Book Title: Tattvagyan Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur
Catalog link: https://jainqq.org/explore/008319/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ શ્રી ટોડરમલ ગ્રન્થમાળા, પુષ્પ નં. ૩૭] તત્ત્વજ્ઞાન પાઠમાળા ભાગ ૨ [હિંદી પરથી ગુજરાતી અનુવાદ] (શ્રી વીતરાગ-વિજ્ઞાન વિધાપીઠ પરીક્ષા બોર્ડ દ્વારા નિર્ધારિત ) ( : સમ્પાદક : ડૉ. હુકમચન્દ ભારિલ્લ શાસ્ત્રી, ન્યાયતીર્થ, સાહિત્યરત્ન, એમ. એ., પી.એચ. ડી. સંયુક્તમંત્રી, પં. ટોડરમલ સ્મારક ટ્રસ્ટ, જયપુર. : અનુવાદક : રમણલાલ માણેકલાલ શાહ બી. એસ. સી, બી. ટી. : પ્રકાશક : મંત્રી, પંડિત ટોડરમલ સ્મારક ટ્રસ્ટ એ-૪, બાપુનગર, જયપુર-૩૮૨૦૦૪ (રાજ.) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Thanks & Our Request This shastra has been donated to mark the 15th svargvaas anniversary (28 September 2004) of our mother, Laxmiben Premchand Shah, by Rajesh and Jyoti Shah, London, who have paid for it to be "electronised" and made available on the Internet. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of TattvaGnaan Pathmala - 2 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Version History Date Changes Version Number 001 28 Sept 2004 First electronic version. Error corrections made: Errors in Original Physical Electronic Version Version Corrections Page 10, Line 1: 1841 મિથ્યાત્વ Page 15, Line 5: Page 31, Line 22: 24H અને Page 33, Line 18: Ads નૈમિત્તિક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates સર્વાધિકાર સુરક્ષિત પ્રથમાવૃત્તિ : ૫૦૦૦ (હિંદી ) દિનાંક : ૨૫, ફેબ્રુ. ૧૯૭૪ ઈ. પ્રથમાવૃત્તિ : ૨૧૦૦ (ગુજરાતી ) દિનાંક : ૧૫, મે ૧૯૭૭ ઈ. મુદ્રક : મગનલાલ જૈન અજિત મુદ્રણાલય સોનગઢ (સૌરાષ્ટ્ર) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમર્પણ આ ભૌતિકવાદી યુગમાં, જ્યારે સમસ્ત જગત ભોગ-સન્મુખ થઇ રહ્યું છે અને અશાન્તિની જ્વાળાથી સંતસ છે, એવા સમયમાં જેમણે આધ્યાત્મિકતાનો પ્રચાર અને પ્રસાર કરીને અપૂર્વ આત્મશાંતિનો માર્ગ પ્રશસ્ત કર્યો છે, પોતે નિરંતર આત્મ-સાધનામાં લીન છે તથા મોહમાં ઘેલા અમારા જેવાં પામર પ્રાણીઓને જેમણે મુકિતનો માર્ગ બતાવીને મહાન-મહાન ઉપકાર કર્યો છે; પરમ પૂજ્ય આચાર્ય ધરસેન, કુંદકુંદ, ઉમાસ્વામી, સમન્તભદ્ર, અમૃતચંદ્ર, નેમિચન્દ્ર આદિ વીતરાગી દિગંબર મુનિવરોમાં જેમને અપાર ભકિત છે અને પંડિત પ્રવર પાડે રાજમલજી, કવિવર પં. બનારસીદાસજી અને આચાર્યકલ્પ ૫. ટોડરમલજી પ્રત્યે જેમને અપાર શ્રદ્ધા છે; તે જિનવાણીના પરમ અને પ્રબળ પ્રચારક આધ્યાત્મિક સંત પૂજ્યવર શ્રી કાનજીસ્વામીનાં કર-કમલોમાં સાદર સવિનય સમર્પિત. પૂરણચંદ ગોદિકા અધ્યક્ષ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિવેદન આ કૃતિ પંડિત ટોડરમલ સ્મારક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને વીતરાગ-વિજ્ઞાન વિદ્યાપીઠ પરીક્ષા બોર્ડના પાઠયક્રમમાં નિર્ધારિત બાલબોધ પાઠમાલા ભાગ ૧-૨-૩ વીતરાગ-વિજ્ઞાન પાઠમાલા ભાગ ૧-૨-૩ અને તત્ત્વજ્ઞાન-પાઠમાલા ભાગ ૧ પછીનું આઠમું પુસ્તક છે. તેથી આ પુસ્તકનું નિર્માણ ઉપરોક્ત સાત પુસ્તકોના પૂર્વજ્ઞાનને આધારરૂપ માનીને થયું છે, સાથે સાથે ઉપરોકત પરીક્ષા બોર્ડની વિશારદ પરીક્ષાના અભ્યાસક્રમને પણ લક્ષમાં રાખવામાં આવેલ છે. બાલબોધ પાઠમાલાઓ અને વીતરાગ-વિજ્ઞાન પાઠમાલાઓનાં, ચારથી પાંચ વર્ષના થોડા જ સમયમાં, કેટલાંય સંસ્કરણોનું બહાર પડવું અને ત્રણ લાખથી પણ વધારે પુસ્તકોનું વેચાણ થવું-એ તે પાઠમાળાઓની લોકપ્રિયતાનું પ્રત્યક્ષ પ્રમાણ છે અને તેનાથી અમને આ કાર્યમાં પ્રોત્સાહુન મળ્યું છે. તેથી તે પુસ્તકોની જેમ આ પુસ્તકને પણ સર્વાંગસુંદર અને ઉપયોગી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એના પાઠોની પસંદગીમાં ચારેય અનુયોગોને સમાન રીતે પ્રતિનિધિત્વ તો આપવામાં આવ્યું છે, સાથે સાથે સાચાં દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યે ભકિત અને બહુમાન ઉત્પન્ન કરવાના હેતુથી સ્તોત્ર સંબંધી પાઠ પણ રાખવામાં આવેલ છે. વિદ્ધવર્ય શ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ સોનગઢ, સિદ્ધાંતાચાર્ય પંડિત ફૂલચંદજી વારાણસી, પં. રતનચંદજી શાસ્ત્રી, ન્યાયતીર્થ, એમ. એ. વિદિશા; શ્રી નેમીચંદજી પાટની આગરા-સર્વેએ આ પુસ્તક માટે પાઠો લખવાની અત્યંત કૃપા કરી છે અને સંસ્થાના સુયોગ્ય સંયુકત મંત્રી ડૉ. હુકમચંદજી ભારિલ, શાસ્ત્રી, ન્યાયતીર્થ, સાહિત્યરત્ન, એમ. એ. પી.એચ.ડી. એ પુસ્તકનું સુનિયોજિત સંપાદન અને બાકીના પાઠોનું લેખન કર્યું છે. ઉપરોક્ત બધાય મહાનુભાવોનો અમે હાર્દિક આભાર માનીએ છીએ. જો જિજ્ઞાસુ પાઠકોને આનાથી થોડો પણ લાભ મળશે તો અમો અમારા પ્રયાસને સફળ લેખીશું. નિવેદકો :નેમીચંદ પાટની પૂરણચંદ ગોદીકા મંત્રી અધ્યક્ષ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વિષય-સુચી કમ પાઠનું નામ મહાવીરાષ્ટક સ્તોત્ર શાસ્ત્રોના અર્થ સમજવાની પદ્ધતિ લેખક | સ્વર્ગીય પંડિત ભાગચંદજી શ્રી નેમીચંદજી પાટની, આગરા પુણ્ય અને પાપ ૧૮ ડૉ. હુકમચંદજી ભારિલ્લ, જયપુર પં. રતનચંદજી ભારિલ્સ, વિદિશા | ઉપાદાન-નિમિત્ત ૨૭ | ડૉ. હુકમચંદજી ભારિલ્લ, જયપુર ૩૯ આત્માનુભૂતિ અને તત્ત્વવિચાર છ કારકો ચૌદ ગુણસ્થાનો તીર્થકર ભગવાન મહાવીર પં. ખીમચંદ જેઠાલાલ શેઠ, સોનગઢ | સિદ્ધાન્તાચાર્ય પં. ફૂલચંદજી, વારાણસી | | ડૉ. હુકમચંદજી ભારિલ, જયપુર ૪૯ દેવાગમ સ્તોત્ર (આસમીમાંસા) તાર્કિકચક્રચૂડામણિ આચાર્ય સમન્તભદ્ર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ૧ મહાવીરાષ્ટક સ્તોત્ર यदीये चैतन्ये मुकुर इव भावाश्चिदचिता: समं भान्ति ध्रोव्यव्ययजनिलसन्तोऽन्तरहिताः। जगत्साक्षी मार्गप्रकटनपरो भानुरिव यो । महावीरस्वामी नयनपथगामी भवतु मे (नः) ।।१।। अतानं यच्चक्षुः कमलयुगलं स्पन्दरहितम् जनान्कोपापायं प्रकटयति वाभ्यन्तरमपि । स्फुटं मूर्तिर्यस्य प्रशमितमयी वातिविमला महावीरस्वामी नयनपथगामी भवतु मे (न:) ।।२।। नमन्नाकेन्द्राली मुकुटमणिभाजलटिलं, लसत्पादाम्भोजद्वयमिह यदीयं तनुभृताम् । भवज्वालाशान्त्यै प्रभवति जलं वा स्मृतमपि महावीरस्वामी नयनपथगामी भवतु मे (नः) ।।३।। यद भावेन प्रमुदितमनादर्दुरइह, क्षणादासीत्स्वर्गी गुणगणसमृद्धः सुखनिधिः। लभन्ते सद्भक्ताः शिवसुख समाजं किमुतदा महावीरस्वामी नयनपथगामी भवतु मे (न:) ।।४।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #9 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહાવીરાષ્ટક સ્તોત્ર સામાન્ય અર્થ - જેવી રીતે સન્મુખ આવેલા પદાર્થો દર્પણમાં ઝળકે છે, તેવી જ રીતે જેમના કેવળજ્ઞાનમાં સમસ્ત જીવ-અજીવ અનંત પદાર્થો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સહિત યુગપત્ પ્રતિભાસે છે; તથા જેવી રીતે સૂર્ય લૌકિક માર્ગોને પ્રકાશિત કરે છે, તેવી જ રીતે મોક્ષમાર્ગને પ્રકાશિત કરવાવાળા જે જગતના જ્ઞાતા-દષ્ટા છે; તે ભગવાન મહાવીરસ્વામી મારા (અમારા) નયનપથગામી બનો અર્થાત્ મને (અમને) દર્શન આપો. ૧. સ્પન્દ (પલકાર) અને લાલિમા રહિત જેમના બેઉ નેત્રકમળ મનુષ્યોને બાહ્ય અને અભ્યતર કોધાદિ વિકારોનો અભાવ પ્રગટ કરી રહેલાં છે અને જેમની મુદ્રા સ્પષ્ટપણે પૂર્ણ શાન્ત અને અત્યંત નિર્મળ છે, તે ભગવાન મહાવીરસ્વામી મારા (અમારા) નયનપથગામી બનો અર્થાત્ મને (અમને) દર્શન આપો. ૨. નમ્રીભૂત ઈન્દ્રોના સમૂહના મુકુટોના મણિઓની પ્રભાકાલ વડે જટિલ (મિશ્રિત) જેમનાં પ્રકાશમાન બેઉ ચરણકમળો, સ્મરણ કરવા માત્રથી જ, શરીરધારીઓની સાંસારિક દુ:ખ-જ્વાળાઓનું, પાણીની જેમ, શમન કરી દે છે; તે ભગવાન મહાવીરસ્વામી મારા (અમારા) નયનપથગામી બનો અર્થાત્ મને (અમને) દર્શન આપો. ૩. જ્યારે પૂજા કરવાના ભાવમાત્રથી પ્રસન્નચિત્ત એવા દેડકાએ ક્ષણવારમાં ગુણોના સમૂહથી સમૃદ્ધ સુખના ભંડાર સમી સ્વર્ગ-સંપદાને પ્રાપ્ત કરી લીધી, તો પછી તેમના ભક્તો મુક્તિ-સુખને પ્રાપ્ત કરી લે તો તેમાં શું આશ્ચર્ય છે? અર્થાત્ તેમના સદભક્તો અવશ્ય મુક્તિસુખને પ્રાપ્ત કરે જ. તે ભગવાન મહાવીરસ્વામી મારા (અમારા) નયનપથગામી બનો અર્થાત્ મને (અમને) દર્શન આપો. ૪. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates कनत्स्वर्णा भासोऽप्यपगततनुर्ज्ञाननिवहो विचित्रात्माप्येको नृपतिवरसिद्धार्थतनयः। अजन्मापि श्रीमान् विगतभव रागोऽद्भुतगतिः महावीरस्वामी नयनपथगामी भवतु मे (न:) ।।५।। यदीया वाग्गंगा विविधनयकल्लोलविमला, वृहज्ज्ञानाम्भोभिर्जगति जनतां या स्नपयति। इदानीमप्येषा बुधजनमरालैः परिचिता, महावीरस्वामी नयनपथगामी भवतु मे (न:) ।।६।। अनिर्वारोद्रेकस्त्रिभुवनजयी कामसुभट:, कुमारावस्थायामपि निजबलाद्येन विजितः । स्फुरन्नित्यानंद प्रशमपद राज्याय स जिनः, महावीरस्वामी नयनपथगामी भवतु मे (न:) ।।७।। महामोहांतक प्रशमनपराकस्मिभिषग् निरापेक्षो बंधुर्विदितमहिमा मंगलकरः। शरण्यः साधूनाम् भवभयमृतामुत्तमगुणो महावीरस्वामी नयनपथगामी भवतु मे (न:) ।।८।। महावीराष्टकं स्तोत्रं भक्त्या भागेन्दुना कृतम्। यः पठेच्छृणुयाच्चापि स याति परमां गतिम् ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જે અંતરંગ દષ્ટિથી જ્ઞાનશરીરી (કેવલજ્ઞાનનો પુંજ) અને બહિરંગ દષ્ટિથી તપ્તાયમાન સુવર્ણ સમાન તેજોમય શરીરયુક્ત હોવા છતાં શરીરથી રહિત છે; અનેક જ્ઞય તેમના જ્ઞાનમાં ઝળકે છે–તેથી વિચિત્ર (અનેકરૂપ) હોવા છતાં પણ એક (અખંડ) છે; મહારાજા સિદ્ધાર્થના પુત્ર હોવા છતાં પણ અજન્મા છે; અને કેવલજ્ઞાન તથા સમવસરણાદિ લક્ષ્મીથી સંપન્ન હોવા છતાં પણ સંસારના રાગથી રહિત છે. આ પ્રકારનાં આશ્ચર્યોના નિધાન એવા તે ભગવાન મહાવીરસ્વામી મારા (અમારા) નયનપથગામી બને અર્થાત્ મને (અમને) દર્શન આપે. ૫. જેમની વાણીરૂપી ગંગા વિવિધ પ્રકારના નયરૂપી કલ્લોલોને લીધે નિર્મળ છે અને અગાધ જ્ઞાનરૂપી જળથી જગતની જનતાને સ્નાન કરાવતી રહે છે, તથા આ સમયે પણ વિદ્વજ્જનરૂપી હંસો વડે પરિચિત છે; તે ભગવાન મહાવીર સ્વામી મારા (અમારા) નયનપથગામી બને અર્થાત્ મને (અમને) દર્શન આપે. ૬. જેનો વેગ દુર્નિવાર છે અને જેણે ત્રણ લોકને જીતી લીધા છે, એવા કામરૂપી સુભટને જેમણે પોતે આત્મબળ વડે કુમાર અવસ્થામાં જ જીતી લીધો છે, પરિણામસ્વરૂપે જેમને અનન્ત-શક્તિનું સામ્રાજ્ય અને શાશ્વત સુખ પ્રગટ થઈ રહ્યું છે; તે ભગવાન મહાવીરસ્વામી મારા (અમારા) નયનપથગામી બને અર્થાત્ મને (અમને) દર્શન આપે. ૭. જેઓ મહા મોહરૂપી રોગને શાન્ત કરવા માટે નિરપેક્ષ વૈધ છે, જેઓ જીવમાત્રના નિઃસ્વાર્થ બન્યું છે, જેમની મહિમાથી આખુંય વિશ્વ પરિચિત છે, જેઓ મહામંગળના કરવાવાળા છે, તથા ભવ-ભય વડે ભયભીત સાધુઓને જેઓ શરણરૂપ છે; તે ઉત્તમ ગુણોના ધરનારા ભગવાન મહાવીર સ્વામી મારા (અમારા) નયનપથગામી બને અર્થાત્ મને (અમને) દર્શન આપે. ૮. કવિવર ભાગચંદે ભક્તિપૂર્વક રચેલા આ મહાવરાષ્ટક સ્તોત્રનો જે પાઠ કરશે વા સાંભળશે તે પરમગતિ (મોક્ષ) ને પ્રાપ્ત થશે. પ્રશ્ન: ૧. આપને મનપસંદ કોઈ એક છંદ અર્થ સહિત લખો. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ૨ શાસ્ત્રોના અર્થ સમજવાની પદ્ધતિ પં. ટોડરમલઃ આ ભવતરુનું મૂળ એક, જાણો મિથ્યાત્વ ભાવ; તેહને કરી નિર્મૂળ હવે, કરીએ મોક્ષ ઉપાય. આ સંસારરૂપી વૃક્ષનું મૂળ એક મિથ્યાત્વ જ છે. તેથી એનો જડમૂળથી નાશ કરીને જ મોક્ષનો ઉપાય કરી શકાય છે. જે જીવો જૈન છે, જિન-આજ્ઞાને માને છે, તેમને પણ મિથ્યાત્વ કેમ રહે છે?” આપણે આજે આ સમજવું છે, કેમ કે મિથ્યાત્વનો અંશ પણ બૂરો છે અને (એ) સૂક્ષ્મ મિથ્યાત્વ પણ ત્યાગવા યોગ્ય છે. દીવાન રતનચંદ- જે જીવો જૈન છે, અને જિન-આજ્ઞાને માને છે, પછી તેમને મિથ્યાત્વ કેવી રીતે રહી જાય છે? જિનવાણીમાં તો મિથ્યાત્વની પોષક વાત જ નથી. ૫. ટોડરમલ- તમે બરાબર કહો છો. જિનવાણીમાં તો મિથ્યાત્વની પોષક વાત નથી. પરંતુ જે જીવો જિનવાણીનો અર્થ સમજવાની પદ્ધતિ જાણતા નથી, તેઓ એના મર્મને સમજતા નથી. પોતાની જ કલ્પના વડે અન્યથા સમજી લે છે, તેથી તેમને મિથ્યાત્વ છૂટતું નથી. દીવાન રતનચંદ:- તો શું જિનવાણીનો અર્થ સમજવાની કોઈ પદ્ધતિ પણ છે? પં. ટોડરમલ- કેમ નહીં ? દરેક કામ કરવા અને દરેક વાત સમજવા માટે તેની પોતાની એક રીત હોય છે. જ્યાં સુધી આપણે તે રીત (પદ્ધતિ)ને ન સમજી લઈએ ત્યાં સુધી કોઈ પણ કામ સારી રીતે કરી જ ન શકીએ અને કોઈ પણ વાત સાચા સ્વરૂપે સમજી જ ન શકીએ. ૧) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates દીવાન રતનચંદઃ- તો જિનવાણીનો અર્થ સમજવાની પદ્ધતિ શું છે? પં. ટોડ૨મલઃ- જિનવાણીમાં નિશ્ચય-વ્યવહારરૂપ વર્ણન છે. નિશ્ચય-વ્યવહારનું સાચું સ્વરૂપ નહીં સમજવાને કા૨ણે સામાન્ય જનો તેના મર્મને સમજતા નથી. એ જ પ્રમાણે જિનવાણી ચાર અનુયોગોની પદ્ધતિમાં વિભાગ પાડીને લખવામાં આવી છે. દરેક અનુયોગની પોતપોતાની પદ્ધતિ જુદી જુદી છે. જ્યાં સુધી આપણે તે પદ્ધતિને સમજીએ નહીં ત્યાં સુધી જિનવાણીનો પાઠ કરીને પણ તેના રહસ્યને પામીશું નહીં. દીવાન રતનચંદઃ- કૃપા કરીને આજે અમને નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ અને અનુયોગોની પદ્ધતિ સંબંધમાં જ સમજાવો. પં. ટોડરમલ:- નિશ્ચય-વ્યવહારની વાત તો થોડા દિવસો પહેલાં જ વિસ્તારથી સમજાવવામાં આવેલી છે તથા ચાર અનુયોગોના સંબંધમાં પણ એક દિવસ વિસ્તારથી બતાવવામાં આવેલું હતું. દીવાન રતનચંદઃ- હા, એની સામાન્ય જાણકારી તો અમને છે, પરંતુ અમે તો આજે શાસ્ત્રોના અર્થ સમજવાની પદ્ધતિના સંદર્ભમાં એ સમજવા ઈચ્છીએ છીએ. પં. ટોડરમલઃ- આપને નિશ્ચય-વ્યવહારના સ્વરૂપની ખબર છે તો બોલો, નિશ્ચય કોને કહે છે અને વ્યવહાર કોને કહે છે? ,, k દીવાન રતનચંદઃ- “યથાર્થનું નામ નિશ્ચય છે અને ઉપચારનું નામ વ્યવહાર. અથવા આ પ્રમાણે પણ કહી શકાય કે- “એક જ દ્રવ્યના ભાવને તે જ સ્વરૂપે નિરૂપણ કરવો તે નિશ્ચયનય છે તથા તે દ્રવ્યના ભાવને અન્ય દ્રવ્યના ભાવસ્વરૂપ નિરૂપણ કરવો તે વ્યવહાર છે.” પં. ટોડરમલઃ- ત્યારે તો આપને એ પણ માલૂમ હશે કે વ્યવહારનય સ્વદ્રવ્ય૫૨દ્રવ્યને, તેમના ભાવોને વા કારણ-કાર્યાદિકને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે; અને નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે, કોઈને કોઈમાં મેળવતો નથી. ૧. વીતરાગ-વિજ્ઞાન પાઠમાલા ભાગ ૩, પાઠ ૮. ૨. વીતરાગ-વિજ્ઞાન પાઠમાલા ભાગ ૨, પાઠ ૪. ૧૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દીવાન રતનચંદઃ- જી હા; આ પણ માલુમ છે. ૫. ટોડરમલ- ઠીક તો બતાવો કે મનુષ્ય-તિર્યંચ કોણ છે? દીવાન રતનચંદ- જીવ. પં. ટોડરમલ- જીવ! દીવાન રતનચંદ - જિનવાણીમાં પણ તેમને જીવ જ દર્શાવેલા છે. પં. ટોડરમલ - હું ભાઈ, જિનવાણીમાં વ્યવહારથી નર-નારકાદિ પર્યાયને જીવ કહ્યો, ત્યાં પર્યાયને જ જીવ ન માની લેવો. (કારણ કે, તે પર્યાય તો જીવપુગલના સંયોગરૂપ છે, ત્યાં નિશ્ચયથી જીવ દ્રવ્ય ભિન્ન છે તેને જ જીવ માનવો. જીવના સંયોગથી શરીરાદિકને પણ ઉપચારથી જીવ કહ્યો, પણ એ કથન માત્ર જ છે; પરમાર્થથી શરીરાદિક કાંઈ જીવ નથી. એ જ પ્રમાણે અભેદ આત્મામાં જ્ઞાન-દર્શનાદિ ભેદ કર્યા, ત્યાં તેને ભેદરૂપ જ ન માની લેવો, કેમ કે ભેદ તો સમજાવવા માટે કર્યા છે. (પણ) નિશ્ચયથી આત્મા અભેદ જ છે, તેને જ જીવ-વસ્તુ માનવી. ત્યાં જે સંજ્ઞા-સંખ્યાદિથી ભેદ કહ્યા છે તે કથન માત્ર જ છે, પરમાર્થથી તે જુદા-જુદા નથી. - દીવાન રતનચંદ- તો આ જ પ્રમાણે વ્રત-શીલ-સંયમાદિને વ્યવહારથી મોક્ષમાર્ગ કહ્યો હોવો જોઈએ? પં. ટોડરમલ - પરદ્રવ્યનું નિમિત્ત મટવાની અપેક્ષાએ વ્રત-શીલ-સંયમાદિને મોક્ષમાર્ગ કહ્યો, ત્યાં તેને જ મોક્ષમાર્ગ ન માની લેવો, કારણ કે જો પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગ આત્માને હોય તો આત્મા પરદ્રવ્યનો કર્તા-હર્તા થઈ જાય. પણ કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યને આધીન છે જ નહીં. આત્મા તો પોતાના રાગાદિક ભાવોને છોડી વીતરાગી થાય છે; તેથી નિશ્ચયથી વીતરાગ ભાવ જ મોક્ષમાર્ગ છે. એટલા માટે તો કહ્યું હતું કે જ્યાં સુધી આપણે એ ન ઓળખીએ કે જિનવાણીમાં જે કથન છે તેમાં કયું સત્યાર્થ છે અને કયું સમજાવવાના હેતુથી વ્યવહારથી કહેલું છે ત્યાં સુધી આપણે તે સર્વ કથનને એક સરખું સત્યાર્થ માનીને ભ્રમરૂપ પ્રવર્તીએ છીએ. ૧. પર ( નિમિત્ત) તરફનું લક્ષ છોડાવવા માટે. ૧૨ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દીવાન રતનચંદ તો જિનવાણીમાં વ્યવહારનું કથન કર્યું જ શા માટે? પં. ટોડરમલઃ- વ્યવહાર વિના પરમાર્થ સમજાવી શકાતો નથી, તેથી અસત્યાર્થ હોવા છતાં પણ જિનવાણીમાં વ્યવહારનું કથન કરવામાં આવેલું છે. દીવાન રતનચંદ- વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ કેમ થઈ શકતો નથી? પં. ટોડરમલ- નિશ્ચયનયથી તો આત્મા પરદ્રવ્યોથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન સ્વયંસિદ્ધ વસ્તુ છે; તેને જે ન ઓળખતો હોય તેને એમ જ કહ્યા કરીએ તો તે સમજે નહીં. તેથી તેને સમજાવવા વ્યવહારથી શરીરાદિક પરદ્રવ્યોની સાપેક્ષતા વડ નર-નારકાદિરૂપ જીવના ભેદ કર્યા તથા મનુષ્ય જીવ, નારકી જીવ ઈત્યાદિ-રૂપે જીવની ઓળખાણ કરાવી. એ જ પ્રમાણે અભેદ વસ્તુમાં ભેદ ઉપજાવી સમજાવ્યું. જેમકે-જાણવાવાળો તે જીવ, દેખવાવાળો તે જીવ-એમ જીવના જ્ઞાનાદિ ગુણપર્યાયરૂપ ભેદ કરીને સ્પષ્ટ સમજાવવામાં આવ્યું. જે પ્રમાણે સ્વેચ્છને મ્લેચ્છ ભાષા વિના સમજાવી શકાતો નથી, તે જ પ્રમાણે વ્યવહારી જનોને વ્યવહાર વિના નિશ્ચયનું જ્ઞાન કરાવી શકાતું નથી. દીવાન રતનચંદ- તો અમારે કયા પ્રકારે માનવું? પં. ટોડરમલ- જ્યાં નિશ્ચયનયની મુખ્યતાથી વ્યાખ્યાન હોય, તેને તો “સત્યાર્થ એમ જ છે” એમ જાણવું અને જ્યાં વ્યવહારનયની મુખ્યતાથી વ્યાખ્યાન હોય, તેને “એમ નથી, પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે” એમ જાણવું. દીવાન રતનચંદ- વ્યવહારનય પરને ઉપદેશ કરવામાં જ કાર્યકારી છે કે પોતાનું પણ પ્રયોજન સાધે છે? પં. ટોડરમલ- પોતે પણ જ્યાં સુધી નિશ્ચયનય વડે પ્રરૂપિત વસ્તુને ન ઓળખે ત્યાં સુધી વ્યવહાર-માર્ગ વડે વસ્તુનો નિશ્ચય કરે. તેથી નીચલી દશામાં વ્યવહારનય પોતાને પણ કાર્યકારી છે; પરંતુ વ્યવહારને ૧૩ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપચારમાત્ર માની તે વડે વસ્તુનો યથાર્થ નિર્ણય કરે તો કાર્યકારી થાય, પરંતુ જો નિશ્ચયની જેમ વ્યવહારને પણ સત્યભૂત માની વસ્તુ “આમ જ છે” એવું શ્રદ્ધાન કરે તો તે ઊલટો અકાર્યકારી થઈ જાય. આ જ પ્રમાણે ચારેય અનુયોગોના વ્યાખ્યાનને યથાર્થ નહીં સમજવાને લીધે વસ્તુના સાચા સ્વરૂપને સમજતા નથી. તેથી ચારેય અનુયોગોના વ્યાખ્યાનની પદ્ધતિ બરાબર રીતે સમજવી જોઈએ. દીવાન રતનચંદ- કૃપયા પ્રથમાનુયોગના વ્યાખ્યાનની પદ્ધતિ સંક્ષેપમાં સમજાવો. પં. ટોડરમલ - પ્રથમાનુયોગમાં સંસારની વિચિત્રતા, પુણ્ય-પાપનાં ફળ, મહાપુરુષોની પ્રવૃત્તિ ઈત્યાદિ નિરૂપણ કરી જીવોને ધર્મ માં લગાડવામાં આવે છે. પ્રથમાનુયોગમાં મૂળકથાઓ તો જેવી ને તેવી જ નિરૂપવામાં આવે છે, પણ પ્રસંગોપાત જે વ્યાખ્યાન હોય છે તે કોઈ તો જેમનું તેમ હોય છે તથા કોઈ ગ્રંથકર્તાના વિચાર અનુસાર હોય છે, પરંતુ ત્યાં પ્રયોજન અન્યથા હોતું નથી. જેમકે – તીર્થકરોનાં કલ્યાણકોમાં ઈન્દ્રો આવ્યા એ તો સત્ય છે, પરંતુ ઈન્દ્ર જે પ્રકારે સ્તુતિ કરી હતી તેનું વ્યાખ્યાન જે શબ્દો વડે કર્યું, આબેહૂબ તે જ શબ્દો ન હતા, કોઈ અન્ય શબ્દો વડે સ્તુતિ કરી હતી. એ જ પ્રમાણે કોઈને પરસ્પર વાર્તાલાપ થયો હોય ત્યાં તેમને તો અન્ય પ્રકારે અક્ષરો નીકળ્યા હતા અને અહીં ગ્રન્થકર્તાએ અન્ય પ્રકારે કહ્યા, પરંતુ ત્યાં એક જ પ્રકારનું પ્રયોજન પોપેલું હોય વળી કયાંક-કયાંક પ્રસંગરૂપ કથાઓ પણ ગ્રંથકર્તા પોતાના વિચાર અનુસાર લખે છે. જેમકે “ધર્મ પરીક્ષા” માં મૂર્ખાઓની કથા લખી, ત્યાં એ જ કથા મનોવેગે કહી હતી એવો કોઈ નિયમ નથી પરંતુ મૂર્ણપણાને પોષક જ એવી કોઈ વાર્તા કહી હુતી. વળી પ્રથમાનુયોગમાં ધર્મબુદ્ધિ વડે કોઈ અનુચિત કાર્ય કરે તેની પણ પ્રશંસા કરવામાં આવે છે. જેમકે વિષ્ણુકુમાર મુનિએ ધર્માનુરાગ વડ મુનિઓનો ઉપસર્ગ દૂર કર્યો. મુનિપદ છોડીને આ કાર્ય કરવું યોગ્ય ન હતું, પરંતુ વાત્સલ્ય અંગની પ્રધાનતાથી ૧૪ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વિષ્ણુકુમારજીની પ્રશંસા કરી. પરંતુ એ છળ વડે બીજાઓએ શ્રેષ્ઠ ધર્મ છોડી નીચો ધર્મ અંગીકાર કરવો યોગ્ય નથી. પુત્રાદિકની પ્રાપ્તિ અર્થે વા રોગ, કષ્ટ વગેરે દૂર કરવા અર્થે સ્તુતિ-પૂજનાદિક કાર્યો કરવામાં નિઃકાંક્ષિત ગુણનો અભાવ હોય છે અને નિદાન નામનું આર્તધ્યાન થાય છે, તેથી તે પાપબંધનાં જ કારણ છે; પરંતુ મોહિત થઈને તીવ્ર પાપબંધનું કારણ જે કુદેવાદિકનું સેવન તે તો ન કર્યું એમ જાણી તેની પ્રશંસા કરી છે. પરંતુ એ છળ પામીને બીજાઓએ લૌકિક કાર્યો અર્થ ધર્મસાધન કરવું યોગ્ય નથી. દીવાન રતનચંદ- કરણાનુયોગની વ્યાખ્યાન પદ્ધતિ કેવી છે? ૫. ટોડરમલ- કરણાનુયોગમાં કેવલજ્ઞાનગમ્ય વસ્તુનું વ્યાખ્યાન છે. કેવલજ્ઞાનમાં તો સર્વ લોકાલોક જણાયા છે, પરંતુ આમાં જીવને પ્રયોજનભૂત છબસ્થના જ્ઞાનમાં કાંઈક ભાવ ભાસે તેવું નિરૂપણ કર્યું છે. જેમકે-જીવોના ભાવોની અપેક્ષાએ ગુણસ્થાન કહ્યાં છે. હવે તે ભાવો તો અનંત છે, તે તો વાણી વડે વર્ણવી શકાય નહીં, તેથી ઘણા ભાવોની એક જાતિ કરી ચૌદ ગુણસ્થાન કહ્યાં છે. વળી કરણાનુયોગમાં પણ કોઈ ઠેકાણે ઉપદેશની મુખ્યતા સહિત વ્યાખ્યાન હોય છે, તેને સર્વથા તેમ જ ન માનવું, જેમકે છોડાવવાના અભિપ્રાયથી હિંસાદિકના ઉપાયને કુમતિજ્ઞાન કહ્યું. વાસ્તવિકપણે તો મિથ્યાષ્ટિનું સઘળુંય જ્ઞાન કુશાન છે અને સમ્યગ્દષ્ટિનું સઘળુંય જ્ઞાન સુજ્ઞાન છે. દીવાન રતનચંદ તો ચરણાનુયોગમાં કેવા પ્રકારનું વ્યાખ્યાન હોય છે? ૫. ટોડરમલઃ- ચરણાનુયોગમાં જેમ જીવોને પોતાના બુદ્ધિગોચર ધર્મનું આચરણ થાય તેવો ઉપદેશ આપવામાં આવે છે. તેમાં વ્યવહારનયની મુખ્યતાથી વ્યાખ્યાન કરવામાં આવે છે, કેમ કે નિશ્ચય-ધર્મમાં તો કાંઈ ગ્રહણ –- ત્યાગનો વિકલ્પ જ નથી. તેથી અહીં બે પ્રકારે ઉપદેશ કરીએ છીએ-એક તો માત્ર વ્યવહારનો અને એક નિશ્ચય સહિત વ્યવહારનો. વ્યવહાર ઉપદેશમાં તો બાહ્ય કિયાઓની જ પ્રધાનતા છે, પરંતુ નિશ્ચય સહિત વ્યવહારના ઉપદેશમાં પરિણામોની જ પ્રધાનતા છે. ૧૫. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દીવાન રતનચંદ:- એકલા વ્યવહારનો ઉપદેશ કોના માટે છે અને નિશ્ચય સહિત વ્યવહારનો ઉપદેશ કોના માટે છે? પં. ટોડરમલઃ- જે જીવોને નિશ્ચયનું જ્ઞાન નથી તથા ઉપદેશ આપવા છતાં પણ થતું જણાતું નથી, એમને તો એકલો વ્યવહા૨નો ઉપદેશ આપીએ છીએ; તથા જે જીવોને નિશ્ચય-વ્યવહારનું જ્ઞાન હોય અથવા ઉપદેશ આપતાં તેનું જ્ઞાન થવું સંભવિત હોય તેમને નિશ્ચય સહિત વ્યવહારનો ઉપદેશ આપીએ છીએ. વળી ચરણાનુયોગમાં કોઈ કોઈ ઠેકાણે કષાયી જીવોને કષાય ઉપજાવીને પણ પાપથી છોડાવીએ છીએ. જેમ-પાપનાં ફળ નરકાદિનાં દુઃખ બતાવી ત્યાં ભય કષાય ઉપજાવીને તથા પુણ્યનાં ફળ સ્વર્ગાદિનાં સુખ બતાવી ત્યાં લોભ કષાય ઉપજાવીને ધર્મકાર્યોમાં લગાવીએ છીએ. એ જ પ્રમાણે શરીરાદિકને અશુચિરૂપ બતાવી જુગુપ્સા કષાય ઉપજાવીએ છીએ અને પુત્રાદિકને ધનાદિનાં ગ્રાહક બતાવી દ્વેષ કરાવીએ છીએ; પૂજા, દાન, નામસ્મરણાદિનાં ફળ જે પુત્ર-ધનાદિની પ્રાપ્તિ તેનો લોભ બતાવી ધર્મકાર્યોમાં લગાડીએ છીએ. આ પ્રકારનું ચરણાનુયોગમાં વ્યાખ્યાન હોય છે. તેથી તેનું પ્રયોજન જાણીને યથાર્થ શ્રદ્ધાન કરવું . દીવાન રતનચંદઃ- એ જ પ્રમાણે દ્રવ્યાનુયોગની પણ પોતાની વિશેષ પદ્ધતિ હોવી જોઈએ ? પં. ટોડરમલઃ- કેમ નહી? દ્રવ્યાનુયોગમાં જીવોને જીવાદિ તત્વોનું યથાર્થ શ્રદ્ધાન જે પ્રકારે થાય તે રીતે વિશેષ યુક્તિ, હેતુ, દષ્ટાંતાદિક વડે નિરૂપણ કરવામાં આવે છે, કેમ કે અહીં યથાર્થ શ્રદ્ધાન કરાવવાનું પ્રયોજન છે. જેમ સ્વપર ભેદવજ્ઞાન થાય તેમ જીવ-અજીવનું; અને જેમ વીતરાગભાવ થાય તેમ આસ્ત્રવાદિકનું સ્વરૂપ દર્શાવીએ છીએ. વળી આત્માનુભવનો મહિમા ગાઈએ છીએ તથા વ્યવહાર ધર્મનો નિષેધ કરીએ છીએ. જે જીવ આત્માનુભવના ઉપાયને તો કરતો નથી અને માત્ર બાહ્ય ક્રિયાકાંડમાં જ મગ્ન છે તેને ત્યાંથી ઉદાસ કરીને આત્માનુભવાદિમાં લગાડવા અર્થે વ્રત-શીલ-સંયમાદિનું પણ અહીં હીનપણું પ્રગટ કરીએ છીએ. શુભોપયોગનો નિષેધ અશુભોપયોગમાં લગાડવા માટે કરતા નથી, પરંતુ શુદ્ધોપયોગમાં લગાડવા માટે કરીએ છીએ. ૧૬ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #19 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આ પ્રમાણે ચારેય અનુયોગોની કથન પદ્ધતિ ભિન્ન-ભિન્ન છે, પરંતુ સર્વનું એકમાત્ર પ્રયોજન વીતરાગતાનું પોષણ છે. કોઈ ઠેકાણે તો ઘણા રાગાદિ છોડાવીને અલ્પ રાગાદિ કરાવવાનું પ્રયોજન પોપ્યું છે તથા કોઈ ઠેકાણે સર્વ રાગાદિ છોડાવવાનું પ્રયોજન પોપ્યું છે, પરંતુ રાગાદિ વધારવાનું પ્રયોજન કોઈ પણ ઠેકાણે નથી. ઘણું શું કહીએ? જે પ્રકારે રાગાદિ મટાડવાનું શ્રદ્ધાન થાય તે જ શ્રદ્ધાન સમ્યગ્દર્શન છે, જે પ્રકારે રાગાદિ મટાડવાનું જ્ઞાન થાય તે જ જ્ઞાન સમ્યજ્ઞાન છે, તથા જે પ્રકારે રાગાદિ મટે તે જ આચરણ સમ્યક્રચારિત્ર છે. તેથી પ્રત્યેક અનુયોગની પદ્ધતિનું યથાર્થ જ્ઞાન કરીને જિનવાણીના રહસ્યને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. દીવાન રતનચંદ શાસ્ત્રોના અધ્યયનમાં કોઈ કોઈ ઠેકાણે પરસ્પર વિરોધ ભાસે તો શું કરવું? પં. ટોડરમલ - જિનવાણીમાં પરસ્પર વિરોધી કથનો હોતાં નથી. આપણને અનુયોગોની કથન પદ્ધતિનું અને નિશ્ચય-વ્યવહારનું સાચું જ્ઞાન નહીં હોવાથી વિરોધ ભાસે છે. જો આપણને શાસ્ત્રોના અર્થ સમજવાની પદ્ધતિનું જ્ઞાન થઈ જાય તો વિરોધ જણા શે નહીં. તેથી હંમેશાં આગમ-અભ્યાસનો ઉદ્યમ રાખવો જોઈએ. મોક્ષમાર્ગમાં પ્રથમ ઉપાય આગમજ્ઞાન કહ્યો છે. તેથી તમે યથાર્થ બુદ્ધિ વડે આગમનો અભ્યાસ નિરંતર કરો! તેથી તમારું અવશ્ય કલ્યાણ થશે !! પ્રશ્ન: ૧. વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ કેમ થઈ શકતો નથી ? સ્પષ્ટ કરો. ૨. શું વ્યવહારનય પોતાને માટે પણ પ્રયોજનવાન છે? જો હા, તો કેવી રીતે? ૩. ચારેય અનુયોગોના વ્યાખ્યાનની પદ્ધતિનું વર્ણન કરો. ૧૭ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ૩ પુણ્ય અને પાપ સમસ્ત ભારતીય દર્શનોમાં આત્મા-પરમાત્મા, બંધ-મોક્ષ અને લોક-પરલોક - એ વિષયોની સાથે સાથે પુણ્ય-પાપ એ પણ ખૂબ ચર્ચા પામેલો વિષય બન્યો છે. પુણ્ય-પાપ કોને કહે છે અને એમનું મુક્તિના માર્ગમાં શું સ્થાન છે? આ વિષય સંબંધી જૈન દર્શનના સંદર્ભમાં મીમાંસા કરવી એ જ અહીં વિચારણીય વિષય છે. આચાર્ય કુંદકુંદથી માંડીને આજ સુધી જૈન સાહિત્યના દરેક યુગમાં પુણ્ય-પાપ સંબંધી મીમાંસા થતી રહી છે. આજે પણ એ ચર્ચાનો મુખ્ય વિષય છે. વિવાદ પુણ્ય-પાપની પરિભાષા (વ્યાખ્યા) સંબંધી નથી, પરંતુ મુક્તિ-માર્ગમાં એમનું સ્થાન શું છે તે બાબતે વિવાદ છે. પુણ્ય અને પાપ બેઉ આત્માના વિકારી અંતઃપરિણામો છે. દેવપૂજા, ગુરુઉપાસના, દયા, દાન, વ્રત, શીલ, સંયમ આદિના પ્રશસ્ત પરિણામ (શુભ ભાવ) પુણ્ય ભાવ કહેવામાં આવે છે અને એનું ફળ અનુકૂળ સંયોગોની પ્રાપ્તિ છે. હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહસંચય આદિના ભાવ તે પાપ ભાવ છે અને એનું ફળ પ્રતિકૂળતાઓ છે. સામાન્યજનો પુણ્યનું ભલું અને પાપને બુરું માને છે, કારણ કે મુખ્યપણે પુણ્યથી મનુષ્ય વા દેવ ગતિની પ્રાપ્તિ થાય છે અને પાપ વડે નરક વા તિર્યચ ગતિની. પરંતુ એમનું ધ્યાન એ તરફ જતું નથી કે ચારેય ગતિ સંસાર જ છે, દુ:ખ-રૂપ જ છે. ચારેય ગતિમાં દુ:ખ જ દુ:ખ છે, સુખ કોઈપણ ગતિમાં નથી. પંડિત દોલતરામજીએ છઢાળાની પહેલી ઢાળમાં ચારેય ગતિમાં દુ:ખ જ દુઃખ બતાવ્યું છે. એ પ્રમાણે વૈરાગ્યભાવનામાં અતિસ્પષ્ટ લખ્યું છે: જો સંસાર વિર્ષે સુખ હો તો, તીર્થકર કયો ટાર્ગે કાહે કો શિવસાધન કરતે, સંજમ સૌ અનુરાગૈTI ૧૮ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રમણ સંસ્કૃતિના પ્રતિષ્ઠાપક મહાન આચાર્ય કુન્દકુન્દ પુણ્ય-પાપ બંનેને સંસારનું કારણ બતાવીને એમના પ્રતિ રાગ અને સંસર્ગ કરવાનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. એમનું કથન એમના જ શબ્દોમાં આ પ્રમાણે છે: कम्ममसुहं कुसीलं सुहकम्मं चावि जाणह सुसीलं। कह तं होदि सुसीलं जं संसारं पवेसेदि ।। १४५ ।। सोवण्णियं पि णियलं बंधदि कालायसं पि जह पुरिसं। बंधदि एवं जीवं सुहमसुहं वा कदं कम्मं ।। १४६ ।। तम्हा दु कुसीलेहिं य रागं मा कुणह मा व संसग्गं। साहीणो हि विणासो कुसीलसंसग्गरायेण ।। १४७ ।। અશુભ કર્મ કુશીલ છે અને શુભ કર્મ સુશીલ છે એમ તમે જાણો છો, પરંતુ તે સુશીલ કેમ હોઈ શકે કે જે શુભ કર્મ (જીવન) સંસારમાં પ્રવેશ કરાવે છે? જેવી રીતે લોખંડની બેડીની જેમ સોનાની બેડી પણ પુરુષને બાંધે છે તે જ પ્રમાણે અશુભ (પાપ) કર્મની જેમ શુભ (પુણ્ય) કર્મ પણ જીવને (અવિશેષપણે) બાંધે છે. તેથી એ બન્ને કુશીલો (પુણ્ય-પાપ) સાથે રાગ વા સંસર્ગ ન કરો, કારણ કે કુશીલ સાથે સંસર્ગ અને રાગ કરવાથી સ્વાધીનતાનો નાશ થાય છે. શુભ ભાવોથી પુણ્ય કર્મનો બંધ થાય છે અને અશુભ ભાવોથી પાપ કર્મનો બંધ થાય છે. બંધ ભલે પાપનો હોય કે પુણ્યનો, આખરે તે છે તો બંધ જ; તેનાથી આત્મા બંધાય જ છે, મુક્ત થતો નથી. મુક્ત તો શુભાશુભ ભાવોના અભાવથી અર્થાત્ શુદ્ધ ભાવ (વીતરાગ ભાવ) વડ જ થાય છે. તેથી મુક્તિના માર્ગમાં પુણ્ય અને પાપનું સ્થાન અભાવાત્મક જ છે. આ બાબતમાં “યોગસાર” માં શ્રી યોગીન્દુદેવ લખે છે: पुण्णिं पावइ सग्ग जिउ पावएँ णरय-णिवासु। बे छंडिवि अप्पा मुणई तो लब्भई सिववासु।। ३२ ।। ૧૯ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુણ્ય વડે જીવ સ્વર્ગ પામે છે અને પાપ વડે નરક પામે છે. જે (જીવ) આ બન્નેને છોડીને આત્માને જાણે છે તે મોક્ષને પ્રાપ્ત કરે છે. આ જ પ્રકારનો ભાવ આચાર્ય શ્રી પૂજ્યપાદે “સમાધિ શતક” માં વ્યક્ત કર્યો છે.' કુન્દ્રકુન્દ્રાચાર્યદવ પણ આ સંબંધમાં સ્પષ્ટ નિર્દેશ કરે છે: सुहपरिणामो पुण्णं असुहो पावत्ति भणियमण्णेसु। परिणामो णण्णगदो दुक्खक्खयकारणं समये ।। १८१ ।। પર પ્રત્યે શુભ પરિણામ પુણ્ય છે અને અશુભ પરિણામ પાપ છે. તથા પર પ્રત્યે નહીં પ્રવર્તતો એવો આત્મ-પરિણામ આગમમાં દુ:ખક્ષય (મોક્ષ )નું કારણ કહેલ છે. पूयादिसु वयसहियं पुण्णं हि जिणेहिं सासणे भणियं । मोहक्खोह विहीणो परिणामो अप्पणो धम्मो ।। ८३।। જિન શાસનમાં જિનેન્દ્રદેવે એમ કહ્યું છે કે વ્રત, પૂજા આદિ પુણ્ય છે અને મોહ-ક્ષોભરહિત આત્માનો પરિણામ ધર્મ છે. નાટક સમયસારમાં પુણ્ય-પાપને ચંડાલણીના યુગલપુત્રો (જોડિયા ભાઈ ) બતાવતાં લખ્યું છે કે જ્ઞાનીઓએ બંનેમાંથી કોઈની પણ અભિલાષા નહીં કરવી જોઈએ :જૈસે કાવ્ ચંડાલી જુગલ પુત્ર અને તિનિ, એક દીયો બાંભનકે એક ઘર રાખ્યો હૈ બાંભન કહાયો તિનિ મધ માંસ ત્યાગ કીનો, ચંડાલ કહાયો તિનિ મધ માંસ ચાખ્યો છે તૈસે એક વેદની કરમકે જુગલ પુત્ર, એક પાપ એક પુન્ન નામ ભિન્ન ભાગો હૈ. १. अपुण्यमव्रतैः पुण्यम् व्रतैर्मोक्षस्तयोर्मयः। अव्रतानीव मोक्षार्थी व्रतान्यपि ततस्त्यजेत्।।८३।। ૨. પ્રવચનસાર ૩. અષ્ટપાહુડ (ભાવપાહુડ). ૨ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #23 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દુઠું માંહિ દોરધૂપ દોઊ કર્મબંધરૂપ. યાત ગ્યાનવંત નહિ કોઉ અભિલાખો હૈ રૂા સાંસારિક દષ્ટિએ પાપની અપેક્ષા પુણ્યનું ભલું કહેવામાં આવે છે પરંતુ મોક્ષમાર્ગમાં તો પુણ્ય અને પાપ બને કર્મ બાધક જ છેઃમુકતિક સાધકક બાધક કરમ સબ, આતમાં અનાદિકો કરમ માંહિ લુક્ય હૈ એતે પર કહે જો કિ પાપ બુરી પુન ભલૌ, સોઈ મહા મૂઢ મોખ મારગસૌ ચુક્યોં હૈતા રૂા મહાકવિ બનારસીદાસે, કુન્દકુન્દાચાર્યદેવના સમયસાર નામના ગ્રંથરાજ પર આચાર્ય શ્રી અમૃતચંદ્ર દ્વારા લિખિત આત્મખ્યાતિ ટીકા અને કળશોનો આધાર લઈ, નાટક સમયસારમાં પુણ્ય-પાપ સંબંધી હેય-ઉપાદેય વ્યવસ્થાની ગુરુ-શિષ્યના સંવાદરૂપે વિસ્તારથી ચર્ચા કરી છે, જે આ પ્રમાણે છેશિષ્ય - કેઊ શિષ્ય કહે ગુરુ પાંહીં, પાપ પુન દોઊ સમ નહીં ! કારન રસ સુભાવ ફલ જ્યારે, એક અનિષ્ટ લર્ગે ઇક પ્યારા સંકલેસ પરિનામનિસોં પાપ બંધ હોઈ, વિશુદ્ધસૌ પુન્ન બંધ હેતુ-ભેદ માનીયે પાપકે ઉર્દ અસાતા તાકો હૈ કટુક સ્વાદ, પુન્ન ઉદૈ સાતા મિષ્ટ રસ ભેદ જાનિ | પાપ સંકલેસ રૂપ પુન હૈ વિશુદ્ધ રૂપ, દુહૂકૌ સુભાવ ભિન્ન ભેદ યૌં બખાનિયે પાપસ કુગતિ હોઈ પુન્નસોં સુગતિ હોઈ, ઐસૌ ફલ-ભેદ પરતચ્છિ પરમાનિયે સાફ કોઈ શિષ્ય ગુરુને કહે છે કે – પાપ અને પુણ્ય બને સમાન નથી, કારણ કે એમનાં કારણ, રસ, સ્વભાવ અને ફળ જુદાં-જુદાં છે. પાપ ૧. નાટક સમયસાર, પુણ્ય-પાપ એકત્રદ્વાર, કવિવર પં. બનારસીદાસ ૨. એ જ. ૨૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અનિષ્ટ જણાય છે અને પુણ્ય પ્રિય લાગે છે. સંક્લેશ પરિણામોથી પાપબંધ થાય છે અને વિશુદ્ધ પરિણામોથી પુણ્ય બંધ; આ પ્રમાણે બન્નેમાં કા૨ણ ભેદ વિધમાન છે. પાપના ઉદયથી દુ:ખ થાય છે, જેનો સ્વાદ કડવો લાગે છે અને પુણ્યના ઉદયથી સુખ થાય છે, જેનો સ્વાદ મધુર છે. આ પ્રમાણે બન્નેમાં ૨સભેદ રહેલો છે. પાપ પરિણામ સ્વયં સંકલેશરૂપ છે અને પુણ્યભાવ વિશુદ્ધરૂપ છે; તેથી બન્નેમાં સ્વભાવભેદ પણ વિધમાન છે. પાપથી નરકાદિ કુતિઓમાં જવું પડે છે અને પુણ્યથી દેવાદિ સુગતિની પ્રાપ્તિ થાય છે આ પ્રમાણે બન્નેમાં લભેદ પણ પ્રત્યક્ષ જોવામાં આવે છે. છતાં આપ બન્નેને સમાન કેવી રીતે કહો છો ? ગુરુઃ- પાપ બંધ પુત્ર બંધ દુહૂમૈં મુકતિ નાંહિ, કટુક મધુર સ્વાદ પુગ્ગલકો પેખિએ સંક્લેસ વિસુદ્ધ સહજ દોઊ કર્મચાલ, કુતિ સુગતિ જગજાલમૈ વિસેખિએ ।। કારનાદિ ભેદ તોહિ સૂઝત મિથ્યાત માંહિ, ઐસૌ દ્વૈત ભાવ ગ્યાન દષ્ટિમૈં ન લેખિએ1 દોઊ મહા અંધકૂપ દોઊ કર્મબંધરૂપ, દુહૂકો વિનાસ મોખ મારગમૈખિએ।। ૬।। આના ઉત્તરમાં ગુરુ કહે છે કે પાપબંધ અને પુણ્યબંધ બન્નેય મુક્તિના માર્ગમાં બાધક છે, તેથી બન્ને સમાન જ છે. કડવો અને મધુર સ્વાદ પણ પુદ્દગલજન્ય છે, તથા સંકલેશ અને વિશુદ્ધ ભાવ બન્દેય વિભાવ ભાવ છે તેથી એ પણ સમાન જ છે. કુતિ અને સુગતિ બન્ને ચતુર્ગતિરૂપ સંસારમાં જ છે, તેથી ફલભેદ પણ નથી. પુણ્ય-પાપમાં કારણ, રસ, સ્વભાવ અને ફલ ભેદ વાસ્તવિકપણે નથી; મિથ્યાત્વને કારણે અજ્ઞાનીને માત્ર આભાસપણે દેખાય છે, જ્ઞાનીને આવા ભેદ દષ્ટિગત થતા નથી. પુણ્ય અને પાપ બન્નેય અંધકૂપ છે, બન્નેય કર્મબંધરૂપ છે અને મોક્ષમાર્ગમાં બન્નેનોય અભાવ થતો જોવામાં આવે છે. મોક્ષમાર્ગમાં તે એક શુદ્ધોપયોગ જ ઉપાદેય છેઃ ૨૨ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સીલ તપ સંજમ વિરતિ દાન પૂજાદિક, અથવા અસંજમ કષાય વિર્ષભોગ હૈ. કોઊ સુભરૂપ કોઊ અસુભ સ્વરૂપ ભૂલ, વસ્તુને વિચારત દુવિધ કર્મરોગ હૈT એસી બંધપદ્ધતિ બખાની વીતરાગ દેવ, આતમ ધરમર્મ કરમ ત્યાગ-જોગ હૈ ભો-જલ-તરેયા, રાગ-દ્વપક હરૈયા મહા, મોખકો કરૈયા એક સુદ્ધ ઉપયોગ હૈTIOTI શીલ, તપ, સંયમ, વ્રત, દાન, પૂજા આદિ અથવા અસંયમ, કષાય, વિષયભોગ આદિ–એમાં કોઈ શુભરૂપ છે અને કોઈ અશુભરૂપ છે; પરંતુ મૂળ વસ્તુનો વિચાર કરતાં બન્ને પ્રકારનો કર્મરોગ જ છે. ભગવાન વીતરાગદેવે આવી જ બંધની પદ્ધતિ કહી છે. પુણ્ય-પાપ બન્નેને બંધારૂપ અને બંધનાં કારણ કહ્યાં છે, તેથી આત્મ-ધર્મ (આત્માનું હિત કરનાર ધર્મ) માં તો સંપૂર્ણ શુભ-અશુભ કર્મ ત્યાગવા યોગ્ય છે. સંસાર-સમુદ્રથી પાર ઉતારવાવાળો, રાગ-દ્વેષનો નાશ કરવાવાળો અને મોક્ષ પ્રાપ્તિ કરાવવાવાળો એક માત્ર શુદ્ધોપયોગ જ છે, શુભોપયોગ અને અશુભોપયોગ નહીં . શિષ્ય:- સિષ્ય કહૈ સ્વામી તુમ કરની અસુભ સુભ, કીની હૈ નિષેધ મેરે સંસે મન માંહી હૈ મોખકે સયા ગ્યાતા દેસવિરતી મુનીસ, | તિનકી અવસ્થા તો નિરાવલંબ નહી હૈ ગુરુ- કહે ગુરુ કરમકો નાસ અનુભી અભ્યાસ, ઐસો અવલંબ ઉનહીકો ઉન પાંહી હૈ નિરુપાધિ આતમ સમાધિ સોઈ સિવરૂપ, ઔર દૌર ધૂપ પુદગલ પરછાંહી હૈ || ૮ આ સાંભળીને શિષ્ય કહે છે કે હે ગુરુદેવ! આપે શુભ અને અશુભ બન્નેને સમાન બતાવીને બન્નેનો નિષેધ કરી દીધો છે. તેથી ૧. બનારસીદાસે પુણ્યને અકર રોગ પાપને કંપ રોગ કહ્યો છે. જુઓ નાટક સમયસાર, ઉત્થાનિકા, છન્દ ૪૦-૪૧. ૨૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #26 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મારા મનમાં એક સંશય ઉત્પન્ન થયો છે કે મોક્ષમાર્ગની સાધના કરનારા અવિરતિ સમ્યગ્દષ્ટિ (ચતુર્થ ગુણસ્થાનવર્તી), અણુવ્રતી (પંચમ-ગુણસ્થાનવર્તી) અને મહાવ્રતી (છઠ્ઠાગુણસ્થાનવર્સી) જીવોની અવસ્થા કોઈ અવલંબન વિના તો રહી શકતી નથી; તેમને તો વ્રત, શીલ, સંયમ, દયા, દાન, જપ, તપ, પૂજન આદિનું અવલંબન જોઈએ જ. માટે આપ આ કર્મોનો નિષેધ કેમ કરો છો? આનું સમાધાન કરતાં ગુરુ કહે છે કે હે ભાઈ ! એમ નથી. શું મુક્તિમાર્ગના પથિક જીવોનું અવલંબન પુણ્ય-પાપરૂપ હોય છે? અરે, એમનું અવલંબન તો એમનો જ્ઞાનાનન્દ સ્વભાવી આત્મા છે, જે હમેશાં વિદ્યમાન છે. કર્મોનો અભાવ તો આત્માનુભવ અને એના અભ્યાસ વડે જ થાય છે. તેથી તેઓ નિરાવલંબી હોવાનો કોઈ પ્રશ્ન જ નથી. મોહ-રાગ-દ્વેષ રહિત આત્મામાં સમાધિસ્થ રહેવું એ જ મુક્તિનું કારણ અને મોક્ષનું સ્વરૂપ છે, વ્રતાદિના વિકલ્પો અને જડની કિયા તો પુગલની પ્રતિચ્છાયા છે. કહ્યું પણ છે: કરમ સુભાશુભ દોઈ, પદ્ગલપિંડ વિભાવ મલા ઈનસૌ મુકતિ ન કોઈ, નહિં કેવલ પદ પાઈએT 8 || શુભ અને અશુભ એ બન્ને કર્મમલ છે, પુદગલ પિંડ છે અને આત્માનો વિભાવ છે. એમના વડે કેવલજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ સંભવિત નથી. શિષ્ય- કોઊ શિષ્ય કહે સ્વામી ! અસુભકિયા અસુદ્ધ, સુભકિયા સુદ્ધ તુમ ઐસી કયાઁ ન વરની | ગુરુ- ગુરુ કહૈ જબલોં ક્રિયાકે પરિનામ રહેં. તબલૌં ચપલ ઉપયોગ જોગ ધરની II થિરતા ન આવે તોલોં સુદ્ધ અનુભી ન હોઈ, યાતૈ દોઉ કિયા મોખ-પંથકી કતરની ! બંધકી કરયા દોઊ દુહુર્મ ન ભલી કોઊ, બાધક વિચારિ મેં નિસિદ્ધ કીની કરની || ૨ એટલું સાંભળીને કોઈ સમન્વયવાદી શિષ્ય સુચન કરતાં કહે છે કે હું ગુરદેવ ! આપ શુભકિયા શુદ્ધ અને અશુભકિયા અશુદ્ધ છે એમ કેમ કહેતા નથી? ૨૪ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates તેને સમજાવતાં ગુરુદેવ કહે છે કે હૈ ભાઈ! જ્યાં સુધી શુભાશુભ ક્રિયાના પરિણામ રહે છે ત્યાં સુધી યોગ (મન, વચન, કાય ) અને ઉપયોગ (જ્ઞાનદર્શન ) માં ચંચલતા રહ્યા કરે છે. જ્યાં સુધી યોગ અને ઉપયોગમાં સ્થિરતા આવે નહીં ત્યાં સુધી શુદ્ધાત્માનો અનુભવ થતો નથી. તેથી શુભાશુભ બન્નેય ક્રિયાઓ મોક્ષમાર્ગને ખંડિત કરવામાં કાતર સમાન છે. બન્નેય બંધ કરનારી છે. બન્નેમાંથી એકેય ભલી નથી. મેં બંનેનો નિષેધ મોક્ષમાર્ગમાં બાધક જાણીને જ કર્યો છે. આ પ્રમાણે પંડિત બનારસીદાસજીએ આગમ-અનુકૂળ પોતાનો દૃષ્ટિકોણ સ્પષ્ટપણે પ્રગટ કર્યો છે. આના સંદર્ભમાં આચાર્યકલ્પ પંડિત ટોડરમલજી લખે છે : k “વળી આસ્ત્રવતત્ત્વમાં જે હિંસાદિરૂપ પાપાસ્ત્રવ છે તેને તો હેય જાણે છે; તથા અહિંસાદિરૂપ પુણ્યાસ્ત્રવ છે તેને ઉપાદેય માને છે. પરંતુ એ તો બન્ને કર્મબંધનાં જ કારણ છે, તેમાં ઉપાદેયપણું માનવું એ જ મિથ્યાદર્શન છે. એ પ્રમાણે અહિંસાની માફક સત્યાદિક તો પુણ્ય-બંધનાં કારણ છે તથા હિંસાની માફક અસત્યાદિક પાપબંધનાં કારણ છે; એ સર્વ મિથ્યા-અધ્યવસાય છે, તે બધો ત્યાજ્ય છે. માટે હિંસાદિની જેમ જ અહિંસાદિકને પણ બંધનાં કારણ જાણી હૈયરૂપ જ માનવાં.... જ્યાં વીતરાગ થઈ દુષ્ટા-જ્ઞાતારૂપ પ્રવર્તે ત્યાં જ નિબંધતા છે તેથી તે ઉપાદેય છે. હવે એવી દશા ન થાય ત્યાં સુધી પ્રશસ્તરાગરૂપ પ્રવર્તો, પરંતુ શ્રદ્ધાન તો એવું રાખો કે–આ પણ બંધનું કા૨ણ છે, હેય છે; જો શ્રદ્ધાનમાં તેને મોક્ષમાર્ગ જાણે તો તે મિથ્યાદષ્ટિ જ છે. ૧ આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે લૌકિક દૃષ્ટિએ પાપની અપેક્ષાએ પુણ્ય સારું છે અને એ જ તથ્યને ધ્યાનમાં લઈને શાસ્ત્રોમાં તેને વ્યવહા૨થી ધર્મ પણ કહેવામાં આવેલ છે, તેમ છતાં મોક્ષમાર્ગમાં તેનું સ્થાન અભાવાત્મક જ છે. ૧. મોક્ષમાર્ગ પ્રકાશક, શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ, ચોથી આવૃત્તિ પાનું ૨૨૯-૨૩૦. (ગુજરાત ) ૨૫ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #28 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુણ્યનું ભલું માનવામાં મૂળ કારણ પુણ્યના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતી જે ભોગસામગ્રી તેમાં સુખબુદ્ધિ છે. જ્યાં સુધી ભોગોને સુખરૂપ માનવાનું ચાલુ રહે ત્યાં સુધી પુણ્યમાં ઉપાદેયબુદ્ધિ દૂર થાય નહીં જ્ઞાનાનંદ સ્વભાવી આત્માનો સ્પર્શ થયા વિના ભોગોમાંથી સુખબુદ્ધિ હઠતી નથી જ્ઞાનાનંદ સ્વભાવી આત્માનો અનુભવ જ શુદ્ધ ભાવ છે અને તે શુભાશુભ (પુણ્ય-પાપ) ભાવના અભાવરૂપ જ હોય છે. તેથી સાચા સુખના વાંચ્છક જીવોએ આત્માનુભૂતિરૂપ શુદ્ધ ભાવની પ્રાપ્તિ માટે ઉદ્યમશીલ રહેવું જોઈએ. પ્રશ્ન: ૧. મુક્તિ-માર્ગમાં પુણ્યનું શું સ્થાન છે? ૨. પુણ્ય અને પાપ કોને કહે છે? ૩. પુણ્ય અને પાપમાં કારણાદિ ભેદોને સ્પષ્ટ કરીને બંનેમાં યુક્તિ સહિત એકત્વ સ્થાપિત કરો. ૨૬ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates પાઠ ૪ પ્રવચનકાર : ઉપાદાન-નિમિત્ત મંગલ ભગવાન્ વીરો, મંગલ ગૌતમો ગણી । મંગલ કુન્દકુન્દાર્યો, જૈન ધર્મોઽસ્તુ મંગલમ્ ।। જગતનો દરેક પદાર્થ સ્વયં પરિણમનશીલ છે. પદાર્થોના પરિણમનને પર્યાય વા કાર્ય કહે છે, કાર્યને કર્મ, અવસ્થા, હાલત, દશા, પરિણામ અને પરિણતિ પણ કહે છે. દરેક પદાર્થ પોતાના પરિણમનનો સ્વયં કર્તા છે, તેને પોતાનું પરિણમન કરવામાં બીજાના સહયોગની ચંચમાત્ર પણ આવશ્યકતા નથી. અજ્ઞાની જીવો ૫૨ના સહયોગની આકાંક્ષાથી વ્યર્થ જ દુ:ખી થાય છે. જિજ્ઞાસુ : કારણ વિના કાર્યની ઉત્પત્તિ સંભવિત નથી. તો પછી કારણો શોધવાં–મેળવવાં એને વ્યર્થ કેમ માની શકાય? પ્રવચનકાર : તમે એ ઠીક કહો છો કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ સંભવિત નથી. પરંતુ કારણ કોને કહે છે તે જાણો છો? કાર્યની ઉત્પાદક સામગ્રીને જ કારણ કહે છે. તે કારણો બે પ્રકારનાં હોય છે :- ઉપાદાનકારણ અને નિમિત્તકારણ. જે સ્વયં કાર્યરૂપ પરિણમે તેને ઉપાદાનકારણ કહે છે. સ્વયં (વિવક્ષિત ) કાર્યરૂપ તો પરિણમે નહીં, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો જેના પર આરોપ આવી શકે તેને નિમિત્તકા૨ણ કહે છે; જેમ કે –‘ઘટ' રૂપ કાર્યનું માટી ઉપાદાનકારણ છે અને ચક્ર, દંડ અને કુંભાર નિમિત્તકા૨ણ છે. ૨૭ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જે પદાર્થમાં કાર્યની નિષ્પત્તિ થાય તેને ઉપાદાન અને તે કાર્યને ઉપાદેય કહે છે, અને નિમિત્તની અપેક્ષાએ કથન કરીએ તો તે જ કાર્યને નૈમિત્તિક કહે છે. એક જ કાર્યને ઉપાદાનકારણની અપેક્ષાએ કથન કરીએ તો ઉપાદેય અને નિમિત્તકા૨ણની અપેક્ષાએ કથન કરીએ તો નૈમિત્તિક કહેવામાં આવે છે. જિજ્ઞાસુઃ ઉપાદાન-ઉપાદેય અને નિમિત્ત-નૈમિત્તિકને કૃપા કરી ઉદાહરણ આપીને સમજાવો. પ્રવચનકાર: સાંભળો ! જેમ કે–‘ઘટ’ કાર્યનું ઉપાદાનકારણ માટીરૂપ દ્રવ્ય છે. અહીં ‘માટી ’ ઉપાદાન છે, તેથી તેની અપેક્ષાએ કથન કરતાં ‘ઘટ’ કાર્ય ‘ ઉપાદેય ’કહેવામાં આવે તથા ‘ઘટ' કાર્યનાં કુંભાર, ચક્રાદિ નિમિત્તકારણ છે. નિમિત્તોની અપેક્ષાએ કથન કરતાં તે જ ‘ઘટ’ કાર્યને ‘નૈમિત્તિક' કહેવામાં આવે. અહીં ઉપાદેય શબ્દનો પ્રયોગ ‘ગ્રહણ કરવા યોગ્ય' એ અર્થમાં નથી. અહીં તો નિમિત્તની અપેક્ષાએ જે કાર્યને નૈમિત્તિક કહેવામાં આવે છે તે જ કાર્યને પોતાના ઉપાદાનની અપેક્ષાએ ઉપાદેય કહેવામાં આવે છે. આશા છે હવે આપ સૌની સમજમાં આવી ગયું હશે. જિજ્ઞાસુઃ હા, આવી ગયું! બરાબર સમજમાં આવી ગયું!! પ્રવચનકાર: " તો ‘સુવર્ણહાર' અને ‘સમ્યગ્દર્શન ' રૂપ કાર્યનાં ઉપાદાન-ઉપાદેય અને નિમિત્ત-નૈમિત્તિક બતાવો. જિજ્ઞાસુઃ સુવર્ણરૂપ દ્રવ્ય ઉપાદાન છે અને ‘હાર’ ( સુવર્ણહા૨ ) ઉપાદેય છે. અગ્નિ, સોની વગેરે નિમિત્ત છે અને ‘હાર' નૈમિત્તિક છે. એ જ પ્રમાણે આત્મદ્રવ્ય વા શ્રદ્ધાગુણ ઉપાદાન છે અને સમ્યગ્દર્શન ઉપાદેય છે, મિથ્યાત્વ કર્મનો અભાવ નિમિત્ત છે અને સમ્યગ્દર્શન નૈમિત્તિક છે. ૨૮ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates પ્રવચનકાર: સારું! ઘણું જ સારું! શંકાકાર: જો ઉપાદાન · દ્રવ્ય વા ‘ગુણ ’ હોય તો તે તો સદાકાળ (ત્રિકાળ ) વિધમાન રહે છે, તેથી વિવક્ષિત કાર્ય નિરંતર થતું રહેવું જોઈએ. પ્રવચનકાર: , ઉપાદાન બે પ્રકારનું હોય છે: (૧) ત્રિકાળી ઉપાદાન (૨) ક્ષણિક ઉપાદાન. જે દ્રવ્ય વા ગુણ સ્વયં કાર્યરૂપ પરિણમે તેને ત્રિકાળી ઉપાદાનકારણ કહે છે. ક્ષણિક ઉપાદાનકારણ બે પ્રકારે સ્પષ્ટ કરવામાં આવે છે : ૧. દ્રવ્ય અને ગુણોમાં અનાદિ-અનંત પર્યાયોનો પ્રવાક્રમ ચાલતો રહે છે. તે અનાદિ-અનંત પ્રવાહક્રમમાં અનન્તર પૂર્વક્ષણવર્તી પર્યાય ક્ષણિક ઉપાદાનકારણ છે અને અનન્તર ઉત્તરક્ષણવર્તી પર્યાય કાર્ય છે. ૨. તે સમયની પર્યાયની તે રૂપે થવાની યોગ્યતા ક્ષણિક ઉપાદાનકારણ છે અને તે પર્યાય કાર્ય છે. ક્ષણિક ઉપાદાનકારણને સમર્થ ઉપાદાનકારણ પણ કહે છે. ત્રિકાળી ઉપાદાનકારણ તો સદા વિધમાન રહે છે. જો તેને જ પૂર્ણ સમર્થ કારણ માની લેવામાં આવે તો વિવક્ષિત કાર્યની ઉત્પત્તિનો નિત્ય-પ્રસંગ આવે. તેથી અનન્તર પૂર્વક્ષણવર્તી પર્યાય અને તે સમયે તે પર્યાયની ઉત્પન્ન થવાની પોતાની યોગ્યતા જ સમર્થ ઉપાદાનકારણ છે, જેના વિના કાર્યની ઉત્પત્તિ થાય નહીં અને જેના હોવાથી નિયમથી કાર્યની ઉત્પત્તિ થાય જ. સારાંશરૂપે એમ કહી શકાય કે અનન્તર પૂર્વ પર્યાય વિશિષ્ટ દ્રવ્ય ઉપાદાન છે અને અનન્તર ઉત્તર પર્યાય વિશિષ્ટ દ્રવ્ય ઉપાદેય છે. અનુકૂળ બાહ્ય પદાર્થ નિમિત્ત છે અને વિવક્ષિત કાર્ય નૈમિત્તિક છે. ૨૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates શંકાકા૨: નિમિત્ત પણ બે પ્રકારનાં હોય છે! ઉદાસીન અને પ્રેરક. પ્રવચનકાર: હા, નિમિત્તોનું વર્ગીકરણ પણ ઉદાસીન અને પ્રેરક એમ બે રીતે કરવામાં આવે છે. ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશ અને કાલદ્રવ્ય ઈચ્છાશક્તિથી રહિત અને નિષ્ક્રિય હોવાથી ઉદાસીન નિમિત્ત કહેવાય છે; તથા જીવ દ્રવ્ય ઈચ્છાવાન અને ક્રિયાવાન હોવાથી અને પુદ્દગલદ્રવ્ય ક્રિયાવાન હોવાથી પ્રેરક નિમિત્ત કહેવાય છે. તોપણ કાર્યની ઉત્પત્તિમાં બધાં જ નિમિત્ત ધર્માસ્તિકાયની જેમ ઉદાસીન જ છે. આચાર્ય પૂજ્યપાદ સ્વામીએ ઈષ્ટોપદેશમાં એ જ કહ્યું છેઃ नाज्ञो विज्ञत्वमायाति, विज्ञो नाज्ञत्वमृच्छति । निमित्तमात्रमन्यस्तु, તેર્ધર્માસ્તિાયવત્ ।। રૂ‰।। અજ્ઞને ઉપદેશાદિ નિમિત્તો વડે વિજ્ઞ કરી શકાતો નથી અને વિજ્ઞને અજ્ઞ કરી શકાતો નથી, કેમ કે પ૨ પદાર્થ તો નિમિત્ત માત્ર છે જેમ સ્વયં ગતિ કરતાં જીવ અને પુદ્દગલોને ધર્માસ્તિકાય હોય છે તેમ. આની વિશેષ સ્પષ્ટતા કરતાં એની સંસ્કૃત ટીકામાં લખ્યું છેઃ 66 “અહી એમ શંકા થાય કે-આ પ્રમાણે તો બાહ્ય નિમિત્તોનું નિરાકરણ જ થઈ જશે. એનું સમાધાન કર્યું છેઃ- અન્ય જે ગુરુ આદિ તથા શત્રુ આદિ છે તે પ્રકૃત કાર્યના ઉત્પાદમાં તથા નાશમાં ફક્ત નિમિત્ત માત્ર છે. પરમાર્થે કોઈ કાર્યની ઉત્પત્તિ થવામાં વા વ્યય થવામાં તેની યોગ્યતા જ સાક્ષાત્ સાધક હોય છે.” જિજ્ઞાસુઃ ૧. ચારણ ઋદ્ધિધારી મુનિઓનો ઉપદેશ પામીને તો ભગવાન મહાવીરના જીવે પોતાની પૂર્વ સિંહની અવસ્થામાં આત્મહિત કર્યું હતું! એનું જ એ પરિણામ છે કે તે જીવ આગળ જતાં ભગવાન મહાવીર થયો. આપ ઉપદેશરૂપ નિમિત્તનો નિષેધ કેમ કરો છો? ૧. ઈષ્ટોપદેશ (શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ, અગાસ ) ૪૨-૪૩. ૩૦ Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #33 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચનકાર: અમો ઉપદેશરૂપ નિમિત્તનો નિષેધ કયારે કરીએ છીએ? અમે તો નિમિત્તના કર્તત્વનો નિષેધ કરીએ છીએ. જો ઉપદેશથી જ આત્મહિત થતું હોય તો ઉપદેશ તો ઘણા જીવો સાંભળે છે, બધાનું હિત કેમ થઈ જતું નથી ? ભગવાન મહાવીરના જીવનું હિત મારીચિના ભવમાં જ કેમ ન થઈ ગયું? શું ત્યાં સ–નિમિત્તાની ઉણપ હતી ? પિતા ચક્રવર્તી ભરત, ધર્મચક્રના આદિ પ્રવર્તક ભગવાન ઋષભદેવ દાદા! ભગવાન ઋષભદેવના સમવસરણમાં તેમનો ઉપદેશ સાંભળીને તો તેણે વિરોધ-ભાવ ઉત્પન્ન કર્યો હતો. શું તેમના ઉપદેશમાં કાંઈ ખામી હતી ? શું ચારણ ઋદ્ધિધારી મુનિઓનો ઉપદેશ એનાથી પણ અધિક સારો હતો? એથી સિદ્ધ થાય છે કે જ્યારે ઉપાદાનની તૈયારી હોય ત્યારે કાર્ય થાય જ છે અને તે સમયે યોગ્ય (સાનુકૂળ) નિમિત્ત પણ હોય જ છે, તેને શોધવા જવું પડતું નથી. દૂર સિંહની અવસ્થામાં ઘોર વનમાં ઉપદેશનો અવસર પ્રાપ્ત થાય તેમ કયાં હતું? પણ તેનો પુરુષાર્થ જાગૃત થયો તો નિમિત્ત આકાશથી ઊતરી આવ્યું. એટલા માટે જ તો કહ્યું હતું કે આત્માર્થીએ નિમિત્તો શોધવામાં–મેળવવામાં વ્યગ્ર થવું જોઈએ નહીં. નિમિત્ત હોતું નથી' એમ કોણ કહે છે? પરંતુ નિમિત્તોને શોધવાં પણ નથી પડતાં. જ્યારે ઉપાદાનમાં કાર્ય નીપજે છે ત્યારે તદ્દનુકૂળ નિમિત્ત હોય જ છે. નિમિત્તોને અનુસરીને કાર્ય નીપજતું નથી, પણ કાર્ય અનુસાર નિમિત્ત કહેવામાં આવે છે. વેશ્યાના મૃત-શરીર (મડદું) ને જોઈને રાગી ને રાગ અને વૈરાગીને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. તે વેશ્યા રાગીને રાગનું અને વૈરાગીને વૈરાગ્યનું નિમિત્ત કહેવામાં આવે છે. જો નિમિત્તને અનુસરીને કાર્ય થતું હોય તો તેને જોઈને દરેકને યા તો રાગ જ ઉત્પન્ન થવો જોઈએ અથવા વૈરાગ્ય. - આચાર્યકલ્પ પંડિત ટોડરમલજી કહે છે – “પર દ્રવ્ય કોઈ બળાત્કારથી તો બગાડતું નથી, પણ પોતાના ભાવ બગડે ત્યારે તે પણ બાહ્ય નિમિત્ત છે. વળી એ નિમિત્ત વિના પણ ભાવ તો બગડે છે, ૩૧ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates માટે તે નિયમરૂપ નિમિત્ત પણ નથી. એ પ્રમાણે પર-દ્રવ્યનો દોષ જોવો એ તો મિથ્યાભાવ છે. ” નિમિત્ત ઉપાદાનમાં બળપૂર્વક કાંઈ કરતું નથી, તેમ ઉપાદાન પણ બળપૂર્વક કોઈ નિમિત્તોને લાવી દે કે મેળવી દે એમ પણ નથી. બન્નેનો સહજ જ સંબંધ હોય છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધની સહજતા વિષે પંડિત ટોડરમલજીએ આ પ્રમાણે સ્પષ્ટતા કરી છે - જો કર્મ પોતે કર્તરૂપ થઈ પ્રયત્નપૂર્વક જીવના સ્વભાવને હણે વા બાહ્ય સામગ્રી મેળવી આપે તો કર્મમાં ચૈતન્યપણું તથા બળવાનપણું પણ સંભવે, પણ એમ તો નથી. કોઈ સહજ જ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. જ્યારે તે કર્મોનો ઉદયકાળ હોય ત્યારે આત્મા પોતે જ સ્વભાવરૂપ નહિ પરિણમતાં વિભાવરૂપ પરિણમે છે તથા જે અન્ય દ્રવ્યો છે તે એ જ પ્રમાણે સંબંધરૂપ થઈને પરિણમે છે. જેમ સૂર્યોદય સમયે ચકલા-ચકવીનો સંયોગ થાય છે ત્યાં કોઈ એ દ્રષબુદ્ધિથી વા બળપૂર્વક રાત્રિ વિશે તેમને જુદાં કર્યા નથી, તેમ કોઈએ કરુણાબુદ્ધિપૂર્વક દિવસે લાવીને મેળવ્યાં નથી; સૂર્યોદયનું નિમિત્ત પામીને સ્વયં જ મળે છે, તથા સૂર્યાસ્તનું નિમિત્ત પામીને સ્વયં જ છૂટાં પડે છે. એવો જ નિમિત્તનૈમિત્તિકભાવ બની રહ્યો છે. એ જ પ્રમાણે કર્મનો પણ નિમિત્ત-નૈમિત્તિકભાવ જાણવો.” જિજ્ઞાસુ નિમિત્ત-ઉપાદાનના ઝગડામાં આપણે પડીએ જ શા માટે? એને ન જાણીએ તો શું નુકસાન છે? અને જાણવાથી શું ફાયદો છે? પ્રવચનકાર: | નિમિત્ત-ઉપાદાનનું સાચું સ્વરૂપ સમજવામાં ઝગડો નથી. એકને બીજાનો કર્તા માનવામાં ઝગડો છે. આ ઝગડાને કારણે જીવ દુઃખી છે. નિમિત્ત-ઉપાદાનનું સાચું સ્વરૂપ સમજવાથી આ ઝગડો દૂર થઈ જાય. ૧. મોક્ષમાર્ગ પ્રકાશક, શ્રી. દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ. ચોથી આવૃતિ પાનું ૨૪૮. ૨. એ જ. પાનું ૨૯. ૩૨ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #35 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્તનું સાચું જ્ઞાન નહીં હોવાથી વ્યક્તિ પોતે કરેલાં કાર્યો (અપરાધો ) નું કર્તૃત્વ નિમિત્ત ઉપર ઢોળી દઈને પોતે નિર્દોષ રહેવા ઈચ્છે છે. પરંતુ જેમ ચોર પોતે કરેલી ચોરીનો આરોપ ચાંદની રાતના નામ ૫૨ મઢી દંડમુક્ત થઈ શકતો નથી, તે જ પ્રમાણે આત્મા પણ પોતે કરેલા મોહ-રાગ-દ્વેષ ભાવોનું કર્તૃત્વ કર્મો ૫૨ ઢોળી દઈને દુઃખ-મુક્ત થઈ શક્તો નથી. ઉપરોક્ત સ્થિતિમાં સ્વદોષ-દર્શન અને આત્મનિરીક્ષણની પ્રવૃત્તિ તરફ દષ્ટિ સુદ્ધાં જતી નથી. આની યથાર્થ સમજણથી ૫૨-કર્તૃત્વનું અભિમાન દૂર થઈ જાય છે. પરાશ્રયના ભાવને કારણે ઉત્પન્ન થતી દીનતા-હીનતાનો અભાવ થઈ જાય છે. પ્રત્યેક દ્રવ્યની સ્વતંત્રતાનું ભાન થાય છે અને સ્વાવલંબનનો ભાવ જાગૃત થાય છે. પર પદાર્થોના સહયોગની આકાંક્ષાથી થતી વ્યગ્રતાનો અભાવ થતાં સહજ સ્વાભાવિક શાન્ત દશા પ્રગટ થાય છે. હવે સમય થઈ ગયો છે. આજે જે બતાવ્યું છે તેના ઉપર ગંભીરતાથી વિચાર કરજો ! તેથી તમારું કલ્યાણ થશે!! પ્રશ્ન: ૧. ઉપાદાન કોને કહે છે? તે કેટલા પ્રકારનાં છે? ઉદાહરણ સહિત સ્પષ્ટ કરો. ૨. નિમિત્ત કોને કહે છે? તે કેટલા પ્રકારનાં છે? પ્રેરક નિમિત્તથી શું આશય છે? ૩. કોઈ એક કાર્ય પર ઉપાદાન-ઉપાદેય અને નિમિત્ત-નૈમિત્તિક ઘટાવીને સમજાવો. ૪. ઉપાદાન-નિમિત્તને જાણવાથી શું લાભ થાય ? ૩૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #36 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates પાઠ ૫ આત્માનુભૂતિ અને તત્ત્વવિચાર ‘સુખ શું છે?’ અને ‘હું કોણ છું?’ આ પ્રશ્નોનું સાચું સમાધાન મેળવવાનો એક માત્ર ઉપાય આત્માનુભૂતિ છે, તથા આત્માનુભૂતિ પ્રાપ્ત કરવાનો પ્રારંભિક ઉપાય તત્ત્વવિચાર છે. પરંતુ આત્માનુભૂતિ પોતાની પ્રારંભિક ભૂમિકા જે તત્ત્વવિચાર તેનો પણ અભાવ કરીને પ્રગટ થાય છે; કેમ કે તત્ત્વવિચાર વિકલ્પાત્મક છે અને આત્મા નિર્વિકલ્પ સ્વસંવેધ તત્ત્વ છે. નિર્વિકલ્પ તત્ત્વની અનુભૂતિ વિકલ્પો દ્વારા કરી શકાતી નથી. આ તથ્ય ‘સુખ શું છે?’ અને ‘હું કોણ છું?' એ નામના નિબંધોમાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. અહીં તો વિચારવા યોગ્ય પ્રશ્ન એ છે કે આત્માનુભૂતિની દશા કેવી હોય અને તત્ત્વવિચાર કોને કહેવો? ૧ ર અન્તરોન્મુખી વૃત્તિ દ્વારા આત્મસાક્ષાત્કારની સ્થિતિનું નામ જ આત્માનુભૂતિ છે. વર્તમાન પ્રગટ જ્ઞાનને ૫૨-લક્ષ્યથી હઠાવીને સ્વદ્રવ્ય (ત્રિકાળી ધ્રુવ આત્મતત્ત્વ) માં કેન્દ્રિત કરવું એ જ આત્મસાક્ષાત્કારની સ્થિતિ છે. તે જ્ઞાનતત્ત્વથી રચાયેલ હોવાથી, જ્ઞાનતત્ત્વની ગ્રાહક હોવાથી અને સમ્યજ્ઞાન-પરિણતિની ઉત્પાદક હોવાથી જ્ઞાનમય છે. તેથી એ આત્માનુભૂતિ જ્ઞાયક, જ્ઞેય, જ્ઞાન અને તિરૂપ હોવા છતાં એ ભેદોથી રહિત અભેદ અને અખંડ છે. તાત્પર્ય એ છે કે જાણનાર પણ સ્વયં આત્મા છે અને જે જાણવામાં આવે તે પણ સ્વયં આત્મા જ છે તથા જ્ઞાન-પરિણતિ પણ આત્મામય થઈ રહી છે. ૧. તત્ત્વજ્ઞાન પાઠમાલા ભાગ ૧, પાઠ ૫. ૨. વીતરાગ-વિજ્ઞાન પાઠમાલા ભાગ ૩, પાઠ પ. ૩૪ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આ જ્ઞાનમય દશા આનન્દમય પણ છે, એ જ્ઞાનાનન્દમય છે. તેમાં જ્ઞાન અને આનંદનો ભેદ નથી. આ જ્ઞાન પણ ઈન્દ્રિયાતીત છે અને આનંદ પણ ઈન્દ્રિયાતીત છે. આ અતીન્દ્રિય જ્ઞાનાનન્દની દશા જ ધર્મ છે. અતીન્દ્રિય જ્ઞાનાનન્દ સ્વભાવી ધ્રુવતત્ત્વ પર સંપૂર્ણ પ્રગટ જ્ઞાન-શક્તિની એકાગ્રતા થવી એ ધર્મમય દશા છે. તેથી એક માત્ર તે જ્ઞાનાનંદ સ્વભાવી ધ્રુવતત્ત્વ જ ધ્યેય છે સાધ્ય છે અને આરાધ્ય છે; તથા મુક્તિના પથિક તત્ત્વાભિલાષી માટે આખુંય જગત અધ્યેય, અસાધ્ય અને અનારાધ્ય છે. આ ચૈતન્યભાવરૂપ આત્માનુભૂતિ જ કરવા યોગ્ય કાર્ય (કર્મ) છે; પરની કોઈપણ પ્રકારની અપેક્ષા વિના ચેતન આત્મા જ એનો કર્તા છે અને આ ધર્મપરિણતિરૂપ જ્ઞાનચેતના જ સમ્યક્ ક્રિયા છે. આમાં કર્તા, કર્મ અને ક્રિયાના ભેદો કથનમાત્ર છે, એમ તો ત્રણેય જ્ઞાનમય હોવાથી અભિન્ન (અભેદ) જ છે. ધર્મની શરૂઆત પણ આત્માનુભૂતિથી જ થાય છે અને પૂર્ણતા પણ એની જ પૂર્ણતા થતાં થાય છે, એનાથી ભિન્ન ધર્મની કોઈ કલ્પના પણ કરી શકાય નહીં. આત્માનુભૂતિ જ આત્મધર્મ છે. સાધકના માટે એક માત્ર આ જ ઈષ્ટ છે. એને પ્રાપ્ત કરવી એ જ સાધકનું મૂળ પ્રયોજન છે. ઉક્ત પ્રયોજનની સિદ્ધિ માટે જે વાસ્તવિકતાઓનું જ્ઞાન આવશ્યક તેને પ્રયોજનભૂત તત્ત્વ કહે છે તથા તેના સંબંધમાં કરવામાં આવતો વિકલ્પાત્મક પ્રયત્ન જ તત્ત્વવિચાર કહેવાય છે. ‘હું કોણ છું? ’ ( જીવતત્ત્વ), ‘પૂર્ણ સુખ શું છે?' (મોક્ષતત્ત્વ ), આ વૈચારિક પ્રક્રિયાના મૂળભૂત પ્રશ્નો છે. હું સુખ કેવી રીતે પ્રાપ્ત કરું અર્થાત્ આત્મા અતીન્દ્રિય-આનંદની દશાને કેવી રીતે પ્રાપ્ત થાય? જીવ તત્ત્વ મોક્ષ તત્ત્વરૂપ કઈ રીતે પરિણમે ? આત્માભિલાષી મુમુક્ષુના મનમાં નિરંતર આ જ મંથન ચાલ્યા કરતું હોય છે. તે વિચારે છે કે ચેતન તત્ત્વથી ભિન્ન જડ તત્ત્વની સત્તા પણ લોકમાં છે. આત્મામાં પોતાની ભૂલના કારણે મોહ-રાગ-દ્વેષની ઉત્પત્તિ ૩૫ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #38 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates થાય છે તથા શુભાશુભ ભાવોની પરિણિતમાં જ આ આત્મા ફસાઈ ( બંધાઈ ) રહ્યો છે. જ્યાં સુધી આત્મા પોતાના સ્વભાવને ઓળખી આત્મનિષ્ઠ ન થાય ત્યાં સુધી મુખ્યપણે મોહ-રાગ-દ્વેષની ઉત્પત્તિ થયા જ કરે. એની ઉત્પત્તિ રોકાઈ જાય એનો એકમાત્ર ઉપાય ઉપલબ્ધ જ્ઞાનનું આત્મકેન્દ્રિત થવું એ જ છે. એનાથી જ શુભાશુભ ભાવોનો અભાવ થઈ વીતરાગ ભાવ ઉત્પન્ન થાય અને તેથી એક સમય એવો આવે કે સમસ્ત મોહ-રાગ-દ્વેષનો અભાવ થતાં આત્મા વીતરાગપરિણતિરૂપ પરિણમી જાય. બીજા શબ્દોમાં કહીએ તો આત્મા પૂર્ણ જ્ઞાનાનંદમય પર્યાયરૂપ પરિણમી જાય. આ વૈચારિક પ્રક્રિયા જ તત્ત્વવિચારની શ્રેણી છે. સ્વાનુભૂતિ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા નિરંતર તત્ત્વમંથનની પ્રક્રિયા છે. પરંતુ તત્ત્વમંથનરૂપ વિકલ્પોથી પણ આત્માનુભૂતિ પ્રાપ્ત થાય નહીં, કેમ કે કોઈ પણ વિકલ્પ એવો નથી જે આત્માનુભૂતિ પ્રાપ્ત કરાવી દે. આત્માનુભૂતિ પ્રાપ્ત કરવા માટે સમસ્ત જગત ઉપરથી ષ્ટિ હઠાવી લેવી પડે. સમસ્ત જગતથી એમ કહેવાનો આશય એ છે કે આત્માથી ભિન્ન શરીર, કર્મ વગેરે જડ (અચેતન ) દ્રવ્ય તો ૫૨ છે જ, પોતાના આત્મા સિવાય અન્ય ચેતન પદાર્થ પણ પર છે તથા આત્મામાં પ્રત્યેક સમયે ઉત્પન્ન થતી વિકારી-અવિકારી પર્યાયો (દશા) પણ દૃષ્ટિનો વિષય બની શકતી નથી. એ બધાથી પણ ભિન્ન અખંડ ત્રિકાળી ચૈતન્ય ધ્રુવ આત્મતત્ત્વ છે તે જ એકમાત્ર દષ્ટિનો વિષય છે અને તેના જ આશ્રયે આત્માનુભૂતિ પ્રગટ થાય છે કે જેને ધર્મ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો રંગ, રાગ અને ભેદથી પણ ભિન્ન ચેતનતત્ત્વ છે. રંગ એટલે પુદગલાદિ પ૨ પદાર્થ, રાગ એટલે આત્મામાં ઊઠતા શુભાશુભરૂપ રાગાદિ વિકારી ભાવ, અને ભેદ એટલે ગુણ-ગુણી ભેદ અને જ્ઞાનાદિ ગુણોના વિકાસ સંબંધી તારતમ્યરૂપ ભેદ; આ બધાથી ભિન્ન જ્ઞાનાનન્દ સ્વભાવી ધ્રુવ તત્ત્વ છે, તે જ એકમાત્ર આશ્રય કરવા યોગ્ય તત્ત્વ છે. તેના પ્રતિ વર્તમાન જ્ઞાનના ઉઘાડનું સર્વસ્વ સમર્પણ કરી દેવું એ જ આત્માનુભૂતિનો સાચો ઉપાય છે. ૩૬ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #39 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રશ્ન એ નથી કે આપની પાસે વર્તમાનમાં પ્રગટરૂપ કેટલી જ્ઞાનશક્તિ છે? પ્રશ્ન એ છે કે શું આપ તેને સંપૂર્ણપણે આત્મ-કેન્દ્રિત કરી શકો છો? સ્વાનુભૂતિ માટે સ્વસ્થ ચિત્તવાળી વ્યક્તિને જેટલું જ્ઞાન પ્રાપ્ત છે તે પૂરતું છે. પરંતુ પ્રગટ જ્ઞાનનું આત્મ-સ્વભાવમાં સર્વસ્વ સમર્પણ કરી દેવું એ એક અનિવાર્ય તત્ત્વ (શરત) છે, જેના વિના આત્માનુભૂતિ પ્રાપ્ત કરી શકાતી નથી. જો પ્રયોજનભૂત તત્ત્વોનો વિકલ્પાત્મક યથાર્થ નિર્ણય થઈ ગયો હોય તો અપ્રયોજનભૂત બહિર્લક્ષી જ્ઞાનની હીનાધિકતાથી કાંઈ ફેર પડતો નથી, પરંતુ એક (આત્મ) નિષ્ઠતા અતિ આવશ્યક છે. આ આત્મા પોતાની ભૂલથી પર્યાયમાં ગમે તેટલો ઉન્માર્ગી બને પરંતુ આત્મ-સ્વભાવ તેને કદીય છોડી દેતો નથી. પરંતુ જ્યાં સુધી આ આત્મા પોતાની દષ્ટિને સમસ્ત પર પદાર્થોથી હુઠાવી લઈ આત્મનિષ્ઠ બને નહીં ત્યાં સુધી આત્મસ્વભાવની સાચી અનુભૂતિ પણ પ્રાપ્ત થઈ શકતી નથી. આત્માનુભૂતિ પ્રાપ્ત કરવા માટે બાહ્ય સાધનોની પંચમાત્ર પણ અપેક્ષા નથી. જેમ લોકમાં પોતાની વસ્તુના ઉપભોગ માટે પૈસાનું ખર્ચ કરવું પડતું નથી તેમ આત્માનુભૂતિ માટે પણ બાહ્ય સાધનોની આવશ્યકતા નથી; કારણ કે પોતાને પોતાથી પોતા દ્વારા જ અનુભૂતિ કરવાની છે. તેમાં વળી પરની અપેક્ષા કેમ હોય? આત્માનુભૂતિમાં પરના સહ્યોગનો વિકલ્પ બાધક જ છે, સાધક નથી. આત્માનુભૂતિના કાળમાં પર સંબંધી વિકલ્પમાત્ર આત્માનુભૂતિની એકરસતાને ખંડિત કર્યા વિના રહેતો નથી. તેથી એ નિશ્ચિત છે કે જે સાધક પોતાની સાધનામાં પરના સહયોગની આકાંક્ષાથી વ્યગ્ર રહે છે તેના ભાગ્યમાં માત્ર વ્યગ્રતા જ રહે છે, તેને સાધ્યની સિદ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી. તેથી આત્માનુભવના વાંચ્છક મુમુક્ષુઓએ પરના સહયોગની કલ્પનામાં આકુલિત નહીં રહેવું જોઈએ. શુભાશુભ વિકલ્પો છૂટવાની પ્રક્રિયા અને કમ શું છે? તથા उ७ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #40 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૨-નિરપેક્ષ આત્માનુભૂતિના માર્ગના પથિકની અંતરંગ અને બહિરંગ દશા કેવી હોય છે? તે સ્વયં વિસ્તૃત વિષયો છે. એના પર અલગ વિવેચન અપેક્ષિત છે. પ્રશ્ન : ૧. આત્માનુભૂતિ કોને કહે છે? સ્પષ્ટ કરો. ૨. તત્ત્વવિચાર કોને કહે છે? સમજાવો. ૩. “ આત્માનુભૂતિ અને તત્ત્વવિચાર” એ વિષય ઉપર એક નિબંધ લખો. ૩૮ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #41 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates પાઠ ૬ છ કારકો આચાર્ય કુન્દકુન્દ (વ્યક્તિત્વ અને કર્તૃત્વ ) મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમો ગણી । મંગલ કુન્દકુન્દાર્યો, જૈન ધર્મોઽસ્તુ મંગલમ્।। ૫૨મ આધ્યાત્મિક સન્ત શ્રી કુકુન્દાચાર્યદેવ સમગ્ર દિગંબર જૈન આચાર્ય પરંપરામાં સર્વોચ્ચ સ્થાન પર બિરાજી રહ્યા છે. ભગવાન મહાવીર અને ગૌતમ ગણધર પછી તરત જ મંગળસ્વરૂપે તેમનું સ્મરણ કરવામાં આવે છે. પ્રત્યેક દિગંબર જૈન ઉપરોક્ત છંદ શાસ્ત્ર-સ્વાધ્યાય શરૂ કરતા પહેલાં હંમેશા શ્રદ્ધાપૂર્વક બોલે છે. દિગંબર મુનિઓ પોતાને કુકુન્દાચાર્યની પરંપરાના કહેવડાવવામાં ગૌરવ અનુભવે છે. દિગંબર જૈન સમાજ કુન્દકુન્દ્રાચાર્યદેવના નામથી અને કામ ( મહિમા ) થી જેટલા પિરિચત છે તેટલા જ તેમના જીવન વિષે અપરિચિત છે. લોકેષણાથી અલિપ્ત રહેવાવાળા અન્તર્નિમગ્ન શ્રી કુન્દકુન્દે પોતાના સંબંધમાં ક્યાંય કશું પણ લખ્યું નથી. ‘હાદશાનુપ્રેક્ષા' માં માત્ર નામનો ઉલ્લેખ છે. એ જ પ્રમાણે ‘બોધપાહુડ' માં પોતાને, દ્વાદશાંગના જ્ઞાતા અને ચૌદ પૂર્વનો વિપુલ પ્રસાર કરનારા શ્રુતજ્ઞાની ભદ્રબાહુના શિષ્ય તરીકે ઓળખાવ્યા છે. જો કે પશ્ચાત્ર્તી ગ્રંથકારોએ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક તેમનો ઉલ્લેખ કર્યો છે, અને તેથી એમની મહાનતા પર પ્રકાશ પડે છે, તો પણ એમના જીવન સંબંધી કોઇ વિશેષ જાણકારી પ્રાપ્ત થતી નથી. ૩૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપલબ્ધ જાણકારી અનુસાર એમનો સમય વિક્રમ સંવતનો આરંભકાળ છે. શ્રુતસાગરસૂરિએ “પ પ્રાભૃત” ની ટીકા-પ્રશસ્તિમાં એમને કલિકાલ-સર્વજ્ઞ કહ્યા છે. એમને કેટલીય ઋદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી અને એમણે વિદેહક્ષેત્રમાં બિરાજમાન વિધમાન તીર્થકર ભગવાન શ્રી સીમંધરનાથનાં સાક્ષાત્ દર્શન કર્યા હતાં. વિક્રમ સંવત્ ૯૯૦ માં થઈ ગયેલા દેવસેનાચાર્યે પોતાના “દર્શનસાર” નામના ગ્રંથમાં તે સંબંધી આ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે : जइ पउमणंदिणाहो, सीमंधरसामिदिव्वणाणेण। ण विबोहइ तो समणा कहं सुमग्गं पयाणंति।। શ્રી સીમંધરસ્વામી પાસેથી પ્રાપ્ત થયેલ દિવ્યજ્ઞાન દ્વારા શ્રી પદ્મનંદિનાથે (શ્રી કુન્દકુન્દાચાર્યદેવે) બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેવી રીતે જાણત ? એમનું મૂળ નામ પદ્મનંદિ છે. કોડકુડપુરના વાસી હોવાથી તેઓ કુન્દ્રકુન્દ્રાચાર્ય કહેવાવા લાગ્યા. કુન્દકુન્દાચાર્યદેવના નીચે લખેલા ગ્રંથો ઉપલબ્ધ છે – સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, નિયમસાર, અષ્ટપાહુડ, દ્વાદશાનુપ્રેક્ષા અને દશભક્તિ. રયણસાર અને મૂલાચાર પણ એમના જ ગ્રંથો કહેવામાં આવે છે. કહેવાય છે કે એમણે ચોર્યાસી પાહુડ લખ્યાં હતાં. એમ પણ કહેવાય છે કે એમણે પખંડાગમ'ના પ્રથમ ત્રણ ખંડો પર “પરિકર્મ' નામની ટીકા લખી હતી, જે ઉપલબ્ધ નથી. સમયસાર જૈન અધ્યાત્મનું પ્રતિષ્ઠાપક અદ્વિતીય મહાન શાસ્ત્ર છે. પ્રવચનસાર અને પંચાસ્તિકાયમાં જૈન સિદ્ધાંતોનું વિશદ વિવેચન છે. આ ત્રણેને નાટકત્રયી, પ્રાભૃતાત્રયી અને કુન્દકુન્દત્રયી પણ કહેવામાં આવે છે. આ ત્રણે ગ્રંથો પર આચાર્ય અમૃતચંદ્ર સંસ્કૃત ભાષામાં ગંભીર ટીકાઓ લખી છે. એના પર આચાર્ય જયસેનની સંસ્કૃત ટીકાઓ પણ ઉપલબ્ધ છે. લગભગ ચાલીસ વર્ષથી આચાર્ય કુન્દકુન્દના ગ્રંથોને આધ્યાત્મિક સપુરુષ શ્રી કાનજીસ્વામીએ જન-જનની વસ્તુ બનાવી દીધી છે. તેમણે ४० Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #43 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates એ ગ્રંથો પર પ્રવચનો કર્યા, સસ્તાં સુલભ પ્રકાશન કરાવ્યાં તથા સોનગઢ (સૌરાષ્ટ્ર માં પરમાગમ મંદિરનું નિર્માણ કરાવીને એમાં સંગેમરમરનાં પાટિયાં ઉપર સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય અને નિયમસાર સંસ્કૃત ટીકા સહિત તથા અષ્ટપાહુડ ઉત્કીર્ણ કરાવીને એમને ભૌતિક દૃષ્ટિએ પણ અમર કરી દીધા છે. આ પરમાગમ મંદિર એક દર્શનીય તીર્થ બની ગયું છે. આ પાઠ કુન્દકુન્દાચાર્યનાં પ્રવચનસાર અને પંચાસ્તિકાય અને તે પરની ટીકાઓનો આધાર લઇ લખવામાં આવ્યો છે. જૈન અધ્યાત્મ અને સિદ્ધાંતનો મર્મ જાણવા માટે પાઠકોએ કુન્દકુન્દના ગ્રંથોનું ગંભીર અધ્યયન અવશ્ય કરવું જોઇએ. ૪૧ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #44 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates છ કારકો પ્રવચનકા૨: एस सुरासुरमणुसिंदवंदिदं धोदघाइकम्ममलं । पणमामि वड्ढमाणं तित्थं धम्मस्स कत्तारं ।।१।। આ પ્રવચનસાર નામનું મહાશાસ્ત્ર છે. આચાર્ય કુન્દકુન્દદેવે આજથી આશરે બે હજાર વર્ષ પહેલાં તે રચ્યું હતું. આ ગ્રંથરાજ જેવો મહાન છે તેવી જ તેના ઉપર તત્ત્વદીપિકા નામની મહાન ટીકા આચાર્ય અમૃતચંદ્ર સંસ્કૃત ભાષામાં લખેલી છે. એના ત્રણ મહા અધિકાર છે: (૧) જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપન, (૨) શયતત્ત્વ પ્રજ્ઞાપન. (૩) ચરણાનુયોગસૂચક ચૂલિકા. અહીં એના જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપન અધિકારની ગાથા ૧૬ મી ચાલે છે. એમાં એમ ફરમાવ્યું છે કે શુદ્ધોપયોગ વડે થતી શુદ્ધાત્માની પ્રાપ્તિ અન્ય કારકોથી નિરપેક્ષ હોવાથી અત્યન્ત સ્વાધીન છે, લેશમાત્ર પણ પરાધીન નથી. તાત્પર્ય એ છે કે અતીન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયઆનંદની પ્રાપ્તિ માટે માત્ર પણ પરના સહ્યોગની આવશ્યકતા નથી. ગાથા આ પ્રમાણે છે : तह सो लद्धसहावो सव्वण्हू सव्वलोगपदिमहिदो । भूदो सयमेवादा हवदि सयंभुत्ति णिद्दिह्रो ।। १६ ।। સ્વભાવને પામેલો આત્મા સર્વજ્ઞ અને સર્વ લોકના અધિપતિઓથી પૂજિત સ્વયમેવ થયો હોવાથી “ સ્વયંભૂ છે – એમ શ્રી જિનેન્દ્રદેવે કહ્યું છે. આચાર્ય અહીં એમ કહેવા ઇચ્છે છે કે નિશ્ચયથી પરની સાથે આત્માને કારકપણાનો કોઈ સંબંધ નથી. શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિને માટે આ જીવ બાહ્ય સામગ્રી (પર પદાર્થોના સહ્યોગ) ની આકાંક્ષા વડે વ્યર્થ જ દુઃખી થઈ રહ્યો છે. જિજ્ઞાસુ કારકપણાનો સંબંધએ શું વસ્તુ છે? કારક કોને કહે છે? કૃપા કરીને એ સમજાવો. ૪૨ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #45 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચનકાર: જે ક્રિયાનો જનક હોય, ક્રિયાનિષ્પત્તિમાં પ્રયોજક હોય, તેને કારક કહે છે. રોતિ ઝિયાં નિર્વતૈયતીતિ વIRવ:' આ પ્રમાણે એની વ્યુત્પત્તિ છે. તાત્પર્ય એ છે કે જે કોઈને કોઈ સ્વરૂપે ક્રિયા-વ્યાપાર પ્રત્યે પ્રયોજક હોય તે જ કારક હોઈ શકે છે, અન્ય નહીં. કારકો છે છે-(૧) કર્તા (૨) કર્મ (૩) કરણ (૪) સંપ્રદાન (૫) અપાદાન અને (૬) અધિકરણ. જે સ્વતંત્રપણે (સ્વાધીનતાથી) કરે તે કર્તા છે; કર્તા જેને પ્રાપ્ત કરે તે કર્મ છે; સાધકતમ એટલે ઉત્કૃષ્ટ સાધનને કરણ કહે છે; કર્મ જેને અર્પણ કરવામાં આવે અથવા જેના માટે કરવામાં આવે તે સંપ્રદાન છે; જેમાંથી કર્મ કરવામાં આવે તે ધ્રુવવસ્તુ અપાદાન છે; અને જેમાં અર્થાત્ જેના આધારે કર્મ કરવામાં આવે તે અધિકરણ છે. આ છે કારકો વ્યવહાર અને નિશ્ચયના ભેદથી બે પ્રકારના છે. જ્યાં પરના નિમિત્તથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે છે ત્યાં વ્યવહાર કારક છે; અને જ્યાં પોતાના જ ઉપાદાનકારણથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે છે ત્યાં નિશ્ચય કારક છે. વ્યવહાર કારકો આ પ્રમાણે ઘટાવવામાં આવે છે:- કુંભાર કર્તા છે; ઘડો કર્મ છે; દંડ, ચક્ર વગેરે કરણ છે; કુંભાર જળ ભરનાર માટે ઘડો બનાવે છે, તેથી જળ ભરનાર સંપ્રદાન છે; ટોપલીમાંથી માટી લઈને ઘડો બનાવે છે તેથી ટોપલી અપાદાન છે; અને જમીનના આધારે ઘડો બનાવે છે તેથી જમીન અધિકરણ છે. અહીં બધાંય કારકો જુદાં જુદાં છે. પરમાર્થે કોઇ દ્રવ્ય કોઈનું કર્તા-હર્તા થઈ શકતું નથી, માટે આ છે કે વ્યવહાર કારકો અસત્ય છે. તેઓ માત્ર ઉપચરિત અસદ્દભૂત વ્યવહાર નથી કહેવામાં આવે છે. નિશ્ચયથી કોઈ દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે કારકપણાનો સંબંધ છે જ નહીં. નિશ્ચય કારકો આ પ્રમાણે ઘટાવવામાં આવે છે:- માટી સ્વતંત્રપણે ૪૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #46 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ઘડારૂપ કાર્યને પ્રાપ્ત થાય છે તેથી માટી કર્તા છે અને ઘડો કર્મ છે, અથવા ઘડો માટીથી અભિન્ન છે તેથી માટી પોતે જ કર્મ છે; પોતાના પરિણમન સ્વભાવથી માટીએ ઘડો બનાવ્યો તેથી માટી પોતે જ કરણ છે; માટીએ ઘડારૂપ કર્મ પોતાને જ અર્પણ કર્યું તેથી માટી પોતે જ સંપ્રદાન છે; માટીએ પોતાનામાંથી પીંડરૂપ અવસ્થા નષ્ટ કરીને ઘડારૂપ કાર્ય કર્યું અને પોતે તો ધ્રુવ રહી તેથી તે પોતે જ અપાદાન છે; માટીએ પોતાના જ આધારે ઘડો બનાવ્યો તેથી પોતે જ અધિકરણ છે. આ રીતે નિશ્ચયથી છ યે કારકો એક જ દ્રવ્યમાં છે. ૫રમાર્થે એક દ્રવ્ય બીજા દ્રવ્યને સહાય કરી શકતું નથી તથા દ્રવ્ય પોતે જ, પોતાને, પોતાથી, પોતાને માટે, પોતાનામાંથી, પોતાનામાં કરતું હોવાથી આ નિશ્ચય છ કારકો જ પરમ સત્ય છે. ઉપરોક્ત રીતે દ્રવ્ય પોતે જ પોતાની અનંતશક્તિરૂપ સંપદાથી પરિપૂર્ણ છે, તેથી પોતે જ છ કારકરૂપ થઈને પોતાનું કાર્ય નિપજાવવાને સમર્થ છે, તેને બાહ્યસામગ્રી કાંઇ સહાય કરી શકતી નથી. માટે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાના ઈચ્છુક આત્માએ બાહ્ય સામગ્રીની અપેક્ષા રાખી પરતંત્ર થવું નિરર્થક છે. શુદ્ધોપયોગમાં લીન આત્મા પોતે જ છ કારકરૂપ થઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. તે આત્મા પોતે અનંત શક્તિવાળા જ્ઞાયકસ્વભાવ વડે સ્વતંત્ર છે અને તેથી પોતે જ કર્તા છે; પોતે અનંત શક્તિવાળા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરતો હોવાથી કેવળજ્ઞાન કર્મ છે, અથવા કેવળજ્ઞાનથી પોતે અભિન્ન હોવાથી આત્મા પોતે જ કર્મ છે; પોતાના અનંત શક્તિવાળા પરિણમનસ્વભાવરૂપ ઉત્કૃષ્ટ સાધન વડે કેવળજ્ઞાન પ્રગટ કરતો હોવાથી આત્મા પોતે જ કરણ છે; પોતાને જ કેવળજ્ઞાન અર્પણ કરે છે, તેથી આત્મા પોતે જ સંપ્રદાન છે; પોતાનામાંથી મતિ-શ્રુતાદિ અપૂર્ણ જ્ઞાન દૂર કરીને કેવળજ્ઞાન પ્રગટ કરે છે અને પોતે સહજ જ્ઞાનસ્વભાવ વડે ધ્રુવ રહે છે, તેથી પોતે જ અપાદાન છે; પોતાનામાં જ અર્થાત્ પોતાના જ આધારે કેવળજ્ઞાન પ્રગટ કરે છે, તેથી પોતે જ અધિકરણ છે. આ રીતે સ્વયં (પોતે જ) છ કારકરૂપ થતો હોવાથી તે ‘સ્વયંભૂ’ કહેવાય છે. ૪૪ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #47 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates જિજ્ઞાસુઃ આ તો આત્માની શુદ્ધ પર્યાયની વાત થઈ. આત્માના વિકારી ભાવો અને જ્ઞાનાવરણાદિ કર્મોમાં તો પરસ્પર કારકપણાનો સંબંધ હોય છે! પ્રવચનકાર : નહીં, બધાં દ્રવ્યોની પ્રત્યેક પર્યાયમાં છ કારકો નિશ્ચયથી પોતાનાં પોતાનામાં જ વર્તે છે, તેથી આત્મા અને પુદ્દગલ-ભલે તે શુદ્ધ દશામાં હોય કે અશુદ્ધ દશામાં, છ યે કારકરૂપ પોતે જ પરિણમન કરે છે, અન્ય કારકોની (નિમિત્ત કારણોની ) અપેક્ષા રાખતાં નથી. કુન્દકુન્દ્રાચાર્યદેવે પોતાના ‘પંચાસ્તિકાય ’ નામના મહાગ્રંથમાં આનો ઉલ્લેખ કર્યો છે. પંચાસ્તિકાયની ૬૨ મી ગાથાની ટીકા લખતાં અમૃતચંદ્રાચાર્યદેવે ખૂબ સ્પષ્ટ ખુલાસો કર્યો છે જે આ પ્રમાણે છે : (૧) પુદ્ગલ સ્વતંત્રપણે દ્રવ્યકર્મને કરતું હોવાથી પુદ્ગલ પોતે જ કર્તા છે; (૨) દ્રવ્યકર્મને પ્રાપ્ત કરતું પહોંચતું હોવાથી દ્રવ્યકર્મ કર્મ છે, અથવા દ્રવ્યકર્મથી પોતે અભિન્ન હોવાથી પુદ્દગલ પોતે જ કર્મ (કાર્ય) છે; (૩) પોતે દ્રવ્યકર્મરૂપે પરિણમવાની શક્તિવાળું હોવાથી પુદ્દગલ પોતે જ કરણ છે; (૪) પોતાને દ્રવ્યકર્મરૂપ પરિણામ અર્પણ કરતું હોવાથી પુદ્દગલ પોતે જ સંપ્રદાન છે; ( ૫ ) પોતાનામાંથી પૂર્વ પરિણામનો વ્યય કરીને દ્રવ્યકર્મરૂપ પરિણામ કરતું હોવાથી તથા પુદ્દગલ દ્રવ્યરૂપે ધ્રુવ રહેતું હોવાથી પુદ્દગલ પોતે જ અપાદાન છે; (૬) પોતાનામાં અર્થાત્ પોતાના આધારે દ્રવ્યકર્મ કરતું હોવાથી પુદ્દગલ પોતે જ અધિકરણ છે. - તે જ પ્રમાણે (૧) જીવ સ્વતંત્રપણે જીવભાવને કરતો હોવાથી જીવ પોતે જ કર્તા છે; (૨) જીવભાવને પ્રાપ્ત કરતો-પહોંચતો હોવાથી જીવભાવ કર્મ છે અથવા જીવભાવથી પોતે અભિન્ન હોવાથી જીવ પોતે જ કર્મ છે; (૩) પોતે જીવભાવરૂપે પરિણમવાની શક્તિવાળો હોવાથી જીવ પોતે જ કરણ છે; (૪) પોતાને જીવભાવ અર્પણ કરતો હોવાથી જીવ પોતે જ સંપ્રદાન છે; (૫) પોતાનામાંથી પૂર્વ ભાવનો વ્યય કરીને ૪૫ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #48 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (નવીન ) જીવભાવ કરતો હોવાથી અને જીવ દ્રવ્યરૂપે ધ્રુવ રહેતો હોવાથી જીવ પોતે જ અપાદાન છે; (૬) પોતાનામાં અર્થાત્ પોતાના આધારે જીવભાવ કરતો હોવાથી જીવ પોતે જ અધિકરણ છે. વસ્તુતઃ કર્મ પોતે જ છ કારકરૂપ પરિણમે છે તેથી અન્ય કારકો (અન્યનાં છ કારકો) ની અપેક્ષા રાખતું નથી. તે જ પ્રમાણે જીવ પોતે જ છે કારકરૂપ પરિણમે છે તેથી અન્યનાં છ કારકોની અપેક્ષા રાખતો નથી; માટે નિશ્ચયથી કર્મનો કર્તા જીવ નથી અને જીવનો કર્તા કર્મ નથી. | નિશ્ચયથી પુદ્ગલ દ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મયોગ્ય પુગલ સ્કંધો રૂપે પરિણમે છે. અને જીવ દ્રવ્ય પણ પોતાના ઔદયિકાદિ ભાવારૂપે સ્વયં પરિણમે છે. બેઉનાં કારકો એકબીજાથી તદ્દન ભિન્ન અને નિરપેક્ષ છે, તેથી ખરેખર કોઈ દ્રવ્યનાં કારકોને કોઈ અન્ય દ્રવ્યનાં કારકોની અપેક્ષા હોતી નથી. જિજ્ઞાસુ આ જાણવાથી શું લાભ છે? પ્રવચનકાર : એ સ્પષ્ટ છે કે જ્યાં સુધી શ્રદ્ધાનમાં એવી માન્યતાનો સદ્ભાવ રહે કે “અન્ય દ્રવ્ય તેનાથી ભિન્ન અન્ય દ્રવ્યની ઉત્પાદ-વ્યયરૂપ ક્રિયાપરિણતિનો કર્તા વગેરે હોય છે ત્યાં સુધી મિથ્યાત્વ દશા રહે છે. તથા જ્યારથી શ્રદ્ધાનમાં એનું સ્થાન વસ્તુભૂત એવો આ વિચાર લે છે કે “દરેક દ્રવ્ય પોતાની ક્રિયાપરિણતિનો કર્તા વગેરે ખુદ પોતે છે, આ આત્મા પોતાના અજ્ઞાનવશ ખુદ પોતે સંસારને પાત્ર બનેલો છે અને પોતાના પુરુષાર્થ વડે તેનો નાશ કરીને ખુદ પોતે જ મોક્ષને પાત્ર બનશે” ત્યારથી આત્માની સમ્યગ્દર્શનરૂપ અવસ્થાનો પ્રારંભ થાય છે અને એના આધારે જેમ-જેમ ચારિત્રમાં પર નિરપેક્ષતા આવતાં સ્વાવલંબનમાં વૃદ્ધિ થતી જાય છે તેમ-તેમ સમ્યગ્દષ્ટિનો ઉક્ત વિચાર આત્મચર્ચાનું સ્વરૂપ ધારણ કરી પરમ સમાધિ દશામાં પરિણમી જાય ૪s Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #49 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates છે. તેથી જ અન્ય દ્રવ્ય તેનાથી ભિન્ન અન્ય દ્રવ્યની ક્રિયાપરિણતિનો કર્તા છે, કર્મ છે, કરણ છે, સંપ્રદાન છે, અપાદાન છે, અધિકરણ છે એ વ્યવહારથી જ કહેવામાં આવે છે; નિશ્ચયથી તો દરેક દ્રવ્ય પોતાની ક્રિયાપરિણતિનો પોતે જ કર્તા છે, પોતે જ કર્મ છે, પોતે જ કરણ છે, પોતે જ સંપ્રદાન છે, પોતે જ અપાદાન છે અને પોતે જ અધિકરણ છે; એ જ સિદ્ધ થાય છે. અનાદિકાળથી આ જીવ નિશ્ચય છે કારકોને ભૂલીને પોતાના વિકલ્પ વડે માત્ર વ્યવહાર છે કારકોનું અવલંબન કરતો આવ્યો છે, તેથી તે સંસારને પાત્ર બનેલો છે; જ્યારે તે નિશ્ચય છે કારકોનો યથાર્થ નિર્ણય કરીને પુરુષાર્થ વડે પોતાના ત્રિકાળી જ્ઞાયકસ્વભાવનો આશ્રય લઈ શુદ્ધાત્માનુભૂતિ કરે છે ત્યારે મોક્ષમાર્ગનો પ્રારંભ થાય છે. તેથી જીવન સંશોધનમાં નિશ્ચય છે કારકોનું સમ્યજ્ઞાન કરવું પ્રયોજનભૂત છે, કાર્યકારી છે. અહીં એમ કહેવામાં આવ્યું છે કે નિશ્ચયથી પરની સાથે આત્માને કારકપણાનો સંબંધ નથી. માટે શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિ માટે સામગ્રી (બાહ્ય સાધન ) શોધવાની-મેળવવાની વ્યગ્રતાથી જીવ (નકામા જ) પરતંત્ર થાય છે. જિજ્ઞાસુ આજે આપે અમને નિશ્ચય અને વ્યવહાર છ કારકોના સંબંધમાં જે બતાવ્યું તેનાથી અમને ખૂબ લાભ થયો, પરંતુ એક વાત સમજમાં ન આવી કે આપે કારકો છે જ કેમ બતાવ્યાં? અમે તો સાંભળેલું કે કારકો આઠ હોય છે. સંબંધ અને સંબોધનને કારક કેમ કહ્યાં નહીં ? પ્રવચનકાર: સંબોધનનો તો કારક હોવાનો પ્રશ્ન જ નથી ઊઠતો, પરંતુ સંબંધ પણ કારક નથી. આ બન્નેનો ક્રિયા સાથે કોઈ સંબંધ નથી. જે કોઈ ને કોઈ રૂપે કિયાવ્યાપાર પ્રતિ પ્રયોજક હોય છે તેને જ કારક કહેવામાં ४७ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #50 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates આવે છે. સંબંધ અને સંબોધન ક્રિયા પ્રત્યે પ્રયોજક નથી, તેથી તેમને કારકોમાં ગણવામાં આવેલાં નથી. છ કારકોની વ્યવસ્થાને સમજીને પરથી ષ્ટિ હઠાવીને આત્મનિમગ્ન થવાનો અભ્યાસ રાખવો ! તેથી તમારુ કલ્યાણ થશે !! પ્રશ્ન: ૧. કારક કોને કહે છે? તે કેટલાં છે? દરેકની પરિભાષા જણાવો. ૨. સંબંધને કારક કેમ માનવામાં આવેલ નથી ? ૩. વ્યવહાર અને નિશ્ચય કારકોને ઉદાહરણો ૫૨ ટિત કરી બતાવો. ૪. ‘ સ્વયંભૂ’ કોને કહે છે? ૫. આચાર્ય કુન્દકુન્દના વ્યક્તિત્વ અને કર્તૃત્વનો પરિચય આપો. ४८ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ૭ ચૌદ ગુણસ્થાનો સિદ્ધાન્તચક્રવર્તી નેમિચંદ્રાચાર્ય (વ્યક્તિત્વ અને કર્તુત્વ) जह चक्केण य चक्की, छक्खंडं साहियं अविऽघेण। तह मइ चक्केण मया, छक्खंडं साहियं सम्म ।। જેવી રીતે સુદર્શન ચક્ર વડ ચક્રવર્તી છ ખંડોને સાધે છે (જીતી લે છે), તેવી રીતે મેં (નેમિચંદ્ર) પોતાના બુદ્ધિરૂપી ચક્ર વડે પખંડાગમરૂપ મહાન સિદ્ધાન્તને સાધ્યા છે. તેથી તેઓ સિદ્ધાન્તચકવતી કહેવાયા. તેઓ પ્રસિદ્ધ રાજા ચામુંડરાયના સમકાલીન હતા, અને ચામુંડરાયનો સમય અગિયારમાં સૈકાનો પૂર્વાર્ધ છે, તેથી આચાર્ય નેમિચંદ્ર પણ આ સમયમાં ભારતભૂમિને અલંકૃત કરી રહ્યા હતા. તેઓ કોઈ સાધારણ વિદ્વાન ન હતા; એમણે રચેલા ગોમ્મસાર જીવકાંડ, ગોમ્મસાર કર્મકાંડ, ત્રિલોકસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર વગેરે ઉપલબ્ધ ગ્રંથો તેમની અસાધારણ વિદ્વત્તા અને “સિદ્ધાન્તચક્રવર્તી” પદવીને સાર્થક કરે છે. એમણે ચામુંડરાયના આગ્રહથી સિદ્ધાંત-ગ્રંથોના સાર રૂપે ગોમટસાર ગ્રંથની રચના કરી છે, જેના જીવકાંડ અને કર્મકાંડ નામના બે મહા-અધિકાર છે. જીવકાંડની અધિકાર સંખ્યા ૨૨ અને ગાથા સંખ્યા ૭૩૩ છે અને કર્મકાંડની અધિકાર સંખ્યા ૯ તથા ગાથા સંખ્યા ૯૭ર છે. આ સમગ્ર ગ્રંથનું બીજું નામ પંચસંગ્રહ પણ છે, કેમ કે તેમાં નીચે જણાવેલી પાંચ વાતોનું વર્ણન છે :-- (૧) બંધ (૨) બધ્યમાન (૩) બંધસ્વામી (૪) બંધહેતુ અને (૫) બંધભેદ. ૪૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #52 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂર્વ પરંપરાથી પ્રાપ્ત જૈન સાહિત્યમાં આચાર્ય ધરસેનના શિષ્ય પુષ્પદન્ત અને ભૂતબલિ દ્વારા રચાયેલું પખંડાગમ સર્વથી અધિક પ્રાચીન રચના છે. તેમાં પ્રથમ ખંડમાં જીવની અપેક્ષાએ અને બાકીના ખંડોમાં જીવો અને કર્મોના સંબંધથી અન્ય અનેક વિષયોનું વિવેચન થયેલું છે. એને લક્ષમાં રાખીને નેમિચંદ્ર સિદ્ધાંતચકવર્તીએ ગોમટસારની રચના કરી અને એને જીવકાંડ અને કર્મકાંડ એમ બે ભાગોમાં વિભાજીત કરી ગોમટસારમાં પખંડાગમનો પૂર્ણ સાર આવી ગયો છે. ગોમ્મદસાર ગ્રંથ ઉપર મુખ્યત્વે ચાર ટીકાઓ ઉપલબ્ધ છે. એક છેઅભયચંદ્રાચાર્યની સંસ્કૃત ટીકા “મંદપ્રબોધિકા” જે જીવકાંડની ૩૮૩ ગાથા સુધી જ મળી આવે છે. બીજી કેશવવર્ણની સંસ્કૃત મિશ્રિત કન્નડ ટીકા જીવતત્ત્વપ્રદીપિકા' છે જે સંપૂર્ણ ગોમ્મદસાર પર વિસ્તૃત ટીકા છે અને જેમાં મંદપ્રબોધિકા ”નું પૂરું અનુસરણ કરવામાં આવ્યું છે. ત્રીજી છે-૧નેમિચંદ્રાચાર્યની સંસ્કૃત ટીકા “જીવતત્ત્વપ્રદીપિકા” જે પહેલાંની બન્ને ટીકાઓના પૂરેપૂરા અનુસરણ સહિત સંપૂર્ણ ગોમ્મસાર ઉપર યથેષ્ટ વિસ્તાર સાથે લખવામાં આવી છે અને ચોથી છે પંડિત ટોડરમલની ભાષા ટીકા “સમ્યજ્ઞાનચંદ્રિકા' જેમાં સંસ્કૃત ટીકાના વિષયને ખૂબ સ્પષ્ટ કરવામાં આવેલો છે. એનું અનુસરણ કરીને હિંદી, અંગ્રેજી તથા મરાઠી અનુવાદોનું નિર્માણ થયું છે. ગોમ્મદસાર ગ્રંથ જૈન વિદ્યાલયોનો નિયમિત પાઠયગ્રંથ છે. એના જીવકાંડ નામના મહા-અધિકારના પ્રથમ અધિકારમાં ગુણસ્થાનોની ચર્ચા બહુ વિસ્તારપૂર્વક કરવામાં આવેલી છે. એને ધ્યાનમાં રાખીને આ પાઠ લખવામાં આવ્યો છે. ગુણસ્થાનોના સંબંધમાં વિશેષ જાણકારી માટે ગોમટસાર જીવકાંડનું અધ્યયન કરવું જોઈએ. ૧. આ નેમિચંદ્રાચાર્ય, સિદ્ધાન્તચક્રવર્તી નેમિચંદ્રાચાર્યથી ભિન્ન છે. ૫) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #53 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચૌદ ગુણસ્થાનો બધા જીવોને પાંચ ભાવોમાંથી યથાસંભવ કોઈ ને બે, કોઈને ત્રણ, કોઈને ચાર અને કોઈને પાંચેય ભાવો હોય છે. આ ભાવો આ પ્રમાણે છે: (૧) પથમિક (૨) ક્ષાયિક (૩) ક્ષાયોપથમિક (૪) ઔદયિક અને (૫) પારિણામિકા આ જીવોના નિજભાવ છે. એમાં પ્રારંભના ચાર ભાવો નિશ્ચયનયથી સ્વયં જીવકૃત હોવા છતાં વ્યવહાર નયથી યથાયોગ્ય કર્મોના ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ અને ઉદયનું નિમિત્ત પામીને થાય છે, તેથી એમનાં ઔપશમિક, ક્ષાયિક, લાયોપથમિક અને ઔદયિક એ નામો સાર્થક છે; તથા દરેક જીવના અનાદિનિધન, એકરૂપ, કપાધિનિરપેક્ષ, સહજ સ્વભાવની “પરિણામ” સંજ્ઞા છે અને આવો પરિણામ જ પારિણામિક ભાવ કહેવાય છે. આ પ્રકરણમાં “ગુણ” શબ્દ વડે આ ભાવોનું ગ્રહણ કરવામાં આવ્યું છે. માત્ર મોહ અને યોગના નિમિત્તથી થતા આ ભાવોની (ગુણોની) તારતમ્યતા વડે જે ચૌદ “સ્થાન' બને છે, તેને ચૌદ ગુણસ્થાનો કહે છે, તે નીચે પ્રમાણે છે: (૧) મિથ્યાત્વ (૨) સાસાદન (૩) મિશ્ર (૪) અવિરત સમ્યકત્વ (૫) દેશવિરત (૬) પ્રમત્ત સંયત (૭) અપ્રમત્ત સંયત (૮) અપૂર્વકરણ (૯) અનિવૃત્તિકરણ (૧૦) સૂક્ષ્મસામ્પરાય (૧૧) ઉપશાન્તકષાય (૧૨) ક્ષીણકષાય (૧૩) યોગકેવળી જિન (૧૪) અયોગકેવળી જિન. (૧) મિથ્યાત્વ - મિથ્યા પદનો અર્થ વિતથ, વ્યલીક, વિપરીત અને અસત્ય છે. જે જીવોની પ્રયોજનભૂત જીવાદિ પદાર્થો સંબંધી શ્રદ્ધા અસત્ય હોય ૧. નિચ્છી સાસન નિસ્સો, વિરઃ સમ્મીય રેશવિરોય | विरदा पमत्त ईदरो, अपुव्व अणियट्ठि सुहमो य ।। ९ ।। उवसंत खीणमोहो, सजोग केवलि जिणो अयोगीय । चउदस जीव समासा, कमेण सिद्धा य णादव्वा ।। १०।। -ગોમ્મસાર જીવકાંડ ૫૧ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates છે, એમના સમુચ્ચયરૂપ એ ભાવને મિથ્યાત્વ ગુણસ્થાન કહે છે. જેમ પિત્તજ્વરથી પીડાતા જીવને મધુર રસ રુચતો નથી તેમ જ મિથ્યાદષ્ટિ જીવને સમ્યક્રરત્નત્રયરૂપ આત્મધર્મ રુચતો નથી. મિથ્યાત્વી જીવને સ્વ-પર વિવેક હોતો નથી. અર્થાત્ તેને સ્વાનુભૂતિપૂર્વક વિપરીત અભિનિવેશ રહિત તત્ત્વાર્થશ્રદ્ધાન હોતું નથી તથા તેને દેવ-શાસ્ત્રગુરુની યથાર્થ શ્રદ્ધા હોતી નથી. - મિથ્યાદર્શનના બે ભેદ છે-અગૃહીત અને ગૃહીત. એકેન્દ્રિયાદિ બધાય સંસારી જીવોને પ્રવાહરૂપે જે અજ્ઞાનભાવરૂપ મિથ્યા માન્યતા ચાલી આવે છે, જેના વડે જીવની દેહાદિ જડ પદાર્થોમાં અને એમના નિમિત્તથી ઉત્પન્ન થતા રાગાદિ ભાવોમાં એકત્વબુદ્ધિ બની રહે છે તે અંગૃહીત મિથ્યાદર્શન છે. એના સદ્દભાવમાં જીવાદિ પદાર્થોનાં યથાર્થ સ્વરૂપને નહીં જાણનારા એવા જીવો વડે કલ્પિત જે અન્યથા માન્યતા નવી અંગીકાર કરવામાં આવે છે તેને ગૃહીત મિથ્યાદર્શન કહે છે. (૨) સાસાદન સમ્યગ્દર્શનની વિરાધનાને આસાદન કહે છે તથા એની સાથે જે ભાવ હોય છે તેને સાસાદન કહે છે. જે ઔપથમિક સમ્યગ્દષ્ટિ જીવે અનંતાનુબંધી કષાયના ઉદયવશ ઔપશમિક સમ્યગ્દર્શનના કાળમાં ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે છે આવલિકાળ બાકી રહેતાં સમ્યગ્દર્શનરૂપી રત્નપર્વતના શિખર ઉપરથી ચુત થઈને મિથ્યાદર્શનરૂપી ભૂમિના સન્મુખ થવાથી સમ્યગ્દર્શનનો તો નાશ કરી દીધો છે, પરંતુ મિથ્યાદર્શનને પ્રાપ્ત થયો નથી તે જીવની આ અવસ્થાને સાસાદન ગુણસ્થાન કહે છે. આ ગુણસ્થાનનું પૂરું નામ સાસાદન સમ્યકત્વ છે. સાસાદન પદની સાથે સમ્યકત્વ પદનો પ્રયોગ ભૂતપૂર્વ ન્યાયની અપેક્ષાએ થયેલો છે. એનો કાળ અન્તર્મુહૂર્તમાત્ર છે. (૩) મિશ્ર જે ગુણસ્થાનમાં જીવને સમ્યુગ્મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયવશ સમીચીન અને મિથ્યા ઉભયરૂપ શ્રદ્ધા યુગપ-એકીસાથે હોય છે, તેની તે શ્રદ્ધાને ૫૨. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #55 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મિશ્ર ગુણસ્થાન કહે છે. જે પ્રમાણે દહીં અને ગોળને એકસાથે ભેળવવાથી એમના ભેળસેળયુક્ત પરિણામ (સ્વાદ)નો યુગપત્ અનુભવ થાય છે તે જ પ્રમાણે આવી શ્રદ્ધાવાળા જીવને સમીચીન અને મિથ્યા એમ ઉભયરૂપ શ્રદ્ધા હોય છે. અહીં અનંતાનુબંધી કષાયનો ઉદય હોતો નથી. આ ગુણસ્થાનનો કાળ પણ અંતર્મુહૂર્ત છે. આ ગુણસ્થાનથી સીધી દેશવિરત અને અપ્રમત્તસંયત ગુણસ્થાનની પ્રાપ્તિ થતી નથી તથા અહીં પરભવ સંબંધી આયુનો બંધ, મરણ તથા મારણાંતિક સમુદ્દઘાત પણ થતાં નથી. (૪) અવિરત સમ્યકત્વ નિશ્ચય સમ્યગ્દર્શન સહિત અને નિશ્ચયવ્રત (અણુવ્રત અને મહાવ્રત) રહિત અવસ્થા જ અવિરત સમ્યકત્વ નામનું ચોથું ગુણસ્થાન કહેવાય છે. જીવ જ્યારે ક્ષયોપશમ વગેરે લબ્ધિઓથી તથા ચોથા ગુણસ્થાનને યોગ્ય બાહ્ય આચારથી સંપન્ન બને ત્યારે તેને સ્વપુરુષાર્થ દ્વારા સ્વભાવસમ્મુખ થતા આત્માનુભૂતિપૂર્વક સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે અર્થાત્ તે પોતાના આત્માનું સાચું સ્વરૂપ સમજે છે-અનુભવે છે કે “હું તો ત્રિકાળ એકરૂપ રહેવાવાળો જ્ઞાયક પરમાત્મા છું હું જ્ઞાતા છું અને અન્ય બધુંય જ્ઞય છે, પરની સાથે મારે કોઈ સંબંધ છે જ નહિ. અનેક પ્રકારના વિકારી ભાવો જે પર્યાયમાં થાય છે તે મારું સ્વરૂપ નથી, જ્ઞાતા સ્વભાવની દષ્ટિ અને લીનતા કરતાં જ તે નાશ પામી જાય છે અર્થાત્ ઉત્પન્ન જ થતા નથી.” આ પ્રમાણે નિર્ણયપૂર્વક દષ્ટિ સ્વસમ્મુખ થઈને નિર્વિકલ્પ આનંદરૂપ પરિણતિનો સાક્ષાત્ અનુભવ કરે છે, તથા નિર્વિકલ્પ અનુભવ છૂટી જાય તોપણ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયોના અભાવસ્વરૂપ આત્માની શુદ્ધ પરિણતિ નિરંતર બની રહે છે, તેને અવિરત સમ્યકત્વ નામનું ચોથું ગુણસ્થાન કહે છે. એના ત્રણ ભેદો છે- (૧) ઔપથમિક (૨) ક્ષાયોપથમિક (૩) ક્ષાયિક આ ત્રણ પ્રકારનાં સમ્યગ્દર્શનોમાંથી કોઈ એક સમ્યગ્દર્શનની ૫૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #56 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સાથે જ્યાં સુધી આ જીવને અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા અને લોભના ઉદયવશ અવિરતિરૂપ પરિણામ હોય છે ત્યાં સુધી તેને અવિરત સમ્યકત્વ નામનું ચોથું ગુણસ્થાન રહે છે. અવિરત સમ્યગ્દષ્ટિ આત્મજ્ઞાનથી સંપન્ન હોવાના કારણે અભિપ્રાયની અપેક્ષાએ વિષયો પ્રત્યે સહજપણે ઉદાસીન હોય છે. ચરણાનુયોગ અનુસાર આચરણમાં તેને પંચેન્દ્રિયોના વિષયોનો તથા ત્ર-સ્થાવર જીવોના ઘાતનો ત્યાગ હોતો નથી, તેથી તેને બાર પ્રકારની અવિરતિ હોય છે. (૫) દેશવિરત ચોથા ગુણસ્થાનવર્તી સમ્યગ્દષ્ટિ જીવ પોતાના આત્માની શુદ્ધ પરિણતિની સ્વસમ્મુખ પુરુષાર્થ વડે વૃદ્ધિ કરતો થકો પાંચમા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. તેને આત્માનો નિર્વિકલ્પ અનુભવ (ચોથા ગુણસ્થાનની અપેક્ષાએ) જલદી–જલદી થવા લાગે છે અને અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો અભાવ થઈ જાય છે. આત્મિક શાંતિ વધી જવાને કારણે પરથી ઉદાસીનતા વધી જાય છે તથા સહજ દેશવ્રતના શુભ ભાવ થાય છે. તેથી તે શ્રાવકનાં વ્રતોનું યથાવત્ પાલન કરે છે, પરંતુ પોતાની શુદ્ધ પરિણતિ વિશેષ ઉગ્ર નહીં હોવાથી તથા પ્રત્યાખ્યાનાવરણ કષાયનો સદુભાવ બની રહેતો હોવાથી ભાવરૂપ મુનિપદનો અધિકારી થઈ શકતો નથી. આ અવસ્થા જ દેશવિરત નામનું પાંચમું ગુણસ્થાન છે. અને બતાવ્રત અથવા સંયતાસયત ગુણસ્થાન પણ કહે છે, કેમ કે અંતરંગમાં નિશ્ચય વતાવ્રત વા નિશ્ચય સંયમસંયમરૂપ દશા હોય છે અને બહારમાં એક જ સમયમાં ત્રસવધથી વિરત અને સ્થાવરવધથી અવિરત રહે છે. આ ગુણસ્થાનવર્તી શ્રાવકને અણુવ્રત નિયમથી હોય છે. અગિયારમી પ્રતિમાધારી આત્મજ્ઞાની ક્ષુલ્લક, એલક અને આર્જિકા આ ગુણસ્થાનમાં આવે છે. (૬) પ્રમત્તસંયત જે સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષે નિજ દ્રવ્યાશ્રિત પુરુષાર્થ દ્વારા પાંચમાં ગુણસ્થાન કરતાં અધિક શુદ્ધિ પ્રાપ્ત કરીને નિશ્ચય સકલ સંયમ પ્રગટ કર્યો છે અને સાથે સાથે કાંઈક પ્રમાદ પણ વર્તતો હોય છે તેને ૫૪ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #57 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રમત્તસંયત ગુણસ્થાનવર્તી કહે છે. અનંતાનુબંધી આદિક બાર કષાયોનો અભાવ થવાને લીધે પૂર્ણ સંયમભાવ થતાં તેની સાથે સંક્વલન કષાય અને નોકષાયની યથાસંભવ તીવ્રતા રહેતી હોવાથી સંયમમાં મલિનતા ઉત્પન્ન કરવાવાળો પ્રમાદ પણ હોય છે, માટે આ ગુણસ્થાનની પ્રમત્તસંયત સંજ્ઞા સાર્થક છે. આ ગુણસ્થાનમાં મુનિ મહાવ્રતોની અપેક્ષાએ સવિકલ્પ અવસ્થામાં જ હોય છે, તેથી જો કે એમાં ઉપદેશનું આદાન-પ્રદાન, આહારાદિનું ગ્રહણ, મલ-આદિનો ઉત્સર્ગ, એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં આવવું-જવું ઈત્યાદિ અનેક પ્રકારના વિકલ્પો હોય છે, તેમ છતાં સાથે સાથે મુનિયોગ્ય આંતરિક શુદ્ધ પરિણતિ (નિશ્ચય સંયમ દશા) નિરંતર રહે છે અને તેને અનુરૂપ ૨૮ મૂલગુણો અને ઉત્તરગુણોનું અને શીલના સર્વ ભેદોનું યથાવત્ પાલન પણ સહજ હોય છે. તે ૨૮ મૂલગુણો આ પ્રમાણે છે: પાંચ મહાવ્રત, પાંચ સમિતી, છે આવશ્યક, પાંચ ઈન્દ્રિયસંયમ, નગ્નતા, કેશલેચન, અજ્ઞાનતા, ભૂમિશયન, અદંતધાવન, ઊભા ઊભા આહાર લેવો, અને એકબુક્તિ. સ્ત્રીકથા, ભોજનકથા, રાષ્ટ્રકથા અને રાજકથા એ ચાર વિકથા, ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય; પાંચ ઈન્દ્રિયો; નિદ્રા અને પ્રણય (સ્નેહ) એ ૧૫ પ્રમાદ છે. એના દરેક અને સંયોગી સર્વ મળીને ૮૦ ભેદ થાય છે. આ પ્રમાદ સંયમમાં મલિનતા ઉત્પન્ન કરતો હોવા છતા છઠ્ઠી ગુણસ્થાનને યોગ્ય નિશ્ચય સંયમનો ઘાત કરતો નથી. છઠ્ઠા ગુણસ્થાનમાં (યથોચિત શુદ્ધ પરિણતિ સહિત) સવિકલ્પતા, સાતમાં ગુણસ્થાનમાં નિર્વિકલ્પતા હોય છે, તથા બન્નેનો કાળ અંતર્મુહૂર્ત જ હોય છે, તેથી મુનિરાજ હજારો વર્ષ સુધી પણ મુનિદશામાં રહે તો પણ તેમને અંતર્મુહૂર્તમાં ગુણસ્થાનનો પલટો થયા કરે છે અર્થાત્ શ્રેણીમાં આરોહણ નહીં કરનાર પ્રત્યેક મુનિરાજ મુનિદશામાં રહેતાં અંતર્મુહૂર્તમાં સાતમા ગુણસ્થાનથી છઠ્ઠામાં આવે છે અને વળી પાછા છઠ્ઠીમાંથી સાતમામાં આવી જાય છે, આવું (સવિકલ્પનિર્વિકલ્પનો પલટો) સતતપણે ચાલ્યા જ કરે છે. અહીં એટલું વિશેષ જાણવું કે મુનિદશા ૫૫ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #58 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શરૂ થતાં જ સર્વપ્રથમ સાતમું ગુણસ્થાન આવે છે, પછી છઠ્ઠું આવે છે. (૭) અપ્રમત્તસંયત જે ભાવલિંગી મુનિરાજ પૂર્વે કહેલા ૧૫ પ્રકારના પ્રમાદથી રહિત છે તેમને અપ્રમત્તસંયત ગુણસ્થાનવર્તી કહે છે. એમને અનંતાનુબંધી આદિ ૧૨ કષાયોનો અભાવ તો હોય જ છે, સાથે જ સંજ્વલન કષાયો તથા નોકષાયોની તીવ્રતા ન હોતાં સાતમા ગુણસ્થાનને યોગ્ય મંદતા હોય છે, તેથી એમને મલિનતા ઉત્પન્ન કરવાવાળો પ્રમાદ હોતો નથી અને મૂળગુણ-ઉત્તરગુણ આદિની સહજ નિરતિચાર પરિણતિ બની રહે છે; માટે એની અપ્રમત્તસંયત સંજ્ઞા સાર્થક છે. આ ગુણસ્થાનમાં બુદ્ધિપૂર્વક વિકલ્પો રહેતા નથી અને નિર્વિકલ્પ આત્માના અનુભવરૂપ ધ્યાન જ વર્તતું હોય છે. સાતમા સહિત આગળનાં સર્વ ગુણસ્થાનોમાં નિર્વિકલ્પ સ્થિતિ જ હોય છે. આ ગુણસ્થાનના બે ભેદો છેઃ(૧) સ્વસ્થાન અપ્રમત્તસંયત (૨) સાતિશય અપ્રમત્તસંયત જે સંયત ક્ષપકશ્રેણી અને ઉપશમશ્રેણી ૫૨ આરોહણ ન કરતાં નિરંતર એકએક અંતર્મુહૂર્તમાં અપ્રમત્તભાવથી પ્રમત્તભાવને અને પ્રમત્તભાવથી અપ્રમત્તભાવને પ્રાપ્ત થયા કરે છે, તેમને આવા ગુણસ્થાનની સ્વસ્થાન અપ્રમત્તસંયત સંજ્ઞા છે. ઉપરોક્ત મુનિરાજ, ઉગ્ર પુરુષાર્થપૂર્વક આત્મરમણતા વિશેષ વૃદ્ધિગત થવાથી, શ્રેણી-આરોહણની સન્મુખ થઈને અધઃપ્રવૃત્તકરણરૂપ વિશુદ્ધિને પ્રાપ્ત થાય છે, એમના તે ગુણસ્થાનની સાતિશય અપ્રમત્તસંયત સંજ્ઞા છે. તેઓ જ્યારે ક્ષપકશ્રેણી-આરોહણને યોગ્ય ઉગ્ર પુરુષાર્થ વડે આત્મલીનતા કરે છે તો અંતર્મુહૂર્તમાં ૮, ૯, ૧૦ અને ૧૨ મા ગુણસ્થાનને પ્રાપ્ત કરી લે છે, અને એમને ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિઓનો ક્ષય થઈ જાય છે અને અંતર્મુહૂર્તમાં તેઓ કેવળજ્ઞાનને (૧૩ માં ગુણસ્થાનને) અવશ્ય પ્રાપ્ત કરે છે. જો તેઓ ઉપશમ શ્રેણીને યોગ્ય મંદ પુરુષાર્થ વડે આત્મલીનતા કરે તો અંતર્મુહૂર્તમાં ૮, ૯, પદ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #59 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦ અને ૧૧ મા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે અને એમને ઉપરોક્ત ૨૧ પ્રકૃતિઓનો ક્ષય ન થતાં માત્ર ઉપશમ થાય છે. અધ:પ્રવૃત્તકરણનો કાળ અંતર્મુહૂર્ત છે. અહીં “કરણ” નો અર્થ પરિણામ છે. અધ:પ્રવૃત્તકરણમાં સ્થિત જીવન પ્રત્યેક સમયમાં અનંતગુણી વિશુદ્ધતા થતી રહે છે અને ભિન્ન-ભિન્ન જીવોની અપેક્ષાએ ઉપરિતન સમયવર્તી (આગળ-આગળના સમયવર્તી) તથા અધતન સમયવર્તી (પાછળ-પાછળના સમયવર્તી) જીવોના પરિણામ વિસદશ પણ હોય છે તથા સદેશ પણ હોય છે. આવા અધ:પ્રવૃત્તકરણ યુક્ત જીવોને સાતિશય અપ્રમત્તસંયત કહે છે. (૮) અપૂર્વકરણ આ ગુણસ્થાનમાં સ્થિત જીવોના પરિણામોની સંજ્ઞા અપૂર્વકરણ છે. એનો કાળ અન્તર્મુહૂર્ત છે. અહીં પણ પ્રત્યેક જીવના પરિણામમાં દરેક સમયે અનંતગુણી વિશુદ્ધિ થતી જાય છે. ભિન્ન-ભિન્ન જીવોની અપેક્ષાએ ઉપરિતન સમયવર્તી જીવના પરિણામો અધતન સમયવર્તી જીવના પરિણામોથી સદા વિસદશ જ (અપૂર્વ જ, વિશેષ વિશુદ્ધિવાળા જ) હોય છે, અને અભિન્ન સમયવર્તી જીવોના પરિણામ પરસ્પર સંદેશ પણ હોય છે તથા વિદેશ પણ હોય છે. આ ગુણસ્થાનમાં સ્થિત જીવોની આ પ્રકારની પરિણામ-ધારા હોવાથી આ ગુણસ્થાનનું નામ અપૂર્વકરણ છે. જેઓ ઉપશમ શ્રેણી પર આરોહણ કરે છે એમના પણ આ પરિણામ હોય છે, તથા જેઓ ક્ષપક શ્રેણી પર આરોહણ કરે છે એમના પણ આ પરિણામ હોય છે. (૯) અનિવૃત્તિકરણ આ ગુણસ્થાનમાં સ્થિત જીવોના પરિણામોની સંજ્ઞા અનિવૃત્તિકરણ છે. અનિવૃત્તિ અર્થાત્ અભેદ (દશ) અને કરણ અર્થાત્ પરિણામ. અહીં પણ પ્રત્યેક જીવના એક સમયમાં એક જ પરિણામ હોય છે જે પ્રત્યેક સમયે અનંતગુણી વિશુદ્ધિ સહિત હોય છે. પ્રત્યેક સમયમાં ઉદાહરણ તરીકે કોઈ બે જીવોને અપૂર્વકરણ પ્રારંભ કર્યો ૫ – ૫ સમય થયા હોય તો તે બેઉ જીવોને અભિન્ન સમયવર્તી અર્થાત્ એક સમયવર્તી કહેવામાં આવે છે. ૫૭ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #60 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભિન્ન-ભિન્ન જીવોની અપેક્ષાએ, ઉપરિતન સમયવર્તી જીવના પરિણામ અધતનવર્તી જીવના પરિણામથી વિસદશ જ (અનંતગુણી વિશુદ્ધિવાળા જ) હોય છે અને અભિન્ન સમયવર્તી જીવોના પરિણામ સદા સદશ જ હોય છે. આ ગુણસ્થાનમાં સ્થિત જીવોની આવી પરિણામ-ધારા હોવાથી આ ગુણસ્થાનનું નામ અનિવૃત્તિકરણ છે. એનો કાળ પણ અંતર્મુહૂર્ત છે. આ ગુણસ્થાનમાં સ્થિત જીવો ધ્યાનરૂપી અગ્નિ વડે મોહનીયની ૨૦ પ્રકૃતિઓની ઉપશમના કરે છે અથવા મોહની ૨૦ પ્રકૃતિઓની તથા નામ કર્મની ૧૩ પ્રકૃતિઓની ક્ષપણા કરે છે. એમને બધ્યમાન આયુનો અભાવ હોય છે. (૧૦) સૂક્ષ્મ સામ્પરાય જે જીવોના સૂક્ષ્મ ભાવને પ્રાપ્ત સમ્પરાય એટલે કે અબુદ્ધિપૂર્વક થવાવાળા સૂક્ષ્મ લોભ કષાયની સાથે પોતાના અન્તર્મુહૂર્ત કાળ સુધી પ્રત્યેક સમયમાં અનંતગુણી વિશુદ્ધિ સહિત એક સમયમાં એક જ (નિયત વિશુદ્ધિવાળો જ) પરિણામ હોય છે અને જેમને નિરંતર કર્મપ્રકૃતિઓનું ઉપશમન અને ક્ષપણ થતું રહે છે, તેમના તે ગુણસ્થાનની સૂક્ષ્મ સામ્પરાય સંજ્ઞા છે. (૧૧) ઉપશાન્તકષાય જે ગુણસ્થાનમાં મલિન જળમાં કતકફળ નાખવાથી સ્વચ્છ થયેલા જળ સમાન અથવા શરદ ઋતુમાં સ્વચ્છ થયેલા જળ સમાન જીવોનો દ્રવ્ય-ભાવરૂપ કપાય ઉપશાન્ત રહે છે, તેમના તે ગુણસ્થાનની ઉપશાન્તકષાય સંજ્ઞા છે. એનો કાળ પણ અંતર્મુહૂર્ત છે અને એમાં પૂર્ણ વીતરાગતાની સાથે છદ્મસ્થપણું રહેલું હોવાથી એને ઉપશાન્તકષાય વીતરાગછમી કહે છે. પાછલા ગુણસ્થાનોમાં કષાયોની તારતમ્યતાપૂર્વક જેવો પરિણામ ભેદ દષ્ટિગોચર થાય છે, તેવો પરિણામ ભેદ, વીતરાગ ભાવની પ્રાપ્તિ થવાથી આ અને આગળનાં (ત્યાર પછીનાં) ગુણસ્થાનોમાં દષ્ટિગોચર થતો નથી. અહીં ચાર ઘાતિ કર્મોમાંથી મોહનીય કર્મનો ઉપશમ થાય છે, બાકીનાં ત્રણ ઘાતિ કર્મોનો ક્ષયોપશમ રહે છે. આ ગુણસ્થાનનો કાળ પૂરો થતાં અથવા આયુષ્ય પૂરું થતાં જીવનું આ ગુણસ્થાનથી પતન થાય છે. ૫૮ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #61 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૨) ક્ષીણકષાય જે જીવોના ભાવ, કષાયોનો સર્વથા ક્ષય થઈ જવાથી સ્ફટિકમણિના નિર્મળ પાત્રમાં રાખેલા સ્વચ્છ જળની સમાન પૂર્ણ નિર્મળ અર્થાત્ દ્રવ્ય-ભાવ ઉભયરૂપ મોહકર્મોનો સર્વથા અભાવ થવાથી પૂર્ણ વીતરાગતાને પ્રાપ્ત એકરૂપ હોય છે, તેમના તે ગુણસ્થાનની ક્ષીણકષાય સંજ્ઞા છે. એનો પણ કાળ અંતર્મુહુર્ત છે. એમાં પુર્ણ વીતરાગતાની સાથે છબસ્થપણું રહેલું હોવાથી એને ક્ષીણકષાય વીતરાગ છબસ્થ કહે છે. આ ગુણસ્થાનમાં સ્થિત યથાખ્યાત ચારિત્રના ધારક મુનિરાજને મોહનીય કર્મનો તો અત્યંત ક્ષય થાય છે અને બાકીનાં ત્રણ ઘાતિ કર્મોનો ક્ષયોપશમ રહે છે, અન્તર્મુહૂર્તમાં તેઓ પણ ક્ષય કરીને તેરમું ગુણસ્થાન પ્રાપ્ત કરે (૧૩) સયોગકેવળી જિન જે જીવોને કેવળજ્ઞાનરૂપી સૂર્યનાં કિરણોના સમૂહથી અજ્ઞાન અંધકાર સર્વથા નષ્ટ થઈ ચૂકયો છે અને જેમને નવ કેવળ-લબ્ધિઓ (ક્ષાયિક સમ્યકત્વ, ચારિત્ર, જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય) પ્રગટ થઈ હોવાથી પરમાત્મા સંજ્ઞા પ્રાપ્ત થઈ છે; તે જીવો ઈન્દ્રિય અને આલોક (પ્રકાશ) આદિની અપેક્ષારહિત અસહાય જ્ઞાનદર્શન યુક્ત હોવાથી “કેવળી' ; યોગથી યુક્ત હોવાના કારણે “સયોગ” અને દ્રવ્ય-ભાવ ઉભયરૂપ ઘાતિ કર્મો પર વિજય પ્રાપ્ત કરવાના કારણે “જિન” કહેવાય છે; એમના આ ગુણસ્થાનની સંજ્ઞા સયોગકેવળી જિન છે. આ જ કેવળી ભગવાન પોતાની દિવ્ય-ધ્વનિ વડે ભવ્ય જીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને સંસારમાં મોક્ષમાર્ગનો પ્રકાશ કરે છે. આ ગુણસ્થાનમાં યોગનું કંપન હોવાથી એક સમયમાત્ર સ્થિતિનો સાતવેદનીયનો આસ્રવ થાય છે, પરંતુ કષાયનો અભાવ હોવાથી બંધ થતો નથી. (૧૪) અયોગકેવળી જિન આ ગુણસ્થાનમાં સ્થિત અરહુન્ત ભગવાન મન-વચન-કાયના યોગોથી રહિત અને કેવળજ્ઞાન સહિત હોવાથી આ ગુણસ્થાનની સંજ્ઞા ૫૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #62 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અયોગકેવળી જિન છે. આ ગુણસ્થાનનો કાળ એ, ઈ, ઉં, ઝ, લુ આ પાંચ દ્વસ્વ સ્વરોના ઉચ્ચારણ કરવા જેટલો છે. આ ગુણસ્થાનના અંતિમ બે સમયમાં અધાતિ કર્મોની સર્વ કર્મ પ્રકૃતિઓનો ક્ષય કરીને આ ભગવાન સિદ્ધત્વને પ્રાપ્ત થાય છે. સિદ્ધ પરમેષ્ઠી જે જીવો પૂર્વોક્ત સંસારની ભૂમિકાસ્વરૂપ ચૌદ ગુણસ્થાનોને પાર કરીને દ્રવ્યભાવ ઉભયરૂપ જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારનાં કર્મોથી રહિત થઈ ગયા છે; નિરાકુળતા-લક્ષણ આત્માધીન અનન્ત સુખનો નિરંતર ભોગ કરે છે; દ્રવ્યકર્મ ભાવકર્મ અને નોકર્મથી રહિત હોવાને કારણે નિરંજન છે; સિદ્ધ પર્યાયને છોડીને પુનઃ બીજી પર્યાયને પ્રાપ્ત થતાં નથી તેથી નિત્ય છે; દ્રવ્ય-ભાવ ઉભયરૂપ આઠ કર્મોનો નાશ થવાથી સમ્યકત્વ આદિ આઠ ગુણો (ક્ષાયિક સમ્યકત્વ, અનન્તજ્ઞાન, અનન્તદર્શન, અનન્તવીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહુનત્વ, અગુરુલઘુત, અવ્યાબાધત્વ) ને પ્રાપ્ત થયા છે; આત્મા સંબંધી કોઈ કાર્ય કરવાનું બાકી રહેલું નહીં હોવાથી કૃતકૃત્ય છે; અને ચારેય દિશાઓ, ચારેય વિદિશાઓ તથા નીચે જવારૂપ સ્વભાવ નહીં હોવાથી માત્ર લોકના અગ્રભાગ સુધી જવારૂપ સ્વભાવ હોવાથી લોકના અગ્રભાગે સ્થિત છે; તેમને સિદ્ધ કહે છે. પ્રશ્ન: ૧. ગુણસ્થાન કોને કહે છે? તે કેટલા પ્રકારનાં છે? નામ સહિત ગણવો. ૨. નીચેનામાંથી પરસ્પર તફાવત બતાવોઃ (ક) પ્રમત્તસંયત અને અપ્રમત્તસંયત. (ખ) અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. (ગ) ઉપશાંતકષાય અને ક્ષીણકષાય. (ઘ) સયોગકેવળી જિન અને અયોગકેવળી જિન ૩. નીચે લખેલાં ગુણસ્થાનોની પરિભાષા આપો: સાસાદન, અવિરત સમ્યકત્વ, દેશવિરત, મિથ્યાત્વ. ૪. સિદ્ધાન્તવર્તી નેમિચંદ્રાચાર્યના વ્યક્તિત્વ અને કર્તૃત્વ સંબંધી પરિચય આપો. ૬O Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #63 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ૮ તીર્થકર ભગવાન મહાવીર તીર્થકર ભગવાન મહાવીર ભરતક્ષેત્રમાં આ યુગના ચોવીસમાં અને અંતિમ તીર્થંકર હતા. તેમના પહેલાં ઋષભદેવ આદિ બીજા ત્રેવીસ તીર્થંકરો થઈ ગયા હતા. ભગવાન અનન્ત હોય છે. પરંતુ તીર્થકર એક યુગમાં અને ભરતક્ષેત્રમાં ચોવીસ જ થાય છે. પ્રત્યેક તીર્થંકર ભગવાન તો નિયમથી હોય જ છે; પરંતુ પ્રત્યેક ભગવાન તીર્થંકર નથી હોતા. તીર્થકર થયા વિના પણ ભગવાન થઈ શકે છે. પ્રત્યેક આત્મા ભગવાન થઈ શકે છે. જે વડ સંસાર-સાગર તરી જવાય તેને તીર્થ કહે છે અને જે આવા તીર્થને કરે અર્થાત્ સંસાર-સાગરથી પોતે પાર ઊતરે તથા ઊતરવાનો માર્ગ બતાવે, તેને તીર્થકર કહે છે. ભગવાન જન્મતા નથી, બને છે. જન્મથી કોઈ ભગવાન હોતું નથી. મહાવીર પણ જન્મથી ભગવાન ન હતા. ભગવાન તો તેઓ ત્યારે થયા કે જ્યારે તેમણે પોતાને જીતી લીધા. મોહ–રાગ-દ્વેષને જીતવા એ જ પોતાને જીતવું છે. ભગવાન મહાવીર દ્વારા પ્રતિપાદિત સિદ્ધાન્ત જેટલા ગૂઢ, ગંભીર અને ગ્રાહ્ય છે; એટલું જ એમનું જીવન સાદું, સરળ અને સીધું છે; એમાં વિવિધતાઓને કોઈ સ્થાન પ્રાપ્ત થયેલું નથી. સંક્ષેપમાં એમની જીવન-ગાથા માત્ર એટલી જ છે કે તેઓ આરંભનાં ત્રીસ વર્ષો દરમ્યાન વૈભવ અને વિકાસની વચ્ચે જળથી ભિન્ન કમળવત્ રહ્યા. વચ્ચેનાં બાર વર્ષો દરમ્યાન જંગલમાં પરમ મંગળની સાધનામાં એકાન્ત આત્મ-આરાધનમાં લીન રહ્યા અને અંતિમ ત્રીસ વર્ષો દરમ્યાન પ્રાણીમાત્રના કલ્યાણ માટે સર્વોદય ધર્મતીર્થનું પ્રવર્તન, પ્રચાર અને પ્રસાર કરતા રહ્યા. મહાવીરનું જીવન બહુ ઘટનાઓથી ભરપૂર નથી. ઘટનાઓમાં ૬૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #64 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates એમના વ્યક્તિત્વને શોધવું એ નિરર્થક છે. એવી કઈ લૌકિક ઘટના બાકી છે જે એમના અનન્ત પૂર્વભવોમાં એમની સાથે ન ઘટી હોય? મહાવીરનો જન્મ વૈશાલી ગણતન્ત્રના પ્રસિદ્ધ રાજનેતા લિચ્છવિ રાજા સિદ્ધાર્થની રાણી ત્રિશલાના ઉદરથી કુંડગ્રામમાં થયો હતો. એમનાં માતા વૈશાલી ગણતંત્રના અધ્યક્ષ રાજા ચેટકની પુત્રી હતાં. તેઓ આજથી ૨૫૭૧ વર્ષ પહેલાં ચૈત્ર સુદી તેરસના દિવસે નાથ (જ્ઞાતૃ) વંશીય ક્ષત્રિય કુળમાં જન્મ્યા હતા. મહાવીરનું નામ તેમનાં માતા-પિતાએ એમને નિત્ય વૃદ્ધિંગત થતા જોઈ વર્ધમાન રાખ્યું હતું. એમના જન્મનો ઉત્સવ એમનાં માતા-પિતા અને પરિજન-નગરજનોએ તો ખૂબ ઉત્સાહપૂર્વક ઊજવ્યો હતો જ, સાથે સાથે ભાવી તીર્થંકર હોવાથી ઈન્દ્રો અને દેવોએ પણ આવીને મહાન ઉત્સવ કર્યો હતો. જેને જન્મકલ્યાણક મહોત્સવ કહે છે. ઈન્દ્ર એમને ઐરાવત હાથી ૫૨ બેસાડીને બહુ ભવ્ય ઠાઠ-માઠપૂર્વક જન્માભિષેક કર્યો હતો, જેનું વિસ્તૃત વર્ણન જૈન પુરાણોમાં ઉપલબ્ધ છે. એમના તીર્થંકરત્વની જાણ તો તેઓ ગર્ભમાં આવ્યા તે પહેલાં જ થઈ હતી. એક દિવસે રાતના પાછલા પહોરે શાન્તચિત્ત નિદ્રાવસ્થામાં પ્રિયકારિણી માતા ત્રિશલાએ મહાન શુભનાં સૂચક નીચે દર્શાવેલાં સુંદર સોળ સ્વપ્નો દેખ્યાં: (૧) મદોન્મત્ત હાથી, (૨) ઊંચી કાંધવાળો સફેદ બળદ, (૩) ગર્જતો સિંહ, (૪) કમલના સિંહાસન પર બેઠેલી લક્ષ્મી, (૫) બે સુગંધીદાર માળાઓ, (૬) નક્ષત્રોની સભામાં બેઠેલો ચંદ્ર, (૭) ઊગતો સૂર્ય, (૮) કમળનાં પાંદડાંથી ઢંકાયેલા બે સુવર્ણ કલશ, (૯) જળાશયમાં ક્રીડા કરતું મીન-યુગલ. (૧૦) સ્વચ્છ જળથી ભરેલું જળાશય, (૧૧) ગંભીર ગર્જના કરતો સાગર, (૧૨ ) મણિ-જડિત સિંહાસન, (૧૩) રત્નોથી પ્રકાશતું દેવ-વિમાન, (૧૪) ધરણેન્દ્રનું ગગનચુંબી વિશાલ ભવન, (૧૫) રત્નોની રાશિ અને (૧૬) નિર્ધમ અગ્નિ. સવારની ક્રિયાઓથી નિવૃત્ત થઈને માતા ત્રિશલાએ જ્યારે રાજા દર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #65 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સિદ્ધાર્થને જ્યારે આ સ્વપ્ર-પ્રસંગ સંભળાવ્યો અને એનું ફળ જાણવાની ઈચ્છા પ્રગટ કરી ત્યારે નિમિત્ત-શાસ્ત્રના જ્ઞાતા રાજા સિદ્ધાર્થ પુલકિત થઈ ગયા. એમની વાણી નીકળ્યા પહેલાં એમની પ્રફુલ્લ મુખાકૃતિએ આ શુભ સ્વપ્રોનું ઉત્તમ ફળ હોવાનું કહી દીધું. એમણે બતાવ્યું કે તમારા ઉદરથી ત્રણ લોકનાં હૃયો ઉપર શાસન કરવાવાળા ધર્મતીર્થના પ્રવર્તક, મહાભાગ્યશાળી ભાવી તીર્થકર બાળકનો જન્મ થશે. આજ તમારી કૂખ એ રીતે જ ધન્ય બની ગઈ જે રીતે આદિ તીર્થકર ઋષભદેવ (આદિનાથ)ના ગર્ભભારથી મરુદેવીની થઈ હતી. સમગ્રપણે આ સ્વપ્રો બતાવે છે કે તમારો પુત્ર પુષ્પો જેવો કોમળ, ચન્દ્રમાં જેવો શીતળ, સૂર્ય જેવો પ્રતાપી, અજ્ઞાનરૂપ અંધકારનો નાશક, હાથી જેવો બળવાન, બળદ જેવો કર્મઠ, સાગર જેવો ગંભીર, રત્નોની રાશિ જેવો નિર્મલ અને નિધૂમ અગ્નિશિખા જેવો જાજ્વલ્યમાન થશે. અષાડ સુદી ૬ ને દિવસે બાળક વર્ધમાન માતાના ગર્ભમાં આવ્યા. બાળક વર્ધમાન જન્મથી જ સ્વસ્થ, સુંદર અને આકર્ષક વ્યક્તિત્વથી સંપન્ન હતા. તે બીજના ચંદ્રની જેમ વૃદ્ધિગત થતાં પોતાનું વર્ધમાન નામ સાર્થક કરવા લાગ્યા. એમની કંચનવર્ણી કાયા પોતાની નિર્મળ કાંતિથી સર્વને આકર્ષિત કરતી હતી. એમના રૂપ-સૌંદર્યનું પાન કરવા માટે સુરપતિ ઈન્દ્ર હજાર નેત્ર બનાવ્યાં હતાં. તેઓ આત્મજ્ઞાની, વિચારવાન, વિવેકી અને નિર્ભીક બાળક હતા. ડરવું એ તો તેઓ શીખ્યા જ ન હતા. તેઓ સાહસની મૂર્તિ હતા. તેથી તેઓ બાળપણથી જ વીર, અતિવીર કહેવાવા લાગ્યા. એમનાં પાંચ નામો પ્રસિદ્ધ છે-વીર, અતિવીર, સન્મતિ, વર્ધમાન અને મહાવીર. તેઓ શીધ્રબુદ્ધિ હતા અને આપત્તિઓમાં પોતાનું સંતુલન ખોતા નહીં. એક દિવસે પોતાની બાલ-સુલભ કીડાઓથી માતા-પિતા, પરિજનો અને નગરજનોને આનંદ આપનાર બાળક વર્ધમાન અન્ય રાજકુમારોની સાથે ક્રીડા-વનમાં ખેલી રહ્યા હતા. ખેલતાં ખેલતાં જ અન્ય બાળકોની સાથે વર્ધમાન પણ એક વૃક્ષ પર ચઢી ગયા. એટલામાં જ એક ભયાનક ૬૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #66 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કાળો નાગ આવીને વૃક્ષને વિંટળાઈ ગયો અને ક્રોધાવેશમાં વીરોને પણ ધ્રુજાવી દે તેવા ફંફાડા મારવા લાગ્યો. પોતાને વિષમ સ્થિતિમાં આવી પડેલા જોઈને અન્ય બાળકો તો ભયથી ધ્રુજવા લાગ્યા, પરંતુ ધીર-વીર બાળક વર્ધમાનને તે ભયંકર નાગરાજ ડગાવી શકયો નહીં. મહાવીરને પોતાની તરફ નિર્ભયપણે અને નિઃશંકપણે આવતા જોઈને નાગરાજનો મદ ઊતરી ગયો અને પોતે પોતાના રસ્તે પલાયન થઈ ગયો. એ જ પ્રકારે એક વખતે એક હાથી ગાડો થઈ ગયો. અને ગજશાળાનો સ્તંભ તોડીને નગરમાં તોફાન મચાવવા લાગ્યો. આખા ય નગરમાં હાહાકાર મચી ગયો. બધા લોકો ગભરાઈને અહીંતહીં ભાગવા લાગ્યા, પરંતુ રાજકુમાર વર્ધમાને પોતાની ધીરજ ખોઈ નહીં તથા શક્તિ અને યુક્તિ વડે તરત જ ગજરાજ પર અંકુશ મેળવી લીધો. રાજકુમાર વર્ધમાનની વીરતા અને ધીરજની ચર્ચા નગરમાં સર્વત્ર થવા લાગી. તેઓ પ્રતિભાસંપન્ન રાજકુમાર હતા. મોટી મોટી સમસ્યાઓનું સમાધાન ચપટી વગાડતામાં જ કરી દેતા. તેઓ શાન્ત પ્રકૃતિના તો હતા જ, યુવાવસ્થામાં પ્રવેશ કરતાંની સાથે જ એમની ગંભીરતા વિશેષ વધી ગઈ. તેઓ અત્યંત એકાન્તપ્રિય બની ગયા. તેઓ નિરંતર ચિંતવનમાં જ લીન રહેતા હતા અને ગૂઢ તત્ત્વચર્ચાઓ કર્યા કરતા હતા. તત્ત્વ સંબંધી મોટામાં મોટી શંકાઓ તત્ત્વ-જિજ્ઞાસુઓ એમની પાસે કરતા અને વાત-વાતમાં જ તેઓ એમનું સમાધાન કરી દેતા હતા. ઘણી ખરી શંકાઓનું સમાધાન તો એમની સૌમ્ય આકૃતિ જ કરી દેતી હતી. મોટા મોટા ઋષિગણોની શંકાઓ પણ એમનાં દર્શનમાત્રથી જ શાંત જતી હતી. તેઓ શકાઓનું સમાધાન કરતા ન હતા, બલ્ક સ્વય સમાધાન હતા. એક દિવસે તેઓ રાજમહેલના ચોથા મજલા પર એકાંતમાં વિચારમગ્ન બેઠા હતા. એમના બાળ-સાથીઓ એમને મળવા માટે આવ્યા અને માતા ત્રિશલાને પૂછવા લાગ્યા–“વર્ધમાન કયાં છે?” ગૃહકાર્યમાં તલ્લીન માતાએ સહજ જ કહી દીધું – “ઉપર”, બધાં બાળકો ૬૪ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #67 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates ,, 66 ઉપર દોડી ગયા અને હાંફતા હાંફ્તા સાતમા મજલે પહોંચી ગયા, પણ ત્યાં વર્ધમાનને જોયા નહીં. જ્યારે એમણે સ્વાધ્યાયમાં લીન રાજા સિદ્ધાર્થને વર્ધમાનના સંબંધમાં પૂછ્યું તો એમણે ગરદન ઊંચી કર્યા વિના જ કહી દીધું-‘નીચે ’. માતા અને પિતાનાં પરસ્પર વિરોધી કથનો સાંભળીને બાળકો દ્વિધામાં પડી ગયા. છેવટે તેમણે એક-એક મજલે શોધવાનું શરૂ કર્યું અને ચોથે મજલે વર્ધમાનને વિચારમગ્ન બેઠેલા જોયા. બધા સાથીઓએ ઠપકો આપતાં કહ્યું- “તમે અહીં છૂપાઈને દાર્શનિકો જેવી મુદ્રામાં બેઠા છો અને અમે સાતેય મજલા ફરી વળ્યા. માતાજીને કેમ ન પૂછયું ? ” વર્ધમાને સહજ પ્રશ્ન કર્યો. સાથીઓએ કહ્યું “પૂછવાથી તો બધી ગડબડ થઈ. માતાજી કહે છે–‘ઉપર’ અને પિતાજી ‘નીચે ’. કયાં શોધવું? કોણ સાચું છે?” વર્ધમાને કહ્યું -- “બેઉ સાચાં છે, હું ચોથા મજલે હોવાથી માતાજીની અપેક્ષા ‘ઉપર' અને પિતાજીની અપેક્ષા ‘નીચે ’છું. કેમકે માતાજી પહેલે મજલે અને પિતાજી સાતમા મજલા પર છે. આટલું પણ નથી સમજતા ? ઉપર-નીચેની સ્થિતિ સાપેક્ષ છે. અપેક્ષા વિના ઉ૫૨-નીચેનો પ્રશ્ન જ નથી ઊઠતો. વસ્તુની સ્થિતિ ‘૫૨ ’થી નિરપેક્ષ હોવા છતાં પણ તેનું કથન સાપેક્ષ હોય છે.” આ પ્રમાણે બાળક વર્ધમાન ગહન સિદ્ધાંતો બાળકોને પણ સહજ સમજાવી દેતા હતા. L દુનિયા એમને પોતાના રંગે રંગવા ઈચ્છતી હતી, પરંતુ આત્માના રંગમાં સર્વાંગ તરબોળ રંગાયેલ મહાવી૨ ૫૨ દુનિયાનો રંગ ન ચઢયો. યૌવને પોતાના પ્રલોભનોના પાસા ફેંકયા પરંતુ એના દાવ પણ નિષ્ફળ ગયા. માતા-પિતાની મમતા એમને રોકવા ઈચ્છતી હતી, પરંતુ માતાનાં ઉભરાયેમાં આંસુનો પ્રવાહ એમને વહાવી (ચલિત કરી) શકયો નહીં. એમનાં રૂપ-સૌંદર્ય અને બળ-પરાક્રમથી પ્રભાવિત થઈને અનેક રાજાગણ અપ્સરાઓના સાંદર્યને લજ્જિત કરી દે તેવી પોતાની કન્યાઓનાં લગ્ન એમની સાથે કરવાના પ્રસ્તાવ લઈને આવ્યા, પરંતુ અનેક રાજકન્યાઓના હ્રદયમાં નિવાસ કરવાવાળા મહાવીરનું મન એ કન્યાઓમાં ન હતું. માતા-પિતાએ પણ એમને લગ્ન કરવાનો ખૂબ ૬૫ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #68 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આગ્રહ કર્યો, પરંતુ તેઓ તો ઈન્દ્રિય-નિગ્રહનો નિશ્ચય કરી ચૂક્યાં હતા. ચારે બાજુથી એમને ગૃહસ્થ-જીવનના બંધનમાં બાંધવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ અબંધસ્વભાવી આત્માનો આશ્રય લઈને સંસારનાં સર્વ બંધનોથી મુક્ત થવાનો તેમણે નિશ્ચય કરી લીધો હતો. જેણે મોહેંપાશને તોડી નાખ્યો હોય તેને કોણ બાંધી શકે ? પરિણામે ત્રીસ વર્ષની ભરયૌવન અવસ્થામાં માગશર વદી દશમને દિવસે એમણે ઘર-બારનો ત્યાગ કર્યો. નગ્ન દિગંબર બની નિર્જન વનમાં આત્મસાધનામાં લવલીન થઈ ગયા. એમના તપ (દીક્ષા ) કલ્યાણકના શુભ-પ્રસંગ પર લૌકાંતિક દેવોએ આવીને વિનયપૂર્વક એમના આ કાર્યની ભક્તિપૂર્વક પ્રશંસા કરી. મુનિરાજ વર્ધમાન મૌન રહેતા હતા, કોઈની સાથે વાતચીત કરતા ન હતા. નિરંતર આત્મચિન્તનમાં જ લાગ્યા રહેતા હતા. એટલે સુધી કે સ્નાન અને દત્તધોવનનાં વિકલ્પથી પણ દૂર રહેતા હતા. શત્રુ અને મિત્રમાં સમભાવ રાખવાવાળા મુનિરાજ મહાવીર ગિરિ-કન્દરાઓમાં વાસ કરતા હતા. ઠંડી, ગરમી, વર્ષા વગેરે ઋતુઓના પ્રચંડ વેગથી તેઓ જરા પણ ચલાયમાન થતા ન હતા. એમની સૌમ્યમૂર્તિ, સ્વભાવિક સરળતા, અહિંસામય જીવન અને શાંત સ્વભાવને જોઈને બહુધા જંગલી પશુઓ પણ સ્વભાવગત વેર-વિરોધ છોડીને સામ્યભાવ ધારણ કરતાં હતાં. સાપ અને નોળિયો તથા ગાય અને સિંહુ એક ઘાટ પર પાણી પીતાં હતાં. જ્યાં તેઓ રહેતા ત્યાં વાતાવરણ સહજ શાંતિમય બની જતું હતું. કદાચિત કોઈવાર ભોજનનો વિકલ્પ ઊઠતો તો અનેક અટપટી પ્રતિજ્ઞાઓ લઈને તેઓ ભોજન માટે નજીકના નગર તરફ આવતા. જો કોઈ શ્રાવક એમની પ્રતિજ્ઞાઓને અનુરૂપ શુદ્ધ સાત્ત્વિક આહાર નવધા-ભક્તિપૂર્વક આપે તો અત્યંત સાવધાનીપૂર્વક અનાસક્ત ભાવથી ઊભા-ઊભા આહાર ગ્રહણ કરી તરત જ વનમાં પાછા ચાલ્યા જતા હુતા. મુનિરાજ મહાવીરનો આહાર એક વખત અતિ વિપત્તિભરી સ્થિતિને પામેલ સતી ચંદનબાળાના હાથે પણ થયો હતો. ૬૬ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #69 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આ પ્રમાણે અંતર્બાહ્ય ઘોર તપશ્ચરણ કરતાં કરતાં બાર વર્ષ વીતી ગયાં. બેતાલીસ વર્ષની અવસ્થામાં વૈશાખ સુદી દશમને દિવસે આત્મનિમગ્નતાની દશામાં એમણે અંતરમાં વિધમાન સૂક્ષ્મ રાગનો પણ અભાવ કરી પૂર્ણ વીતરાગ દશા પ્રાપ્ત કરી લીધી. પૂર્ણ વીતરાગતા પ્રાપ્ત થતાં જ એમને પરિપૂર્ણ જ્ઞાન (કેવલજ્ઞાન )ની પણ પ્રાપ્તિ થઈ. મોહ-રાગ-દ્વેષરૂપી શત્રુઓને સંપૂર્ણપણે જીતી લેવાથી તેઓ સાચા મહાવીર બન્યા. પૂર્ણ વીતરાગી અને સર્વજ્ઞ થઈ ગયા તેથી તેઓ ભગવાન કહેવાયા. તે જ સમયે તીર્થંકર નામના મહા પુણ્યોદયથી તેમને તીર્થંકર પદની પ્રાપ્તિ થઈ અને તેઓ તીર્થંકર ભગવાન મહાવીરના નામે પ્રસિદ્ધ થયા. તેમનો ઉપદેશ શ્રાવણ વદી એકમના દિવસે શરૂ થયો. આ જ કારણને લીધે આ દિવસે આખાય ભારતવર્ષમાં વીર-શાસન જયંતી મનાવવામાં આવે છે. એમનો તત્ત્વોપદેશ થવા માટે ઈન્દ્રની આજ્ઞાથી કુબેરે સમવસરણની રચના કરી. તીર્થંકરની ધર્મસભાને ‘સમવસરણ' કહેવામાં આવે છે. એમની ધર્મસભામાં પ્રત્યેક પ્રાણીને જવાનો અધિકાર હતો. નાના-મોટાનો કોઈ ભેદ ન હતો. જેનો આચાર અહિંસક હોય, જેણે અભિપ્રાયમાં વસ્તુ-તત્ત્વનો સ્પર્શ કર્યો હોય, તથા જે પોતામાં ઊતરી ગયો હોય, તે ભલે ચાંડાળ હોય તોપણ તે માનવી જ નહીં, દેવથી પણ અધિક છે. કહ્યું પણ છેઃ सम्यग्दर्शन सम्पन्नमपि मातंग देहजम् । देवादेवं विदुर्भस्म, गूढांगारान्तरौजसम् ।।' એમની ધર્મસભામાં રાજા-રંક, ગરીબ-અમીર, ગોરા-કાળા સર્વ માનવીઓ એકી સાથે બેસીને ધર્મ-શ્રવણ કરતાં હતાં. એટલે સુધી કે તેમાં માનવો-દેવોની સાથે સાથે પશુઓને બેસવાની પણ વ્યવસ્થા હતી અને ઘણાં પશુગણ પણ શાન્તિપૂર્વક ધર્મશ્રવણ કરતાં હતાં. સર્વપ્રાણી-સમભાવ જેવો મહાવી૨ની ધર્મસભામાં જોવામાં આવતો હતો તેવો અન્યત્ર દુર્લભ છે. એમણે સ્થાપિત કરેલા ચતુર્વિધ સંઘમાં મુનિસંઘ ૧. આચાર્ય સમન્તભદ્ર : રત્નકરણ્ડ શ્રાવકાચાર, શ્લોક ૨૮ ૬૭ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #70 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અને શ્રાવકસંઘની સાથે સાથે આર્થિકાસંઘ અને શ્રાવિકાસંધ પણ હતા. અનેક વિરોધી વિદ્વાનો પણ એમના ઉપદેશોથી પ્રભાવિત થઈને પોતાની પરંપરાઓનો ત્યાગ કરીને એમના શિષ્યો બન્યા. મુખ્ય વિરોધી વિદ્વાન ઈન્દ્રભૂતિ ગૌતમ તો એમના પટ્ટશિષ્યોમાંથી એક છે. તેઓ જ એમના પ્રથમ ગણધર બન્યા કે જેઓ ગૌતમ સ્વામીના નામે પ્રસિદ્ધ છે. તેઓ ભગવાન મહાવીરના શિષ્ય કેવી રીતે બન્યા, એનું વૃત્તાંત નીચે પ્રમાણે પ્રાપ્ત છેઃ ઈન્દ્રભૂતિ ગૌતમ વેદ-વેદાંતોના પારગામી વિદ્વાન હતા. એમને પાંચસો શિષ્યો હતા. ઈન્દ્રને જ્યારે એમ માલૂમ પડયું કે ભગવાનની દિવ્યધ્વનિને સંપૂર્ણપણે ધારણ કરવામાં સમર્થ, એમના પટ્ટશિષ્ય બનવાને યોગ્ય ઈન્દ્રભૂતિ ગૌતમ જ છે, ત્યારે એ વૃદ્ધ બ્રાહ્મણના વેશે એમના આશ્રમે પહોંચ્યા. ઈન્દ્રે ઈન્દ્રભૂતિની સમક્ષ એક છન્દ ૨જૂ કર્યો અને પોતાને મહાવીરનો શિષ્ય હોવાનું જણાવી એનો અર્થ સમજવાની જિજ્ઞાસા પ્રગટ કરી તે શ્લોક આ પ્રમાણે છેઃ त्रैकाल्यं द्रव्यषट्कं नवपदसहितं जीवषट्कायलेश्याः। पंचान्ये चास्तिकाया व्रतसमितिगतिज्ञानचारित्रभेदाः ।। इत्येतन्मोक्षमूलं त्रिभुवनमहितैः प्रोक्तमर्हद्भिरीशैः । प्रत्येति श्रद्दधाति स्पृशति च मतिमान् यः स वै शुद्धदृष्टिः ।। ઈન્દ્રભૂતિ વિચારમગ્ન બની વિચારવા લાગ્યા કે આ છ દ્રવ્ય, નવ પદાર્થ, પંચાસ્તિકાય વગેરે શું છે? પોતાના તત્સંબંધી અજ્ઞાનને અભિમાનમાં દબાવીને ઈન્દ્રભૂતિએ ઈન્દ્રને કહ્યું-આ સંબંધમાં હું તમારા ગુરુ સાથે જ ચર્ચા કરીશ. ચાલો! તેઓ કયાં છે? હું એમની પાસે આવું છું. ઈન્દ્રભૂતિનો સંદ્ધર્મ પ્રાપ્તિનો કાળ પાકી ગયો હતો, સાથે જ ભગવાનની દિવ્યધ્વનિ ખરવાનો કાળ પણ આવી ચૂકયો હતો. સમવસરણની નિકટ આવતાં જ તેમના વિચારોમાં કઠોરતાનું સ્થાન કોમળતાએ લઈ લીધું. માનસ્તંભને દેખતાંની સાથે જ એમનું અભિમાન ગળી ગયું અને એમણે ભગવાન મહાવીરની પાસે દીક્ષા લઈ લીધી. એમની યોગ્યતા અને ભગવાન મહાવીરની મહાનતાએ એમને પ્રથમ ૬૮ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #71 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગણધર બનાવ્યા. એ ઉપરાંત તેમના બીજા દશ ગણધરો હતા. જેમના નામ આ પ્રમાણે છેઃ- (૧) અગ્નિભૂતિ, (૨) વાયુભૂતિ, (૩) આર્યવ્યક્ત, (૪) સુધર્મા, (૫) મંડિત, (૬) મૌર્યપુત્ર, (૭) અપિત, (૮) અચલભ્રાતા, (૯) મેતાર્ય અને (૧૦) પ્રભાસ. શ્રાવક શિષ્યોમાં મગધસમ્રાટ મહારાજા શ્રેણિક (બિમ્બસાર) મુખ્ય હતા. લાગલગાટ ત્રીસ વર્ષો સુધી આખાય ભારતવર્ષમાં એમનો વિહાર થતો રહ્યો. એમનો ઉપદેશ એવી રીતે થતો હતો કે સૌ પોત-પોતાની ભાષામાં સમજી લેતાં હતાં એમના ઉપદેશને દિવ્યધ્વનિ કહેવામાં આવે છે. એમણે પોતાની દિવ્ય વાણીમાં જીવાદિ સર્વ દ્રવ્યોની સંપૂર્ણપણે સ્વતંત્રતાની ઘોષણા કરી. એમનું કહેવું હતું કે પ્રત્યેક આત્મા સ્વતંત્ર છે, કોઈ, કોઈને આધીન નથી. પૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો માર્ગ સ્વાવલંબન છે. રંગ, રાગ અને ભેદથી ભિન્ન શુદ્ધ નિજ-આત્મામાં દષ્ટિ કેન્દ્રિત કરવી એ જ સ્વાવલંબન છે. પોતાના સામર્થ્યના આધારે જ સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકાય છે. અનન્ત સુખ અને સ્વતંત્રતા ભીખમાં પ્રાપ્ત થાય એવી વસ્તુ નથી અને તે બીજાઓની તાકાતના જો૨ ૫૨ મેળવી શકાતાં નથી. બધા આત્માઓ સ્વતંત્ર ભિન્ન-ભિન્ન છે; એક નથી, પરંતુ એક સમાન અવશ્ય છે, બરાબર છે, કોઈ નાના મોટા નથી. તેથી એમણે કહ્યું: ૧. બીજા આત્માઓને પોતાની સમાન જાણો. ૨. બધા આત્માઓ સમાન છે; પરંતુ એક નથી. ૩. જો સાચી દિશામાં પુરુષાર્થ કરે તો પ્રત્યેક આત્મા પરમાત્મા બની શકે છે. ૪. પ્રત્યેક પ્રાણી પોતાની ભૂલથી સ્વયં દુઃખી છે અને પોતાની ભૂલ સુધારીને સુખી પણ થઈ શકે છે. ભગવાન મહાવીરે જે કહ્યું તે કોઈ નવું સત્ય ન હતું. સત્યમાં નવા-જૂનાનો ભેદ કેવો ? એમણે જે કહ્યું તે અનાદિથી છે, સનાતન ૬૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #72 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates છે. એમણે સત્યની સ્થાપના નહીં, સત્યનું ઉદ્દઘાટન કર્યું છે. એમણે કોઈ નવો ધર્મ સ્થાપિત કર્યો નથી. ધર્મ તો વસ્તુના સ્વભાવને કહે છે. વસ્તુનો સ્વભાવ બનાવી શકાતો નથી. જે બનાવી શકાય તે સ્વભાવ કેવો? તે તો જાણી શકાય છે. કર્તુત્વના અહંકારથી અને પોતાપણાના મમકારથી દૂર રહીને જે સ્વ અને પારને, સંપૂર્ણપણે અપ્રભાવિત રહીને, એક સમયમાં પરિપૂર્ણ જાણે તે જ ભગવાન છે. તીર્થકર ભગવાન વસ્તુના સ્વરૂપને જાણે છે, બતાવે છે, પરંતુ બનાવતા નથી. તેઓ તીર્થકર હતા. એમણે ધર્મતીર્થનું પ્રવર્તન કર્યું. એમણે જે ઉપદેશ આપ્યો તેને આચાર્ય સમન્તભદ્ર સર્વોદય તીર્થ કહ્યું છે:सर्वान्तवत् तद्गुण मुख्य कल्पम्। સર્વાન્ત શૂન્ય ૨ મિથોનપેક્ષન્ सर्वापदामन्तकरं निरन्तम्। सर्वोदयं तीर्थमिदं तवैव।। હે ભગવાન મહાવીર! આપના સર્વોદય તીર્થમાં (વસ્તુના) સર્વ ધર્મોનું કથન છે. એમાં મુખ્ય અને ગૌણની વિપક્ષાપૂર્વક વ્યાખ્યાન છે, તેથી કોઈ (પૂર્વાપર) વિરોધ આવતો નથી, પરંતુ અન્ય વાદીઓનાં કથન નિરપેક્ષ હોવાથી સંપૂર્ણપણે વસ્તુસ્વરૂપનું પ્રતિપાદન કરવામાં અસમર્થ છે. આપનું શાસન (તત્ત્વોપદેશ) સર્વ આપદાઓનો નાશ કરવામાં અને સમસ્ત સંસારી પ્રાણીઓને સંસાર-સાગરથી પાર કરવામાં સમર્થ છે, તેથી સર્વોદય તીર્થ છે. જેમાં સર્વનો ઉદય હોય તે જ સર્વોદય છે. તીર્થંકર મહાવીરે જે સર્વોદય તીર્થનું પ્રશાસન કર્યું, એના જે ધર્મતત્ત્વને લોકોની સામે રાખ્યું, એમાં કોઈપણ પ્રકારની સંકુચિતતા કે સીમા ન હતાં. આત્મધર્મ સર્વ આત્માઓ માટે છે. ધર્મને માત્ર મનુષ્ય સાથે જોડવો એ પણ એક પ્રકારની સંકુચિતતા છે. તે તો પ્રાણીમાત્રનો ધર્મ છે “માનવધર્મ” ૧. યુકત્યનુશાસન, શ્લોક ૬ર. છO Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #73 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શબ્દ પણ પૂર્ણ ઉદારતાનો સૂચક નથી. તે પણ ધર્મના ક્ષેત્રને માનવસમાજ સુધી જ મર્યાદિત કરી દે છે, જ્યારે ધર્મનો સંબંધ સમસ્ત ચેતનસૃષ્ટિ સાથે છે, કારણ કે સર્વ પ્રાણીઓ સુખ અને શાન્તિથી રહેવા ઈચ્છે છે. તીર્થકર ભગવાન મહાવીરે પ્રત્યેક વસ્તુની પૂર્ણ સ્વતંત્ર સત્તાનું પ્રતિપાદન કર્યું છે, અને એ પણ સ્પષ્ટ કર્યું છે કે પ્રત્યેક વસ્તુ સ્વયં પરિણમનશીલ છે. એના પરિણમનમાં પર પદાર્થનો કોઈ હસ્તક્ષેપ નથી. એટલે સુધી કે પરમપિતા પરમેશ્વર (ભગવાન) પણ એની સત્તાનો કર્તા-હર્તા નથી. જન-જનની જ નહીં, બલ્ક કણ-કણની સ્વતંત્ર સત્તાની ઉદ્ઘોષણા તીર્થકર મહાવીરની વાણીમાં થઈ છે. બીજાના પરિણમન અથવા કાર્યમાં હસ્તક્ષેપ કરવાની ભાવના જ મિથ્યા, નિલ અને દુઃખનું કારણ છે; કારણ કે સર્વ જીવોનાં દુઃખ-સુખ, જીવન-મરણના કર્તા બીજાને માનવા તે અજ્ઞાન છે. એ જ કહ્યું છેઃसर्व सदैव नियतं भवति स्वकीय कर्मोदयान्मरणजीवितदुःखसौख्यम्।। अज्ञानमेतदिह यत्तु परः परस्य દુર્યાપુમરણનીવિત૬:સૌરધ્યમ્ II જો એક પ્રાણીને બીજાના દુઃખ-સુખ અને જીવન-મરણના કર્તા માનવામાં આવે તો પછી પોતે કરેલાં શુભાશુભ કર્મ નિષ્ફળ સાબિત થશે. કારણ કે પ્રશ્ન એ છે કે આપણે બૂરાં કર્મ કરીએ અને કોઈ અન્ય વ્યક્તિ, ભલે તે ખૂબ શક્તિશાળી હોય, શું તે આપણને સુખી કરી શકે છે? એ જ પ્રમાણે આપણે સારાં કર્મ કરીએ અને કોઈ અન્ય વ્યક્તિ, ભલે તે ઈશ્વર જ કેમ ન હોય, શું તે આપણું બૂરું કરી શકે છે? જો હા, તો પછી ભલાં કામ કરવા અને બૂરાં કાર્યોથી ડરવું એ બધું વ્યર્થ છે, કારણ કે એનાં ફળ ભોગવવાનું તો આવશ્યક છે જ નહીં! અને જો એ સત્ય છે કે આપણે આપણા પોતાના ભલાં-બૂરાં કર્મોનું ફળ ભોગવવું જ પડે તો પછી હસ્તક્ષેપની કલ્પના નિરર્થક છે. ૧. આચાર્ય અમૃતચંદ્ર : સમયસાર કળશ, ૧૬૮ ૭૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #74 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates આ વાતને આચાર્ય અમિતગતિએ આ પ્રમાણે વ્યક્ત કરી છેઃ स्प्रं कृतः कर्म यदात्मना पुरा, फलं तदीयं लभते शुभाशुभम्। परेण दत्तं यदि लभ्यते स्फुटं, स्वयं कृतं कर्म निरर्थकं तदा।। निजार्जितं कर्म विहाय देहिनो, न कोपि कस्यापि ददाति किंचन। विचारयन्नैवमनन्य मानसः, परो ददातीति विमुच्य शेमुषीम् ।। અંતમાં ૭૨ વર્ષની ઉમરે દીપાવલીના દિવસે આ યુગના અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરે ભૌતિક દેહનો ત્યાગ કરી નિર્વાણ પ્રાપ્ત કર્યું. એ જ દિવસે એમના પ્રથમ શિષ્ય ઈન્દ્રભૂતિ ગૌતમને પૂર્ણજ્ઞાન (કેવલજ્ઞાન )ની પ્રાપ્તિ થઈ. જૈન માન્યતાનુસાર દીપાવલી મહાપર્વ ભગવાન મહાવી૨ને નિર્વાણપદની અને એમના મુખ્ય શિષ્ય ગૌતમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ-એના ઉપલક્ષ્યમાં જ ઊજવવામાં આવે છે. આ રીતે આપણે જોઈએ છીએ કે ભગવાન મહાવીરનું જીવન આત્માથી પરમાત્મા બનવાના ક્રમિક વિકાસની કથા છે. પ્રશ્ન: ૧. તીર્થંકર ભગવાન મહાવીરનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર તમારા શબ્દોમાં લખો. ૨. ભગવાન મહાવીરને કેટલા ગણધરો હતા ? નામ સહિત જણાવો. ૩. બાળક વર્ધમાન ગર્ભમાં આવ્યા તે પહેલાં તેમની માતાએ કેટલાં અને કયાં કયાં સ્વપ્નો દેખ્યાં હતા ? ૪. ભગવાન મહાવીરનો મુખ્ય ઉપદેશ શું શું હતો ? ૧. ભાવના દ્વાત્રિંશતિકા (સામાયિક પાઠ), છંદ ૩૦–૩૧. ૭૨ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #75 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates પાઠ ૯ દેવાગમ સ્તોત્ર (આસમીમાંસા ) તાર્કિક ચક્રચૂડામણિ આચાર્ય સમન્તભદ્ર વિક્રમની બીજી શતાબ્દીમાં મહાન દિગ્ગજ આચાર્ય થઈ ગયા છે. તેઓ આઘસ્તુતિકાર તરીકે પ્રસિદ્ધ છે. તેમણે અનેક સ્તોત્ર લખ્યાં છે, જેમાં અનેક ગંભીર ન્યાય ભરેલા છે. ‘દેવાગમ સ્તોત્ર’ પણ એમાંનું એક અદ્વિતીય સ્તોત્ર છે. તેને ‘આસમીમાંસા’ પણ કહે છે કારણ કે એમાં આસ (સાચા દેવ )ના સ્વરૂપ સંબંધી ગંભીર વિચારણા પ્રસ્તુત કરવામાં આવી છે. આચાર્ય ઉમાસ્વામીના તત્ત્વાર્થસૂત્ર (મોક્ષશાસ્ત્ર) ૫૨ આચાર્ય સમંતભદ્રે એક ‘ગંધહસ્તિ મહાભાષ્ય' નામનું ભાષ્ય લખેલું હતું. આ ‘દેવાગમ સ્તોત્ર’ તત્ત્વાર્થ સૂત્રના મંગલાચરણ मोक्षमार्गस्य नेतारं, भेत्तारं कर्मभृभूभृताम् । ज्ञातारं विश्वतत्त्वानां, वन्दे तद्गुणलब्धये।। ના સંદર્ભમાં લખવામાં આવેલ ‘ગંધહસ્તિ મહાભાષ્ય 'નું મંગલાચરણ છે. આ સ્તોત્ર પર અનેક ગંભીરતમ વિસ્તૃત ટીકાઓ સંસ્કૃત ભાષામાં લખવામાં આવી છે, જેમાં આચાર્ય અકલંકદેવની આઠસો શ્લોક પ્રમાણ ‘ અષ્ટશતી ’ અને આચાર્ય વિધાનન્દિની આઠ હજાર શ્લોક પ્રમાણ ‘અષ્ટસહસ્ત્રી ' અત્યંત ગંભીર અને પ્રસિદ્ધ ટીકાઓ છે. આમાં ૧૧૪ છંદ છે. બધા અહીં આપવા સંભવિત નથી. એ બધાનો અર્થ પણ અત્યંત ગૂઢ છે, એના વિશેષ સ્પષ્ટીકરણનો પણ અહીં આવકાશ નથી. તેથી એના આરંભના ૧૬ છન્દો સામાન્ય અર્થ સહિત નમૂના સ્વરૂપે પ્રસ્તુત કરેલા છે. દેવાગમ સ્તોત્ર અને એની ટીકાઓ મૂળ સ્વરૂપે વાંચવા યોગ્ય છે – વાંચવી જોઈએ. . ૧. તત્ત્વજ્ઞાન પાઠમાળા ભાગ ૧ માં આચાર્ય સમન્તભદ્રનો પરિચય આપવામાં આવેલો છે, ત્યાંથી અધ્યયન કરી લેવું જોઈએ. પરીક્ષામાં તે સંબંધી પ્રશ્નો પૂછી શકાય છે. ૭૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #76 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાઇને સટ કરતા આચાર્ય આ સ્તોત્રનો વિષય સ્તુતિની શૈલીમાં આમના સાચા સ્વરૂપની વ્યાખ્યા કરવાનો છે. એ વ્યંગના રૂપે લખવામાં આવેલ છે. એના ભંગાર્થને સ્પષ્ટ કરતાં આચાર્ય વિધાનન્દિએ લખ્યું છે - “માનો ભગવાને (આમે) સાક્ષાત સમન્તભદ્રાચાર્યને પૂછ્યું કે હે સમન્તભદ્ર! આચાર્ય ઉમાસ્વામીએ મહાશાસ્ત્ર “તત્વાર્થસૂત્ર'ના પ્રારંભમાં મારું સ્તવન અતિશય રહિત ગુણો વડ જ કેમ કર્યું, જ્યારે કે મારામાં અનેક સાતિશય ગુણ વિદ્યમાન છે. એના ઉત્તરમાં સમન્તભદ્ર આ “દેવાગમ સ્તોત્ર' લખ્યું.” Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #77 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દેવાગમ સ્તોત્ર ( આસમીમાંસા ) [સામાન્ય અર્થ સહિત ] देवागम नभोयान, चामरादि विभूतयः । मायाविष्वपि दृष्यन्ते, नातस्त्वमसि नो महान् ।। १ ।। હું ભગવાન ! આપ અમારી દૃષ્ટિમાં માત્ર એટલા માટે મહાન નથી કે આપના દર્શનાર્થે દેવગણ આવે છે, આપનું ગમન આકાશમાં થાય છે અને આપ ચામરછત્ર આદિ વિભૂતિઓ વડે વિભૂષિત છો; કારણ કે આ બધું તો માયાવીઓમાં પણ જોવામાં આવે છે. ૧. अध्यात्मं बहिरप्येष, विग्रहादि दिव्यः सत्यो दिवौकष्व મહોય: । प्यस्ति रागादिमत्सु सः ।। २।। એ જ પ્રમાણે શીરાદિ સંબંધી અંતરંગ અને બહિરંગ અતિશયો (વિશેષતાઓ ) જો કે માયાવીઓમાં હોતા નથી તેમ છતાં રાગાદિ ભાવોથી યુક્ત દેવતાઓમાં હોય છે, તેથી આ કારણે પણ આપ અમારી દષ્ટમાં મહાન હોઈ શકો નહીં. ૨. ૭૫ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #78 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates तीर्थकृत्समयानां च परस्पर विरोधत: । सर्वेषामाप्तता नास्ति काश्चिदेव भवेद्गुरु: ।।३।। આગમના આધાર અને ધર્મતીર્થના પ્રવર્તાવનાર હોવાથી પણ આપની મહાનતા સિદ્ધ થતી નથી; કારણ કે શાસ્ત્રોના રચનારા અને સંપ્રદાય-પંથરૂપ તીર્થોના ચલાવનારા અનેક છે અને એ બધાનાં વચનો પ્રાયઃ ૫રસ્પર વિરોધી છે. પરસ્પર વિરોધી વચનોવાળા બધા તો આસ હોઈ શકે નહીં! એમનામાંથી કોઈ એક જ આસ હોય. ૩. दोषावरणयोर्हानि, निःशेषास्त्यतिशायनात् । क्वचिद्यथा स्वहेतुभ्यो, बहिरन्तर्मलक्षयः ||૪|| હું ભગવાન ! આપની મહાનતા તો વીતરાગતા અને સર્વજ્ઞતાના કારણે જ છે. વીતરાગતા અને સર્વજ્ઞતા અસંભવિત નથી. મોહ, રાગ, દ્વેષાદિ દોષ અને જ્ઞાનાવરણાદિ આવરણોનો સંપૂર્ણ અભાવ સંભવિત છે, કેમ કે તેમની નિ મશઃ થતી જોવામાં આવે છે. જે રીતે લોકમાં અશુદ્ધ સુવર્ણ-પાષાણાદિમાં સ્વહેતુઓ વડે અર્થાત્ અગ્નિતાપાદિ વડે અંતર્બાહ્ય મેલ (અશુદ્ધિ)નો અભાવ થઈને સુવર્ણની શુદ્ધતા થતી જોવામાં આવે છે તે જ રીતે શુદ્ધોપયોગરૂપ ધ્યાનાગ્નિના તાપથી કોઈ આત્માના દોષાવરણની હાનિ થઈને વીતરાગતા અને સર્વજ્ઞતાનું પ્રગટ થવું સંભવિત છે. ૪. ૭૬ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #79 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates सूक्ष्मान्तरित दूरार्थाः प्रत्यक्षाः कस्यचिद्यथा । अनुमेयत्वतोऽग्न्यादि रिति सर्वज्ञसंस्थितिः ।। ५ ।। પરમાણુ આદિ સૂક્ષ્મ, રામ આદિક અંતરિત અને મેરુ આદિ દૂરવર્તી પદાર્થો કોઈને પ્રત્યક્ષ છે; કારણ કે તે અનુમાન વર્ડ જાણવામાં આવે છે. જે જે અનુમાન વડે જાણવામાં આવે તે કોઈને પ્રત્યક્ષ (જાણવામાં) પણ હોય છે. જેમ દૂર રહેલી અગ્નિનું આપણે ધૂમાડો દેખીને અનુમાન કરી લઈએ છીએ તો કોઈ એને પ્રત્યક્ષ પણ જાણતો હોય છે. તે જ પ્રમાણે સૂક્ષ્મ, અંતરિત અને દૂરવર્તી પદાર્થોને આપણે અનુમાન વડે જાણીએ છીએ તો કોઈ એમને પ્રત્યક્ષ પણ જાણી શકે છે. આ પ્રમાણે સામાન્યતઃ સર્વજ્ઞની સત્તા સિદ્ધ થાય છે. ૫. स त्वमेवासि निर्दोषो, युक्तिशास्त्राविरोधिवाक् । अविरोधो यदिष्टं ते, प्रसिद्धेन न बाध्यते ।। ६ ।। હે ભગવાન! તે વીતરાગી અને સર્વજ્ઞ આપ જ છો, કારણ કે આપની વાણી યુક્તિ અને આગમથી અવિરુદ્ધ છે. જે કાંઈ પણ આપે કહ્યું છે તે પ્રત્યક્ષાદિ પ્રસિદ્ધ પ્રમાણોથી બાધિત થતું નથી. તેથી આપની વાણી અવિરુદ્ધ કહેવામાં આવી છે. ૬. त्वन्मतामृत बाह्यानां सर्वथैकान्तवादिनाम् । आप्तामिमानदग्धानां स्वेष्टं दृष्टेन बाध्यते ॥ ७ ॥ હે ભગવાન! આપે પ્રતિપાદન કરેલ અનેકાન્તમતરૂપી અમૃતથી ৩৩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #80 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates બાહ્ય જે સર્વથા એકાન્તવાદી લોકો છે. તેઓ આસ-અભિમાનથી દગ્ધ ( પીડિત ) છે અર્થાત્ તેઓ આસ નહીં હોવા છતાં પણ ‘હું આસ છું' એમ માની બેઠા છે. પરમાર્થતઃ તેઓ આસ હોઈ શકે નહીં, કારણ કે એમના દ્વારા પ્રતિપાદિત વસ્તુસ્વરૂપ પ્રત્યક્ષાદિ પ્રમાણોથી બાધિત છે. ૭. कुशमाकुशलं कर्म्म परलोकश्च न क्वचित् । एकान्तग्रह रक्रेषु, નાથ! સ્વપરવૈરિપુ ।।૮।। હે નાથ ! જે લોકો એકાન્તના આગ્રહમાં રક્ત છે અથવા એકાંતરૂપી પિશાચને આધીન છે તેઓ સ્વ અને ૫૨ બંનેનાય શત્રુ (બૂરું કરવાવાળા) છે, કારણ કે એમના મતમાં શુભાશુભ કર્મ અને પરલોક આદિ કાંઈ વ્યવસ્થિત સિદ્ધ થતાં નથી. ૮. भावैकान्तेपदार्थाना मभावानामपह्नवात् । सर्वात्मकमनाद्यन्त मस्वरुपमतावकम् ।।९।। હે ભગવાન! પદાર્થોનો સર્વથા સદ્દભાવ જ માનવાથી અભાવોનો અભાવ (લોપ) માનવો પડે. આ પ્રમાણે અભાવોને નહીં માનવાથી સર્વ પદાર્થો સર્વાત્મક બની જાય, સર્વ અનાદિ અને અનંત થઈ જાય, કોઈનું કોઈ પૃથક્ સ્વરૂપ જ નહિ રહે; જે આપને સ્વીકાર્ય નથી. ૯. कार्यद्रव्यमनादि स्यात् प्रागभावस्य निह्नवे । प्रध्वंसस्य च धर्मस्य प्रच्यवेऽनन्ततां व्रजेत् ।। १० ।। ७८ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #81 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રાગભાવનો અભાવ માનવાથી સમસ્ત કાર્યો (પર્યાયો) અનાદિ થઈ જાય. એ જ પ્રમાણે પ્રäસાભાવ નહીં માનવાથી બધાં કાર્યો (પર્યાયો) અનન્ત થઈ જાય. ૧૦. सर्वात्मकं तदेकं स्या दन्यापोह व्यतिक्रमे । अन्यत्र समवाये न व्यपदिश्येत सर्वथा ।।११।। જો અન્યોન્યાભાવ નહીં માનવામાં આવે તો દશ્યમાન સર્વે પદાર્થો (પુદગલ) વર્તમાનમાં એકરૂપ થઈ જાય અને અત્યંતભાવ નહીં માનવાથી સર્વ દ્રવ્યો ત્રિકાળ એકરૂપ થઈ જવાથી કોઈ પણ દ્રવ્યનો વ્યપદેશ (કથન) પણ બની શકે નહીં.૧૧. अभावैकान्त पक्षेऽपि भावापहव वादिनाम् । बोधवाक्यं प्रमाणं न વન સાઇન ટૂષણમ્ | ૨૨ાા ભાવનો સર્વથા અભાવ માનનારા અભાવ-એકાન્તવાદીઓનાં જ્ઞાન અને વચનોની પ્રામાણિકતાના અભાવમાં, તેઓ સ્વમતની સ્થાપના અને પરમતનું ખંડન કેવી રીતે કરે ? તેથી અભાવ-એકાન્ત પણ યોગ્ય નથી.૧ર. विरोधान्नोभयैकान्तं, स्याद्वादन्याय विद्विषां । अवाच्यतैकान्तेप्युक्ति નવાવ્યfમતિ યુજ્યતે શરૂા જો કોઈ ભાવ-એકાન્ત અને અભાવ-એકાન્તમાં ઉત્પન્ન થતા દોષોથી બચવા માટે ઉભય-એકાન્તનો સ્વીકાર કરે તો પણ સ્યાદ્વાદ ૭૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #82 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ન્યાયના વિરોધીઓના મતમાં, બન્ને (ભાવ-એકાન્ત અને અભાવ-એકાન્ત) નો પરસ્પર વિરોધ હોવાથી બન્નેમાં અલગ-અલગ દર્શાવેલા દોષો આવ્યા વિના રહે નહીં. જો આ પરેશાની (આપત્તિ) થી બચવા માટે કોઈ અવાચ્ય-એકાન્તનો સ્વીકાર કરે તો “અવાચ્ય' કહેવાથી વસ્તુ “અવાચ્ય' શબ્દ વડે “વાગ્ય' થઈ જાય. ૧૩. कथंचित्ते सदेवेष्टं कथंचिदसदेव तत् । तथोभयमवाच्यं च નયયોગન્નિ સર્વથા II ૨૪ તેથી હે ભગવાન! આપે દર્શાવેલું વસ્તુસ્વરૂપ કથંચિત્ સત્ (ભાવસ્વરૂપ ), કથંચિત્ અસત્ (અભાવરૂપ ), કથંચિત ઉભય (ભાવાભાવરૂપ), કથંચિત્ અવક્તવ્ય, કથંચિત્ સત્-અવક્તવ્ય, કથંચિત્ અસત્- અવક્તવ્ય અને કથંચિત્ સત્-અસત્ અવક્તવ્ય છે; પરંતુ આ સર્વ સમભંગ નયોની અપેક્ષાએ જ છે, સર્વથા નહીં. ૧૪. सदेव सर्व को नेच्छेत् स्वरुपादि चतुष्टयात् । असदेव विपर्यासान्न, વેન્ન વ્યવતિષ્ઠતે II ૨૪ સ્વરૂપાદિ ચતુષ્ટય (સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, કાળ, અને સ્વભાવ) ની અપેક્ષાએ વસ્તુના સદ્દભાવનો કોણ સ્વીકાર નહીં કરે? એ જ પ્રમાણે પરરૂપ ચતુષ્ટય (પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવ) ની અપેક્ષાએ અભાવનો કોણ સ્વીકાર નહીં કરે? અર્થાત્ પ્રત્યેક બુદ્ધિમાન વ્યક્તિ સ્વીકાર કરે જ. જો કોઈ ન કરે તો એના વિચાર અનુસાર વસ્તુ-વ્યવસ્થા સિદ્ધ ન થાય. ૧૫. ૮O Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #83 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates क्रमार्पित द्वयाद्वैतं, सहावाच्यमशक्तितः / अवक्तव्योत्तरा: शेषा સ્ત્રયો મંચ: સ્વદેતુત: રદ્દ aa કમાર્પણ (ક્રમથી કથન કરવું) ની અપેક્ષાએ વસ્તુ ઉભયરૂપ (ભાવાભાવરૂપ) છે અને એકી સાથે ભાવ અને અભાવને કહેવામાં અસમર્થ હોવાથી વસ્તુ સ્માત અવક્તવ્ય છે. એના પછીના ત્રણ ભંગો સ્યાત્ સત્ અવક્તવ્ય, સ્યાત્ અસત્ અવક્તવ્ય અને સ્યાત્ સત્-અસત્ અવક્તવ્યને પણ પોત-પોતાની અપેક્ષાએ ઘટિત કરી લેવા. 16. પ્રશ્ન: 1. દેવાગમ સ્તોત્ર અને એના વિષય-વસ્તુનો સંક્ષિપ્ત પરિચય આપો. 2. નીચેનામાં પરસ્પર અંતર જણાવોઃ (ક) સામાન્ય સર્વજ્ઞસિદ્ધિ અને વિશેષ સર્વજ્ઞસિદ્ધિ. (ખ) ભાવ-અનેકાન્ત અને અભાવ-એકાન્ત. 3. ચારેય પ્રકારના એકાન્તોનું યુક્તિસહિત ખંડન કરી સ્યાદ્વાદની સિદ્ધિ કરો. 81 Please inform us of any errors on rajesh@ AtmaDharma.com