નિગ્ધરૂપે પરિણાવે છે. આથી તે આખો સ્કંધ ત્રિગુણસ્નિગ્ધ બને છે. જો ત્રિગુણરૂક્ષનો એકગુણ સ્નિગ્ધ સાથે કે એકગુણ રૂક્ષ સાથે બંધ થાય તો ત્રિગુણ રૂક્ષ એકગુણ સ્નિગ્ધને કે એકગુણ રૂક્ષને ત્રિગુણ રૂક્ષરૂપે પરિણમાવે છે. આથી તે આખો સ્કંધ ત્રિગુણ રૂક્ષ બની જાય છે. (૩૬)
દ્રવ્યનું લક્ષણ
પાપર્યાયવ દ્રવ્યમ્ | ઉ-રૂ૭ |
જેમાં ગુણો (=સદા રહેનારા જ્ઞાનાદિ અને સ્પર્ધાદિ ધમ) અને પર્યાયો(=ઉત્પન્ન થનારા તથા નાશ પામનારા જ્ઞાનોપયોગ આદિ અને શુક્લરૂપ આદિ ધર્મો) હોય તે દ્રવ્ય.
દરેક દ્રવ્યમાં અનેક પ્રકારના ભિન્ન ભિન્ન ધર્મી=પરિણામો હોય છે. આ ધમ=પરિણામો બે પ્રકારના છે. કેટલાક ધર્મો દ્રવ્યમાં સદા રહે છે. કદી પણ દ્રવ્યમાં તે ધર્મોનો અભાવ જોવા મળતો નથી. જ્યારથી દ્રવ્યની સત્તા છે, ત્યારથી જ એ ધર્મોની દ્રવ્યમાં સત્તા છે. અર્થાત્ દ્રવ્યના સહભાવી છે. દ્રવ્યના સહભાવી (=સદા દ્રવ્યની સાથે રહેનારા) એ ધર્મોને ગુણો કહેવામાં આવે છે. જેમ કે–આત્મદ્રવ્યનો ચૈતન્ય ધર્મ. ચૈતન્ય ધર્મ આત્માની સાથે જ રહે છે. આત્મદ્રવ્યમાં ચૈતન્ય ન હોય એવું કદી બનતું નથી. આત્મા અને ચૈતન્ય સૂર્ય-પ્રકાશની જેમ સદા સાથે જ રહે છે. આથી ચૈતન્ય આત્માનો
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૨૮
શ્રીતવાથિિધગમસૂત્ર (અ) ૫ સૂ૦ ૩૭ ગુણ છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે પુગલદ્રવ્યના ગુણો છે. કારણ કે નિરંતર યુગલની સાથે જ રહે છે.
આથી એ નિષ્કર્ષ આવ્યો કે જે ધર્મ જે દ્રવ્યના સહભાવી (=સતત સાથે રહેતા હોય) તે ધર્મો તે દ્રવ્યના ગુણો છે.
હવે બીજા પ્રકારના ધર્મોનો વિચાર કરીએ. કેટલાક ધર્મો દ્રવ્યમાં સદા રહેતા નથી, કિન્તુ ક્યારેક હોય, અને ક્યારેક ન પણ હોય. અર્થાત્ કેટલાક ધર્મો ક્રમભાવી (=ઉત્પન્ન થનારા અને નાશ પામનારા) હોય છે. ક્રમભાવી (=ઉત્પાદ-વિનાશશીલ) આ ધર્મોને પર્યાય કહેવામાં આવે છે. જેમ કેઆત્માના જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ આદિ ધર્મો. આત્મામાં જ્યારે જ્ઞાનોપયોગ હોય છે ત્યારે દર્શનોપયોગ હોતો નથી, અને દર્શનોપયોગ હોય છે ત્યારે જ્ઞાનોપયોગ હોતો નથી. આમ જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ એ બે ધર્મો ક્રમભાવી નાશ પામનારા અને ઉત્પન્ન થનારા હોવાથી આત્માના પર્યાયો છે. આ પ્રમાણે કૃષ્ણ, શ્વેત આદિ વર્ણ, તિક્ત આદિ રસ, સુરભિ આદિ ગંધ, કઠિન આદિ સ્પર્શ વગેરે પુગલના પર્યાયો છે. કારણ કે કાલાંતરે એ ધર્મો નાશ પામે છે અને ઉત્પન્ન થાય છે. અહીં એ ખ્યાલ રાખવાનો છે કે સામાન્યથી વર્ણ એ ગુણ છે. જ્યારે કૃષ્ણવર્ણ, શ્વેતવર્ણ એ પર્યાયો છે. એમ રસ આદિ વિશે પણ જાણવું.
દરેક દ્રવ્યમાં અનંતા ગુણો અને અનંતા પર્યાયો રહેલા છે. દ્રવ્યો અને ગુણો ક્યારેય ઉત્પન્ન થતા ન હોવાથી નિત્ય છે, અર્થાત્ અનાદિ-અનંત છે. પર્યાયો પ્રતિસમય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. આથી અનિત્ય છે, અર્થાત્ સાદિ-સાત છે. પર્યાયોની અનિત્યતા વ્યક્તિની અપેક્ષાએ છે. પ્રવાહની અપેક્ષાએ તો પર્યાયો પણ નિત્ય છે. દરેક દ્રવ્યમાં પ્રતિસમય અમુક પર્યાયો નાશ પામે છે અને અમુક પર્યાયો ઉત્પન્ન થાય છે, એથી પર્યાયોનો પ્રવાહ સદા ચાલ્યા કરે છે. પર્યાયોના પ્રવાહનો પ્રારંભ કે અંત ન હોવાથી પ્રવાહની અપેક્ષાએ પર્યાયો અનાદિ-અનંત છે. આથી જ દ્રવ્યો જેમ ક્યારે પણ ગુણોથી રહિત હોતા નથી, તેમ ક્યારે પણ પર્યાયોથી પણ રહિત હોતા નથી. દ્રવ્યોમાં ગુણો વ્યક્તિની અપેક્ષાએ સદા રહે છે, જ્યારે પર્યાયો પ્રવાહની અપેક્ષાએ સદા રહે છે; પણ બંને રહે છે તો સદા.
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૦૫ સૂ૦ ૩૭]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૨૯
દરેક દ્રવ્યમાં પ્રત્યેક સમયે અનંતા પર્યાયો રહેલા છે. એક સમયે અનંતા પર્યાયોની ઉપલબ્ધિ ભિન્ન ભિન્ન ગુણોની અપેક્ષાએ થાય છે, નહિ કે કોઇ એક ગુણની અપેક્ષાએ. કોઇ એક ગુણની અપેક્ષાએ એક સમયે એક જ પર્યાય હોય. આત્મામાં ચૈતન્ય, વેદના(=સુખ-દુઃખનો અનુભવ), ચારિત્ર વગેરે ગુણોની અપેક્ષાએ એક જ સમયમાં અનંતા પર્યાયો છે. પણ જો ચૈતન્ય આદિ કોઇ એક ગુણની અપેક્ષાએ વિચારવામાં આવે તો એક સમયે જ્ઞાનોપયોગ કે દર્શનોપયોગ એ બેમાંથી કોઇ એક પર્યાય હોય છે. એ પ્રમાણે કોઇ એક પુદ્ગલ દ્રવ્યમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે ભિન્ન ભિન્ન ગુણોની અપેક્ષાએ એક સમયે અનંતા પર્યાયો રહેલા છે, પણ રૂપ આદિ કોઇ એક ગુણની અપેક્ષા એ શ્વેત, કૃષ્ણ, નીલ, પીત આદિ પર્યાયોમાંથી (વ્યવહાર નયથી) કોઇ એક જ પર્યાય હોય છે. હા, ત્રિકાળની(=ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ કાળની) અપેક્ષાએ વિચારવામાં આવે તો એક જ ગુણની અપેક્ષાએ પણ અનંતા પર્યાયો થાય છે. જેમ કે આત્માના ચૈતન્ય ગુણની અપેક્ષાએ આત્મામાં એક સમયે જ્ઞાનોપયોગ, બીજા સમયે દર્શનોપયોગ, ત્રીજા સમયે પુનઃ જ્ઞાનોપયોગ, ચોથા સમયે પુનઃ દર્શનોપયોગ એમ ઉપયોગનો પ્રવાહ ચાલતો હોવાથી ત્રિકાળની અપેક્ષાએ ચૈતન્ય ગુણના અનંતા પર્યાયો થાય છે. એ પ્રમાણે પુદ્ગલ દ્રવ્યમાં રૂપગુણની અપેક્ષાએ ત્રિકાળમાં શ્વેત, કૃષ્ણ, નીલ આદિ અનંતા પર્યાયો થાય છે.
એક જ સમયે એક દ્રવ્યમાં પર્યાયોની અનંતતા અનંત ગુણોને આભારી છે. પ્રત્યેક દ્રવ્યમાં સદા અનંતા ગુણો રહેલા છે. આથી પ્રત્યેક દ્રવ્યમાં પ્રત્યેક સમયે પર્યાયો પણ અનંતા હોય છે. પ્રત્યેક દ્રવ્યમાં સદા અનંતા ગુણો હોવા છતાં સામાન્ય બુદ્ધિવાળા જીવોને કલ્પનામાં આવી શકતા નથી. વિશિષ્ટ જ્ઞાની જ અનંત ગુણોને જાણી શકે છે. છદ્મસ્થ જીવોની કલ્પનામાં તો આત્માના ચેતના, સુખ, ચારિત્ર, વીર્ય આદિ તથા પુદ્ગલના રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ પરિમિત ગુણો જ આવી શકે છે. બાકીના સઘળા ગુણો વિશિષ્ટ શાનિગમ્ય છે.
દ્રવ્યમાં રહેલા ગુણો બે પ્રકારના છે–(૧) સાધારણ અને (૨) અસાધારણ. જે ગુણો અમુક જ દ્રવ્યમાં હોય, અન્યમાં ન હોય, તે ગુણો જે
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૩૦
શ્રીતત્ત્વાધિગમસૂત્ર અ૦ ૫ સૂ૦ ૩૮-૩૯ દ્રવ્યમાં હોય તે દ્રવ્યના અસાધારણ ગુણો કહેવાય. જે ગુણો અનેક દ્રવ્યોમાં હોય, તે ગુણો સાધારણ કહેવાય. ચેતના આત્માનો અસાધારણ ગુણ છે. કારણ કે તે ગુણ આત્મામાં જ છે, આત્માથી અતિરિક્ત કોઈ દ્રવ્યમાં નથી. રૂપ, રસ આદિ પુદ્ગલ દ્રવ્યના અસાધારણ ગુણો છે. પુદ્ગલ સિવાય કોઈ દ્રવ્યમાં એ ગુણો નથી. અસ્તિત્વ, જ્ઞેયત્વ વગેરે સાધારણ ગુણો છે. તે ગુણો સર્વ દ્રવ્યોમાં રહે છે. કાળનું નિરૂપણ–
નશે | -૩૮ | કેટલાક આચાર્યો કાળને પણ દ્રવ્ય તરીકે માને છે.
અહીં કેટલાક આચાર્યો કાળને દ્રવ્ય તરીકે માને છે એમ કહેવાથી એ સિદ્ધ થાય છે કે, કાળમાં દ્રવ્યનું લક્ષણ ઘટતું ન હોવાથી સૂત્રકારને કાળ દ્રવ્ય તરીકે ઈષ્ટ નથી. જગતની સત્તા, જગતમાં થતા ફેરફારો, ક્રમથી કાર્યની પૂર્ણતા, નાના-મોટાના વ્યવહાર વગેરે કાળ વિના ન ઘટી શકે. આથી જ વર્તના, પરિણામ વગેરે કાળનો ઉપકાર છે એમ આ અધ્યાયના ૨૨મા સૂત્રમાં જણાવ્યું છે. એટલે કાળ જેવી વસ્તુ જગતમાં છે, તેમાં કોઈનાથી નિષેધ કરી શકાય તેમ નથી. પણ કાળ દ્રવ્ય રૂપ છે કે ગુણ-પર્યાય રૂપ છે એમાં મતભેદ છે. આ મતભેદનો આ સૂત્રમાં નિર્દેશ કર્યો છે. (૩૮)
કાળનું વિશેષ સ્વરૂપસોનોસમયઃ | ક-૩૪ છે. કાળ અનંત સમય પ્રમાણ છે.
સમય એટલે કાળનો અંતિમ અવિભાજય સૂક્ષ્મ અંશ. કાળના વર્તમાન, ભૂત અને ભવિષ્ય એમ ત્રણ ભેદ છે. તેમાં વર્તમાનકાળ એક સમયનો છે. ભૂત અને ભવિષ્ય એ બંને કાળ અનંત સમયના છે. અહીં ભૂત અને ભવિષ્યકાળને આશ્રયીને કાળને અનંત સમય પ્રમાણ કહ્યો છે.
જેમ પુગલનો અવિભાજ્ય(=જેના બે વિભાગ ન થઈ શકે તેવો અંતિમ) અંશ પ્રદેશ કે પરમાણુ કહેવાય છે તેમ કાળનો અવિભાજ્ય(જેના બે વિભાગ ન થઈ શકે તેવો અંતિમ સૂક્ષ્મ) અંશ સમય કહેવાય છે. આંખનો એક પલકારો થાય તેટલામાં અસંખ્યાતા સમય પસાર થઈ જાય છે. કોઈ
Page #275
--------------------------------------------------------------------------
________________
અ૦ ૫ સૂ૦ ૩૯] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૨૩૧ સશક્ત યુવાન પોતાના સંપૂર્ણ બળનો ઉપયોગ કરીને ભાલાની તીવ્ર અણી વડે કમળના સો પત્રોને એકી સાથે ભેદે તેમાં દરેક પત્રના ભેદમાં અસંખ્યાતા અસંખ્યાતા સમય પસાર થઈ જાય છે. સશક્ત યુવાન જીર્ણ-શીર્ણ વસ્ત્રને એકી સાથે ફાડે તેમાં દરેક તાંતણાને તૂટતાં અસંખ્યાતા સમય પસાર થઈ જાય છે. આ દષ્ટાંતોથી સમય કેટલો સૂક્ષ્મ છે તેનો ખ્યાલ આવે છે. સમય પછીના કાળના ભેદો નીચે પ્રમાણે છે
અસંખ્ય સમયો એક આવલિકા. ૨૫૬ આવલિકા=૧ ફુલ્લકભવ". સાધિક ૧ણા કુલ્લકભવ=૧ શ્વાસોચ્છુવાસ(પ્રાણ). ૭ શ્વાસોચ્છવાસ (પ્રાણ)=૧ સ્ટોક. ૭ સ્તોક=૧ લવ. ૩૮ લવ-૧ ઘડી. ર ઘડી ૧ મુહૂર્ત. ૩૦ મુહૂ=૧ દિવસ(અહોરાત્ર). ૧૫ દિવસ(અહોરાત્ર)=૧ પક્ષ. ૨ પક્ષ=૧ માસ. ૬ માસ=૧ અયન (ઉત્તરાયણ કે દક્ષિણાયન). ૨ અયન (૧૨ માસ)=૧ વર્ષ. ૮૪ લાખ વર્ષ=૧ પૂર્વાગ. પૂર્વાગ પૂર્વાગ=૧ પૂર્વ (અથવા ૭૦૫૬૦ અબજ વર્ષ-૧ પૂવી. અસંખ્ય વર્ષ-૧ પલ્યોપમ. ૧૦ કોડાકોડિ પલ્યોપમ=1 સાગરોપમ. ૧૦ કોડાકોડી સાગરોપમ=1 ઉત્સર્પિણી કે ૧ અવસર્પિણી. ૧ ઉત્સર્પિણી અને ૧ અવસર્પિણી(૨૦ કોડાકોડી સાગરોપમ)= ૧ કાળચક્ર. અનંત કાળચક્ર એક પુદ્ગલપરાવર્ત.
કાળના નૈૠયિક અને વ્યાવહારિક એમ બે ભેદો છે. પૂર્વે આ અધ્યાયના ૨૨મા સૂત્રમાં કાળના ઉપકાર રૂપે બતાવેલા વર્તના આદિ પર્યાયો નૈઋયિક કાળ છે. અહીં જણાવેલ સમયથી આરંભી પુદ્ગલપરાવર્ત સુધીનો બધો કાળ વ્યાવહારિક કાળ છે. નૈૠયિક કાળ લોક અને અલોક બંનેમાં છે. કારણ કે વર્તનાદિ પર્યાયો જેમ લોકમાં છે, તેમ અલોકમાં પણ છે. વ્યાવહારિક કાળ માત્ર લોકમાં જ છે. લોકમાં પણ માત્ર અઢીદ્વીપમાં જ છે. કારણ કે વ્યાવહારિક કાળ જયોતિષ્યના પરિભ્રમણથી ઉત્પન્ન થાય છે. જયોતિષ્યક્રનું પરિભ્રમણ માત્ર અઢીદ્વીપમાં જ થાય છે.
અથવા ઋજુસૂત્રનયની અપેક્ષાએ વર્તમાન સમયરૂપ કાળ નૈૠયિક કાળ છે. અને ભૂત-ભવિષ્ય વ્યાવહારિક કાળ છે. કારણ કે ઋજુસૂત્ર વર્તમાન
૧. જેનાથી અન્ય નાનો ભવ ન હોય તે નાનામાં નાનો ભવ સુલકભવ. આ ભવ નિગોદના
જીવોને અને મતાંતરે સઘળા લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય-તિર્યંચોને હોય છે.
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૩૨
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૫ સૂ૦ ૪૦
અવસ્થાને જ તાત્ત્વિક માને છે. એટલે ઋજુસૂત્રનયની અપેક્ષાએ વર્તમાન સમય વિદ્યમાન હોવાથી નૈૠયિક=મુખ્ય (તાત્ત્વિક) કાળ છે. જ્યારે ભૂતકાળ નષ્ટ હોવાથી અને ભવિષ્યકાળ હજુ ઉત્પન્ન થયો ન હોવાથી વ્યાવહારિક=ગૌણ (અતાત્ત્વિક) કાળ છે.
ન
સૂક્ષ્મદષ્ટિથી વિચારણા કરવામાં આવે તો કાળ એ દ્રવ્ય નથી, કિન્તુ દ્રવ્યના વર્તનાદિ પર્યાય સ્વરૂપ છે. જીવાદિ દ્રવ્યોમાં થતા વર્તનાદિ પર્યાયોમાં કાળ ઉપકારક હોવાથી એને પર્યાય અને પર્યાયીના અભેદની વિવક્ષાથી ઔપચારિક(=ઉપચારથી) દ્રવ્ય કહેવામાં આવે છે.
પ્રશ્ન— પર્યાય અને પર્યાયીના(દ્રવ્યના) અભેદની વિવક્ષાથી જો કાળને દ્રવ્ય કહેવામાં આવે તો વર્તનાદિ પર્યાયો જેમ અજીવના છે, તેમ જીવના પણ છે, એટલે કાળને જીવ અને અજીવ ઉભય સ્વરૂપ કહેવો જોઇએ, જ્યારે શાસ્ત્રોમાં કાળને અજીવ સ્વરૂપ કહેવામાં આવ્યો છે. તેનું શું કારણ ?
ઉત્તર– યદ્યપિ આ નૈૠયિક કાળ જીવ અને અજીવ ઉભય સ્વરૂપ છે. પણ જીવદ્રવ્યથી અજીવદ્રવ્યની સંખ્યા અનંતગણી હોવાથી અજીવદ્રવ્યની બહુલતાને આશ્રયીને કાળને સામાન્યથી અજીવ તરીકે ઓળખાવવામાં આવે છે. (૩૯)
ગુણનું લક્ષણ—
द्रव्याश्रया निर्गुणा गुणाः ॥ ५-४० ॥
જે દ્રવ્યમાં સદા રહે અને (સ્વયં) ગુણોથી રહિત હોય તે ગુણ.
યદ્યપિ પર્યાયો પણ દ્રવ્યમાં રહે છે, અને ગુણથી રહિત હોય છે, છતાં
તે દ્રવ્યમાં સદા રહેતા નથી. જ્યારે ગુણો સદા રહે છે. અસ્તિત્વ, જ્ઞાન, દર્શન વગેરે જીવના ગુણો છે. અસ્તિત્વ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે પુદ્ગલના ગુણો છે. ઘટજ્ઞાન વગેરે જીવના પર્યાયો છે. શુક્લ રૂપ વગેરે પુદ્ગલના પર્યાયો છે. પ્રમાણનયતત્ત્વાવલોક ગ્રંથમાં ગુણોનું અને પર્યાયોનું લક્ષણ નીચે મુજબ છે. સમાવિનો મુળાઃ=દ્રવ્યના સહભાવી(=સદા દ્રવ્યની સાથે રહેનારા) ધર્મોને ગુણ કહેવામાં આવે છે. મવિનો પથાર્યા:દ્રવ્યના ક્રમભાવી (=ક્રમશઃ ઉત્પન્ન થનારા અને નાશ પામનારા) ધર્મોને પર્યાયો કહેવામાં આવે છે. (૪૦)
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૩૩
અ૦ ૫ સૂ૦ ૪૧-૪૨] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર પરિણામનું લક્ષણ
માવઃ પરિણામઃ || ૧-૪૨ || તેનો(=દ્રવ્યોનો અને ગુણોનો) ભાવ એ પરિણામ છે.
દ્રવ્યો અને ગુણો જે સ્વરૂપે બને તે સ્વરૂપ દ્રવ્યોનો અને ગુણોનો પરિણામ છે. અર્થાત્ સ્વજાતિનો (=દ્રવ્યત્વનો કે ગુણત્વનો) ત્યાગ કર્યા વિના દ્રવ્યનો કે ગુણનો જે વિકાર તે પરિણામ.
બૌદ્ધદર્શન ક્ષણિકવાદી હોવાથી દરેક વસ્તુને ક્ષણવિનાશી માને છે. આથી તેના મતે ઉત્પન્ન થઈને વસ્તુનો સર્વથા( નિરન્વય) નાશ એ જ પરિણામ છે. દ્રવ્ય અને ગુણને સર્વથા ભિન્ન માનનાર ન્યાયદર્શન આદિ ભેદવાદી દર્શનોના મતે અવિકૃત દ્રવ્યમાં ગુણોની ઉત્પત્તિ કે નાશ તે પરિણામ છે. પણ જૈનદર્શન ભેદભેદવાદી હોવાથી પરિણામનો અર્થ ઉક્ત બંને પ્રકારના અર્થોથી જુદો જ બતાવે છે. જૈનદષ્ટિએ પરિણામ એટલે સ્વજાતિના (=સ્વરૂપના) ત્યાગ વિના વસ્તુમાં (દ્રવ્યમાં કે ગુણમાં) થતો વિકાર. દ્રવ્ય કે ગુણ પ્રતિસમય વિકારને(=અવસ્થાંતરને) પામે છે. છતાં તેના મૂળ સ્વરૂપમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. મનુષ્ય, દેવ, પશુ આદિ ભિન્ન ભિન્ન અવસ્થાને(=વિકારને) પામવા છતાં જીવમાં જીવત્વ કાયમ રહે છે. જીવત્વમાં કોઈ જાતનો વિકાર થતો નથી. આથી મનુષ્યત્વ, દેવત્વ વગેરે જીવના પરિણામો છે. એ પ્રમાણે આત્માના ચૈતન્યગુણના ઘટજ્ઞાન, પટજ્ઞાન, ઘટદર્શન, પટદર્શન વગેરે વિકારો થવા છતાં મૂળ ચૈતન્યગુણમાં કોઈ જાતની વિકૃતિ થતી નથી. આથી ઘટજ્ઞાન, ઘટદર્શન વગેરે આત્માના ચૈતન્યગુણના પરિણામો છે. ચૈતન્યની જ્ઞાનોપયોગ આદિ વિકૃતિ થવા છતાં તે દરેકમાં ચૈતન્ય કાયમ રહે છે.
પુદ્ગલના યણુક, ચણુક, ચતુરણુક આદિ અનંત પરિણામો છે. તે દરેકમાં પુદ્ગલત્વ (પુદ્ગલ જાતિ) કાયમ રહે છે. રૂપ આદિ ગુણના શ્વેત, નીલ આદિ અનેક પરિણામો છે. તે દરેકમાં રૂપ(=રૂપજાતિ) આદિ કાયમ રહે છે. આ પ્રમાણે ધમસ્તિકાય આદિ દ્રવ્યો વિષે પણ સમજવું. (૪૧)
પરિણામના બે ભેદઅનાવિરહિમાંશ | પર
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૩૪
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અo૫ સૂ૦૪૩ પરિણામ અનાદિ અને આદિમાન ( નવો બનતો) એ બે પ્રકારે છે.
જેની આદિ નથી, અર્થાત્ અમુક કાળે શરૂઆત થઈ એમ જેના માટે ન કહી શકાય, તે અનાદિ. જેની આદિ છે, અર્થાત્ અમુક કાળે શરૂઆત થઈ એમ જેના માટે કહી શકાય, તે આદિમાન. દ્રવ્યોના રૂપી અને અરૂપી એમ બે ભેદ છે. તેમાં અરૂપીદ્રવ્યોના પરિણામ અનાદિ છે. ધમસ્તિકાયના અસંખ્યપ્રદેશવત્વ, લોકાકાશવ્યાપિત્વ, ગતિઅપેક્ષાકારણત્વ, અગુરુલઘુત્વ વગેરે, અધમસ્તિકાયના અસંખ્યપ્રદેશવત્વ, લોકાકાશવ્યાપિત્વ, સ્થિતિઅપેક્ષાકારણત્વ, અગુરુલઘુત્વ વગેરે, આકાશના અનંતપ્રદેશત્વ, અવગાહદાયિત્વ વગેરે, જીવના જીવત્વ વગેરે, કાળના વર્તન વગેરે પરિણામો અનાદિ છે. આ પરિણામો કોઈ અમુક કાળે ઉત્પન્ન થયા એવું નથી, કિન્તુ જ્યારથી દ્રવ્યો છે ત્યારથી જ છે. દ્રવ્યો અનાદિ છે. માટે આ પરિણામો પણ અનાદિ છે. (૪૨).
આદિમાન પરિણામ રૂપિષ્યાવિમાન પ-કરૂ છે. રૂપી દ્રવ્યોમાં આદિમાન પરિણામ હોય છે.
પુદ્ગલ રૂપી દ્રવ્ય છે. તેમાં રહેલ શ્વેતરૂપ આદિ પરિણામ આદિમાન છે. કારણ કે તેમાં પ્રતિક્ષણ રૂ૫ આદિનું પરિવર્તન થાય છે. વિવક્ષિત સમયે થયેલા પરિણામ પૂર્વ સમયે ન હોવાથી આદિમાન છે. પ્રવાહની અપેક્ષાએ તો રૂપી દ્રવ્યોમાં પણ અનાદિ પરિણામ છે. આથી અહીં રૂપી દ્રવ્યોમાં આદિમાન પરિણામનું કથન વ્યક્તિની અપેક્ષાએ છે.
જો આપણે જરા સૂક્ષ્મદષ્ટિથી વિચારીશું તો જણાશે કે જેમ રૂપી દ્રવ્યોમાં પ્રવાહની અપેક્ષાએ અનાદિ અને વ્યક્તિની અપેક્ષાએ આદિમાન પરિણામ છે. તેમાં અરૂપી દ્રવ્યોમાં પણ બંને પ્રકારના પરિણામો રહેલા જ છે. દા.ત. ગતિ કરવામાં પ્રવૃત્ત થયેલા પદાર્થને ધર્માસ્તિકાય સહાયતા કરે છે. વિવક્ષિત સમયે કોઈ પદાર્થની ગતિ થઈ તો એ સમયે ધર્માસ્તિકાયમાં તે પદાર્થ સંબંધી ( ગતિમાન પદાર્થ સંબંધી) ઉપગ્રાહકવરૂપ પર્યાય ઉત્પન્ન થયો. એ પહેલાં તેમાં તે પદાર્થની (ગતિમાન પદાર્થની) અપેક્ષાએ ઉપગ્રાહકત્વ રૂપ પરિણામ ન હતો. હવે જયારે તે પદાર્થ સ્થિર બને છે ત્યારે ઉપગ્રાહકત્વ રૂપ પરિણામ
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૩૫
અO ૫ સૂ૦૪૪] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર નાશ પામે છે. આમ ધમસ્તિકામાં વિવક્ષિત સમય પહેલા તે પદાર્થની અપેક્ષાએ અવિદ્યમાન ઉપગ્રાહકત્વ રૂપ પરિણામ વિવક્ષિત સમયે ઉત્પન્ન થયો અને નાશ પામ્યો માટે તે ઉપગ્રાહક રૂપ પરિણામ આદિમાન થયો. પણ પ્રવાહની અપેક્ષાએ અનાદિકાળથી ઉપગ્રાહકત્વ રૂપ પરિણામ તેમાં રહેલ છે. આ પ્રમાણે સર્વ અરૂપી દ્રવ્યો વિશે પણ બંને પ્રકારના પરિણામ ઘટી શકે છે.
આમ હોવા છતાં, અહીં તત્ત્વાર્થકાર પૂજ્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજે અરૂપીમાં અનાદિ અને રૂપીમાં આદિમાન પરિણામ હોય છે એમ કેમ કહ્યું? એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આ પ્રશ્ન અંગે વિચારતા લાગે છે કે–પૂજ્યશ્રી ઉમાસ્વાતિ મહારાજે આ પ્રતિપાદન બાળજીવોની સ્કૂલબુદ્ધિને લક્ષ્યમાં રાખીને કર્યું હશે. બાળજીવોની સ્કૂલબુદ્ધિમાં પણ આ વિષય ઠસી જાય એ હેતુથી વ્યાવહારિક પ્રસંગોને અનુસરીને આમ પ્રતિપાદન કર્યું હશે. અથવા રૂપી દ્રવ્યોમાં સાદિ પરિણામની પ્રધાનતા અને અરૂપીદ્રવ્યોમાં અનાદિ પરિણામની પ્રધાનતા લક્ષ્યમાં રાખીને ઉપર્યુક્ત ઉલ્લેખ કર્યો હશે એમ સંભવે છે. અથવા અનાદિ-આદિનો કોઈ જુદો જ અર્થ હોય એ પણ સંભવિત છે. આ વિષયમાં તત્ત્વ(=સત્ય હકીકત) શું છે તે તો સર્વજ્ઞ ભગવંતો ઉપર કે બહુશ્રુતો ઉપર છોડવું એ જ હિતાવહ છે. (૪૩).
જીવોમાં આદિમાન પરિણામયોનોપયો ગાવું -૪૪ . જીવોમાં યોગ અને ઉપયોગ એ બે પરિણામો આદિમાન છે.
પુદ્ગલના સંબંધથી આત્મામાં ઉત્પન્ન થતો વીર્યનો પરિણામવિશેષ યોગ છે. જ્ઞાન અને દર્શન ઉપયોગ છે. આ બંને પરિણામો આદિમાન છે. કારણ કે એ પરિણામો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. પૂર્વની જેમ અહીં પણ પ્રવાહ અને વ્યક્તિની અપેક્ષાએ અનુક્રમે અનાદિ અને આદિ વિશે વિચારણા કરી લેવી. (૪૪)
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૩૬
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
[અ૦ ૬ સૂ૦ ૧
| છઠ્ઠો અધ્યાય |
(અહીં સુધી સાત તત્ત્વોમાંથી જીવ અને અજીવ એ બે તત્ત્વોનું વિવિધ રીતે વર્ણન કર્યું. હવે ત્રીજા આસવતત્ત્વનું નિરૂપણ શરૂ કરે છે. આસવનું મુખ્ય કારણ યોગ છે. આથી પ્રથમ યોગનું સ્વરૂપ જણાવે છે.)
યોગનું સ્વરૂપ
થ-વામિનઃર્વ યોગ: ૬-૨ કાયા, વચન અને મનની ક્રિયા એ યોગ છે.
યોગ શબ્દના અનેક અર્થ છે. અહીં યોગ શબ્દ આત્મવીર્યના અર્થમાં છે. અહીં યોગ એટલે વીઆંતરાય કર્મના ક્ષયોપશમાદિથી અને પુદ્ગલના આલંબનથી પ્રવર્તમાન આત્મવીર્ય-આત્મશક્તિ. સંસારી દરેક જીવને વીર્યંતરાય કર્મના ક્ષયોપશમાદિથી પ્રગટેલી આત્મશક્તિનો ઉપયોગ કરવા પુદ્ગલના આલંબનની જરૂર પડે છે. જેમ નદી આદિમાં રહેલા પાણીનો નહેર આદિથી ઉપયોગ થાય છે, તેમ દરેક સંસારી જીવમાં રહેલી શક્તિનો ઉપયોગ મન, વચન અને કાયાના આલંબનથી થાય છે. આત્મામાં રહેલી શક્તિ એક જ હોવા છતાં તેનો ઉપયોગ કરવાનાં મન, વચન અને કાયા એ ત્રણ સાધન હોવાથી તેના ત્રણ ભેદો છે. કાયાના આલંબનથી થતો શક્તિનો ઉપયોગ કાયયોગ, વચનના આલંબનથી થતો શક્તિનો ઉપયોગ વચનયોગ, મનના આલંબનથી થતો શક્તિનો ઉપયોગ મનોયોગ.'
ત્રણ પ્રકારના યોગના કુલ ૧૫ ભેદો છે. તેમાં કાયયોગના ૭, વચનયોગના ૪ અને મનોયોગના ૪ ભેદો છે.
કાયયોગના ભેદો-(૧) ઔદારિક (૨) ઔદારિકમિશ્ર (૩) વૈક્રિય (૪) વૈક્રિયમિશ્ર (૫) આહારક (૬) આહારકમિશ્ર (૭) કામણ.
દારિક કાયયોગ એટલે ઔદારિકકાયા દ્વારા થતો શક્તિનો ઉપયોગ. આ પ્રમાણે ઔદારિકમિશ્ર આદિ વિષે પણ જાણવું. અર્થાત્ તે તે કાયા દ્વારા થતો શક્તિનો ઉપયોગ તે તે યોગ છે. કાયાના ઔદારિક આદિ સાત ભેદો છે એટલે કાયયોગના પણ સાત ભેદો છે.
૧. મન, વચન, કાયા પુદ્ગલ છે. જુઓ પાંચમા અધ્યાયનું ૧૯મું સૂત્ર.
Page #281
--------------------------------------------------------------------------
________________
અ૦ ૬ સૂ૦ ૧]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૩૭
ઔદારિક, વૈક્રિય, આહા૨ક અને કાર્યણ એ ચારનો અર્થ બીજા અધ્યાયના ૩૭મા સૂત્રમાં કહેવાઇ ગયો છે. યદ્યપિ ત્યાં પાંચ શરીરનું વર્ણન છે, પણ અહીં તૈજસશરીર સદા કાર્યણની સાથે જ રહેતું હોવાથી કાર્મણકાયમાં તૈજસશરીરનો સમાવેશ કરવામાં આવેલ છે. આથી કાયયોગના ભેદ સાત જ થાય છે.
ઔદારિકમિશ્ર આદિ ત્રણ મિશ્રયોગોનો અર્થ આ પ્રમાણે છે– ઔદારિકમિશ્ર– પરભવમાં ઉત્પન્ન થતાંની સાથે જ જીવ ઔદારિક શરીરની રચના શરૂ કરી દે છે. જ્યાં સુધી તે શરીર પૂર્ણ રૂપે તૈયાર ન થાય ત્યાં સુધી કાયાની પ્રવૃત્તિ કેવળ ઔદારિકથી નથી થતી, કાર્યણ કાયયોગની પણ મદદ લેવી પડે છે. આથી જ્યાં સુધી ઔદારિક શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિક અને કાર્યણ એ બેનો મિશ્ર યોગ હોય છે. તેમાં ઔદારિક શરીરની પ્રધાનતા હોવાથી આ મિશ્રયોગને ઔદારિકમિશ્રયોગ કહેવામાં આવે છે. ઔદારિક શરીરની પૂર્ણતા બાદ કેવળ ઔદારિક કાયયોગ હોય છે. એ જ પ્રમાણે વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ર વિષે પણ જાણવું. થોડો તફાવત છે. તે આ પ્રમાણે—વૈક્રિય કે આહારક શરીર રચનાની શરૂઆત થઈ ત્યારથી આરંભી જ્યાં સુધી વૈક્રિય કે આહારક શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈક્રિયમિશ્ર કે આહારકમિશ્ર યોગ હોય છે. વૈક્રિયમિશ્ર યોગ દેવો ઉપરાંત લબ્ધિધારી મુનિ આદિને પણ હોય છે. તેમાં દેવોના વૈક્રિયમિશ્ર યોગમાં વૈક્રિય અને કાર્યણ એ બેનો મિશ્ર યોગ હોય છે. તથા લબ્ધિધારી મુનિ વગેરેને વૈક્રિય અને ઔદારિક એ બેનો મિશ્રયોગ હોય છે. બંનેમાં વૈક્રિયની પ્રધાનતા હોવાથી વૈક્રિયમિશ્ર યોગ કહેવામાં આવે છે. આહારકમિશ્રમાં આહારક અને ઔદારિક એ બેનો મિશ્ર યોગ હોય છે. આહારકની પ્રધાનતા હોવાથી આહારકમિશ્ર કહેવાય છે. ચાર વચનયોગ–(૧) સત્ય (૨) અસત્ય (૩) મિશ્ર (૪) અસત્યામૃષા. (૧) સત્ય– સત્ય વચન બોલવું તે. દા.ત. પાપનો ત્યાગ કરવો જોઇએ વગેરે. (૨) અસત્ય– અસત્ય વચન બોલવું તે. દા.ત. પાપ જેવું જગતમાં છે જ નહિ. (૩) મિશ્ર~ થોડું સત્ય અને થોડું અસત્ય વચન બોલવું તે. દા.ત. સ્ત્રીઓ અને પુરુષો બંને જતા હોય ત્યારે પુરુષો જાય છે એમ કહેવું (વગેરે). અહીં પુરુષો જાય છે તે અંશે સાચું છે. પણ તેમાં સ્ત્રીઓ પણ હોવાથી આ
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૩૮
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર (અ) ૬ સૂ૦ ૨ વચન ખોટું પણ છે. આથી આ વચન મિશ્ર=સત્યમૃષા છે. (૪) અસત્યામૃષાસાચું પણ નહિ ને ખોટું પણ નહિ તેવું વચન દા.ત. ગામ જા, વગેરે.
ચાર મનોયોગ- વચનયોગના જે ચાર ભેદો છે તે જ ચાર ભેદો મનોયોગના છે. અર્થ પણ તે જ છે. માત્ર બોલવાના સ્થાને વિચાર કરવો એમ સમજવું. (૧)
આયવનું નિરૂપણ સ મારવ: || ૬-૨ તે (યોગ) આરવ છે.
આસવ એટલે કર્મોનું આવવું. જેમ વ્યવહારમાં પ્રાણનું કારણ બનનાર અત્રને (ઉપચારથી) પ્રાણ કહેવામાં આવે છે તેમ અહીં કર્મોને આવવાના કારણને પણ આસવ કહેવામાં આવે છે. જેમ બારી દ્વારા મકાનમાં કચરો આવે છે તેમ યોગ દ્વારા આત્મામાં કર્મો આવે છે. માટે યોગ પણ આસવ છે. જેમ પવનથી આવતી ધૂળ જળથી ભીના કપડામાં એકમેક રૂપે ચોંટી જાય છે, તેમ પવન રૂપ યોગ દ્વારા આવતી કર્મરૂપી રજ કષાયરૂપ પાણીથી ભીના આત્માના સઘળા પ્રદેશોમાં એકમેક ચોંટી જાય છે.
યોગથી કર્મનો આસવ, કર્મના આસવથી બંધ, બંધથી કર્મનો ઉદય, કર્મના ઉદયથી સંસાર. માટે સંસારથી મુક્તિ મેળવવી હોય તો આસવનો ત્યાગ કરવો જોઇએ. જેમ છિદ્રો દ્વારા નૌકામાં જળનો પ્રવેશ થતાં તે સમુદ્રમાં ડૂબી જાય છે, તેમ યોગરૂપ છિદ્રો દ્વારા જીવરૂપ નૌકામાં કર્મરૂપ જળનો પ્રવેશ થવાથી તે સંસારરૂપ સાગરમાં ડૂબી જાય છે.
આસવનો દ્રવ્ય-ભાવની દષ્ટિએ વિચાર કરવામાં આવે તો મન, વચન અને કાયા એ ત્રણ યોગ દ્રવ્યઆસવ છે. જીવના શુભ કે અશુભ અધ્યવસાય ભાવઆસવ છે. દ્રવ્ય એટલે અપ્રધાન=ગૌણ. ભાવ એટલે પ્રધાન=મુખ્ય. આસવમાં મુખ્ય કારણ આત્માના શુભ કે અશુભ અધ્યવસાયો છે. કારણ કે યોગની વિદ્યમાનતા હોવા છતાં શુભ કે અશુભ અધ્યવસાયો ન હોય તો કર્મનો આસવ થતો નથી. જેમ કે ૧૩મા ગુણસ્થાને વર્તમાન કેવળી ભગવંતને કાય આદિ યોગો હોવા છતાં કેવળ સતાવેદનીય કર્મનો જ આસવ થાય છે. તથા આગળના બે સૂત્રોમાં કહેવામાં આવશે કે શુભયોગ પુણ્યનું
Page #283
--------------------------------------------------------------------------
________________
અ) ૬ સૂ૦૩] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
૨૩૯ કારણ છે અને અશુભ યોગ પાપનું કારણ છે. યોગની શુભતા અને અશુભતા અધ્યવસાયોના આધારે થાય છે. શુભ અધ્યવસાયથી યોગ શુભ બને છે અને અશુભ અધ્યવસાયથી યોગ અશુભ બને છે. આથી આસવમાં યોગ ગૌણ કારણ છે અને અધ્યવસાયો મુખ્ય કારણ છે. (૨)
શુભયોગ પુણ્યકર્મનો આસ્રવ છે એનો નિર્દેશ રામ: પુષ્પચ ૬-રૂ શુભ યોગ પુણ્યકર્મનો આસ્રવ છે.
કાયાદિ પ્રત્યેક યોગના શુભ અને અશુભ એમ બે ભેદ છે. આત્માના શુભ પરિણામથી (=અધ્યવસાયથી) થતો યોગ શુભયોગ. આત્માના અશુભ પરિણામથી (=અધ્યવસાયથી) થતો યોગ અશુભયોગ. આસવના પણ પુણ્ય અને પાપ એમ બે ભેદો છે. શુભ કર્મોનો આસ્રવ તે પુણ્ય અને અશુભ કર્મોનો આસવ તે પાપ. કયા કર્મો શુભ છે અને કયા કર્મો અશુભ છે તેનું વર્ણન આઠમા અધ્યાયના અંતિમ સૂત્રમાં આવશે.
અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, દેવગુરુભક્તિ, દયા, દાન વગેરેની પ્રવૃત્તિ શુભ કાયયોગ છે. સત્ય અને હિતકર વાણી, દેવગુરુ આદિની સ્તુતિ, ગુણ-ગુણીની પ્રશંસા વગેરે શુભ વચનયોગ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, દેવગુરુભક્તિ, દયા, દાન વગેરે ના વિચારો શુભ મનોયોગ છે.
પ્રશ્ન- શુભયોગથી નિર્જરા પણ થાય છે તો અહીં તેને કેવળ પુણ્યના કારણ તરીકે કેમ કહેલ છે?
ઉત્તર– શુભયોગથી પુણ્ય જ થાય, નિર્જરા ન થાય. નિર્જરા શુભ આત્મપરિણામથી( જ્ઞાનાદિના ઉપયોગથી) થાય. જેટલા અંશે શુભ આત્મપરિણામ તેટલા અંશે નિર્જરા અને જેટલા અંશે શુભયોગ તેટલા અંશે પુણ્યબંધ.'
પ્રશ્ન- શુભયોગ વખતે જ્ઞાનાવરણીયાદિ ઘાતકર્મોનો પણ આસવ થાય છે. ઘાતકર્મો આત્માના ગુણોને રોકનારા હોવાથી અશુભ છે. આથી શુભયોગથી પુણ્યનો આસવ થાય છે એમ કહેવું ઠીક નથી. ૧. નાનાત્મનો રોક્તના નાવો મતઃ |
નાનોપો તૈનાશોના સંવર: || (અધ્યાત્મસાર શ્લોક-૮૨૫)
Page #284
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૬ ૦ ૪-૫
ઉત્તર– શુભયોગ વખતે જ્ઞાનાવરણીયાદિ અશુભકર્મોનો પણ આસ્રવ થતો હોવા છતાં તેમાં ૨સ અત્યંત અલ્પ હોવાથી તેનું ફળ નહિવત્ મળે છે. વસ્તુ હોવા છતાં જો અલ્પ હોય તો નથી એમ કહી શકાય. જેમ કે પાંચપચીશ રૂપિયા હોવા છતાં નિર્ધન કહેવાય છે, તેમ પ્રસ્તુતમાં શુભયોગ વખતે બંધાતા જ્ઞાનાવરણીય આદિ કર્મોમાં અલ્પ રસ હોવાથી સ્વકાર્ય કરવા સમર્થ બનતા નથી. આથી અહીં તેનો નિષેધ કરવો એ જરાય અયોગ્ય નથી. અથવા અહીં પુણ્ય અને પાપનો નિર્દેશ અધાતીકર્મોની અપેક્ષાએ છે. અથવા પૂર્વે કહ્યું તેમ ‘શુભયોગથી જ પુણ્યનો આસ્રવ થાય છે.’ એમ આ સૂત્રનો અર્થ કરવાથી શુભયોગ વખતે થતા જ્ઞાનાવરણીયાદિ ધાતીકર્મોના આસ્રવનો નિષેધ નહિ થાય. શુભયોગ વખતે ઘાતીકર્મોનો બંધ, પુણ્ય અને નિર્જરા એ ત્રણે થાય છે... પણ ઘાતીકર્મમાં ૨સ અતિ મંદ, પુણ્યમાં તીવ્ર રસ અને અધિક નિર્જરા થાય છે. (૩)
૨૪૦
અશુભયોગ પાપકર્મનો આસ્રવ છે એનો નિર્દેશઅશુમ: પાપસ્ય ॥ ૬-૪ ||
અશુભયોગ પાપનો આસ્રવ છે.
હિંસા, ચોરી, વ્યભિચાર, પરિગ્રહ વગેરેની પ્રવૃત્તિ અશુભ કાયયોગ છે. અસત્યવચન, કઠોર અને અહિતકરવચન, પૈશુન્ય, નિંદા વગેરે અશુભ વચનયોગ છે. હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર, પરિગ્રહ વગેરેના વિચારો તથા રાગ, દ્વેષ, મોહ, ઇર્ષ્યા વગેરે અશુભ મનોયોગ છે. (૪) આસ્રવના બે ભેદ—
सकषायाऽकषाययोः साम्परायिकेर्यापथयोः ॥ ६-५ ॥ સકષાય(=કષાયસહિત) આત્માનો યોગ સામ્પરાયિક કર્મનો આસ્રવ બને છે અને અકષાય(=કષાયરહિત) આત્માનો યોગ ઇર્યાપથ(રસરહિત) કર્મનો આસ્રવ બને છે.
સંપરાય એટલે સંસાર. જેનાથી સંસારમાં પરિભ્રમણ થાય તે સાંપરાયિક કર્મ. કષાયના સહયોગથી થતો શુભ યા અશુભ આસ્રવ સંસારનો હેતુ બને છે. કારણ કે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને રસ એ ચાર પ્રકારના બંધમાં સ્થિતિ અને રસ મુખ્ય છે. કષાયથી શુભ યા અશુભ સ્થિતિ અને રસનો બંધ
Page #285
--------------------------------------------------------------------------
________________
અ૦૬ સૂ૦૬] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૨૪૧ અધિક થાય છે. આથી સંસારનું મુખ્ય કારણ કષાયોગરાગદ્વેષ છે. પ્રશસ્તકષાયના સહયોગથી થતો કર્મબંધ શુભ થાય છે, અપ્રશસ્ત કષાયના સહયોગથી થતો કર્મબંધ અશુભ થાય છે. બંને પ્રકારનો કર્મબંધ સંસારનો હેતુ બને છે. પણ પ્રશસ્ત કષાયના સહયોગથી થતો શુભ કર્મબંધ પરિણામે સંસારથી મુક્ત કરાવનારો છે.
ઇર્યા એટલે ગમન. ગમનના ઉપલક્ષણથી કષાય વિનાની મન, વચન અને કાયાની દરેક પ્રવૃત્તિ જાણવી. પથ એટલે દ્વારા. કેવળ(=કષાય રહિત) યોગ દ્વારા થતો આસવ (અર્થાત્ બંધ) ઈર્યાપથ છે. કષાયરહિત આત્મામાં આસવ(કર્મબંધ) કેવળ યોગથી જ થાય છે. આથી તે ઈર્યાપથ આસ્રવ કહેવાય છે. આ આસવથી થતો બંધ રસ રહિત હોય છે અને તેની સ્થિતિ પણ એક સમયની હોય છે. ઈયપથમાં કર્મો પ્રથમ સમયે બંધાય, બીજા સમયે રહે=ભોગવાય અને ત્રીજા સમયે આત્માથી વિખૂટા પડી જાય છે. જેમ શુષ્ક (=ચીકાશરહિત) ભીંત ઉપર પથ્થર ફેંકવામાં આવે તો તે પથ્થર ભીંતની સાથે ચોંટ્યા વિના અથડાઇને તુરત નીચે પડી જાય, તેમ ઈર્યાપથમાં કર્મો તુરત (એક જ સમયમાં) આત્માથી વિખૂટા પડી જાય છે.
સકષાયથી થતા સાંપરાયિક બંધમાં કર્મો આત્માની સાથે ચીકાશવાળી ભીંત ઉપર રજ ચોટે તેમ ચોંટી જાય છે, અને લાંબા કાળ સુધી (સ્થિતિ પ્રમાણે) રહે છે. અબાધાકાળ પૂર્ણ થતાં પોતાનું ફળ આપે છે.
પ્રથમ ગુણસ્થાનકથી ૧૦મા ગુણસ્થાનક સુધી કષાયોદય હોવાથી સાંપરાયિક આસવ, અને ૧૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી ઈર્યાપથ આસ્રવ હોય છે. ૧૪મા ગુણસ્થાને યોગનો પણ અભાવ હોવાથી આસવનો સર્વથા અભાવ હોય છે. (૫)
સાંપરાયિક આસવના ભેદોન્દ્રિય-વાય-5ઘત-દિયા: પશ્ચ-:-પશ્ચપશિતિ-સંધ્યા: પૂર્વશ મેવા: . ૬-૬ |
૫ ઈન્દ્રિયો, ૪ કષાયો, ૫ અવ્રત, ૨૫ ક્રિયા એમ કુલ ૩૯ ભેદો સાંપરાયિક આસ્રવના છે. ૧. નવતત્ત્વ પ્રકરણમાં ૩ યોગ સહિત ૪૨ ભેદો જણાવ્યા છે.
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૪૨
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ) ૬ સૂ) ૬ પાંચ ઇન્દ્રિયોનું સ્વરૂપ બીજા અધ્યાયના વીસમા સૂત્રમાં આવી ગયું છે. ઇન્દ્રિયો રાગાદિયુક્ત પ્રવૃત્તિ દ્વારા સાંપરામિક આસ્રવ છે. રાગાદિ વિના ઇન્દ્રિયો સાંપરાયિક આસવ બનતી નથી. કિન્તુ ઈર્યાપથ આસવ બને છે. કષાયનું સ્વરૂપ આઠમા અધ્યાયના ૧૦મા સૂત્રમાં બતાવવામાં આવશે. પાંચ અવ્રતોનું વર્ણન સાતમા અધ્યાયના ૮-૯-૧૦-૧૧-૧૨ એ પાંચ સૂત્રોમાં કરવામાં આવશે. ૨૫ ક્રિયાઓનું સ્વરૂપ આ પ્રમાણે છે(૧) સમ્યકત્વક્રિયા સમ્યકત્વયુક્ત જીવની દેવ-ગુરુ સંબંધી નમસ્કાર,
પૂજા, સ્તુતિ, સત્કાર, સન્માન, દાન, વિનય, વૈયાવચ્ચ વગેરે ક્રિયા. આ ક્રિયા સમ્યકત્વની પુષ્ટિ તથા શુદ્ધિ કરે છે. આ ક્રિયાથી
સાતવેદનીય, દેવગતિ વગેરે પુણ્યકર્મનો આસવ થાય છે. (૨) મિથ્યાત્વક્રિયા– મિથ્યાદષ્ટિ જીવની સ્વમાન્ય દેવ-ગુરુ સંબંધી
નમસ્કાર, પૂજા, સ્તુતિ, સત્કાર, સન્માન, દાન, વિનય, વૈયાવચ્ચ
વગેરે ક્રિયા. આ ક્રિયાથી મિથ્યાત્વની વૃદ્ધિ થાય છે. (૩) પ્રયોગક્રિયા– અશુભ કર્મબંધ થાય તેવી મન-વચન-કાયાની ક્રિયા. (૪) સમાદાનક્રિયા- જેનાથી કર્મબંધ થાય તેવી સંયમની સાવદ્ય ક્રિયા. (૫) ઈર્યાપથક્રિયા – ચાલવાની ક્રિયા. (૬) કાલક્રિયા- આના અનુપરત અને દુષ્પયુક્ત એમ બે ભેદ છે.
મિથ્યાદષ્ટિની કાયિક ક્રિયા અનુપરત કાયક્રિયા છે. પ્રમત્તસંયમીની દુપ્રયુક્ત (=સમિતિ આદિથી રહિત) કાયિકક્રિયા દુષ્પયુક્ત કાય
ક્રિયા છે. (૭) અધિકરણક્રિયા– હિંસાના સાધનો બનાવવાં, સુધારવા વગેરે. (૮) પ્રાદોષિકીક્રિયા- ક્રોધાવેશથી થતી ક્રિયા. (૯) પારિતાપિકીક્રિયા– અન્યને કે સ્વને પરિતાપ સંતાપ થાય તેવી ક્રિયા. (૧૦) પ્રાણાતિપાતક્રિયા સ્વના કે પરના પ્રાણનો નાશ કરનારી ક્રિયા. ૧. શ્લોકવાર્તિકના આધારે આ વ્યાખ્યા છે. ૨. સકષાયની ચાલવાની ક્રિયા સાંપરાયિક કર્મનો આસવ બને છે અને કષાયરહિતની
ચાલવાની ક્રિયા ઈર્યાપથ કર્મનો આસવ બને છે. ૩. અધિકરણની વિશેષ સમજૂતી માટે આ અધ્યાયનું આઠમું વગેરે સૂત્ર જુઓ.
Page #287
--------------------------------------------------------------------------
________________
અ૦ ૬ સૂ૦ ૬]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
(૧૧) દર્શનક્રિયા– રાગથી સ્ત્રી આદિનું દર્શન-નિરીક્ષણ કરવું. (૧૨) સ્પર્શનક્રિયા– રાગથી સ્ત્રી આદિનો સ્પર્શ કરવો. (૧૩) પ્રત્યયક્રિયા– નવાં (=પૂર્વે નહિ થયેલાં) શસ્ત્રો શોધીને બનાવવાં. (૧૪) સમન્તાનુપાતક્રિયા– જ્યાં મનુષ્ય, પશુ વગેરેનું ગમનાગમન થતું હોય ત્યાં મલ-મૂત્ર આદિ અશુચિ પદાર્થનો ત્યાગ કરવો. (૧૫) અનાભોગક્રિયા– જોયા વિના અને પ્રમાર્જન કર્યા વિના વસ્તુ મૂકવી. (૧૬) સ્વહસ્તક્રિયા– અન્યનું કાર્ય અભિમાનથી જાતે કરવું. (૧૭) નિસર્ગક્રિયા– પાપકાર્યોમાં સંમતિ આપવી, સ્વીકાર કરવો. (૧૮) વિદારણક્રિયા— અન્યના, ગુપ્ત પાપકાર્યની લોકમાં જાહેરાત કરવી. (૧૯) આનયનીક્રિયા– સ્વયં પાલન ન કરી શકવાથી શાસ્ત્રાજ્ઞાથી અન્યથા પ્રરૂપણા કરવી.
૨૪૩
(૨૦) અનવકાંક્ષાક્રિયા– પ્રમાદથી જિનોક્ત વિધિનો અનાદર કરવો. (૨૧) આરંભક્રિયા– પૃથ્વીકાય આદિ જીવોની હિંસા થાય તેવી ક્રિયા. (૨૨) પારિગ્રહિકી ક્રિયા– લોભથી ખૂબ ધન મેળવવું, તેનું રક્ષણ કરવું વગેરે.
(૨૩) માયાક્રિયા–વિનયરત્ન આદિની જેમ માયાથી મોક્ષમાર્ગની આરાધના કરવી.
(૨૪)મિથ્યાદર્શનક્રિયા ઐહલૌકિક આદિ દુન્યવી ફળની ઇચ્છાથી મિથ્યાદષ્ટિની સાધના કરવી.
(૨૫) અપ્રત્યાખ્યાનક્રિયા– પાપકાર્યોના પ્રત્યાખ્યાનથી (નિયમથી) રહિત જીવની ક્રિયા.
પ્રશ્ન'– જ્યાં ઇન્દ્રિયો, કષાયો અને અવ્રતો છે ત્યાં ક્રિયા અવશ્ય રહેવાની. આથી કેવળ ક્રિયાના નિર્દેશથી આસવનું વિધાન થઇ શકે છે. તો ઇન્દ્રિય આદિનો નિર્દેશ કરવાની શી જરૂર છે ?
ઉત્તર– વાત સાચી છે. કેવળ ૨૫ ક્રિયાઓના ગ્રહણથી આસવનું (આસ્રવહેતુનું) વિધાન થઇ શકે છે. પણ ૨૫ ક્રિયાઓમાં ઇન્દ્રિય, કષાય, અવ્રત કારણ છે એમ જણાવવા ઇન્દ્રિય આદિનું ગ્રહણ કર્યું છે. દા.ત. ૧. આ પ્રશ્નોત્તરી શ્લોકવાર્તિક વગેરેના આધારે છે.
=
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૪૪
શ્રીતવાથધિગમસૂત્ર [અ૦ ૬ સૂ૦ ૬ પારિગ્રહિતી ક્રિયામાં પરિગ્રહ રૂપ અવત કારણ છે. પરિગ્રહમાં લોભરૂપ કષાય કારણ છે. સ્પર્શ ક્રિયામાં સ્પર્શનેન્દ્રિયની પ્રવૃત્તિ કારણ છે. સ્પર્શનેન્દ્રિયની પ્રવૃત્તિમાં રાગ કારણ છે. માયા ક્રિયામાં માયા કારણ છે. આમ અન્ય ક્રિયાઓમાં પણ કાર્ય-કારણ ભાવ જાણવો.
પ્રશ્ન- કેવળ ઈન્દ્રિયોના નિર્દેશથી અન્ય કષાય આદિનું પણ ગ્રહણ થઈ જશે. કારણ કે કષાય આદિનું મૂળ ઇન્દ્રિયો છે. જીવો ઇન્દ્રિયો દ્વારા વસ્તુનું જ્ઞાન કરી તેના વિશે વિચારણા કરી કષાયોમાં, અવ્રતોમાં અને ક્રિયાઓમાં પ્રવર્તે છે. આથી અહીં કષાય આદિનો પૃથફ નિર્દેશ કરવાની જરૂર નથી.
ઉત્તર- જો કેવળ ઇન્દ્રિયોનું જ ગ્રહણ કરવામાં આવે તો પ્રમત્ત જીવના જ આસવોનું કથન થાય. અપ્રમત્ત જીવના આસવોનું કથન રહી જાય. કારણ કે અપ્રમત્ત જીવને ઇન્દ્રિયો વડે કર્મોનો આસવ થતો જ નથી. તેમને કષાય અને યોગથી જ આસવ થાય છે. બીજું એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞિ પંચેન્દ્રિય જીવોને યથાસંભવ પૂર્ણ ઇન્દ્રિયો અને મન ન હોવા છતાં કષાય આદિથી આસવ થાય છે. આથી સર્વ જીવોમાં સર્વ સામાન્ય આસવનું વિધાન થાય એ માટે ઇન્દ્રિય આદિ ચારેયનું સૂત્રમાં ગ્રહણ કરવું જરૂરી છે.
પ્રશ્ન- કેવળ કષાયનું ગ્રહણ કરવાથી ઈન્દ્રિય આદિનું ગ્રહણ થઈ જાય છે. કારણ કે સાંપરાયિક આસવમાં મુખ્યતયા કષાયો જ કારણ છે, એમ આ જ અધ્યાયના પાંચમા સૂત્રમાં કહેવામાં આવ્યું છે. કષાયથી રહિત ઈન્દ્રિય આદિ સાંપરાયિક આસવ બનતા નથી. આથી ઇન્દ્રિય આદિનું ગ્રહણ કરવાની શી જરૂર છે ?
ઉત્તર– વાત સત્ય છે. કષાયના યોગે જીવ આસવની કેવી રીતે પ્રવૃત્તિ કરે છે તેનો સ્પષ્ટ બોધ થાય અને એથી તે પ્રવૃત્તિને રોકવા પ્રયત્ન કરે એ માટે અહીં ઇન્દ્રિય આદિનું પૃથફ ગ્રહણ કર્યું છે.
પ્રશ્ન- કેવળ અવતનું ગ્રહણ કરવાથી ઇન્દ્રિય, કષાય વગેરેનું ગ્રહણ થઈ જાય છે. કેમ કે ઈન્દ્રિય આદિના પરિણામ વિના અવ્રતમાં પ્રવૃત્તિ થતી નથી. આથી અહીં ઇન્દ્રિય આદિનું ગ્રહણ કરવાની શી જરૂર છે ?
Page #289
--------------------------------------------------------------------------
________________
અ) ૬ સૂ૦ ૭]. શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૨૪૫ ઉત્તર- વાત સાચી છે. પણ અવ્રતમાં ઇન્દ્રિય આદિના પરિણામ કારણ છે એ જણાવવા માટે ઇન્દ્રિય આદિનું ગ્રહણ કર્યું છે.
સારાંશ- ઇન્દ્રિય આદિ ચારમાંથી ગમે તે એકનું ગ્રહણ કરે તો પણ અન્ય આસવોનો તેમાં સમાવેશ થઈ જાય છે. આમ હોવા છતાં ઇન્દ્રિયો વગેરે એકબીજામાં કેવી રીતે નિમિત્તરૂપ બને છે, અને તેના યોગે કેવી કેવી પ્રવૃત્તિ થાય છે ઈત્યાદિનો સ્પષ્ટ બોધ થાય એ દષ્ટિ લક્ષ્યમાં રાખીને અહીં ચાર આસવોનું ગ્રહણ કર્યું છે. આ ચારમાં પણ કષાયની પ્રધાનતા છે. બાકીના ત્રણનો એમાં સમાવેશ થઈ જાય છે.
જેમ પૂર્વે યોગ શુભ અશુભ એમ બે પ્રકારે છે, તેમાં શુભયોગ પુણ્યકર્મનો આસ્રવ છે અને અશુભયોગ પાપકર્મનો આસવ છે, એમ જણાવ્યું છે, તેમ અહીં પણ ઇન્દ્રિય આદિની પ્રવૃત્તિ પણ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. તેમાં પ્રશસ્ત ઇન્દ્રિય આદિની પ્રવૃત્તિ પુણ્યકર્મનો અને અપ્રશસ્ત ઈન્દ્રિય આદિની પ્રવૃત્તિ પાપકર્મનો આસવ છે. પૌગલિક સુખ માટે ઇન્દ્રિય આદિની પ્રવૃત્તિ અપ્રશસ્ત છે. આત્મકલ્યાણના ઉદેશથી ઇન્દ્રિય આદિની પ્રવૃત્તિ પ્રશસ્ત છે. સ્ત્રીનાં અંગોપાંગ, નાટક આદિ જોવામાં ચક્ષુ ઇન્દ્રિયની પ્રવૃત્તિ અપ્રશસ્ત છે. વીતરાગ દેવ, ગુરુ વગેરેના દર્શનમાં ચક્ષુ ઈન્દ્રિયની પ્રવૃત્તિ પ્રશસ્ત છે. પોતાનું અપમાન કરનાર વગેરે પ્રત્યે અહંકાર આદિને વશ બનીને ક્રોધ કરવો તે અપ્રશસ્ત ક્રોધ છે. અવિનીત શિષ્યાદિકને સન્માર્ગે લાવવાના શુભ ઈરાદાથી તેના પ્રત્યે બાહ્યથી ક્રોધ કરવો એ પ્રશસ્ત ક્રોધ છે.
આ પ્રમાણે અન્ય ઇન્દ્રિયો વગેરેમાં પણ યથાયોગ્ય પ્રશસ્તઅપ્રશસ્તની ઘટના કરી લેવી. સંક્ષેપમાં કહીએ તો જિનેશ્વરદેવની આજ્ઞાનુસારે થતી ઇન્દ્રિય આદિની પ્રવૃત્તિ પ્રશસ્ત છે, અને આજ્ઞાને ઉલ્લંઘીને થતી ઇન્દ્રિય આદિની પ્રવૃત્તિ અપ્રશસ્ત છે. (૬)
આમ્રવનાં (બાહ્ય) કારણો સમાન હોવા છતાં આંતરિક પરિણામભેદના કારણે કર્મબંધમાં થતા ભેદનું પ્રતિપાદન
તીવ્ર-મદ્ર-જ્ઞાતિ-જ્ઞાતિમાdवीर्याधिकरण विशेषेभ्यस्तद्विशेषः ॥६-७ ॥
તીવ્રભાવ, મંદભાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, વીર્ય અને અધિકરણના ભેદથી પરિણામમાં ભેદ પડવાથી) કર્મબંધમાં ભેદ પડે છે.
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૪૬
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર (અ) ૬ સૂ૦ ૭ તીવ્ર-મંદ ભાવ– તીવ્રભાવ એટલે અધિક પરિણામ. મંદભાવ એટલે અલ્પ પરિણામ. દા.ત. મંદ આવેશથી અને તીવ્ર આવેશથી પ્રાણનો નાશ કરવામાં પ્રાણાતિપાતિકી ક્રિયા સમાન હોવા છતાં મંદ આવેશથી થતી હિંસામાં હિંસાના પરિણામ મંદ હોય છે અને તીવ્ર આવેશથી થતી હિંસામાં હિંસાના પરિણામ તીવ્ર હોય છે. રાજાની કે અન્યની પરતંત્રતાથી આજ્ઞાથી જીવને હણવામાં અને પોતાના દુન્યવી સ્વાર્થના કારણે જીવને હણવામાં ક્રિયા સમાન છતાં હિંસાના પરિણામમાં ઘણો જ ભેદ હોય છે. એકમાં મંદભાવ હોય છે, જ્યારે બીજામાં તીવ્રભાવ હોય છે. એક પેટી પૂરવા અનીતિ કરે છે અને એક પેટ પૂરવા અનીતિ કરે છે. અહીં અનીતિના પરિણામ એકમાં તીવ્ર અને એકમાં મંદ છે. આથી કર્મબંધમાં ભેદ પડે છે. એકને તીવ્ર કર્મબંધ થાય છે અને એકને મંદ કર્મબંધ થાય છે. એક ખૂબ ઉલ્લાસમાં આવીને જિનભક્તિ કરે છે અને એક સામાન્ય ઉલ્લાસથી જિનભક્તિ કરે છે. અહીં જિનભક્તિની ક્રિયા સમાન હોવા છતાં પરિણામમાં ભેદ છે, એથી પુણ્યમાં પણ ભેદ પડે છે. અત્યંત ઉલ્લાસવાળાને ઉત્કૃષ્ટ પુણ્યબંધ અને સામાન્ય ઉલ્લાસવાળાને સામાન્ય પુણ્યબંધ થાય છે. તીવ્રભાવ અને મંદભાવના ભેદથી કર્મબંધમાં ભેદ પડે છે.
જ્ઞાત-અજ્ઞાતભાવ જ્ઞાતભાવ એટલે જાણીને ઇરાદાપૂર્વક આસવની પ્રવૃત્તિ. અજ્ઞાતભાવ એટલે અજ્ઞાનતાથી=ઈરાદા વિના આસવની પ્રવૃત્તિ. દા.ત. શિકારી જાણીને ઇરાદાપૂર્વક બાણથી હરણને હણે છે. જયારે અન્ય સ્તંભ આદિને વિધવાના ઇરાદાથી બાણ ફેકે છે, પણ કોઈ પ્રાણીને લાગતાં તે મરી જાય છે. અહીં પ્રથમ જીવ હિંસા કરે છે, જ્યારે બીજો જીવ હિંસા કરતો નથી, પણ તેનાથી હિંસા થઈ જાય છે, એ ભેદ છે. આથી બંનેના હિંસાના પરિણામમાં ભેદ છે. પરિણામના ભેદથી કર્મબંધમાં ભેદ પડે છે.
વીર્યવીર્યંતરાય કર્મના ક્ષયોપશમ આદિથી પ્રાપ્ત થતી શક્તિ તે વીર્ય. જેમ જેમ વીર્ય શક્તિ વધારે તેમ તેમ પરિણામ વધારે તીવ્ર અને જેમ જેમ વીર્ય ઓછું તેમ તેમ પરિણામ વધારે મંદ હોય છે. તીવ્ર શક્તિવાળો અને મંદ શક્તિવાળો એ બંને એક જ પ્રકારની હિંસાની ક્રિયા કરવા છતાં વીર્યના ભેદના કારણે પરિણામમાં પણ ભેદ પડે છે. માટે જ છઠ્ઠા સંઘયણવાળો ૧. સંઘયણની સમજૂતી માટે જુઓ આઠમા અધ્યાયનું ૧૨મું સૂત્ર.
Page #291
--------------------------------------------------------------------------
________________
અ૦ ૬ સૂ૦ ૭]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૪૭
(=અત્યંત નબળા સંઘયણવાળો) સાતમી નરકમાં જવું પડે તેવું પાપ કરી શકે જ નહિ. જ્યારે પ્રથમ (=અત્યંત બળયુક્ત) સંઘયણવાળો તેવું પાપ કરી શકે છે. જેમ નબળા સંઘયણવાળો જીવ પ્રબળ પાપ કરી શકતો નથી, તેમ પ્રબળ પુણ્ય પણ કરી શકતો નથી. નબળા સંઘયણવાળો ગમે તેવો ઉત્કૃષ્ટ ધર્મ કરે છતાં ચોથા દેવલોકથી ઉપર ન જાય. વીર્યનો આધાર શરીરના સંઘયણ ઉપર જ છે. આથી જેમ જેમ સંઘયણ મજબૂત તેમ તેમ પુણ્ય કે પાપ અધિક થઇ શકે. કયા કયા સંઘયણવાળો જીવ વધારેમાં વધારે કેટલું પુણ્ય-પાપ કરી શકે તે જાણવા કયા કયા સંઘયણવાળો જીવ કયા કયા દેવલોક સુધી કે કયી કયી નરક સુધી જઇ શકે છે તે જાણવું જરૂરી છે. તે આ પ્રમાણે—
સંઘયણ
સ્વર્ગ નરક
સંઘયણ
સ્વર્ગ
નરક
૬
૪
ર
૩
૧૦
૫
૫
૬
૩
ર
૧૨
૬
૪
८
૧
મોક્ષ
૭
ભરતક્ષેત્રમાં વર્તમાન કાળમાં છઠ્ઠું જ સંઘયણ હોવાથી જીવો વધારેમાં વધારે ઉપર ચોથા દેવલોક સુધી અને નીચે બીજી નરક સુધી જ જઇ શકે. અધિકરણ અધિક૨ણ એટલે આસ્રવની ક્રિયાનાં સાધનો. અધિકરણના ભેદથી પણ કર્મબંધમાં ભેદ પડે છે. દા.ત. એકની પાસે તલવાર તીક્ષ્ણ છે અને એકની પાસે બુઠ્ઠી છે તો આ બંનેની હિંસાની ક્રિયા સમાન હોવા છતાં પરિણામમાં ભેદ પડે છે.
૪
પ્રશ્ન– અધિકરણ આદિના ભેદથી કર્મબંધમાં ભેદ પડે છે એવો એકાંતે નિયમ નથી. કેટલાકને અધિકરણ આદિ ન હોવા છતાં તીવ્ર કર્મબંધ થાય છે. જેમ કે તંદુલ મત્સ્ય. તેની પાસે હિંસાનાં સાધનો હોતા નથી. વાસુદેવ આદિના જેવું બળ પણ હોતું નથી. છતાં તે સાતમી નરકમાં જાય છે.
ઉત્તર– અહીં કહેલ તીવ્રભાવ આદિ છમાં તીવ્રભાવ અને મંદભાવની જ મુખ્યતા છે, જ્ઞાતભાવ આદિ ચાર તીવ્રભાવ અને મંદભાવમાં નિમિત્ત હોવાથી કારણની દૃષ્ટિએ એ ચારનું ગ્રહણ કર્યું છે. જ્ઞાતભાવ આદિની વિશેષતાથી કર્મબંધમાં (આસવમાં) વિશેષતા આવે જ એવો એકાંતે નિયમ
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૪૮
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર (અ) ૬ સૂ) ૮-૯ નથી. અહીં જ્ઞાતભાવ આદિની વિશેષતાથી કર્મબંધમાં વિશેષતા આવે છે એ કથન બહુલતાની દષ્ટિએ છે. તંદુલ મત્સ્ય આદિ અપવાદભૂત દૃષ્ટાંતોને છોડીને મોટા ભાગે જ્ઞાતભાવ આદિની વિશેષતાથી કર્મબંધમાં વિશેષતા (=ભેદો થાય છે. અથવા હવે પછીના સૂત્રમાં કહેવાશે તેમ અધિકરણ બે પ્રકારે છે. તલવાર આદિ બાહ્ય અધિકરણ છે. કષાયાદિની તીવ્રતા-મંદતા વગેરે ૯મા સૂત્રમાં બતાવાશે તે પ્રમાણે (એકસો આઠ પ્રકારે) અત્યંતર અધિકરણ છે. તંદુલીયા મલ્ય વગેરેને તલવારાદિ બાહ્ય અધિકરણનો અભાવ હોવા છતાં રૌદ્રધ્યાન સ્વરૂપ મન અને કષાયાદિ અભ્યતર અધિકરણ અતિ ભયંકર હોવાથી તે સાતમી નરકમાં જઈ શકે છે. (૭)
અધિકરણના ભેદોવિરપ ગવાળીવાર ૬-૮ છે. અધિકરણના જીવ અને અજીવ એમ બે ભેદો છે.
કેવળ જીવથી કે કેવળ અજીવથી આસવ(-કર્મબંધ) થાય જ નહિ. જીવ અને અજીવ બંને હોય તો જ આસવ થાય. માટે અહીં જીવ અને અજીવ એ બંનેને આસવનાં અધિકરણ કહ્યા છે. જીવ આસવનો કર્યા છે અને અજીવ આસવમાં સહાયક છે. આથી જ જીવ ભાવ=મુખ્ય) અધિકરણ છે, અને અજીવ દ્રવ્ય ગૌણ) અધિકરણ' છે. યદ્યપિ તીવ્રભાવ અને મંદભાવમાં જીવ અધિકરણનો સમાવેશ થઈ જાય છે, છતાં તેના વિશેષ ભેદો બતાવવા અહીં ભાવ અધિકરણરૂપે જીવનું ગ્રહણ કર્યું છે. (૮)
જીવ અધિકરણના ૧૦૮ ભેદોઆદ્ય સંક્સ-
સન્મ-ઇશ્ક-યો-endकारिताऽनुमत-कषायविशेषैस्त्रिस्त्रिस्त्रिश्चतुश्चैकशः ॥६-९॥
સંરંભ, સમારંભ, આરંભ, ત્રણયોગ, કૃત, કારિત, અનુમત, ચારકષાય આ સર્વના સંયોગથી જીવાધિકરણના ૧૦૮ ભેદો છે.
१. आद्यं च जीवविषयत्वाद् भावाधिकरणमुक्तं, कर्मबन्धहेतुर्मुख्यतः ।
વંતુ વ્યાધિમુક્ત, પરમગુર્થ, નિમિત્તત્રત્વા (અ.૬ સૂ.૧૦ની ટીકા) ૨. માવ: તીવહિપરિણામ જ્ઞાત્મિનઃ સ વધારપામ્ ! (અ.૬ સૂ.૮ની ટીકા)
Page #293
--------------------------------------------------------------------------
________________
અ) ૬ સૂ૦ ૧૦] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૨૪૯ ૧૦૮ ભેદો- સંરંભ, સમારંભ અને આરંભ એ ત્રણ મન, વચન અને કાયા દ્વારા થાય છે. માટે ૩૪૩=૯. આ નવ ભેદો જીવ સ્વયં કરે છે, કરાવે છે અને અનુમોદે છે. એટલે ૯*૩=૨૭. આ ર૭ ભેદોમાં ક્રોધાદિ ચાર કષાયો નિમિત્ત બને છે. માટે ૨૭*૪=૧૦૮.
સંરંભાદિનો અર્થ- સંરંભ હિંસા આદિ ક્રિયાનો સંકલ્પ. સમારંભ=હિંસા આદિના સંકલ્પને પૂર્ણ કરવા જરૂરી સામગ્રી એકઠી કરવી. આરંભ=હિંસા આદિની ક્રિયા કરવી. ત્રણ યોગોનું સ્વરૂપ પૂર્વે આ અધ્યાયના પ્રથમ સૂત્રમાં આવી ગયું છે. કૃત=સ્વયં હિંસા આદિની ક્રિયા કરવી. કારિત બીજા પાસે હિંસા આદિની ક્રિયા કરાવવી. અનુમત-અન્યની હિંસા આદિ ક્રિયાની અનુમોદના કરવી, પ્રશંસા કરવી. ક્રોધાદિ ચાર કષાયો સામાન્યથી પ્રસિદ્ધ છે. વિશેષથી કષાયોનું સ્વરૂપ આઠમા અધ્યાયના દશમાં સૂત્રમાં જણાવવામાં આવશે. (૯)
અજીવ અધિકરણના ભેદોનિર્વતન-નિક્ષેપ-રંથોન-નિક દિવસુ-ફૈિ-રિમેક પણ્ ૬-૧૦
નિર્વર્તના, નિક્ષેપ, સંયોગ અને નિસર્ગ એ ચાર પ્રકારે અજીવાધિકરણ છે. તે ચારના અનુક્રમે ૨, ૪, ૨, ૩ ભેદો છે.
(૧) નિર્વર્તના એટલે રચના. નિર્વતૈનાના મૂલગુણ અને ઉત્તરગુણ એમ બે ભેદો છે. મૂલગુણ નિર્વર્તના એટલે ઔદારિક આદિ પાંચ શરીર, ભાષા, મન અને શ્વાસોચ્છવાસની રચના. ઉત્તરગુણ નિર્વર્તના એટલે કાઇ, તલવાર આદિની રચના. અહીં મૂળનો અર્થ મુખ્ય કે આત્યંતર અને ઉત્તરનો અર્થ અમુખ્ય કે બાહ્ય છે. હિંસા આદિ ક્રિયા કરવામાં શરીર આદિ મુખ્યત્ર અભ્યતર સાધન છે, અને તલવાર આદિ અમુખ્ય=બાહ્ય સાધન છે. મૂલગુણ અને ઉત્તરગુણની રચનામાં હિંસા આદિ થવાથી એ રચના સ્વયં અધિકરણ રૂપ છે, અને અન્ય અધિકરણમાં કારણ પણ બને છે.
() નિક્ષેપ એટલે મૂકવું. નિક્ષેપના અપ્રત્યવેક્ષિત, દુષ્પમાર્જિત, સહસા અને અનાભોગ એમ ચાર ભેદો છે. અપ્રત્યવેક્ષિત નિક્ષેપ એટલે १. संरंभो संकप्पो परितावकरो भवे समारंभो ।
आरंभो उद्दवलतो शुद्धनयाणं तु सव्वेसि ।।
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૫૦
શ્રીતત્ત્વાધિગમસૂત્ર (અ) ૬ સૂ૦ ૧૦ ભૂમિને દૃષ્ટિથી જોયા વિના (કે જેમ તેમ જોઇને) વસ્તુ મૂકવી. દુષ્પમાર્જિતનિક્ષેપ એટલે ભૂમિનું જેમ તેમ પ્રમાર્જન કરીને અથવા પ્રમાર્જન કર્યા વિના વસ્તુ મૂકવી. સહસા નિક્ષેપ એટલે અશક્તિ આદિના કારણે સહસા (=ઓચિંતા કે ઉતાવળથી) બરોબર જોયા વિનાની અને પ્રમાર્જના કર્યા વિનાની ભૂમિ ઉપર વસ્તુ મૂકવી. અનાભોગ નિક્ષેપ એટલે વિસ્મૃતિ થવાથી ઉપયોગના અભાવે ભૂમિને જોયા વિના અને પ્રમાર્યા વિના વસ્તુ મૂકવી.
અહીં નિક્ષેપ અધિકરણના ચાર ભેદો કારણના ભેદથી છે. કોઈ પણ વસ્તુ મૂકવી હોય તો જ્યાં મૂકવી હોય ત્યાં પ્રથમ દૃષ્ટિથી નિરીક્ષણ કરવું જોઈએ. જેથી વસ્તુ મૂકતાં કોઈ જીવ મરે નહિ. સૂક્ષ્મ જીવો એવા પણ હોય છે કે બરોબર જોવા છતાં દષ્ટિમાં આવે નહિ. આથી આંખોથી બરાબર જોયા પછી પણ રજોહરણ વગેરે જીવરક્ષાના સાધનથી ભૂમિનું પ્રમાર્જન કરવું જોઈએ. જેથી ત્યાં સૂક્ષ્મ જીવ હોય તો દૂર થઈ જાય. એટલે જે વસ્તુ જ્યાં મૂકવી હોય ત્યાં દષ્ટિથી નિરીક્ષણ તથા રજોહરણ આદિથી ભૂમિનું પ્રમાર્જન ન કરવામાં આવે, કરવામાં આવે તો પણ બરાબર ન કરવામાં આવે, તો નિક્ષેપ અધિકરણ બને છે. તેમાં જો દષ્ટિથી બરોબર નિરીક્ષણ ન કરવામાં આવે તો અપ્રત્યવેક્ષિત અને રજોહરણ આદિથી બરોબર પ્રમાર્જન ન કરવામાં આવે તો દુષ્પમાર્જિત એમ બે નિક્ષેપ અધિકરણ બને છે. પછીના બે નિક્ષેપ પણ નિરીક્ષણ અને પ્રમાર્જન ન કરવાથી કે બરોબર ન કરવાથી જ બને છે. છતાં પ્રથમના (અપ્રત્યવેક્ષિત અને દુષ્પમાર્જિત) એ બે બેદરકારીથી (પ્રમાદથી) બને છે, જ્યારે પછીના (=સહસા અને અનાભોગ) એ બે બેદરકારીથી=પ્રમાદથી નથી બનતા, કિંતુ અનુક્રમે સહસા અને વિસ્મૃતિથી બને છે. યદ્યપિ અનાભોગમાં બેદરકારી તો છે, પણ પ્રથમના બે જેટલી નથી. આમ કારણભેદના કારણે એક જ નિક્ષેપના ચાર ભેદ પડે છે.
(૩) સંયોગ એટલે ભેગું કરવું=જોડવું. સંયોગ અધિકરણ ભક્તપાન અને ઉપકરણ એમ બે પ્રકારે છે. ભક્તપાન સંયોગ એટલે ભોજનને સ્વાદિષ્ટ બનાવવા રોટલી આદિની સાથે ગોળ, મુરબ્બો, શાક આદિનો સંયોગ કરવો, દૂધમાં સાકર નાખવી વગેરે. ઉપકરણ સંયોગ એટલે વેશભૂષાના ઉદ્દેશથી
Page #295
--------------------------------------------------------------------------
________________
અ૦ ૬ સૂ૦ ૧૧]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૫૧
૫હે૨વાનું એક વસ્ર નવું હોય અને એક વસ્ત્ર જૂનું હોય તો જૂનું કાઢીને બીજું પણ નવું વસ્ત્ર પહેરવું વગેરે.
(૪) નિસર્ગ એટલે ત્યાગ, નિસર્ગ અધિકરણના મન, વચન અને કાયા એ ત્રણ ભેદો છે. મનોનિસર્ગ એટલે શાસ્ત્ર વિરુદ્ધ વિચાર કરવો. અહીં મનનો ત્યાગ એટલે મન રૂપે પરિણમાવેલા મનોવર્ગણાના પુદ્ગલોનો ત્યાગ. અને મનરૂપે પરિણમાવેલા મનોવર્ગણાના પુદ્ગલોનો ત્યાગ એટલે જ વિચાર. ભાષાનિસર્ગ એટલે શાસ્ત્રથી વિરુદ્ધ બોલવું. અહીં પણ ભાષાનો ત્યાગ એટલે ભાષારૂપે પરિણમાવેલા ભાષા વર્ગણાના પુદ્ગલોનો ત્યાગ. અને ભાષા રૂપે પરિણમાવેલા ભાષા વર્ગણાના પુદ્ગલોનો ત્યાગ એટલે જ ભાષા-બોલવું. કાયનિસર્ગ એટલે શસ્ત્ર, અગ્નિપ્રવેશ, જલપ્રવેશ, પાશબંધન આદિથી કાયાનો ત્યાગ કરવો. (૧૦)
(અહીં સુધી સામાન્યથી આસવનું અને આસવમાં થતી વિશેષતાનાં કા૨ણોનું વર્ણન કર્યું. હવે જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોને આશ્રયીને તે તે કર્મસંબંધી વિશેષ આસવોનું ક્રમશઃ વર્ણન શરૂ થાય છે. જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોનું વર્ણન આઠમા અધ્યાયમાં ત્રીજા સૂત્રથી શરૂ થશે.)
જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના આસ્રવો— तत्प्रदोष-निह्नव मात्सर्या - ऽन्तराया -ऽऽसादनोपघाता જ્ઞાનવર્શનાવરણો: ॥ ૬-૬ ॥
જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનો સંબંધી યથાસંભવ, પ્રદોષ, નિદ્ભવ, માત્સર્ય, અંતરાય, આસાદન અને ઉપઘાત એ છ જ્ઞાનાવરણીય કર્મના અને દર્શન, દર્શની તથા દર્શનનાં સાધનો વિશે યથાસંભવ પ્રદોષ આદિ છ દર્શનાવરણીય કર્મના આસ્રવો છે.
(૧) પ્રદોષ– વાચના કે વ્યાખ્યાન આદિના સમયે પ્રકાશિત થતા તત્ત્વજ્ઞાન પ્રત્યે અરુચિ થવી. જ્ઞાન ભણતાં કંટાળો આવવો. જ્ઞાનીની પ્રશંસા આદિ સહન ન થવાથી કે અન્ય કારણથી તેમના પ્રત્યે દ્વેષ-વૈરભાવ રાખવો. જ્ઞાનનાં સાધનોને જોઇને તેમના પ્રત્યે રુચિ-પ્રેમ ન થવો વગેરે.
(૨) નિહ્નવ– પોતાની પાસે જ્ઞાન હોવા છતાં કોઇ ભણવા આવે તો (કંટાળો, પ્રમાદ આદિના કારણે) હું જાણતો નથી એમ કહીને ન ભણાવવું.
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૫૨
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૬ સૂ૦ ૧૧ જેમની પાસે અભ્યાસ કર્યો હોય તેમને જ્ઞાનગુરુ તરીકે ન માનવા. જ્ઞાનનાં સાધનો પોતાની પાસે હોવા છતાં નથી એમ કહેવું વગેરે.
(૩) માત્સર્ય– પોતાની પાસે જ્ઞાન હોય અને અન્ય યોગ્ય વ્યક્તિ ભણવા આવે ત્યારે, આ ભણીને મારા સમાન વિદ્વાન થઈ જશે, કે મારાથી પણ આગળ વધી જશે, એમ ઈર્ષાથી તેને જ્ઞાનનું દાન ન કરવું. જ્ઞાની પ્રત્યે ઇર્ષા ધારણ કરવી વગેરે.
(૪) અંતરાય- અન્યને ભણવા વગેરેમાં વિઘ્ન ઊભું કરવું. સ્વાધ્યાય ચાલુ હોય ત્યારે નિરર્થક તેને (સ્વાધ્યાય કરનારને) બોલાવવો, કામ સોંપવું, તેના સ્વાધ્યાયમાં વિક્ષેપ થાય તેમ બોલવું કે વર્તવું. વ્યાખ્યાન આદિમાં વાતચીત કરવી, ઘોંઘાટ કરવો, અન્યને વ્યાખ્યાનમાં જતા રોકવા, જ્ઞાનનાં સાધનો હોવા છતાં ન આપવા વગેરે.
(૫) આસાદન– જ્ઞાન, જ્ઞાની કે જ્ઞાનનાં સાધનો પ્રત્યે અનાદરથી વર્તવું, વિનય, બહુમાન વગેરે ન કરવું, ઉપેક્ષા સેવવી. અવિધિએ ભણવુંભણાવવું વગેરે.'
(૬) ઉપઘાત– અજ્ઞાનતા આદિથી “આ કથન અસત્ય છે' ઇત્યાદિ રૂપે જ્ઞાનમાં દૂષણ લગાવવું. આમ ન જ હોય ઇત્યાદિ રૂપે જ્ઞાનીનાં વચનો અસત્ય માનવાં. જ્ઞાનીને આહારાદિના દાનથી સહાયતા ન કરવી. જ્ઞાનનાં સાધનોનો નાશ કરવો વગેરે.
યદ્યપિ આસાદન અને ઉપઘાત એ બંનેનો અર્થ નાશ થાય છે. પણ આસાદનમાં જ્ઞાન આદિ પ્રત્યે અનાદરની પ્રધાનતા છે, જ્યારે ઉપઘાતમાં દૂષણની પ્રધાનતા છે. આમ આસાદન અને ઉપઘાતમાં તફાવત છે એમ સર્વાર્થસિદ્ધિ ટીકાઃ આદિમાં જણાવ્યું છે.
તદુપરાંત– જ્ઞાની પ્રત્યે પ્રતિકૂળ વર્તવું. જ્ઞાનીના વચન ઉપર શ્રદ્ધા ન રાખવી, જ્ઞાનીનું અપમાન કરવું, જ્ઞાનનો ગર્વ કરવો, અકાળે અધ્યયન १. आसादना अविध्यादिग्रहणादिना, उपघातो मतिमोहेनाहाराद्यदानेन ।
(શ્રી હરિભદ્રસૂરિની ટીકા). २. सतो ज्ञानस्य विनयप्रदानादिगुणकीर्तनाननुष्यनमासादनम्,
૩૫થતિનુ જ્ઞાનમજ્ઞાનમેતિ જ્ઞાનનાશમઝા : ફુચનોર મે: 1 (સર્વાર્થસિદ્ધિ ટીકા)
Page #297
--------------------------------------------------------------------------
________________
અ૦ ૬ સૂ૦ ૧૨]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૫૩
કરવું, અભ્યાસમાં પ્રમાદ કરવો, સ્વાધ્યાય, વ્યાખ્યાનશ્રવણ વગેરે અનાદરથી કરવું, ખોટો ઉપદેશ આપવો, સૂત્ર વિરુદ્ધ બોલવું, શાસ્ત્રો (અર્થોપાર્જનના હેતુથી) વેચવા વગેરેનો' પણ પ્રદોષ આદિમાં સમાવેશ થાય છે.
વર્તમાનકાળમાં થતી જ્ઞાનની આશાતના— પુસ્તક આદિ જ્ઞાનનાં સાધનોને નીચે ભૂમિ ઉપર રાખવાં, ગમે ત્યાં ફેંકી દેવાં, મેલા કપડા સાથે કે શરીર આદિ અશુદ્ધ વસ્તુ સાથે અડાડવાં, બગલમાં કે ખીસામાં રાખવાં, સાથે રાખી ઝાડો, પેશાબ વગેરે કરવું, એંઠા મુખે બોલવું, અક્ષરવાળા પેંડા, કપડાં, સાબુ વગેરેનો ઉપયોગ કરવો, કાગળોમાં ખાવા વગેરેની વસ્તુઓ બાંધવી, ખાવું, કાગળોને ગમે ત્યાં ફેંકી દેવા, પગ લગાડવો, બાળી નાંખવા, ચરવળો, ઓઘો, મુહપત્તિ વગેરે સાથે પુસ્તકો અડાડવાં કે રાખવાં વગેરે ઉક્ત આસ્રવોથી ભવાંતરમાં જ્ઞાન ન ચઢે તેવાં અશુભ કર્મો બંધાય છે. આ પ્રમાણે દર્શનગુણને આશ્રયીને પણ સમજી લેવું. અહીં દર્શન એટલે તાત્ત્વિક પદાર્થોની શ્રદ્ધા. વિશિષ્ટ આચાર્ય વગેરે દર્શની છે. વિશિષ્ટ જ્ઞાનના ગ્રંથો, જિનમંદિર વગેરે દર્શનનાં સાધનો છે. (૧૧)
અસાતાવેદનીય કર્મના આસ્રવો—
૩:વ-શો-તાપા-ડન-ધ-પરિવનાન્યાત્મપરોમયસ્થાય-ઢેઘસ્ય ॥ ૬-૨ ॥
દુઃખ, શોક, તાપ, આક્રંદન, વધ અને પરિદેવન (૧) સ્વયં અનુભવે કે (૨) અન્યને કરાવે તથા (૩) સ્વયં પણ અનુભવે અને અન્યને પણ કરાવે એમ ત્રણે રીતે અસાતાવેદનીય કર્મના આસ્રવો બને છે.
(૧) દુઃખ એટલે અનિષ્ટ વસ્તુનો સંયોગ અને ઇષ્ટ વસ્તુનો વિયોગ આદિ બાહ્ય કે રાગ વગેરે અત્યંતર નિમિત્તોથી અસાતાવેદનીય કર્મના ઉદયથી થતી પીડા.
૧. જુઓ રાજવાર્તિક વગેરે ગ્રંથો.
२. नवरं दर्शनस्य तत्त्वार्थश्रद्धानलक्षणस्य दर्शनिनां विशिष्टाचार्याणां
વર્ણનસાધનાનાં ૫ સમ્મત્વાલિપુસ્તજાનામિતિ વાચ્યમ્ । (શ્રી હરિભદ્રસૂરિ ટીકા) ૩. ખરાબ સ્વભાવના લોકો અયોગ્ય વર્તન કરીને સ્વયં તો દુઃખ પામે છે, પણ પોતાના સહવાસીઓને પણ દુઃખી કરે છે, તેમને અનેક તકલીફો ઊભી કરે છે. આથી આવા જીવો બંને રીતે અશાતા બાંધે છે.
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૫૪
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ) ૬ સૂ૦ ૧૨ (૨) શોક એટલે અનુગ્રહ કરનાર બંધુ આદિના વિયોગથી વારંવાર તેના વિયોગના વિચારો દ્વારા માનસિક ચિંતા-ખેદ વગેરે.
(૩) તાપ એટલે કઠોરવચનશ્રવણ, ઠપકો, પરાભવ વગેરેથી હૃદયમાં બળ્યા કરવું વગેરે.
(૪) આકંદન એટલે હૃદયમાં પરિતાપ (માનસિક બળતરા) થવાથી માથું પછાડવું, છાતી કૂટવી, હાથ-પગ પછાડવા, અશ્રુપાત કરવા પૂર્વક રડવું વગેરે.
(૬) વધ એટલે પ્રાણનો વિયોગ કરવો, સોટી આદિથી માર મારવો વગેરે.
(૭) પરિદેવન એટલે અનુગ્રહ કરનાર બંધુ આદિના વિયોગથી વિલાપ કરવો, બીજાને દયા આવે એ પ્રમાણે દીન બનીને તેના વિયોગનું દુઃખ પ્રગટ કરવું વગેરે.
યદ્યપિ શોક વગેરે પણ દુઃખરૂપ જ છે, છતાં અસાતાવેદનીય કર્મના ઉદયથી જીવો કેવા કેવા પ્રકારનાં દુઃખો અનુભવે છે તે જણાવવા અહીં શોક વગેરેને જુદાં જુદાં બતાવ્યાં છે.
શોકમાં મનમાં ચિંતા કે ખેદ આદિ થાય છે. જયારે પરિદેવનમાં હૃદયમાં રહેલી ચિંતા આદિ કરણ શબ્દોથી બહાર પ્રગટ થાય છે. આમ શોક અને પરિદેવનમાં ભેદ છે.
અનીતિ, વિશ્વાસઘાત, ત્રાસ, તિરસ્કાર, ઠપકો, ચાડી, પરપરાભવ, પરનિંદા, આત્મશ્લાઘા, નિર્દયતા, મહાઆરંભ, મહાપરિગ્રહ વગેરે પણ અસતાવેદનીયના આસવો છે. ટૂંકમાં અન્યને દુઃખ થાય તેવી કોઈ પણ પ્રવૃત્તિ અસતાવેદનીયકર્મના આસવરૂપ બને છે. આ આસવોથી ભવાંતરમાં કે આ ભવમાં પણ દુઃખ મળે તેવાં અશુભ કર્મો બંધાય છે.
પ્રશ્ન- જો દુઃખ અસાતાવેદનીય કર્મનો આસવ કરે છે તો તીર્થકરોએ તપ, ત્યાગ, કેશાંચન આદિનો ઉપદેશ નહિ આપવો જોઈએ. કારણ કે તેનાથી દુઃખ ઉત્પન્ન થાય છે.
ઉત્તર–અહીં દુઃખ અસાતવેદનીય કર્મનો આસ્રવ છે એનો અર્થ એ છે કે ક્રોધાદિ કષાયના આવેશથી દીનતા પૂર્વક ઉત્પન્ન થતું દુઃખ અસાતવેદનીય કર્મનો આસવ છે. પણ આત્મશુદ્ધિના ધ્યેયથી સ્વેચ્છાથી સ્વીકારવામાં આવતું
Page #299
--------------------------------------------------------------------------
________________
અ) ૬ સૂ૦૧૨] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
૨૫૫ દુઃખ કે તેવા પ્રકારના કર્મોના ઉદયથી સ્વયં આવી પડેલું હોવા છતાં આત્મશુદ્ધિના ધ્યેયથી સમભાવે સહન કરાતું દુઃખ અસાતાવેદનીયનો આસવ નથી. અધ્યાત્મ પ્રેમી જીવો આત્મશુદ્ધિના ધ્યેયથી સ્વેચ્છાથી તપ આદિનું દુઃખ સહન કરે છે. એટલે તે દુઃખમાં ક્રોધાદિ કષાયનો આવેશ ન હોવાથી અને મનની પ્રસન્નતા હોવાથી તેમને અસાતાવેદનીયનો બંધ થતો નથી. બલ્ક ઘણી નિર્જરા(=પૂર્વે બંધાયેલા અશુભ કર્મનો ક્ષય) થાય છે.
સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારવામાં આવે તો અધ્યાત્મપ્રેમીઓને તપ આદિમાં થતું દુઃખ દુઃખરૂપ લાગતું નથી, પણ તેમાં સુખનો અનુભવ થાય છે. કારણ કે એમની નજર ભાવી સુખ તરફ હોય છે. આપણે આપણા જીવનમાં અનેક પ્રસંગોમાં ક્યાં અનુભવતા નથી કે વર્તમાનનું ગમે તેવું દુઃખ ભાવી સુખની આશાથી દુઃખરૂપ લાગતું નથી. રોગી રોગને દૂર કરવા કટુ ઔષધનું સેવન, પથ્યપાલન વગેરે અનેક કષ્ટો સહન કરે છે. છતાં તે કષ્ટો તેને કષ્ટરૂપ લાગતાં નથી. બલ્ક સુખરૂપ લાગે છે. તેના મુખ ઉપર પ્રસન્નતા હોય છે. કારણ કે તેની નજર ભાવી સુખ તરફ હોય છે. વર્ષોથી પતિવિયોગથી ઝૂરતી યુવતી જયારે બે-ચાર દિવસમાં પતિનો સંયોગ થશે તેવા સમાચાર મળે છે ત્યારે સુખનો કેવો અનુભવ કરે છે? પતિસંયોગના માત્ર સમાચારથી ઉત્પન્ન થયેલું સુખ એના દિલમાં સમાતું નથી. શું અત્યારે પતિનો વિયોગ નથી ? પતિવિયોગનું દુઃખ હોવા છતાં ભાવી સંયોગસુખની આશાથી તે દુઃખ તેને દુ:ખરૂપ લાગતું નથી.
આધ્યાત્મિક માર્ગમાં કષ્ટનું વિધાન ભાવી સુખને લક્ષ્યમાં રાખીને કરવામાં આવ્યું છે. આથી તીર્થકરોના ઉપદેશથી થતા તપ વગેરેમાં મનની પ્રસન્નતા=સમતા હોવાથી અસાતાવેદનીય કર્મ બંધાતું નથી, બલ્ક ભવિષ્યમાં દુઃખ આપનાર અસાતાવેદનીય કર્મનો ક્ષય વગેરે થાય છે. દુઃખથી સર્વથા મુક્ત થવાનો ઉપાય પણ આ જ છે. જો સમભાવે સહન કરવામાં આવતા દુઃખથી પણ અસતાવેદનીય કર્મનો બંધ થાય તો દુઃખનો કદી અંત જ ન આવે. કારણ કે જ્યારે જ્યારે દુઃખ આવશે ત્યારે ત્યારે અસતાવેદનીય કર્મનો બંધ થશે. એ કર્મ ઉદયમાં આવશે ત્યારે પુનઃ દુ:ખનો અનુભવ અને અસતાવેદનીય કર્મનો બંધ થશે. પુનઃ એ કર્મ ઉદયમાં આવશે ત્યારે પુનઃ
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૫૬
શ્રીતવાથિિધગમસૂત્ર (અ) ૬ સૂ૦ ૧૨ દુઃખનો અનુભવ અને અસાતવેદનીય કર્મનો બંધ થશે. આમ ઘટમાળ ચાલ્યા કરશે. પણ તેવું નથી. સમભાવે દુઃખ સહન કરવાથી અસાતાવેદનીય કર્મ નવું તો ન બંધાય, બલ્ક પૂર્વે બંધાયેલ પણ અસતાવેદનીય કર્મ બળી જાય. આથી જેણે સર્વથા દુઃખથી મુક્ત થવું હોય તેણે તપ આદિનું સેવન કરવું જ જોઈએ. પ્રાયઃ દરેક જીવે પૂર્વે અજ્ઞાન અવસ્થામાં અસાતવેદનીય કર્મો બાંધેલાં હોય છે. એટલે એ કર્મો ગમે ત્યારે ઉદયમાં આવીને દુઃખ આપવાનાં. એ કર્મો ક્યારે ઉદયમાં આવશે તે આપણે જાણતા નથી, પણ એ કમોં ઉદયમાં આવશે એ તો નિશ્ચિત છે. હવે જો એ કર્મો ઉદયમાં આવે અને તે વખતે અનિચ્છાએ પણ આપણે દુઃખ ભોગવવું પડે અને નવાં કર્મો બંધાય, તો એ કર્મો ઉદયમાં આવે એ પહેલાં જ તપ આદિ દ્વારા એનો નાશ શા માટે ન કરવો ? પોતાની પાસે મૂડી હોવા છતાં લેણદારને સ્વયં આપે નહિ, પછી પઠાણી ઉઘરાણી આવે ત્યારે આપે એ કેવો ગણાય ? સમજુ માણસ તો પાસે મૂડી હોય તો પઠાણી ઉઘરાણી આવે એ પહેલાં જ જાતે જ જઈને સ્વેચ્છાથી આનદંપૂર્વક બધી રકમ ચૂકતે કરી દે. એકી સાથે આપી શકાય તેમ ન હોય તો ટુકડે ટુકડે પણ ઉઘરાણી આવે એ પહેલાં જ આપી દે. તેમ સાધક પણ કર્મ ઉદયમાં આવે એ પહેલાં જ પોતાની શક્તિ પ્રમાણે ખપાવવાનો પ્રયત્ન કરે. કદાચ તેવા પ્રકારની મનની નિર્બળતાથી કર્મો ઉદયમાં આવે એ પહેલાં નાશ કરવાનો પ્રયત્ન ન કરે તો પણ સ્વયં એ કમ ઉદયમાં આવી જાય તો તેને સમભાવે સહન કરી લે. કારણ કે એ સમજતો હોય છે કે ઇચ્છાએ કે અનિચ્છાએ મારે દુઃખ સહન કરવાનું જ છે, તો મન બગાડ્યા વિના સહન કરી લેવામાં જ સારું છે.
આનાથી ભાવી નવાં કર્મોનો બંધ અટકે છે. ઉદયમાં આવતાં કર્મો સમભાવે ભોગવાય, અને નવાં કર્મો ન બંધાય તો એક દિવસ એવો આવે કે સઘળાં કર્મોનો ક્ષય થઈ જાય અને આત્મા દુઃખથી સર્વથા મુક્ત બની જાય. માટે જેણે દુઃખથી સર્વથા મુક્ત બનવું હોય તેણે તપ આદિ દ્વારા પૂર્વે બંધાયેલા કર્મોનો નાશ કરવા પ્રયત્ન કરવો જોઈએ. તે ન બની શકે તો પણ સ્વયં ઉદયમાં આવેલા કર્મોને તો સમભાવે જ ભોગવી લેવા જોઇએ. અન્યથા કર્મ અને દુઃખની ઘટમાળ ચાલ્યા કરશે. (૧૨)
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૫૭
અ) ૬ સૂ૦૧૩] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
સાતવેદનીય કર્મના આસ્ત્રવોभूत-व्रत्यनुकम्पा दानं सरागसंयमादियोगः ક્ષત્તિઃ મિતિ સદસ્થ |
ભૂત-અનુકંપા, વ્રતી-અનુકંપા, દાન, સરાગ-સંયમ, આદિ શબ્દથી સંયમસંયમ, અકામનિર્જરા અને બાલતા આ સરાગસંયમાદિરૂપ યોગ, ક્ષમા અને શૌચ એ સતાવેદનીય કર્મના આવો છે.
(૧) ભૂત-અનુકંપા- ભૂત એટલે જીવ. સર્વ જીવો પ્રત્યે અનુકંપાના= દયાના પરિણામ.
(૨) વ્રતી-અનુકંપાવતીના અગારી અને અણગાર એમ બે પ્રકાર છે. ગૃહાવસ્થામાં રહીને સ્થૂલ પ્રાણાતિપાત આદિપાપોનો ત્યાગ કરનાર દેશવિરતિ શ્રાવક ઉગારી વ્રતી છે. સર્વ પ્રકારના પાપોનો ત્યાગ કરનાર પંચમહાવ્રતધારી સાધુઓ અણગાર વતી છે. બંને પ્રકારના વ્રતીની ભક્ત, પાન, વસ્ત્ર, પાત્ર, આશ્રય, ઔષધ આદિથી અનુકંપા=ભક્તિ કરવી એ વ્રતી અનુકંપા છે.
(૩) દાન-સ્વ-પર પ્રત્યે અનુગ્રહ બુદ્ધિથી પોતાની વસ્તુ પરને આપવી.
(૪) સરાગસંયમ– (સંજવલન) લોભાદિ કષાયો રાગ છે. રાગથી સહિત તે સરાગ. સંયમ એટલે પ્રાણાતિપાત આદિ પાપોથી નિવૃત્તિ. રાગ સહિત સંયમ તે સરાગસંયમ અથવા સરાગ (રાગ સહિત) વ્યક્તિનો સંયમ સરાગસંયમ. અર્થાત સંજવલન કષાયના ઉદયવાળા મુનિઓનું સંયમ એ સરાગસંયમ છે.
(૫) સંયમસંયમ– જેમાં આંશિક સંયમ હોય અને આંશિક અસંયમ હોય તે સંયમસંયમ, અર્થાત્ દેશવિરતિ.
(૬) અકામનિર્જરા કામ એટલે ઇચ્છા. નિર્જરા એટલે કર્મોનો ક્ષય. સ્વેચ્છાથી કર્મોનો નાશ તે સકામનિર્જરા અને ઇચ્છા વિના કર્મોનો નાશ તે અકામનિર્જરા. ઈચ્છા ન હોવા છતાં પરતંત્રતા, અનુરોધ, સાધનનો અભાવ, રોગ વગેરેના કારણે પાપપ્રવૃત્તિ ન કરે, વિષય સુખનું સેવન ન કરે, આવેલ કષ્ટ શાંતિથી સહન કરે, ઈત્યાદિથી અકામનિર્જરા થાય.
પરતંત્રતાથી અકામનિર્જરા– જેલમાં ગયેલ માણસ, નોકર વગેરે પરતંત્રતાના કારણે ઈષ્ટ વિયોગનું અને અનિષ્ટ સંયોગનું દુઃખ સહન કરે,
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૫૮
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર (અ) ૬ સૂ૦ ૧૪ આહાર, સુંદર વસ્ત્ર આદિનો ભોગ-ઉપભોગ ન કરે, આવેલી પરિસ્થિતિને શાંતિથી સહન કરે તો અકામનિર્જરા થાય.
અનુરોધ (દાક્ષિણ્ય કે પ્રીતિ)થી અકામનિર્જરા મિત્ર કે સ્વજન વગેરે આપત્તિમાં આવે ત્યારે દાક્ષિણ્યતાથી કે પ્રીતિથી તેમને મદદ કરવા કષ્ટ સહન કરે, વ્યવહારની ખાતર મિષ્ટાન્ન આદિનો ત્યાગ કરે વગેરેથી અકામનિર્જરા થાય.
સાધનના અભાવથી અકામનિર્જરા– ભિખારી, ગરીબ મનુષ્યો, તિર્યંચો વગેરને શીત-તાપ આદિ કષ્ટથી અકામનિર્જરા થાય.
રોગથી અકામનિર્જરા– રોગના કારણે મિષ્ટાન્ન આદિનો ત્યાગ કરે, વૈદ્યાદિની પરતંત્રતા સહન કરે, તાવ આદિનું દુઃખ સહન કરે વગેરેથી અકામનિર્જરા થાય. અહીં સહન કરવાના ઈરાદા વિના સહન કરવાથી અકામનિર્જરા થાય છે.
(૭) બાલત૫– અજ્ઞાનતાથી (વિવેક વિના) થતો અગ્નિપ્રવેશ, પંચાગ્નિતાપ, ભૃગુપત વગેરે તપ બાલતપ છે.
(૮) ક્ષમા- ક્રોધકષાયના ઉદયને રોકવો કે ઉદય પામેલા કષાયને નિષ્ફળ બનાવવો.
(૯) શૌચ- લોભકષાયનો ત્યાગ, અર્થાત સંતોષ. આ સર્વે સાતવેદનીય કર્મના આસવો છે.
તદુપરાંત– ધર્મરાગ, તપનું સેવન, બાળ, ગ્લાન, તપસ્વી આદિનું વેયાવચ્ચ, દેવગુરુની ભક્તિ, માતા-પિતાની સેવા વગેરેના શુભ પરિણામો પણ સાતાવેદનીય કર્મના આસવો છે. આ આસવોથી ભવાંતરમાં કે આ ભવમાં પણ સુખ મળે તેવાં શુભ કર્મો બંધાય છે. (૧૩)
દર્શનમોહનીયના આસ્ત્રવોकेवलि-श्रुत-सङ्ग-धर्म-देवाऽवर्णवादो दर्शनमोहस्य ॥६-१४॥
કેવળીનો, શ્રુતનો, સંઘનો, ધર્મનો અને દેવોનો અવર્ણવાદ દર્શનમોહનીયનો આસવ છે.
(૧) કેવળી– રાગદ્વેષ રહિત અને કેવળજ્ઞાન યુક્ત હોય તે કેવળી. કેવળી શરમ વગરના છે, કારણ કે નગ્ન ફરે છે. સમવસરણમાં થતી અપ્લાય આદિની ૧. જો તીવ્રભાવથી શુભ કાર્ય કરવામાં આવે તો આ ભવમાં પણ તેનું ફળ મળે.
Page #303
--------------------------------------------------------------------------
________________
અ૦ ૬ સૂ૦ ૧૪]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
હિંસાનું અનુમોદન કરે છે, કારણ કે હિંસાથી તૈયાર થયેલા સમવસરણનો ઉપયોગ કરે છે. સર્વજ્ઞ હોવાથી મોક્ષનાં સર્વ પ્રકારના ઉપાયો જાણવા છતાં આવા તપ-ત્યાગ આદિ કઠીન ઉપાયો બતાવ્યાં છે. નિગોદમાં અનંત જીવો ન હોઇ શકે. ઇત્યાદિ રૂપે કેવળીનો અવર્ણવાદ દર્શનમોહનીયનો આસ્રવ છે.
૨૫૯
(૨) શ્રુત– અર્થથી તીર્થંકર પ્રણીત અને સૂત્રથી ગણધર ગ્રંથિત આચારાંગ વગેરે અંગસૂત્રો, ઔપપાતિક વગેરે ઉપાંગ સૂત્રો, છેદ ગ્રંથો વગેરે શ્રુત છે. સૂત્રો પ્રાકૃત ભાષામાં=સામાન્ય ભાષામાં રચાયેલાં છે. એકની એક વસ્તુનું નિરર્થક વારંવાર વર્ણન આવે છે. વ્રત, છ જીવનિકાય, પ્રમાદ વગેરેનો નિરર્થક વારંવાર ઉપદેશ આવે છે. અનેક પ્રકારના અયોગ્ય અપવાદો બતાવેલા છે. ઇત્યાદિ રૂપે શ્રુતનો અવર્ણવાદ દર્શનમોહનીયનો આસ્રવ છે.
(૩) સંઘ— સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચાર પ્રકારનો સંઘ છે. સાધુ-સાધ્વીઓ શરીર આદિની પવિત્રતા રાખતા નથી. કદી સ્નાન કરતા નથી. સમાજને ભારરૂપ થાય છે. સમાજનું અન્ન ખાવા છતાં સમાજની સેવા કરતા નથી. શ્રાવકો અને શ્રાવિકાઓ સ્નાનને ધર્મ માનતા નથી, બ્રાહ્મણોને દાન આપતા નથી, હોસ્પિટલ વગેરે આરોગ્યનાં સાધનો બનાવતા નથી. ઇત્યાદિ રૂપે સંઘનો અવર્ણવાદ દર્શનમોહનીયનો આસ્રવ છે.
(૪) ધર્મ– પાંચ મહાવ્રત આદિ અનેક પ્રકારનો ધર્મ છે. ધર્મનું પ્રત્યક્ષ ફળ દેખાતું નથી માટે ધર્મ હંબક છે. ધર્મથી સુખ મળે છે એવું છે જ નહિ. કારણ કે ધર્મ કરવા છતાં દુઃખી અને ધર્મ ન કરવા છતાં સુખી દેખાય છે. ઇત્યાદિ રૂપે ધર્મનો અવર્ણવાદ દર્શનમોહનીયનો આસ્રવ છે.
(૫) દેવ— અહીં દેવ શબ્દથી ભવનપતિ આદિ દેવ વિવક્ષિત છે. દેવો છે નહિ. દેવો હોય તો અહીં શા માટે ન આવે ? દેવો મધ-માંસનું સેવન કરે છે. ઇત્યાદિ રૂપે દેવોનો અવર્ણવાદ દર્શનમોહનીયનો આસ્રવ છે.
તદુપરાંત– મિથ્યાત્વનો તીવ્ર પરિણામ, ઉન્માર્ગદેશના, ધાર્મિક લોકોનાં દૂષો જોવાં, અસદ્ અભિનિવેશ (=કદાગ્રહ), કુદેવ આદિનું સેવન વગેરે પણ દર્શનમોહનીયના આસ્રવો છે. એ આસ્રવોથી ભવાંતરમાં સદ્ધર્મ ન મળે તેવાં કર્મો બંધાય છે.
Page #304
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર [અ૦ ૬ સૂ૦ ૧૫-૧૬-૧૭
દુઃખનું મૂળ સંસાર છે. સંસારનું મૂળ દર્શનમોહનીય=મિથ્યાત્વ છે. માટે સાધકે ભૂલે ચૂકે પણ કેવળી આદિનો અવર્ણવાદ ન થઇ જાય તેની કાળજી રાખવી જોઇએ. દેવ આદિ વિષે બોલતાં પહેલાં ખૂબ જ વિચાર કરવો જોઇએ. કોઇનો પણ અવર્ણવાદ પાપ છે. જ્યારે કેવળી આદિનો અવર્ણવાદ મહાપાપ છે. સ્વયં અવર્ણવાદ ન બોલે, પણ અન્ય બોલે તેમાં હાજી હા કરે, તેનું સાંભળે તો પણ મહાપાપ લાગે. માટે ગમે ત્યારે ગમે તેનું સાંભળવામાં કે વાંચવામાં પણ બહુ જ સાવધગીરી રાખવાની જરૂર છે. (૧૪) ચારિત્રમોહનીય કર્મના આસ્રવો—
कषायोदयात् तीव्रात्मपरिणामश्चारित्रमोहस्य ॥ ६-१५ ॥ કષાયના ઉદયથી આત્માના અત્યંત સંક્લિષ્ટ પરિણામો ચારિત્ર મોહનીય કર્મના આસ્રવો છે.
૨૬૦
સમ્યગ્દર્શનાદિ ગુણસંપન્ન સાધુઓની કે શ્રાવક આદિની નિંદા કરવી, તેમના ઉ૫૨ ખોટા આરોપ લગાવવા, તેમની સાધનામાં વિઘ્નો ઊભા કરવાં, તેમનાં દૂષણો જોયા કરવાં, સ્વયં કષાયો કરવા અને અન્યને કરાવવા વગેરે અત્યંત સંક્લિષ્ટ પરિણામોથી ભવાંતરમાં ચારિત્રની પ્રાપ્તિ ન થાય તેવાં કર્મો બંધાય છે. (૧૫)
નરકગતિના આયુષ્યના આસ્રવો— વદ્વારમ-પશ્ર્ચિત્વ = નાર સ્થાયુષ: II ૬-૬ ॥ અતિશય આરંભ અને અતિશય પરિગ્રહ નરકાયુના આસ્રવો છે. તદુપરાંત માંસાહાર, પંચેન્દ્રિયવધ, કૃષ્ણલેશ્યાના પરિણામો, રૌદ્રધ્યાન, તીવ્ર કષાયો વગેરે પણ નરકગતિના આસવો છે. આ આસ્રવોથી ભવાંતરમાં નરકમાં જવું પડે તેવા કર્મો બંધાય છે. (૧૬)
તિર્યંચગતિના આયુષ્યના આસ્રવો— માયા તૈર્વયોનસ્ય ॥ ૬-૨૭ ॥
માયા તિર્યંચ આયુષ્યનો આસ્રવ છે.
કુધર્મદેશના, આરંભ, પરિગ્રહ, અસત્ય, અતિઅનીતિ, બહુ ફૂડકપટ, નીલ કે કાપોત લેશ્યાના પરિણામો, આર્તધ્યાન વગેરે પણ તિર્યંચ
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૦ ૬ સૂ૦ ૧૮-૧૯]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૬૧
આયુષ્યના આસવો છે. આ આસ્રવોથી ભવાંતરમાં તિર્યંચગતિમાં ઉત્પન્ન થવું પડે તેવાં અશુભ કર્મો બંધાય છે. (૧૭)
મનુષ્યગતિના આયુષ્યના આસ્રવો— અત્યાઽર્મ-પદ્મિહત્વ-સ્વમાવમાવા-ડńવું ન માનુષસ્ય ।૬-૧૮ ॥ અલ્પ આરંભ, અલ્પપરિગ્રહ, સ્વાભાવિક(=અકૃત્રિમ) મૃદુતા અને સ્વાભાવિક સરળતા એ મનુષ્ય આયુષ્યના આસ્રવો છે.
તથા વિનય, કષાયની અલ્પતા, સુસ્વભાવ, દેવ-ગુરુની પૂજા, અતિથિસત્કાર, કાપોતલેશ્યાના પરિણામ, ધર્મધ્યાન વગેરે પણ મનુષ્ય આયુષ્યના આસ્રવો છે. (૧૮)
ઉક્ત નરકાયુ આદિ ત્રણ આયુષ્યનો સમુદિત આસ્રવ– નિ:શીન-વ્રતત્વ ચ સર્વેષામ્ II ૬-૨૧ ॥
શીલ' અને વ્રતના પરિણામનો અભાવ નરક, તિર્યંચ અને મનુષ્ય એ ત્રણે આયુષ્યોનો આસ્રવ છે. અર્થાત્ વ્રત અને શીલના પરિણામથી રહિત જીવ ત્રણે પ્રકારના આયુષ્યને બાંધી શકે છે.
પૂર્વે બતાવેલા તે તે આયુષ્યના તે તે આસ્રવો તો છે જ. તદુપરાંત શીલવ્રતના પરિણામનો અભાવ પણ તે ત્રણે પ્રકારના આયુષ્યનો આસવ છે.
પ્રશ્ન– શીલ-વ્રતના પરિણામનો અભાવ જેમ નરકાદિ આયુષ્યનો આસ્રવ છે તેમ દેવગતિના આયુષ્યનો પણ આસવ છે. કારણ કે ભોગભૂમિમાં ઉત્પન્ન થયેલા યુગલિકો નિયમા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. યુગલિકોને શીલ-વ્રતના પરિણામનો અભાવ હોય છે. તો અહીં શીલ-વ્રતના અભાવને ત્રણ જ આયુષ્યના આસ્રવ તરીકે કેમ જણાવ્યો ?
ઉત્તર— સૂત્રમાં સર્વેષાં પદ છે. સર્વેમાં પદથી ત્રણ આયુષ્ય લેતાં ઉપરોક્ત વિરોધ આવે છે. એટલે સર્વેમાં પદથી ચારેય આયુષ્યનું ગ્રહણ ક૨વામાં આવે તો આ વિરોધ ન રહે. પણ પ્રસ્તુત સૂત્રના ભાષ્યમાં સર્વેષાં ૧. સાધુઓને પાંચ મહાવ્રતો વ્રત છે. એ વ્રતોના પાલન માટે જરૂરી પિંડવિશુદ્ધિ (બેતાલીશ દોષથી રહિત ભિક્ષા મેળવવી, ગુપ્તિ, સમિતિ, ભાવના વગેરે શીલ છે. શ્રાવકોને પાંચ અણુવ્રતો વ્રત છે. તેના પાલન માટે જરૂરી ચાર ગુણવ્રત, ત્રણ શિક્ષાવ્રત, અભિગ્રહો વગેરે શીલ છે. વ્રતોનું નિરૂપણ અ.૭, સૂ.૧માં આવશે. ગુપ્તિ આદિનું નિરૂપણ અ.૯, સૂ.૨ થી શરૂ થશે. ગુણવ્રત અને શિક્ષાવ્રતોનું વર્ણન અ.૭, સૂ.૧૬માં આવશે.
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૬ ૨
શ્રીતવાથધિગમસૂત્ર અિ૦ ૬ સૂ૦ ૨૦-૨૧ પદથી ત્રણ જ આયુષ્યનું ગ્રહણ કર્યું છે. સૂત્રકાર પોતે જ ભાષ્યકાર છે. એટલે એમની ભૂલ છે એમ પણ જરાય કહી શકાય નહિ. આથી આની પાછળ કંઈક રહસ્ય હોવું જોઇએ. તત્ત્વ કેવલી ભગવંત જાણે. (૧૯)
દેવગતિના આયુષ્યના આસ્ત્રવો– सरागसंयम-संयमासंयम-ऽकामनिर्जराવનિતાસિ વૈવાય છે ૬-૨૦ |
સરાગસંયમ, સંયમસંયમ, અકામનિર્જરા અને બાલતા એ દેવ આયુષ્યના આસ્ત્રવો છે.
સરાગસંયમ આદિ ચાર શબ્દોના અર્થો આ અધ્યાયના ૧૩મા સૂટમાં આવી ગયા છે.
કલ્યાણમિત્રનો સંપર્ક, ધર્મશ્રવણ, દાન, શીલ, તપ, ભાવના, શુભ લેશ્યાપરિણામ, અવ્યક્ત સામાયિક, વિરાધિત સમ્યગ્દર્શન વગેરે પણ દેવ આયુષ્યના આસવો છે. (૨૦)
અશુભ નામ કર્મના આસવોયોવતી વિસંવાને વામણ ના -૨૨ |
મન, વચન અને કાયા એ ત્રણ યોગોની વક્રતા કુટિલ પ્રવૃત્તિ તથા વિસંવાદન અશુભ નામ કર્મના આસવો છે. (૧) કાયયોગવક્રતા- કાયાના રૂપાંતરો કરી અન્યને ઠગવું. (૨) વચનયોગવકતા- જૂઠું બોલવું વગેરે. (૩) મનોયોગવતા–મનમાં બીજું જ હોવા છતાં લોકપૂજા, સત્કાર, સન્માન
વગેરેની ખાતર બાહ્ય કાયાની અને વચનની પ્રવૃત્તિ જુદી જ કરવી. (૪) વિસંવાદન– પૂર્વે સ્વીકારેલ હકીકતમાં કાલાંતરે ફેરફાર કરવો વગેરે.
યદ્યપિ સામાન્યથી વિસંવાદન અને વચનયોગવકતાનો અર્થ એક જ છે. પણ સૂક્ષ્મદષ્ટિથી બંનેના અર્થમાં ભેદ છે. કેવળ પોતાને આશ્રયીને મન, વચન અને કાયાની પ્રવૃત્તિ જુદી પડતી હોય ત્યારે યોગવક્રતા કહેવાય અને બીજાના વિષયમાં પણ તેમ થાય તો વિસંવાદન કહેવાય. અર્થાત્ કેવળ પોતાની વિરુદ્ધ પ્રવૃત્તિ તે વચનયોગ વક્રતા, અને પોતાની વચનયોગ વક્રતાના કારણે અન્યની પણ વિરુદ્ધ પ્રવૃત્તિ થાય તે વિસંવાદન, જેમ કે–ભય આદિના કારણે ખોટું બોલે તો તે વચનયોગવક્રતા છે. પણ એકને કંઈ કહે અને બીજાને
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૬૩
અ૦ ૬ સૂ૦ ૨૨-૨૩] શ્રીતત્ત્વાધિગમસૂત્ર કંઈ કહે એમ કહીને એક બીજાને લડાવે તો તે વિસંવાદન છે. તથા નીતિથી વર્તનારને પણ આડું અવળું સમજાવી અનીતિ કરાવવી વગેરે પણ વિસંવાદન છે. અર્થાત્ વચનયોગવતામાં પોતાની જ પ્રવૃત્તિ વિરુદ્ધ હોય છે. જ્યારે વિસંવાદનમાં પોતાની અને પરની પણ પ્રવૃત્તિ વિરુદ્ધ બને છે.
મિથ્યાદર્શન, વૈશુન્ય, અસ્થિરચિત્ત, ખોટાં માપતોલા રાખવાં, અસલી વસ્તુમાં નકલી વસ્તુનું મિશ્રણ કરવું, પરનિંદા, આત્મપ્રશંસા, પરદ્રવ્યહરણ, મહાઆરંભ, મહાપરિગ્રહ, કઠોરવચન, અસભ્યવચન(વ્યર્થ બોલબોલ કરવું), વશીકરણપ્રયોગ, સૌભાગ્યોપઘાત વગેરે પણ અશુભ નામકર્મના આસવો છે. (૨૧)
શુભ નામ કર્મના આસ્ત્રવો– તપિતિ શમી / ૬-૨૨ |
અશુભ નામ કર્મના આસ્ત્રવોથી વિપરીત ભાવો શુભ નામકર્મના આસ્ત્રવો છે.
મન, વચન અને કાયાની સરળતા તથા અવિસંવાદ એ ચાર શુભ નામકર્મના મુખ્ય આસવો છે. તદુપરાંત ધર્મ પ્રત્યે આદરભાવ, સંસારમય, અપ્રમાદ વગેરે પણ શુભ નામ કર્મના આસવો છે. (૨૨)
તીર્થકર નામકર્મના આસવો
दर्शनविशुद्धिविनयसंपन्नता शील-व्रतेष्वनतिचारोऽभीक्ष्णं જ્ઞાનોપયોગા-સંવેજી તિક્ષ્યા-તપસી, સંપ-સાધુ-સમાધિ-વૈયાवृत्त्यकरणमर्हदाचार्य-बहुश्रुत-प्रवचनभक्तिरावश्यकापरिहाणिसर्गप्रभावना प्रवचनवत्सलत्वमिति तीर्थकृत्त्वस्य ॥६-२३ ॥
દર્શનવિશુદ્ધિ, વિનય, શીલ-વ્રતમાં અપ્રમાદ, વારંવાર જ્ઞાનોપયોગ અને સંવેગ, યથાશક્તિ ત્યાગ અને તપ, સંઘ અને સાધુઓની સમાધિ તથા વેયાવચ્ચ, અરિહંત, આચાર્ય, બહુશ્રુત અને પ્રવચનની ભક્તિ, આવશ્યક અપરિહાણિ, મોક્ષમાર્ગની પ્રભાવના, પ્રવચનવાત્સલ્ય એ તીર્થકર નામકર્મના આસવો છે. (૧) દર્શનવિશુદ્ધિ– શંકાદિ પાંચ અતિચારથી રહિત સમ્યગ્દર્શનનું પાલન. ૧. સમ્યગ્દર્શનનું વર્ણન પ્રથમ અધ્યાયના બીજા સૂત્રમાં આવી ગયું છે. પાંચ અતિચારોનું વર્ણન
અ.૭ સૂત્ર-૧૮માં આવશે.
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૬૪
શ્રીતત્ત્વાધિગમસૂત્ર (અ) ૬ સૂ૦ ૨૩ (૨) વિનય સમ્યજ્ઞાન આદિ મોક્ષનાં સાધનોનો તથા ઉપકારી આચાર્ય
આદિનો યોગ્ય સત્કાર, સન્માન, બહુમાન વગેરે કરવું." (૩) શીલ-વ્રતમાં અપ્રમાદ– શીલ અને વ્રતોનું પ્રમાદ રહિત નિરતિચારપણે
પાલન કરવું. -- વારંવાર જ્ઞાનોપયોગ- વારંવાર પ્રતિક્ષણ વાચના આદિ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં રત રહેવું. વારંવાર સંવેગ- સંસારનાં સુખો પણ દુઃખરૂપ લાગવાથી મોક્ષસુખ મેળવવાની ઇચ્છાથી ઉત્પન્ન થયેલ શુભ આત્મપરિણામ.' યથાશક્તિ ત્યાગ– પોતાની શક્તિ પ્રમાણે ન્યાયોપાર્જિત વસ્ત્ર-પાત્ર આદિનું સુપાત્રમાં દાન આપવું. (દાનના સ્વરૂપ માટે જુઓ આ ૭,
સૂ.૩૩-૩૪). (૭) યથાશક્તિ તપ- પોતાની શક્તિ પ્રમાણે બાહ્ય-અભ્યતર તપનું સેવન
કરવું. (તપના વિસ્તૃત વર્ણન માટે જુઓ અ.૯, સૂ.૧૯ વગેરે.) (૮) સંઘ-સાધુની સમાધિ-સંઘ અને સાધુઓમાં શાંતિ રહે તેમ વર્તવું. સંઘમાં
પોતાના નિમિત્તે અશાંતિ ઊભી ન કરવી અને અન્યથી થયેલ અશાંતિને દૂર કરવી. સીદાતા શ્રાવકોને ધર્મમાં જોડવા, સાધુઓ સંયમનું સુંદર પાલન કરી શકે એ માટે શક્ય કરી છૂટવું વગેરે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ સંઘ છે. સાધુઓનો સંઘમાં સમાવેશ હોવા છતાં અહીં
સાધુઓનો અલગ નિર્દેશ સંઘમાં સાધુઓની પ્રધાનતા જણાવવા છે. (૯) સંઘ-સાધુઓનું વેયાવચ્ચ– આર્થિક કે અન્ય કોઈ આપત્તિમાં આવેલા
શ્રાવકોને અનુકૂળતા કરી આપવી. સાધુઓને આહાર-પાણી આદિનું
દાન કરવું. માંદગીમાં ઔષધ આદિથી સેવા કરવી વગેરે. (૧૦) અરિહંતભક્તિ- રાગાદિ અઢાર દોષોથી રહિત હોય તે અરિહંત.
ગુણોની સ્તુતિ, વંદન, પુષ્પાદિથી પૂજા ઇત્યાદિ રીતે અરિહંતની
ભક્તિ કરવી. ૧. વિનયનું વિસ્તૃત વર્ણન ૯મા અધ્યાયના ૨૩મા સૂત્રમાં આવશે. ૨. પ્રમાદના વિસ્તૃત વર્ણન માટે જુઓ અ.૮, સૂત્ર-૧. ૩. સ્વાધ્યાયના વિસ્તૃત વર્ણન માટે જુઓ અ.૯, સૂત્ર-૨૫. ૪, સંવેગ લાવવાના ઉપાય માટે જુઓ અ.૭, સૂત્ર-૭. ૫. વેયાવચ્ચેના વિશેષ વર્ણન માટે જુઓ અ.૯, સૂત્ર-૨૪.
Page #309
--------------------------------------------------------------------------
________________
અ) ૬ સૂ૦ ૨૩] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
૨૬૫ (૧૧) આચાર્યભક્તિ-પાંચ ઇન્દ્રિયોનો જય ઇત્યાદિ ૩૬ ગુણોથી યુક્ત હોય
તે આચાર્ય. આચાર્ય પધારે ત્યારે બહુમાનપૂર્વક સામે જવું, વંદન
કરવું, પ્રવેશ મહોત્સવ કરવો વગેરે રીતે આચાર્યની ભક્તિ કરવી. (૧૨) બહુશ્રુતભક્તિ- ઘણાશ્રુતને શાસ્ત્રોને જાણનાર બહુશ્રુત કહેવાય.
બહુશ્રુત પાસે વિધિપૂર્વક અભ્યાસ કરવો, વિનય કરવો, તેમના
બહુશ્રુતપણાની પ્રશંસા-અનુમોદના કરવી વગેરે બહુશ્રુતભક્તિ છે. (૧૩) પ્રવચનભક્તિ- પ્રવચન એટલે આગમશાસ્ત્ર વગેરે મૃત. દરરોજ નવા
નવા કૃતનો અભ્યાસ કરવો, અભ્યસ્ત શ્રતનું પ્રતિદિન પરાવર્તન કરવું, અન્યને શ્રુત ભણાવવું, શ્રુતનો પ્રચાર કરવો વગેરે અનેક રીતે
શ્રુતભક્તિ થઈ શકે છે. (૧૪) આવશ્યક અપરિહાણિ– જે અવશ્ય કરવું જોઈએ, જેના વિના ચાલે
નહિ તે આવશ્યક. સામાન્યથી સામાયિક આદિ છે આવશ્યક છે. પણ અહીં આવશ્યક શબ્દથી સંયમના નિર્વાહ માટે જરૂરી સર્વ ક્રિયાઓ સમજવી. સંયમની સર્વ પ્રકારની ક્રિયાઓ ભાવથી સમયસર વિધિપૂર્વક કરવી એ આવશ્યક અપરિહણિ છે. ભાવથી એટલે માનસિક ઉપયોગપૂર્વક ઉપયોગ વિનાનાં સર્વ ધાર્મિક અનુષ્ઠાનો દ્રવ્ય
અનુષ્ઠાનો છે. દ્રવ્ય અનુષ્ઠાનોથી આત્મકલ્યાણ ન થાય. (૧૫) મોક્ષમાર્ગ પ્રભાવના– સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્મચારિત્ર એ
ત્રણ મોક્ષનો માર્ગ(=મોક્ષપ્રાપ્તિનો ઉપાય) છે. મોક્ષમાર્ગની પ્રભાવના એટલે સ્વયં મોક્ષમાર્ગનું પાલન કરવા સાથે અન્ય જીવો પણ મોક્ષમાર્ગ
પામે એ માટે ઉપદેશ આદિ દ્વારા મોક્ષમાર્ગનો પ્રચાર કરવો. (૧૬) પ્રવચન વાત્સલ્ય– અહીં પ્રવચન શબ્દથી શ્રતધર બાળ, વૃદ્ધ, ગ્લાનર,
તપસ્વી, શૈક્ષક, ગણ વગેરે મુનિ ભગવંતો સમજવા. તેમના ઉપર સંગ્રહ, ઉપગ્રહ અને અનુગ્રહથી વાત્સલ્યભાવ રાખવો તે પ્રવચન
વાત્સલ્ય. સંગ્રહ એટલે અભ્યાસ આદિ માટે આવેલ પરસમુદાયના ૧. અહીં શ્રી હરિભદ્રસૂરિ મ.ની ટીકામાં બહુશ્રુતનો અર્થ ઉપાધ્યાય કરવામાં આવ્યો છે. જયારે
શ્રી સિદ્ધસેન ગણિની ટીકામાં ઉપાધ્યાય વાચનાચાર્ય હોવાથી “આચાર્યભક્તિ' એ પદથી આચાર્ય અને ઉપાધ્યાય બંનેનું ગ્રહણ કર્યું છે. ૨. ગ્લાન આદિના અર્થ માટે જુઓ અ.૯, સૂત્ર-૨૪
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૬૬
શ્રીતત્ત્વાધિગમસૂત્ર (અ) ૬ સૂ૦ ૨૩ સાધુનો શાસ્ત્રોક્ત વિધિપૂર્વક સ્વીકાર કરવો, પોતાની પાસે રાખીને અભ્યાસ આદિ કરાવવું. ઉપગ્રહ એટલે સાધુઓને જરૂરી વસ્ત્ર, પાત્ર, વસતિ આદિ મેળવી આપવું. અનુગ્રહ એટલે શાસ્ત્રોક્ત વિધિ મુજબ સાધુઓને ભક્ત-પાન આદિ લાવી આપવું. અથવા પ્રવચન એટલે પ્રવચનની=જિનશાસનની આરાધના કરનાર સાધર્મિક. જેમ માતા પોતાના પુત્ર ઉપર અકૃત્રિમ સ્નેહ ધારણ કરે છે તેમ સાધર્મિક ઉપર અકૃત્રિમ સ્નેહ રાખવો એ પ્રવચન વાત્સલ્ય છે.
(૧) અરિહંત (૨) સિદ્ધ (૩) પ્રવચન (૪) આચાર્ય-ગુરુ (૫) સ્થવિર (૬) ઉપાધ્યાય (=બહુશ્રુત) (૭) સાધુ (૮) જ્ઞાન (વાચનાદિ પાંચ પ્રકારના સ્વાધ્યાયથી સૂત્રાર્થનો અભ્યાસ) (૯) સમ્યગ્દર્શન (૧૦) વિનય (૧૧) આવશ્યક ક્રિયા (૧૨) મૂલગુણઉત્તરગુણરૂપ ચારિત્ર (૧૩) ધ્યાન (૧૪) તપ (૧૫) દાન (૧૬) વેયાવચ્ચ (૧૭) સંઘ (૧૮) જ્ઞાન ( નૂતન સ્ત્રાર્થનો અભ્યાસ) (૧૯) શ્રુતજ્ઞાન( શ્રદ્ધા, પ્રચાર આદિ) (૨૦) શાસન પ્રભાવનાએ વીશ સ્થાનકોની(=પદોની) આરાધનાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. અરિહંત આદિ વીશ પદોનો આ સૂત્રમાં જણાવેલા આસવોમાં યથાયોગ્ય સમાવેશ થઈ જાય છે. આ આસવો સમુદિત(=બધા ભેગા મળીને) અથવા પ્રત્યેક (એક એક) કે બે, ત્રણ વગેરે પણ તીર્થંકર નામકર્મના આસવો છે.
આ આસ્ત્રવોના સેવનની સાથે જયારે જગતના સર્વ જીવો પ્રત્યે વિશિષ્ટ પ્રકારની કરુણા જાગે છે ત્યારે તીર્થંકર નામકર્મનો નિકાચિત બંધ થાય છે. તીર્થકરના જીવો તીર્થંકરના ભવથી પૂર્વના ત્રીજા ભવે અરિહંત આદિ (વીશ સ્થાનકના) પદોની આરાધના કરે છે, અને “અહો ! આ આશ્ચર્ય છે કે સકળ ગુણસંપન્ન તીર્થકરોએ પ્રરૂપેલ સ્કુરાયમાન તેજવાળું પ્રવચન હોવા છતાં મહામોહના અંધકારથી સુખનો સાચો માર્ગ નહિ દેખાવાથી અત્યંત દુઃખી અને વિવેકથી રહિત જીવો આ ગહન સંસારમાં ભમ્યા કરે છે, માટે હું આ જીવોને પવિત્ર પ્રવચન ( જૈનશાસન) પમાડીને આ સંસારમાંથી (યથાયોગ્ય) પાર ઉતારું' એ પ્રમાણે જગતના સઘળા જીવો પ્રત્યે સર્વોત્કૃષ્ટ કરુણા ભાવના ભાવે છે. પ્રત્યેક ક્ષણે ઉત્તરોત્તર આ ભાવના અત્યંત વૃદ્ધિ પામતી જાય છે. સદા પરાર્થવ્યસની(=પરનું કલ્યાણ કરવાના વ્યસનવાળા) અને કરુણાદિ
Page #311
--------------------------------------------------------------------------
________________
અ) ૬ સૂ૦ ૨૪-૨૫] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૨૬૭ અનેક ગુણોથી યુક્ત તે જીવો માત્ર આવી ભાવના ભાવીને બેસી રહેતા નથી, કિન્તુ જે જે રીતે જીવોનું કલ્યાણ થાય તે તે રીતે પ્રયત્ન કરે છે. આથી તેઓ તીર્થકર નામનો નિકાચિત બંધ કરે છે. મુખ્યતયા તીર્થંકરના ભવથી પૂર્વના ત્રીજા ભવમાં તીર્થકર નામકર્મ બંધાય છે અને નિકાચિત થાય છે. પણ ક્યારેક ત્રીજા ભવથી આગળના ભાવમાં પણ તીર્થકર નામકર્મ બંધાય એવું બને, પણ નિકાચિત ન થાય, નિકાચિત તો ત્રીજા ભવે જ થાય. અનિકાચિત બંધાયેલું તીર્થકર નામકર્મ જતું પણ રહે. સાવઘાચાર્યનું શુદ્ધ પ્રરૂપણાથી બંધાયેલું તીર્થકર નામ કર્મ ઉસૂત્ર પ્રરૂપણાથી જતું રહ્યું. (૨૩)
નીચ ગોત્રના આસવોपरात्मनिंदाप्रशंसे सदसद्गुणाच्छादनोद्भावने च નીચૈત્રય ૬-૨૪ |
પરનિંદા, આત્મપ્રશંસા, સદ્ગુણ-આચ્છાદન, અસદ્ગુણ-ઉદ્ભાવન એ નીચગોત્રના આવો છે.
(૧) પરનિંદા- અન્યના વિદ્યમાન કે અવિદ્યમાન દોષો કુબુદ્ધિથી પ્રગટ કરવા. (૨) આત્મપ્રશંસા- સ્વના વિદ્યમાન કે અવિદ્યમાન ગુણો સ્વોત્કર્ષ સાધવા પ્રગટ કરવા. (૩) સદ્ગુણાચ્છાદન- પરના વિદ્યમાન ગુણોને ઢાંકવા, પ્રસંગવશાત્ પરના ગુણોને પ્રકાશમાં લાવવાની જરૂર હોવા છતાં ઈર્ષ્યા આદિથી ન લાવવા. (૪) અસગુણોભાવન– પોતાનામાં ગુણો ન હોવા છતાં સ્વોત્કર્ષ સાધવા ગુણો છે એવો દેખાવ કરવો.
તદુપરાંત– જાતિ આદિનો મદ, પરની અવજ્ઞા(તિરસ્કાર), પરની મશ્કરી, ધાર્મિકજનનો ઉપહાસ, મિથ્યા કીર્તિ મેળવવી, વડીલોનો પરાભવ કરવો વગેરે પણ નીચગોત્ર કર્મના આસવો છે. (૨૪)
ઉચ્ચ ગોત્રના આસ્ત્રવોતવિપર્યયો ની રૈવૃજ્યનુત્યે વોત્તરી છે ૬-રક
નીચગોત્રનાં કારણોથી વિપરીત કારણો, એટલે કે સ્વનિંદા, પરપ્રશંસા, સગુણાચ્છાદન અને અસગુણોદ્ભાવન, તથા નમ્રવૃત્તિ અને અનુત્યેક એ છ ઉચ્ચ ગોત્રકર્મના આઢવો છે.
(૧) સ્વનિંદા પોતાના દોષોને પ્રગટ કરવા. (૨) પરપ્રશંસા પરના ગુણોને પ્રગટ કરવા,
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૬૮
શ્રીતવાથિિધગમસૂત્ર [અ) ૬ સૂ૦ ૨૬ (૩) સગુણાચ્છાદન– સ્વોત્કર્ષથી બચવા પોતાના વિદ્યમાન ગુણોને ઢાંકવા.
(૪) અસગુણોભાવન– પોતાના દુર્ગુણોને પ્રગટ કરવા.
યદ્યપિ અહીં સ્વનિંદા અને અસદ્દગુણોદ્ભાવનનો અર્થ સમાન છે. છતાં સ્વનિંદાનો પોતાની લઘુતા બતાવવા વિદ્યમાન કે અવિદ્યમાન પોતાના દોષોને પ્રગટ કરવા એવો અર્થ કરવામાં આવે અને અસગુણોદ્દભાવનનો વિદ્યમાન દુર્ગુણોને પ્રગટ કરવા એવો અર્થ કરવામાં આવે તો બંનેના અર્થમાં કંઈક ફેર પડે. અથવા આત્મનિંદા એટલે પોતાનામાં કેવળ દોષો જોવા, પ્રગટ ન કરવા; અને અસગુણોભાવન એટલે પોતાના દુર્ગુણોત્રદોષો બહાર પ્રગટ કરવા એવો અર્થ કરવામાં આવે તો એ બંનેના અર્થમાં ભેદ પડે.
અથવા સદ્ગુણ-આચ્છાદનનો વિપરીત અર્થ સદ્ગણોદ્ભાવન અને અસદ્ગણઉભાવનનો વિપરીત અર્થ અસદ્ગણાચ્છાદન પણ થઈ શકે. પરના ગુણોનું પ્રકાશન એ સદ્ગણોદ્ભાવન છે અને પરના દોષોને ઢાંકવા એ અસદ્ગુણાચ્છાદનછે આ અર્થમાં પરપ્રશંસા અને સગુણ ઉભાવનનો અર્થ સમાન છે.
આથી સદ્ગુણ-આચ્છાદનનો વિપરીત અર્થ સ્વસદ્ગુણાચ્છાદન પોતાના ગુણોને ઢાંકવા એવો, અને અસગુણ-ઉભાવનનો વિપરીત અર્થ પર અસગુણાચ્છાદન=બીજાના દોષોને ઢાંકવા એવો કરવામાં આવે તો સ્વનિંદા આદિ ચારેના અર્થો ભિન્ન થશે.
(૫) નમ્રવૃત્તિ– ગુણી પુરુષો પ્રત્યે નમ્રતા અને વિનયપૂર્વક વર્તવું. (૬) અનુસેક– વિશિષ્ટ વ્યુત આદિની પ્રાપ્તિ થવા છતાં ગર્વ ન કરવો.
તદુપરાંત જાતિ આદિનો મદ ન કરવો, પરની અવજ્ઞા ન કરવી, મશ્કરી ન કરવી, ધાર્મિકોની પ્રશંસા કરવી વગેરે પણ ઉચ્ચ ગોત્રકર્મના આસવો છે. (૨૫)
અંતરાયકર્મના આસ્ત્રવોવિનરામનાથ | ૬-૨૬
દાન આદિમાં વિદન કરવો એ ક્રમશઃ દાનાંતરાય આદિના આસ્ત્રવો છે. ૧. જેમ સ્વોત્કર્ષથી બચવા વિદ્યમાન પણ પોતાના ગુણોને છુપાવવા એ દોષ રૂપ નથી, કિન્તુ
ગુણરૂપ છે; તેમ પોતાની લધુતા બતાવવામાં સ્વમાં અવિદ્યમાન દોષોને પણ કહેવા એ દોષરૂ૫ નથી, કિન્તુ ગુણરૂપ છે.
Page #313
--------------------------------------------------------------------------
________________
અ૦ ૬ સૂ૦ ૨૬]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૬૯
દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યંતરાય એ પાંચ પ્રકારનું અંતરાય કર્મ છે. અન્યને દાનમાં વિઘ્ન (=અંતરાય) કરવામાં આવે તો દાનાંતરાય, લાભમાં વિઘ્ન કરવામાં આવે તો લાભાંતરાય, ભોગમાં અંતરાય કરવામાં આવે તો ભોગાંતરાય, ઉપભોગમાં અંતરાય કરવામાં આવે તો ઉપભોગાંતરાય અને વીર્યમાં અંતરાય કરવામાં આવે તો વીર્યંતરાય કર્મનો આસ્રવ=બંધ થાય છે.
દાન–સ્વ પરના અનુગ્રહની બુદ્ધિથી સ્વવસ્તુ પરને આપવી. લાભ– વસ્તુની પ્રાપ્તિ. ભોગ– એક જ વાર ભોગવી શકાય તેવા શબ્દાદિ વિષયોનો ઉપયોગ કરવો. ઉપભોગ– અનેકવાર ભોગવી શકાય તેવા સ્ત્રી, વસ્ત્ર આદિ પદાર્થોનો ઉપયોગ કરવો. વીર્ય– આત્મિક શક્તિ.
(૧) દાનાંતરાય– દાન આપનાર દાન ન આપી શકે તેવો પ્રયત્ન કરીને દાનમાં વિઘ્ન કરવો. શાનદાન આદિ અનેક પ્રકારે દાન છે. જે જે દાનમાં વિઘ્ન કરવામાં આવે તે તે દાનાંતરાય કર્મ બંધાય. જ્ઞાનદાન કરનારને (=ભણાવનારને) જ્ઞાનદાનમાં અંતરાય કરવાથી જ્ઞાનદાનાંતરાય કર્મ બંધાય. જેથી એ કર્મ ઉદયમાં આવતાં જ્ઞાન હોવા છતાં બીજાને જ્ઞાન આપી શકાય નહિ. કોઇના સત્કાર-સન્માનના દાનમાં અંતરાય કરવાથી ગુણીને સત્કાર-સન્માનનું દાન ન કરી શકાય તેવાં કર્મો બંધાય. એ પ્રમાણે સુપાત્રદાન, અભયદાન વગેરે વિશે પણ સમજવું.
(૨) લાભાંતરાય— જ્ઞાન, ધન આદિની પ્રાપ્તિમાં અન્યને વિઘ્ન કરવાથી જ્ઞાન, ધન આદિના લાભાંતરાયના કર્મો બંધાય છે. જેમ કે બીજાને જ્ઞાનપ્રાપ્તિમાં વિઘ્ન ક૨વો, ચોરી, અનીતિ વગેરે કરી અન્યના ધનલાભમાં અંતરાય કરવો વગેરે.
(૩) ભોગાંતરાય– નોકર આદિને સમયસર ખાવા ન આપવું કે સમયસર ખાઇ ન શકે તેવાં કાર્યો બતાવવા વગેરે રીતે બીજાના ભોગમાં અંતરાય કરવાથી ભોગાંતરાય કર્મ બંધાય.
(૪) ઉપભોગાંતરાય–પરસ્ત્રી અપહરણ, ક્લેશ-કંકાસ કરાવવો વગેરે રીતે સ્ત્રી આદિના ઉપભોગમાં વિઘ્ન કરવાથી ઉપભોગાંતરાય કર્મ બંધાય.
૧. પાંચ અંતરાયની વિશેષ વિગત માટે જુઓ અ.૮, સૂત્ર-૧૪. ૨. દાનના સ્વરૂપ માટે જુઓ અ.૭, સૂ.૩૩-૩૪.
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૭૦
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ) ૬ સૂ૦ ૨૬ (૫) વિર્યાતરાય- અન્યની શક્તિનો નાશ કરવો (બળદની ખસી કરવી વગેરે), ધાર્મિક કાર્યોમાં શક્તિ અનુસાર પ્રવૃત્તિ ન કરવી, કોઈના તપ આદિના ઉત્સાહને ભાંગી નાખવો, અન્યને તપ આદિમાં અંતરાય કરવો વગેરે રીતે અંતરાય કર્મનો બંધ થાય છે.
પ્રશ્ન- અહી જે જે કર્મના જે જે આસવો બતાવ્યા છે, તે તે આસવોની હયાતિમાં તે તે જ કર્મો બંધાય છે, કે અન્ય કર્મો પણ બંધાય છે.
ઉત્તર–અહીં જે જે કર્મના જે જે આસવો છે તે તે આસવોની હયાતિમાં તે તે જ કર્મો બંધાય છે એવું નથી, અન્ય કર્મો પણ અવશ્ય બંધાય છે. સંસારી દરેક જીવને ગમે તે આસવ હોય પણ પ્રત્યેક સમયે સાત કર્યો અને આયુષ્ય બંધાય ત્યારે પ્રત્યેક સમયે આઠ કર્મો અવશ્ય બંધાય છે. છતાં અહીં અમુક અમુક આસવોથી અમુક અમુક કર્મો બંધાય છે એવું કથન રસબંધને આશ્રયીને કરવામાં આવ્યું છે. અર્થાત્ તે તે આસવથી તે તે કર્મમાં રસ વધારે પડે અને અન્ય કર્મમાં રસ બહુ જ ઓછો પડે. ચાર પ્રકારના બંધમાં મુખ્યતા રસબંધની છે. દા.ત. દાનમાં વિઘ્ન કરવાના અધ્યવસાય આત્મામાં ઉત્પન્ન થાય ત્યારે દાનાંતરાય કર્મના બંધની સાથે અન્ય જ્ઞાનાવરણીય આદિ કર્મનો પણ બંધ થાય છે, પણ દાનાંતરાયમાં રસ ઘણો પડે છે, અને અન્ય કર્મોમાં રસ અતિ ન્યૂન પડે છે. આમ અન્ય આસવો વિષે પણ જાણવું.
પ્રશ્ન- સંયમ, દેશવિરતિ આદિ દેવગતિના આસવો હોવાથી તેમને ધર્મ કેમ કહેવાય ? ધર્મનું મુખ્ય ફળ મોક્ષ છે, મોક્ષ કર્મના સંવરથી અને નિર્જરાથી થાય, એટલે જે સંવર અને નિર્જરાનું કારણ બને તે જ ધર્મ કહેવાય, દેવગતિ આદિનું કારણ બને તેને ધર્મ કેમ કહેવાય ? શુભ આસવો પણ સંસારનાં કારણો છે.
ઉત્તર- કોઈ પણ પ્રરૂપણા નિશ્ચય અને વ્યવહાર એ બે નયોથી થાય છે. એટલે અહીં જો નિશ્ચય નયથી વિચારવામાં આવે તો દેશવિરતિ આદિ ધર્મ સંવર અને નિર્જરાનું જ કારણ છે. વ્યવહારનયને આશ્રયીને દેશવિરતિ આદિને દેવગતિ આદિના કારણ તરીકે જણાવવામાં આવે છે. દેવગતિનું કારણ સંયમ આદિ ધર્મ નથી, કિન્તુ તેમાં રહેલી કષાયની શુભ પરિણતિ ૧. ચાર પ્રકારના બંધની સમજુતી માટે જુઓ અ.૮, સૂત્ર-૪.
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૭૧
અ) ૬ સૂ૦ ૨૬] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર છે. એટલે દેવગતિ આદિ કર્મના આસવનું કારણ પ્રશસ્ત રાગ-દ્રષની પરિણતિ છે. એટલે દેવગતિ આદિ કર્મના આસવનું કારણ પ્રશસ્ત રાગવૈષની પરિણતિ છે. સંયમ આદિમાં જેટલા અંશે રાગ-દ્વેષ તેટલા અંશે તે આસવનું કારણ બને છે. પ્રશસ્ત રાગ-દ્વેષ શુભ આસવનું અને અપ્રશસ્ત રાગ-દ્વેષ અશુભ આસવનું કારણ બને છે. છતાં ઉપચારથી (=વ્યવહારથી) સંયમ આદિને દેવગતિ આદિના આસવ કહેવામાં આવે છે.
અપુનર્બલકથી આરંભી ૧૦મા ગુણસ્થાન સુધી દરેક આત્મા મોક્ષ માટે ધર્મ કરે છે. તે દરેકમાં જેટલા અંશે રાગ-દ્વેષની પરિણતિ ઓછી તેટલા અંશે આસવ અલ્પ અને સંવર-નિર્જરા વધારે થાય છે. અપુનર્બલકથી સમ્યગ્દષ્ટિમાં સમ્યગ્દષ્ટિથી દેશવિરતિમાં એમ ઉત્તરોત્તર સાધકમાં રાગ-દ્વેષની પરિણતિ ન્યૂન હોવાથી આસવ ઓછો અને સંવર-નિર્જરા વધારે થાય છે. અપુનબંધકની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ વધારે સંવર-નિર્જરા કરે છે. સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ દેશવિરતિ વધારે સંવર-નિર્જરા કરે છે. દેશવિરતિની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિને અને સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ અપુનબંધકને આસવ વધારે હોય છે.
આનું તાત્પર્ય એ આવ્યું કે ધર્મ તો સંવર અને નિર્જરાનું જ કારણ છે. પણ તેની સાથે રહેલી પ્રશસ્ત રાગ-દ્વેષની માત્રા તે તે કર્મના શુભ કે અશુભ કર્મના આસવનું કારણ બને છે. આથી કોઈ એમ કહેતું હોય કે ધાર્મિક અનુષ્ઠાનો ક્રિયાકાંડો આસવનાં કારણો છે તેથી હેય છે, તો તે તદન અસત્ય છે. ધાર્મિક અનુષ્ઠાનો સંવર અને નિર્જરાનાં એટલે કે મોક્ષના જ કારણો છે. પણ ધર્મ સાથે રહેલી રાગ-દ્વેષની પરિણતિ આસવનું કારણ બને છે. માટે જ પ્રસ્તુતમાં સંયમને સરાગ એવું વિશેષણ લગાડવામાં આવ્યું છે. વીતરાગ સંયમ કેવળ નિર્જરાનું જ કારણ બને છે. જેમ ઘી-ગોળથી બનાવેલ લાડવા ગળ્યા હોય છે, પણ જો તેમાં મેથી નાંખવામાં આવે તો કડવા લાગે છે. જેમ જેમ મેથી વધારે તેમ તેમ કડવાશ પણ વધારે. અહીં કડવાશ લાડવાની છે કે મેથીની છે? અહીં કડવાશ મેથીની હોવા છતાં લાડવાને કડવા કહેવામાં આવે છે. તેમ ધર્મના બધા અનુષ્ઠાનો મીઠા લાડવા સમાન છે, અને તેની સાથે રહેલી રાગ-દ્વેષની પરિણતિ મેથી સમાન છે.' ૧. શ્રાદ્ધવર્ય પંડિત શ્રી પ્રભુદાસ બેચરદાસના વિવેચનનો ભાવ અહીં લીધો છે.
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૭૨
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર (અ) ૬ સૂ૦ ૨૬ આજે જેઓ મોક્ષને ઉદ્દેશીને ધર્મનું આચરણ કરે છે તેવા ધર્મી આત્માઓ અમુક જરૂરી વ્યવહારના નિયમો પાળી શકતા નથી એવું પણ બને છે. તેમના આ દોષોને આગળ કરીને જેમને ધર્મનો ખપ નથી, ધર્મ ગમતો નથી, તેવાઓ ધર્મને વખોડે છે. તેમણે ઉપર કહેલું દૃષ્ટાંત યાદ રાખવું જોઈએ. લાડવામાં ઘી-ગોળ અલ્પ હોય અને મેથી વધારે હોય તો તેમાં ઘી ગોળ હોવા છતાં તેની ખબર ન પડે, તેનો સ્વાદ ન દેખાય. તેમ જેઓ અતિ અલ્પ ધર્મ કરે છે તેઓમાં ધર્મની ઉન્નતિ થઈ હોવા છતાં સંસારની પરિણતિ હજી વધારે હોવાથી ધર્મથી થયેલી સામાન્ય ઉન્નતિ આપણને દેખાતી નથી. બાકી તેમાં અલ્પાંશે પણ ઉન્નતિ અવશ્ય થઈ હોય છે. આથી આવા (જેમનામાં અલ્પાંશે ઉન્નતિ થઈ છે તેવા) ધાર્મિકોના અમુક અમુક દોષોને આગળ કરીને ધર્મને દોષ આપવો એ નરી અજ્ઞાનતા છે. ધર્મ તો દરેકની ઉન્નતિ જ કરે છે. પણ સાથે રહેલી કષાયની પરિણતિ અવનતિ કરે છે. એટલે ધર્મીના જીવનમાં દેખાતી ત્રુટિઓનું કારણ ધર્મ નથી, કિન્તુ તેની સાથે રહેલી રાગ-દ્વેષની પરિણતિ છે. આથી ધર્મીના જીવનમાં જ્યારે જ્યારે ત્રુટિઓ દેખાય ત્યારે ત્યારે ધર્મ તરફ કરડી નજર ન કરતાં રાગ-દ્વેષ તરફ કરડી નજર કરવી એ જ હિતાવહ છે. (૨૬).
Page #317
--------------------------------------------------------------------------
________________
અ) ૭ સૂ૦ ૧]
૨૭૩
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર સિાતમો અધ્યાય
પૂર્વે છઠ્ઠા અધ્યાયના તેરમા સૂત્રમાં વ્રતી શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. વ્રત ઉપરથી વ્રતી શબ્દ બન્યો છે. એટલે વ્રત અને વ્રતનું જ્ઞાન કરાવવું આવશ્યક છે. આથી આ અધ્યાયમાં વ્રતની વ્યાખ્યા, સાધુનાં તથા શ્રાવકનાં વ્રતોનું સ્વરૂપ, વ્રતીની વ્યાખ્યા વગેરે જણાવવામાં આવ્યું છે. જીવાદિ સાત તત્ત્વોની અપેક્ષાએ આ અધ્યાયમાં આસવતત્ત્વનું વર્ણન છે. કારણ કે આમાં વ્રતના અતિચારોનું વર્ણન કરવામાં આવ્યું છે. વ્રતના અતિચારો આસવરૂપ છે. વ્રતના અતિચારોનું જ્ઞાન કરાવવા વ્રતોનું પણ જ્ઞાન કરાવવું જોઈએ. આથી આ અધ્યાયમાં વ્રતનું સ્વરૂપ વગેરે જણાવીને આસવરૂપ વ્રતના અતિચારોનું વર્ણન કરવામાં આવ્યું છે.
વ્રતની વ્યાખ્યાહિંસા-નૃત-સ્તેયા-હા-પશ્ચિમ્યો-વિતિર્વતમ્ II ૭-૨
હિંસા, અમૃત(=અસત્ય), સ્લેય(=ચોરી), અબ્રહ્મસૂત્રમૈથુન) અને પરિગ્રહ એ પાંચ પાપોને જાણીને શ્રદ્ધાપૂર્વક મન, વચન અને કાયાથી એ પાંચ પાપોથી અટકવું એ વ્રત.
હિંસાના પાપથી અટકવું તે હિસાવિરમણવ્રત. અસત્યના પાપથી અટકવું તે મૃષાવાદવિરમણવ્રત. એમ યાવત્ પરિગ્રહથી અટકવું તે પરિગ્રહ વિરમણવ્રત. મુખ્ય પાપો પાંચ હોવાથી મુખ્ય વ્રતો પાંચ છે. તેમાં પણ હિસાવિરમણવ્રત(=અહિંસા વ્રત) મુખ્ય છે. શેષ ચાર વ્રતો જેમ ધાન્યની રક્ષા કરવા ખેતરમાં ચારે બાજુ વાડ હોય છે તેમ પ્રથમ વ્રતની રક્ષા માટે વાડ સ્વરૂપ છે. યદ્યપિ સાધુઓને માટે છઠું રાત્રિભોજન વિરમણવ્રત પણ છે. છતાં અહીં મુખ્ય=સર્વસામાન્ય વ્રતોની ગણતરી હોવાથી તેનો ઉલ્લેખ કર્યો નથી. અહીં વ્રતની વ્યાખ્યામાં વ્રતને નિવૃત્તિ રૂપ બતાવેલ છે, પણ અથપત્તિથી ત નિવૃત્તિ-પ્રવૃત્તિ ઉભય સ્વરૂપ છે. કારણ કે નિવૃત્તિ-પ્રવૃત્તિ ૧. હિંસા આદિની વ્યાખ્યા માટે જુઓ આ અધ્યાયમાં સૂત્ર-૮ વગેરે. ૨. ૨૨ જિનેશ્વરોના શાસનમાં આ વ્રત નથી. તેમ જ શ્રાવકનાં વ્રતોમાં પણ એની વ્રત તરીકે
ગણતરી કરવામાં આવી નથી.
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૭૪
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૭ સૂ૦ ૧ પિતા-પુત્રની જેમ સાપેક્ષ છે. હિંસા આદિથી નિવૃત્ત થતાં જીવ શાસ્ત્રવિહિત ક્રિયામાં પ્રવૃત્તિ કરે છે. અહીં નિવૃત્તિની પ્રધાનતાથી વ્રતને નિવૃત્તિરૂપ બતાવવામાં આવેલ છે.
પ્રશ્ન- સર્વ સાધનાનું ધ્યેય રાગ-દ્વેષને દૂર કરવાનું છે. કારણ કે રાગષથી પાપપ્રવૃત્તિ થાય છે. પાપપ્રવૃત્તિથી કર્મબંધ થાય છે. કર્મબંધથી સંસારમાં પરિભ્રમણ થાય છે. સંસારપરિભ્રમણમાં કેવળ દુઃખનો જ અનુભવ થાય છે. આમ દુઃખનું મૂળ રાગ-દ્વેષ(=કષાયો) છે. આથી વ્રતીએ રાગવૈષ-કષાયો નહિ કરવાનો નિયમ લેવો જોઇએ. રાગ-દ્વેષ દૂર થતાં પાપપ્રવૃત્તિ એની મેળે જ અટકી જાય, ચાવી ખલાસ થતાં ઘડિયાળ અટકે છે તેમ. આથી રાગ-દ્વેષ નહિ કરવાના નિયમનું વિધાન ન કરતાં હિંસા આદિ પાપથી અટકવાના નિયમનું વિધાન કેમ કરવામાં આવ્યું છે ?
ઉત્તર– વાત સત્ય છે. સકળ દુઃખોનું મૂળ રાગ-દ્વેષ-કષાયો છે. આથી રાગ-દ્વેષને દૂર કરવા એ સાધનાનું મુખ્ય ધ્યેય છે. છતાં રાગ-દ્વેષ માનસિક પરિણામ હોવાથી પ્રારંભમાં સર્વથા દૂર ન થઈ શકે. એટલે પ્રથમ તો રાગવૈષને જેનાથી પુષ્ટિ મળતી હોય તેને અટકાવવાની જરૂર છે. પુષ્ટિના અભાવે સમય જતાં રાગ-દ્વેષ સર્વથા નષ્ટ થઈ જાય. રોગનો નાશ કરવો હોય તો પ્રથમ જે કારણોથી રોગ વૃદ્ધિ પામતો હોય તે કારણો દૂર કરવાં જોઇએ. પછી દવા લેવાથી રોગને જતાં વાર ન લાગે. તેમ અહીં રાગ-દ્વેષ પાપની પ્રવૃત્તિથી વૃદ્ધિ પામે છે. માટે પ્રથમ તેને અટકાવવી જોઇએ. પછી શુભ પ્રવૃત્તિ રૂપ દવાનું સેવન કરવાથી અલ્પકાળમાં રાગ-દ્વેષ રૂપ રોગનો નાશ થઈ જાય. જેમ જીવન ટકાવવા આહાર જોઇએ છે, આહાર ન મળે તો મૃત્યુ થાય છે, તેમ રાગ-દ્વેષને જીવવા પાપપ્રવૃત્તિ આહાર છે. આથી જો પાપપ્રવૃત્તિ રૂપ આહાર બંધ કરવામાં આવે તો રાગ-દ્વેષ-કષાયો લાંબો સમય ન ટકી શકે. એટલે સાધકે સર્વ પ્રથમ હિંસા આદિ પાપનો ત્યાગ કરવાપૂર્વક શુભ અનુષ્ઠાનોનું સેવન કરવું એ જ હિતાવહ છે. પાપો અનેક પ્રકારનાં છે. તેમાં અહીં જણાવેલાં હિંસા આદિ પાંચ પાપો મુખ્ય છે. આથી સર્વપ્રથમ એ પાંચ પાપોનો ત્યાગ કરવાનું વિધાન છે. પ્રારંભમાં રાગ-દ્વેષનો સર્વથા ત્યાગ અશક્ય છે. પણ રાગ-દ્વેષથી થતાં પાપોનો સર્વથા ત્યાગ શક્ય છે, જેમ
Page #319
--------------------------------------------------------------------------
________________
અ૦ ૭ સૂ૦ ૧]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૭૫
વરસાદ રોકવો અશક્ય છે, પણ છત્રી આદિ સાધનોથી આપણું શરીર કે કપડા ભીનાં ન થાય એ શક્ય છે તેમ.
બીજી વાત. કર્મબંધના મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર કારણો છે. એ દૃષ્ટિએ પણ પ્રથમ મિથ્યાત્વના ત્યાગપૂર્વક અવિરતિનો=પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરવો જોઇએ. અવિરતિના ત્યાગ પછી જ કષાયોનો (રાગદ્વેષનો) ત્યાગ થઇ શકે છે અને પછી જ યોગનો ત્યાગ થઇ શકે છે.
ત્રીજી વાત. પાંચ આસ્રવ રાગ-દ્વેષ રૂપ શત્રુના હથિયાર રૂપ છે. શત્રુમાં બળ ગમે તેટલું હોય પણ જો તે હથિયારથી રહિત હોય તો ઢીલો પડી જાય છે, રાંક બની જાય છે. ગુસ્સો આવ્યો, પણ હિંસાદિનો નિયમ હોવાથી જીવને મરાય નહિ, અસત્ય બોલાય નહિ. આમ ગુસ્સો અકિંચિત્કર બની જાય છે. આમ હિંસાદિના નિયમથી રાગાદિ નિર્બળ બની જવાથી પોતાનું કાર્ય ન કરી શકવાથી અકિંચિત્કર બની જાય છે. પાંચ પાપોનો સર્વથા ત્યાગ કર્યા પછી રાગ-દ્વેષ સંસારના પોષક નહિ, કિંતુ શોષક બને, સાધનામાં બાધક નહિ, કિંતુ સાધક બને. જેમ ગટરનું ગંદું પાણી પીવામાં આવે તો રોગ થાય, પણ એ જ પાણી સૂર્યની ગરમીથી શોષાઇને=વરાળ બનીને ઉપર જાય. તેમાંથી વાદળો બંધાય, પછી વરસાદ દ્વારા નીચે આવે. હવે એ પાણી રોગ ન કરે, કિંતુ આરોગ્ય કરે. જે પાણી પહેલાં રોગ કરનારું હતું તે જ પાણી હવે આરોગ્ય કરનારું થઇ ગયું. કારણ કે એનું શુદ્ધિકરણ થઇ ગયું છે. એ જ પ્રમાણે મિથ્યાત્વ-અવિરતિની સાથે રહેલા કષાયો સંસારપોષક બને છે. સમ્યગ્દર્શન-વિરતિની સાથે રહેલા કષાયો સંસારશોષક બને છે. કારણ કે કષાયોનું શુદ્ધિકરણ થઇ ગયું હોય છે, અર્થાત્ કષાયો પ્રશસ્ત બની ગયા હોય છે.
ચોથી વાત. કરેમિ ભંતે સૂત્રનો પાઠ બોલીને સામાયિક કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવે છે. સામાયિક એટલે સમતા. સમતા એટલે કષાયોનો અભાવ. પણ અહીં સર્વથા કષાયોનો અભાવ અશક્ય છે. એટલે તે તે કક્ષાના સાધકને આશ્રયીને અપ્રત્યાખ્યાની કે પ્રત્યાખ્યાનાવરણ રૂપ કષાયોનો (રાગદ્વેષનો) નિયમ લેવામાં આવે જ છે. (૧)
Page #320
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
ઉક્ત પાંચ વ્રતના બે ભેદો– લેશ-સર્વતોનુ-મહતી ॥ ૭-૨ ॥
હિંસાદિ પાપોથી દેશથી (આંશિક કે સ્કૂલ) નિવૃત્તિ તે અણુવ્રત અને સર્વથા (સૂક્ષ્મથી) નિવૃત્તિ તે મહાવ્રત છે.
૨૭૬
[અ૦ ૭ સૂ૦ ૨
પાંચ મહાવ્રતો—
(૧) પ્રાણાતિપાતવિરમણ વ્રત– સર્વ પ્રકારના જીવોની હિંસાનો ત્યાગ. (૨) મૃષાવાદવિરમણ વ્રત– સર્વ પ્રકારના અસત્યનો ત્યાગ. (૩) અદત્તાદાનવિરમણ વ્રત– સર્વ પ્રકારની ચોરીનો ત્યાગ. (૪) મૈથુનવિરમણ વ્રત– સર્વ પ્રકારના મૈથુનનો (=વિષયોનો) ત્યાગ. (૫) પરિગ્રહવિરમણ વ્રત– સર્વ પ્રકારના પરિગ્રહનો ત્યાગ.
પાંચ અણુવ્રતો–
(૧) સ્થૂલપ્રાણાતિપાતવિરમણ વ્રત– નિરપરાધી ત્રસજીવોની સંકલ્પપૂર્વક નિરપેક્ષ હિંસાનો ત્યાગ. (૧) આ વ્રતમાં ત્રસ અને સ્થાવર એ બે પ્રકારના જીવોમાંથી ત્રસ જીવોની જ હિંસાનો ત્યાગ કરવામાં આવે છે. ગૃહસ્થપણામાં સ્થાવર જીવોની હિંસાનો ત્યાગ અશક્ય છે. (૨) તેમાં પણ સંકલ્પથી, એટલે કે મારવાની બુદ્ધિથી, હિંસાનો ત્યાગ કરવામાં આવે છે. મારવાની બુદ્ધિ ન હોવા છતાં ખેતી-રસોઇ આદિની પ્રવૃત્તિમાં અજાણતાં કે સહસા વગેરે કારણોથી ત્રસ જીવો હણાઇ જાય તો તે આરંભજન્ય હિંસાનો ત્યાગ થતો નથી. (૩) તેમાં પણ નિરપરાધી જીવોની જ હિંસાનો ત્યાગ કરવામાં આવે છે.કોઇ બદમાસ સ્ત્રીની લાજ લેતો હોય, ઘરમાં ચોર પેઠો હોય, હિંસક પ્રાણી હુમલો કરે, કૂતરું કરડવા આવે, રાજા હોય તો શત્રુની સાથે લડવું પડે, વગેરે પ્રસંગોમાં અપરાધીને યથાયોગ્ય શિક્ષા આદિ કરતાં સ્થૂલહિંસા થઇ જાય છે. અપરાધીને મારવો પડે તો તેમાં થતી હિંસાનો ત્યાગ થતો નથી. (૪) તેમાં પણ નિરપેક્ષ હિંસાનો ત્યાગ છે. સાપેક્ષ હિંસાનો ત્યાગ થતો નથી. નિ૨૫રાધી હોવા છતાં કારણસર પ્રમાદી પુત્ર આદિને, બરોબર કામ ન કરનાર નોકર આદિને, કે અપલક્ષણા બળદ આદિને મારવાનો પ્રસંગ
૧. જીવોના ભેદોની સમજૂતી માટે જુઓ અ.૧, સૂત્ર-૧૦ વગેરે.
૨. હિંસા આદિ પાંચ પાપની વ્યાખ્યા ગ્રંથકાર સ્વયમેવ આ અધ્યાયના આઠમા સૂત્રથી શરૂ ક૨શે.
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૭૭
અ) ૭ સૂ૦ ૨] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર આવે તો નિરપેક્ષપણે ન મારવું, એટલે કે ગુસ્સે થઈને તેના પ્રાણની દરકાર કર્યા વિના નિર્દયતાથી ન મારવું. બહારથી ગુસ્સો બતાવવો પડે કે મારવું પડે તો પણ હૃદયમાં તો ક્ષમા જ ધારણ કરવી. હિંસાના પ્રકારો
હિંસા સ્થાવર(સૂક્ષ્મ) ત્રસ(સ્થૂલ) (૫૦)
આરંભજન્ય સંકલ્પજ (૨૫) અપરાધી નિરપરાધી(૧૨ા)
સાપેક્ષ નિરપેક્ષ(દા)
આમ મહાવ્રતની અપેક્ષાએ અણુવ્રતમાં રૂપિયામાં એક આની (સવા છ નયા પૈસા) જેટલું અહિંસાનું પાલન થાય છે.
ફળ– આ વ્રતના પાલનથી હિંસા સંબંધી ક્રૂર પરિણામના પાપથી બચી જવાય છે. જીવદયાનું વિશેષ પાલન થાય છે.
(૨) સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત– કન્યા-અલીક, ગો-અલીક, ભૂમિઅલીક, ન્યાસ-અપહાર, કૂટસાક્ષી એ પાંચ પ્રકારના અસત્યનો ત્યાગ.
(૧) કન્યા-અલીક– સગપણ વગેરે પ્રસંગે કન્યા સંબંધી અલીકઃખોટું બોલવું. દા.ત. કન્યા રૂપાળી ન હોવા છતાં રૂપાળી કહેવી. અહીં કન્યા એ ઉપલક્ષણ છે. એટલે દ્વિપદપ્રાણી(=બે પગવાળા જીવો) સંબંધી સર્વ પ્રકારના અસત્યનો કન્યા-અલીકમાં સમાવેશ થાય છે. આથી દાસ-દાસી વગેરે સંબંધી અસત્યનો પણ કન્યા-અલીકમાં સમાવેશ થઈ જાય છે.
(૨) ગો-અલીક ગાય સંબંધી અસત્ય બોલવું. ગાયના અંગમાં અમુક પ્રકારનો રોગ હોવા છતાં તેને રોગરહિત કહીને અન્યને ઠગવાનો પ્રયત્ન કરવો વગેરે. અહીં ગાયના ઉપલક્ષણથી ચતુષ્પદ(=ચાર પગવાળા), ભેંસ વગેરે સર્વ પશુઓ સંબંધી અસત્યનો ગો-અલીકમાં સમાવેશ થાય છે.
Page #322
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૭ સૂ૦ ૨
(૩) ભૂમિ-અલીક– ભૂમિ સંબંધી અસત્ય. ભૂમિ ફળદ્રુપ ન હોવા છતાં ફળદ્રુપ કહીને અન્યને ઠગવાનો પ્રયત્ન કરવો વગેરે. અહીં ભૂમિના ઉપલક્ષણથી સર્વપ્રકારની સંપત્તિ સંબંધી અસત્યનો ભૂમિ-અલીકમાં સમાવેશ થાય છે.
૨૭૮
(૪) ન્યાસ-અપહાર– ન્યાસ એટલે થાપણ. પૂર્વે થાપણ રૂપે મૂકેલા પૈસા લેવા આવે ત્યારે નથી આપ્યા એમ કહીને થાપણનો અપહાર=અસ્વીકાર કરવો તે ન્યાસ-અપહાર. જો કે આ ચોરીનો જ એક પ્રકાર છે. છતાં એ ચોરી અસત્ય બોલીને કરાતી હોવાથી, એમાં અસત્યની પ્રધાનતા હોવાથી એનો અસત્યમાં સમાવેશ કર્યો છે.
(૫) કૂટસાક્ષી– કોર્ટ આદિના પ્રસંગે કોઇની ખોટી સાક્ષી પૂરવી. ખોટી સાક્ષીથી બીજાના પાપને પણ પુષ્ટિ મળતી હોવાથી ફૂટસાક્ષી અસત્યને ઉપરના ચાર અસત્યથી જુદો ગણેલ છે. અસત્યના અનેક પ્રકાર છે, તેમાં આ પાંચ પ્રકારના અસત્યથી આધ્યાત્મિક અને વ્યાવહારિક એ બંને દૃષ્ટિએ ઘણું જ નુકસાન થાય છે. આથી ગૃહસ્થે આ સ્થૂલ પાંચ અસત્યનો અવશ્ય ત્યાગ કરવો જોઇએ. આ અસત્યોથી કેટલીક વાર પોતાના કે પરના પ્રાણ જવાનો પણ પ્રસંગ ઉપસ્થિત થાય, પરસ્પર વૈમનસ્ય ઊભું થાય, લોકમાં પોતાના પ્રત્યે અવિશ્વાસ પેદા થાય વગેરે અનેક નુકસાનો થાય છે. પરિણામે વ્યવહાર બગડે છે અને એને લઇને ધર્મને પણ ધક્કો પહોંચે છે.
કોઇનો જીવ બચાવવા અસત્ય બોલવું પડે તો તેનો આ નિયમમાં સમાવેશ થતો નથી. કારણ કે તે વાસ્તવિક અસત્ય નથી.
ફળ– લોકોને(=લાગતા વળગતાઓને) પોતાના પ્રત્યે વિશ્વાસ પેદા થાય છે. અસત્યના યોગે થતા ક્લેશ-કંકાસ, મારામારી, દુશ્મનાવટ આદિ અનેક અનર્થોથી બચી જવાય છે.
(૩) સ્થૂલઅદત્તાદાનવિરમણ વ્રત– જેને વ્યવહારમાં ચોરી કહેવામાં આવે તેવી ખીસું કાપવું, દાણચોરી વગેરે સ્થૂલ ચોરીનો ત્યાગ. (રસ્તામાંથી પથ્થર, ઘાસ આદિ લેવું વગેરે સૂક્ષ્મ ચોરીનો ત્યાગ થતો નથી.)
ફળ– ચોરી કરનાર બહારથી ગમે તેમ વર્તતો હોવા છતાં અંદરથી ફફડતો હોય છે. પકડાઇ જવાના ભયથી હૃદયમાં ફફડતો હોય છે. આથી
Page #323
--------------------------------------------------------------------------
________________
અ૦ ૭ સૂ૦ ૨]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૭૯
આ વ્રત લેનાર સદા નિર્ભય રહે છે. તથા લોકાપવાદ, અપકીર્તિ, રાજદંડ આદિ અનેક અનર્થોથી બચી જાય છે.
(૪) સ્થૂલમૈથુનવિરમણ વ્રત– સ્વપત્નીથી અન્ય કોઇ પણ સ્ત્રીની સાથે અથવા પરસ્ત્રી' સાથે મૈથુનનો ત્યાગ.
ફળ– જીવન સદાચારી બને છે. પરસ્ત્રીગમનના મહાન પાપથી અને એનાથી ઉત્પન્ન થતા લોકાપવાદ, પ્રાણનાશભય આદિ અનેક અનર્થોથી બચી જવાય છે.
(૫) સ્થૂલપરિગ્રહવિરમણ વ્રત– રોકડ નાણાં, દાગીના, ઘર, દુકાન, રાચરચીલું વગેરે દરેકનો અમુક અમુક પ્રમાણથી વધારેનો ત્યાગ, અથવા રોકડનાણાં વગેરે બધું ભેગું મળીને અમુક મિલ્કતથી વધારે મિલકતનો ત્યાગ. ફળ— સંતોષ આવે છે. જીવન સ્વસ્થ બને છે. મન અનેક ચિંતાઓથી મુક્ત બને છે.
મહાવ્રત-અણુવ્રતમાં અન્ય વિશેષતા– (૧) પાંચે મહાવ્રતોનો સાથે સ્વીકાર કરવાનો હોય છે. અર્થાત્ પોતાની અનુકૂળતા પ્રમાણે એક, બે એમ છૂટાં છૂટાં મહાવ્રતનો સ્વીકાર ન થઇ શકે. જ્યારે અણુવ્રતોમાં પોતાની અનુકૂળતા મુજબ એક, બે વગેરે અણુવ્રતો સ્વીકારી શકે છે. (૨) પાંચ મહાવ્રતોમાં મન, વચન અને કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રણ કોટિએ પાપનો ત્યાગ કરવામાં આવે છે. હિંસા આદિ મનથી કરવું નહિ, વચનથી કરવું નહિ, કાયાથી પણ કરવું નહિ એમ મન આદિ ત્રણથી કરાવવું પણ નહિ, અન્ય કરતો હોય તેનું અનુમોદન પણ કરવું નહિ. આમ કોઇ જાતના અપવાદ વિના પાંચ મહાવ્રતોનો સ્વીકાર થાય છે. અણુવ્રતોમાં પાપોનો મન, વચન અને કાયાથી કરવાનો અને કરાવવાનો ત્યાગ થાય છે, પણ અનુમોદનાનો ત્યાગ થતો નથી. એમાં પણ સંક્ષેપ કરવો હોય=છૂટ લેવી હોય તો લઇ શકાય છે. પાંચ મહાવ્રતોમાં કોઇ જાતની છૂટ લઇ શકાતી નથી.
૧. અહીં પરસ્ત્રી એટલે પરની-બીજાની સ્ત્રી એવો અર્થ હોવાથી કુમારિકા, વિધવા, વેશ્યા વગેરેનો ત્યાગ થતો નથી. કારણ કે કુમારિકા વગેરે વર્તમાનમાં કોઇની સ્ત્રી નથી. જ્યારે સ્વપત્નીથી અન્ય કોઇ પણ સ્ત્રીના ત્યાગમાં કુમારિકા વગેરેનો પણ ત્યાગ થાય છે.
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૮૦.
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ) ૭ સૂ૦ ૩ દેશથી હિંસાદિ પાપોથી નિવૃત્તિ એ અણુવ્રતો કેમ છે એનાં કારણો(૧) મહાવ્રતોની અપેક્ષાએ નાનાં વ્રતો હોવાથી અણુ-નાના વ્રતો તે અણુવ્રતો. (૨) ગુણોની અપેક્ષાએ સાધુઓથી ગૃહસ્થો અણુ નાના હોવાથી અણુનાં-નાનાનાં વ્રતો તે અણુવ્રતો. (૩) ધર્મોપદેશમાં મહાવ્રતોના ઉપદેશ પછી આ વ્રતોનો ઉપદેશ આપવામાં આવતો હોવાથી અણ=પછી (મહાવ્રતોની પછી) ઉપદેશાતાં વ્રતો તે અણુવ્રતો.
આગળ બતાવવામાં આવશે તે ગુણવ્રતો અને શિક્ષાવ્રતો પણ ઉક્ત ત્રણે અર્થની દષ્ટિએ અણુવ્રતો હોવા છતાં મોટા ભાગે' પ્રથમનાં પાંચ વ્રતોમાં અણુવ્રત શબ્દનો પ્રયોગ રૂઢ બની ગયો છે. એટલે પ્રાય: જ્યાં અણુવ્રત શબ્દનો પ્રયોગ આવે ત્યાં અણુવ્રત શબ્દથી પ્રથમના પાંચ વ્રતો જ સમજવાં. (૨)
(મહાવ્રતોનો સ્વીકાર કર્યા બાદ તેનું નિરતિચારપણે પાલન કરવું જોઇએ. એ માટે શક્ય પ્રયત્ન પણ કરવો જોઈએ. અન્યથા મહાવ્રતોમાં અતિચાર લાગે કે ભંગ પણ થઈ જાય એ સંભવિત છે. આથી અહીં મહાવ્રતોના શુદ્ધ પાલન માટે જરૂરી ભાવનાઓનો ઉપદેશ શરૂ કરે છે.)
મહાવ્રતોને સ્વીકાર્યા બાદ નિરતિચારપણે પાલન કરવા માટે ભાવનાઓ
तत्स्थैर्यार्थं भावनाः पञ्च पञ्च ॥ ७-३ ॥
મહાવ્રતોની સ્થિરતા માટે (=નિરતિચાર પાલન કરવા માટે) દરેક મહાવ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે.
(૧) પ્રથમ મહાવ્રતની ભાવનાઓ
(૧) ઇર્યાસમિતિ– લોકોનું ગમનાગમન થતું હોય અને સૂર્યનો પ્રકાશ પડતો હોય તેવા માર્ગે જીવરક્ષા માટે યુગ પ્રમાણ દષ્ટિ રાખીને ચાલવું. ૧. અહીં મોટા ભાગે કહેવાનું કારણ એ છે કે આગળ લાવતોડનારી' એ સૂત્રમાં જેને અણુવ્રત
હોય તેને અમારી વતી કહેવાય એમ કહેવામાં આવ્યું છે. ત્યાં અણુવ્રત શબ્દથી કેવળ પાંચ વ્રતો નહિ, કિન્તુ બારે વ્રતો લેવાં જોઈએ. નહિ તો જેને પ્રથમનાં પાંચ સિવાયનાં એક
બે વગેરે વતો હોય તેને ઉક્ત વ્યાખ્યા લાગુ પડી શકે નહિ. ૨. યુગ એટલે ગાડામાં જોડેલા બળદના અંધ ઉપર રહેલી ધોંસરી. એ લગભગ ૩ કે ૪
હાથની હોય છે. પુનાગ્રં-વતુરંતમાાં શટર્તિ ચિતમ્ (આચા.શ્રુ.૨ અ.૧ ઉ.૧ સૂત્ર-૧૫૫)
Page #325
--------------------------------------------------------------------------
________________
અ૦ ૭ સૂ૦ ૩]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૮૧
(૨) મનોગુપ્તિ– આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરી ધર્મધ્યાનમાં મનનો ઉપયોગ રાખવો.૧ (૩) એષણાસમિતિ–ગવેષણા, ગ્રહણૈષણા અને ગ્રાસૈષણા એ ત્રણ પ્રકા૨ની એષણામાં ઉપયોગપૂર્વક વર્તવું.૨ (૪) આદાન નિક્ષેપણા સમિતિ— આદાન એટલે લેવું અને નિક્ષેપણા એટલે મૂકવું. વસ્તુ લેવી હોય ત્યારે તેનું દૃષ્ટિથી નિરીક્ષણ કરીને તથા રજોહરણ આદિથી પ્રમાર્જન કરીને લેવી. તથા વસ્તુ મૂકવી હોય ત્યારે ભૂમિનું દૃષ્ટિથી નિરીક્ષણ કરીને તથા રજોહરણ આદિથી પ્રમાર્જન કરીને મૂકવી. (૫) આલોકિતપાન-ભોજન– આહારમાં ઉત્પન્ન થયેલા કે આગંતુક જીવોની રક્ષા માટે દરેક ઘરે પાત્રમાં લીધેલો આહાર ઉપયોગપૂર્વક જોવો, ઉપાશ્રયમાં આવ્યા પછી ફરી પ્રકાશવાળા સ્થાનમાં તે આહાર જોવો, પછી પ્રકાશવાળા સ્થાને બેસી ભોજન કરવું. (૨) બીજા મહાવ્રતની ભાવનાઓ–
(૧) અનુવીચિભાષણ– અનુવીચિ એટલે વિચાર. વિચારપૂર્વક બોલવું તે અનુવીચિભાષણ. (૨) ક્રોધપ્રત્યાખ્યાન– ક્રોધનો ત્યાગ કરવો. (૩) લોભપ્રત્યાખ્યાન– લોભનો ત્યાગ કરવો. (૪) ભયપ્રત્યાખ્યાન– ભયનો ત્યાગ કરવો. (૫) હાસ્યપ્રત્યાખ્યાન– હાસ્યનો ત્યાગ કરવો. ૧. આર્ત વગેરે ધ્યાનની સમજૂતી માટે જુઓ અ.૯, સૂત્ર-૩૧ વગેરે.
૩
૨. સાધુઓને દેહ ટકાવવા આહારની જરૂર પડે તો ગૃહસ્થના ઘરે જઇ કોઇ પણ જાતનો દોષ ન લાગે તેમ એષણા=તપાસ કરીને આહાર લાવવાનો છે. આહાર લાવ્યા પછી સૃદ્ધિ આદિ દોષ રહિત વાપરવાનો છે. આહાર લાવવામાં કયા કયા દોષો સંભવિત છે એ બતાવતાં શાસ્ત્રમાં મુખ્યતયા ૪૨ દોષો જણાવ્યા છે. તેમાં ગવેષણાના ૩૨ અને ગ્રહણૈષણાના ૧૦ એમ કુલ ૪૨ દોષો આહાર લાવવામાં સંભવે છે. ગવેષણાના ૩૨ દોષોના બે વિભાગ છે. ૧૬ ઉદ્ગમ દોષો અને ૧૬ ઉત્પાદન દોષો છે. ઉદ્ગમ એટલે આહારની ઉત્પત્તિમાં થતા દોષો. આ દોષો ગૃહસ્થ થકી ઉત્પન્ન થાય છે. ઉત્પાદન એટલે ઉત્પન્ન કરવા. ગૃહસ્થના ઘરે આહારની ઉત્પત્તિમાં કોઇ દોષ ન લાગ્યો હોય, પણ સાધુ પ્રમાદવશ એમાં દોષો ઉત્પન્ન કરે તે ઉત્પાદન દોષ. આહારની ઉત્પત્તિમાં કોઇ દોષ ન લાગ્યો હોય અને સાધુએ પણ કોઇ દોષ લગાડ્યો ન હોય, પણ આહાર ગ્રહણ કરતી વખતે જે દોષો ઉત્પન્ન થાય તે ગ્રહણૈષણાના દોષો કહેવાય છે. ગવેષણાના અને ગ્રહણૈષણાના દોષથી રહિત ભિક્ષા લાવ્યા પછી પણ આહાર વાપરતાં જે દોષો લાગે તે ગ્રાસૈષણાના દોષો છે. આ દોષો પાંચ છે. આ સઘળાં દોષોનું વિસ્તારથી વર્ણન પિંડનિર્યુક્તિ આદિમાં છે.
૩. ઇહલોક(મનુષ્યને મનુષ્યથી)ભય, પરલોક(મનુષ્યને તિર્યંચથી)ભય, આદાન(કોઇ લઇ જશે એવો)ભય, અકસ્માત્(વીજળી વગેરેનો)ભય, આજીવિકા(જીવન નિર્વાહનો)ભય, મરણભય, અપકીર્તિભય આ સાત પ્રકારના ભયનો ત્યાગ કરવો.
Page #326
--------------------------------------------------------------------------
________________
૨૮૨
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [અ) ૭ સૂ૦ ૩ વિચાર કર્યા વિના બોલવું વગેરે પાંચ અસત્યનાં કારણો છે માટે, તેમનો ત્યાગ કરવો જોઇએ.
(૩) ત્રીજા મહાવ્રતની ભાવનાઓ
(૧) અનુવીચિ અવગ્રહ યાચના– અનુવીચિ એટલે વિચાર. અવગ્રહ એટલે રહેવા માટેની જગ્યા. યાચના એટલે માગણી સાધુઓએ જે સ્થાને વાસ કરવો હોય તે સ્થાનનો જે માલિક હોય તેની કેટલી જગ્યા જોઇશે ઇત્યાદિ) વિચારપૂર્વક રજા લઈને જ તે સ્થાનમાં વાસ કરવો જોઈએ. અન્યથા અદત્તાદાનનો દોષ લાગે. ઇન્દ્ર, ચક્રવર્તી, માંડલિક રાજા, ગૃહસ્વામી અને સાધર્મિક (પોતાની પહેલાં ત્યાં રહેલા સાધુઓ) એમ પાંચ પ્રકારના સ્વામી છે. (૨) વારંવાર અવગ્રહ યાચના- સામાન્યથી અવગ્રહની યાચના કરવા છતાં રોગ આદિની અવસ્થામાં ભિન્ન ભિન્ન જગ્યાનો ભિન્ન ભિન્ન રીતે ઉપયોગ કરવો પડે તો જ્યારે જયારે જે જે જગ્યાનો જે જે રીતે ઉપયોગ કરવાનો હોય ત્યારે ત્યારે તે તે રીતે ઉપયોગ કરવાની યાચના કરવી જોઇએ. (૩) અવગ્રહ અવધારણ– અવગ્રહની માગણી કરતી વખતે કેટલી જગ્યાની જરૂર છે તેનો નિર્ણય કરી જરૂર જેટલી જગ્યા માગીને તેટલી જ જગ્યાનો ઉપયોગ કરવો. (૪) સમાન ધાર્મિક અવગ્રહ યાચના- સાધુઓના સમાન ધાર્મિક સાધુઓ છે. જે સ્થળે પૂર્વે આવેલા સાધુઓ ઊતરેલા હોય તે સ્થળે ઊતરવું હોય તો પૂર્વે ઊતરેલા સાધુઓની અનુજ્ઞા લેવી જોઈએ. (૫) અનુજ્ઞાપિતપાન-ભોજનગુરુની આજ્ઞા લઈને ભોજન-પાણી લેવા જવું જોઈએ. શાસ્ત્રોક્ત વિધિથી ભોજન-પાણી લઈ આવ્યા બાદ ગુરુને બતાવીને ગુરુની અનુજ્ઞા લઈને ભોજન-પાણી વાપરવા જોઈએ. અન્યથા ગુરુ અદત્તાદાન વગેરે દોષો લાગે.
(૪) ચોથા મહાવ્રતની ભાવનાઓ
(૧) સ્ત્રી-પશુ-પંડક સંસ્તવવસતિ વર્જન-જ્યાં સ્ત્રીઓનું ગમનાગમન વધારે હોય, જયાં પશુઓ અધિક પ્રમાણમાં હોય, જ્યાં નપુંસકો રહેતા હોય, તેવી વસતિનો(=સ્થાનનો) ત્યાગ કરવો જોઇએ. (૨) રાગ સંયુક્ત સ્ત્રીકથા વર્જન– રાગથી સ્ત્રીઓની કથા નહિ કરવી જોઇએ. દા.ત. અમુક દેશની સ્ત્રીઓ અતિશય રૂપાળી હોય છે. અમુક દેશની સ્ત્રીઓનો કંઠ અધિક મધુર
Page #327
--------------------------------------------------------------------------
________________
અ) ૭ સૂ૦ ૪] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૮૩ હોય છે. અમુક જાતિની સ્ત્રીઓ અમુક પ્રકારનાં વસ્ત્રો પહેરે છે ઈત્યાદિ. (૩) મનોહર ઇન્દ્રિય અવલોકન વર્જન- રાગથી સ્ત્રીઓની ઇન્દ્રિયો કે અન્ય અંગોપાંગ તરફ દષ્ટિ પણ નહિ કરવી જોઇએ. અચાનક દૃષ્ટિ પડી જાય તો તુરત પાછી ખેંચી લેવી જોઈએ. (૪) પૂર્વક્રીડા સ્મરણ વર્જન- પૂર્વે ગૃહસ્થ અવસ્થામાં કરેલ કામક્રીડાઓનું સ્મરણ નહિ કરવું જોઇએ. (૫) પ્રણીતરસ ભોજન વર્જન– પ્રણીતરસવાળા આહારનો ત્યાગ કરવો જોઈએ. દૂધ, દહીં, ઘી, માખણ વગેરે સ્નિગ્ધ અને મધુર રસવાળો આહાર પ્રણીત આહાર છે.
(૫) પાંચમા મહાવ્રતની ભાવનાઓ
(૧ થી ૫) સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ એ પાંચ વિષયો મનોજ્ઞ (=ઈષ્ટ) હોય તો તેમાં રાગ નહિ કરવો જોઇએ, અમનોજ્ઞ (=અનિષ્ટ) હોય તો તેમાં દ્વેષ નહિ કરવો જોઇએ. સ્પર્શ આદિ દરેકની એક એક ભાવના હોવાથી પાંચ વિષયોની પાંચ ભાવનાઓ છે.
અહીં જે જે મહાવ્રતોની જે જે ભાવનાઓ બતાવવામાં આવી છે તેનું બરોબર પાલન કરવાથી મહાવ્રતોનું પાલન શુદ્ધ=નિરતિચાર થાય છે. અન્યથા અતિચારો લાગે કે મહાવ્રતોનો ભંગ થાય. (૩)
મહાવ્રતોને સ્થિર કરવા સર્વ વ્રતો માટે સર્વ સામાન્ય પ્રથમ ભાવના हिंसादिष्विहामत्र चापायावद्यदर्शनम् ॥ ७-४ ॥
હિંસાદિ પાપોથી આ લોકમાં અપાયની (=અનર્થની) પરંપરા અને પરલોકમાં અવધનો (=પાપનો) કરુણ વિપાક ભોગવવો પડે છે એ પ્રમાણે વિચારણા કરવી.
આ લોકમાં અપાય- (૧) હિંસામાં પ્રવૃત્ત પ્રાણી સદા પોતે ઉદ્વિગ્ન રહે છે અને અન્યને ઉદ્વેગ કરાવે છે. અન્ય પ્રાણી પ્રત્યે વેરની પરંપરા ખડી થાય છે. વધ, બંધ વગેરે અનેક પ્રકારના લેશો પામે છે. ટાઢ-તડકો વગેરે કષ્ટો સહન કરવો પડે છે. (૨) અસત્યવાદી લોકમાં અવિશ્વનીય અને અપ્રિય બને છે. જિલ્લાછેદ વગેરે કષ્ટો પામે છે. જેની પાસે ખોટું બોલે છે તેની સાથે વૈર-દુશ્મનાવટ થાય છે. આથી અવસરે તેને કોઈ પણ સહાયતા મળતી નથી. (૩) ચોરી કરનાર જીવ અનેકને દુઃખી-ઉદ્વિગ્ન કરે છે. પોતાને સદા
Page #328
--------------------------------------------------------------------------
________________
૨૮૪
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [અ૦ ૭ સૂ૦૪ ભયભીત રહેવું પડે છે. ચોરી લાવેલી વસ્તુઓના રક્ષણ માટે અનેક પ્રકારનાં કષ્ટો સહન કરવો પડે છે. સદા મન ભયભીત હોવાથી ભોગ-ઉપભોગ પણ શાંતિથી કરી શકતો નથી. પોલીસ આદિના હાથે પકડાઈ જાય તો જેલ, અપકીર્તિ વગેરે દુ:ખો પામે છે. (૪) અબ્રહ્મમાં (મૈથુન સેવનમાં) આસક્ત પ્રાણી વીર્યક્ષય, અશક્તિ, પરસ્ત્રીની સોબત કરવાથી અપકીર્તિ, પ્રાણનો નાશ વગેરે અનેક દુઃખો પામે છે. (૫) ધન મેળવવા ટાઢ, તડકો, ભૂખ, તરસ વગેરે અનેક કષ્ટો સહન કરવો પડે છે. ધન મેળવવા માટે શારીરિક અનેક કષ્ટો સહન કરવા છતાં જો ન મળે તો માનસિક ચિંતા આદિ દુઃખ ઉત્પન્ન થાય છે. કદાચ ધન મળી જાય તો તેના રક્ષણ માટે અનેક કષ્ટો સહન કરવો પડે છે. ચોર આદિ લઈ ન જાય તેની ચિંતા, ભય વગેર માનસિક દુઃખો પણ સદા રહ્યા કરે છે. ધન ઘણું મળવા છતાં તૃપ્તિ થતી નથી, સદા મન અતૃપ્ત રહે છે. અતૃપ્ત માણસ કદી શાંતિ પામતો નથી. પુણ્ય પરવારી જતાં ધનનો નાશ થાય તો કેટલાકનું હૃદય બંધ પડી જાય છે. કેટલાકને અતિસાર, સંગ્રહણી વગેરેથી ઝાડાનો રોગ થાય છે અથવા મરણ સુધી માનસિક પરિતાપ રહ્યા કરે છે. લોભી માણસ ધન મેળવવાની લાલસામાં વિવેક પણ ભૂલી જાય છે. હું કયા સ્થાનમાં છું, અમુક સ્થાનમાં રહેલા મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ વગેરે ભૂલી જાય છે. આથી આ લોકમાં અનેકની સાથે ક્લેશ-કંકાસ, વૈમનસ્ય વગેરે થવાથી લોકમાં અપ્રિય બની જાય છે. આગળ વધીને વિવેક ભૂલીને માતા-પિતા આદિને મારવા સુધીની પ્રવૃત્તિ કરે છે. આથી આ લોકમાં અપકીર્તિ આદિ પામે છે. આમ પરિગ્રહી-લોભી જીવ આ લોકમાં શારીરિક અને માનસિક અનેક પ્રકારનાં કષ્ટો પામે છે.
પરલોકમાં કરુણ વિપાક
પાપાનુબંધી પુણ્યના ઉદયવાળા કોઈ જીવને હિંસાદિ પાપોથી કદાચ આ લોકમાં ઉપર કહેલાં દુઃખો અલ્પ થાય કે ન થાય, તો પણ પરલોકમાં તો અવશ્ય એ પાપોનો કરુણ વિપાક ભોગવવો પડે છે. પરલોકમાં તેના માટે અશુભગતિ તૈયાર હોય છે. ત્યાં શારીરિક અને માનસિક અનેક પ્રકારનાં દુઃખો ભોગવવાં પડે છે. તિર્યંચગતિમાં શીત, તાપ, પરાધીનતા વગેરે કષ્ટો સહન કરવો પડે છે. નરકગતિ તો કેવળ દુઃખો ભોગવવા માટે જ છે. ત્યાં
Page #329
--------------------------------------------------------------------------
________________
અ) ૭ સૂ૦ ૫] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૨૮૫ એક ક્ષણ પણ સુખ નથી, ત્યાં દુઃખથી કંટાળીને મરવાની ઇચ્છા થાય તો પણ મરી શકે નહિ. (૪)
મહાવ્રતોને સ્થિર કરવા સર્વ વ્રતો માટે સર્વ સામાન્ય (બીજી) ભાવના
રવિ વા || ૭-૬ છે. તથા હિંસાદિ પાપો દુઃખરૂપ જ છે એમ વિચારવું.
હિંસાદિથી કેવળ સ્વને જ દુઃખ થતું નથી, અન્ય પ્રાણીઓને પણ દુઃખ થાય છે. આથી સાધકે વિચારવું જોઈએ કે–જેમ મને દુઃખ પ્રિય નથી તેમ અન્ય કોઈ પણ જીવને દુઃખ પ્રિય નથી, જેવો હું છું તેવા જ અન્ય પ્રાણીઓ છે. આથી જેમ કોઈ મારો વધ કરે તો મને દુઃખ થાય છે, તેમ અન્યનો વધ કરવાથી તેને પણ દુઃખ થાય છે. કોઈ અસત્ય બોલીને મને ઠગે તો જેમ મને દુઃખ થાય છે, તેમ શું અન્યને અસત્યથી દુઃખ ન થાય? એ પ્રમાણે ચોરી આદિથી પણ અન્ય પ્રાણીઓને દુઃખ થાય છે, માટે એ પાપોનો ત્યાગ કરવો એ જ હિતાવહ છે. મૈથુનસેવનમાં અનુભવાતું સુખ પણ ખણજ આદિ વ્યાધિના ક્ષણિક પ્રતીકાર સમાન હોવાથી દુઃખ જ છે. પરિગ્રહ પણ અપ્રાપ્ત ધનની ઈચ્છાનો સંતાપ, પ્રાપ્ત ધનના રક્ષણની ચિંતા, તેના ઉપભોગમાં અતૃપ્તિ, તેનો નાશ થતાં શોક વગેરે દુઃખનું કારણ હોવાથી દુઃખ રૂપ જ છે. આમ હિંસાદિ પાપો વર્તમાનમાં સ્વ-પરના દુઃખનાં કારણ હોવાથી તથા ભવિષ્યમાં દુઃખ આપનાર કર્મબંધના કારણ હોવાથી દુઃખ રૂપ જ છે.
ચોથા સૂત્રની ભાવનામાં હિંસાદિ દુઃખનાં કારણ છે એ વિચારણા કરવામાં આવી છે. જ્યારે આ સૂત્રની ભાવનામાં હિંસાદિ પાપો સ્વયં દુઃખનાં કારણ હોવાથી અને દુઃખનાં કારણ એવા કર્મનાં કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી) દુઃખ રૂપ જ છે એ વિચારવાનું છે તથા ચોથા સૂત્રની ભાવનામાં હિંસાદિ પાપો પોતાના દુઃખનાં કારણ છે એ વિચારણાની પ્રધાનતા છે. જ્યારે આ સૂત્રની ભાવનામાં હિંસાદિથી અન્યને પણ દુઃખ થાય છે એ વિચારણાની પ્રધાનતા છે. (૫). ૧. નરકગતિના દુઃખના વિસ્તૃત વર્ણન માટે જુઓ અ.૩, સૂત્ર-૩ વગેરે. જીવો હિંસાદિ પાપોથી તિર્યંચ વગેરે ગતિમાં ઉત્પન્ન થઈને કેવાં કેવાં દુઃખો અનુભવે છે તેનું વિસ્તૃત વર્ણન ભવભાવના' ગ્રંથમાં પાંચમી ભાવનામાં છે.
Page #330
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
મહાવ્રતોની સ્થિરતા માટે ચાર ભાવનાઓ– मैत्री - प्रमोद - कारुण्य- माध्यस्थ्यानि સત્ત્વશુળધિ-વિજ્ઞશ્યમાના-વિનયેષુ ॥ ૭-૬॥
મહાવ્રતોને સ્થિર રાખવા સર્વ પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ, ગુણાધિક જીવો પ્રત્યે પ્રમોદભાવ, દુઃખી જીવો ઉપર કરુણાભાવ અને અવિનીત જીવો ઉપર માધ્યસ્થ્ય(=ઉપેક્ષા)ભાવ રાખવો જોઇએ.
(૧) મૈત્રીભાવના— મૈત્રી એટલે જગતના સર્વ જીવો ઉ૫૨ હાર્દિક સ્નેહનો પરિણામ. અર્થાત્ કોઇ પણ જાતના સ્વાર્થ વિના અને કોઇ પણ જાતના ભેદભાવ વિના, જગતના સર્વ જીવો ઉપર પ્રીતિ એ મૈત્રી છે. સાધકે નાના-મોટા, ઉચ્ચ-નીચ, સ્વ-પર, ગરીબ-શ્રીમંત વગેરે કોઇ જાતના ભેદભાવ વિના જગતના તમામ પ્રાણીઓ ઉપર પ્રેમભાવ રાખવો જોઇએ. પોતાને દુઃખી કરનાર જીવ ઉપર પણ પ્રેમભાવ રાખવો જોઇએ. આ માટે સકલ પ્રાણી પ્રત્યે આત્મવત્ દૃષ્ટિ કેળવવી જોઇએ. તો જ સકલ જીવો પ્રત્યે મૈત્રી ભાવના આવે. મૈત્રી ભાવનાથી ભાવિત હૃદયવાળો સાધક જ હિંસા આદિ પાપોથી અટકી શકે છે. સાચા મિત્રના હૃદયમાં પોતાના મિત્રનો વધ ક૨વાની, ખોટું બોલીને તેને ઠગવાની, ચોરી કરીને તેનું ધન આદિ લઇ લેવાની ભાવના ન હોય. મૈત્રીભાવના યુક્ત સાધક જગતના તમામ જીવોને પોતાના મિત્ર માને છે. એટલે તેના હૃદયમાં જગતના તમામ જીવોના હિતની જ ભાવના હોય છે.૨ આથી અહિંસા આદિના પાલન માટે મૈત્રી ભાવ અનિવાર્ય છે.
૨૮૬
[અ૦ ૭ સૂ૦ ૬
(૨) પ્રમોદભાવના– પ્રમોદ એટલે માનસિક હર્ષ. ગુણથી અધિક જીવો ઉપર પ્રમોદ એ પ્રમોદ ભાવના છે. સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર, તપ ૧. મૈત્રી સર્વસત્ત્વવિષયĂરામ: (શ્રી હરિભદ્રસૂરિની ટીકા)
૨. આ દૃષ્ટિએ શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પરહિતચિન્તા મૈત્રી-૫૨ના હિતની ચિંતાને=ભાવનાને મૈત્રી કહી છે. (ષોડશકગ્રંથ). મા ાધૃત્ જોડપિ પાપાનિ, મા ચ મૂત્ જોડનિ દુ:શ્વિતઃ 1 મુખ્યતાં નાર્વ્યા, મતિમંત્રી નિધતે॥ ૧ ॥ (શ્રી યોગશાસ્ત્ર) કોઇ પણ જીવ પાપ ન કરે, કોઇ પણ જીવ દુ:ખી ન થાય, સંપૂર્ણ જગત દુઃખથી મુક્ત થાય એવી ભાવના મૈત્રી છે. શિવમસ્તુ સર્વનાત: વગેરે પણ મૈત્રી ભાવના છે.
૩. અહીં ગુણાધિક શબ્દનો પોતાનાથી ગુણથી અધિક એવો અર્થ ન કરતાં ગુણથી અધિક એટલો જ અર્થ કરવો વધારે ઠીક છે. આચાર્યે ઉપાધ્યાય, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા વગેરે ગુણી પ્રત્યે પ્રમોદભાવ રાખવો જોઇએ. ઉપાધ્યાય વગેરે આચાર્યથી ગુણથી અધિક
Page #331
--------------------------------------------------------------------------
________________
અ૦ ૭ સૂ૦ ૬]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૮૭
આદિથી અધિક=મહાન(ઉત્તમ)મહાત્માઓને વંદન, સ્તુતિ, પ્રશંસા, વેયાવચ્ચ આદિ કરવાથી પ્રમોદની=માનસિક હર્ષની અભિવ્યક્તિ થાય છે. પ્રમોદભાવના યુક્ત જીવ જ્ઞાનાદિ ગુણોથી અધિક=ઉત્તમ ગુણીઓને જોઇને આનંદ પામે છે અને પોતાના એ આનંદને શક્તિ કે સંયોગો પ્રમાણે યથાયોગ્ય વંદનાદિ કરીને વ્યક્ત કરે છે. જો ગુણથી અધિકને=મહાનને જોઇને કે સાંભળીને આનંદ ન થાય તથા યથાયોગ્ય વંદનાદિ કરવાનું મન ન થાય તો સમજવું કે હજી પ્રમોદભાવના આવી નથી. પ્રમોદભાવનાના અભાવે અન્યના ગુણોના દર્શનથી કે શ્રવણથી સાધકનું હૃદય ઇર્ષ્યા, અસૂયા કે માત્સર્ય રૂપ અગ્નિથી સળગી ઉઠે છે. પરિણામે હિંસા, અસત્ય આદિ અનેક પાપો પણ પેદા થવાની શક્યતા છે. આથી સાધકે પોતાના હૃદયને પ્રમોદ ભાવનાથી પૂર્ણ રાખવું જોઇએ. પ્રમોદભાવના આત્મામાં રહેલા ગુણોને પ્રગટાવવા અમોધ ઉપાય છે. સાધકમાં ગુણો ઓછા હોય એ ચાલી શકે, પણ પ્રમોદ ભાવના વિના ન ચાલી શકે. પ્રમોદભાવના વિના પોતાનામાં રહેલા ગુણોની પણ કોઇ કિંમત નથી.
(૩) કરુણાભાવના– કરુણા એટલે દુઃખીને જોઇને તેના પ્રત્યે દયાના પરિણામ. કરુણા, દયા, અનુકંપા, કૃપા, અનુગ્રહ વગેરે શબ્દોનો એક (કરુણા) અર્થ છે. કરુણાને યોગ્ય જીવો બે પ્રકારના હોવાથી કરુણાના બે પ્રકાર છે—દ્રવ્ય કરુણા અને ભાવ કરુણા. રોગ આદિ બાહ્ય દુઃખોથી ઘેરાયેલા જીવોને જોઇને ઉત્પન્ન થતી કરુણા દ્રવ્ય કરુણા છે. અજ્ઞાનતા આદિ અત્યંતર દુઃખોથી ઘેરાયેલા જીવોને જોઇને ઉત્પન્ન થતી કરુણા ભાવ કરુણા છે. ભાવ કરુણાને યોગ્ય જીવોને યોગ્યતા પ્રમાણે મોક્ષ આદિનો ઉપદેશ આપીને, દ્રવ્ય
નથી. એટલે જો ગુણાધિક શબ્દનો પોતાનાથી ગુણથી અધિક એવો અર્થ કરવામાં આવે તો આચાર્યને ઉપાધ્યાય વગેરે પ્રત્યે પ્રમોદભાવ રાખવાનું રહેતું નથી. પણ તે બરોબર નથી. આચાર્ય વગેરે દરેક સાધકે પોતાનાથી લઘુ પણ ગુણથી અધિક ગુણી પ્રત્યે પણ પ્રમોદ ભાવ રાખવો જોઇએ. આથી ગુણાષિક શબ્દનો ગુણથી અધિક=મહાન (ઉત્તમ) એવો અર્થ કવો વધારે સંગત છે.
૧. રસવત્તા વતસો વ્યારોપ ર્ષ્યા । મુનેપુ ોષડડવિરામમૂ| || શ્રી સિ.કે.શ. ૨-૨-૨૭ સૂ.ની બૃહવૃત્તિ. પરની (બાહ્ય-અત્યંત૨) સંપત્તિ જોઇને ઉત્પન્ન થતો ચિત્તનો રોષ=બળતરા ઇર્ષ્યા છે. બીજાના ગુણોને દોષરૂપે કહેવા એ અસૂયા છે.
Page #332
--------------------------------------------------------------------------
________________
૨૮૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ) ૭ સૂ૦ ૬ કરુણાને યોગ્ય જીવોને ઔષધ, અન્નપાન વગેરે આપીને ઉભય પ્રકારની કરુણાને યોગ્ય જીવોને ઉપદેશ તથા ઔષધાદિ એ બંને આપીને (પોતાની શક્તિ પ્રમાણે) તેમના ઉપર કરુણા કરવી જોઈએ.
અથવા બીજી રીતે દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારે કરુણા છે. દુઃખીને જોઇને હૃદયમાં ઉત્પન્ન થતી દયા એ ભાવકરુણા અને તેનું દુઃખ દૂર કરવા માટે યોગ્ય પ્રયત્ન એ દ્રવ્યકરુણા છે. અહીં સાધુઓ માટે તો મુખ્યતયા ભાવ કરુણાનું વિધાન છે. ગૃહસ્થોએ યથાયોગ્ય બંને પ્રકારની કરુણા કરવી જોઇએ. શક્તિ અને સંયોગ હોવા છતાં કેવળ ભાવકરુણા કરનાર ગૃહસ્થની ભાવકણા પોકળ છે.
(૪) માધ્યસ્થભાવના– માધ્યચ્ય, ઉપેક્ષા, સમભાવ વગેરે શબ્દોનો એક અર્થ છે. ઉપદેશને અયોગ્ય અવિનીત પ્રાણી પ્રત્યે સમભાવ (રાગદ્વેષના ત્યાગ) પૂર્વક (એને સમજાવવા કે સુધારવા માટે) ઉપદેશ આપવાનો ત્યાગ કરવો એ માધ્યચ્ય ભાવના છે. જે પ્રાણી અવિનીત હોવાથી હિતોપદેશ સાંભળે નહિ, કદાચ સાંભળે તો પણ એક કાને સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે, શક્ય હોવા છતાં ઉપદેશને આંશિક પણ અમલમાં ન મૂકે, એવા પ્રાણી પ્રત્યે ઉપેક્ષા ભાવના ભાવવી, એટલે કે તેના પ્રત્યે જરા પણ દ્વેષ લાવ્યા વિના ઉપદેશ આપવાનું છોડી દેવું જોઈએ. જો એવા પ્રાણી પ્રત્યે માધ્યચ્ય ભાવના ન રાખવામાં આવે તો સાધકનો હિતોપદેશનો પ્રયત્ન નિષ્ફળ બને છે, અને સાધકના મનમાં કદાચ તેના પ્રત્યે દ્વેષવૃત્તિ જાગે એ પણ સંભવિત છે. આગળ વધીને એક બીજાને ક્લેશ-કંકાસ અને વૈમનસ્ય પણ ઉત્પન્ન થાય. આથી સાધકે દીર્ઘ વિચાર કરીને ઉપેક્ષા ભાવનાને યોગ્ય જીવ ઉપર ઉપેક્ષા ભાવનાનો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ. અન્યથા બંનેને આધ્યાત્મિક અને વ્યાવહારિક એ બંને દષ્ટિએ નુકસાન થવાનો સંભવ છે. આ ભાવનાથી અવિનીત આદિ પ્રત્યે દ્વેષભાવ થતો નથી એ મોટો લાભ છે. મૈત્રી આદિ ચારે ભાવના શુભ છે. એટલે ઉપેક્ષા ભાવના પણ શુભ છે. આથી યોગ્ય સ્થાને ઉપેક્ષા ભાવનાના પ્રયોગથી નુકસાન જરાય નથી. બબ્બે (નવો કર્મબંધ ન થાય, નિર્જરા થાય વગેરે) લાભ થાય છે. આથી સાધકે યોગ્ય સ્થાને ઉપેક્ષાનું સેવન કરવું જરૂરી છે. સાથે સાથે એ પણ જરૂરી છે કે આ જીવ
Page #333
--------------------------------------------------------------------------
________________
અ૦ ૭ સૂ૦ ૭]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૮૯
ઉપેક્ષા ભાવનાને યોગ્ય છે કે નહિ તે દીર્ઘદષ્ટિથી વિચારવું, અન્યથા ઉપેક્ષા ભાવનાને અયોગ્ય જીવ ઉપર ઉપેક્ષા ભાવના કરવાથી પોતાને આધ્યાત્મિક અને વ્યાવહારિક એ બંને દૃષ્ટિએ ઘણું નુકસાન થાય. (૬)
મહાવ્રતોની સ્થિરતા માટે બીજી રીતે વિચારણા जगत्कायस्वभावौ च संवेगवैराग्यार्थम् ॥ ७-७ ।। સંવેગ અને વૈરાગ્યની પુષ્ટિ માટે સંસાર અને કાયાનું સ્વરૂપ વિચારવું જોઇએ.
સંવેગ એટલે સંસારનો ભય=સંસાર ઉપર કંટાળો. વૈરાગ્ય એટલે અનાસક્તિ. સંસારના સ્વરૂપની વિચારણાથી સંવેગની અને કાયાના સ્વરૂપની વિચારણાથી વૈરાગ્યની પુષ્ટિ થાય છે.
સંસાર સ્વરૂપની વિચારણાથી સંવેગની પુષ્ટિ– મહાવ્રતોનું પાલન એ મહાન આધ્યાત્મિક સાધના છે. આ સાધના સંસારનો નાશ કરવા માટે છે. સંસારનો નાશ એ એનું ફળ છે. સંસાર ઉપર કંટાળો આવ્યા વિના તેના નાશનો પ્રયત્ન શક્ય નથી. આથી સાધનામાં સંવેગની પહેલી જરૂર છે. જેટલા અંશે સંવેગ તીવ્ર એટલા અંશે સાધના પ્રબળ બને છે. સંવેગને તીવ્ર બનાવવા સંસારના સ્વરૂપને વિચારવાની જરૂર છે. સંસારના સ્વરૂપને વિચારતાં સંસાર દુઃખસ્વરૂપ, દુઃખફલક અને દુઃખાનુબંધી લાગે છે. સંસારનાં ભૌતિક સુખનાં સાધનો અનિત્ય=ક્ષણભંગુર અને અશરણ ભાસે છે. સંસારનું સુખ પણ દુ:ખ રૂપ દેખાય છે. આથી સંસાર ઉપર કંટાળો આવે છે અને સંસારનો નાશ કરવાની ઇચ્છા થાય છે. એથી સંસારનાં કારણો તરફ દૃષ્ટિ જાય છે. સંસારનાં કારણોનો નાશ કર્યા વિના સંસારનો નાશ અશક્ય જ છે. સંસારનાં કારણો હિંસા આદિ છે. આથી તે સાધકને હિંસા આદિ ઉપર પણ અતિ ઉત્પન્ન થાય છે. સંસાર અને સંસારનાં કારણો ઉપર અતિ એનું જ નામ સંવેગ. આથી અહીં સંવેગને પુષ્ટ બનાવવા સંસારના સ્વરૂપને વિચારવાનો ઉપદેશ આપ્યો છે.
૧. સામાન્યથી સંવેગનો મોક્ષાભિલાષ અર્થ અને નિર્વેદનો સંસારભય અર્થ વધારે પ્રસિદ્ધ છે. છતાં કોઇ કોઇ ગ્રંથોમાં આનાથી વિપરીત, એટલે કે સંવેગનો સંસાર ભય અને નિર્વેદનો મોક્ષાભિલાષ અર્થ પણ જોવા મળે છે.
Page #334
--------------------------------------------------------------------------
________________
૨૯૦
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૭ સૂ૦ ૭ સંવેગનું ચિહ્ન (=માપક યંત્ર)- સંસાર ઉપર અરતિ થતાં ધર્મ અને ધાર્મિક પુરુષો પ્રત્યે બહુમાન અવશ્ય જાગે છે. આથી ધર્મ અને ધાર્મિક પુરુષો પ્રત્યે બહુમાન એ સંવેગને જાણવા માટે ચિહ્ન=માપક યંત્ર છે. ધર્મ અને ધાર્મિક પુરુષો પ્રત્યે બહુમાન થતાં ધર્મની જિજ્ઞાસા થવાથી અતિપ્રેમથી ધર્મશ્રવણ થાય છે, અને ધાર્મિક પુરુષોનાં દર્શનથી અત્યંત આનંદ થાય છે. પોતે જે સાધના કરતો હોય તેનાથી અધિક સાધના કરવાની ઈચ્છા રહ્યા કરે છે. એ માટે શક્ય પ્રયત્ન પણ કરે છે. આથી અતિપ્રેમથી ધર્મનું શ્રવણ, ધાર્મિક પુરુષોનાં દર્શનથી થતો આનંદ અને અધિક સાધનાની ઇચ્છા એ ત્રણ ધર્મ અને ધાર્મિક પુરુષો પ્રત્યે જાગેલા બહુમાનનાં લક્ષણો છે. ધર્મ અને ધાર્મિક પુરુષો પ્રત્યે જાગેલું બહુમાન એ સંવેગનું લક્ષણ છે.
કાયાના સ્વરૂપની વિચારણાથી વૈરાગ્યની પુષ્ટિ
કોઈ પણ પ્રકારની આસક્તિ સાધનામાં બાધક છે. પાંચ મહાવ્રતોના સાધકે સંસારના સર્વ પદાર્થોનો ત્યાગ કરી દીધો હોય છે. એની પાસે મહાવ્રતોની સાધનામાં જરૂરી ઉપકરણો હોય છે. એનું શરીર પણ ઉપકરણ રૂપ જ હોય છે. ઉપકરણ એટલે સંયમની સાધનામાં સહાયક વસ્તુ. શરીર અને વસ્ત્રો વગેરે સંયમની સાધનામાં સહાયક બનતાં હોવાથી સાધુઓ તેનું રક્ષણ કરે છે, પણ અનાસક્ત ભાવથી. તેમાં જો આસક્તિભાવ આવી જાય તો તે ઉપકરણ બનવાને બદલે અધિકરણ (સંસારમાં સહાયક બની જાય છે. આથી સાધકે બિન જરૂરી કોઈ વસ્તુ રાખવાની નથી, અને જરૂરી વસ્તુનો ઉપયોગ પણ આસક્તિ વિના કરવાનો છે, તેમાં પણ કાયા ઉપર આસક્તિ ન રહે એ માટે બહુ જ સાવધ રહેવાની જરૂર છે. દરેક જીવને સામાન્યથી અન્ય પદાર્થોની અપેક્ષાએ કાયા ઉપર અધિક આસક્તિ હોય છે. અન્ય પદાર્થો ઉપરથી આસક્તિ દૂર થયા પછી પણ કાયા ઉપરની આસક્તિ દૂર થવી ઘણી કઠિન છે. જો સાવધ રહેવામાં ન આવે તો કાયાની આસક્તિ અન્ય પદાર્થો ઉપર પણ આસક્તિ કરાવે છે. એટલે કાયા ઉપર આસક્તિભાવ ન થાય અને થયો હોય તો દૂર થાય એ માટે સાધકે સંસારના સ્વરૂપની વિચારણા સાથે કાયાના સ્વરૂપની વિચારણા પણ કરવી જોઇએ. કાયાના સ્વરૂપની વિચારણાથી કાયા અશુચિમય અને અનિત્ય જણાય છે. આથી કાયા પ્રત્યે
Page #335
--------------------------------------------------------------------------
________________
અ) ૭ સૂ) ૮]. શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૨૯૧ આસક્તિ રહેતી નથી. કાયા પ્રત્યે આસક્તિ ન હોવાથી કાયાના પોષણ માટે જરૂરી વસ્ત્ર, પાત્ર, વસતિ, આહાર, પાણી વગેરે જે કોઈ વસ્તુનો ઉપયોગ કરે છે તે અનાસક્ત ભાવથી કરે છે. આથી મહાવ્રતોના પાલન માટે કાયાના સ્વરૂપનું ચિંતન અતિ જરૂરી છે. નહીં તો કાયા અને અન્ય ઉપકરણો ઉપકરણને બદલે અધિકરણ બની જાય તો સાધના નિષ્ફળ જાય. (૭)
મહાવ્રતો હિંસાદિ પાંચ પાપોથી નિવૃત્તિ રૂપ હોવાથી મહાવ્રતોના પાલન માટે પ્રથમ હિંસા આદિ પાંચ પાપોનું જ્ઞાન અનિવાર્ય છે. આથી હવે ક્રમશઃ હિંસાદિ પાપોની વ્યાખ્યા જણાવે છે.
હિંસાની વ્યાખ્યાप्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा ॥ ७-८ ॥ પ્રમાદના યોગે પ્રાણનો વિયોગ એ હિંસા છે.
પાંચ ઇન્દ્રિયો, મનોબળ, વચનબળ અને કાયબળ એ ત્રણ બળો, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ દશ પ્રકારના દ્રવ્યપ્રાણ છે. એ પ્રાણનો વિયોગ કરવો તે હિંસા.
દ્રવ્ય-ભાવહિંસા
પ્રશ્ન– આ પ્રાણો આત્માથી જુદા છે. પ્રાણોના વિયોગથી આત્માનો વિનાશ થતો નથી. તો પછી પ્રાણોના વિયોગમાં અધર્મ=પાપ કેમ લાગે ?
ઉત્તર–પ્રાણના વિયોગથી આત્માનો નાશ થતો નથી, પણ આત્માને દુઃખ અવશ્ય થાય છે. પ્રાણના વિયોગથી આત્માને દુઃખ થાય છે માટે જ પ્રાણ વિયોગથી અધર્મ પાપ લાગે છે. આથી એ પણ સ્પષ્ટ થાય છે કે પ્રાણવિયોગ એ જ અધર્મ=પાપ કે હિંસા છે એમ નથી, કિન્તુ અન્યને દુઃખ આપવું એ પણ અધર્મ હિંસા છે. મુખ્ય હિંસા પણ આ જ છે. પ્રાણ વિયોગ એ ગૌણ હિંસા છે. શાસ્ત્રના શબ્દોમાં કહીએ તો બીજાને દુ:ખ આપવું એ નિશ્ચય હિંસા છે અને પ્રાણવિયોગ એ વ્યવહાર હિંસા છે. વ્યવહાર હિંસા નિશ્ચય હિંસાનું કારણ છે માટે તેનાથી પાપ લાગે છે. બીજા શબ્દોમાં કહીએ તો દુઃખ આપવું એ ભાવહિંસા છે અને પ્રાણવિયોગ એ દ્રવ્યહિંસા છે.
૧. પ્રમાદનો અર્થ વિશાળ છે. પણ અહીં મુખ્યતયા જીવરક્ષા પરિણામના અભાવરૂપ પ્રમાદ
વિવક્ષિત છે. પ્રમાદના વિસ્તૃત અર્થ માટે જુઓ અ.૮ સૂ.૧.
Page #336
--------------------------------------------------------------------------
________________
૨૯૨
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૭ સૂ૦ ૮
બીજી અપેક્ષાએ દ્રવ્ય-ભાવ હિંસા
આત્માના જ્ઞાનાદિ ગુણો ભાવપ્રાણ છે. વિષય-કષાય આદિ પ્રમાદથી આત્માના ગુણોનો ઘાત પણ હિંસા છે. આત્માના ગુણોનો ઘાત એ ભાવહિંસા છે. આત્માના ગુણોના ઘાત રૂપ ભાવહિંસાની અપેક્ષાએ દ્રવ્યપ્રાણોનો ઘાત એ દ્રવ્યહિંસા છે. અહીં પણ ભાવહિંસા મુખ્ય છે. આ બંને પ્રકારની હિંસાના સ્વ અને પર એમ બે ભેદ છે. પોતાના આત્માના ગુણોનો ઘાત એ સ્વભાવહિંસા અને પરના આત્માના ગુણોના ઘાતમાં નિમિત્ત બનવું એ પરભાવહિંસા છે, અર્થાત્ પોતે રાગ-દ્વેષ કરવા એ સ્વભાવહિંસા છે. બીજાને રાગ-દ્વેષ થવામાં નિમિત્ત બનવું એ પરભાવહિંસા છે. ઝેર આદિથી પોતાના દ્રવ્યપ્રાણોનો ધાત એ સ્વદ્રવ્યહિંસા અને પરના દ્રવ્ય પ્રાણોનો ઘાત કરવો એ પરદ્રવ્યહિંસા છે.
પરદ્રવ્યહિંસાના ત્રણ ભેદો–
અન્યના દ્રવ્યપ્રાણના ઘાત રૂપ હિંસાને બીજી રીતે વિચારતાં હિંસાના દ્રવ્ય, ભાવ અને દ્રવ્ય-ભાવ એમ ત્રણ ભેદો છે. આ સૂત્રમાં કરેલી હિંસાની વ્યાખ્યા-દ્રવ્ય-ભાવ હિંસાની છે. કેવળ પ્રાણ વ્યપરોપણ=પ્રાણવધ એ દ્રવ્યહિંસા છે, કેવળ પ્રમત્તયોગ=અસાવધાની એ ભાવહિંસા છે. પ્રમાદ અને પ્રાણવિયોગ એ બંનેનો સમાયોગ એ દ્રવ્ય-ભાવ હિંસા છે. જ્યાં પ્રમાદના યોગે પ્રાણવિયોગ થાય છે ત્યાં દ્રવ્ય અને ભાવ એ ઉભય હિંસા છે. જ્યાં પ્રમાદ નથી છતાં પ્રાણવિયોગ થઇ જાય, ત્યાં કેવળ દ્રવ્યહિંસા છે. જ્યાં પ્રાણવિયોગ નથી, પણ પ્રમાદ છે, ત્યાં કેવળ ભાવહિંસા છે. અહીં ભાવહિંસાની મુખ્યતા છે. પ્રમાદ=અસાવધાની એ ભાવહિંસા છે. આથી અહિંસાના પાલન માટે સાધકે સદા અપ્રમત્ત=સાવધાન રહેવું જોઇએ.
પ્રશ્ન- ઉપરોક્ત ત્રણ પ્રકારની હિંસામાં કયા કયા જીવોને કઇ કઇ હિંસા સંભવે છે ?
ઉત્તર– (૧) જ્યારે કોઇ જીવ પ્રાણવધ કરવા પ્રયત્ન કરે પણ તેમાં નિષ્ફળ નીવડે ત્યારે માત્ર ભાવહિંસા હોય છે. દા.ત. શિકારી હરણને તાકીને બાણ મારે, પણ હરણને બાણ ન વાગવાથી હરણ બચી જાય. અહીં દ્રવ્યપ્રાણનો વિયોગ ન હોવાથી દ્રવ્યહિંસા નથી. પણ પ્રમાદ=જીવરક્ષાના પરિણામનો
Page #337
--------------------------------------------------------------------------
________________
અ૦ ૭ સૂ૦ ૮] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૨૯૩ અભાવ હોવાથી ભાવહિંસા છે. એ પ્રમાણે અંધારામાં દોરડાને સર્પ માની મારવાનો પ્રયત્ન કરવામાં માત્ર ભાવહિંસા થાય છે. આ બંને દષ્ટાંતોમાં હિંસા માટે કાયાથી પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળતા મળવાથી માત્ર ભાવહિંસા થઈ એ વિચાર્યું. જયારે કોઈ ક્રોધાવેશમાં આવીને અન્યને ગમે તેવાં હિંસાત્મક વચનો બોલે છે, મૃત્યુ માટે શ્રાપ આપે છે, ત્યારે પણ ભાવહિંસા થાય છે. હજી આગળ વધી વિચારીએ તો જણાશે કે હિંસા માટે કાયિક પ્રયત્ન અને વચન પ્રયોગ વિના માત્ર મનમાં હિંસાના વિચારથી ભાવહિંસા થાય છે. જેમ કે તંદુલ મ. આ મત્સ્ય તંદુલના( ચોખાના) દાણા જેડવો હોય છે. માટે તેને તંદુલ મત્સ્ય કહેવામાં આવે છે. તે મહામત્સ્યની આંખની પાંપણમાં ઉત્પન્ન થાય છે. મહામસ્ય કેટલાંક માછલાં ગળી જાય છે ત્યારે તેની સાથે થોડુંક પાણી પણ તેના મુખમાં દાખલ થઇ જાય છે. આ પાણીને તે બહાર કાઢે છે ત્યારે પાણીની સાથે દાંતોની પોલાણમાંથી કેટલાક નાનાં નાનાં માછલાં પણ બહાર નીકળી જાય છે. આ જોઈને તંદુલ મત્સ્ય વિચારે છે કે હું મહામત્સ્ય હોઉં તો એક પણ માછલાને આવી રીતે નીકળવા ન દઉં, સઘળાં માછલાઓનું ભક્ષણ કરી જાઉં. આવા દારુણ હિંસાના અધ્યવસાયથી તે સતત ભાવહિંસા કર્યા કરે છે, અને માત્ર અંતર્મુહૂર્ત જેટલા આયુષ્યમાં સાતમી નરકનું આયુષ્ય બાંધે છે. હજી સૂક્ષ્મ દૃષ્ટિથી ભાવહિંસાને વિચારીએ. હિંસા માટે કાયાથી પ્રયત્ન ન કરે, વચનથી બોલે નહિ અને મનમાં વિચારણા ન કરે તો પણ જો આત્મામાં જીવરક્ષાના પરિણામ ન હોય તો ભાવહિંસા થાય છે. આથી જીવરક્ષાના પરિણામ રહિત સર્વ જીવો સદા ભાવહિંસાનું પાપ બાંધે છે.
(૨) રક્ષાના પરિણામથી રહિત જીવ જ્યારે પ્રાણવધ કરે છે ત્યારે દ્રવ્યભાવહિંસા કરે છે.
(૩) ગૃહસ્થવાસમાં રહેલ જે સાધક હિંસાની સૂક્ષ્મ વ્યાખ્યા સમજે છે અને હિંસાથી સર્વથા નિવૃત્ત થઈ જવાની તીવ્ર ઈચ્છા રાખે છે, છતાં સંયોગોની વિપરીતતાથી સર્વથા હિંસાથી નિવૃત્ત થઈ શકતો નથી, તે સાધકથી દુભાતા દિલે થતી જીવન નિર્વાહ માટે અનિવાર્ય હિંસા દ્રવ્યહિંસા છે. આમ સંસારમાં રહેલા મનુષ્યોમાં ત્રણ પ્રકારની હિંસા સંભવે છે.
Page #338
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૭ સૂ૦ ૯
(૪) સંસારત્યાગી અપ્રમત્ત મુનિથી સંયોગવશાત્ થઇ જતી હિંસા દ્રવ્યહિંસા છે. જેમ કે—અપ્રમત્તભાવે યુગપ્રમાણ દૃષ્ટિ રાખીને જઇ રહેલ મુનિના પગ નીચે અકસ્માત્ કોઇ જીવ આવી જાય અને મૃત્યુ પામે તો એ દ્રવ્યહિંસા છે. કારણ કે મુનિ અપ્રમત્ત છે. તેમનું મન જીવોને બચાવવાના જ ધ્યાનમાં છે. છતાં સંયોગ એવો છે કે જીવ બચાવી શકાતો નથી. તેવા પ્રકારના રોગ આદિ પ્રબળ કારણો ઉપસ્થિત થતાં દુભાતા હ્રદયે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ઔષધસેવન આદિમાં થતી હિંસા પણ દ્રવ્યહિંસા છે. સંસાર ત્યાગી મુનિ જો પ્રમાદ કરે=જીવરક્ષા તરફ લક્ષ્ય ન રાખે તો પ્રાણવિયોગ રૂપ દ્રવ્યહિંસા ન થવા છતાં ભાવહિંસા અવશ્ય થાય છે, અને જ્યારે પ્રમાદની સાથે પ્રાણવિયોગ પણ થાય છે ત્યારે દ્રવ્ય-ભાવહિંસા થાય છે. આમ અપેક્ષાએ ગૃહસ્થાવાસના ત્યાગી મુનિઓમાં પણ ત્રણે પ્રકારની હિંસા સંભવિત છે.
૨૯૪
અહીં સૂક્ષ્મદષ્ટિથી વિચારવામાં આવે તો જણાશે કે જેમ મોટા ભાગના ગૃહસ્થોમાં સદા ભાવહિંસા હોય છે તેમ સાધુમાં સદા દ્રવ્યહિંસા હોય છે. કારણ કે શ્વાસોચ્છ્વાસ, હાથ-પગ પ્રસારણ આદિથી સૂક્ષ્મ વાયુકાયના જીવોની હિંસા થયા કરે છે. પોતે અપ્રમત્ત હોવા છતાં આ હિંસાનો પરિહાર અશક્ય છે. આવી દ્રવ્યહિંસા ૧૩મા ગુણસ્થાનક સુધી હોય છે. ૧૪મા ગુણસ્થાને રહેલા તથા સિદ્ધજીવો દ્રવ્ય અને ભાવ બંને પ્રકારની હિંસાથી રહિત છે. (૮)
અસત્યની વ્યાખ્યા
અસરમિયાનમનૃતમ્ ॥ ૭-૧ ॥
પ્રમાદથી અસત્(=અયથાર્થ) બોલવું તે અસત્ય.
અસત્યના ત્રણ ભેદો છે—(૧) સદ્ભાવપ્રતિષેધ, (૨) અર્થાતર અને (૩) ગĒ. સદ્ભાવપ્રતિષેધના ભૂતનિહ્નવ અને અભૂતોભાવન એ બે ભેદો છે.
ચાર પ્રકારના અસત્યનું સ્વરૂપ–
(૧) ભૂતનિહ્નવ– સદ્ભૂત વસ્તુનો નિહ્નવ(નિષેધ કે અપલાપ) કરવો. જેમ કે આત્મા નથી, પુણ્ય-પાપ નથી વગેરે.
Page #339
--------------------------------------------------------------------------
________________
અ૦ ૭ સૂ૦ ૯]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૨૯૫
(૨) અભૂતોદ્ભાવન– જે વસ્તુ જે સ્વરૂપે ન હોય તે વસ્તુનું તે રૂપે જે પ્રતિપાદન કરવું. જેમ કે—આત્મા સર્વવ્યાપી છે, આત્મા અંગુષ્ઠના પર્વ પ્રમાણ છે, સૂર્ય જેવો તેજસ્વી છે, નિષ્ક્રિય છે વગેરે.
(૩) અર્થાતર– જે વસ્તુ જે ન હોય તે વસ્તુને તે વસ્તુ કહેવી. જેમ કે ગાયને ઘોડો કહેવો, ઘોડાને ગાય કહેવી વગેરે.
(૪) ગા— શાસ્ત્રનિષિદ્ધ વાણી બોલવી તે ગાઁ. ગર્હાના પાપપ્રવર્તિકા, અપ્રિયા અને આક્રોશવતી એમ ત્રણ પ્રકાર છે. ખેતર ખેડો વગેરે પ્રકારની વાણી પાપપ્રવર્તિકા ગહ્યું છે. કાણાને કાણો કહેવો વગેરે અપ્રિયા ગાઁ છે. ‘તું કુલટાપુત્ર છે’ ઇત્યાદિ વાણી આક્રોશવતી ગર્હા છે અથવા નીચે પ્રમાણે પણ અર્થ કરી શકાય—
(૧) ભૂતનિહ્નવ–ભૂત એટલે બનેલ. નિર્ભવ એટલે છુપાવવું=અપલાપ ક૨વો. બની ગયેલ વસ્તુસ્થિતિનો અપલાપ કરવો તે ભૂતનિર્ભવ રૂપ અસત્ય છે. દા.ત. કોઇએ પોતાને અમુક રકમ થોડા સમય માટે આપી હોય, મુદત પૂરી થતાં તે લેવા આવે ત્યારે નથી આપી એમ કહેવું, અથવા પાસે પૈસા હોવા છતાં માગનારને હમણાં મારી પાસે નથી એમ કહેવું.
(૨) અભૂતોદ્ભાવન– અભૂત એટલે નહિ બનેલું. ઉદ્ભાવન એટલે ઉત્પન્ન કરવું. નહિ બનેલી વસ્તુસ્થિતિને ઉત્પન્ન કરવી એ અભૂતોદ્ભાવન રૂપ અસત્ય છે. દા.ત. અન્ય કોઇ વ્યક્તિએ પોતાની પાસેથી અમુક વસ્તુ ન લીધી હોવા છતાં તે વ્યક્તિને તેં મારી પાસેથી અમુક વસ્તુ લીધી છે એમ કહેવું.
(૩) અર્થાતર– અર્થાત૨ એટલે ફેરફાર. વસ્તુ જે સ્વરૂપે હોય તે સ્વરૂપથી ભિન્ન સ્વરૂપે=ફેરફાર કરીને કહેવું તે અર્થાતર અસત્ય. અન્યને ૫૦૦ રૂપિયા આપ્યા હોય પણ થોડા સમય પછી ૬૦૦ રૂપિયા આપ્યા હતા એમ કહેવું. નકલી વસ્તુને અસલી અને અસલી વસ્તુને નકલી કહેવી. જૂનાને નવો અને નવાને જૂનો માલ કહેવો. રૂપિયાની કિંમતના માલનો ગ્રાહક પાસે સવા રૂપિયો ભાવ કહેવો. આમ થોડા ફેરફાર સાથે જે બોલવામાં આવે તે અર્થાંતર અસત્ય છે.
(૪) ગર્હા— સત્ય બોલવા છતાં હિંસા, કઠોરતા વગેરેથી યુક્ત વચન બોલવું તે ગઈ રૂપ અસત્ય છે. દા.ત. તું કુલટા પુત્ર છે એમ કહેવું.
Page #340
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
હિંસાનું કારણ સત્ય વચન પણ અસત્ય છે—
પાંચ વ્રતોમાં અહિંસા મુખ્ય વ્રત છે. બીજાં વ્રતો તેના રક્ષણ માટે છે. એટલે અસત્ય આદિ વ્રતોનું બાહ્ય દૃષ્ટિએ પાલન થવા છતાં જો તેનાથી અહિંસાવ્રતનું પાલન ન થતું હોય તો એ વાસ્તવિક પાલન જ નથી. આથી બાહ્ય દૃષ્ટિએ વચન સત્ય હોવા છતાં જો તેનાથી હિંસા થતી હોય તો તે વચન વાસ્તવિક રીતે અસત્ય જ છે. સાધુએ રસ્તામાં હરણને જતું જોયું. કોઇ શિકારી સામે મળતાં હરણ કઇ દિશામાં ગયું છે એમ પૂછ્યું. સાધુએ હરણના જવાની દિશા બતાવી. અહીં બાહ્યદૃષ્ટિએ સાધુનું વચન અસત્ય નથી. પણ તે વચનથી શિકારી તે દિશામાં જઇને હરણનો શિકાર કરે એટલે પરિણામે હિંસા ઉત્પન્ન થાય. આથી આ વચન અસત્ય છે. એ પ્રમાણે મૂર્ખને મૂર્ખ કહેવો, કાણાને કાણો કહેવો વગેરે સત્ય પણ અસત્ય જ છે. કારણ કે તેનાથી પ્રાણવિયોગ રૂપ હિંસા ન થવા છતાં દુઃખાનુભવ રૂપ હિંસા અવશ્ય થાય છે. વાસ્તવિક હિંસા પણ એ જ છે. આ આપણે ગયા સૂત્રમાં વિચારી ગયા છીએ. કઠોરતા, પૈશુન્ય, ગાળ આદિથી યુક્ત વચનો અસત્ય વચનો છે. આવા વચનો કોઇને સાંભળવાં ગમતાં ન હોવાથી સાંભળીને દુ:ખ થાય છે. (૯)
ચોરીની વ્યાખ્યા–
૨૯૬
[અ૦ ૭ સૂ૦ ૧૦
અત્તાવાનું સ્તેયમ્ ॥ ૭-૨૦ ||
પ્રમાદથી અન્યની નહિ આપેલી વસ્તુ ગ્રહણ કરવી તે સ્તેયચોરી છે. અદત્ત એટલે નહિ આપેલ આદાન એટલે ગ્રહણ કરવું. માલિકે નહિ આપેલી વસ્તુ લેવી તે અદત્તાદાન. અદત્તાદાન એ ચોરી છે. અદત્તાદાનના સ્વામી અદત્ત, જીવ અદત્ત, તીર્થંકર અદત્ત અને ગુરુ અદત્ત એમ ચાર ભેદ છે. સાધક જો સ્વામી આદિ ચારેની રજા વિના કોઇ પણ વસ્તુ ગ્રહણ કરે તો ત્રીજા મહાવ્રતમાં સ્ખલના થાય.
(૧) સ્વામી અદત્ત— જે વસ્તુનો જે માલિક હોય તે વસ્તુનો તે સ્વામી છે. વસ્તુના માલિકની રજા વિના વસ્તુ લે તો સ્વામી અદત્ત દોષ લાગે. આથી મહાવ્રતના સાધકે તૃણ જેવી પણ વસ્તુ ગ્રહણ કરતાં પહેલાં તેના માલિકની રજા લેવી જોઇએ.
Page #341
--------------------------------------------------------------------------
________________
અ) ૭ સૂ૦ ૧૧] શ્રીતQાથિિધગમસૂત્ર
૨૯૭ (૨) જીવ અદત્ત-માલિકે રજા આપી હોય તો પણ જો તે વસ્તુ સચિત્ત ( જીવ યુક્ત) હોય તો ગ્રહણ ન કરી શકાય. તે વસ્તુનો માલિક તેમાં રહેલ જીવ છે. તે વસ્તુ તેમાં રહેલા જીવની કાયા છે. કોઇપણ જીવને કાયાની પીડા ગમતી નથી. સચિત્ત વસ્તુ ગ્રહણ કરવાથી પીડા, કાયાનો નાશ આદિ થાય છે. આથી તેણે(=વસ્તુમાં રહેલા જીવે) એ વસ્તુ ભોગવવાનો અધિકાર(રજા) કોઇને પણ આપ્યો નથી. માટે મહાવ્રતના સાધકે માલિકે રજા આપી હોવા છતાં સચિત્ત વસ્તુનું ગ્રહણ નહિ કરવું જોઈએ. અન્યથા જીવ અદત્ત દોષ લાગે.
(૩) તીર્થકર અદત્ત-વસ્તુ અચિત્ત હોય અને માલિકે રજા આપી હોય તો પણ સાધકે વિચારવું જોઈએ કે આ વસ્તુ લેવા તીર્થંકર (શાસ્ત્ર)ની આજ્ઞા છે કે નહિ? તીર્થકરની આજ્ઞા ન હોય અને લે તો તીર્થકર અદત્ત દોષ લાગે. જેમ કે સાધુ માટે તૈયાર કરેલ આહાર-પાણીનું ગ્રહણ. દાતા ભક્તિથી સાધુને આહાર-પાણી આપતો હોય, તે આહાર-પાણી અચિત્ત હોય, છતાં જો તે સાધુ માટે તૈયાર કરેલાં હોય તો સાધુથી (નિષ્કારણ) ન લેવાય. જો લે તો તીર્થકર અદત્ત દોષ લાગે. કારણ કે તીર્થકરોએ સાધુ માટે તૈયાર કરેલ આહાર-પાણી (નિષ્કારણ) લેવાનો નિષેધ કર્યો છે.
(૪) ગુરુ અદત્ત- સ્વામીની અનુજ્ઞા હોય, વસ્તુ અચિત્ત હોય, તીર્થકરની પણ અનુજ્ઞા હોય, છતાં જો ગુરુની અનુજ્ઞા લીધા વિના વસ્તુ ગ્રહણ કરે તો ગુરુ અદત્ત દોષ લાગે. જેમ કે ગુરુની અનુજ્ઞા વિના નિર્દોષ આહાર-પાણીનું ગ્રહણ. નિર્દોષ પણ આહાર-પાણી લેતાં પહેલાં ગુરુની અનુજ્ઞા અવશ્ય લેવી જોઈએ. દાતા ભક્તિથી આપે છે એટલે સ્વામી અદત્ત નથી. અચિત્ત હોવાથી જીવ અદત્ત નથી. શાસ્ત્રાજ્ઞા હોવાથી તીર્થકર અદત્ત પણ નથી. છતાં જો ગુરુની અનુજ્ઞા વિના લાવેલાં હોય તો ગુરુ અદત્ત છે. આથી સાધકે જે વસ્તુ લેવાની તીર્થકરોએ અનુજ્ઞા આપી હોય તે વસ્તુ લેવા માટે પણ ગુરુની અનુજ્ઞા અવશ્ય મેળવવી જોઇએ.
આ પ્રમાણે અસ્તેય મહાવ્રતના પાલન માટે આ ચારે પ્રકારે અદત્ત વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. (૧૦)
અબ્રહ્મની વ્યાખ્યામૈથુનવણી || ૭-૧૨ |
Page #342
--------------------------------------------------------------------------
________________
૨૯૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ) ૭ સૂ૦ ૧૧ મૈથુન એ અબ્રહ્મ છે.
મિથુન શબ્દ ઉપરથી મૈથુન શબ્દ બન્યો છે. મિથુન એટલે જોડલું. મિથુનની જોડલાની જે ક્રિયા તે મૈથુન એવો મૈથુન શબ્દનો અર્થ છે. પણ અહીં આપણે મૈથુન શબ્દનો શબ્દાર્થ નહિ, કિન્તુ ભાવાર્થ લેવાનો છે. વેદોદયથી પુરુષ-સ્ત્રીના સંયોગથી થતી કામચેષ્ટા મૈથુન છે. પુરુષ-સ્ત્રીના સંયોગથી થતી કામચેષ્ટા રૂપ મૈથુન અબ્રહ્મ છે.
જેમ પુરુષ અને સ્ત્રીને સંયોગથી થતી કામચેષ્ટાથી સ્પર્શ સુખનો અનુભવ થાય છે, તેમ પુરુષને અન્ય પુરુષના કે સ્વહસ્તાદિના સંયોગથી થતી કામચેષ્ટાથી સ્પર્શ સુખનો અનુભવ થાય છે. તે પ્રમાણે સ્ત્રીને પણ હસ્તાદિના સંયોગથી થતી કામચેષ્ટાથી સ્પર્શ સુખનો અનુભવ થાય છે. એટલે મૈથુન શબ્દનો ફલિતાર્થ કામચેષ્ટા છે. કોઈ પણ પ્રકારની કામચેષ્ટા એ મૈથુન છે.
જેના પાલનથી અહિંસાદિ આધ્યાત્મિક ગુણોની વૃદ્ધિ થાય તે બ્રહ્મ. જેના સેવનથી અહિંસા આદિ આધ્યાત્મિક ગુણોનો હ્રાસ કે નાશ થાય તે અબ્રહ્મ. કોઈ પણ પ્રકારની કામચેષ્ટા રૂપ મૈથુનના સેવનથી અહિંસાદિ ગુણોનો નાશ થાય છે. માટે કામચેષ્ટા અબ્રહ્મ છે. મૈથુનની નિવૃત્તિથી આધ્યાત્મિક અહિંસાદિ ગુણોની વૃદ્ધિ થાય છે. માટે મૈથુનની નિવૃત્તિ એ બ્રહ્મ છે. બ્રહ્મનું પાલન તે બ્રહ્મચર્ય.
બ્રહ્મચર્યના પાલનથી આધ્યાત્મિક દૃષ્ટિએ તો લાભ છે જ. વધારામાં ઐહિક-લૌકિક દૃષ્ટિએ પણ ઘણો લાભ છે. બ્રહ્મચર્યથી વીર્યરક્ષા, શરીરબળ, રોગનો અભાવ, કાંતિ, પ્રતાપ, ઉત્સાહ આદિ અનેક લાભો થાય છે. (૧૧)
૧. અહી વેદના ઉદયથી થતી કોઈ પણ કામચેષ્ટા મૈથુન છે એમ જે કહેવામાં આવ્યું છે તે
સ્થૂલદષ્ટિએ છે. સૂક્ષ્મદષ્ટિથી તો શબ્દાદિ કોઈ પણ વિષયના સુખની ક્રિયા મૈથુન છે. કારણ કે બ્રહ્મ એટલે આત્મા, વાળ વરdi Aવર્ધન બ્રહ્મમાં=આત્મામાં રમણતા કરવી એ બ્રહ્મચર્ય છે. આ દષ્ટિએ રાગ-દ્વેષથી શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચ વિષયોનું સેવન પણ અબ્રહ્મ=મૈથુન છે. આથી જ સાધુઓના પાક્ષિક સૂત્રમાં કહ્યું છે કેसहा रूवा रसा गंधा फासाणं पवियारणा । मेहुणस्स वेरमणे एस वुत्ते अइकुम्मे ॥ રાગ-દ્વેષ પૂર્વક શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનું સેવન એ મૈથુનવિરમણવ્રતમાં દોષરૂપ છે.
Page #343
--------------------------------------------------------------------------
________________
૨૯૯
અ૦ ૭ સૂ૦૧૨] શ્રીક્વાથધિગમસૂત્ર
પરિગ્રહની વ્યાખ્યા મૂછ પuિ | ૭-૧૨ છે. જડ કે ચેતન વસ્તુ ઉપર મૂચ્છ=આસક્તિ પરિગ્રહ છે.
સામાન્યથી પરિગ્રહનો અર્થ સ્વીકાર થાય છે. પણ અહીં કેવળ સ્વીકાર અર્થ નથી. કિન્તુ જેનાથી આત્મા સંસારમાં જકડાય તે પરિગ્રહ એવો અર્થ છે. આત્મા આસક્તિથી=મૂછથી સંસારમાં જકડાય છે. માટે આસક્તિ-મૂચ્છ પરિગ્રહ છે. આથી વસ્તુનો સ્વીકાર કરવા છતાં તેના વિષે આસક્તિ ન હોય તો વસ્તુનો સ્વીકાર પરિગ્રહ રૂપ બનતો નથી. વસ્તુનો સ્વીકાર ન કરવા છતાં જો તેમાં આસક્તિ હોય તો તે પરિગ્રહ છે. જો એમ ન હોય તો ભિખારીને પણ નિષ્પરિગ્રહી=પરિગ્રહ રહિત કહેવો જોઈએ. આમ આસક્તિ વિના=ઈચ્છા વિના વસ્તુનો સ્વીકાર યા ઉપભોગ એ પરિગ્રહ નથી, તથા આસક્તિ=ઈચ્છા હોય તો વસ્તુ ન મળવા છતાં-ન ભોગવવાં છતાં પરિગ્રહ છે.
પ્રશ્ન- ઈષ્ટ વસ્તુમાં આસક્તિ હોવા છતાં પુણ્યના અભાવે તે વસ્તુ ન મેળવી શકે એ બરોબર છે. પણ અનિષ્ટ વસ્તુમાં આસક્તિ ન હોવા છતાં=ઈચ્છા ન હોવા છતાં તે વસ્તુને સ્વીકારે તે વસ્તુનો ઉપભોગ કરે એ કેમ બને? વસ્તુનો સ્વીકાર=વસ્તુનો ઉપભોગ જ કહી આપે છે કે એને એ વસ્તુ ઈષ્ટ છે. જો અનિષ્ટ હોય તો તેનો સ્વીકાર=ઉપભોગ કેમ કરે ? કાંટો અનિષ્ટ છે તો તેનાથી દૂર રહે છે.
ઉત્તર– શું રોગી કડવાં ઔષધો પીએ છે તે તેને ગમે છે માટે પીએ છે? રોગીને કડવાં ઔષધો ન ગમવા છતાં પીએ છે. કારણ કે તે વિના એ નિરોગી થઈ શકે તેમ નથી. કેટલીક વખત ઈષ્ટને મેળવવા અનિષ્ટનું સેવન કરવું પડે છે. રોગીને આરોગ્ય ઇષ્ટ છે. પણ તે અનિષ્ટ કડવી ઔષધિના સેવન વિના પ્રાપ્ત થઈ શકે તેમ ન હોવાથી રોગી અનિચ્છાએ પણ તેનું સેવન કરે છે. જેમ વસ્તુ ઈષ્ટ હોવા છતાં પુણ્યના અભાવે મળતી નથી, તેમ વસ્તુ અનિષ્ટ હોવા છતાં પુણ્યના અભાવે અવશ્ય સ્વીકારવી પડે છે. આથી આસક્તિ ન હોવા છતાં=ગમતું ન હોવા છતાં વસ્તુનો સ્વીકાર અને ઉપભોગ કરવો પડે છે. કાંટાથી દૂર ભાગનાર માણસ પણ જયારે કાંટો વાગે છે ત્યારે તે કાંટો કાઢવા શું બીજા કાંટાને શોધતો નથી ?
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૦૦
શ્રીતત્ત્વાધિગમસૂત્ર (અ) ૭ સૂ૦૧૩ પ્રસ્તુત પ્રશ્નનો ઉત્તર આપણે આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારવાનો છે. જેમ રોગી ન ગમવા છતાં કડવાં ઔષધોનું સેવન કરે છે, તેમ અહિંસા આદિ મહાવ્રતોના સાધક આત્માને દુનિયાના કોઈપણ પદાર્થ ઉપર આસક્તિ=મમત્વ -ભાવ ન હોવા છતાં મહાવ્રતોના પાલન માટે અમુક વસ્તુઓનો સ્વીકાર અને ઉપભોગ અનિવાર્ય બની જાય છે. મહાવ્રતોનું પાલન દેહને આધીન છે. દેહનું પોષણ આહાર, વસ્ત્ર, વસતિ આદિ વિના ન થઈ શકે. આહાર-પાણી પાત્ર વિના ન લઈ શકાય. આથી સાધક આહાર, વસ્ત્ર, પાત્ર, વસતિ વગેરે ઈષ્ટ ન હોવા છતાં કેવળ શરીરના નિર્વાહ માટે ગ્રહણ કરે છે. તેમાં આસક્તિ ન હોવાથી તે સ્વીકાર પરિગ્રહની કોટિમાં આવી શકતો નથી. આથી જ તીર્થકરોએ સાધુઓને શરીરના નિર્વાહ માટે જરૂરી વસ્ત્ર આદિ સ્વીકારવાની અનુજ્ઞા આપી છે. પરંતુ તેમાં આસક્તિ ન જાગે તે માટે સાધકે સતત સાવધાન રહેવું જોઇએ. અન્યથા સંયમના ઉપકરણો અધિકરણ રૂપ બની જાય અને પરિગ્રહની કોટિમાં આવી જાય.
આમ મહાવ્રતોના પાલન માટે પોતાની કક્ષા પ્રમાણે વસ્ત્ર આદિનો સ્વીકાર કરવામાં જરાય દોષ નથી. બલ્બ નહિ સ્વીકારવામાં અનેક દોષો છે. (૧) પાત્રના અભાવે હાથમાં ભોજન કરતાં નીચે પડે તો કીડી આદિ જીવો એકઠા થાય અને પગ આદિથી મરી જાય. (૨) બાળ, ગ્લાન, વૃદ્ધ અને લાભાંતરાય કર્મના ઉદયવાળા મુનિ વગેરેની ભક્તિ ન કરી શકાય. આથી તેઓ સંયમમાં સદાય. (૩) કામળી આદિ ન રાખવાથી કાળના કે વરસાદના સમયમાં અષ્કાયના જીવોની રક્ષા ન થઇ શકે. (૪) શિયાળામાં ઠંડી સહન ન થવાથી ઘાસ કે અગ્નિ આદિની અપેક્ષા રહે. તે ન મળે તો પ્રાયઃ અસમાધિ પણ થાય. પરિણામે કદાચ વ્રતોનો ભંગ પણ થાય. (૫) ચોલપટ્ટો આદિ ન રાખવાથી લોકમાં જૈનશાસનની હલના થાય. એથી અજ્ઞાન જીવો બોધિદુર્લભ બની જાય. એમાં નિમિત્ત સાધુ બનવાથી સાધુને અશુભ કર્મોનો બંધ થાય. આમ પોતાની કક્ષા પ્રમાણે પાત્ર આદિ ન રાખવાથી અનેક દોષો ઉત્પન્ન થાય છે. (૧૨)
વતીની વ્યાખ્યા નિઃશન્યો વ્રતી | ૭-૧૩ .
Page #345
--------------------------------------------------------------------------
________________
અ૦ ૭ સૂ૦ ૧૩] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૩૦૧ શલ્યરહિત તથા અહિંસાદિ વ્રત સહિત જે હોય તે વ્રતી કહેવાય.
યદ્યપિ વ્રતી શબ્દથી જ વ્રત જેને હોય તે વ્રતી કહેવાય એમ સમજી શકાય છે. છતાં અહીં વ્રતોની વ્યાખ્યા માટે વિશિષ્ટ સૂત્રની રચના એટલા માટે કરી કે, કેવળ વ્રત હોવા માત્રથી વ્રતી ન કહેવાય, કિંતુ શલ્ય રહિત પણ જોઇએ. અહીં વ્રતીની વ્યાખ્યામાં અંગાંગી ભાવ સમાયેલો છે. વ્રતી અંગી છે. નિશલ્યતા અંગ છે. જેમ અંગ=અવયવ વિના અંગી=અવયવી ન હોઈ શકે તેમ નિઃશલ્યતા વિના વ્રતી ન હોઈ શકે. આથી અહીં નિઃશલ્યતાની (શલ્યના અભાવની) પ્રધાનતા છે. વ્રત સહિત હોવા છતાં નિઃશલ્યતા ન હોય તો વ્રતી ન કહેવાય. જેમ કોઈની પાસે ગાયો હોવા છતાં જો દૂધ વિનાની હોય તો તે વાસ્તવિક રીતે ગાયવાળો કહેવાતો નથી. કારણ કે દૂધ વિનાની ગાયોની કોઈ કિંમત હોતી નથી.
માયા, નિદાન અને મિથ્યાત્વ એ ત્રણ શલ્ય છે. શરીરમાં રહી ગયેલ કાંટા આદિનું શલ્ય જેમ શરીર અને મનને અસ્વસ્થ બનાવી દે છે, તેમ માયા આદિ આત્મામાં રહી જાય તો આત્માને અસ્વસ્થ બનાવી દે છે. એથી આત્માની પ્રગતિ રૂંધાઈ જાય છે. માટે માયા આદિ ત્રણ શલ્ય છે.
માયા એટલે કપટ, નિદાન એટલે મહાવ્રતો આદિની સાધનાના ફળ રૂપે આ લોક અને પરલોકનાં દુન્યવી સુખોની ઇચ્છા રાખવી. મિથ્યાત્વ એટલે તાત્ત્વિક પદાર્થો ઉપર અશ્રદ્ધા.
પ્રશ્ન- ક્રોધ આદિ ચારે કષાયો આત્માને અસ્વસ્થ બનાવે છે. આત્માની પ્રગતિને રોકે છે, માટે શલ્ય રૂપ જ છે. તો માયાને જ શલ્ય કેમ કહેવામાં આવે છે?
ઉત્તર- શલ્યની વ્યાખ્યા માયામાં પૂર્ણરૂપે લાગુ પડે છે, જ્યારે ક્રોધ આદિમાં સંપૂર્ણ લાગુ પડતી નથી. જે દોષ ગુપ્ત રહીને વિકારો પેદા કરે તે શલ્ય. કાંટો વગેરે શલ્ય ગુપ્ત રહીને અસ્વસ્થતા આદિ વિકારો કરે છે. માયા પણ ગુપ્ત રહીને આત્મામાં વિકારો પેદા કરે છે. ક્રોધાદિ પ્રગટ થઇને ૧. માયાના વિશેષ વિવેચન માટે જુઓ અ.૮, સૂ.૧૦. ૨. નિદાન માટે જુઓ અ.૯, સૂ.૩૪. ૩. મિથ્યાત્વના વિવેચન માટે જુઓ અ.૮, સૂ.૧.
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૦૨
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર [અ૦ ૭ સૂ૦ ૧૪-૧૫-૧૬
આત્મામાં વિકારો કરે છે. જ્યારે આત્મામાં ક્રોધ ઉત્પન્ન થાય છે ત્યારે શરીરની આકૃતિ આદિથી દેખાય છે, માયા દેખાતી નથી. યદ્યપિ ક્યારેક ક્રોધાદિ પણ ગુપ્ત રહે છે, પણ તે માટે પ્રયત્ન કરવો પડે છે. જ્યારે માયા તો જ્યારે જ્યારે થાય છે ત્યારે ત્યારે વિના પ્રયત્ને ગુપ્ત જ રહે છે. ક્રોધ આદિમાં ગુપ્ત રહે અને વિકાર પેદા કરે એ બેમાંથી વિકાર કરે એ એક જ ધટે છે માટે એને શલ્ય રૂપ ન કહેતાં માયાને શલ્ય રૂપ કહી. (૧૩) વ્રતીના બે ભેદ–
અર્થનાg || ૭-૨૪ ॥
વ્રતીના અગારી અને અનગાર એમ મુખ્ય બે ભેદ છે.
અગાર એટલે ઘર=સંસાર. જે ઘરમાં=સંસારમાં રહીને (અણુ)વ્રતોનું પાલન કરે તે અગારી વ્રતી. જે ઘરનોસંસારનો ત્યાગ કરવા પૂર્વક (મહા)વ્રતોનું પાલન કરે તે અનગાર વ્રતી. અગારી વ્રતીને શ્રાવક, શ્રમણોપાસક, દેશવિરતિશ્રાવક વગેરે શબ્દોથી સંબોધવામાં આવે છે. અનગાર વ્રતીને શ્રમણ, મુનિ, સાધુ વગેરે શબ્દોથી સંબોધવામાં આવે છે. (૧૪) અગારી વ્રતીની વ્યાખ્યા— અણુવ્રતોરી ||૭-૧ ॥
જે વ્રતીને (એક બે વગેરે) અણુવ્રત હોય તે અગારી. અર્થાત્ અગારી વ્રતીને અણુવ્રતો હોય છે.
અગારીની આ વ્યાખ્યાથી અર્થાપત્તિથી સિદ્ધ થાય છે કે જેને મહાવ્રતો હોય તે અનગાર વ્રતી. અણુ=નાનાં અને મોટાં એમ બે પ્રકારનાં વ્રતો છે એમ અધ્યાય-૭, સૂત્ર-૨માં જણાવ્યું છે. વ્રતોના અણુ અને મહાન એ બે ભેદને લઇને વ્રતીના બે ભેદ છે. અણુવ્રતધારી સાધક અગારી છે અને મહાવ્રતધારી સાધક અનગાર છે. ગૃહસ્થાવાસમાં રહેલ વ્યક્તિને મહાવ્રતોનું પાલન અશક્ય હોવાથી તે અણુવ્રતોનું પાલન કરે છે. પાંચ અણુવ્રતોનું સ્વરૂપ સાતમા અધ્યાયના બીજા સૂત્રમાં જણાવવામાં આવ્યું છે. (૧૫)
ગુણવ્રત-શિક્ષાવ્રતોનો નિર્દેશ– વિ-વૈશા-નર્થવ્ઽવિત્તિ-સામાયિ-પૌષધોપવાસોપ
ભોગ-મોગરિમાળાઽતિથિસંવિમા વ્રતસમ્પન્નજ્જ ॥ ૭-૨૬ ॥
Page #347
--------------------------------------------------------------------------
________________
અ૦૭ સૂ૦૧૬] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
૩૦૩ અગારી વતીને (પાંચ અણુવ્રતો ઉપરાંત) દિગ્વિરતિ, દેશવિરતિ, અનર્થદંડવિરતિ, સામાયિક, પૌષધોપવાસ, ઉપભોગ-પરિભોગપરિમાણ અને અતિથિ-સંવિભાગ એ સાત વ્રતો પણ હોય છે.
આ વ્રતોનું સ્વરૂપ તથા ફળ આ પ્રમાણે છે
(૬) દિગ્વિરતિ વ્રત- પૂર્વ આદિ દશ દિશામાં અમુક હદ સુધી જવું, તેની બહાર ન જવું એ પ્રમાણે દરેક દિશામાં ગમન પરિમાણનો નિયમ કરવો તે દિગ્વિતિ. દા.ત. કોઈપણ દિશામાં ૧૦૦૦ માઇલથી દૂર ન જવું અથવા કોઈ પણ દિશામાં ભારતથી બહાર ન જવું. અથવા અમુક અમુક દિશામાં અમુક અમુક દેશથી બહાર ન જવું. આમ ઇચ્છા મુજબ દિશા સંબંધી વિરતિ કરવી તે દિગ્વિતિ. આ વ્રતમાં દિશાનું પરિમાણ નક્કી થતું હોવાથી આ વતને દિક્પરિમાણ વ્રત પણ કહેવામાં આવે છે.
ફળ– દિગ્વિરતિ વ્રતનાં અનેક ફળો છે. તેમાં મુખ્ય બે ફળ છે(૧) હિંસા ઓછી થાય. ગૃહસ્થને લોખંડના બળતા ગોળ ગોળા જેવો કહ્યો છે. જેમ આ ગોળો જયાં જાય ત્યાં જીવોને હણે, તેમ શ્રાવક જેટલું વધારે ફરે તેટલી હિંસા વધે. માટે ગૃહસ્થ જેમ બને તેમ ઓછું ફરવુ જોઈએ. તેમાં પણ ચોમાસામાં અતિશય ઓછું ફરવું જોઈએ. જેથી હિંસાનું નિયમન થાય. (૨) લોભ મર્યાદિત બને છે. હદનું નિયમન થયા પછી તે હદમાં ગમે તેવો આર્થિક લાભ થવાનો હોય તો પણ ત્યાં ન જઈ શકાય. એટલે લોભને મર્યાદિત બનાવ્યા વિના આ નિયમ ન લઈ શકાય. લીધા પછી તેનું બરોબર પાલન કરવાથી લોભ અધિક અધિક ઘટતો જાય છે. અનેક પ્રકારના પ્રલોભનોની સામે ટકવાનું સાત્ત્વિક બળ મળે છે.
(૭) દેશવિરતિ (દેશાવગાસિક) વ્રત– દિગ્વિરતિ વ્રતમાં ગમનની જે હદ નક્કી કરી હોય તેમાં પણ દરરોજ યથાયોગ્ય અમુક દેશનો(Gભાગનો) સંક્ષેપ કરવો તે દેશવિરતિ. દેશ(=અમુક ભાગ) સંબંધી વિરતિ તે દેશવિરતિ. દા.ત. દરેક દિશામાં ૧૦૦૦ કિલોમીટરથી દૂર ન જવું એમ દિગ્વિરતિ વ્રતમાં નિયમ છે. તો આ વ્રતમાં દરરોજ જ્યાં જ્યાં જવાની જરૂર હોય કે સંભાવના હોય તેટલો જ દેશ છૂટો રાખી બાકીના દેશનો નિયમ ૧. પૂર્વાદિ ચાર દિશા, ચાર વિદિશા, ઉપર અને નીચે એમ કુલ દશ દિશા છે.
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૦૪
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦ ૭ સૂ૦ ૧૬ કરવો. પથારીવશ બની જવાય કે અન્ય માંદગી હોય તો આજે ઘરની કે હોસ્પિટલની બહાર ન જવું એવો નિયમ કરવો. મુંબઈ કે અમદાવાદ જેવા શહેરમાં કે નાના ગામડામાં રહેઠાણ હોય અને એ શહેરની કે ગામડાની બહાર જવાની કોઈ જ સંભાવના નથી કે જરૂર નથી તો આજે શહેર કે ગામથી બહાર ન જવું એ પ્રમાણે નિયમ ધારી શકાય.
ફળ– આ નિયમથી દિગ્વિરતિમાં જે હદ છૂટી હોય તેનો પણ સંકોચ થઇ જાય છે. આથી દિગ્વિરતિ વ્રતમાં જે લાભ થાય તે લાભ આ વ્રતમાં થાય છે. પણ દિગ્વિરતિ વ્રતની અપેક્ષાએ આ વ્રતમાં અધિક લાભ થાય છે.
અહીં દિગ્વિરતિ વ્રતનો સંક્ષેપ એ ઉપલક્ષણ હોવાથી વ્રતોનો (પાંચ અણુવ્રત, ભોગોપભોગપરિમાણ, અનર્થદંડ વિરતિ એ વ્રતોનો) પણ સંકોચ કરવાનું વિધાન કરવામાં આવ્યું છે. આથી ઉપભોગ-પરિભોગ પરિમાણવ્રતમાં ધારેલા ચૌદ નિયમોનો પણ દરરોજ યથાશક્ય સંક્ષેપ કરવો જોઇએ. ઉપભોગ-પરિભોગ પરિમાણવ્રતમાં ચૌદ નિયમ ધારણ કરવાનું વિધાન છે અને આ વ્રતમાં ધારેલા ચૌદ નિયમોનો દરરોજ સંક્ષેપ કરવાનું વિધાન છે. ચૌદ નિયમોમાં દિશાનો નિયમ પણ આવતો હોવાથી ચૌદ નિયમોના સંક્ષેપમાં દિશાનો સંક્ષેપ પણ આવી જાય છે.
પ્રશ્ન- સંબોધપ્રકરણ વગેરે ગ્રંથોમાં દેશાવગાસિક વ્રતમાં સર્વ વ્રતોનો સંક્ષેપ થાય છે એમ જણાવ્યું છે. જયારે અહીં (આ વિવેચનમાં) પાંચ અણુવ્રત અને ત્રણ ગુણવ્રત એમ આઠ વ્રતોનો સંક્ષેપ કરવાનું વિધાન છે એવા ભાવનું જણાવ્યું છે તેનું શું કારણ?
ઉત્તર- ચાર શિક્ષાવ્રતોનો સંક્ષેપ ન થાય. કારણ કે તે આત્માને ઉપકારી છે. ચાર શિક્ષાવ્રતો શુભપ્રવૃત્તિરૂપ છે. (જો કે પરમાર્થથી સામાયિક આદિ પાપથી નિવૃત્તિરૂપ છે. પણ બાહ્ય દષ્ટિથી શુભ પ્રવૃત્તિ રૂપ પણ છે.) આથી તેનો સંકોચ ન થાય તથા ધર્મસંગ્રહમાં શ્રાદ્ધદિનકૃત્યની બે (૩૦૦૩૦૧) ગાથામાં સાક્ષી પૂર્વક આઠ વ્રતોનો સંક્ષેપ જણાવ્યો છે. સંબોધપ્રકરણ વગેરે ગ્રંથોમાં દેશાવગાસિકમાં સર્વ વ્રતોનો સંક્ષેપ થાય છે એમ સ્પષ્ટ હોવા છતાં અર્થોપત્તિથી આઠ વ્રતોનો સંક્ષેપ થાય.
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૦૫
અ) ૭ સૂ૦ ૧૬] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
આ વ્રતને દેશાવગાસિકવ્રત પણ કહેવામાં આવે છે. વર્તમાનમાં દેશાવગાસિક (કે દેશવિરતિ) વ્રતમાં ઓછામાં ઓછા એકાસણાના તપ સાથે દશ સામાયિક કરવાનો રિવાજ છે. સવાર સાંજ પ્રતિક્રમણમાં બે સામાયિક અને બીજા ૮ સામાયિક એ પ્રમાણે દશ સામાયિક થાય. આ વ્રત ગ્રહણ કરતી વખતે હું વર્ષમાં અમુક (પાંચ-દશ વગેરે) દેશાવગાસિક કરીશ એમ નિયમ કરવામાં આવે છે. પૂર્વે કહ્યું તેમ એક દિવસ દશ સામાયિક કરવાથી એક દેશાવગાસિક વ્રત થાય છે. આથી નિયમમાં જેટલાં દેશાવગાસિક ધાર્યા હોય તેટલા દિવસ દશ દશ સામાયિક કરવાથી આ વ્રતનું પાલન થાય છે.
(૮) અનર્થદંડવિરતિ વ્રત- અર્થ એટલે પ્રયોજન. જેનાથી આત્મા દંડાય=દુઃખ પામે તે દંડ. પાપસેવનથી આત્મા દંડાય છે–દુઃખ પામે છે માટે દંડ એટલે પાપસેવન. પ્રયોજનવશાતુ (=સકારણ) પાપનું સેવન તે અર્થદંડ. પ્રયોજન વિના નિષ્કારણ પાપનું સેવન તે અનર્થદંડ.
ગૃહસ્થને પોતાનો તથા સ્વજન આદિનો નિર્વાહ કરવો પડે છે. આથી ગૃહસ્થ પોતાના તથા સ્વજન આદિના નિર્વાહ માટે જે પાપસેવન કરે તે સપ્રયોજન(=સકારણ) હોવાથી અર્થદંડ છે. જ્યારે જેમાં પોતાના કે સ્વજનાદિના નિર્વાહનો પ્રશ્ન જ ન હોય તેવું પાપસેવન અનર્થદંડ છે. અર્થાત્ જેના વિના ગૃહસ્થાવાસ ન ચલાવી શકાય તે પાપસેવન અર્થદંડ અને જેના વિના ગૃહસ્થાવાસ ચાલી શકે તે પાપસેવન અનર્થદંડ છે.
અનર્થદંડના મુખ્ય ચાર ભેદો છે–(૧) અપધ્યાન (૨) પાપકર્મોપદેશ (૩) હિંસકાર્પણ (૪) પ્રમાદાચરણ. આ ચાર પાપો ન કરવામાં આવે તો ગૃહસ્થાવાસ ચલાવવામાં (નિર્વાહમાં) કોઈ જાતનો વાંધો ન આવે.
(૧) અપધ્યાન– અપધ્યાન એટલે દુર્ગાન-અશુભ વિચારો. શત્રુ મરી જાય તો સારું, શહેરના લોકો મરી જાય તો સારું, અમુક રાજાએ અમુક રાજાને જીત્યો તે સારું થયું, અમુક દેશના લોકો મારને જ યોગ્ય છે, હું રાજા બનું તો સારું, ઈત્યાદિ અશુભ વિચારો અપધ્યાન છે. આવા વિચારોથી પોતાના કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી. આવા વિચારોથી નિરર્થક પાપ બંધાય છે.
(૨) પાપકર્મોપદેશ– લડાઈ કરવી જોઈએ, મત્સ્યોદ્યોગનો ફેલાવો કરવો જોઇએ, વર્તમાન જમાનામાં કાપડની મિલો વિના ન ચાલે માટે
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૦૬
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦ ૭ સૂ૦ ૧૬ કાપડની મિલો તૈયાર થવી જોઇએ, વીજળી ઉત્પન્ન કરવી જોઈએ, વહાણો તૈયાર કરો, તમારી કન્યા વિવાહને યોગ્ય થઈ ગઈ છે માટે જલદી પરણાવી દો, વરસાદ સારો થયો છે માટે વાવણી શરૂ કરો... વગેરે સર્વ પ્રકારનો પાપકાર્યોનો ઉપદેશ પાપકર્મોપદેશ છે.
(૩) હિંસકાર્પણ– જે આપવાથી હિંસા થાય તેવી વસ્તુ અન્યને આપવી. દા.ત. હથિયાર, ઝેર, અગ્નિ વગેરે.
(૪) પ્રમાદાચરણ– કુતૂહલથી ગીત સાંભળવાં, નૃત્ય કે નાટકસિનેમાનું નિરીક્ષણ કરવું, વારંવાર કામશાસ્ત્રનું વાંચન કરવું, તળાવ આદિમાં સ્નાન કરવું, વૃક્ષની શાખા કે હિંડોળા વગેરે ઉપર હીંચકવું, કુકડા આદિ પ્રાણીઓને પરસ્પર લડાવવા, વનસ્પતિ ઉપર ચાલવું-ખૂંદવી, નિષ્કારણ પાંદડું, પુષ્પ, ડાળખી વગેરે છેદવું, સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા અને રાજકથા એ ચાર વિકથાઓ કરવી, તેલ આદિનાં વાસણ ઉઘાડાં રાખવાં, બીજો માર્ગ હોવા છતાં વનસ્પતિ કે નિગોદ ઉપર ચાલવું, દેડકાં આદિ જીવોને મારવા, નિષ્ફર અને મર્મ વચનો બોલવાં, ખડખડાટ પેટ ભરીને હસવું, નિંદા કરવી, કાર્ય પતી જવા છતાં સગડી, ચૂલો, બત્તી, નળ, પંખો વગેરે ચાલુ રાખવા, જોયા વિના છાણાં, લાકડાં, કોલસા, ધાન્ય, પાણી વગેરેનો ઉપયોગ કરવો, વ્યસનો સેવવાં, બોક્સીંગ, મલ્લયુદ્ધ વગેરે રમતો જોવી, કોમેન્ટ્રી સાંભળવી વગેરે પ્રમાદાચરણ છે.
૧. વિવેક વિના છાપું વાચનારાઓ નિરર્થક કેટલું અપધ્યાન કરે છે, અને છાપું વાંચીને ગમે
તેની પાસે ગમે તે રીતે છાપાની વાતો કરનારા કેટલા પાપકર્મોપદેશ કરે છે એ એના ઉપરથી
સમજી શકાય તેમ છે. ૨. દાક્ષિણ્યતાના કારણે પાપકર્મનો ઉપદેશ કરવાનો પ્રસંગ આવે અને હિંસા થાય તેવી વસ્તુ
આપવી પડે એ માટે નિયમમાં તેટલા પૂરતી છૂટ રાખવી પડતી હોય તો પણ બને ત્યાં સુધી
તે છૂટનો ઉપયોગ ન કરવો પડે એની કાળજી રાખવી જોઇએ. 3. द्यूतं च मांसं च सुरा च वेश्या, पापर्द्धिश्चोरी परदारसेवा ।
एतानि सप्तव्यसनानि लोके, घोरातिघोरं नरकं नयन्ति ॥ જુગાર, માંસ, મદિરા, વેશ્યા, શિકાર, ચોરી, પરસ્ત્રીસેવન - આ સાત વ્યસનો દારુણ નરકમાં લઈ જાય છે. આ સાત વ્યસનોની જેમ આજનાં રેડિયો, છાપું, નોવેલકથા, ટી.વી., સિનેમા, હોટલ અને ક્લબ એ સાત વ્યસનો પણ આત્માને દુર્ગતિના માર્ગે ઘસડી જાય છે.
Page #351
--------------------------------------------------------------------------
________________
અ૦૭ સૂ૦ ૧૬] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૩૦૭ આ ચાર પ્રકારના અનર્થદંડના સેવનથી પોતાને કોઇ લાભ થતો નથી, બલ્ક નિરર્થક પાપકર્મનો બંધ થાય છે. આ વ્રતમાં સૂક્ષ્મતાથી ત્યાગ ન થઈ શકે તો પણ સ્કૂલપણે સાત વ્યસન, નાટક, સિનેમા, ખેલ-તમાસો, રેડિયો, નૃત્ય વગેરેનો અવશ્ય ત્યાગ કરવો.
ફળ- આ વ્રતથી અનેક પ્રકારનાં ખોટાં પાપોથી બચી જવાય છે. જીવન સંસ્કારિત બને છે. તામસ અને રાજસ વૃત્તિ દૂર થાય છે. સાત્ત્વિકવૃત્તિ પ્રગટે છે.
(૯) સામાયિક વ્રત- સમ એટલે સમતા-શાંતિ, આય એટલે લાભ. જેનાથી શાંતિ પ્રાપ્ત થાય તે સામાયિક. સર્વ સાવદ્ય યોગોનો (=પાપવ્યાપારોનો) ત્યાગ કર્યા વિના શાંતિ ન મળે, માટે આ વ્રતમાં સર્વ સાવદ્ય યોગોનો ત્યાગ કરવામાં આવે છે. અમુક કાળ સુધી (ધારણા પ્રમાણે, જેમ કે સાધુ પાસે રહું ત્યાં સુધી વગેરે) દ્વિવિધ-ત્રિવિધથી (મન, વચન અને કાયા એ ત્રિવિધથી, પાપ ન કરું અને ન કરાવું એ દ્વિવિધથી) સર્વ સાવદ્યયોગોનો ત્યાગ તે સામાયિક. વર્તમાનમાં આ વ્રતમાં બે ઘડી સુધી સર્વ સાવઘયોગોનો ત્યાગ કરવામાં આવે છે. એટલે બે ઘડી સુધી દ્વિવિધ-ત્રિવિધે સર્વ સાવદ્યયોગોનો ત્યાગ તે સામાયિક.
આ વ્રતનો સ્વીકાર કરનારે દરરોજ ઓછામાં ઓછું એક સામાયિક કરવું એવો નિયમ લેવો જોઇએ. રોજ ન બની શકે તો વર્ષમાં અમુક સામાયિક કરવાં એ પ્રમાણે નિયમ કરવો જોઇએ.
ફળ– આ વ્રતથી મોક્ષસુખની વાનગી રૂપ શાંતિનો-સમતાનો અનુભવ થાય છે. ગૃહસ્થ હોવા છતાં સાધુ જેવું જીવન બને છે. અનેક પ્રકારના પૂર્વસંચિત પાપોનો નાશ થાય છે. મોક્ષમાર્ગની=જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના થાય છે.
(૧૦) પૌષધોપવાસ વ્રત- પૌષધ એટલે પર્વતિથિ. અષ્ટમી આદિ પર્વતિથિએ ઉપવાસ કરવો તે પૌષધોપવાસ. આ પૌષધોપવાસ શબ્દનો માત્ર શબ્દાર્થ છે. ભાવાર્થ આ પ્રમાણે છે–આહાર, શરીરસત્કાર', અબ્રહ્મ અને ૧. સ્નાન કરવું, તેલ ચોળવું, સુગંધી પદાર્થોનું વિલેપન કરવું, વાળ ઓળવા વગેરે શરીરની વિભૂષા કરવી એ શરીર સત્કાર છે.
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૦૮
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૭ સૂ૦ ૧૬
સાવદ્ય કર્મ આ ચારનો ત્યાગ તે પૌષધોપવાસ (કે પૌષધ) વ્રત. આ વ્રત કેવળ દિવસ પૂરતું, કેવળ રાત્રિ પૂરતું, યા દિવસ-રાત્રિ પૂરતું લેવામાં આવે છે. આહારત્યાગ સિવાય ત્રણ પ્રકારનો ત્યાગ સર્વથા કરવામાં આવે છે. આહારત્યાગ સર્વથા અથવા શક્તિના અભાવે દેશથી પણ કરવામાં આવે છે. જો ચોવિહાર ઉપવાસ ક૨વામાં આવે તો આહારનો સર્વથા અને તિવિહાર ઉપવાસ, આયંબિલ આદિ કરવામાં આવે તો દેશથી ત્યાગ થાય છે. આ વ્રત ગ્રહણ કરનારે અષ્ટમી આદિ પર્વતિથિએ પૌષધ લેવાનો નિયમ ગ્રહણ કરવો જોઇએ. દરેક પર્વતિથિએ ન લઇ શકાય તો વર્ષમાં અમુક ૧૦-૨૦-૩૦ પૌષધ કરવા એવો નિયમ કરવો જોઇએ.
ફળ– આ વ્રતથી સાધુધર્મનો અભ્યાસ થાય છે. કષ્ટ સહન કરવાની શક્તિ આવે છે, શરીર પરનો મમત્વભાવ ઓછો થાય છે. આગથી બળેલાને શીતલ દ્રવ્યોના સંયોગથી જેમ શાંતિ થાય છે, તેમ સંસારમાં દરરોજ રાગદ્વેષની આગમાં બળતા જીવને પૌષધથી શાંતિનો અનુભવ થાય છે.
(૧૧) ઉપભોગ-પરિભોગપરિમાણવ્રત– એક જ વાર ભોગવી શકાય તેવી વસ્તુનો ઉપયોગ તે ઉપભોગ. જેમ કે આહાર, પુષ્પ વગેરે. અથવા જે વસ્તુનો શરીરની અંદર ઉપયોગ થાય તે ઉપભોગ. જેમ કે આહાર વગેરે. વારંવાર ભોગવી શકાય કે શરીરની બહાર ભોગવી શકાય તેવી વસ્તુનો ઉપયોગ તે પરિભોગ. જેમ કે વસ્ત્ર આદિ. જેમાં ઉપભોગ અને પરિભોગનું પરિમાણ ક૨વામાં આવે તે ઉપભોગ-પરિભોગપરિમાણવ્રત. આ પ્રમાણે ઉપભોગ-પરિભોગપરિમાણ શબ્દનો અર્થ છે. ભાવાર્થ આ પ્રમાણે છે— અતિસાવદ્ય વસ્તુઓનો સર્વથા ત્યાગ અને અલ્પ સાવઘવાળી વસ્તુઓનો ઉપભોગ પણ પરિમાણથી કરવો તે ઉપભોગ-પરિભોગપરિમાણવ્રત.
આ વ્રતનો નિયમ બે રીતે કરવામાં આવે છે. એક ભોજન સંબંધી અને બીજો કર્મ(-ધંધા) સંબંધી. આહારમાં બાવીશ અભક્ષ્ય, બત્રીસ અનંતકાય, રાત્રિભોજન, ચલિતરસ તથા સચિત્ત વસ્તુઓનો સર્વથા ત્યાગ કરવો જોઇએ. કારણ કે આ વસ્તુઓના ઉપયોગથી બહુ પાપ લાગે છે. આ વસ્તુઓનો સર્વથા ત્યાગ ન થઇ શકે તો જેનો ઉપયોગ કરવો પડતો હોય તે સિવાયની વસ્તુઓનો તો અવશ્ય ત્યાગ કરવો તથા આ સિવાયની અલ્પ
Page #353
--------------------------------------------------------------------------
________________
અ૦ ૭ સૂ૦ ૧૬]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૩૦૯
ન
પાપવાળી વસ્તુઓમાં પણ જેનો ઉપયોગ ન કરવાનો હોય તેનો ત્યાગ કરવો જોઇએ. જેથી નિરર્થક પાપથી બચી જવાય. સચિત્ત-વ્ય-વિજ્ઞ... એ ચૌદ નિયમો દ૨૨ોજ લેવાથી બિન ઉપયોગી વસ્તુઓનો ત્યાગ અને ઉપયોગી વસ્તુઓનું પરિમાણ સહેલાઇથી થઇ શકે છે. આ ચૌદ નિયમોના પાલનથી નિરર્થક પાપોથી બચવા સાથે બાહ્ય અને અત્યંતર દૃષ્ટિએ જીવન કેવું સુંદર બને છે તથા એનાથી આધ્યાત્મિક અને શારીરિક કેવા લાભો થાય છે વગેરે તો એ નિયમોનું પાલન કરનાર જ સમજી શકે છે=અનુભવી શકે છે. ધંધામાં પંદર પ્રકારના કર્માદાનનો ત્યાગ કરવો જોઇએ. બધાનો ત્યાગ ન થઇ શકે તો અમુકનો=જે બિનજરૂરી હોય તેનો અવશ્ય ત્યાગ કરવો જોઇએ.
ફળ– આ વ્રતથી જીવનમાં સાદાઇ અને ત્યાગ આવે છે. આ વ્રતથી આધ્યાત્મિક દૃષ્ટિએ લાભ થવા સાથે શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક વગેરે દૃષ્ટિએ પણ ઘણો લાભ થાય છે.
(૧૨) અતિથિ સંવિભાગવ્રત– તિથિ, પર્વ વગેરે લૌકિક વ્યવહારનો જેમણે ત્યાગ કર્યો છે તેવા ભિક્ષુઓ અતિથિ છે. પ્રસ્તુતમાં શ્રાવકધર્મનો અધિકાર હોવાથી અતિથિ રૂપે વીતરાગપ્રણીત ચારિત્રધર્મની આરાધના કરનારા સુસાધુઓ સમજવા જોઇએ. અતિથિનો=સાધુઓનો સંવિભાગ કરવો એટલે કે તેમને સંયમમાં જરૂરી આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર આદિનું ભક્તિથી પ્રદાન કરવું તે અતિથિસંવિભાગ. સાધુઓને ન્યાયાગત (=ન્યાયથી મેળવેલ) વસ્તુનું દાન કરવું જોઇએ, અને તે પણ વિધિપૂર્વક, એટલે કે દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર, ક્રમ અને કલ્પનીયના ઉપયોગપૂર્વક કરવું જોઇએ.
(૧) દેશ આ દેશમાં અમુક વસ્તુ સુલભ છે કે દુર્લભ ઇત્યાદિ વિચાર કરીને દુર્લભ વસ્તુ અધિક પ્રમાણમાં આપવી વગેરે.
(૨) કાળ— સુકાળ છે કે દુષ્કાળ છે ઇત્યાદિ વિચાર કરવો. દુષ્કાળ હોય અને પોતાને સુલભ હોય તો સાધુઓને અધિક પ્રમાણમાં વહોરાવવું. કયા કાળે કેવી વસ્તુની અધિક જરૂર પડે, વર્તમાનમાં કઇ વસ્તુ સુલભ છે કે દુર્લભ છે, ઇત્યાદિ વિચાર કરીને તે પ્રમાણે વહોરાવવું વગેરે.
(૩) શ્રદ્ધા— વિશુદ્ધ અધ્યવસાયથી આપવું. આપવું પડે છે માટે આપો એવી બુદ્ધિ નહિ, કિન્તુ આપવું એ આપણી ફરજ છે, એમનો આપણા ઉપર
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૧૦
શ્રીતવાથિિધગમસૂત્ર (અ) ૭ સૂ૦ ૧૬ મહાન ઉપકાર છે, આપણે પણ એ રસ્તે જવાનું છે, તેમને આપવાથી આપણે એ માર્ગે જવા સમર્થ બની શકીએ, તેમને આપવાથી આપણાં અનેક પાપો બળી જાય ઈત્યાદિ વિશુદ્ધ ભાવનાથી આપવું.
(૪) સત્કાર– આદરથી આપવું, નિમંત્રણ કરવા જવું, ઓચિંતા ઘરે આવે તો ખબર પડતાં સામે જવું, વહોરાવ્યાં બાદ થોડા સુધી પાછળ જવું, વગેરે સત્કારપૂર્વક દાન કરવું.
(૫) ક્રમ- શ્રેષ્ઠ વસ્તુ પ્રથમ આપવી, પછી સામાન્ય વસ્તુ આપવી અથવા દુર્લભ વસ્તુનું કે તે કાળે જરૂરી વસ્તુનું પ્રથમ નિમંત્રણ કરવું. પછી બીજી વસ્તુઓનું નિમંત્રણ કરવું અથવા જે દેશમાં જે ક્રમ હોય તે ક્રમે વહોરાવવું.
(૬) કલ્પનીય– આધાકર્મ આદિ દોષોથી રહિત, સંયમમાં ઉપકાર વગેરે ગુણોથી યુક્ત વસ્તુ કલ્પનીય છે.
વર્તમાનકાળે ચોવિહાર યા તિવિહાર ઉપવાસથી રાતદિવસનો પૌષધ કરી બીજે દિવસે એકાસણું કરવું અને સાધુઓ જે વસ્તુ વહોરે તે વસ્તુ વાપરવી એ પ્રમાણે અતિથિસંવિભાગવત કરવામાં આવે છે. આ નિયમ લેનારે વર્ષમાં બે-ત્રણ-ચાર એમ જેટલા દિવસ અતિથિસંવિભાગ કરવો હોય તેટલા દિવસની સંખ્યા નક્કી કરી લેવી જોઈએ.
ફળ– આ વ્રતના સેવનથી દાનધર્મની આરાધના થાય છે. સાધુઓ પ્રત્યે પ્રેમ-બહુમાન અને ભક્તિ વધે છે. સાધુને દાન આપીને સંયમની અનુમોદના દ્વારા સંયમધર્મનું ફળ મળે છે.
- સાત વ્રતોના બે વિભાગ– અહીં બતાવેલાં સાત વ્રતોના ગુણવ્રત અને શિક્ષાવ્રત એમ બે વિભાગ છે. દિગ્વિરતિ, ઉપભોગ-પરિભોગપરિમાણ અને અનર્થદંડ વિરમણ એ ત્રણ ગુણવ્રત છે. કારણ કે તે વ્રતો પાંચ અણુવ્રતોમાં ગુણ લાભ કરે છે. આ ત્રણ વ્રતોથી પાંચ અણુવ્રતોનું પાલન સરળ બને છે. દેશવિરતિ, સામાયિક, પૌષધોપવાસ અને અતિથિસંવિભાગ એ ચાર શિક્ષાવ્રત છે. કારણ કે તે વ્રતોના પાલનથી સંયમધર્મની શિક્ષા=અભ્યાસ (પ્રેકટીસ) થાય છે.
Page #355
--------------------------------------------------------------------------
________________
અ૦૭ સૂ૦૧૭] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૩૧૧ સાત વ્રતોનાં ક્રમમાં અને નામમાં ફેરફાર– અહીં સાત વ્રતોનો જે ક્રમ છે, તેનાથી આગમમાં જુદો ક્રમ છે. આગમમાં દિગ્વિરતિ, ઉપભોગપરિભોગપરિમાણ, અનર્થદંડવિરતિ, સામાયિક, દેશવિરતિ(-દેશાવગાસિક), પૌષધોપવાસ અને અતિથિસંવિભાગ એ ક્રમથી સાત વ્રતો બતાવ્યાં છે. દેશવિરતિ, ઉપભોગ પરિભોગપરિમાણ અને પૌષધોપવાસ એ ત્રણનાં આગમ ગ્રંથોમાં અનુક્રમે દેશાવગાસિક, ભોગોપભોગપરિમાણ અને પૌષધ એ ત્રણ નામો છે. (૧૬)
સંલેખનાનું વિધાન– મારVાતિ સંજોgનાં ગોપિતા ૭-૨૭ છે. વ્રતી (ગૃહસ્થ કે સાધુ) મરણને અંતે સંખના કરે છે.
સંખના એટલે શરીર અને કષાયોને પાતળા કરનાર તપવિશેષ. દુષ્કાળ, શરીરનિર્બળતા, રોગ, ઉપસર્ગ આદિના કારણે ધર્મનું પાલન ન થઈ શકે તેમ હોય ત્યારે અથવા મરણ નજીક હોય ત્યારે વ્રતીએ ઉણોદરી, ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ વગેરે તપ વડે કાયા અને કષાયોને પાતળા કરીને (શ્રાવક હોય તો મહાવ્રતોનો સ્વીકાર કરવા પૂર્વક) જીવન પર્યંત ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો જોઈએ. આ વખતે જીવનના અંતિમ સમય સુધી મનમાં મૈત્રી આદિ અને અનિત્યાદિ ભાવનાઓ ભાવવી જોઈએ. સ્વીકારેલી પ્રતિજ્ઞાનું સ્મરણ કરવું જોઈએ. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ૧. પ્રથમ ત્રણ ગુણવ્રતો આવે અને પછી શિક્ષાવ્રતો આવે એ દષ્ટિએ આગમમાં આ ક્રમ રાખવામાં આવ્યો હોય એમ લાગે છે. પ્રસ્તુત ગ્રંથમાં દિગ્વિરતિ પછી દેશવિરતિ (દશાવગાસિક)વ્રતનું ગ્રહણ કેમ કર્યું એ વિચારતાં લાગે છે કે–આગમગ્રંથોમાં દેશાવગાસિક વ્રતમાં દિગ્વિરતિવ્રતના ઉપલક્ષણથી સર્વવ્રતોનો સંક્ષેપ કરવાનું વિધાન છે. જયારે પ્રસ્તુત ગ્રંથમાં માત્ર દિગ્વિરતિનો સંક્ષેપ કરવાનું વિધાન છે. આથી આ વ્રત દિગ્વિરતિનો સંક્ષેપ રૂપ હોઈ દિગ્વિરતિ પછી એનો ક્રમ આવે એ ઠીક ગણાય એ દષ્ટિએ દિગ્વિરતિ પછી દેશવિરતિ
(દશાવગાસિક) વ્રતનો ક્રમ રાખ્યો હોય. ૨. દેશમાં=દિગ્વિતિમાં રાખેલ દિશાના પ્રમાણથી ઓછા દેશમાં=અવકાશમાં રહેવું તે
દેશાવકાશ. જેમાં દિગ્વિતિમાં રાખેલ દિશાના પ્રમાણનો સંક્ષેપ કરવામાં આવે તે દેશાવગાસિક. એક વસ્તુ એકવાર ભોગવાય તે ભોગ અને વારંવાર ભોગવાય તે ઉપભોગ. જેમાં ભોગને ઉપભોગનું પરિમાણ કરવામાં આવે તે ભોગોપભોગ પરિમાણ. જે ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ. આમ દેશાવગાસિક આદિ ત્રણનો શબ્દાર્થ છે. ભાવાર્થ તો પૂર્વ મુજબ જ છે. ૩. ગોવિતા=વિતા= =કરનાર.
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૧૨
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૭ સૂ૦ ૧૮
ત્યાગ કરીને મનને સ્વસ્થ=સમાધિયુક્ત રાખવું જોઇએ. આ પ્રમાણે કરવાથી વ્રતી અંતિમ કાળે અતિ સુંદર મોક્ષમાર્ગની આરાધના કરી લે છે. (૧૭) (વ્રતોને સ્વીકાર્યા બાદ તેમાં દૂષણો=અતિચાર ન લાગે તેની કાળજી રાખવી જોઇએ. આ માટે કેવી કેવી રીતે કયા કયા અતિચારો લાગવાનો સંભવ છે એ સાધકે જાણવું જોઇએ. આથી હવે ગ્રંથકાર સમ્યગ્દર્શનમાં, બારવ્રતોમાં અને સંલેખનામાં સંભવિત મુખ્ય મુખ્ય અતિચારોનું વર્ણન શરૂ કરે છે.) સમ્યગ્દર્શનના અતિચારો
શા-જાડ્યા-વિધિષ્ઠિત્મા-ડન્ધદષ્ટિપ્રશંસા-સંતવા: સભ્ય છેતિવારા: ॥ ૭-૮ ॥
શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદૃષ્ટિપ્રશંસા અને અન્યદૃષ્ટિ સંસ્તવ એ પાંચ સમ્યગ્દર્શનના અતિચારો છે.
અતિચાર, સ્ખલના, દૂષણ વગેરે શબ્દોનો એક અર્થ છે. જેનાથી વ્રતોમાં દૂષણ લાગે તે અતિચાર.
(૧) શંકા— પોતાની મતિમંદતાથી આગમોક્ત પદાર્થો ન સમજી શકવાથી અમુક વસ્તુ અમુક રૂપે હશે કે નહિ ? ઇત્યાદિ સંશય રાખવો. શંકાના બે પ્રકાર છે. (૧) સર્વશંકા (૨) દેશશંકા. (૧) સર્વશંકા- મૂળ વસ્તુની જ શંકા એ સર્વ શંકા. જેમ કે—ધર્મ હશે કે નહિ ? આત્મા હશે કે નહિ ? સર્વજ્ઞ હશે કે નહિ ? જિનધર્મ સત્ય હશે કે નહિ ? (૨) દેશશંકા— મૂળ વસ્તુની શંકા ન હોય, પણ તે વસ્તુ અમુક રૂપે હશે કે નહિ ? એ પ્રમાણે વસ્તુના એક દેશની શંકા તે દેશશંકા. દા.ત. આત્મા તો છે, પણ તે શરી૨પ્રમાણ હશે કે નહિ ? શરીરપ્રમાણ છે કે લોકવ્યાપી છે ? પૃથ્વીકાય આદિ જીવો હશે કે નહિ ? નિગોદમાં અનંત જીવો હશે કે નહિ ? આત્માના અસંખ્ય પ્રદેશો હશે કે નહિ ? વગેરે.
(૨) કાંક્ષા– કાંક્ષા એટલે ઇચ્છા. ધર્મના ફળ રૂપે આ લોકના કે પરલોકના સુખની ઇચ્છા રાખવી. સંસારનું સર્વ પ્રકારનું સુખ દુઃખરૂપ હોવાથી જિનેશ્વરોએ હેય કહ્યું છે. આથી ધર્મ કેવળ મોક્ષને ઉદ્દેશીને કરવાની આજ્ઞા છે. આથી ધર્મના ફળ રૂપે આ લોકના કે પરલોકના સુખની ઇચ્છા રાખનાર વ્યક્તિ જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. આજ્ઞાનું
Page #357
--------------------------------------------------------------------------
________________
અ૦ ૭ સૂ૦ ૧૮]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૩૧૩
ઉલ્લંઘન સમ્યક્ત્વને મલિન=દૂષિત બનાવે છે. આથી આ લોકના કે પરલોકના સુખ માટે ધર્મ કરવો એ અતિચાર છે. અથવા વીતરાગપ્રણીત દર્શન સિવાય અન્ય દર્શનની ઇચ્છા તે કાંક્ષા. તેના સર્વકાંક્ષા અને દેશકાંક્ષા એમ બે પ્રકાર છે. સર્વ દર્શનો સમાન છે, સર્વ દર્શનો મોક્ષમાર્ગ બતાવે છે. સર્વ દર્શનો સારાં છે, એમ સર્વ દર્શનોની ઇચ્છા તે સર્વકાંક્ષા. કોઇ એક બે દર્શનની ઇચ્છા રાખવી તે દેશકાંક્ષા. જેમ કે—બૌદ્ધદર્શન શ્રેષ્ઠ છે. કારણ કે તેમાં કષ્ટ સહન કર્યા વિના ધર્મ કરવાનો ઉપદેશ આપ્યો છે. સ્નાન વગેરેની છૂટ આપવામાં આવી છે...કાંક્ષાથી વીતરાગ પ્રણીત દર્શનમાં અવિશ્વાસ=અશ્રદ્ધા પેદા થવાનો સંભવ છે.
(૩) વિચિકિત્સા– વિચિકિત્સા એટલે સંશય=સંદેહ. ધર્મના ફળનો સંદેહ રાખવો. મેં કરેલી તપ વગેરે સાધનાનું ફળ મને મળશે કે નહિ ? લોકમાં ખેતી વગેરે ક્રિયાઓ ઘણી વખત સફળ થાય છે અને ઘણી વખત સફળ થતી નથી. તેમ આ જૈનધર્મના પાલનથી(=દાન આદિના સેવનથી) તેનું ફળ મને મળશે કે નહિ ? એ પ્રમાણે સંશય રાખવો.
શંકા અને વિચિકિત્સામાં તફાવત– શંકા અને વિચિકિત્સા એ બંનેમાં શંકા તો છે જ, પણ શંકાનો વિષય ભિન્ન ભિન્ન છે. શંકા અતિચારમાં શંકાનો વિષય પદાર્થો કે ધર્મ છે. જ્યારે વિચિકિત્સા અતિચારમાં શંકાનો વિષય ધર્મનું ફળ છે. અર્થાત્ શંકા રૂપ અતિચારમાં પદાર્થની કે ધર્મની શંકા હોય છે, અને વિચિકિત્સામાં ધર્મના ફળની શંકા હોય છે. અથવા વિચિકિત્સા એટલે જુગુપ્સા. સાધુ-સાધ્વીનાં મલિન શરીર-વસ્ત્રાદિને જોઇને દુર્ગંછા કરવી. તથા આ લોકો પાણીથી સ્નાન પણ કરતા નથી, સચિત્ત પાણીમાં ભલે દોષ હોય, પણ અચિત્ત પાણીથી સ્નાન અને વસ્રપ્રક્ષાલન કરે તો શો વાંધો આવે ? એમ તેમની નિંદા કરવી.
(૪) અન્યદૃષ્ટિ પ્રશંસા— સર્વજ્ઞપ્રણીત દર્શન સિવાયના અન્ય બૌદ્ધ આદિ દર્શનની પ્રશંસા કરવી. જેમ કે—તેઓ પુણ્યવાન છે. તેમનો જન્મ સફળ છે. તેમનો ધર્મે શ્રેષ્ઠ છે. તેમનામાં દાક્ષિણ્યતા વગેરે ગુણો રહેલા છે. ઇત્યાદિ રૂપે પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રશંસા કરવી. આવી પ્રશંસાથી અપરિપક્વ બુદ્ધિવાળા
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૧૪
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૭ સૂ૦ ૧૯-૨૦
જીવો તેમના ગુણોથી આકર્ષાઇને સમ્યગ્દર્શન ગુણ ગુમાવી દે એ સુસંભવિત છે. આથી અન્યદૃષ્ટિની પ્રશંસા અતિચાર છે.
(૫) અન્યદૃષ્ટિ સંસ્તવ– સંસ્તવ એટલે પરિચય. અન્યદર્શનવાળા લોકોની સાથે રહેવું, પરિચય રાખવો. તેમની સાથે અતિ પરિચય રાખવાથી તેમના દર્શનની ક્રિયાઓને કે સિદ્ધાંતોને જોવાથી કે સાંભળવાથી, સમ્યક્ત્વથી પતિત થવાનો સંભવ છે.
સમ્યક્ત્વવ્રતના આ અતિચારો સાધુ અને શ્રાવક બંનેને લાગુ પડે છે. આમાં પ્રથમના ત્રણ અતિચારો ગુપ્ત (બીજા ન જોઇ શકે તેવા) છે, અને છેલ્લા બે અતિચારો પ્રગટ છે, બીજાઓ જોઇ શકે તેવા છે. (૧૮) ૧૨ વ્રતોમાં પ્રત્યેક વ્રતના અતિચારોની સંખ્યા– વ્રત-શીતેષુ પશ્ચ પશ્ચ યથામમ્ ॥ ૭-૨૧ ॥
પાંચ અણુવ્રત અને સાત શીલવ્રત(૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત)માં દરેકના પાંચ પાંચ અતિચારો ક્રમશઃ નીચે મુજબ છે. (૧૯)
પ્રથમ વ્રતના અતિચારો—
વન્ય-વધ-વિવા-તમારાોપળા-ન્નપાનનિોથાઃ।।૭-૨૦ ॥ બંધ, વધ, છવિચ્છેદ, અતિભારારોપણ અને અન્નપાનનિરોધ એ પાંચ અહિંસા (સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ) વ્રતના અતિચારો છે.
(૧) બંધ– ક્રોધથી બળદ આદિ પશુઓને કે અવિનીત સ્વપુત્ર આદિને અત્યંત મજબૂતાઇથી બાંધવા. શ્રાવકે નિષ્કારણ કોઇ પણ પ્રાણીને બાંધવો હિ જોઇએ. કારણવશાત્ પશુઓને કે અવિનીત સ્વપુત્ર આદિને બાંધવાની જરૂર પડે તો પણ નિર્દયતાથી મજબૂત તો નહિ જ બાંધવા.
(૨) વધ– વધુ એટલે માર. શ્રાવકે નિષ્કારણ કોઇને પણ મારવું નહિ જોઇએ. શ્રાવકે ભીતપર્ષદ્ બનવું જોઇએ. જેથી પોતાનો દાબ રહેવાથી કોઇ અવિનય આદિ ગુનો કરે નહિ. છતાં જો કોઇ અવિનયાદિ ગુનો કરે કે પશુ વગેરે યોગ્ય રીતે ન વર્તે એથી મારવાની જરૂરિયાત લાગે તો પણ ગુસ્સે થઇને
૧. જેમની બુદ્ધિ અપરિપક્વ હોય તેવાઓ અન્યના પરિચયથી ભોળવાઇ જાય એ સહજ છે. આથી તો સ્વદર્શનમાં=જૈનદર્શનમાં રહેલા પાસસ્થા આદિ કુસાધુઓની સાથે પણ એક રાત પણ રહેવાનો નિષેધ છે.
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૧૫
અ૦ ૭ સૂ૦ ૨૦] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર નિર્દયતાથી નહિ મારવું જોઈએ. બહારથી ગુસ્સો બતાવો પડે તો પણ અંદર હૃદયમાં તો ક્ષમા જ ધારણ કરવી.
(૩) છવિ છેદ-છવિ એટલે ચામડી, ચામડીનું છેદન કરવું તે છવિછેદ. નિષ્કારણ કોઇપણ પ્રાણીની ચામડીનો છેદ નહિ કરવો જોઇએ. ચોર આદિની ચામડીનો છેદ કરવાની જરૂર પડે તો ભય બતાવવા પૂરતો જ કરવો જોઈએ. જો નિર્દયતાપૂર્વક છવિ છેદ કરવામાં આવે તો તે અતિચાર છે.
(૪) અતિભારારોપણ– બળક કે મજૂર આદિ ઉપર શક્તિ ઉપરાંત ભાર-બોજો મૂકવો. યદ્યપિ શ્રાવકે ગાડી ચલાવવા આદિ ધંધો નહિ કરવો જોઈએ. છતાં અન્ય ઉપાયના અભાવે તેવો ધંધો કરવો પડે તો પણ બળદ વગેરે જેટલો ભાર ખુશીથી વહન કરી શકે તેનાથી કંઈક ઓછો મૂકવો જોઈએ. મજુર આદિ પાસે ભાર ઉપડાવવાનો પ્રસંગ આવે તો મજૂર જાતે જેટલો ભાર ઊંચકી શકે અને નીચે ઉતારી શકે તેટલો આપવો જોઈએ.
(૫) અન્નપાનનિરોધ– અન્નપાન નિરોધ એટલે ભોજન-પાણી સમયસર ન આપવાં. બળદ આદિને, ઘરના માણસોને કે નોકર વગેરેને સમયસર ભોજન-પાણી મળે તેની કાળજી રાખવી જોઇએ. અવિનીતપુત્ર આદિને શિક્ષા આપવા અન્ન-પાનનો નિરોધ કરવો પડે તો પણ મર્યાદામાં કરવો જોઇએ.
પ્રશ્ન- વ્રતીએ (શ્રાવકે) માત્ર પ્રાણવિયોગ રૂ૫ હિંસાનો નિયમ કર્યો છે, બંધ આદિનો નિયમ કર્યો નથી. તો બંધ આદિથી દોષ કેમ લાગે? કારણ કે તેમાં તેના નિયમનો ભંગ થતો નથી. હવે જો કહો કે પ્રાણવિયોગના નિયમની સાથે બંધ આદિનો નિયમ પણ આવી જાય છે. તો બંધ આદિથી નિયમનો સર્વથા ભંગ થાય. આથી બંધ આદિ અતિચાર કેવી રીતે ગણાય? અતિચારમાં નિયમનો આંશિક ભંગ હોય છે, સર્વથા નહિ.
ઉત્તર– યદ્યપિ પ્રાણવિયોગ રૂપ હિંસાનું જ પ્રત્યાખ્યાન કર્યું છે, બંધ આદિનું નહિ. છતાં પરમાર્થથી હિંસાના પ્રત્યાખ્યાન સાથે બંધ આદિનું પ્રત્યાખ્યાન પણ આવી જાય છે. કારણ કે બંધ આદિ હિંસાના કારણો છે. કાર્યના નિયમની સાથે કારણનો નિયમ પણ આવી જાય. જેમ કે કોઈએ અવાજ નહિ કરવો એમ કહ્યું, તો જે જે કારણોથી અવાજ થાય તે તે કારણોનો પણ નિષેધ થઈ જાય છે. આથી એની આજ્ઞાનું પાલન કરનાર જે જે કારણોથી
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૧૬
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
[અ૦ ૭ સૂ૦ ૨૧
અવાજ થાય કે અવાજ થવાની શક્યતા હોય તે તે કારણોથી દૂર રહે છે. તેમ અહીં હિંસાના પ્રત્યાખ્યાનથી બંધ આદિનું પ્રત્યાખ્યાન પણ થઇ જાય છે. હવે એ પ્રશ્ન રહ્યો કે બંધ આદિના સેવનથી નિયમનો સર્વથા ભંગ થાય છે, તો બંધ આદિ અતિચાર કેવી રીતે ? આનું સમાધાન આ પ્રમાણે છે—વ્રત બે રીતે છે—(૧) અંતવૃત્તિથી અને (૨) બાહ્યવૃત્તિથી. હૃદયમાં વ્રતના પરિણામ તે અંતવૃત્તિથી વ્રત. બાહ્યથી પ્રાણવિયોગ આદિનો અભાવ તે બાહ્યવૃત્તિથી વ્રત. જ્યારે ગુસ્સે થઇને નિર્દયતાથી બંધ આદિ કરવામાં આવે છે ત્યારે બાહ્યથી પ્રાણવિયોગનો અભાવ છે. એટલે બાહ્યવૃત્તિથી અહિંસાવ્રતનો ભંગ થયો નથી. પણ હૃદયમાં અહિંસાના–દયાના પરિણામ ન હોવાથી અંતવૃત્તિથી ભંગ થયો છે. આમ આંશિક વ્રતપાલન છે અને આંશિક વ્રતભંગ છે. માટે ગુસ્સાથી નિર્દયતાપૂર્વક કરવામાં આવેલ બંધ આદિ અતિચાર રૂપ છે. આ પ્રમાણે અન્ય વ્રતોના અતિચારો વિશે પણ યથાયોગ્ય સમજી લેવું. (૨૦) બીજા વ્રતના અતિચારો— मिथ्योपदेश-रहस्याभ्याख्यान - कूटलेखक्रियाચાસાપહાર-માજારમન્ત્રમેલાઃ ।। ૭-૨૬ ॥
મિથ્યા ઉપદેશ, રહસ્યઅભ્યાખ્યાન, ફૂટલેખક્રિયા, ન્યાસઅપહાર અને સાકાર મંત્રભેદ એ પાંચ સત્ય (સ્થૂલ મૃષાવાદ વિરમણ) વ્રતના અતિચારો છે. (૧) મિથ્યા ઉપદેશ– પરપીડાકારી વચન, અસત્ય ઉપદેશ, અતિસંધાન ઉપદેશ વગેરે મિથ્યા ઉપદેશ છે. ચોરને મારી નાખો, વાંદરાઓને પૂરી દો વગેરે પરપીડાકારી વચનો છે. ખોટી સલાહ આપી ઊંધા માર્ગે ચઢાવવો એ અસત્ય ઉપદેશ છે. વિવાદમાં અન્યને છેતરવાનો ઉપાય બતાવવો તે અતિસંધાન ઉપદેશ છે.
અહીં પરપીડાકારી વચનમાં અન્યને દુઃખ ન આપવું એ અહિંસાનું પાલન થતું નથી. અન્ય સર્વ વ્રતો અહિંસાના પાલન માટે છે. આથી પરપીડાકારી વચનથી બાહ્ય દૃષ્ટિએ વ્રતભંગ ન હોવા છતાં આંતરષ્ટિએ વ્રતભંગ છે. જે વિષયમાં પોતાને બરોબર અનુભવ ન હોય તે વિષયમાં પોતે સલાહ આપે અને અન્ય વ્યક્તિ વિપરીત માર્ગે ચઢે તેમાં પોતાની દૃષ્ટિએ અસત્ય ન હોવા છતાં અનુભવીની દૃષ્ટિએ અસત્ય છે. એટલે બાહ્યથી સત્ય
Page #361
--------------------------------------------------------------------------
________________
અ૦ ૭ સૂ૦ ૨૧]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૩૧૭
છે, અને તાત્ત્વિક દૃષ્ટિથી અસત્ય છે. એ પ્રમાણે અતિસંધાનમાં પણ યથાયોગ્ય સમજી લેવું.
(૨) રહસ્ય-અભ્યાખ્યાન— રહસ્ય એટલે એકાંતમાં બનેલ. અભ્યાખ્યાન એટલે કહેવું. વિરુદ્ધ રાજયો, મિત્ર-મિત્ર, પતિ-પત્ની વગેરેની એકાંતમાં થયેલ ક્રિયા કે વાત વગેરેને હાસ્યાદિપૂર્વક બહાર પાડવી. ગુપ્ત હકીકત બહાર આવવાથી પતિ-પત્ની વગેરેને દુઃખ ઉત્પન્ન થાય, ક્લેશકંકાસ થાય, યાવત્ મારામારી સુધીનો પ્રસંગ પણ બને. અહીં હકીકત સાચી હોવાથી બાહ્યદૃષ્ટિએ વ્રતભંગ ન હોવા છતાં તાત્ત્વિક દૃષ્ટિએ વ્રતભંગ થવાથી રહસ્યાભ્યાખ્યાન અતિચાર છે.૨
(૩) કૂટલેખક્રિયા– સાચા લેખને ફેરવી નાખવો, ચોપડા વગેરેમાં ખોટી સાક્ષી પૂરવી, ખોટી સહી કરવી, ખોટા જમા-ખર્ચ કરવા, મહોર, હસ્તાક્ષર આદિથી ખોટા દસ્તાવેજો ક૨વા, ખોટા લેખો લખવા, ખોટી બિના છાપવી વગેરે. અહીં અસત્ય બોલવાનો નિયમ છે, અસત્ય લખવાનો નિયમ નથી. આથી બાહ્યદૃષ્ટિથી વ્રતનો ભંગ નથી, પણ તાત્ત્વિક દૃષ્ટિએ (જે દોષો અસત્ય બોલવાથી લાગે તે દોષો અસત્ય લખવાથી લાગે છે. માટે) વ્રતનો ભંગ છે. આથી ફૂટલેખક્રિયા અતિચાર છે.
(૪) ન્યાસાપહાર– કોઇએ અમુક રકમ પોતાને સાચવવા આપી હોય. સમય જતાં આપનાર વ્યક્તિ કેટલા આપ્યા છે તે ભૂલી જાય. લેવા આવે ત્યારે આપ્યા હોય તેનાથી ઓછા માગે. તેણે જેટલા માગ્યા હોય તેટલા પૈસા આપે. બાકીની રકમ પોતે હજમ કરી જાય. દા.ત. ૫૦૦ રૂપિયા સાચવવા આપ્યા હોય. માગવા જાય ત્યારે ૪૦૦ આપ્યા છે એમ માનીને ૪૦૦ રૂપિયા માગે. આથી આપનાર વ્યક્તિ તમે ૫૦૦ આપ્યા છે એમ ન કહે. ૪૦૦ રૂપિયા આપી દે અને ૧૦૦ રૂપિયા પોતે હજમ કરી જાય. અથવા કોઇ સાક્ષી ન હોવાથી તમોએ મને એકે ય રૂપિયો આપ્યો નથી એમ સર્વથા ના કહે.
યદ્યપિ ન્યાસાપહાર એ ચોરી છે, છતાં ચોરી છુપાવવા તેવાં અસત્ય મિશ્રિત વાક્યો બોલવાનો પ્રસંગ આવે એ દૃષ્ટિએ એને સત્યવ્રતના અતિચાર તરીકે ગણવામાં આવેલ છે.
૧. એકાંતમાં વાતચીત આદિ કરનારને કહે કે મેં તમારી વાત આદિ જાણી લીધું છે. અથવા અન્યને કહે કે અમુકે અમુક અમુક વાત આદિ કર્યું છે.
૨. યોગશાસ્ત્ર આદિ ગ્રંથોમાં આ અતિચારનું ‘ગુહ્યભાષણ’ નામ છે.
Page #362
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૭ સૂ૦ ૨૧
અન્ય ગ્રંથોમાં ‘ન્યાસાપહાર' અતિચારના સ્થાને ‘સહસા અભ્યાખ્યાન’ અતિચાર લાગે છે. સહસા એટલે વિચાર કર્યા વિના ઓચિંતું. અભ્યાખ્યાન એટલે આરોપ. વગર વિચારે તું ચોર છે, તું બદમાસ છે ઇત્યાદિ આરોપ મૂકવો. અહીં અન્યને આરોપ આપવાનો પોતાનો ઇરાદો નથી પણ ઉતાવળથી હકીકત બરોબર જાણ્યા વિના અસત્ય હકીકતને સત્ય હકીકત સમજીને અનાભોગથી કહી દે છે. આથી અહીં અંતરમાં વ્રતભંગના પરિણામ નથી. પણ તેનાથી પરદુ:ખ આદિ થવાનો સંભવ હોવાથી આંશિક ભંગ છે. આથી સહસાભ્યાખ્યાન અતિચારરૂપ છે. પણ જો જાણી જોઇને દુ:ખ આપવાના આશયથી ખોટો આરોપ ચઢાવવામાં આવે તો વ્રતભંગ
જ ગણાય.
(૫) સાકાર મંત્રભેદ— આકાર એટલે શરીરની આકૃતિ=વિશિષ્ટ ચેષ્ટા. આકારથી સહિત તે સાકાર. મંત્ર એટલે અભિપ્રાય. અન્યની તેવા પ્રકારની શરીરની ચેષ્ટાથી જાણવામાં આવેલ અભિપ્રાય તે સાકારમંત્ર. તેનો ભેદ એટલે બહાર પ્રકાશન કરવું. આ સાકારમંત્રભેદનો શબ્દાર્થ છે. ભાવાર્થ આ પ્રમાણે છે—વિશ્વાસપાત્ર બનીને તેવા પ્રકારની શરીરની ચેષ્ટાથી અથવા તેવા પ્રકારના પ્રસંગ ઉ૫૨થી કે આજુબાજુના વાતાવરણ વગેરેના આધારે અન્યનો ગુપ્ત અભિપ્રાય(ગુપ્ત હકીકત) જાણીને બીજાને કહે અને બીજાનો અભિપ્રાય(ગુપ્ત હકીકત) તેને કહે, એમ એક-બીજાની ગુપ્ત વાતો એક બીજાને કહીને પરસ્પરની પ્રીતિનો વિચ્છેદ કરાવે અથવા વિશ્વાસુ બની રાજ્યની કે અન્ય કોઇની પણ ગુપ્ત હકીકત પૂર્વોક્ત મુજબ (ચેષ્ટા, પ્રસંગ વાતાવરણ વગેરેથી) જાણીને બહાર પ્રકાશન કરે.1
૩૧૮
ધર્મરત્ન પ્રકરણ વગેરે અન્ય ગ્રંથોમાં ‘સાકારમંત્રભેદ’ના સ્થાને ‘સ્વદારામંત્રભેદ’ અતિચાર આવે છે. સ્વની=પોતાની દારાનો=પત્નીનો મંત્ર=અભિપ્રાય(ગુપ્ત હકીકત) તે સ્વદારામંત્ર. તેનો ભેદ એટલે બહાર પ્રકાશન કરવું. આ સ્વદારામંત્રભેદનો શબ્દાર્થ છે. ભાવાર્થ આ પ્રમાણે છે—
૧. આમ કરવાનું કારણ ઇર્ષા, દ્વેષ વગે૨ે છે.
૨.
સંસ્કૃતમાં અકારાંત દાર શબ્દ હોવાથી ‘સ્વદારમંત્ર ભેદ’ એવો પ્રયોગ થાય. ગુજરાતીમાં
આકારાંત દારા શબ્દ પ્રસિદ્ધ હોવાથી અહીં ‘સ્વદારામંત્ર ભેદ' એવો પ્રયોગ કર્યો છે.
Page #363
--------------------------------------------------------------------------
________________
અ૦૭ સૂ૦ ૨૧] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૩૧૯ પોતાના ઉપર વિશ્વાસ રાખીને પત્ની, મિત્ર, પાડોશી આદિ કોઈ પણ વ્યક્તિએ જે ગુરૂવાત કરી હોય તેનું બહાર પ્રકાશન કરવું એ સ્વદારામંત્રભેદ છે.'
સાકારમંત્રભેદમાં (કે સ્વદારામંત્રભેદમાં) હકીકત સત્ય હોવા છતાં તે હકીકતના પ્રકાશનથી સ્વ-પરને દ્વેષ, આપઘાત, લડાઈ, ક્લેશ-કંકાસ વગેરે મહાન અનર્થ થવાનો સંભવ છે. એટલે આંશિક વ્રતભંગ હોવાથી તે અતિચાર રૂપ છે.
સાકારમંત્રભેદ અને સ્વદારામંત્રભેદ (યાવિશ્વસ્ત મંત્રભેદ)માં તફાવત
સાકારમંત્રભેદ અને સ્વદારામંત્રભેદ એ બંનેમાં વિશ્વાસુની ગુપ્ત હકીકતનું બહાર પ્રકાશન કરવું એ અર્થ સમાન છે. પણ ગુણ હકીકતને જાણવામાં ભેદ છે. સાકારમંત્રભેદમાં શરીરચેષ્ટા, પ્રસંગ, વાતાવરણ વગેરે દ્વારા ગુપ્ત હકીકતને જાણે છે. જ્યારે સ્વદારામંત્રભેદમાં વિશ્વાસુ વ્યક્તિ જ તેને પોતાની હકીકત જણાવે છે.
સાકારમંત્રભેદ અને રહસ્યાભ્યાખ્યાનમાં ભેદ– સાકારમંત્રભેદ અને રહસ્યાભ્યાખ્યાન એ બંનેમાં ગુપ્ત હકીકતનું પ્રકાશન કરવું એ અર્થ સામન છે. પણ ગુમ હકીકતના પ્રકાશનમાં ભેદ છે. સાકારમંત્રભેદમાં વિશ્વાસુ બનીને ગુપ્ત હકીકતનું પ્રકાશન કરે છે, જ્યારે રહસ્યાભ્યાખ્યાનમાં સામાન્યથી વિશ્વાસુ અવિશ્વાસુના ભેદ વિના) ગુમ હકીકતનું પ્રકાશન કરે છે. તથા બીજો ભેદ એ છે કે સાકારમંત્રભેદમાં ગુપ્ત હકીકત જેની પાસેથી જાણી હોય તેનાથી અન્ય સંબંધી હોય છે. જ્યારે રહસ્યાભ્યાખ્યાનમાં (પતિપત્ની, મિત્ર-મિત્ર વગેરે) જેની પાસેથી જાણી હોય તેના સંબંધી હોય છે. જેમ કે પતિ-પત્નીને એકાંતમાં સ્વસંબંધી કોઇ વાત કરી. બીજો કોઇ એ જાણી ગયો અને બહાર પ્રકાશન કર્યું. આ પ્રકાશન રહયાભ્યાખ્યાન છે. હવે જો પતિ-પત્નીએ બીજાના સંબંધી કોઈ વાતચીત કરી હોય અને બીજો કોઈ જાણીને પ્રકાશ કરે તો તે સાકારમંત્રભેદ ગણાય. હવે ત્રીજો ભેદ એ છે કે સાકારમંત્રભેદમાં ગુપ્ત હકીકત જેના સંબંધી હોય તેને કહેવાની હોય છે.
૧. યોગશાસ્ત્ર આદિ ગ્રંથોમાં આ અતિચારના આ ભાવાર્થ પ્રમાણે એનું-વિશ્વસ્ત મંત્રભેદ'
(વિશ્વાસુના અભિપ્રાયનું પ્રકાશન કરવું) એવું નામ છે.
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૨૦
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૭ સૂ૦ ૨૨
જ્યારે રહસ્યાભ્યાખ્યાનમાં જેના સંબંધી હોય તેને કે અન્યને પણ કહેવાની હોય છે. સાકારમંત્રભેદ અને રહસ્યાભ્યાખ્યાનમાં આ ત્રણ દૃષ્ટિએ ભેદ છે એમ મને લાગે છે છતાં આ વિષયમાં અનુભવીની પાસે વિશેષ જાણવાની જરૂર છે. (૨૧)
ત્રીજા વ્રતના અતિચારો—
स्तेनप्रयोग - तदाहृतादान- विरुद्धराज्यातिक्रम
દીનાથિ-માનોન્માન-પ્રતિરૂપવ્યવહારૉઃ || ૭-૨૨ ॥ સ્ટેનપ્રયોગ, તદાહતાદાન, વિરુદ્ધરાજ્યાતિક્રમ, હીનાધિકમાનોન્માન અને પ્રતિરૂપકવ્યવહાર એ પાંચ અસ્તેય (સ્થૂલ અદત્તાદાન વિરમણ) વ્રતના અતિચારો છે.
(૧) સ્પેન પ્રયોગ– સ્કેન એટલે ચોર. પ્રયોગ એટલે પ્રેરણા–ઉત્તેજન. ચો૨ને ચોરી કરવામાં ઉત્તેજન આપવું તે સ્ટેનપ્રયોગ. ચોરની સાથે લેવડદેવડનો વ્યવહાર રાખવો, ચોરી કર્યા બાદ તેની પ્રશંસા કરવી, ચોરી માટે જોઇતાં ઉપકરણો આપવાં, રહેવા આશ્રય આપવો, અન્ન-પાણી આપવાં વગેરે રીતે ચોરને ચોરી કરવાનું ઉત્તેજન આપવું તે અતિચાર છે.
(૨) તદાહૃતાદાન– ચોરે ચોરી લાવેલી વસ્તુ મફત કે વેચાતી લેવી. સ્ટેનપ્રયોગ અને તદાહતાદાનમાં પોતે ચોરી કરતો નથી, પણ ચોરીમાં ઉત્તેજન આપતો હોવાથી પરમાર્થ દૃષ્ટિએ આંશિક વ્રતભંગ થવાથી આ અતિચાર છે.૧
(૩) વિરુદ્ધરાજ્યાતિક્રમ રાજ્યનો નિષેધ છતાં છૂપી રીતે અન્ય રાજયમાં પ્રવેશ કરવો, દાણચોરી કરવી, જકાતની ચોરી કરવી વગેરે રાજ્ય વિરુદ્ધ કાર્યોનો આમાં સમાવેશ થાય છે. અહીં રાજ્યવિરુદ્ધ કર્મ કરનારને ચોરીનો દંડ થતો હોવાથી અદત્તાદાનવ્રતનો ભંગ છે. પણ હું તો વેપાર કરું
૧. ચૌરશ્નોરાપો મન્ત્રી મેવા: વાળથી
अन्नदः स्थानदश्चेति चौरः सप्तविधः स्मृतः ॥
ચોરી કરનાર, ચોરી કરાવનાર, ચોરી માટે મસલત કરનાર, ચોરીના ભેદને જાણનાર, ચોરીના માલને ખરીદનાર, ચોરને અન્નપાણી આપનાર, ચોરને આશ્રય આપનાર-એમ ચોરના સાત પ્રકારો છે.
Page #365
--------------------------------------------------------------------------
________________
અ૦૭ સૂ૦ ૨૩] શ્રીસ્વાધિગમસૂત્ર
૩૨૧ છું. ઈત્યાદિ બુદ્ધિથી વ્રતસાપેક્ષ હોવાથી તથા લોકમાં ચોર છે એમ કહેવાતું નહિ હોવાથી (આંશિક વ્રતભંગ હોવાથી) વિરુદ્ધરાજ્યાતિક્રમ અતિચાર છે.
(૪) હીનાધિકમાનોન્માન- છૂપી રીતે ખોટાં નાનાં મોટાં માપ-તોલાં રાખી મૂકે. જ્યારે વસ્તુ ખરીદવાની હોય ત્યારે મોટા માપ-તોલાનો ઉપયોગ કરે અને વેચવાની હોય ત્યારે નાના માપ-તોલાનો ઉપયોગ કરે.
(૫) પ્રતિરૂપક વ્યવહાર- સારા માલમાં ખરાબ કે નકલી માલની ભેળસેળ કરવી. બનાવટી વસ્તુ પેદા કરી અસલરૂપે વેચવી.
યદ્યપિ હીનાધિક માનોન્માન અને પ્રતિરૂપક વ્યવહાર એ બે કાયમાં ઠગબાજીથી પરધન લેવાતું હોવાથી વ્રતભંગ છે. છતાં ખાતર પાડવું એ જ ચોરી છે, આ તો વણિકકળા છે, એવી કલ્પનાથી આંશિક વ્રતભંગ થવાથી (એની દૃષ્ટિએ ચોરી નથી. પણ શાસ્ત્રદષ્ટિએ ચોરી છે.) આ બંને અતિચાર ગણાય છે. (૨૨).
ચોથા વ્રતના અતિચારોपरविवाहकरणेत्वरपरिगृहीतापरिगृहीतागमना-ऽनङ्गक्रीडा તીવ્રામમિનિવેશ: R ૭-૨રૂ છે
પરવિવાહકરણ, ઇત્રપરિગૃહીતાગમન, અપરિગૃહીતાગમન, અનંગક્રીડા અને તીવ્રકામાભિનિવેશ એ પાંચ બ્રહ્મચર્ય (સ્થૂલ મૈથુન વિરમણ) વ્રતના અતિચારો છે.
(૧) પરવિવાહકરણ– કન્યાદાનના ફળની ઇચ્છાથી કે સ્નેહ વગેરેથી આગળ પડતો ભાગ લઈ અન્યનાં સંતાનોના વિવાહ કરવા. અહીં પરદારાની સાથે મૈથુન નહિ કરું અને નહિ કરાવું એવો નિયમ છે. વિવાહ કરાવવામાં પરમાર્થથી મૈથુન કરાવ્યું ગણાય. એટલે પરમાર્થથી વ્રતભંગ છે. પણ હું વિવાહ કરાવું છું, મૈથુન નથી કરાવતો, એવા માનસિક પરિણામની દૃષ્ટિએ પોતે વ્રત સાપેક્ષ છે. આમ આંશિક (અપેક્ષાએ) વ્રતભંગ અને આંશિક વ્રતપાલન હોવાથી આ અતિચાર છે.
જેમ પરનાં સંતાનોના વિવાહથી અતિચાર લાગે છે તેમ પોતાનાં સંતાનોના વિવાહથી પણ અતિચાર લાગે. પણ જો પોતાનાં સંતાનોનો વિવાહ ન કરે તો સંતાનો સ્વેચ્છાચારી બને. તેમ થતાં શાસનની હીલના
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૨૨
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૭ સૂ૦ ૨૩
થાય. આથી પોતાના સંતાનોના વિવાહનો નિર્દેશ અહીં નથી કર્યો. પણ જો પોતાનાં સંતાનોના વિવાહ અન્ય પોતાનો મોટો પુત્ર કે ભાઇ વગેરે સંભાળી લે તેમ હોય તો પોતાએ તેમાં જરા પણ માથું નહિ મારવું જોઇએ.
(૨) ઇત્વર પરિગૃહીતા ગમન– ઇત્વર એટલે થોડો સમય. પરિગૃહીતા એટલે સ્વીકારેલી. બીજા કોઇએ થોડા સમય માટે વેશ્યાનો સ્વીકાર કર્યો હોય ત્યારે વેશ્યાગમન કરવું. જેટલા સમય સુધી અન્ય વ્યક્તિએ (પૈસા આપવા વગેરેથી) વેશ્યાનો સ્વીકાર કર્યો હોય તે સમયમાં વેશ્યાગમન કરવું એ અતિચાર છે. તેટલા વખત સુધી બીજાએ પગાર બાંધી વેશ્યાને પોતાની સ્ત્રી રૂપે રાખેલી હોવાથી પરદારા છે. એટલે વ્રતભંગ છે. છતાં હું પરસ્ત્રીસેવન કરતો નથી, કિન્તુ વેશ્યાસેવન કરું છું એમ માનસિક પરિણામની દૃષ્ટિએ વ્રતભંગ ન હોવાથી ઇત્વરપરિગૃહીતાગમન અતિચાર છે.
અથવા પોતે પૈસા આપી થોડો સમય પોતાની સ્ત્રી કરીને વેશ્યાગમન કરવું તે ઇત્વરપરિગૃહીતાગમન. અહીં ભાડું આપી થોડા સમય માટે પોતાની સ્ત્રી કરીને રાખી હોવાથી મારી પોતાની સ્ત્રી છે એ દૃષ્ટિએ આ અતિચાર છે. (૩) અપરિગૃહીતા ગમન—– જેનો કોઇએ સ્ત્રી તરીકે સ્વીકાર ન કર્યો હોય તે અપરિગૃહીતા. વેશ્યા, પ્રોષિતભર્તૃકા (જેનો પતિ પરદેશ ગયો છે તેવી સ્ત્રી), અનાથ સ્ત્રી, કુમારિકા વગેરે અપરિગૃહીતા સ્ત્રીનો ઉપભોગ કરવો તે અપરિગૃહીતાગમન. લોકમાં વેશ્યા વગેરે પરસ્ત્રી રૂપે ગણાય છે. પણ જેનો કોઇ ધણી ન હોય તે પરસ્ત્રી ન કહેવાય એમ ધારીને વેશ્યા આદિનું સેવન કરનાર વ્યક્તિની દૃષ્ટિએ વ્રતભંગ ન થવાથી આ અતિચાર છે.
આ બે અતિચાર પરસ્ત્રીનો ત્યાગ કરનારની અપેક્ષાએ છે. સ્વદારાસંતોષ રૂપ વ્રત ગ્રહણ કરનારની અપેક્ષાએ તો આ બે સર્વથા વ્રતભંગ રૂપ છે. કારણ કે તેણે સ્વસ્તી સિવાય બધી સ્ત્રીઓનો ત્યાગ કર્યો છે. સ્ત્રીને ‘સ્વપતિ સંતોષ’ રૂપ એક જ વ્રત હોવાથી તેને પણ આ બે અતિચારો સામાન્યથી ન હોય. અપેક્ષાએ તો તેને પણ આ બે અતિચારો હોઇ શકે. જ્યારે પોતાના પતિને શોધ્યે વા૨ાના દિવસે પરિગૃહીત કર્યો હોય ત્યારે તેના વારાને ઉલ્લંઘી પતિ સાથે સંભોગ કરતાં પ્રથમ અતિચાર (ઇત્વર
Page #367
--------------------------------------------------------------------------
________________
અ૦ ૭ સૂ૦ ૨૪]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૩૨૩
પરિગૃહીતાગમન) લાગે અને પરપુરુષ તરફ વિકારર્દષ્ટિથી જુએ, તેના તરફ આકર્ષાય વગેરે પ્રસંગે બીજો અતિચાર લાગે.
(૪) અનંગક્રીડા– મૈથુન સેવન માટેનાં અંગો (યોની અને પ્રજનન) સિવાયના શરીરના હસ્તાદિ અવયવોથી ક્રીડા કરવી=કામસેવન કરવું, અર્થાત્ અસ્વાભાવિક=સૃષ્ટિવિરુદ્ધ કામસેવન કરવું. અથવા અનંગ એટલે કામરાગ. અતિશય કામરાગ ઉત્પન્ન થાય તેવી અધરચુંબન આદિ ક્રીડા કરવી. (૫) તીવ્રકામાભિનિવેશ– તીવ્ર મોહનીય કર્મના ઉદયથી (મૈથુન સેવનની) તીવ્ર ઇચ્છાથી મૈથુન સેવન કરવું.
પરસ્ત્રી વિરમણ કે સ્વદારાસંતોષ એ બંને પ્રકારમાંથી ગમે તે રીતે બ્રહ્મચર્ય વ્રત સ્વીકારનારને મૈથુનસેવનનો ત્યાગ છે. પણ આવી અનંગક્રીડા કરવાનો ત્યાગ નથી. તથા તીવ્ર કામથી મૈથુનસેવનનો સાક્ષાત્ ત્યાગ નથી. આ ષ્ટિએ અનંગક્રીડા અને તીવ્રકામાભિનિવેશ એ બંનેથી વ્રત ભંગ થતો નથી. પણ બ્રહ્મચર્યનું ધ્યેય કામની ઇચ્છાને ઘટાડવાનું છે. આ બંનેમાં એ ધ્યેયનું પાલન થતું નથી. કારણ કે બંનેથી કામભોગની ઇચ્છા વૃદ્ધિ પામે છે. આથી પરમાર્થદૃષ્ટિએ આ બંને પ્રકારના કામસેવનનો પણ ત્યાગ થઇ ગયો હોવાથી વ્રતભંગ થાય છે. આમ આ બેમાં અપેક્ષાએ વ્રતનો અભંગ અને અપેક્ષાએ ભંગ હોવાથી બંને અતિચાર રૂપ છે. (૨૩)
પાંચમા વ્રતના અતિચારો—
ક્ષેત્રવાસ્તુ-બ્ધિસુવર્ણ-ધનધાન્ય-વાશીવાસપ્યપ્રમાળાતિમાં: || ૭-૨૪ ||
ક્ષેત્ર-વાસ્તુ, હિરણ્ય-સુવર્ણ, ધન-ધાન્ય, દાસી-દાસ અને કુષ્ય એ પાંચના પ્રમાણમાં અતિક્રમ(=વધારો) એ પાંચ અતિચારો સંતોષ(સ્કૂલ પરિગ્રહ વિરમણ) વ્રતના છે.
(૧) ક્ષેત્ર-વાસ્તુ પ્રમાણાતિક્રમ– ખેતી કરવા લાયક ભૂમિ તે ક્ષેત્ર. રહેવા લાયક (ઘર આદિ) ભૂમિ તે વાસ્તુ. પરિગ્રહ પ્રમાણમાં ધારેલ પ્રમાણથી અધિક ક્ષેત્ર-વાસ્તુનો (સર્વ પ્રકારની જમીનનો) સ્વીકાર કરવો એ ક્ષેત્ર-વાસ્તુ પ્રમાણાતિક્રમ
(૨) હિરણ્ય-સુવર્ણપ્રમાણાતિક્રમ– હિરણ્ય એટલે ચાંદી. સુવર્ણ એટલે સોનું. અહીં ચાંદી-સુવર્ણના ઉપલક્ષણથી રત્ન આદિ ઉચ્ચ પ્રકારની
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૨૪
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૭ સૂ૦ ૨૪ ધાતુઓ, ઈન્દ્રમણિ વગેરે કિંમતી પથ્થરની જાત અને રોકડ નાણું વગેરે સમજી લેવું. લોભવશ બનીને પરિગ્રહ પ્રમાણમાં ધારેલ પ્રમાણથી અધિક ચાંદીસુવર્ણ આદિ તથા રોકડ નાણું રાખવું તે 'હિરણ્ય-સુવર્ણપ્રમાણતિક્રમ છે.
(૩) ધન-ધાન્ય પ્રમાણાતિક્રમ– ગાય વગેરે ચારપગાં પ્રાણી ધન છે. ચોખા, ઘઉં વગેરે ધાન્ય છે. પરિગ્રહ પ્રમાણમાં ધારેલ પ્રમાણથી અધિક ધનધાન્યનો સ્વીકાર કરવો એ ધન-ધાન્યપ્રમાણાતિક્રમ છે.
(૪) દાસી-દાસપ્રમાણાતિક્રમ- અહીં દાસી-દાસ પદથી બેપનાં (નેકર, ચાકર વગેરે મનુષ્યો અને મયૂર આદિ પક્ષીઓ) પ્રાણી સમજવાં. ધારેલ પ્રમાણમાં અધિક નોકર આદિનો કે મયુર-પોપટ આદિ પક્ષીઓનો સંગ્રહ કરવો તે દાસી-દાસપ્રમાણાતિક્રમ છે.
(૫) કુખ્ય પ્રમાણાતિક્રમ- અલ્પકિંમતવાળી લોઢું વગેરે ધાતુઓ, ઘરના ઉપયોગમાં આવતી વસ્તુઓ (રાચરચીલું વગેરે), કાઇ, ઘાસ વગેરેનો કુષ્યમાં સમાવેશ થાય છે. ધારેલ પ્રમાણથી અધિક કુષ્યનો સંગ્રહ કરવો એ કુખ્ય પ્રમાણાતિક્રમ છે.
અહીં ક્ષેત્ર-વાસ્તુ આદિ પાંચમાં પરિગ્રહ પ્રમાણમાં ધારેલ પ્રમાણથી અધિક ક્ષેત્ર-વાસ્તુ આદિનો સ્વીકાર કરવાથી સાક્ષાત્ રીતે તો વ્રતનો ભંગ જ થાય છે. પણ એ પાંચમાં અનુક્રમે યોજન, પ્રદાન, બંધન, કારણ અને ભાવથી હૃદયમાં વ્રતરક્ષાના પરિણામ હોવાથી (વ્રત ભંગ ન થવાથી) એ પાંચે અતિચાર રૂપ છે. તે આ પ્રમાણે–
૧. કેટલાક ગ્રંથોમાં હિરણ્ય એટલે ઘડેલું સોનું અને સુવર્ણ એટલે વગર ઘડેલું સોનું એવો અર્થ
આવે છે. કેટલાક ગ્રંથોમાં આનાથી વિપરીત અર્થ, એટલે કે હિરણ્ય એટલે ઘડ્યા વિનાનું
સોનું અને સુવર્ણ એટલે ઘડેલું સોનું એવો અર્થ પણ છે. ૨. કેટલાક ગ્રંથોમાં ધન શબ્દથી ગણિમ (ગણી શકાય તે સોપારી વગેરે), ધરિમ (કાંટાથી
તોલીને લઈ-આપી શકાય તે ગોળ વગેરે), મેય (માપીને આપી લઇ શકાય તે ઘઉં વગેરે), પરિઘ (પરીક્ષા કરીને લેવા-દેવામાં આવે તે રત્ન વગેરે) એ ચાર પ્રકારનું ધનનું ગ્રહણ કરવામાં આવ્યું છે. તથા ગાય વગેરે ચારપગાં પ્રાણીઓનો દાસી-દાસ પ્રમાણાતિક્રમમાં દાસી-દાસ પદથી સંગ્રહ કરવામાં આવ્યો છે. ૩. ધર્મરત્ન પ્રકરણ વગેરે ગ્રંથોમાં અહીં ક્રિપદ-ચતુષ્પદ પ્રમાણાતિક્રમ અતિચાર છે. તેમાં સર્વ
પ્રકારના મનુષ્ય-તિર્યંચોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તથા ત્રીજા અતિચારમાં ધનશબ્દથી ગણિમ આદિ ચાર પ્રકારના ધનનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૨૫
અ૦ ૭ સૂ૦ ૨૪] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
(૧) યોજન- યોજન એટલે જોડવું. એક ઘરથી અધિકના અભિગ્રહવાળાને અધિકની જરૂર પડતાં (કે કોઈ કારણસર લેવાની ઇચ્છા થતાં) વ્રતભંગ થવાના ભયથી પ્રથમ ઘરની બાજુમાં જ બીજું ઘર લે અને વચ્ચેની ભીંત પાડી નાંખી બંનેનું યોજન=જોડાણ કરી એક ઘર બનાવે. અહીં પરમાર્થથી બે ઘર હોવાથી અપેક્ષાએ ભંગ થાય. પણ હૃદયમાં વ્રતરક્ષાના પરિણામ હોવાથી અપેક્ષાએ ભંગ ન થાય.
(૨) પ્રદાન– પ્રદાન એટલે આપવું. સુવર્ણ આદિનું પ્રમાણ પછી કોઈની પાસેથી (કમાણી આદિથી) બીજું મળે તો વ્રતભંગની ભીતિથી હમણાં તમારી પાસે રાખો એમ કહી બીજાને આપી દે. વ્રતની અવધિ પૂર્ણ થતાં લઈ લે.
અથવા નિયમ ઉપરાંત આવેલી રકમ બહાર દેખાવ માટે પોતાના પુત્ર, પુત્રી, સ્ત્રી આદિ સ્વજનના નામે ચઢાવી અંતરથી પોતાની માલિકી રાખે. આ રીતે બીજાને આપવા છતાં કે બીજાના નામે ચઢાવવા છતાં માલિકી પોતાની રહેતી હોવાથી નિયમ ભંગ થાય. પણ મેં નિયમ ઉપરાંત રાખ્યું નથી એવી બુદ્ધિ હોવાથી વ્રતસાપેક્ષ હોવાથી ભંગાભંગ રૂપ અતિચાર ગણાય.
(૩) બંધન– બંધન એટલે ઠરાવ, પરિમાણ કર્યા બાદ બીજા પાસેથી અધિક મળે તો વ્રતભંગના ડરથી ચાર માસ (વગેરે અવધિ) પછી હું લઈ જઈશ, હમણાં તમારી પાસે રહેવા દો એમ ઠરાવ કરીને ત્યાં જ રહેવા દે. ચાર માસ (વગેરે નિયમની અવધિ) પૂર્ણ થતાં લઈ લે.
(૪) કારણ– ગાય, બળદ વગેરેનું પ્રમાણ નક્કી કર્યા પછી ગાય આદિને ગર્ભ રહે અથવા વાછરડાં આદિનો જન્મ થાય તો વ્રતભંગના ભયથી ગણતરી કરે નહિ. મારે તો ગાય કે બળદનું પરિમાણ છે. ગર્ભ યા વાછરડાં ગાય-બળદ નથી, કિન્તુ ગાય-બળદનાં કારણ છે. મોટાં થશે ત્યારે ગાયબળદ થશે.
(૫) ભાવ-ભાવ એટલે પરિવર્તન. દશથી વધારે પિત્તળના પ્યાલાનો નિયમ કર્યા બાદ ભેટ આદિથી અધિક થતા વ્રતભંગના ભયથી પ્યાલાઓને ભંગાવી નાના પ્યાલાઓને મોટા કરીને વ્રતની સંખ્યા કાયમ રાખે.
અથવા પરિગ્રહ પરિમાણથી વધેલ વસ્તુને પરિગ્રહ પરિમાણથી ઓછી રહેલી વસ્તુ રૂપે ફેરવી નાંખે. જેમ કે પિત્તળના ૧૦પ્યાલા અને ૧૦ વાટકીથી
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૨૬
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૭ સૂ૦ ૨૫
વધારે ન રાખવાનો નિયમ કર્યા પછી ભેટ આદિથી પિત્તળના પ્યાલાની સંખ્યા વધી જતાં નિયમ ભંગના ભયથી પ્યાલા ભંગાવી વાટકીની સંખ્યા ઓછી હોવાથી વાટકીઓ બનાવી દે.
અહીં સર્વત્ર સાક્ષાત્ તો નિયમનો ભંગ થયો છે. પણ હૃદયમાં વ્રત ભંગના ભયના કારણે વ્રત સાપેક્ષ હોવાથી અપેક્ષાએ વ્રતભંગ નથી. આથી પ્રમાણનો અતિક્રમ=ઉલ્લંઘન અતિચાર છે. (૨૪)
છઠ્ઠા વ્રતના અતિચારો— ऊर्ध्वाधस्तिर्यग्व्यतिक्रम - क्षेत्रवृद्धिस्मृत्यन्तर्धानानि ॥ ७-२५ ॥ ઊર્ધ્વ, અધો અને તિર્યક્ એ ત્રણ દિશાના પ્રમાણમાં વ્યતિક્રમ તથા ક્ષેત્રવૃદ્ધિ અને મૃત્યન્તર્ધાન એ પાંચ દિગ્વિરતિ વ્રતના અતિચારો છે. (૧) ઊર્ધ્વ વ્યતિક્રમ– ભૂલથી ઉપરની દિશામાં પર્વતાદિ ઉપર ધારેલ પ્રમાણથી અધિક ઉપર જવું.
(૨) અધોવ્યતિક્રમ– ભૂલથી નીચેની દિશામાં કૂવા આદિમાં ધારેલ પ્રમાણથી અધિક નીચે જવું.
(૩) તિર્થવ્યતિક્રમ— ભૂલથી તિહુઁ પૂર્વ આદિ આઠ દિશામાં ધારેલ પ્રમાણથી અધિક દૂર જવું. આ ત્રણે ભૂલથી થાય તો અતિચાર છે. જાણી જોઇને કરે તો સર્વથા વ્રતભંગ થાય છે.
(૪) ક્ષેત્રવૃદ્ધિ– એક દિશાનું પ્રમાણ બીજી દિશામાં નાંખીને બીજી દિશાના પ્રમાણમાં વૃદ્ધિ કરવી. દા.ત. પૂર્વ અને પશ્ચિમ દિશામાં ૫૦-૫૦ માઇલનું પ્રમાણ ધાર્યા બાદ પૂર્વ દિશામાં ૬૦ માઇલ જવાની જરૂર પડતાં પશ્ચિમ દિશામાંથી ૧૦ માઇલ લઇને પૂર્વ દિશામાં ઉમેરે. અહીં નિયમભંગ થવા છતાં કુલ સંખ્યા કાયમ રહેવાથી અપેક્ષાએ અતિચાર છે.
(૫) નૃત્યન્તર્ધાન– લીધેલા નિયમને (=દિશાના પ્રમાણને) ભૂલી જવું=બરોબર યાદ ન રાખવું. દિશાના પ્રમાણને ભૂલી ગયા પછી ધારેલ પ્રમાણથી દૂર ન જાય છતાં અતિચાર લાગે. જેમ કે ૫૦ માઇલ ધાર્યા છે કે ૧૦૦ માઇલ એમ શંકા થવાથી કદાચ ૫૦ ધાર્યા હશે તો આગળ જઇશું તો નિયમનો ભંગ થશે એમ વિચારી ૫૦ માઇલથી આગળ ન જાય તો પણ
Page #371
--------------------------------------------------------------------------
________________
અ૦૭ સૂ૦ ૨૬] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૩૨૭ અતિચાર લાગે. કારણ કે કોઈપણ નિયમનું બરોબર પાલન નિયમને યાદ રાખવાથી થાય છે. એટલે નિયમને ભૂલી જવું એ અતિચાર છે. ૨
પ્રશ્ન- જો નિયમને ભૂલી જવું એ અતિચાર છે તો મૃત્યર્ધાન અતિચાર સર્વ વ્રતોને લાગુ પડે છે. તો પછી એની સર્વ વ્રતોમાં ગણતરી ન કરતાં અહીં જ કેમ કરી ?
ઉત્તર- દરેક વ્રતના પાંચ અતિચાર ગણાવવાના હોવાથી પાંચની સંખ્યા પૂરી કરવા અહીં તેની ગણતરી કરવામાં આવી છે. બાકી આ અતિચાર સર્વવ્રતો માટે છે. (૨૫)
સાતમા વ્રતના અતિચારોआनयन-प्रेष्यप्रयोग-शब्द-रूपानुपात-पुद्गलक्षेपाः ॥७-२६ ॥
આનયન, પ્રેધ્યપ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને પુદ્ગલક્ષેપ એ પાંચ દેશવિરતિ (દેશાવગાણિક) વ્રતના અતિચારો છે.
(૧) આનયન- ધારેલ પ્રમાણથી અધિક દેશમાં રહેલ વસ્તુને (કાગળ, ચિઠ્ઠી, તાર, ટેલિફોન, ફેક્સ આદિ દ્વારા) અન્ય પાસેથી મંગાવવી. આ અતિચારને આનયનપ્રયોગ પણ કહેવાય છે.
(૨) પ્રેધ્યપ્રયોગ-ધારેલ પ્રમાણથી અધિક દેશમાં કોઈ વસ્તુ મોકલવાની હોય યા અન્ય કોઈ કાર્ય કરવું હોય તો નોકર આદિને મોકલીને કરાવે.
આનયન (પ્રયોગો અને પ્રખ્યપ્રયોગમાં ફેર–આનયનમાં ધારેલ પ્રમાણથી અધિક દેશમાથી વસ્તુને પોતાની પાસે મંગાવવાની હોય છે. જ્યારે પ્રખ્યપ્રયોગમાં ધારેલ દેશથી અધિક દેશમાં સમાચાર વગેરે કે કોઈ વસ્તુ મોકલવાની હોય છે. બીજું, આનયનમાં વસ્તુ મંગાવવા નોકર આદિ કોઇને મોકલતો નથી, આવનારની પાસેથી મંગાવી લે છે. જ્યારે શ્રેષ્ઠ પ્રયોગમાં ખાસ નોકર આદિને ત્યાં મોકલે છે. ૧. કવિમૂિર્ત ઘનુષ્યનમ્ - નિયમની સ્મૃતિ નિયમપાલનનું મૂળ છે. પ્રસ્તુતસૂત્રની
શ્રી સિદ્ધસેન ગણિની ટીક). ૨. ધર્મરત્ન પ્રકરણ વગેરે ગ્રંથોમાં મૃત્યન્તર્ધાન અતિચારનો અર્થ આ પ્રમાણે છે–૫૦ યોજના
ધાય છે કે ૧૦૦ યોજન? આવા સંશયમાં ૫૦ યોજનથી દૂર ન જવું જોઈએ. જો ૫૦ યોજનથી આગળ જાય તો અતિચાર લાગે. 3. अयं चातिचारः सर्ववतसाधारणोऽपि पञ्चसंख्यापूरणार्थमत्रोपात्तः । (શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની અર્થદીપિકા ટીકા)
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૨૮
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર (અ) ૭ સૂ૦ ૨૭ (૩) શબ્દાનુપાત– નજીકમાં ખોંખારો, ઉધરસ વગેરેથી અને દૂર તાર, ટેલિફોન વગેરેથી (શબ્દોના અનુપાતથી ફેંકવાથી) ધારેલ દેશથી અધિક દેશમાં રહેલી વ્યક્તિને પોતાની પાસે બોલાવે.
(૪) રૂપાનુપાત– ધારેલ દેશથી અધિક દેશમાં રહેલી વ્યક્તિને બોલાવવા ધારેલ દેશમાં ઊભા રહીને પોતાનું શરીર કે શરીરના અંગો બતાવે, અથવા તેવા પ્રકારની કાયિક ચેષ્ટા કરે.
(૫) પુદ્ગલક્ષેપ- ધારેલ પ્રમાણથી અધિક દેશમાં રહેલી વ્યક્તિનું કામ પડતાં તેને બોલાવવા ધારેલ દેશમાં રહીને તે વ્યક્તિ નજીક હોય તો કાંકરો વગેરે ફેંકે કે જેથી તે વ્યક્તિ પોતાની પાસે આવે.
અહીં પોતે પોતાના શરીરથી નિયમિત દેશથી બહાર જતો નથી, એટલે એ દષ્ટિએ વ્રતભંગ થતો નથી. પણ બીજા દ્વારા વસ્તુ મંગાવવી, બીજાને મોકલવો, શબ્દાનુપાત આદિથી બીજાને પોતાની પાસે બોલાવવા વગેરેમાં નિયમનું ધ્યેય સચવાતું નથી. નિયમિત દેશથી બહાર હિંસા અટકાવવા દિશાનું નિયમન કર્યું છે. પોતે ન જવા છતાં વસ્તુ મંગાવવા આદિથી હિંસા તો થાય છે. પોતે જાય એના કરતાં બીજા પાસે મંગાવવા વગેરેમાં વધારે હિંસા થાય એવું પણ બને. કારણ કે પોતે જેવી જયણા પાળે તેવી બીજાઓ પાળે નહિ. આથી પોતે જાય તો પોતે કામ કરે તો હિંસા ઓછી થવાનો સંભવ છે. આમ આનયન આદિમાં નિયમનું ધ્યેય જળવાતું ન હોવાથી પરમાર્થથી વ્રતનો ભંગ છે. આ રીતે આનયન આદિમાં અપેક્ષાએ વ્રતનો અભંગ અને અપેક્ષાએ વ્રતનો ભંગ હોવાથી અતિચાર છે.
અહીં પ્રથમના બે અતિચારો સમજણના અભાવે કે સહસાકાર વગેરેથી થાય છે. પછીના ત્રણ અતિચારો માયાથી થાય છે. પ્રથમના બે અતિચારોમાં હું બીજા પાસે મારું કાર્ય કરાવીશ તો મારા નિયમમાં વાંધો નહિ આવે એવી બુદ્ધિ છે. પણ આ અજ્ઞાનતા છે. બીજા પાસે કરાવવાથી વધારે વિરાધના થવાનો સંભવ છે. (૨૬) આઠમા વ્રતના અતિચારોकन्दर्प-कौत्कुच्य-मौखर्या-ऽसमीक्ष्याधिकरणोपभोगाधिकत्वानि॥७-२७॥ કંદર્પ, કૌન્દુ, મૌખર્ય, અસમીક્ષ્યાધિકરણ અને ઉપભોગાધિકત્વ એ પાંચ અનર્થદંડવિરતિ વ્રતના અતિચારો છે.
Page #373
--------------------------------------------------------------------------
________________
અ૦ ૭ સૂ૦ ૨૮] શ્રીસ્વાધિગમસૂત્ર
૩૨૯ (૧) કંદર્પ– રાગ સહિત, હાસ્યપૂર્વક, કામોત્તેજક અસભ્ય વાક્યો બોલવાં. જેનાથી મોહ (તે તે ઇન્દ્રિયના વિષયોપભોગની ઇચ્છા) પ્રગટે તેવું વચન નહિ બોલવું જોઈએ. શ્રાવકને પેટ ભરીને ખડખડાટ જોરથી હસવું પણ વ્યાજબી નથી.
(૨) કૌસ્તુ- રાગસહિત, હાસ્યપૂર્વક કામોત્તેજક અસભ્ય વાક્યો બોલવા સાથે અસભ્ય કાયિક ચેષ્ટા કરવી. કંદર્પમાં હાસ્ય અને વચનનો પ્રયોગ હોય છે. જ્યારે કૌસ્તુમાં હાસ્ય અને વચનના પ્રયોગની સાથે કાયિક પ્રયોગ પણ હોય છે. આથી કંદર્પમાં કાયિક તેવી ચેષ્ટા હોય ત્યારે તે કૌત્કચ્ય કહેવાય છે.
(૩) મૌખર્ય- અસંબદ્ધ બહુ બોલબોલ કરવું.
(૪) અસમીક્ષ્યાધિકરણ – અસમીક્ય એટલે વિચાર્યા વિના. અધિકરણ એટલે પાપનું સાધન. મારે જરૂર છે કે નહિ ઈત્યાદિ વિચાર કર્યા વિના પોતાને જરૂર ન હોવા છતાં શસ્ત્ર આદિ અધિકરણો (=પાપનાં સાધનો) તૈયાર રાખવાં. (જેથી કોઈ માગવા આવે તો આપવા પડે એટલે નિરર્થક પાપ બંધાય.)
(૫) ઉપભોગાધિકત્વ- પોતાને જરૂરિયાત હોય તેનાથી અધિક વસ્તુ પોતાની પાસે રાખવી. દા.ત. તળાવ વગેરે સ્થળે સ્નાન કરવા જાય ત્યારે સાબુ વગેરે વસ્તુ પોતાને જરૂરિયાત પૂરતી જ લઈ જવી જોઈએ. અન્યથા વધારે જોઇને તેવા મશ્કરા લોકો કે અન્ય સ્વાર્થી વગેરે પોતાને જરૂર ન હોવા છતાં તેનો ઉપયોગ કરે એથી નિરર્થક પાપ બંધાય.
અહીં કંદર્પ આદિ સહસા કે અનાભોગ આદિથી થઈ જાય તો અતિચાર રૂપ છે. પણ જો ઇરાદાપૂર્વક કરે તો વ્રતભંગ થાય. પ્રથમના ત્રણ અતિચારો પ્રમાદાચરણ રૂપ અનર્થદંડના છે. ચોથો અને પાંચમો અતિચાર અનુક્રમે પાપકર્મોપદેશ અને હિંસક પ્રદાન રૂપ અનર્થદંડનો છે. ઉપયોગના અભાવે કે સહસાત્કાર વગેરેના કારણે દુર્બાન કરવું એ અપધ્યાન રૂપ અનર્થદંડનો અતિચાર છે. આ અતિચાર અહીં કહ્યો નથી. જાતે સમજી લેવો. (૨૭)
નવમા વ્રતના અતિચારોयोगदुष्प्रणिधाना-ऽनादर-स्मृत्यनुपस्थापनानि ॥७-२८ ॥
૧. ધર્મરત્ન પ્રકરણ વગેરે ગ્રંથોમાં “કોકુ' એવું નામ છે. ૨. ધર્મરત્ન પ્રકરણ વગેરે ગ્રંથોમાં “સંયુક્તાધિકરણ' એવું નામ છે.
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૩૦
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦૭ સૂ૦ ૨૮ મન, વચન અને કાયા એ ત્રણ યોગોનું દુષ્મણિધાન, અનાદર અને ઋત્યનુપસ્થાન એ પાંચ સામાયિક વ્રતના અતિચારો છે.
(૧) મનોયોગ દુપ્પણિધાન– નિરર્થક કે પાપના વિચારો કરવા.' (૨) વચનયોગ દુષ્મણિધાન નિરર્થક કે પાપનાં વચનો બોલવાં.
(૩) કાયયોગ દુપ્પણિધાન– નિરર્થક કે પાપની પ્રવૃત્તિ કરવી. ૧. આ અતિચારથી બચવા સામાયિકમાં મનના દશ દોષોનો ત્યાગ કરવો. દશ દોષો આ
પ્રમાણે છે–(૧) અવિવેક સામાયિકના વાસ્તવિક સ્વરૂપને ન જાણવાથી આવી ક્રિયાથી શું ફળ મળે ? ઇત્યાદિ સામાયિકના ફળ સંબંધી કુવિકલ્પો કરવા. (૨) યશોવાંછાબીજાઓ પોતાની પ્રશંસા કરશે એવી ઇચ્છાથી સામાયિક કરવું. (૩) ધનવાંછા- ધનની (પ્રભાવના વગેરેની) ઇચ્છાથી સામાયિક કરવું. (૪) ગર્વ– સામાયિક કરીને ધર્મી તરીકેનો અહંકાર કરવો. (૫) ભય– જો હું સામાયિક નહિ કરું તો અમુક તરફથી ઠપકો મળશે કે અમુક મારી નિંદા કરશે, હું હલકો દેખાઈશ વગેરે ભયથી સામાયિક કરવું. (૬) નિદાન- સામાયિકના ફળ રૂપે આ લોક અને પરલોકના સુખની ઈચ્છા રાખવી. (૭) સંશય- સામાયિકનું ફળ મળશે કે નહિ એમ સામાયિકના ફળ વિશે સંશય રાખવો. (૮) કષાય- ક્રોધથી આવેશમાં આવીને સામાયિક કરવું કે સામાયિકમાં ક્રોધ કરવો. (૯) અવિનય– વિનય રહિત સામાયિક કરવું. (૧૦) અબહુમાન– બહુમાન વિના કે
ઉત્સાહ વિના સામાયિક કરવું. ૨. આ અતિચારથી બચવા સામાયિકમાં વચનના દશ દોષોનો ત્યાગ કરવો જોઇએ. દશ દોષો
નીચે મુજબ છે-(૧) કુવચન- કોઇનું અપમાન આદિ થાય તેવાં કુવચનો બોલવાં. (૨) સહસાકાર- સહસા અયોગ્ય વચનો બોલવાં. (૩) અસદારોપણ વિચાર કર્યા વિના કોઈના ઉપર ખોટો આરોપ મૂકવો (૪) નિરપેક્ષ– શાસ્ત્રની દરકાર કર્યા વિના વચનો બોલવાં. (૫) સંક્ષેપ– સૂત્રો ટૂંકાવીને બોલવાં. (૬) ક્લેશઅન્યની સાથે ક્લેશ-કંકાશ કરવો. (૭) વિકથા– સ્ત્રીકથા આદિ વિકથા કરવી. (૮) હાસ્ય- ઠઠ્ઠા મશ્કરી કરવી, હસવું. (૯) અશુદ્ધ સૂત્રો અશુદ્ધ બોલવાં. (૧૦) ગુણગુણ- પોતે અને બીજા ન સમજી
શકે તે રીતે સૂત્રનો અસ્પષ્ટ ઉચ્ચાર કરવો વગેરે. ૩. આ અતિચારથી બચવા સામાયિકમાં કાયાના ૧૨ દોષોનો ત્યાગ કરવો જોઈએ. ૧૨ દોષો આ
પ્રમાણે છે–(૧)આસન-પગ ઉપર પગ ચઢાવીને બેસવું.(૨)ચલાસન-સ્થિરનબેસવું વારંવાર નિપ્રયોજન આસનથી ઊઠવું. (૩) ચલદષ્ટિ– કાયોત્સર્ગ વગેરેમાં આંખો આમ તેમ ફેરવવી. (૪) સાવઘકિયા–સ્વયં સાવદ્ય (=પાપની) ક્રિયા કરવી કે અન્યને આજ્ઞા આદિથી પાપ ક્રિયા કરવા કહેવું. (૫) આલંબન–ભીંત, થાંભલો વગેરેનું ઓઠિંગણ લઇને બેસવું. (૨) આકુંચનપ્રસારણ– હાથ-પગ વગેરે અવયવો પહોળા કરવા અને સંકોચવા. (૭) આળસ-અંગ મરડવું, બગાસા ખાવા વગેરે આળસ કરવી. (૮) મોટન– આંગળીના ટચાકા ફોડવા. (૯) મલશરીરનો મેલ કાઢવો. (૧૦) વિમાસણ– જાણે કોઇ ચિંતા હોય તેમ ગાલ વગેરે ઉપર હાથ રાખી બેસવું વગેરે. (૧૧) નિદ્રા-ઝોકાં ખાવાં, ઊંઘી જવું વગેરે. (૧૨) વસંકોચન- ટાઢ આદિના કારણે વસથી શરીર સંકોચવું-ઢાંકવું.
Page #375
--------------------------------------------------------------------------
________________
અ૦૭ સૂ૦ ૨૯] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
૩૩૧ (૪) અનાદર- સામાયિકમાં ઉત્સાહનો અભાવ, નિયત સમયે સામાયિક ન લેવું વગેરે.
(૫) ઋત્યનુપસ્થાપન– એકાગ્રતાના અભાવે સામાયિક કરી કે નહિ તે ભૂલી જવું વગેરે.
મનોયોગ દુપ્પણિધાન આદિ સહસા, અનાભોગ (અનુપયોગ) વગેરેથી થાય તો અતિચાર રૂપ છે. જો ઇરાદાથી (જાણીને) કરવામાં આવે તો વ્રતભંગ થાય છે. (૨૮)
દશામા વ્રતના અતિચારોअप्रत्यवेक्षिताप्रमार्जितोत्सर्गा-ऽऽदाननिक्षेपसंस्तारोपक्रमणाऽनादर-स्मृत्यनुपस्थापनानि ॥७-२९ ॥
અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત-ઉત્સર્ગ, અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિતઆદાનનિક્ષેપ, અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત-સંસ્તારોપક્રમણ, અનાદર અને ઋત્યનુપસ્થાપન એ પાંચ પૌષધોપવાસ(ત્રપૌષધ)વ્રતના અતિચારો છે.
(૧) અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત ઉત્સર્ગ– અપ્રત્યવેક્ષિત એટલે દષ્ટિથી બિલકુલ જોયા વિના કે બરોબર જોયા વિના. અપ્રમાર્જિત એટલે ચરવળા વગેરેથી બિલકુલ કે બરોબર પ્રમાર્યા વિના. ઉત્સર્ગ એટલે ત્યાગ કરવો. ભૂમિને દૃષ્ટિથી જોયા વિના કે બરોબર જોયા વિના અને ચરવળા વગેરેથી પ્રમાર્જન કર્યા વિના કે બરોબર પ્રમાર્જન કર્યા વિના મળ-મૂત્ર આદિનો ત્યાગ કરવો. (૨) અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત આદાન નિક્ષેપ– આદાન એટલે લેવું. નિક્ષેપ એટલે મૂકવું. દષ્ટિથી જોયા વિના કે બરોબર જોયા વિના અને ચરવળા વગેરેથી પ્રમાર્જન કર્યા વિના કે બરોબર પ્રમાર્જન કર્યા વિના વસ્તુ લેવી અને મૂકવી. (૩) અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત સંસ્તારોપક્રમણ સંસ્કાર એટલે સંથારો, આસન વગેરે સૂવાનાં અને પાથરવાનાં સાધનો. ઉપક્રમણ એટલે પાથરવું. દષ્ટિથી જોયા વિના કે બરોબર જોયા વિના અને ચરવળા વગેરેથી પ્રમાર્જન કર્યા વિના કે બરોબર પ્રમાર્જન કર્યા વિના સંથારો, આસન વગેરે પાથરવું. (૪) અનાદર-પૌષધમાં ઉત્સાહ ન રાખવો. જેમ તેમ અનાદરથી પૌષધ પૂર્ણ કરવો. (૫) ઋત્યનુપસ્થાપન–પોતે પૌષધમાં છે તે ભૂલી જવું. પૌષધની વિધિઓ યાદ ન રાખવી વગેરે. (૨૯)
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૩૨
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૭ સૂ૦ ૩૦ અગિયારમા વ્રતના અતિચારોसचित्तसंबद्ध-संमिश्रा-ऽभिषव-दुष्पक्वाहाराः ॥ ७-३० ॥
સચિત્ત આહાર, સચિત્ત સંબદ્ધ આહાર, સંચિત્તસંમિશ્ર આહાર, અભિષવ આહાર અને દુષ્પક્વ આહાર એ પાંચ ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રતના અતિચારો છે.
આ અતિચારો જેને સચિત્ત આહારનો ત્યાગ છે તેના માટે છે.
(૧) સચિત્ત આહાર- સચિત્ત (દાડમ આદિ) ફળ આદિનો ઉપયોગ કરવો. અહીં સચિત્તનો ત્યાગ હોવાથી અનાભોગ આદિથી સચિત્ત આહાર વાપરે તો અતિચાર. પણ જો જાણી જોઈને વાપરે તો વ્રતભંગ થાય. (૨) સચિત્ત સંબદ્ધ આહાર- ઠળિયા, ગોટલી આદિ સચિત્ત બીજ યુક્ત બોર, કેરી વગેરે આહાર વાપરવો. અહીં ઠળિયા, ગોટલી આદિ છોડી દે છે=મોંમાંથી બહાર કાઢી નાખે છે. માત્ર ફળનો અચિત્ત ગર્ભ=સાર વાપરે છે. આ દષ્ટિએ વ્રતનો ભંગ નથી. પણ વ્રતનું ધ્યેય (જીવરક્ષા) સચવાતું નથી. એથી પરમાર્થથી તો વ્રતભંગ છે. આમ અહીં આંશિક વ્રતભંગ અને આંશિક વ્રતપાલન હોવાથી અતિચાર લાગે છે. (૩) સચિત્ત સંમિશ્ર આહાર– થોડો ભાગ સચિત્ત અને થોડો ભાગ અચિત્ત હોય તેવો આહાર કરવો. દા.ત. તલ, ખસખસ આદિથી યુક્ત મોદક આદિનો આહાર કરવો. (૪) અભિષવ આહાર- મદ્ય આદિ માદક આહાર કરવો અથવા કીડી, કુંથુ આદિ સૂક્ષ્મ જીવોથી યુક્ત ખોરાકનો આહાર કરવો. (૫) દુષ્પક્વ આહાર– બરોબર ન રંધાવાથી કંઇક પક્વ અને કંઈક અપક્વ કાકડી વગેરેનો આહાર કરવો.
ધર્મરત્ન પ્રકરણ વગેરે ગ્રંથોમાં અહીં બતાવેલા છેલ્લા ત્રણ અતિચારોના સ્થાને અપક્વૌષધિ-ભક્ષણતા, દુષ્પક્વૌષધિ-ભક્ષણતા અને તુચ્છૌષધિભણતા એ ત્રણ અતિચારોનો ઉલ્લેખ છે. (૩) અપક્વૌષધિભક્ષણતારાંધ્યા વિનાનો આહાર લેવો. દા.ત. સચિત્ત કણવાળા લોટને અચિત્ત સમજીને વાપરે. (૪) દુષ્પવૌષધિભક્ષણતા- આનો અર્થ આ ગ્રંથમાં આપેલ દુષ્પક્વ આહાર અતિચાર પ્રમાણે છે. (૫) તુચ્છૌષવિભાણતાજેનાથી તૃપ્તિ ન થાય તેવી પાપડ, બોર વગેરે વસ્તુ વાપરવી. ૧. સચિત્તનો ત્યાગ છે એમખ્યાલમાં ન રહેવું. અથવા આ વસ્તુ સચિત્ત છે એમ ખ્યાલમાં ન રહેવું...
Page #377
--------------------------------------------------------------------------
________________
અ૦ ૭ સૂ૦ ૩૧-૩૨] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૩૩૩ પ્રશ્ન- તુચ્છ ઔષધિ ( જેનાથી તૃપ્તિ ન થાય તેવી વસ્તુઓ) જો સચિત્ત વાપરે છે તો તેનો સમાવેશ સચિત્ત આહાર નામના પ્રથમ અતિચારમાં થઈ જાય છે. હવે જો અચિત્ત વાપરે છે તો અતિચાર જ ન ગણાય.
ઉત્તર– વાત સત્ય છે. પણ અચિત્ત વાપરવામાં વ્રતના ધ્યેયનું પાલન ન થવાથી પરમાર્થથી વ્રતની વિરાધના થાય છે. જે આરાધક પાપથી બહુ ડરતો હોય અને લોલુપતાને ઓછી કરી હોય તે શ્રાવક સચિત્તનું પ્રત્યાખ્યાન કરે છે. જેનાથી તૃપ્તિ ન થતી હોય તેવી વસ્તુ વાપરવામાં લોલુપતા કારણ છે. કારણ કે તેનાથી શરીરને પુષ્ટિ મળતી નથી. આથી શ્રાવક જો આવી વસ્તુઓ વાપરે તો તેનામાં લોલુપતા અધિક છે એ સિદ્ધ થાય છે. આમાં શરીરને લાભ થતો નથી અને પાપ વધારે થાય છે. આથી અપેક્ષાએ તુચ્છ ઔષધિનું ભક્ષણ એ અતિચાર છે. (૩૦)
બારમા વ્રતના અતિચારોसचित्तनिक्षेप-पिधान-परव्यपदेश-मात्सर्य-कालातिक्रमाः॥७-३१ ॥
સચિત્તનિક્ષેપ, સચિત્તપિધાન, પરવ્યપદેશ, માત્સર્ય અને કાલાતિક્રમ એ પાંચ અતિથિસંવિભાગ વ્રતના અતિચારો છે.
(૧) સચિત્તનિક્ષેપ નહિ આપવાની બુદ્ધિથી આપવા લાયક વસ્તુને ઘઉં વગેરે સચિત્ત વસ્તુમાં મૂકી દેવી. (૨) સચિત્તપિધાન- નહિ આપવાની બુદ્ધિથી આપવા લાયક વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ ઢાંકી દેવી. (૩) પરવ્યપદેશ– નહિ આપવાની બુદ્ધિથી આપવા લાયક વસ્તુ પોતાની હોવા છતાં બીજાની છે એમ કહેવું, અથવા આપવાની બુદ્ધિથી બીજાની હોવા છતાં પોતાની છે એમ કહેવું. (૪) માત્સર્ય– હૃદયમાં ગુસ્સે થઇને આપવું. સામાન્ય માણસ પણ આપે છે તો શું હું તેનાથી ઉતરતો છું? એમ ઈર્ષાથી આપવું. (૫) કાલાતિક્રમ– ભિક્ષાકાળ વીતી ગયા પછી અથવા ભિક્ષાકાળ થયા પહેલા સાધુઓને નિમંત્રણ કરવું. (૩૧)
સંલેખના વ્રતના અતિચારોजीवित-मरणाशंसा-मित्रानुराग-सुखानुबन्ध-निदानकरणानि ॥७-३२ ॥
જીવિત-આશંસા, મરણ-આશંસા, મિત્ર-અનુરાગ, સુખ-અનુબંધ અને નિદાનકરણ એ પાંચ સંલેખના વ્રતના અતિચારો છે.
Page #378
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૭ સૂ૦ ૩૩
(૧) જીવિત-આશંસા– આશંસા એટલે ઇચ્છા. જીવિત એટલે જીવવું. જીવવાની ઇચ્છા તે જીવિત આશંસા. પૂજા, સત્કાર-સન્માન, પ્રશંસા આદિ ખૂબ થવાથી હું વધારે જીવું તો સારું એમ જીવવાની ઇચ્છા રાખવી.
(૨) મરણ આશંસા— પૂજા, સત્કાર-સન્માન, કીર્તિ, વેયાવચ્ચ આદિ ન થવાથી કંટાળીને હું જલદી મરી જઉં તો સારું એમ મરણની ઇચ્છા રાખવી. (૩) મિત્ર-અનુરાગ– મિત્ર, પુત્ર આદિ સ્વજન-સ્નેહીઓ ઉપર મમત્વભાવ રાખવો.
૩૩૪
(૪) સુખ અનુબંધ– પૂર્વે અનુભવેલાં સુખોને યાદ કરવાં.
(૫) નિદાનકરણ— તપ અને સંયમના પ્રભાવથી હું પરલોકમાં ચક્રવર્તી, વાસુદેવ, માંડલિક રાજા, બળવાન કે રૂપવાન બનું ઇત્યાદિ પરલોકના સુખની ઇચ્છા રાખવી. (૩૨)
દાનની વ્યાખ્યા—
अनुग्रहार्थं स्वस्यातिसर्गों दानम् ॥ ७-३३ ॥
સ્વ અને પરના` ઉપકાર માટે પોતાની વસ્તુ પાત્રને આપવી તે દાન. સ્વ-ઉપકાર પ્રધાન અને આનુષંગિક એમ બે પ્રકારે છે. પ્રધાન એટલે મુખ્ય. કર્મ નિર્જરાથી આત્માની સંસારથી મુક્તિ એ પ્રધાન સ્વ-ઉપકાર છે. આનુષંગિક સ્વ-ઉપકાર એટલે મુખ્ય ઉપકારની સાથે સાથે અનાયાસે થઇ જતો ઉપકાર. આનુષંગિક સ્વ-ઉપકારના બે ભેદ છે. (૧) આ લોક સંબંધી અને (૨) પરલોક સંબંધી. સંતોષ, વૈભવ આદિની પ્રાપ્તિ એ આ લોક સંબંધી આનુષંગિક સ્વ-ઉપકાર છે. અર્થાત્ દાનથી દાન કરનારના આત્મામાં સંતોષગુણ આવે. (સંતોષની સાથે ઉદારતા આદિ ઘણા ગુણો આવે. તથા રાગાદિ દોષો ઘટી જાય.) તેવા પ્રકારના વિશિષ્ટ પુણ્યના ઉદયથી બાહ્ય વૈભવની પણ પ્રાપ્તિ થાય. પરલોકમાં વિશિષ્ટ પ્રકારના સ્વર્ગાદિ સુખની પ્રાપ્તિ એ પરલોક સંબંધી આનુષંગિક સ્વ-ઉપકાર છે.
એ પ્રમાણે ૫૨-ઉપકાર પણ પ્રધાન અને આનુષંગિક એમ બે પ્રકારે છે. કર્મનિર્જરાથી આત્માની સંસા૨થી મુક્તિ એપ્રધાન પર-ઉપકારછે. આનુષંગિક ૫૨-ઉ૫કા૨ આ લોક સંબંધી અને પરલોક સંબંધી એમ બે પ્રકારે છે. સંયમનું ૧. બ્રાહ્મપરાનુપ્રદાર્થ સ્વસ્થ... (પ્રસ્તુત સૂત્ર ઉપર ભાષ્ય)
Page #379
--------------------------------------------------------------------------
________________
અ૦ ૭ સૂ૦ ૩૪] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૩૩૫ પાલન કે મોક્ષમાર્ગની આરાધના એ આ લોક સંબંધી આનુષંગિક પર-ઉપકાર છે. વિશિષ્ટ પ્રકારના સ્વગદિ સુખની પ્રાપ્તિ એ પરલોક સંબંધી આનુષંગિક પર-ઉપકાર છે.
ઉપકાર
આનુષંગિક
પ્રધાન
આનુષંગિક (કર્મ નિર્જરાથી મુક્તિ) આ લોક સંબંધી પરલોક સંબંધી આ લોક સંબંધી (સંતોષ, વૈભવ વગેરે) (વિશિષ્ટ સ્વગદિ સુખ) (મોક્ષમાર્ગની
આરાધના વગેરે) દાનની ક્રિયા સમાન છતાં ફળમાં તફાવતવિધિ-દ્રવ્ય-ત-પરવિણપત્ર તષિ : ૭-૩૪
વિધિ, દ્રવ્ય, દાતા અને પાત્રની વિશેષતાથી દાનધર્મમાં (અર્થાત્ ફળમાં) તફાવત પડે છે. (દાનધર્મની વિશેષતાથી તેના ફળમાં પણ વિશેષતા (eતફાવત) આવે છે.
(૧) વિધિ- દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને ક્રમપૂર્વક કલ્પનીય વસ્તુ આપવી વગેરે વિધિ છે.
(૨)દ્રવ્ય-અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર આદિ શ્રેષ્ઠ દ્રવ્યોનું દાન કરવું જોઇએ.
(૩) દાતા- દાતા પ્રસન્નચિત્ત, આદર, હર્ષ, શુભાશય એ ચાર ગુણોથી યુક્ત અને વિષાદ, સંસારસુખની ઇચ્છા, માયા અને નિદાન એ ચાર દોષોથી રહિત હોવો જોઇએ.
(૧) પ્રસન્નચિત્ત-સાધુ આદિ પોતાના ઘરે આવે ત્યારે, હું પુણ્યશાળી છું, જેથી તપસ્વીઓ મારા ઘરે પધારે છે, એમ વિચારે અને પ્રસન્ન થાય. પણ આ તો રોજ અમારા ઘરે આવે છે, વારંવાર આવે છે, એમ વિચારી કંટાળી ન જાય. ૧. દેશ-કાળ આદિની સમજૂતી માટે જુઓ આ જ અધ્યાયના ૧૬મા સૂત્રમાં અતિથિસંવિભાગ
વ્રતનું વર્ણન. ૨. જાતે જ પોતાના હાથે સહર્ષ દાન કરવું એ પણ વિધિ છે. આદિ વગેરે) શબ્દથી આ વિધિનો
નિર્દેશ કર્યો છે.
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૩૬
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ) ૭ સૂ૦ ૩૪ (૨) આદર- વધતા આનંદથી ‘પધારો! પધારો! અમુકનો જોગ છે, અમુકનો લાભ આપો,’ એમ આદરપૂર્વક દાન આપે.
(૩) હર્ષ– સાધુને જોઈને અથવા સાધુ કોઈ વસ્તુ માંગે ત્યારે હર્ષ પામે. વસ્તુનું દાન કરતાં હર્ષ પામે. આપ્યા પછી પણ અનુમોદના કરે. આમ દાન આપતાં પહેલાં, આપતી વખતે અને આપ્યા પછી પણ હર્ષ પામે.
(૪) શુભાશય- પોતાના આત્માનો સંસારથી નિસ્તાર કરવાના આશયથી દાન આપે.
(૫) વિષાદનો અભાવ– આપ્યા પછી મેં ક્યાં આપી દીધું ! વધારે આપી દીધું! એમ પશ્ચાત્તાપ ન કરે. કિન્તુ વ્રતીના (તપસ્વીના) ઉપયોગમાં આવે એ જ મારું છે, મારી વસ્તુ તપસ્વીના પાત્રમાં ગઈ એ મારું અહો ભાગ્ય ! એમ અનુમોદના કરે.'
(૬) સંસાર સુખની ઇચ્છાનો અભાવ– દાન આપીને તેના ફળ રૂપે કોઈ પણ જાતના સંસારસુખની ઇચ્છા ન રાખે.
(૭) માયાનો અભાવ દાન આપવામાં કોઈ જાતની માયા ન કરે. સરળભાવથી દાન કરે.
(૮) નિદાનનો અભાવ- દાનના ફળ રૂપે પરલોકમાં સ્વગદિના સુખની માગણી ન કરે.
સુખની ઇચ્છાનો અભાવ અને નિદાનનો અભાવ એ બંનેમાં સંસાર સુખની ઇચ્છાનો અભાવ હોવાથી સામાન્યથી અર્થ સમાન છે. છતાં વિશેષથી બંનેના અર્થમાં થોડો ફેર પણ છે. સંસાર સુખની ઇચ્છાના અભાવમાં વર્તમાન જીવનમાં સંસારસુખની ઇચ્છા ન રાખે એ ભાવ છે અને નિદાનના અભાવમાં પરલોકમાં સંસારસુખની ઇચ્છા ન રાખે એ ભાવ છે.
(૪) પાત્ર- સમ્યગ્દર્શન આદિ ગુણોથી યુક્ત સર્વવિરતિધર સાધુઓ અને દેશવિરતિધર શ્રાવકો વગેરે પાત્ર(=સુપાત્ર) છે.
જેટલા અંશે વિધિ આદિ બરોબર હોય તેટલા અંશે દાનથી અધિક લાભ. જેટલા અંશે વિધિ આદિમાં ન્યૂનતા હોય તેટલા અંશે ઓછો લાભ. (૩૪)
૧. ઉપર જણાવેલા ચાર ગુણોમાંથી હર્ષ ગુણ આવે તો વિષાદ દોષ જાય. ૨. ઉપર જણાવેલા ચાર ગુણોમાંથી શુભાશય આવે તો સંસાર સુખની ઇચ્છા અને નિદાન એ
બે દોષ જાય.
Page #381
--------------------------------------------------------------------------
________________
અ૦ ૮ સૂ૦૧]
૩૩૭
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર આઠમો અધ્યાય
અહીં સુધી સાત તત્ત્વોમાં જીવ, અજીવ અને આસવ એ ત્રણ તત્ત્વોનું વર્ણન કર્યું. હવે આઠમા અધ્યાયમાં બંધ તત્ત્વનું વર્ણન કરે છે.
કર્મબંધના હેતુઓ मिथ्यादर्शना-ऽविरति-प्रमाद-कषाय-योगा बन्धहेतवः ॥८-१॥
મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ કર્મબંધના હેતુઓ=કારણો છે.
બંધ એટલે કામણ વર્ગણાના પુદ્ગલોનો આત્મપ્રદેશોની સાથે ક્ષીરનીરની જેમ ગાઢ સંબંધ.
(૧) મિથ્યાદર્શન એટલે તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધા. મિથ્યાદર્શન, મિથ્યાત્વ, અશ્રદ્ધા વગેરે શબ્દો એકાર્થક છે. મિથ્યાદર્શનના પાંચ ભેદો છે. (૧) આભિગ્રહિક (૨) અનાભિગ્રહિક (૩) આભિનિવેશિક (૪) સાંશયિક અને (૫) અનાભોગિક.
(i) આભિગ્રહિક મિથ્યાત્વ- અભિગ્રહ એટલે પકડ. વિપરીત સમજણથી અતાત્ત્વિક બૌદ્ધ આદિ કોઈ એક દર્શન ઉપર આ જ સત્ય છે એવા અભિગ્રહથી= પકડથી યુક્ત જીવની તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધા તે આભિગ્રહિક મિથ્યાત્વ. આમાં વિપરીત સમજણ તથા અભિગ્રહ=પકડ મુખ્ય ભાગ ભજવે છે.
(f) અનાભિગ્રહિક મિથ્યાત્વ– અનાભિગ્રહિક એટલે અભિગ્રહથી= પકડથી રહિત. અમુક જ દર્શન સત્ય છે એવા અભિગ્રહથી રહિત બનીને સર્વ દર્શનો સત્ય છે' એમ સર્વ દર્શનો ઉપર શ્રદ્ધા રાખનાર જીવની તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધા તે અનાભિગ્રહિક મિથ્યાત્વ. આમાં યથાર્થ સમજણનો અભાવ તથા સરળતા મુખ્ય કારણ છે.
(ii) આભિનિવેશિક મિથ્યાત્વ– અભિનિવેશ એટલે કદાગ્રહ-પકડ. યથાવસ્થિત તત્ત્વોને જાણવા છતાં અહંકાર આદિના કારણે અસત્ય સિદ્ધાંતને પકડી રાખનાર જીવની તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધા એ આભિનિવેશિક મિથ્યાત્વ. આમાં અહંકારની પ્રધાનતા છે. અસત્ય સિદ્ધાંત વિષે અભિનિવેશ=પકડ અહંકારના પ્રતાપે છે.
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૩૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર (અ) ૮ સૂ૦૧ યદ્યપિ અભિગ્રહ અને અભિનિવેશ એ બેનો અર્થ પકડ છે. એટલે શબ્દાર્થની દષ્ટિએ બંનેનો અર્થ એક છે. છતાં બંનેમાં પકડના હેતુમાં ભેદ હોવાથી અર્થનો ભેદ પડે છે. આભિગ્રહિક મિથ્યાત્વમાં વિપરીત સમજણથી પકડ છે. જ્યારે આભિનિવેશિકમાં અંદરથી (હૃદયમાં) સત્ય હકીકતને સમજવા છતાં મારું માનેલું મારું કહેવું હું કેમ ફેરવું?' ઇત્યાદિ અહંકારના પ્રતાપે પોતાની અસત્ય માન્યતાને પકડી રાખે છે. બીજું, આભિગ્રહિકમાં સર્વ તત્ત્વો પ્રત્યે વિપરીત માન્યતા હોય છે. જયારે આભિનિવેશિકમાં કોઈ એકાદ તત્ત્વ વિષે કે કોઈ એક વિષયમાં વિપરીત માન્યતા હોય છે. આભિગ્રહિક મિથ્યાત્વ જૈનદર્શન સિવાય બૌદ્ધ આદિ કોઈ એક દર્શનના આગ્રહવાળાને હોય છે. જ્યારે આભિનિવેશિક મિથ્યાત્વ જૈનદર્શનને પામેલાને જ હોય છે. જેમ કે જમાલિ.
(iv) સાંશયિક મિથ્યાત્વ- શ્રીસર્વજ્ઞદેવે કહેલા જીવાદિ તત્ત્વો સત્ય હશે કે નહિ એવી શંકા સશયિક મિથ્યાત્વ છે. અહીં શ્રીસર્વશદેવ ઉપર અવિશ્વાસ એ મુખ્ય કારણ છે. શ્રી સર્વજ્ઞદેવ ઉપર પૂર્ણ વિશ્વાસ ન હોવાના કારણે તેમના વચનની પ્રામાણિકતાની બાબતમાં સંશય થાય છે, અને તેથી તેમણે કહેલા જીવાદિ તત્ત્વો સત્ય હશે કે નહિ એવી શંકા થાય છે.
સાંશયિક મિથ્યાત્વ અને શંકા અતિચારમાં ભેદપ્રશ્ન- સાંશયિક મિથ્યાત્વ અને શંકા અતિચાર એ બેમાં શો ભેદ છે?
ઉત્તર– શ્રી સર્વજ્ઞદેવે કહેલા જીવાદિ તત્ત્વો સત્ય હશે કે નહિ? એવી શંકા સાંશયિક મિથ્યાત્વછે. પોતાની મતિમંદતાથી આગમોક્ત પદાર્થનાસમજી શકવાથી અમુક વસ્તુ અમુક સ્વરૂપે હશે કે નહિ ઈત્યાદિ શંકા તે શંકા અતિચાર છે.
આ વ્યાખ્યાઓથી એ સ્પષ્ટ થાય છે કે સાંશયિક મિથ્યાત્વમાં જિનવચનની પ્રામાણિકતામાં શંકા છે અને શંકા અતિચારમાં શાસ્ત્રમાં વર્ણવેલા પદાર્થો અંગે શંકા છે.
જો આત્મા સાવધ ન રહે તો શંકા અતિચાર થયા પછી સાંશયિક મિથ્યાત્વ ઉત્પન્ન થઈ જાય. લાયોપથમિક સમ્યગ્દર્શનવાળા આત્માને (શ્રાવક કે સાધુને) મિથ્યાત્વનો પ્રદેશોદય રહેલો હોવાથી કોઈ વાર સૂક્ષ્મ પદાર્થના વિષયમાં શંકા પેદા થઈ જાય અને તેથી શંકા અતિચાર લાગી જાય એ
Page #383
--------------------------------------------------------------------------
________________
અ) ૮ સૂ૦૧] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૩૩૯ સંભવિત છે. પણ પછી તુરત તમેવ સä નિ:શ મં નિર્દિ પસં=“જિને કહેલું જ તત્ત્વ શંકા વિનાનું સાચું છે” એ આગમ વચનને યાદ કરીને એ શંકા દૂર કરવી જોઇએ. જો આ શંકા દૂર કરવામાં ન આવે તો તેમાંથી સાંશયિક મિથ્યાત્વ આવી જવાની પૂર્ણ સંભાવના છે.
પહેલા શંકા અતિચાર ઉત્પન્ન થાય, પછી સાવધાન રહે તો જિનવચનની પ્રામાણિકતામાં સંશય ઉત્પન્ન થાય અને તેનાથી સાંશયિક મિથ્યાત્વ ઉત્પન્ન થાય. શંકા અતિચાર ચોથા ગુણસ્થાને હોય અને સાંશયિક મિથ્યાત્વ પહેલા ગુણસ્થાને હોય. આમ શંકા અતિચાર અને સાંશયિક મિથ્યાત્વમાં ભેદ છે.
(v) અનાભોગિક મિથ્યાત્વ– અનાભોગ એટલે અજ્ઞાનતા. અજ્ઞાનતાના યોગે તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધા ( શ્રદ્ધાનો અભાવ) કે વિપરીત શ્રદ્ધા તે અનાભોગિક મિથ્યાત્વ. અહીં સમજણ શક્તિનો અભાવ મુખ્ય કારણ છે. આ મિથ્યાત્વ એકેન્દ્રિય આદિને તથા કોઈ એક વિષયમાં અનાભોગના કારણે વિપરીત શ્રદ્ધા ધરાવનાર સાધુયા શ્રાવકને હોય છે. અનાભોગના કારણે વિપરીત શ્રદ્ધા ધરાવનારને જો કોઈ સમજાવે તો તે પોતાની ભૂલ સુધારી લે છે. કારણ કે તે આગ્રહ રહિત હોય છે. અન્યના સમજાવવા છતાં સમજાવનારની દલીલ વગેરે તેને સત્ય ન જણાય તેથી વિપરીત શ્રદ્ધા ધરાવે એ બને. પણ સમજાવનારની દલીલ વગેરે સત્ય છે એમ જણાયા પછી પોતાની ભૂલનો અવશ્ય સ્વીકાર કરી લે.
અહીં અશ્રદ્ધાના બે અર્થ છે–(૧) વિપરીત શ્રદ્ધા અને (૨) શ્રદ્ધાનો અભાવ. તેમાં પ્રથમનાં ત્રણ મિથ્યાત્વમાં વિપરીત શ્રદ્ધા રૂપ અશ્રદ્ધા છે. ચોથા મિથ્યાત્વમાં મિશ્રભાવ છે, એટલે કે શ્રદ્ધાનો બિલકુલ અભાવ નથી, તેમ પૂર્ણ શ્રદ્ધા પણ નથી. આમાં વિપરીત શ્રદ્ધાનો બિલકુલ અભાવ છે. પાંચમા મિથ્યાત્વમાં એકેન્દ્રિય આદિ (જેઓ કોઈ પણ દર્શનને-ધર્મને પામ્યા નથી એવા) જીવોને શ્રદ્ધાના અભાવ રૂપ મિથ્યાત્વ છે. કદાગ્રહ રહિત સાધુ તથા શ્રાવકને (જો મિથ્યાત્વ હોય તો) વિપરીત શ્રદ્ધા રૂપ મિથ્યાત્વ હોય.'' ૧. તત્ત્વાર્થ સૂત્રના ભાગ્યમાં મિથ્યાત્વના સંક્ષેપમાં અભિગૃહીત અને અનભિગૃહીત એમ બે
ભેદો જ બતાવવામાં આવ્યા છે. અભિગૃહીત એટલે સ્વીકારેલ. મતિ અજ્ઞાન આદિના યોગે કોઈ એક અસત્ય દર્શનનો આ જ સત્ય છે એવો સ્વીકાર તે અભિગૃહીત મિથ્યાત્વ. તે સિવાયનું મિથ્યાત્વ અનભિગૃહીત મિથ્યાત્વ. જેમણે કોઈ પણ દર્શનનો સ્વીકાર કર્યો નથી તેવા એકેન્દ્રિય આદિ જીવોને અનભિગૃહીત મિથ્યાત્વ હોય છે.
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૪૦
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર (અ) ૮ સૂ૦૧ (૨) અવિરતિ- વિરતિનો અભાવ તે અવિરતિ. હિંસા આદિ પાપોથી નિવૃત્તિ એ વિરતિ છે. આથી હિંસા આદિ પાપોથી અનિવૃત્તિ એ અવિરતિ છે.
(૩) પ્રમાદ– ભૂલી જવું, ધાર્મિક અનુષ્ઠાનોમાં ઉત્સાહનો અભાવ, આર્તધ્યાન, રૌદ્રધ્યાન (અશુભ વિચાર) તથા એનાથી થતી પ્રવૃત્તિ વગેરે પ્રમાદ છે. શાસ્ત્રોમાં મદ્ય (-મદ અથવા માદક આહાર), (ઇન્દ્રિયના સ્પર્શ આદિ પાંચ) વિષય, (ક્રોધાદિ ચાર) કષાય, નિદ્રા અને (સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા, રાજકથા એ ચાર) વિકથા એમ પાંચ પ્રકારનો પ્રસાદ બતાવવામાં આવ્યો છે. પ્રકાાંતરથી આઠ પ્રકારનો પણ પ્રમાદ બતાવવામાં આવ્યો છે. અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, મતિભ્રંશ (ભૂલી જવું વગેરે), ધર્મને વિશે અનાદર અને યોગોનું દુષ્મણિધાન (અયોગ્ય પ્રવૃત્તિ) એ આઠ પ્રકારનો પ્રમાદ છે.
ઉપર્યુક્ત પ્રમાદના બંને પ્રકારમાં કષાયોનો સમાવેશ થઈ જાય છે. કષાયો કરવા એ પ્રમાદ જ છે. આથી આ સૂત્રમાં કષાયનો અલગ નિર્દેશ ન કરે અને પ્રમાદનો જ નિર્દેશ કરે, અથવા કષાયનો નિર્દેશ કરે અને પ્રમાદનો નિર્દેશ ન કરે તો પણ ચાલી શકે. છતાં અહીં બંનેનો અલગ નિર્દેશ કરવામાં આવ્યો છે, તેનું કારણ એ છે કે (ઉક્ત બંને પ્રકારના) પ્રમાદમાં કષાયરૂપ પ્રમાદ મુખ્ય છે. બીજા બધા પ્રમાદો કષાયના આધારે જ ટકે છે. આમ કષાયની પ્રધાનતા બતાવવા કષાયનો અલગ નિર્દેશ કરવામાં આવ્યો છે.
અહીં સૂક્ષ્મદષ્ટિથી વિચારીએ તો મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ એ ત્રણેનો કષાયમાં સમાવેશ થઈ જાય છે. એટલે કષાય અને યોગ એ બેનો १. मज्जं विषय-कषाया निदा विकहा य पंचमी भणिया ।
एए पंच पमाया जीवं पाडंति संसारे ॥ १ ॥ ૨. સત્રા સંસણો વેવ, મિચ્છાના દેવ છે !
रागो दोसो मइन्भंसो, धम्ममि य अणायरो ॥ १ ॥ जोगाणं दुप्पणिहाणं, पमाओ अट्टहा भवे । संसारुत्तारकामेणं, सव्वहा वज्जिअव्वओ ॥ २ ॥ ૩. આથી જ કર્મગ્રંથ તથા પંચસંગ્રહ વગેરેમાં બંધના હેતુ તરીકે પ્રમાદ સિવાય ચારનો નિર્દેશ છે.
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૪૧
અO ૮ સૂ૦ ૧] શ્રીતત્ત્વાધિગમસૂત્ર જ નિર્દેશ કરવામાં આવે તો ચાલી શકે છે. આમ છતાં, મિથ્યાત્વ આદિ ત્રણ કષાયનાં કાર્ય છે. કષાયો મિથ્યાત્વાદિ ત્રણનાં કારણ છે. એ જણાવવા અહીં મિથ્યાત્વાદિનો અલગ નિર્દેશ કર્યો છે. મિથ્યાત્વ અનંતાનુબંધી કષાયનું કાર્ય છે. અવિરતિ અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાવરણ કષાયનું કાર્ય છે. પ્રમાદ સંજ્વલન કષાયનું કાર્ય છે. આથી જ અનંતાનુબંધી આદિ કષાયોના ક્ષયોપશમાદિથી મિથ્યાત્વાદિ દૂર થાય છે. અનંતાનુબંધી કષાયનો ક્ષયોપશમ આદિ થતાં મિથ્યાત્વ દૂર થાય છે. ત્યારબાદ અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાવરણ કષાયોનો ક્ષયોપશમ આદિ થતાં અવિરતિ દૂર થાય છે. બાદ સંજવલન કષાયોનો ક્ષયોપશમ આદિ થતાં પ્રમાદ દૂર થાય છે. આમ અહીં કષાયોના કારણે જીવ કયા કયા પાપો કરે છે, કેવી કેવી પ્રવૃત્તિ કરે છે, કેવા કેવા આત્મપરિણામ થાય છે-એ સ્પષ્ટ કરવા મિથ્યાત્વ આદિનો અલગ નિર્દેશ કર્યો છે.
(૪) કષાય- ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો છે. કષાયોનું વિશેષ સ્વરૂપ આઠમા અધ્યાયના ૧૦મા સૂત્રમાં કરવામાં આવશે.
(૫) યોગમન, વચન અને કાય એ ત્રણ પ્રકારનો યોગ છે. યોગનું વિશેષ વર્ણન છઠ્ઠા અધ્યાયના પ્રથમ સૂત્રમાં કરવામાં આવ્યું છે.
પ્રશ્ન-બંધનાં જે કારણો છે તે જ કારણો આસવનાં છે. કારણ કે છઠ્ઠા અધ્યાયમાં સામાન્યથી યોગોને આસવનાં કારણો કહ્યા છે. અહીં પણ સામાન્યથી બંધમાં યોગોને જ કારણ કહ્યા છે. યદ્યપિ અહીં મિથ્યાત્વ આદિ પાંચ કારણો બતાવ્યાં છે. છતાં મિથ્યાત્વ આદિ ચાર કારણો માનસિક પરિણામ રૂપ હોવાથી તેમનો મનોયોગમાં સમાવેશ થઈ જાય છે. એટલે અર્થોપત્તિથી સામાન્યતઃ યોગ જ કર્મબંધનું કારણ છે એ સિદ્ધ થાય છે. તથા વિશેષથી અવ્રત, કષાય, ઇન્દ્રિય અને ક્રિયા એ ચાર આસવનાં કારણો છે. આસવનાં એ ચાર કારણો અને બંધના મિથ્યાત્વ આદિ પાંચ કારણો ભિન્ન નથી. મિથ્યાત્વ, પ્રમાદ અને યોગનો ક્રિયાઓમાં સમાવેશ થઈ જાય છે. અવિરતિનો અવ્રતમાં સમાવેશ થઈ જાય છે. કષાયોનો બંનેમાં નિર્દેશ કર્યો છે. આમ ૧. આથી જ કર્મપ્રકૃતિ (કમ્મપડિ) વગેરે ગ્રંથોમાં કષાય અને યોગ એ બેને જ કર્મબંધના
કારણ કહ્યાં છે.
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૪૨
શ્રીતત્વાથિિધગમસૂત્ર (અ) ૮ સૂ૦ ૨-૩ આસવનાં અને બંધનાં કારણો એક જ હોવા છતાં આસવનાં જે કારણો છે તે જ બંધનાં કારણો છે એમ ન કહેતાં બંધનાં કારણોનો જુદો ઉલ્લેખ કેમ કર્યો?
ઉત્તર- વાત સત્ય છે. પરમાર્થથી જે આસવનાં કારણો છે તે જ બંધનાં કારણો છે. આથી જ જ્યારે પાંચ તત્ત્વોની વિરક્ષા કરવામાં આવે છે ત્યારે આસ્રવતત્ત્વનો બંધતત્ત્વમાં સમાવેશ કરવામાં આવે છે. છતાં બંનેનાં કારણો જુદા જુદા જણાવવાનું કારણ એ છે કે સામાન્ય વ્યક્તિ (જેની બુદ્ધિ હજી અપરિપક્વ છે તે) શીઘ્રતાથી સમજી શકે. અહીં આસવ અને બંધ એ બેને અલગ ગણવામાં આવ્યા છે. તથા એ બંને કાર્ય રૂપ છે. એટલે એ બંનેના કારણો હોવા જોઈએ એવો પ્રશ્ન થાય તે સહજ છે. આ પ્રશ્નના સમાધાન માટે બંનેનાં કારણો જુદા જુદા ગણાવ્યા છે.
તેમાં આસવનાં કારણો અવ્રત વગેરેના ક્રમમાં કોઈ ખાસ હેતુ નથી. જ્યારે બંધનાં કારણો મિથ્યાત્વ વગેરેના ક્રમમાં ખાસ હેતુ રહેલો છે. મિથ્યાત્વ વગેરે હેતુઓનો ક્રમ આધ્યાત્મિક વિકાસને નજર સામે રાખીને જણાવવામાં આવ્યો છે. મિથ્યાત્વાદિ હેતુઓ જણાવવા દ્વારા આધ્યાત્મિક વિકાસ કેવી રીતે સાધવો તે જણાવવામાં આવ્યું છે. જેમ જેમ હેતુઓનો અભાવ થતો જાય છે તેમ તેમ સાધક ક્રમશઃ અધિક અધિક વિકાસ સાધતો જાય છે. સાધકે સર્વપ્રથમ મિથ્યાત્વનો નાશ વો જોઈએ. બાદ ક્રમશઃ અવિરતિ વગેરેનો નાશ થઈ શકે છે. આથી પછી પછીના બંધહેતુઓ વિદ્યમાન હોય ત્યારે નીચે નીચેના બંધહેતુઓ હોય કે ન પણ હોય. પણ નીચેના બંધ હેતુઓ વિદ્યમાન હોય ત્યારે ઉપરના બંધ હેતુઓ અવશ્ય હોય છે.
- સારાંશ– સૂક્ષ્મદષ્ટિએ બંધનાં કષાય અને યોગ એ બે જ કારણો છે. તથા આસવનાં અને બંધનાં કારણો સમાન છે, છતાં સામાન્ય અભ્યાસીની સુગમતા માટે અહીં બંધનાં કારણો પાંચ જણાવ્યાં છે. તથા આસવના અને બંધના હેતુઓ જુદા જુદા જણાવ્યા છે. આસવનાં કારણોના ક્રમમાં કોઈ ખાસ કારણ નથી. બંધનાં કારણોનો ક્રમ કારણોના નાશની અપેક્ષાએ છે. (૧)
બંધની વ્યાખ્યાसकषायत्वाज्जीवः कर्मणो योग्यान् पुद्गलानादत्ते ॥८-२॥ જ વન્ય: | ૮-રૂ I
Page #387
--------------------------------------------------------------------------
________________
અ૦ ૮ સૂ૦ ૪]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૩૪૩
કષાયના કારણે જીવ કર્મને યોગ્ય (કાર્પણ વર્ગણાના) પુદ્ગલોને ગ્રહણ કરે છે. ગ્રહણ કરેલા પુદ્ગલોને આત્મામાં દૂધમાં પાણીની જેમ એકમેક કરે છે. (૨) તે જ કર્મનો બંધ છે. અર્થાત્ કાર્યણ વર્ગણાના કર્મને યોગ્ય પુદ્ગલોનો આત્માની સાથે ક્ષીરનીરવત્ કે લોહાગ્નિવત્ એકમેક રૂપે સંબંધ તે બંધ. (૩)
યદ્યપિ કષાયો બંધના હેતુ છે એ પ્રથમ સૂત્રમાં જણાવી દીધું છે, છતાં અહીં કષાયોનો ઉલ્લેખ બંધમાં કષાયની પ્રધાનતા બતાવવા માટે છે. ચોથા સૂત્રમાં નિર્દિષ્ટ ચાર પ્રકારના બંધમાં રસબંધ અને સ્થિતિબંધ મુખ્ય છે. તેમાં પણ રસબંધ અધિક મુખ્ય છે. રસબંધ અને સ્થિતિબંધ કષાયની સહાયતાથી થાય છે. આથી બંધના હેતુઓમાં કષાયની પ્રધાનતા છે. (૨-૩) બંધના ભેદો—
પ્રકૃતિ-સ્થિત્યનુભાવ-પ્રવેશાપ્તદ્વિષય: ॥ ૮-૪ ॥
બંધના પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ (=રસ) અને પ્રદેશ એ ચાર પ્રકાર છે. જ્યારે કર્મના અણુઓનો આત્માની સાથે સંબંધ થાય છે ત્યારે સ્વભાવ, સ્થિતિ, ફળ આપવાની શક્તિ અને કર્મના અણુઓની વહેંચણી એ ચાર બાબતો નક્કી થાય છે. એ ચારને ક્રમશઃ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ કહેવામાં આવે છે.
(૧) પ્રકૃતિબંધ– પ્રકૃતિ એટલે સ્વભાવ. કર્મના જે અણુઓનો આત્માની સાથે સંબંધ થયો તે અણુઓમાં કયા કયા અણુઓ આત્માના કયા કયા ગુણને દબાવશે ? આત્માને કેવી કેવી અસર પહોંચાડશે ? એમ એમના સ્વભાવનો નિર્ણય થાય છે. કર્માણુઓના સ્વભાવનિર્ણયને પ્રકૃતિબંધ કહેવામાં આવે છે. આત્માના અનંત ગુણો છે. તેમાં મુખ્ય ગુણો અનંતજ્ઞાન વગેરે આઠ છે. કર્માણુઓનો આત્માની સાથે સંબંધ થાય છે, એટલે કે પ્રદેશબંધ થાય છે, ત્યારે બંધાયેલા કર્માણુઓમાંથી અમુક અણુઓમાં જ્ઞાનગુણનો અભિભવ કરવાનો (દબાવવાનો) સ્વભાવ નિયત થાય છે. અમુક કર્માણુઓમાં દર્શનગુણને આવરવાનો (દબાવવાનો) સ્વભાવ નક્કી થાય છે. અમુક કર્માણુઓમાં આત્માના અવ્યાબાધ સુખને રોકીને બાહ્ય સુખ યા દુ:ખ આપવાનો સ્વભાવ નિયત થાય છે. કેટલાક કર્માણુઓમાં ચારિત્રગુણને દબાવવાનો સ્વભાવ નક્કી થાય છે. આ પ્રમાણે અન્ય ગુણો વિષે પણ સમજવું. કર્માણુઓના આ સ્વભાવને આશ્રયીને આત્માની સાથે
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૪૪
શ્રીતત્ત્વાધિગમસૂત્ર (અ) ૮ સૂ૦૪ બંધાયેલા કર્માણુઓના મૂળ પ્રકારો આઠ પડે છે અને ઉત્તર પ્રકારો ૧૨૦ પડે છે. આથી મૂળ પ્રકૃતિબંધ આઠ પ્રકારે અને ઉત્તર પ્રકૃતિબંધ ૧૨૦ પ્રકારે છે.'
(૨) સ્થિતિબંધ- કર્માણુઓનો આત્માની સાથે સંબંધ થાય છે તે વખતે જેમ તે તે કર્માણુઓમાં આત્માના તે તે ગુણોને આવરવા વગેરેનો સ્વભાવ નિયત થાય છે તેમ, તે તે કર્માણુઓમાં એ સ્વભાવ ક્યાં સુધી રહેશે, અર્થાત્ તે તે કર્મ આત્મામાં કેટલા સમય સુધી અસર કરશે, તે પણ તે જ વખતે નક્કી થઇ જાય છે. કર્માણુઓમાં આત્માને અસર પહોંચાડવાના કાળનો નિર્ણય તે સ્થિતિબંધ.
કર્મોની સ્થિતિના ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ મુખ્ય બે ભેદો છે. વધારેમાં વધારે સ્થિતિ (= જેનાથી વધારે સ્થિતિ ન હોય) તે ઉત્કૃષ્ટ સ્થિતિ. ઓછામાં ઓછી સ્થિતિ (=જેનાથી ઓછી સ્થિતિ હોય જ નહિ) તે જઘન્ય સ્થિતિ.
(૩) રસબંધ– હવે ત્રીજા રસબંધ વિષે વિચારણા કરવાની બાકી રહે છે. તે તે કર્મમાં આત્માના તે તે ગુણને દબાવવા વગેરેનો સ્વભાવ છે. પણ તે સ્વભાવ દરેક વખતે સમાન હોતો નથી. ન્યૂન-અધિક પણ હોય છે. દા.ત. મઘમાં કેફ (=નશો) કરવાનો સ્વભાવ છે, પણ દરેક પ્રકારનું મઘ એક સરખા કેફને ઉત્પન્ન કરતું નથી. અમુક પ્રકારનું મઘ અતિશય કેફ ઉત્પન્ન કરે છે. અમુક પ્રકારનું મઘ તેનાથી ઓછા કેફને કરે છે. અમુક પ્રકારનું મઘ તેનાથી પણ ન્યૂન કેફ ઉત્પન્ન કરે છે. એમ કર્મોના આત્મગુણોને દબાવવા વગેરે સ્વભાવમાં પણ તરતમતા હોય છે. અર્થાત્ કર્મોના (આત્મગુણને દબાવવા વગેરે) વિપાકમાં(ત્રફળમાં) તરતમતા હોય છે. તે તે કર્મ કેટલા અંશે પોતાનો વિપાક(ફળ) આપશે એનો નિર્ણય પણ પ્રદેશબંધ વખતે જ થઈ જાય છે. તે તે કર્મ પોતાનો વિપાક(ત્રફળ) કેટલા અંશે આપશે તેના નિર્ણયને રસબંધ કહેવાય છે. દા.ત. જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાનગુણને રોકે છે. પણ આપણે જોઈએ છીએ કે દરેક જીવમાં જ્ઞાનગુણનો અભિભવ સમાનપણે નથી. કોઈ વ્યક્તિ અમુક વિષયને સમજવા અતિ પ્રયત્ન કરવા છતાં સ્કૂલ સ્થૂલ સમજી શકે છે. જયારે અન્ય વ્યક્તિ એ જ વિષયને અલ્પ પ્રયત્નથી સૂક્ષ્મદષ્ટિથી સમજી જાય છે. ત્રીજી વ્યક્તિ એ જ વિષયનો વિના પ્રયત્ન ૧. મૂળ અને ઉત્તર પ્રવૃતિઓનું સ્વરૂપ હવે પછીના સૂત્રથી શરૂ થશે. ૨. મૂળ આઠ કર્મોની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ આ અધ્યાયમાં ૧૫થી ૨૧ સૂત્રમાં ગ્રંથકાર સ્વયં કહેશે.
Page #389
--------------------------------------------------------------------------
________________
અ૦ ૮ સૂ૦૪]. શ્રીટક્વાથધિગમસૂત્ર
૩૪૫ અત્યંત સૂક્ષ્મદષ્ટિથી બોધ કરી લે છે. આ પ્રમાણે બોધમાં જોવા મળતું તારતમ્ય રસબંધને આભારી છે. પ્રદેશબંધ વખતે કર્મોમાં રસ ઉત્પન્ન થાય છે. એ રસની તરતમતાના અનુસારે કર્મના સ્વભાવમાં તરતમતા આવે છે.
રસના ચાર ભેદો- કર્માણમાં ઉત્પન્ન થતા રસની અસંખ્ય તરતમતાઓ છે. છતાં સ્થૂલદષ્ટિએ એના ચાર ભેદ છે. તે આ પ્રમાણે એકસ્થાનિક રસ, ક્રિસ્થાનિક રસ, ત્રિસ્થાનિક રસ, ચતુઃસ્થાનિક રસ. તેમાં સામાન્ય મંદ રસને એકસ્થાનિક રસ કહેવામાં આવે છે. આ રસથી આત્માના ગુણોનો અભિભવ અલ્પાંશે થાય છે. એકસ્થાનિક રસથી અધિક તીવ્ર રસને વિસ્થાનિક રસ કહેવામાં આવે છે. તેનાથી પણ અધિક તીવ્ર રસને ત્રિસ્થાનિક રસ કહેવામાં આવે છે. ત્રિસ્થાનિક રસથી અધિક તીવ્ર રસને ચતુઃસ્થાનિક રસ કહેવામાં આવે છે. રસની આ તરતમતા લીંબડાના અને શેરડીના રસની તરતમતાથી સમજી શકાય છે. આ (લીંબડાનો કે શેરડીનો) રસ સ્વાભાવિક હોય ત્યારે એક સ્થાનિક હોય છે. સ્વાભાવિક રસના બે ભાગ કલ્પી એક ભાગ બાળી નાખવામાં આવે તો બચેલો એક ભાગ રસ કિસ્થાનિક બને છે. સ્વાભાવિક રસના ત્રણ ભાગ કલ્પી બે ભાગ બાળી નાખવામાં આવે તો બચેલો એક ભાગ રસ ત્રિસ્થાનિક બને છે. સ્વાભાવિક રસના ચાર ભાગ કલ્પી ત્રણ ભાગ બાળી નાખવામાં આવે તો બચેલો એક ભાગ રસ ચતુઃસ્થાનિક બને છે. એ પ્રમાણે કર્મના રસ વિશે પણ જાણવું.'
(૪) પ્રદેશબંધ કર્યાણુઓનો આત્માની સાથે સંબંધ થાય છે ત્યારે એ કમણુઓની આઠે પ્રકૃતિઓમાં(=કર્મોમાં) ન્યૂનાધિક વહેંચણી થાય છે. તે આ પ્રમાણે સૌથી ઓછા કર્માણુઓ આયુષ્યના ફાળે જાય છે. તેનાથી ૧. ચાલુભાષામાં એકઠાણિયો, બેઠાણિયો,ત્રણ ઠાણિયો અને ચાર કાણિયો રસ એમ કહેવામાં આવે છે. ૨. જેમ શેરડીનો રસ સુખ આપે છે તેમ શુભ કર્મનું ફળ પણ સુખ આપે છે. તથા જેમ લીમડાનો
રસ દુઃખ આપે છે તેમ અશુભ કર્મથી પણ દુઃખની પ્રાપ્તિ થાય છે. આથી શાસ્ત્રમાં શુભ કર્મના રસને શેરડીના રસથી અને અશુભ કર્મના રસને લીમડાના રસથી સમજાવવામાં આવે છે. શેરડીનો રસ જેમ જેમ વધુ બળે તેમ તેમ અધિક મધુર બને છે. લીમડાનો રસ જેમ જેમ વધુ બળે તેમ તેમ અધિક કડવો બને છે. એ જ પ્રમાણે શુભ પ્રકૃતિમાં જેમ જેમ વધારે તીવ્રરસ તેમ તેમ તેનું શુભ ફળ અધિક મળે. અને અશુભ પ્રકૃતિમાં જેમ જેમ વધારે તીવ્રરસ તેમ તેમ તેનું અશુભ ફળ અધિક મળે. દા.ત. બે વ્યક્તિઓને અસાતાવેદનીયથી દુઃખ થાય છતાં એકને દુઃખનો અનુભવ અધિક થાય, જયારે અન્યને અલ્પ થાય. આનું કારણ રસની તરતમતા છે.
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૪૬
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦ ૮ સૂ૦૪ વિશેષાધિક પણ પરસ્પર સમાન કર્યાણુઓ જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાયના ફાળે જાય છે. તેનાથી વિશેષાધિક કમણુઓ મોહનીયના ફાળે જાય છે. તેનાથી વિશેષાધિક પણ પરસ્પર સમાન કર્યાણુઓ નામગોત્રના ફાળે જાય છે અને સૌથી અધિક કર્માણુઓ વેદનીયના ફાળે જાય છે. આઠ પ્રકૃતિઓમાં કર્માણુઓની વહેંચણી એ પ્રદેશબંધ.
મોદકનું દષ્ટાંત- કર્મબંધના પ્રતિબંધ વગેરે ચાર ભેદોને શાસ્ત્રમાં મોદકના દષ્ટાંતથી સમજાવવામાં આવ્યા છે. જુદા જુદા પ્રકારના મોદકમાં ભિન્ન ભિન્ન પ્રકૃતિ(=સ્વભાવ) હોય છે. જે મોદકો વાતવિનાશક દ્રવ્યો નાંખીને બનાવેલા હોય તે મોદકોનો સ્વભાવ વાતને શમાવવાનો હોય છે. જે મોદકો પિત્તનાશક દ્રવ્યો નાખીને બનાવવામાં આવે તે મોદકોનો સ્વભાવ પિત્તને શાંત કરવાનો હોય છે. કફનાશક દ્રવ્યો નાખીને બનાવેલા મોદકોનો સ્વભાવ કફનો નાશ કરવાનો હોય છે. એ જ પ્રમાણે ભિન્ન ભિન્ન જાતિના મોદકોમાં કોઈ જાતના વિકાર વિના ટકી રહેવાની સ્થિતિ પણ જુદી જુદી હોય છે. અમુક પ્રકારના મોદકો એક જ દિવસ ખાદ્ય તરીકે રહે છે, બીજા દિવસે તેમાં વિકાર આવવાથી અખાદ્ય બની જાય છે. જયારે કેટલાક મોદકો ૮ દિવસ, ૧૫ દિવસ, યાવત મહિના સુધી પણ ખાદ્ય તરીકે રહે છે. ભિન્ન ભિન્ન મોદકોમાં મધુરતા કે સ્નિગ્ધતા વગેરે રસ પણ ન્યૂનાધિક હોય છે. જે મોદકોમાં ગળપણ અધિક નાંખવામાં આવ્યું હોય એ મોદકો અધિક મધુર હોય છે. અલ્પ ગળપણ નાખીને બનાવવામાં આવેલા મોદકોમાં મીઠાશ અલ્પ હોય છે. તે જ પ્રમાણે અધિક ઘી નાખીને બનાવેલા મોદકોમાં સ્નિગ્ધતા ચીકાશ ઘણી હોય છે. અલ્પ વૃતથી બનેલા મોદકોમાં ચીકાશ અલ્પ હોય છે. તથા વધારે મેથી નાખીને બનાવેલા મોદકો અધિક કડવા અને અલ્પ મેથી નાખીને બનાવેલા મોદકો અલ્પ કડવા હોય છે. ભિન્ન ભિન્ન મોદકોમાં કણિયા રૂપ પ્રદેશોનું પ્રમાણ પણ ન્યૂનાધિક હોય છે. કોઇ મોદક ૫૦ ગ્રામનો, કોઈ મોદક ૧૦૦ ગ્રામનો, તો કોઈ મોદક ૨૦૦ ગ્રામનો હોય છે.
એ જ પ્રમાણે પ્રસ્તુતમાં કોઈ કર્મમાં જ્ઞાનને આવરવાનો સ્વભાવ, કોઈ કર્મમાં દર્શનનો અભિભવ કરવાનો (દબાવવાનો) સ્વભાવ, એમ ભિન્ન ભિન્ન કર્મનો ભિન્ન ભિન્ન સ્વભાવ છે. કોઈ કર્મની ત્રીશ કોડાકોડ સાગરોપમની સ્થિતિ, કોઈ કર્મની વીસ કોડાકોડ સાગરોપમની સ્થિતિ, એમ ભિન્ન ભિન્ન
Page #391
--------------------------------------------------------------------------
________________
અ૦ ૮ સૂ૦૫] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૩૪૭ કર્મમાં ભિન્ન ભિન્ન સ્થિતિ હોય છે. કોઈ કર્મમાં એક સ્થાનિક (એક ઠાણિયો) રસ, કોઈ કર્મમાં વિસ્થાનિક (બે ઠાણિયો) રસ, એમ ભિન્ન ભિન્ન રસ ઉત્પન્ન થાય છે. કોઈ કર્મમાં કર્માણુઓ અલ્પ, કોઈ કર્મમાં તેનાથી વધારે, તો કોઈ કર્મમાં તેનાથી પણ વધારે, એમ ભિન્ન ભિન્ન કર્મમાં ન્યૂનાધિક કર્માણુઓ હોય છે. (૪)
પ્રકૃતિબંધના મૂળ ભેદોआद्यो ज्ञान-दर्शनावरण-वेदनीय-मोहनीया
યુ-નામ-ગોત્રા-ડાન્તરાયા: ૮-|
આદ્યના=પ્રકૃતિબંધના જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એમ આઠ ભેદો છે.
જે કર્માણુઓ આત્માના જ્ઞાનગુણને દબાવે તે કર્માણુઓ જ્ઞાનાવરણીય કર્મ. જે કર્માણુઓ આત્માના દર્શનગુણનો અભિભવ કરે તે દર્શનાવરણીય કર્મ. જે કર્માણુઓ આત્માના અનંત અવ્યાબાધ સુખને રોકીને બાહ્ય સુખ અને દુઃખ આપે તે કર્માણુઓ વેદનીય કર્મ. આત્માના સ્વભાવમાં રમણતા (કસ્થિરતા) રૂપ ચારિત્રને દબાવનારા કર્માણ મોહનીય કર્મ. અક્ષય સ્થિતિ ગુણને રોકીને જન્મ-મરણનો અનુભવ કરાવનારા કર્માણુઓ આયુષ્ય કર્મ. અરૂપિપણાને દબાવીને મનુષ્યાદિ પર્યાયોનો અનુભવ કરાવનારા કર્માણુઓ નામ કર્મ. અગુરુલઘુપણાનો અભિભવ કરીને ઉચ્ચ કુળ કે નીચ કુળનો વ્યવહાર કરાવનારા કર્માણુઓ ગોત્ર કર્મ. અનંતવીર્ય ગુણને દબાવનારા કર્માણુઓ અંતરાય કર્મ.
આઠ કર્મોની આત્મા ઉપર અસર– આ આઠ પ્રકૃતિઓની આત્માના ગુણો ઉપર અસર થવાથી આત્માની કેવી સ્થિતિ બની છે તે જોઈએ. આત્મામાં રહેલા જ્ઞાન અને દર્શન ગુણને સમજવા માટે આપણે એ સમજવાની જરૂર છે કે, દરેક વસ્તુ સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારે છે. વસ્તુનો વિશેષ રૂપે બોધ તે જ્ઞાન, અને સામાન્ય રૂપે બોધ તે દર્શન. આનો અર્થ એ થયો કે જ્ઞાન અને દર્શન એ બંને જ્ઞાન સ્વરૂપ બોધ સ્વરૂપ જ છે. છતાં વસ્તુના વિશેષ બોધને જ્ઞાન કહેવામાં આવે છે, અને સામાન્ય બોધને દર્શન કહેવામાં આવે છે. આ જ્ઞાન અને દર્શન ગુણથી આત્મામાં ભૂત, ભાવી અને વર્તમાન એ ત્રણે કાળની સમસ્ત વસ્તુઓનો સામાન્ય અને વિશેષ રૂપે બોધ કરવાની શક્તિ છે. છતાં અત્યારે આપણને, ભૂત અને ભાવી કાળની વસ્તુઓની વાત દૂર
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૪૮
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર [અ) ૮ સૂ૦૫ કરીએ, વર્તમાન કાળની વસ્તુઓમાં પણ અમુક જ વસ્તુઓનો સામાન્યવિશેષ રૂપે બોધ થાય છે, તે પણ ઇન્દ્રિયોની સહાયથી. આને શું કારણ? આનું કારણ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય પ્રકૃતિ છે. આ બંને પ્રકૃતિઓએ આત્માની જ્ઞાન-દર્શનની શક્તિને દબાવી દીધી છે. છતાં એ પ્રકૃતિઓ આત્માના જ્ઞાન-દર્શન ગુણને સર્વથા નથી દબાવી શકતી. જેમ સૂર્યને વાદળાઓનું આવરણ હોવા છતાં વાદળાઓનાં છિદ્રો દ્વારા થોડો પ્રકાશ પડે છે તેમ, આત્મારૂપી સૂર્ય ઉપર પ્રકૃતિરૂપી વાદળાઓનું આવરણ હોવા છતાં ક્ષયોપશમરૂપી છિદ્રો દ્વારા કંઈક જ્ઞાન-દર્શન ગુણરૂપી પ્રકાશ વ્યક્ત થાય છે.
હવે આત્માના ત્રીજા ગુણ વિશે વિચારીએ. આત્માનો ત્રીજો ગુણ અનંત અવ્યાબાધ સુખ છે. આ ગુણના પ્રતાપે આત્મામાં ભૌતિક કોઈ વસ્તુની અપેક્ષા વિના સ્વાભાવિક સહજ સુખ રહેલું છે. છતાં અત્યારે આપણે દુઃખી થઈએ છીએ. જે યત્કિંચિત્ સુખ પ્રાપ્ત થાય છે તે પણ ભૌતિક વસ્તુઓ દ્વારા. આમાં વેદનીય કર્મ કારણ છે. આત્મામાં ચોથો ગુણ સ્વભાવરમણતા રૂપ અનંત ચારિત્ર છે. આત્મામાં કેવળ સ્વભાવમાં=પોતાના જ ભાવમાં રમણતા કરવાનો ગુણ છે. છતાં મોહનીય કર્મથી આ ગુણનો અભિભવ થઈ ગયો છે એટલે આત્મા ભૌતિક વસ્તુ મેળવવી, સાચવવી, તેના ઉપર રાગ-દ્વેષ કરવા વગેરે પરભાવમાં રમે છે. આત્માનો પાંચમો ગુણ અક્ષય સ્થિતિ છે. આ ગુણના પ્રભાવે આત્માને નથી જન્મ, નથી જરા કે નથી મરણ. છતાં આયુષ્ય કર્મના કારણે આત્માને જન્મ-મરણ કરવા પડે છે. આત્માનો છઠ્ઠો ગુણ અરૂપિપણું (=રૂપનો અભાવ) છે. આત્મામાં આ ગુણ હોવાથી આત્માને નથી રૂપ, નથી રસ, નથી ગંધ કે નથી સ્પર્શ. છતાં અત્યારે આપણે શરીરધારી છીએ એથી કૃષ્ણ, શ્વેત વગેરે રૂપ તથા મનુષ્યાદિ ગતિ, યશ, અપયશ, સુસ્વર, દુઃસ્વર વગેરે જે વિકારો દેખાય છે તે છઠ્ઠી નામ પ્રકૃતિના કારણે છે. આત્માનો સાતમો ગુણ અગુરુલઘુતા છે. આ ગુણથી આત્મા નથી ઉચ્ચ, કે નથી નીચ. છતાં અમુક વ્યક્તિ ઉચ્ચ કુળમાં જન્મેલી છે. અમુક વ્યક્તિ નીચ કુળમાં જન્મેલી છે, એ પ્રમાણે જે ઉચ્ચ-નીચ કુળનો વ્યવહાર થાય છે તે સાતમી ગોત્ર પ્રકૃતિના કારણે છે. આત્માનો આઠમો ગુણ અનંતવીર્ય છે. આ ગુણથી આત્મામાં અતુલ અનંત શક્તિ છે. છતાં અત્યારે એ અતુલ
Page #393
--------------------------------------------------------------------------
________________
અ) ૮ સૂ) ૬-૭-૮] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૩૪૯ સામર્થ્યનો અનુભવ કેમ નથી થતો ? અંતરાય પ્રકૃતિથી એ શક્તિનો અભિભવ થઈ ગયો છે. આ પ્રમાણે આઠ કર્મોનો અનુક્રમે આત્માના આઠ ગુણોને દબાવીને આત્મામાં વિકૃતિ કરવાનો સ્વભાવ છે. (૫)
પ્રકૃતિબંધના ઉત્તરભેદોની સંખ્યાपञ्च-नव-द्वयष्टाविंशति-चतु-र्द्विचत्वारिंशद्-द्वि-पञ्चभेदा થામ” . ૮-૬ .
જ્ઞાનાવરણ વગેરે આઠ મૂળ પ્રકૃતિના અનુક્રમે ૫, ૯, ૨, ૨૮, ૪, ૪૨, ૨, અને ૫ ભેદો છે. કુલ ૯૭ ભેદો છે. (૬)
જ્ઞાનાવરણ પ્રકૃતિના પાંચ ભેદોમચાવનામ છે ૮-૭ |
મતિ આદિ પાંચ જ્ઞાનના પાંચ આવરણો જ્ઞાનાવરણના પાંચ ભેદો છે. અર્થાત્ મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ અને કેવલજ્ઞાનાવરણ એમ જ્ઞાનાવરણના પાંચ ભેદો છે.
(૧) મતિજ્ઞાનને રોકે તે મતિજ્ઞાનાવરણ પ્રકૃતિ. (૨) શ્રુતજ્ઞાનને રોકે તે શ્રુતજ્ઞાનાવરણ પ્રકૃતિ. (૩) અવધિજ્ઞાનને રોકે તે અવધિજ્ઞાનાવરણ પ્રકૃતિ. (૪) મન:પર્યવજ્ઞાનને રોકે તે મન:પર્યવજ્ઞાનાવરણ પ્રકૃતિ. (૫) કેવલજ્ઞાનને રોકે તે કેવલજ્ઞાનાવરણ પ્રકૃતિ. (૭)
દર્શનાવરણ પ્રકૃતિના ભેદોचक्षुरचक्षुरवधिकेवलानां निद्रा-निद्रानिद्रा-प्रचलाप्रचलाप्रचला-स्त्यानर्द्धिवेदनीयानि च ॥ ८-८ ॥
ચક્ષુ, અચકું, અવધિ અને કેવલ એ ચાર દર્શનના ચાર આવરણો, તથા નિદ્રાવેદનીય, નિદ્રાનિદ્રાવેદનીય, પ્રચલાવેદનીય, પ્રચલાપ્રચલાવેદનીય અને સ્યાનટ્વિવેદનીય એ પાંચ વેદનીય એમ દર્શનાવરણ પ્રકૃતિના નવ ભેદો છે.
(૧) જેનાથી ચક્ષુ દ્વારા રૂપનું (સામાન્ય જ્ઞાન ન કરી શકાય તે ચક્ષદર્શનાવરણ. (૨) અચલ શબ્દથી ચક્ષુ સિવાય ચાર ઇન્દ્રિયો અને મન
૧. આ આઠ પ્રકતિઓનાં નામ સાર્થક છે તેમના કાર્ય(ફળ) પ્રમાણે છે. આ હકીકતનો નિર્દેશ
ગ્રંથકાર સ્વયં આ અધ્યાયના ૨૩મા સૂત્રમાં કરશે. ૨. મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાનનું સ્વરૂપ પ્રથમ અધ્યાયના નવમા સૂત્રથી વિસ્તારથી બતાવવામાં
આવ્યું છે.
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૫૦
શ્રીતત્ત્વાધિગમસૂત્ર (અ) ૮ સૂ૦ ૮ ગ્રહણ કરવામાં આવે છે. જેનાથી સ્પર્શનેન્દ્રિય આદિ ચાર ઈન્દ્રિયો તથા મન દ્વારા પોતપોતાના વિષયનું (સામાન્ય) જ્ઞાન ન થઈ શકે તે અચસુદર્શનાવરણ. (૩) જે કર્મના ઉદયથી અવધિદર્શનરૂપ સામાન્ય જ્ઞાન ન થઈ શકે તે અવધિદર્શનાવરણ. (૪) જેનાથી કેવળદર્શન રૂપ સામાન્ય જ્ઞાન ન થઈ શકે તે કેવળદર્શનાવરણ.
પૂર્વે આ અધ્યાયના પાંચમા સૂત્રમાં આપણે જોઈ ગયા છીએ કે સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારે બોધ થાય છે. તેમાં સામાન્ય બોધ તે દર્શન અને વિશેષ બોધ તે જ્ઞાન છે.
જ્ઞાન વિષે પ્રથમ અધ્યાયમાં આપણે જોઈ ગયા છીએ કે મતિજ્ઞાનમાં ઇન્દ્રિયો અને મનની જરૂર છે. પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા થતું મતિજ્ઞાન સામાન્ય અને વિશેષ એમ ઉભય રૂપ છે. પાંચ ઇન્દ્રિયો અને મનની સહાયતાથી પ્રથમ સામાન્ય મતિજ્ઞાન થાય છે, પછી વિશેષ મતિજ્ઞાન થાય છે. તેમાં ચક્ષુ ઇન્દ્રિયથી રૂપનું સામાન્ય મતિજ્ઞાન તે જ ચક્ષુદર્શન, તથા શેષ ચાર ઇન્દ્રિયો અને મન દ્વારા તે તે વિષયનું સામાન્ય મતિજ્ઞાન એ જ અચક્ષુદર્શન છે.
એ પ્રમાણે અવધિજ્ઞાન અને કેવળજ્ઞાન પણ સામાન્ય અને વિશેષ એમ ઉભય રૂપ છે. અવધિલબ્ધિથી સામાન્ય બોધ તે અવધિદર્શન અને વિશેષ બોધ તે અવધિજ્ઞાન છે. કેવળલબ્ધિથી સામાન્ય બોધ તે કેવળદર્શન અને વિશેષ બોધ તે કેવળજ્ઞાન છે.
પ્રશ્ન- મતિજ્ઞાન આદિની જેમ મન:પર્યવ જ્ઞાન સામાન્ય અને વિશેષ એમ ઉભયરૂપ કેમ નથી ?
ઉત્તર- જેનાથી મનના પર્યાયો જાણી શકાય તે મન:પર્યવજ્ઞાન. મનના પર્યાયો વિશેષ રૂપ છે. આથી આ જ્ઞાનથી પ્રથમથી જ વિશેષ બોધ થાય છે. આમ મન:પર્યવજ્ઞાન પટુ ક્ષયોપશમથી થતુ હોવાથી ચક્ષુદર્શન આદિની જેમ મન:પર્યવદર્શન નથી.'
પ્રશ્ન- મન:પર્યવજ્ઞાનના ભેદરૂપ ઋજુમતિને સામાન્ય ન કહેવાય? કારણ કે મનના પર્યાયોનો સામાન્ય રૂપે બોધ એ ઋજુમતિ જ્ઞાન છે. ૧. વિશેષ ચર્ચા માટે કર્મગ્રંથ, નંદીસૂત્ર આદિ ગ્રંથો જોઈ લેવા.
Page #395
--------------------------------------------------------------------------
________________
અ) ૮ સૂ૦ ૮] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
૩૫૧ ઉત્તર- અહીં સામાન્ય બોધ વિપુલમતિથી થતા વિશેષબોધની અપેક્ષાએ છે. જેમ લક્ષાધિપતિ વિશેષ(=ઘણો) શ્રીમંત હોવા છતાં ક્રોડાધિપતિની અપેક્ષાએ સામાન્ય જ કહેવાય, તેમ ઋજુમતિ વિશેષબોધરૂપ હોવા છતાં વિપુલમતિની અપેક્ષાએ સામાન્યબોધરૂપ છે. વિશેષબોધની જ તરતમતા બતાવવા મન:પર્યવજ્ઞાનના બે ભેદ બતાવવામાં આવ્યા છે.
શ્રુતજ્ઞાન પણ શબ્દ-અર્થના પર્યાલોચનપૂર્વક થતું હોવાથી વિશેષ રૂપ જ છે.
પાંચ જ્ઞાનમાં મતિ, અવધિ અને કેવળ એ ત્રણ જ્ઞાન સામાન્ય (દર્શન) અને વિશેષ (જ્ઞાન) રૂ૫ છે.
(૫) સુખપૂર્વક ( વિશેષ પ્રયત્ન વિના) શીધ્ર જાગી શકાય તેવી ઊંઘ તે નિદ્રા. જે કર્મના ઉદયથી નિદ્રા આવે તે નિદ્રાવેદનીય દર્શનાવરણ. (૬) કષ્ટપૂર્વક (5ઘણા જ પ્રયત્નપૂર્વક) જાગી શકાય તેવી ગાઢ ઊંઘ તે નિદ્રાનિદ્રા. જે કર્મના ઉદયથી નિદ્રાનિદ્રા આવે તે નિદ્રાનિદ્રાવેદનીય દર્શનાવરણ. (૭) બેઠા બેઠા ઊંઘ આવે તે પ્રચલા, જે કર્મના ઉદયથી પ્રચલા ઊંઘ આવે તે પ્રચલાવેદનીય દર્શનાવરણ. (૮) ચાલતાં ચાલતાં ઊંઘ આવે તે પ્રચલાપ્રચલા જે કર્મના ઉદયથી પ્રચલાપ્રચલા ઊંઘ (=ચાલતાં ચાલતાં ઊંધ) આવે તે પ્રચલાપ્રચલાવેદનીય દર્શનાવરણ. (૯) દિવસે ચિતવેલું કાર્ય રાત્રે ઊંઘમાં કરી શકે તેવી નિદ્રા તે સ્થાનદ્ધિ. જે કર્મના ઉદયથી મ્યાનદ્ધિ નિદ્રા આવે તે સ્થાનર્વિવેદનીય દર્શનાવરણ.
પ્રશ્ન- વેદનીય કર્મ તો ત્રીજું છે. અહીં દર્શનાવરણ પ્રકૃતિના ભેદમાં નિદ્રાવેદનીય આદિ પાંચનો ઉલ્લેખ કરવાનું શું કારણ?
ઉત્તર- નિદ્રાવેદનીય વગેરે કર્મો પણ ચક્ષુદર્શનાવરણ આદિની જેમ દર્શનાવરણ રૂપ જ છે. ફેર એટલો જ છે કે ચક્ષુદર્શનાવરણ વગેરે ચાર કર્મોમૂળથી જદર્શનલબ્ધિને રોકે છે, દર્શનલબ્ધિને જ પામવા દેતા નથી, જ્યારે નિદ્રાવેદનીય આદિ પાંચ કમ ચક્ષુદર્શનાવરણ આદિના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલી દર્શનલબ્ધિને રોકે છે. જીવ જ્યારે ઊંઘી જાય ત્યારે ચક્ષુદર્શન આદિદર્શનની પ્રાપ્ત થયેલી કોઈ લબ્ધિનો શક્તિનો ઉપયોગ થતો નથી, અર્થાત પ્રથમના ચાર કર્મોનો ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલી દર્શનશક્તિનો ઉપયોગ થતો નથી. આમ
Page #396
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૮ સૂ૦ ૯-૧૦ નિદ્રાવેદનીય આદિ પાંચ કર્યો પણ દર્શનાવરણ રૂપ હોવાથી દર્શનાવરણ કર્મના ભેદો છે, નહિ કે ત્રીજા વેદનીય કર્મના. વેદનીય શબ્દનો પ્રયોગ તો જે વેદાય=અનુભવાય તે વેદનીય એમ સામાન્ય અર્થમાં ક૨વામાં આવ્યો છે. આ સામાન્ય અર્થની દૃષ્ટિએ બધાં કર્મો વેદનીય જ છે. છતાં વેદનીયશબ્દ શાસ્ત્રમાં ત્રીજા પ્રકારના કર્મમાં રૂઢ બની ગયો છે. અહીં નિદ્રાવેદનીય વગેરેમાં વેદનીય શબ્દનો રૂઢ અર્થ નથી, કિન્તુ જે વેદાય તે વેદનીય એવો (યૌગિક) અર્થછે. એટલે તેમાં વેદનીય શબ્દનો પ્રયોગ દોષ રૂપ નથી. (૮)
વેદનીય કર્મના બે ભેદો—
સમદ્રેઘે ! ૮-૧ ॥
સઘ=સાતાવેદનીય અને અસધ=અસાતાવેદનીય એમ વેદનીય પ્રકૃતિના બે ભેદ છે.
જે કર્મના ઉદયથી શારીરિક અને માનસિક સુખનો અનુભવ થાય તે સાતાવેદનીય. જે કર્મના ઉદયથી શારીરિક અને માનસિક દુઃખનો અનુભવ થાય તે અસાતાવેદનીય, (૯)
મોહનીય પ્રકૃતિના ભેદો—
૩૫૨
વર્શન-ચારિત્રમોહનીય-ષાય-નોષાયવેનીયા બ્રાન્નિ-દ્વિ
ષોડશ-નવમેવા:સમ્યક્ત્વ-મિથ્યાત્વ-તડુમયાનિ, ઋષાયનોષાય,મનન્તાનુવચ્છ-પ્રત્યાઘ્યાન-પ્રત્યાહ્યાનાવાળ-સંજ્વલનવિશ્વાશ્વેશ: ોધ-માન-માયા-લોમા: હાસ્યાત્યતિ-શોનમય-નુગુપ્સા: સ્ત્રી-પું-નવુંસવેવા: ॥ ૮-૨૦ ॥
મોહનીય કર્મના મુખ્ય બે ભેદો છે—(૧) દર્શનમોહનીય અને (૨) ચારિત્રમોહનીય. દર્શનમોહનીયના ત્રણ ભેદો છે—(૧) સમ્યક્ત્વમોહનીય (૨) મિથ્યાત્વમોહનીય (૩) મિશ્રમોહનીય. ચારિત્રમોહનીયના કષાયમોહનીય અને નોકષાયમોહનીય એમ બે ભેદો છે. કષાયમોહનીયના ચાર ભેદો છે—(૧) ક્રોધ (૨) માન (૩) માયા (૪) લોભ. ક્રોધ વગેરે દરેક કષાયનો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન એમ ચાર ચાર ભેદો હોવાથી કષાયના કુલ ૧૬ ભેદો છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ. અપ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા, લોભ. પ્રત્યાખ્યાનાવરણ
Page #397
--------------------------------------------------------------------------
________________
અ) ૮ સૂ૦ ૧૦ શ્રીતત્વાથિિધગમસૂત્ર
૩૫૩ ક્રોધ, માન, માયા, લોભ. સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ. નોકષાયમોહનીયના નવ ભેદો છે. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા; સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. (હાસ્ય આદિ છ કર્મોની હાસ્યષક અને ત્રણવેદની વેદત્રિક સંજ્ઞા છે.) આમ મોહનીય પ્રકૃતિના કુલ ૨૮ ભેદો છે.
મોહનીયશબ્દની વ્યાખ્યા– મોહનીય એટલે મૂંઝવનાર. જે કર્મ, વિચારમાં( શ્રદ્ધામાં) કે વર્તનમાં( ચારિત્રમાં) મૂંઝવે, એટલે કે તત્ત્વાનુસારી વિચાર ન કરવા દે, અથવા તત્ત્વાનુસારી વિચાર થયા પછી પણ તદનુસાર પ્રવૃત્તિ ન કરવા દે, તે મોહનીય.
દર્શનમોહનીયની વ્યાખ્યા- દર્શન એટલે જીવાદિ તત્ત્વો પ્રત્યે શ્રદ્ધા. શ્રદ્ધામાં મૂંઝવણ ઊભી કરે, એટલે કે ઉત્પન્ન થયેલી શ્રદ્ધામાં (સમ્યત્વમાં) દૂષણ લગાડે, અથવા મૂળથી જ શ્રદ્ધા ઉત્પન્ન થવા ન દે તે દર્શનમોહનીય. તેના સમ્યકત્વ મોહનીય આદિ ત્રણ ભેદોની વ્યાખ્યા આ પ્રમાણે છે-(૧) જે ઉત્પન્ન થયેલા સમ્યકત્વમાં શ્રદ્ધામાં મૂંઝવે=દૂષણ લગાડે તે સમ્યકત્વમોહનીય. (૨) જેનાથી જીવાદિ તત્ત્વો વિષે યથાર્થ શ્રદ્ધા ન થાય, એથી જીવ દેવ-ગુરુ-ધર્મને માને જ નહિ અથવા કુદેવ, કુગુરુ અને કુધર્મને અનુક્રમે સુદેવ, સુગુરુ અને સુધર્મ માને તે મિથ્યાત્વ મોહનીય. (૩) જે કર્મના ઉદયથી સુદેવ, સુગુરુ અને સુધર્મ વિષે (અથવા જીવાદિ નવતત્ત્વો વિષે) આ જ સત્ય છે એવી શ્રદ્ધા ન થાય, તથા આ અસત્ય છે એવી અશ્રદ્ધા પણ ન થાય, કિન્તુ મિશ્રભાવ(=મધ્યસ્થભાવ) રહે તે મિશ્ર(=સમ્યકત્વ મિથ્યાત્વ) મોહનીય કર્મ.
ચારિત્રમોહનીયની વ્યાખ્યા- જે ચારિત્રમાં-હિંસાદિ પાપોથી નિવૃત્તિમાં મૂંઝવે, એટલે કે હિંસાદિ પાપોથી નિવૃત્ત ન થવા દે, કે ચારિત્રમાં અતિચારો લગાડે તે ચારિત્રમોહનીય.
કષાયમોહનીયની વ્યાખ્યા કષ એટલે સંસાર. આય એટલે લાભ. જેનાથી સંસારનો લાભ થાય, સંસારમાં પરિભ્રમણ કરવું પડે તે કષાય૧. અઠ્ઠાવીસ ભેદો ઉદય, ઉદીરણા અને સત્તાની અપેક્ષાએ છે. બંધની અપેક્ષાએ છવ્વીસ ભેદો
છે. કારણ કે સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય એ બે પ્રકૃતિઓનો બંધ થતો નથી. મિથ્યાત્વમોહનીયનાં શુદ્ધ દલિકો અને અર્ધશુદ્ધ દલિકો અનુક્રમે સમ્યકત્વ મોહનીય અને મિશ્ર મોહનીય કહેવાય છે. આની સમજુતી માટે જુઓ અ.૧, સૂત્ર-૩નું વિવેચન.
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૫૪
શ્રીતત્ત્વાધિગમસૂત્ર (અ) ૮ સૂ૦ ૧૦ મોહનીય. તેના ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર ભેદો છે. ક્રોધ એટલે ગુસ્સો=અક્ષમા. માન એટલે અહંકાર=ગર્વ. માયા એટલે દંભ=કપટ. લોભ એટલે અસંતોષ-આસક્તિ. કોપ, રોષ, દ્વેષ, કલહ, વૈમનસ્ય, ઈર્ષ્યા, અસૂયા, બળતરિયો સ્વભાવ વગેરે ક્રોધના જ પ્રકારો છે. ગર્વ, અહંકાર, દર્પ, મદ, અભિમાન વગેરે માનના જ પ્રકારો છે. વચના, છેતરપિંડી, દંભ, કપટ, વક્રતા, કુટિલતા વગેરે માયાના પ્રકારો છે. ઇચ્છા, મૂચ્છ, કામ, સ્નેહ, ગૃદ્ધિ, મમત્વ, અભિલાષ, આકાંક્ષા, અભિવૃંગ, આસક્તિ, કામના વગેરે લોભના પ્રકારો છે. આ ચાર કષાયો મમતા અને અહંકાર સ્વરૂપ અથવા રાગ-દ્વેષ સ્વરૂપ છે. માયા અને લોભ મમતા સ્વરૂપ યા રાગ સ્વરૂપ છે. ક્રોધ અને માન અહંકાર સ્વરૂપ યા દ્વેષ સ્વરૂપ છે.'
તથા રાગ-દ્વેષ મોહ સ્વરૂપ છે. એટલે મોહનો સામાન્ય અર્થ રાગતેષ અથવા ક્રોધાદિ કષાયો છે. મોહનો અજ્ઞાનતા અર્થ પણ કરવામાં આવે છે. અહીં અજ્ઞાનતા એટલે જ્ઞાનનો અભાવ અર્થ નથી, કિન્તુ વિરુદ્ધ જ્ઞાન અથવા અયથાર્થ જ્ઞાન છે. વિરુદ્ધ જ્ઞાન અને અયથાર્થ જ્ઞાન મોહનીય કર્મથી થાય છે. એટલે મોહનો અર્થ અજ્ઞાનતા પણ બરોબર છે.
કષાયોના અનંતાનુબંધી આદિ ભેદોની વ્યાખ્યા
(૧) અનંતાનુબંધી– જે કષાયોના ઉદયથી મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય થાય તે અનંતાનુબંધી. આ કષાયો અનંત સંસારનો અનુબંધ=પરંપરા કરાવતા હોવાથી અનંતાનુબંધી કહેવાય છે. આ કષાયના ઉદયથી જીવને હેય-ઉપાદેયનો વિવેક હોતો નથી.
(૨) અપ્રત્યાખ્યાન- જે કષાયો (દશ)વિરતિને રોકે, કોઈ પણ જાતના પાપથી વિરતિ ન કરવા દે તે અપ્રત્યાખ્યાન. જેના ઉદયથી પ્રત્યાખ્યાનનો અભાવ થાય તે અપ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાનનું મહત્ત્વ સમજતો હોવા છતાં તથા પ્રત્યાખ્યાન કરવાની ઇચ્છા હોવા છતાં આ કષાયના ઉદયથી જીવ કોઈ પણ પ્રકારનું વિશિષ્ટ પ્રત્યાખ્યાન કરી શકતો નથી.
(૩) પ્રત્યાખ્યાનાવરણ– જે કષાયો સર્વવિરતિના પ્રત્યાખ્યાન ઉપર આવરણ=પડદો કરે, સર્વવિરતિની પ્રાપ્તિ થવા ન દે, તે પ્રત્યાખ્યાનાવરણ. ૧. પ્રશમરતિ ગાથા-૩૧-૩૨.
Page #399
--------------------------------------------------------------------------
________________
અ) ૮ સૂ૦ ૧૦] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૩૫૫ ચારિત્ર વિના આત્મકલ્યાણ થવાનું જ નથી એમ સમજતો હોવાથી ચારિત્રને સ્વીકારવાની ઈચ્છા હોવા છતાં આ કષાયના ઉદયથી જીવ ચારિત્ર ગ્રહણ કરી શકતો નથી.
(૪) સંજ્વલન– જે કષાયના ઉદયથી ચારિત્રમાં અતિચારો લાગે તે સંજવલન. સંજવલન એટલે બાળનાર=મલિન કરનાર. જે કષાયો અતિચારોથી ચારિત્રને બાળમલિન કરે તે સંજ્વલન. આ કષાયના ઉદયથી જીવને યથાખ્યાત (જિનેશ્વર ભગવંતોએ એવું કહ્યું છે તેવું') ચારિત્ર પ્રાપ્ત થતું નથી, કિન્તુ અતિચારોથી મલિન ચારિત્ર પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ- અનંતાનુબંધી આદિ ચાર પ્રકારના કષાયો અનુક્રમે શ્રદ્ધા (સમ્યગ્દર્શન), દેશવિરતિ, સર્વવિરતિ અને યથાખ્યાતાનિરતિચાર) ચારિત્રને રોકે છે.
વિશેષ માહિતી– પૂર્વ કષાયના ઉદય વખતે પછીના કષાયનો ઉદય અવશ્ય હોય છે. પછીના કષાયના ઉદય વખતે પૂર્વના કષાયનો ઉદય હોય, અથવા ન પણ હોય. જેમ કે અનંતાનુબંધી કષાયના ઉદય વખતે અન્ય ત્રણે પ્રકારના કષાયનો ઉદય હોય. અપ્રત્યાખ્યાન કષાયના ઉદય વખતે અનંતાનુબંધી કષાયનો ઉદય હોય, અથવા ન પણ હોય. પણ પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન એ બે પ્રકારના કષાયનો ઉદય હોય જ. કષાયના આ ચાર ભેદો કષાયની તરતમતાને આશ્રયીને છે. અનંતાનુબંધી કષાય અત્યંત તીવ્ર હોય છે. અપ્રત્યાખ્યાન કષાય મંદ હોય છે. પ્રત્યાખ્યાનાવરણ કષાય અધિક મંદ હોય છે. સંજવલનકષાય તેનાથી પણ અધિક મંદ હોય છે.
કયા પ્રકારના કષાયની કેટલી સ્થિતિ ?
કષાયોની સ્થિતિ =નિરંતર કેટલો કાળ રહે તે) કષાયોની તીવ્રતા અને મંદતાને આશ્રયીને છે. અનંતાનુબંધી આદિ કષાયોની સ્થિતિ અનુક્રમે સંપૂર્ણ જીવન, ૧૨ માસ, ચાર માસ અને એક પક્ષ છે. અર્થાત્ અનંતાનુબંધી કષાયોનો ઉદય જીવનપર્યત હોઈ શકે છે. અપ્રત્યાખ્યાન કષાયોનો ઉદય ૧. જિનેશ્વરોએ નિરતિચાર ચારિત્ર કહ્યું છે, અર્થાતુ અતિચાર રહિત ચારિત્રનું પાલન
કરવાનો ઉપદેશ આપ્યો છે. સંજવલન કષાયોનો ઉદય ન હોય ત્યારે જ યથાખ્યાત ચારિત્ર આવે છે.
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૫૬
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ) ૮ સૂ૦ ૧૦ (નિરંતર) વધારેમાં વધારે ૧૨ માસ સુધી જ રહે છે. પ્રત્યાખ્યાન કષાયોનો ઉદય (નિરંતર) વધારેમાં વધારે ચાર માસ સુધી જ રહે છે. સંજવલન કષાયોનો ઉદય (નિરંતર) વધારેમાં વધારે એક પક્ષ (૧૫ દિવસ) સુધી જ રહે છે.
તાત્પર્ય– જે કષાય જેના વિષે ઉત્પન્ન થાય તે કષાય તેના વિષે સતત જેટલો સમય રહે તે તેની સ્થિતિ છે. જેમ કે, એક વ્યક્તિને અમુક વ્યક્તિ ઉપર ક્રોધ ઉત્પન્ન થયો. આ ક્રોધ તે વ્યક્તિ ઉપર સતત જેટલો સમય રહે તે તેની સ્થિતિ કહેવાય. એટલે એ ક્રોધ જો અનંતાનુબંધી હોય તો તે જ વ્યક્તિ ઉપર સતત જિંદગી સુધી પણ રહે. જિંદગી સુધી રહે જ એવો નિયમ નથી. અધિક કાળ રહે તો જિંદગી સુધી પણ રહે. હવે જો એ ક્રોધ અપ્રત્યાખ્યાન હોય તો એ વ્યક્તિ ઉપર વધારેમાં વધારે બાર માસ સુધી જ રહે, પછી અવશ્ય (થોડો સમય પણ) દૂર થાય. જો એ ક્રોધ પ્રત્યાખ્યાનાવરણ હોય તો એ વ્યક્તિ ઉપર વધારેમાં વધારે ચાર માસ સુધી જ રહે, પછી અવશ્ય દૂર થાય. જો સંજવલન ક્રોધ હોય તો એ વ્યક્તિ ઉપર વધારેમાં વધારે ૧૫ દિવસ સુધી જ રહે. એ પ્રમાણે માન આદિ વિષે પણ સમજવું. જે જે કષાયની જે જે સ્થિતિ બતાવી છે તે તે કષાય તેટલો સમય રહે જ એવો નિયમ નથી, એ પહેલાં પણ દૂર થાય. પણ જલદી દૂર ન થાય અને વધારે કાળ રહે તો વધારેમાં વધારે બતાવેલ કાળ સુધી જ રહે. પછી થોડો સમય પણ અવશ્ય દૂર થાય.
પ્રશ્ન- સંજવલન કષાયની સ્થિતિ વધારેમાં વધારે ૧૫ દિવસની છે તો બાહુબલિને માન કષાય ૧૨ મહિના સુધી કેમ રહ્યો?
ઉત્તર- અહીં બતાવેલ તે તે કષાયોની તે તે સ્થિતિ વ્યવહારથી (સ્થૂલદષ્ટિથી) છે. નિશ્ચયથી(=સૂક્ષ્મદષ્ટિથી) તો ઉક્ત કાળથી વધારે કાળ પણ રહી શકે છે. તેથી જ સોળ કષાયના ૬૪ ભેદો પણ થાય છે.
કયા પ્રકારના કષાયના ઉદયથી કઈ ગતિ થાય?
જીવ અનંતાનુબંધી કષાયના ઉદય વખતે મૃત્યુ પામે તો નરકમાં જાય છે. અપ્રત્યાખ્યાન કષાયના ઉદય વખતે મૃત્યુ પામે તો તિર્યંચગતિમાં જાય છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદય વખતે મૃત્યુ પામે તો મનુષ્યગતિમાં જાય છે. સંજવલન કષાયના ઉદય વખતે મૃત્યુ પામે તો દેવગતિમાં જાય છે. આ ૧, જુઓ પ્રથમ કર્મગ્રંથ ગાથા-૧૮ની ટીકા.
Page #401
--------------------------------------------------------------------------
________________
અ૦ ૮ સૂ૦ ૧૦]
શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૩૫૭
પ્રરૂપણા(=નિયમ) પણ વ્યવહારથી(=સ્થૂલદષ્ટિથી) છે. કારણ કે અનંતાનુબંધી કષાયના ઉદયવાળા તાપસો, અકામનિર્જરા કરનારા જીવો, અભવ્યસંયમી વગેરે દેવલોકમાં કે મનુષ્યલોકમાં ઉત્પન્ન થાય છે. તથા અપ્રત્યાખ્યાન કષાયના ઉદયવાળા સમ્યગ્દષ્ટિ મનુષ્યો કે તિર્યંચો દેવગતિમાં અને દેવો મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયવાળા દેશિવરિત મનુષ્યો અને તિર્યંચો દેવગતિમાં ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન– આ દૃષ્ટિએ કયા પ્રકારના કષાયવાળા જીવો કઇ ગતિમાં જાય તેનો ચોક્કસ નિયમ ન રહ્યો.
ઉત્તર– ગતિની પ્રાપ્તિ આયુષ્યબંધના આધારે છે. જીવે જે ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે ગતિમાં ઉત્પન્ન થાય છે. આયુષ્યબંધનો આધાર અનંતાનુબંધી આદિ કષાયો ઉપર છે. અનંતાનુબંધી કષાયના ઉદય વખતે જો આયુષ્યનો બંધ થાય તો અધ્યવસાય પ્રમાણે (કષાયપરિણતિની તરતમતા પ્રમાણે) ચા૨ ગતિમાંથી ગમે તે ગતિનું આયુષ્ય બંધાય. એટલે અનંતાનુબંધી કષાયના ઉદય વખતે કઇ ગતિનું આયુષ્ય બંધાય તેનો ચોક્કસ નિયમ નથી. જો એ કષાયોની પરિણતિ અતિમંદ હોય તો દેવગતિનું આયુષ્ય પણ બંધાય, અતિતીવ્ર હોય તો નરકગતિનું આયુષ્ય બંધાય, અને મધ્યમ હોય તો તિર્યંચ કે મનુષ્ય ગતિનું આયુષ્ય બંધાય. અપ્રત્યાખ્યાન કષાય વખતે આયુષ્ય બંધાય તો દેવોને અને નારકોને મનુષ્યગતિનું જ તથા મનુષ્યો અને તિર્યંચોને દેવગતિનું જ આયુષ્ય બંધાય. પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન એ બે પ્રકારના કષાયના ઉદય વખતે આયુષ્ય બંધાય તો નિયમા દેવગતિનું જ આયુષ્ય બંધાય. આમ ગતિનો આધાર મૃત્યુ વખતે કયા પ્રકારના કષાયો છે તેના ઉપર નથી, કિંતુ આયુષ્ય બંધ વખતે કેવા પ્રકારના કષાયો છે તેના ઉપર છે. આયુષ્ય ક્યારે બંધાય છે તેની આપણને ખબર પડતી નથી. માટે સતિમાં જવું હોય તો સદા શુભ પરિણામ રાખવા જોઇએ.
દૃષ્ટાંતોથી ક્રોધાદિ કષાયનું સ્વરૂપ—
ક્રોધ-- સંજ્વલન ક્રોધ જલરેખા સમાન છે. જેમ લાકડીના પ્રહાર આદિથી જલમાં પડેલી રેખા પડતાંની સાથે જ તુરત વિના પ્રયત્ને નાશ પામે છે, તેમ ઉદય પામેલ સંજવલન ક્રોધ ખાસ પુરુષાર્થ કર્યા વિના શીઘ્ર નાશ પામે છે.
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૫૮
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ) ૮ સૂ૦ ૧૦ જેમ કે મહાત્મા વિષ્ણુકુમારનો ક્રોધ. પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ રેણરેખા સમાન છે. જેમ રેતીમાં પડેલી રેખાનો (પવન આદિનો યોગ થતાં) થોડા વિલંબે નાશ થાય છે, તેમ ઉદય પામેલ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ જરા વિલંબથી નાશ પામે છે. અપ્રત્યાખ્યાન ક્રોધ પૃથ્વીરેખા સમાન છે. જેમ પૃથ્વીમાં પડેલી ફાડ કષ્ટથી વિલંબે પૂરાય છે, તેમ ઉદય પામેલ અપ્રત્યાખ્યાન ક્રોધ થોડા કષ્ટથી અને અધિક કાળ દૂર થાય છે. અનંતાનુબંધી ક્રોધ પર્વત-રેખા સમાન છે. જેમ પર્વતમાં પડેલી ફાડ પૂરવી દુઃશક્ય છે તેમ અનંતાનુબંધી ક્રોધના ઉદયને દૂર કરવો એ દુ:શક્ય છે. અહીં ક્રોધને રેખાની સાથે સરખાવવામાં ઘણું રહસ્ય રહેલું છે. રેખા પડવાથી વસ્તુનો ભેદ થાય છે, ઐક્ય નાશ પામે છે. તેમ ક્રોધના ઉદયથી પણ જીવોમાં પરસ્પર ભેદ પડે છે, અને ઐક્યનો સંપનો નાશ થાય છે.
માન- સંજવલન માન નેતર સમાન છે. જેમ નેતર સહેલાઈથી વાળી શકાય છે, તેમ સંજ્વલન માનના ઉદયવાળો જીવ સ્વઆગ્રહનો ત્યાગ કરી શીધ્ર નમવા તૈયાર થાય છે. જેમ કે બ્રાહ્મી-સુંદરીના વાક્યોથી મહાત્મા બાહુબલિ. પ્રત્યાખ્યાનાવરણ માન કાષ્ઠ સમાન છે. જેમ કાષ્ઠને વાળવામાં થોડું કષ્ટ પડે છે તેમ પ્રત્યાખ્યાનાવરણ માનના ઉદયવાળો જીવ થોડો પ્રયત્ન કરવાથી નમે છે=નમ્ર બને છે. અપ્રત્યાખ્યાન માન અસ્થિસમાન છે. જેમ હાડકાને વાળવામાં ઘણું કષ્ટ પડે છે, તેમ અપ્રત્યાખ્યાન માનના ઉદયવાળો જીવ ઘણા કષ્ટથી વિલંબે નમવા તૈયાર થાય છે. અનંતાનુબંધી માન પત્થરના સ્તંભસમાન છે. જેમ પથ્થરનો થાંભલો ન નમાવી શકાય, તેમ અનંતાનુબંધી માનવાળો જીવ નમે એ દુઃશક્ય છે. જેમ નેતર વગેરે પદાર્થો અક્કડ હોય છે તેમ માનકષાયવાળો જીવ અક્કડ રહે છે. આથી અહીં માનને નેતર આદિ અક્કડ વસ્તુ સાથે સરખાવવામાં આવેલ છે.
માયા–સંજવલન માયા ઈન્દ્રધનુષ્યની રેખાસમાન છે. જેમ આકાશમાં થતી ઈન્દ્રધનુષ્યની રેખા શીધ્ર નાશ પામે છે તેમ સંજવલન માયા જલદી દૂર થાય છે. પ્રત્યાખ્યાનાવરણ માયા બળદ આદિના મૂત્રની ધારા સમાન છે. જેમ મૂત્રની ધારા (તાપ આદિથી) જરા વિલંબે નાશ પામે છે તેમ આ માયા થોડા વિલંબે નાશ પામે છે. અપ્રત્યાખ્યાન માયા ઘેટાના શિંગડા સમાન છે. ઘેટાના શિંગડાની વક્રતા કષ્ટથી દૂર થાય છે, તેમ આ માયા ઘણા કષ્ટથી દૂર થાય છે.
Page #403
--------------------------------------------------------------------------
________________
અ) ૮ સૂ૦ ૧૦] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૩૫૯ અનંતાનુબંધી માયા ઘનવાંસના મૂળિયા સમાન છે. જેમ ઘનવાસના મૂળિયાની વક્રતા દૂર થઈ શકતી નથી તેમ અનંતાનુબંધી માયા પ્રાયઃ દૂર થતી નથી. જેમ ઈન્દ્રધનુષ્યની રેખા વગેરે વક્ર હોય છે તેમ માયાવી જીવ વક્ર હોય છે. આથી અહીં માયાને ઇન્દ્રધનુષ્યની રેખા આદિની ઉપમા આપી છે.
લોભ– સંજ્વલન લોભ હળદરના રંગ સમાન છે. વસ્ત્રમાં લાગેલો હળદરનો રંગ સૂર્યનો તાપ લાગવા માત્રથી શીઘ નીકળી જાય છે, તેમ સંજવલન લોભ કષ્ટ વિના શીઘ દૂર થાય છે. પ્રત્યાખ્યાનાવરણ લોભ દીવાની મેષ સમાન છે. જેમ વસ્ત્રમાં લાગેલી દીવાની મેષ (કાજળ) જરા કષ્ટથી દૂર થાય છે તેમ આ લોભ થોડા કષ્ટથી વિલંબે દૂર થાય છે. અપ્રત્યાખ્યાન લોભ ગાડાના પૈડાની મળી સમાન છે. વસ્ત્રમાં લાગેલી ગાડાના પૈડાની મળી જેમ ઘણા કષ્ટથી દૂર થાય છે, તેમ આ લોભ પણ ઘણા કષ્ટથી દૂર થાય છે. અનંતાનુબંધી લોભ કૃમિરંગ (કરમજી રંગ) સમાન છે. જેમ વસ્ત્રમાં લાગેલ કિરમજી રંગ વસ્ત્ર નાશ પામે ત્યાં સુધી રહે છે તેમ આ લોભ પ્રાયઃ જીવ મરે
ત્યાં સુધી રહે છે. લોભ રાગ સ્વરૂપ છે. માટે અહીં લોભને હળદર આદિના રાગની=રંગની સાથે સરખાવેલ છે.
કષાય કોષ્ટક કષાય | ગુણઘાતક | સ્થિતિ | કઈ ગતિની પ્રાપ્તિ કરાવે, | અનંતાનુબંધી | સમ્યકત્વ | માવજીવ | નરકગતિ ! અપ્રત્યાખ્યાન
એક વર્ષ તિર્યંચગતિ પ્રત્યાખ્યાનાવરણ સર્વવિરતિ
ચાર માસ |
મનુષ્યગતિ યથાખ્યાતચારિત્ર | પંદર દિવસ - દેવગતિ
ક્રિોધ કોના જેવો માન કોના જેવો માયા કોના જેવી લોભ કોના જેવો અનંતાનુબંધી પર્વતની ફાડ પથ્થરનો થાંભલો | કઠણ વાંસનું મૂળ કારમજીનો રંગ અપ્રત્યાખ્યાન |પૃથ્વીની ફાડ |હાડકાંનો થાંભલો | ઘેટાનું શિગડું ગાડાની મળી પ્રત્યાખ્યાનાવરણ રેતીમાં રેખા |કાષ્ટનો થાંભલો |ગોમૂત્રધારા |કાજળ સંજ્વલન પાણીમાં રેખાનેતરની સોટી વાંસની છાલ હળદરનો રંગ !
સંજ્વલન
કષાય
શોધકોના ,
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૬૦
શ્રીતત્ત્વાધિગમસૂત્ર (અ) ૮ સૂ૦ ૧૦ નોકષાયની વ્યાખ્યા– અહીં નોશબ્દનો અર્થ સાહચર્ય (=સાથે રહેવું) છે. જે કષાયોની સાથે રહી પોતાનું ફળ બતાવે તે નોકષાય. નોકષાયોનો વિપાક ફળ કષાયોના આધારે હોય છે. જો કષાયોનો વિપાક મંદ હોય તો નોકષાયોનો વિપાક પણ મંદ અને કષાયોનો વિપાક તીવ્ર હોય તો નોકષાયોનો વિપાક પણ તીવ્ર હોય છે. આમ કષાયોના આધારે ફળ આપતા હોવાથી કેવળ નોકષાયોની પ્રધાનતા નથી અથવા નો એટલે પ્રેરણા. જે કષાયોને પ્રેરણા કરે કષાયોના ઉદયમાં નિમિત્ત બને તે નોકષાય. હાસ્યાદિ ક્રોધ વગેરે કષાયના ઉદયમાં નિમિત્ત બને છે માટે નોકષાય છે.
હાસ્યષક– જે કર્મના ઉદયથી હસવું આવે તે હાસ્યમોહનીય. જે કર્મના ઉદયથી રતિ ઉત્પન્ન થાય તે રતિમોહનીય. જે કર્મના ઉદયથી અરતિ ઉત્પન્ન થાય તે અરતિમોહનીય. જે કર્મના ઉદયથી ભય ઉત્પન્ન થાય તે ભયમોહનીય. જે કર્મના ઉદયથી શોક ઉત્પન્ન થાય તે શોકમોહનીય. જે કર્મના ઉદયથી જુગુપ્સા ઉત્પન્ન થાય તે જુગુપ્સામોહનીય.
વેદત્રિક- જે કર્મના ઉદયથી સ્ત્રી સાથે મૈથુન સેવનની ઇચ્છા થાય તે પુરુષવેદમોહનીય. જે કર્મના ઉદયથી પુરુષ સાથે મૈથુન સેવનની ઇચ્છા થાય તે સ્ત્રીવેદમોહનીય. જે કર્મના ઉદયથી સ્ત્રી-પુરુષ બંનેની સાથે મૈથુન સેવનની ઇચ્છા થાય તે નપુંસકવેદમોહનીય.
દષ્ટાંતોથી વેદત્રિકનું સ્વરૂપ
પુરુષવેદ તૃણના અગ્નિ સમાન છે. તૃણનો અગ્નિ શીધ્ર પ્રદીપ્ત થાય છે અને શાંત પણ શીધ્ર થઈ જાય છે. એમ પુરુષવેદનો ઉદય શીધ્ર થાય છે અને શાંત પણ શીધ્ર થઈ જાય છે. સ્ત્રીવેદ લાકડાના અગ્નિ સમાન છે. લાકડાનો અગ્નિ જલદી સળગે નહિ, તેમ સ્ત્રીવેદનો ઉદય જલદી ન થાય. પણ લાકડાનો અગ્નિ સળગ્યા પછી જલદી શાંત ન થાય. તેમ સ્ત્રીવેદ પણ જલદી શાંત ન થાય. નપુંસકવેદ નગરના દાહ (આગ) સમાન છે. નગરના દાહની જેમ નપુંસકવેદનો ઉદય ઘણા કાળ સુધી શાંત થતો નથી.
આ પ્રમાણે મોહનીયકર્મના ૨૮ ભેદોનું વર્ણન પૂર્ણ થયું. (૧૦)
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૬૧
અ) ૮ સૂ૦ ૧૧-૧૨] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
આયુષ્ય કર્મના ચાર ભેદોનાર-લૈર્યથોન-માનુષ-સેવાનિ | ૮-૨ છે નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ એ ચાર પ્રકારે આયુષ્ય છે. જે કર્મના ઉદયથી નરકગતિનું જીવન પ્રાપ્ત થાય તે નરક આયુષ્ય. જે કર્મના ઉદયથી તિર્યંચગતિનું જીવન પ્રાપ્ત થાય તે તિર્યંચ આયુષ્ય. જે કર્મના ઉદયથી મનુષ્યગતિનું જીવન પ્રાપ્ત થાય તે મનુષ્ય આયુષ્ય. જે કર્મના ઉદયથી દેવગતિનું જીવન પ્રાપ્ત થાય તે દેવ આયુષ્ય. (૧૧) નામકર્મના ભેદો
તિ-નીતિ-રી-કોપાનિ-વચન-સંભાત-સંસ્થાનસિંહન-અ---વાંf-ડનુપૂર્બાનપૂછાત-પરીયાતાऽऽतपोद्योतोच्छास-विहायोगतयः प्रत्येकशरीर-त्रस-सुभग-सुस्वर-शुभસૂક્ષ્મ-પદ્ય-સ્થિર-ય-યશાંસિ સેતર તીર્થર્વ ા ૮-૧૨ .
ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, બંધન, સંઘાત, સંહનન, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આનુપૂર્વી, વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, તીર્થકર, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેકશરીર, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ શરીર, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અયશ-એમ કુલ ૪ર ભેદો નામકર્મના છે.'
ગતિનામકર્મથી આરંભી વિહાયોગતિ નામકર્મ સુધીની ૧૪ પ્રકૃતિઓના પેટા વિભાગો હોવાથી તેમને “પિંડપ્રકૃતિ' કહેવામાં આવે છે.
ત્યાર પછીની પરાઘાતથી આરંભી ઉપઘાત સુધીની આઠ પ્રકૃતિઓના પેટા વિભાગો ન હોવાથી તેમને પ્રત્યેક પ્રકૃતિ' કહેવામાં આવે છે. ત્યાર પછીની દશ પ્રકૃતિઓને “ત્રણ દશક' અને ત્યાર પછીની દશ પ્રકૃતિઓને “સ્થાવર દશક' કહેવામાં આવે છે.
નામકર્મના ભેદોની ૪૨, ૯૩, ૧૦૩ અને ૬૭ એમ ચાર સંખ્યા જોવા મળે છે. નામકર્મના કેવળ મૂળ ભેદોની ગણતરી કરવામાં આવે તો ૪૨ સંખ્યા ૧. આ સૂત્રમાં બતાવેલ પ્રકૃતિઓનો ક્રમ અને કર્મગ્રંથમાં બતાવેલ પ્રકૃતિઓનો ક્રમ ભિન્ન છે.
કર્મગ્રંથના અભ્યાસીઓને પ્રકૃતિઓ સમજવામાં અનુકૂળતા રહે એ દષ્ટિએ અહીં આ સૂત્રના અનુવાદમાં તથા વિવેચનમાં કર્મગ્રંથના ક્રમ પ્રમાણે પ્રકૃતિઓ લખવામાં આવી છે.
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૬૨
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૮ સૂ૦ ૧૨
થાય છે, જે પ્રસ્તુત સૂત્રમાં જણાવવામાં આવી છે. નામકર્મના અવાંતર ભેદોનો વિચાર કરવામાં આવે તો ૯૩ વગેરે સંખ્યા થાય છે. તેમાં ૯૩ સંખ્યા નીચે પ્રમાણે છે—
ચૌદ પિંડપ્રકૃતિઓના ભેદો—–
(૧) ગતિ– ગતિના નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ ચાર ભેદો છે. જે કર્મના ઉદયથી નારકપર્યાય પ્રાપ્ત થાય, નરકગતિની પ્રાપ્તિ થાય, તે નરકગતિ નામકર્મ. આ પ્રમાણે તિર્યંચગતિ આદિ વિષે પણ જાણવું.
(૨) જાતિ– જાતિના એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય એમ પાંચ ભેદ છે. જે કર્મના ઉદયથી જીવ એકેન્દ્રિય કહેવાય (એક ઇન્દ્રિયની પ્રાપ્તિ થાય) તે એકેન્દ્રિયજાતિ નામકર્મ. એ પ્રમાણે બેઇન્દ્રિય આદિમાં પણ જાણવું.
(૩) શરીર– શરીરના પાંચ ભેદ છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્યણ. જે કર્મના ઉદયથી જીવ ઔદારિક શરીર યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરીને ઔદારિક શરીરરૂપે પરિણમાવે તે ઔદારિક શરીર નામ કર્મ. એ પ્રમાણે વૈક્રિય આદિ વિષે પણ જાણવું.
(૪) અંગોપાંગ– અંગોપાંગ શબ્દથી અંગ, ઉપાંગ અને અંગોપાંગ એમ ત્રણ શબ્દો લેવાના છે. હાથ પગ વગેરે શરીરના અંગો છે. આંગળી વગેરે ઉપાંગો (અંગોનાં અંગો) છે. નખ, કેશ વગેરે અંગોપાંગ (ઉપાંગોનાં અંગો) છે. અંગોપાંગ ત્રણ પ્રકારનાં છે. ઔદારિક, વૈક્રિય અને આહારક. જે કર્મના ઉદયથી ઔદારિક શરીરરૂપે ગ્રહણ કરેલા પુદ્ગલો ઔદારિક શરીરના અંગ, ઉપાંગ અને અંગોપાંગ રૂપે પરિણમે છે તે ઔદારિક અંગોપાંગ નામ કર્મ. એ પ્રમાણે અન્ય બે અંગોપાંગ વિષે પણ જાણવું. શરીર પાંચ હોવા છતાં અંગોપાંગ ત્રણ છે. કારણ કે કાર્યણ અને તૈજસ શરીરને અંગોપાંગ હોતાં નથી.
(૫) બંધન– બંધન એટલે જતુ-કાષ્ઠની જેમ એકમેક સંયોગ, બંધનના પાંચ ભેદ છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્યણ. જે કર્મના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલા ઔદારિક શરીરના પુદ્ગલો સાથે નવા ગ્રહણ કરાતા ઔદારિક શરીર યોગ્ય પુદ્ગલોનો જતુ-કાવત્ એકમેક સંયોગ થાય તે ઔદારિક બંધન નામ કર્મ. એ પ્રમાણે અન્ય બંધન વિષે પણ જાણવું. ૧. ઔદારિક આદિ પાંચ શરીરના વિસ્તૃત વર્ણન માટે જુઓ અધ્યાય-૨ સૂત્ર ૩૭ વગેરે.
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૬૩
અ૦ ૮ સૂ૦૧૨) શ્રીતત્ત્વાધિગમસૂત્ર
. (૬) સંઘાત– સંઘાત એટલે પિંડરૂપે સંઘટિત કરવું. સંધાતના પાંચ ભેદો છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ. જેમ દંતાળીથી ઘાસ એકઠું થાય છે (ધાસના પથારાને એકઠો કરી દબાવી નાનો ઢગલો બનાવાય છે) તેમ જે કર્મના ઉદયથી ગ્રહણ કરાતા ઔદારિક શરીરના પુગલો પિંડરૂપે સંઘટિત કરાય છે તે ઔદારિક સંઘાત નામ કર્મ. એ પ્રમાણે અન્ય સંઘાત વિષે પણ જાણી લેવું.
(૭) સંહનન- સંહનન એટલે શરીરમાં હાડકાંઓની વિશિષ્ટ રચના. સંહનનને ચાલુ ભાષામાં સંઘયણ કે બાંધો કહેવામાં આવે છે. સંવનનના છ પ્રકાર છે. વજઋષભનારાચ, ઋષભનારાચ, નારાય, અર્ધનારાચ, કાલિકા અને સેવાર્ત. વજ8ષભનારા શબ્દમાં વજ, ઋષભ અને નારાચ એ ત્રણ શબ્દો છે. વજ એટલે ખીલી. ઋષભ એટલે પાટો. નારાચ એટલે વિશિષ્ટ પ્રકારનું બંધન, જેને શાસ્ત્રમાં મર્કટબંધ કહેવામાં આવે છે. બે હાડકાંઓની ઉપર ત્રીજું હાડકું પાટાની જેમ વીંટાયેલું હોય, એ ત્રણ હાડકાંઓને ભેદીને ચોથું હાડકું ખીલીની જેમ રહેલું હોય. આવા પ્રકારનું અતિશય મજબૂત સંહનન=હાડકાંઓની રચના તે વજઋષભનારાચ સંહન. અર્થાત જેમાં નારાચ(=મર્કટબંધ), ઋષભ(=પાટો) અને વજ(=ખીલી) એ ત્રણ હોય તે વજઋષભનારાચ સંહનન. જેમાં બે હાડકાં પરસ્પર મર્કટબંધથી બંધાયેલાં હોય. એ બે હાડકાંઓની ઉપર ત્રીજું હાડકું પાટાની જેમ વીંટાયેલું હોય, એ ત્રણની ઉપર ખીલીની જેમ ચોથું હાડકું ન હોય) એવા પ્રકારનું સંવનન ઋષભનારાજ કહેવાય. અર્થાત્ જેમાં નારા અને ઋષભ હોય, અને વજ ન હોય તે ઋષભનારા, સંહનન. જેમાં હાડકાં માત્ર મર્કટબંધથી બંધાયેલા હોય તે નારાજ સંહનન. અર્થાત જેમાં વજ અને ઋષભ ન હોય, માત્ર નારાચ જ હોય તે મારા સંતનન. જેમાં એક બાજુ મર્કટબંધ અને બીજી બાજુ કાલિકા(=ખીલી) હોય તે અર્ધનારા સંતનન. જેમાં એકેય બાજુ મર્કટબંધ ન હોય, હાડકાં માત્ર કલિકાથી બંધાયેલાં હોય તે કિલિકા સંતનન. જેમાં મર્કટબંધ ન હોય, કાલિકા પણ ન હોય, માત્ર હાડકાં પરસ્પર અડેલાં (સામાન્ય જોડાયેલાં) હોય તે સેવાર્ત સંહનન. જે કર્મના ઉદયથી વજ ઋષભનારાચ સંવનન (સંઘયણ) પ્રાપ્ત થાય તે વજઋષભનારાચ સંવનન નામ કર્મ. આ પ્રમાણે અન્ય સંહનનની પણ વ્યાખ્યા સમજી લેવી.
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૬૪
શ્રીતત્ત્વાધિગમસૂત્ર
[અ૦ ૮ સૂ૦૧૨
અO
] . વજરકષભ
વજત્રષભનારા સંઘયણ
ષભનારાય સંઘયણ
જે
]
૩. નારાય સંઘયણ
] ૪. અર્ધનારાચ સંઘયણ
(
૮
)
1. કિલિકા સંઘયણ
. સેવાર્ય સંઘયણ
(૮) સંસ્થાન– સંસ્થાન એટલે શરીરની બાહ્ય આકૃતિ. સંસ્થાનના છે પ્રકારો છે. સમચતુરસ, ન્યગ્રોધ પરિમંડલ, સાદિ, કુન્જ, વામન અને હૂંડક. શરીરના દરેક અવયવની શાસ્ત્રોક્ત લક્ષણ પ્રમાણે સમાન રચના તે સમચતુરસ સંસ્થાન. પલાંઠી વાળીને સીધા બેઠેલા મનુષ્યના જમણા ઢીંચણથી ડાબા ખભા સુધીનું, ડાબા ઢીંચણથી જમણા ખભા સુધીનું, બે ઢીંચણ વચ્ચેનું અને પોતાના આસનથી નાસિકા સુધીનું એ ચારે અંતર સમાન હોય તેવી અંગરચના સમચતુરસ સંસ્થાન છે. ન્યગ્રોધ એટલે વડ. પરિમંડલ એટલે આકાર. જેમાં વડના જેવો શરીરનો આકાર હોય, અર્થાત જેમ વડનું વૃક્ષ ઉપરના ભાગમાં સંપૂર્ણ હોય, જ્યારે નીચેના ભાગમાં કૃશ હોય, તેમ નાભિથી ઉપરના અવયવોની રચના સમાન( ભરાવદાર) હોય, પણ નીચેના અવયવોની રચના અસમાન( કુશ) હોય તે ન્યગ્રોધપરિમંડલ સંસ્થાન. જોધપરિમંડલની રચનાથી વિપરીત રચના તે સાદિ સંસ્થાન. અર્થાત્ જેમાં નાભિથી ઉપરના અવયવોની રચના અસમાન અને નીચેના અવયવોની રચના સમાન હોય તે સાદિ સંસ્થાન. જેમાં છાતી, પેટ વગેરે અવયવો કુબડા હોય તે કુન્જ સંસ્થાન. જેમાં હાથ, પગ વગેરે અવયવો ટૂંકા હોય તે વામન સંસ્થાન. જેમાં સઘળા અવયવો અવ્યવસ્થિત(શાસ્ત્રોક્ત લક્ષણોથી રહિત) હોય તે હુંડક સંસ્થાન. જે કર્મના ઉદયથી શરીરની
Page #409
--------------------------------------------------------------------------
________________
અ) ૮ સૂ૦૧૨] શ્રીતQાથધિગમસૂત્ર
૩૬૫ સમચતુરસ રચના(સંસ્થાન) થાય તે સમચતુરન્સ સંસ્થાન નામકર્મ. એ પ્રમાણે અન્ય સંસ્થાનની વ્યાખ્યા અંગે પણ સમજી લેવું.
(૯) વર્ણ– વર્ણ એટલે રૂ૫=રંગ. વર્ણ પાંચ છે. કૃષ્ણ, નીલ (લીલો). રક્ત, પીત અને શુક્લ. જે કર્મના ઉદયથી શરીરનો વર્ણ કૃષ્ણ થાય તે કૃષ્ણવર્ણ નામકર્મ. એ પ્રમાણે અન્ય વર્ણ વિષે પણ જાણવું.
(૧૦) ગંધ– ગંધના બે ભેદો છે. સુગંધ અને દુર્ગધ. જે કર્મના ઉદયથી શરીર સુગંધી હોય તે સુગંધ નામકર્મ અને દુર્ગધી હોય તે દુર્ગધ નામકર્મ
(૧૧) રસ- રસ(=સ્વાદ) પાંચ પ્રકારનો છે. તિક્ત (તીખો), કટુ, કષાય (તૂરો), અમ્લ (ખાટો) અને "મધુર. જે કર્મના ઉદયથી શરીર તિક્ત હોય=શરીરનો રસ તીખો હોય તે તિક્તરસ નામકર્મ. એ પ્રમાણે અન્ય રસની પણ વ્યાખ્યા સમજી લેવી.
(૧૨) સ્પર્શ– સ્પર્શના આઠ ભેદો છે. કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, સ્નિગ્ધ, રૂક્ષ, શીત અને ઉષ્ણ. જે કર્મના ઉદયથી શરીરનો સ્પર્શ કર્કશ થાય તે કર્કશ નામકર્મ. એ પ્રમાણે અન્ય સ્પર્શ વિષે પણ જાણવું.
(૧૩) આનુપૂર્વી– જીવ મૃત્યુ પામીને અન્ય ગતિમાં વક્ર(=વાંકી) અને ઋજુ(=સરળ) એ બે પ્રકારની ગતિથી જાય છે. તેમાં જયારે ઋજુગતિથી પરભવના સ્થાને જાય છે ત્યારે એક જ સમયમાં પોતાના ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે. આ વખતે તેને કોઈ પણ જાતની મદદની જરૂર રહેતી નથી. પણ જ્યારે વક્રગતિથી પરભવના સ્થાને જાય છે, ત્યારે પોતાના ઉત્પત્તિ સ્થાને પહોંચતાં બે, ત્રણ કે ચાર સમય લાગી જાય છે. આ વખતે તેને ગતિ કરવામાં મદદની જરૂર પડે છે. જેમ કોઈ મુસાફરને ૪-૫ કલાકની મુસાફરી કરવી હોય તો વચ્ચે નવા આહારની જરૂર પડતી નથી. જે આહાર લીધો હોય તેની મદદથી જ પોતાના ઈષ્ટ સ્થાને પહોંચી જાય છે. પણ બે કે તેથી વધારે દિવસની મુસાફરી કરવી હોય તો તેને રસ્તામાં નવા આહારની જરૂર પડે છે, તેમ અહીં જુગતિથી એક સમયમાં ઉત્પત્તિ સ્થાને પહોંચનાર જીવને વિશિષ્ટ નવી મદદની જરૂર પડતી નથી. પોતાના પૂર્વભવના આયુષ્યના વ્યાપારથી તે ઈષ્ટ સ્થાને પહોંચી જાય છે. પોતાના પૂર્વભવના આયુષ્યનો ૧. અન્ય ગ્રંથોમાં લવણ રસ સાથે છ રસો જણાવેલા છે.
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૬૬
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૮ ૦ ૧૨
વ્યાપાર એક જ સમય રહે છે. આથી બીજા વગેરે સમયોમાં ગતિ કરવા નવી મદદની જરૂર પડે છે. અહીં બીજા વગેરે સમયોમાં (આકાશ પ્રદેશની શ્રેણિ અનુસાર ગમન કરવામાં) જે કર્મ નવી મદદ આપે છે તેને આનુપૂર્વી નામકર્મ કહેવામાં આવે છે. જીવ ચારગતિમાં ઉત્પન્ન થાય છે માટે તે ચારગતિના નામ પૂર્વક ચાર આનુપૂર્વી છે. દેવગતિ-આનુપૂર્વી, મનુષ્યગતિ-આનુપૂર્વી, તિર્યંચગતિ-આનુપૂર્વી અને નરકગતિ-આનુપૂર્વી. જે કર્મ વક્રગતિથી દેવગતિમાં જતા જીવને ઉત્પત્તિસ્થાને પહોંચવામાં (-આકાશ પ્રદેશની શ્રેણિ અનુસાર ગમન કરવામાં) મદદ કરે તે દેવગતિ-આનુપૂર્વી નામકર્મ. એ પ્રમાણે અન્ય આનુપૂર્વી નામકર્મની વ્યાખ્યા પણ જાણી લેવી.
(૧૪) વિહાયોગતિ— વિહાયોગતિ' શબ્દમાં બે શબ્દો છે. વિહાયસ્ અને ગતિ. વિહાયસ્ એટલે આકાશ. આકાશમાં થતી ગતિ વિહાયોગતિ. વિહાયોગતિ શબ્દનો આ શબ્દાર્થ છે. એનો ભાવાર્થ ગતિ કરવી એવો છે. જીવોની ગતિ(ચાલ) શુભ અને અશુભ એમ બે પ્રકારની છે. આથી વિહાયોગતિ નામકર્મના શુભવિહાયોગતિ અને અશુભવિહાયોગતિ એમ બે ભેદો છે. જે કર્મના ઉદયથી જીવ શુભ(પ્રશસ્ત) ગતિ કરે છે તે શુભવિહાયોગતિ નામકર્મ. જેમ કે—હંસ, ગજ વગેરેની ગતિ શુભ હોય છે. જે કર્મના ઉદયથી જીવ અશુભ(-અપ્રશસ્ત) ગતિ કરે છે તે અશુભવિહાયોગતિ નામકર્મ. જેમ કે—ઊંટ, શિયાળ વગેરેની ગતિ અશુભ હોય છે.
પ્રશ્ન— અહીં વિહાયોગતિનો ભાવાર્થ તો ગતિ કરવી એ છે. એટલે અહીં વિહાયસ્ શબ્દ ન લખવામાં આવે અને જે કર્મના ઉદયથી શુભગતિ થાય તે શુભગતિ નામકર્મ અને અશુભગતિ થાય તે અશુભગતિ નામકર્મ. એ પ્રમાણે અર્થ કરવામાં કોઇ જાતનો વાંધો આવતો નથી. આથી અહીં વિહાયસ્ શબ્દનો ઉલ્લેખ કરવાની જરૂર ન હોવા છતાં તેનો ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો છે ?
ઉત્તર– ચૌદ પિંડ પ્રકૃતિઓમાં ગતિ નામકર્મ પણ છે. એટલે જો અહીં વિહાયસ્ શબ્દ ન લખવામાં આવે તો ગતિ નામકર્મ બે થાય. આથી પિંડપ્રકૃતિમાં આવેલ ગતિ નામકર્મને જુદું બતાવવા ગતિની સાથે વિહાયસ્
૧. અહીં વિહાયોગતિ શબ્દનો અર્થ પ્રથમ કર્મગ્રંથની ટીકાના આધારે કર્યો છે.
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૬૭
અ૦ ૮ સૂ૦ ૧૨] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનો અર્થ તો જે કર્મના ઉદયથી જીવ શુભગતિ=ચાલ કરી શકે તે શુભવિહાયોગતિ અને અશુભગતિ=ચાલ કરી શકે તે અશભવિહાયોગતિ એ જ છે.
પ્રશ્ન- જો પિંડપ્રકૃતિમાં આવેલ ગતિનામકર્મથી આ ચાલવા રૂપ ગતિ નામકર્મને અલગ પાડવા વિહાયસ્ શબ્દ જોડવામાં આવ્યો છે તો બીજો શબ્દ ન જોડતાં વિહાયસ્ શબ્દ જ કેમ જોડ્યો ?
ઉત્તર– ગતિ=ચાલ આકાશમાં(ખાલી જગ્યામાં) થતી હોવાથી વિલાસિ તિઃ -આકાશમાં ગતિ તે વિહાયોગતિ એમ અર્થ પણ ઘટતો હોવાથી બીજો કોઈ શબ્દ ન જોડતાં વિહાયસ્ શબ્દ જોડ્યો છે.
આઠ પ્રત્યેક પ્રકૃતિઓ(૧) પરાઘાત–જેના ઉદયથી જીવઅન્યથી પરાભવન પામે, અથવા પોતાનાથી
અધિક બળવાનનો પણ પોતે પરાભવ કરી શકે, તે પરાઘાત નામકર્મ. ઉચ્છવાસ- જેના ઉદયથી જીવ શ્વાસોચ્છવાસની ક્રિયા કરી શકે તે
ઉચ્છવાસ નામકર્મ. (૩) આતપ- જેના ઉદયથી શરીર શીત હોવા છતાં ઉષ્ણ પ્રકાશવાળું હોય
તે આતપનામકર્મ. સૂર્યના વિમાનમાં રહેલા એકેન્દ્રિય જીવોને આતપ નામકર્મનો ઉદય હોય છે. એમનું શરીર શીતસ્પર્શવાળું હોય છે. પણ
એમનાં શરીરમાંથી નીકળતો પ્રકાશ ઉષ્ણ હોય છે. જે (૪) ઉદ્યોત– જેના ઉદયથી જીવનું શરીર અનુષ્ણ પ્રકાશ રૂપ ઉદ્યોતને કરે
તે ઉદ્યોત નામકર્મ, ખદ્યોત(=આગિયો) વગેરે જીવોને આ કર્મનો ઉદય હોય છે. અગુરુલઘુ- જેના ઉદયથી શરીર ગુરુ(=ભારે) નહિ અને લઘુ
( હલકું) પણ નહિ, કિંતુ અગુરુલઘુ બને છે તે અગુરુલઘુ નામકર્મ. (૬) તીર્થંકર- જેના ઉદયથી જીવ ત્રિભુવનપૂજય બને અને ધર્મરૂપ તીર્થને
કરે(=પ્રવર્તાવે) તે તીર્થંકર નામકર્મ. ૧. આ વિગ્રહ તસ્વાર્થ ભાષ્યની ટીકામાં છે. કર્મગ્રંથમાં વિદાયસા પતિ =વિદાયોતિઃ એવો વિગ્રહ છે. ૨. આપણને દેખાતા સૂર્ય-ચંદ્ર દેવોને રહેવાના વિમાનો છે. તે અસંખ્ય પૃથ્વીકાય જીવોના
શરીરના સમૂહરૂપ છે. સૂર્યવિમાનના પૃથ્વીકાય જીવોને “આતા’ અને ચંદ્રવિમાનના પૃથ્વીકાય જીવોને “ઉદ્યોત' નામકર્મનો ઉદય હોય છે.
Page #412
--------------------------------------------------------------------------
________________
૩૬૮
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૮ સૂ૦ ૧૨
(૭) નિર્માણ– જેના ઉદયથી શરીરના દરેક અંગની અને ઉપાંગની પોતપોતાના નિયત સ્થાને રચના થાય તે નિર્માણ નામકર્મ. (૮) ઉપઘાત– જેના ઉદયથી શરીરના અંગોનો અને ઉપાંગોનો ઉપધાત(=ખંડન) થાય તે ઉપઘાત નામકર્મ.
ત્રશ દશકે—
(૧) ત્રસ– જેના ઉદયથી જીવ ઇચ્છા થતાં એક સ્થાનેથી બીજા સ્થાને જઇ શકે તે ત્રસ નામકર્મ. બેઇન્દ્રિય આદિ જીવોને ત્રસ નામકર્મનો ઉદય હોય છે. યદ્યપિ વાયુકાય અને તેઉકાયના જીવો અન્યસ્થાને જઇ શકે છે, પણ તેમાં તેમની ઇચ્છા કારણ નથી, કિન્તુ સ્વાભાવિક રીતે ગતિ થાય છે. આથી તેમને આ કર્મનો ઉદય ન હોય.
(૨) બાદર– જેના ઉદયથી બાદર (સ્કૂલ) શરીર પ્રાપ્ત થાય તે બાદર નામકર્મ.
(૩) પર્યાપ્ત— જેના ઉદયથી સ્વપ્રાયોગ્ય સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ થાય તે પર્યાપ્ત નામકર્મ. પર્યાપ્ત એટલે પુદ્ગલના ઉપચયથી ઉત્પન્ન થયેલી તે તે પુદ્ગલોના ગ્રહણ અને પરિણમનમાં કારણભૂત શક્તિવિશેષ. પર્યાતિઓ છ છે. આહારપર્યાપ્તિ, શ૨ી૨૫ર્યાતિ, ઇન્દ્રિયપર્યાપ્ત, શ્વાસોચ્છ્વાસપર્યામિ, ભાષાપર્યાપ્ત અને મનઃપર્યાપ્તિ. (૧) જીવ જે શક્તિથી બાહ્ય પુદ્ગલોનો આહાર ગ્રહણ કરીને તે પુદ્ગલોને ખલ(=મળ) અને રસ રૂપે પરિણમાવે તે શક્તિ આહારપર્યાપ્ત. (૨) રસ રૂપે થયેલા આહારને લોહી આદિ ધાતુ રૂપે પરિણમાવવાની શક્તિ એ શરીર૫ર્યાપ્તિ. (૩) ધાતુ રૂપે પરિણમેલા આહારને ઇન્દ્રિયો રૂપે પરિણમાવવાની શક્તિ એ ઇન્દ્રિયપર્યાપ્ત. (૪) જે શક્તિથી શ્વાસોશ્વાસ પ્રાયોગ્ય વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને શ્વાસોશ્વાસ રૂપે પરિણમાવી તે જ પુદ્ગલોના આલંબનથી તે જ પુદ્ગલોને છોડી દે તે શક્તિ શ્વાસોશ્વાસપર્યામિ. (૫) ભાષાપ્રાયોગ્ય વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી ભાષા રૂપે પરિણમાવી તે જ પુદ્ગલોના આલંબનથી તે જ પુદ્ગલોને છોડી દેવાની શક્તિ તે ભાષાપર્યાપ્તિ. (૬) મન:પ્રાયોગ્ય વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી મન રૂપે પરિણમાવી તે જ પુદ્ગલોના આલંબનથી તે જ પુદ્ગલોને છોડી દેવાની શક્તિ તે મન:પર્યાપ્તિ.
Page #413
--------------------------------------------------------------------------
________________
અ૦ ૮ સૂ૦ ૧૨]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૩૬૯
એકેન્દ્રિય જીવોને પ્રથમની ચાર, સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને છ અને બાકીના સઘળા (બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય અને અસંજ્ઞિ પંચેન્દ્રિય) જીવોને મન સિવાયની પાંચ પર્યાપ્તિઓ હોય છે.
દરેક જીવ ઉત્પત્તિ સ્થાને આવતાંની સાથે જ સ્વપ્રાયોગ્ય પર્યાપ્તિઓને પૂર્ણ કરવા પ્રયત્ન શરૂ કરી દે છે. તેમાં જે જીવોને પર્યાપ્ત નામકર્મનો ઉદય હોય તે જ જીવો સ્વપ્રાયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી શકે છે. જેને અપર્યાપ્ત નામકર્મનો ઉદય હોય તે જીવ સ્વપ્રાયોગ્ય પર્યાપ્તિઓને પૂર્ણ કર્યા વિના જ મૃત્યુ પામે છે. અપર્યાપ્ત નામકર્મ સ્થાવર દશકમાં આવશે.
(૪) પ્રત્યેક શરીર– જેના ઉદયથી જીવને સ્વતંત્ર એક શ૨ી૨ પ્રાપ્ત થાય તે પ્રત્યેકશરીર નામકર્મ.
(૫) સ્થિર– જેના ઉદયથી શરીરના દાંત, હાડકાં આદિ અવયવો નિશ્ચલ બને તે સ્થિર નામકર્મ.
(૬) શુભ— જેના ઉદયથી નાભિથી ઉપરના શુભ અવયવો પ્રાપ્ત થાય તે શુભ નામકર્મ. નાભિથી ઉપરના અવયવો શુભ ગણાય છે.
(૭) સુભગ—– જેના ઉદયથી જીવ ઉપકાર ન કરવા છતાં સર્વને પ્રિય બને તે સુભગ નામકર્મ.
(૮) સુસ્વર-- જેના ઉદયથી મધુર સ્વર પ્રાપ્ત થાય તે સુસ્વર નામકર્મ. તે (૯) આદેય— જેના ઉદયથી જીવનું વચન ઉપાદેય બને, દર્શનમાત્રથી સત્કાર-સન્માન થાય, તે આદેય નામકર્મ.
(૧૦) યશ— જેના ઉદયથી યશ-કીર્તિ-ખ્યાતિ મળે તે યશ નામકર્મ.
સ્થાવર દશક–
ત્રસ દશકમાં ત્રસ આદિનો જે અર્થ છે તેનાથી વિપરીત અર્થ અનુક્રમે સ્થાવર આદિનો છે. જેમ કે–ત્રસના અર્થથી સ્થાવરનો અર્થ વિપરીત છે. બાદરના અર્થથી સૂક્ષ્મનો અર્થ વિપરીત છે.
(૧) સ્થાવર– જેના ઉદયથી જીવ ઇચ્છા થવા છતાં અન્યત્ર ન જઇ શકે તે. (૨) સૂક્ષ્મ– જેના ઉદયથી સૂક્ષ્મ (આંખોથી ન દેખી શકાય તેવા) શરીરની પ્રાપ્તિ થાય તે. (૩) અપર્યાપ્ત—જેના ઉદયથી સ્વપ્રાયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન થાય તે. (૪) સાધારણ શરીર– જેના ઉદયથી અનંત જીવો વચ્ચે
=
Page #414
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૮ સૂ૦ ૧૩-૧૪ એક-સાધારણ (સર્વ સામાન્ય એક) શરીર પ્રાપ્ત થાય તે. (૫) અસ્થિર– જેના ઉદયથી કર્ણ, જીભ વગેરે અસ્થિર અંગો પ્રાપ્ત થાય તે. (૬) અશુભ— જેના ઉદયથી નાભિથી નીચેના અશુભ અવયવો મળે તે. નાભિથી નીચેના અવયવો લોકમાં અશુભ ગણાય છે. આથી કોઇ પગ વગેરે લગાડે તો તેના ઉપર ગુસ્સો થાય છે. (૭) દુર્ભાગ– જેના ઉદયથી જીવ ઉપકાર કરવા છતાં અપ્રિય બને તે. (૮) દુઃસ્વર– જેના ઉદયથી સ્વર કઠોર (કાનને અપ્રિય બને તેવો) મળે તે. (૯) અનાદેય— જેના ઉદયથી યુક્તિયુક્ત અને સુંદરશૈલીથી કહેવા છતાં વચન ઉપાદેય ન બને તે. (૧૦) અયશ— જેના ઉદયથી પરોપકાર આદિ સારાં કાર્યો કરવા છતાં યશ-કીર્તિ ન મળે તે.
૩૭૦
આ પ્રમાણે નામ કર્મના ૯૩ ભેદોનું વર્ણન પૂર્ણ થયું.
આ ૯૩ ભેદોમાં ૧૦ બંધન ઉમેરવામાં આવે તો ૧૦૩ સંખ્યા થાય છે. બંધનના અપેક્ષાએ ૫ અને અપેક્ષાએ ૧૫ ભેદો છે. એટલે જ્યારે બંધનના ૫ ભેદ ગણવામાં આવે ત્યારે ૯૩ અને ૧૫ ભેદો ગણવામાં આવે ત્યારે ૧૦ સંખ્યા વધતાં ૧૦૩ સંખ્યા થાય છે. હવે બંધનના ૧૫ ભેદોનો અને સંઘાતના ૫ ભેદોનો પાંચ શરીરમાં સમાવેશ કરવામાં આવે, તથા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ ચારના અવાંતર ભેદો ન ગણવામાં આવે, તો ૧૦૩માંથી (બંધનના ૧૫, સંઘાતના ૫, વર્ણાદિ ચારના ૧૬ એમ) ૩૬ ભેદો ઓછા થવાથી કુલ ૬૭ ભેદો થાય છે. બંધ, ઉદય અને ઉદીરણાને આશ્રયીને ૬૭ અને સત્તાને આશ્રયીને ૯૩ કે ૧૦૩ સંખ્યા ગણવામાં આવે છે. (૧૨) ગોત્રકર્મના ભેદો
૩ઐવિશ્ચ । ૮-૧૨ ॥
ઉચ્ચ અને નીચ એમ ગોત્રના બે ભેદો છે.
જેના ઉદયથી જીવ સારા=ઉચ્ચ કુળમાં જન્મે તે ઉચ્ચ ગોત્રકર્મ, અને હલકા=નીચ કુળમાં જન્મે તે નીચ ગોત્રકર્મ. ધર્મ અને નીતિનું રક્ષણ કરવાથી ઘણા કાળથી પ્રખ્યાતિને પામેલા ઇક્ષ્વાકુ વંશ વગેરે ઉચ્ચ કુળો છે. અધર્મ અને અનીતિનું સેવન કરવાથી નિંઘ બનેલાં કસાઇ, માચ્છીમાર આદિનાં કુળો નીચ કુળો છે. (૧૩)
અંતરાય કર્મના ભેદો વાનાવીનામ્ ॥ ૮-૪ ॥
Page #415
--------------------------------------------------------------------------
________________
અ) ૮ સૂ૦ ૧૪] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
૩૭૧ દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વિર્યાતરાય એમ અંતરાયકર્મના પાંચ ભેદો છે.
(૧) દાનાંતરાય- દ્રવ્ય હાજર હોય, પાત્રનો યોગ હોય, પાત્રને આપવાથી લાભ થશે એમ જ્ઞાન પણ હોય, છતાં જેના ઉદયથી દાન આપવાનો ઉત્સાહ ન થાય, અથવા ઉત્સાહ હોવા છતાં અન્ય કોઇ કારણથી દાન ન આપી શકે, તે દાનાંતરાય કર્મ. (૨) લાભાંતરાય દાતા વિદ્યમાન હોય, આપવા યોગ્ય વસ્તુ પણ હાજર હોય, માગણી પણ કુશલતાથી કરી હોય, છતાં જેના ઉદયથી યાચક ઇચ્છિત વસ્તુ મેળવી ન શકે તે લાભાંતરાય કર્મ. આ કર્મના ઉદયથી પ્રયત્ન કરવા છતાં ઇષ્ટ વસ્તુનો લાભ ન થાય. (૩) ભોગાંતરાય વૈભવ આદિ હોય, ભોગની વસ્તુ હાજર હોય, ભોગવવાની ઈચ્છા પણ હોય, છતાં જેના ઉદયથી ઈષ્ટવસ્તુનો ભોગ ન કરી શકાય તે ભોગાંતરાય કર્મ. (૪) ઉપભોગાંતરાય- વૈભવ આદિ હોય, ઉપભોગ યોગ્ય વસ્તુ પણ હોય, ઉપભોગ કરવાની ઇચ્છા પણ હોય, છતાં જેના ઉદયથી ઉપભોગ ન કરી શકાય તે ઉપભોગાંતરાય કર્મ. (૫) વિયંતરાય – જે કર્મના ઉદયથી નિર્બળતા પ્રાપ્ત થાય તે વીર્યંતરાય કર્મ.
આમ કર્મની મૂળ આઠ પ્રકૃતિના કુલ ૧૪૮ ભેદો થાય છે. પ+૯+૨+૨૮+૪+(૬૫+૨૮=૦૯૩+૨+૫=૧૪૮. આ અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં મૂળ પ્રકૃતિના કુલ ૯૭ ભેદો જણાવ્યા છે. કારણ કે ત્યાં ચૌદ પિંડપ્રકૃતિઓના પેટા વિભાગોની ગણતરી કરવામાં આવી નથી. ચૌદ પિંડપ્રકૃતિઓના ભેદોને ગણવાથી પ૧ ભેદો વધે છે. એટલે ૯૭+૫૧=૧૪૮ ભેદો થાય છે. આ ૧૪૮ ભેદો તથા બંધનના ભેદો ૧૦ ઉમેરવાથી ૧૫૮ ભેદો સત્તાની અપેક્ષાએ છે. ઉદય અને ઉદીરણાની અપેક્ષાએ નામકર્મની ૬૭ પ્રકૃતિઓ ગણવામાં આવતી હોવાથી ૧૨૨ ભેદો થાય છે. બંધની અપેક્ષાએ સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય એ બે પ્રકૃતિઓ નીકળી જવાથી ૧૨૦ ભેદો થાય છે. આ વિષે અધિક સ્પષ્ટતા માટે પ્રથમ કર્મગ્રંથ જોવાની જરૂર છે.
(ચાર પ્રકારના બંધમાં અહીં સુધી પ્રકૃતિબંધનું વર્ણન કર્યું. હવે સ્થિતિબંધનું વર્ણન કરે છે. તેમાં પ્રથમ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જણાવીને પછી જઘન્ય સ્થિતિબંધ જણાવશે.)
Page #416
--------------------------------------------------------------------------
________________
૩૭૨
શ્રીતત્ત્વાધિગમસૂત્ર (અ) ૮ સૂ૦ ૧૫ થી ૨૧ સ્થિતિબંધआदितस्तिसृणामन्तरायस्य च त्रिंशत्सागरोपमकोटीकोट्यः પર સ્થિતિ છે ૮-૨૫ . સતિ નથી ૮-૬ | નામોત્રવિતિઃ | -૨૭ त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुष्कस्य ॥८-१८ ॥ अपरा द्वादश मुहूर्ता वेदनीयस्य ॥ ८-१९ ॥ નામmત્રયોછી તે ૮-૨૦ |
ષા IIમન્તર્મુહૂર્તમ્ ! ૮-૨૧
પ્રારંભની ત્રણ પ્રકૃતિની, અર્થાત્ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને વેદનીયની તથા અંતરાયકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૦ કોડાકોડિ સાગરોપમ છે. (૧૫)
મોહનીય કર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૭૦ કોડાકોડ સાગરોપમ છે. (૧૬) નામ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦કોડાકોડિ સાગરોપમ છે. (૧૭) આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૩ સાગરોપમ છે. (૧૮) વેદનીય કર્મની જઘન્યસ્થિતિ ૧૨ મુહૂર્ત છે. (૧૯) નામ અને ગોત્ર કર્મની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત છે. (૨૦)
બાકીના-પાંચ (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, આયુષ્ય અને અંતરાય) કર્મોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે. (૨૧)
સ્થિતિબંધનું કોષ્ટક પ્રકૃતિ | ઉત્કૃષ્ટ સ્થિતિ | પ્રકૃતિ જઘન્ય સ્થિતિ, જ્ઞાના) દર્શના)
વેદનીય | | ૧૨ મુહૂર્ત વેદ૦ અંત ૩૦ કોડા.સા. નામ-ગોત્ર ૮ મુહૂર્ત મોહનીય | ૭૦ કોડા.સા. જ્ઞાના દર્શના) નામ-ગોત્ર ૨૦ કોડા.સા. મોહ, આયુ0 | અંતર્મુહૂર્ત આયુષ્ય | ૩૩ સા. | અંતરાય
૧. અહીં આયુષ્યનું અંતર્મુહૂર્ત ક્ષુલ્લક ભવ પ્રમાણ જાણવું. અસંખ્યસમય=૧ આવલિકા. ૨૫૬
આવલિકા=૧ લુલ્લક ભવ.
Page #417
--------------------------------------------------------------------------
________________
અ૦ ૮ સૂ૦ ૨૨-૨૩]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૩૭૩
રસબંધની વ્યાખ્યા— વિપાજોનુમાવઃ ॥ ૮-૨૨ ॥
કર્મનો વિપાક(=ફળ આપવાની શક્તિ) એ અનુભાવ(=રસ) છે. પરિપાક, વિપાક, અનુભાવ, અનુભાગ, રસ, ફળ વગેરે શબ્દો એકાર્થક છે. કર્મબંધ વખતે કયું કર્મ તીવ્ર, મધ્યમ કે જધન્ય ઇત્યાદિ કેવું ફળ આપશે એનો કર્માણુઓમાં રહેલ રસના આધારે નિર્ણય તે રસબંધ. (૨૨) કર્મમાં ફળ આપવાની શક્તિ એ રસબંધ છે. આથી કયા કર્મમાં કયા પ્રકારનું ફળ આપવાની શક્તિ છે તે જણાવે છે—
સ યથાનામ || ૮-૨૨ ॥
સર્વ કર્મોનો વિપાક=ફળ પોતપોતાના નામ પ્રમાણે છે.
જે કર્મનું જે નામ છે તે નામ પ્રમાણે તે કર્મનું ફળ મળે છે. તે આ પ્રમાણે— જ્ઞાનાવરણ કર્મનું ફળ જ્ઞાનનો અભાવ. દર્શનાવરણ કર્મનું ફળ દર્શનનો(સામાન્ય જ્ઞાનનો) અભાવ. વેદનીયનું ફળ સુખ કે દુઃખ. મોહનીયનું ફળ તત્ત્વો ઉપર શ્રદ્ધાનો તથા વિરતિનો અભાવ વગેરે. આયુષ્યનું ફળ નરકગતિ આદિના જીવનની પ્રાપ્તિ. નામકર્મનું ફળ શરીર આદિની પ્રાપ્તિ. ગોત્રકર્મનું ફળ ઉચ્ચ કે નીચ ગોત્રમાં જન્મ. અંતરાયનું ફળ દાનાદિનો અભાવ. ઉપમા દ્વારા પ્રત્યેક કર્મના વિપાકનું વર્ણન–
જ્ઞાનાવરણ કર્મ આંખે બાંધેલા પાટા સમાન છે. આંખે પાટો બાંધવાથી જેમ કોઇ ચીજ દેખાતી નથી=જણાતી નથી, તેમ આત્માના જ્ઞાનરૂપ નેત્રને જ્ઞાનાવરણ કર્મ રૂપ પાટો આવી જવાથી આત્મા જાણી શકતો નથી. તથા જેમ જેમ પાટો જાડો તેમ તેમ ઓછું દેખાય, અને જેમ જેમ પાટો પાતળો તેમ તેમ વધારે દેખાય; તેમ જ્ઞાનાવરણનું આવરણ જેમ જેમ વધારે તેમ તેમ ઓછું જણાય, અને જેમ જેમ ઓછું તેમ તેમ વધારે જ્ઞાન થાય. આત્મા સર્વથા જ્ઞાનરહિત બનતો નથી. ગમે તેવાં વાદળો હોય તો પણ સૂર્યનો આછો પણ પ્રકાશ રહે છે, તેમ જીવને અલ્પ જ્ઞાન અવશ્ય હોય છે. દર્શનાવરણીયકર્મ પ્રતિહાર (દ્વારપાળ) સમાન છે. પ્રતિહાર રાજ્યસભામાં આવતી વ્યક્તિને રોકી રાખે તો તેને જેમ રાજાનાં દર્શન થતાં નથી, તેમ દર્શનાવરણ કર્મના ઉદયથી જીવ વસ્તુને જોઇ શકતો નથી, સામાન્ય બોધ રૂપ જ્ઞાન કરી શકતો
Page #418
--------------------------------------------------------------------------
________________
૩૭૪
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૮ સૂ૦ ૨૪
નથી. વેદનીય કર્મ મધ વડે લેપાયેલી તલવારની તીક્ષ્ણ ધાર સમાન છે. કેમ કે તેને ચાટતાં પ્રથમ સ્વાદ આવે છે, પણ પરિણામે જીભ કપાતાં પીડા થાય છે. તેમ આ વેદનીય કર્મ સુખ-દુ:ખનો અનુભવ કરાવે છે અને તેનાથી થતો સુખનો અનુભવ પણ પરિણામે દુઃખ આપનારો થાય છે. મોહનીય કર્મ મદિરાપાન સમાન છે. જેમ મદિરાનું પાન કરવાથી માણસ વિવેક રહિત બની જાય છે, હિતાહિતનો વિચાર પણ કરી શકતો નથી, એથી અયોગ્ય ચેષ્ટા કરે છે. તેમ મોહનીય કર્મના યોગે જીવ વિવેક રહિત બને છે, અને આત્મા માટે હેય શું છે ? ઉપાદેય શું છે ? ઇત્યાદિ વિચાર કરી શકતો નથી. પરિણામે અયોગ્ય (=આત્માનું અહિત કરનારી) પ્રવૃત્તિ કરે છે. આયુષ્ય કર્મ બેડી સમાન છે. બેડીમાં બંધાયેલ જીવ અન્યત્ર જઇ શકતો નથી તેમ આયુષ્યરૂપ બેડીથી બંધાયેલ જીવ વર્તમાનગતિનું આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી બીજી ગતિમાં જઇ શકતો નથી. નામ કર્મ ચિત્રકાર સમાન છે. જેમ ચિત્રકાર મનુષ્ય, હાથી, ઘોડા વગેરે જુદા જુદા ચિત્રો=આકારો ચીતરે છે; તેમ નામ કર્મ અરૂપી એવા આત્માનાં ગતિ, જાતિ, શરીર વગેરે અનેક રૂપો તૈયાર કરે છે. ગોત્ર કર્મ કુલાલ (કુંભાર) સમાન છે. કુલાલ સારા અને ખરાબ એમ બંને પ્રકારના ઘડા બનાવે છે. તેમાં સારા ઘડાની કળશરૂપે સ્થાપના થાય છે, અને ચંદન, અક્ષત, માળા આદિથી પૂજા થાય છે. ખરાબ ઘડાઓમાં મઘ આદિ ભરવામાં આવે છે. એથી તે ઘડા લોકમાં નિંઘ ગણાય છે. તેમ ગોત્રકર્મના યોગે ઉચ્ચ અને નીચ કુળમાં જન્મ પામી જીવની ઉચ્ચરૂપે અને નીચરૂપે ગણતરી થાય છે. અંતરાય કર્મ ભંડારી સમાન છે. જેમ દાન કરવાની ઇચ્છાવાળા રાજા આદિને તેનો લોભી ભંડારી દાન કરવામાં વિઘ્ન કરે છે, તેમ અંતરાય કર્મ દાન આદિમાં વિઘ્ન કરે છે.
ફળ આપ્યા પછી કર્મોનું શું થાય છે તેનું પ્રતિપાદન— તતક્ષુ નિર્જરા ॥ ૮-૨૪ ॥
કર્મોનું ફળ મળ્યા પછી કર્મોની નિર્જરા થાય છે.
નિર્જરા એટલે કર્મોનું આત્મપ્રદેશોથી છૂટા પડી જવું. નિર્જરા બે પ્રકારે થાય છે. (૧) જેમ ઝાડ ઉપર રહેલી કેરી કાળે કરી સ્વાભાવિક રીતે પાકે છે, તેમ કર્મની સ્થિતિનો પરિપાક થવાથી સ્વાભાવિક રીતે કર્મ ઉદયમાં
Page #419
--------------------------------------------------------------------------
________________
અ૦ ૮ સૂ૦ ૨૫].
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૩૭૫
કર્મ | ઉપમા જ્ઞાનાવરણીય | (આંખના) પાટા જેવું. | વિશેષબોધરૂપ જ્ઞાન ન થાય. દર્શનાવરણીય પ્રતિહાર જેવું. સામાન્યબોધરૂપ જ્ઞાન ન થાય. વેદનીય મધથી લેપાયેલ અસિના સુખ-દુઃખનો અનુભવ, સુખ પણ
તીક્ષ્ણ ધાર જેવું. | પરિણામે દુઃખ આપનાર બને. મોહનીય મદિરાપાન જેવું. | વિવેક અને હિતપ્રવૃત્તિ નહિ. આયુષ્ય બેડી જેવું.
મનુષ્યગતિ આદિમાં રહેવું પડે. નામ | ચિત્રકાર જેવું. | ગતિ, જાતિ આદિ વિકાર પ્રાપ્ત થાય. | ગોત્ર | મુલાલ (કુંભાર) જેવું. | ઉચ્ચ-નીચનો વ્યવહાર થાય. અંતરાય | ભંડારી જેવું. દાન આદિમાં અંતરાય કરે.
આવી પોતાનું ફળ આપી છૂટા પડી જાય. આ નિર્જરાને વિપાકજન્ય નિર્જરા કહેવામાં આવે છે. (૨) જેમ કેરી આદિને ઘાસ વગેરેમાં નાખીને જલદી પકાવવામાં આવે છે, તેમ કર્મની સ્થિતિનો પરિપાક ન થયો હોય, પણ તપ આદિથી તેની સ્થિતિ ઘટાડીને જલદી ઉદયમાં લાવીને ફળ આપવા સન્મુખ કરવાથી જે નિર્જરા થાય તે અવિપાકજન્ય નિર્જરા. (૨૪)
પ્રદેશબંધનું વર્ણન नामप्रत्ययाः सर्वतो योगविशेषात् सूक्ष्मैकक्षेत्रावगाढस्थिताः સર્વાત્મપ્રવેશેષ અનન્તાનન્તપ્રવેશ: . ૮-રક
નામનિમિત્તક=પ્રકૃતિનિમિત્તક, સર્વ તરફથી, યોગવિશેષથી, સૂમ, એકક્ષેત્રાવગાઢ, સ્થિત, સર્વ આત્મપ્રદેશોમાં, અનંતાઅનંત પ્રદેશવાળા અનંતા કર્મસ્કંધો બંધાય છે.
આ સૂત્રને બરોબર સમજવા નીચેના આઠ પ્રશ્નો અને તેના ઉત્તરો સમજવાની જરૂર છે. (૧) પ્રદેશ( કમંદલિકો) કોનું કારણ છે? અર્થાત્ પ્રદેશોથી શું કાર્ય થાય છે? (૨) જીવ પ્રદેશોને(=કર્મપુદ્ગલોને) સર્વ દિશાઓમાંથી ગ્રહણ કરે છે કે
કોઈ એક દિશામાંથી ગ્રહણ કરે છે ?
Page #420
--------------------------------------------------------------------------
________________
૩૭૬
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૮ સૂ૦ ૨૫ (૩) દરેક સમયે સમાન કર્મયુગલોને ગ્રહણ કરે છે કે વધારે ઓછા પણ
ગ્રહણ કરે છે? અથવા સઘળા જીવો એકસરખા પુદ્ગલો ગ્રહણ કરે
છે કે વધારે ઓછા પણ ગ્રહણ કરે છે ? (૪) સ્થૂલ કર્મપુદ્ગલોને ગ્રહણ કરે છે કે સૂક્ષ્મ કર્મપૂગલોને ? (૫) કયા સ્થળે રહેલા કર્મપુગલોને ગ્રહણ કરે છે ? (૬) ગતિમાન યુગલોને ગ્રહણ કરે છે કે સ્થિત પુદ્ગલોને? (૭) ગ્રહણ કરેલા કર્મપુદ્ગલોનો આત્માના અમુક જ પ્રદેશોમાં સંબંધ થાય
છે કે સઘળા પ્રદેશોમાં? (૮) એકી વખતે કેટલા પ્રદેશવાળા સ્કંધોનો બંધ થાય છે ?
આ આઠ પ્રશ્નોના ઉત્તરો આ સૂત્રમાં ક્રમશ– “નામપ્રત્યયા:, સર્વત:, યાવિશેષાનું, સૂક્ષ્મ, ક્ષેત્રીવIઢ, ચિતા:, સર્વાત્મપ્રવેશવુ, અનન્તાનન્તપુરા:” એ આઠ શબ્દોથી આપવામાં આવ્યો છે. તે આ પ્રમાણે
(૧) પ્રદેશો નામનાં કારણ છે, એટલે કે કર્મોનાં જ્ઞાનાવરણીય આદિ જે સાર્થક નામો છે તેનાં કારણ છે. કર્મોનાં નામો તેમના (ફળ આપવાના) સ્વભાવ પ્રમાણે છે. બંધ સમયે જ કર્મપ્રદેશોમાં સ્વભાવ નક્કી થાય છે, અને એ અનુસારે તેમનું કર્મપ્રદેશોનું) નામ પડે છે. જે કર્મપ્રદેશોમાં જ્ઞાનગુણને આવરવાનો સ્વભાવ નક્કી થાય છે તે કર્મપ્રદેશોનું જ્ઞાનાવરણ એવું નામ નક્કી થાય છે. જે કર્મપ્રદેશોમાં દર્શનગુણને આવરવાનો સ્વભાવ નક્કી થાય છે તે કર્મપ્રદેશોનું દર્શનાવરણ એવું નામ પડે છે. આમ પ્રદેશોમાં સ્વભાવ તથા સ્વભાવ પ્રમાણે નામ નક્કી થાય છે. પ્રદેશો વિના સ્વભાવ કે નામ નક્કી ન થઈ શકે. માટે પ્રદેશો નામના અથવા સ્વભાવના(-પ્રકૃતિના) કારણ છે. આ ઉત્તર આપણને સૂત્રમાં રહેલા “નામyત્યાઃ ' શબ્દથી મળે છે. નામ એટલે તે તે કર્મનું સાર્થક નામ અથવા સ્વભાવ. તેના પ્રત્યય એટલે કારણ.
(૨) જીવ ચાર દિશા, ચાર વિદિશા, ઊર્ધ્વદિશા અને અધોદિશા એ દશે દિશામાંથી કર્મપુદ્ગલોને ગ્રહણ કરે છે. આ ઉત્તર સૂત્રમાં રહેલ સર્વતઃ શબ્દથી મળે છે.
૧. સ્વભાવ પ્રમાણે જ કર્મોનાં નામ છે. અથવા નામ પ્રમાણે કર્મોનો સ્વભાવ છે. આથી નામનો
અર્થ સ્વભાવ પણ થઈ શકે.
Page #421
--------------------------------------------------------------------------
________________
અ૦ ૮ સૂ૦ ૨૫ શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૩૭૭ (૩) કોઈ એક જીવ દરેક સમયે સમાન પુદ્ગલો ગ્રહણ કરતો નથી, વધારે ઓછા પુદ્ગલો ગ્રહણ કરે છે. કારણ કે પ્રદેશબંધ યોગથી= વીર્યવ્યાપારથી થાય છે. જીવનો યોગ વીર્યવ્યાપાર દરેક સમયે એક સરખો જ રહેતો નથી, વધારે ઓછો થાય છે. જેમ જેમ યોગ વધારે તેમ તેમ અધિક પુદ્ગલો ગ્રહણ કરે છે. જેમ જેમ યોગ ઓછો તેમ તેમ ઓછા પુદ્ગલો ગ્રહણ કરે છે. યદ્યપિ કોઈ વખત એક સરખો યોગ હોય છે. પણ તે વધારેમાં વધારે આઠ સમય સુધી જ રહે છે. પછી અવશ્ય યોગમાં ફેરફાર થાય છે. આથી જીવ દરેક સમયે સમાન પુદ્ગલો ગ્રહણ કરતો નથી, પોતાના યોગ પ્રમાણે વધારે ઓછા પુદ્ગલો ગ્રહણ કરે છે.
તથા વિવલિત કોઈ એકસમયે સર્વ જીવોને સમાન જ પ્રદેશોને બંધ થાય એવો નિયમ નથી. જે જીવોનો સમાન યોગ હોય તે જીવોને સમાન પુદ્ગલોનો બંધ થાય છે. જે જીવોના યોગમાં જેટલા અંશે યોગની તરતમતા હોય તે જીવોમાં તેટલા અંશે તરતમતાવાળો પ્રદેશબંધ થાય. આનું તાત્પર્ય એ આવ્યું કે કોઈ પણ જીવને કોઈ પણ સમયે પોતાના યોગ પ્રમાણે પ્રદેશો બંધાય. આ જવાબ થવષાત્ શબ્દથી મળે છે.
(૪) આ વિશ્વમાં આંખોથી ન દેખી શકાય તેવા અનેક પ્રકારના સૂક્ષ્મ પુદ્ગલો સર્વત્ર વ્યાપેલા છે. પણ તે દરેક પુદ્ગલો કર્મ રૂપ બની શકતા નથી. જે પુદ્ગલો અત્યંત સૂક્ષ્મ હોય(Fકર્મ રૂપે બની શકે તેટલા સૂક્ષ્મ હોય) તે જ પુદ્ગલો કર્મ રૂપે બની શકે છે. જેમ જાડો લોટ કણેક રોટલી બનાવવા માટે અયોગ્ય છે. તેમ બાદર પુદગલો કર્મ બનવા માટે અયોગ્ય છે. કર્મ રૂપે બની શકે તેવા પુલોના સમૂહને કાર્મણ વર્ગણા કહેવામાં આવે છે. જીવ કાર્પણ વર્ગણામાં રહેલા સૂક્ષ્મ પુદ્ગલોને લઈને કર્મ રૂપે બનાવે છે. આ ઉત્તર સૂત્રમાં રહેલ સૂમ શબ્દથી મળે છે.
(૫) અન્ય પુદ્ગલોની જેમ કાર્મણ વર્ગણાના પુદ્ગલો પણ સર્વત્ર રહેલા છે. જીવ સર્વત્ર રહેલા કાશ્મણ વર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ કરતો નથી, કિન્તુ જેટલા સ્થાનમાં પોતાના જીવના) પ્રદેશો છે તેટલા જ સ્થાનમાં રહેલા કાર્મણ વર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ કરે છે. અહીં અગ્નિનું દષ્ટાંત છે. જેમ અગ્નિ પોતે જેટલા સ્થાનમાં છે તેટલા જ સ્થાનમાં રહેલ બાળવા યોગ્ય
Page #422
--------------------------------------------------------------------------
________________
3७८
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર (અ) ૮ સૂ૦ ૨૫ વસ્તુને બાળે છે. પણ પોતાના સ્થાનથી દૂર રહેલી વસ્તુને બાળતો નથી. તેમ જીવ પોતાના ક્ષેત્રમાં જ રહેલા કર્મપુગલોનું ગ્રહણ કરે છે, પોતાના ક્ષેત્રથી દૂર રહેલા કર્મપુદ્ગલોનું ગ્રહણ કરતો નથી. આ ઉત્તર સૂત્રમાં રહેલ ક્ષેત્રાવઢ' શબ્દથી મળે છે.
(૬) કાર્મણ વર્ગણાના જે પુગલો સ્થિત હોય=ગતિ રહિત હોય તે જ પુદ્ગલોનું ગ્રહણ થાય છે. આથી ગતિમાન કાર્મણ વર્ગણાના પુદ્ગલોનો બંધ થતો નથી. આ ઉત્તર સ્થિત ' એ શબ્દથી મળે છે.
(૭) જીવ સર્વ આત્મપ્રદેશો વડે કર્મપુદ્ગલોનું ગ્રહણ કરે છે. આ વિષયને સમજવા શૃંખલાનું દૃષ્ટાંત છે. જેમ શ્રૃંખલાની (=સાંકળની) દરેક કડી પરસ્પર જોડાયેલી હોવાથી એક કડીનું ચલન થતાં સર્વ કડીઓનું ચલન થાય છે. તેમ જીવના સર્વ પ્રદેશો પરસ્પર જોડાયેલા હોવાથી જ્યારે કર્મપુદ્ગલોનું ગ્રહણ કરવા કોઈ એક પ્રદેશ વ્યાપાર કરે છે ત્યારે અન્ય સર્વ પ્રદેશો વ્યાપાર કરે છે. હા, કેટલાક પ્રદેશોનો વ્યાપાર ન્યૂન હોય, કેટલાક પ્રદેશોનો વ્યાપાર ન્યૂનતર હોય, એમ વ્યાપારમાં તારતમ્ય અવશ્ય હોય છે. દા.ત. જયારે આપણે ઘડાને ઉપાડીએ છીએ ત્યારે હાથના સમગ્ર ભાગોમાં વ્યાપાર હોવા છતાં હથેલીના ભાગમાં વ્યાપાર વિશેષ હોય છે, કાંડાના ભાગમાં તેનાથી ન્યૂન વ્યાપાર હોય છે. તે જ પ્રમાણે પ્રસ્તુતમાં કર્મયુગલોને ગ્રહણ કરવાનો વ્યાપાર સર્વ આત્મપ્રદેશોમાં હોય છે. પણ વ્યાપારમાં તરતમતા અવશ્ય હોય છે. દરેક આત્મપ્રદેશમાં કર્યગ્રહણનો વ્યાપાર હોવાથી દરેક આત્મપ્રદેશમાં આઠે ય કર્મના પ્રદેશો સંબદ્ધ હોય છે. આ ઉત્તર આપણને સૂત્રમાં રહેલ સર્વાત્મ એ શબ્દથી મળે છે.
(૮) પ્રદેશબંધમાં એક, બે, ત્રણ એમ છૂટા છૂટા પુદ્ગલોકકમણુઓ બંધાતા નથી, કિન્તુ મોટા જથ્થા રૂપે બંધાય છે. તેમાં પણ એકી સાથે એક, બે, ત્રણ, ચાર, યાવત સંખ્યાત કે અસંખ્યાત જથ્થા બંધાતા નથી, કિન્તુ અનંત જથ્થા જ બંધાય છે. તથા એક એક જથ્થામાં અનંતા કર્યાણુઓ હોય છે. આથી એકી વખતે દરેક આત્મપ્રદેશમાં અનંતાનંત કર્માણુઓ બંધાય છે. આ ઉત્તર સૂત્રમાં રહેલ “સત્તાનત્તશા' એ શબ્દથી મળે છે. (૨૫). ૧. આ મોટા જથ્થાને શાસ્ત્રની ભાષામાં સ્કંધ કહેવામાં આવે છે.
Page #423
--------------------------------------------------------------------------
________________
અ) ૮ ૧૦૨૬] શ્રીતQાથધિગમસૂત્ર
૩૭૯ (પૂર્વે છઠ્ઠા અધ્યાયમાં શુભયોગ પુણ્યકર્મનો આસવ છે અને અશુભયોગ પાપકર્મનો આસવ છે એમ જણાવ્યું છે. આથી કર્મોના પુણ્ય અને પાપ એમ બે ભેદો છે એમ ગર્ભિત રીતે સૂચન થઈ ગયું છે. આથી કયા કર્મો પુણ્ય સ્વરૂપ છે અને કયા કર્મો પાપ સ્વરૂપ છે એ જણાવવું જરૂરી હોવાથી નીચેના (૨૬મા) સૂત્રમાં પુણ્ય કર્મોને જણાવીને બાકીનાં પાપ કર્મો છે એવું ગર્ભિત સૂચન કરે છે.) પુણ્ય પ્રકૃતિઓનો નિર્દેશ
ઈ-સગવત્વ-શાચ-તિ-પુરુષવેગુમાયુનમ-મોરાખિ પુષમ્ | ૮-ર૬ .
સાતવેદનીય, સમ્યકત્વમોહનીય, હાસ્ય, રતિ, પુરુષવેદ, શુભ આયુષ્ય, શુભનામ અને શુભગોત્ર એ પુણ્ય પ્રકૃતિઓ છે.
વેદનીયમાં સાતવેદનીય શુભ છે. મોહનીયમાં સમ્યકત્વમોહનીય, હાસ્ય, રતિ અને પુરુષવેદ એ ચાર પ્રકૃતિઓ શુભ છે. આયુષ્યમાં દેવ અને મનુષ્ય એ બે આયુષ્ય શુભ છે. નામની શુભ પ્રકૃતિઓ ૩૭ છે. તે આ પ્રમાણે– મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, પાંચ શરીર, ત્રણ અંગોપાંગ, વજઋષભનારાચ સહનન, સમચતુરસ સંસ્થાન, પ્રશસ્તવર્ણ', પ્રશસ્તગંધ, પ્રશસ્તરસ, પ્રશસ્તસ્પર્શ, મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી, શુભવિહાયોગતિ, ઉપઘાત સિવાયની (પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, તીર્થકર અને નિર્માણ એ) સાત પ્રત્યેક પ્રકૃતિઓ અને ત્રસદશક એ ૩૭ પ્રકૃતિઓ શુભ છે. ગોત્રમાં ઉચ્ચગોત્ર શુભ છે.
વેદનીયની-૧, મોહનીયની-૪, આયુષ્યની-૨, નામની-૩૭ અને ગોત્રની-૧ એમ કુલ ૪૫ પુણ્ય પ્રકૃતિઓ છે.
કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોમાં સમ્યકત્વમોહનીય, હાસ્ય, રતિ, પુરુષવેદ એ ચાર પ્રકૃતિ રહિત તથા તિર્યંચાયુ સહિત ૪૨ પ્રકૃતિઓને પુણ્ય રૂપે બતાવવામાં આવી છે. પુણ્ય-પાપની વ્યાખ્યામાં ભેદ આ મતાંતરમાં કારણ
૧. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના કેટલાક ભેદો પુણ્ય અને કેટલાક ભેદો પાપ સ્વરૂપ હોવાથી
સામાન્ય વર્ણ ચતુક ઉભય સ્વરૂપ છે. વિશેષથી રક્ત, પીત અને શ્વેત એ ત્રણ વર્ણ, સુરભિગંધ, કષાય, અમ્લ અને મધુર એ ત્રણ રસ, લધુ, મૃદુ, સ્નિગ્ધ અને ઉષ એ ચાર સ્પર્શ, એમ અગિયાર પુણ્યસ્વરૂપ અને બાકીના નવ પાપ સ્વરૂપ છે.
Page #424
--------------------------------------------------------------------------
________________
૩૮૦
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૮ સૂ૦ ૨૬
લાગે છે. તત્ત્વાર્થકારના મતે જે પ્રીતિ ઉપજાવે=જે ગમે તે પુણ્ય અને તેનાથી વિપરીત તે પાપ. કર્મપ્રકૃતિ આદિ ગ્રંથકારોના મતે આત્મવિકાસને સાધક કર્મ પુણ્ય અને આત્મવિકાસને બાધક કર્મ પાપ. સમ્યક્ત્વમોહનો ઉદય અરિહંત આદિ પ્રત્યે પ્રીતિ-ભક્તિરાગ ઉત્પન્ન કરે છે માટે પ્રશસ્ત હોવાથી તત્ત્વાર્થકારના મતે પુણ્ય રૂપ છે. પણ તેનાથી દર્શનગુણમાં અતિચારો લાગતા હોવાથી અન્ય ગ્રંથકારોના મતે તે પુણ્ય રૂપ નથી. હાસ્ય, રતિ અને પુરુષવેદનો ઉદય પ્રીતિ=આનંદ ઉપજાવે છે માટે તત્ત્વાર્થકારના મતે તે ત્રણ પુણ્ય રૂપ છે. પણ આત્મવિકાસમાં બાધક હોવાથી અન્ય ગ્રંથકારોના મતે તે પાપ સ્વરૂપ છે. તિર્યંચોને ના૨કોની જેમ મરવું ગમતું નથી એથી કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોમાં તિર્યંચ આયુષ્યને પુણ્યરૂપે માનવામાં આવ્યું છે.
પુણ્યપ્રકૃતિ સિવાયની સઘળી પ્રકૃતિઓ પાપ પ્રકૃતિઓ છે. ઉદયની અપેક્ષાએ ૧૨૨ પ્રકૃતિઓમાંથી ૪૫ પુણ્ય પ્રકૃતિઓને બાદ કરતાં અને વર્ણચતુષ્કને ઉમેરતાં ૮૧ પ્રકૃતિઓ પાપ રૂપ છે. તે આ પ્રમાણે– જ્ઞાનાવરણીયની ૫, દર્શનાવરણીયની ૯, વેદનીયની ૧, મોહનીયની ૨૪, આયુષ્યની ૨, નામની ૩૪, ગોત્રની ૧, અંતરાયની પ=૮૧.
પ્રશ્ન—નવતત્ત્વ વગેરે ગ્રંથોમાં ૮૨ પાપ પ્રકૃતિઓ જણાવી છે તે કેવી
રીતે ?
ઉત્તર– ત્યાં નામકર્મના ૬૭ ભેદોની ગણતરી કરવામાં આવી છે. આથી નામકર્મની ૩૪, ચાર ઘાતી કર્મોની ૪૫ અને શેષ ત્રણ અઘાતીની (વેદનીયની-૧, ગોત્રની-૧ અને આયુષ્યની-૧એ) ૩ એમ કુલ ૮૨ પ્રકૃતિઓ પાપ સ્વરૂપ છે. નવતત્ત્વ વગેરે ગ્રંથોમાં બંધની અપેક્ષાએ ૧૨૦ પ્રકૃતિઓને આશ્રયીને ૪૨ પુણ્ય પ્રકૃતિઓ અને ૮૨ પા૫ પ્રકૃતિઓ જણાવી છે. (૨૬)
૧. નામકર્મના ૬૭ ભેદો અંગે પ્રસ્તુત અધ્યાયના ૧૨મા સૂત્રમાં જુઓ.
Page #425
--------------------------------------------------------------------------
________________
૨૦ ૯ સૂ૦ ૧-૨-૩-૪] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
નવમો અધ્યાય
સંવરની વ્યાખ્યા–
આવવનિરોધઃ સંવરઃ ॥ o-ર્ ॥ આસવનો નિરોધ એ સંવર છે.
દેશસંવર અને સર્વસંવર એમ બે પ્રકારે સંવર છે. સર્વ સંવર એટલે સર્વ પ્રકારના આસવોનો અભાવ. દેશસંવર એટલે અમુક થોડા આસ્રવોનો અભાવ. સર્વસંવર ચૌદમા ગુણસ્થાને હોય છે. તેની નીચેનાં ગુણસ્થાનોમાં દેશસંવર હોય છે. દેશસંવર વિના સર્વસંવર થતો ન હોવાથી પ્રથમ દેશસંવર માટે પ્રયત્ન કરવો જોઇએ. દેશસંવરના ઉપાયો નીચેના સૂત્રમાં જણાવશે. (૧)
૨
સંવરના ઉપાયો–
આ ગુપ્તિ-સમિતિ-ધર્માંડનુપ્રેક્ષા-પરીષહનય-ચારિત્રૈઃ ॥૧-૨ ॥ ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય અને ચારિત્રથી સંવર થાય છે. (૨)
નિર્જરાનો ઉપાય
તપતા નિર્ના ચ ॥ ૧-૨ ॥
તપથી નિર્જરા અને સંવર બંને થાય છે.
૩૮૧
યદ્યપિ ગુપ્તિ આદિથી પણ સંવરની જેમ નિર્જરા પણ થાય છે. પણ તપથી અધિક નિર્જરા થાય છે. માટે તપમાં નિર્જરાની પ્રધાનતા છે અને ગુપ્તિ આદિમાં સંવરની પ્રધાનતા છે. (૩)
ગુપ્તિની વ્યાખ્યા—
सम्यग् योगनिग्रहो गुप्तिः ॥ ९-४ ॥
મન, વચન અને કાયા એ ત્રણ યોગોનો સમ્યગ્ નિગ્રહ એ ગુપ્તિ છે. સમ્યગ્ એટલે કેવા યોગોથી કર્મબંધ થાય છે, અને કેવા યોગોથી સંવર
કે નિર્જરા થાય છે, એમ જાણીને તેની શ્રદ્ધા કરવી. જ્ઞાન-શ્રદ્ધા યુક્ત
૧. આસવનું વિસ્તૃત વર્ણન છઠ્ઠા અધ્યાયમાં આવી ગયું છે.
૨. સંવરના વિશેષ જ્ઞાન માટે જુઓ અધ્યાય-૧, સૂત્ર-૩.
૩. ગુપ્તિ આદિનું વર્ણન ગ્રંથકાર સ્વયં આ અધ્યાયના ચોથા સૂત્રથી શરૂ કરશે.
Page #426
--------------------------------------------------------------------------
________________
૩૮૨
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦ ૯ સૂ૦૫ યોગનિગ્રહ સમ્યફ છે. અર્થાત્ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન પૂર્વક થતો યોગનિગ્રહ સમ્યફ છે. આથી સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન વિના થતો યોગનિગ્રહ ગુપ્તિ નથી, કિન્તુ ક્લેશરૂપ છે. અહીં નિગ્રહનો અર્થ કેવળ નિવૃત્તિ નથી, કિન્તુ પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉભય છે. શાસ્ત્રનિષિદ્ધથી યોગોની નિવૃત્તિ અને શાસ્ત્રવિહિતમાં યોગોની પ્રવૃત્તિ એ યોગનિગ્રહ છે. યોગો ત્રણ હોવાથી ગુપ્તિના કાયગુપ્તિ, વચનગુપ્તિ અને મનોસુમિ એ ત્રણ ભેદો છે.
(૧) કાયમુર્તિ- કાયોત્સર્ગ આદિ દ્વારા કાયવ્યાપારની નિવૃત્તિ અથવા શાસ્ત્રવિહિત અનુષ્ઠાનોમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રવૃત્તિ એ કાયગુપ્તિ છે.
(૨) વચનગુતિ- મૌન દ્વારા વચનવ્યાપારની નિવૃત્તિ અથવા શાસ્ત્રોક્ત વિધિ મુજબ સ્વાધ્યાય, ઉપદેશ આદિમાં વચનની પ્રવૃત્તિ એ વચનગુપ્તિ છે.
(૩) મનોગુપ્તિ- આર્તધ્યાન અને રૌદ્રધ્યાન રૂપ અશુભ વિચારોથી નિવૃત્તિ અથવા ધર્મધ્યાન કે શુક્લધ્યાનરૂપ શુભ ધ્યાનમાં મનની પ્રવૃત્તિ અથવા શુભ-અશુભ બંને પ્રકારના વિચારોનો ત્યાગ એ મનોગુણિ છે. (૪)
સમિતિનું વર્ણનईर्या-भाषैषणा-ऽऽदाननिक्षेपोत्सर्गाः समितयः ॥ ९-५ ॥ ઇર્ષા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપ અને ઉત્સર્ગ એ પાંચ સમિતિ છે.
સમિતિ શબ્દમાં સમ્ અને ઇતિ એ બે શબ્દો છે. સમ્ એટલે સમ્ય. ઇતિ એટલે પ્રવૃત્તિ. સમગૂ પ્રવૃત્તિ એ સમિતિ છે. સમ્યગ્ એટલે શાસ્ત્રોક્ત વિધિ મુજબ. સમિતિ(સમ્યમ્ પ્રવૃત્તિ) અનેક પ્રકારની છે. તે સઘળી સમિતિઓનો અહીં ઇર્યા આદિ પાંચમાં સમાવેશ થઈ જાય છે. સમિતિ કેવળ પ્રવૃત્તિ સ્વરૂપ છે અને ગુપ્તિ પ્રવૃત્તિ નિવૃત્તિ ઉભય સ્વરૂપ છે. આથી ગુપ્તિમાં સમિતિનો સમાવેશ થઈ જાય છે. આમ છતાં બાળ જીવોને શીઘ અને સ્પષ્ટ બોધ થાય એ હેતુને લક્ષ્યમાં રાખીને સમિતિનું અલગ વર્ણન કર્યું છે.
(૧) ઈર્યાસમિતિ- ઈર્યા એટલે જવું. સંયમની રક્ષાને ઉદ્દેશીને આવશ્યક કાર્ય માટે યુગપ્રમાણ ભૂમિનું નિરીક્ષણ કરવા પૂર્વક જયાં લોકોનું ૧. આ મનોગુપ્તિ યોગનિરોધ અવસ્થામાં હોય છે. ૨. યુગ એટલે બળદોને ગાડામાં જોડવાની ધોંસરી, ધોંસરી ૪ હાથ પ્રમાણ હોય છે. યુનત્ર
ચતુર્હતના શર્લિસચિતં (આચા.શ્ર.૨, અ.૩, ઉ.૧, સૂત્ર-૧૧૫)
Page #427
--------------------------------------------------------------------------
________________
અ૦ ૯ સૂ૦ ]
શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૩૮૩
ગમનાગમન થતું હોય અને સૂર્યનો પ્રકાશ પડતો હોય તેવા માર્ગે ધીમી ગતિથી જવું તે ઇર્યાસમિતિ.
(૨) ભાષા સમિતિ– ભાષા એટલે બોલવું. જરૂર પડે ત્યારે જ સ્વપરને હિતકારી, પ્રમાણોપેત, નિરવઘ અને સ્પષ્ટ આદિ ગુણોથી યુક્ત વચનો બોલવાં તે ભાષાસમિતિ.૧
(૩) એષણા સમિતિ– એષણા એટલે ગવેષણા કરવી, તપાસવું. સંયમના નિર્વાહ માટે જરૂરી વસતિ, વસ્ત્ર, પાત્ર, આહાર, ઔષધ આદિ વસ્તુઓની શાસ્ત્રોક્ત વિધિ મુજબ તપાસ કરવી તે એષણાસમિતિ. અર્થાત્ શાસ્ત્રોક્ત વિધિ મુજબ તપાસ કરીને દોષ રહિત આહાર આદિનું ગ્રહણ કરવું તે એષણાસમિતિ.
(૪) આદાન-નિક્ષેપ સમિતિ– આદાન એટલે ગ્રહણ કરવું. નિક્ષેપ એટલે મૂકવું. સંયમનાં ઉપકરણોને ચક્ષુથી જોઇને તથા રજોહરણ આદિથી પ્રમાર્જીને ગ્રહણ કરવા તથા ભૂમિનું નિરીક્ષણ-પ્રમાર્જન કરીને મૂકવાં તે આદાન-નિક્ષેપ સમિતિ.
(૫) ઉત્સર્ગ સમિતિ— ઉત્સર્ગ એટલે ત્યાગ. શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભૂમિનું નિરીક્ષણ-પ્રમાર્જન કરીને મલ આદિનો ત્યાગ કરવો તે ઉત્સર્ગ સમિતિ. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને અષ્ટપ્રવચનમાતા તરીકે સંબોધવામાં= માનવામાં આવે છે, જેમ માતા બાળકને જન્મ આપે છે, પછી તેનું રક્ષણ અને પોષણ કરે છે, તેમ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ પ્રવચનને= સંયમને જન્મ આપે છે, તેનું રક્ષણ-પોષણ કરે છે, તેને શુદ્ધ બનાવે છે. ગુપ્તિ અને સમિતિ વિના સંયમ હોય નહિ, તથા સ્વીકારેલા સંયમનું રક્ષણ કે પોષણ ન થઇ શકે. આમ સમિતિ અને ગુપ્તિ સંયમની પ્રાપ્તિમાં તથા
૧. ભાષા સમિતિના પાલન માટે કેવી વાણી બોલવી જોઇએ તે અંગે ઉપદેશમાળા ગ્રંથમાં નીચે મુજબની ગાથા છે.
महुरं निउणं थोवं, कज्जावडियं अगव्वियमतुच्छं ।
पुव्वि, मइसंकलियं भांति जं धम्मसंजुत्तं ॥
વિચક્ષણો મધુર, નિપુણ, અલ્પ, કાર્યપૂરતું, અભિમાન રહિત, ઉદાર, વિચારપૂર્વક અને ધર્મયુક્ત વચન બોલે છે.
Page #428
--------------------------------------------------------------------------
________________
૩૮૪
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૯ સૂ૦ ૬ સ્વીકારેલા સંયમના રક્ષણ-પોષણમાં પ્રધાનકારણ હોવાથી સંયમની= પ્રવચનની માતા છે. (૫)
ધર્મનું વર્ણનઉત્તમ: ક્ષમા-માવા-ડડર્નવ-શૌર-સત્ય-સંયમતપસ્યા-ડવિઝન્ય-હાથ થર્વ: | -૬ છે
ઉત્કૃષ્ટ ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એમ દશ પ્રકારનો (યતિ)ધર્મ છે.
સાધુધર્મ અને ગૃહસ્થધર્મ એ બે પ્રકારના ધર્મમાં અહીં સાધુધર્મનું વર્ણન છે. આથી જ સૂત્રમાં ઉત્તમ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉત્કૃષ્ટ પ્રકારનો ક્ષમા આદિ ધર્મ સાધુઓને જ હોય છે. ગૃહસ્થોને ક્ષમા આદિ સામાન્ય હોય છે.
(૧) ક્ષમા– ક્ષમા એટલે સહિષ્ણુતા. બાહ્ય કે આંતરિક ( શારીરિક કે માનસિક) પ્રતિકૂળતામાં નિમિત્ત બનનાર ઉપર ક્રોધ ન કરવો, ગફલતથી ક્રોધનો ઉદય થઇ જાય તો તેને નિષ્ફળ બનાવવો (અંતરમાં ક્રોધ હોય, પણ બહાર ન લાવવો, અને તુરત શમાવી દેવો જેથી તેનાં વૈમનસ્ય આદિ નવાં અશુભ ફળો ન આવે.) એ ક્ષમા છે.
ક્ષમાના પાંચ પ્રકાર
ક્ષમા પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણે–ઉપકાર ક્ષમા, અપકાર ક્ષમા, વિપાક ક્ષમા, વચન ક્ષમા અને ધર્મ ક્ષમા.
આ મારો ઉપકારી છે. જો હું એના દુર્વચનાદિને સહન નહિ કરું તો ઉપકારનો સંબંધ નહિ રહે. આમ વિચારીને ઉપકારીના દુર્વચનાદિને સહન કરે તે ઉપકાર ક્ષમા છે. જે વ્યક્તિથી પોતાને દુન્યવી ઉપકાર થતો હોય, અથવા ભવિષ્યમાં થવાનો હોય તેના કઠોર વચનો વગેરેને શાંતિથી સહન કરવું તે ઉપકાર ક્ષમા. દા.ત. નોકર શેઠના કડવાં વચનોને સહન કરે. હું ક્ષમા રાખીશ તો મારા પિતા પાસે જે સંપત્તિ છે તેમાંથી મને વધારે મળશે એવા આશયથી પિતાના કડવાં વચનો વગેરેને સહન કરે. આ ક્ષમા લોભના ઘરની છે.
Page #429
--------------------------------------------------------------------------
________________
૩૮૫
અ૦ ૯ સૂ૦૬] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
જો હું આના દુર્વચનાદિને સહન નહિ કરું તો એ મારો અપકારી બનશે-વધારે નુકશાન કરનારો બનશે આમ વિચારી દુર્વચનાદિને સહન કરે તે અપકાર ક્ષમા છે. અથવા બે-ચાર માણસો બેઠા હોય ત્યારે અમુક વ્યક્તિ અયોગ્ય વચન કહે ત્યારે આ બધાની વચ્ચે હું એના ઉપર ગુસ્સે થઇશ તો હું હલકો દેખાઈશ એવા ભાવની ક્ષમા અપકાર ક્ષમા છે. આ ક્ષમા માનના ઘરની છે. આમ ઉપકાર ક્ષમા અને અપકાર ક્ષમા લોભ કે માનના ઘરની છે. આત્માના ઘરની નથી.
ક્રોધથી નરક વગેરેમાં ગયેલા જીવો કર્મના કટુ ફળોને ભોગવે છે અથવા ક્રોધથી માનવભવમાં જ અનર્થો થાય છે એમ ક્રોધના વિપાકને જોતો – વિચારતો જીવ જે ક્ષમા રાખે તે વિપાક ક્ષમા છે.
ભગવાને ક્ષમા રાખવાનું કહ્યું છે એમ જિનવચનને યાદ કરીને ક્ષમા રાખે તે વચન ક્ષમા છે.
જેમ ચંદનમાં સ્વાભાવિક સુવાસ હોય છે, તેમ સ્વાભાવિકપણે થતી ક્ષમા એ ધર્મક્ષમા. જેમ ચંદન પોતાને કાપનારને કે બાળનારને પણ સુવાસ આપીને ઉપકાર કરે છે, તેમ ધર્મક્ષમાયુક્ત મહાત્મા પોતાના ઉપર અપકાર કરનાર ઉપર પણ ગુસ્સો કરતા નથી. બલ્ક ભાવદયાચિંતન આદિથી તેના ઉપર ઉપકાર કરે છે.
જ્યારે આત્મામાં ઉત્કૃષ્ટ પ્રકારની ક્ષમા આવે છે ત્યારે જીવ કોઈપણ જાતના પ્રયત્ન વિના સ્વાભાવિક ક્ષમા ધારણ કરે છે, ગમે તેવા અનિષ્ટ પ્રસંગોમાં પણ કોઈ પણ પ્રયત્ન વિના કુદરતી રીતે જ તેને જરાય ગુસ્સો આવતો નથી. એનો ક્ષમાનો સ્વભાવ જ થઈ જાય છે. એના જીવનમાં ક્ષમા તાણાવાણાની જેમ વણાઈ જાય છે.
(૨) માર્દવ-માર્દવ એટલે મૃદુતા=નમ્રતા. અર્થાત્ મદ અને માનનો નિગ્રહ એ માર્દવ છે. બાહ્ય કે અભ્યતર સંપત્તિનો મદ ન કરવો, હું કંઇક છું એવું મનમાં ન લાવવું, વડીલોનો વિનય કરવો, મોટાઓ પ્રત્યે ભક્તિબહુમાન અને નાનાઓ પ્રત્યે વાત્સલ્યભાવ રાખવો ઇત્યાદિથી માર્દવની અભિવ્યક્તિ થાય છે. હું કંઈક છું એવી વૃત્તિ, વડીલો પ્રત્યે ઉદ્ધત વર્તન, વડીલોની અપેક્ષાનો અભાવ, સ્વપ્રશંસા, પરનિંદા ઇત્યાદિથી મદ-માનની
Page #430
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૯ સૂ૦ ૬
અભિવ્યક્તિ થાય છે. ચોખા અને વરી (સાઠી ચોખા) એ બંને ચોખાની જાત હોવા છતાં જેમ તેમના અર્થમાં થોડો તફાવત છે. તેમ મદ અને માન એ બંને અહંકાર સ્વરૂપ હોવા છતાં તેમના અર્થમાં થોડો તફાવત છે. કોઇપણ પ્રકારે ‘હું કંઇક છું’ એવી વૃત્તિ એ માન છે. ઉત્તમ જાતિ આદિના કારણે ‘હું કંઇક છું’ એવી વૃત્તિ મદ છે.
જાતિ આદિ આઠ કારણોને આશ્રયીને મદના આઠ ભેદો છે. જાતિ, કુલ, રૂપ, ઐશ્વર્ય, વિજ્ઞાન, શ્રુત, લાભ અને વીર્ય એમ આઠ પ્રકારનો મદ છે. માતાનો વંશ તે જાતિ. પિતાનો વંશ તે કુળ. શારીરિક સૌંદર્ય તે રૂપ. ઐશ્વર્ય એટલે ધન-ધાન્ય આદિ બાહ્ય સંપત્તિ. ઔત્પાતિકી આદિ ચાર પ્રકારની બુદ્ધિ' એ વિજ્ઞાન. જિનોક્ત શાસ્ત્રના અધ્યયનથી થયેલ જ્ઞાન તે શ્રુત. અથવા મતિજ્ઞાન એ વિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ શ્રુત. ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ તે લાભ. શારીરિક શક્તિ આદિ તે વીર્ય. આ આઠ પ્રકારના મદનો અને માનનો ત્યાગ કરવાથી માર્દવ ધર્મ આવે છે.
૩૮૬
જીવ માન-મદના કારણે સ્વપ્રશંસા અને પરનિંદામાં રત રહે છે. આથી તે આ લોકમાં અનેક અનર્થો પામવા સાથે પરલોકમાં પણ અનર્થો થાય તેવાં અશુભ કર્મો બાંધે છે. અહંકારી જીવ અન્યની હિતકર પણ વાત સાંભળતો નથી, માનતો નથી. આથી મુમુક્ષુએ માન-મદનો ત્યાગ કરવો જોઇએ. (જાતિમદ આદિ તે તે મદના ત્યાગ માટે કેવી વિચારણા કરવી જોઇએ તે અંગે તત્ત્વાર્થભાષ્યની ટીકામાં તથા પ્રશમરતિ વગેરે ગ્રંથોમાં સુંદર વર્ણન છે.)
(૩) આર્જવ– આર્જવ એટલે ઋજુતા-સરળતા. મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાં સરળતા (માયાનો અભાવ) તે આર્જવ છે. અર્થાત્ વૃત્તિ (=માનસિક પરિણામ), વચન અને વર્તન એ ત્રણેની ઐક્યતા એ આર્જવ છે. માયા, ફૂડ-કપટ, શઠતા આદિ દોષોના ત્યાગથી આર્જવ ધર્મની પ્રાપ્તિ થાય છે. (૪) શૌચ– શૌચ એટલે લોભનો અભાવ=અનાસક્તિ. ધર્મનાં ઉપકરણો ઉપર પણ મમત્વભાવ-આસક્તિ ન રાખવી જોઇએ. લોભથી કે
૧. પ્રશમરતિ ગ્રંથમાં ઐશ્વર્યના સ્થાને ‘વાલભ્યક' આવે છે.
૨. વિજ્ઞાનના સ્થાને કોઇ સ્થળે તપ પણ આવે છે.
૩. ચાર પ્રકારની બુદ્ધિના વર્ણન માટે જુઓ અ.૧, સૂ.૧૭.
Page #431
--------------------------------------------------------------------------
________________
૩૮૭
અ૦૯ સૂ) ૬] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર આસક્તિથી આત્મા કર્મરૂપ મલથી મલિન બને છે માટે લોભ કે આસક્તિ અશૌચ=અશુચિ છે. અલોભ કે અનાસક્તિથી આત્મા શુદ્ધ બને છે માટે અલોભ કે અનાસક્તિ શૌચ=શુચિ છે.
(૫) સત્ય– જરૂર પડે ત્યારે જ, સ્વ-પરને હિતકારી, પ્રમાણપત આદિ ગુણોથી યુક્ત વચનો બોલવાં તે સત્ય.
(૬) સંયમ– મન, વચન અને કાયાનો નિગ્રહ (અશુભથી નિવૃત્તિ યા શુભમાં પ્રવૃત્તિ) એ સંયમ છે. સામાન્યથી સંયમના ૧૭ ભેદો છે. તે આ પ્રમાણે—પાંચ અવ્રતરૂપ આશ્રવોનો ત્યાગ, પાંચ ઇન્દ્રિયોનો જય, ચાર કષાયોનો ત્યાગ, મનદંડ, વચનદંડ, કાયદંડ એ ત્રણ દંડથી નિવૃત્તિ. અથવા પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય, પ્રેક્ષ્ય, ઉપેક્ષ્ય, અપહૃત્ય, પ્રમુ, કાય, વચન, મન અને ઉપકરણ એમ સત્તર પ્રકારનો સંયમ છે. (૧) પૃથ્વીકાયના જીવોને દુઃખ થાય તેવી પ્રવૃત્તિનો મન, વચન અને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદના રૂપે ત્યાગ કરવો એ પૃથ્વીકાય સંયમ છે. (૨-૯) આ પ્રમાણે પંચેન્દ્રિય સંયમ સુધી સમજવું. (૧૦) આંખોથી નિરીક્ષણ કરવા પૂર્વક બેસવા વગેરેની ક્રિયા કરવી તે પ્રેક્ષ્યસંયમ. (૧૧) સાધુઓને શાસ્ત્રોક્ત અનુષ્ઠાનોમાં જોડવા અને સ્વક્રિયાના વ્યાપારથી રહિત ગૃહસ્થોની ઉપેક્ષા કરવી એ ઉપેશ્યસંયમ. (૧૨) બિનજરૂરી વસ્તુનો ત્યાગ (અગ્રહણ) અથવા જીવોથી યુક્ત ભિક્ષા આદિ વસ્તુને પરઠવી દેવી તે અપહત્ય સંયમ. (૧૩) રજોહરણથી પ્રમાર્જન કરી બેસવા આદિની ક્રિયા કરવી તે પ્રમૃદયસંયમ. (૧૪-૧૫-૧૬) અશુભયોગોથી નિવૃત્તિ અને શુભયોગોમાં પ્રવૃત્તિ એ કાયસંયમ, વચનસંયમ અને મનસંયમ છે. (૧૭) પુસ્તકાદિ ઉપકરણો જરૂર પ્રમાણે જ રાખવાં, તેમનું સંરક્ષણ કરવું વગેરે ઉપકરણ સંયમ છે
(૭) તપ– શરીર અને ઇન્દ્રિયોને તપાવવા દ્વારા આત્મવિશુદ્ધિ કરે એ ત૫.૨ १. पञ्चासवाद विरमणं, पञ्चेन्द्रियनिग्रहः कषायजयः ।
તwત્રવિરતિતિ, સંયમ: સલમે: 9૭૨ | પ્રશમરતિ પ્રકરણ, ગાથા-૧૭૨ ૨. તપનું વિશેષ વર્ણન આ અધ્યાયના ૧૯મા સૂત્રથી શરૂ થશે.
Page #432
--------------------------------------------------------------------------
________________
૩૮૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અo ૯ સૂ) ૬ (૮) ત્યાગ– બાહ્ય અને અત્યંતર ઉપધિમાં ભાવદોષનો=મૂછનો ત્યાગ એ ત્યાગધર્મ છે. અન્નપાન બાહ્ય ઉપધિ છે. શરીર અભ્યતર ઉપધિ છે. અથવા રજોહરણ આદિ બાહ્ય ઉપધિ છે અને ક્રોધાદિ કષાયો અત્યંતર ઉપધિ છે અથવા બિનજરૂરી ઉપકરણોનો અસ્વીકાર એ ત્યાગ છે.
(૯) આકિંચન્ય- શરીરમાં તથા સાધનાનાં ઉપકરણોમાં મમત્વનો અભાવ એ અકિંચન્ય ધર્મ છે. આકિંચન્ય એટલે સર્વ વસ્તુનો અભાવ. મુનિ મમત્વ વિના માત્ર સંયમની રક્ષા માટે સંયમનાં ઉપકરણોને રાખે છે અને દેહનું પાલન-પોષણ કરે છે. આથી ઉપકરણ આદિ હોવા છતાં તેની પાસે કંઈ નથી. જ્યાં મમત્વભાવ નથી ત્યાં વસ્તુ હોવા છતાં નથી. જ્યાં વસ્તુ ન હોવા છતાં મમત્વ ભાવ હોય ત્યાં વસ્તુ છે. આધ્યાત્મિક દૃષ્ટિએ ભાવના આધારે જ વસ્તુ હોવાનો કે ન હોવાનો નિર્ણય થઈ શકે. આથી શરીર આદિ ઉપર મમત્વનો અભાવ એ જ વાસ્તવિક આકિંચન્ય છે.
(૧૦) બ્રહ્મચર્ય- બ્રહ્મચર્ય એટલે મૈથુનવૃત્તિનો ત્યાગ. યદ્યપિ બ્રહ્મ એટલે આત્મા, તેમાં ચર્ય એટલે રમવું તે બ્રહ્મચર્ય; અર્થાત્ ઈષ્ટ વસ્તુમાં રાગનો અને અનિષ્ટ વસ્તુમાં વૈષનો ત્યાગ કરી આત્મામાં રમવું એ બ્રહ્મચર્ય છે. છતાં અહીં મૈથુનવૃત્તિના ત્યાગરૂપ બ્રહ્મચર્ય વિરક્ષિત છે. મૈથુનવૃત્તિના ત્યાગરૂપ બ્રહ્મચર્યના પાલન માટે વસતિ, કથા, નિષઘા, ઇન્દ્રિય, કુડ્યાંતર, પૂર્વક્રીડિત, પ્રણીત આહાર, અતિમાત્ર ભોજન, વિભૂષા એ નવના ત્યાગરૂપ નવ ગુતિઓનું (વાડોનું) તથા બ્રહ્મચર્ય વ્રતની પાંચ ભાવનાઓનું પાલન અનિવાર્ય છે.' ૧. પાંચ ભાવનાઓનું વર્ણન સાતમા અધ્યાયના ત્રીજા સૂત્રમાં આવી ગયું છે. વસતિ આદિ
ગુપ્તિઓનો ભાવ આ પ્રમાણે છે-(૧) જયાં સ્ત્રી, પશુ, નપુંસક રહેતા હોય તેવી વસતિમાં ન રહેવું. (૨) કામવર્ધક સ્ત્રીકથા ન કરવી. (૩) જે સ્થાને સ્ત્રી બેઠેલી હોય તે સ્થાને તેના ઊઠી ગયા પછી પુરુષે બે ઘડી સુધી બેસવું નહિ. પુરુષના ઊઠી ગયા પછી તે સ્થાને સ્ત્રીએ ત્રણ પ્રહર સુધી બેસવું નહિ. (૪) સ્ત્રીની ઇન્દ્રિયો તથા અંગોપાંગોનું નિરીક્ષણ ન કરવું. (૫) જયાં ભીંતને આંતરે પતિ-પત્નીનો સંભોગ સંબંધી અવાજ સંભળાતો હોય તેવા સ્થાનનો ત્યાગ કરવો. () પૂર્વે-ગૃહસ્થાવાસમાં કરેલી કામક્રીડાનું સ્મરણ ન કરવું. (૭) પ્રણીત=અત્યંત સ્નિગ્ધ અને મધુર દૂધ, દહીં આદિ આહારનો ત્યાગ કરવો. (૮) અપ્રણીત આહાર પણ વધારે પડતો ન લેવો (ઉણોદરી) રાખવી. (૯) શરીરની કે ઉપકરણોની વિભૂષાનો (ટાપ-ટીપનો) ત્યાગ કરવો.
Page #433
--------------------------------------------------------------------------
________________
અ૦ ૯ સૂ૦ ૭]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૩૮૯
અથવા બ્રહ્મ એટલે ગુરુ. તેને આધીન જે ચર્ચા તે બ્રહ્મચર્ય. અર્થાત્ મૈથુનવૃત્તિના ત્યાગરૂપ બ્રહ્મચર્યના પાલન માટે, જ્ઞાનની અભિવૃદ્ધિ માટે અને કષાયોની શાંતિ માટે ગુરુકુળવાસનું સેવન કરવું=ગુરુને આધીન રહેવું એ બ્રહ્મચર્ય છે. ગુરુકુળવાસ વિના બ્રહ્મચર્યની નવ વાડો ખંડિત થવાનો સંભવ હોવાથી બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન કઠીન છે. શાસ્ત્રોનું અધ્યયન ગુરુની પાસે કરવાનું વિધાન છે. આથી ગુરુકુળવાસ વિના જ્ઞાનની વૃદ્ધિ પણ ન થાય. સુગુરુની આજ્ઞા વિના સ્વતંત્ર રહેનારમાં કષાયો પણ વધે એ અતિ સંભવિત છે. ગુરુની નિશ્રા વિના વિકથા, અયોગ્ય વ્યક્તિનો પરિચય વગેરે દોષોથી પરિણામે મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થવાનો સંભવ છે. આથી મુમુક્ષુએ જીવનપર્યંત ગુરુકુળવાસનું સેવન કરવું જોઇએ અને એ જ પ્રકૃષ્ટ બ્રહ્મચર્ય ધર્મ છે. (૬) અનુપ્રેક્ષાનું વર્ણન–
અનિત્યા-શાળ-સંસારે-વા-કન્યા-શુચિત્તા-ડસ્રવ સંવાનિર્ણશ-નો-વોધિતુર્ત્તમ-ધર્મસ્વાધ્યાત-તત્ત્વાનુચિત્તનમનુપ્રેક્ષા: ॥ ૧-૭ ॥
અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આસ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભ અને ધર્મસ્વાખ્યાત એમ ૧૨ પ્રકારે તત્ત્વચિંતન એ ૧૨ પ્રકારની અનુપ્રેક્ષા=ભાવના છે.
(૧) અનિત્યતા— કુટુંબ, કંચન, કામિની, કીર્તિ, કાયા વગેરે પદાર્થોની અનિત્યતાનું ચિંતન કરવું એ અનિત્ય ભાવના છે. સંયમનાં સાધનો શરીર, શય્યા, આસન વગેરે પણ અનિત્ય છે. સંસારમાં જ્યાં સંયોગ છે ત્યાં અવશ્ય વિયોગ છે. આથી સર્વપ્રકારનો સંયોગ અનિત્ય છે. સંસારના સર્વ સુખો કૃત્રિમ હોવાથી વિનાશશીલ છે. કેવળ આત્મા અને આત્માનું સુખ જ નિત્ય છે.
ફળ–આ વિચારણાથી બાહ્ય પદાર્થો પર અભિષ્યંગ-મમત્વ ભાવ થતો નથી. આથી તે પદાર્થોનો વિયોગ થાય છે ત્યારે દુ:ખનો અનુભવ થતો નથી. (૨) અશરણતા– સંસારમાં પોતાનું શરણ-રક્ષણ કરનાર કોઇ નથી એનું ચિંતન એ અશરણ ભાવના છે. રોગાદિનું દુઃખ કે અન્ય કોઇ આપત્તિ આવી પડતા ભૌતિક કોઇ સાધનો કે સ્નેહી-સંબંધીઓ વગેરે આ જીવને એ દુ:ખથી કે આપત્તિથી બચાવવા સમર્થ બનતા નથી, બલ્કે કેટલીક વખત અધિક દુઃખ ઉત્પન્ન કરે છે. આ અવસરે દેવ-ગુરુ અને ધર્મ એ જ રક્ષણ કરે
Page #434
--------------------------------------------------------------------------
________________
ગમસૂત્ર
૩૯૦
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [આ૦૯ સૂ૦ ૭. છે=સાંત્વન આપે છે. આથી સંસારમાં દેવ, ગુરુ અને ધર્મ સિવાય કોઈ પણ ભૌતિક વસ્તુ કે સ્વજન વગેરે આપણા માટે શરણ રૂપ બનતા નથી.
ફળ– સંસારમાં હું અશરણ છું એમ વિચારતાં સંસારનો ભય ઉત્પન્ન થવાથી સંસાર ઉપર અને સંસારના સુખો ઉપર પ્રેમ થતો નથી તથા જિનશાસન જ શરણભૂત છે એવો ખ્યાલ આવવાથી તેની આરાધના માટે પ્રવૃત્તિ થાય છે=ઉલ્લાસ પ્રગટે છે.
(૩) સંસાર– સંસારભાવના એટલે સંસારના સ્વરૂપનું ચિંતન કરવું. જીવ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ એ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરતાં અનંત દુઃખો સહન કરે છે. સંસારના કોઈ ખૂણામાં, સંસારની કોઈ વસ્તુમાં આંશિક પણ સુખ નથી, કેવળ દુઃખ જ છે. સંસાર વિવિધ દુઃખોનું મહા જંગલ છે. કર્મના સંયોગથી જીવને સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. કર્મનો સંયોગ રાગ-દ્વેષના કારણે છે. આથી દુઃખનું મૂળ રાગદ્વેષ છે. એટલે સંસારના દુઃખોથી બચવું હોય તો રાગ-દ્વેષ આદિ દોષોનો વિનાશ કરવો જોઇએ.
અથવા નીચે પ્રમાણે પણ વિચારી શકાય. નરક આદિ ચાર ગતિઓમાં ચક્રની જેમ પરિભ્રમણ કરતા આ જીવ માટે સઘળાય જીવો સ્વજન છે, અથવા સઘળાય જીવો પરજન છે. સંસારમાં સ્વજન-પરજનની કોઈ વ્યવસ્થા જ નથી. કારણ કે જીવ એકભવમાં સ્વજન થઈને બીજા ભવમાં કર્મના સામર્થ્યથી પરજન થાય છે. એક ભવમાં પરજન થઈને બીજા ભવમાં કર્મના સામર્થ્યથી સ્વજન થાય છે. તથા એક જ જીવ માતા થઇને બહેન થાય છે, બહેન થઈને ભાઈ થાય છે. એમ એક જીવની સાથે સઘળા સંબંધો થાય છે. સંસારમાં અનંતકાળથી પરિભ્રમણ કરતા એક જીવને અન્ય સઘળા જીવો સાથે ભાઈ, બહેન, માતા, પિતા આદિ દરેક પ્રકારનો સંબંધ થઈ ગયો છે. કોઈ એવો જીવ નથી કે જેની સાથે માતા આદિ દરેક પ્રકારનો સંબંધ ન થયો હોય. આથી સઘળા ય જીવો સ્વજન છે. એ સઘળાય જીવોને સ્વજન તરીકે ન ગણવા હોય તો બધાય જીવો (વર્તમાનમાં સ્વજન ગણાતા પણ) પરજન છે. તથા સંસારમાં એક જ જીવ ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરે છે. એક ભવમાં માલિક થઇને બીજા ભવમાં દાસ થાય છે. એક ભવમાં સ્ત્રી થઈને બીજા ભવમાં પુરુષ થાય છે.
Page #435
--------------------------------------------------------------------------
________________
અ૦ ૯ સૂ૦ ૭]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૩૯૧
રાગ, દ્વેષ અને મોહને વશ થયેલા જીવો આ રીતે ચોરાશી લાખ યોનિમાં ભમીને પરસ્પર ભક્ષણ, વધ, બંધ, અસત્ય આરોપ, અપ્રિયવચન વગેરેથી તીવ્ર દુ:ખો સહન કરે છે. આથી આ સંસાર દુઃખરૂપ જ છે.
ફળ– સંસારભાવનાથી સંસારભય ઉત્પન્ન થાય છે. એથી અધ્યાત્મના પાયારૂપ નિર્વેદ(=સંસાર સુખના વિનાશની ઇચ્છા) ગુણ ઉત્પન્ન થાય છે. નિર્વેદ પામેલો જીવ સંસારનો નાશ કરવા પ્રયત્ન કરે છે.
(૪) એકત્વ– પોતે એકલો જ છે વગેરે વિચાર કરવો એ એકત્વભાવના છે. જીવ એકલો જ હોવાથી પોતાના શુભાશુભ કર્મોનું ફળ એકલો જ ભોગવે છે. અન્ય સ્વજન સંબંધીઓ તેનાં કર્મોના ફળને વહેંચીને લઇ શકતા નથી. પરલોકમાંથી અહીં આવે છે ત્યારે એકલો જ આવે છે, અને અહીંથી પરલોકમાં જાય છે ત્યારે પણ એકલો જ જાય છે. અન્ય કોઇ તેની સાથે પરલોકમાંથી આવતું નથી અને પરલોકમાં જતું પણ નથી. સ્વજન આદિ માટે પાપો કર્યાં હોય તો પણ પાપોનું ફળ તો પોતાને જ ભોગવવું પડે છે. સંબંધીઓ તેમાં ભાગ પડાવી શકતા નથી.
ફળ– હૃદયને એકત્વભાવનાથી વાસિત બનાવવાથી સ્વજન ઉપર સ્નેહરાગ=આસક્તિ ન થાય અને પરજન ઉપર દ્વેષ ન થાય. આથી નિઃસંગભાવ આવવાથી મોક્ષ માટે પ્રવૃત્તિ કરવાની ભાવના જાગે છે.
(૫) અન્યત્વ– પોતાના આત્મા સિવાય જડ-ચેતન પદાર્થો અન્ય છે=પોતાનાથી ભિન્ન છે તેવો વિચાર કરવો તે અન્યત્વભાવના છે. આત્મા સિવાય કોઇ પદાર્થ પોતાનો ન હોવા છતાં અજ્ઞાનતાથી આ શરીરને તથા અન્ય સંબંધીઓને પોતાના માને છે. આથી તેમના ઉપર મમત્વ કરીને તેમના માટે અનેક પ્રકારનાં પાપો કરે છે. આથી શરીર તથા સ્વજનાદિ ઉપર મમત્વભાવ દૂર કરવા અન્યત્વભાવનાનું ચિંતન જરૂરી છે. સઘળા પ્રાણીઓ એક બીજાથી ભિન્ન છે. કર્મના યોગે ભેગા થાય છે અને પુનઃ જુદા પડે છે. જુદા જુદા દેશમાંથી આવેલા જુદા જુદા મુસાફરો થોડો સમય મુસાફરખાનામાં સાથે રહીને વિખૂટા પડી જાય છે, તેમ સમય જતાં સંબંધીઓ પણ વિખૂટા પડી જાય છે. શરીર પણ આત્માથી ભિન્ન છે. શરીર વિનાશી છે. જ્યારે ૧. સાંસારિમુવનિજ્ઞાસાનક્ષળો નિર્વે: (ભાષ્યટીકા)
Page #436
--------------------------------------------------------------------------
________________
૩૯૨
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦ ૯ સૂ) ૭ આત્મા અવિનાશી=અજર અમર છે. શરીર જડ છે, આત્મા ચેતન છે. શરીરો બદલાયા કરે છે, આત્મા એક જ રહે છે. સંસારમાં પરિભ્રમણ કરતાં અત્યાર સુધીમાં અનંતા શરીરો બદલાઈ ગયાં છતાં આત્મા તે જ છે. શરીર ઈન્દ્રિયોથી જાણી શકાય છે, જ્યારે આત્મા અતીન્દ્રિય છે, ઇન્દ્રિયોથી જાણી શકાતો નથી. આમ અનેક રીતે આત્મા અને શરીર ભિન્ન છે.
ફળઅન્યત્વભાવનાથી શરીર આદિ જડ પદાર્થો ઉપર તથા સ્વજન આદિ ચેતન પદાર્થો ઉપર રાગ થતો નથી, થયેલો રાગ દૂર થાય છે, તથા મોક્ષ માટે પ્રવૃત્તિ થાય છે.
(૬) અશુચિ–– શરીરમાં અશુચિપણાનો=અપવિત્રતાનો વિચાર કરવો એ અશુચિત્વ ભાવના છે. શરીર અશુદ્ધ=અપવિત્ર છે તેનાં મુખ્ય સાત કારણો છે. તે આ પ્રમાણે-(૧) બીજ અશુચિ (૨) ઉપખંભ અશુચિ (૩) સ્વયં અશુચિનું ભાજન (૪) ઉત્પત્તિ સ્થાન અશુચિ (૫) અશુચિ પદાર્થોનો નળ (૬) અશક્ય પ્રતીકાર (૭) અશુચિકારક.
(૧) શરીર માતાનું લોહી અને પિતાનું શુક્ર એ બેના સંયોગથી ઉત્પન્ન થાય છે. એ બંને પદાર્થો અશુચિમય છે. શરીરનું બીજ (ઉત્પત્તિનું કારણ) અશુચિ હોવાથી શરીર અશુચિ છે. (૨) શરીર આહાર આદિથી ટકે છે. આહાર ગળામાંથી પસાર થઈ પેટમાં આવેલા શ્લેષ્માશયમાં પહોંચે છે. ત્યાં પ્લેખ(કફ) એ આહારને પ્રવાહી રૂપે બનાવી દે છે. તે પ્રવાહી અત્યંત અશુચિ હોય છે. બાદ તે પ્રવાહી પિત્તાશયમાં આવે છે. ત્યાં તેનું પાચન થાય છે. બાદ તે પક્વાશયમાં આવે છે. ત્યાં વાયુથી તેના બે ભેદ પડે છે. જેટલા પ્રવાહીનું પાચન થઈ ગયું હોય તેટલાનો રસ બને છે અને જેનું પાચન ન થયું હોય તે ખળ(=નકામો કચરો) બને છે. આ ખળભાગમાંથી મુત્ર વગેરે અશુચિ પદાર્થો ઉત્પન્ન થાય છે. પ્રવાહી ખોરાકમાંથી બનેલ રસ શરીરની સાત ધાતુઓમાંની પ્રથમ ધાતુ છે. રસમાંથી લોહી, લોહીમાંથી માંસ, માંસમાંથી મેદ' (ચરબી), મેદમાંથી હાડકાં", હાડકાંઓમાંથી મજ્જા, મજ્જામાંથી શુક્ર બને છે. (સ્ત્રીને રજસ બને છે.) આ રસ આદિ સર્વ પદાર્થો અશુચિ છે. આ રસ આદિ ધાતુઓથી શરીર ટકે છે, માટે રસ આદિ સાત ધાતુઓ શરીરનો ઉપષ્ટભ=ટેકો છે. શરીરના ઉપષ્ટભ(Eટેકા) રૂપ રસ આદિ
Page #437
--------------------------------------------------------------------------
________________
અo ૯ સૂ) ૭] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૩૯૩ પદાર્થો અશુચિ હોવાથી શરીર અશુચિ છે. (૩) શરીર સ્વયં અશુચિનું ભાજન=સ્થાન છે. કારણ કે મળ, મૂત્ર, મેલ વગેરે અનેક અશુચિ પદાર્થો તેમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. શરીર અશુચિથી ભરેલી પેક કરેલી કોથળી અથવા ગટર છે. (૪) શરીર માતાના ઉદરમાં ઉત્પન્ન થાય છે. માતાનું ઉદર અત્યંત અશુચિ પદાર્થોથી બનેલું છે. આથી શરીરનું ઉત્પત્તિ સ્થાન પણ અશુચિથી ભરેલું છે. (પ) નળ ખોલતાં જેમ પાણી નીકળે છે, તેમ શરીરમાંથી મળ, મૂત્ર, પરુ, મેલ વગેરે અનેક અશુચિપદાર્થો દરરોજ વહ્યા કરે છે. માટે શરીર અશુચિ પદાર્થોનો નળ છે. (૬) શરીરની અશુચિને દૂર કરવા ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં તેની અશુચિ દૂર થતી જ નથી. એને દરરોજ સાફ કરવાની ગધ્ધામજરી કરવી પડે છે. ગધ્ધામજુરી કરીને શરીરને બહારથી સાફ કરવા છતાં થોડી જ વારમાં મૂળ સ્થિતિમાં આવી જાય છે. શું કોલસો કદી ધોળો થાય? જો કોલસો ઊજળો થાય તો કાયા પવિત્ર બને ! (૭) આગળ વધીને કાયા શુચિ પદાર્થોને પણ અશુચિ બનાવી દે છે. જે વસ્તુ પ્રથમ સુંદર અને સ્વાદિષ્ટ લાગતી હોય તે જ વસ્તુ પેટમાં ગયા પછી બહાર કાઢવામાં આવે તો જોવી પણ ગમતી નથી. તો ફરી મોઢામાં તો શી રીતે નખાય ? એને હાથ લગાડવાની પણ ઇચ્છા થતી નથી. સુગંધી વસ્તુ પણ પેટમાં જતાં જ દુર્ગધવાળી બની જાય છે. આથી કાયા સ્વયં અશુચિ હોવા ઉપરાંત અશુચિકારક પણ છે.'
ફળ– આમ વિવિધ દષ્ટિએ શરીરની અશુચિનું ચિંતન કરવાથી શરીર ઉપર ઉદ્વેગ-અપ્રીતિ ઉત્પન્ન થાય છે. આથી સદા માટે શરીરનો નાશ કરવાની=જન્મનો અંત લાવવાની ઇચ્છા થાય છે. જન્મનો અંત લાવવા શરીરના મમત્વનો ત્યાગ કરી યથાશક્તિ સંયમમાં પ્રવૃત્તિ થાય છે.
(૭) આસવ- આસવ એટલે કર્મોનું આત્મામાં આગમન. આસવનું સ્વરૂપ, આસવનાં કારણો અને આસવથી થતાં દુઃખો વગેરેનો વિચાર કરવો १. स्थानाद् बीजादुपष्टम्भानिःस्यन्दान्निधनादपि
માધે શયતા દતા વિવું . (પાતંજલ યો.દ. અ. ૨, સૂપની ટીકા) ઉત્પત્તિસ્થાન, ઉત્પત્તિનું કારણ, આધાર-ટેકો, નિઃસ્પન્દકમળનું ઝરણું, નિધન (જીવ નીકળી ગયા પછી કોઈ તેને અડે તો સ્નાન કરવું પડે છે.) આયશૌચ (દરરોજ સાફ કરવી પડે), આ છે કારણોથી પંડિતો કાયાને અશુચિ જાણે છે.
Page #438
--------------------------------------------------------------------------
________________
૩૯૪
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [અ૦ ૯ સૂ૦ ૭. તે આસવભાવના. આ ગ્રંથમાં છઠ્ઠા અધ્યાયમાં વિવિધ રીતિએ આસવનો વિચાર કરવામાં આવ્યો છે. સામાન્યથી મન, વચન અને કાયા એ ત્રણ યોગ આસવ છે(=આસવનાં કારણ છે). વિશેષથી અવ્રત, ઇન્દ્રિય, કષાય અને ક્રિયા એ ચાર આસવ છે. કર્મોનું આસ્રવ થતાં કર્મબંધ થાય છે. બંધાયેલાં કર્મોના ઉદયથી જીવ નરક આદિ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. તેમાં અનેક પ્રકારનાં દુઃખો સહન કરે છે. નરકગતિમાં ક્ષેત્રકૃત, પરમાધામીકૃત અને પરસ્પરોદીવિત એમ ત્રણ પ્રકારની વેદના સતત જીવન પર્યત સહન કરવી પડે છે. તિર્યંચગતિમાં પરાધીનતા, ઠંડી, ગરમી, રોગ વગેરે અનેક દુઃખો સહન કરવા પડે છે. મનુષ્યગતિ પણ ધનનું ઉપાર્જન, રક્ષણ, વિયોગ વગેરેની ચિંતા, પરાધીનતા, રોગ, પરરાજ્યાદિનો ભય વગેરે અનેક કષ્ટોથી ભરપૂર છે. દેવગતિમાં પણ બાહ્ય સુખ હોવા છતાં ઈર્ષા, રોષ, દ્વેષ વગેરે અનેક રીતે માનસિક દુઃખ હોય છે.
ફળ– આસવોનો યથાર્થ બોધ થાય છે, અને આસવનિરોધ માટે યથાશક્તિ પ્રયત્ન થાય છે.
(૮) સંવર- સંવરનું સ્વરૂપ, સંવરના હેતુઓ તથા સંવરથી થતું સુખ વગેરેનું ચિંતન કરવું એ સંવર ભાવના છે. આ અધ્યાયમાં સંવરનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આ અધ્યાયના પ્રારંભમાં કહેવામાં આવ્યું છે કે આસવનો નિરોધ એ સંવર છે. ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય અને તપથી સંવર (આસવનો નિરોધ) થાય છે. આત્મા જેમ જેમ સંવરનું સેવન કરે છે તેમ તેમ આસવથી થતાં દુઃખોથી મુક્ત બનતો જાય છે.
ફળ–સંવરનો સુંદર બોધ થાય છે તથા સંવરના સેવન માટે યથાશક્તિ પ્રયત્ન થાય છે.
(૯) નિર્જરા નિર્જરાનું સ્વરૂપ, નિર્જરાનાં કારણો, નિર્જરાથી થતો લાભ વગેરેની વિચારણા એ નિર્જરા ભાવના છે. નિર્જરા એટલે કર્મોનો ક્ષય. નિર્જરા બે પ્રકારની છે. (૧) અબુદ્ધિપૂર્વક અને (૨) બુદ્ધિપૂર્વક. હું કર્મોનો ક્ષય કરું એવી ભાવના=બુદ્ધિ વિના કર્મના ઉદયથી થતો કર્મોનો ક્ષય ૧. નરક ગતિનાં દુઃખોનાં વિશેષ વર્ણન માટે જુઓ અ.૩, સૂત્ર-૩-૪નું વિવેચન. ૨. ચાર ગતિનાં દુઃખોના વિસ્તારથી વર્ણન માટે જુઓ ભવભાવના ગ્રંથ. ૩. તસ્વાર્થભાષ્ય આદિમાં અહીં કુશલમૂલ એવો શબ્દ વાપરવામાં આવ્યો છે.
Page #439
--------------------------------------------------------------------------
________________
અ૦ ૯ સૂ૦૭]. શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૩૯૫ અબુદ્ધિપૂર્વક નિર્જરા છે. આમાં કર્મનો નાશ કરવાના અધ્યવસાય નહિ હોવાથી અનિચ્છાએ કર્મોનો ક્ષય થાય છે. આથી કર્મક્ષયની સાથે સાથે અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પો તથા આર્ત અને રૌદ્ર ધ્યાન કરીને નવા અશુભ કર્મો બાંધે છે. આ કર્મક્ષય(-નિર્જરા) અકુશલ કર્મોનો=અશુભ કર્મોનો બંધ કરાવે છે માટે અકુશાલનુબંધી છે. આથી આ નિર્જરા વાસ્તવિક તો પાપરૂપ જ છે. કારણ કે તેમાં લાભ કરતાં નુકસાન વધારે છે. આ નિર્જરાને અકામ નિર્જરા પણ કહેવામાં આવે છે. આવી નિર્જરા તો આત્માએ અત્યાર સુધી ઘણી કરી. પણ તેનાથી કંઈ વળ્યું નહિ.
મારા કર્મોનો ક્ષય થાય એવા ઇરાદાથી તપ, પરીષહ આદિથી થતો કર્મોનો ક્ષય તે બુદ્ધિપૂર્વક નિર્જરા છે. અહીં સહન કરવાની વૃત્તિ હોવાથી કર્મના ઉદય વખતે થતા દુઃખથી કોઈ જાતનું અશુભ ધ્યાન થતું નથી, બલ્ક અધિક અધિક શુભ ધ્યાન થાય છે. આથી આ નિર્જરામાં નવાં કર્મો બંધાતા નથી. અથવા તેવા પ્રકારના વિશિષ્ટ (=નિર્જરા કરાવે તેવા) અધ્યવસાયના અભાવે નવાં કર્મો બંધાય તો પણ શુભ જ બંધાય છે. તે શુભ કર્મો મુક્તિના માર્ગમાં બાધક બનતાં નથી, બલ્ક સાધક બને છે. આથી આ કર્મક્ષયને (નિર્જરાને) નિરનુબંધી કે શુભાનુબંધી કહેવામાં આવે છે. આ નિર્જરા મોક્ષનું કારણ છે. આ નિર્જરાને સકામ નિર્જરા પણ કહેવામાં આવે છે.
જેમ જેમ સકામ નિર્જરા થાય છે તેમ તેમ આત્મા કર્મથી મુક્ત બનતો જાય છે. જેમ જેમ કર્મથી મુક્ત બને છે તેમ તેમ દુઃખથી મુક્ત બને છે. જયારે સંપૂર્ણ કર્મનો ક્ષય થાય ત્યારે સિદ્ધ બનીને સર્વ દુઃખોથી મુક્ત બને છે.
ફળ- નિર્જરાભાવનાથી નિર્જરાનો બોધ થાય છે, અને નિર્જરા કરવા યથાશક્તિ પ્રયત્ન થાય છે.
(૧૦) લોક-લોકના(=જગતના) સ્વરૂપની વિચારણા તે લોકભાવના. ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય એ પાંચ અસ્તિકાય સ્વરૂપ લોક છે, અર્થાત્ ધર્માસ્તિકાય આદિ પાંચનો સમુદાય એ જ લોક છે. ધર્માસ્તિકાય આદિ ચાર જડ છે અને
१. तमेवंविधं विपाकमवद्यतः पापं संसारानुबन्धिनमेव चिन्तयेत् नहि तादृशा निर्जरया मोक्षः
શવિયોડધિનુમિતિ... (પ્રસ્તુત સૂત્રના ભાષ્યની શ્રી સિદ્ધસેનગણિ કૃત ટીકા)
Page #440
--------------------------------------------------------------------------
________________
૩૯૬
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [અ૦ ૯ સૂ૦ ૭ જીવાસ્તિકાય ચેતન છે. આ દષ્ટિએ જડ અને ચેતનનો સમુદાય એ જગત છે. લોક ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્યથી યુક્ત છે. ઉત્પાદ એટલે ઉત્પત્તિ. વ્યય એટલે નાશ. ધ્રૌવ્ય એટલે સ્થિરતા. અર્થાત્ પ્રત્યેક વસ્તુ (જડ કે ચેતન) ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને સ્થિર પણ રહે છે. પ્રત્યેક વસ્તુ પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે, દ્રવ્ય રૂપે કાયમ રહે છે. જેમ કે મનુષ્ય મૃત્યુ પામીને દેવલોકમાં ઉત્પન્ન થાય તો જીવનો મનુષ્યપર્યાય રૂપે નાશ થયો, દેવપર્યાય રૂપે ઉત્પત્તિ થઈ અને જીવ રૂપે સ્થિરતા થઈ. અર્થાત્ જીવ જીવરૂપે કાયમ રહ્યો, પણ મનુષ્ય રૂપે નાશ પામ્યો અને દેવ રૂપે ઉત્પન્ન થયો. ઉત્પત્તિ અને વિનાશ બે પ્રકારના છે–(૧) પ્રતિક્ષણવર્તી અને (૨) કાલાંતરવર્તી. ઘટમાં પ્રતિક્ષણ નવા પર્યાયોની ઉત્પત્તિ પ્રતિક્ષણવર્તી ઉત્પત્તિ છે. ઘટના સર્વથા નાશથી થતી પર્યાયની ઉત્પત્તિ કાલાંતરવર્તી છે. ઘટમાં પ્રતિક્ષણ થતો પર્યાયોનો નાશ પ્રતિક્ષણવર્તી નાશ છે. ઘટના સર્વથા નાશથી થતો પર્યાયોનો નાશ એ કાલાંતરવર્તી વિનાશ છે.
ફળ– લોકનું શંકાદિ દોષોથી રહિત જ્ઞાન થાય છે. એના સત્ય સ્વરૂપનો ખ્યાલ આવે છે. એથી નક્કી થાય છે કે–આ લોકમાં કર્મયુક્ત જીવ માટે ક્યાંય શાશ્વત સ્થાન નથી. ઉત્પાદ અને વ્યયથી (જન્મ-મરણથી) અત્યાર સુધીમાં તે સર્વત્ર ભમી આવ્યો છે. સર્વત્ર તેની ફેર-બદલી થઈ ગઈ છે. ક્યાંય ઠરી ઠામ રહેવા મળ્યું નથી. આ ફેર-બદલીથી છૂટીને શાશ્વત સ્થાન પ્રાપ્ત કરવું હોય તો કર્મનો ક્ષય કરવા પ્રયત્ન કરવો જોઈએ. આમ લોકભાવનાથી આત્મકલ્યાણની ભાવના જાગે છે.
(૧૧) બોધિદુર્લભ- અહીં બોધિ એટલે મુક્તિમાર્ગ. મુક્તિમાર્ગની દુર્લભતા વિચારવી એ બોધિદુર્લભ ભાવના છે. અનાદિકાળથી સંસારમાં રખડતા જીવને મુક્તિનો માર્ગ બહુદુર્લભ છે. અનંતકાળ સુધી જીવો અવ્યવહાર નિગોદમાં દુઃખો સહન કરે છે. તથાભવ્યત્વના પરિપાકથી અકામનિર્જરા કરીને અવ્યવહાર નિગોદમાંથી નીકળ્યા પછી વ્યવહાર નિગોદ આદિમાં
૧. આ વિષયના વિશેષ બોધ માટે જુઓ આ.૫, સૂત્ર-૨૯-૩૦ વગેરેનું વિવેચન. ૨. જીવનું જે કાર્ય જે કાળે અને જેવા સંયોગોમાં બનવાનું હોય તે કાર્ય માટે તે કાળ અને તેવા સંયોગો
જયારે આવી જાય ત્યારે તે કાર્ય માટે જીવના તથાભવ્યત્વનો પરિપાક થયો કહેવાય.
Page #441
--------------------------------------------------------------------------
________________
અ૦ ૯ સૂ૦ ૮] શ્રીસ્વાધિગમસૂત્ર
૩૯૭ અનંતકાળ સુધી ભમીને ત્રસપણે પામે છે. તેમાં પ્રારંભમાં તો ઘણા કાળ સુધી બેઈન્દ્રિય આદિ રૂપે ઉત્પન્ન થાય છે. એટલે કસપણું પામવા છતાં પંચેન્દ્રિયપણું પામવું ઘણું કઠિન છે. પંચેન્દ્રિયમાં આવ્યા પછી પણ તિર્યંચ-નરકગતિમાં ભમે છે. આથી મનુષ્યપણું દુર્લભ છે. મનુષ્યપણું આદિ પ્રાપ્ત થયા પછી પણ જિનવાણીનું શ્રવણ દુર્લભ છે. કારણ કે અનેક મિથ્યાદર્શનોના પ્રચારમાં આ જીવ ફસાઈ જાય છે. જિનવાણીની પ્રાપ્તિ થયા પછી પણ શ્રદ્ધા અને ચારિત્ર દુર્લભ છે. જિનવાણી (જ્ઞાન), શ્રદ્ધા (દર્શન) અને ચારિત્ર એ ત્રણ મળીને મોક્ષમાર્ગ છે. આ મોક્ષમાર્ગ આપણે વિચારી ગયા એ મુજબ ઘણો જ દુર્લભ છે.
ફળઆ પ્રમાણે બોધિદુર્લભ ભાવનાના ચિંતનથી બોધિની દુર્લભતાનો વાસ્તવિક ખ્યાલ આવે છે. એથી બોધિને-મોક્ષમાર્ગને મેળવવા પ્રયત્ન થાય છે. મળેલી મોક્ષમાર્ગને આરાધવાની કાળજી રહે છે. મોક્ષમાર્ગથી ભ્રષ્ટ ન થવાય એ માટે સાવધાની રહે છે.
(૧૨) ધર્મસ્વાખ્યાત- સમ્યગ્દર્શન આદિ ધર્મ જિનેશ્વર દેવોએ બહુ સુંદર રીતે કહ્યો છે એ વિષયની વિવિધ વિચારણા=ચિંતન એ ધર્મસ્વાખ્યાત ભાવના છે. અહો ! જિનેશ્વર ભગવાને સંસારનો નાશ કરનાર અને મોક્ષ આપનાર સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્ર રૂપ ધર્મ કેવો સુંદર અને સ્પષ્ટ કહ્યો છે. આવો ધર્મ વીતરાગ સિવાય બીજો કોણ કહી શકે ! જિનેશ્વર ભગવાનનો કહેલો આ ધર્મ યુક્તિઓથી અબાધ્ય છે. કારણ કે નિર્દોષ છે. જિનેશ્વર ભગવાને બતાવેલા ધર્મમાં કોઈ સ્કૂલના હોય નહિ. કારણ કે જિનેશ્વર ભગવાન રાગાદિ સર્વ દોષથી રહિત અને સર્વજ્ઞ બન્યા પછી જ ધર્મનો ઉપદેશ આપે છે. જ્યાં રાગાદિ દોષો છે ત્યાં ભૂલ થવાનો સંભવ છે. જે રાગાદિ દોષોથી સર્વથા રહિત અને સર્વજ્ઞ છે તેની કોઈ પણ વિષયમાં જરાય ભૂલ થાય નહિ.
ફળ– આ પ્રમાણે ધર્મસ્વાખ્યાત ભાવના ભાવવાથી શ્રદ્ધા ગુણ પ્રગટ થાય છે. પ્રગટેલી શ્રદ્ધા વિશુદ્ધ બને છે. પરિણામે મોક્ષમાર્ગથી પતિત થવાનો ભય રહેતો નથી. મોક્ષમાર્ગની આરાધના માટે ઉલ્લાસની વૃદ્ધિ થતી જાય છે. (૭)
પરીષહનો અર્થ અને હેતુ मार्गाऽच्यवननिर्जरार्थं परिषोढव्याः परीषहाः ॥ ९-८ ॥
Page #442
--------------------------------------------------------------------------
________________
૩૯૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૯ સૂ૦૯ સમ્યગ્દર્શન આદિ મોક્ષમાર્ગમાં સ્થિરતા રહે એ માટે તથા નિર્જરા માટે જે સહન કરવા યોગ્ય છે તે પરીષહ છે.
રિપોઢવ્યા: પદથી પરીષહ શબ્દનો અર્થ જણાવ્યો છે. રિપોદ્રવ્ય જે સહન કરવા યોગ્ય છે તે પરીષહ છે. માધ્યનિર્જરા પદથી પરીષહો સહન કરવાનું કારણ જણાવ્યું છે. દર્શનપરીષહ અને પ્રજ્ઞાપરીષહ એ બે મોક્ષમાર્ગમાં સ્થિરતા માટે અને બાકીના વીસ પરીષહો નિર્જરા માટે સહન કરવાના છે. (પ્રવચન સારોદ્ધાર ૮૬મા દ્વારમાં)
યદ્યપિ સૂત્રમાં પરીષહ સહન કરવામાં મોક્ષમાર્ગમાં સ્થિરતા અને નિર્જરા એ બે હેતુ બતાવ્યા છે, છતાં પ્રકરણવશાત્ સંવરને પણ તેમાં હેતુ તરીકે સમજી લેવો જોઇએ. કારણ કે પૂર્વે ગુણ. એ સૂત્રમાં સંવરના ઉપાય તરીકે પરીષહજયનો નિર્દેશ કર્યો છે.
પરીષદો સહન કરવાનો અભ્યાસ કરવાથી આત્મામાં વિશિષ્ટ સામર્થ્ય આવે છે. એ સામર્થ્યના બળે આત્મા મેરુની જેમ સ્થિર રહી સમાધિ પૂર્વક પરીષહો સહન કરીને વિપુલ કર્મોની નિર્જરા કરે છે. જો પરીષહો સહન કરવાનો અભ્યાસ ન કરવામાં આવે તો પરીષહો આવતાં મન આકુળ-વ્યાકુળ બની જાય છે. પરિણામે નિર્જરા તો દૂર રહી, બલ્ક સમ્યગ્દર્શન આદિ મોક્ષમાર્ગથી પતિત થવાનો વખત પણ આવે છે. આથી સંવર પણ થતો નથી. (૮)
પરીષહોक्षुत्-पिपासा-शीतोष्ण-दंशमशक-नाग्न्याऽरति-स्त्रीવ-નિષદ-ધ્યા-ડોશ-વષ-યાચના-5નામ-રોગતૃપuf-મન-સાર-પ્રશા-ડજ્ઞાના-ડાનિ | -૬
સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દશમશક, નગ્નતા, અરતિ, સ્ત્રી, ચર્યા, નિષઘા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને અદર્શન એમ ૨૨ પરીષહો છે.
પરીષહોને બરાબર સમજવા પરીષહોનું સ્વરૂપ, પરીષહજય (=શું કરવાથી પરીષહ જીત્યો કહેવાય) અને પરીષહ અજય (=શું કરવાથી પરીષહ ન જીતાય) એ ત્રણ બાબતો બરોબર સમજવી જોઈએ.
Page #443
--------------------------------------------------------------------------
________________
અ૦ ૯ સૂ૦ ૯]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૩૯૯
ઉક્ત ત્રણ બાબતોની સામાન્ય વ્યાખ્યા(૧) વિશિષ્ટ પ્રકારના અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગોની ઉપસ્થિતિ તે પરીષહ. (૨) પરીષહ આવતાં રાગ-દ્વેષને વશ ન થવું અને સંયમ બાધક કોઇ પણ પ્રવૃત્તિ ન કરવી એ પરીષહજય. (૩) પરીષહ આવતાં રાગ-દ્વેષને વશ બની જવું અને સંયમ બાધક પ્રવૃત્તિ કરવી એ પરીષહ અજય છે.
હવે વિશેષથી દરેક પરીષહને આશ્રયીને આ ત્રણ બાબતોને વિચારીએ. (૧) ક્ષુધા– અતિશય ક્ષુધાની વેદના એ ક્ષુધા પરીષહ છે. ક્ષુધાને સમભાવે સહન કરવી. જો સહન ન થાય તો શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગોચરી-ભિક્ષા લાવીને ક્ષુધાને શાંત કરવી. અહીં ક્ષુધાને શાંત કરવી એનું મહત્ત્વ નથી, કિન્તુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ નિર્દોષ ભિક્ષા મેળવવી એનું મહત્ત્વ છે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભિક્ષા મેળવવા જતાં નિર્દોષ આહાર ન મળે તો પણ દોષિત આહાર ન લેવો, અને મનને મક્કમ કરીને સુધાને સહન કરવી એ ક્ષુધા પરીષહજય છે. ક્ષુધા સહન થઇ શકે તેમ હોય તો પણ સહન ન કરવી, અથવા દોષિત આહારથી ક્ષુધા શમાવવી એ પરીષહ અજય છે. (૨) પિપાસા—અતિશય તૃષાની વેદના એ પિપાસા પરીષહ છે. પરીષહના જયનું અને અજયનું સ્વરૂપ ક્ષુધા પરીષહની જેમ સમજી લેવું. આહારના સ્થાને પાણી સમજવું.
(૩) શીત– અતિશય ઠંડીની વેદના શીત પરીષહ છે. પરીષહજયનું સ્વરૂપ ક્ષુધા પરીષહની જેમ સમજવું. આહારના સ્થાને વસ્ત્રો સમજવાં. શાસ્ત્રોક્ત વિધિનું ઉલ્લંઘન કરીને વસ્ત્રાદિનું ગ્રહણ કરવું, અગ્નિ આદિની ઇચ્છા કરવી એ પરીષહ અજય છે.
(૪) ઉષ્ણ— અતિશય તાપની વેદના એ ઉષ્ણ પરીષહ છે. તાપની વેદના સહન કરવી. જો સહન ન થાય તો સંયમને બાધ ન આવે તેમ શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેના પ્રતિકાર માટે ઉપાય કરવો. ઉપાય કરવા છતાં વેદના દૂર ન થાય તો શાંતિથી સહન કરવી એ ઉષ્ણ પરીષહજય છે. તાપની વેદના સહન થઇ શકે તેમ હોવા છતાં સહન ન કરવી, અથવા તાપની વેદનાને દૂર કરવા પાણીથી સ્નાન, પંખાનો ઉપયોગ વગેરે સંયમ બાધક સાવઘ પ્રવૃત્તિની ઇચ્છા કરવી કે પ્રવૃત્તિ કરવી એ પરીષહ અજય છે.
Page #444
--------------------------------------------------------------------------
________________
૪૦૦
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૯ સૂ૦ ૯
(૫) દંશમશક— ડાંશ, મચ્છર, માંકડ આદિના ઉપદ્રવથી થતી વેદના દંશમશક પરીષહ છે. દંશમશક પરીષહ આવતાં તે સ્થાનને છોડીને અન્ય સ્થાને ન જવું, ડાંસ આદિને પીડા થાય તેવી પ્રવૃત્તિ ન કરવી, રજોહરણ આદિથી જીવોને દૂર પણ ન કરવા, કિન્તુ સમભાવે વેદનાને સહન કરવી એ પરીષહજય છે. તે સ્થાનનો ત્યાગ કરવો કે રજોહરણ આદિથી જીવોને દૂર કરવા એ પરિષહ અજય છે.
(૬) નગ્નતા– શાસ્ત્રોક્ત વિધિ મુજબ જીર્ણ-અલ્પમૂલ્યવાળાં વસ્ત્રો ધારણ કરવાં એ નગ્નતા પરીષહ છે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ વસ્ત્રો ન મળતાં દ્વેષાદિને વશ ન બનવું, શાસ્ત્રોક્ત વિધિ મુજબ મળેલાં વસ્ત્રોનો ઉપભોગ કરવો એ પરીષહજય છે. શાસ્ત્રોક્ત વિધિનું ઉલ્લંઘન કરીને વસ્ત્રાદિનો ઉપભોગ કરવો એ પરીષહ અજય છે. અથવા જિનકલ્પ આદિ અવસ્થામાં નગ્ન રહેવું એ નગ્નતા પરીષહ છે. તેમાં લજ્જા ન રાખવી વગેરે પરીષહજય છે. લજ્જા રાખવી વગેરે પરીષહ અજય છે. (૭) અરતિ– સંયમનું પાલન કરતાં અતિ ઉત્પન્ન થાય એ અરતિ પરીષહ છે. શુભ ભાવનાદિથી અરતિનો ત્યાગ એ પરીષહજય છે અને અત્યાગ એ પરીષહનો અજય છે.
(૮) સ્ત્રી– સ્ત્રી સ્વસમક્ષ હાસ્યાદિ ચેષ્ટા કે ભોગ-પ્રાર્થનાદિ કરે તે સ્ત્રી પરીષહ છે. અશુચિ ભાવના આદિથી સ્ત્રીની ચેષ્ટા તરફ લક્ષ્ય ન આપવું, તેની પ્રાર્થનાનો સ્વીકાર ન કરવો વગેરે પરીષહજય છે અને સ્ત્રીની ચેષ્ટાને નિહાળવી કે પ્રાર્થનાદિનો સ્વીકાર કરવો એ પરીષહ અજય છે. (૯) ચર્યા– ચર્યા એટલે વિહાર. વિહારમાં પથ્થર, કાંટા આદિની પ્રતિકૂળતા એ ચર્યા પરીષહ છે. પ્રતિકૂળતામાં ઉદ્વેગ આદિને વશ બન્યા વિના શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિહાર કરવો એ પરીષહજય છે. પ્રતિકૂળતા દૂર થાય કે ન આવે એ માટે શાસ્ત્રોક્ત વિધિનું ઉલ્લંઘન કરીને વિહાર કરવો કે વિહાર જ ન કરવો એ પરીષહ અજય છે. (૧૦)નિષદ્યા– નિષદ્યા એટલે ઉપાશ્રય આદિ સ્થાન. ઉપાશ્રય આદિમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ સાધના કરતાં અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગો ઉપસ્થિત થાય એ નિષદ્યા પરીષહ છે. એ પ્રસંગોને આધીન ન
Page #445
--------------------------------------------------------------------------
________________
અ૦ ૯ સૂ૦ ૯]. શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૪૦૧ બનવું રાગદ્વેષ ન કરવા એ પરીષહજય અને એ પ્રસંગોને આધીન
બનીને રાગ-દ્વેષ કરવા એ પરીષહ અજય છે. (૧૧) શવ્યા– શવ્યા એટલે સંથારો અથવા વસતિ. અનુકૂળ કે પ્રતિકૂળ
શવ્યાની પ્રાપ્તિ એ શય્યા પરીષહ છે. અનુકૂળ અને પ્રતિકૂળ શયામાં અનુક્રમે હર્ષ-ઉદ્વેગને આધીન ન બનવું એ પરીષહજય છે, અને હર્ષ
ઉદ્વેગને આધીન બનવું એ પરીષહ અજય છે. (૧૨) આક્રોશ કોઈ અજ્ઞાની કે દ્વેષી આક્રોશ તિરસ્કાર કરે એ આક્રોશ
પરીષહ છે. આક્રોશ થતાં સમતા રાખવી એ પરીષહજય, અને ઉદ્વિગ્ન બની જવું કે આક્રોશ કરનાર ઉપર દ્વેષ-ક્રોધ વગેરે કરવું એ
પરીષહ અજય છે. (૧૩) વધ કોઈ અજ્ઞાની કે દ્વેષી તાડનાદિ કરે એ વધ પરીષહ છે. એ વખતે
સમતા રાખવી એ પરીષહજય, અને દીન બની જવું કે તાડનાદિ
કરનાર ઉપર ક્રોધ વગેરે કરવું એ પરીષહ અજય છે. (૧૪) યાચના–સંયમસાધના માટે જરૂરી આહારાદિની ગૃહસ્થોની પાસે માગણી
કરવી એ યાચના પરીષહ છે. યાચનામાં લઘુતાનો શરમનો ત્યાગ એ
પરીષહજય અને શરમ આવવી, અહંકાર રાખવો એ પરીષહ અજય છે. (૧૫) અલાભ– નિર્દોષ ભિક્ષા ન મળવી એ અલાભ પરીષહ છે. અલાભ
પરીષહ આવતાં દીનતા ન કરવી કે તેમાં નિમિત્ત બનનાર ઉપર ક્રોધ ન
કરવો એ પરીષહજય, અને દીનતા કે ક્રોધ કરવો એ પરીષહ અજય છે. (૧૬) રોગ- શરીરમાં રોગ થાય એ રોગ પરીષહ છે. રોગને સહન કરવો
કે શાસ્ત્રોક્ત વિધિ મુજબ રોગનો પ્રતિકાર કરવો એ પરીષહજય છે. રોગમાં ચિંતા કરવી, શાસ્ત્રોક્ત વિધિનું ઉલ્લંઘન કરીને રોગનો
પ્રતિકાર કરવો એ પરીષહ અજય છે. (૧૭) તૃણસ્પર્શ– ગચ્છમાં રહેનારા અને ગચ્છથી અલગ વિચરનારા એ બંને
પ્રકારના સાધુઓને અમુક સંયોગોમાં પોલાણ રહિત ઘાસનો ઉપયોગ કરવાની અનુજ્ઞા છે. આથી જરૂર પડે ત્યારે ઘાસ ઉપર સંથારો અને ઉત્તરપટો પાથરીને સૂવે. અથવા સંથારો અને ઉત્તરપટ્ટો ચોરાઈ જાય વગેરે કારણે માત્ર ઘાસ ઉપર સૂવે. એ વખતે તૃણની અણીઓ ખૂંચવી
Page #446
--------------------------------------------------------------------------
________________
૪૦૨
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૯ સૂ૦ ૧૦
વગેરે તૃણ પરીષહ છે. એ વખતે વેદનાને સમભાવે સહન કરવી, વસ્ત્રની ઇચ્છા ન કરવી એ પરીષહ-જય છે, અને ઉદ્વિગ્ન બનીને વસ્રની ઇચ્છા કરવી એ પરીષહ અજય છે.
(૧૮) મલ–શરીર ઉપર મેલનું જામવું એ મલ પરીષહ છે. મેલને દૂર ન કરવો, મેલને દૂર કરવાની ઇચ્છા પણ ન કરવી એ પરીષહજય છે અને મેલને દૂર કરવાની ઇચ્છા કરવી, મેલને દૂર કરવો એ પરીષહ અજય છે. (૧૯) સત્કાર– સત્કાર-સન્માનની પ્રાપ્તિ એ સત્કાર પરીષહ છે. તેમાં હર્ષ ન કરવો એ પરીષહજય અને હર્ષ કરવો એ પરીષહ અજય છે. (૨૦)પ્રજ્ઞા–વિશિષ્ટ બુદ્ધિની પ્રાપ્તિ એ પ્રજ્ઞા પરીષહ છે. તેમાં ગર્વ ન કરવો એ પરીષહજય છે, અને ગર્વ કરવો એ પરીષહ અજય છે. (૨૧) અજ્ઞાન–વિશિષ્ટ જ્ઞાનની અપ્રાપ્તિ એ અજ્ઞાન પરીષહ છે. અજ્ઞાનના કા૨ણે થતા ‘આ અજ્ઞાન છે, પંગુ સમાન છે, એને કશી જ ગતાગમ નથી' ઇત્યાદિ આક્ષેપ-તિરસ્કારમાં સમતા રાખવી એ પરીષહજય અને ઉદ્વિગ્ન બની જવું, દ્વેષ કરવો એ પરીષહ અજય છે. (૨૨) અદર્શન શાસ્ત્રોનાં રહસ્યો ન સમજાય, પરદર્શનના પ્રત્યક્ષ ચમત્કારો દેખાય વગેરે સમ્યગ્દર્શનથી ચલિત થવાના પ્રસંગોની ઉપસ્થિતિ એ અદર્શન પરીષહ છે. તે પ્રસંગોમાં સમ્યગ્દર્શનથી ચલિત ન થવું એ પરીષહજય, અને ચલિત થવું એ પરીષહ અજય છે. (૯) પરીષહોની ગુણસ્થાનકોમાં વિચારણા— सूक्ष्मसंपराय-छद्मस्थवीतरागयोश्चतुर्दश ॥ ९-१० ॥
સૂક્ષ્મસંપરાય, ઉપશાંતમોહ અને ક્ષીણમોહ (૧૦-૧૧-૧૨) એ ત્રણ ગુણસ્થાનકોમાં ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, પ્રજ્ઞા, અજ્ઞાન, અલાભ, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલ એ ૧૪ પરીષહો હોય છે. અર્થાત્ આ ૧૪ પરીષહો ૧૨મા ગુણસ્થાનક સુધી સંભવે છે.
શેષ આઠ પરીષહો મોહનીય કર્મજન્ય હોવાથી અને આ ત્રણ ગુણસ્થાનકોમાં મોહનો ઉદય ન હોવાથી નવમા ગુણસ્થાનક સુધી જ હોય છે. યદ્યપિ દશમા ગુણસ્થાને સૂક્ષ્મ લોભ હોય છે, પણ તે અત્યંત સૂક્ષ્મ હોવાથી સ્વકાર્ય કરવા અસમર્થ હોય છે. (૧૦)
Page #447
--------------------------------------------------------------------------
________________
અ૦ ૯ સૂ૦ ૧૧-૧૨-૧૩] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર સયોગી કેવળીમાં પરીષહોની વિચારણા— નિને ! ૧-૧ ॥
एकादश
જિનમાં અગિયાર પરીષહો સંભવે છે.
૪૦૩
જિનને ઘાતીકર્મોનો ઉદય ન હોવાથી ઘાતીકર્મના ઉદયથી થતા પરીષહો હોતા નથી. જિનને વેદનીયકર્મનો ઉદય હોવાથી વેદનીયકર્મના ઉદયથી થતા ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ એ અગિયાર પરીષહો સંભવે છે. (૧૧) નવમા ગુણસ્થાને પરીષહો– વારસંપરાયે સર્વે ॥ ૧-૨ ॥
નવમા ગુણસ્થાને સઘળા પરીષહો હોય છે.
જે જે કર્મના ઉદયથી પરીષહો આવે છે તે સર્વ કર્મોનો ઉદય નવમા ગુણસ્થાન સુધી હોવાથી ત્યાં સઘળા પરીષહો સંભવે છે. (૧૨)
કયા કયા કર્મના ઉદયે કયા કયા પરીષહો આવે તેની વિચારણા— જ્ઞાનાવરણે પ્રજ્ઞાાને ૫-૨-૨૩ ॥
પ્રજ્ઞા અને અજ્ઞાન એ બે પરીષહ જ્ઞાનાવરણ કર્મના ઉદયે હોય છે. પ્રશ્ન– પ્રજ્ઞા જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ રૂપ છે. આથી પ્રજ્ઞા પરીષહ જ્ઞાનાવરણ કર્મના ઉદયે કેવી રીતે હોઇ શકે ?
ઉત્તર– અહીં ‘જ્ઞાનાવરણ કર્મના ઉદયે' એટલે ‘જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી’ એવો અર્થ નથી, કિન્તુ ‘જ્ઞાનાવરણીય કર્મનો ઉદય વર્તમાન હોય ત્યારે' એવો અર્થ છે. પ્રજ્ઞા પરીષહ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય વર્તમાન હોય ત્યારે આવે છે. કારણ કે પ્રજ્ઞા જ્ઞાનના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. જ્યારે જ્ઞાનનો ક્ષયોપશમ વર્તમાન હોય ત્યારે જ્ઞાનાવરણ કર્મનો ઉદય પણ વર્તમાન હોય છે. આથી પ્રજ્ઞા પરીષહ જ્ઞાનાવરણ કર્મના ઉદય વખતે આવે છે એવો અર્થ સુસંગત છે. આગળના સૂત્રોમાં પણ આવા સ્થળે ‘ઉદયે’નો ‘ઉદય વખતે' એવો અર્થ કરવો ઠીક લાગે છે. જે પરીષહ અમુક કર્મના ઉદયથી જ આવે એ પરીષહમાં ‘ઉદયે’નો અર્થ ‘ઉદયથી' કરવો જોઇએ. જેમ કેઅજ્ઞાન પરીષહ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી આવે છે.
૧. રાજવાર્તિકના આધારે.
Page #448
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર [અ૦ ૯ સૂ૦ ૧૪-૧૫-૧૬
પ્રશ્ન- ૧૧મા અને ૧૨મા ગુણસ્થાને મોહનીયકર્મનો ઉદય ન હોવાથી ગર્વ અને દીનતા ન હોય. ગર્વ ન હોવાથી પ્રજ્ઞા પરીષહ અને દીનતા ન હોવાથી અજ્ઞાન પરીષહ કેમ હોય ?
૪૦૪
ઉત્તર–પ્રજ્ઞાપરીષહનું ગર્વ અને અજ્ઞાનપરીષહનું દીનતા કારણ નથી, કિન્તુ જ્ઞાન અને અજ્ઞાન છે અર્થાત્ વિશિષ્ટ બુદ્ધિ મળવાથી ગર્વ કરવો એ પ્રજ્ઞા પરીષહ નથી, કિન્તુ વિશિષ્ટ બુદ્ધિની પ્રાપ્તિ એ જ પ્રજ્ઞા પરીષહ છે. વિશિષ્ટ બુદ્ધિ મળવાથી ગર્વ કરવો એ પ્રજ્ઞા પરીષહનો અજય છે. તે રીતે વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ ન થવાથી દીનતા કરવી એ અજ્ઞાન પરીષહ નથી, કિન્તુ વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ ન થવી એ જ અજ્ઞાન પરીષહ છે. વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ ન થવાથી દીનતા કરવી એ અજ્ઞાન પરીષહનો અજય છે. ૧૧મા અને ૧૨મા ગુણસ્થાને પ્રજ્ઞા (વિશિષ્ટ બુદ્ધિ) અને અજ્ઞાન બંને સંભવે છે.
અલબત્ત, ૧૧મા અને ૧૨મા ગુણસ્થાને ગર્વ અને દીનતા ન હોવાથી પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહનો અજય ન થાય, જય જ થાય. પણ પરીષહ તો આવે. કારણ કે ૧૧મા અને ૧૨મા ગુણસ્થાને પ્રજ્ઞા અને અજ્ઞાન બંને સંભવે છે. તે૨મા ગુણસ્થાને કેવલજ્ઞાન હોવાથી પ્રજ્ઞા અને અજ્ઞાન ન હોય. એથી એ બે પરીષહો પણ ન હોય. (૧૩)
दर्शनमोहान्तराययोरदर्शनालाभौ ।। ९ - १४ ॥
દર્શનમોહના ઉદયે અદર્શન પરીષહ અને લાભાંતરાયના ઉદયે અલાભ પરીષહ સંભવે છે. (૧૪)
ચારિત્રમોહૈ નાખ્યા-રતિ-સ્ત્રી-નિષદ્યા-ડોશયાચના-મહારપુરાઃ ॥ ૧- II
નાન્ચ, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના, સત્કાર-પુરસ્કાર એ સાત પરીષહો અનુક્રમે જુગુપ્સા, અરતિ, પુરુષવેદ, ભય, ક્રોધ, માન અને લોભ રૂપ ચારિત્ર મોહનીયના ઉદયે હોય છે. (૧૫) વેનીયે શેષાઃ ॥ ૧-૬ ॥
બાકીના ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્ચા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ એ અગિયાર પરીષહ વેદનીય કર્મના ઉદયે હોય છે. (૧૬)
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૦૫
અ૦ ૯ સૂ૦ ૧૭-૧૮] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
એક જીવને એકી સાથે સંભવતા પરીષહોપવિત્યો મળ્યા યુનાજોનર્વિશતઃ | ૧-૨૭ |
બાવીસ પરીષહોમાંથી એક જીવને એકીસાથે એક વગેરે ઓગણીશ પરીષહો હોઇ શકે છે.
શીત અને ઉષ્ણ એ બેનો પરસ્પર વિરોધ છે. ચર્યા, શવ્યા અને નિષઘા એ ત્રણનો પરસ્પર વિરોધ છે. વિરોધી પરીષહોમાં એક જીવને એકીસાથે કોઈ એક જ હોઈ શકે. શીત-ઉષ્ણ એ બે પરીષહોમાંથી એક અને ચર્ચા આદિ ત્રણમાંથી બે એમ કુલ ત્રણ પરીષહો બાદ કરતાં ૧૯ પરીષહો રહે છે. એ ૧૯ પરીષહો પરસ્પર અવિરોધી હોવાથી એક જ વ્યક્તિમાં એક જ સમયે હોઈ શકે છે. (૧૭).
ચારિત્રનું વર્ણનसामायिक-छेदोपस्थाप्य-परिहारविशुद्धि-सूक्ष्मसंपरायયથાશ્ચાતાનિ ચારિત્રમ્ . ૧-૧૮ |
સામાયિક, છેદોપસ્થાપ્ય, પરિહારવિશુદ્ધિ, સૂમસંપરાય અને યથાખ્યાત એમ પાંચ પ્રકારનું ચારિત્ર છે.
ચારિત્ર એટલે સાવઘયોગોથી નિવૃત્તિના અને નિરવઘયોગોમાં પ્રવૃત્તિના પરિણામ. આ પરિણામની વિશુદ્ધિની અનેક તરતમતા હોવાથી ચારિત્રના અનેક ભેદો થાય. પણ મુખ્યતયા સામાયિક આદિ પાંચ પ્રકારે ચારિત્ર છે.
(૧) સામાયિક- સમ એટલે રાગ-દ્વેષનો અભાવ, અર્થાત્ સમતા. આય એટલે લાભ. જેનાથી સમતાનો લાભ થાય તે સામાયિક. યદ્યપિ સામાયિક શબ્દના આ અર્થથી પાંચ પ્રકારનું ચારિત્ર સામાયિક સ્વરૂપ છે. કારણ કે તેનાથી સમતાનો લાભ થાય છે. પણ પ્રસ્તુતમાં સામાયિક શબ્દ પાંચ પ્રકારના ચારિત્રમાં અમુક પ્રકારના ચારિત્રમાં રૂઢ બની ગયો છે. સામાયિક ચારિત્રના બે ભેદો છે–(૧) ઈતરકાલિક અને (૨) માવજીવિક. થોડો કાલ રહેનાર સામાયિક ઇત્વરકાલિક સામાયિક છે. તેને અત્યારે ચાલુ ભાષામાં નાની દીક્ષા યા કાચી દીક્ષા કહેવામાં આવે છે. યાવજીવ સામાયિક એટલે જીવનપર્યત રહેનાર સામાયિક. પહેલા અને છેલ્લા
Page #450
--------------------------------------------------------------------------
________________
૪૦૬
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૯ સૂ૦ ૧૮
તીર્થંકરના તીર્થના સાધુઓ વિશિષ્ટ નિપુણતા આદિ ગુણોથી રહિત હોવાથી ચારિત્ર સ્વીકારવાની સાથે જ નિરતિચારપણે ચારિત્ર પાળી શકતા નથી. આથી ચારિત્ર લીધા બાદ નિરતિચારપણે ચારિત્ર પાળી શકાય એ માટે વિશિષ્ટ અભ્યાસ, ક્રિયા આદિ કરવું પડે છે. ચારિત્ર લીધા બાદ સાધુ શસ્ત્રપરિજ્ઞા અધ્યયન આદિનો અભ્યાસ તથા યોગોહન આદિ કરી નિરતિચાર ચારિત્રના પાલનમાં નિપુણ બની જાય છે ત્યારે તેને પૂર્વે પાળેલ ચારિત્રનો છેદ કરી બીજું નવું ચારિત્ર આપવામાં આવે છે. અહીં દીક્ષા દિવસથી આરંભી જ્યાં સુધી બીજું નવું ચારિત્ર (વડી દીક્ષા) આપવામાં ન આવે ત્યાં સુધીનું જે ચારિત્ર તે સામાયિક ચારિત્ર. આ સામાયિક થોડો સમય રહેવાથી તેને ઇત્વરકાલિક સામાયિક કહેવામાં આવે છે. ઇત્વરકાલિક સામાયિક ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થંકરોના સાધુઓને જ હોય છે. મહાવિદેહ ક્ષેત્રમાં સઘળા તીર્થંકરોના સાધુઓને તથા ભરત અને ઐરાવત ક્ષેત્રમાં ૨૨ તીર્થંકરોના સાધુઓને યાવજ્જીવિક સામાયિક હોય છે. તે સાધુઓ નિપુણ અને સ૨ળ હોવાથી દીક્ષાના પ્રારંભથી જીવનપર્યન્ત નિરતિચાર ચારિત્રનું પાલન કરી શકતા હોવાથી તેમને પૂર્વચારિત્રનો છેદ કરીને બીજું નવું ચારિત્ર આપવામાં આવતું નથી. એટલે દીક્ષાના પ્રારંભથી જીવનપર્યંત સામાયિક રહે છે.
(૨) છેદોપસ્થાપ્ય– જેમાં પૂર્વપર્યાયનો છેદ કરીને ઉત્તર(નવા) પર્યાયમાં ઉપસ્થાપન કરવામાં આવે તે છેદોપસ્થાપન કે છેદોપસ્થાપ્ય ચારિત્ર' છે. આ ચારિત્ર સામાયિક ચારિત્રના વર્ણનમાં કહ્યા મુજબ ભરત અને ઐરાવત ક્ષેત્રના પહેલા અને છેલ્લા તીર્થંકરોના સાધુઓને જ સામાયિક ચારિત્ર બાદ આપવામાં આવે છે. શેષ ૨૨ તીર્થંકરોના સાધુઓ તથા મહાવિદેહ ક્ષેત્રના સઘળા તીર્થંકરોના સાધુઓ દીક્ષાના પ્રારંભથી જ નિરતિચાર ચારિત્રનું પાલન કરતા હોવાથી તેમના પૂર્વપર્યાયનો છેદ કરી ઉત્તર(નવા) પર્યાયમાં ઉપસ્થાપન કરવાની જરૂર રહેતી ન હોવાથી તેમને છેદોપસ્થાપનીય ચારિત્ર હોતું નથી.
૧. વર્તમાનમાં લોકભાષામાં આ ચારિત્રને વડી દીક્ષા કે પાકી દીક્ષા કહેવામાં આવે છે.
Page #451
--------------------------------------------------------------------------
________________
અ૦ ૯ સૂ૦ ૧૮] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૪૦૭ સાર– ભરત અને ઐરાવતક્ષેત્રમાં પહેલા અને છેલ્લા જિનેશ્વરોના સાધુઓને ઇત્વરકાલિક સામાયિક તથા છેદોપસ્થાપનીય એ બે ચારિત્ર હોય છે. તેમાં દીક્ષાના પ્રારંભથી જયાં સુધી છેદોપસ્થાપનીય ચારિત્ર (વડી દીક્ષા) ન આપવામાં આવે ત્યાં સુધી ઇત્વરકાલિક સામાયિક (નાની દીક્ષા) હોય છે. જ્યારે છેદોપસ્થાપનીય ચારિત્ર (વડી દીક્ષા) આપવામાં આવે ત્યારથી જીવનપર્યત છેદોપસ્થાપનીય ચારિત્ર હોય છે. શેષ ૨૨ જિનેશ્વરોના સાધુઓને અને મહાવિદેહ ક્ષેત્રના દરેક તીર્થકરના સાધુઓને યાવજીવિક સામાયિક ચારિત્ર જ હોય છે. તેમને છેદોપસ્થાપનીય ચારિત્ર હોતું નથી.
છેદોપસ્થાપનીય ચારિત્રના બે ભેદ છે–(૧) નિરતિચાર અને (૨) સાતિચાર.
નિરતિચાર એટલે અતિચારથી રહિત. સાતિચાર એટલે અતિચારથી સહિત. અહીં અતિચાર એટલે મૂલગુણનો સર્વથા ભંગ. મૂલગુણના સર્વથા ભંગથી રહિત સાધુને નિરતિચાર અને મૂલગુણના સર્વથા ભંગવાળા સાધુઓને સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર હોય છે. ઇવરસામાયિકવાળા સાધુને છેદોપસ્થાપનીય ચારિત્ર નિરતિચાર હોય છે. એક તીર્થકરના તીર્થમાંથી બીજા તીર્થંકરના તીર્થમાં જતા સાધુને પણ છેદોપસ્થાપનીય નિરતિચાર હોય છે. જેમ કે-શ્રી મહાવીર ભગવાનના સાધુઓ પાસે ઉપસંપદા સ્વીકારનાર શ્રી પાર્શ્વનાથ ભગવાનના સાધુઓનું છેદોપસ્થાપનીય ચારિત્ર નિરતિચાર હોય છે. મૂલગુણના ભંગથી જેને પુનઃ મહાવ્રતો ઉચ્ચરાવવામાં આવે તેને સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર હોય છે.
(૩) પરિહારવિશુદ્ધિ– અમુક પ્રકારના તપને પરિહાર કહેવામાં આવે છે. પરિહાર તપથી વિશુદ્ધિવાળું જે ચારિત્ર તે પરિવાર વિશુદ્ધિ ચારિત્ર. આ ચારિત્રના પાલનમાં નવનો સમુદાય હોય છે. નવથી ઓછા ન હોય અને વધારે પણ ન હોય, નવ જ હોય. તેમાં ચાર સાધુઓ પરિહાર તપની વિધિ મુજબ પરિહાર તપ કરે. ચાર સાધુઓ પરિહાર તપ કરનારની સેવા કરે. એક સાધુ વાચનાચાર્ય તરીકે રહે. વાચનાચાર્ય આઠેય સાધુઓને વાચના આપે. આ ચારિત્રને ગ્રહણ કરનારા સઘળા સાધુઓ શ્રુતાતિશયસંપન્ન હોય છે. છતાં તેઓનો આચાર હોવાથી એકને વાચાનાચાર્ય તરીકે સ્થાપે છે. આ વાચનાચાર્ય આ કલ્પમાં પારિહારિક અને અનુપારિવારિકને ક્યાંક અલના થાય તો પ્રાયશ્ચિત્ત આપે.
Page #452
--------------------------------------------------------------------------
________________
४०८
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૯ સૂ૦ ૧૮ પરિહાર તપની વિધિ– ઉનાળામાં જઘન્ય ઉપવાસ, મધ્યમ છઠ્ઠ, ઉત્કૃષ્ટ અઠ્ઠમ. શિયાળામાં જઘન્ય છઠ્ઠ, મધ્યમ અઠ્ઠમ, ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ. ચોમાસામાં જઘન્ય અઠ્ઠમ, મધ્યમ ચાર ઉપવાસ, ઉત્કૃષ્ટ પાંચ ઉપવાસ તપ કરવાનું વિધાન છે. જે સમયે પરિહાર તપનું સેવન કરે તે વખતે જે ઋતુ ચાલતી હોય તે ઋતુ પ્રમાણે તપ કરે. પારણે આયંબિલ જ કરે. તેમાં પણ વિશિષ્ટ પ્રકારના અભિગ્રહ' પૂર્વક જ ગોચરી લાવવાની હોય છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારમાંથી પોતાની શક્તિ પ્રમાણે ગમે તે પ્રકારનો તપ કરે. આ તપ છ મહિના સુધી કરે. છ મહિના પછી જે સાધુઓ સેવા કરતા હતા તે સાધુઓ આ તપ શરૂ કરે અને છ મહિના સુધી કરે. તપ કરી ચૂકેલા ચાર સાધુઓ છ મહિના સુધી તપ કરનારની સેવા કરે. અર્થાત જે તપસ્વી હોય તે સેવક બને અને જે સેવક હોય તે તપસ્વી બને. છ મહિના બાદ વાચનાચાર્ય આ તપ શરૂ કરે. તે પણ છ મહિના સુધી કરે, બાકીના આઠ સાધુઓમાંથી એક સાધુ વાચનાચાર્ય બને. બાકીના બધા કે એક સાધુ તપસ્વીની સેવા કરે. જે વખતે ચાર સાધુઓ તપ કરતા હોય તે વખતે સેવા કરનારા ચાર સાધુઓ તથા વાચનાચાર્ય દરરોજ આયંબિલ કરે. જે વખતે વાચનાચાર્યને તપ ચાલતો હોય તે વખતે અન્ય આઠેય સાધુઓ દરરોજ આયંબિલ કરે. અર્થાત્ તપ કરનાર સિવાયના સઘળા સાધુઓ દરરોજ આયંબિલ કરે. ક્યારેક ઉપવાસ પણ કરે. આમ આ તપ ૧૮ મહિને પૂર્ણ થાય છે.
પરિહારકલ્પ પૂર્ણ થયા બાદ તે મુનિઓ પુનઃ એ તપનું સેવન કરે, અથવા જિનકલ્પ સ્વીકારે, અથવા સ્થવિર કલ્પ પણ સ્વીકારે. પરિહારકલ્પમાં રહેલા મુનિઓ આંખમાં પડેલું તૃણ પણ સ્વયં બહાર કાઢે નહિ, કોઈ પણ જાતના અપવાદનું સેવન કરે નહિ, ત્રીજા પહોરે ભિક્ષા કરે. ભિક્ષા સિવાયના કાળમાં કાયોત્સર્ગમાં રહે, કોઈને દીક્ષા આપે નહિ. કવચિત્ ઉપદેશ આપે, નવો અભ્યાસ ન કરે, કિન્તુ ભણેલાનું પરાવર્તન કરે.
જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધીનું જ્ઞાન હોય અને ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન દશ પૂર્વનું જ્ઞાન હોય તેવા પ્રથમ સંઘયણવાળા, જઘન્યથી ઓગણત્રીશવર્ષના ગૃહસ્થ (જન્મ)પર્યાયવાળા અને વીસ વર્ષના ચારિત્ર૧. આ માટે જુઓ પ્રવચન સારોદ્ધાર, પંચસંગ્રહ વગેરે ગ્રંથો. ૨. જુઓ વિશેષાવશ્યક ગાથા-૧૨૭૪ની ટીકા.
Page #453
--------------------------------------------------------------------------
________________
અ૦ ૯ સૂ૦ ૧૮] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૪૦૯ પર્યાયવાળા મુનિઓ જ આ સંયમ સ્વીકારી શકે. તીર્થંકરની પાસે કે તીર્થકરની પાસે જેમણે આ ચારિત્રનો સ્વીકાર કર્યો હોય તેમની પાસે જ આ ચારિત્રનો સ્વીકાર થઈ શકે. આ ચારિત્ર સ્થિતકલ્પમાં (ભરત-ઐરાવત એ બે ક્ષેત્રોમાં પહેલા અને છેલ્લા તીર્થકરોના તીર્થમાં) જ બે પુરુષ યુગ (=પાટપરંપરા) સુધી જ હોય છે. જેમ કે આ તીર્થમાં શ્રી જંબુસ્વામી સુધી આ ચારિત્ર હતું. તેમના નિર્વાણ બાદ આ ચારિત્રનો વિચ્છેદ થયો.
(૪) સૂમસંપરાય- સૂક્ષ્મસંપરાય શબ્દમાં સૂક્ષ્મ અને સંપરાય એ બે શબ્દો છે. સંપરાય એટલે લોભ. જયારે ચાર કષાયોમાં કેવળ લોભ જ હોય અને તે પણ સૂક્ષ્મ(=અતિ અલ્પ પ્રમાણમાં) હોય ત્યારે આ ચારિત્ર હોય છે. કેવળ સૂક્ષ્મ લોભ દશમા ગુણસ્થાને જ હોય છે. માટે આ ચારિત્ર પણ દશમા ગુણસ્થાને જ હોય છે. દશમા ગુણસ્થાને મોહનીયની ૨૭ પ્રકૃતિઓનો ક્ષય કે ઉપશમ થઈ ગયો હોય છે. માત્ર લોભનો જ ઉદય હોય છે. લોભ પણ સૂક્ષ્મ (=અત્યંત અલ્પ પ્રમાણમાં) હોય છે. દશમું ગુણસ્થાન શ્રેણિમાં હોય છે. અત્યારે શ્રેણિનો અભાવ હોવાથી સૂક્ષ્મ સંપરા ચારિત્રનો પણ અભાવ છે.
(૫) યથાખ્યાત- યથાખ્યાત એટલે જેવા પ્રકારનું કહ્યું હોય તેવા પ્રકારનું. જિનેશ્વર ભગવંતોએ જેવા પ્રકારનું ચારિત્ર કહ્યું છે તેવા પ્રકારનું જે ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર. જિનેશ્વર ભગવંતોએ શ્રેષ્ઠ ચારિત્ર તરીકે અકષાયન=કષાય રહિત) ચારિત્રને કહ્યું છે. આથી કષાયના ઉદયથી સર્વથા રહિત ચારિત્ર યથાખ્યાતચારિત્ર છે. ૧૧, ૧૨, ૧૩, ૧૪ એ ચાર ગુણસ્થાનોમાં કષાયના ઉદયનો બિલકુલ અભાવ હોય છે. આથી એ ચાર ગુણસ્થાનવર્તી સાધુઓને યથાખ્યાત ચારિત્ર હોય છે. વર્તમાનમાં એ ચાર ગુણસ્થાનોનો અભાવ હોવાથી યથાખ્યાત ચારિત્રનો અભાવ છે.
આ પાંચ ચારિત્રોમાં પૂર્વ પૂર્વ ચારિત્રથી ઉત્તરોત્તર ચારિત્ર વધારે વધારે વિશુદ્ધ છે. સામાયિકથી છેદોપસ્થાપનીય વધારે વિશુદ્ધ છે. છેદોપસ્થાપનીયથી પરિહારવિશુદ્ધિ વધારે વિશુદ્ધ છે...
પ્રશ્ન- ચારિત્રનો ગુણિમાં કે સમિતિમાં સમાવેશ કરી દેવો જોઇએ. કારણ કે સમિતિ-ગુપ્તિ વિના ચારિત્રનું પાલન અશક્ય હોવાથી ચારિત્ર સમિતિ-ગુક્તિ સ્વરૂપ છે. ૧. ૧૧મા ગુણસ્થાને કષાયોનો ઉપશમ છે. ૧૨-૧૩-૧૪ એ ત્રણ ગુણસ્થાનોમાં લય હોય છે.
Page #454
--------------------------------------------------------------------------
________________
૪૧૦
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૯ સૂ૦ ૧૯ ઉત્તર– સૂક્ષ્મ દૃષ્ટિએ ચારિત્રને સમિતિ-ગુપ્તિ સ્વરૂપ કહી શકાય. પણ ભૂલદષ્ટિએ ચારિત્ર અને સમિતિ-ગુણિમાં ભેદ છે. ચારિત્ર કાર્ય છે અને સમિતિ-ગુપ્તિ કારણ છે.
યદ્યપિ દશ પ્રકારના ધર્મમાં ચારિત્ર પણ આવી જાય છે. એથી અહીં ચારિત્રને જુદું જણાવવાની જરૂર રહેતી નથી. છતાં અન્ય ધર્મોથી ચારિત્રની મહત્તા બતાવવા અહીં ચારિત્રનો જુદો નિર્દેશ કર્યો છે. ચારિત્ર સર્વ કર્મોનો ક્ષય કરે છે અને મોક્ષનું સાક્ષાત્ કારણ છે. આથી ચારિત્ર શ્રેષ્ઠ ધર્મ છે. (૧૮)
(T.... એ સૂત્રમાં ગુપ્તિ આદિ સંવરના ઉપાય છે એમ જણાવીને સીનિદો.. એ સૂત્રથી અહીં સુધી ક્રમશઃ ગુપ્તિ આદિનું વર્ણન કર્યું. તેમાં ‘તાના નિર્જરા ત્ર' સૂત્રમાં તપને સંવરના અને નિર્જરાના ઉપાય તરીકે જણાવેલ હોવાથી હવે તપનું વર્ણન શરૂ કરે છે. તપના બાહ્ય અને અત્યંતર એવા બે ભેદો છે. તેમાં પ્રથમ બાહ્ય-તપનું વર્ણન કરે છે.)
બાહ્ય તપના છ ભેદોअनशना-ऽवमौदर्य-वृत्तिपरिसंख्यान-रसपरित्यागવિવિધ્યાન-યવર્તેશા વાહાં તપ: / ૧-૧૧ |
અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્ત શધ્યાસન અને કાયક્લેશ એમ છ પ્રકારનો બાહ્ય તપ છે.
જે કર્મના રસને તપાવે=બાળી નાંખે તે તપ. આથી સંયમરક્ષા, સંવર, કર્મનિર્જરા આદિ આત્મકલ્યાણના ધ્યેયથી કરવામાં આવતો તપ જ વાસ્તવિક તપ છે. રોગ, પરાધીનતા, આહારની અપ્રાપ્તિ વગેરે કારણે કરવામાં આવતો તપ કાયક્લેશ રૂપ છે.
(૧) અનશન– અનશન એટલે આહારનો ત્યાગ. અનશન તપના ઇવર અને માવજીવિક એમ બે ભેદ છે. થોડા સમય માટે આહારનો ત્યાગ કરવામાં આવે તે ઇવર અનશન. જીવનપર્યત આહારનો ત્યાગ કરવામાં આવે તે માવજીવિક અનશન.
ચોવિહાર, તિવિહાર, દુવિહાર તથા નવકારશી, પોરસી, એકાસણ, આયંબિલ, ઉપવાસ, છઠ્ઠ, યાવત્ છ મહિનાના ઉપવાસ સુધીનો તપ ઈવર ૧. તારિત્ર ત્રણ નાના.. (યોગશાસ્ત્ર-પ્રકાશ-૧, સૂત્ર-૪૫). ૨. ચોવિહાર આદિ પ્રત્યાખ્યાનની સમજ માટે “પ્રત્યાખ્યાન ભાષ્યનું અવલોકન કરવું.
Page #455
--------------------------------------------------------------------------
________________
૪૧૧
અ૦ ૯ સૂ૦ ૧૯] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર અનશન છે. માવજીવિક અનશનના ત્રણ ભેદો છે–(૧) ભક્તપ્રત્યાખ્યાન (૨) ઇંગિની (૩) પાદપોપગમન.
(૧) ભક્તપ્રત્યાખ્યાન– જીવનપર્યત ભક્તનું પ્રત્યાખ્યાન (-ત્રણ પ્રકારના કે ચાર પ્રકારના આહારનો ત્યાગ) એ ભક્તપ્રત્યાખ્યાન. આ તપમાં શરીર પરિકર્મ(=ઊઠવું, બેસવું વગેરે શારીરિક ક્રિયા) સ્વયં કરી શકે છે, અને બીજાની પાસે પણ કરાવી શકે છે. તથા અમુક નિયત પ્રદેશમાં જ જઈ શકાય એવો પ્રતિબંધ નથી.
(૨) ઈગિની- ઇંગિની એટલે ચેષ્ટા. જેમાં પ્રતિનિયત=(નિયત કરેલા) અમુક જ ભાગમાં હરવું, ફરવું આદિ ચેષ્ટા થઈ શકે તે ઇંગિની અનશન. આમાં ચારે પ્રકારના આહારનો ત્યાગ હોય છે. શરીર પરિકર્મ સ્વયં કરી શકે, પણ બીજાની પાસે ન કરાવી શકે. તથા નિયત કરેલા પ્રદેશથી બહાર ન જઈ શકાય.
(૩) પાદપોપગમન– પાદપ એટલે વૃક્ષ. ઉપગમન એટલે સમાનતા. જેમાં વૃક્ષની જેમ જીવનપર્યત નિશ્ચલ રહેવાનું હોય તે પાદપોપગમન અનશન. જેમ પડી ગયેલું વૃક્ષ જેવી સ્થિતિમાં પડ્યું હોય તેવી જ સ્થિતિમાં સદા રહે છે, તેમ આ અનશનમાં પ્રથમ જેવી સ્થિતિમાં હોય તેવી જ સ્થિતિમાં જીવનપર્યત રહેવાનું હોય છે. અંગોપાંગોને જરા પણ ચલાવી શકાય નહિ. સદા એક પડખે સૂઈને ધ્યાનમાં લીન રહેવાનું હોય છે. આ અનશનમાં ચારે પ્રકારના આહારનો ત્યાગ હોય છે.
આ ત્રણ પ્રકારના અનશનમાં પછી પછીનું અનશન અધિક શ્રેષ્ઠ છે. પૈર્યવાન સાધક જ આ અનશનોનો સ્વીકાર કરી શકે છે. તેમાં પણ પછી પછીના અનશનનો સ્વીકાર કરનાર અધિક વૈર્યવાન હોય છે. આ ત્રણમાંથી ગમે તે પ્રકારના અનશનનો સ્વીકાર કરનાર જીવ અવશ્ય વૈમાનિક દેવલોકમાં કે મોક્ષમાં જાય છે. ધૈર્યવાન મહાપુરુષો રોગાદિકના કારણે ધર્મનું પાલન કરવા અસમર્થ બની જાય ત્યારે અથવા મરણ નજીક હોય ત્યારે પોતાની ધીરતા પ્રમાણે ત્રણમાંથી કોઈ એક અનશનનો સ્વીકાર કરે છે. આ ત્રણમાંથી કોઈ પણ અનશન નિવ્યઘાતમાં સંલેખનાપૂર્વક કરવો જોઈએ. વ્યાધિ, વિદ્યુત્પાત, સર્પદંશ, સિંહાદિ ઉપદ્રવ વગેરે વ્યાઘાતમાં સંલેખના વિના પણ થઈ શકે.
Page #456
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર [અ૦ ૯ સૂ૦ ૧૯
(૨) અવમૌદર્ય– ભૂખથી ઓછો આહાર લેવો તે અવમૌદર્ય (=ઊણોદરી) તપ. કોને કેટલો આહાર જોઇએ એનું માપ ભૂખના આધારે થઇ શકે. તે છતાં સામાન્યથી પુરુષને ૩૨ કોળિયા પ્રમાણ અને સ્ત્રીને ૨૮ કોળિયા પ્રમાણ આહાર પૂરતો છે. કોળિયાનું માપ સામાન્યથી મરઘીના ઈંડા જેટલું અથવા સુખપૂર્વક (=મુખને વિકૃત કર્યા વિના) મુખમાં પ્રવેશે તેટલું જાણવું. ૩૧ કોળિયા(સ્ત્રીની અપેક્ષાએ ૨૭ કોળિયા) આહાર જધન્ય (=ઓછામાં ઓછી) ઊણોદરી છે. ત્યારબાદ ૩૦, ૨૯... એમ યાવત્ ૮ કોળિયા જ આહાર લેવો એ ઉત્કૃષ્ટ ઊણોદરી છે. ઊણોદરી તપથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે. પરિણામે સંયમમાં અપ્રમત્તતા, અલ્પનિદ્રા, સંતોષ વગેરે ગુણોનો લાભ થવાથી સ્વાધ્યાય આદિ સઘળી સાધના સુખપૂર્વક સારી રીતે થાય છે. આમ ઊણોદરી તપ સંયમની રક્ષા આદિ માટે અતિશય આવશ્યક છે.
૪૧૨
(૩) વૃત્તિપરિસંખ્યાન– વૃત્તિ એટલે આહાર. તેનું પરિસંખ્યાન (=ગણતરી) કરવું તે વૃત્તિપરિસંખ્યાન. અર્થાત્ આહારની લાલસાને ઓછી કરવા માટે અમુક પ્રકારનો જ આહાર લેવો એ પ્રમાણે આહારનું નિયમન કરવું તે વૃત્તિપરિસંખ્યાન યા વૃત્તિસંક્ષેપ તપ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર પ્રકારે વિશિષ્ટ અભિગ્રહો ધારણ કરવાથી આ તપ થઇ શકે છે. (૧) દ્રવ્યથી— અમુક જ દ્રવ્યો લેવાં, તે સિવાયનાં દ્રવ્યોનો ત્યાગ એ દ્રવ્યથી અભિગ્રહ છે અથવા અમુક સંખ્યામાં જ ૪-૫-૬ દ્રવ્યો લેવાં, તેથી અધિક દ્રવ્યોનો ત્યાગ એ પણ દ્રવ્યથી અભિગ્રહ છે. (૨) ક્ષેત્રથી અમુક ક્ષેત્ર સિવાયના ક્ષેત્રનો ત્યાગ. અમુક ઘરોની જ ગોચરી લેવી, તે સિવાયના ઘરોનો ત્યાગ. ગૃહસ્થો ઘરમાં અમુક વસ્તુનો ત્યાગ, અથવા ઘરની બહાર અમુક વસ્તુનો ત્યાગ ઇત્યાદિ રૂપે ક્ષેત્રથી અભિગ્રહ લઇ શકે છે. (૩) કાળથી— બપોરના સમયે જ ભિક્ષા ગ્રહણ કરવી વગેરે કાળથી અભિગ્રહ છે. ગૃહસ્થો પણ અમુક વસ્તુ રાત્રે ન લેવી, ઉનાળામાં ન લેવી વગેરે અનેક રીતે કાળથી અભિગ્રહ કરી શકે છે. (૪) ભાવથી– હસતો પુરુષ વહોરાવે તો જ વહોરવું ઇત્યાદિ ભાવથી અભિગ્રહ છે. ગૃહસ્થો પણ તબિયત નરમ હોય તો જ અમુક વસ્તુ લેવી, અન્યથા નહિ, અમુક જ વ્યક્તિ પીરસે તો ભોજન કરવું, અન્યથા નહિ. આમ અનેક રીતે ભાવથી અભિગ્રહ લઇ શકે છે. આ તપના સેવનથી
Page #457
--------------------------------------------------------------------------
________________
અ૦ ૯ સૂ૦ ૧૯] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૪૧૩ આપત્તિના પ્રસંગે ધીરતા રાખી શકાય તેવું સત્વ પ્રગટે છે. આહારની લાલસા નાશ પામે છે કે ઘટી જાય છે. અશુભ કર્મોની ખૂબ નિર્જરા થાય છે. આથી આ તપ સંયમની સાધનામાં ખૂબ સહાયક બને છે.
(૪) રસપરિત્યાગ– મધુર સ્વાદિષ્ટ રસવાળા પદાર્થોનો ત્યાગ એ રસપરિત્યાગ તપ, અર્થાત્ ઇન્દ્રિયોને અને સંયમને વિકૃત કરનાર (દૂષિત કરનાર) વિગઈઓનો ત્યાગ એ રસપરિત્યાગ. જે આહાર ઇન્દ્રિયોને કે સંયમને વિકૃત કરે તે વિગઈ કહેવાય. વિગઈના મુખ્ય બે ભેદ છે–(૧) મહાવિગઈ અને (૨) લઘુવિગઈ. મદિરા, માંસ, માખણ અને મધ એ ચાર મહાવિગઈ છે. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને તળેલા પદાર્થ (કડાવિગઈ) એ છ લઘુ વિગઈ છે. દેહના પોષણ માટે અનિવાર્ય વિગઈ સિવાયની વિગઈનો સાધકે અવશ્ય ત્યાગ કરવો જોઈએ. વિગઈના ત્યાગથી ઇન્દ્રિયો કાબૂમાં રહે છે, નિદ્રા ઓછી થઈ જાય છે, શરીરમાં સ્ફર્તિ રહેવાથી સ્વાધ્યાય આદિ સાધના ઉત્સાહપૂર્વક થાય છે. આમ રસપરિત્યાગથી અનેક લાભો થાય છે. બિનજરૂરી વિગઈનો ઉપયોગ કરવાથી ઇન્દ્રિયો પુષ્ટ બનીને બેકાબૂ બને છે, શરીરમાં જડતા આવે છે, સ્વાધ્યાય આદિ અનુષ્ઠાનોમાં શિથિલતા આવે છે. પરિણામે આત્મા સંયમથી યુત બને એ પણ સંભવિત છે. આથી સાધકે અન્ય અનશન આદિ તપ ન થઈ શકે તેમ હોય તો પણ આ તપનું સેવન અવશ્ય કરવું જોઇએ.
(૫) વિવિક્તાશય્યાસન- વિવિક્ત એટલે એકાંત. એકાંતમાં શપ્યા આદિ રાખવું. અર્થાત્ એકાંતમાં રહેવું તે વિવિક્તશય્યાસન. સ્ત્રી, પશુ, નપુંસક વગેરેથી રહિત તથા સંયમમાં બાધા ન પહોંચે તેવા શૂન્ય ઘર, મંદિર વગેરે એકાંત સ્થળે જ્ઞાનાદિની આરાધનામાં લીન રહેવું એ વિવિક્તશવ્યાસન તપ છે. અન્ય કેટલાક ગ્રંથોમાં વિવિક્તશય્યાસનના સ્થાને સંલીનતા તપનો નિર્દેશ છે. સંલીનતા એટલે સંયમ. સલીનતાના ચાર ભેદ છે–(૧) ઇન્દ્રિય સંલીનતા (૨) કષાય સંલીનતા (૩) યોગ સંલીનતા અને (૪) વિવિક્તચર્યા સલીનતા. ઇન્દ્રિય, કષાય અને યોગ ઉપર સંયમ રાખવો એ અનુક્રમે ઇન્દ્રિય સંલીનતા, કષાય સંલીનતા અને યોગ સંલીનતા છે. ૧. વિગઈઓના વિશેષ વર્ણન માટે “પ્રત્યાખ્યાનભાષ્યનું અવલોકન કરવું.
Page #458
--------------------------------------------------------------------------
________________
૪૧૪
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦૯ સૂ૦ ૧૯ સંયમમાં બાધા ન પહોંચે તેવા એકાંત સ્થળમાં રહીને જ્ઞાનાદિની આરાધનામાં લીન રહેવું એ વિવિક્તચર્યા સલીનતા છે. આમ વિવિક્તચર્યા સંલીનતા અને વિવિક્તશય્યાસનનો અર્થ સમાન હોવાથી વિવિક્તશય્યાસનનો વિવિક્તચર્યા સલીનતામાં સમાવેશ થઈ જાય છે. ઇન્દ્રિયસલીનતા આદિ ત્રણ સંલીનતા વિના વિવિક્તચર્યા સલીનતા નિરર્થક છે. એટલે અહીં વિવિક્તશપ્યાસનના નિર્દેશથી ગર્ભિત રીતે ચાર પ્રકારની સંસીનતાનો નિર્દેશ કર્યો છે. આ દષ્ટિએ વિવિક્તશપ્યાસન, વિવિક્તચર્યા સંલીનતા કે સંલીનતા એ શબ્દો લગભગ સમાન અર્થવાળા છે.
આ તપના સેવનથી સંયમની રક્ષા-વૃદ્ધિ થાય છે, બ્રહ્મચર્યભંગનો ભય રહેતો નથી, સ્વાધ્યાય આદિ અનુષ્ઠાનો એકાગ્રતાપૂર્વક થાય છે.
(૬) કાયક્લેશ- જેનાથી કાયાને ક્લેશ-કષ્ટ થાય તે કાયક્લેશ તા. વીરાસન આદિ આસનો, કાયોત્સર્ગ, લોચ, ઉગ્રવિહાર આદિ કાયક્લેશ તપ છે. આ તપના સેવનથી શરીર ઉપરનો રાગ દૂર થાય છે, સહન કરવાનું સામર્થ્ય પ્રગટે છે, વિર્યાતરાયકર્મનો તીવ્ર ક્ષયોપશમ થાય છે, શાસનપ્રભાવના થાય છે.
આ છ પ્રકારનો તપ બાહ્યલોકો=જૈનેતરદર્શનના અનુયાયીઓ પણ કરે છે. આ તપને જોઇને લોકો તપસ્વી કહે છે. બાહ્યથી તપ તરીકે દેખાય છે, બાહ્ય શરીરને તપાવે છે, વગેરે અનેક કારણોથી આ તપને બાહ્ય તપ કહેવામાં આવે છે.
બાહ્ય તપના સેવનથી શરીરની મૂછનો ત્યાગ, આહારની લાલાસનો ત્યાગ, પરિણામે ઇન્દ્રિયો ઉપર વિજય, શારીરિક રોગોનો અભાવ, શરીર હલકું બને, પરિણામે સંયમની પ્રત્યેક ક્રિયા સ્કૂર્તિથી-ઉલ્લાસથી થવાથી ૧. વિશેષ સ્પષ્ટતા માટે દશવૈકાલિક-નિર્યુક્તિની હારિભદ્રીય ટીકા તથા ઉત્તરાધ્યયન સૂત્રના
ભાષ્યની ટીકા વગેરે જોવાની જરૂર છે. ૨. આ હકીકત આસ્તિક સર્વ દર્શનકારોને એકસરખી માન્ય છે. આથી ગીતા વગેરે ગ્રંથોમાં
આનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् । ન્દ્રિયાન વિમૂહાત્મા મિથ્યાવાર સ ધ્યતે | (ગીતા અ.૩, શ્લોક-૬) જે મૂઢપુરુષ કર્મેન્દ્રિયોને હઠથી રોકીને મનમાં ઇન્દ્રિયોના ભોગોનું સ્મરણ કરે છે=ભોગોને ઇચ્છે છે તે મિથ્યાચારી દંભી છે.
Page #459
--------------------------------------------------------------------------
________________
અ૦ ૯ સૂ૦ ૨૦-૨૧] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૪૧૫ સંયમની રક્ષા અને વૃદ્ધિ થાય, નિકાચિત કર્મોની પણ નિર્જરા ઇત્યાદિ ઘણા લાભો થાય છે. (૧૯)
અત્યંતર તપના છ ભેદોप्रायश्चित्त-विनय-वैयावृत्त्य-स्वाध्यायવ્યુત્સ-ધ્યાનાક્યુત્તરમ્ | ૨-૨૦ |
પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃજ્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એમ છે પ્રકારનો ઉત્તર=અત્યંતર તપ છે. (૧) પ્રાયશ્ચિત્ત- પ્રાયશ્ચિત્ત શબ્દમાં પ્રાયઃ અને ચિત્ત એ બે શબ્દો છે. પ્રાયઃ
એટલે અપરાધ. ચિત્ત એટલે શુદ્ધિ કરનાર. જે અપરાધની શુદ્ધિ કરે
તે (આલોચના આદિ) પ્રાયશ્ચિત્ત તપ. પ્રાયશ્ચિત્તના નવ ભેદો છે.' (૨) વિનય ગુણ અને ગુણી પ્રત્યે આશાતનાના ત્યાગપૂર્વક ભક્તિ
બહુમાન તે વિનય. (૩) વૈયાવૃત્ય આચાર્ય આદિ મહાપુરુષોની સેવા એ વૈયાવૃજ્ય કે
વેયાવચ્ચ છે.
વિનયમાં આદર-સત્કારની પ્રધાનતા છે, જ્યારે વૈયાવૃજ્યમાં બાહ્ય કાયચેષ્ટાની અને આહાર આદિ દ્રવ્યની પ્રધાનતા છે. વૈયાવૃજ્ય શબ્દ વ્યાવૃત્ત શબ્દથી બન્યો છે. વ્યાવૃત્ત એટલે વ્યાપારમાં પ્રવૃત્ત. વ્યાવૃત્તનો ભાવ=પરિણામ તે વૈયાવૃત્ય. અર્થાત્ આચાર્ય આદિની સેવા માટે જિનોક્ત શાસ્ત્રના અનુસાર તે તે ક્રિયામાં પ્રવૃત્તિ કરવી એ વૈયાવૃત્ત્વ છે. (૪) સ્વાધ્યાય- શ્રુતનો અભ્યાસ તે સ્વાધ્યાય. (૫) વ્યુત્સર્ગ– વ્યુત્સર્ગ એટલે ત્યાગ. સાધનામાં વિપ્નભૂત કે બિનજરૂરી
વસ્તુનો ત્યાગ વ્યુત્સર્ગ છે. (૬) ધ્યાન– ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા. વિવિધ વિષયોમાં ભટકતા
ચિત્તની કોઈ એક વિષયમાં સ્થિરતા-એકાગ્રતા ધ્યાન છે. (૨૦)
ધ્યાન સિવાય પ્રત્યેક અત્યંતર તપના ભેદોની સંખ્યા
નવ-વહુ-શ-પ-દિમેવં યથામં પ્રાધ્યાનાર્ ૧-૨૨ ૧. પ્રાયશ્ચિત્ત આદિ છ પ્રકારના તપના અવાંતર ભેદોનો નિર્દેશ હવે પછીના સૂત્રથી ક્રમશ:
ગ્રંથકાર સ્વયં કરશે.
Page #460
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૯ સૂ૦ ૨૨
ધ્યાન પહેલાના એટલે કે પ્રાયશ્ચિત્તથી વ્યુત્સર્ગ સુધીના પ્રત્યેક અત્યંતર તપના અનુક્રમે ૯, ૪, ૧૦, ૫, ૨ ભેદો છે. (૨૧) પ્રાયશ્ચિત્તના ભેદોનું વર્ણન– માલોચન-પ્રતિમા-તડુમય-વિવે-વ્યુત્પન્તપÐય્-પરિહારોપસ્થાપનાનિ ॥ ૧-૨૨ ॥
આલોચના, પ્રતિક્રમણ, તદુભય (આલોચના અને પ્રતિક્રમણ), વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર, ઉપસ્થાપના એમ પ્રાયશ્ચિત્તના નવ ભેદો છે. (૧) આલોચના— આત્મસાધનામાં લાગેલા દોષો ગુરુ આદિની સમક્ષ
૪૧૬
પ્રગટ કરવા.
(૨) પ્રતિક્રમણ– લાગેલા દોષો માટે મિથ્યાદુષ્કૃત આપવું. અર્થાત્ ભૂલનો હાર્દિક સ્વીકાર કરવા પૂર્વક આ અયોગ્ય કર્યું છે એવો પશ્ચાત્તાપ કરવો અને ભવિષ્યમાં તેવી ભૂલ ન કરવાનો નિર્ણય કરવો એ પ્રતિક્રમણ. (૩) તદુભય– આલોચના અને પ્રતિક્રમણ એ બંનેથી દોષોની શુદ્ધિ કરવી. અર્થાત્ દોષોને ગુરુ આદિની સમક્ષ પ્રગટ કરવા અને અંતઃકરણથી મિથ્યાદુષ્કૃત આપવું.
(૪) વિવેક– વિવેક એટલે ત્યાગ. આહાર આદિ ઉપયોગપૂર્વક લેવા છતાં અશુદ્ધ આવી જાય તો વિધિપૂર્વક તેનો ત્યાગ કરવો એ વિવેક છે. (૫) વ્યુત્સર્ગ– વિશેષ પ્રકારે (=ઉપયોગપૂર્વક) ઉત્સર્ગ (=ત્યાગ) તે વ્યુત્સર્ગ. અર્થાત્ ઉપયોગ પૂર્વક વચન અને કાયાના વ્યાપારનો ત્યાગ તે વ્યુત્સર્ગ (કાઉસ્સગ્ગ) તપ છે. અનેષણીય કે જંતુમિશ્રિત આહારપાણી, મળ-મૂત્ર વગેરેના ત્યાગમાં તથા ગમનાગમન આદિ ક્રિયાઓમાં લાગેલા દોષોની શુદ્ધિ કાયોત્સર્ગથી કરવામાં આવે છે. (૬) તપ– પ્રાયશ્ચિત્તની શુદ્ધિ માટે બાહ્ય-અત્યંતર તપનું સેવન કરવું તે તપ પ્રાયશ્ચિત્ત.
(૭) છેદ– દીક્ષાપર્યાયના છેદથી દોષોની શુદ્ધિ.
(૮) પરિહાર– ગુરુએ આપેલું પ્રાયશ્ચિત્ત જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી દોષિતની સાથે જઘન્યથી એક માસ અને ઉત્કૃષ્ટથી છ માસ પર્યંત
૧. ધ્યાનના ભેદોના પણ અવાંતર ભેદો હોવાથી, તથા ધ્યાન વિષે વધારે કહેવાનું હોવાથી ધ્યાનના ભેદો હોવા છતાં તેનો અહીં નિર્દેશ કરવામાં આવ્યો નથી.
Page #461
--------------------------------------------------------------------------
________________
અ૦ ૯ સૂ૦ ૨૩]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૪૧૭
વંદન, અન્નપાણીનું આદાન-પ્રદાન, આલાપ આદિનો પરિહાર (=ત્યાગ) કરવો એ પરિહાર પ્રાયશ્ચિત્ત.
(૯) ઉપસ્થાપન– દોષોની શુદ્ધિ માટે દીક્ષાના પૂર્વપર્યાયનો ત્યાગ કરી બીજા નવા પર્યાયોમાં ઉપસ્થાપના કરવી. અર્થાત્ ફરીથી પ્રવ્રજ્યા આપવી એ ઉપસ્થાપન પ્રાયશ્ચિત્ત.
નવતત્ત્વ પ્રકરણ આદિ ગ્રંથોમાં પરિહાર અને ઉપસ્થાપન એ બે પ્રાયશ્ચિત્તના સ્થાને મૂલ, અનવસ્થાપ્ય અને પારાંચિક એ ત્રણ ભેદ છે. મૂલ– મૂળથી(સર્વથા) ચારિત્ર પર્યાયનો છેદ કરવો. અર્થાત્ ફરીથી પ્રવ્રજ્યા આપવી.
અનવસ્થાપ્ય– શુદ્ધિ માટે ગુરુએ આપેલો તપ પૂર્ણ ન કરે ત્યાં સુધી મહાવ્રતો ન ઉચ્ચરાવવા.
પારાંચિક—સાધ્વીનો શીલભંગ વગેરે મોટા દોષોની શુદ્ધિ માટે ગચ્છની બહાર નીકળી ૧૨ વર્ષ સુધી છૂપાવેશમાં ફરે તથા શાસનની પ્રભાવના કરે, બાદ ફરી દીક્ષા લઇ ગચ્છમાં પ્રવેશ કરે એ પારાંચિક પ્રાયશ્ચિત્ત છે.
તત્ત્વાર્થમાં નવતત્ત્વ પ્રકરણ આદિની જેમ પ્રાયશ્ચિત્તના દશ ભેદોનો નિર્દેશ ન કરતાં નવ ભેદોનો નિર્દેશ કેમ કર્યો એ અંગે વિચારતાં જણાય છે કે—વર્તમાનમાં અનવસ્થાપ્ય અને પારાંચિકનો વિચ્છેદ છે એથી તે બેનો નિર્દેશ નથી કર્યો તથા મૂલ અને ઉપસ્થાપનનો અર્થ સમાન છે, માત્ર શબ્દભેદ છે. એટલે મૂળના સ્થાને જ ઉપસ્થાપનનો નિર્દેશ કર્યો છે. આ દૃષ્ટિએ નવ ભેદોનો નિર્દેશ પણ સુસંગત છે. (૨૨)
વિનયના ભેદો—
જ્ઞાન-વર્ણન-ચારિત્રોપવાાઃ ॥ ૧-૨૨ ॥
જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય, ઉપચારવિનય એમ વિનયના ચાર ભેદો છે.
વિનયના મુખ્ય બે ભેદ છે—(૧) તાત્ત્વિક અને (૨) ઉપચાર. મોક્ષમાર્ગની (જ્ઞાન, દર્શન, ચારિત્રની) સ્વયં આરાધના ક૨વી એ તાત્ત્વિક વિનય. જ્ઞાનાદિ ગુણોથી યુક્ત અન્ય આરાધકનો યથાયોગ્ય વિનય કરવો એ ઉપચાર વિનય, મોક્ષમાર્ગના ત્રણ ભેદ હોવાથી તાત્ત્વિક વિનયના જ્ઞાનવિનય આદિ ત્રણ મુખ્ય ભેદો છે. અવાંતર ભેદો અનેક છે.
Page #462
--------------------------------------------------------------------------
________________
૪૧૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૯ સૂ૦ ૨૪ (૧) જ્ઞાનવિનય મતિ આદિ પાંચ પ્રકારના જ્ઞાનની તથા તે તે જ્ઞાનના તે તે વિષયની શ્રદ્ધા કરવી, જ્ઞાનની ભક્તિ કરવી, જ્ઞાન ઉપર બહુમાનભાવ રાખવો, શેય પદાર્થોનું ચિંતન કરવું, વિધિપૂર્વક નવું જ્ઞાન ગ્રહણ કરવું, ગ્રહણ કરેલ જ્ઞાનનું પરિશીલન કરવું વગેરે જ્ઞાન વિનય છે.
(૨) દર્શનવિનય- તત્ત્વભૂત અર્થોની શ્રદ્ધા કરવી, શમ આદિ લક્ષણોથી આત્માને વાસિત કરવો, દેવ-ગુરુની આશાતનાનો ત્યાગ કરવો વગેરે દર્શનવિનય છે.
(૩) ચારિત્રવિનય- પાંચ પ્રકારના ચારિત્રની શ્રદ્ધા રાખવી, યથાશક્તિ ચારિત્રનું પાલન કરવું, અન્યને ચારિત્રનો ઉપદેશ આપવો વગેરે ચારિત્રવિનય છે.
(૪) ઉપચારવિનય– સમ્યગ્દર્શન આદિ ગુણોથી અધિક=મોટા આવે ત્યારે યથાયોગ્ય સન્મુખ જવું, અંજલિ જોડવી, ઉભા થવું, આસન આપવું, વંદન કરવું, પ્રાયોગ્ય વસ્ત્ર આદિ આપીને સત્કાર કરવો, સબૂત (તેમનામાં હોય તે) ગુણોની પ્રશંસા કરવા દ્વારા સન્માન કરવું વગેરે ઉપચાર વિનય છે. પરોક્ષ ગુર્નાદિકની મનમાં ધારણા કરી અંજલિ જોડવી, વંદન કરવું, સ્તુતિ કરવી વગેરે પણ ઉપચારવિનય છે. (૨૩)
વેયાવચ્ચના ભેદો– आचार्यो-पाध्याय-तपस्वि-शैक्षक-ग्लान-गण-कुल-सङ्यસાધુ-સમનોજ્ઞાનામ્ . ૧-૨૪ ..
આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષક, ગ્લાન, ગણ, કુલ, સંઘ, સાધુ, સમનોજ્ઞ આ દશની વેયાવચ્ચ એ વેયાવચ્ચના દશ ભેદો છે.
આચાર્ય આદિની યથાયોગ્ય સેવા એ અનુક્રમે આચાર્યવેયાવચ્ચ આદિ વેયાવચ્ચના ભેદો છે. સેવા યોંગ્યના દશ ભેદોને આશ્રયીને વેયાવચ્ચના દશ ભેદો છે. (૧) આચાર્ય- સાધુઓને ચારિત્રનું પાલન કરાવે તે આચાર્ય. (૨) ઉપાધ્યાય- સાધુઓને શ્રતનું પ્રદાન કરે તે ઉપાધ્યાય. (૩) તપસ્વી– ઉગ્ર તપશ્ચર્યા કરે તે તપસ્વી.
Page #463
--------------------------------------------------------------------------
________________
અ૦ ૯ સૂ૦ ૨૫-૨૬] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૪૧૯ (૪) શૈક્ષક– જેને ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા આપવાની જરૂર છે તે
નવદીક્ષિત સાધુ. (૫) ગ્લાન- જવર આદિ રોગથી પરાભૂત. (૬) ગણ– એક આચાર્યનો સમુદાય. (૭) કુલ– અનેક ગચ્છોનો (ગણોનો) સમુદાય. (૮) સંઘ- સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચાર પ્રકારનો સંઘ છે. (૯) સાધુ- મોક્ષની સાધના કરનાર પંચમહાવ્રતધારી મુનિ. (૧૦) સમનોજ્ઞ–જેમનો પરસ્પર સંભોગ હોય, અર્થાત્ ગોચરીપાણી આદિનો
પરસ્પર લેવા-દેવાનો વ્યવહાર હોય તે સાધુઓ સમનોજ્ઞ છે. (૨૪) સ્વાધ્યાયના ભેદોનું વર્ણનવાદના-પૃચ્છના-ગુપક્ષા-નાય-ઘોંપશી: ૨-રર .
વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય, ધર્મોપદેશ એ પાંચ પ્રકારનો સ્વાધ્યાય છે. (૧) વાચના– શિષ્ય આદિને આગમ આદિ શ્રતનો પાઠ આપવો. (૨) પૃચ્છના- સૂત્ર અને અર્થ સંબંધી પ્રશ્નો પૂછવા. (૩) અનુપ્રેક્ષા– ભણેલું શ્રતનું મનમાં ચિંતન-પરાવર્તન કરવું.
આમ્નાય– મુખના ઉચ્ચારપૂર્વક અભ્યાસ કરવો=નવું શ્રત કંઠસ્થ કરવું કે કંઠસ્થ કરેલું શ્રુતનું પરાવર્તન કરવું. ધર્મોપદેશ– સૂત્રના અર્થનું વ્યાખ્યાન કરવું, શિષ્ય વગેરેને ધર્મનો ઉપદેશ આપવો. અત્યારે શ્રાવકોને અપાતું વ્યાખ્યાન પણ ધર્મોપદેશ રૂપ સ્વાધ્યાય છે. (૨૫) વ્યુત્સર્ગના ભેદોનું વર્ણનવહી-ખેતરોપથ્થો: ! ૧-૨૬ | બાહ્ય અને અત્યંતર ઉપધિનો ત્યાગ એમ બે પ્રકારે વ્યુત્સર્ગ ( ત્યાગ) છે.
(૪)
१. कुलं चान्द्रादिके साधुसमुदायविशेषरूपं प्रतीतं,
गणः कुलसमुदायः, सङ्गो गणसमुदायः । (સ્થાનાંગ પાંચસ્થાન પ્રત ભાગ બીજો, પૃ.૨૯૯)
Page #464
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૯ સૂ૦ ૨૭
(૧) બાહ્યોપધિ– સંયમના નિર્વાહ માટે જરૂરી પાત્ર આદિ ચૌદ પ્રકારની ઉપધિથી અતિરિક્ત ઉપધિનો કે અકલ્પ્ય ઉપધિનો અને ઉપલક્ષણથી અનેષણીય કે જીવ-જંતુથી સંસક્ત આહાર-પાણી આદિનો ત્યાગ કરવો એ બાહ્યોપધિ વ્યુત્સર્ગ છે.
(૨) અત્યંતરોપધિ– રોગાદિથી સંયમનો નિર્વાહ ન થઇ શકે ત્યારે કે મરણસમય નજીક આવે ત્યારે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક કાયાનો અને કષાયોનો ત્યાગ એ અત્યંતરોપધિ વ્યુત્સર્ગ છે. (૨૬)
ધ્યાનનું લક્ષણ–
૪૨૦
उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् ॥ ९-२७ ॥ કોઇ એક વિષયમાં ચિત્તની સ્થિરતા તે ધ્યાન. આવું ધ્યાન ઉત્તમસંઘયણવાળાને હોય છે.
અહીં સૂત્રમાં ચિન્તાનિરોધ ને ધ્યાન કહેલ છે. एकाग्र એટલે એક આલંબન=એક વિષય. ચિન્તા એટલે ચલચિત્ત. નિર્દોષ એટલે સ્થિરતા. ચલચિત્તની કોઇ એક વિષયમાં સ્થિરતા એ ધ્યાન.
પ્રશ્ન– ચારે ગતિમાં નબળા સંઘયણવાળા જીવોને પણ (આર્ત-રૌદ્ર આદિ) ધ્યાન હોય છે. અહીં કરેલી ધ્યાનની વ્યાખ્યા પ્રમાણે તો નબળા સંધયણવાળાને ધ્યાન ન હોઇ શકે. આથી આ વ્યાખ્યામાં વિરોધ આવે છે.
ઉત્તર– આ સૂત્રમાં પ્રબળ કોટિનું ધ્યાન જ ધ્યાન તરીકે વિવક્ષિત છે. અહીં સામાન્ય કોટિના ધ્યાનની ધ્યાન તરીકે ગણતરી કરી નથી. જેમ લોકમાં અધિક લક્ષ્મીવાળાને જ શ્રીમંત=ધનવાન કહેવામાં આવે છે, તેમ અહીં પ્રબળ કોટિની એકાગ્રતાને ધ્યાન કહેવામાં આવ્યું છે. આથી ચારે ગતિમાં નબળા સંઘયણવાળા જીવોને પણ ધ્યાન હોય છે એ અંગે આ વ્યાખ્યામાં જરાય વિરોધ નથી.
આ ભરતક્ષેત્રમાં વર્તમાન કાળમાં સામાન્ય કોટિનું ધ્યાન છે. આ સૂત્રમાં કહેલું પ્રબળ કોટિનું ધ્યાન નથી. કારણ કે આવા ધ્યાન માટે પ્રબળ માનસિક એકાગ્રતા જોઇએ. પ્રબળ માનસિક એકાગ્રતા માનસિક બળ ઉપર આધાર રાખે છે. માનસિક બળ અમુક પ્રકારના શારીરિક બળ વિના ન આવી શકે. ધ્યાન માટે જરૂરી શારીરિક બળ શરીરના મજબૂત સંઘયણની (=વિશિષ્ટ પ્રકારના બાંધાની) અપેક્ષા રાખે છે. માટે આ સૂત્રમાં ઉત્તમસંઘયણવાળાને
Page #465
--------------------------------------------------------------------------
________________
અo ૯ સૂ૦ ૨૮] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૪૨ ૧ આ ધ્યાન હોઈ શકે એમ કહ્યું છે. છ પ્રકારના સંઘયણમાંથી પ્રથમના ચાર' સંઘયણ ઉત્તમ છે. તેમાં પણ શુક્લધ્યાન તો પ્રથમસંઘયણવાળાને જ હોય. વર્તમાન કાળમાં કેવળ સેવાર્ત નામનું છઠ્ઠ સંઘયણ હોવાથી ઉત્તમ સંઘયણનો અભાવ છે. માટે આ કાળમાં આવું ધ્યાન ન હોઈ શકે.
ચલચિત્તની એક વિષયમાં સ્થિરતા રૂપ આ ધ્યાન છાસ્થ જીવોને જ હોય છે. અછદ્મસ્થ જીવોને કેવળી ભગવંતોને મનચિત્ત ન હોવાથી આ ધ્યાન હોતું નથી. તેમને યોગનિરોધ રૂપ ધ્યાન(શુક્લધ્યાનના અંતિમ બે ભેદો) હોય છે. (૨૭)
ધ્યાનના કાળનું પ્રમાણ આ મુહૂર્તાત્ ૧-૨૮ છે લગાતાર ધ્યાન વધારેમાં વધારે અંતર્મુહૂર્ત સુધી રહે છે.
મુહૂર્ત એટલે બે ઘડી બે ઘડીની ૪૮ મિનિટ થાય છે. મુહૂર્તની અંદર=મુહૂર્તથી ઓછું તે અંતર્મુહૂર્ત. મુહૂર્તમાં (૪૮ મિનિટમાં) એક સમય પણ ઓછો હોય તો અંતર્મુહૂર્ત કહેવાય, બે સમય ઓછા હોય તો પણ અંતર્મુહૂર્ત કહેવાય. આ પ્રમાણે એક એક સમય ન્યૂન કરતાં અંતર્મુહૂર્તના અસંખ્ય ભેદો પડે છે. કારણ કે એક મુહૂર્તમાં અસંખ્ય સમયો થઈ જાય છે. જઘન્ય(=નાનામાં નાનું) અંતર્મુહૂર્તનવ સમયનું છે. ઉત્કૃષ્ટ(=મોટામાં મોટું) અંતર્મુહૂર્ત એક સમય ન્યૂન એક મુહૂર્ત (બે ઘડી)નું છે. અંતર્મુહૂર્ત બાદ અવશ્ય ચિત્ત ચલિત બને છે. ચિત્ત અંતર્મુહૂર્ત સુધી સ્થિર રહીને ચલિત બન્યા પછી તુરત બીજી વાર લગાતાર અંતર્મુહૂર્ત સુધી સ્થિર રહી શકે છે. અંતર્મુહૂર્ત પછી ફરી ચિત્ત ચલિત થાય છે. પુનઃ તુરત અંતર્મુહૂર્ત સુધી સ્થિર રહી શકે છે. પૂલદષ્ટિએ આપણને લાગે કે કલાકો સુધી લગાતાર ધ્યાન ચાલે છે. પણ સૂક્ષ્મદષ્ટિથી નિરીક્ષણ કરવામાં આવે તો અંતર્મુહૂર્ત બાદ ચિત્ત સૂક્ષ્મ પણ અવશ્ય ચલિત થઈ જાય છે.
પ્રશ્ન- જો ધ્યાન અંતર્મુહૂર્ત સુધી જ રહેતું હોય તો કલાકો કે દિવસો સુધી ધ્યાનમાં રહેવાના મળતા સમાચારો=ઉલ્લેખો અસત્ય છે ? ૧. દિગંબર ગ્રંથોમાં પ્રથમનાં ત્રણ સંઘયણો ઉત્તમ છે એવો નિર્દેશ છે. ૨. સંઘયણની સમજૂતી માટે જુઓ અ.૮, સૂ.૧૨નું વિવેચન. ૩. આ માટે જુઓ આ અધ્યાયના ૪૦મા અને ૪૬મા સૂત્રનું વિવેચન.
Page #466
--------------------------------------------------------------------------
________________
૪૨ ૨
શ્રીતત્ત્વાધિગમસૂત્ર અિ૦ ૯ સૂ૦ ૨૯-૩૦ ઉત્તર-ના. પૂર્વે કહ્યું તેમ પૂલદષ્ટિથી(વ્યવહારથી) કલાકો કે દિવસો સુધી ધ્યાન હોઈ શકે છે. અહીં કહેલો ધ્યાનનો કાળ સૂક્ષ્મદષ્ટિથી (નિશ્ચયથી) છે. (૨૮)
ધ્યાનના ભેદોમાર્ત-રૌદ્ર-થર્ણ-શુવાનિ | ૧-૨૧ | આર્ત, રૌદ્ર, ધર્મ, શુક્લ એ ચાર ધ્યાનના ભેદો છે.
(૧) ઋત એટલે દુઃખ. દુઃખના કારણે થતું ધ્યાન આર્તધ્યાન. આ ધ્યાન સાંસારિક દુઃખના કારણે ઉત્પન્ન થાય છે, અને પુનઃ દુઃખનો અનુબંધ કરાવે છે. (૨) રુદ્ર એટલે શૂરપરિણામવાળો. હિંસા આદિના ક્રપરિણામથી યુક્ત જીવનું ધ્યાન રૌદ્રધ્યાન. અથવા રુદ્ર એટલે બીજાને દુઃખ આપનાર. બીજાના દુઃખમાં કારણ બને તેવા હિંસાદિના પરિણામથી યુક્ત જીવનું ધ્યાન રૌદ્રધ્યાન. (૩) ક્ષમા આદિ દશ પ્રકારના ધર્મથી યુક્ત ધ્યાન ધર્મ (કે ધર્મ) ધ્યાન. (૪) શુક્લ એટલે નિર્મળ, જે સઘળા કર્મોનો ક્ષય કરે તે ધ્યાન નિર્મળ-શુક્લ છે. યદ્યપિ ધર્મધ્યાન પણ નિર્મળ છે. પણ ધર્મધ્યાન આંશિક કર્મક્ષય કરે છે. જ્યારે શુક્લધ્યાન સઘળા કર્મોનો ક્ષય કરે છે. આથી શુક્લ ધ્યાન અત્યંત નિર્મળ છે. (૨૯).
ધ્યાનના ફળનો નિર્દેશઘરે મોક્ષહેતૂ ૬-૩૦ અંતિમ બે ધ્યાન મોક્ષના હેતુ છે.
અહીં અંતિમ બે ધ્યાન(=ધર્મધ્યાન અને શુક્લધ્યાન) મોક્ષના હેતુ છે એમ કહીને પ્રથમના બે ધ્યાન(=આર્તિ અને રૌદ્ર) સંસારના હેતુ છે એમ ગર્ભિત રીતે સૂચન કર્યું છે. ધર્મધ્યાન પરંપરાએ (શુક્લધ્યાનની પ્રાપ્તિ કરાવવાથી) મોક્ષનું કારણ છે. શુક્લધ્યાન સાક્ષાત કારણ છે. (૩૦)
(આર્તધ્યાન આદિ પ્રત્યેક ધ્યાનના ચાર ચાર ભેદો છે. આથી હવે ક્રમશઃ એ ભેદોનું વર્ણન શરૂ કરે છે. ભેદોના વર્ણનની સાથે તે તે ભેદ કોને હોય એમ ધ્યાનના સ્વામીનું પણ વર્ણન કરશે.') ૧. તે તે ધ્યાનના ભેદોને વિચારવાથી અહીં જણાવેલ છે તે ધ્યાનનું લક્ષણ બરોબર સમજાઇ જશે.
Page #467
--------------------------------------------------------------------------
________________
અ૦ ૯ સૂ૦ ૩૧-૩૨-૩૩] શ્રીતત્ત્વાધિગમસૂત્ર આર્તધ્યાનના પ્રથમભેદનું વર્ણન— आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगाय स्मृतिसमन्वाहारः ॥ ९-३१ ॥ અનિષ્ટ વસ્તુનો સંયોગ થતાં તેને દૂર કરવાનો તથા દૂર કરવાના ઉપાયનો એકાગ્રચિત્તે વિચાર એ આર્તધ્યાનનો ‘અનિષ્ટવિયોગ ચિંતા' રૂપ પ્રથમ ભેદ છે.
૪૨૩
દા.ત. બાજુના મકાનમાંથી રેડિયાનો અવાજ આવે છે, એ અવાજ પ્રતિકૂળ=અનિષ્ટ લાગતાં રેડિયો બંધ થાય તો સારું એ વિચારણા તથા એ કેવી રીતે બંધ થાય એ અંગે વિચારણા આર્તધ્યાન છે. (૨) પ્રતિકૂળ મકાન મળતાં મકાનને બદલવાનો વિચાર તથા બદલવા માટે ઉપાયના વિવિધ વિચારો આર્તધ્યાન છે. (૩૧)
આર્તધ્યાનના બીજા ભેદનું વર્ણન– વેલ્નાયાશ્ચ ।। ૧-૨ ॥
રોગથી થતી વેદનાને દૂર કરવાનો અને તેના ઉપાયનો એકાગ્રચિત્તે વિચાર એ ‘વેદનાવિયોગચિન્તા' રૂપ આર્તધ્યાનનો બીજો ભેદ છે.
યદ્યપિ ‘વેદનાવિયોગચિંતા' એક પ્રકારની અનિષ્ટવિયોગચિંતા રૂપ હોવાથી તેનો આર્તધ્યાનના પ્રથમ ભેદમાં સમાવેશ થઇ જાય છે, છતાં તેની અધિક સંભાવનાને લક્ષ્યમાં રાખીને તેનો જુદો ભેદ પાડ્યો છે. જીવોને અન્ય પદાર્થો કરતાં શરીર ઉપર વધારે મમત્વ હોય છે. આથી રોગ સૌથી વધારે અનિષ્ટ છે. બીજા અનિષ્ટો કરતાં રોગ વધારે સંતાપ કરાવે છે. બીજા અનિષ્ટોમાં ભિન્ન ભિન્ન મનુષ્યોની અપેક્ષાએ અમુક અમુક અનિષ્ટોનો સંયોગ ન પણ હોય. જ્યારે આ વેદનારૂપ અનિષ્ટનો સંયોગ તો વધારે ઓછા પ્રમાણમાં પ્રાયઃ દરેક મનુષ્યને હોય છે. (૩૨) આર્તધ્યાનના ત્રીજા ભેદનું લક્ષણ— વિપરીત મનોજ્ઞાનામ્ ॥ ૨-૩૩ ॥
ઇષ્ટવસ્તુ મેળવવાનો અને મેળવવાના ઉપાયનો એકાગ્રચિત્તે વિચાર તે આર્તધ્યાનનો ‘ઇષ્ટસંયોગચિંતા' રૂપ ત્રીજો ભેદ છે.
દા.ત. ધન મેળવવાનો વિચાર (ઇચ્છા) તથા ધન મેળવવાના વિવિધ ઉપાયોનો વિચાર એ આર્તધ્યાન છે. એ પ્રમાણે ઇષ્ટ સધળી વસ્તુઓ વિષે સમજવું. (૩૩)
Page #468
--------------------------------------------------------------------------
________________
૪૨૪
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [અo ૯ સૂ૦ ૩૪-૩૫-૩૬ આર્તધ્યાનના ચોથા ભેદનો નિર્દેશનિલાને ત્ર | ૨-૩૪ છે નિદાન આર્તધ્યાનનો ચોથો ભેદ છે.
નિદાન એટલે કાપવાનું સાધન. જેનાથી આત્મસુખ કપાઈ જાય તે નિદાન. ધર્મના ફળરૂપે આ લોક કે પરલોકના સુખની ઈચ્છા રાખવાથી આત્મસુખ કપાઈ જાય છે. માટે ધર્મના ફળરૂપે આ લોક કે પરલોકના ભૌતિક સુખોની ઈચ્છા એ નિદાન છે.
ચારે પ્રકારનું આર્તધ્યાન દુઃખમાંથી જન્મે છે. પ્રથમના બે ભેદોમાં તો સ્પષ્ટ દુઃખનો સંયોગ છે. ત્રીજા ભેદમાં ઈષ્ટ વસ્તુના વિયોગનું માનસિક દુઃખ છે. ચોથા ભેદમાં ઈષ્ટ વસ્તુની અપ્રાપ્તિનું દુઃખ છે. દુઃખના કારણે થતી અશુભ વિચારણા પુનઃ દુઃખ પ્રાપ્ત થાય તેવાં અશુભ કર્મોનો બંધ કરાવે છે. માટે આ ધ્યાન દુઃખનો અનુબંધ કરાવે છે. આમ આર્તધ્યાનથી આદિમાં મધ્યમાં અને અંતે દુઃખ જ છે. (૩૪)
આર્તધ્યાનના સ્વામી तदविरत-देशविरत-प्रमत्तसंयतानाम् ॥ ९-३५ ॥ તે (=આર્તધ્યાન) અવિરત, દેશવિરત અને પ્રમત્ત સંયમીઓને હોય છે.
અર્થાત્ પ્રથમ ગુણસ્થાનકથી આરંભી છઠ્ઠા ગુણસ્થાન સુધીના જીવોને આર્તધ્યાન હોઈ શકે છે. સાતમા ગુણસ્થાનકથી આર્તધ્યાનનો અભાવ છે. (૩૫)
રૌદ્રધ્યાનના ભેદો અને સ્વામીહિંસા-કૃતિ-તૈય-વિષયસંરક્ષપ્યો રૌદ્રમવિરત-રેશવિતિયો: ૧-૩૬ છે
હિંસા, અસત્ય, ચોરી, વિષયસંરક્ષણ એ ચારનો એકાગ્રચિત્તે વિચાર તે ચાર પ્રકારે રૌદ્રધ્યાન છે. આ ધ્યાન અવિરત અને દેશવિરત જીવોને હોય છે.
હિંસા આદિ ચારના એકાગ્રચિત્તે વિચારો એ અનુક્રમે હિંસાનુબંધી, અસત્યાનુબંધી, તેયાનુબંધી અને વિષયસંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે. હિંસા કેવી રીતે કરવી, ક્યારે કરવી, તેનાં સાધનો કયાં કયાં છે, સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો ઇત્યાદિ હિંસાના એકાગ્રચિત્તે થતા વિચારો હિંસાનુબંધી રૌદ્રધ્યાન છે. અસત્ય કેવી રીતે બોલવું, કેવી કેવી રીતે અસત્ય બોલવાથી છૂટી જવાશે, કેવી કેવી રીતે અસત્ય બોલવાથી અન્યને છેતરી શકાશે વગેરે
Page #469
--------------------------------------------------------------------------
________________
૪૨૫
અo ૯ સૂ૦ ૩૭] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર અસત્યના એકાગ્રચિત્તે થતા વિચારો અસત્યાનુબંધી રૌદ્રધ્યાન છે. ચોરી કેવી રીતે કરવી, કેવી રીતે ચોરી કરવાથી પકડાઈ ન જવાય, ચોરીનાં સાધનો
ક્યાં કયાં છે, ચોરીનાં સાધનો ક્યાં મળે છે? કેવી રીતે મેળવવાં, ક્યાં કેવી ચોરી કરવી, વગેરે ચોરીના એકાગ્રચિત્તે થતા વિચારો તેયાનુબંધી રૌદ્રધ્યાન છે. રૂપ આદિ ઇષ્ટ વિષયોનું કે વિષયનાં સાધનોનું રક્ષણ કરવાના એકાગ્રચિત્તે થતા વિચારો વિષયસંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે.'
આ ધ્યાન અવિરત અને દેશવિરત જીવોને, અર્થાત્ પ્રથમ ગુણસ્થાનકથી આરંભી પાંચમા ગુણસ્થાનક સુધી હોય છે. પછીના ગુણસ્થાનોમાં આ ધ્યાન હોતું નથી. (૩૬).
ધર્મધ્યાનના ભેદો અને સ્વામી आज्ञा-ऽपाय-विपाक-संस्थानविचयाय धर्म्यमप्रमत्तसंयतस्य ॥९-३७ ॥
આજ્ઞા, અપાય, વિપાક, સંસ્થાન એ ચારના વિચય સંબંધી એકાગ્ર મનોવૃત્તિ તે ચાર પ્રકારનું ધર્મધ્યાન છે. આ ધ્યાન અપ્રમત્તસંયતને હોય છે.
વિચય એટલે પર્યાલોચન=ચિંતન. મનની એકાગ્રતાથી આજ્ઞા આદિ ચારનું પર્યાલોચન=ચિંતન એ અનુક્રમે આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય, સંસ્થાનવિચય છે.
(૧) આજ્ઞાવિચય- જિનેશ્વર ભગવાનની આજ્ઞા સકલ જીવોને હિત કરનારી છે. સર્વ પ્રકારના દોષોથી રહિત છે. એમની આજ્ઞામાં ઘણાં ગૂઢ રહસ્યો રહેલાં છે. આથી અતિલઘુકર્મી નિપુણ પુરુષો જ એમની આજ્ઞાને સમજી શકે છે. ઇત્યાદિ ચિંતન તથા સાધુઓના માટે અને શ્રાવક આદિના માટે ભગવાનની કઈ કઈ આજ્ઞા છે એ વિશે એકાગ્રતાપૂર્વક પર્યાલોચન=ચિંતન એ આજ્ઞાવિચય ધર્મધ્યાન છે.
(૨) અપાયરિચય– અપાય એટલે દુઃખ. સંસારના જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ વગેરે શારીરિક અને માનસિક દુઃખોનો,
૧. વિષયોને અને વિષયોનાં સાધનોને મેળવવાના વિચારો આર્તધ્યાન છે અને સાચવી રાખવાના વિચારો રૌદ્રધ્યાન છે. વિષયોની પ્રાપ્તિમાં અને સેવનમાં આનંદ આર્તધ્યાન છે. આર્ત અને રૌદ્ર ધ્યાનના આ સ્વરૂપને જાણનારા વિચારકને લગભગ સઘળા જીવો સદા આર્તધ્યાન અને રૌદ્રધ્યાન જ કરતા હોય છે એમ જણાયા વિના નહિ રહે.
Page #470
--------------------------------------------------------------------------
________________
૪૨૬
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦ ૯ સૂ૦ ૩૭. દુઃખોનાં કારણો અજ્ઞાન, અવિરતિ, કષાય વગેરેનો એકાગ્રચિત્તે વિચાર તે અપાયરિચય ધર્મધ્યાન
(૩) વિપાકવિચય– વિપાક એટલે ફળ. તે તે કર્મના ઉદયથી થતા તે તે ફળનો વિચાર તે વિપાકવિચય. તે આ પ્રમાણે-જ્ઞાનાવરણકર્મના ઉદયથી જીવ અજ્ઞાની રહે છે. દર્શનાવરણકર્મના ઉદયથી વસ્તુને જોઈ શકાય નહિ, નિદ્રા આદિનો ઉદય થાય. સાતવેદનીયકર્મથી સુખનો અને અસાતા વેદનીયકર્મથી દુઃખનો અનુભવ થાય. વિપરીત જ્ઞાન, અવિરતિ, રતિ, અરતિ વગેરે મોહનીયકર્મના ઉદયથી થાય છે. આયુષ્યકર્મના ઉદયથી નરક આદિ ગતિમાં જકડાઈ રહેવું પડે છે. નામકર્મના ઉદયથી શુભ કે અશુભ દેહ આદિ મળે છે. ગોત્રકર્મના ઉદયથી ઉચ્ચ કે નીચ ગોત્રમાં જન્મ થાય છે. અંતરાયકર્મના ઉદયથી દાન, લાભ આદિમાં અંતરાય=વિપ્ન થાય છે.
(૪) સંસ્થાનવિચય- સંસ્થાન એટલે આકાર. લોકના તથા લોકમાં રહેલા દ્રવ્યોના આકારનું કે સ્વરૂપનું પર્યાલોચન એ સંસ્થાનવિચય. લોક, જગત, વિશ્વ, દુનિયા વગેરે શબ્દો એકાર્થક છે. લોક ચૌદ રજુ પ્રમાણ છે, અર્થાત્ લોકને ઉપરના છેડાથી નીચેના છેડા સુધી માપવામાં આવે તો ૧૪ રજુ પ્રમાણ થાય છે. તેનો આકાર પગ પહોળા કરી કેડે હાથ દઈ ઊભા રહેલા પુરુષ સમાન છે. તેના ઊર્ધ્વ, અધો અને તિછ એમ ત્રણ વિભાગ છે. અધોલોક ઊંધા પડેલા કુંડાના આકાર સમાન છે. તિચ્છલોક થાળીની આકૃતિ સમાન ગોળ છે. ઊર્ધ્વલોક મૃદંગ કે ઊર્ધ્વમુખ કુંડા ઉપર મૂકેલા અધોમુખ કુંડાના આકાર સમાન છે. તિછલોકમાં નીચેના ભાગમાં વ્યંતર તથા ઉપરના ભાગમાં જયોતિષ્ક જાતિના દેવો રહે છે. મધ્યભાગમાં બંગડીના આકારે અસંખ્ય દ્વીપો અને સમુદ્રો આવેલા છે. પ્રારંભમાં અઢી દ્વીપમાં મનુષ્યો અને તિર્યંચોનો વાસ છે. બાકીના સઘળા દ્વીપોમાં કેવળ તિર્યંચોનો વાસ છે. ઊર્ધ્વલોકમાં વૈમાનિક જાતિના દેવો રહે છે. અધોલોકમાં ભવનપતિ દેવો અને નારકો રહે છે. આ પ્રમાણે જિનોપદિષ્ટ શાસ્ત્રોના આધારે લોકના આકાર સ્વરૂપ વગેરેનો વિચાર તે સંસ્થાનવિચય ધર્મધ્યાન છે.' ૧. લોકના સ્વરૂપનું વિસ્તૃત વર્ણન પાંચમા અધ્યાયમાં આવી ગયું છે.
Page #471
--------------------------------------------------------------------------
________________
અ૦ ૯ સૂ૦ ૩૮-૩૯]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૪૨૭
આ ધ્યાન અપ્રમત્ત સંયતને હોય છે. આથી નીચેના છઠ્ઠા વગેરે ગુણસ્થાનોમાં તાત્વિક ધર્મધ્યાન' ન હોય એ સિદ્ધ થાય છે. નીચેના છઠ્ઠા વગેરે ગુણસ્થાનોમાં અભ્યાસ રૂપ ધર્મધ્યાન હોય, પણ પારમાર્થિક ધર્મધ્યાન ન હોય. (૩૭)
ધર્મધ્યાનના સ્વામીનો નિર્દેશ
ઉપશાન્ત-ક્ષીળવષાયયોજ્જ ॥ ૧-૩૮ ॥
આ
ઉપશાંતકષાય અને ક્ષીણકષાય મુનિને પણ ધર્મધ્યાન હોય છે. ઉપરના સૂત્રમાં અપ્રમત્તસંયતને ધર્મધ્યાન હોય એમ કહ્યું છે. સૂત્રમાં ઉપશાંતકષાય અને ક્ષીણકષાય સંયતને પણ ધર્મધ્યાન હોય છે એમ જણાવ્યું છે. ૧૧મા ગુણસ્થાને રહેલ મુનિ ઉપશાંતકષાય અને ૧૨મા ગુણસ્થાને રહેલ મુનિ ક્ષીણકષાય છે. આથી ૭ થી ૧૨ ગુણસ્થાનક સુધી ધર્મધ્યાન હોય છે એ સિદ્ધ થયું.૨ (૩૮)
શુક્લધ્યાનના પૂર્વના બે ભેદના સ્વામી– જીવને વાઘે પૂર્વવિદ્ઃ ॥ ૧-૩૧ ॥
પૂર્વના જાણકાર ઉપશાંતકષાય અને ક્ષીણકષાય મુનિને શુક્લધ્યાનના પ્રથમ બે ભેદો હોય છે.
અર્થાત્ ઉપશાંતકષાય અને ક્ષીણકષાય મુનિ જો પૂર્વધર ન હોય તો તેમને ૧૧-૧૨મા ગુણસ્થાને ધર્મધ્યાન હોય અને જો પૂર્વધર હોય તો શુક્લધ્યાન (પ્રથમના બે ભેદ) હોય.
અહીં ૩૮ અને ૩૯મા સૂત્રના ભાષ્યને અને ભાષ્યની ટીકાને જોતાં જણાય છે કે—ઉપશમ અને ક્ષપક એ બંને પ્રકારની શ્રેણિમાં ધર્મ અને શુક્લ એ બંને પ્રકારનાં ધ્યાન હોય છે. અર્થાત્ ઉપશમશ્રેણિમાં ધર્મ અને શુક્લ એ બંને પ્રકારના ધ્યાન હોય છે તથા ક્ષપકશ્રેણિમાં પણ ધર્મ અને શુક્લ એ બંને ધ્યાન હોય છે.
૧. દિગંબર ગ્રંથોમાં ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધી ધર્મધ્યાન હોય એવો નિર્દેશ છે. ૨. દિગંબર ગ્રંથોમાં બંને પ્રકારની શ્રેણિમાં (૮ થી ૧૨ ગુણસ્થાન સુધી) શુક્લધ્યાનનો જ
સ્વીકાર કરવામાં આવ્યો છે. તેમાં ઉપશમ શ્રેણિમાં ૮ થી ૧૧ ગુણસ્થાન સુધી અને ક્ષપક શ્રેણિમાં ૮ થી ૧૦ ગુણસ્થાન સુધી શુક્લધ્યાનનો પ્રથમ ભેદ તથા ૧૨મા ગુણઠાણે બીજો ભેદ માનેલો છે.
Page #472
--------------------------------------------------------------------------
________________
૪૨૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [૮૦ ૯ સૂ૦ ૪૦-૪૧ બંને પ્રકારની શ્રેણિનો આરંભ આઠમા ગુણસ્થાનકથી થાય છે. પરંતુ કર્મોના ઉપશમનો કે ક્ષયનો પ્રારંભ નવમા ગુણસ્થાનકથી થાય છે. તથા ૧૧મા ગુણસ્થાને ઉપશમશ્રેણિની અને ૧૨મા ગુણસ્થાને ક્ષપકશ્રેણિની સમાપ્તિ થાય છે. (ક્ષપકશ્રેણિમાં અગિયારમું ગુણસ્થાન હોતું નથી.) બંને પ્રકારની શ્રેણિમાં ૮-૯-૧૦ ગુણસ્થાનોમાં ધર્મધ્યાન જ હોય છે. તથા ૧૧મા અને ૧૨મા ગુણસ્થાને ધર્મ અને શુક્લ બંને ધ્યાન હોઈ શકે છે. શ્રેણિએ ચઢનારા જીવો બે પ્રકારના હોય છે. (૧) પૂર્વધર(શ્રુતકેવલી=સંપૂર્ણ ચૌદ પૂર્વધર) (૨) અપૂર્વધર(ચૌદ પૂર્વથી ન્યૂન શ્રુતના જ્ઞાતા). બંને પ્રકારની શ્રેણિમાં યથાસંભવ ૧૧મા અને ૧૨મા ગુણઠાણે પૂર્વધરને શુક્લધ્યાન (પ્રથમના બે ભેદ) હોય છે અને અપૂર્વધરને ધર્મધ્યાન હોય છે. (૩૯)
શુક્લધ્યાનના અંત્ય બે ભેદના સ્વામી પરે વનિનઃ + ૨-૪૦ છે. શુક્લધ્યાનના અંતિમ બે ભેદો કેવલીને હોય છે.
તેરમા ગુણસ્થાને અંતિમ અંતર્મુહૂર્તમાં મન-વચન એ બે યોગોનો સર્વથા નિરોધ થયા બાદ બાદર કાયયોગનો નિરોધ થતાં કેવળ સૂક્ષ્મ કાયયોગની ક્રિયા હોય છે. ત્યારે ત્રીજો ભેદ હોય છે. સૂક્ષ્મ કાયયોગનો નિરોધ થતાં, અર્થાત્ સંપૂર્ણ યોગનિરોધ થતાં, ચૌદમા ગુણસ્થાને આત્માની નિષ્પકંપ અવસ્થા રૂપ ચોથો ભેદ હોય છે. (૪૦)
શુક્લધ્યાનના ચાર ભેદોपृथक्त्वै-कत्ववितर्क-सूक्ष्मक्रियाऽप्रतिपातिચુપરતિક્રિયાનિવૃત્તનિ . ૧-૪૨ |
પૃથકત્વવિતર્ક(સવિચાર), એકત્વવિતર્ક(અવિચાર), સૂમક્રિયાઅપ્રતિપાતી અને સુપરતક્રિયાઅનિવૃત્તિ એ ચાર શુક્લ ધ્યાનના ભેદો છે.
(૧) પૃથકત્વ-વિતર્કસવિચાર– પૃથકત્વ એટલે ભેદ જુદાપણું. વિતર્ક એટલે પૂર્વગતશ્રત. વિચાર એટલે દ્રવ્ય-પર્યાયની, અર્થ-શબ્દની કે મન આદિ ત્રણ યોગની સંક્રાંતિ પરાવર્તન. વિચારથી સહિત તે 'સવિચાર. ૧. અહીં મૂળ સૂત્રમાં સવિચાર શબ્દ નથી. પણ આગળ ૪૪મા સૂત્રમાં બીજા ભેદને વિચાર રહિત કહ્યો છે. એટલે પ્રથમ ભેદ વિચાર સહિત છે એમ અથપત્તિથી સિદ્ધ થાય છે. વિચારનો અર્થ ગ્રંથકારે સ્વયં ૪૬મા સૂત્રમાં બતાવ્યો છે. તે જ અર્થ અહીં જણાવવામાં આવ્યો છે.
Page #473
--------------------------------------------------------------------------
________________
અ૦ ૯ સૂ૦ ૪૧] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૪૨૯ અહીં ત્રણ શબ્દોથી ત્રણ હકીકતો જણાવવામાં આવી છે. (૧) પૃથફત્વ શબ્દથી ભેદ, (૨) વિતર્ક શબ્દથી પૂર્વગતશ્રુત અને (૩) સવિચાર શબ્દથી દ્રવ્ય-પર્યાય આદિનું પરિવર્તન. તથા “એકાગ્રતાપૂર્વક ચિંતન' એ અર્થ પૂર્વ સૂત્રથી ચાલ્યો આવે છે. આથી પૃથકત્વવિતર્ક સવિચાર ધ્યાનનો અર્થ આ પ્રમાણે થાય છે–જે ધ્યાનમાં પૂર્વગતશ્રુતના આધારે, આત્મા આદિ કોઈ એક દ્રવ્યને આશ્રયીને ઉત્પાદાદિ અનેક પર્યાયોનું એકાગ્રતાપૂર્વક ભેદ(દ્રવ્ય-પર્યાયનો ભેદ) પ્રધાન ચિંતન થાય અને સાથે દ્રવ્ય-પર્યાય આદિનું પરાવર્તન થાય, તે પૃથક્વવિતર્ક-સવિચાર ધ્યાન. આનો ભાવાર્થ આ પ્રમાણે છે–પૂર્વધર મહાત્મા પૂર્વગત શ્રતના આધારે, આત્મા કે પરમાણુ આદિ કોઈ એક દ્રવ્યને આશ્રયીને વિવિધ નયોના અનુસારે ઉત્પાદ, વ્યય, પ્રૌવ્ય, મૂર્તત્વ-અમૂર્તિત્વ, નિત્યત્વ-અનિત્યત્વ આદિ પર્યાયોનું ભેદથી (=ભેદપ્રધાન) ચિંતન કરે છે. આ વખતે એક દ્રવ્યનો ત્યાગ કરી અન્ય દ્રવ્યનું કે પર્યાયનું અથવા એક પર્યાયનો ત્યાગ કરી અન્ય પર્યાયનું કે અન્ય દ્રવ્યનું આલંબન લે છે. તથા શબ્દ ઉપરથી અર્થ ઉપર અને અર્થ ઉપરથી શબ્દ ઉપર જાય છે. તેમ જ કાયયોગનો ત્યાગ કરી વચનયોગનું કે મનોયોગનું આલંબન લે છે, અથવા વચનયોગનો ત્યાગ કરી કાયયોગનું કે મનોયોગનું આલંબન લે છે. અથવા મનોયોગનો ત્યાગ કરી કાયયોગનું કે વચનયોગનું આલંબન લે છે. આ પ્રમાણે અર્થ, વ્યંજન અને યોગોનું પરિવર્તન કરે છે.
(૨) એકત્વ-વિતર્ક-અવિચાર– એકત્વ એટલે અભેદ. શુક્લધ્યાનના આ ભેદમાં દ્રવ્ય-પર્યાયનું અભેદરૂપે ચિતન હોય છે. વિતર્કનો અને વિચારનો ૧. આ અર્થ વિતર્ક શબ્દથી નીકળે છે. ૨. આ અર્થ માટે ‘પૃથફત્વ વિતર્ક સવિચાર’ એ નામમાં કોઈ શબ્દ નથી. પણ આગળ ૪૩મા
સૂત્રમાં આ અર્થનું સૂચન કર્યું છે. ૩. આ અર્થ પૃથક્ત શબ્દથી નીકળે છે. ૪. આ અર્થ ૩૧મા સૂત્રથી ચાલ્યો આવે છે. ૫. આ અર્થ સવિચાર શબ્દથી નીકળે છે. ६. पृथक्त्वेन-एकद्रव्याश्रितानामुत्पादादिपर्यायाणां भेदेन पृथुत्वेन वा, विस्तीर्णभावेनेत्यन्ये, वितर्को विकल्पः पूर्वगतश्रुतालम्बनो नानानयानुसरणलक्षणो यस्मिंस्तत्तथा, पूज्यैस्तु (श्रीमदुमास्वातिवाचकैः) वितर्कः श्रुतालम्बनतया श्रुतमित्युपचारादधीतः, तथा विचरणम् - કર્યાદ રાઝને એનાર્થે તથા મામૃતીનાં... (સ્થાનાંગસૂત્ર ચોથું પદ)
Page #474
--------------------------------------------------------------------------
________________
૪૩૦
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [૮૦ ૯ સૂ૦૪૨ અર્થ પ્રથમ ભેદના અર્થમાં જણાવ્યો છે તે જ છે. વિચારનો અભાવ તે અવિચાર. આ ભેદમાં વિચારનો અભાવ હોય છે. જે ધ્યાનમાં પૂર્વગત શ્રુતના આધારે, આત્મા કે પરમાણુ આદિ કોઈ એક દ્રવ્યને આશ્રયીને, ઉત્પાદ આદિ કોઇ એક પર્યાયનું અભેદથી અભેદ (દ્રવ્ય-પર્યાયનો અભેદ) પ્રધાન ચિંતન થાય, અને અર્થ-વ્યંજન-યોગના પરિવર્તનનો અભાવ હોય, તે એક–વિતર્ક અવિચાર ધ્યાન'. આ ધ્યાન વિચાર રહિત હોવાથી પવન રહિત સ્થાને રહેલા દીપકની જેમ નિષ્પકંપ=સ્થિર હોય છે.
(૩) સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી શબ્દમાં સૂક્ષ્મક્રિય અને અપ્રતિપાતી એ બે શબ્દો છે. સૂક્ષ્મક્રિય એટલે જેમાં ક્રિયા સૂક્ષ્મ=અતિઅલ્પ હોય તે. અપ્રતિપાતી એટલે પતનથી રહિત. જેમાં માત્ર શ્વાસોશ્વાસરૂપ સૂક્ષ્મક્રિયા જ રહી છે અને ધ્યાન કરનારના વધતા પરિણામવિશેષનું પતન નથી, તે ધ્યાન સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતી. પોતાનું આયુષ્ય એક અંતર્મુહૂર્ત જેટલું જ બાકી રહે છે ત્યારે કેવળી યોગનિરોધની ક્રિયા શરૂ કરે છે. તેમાં વચનયોગ અને મનોયોગનો સર્વથા નિરોધ થઈ જતાં માત્ર શ્વાસોચ્છવાસરૂપ સૂક્ષ્મકાયયોગ બાકી રહે ત્યારે આ પ્લાન હોય છે. યોગનિરોધ તેરમા ગુણસ્થાનના અંતે (અંતિમ અંતર્મુહૂર્તમાં) થાય છે. માટે આ ધ્યાન પણ તેરમાં ગુણસ્થાનના અંતે હોય છે.
(૪) ચુપરતક્રિયાનિવૃત્તિ વ્યુપરતક્રિયાનિવૃત્તિ શબ્દમાં ભુપતક્રિય અને અનિવૃત્તિ એ બે શબ્દો છે. જેમાં સર્વથા ક્રિયા અટકી ગઈ છે તે સુપરતક્રિય. જેમાં નિવૃત્તિ (=અટકવાનું) નથી તે અનિવૃત્તિ. જેમાં મન આદિ ત્રણે યોગોનો સર્વથા નિરોધ થઈ જવાથી કોઈ પણ જાતની ક્રિયા નથી, તથા જે ધ્યાન આત્મા મોક્ષમાં જાય ત્યાં સુધી જરા પણ અટકતું નથી=પાછું ફરતું નથી તે ધ્યાન ભુપતક્રિયાઅનિવૃત્તિ. આ ભેદ ચૌદમાં ગુણસ્થાને હોય છે. (૪૧)
ધ્યાનમાં યોગની વિચારણાતત્ ચેન્ન- યો-થોનામ્ | ૧-૪૨ છે.
१. एकत्वेन अभेदेनोत्पादादिपर्यायाणामन्यतमैकपर्यायालम्बनतयेत्यर्थः । वितर्क :
પૂર્વતશ્રુતાશયો વ્યાપોડર્થપો વચ તત્વરિતમ્ ! (સ્થાનાંગસૂત્ર ચોથું પદ)
Page #475
--------------------------------------------------------------------------
________________
અ૦ ૯ સૂ૦ ૪૨] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૪૩૧ તે (ચાર પ્રકારનું શુક્લધ્યાન) અનુક્રમે ત્રણ યોગ, એક યોગ, કાયયોગ અને અયોગને(=યોગરહિત ને) હોય છે.
ધ્યાનનો પ્રથમભેદ મન આદિ ત્રણે યોગોના વ્યાપારવાળાને, બીજો ભેદ ત્રણમાંથી ગમે તે એક યોગના વ્યાપારવાળાને, ત્રીજો ભેદ કાયયોગના વ્યાપારવાળાને, ચોથો ભેદ યોગવ્યાપાર રહિત જીવને હોય છે. અર્થાત ધ્યાનના પ્રથમ ભેદમાં ત્રણે યોગોનો વ્યાપાર હોય છે. બીજા ભેદમાં ગમે તે એક યોગનો અને ત્રીજામાં કેવળ કાયયોગનો વ્યાપાર હોય છે. ચોથામાં યોગવ્યાપારનો અભાવ હોય છે.
પ્રશ્ન- ચિત્તનો નિરોધ( ચિત્તની નિશ્ચલતા) એ ધ્યાન છે. કેવલી ભગવંતને ચિત્ત હોતું નથી. તેથી તેમને ધ્યાન કેવી રીતે હોય? જયારે અહીં તો કેવલીને બે ધ્યાન કહ્યાં છે.
ઉત્તર- જૈનશાસનમાં ચિત્તનો વિરોધ કરવો એ જ ધ્યાન નથી, કિંતુ મન-વચન-કાયા રૂપ યોગોનો વિરોધ કરવો એ પણ ધ્યાન છે. એથી કેવલીને પણ યોગનિરોધરૂપ ધ્યાન હોય.
પ્રશ્ન- બૈ ધાતુથી ધ્યાન શબ્દ બન્યો છે. પ્લે ધાતુનો અર્થ ચિત્તનો નિરોધ કરવો એવો છે, યોગનો નિરોધ કરવો એવો નથી. તેથી યોગનિરોધને ધ્યાન કેવી રીતે કહેવાય?
ઉત્તર– ધ્યે ધાતુના અનેક અર્થો છે. તેથી ધ્યે ધાતુનો યોગનિરોધ કરવો (યોગને સ્થિર કરવો) એવો અર્થ પણ છે.
પૂર્વપક્ષ કેવલીને છેલ્લાં બે ધ્યાન હોય છે. તેમાં તેરમા ગુણસ્થાને થનારા ત્રીજા ધ્યાનમાં કાયયોગનો નિરોધ થતો હોવાથી યોગનિરોધ હોય છે. પણ ચૌદમા ગુણસ્થાને યોગનિરોધ થઈ ગયો હોવાથી યોગનિરોધ નથી. આથી ધ્યે ધાતુના યોગનિરોધ અર્થથી પણ ચૌદમા ગુણસ્થાને ધ્યાન ન ઘટે.
ઉત્તરપક્ષ પૂર્વે કહ્યું છે કે ધ્યે ધાતુના અનેક અર્થો છે. આથી ધ્યે ધાતુનો “અયોગાવસ્થા' એવો અર્થ પણ છે. અર્થાત્ ધ્યે ધાતુના મનનિરોધ, યોગનિરોધ અને અયોગાવસ્થા એમ ત્રણ અર્થો છે. À ધાતુનો છદ્મસ્થના ધ્યાનમાં મનોનિરોધ અર્થ છે, તેમાં ગુણસ્થાનમાં થતા ધ્યાનમાં યોગનિરોધ અર્થ છે, અને ચૌદમા ગુણસ્થાને થતા ધ્યાનમાં “અયોગાવસ્થા' અર્થ છે.
Page #476
--------------------------------------------------------------------------
________________
૪૩૨
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૯ સૂ૦૪૩-૪૪-૪૫ પ્રશ્ન- આવી રીતે ધ્યે ધાતુના પ્રસિદ્ધ અર્થ સિવાય અન્ય અર્થો કરવામાં(=માનવામાં) અન્યાય નથી થતો ?
ઉત્તર-ના. જિનવચનને અનુસરવા માટે અન્ય અર્થ કરવામાં અન્યાય થતો નથી. (૪૨)
શુક્લધ્યાનના પ્રથમના બે ભેદોમાં વિશેષતા gશ સવિત પૂર્વે ૧-૪૩ | પૂર્વના બે ભેદો એકાશ્રય અને સવિતર્ક હોય છે.
એકાશ્રય એટલે આત્મા કે પરમાણુ આદિ કોઈ એક આલંબન સહિત. સવિતર્ક એટલે શ્રુતસહિત=પૂર્વગતશ્રુતના આધારવાળું. શુક્લધ્યાનના પ્રારંભના બે ભેદોમાં આત્મા કે પરમાણુ આદિ કોઈ એક દ્રવ્યનું આલંબન હોય છે, અર્થાત્ કોઈ એક દ્રવ્ય સંબંધી ધ્યાન કરવામાં આવે છે, તથા પૂર્વગતશ્રુતનો આધાર હોય છે, અર્થાત્ પૂર્વગતશ્રુતના આધારે ધ્યાન કરવામાં આવે છે. (૪૩)
પહેલા અને બીજા ભેદમાં તફાવત
વિવારે તિય –૪૪ શુક્લ ધ્યાનનો બીજો ભેદ વિચારથી રહિત હોય છે.
આથી પ્રથમ ભેદ વિચાર સહિત હોય છે એ અર્થોપત્તિથી સિદ્ધ થાય છે. દ્રવ્ય-પર્યાય, શબ્દ-અર્થ અને યોગોનું સંક્રમણ=પરિવર્તન વિચાર છે, એમ પૂર્વે કહેવાઈ ગયું છે.
પ્રથમભેદ એકાશ્રય-પૃથકત્વ-સવિતર્ક-સવિચાર છે, અને બીજો ભેદ એકાશ્રય-એકત્વ-સવિતર્ક અવિચાર છે.
આમ બે ભેદોમાં એકાશ્રય અને વિતર્ક એ બેની સમાનતા છે, તથા પૃથકત્વ-એકત્વ તથા વિચારની અસમાનતા છે. (૪૪)
વિતર્કની વ્યાખ્યાવિત: શ્રત છે ૧-૪પ વિતર્ક એટલે (પૂર્વગત)શ્રુત.
યદ્યપિ વિતર્કનો અર્થ વિકલ્પ=ચિંતન થાય છે. પણ અહીં વિકલ્પ (વિતર્ક) પૂર્વગતશ્રુતના આધારે વિવિધ નયના અનુસાર કરવાનો હોવાથી તેમાં (વિકલ્પમાં) પૂર્વગતશ્રુતનું આલંબન લેવું પડતું હોવાથી ઉપચારથી
Page #477
--------------------------------------------------------------------------
________________
અo ૯ સૂ૦ ૪૬] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૪૩૩ વિતર્કનો શ્રુત અર્થ કરવામાં આવ્યો છે. તથા શ્રુત શબ્દથી સામાન્યશ્રુત નહિ, કિન્તુ પૂર્વગતશ્રુત સમજવું. (૪૫).
વિચારની વ્યાખ્યાવિરારોડર્ણ-ચન-યોગાસંન્તિ : | ૨-૪૬ છે. અર્થ, વ્યંજન અને યોગની સંક્રાંતિ એ વિચાર છે.
અર્થ એટલે ધ્યેય દ્રવ્ય કે પર્યાય. વ્યંજન એટલે ધ્યેય પદાર્થનો અર્થવાચક શબ્દ=શ્રુતવચન. મન, વચન અને કાયા એ ત્રણ યોગ છે. સંક્રાંતિ એટલે સંક્રમણ=પરિવર્તન. કોઈ એક દ્રવ્યનું ધ્યાન કરી તેના પર્યાયનું ધ્યાન કરવું, અથવા કોઈ એક પર્યાયના ધ્યાનનો ત્યાગ કરી દ્રવ્યનું ધ્યાન કરવું, એ પ્રમાણે દ્રવ્ય-પર્યાયનુ પરિવર્તન એ અર્થ(દ્રવ્ય-પર્યાય)સંક્રાંતિ છે. કોઈ એક ઋતવચનને અવલંબીને ધ્યાન કર્યા પછી અન્ય શ્રુતવચનનું અવલંબન કરીને ધ્યાન કરવું એ વ્યંજનસંક્રાંતિ છે. કાયયોગનો ત્યાગ કરી વાચનયોગનો કે મનોયોગનો સ્વીકાર કરવો ઇત્યાદિ યોગસંક્રાંતિ છે. આ પ્રમાણે અર્થ, વ્યંજન અને યોગની સંક્રાંતિ પરિવર્તન એ વિચાર છે.
આ પ્રમાણે બાહ્ય અને અત્યંતર તપનું વર્ણન સમાપ્ત થયું. બંને પ્રકારનો તપ સંવર અને નિર્જરાનું કારણ હોવાથી મોક્ષમાર્ગના સાધકે તેનું અવશ્ય સેવન કરવું જોઇએ. તપથી સર્વ કર્મોનો ક્ષય થતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે.
પ્રશ્ન-તપ નિર્જરાનું કારણ કેવી રીતે બને છે? તેમાં પણ બાહ્ય તપથી નિર્જરા કેમ થાય ? બાહ્ય તપમાં તો કેવળ કાયકષ્ટ થાય છે. જો માત્ર કાયકષ્ટથી નિર્જરા થતી હોય તો જેમ જેમ કાયકષ્ટ વધારે તેમ તેમ નિર્જરા વધારે થાય. એથી સાધુઓ કરતાં પણ તિર્યંચો અને નારકો અધિક કષ્ટ સહન કરતા હોવાથી તેમને અધિક નિર્જરા થવી જોઈએ. તથા સાધુના કરતાં એમનો
१. वितर्को विकल्पः पूर्वगतश्रुतालम्बनो नानानयानुसरणलक्षणो यस्मिस्तत्तथा, पूज्यैस्तु
વિત: સુતાનિવનિતિશ કુમભુષારાતઃ | (સ્થાનાંગ ચોથું પદ) ૨. ન એવો વ્યં પર્યાપી તા . એને વન | પm: વામન નિર્મળ:
संक्रान्ति परिवर्तनम् । द्रव्यं विहाय पर्यायमुपैति पर्यायं त्यक्त्वा द्रव्यमित्यर्थसंक्रान्तिः । एकं श्रुतवचनमुपादाय वचनानन्तरमालम्बते, तदपि विहायान्यदिति व्यञ्जनसंक्रान्तिः । काययोगं त्यक्त्वा योगान्तरं गृह्णाति, योगान्तरं त्यक्त्वा काययोगमिति योगमंकान्तिः । (સર્વાર્થસિદ્ધિ:)
Page #478
--------------------------------------------------------------------------
________________
૪૩૪
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦ ૯ સૂ૦૪૬ મોક્ષ વહેલો થવો જોઈએ. માત્ર કાયકષ્ટથી તપસ્વી કહેવાય તો તિર્યંચો અને નારકોને મહાન તપસ્વી કહેવા જોઇએ.
- ઉત્તર- આ પ્રશ્નના સમાધાન માટે પ્રથમ નિર્જરાનો અર્થ બરોબર સમજી લેવાની જરૂર છે. નિર્જરાના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદો છે. આત્મામાંથી કર્મપ્રદેશોનું છૂટા પડવું એ દ્રવ્યનિર્જરા છે. કર્મપ્રદેશોને છૂટા પાડનાર આત્માના શુદ્ધ પરિણામ=અધ્યવસાય ભાવનિર્જરા છે. આમાં ભાવનિર્જરા જ મુખ્ય નિર્જરા છે. ભાવનિર્જરા વિના થતી દ્રવ્યનિર્જરાથી આત્મા સર્વથા કર્મમુક્ત બની શકતો નથી. દ્રવ્યનિર્જરા બે કારણોથી થાય છે–(૧) કર્મની સ્થિતિના પરિપાકથી અને (૨) આત્માના શુદ્ધ પરિણામ રૂપ ભાવનિર્જરાથી. કર્મની સ્થિતિના પરિપાકથી થતી નિર્જરા તો દરેક જીવને થઈ રહી છે. એ નિર્જરાનું જરાય મહત્ત્વ નથી. શુદ્ધ પરિણામરૂપ ભાવનિર્જરાથી થતી દ્રવ્યનિર્જરાની જ મહત્તા છે. આથી પ્રસ્તુતમાં આ જ નિર્જરા ઇષ્ટ છે.
હવે અહીં નિર્જરાના જે બે કારણો બતાવ્યાં તેમાં તપનો સમાવેશ તો થયો નહિ. જયારે શાસ્ત્રકારો તો તપને નિર્જરાનું કારણ કહે છે, તો આમાં શું તથ્ય છે? એ પ્રશ્ન ઉપસ્થિત થાય એ સહજ છે. આનું સમાધાન આ પ્રમાણે છે–તપ ભાવનિર્જરાનું=આત્માનાં શુદ્ધપરિણામોનું કારણ બનવા દ્વારા નિર્જરાનું કારણ છે. તપથી ભાવનિર્જરા=આત્માનાં શુદ્ધપરિણામો થાય છે, અને એનાથી દ્રવ્યનિર્જરા થાય છે. તપનું સેવન કરવા છતાં જો ભાવનિર્જરા ન થાય તો તપથી (પ્રસ્તુતમાં ઈષ્ટ) નિર્જરા થતી નથી. આથી જ ભાવનિર્જરામાં કારણ ન બનનાર તપ વાસ્તવિક તપ નથી, કિન્તુ માત્ર કાયલેશ છે, ભાવનિર્જરામાં કારણ બનનાર તપ જ વાસ્તવિક તપ છે. અહીં એ તપની ગણતરી કરવામાં આવી છે.
હવે એ પ્રશ્ન બાકી રહે છે કે અત્યંતર તપની આત્મા ઉપર અસર થતી હોવાથી આત્મામાં શુદ્ધપરિણામ ઉત્પન્ન થાય છે. એથી અત્યંતર તપ નિર્જરાનું કારણ છે. પણ બાહ્ય તપની કેવળ કાયા ઉપર અસર થતી હોવાથી તેનાથી આત્માના શુદ્ધપરિણામ શી રીતે ઉત્પન્ન થાય? અને એથી નિર્જરા પણ શી રીતે થાય? આ પ્રશ્નનું સમાધાન એ છે કે–બાહ્ય તપની કેવળ કાયા
Page #479
--------------------------------------------------------------------------
________________
અo ૯ સૂ૦ ૪૯] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૪૩૫ ઉપર અસર થાય છે એ હકીકત તદ્દન અસત્ય છે. જે બાહ્ય તપની કેવળ કાયા ઉપર અસર થાય, આત્મા ઉપર અસર ન થાય, એ વાસ્તવિક બાહ્ય તપ જ નથી, કિંતુ કાયક્લેશ જ છે. આથી જ પ્રસ્તુત સૂત્રના ભાગમાં કહેવામાં આવ્યું છે કે–સમ્યગુ યોગ... એ સૂત્રમાં આવેલ સમ્યમ્ શબ્દનું અનુસંધાન
આ સૂત્રમાં પણ લેવું. એટલે અહીં કેવળ બાહ્ય તપનો નિર્દેશ નથી કર્યો, કિન્તુ સમ્ય બાહ્યતાનો નિર્દેશ કર્યો છે. આત્મશુદ્ધિના આશયથી જિનેશ્વરની આજ્ઞા મુજબ કરવામાં આવતો બાહ્ય તપ સમ્યગુFઉત્તમ છે.
આત્મામાં શુદ્ધપરિણામ પેદા ન થાય ત્યાં સુધી સમ્યગુ બાહ્યતપ કરવાની ભાવના ન થાય એ ચોક્કસ વાત છે. કારણ કે જ્યાં સુધી દેહનો મમત્વભાવ, આહારની લાલસા, ઇન્દ્રિયોનો અસંયમ, સંસારસુખનો રાગ વગેરે દોષો દૂર ન થાય-ઘટે નહિ ત્યાં સુધી (સમ્યગ) બાહ્યતપ કરવાની ભાવના થતી નથી. તથા જયાં સુધી આત્મામાં શુદ્ધપરિણામો પેદા ન થાય ત્યાં સુધી દેહનો મમત્વભાવ વગેરે દોષો દૂર ન થાય, ઘટે નહિ. આથી બાહ્યતપની પ્રવૃત્તિથી દેહનો મમત્વભાવ વગેરે દોષો દૂર થયા છે=ઘટ્યા છે એ સૂચિત થાય છે. દોષોની હાનિ-ઘટાડો આત્મામાં શુદ્ધપરિણામો ઉત્પન્ન થયા છે એ સૂચવે છે. આત્મામાં ઉત્પન્ન થયેલ શુદ્ધપરિણામથી કર્મોની નિર્જરા થાય છે તથા જેમ જેમ બાહ્યતાનું સેવન થાય છે તેમ તેમ મમત્વાદિ દોષો અધિક અધિક ઘટતા જાય છે, અને આત્મામાં શુદ્ધપરિણામની વૃદ્ધિ દ્વારા નિર્જરાની વૃદ્ધિ થતી જાય છે. આમ સમ્ય બાહ્યપ શુદ્ધપરિણામ હોય તો જ થઈ શકે છે, અને તપના સેવનથી એ પરિણામ અધિક અધિક શુદ્ધ બનતા જાય છે. આથી અત્યંતર તપની જેમ બાહ્ય તપ પણ નિર્જરામાં કારણ છે. આ હકીકતથી બાહ્યતપમાં તો કેવળ કાયકષ્ટ છે... એ પ્રશ્નનું પણ સમાધાન થઈ જાય છે. કારણ કે ઉપર કહ્યા મુજબ સભ્ય બાહ્યતપ કેવળ કાયકષ્ટ રૂપ છે જ નહિ. અસભ્ય તપ જ કેવળ કાયકષ્ટ રૂપ છે. તથા માત્ર કાયકષ્ટથી નિર્જરા થાય છે એ વાત પણ તદ્દન અસત્ય છે. કાર્યકષ્ટ દ્વારા ઉત્પન્ન થતા શુદ્ધ પરિણામથી જ નિર્જરા થાય છે. તથા અજ્ઞાન લોકો ગમે તેને તપસ્વી ભલે કહે, પણ શાસ્ત્રો તો સમ્યગુ તપ કરનારને જ તપસ્વી કહે છે. એટલે જેમ જેમ કાયકષ્ટ વધારે... એ પ્રશ્નને પણ અવકાશ રહેતો નથી. (૪૬)
Page #480
--------------------------------------------------------------------------
________________
૪૩૬
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [અ૦ ૯ સૂ૦ ૪૭ કોને કેટલી નિર્જરા થાય છે તેનો નિર્દેશसम्यग्दृष्टि-श्रावक-विरता-ऽनन्तवियोजकदर्शनमोहक्षपको-पशमको-पशान्तमोह-क्षपक-क्षीणमोहજિનાઃ મશો-સંધ્યેય નિર્વાદ છે ૧-૪૭ છે.
સમ્યગ્દષ્ટિ, શ્રાવક, વિરત, અનંતાનુબંધિવિયોજક, દર્શનમોહક્ષપક, મોહોપશમક, ઉપશાંતમોહ, મોહક્ષપક, ક્ષીણમોહ, જિન-આ દશ અનુક્રમે પૂર્વ પૂર્વથી અસંખ્ય ગુણ નિર્જરા કરે છે.
સમ્યગ્દષ્ટિ જેટલી નિર્જરા કરે છે તેનાથી શ્રાવક અસંખ્યગુણ નિર્જરા કરે છે. શ્રાવકની નિર્જરાથી અસંખ્ય ગુણ નિર્જરા વિરત મુનિ કરે છે. એમ પૂર્વ પૂર્વથી ઉત્તર ઉત્તરની નિર્જરા અસંખ્યગુણ થાય છે. કર્મોનો સર્વથા ક્ષય એ મોક્ષ છે. કર્મોનો આંશિક ક્ષય નિર્જરા છે. કર્મનો આંશિક ક્ષય દરેક સાધકને સમાન હોતો નથી. કારણ કે કર્મનો આંશિક ક્ષય આત્માની વિશુદ્ધિ ઉપર આધાર રાખે છે. આત્માની વિશુદ્ધિ જેમ અધિક તેમ નિર્જરા વધારે. પ્રસ્તુત સૂત્રમાં નિર્દિષ્ટ સમ્યગ્દષ્ટિ આદિ સાધકની આત્મવિશુદ્ધિ અનુક્રમે અસંખ્યગુણી હોવાથી નિર્જરા અસંખ્યગુણી થાય છે. આંશિક નિર્જરાની શરૂઆત મુખ્યતયા સમ્યગ્દષ્ટિથી(કચોથા ગુણસ્થાનકથી) થાય છે અને ૧૩માં ગુણસ્થાને તેનો અંત આવે છે. ચૌદમા ગુણઠાણે સર્વ કર્મનો ક્ષય થાય છે. (૧) સમ્યગ્દષ્ટિ– વિરતિથી રહિત અને સમ્યગ્દર્શનથી યુક્ત. (૨) શ્રાવક- સમ્યગ્દર્શન તથા અણુવ્રતોથી યુક્ત. (૩) વિરત– મહાવ્રતોને ધારણ કરનાર મુનિ. (૪) અનંતાનુબંધિવિયોજક– અનંતાનુબંધી ચાર કષાયોનો (વર્તમાનમાં)
ક્ષય કરનાર. (૫) દર્શનમોહક્ષપક- દર્શનમોહનો (વર્તમાનમાં) ક્ષય કરનાર.
અનંતાનુબંધી ચાર કષાયો, સમ્યક્વમોહ, મિશ્રમોહ, મિથ્યાત્વમોહ
એ સાત પ્રકૃતિઓ દર્શનમોહ છે. (૬) મોહોપશમક– મોહની પ્રકૃતિઓનો (વર્તમાનમાં) ઉપશમ કરનાર. ૧. અહીં સકામ નિર્જરા અપેક્ષિત છે. અકામ નિર્જરા પહેલા ગુણસ્થાને પણ હોય છે. યોગશાસ્ત્રમાં “સામા મિનાં' એમ કહીને સકામ નિર્જરા મુખ્યતયા સાધુઓને હોય છે એમ જણાવ્યું છે.
Page #481
--------------------------------------------------------------------------
________________
અo ૯ સૂ૦ ૪૮] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૪૩૭ (૭) ઉપશાંતમોહ– જેણે મોહની સર્વ (૨૮) પ્રકૃતિઓનો ઉપશમ કરી
દીધો છે તે. (૮) મોહલપક– મોહની પ્રકૃતિઓનો (વર્તમાનમાં) ક્ષય કરનાર. (૯) ક્ષીણમોહ– જેણે મોહની સઘળી પ્રકૃતિઓનો ક્ષય કરી નાંખ્યો છે તે. (૧૦) જિન-જેમણે ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી દીધો છે તે કેવલી. (૪૭)
ચારિત્રની તરતમતાની દૃષ્ટિએ નિગ્રંથના ભેદોપુના-વળ-શનિ-
નિચ-નાતા નિસ્થા: . ૧-૪૮ . પુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ, સ્નાતક-એ પાંચ પ્રકારના નિગ્રંથો-સાધુઓ છે.
(૧) પુલાક– પુલાક એટલે નિઃસાર. ગર્ભથી=સારથી રહિત ફોતરાં કે છાલ જેમ નિઃસાર હોય છે તેમ, જે સાધુ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં અતિચારો લગાડવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રના સારથી રહિત બને છે તે પુલાક. પુલાકના બે ભેદ છે–(૧) લબ્ધિપુલાક, (૨) સેવાપુલાક.
લબ્ધિપુલાક અનેક પ્રકારની લબ્ધિઓને ધારણ કરે છે. તે ધારે તો લબ્ધિથી ચક્રવર્તીને અને તેના સઘળા સૈન્યને ચૂર્ણ કરી શકે છે. તે તપ અને શ્રતના પ્રભાવથી ઉત્પન્ન થયેલી લબ્ધિઓનો નિષ્કારણ પોતાની મહત્તા બતાવવા તથા પોતાની ખ્યાતિ વધારવા ઉપયોગ કરવાથી સંયમના સારથી રહિત બને છે. તેનામાં શ્રદ્ધા પૂર્ણ હોય છે. ચારિત્રના પરિણામ પણ હોય છે છતાં પ્રમાદવશ બની લબ્ધિઓનો ઉપયોગ કરી આત્માને ચારિત્રના સારથી રહિત કરે છે.
સેવાપુલાકના પાંચ ભેદ છે. જ્ઞાનપુલાક, દર્શન પુલાક, ચારિત્રપુલાક, લિંગપુલાક અને સૂક્ષ્મપુલાક. (૧) જ્ઞાનપુલાક- કાલે ન ભણે, અવિનયથી ભણે, વિદ્યાગુરુનું બહુમાન ન કરે, યોગોદહન કર્યા વિના ભણે, સૂત્રનો ઉચ્ચાર અને અર્થ અશુદ્ધ કરે ઈત્યાદિ જ્ઞાનના અતિચારો લગાડે. (૨) દર્શનપુલાક- શંકા આદિથી દર્શનગુણમાં અતિચારો લગાડે. (૩) ચારિત્રપુલાક- (પાંચ મહાવ્રતોરૂપ) મૂલગુણોમાં અને (પિડ વિશુદ્ધિ આદિરૂપ) ઉત્તરગુણોમાં અતિચારો લગાડે. (૪) લિંગપુલાક– નિષ્કારણ
Page #482
--------------------------------------------------------------------------
________________
૪૩૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૯ સૂ૦૪૮ શાસ્ત્રોક્ત લિંગથી અન્ય સિંગને સાધુવેષને ધારણ કરે. (૫) સૂર્મપુલાકમનથી સૂક્ષ્મ અતિચારો લગાડે.
(૨) બકુશ બકુશ એટલે શબલ=ચિત્રવિચિત્ર. વિશુદ્ધિ અને અવિશુદ્ધિથી જેનું ચારિત્ર ચિત્ર-વિચિત્ર બને તે બકુશ. બકુશ સામાન્યથી બે પ્રકારના છે. (૧) શરીર બકુશ, (૨) ઉપકરણ બકુશ. શરીર બકુશ હાથપગ ધોવા, શરીર ઉપરથી મેલ ઉતારવો, મોઢું ધોવું, દાંત સાફ રાખવા, વાળ
ઓળવા વગેરે પ્રકારની શરીરની વિભૂષા તરફ લક્ષ્ય રાખે છે. ઉપકરણ બકુશ વિભૂષા માટે દંડ, પાત્ર વગેરેને રંગ, તેલ આદિથી ચળકતાં કરવાં, કપડાં ઊજળાં રાખવાં, સગવડતા માટે અધિક ઉપકરણો રાખવા વગેરે તરફ લક્ષ્ય રાખે છે. બંને પ્રકારના બકુશો ક્રિયામાં શિથિલ હોય છે. એમનું ચિત્ત શરીર અને ઉપકરણની વિભૂષા તરફ હોય છે. બાહ્ય આડંબર, માન-સન્માન અને ખ્યાતિ વગેરેની કામનાવાળા હોય છે. સુખ અને આરામની ઇચ્છાવાળા હોય છે. તેમનો પરિવાર પણ દેશછેદ કે સર્વછંદ પ્રાયશ્ચિત્તને યોગ્ય હોય છે. અન્ય રીતે પણ બકુશના પાંચ પ્રકાર છે–આભોગ, અનાભોગ, સંવૃત્ત, અસંવૃત્ત અને સૂક્ષ્મ. (૧) આભોગ- જાણવા છતાં દોષોનું સેવન કરે. (૨) અનાભોગ– અજાણથી દોષોનું સેવન કરે. (૩) સંવૃત્ત- અન્યના દેખતાં દોષોનું સેવન કરે. (૪) અસંવૃત્ત– કોઈ ન દેખે તેમ છૂપી રીતે દોષોનું સેવન કરે. (૫) સૂક્ષ્મ– થોડો પ્રમાદ કરે.
(૩) કુશીલ– કુશીલ એટલે અયોગ્ય આચરણવાળા. ઉત્તરગુણના દોષોથી કે સંજવલન કષાયના ઉદયથી જેમનું ચારિત્ર દૂષિત હોય તે કુશીલ નિગ્રંથ. તેના બે ભેદ છે. (૧) પ્રતિસેવના કુશીલ (૨) કષાય કુશીલ. (૧) પ્રતિસેવના કુશીલ– પિંડવિશુદ્ધિ, ભાવના આદિ ઉત્તરગુણોમાં અતિચારનું પ્રતિસેવન કરે, અર્થાત્ અતિચારો લગાડે. (૨) કષાયકુશીલ- સંજવલન કષાયના ઉદયથી ચારિત્રને દૂષિત કરે તે કષાય કુશીલ. તેના જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ, ચારિત્રકુશીલ, લિંગકુશીલ, સૂક્ષ્મકુશીલ એ પાંચ ભેદ છે. આ પાંચ પ્રકારના કુશીલનું સ્વરૂપ પાંચ પ્રકારના સેવાપુલાકની જેમ જાણવું.
(૪) નિગ્રંથ- ગ્રંથ એટલે ગાંઠ. ગાંઠથી રહિત તે નિર્ચથ. જેની મોહની ગાંઠ છેદાઈ ગઈ છે તે નિગ્રંથ. અર્થાત્ જેના મોહનો સર્વથા ક્ષય
Page #483
--------------------------------------------------------------------------
________________
અ૦ ૯ સૂ૦ ૪૯] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૪૩૯ કે ઉપશમ થઈ ગયો છે તે નિગ્રંથ. મોહનો સર્વથા ક્ષય ૧૨મા ગુણસ્થાને અને ઉપશમ ૧૧મા ગુણસ્થાને હોય છે. આથી ૧૨મા અને ૧૧મા ગુણઠાણે રહેલ ક્ષપક અને ઉપશમક નિગ્રંથ છે.
(૫) સ્નાતક-સ્નાતક એટલે મલને દૂર કરનાર. જેણે રાગાદિ દોષો રૂપ મળને દૂર કરી નાખ્યો છે તે સ્નાતક. સ્નાતકના બે ભેદ છે. (૧) સયોગી સ્નાતક અને (૨) અયોગી સ્નાતક. ૧૩માં ગુણઠાણે રહેલ સયોગી કેવળી સયોગી સ્નાતક છે. ૧૪મા ગુણઠાણે રહેલ અયોગી કેવલી અયોગી સ્નાતક છે. (૪૮)
પુલાક આદિ પાંચ નિગ્રંથો સંબંધી વિશેષ વિચારણા સંયમ-સુત-પ્રતિસેવના-તીર્થ-
નિયો -પતિસ્થાવિન્યત: સાધ્યાઃ || ૧-૪૬ છે.
સંયમ, કૃત, પ્રતિસેવના, તીર્થ, લિંગ, વેશ્યા, ઉપપાત, સ્થાન એ આઠ દ્વારોથી નિગ્રંથો સંબંધી વિશેષ વિચારણા કરવી જોઇએ.
(૧) સંયમ– પાંચ ચારિત્રમાંથી કોને કેટલાં ચારિત્ર હોય તેની વિચારણા. પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ એ ત્રણને સામાયિક અને છેપોદસ્થાપનીય સંયમ હોય છે. કષાયકુશીલને પરિહારવિશુદ્ધિ અને સૂક્ષ્મ સંપરાય એ બે સંયમ હોય છે. નિર્ગથ અને સ્નાતકને યથાખ્યાત ચારિત્ર હોય છે. કેટલાકના મતે કષાયકુશીલને યથાખ્યાત સિવાય ચાર સંયમ હોય છે.
(૨) શ્રત– કોને કેટલું શ્રુતજ્ઞાન હોય તેની વિચારણા. ઉત્કૃષ્ટથી પુલાક, બકુશ અને પ્રતિસેવનાશીલ એ ત્રણને સંપૂર્ણ દશપૂર્વનું, કષાયકુશીલ અને નિગ્રંથને ચૌદપૂર્વનું શ્રુત હોય છે. જઘન્યથી પુલાકને આઠપૂર્વ સંપૂર્ણ અને નવમા પૂર્વના ત્રીજા આચાર વસ્તુ નામના પ્રકરણ સુધીનું, બકુશ, કુશીલ અને નિગ્રંથને અષ્ટપ્રવચનમાતાનું (પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું) શ્રત હોય છે. સ્નાતક કેવળી હોવાથી શ્રત રહિત હોય છે.
(૩) પ્રતિસેવના- કોણ કેવા દોષોનું સેવન કરે તેની વિચારણા. પુલાક રાજા આદિના બળાત્કારથી અહિંસા આદિ વ્રતનું ખંડન કરે, પણ પોતાની ઈચ્છાથી ન કરે. ઉપકરણ બકુશો વિવિધ રંગના, વિવિધ આકારનાં, બહુમૂલ્યવાળા વસ્ત્ર-પાત્ર આદિને મેળવવાના લક્ષ્યવાળા હોય, જરૂરિયાતથી વધારે ઉપકરણો રાખે, ઉપકરણોને વારંવાર સાફસૂફ કર્યા કરે, સારાં
Page #484
--------------------------------------------------------------------------
________________
४४०
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [૮૦ ૯ સૂ૦ ૪૯ મનગમતા ઉપકરણો મળે તો આનંદ પામે, તેવાં ન મળે તો ખેદ પામે. શરીર બકુશો શરીરને સાફસૂફ કરવા તરફ લક્ષ્ય રાખે. ઉત્તરગુણોમાં અતિચારો લગાડે, પણ મૂલગુણોમાં વિરાધના ન કરે. કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતકમાં પ્રતિસેવનાનો અભાવ છે.
(૪) તીર્થ– તીર્થમાં જ હોય કે અતીર્થમાં પણ હોય તેની વિચારણા. જ્યારે તીર્થકર ચતુર્વિધ સંઘની સ્થાપના કરે ત્યારથી તીર્થની શરૂઆત થાય છે અને જ્યાં સુધી ચતુર્વિધ સંઘ વિદ્યમાન હોય ત્યાં સુધી તીર્થ રહે છે. એટલે ચતુર્વિધ સંઘની સ્થાપના પહેલાં અને ચતુર્વિધ સંઘનો વિચ્છેદ થયા પછી અતીર્થ=તીર્થનો અભાવ હોય છે. સર્વ પ્રકારના નિર્ચથો સર્વ તીર્થકરોના તીર્થોમાં હોય છે. મતાંતર-પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ તીર્થમાં જ હોય, કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતક તીર્થમાં પણ હોય અને અતીર્થમાં પણ હોય. કારણ કે મરુદેવી માતા વગેરે અતીર્થમાં થયા છે.
(૫) લિંગ- લિંગ એટલે નિગ્રંથનું ચિહ્ન. દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે લિંગ છે. રજોહરણ, મુહપત્તિ વગેરે દ્રવ્યલિંગ અને જ્ઞાન-દર્શન-ચારિત્ર ભાવલિંગ છે. પાંચ પ્રકારના નિગ્રંથોને ભાવલિંગ અવશ્ય હોય છે. દ્રવ્યલિંગ હોય કે ન પણ હોય. મરુદેવી માતા વગેરેને દ્રવ્યલિંગનો અભાવ હતો.
(૬) લેશ્યા– કોને કઈ લેગ્યા હોય તેની વિચારણા. પુલાકને તથા પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા કષાયકુશીલને ત્રણ શુભ લેશ્યા હોય છે. બકુશ તથા પ્રતિસેવનાકુશીલને છ વેશ્યા હોય છે. સૂક્ષ્મસંપરાય સંયમવાળા કષાયકુશીલ, નિર્ગથ અને સયોગી સ્નાતક એ ત્રણને શુક્લ લેશ્યા હોય છે. અયોગી સ્નાતકને વેશ્યાનો અભાવ હોય છે.
(૭) ઉપપાત મૃત્યુ પામીને કોણ ક્યાં ઉત્પન્ન થાય તેની વિચારણા. પુલાક સહસ્ત્રાર (આઠમા) દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવોમાં ઉત્પન્ન થાય છે. બકુશ અને પ્રતિસેવનાકુશીલ અનુક્રમે ૨૧ અને ૨૨ સાગરોપમની સ્થિતિવાળા ૧૧-૧૨મા દેવલોકના સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. કષાયકુશીલ અને નિગ્રંથ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે. જઘન્યથી સર્વ સૌધર્મ દેવલોકમાં બે થી નવ પલ્યોપમ સુધીની સ્થિતિવાળા દેવોમાં ઉત્પન્ન થાય છે. સ્નાતક મોક્ષ પામે છે.
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૪૧
અo ૯ સૂ૦૪૯] શ્રીતવાથધિગમસૂત્ર
(૮) સ્થાન- સ્થાન એટલે આત્માના સંક્લેશ-વિશુદ્ધિના પર્યાયોની તરતમતા. પાંચ પ્રકારના સંયમીઓ જયાં સુધી કમથી સર્વથા મુક્ત ન બને ત્યાં સુધી દરેકના આત્મામાં અન્ય અન્ય સંયમીની અપેક્ષાએ વિશુદ્ધિની તરતમતા અવશ્ય રહેવાની. કારણ કે આત્મવિશુદ્ધિમાં કષાયોનો હ્રાસ કારણ છે. જેમ જેમ કષાયોનો હ્રાસ અધિક તેમ તેમ વિશુદ્ધિ અધિક અને સંક્લેશ ન્યૂન. તથા જેમ જેમ કષાયોનો હ્રાસ ન્યૂન તેમ તેમ વિશુદ્ધિ ન્યૂન અને સંક્લેશ અધિક. દરેક સંયમીના આત્મામાં કષાયોનો હ્રાસ સમાન હોતો નથી. નિગ્રંથ અને સ્નાતકમાં કષાયોનો અભાવ હોવાથી નિષ્કષાયત્વ (કષાયના અભાવ) રૂપ વિશુદ્ધિ સમાન હોવા છતાં યોગની તરતમતાથી આત્મવિશુદ્ધિમાં તરતમતા રહે છે. ૧૩માં ગુણસ્થાને યોગનો વ્યાપાર હોય છે. ચૌદમાં ગુણઠાણે યોગનો સર્વથા અભાવ હોય છે. પાંચ પ્રકારના સંયમીઓમાં ઉક્ત સંયમસ્થાનો નીચે મુજબ છે.
પ્રારંભના સર્વ જઘન્ય સંયમસ્થાનો પુલાક અને કુશીલને હોય છે. તે બંને એકી સાથે અસંખ્ય સંયમસ્થાનો સુધી જાય છે. બાદ પુલાક અટકી જાય છે. જયારે કષાયકુશીલ પુનઃ અસંખ્ય સંયમસ્થાનો સુધી જાય છે. ત્યાર બાદ કષાયકુશીલ, પ્રતિસેવનાકુશીલ અને બકુશ એ ત્રણે અસંખ્ય સંયમસ્થાનો સુધી જાય છે. બાદ બકુશ અટકી જાય છે, પણ પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ ત્યાંથી અસંખ્ય સંયમસ્થાનો સુધી જાય છે. ત્યાં પ્રતિસેવનાકુશીલ અટકી જાય છે, અને કષાયકશીલ ત્યાંથી પણ અસંખ્ય સંયમસ્થાનો સુધી જઇને પછી અટકે છે. ત્યારબાદ અકષાય (કષાયનો અભાવ) સંયમસ્થાનો આવે છે. તે નિગ્રંથને હોય છે. નિર્ગથ અસંખ્ય અકષાય સંયમસ્થાનો સુધી જઈને અટકે છે, ત્યાર પછી એક જ સંયમસ્થાનક બાકી રહે છે. સ્નાતક એ અંતિમ એક સંયમસ્થાનને પ્રાપ્ત કરી મોક્ષ પામે છે. આ સંયમસ્થાનોમાં પૂર્વ પૂર્વના સંયમસ્થાનથી પછી પછીના સંયમસ્થાનમાં સંયમલબ્ધિ=વિશુદ્ધિ અનંત ગુણી હોય છે.
પ્રશ્ન- સંવર અને નિર્જરા એ બે જુદાં (સ્વતંત્ર) તત્ત્વો હોવાથી એ બેનું નિરૂપણ સ્વતંત્ર (અલગ અલગ) અધ્યાયમાં ન કરતાં એક જ અધ્યાયમાં કેમ કર્યું?
Page #486
--------------------------------------------------------------------------
________________
૪૪૨
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૯ સૂ૦ ૪૯ ઉત્તર– પ્રાયઃ સંવરના કારણોથી નિર્જરા પણ થાય છે. અર્થાત્ જે જે સંવરના કારણો છે તે તે નિર્જરાનાં પણ કારણો છે. એથી જેમ જેમ સંવર અધિક તેમ તેમ નિર્જરા પણ વધારે. આ હકીકતને જણાવવા અહીં સંવર અને નિર્જરાનું નિરૂપણ એક જ અધ્યાયમાં કરવામાં આવ્યું છે. યદ્યપિ અહીં નિર્જરાના કારણ તરીકે તપ જણાવેલ છે, પણ તે મુખ્યતાની દષ્ટિએ કે ચૂલદષ્ટિએ છે. સૂક્ષ્મ રીતે વિચાર કરવામાં આવે તો સંવરના કારણોથી (ગુપ્તિ, સમિતિ આદિથી) પણ નિર્જરા થાય છે. સંવરના કારણો ગુપ્તિ આદિ ચારિત્ર સ્વરૂપ છે. ચારિત્ર સંયમ અને તપ એમ ઉભય સ્વરૂપ છે. આથી જ “ચન-જ્ઞાન-ચરિત્રજિ મોક્ષમા' એ સૂત્રમાં તપનો નિર્દેશ નથી. સંયમથી સંવર થાય છે અને તપથી નિર્જરા થાય છે. તપ ચારિત્રનો જ એક વિભાગ કે ચારિત્ર સ્વરૂપ હોવા છતાં સામાન્ય બુદ્ધિવાળા જીવો સંવર અને નિર્જરાનાં કારણોને જલદી અને સહેલાઈથી સમજી શકે એ માટે તપનો અલગ નિર્દેશ કરવામાં આવ્યો હોય એમ સંભવિત છે. જૈનશાસનમાં પ્રસિદ્ધ અરિહંત આદિ નવપદોમાં તપપદને ચારિત્રપદથી અલગ ગણવામાં આવ્યું છે. (૪૯).
૧. જુઓ રાજવાર્તિક અ.૧૦, સૂ. ૧ ૨. જુઓ વિશેષાવશ્યક ગા.૧૧૭૪ અને તેની ટીકા. ૩. જુઓ હારિભદ્રીય અષ્ટકમાં પ્રત્યાખ્યાન અષ્ટક.
Page #487
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર દશમો અધ્યાય
નિર્જરાથી કર્મનો ક્ષય થાય છે, પણ આઠે કર્મોનો એકીસાથે ક્ષય થતો નથી. પ્રથમ ચાર ઘાતી કર્મોનો ક્ષય થાય છે. પછી શેષ ચાર અઘાતી કર્મોનો ક્ષય થાય છે. આથી અહીં ચાર ઘાતી કર્મોના ક્ષયથી આત્મામાં કયો ગુણ પ્રગટ થાય છે તે જણાવે છે.
मोहक्षयाद् ज्ञान- दर्शनावरणा-ऽन्तरायक्षयाच्च केवलम् ॥ १०१ ॥ મોહનીય, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય એ ચાર કર્મોના ક્ષયથી કેવળજ્ઞાન' પ્રગટ થાય છે.
યદ્યપિ ચાર કર્મના ક્ષયથી આત્મામાં ચાર ગુણ ઉત્પન્ન થાય છે, પણ આઠ કર્મોમાં જ્ઞાનાવરણ કર્મ પહેલું હોવાથી અને જ્ઞાન આત્માનું લક્ષણ હોવાથી અહીં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થતા ગુણનો નિર્દેશ કર્યો છે. આ ચાર કર્મોના ક્ષયમાં પ્રથમ મોહનીય કર્મનો ક્ષય થાય છે. અંતર્મુહૂર્ત પછી જ્ઞાનાવરણ આદિ ત્રણે કર્મોનો એકી સાથે ક્ષય થાય છે. આથી જ સૂત્રમાં ‘મોક્ષયાત્’ એમ મોહક્ષયનો અલગ નિર્દેશ કર્યો છે. આઠ કર્મોમાં જ્ઞાનાવરણ આદિ ચાર ઘાતી કર્મો મુખ્ય છે. આથી એ ચારનો ક્ષય થયા પછી જ અઘાતી કર્મોનો ક્ષય થઇ શકે. ચાર ઘાતી કર્મોમાં પણ મોહનીય કર્મ પ્રધાન છે. આથી મોહનીય કર્મનો ક્ષય થયા પછી જ અન્ય ત્રણનો ક્ષય થઇ શકે છે. (૧) મોહનીય આદિ કર્મોના ક્ષયમાં હેતુ— વહેત્વમાવ-નિનાભ્યામ્ ॥ ૨૦-૨ ॥
બંધહેતુના અભાવથી, અર્થાત્ સંવરથી અને નિર્જરાથી મોહનીય આદિ કર્મોનો ક્ષય થાય છે.
અ૦ ૧૦ સૂ૦ ૧-૨
.
૪૪૩
કર્મ એ રોગ છે. રોગ દૂર કરવા બે કારણો જરૂરી છે. (૧) રોગના હેતુઓનો ત્યાગ (પથ્ય પાલનાદિ). જેથી રોગ વૃદ્ધિ પામતો અટકી જાય. (૨) થયેલ રોગના નાશ માટે ઔષધિનું સેવન. તેમ અહીં કર્મરૂપ રોગને દૂર કરવા તેના હેતુ મિથ્યાત્વાદિના ત્યાગ (સંવરનું સેવન) રૂપ પથ્યપાલન
૧. કેવળજ્ઞાનના સ્વરૂપનું વર્ણન પ્રથમ અધ્યાયમાં આવી ગયું છે.
Page #488
--------------------------------------------------------------------------
________________
४४४
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર (અ) ૧૦ સૂ૦ ૩-૪ અને બંધાયેલ કર્મરૂપ રોગને દૂર કરવા નિર્જરારૂપ ઔષધનું સેવન અનિવાર્ય છે. સંવર અને નિર્જરાથી પ્રથમ ચાર કર્મોનો ક્ષય થાય છે, બાદ અન્ય ચાર કર્મોનો ક્ષય થાય છે. (૨) મોક્ષની વ્યાખ્યા
શર્મક્ષયો મોક્ષ: મે ૨૦-૩ + સર્વ કર્મોનો ક્ષય એ મોક્ષ છે.
મોક્ષ થતાં જન્મ-મરણ આદિ દુઃખોનો વિચ્છેદ થાય છે. જેમ બીજ બળી જવાથી તેમાંથી અંકુરની ઉત્પત્તિ થતી નથી, તેમ કર્મરૂપ બીજ બળી જવાથી જન્માદિરૂપ અંકુરની ઉત્પત્તિ થતી નથી. (૩)
પાંચ પ્રકારના ભાવોમાંથી કયા ભાવોનો અભાવ થતાં મોક્ષ થાય તેનો નિર્દેશ.
औपशमिकादि-भव्यत्वाभावाच्चान्यत्र વનસર્વિ -જ્ઞાન-વ-સિદ્ધચ્ચઃ મે ૨૦-8 કેવળ (ક્ષાયિક) સમ્યકત્વ, કેવળજ્ઞાન, કેવળદર્શન અને સિદ્ધત્વ વિના ઔપશમિક આદિ ભાવોના તથા ભવ્યત્વના અભાવથી મોક્ષ થાય છે.
સર્વ કર્મોના ક્ષયથી મોક્ષ થતો હોવાથી સર્વ કર્મોનો અભાવ મોક્ષનું કારણ છે. સર્વ કર્મોનો ક્ષય થતાં જીવના ઔપશમિક વગેરે ભાવોનો પણ અભાવ થાય છે. આથી ઔપશમિકાદિ ભાવોનો અભાવ પણ મોક્ષમાં કારણ છે. સઘળાં કર્મોનો ક્ષય થતાં ઔપશમિક, ક્ષાયોપથમિક, ઔદયિક એ ત્રણ ભાવોનો સર્વથા અભાવ થાય છે. કારણ કે એ ત્રણ ભાવો કર્મજન્ય છે. પારિણામિક ભાવમાં ભવ્યત્વનો અભાવ થાય છે, પણ અન્ય જીવવાદિ રહે છે. ક્ષાયિકભાવનો અભાવ થતો નથી. કારણ કે સમ્યકત્વ, કેવળજ્ઞાન, કેવળદર્શન, સિદ્ધત્વ વગેરે ક્ષાયિક ભાવો રહે છે. સૂત્રમાં ભવ્યત્વ શબ્દનો ઉલ્લેખ કર્યા વિના આદિ શબ્દથી ભવ્યત્વરૂપ પારિણામિક ભાવનો નિર્દેશ કરી શકાતો હોવા છતાં, પરિણામિક ભાવમાં કેવળ ભવ્યત્વભાવની નિવૃત્તિ થાય છે, શેષ જીવવાદિ ભાવોની નિવૃત્તિ થતી નથી, એમ જણાવવા સૂત્રમાં ભવ્યત્વ શબ્દનો અલગ ઉલ્લેખ કર્યો છે. (૪). ૧. પાંચ ભાવોનું સ્વરૂપ બીજા અધ્યાયના પ્રારંભમાં આવી ગયું છે.
Page #489
--------------------------------------------------------------------------
________________
૪૪૫
અ૦ ૧૦ સૂ૦ ૫ શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
સર્વ કર્મોનો ક્ષય થતાં આત્માનું ઊર્ધ્વગમનतदनन्तरमूर्ध्वं गच्छत्यालोकान्ताद् ॥ १०-५ ॥ સઘળાં કર્મોનો ક્ષય થતાં આત્મા ઉપર લોકાંત સુધી જાય છે.
જે સમયે સઘળાં કર્મોનો ક્ષય થાય છે એ જ સમયે દેહનો વિયોગ, ઊર્ધ્વગમન કરવા માટે ગતિ અને લોકાન્ત ગમન પણ થાય છે. અર્થાત્ સર્વકર્મક્ષય, દેહવિયોગ, ઊર્ધ્વગતિ, લોકાન્તગમન એ ચારેય એક જ સમયમાં થાય છે.
સિદ્ધોની અવગાહના
લોકના ઉપરના અંતિમ એક ગાઉના અંતિમ છઠ્ઠા ભાગમાં ૩૩૩-3 ધનુષ્ય જેટલા ભાગમાં સિદ્ધો વસે છે. અર્થાત્ લોકાકાશની છેલ્લી પ્રતર શ્રેણીથી ૩૩૩-૩ ધનુષ્ય પ્રમાણ ભાગ સુધીમાં સિદ્ધ જીવો વસે છે. દરેક સિદ્ધ ભગવંતના મસ્તકનો અંતિમ પ્રદેશ લોકાકાશના અંતિમ પ્રદેશને સ્પર્શીને રહે છે. કારણ કે કર્મક્ષય થતાંની સાથે જ જીવ જયાં હોય ત્યાંથી જ સીધી ઊર્ધ્વગતિ કરે છે. પણ અલોકાકાશમાં ગતિમાં સહાયક ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી લોકાકાશનો અંતિમ પ્રદેશ આવતાં અટકી જાય છે. સિદ્ધોની અવગાહના પોતાના પૂર્વના શરીરના ૩ ભાગની રહે છે. કારણ કે શરીરમાં ૩ ભાગ જેટલા પોલાણમાં વાયુ ભરાયેલો છે. યોગનિરોધથતાં વાયુનીકળી જવાથી 3 ભાગનો સંકોચ થઈ જાય છે. આથી શરીરનો ભાગ રહે છે.
વધારેમાં વધારે ૫૦૦ ધનુષ્યની કાયાવાળા જીવો મોક્ષે જઈ શકે છે. ૫૦૦ ધનુષ્યની કાયાનો ૩ ભાગ ૩૩૩-૩ ધનુષ્ય (=૩૩૩ ધનુષ્ય અને ૩૨ આંગળ) થાય છે. એટલે આકાશના ઉપરના અંતિમ પ્રદેશથી નીચેના ૩૩૩-૩ ભાગ સુધીમાં સિદ્ધ જીવો રહે છે. આમ એક ગાઉનો છઠ્ઠો ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહનવાળા શરીરનો ૩ ભાગ (૩૩૩-૩ ધનુષ્ય) આ બંને સમાન થાય છે. આમ લોકાકાશના સૌથી ઉપરના ૩૩૩-૩ ધનુષ્ય પ્રમાણ ક્ષેત્રને લોકાગ્ર કે સિદ્ધિક્ષેત્ર કહેવામાં આવે છે.
૧. ૨૪ આંગળનો ૧ હાથ. ૪ હાથનો એક ધનુષ્ય. ૨૦૦૦ ધનુષનો એક ગાઉ. ૪ ગાઉનો
૧ યોજન.
Page #490
--------------------------------------------------------------------------
________________
૪૪૬
શ્રીતત્ત્વાધિગમસૂત્ર બિ૦ ૧૦ સૂ૦૫ સિદ્ધશિલાનું અને સિદ્ધિક્ષેત્રનું પ્રમાણ
લોકાકાશના ઉપરના છેડાથી નીચે એક યોજન બાદ અને સર્વાર્થ સિદ્ધ વિમાનથી બાર યોજન ઊંચે સિદ્ધશીલા (કે ઈષપ્રભારા) નામની પૃથ્વી આવેલી છે. જેમ રત્નપ્રભા વગેરે સાત પૃથ્વીઓ આવેલી છે, તેમ સિદ્ધશિલા પણ આઠમી પૃથ્વી છે. આ પૃથ્વી સ્ફટિક જેવી સફેદ છે. ઉપરના ભાગમાં સપાટ છે. કથરોટ જેવી ગોળ છે. તેનો વિખંભ (=લંબાઈ-પહોળાઈ) ૪૫ લાખ યોજન છે. તે બરોબર મધ્યના ભાગમાં આઠ યોજન જાડી છે. મધ્ય ભાગ પછી બધી બાજુ તેની જાડાઈ ક્રમશઃ ઘટતી જાય છે. આથી તે છેડાના ભાગમાં માખીના પાંખ કરતાં પણ પાતળી છે. આથી એનો આકાર બીજના ચંદ્ર સમાન છે.
સિદ્ધશિલાના ઉપરના ભાગથી સિદ્ધ જીવોના નીચેના અંતિમ ભાગ સુધીમાં ૩ ગાઉ થાય છે. એટલે સિદ્ધ જીવો અને સિદ્ધશિલા વચ્ચે ૩} ગાઉનું અંતર છે. આનો અર્થ એ થયો કે સિદ્ધશિલા પછી ૩ ગાઉ (=૩ ગાઉં, ૧૬૬૬ ધનુષ્ય, ૨ હાથ અને ૧૬ આંગળ) ઉપર જતાં સિદ્ધ જીવો આવે છે. અઢી દ્વીપમાં જ જીવો મોક્ષ પામે છે. અઢી દ્વીપનો વિખંભ૪૫ લાખ યોજન પ્રમાણ છે. ૪૫ લાખ યોજનથી બહાર સિદ્ધિમાં જનાર કોઈ જ ન હોવાથી સિદ્ધ જીવો ઉપર ૪૫ લાખ યોજન પ્રમાણ ભાગમાં જ હોય છે. સિદ્ધશિલાનો વિખંભ પણ ૪૫ લાખ યોજન છે. આથી જેટલા ભાગમાં સિદ્ધશિલા છે તેટલા જ ભાગમાં સિદ્ધશિલાથી ૩} ગાઉ ઉપર સિદ્ધ જીવો છે.
જ્યોતિમાં જ્યોતિનું મિલન
જીવ જે સ્થાનમાં સર્વ કર્મોનો ક્ષય કરે છે તે જ સ્થાનથી સીધો ઉપર જાય છે. એક જ સ્થાનેથી અનંતા જીવો મોક્ષમાં ગયા છે. એટલે મોક્ષમાં
જ્યાં એક સિદ્ધ પરમાત્મા છે ત્યાં જ અનંતા સિદ્ધ પરમાત્માઓ છે. કોઈ એકાદ સ્થાનેથી અનંતા જીવો મોક્ષમાં ગયા છે એવું નથી. સઘળી જગ્યાએથી અનંત જીવો મોક્ષમાં ગયા છે. ૪૫ લાખ યોજન પ્રમાણ અઢીદ્વીપનો તસુ જેટલો પણ કોઈ ભાગ એવો નથી કે જયાંથી અનંતા જીવો મોક્ષમાં ન ગયા હોય. આથી સિદ્ધ જીવોના ૪૫ લાખ યોજન ભાગમાં એક એક પ્રદેશમાં અનંતા સિદ્ધ ભગવંતો બિરાજમાન છે. છતાં જરા પણ સંકડામણ થતી નથી.
Page #491
--------------------------------------------------------------------------
________________
અ) ૧૦ સૂ૦ ૬] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
४४७ કારણ કે સિદ્ધો અરૂપી છે. સિદ્ધો અરૂપી હોવાથી જ્યોતિમાં જયોતિ મળી જાય તે રીતે એકબીજામાં મળી જાય છે. (૫)
સર્વ કર્મક્ષય થતાં આત્માની ઊર્ધ્વગતિનું કારણपूर्वप्रयोगाद्, असङ्गत्वाद्, बन्धविच्छेदात्, तथागतिपरिणामाच्च तद्गतिः ॥१०-६ ॥
પૂર્વપ્રયોગ, અસંગ, બંધવિચ્છેદ, તથાગતિપરિણામ એ ચાર હેતુઓથી આત્મા સર્વકર્મક્ષય થતાં ઊર્ધ્વ ગતિ કરે છે.
અહીં ત્રણ પ્રશ્નો ઊઠે છે. (૧) સર્વ કર્મક્ષય થતાં આત્માની ગતિ ઊર્ધ્વ જ કેમ થાય છે? તિર્થી(વાંકી) કે અધો(=નીચે) કેમ થતી નથી? (૨) સંસારી આત્માની ગતિ ઊર્ધ્વ, અધો અને તિર્જી એમ ત્રણ પ્રકારની કેમ થાય છે? (૩) આત્માને ગતિ કરવામાં યોગ સહાયક છે. યોગ વિના આત્મા ગતિ કરી શકતો નથી. સર્વકર્મક્ષય થતાં આત્મા યોગ રહિત હોવાથી ગતિ કેમ કરી શકે? આ ત્રણે પ્રશ્નોના ઉત્તરો આ સૂત્રમાં આપવામાં આવ્યા છે. તેમાં પ્રથમ પ્રશ્નનો ઉત્તર તથા તિરિણામ એ શબ્દથી આપવામાં આવ્યો છે. બીજા પ્રશ્નનો ઉત્તર સત્તા વન્યવિકાર એ બે શબ્દોથી આપવામાં આવ્યો છે. ત્રીજા પ્રશ્નનો ઉત્તર પૂર્વજો એ શબ્દથી આપવામાં આવ્યો છે. એ ઉત્તરો આ પ્રમાણે છે.
પ્રથમ પ્રશ્નનો ઉત્તર- પાંચ દ્રવ્યોમાં જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યોનો ગતિ કરવાનો સ્વભાવ છે. તેમાં પુદ્ગલનો ઊર્ધ્વ, અધો અને તિર્થી એમ ત્રણે તરફ ગતિ કરવાનો સ્વભાવ છે. જેમ કે–દીપકજયોતિ, અગ્નિ આદિનો ઊર્ધ્વગતિ કરવાનો સ્વભાવ છે. પવનનો તિર્થી ગતિ કરવાનો સ્વભાવ છે. પથ્થર આદિનો અધોગતિ કરવાનો સ્વભાવ છે. પણ આત્માનો કેવળ ઊર્ધ્વગતિ કરવાનો સ્વભાવ છે. ઊર્ધ્વગતિ કરવાના સ્વભાવથી આત્મા સર્વ કર્મક્ષય થતાં ઊર્ધ્વ ગતિ કરે છે.
બીજા પ્રશ્નનો ઉત્તર જો આત્માનો કેવળ ઊર્ધ્વગતિ કરવાનો સ્વભાવ છે તો સંસારી આત્મા ઊર્ધ્વ આદિ ત્રણેય પ્રકારની ગતિ કેમ કરે છે? એ પ્રશ્ન વિદ્વાનોના મગજમાં ઉપસ્થિત થાય એ સહજ છે. આનું સમાધાન એ છે કે સંસારી આત્માને કર્મોનો સંગ છે, કર્મોનું બંધન છે. આથી તેને પોતાના કર્મ પ્રમાણે ગતિ કરવી પડે છે. સંગ (બંધન) દૂર થતાં આત્મા સીધી ઊર્ધ્વ ગતિ
Page #492
--------------------------------------------------------------------------
________________
૪૪૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર
[અ૦ ૧૦ સૂ૦ ૭
જ કરે છે. સૂકા તુંબડાનો સ્વભાવ જળમાં ડૂબવાનો ન હોવા છતાં તેને માટીનો લેપ લગાડીને જલમાં નાખવામાં આવે તો તે જળમાં ડૂબી જાય છે. થોડીવાર પછી પાણીથી માટીનો લેપ ધોવાઇ જતાં તે તુંબડું જળની ઉપર આવી જાય છે. તેમ પ્રસ્તુતમાં સંસારી જીવને કર્મરૂપ માટીનો લેપ હોવાથી તે સંસારરૂપ પાણીમાં ડૂબી ગયેલ છે, એ લેપનો સંગ દૂર થતાં સંસારરૂપ પાણીમાંથી બહાર નીકળી લોકાંતે આવીને રહે છે. પ્રસ્તુત પ્રશ્નનું બીજી રીતે સમાધાન આ પ્રમાણે છે—એરંડાનું ફળ પાકતાં તેની ઉપરનું પડ સુકાઇ જવાથી ફાટી જાય છે અને તેના બે ભાગ થઇ જાય છે. આથી તેમાં રહેલ બીજ એકદમ ઉ૫૨ ઊછળે છે. જ્યાં સુધી પડના બે ભાગ ન થાય ત્યાં સુધી બીજ એ પડમાં જ રહે છે. કારણ કે તેને પડનું બંધન છે. તેમ સંસારી જીવને કર્મનું બંધન છે. કર્મના બંધનનો વિયોગ થતાં જીવ એરંડાના બીજની જેમ ઊર્ધ્વગતિ કરે છે.
ત્રીજા પ્રશ્નનો ઉત્તર સર્વકર્મક્ષય થતાં યોગનો અભાવ હોવા છતાં યોગનિરોધની પહેલાના યોગના-પ્રયોગના સંસ્કારો રહેલા હોવાથી તેમની સહાયથી આત્મા ઊર્ધ્વગતિ કરે છે. જેમ કુંભાર ચાકડાને હાથની પ્રેરણાથી ગતિમાન કરીને હાથ લઇ લે છે છતાં પ્રેરણાના સંસ્કારોથી ચક્રની ગતિ થયા કરે છે, તેમ અહીં વર્તમાનમાં યોગનો અભાવ હોવા છતાં પૂર્વના યોગનાપ્રયોગના સંસ્કારોથી જીવ ઊર્ધ્વગતિ કરે છે. ઊર્ધ્વગતિથી આત્મા લોકાંતે જઇને અટકે છે. કારણ કે આગળ અલોકમાં ગતિસહાયક ધર્માસ્તિકાય નથી. જેમ જળમાં ડૂબેલા તુંબડામાંથી માટીનો લેપ ધોવાઇ જતાં તુંબડું જળની ઉપર આવીને અટકે છે. ઉપગ્રાહક જળના અભાવે જળના ઉપરના ભાગથી અધિક ઉપર જઇ શકતું નથી, તેમ અલોકમાં ગતિસહાયક ધર્માસ્તિકાય ન હોવાથી જીવ લોકાંતે આવીને અટકે છે. (૬)
ન
સિદ્ધજીવો સંબંધી વિશેષ વિચારણાનાં દ્વારો– ક્ષેત્ર-જાત-પતિ-પ્તિ-તીર્થં-ચારિત્ર-પ્રત્યે બુદ્ધવોધિતજ્ઞાના-વાહના-ડર-સંધ્યા-૫વક્રુત્વત: સાધ્યાઃ ॥ ૨૦-૭ || ક્ષેત્ર, કાળ, ગતિ, લિંગ, તીર્થ, ચારિત્ર, પ્રત્યેક-બુદ્ધબોધિત, જ્ઞાન, અવગાહના, અંતર, સંખ્યા, અલ્પ-બહુત્વ, એ બાર ધારોથી સિદ્ધ જીવોની વિશેષ વિચારણા કરવી જોઇએ.
Page #493
--------------------------------------------------------------------------
________________
અ૦ ૧૦ સૂ૦ ૭]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૪૪૯
અહીં ભાષ્યમાં દરેક દ્વારની વિચારણા વર્તમાન અને ભૂત એ બે કાળની દૃષ્ટિથી કરવામાં આવી છે.
(૧) ક્ષેત્ર— કયા કયા ક્ષેત્રમાં સિદ્ધ થાય તેની વિચારણા. વર્તમાનકાળની દૃષ્ટિએ જીવ સિદ્ધિક્ષેત્રમાં (લોકાર્નો) સિદ્ધ થાય છે. ભૂતકાળને આશ્રયીને જન્મ અને સંહ૨ણ એ બે દૃષ્ટિએ વિચારણા થઇ શકે છે. (૧) જન્મથી– પંદર કર્મભૂમિમાં જન્મેલા જીવો સિદ્ધ થાય છે. (૨) સંહરણથી– અઢી દ્વીપ પ્રમાણ ક્ષેત્રમાં સિદ્ધ થાય છે. સંહરણ એટલે જીવને એક સ્થાનથી લઇ બીજા સ્થાને મૂકવો. દેશવિરતિ અને પ્રમત્તસંયતનું સંહરણ થાય છે. કોઇના મતે અવિરત સમ્યગ્દષ્ટિનું પણ સંહરણ થાય છે. સાધ્વી, અવેદી, પરિહારવિશુદ્ધિ સંયત, પુલાક, ચૌદપૂર્વધર, આહા૨ક શરીરી અને અપ્રમત્ત સંયત એ સાતનું સંહરણ થતું જ નથી.
(૨) કાળ– કયા કાળે સિદ્ધ થાય એની વિચારણા. વર્તમાનકાળની દૃષ્ટિએ અકાળે સિદ્ધ થાય છે. કારણ કે વર્તમાનકાળની દૃષ્ટિએ જીવ સિદ્ધક્ષેત્રમાં સિદ્ધ થાય છે. ત્યાં કાળ નથી. ભૂતકાળને આશ્રયીને પૂર્વ મુજબ જન્મ અને સંહરણ એ બે દષ્ટિએ વિચારણા થઇ શકે છે. જન્મથી અવસર્પિણી, ઉત્સર્પિણી અને અવસર્પિણી-ઉત્સર્પિણી રહિત એ ત્રણેય કાળમાં જન્મેલા સિદ્ધ થઇ શકે છે. આ સામાન્યથી વિચાર થયો. વિશેષ વિચાર કરતાં અવસર્પિણીમાં ત્રીજા આરાના સંખ્યાતા વર્ષો બાકી હોય ત્યારે જન્મેલ અને ચોથા આરામાં જન્મેલ જીવ સિદ્ધ થાય છે. એટલે પહેલા અને બીજા આરામાં, ત્રીજા આરાના અંતિમ સંખ્યાતા વર્ષ સિવાયના કાળમાં તથા પાંચમા અને છઠ્ઠા આરામાં જન્મેલા જીવો સિદ્ધ થતા નથી. ચોથા આરામાં જન્મેલા પાંચમા આરામાં સિદ્ધ થઇ શકે છે, પણ પાંચમા આરામાં જન્મેલા પાંચમા આરામાં સિદ્ધ ન જ થઇ શકે. ઉત્સર્પિણીમાં બીજા, ત્રીજા અને ચોથા આરામાં જન્મેલ જીવ સિદ્ધ થાય છે. સંહરણથી સર્વકાળમાં સિદ્ધ થાય છે.
૧. અવસર્પિણીમાં ત્રીજા અને ચોથા આરાના ૮૯ પખવાડિયા બાકી રહે ત્યારે અનુક્રમે પહેલા અને છેલ્લા તીર્થંકર નિર્વાણ પામે છે. ઉત્સર્પિણીમાં ત્રીજા અને ચોથા આરાના ૮૯ પખવાડિયા વ્યતીત થાય ત્યારે અનુક્રમે પહેલા અને છેલ્લા તીર્થંકર જન્મે છે.
Page #494
--------------------------------------------------------------------------
________________
૪૫૦
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૧૦ સૂ૦ ૭. (૩) ગતિ- કઈ ગતિમાંથી સિદ્ધ થાય તેની વિચારણા. વર્તમાન કાળની દૃષ્ટિએ સિદ્ધિગતિમાં સિદ્ધ થાય. ભૂતકાળને આશ્રયીને અનંતરગતિ અને પરંપરગતિ એમ બે રીતે વિચાર થઈ શકે છે. અનંતરગતિની દષ્ટિએ મનુષ્યગતિમાંથી જ સિદ્ધ થાય છે. પરંપરાગતિએ ચારેય ગતિમાંથી સિદ્ધ થાય છે. અર્થાત નરકાદિ ગમે તે ગતિમાંથી મનુષ્યગતિમાં આવીને સિદ્ધ થઈ શકે છે.
(૪) લિંગ- પુરુષ આદિ કયા કયા લિંગે સિદ્ધ થાય તેની વિચારણા. સ્ત્રી, પુરુષ અને નપુંસક એ ત્રણ લિંગ છે. વર્તમાનકાળની દષ્ટિએ લિંગ રહિત જીવ સિદ્ધ થાય છે. ભૂતકાળને આશ્રયીને અનંતરલિંગ અને પરંપરલિંગ એમ બે રીતે વિચારણા થઈ શકે છે. આ બંને પ્રકારના લિંગની દષ્ટિએ ત્રણે લિંગથી સિદ્ધ થાય છે. અર્થાત્ પૂર્વભવમાં ગમે તે લિંગવાળો જીવ વર્તમાન ભવમાં ગમે તે લિંગે સિદ્ધ થઈ શકે છે. અથવા દ્રવ્યલિંગ અને ભાવલિંગ એ બે લિંગની દષ્ટિએ આ કારની વિચારણા થઈ શકે. દ્રવ્યલિંગના ત્રણ ભેદ છે.
(૧) સ્વલિંગ- રજોહરણ, મુહપત્તિ વગેરે. (૨) અન્યલિંગપરિવ્રાજક આદિનો વેષ. (૩) ગૃહસ્થલિંગ– ગૃહસ્થનો વેષ. જ્ઞાન, દર્શન, ચારિત્ર ભાવલિગ છે. વર્તમાનકાળની દૃષ્ટિએ દ્રવ્યલિંગ રહિત જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂ૫ ભાવલિંગથી સિદ્ધ થાય છે. ભૂતકાળની દૃષ્ટિએ ભાવલિંગને આશ્રયીને (જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂ૫) સ્વલિગે સિદ્ધ થાય છે અને દ્રવ્યલિંગને આશ્રયીને સ્વલિંગ આદિ ત્રણે લિંગે સિદ્ધ થાય છે.
(૫) તીર્થ– તીર્થમાં જ સિદ્ધ થાય કે અતીર્થમાં પણ સિદ્ધ થાય તેની વિચારણા. તીર્થમાં પણ સિદ્ધ થાય અને અતીર્થમાં પણ સિદ્ધ થાય છે. મરુદેવી માતા વગેરે અતીર્થસિદ્ધ છે.
(૬) ચારિત્ર- કયા ચારિત્રમાં સિદ્ધ થાય તેની વિચારણા. વર્તમાન કાળની દૃષ્ટિએ જીવ નીચારિત્રી નોઅચારિત્રી રૂપે સિદ્ધ થાય છે. કારણ કે મોક્ષમાં પાંચ ચારિત્રમાંથી કોઈ ચારિત્ર હોતું નથી. ત્યારે સર્વથા ચારિત્રનો અભાવ છે એમ પણ ન કહી શકાય. ભૂતકાળની દૃષ્ટિએ અનંતરચારિત્ર અને પરંપરચારિત્ર એ બે રીતે વિચારણા થઈ શકે છે. અનંતર ચારિત્રની અપેક્ષાએ યથાખ્યાત ચારિત્રમાં સિદ્ધ થાય છે. પરંપરા ચારિત્રની અપેક્ષાએ સામાયિક, સૂક્ષ્મસમ્પરાય, યથાવાત એ ત્રણ અથવા છેદોપસ્થાપનીય, સૂક્ષ્મસંપરાય,
Page #495
--------------------------------------------------------------------------
________________
૪૫૧
અ૦ ૧૦ સૂ૦૭] શ્રીતત્ત્વાધિગમસૂત્ર યથાખ્યાત એ ત્રણ, અથવા સામાયિક, છેદોપસ્થાપનીય, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત એ ચાર, અથવા છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત એ ચાર, અથવા સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત એ પાંચ ચારિત્રોમાં સિદ્ધ થઈ શકે છે.
(૭) પ્રત્યેક બુદ્ધબોધિત- કોણ સ્વયં બોધ પામીને સિદ્ધ થાય અને કોણ બીજાથી બોધ પામીને સિદ્ધ થાય તેની વિચારણા. કોઈ સ્વયંબુદ્ધ રૂપે, અર્થાત્ અન્યના ઉપદેશ વિના તેવા કોઈ નિમિત્તથી સ્વયં બોધ પામીને સિદ્ધ થાય છે. કોઈ બુદ્ધબોધિત રૂપે, અર્થાત્ બીજાના ઉપદેશથી બોધ પામીને સિદ્ધ થાય છે. તીર્થકરો તથા પ્રત્યેકબુદ્ધો સ્વયંબુદ્ધ હોય છે. બીજા જીવો બુદ્ધબોધિત હોય છે.
(૮) જ્ઞાન- કયા જ્ઞાનથી સિદ્ધ થાય તેની વિચારણા. વર્તમાન કાળની દૃષ્ટિએ કેવળજ્ઞાનથી સિદ્ધ થાય છે. ભૂતકાળની દૃષ્ટિએ મતિ-શ્રુત એ બે જ્ઞાનથી, અથવા મતિ, શ્રત, અવધિ એ ત્રણ જ્ઞાનથી અથવા મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ એ ચાર જ્ઞાનથી સિદ્ધ થાય છે. અર્થાત કેવળજ્ઞાન પામતાં પહેલાં તે તે જ્ઞાન હોઈ શકે છે.
(૯) અવગાહના– કેટલી અવગાહનાવાળા જીવો સિદ્ધ થાય તેની વિચારણા. અવગાહના એટલે આત્મપ્રદેશોને રહેવાની જગ્યા, અર્થાત્ શરીરનું પ્રમાણ-ઊંચાઈ. ઉત્કૃષ્ટથી ૫૦૦ થી ૫૦૦ ધનુષ્યની કાયાવાળા જીવો સિદ્ધ થઈ શકે છે. જઘન્યથી ૨ થી ૯ અંગુલ ન્યૂન બે હાથની કાયાવાળા જીવો સિદ્ધ થઈ શકે છે. વર્તમાનકાળની દૃષ્ટિએ પોતાની કાયાના ૨/૩ ભાગની અવગાહનામાં સિદ્ધ થાય છે. ભૂતકાળની દષ્ટિએ પોતપોતાની કાયાની અવગાહનામાં સિદ્ધ થાય છે.
(૧૦) અંતર– સતત પ્રત્યેક સમયે સિદ્ધ થાય કે અંતર પડે ? અંતર પડે તો કેટલું અંતર પડે તેની વિચારણા. જીવો અનંતર(=સતત) સિદ્ધ થાય છે, અને અંતરથી પણ સિદ્ધ થાય છે. એટલે કે કેટલીક વખત સતત અનેક સમય સુધી સિદ્ધ થયા કરે છે. આ પ્રમાણે સતત સિદ્ધ થયા કરે તો જઘન્યથી બે સમય સુધી અને ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી સિદ્ધ થાય છે. અર્થાત્ પહેલા સમયે કોઈ જીવ સિદ્ધ થાય, પછી તુરત બીજા સમયે કોઈ જીવ સિદ્ધ થાય, પછી ત્રીજા સમયે કોઈ જીવ સિદ્ધ થાય, આમ સતત પ્રત્યેક સમયે સિદ્ધ થાય
Page #496
--------------------------------------------------------------------------
________________
૪૫ ૨
શ્રીતવાથિિધગમસૂત્ર [૦ ૧૦ સૂ૦૭ તો વધારેમાં વધારે આઠમા સમય સુધી સિદ્ધ થાય. નવમા સમયે અંતર પડી જાય. સતત આઠ સમય સુધી સિદ્ધ થયા પછી નવમા સમયે કોઈ પણ ક્ષેત્રમાંથી કોઈ પણ જીવ મોક્ષમાં ન જાય. આ અંતર જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ માસ પડે છે. અર્થાત્ કોઈ એક સમયે કોઈ પણ જીવ મોક્ષે ન જાય, બીજા સમયે પણ કોઈ પણ જીવ મોક્ષે ન જાય, ત્રીજા સમયે પણ કોઈ પણ જીવ મોક્ષે ન જાય, એમ સતત છ માસ સુધી કોઈ પણ જીવ મોક્ષે ન જાય. છ મહિના પછી અવશ્ય કોઈ જીવ સિદ્ધ થાય.
(૧૧) સંખ્યા–એક સમયમાં એકીસાથે કેટલા સિદ્ધ થાય તેની વિચારણા. એક સમયમાં જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી ૧૦૮ જીવો સિદ્ધ થાય છે. સતત કેટલા સમય સુધી
કેટલા જીવો મોક્ષે જાય ૮ સમય
૧ થી ૩૨ ૭ સમય
૩૩ થી ૪૮ ૬ સમય
૪૯ થી ૬૦ ૫ સમય
૬૧ થી ૭૨ ૪ સમય
૭૩ થી ૮૪ ૩ સમય
૮૫ થી ૯૬ ૨ સમય
૯૭ થી ૧૦૨ ૧ સમય
૧૦૩ થી ૧૦૮
(૧૨) અલ્પબદુત્વ– ક્ષેત્ર આદિ ૧૧ દ્વારોને આશ્રયીને કયા દ્વારમાં કયા દ્વારથી વધારે કે ઓછા સિદ્ધ થાય તેની વિચારણા. દા.ત. ક્ષેત્રદ્વારમાં સંકરણસિદ્ધોથી જન્મસિદ્ધો સંખ્યાતગુણા છે. કાળદ્વારમાં ઉત્સર્પિણી કાળ સિદ્ધોથી અવસર્પિણી કાળ સિદ્ધો વિશેષાધિક છે. અવસર્પિણી કાળ સિદ્ધોથી અનુત્સર્પિણી-અનવસર્પિણી કાળ સિદ્ધો સંખ્યાતગુણા છે. આ પ્રમાણે બીજા ગતિ આદિ કારોમાં પણ અલ્પ-બહુત્વનો વિચાર થઈ શકે. વિશેષ જિજ્ઞાસુઓએ મૂળગ્રંથની ટીકા જોઇ લેવી. (૭)
Page #497
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૪૫૩
अन्तिमोपदेशः एवं तत्त्वपरिज्ञानाद्, विरक्तस्यात्मनो भृशम् । निरास्त्रवत्वाच्छिन्नायां, नवायां कर्मसन्ततौ ॥ १ ॥ पूजितं क्षपयतो, यथोक्तैः क्षयहेतुभिः । संसारबीजं कात्न्ये न, मोहनीयं प्रहीयते ॥ २ ॥ ततोऽन्तरायज्ञानन-दर्शनजान्यनन्तरम् । प्रहीयतेऽस्य युगपत्, त्रीणि कर्माण्यशेषतः ॥ ३ ॥ गर्भसूच्यां विनष्टायां, यथा तालो विनश्यति । तथा कर्मक्षयं याति, मोहनीये क्षयंगते ॥ ४ ॥ ततः क्षीणचतुष्कर्मा, प्राप्तोऽथाख्यातसंयमम् । વહિવનનિર્મm:, તાત: પરમેશ્વરઃ || शेषकर्मफलापेक्षः, शुद्धो बुद्धो निरामयः । સર્વજ્ઞઃ સર્વલ ર, નિનો ભવતિ શિવ છે ૬ .
(૧-૨) આ પ્રમાણે તત્ત્વોને સારી રીતે જાણવાથી સર્વથા વિરક્ત બનેલો જીવ આસવોનો સર્વથા નિરોધ કરીને નવા કર્મો બાંધતો નથી, અને પૂર્વે બાંધેલા કમને શાસ્ત્રોક્ત કર્મક્ષયનાં કારણોથી ખપાવી નાખે છે, આથી સંસારનું બીજ મોહનીયકર્મ સર્વથા નાશ પામે છે.
(૩) ત્યાર બાદ તરત જ (અંતમુહૂર્ત પછી) જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મો એકી સાથે સર્વથા નાશ પામે છે.
(૪) જેમ ગર્ભસૂચિનો=મધ્યમાં રહેલા તંતુનો નાશ થતાં સંપૂર્ણ તાડવૃક્ષ નાશ પામે છે તેમ, મોહનીયકર્મનો ક્ષય થતાં શેષ સઘળાં કર્મોનો ક્ષય થાય છે.
(૫-૬) ત્યાર બાદ ચાર ઘાતકર્મોથી રહિત યથાખ્યાત સંયમને પામેલા અને બીજરૂપ મોહનીયાદિ કર્મના બંધનથી મુક્ત તે મહાત્મા સ્નાતક (=અંતર્મલ દૂર કરવાથી સ્નાન કરેલ) અને પરમેશ્વર (કેવળજ્ઞાનરૂપ ઋદ્ધિઐશ્વર્યવાળા) બને છે, આ અવસ્થામાં તે મહાત્મા શેષ ચાર અઘાતી કર્મોના ઉદયવાળા હોય છે, તે છતાં, (મોહાદિ મેલ દૂર થવાથી) શુદ્ધ, (કેવળજ્ઞાની હોવાથી) બુદ્ધ, (બાહ્ય અત્યંતર સઘળાં રોગનાં કારણો દૂર થવાથી) નિરામય, સર્વજ્ઞ, સર્વદર્શી, જિન અને કેવળી બને છે.
Page #498
--------------------------------------------------------------------------
________________
૪૫૪
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર कृत्स्नकर्मक्षयादूर्ध्वं, निर्वाणमधिगच्छति । यथा दग्धेन्धनो वह्नि-निरुपादानसन्ततिः ॥ ७ ॥ दग्धे बीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्धे, नारोहति भवाङ्कुरः ॥ ८ ॥ तदनन्तरमेवोर्ध्व-मालोकान्तात् स गच्छति । પૂર્વપ્રયો -વીવોáવૈઃ | ૨ | कुलालचक्रे दोलाया-मिषौ चापि यथेष्यते । પૂર્વપ્રયોગાત્ વર્ષેદ, તથા સિદ્ધપતિઃ મૃતા | ૨૦ | मल्लेपसङ्गविनिर्मोक्षाद्, यथा दृष्टाप्स्वलाबुनः । कर्मसङ्गविनिर्मोक्षात्, तथा सिद्धगतिः स्मृता ॥ ११ ॥
(૭) નાંખેલાં સઘળાં કાષ્ઠો બળી જવાથી કાઇથી રહિત બનેલા અગ્નિની જેમ સઘળાં કર્મોનો ક્ષય થવાથી સંસારનાં મૂળ કારણોની પરંપરાથી રહિત બનેલા તે મહાત્મા ઉપર (સિદ્ધક્ષેત્રમાં) નિર્વાણ=મોક્ષ પામે છે.
(૮) જેમ બીજ સર્વથા બળી જતાં તેમાંથી અંકુર ઉત્પન્ન થતો નથી, તેમ કર્મરૂપ બીજ સર્વથા બળી ગયા બાદ ફરીથી ભવરૂપ અંકુરની ઉત્પત્તિ થતી નથી.
(૯) સઘળાં કર્મોનો ક્ષય થયા બાદ તુરત જ તે મહાત્મા લોકાંત સુધી ઊંચે જાય છે. (૧) પૂર્વ પ્રયોગ (૨) અસંગ (૩) બંધ છેદ (૪) ઊર્ધ્વ ગૌરવ એ ચાર ઊંચે જવાનાં કારણો છે.
પૂર્વપ્રયોગ
(૧૦) પ્રેરણા વિના પણ પૂર્વપ્રયોગથી(=પૂર્વના વેગથી) જેમ કુંભારનું ચક્ર-ચાકડો ભ્રમણ કરે છે, હિંડોળો હાલે છે, બાણ આગળ જાય છે, તેમ પ્રસ્તુતમાં યોગો ન હોવા છતાં પૂર્વપ્રયોગથી(=પૂર્વના યોગ-વ્યાપારની અસરથી) સિદ્ધજીવોની ઊર્ધ્વ ગતિ થાય છે.
અસંગ
(૧૧) જેમ માટીનો લેપ દૂર થતાં હળવી બનેલી તુંબડી પાણીની ઉપર આવે છે, તેમ કર્મનો લેપ દૂર થતાં હળવા બનેલા સિદ્ધપરમાત્માની ઊર્ધ્વગતિ થાય છે. १. ऊर्ध्वगमनमेव गौरवम्
Page #499
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
एरण्डयन्त्रपेडासु, बन्धच्छेदाद् यथा गतिः । कर्मबन्धविच्छेदात्, सिद्धस्यापि तथेष्यते ॥ १२ ॥ ऊर्ध्वगौरवधर्माणो, जीवा इति जिनोत्तमैः । अधोगौरवधर्माण: पुद्गला इति चोदितम् ॥ १३ ॥ यथाsस्तिर्यगूर्ध्वं च लोष्टवाय्वग्निवीतयः । સ્વમાવત: પ્રવર્તો, તથોર્ધ્વ ગતિરાત્મનામ્ ॥ ૪ ॥ अतस्तु गतिवैकृत्य- मेषां यदुपलभ्यते ।
મળ: પ્રતિષાતાŽ, પ્રયોળાએઁ ત−િતે ॥ ॥ अधस्तिर्यगथोर्ध्वं च, जीवानां कर्मजा गतिः । ऊर्ध्वमेव तु तद्धर्मा, भवति क्षीणकर्मणाम् ॥ १६ ॥
૪૫૫
બંધછેદ—
(૧૨) એરંડફળ, યંત્ર અને પેડા (?)નું બંધન છેદાતાં અનુક્રમે બીજ, કાષ્ઠ અને પેડાપુટ(?)ની ગતિ થાય છે, તેમ કર્મનું બંધન છેદાતાં સિદ્ધજીવની ઊર્ધ્વ ગતિ થાય છે.
ઊર્ધ્વગૌરવ
(૧૩) જીવો ઊંચે જવાના સ્વભાવવાળા અને પુદ્ગલો નીચે જવાના સ્વભાવવાળા છે એમ જિનેશ્વરોએ કહ્યું છે.
(૧૪) જેમ સ્વભાવથી પાષાણ નીચે જાય છે, વાયુ તિર્યક્=તિક્ષ્ણ ગતિ કરે છે, અગ્નિ ઊંચે ગતિ કરે છે, તેમ સ્વભાવથી જ આત્માની ગતિ ઊર્ધ્વ થાય છે. (વીતય:=ાતય:)
આત્મા આદિની સ્વભાવથી વિરુદ્ધ ગતિ થવાનું કારણ—
(૧૫) આત્મા આદિની પોતાના સ્વભાવથી વિરુદ્ધ ગતિ જે દેખાય છે, તે કર્મ(=ક્રિયા), પ્રતિઘાત(ભીંત આદિનો) અને પ્રયોગ(પુરુષની ઇચ્છા પ્રમાણે) એ ત્રણ કારણોથી થાય છે.
કર્મથી સ્વભાવવિરુદ્ધ ગતિ—
(૧૬) કર્મયુક્ત જીવોની કર્મના કારણે ઊર્ધ્વ, અધો અને તિર્કી એમ ત્રણે ગતિ થાય છે. પણ કર્મરહિત જીવોની સ્વાભાવિક ઊર્ધ્વગતિ જ થાય છે.
Page #500
--------------------------------------------------------------------------
________________
૪૫૬
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર द्रव्यस्य कर्मणो यद्व-दुत्पत्त्यारम्भवीतयः । समं तथैव सिद्धस्य, गतिमोक्षभवक्षयाः ॥ १७ ॥ उत्पत्तिश्च विनाशश्च, प्रकाशतमसोरिह । યુપદ્મવતો યતિ, તથા નિવા-વર્ગો: I ૨૮ . तन्वी मनोज्ञा सुरभिः, पुण्या परमभास्वरा । प्राग्भारा नाम वसुधा, लोकमूनि व्यवस्थिता ॥ १९ ॥ नृलोकतुल्यविष्कम्भा, सितच्छत्रनिभा शुभा । કર્ણ તા: ઉત્તે: સિદ્ધા, નોવાને સમવસ્થિતા છે ૨૦ तादात्म्यादुपयुक्तास्ते, केवलज्ञान-दर्शनैः । सम्यक्त्वसिद्धतावस्था, हेत्वभावाच्च निष्क्रियाः ॥ २१ ॥ ततोऽप्यूर्ध्वं गतिस्तेषां, कस्मान्नास्तीति चेन्मतिः । ધમતિક્ષાયણીમાવા, તે હિતતિ: પર | ૨૨ છે
(૧૭) જેમ દ્રવ્યની ક્રિયાની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એક સાથે (એક જ સમયે) થાય છે, તે જ પ્રમાણે સિદ્ધ જીવના (લોકાંતે) ગતિ, મોક્ષ અને ભવક્ષય એ ત્રણે ભાવો એકીસાથે થાય છે.
(૧૮) પ્રકાશની ઉત્પત્તિ અને અંધકારનો નાશ જેમ એકીસાથે થાય છે તેમ નિર્વાણની=મોક્ષની ઉત્પત્તિ અને કર્મનો નાશ એ બંને એકીસાથે થાય છે.
સિદ્ધોનું સ્થાન
(૧૯-૨૦) સૂક્ષ્મ, મનોહર, સુગંધી, પવિત્ર અને પરમ પ્રકાશમય પ્રામ્ભારા નામની પૃથ્વી લોકના અગ્રભાગે રહેલી છે. આ શુભ પૃથ્વી મનુષ્યલોક તુલ્ય (૪૫ લાખ યોજન) વિસ્તારવાળી અને ખુલ્લી કરેલી સફેદ છત્રીના જેવા આકારવાળી છે. આ પૃથ્વીની ઉપર લોકાંતે સિદ્ધાં બિરાજમાન છે.
(૨૧) સિદ્ધો તાદાસ્યભાવે કેવળજ્ઞાન અને કેવળદર્શનથી ઉપયુક્ત ( કેવળજ્ઞાન-કેવળદર્શનના ઉપયોગવાળા) છે. સમ્યકત્વ અને સિદ્ધત્વમાં અવસ્થિત છે. ક્રિયાનું કારણ ન હોવાથી ક્રિયારહિત છે.
(૨૨) પ્રશ્ન– લોકાંતથી ઉપર સિદ્ધોની ગતિ કેમ થતી નથી ?
ઉત્તર- લોકાંતથી ઉપર ગતિમાં સહાયક ધર્માસ્તિકાય ન હોવાથી ત્યાં સિદ્ધોની ગતિ થતી નથી. ગતિમાં ધર્માસ્તિકાય જ મુખ્ય કારણ છે.
Page #501
--------------------------------------------------------------------------
________________
૪૫૭
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર संसारविषयातीतं, मुक्तानामव्ययं सुखम् । अव्याबाधमिति प्रोक्तं, परमं परमर्षिभिः ॥ २३ ॥ स्यादेतदशरीरस्य, जन्तोर्नष्टाऽष्टकर्मणः । कथं भवति मुक्तस्य, सुखमित्यत्र मे शृणु ॥ २४ ॥ लोके चतुविहार्थेषु, सुखशब्दः प्रयुज्यते ।। विषये वेदनाभावे, विपाके मोक्ष एव च ॥ २५ ॥ सुखो वह्निः सुखो वायु-विषयेष्विह कथ्यते । કુદામા ર પુરુષ:, તિતિ મત્તે છે રદ્દ पुण्यकर्मविपाकाच्च, सुखमिष्टेन्द्रियार्थजम् ।। कर्मक्लेशविमोक्षाच्च, मोक्षे सुखमनुत्तमम् ॥ २७ ॥ सुखप्रसुप्तवत् केचि-दिच्छन्ति परिनिवृत्तिम् ।। तदयुक्तं क्रियावत्त्वात्, सुखानुशयतस्तथा ॥ २८ ॥ श्रमक्लममदव्याधि-मदनेभ्यश्च संभवात् । મોહોત્પવિપાશ્વ, રનની વર્ષ: ૨૬ છે.
(૨૩) સિદ્ધોને સંસારના વિષયસુખથી ચઢિયાતું, શાશ્વત અને દુઃખથી રહિત પરમસુખ હોય છે એમ તીર્થકરોએ કહ્યું છે.
મોક્ષસુખની સિદ્ધિ– (૨૪-૨૭) પ્રશ્ન– આઠ કર્મ અને શરીરથી રહિત સિદ્ધ જીવને સુખ શી રીતે હોય?
ઉત્તર– આ લોકમાં વિષય, દુઃખનો અભાવ, વિપાક અને મોક્ષ એ ચાર અર્થોમાં સુખ શબ્દનો પ્રયોગ થાય છે. (૧) અગ્નિ સુખકારી છે, વાયુ સુખકારી છે એ પ્રમાણે લોકમાં વિષયોમાં સુખશબ્દનો પ્રયોગ થાય છે. (૨) દુઃખ ન હોય તો પુરુષ પોતાને હું સુખી છું એમ માને છે. (૩) પુણ્યકર્મના વિપાકથી ઈષ્ટ ઇન્દ્રિયવિષયથી થતા અનુભવને સુખ કહેવામાં આવે છે. (૪) કર્મ અને ક્લેશથી સર્વથા મુક્તિ થવાથી મોક્ષમાં સર્વથી ઉત્તમ સુખ હોય છે.
(૨૮-૨૯) કેટલાક મોક્ષને=મોક્ષસુખને સુખપૂર્વક ગાઢનિદ્રામાં સૂતેલા પુરુષના સુખ જેવું માને છે તે યુક્ત નથી. કારણ કે નિદ્રામાં ક્રિયા હોય છે, અને સુખનુ તારતમ્ય હોય છે. તથા શ્રમ, ખેદ, મદ, રોગ અને મૈથુનક્રિયાથી, રતિ-અરતિ આદિ મોહથી અને દર્શનાવરણ કર્મના ઉદયથી નિદ્રા આવે છે. (મોક્ષમાં આ કારણો હોતાં નથી.)
Page #502
--------------------------------------------------------------------------
________________
૪૫૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર लोके तत्सदृशो ह्यर्थः, कुत्स्नेऽप्यन्यो न विद्यते । उपमीयेत तद् येन, तस्मानिरुपमं सुखम् ॥ ३० ॥ लिङ्गप्रसिद्धेः प्रामाण्या-दनुमानोपमानयोः । अत्यन्तं चाप्रसिद्धं तद्, यत् तेनानुपमं स्मृतम् ॥ ३१ ॥ प्रत्यक्षं तद् भगवता-मर्हतां तैश्च भाषितम् । गृह्यतेऽस्तीत्यतः प्राज्ञै, न छद्मस्थपरीक्षया ॥ ३२ ॥
(૩૦) સંપૂર્ણ વિશ્વમાં મોક્ષસુખ સમાન અન્ય કોઈ પદાર્થ નથી, કે જેની સાથે મોક્ષસુખને સરખાવી શકાય. આથી મોક્ષસુખ અનુપમ છે.
(૩૧) મોક્ષસુખ અનુમાન અને ઉપમાનથી જાણી શકાય તેમ નથી. કારણ કે તેને જાણવા માટે કોઈ લિંગ-ચિત પ્રસિદ્ધ નથી. જે પદાર્થનું લિંગ (ઉપમાનમાં સાદશ્ય રૂપ લિંગ અને અનુમાનમાં અન્વયવ્યતિરેકી લિંગ) પ્રસિદ્ધ હોય તે જ પદાર્થ અનુમાન અને ઉપમાન પ્રમાણનો વિષય બને છે.
(૩૨) મોક્ષસુખ અરિહંતોને પ્રત્યક્ષ છે, અને તેમણે તેનો ઉપદેશ આપ્યો છે, માટે બુદ્ધિમાન પુરુષો મોક્ષસુખને સ્વીકારે છે, નહિ કે છદ્મસ્થ જીવોની પરીક્ષાથી.
Page #503
--------------------------------------------------------------------------
________________
૪૫૯
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
तत्त्वार्थसूत्रप्रशस्तिः। वाचकमुख्यस्य शिवश्रियः, प्रकाशयशसः प्रशिष्येण । शिष्येण घोषनन्दि-क्षमणस्यैकादशाङ्गविदः ॥ १ ॥ वाचनया च महावाचक-क्षमणमुण्डपादशिष्यस्य । શિષ્ય વાવવા-મૂનાના પ્રથિતશીર્વેદ | ૨ न्यग्रोधिकाप्रसूतेन, विहरता पुरवरे कुसुमनाम्नि । कौभीषणिना स्वाति-तनयेन वात्सीसुतेनाय॑म् ॥ ३ ॥ अर्हद्वचनं सम्यग्गुरुक्रमेणागतं समुपधार्य । दुःखार्तं च दुरागम-विहतमति लोकमवलोक्य ॥ ४ ॥ इदमुच्चै गरवाचकेन, सत्त्वानुकम्पया दृब्धम् । तत्त्वार्थाधिगमाख्यं, स्पष्टमुमास्वातिना शास्त्रम् ॥ ५ ॥ यस्तत्त्वार्थाधिगमाख्यं, ज्ञास्यति करिष्यते च तथोक्तम् । सोऽव्याबार्ध सौख्यं, प्राप्स्यत्यचिरेण परमार्थम् ॥ ६ ॥
(૧-૫) જેમનો યશ જગતમાં પ્રગટ છે, તે શિવશ્રી નામના વાચકમુખ્યના પ્રશિષ્ય, અગિયાર અંગોના જ્ઞાતા ઘોષનંદી ક્ષમાશ્રમણના શિષ્ય, વાચનાથી (ભણાવનારની અપેક્ષાએ) મહાવાચક ક્ષમણ મુંડપાદના શિષ્ય વિસ્તૃત કીર્તિવાળા મૂલ નામના વાચકાચાર્યના શિષ્ય કૌભીષણ ગોત્રવાળા, સ્વાતિ નામના પિતા અને વાત્સી ગોત્રવાળી (ઉમા નામની) માતાના પુત્ર, ન્યગ્રોધિકા ગામમાં જન્મેલા, કુસુમપુર (પાટલીપુત્ર) નામના શ્રેષ્ઠ નગરમાં વિચરતા, ઉચ્ચનાગર શાખાના વાચક શ્રી ઉમાસ્વાતિજીએ ગુરુપરંપરાથી મળેલાં ઉત્તમ અરિહંત વચનોને સારી રીતે સમજીને, જગતને (શરીર-મનનાં) દુઃખોથી પીડિત તથા અસત્ય આગમથી નષ્ટબુદ્ધિવાળું જોઈને જીવોની અનુકંપાથી, સ્પષ્ટ અર્થવાળા આ તત્ત્વાર્થાધિગમ નામના શાસ્ત્રની રચના કરી છે.
(૬) જે તત્ત્વાર્થાધિગમ નામના શાસ્ત્રને જાણશે અને તેમાં કહ્યા મુજબ કરશે તે અવ્યાબાધ સુખરૂપ પરમાર્થને(=મોક્ષને) અલ્પકાળમાં પ્રાપ્ત કરશે.
Page #504
--------------------------------------------------------------------------
________________
४६०
શ્રીતત્ત્વાધિગમસૂત્ર
+ प्रथम मध्याय - सम्यग्दर्शन-ज्ञान-चारित्राणि मोक्षमार्गः ॥ १-१॥ तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् ॥ १-२ ॥ तनिसर्गादधिगमाद् वा ॥ १-३ ।। जीवाजीवाश्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् ॥ १-४ ॥ नाम-स्थापना-द्रव्यभावतस्तन्न्यासः ॥ १-५ ॥ प्रमाणनयैरधिगमः ॥ १-६ ॥ निर्देशस्वामित्व-साधनाधिकरण-स्थिति-विधानतः ॥ १-७ ॥ सत्-संख्याक्षेत्र-स्पर्शन-कालाऽन्तर-भावाऽल्पबहुत्वैश्च ॥ १-८॥ मति-श्रुताऽवधि-मनःपर्याय-केवलानि ज्ञानम् ।। १-९॥ तत्प्रमाणे ॥ १-१० ॥ आद्ये परोक्षम् ॥ १-११ ॥ प्रत्यक्षमन्यद् ॥ १-१२ ॥ मतिः स्मृतिः संज्ञा चिन्ताभिनिबोध इत्यनर्थान्तरम् ॥ १-१३ ॥ तदिन्द्रियानिन्द्रियनिमित्तम् ॥ १-१४ ॥ अवग्रहेहापायधारणाः ॥ १-१५ ॥ बहु-बहुविध-क्षिप्राऽनिश्रिता-ऽसंदिग्ध-ध्रुवाणां सेतराणाम् ॥ १-१६ ।। अर्थस्य ॥ १-१७।। व्यञ्जनस्यावग्रहः ॥ १-१८ ॥ न चक्षुरनिन्द्रियाभ्याम् ॥ १-१९ ॥ श्रुतं मतिपूर्वं द्व्यनेकद्वादशभेदम् ।। १-२० ॥ द्विविधोऽवधिः ॥ १-२१ ॥ भवप्रत्ययो नारकदेवानाम् ॥ १-२२ ॥ यथोक्तनिमित्त: षड्विकल्पः शेषाणाम् ॥ १-२३ ॥ ऋजु-विपुलमती मनःपर्यायः ॥ १-२४ ॥ विशुद्ध्यप्रतिपाताभ्यां तद्विशेषः ॥ १-२५ ॥ विशुद्धि-क्षेत्र-स्वामिविषयेभ्योऽवधिमनःपर्याययोः ॥ १-२६ ॥ मतिश्रुतयोनिबन्धः सर्वद्रव्येष्वसर्वपर्यायेषु ॥ १-२७ ॥ रूपिष्ववधेः ॥ १-२८ ॥ तदनन्तभागे मनःपर्यायस्य ॥ १-२९ ॥ सर्वद्रव्यपर्यायेषु केवलस्य ॥ १-३० ॥ एकादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचतुर्थ्यः ॥ १-३१ ।। मति-श्रुतावधयो विपर्ययश्च ॥ १-३२ ॥ सदसतोरविशेषाद् यदृच्छोपलब्धेरुन्मत्तवत् ॥ १-३३ ।। नैगमसंग्रहव्यवहारर्जुसूत्रशब्दा नयाः ।। १-३४ ॥ आद्यशब्दौ द्वि-त्रि-भेदौ ॥ १-३५ ।।
Page #505
--------------------------------------------------------------------------
________________
४६१
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
.जीले मध्याय . औपशमिक-क्षायिकौ भावौ मिश्रश्च जीवस्य। स्वतत्त्वमौदयिकपारिणामिकौ च ।। २-१ ॥ द्वि-नवा-ऽष्टादशैकविंशति-त्रिभेदा यथाक्रमम् ॥ २-२॥ सम्यक्त्व-चारित्रे ।। २-३ ॥ ज्ञान-दर्शन-दान-लाभभोगोपभोगवीर्याणि च ॥ २-४ ॥ ज्ञाना-ज्ञान-दर्शन-दानादिलब्धयश्चतुस्त्रित्रिपञ्चभेदाः सम्यक्त्व-चारित्र-संयमासंयमाश्च ॥ २-५ ॥ गति-कषाय-लिङ्ग-मिथ्यादर्शना-ऽज्ञाना-ऽसंयता-ऽसिद्धत्व-लेश्याश्चतुश्चतुस्त्र्येकैकैकैक-षड्भेदाः ॥ २-६ ॥ जीव-भव्या-भव्यत्वादीनि च ।। २-७ ॥ उपयोगो लक्षणम् ।। २-८ ॥ स द्विविधोऽष्टचतुर्भेदः ॥ २९॥ संसारिणो मुक्ताश्च ।। २-१० ॥ समनस्काऽमनस्काः ॥ २-११ ॥ संसारिणस्त्रस-स्थावराः ।। २-१२ ।। पृथ्व्यब्वनस्पतयः स्थावराः ।। २१३ ॥ तेजोवायू द्वीन्द्रियादयश्च त्रसाः ।। २-१४ ।। पञ्चेन्द्रियाणि ।। २१५ ॥ द्विविधानि ।। २-१६ । निर्वृत्त्युपकरणे द्रव्येन्द्रियम् ॥ २-१७ ॥ लब्ब्युपयोगौ भावेन्द्रियम् ॥ २-१८ ।। उपयोगः स्पर्शादिषु ॥ २-१९ ॥ स्पर्शन-रसन-घ्राण-चक्षुः-श्रोत्राणि ॥ २-२० ॥ स्पर्श-रस-गन्ध-वर्णशब्दास्तेषामर्थाः ॥ २-२१ ॥ श्रुतमनिन्द्रियस्य ॥ २-२२ ॥ वाय्वन्तानामेकम् ।। २-२३॥ कृमि-पिपीलिका-भ्रमर-मनुष्यादीनामेकैकवृद्धानि ॥ २-२४ ॥ संज्ञिनः समनस्काः ॥ २-२५ ॥ विग्रहगतौ कर्मयोगः ॥ २-२६ ॥ अनुश्रेणि गतिः ॥ २-२७ ॥ अविग्रहा जीवस्य ॥ २-२८ ॥ विग्रहवती च संसारिणः प्राक् चतुर्थ्यः ।। २-२९ ।। एकसमयोऽविग्रहः ॥ २-३० ॥ एकं द्वौ वाऽनाहारकः ॥ २-३१ ।। संमूर्छन-गर्भोपपाताज्जन्म ॥ २-३२ ॥ सचित्त-शीत-संवृताः सेतरा मिश्राश्चैकशः तद्योनयः ॥ २-३३ ॥ जरायवण्डपोतजानां गर्भः ॥ २-३४ ॥ नारक-देवानामुपपातः ॥ २-३५ ॥ शेषाणां संमूर्छनम् ॥ २-३६ ॥ औदारिक-वैक्रिय-ऽऽहारक-तैजस-कार्मणानि शरीराणि ॥ २-३७ ।। परं परं सूक्ष्मम् ॥ २-३८ ॥ प्रदेशतोऽसंख्येयगुणं प्राक्
Page #506
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર तैजसात् ॥ २-३९ ॥ अनन्तगुणे परे ॥ २-४० ॥ अप्रतिघाते ॥२-४१ ।। अनादिसंबन्धे च ॥ २-४२ ।। सर्वस्य ।। २-४३ ॥ तदादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचतुर्यः ॥ २-४४ ॥ निरुपभोगमन्त्यम् ।। २-४५ ॥ गर्भसंमूर्छनजमाद्यम् ॥ २-४६ ॥ वैक्रियमौपपातिकम् ॥ २-४७ । लब्धिप्रत्ययं च ॥ २-४८ ॥ शुभं विशुद्धमव्याघाति चाहारकं चतुर्दशपूर्वधरस्यैव ॥ २-४९ ॥ नारक-संमूच्छिनो नपुंसकानि ।। २-५० ॥ न देवाः ॥ २-५१ ॥ औपपातिक-चरमदेहोत्तमपुरुषाऽसंख्येयवर्षायुषोऽनपवर्त्यायुषः ॥ २-५२ ।।
+ श्रीले मध्याय - रत्न-शर्करा-वालुका-पङ्क-धूम-तमो-महातमःप्रभा भूमयो । घनाम्बु-वाता-55काशप्रतिष्ठाः सप्ताऽधोऽधः पृथुतराः ।। ३-१ ॥ तासु नरकाः ।। ३-२ ॥ नित्याशुभतरलेश्या-परिणाम-देह-वेदना-विक्रियाः ।। ३-३ ॥ परस्परोदीरितदुःखाः ॥ ३-४ ॥ संक्लिष्टासुरोदीरितदुःखाश्च प्राक् चतुर्थ्याः ॥ ३-५ ॥ तेष्वेक-त्रि-सप्त-दश-सप्तदश-द्वाविंशतित्रयस्त्रिंशत्-सागरोपमाः सत्त्वानां परा स्थितिः ॥ ३-६ ॥ जम्बूद्वीपलवणादयः शुभनामानो द्वीप-समुद्राः ॥ ३-७ ॥ द्विर्द्विविष्कम्भाः पूर्वपूर्वपरिक्षेपिणो वलयाकृतयः ॥ ३-८ ॥ तन्मध्ये मेरुनाभिर्वृत्तो योजनशतसहस्रविष्कम्भो जम्बूद्वीपः ॥ ३-९ ॥ भरत-हैमवत-हरिविदेह-रम्यक्-हैरण्यवतैरावतवर्षाः क्षेत्राणि ॥ ३-१० ॥ तद्विभाजिनः पूर्वपरायता हिमवन्महाहिमवन्निषधनील-रुक्मि-शिखरिणो वर्षधरपर्वताः ।। ३-११ ॥ द्विर्धातकीखण्डे ॥ ३-१२ ।। पुष्करार्धे च ॥ ३-१३ ॥ प्राग् मानुषोत्तरान्मनुष्याः ॥ ३-१४ ॥ आर्या म्लेच्छाश्च ॥ ३-१५ ॥ भरतैरावतविदेहाः कर्मभूमयोऽन्यत्र देवकुरूत्तरकुरुभ्यः ॥ ३-१६ ॥ नृस्थिती परापरे त्रिपल्योपमान्तर्मुहूर्ते ॥ ३-१७ ॥ तिर्यग्योनीनां च ॥ ३-१८ ॥
Page #507
--------------------------------------------------------------------------
________________
४६
શ્રીતત્ત્વાધિગમસૂત્ર
+ योथो मध्याय - देवाश्चतुर्निकायाः ।। ४-१ ॥ तृतीयः पीतलेश्यः ॥ ४-२ ।। दशाऽष्ट-पञ्च-द्वादश-विकल्पाः कल्पोपपन्न-पर्यन्ताः ॥ ४-३ ॥ इन्द्रसामानिक-त्रायस्त्रिंश-पारिषाद्या-5ऽत्मरक्ष-लोकपाला-ऽनीकप्रकीर्णका-ऽऽभियोग्य-किल्बिषिकाश्चैकशः ॥४-४॥ त्रायस्त्रिंशलोकपालवा व्यन्तर-ज्योतिष्काः ॥ ४-५ ।। पूर्वयोर्दीन्द्राः ।। ४-६ ॥ पीतान्तलेश्याः ॥ ४-७ ॥ कायप्रवीचारा आ ऐशानात् ।। ४-८ ॥ शेषाः स्पर्श-रूप-शब्द-मनःप्रवीचारा द्वयोर्द्वयोः ॥ ४-९ ॥ परे अप्रवीचाराः ॥ ४-१० ॥ भवनवासिनोऽसुरनागविद्युत्सुपर्णाग्निवातस्तनितोदधिद्वीपदिक्कुमाराः ॥ ४-११ ॥ व्यन्तराः किन्नर-किंपुरुष-महोरगगान्धर्व-यक्ष-राक्षस-भूतपिशाचाः ॥ ४-१२ ॥ ज्योतिष्काः सूर्याश्चन्द्रमसोग्रह-नक्षत्र-प्रकीर्णतारकाश्च ।। ४-१३ ॥ मेरुप्रदक्षिणा नित्यगतयो नृलोके ॥ ४-१४ ॥ तत्कृतः कालविभागः ।। ४-१५ ॥ बहिरवस्थिताः ॥ ४१६ ॥ वैमानिकाः ॥ ४-१७ ॥ कल्पोपपन्नाः कल्पातीताश्च ।। ४-१८ ।। उपर्युपरि ॥ ४-१९ ॥ सौधर्मेशान-सनत्कुमार-माहेन्द्र-ब्रह्मलोकलान्तक-महाशुक्र-सहस्रारेष्वानत-प्राणतयोरारणाच्युतर्योर्नवसु ग्रैवेयकेषु विजय-वैजयन्त-जयन्ता-ऽपराजितेषु सर्वार्थसिद्धे च ॥ ४-२० ॥ स्थिति-प्रभाव-सुख-द्युति-लेश्याविशुद्धीन्द्रिया-ऽवधि-विषयतोऽधिकाः ॥ ४-२१ ॥ गति-शरीर-परिग्रहाभिमानतो हीनाः ॥ ४-२२ ॥ पीतपद्म-शुक्ललेश्या द्वि-त्रि-शेषेषु ।। ४-२३ ।। प्राग् ग्रैवेयकेभ्य: कल्पाः ॥४-२४ ॥ ब्रह्मलोकालया लोकान्तिकाः ।। ४-२५ ॥ सारस्वताऽऽदित्यवह्नयरुण-गर्दतोय-तुषिता-ऽव्याबाध-मरुतोऽरिष्टाश्च ॥ ४-२६ ॥ विजयादिषु द्विचरमाः ॥ ४-२७ ॥ औपपातिक-मनुष्येभ्यः शेषास्तिर्यग्योनयः ॥ ४-२८ ॥ स्थितिः ॥ ४-२९ ॥ भवनेषु दक्षिणार्धाधिपतीनां पल्योपममध्यर्धम् ।। ४-३० ॥ शेषाणां पादोने ॥ ४-३१ ॥ असुरेन्द्रयोः सागरोपममधिकं च ॥ ४-३२ ॥ सौधर्मादिषु यथाक्रमम् ॥ ४-३३ ।।
Page #508
--------------------------------------------------------------------------
________________
४६४
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર सागरोपमे ॥ ४-३४ ॥ अधिके च ॥ ४-३५ ॥ सप्त सानत्कुमारे ॥ ४-३६ ॥ विशेष-त्रि-सप्त-दशैकादश-त्रयोदश-पञ्चदशभिरधिकानि च ॥ ४-३७ ॥ आरणाऽच्युतादूर्ध्वमेकैकेन नवसु ग्रैवेयकेषु विजयादिषु सर्वार्थसिद्धे च ॥ ४-३८ ॥ अपरा पल्योपममधिकं च ॥ ४-३९ ॥ सागरोपमे ।। ४-४० ॥ अधिके च ॥ ४-४१ ॥ परतः परतः पूर्वापूर्वाऽनन्तरा ॥ ४-४२ ॥ नारकाणां च द्वितीयादिषु ॥ ४-४३ ॥ दशवर्षसहस्राणि प्रथमायाम् ॥ ४-४४ ॥ भवनेषु च ॥ ४-४५ ॥ व्यन्तराणां च ॥ ४-४६ ॥ परा पल्योपमम् ॥ ४-४७ ॥ ज्योतिष्काणामधिकम् ॥ ४-४८ ॥ ग्रहाणामेकम् ॥ ४-४९ ॥ नक्षत्राणामर्धम् ॥ ४-५० ॥ तारकाणां चतुर्भागः ॥ ४-५१ ॥ जघन्या त्वष्टभागः ॥ ४-५२ ॥ चतुर्भागः शेषाणाम् ॥ ४-५३ ॥
• पांयमो मध्याय - अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः ॥ ५-१ ॥ द्रव्याणि जीवाश्च ॥ ५-२ ॥ नित्याऽवस्थितान्यरूपाणि च ॥ ५-३ ॥ रूपिणः पुद्गलाः ॥ ५-४ ॥ आऽऽकाशादेकद्रव्याणि ॥ ५-५ ॥ निष्क्रियाणि च ॥ ५-६ ॥ असंख्येयाः प्रदेशा धर्माधर्मयोः ॥ ५-७ ॥ जीवस्य च ।। ५-८॥ आकाशस्यानन्ताः ।। ५-९ ॥ संख्येयाऽसंख्येयाश्च पुद्गलानाम् ॥ ५-१० ॥ नाणोः ॥ ५-११ ॥ लोकाकाशेऽवगाहः ॥ ५-१२ ॥ धर्माधर्मयोः कृत्स्ने ॥ ५-१३ ॥ एकप्रदेशादिषु भाज्यः पुद्गलानाम् ।। ५-१४ ।। असंख्येयभागादिषु जीवानाम् ॥ ५-१५ ॥ प्रदेशसंहारविसर्गाभ्यां-प्रदीपवत् ।। ५-१६ ।। गति-स्थित्युपग्रहौ धर्माऽधर्मयोरुपकारः ।। ५-१७ ॥ आकाशस्यावगाहः ॥ ५-१८ ॥ शरीर-वाङ्-मनःप्राणापानाः पुद्गलानाम् ।।५-१९॥ सुख-दुःख-जीवित-मरणोपग्रहाश्च ।। ५-२० । परस्परोपग्रहो जीवानाम् ॥ ५-२१ ॥ वर्तना परिणामः क्रिया परत्वापरत्वे च कालस्य ॥ ५-२२ ॥ स्पर्श-रस-गन्ध-वर्णवन्तः
Page #509
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૪૬૫ पुद्गलाः ॥ ५-२३ ॥ शब्द-बन्ध-सौक्ष्य-स्थौल्य-संस्थान-भेदतमश्छायाऽऽतपो-द्योतवन्तश्च ।।५-२४ ।। अणवः स्कन्धाश्च ।। ५-२५ ।। संघातभेदेभ्य उत्पद्यन्ते ॥५-२६ ॥ भेदादणुः ।। ५-२७ । भेदसंघाताभ्यां चाक्षुषाः ॥ ५-२८ ॥ उत्पाद-व्यय-ध्रौव्ययुक्तं सत् ॥ ५-२९ ॥ तद्भावाव्ययं नित्यम् ॥ ५-३० ॥ अर्पिताऽनर्पितसिद्धेः ।। ५-३१ ।। स्निग्धरूक्षत्वाद् बन्धः ॥ ५-३२ ॥ न जघन्यगुणानाम् ॥ ५-३३ ॥ गुणसाम्ये सदृशानाम् ।। ५-३४ ॥ व्यधिकादिगुणानां तु ।। ५-३५ ॥ बन्धे समाधिकौ पारिणामिकौ ।। ५-३६ ।। गुणपर्यायवद् द्रव्यम् ।। ५३७ ॥ कालश्चेत्येके ।। ५-३८ ॥ सोऽनन्तसमयः ।। ५-३९ ।। द्रव्याश्रया निर्गुणा गुणाः ॥ ५-४० ॥ तद्भावः परिणामः ॥ ५-४१ ॥ अनादिरादिमांश्च ॥ ५-४२ ॥ रूपिष्वादिमान् ।। ५-४३ ॥ योगोपयोगी जीवेषु ॥ ५-४४ ॥
मध्याय . काय-वाङ्-मनःकर्म योगः ॥ ६-१ ॥ स आस्रवः ।। ६-२ ॥ शुभः पुण्यस्य ।। ६-३॥ अशुभः पापस्य ।। ६-४॥ सकषायाऽकषाययोः साम्परायिकेर्यापथयोः ॥६-५ ॥ इन्द्रिय-कषाया-ऽव्रत-क्रियाः पञ्चचतुः-पञ्च-पञ्चविंशति-संख्याः पूर्वस्य भेदाः ॥ ६-६ ॥ तीव्र-मन्दज्ञाता-ऽज्ञातभाव-वीर्याधिकरण विशेषेभ्यस्तद्विशेषः ॥६-७॥ अधिकरणं जीवाऽजीवाः ॥ ६-८ ॥ आद्यं संरम्भ-समारम्भा-ऽऽरम्भ-योग-कृतकारिताऽनुमत-कषायविशेषैस्त्रिस्त्रिस्त्रिश्चतुश्चैकशः ॥ ६-९॥ निर्वर्तनानिक्षेप-संयोग-निसर्गा द्वि-चतु-ढेि-त्रिभेदाः परम् ॥ ६-१० ॥ तत्प्रदोष-निह्नव-मात्सर्या-ऽन्तराया-ऽऽसादनोपघाता ज्ञानदर्शनावरणयोः ॥६-११॥ दुःख-शोक-तापा-ऽऽक्रन्दन-वध-परिदेवनान्यात्मपरोभयस्थान्य-सद्वेद्यस्य ॥६-१२ ॥ भूत-व्रत्यनुकम्पा दानं सरागसंयमादियोगः क्षान्तिः शौचमिति सद्वेद्यस्य ॥ ६-१३ ॥ केवलि-श्रुत-सङ्घ-धर्म
Page #510
--------------------------------------------------------------------------
________________
४६६
શ્રીતત્ત્વાધિગમસૂત્ર देवाऽवर्णवादो दर्शनमोहस्य ॥ ६-१४ ॥ कषायोदयात् तीव्रात्मपरिणामश्चारित्रमोहस्य ।। ६-१५ ॥ बह्वारंभ-परिग्रहत्वं च नारकस्यायुषः ॥ ६-१६ ॥ माया तैर्यग्योनस्य ॥ ६-१७ ॥ अल्पाऽऽरम्भ-परिग्रहत्वंस्वभावमार्दवा-ऽऽर्जवं च मानुषस्य ॥ ६-१८ ॥ निःशील-व्रतत्वं च सर्वेषाम् ॥ ६-१९ ॥ सरागसंयम-संयमासंयम-ऽकामनिर्जराबालतपांसि-दैवस्य ।। ६-२०॥ योगवकता विसंवादनं चाशुभस्य नाम्नः ॥ ६-२१ ॥ तद्विपरीतं शुभस्य ।। ६-२२ ॥ दर्शनविशुद्धिविनयसंपन्नता शील-व्रतेष्वनतिचारोऽभीक्ष्णं ज्ञानोपयोग-संवेगौ शक्तितस्त्यागतपसी, संघ-साधु-समाधि-वैयावृत्त्यकरणमर्हदाचार्य-बहुश्रुतप्रवचनभक्तिरावश्यकापरिहाणि-सर्गप्रभावना प्रवचनवत्सलत्वमिति तीर्थकृत्त्वस्य ॥ ६-२३ ॥ परात्मनिंदाप्रशंसे सदसद्गुणाच्छादनोद्भावने च नीचैर्गोत्रस्य ॥ ६-२४ ॥ तद्विपर्ययो नीचैर्वृत्त्यनुत्सेको चोत्तरस्य ॥ ६-२५ ॥ विघ्नकरणमन्तरायस्य ।। ६-२६ ॥
+ सातमो मध्याय . हिंसा-ऽनृत-स्तेया-ऽब्रह्म-परिग्रहेभ्यो-विरतिव्रतम् ॥ ७-१ ॥ देश-सर्वतोऽणु-महती ।। ७-२ ॥ तत्स्थै र्यार्थं भावनाः पञ्च पञ्च ।। ७३ ॥ हिंसादिष्विहामुत्र चापायावद्यदर्शनम् ॥ ७-४ ॥ दुःखमेव वा ॥ ७-५ ॥ मैत्री-प्रमोद-कारुण्य-माध्यस्थ्यानि सत्त्वगुणाधिकक्लिश्यमाना-ऽविनयेषु ।। ७-६ ।। जगत्कायस्वभावौ च संवेगवैराग्यार्थम् ॥ ७-७ ॥ प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा ॥ ७-८ ॥ असदभिधानमनृतम् ॥ ७-९ ॥ अदत्तादानं स्तेयम् ॥ ७-१० ॥ मैथुनमब्रह्म ।। ७-११ ॥ मूर्छा परिग्रहः ।। ७-१२ ॥ निःशल्यो व्रती ।। ७-१३ ।। अगार्यनगारश्च ॥ ७-१४ ॥ अणुव्रतोऽगारी ॥ ७-१५ ॥ दिग्-देशाऽनर्थदण्डविरति-सामायिक-पौषधोपवासोपभोग-परिभोगपरिमाणाऽतिथिसंविभागवतसंपन्नश्च ।। ७-१६ ।। मारणान्तिकी संलेखनां जोषिता
Page #511
--------------------------------------------------------------------------
________________
४६७
શ્રીતત્ત્વાધિગમસૂત્ર ॥ ७-१७ ॥ शङ्का-काक्षा-विचिकित्सा-ऽन्यदृष्टिप्रशंसा-संस्तवाः सम्यग्दृष्टेरतिचाराः ॥ ७-१८ ॥ व्रत-शीलेषु पञ्च पञ्च यथाक्रमम् ॥ ७-१९ ॥ बन्ध-वध-छविच्छेदा-ऽतिभारारोपणा-ऽन्नपाननिरोधाः ॥७-२० ॥ मिथ्योपदेश-रहस्याभ्याख्यान-कूटलेखक्रिया-न्यासापहारसाकारमन्त्रभेदाः ॥ ७-२१ ॥ स्तेनप्रयोग-तदाहतादान-विरुद्धराज्यातिक्रम-हीनाधिक-मानोन्मान-प्रतिरूपकव्यवहाराः ।। ७-२२ ॥ परविवाहकरणेत्वरपरिगृहीतापरिगृहीतागमना-ऽनङ्गक्रीडा तीव्रकामाभिनिवेशाः ॥७-२३॥ क्षेत्रवास्तु-हिरण्यसुवर्ण-धनधान्य-दासीदास-कुप्यप्रमाणातिक्रमाः ॥ ७-२४ ॥ ऊर्ध्वाधस्तिर्यग्व्यतिक्रम-क्षेत्रवृद्धिस्मृत्यन्तर्धानानि ॥ ७-२५ ॥ आनयन-प्रेष्यप्रयोग-शब्द-रूपानुपात-पुद्गलक्षेपाः ॥ ७-२६ ॥ कन्दर्प-कौत्कुच्य-मौखर्या-ऽसमीक्ष्याधिकरणोपभोगाधिकत्वानि ॥ ७-२७॥ योगदुष्प्रणिधाना-ऽनादर-स्मृत्यनुपस्थापनानि ॥ ७-२८ ॥ अप्रत्यवेक्षिताप्रमार्जितोत्सर्गा-ऽऽदाननिक्षेप-संस्तारोपक्रमणाऽनादर-स्मृत्यनुपस्थापनानि ।। ७-२९ ।। सचित्तसंबद्ध-संमिश्राऽभिषव-दुष्पक्वाहाराः ।। ७-३० ॥ सचित्तनिक्षेप-पिधान-परव्यपदेशमात्सर्य-कालातिकमाः ॥ ७-३१ ॥ जीवित-मरणाशंसा-मित्रानुरागसुखानुबन्ध-निदानकरणानि ॥७-३२ ॥ अनुग्रहार्थं स्वस्यातिसर्गो दानम् ॥ ७-३३ ॥ विधि-द्रव्य-दातृ-पात्रविशेषाच्च तद्विशेषः ॥ ७-३४ ॥
.मामो मध्याय . मिथ्यादर्शना-ऽविरति-प्रमाद-कषाय-योगा बन्धहेतवः ॥८-१॥ सकषायत्वाज्जीवः कर्मणो योग्यान् पुद्गलानादत्ते ।। ८-२ ।। स बन्धः ॥ ८-३ ॥ प्रकृति-स्थित्यनुभाव-प्रदेशास्तद्विधयः ॥ ८-४ ॥ आद्यो ज्ञान-दर्शनावरण-वेदनीय-मोहनीया-ऽऽयुष्क-नाम-गोत्राऽऽन्तरायाः ॥ ८-५ ॥ पञ्च-नव-द्व्यष्टाविंशति-चतु-ढिचत्वारिंशद्द्वि-पञ्चभेदा यथाक्रमम् ।। ८-६ ॥ मत्यादीनाम् ॥ ८-७ ॥ चक्षुरचक्षु
Page #512
--------------------------------------------------------------------------
________________
४६८
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર रवधिकेवलानां निद्रा-निद्रानिद्रा-प्रचला-प्रचलाप्रचला-स्त्यानर्द्धिवेदनीयानि च ॥ ८-८ ॥ सदसवेद्ये ॥ ८-९ ॥ दर्शन-चारित्रमोहनीयकषाय-नोकषायवेदनीयाख्यास्त्रि-द्वि-षोडश-नवभेदाः सम्यक्त्वमिथ्यात्व-तदुभयानि, कषाय-नोकषायौ, अनन्तानुबन्ध्य-प्रत्याख्यानप्रत्याख्यानावरण-संज्वलन-विकल्पाश्चैकशः क्रोध-मान-माया-लोभाः हास्यरत्यरति-शोक-भय-जुगुप्साः स्त्री-पुं-नपुंसकवेदाः ॥ ८-१० ॥ नारक-तैर्यग्योन-मानुष-दैवानि ॥ ८-११ ॥ गति-जाति-शरीराऽङ्गोपाङ्ग-निर्माण-बन्धन-संघात-संस्थान-संहनन-स्पर्श-रस-गन्धवर्णा-ऽऽनुपूर्व्यगुरुलघूपघात-पराघाता-ऽऽतपोद्योतोच्छास-विहायोगतयः प्रत्येकशरीर-त्रस-सुभग-सुस्वर-शुभ-सूक्ष्म-पर्याप्त-स्थिरा-ऽऽदेययशांसि सेतराणि तीर्थकृत्त्वं च ॥ ८-१२ ॥ उच्चैर्नीचैश्च ।। ८-१३ ॥ दानादीनाम् ।। ८-१४ ।। आदितस्तिसृणामन्तरायस्य च त्रिंशत्सागरोपमकोटीकोट्यः परा स्थितिः ॥ ८-१५ ॥ सप्ततिर्मोहनीयस्य ॥ ८-१६ ॥ नामगोत्रयोविंशतिः ॥ ८-१७ ॥ त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुष्कस्य ॥ ८-१८ ॥ अपरा द्वादश मुहूर्ता वेदनीयस्य ।। ८-१९ ॥ नामगोत्रयोरष्टौ ॥ ८-२० ॥ शेषाणामन्तर्मुहूर्तम् ॥ ८-२१ ॥ विपाकोऽनुभावः ॥ ८-२२ ॥ स यथानाम ॥ ८-२३ ॥ ततश्च निर्जरा ।। ८-२४ ॥ नामप्रत्ययाः सर्वतो योगविशेषात् सूक्ष्मैकक्षेत्रावगाढस्थिताः सर्वात्मप्रदेशेषु अनन्तानन्तप्रदेशाः ॥ ८-२५ ॥ सद्वेद्य-सम्यक्त्व-हास्य-रति-पुरुषवेदशुभायुर्नाम-गोत्राणि पुण्यम् ॥ ८-२६ ॥
+ नवमो मध्याय - आस्रवनिरोधः संवरः ॥ ९-१॥ स गुप्ति-समिति-धर्माऽनुप्रेक्षापरीषहजय-चारित्रैः ॥ ९-२ ॥ तपसा निर्जरा च ॥ ९-३ ॥ सम्यग् योगनिग्रहो गुप्तिः ॥ ९-४ ॥ ईर्या-भाषैषणा-ऽऽदाननिक्षेपोत्सर्गाः समितयः ।। ९-५ ॥ उत्तमः क्षमा-मार्दवा-ऽऽर्जव-शौच-सत्य-संयम
Page #513
--------------------------------------------------------------------------
________________
४६८
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર तपस्त्यागा--5ऽकिञ्चन्य-ब्रह्मचर्याणि धर्मः ।। ९-६ ।। अनित्या-ऽशरणसंसारै-कत्वा-ऽन्यत्वा-ऽशुचित्वा-ऽऽस्रव-संवर-निर्जरा-लोकबोधिदुर्लभ-धर्मस्वाख्यात-तत्त्वानुचिन्तनमनुप्रेक्षाः ॥ ९-७ ॥ मार्गाऽच्यवननिर्जरार्थं परिषोढव्याः परीषहाः ॥ ९-८ ।। क्षुत्-पिपासाशीतोष्ण-दंशमशक-नाग्न्याऽरति-स्त्री-चर्या-निषद्या-शय्या-ऽऽक्रोशवध-याचना-ऽलाभ-रोग-तुणस्पर्श-मल-सत्कार-प्रज्ञा-ऽज्ञानाऽदर्शनानि ।। ९-९॥ सूक्ष्मसंपराय-छद्मस्थवीतरागयोश्चतुर्दश ।। ९-१०॥ एकादश जिने ॥ ९-११ ॥ बादरसंपराये सर्वे ॥ ९-१२ ।। ज्ञानावरणे प्रज्ञाऽज्ञाने ॥ ९-१३ ॥ दर्शनमोहान्तराययोरदर्शनालाभौ ॥ ९-१४ ॥ चारित्रमोहे नाग्न्या-ऽरति-स्त्री-निषद्या-ऽऽक्रोश-याचना-सत्कारपुरस्काराः ॥ ९-१५ ॥ वेदनीये शेषाः ॥ ९-१६ ॥ एकादयो भाज्या युगपदेकोनविंशतेः ।। ९-१७॥ सामायिक-छेदोपस्थाप्य-परिहारविशुद्धिसूक्ष्मसंपराय-यथाख्यातानि चारित्रम् ।। ९-१८ ।। अनशना-ऽवमौदर्यवृत्तिपरिसंख्यान-रसपरित्याग-विविक्तशय्यासन-कायक्लेशा बाह्यं तपः ॥९-१९ ॥ प्रायश्चित्त-विनय-वैयावृत्त्य-स्वाध्याय-व्युत्सर्ग-ध्यानान्युत्तरम् ॥ ९-२०॥ नव-चतु-र्दश-पञ्च-द्विभेदं यथाक्रमं प्रारध्यानाद् ॥ ९-२१॥ आलोचन-प्रतिक्रमण-तदुभय-विवेक-व्युत्सर्ग-तपश्चेदपरिहारोपस्थापनानि ।। ९-२२ ।। ज्ञान-दर्शन-चारित्रोपचाराः ।। ९-२३ ॥ आचार्यो-पाध्याय-तपस्वि-शैक्षक-ग्लान-गण-कुल-संघ-साधुसमनोज्ञानाम् ॥९-२४ ॥ वाचना-पृच्छना-ऽनुप्रेक्षा-5ऽम्नाय-धर्मोपदेशाः ॥ ९-२५ ॥ बाह्या-ऽभ्यन्तरोपध्योः ॥ ९-२६ ॥ उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् ॥ ९-२७ ॥ आ मुहूर्तात् ।। ९-२८ ॥ आर्तरौद्र-धर्म्य-शुक्लानि ॥ ९-२९ ॥ परे मोक्षहेतू ॥ ९-३० ॥ आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगाय स्मृतिसमन्वाहारः ॥ ९-३१ ।। वेदनायाश्च ॥ ९-३२ ॥ विपरीतं मनोज्ञानाम् ॥ ९-३३ ॥ निदानं च ॥ ९-३४ ॥ तदविरत-देशविरत-प्रमत्तसंयतानाम् ॥ ९-३५ ।। हिंसा
Page #514
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
ऽनृत-स्तेय-विषयसंरक्षणेभ्यो रौद्रमविरत - देशविरतयोः ॥ ९-३६॥ आज्ञा - ऽपाय- विपाक - संस्थानविचयाय धर्म्यमप्रमत्तसंयतस्य ॥ ९-३७॥ उपशान्त-क्षीणकषाययोश्च ।। ९ - ३८ ॥ शुक्ले चाद्ये पूर्वविदः ॥ ९ ३९॥ परे केवलिनः ॥ ९-४० ॥ पृथक्त्वै कत्ववितर्क-सूक्ष्मक्रियाऽ प्रतिपाति व्युपरत - क्रियाऽनिवृत्तीनि ॥ ९-४१ ॥ तत् त्र्येककाययोगा - ऽयोगानाम् ॥ ९४२ ॥ एकाश्रये सवितर्के पूर्वे ।। ९-४३ ॥ अविचारं द्वितीयं ॥ ९४४ ॥ वितर्कः श्रुतम् ॥ ९-४५ ॥ विचारोऽर्थ - व्यञ्जन - योगसंक्रान्तिः ॥ ९४६ ॥ सम्यग्दृष्टि- श्रावकविरता - ऽनन्तवियोजक- दर्शनमोह-क्षपको - पशमको पशान्तमोह-क्षपकक्षीणमोह - जिनाः क्रमशो ऽसंख्येयगुणनिर्जराः ।। ९-४७ ॥ पुलाकबकुश-कुशील-निर्ग्रन्थ- स्नातका निर्ग्रन्थाः ॥ ९४८ ॥ संयम - श्रुतप्रतिसेवना - तीर्थ-लिङ्ग - लेश्यो - पपात -स्थानविकल्पतः साध्याः
॥ ९-४९ ॥
४७०
-
4 शमो अध्याय +
मोहक्षयाद् ज्ञान- दर्शनावरणा - ऽन्तरायक्षयाच्च केवलम् ॥ १०-१॥ बन्धहेत्वभाव - निर्जराभ्याम् ॥ १०२ ॥ कृत्स्नकर्मक्षयो मोक्षः || १० - ३ || औपशमिकादि - भव्यत्वाभावाच्चान्यत्र केवलसम्यक्त्व-ज्ञान- दर्शन - सिद्धत्वेभ्यः ॥ १०-४ ॥ तदनन्तरमूर्ध्वं गच्छत्यालोकान्ताद् ।। १०५ ॥ पूर्वप्रयोगाद् असङ्गत्वाद्, बन्धविच्छेदात्, तथागतिपरिणामाच्च तद्गतिः ॥ १०-६ ॥ क्षेत्र - काल - गति - लिङ्गतीर्थ - चारित्र - प्रत्येकबुद्धबोधित - ज्ञाना - ऽवगाहना - ऽन्तर-संख्याऽल्पबहुत्वतः साध्याः ।। १०-७ ।।
Page #515
--------------------------------------------------------------------------
Page #516
--------------------------------------------------------------------------
________________ આપના બાળકોને શ્રદ્ધાળુ, જ્ઞાનવાન અને ચારિત્રસંપન્ન બનાવવા મહેસાણા પાઠશાળામાં દાખલ કરો. પ્રવેશ પત્ર મંગાવી નીચેના સરનામે ભરી મોકલો. * * * * શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા ઠે. સ્ટેશન રોડ, મહેસાણા (ઉ.ગુ.) 384 001. ફોન નંબર : 02762 - 222927 M. 98250 47030 Tejas Printers AHMEDABAD